Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/005140/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેના પ્રતિભા દર્શન અભિવાદન ગ્રંથ o o o o oooo P2 : પ્રેરક : પ.પૂ.આ. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા. ' પૂ. મુનિશ્રી શીલરત્ન વિજયજી મ. સા. : સૌજન્ય : શ્રી લબ્ધિ નિધાન ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ. Page #2 -------------------------------------------------------------------------- ________________ || અનંત લtધ્વનિધાન શ્રી ગૌત્તમસ્વામીને નમ: || | શ્રી શંખેશ્વર-ભક્તિ-પાર્શ્વનાથાય નમઃ || || શ્રી વૃદ્ધિ-ધર્મ-ભક્તિ-પ્રેમ-સુબોધ સૂરીગુરુભ્યો નમઃ || શ્રી શંખેશ્વર મહાતીર્થ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાપ્રાસાદ ૫.પૂ. તપસ્વી સા. શ્રી હર્ષલતાશ્રીજી મ.સા. ના શિષ્યા ૫.પૂ. પ્રવર્તિની સા. શ્રી હેમલતાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ શંખેશ્વર ના સૌજન્યથી rg Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ AAA4 : VT. જૈdi જયતિ શાસન . ૮ જૈન પ્રતિભા દર્શન NI IP અભિવાદનો ગ્રંથ ગ્રંથળા પ્રેરક માર્ગદર્શક જ પ.પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. ઇટ સંપાદક વંદલાલ બી. વલૂક ACTION Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ . LI : a AGS . = – દિવ્યાશષ – - શુભાશિષ ––– પ.પૂ.આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.સા. | બ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપ્રાસાદ શંખેશરના પ્રેરક 1.પ.રા.શ્રી વિજયસૂબોધસૂરીશ્વરજી મ.સા. - પ.પૂ.આ. શ્રી વિજયમસૂરીશ્વરજી મ.સા. – ગ્રંથ પ્રેરક (શાસન પ્રભાવક પ.પૂ.આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.) સંયોજક - – ગ્રંથ સંપાદકપૂ. મુનિશ્રી શીવરાતવિજયજી મ.સા.) i li { બી. દ015 – ગ્રંથ ટાઈટલ – ચિત્ર પરિચય – (૧) દેશના આપતા ગુરુ ગણવામી (૨) વયસારના પૂર્વભવ (3) શ્રીપાળ - મયણાતું સિદ્ધાપૂજન (૪) દુષ્કાળમાં સાગા વહાવતા જગડશા (૫) નવકાર મંતના પ્રભાવે સાડી મરીને સુદર્શતા નામે રાજ!ારો બને છે. ગ્રંથ પ્રકાશoloમુખ્ય સહાયક બળ શ્રી લબ્લિનિધાન ચેરિટેબલ ટ્રસ્ટ - અમદાવાદ શ્રી ધર્મભક્તિ જૈન શૈ. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. – ગ્રંથ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાd શ્રી અરિહંત પ્રકાશન, “પપ્રાલય', ૨૨૩૭/બી/૧, હીલડ્રાઈવ, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, ભાવનગર-૨. ફોન નં. : ૫૬૧૯૯૩) - ગ્રંથ કિંમત – આર્ટીસ્ટ( રૂા. 300-00 ( અનંત ભાવસાર ... ભાવનગર) ટાઈપસેટીંગ ? ટાઇપસેટીંગ છે. શ્રી અરિહંત કોમપ્યુટર ગ્રાફિક્સ } કૃતિ ઓફસેટ એડી'સ પ્રાફિક પોઈન્ટ ૪૪, માધવદીપ, કાળાનાળા, સોનગઢ (જિ. ભાવનગર) [ સોનગઢ. ફોન નં. ૪૪૦૮૧ [ '' aj|વતગર – મદ્રકઃ છબીઓ અને કવરપેજ– જયસ્કેન ગ્રાફિક - ર૧૭૦૫૭૪-૭૫ ૦ ગજજર ઓફસેટ - ર૧૭૪૩૭૫ બારડોલપુરા – અમદાવાદ - ૧૬. - ગ્રંથ પ્રકાશમાં તારીખ – વૈશાખ સુદી - ૧૧ - ર૦૫૬ - શાસનની સ્થાપના દિવસ તા. ૧૪/પ/રooo : મુદ્રક Page #8 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રેરક T ધર્મલાભ - શાસન પ્રભાવક પપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજા પૂ. મુનિશ્રી શીલરત્ન વિ.મ.સા.ના ઉપદેશથી સંયમ સુવર્ણ મહોત્સવનાં મુખ્ય આયોજક પરમ ગુરુભક્ત મોરબી નિવાસી શ્રી યોગેશકુમાર જયસુખભાઈ સંઘવી (હાલ મદ્રાસ) Jain bucat arina on rate Personas y www.ainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ क्षि 3. मास्वामी वीगौतम Cun? नदी अपराजिताय नमः न दी सरस्वतयै नमः AREER दी जयाय नमः नदी त्रिभुयन स्वाकिन्यै नमः SVा प्रज्ञप्त्येन मेंदी रोहिण्यै नमः। A नैसर्पिकाय नमः KAR अधिशमादि शक्तयेनस हना न है महाभानस्य जी AKE//TINYoही नो में पांडुकाय नम * अघिमाहि दीपक मत्काय नमः । । अहित पदायाम स्थाय नमः ansar नाम: नमः । स्थाय नमः नमः महिमादि शकत साहिपनाया जा विपना कति घटाया और पदारRY 13 शत्यसका NAL पर्वत नि अतिभूति गाधिराय नम ट्री अगुप्ताये जमा hajील अग्राधिनायो कलमे नमः लविद्या ती माधवाय नमःVER LI_V_IBV HVA सदर पहावा अ काय नमः । चामा Haryana पासस्स धराय नमः करु स्वाहा द्रीयजाकुण्ये नमः संपन्नस्स बम व्यक्त आया अधिनायो AYAN श्रीण महा जये नमः ल दासबोदये नमः V न माणवका KORina ने पिंगलायन नेहाशत्व शकतो भगवआ. ल्याण कुरु विधानमः Var उपवार सूत्रा जापावराय HB काय नमः भगवन मा स अकधी धना AYOra खानदेय पदार्ण मम.. धिमादि शक्तये नमः दी अप्रतिधकार आता JANUAR UN राप जनाथ मानध्य नमः नदी नम.YJलपिया नयमस्स नमः Vल WWW भारकरिम जाधराय नमVAR नमःV में कालाय नमः Rituacaryana ● सर्व मादी पुरुपदलाई AMआहार AHMA Repaye MARAV pay AParnar xope ananda य गरिमा मा be teeten SAe Remes Here wherTEArkaam ध महाजालानी sareewanaK नये. AT) हमा नमका जबुल ARREARRIT 25A Ant मा 22 यमनति A 2019 Ge RAINMEPAGE REARSpice १.२. एण्यामा शोध न दी श्री गुरुपादुकाभ्यो नमः मटी जयन्त्यै नमः मुदी गर्माणपिटक यक्षराजाय नमः Dक्षा क्षेप्रपालाय नमः । श्री महालक्ष्म्यै नमः विजयायै नमः। Samsunamoransan sarvamanamamaesearanamusपरमपूज्य आचार्यदेवजीतिसूरी पालंकार आचार्य दानसूरी पालंकार आचार्यदेव तिलकसरी पदावारयत्र विवत आचार्य र सूरी एवं तताका चोविजयजी म.सा. संयोजितं महाभाविकभी गौतमस्वामी पूजनयप्रावधिकाधिता प्रकाशितमाम चीजातिका बयानुभति धनिराकृत्य समालमिदावाद लारें वि.२०५० अपात मटीशिया भवतु विधी समस्या सबधिक, परमपन्य प्रायदव भानुभटममा N शिष्य स्याम भी मच धजियम की भारी मतभार भीराला मएमक्षATAYENU मगर,अमदाबाद। Page #11 -------------------------------------------------------------------------- ________________ ગુરુ વંદનાવલિ - ध्यान मूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोः पद मन्त्र मूलं गुरोर्वाकयं मोक्षमूलं गूर कृपा ગુરુ તત્ત્વનો મહિમા ખરેખર અપરંપાર છે. છે પરમાત્મ મહાવીરે શાસન કાળના અઢી હજાર વર્ષો થી વધુના | રામયગાળામાં જે જે વ્યુતપ્રેમી બહુશ્રુતોએ ગ્રંથોની રચના કરી, આગમોની જો ટીકાખો રચી, સ્વનું સર્વસ્વ સમર્પિત કરી તેપ ત્વો કે જ્ઞાનું ધ્યાનથી જિન શાસનની જે કોઈ પ્રભાવના કરી તે રસ ઉત્તમાત્મા હકીકતમાં પોતાની સ્મૃતિસ્વરૂપ જે જે મક વાયા તેનો પ્રભાવ - પ્રતાપ ફક્ત ગુરુકૃપાનો છે. | ગુડ ભયને દૂર કરે છે. અરે ! ભવન પણ દૂર કરે છે. ગુર તો દુર્લભ હોય છે, અગમ્ય હોય છે અને અમોધ હોય છે. ગુરુ તો જીવનનો એકડો છે. જેના પર ગુરુકૃપાના મંગલમેઘ વરસી રહે તેની જીવનનૈયા સહી સલામત પાર પહોંચ્યાના અનેક ઉદાહરણો શાસ્ત્રોમાંથી મળે છે. ગુરુની કૃપાના પાત્ર બનનારે ગુરુ પ્રતિ દેઢ અનુરાગ પેદા કરવો જ પડે, જે અનુરાગ સ્વયં અનુગ્રહમાં ફેરવાઈ જાય. આવા ગુરુના નામ સ્મરણથી આનંદ મંગલ, દર્શનથી સુખ શાંતિ અને સેવાથી આતમજ્ઞાન જરૂર સાંપડે છે તો ગુરુકૃપા પ્રાપ્તની પ્રતિભા – પ્રતિષ્ઠા પિછી ગુરુકૃપા થકી પરમગુરુ સુધી પહોંચવાની કમાણી કરી લઈએ . ક્ષમાયાચના વંદનાલિન આ વિભાગમાં વર્તમાન શ્રમણ સમુદાયના ગમગવતો આઈ. ના ફોદાઓ સંબંધે વિનંતી કરતા જે ફોટાઓ ઉપલબ્ધ બન્યા છે તે ફેટા અને માયા છે જે ફોટાઓ મળી શક્યા નથી તે અત્રે પ્રગટ નથી કરી શક્યા તે બદલ અમે યચન . NA Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિના ધ્વજધારી Jain Education internatio wwwwwww અનંત લબ્ધિનિધાન શ્રી દાર્શનિક પ્રતિભા ગુરુ ગુરુ આજ્ઞાના અખંડ ઉપાસક ગૌતમસ્વામિ પ.પૂ. ૧૩૬ દીક્ષાના દાનવીર આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. આદિનું ભવ્યાતિભવ્ય ચિર:સ્મરણીય યશસ્વી ચાર્તુમાસ ભાવનગરમાં સં. ૨૦૫૫માં થયું. તેમાં મુમુક્ષુ દેવાંશુકુમાર, ભામિનીકુમારી અને અરિહાકુમારી આદિ ૯ મુમુક્ષુઓના ભવ્ય દીક્ષા મુહૂર્ત પ્રદાન પ્રસંગ આસો શુદી ૧૦ ના રોજ થયો. તે નિમિત્તે માલવાડા નિવાસી શાહ મગનલાલજી કસ્તૂરજી પરિવારના સૈાજન્યથી www.mchihelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ 0 કિટન BEણ સાદાયના આદાગ, પંચમગણધર ભગવાનશ્રી સુધર્માસ્વામિ મહારાજા (વર્તમાનગુરુના પણ જે ગુરુ, શુભ સૌભાગ્યતાણા ભંડાર) પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ.પં. પ્રવરશ્રી રવિરત્નવિજયજી મ.સા. અને પૂ. મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી સિદ્ધગિરિમાં થયેલા નવ્વાણુ યાત્રાની અનુમોદનાર્થે સંઘવી માંગીલાલ ફૂલચંદજી પારેખ પરિવાર, લાપોદવાળા I તરફથી હાલ બેંગલોર સં. ૨૦૧૬ હસ્તે : ફૂલચંદ, લલિતકુમાર, વિનોદકુમાર, દિનેશચંદ્ર, કિશોરકુમાર, રાજેન્દ્રકુમાર, અરવિંદકુમાર, પ્રવિણચંદ્ર, પ્રસન્નચંદ Jain Edhe rebrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः कालकाल मवेब पूज्य श्रीमद हेमचंद्राचार्यजीપૂર્વીશ્વર પરમાન ધીરૂaragr૪ જ્ઞાનહિમાલય કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યશ્રીને અનંત વંદના ઇતિહાસને પાને જેઓશ્રીનું નામ સુવર્ણાક્ષરે અંકિત થઇ ગયું એવા પરમાઈ રાજર્ષિ કુમારપાળ, જેમને પોતાના સમગ્ર રાજ્યમાં જીવોની હિસા, કતલ ઉપર સર્વથા મનાઇ ફરમાવી હતી, એવા શ્રી મહારાજ શ્રી કુમારપાળ અને તેમનાં ધર્મપત્ની ભોપલદે, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના આશીર્વાદ લઇ રહ્યા છે. પોસ્ટની ટીકીટ ઉપરથી તૈયાર થયેલ ચિત્ર (પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના કલાસંગ્રહમાંથી સાભાર) નવકારાદિ કરોડો મંત્રજપના આરાધક સાધ્વીરના પૂ. શ્રી પશાયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સ્વ. શેઠ દીવાળીબહેન દેવચંદ તળશીભાઇ – જેતપુર, મહેતા હરડું વ૨બહેન હરગોવિંદદાસ - અમરેલી, વોરા માનવું વરબેન તલકચંદ- કલકત્તા, મહેતા વસંતબેન ૨મણકલાલ - મુંબઈ, મહેતા ચંપાબેન પ્રભુદાસ -રાજકોટ, દોષી વિજયાબેન પૂનમચંદ - ઉના ના સૈાજન્યથી. SENESTE chorary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ wood 事 તસ્મૈ શ્રી ગુરવે નમ: mom महोपाध्याय पूज्यपाद श्री यशोविजयजी गणी. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, ગુજરાતનાં મહાન જયોતિર્ધર, સરસ્વતી-લબ્ધપ્રસાદ, સિદ્ધકવિ,ષટ્કર્શનનિષ્ણાત, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છન્દ, તત્વજ્ઞાન, કથા, આચારોપદેશ, અધ્યાત્મ, યોગ આદિ વિભિન્નવિષયો ઉપર સંખ્યાબંધ ગ્રન્થો રચનાર, અદ્ભુત વ્યક્તિત્વશાલી. પૂજયપાદ પ્રાતઃસ્મરણીય મહોપાધ્યાય ૧૦૦૮ શ્રીમદ્ યશોવિજયજી મહારાજ (પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. ના કલાસંગ્રહમાંથી સાભાર) નવકારાદિ કરોડો મંત્રજાપના આરાધક સાધ્વીરના પૂ. શ્રી પદ્મયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સ્વ. શેઠ દીવાળીબહેન દેવચંદ તળશીભાઇ -જેતપુર, મહેતા હરકું વરબહેન હરગોવિંદદાસ - અમરેલી, વોરા માનકુંવરબેન તલકચંદ - કલકત્તા, Jain Edit Internatio.મહેતા વસંતબેન રમણિકલાલ - મુંબઇ, મહેતા ચંપાબેન પ્રભુદાસ -રાજકોટ, દોશી વિજયાબેન પૂનમચંદ – ઉના તરફથી, www.brary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ મહુવાની ધરતી પર જન્મ્યા અને વિધિના સંકેત પ્રમાણે મહુવામાંજ કાળધર્મ પામ્યા. જેમની શીતળ છાયામાં અનેક ભવ્યાત્માઓ સંયમી થયા. તસ્મૈ શ્રી ગુરવે નમ: શાસનસમ્રાટ્ પ.પૂ.આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ ૫.પૂ.આ. વિજય દેવસૂરિજી મહારાજશ્રી, પ.પૂ.આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજશ્રી, ૫.પૂ.આ. વિજય પ્રધુમ્નસૂરિજી મહારાજશ્રી, આદિની પ્રેરણાથી પૂ. શાસનસમ્રાટ્ સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી ઉત્સવની સ્મૃતિ નિમિત્તે. :: વંદના :: શ્રીમતી હી૨ાલક્ષ્મી રતિલાલ ગી૨ધ૨લાલ હ : નરેશ ટી સ્ટોર (ચા વાળા પરિવાર) – ભાવનગર - જે.બી. ગ્રુપ Page #17 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः શાસનની મહાન વિભૂતિ શાસનસમ્રાટ " પ.પૂ.આ. ગચ્છાધિપતિ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. મહુવા. શાસન સાટશ્રીનું ગુણસંપન્ન તેજસ્વી શિષ્ય મંડળ) (૧) શાસનસમ્રાટ પ.પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી (૨) પ.પૂ.આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ.શ્રી વિજયનંદન સૂરીશ્વરજી મ.સા. (પ) પ.પૂ.આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૬) પ.પૂ.આ. શ્રી વિજયપફ્રાસૂરીશ્વરજી મ.સા. (૭) પ.પૂ.આ. શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મ.સા. (૮) પ.પૂ.આ.શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મ.સા. (૯) પ.પૂ.આ.શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ.સા. પૂ. શાસનસમ્રાટ શ્રીના આ આઠ આચાર્ય ભગવંતો ભિન્ન ભિન શાસ્ત્રોના પારંગત તથા જૈન શાસનની મહાન પ્રભાવના ક૨ના૨ હતા. :: સૈ ન્ય :: ૫.પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રી, ૫.પૂ. આ. શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મહારાજશ્રી, ( પ.પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજશ્રી આદિની પ્રેરણાથી પૂજ્યશ્રીના ભકતગણ ત૨ફથી Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી કદંબગિરિ મહાતીર્થ 921 SECH કોઇ એ મુનિયો સાથે બોલે પધાર્યા વર્તમાનમાં આ તીર્થના વિકાસ માટે સધન પ્રયાસો થઈ રહ્યાં છે (૧) પૂજયપાદ શાસનસમ્રાટ સૂરિચક્રચક્રવર્તી તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની યશોગાથા ગાતા શ્રી કદંબગિરિ મહાતીર્થમાં ગઇ ચોવીશીના શ્રી સંપ્રતિ નામના તીર્થંકર પ્રભુના શ્રી કદંબ નામના પ્રથમ ગણધર ભગવાન ક્રોડ મુનિઓની સાથે મોક્ષમાં પધાર્યા છે. આ તીર્થની યાત્રાએ અવશ્ય પધારશો. :: સૈાજન્ય :: પ.પૂ.આ.શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રી, ૫.પૂ.આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજશ્રી, પ.પૂ.આ. શ્રી વિજયપ્રધ્યુમ્નસૂરિજી મહારાજશ્રી આદિની પ્રે૨ણાથી પૂજ્યશ્રીના ભક્તગણ ત૨ફથી Page #19 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ઝવત્ર તમ es13 20NS (૧)પ.પૂ. શ્રી વૃદ્ધિચંદ્રવિજયજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.) (૩) પ.પૂ. આ. શ્રી ઉદયસૂરીશ્વરજી મ.સા. | :: ગુરૂવંદના :: લીલાવંતીબહેન શાંતિલાલ હતેચંદ પરિવાર પુષ્પાબહેન તથા ભવ્યાની શ્રી પાર્શ્વનાથ ગણધ૨તપની તપસ્યા નિમિત્તે સં. ૨૦૧૫. Jain Educador erforary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ મહાન શાસન પ્રભાવક तस्मै श्री गुरवे नमः। શાસનસમ્રાટશ્રી સમુદાયના મહાજ્ઞાની : મહાતપસ્વી : વાત્સલ્યવારિધિ - પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ.સા. શ્રી થરા નગરે પાવાપુરી સોસાયટી મધ્યે શ્રી મહાવીર પ્રભુ આદિ જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગચ્છાધિપતિ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપ્રાસાદના પ્રે૨ક પ.પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વ૨જી મ.સા.ની | પ્રેરણાથી શ્રી પાવાપુરી વર્ધમાન શ્વે. મૂ. પૂ. જૈન સંઘ થરાના સૈાજન્યથી (જિ : બનાસકાંઠા) Jair are forary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः। - RO (૧) શાસનસમ્રાટ શ્રી પૂજયપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૨) શાસને શણગાર પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ.સા. | (૩) ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા.. શાસનસમ્રાટના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી (વિ.સં.૨૦૫૫) નિમિત્તે ગુચછાધિપતિ શાસનપ્રભાવક પ.પૂ.બા, ભગવંત શ્રી વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ. પૂ. આ, થી માનતું ગસૂરિજી મ.સા., પ.પૂ. રેખા. શ્રી વિજય છrદ્ધસેન[૨જી વર્મ.સા., પ.પૂ.આ. શ્રી વિજર્યારસંહસેનસૂરિજી મ.સી.ની પ્રેરણાથી શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ, પાલડી, અમદાવાદ-છ01| સાજન્યથી. Jain Edus orary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ તેરહજાર યાત્રિકોના શ્રી સંઘ મહારાણા પ્રયાણનું અનુપમ દ્રશ્ય વિ (૨ રાણા Wી. એમ. દર્દીઆ. માસ્ટ૨ ડીમો - મહાથાઉં. પૂજ્ય શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં વિ.સં. ૧૯૯૧માં અમદાવાદથી નીકળેલ શ્રી સિધ્ધગિરિ - ગિરનાર તીર્થનો આ યાત્રાસંઘ શ્રી કુમારપાળ મહારાજા તથા વસ્તુપાલ, તેજપાલ મંત્રીના સંઘની યાદ અપાવે તેવો હતો, જેમાં તેર હજાર યાત્રિકો હતા. :: સૈજન્ય :: ૫.પૂ.આ.શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રી, પ.પૂ.આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજશ્રી, પ.પૂ.આ. શ્રી વિજયપ્રધુવનસૂરિજી મહારાજશ્રી આદિની પ્રેરણાથી પૂજ્યશ્રીના ભકતગણ ત૨ફથી Page #23 -------------------------------------------------------------------------- ________________ ઘંઘવાય, મયણા વય આચાર્ય મ.શ્રી વિજય વિજ્ઞાનસુરીશ્વરજી મ. સાત મબ્રોધમાકૃતવિશારદ-ધર્મરાજ આચાર્ય મ પીપા વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજા. तस्मै श्री गुरचे नमः છIRFાશાન સT સાધુ સાધ્વીઓના અધ્યયનના પ્રખર હિમાયતી) (૧) વાત્સલ્યવારિધિ પ.પૂ.આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. સિદ્ધાંતમહોદધિ ધર્મરાજા - આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ.સા. I ::ગુરૂવંદના :: શાહ હર્ષદરાય પ્રેમચંદ (ધર્મેન્દ્ર વાસણ ભંડાર - ભાવનગ૨) તથા તેના ધર્મપત્ની શાહ હંસાબહેન હર્ષદરાયના બીજા વ૨સીતપ (સં.૨૦૫૬ વૈ.શુ.૩) ના પા૨ણા પ્રસંગે હ : કેતનકુમા૨, ધર્મેશકુમા૨ તથા ( સ ધર્મપતotી મીતા તથા પ્રિતિ તથા પુત્રી શ્રેયા, જયણા તથા નીતાબહેન, છાયાબહેન, ભાવનાબહેન, બીનાબહેન Jain Educa m brary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः સરળતા, સૌમ્યતા - નેહાદતા અને ઉદારતાનો પ્રકાશપૂંજ પુત્વ રાસ-૧ સમાર ના શ્રી વિજય નેમિસુરીશ્વરજી મ. ને 1 - પીપયા કમ / શ્રી વિજય અમૃતસુરીય૨૮ મ. શ્રી વિજ૫ દેવનીકરે જ છે. E; ૧૧ વિદ્વા*મો. શ્રી વિજય બેમચંદ્રસૂરીશ્વરજી મ. પૂર્વ પ્રવચન કારે મા.. શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ (૧) પ.પૂ.આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મસા. (૨) પ.પૂ.આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી દેવસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ, શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. | (પ) પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા.. નાચાર્ય મહારાજ શ્રી ના શિષ્ય૨૮ન પૂ. પંન્યાસે થી પુંડરીકવજયજી ગણિ, પૂ. મુનિશ્રી ગુણશીલવજયજી ગણિ, પૂ. મુનિશ્રી રાજહંસવજયજી ગણિ, પૂ. મુનિશ્રી લલિતાંગ વિજયજી મ., પૂ. મુનિશ્રી જગચંદ્રવિજયજી મ.. પૂ. મુનિશ્રી કાન્તિવિજયજી મ., પૂ. મુનિ શ્રી દિવ્યયર્શાવજયજી મ, આદિના ઉપદેશથી ગુરુગુણાનુરાગી સદ્ગૃહસ્થ | (ત૨ફથી દર્શનાર્થે સં. ૨(0પપ કા. શુ. ૫ Gainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ (मरुधर देशोद्धारक तस्मै श्री गुरवे नमः । ) જઈલ (૧) શાસનસમ્રા પ.પૂ.આ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૨) સાહિત્યસમ્રાટ પ.પૂ.આ. શ્રી લાવણ્યસૂરીશ્વરજી મ.સા. (૩) સંયમ સમ્રા ૫.પૂ.આ. શ્રી દક્ષસૂરીશ્વરજી મ.સા. (૪) પ્રતિષ્ઠા શિરોમણિ પ.પૂ.આ. શ્રી સુશીલસૂરીશ્વરજી મ.સા. | (૫) સુમધુર પ્રવચનકાર ૫.પૂ.આ. શ્રી જિનોત્તમસૂરીશ્વરજી મ.સા. શ્રી અષ્ટાપદ જૈન તીર્થ, સુશીલંવહા૨ - વ૨કાણા રોડ, મુ. : ૨ાની સ્ટેશન | (જિ. પાલી - ૨ાજસ્થાન) ના સૈજન્યથી Jain Education mwainelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ - તબૈ શ્રી ગુરવે નમ ઈતિહાસની એક વિરલ ઘટના એક જ પરિવારના ત્રણ આચાર્યો અને બે મુનિવર્યો (૧)પ.પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પૂ. મુનિશ્રી નિર્વેદચંદ્રવિજયજી મ.સા. (૫) પૂ. મુનિશ્રી સંવેગચંદ્રવિજયજી મ.સા. શ્રી ૨જનીભાઈ દેવડી પ૨વા૨-મુંબઈના સૈાજન્યથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ D - સુરિમંત્રના વિશિષ્ટ આરાદાક तस्मै श्री गुरवे नमः। પ.પૂ.આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પ્રભાવક પ.પૂ.આ. શ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા.ના ગુરબંધુ માંગલિક મુહૂર્તદાતા પ.પૂ.આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. જેમની નિશ્રામાં શ્રી સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં સં. ૨૦૫૨ માં ભવ્યાતિભવ્ય ચાર્તુમાસની પ૦૦ ભાવિકોને આરાધના કરાવી તેની મધુર યાદમાં શ્રીમતી નલિનીબેન શાંતિચંદ બાલુભાઇ ઝવેરી હ : દર્શના હરેશચંદ્ર ઝવેરી -પાર્લા-મુંબઇના સૈજન્યથી Private & Personal use only. Jain Education in Page #28 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः (૧) પ.પૂ.આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા. | (૩) પ.પૂ.આ. શ્રી શ્રેયાંશચંદ્રસૂરીશ્વરજી મ.સા. :: ગુરૂવંદના :: શ્રીમતી મંગળાબેન ૨સકલાલ કરિયાવાળા-હાલ વસઈ. de Fersonal use only Jain Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨ ४ तस्मै श्री गुरवे नमः anda onciens 3 ૫ (૧) શાસનસમ્રાટ્ પૂ.આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. (૨) પીયૂષપાણિ પૂ.આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા.(૩) પૂ. પંન્યાસ શ્રી પુણ્યવિજયજી મ.સા. (પૂ.આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. ના શિષ્ય) (૪) સમર્થસાક્ષર પૂ.આ.શ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સા. (૫) પૂ.આ. શ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી મ.સા. શાસનસમ્રાટ્ સમુદાયના પૂ. આ. શ્રી ધર્મધુરંધરોરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ. શ્રી કુકુન્દસૂરિજી મ.સા.ની શુનિશ્રામાં પૂ.ચા.શ્રી ચતિશ્રીજી મ.ની ૧૦૦ મી વર્ધમાનતપની ઓળીના પૂર્ણાહૂતિ પ્રસંગ નિમિત્તે ગણિથી ગુણશીવિજયજી મ.ની પ્રેરણાથી પ્રકાશચંદ્ર નથમલજી તોગાની ગુડાબાલોતાનવાળા, જિતેન્દ્રકુમાર ૨મણીકલાલ બાવચંદ ભંડારીયાવાળા, બાબુભાઇ મણીલાલ શાહ સીતાપુરવાળા, જેચંદભાઈ વિઠ્ઠલદાસ શાહ-રાજકોટવાળા, કિરીટકુમાર શાંતિલાલ-ધ્રાંગધ્રાવાળા (હાલ અમદાવાદના રૌજન્યથી) -:::ainelibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરધામ તીર્થ નિપ્રણાધીન થી daij rJvinય જિsit? શીખેuly Quiીઈ = અખીયાપા નાખવી तस्मै श्री गुरवे नमः । SPE. ૬ શ્રી મેરૂધામ જૈન તીર્થ (ગુજરાત) (૧) ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભશ્રી વિજયભેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા. આ (૨) પ.પૂ. આ. શ્રી ઇન્દ્રસેનસૂરીશ્વરજી મ.સા. (૩) ૫.પૂ. આ. શ્રી માનતુંગસૂરીશ્વરજી મ.સા. | (૪) પ.પૂ. આ. શ્રી સિંહસેન સૂરીશ્વરજી મ.સા. | :: સંજન્ય :: શ્રી મેરૂધામ જૈન તીર્થ – આચાર્ય વિજયમેરૂપ્રભસૂરિજી સ્મારક ટ્રસ્ટ Ware elibrary.org Jain Page #31 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः (૧)શાસનસમ્રાટુ પ.પૂ. આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા. | (૩) પ.પૂ.આ. શ્રી દેવસૂરીશ્વરજી મ. સા. (૪) ૫.પૂ.આ.શ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી દાનસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી દાનસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. મુનિ શ્રી યોગશ્રમણવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રીબાબુલાલ ફુલચંદ શાહ, જશવંતલાલ મોહનલાલ શાહ, વિનયચંદ એન. શાહ, ગેનમલજી વીરચંદજી શાહ, કીર્તિકુમાર રામજીભાઇ શાહ, શ્રી શંત્રુજય તીર્થ અમૃત આરાધના સ્ટ-કે.પી. ધર્મશાળા - પાલિતાણાના સૈાજન્યથી Jain Education nelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः A (૧) પ.પૂ. શ્રી વૃદ્ધિચંદ્રવિજયજી મ.સા. (૨) શાસનસમ્રાટ ૫.પૂ.આ. મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી | મ.સા. (૩) શાસ્ત્રવિશારદ, ન્યાય વાચસ્પતિ પ.પૂ.આ. શ્રીમદ્ વિજયદર્શન સૂરીશ્વરજી મ.સા. (૪) ન્યાય વિચક્ષણ પ.પૂ. આ. શ્રીમદ્ વિજય જયાનંદસૂરીશ્વરજી મ.સા. (૫) સૂરિમંત્ર તમારાધક પ.પૂ.આ. શ્રીમદ્ વિજય મહાયશસૂરીશ્વરજી મ.સા. શ્રી જૈન દેવબાગ લક્ષ્મી આશ્રમ ઉપાશ્રય સંસ્થા જામનગર તરફથી ainelibrary.org Jain Page #33 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः 3 પૂ. ત્રિપુટી મહારાજ (૧) પ.પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ.સા. (૨) પૂ. મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મ.સા. (૩) પૂ. મુનિરાજશ્રી ન્યાયવિજયજી મ.સા. :: ગુરુવંદના :: પ્રવર્તક પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી રૂપચંદ શેષમલજી, હાલ ભાયંદ૨ (મુંબઈ) પ્રવીણચંદ્ર પરમાણંદ દડીયા, સુદાન(હાલ શાન્તાક્રુઝ, મુંબઈ) ડાયાભાઈ ચીમનલાલ (મલાડ-મુંબઇ) Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂજય આપાગમો જ્ઞાણક થી માગગાઈiદ પૂરીecial H.સા. तस्मै श्री गुरव नमः જેઓથી આ રીતે ધ્યાનસ્થ અવસ્થામાં પંદર દિવસ રહી સંવત ર૦૦૭ વૈશાખ વદ ૫ ના રોજ બપોરે ૪:૩૦ કલાકે સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા, શળ..ellasઉપાહિ૭,ગોય/ધુ સુરત. શ્રી દેવસૂર તપાગચ્છ સમાચારી સંરક્ષક પ.પૂ.આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. પૂજ્ય શ્રીના અર્ધશતાબ્ધિ વર્ષ પ્રસંગે તેઓશ્રીના પવિત્ર ચરણકમલમાં ભાવભરી વંદના... સૈાજન્ય : પૂ. મુનિશ્રી પૂર્ણચંદ્રસાગ૨જી મ.સા. ની પ્રેરણાથી સુરતના વાડી જૈન ઉપાશ્રયના આરાધક ભાઈઓ ત૨ફથી હ: શ્રેયચુભાઈ તથા શૈમભાઈ વિ.સં. ૨૦૦૬ થી વિ.સં. ૨૦૧૬ Ja www.ja nelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ જે સમયે આપણાં પૂજ્ય - પવિત્ર આગમો ભંડારમાં ગૂપ્ત રીતે સચવાયા હતાં. કોઈને પણ તે વાંચવા - ભણવા કે જોવા માટે પણ પ્રાપ્ત થતા ન હતાં, તેવા સમયે પરિવર્તનના વિચાર દ્વારા જિનશાસનના ચોકમાં આગમમંદિરના પ્રયોગ દ્વારા આગમો પ્રત્યેની ભક્તિ-અભ્યાસ ને | પ્રેમ જાગૃત કર્યો તે આગમોદ્ધારકશ્રી અને આગમમંદિરો. = ૨) , ત્રણ મજા આવી જ રીતે Pિ કિ ૩) ૨૨ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર - પાલિતાણા ૧ પૂ. આગમોદ્ધારક શ્રી ૩ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિર - સુરત શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર - પાલિતાણા. શ્રી વર્ધમાન તામ્રપત્ર જૈન આગમ મંદિર - સુરત. સૌજન્ય : પ.પૂ.આ.શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ.સા. ના ઉપદેશથી મુંબઈ નિવાસી સંઘવી બાબુલાલ લમીચંદ (કુંઢડાવાળા) તરફથી વિ.સં. ૨૦૫3 ના મહા સુદી - ૬ બુધવાર તા. ૧૨-૨-૯૭ પૂજયશ્રીની નિશ્રામાં કુંઢડાથી પાલિતાણાનો છરિ પાલિત સંઘ નીકળેલ તેની ખુશાલીમાં Page #36 -------------------------------------------------------------------------- ________________ | મૈ શ્રી ગુરવે નમઃ | - ' (૧) પૂ. આગમોદ્ધારક શ્રીના સમુદાયના આધગચ્છાધિપતિ (૨) પ.પૂ. આગમોઢારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની અંતિમ ધ્યાન મુદ્રા પૂ. આ.શ્રી માણિયસાગરસૂરીશ્વરજી મહારાજ (૩) પૂ. આગમોદ્વારકશ્રીના આધ શિષ્યરત્ન ચારિત્ર ચૂડામણિ પૂ. પંન્યાસપ્રવરશ્રી વિજયસાગરજી ગણિવર. (૪) પૂ. આગમોદ્ધારકશ્રીના હસ્તદીક્ષિત આધ લઘુવયસ્યક શિષ્યરના પૂ. આ. શ્રી સૂર્યોદય સાગરસૂરીશ્વરજી મ.સા. (૫) પૂ. આદ્ય ગચ્છાધિપતિના કૃપાપાત્ર શિષ્યરત્ન શ્રી મહાવીરપુરમ્ | તીર્થસ્થાપક પૂ. આ.શ્રી પુણ્યોદયસાગરસૂરીશ્વરજી મ. સા. :: સૈાજન્ય :: શ્રી મહાવીરપુ૨મ્ તીર્થમાં ૨પપ ના મહા મહિનામાં આદર્શ અંજનશલાકા મહોત્સવ પ્રસંગે પધારેલ ગુરભકતો | ત૨ફુથી પૂ. ગચ્છાધિપતિના શિષ્ય પૂ. મુનિ શ્રી ગુણરતofસાગરજી મ. ની પ્રેરણાથી elibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ 3 तस्मै श्री गुरवे नमः ४ (૧) પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા.(૨) પૂજયપાદ વાત્સલ્ય વારિધિ ગચ્છાધિપતિ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પૂજ્યપાદ પ્રાઢ પ્રતિભાસંપન્ન આ.ભ.શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૪) પૂજયપાદ ઉપાધ્યાયભગવંત-શાસનસમ્રાટ શ્રી ધર્મસાગરજી મ.સા. (૫) પૂજ્યપાદ જંબુદ્વીપ મંદિરપ્રણેતા આગમવિશારદ પૂજ્યપાદ ગુરુદેવશ્રી અભયસાગરજી મ.સા. અનંત ભાવસાર :: ગુરુવંદના :: શ્રી ભૂપેન્દ્રભાઇ મોહનલાલ શાહ (જામનગ૨વાળા હાલ સુરત) હ: રાજેશ-પ્રેમલ Page #38 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः 9. @ 9. 06.06. 6. 66.06.06.06. 8. એ ક જ ઝ ટ સ ) સ હ A (૧) પૂ.આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૪) પૂ.આ. શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.સા. પૂ. પંન્યાસશ્રી હર્ષસાગ૨જી મ.સા.ની પ્રેરણાથી શ્રી આગમોઇદ્વા૨ક દેવદ્ધિ જૈન આગમ ટ્રસ્ટ - પૂના ના સૈજન્યથી wwjainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः (૧) શ્રી આગમોદ્ધારક પ.પૂ.આ. શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. સા. | (૨) ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) શિલ્પકળા નિષ્ણાત આ. દેવ શ્રી કંચન સાગરસૂરીશ્વરજી મ.સા. | (૪) પૂ. પં. શ્રી પ્રબોધસાગરજી મ.સા. (૫) પ.પૂ. આ. શ્રી પ્રમોદસાગરસૂરીશ્વરજી મ.સા. | :: સૈજન્ય :: સુરેન્દ્ર ચુનીલાલ શાહ-અમદાવાદ. Jain Educatio melibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ deૌ શ્રી નન: શાસન કંટકોદ્ધારક અનેક ધર્મગ્રંથોના સંશોધક, સંપાદક D = ((૧) પ.પૂ.આ. શ્રી હન્સસાગ૨સૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી નરેodદ્રગ્સાગરસૂરીશ્વ૨જી મ.સા. (3) પૂ. પ્રવર્તક મુની દ્રસાગ૨જી મ.સી. સૌજન્ય : જેઓશ્રીના વરદ હસ્તે વિ.સં. ૨0પપ ના વૈશાખ શુદિ ૧૫ શુક્રવાર તા. 30-૪-૯ ની પ્રભુ પ્રતિષ્ઠા થયેલ છે. શ્રી ચોગઠ જૈન સંઘ - ચોગઠ. (તા. ઉમરાળા) જિ. ભાવનગ૨૦ના સૌજન્યથી malinelibrary.org Jaindu Page #41 -------------------------------------------------------------------------- ________________ * तस्मै श्री श्री गुरवे नमः :: જૈન શાસનના ગગનગોખે ચમકતા પંચતારકો :: (૧) પૂ. આગમોદ્ધારક બહુશ્રુત આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) નવપદ આરાધક પ.પૂ.આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) ૫.પૂ. માલવોદ્ધારક શાસનસુભટ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.સા. (૪) શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ ઉપાસક, આગમવિશારદ ગુરુદેવ, પૂ.પં. શ્રી અભયસાગરજી મ.સા. (૫) શાસનપ્રભાવક પ.પૂ.આ. શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મ.સા. :: ગુરુવંદના: Jain EducatioNutanallona શ્રી વર્ધમાન જંબૂવ્હીપ જૈન પેઢી - પાલિતાણા, શ્રી જંબૂઢીપ વિજ્ઞાન રીસર્ચ સેન્ટર – પાલિતાણા. 3 ------- elibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ Jain Educatio 3 तस्मै श्री गुरवे नमः ૧ (૧) પૂ. દાદાગુરુદેવ ગચ્છાધિપતિ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી નિત્યોદયસાગર સૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા. વિ.સં. ૨૦૫૫ મહાવદ-૫તા. ૫-૨-૯૯ના પૂરા ભા૨તમાં પ્રથમ જ નિર્મિત ૧૪૦૦ કીલો ચાંદીના પ્રભુ શ્રી આદિનાથજીનીઅંજનશલાકા પ્રતિષ્ઠા મહામહોત્સવની સ્મૃતિ નિમિત્તે શ્રીમતી નાનીદેવી વિનયચંદજી સંઘવી - મજેરા (રાજસ્થાન) વળાના શૈાજન્યથી. હ: પ્રકાશચંદ બાબુલાલ સંઘવીelibrary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧ Jain Educ International तस्मै श्री गुरव नमः (૧) પ.પૂ.આ. શ્રી ચિદાનંદસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી અભ્યુદયસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ.શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા. 3 ૫.પૂ. આ.શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી પૂજ્યશ્રીના ગુરૂભક્તગણ તરફ્થી www.morary org Page #44 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरव नमः (૧) સ્વ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ. સા. | (૨) પ. પૂ. આ. શ્રી નરદેવસાગરસૂરિજી મ.સા. (૩) સ્વ. પૂ. મુનિશ્રી નરરત્નસાગરજી મ.સા. (૪) પૂ. ગણિવર્ય શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.સા. (૫) સ્વ. પૂ. મુનિશ્રી પુણ્ય કીર્તિસાગરજી મ. સા. પૂ. મુનિશ્રી પાકીર્તિસાગ૨જી મહારાજશ્રીની પ્રેરણાથી, શ્રી જયંતિલાલ ઓતમચંદ કુબડીયા પરિવાર - સુ૨ત તથા લીલાવંતીબેન ચંદુલાલ હારીજવાળા, હ : શ્રી કીર્તિભાઈ શાહ - વિધાનગ૨ - ભાવનગ૨ના શૈાજન્યથી For Private & Personal use only www. ainelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरव नमः ૩ , (૧) આગમવિશારદ પૂ.પં. શ્રી અભયસાગરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) ૫.પૂ. આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. | :: સૈૌજન્ય :: શ્રી જૈન આર્ય તીર્થ અયોધ્યાપુ૨મ (વલ્લભીપુ૨) ટ્રસ્ટીગણ ત૨ફથી Jain Educati Page #46 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ૨ ( (૧) ૫.પૂ.આ.શ્રી મહાયશસાગરસૂરિજી મ.સા. (૨) પૂ. મુનિપ્રવરશ્રી પ્રીતિવર્ધનસાગરજી મ.સા.) (૩) પૂ. મુનિપ્રવરશ્રી ધર્મકી ર્તિયશસાગરજી મ.સા. (૪) પૂ. મુનિરાજશ્રી ધર્મયશસાગરજી મ.સા. | (૫) પૂ. મુનિરાજશ્રી પદ્મયશસાગરજી મ.સા. શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ : દા૨ હા (મહારાષ્ટ્ર) | (જિ. યવતમાલ) ૪૪પ૦૦૨ ના શૈાજન્યથી હ: શ્રી પનાલાલજી શા, શ્રી શાંતિલાલ શા Jail Page #47 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः જ્યોતિષ માર્તડ, ધ્યાન યોગના સાધક (૧) પ.પૂ.આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. (કાશીવાળા) (૨) પ.પૂ.આ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. 3 :: ગુરુવંદના :: ૫૨મ ગુરુભક્ત રોહિતકુમા૨ વિઠ્ઠલદાસ મહેતા, પ૨મ શ્રાવિકા દીપિકાબહેન રોહિતભાઇ મહેતા પરિવારના સૈાજન્યથી હ: સુપુત્રી જિજ્ઞાબહેન, સુપુત્રો મયૂરકુમા૨ તથા અંકિતકુમા૨ ૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ Jain ૨ तस्मै श्री गुरवे नमः ૧ 3 (૧) સ્વ. પ.પૂ વૈરાગ્યમુર્તિ આચાર્ય દેવ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.સા. (૨) રૂની તીર્થોદ્ધારક સ્વ. પ.પૂ. શ્રી આચાર્ય દેવ શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૩) રૂની તીર્થોદ્ધારક માર્ગદર્શક પ.પૂ. આચાર્ય દેવ શ્રી વિજય કલ્પજયસૂરીશ્વરજી મ.સા. શ્રી વૃદ્ધિચંદ્રવિજયજી મ.સા.ના શિષ્યરત્ન કાશી નરેશ પ્રતિબોધક પ.પૂ. આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય ભક્તિસૂરીશ્વરજી મ.સા. ની જન્મભૂમિ-શંખેશ્વર પાસે સમી. પૂ. આ.શ્રી વિનયચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિ દ્વારકા પાસે આરંભડા. ૫.પૂ.આ. દેવ શ્રી વિજયક્તિ સૂરીશ્વરજી મ.સા.ના ૧૨૫ માં જન્મની ભતિભવ્ય મહોત્સવની હાર્દિક અનુમોદના અર્થે તથા ૫.પૂ.આ. શ્રી વિનયચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના સંયમપર્યાયની અનુમોદનાર્થે તથા શાહુપુરીમાં પૂ. કલ્પજયસૂરિજી મ.સા.ના થયેલા ભવ્ય ચાતુર્માસની યાદગીરી નિમિત્તે શ્રી શાહુપુરી જૈન શ્વે. મૂ. સંઘ - કોલ્હાપુરના સૈાજથી. સં. ૨૦૫૫ Personal Use Only www.janelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः । C (૧૦ (૧) પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ. મુનિ શ્રી વીરવિજયજી મ.સા. (૩) પૂ. આ. શ્રી ચંદ્રસેનસૂરીશ્વરજી મ.સા. તો પ.આ.શ્રી ભાનુચંદ્રસૂરીશ્વરજી મ.સા. (પ) પૂ.પં. શ્રી હેમચંદ્રવિજયજી મ.સા. (૬) પૂ. મુનિ શ્રી દેવચંદ્રવિજયજી મ.સા. (૭) પૂ. મુનિ શ્રી કુલચંદ્રવિજયજી મ.સા. (૯) , ઝનિ થી ભક્તિર-નવિજયજી મ.સા. (૯) પૂ. મુનિ શ્રી તીર્થરતનવિજયજી મ.સા. (૧૦) પૂ. મુનિ શ્રી કુલદર્શનવિજયજી મ.સા. ' પૂ.પં. શ્રી ભાનુચંદ્રવિજયજી મ.સા.ની આચાર્યપદવી, પૂ. ગણિવર્ય શ્રી હેમચંદ્રવિજયજી મ.સા. તથા ગણિવર્ય થી ૨rofશેખરવિજયજી | મ,સા.ની પંન્યાસ પદવી નિમિત્તે પદવી દિન ફાગણ સુદ-૧૭ ૨વિવા૨ સં. ૨000, તા. ૧૨ માર્ચ શુભ સ્થળ : ૧૦૮ Íક્તવિહા૨ જૈન ટ્રસ્ટ, શંખેશ્વર (ગુજરાત) સૈાજન્ય: ભીનમાલ (રાજસ્થાન નિવાસી) અ.સૈ. શ્રીમતી દીવાળીબેન બાબુલાલજી વર્ધન પરિવાર તારદેવ-મુંબઈ) For Private & Personal use only Page #50 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्रीगुरवे नमः G (૧) પ.પૂ. ગચ્છાધિપતિ ૧૦૮ પાર્શ્વનાથ મહાપ્રાસાદના પ્રેરક આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.) | (૨) વિદ્વાન પંન્યાસ પ્રવર શ્રી રત્નશેખરવિજયજી ગણિવર્ય (૩) પૂ. મુનિ શ્રી મનમોહનવિજયજી મ.સા. (૪) પૂ. મુનિ શ્રી પ્રશાંતશેખરવિજયજી મ.સા. સૈજન્ય : ભાવનગ૨ નિવાસી હાલ મુંબઈ લતાબેન મહિપતરાય શાહ હસ્તે : પુત્રો હેમંત, વિમલ , આદસપ૨વા૨ Jair Valinelibrary.org Page #51 -------------------------------------------------------------------------- ________________ तरमे श्री गुरव नमः (૧) પ.પૂ.આ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. (૩) ૫.પૂ.આ. શ્રી ડેÖકારસૂરીશ્વરજી મ.સા.) | (૪) પ.પૂ.આ. શ્રી. ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. (૫) ૫.પૂ.આ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. (૬) ૫.પૂ.આ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા. (૭) ૫.પૂ.આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. સૌજન્ય : શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ ગોપીપુરા સંઘ આચાર્યશ્રી ફૈૐકાર સૂરિ આરાધના ભવન, ગોપીપુરા, સુરત - ૧ Jain Education wwwjalinelibrary.org I 1111 / 11 / Page #52 -------------------------------------------------------------------------- ________________ સુવિશાળ ગચ્છાધિપતિ : સમર્થ વ્યાખ્યાન વાચસ્પતિ तरमै श्री गुरव नमः પ.પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા | :: વંદનીસમર્પક :: સંઘવી ભબુતમલ સુ૨તમલ પ૨વા૨ - કોલ્હાપુ૨ માણેકચંદભાઈ, ડો. પ્રકાશભાઈ, અશોકભાઈ, હિંમતભાઈ, ઉત્તમભાઈ occer use only Jain Education Theron Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧ ४ Jain Educatorrimen પૂ.આ. શ્રી વિજ્ઞાન સમ ૬. આ. શ્રી વિજય ન સુમ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ૨ ૫ પુ. શ્રી વિજય પ્રેમ સૂચ 3 f પૂ આ. શ્રી વિજય દર્શન સ. મ. પુઆ શ્રી વિજ્ય રામચંદ્ર સ્મ તપસ્વી પુકી પ્રમોદ વિ.મ. (૧)પ.પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી વિજયભુવનસૂરીશ્વરજી મ.સા. (૫) ૫.પૂ.આ. શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મ.સા. (૬) પૂ. મૂનિશ્રી પ્રમોદવિજયજી મ.સા. :: સાજન્ય :: માલાવાદેશે સદ્ધર્મ સંરક્ષક, ગચ્છાગ્રણી આ. ભ. શ્રી વિજયસુદર્શનસૂરિજી મ.સા.ના સંસારી પરિવાર તથા શ્રી જીવર્તાસંહ મહેતા તરફથી Use Only www.jalnelibrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ મૈ શ્રી ગુરવે નમઃ - ૪ (૧) પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રીમુક્તિચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા. :: સૈાજન્ય દાતા :: શ્રી ધનરાજ કચ્છાઇ ભંડારી પરિવાર ઉમેદાબાદવાળા (રાજસ્થાન) www.ainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः કથા કલમના જિકુશળ કસબી : ૧) સ્વ. પૂ.આ. શ્રી વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી વિજય જયકું જરસૂરીશ્વરજી મ.સા) C(૩) પ.પૂ.આ. શ્રી વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ. પૂ.આ. શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા.)) (પ) પ. પૂ.આ. શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મ.સા. | :: વંદના સમર્પક :: સંઘવી ભબુતમલ સુ૨તમલ પ૨વા૨-કોલ્હાપુ૨, Jain Ede tamaliana માણેકચંદભાઈ, ડો. પ્રકાશભાઈ, અશોકભાઈ, હિંમતભાઈ, ઉત્તમભાઈ. library.org Page #56 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः (૧) પરમશાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ પરમગુરુદેવ આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૨) તપસ્વીરત્ન પૂ.પં. પ્રવર શ્રી ભદ્રશીલવિજયજી મ.સા. (૩) ૫.પૂ.આ. દેવ શ્રીમદ્ વિજયગુણશીલસૂરીશ્વરજી મ.સા. (૪) મધુરકંઠી પૂ. મુનિરાજ શ્રી કુલશીલવિજયજી મ.સા. (૫) પૂ. મુનિશ્રી હર્ષશીલવિજયજી મ.સા. ઉપકારી ગુરુદેવોનાં ચરણોમાં ભાવભ૨ી વંદના શ્રીમતી ધનબાઇ શીવજી ચત્રભુજ શાહ પરિવા૨ – મુંબઇ 6 Personal Use Only 3 (૫) www.jalnelibrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ : । तस्मै श्री गुरवे नमः ત (૧) સૂરિરામના વિનેયરત્ન સંયમરત્ન રત્નાકર સ્વ. પૂજ્ય પંન્યાસ શ્રી કાંતિવિજયજી મ.સા. | (૨) પૂ. પંન્યાસ કાંતિવિજયજી મ.સા. ના શિષ્યરત્ન વાત્સલ્યવારિધિ પૂ. આચાર્ય દેવા | શ્રી વિજયનરચંદ્રસૂરીશ્વરજી મ.સા. સૈાજન્ય : હળવદ નિવાસી મહેતા પૂનમચંદ દીપચંદ પરિવાર હસ્તે : કોકિલાબેન, વિનાશ, સૈારભ, અમિતાની કોટી કોટી વંદના Jain Eder brary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ૩ (૧) પ.પૂ.આ. શ્રી જિતમૃગાંકસૂરીશ્વજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી માનતુંગસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ. મુનિશ્રી જયભૂષણવિજયજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી રત્નભૂષણસૂરીશ્વરજી મ.સા. (૫) પૂ. મૂનિશ્રી કુલભૂષણવિજયજી મ.સા. | શ્રી જયનગ૨ શ્વેતાંબ૨ મૂર્તિપૂજક જૈન સંઘ-જયનગ૨ના શૈાજન્યથી. Jain ww. ainelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ ( पू. आचार्य भगवंत श्रीमद् विजय भुवनभानुसूरीश्वरजी महाराज છે તપ - ત્યાગ - તેજવિતા તિતિક્ષાની મૂર્તિ तस्मै श्री गुरवे नमः પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જન્મ : ચૈત્ર વદ-૬ વિ.સં. ૧૯૬૭. દીક્ષા : પોષ સુદ-૧૨ વિ.સં. ૧૯૯૧ આચાર્યપદ : માગશર સુદ-૨ વિ.સં. ૨૦૨૯, કાળધર્મ : ચૈત્ર વદ-૧૩ વિ.સં. ૨૦૪૯ પૂ.પં. શ્રી નંદીભૂષણવિજયજી મહારાજની પ્રેરણાથી એક સગ્રુહસ્થ ત૨ફથી Page #60 -------------------------------------------------------------------------- ________________ | તબૈ શ્રી ગુરવે નમ: (समर्थ शास्त्रवेत्ता વિરાગ્ય દેશનાદક્ષ (૧) પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પપૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. | (૩) પ.પૂ.આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. (૪) પૂ. પં.શ્રી પદ્મવિજયજી મ.સા. | (૫) પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. | :: સૈાજી : - પૂમુનિશ્રી કલ્યાણબોવિજયજી મ.સા.ના શુભ આશીર્વાદથી | શ્રી મળીબહેન અંબાલાલ શાહ હ: ૨માબહેન પુંડરીકભાઈ શાહ - ખંભાતવાળા (હાલ મુંબઇ) Jain ainelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ( 9 20 1 ) , (૧) પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. પૂ.પં. શ્રી રશ્મિરત્નવિજયજી મ.સા. તથા ૧૦૪ શિષ્યાઓના ગુરુમાતા પૂ. પ્રવર્તિની શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી માલગાંવ નિવાસી સંઘવી ભરમલ હુકમીચંદજી બાફના પરિવાર (સંઘવી એન્ડ સન્સ, મુંબઇ/સુરત) ધનેશ, ચંદ્રશ, રોશન, નિસર્ગ તરફથી સંઘવી શ્રી તારાચંદજી બી. સંઘવી | સંઘવી શ્રી મોહનલાલજી બી. સંઘવીસંઘવી શ્રી લલિતકુમારજી બી. સંઘવી શ્રીમતી લલિતાબેન તારાચંદજી શ્રીમતી ભારતીબેન મોહનલાલજી | શ્રીમતી ચંદ્રાબેન લલિતકુમારજી Jain Education FOR Parvates Personal use only jainelibrary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ श्री अर्बदगिरिश सहस्त्रफणा पार्श्वनाथ जिनालय સંપથી ખેતરહ શમ, તટી . અનાકર, બિ. મિરkr (M.), પરમ પૂજ્ય ૧ ૬ o દીક્ષા દાનવીર, સંઘવી ભેરૂતારક ધામના સ્તંભ, યુવક જાગૃતિ પ્રેરક આચાર્ય દેવશ્રી ગુણરતન સૂરીશ્વરજી મ.સા. તેઓની પ્રેરણાથી આબુ તળેટી અનાદરામાં સંઘવી ભેરૂ તારક ધામ નિર્માણ થઇ રહેલ છે. આ તીર્થમાં અનેક વિશેષતાઓ રહેશે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ બિરાજમાન છે. પો. અનાદરા (જિ. સિરોહી) આ તીર્થથી માઉન્ટ આબુ દેલવાડા માત્ર ૬ કિ.મી. છે અને ૩ કિ.મી. પગથિયાં છે. પ.પૂ. આ. શ્રી ગુણરતનસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્નો, પૂ, ૫, શ્રી રવિરત્નવિજયજી મ. સા., પૂ. ૫, શ્રી રશ્મિરનવિજયજી ગણિવરની પ્રેરણાથી માલગાંવ નિવાસી સંઘવી ભેરમલજી હકમાજી પરિવાર હ ! તારાચંદજી ભેરમલજી, સંઘવી મોહનભાઇ ભેરમલજી, સંઘવી લલિતભાઇ ભેરમલજી (સંઘવી એન્ડ સન્સ, મુંબઇ-સુરત) ના સૈાજન્યથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ જ્યપાદ આચાર્યદેવ દેવ શ્રી, Jain Educnternational સ્વ. પૂજ્યપાદ જીવનભા આચાર્યદેવ .. શ્રીમજિય - રીશ્વર જી નારાા 3 આ પ્રેમસૂરીશ્વરજી મહારાજા ચાર્યદે ४ જિતપૂરી तस्मै श्री गुरवे नमः ધર્મચક્ર પ્રભાવતીર્થ (નાસિક (૧) પ.પૂ.આ. દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. દેવ શ્રીમદ્ જયઘોષસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ. આ. શ્રી જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. સૈાજન્ય : શ્રી ધર્મચક્ર પ્રભાવ તીર્થ - વિલ્હોળી (નાસિક) રાજા વિલ્હોળ -::::::-htbrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુિરુકૃપા હિ કેવલ શિષ્ય પરમ્ મંગલમ્ - (અણું પરમાણુ શિવ બની જાઓ આખા વિશ્વનું મંગલ થાઓ સર્વે જીવો. મોક્ષે જાઓ અહમ મૈયા of ole ole અમર પા ole ܠܐܠܬܬܬܐܬܕܬܬܬܬܕܛܟܬܬܓܪܘܬܕܛܛܛܬܬܛܛܛܛܬܬܛܕܥܛܘܬܐ ઇ (૧) ૫.પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) ૫.પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. | ગુરુ વંદના : શ્રી અરિહંત પાર્થ શાન્તિ જૈન થે. મૂ. સંઘ | વાસણા - અમદાવાદ - ૭. ainelibrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः હર્ટિ श्रीमान रानाभर शिजहां पर ન જ श्री रिजपनबन भानु मूगिराजी जैन मंदिर जहां प्राचीन साहित्य का अटूट अंदार है. e 'H OF H सानादिया रेतु मुंदर मठ समुरिधापूर्ण धर्मशाला दिन्य रन्ग के माथ बाबा के दर्शन और ध्यान में मग्न पन्यास प्रवर श्री बीररत्न विजयजी म.सा. I fi 大王+++++++十十十十十十十十十 શ્રી માણિભદ્રવીર તીર્થ - શિવપુર ચિત્ર પરિચય (૧) શ્રી મણિભદ્રવી૨નું કલાત્મક મંદિ૨ (૨) શ્રી વિજયભુવનભાનુસૂરિજી જૈન સાહિત્ય મંદિર | (૩) દર્શનાર્થીઓ માટેની ધર્મશાળા (૪) પૂ.પં. પ્રવરથી વી૨૨íવજયજી મ.સા. | (૫) ર્માણભદ્રવીર શ્વે જૈન સાધનાકેન્દ્ર માત મોર જિ. દેવાસ (મ.પ્ર.). સૌજન્ય: માતેશ્વરી લક્ષ્મીબાઈ છોગલાલજી પૂનમચંદજી મ૨ડીયા પરિવાર પિંડવાડા (રાજસ્થાન) Private Personaruse Oy janelibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ) ' (૧) પ.પૂ.આ. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી રામસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા. | ::ગુરુવંદની :: પાલિતાણામાં પ.પૂ.આ. શ્રી રામસૂરીશ્વરજીમ.સા. તથા પ.પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વ૨જી મ.સા.ના સં. ૨૦૫૪ ના ચાર્તુમાસની ૨-મૃતિ નિમિત્તે ચિમનલાલ ચુનીલાલ મહાજની પરિવાર-ધાને૨ાવાળાના શૈલજન્યથી હ : નરોત્તમભાઈ, હસમુખભાઈ, અતુલભાઈ, નયનભાઈ, Jain ww. ainelibrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः છ31 ફ.આઇ.65 'e (૧) વ્યાખ્યાનવાચસ્પતિ કવિકુલકિરીટ પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. (૨) શાંતમૂર્તિ ધર્મદિવાકર - પ.પૂ. આ. દેવ શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ.સા. (૩) તપસ્વીરત્ન સૂરિમંત્ર પંચપીઠિકા પાંચવારના સાધક પૂ.આ. દેવ શ્રી અશોકરત્નસૂરિજી મ.સા. (૪) જ્યોતિષજ્ઞ મધુર પ્રવચનકાર પૂ.આ. દેવા શ્રી વિજયઅમરસેનસૂરીશ્વરજી મ.સા. (૫) પર્યાયવૃદ્ધ સ્થવિર પૂ. મુનિ પ્રવરશ્રી અશ્વસેનવિજયજી મ.સા. પૂ. મુનિરાજ શ્રી અછતસેનવિજયજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રીમતી સુંદ૨બેન ઘેવરચંદજી પરિવાર - કાંતિલાલ, સુરેશકુમા૨, ૨મેશકુમા૨, "રેખા પેપર માર્ટ ", ૩૪૭/એવન્યુ રોડ, ક્રોસ કુમાર પેઠ, બેંગલોર- પOO0ર ના સૈજન્યથી Jain Education jatinelibrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ૪ (૧) પ.પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ. શ્રી અરૂણપ્રભસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી વીરસેનસૂરીશ્વરજી મ.સા. 3 પૂ. મુનિશ્રી વિક્રમસેનવિજયજી મ. ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ શ્રી સુમતિનાથ જિનાલય - શ્રી ૨ામનાકા -૨ત્નાગિરિ - ૪૧૫૬૧૨ (મહારાષ્ટ્ર)ના સૈાજન્યથી Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાઘેડા ડાાિ ૧૦૮ પાર્શ્વનાથ ગેન તીર્થઘામ વિષ્ણુ દ્યૂતમદ્ર વિહાર, તેતનાની તસ્મૈ શ્રી ગુરવે નમ: श्री सिद्धाचल स्थूलभद्र धाम (गुरु स्थूलभद्रकृपा का काम ) 00000000 श्री पार्श्वलब्धि धाम श्री चन्द्रप्रभु लब्धि धाम 0001, પોશીના તીર્થના ઉદ્ધારક : શ્રી લબ્ધિ વિક્રમપટ્ટાલંકાર તપસ્વી અને ત્યાગી : શાસન પ્રભાવક સૂવિરના ચરણોમાં કોટિશ વંદના... તીર્થસ્થાનો અને તીર્થસ્થાપક દક્ષિણ કેશરી પૂ. આ. દેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. :: તીર્થ પ્રેરક : સંયોજક પૂ. મૂનિશ્રી ચંદ્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વેતાંમ્બર મંદિર ટ્રસ્ટ ચિક પેઠ - બેંગ્લોર-૫૩ ના સૈાજન્યથી Page #70 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ભરૂચ તીર્થોદ્ધારક (૧) પૂ. દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ. આચાર્યદેવ શ્રી જયંતસૂરીશ્વરજી મ. સા. (૩) ભક્તામરસ્તોત્ર સમારાધક પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. (૪) ૫. પૂ. આ. શ્રી નવીનસૂરીશ્વરજી મ.સા. (૫) અનેક તીર્થ જીર્ણોદ્ધારક પૂ. આ. શ્રી રાજ્યશસૂરીશ્વરજી મ.સા. :: ગુરુવંદના :: શ્રીમતી રંજનબેન હસમુખભાઈ શાહ - મોડાસા શ્રીમતી ચંદ્રિકાબહેન ૨મણીકભાઈ શાહ - સુ૨ત 3 (૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ श्रीउवसग्गहरे पार्वतीर्थ तप वर्शन मंगल कल्लाण आवासं की तपोभूमि पारसनगर - नगपुर) શ્રી ઉવસગ્ગહરં પાર્વ તીર્થ - આ ઉવસગ્ગહરં પાર્વતીર્થના તીર્ણોદ્ધારના નિર્માણકાર્યમાં શ્રીલંબ્લિવિકમ સમુદાયના પ.પૂ. આ. શ્રી રાજયશસૂરિજી મ.સા. ની પ્રેરણા અને માર્ગદર્શન ખરેખર તો પૂજ્યશ્રીની તીર્થભકિતની પ્રતીતિ કરાવે છે. તો દુગડ પરિવારના રાવલમલમણિના અપાર ભકિતભાવ અને તેમના ૨૨મર્પણની એક ભવ્ય ગાથા બની ગયેલ છે. અનેક લોકોના આયોજનબદ્ધ ભગીરથ પુરૂષાર્થનું યોગદાન પણ | આ કાર્યમાં નોંધપાત્ર બન્યુ છે ૌજન્ય : જે. કે. દુગડ પરિવા૨ – જયપુ૨ (૨ાજસ્થાન) For Private Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ तम्मे श्री गुरव नमः વિશ્વવિકી-આરાધક - ઉશવિહોરી તપસ્વી RA&A A A >> ALA < ! G » હે. in - »» <&ી (૧)પ.પૂ.આ. શ્રી વારિષણસૂરિજી મ.સા. (૨) પૂ. પં. શ્રી વિનયસેનવિજયજી મ.સા. | (૩) પૂ. ગણિવર્યશ્રી વ્રજસેનવિજયજી મ.સા. (૪) પૂ. મૂનિશ્રી વલ્લભસેનવિજયજી મ.સા. | (૫) પૂ. મૂનિશ્રી વિરાગસેનવિજયજી મ.સા, | :: સૈાજન્ય:: શ્રીમતી ચંદ્રાબહેન હેમરાજ પ્રેમરાજ સોની ટ્રસ્ટ, હિંગોલી. તે ટ્રસ્ટી શ્રી ઈદ૨ચંદજી પ્રકાશચંદજી ડગડુલાલજી સોની પ૨વા૨ તથા શ્રી ચંદનમલ બરડયા, શ્રી કિશનલાલજી જૈન. Page #73 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ૪ (૧) પ.પૂ.આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી લક્ષ્મણસૂરિજી મ.સા.કોમ | (૩) પ.પૂ.આ. શ્રી કીર્તિચંદ્રસૂરિજી મ.સા. (૪) પૂ. મૂનિશ્રી જિતેન્દ્રવિજયજી મ.સા. | (૫) પૂ. પ્રવર્તક મુનિશ્રી હરિશભદ્રવિજયજી મ.સા. | :: સૈજન્ય:: શ્રી જે. કે.સી. વિવિધલક્ષી ટ્રસ્ટ-મુંબઈ Page #74 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः _ કG[ E}નિ અને પરસ્પરૉg ગ્રહો નીવાનામ્ વિપુલ સાહિત્ય કૃતિઓના સરકા (૧) પ.પૂ.આ. શ્રી મોહનસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ.સા. | (૩) પ.પૂ.આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા (૪) પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી અમદાવાદ નિવાસી (હાલ મુંબઈ) શ્રી સુભદ્રાબહેન નરોત્તમદાસ કેશવલાલ લઠ્ઠા પરિવા૨ ત૨ફથી ગુરુભકિતનિમિતે Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપEC ચારદિવ દી ડિu cau EngCીવિજa - ડીલિવરી TEશી nો આયાદિવ શ્રી વિધ્ય સેરીશ્વરજી મારાં જ - પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજ્યા પ.પૂ, થીયાદિલદી વિજય પા૫ડે આચાર્યદિવ શ્રી વિજય) રહેતરિસરીરિજી મ. સા. મંગલપ્રભારીશ્વરજી મ. સા. હેમપ્રભસુરીશ્વરજી મ.સા. | (૧) તીર્થોદ્ધારક પ.પૂ.આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી હર્ષસૂરીશ્વરજી મ.સા. | (૩)પ. પૂ.આ. શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ. પૂ.આ. શ્રી મંગલપ્રભસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ.સા. (૬) પ.પૂ.આ.શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ. સા. શ્રી નીતિસૂરિ સમુદાયના પ્રભાવક પ.પૂ. આ. શ્રી વિજય હેમપ્રભસૂરિજી મ.સા.ની શુભનિશ્રામાં સં. ૨૦૫૫ પોષ શુદી ૧૪ થી પોષ વદી ૬ શ્રી વલ્લભીપુ૨થી શ્રી સિદ્ધાચલ તીર્થના છ'રિ' પાલક યાત્રાસંઘની સ્મૃતિ નિમિત્તે શેઠ શ્રી સુધીરભાઈ કેશવલાલ ભણશાલી પરિવાર-કલકત્તા તથા ગં. સ્વ. શશીબહેન કાન્તિલાલ મહેતા પરિવાર - મુંબઈ તરફથી Page #76 -------------------------------------------------------------------------- ________________ ******* મુ. પો. રોહિડા तस्मै श्री गुरवे जव राच 新 शासनम (૧) પ.પૂ.આ. શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૨૪૫ જિન મંદિરોના પ્રાણ-પ્રતિષ્ઠાપક) (૨) ૫.પૂ.આ. શ્રી પદ્મસૂરીશ્વરજી મ.સા. (૨૨૫ જિન મંદિરોના પ્રાણ-પ્રતિષ્ઠાપક) (૩) પૂ. મુનિશ્રી રાજવિજયજી મ.સા. (૪) પૂ. મુનિશ્રી જયપ્રભવિજયજી મ.સા. શ્રી રોહિડા જૈન શ્વેતામ્બર મૂ.પૂ. સંઘની પેઢી – 3090૨૪. સ્ટે. સરૂપગંજ (જિ. શિરોહી. રાજસ્થાન)ના સૈાજન્યથી નમઃ Page #77 -------------------------------------------------------------------------- ________________ - 4 તજો શ્રી ગુરવે નમ: (૧) પ.પૂ.આ. શ્રી ભાનુચંદ્રસૂરીશ્વરજી મ.સા (૨) પૂ. પં. શ્રી સુબોધવિજયજી મ.સા. શ્રી ભાનુપ્રભા જૈન સેનેટોરિયમ – માદલપુ૨ એલિસબ્રીજ -અમદાવાદ -૬ ના સૈાજન્યથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरव नमः (૧) યોગનિષ્ઠ ધુરંધર પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. | (૨) વાત્સલ્યવારિધિ પ.પૂ.આચાર્ય ભગવંતશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પરમશાસનપ્રભાવક ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્યદેવશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. (૪) શાંતમૂર્તિ પ.પૂ. આચાર્યદેવશ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. | :: સૈજન્ય :: અમીતભાઈ ચંદ્રકાન્ત શાહ - મુંબઈ હ : જૈનિતા, કુણાલ For Private Personal use only Page #79 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः (વર્તમાન ગચ્છનાયક) (૧) પ.પૂ.આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. | :: ગુરુવંદના :: ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ લિ. હ : શારદાબહેન યુ. મહેતા - અમદાવાદ Jain Education international Page #80 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ૯૦૦ ઉપરાંત જિનબિંબોની અંજનશલાકા જેમના વરદ હસ્તે થઈ શ્રી સીમન્ધરસ્વામિ જિન મંદિર - મહેસાણા જિન શાસનના યમ-નિયમ માટે સતત જાગૃત શ્રી સીમન્ધર સ્વામિ જિનમંદિર-મહેસાણા (૧) પ.પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) ૫.પૂ.આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા. :: સાજન્ય:: સંયમ પર્યાયના ૫૦ વર્ષની પૂર્ણતા નિમિત્તે શ્રીમતી રમીલાબેન ઝવેરચંદજી ગુગળીયા પરિવા૨ તથા શ્રીમતી અરૂણાબહેન હીરાચંદજી ગુગળીયા પરિવા૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ (રાષ્ટ્રીય કક્ષાએ યશસ્વી નામનાને વરેલા - i ) हसाधानमन्चपाकारक गरजमतकाशदिनशतकात केन्चॉपरा समर्ड . . ) ) ) . . . ) : ‘ત્તરમૈ’ શ્રી ગુરવે નમઃ પ.પૂ.આ. શ્રી પઘસાગરસૂરીશ્વરજી મ.સા. સૌજન્ય : પૂજ્યશ્રીના ભક્તગણ તરફથી Page #82 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः | (૧) સૂરિમંત્ર સમીરાધક પ.પૂ.આ. શ્રી શાંતિચંદ્રસૂરિજી મ.સા. (૨) બાલબાચારી પ.પૂ. બુદ્ધિવિજયજી મ.સા. (૩) અનુયોગાચાર્યપ.પૂ.પં. શ્રી તિલકવિજયજી મ.સા. | (Y) સિદ્ધાંતનિષ્ઠપ.પૂ.આ. શ્રી સોમચંદ્રસુરીશ્વરજી મ.સા. (પ) નિડરવક્તાપ.પૂ.આ. શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મ.સા. સૌજન્ય : સ્વ. શ્રી માંગીલાલજીની સ્મૃતિમાં દાંતરાઈ નિવાસી તોલાજી ભુતાજી રાઠોડ પરિવાર તરફથી હ: વેલચંદભાઈ, કપુરચંદભાઈ Page #83 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः SSC (૧) પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. (૨) ૫.પૂ.આ. દેવ શ્રીમદ્ વિજયરત્નાકરસૂરીશ્વરજી મ.સા. :: ગુરુવંદના:: પૂ. મુનિશ્રી ૨નત્રયવિજયજી મ.સા. ની પ્રેરણાથી તવાવથી શ્રી શત્રુંજય તીર્થના છ'રી' પાલક યાત્રા સંઘ નિમિત્તે સંઘવી દલીચંદજી ધીરાઈ સાકરિયા પરિવારના કોટિ કોટિ વંદન. Jain Education international For Private & Personal use only Page #84 -------------------------------------------------------------------------- ________________ दारा सम्राट श्री शीतलनाथ भगवान रथाकारयुक्त जिन मंदिर दांतराई (राज.) आशिषदाता प.पू.आ.वि. श्री सोमचन्द्र सूरीश्वरजी महाराजा दातराई आभुषण दांतराई मंडन श्री मुनि सुव्रतस्वामी भगवान अंजनशलाका प्रतिष्ठा महोत्सव ता. ४-६-१९९८ - जेठसुद - १० श्री शामला पार्श्वनाथ भगवान पुण्यनिश्रा .आ.वि. श्री सोमसुंदर सूरीश्वरजी महाराजा दांतराई जैनसंघ तरफसे दर्शनार्थे રથાકારયુક્ત મંદિર - અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ-દાંતરાઇ :: સૈાજન્ય :: શ્રી મુનિસુવ્રતસ્વામી અંજનશાલાકા પ્રતિષ્ઠા સ્મૃતિમાં શ્રી દાંત૨ાઈ જૈન સંઘ તરફથી हिनांड : ४-९-१८ हांतरा (२२४स्थान ) Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાવથી શ્રી શંત્રુજય મહાતીર્થના છ‘રી’ પાલક સંઘના યાત્રિકોનું શ્રી શંખેશ્વર તીર્થમાં ભવ્ય પ્રવેશનું દૃષ્યા પૂ. મુનિશ્રી ૨નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી સંઘવી દલીચંદજી ધીરાજી સાકરીયા પરિવા૨ ત૨ફથી Page #86 -------------------------------------------------------------------------- ________________ નર ને શ્રી ગુરવે નમઃ ( (૧) પૂ.પં.શ્રી સંયમરતિવિજયજી ગણિવર્ય (૨) પૂ.પં. શ્રી યોગતિલક વિજયજી મ.સા. (સંસારીપક્ષે પુત્ર)), | (૩) પૂ. મુનિશ્રી આર્યતિલકવિજયજી મ.સા. (સંસારી પક્ષે પૈાત્ર) | ::ગુરૂવંદના :: સોહનલાલ મલકચંદ પરિવાર પ્રવીણભાઈ, દિનેશભાઈ, તારાબહેન, ભાવનાબહેન, કોમલ, પુનિત, નિધિ વગેરેની ગુરુભગવંતોનાં ચરણોમાં કોટિ વંદના) DOOT Page #87 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः 89 વાગડ નેતૃત્વને કિંજવળ બનાવનાર (૧) કચ્છ વાગડ દેશોદ્ધારક સ્વ. ૫.પૂ. આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મ.સા. (૨) સંયમમૂર્તિ સ્વ. પ.પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. | (૩) અધ્યાત્મયોગી પ.પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. અધ્યાત્મયોગી આચાર્યદેવશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય૨coન પૂ. મુનિ૨ાજ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ.સા. ની ગંણવ૨ પદવીના શુભ પ્રસંગે (કચ્છ) વાંકી તીર્થે પદપ્રદાનદિન મહાસુદ - ૬ સં. ૨૦૫૬ તે તા. ૧૧-૨-૨000 શુક્રવાર પૂ. સા. શ્રી અનંતદર્શનાથીજી મ. ની પ્રે૨ણાથી શ્રી શૈભાગ્યચંદ્ર નેણશી વોરા પ૨વા૨ મુંબઈ તરફથી Page #88 -------------------------------------------------------------------------- ________________ || ભરૂડીયા મંડન પરમતારક શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમ : !! 09 8 2. છે &. ૬ | ભરૂડીયા મંડન પરમતારક શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમ : || જૈનશાસન કે ગગન મંડલ મેં સોહે તેજ રિસતારા, પદ્મ-છત હીર વિજયજી કનક દેવેન્દ્ર સૂરિ પ્યારા, કંચન સમ કલાપૂર્ણ સૂરીશ્વર અગણિત છે ઉપકારા, પ૨મ પુનિત ગુરૂ પદ પંકજ, વંદન કોટી હમારા. અપૂર્વ હૈ તુજ જ્ઞાન કી ગરિમા, જનમન કો હરખાતી, અદ્ભુત હૈ જીસકી જિનભકિત રોમ રોમ મુકાતી, અજબ હૈ ચારિત્ર કી ચર્ચા વિશ્વમેં ‘કીર્તિ ફલાતી', વંદન હો 'કલાપૂર્ણસૂરીશ્વર' દરિશને દરિત પલાતી. જેના દર્શન માત્રથી દુર્ગતિ ભાગે, જેના નામ ૨મરણથી કાજ સરે એવા કલિકાલ કલ્પતરૂ અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના પાવન ચરણોમાં ભરૂડીયા નિવારી શીવજી કરમશી સત્રા પરિવારનાં કોટિ કોટિ વંદન Page #89 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः શ્રીમણિ મુક્તિ કમળ કેશર વાટિકા શ્રી મણિવિજયજી દાદા અહિ વિજજી મદદ (ગ્રેસનું મ. = પણ ન મળવાની T સ મ ા ની કમર ની મ. . ( ) - ના દીકરા મા જાહેર કરી શ્રી મણિ - મુકિત - કમલ - કેશર - વાટિકા | પૂ. મુનિશ્રી જિગ્નેશચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી સંઘવી લીલાચંદ તારાચંદ પ૨વા૨ | વલસાડના સૈાજન્યથી | હ : જમુબેન લીલાચંદ સંઘવી ઠ• જોતી.. Page #90 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः , (6) , | (૧) પ.પૂ. આત્મારામજી મ. સા. (વિજયાનંદસૂરિ મ.સા. (૨) પ.પૂ.આ.શ્રી વલ્લભસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી સમુદ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી ઇન્દ્રદિનસૂરીશ્વરજી મ.સા. | (૫) પ.પૂ.આ. શ્રી જનકચંદ્રસૂરીશ્વરજી મ.સા. | :: ગુરુવંદના :: કુંવ૨જી હેમરાજ છેડા, ખીમજી હેમરાજ છેડા, પ્રેમજી હેમરાજ છેડા, છેડા જવેલરી માર્ટ, ધનજી સ્ટ્રીટ-મુંબઈ-3. (કચ્છ – કુંદરોડીવાળા) Jain Page #91 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः 2) કારવારની 69 રાતથી ગણી બન્યા (૧) મહાતપસ્વી પૂ. મુનિરાજશ્રી નયચંદ્રવિજયજી મ.સા. (૨) મહાતપસ્વી મુનિરાજશ્રી અનેકાન્તવિજયજી મ.સા. | (૩) પ્રવર્તક પૂ. મુનિરાજશ્રી જયાનંદવિજયજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી ધર્મધુરંધરસૂરિજી મ.સા. (૫) ૫.પૂ. આ. શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા. | :: સૈ ન્ય :: ગુરૂ સમુદ્ર - અનેકાન્ત ખાદર્શ ટ્રસ્ટ ૧૯, ૨ાજપથ સોસાયટી, પી. ટી. કોલેજ રોડ, પાલડી, અમદાવાદ - ૭. Page #92 -------------------------------------------------------------------------- ________________ કિશોઠારક અને છરી અભિલોનો રાજેog વિશ્વકોષનો સર્જક વિધિપૂછILGBરવારપીરિધર્થિવદ્વાપર્વ 'uguઊંGિuપયોષ્ઠી ધાડેધદિરાઃ રાજutવારી? ઇ01ોર तरमे श्री गुरव नमः GA મહાન ક્રિયોદ્ધારક અને શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ’ના સર્જક | પ.પૂ. આ. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. તીર્થ પ્રભાવક રાષ્ટ્રસંત આચાર્યદેવ | ઉપદેશથી હીરાણી દરજમલજી ઉકચંદજી હસ્તીમલજી તેગરાજજી પરિવાર વૈતડી (રીઝરસ્થાન) તરફથી Page #93 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः ( 9 છ666 (૧) પ.પૂ.આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.આ. શ્રી ધનચંદ્રસૂરિજી મ.સા. | (૩) પૂ.આ. શ્રી ભૂપેન્દ્રસૂરિજી મ.સા. (૪) પૂ. આ. શ્રી યતીન્દ્રસૂરિજી મ.સા. (૫) પૂ.આ. શ્રી વિદ્યાચંદ્રસૂરિજી મ.સા. (૬) ૫.પૂ.આ. શ્રી જયંતસેનસૂરિજી મ.સા. (૭) પૂ.ઉપા. શ્રી મોહનવિજયજી મ.સા. (૮) પૂ. ઉપા.શ્રી ગુલાબવિજયજી મ.સા. સૈજન્ય :: શ્રી સૈાધર્મ બૃહત્ તપોગચ્છીય જૈન ત્રિસ્તુતિક શ્રી સંઘ પારા (મ.પ્ર.) શ્રી ૨ાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ શાખા - પારા (મ.પ્ર.) ત૨ફથી Page #94 -------------------------------------------------------------------------- ________________ Eા છે acળે શ્રી ગુરવે નમ: - 5 |ી (૧) ગચ્છસ્થાપક પ.પૂ. આ. શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી જયસિંહસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ. શ્રી મહેન્દ્રપ્રભસૂરીશ્વરજી મ.સા. (૪)પ.પૂ. આ. શ્રી મેરૂતુંગસૂરીશ્વરજી મ.સા. (૫) ૫.પૂ. આ.શ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરજી મ.સા. (૬) પ.પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા. (૭) પ.પૂ. આ. શ્રી ગૌતમ સાગર સૂરીશ્વરજી મ.સા. (૮) પ.પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. :: સૈાજન્ય :: શ્રી ચારિત્ર૨rot હૃા. ચે. ટ્રસ્ટ અમલને૨ તથા શ્રી સૈાભાગ્ય લક્ષમી જૈન સંઘ વડોદરા ૫.પૂ.આ. શ્રી નરદેવસાગ૨સૂરિજી મ.સા. ની પ્રેરણાથી થયેલ ''શ્રી સૈાભાગ્યલક્ષ્મી જૈન સંઘમાં'' | શ્રી આદિનાથ પ્રભુજીને oડૂતન ગૃહમંદિરમાં પ્રવેશ પ્રસંગે. તા. ૧૪-૨-૨000 સોમવાર ' Jain BOUILOTT I TUITIVE Tersonal use only Page #95 -------------------------------------------------------------------------- ________________ तस्मै श्री गुरवे नमः । ૪ (૧) મહાન ક્રિયોદ્ધારક ગચ્છ પ્રવર્તક પૂ. દાદાશ્રી આર્યરક્ષિતસૂરિજી મ.સા. (૨) પૂ. દાદા શ્રી ગૌતમસાગરસૂરિજી મ.સા. (૩) પ.પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મ.સા. રી(૪) પ. પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરિજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ.સાયિક સૈાજન્ય : શ્રી આર્ય જયકલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ- મુંબઈ Page #96 -------------------------------------------------------------------------- ________________ ' તરન્ને શ્રી ગુરવું તેના 5 2. IT ૪ (૧) અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. ના વિનય આગમાભ્યાસી પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ.સા. (૨) પૂ.મુનિશ્રી દેવરત્નસાગરજી મ.સા. (૩) પૂ. મુનિશ્રી ધર્મરત્નસાગરજી મ.સા, (૪) તપસ્વી મુનિરાજશ્રી અભ્યદયસાગરજી મ.સા. (૫) પૂ. મુનિશ્રી ભક્તિરત્નસાગરજી મ.સા. શ્રી ગોરેગામ અંચલગચ્છ સ્વે. મૂ.પૂ. જૈન સંઘ – મુંબઈ (મહારાષ્ટ્ર) ના સૈજન્યથી Page #97 -------------------------------------------------------------------------- ________________ तस्मसी गरे नमः ' (૧) વિમલગચ્છના પ.પૂ. વડીલ ગુરુદેવ પૂ.પં. શ્રી હિમત વિમલજી મ.સા. | (૨) પૂ. આ. દેવ શ્રીમદ્ શાંતિવિમલ સૂરીશ્વરજી મ.સા. (૩) તપસ્વી યોગીરાજ નરેન્દ્રવિમલજી સરકાર મહારાજ (૪) વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મ.સા. (૫) પૂ. મુનિશ્રી વિજયવિમલ મ.સા. :: ગુરુવંદના :: સુરેશભાઈ અમુલખભાઈ ર્માણયા૨ -શાંતાકુઝ-મુંબઈ | વિરાટભાઈ સેવંતીલાલ શાહ - માટુંગા - મુંબઈ Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્યાં એક સમયે એકી સાથે પ૦૦ આચાર્યોએ ચાર્તુમાસમાં પધરામણી કરી હતી, | શિરોમણી ગણાતો ગ્રંથ કલ્પસૂત્ર જ્યાં લખાયેલ તે વલ્લભીપુર નગરના જૈન દેરાસરજીની પ્રતિષ્ઠા કરાવનાર પૂ. શાંતમૂર્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા. ના. શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી ગંભીરવિજયજી મ.સા.ના શુભ હસ્તે વિ.સં. ૧૯૬૦ મહા શુદી ૧૨ ને શુક્રવારના રોજ થયેલ. (આ નગરની વિશેષ વિગત પાના નં. ૧૧૩૨ ઉપર) વોરા રસિકલાલ ધનજીભાઈ—પ્રમુખ શ્રી વલ્લભીપુર જૈન સંઘ સંચાલિત દોશી પૂનમચંદ વિઠલદાસ પાંજરાપોળ | વોરા રસિકલાલ ધનજીભાઈ–પ્રમુખ વલ્લભીપુર શ્વે. મૂ. જૈન સંઘ સૌજન્ય : વોરા ધનજીભાઈ છગનલાલ સહપરિવાર–વલ્લભીપુર (ભાવનગર) ( Page #99 -------------------------------------------------------------------------- ________________ (અનેક વૈરાગી, ત્યાગી, તપસ્વી મહાત્માઓના પદાર્પણથી પાવન થયેલ શ્રી રાજનગરની ધર્મભૂમિએ શ્રી ધર્મ-ભક્તિ છે. મૂ. પૂ. સંઘ દ્વારા નવનિર્મિત જિનાલયે સૌ પ્રથમવાર ૧ત્મા તીર્થપતિ શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રતિષ્ઠપ્રસંગ ગ્રંથપ્રેરક, વાત્સલ્યમૂર્તિ ૫.પૂ. આ.દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાની શુભનિશ્રામાં ઉરના ઉમંગ અને હર્ષોલ્લાસ સહ અભૂતપૂર્વ ઐતિહાસિક શાસનપ્રભાવનાપૂર્વક સાદર સંપન્ન થયેલ છે. વિ. સ. ૨૦૫૬, ચૈત્ર સુદ-૧૩, રવિવાર રાજગાર્ડન ટાવર પાલડી, અમદાવાદ-૭. પૂ.મુ.શ્રી શીલરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ધર્મભક્તિ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ-પાલડી-અમદાવાદના સૌજન્યથી ) Page #100 -------------------------------------------------------------------------- ________________ પિ૧] વિષયાનુક્રમણિકા (ગ્રંથપ્રેરકશ્રીના આશીર્વચન . પૂરોવચન (સંપાદકીય નોંધ] . પ્રાસ્તાવિક. ગ્રંથ વિહંગાવલોકન, ગ્રંથ પ્રેરકશ્રીનો પરિચય પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. નંદલાલ બી. દેવલુક ડૉ. રમણલાલ ચી. શાહ ડૉ. કવિન શાહ શીલરત્નવિજયજી મ. લેખ--વિષય ૫. ન. ( વિવિધ ક્ષેત્રે પ્રતિભાદર્શન ૧૦૧ (દાનધર્મ પ્રતિભાદર્શન ૧૦૨ બ્રહ્મચર્ય પ્રતિભાદર્શન ૧૦૭ તપસ્યા પ્રતિભાદર્શન ૧૧૧ ભાવધર્મ પ્રતિભાદર્શન ૧૧૧ | નમસ્કાર આરાધક પ્રતિભાદર્શન ૧૨૦ : માતૃત્વ પ્રતિભાદર્શન ૧૨૫ પરમાત્મા ભક્ત પ્રતિભાદર્શન ૧૩૩ ગુણવાન પ્રતિભાદર્શન ૧૩૯ (જૈન શાસનની કીર્તિગાથા ૧૭૩ લેખક : સંકલનકર્તા પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ. સત્યસદાચાર પ્રતિભાદર્શન ૧૪૧ પુણ્યશાળી પ્રતિભાદર્શન ૧૪૭ સંસ્કૃતિરક્ષક પ્રતિભાદર્શન ૧પ૦ વિવિધ પ્રતિભાદર્શન ૧૫૫ તિર્યંચ પ્રતિભાદર્શન અલ્પજ્ઞાનથી કેવળજ્ઞાન ૧૬૫ જયંતિનું જવલંત પ્રતિભાદર્શન ૧૬૭ ગુરુકૃપા પ્રતિભાદર્શન ૧૬૮ ડૉ. કુમારપાળ દેસાઈ) ૧૬૧ ૧૭પ ૧૮૭ ૧૭૬ ૧ /૪ ૧૭૮ ૧૧ ૧૯ ૧૯૨ ૧૮૦ શ્રી માનતુંગસૂરિ શ્રી હેમચંદ્રાચાર્ય અભયકુમાર મહામંત્રી કામદેવ શ્રાવક પુણિયા શ્રાવક રોહિણિયા સંપ્રતિ મહારાજા શેઠ જાવડશા મહારાજા કુમારપાળ ભીમ કુંડલિયો શેઠ જગડુશા સેનાપતિ આભૂ સવા સોમા પેથડશા ધરણશા ખેમો દેદરાણી વિક્રમાદિત્ય હેમુ ત્રિશલામાતા કોશા શ્રીદેવી તિલકમંજરી લાછીદેવી અનુપમા દેવી ચંપા ગંગામા ૧૯૩ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૯૪ ૧૫ ૧૯૬ ૧૭ ૧૯૮ ૧૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ કારણ કે તે સાધુ હતા ભરત ચક્રવર્તી બાહુબલી સુંદરી ચિલાતીપુત્ર સૂરગા માસતુસ મુનિ મેતાર્ય મુનિ નંદીષેણ મુનિ વલ્કલચીરી જંબુસ્વામી ઇલાચીપુત્ર આર્દ્રકુમાર રિકેશ મુનિ સાધનાની પગદંડી મહાસતી નાગીલા જૈન શાસનના રત્નદીપકો મરુદેવા માતા ભરતેશ્વર અને બાહુબલી અનાથિ મુનિ નંદીષેણ મુનિ અમરકુમાર સનત્કુમાર ચક્રવર્તી મેઘરથ રાજા દશાર્ણ ભદ્ર વિજયશેઠ-વિજયાશેઠાણી રેવતી સતી અંબિકા દેવી રાજા મુનિચંદ્ર સતી સુભદ્રા વંકચૂલ કુબેરદત્તા નંદન મુનિ [પર] ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૪ ૨૦૫ ૨૦૬ ૨૦૬ ૨૦૬ ૨૦૮ ૨૯ ૨૧૦ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૨૭ ૨૨૭ ૨૨૩ ૨૩૪ ૨૩૫ ૨૩૮ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૫ ૨૪૫ ૨૪૭ ૨૪૭ ૨૪૯ ૨૪૯ ૨૫૦ પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી મ. ૨૧૩ ૨૧૫ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૪ અષાઢાભૂતિ સતી સીતા મહાબલકુમાર ચંડકૌશિક ધર્મરુચિ તેતલીપુત્ર કર્મપુત્ર ક્ષુલ્લક મુનિ સુવ્રત સાધુ બ્રાહ્મણી અણિક મુનિ સુભદ્રા શ્રી જશુભાઈ જે. શાહ ૨૨૯ શ્રી વરજીવનદાસ વાડીલાલ શાહ મહાસતી કલાવતી સુદર્શન શેઠ ચંદનબાળા અવંતિસુકુમાલ હિરભદ્રસૂરિ સતી સુલસા સિંહ શ્રેષ્ઠી શાલીભદ્ર સુબુદ્ધ તંત્રી શ્રીકાન્ત શ્રેષ્ઠી નાગકેતુ ઉદયન મંત્રી શૈલક રાજર્ષિ અને પંથકમુનિ જીરણ શેઠ મહારાજા શ્રેણિક શિવકુમાર શ્રીમતી ૨૫૧ ૨૫૨ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૮ ૨૫૯ ૨૫૯ ૨૬૧ ૨૬૩ ૨૬૬ ૨૬૭ ૨૬૪ ૨૬૯ ૨૭૨ ૨૭૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ [૫૩] - -- ---- ૨૭૩ ૨૯૫ ૨૭૪ ૨૭૫ ૨૯૬ ૨૯૮ ૨૯૮ ૨૭૬ ૨૭૭ ૨૯ ૨૭૮ ૨૭૯ ૩૦૧ ૩૦૨ ૩૦૪ નિરવીર હીરવિજયસૂરિ ચંપક શ્રેષ્ઠી અર્જુનમાળી. નાગદત્ત શ્રેષ્ઠી દેવદત્ત જિનદાસ શેઠ અગ્નિશર્મા અને ગુણસેન લક્ષ્મણા સાધ્વી કાર્તિક શેઠ ગુણમંજરી નૈગમ વિમળ શાહ સદાલપુત્ર સુદર્શન સુવ્રતશેઠ ધર્મવીર દ્રાવિડ-વારિખિલ્લા કેશરી ચોર રાખેંગાર અને કુંદલ ચારણ સુશીલા સુભદ્ર રાજા યશોવર્મા સુરસેન મહાસેન આનંદ શ્રાવક દ્વિમુખ (પ્રત્યેક બુદ્ધ) શ્રમણભદ્ર કુંતલાદેવી આરોગ્યદ્વિજ સુલસ તેટલીપુત્ર રતિસુંદરી શ્રાવકા સુમતિ ધર્મરાજા શેઠ નથુશા ૨૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૩૫ 304 ૩/૬ ૩૦૭ ૨૮૫ ૨૮૬ ૩૦% ૨૮૮ ર0 ૨૯૧ ૩૯ ૩૧૦ ૩૧૧ ૩૧૩ ડૉ. કુમારપાળ દેસાઈ પૂ. મુનિશ્રી મોક્ષચંદ્રસાગરજી મ. પૂ. આ.શ્રી પરસૂરિજી મ.સા. (પ્રતિમાની પૂજા એટલે સંસ્કારવારસાની આરાધના ૩૧૫ દશ શ્રાવક કુલકમ ૩૨૭ ભગવાન મહાવીરના શાસનમાં થયેલા દશ શ્રાવકો ૩૨૯ (આનંદ શ્રાવક ૩૨૯ કામદેવ શ્રાવક ૩૩૪ ચુલ્લનીપિતા ૩૩પ મહાશ્રાવક સુરદેવ ૩૩૬ મહાશ્રાવક ચુલ્લશતક પૂર્વેના ધર્મપ્રેમીઓના કાર્યોની પ્રભાવક પરંપરા ૩૪૩ ૩૩૭ ૩૩૮ (મહાશ્રાવક કુંડકોલિક મહાશ્રાવક સદ્દાલપુત્ર મહાશ્રાવક મહાશતક મહાશ્રાવક નંદિનીપિતા મહાશ્રાવક તેતલીપિતા ૩૩૯ ૩૪) ૩૩૬ ૩૪) વિનોદરાય જી. શેઠ ભગવાન મહાવીરના અનન્ય ઉપાસકો ૩૪ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના (સૂરિવર્યોના ધર્મોપાસકોની તેજ-તવારીખA ૩૪૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ [૫૪] ૩પ૯ ૩૮૪ ૩૬૩ (ઉપકેશગચ્છના ઉપાસકોના (રાણા જગતસિંહ ૩૭૭ ધર્મકાર્યોની ઝાંખી ૩૪૬ જૈનધર્મપ્રેમી દિલ્હીના સુલતાનો ૩૭૮ રાજા અજયપાલ અને અજારા તીર્થ ૩૪૮ મંત્રી આભૂ અને તેના વંશજો ૩૭૮ નંદરાજ્યનો પ્રતાપી જૈનમંત્રીવંશ ૩૪૮ શેઠ પૂના અને તેના વંશજો ૩૭૮ મહાન ધર્મપ્રચારક સંપ્રતિ મહારાજા ઉપર હેમ વિક્રમાદિત્ય ૩૯ કલીંગદેશના જૈનધર્મી રાજાઓ ૩પ૬ મોગલવંશ : જૈનધર્મનો પ્રચાર ૩૭૯ વિક્રમાદિત્ય અને તેનાં ધર્મકાર્યો ૩પ૮ બાદશાહ અકબર : જૈનતીર્થો અર્પણ ક્ષત્રપવંશના જૈનરાજાઓ શેઠ સુરદાસ ૩૮૨ વલભીવંશના જૈનધર્મી રાજાઓ ૩૬૦ ૧૧મી સદી પછીના કેટલાક પુન્યવાનો ૩૮૩ રાજા શંકરગણ અને કુલપાક તીર્થ કુમારશ્રેષ્ઠી અને કાંગડાતીર્થ ૩૮૩ ૩૬૧ પૂર્વના જૈનોથી પ્રાપ્ત પ્રાચીન રાજા એલક શ્રીપાલ ૩૮૩ તીર્થનો વારસો પાવાગઢના પુન્યાત્માઓ ૩૬૧ રાજા શાલિવાહન ધોળકાના દંડનાયક જણાશાહ ૩૮૪ ૩૬૧ જૈનધર્મી રાજા વેણી-વચ્છરાજ કવિ ધનપાલ ૩૮૪ ૩૬૨ શેઠ સિદ્ધરાજ અને તેના પૂર્વજો ભક્તિ પરાયણ શેઠ લલિગ ૩૮૪ ૩૬૨ ઉદયનના પુત્રો આંબડ-વાહડ મેવાડના જૈનરાજા ભર્તૃભટ્ટ ૩૮૪ ૩૬૩ દંડનાયક આંબાક ૩૮૬, વનરાજ ચાવડા અને જૈન પદાધિકારીઓ | શ્રીપાલ અને કવિવંશ ૩૮૬ કનોજનો રાજા આમ ૩૬૪ પાસિવ શ્રેષ્ઠી ૩૮૭ રાણી નીતાદેવી ૩૬૫ શેઠ આભડ વસાહ ૩૮૭ ચિત્તોડનો રાજા અલ્લટરાજ ૩૬૫ પોરવાડ મંત્રીવંશનાં સુકૃત કાર્યો વિદગ્ધરાજા અને તેના વંશજો ૩૬૬ શેઠ છિદડ અને તેનો વંશ ૩૮૮ ભાવસાર જ્ઞાતિ : સુકૃત કાર્યો સંઘવી વત્સરાજના પુત્રો ગોવિંદ ગુણગણસંપન્ન શ્રેષ્ઠી જગદેવ ૩૬૬ અને વિસલ જૈનોમાં ૮૪ જ્ઞાતિઓ ૩૬૭ શેઠ ગોડીદાસ અને સોઢાજી ઝાલા ભાવુકોના સુકૃતકાર્યોની દીપમાલા ૩૬૭ શેઠ ભીમાશાહ અને દિવાન સુંદરજી ૩૦ અજમેરના જૈનધર્મી રાજાઓ ૩૬૮ દિવાન સહસા પોરવાડ ૩૦ ધર્મઘોષસૂરિનો ઉપદેશ : નવા જૈનો ૩૬૮ કાવી તીર્થ અને નાગર જૈનો ૩૯૦ ઉપાસકોના સત્કાર્યો જોધપુરના જયમલજી મુહણોત ૩૯૧ પલ્લીવાલ જ્ઞાતિ ૩૬૯ જુદા જુદા વંશોનાં ધર્મકાર્યો ૩૯૧ સોલંકી રાજ્યવંશ : જૈનધર્મનો પ્રભાવ ૩જી વાધૂયાનનો મંત્રીવંશ જૈનધર્મી રાજાઓ વિજયવંત વગેરે ૩૭૩ મંત્રી મકલપ્પના પુત્રો રાહડકુમાર શ્રેષ્ઠીવર્યોની વિવિધ ભક્તિ અને નેમિકુમાર શેઠ હેમચંદ--હેમરાજ ૩૭૫ મંત્રી આલિગદેવ મેવાડના જૈનધર્મી રાજાઓ ૩૭પ મહાકવિ આસડ ધોળકાના રાણા પ્રતાપસિંહ ૩૭૬, શેઠ ધવલ અને વૈરસિંહ | ૩૯૩ શેઠ ભામાશા ૩૭૭) વંથળીનો નગરશેઠ ભીમ સાથરિયો ૩૯૩) 3८८ ૩૬૬ ૩૮૯ ૩૮૯ ૩૬૯ ૩૯૨ ૩૭૪ ૩૯૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ [૫૫] જૈન ઇતિહાસ દર્પણમાં એક નજર ૩૯૫ ૩૯૬ હેમચંદ્રાચાર્યજીની માતૃભક્તિ કુમારપાળ અને નૃપસિંહ રાવણની પ્રભુભક્તિ ૩૯૬ ૩૯૬ ૩૯૦૭ મંત્રીશ્વર વસ્તુપાળ ટોચ સમ્યગ્દષ્ટિ સુલસા ૩૯૭ ૩૯૭ ૩૯૮ ૩૯૮ ૩૯૮ ૩૯૯ ૩૯૯ ૩૯૯ ૪૦ ૪૦ ૪૦૧ ૪૦૧ ૪૦૧ ૪૦૨ ૪૦૨ ૪૦૩ ૪૦૩ ૪૦૩ ૪૦૪ ૪૪ ૪૦૫ ૪૦૫ ૪૦૬ ૪૦૬ ૪૦૬ સકળચંદ્રજી મહારાજ દીક્ષામાં વિલંબ ન થાય મણિઉદ્યોત મહારાજ રત્નપ્રભસૂરિજી અને સંઘની એકતા યશોવિજયજી મહારાજ દંડવીર્ય રાજાની સાધર્મિકભક્તિ તુંગીયા નગરીના શ્રાવકો સમ્યગ્દર્શનનો મહિમા વાદિદેવસૂરિજી પુણ્યવંતી પળો કોઈ ચૂકશો નહિ મુનિ મુકુન્દનો સ્વાધ્યાયપ્રેમ સુકૃતોની અનુમોદના કરીએ સિદ્ધિચંદ્રજીનું દૃઢ મનોબળ માણિભદ્રજીનો પૂર્વભવ દેઢપ્રહારીનું પરિવર્તન ખંધક મુનિ ચંદનબાળાજી અને શેડુવક વલ્કલચીરી : કેવળજ્ઞાન ચક્રવર્તી સનત્યુમાર અવંતીસુકુમાળ જગડ શ્રાવકની ઉદારતા લાલભાઈની જૈનત્વ ખુમારી જગસિંહ શેઠની સાધર્મિકભક્તિ સારંગ શેઠની નવકારભક્તિ આગમકાલીન શ્રાવક શ્રાવિકા’ જીવન અને કવન આગમસ્થ શ્રાવક શ્રાવિકા : કિંચીત ઝલક ૪૧૯ ૪૨૧ પૂ. પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ. હાલિકખેડૂત સમ્યક્ત્વ પામી ગયો કુમારપાળની દિનચર્યા કુમારપાળને હેમચંદ્રાચાર્યનો ઠપકો વિમળમંત્રીની પ્રામાણિકતા અનુપમાદેવી : ડદર્શનમાતા સાન્તનૂએ હવેલીનો ઉપાશ્રય બનાવ્યો હરિણૈગમેષી દેવનો અધિકાર પેથડનો બ્રહ્મચર્ય અભિગ્રહ વિમળશાહની વીરતા આરસ કે વારસ ઝાંઝણની વિરલ ભક્તિ હેમચન્દ્રસૂરિજી અને સુવર્ણસિદ્ધિ શ્રેણિક અને ભદ્રામાતા રાજાવિક્રમ અને સિદ્ધસેનસૂરિજી પેથડના ધર્મપત્નીનું વિશિષ્ટ દાન ઉદયનમંત્રીની અંતિમ આરાધના સોનામહોરોથી થયેલા ગુરુપૂજન દેદાશેઠ અને સોનાની પોસાળ સંસારમાં સારભૂત સ્ત્રી છે રાજા મેઘનાદની જિનભક્તિ વર્ધમાનસૂરિને દેવીનો સંકેત વજ્રસ્વામીજી અને જાવડશા ઝાંઝણશાની દીકરી કૃષ્ણર્ષિની તેજસ્વીતા ઉદો વાણિયો અને સાધર્મિકભક્તિ પાટણનાં કપર્દીની સાધના રામલાલ બારોટ અને તીર્થરક્ષા પારસમણ શેઠ હઠીસિંહ ખુમારીવંતા વીરાચાર્ય પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી મ. શ્રાવક અને તત્ત્વજિજ્ઞાસા શ્રાવક અને ચારિત્રરાગ ૪૦૬ ૪૦૬ ४०७ ૪૦૭ ૪૭ ૪૦૭ ४०८ ४०८ ૪૦૮ ૪૦૯ ૪૯ ૪૧૦ ૪૧૦ ૪૧૧ ૪૧૧ ૪૧૧ ૪૧૧ ૪૧૨ ૪૧૨ ૪૧૩ ૪૧૩ ૪૧૩ ૪૧૩ ૪૧૪ ૪૧૪ ૪૧૫ ૪૧૫ ૪૧૬ ૪૧૬ ૪૨૩ ૪૨૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ [૫૬] ૪૦ ૪૨૫ ૪૨૬ ૪૨૬ શ્રાવક અને ભગવવિનય શ્રાવક અને ગોચરીભક્તિ શ્રાવક અને વ્રતનિયમ આનંદ ગાથાપતિના વ્રતનિયમનું વર્ણન શ્રાવક અને દાનભાવના શ્રાવક અને શૌર્યપ્રતિભા શ્રાવક અને પરસ્પર ધર્મચર્ચા શ્રાવક અને ધર્મજાગરણ ૪૨૭ ૪૨૮ ૪૨૮ ૪૨૯ ૪૨૯) શ્રાવકની ઈન્દ્ર દ્વારા પ્રશંસા શ્રાવક અને રાજા પ્રતિબોધતા શ્રાવક અને રાજવી અવસ્થા શ્રાવક અને અંતિમ આરાધના શ્રાવક અને કુટુમ્બ વ્યવસ્થા શ્રાવક અને માતૃભક્તિ શ્રાવક અને જીવનશૈલી શ્રાવક અને ઋદ્ધિ સિદ્ધિ ૪૩ ૪૩૧ ૪૩૧ ૪૩ ૪૩ર ૪૩૨ ૪૩૩ ( જિનાલયોના જીર્ણોદ્ધાર અને નિર્માણમાં યોગદાન ૪૩૫ પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ. મંદિરોની પ્રતિષ્ઠાઓ, જીર્ણોદ્ધારના પાવક પ્રસંગો અને સોનેરી સંસ્મરણો (પ્રેરક પ્રસંગ કથાઓ ૪૪૫ ની જયચંદ્રસાગરજી મ. ૪૪૬ ૪૫૩ ૪૪૬ દાનવીર લલિતાંગ રાજકુમાર શેઠ ગુણસાર મહાબલ રાજકુમાર ચિલાતીપુત્ર ભુવનતિલક રાજકુમાર દેવપાલ રાજા ધનસાર શેઠ કેશરી ચોર ધર્મકુમાર રણશૂર રાજા સુમિત મંત્રી ઉદયન રાજા જીરણ શેઠ ત્રિવિક્રમ રાજા પદ્મશેખર રાજા સંગ્રામશૂર રાજા સુધર્મ રાજા પ્રત્યેક બુદ્ધ નમિ રાજર્ષિ પ્રદેશી રાજા સૂર્યયશા રાજા ૫૪ ૪૫૫ ૪૫૬ ૪૫૭ ૫૮ ૪૪૮ ४४८ ૪૪૯ ૪૫૦ ૪૫૦ ૪૫૧ ૪૫ર) ૪૬૦ ૪૬૧ ૪૬૨ શ્રુત-સાગરના રહસ્યો ૪૬૫ પૂ. પ્ર. મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ. ) ૪૦ ૪૭૧ ૪૭૧ (સરસ્વતીનંદનનો દરબાર શાશ્વતતીર્થની સ્પર્શના રાજગ્રહી તીર્થ ગિરનાર તીર્થનો મહિમા હસ્તિનાપુર તીર્થનો મહિમા તીર્થરક્ષકો અને તીર્થસ્થાપકો સત્સંગથી કટે કોટી અપરાધ દઢ અને ઘોર પ્રતિજ્ઞાધારકો ૪૬૬ ૪૬૬ ૪૬૭ ૪૬૮ ૪૬૮ ૪૬૮ ૪૬૯ ધન્ય એ ઉગ્ર તપસ્વીઓ ધન્ય કેવળજ્ઞાનીઓ માત્ર શુભભાવ દ્વારા ઉપકારી ચતુર્વિધ સંઘ ઉપકારી સાધ્વી સંધ ઉપકારી શ્રાવક સંઘ ઉપકારી શ્રાવિકા સંઘ ચોર પણ તરી ગયા ૪૭૨ ૪૭૨ ૪૭ર. ૪૭રે ४७३ ૪જી Page #106 -------------------------------------------------------------------------- ________________ અગ્નિપરીક્ષામાંથી પસાર પારણુ : પ્રેરણાદાયી પ્રસંગો નિમિત્ત પામી વૈરાગી થયા દાનનો મહિમા વંદનીય નારીરત્નો બોધદાયી વિલાપના પ્રસંગો ભગવાન મહાવીર અને પ્રબળ પુણ્યવંતો મૃત્યુ સુધાર્યું પ્રજ્ઞા પ્રભાવ પ્રતિભાનો ત્રિવેણી સંગમ મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થીઓ પૌરાણિક અને ઐતિહાસિક પ્રબુદ્ધ ધર્મગુરુઓ જૈન સંસ્કૃતિના મહાન વિધાયકો જિનશાસનની તવારીખનાં તેજસ્વી પાત્રો ધર્મ સંસ્કૃતિના રક્ષકો રાણા પ્રતાપ મંત્રીશ્વર માહણસિંહ ૪૭૩ ૪૭૩ ૪૭૩ ૪૭૪ ૪૭૫ ૪૭૬ ૪૭૬ ૪૭૭ ૪૮૯ [૫૭] ૪૯૦ ૪૯૧ ૪૯૨ ૪૯૩ ૪૯૪ ૫૦૧ પૂર્વકાલીન પ્રતિભાના અમૃતઝરણા ગુણવૈભવી વારસો ભરત ચક્રવર્તી બાહુબલી જૈનધર્મ પ્રભાવિત રાજવીઓ પૂ. સાધુ ભગવંતોની પ્રેરણા શ્રાવક શ્રેષ્ઠીઓનું યોગદાન મોતીશાહનાં મહાન મંદિરો ૫૦૧ ૫૦૨ ૫૦૭ ૫૦૮ ૫૯ ૫૧૦ ૫૧૧ ૫૧૧ રાજસત્તાની સાથે ધર્મસત્તા સંસારનો પલવારમાં ત્યાગ મોદકની કહાની પર૧ પ્રશ્ન શતાબ્દી ગુરુ સંબંધી, સાધ્વી સંબંધી શ્રાવક-શ્રાવિકા સંબંધી સદ્ગુણીઓના વિશિષ્ઠ સદ્ગુણો શુભ મંગળ નામો : તેનાં વિશેષણો પ્રશ્નો બુદ્ધિના : જવાબો ઇતિહાસના જૈન પરંપરામાં આર્યારત્નો જૈનધર્મથી પ્રભાવિત રાજવીઓ શાસનના ધર્મપ્રિય મંત્રીશ્વરો જિનશાસનનાં દાનેશ્વરી રત્નો લુણિગ ૫૧૫ અપૂર્વ ભક્તિભાવનું પ્રતિભાદર્શન ૫૨૧ (પુંડરિકજી પૂ. મુનિશ્રી કમલપ્રભસાગરજી મ. ૫૦૫ સાંણસિંહ શ્રીધર શેઠ શેઠ કલ્યાણમલ શેઠ રામજી ગંધારિયા ચંદુ સંઘવી, કવિ સારંગ શેઠ નાપા ૪૭૭ ૪૭૭ ૪૭૮ ૪૭૮ ૪૭૯ ૪૮૦ ૪૮૦ ૪૮૧ ૪૮૧ પૂ. આ.શ્રી રત્નચંદ્રસૂરિજી મ.સા. ધમ્મિલકુમાર ૪૯૫ ૪૯૬ ૪૯૭ ૪૯૮ ૫૦૩ ડૉ. કવિન શાહ પૂ. મુનિશ્રી રાજરત્નવિજયજી મ. ડૉ. કવિન શાહ ૫૧૨ ૫૧૨ ૫૧૨ ૫૧૨ ૫૧૩ ૫૧૩ પર૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ દામનક ઉદયન રાજર્ષિ દૃઢપ્રહારી ગદરાજ અમકુમાર ઢંઢણકુમાર શ્રીયક યવના કેશી હલ્લવિહલ્લ પૃથ્વીચંદ્ર ગુણસાગર શાલ-મહાશાલ વલ્કલચીરી ઇલાચીકુમાર, આર્દ્રકુમાર સાગરચંદ, ચંડાવતંસ રાજા ધર્મપ્રભાવનાનાં અજવાળાં જયવંતા જિનશાસનના ધર્મવીરો-કર્મવીરો-શૂરવીરો દયાળશા મંત્રી ભાવડશા શેઠ કર્માશાહ ઉદા શેઠ [૫૮] પરર વરદત્ત અને ગુણમંજરી પરર સુરશેઠ પરર નંદિવર્ધન, દંડવીર્ય, આભૂ પરર સારંગશાહ, વાદિદેવસૂરિ પર૩ સૂર્યયશા અને ચંદ્રયા પર૩ ૫૨૪ પર૪ ૫૨૪ પર૪ ૫૨૪ પરપ પરપ પરપ પરદ ભરત મહારાજાનો સંઘ દશરથ રાજાનો સંઘ રામચન્દ્રજીનો સંઘ પાંચ પાંડવોનો સંધ કૃષ્ણ મહારાજાનો સંઘ ૫૩૩ ૫૪૧ વિવિધ પ્રેરણાદાયી પ્રસંગોની સફળ રજૂઆત] ૫૪૧ ૫૪૨ ૫૪૪ ૫૪૫ આમરાજા, શીલભદ્રસૂરિ કુમારપાળ અને સ્વાધ્યાય આ. શાંતિસૂરિ, શાંતનુમંત્રી વિક્રમ રાજા કવિ માઘ, રાજા ગુણવર્મા, ધનદત્ત ધનશેઠ, વીરસેન, સામેશ્વરી જયસુર, ભામાશા, દેદાશા ઝાંઝણશા બાહડ, પ્રેમજી પારેખ, કચરાકાકા, ભર્તૃભટ નગરશેઠ હેમાભાઈ, નગરશેઠ પ્રેમાભાઈ ૫૫૪ ૫૫૫ ૫૫૫ ૫૫૫ ૫૫૫ પૂ. આ.શ્રી વારિષણસૂરિજી મ. કવિ ધનપાલ શેઠ શાંતિદાસ ભવયાત્રાનો અંત લાવનાર યાત્રાસંઘો પૂર્વકાળના ભવ્યાતિભવ્ય યાત્રાસંઘોની ઝાંખી ૫૫૪ મંત્રીશ્વર કપર્દી મંત્રી રાજન, આભૂ શેઠ અ.સૌ. જયશ્રીબેન વી. શાહ પર૬ પર૬ ૫૨૭ ૫૨૭ ૫૨૭ પરદ પરદ પર૮ પ૮ પર૯ પર૯ ૧૩૦ પ૩૧ ૫૩૨ વિક્રમ મહારાજાનો સંઘ વસ્તુપાલ-તેજપાલનો સંઘ સંઘવી ગુણરાજનો સંઘ મંત્રી પેથડ અને ઝાંઝણના સંઘો આભૂ સંઘવી અને કુમારપાળનો સંધ ૫૪૭ ૫૪૮ ૫૪૯ ૫૫૦ સંકલન ૫૫૫ ૫૫૫ ૫૫૫ ૫૫૬ ૫૫૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ [૫૯] શેઠ રામજી ગંધારિયાનો સંઘ પપ૬) (કચરાભાઈ સંઘવી અને તારાચંદજીનો સંઘ પપ૬ પ૭ર ૫૮૭ વર્તમાન સમયના પ્રભાવક યાત્રા સંઘો પપ૭ સંકલન શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં સંઘો પપ૮ (આ. શ્રી જિનપ્રભસૂરિજી મ.ની આ. શ્રી દેવસૂરિજી મ.ની નિશ્રામાં સંધો | પ૬૬ નિશ્રામાં સંઘો ૫૮૬ આ. શ્રી ચંદ્રોદયસૂરિજી મ.ની નિશ્રામાં ૫૭૧ આ. શ્રી પ્રભાકરસૂરિજી મ.ની આ.શ્રી સુશીલસૂરિજી મ.ની નિશ્રામાં સંધો પ૭૧ નિશ્રામાં સંઘો ૫૮૬ આ. શ્રી કુન્દકુન્દસૂરિજી મ.ની નિશ્રામાં | આ. શ્રી ગુણશીલસૂરિજી મ.ની આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ.ની નિશ્રામાં પર નિશ્રામાં સંઘો ડહેલાવાળા સમુદાયની નિશ્રામાં સંઘો પ૭૩ આ. શ્રી મહાબલસૂરિજી મ. તથા આ. શ્રી આ. શ્રી સુબોધસાગરસૂરિજી મ.ની પુણ્યપાલસૂરિજી મ.ની નિશ્રામાં સંધો ૫૮૭ નિશ્રામાં સંધો આ. શ્રી કમલરત્નસૂરિજી મ.ની નિશ્રામાં આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મ.ની મુનિશ્રી મહાસેનવિજયજી મ.ની નિશ્રામાં ૫૮૮ નિશ્રામાં સંઘો પ૭૪ આ. શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયની આ. શ્રી સાગરાનંદસૂરિજી મ. સમુદાયના નિશ્રામાં સંઘો | પ૮૯ આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજીની આ. શ્રી જિતેન્દ્રસૂરિજી મ.ની નિશ્રામાં સંઘો પ0 નિશ્રામાં સંધો પ૭૪ આ. શ્રી ગુણરત્નસૂરિજી મ.ની આ. શ્રી અશોકસાગરસૂરિજી મ.ની નિશ્રામાં સંઘો નિશ્રામાં સંધો | પ૭પ | | પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.ની આ. શ્રી નરદેવસાગરસૂરિજી મ.ની નિશ્રામાં સંઘો | પ૯ નિશ્રામાં સંઘો ૫૭પ આ. શ્રી કુલચંદ્રસૂરિજી મ.ની નિશ્રામાં સંઘો આ. શ્રી નીતિસૂરિજી મ.ની નિશ્રામાં સંધો ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આ. શ્રી મંગલપ્રભસૂરિજી મ.ની આ. શ્રી પ્રેમસૂરિજી મ.ની નિશ્રામાં સંઘો | નિશ્રામાં સંઘો આ. શ્રી લબ્ધિસૂરિજી મ.ની નિશ્રામાં સંઘો | આ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ.ની મુનિશ્રી શીલરત્નવિજયજી મ.ની નિશ્રામાં સંઘો નિશ્રામાં સંઘો | આ. શ્રી હેમપ્રભસૂરિજી મ.ની આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ.ની નિશ્રામાં સંઘો ૬૦૨ નિશ્રામાં સંઘો આ. શ્રી રત્નશેખરસૂરિજી મ.ની આ. શ્રી મોહનસૂરિજી મ.ની - નિશ્રામાં સંઘો નિશ્રામાં સંઘો ૫૭૮ શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ની શ્રી લબ્ધિવિક્રમ સમુદાયની નિશ્રામાં સંઘો] પ૯ નિશ્રામાં સંઘો આ. શ્રી પ્રેમસૂરિજી મ.ની નિશ્રામાં સંઘો ૫૮૪ આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ.ની આ. શ્રી રામચંદ્રસૂરિજી મ.ની નિશ્રામાં સંધો | નિશ્રામાં સંધો પ૮૫ આ. શ્રી જયંતસેનસૂરિજી મ.ની આ. શ્રી મુક્તિચંદ્રસૂરિજી મ.ની નિશ્રામાં સંઘો નિશ્રામાં સંઘો અચલગચ્છીય શ્રમણોની નિશ્રામાં સંધો દ ૫૭૭ 4 પટ Page #109 -------------------------------------------------------------------------- ________________ [૬૦] અચલગચ્છીય શ્રાવક શ્રાવિકાઓના ધાર્મિક-સામાજિક કાર્યોની ઝાંખી ૬૧૭ પૂ. મુનિશ્રી સર્વોદયસાગરજી મ. કલિકાલની મીઠીવીરડી સમા છેલ્લી સદીના કેટલાક યશોજ્વલ નામો ૬૯૭ સંકલન શાસનસમ્રાટશ્રીના પરમભક્ત શ્રમણોપાસકો ૭૧૩ પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મ. ( ગુણ-ગણ સમ્પન મહાનુભાવો ૭૩૯ શ્રી રમણલાલ ચી. શાહ ) જિનશાસનની પ્રભાવનામાં કાર્યનિષ્ઠ અર્વાચીન શ્રાવકરત્નો ૭૫૭ પૂ.આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ.સા. શાસન પ્રભાવના ૭૬૫ સંકલન ૭૬૬ ૭૭૫ ૭૭૮ પૂ.આ. શ્રી રામચન્દ્રસૂરિજી મ.ની નિશ્રામાં શાસનપ્રભાવક કાર્યોની ઝાંખી આ. શ્રી મુક્તિચંદ્રસૂરિજી મ.સાના ઐતિહાસિક કાર્યોની ઝાંખી આ. શ્રી જયકુંજરસૂરિ મ. પૂ.આ. શ્રી પૂર્ણચન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી મુક્તિપ્રભસૂરિજી મ.ના સાનિધ્યના યાદગાર મહોત્સવો ૭૭૧ આ. શ્રી સોમસુંદરસૂરિજી મ.ની નિશ્રામાં શાસન પ્રભાવનાપૂર્ણ કાર્યો ધન્ય નારોલી ગામ-ધન્ય ધનરેશા પરિવાર નડીયાદનાં રત્નો (દક્ષિણ ગુજરાત) વાપીનાં રત્નો | એક મુમુક્ષુનો મહાભિગ્રહ ૭૮૪ ૮૩૭ (ધર્મોત્થાનમાં યોગદાન આપનાર સંસ્કારમૂર્તિઓ ૭૮૭ સંકલન ( જિનભક્તિપરાયણ પ્રભાવક પરિવારો ૭૯૭ સંકલન વિવિધ ક્ષેત્રના વર્તમાનકાલીન જૈન અગ્રેસરો શ્રી મહેન્દ્રભાઈ ગોળવાળા ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ . ૮૪૯ શ્રી ધનંજયભાઈ જે. જૈન ભગવાનની ભક્તિના પ્રતાપી પુણ્યવંતો પૂ.આ.શ્રી પ્રભાકરસૂરિજી મ. ૮૫૭ 28 Page #110 -------------------------------------------------------------------------- ________________ (જૈન પ્રતિભાની શાશ્વત સૌરભ ૮૬૫ શ્રી રોહિત શાહ) વર્તમાનકાલીન શ્રાદ્ધવર્યોનાં નેત્રદિપક કાર્યોની જવલંત યશોગાથા ૮૬૯ પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ. (ધર્મકંજના ઓજસ્વી દીવડાઓ ૮૯૦ પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મ.) (આદર્શ શ્રાવકોના આદર્શ પ્રસંગો ૯૧૫ પૂ. પંન્યાસશ્રી ભદ્રેશ્વરવિજયજી મ.) તેહ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય અનુબંધ શુભ યોગ રે. ૯૪૪ પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા. ( જિનશાસનના સમર્પણશીલ શ્રાવકરત્નો ૯૫૭ સંકલન (ધર્મભક્તિમાં શ્રાવકો ૧૦૦પ પૂ. સા.શ્રી વઘયશાશ્રીજી મ.સા. ) (અમરેલી : અમરવલ્લીનાં જેનરનો ૧૦૧૩ શ્રી રસિકભાઈ એ. શાહ (વર્તમાનકાલીન ગુણવૈભવી, શ્રાવકરત્નો ૧૦૨૮ સંકલન સુકૃતના સહભાગી શ્રાવકો ૧૦૭૪ સંકલન ) સેવાધર્મની પુણ્યસરિતા ઃ શાસનના પરમાર્થરસિક કર્મઠ કાર્યકરો ૧૦૯૮ સંકલન ૭૩૪) ૭૪૪ ૧૯ આ ગ્રંથના છેલ્લા બાવીશ લેખોમાં વર્તમાનકાલીન શ્રાવકશ્રેષ્ઠીઓના જે ટૂંકા પરિચયો ગ્રંથસ્થ થયા છે તેનો ક્રમ કક્કાવારી નામ પ્રમાણે આ મુજબ છે અમરચંદ પ્રેમચંદ (અમૃતલાલભાઈ પારેખ ૧૦ર૯ અગરચંદજી નાહટા અશોકભાઈ મધુસુદન શાહ ૧૩૦ અનુપચંદ મલકચંદ શાહ ૭૫૮ અમૃતલાલ મોહનલાલ શાહ ૧૩૧ અમૃતલાલ કસ્તુરચંદજી નાહર ૭૮૧ અનંતરાય હીરાચંદ અરવિંદ પનાલાલ શેઠ ૮૩૮ અંબાલાલ સારાભાઈ ૭૨૭, અનિલભાઈ એસ. ગાંધી ૮૪૫ અંતુભાઈ ઘેટીવાળા અમરચંદ રતનચંદ ઝવેરી આત્મારામ ભોગીલાલ અમૃતલાલ પોપટલાલ મણિયાર ૯૫૮ ઈશ્વરલાલ મૂળચંદ ૭૩ર અવંતીલાલ ચુનિલાલ મોદી ૧૦૩) ઉમેદમલજી સરદારમલજી ભંસાલી ૮૧૧ અરવિંદ છોટાલાલ ચોક્સી ૧૦૨૯ | ઉત્તમલાલ એન મહેતા ૮૪૦, ૮૬૭ અમૃતલાલ કે. નહાર કસ્તુરભાઈ લાલભાઈ ૭૦૨, ૭૨૮ ૫૮ ૭૮૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ [૬૨] ૭૨૧ ૮૩ ૯૬૪ ૭પ૮ ૭૯૭ ૧૧૫ ૯૬૨ ૧૦૩૫ ૮૯૯ ૯૧૦ ૯૩૫ ૧૧૦૫ ૭૮૯ ૦૧ ૧૦૨૪ ૧૩ર. ૭૫૫ ૮૪૨ ૯૬૧ ૯૫૯ ૧૦૩૪ (કસ્તુરભાઈ મણિભાઈ કનૈયાલાલ બેદ કમળાબા કલ્પેશભાઈ જરીવાલા કયવન્તભાઈ નંદુ કમલાબેન તપસ્વી કમરશીભાઈ (રાધનપુર) કપુરચંદ વારૈયા કચરાભાઈ હઠીસીંગ કાન્તિભાઈ વોરા કાન્તિલાલ ચિમનલાલ કાન્તિલાલ મણિલાલ ઝવેરી કાન્તિલાલ સોમચંદ ગાંધી કાન્તિલાલ કુંદનલાલ સંઘવી કાન્તિલાલ આર. કાપડિયા કાન્તિલાલ ગિરધરલાલ વોરા કિશોરભાઈ એ. શાહ કિશોરભાઈ પી. કોરડિયા ડો. કીર્તિભાઈ ભણશાલી કીર્તિભાઈ એમ. વોરા કબડીઆ પરિવાર કુમારપાળ દેસાઈ કુમારપાળ વી. શાહ કુમુદબેન કેશવલાલ સંઘવી કુમુદચંદ્ર જી. શાહ કેશવલાલ મોહનલાલ કેશવલાલ બુલાખીદાસ કેશવલાલ વીરચંદ સંઘવી કેશરીચંદ દલીચંદ શાહ કોકિલાબેન (જેતપુર) કંચનબેન શાંતિલાલ શાહ કંચનબેન ગણેશમલજી ખાન્તિલાલ ફતેચંદ શાહ ૧૩પ ૯૧૨ ૧૦૧૫ ૧૦૨૪ ૧૦૩૬ ૭૨૧ ૭૩૩ ૮૨૯ ૧૧૦૮ ૭૩૯ ૭૪૬ ખીમજી વાલજી વોરા ખીમજી હેમરાજ છેડા ખીમચંદ છગનલાલ ખુમચંદ રતનચંદ શાહ ખેતશીભાઈ તથા પદ્માબહેન ગણેશમલ્લજી અમીચંદજી ગણેશ લલવાણી ગજરાબેન દોલતરામ ગિરિશભાઈ તારાચંદ મહેતા ગીતાબહેન બી. રાંભીયા ગુલાબભાઈ હરચંદ ગુમાનમલજી તપસ્વી ગુલાબબાઈ મેહતા ગોકળદાસ અમથાશા ગોરધનદાસ ઝવેરચંદ ગૌતમચંદજી ચોપડા ચારૂચન્દ્ર ભોગીલાલ શાહ ચિમનલાલ અમૃતલાલ શાહ ચિમનલાલ ચકુભાઈ શાહ ચિમનલાલ અંબાલાલ નવાબ ચિમનલાલ ખીમચંદ મહેતા ચિનુભાઈ હિંમતલાલ શાહ ચિનુભાઈ શાહ (ઘોઘાવાળા) સી. એન. સંઘવી ચુનિલાલ પદમશી ચુનિલાલ લક્ષ્મીચંદ ચુનિલાલ રાયચંદ ચંચળબેન ચંદુલાલ મગનલાલ સંઘવી ચંદ્રકાન્ત સી. ગાંધી ચંદ્રકાન્ત એમ. શાહ ચંદુલાલ વર્ધમાન શાહ ચંદુલાલ ભાઈચંદ શાહ ૧૯ ૧૧૦૧ ૧૧૦૨ ૧૦૩૩ ૧૧૦૦ ૯૬૭ ૪૪ ૮૭પ ON 80 ૧૦૮૨ ૧૧૦૩ ૧૧૦૪ ૯૪૯ ૧૦૭ર ૧૦૧૧ ૮૦૪ ૯૬૮ ૧૩૮ ૧૦૮૭ ૧૦૮૮ ૯૪૩ ૯૬૫ ૯૬૯ ૭પ૪ ૭૮૦ ૮૪૬ ૧૩૮ ૯૬૪ ૧૧૦૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ [૬૭] (૧૦૪૬ ૯૧૦ ૧૯૧ ૭૧૭ ૯૫૧ ૧૦૮૧ ૮૩૧ ૧૯ ૧૦૭૪ ૭૨૬ ૯૪૯ ૭૧ ૧ ૭ર 0 ૯૪૮ (ચંપકલાલ ભણશાલી ૧૩૯ (ઝવેરચંદ મોતીચંદ ઝવેરી ચંદુભાઈ શકરાભાઈ ૧૧૬ ઝમકુબેન લાલજીભાઈ ખોના | ચંપકલાલ જી. વોરા , ૧૭ ટોકરશીભાઈ કાપડિયા છગનલાલ હરજીવનહંસ છાજેડ ૮e, ડાહ્યાભાઈ દેવતા છબીલદાસ કે. સંઘવી ૧૧૯ ડાહ્યાભાઈ પ્રભુદાસ છોટાલાલ લલ્લુભાઈ ઝવેરી ૭૧૭ ડાહ્યાભાઈ ચીમનલાલ છોટાલાલ મણિલાલ શેઠ ૧૧૧૦ તગરાજ હિરાણી જશવંત શ્રાવક . તલકચંદ કાનજીભાઈ જયભિખ્ખ તલકચંદભાઈ (અમદાવાદ) જમનાભાઈ ભગુભાઈ, ત્રિકમલાલ અમથાશા જગાભાઈ ભોગીલાલ * દલપતભાઈ મગનભાઈ જયંતિલાલજી મહાર દલપતભાઈ ભગુભાઈ જસવંતભાઈ ડી, દફતરી દલપતભાઈ પ્રેમચંદભાઈ જવાહરભાઈ ભગવાનજી દલસુખભાઈ માલવણિયા જયંતિલાલ વીરચંદ શાહ દક્ષાબેન દિલીપભાઈ જગજીવન માવજી કપાસી દલીચંદ ધર્માજી જતીનભાઈ એસ. શાહ ૯૨૫, ૯૫૩ દલસુખભાઈ પોપટલાલ દોશી જગજીવનભાઈ ઝવેરી ૧૦૪૧ દલીચંદ વીરચંદ શ્રોફ જયંતિલાલ ખીમચંદ શાહ ૧૦૪૨ દામજી જેઠાભાઈ સુથરીવાળા જગદીશ શાંતિલાલ ૧૦૪૩ દિવાનસિંહજી બાફના જશવંતલાલ એમ. શાહ ૧૦૪૩ દીપચંદભાઈ ગાર્ડ જયંતિલાલ મફતલાલ શાહ ૧૦૪૪ દીપકભાઈ (દીપકલાવાળા) જવાહરભાઈ મોતીલાલ શાહ ૧૧૧૧ દેવચંદ હઠીચંદ મહેતા જશવંતભાઈ ચિમનલાલ શાહ ૧૧૧૧ દેવચંદ તળશીભાઈ જાદવજી સોમચંદ મહેતા ૭પ દેવચંદ રૂગનાથ શાહ જિનવિજયજી દેવજી ચાંપશી શાહ જિતેન્દ્ર બાબુલાલ શાહ ૧૧૨૭ ધરણીધર ખીમચંદ શાહ જીવણલાલ અબજીભાઈ ૯૪૩ ધીરજલાલ ટોકરશી શાહ જીવતલાલ પ્રતાપશીભાઈ ૭૫૮, ૮૫૦, ૯૨૫ ધીરજલાલ ખીમજી ગંગર જુહારમલજી સંઘવી ૧૦૯ ધીરૂભાઈ ઝવેરી જે. બી. પરીખ ૮૭૭ ધીરજબેન સલોત જે. કે. સંઘવી ૧૦૪૫ ધીરજલાલ ટી. કાપડિયા જેસીંગભાઈ કાળીદાસ ૧૧૧૨ ધીરજલાલ મોહનલાલ શાહ જોહરમલજી પારેખ ( ૭૪૧) ધીરૂભાઈ શાહ ધ્રાંગધ્રાવાળા ૧૦૪૭ ૯૧૪ ૮૨૩ ૮૩૯ ૯૨૧ ૯૭૪ ૧૭ ૧૦૧૭ ૧૦૪૮ ૧૧૨૮ ७४८ ૮૯૫ ૯૮૪ ૯૧૩, ૯૯૫ ૯૭૬ ૧૧૧૨ ૯૨૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ [૬૪] ૭૧૬) ૬૭૫ ૭૩૩ ૮૮૩ ૧૦૧૦ ૧૦૨૩ ૧૦પર ૧૦પપ ૭૩૫/ ૯૮૦ ૧૦૪૮ ૧૮૪૯ ૧૦૪૯ ૮૧૯ ૧૧૧૫ ૬૮૫ ૧૦૫૦ ૧૧૧૩ ૭૨૯ ૧૦૨૧ ૭૬૨ ૭૮ ૧૦૫૦ ૮૫૩, ૯૮૪ ૧૧૧૪ ૮૦૮, ૧૦૧૯ ૭પ૮ ૭૬૧ ८८८ ૧૦૫૭ ૮૪૭ ૮૩) ૮૯૪ ધોળશાજી શેઠ નરશી નાથા શેઠ નગીનદાસ કરમચંદ સંઘવી નવીનભાઈ ભાયંદરવાળા નવીનચંદ્ર છગનલાલ કંપાણી નરેન્દ્રકુમાર જે. મહેતા નગીનદાસ ગિરધરલાલ શાહ નગીનદાસ ચુનિલાલ સંઘવી નવીનચંદ્ર કુલચંદ શાહ નટવરલાલ એસ. શાહ ન્યાલચંદ મૂળચંદ શેઠ નારણજી શામજી મોમાયા નાનચંદભાઈ દેપલાવાળા પનાલાલ જગજીવન ગાંધી પરસોત્તમ સુરચંદ પટણી પરિવાર પ્રકાશચંદ્ર ચોપડા પ્રમોદભાઈ બી. શાહ પ્રકાશભાઈ ઝવેરી પ્રતાપભાઈ ભોગીલાલ શાહ પ્રતાપરાય પ્રેમજીભાઈ પ્રવિણચંદ્ર પરમાણંદદાસ પ્રભાકુંવર નંદલાલભાઈ શેઠ પ્રવિણચંદ્ર બાબુલાલ શાહ પ્રતાપસિંહ મોહોલાલ પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રેમાભાઈ હિંમતભાઈ પાનાચંદ હકમચંદ પારસમલજી બોહરા પાનાચંદ કાળીદાસ પારસમલજી ભંસાલી પાનબાઈ રાયશી ગાલા પ્રાણજીવન દેવચંદ પંડિત પુખરાજજી પુનમાજી મોતીજી ગજાણી (પુષ્પાબેન પૂનાવાળા પુખરાજ શિલેરાજ ભંડારી પૂજાભાઈ કચરાભાઈ બીદ પોપટલાલ અંબાલાલ મોદી પોપટલાલ ધારશીભાઈ પ્રેમચંદ રાયચંદ પ્રેમચંદ નાગસી શાહ પોપટલાલ તારાચંદ મેપાણી ફતેચંદ કપુરચંદ લાલન ફુલચંદ છગનલાલ સલોત ફુલચંદભાઈ તંબોળી બહાદુરસિંહજી દુગ્ગડ બાબુ બદ્રિદાસજી બચુબેન ટોકરશી દેઢિયા બટુકભાઈ જે. શાહ બાબુભાઈ વાસણવાળા બાબુભાઈ મેઘજી છેડા બાબુભાઈ કડીવાળા બાપુલાલ મોહનલાલ શાહ બાલુભાઈ દોશી--ઉના બાબુલાલ ઉત્તમચંદ બાવચંદ ઝવેરચંદ દોશી બાબુલાલ ચુનિલાલ બાબુભાઈ શાહ બાબુલાલ વાડીલાલ શાહ પંડિત બેચરદાસ દોશી ભરતકુમાર શાહ ભરતકુમાર એમ. શાહ ભાણાભાઈ ખંભાતવાળા ભાઈચંદ મૂળચંદ ભુરમલજી ગુલાબચંદજી ભેરમલજી હુકમીચંદજી ભોળાભાઈ જેસીંગભાઈ ભોગીલાલ તારાચંદ મધુસુદનભાઈ ઢાંકી ૮૪૮ ૯૪૬ ૧૦૮૭ ૯૮૬ ૧૦૮૧ ૧/O૬ ૧૦પર ૭) ૭૬૧ ૦૩ ૯૫૫ ૧૯ ૧૦૧૯ ૧૫૭ ૧૧૧૬ ૧૧૨૬ ૧૧૩૦ 0૧ પર ૧૧૫૮ ૮પપ ૧૦૧૮ ૧૦૨૬ ૧૦૫૮ ૧૦૬૦ ૧૦૧૭ ૭૧૧ ૭૧૫ ૮૧૨ ૭૩૩ ૧૦૨૪ ૯૧૧ ૧૦૧૬ ૭૬૩ ૮૧૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ દિ૫] ૮૨૪ મણિભાઈ પ્રેમાભાઈ નગરશેઠ ૭૧૭ (રમણલાલ દલસુખભાઈ ૭૬૦) મનસુખલાલ ભગુભાઈ ૭૧૮ રતનલાલ મગનલાલ દેસાઈ મનસુખલાલ તારાચંદ ૭૪૯ રતિલાલ દીપચંદ દેસાઈ મનોજકુમાર બી. હરણ રજનીભાઈ દેવડી ૯૦૭, ૯૯૨ મનહરભાઈ સી. શાહ ૮૪૪ રતિલાલ પદમશી પાનસરીયા ૮૯૭ મણિલાલ મગનલાલ શાહ ૯૮૮ રતિલાલ જેઠાલાલ સલોત ૯૫ મહેન્દ્રભાઈ કંપાણી ૯૭૮ રતિલાલ સુંદરજી શાહ ૧૦૧૫ મનસુખલાલ તારાચંદ ૧૦૧૮ રસિકલાલ છોટાલાલ ૧૦૧૯ મનુભાઈ વીરજીભાઈ ૧૦૬૦ રતિલાલ જીવરાજ શેઠ ૧૦૨૫ મફતલાલ ફકીરચંદ શાહ ૧૦૬૧ રતિભાઈ તથા હીરાબેન ૧૦૮ મહાસુખલાલ વી. મહેતા ૧૦૭૬ રતિલાલ મણિલાલ નાણાવટી ૧૦૮૯ મનુભાઈ દલસુખભાઈ ઝવેરી ૧૦૮૧ રમણલાલ નગીનદાસ પરીખ ૧૧૨૦ મણિલાલ બેચરદાસ શાહ ૧૦૮૬ રતિલાલ પાનાચંદ ગાંધી ૧૧૨૧ મધુરીબેન ચિમનલાલ શેઠ ૧૧૧૬ રમણિકલાલ માવજીભાઈ કનાડિયા ૧૧૨૨ મનુભાઈ નરોત્તમદાસ શેઠ ૧૧૧૭ રસિકલાલ જાયચંદ દોશી ૧૦૯૬ મણિલાલ નરશીદાસ દોશી ૧૧૧૯ રતિલાલ પ્રભુદાસ ૧૦૦૧ માણેકલાલ મનસુખલાલ ૭૨૨ રાજેન્દ્રભાઈ રમણલાલ મહેતા ૮૨૪ માણેકલાલ જેઠાલાલ ૭૨૮ રાજેન્દ્રભાઈ દલાલ ૭ માણેકલાલ ચુનિલાલ ૭૩૨, ૭૫૯, ૮૫૧ રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી માવજીભાઈ (મુલુન્ડવાળા). ૮૮૯ રાજુભાઈ અલબેલા ૧૦૨૫ માણિકચંદજી (જ.પી.) ૮૬૫ રામજીભાઈ મેઘજીભાઈ ગુઢકા ૧૦૬૪ માણેકલાલ કે. શાહ ૯૮૯ આર. પી. શાહ ૧૦૭૭ માણેકલાલ સવાણી રાયચંદ મગનલાલ શાહ ૧૦૭૮ મૂળીબહેન અંબાલાલ રતનચંદ રાવતમલ જૈન દુગ્ગડ ૧૦૯૩ મુક્તિલાલ શીવલાલ શાહ ઋષભદાસ રાંકા ૩ મૂળચંદ શામજી મહેતા ૧૦૧૭ રૂપચંદજી શેષમલજી ૧૦૮૦ મૂળચંદ ગુલાબચંદ મહેતા ૧૦૭૫ રંભાબહેન ગાંધી ૭૫૦ || મૂળચંદ આશારામ જવેરી લક્ષ્મીચંદ ગુલાબચંદ ૯૪૩ મેઘજી સોજપાલ ૬૮૬ લક્ષ્મણજી જૈન ૧૦૨૫ મેઘજી પેથરાજ લહેરચંદ છોટાલાલ શાહ ૧૧૨૮ મોહનલાલ મગનલાલ ઝવેરી ૫ લાલભાઈ દલપતભાઈ ૭૨૦ મોતીલાલ કાપડિયા ૬૯૮ લાડકચંદભાઈ વોરા ૭૪૨ મોહનલાલ ગોકળદાસ ૭૧૭ લાલભાઈ દેવચંદભાઈ શાહ ૮૪૩ મોહનભાઈ સંગીતરત્ન ૭૬૩ લાલભાઈ ત્રિકમભાઈ ૯૩૮, ૯૮૮ મોહનલાલ બેચરદાસ મહેતા ૧૦૮૩ લીલાજી દીપાજી મુણોત co રતિલાલ જીવણભાઈ ૭૫૯, ૯૧૮૧૦૬૨) લીલાધર પારેખ 0 ૮૧૪ ૯૪૭ O૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ [૬૬] ૬૮૨. == = ૭૪૩ ૧૦૬૪ ૭૨૭ ૧૧૨૯ ૧૦૬૪ ૧૧૩) ૧૦૬૫ ૧૦૬૭ ૧૦૬૬ = = = ૧૦૭૧ વિસનજી ત્રિકમજી નાઈટ વસનજી લખમશી શાહ વસંતલાલ મણિલાલ શાહ વાડીલાલ સારાભાઈ વાડીલાલ કાળીદાસ દોશી વાડીલાલ છગનલાલ શ્રોફ વાડીલાલ દેવચંદ શાહ વિજયકુમાર જયંતિલાલ ઝવેરી વિલાસભાઈ મોતીલાલ શાહ વિમલભાઈ સિંધવી : વિનુભાઈ કપાસી વીરચંદ રાઘવ્રજી ગાંધી વીરપાલભાઈ ગાંધી વીરચંદ જીવાભાઈ શાહ વીરચંદ ધુડાજી વીરચંદ ગોવિંદજી વેલજી માલુ શેઠ વેણીલાલ સુરચંદ શાહ શશીકાન્ત કીરચંદ મહેતા શશીકાન્ત મોહનલાલ મહેતા શશીકાન્ત એલ. ઝવેરી શામજીભાઈ ગાલા શાંતિપ્રસાદજી સાહૂ શાંતિચંદ બાલચંદ , શાંતિલાલ હેમાજી મુથા શાંતિલાલ એસ. શાહ શાંતિલાલ ચુનિલાલ મહેતા શીતલપ્રસાદ જૈન શીવુભાઈ વી. લાઠીયા શીવલાલભાઈ કોટેચા : શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેષમલજી પંડ્યા સરસ્વતીબેન જસવંતલાલ કાપડિયા ૯૫૦ ૧૦૬૮ ૭૨૭ ૬૯૯ ૭૬૧ ८४८ ૧૩ ૧૦૧૫ ૧૯૪ ૧૦૮૩ ૧૦૬૯ ૮૩૨ ८४८ ૧૧૨૩ ૧૦૭૭ ૧૦૬૯ ૬૨૩ ૮૫ ૬૭ (સરસ્વતીબેન કાંતિલાલ શાહ સરસ્વતીબેન શાંતિલાલ મહેતા સારાભાઈ ડાહ્યાભાઈ પંડિત સુખલાલજી સુમેરમલજી સુરાણા સુરેશભાઈ એસ. ઝવેરી સુરેશભાઈ ઠાકોરલાલ મહેતા સુંદરજી ડાહ્યાભાઈ શાહ સુકનકુવરબેન કોઠારી સુમતીચંદ્ર શીવજીભાઈ સેવંતીભાઈ દલીચંદ શાહ સોહનલાલ મલકચંદ ૫, સોનેજી સોમાલાલ મણિલાલ શાહ સોમચંદભાઈ તથા કમળાબેન સૌભાગ્યચંદ એમ. શાહ હરિયા શાહ હસમુખભાઈ કસ્તુરચંદ શાહ હરખચંદ ગડા હસમુખભાઈ વનમાળીદાસ મહેતા હરગોવિંદદાસ શામજી મહેતા હરકુંવરબેન મહેતા હસુભાઈ કે. વોરા હરગોવિંદભાઈ વીરચંદભાઈ શેઠ હઠીસીંગ કેસરીસીંગ હરકુંવરબેન શેઠાણી હીરાલાલ દુગ્ગડ હીરાલાલ રસિકલાલ કાપડિયા હીરાચંદ રતનશી માણેક હિંમતભાઈ બેડાવાળા હીરાલાલભાઈ શાહ વિધિકાર હીરાલાલ ખોડીદાસ શાહ હેમરાજ ભીમશી હેમરાજ પ્રેમરાજ સોની ૯૫O ૧૦૧૫ ૧૦૨૩ ૯૨૯ ૬૮૦ ૭૬૦ COC ૧૦૮૪ ૧૧૨૩ ૮૯૪ ૮૬૮ ૧ ) ૮૮૩ ૯૪૭ ૧૦૬૮ ૮૬૬ ૧૦૮૪ ૯૨૮ ૧છ૪ ૧૦૬ ૧૭ ૧૧) ૧૧૨૪ ૯૧ ૭પ૧ ૭૬૧ ૯૦૨, ૮૯૬ ૯૨૪ ૯૧૫ ૧૦) ૮૪૭ ૯૩૧ ૯૧૦ ૮૧૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ (૬૭) 3XXXXXXX પ્રેરકશ્રીના આશીર્વચન [પુરુષાર્થની અનુમોદના] PASSWET/ શારી ભર આ ગ્રંથ વિશિષ્ટ કોટીનો એક મહામૂલ્યવાન ગ્રંથ છે. આ ગ્રંથનું વાંચન, મનન, ચિંતન તેમ જ પરિશિલન કરનાર આત્મા રાગમાંથી વિરાગ તરફ વળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આમાં આત્મિકગુણો ઉપર આક્રમણ કરતા એવા કામ-ક્રોધાદિ શત્રુઓ ઉપર વિજય મેળવનારા, પૂર્વકાલીન અને વર્તમાનકાલીન વિશિષ્ટ કોટિના પO થી વધુ શ્રાવક સંસ્થાના યશકલગીરૂપ શ્રાવકરત્નોના યશોજજવલ જીવનચરિત્ર ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આજે જડવાદ અને ભૌતિકવાદ, ટી.વી. ચેનલો તેમજ વિકૃતસાહિત્ય ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને દિવ્યતાને પ્રાયે મૃત:પ્રાય કરેલ છે તેવા વિકટ, વિષમ કપરા કાળમાં આ ગ્રંથમાં ચારિત્રસંપન્ન મહાવિભૂતિઓના જીવનચરિત્ર દ્વારા જૈનધર્મ, કર્તવ્ય અને કળા-સાહિત્ય તેમજ સંસ્કૃતિને જાળવવાનું અને સજાવવાનું કામ કરેલ છે. જે પ્રશંસનીય અને અનુકરણીય છે. આ ગ્રંથમાં ૮૪૮૪ ચોવીશી સુધી જેનું નામ અમર રહેવાનું છે એવા સ્થૂલભદ્રજી તેમ જ શ્રાવકદંપતિ વિજયશેઠ અને વિજયા શેઠાણીની વિશિષ્ટ કોટિની બ્રહ્મચર્યની સાધના, ચંદ્રગુપ્તની નિ:સ્પૃહતા, પરોપકારી દયાવાન અને સહનશીલતાની મૂર્તિ શ્રેણીકરાજાની સતત ધર્મજાગૃતિ, સિદ્ધરાજની વાત્સલ્યતા છે. તો દેદાશાહની કર્તવ્યપરાયણતા, ભાવડશા અને જાવડશાની નમ્રતા, ભીમા કંડલીયાની સર્વસ્થ સમર્પણની ભાવના, સવાસોમાની સાધર્મિક ભક્તિ, મયણા શ્રીપાળની નવપદજી પ્રત્યેની અખંડ શ્રદ્ધાનું વર્ણન આબેહૂબ છે. આમ, સાતેય ક્ષેત્રમાં સંપત્તિનો સદુપયોગ કરી પુણ્યપાથેય બાંધનાર અને શ્રાવકકરણીની વસુને નવપલ્લીત બનાવનાર, દાનવીર કર્તવ્યપરાયણ ગુણસંપન્ન શ્રાવકોના જીવનચરિત્રોને સાહિત્યકલાપ્રેમી નંદલાલભાઈ દેવલુકે લાઘવયુક્ત છતાં સરળશૈલીમાં જે સુરેખ ઢબે સંપાદન કરેલ છે તે અનુમોદનીય છે ધન્યવાદને પાત્ર છે. આ નજરાણુ આપણે સૌ સ્વીકારીએ અને વધાવીએ એજ શુભાભિલાષા. આ પુસ્તકનો વાચકવર્ગ એકાત્તે આત્મશાંતિ, રાષ્ટ્રશાંતિ અને વિશ્વશાંતિ માટે પ્રયત્નશીલ બની જીવતા શાંતિ મરતા સમાધિ અને પરંપરાએ શાશ્વતગતિને મેળવે એ જ હૈયાના હેતથી અંતરના આશિષ.... -લિ. વિજયલબ્ધિસૂરિ Kછે i girl કG s Page #117 -------------------------------------------------------------------------- ________________ - - - sh, * * w * જ S . phy (નંદલાલ દેવકુક) (ભાવે # વંદના) આર્યાવર્તની આ પાવન ભૂમિ ઉપર જે અસંખ્ય વિશ્વવંદ્ય શલાકા મહાપુરૂષોના પુનિત પગલાં મંડાયાં તેમાં સૌ પ્રથમ વીતરાગી તીર્થકર ભગવંતોને પંચાંગ પ્રણિપાત કરુ છું. અનંત જ્ઞાન અને શકિતના ધારક, પરમજ્યોતિ સ્વરૂપ અનંત સિદ્ધિઓના સ્વામી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુને ભાવપૂર્વક વંદન કરું છું. ધ્વાદશાંગીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીને પણ નમસ્કાર કરું છું. પદ્માવતીજી તમે કલ્યાણી અને વિરાટ શક્તિસ્વરૂપા છો. વારંવાર તમને પણ નમસ્કાર કરું છું. તમારૂ ધ્યાન ધરી, સ્તવના કરી વિશેષતયા તમારી સહાય ઈચ્છું છું. તમારૂ સ્મરણ હંમેશા વિવિધ કષ્ટોને દૂર કરનારૂ રહ્યું છે. જેના પ્રકાશપૂંજથી જિનશાસનનું નામોમંડળ ચોગરદમ ઝળહળી રહ્યાં છે, જેના મોહ આદિ, બિજાંકુર નષ્ટ થયા છે એવા આંતરશત્રુઓ ઉપર વિજય મેળવનારા પ્રભાવક પ્રતિભાઓને પ્રસન્નતાપૂર્વક લાખ લાખ વંદનાઓ. નિમ્ર અર્પણ ઘણા વર્ષોથી એક પ્રબળ ઉત્કંઠા હતી, લાંબા સમયથી મારા મનમંદિરમાં એક અપૂર્વ આયોજન વિચારાયું હતું હૈયાનો ઉલ્લાસ ઉમંગ પણ અદમ્ય હતો. જિન શાસનની અસ્મિતા, એની ગરિમા, એની સમાનતા અને એનું તાત્વિક રસ દર્શન કરાવવાનો મનનો સંકલ્પ - સ્વપ્ન આજ સિદ્ધ થઈ રહ્યાંના મનમાં અનેરો આનંદ છે. સાડા ત્રણ દાયકામાં અઢાર જેટલા સ્મૃતિ સંદર્ભ ગ્રંથોના સફળ સંપાદન કાર્ય દરમ્યાન શ્રી ચતુર્વિધ સંઘના એક વિશાળ ફલક ઉપરના માહિતીકોશ જેવા આ ગ્રંથના પુરુષાર્થી કદમ દ્વારા શ્રી સંઘના પુનિત ચરણકમળમાં શ્રદ્ધા , અને ભકિતભાવથી પ્રેરાઈને રંજૂ કરતા ગૌરવની લાગણી અનુભવું છું. કલા સ્થાપત્યના ધ્વજધારીસમા તીર્થાધિરાજ શત્રુંજય અને પંચતીર્થીમાં ગણાયેલ તાલધ્વજગિરિની || ગિરિકંદરાઓની તળેટીમાં વિતાવેલા બાલ્યકાળના એ સોનેરી દિવસો દરમ્યાન, સાહિત્ય સરવણીના જ્યાં અમૃત પાન પીધા, જ્યાં જૈન ધર્મ સંસ્કૃતિના ઉમદા વિચારો ઝીલ્યા ત્યાંથી જ મનમાં જેનોની એક ભાતીગળ અસ્મિતાની ચિનગારી પ્રગટી. સમય સંજોગોએ વર્તમાન જૈનાચાર્યોના પુણ્ય સંસર્ગ અને સંપર્કમાં આવવાનું બહુ નજીકથી બન્યું. આ પંચમકાળમાં પણ વાત્સલ્યના સાગરસમાં પૂજ્યશ્રીઓએ વરસાવેલા અનુગ્રહના મંગલમેઘ અને બતાવેલા વાત્સલ્યભાવથી મારી દુનિયા બદલાતી રહી. એક માત્ર અરિહંતની ધૂનમાં જ મારૂ હૈયુ નાચી ઉઠ્યું. ક્રમે ક્રમે વિકાસ થતો રહ્યો. અને નવા Page #118 -------------------------------------------------------------------------- ________________ નવા સંપર્કો થતા રહ્યાં. ગુણગર્વિલો આ પ્રદેશ સંપત્તિ, કળા, શૌર્ય અને પ્રેમ, ધર્મ અને કર્તવ્યનો આ ભૂમિમાં અદ્દભૂત સમન્વય જોવા મળ્યો. પછી તો મારા જાહેર જીવન દરમ્યાન સ્વનામધન્ય અનેક ભિષગરનોના ચરિત્રોથી પણ વાકેફ થતો રહ્યો. જેણે પોતાના તેજ ઝબકારાથી સમાજ અને રાષ્ટ્રને એક નવો જ રાહ બતાવ્યો. સંદર્ભ સાહિત્યના સંપાદનની કાર્યવાહી દરમ્યાન, પછી તો વર્તમાનકાળે પણ એવા કેટલાએ વ્યવહાર કુશળ શ્રેષ્ઠિઓના સંપર્કમાં આવવાનું બન્યુ જેમના આંગણે સદાકાળ મીઠા સ્નેહજળ અને અમૃતસમા આતિથ્યનું કોપરું પામવા મળ્યું તો પણ ઈતિહાસને હકીકત સ્વરૂપે જ મૂકવાનો અમારો આશય રહ્યો છે. સાડા ત્રણ દાયકામાં જે જોયું, જાણું અને અનુભવ્યું તે એ છે હૈયાની સુવાસથી મધમધતા અનેક મહાપુરુષોએ જગતના ચોકમાં સ્નેહ અને શ્રદ્ધાના, બિરાદરી અને પ્રેમના, તપ અને તેજના કિરણો પ્રસાર્યા છે. જેમના પાસેથી રૂર્તિ - ચેતનાનું પુષ્કળ આત્મિક ભાથુ મળી રહે એવી ચારિત્રસંપન્ન પ્રતિભાઓએ જૈનત્વના સબળ સત્વને સૌંદર્યમંડિત કરી જ્ઞાન સંપદાના અમૃત ઝરણા વહાવ્યા છે. તીર્થસ્થાનોમાં કંડારાયેલી વીરતા શૌર્યતાની ઘટનાઓએ જાગ્રત થયેલી મનની સુષુપ્ત શક્તિથી પ્રેરાઈને જ અદ્વિતીય પ્રતિભાના ધારકો અને શાસન પ્રભાવકોના જીવનપ્રસંગો કંડારવાનો નમ્ર પ્રયાસ તો કર્યો પણ આ બધા પુણ્યાત્માઓને યોગ્ય ન્યાય આપવા મારા જેવા પામર જીવ પાસે પૂરતા શબ્દો નથી. શબ્દોથી શણગારવા કે વાણીના વૈભવથી વર્ણવવા અમારા માટે અશક્ય છે. પણ સંઘ અને સમાજનું અમારા ઉપરનું યત્કિંચિત ઋણ ફેડવા માટે જ આ વિનમ્ર પ્રયાસ થયો છે. હકીકતે તો આ કાર્યને મહાપુરુષોના પ્રભાવી જીવન થકી જ જબરજસ્ત આલંબન પૂરૂ પાડ્યું છે એટલું જ નહીં કર્મનો સાક્ષાત્કાર થયાની અનુભૂતિ માણી પણ લીધી છે. (જયવંતુ જૈનશાસન અને તેના રૂપરંગો મન મારું મન મામદશા હતા, જેના કલાના ઉત્તમ નમૂના સમાન ગગનચુંબી જિનાલયો, પ્રાસાદો અને ચેત્યો આકાશ સાથે જ્યાં વાતો કરે છે જેના પ્રતાપી પૂર્વજોએ આત્મા પરમાત્મા વચ્ચેના ઘેરા આવરણો ચીરી-ફાડીને ઉડાડી દીધા, જેના પુણ્ય પુરુષોની દષ્ટિ બિલોરી કાચ જેવી નિર્મળ અને નિર્વિકારી હતી, જેના સ્વયંભૂ ઉદ્દગાર પ્રસન્ન ગંભીર અને આ પ્રભાવકો વાસ્તવિકતાના પીઢ અનુભવીઓ હતા, જેના પ્રજ્ઞાવંતો આત્માના રહસ્યોને સમજીને જ વર્ણન કરનારા હતા, વસ્તુના યથાર્થ દેરા હતા. કશી પણ શંકા હોતી, નિશંક અને નિર્ભય હતા. જયાં અનેકાંત જયપતાકા અને સ્વાદુવાદ મંજરી જેવા ગ્રંથરત્નોનો મૂલ્યવાન વારસો મળ્યો, જેના નૈયાયિકોએ વાદ ચર્ચામાં હંમેશા અસાધારણ બુદ્ધિવભવનું દર્શન કરાવ્યું. જેના તજજ્ઞો અને સાક્ષરોએ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાનું વ્યાપક ખેડાણ કરી અતલ અને ઉંડા રહસ્યોનું વિસ્તૃત આલેખન કર્યું, જેના આદર્શ બ્રહ્મચારીઓએ કામદેવને તેના ઘરમાં જઈને જીતી લીધો, જેના નટોએ નાચતા નાચતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી, જેના બાલક બાલિકાઓ પારણામાંજ અગીયાર અંગ ભણી જતા એવી અસંખ્ય પ્રતિભાઓનો અપૂર્વ ઈતિહાસ સર્જનાર જૈન શાસન વિશ્વના ઈતિહાસમાં અદ્દભૂત અને અલૌકિક સ્થાનનું પૂર્ણપણે અધિકારી બને છે. શાસનના સદભાગ્યની મહેકતી આ સૌરભ અને ઉવળ ગરિમાનું અમીપાન કરાવતું આ પ્રકાશન, શાસનના ઐતિહાસિક દસ્તાવેજ જેવું બની રહેશે. ગૌરવવંતી જૈન શ્રમણ પરંપરા જૈન શ્રમણ પરંપરા દ્વારા સમયે સમયે વિશિષ્ટ એવી પ્રતિભાઓનો પ્રકાશપૂંજ આ ધરતી ઉપર રેલાયો. સુધર્મસ્વામીની પાટ પરંપરાએ આવતા પરમ વંદનીય આગમશાસ્ત્રના પરમ પ્રભાકો, ચરિત્રનાયકો, પ્રબુદ્ધ ધર્મગુરુઓ, સંયમ સાધનામાં શિરમોર સમાવાચનાચાર્યો જ્યોતિષવિદ્યાના પરમજ્ઞાતાઓ, ધ્યાન સાધનાના પરમ ઉપાસકો સૂત્રાર્થના સમ્યક ધારકો, ચૌદ વિધાના પારગામીઓ, શ્રુત સંપદાના ધારકો, બહુશ્રત પરમ ગીતાર્થો, પ્રખર ભાષ્યકારો, ચૂર્ણિસાહિત્યકારો, શાસ્ત્રોના પારગામીઓ, પ્રકાંડ પંડિતો. આ બધા પૂજ્યોએ ઘનની, સત્તાની, યશની લગીરે ઝંખના વગર એક એક ક્ષેત્રમાં પોતાના જીવનનો અનોખો પ્રભાવ બતાવ્યો છે. આધ્યાત્મિકતાની ચિનગારી આપનારા આ સિદ્ધ પુરુષોમાં કેટકેટલાને યાદ કરીએ - માતાએ આપેલા સમ્યકજ્ઞાનના અદ્દભુત પ્રદાનને કારણે આર્યરક્ષિતસૂરિજીએ આખા પરિવારને સંસાર પાર કરાવ્યો, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય કે કલ્યાણ મંદિરના રચયિતા આચાર્ય કુમુદચંદ્રસૂરિજી, આચાર્ય જગતચંદ્રસૂરિજી આચાર્ય હીરવિજયસૂરિજી આ બધા શાસનના તેજસ્વી તારલા હતા. Page #119 -------------------------------------------------------------------------- ________________ જીવનભર શીલધર્મની સુગંધ પ્રસરાવી સમસ્ત શાસનના ગૌરવ બનીને રહ્યાં. દશ કરોડ મુનિઓ સાથે સિદ્ધાચલજી ઉપર મોક્ષે જવાનું મહાન પરાક્રમ કરનાર દ્રાવિડ અને વારિખિલ્લને પણ કેમ ભૂલી શકાય ? આ શ્રમણ સંસ્થાએ શ્રમણ સંસ્કૃતિ દ્વારા જીવનનું રસાયણ બનાવી અદ્દભુત સંજીવની નિપજાવી અનેક તાણાવાણા વચ્ચે પણ માનવજીવનને નૂતન સમાજનો આકાર આપ્યો. એ બધા ભવ્યોદાત્ત જીવન હતા. તેમના ઉપદેશથી જ જૈનો સદાચારની મૂર્તિરૂપ બનતા રહ્યાં. શ્રાવકપણાના ઉત્તમ આચારો પણ ઉંચામાં ઉંચો ગૃહસ્થપણાની દૃષ્ટિએ સદાચાર જ ગણાય છે. જિન પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, દેવગુરુ ભકિત, વ્રત, નિયમ, તપ આદિ. અનેક ગુણોને કેળવનાર શ્રાવક પોતાના જીવનને ઉજ્જવળ બનાવે છે. એટલું જ નહીં પણ અપ્રમત્તભાવને કેળવનારા શ્રાવકો પણ શાસનના ઝળહળતા રત્નો છે. આપણે પણ એવા ઓજસ્વી બનીએ એજ સદ્ભાવના. (00) ધર્મભૂમિની ચેતના આર્યકુળ પરંપરાને સાર્થક કરનારા અનેક સંતોએ આ ભૂમિને પાવન કરી છે, પોતાના જ્ઞાનોદ્ભવલ પ્રકાશથી અનોખી શોભા આપી છે. અનેક દિવ્યાત્માઓએ આ ભૂમિને યશકલગી ચડાવી છે એ ધર્મભૂમિની ચરણરજ માથે ચડાવી ધન્યતા અનુભવુ છું. આ ભૂમિ ઉપર અનેક સંપ્રદાયો ઉદય પામ્યા અને પાંગર્યા, અહિંયા સદ્વિચાર અને સુકૃત્યો દ્વારા મુક્તિ મેળવીને માનવજીવન સાર્થક કરનારાઓનો એક વિશાળ સમૂહ પણ જોવા મળ્યો. ઉગ્ર તપસ્યા અને અપ્રમત્ત સાધનાને બળે આધ્યાત્મિક પગદંડી ઉપર ચાલીને ધર્મભાવનાને બળવત્તર બનાવનારા પ્રગતિશીલ પરિબળો પણ યુગે યુગે થતા રહ્યાં. સંસારના સર્વ સંબંધો છોડી મહાભિનિષ્ક્રમણ કરી ત્યાગ અને સમર્પણની એકમાત્ર ભાવનાથી ભક્તિના સર્વોચ્ચ શિખરે પહોંચનારા મહામાનવોની મૂલ્યવાન ભેટ આ ભૂમિએ આપણને આપી. વીર જવાંમર્દો પણ અત્રે થયા, ધર્મરક્ષા કાજે ખોળામાં માથુ લઈને બારોટ કોમના સંખ્યાબંધ દૂધમલીયા યુવાન બેટડાઓએ શહાદત વહોરી અને ધરતીની ધૂળમાં સદાને માટે પોઢી ગયાં. પાલીતાણા શત્રુંજ્યની રક્ષા કાજે આ વીરકોમે આપેલા બલિદાનોથી જૈનસમાજ પરો વાકેફ છે. અન્ય જૈનતીર્થોમાં પણ બારોટોએ આવી જ વીરતાના દર્શન કરાવ્યા છે. બારોટોની આ એક જબરજસ્ત વ્યક્તિ અને ઉપાસના જ હતી. ઉપાસનામાં વ્યક્તિનું આંતર વિશ્વ હંમેશા ખુલી જાય છે. માતા અંબાની ઉપાસના પણ આવી જ એક વેદિકા ઉપર થાય છે. ગુજરાતના મહાન બાણવાળી ભીમદેવના એવાજ મહાન અમાત્ય વિમલ શાહને અંબિકાએ જ્યારે આરસ કે વા૨સ બેમાંથી એક માંગવા કહ્યું ત્યારે વિમલે શ્રદ્ધાભાવે આરસની માંગણી કરી અને તેમાંથીજ જૈનતીર્થનું નિર્માણ થયું. ધન્ય વિમલ તારી દેવી ભાવનાને ! આ ભૂમિની ચેતનાનું પ્રાબલ્ય તો જુઓ - અષ્ટાપદ પર્વત ઉપર રાવણે કરેલી અનુપમ ભક્તિનું દૃષ્ટાંત જાણીતુ છે. મંદોદરીના નૃત્યમાં સ્ખલના ન પહોંચે તે માટે વીણાના તૂટેલા તારને જોડવા રાવણે પોતાના જાંઘની નસ ખેંચી કાઢી - આ ભક્તિ પ્રતાપે જ રાવણે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. કાળબળનું પ્રબળ સામ્રાજ્ય જગત ઉપર જેનું અપ્રતિહત શાસન ચાલે છે. એ કાળદેવની કેટલીએ કારમી ક્રીડાઓ વચ્ચે પણ જૈનશાસન તેનો પ્રભાવ જાળવી શક્યું છે. કાળબળે કોને ક્યાંથી લાવીને ક્યાં મૂકી દીધા છે એ જોવા આ ગ્રંથના કેટલાક પૃષ્ઠો પર નજર કરવી જ પડશે. • ચક્રવર્તીઓના ખંડના સામ્રાજ્યોને પલવારમાં નામશેષ કરી નાખતો ક્રૂર કાળ તીર્થંકર પરમાત્માના મોક્ષમાર્ગને ક્યારેય નામશેષ કરી શક્યો નથી. રાજા મહારાજાઓ અને સમ્રાટોને સિંહાસનો ઉપરથી ફેંકી દેવામાં સફળ બનતો કાળ મોક્ષે ગયેલા એકેય પુણ્યાત્માને ત્યાંથી બહાર કાઢવામાં આજ સુધી સફળ નથી થયો. પત્ની પરિવાર કે સુંવાળા સુખવૈભવના આકર્ષણને પલવારમાં ખતમ કરી નાખવામાં સફળ બનતો કાળ દેવ ગુરુ ધર્મના આકર્ષણને ખતમ કરી નાખવામાં આજ સુધી સફળ નથી બન્યો. આ નક્કર વાસ્તવિકતા ફલિત કરે છે કે સંસારમાં સુખ માટે વસ્તુનુ પરિવર્તન જોઈએ છે. જ્યારે અધ્યાત્મમાર્ગનાં વૃત્તિઓનું પરિવર્તન જોઈએ છે. વિચારકોને પરિવર્તન માટે કોઈ એકજ સામાન્ય નિમિત્ત કે એકજ સામાન્ય ઘટના પૂરતી છે. સાથે આંતરદશા પક્વ બનવી જરૂરી છે. વસ્તુપાલને અરીસામાં ધોળો વાળ નજરે પડ્યો અને વૈરાગ્યનો રંગ લાગ્યો, રાજા સોમચંદ્ર અને પ્રસન્નચંદ્રને પણ એવું જ થયું. એમ અનેક Page #120 -------------------------------------------------------------------------- ________________ જીવાત્માઓએ સંસારના માયાવી પડળો પલવારમાં હટાવો ઈતિહાસના ચિરંજીવી પાત્રો બની ગયા. આવા અનેક | જીવન પરિવર્તનો શ્રમણધર્મની કથાઓના સ્વાધ્યાયમાંથી આપણને જાણવા મળે છે. ઈતિહાસ અને સંસ્કૃતિનું સર્જન પણ કાળબળથી જ થાય છે. જે માનવસમાજ પોતાની દીર્ધદષ્ટિથી સમયકાળને અને ઈતિહાસના બળોને પીછાની શકે એજ માનવસમાજ ઉત્કૃષ્ટ સ્તર પર આવી શકે. તપોવનના સર્જક પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે જૈન ઈતિહાસમાં ઠીક ઠીક લાંબે સુધી આપણને નજર કરાવીને જૈનોની ભવ્યતાનો ચિતાર બતાવ્યો છે. આ ગ્રંથમાં વાંચવા મળશે. કર્મનો સિદ્ધાંત : આ નિયતિ શું છે ? કર્મની સાર્થકતા અને કર્મનું સંક્રમણ સંબંધીન શાસ્ત્રોમાં ખૂબ જ સૂક્ષ્મતાપૂર્વક બતાવ્યું છે. જૈન દર્શન સ્પષ્ટ માને છે કે દુનિયાની સર્વોપરી સત્તા એ કમસત્તા છે. આ કર્મસત્તા હજુ ચક્રવર્તીઓ પાસે ન કરવા જેવા કામો કરાવી શકે પણ ધર્મ મહાસત્તાવાન આત્માના સ્વામિત્વને સદા સલામ કરનારો સાધક કર્મસત્તા ગમે તેટલા ફંફાડા મારે તો પણ નિજ સ્વામિની સત્તાને જ હંમેશા વફાદાર રહે છે. ભગવાન મહાવીર દેવના પરમપ્રિય ભક્ત શ્રેણિક મહારાજા મહાશક્તિવંત હતા, એનો સૂર્ય સોળેકળાએ ખીલ્યો હતો. પણ કર્મના ઉદયે તેમની ઉત્તરાવસ્થામાં જે કારમી વ્યથા અને વેદનાઓ આવી પડી એ રોમાંચક વિગતો || સાંભળતા જ ધ્રુજારી સાથે વૈરાગ્ય આવી જાય છે. આ કર્મસત્તા પાસે કોઈનું ચાલ્યુ નથી. આખીએ વ્યવસ્થા સ્વયંસંચાલિત છે. જો કે મહારાજા શ્રેણિક કર્મક્ષયને અંતે આવતી ચોવીશીમાં પાનાભ' નામે પ્રથમ તીર્થકર બનશે. સંસારમાં ચાલતી કાર્ય-કારણની આખીએ શૃંખલા જૈન દર્શન વિસ્તારથી સમજાવી છે. તીર્થકરોને પણ જો ભોગવવા પડ્યા હોય તો આપણે તો પામર જીવો છીએ. નિર્માણ થઈને જ રહે છે. આ નિયતિને સલામ કરવી જ પડશે. જગતને ઉપદેશ આપનાર ભગવાન મહાવીર દેવની સામેજ તેના પુત્રી અને જમાઈએ બળવો પોકાર્યો, નળરાજા જેવાને નામ ઠામ કુળ છૂપાવીને ઠેર ઠેર ભટકવું પડ્યું. હરિશ્ચંદ્ર રાજાને ચંડાળને ઘેર ચાકરી કરવી પડી. સનસ્કુમાર ચક્રવર્તીને ૭૦૦ વર્ષ સુધી વેદનાઓ !! સહન કરવી પડી. ગજસુકમાલજીને માથે સોમીલ સસરાએ ખેરના મૂકેલા ધગધગતા અંગારામાં શેકાવું પડ્યું. કર્મ અને કાળનો ભરોસો રાખવા જેવો નથી. ક્ષણભંગુર અને તકલાદી સંબંધો વાળો આ સંસાર કોઈના પણ હાથમાં ટક્યો નથી, ટકવાનો પણ નથી. જેનદર્શન સ્પષ્ટ કહે છે કે સમકિતી થઈને રહેવું એજ આ સંસારનો સાર છે. સંસારના કર્મોને બાળવાનું અમોઘ શસ્ત્રસામાયિક અને પ્રતિક્રમણ છે. સંસારના સ્વાર્થી સંબંધોને મનથી આઘા - અળગા કરીને જીવીએ, સંસારના મૂક સાક્ષી બની જઈએ તો જ આજની આપણી સમસ્યાઓનું સમાધાન થશે. જીવનમાં જ્યારે જે કાંઈ સામે આવી પડે તેને વાસ્તવિકતા ગણી સ્વીકાર કર્યા વગર છૂટકો જ નથી. જો કે જૈનદર્શન સર્વથા નિયતિવાદને નથી માનતા કાલ સ્વભાવ ભવિતવ્યતાદિ પાંચ કારણોમાં એ એક સાપેક્ષ ! કારણ પણ હોઈ શકે. એકાંતે નિયતિવાદ એ ગોશાલકની માન્યતા હોવાનું પણ કહેવાય છે. જ નિયતિ છે જ સાથે સાથે પુરૂષાર્થની પણ એટલી જ પ્રાધાન્યતા છે. પુરૂષાર્થસિદ્ધિ મોક્ષ છે એ પણ હરગીજ ન ભૂલાય. પ્રારબ્ધનું બીજુ નામનિયતિ છે. પ્રારબ્ધ કે પુરૂષાર્થ? વર્તમાનમાં આ એક ચર્ચાનો વિષય છે. છતાં આત્મવિકાસમાં પુરૂષાર્થની જ પ્રાધાન્યતા છે. આ ગ્રંથમાં એવા ઘણા પરિચયો જોઈશું.. જેમનું ચિત્ત સંસારની માયાવી વાસનાઓમાંથી અને આસક્તીની આળપંપાળમાંથી ખસી જઈને ધર્મકુંજમાં રમતુ રહે અને રસથી ભરેલા આ ગ્રંથનાં ઘણા પાત્રોના પરિચયો એમ બોલે છે કે સામાયિક લઈને એકાગ્રતાથી બેસો એટલે બધોજ ભાર હળવો થાય. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ વગેરે સંબંધે જો રોજ રોજ વિચારાય અને ધર્મનું શરણુ લઈએ તો શરીરનું મમત્વ પણ છુટશે અને વિશ્વનું મંગલદર્શન પણ પામી શકશું. જૈનદર્શને પ્રેમ, અહિંસા, કરુણા જેવા સિદ્ધાંતો બતાવ્યા તેવા આ ચતુર્વિધ અમૃત સરોવરમાં ડુબકી મારનારાઓજ પરમ સુખશાંતિનો અનુભવ કરી શકશે. આત્માને ઓળખવા માટે આપણે જગતમાં શૂન્ય બની જવું પડશે. ભારતના નભોમંડળમાં અનેક આદર્શ ગુરુવર્યો, સિદ્ધ પુરુષો અને શ્રમણોનું તેજ તેજસ્વીતા અને વિચારોનું | વલય ફરતુ રહેલુ જોવા મળે છે. આવો આપણે આ ગ્રંથમણિના અધ્યાત્મરસનું ભાવથી આચમન કરીએ. આત્મસાધનાના Page #121 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં પ્રવેશવાની ઝંખનાવાળા મુમુક્ષુઓને આ ગ્રંથ અત્યંત ઉપયોગી બની રહેશે. મનન, ચિંતન અને ધ્યાનધારા વિસ્તારવામાં પણ આ ગ્રંથ સહાયક બનશે. આત્માના જીવનબાગને નવપલ્લિત કરવામાં આ પ્રકાશન ખરેખર તો દીવાદાંડીરૂપ બની રહેશે. એવી અમારી પરમ શ્રદ્ધા છે. શ્રમણપ્રતિભાઓનો રાજવીઓ-મંત્રીઓ ઉપરનો પ્રભાવ શ્રમણસંઘનું ઉત્કૃષ્ટ તપોબળ તો જુઓ - રાજપાટના વૈભવી અને મખમલી સુખનો ત્યાગ કરી અનાસક્ત ભાવે સાધનાનો માર્ગ સ્વીકારનાર શીલપૂત રાજવીઓ અને શીલચંદ્ર ધર્મ પ્રિય મંત્રીશ્વરોનું જિનભક્તિમાં ભારોભાર નોંધાયેલું યોગદાન ખરેખર અનુમોદનીય છે. ગુજરાતના તણા ઉપર આરૂઢ થયા પછી વીર વનરાજે જૈનધર્મને રાજધર્મ બનાવ્યો ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની એક કરોડ પ્રજામાંથી અરધા કરોડ માનવોના ધર્મ બનવાનું મહાભાગ્ય જૈનધર્મને પ્રાપ્ત થયું. શિવપૂજક સોલંકી રાજાઓ પણ રાજધર્મ તરીકે સૈકાઓ સુધી જૈનધર્મની જ સાધના કરતા હતા. મહારાજા કુમારપાળ વખતે તો જૈનધર્મની જાહોજલાલી પરાકાષ્ટાએ પહોંચી હતી. કુમારપાળે તારંગાના ડુંગર ઉપર પધરાવેલી પંચાણુ ઈચની વિશાળ પ્રતિમા અને દીવ ઉપરનું નવલખા પાર્શ્વનાથનું મનોહરમંદિર રાજવીઓની જિનભક્તિનું જવલંત ઉદાહરણ છે. ગુજરાતના મહા અમાત્ય શાંતુબુ, આભૂ, મુંઝાલ, ઉદયન, આંબડ, પેથડ, ઝાંઝણશા વગેરે સ્વયંબળેજ ઉચ્ચ દરરે પહોંચ્યા હતા. વીર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખો સોનામહોરો ખરે ટાણે ધરી દીધી એ યાદ આવે છે. વીર ધવલના મંત્રી વસ્તુપાલ અને માંડવગઢના પેથડ શાહે ડભોઈના અનુક્રમે એકસોસીત્તેર જિનમંદીરોના નિર્માણ કાર્યમાં લાંબા સમય સુધી ગજબનો રસ લીધો હતો. નવમી સદી પહેલા દેવગિરિતીર્થ જ્યાં ભોજરાજાએ વિશાળ સંસ્કૃત વિધાપીઠ સ્થાપી અને જ્યાં ૩૦૦ જિનમંદિરો ઝળહળતા થયા હતા ત્યાં પણ ધર્મપ્રિય મંત્રીશ્વરો પેથડ અને ઝાંઝણનું યોગદાન અમર બની ગયુ છે. | સદગુરુયોગને માત્ર ૩૯ દિવસની તીવ્ર આરાધના દ્વારા જીવન સફળ કરનાર પરમ આસ્તિક પ્રદેશી રાજા કે અશોક જેવા મહાન પ્રેરણામૂર્તિ રાજવી અહિંસાના ઓલીયા બની અમરતા પ્રાપ્ત કરી ગયા એ શ્રમણ પ્રતિભાઓની પ્રેરણાને આભારી છે. ખંભાતમાં ઉદયનમંત્રીએ બનાવેલું ઉદયવસહી જિનમંદિર આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. ડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભકિત, નાહડ મંત્રીએ કોરટાજી અને સાંચોરમાં બંધાવેલા જિનમંદિરો, માંડવગઢના મંત્રી સંગ્રામ સોનીએ મક્ષીજી, ધાર, મંદસોર વગેરે સ્થળે નિર્માણ કરાવેલા જિનાલયો જિનભક્તિના પ્રબળ પુરાવો છે. કચ્છના રાજવી ભારમલજીએ ભૂજમાં રાજવિહાર નામે જિનમંદિર બંધાવ્યું. નજીકના ભૂતકાળમાં જઈએ તો કાશી નરેશ, માળવા નરેશ, ગાયકવાડ સરકાર અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા અનેક પ્રજાવત્સલ રાજવીઓ ધર્મપ્રભાવનામાં ખરેખર મદદરૂપ બન્યા હતા. રાજનગર અમદાવાદમાં ૩૫૦થી વધુ જિનમંદિરોની રચનામાં જેનશ્રેષ્ઠિઓનો શસ્વી ફાળો રહ્યો છે. આ બધો પ્રતાપ અને પ્રભાવ જૈનાચાર્યોની પ્રેરણાને આભારી છે. જીવનને અમર બનાવનાર રસાયણ પણ તુરતમાંજ હાથવગુ બને છે આ બધા પૂજ્યોના પ્રતાપ છેલ્લા ચાર સૈકામાં ગુજરાતમાં થયેલા મહાન જૈનાચાર્યોમાં માણિક્યસાગરસૂરિજી, હીરવિજયસૂરિજી, વિજયસેનસૂરિજી, નેમિસૂરિજી, પ્રેમસૂરિજી, બુદ્ધિસાગરસૂરિજી, સિદ્ધિસૂરિજી વગેરેએ આ ભૂમિને યશભાગી બનાવી છે. જૈિન શાસનની બલિહારી અહિંયા જો શ્રાવકની સ્થિતિમાં જીવદયાની આહેક જગાવી એક જીવાત્મા ચક્રવર્તી અને તીર્થપતિ જેવી બેવડી સિદ્ધિ હાંસલ કરી પ્રભુ શાંતિનાથ બની શકતા હોય, અહિંયા જો સાધુની વૈયાવચ્ચ કરનાર વૈદ્યરાજપુત્ર સમય જતાં આત્માનો વિલક્ષણ વિકાસ સાધીને નાભિરાજાના પુત્ર ઋષભ :આદિનાથ જો તીર્થકર બની શકતા હોય, અભિમાની ઈન્દ્રભૂતિ વિજય શિરોમણિ ગૌતમસ્વામી બની જાય અહિય; જો બિલોરી કાચ જેવા વિશુદ્ધ સમ્યક દર્શનના પ્રભાવે નાગ રથિકની પત્ની સતી સુલસા આવતી ચોવીશીમાં પંદરમા તીર્થપતિ જો બની શકનાર હોય, અહિંયા જો ભક્તિપૂર્ણા રેવતી શ્રાવિકા તીર્થંકર નામ ઉપાર્જન કરી જયસિદ્ધિ મેળવી શકતી હોય, સુદર્શન શેઠ જો ચૌદપૂર્વના જ્ઞાતા બની શકતા Page #122 -------------------------------------------------------------------------- ________________ હોય, અર્જુન માળી અને દ્દઢ પ્રહારી જેવા ભયંકર હત્યારા પાપીઓ પણ જો વિષયકષાયની ભડભડતી આગમાંથી સંસાર સાગર મજેથી તરી જતા હોય, પરણવાની પ્રથમ રાત્રીએ ૯૯ કરોડ સોનૈયાઓનો માલિક જંબુકમાર પોતાની આઠ આઠ પત્નિઓને સંયમજીવનના સ્વીકાર માટે તૈયાર કરી દેતા હોય, અજોડ સામયિકના ધર્મસ્વામી પૂણીયા શ્રાવકની ભગવાન મહાવીરના સ્વમુખે ભારોભાર પ્રશંસા થતી હોય, અહિંયા દાસી જેવી દેખાતી ચંદનબાળા કાળબળે જો ૩૬000 સાધ્વીવૃંદનું સફળ નેતૃત્વ લઈ નારીપદનું ભારે મોટું ગૌરવ બની શકતી હોય, રખડતો ભટકતો ઉદો જો અહિંયા સિદ્ધરાજનો વિશ્વાસુ ઉદયનમંત્રી બની શકતો હોય, સામાન્ય દિદારમાં ફરતો ભીમો કુંડલીયો બાહડમંત્રીને માન્ય બની શકતો હોય, તો આ બધી જૈન શાસનની બલિહારી જ સમજવીને ? હાથ અને હૈયા ચોખા રાખી શૂન્યમાંથી વિરાટ સર્જન કરી અમર નામના મેળવી આત્મકલ્યાણ સાધી જનારા ધણા ધણા પાત્રોના જીવનપરિચયો આપણા હૃદયને સ્પર્શી જાય તેવા છે. ટૂંકા આયુષ્યમાં આત્મસાધક નાગદત્ત શ્રેષ્ઠિનું જીવન પણ જાણવા માણવા જેવું છે. મોક્ષમાર્ગે કદમ માંડવા ઈચ્છનારાઓએ પૂ.મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજનો “કારણ કે તે સાધુ હતાં” નામનો લેખ વાંચવા ખાસ ભલામણ છે. તિવારીખની તેજછાયા ધર્માનુરાગી ભાવિકોને હૃદયમાં જાગેલી ભાવનાને જૈન ઈતિહાસના સોનેરી પૃષ્ઠો ઉપર નજર કરીએ છીએ | ત્યારે સવાલાખ નવા જિનમંદિરો અને ૧૨૫૦૦ મંદિરોના જીર્ણોદ્ધાર કરાવનાર સંપ્રતિ મહારાજાની જિનભક્તિનું | સ્વરૂપ જોઈને ભાવવિભોર બની જવાય છે. - રોજની ૭-૭ વાચનાઓ લઈને સ્થૂલભદ્રસ્વામી ૧૦ પૂર્વધર બને, વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવા છતાં સંપૂર્ણ પવિત્રતા જાળવીને ૮૪ ચોવીશી સુધી અમર બની જવાનો ભવ્ય ઈતિહાસ સર્જે. - જિનશાસનની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર અજાતશત્રુ અભયકુમારની પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવક્તા તો જુઓ, સઘળાય આગમોની એક એક પ્રત સુવર્ણાક્ષરે લખાવનાર આભની અખંડ ઉપાસના જુઓ, શત્રુજ્ય તીર્થનો સોળમો ઉદ્ધાર કરાવનાર કમ શાહ અને કલ્પકમંત્રીની વિવિધ ધર્મકાર્યોમાં દિલચપી અને દેણગી જતા આપણુ મસ્તક નમી પડે છે. સત્તા સંપત્તિને માણસ જો પચાવી ન શકે તો ઘણા બધા અનર્થો સર્જાતા વાર નથી લાગતી માટે જ કહ્યું છે કે - પદગલિક ભાવોના પ્રવાહથી પર થઈને આત્મરમણતામાંજ મોજ માણનારા અનાથી મુનિ, અઈમુત્તા મુનિ, નંદીષેણ મુનિ, અમરકુમાર મુનિ આ બધા પાત્રોએ જૈન શાસનની આન-શાન વધારી છે. એકત્વમાં જ સાચુ સુખ સમજી પ્રવજયાના માર્ગે ચાલી નીકળનારા નમિ રાજર્ષિ જેવા ઘણા પાત્રોના પરિચયો રત્નોની માફક શોભી રહ્યાં છે. ૭૦૦ વર્ષ પહેલા ૧૩૦૦ નવા શિખરબંધીદેરાસરો બંધાવનાર અને ૨૩00 મંદિરોના જિર્ણોદ્ધાર કરાવનાર વીર શિરોમણિ શ્રાવક રનો વસ્તુપાલ તેજપાલનો સમર્પણભાવ આપણા હૈયાને ખરેખર શીતળતા બક્ષે છે. ૭૦૦ બ્રહ્મશાળાઓ, હજારેક પૌષધશાળાઓ, તેર જેટલા વિશાળકાય યાત્રા સંઘોના સંઘપતિ બની બધુ મળીને પુણ્ય સ્થાનોમાં ૩૦૦ કરોડથી વધુ દ્રવ્ય એ જમાનામાં ખર્ચનાર ધર્મ અને કર્મનો સમન્વય કરનાર ઈતિહાસ પ્રસિદ્ધ આ બાંધવ બેલડી હાથમાં ચરવાળો લઈને ધર્મક્રિયા કરનારા ગુજરાતના આ જૈનધર્મપ્રેમી નરબંકાઓએ અવસરે હાથમાં તલવાર પણ લીધી. કવિઓ એમની પ્રશસ્તિમાં ક્યારેય થાક્યાં નહી. ખરેખર તો તેઓ ચિંતકો અને રાજપુરુષો પણ હતા. જેના અદ્દભૂત સત્કાર્યો આજે પણ જગબત્રીસીએ ગવાઈ રહ્યાં છે. રાગ દ્વેષ અને કષાયના ભયંકર નિમિત્તોમાં પણ શાસન સમર્પિત અને દેવગુરુ ધર્મના ઉપાસક રાજા કુમારપાળે ક્યારેય પોતાની ધ્યાનધારા ચલિત ન થવા દીધી. આ છે તવારીખની તેજછાયા. | અહિંયા શાસનમાં સમયે સમયે શાસનપ્રભાવિકા નારીરત્નો અને માતૃત્વના અદ્દભૂત નમૂનાઓ પણ જોવા મળ્યાં. માતા મરુદેવા, માતા દેવાનંદા, માતા ભદ્રા કે માતા દ્ધસોમાં આપણા સૌની વંદનાના અધિકારી બન્યા છે. જેમની ઉત્કૃષ્ટ તપસ્યાઓથી શાસનની ઐતિહાસિક પરંપરા શોભી રહી છે. બ્રાહ્મી સુંદરીથી પ્રારંભ કરીને અનેક જ્ઞાની. | ધાની, ત્યાગી, તપસ્વી અને સહનશીલતાની મૂર્તિસમા પ્રભાવક આર્યારત્નોએ તેમની સંયમયાત્રા યશોજવલ બનાવી છે. મહાસતી નાગીલા અને કલાવતીના સતીત્વનું દર્શન પણ “સાધનાની પગદંડી” લેખમાં સુંદર રીતે થયું છે. સતી સુલસા, સીતા, અંજના, અંબિકા જેવી અસંખ્ય સતીરત્નોએ ઈતિહાસના ઠીક ઠીક પાના રોક્યા છે. જેનો મહિમાગાન જગતમાં મુક્તકંઠે ગવાયો છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિના વહેણો ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ એ માત્ર વાણીવિલાસ કે ભાષાની ભામક નથી પણ આત્માને પોખક એવું પ્રેરક બળ છે છે. ભારતની સંસ્કાર વારસો હંમેશા ભવ્ય રહ્યો છે. આ સંસ્કાર વારસાની જ્યોતને મહેકતી રાખી વિશ્વપ્રાંગણમાં પ્રસરાવવામાં જેન મહર્ષિઓએ તન મન વિસારી મૂકી ભારે મોટો પુરુષાર્થ કર્યો છે. કાળના સંહારક રંગમાં અનેક સંસ્કૃતિઓ ધરબાઈ ગઈ. માત્ર ભારતની આર્ય અને તેમાંએ જૈન સંસ્કૃતિ કાળના પ્રચંડ ધસમસતા વિનાશક બળ સામે પણ ટકી રહી તેના કારણોમાં તેના મૂલ્યો ચિરંતન અને દેઢ પાયા ઉપર રચાયેલા છે. તેનું સાતત્ય જ હંમેશા ધર્મસંસ્કારોથી ઓપતું રહ્યું છે. માનવી અને માનવના સમૂહનું સાચું મૂલ્યાંકન, તેના ચારિત્રથી થાય છે. માનવી જેમ વધુ સદાચારી અને ચારિત્રસંપન્ન તેમ વધુ આદરપાત્ર ગણાય છે. આ સંસ્કૃતિના દીપસ્થંભ સમાન મહાન જ્યોતિર્ધરો અને પુરસ્કર્તાઓના જીવન પણ એવા જ ઉજળા હતા. જૈન ધર્મ સંસ્કૃતિની વાસ્તવિકતા આપણા જૈન ગ્રંથ ભંડારોમાં અને આપણી ચિત્રશાળાઓમાં આજે પણ અકબંધ રીતે સચવાયેલી જોવા મળે છે. કહે છે કે શ્રીમંતાઈ, સત્તા, વિદ્વતા કે રૂપ આ ચારમાંથી એકાદ ચીજ પણ આપણા પાસે હોય તે સતતપણે સાવધાન રહીને જાગૃતિ રાખવી જ પડશે. કારણ કે ગમે તે એકમાં આપણા પતનનો ભરપૂર દારૂગોળો પડ્યો છે - આ ગ્રંથના વિવિધ પરિચયો આપણને ઘણું ઘણું કહી જાય છે. પ્રસ્તુત પ્રકાશન જૈન પ્રતિભા દર્શન ગ્રંથનું પ્રકાશન એક સારગર્ભિત સાહસ છે. જૈનોની ભૂતકાલીન ભવ્યતાના સ્મૃતિ ચિન્હો આજે પણ તીર્થસ્થાનોમાં યુગોથી પ્રેરક સંદેશો આપતા અડગ ઉભા છે. આંખ મરી ભરીને જોવા ગમે અને પરદેશીઓને [, પણ મુગ્ધ કરે તેવા જિન મંદિરોની હારમાળા ખરેખર તો પ્રાચીન શિલ્પકળાના દ્યોતક છે. એટલું જ નહી પણ આત્માનો સાચો આનંદ એની છાયામાં જ મળતો રહ્યો છે. ધર્મસ્થાનોમાં દર્શન દેતા એ દિવ્ય પ્રતિભાઓના બાવલા કેવા કેવા અનુપમ અને ચિત્તાકર્ષક લાગે છે ! કરતુત પ્રકાશન જિનશાસનના ગૌરવને જાણવા માણવાનાં સંદર્ભમાં છે. ભક્તિપરાયણ પરિવારોનું યોગદાન ૧૪૪૪ નવા જિનમંદિરો બંધાવનાર પાટણના ત્રિભૂવનવિહાર અને અન્ય ધર્મકાર્યોમાં કરોડોનું દ્રવ્ય, ખર્ચનાર ત્યાગ વૈરાગ્યના રંગે રંગાયેલા રાજા કુમારપાળની ઉત્કૃષ્ટ પ્રતિભાનું અને એવા ચોવીશ પાત્રોનો પરિચય આ ગ્રંથમાં જ શ્રી કુમારપાળ દેસાઈએ સુંદર રીતે કરાવ્યો છે. એક સમયે જેનો કીર્તિકળશ ટોચે પહોંચેલ તે ખારવેલ અને ચંદ્રગુપ્તની અસાધારણ ધર્મભક્તિની અનુમોદના કરવા જેવી છે. મહાન દાનવીરરત્ન જગડુશા તેમજ શોભનમુનિના મોટાભાઈ મહાકવિરત્ન ધનપાલ અને તિલકમંજરીની વાતો આપણા હૈયાને ઘડીભર તો હચમચાવી દે છે. સાધર્મિક શાલનાં સાચા સન્માન ખાતર ૩૨ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્યવ્રત ધારણ કરી પરિગ્રહ અને પરિમાણની પ્રતિજ્ઞાને બરાબર પાળનાર પેથડમંત્રી અને તેના પુત્ર ઝાંઝણશાનો સિદ્ધિગિરિનો યાત્રાસંઘ, ઈતિહાસમાં ખરેખર અમર બની ગયો છેલ્લી સદીમાં જે વિશિષ્ઠ યાત્રાસંઘો નીકળ્યા તેમાં શાસનસમ્રાટશ્રી નેમિસૂરિજી મ. ની પ્રેરક નિશ્રામાં અમદાવાદના માકુભાઈ શેઠનો સંઘ ખરેખર અદ્વિતીય હતો. તથા ૧૩૬ દીક્ષાઓના દાતા યુવકજાગૃતિપ્રેરક આ. દેવશ્રી ગુણરત્નસૂરિજી મ. ની નિશ્રામાં માંલગાંવ નિવાસી સંઘવી ભેરૂમલ હકમીચંદજીએ ૨૭00 યાત્રિકોનો પાલિતાણાનો છ'રિ પાલક સંઘ - જેની નોંધ ગીનેસ બુક ઓફ જેનીજમમાં લેવામાં આવી છે. સુરતનો સંઘવી પરિવાર, ઉવસગ્ગહરતીર્થનો દુગડ પરિવાર કે મુંબઈના કંપાણી અને ભણશાલી પરિવારોનું ઘણું મોટું પ્રદાન નોંધાયેલું છે. જે શાસનનું સદેવ સંભારણું બની રહેશે. Page #124 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ કીર્તિગાથાના પરિચાયકો શ્રી વીરપ્રભુના સમયકાળમાં અનેક જીવો પ્રતિબોધ પામી ઉત્તમ માર્ગે ગયા છે જેમાં મેઘકુમાર, નંદિપેણ, ઋષભદત્ત, દશાર્ણભદ્ર, ઉદયન, હલ્લવિહલ, મૃગાવતી વગેરેનો સમાવેશ થાય છે. શાસનને યશકીર્તિ અપાવનારાઓમાં જેના બાહુબળ ગુજરાતની આણ છેક માળવા, મેવાડ સુધી વિસ્તરી હતી, જેમની વાત્સલ્ય ભાવનાએ ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો ઉભા કરવામાં અગીયારમી સદીના વિમલમંત્રી તથા ઉદયનમંત્રી એવા જ કર્મવીરો હતા. ગિરનારના જિર્ણોદ્ધારમાં નિમિત્ત બનનાર સાજન મંત્રીના સુવર્ણાક્ષરે અંકિત થયેલા સુકયો જિનશાસનની ગૌરવગાથાના મુગટમણિ બની ગયા છે. અમર સ્મૃતિ ચિન્હો નમ્ર સરળ અને વિનયથી ભરેલા જિનશાસનના અનેક સંયમીરનો કરોડોની દોમદોમ સંપત્તિ છોડીને ચારિત્રધર્મની ઉત્કૃષ્ટ આરાધના દ્વારા અમર બની ગ્યા એ પુણ્યાત્માઓનું પુણ્ય સ્મરણ અને સમ્યક સ્વરૂપ આપણા જીવનને તો અજવાળશે જ પણ બીજા અનેક આત્માઓને ધર્મમાર્ગે વાળવામાં અને મોક્ષના પગથીયે પહોંચાડવામાં પ્રેરક બનશે. આરિલાભુવનમાંજ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા ભરત ચક્રવર્તીના નિરાળા ભાવ તો જુઓ, દિવ્ય નવાણું પેટીઓનો ત્યાગ કરી ચારિત્ર લેનાર શાલીભદ્રજીની મહાનતા તો જુઓ જંબૂકુમારના ત્યાગ વૈભવ કે ચંપા શ્રાવિકાની છ માસની ઉગ્ર તપસ્યાને પણ યાદ કરો. પરણ્યા પછી બ્રહ્મચર્યના પરમોચ્ચ આકાશે ઉડનારા કચ્છના મહાશ્રાવક દંપતી વિજયવિજયાના વિશુદ્ધ કોટિની બ્રહ્મચર્યસાધનાનો રંગ તો જૂઓ, મૌર્યવંશના પ્રથમ રાજવી ચંદ્રગુપ્તની ભારોભાર નિસ્પૃહતા જુઓ પરોપકાર, દયા અને કરુણાની સાથે શ્રેણિક મહારાજાની તત ધર્મજાગૃતિ પણ જુઓ. રાજસ્થાનમાં દયાળશા કિલ્લો જેમની અમર રમૃતિ બની ગયેલ છે એ વીર પુરુષ દયાળશાની સંયમ અને ચારિત્રભક્તિ પણ જુઓ. ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત આત્મકલ્યાણ સાધકોને ગજબની પ્રેરણા આપી જાય છે. જૈન શાસનની રક્ષા અને વ્યવસ્થામાં હંમેશા તત્પર રહેનાર સિદ્ધરાજનો મીઠા વાત્સલ્યભાવ પણ જુઓ. ભગવાન મહાવીરદેવના ચૌદહજાર સાધુઓમાં વર્ધમાન પરિણામવાળા તપ અને સંયમની ઉગ્ર સાધના દ્વારા શરીર અને કર્મોને ઓગાળી - શોપી નાખનારા ધન્ના અણગાર જેવા મુનિવરો પણ હતા. સ્વાદેન્દ્રીય ઉપર વિજય મેળવી વર્ધમાન તપની ૯૯ ઓળી એકદત્તી અને ઠામ ચૌવિહારથી કરનારા પૂ. આચાર્યશ્રી વારિષણસૂરિજી મ.ની રેકર્ડબ્રેક આરાધના ખરેખર અનુમોદનીય છે. તેરમી સદીમાં થયેલા દેદા શાહની કર્તવ્ય પરાયણતા આપણને કોઈ ઉંચી ભૂમિકામાં લઈ જાય છે. એજ રીતે નમ્રતાના ભંડારસમા ભાવડશા અને જાવડશાનું શાસનમાં હંમેશા આદરણીય સ્થાન રહ્યું છે. વિવેકી અને સૌમ્ય પુરુષ ભીમા કુંડલીયાની સર્વસ્વ સમર્પણની ભાવનાએ તેમને કીર્તિસ્તંભ બનાવી દીધા છે. સવા સોમાની જિનભક્તિ, મયણાની જિનપૂજા, પૂનડ સંધવી, ધરાશા પોરવાડ અને ખેમો દેદરાણીની સંકલ્પસિદ્ધિને પણ યાદ કરીએ છીએ ત્યારે લાગે છે કે વાસનાના જરીપુરાણા વાધા ઉતાર્યા સિવાય ધર્મશાસનનો જયજયકાર કરવો આપણા માટે ક્યારેય શક્ય નહી બને. બહીર્મુખતાનો ત્યાગ કરી અંતર્મુખતામાં ડૂબકી લગાવીએ તોજ સાધના સફળતાના શિખરો સર કરવા બહુ સરળ બની જાય છે. છસો વર્ષ પહેલા થયેલા મંત્રી ગુણરાજ કે અમદાવાદના તીર્થરક્ષક શેઠ શાંતિદાસ, કચ્છી દાનવીર શેઠ નરશી નાથા અને કર્મયોગી મોતીશા શેઠની જિનભતિએ આ ગ્રંથને કોઈ ઓર રૂપ આપ્યું છે. લાલા હરખચંદ, નગરશેઠ હેમાભાઈ, મગનભાઈ કરમચંદ, મનસુખભાઈ ભગુભાઈ, ચિમનલાલ પ્રેમચંદ, વાડીલાલ હપ્પા, રતિલાલ તેલી, કસ્તુરભાઈ મયાભાઈ, પનાલાલ ઉમાભાઈ, સોમચંદ દોલતરામ ગરીવાલા, ફુલચંદ કેવલદાસ, બાલાભાઈ રતનચંદ વગેરે જૈન શ્રેષ્ઠીઓ શાસનનું ગૌરવ હતા. આત્માની મધુરી મોજ માણવા અને અખૂટ આત્મિક સંપતિના સ્વામી એવા અધ્યાત્મયોગી પુરુષોના જીવનપરિચયો જાણવા એ પણ એક લ્હાવો છે. સંસારની અનિત્યતા અને જીવનની નશ્વરતાનું આ બધા પરિચયોમાં આપણને દર્શન થાય છે. આ ગ્રંથમાં વિવિધ પાત્રોના પરિચય કરાવીને બેંગલોરવાળા મુ. શ્રી હરજીવનદાસભાઈની Page #125 -------------------------------------------------------------------------- ________________ મનોહર લેખન શૈલી જૈનધર્મના તાત્વિક રહસ્યોનો ઉધાડ કરે છે. જિનધર્મના ચૂસ્ત આરાધક કપર્દી શાહની દેવભક્તિ જુઓ, જૈન મંદિરોના નિર્માણમાં અખૂટ ધનરાશી વાપરવામાં ધોળકાના ઉદા શેઠની ઉદારતા અને ભક્તિપરાયણ તો જુઓ. ખરેખર તો હજારો વર્ષથી આચાર વિચારની બાબતમાં જેનો બાંધો આજ સુધી અકબંધ રહ્યો છે તે શાસનમાં આજ સુધીમાં અસંખ્ય વિશિષ્ટ કોટિના આરાધક આત્માઓના અમર સ્મૃતિ ચિન્હો વર્તમાન જનસમુહને ગજબની, પ્રેરણા આપી જાય છે. વિશ્વમાંગણમાં જૈનોની કીર્તિગાથા જેણે બહારથી ધર્મારાધના વડે અને દ્રવ્યારાધના વડે સંસ્કારનીધિઓ હસ્તગત કરી પોતાની પ્રતિભાને પ્રકાશમાન બનાવી અને દિગતોમાંવિજયપતાકા લહેરાવી તે જૈન. એતો બહારના જયજયકારની વાત થઈ. પણ આંતરશુદ્ધિ દ્વારા વીતરાગ ભગવાનના આચાર વિચારને દીપસ્થંભ માનીને દૈનિક જીવનમાં અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય જેવા અણુવ્રતોને પૂરી પ્રતીતિથી, પૂરી નિષ્ઠાથી આચરતા આચરતા લક્ષ્મીના લોલવિલોલ તરંગોના ઉત્તરાલ મહેરામણ વચ્ચે રહીને નિજ જીવનમાં વ્રતો પાળવા, પશ્ચકખાણ લેવા પાળવા, નિત્ય નિયંત્રિત રીતે જીવનની લાંબી પળોજણો વચ્ચેથી પણ સમય મેળવી પ્રતિક્રમણ સામયિક કરવા અને તે દ્વારા શાસન મર્યાદાનું સમ્યક અનુષ્ઠાન કરી રાગમાંથી વિરાગમાં જઈ અંતઃકરણના કામાદિ પરિપુઓ પર વિજય મેળવનારા પૂર્વકાલીન અને વર્તમાનકાલીન ઉત્તમ કોટિના જીવાત્માઓના પરિચયો સોનાના રજકણની માફક વિવિધ પ્રકાશનોમાં ગ્રંથસ્થ થયેલા તે બધાનો સારભાગ જૈન પ્રતિભાદર્શન ગ્રંથરૂપે આપ સૌની સન્મુખ ઉપલબ્ધ છે. પર્વતો પ્રબળ પુરુષાથી વિશ્વભરમાં આવા તપ ત્યાગ, પુરુષાર્થ અને પરાક્રમના બેવડા બળથી આગળ આવેલા, સમાજજીવનના વિવિધક્ષેત્રે કીર્તિસંપાદન કરેલા જૈન સમાજના પ્રતિભાસંપન્ન સ્ત્રી - પુરુષોની ઉ8વળ ગાથા ભાવી પેઢીને પ્રેરણાસ્તોત્ર બની રહેશે. તાજેતરમાંજ હીરાના કરોડપતિ વેપારી પુત્ર અતુલ શાહે સંયમયાત્રાનો લીધેલો રાહ એક પ્રેરણાદાઈ પ્રસંગ ' હતો. એકજ બેઠકે નવપદના નવે નવ પદની તમામ સાધના કરનારા હિંમતભાઈ બેડાવાળા કે સેંકડોની સંખ્યામાં પ્રતિમાજી મરાવનાર શાંતિલાલ હેમાજી મૂળા કે જીવદયા પ્રેમી ભરત કોઠારી અને કેસરીચંદ મહેતા જેવા ભડવીરો વર્તમાન સમયમાં ઠીક ખ્યાતિ પામ્યા છે. મુંગા પશુઓ માટે જાનફેસાની કરનાર ગીતાબહેન રાંભીયાને પણ યાદ કરવા જોઈએ. સોના ચાંદીના ઉપકરણોથી પ્રભુભક્તિ કરનારા શ્રાવકો પણ વર્તમાનમાં જોયા, કટોકટીમાં પણ ચૌવિહાર પાળનારા પણ જોયાં. સંતાનોના લગ્ન પ્રસંગો ને પણ ધર્મ મહોત્સવરૂપે ઉજવનારા પરિવારોનો પણ પરિચય થયો. પદયાત્રા દ્વારા ભારતભરના જૈનતીર્થોની સ્પર્શના કરનારા ભાવકો પણ જાણ્યા. અને એ પણ જોવા જાણવા મળ્યું કે જ્યાં જ્યાં શ્રાવકોનો વસવાટ રહ્યો ત્યાં ત્યાં પરબો અને પાંજરાપોળો અચૂક હોવાના, જેમાં શ્રાવકોનું યોગદાન અદ્વિતીય રહયું છે. જેમ વૈષ્ણવોની ભક્તિ વખણાય છે તેમ જૈનો પણ દયા કરુણામાં હંમેશા મોખરે રહ્યાં છે. આજના અવસર્પિણી કાળના કઠણ આરામાં પણ જેમના પરિમલ ગુલાબી વ્યક્તિત્વમાંથી આશા શ્રદ્ધાના સંતરણ મેળવી શાસનની અસ્મિતા દ્વારા આપણા સૌનું ગૌરવ-ગરિમા અનુભવાય એ માટે જ આ ગ્રંથરત્નનો ઉપક્રમ રહ્યો છે. શાસનની એક આગવી પરંપરા : ગુણાનુમોદના ગુણગ્રાહી આ જૈન સમાજ, ગુણોની પૂજા કરનારા આ સમાજની એક સુવ્યવસ્થિત પરંપરા અનાદિકાળથી અકબંધ રીતે ચાલી આવી છે. ગુણવાનોના ગુણગાન ગાવા એ આપણો ખાસ મુદ્રાલેખ બની ગયો છે. ગુણપૂજક જૈનધર્મે સંસારના સમસ્ત જીવોને ઉંચામાં ઉંચો ભાવ આપનારા આ મુદ્રાલેખને અને સગુણ Page #126 -------------------------------------------------------------------------- ________________ સાધનાને ભારે મોટું મહત્વ આપ્યુ છે. જીવનમરણની ક્ષણોમાંય જો ગુણપ્રાપ્તિની ઝંખના જો અંતરમાં અંકિત થઈ જાય તો જીવન મંગલમય બની રહે છે એવુ શાસ્ત્રોમાં થતુ પ્રતિપાદન ખરેખર તો અગણિત ગુણોરૂપી મનોહર પુષ્પો વડે મહેકતું નંદનવન એજ આ ગુણવૈભવી જૈન શાસન. આત્માના અખંડાનંદના સ્થાનસ્વરૂપ અને પ્રેરણાના પાન કરાવતા શાસનના અમૃત સરોવરમાં નજર કરીએ છીએ ત્યારે ધન્યતા અનુભવીએ છીએ. આત્માના ગુણો આત્મપુરુષાર્થથીજ પ્રગટ થવાના છે. યાદ કરીએ એ બધી ઘટનાઓ એકમાત્ર દાનગુણના પ્રતાપે જગડુશાને, તપગુણના પ્રભાવે ઉચ્ચ શિખરે પહોંચેલા કાકંદીના ધન્ના અણગારને, ભાવગુણસમૃદ્ધ જીરણ શેઠને અને શીલગુણના પ્રકર્ષને પામેલા સ્થુલીભદ્રજીને યુગો સુધી શા માટે આપણે યાદ કરીએ છીએ ? ઉત્તમ ગુણવાનોના ગુણ ગાવા એ આપણી પ્રણાલિકા રહી છે. જે ગુણો જિનરાયમાં પ્રગટપણે છે એજ ગુણો આપણા આત્મ પ્રદેશે વણાયેલા છે જ પણ તે કર્મરજથી ઢંકાયેલા છે. કર્મના આવરણો જો ખસી જાય તો આપણે પણ આનંદ શ્રાવકની માફક અવધિજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. જિનભક્તિ અને જિનોપાસનાથી જ આપણા દટાયેલા ગુણનિધાનનું આપણને ભાન થાય છે. અરિહંત પરમાત્માના બાર ગુણોનું આપણે જો સતત મનન ચિંતન કરતા રહીએ તો ચિત્તમાં કોઈ અનેરો આનંદ જાગશે હજાર વર્ષ થવા આવશે પણ વિમલ અને દેલવાડાના દહેરાઓની પાવન સ્મૃતિ મનમાંથી ખસતી નથી. શાસ્ત્રકારોએ ઉત્તમગુણ શ્રદ્ધા નામનો શ્રાવકનો ગુણ બતાવ્યો છે. સમકિતીને વિરતિ ક્યારે મળે ? દેશવરતિને સર્વવિરતિ ક્યારે મળે? અને સર્વવિરતિધરને સર્વ સંસારથી મુક્તિ ક્યારે મળે? આમ આગળના ગુણોની અભિલાષા સેવવાની છે. એકવાર જિનભક્તિનો પાકો રંગ જો લાગી જાય તો સાધક ખરેખર ગુણસંપન્ન બની જાય છે અને પછી તો કેટલીક સિદ્ધિઓ પણ આપોઆપ આવી જાય છે. જીવનબાગને ગુણરૂપી પુષ્પોથી હર્યુ ભર્યું સુવાસિત રાખવામાં, જીવનની લોકોત્તર ખુમારી ખીલવવામાં અને આત્મજીવી બનવામાં આ સદ્દગુણો જ સંજીવની-રસાયણ બની રહેશે. આત્માનો ઉદય અને જીવનનું ઉત્થાન, આ ગુણકીર્તન જ કરાવશે. પ્રભુના ગુણગાન અને પુણ્યાત્માઓના ગુણોની અનુમોદનાથી વધારે આ જગતમાં બીજો એકેય લ્હાવો નથી. એટલે જ સંયમીઓના કાર્યોન અનુમોદના કરશુ ત્યારે જ આપણા નયનો જગતના જીવોમાં ગુણદર્શન પામી શકશે. પશ્ચાતાપથી પલવારમાં કેવળજ્ઞાન આત્માનું વાસ્તવિક સ્વરૂપ કેવળજ્ઞાન છે. આ કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે સુકૃતની અનુમોદના, અરિહંતાદિચારનું શરણ તથા હૃદયનો સાચો પશ્ચાતાપ - પલવારમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયાની ઈતિહાસમાં અનેક ઘટનાઓ નોંધાયેલી છે. ચંદનબાળા સાધ્વીને, પ્રસન્નચંદ્ર રાજર્ષિને, ઢંઢણમુનિને, ચંડરુદ્રાચાર્યના શિષ્યને અને તેમને પોતાને, વલકલિચિરને, મરુદેવા માતાને, બાહુબલીજીને વિવિધ પ્રસંગોમાં પલવારમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એમ કહેવાય છે કે પાપોનું સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવા રોજ રાત્રે એક કલાક રડી લઈએ તો ગમે તેવા કર્મોના ગંજ ખડકાયા હોય તો પણ ભાંગીને ભૂકો થઈ જાય છે અને ભવભ્રમણમાંથી મુક્ત થવાય છે. સાંસારિક પાપોમાંથી છુટકારો મેળવી જીવનમુક્તિ મળ્યાનો આનંદ અને સંતોષ અનેક જીવોએ અનુભવાયાની અનેક વિગતો આ ગ્રંથમાં વાંચવા મળશે. જે માનવકલ્યાણ માટે વિશિષ્ટ સાધન બની રહેશે. pod યુગે યુગે થયેલા મહાપ્રભાવશાળી ધર્માત્માઓએ જે સિદ્ધિ અને શક્તિ હાંસલ કરી છે અને જગતને જે કાંઈ આપ્યુ છે તેની દરેક મૂલવણી જૂદી જૂદી રીતે થશે. ૧૬મી સદીમાં થયેલા માણેકચંદ શેઠની જીવનયાત્રાના તાણાવાણામાં ઘણાજ ચડ ઉતર પ્રવાહો નિહાળ્યા, તેમનો પુણ્યોદય થતા આંતરચક્ષુઓ જ્યારે ખૂલ્યા ત્યારે જગત એમને વામણુ લાગ્યું. જીવનનો રાહ અને વિચારોનું વલય જ બદલાઈ ગયા. ધર્મકર્મનું તત્વજ્ઞાન સમજાઈ જતા પણ વાર ન લાગી અને પછી તો તેમના પોતાના દેઢ શ્રદ્ધાબળની સીડી એજ તેઓ તપાગચ્છના યક્ષરાજથી મણિભદ્રદેવ બન્યા. તેના મહિમાને વધારવા વર્તમાનમાં પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિજી મ.સા. તરફથી વ્યવસ્થિત આયોજન કરાયુ છે. (આ ગ્રંથના સંપાદકે મણિભદ્રજીદાદા ઉપરનો ૮૫૦ પાનામાં પ્રગટ કરેલો ગ્રંથ ભાવુકોએ નજ૨ કરી જવા જેવો છે. ) Page #127 -------------------------------------------------------------------------- ________________ DD 0. | ad , સાધર્મિક ભક્તિ : એક ઉત્તમ અનુષ્ઠાન જૈનશાસનમાં અનેકવિધ આદર્શ પરંપરા અને વિશિષ્ટ વિચારધારામાં સાધર્મિક ભક્તિ પણ એક ઉત્કૃષ્ટ અભિયાન હોવાનું ભાસે છે. માનવીનું જીવન દોહ્યલું બની રહ્યું છે. મધ્યમવર્ગી શ્રાવકો કાળઝાળ મોંઘવારીમાં ભીસાતા રહ્યાં છે. અસંખ્ય બાળકોને પૂરતા દૂધ અને દવા મળતા નથી. અનેક જૈનયુવકો નોકરી ધંધાની તલાશમાં છે. અનેક વૃદ્ધો અને પરિવારોને પ્રેમભાવથી સંભાળનારૂ કોઈ નથી. આ ક્ષેત્રોમાં કાંઈક કરી છૂટવાના ખ્યાલથી પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજીએ આપેલા વખતોવખતના વ્યાખ્યાનોમાંથી સારામાગ લઈને પૂ.પં.શ્રી નંદીભૂષણવિજયજી મ. તરફથી સુંદર સંકલિત પુસ્તીકાઓ પ્રગટ કરીને વર્તમાન સમાજનું સમયસર ધ્યાન દોરીને ભારે મોટો ઉપકાર કર્યો છે. - પૂર્વે સાધર્મિકોના જે અભૂતપૂર્વ દર્શન થયા તેમાં જોઈએ તો મરતા યુગબાહુને મળેલી સાધર્મિક મદનરેખાનું દેષ્ટાંતે ખરેખર હૃદયસ્પર્શી છે. કાલસૌરિક કસાઈના પુત્ર સુલસને સાધર્મિક અભયકુમારે આપેલી ધર્મહુંફ આપણને એક નવો જ રાહ બતાવે છે. વાભટ્ટ મંત્રીએ સાધર્મિકોના કેવા કેવા રૂડા સન્માન કર્યા? તીર્થોદ્ધારમાં ભકિતનો લાભ લેવાનું ભીમાનું સર્વસ્વ સમર્પણ યુગો સુધી યાદગાર બની ગયું. કુમારપાળે ૧૪ વર્ષ સુધી ૧૪ કરોડ સોનામહોરોના સાધર્મિક સદવ્યય કરી સાધર્મિક વાત્સલ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. વિજય-વિજ્યા શેઠાણીની સાધર્મિક ભકિત સંબંધે વિમળ કેવળી ભગવંતે જિનદાસ શ્રાવકને ૮૪000 સાધુભક્તિનું પુણ્ય દેખાડ્યું. ગણધરો અને તીર્થકરો આ સાધમિકમાંથીજ બને છે. સાધુઓ અને આચાર્યો પણ આ સાધર્મિકોમાંથી જ આવે છે. નવા નવા તીર્થો પણ આ સાધમિકોથી જ ઉમા થતા રહ્યાં છે. પ્રભુશાસનની ગાડીને વહન કરનારા આ સાધમિકો જ છે. સાધર્મિકોનો સંયોગ કોઈ પુણ્યશાળીને જ મળે છે. પૂર્વે થયેલા પુણીયા શ્રાવકનું દૃષ્ટાંત જેમ પ્રેરણાદાઈ બન્યું તેમ વર્તમાનમાં પણ ખંભાતના રમણલાલ દલસુખભાઈનું સંઘવાત્સલ્ય પંકાયેલુ છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજાએ પોતાના રસોડે કરોડો સાધમિકોને જમતા કરી દીધા હતા. દેવગિરિમાં જગસિંહ શેઠની સાધર્મિક ભક્તિ અને નાગકેતુએ સાધર્મિકોનું કરેલું વાત્સલ્ય અમર બની ગયું છે. સંભવનાથ ભગવાનના જીવે પૂર્વના ત્રીજા ભવમાં સાધર્મિક ભક્તિ કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું તો ભૂતકાળમાં કંજીદેવી, અનુપમાદેવી, જયંતિ શ્રાવિકા, ગંગાબા, ઉજમબા, હર કાર શેઠાણીની સાધર્મિક ભકિત જગપ્રસિદ્ધ છે. થરાદના આમુ સંઘવી, પાટણના સિધાવા નામના શરાફ અને વઢવાણના રત્નશેદની સાધમિક ભક્તિ યાદગાર બની ગઈ છે. વર્તમાનમાં મતિસૂરિ સમુદાયના પ્રભાવક પૂ.આ.શ્રી લબ્ધિસૂરિજી મ... ની નક્કર યોજના આ દિશામાં અમલી બનેલ છે. સાધમિકો સામા મળે ત્યારે સહૃદયતા જાગવી જોઈએ તો જ જિનભક્તિનો લ્હાવો ચિરંતનકાળ સુધી ટકી શકે. પરિસ્થિતિ ગમે તેટલી પલ્ટાય, બૌધિક ઉડાન ગમે તેટલા આવે, વિકાસ અને પ્રગતિના ટોચના શિખરો ગમે તેટલા સર કરીએ પણ સાધર્મિકો સામાં મળે ત્યારે મૈત્રીભાવનાનું માધુર્ય અવશ્ય પ્રગટવુ જોઈએ. વ્યક્તિત્વના પગ વાસ્તવિકતાથી કે હૃદયની ધરાથી હેજ પણ વેગળા ન થવા જોઈએ. સાધમિકો પ્રત્યે આવો હાર્દિક પ્રેમભાવ જે દિવસે છલકાશે તે દિવસે શાસન આબાદીના આસમાને આંબી ગયુ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અમદાવાદના સેટેલાઈટ એરિયામાં મધ્યમવર્ગી શ્રાવકો માટેનું વિરાજ નામનું આવાસ તથા શ્રીમતી મરઘાબેન ચિમનલાલ વકીલ ચેરી. ટ્રસ્ટ તરફથી ચાલતું સાધર્મિક ભક્તિનું અભિયાન ખરેખર અનુમોદનીય છે. પાલીતાણા તળેટી રોડ ઉપર એક પરોપકારી મહિલા પોતાને જ રસોડે વર્ષોથી ચતુર્વિધ સંઘની જે ભક્તિ કરી રહ્યાં છે. તે ખૂબ જ અનુમોદનીય છે. આ પ્રકાશનનો અભિગમ TE સરળ સાદાનિમોહી જીવન જીવતા, જેમના આંગણા પેઢી દર પેઢીથી વૈભવી સુખસંપત્તિથી જેમને અજવાળ્યા છે. એવા શ્રેષ્ઠિઓએ તીર્થો, મંદિરો, પોષધશાળાઓ, ઉપાશ્રયો, પાંજરાપોળો, જીવદયા, સાહિત્યસુરક્ષા વગેરેમાં જે કાંઈ આદાનપ્રદાન કર્યું છે એ બધા ધર્મનિષ્ઠ પરિવારોને યથાયોગ્ય રીતે બિરદાવવા જ જોઈએ. જન ધમમાં તપ અને તપસ્વીઓનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. પૂર્વે થયેલા ધન્ના અણગાર, ચંદ્ર કેવળી, સનકુમાર ચકવતીચરમ કેવળી, સ્વામી અને સિદ્ધસેન દિવાકરની તપસ્યાઓ જાણીતી છે. પૂજા ઋષીના અવનવા અભિગ્રહો Page #128 -------------------------------------------------------------------------- ________________ અને પરિષહોને પણ યાદ કરવા જ જોઈએ. વર્તમાનમાં લબ્ધિસૂરિ સમુદાયના પ્રભાવક આ. શ્રી રાજ્યશસૂરિજી મ.નું ૨૦૪૪ નું મદ્રાસનું ચાતુર્માસ તપધર્મના મહિમાને ગજવનારૂ હતું. ૨૩૭ માસખમણની આરાધના એક વિશ્વ રેકર્ડરૂપ હતી. સુપ્ત ૩૦૦ માસક્ષમણ તપ અને તપસ્વીઓનું સમયે સમયે બહુમાન થવુ જ જોઈએ તપના પ્રભાવે દેવો પણ તપસ્વીને નમે છે. કલાકો સુધી અવિરતપણે પદ્માસનમાં બેસીને નવકાર મંત્રની વિશિષ્ટ સાધના કરનારા અને નાની ઉંમરથી નવપદની ઓળી કરનારાઓની અનુમોદના કરવી જ જોઈએ. રોજ રોજ ત્રિકાળ લોગસ્સના કાઉસગ્ગ કરનારા, અનેક વખત સિદ્ધાચલજીની નવાણુ યાત્રા કરનારા પુણ્યવંતોનું અભિવાદન કરવું જ જોઈએ. આ ગ્રંથના આવા તપપ્રભાવી પરિચયોની જાણકારી પછી આપણો શ્રદ્ધા દીપક વધુ પ્રકાશમાન બનશે. (f) બહુમુખી રત્નપ્રતિભાઓ પ્રતિભા શબ્દ ઘણો જ ઉંચો અને વજનદાર છે. પ્રતિભા શબ્દ ઉંડી વિચારણા અને ઘેરૂ રહસ્ય માંગી લ્યે છે. વ્યક્તિત્વ તો સૌમાં સારા નરસા મિશ્ર હોય જ. પણ નવા નવા આયોજનો અને ઉન્મેષો પ્રગટાવવાની પ્રજ્ઞા અને ચેતના એજ આ પ્રતિભા. સંવરભાવમાં આત્માની એક અનોખી મસ્તી માણતા ભાવિક જીવો એજ આ પ્રતિભા. માનવીનું વ્યક્તિત્વ અને તેની પ્રખર પ્રતિભા ભલે કોઈને પ્રભાવિત કરી જતી હોય પણ કોઈના હૃદય સુધી ન પહોંચી શકતી હોય તો એ પ્રતિભાનું કોઈ મૂલ્ય નથી રહેતુ. શ્રદ્ધા, ભક્તિ, પ્રીતિ, સમર્પણ જેવા વિશિષ્ટ ગુણોનું જેનામાં દર્શન થતુ હોય તેજ પ્રતિભાનું આપણે અવલોકન કરવાનું છે. R શ્રી ચતુર્વિધ સંઘ : પ્રતિભાનો કીર્તિકળશ શ્રી ચતુર્વિધ સંઘના ચારેય અંગોએ આજ સુધીમાં આ માંગલિક ધર્મની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી વિશ્વપ્રાંગણમાં પ્રસરાવી છે. તીર્થંકરોએ સંસારના કર્દમલિપ્ત વાસનાબદ્ધ જીવોને જ્ઞાન દર્શન ચારિત્ર્યની સમારાધનાનો રૂડો માર્ગ દર્શાવી આપ્યો અને મહાવીર પ્રભુએ યુગ પ્રમાણે અલ્પ પરિવર્તન લાવી શ્રી ચતુર્વિધ સંઘની પરંપરા પ્રારંભિક કરી આપણને કૃતકૃત્ય બનાવ્યા છે. પ્રભુએ સ્થાપિત કરેલા આ સંઘમાં શિરમુકુટ સમા ઈન્દ્રભૂતિ ગૌતમ જેવા અગીયાર ગણધરો અને હજારો બ્રાહ્મણો નિર્મળ ચારિત્ર્યદર્શનના આરાધક બની જૈન શાસનના સુચારૂ સ્થંભો રહ્યાં. મેઘકુમાર, નંદિષણ, અભયકુમાર, પ્રસન્નચંદ્ર જેવા હજારો ક્ષત્રિયકુમારો મુનિધર્મમાં મહાલતા અણમોલ રત્નો બન્યા. દોઢલાખથી વધારે સમકિતધારી શ્રાવકો હતા. માત્ર સાધુ સાધ્વીઓના કલ્યાણને માટેજ અપૂર્વ તપ અને સાધના કરીને કેવળજ્ઞાન ન્હોતુ મેળવ્યું. ભગવાનના ધ્યાનમાં સંસારના પૈકીલ, દુર્ગંધ મારતા વિષયોના ખાબોચીયામાં અટવાતા ગૃહસ્થ સ્ત્રી પુરુષોના પરમ કલ્યાણની પણ એક ઉચ્ચતમ વિચારધારા મનમાં રમતી હતી. અને આ ભાવનાના સંદર્ભેજ ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘ નીમી તેના બંધારણો, આચારાંગાદિ આગમો વડે સ્થિર કર્યા આ ચતુર્વિધ સંઘમાં ટોચ ઉપર ભલે પંચ પરમેષ્ઠિઓ બિરાજતા રહ્યાં પણ લાખો કરોડો શ્રાવક શ્રાવિકાઓ તેના ભૂગર્ભમાં છે. અને તેની આ યશગાથા થીજ જૈનશાસનનો ઈતિહાસ ગૌરવવંતો રહ્યો છે. વિનયશીલ પ્રભાવક પ્રતિભાઓના જીવનમંથન દ્વારા સદ્દગુણો રૂપી જે કાંઈ નવનીત આપણને સાંપડ્યુ છે તેને સ્મરણમાં લઈ સાધુ ભગવંતો પણ ભરહેસરની સજઝાય દ્વારા પ્રશંસા કરતા રહ્યાં છે જે આપણને ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા જગાવી જાય છે. જૈન સંઘ જેમ સાધુ સાધ્વીઓથી ઉજળો છે તેમ શ્રાવક શ્રાવિકાઓથી પણ ઓજસ્વી રહ્યો છે. આ વાત હ૨ગીઝ ભૂલવા જેવી નથી. BH ધર્મોત્થાનમાં શાશ્વત ફાળો જૈન શાસનમાં એવા અસંખ્ય શાસનહિત ચિંતકો અને દીપશિખામણિઓ આજ સુધીમાં થયા છે જેને આજના મૂલ્યવિહીન બનતા જતા સંસ્કારોના દુષ્કાળમાં પણ અર્થપૂર્ણ એવી રીતે આગળ ધરવા આ ગ્રંથમાં આયોજન થયુ છે. જેથી એમાં આત્મશ્લાધાનો લગીરે આડંબર ન લાગે. Page #129 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન તપની સો સો ઓળીની જેના જીવનમાં ગજબની તપસ્યાઓ ચાલતી હોય છતાં પ્રસિદ્ધિ અને આડંબરથી જેઓ હંમેશા અળગા રહ્યાં છે એવી પ્રતિભાઓની જીવન સૌરભને વાયુ લહરી બનાવી આ ગ્રંથના માધ્યમે વાતાવરણમાં મૂકવાનો આ એક નમ્ર પ્રયાસ છે. મખમલી રેશમી ગાલીચાઓનું મમત્વ છોડીને જેમણે પોતાની અઢળક સંપત્તિનો સાતેય ક્ષેત્રમાં સદુપયોગ કરી પુણ્ય પાથેય બાંધ્યું છે, જેમના જીવનની મંગલયાત્રામાં સાધુ-સાધ્વીજીઓના મંગલ દર્શન અને ઉપદેશ શ્રવણ ક્રાંતિની ચિનગારી પ્રગટી હોય, લાખોના ખર્ચે ભાવનગરના કૃષ્ણનગરમાં ઉપાશ્રય બંધાવનાર પોતાનું ક્યાંય નામ ન આવે તેવી કાળજી લ્ય છે. આવા મૂઠી ઉંચેરા માનવીના પરિચયોથી આપણે વાકેફ થવું જ પડશે. મહામંત્રી ઉદયન કે આંબડ મહેતાની જેમ અ-મારીની ઘોષણા વિસ્તારવા સ્વોપાર્જિત દ્રવ્યમાંથી કે પરંપરાગત દ્રવ્યમાંથી દેરાસરો અને પૌષધશાળા બનાવી હોય, પુણ્ય સ્મૃતિઓ કોઈને કોઈ રીતે ચિરંજીવી બની હોય, જેમણે આગમોના વિશાળ જ્ઞાનભંડારો અને પાઠશાળાઓ સ્થાપી હોય, જીવનભર સુસંચાલન કર્યુ હોય, વિદેશની તદ્દન અજાણી ધરતી ઉપર નવો જ વસવાટ બનાવી વર્ષોથી ત્યાં સ્થિર થઈ દૂધમાં સાકરની માફક ભળી જઈને શાકાહાર ટકાવી રાખી જેન પરંપરાની રક્ષા કરી હોય, પરદેશમાં પણ દેરાસરો અને અન્ય આયોજનો હાથમાં લીધા હોય. સાધર્મિક ભકિત દ્વારા મૂંગી સેવા અને શાસન પ્રભાવના કરી હોય તેવા સંસ્કાર પ્રેમીઓના ગુલાબી પરિચયો આ ગ્રંથમાં જોવા મળશે. 'દીના દાંડી રૂપ ધર્મદ્યોત જિનમંદિરો જેમ આત્મકલ્યાણના જીવંત સ્મારકો જેમ બની શક્યા છે તેમ ધર્મપુરુષોના જીવનચરિત્રો પણ દીવા દાંડી રૂ૫ બનશે. વિવિધ ક્ષેત્રની જૈન પ્રતિભાઓને શબ્દોના ટાંકણે આ ગ્રંથમાં મૂર્તિમંત કરેલ છે. એમના જીવનની સૌરભ પ્રસરાવતી પુષ્પ પાંખડીઓ અને ધર્મસંસ્કારનું અનુપમ ચિત્ર ઉપસાવતી પુષ્પ પાંખડીઓ અને ધર્મસંસ્કારનું અનુપમ ચિત્ર ઉપસાવતી સંક્ષિપ્ત જીવનરેખાને શબ્દ દેહ આપી આ ગ્રંથના વિવિધ વિભાગોમાં રજૂ કરેલ છે. આ પ્રકાશન મોંઘામૂલનો એક ઐતિહાસિક વારસો બની રહેશે. મનોનિગ્રહ માટેની સતત મથામણ અને હૃદયંગમ ભાવના આ નવાયુગમાં પણ શ્રમણો અને શ્રાવકોના જીવન વ્યવહારમાં સૌ કોઈ સ્પષ્ટ જોઈ શકે એવી આપણા સૌની અભિવ્યક્તિ એટલે જૈન પ્રતિભાદર્શન. આપણા જીવનનું ધારક અને પ્રેરકબળ, આપણી સંજીવની, આપણી કુળપરંપરા અને સમ્યક ચરિત્રનું સુંદર શાબ્દિક આલેખન અને જૈન ચિંતન યાત્રાની સુલભ ભાષામાં રજૂઆત કરી છે. આ ગ્રંથ નથી પણ ગ્રંથમણિ છે. - સાક્ષરો અને તજજ્ઞોની વર્ષોની સિદ્ધિનો આ પરિપાક છે. જ્ઞાનકોષનું આ એક પગરણ છે અને ભાતીગળ સર્જન છે. રસજ્ઞોના જીવનના સંદર્ભગ્રંથ જેવું છે. જૈન દર્શનની વ્યાપક વિચારણાનું આ પ્રતિબિંબ છે. કલા સદ્દગુણો ત્યાગ અને સમર્પણની હકીકતોનો રસથાળ યાને વિશિષ્ટ નજરાણું વિશાળ જનસમુહ સુધી પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ આપ સૌ જરૂર વધાવશો જ. આ બધો યશ અંતે તો પરમાત્માના અનુગ્રહ અને , માતા સરસ્વતીની કૃપાને જ સોંપીએ છીએ. વિવિધ પાસાઓનું તત્ત્વાન્વેષણ કલમને ટાંકણે, શબ્દોના ફલક ઉપર આ ગ્રંથમાં જૈન પ્રતિભાઓને આલેખવાનો તજજ્ઞોના સહયોગથી નમ્ર પ્રયાસ થયો છે. પ્રતિભાઓની મંગલજીવનયાત્રાની, ભાવધર્મની ભવ્યતાની, તપધર્મની, દાન ધર્મની, પ્રજ્ઞાની, ઉત્થાનની વિભાગવાર અત્રે ચર્ચા કરી છે. પરમ વીતરાગદશા પ્રાપ્ત કરવાના અનેક માર્ગો બતાવ્યા છે. અહિંસા ધર્મનો મહાન ઉદ્યોત કરનાર ધર્મચક્રવર્તીઓના સુમધુર જીવન માંડણીનું સુપેરે આ ગ્રંથમાં દર્શન કરાવ્યું છે. આ ધર્મશીલ પ્રતિભાઓના જીવન કવનને વાંચન મનન દ્વારા વિશ્વ મંગલકારી જીવનની ઉષા આપણા સૌના જીવનમાં પણ શુભ કંકુ પગલાં કરે. આપણા સૌ કોઈનો આત્મા અવિચલ પદનો અંતર્યામી બની રહે એવી મંગલ પ્રાર્થના - અભિલાષા. શ્રી ચતુર્વિધ સંઘની એકતામાં શ્રેષ્ઠિઓનો સિંહફાળો કાળબળે જ્યારે જયારે ચતુર્વિધ સંઘની એકતા તૂટી કે સંપ જોખમાયો ત્યારે ત્યારે સત્યના આગ્રહી બનીને શ્રાવકોએ પણ પોતાની જવાબદારી અદા કરી છે. શેઠ કરતુનાઈ લાલભાઈના પૂર્વજોએ આ દિશામાં ઘણી સારી સેવા Page #130 -------------------------------------------------------------------------- ________________ બજાવી છે. વિક્રમની સત્તરમી સદી જૈન ધર્મની પરંપરા અને ગૌરવ વધારનારી સદી હતી. રાજનગરના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, આગ્રાના કુમારપાળ સોજપાળની બાંધવ બેલડી ભદ્રેશ્વરના વર્ધમાન શા અને પાસિંહ શા એ બે ભાઈઓ, બીકાનેરના કરમચંદ, જેસલમેરના પીરૂ શાહ વગેરે શ્રાવકરત્નોએ એ સદીમાં ગૌરવભર્યા ઈતિહાસ રચી ગયાં. વર્તમાન સમયના શ્રેષ્ઠિઓ આપણુ વર્તમાનચિત્ર પણ ઉજળુ રહ્યું છે. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની સત્યપ્રિયતા કે ગુલાબચંદજી ઢઢ્ઢાની કર્તવ્યપરાયણા યાદ કરવા જોઈએ. ઉત્તમધર્મ અને અનુપમ વારસો ધરાવનાર શેઠ અરવિંદ પન્નાલાલની તીર્થરક્ષા માટેની ધગશ અગરચંદજી હાટા કે રાવતમલ જૈન મણિને અને બેરીસ્ટર દીપચંદભાઈ ગાર્ડની શાસનનિષ્ઠા ભારોભાર ઉત્તમ કોટિના ગણાયા છે. જયભિખુ અને રતિલાલ દીપચંદ દેસાઈની શ્રુતપાસના ખરેખર પ્રશંસાપાત્ર બન્યા છે. તન મન ધન સર્વસ્વનું સમર્પણ કરનાર કાન્તિભાઈ સાચેજ હસ્તગિરિ તીર્થના સર્જક શિલ્પીનું માન ખાટી ગયા. જૈન સાહિત્યમાં શ્રાવક ભીમસિંહ માણેક, દલસુખભાઈ માલવણિયા, કાન્તિભાઈ કોરા, પરમાનંદ કાપડીયા, ભોગીલાલ સાંડેસરા આ બધા જૈન શાસનના ભૂષણ રૂપ નિધિ સ્વરૂપો રહ્યાં. કલકત્તાના ગણેશ લલવાણી પણ સાચા અર્થમાં ઋષી જેવા હતા. સંપ્રદાયની સંકીર્ણતાથી ઉંચે ઉઠીને એમણે ધર્મને ખરેખર પચાવી જાણ્યો હતો. થોડા સમય પહેલા જ ગિરિરાજ ઉપરના ઐતિહાસિક અભિષેક પ્રસંગે શેઠ શાંતિ બાલ અને રજનીભાઈ દેવડીના ભક્તિભાવનો સાગર લોક હૃદયમાંથી ક્યારેય ભૂંસાશે નહી. કે.પી. સંઘવી, ભેરૂમલજી કે ગાર્ડ સાહેબ આ કાળના જગડુશા ગણી શકાય. જીવનભર સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ કરનાર જીવતલાલ પ્રતાપશી કે જામનગરના ફુલચંદ તંબોળી આપણા જૈન શાસનના મૂલ્યવાન રત્નો હતા. શમણ સાકાર થયું આ ગ્રંથના વણાટ અને વ્યાપ સાથે એક આકરગ્રંથની સુભગ ઝાંખી કરાવવાનો લાંબા સમયથી જે એક સંકલ્પ હતો - મારા ઉપર વાત્સલ્ય અને અનુગ્રહના મંગલમેઘ વરસાવીને મારી જીવનયાત્રાને અને મારા સંકલ્પોને યોગ્ય દિશા તરફ વાળવામાં સમર્થ સાર્થવાહ સમા પૂ. આચાર્યભગવંતો જેઓની સ્નેહસાગરની ઝલકે છેલ્લા બે દશકામાં જૈન સંદર્ભ સાહિત્યનું ઘણું મોટું અદ્દભૂત કામ થયાનો પરમ સંતોષ અને આનંદ અનુભવું છે. પ્રતાપી પૂર્વજોએ ગુણાનુરાગની ગંગા વહાવી જેનું આચમન, જિજ્ઞાસુજગતને દીર્ધકાળ સુધી ભારે મોટું પ્રેરક બળ આપી રહેશે. મૃત્યુને પણ મહામહોત્સવ માનનારાપૂર્વકાલીન મહાપુરુષો ભલે આજ દેહરૂપથી અસ્ત હોય પણ એ પ્રતિભાઓની કીર્તિનો સૂર્ય જૈન શાસનના ગગન મંડળમાં હંમેશ માટે ઝળહળતો રહેશે. આ ગ્રંથમણિ લબ્ધિવંતોનો અનુગ્રહ પ્રાપ્ત કરાવશે. એનું વાંચન મનન જીવન તારનાર બનશે. આ સર્વગ્રાહી પ્રકાશનમાં જિન શાસનની યત્કિંચિત સેવા દ્વારા અમે જો કાંઈ પુણ્ય ઉપાર્જન કર્યું હોય તો તેના ફળસ્વરૂપે અમને ભવોભવ જિન શાસનની સેવા દ્વારા ભગવાન પાર્શ્વનાથનું શરણુ મળજો. અને માતા પદ્માવતીજીની કપાદૃષ્ટિ હંમેશા અમારા ઉપર મંડાયેલી રહે એટલી જ અભ્યર્થના. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી સદાચારી ગુણવાન પુરુષોનો સંગ મળતો રહે. આત્મતત્વની ભાવના બળવત્તર બનતી રહે છેવટે અજન્મપદના સ્થાન માટે આ જીવની અદમ્ય તાલાવેલી છે. ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં અપૂર્વ ભક્તિભાવનું પ્રતિભાદર્શન) ઈતિહાસએ એક અરીસો છે, જેમાં ભૂતકાળમાં બનેલા બનાવોનું પ્રતિબિંબ ઝીલાતુ હોય છે. એજ રીતે વર્તમાનનું સમજવું એ એની એક આગવી વિશેષતા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના શ્રાવક શ્રાવિકાઓની ભક્તિ ભાવનાનો જગતમાં જોટો જડવો મુશ્કેલ છે. મંત્રીશ્વર પેથડકુમારની અજોડ ગુરુભકિત, કુમારપાળ મહારાજાની જિનભક્તિ, ગુરુ ભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરે સંબંધે ઈતિહાસમાં ઠીક ઠીક પાના રોક્યા છે. બ્રિટન અમેરિકા જેવા વિશ્વના ઘણા દેશોમાં જૈન ધર્મના સ્થાનકોની રચના, સ્થાપના, આંખોને ઠારતા અને દિલમાં આશ્ચર્ય પેદા કરતાં અદ્દભૂત કલાકારીગીરીયુકત જિનમંદિરોની રચના, અદ્દભૂત જ્ઞાનભંડારો, અને તેની જાળવણી, જિર્ણોદ્ધારો આ બધુ જ શ્રાવકોની અપૂર્વભક્તિભાવની છડી પોકારે છે. આપણે પણ એમાં સૂર પૂરાવીએ. (તપ ત્યાગનો અજોડ મહિમા અકલ્પનીય તપ અને ત્યાગના આરાધકોથી ઓપતુ અને દીપતું એવું આ જૈન શાસન છે. આ જગતમાં કોઈપણ ધર્મશાસન તપ અને ત્યાગ વિના ટકી શક્યું નથી, ટકવાનું પણ નથી. સામાન્ય એવો થોડો ઘણો તપ કે ત્યાગ જ્યાં જોવા મળે છે. ત્યાં લોકો ઝૂકી પડે છે. જ્યારે આ તો લોકોત્તર જૈન શાસનનો તપ અને ત્યાગ લોકોને આશ્ચર્યચક્તિ કરે અને હૈયાના અહોભાવથી લોકો ઝૂકી જ પડે એમાં શી નવાઈ ? આ ગ્રંથમાં આપણને વિરલ એવા તપસ્વી અને ત્યાગીઓના એકાદ બે નહિ પણ અનેક દૃષ્ટાંતો મળી રહેશે. આજસુધીમાં એના કરતાં પણ કઈ ગુણા ભવ્ય ભાગ્યશાળી આત્માઓ અત્યાર સુધીમાં થઈ ગયા છે. વિચાર તો કરો છ-છ મહીનાના સળંગ ઉપવાસ, વર્ષો સુધી મા ખમણ, સામુદાયિક મા ખમણ, સિદ્ધિતપો, અઠ્ઠાઈથી વીસ સ્થાનક, વર્ષો સુધી સળંગ વર્ષીતપ, દર વર્ષે સિદ્ધિતપ, જીવનપર્યત વર્ધમાન આયંબિલ તપ, જીવનભર આયંબિલ, નવપદજીની ઓળીઓ જીવનભર એવા અનેક પ્રકારની આરાધના કરનારા ભૂતકાળની જેમ વર્તમાનમાં છે પણ જોવા મળે છે. આવા અપ્રતીમ તપ અને ત્યાગના પ્રભાવે જ મહામહિમાવંત જૈન શાસનનો યશ ચોતરફ ફેલાયેલો છે. આવા ત્યાગમય જૈન શાસનને કોટિ કોટિ નમન. ચોક પ્રશસ્ત્ર પ્રયાસ જિન શાસનની પ્રતિભા જ પ્રતિભાવંત પુરુષોને પકવવામાં હંમેશા નિમિત્ત બનતી હોય છે. ઐતિહાસિક પ્રાચીન ગ્રંથોના આધારે પવિત્રાત્મા કે પુણ્યાત્માઓના પુરા પરિચયો પાછળથી થાય છે. પ્રતિભાવંતના વ્યક્તિત્વને બીરદાવવા મન - મયુર નાચે છે, પણ વ્યકિતની જ વિદાય પછીની અભિવ્યકિત જેમ તે તે પ્રતિભાવંતનો પરોપકાર નથી કરી શકતી તેમ. - જ્યારે સાવ અર્વાચીન અને આધુનિક યુગના જીવંત વ્યક્તિઓના વ્યકિતત્વને જીવંત સ્વરૂપે રજૂ કરી જતુ પુસ્તક “બહુરત્ના વસુંધરા'' (ભાગ - ૧ થી ૪ ગુજરાતી - હિન્દીમાં પ્રગટ થયું જે આ પ્રતિમા ગ્રંથના સમર્થન સ્વરૂપ છે. ગુણાનુરાગી ગણીવર્ય પૂ. મહોદયસાગરજી મ. તથા શ્રુતપ્રેમી મુનિશ્રી જયદર્શનવિજયજી મ. ના સાંયોગિક પ્રયાસથી પ્રકાશનમાં આવેલ તે પુસ્તક વર્તમાનકાલીન પ્રતિભાવંતોની પીછાન માટે અવગાહવા જેવું તો જરૂર છે જ. પૂ. મુનિ શ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ આ ગ્રંથને અનુરૂપ “વિવિધ ક્ષેત્રે પ્રતિભાદર્શન' કરાવતી લેખમાળાનું સર્જન કરી આ ગ્રંથની ગૌરવતા વધારી છે. તેમના જીવનવિકાસની અનેક વાતો વિસ્મયકારી છતાંય અત્યલ્પ શબ્દોમાં વિવિધ લેખનો દ્વારા આ ગ્રંથમાં પ્રસ્તુત છે. સમાપન અને આભાર દર્શન જાણીતા સાક્ષરો અને લેખકોની કલમે આ ગ્રંથમાં લખાયેલી લેખપ્રસાદી જેનપ્રતિભાઓને જાણવા સમજવા અભ્યાસ કરનારાઓને આ બધી માહિતી ઠીક રીતે ઉપયોગી બની રહેશે તેનો અમને પરમ સંતોષ છે. ગ્રંથને સમૃદ્ધ બનાવવામાં સાક્ષરોએ આપેલા સહયોગ માટે તથા મિત્રો, સ્નેહિઓ અને વિવિધ વર્ગના શ્રેષ્ઠીવર્યોએ આપેલા પ્રોત્સાહન માટે આ સોના અમે અત્યંત ઋણી છીએ. પૂ. શ્રવણ ભગવંતોના સાંપડેલા આશીર્વાદ તથા નામી અનામી ઘણા મોટા સમૂહે આ કાર્યને જે હુંફ અને પ્રેરણા આપ્યા છે તેથી એ સૌનો ફરી ફરી આભારી છું. આ ગ્રંથ પ્રકાશનમાં જાણે અજાણે પણ જૈન ધર્મ કે જૈન પરંપરા કે જિનાજ્ઞા વિરૂદ્ધ કોઈપણ જાતનો ઉલ્લેખ થયો હોય કે ક્યાંય પણ જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ હોય તો તે બદલ અંતઃકરણ પૂર્વક ક્ષમા માંગીએ છીએ. Page #132 -------------------------------------------------------------------------- ________________ 'પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. - પ્રેરકબળ બની રહ્યાં ઇ.સ. ૧૯૬૪માં રાજકારણ છોડ્યા પછી છેલ્લા ત્રણ દાયકામાં સંદર્ભસાહિત્યનું જે કાંઈ પ્રકાશન થયું તેના પાયામાં જૈનાચાર્યોના આશીર્વાદ અને મારા તરફની અપાર લાગણીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વીસ વર્ષ પહેલા આ.શ્રી લબ્ધિસૂરિજી મ.સા.ને વંદન કરવા નિમિત્તે મુંબઈમાં મળવાનું બન્યું. અમિતા ગ્રંથ શ્રેણીમાં પૂજયશ્રીએ રસ લીધો અને પછી તો સંપર્કની ગાં-પ્રીતિ બંધાણી જેને હું મારુ પરમ સદ્ભાગ્ય સમજયો છું. ચારેક દળદાર ગ્રંથરત્નોના વિમોચન પ્રસંગો પૂજ્યશ્રીની નિશ્રામાં શાનદાર રીતે ગોઠવાયા, પૂજ્યશ્રીની ભાવવાહી લાગણીઓ અને વાત્સલ્યભર્યા સાનિધ્યને કારણે અમારી પ્રકાશન પ્રવૃત્તિને હમેશા વેગ મળતો રહ્યો. જૈન પાઠશાળાઓ અને પંડિતો તથા જૈન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે સતત ચિંતા સેવનાર પૂજ્યશ્રીએ આ ગ્રંથના સંપાદકની પીઠ થાબડીને આ પાંચમી વખત પ્રેરક નિશ્રા પ્રદાન દ્વારા સાહિત્યસર્જનના કાર્યમાં નવો પ્રાણ પૂર્યો છે. આ યશસ્વી કાર્યની સંપન્નતા પૂજયશ્રીને આભારી છે. શ્રાવકપરંપરાને કેન્દ્રમાં રાખીને સંપાદિત આ ગ્રંથ મારા માટે જીવનની ધન્યતાનો પર્યાય બની રહેશે. થિી ( ધૂળમાં ધરબાયેલા આપણા પંડિતરત્નોને ઓળખીએ આજુબાજુની અનેક સ્થળ ઉથલપાથલો વચ્ચે પણ પલાંઠી વાળીને શાસ્ત્રો દર્શનોના ચિંતન સ્વાધ્યાયમાં જ ખૂખ્યા રહેતા પંડિતો સર્વત્ર હોવા જ જોઈએ, છે જ. ભાવનગરમાં જેમને મળવાથી સમૃદ્ધિ વધે તેવો જ્ઞાન ભંડાર પ્રોફેસર જનાર્દનભાઈ દવે છે. ઉપનિષદો, મહાભારત અને ભાગવત જેવા વૈદિક દર્શનો સાથે જૈનદર્શન અને તંત્રોના ૬૫ વર્ષે પણ ક્ષીણ થતા આયુષ્ય સ્વાધ્યાય પ્રવચનો કરતા આ સાક્ષર મહાશય પ્રચાર પ્રસારના આડંબરથી હમેશા દૂર રહ્યાં છે. એમને મળવું એ જીવનનો એક લ્હાવો છે એવા જ સાદાઈની મૂર્તિ સમા વયોવૃદ્ધ પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ, શ્રી માણેકલાલ, શ્રી રસિકભાઈ, શ્રી દલપતભાઈ, શ્રી ધીરૂભાઈ, શ્રી વસંતભાઈ અને શ્રી પ્રવિણભાઈ તેમજ કપુરચંદભાઈ વારૈયા છે. સંસ્કૃત-પ્રાકૃતના આ બન્ને તજજ્ઞોને આચાર્ય શીલચંદ્રસૂરિજી મ. બહુમાનથી નિહાળે છે. એવા જ બીલીમોરાના ડૉ. કવિન શાહ, મુંબઈના વસંતભાઈ દોશી, થાણાના જે કે સંઘવી વગેરે અને તમામ શ્રુતજ્ઞાનદાતા પંડિતવર્યો આપણું સાચું ધન છે. ઋણ સ્વીકાર આ સુંદર આયોજન આકાર લઈ રહ્યું--તેમાં છેક શરૂઆતથી જ ઘણા સાહિત્યરસિક પૂ. મુનિ ભગવંતોનો પ્રત્યક્ષ અને પરોક્ષ જે સહ્યોગ પ્રાપ્ત થયો તેમાં શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવશ્રી લબ્ધિસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી શીલરત્નવિજયજી મ. પૂજય આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં.શ્રી રમિ-રત્નવિજયજી મ.નો સહયોગ ભૂલાય તેમ નથી. ઉપરાંત પૂ. પં.શ્રી હર્ષસાગરજી મ., તેમજ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી પ્રેમસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં.શ્રી હેમચન્દ્રવિજયજી મ., પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ., પૂ.મુનિશ્રી દેવરત્નસાગરજી મ. વગેરેના અમે અત્યંત ઋણી છીએ. આ ગ્રંથના છાપકામમાં સોનગઢ કહાન મુદ્રણાલયવાળા જ્ઞાનચંદભાઈ, અરિહંત કોમ્યુટર ગ્રાફિક્ત સોનગઢ તથા પારસ કોમ્યુટર ભાવનગરે ખૂબ જ કાળજી લઈ સુંદર સેવા આપી છે. ઉપરાંત છબીઓ અને ટાઈટલ ચિત્ર વગેરેના છાપકામમાં અમદાવાદના જયસ્કેન ગ્રાફિક્સવાળા શ્રી રમણભાઈ તથા તેમના પુત્ર ભાવેશભાઈ અને ગજ્જર ઓફસેટના સુંદર સહયોગ બદલ તે સૌના પણ અમે ઋણી છીએ. –નંદલાલ દેવલુક Page #133 -------------------------------------------------------------------------- ________________ રસિક અને રોમાંચક, પ્રેરક અને પ્રભાવક [પ્રાસ્તવિક નોંધ] rદL (ડૉ. રમણલાલ ચી. શાહ) [તંત્રી : “પ્રબુદ્ધ જીવન']. મારા મિત્ર શ્રી નંદલાલદેવલુક માહિતી સભર, દળદાર સમૃદ્ધ ગ્રંથશ્રેણીના પ્રકાશન માટે સુવિદિત છે. એમણે અગાઉ પ્રગટ કરેલા વિશિષ્ટ મોટા ગ્રંથો ઉપરાંત છેલ્લાં થોડાં વર્ષોમાં “શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો', “જિનશાસનનાં શ્રમણીરત્નો', “શ્રી ગુરુ ગૌતમસ્વામી’, યક્ષરાજ શ્રી માણિભદ્રદેવ', “શાસનદેવી શ્રી પદ્માવતી માતા' જેવા અમૂલ્ય, માહિતીકોશ જેવા અધિકૃત ગ્રંથો પ્રકાશિત કરીને જૈન શાસનની મૂલ્યવાન સેવા બજાવી છે. અખૂટ સાહિત્યરસ, ઊંડી ઉપાસના અને મિશનરી ઉત્સાહ વગર આવાં કાર્યો થઈ ન શકે. વિશેષ આનંદની વાત એ છે કે જે કાર્ય કોઈ સંસ્થા મોટા બજેટ સાથે અને પાંચ સાત માણસોનો સ્ટાફ રોકીને કરે તેવું કાર્ય એમણે એકલે હાથે કર્યું છે. એ માટે એમને સુપ્રતિષ્ઠિત લેખકોનો અને સાધુ-સાધ્વી ભગવંતોનો સુંદર સહકાર હંમેશાં સાંપડતો રહ્યો છે. આવી ખર્ચાળ યોજનાઓ પાછળ એમણે પોતાની જાત ઘસી નાખી છે. આવાં સમર્થ ગ્રંથરત્નો તૈયાર કરવા માટેનું એમનું સ્વૈચ્છિક સ્વાર્પણ સરાહનીય છે. શ્રી નંદલાલભાઈ હવે “જૈન પ્રતિભાદર્શન' નામના દળદાર ગ્રંથ સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. જૈન શાસનના શ્રમણ ભગવંતો અને શ્રમણી ભગવંતો વિશે અઢળક માહિતી પૂરી પાડનાર શ્રી નંદલાલભાઈને એમ લાગ્યું કે જૈન શાસનની પરંપરાની શોભા વધારનાર ગૃહસ્થોએ શ્રાવક-શ્રાવિકાઓએ વિવિધ ક્ષેત્રે જે અનેરું યોગદાન આપ્યું છે તેની માહિતી વિના શાસનની પરંપરાનો ઇતિહાસ અધૂરો જ ગણાય. એ દૃષ્ટિએ એમણે આ ગ્રંથનું કાર્ય કરી યથાર્થ રુચિ અને શક્તિ દાખવી છે. પરંતુ શ્રમણ ભગવંતો અને શ્રમણી ભગવંતો વિશે માહિતી જેટલી સરળતાથી ઉપલબ્ધ થાય તેટલી ગૃહસ્થો વિશે ન થાય એ Page #134 -------------------------------------------------------------------------- ________________ દેખીતું છે. અઢી હજાર કરતાં વધુ વર્ષથી ચાલી આવતી આપણી આ ગૌરવવંતી પરંપરામાં પ્રત્યેક જમાને કેટકેટલાં નરરત્નો સમાજે જોયાં હશે કે જેના વિશે આપણને કશી ખબર નથી. કાળના પ્રવાહમાં કેટકેટલી વાતો સદાને માટે વિલીન થઈ ગઈ છે! આમ છતાં જેમનાં નામ અને કામ લોકજીભે સચવાઈ રહ્યાં છે અને જેમના વિશે કેટલીક માહિતી પ્રકાશિત થઈ છે તે બધી એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે તો જૈન - જૈનેતર એવા અનેક લોકોને જૈન શાસનના તેજસ્વી તારલાઓનો સુંદર પરિચય મળી રહે. છેલ્લા એક-દોઢ સૈકામાં નાની-નાની પુસ્તિકારૂપે કે છૂટક ગ્રંથો રૂપે એવું ઘણું કાર્ય આ વિષયમાં થયું છે. એ બધાનો લાભ શ્રી નંદલાલભાઈને આ ગ્રંથમણિ તૈયાર કરવામાં મળ્યો છે. એટલે જૈન પ્રતિભાવંત વ્યક્તિઓ વિશે એક કોશરૂપ ગ્રંથ આપવાનું શ્રી નંદલાલભાઈનું સ્વપ્ર સાકાર થયું છે એ જોઈને અત્યંત હર્ષ થાય છે અને આ ગ્રંથની ઉપયોગિતા અને મૂલ્યવત્તા તો આ ક્ષેત્રમાં પડેલા માણસોને સવિશેષ સમજાય એમ છે. જૈન શાસનમાં ચતુર્વિધ સંઘનો મહિમા ઘણો મોટો છે અને સાધુ-સાધ્વી ઉપરાંત શ્રાવક-શ્રાવિકાની પરંપરા પણ ગૌરવવંતી રહી છે. આ પરંપરાની મહાન ધુરંધર વ્યક્તિઓ વિશે આ ગ્રંથ તૈયાર કરવા માટે શ્રી નંદલાલભાઈએ વિશાળ ફલકનું આયોજન કર્યું છે. અલબત્ત, એમાં ચારે ફિરકા લેવા જતાં તો વાતનો પાર આવે નહિ. એટલે કેટલીક મર્યાદામાં રહીને છેલ્લા એક બે સૈકામાં જ નહિ, પણ અઢી હજાર વર્ષમાં થયેલાં અને એથી પણ પૂર્વના સમયનાં પ્રતિભાવંત, ઉદાહરણીય, અનુકરણીય શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કાર્યની રસિક રૂપરેખા આ ગ્રંથમાં આપવામાં આવી છે. એ માટે જ્યાં જ્યાંથી પ્રકાશિત કે અપ્રકાશિત એવી જે કંઈ માહિતી ઉપલબ્ધ થઈ શકી હોય તે બધી આ ગ્રંથમાં સમાવિષ્ટ કરી લેવામાં આવી છે. એ માટે તૈયાર લખાણો સંકલિત કરવા ઉપરાંત ભિન્ન ભિન્ન લેખકો દ્વારા એમણે નવેસરથી કેટલુંક લખાણ કરાવ્યું છે. આટલું બધું કામ કરવા માટે પુષ્કળ સમય જોઈએ અને સાથે સાથે ધીરજ અને ખંત પણ જોઈએ. વળી લેખકોનો અને અન્ય વ્યક્તિઓનો સહકાર પણ જોઈએ. એ બધાં માટે શ્રી નંદલાલભાઈ આવાં મોટાં પ્રકાશનનાં કાર્યો કરવામાં સિદ્ધહસ્ત અનુભવી છે. આ ગ્રંથ પર નજર ફેરવતાં જોવા મળે છે કે જૈન નરનારી રત્નોએ કેવાં કેવાં ક્ષેત્રોમાં પોતાના ધર્મને સાચવીને, આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણનું અતિપ્રશસ્ય કાર્ય કર્યું છે. જિનમંદિરનું નિર્માણ, જિનમંદિરનો જીર્ણોદ્ધાર, યાત્રાસંઘોનું આયોજન, સાધર્મિક ભક્તિ, સાહિત્ય સેવા, જ્ઞાનભંડારો, તપશ્ચર્યા, ધર્મપ્રચાર, સંઘરક્ષા, દુષ્કાળ આદિમાં રાહતકાર્યો ઈત્યાદિ પ્રકારનાં ક્ષેત્રોમાં યશસ્વી યોગદાન આપનાર રાજાઓ, રાજ્યમંત્રીઓ, મંત્રીપુત્રો, શ્રેષ્ઠીઓ, સારસ્વતો વગેરેએ સુયોગ્ય નેતૃત્વ ધારણ કરી પોતપોતાના ક્ષેત્રમાં જૈન શાસનને સુયોગ્ય દોરવણી આપી છે અને સંઘની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. આ બધા મહાનુભાવોની | યાદી એટલી મોટી અને મહિમાવંતી છે કે એમાંથી કોઈ બે પાંચનાં નામ અહીં લખવા જતાં અત્યંત મૂંઝવણ અને સંકોચ થાય છે. સુજ્ઞ વાચકો આ ગ્રંથમાં અપાયેલા જીવનચરિત્રોની માત્ર નામાવલિ જ વાંચી જશે તો પણ એમને આ વાતની તરત પ્રતીતિ થશે. આ નામાવલિ સંપૂર્ણ છે? ના, એમ સંપૂર્ણ થઈ શકે નહિ. કેટકેટલી એવી વ્યક્તિઓ ભૂતકાળમાં થઈ ગઈ હશે જેમના વિશે આપણને કશી જ ખબર નથી. ઇતિહાસમાં એમનો નામોલ્લેખ સુદ્ધાં નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ વળી, અઢી હજાર વર્ષનો વિચાર કરીએ તો કોઈક વ્યક્તિઓનું નામ અજાણતાં જ લક્ષ બહાર રહી જાય તો તે સંભવિત છે. આ ગૌરવગ્રંથના પ્રોજેક્ટનું કામ ભાઈશ્રી દેવલુકે કેટલાંક વર્ષ પહેલાં તન, મન અને ધનથી | ઉપાડ્યું હતું. આવા બૃહદ્દાય વિષયમાં પૌરાણિક, પ્રાચીન, મધ્યકાલીન અને વર્તમાન સમય સુધીના ઇતિહાસમાંથી ભિન્ન ભિન્ન તેજસ્વી વ્યક્તિઓ વિશે જેમ જેમ માહિતી અને સામગ્રી મળતી ગઈ તેમ તેમ તે તે વિભાગમાં ઉમેરાતી ગઈ. પરંતુ એથી જ બધી સામગ્રી કાલાનુક્રમે ગોઠવવાનું થોડું કઠિન બને છે. વળી કેટલીક પ્રતિભાઓનું જીવનકાર્ય એક કરતાં વધુ વિભાગમાં બિરાજી શકે એમ છે. એથી પણ પૂર્વાપર ક્રમાં ક્યાંક ન સચવાય એ સ્વાભાવિક છે. પરંતુ હાલ તો આ ગ્રંથનો મુખ્ય આશય તો ઉપલબ્ધ બધી સામગ્રી એક જ સ્થળે સુલભ કરી આપવાનો જ છે, જેથી ભવિષ્યના લેખકો - સંશોધકોને તે સરળતાથી પ્રાપ્ત થઈ શકે. ભવિષ્યની નવી પેઢીના લેખકો, સંશોધકો, કલાકારો, વિદ્યાર્થીઓને આમાંથી ઘણી માહિતી ઉપયોગી થઈ પડશે અને બીજી બાજુ નવી નવી માહિતી ઉમેરાતાં અને સંશોધનો થતાં એમાં સુધારા - વધારા કરવાનો ઠીક ઠીક અવકાશ રહેશે. હાલ તો જેમની બહુ ખબર નથી એવા જૈન-જૈનેતર વર્ગને આશ્ચર્યમુગ્ધ કરી દે એવી રસિક અને રોમાંચક, પ્રેરક અને પ્રભાવક એવી સામગ્રી વિનાવિલંબે આપવાનો ઉપક્રમ અહીં રખાયો છે. વર્તમાન સમયમાં ટી.વી. કોમ્યુટર વગેરે માધ્યમો દ્વારા એક દેશ કે પ્રજાની માહિતી દૂર દૂરના બીજા દેશોની પ્રજાઓ સુધી પહોંચવા લાગી છે. ધાર્મિક, સાહિત્યિક, વેજ્ઞાનિક અને અન્ય પ્રકારના વિષયો માટે સીમાડાઓ વિસ્તરતા જાય છે. એમાં આવા આકારગ્રંથો બહુ મદદરૂપ નીવડશે. હવે તો ટી.વી. અને ચલચિત્રોએ લોકો ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું છે. એટલે જૈન સાહિત્યમાંથી પણ કાલ્પનિક અને ઐતિહાસિક વૃત્તાન્તો પસંદ થશે. તીર્થંકર પરમાત્મા કે શ્રમણ-શ્રમણી ભગવંતો વિશે કદાચ ચલચિત્રો ઉતારવાં હોય તો તેમાં કેટલીક મર્યાદાઓ રહે છે અને રહેવી જોઈએ. પરંતુ ગૃહસ્થ પ્રતિભાઓ વિશે એવી મર્યાદાઓનો પ્રશ્ન એટલો વિકટ નથી. એટલે આ જૈન પ્રતિભાદર્શન' ગ્રંથમાંથી ઉપલબ્ધ થયેલી ઐતિહાસિક માહિતીના આધારે ટી.વી.ની સિરિયલો કે ચલચિત્રો તૈયાર થશે એવી સંભાવના રહે છે. એમાં જો કોઈ બાધકતા ન હોય અને ધર્મસિદ્ધાન્ત અનુસાર તે થાય તો લોકરંજન સાથે ધર્મબોધનું મહત્ત્વનું સાધન તે બની શકે એમ છે. ભાઈશ્રી નંદલાલ દેવલુકે પોતાના જીવનની ઉત્તરાવસ્થામાં આ ગ્રંથરત્નના પ્રકાશન પાછળ જે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે એ અનુમોદનીય છે. જેને સાહિત્યના ઇતિહાસમાં આ ગ્રંથનું યોગદાન બહુ મૂલ્યવાન ગણાશે એ નિઃશંક છે. એકલે હાથે શાસનસેવાનું અને સાહિત્યસેવાનું આવું ભગીરથ કાર્ય કરવા માટે ભાઈશ્રી નંદલાલ દેવલુકને ખૂબ ખૂબ ધન્યવાદ ! Page #136 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ વિદ્વાવલોકન : પ્રાસંગિક ડૉ. કવિન શાહ જીવન ચરિત્ર એ વ્યક્તિના જીવનનો ઈતિહાસ છે. વિશ્વના બધાજ સાહિત્યમાં જીવન ચરિત્ર અને આત્મકથાને સ્થાન પ્રાપ્ત થયું છે. બન્ને પ્રકારની કૃતિઓ માનવ જીવન સાથે સંબંધિત હોવાથી વ્યક્તિની રસવૃત્તિને જીવન જીવવાની અનોખી શૈલી પ્રત્યેની જિજ્ઞાસાથી તેનું પઠન-પાઠન ઉન્માર્ગે ગયેલા માનવીને સન્માર્ગે જવા માટે પ્રેરક બને છે. પ્રતિમા દર્શન ગ્રંથમાં જીવન ચરિત્રવિષયક વૈવિધ્યપૂર્ણ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે પ્રસંગને અનુરૂપ જીવન ચરિત્ર વિષેની બે અંગ્રેજી વ્યાખ્યાઓ નોંધવામાં આવે છે. Biography is a history of Particular men's life - Dryden Biography is the story of the evolution of a human soul - Andre Moms જીવન ચરિત્ર એ વ્યક્તિના આત્માની ઉત્ક્રાંતિની કથા છે. જીવન ચરિત્ર વિશે ટૂંકમાં એમ કહી શકાય કે વ્યક્તિના જીવન વિષય પ્રસંગો, ગુણો અને અવગુણો ઉપરાંત જીવનના કર્તવ્યોને ક્રમિક રીતે કથા સ્વરૂપે વ્યક્ત કરવામાં આવે છે. વ્યક્તિમાં રહેલી વીરપૂજાને પૂજ્ય ભાવનામાંથી આ પ્રકારનું સાહિત્ય ઉદ્દભવ્યું હોય એમ માનવાને કારણ છે. વ્યક્તિમાં રહેલી માનવ પ્રત્યેની આકર્ષણની ભાવના જીવન ચરિત્રમાં કેન્દ્ર સ્થાને છે. પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી વિહંગાવલોકન કરતાં એમ જાણવા મળે છે કે સમાજના કેટલાક માણસો વ્યક્તિત્વ અને કર્તવ્યપરાયણતા દ્વારા લોક હૃદયમાં સ્થાન પામેલા હોય છે. આવા મનુષ્યોનું જીવન ચરિત્ર વર્તમાન અને ભવિષ્યની પેઢીને માટે વ્યક્તિત્વ ઘડતરમાં માર્ગદર્શક બને છે. આવી ઉદાત્ત ભાવનાથી ચરિત્રો લખવામાં આવે છે. ચરિત્ર સાહિત્યની વિશેષતા એ છે કે વ્યક્તિના જીવનને ઉન્નત બનાવવામાં નવું ચૈતન્ય પ્રગટાવે છે. માનવ સહજ પરમોચ્ચ ગુણોનો આદર પ્રગટ થાય છે. પરિણામે માનવતાની મહેક ચિરંજીવ બને છે. માનવ સમુદાયને અનન્ય પ્રેરણા, આશ્વાસન અને સહાનુભૂતિથી સ્થિરતા આપવાનું કાર્ય આવા ચરિત્રોથી થાય છે. નીતિ સાથે ગાઢ સંબંધ ધરાવતી એક માત્ર ચરિત્રાત્મક સાહિત્યની સૃષ્ટિ છે તેમાં રહેલો વ્યક્તિનો આચાર જીવન પર વિશેષ પ્રભાવ પાડે છે. જૈન સાહિત્યમાં ‘ચરિય’ શબ્દ પ્રયોગ થાય છે તે ‘ચરિત્ર’નો ઘોતક છે. જૈન સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં ચરિત્રો લખાયા છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં પણ ચરિત્રો ઉપલબ્ધ થાય છે. શ્વેતાંબર ઉપરાંત દિગંબર સંપ્રદાયમાં પુરાણોની રચનામાં ચરિત્રાત્મક સામગ્રી છે. જિનસેન અને ગુણભદ્રની ચરિત્રાત્મક સામગ્રી દિગંબરોમાં વિશેષ પ્રચલિત બની છે. ‘“બહુરત્ના વસુંધરા”ની ઉક્તિ જનસાધારણમાં પ્રચલિત છે. તે ન્યાયે આ ધરતી પર સમયે સમયે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી મહાપુરૂષો જન્મે છે કે જે એમના જીવનની સુવાસ સદાને માટે અર્પણ કરી જાય છે. Out Standing Personality વાળા માનવીઓનું જીવન દીર્ઘકાળ પર્યંત માનવતાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું હોય છે. જૈન પ્રતિભા દર્શનમાં પ્રાચીનથી અર્વાચીન યુગના મહામાનવોના જીવનનો મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યો છે. ભરતેશ્વર બાહુબલીની સજઝાયમાં નામ નિર્દેશ થયેલા મહાપુરૂષો, ૬૩ શલાકા પુરૂષો, ભગવાન મહાવીરના શ્રાવકો, જિન શાસન પ્રભાવક આઠ આચાર્યો, સિદ્ધાચલની નવટુંકના દાનવીરો જિન શાસન પ્રેમી મહાનુભાવો પૌષધવ્રત અને શ્રાવકની પ્રતિમા ધારણ કરનાર આરાધકો, વિવિધ સંઘના તેજસ્વી તા૨લા સમાન જીવન પ્રકાશ પાથરનારા સંધવીઓ, જૈનકુળના ગૌરવ સમા રાજાઓ, મંત્રીશ્વરો અને અર્વાચીન કાળના વિવિધ જૈન સંઘના ટ્રસ્ટીઓ, પ્રમુખ, મંત્રી કે સભ્યજનોને શાસન સેવાના કાર્યમાં સહભાગી બન્યા હોય તેવા વિશિષ્ટ પ્રતિભાશાળી શ્રેષ્ઠિઓ અને માનવીઓ વગેરેનો લાક્ષણિક પરિચય આપવામાં આવ્યો છે. પ્રાચીન જૈન પ્રતિભાઓ તરફ દૃષ્ટિ કરતાં એમના જીવનમાં વ્રતપાલન - વિરતિધર્મ - સુપાત્રદાન - ઉત્કૃષ્ટ તપની આરાધના - આઠમદનો ત્યાગ, સમક્તિની પ્રાપ્તિને સમક્તિનું સંવર્ધન, મુક્તિની સાધના વગેરે ગુણો તરફ પૂજ્ય ભાવ ઉદ્દભવે છે પરિણામે ગુણી પુરૂષોના ગુણગાન ગાવાથી વ્યક્તિ પોતે ગુણવાન બની શકે છે. અર્વાચીન પ્રતિભાઓમાં મુખ્યત્વે તન-મન અને ઘનથી જિન શાસનની સેવા, પરોપકાર, સાધર્મિક ભક્તિ, સંઘયાત્રા, દાનવીરતા, જિન શાસનની રક્ષા અને નમૂનેદાર આદર્શજીવન, ગુરુભક્તિ, શ્રુતજ્ઞાન પ્રત્યે દેઢ પ્રેમ, આરાધનાની ભાવના જેવા ગુણો નિહાળી શકાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ગુણગ્રાહી દૃષ્ટિ કેળવનાર વ્યક્તિને તો પ્રત્યેક પ્રતિભામાંથી જીવનનું પાથેય પ્રાપ્ત થઈ શકે તેમ છે. જિન શાસનની ભવ્યતા - ઉદાત્તતાને પ્રભાવનાની દૃષ્ટિએ વિચારીએ તો આજે પણ જિન શાસનનો જય જયકાર વર્તે છે. અન્ય દર્શનીઓ પણ જિન શાસન પ્રત્યે અનુરાગી બનતા જાય છે ત્યારે આપણે જૈનકુળના નબીરા હોવાથી પ્રતિભાઓનો ગુણાનુરાગ કેળવી જિન શાસનના વફાદાર સેવક બની શાસનરક્ષાની સાથે આત્મવિકાસના માર્ગમાં શ્રેયસ્કર બને છે.. પ્રતિભા દર્શનના વૈવિધ્યમાં જિન શાસન પ્રેમી બંધુઓને સુકતના સહભાગી થવા માટે અનન્ય પ્રેરક સંઘપતિઓના છરિ પાલિત સંધવીઓની સૂચી જીવનમાં ધર્મ આરાધના કરવાની સાથે સંપત્તિનો સદ્વ્યય કરીને તીર્થયાત્રા દ્વારા સમક્તિ નિર્મળ કરવાની અને ધર્મશ્રદ્ધા દેઢ કરવાની માનવ જીવનની એક મહામૂલી સંપત્તિનો ઉલ્લેખ થયેલો છે. વિશ્વના બધા જ દર્શન શાસ્ત્રોમાં ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. રાજા મહારાજાઓ. શ્રેષ્ઠિઓ. સંઘપતિઓ, મુનિ ભગવંતો, શ્રાવિકાઓ સૌ કોઈએ જીવન ઉજમાળ કર્યું હોય તો તેમાં શુભ નિમિત્ત ગુરુ ભગવંતની વાણીને શાસ્ત્રોક્ત માર્ગદર્શન છે. તે દૃષ્ટિએ વિવિધ પ્રતિભાઓનો પરિચય પ્રાપ્ત થાય છે તેમાં કોઈને કોઈ રીતે ધર્મ માર્ગ બતાવી આત્મ કલ્યાણના યાત્રી બનવામાં ગુરુ ભગવંતનું મહાન કાર્ય ચિરસ્મરણીય બને છે. ગુરુ ભક્તિને એમના પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કૃપાથી જીવન ધન્ય બન્યું છે તેનો દસ્તાવેજી પુરાવો આ પ્રતિભામાંથી ઉપલબ્ધ થાય જિન શાસનનો પ્રભાવ પ્રત્યેક દેશ, રાજ્ય, ધર્મ સંસ્થા અને વ્યક્તિના જીવનની ભૂતકાળની યશોગાથા માત્ર પ્રશસ્તિ નથી પણ ભવ્ય ભૂતકાળના ગૌરવવંતા વારસામાંથી સાંપ્રત સમયના સુકાનીઓ, જીવનનો જંગ ખેલનારા માનવીઓને માટે જીવન જીવવાનો આનંદોલ્લાસની વૃદ્ધિ કરીને વ્યક્તિત્વના વિકાસમાં દિશાસૂચન કરે છે. પ્રતિભા દર્શન એ માત્ર પૂર્વજોની ગૌરવગાથા નથી પણ તેથી વિશેષ પૂર્વજોના પગલે પગલે ચાલીને આપણે પણ એમના કરતા સવાયા બની જીવન જીવ્યાનું એક ઐતિહાસિક નોંધ રૂપે સ્મરણ રહે તે પણ એટલું જ મહત્વનું છે. એમના ગુણો, સમૃદ્ધિ એ આપણા ગુણોની વૃદ્ધિ સંસ્કાર સિંચનમાં મૂર્તિમંત ઉદાહરણ રૂપ છે. આવા શુભ હેતુને લક્ષમાં રાખીને પ્રતિભા દર્શનમાં સમાવિષ્ટ થયેલ રાજા, મહારાજા, મંત્રીઓ, શ્રાવકો વગેરેના લાક્ષણિક પરિચય આપવામાં આવ્યા છે. પ્રત્યેક પ્રતિભાનો વિચાર કરતા તેમાથી જૈનકુળના આચાર, વ્રત, નિયમ અને વ્યવહાર શુદ્ધિના એક એકથી ચઢિયાતા ઉદાહરણ મળી રહે છે. અહીં વિસ્તાર કરતાં વિશિષ્ટતાને પ્રાધાન્ય આપ્યું છે. એટલે પ્રતિભા દર્શન એક ઝલક છે. વિશેષ જિજ્ઞાસુઓ માટે રાસ, ચરિત્ર અને કથા - સાહિત્ય - પ્રકારના નાનાં-મોટાં સુલભ છે. તેના ઉપયોગથી જિજ્ઞાસા વૃદ્ધિ થશે તે નિઃશંક છે. રાજકીય પરિવર્તન અને આક્રમણ વખતે જૈનાચાર્યો, રાજાઓ અને શ્રાવકોએ પોતાની આગવી પ્રતિભાથી જિન શાસનનો ડંકો વગાડ્યો છે અને અવિચ્છિન્નપણે જૈન ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે. જૈન ધર્મ, સમાજ અને વ્યક્તિત્વની એક અનોખી પ્રતિભાનો સમગ્ર રાષ્ટ્ર અને વિજ્ઞાન પછીની સિદ્ધિઓથી પરદેશમાં પણ જિન શાસનનો પ્રભાવ પ્રચાર ને પ્રતાપ પણ આજે વરતાઈ રહ્યો છે. અહિંસા પરમોધર્મ સૂત્રનો માંસાહારી પ્રજા મુક્ત કંઠે પ્રશંસા કરીને શાકાહાર તરફ પ્રબળ વેગથી ગતિ કરી રહી છે. તેમાં જિન શાસનના પૂર્વ કાલીન પ્રતિભાઓની પ્રેરક ચરિત્રોનો જ પ્રભાવ છે. રાષ્ટ્રની સેવામાં ધર્મ દ્વારા શાંતિને - એકતામાં જેનોનું પ્રદાન મૂલ્યવાન છે, ત્યારે માત્ર ધર્મ નહિ પણ તનમન અને ધનથી રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવામાં જૈન પ્રતિભાઓના કામગીરી જૈન સાહિત્ય, ઈતિહાસ, કલા, પુરાતત્વ વિદ્યા, જ્યોતિષ, વ્યવહાર જ્ઞાન, દર્શન શાસ્ત્ર વગેરેમાં “જૈન” શબ્દ પ્રથમ મૂકવામાં આવે છે. એ જ આપણા ઈતિહાસની યશોગાથાનું સૂચક છે. જન્મે વણિક જૈન પણ કર્મો ક્ષત્રિયના નમૂનારૂપ પ્રતિભાનો પરિચય પ્રાપ્ત થાય ત્યારે એમ સમજાશે કે વાણિયા એ કોઈ બીકણ કે ડરપોક જાતિ નથી પણ સમય આવે શાસ્ત્રની સાથે શસ્ત્રને પણ હાથમાં લઈને (Challenging Position) પડકાર રૂપ સ્થિતિ કુશાગ્ર બુદ્ધિને ચતુરાઈથી વિજયશ્રીને વરવામાં પ્રથમ પંક્તિનું સ્થાન મેળવ્યું છે. તેમાં આપ બળની સાથે ધર્મ બળને ગુરુ કપાનો મહાન પ્રભાવ જોઈ શકાય છે. પરિણામે પ્રતિભા દર્શન ગ્રંથની સામગ્રી ધર્મ અને વ્યવહાર જીવનને ઊર્ધ્વગામી બનવા માટે ગુરુચાવી સમાન છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રતિભા દર્શનના પાત્રો વૈવિધ્યપૂર્ણ છે. કવિ, મુનિઓ, આચાર્યો, રાજાઓ, મંત્રીશ્વરો, શ્રેષ્ઠિઓ, વ્રતધારી શ્રાવકો, વાણિયા બુદ્ધિયુક્ત વેપારીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ પાત્રોએ પોતાના જીવન કાર્ય દ્વારા શાસન પ્રભાવનાથી જીવનને ઉજમાળ કર્યુ છે. ગ્રંથની ચરિત્રાત્મક વિગતો અર્થપૂર્ણ, ગાંભીર્યયુક્ત અસાધારણ પ્રભાવથી સદાકાળ અખ્ખલિત પણે પૂર્ણ પ્રકાશપુંજ પાથરીને આત્મોન્નતિના સોપાન તરીકે સર્વદા પ્રેરક બને છે. તેમાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની ઉપાસના, કર્મવાદ, અહિંસા, વ્રતપાલન, આદર્શ માટે જીવન સમર્પણની ઉદાત્ત ભાવના, ગુરુ મહિમા, ભક્તિ અને ક્ષા, જિન શાસન પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા (સમક્તિ), નમસ્કાર મહામંત્રનો પ્રભાવ, વિરતિ ધર્મની મહત્તા, પરિગ્રહ, લાલસાનો ત્યાગ, મોક્ષ પ્રાપ્તિ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીની ભાવના, સેવા, પરોપકાર અને આત્મહિત જેવા માનવીય ગુણોથી અલંકૃત જીવન જેવા અનુકરણીય, આદરણીય અને અનુમોદનીય ગુણોનો ભંડાર ભરેલો છે. કોઈ એકાદ પ્રતિભાન સંસ્પર્શ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવીને માનવજન્મ સાર્થક કરવામાં ઉદાહરણ રૂપ બને તેમ છે. આ રીતે પ્રતિભા દર્શન ચરિત્રાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ આર્ય સંસ્કૃતિના વારસા રૂપ છે. સુભાષિતકારે મહાપુરૂષોની મહત્તા દર્શાવતા જણાવ્યું છે કે : शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चंदनं न वने वने ॥१॥ બધા પર્વત પર માણેક હોતા નથી, પ્રત્યેક હાથીના મસ્તક પર મોતી હોતા નથી. સાધુ પુરૂષો (સન) | દરેક જગ્યાએ હોતા નથી. દરેક વનમાં ચંદનનું વૃક્ષ હોતું નથી. આ ઉપરથી ખ્યાલ આવશે કે મહાપુરૂષો કોઈ સમયે જ જન્મે છે. જેનાથી આ ધરતી પરનો માનવ સમાજ ધન્ય બને છે. ચરિત્રાત્મક માહિતીકોશ આધુનિક સમયમાં શિક્ષણના વિસ્તારની સાથે વિવિધ પ્રકારના વાંચનની સુવિધા ઉપલબ્ધ થઈ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોને ઉત્તેજિત કરીને ઉન્માર્ગે વાળનાર વાંચન સામગ્રી વિપુલ પ્રમાણમાં સુલભ છે. તેમ છતાં સાંપ્રત સમયના સંદર્ભમાં વિચારીએ તો ગુજરાતી, હિન્દી ભાષામાં સતી સદાચાર-સાત્વિક્તા ધર્મ મીમાંસા દર્શન કે વિવેક વિનય દષ્ટિનું ઘડતર કરીને મનુષ્યને સાચો માનવ બનાવવામાં પૂરક ને પોષક જૈન સાહિત્યની સામગ્રી વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન એ છે કે આપણે તેનો સારો-સાચો ને સમયસરનો ઉપયોગ કરીને વ્યક્તિત્વનો સન્માર્ગે વિકાસ કરવાનો પુરૂષાર્થ આદરીએ, મનુષ્યના લાગણી સભર અંતરને માનવીય ને ધાર્મિક ભાવનાથી સમૃદ્ધ કરવામાં જૈન સાહિત્યની પ્રતિભાઓનું દિગદર્શન એ આજના ભૌતિકવાદમાં જીવન બરબાદ કરી રહેલા ને આધિ- વ્યાધિને ઉપાધિના ત્રિવિધ તાપથી ત્રસ્ત જેન - જૈનેતર સમાજને જીવનમાં Turning Point નવી દિશા ઉઘાડીને જીવન સાફલ્યટાણું આવ્યું છે તેનો સત્કાર કરવાનો અપૂર્વ અવસર જતો ન રહે તેવી સુવર્ણ ઘડી આ પ્રતિભાઓના દર્શનથી પ્રાપ્ત થાય છે. - ભરતેસર બાહુબલીની સજઝાયમાં પ૩ મહા પ્રભાવિક પુરૂપોનું સ્મરણ કરવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાંથી કોઈને કોઈ રીતે જૈન ધર્મની આરાધનાથી આત્મકલ્યાણ કેવી રીતે થયું છે તેનો સદષ્ટાંત પરિચય થાય છે. પ્રભાતના પહોરમાં સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ રાઈ પ્રતિક્રમણ કરતી વખતે સજઝાય તરીકે એમનું અહોભાવપૂર્વક સ્મરણ કરીનેં જીવનમાં શુભ વિચારોને ભાવનાઓનું સંક્રમણ કરે છે. પરિણામે તેના પ્રભાવથી માનવીય ગુણોના વિકાસમાં પ્રેરણા મળે છે. ધર્મ પામવા માટે ચાર અનુયોગનો અધિકાર આગમમાં દર્શાવ્યો છે. તેમાં ધર્મકથાનુયોગ સર્વ સાધારણ જનતાને સહજ રીતે સ્પર્શે છે. અનેક આચાર્યોએ કથાનુયોગને પ્રધાન સ્થાન આપ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે કથા કે દૃષ્ટાંત દ્વારા જૈન ધર્મના તાત્વિક વિચારો જે આગમ અને અન્ય ગ્રંથોમાં રહેલા છે તેનું દોહન કરીને કથાનુયોગના સાહિત્યની વિપુલ સામગ્રીનું સર્જન થયું છે. અલ્પમતિવાળા લોકો આ યોગ દ્વારા સદાચાર ધર્મના સિદ્ધાંતો નિયમો, નીતિ ભાવના સંસ્કારનું મહત્વ અને બોધદાયક - ઉપદેશાત્મક વાણી વગેરેનો આસ્વાદ કરવા સમર્થ બને છે એટલે વર્તમાન સમયમાં કથાનુયોગ વિશેષ પ્રચલિત છે. કથાનુયોગથી જિજ્ઞાસા જાગે તે પછી વિશેષ અભ્યાસ માટે પુરૂષાર્થ કરવાની પ્રેરણા પણ મળે છે એટલે જૈન પ્રતિમા દર્શનમાં ચરિત્રાત્મક માહિતી કથા શૈલી દ્વારા વધુ રોચક બને છે. - - - - - - - - - Page #139 -------------------------------------------------------------------------- ________________ અહિં એવી કોઈ કથાઓની રૂપે અભિવ્યક્તિ કરવામાં આવી નથી પણ પ્રત્યેક પ્રતિભાની વિશેષતાના સંદર્ભમાં ચિંતન - મનનને નિષ્ક્રિયાસન કરવા લાયક માહિતી આપવામાં આવી છે. તેજીને ટકોરાની જરૂર છે. વિજળીનાં ઝબકારો ક્ષણિક ઝળહળતો પ્રકાશ આપી જાય છે, તેમ આ પ્રતિભાઓ પણ આવા પ્રસંગ કે વિગત દ્વારા વાચકોના હૃદયને સ્પર્શી આત્મ નિરીક્ષણ દ્વારા મનુષ્ય જન્મની સાર્થકતા કરવા માટે નવો પ્રાણ પૂરે છે. માનવ સમુદાયની વિશેષતા એ છે કે તે બુદ્ધિથી વિચારીને વિવેક બુદ્ધિથી નિર્ણય કરી શકે છે. વિચાર માત્ર વિચાર ન રહેતાં આચારમાં પરિણમે તેવાં પુરૂષાર્થ કરવાની અદમ્ય શક્તિ રહેલી છે. એટલે વ્યક્તિ પોતાની ગ્રહણશંક્તથી જીવનનું નવનિર્માણ કરી શકે છે. જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં આવી વિરલ પ્રતિમાઓમાંથી કોઈ એક કે તેનાથી વધુ નો ફાળો નોધપાત્ર છે. મનુષ્યને મનુષ્યના જીવનમાં રસ છે. જીવન જીવતા આપત્તિઓમાંથી પણ માર કાઢીને સિદ્ધિ પ્રાપ્ત કરવી એવા જીવનની વિવિધ ઘટનાઓનો અભ્યાસ માત્ર આ વિજ્ઞાન યુગના માનવી માટે સમય પસાર કરવાનું સાધન નથી પણ જીવનના કિંમતી સમયનો સદુપયોગ કરીને ભવોભવનું સંસ્કાર પ્રાપ્તિનું ભાથું છે એમ વિચારીએ તો પ્રતિભા દર્શન ગ્રંથથી સંચિત સામગ્રીની યથાયોગ્ય સિદ્ધિ ગણાશે, મનુષ્યમાં વિવેકબુદ્ધિ હોવાથી -અસનો નિર્ણય કરીને ધર્મના સારરૂપ તત્વને ગ્રહણ કરવાની અપૂર્વ શક્તિ ધરાવે છે ત્યારે કથાનુયોગ અને ચરિત્રાત્મક નિરૂપણ કરતી કૃતિઓમાંથી ગ્રહણ કરીને માનવસહજ ઉદાત્તતા અને સાત્વિકતા તરફ પ્રયાણ કરે છે. જે આત્મસિદ્ધિના માર્ગમાં દ્યોતક નીવડે છે. જૈન સાહિત્યના કથાનુયોગ અતિવિપુલ, વૈવિધ્યપૂર્ણને વિકાસલક્ષી વારસાના નમૂનારૂપ મહાપુરૂષોની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં વિસ્તાર નથી પણ અમૃત સમાન આસ્વાદ્ય જીવન સારભૂત તત્વનો સહેતુક ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હંસ સમાન નીરક્ષીર દૃષ્ટિથી ગ્રહણ કરી આત્માની પવિત્રતામાં પ્રેરક નીવડે તેમ છે. મહાપુરૂષોની સૂચિ ઘણી મોટી છે. છતાં અહીં કોઈ ચોક્કસ સિદ્ધાંતતત્વ કે ધર્મના હેતુને આત્મ સાધનામાં ઉપયોગી થાય તેવી રીતે કેન્દ્રમાં રાખીને પૂર્વકાલીન પ્રતિમા દર્શન કરાવવાનો પ્રયાસ કર્યો છે. એમના જીવનમાં એવું કંઈક અસાધારણ તત્વ હતું કે તેઓ અક્ષયકીતિને વયાં છે. અને આજે પણ એમનું નામ સ્મરણ કરવામાં આવે છે. અહી કોઇ ન કરાવતા પતિને વ સાંસ્કૃતિક વારસો પ્રતિમા દર્શનની વિશેષતાના સંદર્ભમાં દાન, શીયળ, તપ અને ભાવના એમ ચતુર્વિધ રીતે ધર્મારાધના, ઉદારતા સંસ્કાર સંપન્નતા માનવીય ગુણોથી અલંકૃત શાસન પ્રત્યેની વફાદારી - સેવા - રક્ષણ છે'રી પાલીત સંઘયાત્રા, જ્ઞાનોપાસના આવશ્યક ક્રિયાઓની આરાધના સંયમનો મહિમા સાધુ - સાધ્વી વૈયાવચ્ચ સમાજસેવામાં પ્રદાન રાજકીય - ક્ષેત્રમાં રહીને પણ ધર્મ બુદ્ધિથી જૈનાચારનું પાલન, વ્રતપાલન, કર્મનિજેરા, સતીઓના સતીત્વની ગુણ ગૌરવ ગાથા મોક્ષમાર્ગની સાધનાનો પ્રચંડ પુરુષાર્થ જિનશાસનના પ્રભાવ, શ્રાવક સમૂહ, જિન શાસનથી પ્રભાવિત થયેલા રાજાઓ મંત્રીઓ બહુમુખી પ્રતિભાશાળી શ્રેષ્ઠિઓ જૈન સાહિત્યના પરમ પાવનકારી ઉજ્જવલ જીવન વિદ્યાપક શ્રુતજ્ઞાનના વારસાના સંશોધક સર્જક અને રક્ષકો અને વર્તમાન સમયના દ્રષ્ટિએ ઉદ્યોગપતિ આરાધક અને જિન શાસનના સ્તંભ સમાન કાર્યકર્તાઓ જેવી વૈવિધ્ય સભર પ્રતિભાઓનું મિતાક્ષરી નિરૂપણ કરવામાં આવ્યું છે. આ વિગતોના ઈશારો માત્ર પ્રતિભાનું પ્રત્યક્ષીકરણ કરાવીને માનવ જન્મની સફળતા અને કૃતકૃત્યતાના અપૂર્વ આનંદની સાથે જીવન વિકાસ માટેનું દિશા સૂચન પ્રાપ્ત કરાવે તેવી અસાધારણ ક્ષમતા રહેલી છે. આવા ગ્રંથોમાં વર્ણનને બદલે નક્કર - વાસ્તવિક વિગંતોનો સંચય જ જીવન પાથેય સમાન છે. પ્રતિભા દર્શન દ્વારા અહોરૂપમ્ અહોધ્વનિની માફક અપ્રસ્તુત પ્રસાક કે પ્રતિભાશાળી વ્યક્તિના અહમ્ ને પોષવા નો કાંઈ હેતુ નથી પણ જૈન સમાજમાં વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન કરીને ઐતિહાસિક નોંધમાં સમાવેશ થઈ શકે તેવી ચેતનવંતી સેવાને સમર્પણની ભાવનાવાળી પ્રતિભાઓનું દર્શન કરાવવામાં આવ્યું છે. પૂર્વકાલીન પ્રતિભાઓનું પુણ્યસ્મરણ એ તો જીવનની પ્રાતઃ સ્મરણીય પ્રાર્થના સાથે સમાન કક્ષાએ સ્થાન પામે તેવી છે. જ્યારે અન્ય પ્રતિભાઓનું વિશિષ્ટતાઓ માનવ સહજ માનવીય ગુણવૃદ્ધિમાં નવો પ્રાણ સંચાર કરે છે. એટલે પ્રતિમા દર્શન ધાર્મિક કે સામાજિક દષ્ટિકોણથી જોઈએ તો તે મહત્વની હોવાની સાથે સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે પણ સીમા સ્તંભરૂપ ભિન્ન ભિન્ન રૂચિવાળા નરનારી સમૂહને પોતાની પસંદગીના ધોરણે પુરૂષાર્થ કરવા માટે ઉત્સાહ જગાડે છે. ત્યારેં એમ કહુ કે જીવન સાફથનું પર્વ આવ્યું છે તો તેનો સદુપયોગ કરવાં એકક્ષણ પણ પ્રમાદ કરવો જોઈએ નહિ. સંદર્ભસૂચી પ્રતિમાદશન, પ્રભાવ કે પુરૂષા ભા. ૧-૨, શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધતમ ભા. ૨ ૩, શ્રી ભરતેશ્વર બાહુબલી ભા. ૧, વિરલ વિભૂતિઓ, વિવિધ વિષય વિચારમાળા માં. ૧ થી ૫, દેવરધીમાળા સાતમી આવૃત્તિ, શ્રાદ્ધ વિધિ રત્નશેખરસૂરિ, પૂર્વજોની ગૌરવ ગાથા, કુમારપાળ ચરિત્ર. Page #140 -------------------------------------------------------------------------- ________________ (1:11I/ TEIL - ના * - * L આ ( ત : ET,અગણિત ગુણોના માનસરોવરમાં કલહંસ તેમ પ.પૂ. આ. ભ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા. 'પ્રેરક ગુરુદેવનું વિરલ વ્યક્તિત્વ બનાસના પાણીની આજુબાજુ ઘુમતી ઘુમરી લેતી, લીલીછમ અને ધર્મઆરાધનાના જીવંત ધબકારથી ધબકતી બનાસકાંઠાના લોવાણા ગામની ધન્યધરાએ વિ.સં. ૧૯૮૯ના આસો સુદ ૬ની સોનેરી સુપ્રભાતે પ્રતિષ્ઠા સંપન્ન રાયચંદભાઈ અને ધર્મનિષ્ઠ સુસંસ્કારી કંકુબેનની રત્નકુક્ષીએ એક પુ ક્ષણે મહાતેજસ્વી લલાટ અને ભવ્ય મુખમુદ્રા ધરાવતા પુત્રરત્નનું પુનિત અવતરણ થયું. જેથી કુટુંબ પરિવારમાં આનંદની લહેરો લહેરાવવા લાગી અને માતા-પિતાએ યથા નામ તથા ગુણ એવું લહેરચંદ નામ પાડ્યું. વિચક્ષણ, કર્તવ્યનિષ્ઠ અને મમતામયી માતાએ ધર્મકર્મના મર્મનું સમજણપૂર્વક શિક્ષણ આપી ગુણદીપકમાં અધ્યાત્મતેજનું સિંચન કર્યું. આમ માતા-પિતાએ લહેરચંદને શૈશવકાળથી જ શિષ્ટ સંસ્કારોથી સંસ્કારિત કર્યા. કિશોરવયમાં જ દેવ સંકેતથી આત્મસંશોધનના વિજ્ઞાનની ઝંખના જાગી અને એ ઉત્કટ ભાવના પ.પૂ. આ. ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. અને બાંધવબેલડી પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી અને પૂ. મુ. શ્રી સુબોધવિજયજી મ.ના ગુરુગમથી વિકાસ પામી અને આત્મવિકાસના અભિયાનમાં પ્રચંડ પુરુષાર્થનો યજ્ઞ માંડ્યો. વિ.સં. ૨૦૦૬ મહા સુદ-૩ના દિવસે આત્મમાંગલ્યની કેડીએ પ્રયાણ કરી પંચમપદને ગ્રહણ કરવા દ્વારા કુમાર લહેરચંદે પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી બની પૂ. મુનિશ્રી સુબોધવિજયજી મ.નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. અસાધારણ વિદ્ધતા અને પ્રચંડ પુરુષાર્થથી પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી મહારાજે ન્યાયવ્યાકરણ, કાવ્ય, તર્ક, સાહિત્ય, જયોતિષ વગેરેનો વિસ્તૃત અભ્યાસ કર્યો. પૂ. મુનિશ્રીની સમ્યક્ પ્રેરણાથી થયેલ જિનશાસન પ્રભાવનાના વિવિધ સત્કાર્યોને, અને અપૂર્વ યોગ્યતાને નિહાળીને જામનગરના શ્રી દેવબાગ જૈન સંઘની વિનંતીથી સંવત ૨૦૩૦ માગસર સુદ પના શુભદિવસે ગણિપદવી પ્રદાન કરાઈ. આ પદવી બાદ ગણિ લબ્ધિવિજયજીને પૂ. ગુરુદેવશ્રીની હૃદયમનની અંતરંગ ભાવનાથી પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં સંવત ૨૦૩૨ મહા વદ ૧૪ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સાથે સાથે વિ.સં. ૨૦૩૨ ફાગણ સુદ ૨ ના દિવસે પુના મુકામે સૂરિપદ તેમજ સંઘનું સુકાન સોંપવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સંયમજીવનના પાંચ-પાંચ દાયકાના સુવર્ણયુગ (ગોલ્ડન પીરીયડ)માં ! તનતોડ પુરુષાર્થથી શાસન ઉન્નતિનાં અનેક કાર્યો કરેલ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ [૨] * પૂજ્યશ્રી દ્વારા ઐતિહાસિક કાર્યો : જિનશાસનના ઉત્કર્ષમાં પાયાની ઈટરૂપે બનેલી “શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ'ની સ્થાપના કરી. ભારતવર્ષના પંડિતવર્યો, શિક્ષક, શિક્ષિકાઓને સંગઠનના એક સૂત્રે બાંધેલ છે. આમ, જ્ઞાનની જ્યોત જવલંત રાખવા શાસનરૂપી કોડિયામાં “તેલ પૂરવાનું વીસમી સદીનું ઐતિહાસિક, અદ્વિતીય કામ કર્યું છે. * શાસનપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી! જિનાલય, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા આદિ નિર્માણ, અનેક શ્રીસંઘમાં ભક્તિયુવક મંડળની સ્થાપના તેમજ છ'રી પાલિત સંઘ, ઉપધાન તપ આદિ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરેલ છે. અહિંસામૂર્તિ પૂ. ગુરુદેવશ્રી! બનાસકાંઠાની ધર્મનગરી થરાના ચાતુર્માસમાં પાંજરાપોળ ઉત્કર્ષ માટેના વિરલ કોટિના આયોજનમાં ઉદારદિલ શ્રાવક-શ્રાવિકાઓએ ભારે ઉલ્લાસ સહ પોતાની સંપત્તિનું દાન કર્યું. આમ થરા, સમી, ગઢડા, વિરમગામ, રાધનપુર આદિની અનેક પાંજરાપોળમાં અબોલા પ્રાણીઓને અભયદાન તેમજ જીવદયાના અનેકવિધ કાર્યોના દિગંતવ્યાપી તોરણો બંધાયા છે. વાત્સલ્યમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી! સાધર્મિકોના સહોદર પૂજ્યશ્રી ગુપ્તસહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે પગભર અને માનસિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમકાર્ય કરી રહ્યાં છે. દીક્ષા દાનવીર પૂ. ગુરુદેવશ્રી! જેઓશ્રીએ અનેકાનેક મુમુક્ષુઓના જીવનમાં ત્યાગની તમન્ના અને વૈરાગ્યની વેલડી વિકસાવી સંયમની સુરભિ પ્રસરાવી છે. પ્રેરણામૂર્તિ પૂ. ગુરુદેવશ્રી! પવિત્રતમ પ્રેરણાની પરબ સમાન પૂજ્યશ્રીનાં પગલાં જ્યાં જ્યાં થતા ત્યાં ત્યાં શ્રદ્ધા, સાત્ત્વિકતા અને શૂરવીરતાના ત્રિવેણી સંગમે શૂન્યમાંથી સર્જન થાય છે. પૂજ્યશ્રીએ ગહનવિષયોને પણ ખૂબ જ પ્રભાવી અને સરળ શૈલીમાં રજૂ કરવા દ્વારા હજારોના અવળા રાહને ફેરવી નાખેલ છે. હે અનંત ઉપકારી ગુરુદેવશ્રી! આપ તો જગતનું જવાહીર, ભારતનું ભૂષણ, ગુજરાતનું ગૌરવ, વસુંધરાનું વાત્સલ્ય, રાયચંદભાઈનું રતન, કંકુબાઈના કોહીનૂર, શાસનના શણગાર, આચારવંત અણગાર, અમારી જીવનનૈયાના નાવિક, અમારા સંયમશિલ્પના શિલ્પી અને અમારી જીવનમંઝીલના સથવાર છો! છે લોકલાડીલા ગુરુદેવશ્રી! વિક્રમ સંવત ૨૦૫૬ મહા સુદ ૩, મંગળવારની સ્વર્ણિમ સુપ્રભાત જ્યારે સહસ્રરશ્મિનું પ્રથમ કિરણ ધરતીને શણગારવા થનગની રહ્યું છે, પંખીઓનો મધુર કલરવ વાતાવરણને પુલકિત અને પ્રસન્નતાભર્યું બનાવી રહ્યું છે, પ્રાતઃ વંદનાના મંગલ ઘંટારવનું સુમધુર સંગીત ભક્તોના હૈયાને હેલે ચડાવી રહ્યું છે ત્યારે આપશ્રી સંયમજીવનના ૫૦ વર્ષ પરિપૂર્ણ કરી ૫૧ મા વર્ષમાં પાવન પ્રવેશ કરી રહ્યા છો એ મંગલ ઘડીએ અંધકારભર્યા અમઉરમાં આપશ્રીનું કૃપાકિરણનું તેજ પ્રાપ્ત કરી ચૈતન્યના પરમાનંદની કેડી પર પ્રયાણ કરવા કર્તવ્યશીલ બનીએ એ જ...હાર્દિક ભાવના. મુનિ શીલરત્નવિજયની વંદનાવલી Page #142 -------------------------------------------------------------------------- ________________ [૯૩ વઢિયારની વિરલ વસુંધરાના શ્રી શંખેશ્વર તીર્થે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના પુનિત પ્રાંગણે શાસનપ્રભાવક પ. પૂ. આ.દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજના સંયમ સુવર્ણ મહોત્સવે દિવ્યતાનું સોનેરી દર્શન શ્રી સુધર્માસ્વામીની પાટપરંપરામાં જિનશાસનની અસ્મિતા અને એની ગરિમાનું રસદર્શન કરાવતા એવા પ્રભાવક પ્રતિભાઓના પ્રકાશપુંજથી ઝળહળતા જિનશાસનના નભોમંડળમાં પંચપરમેષ્ઠિના પંચમપદે આરૂઢ થયેલા સાધુ-સાધ્વીજીના તારલા સમાન છે જ્યારે સંઘ અને સમાજ ઉપર નિઃસ્વાર્થભાવે અનુગ્રહની હેલી વરસાવનારા તીર્થંકરની ગેરહાજરીમાં શાસનધુરાને વહન કરનારા તિત્શયર સમોસૂરી અનુસાર આચાર્ય ભગવંત ચંદ્રમા સમાન છે. જ્યોતિર્વિદ્યા મર્મજ્ઞ, અદ્ભુત જિનશાસનની જ્યોતિ ચોમેર પ્રસરાવતા એવા જ્યોતિર્ધર પ.પૂ. આ.દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પંચ મહાવ્રતના પરિપાલનરૂપ પાંચ દાયકા પરિપૂર્ણ કરી ૫૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જિનશાસનની ગરિમા ગાજે તેવી સંયમ સુવર્ણ મહોત્સવની ઉજવણીનો ગૌરવવંતો પ્રસંગ પ્રાપ્ત થયો. જિનશાસનના સિતારા સહુના લોકલાડીલા ૫. પૂ. ગુરુદેવશ્રીના સંયમ દીક્ષાપર્યાયના સુવર્ણમહોત્સવની શાનદાર ઉજવણીની ઘણા સમયથી શિષ્યપરિવાર તેમજ પરમગુરુભક્તોના હૃદયમંદિરમાં પ્રબળ ઉત્કંઠા હતી, અનેરો થનગનાટ હતો અને વસંતઋતુના આગમનની સાથે સુવર્ણમહોત્સવના પાવન પડઘમ વાગી રહ્યા. અનેક ત્યાગી તપસ્વી વૈરાગી આત્માઓના પદાર્પણથી ધર્મ વસુંધરા બનેલી, પ્રાકૃતિક સૌંદર્યની આભા રેલાવતું પવિત્ર સ્થાન, દેવવિમાન સર્દશ પદ્મ સરોવરના આકારે વિશાળ અને નયનરમ્ય શ્રી ભક્તિ પાર્શ્વનાથ ભગવાન મંડિત ભક્તિવિહારની ધન્યધરા અને દેવતાઓને દેવલોક છોડી મર્ત્યલોકમાં આવવાનું મહાલવાનું મન થાય તેવા રમણીય કમનીય સ્થાનમાં સંયમ સુવર્ણ મહોત્સવનું આયોજન થાય તો અનેકાનેક લાભોને કરનારૂં બને એવી ટ્રસ્ટીગણ આદિની ભાવનાથી મહોત્સવનું આયોજન થયું અને અત્રેની પુણ્યભૂમિમાં રહેલા કોઈક પ્રતિતીજનક સહાયક તત્ત્વ દ્વારા સાનુકૂળ સંયોગો ઊભા થયા અને સર્વશ્રેષ્ઠ સફળતાના શિખરને સર કરે એવા ઉત્તરોત્તર યશસ્વી યાદગાર, અવનવા ધર્મકાર્યોનાં અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન થયું. ગુરુભક્તિના અનુપમ અવસરે વાસંતી વધામણી સાથે આનંદનો મહાસાગર હિલોળે ચડ્યો. અપરિમિત ઉત્સાહ અને ઉરમાં ઉમંગની ઊર્મિઓ ઉછળવા લાગી. Page #143 -------------------------------------------------------------------------- ________________ [68] સંયમ સુવર્ણ મહોત્સવની ઉજવણીમાં શિખર પર કળશ સમાન મહોત્સવની પૂર્વભૂમિકામાં ભારતભરના શ્રી તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદના ઉપક્રમે શ્રુતજ્ઞાનદાતા પંડિતો અધ્યાપક ભાઈ-બહેનોનું ત્રિદિવસીય સ્નેહમિલનનું આયોજન થયું. પો. વ. ૮ શુક્રવાર તા. ૨૮-૧-૨૦OOના દિને સુરમ્યપ્રભાતે શ્રી શંખેશ્વર મહાતીર્થની સોહામણી ધરતી પર જાણે કોઈ નવી ચેતના ઉભરાઈ હતી. આમ તો આ મહાતીર્થની પુન્યધરા રોજે રોજ અનેકવિધ અનુષ્ઠાનો ઉત્સવો અને યાત્રા સંઘોથી ધબકતી જ રહે છે પરંતુ આજે તો ભારત દેશના વિવિધ નગરો અને ગામોથી શ્રી જિનશાસનના શ્રુતજ્ઞાનનો પ્રકાશ પ્રસરાવનારા શ્રુતજ્ઞાનદાતાઓ અને યાત્રીઓના પવિત્ર પગરણથી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ધબકતું બન્યું હતું. - પ. પૂ. ગુરુદેવશ્રીની પાવન નિશ્રામાં યોજાયેલ આ સ્નેહભર્યુ મિલન ત્રિદિવસીય અધિવેશનનાં રૂપમાં પરિવર્તન પામ્યું હતું. શિક્ષકબંધુઓના દર્શન પુણ્યોદય સાક્ષરોનું મિલન એક રોમહર્ષ ઘટના : સરસ્વતીનંદન, સારસ્વતપુત્રો, પંડિતશ્રીઓ અને શ્રેષ્ઠિર્યો જ્ઞાનની પ્રભાવના કરી રહ્યા છે. ગામેગામ જ્ઞાનના દીવડા જલાવી રહ્યા છે જેઓ જ્ઞાનપ્રચારક અને પ્રકાશક છે એવા લગભગ ૬OO સરસ્વતીનંદન, પંડિતશ્રીઓના સ્વાગત અને સગવડની પૂર્વ તૈયારીમાં પરિષદના માનદમંત્રી પંડિતવર્યશ્રી વસંતભાઈ તથા તેમની સાથે આવેલ ચુનંદાકાર્યકરો ઓતપ્રોત બન્યા હતા. એમાંય પં.શ્રી ભાવેશભાઈ પં.શ્રી દિનેશભાઈ આદિની સતત સેવા અને ભોજન આદિની તમામ વ્યવસ્થાઓની સુંદર કાર્યવાહી ધ્યાન ખેંચતી હતી. કોઈને ક્યાંય અવગડ ન પડે બધાને સન્માનભેર, ગૌરવભેર સ્થાન આપી શકાય તેવા સઘળાય પ્રયત્નો પરસ્પર સહકારથી થઈ રહ્યા હતા. વિશાળ સંખ્યામાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો અને આમંત્રિત મુખ્ય મહેમાનોથી શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ઋતમંદિર, શ્રુતજ્ઞાન તેમજ શ્રુતજ્ઞાનદાતાઓના ઉત્કર્ષ માટે પૂ. ગુરુભગવંતોનું પ્રેરણાદાયી માર્ગદર્શન પણ પ્રાપ્ત થયેલ. વિદ્વધર્યોનું પ્રાસંગિક વક્તવ્ય તેમજ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં શિક્ષક શિક્ષિકા ભાઈ-બહેનોના અભ્યાસના વિકાસ માટે શિબિરો, પાઠશાળાનું નિરીક્ષણ કાર્ય, તેમજ શિક્ષકશિક્ષિકાઓને પ્રોત્સાહન આદિ વિવિધ મુદ્દાઓની પણ વિચારણા થયેલ. સંમેલનના અંતે પરિષદ દ્વારા કેટલીક પ્રોત્સાહક યોજનાઓની જાહેરાત થઈ. ૧૫ અધ્યાપક ભાઈ-બહેનોનું સોનાની ચેન આદિથી વિશેષ સન્માન તથા ઉપસ્થિત શ્રુતજ્ઞાન દાતાઓનું સુટકેશ તથા મિઠાઈના બોલથી બહુમાન થયું. આમ ખૂબ જ ઉત્સાહ ઉમંગના વાતાવરણ વચ્ચે સંમેલનનું આયોજન સફળવંતુ બન્યું. હજારો નરનારીઓ જે પળની પ્રતિષ્ઠા કરી રહ્યા તે આનંદમયી ઘડી આવી પહોંચી. એકાદશાન્તિકા જિનેન્દ્રભક્તિ સ્વરૂપ મંગલકારી મહોત્સવનો માંડવો રોપાયો. પોષ વદ-૧૦ સોમવાર, તા. ૩૧-૧-૨૦૦૮ ના દિવસે શ્રી પંચકલ્યાણક પૂજાથી મહોત્સવનો શુભ પ્રારંભ થયો અને શ્રી સિદ્ધચક્રપૂજન, શ્રી ચિંતામણી પૂજન, શ્રી ભક્તામર પૂજન, શ્રી ઉવસગ્ગહર પૂજન, શ્રી પાર્શ્વપદ્માવતી પૂજન, શ્રી ગૌતમસ્વામી પૂજન તેમજ લઘુ શાંતિસ્નાત્ર આદિ વિવિધ મહાપૂજનોના મંત્રોચ્ચાર ગુંજવા લાગ્યા. શ્રી ૧૦૮ ભક્તિવિહારના સંકુલમાં જ વિશાળ પ્રેમ સુબોધ પ્રવચન મંડપ, રંગોળી પ્રદર્શન, કલાત્મક Page #144 -------------------------------------------------------------------------- ________________ નયનરમ્ય સોના-રૂપાથી ઝગારા મારતું ૫૧ છોડનું ઉદ્યાપન તેમજ વ્યસન મુક્તિ ચાર્ટ પ્રદર્શન ખરેખર અવર્ણનીય હતું. શ્રી મહાવીરસ્વામીની સૌપ્રથમ પ્રદર્શિત જીવંત રચના આંગતુકનું અનેરું આકર્ષણ બન્યું હતું. રાત્રિમાં અવકાશતલ તારાથી મઢ્યું હતું ત્યારે શ્રી ૧૦૮ ભક્તિવિહાર સંકુલ રોશનીથી મઢ્યું હતું. સુપ્રસિદ્ધ જગમશહુર સંગીત કલાકારો (બલવંત ઠાકુર, લલિત ઠાકુર, આસુતોષ વ્યાસ આદિ)એ અવિરત ભક્તિ કાર્યક્રમોમાં મધુર ગીત સંગીત દ્વારા સહુ પ્રભુભક્તિના રંગે રંગી દીધા હતા. માત્ર સ્થાનિક રહેવાસી નહિ પરંતુ બહારગામથી પધારેલા ભક્તો એટલેકે ભક્તિનગર ભાવનાથી ભરતીમાં રસતરબોળ બની ગયું હતું. - ઉદયપુરના શંકરસિંહ સીસોદીયા (ગોલ્ડ મેડાલીસ્ટ) રાજકોટના મહેન્દ્રભાઈ આદિ પાંચ પાંચ નૃત્યકારની પ્રભુભક્તિ સ્વરૂપ નૃત્યકલા દર્શનીય હતી. ગગને લહેરાતો ૧૨ ફૂટના વિસ્તારવાળો મોટો ફુગ્ગો લોકોને સંયમ સુવર્ણ મહોત્સવે પધારવા આહ્વાન આપતો હતો. મહોત્સવનો એક એક દિવસ પસાર થતો જાય છે ને માનવ મહેરામણ ઉમટે છે. જ્યાં જુઓ ત્યાં માનવ સાગર હેલે ચઢ્યો હતો. ભક્તિનગરમાં ગુરુભક્તિનો અપૂર્વ રંગ લાગ્યો હતો. મહા સુદ રના દિવસે ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન થયેલ. જ્યારે ગગનાંગણમાં સૂર્યદેવતા પોતાના સોનેરી કિરણોને પાથરવા લાગ્યા ત્યારે વર્ધમાન ભક્તિ બેંડના સુરીલા સ્વરો અને શરણાઈના મંત્રમુગ્ધ કરનારા સુરો ગગનાંગણમાં ગાજવા લાગ્યા હતા. દેશપરદેશથી લગભગ તમામ ગુરુભક્તોનું આગમન થઈ ગયું હતું. ચારે તરફ આનંદના અત્તર છાંટણા છવાઈ ગયા હતા. ગજરાજ, અશ્વો, પરમાત્માનો રથ, દીક્ષાર્થીનું વર્ષીદાન, લીંબડીની રાસમંડળી, સુરેન્દ્રનગરના નટ બજાણીયા તેમજ રાજકોટના સુપ્રસિદ્ધ નૃત્યકાર મહેન્દ્રભાઈનું બેડા નૃત્ય આદિની વિવિધતાથી યુક્ત રથયાત્રા ઈન્દ્રમહારાજાની સવારી સમ શોભતી હતી. સુપાત્રદાનના સંસ્મરણોની સ્મૃતિ કરાવતી શાલીભદ્રની નાટિકા અને જિનેશ્વર ભગવંતના જન્મ કલ્યાણકને સાક્ષાત્કાર કરતો છપ્પન દિકુમારીકાના સ્નાત્ર મહોત્સવમાં સહુ મુગ્ધ બની ગયા હતા. મહા સુદ-૩ મંગળવાર તા. ૮-૨-૨OOO નું મંગલપ્રભાત પ્રકાશ્ય. આજનું રંગીન પ્રભાત જુદી જ ઉષ્મા લઈને પ્રકટ્યું હતું. બેન્ડના સુરીલા સૂરો ગુંજી રહ્યા હતા. શરણાઈ નાદથી વાતાવરણ ભરાઈ ગયું હતું. મંગલ ગીતો ગવાતા હતા. “ગુરુજી અમારો અંતર્નાદ–”ના પવિત્ર નાદ ગુંજતા હતા. પ. પૂ. ગુરુદેવશ્રી સંયમજીવનના પ૧ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે એ ધન્ય અવસરને માણવા સહુ તત્પર હતા. સૌને મન ““ઉગ્યો ઉગ્યો સૂરજ આજ સોનાનો” એવું લાગતું હતું. ગુરુભક્તો માટે આજનો દિવસ અતિઆનંદનો હતો. અહોભાગ્યનો દિવસ હતો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જ પૂજ્યશ્રી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરતી હતી. આજના પાવન દિવસે ગુરુ ગુણ ગુણાનુમોદન સભાનું પણ આયોજન કરેલ. પૂ. ગુરુભગવંતોનું Page #145 -------------------------------------------------------------------------- ________________ [es] જોશીલી વાણીમાં ઉત્સાહપૂર્વક પ્રસંગોચિત્ત પ્રવચન થયેલ. કુમારપાળ વી. શાહ આદિ અનેક જૈનસંઘના શાસનસુભટો તેમજ આગેવાનોની ઉપસ્થિતિ તેમજ સુંદર વ્યક્તવ્ય પણ થયેલા. આ શુભ પ્રસંગને અનુલક્ષીને શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાનપ્રચારક પરિષદને લગભગ અઢી લાખનું ફંડ, જીવદયા, અનુકંપા, થરા, ખાનપુર આયંબિલ શાળા, સાધર્મિકને સહાય આદિ વિશિષ્ટ કાર્યો સાથે સાધારણની સુંદર ઉપજ થયેલ. આ તમામ ઉપજને ટ્રસ્ટીઓએ પૂ.શ્રીની પ્રેરણાને ઝીલીને રાખી ન મૂકતા સુયોગ્ય સ્થાને તાત્કાલિક ફાળવવાનો નિર્ણય કરી એનો અમલ કરી એક દષ્ટાંત પુરું પાડ્યું છે જે અત્યંત અનુમોદનીય અનુકરણીય છે. ગુરુપૂજન અને કામની વહોરાવવાની બોલીમાં પરમ ગુરુભક્તો મન મૂકીને વરસ્યા હતા. જેમની પુણ્યાનુબંધી લક્ષ્મી અત્રે થયેલા અનેકાનેક સુકૃતોની હારમાળાનું સર્જન કરવામાં અનન્ય કારણ બની છે તેવા મહોત્સવના મુખ્ય આયોજકો આધાર સ્તંભો તેમજ શુભેચ્છકો સહ શુભેચ્છકો આદિ દાતાઓને ક્યારેય નહિ વિસરાય. આ અવસરે તેઓની ઉદારતાના અમી સાથે ઐશ્વર્યના સૌંદર્યનું અનોખું દર્શન થયેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ તેમજ લબ્લિનિધાન ટ્રસ્ટની આગેવાની હેઠળ કાર્યકર્તાઓની અદભુત ભક્તિ અને અનુપમ વ્યવસ્થા દાદ માંગી લે તેવી હતી. વિરમગામ મિત્ર મંડળ વિ. નામી અનામી અનેક કાર્યકર્તાઓના યોગદાનથી આ ભગીરથ કાર્ય નિર્વિને સફળતાને વર્યુ છે તેથી તેમને પણ યાદ કર્યા વગર કેમ રહેવાય? પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણાથી વિશાળ સંખ્યામાં બધા જ બેસીને જમી શકે એવી સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ. દૂધમાં સાકર ભળે તેમ સંયમ સુવર્ણ મહોત્સવની સાથે કુમારી મિનલબેન પ્રકાશચંદ્ર શાહની દીક્ષાનો પ્રસંગ પણ ભળ્યો હતો. અને સોનામાં સુગંધ સ્વરૂપ સા. અનંતગુણાશ્રીજીને 100મી ઓળીનું તેમજ સા. હર્ષપ્રભાશ્રીજીને ૭૮મી ઓળીનું પારણું પણ થયેલ. પરમકૃપાળુ પરમાત્માની પરમ કૃપા, પ.પૂ. આ.ભ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા.ના દિવ્યઅમી અને ગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષથી પ. પૂ. ગુરુદેવશ્રીના પાવન સાંનિધ્યથી તેમજ શાસનદેવની અપ્રતિમ સહાયથી સંયમ સુવર્ણ મહોત્સવ શાનદાર અને શાસનપ્રભાવક બનેલ. પ.પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પરમતપસ્વી પ.પૂ. આ.ભ. શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ.પં.શ્રી ભાનુચંદ્રવિજયજી (હાલ આચાર્ય) મ.સા., પૂ. મુનિશ્રી નિત્યાનંદવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી શીલરત્નવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી કલ્પેન્દ્રવિજયજી મ.સા. આદિ મુનિ ભગવંતો તેમજ સેંકડો સાધ્વીજી ભગવંતોના પાવન સાંનિધ્યમાં આનંદોલ્લાસ સાથે આ પ્રસંગ સાદર સંપન્ન થયેલ. શ્રી પ્રહલાદભાઈ ઠક્કરે સુંદર સભાસંચાલન કરેલ. આ મંગલ અવસરે સંયમ સુવર્ણ મહોત્સવ સમિતિ દ્વારા ઉદારદિલ દાનવીરો તેમજ કર્મઠ કાર્યકરોનું સુંદર મોમેન્ટોથી બહુમાન થયેલ. જેમની ઉંમર નાની છે છતાં મગજ કોમ્યુટર છે એવા પૂ. ગુરુદેવશ્રીના કૃપાપાત્ર શિષ્યરત્ન | Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯િ૭) યુવાપ્રવચનકાર પૂ. મુનિશ્રી શીલરત્નવિજયજી મ.સા.ની આગવી સૂઝ અને દીર્ઘદૃષ્ટિથી, સુંદર, સચોટ, પ્રેરક માર્ગદર્શનથી અને તનતોડ પુરુષાર્થથી જ સંપૂર્ણ મહોત્સવ ઐતિહાસિક અવિસ્મરણીય અને જીવનનું સંભારણું બની રહેલ છે. એક જ દિવસનું સાધુપણું પણ દેવદેવેન્દ્રો કરતાંય વધારે સુખદ સંતોષપ્રદ અને આનંદપ્રેરક હોય છે ત્યારે સાધુજીવનના અઢાર હજાર શિલાંગરથના ગુણો જેટલા (૧૮OOO) દિવસોના સાધુપણાની તો શી વાત કરવી? એમાં પણ પ્રત્યેક દિવસ સ્વ-પર કલ્યાકારક પ્રગતિના પગથારે જાણે હરણફાળ ભરે તેવો વીતતો હોય એવા સંયમપર્યાયની ઉજવણીને નિહાળીને જિનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવી માણીને ભક્તવર્ગ ધન્યતમ બની ગયો હતો. છેલ્લે ટૂંકમાં આ અનુપમ કોટિના મંગલ અવસરે મહોત્સવના માંડવા રોપાયા, અવનવા અનુષ્ઠાનોની અવિરત સરિતા વહી હતી. “આનંદની' અમીવૃષ્ટિ, તપશ્ચર્યાના તોરણ બંધાયા. પુરુષાર્થનો યજ્ઞ મંડાય. સારસ્વતપુત્રોના સંમિલનરૂપે જ્ઞાનતીર્થની યાત્રા, સન્માનના સાથિયા (સ્વસ્તિક) રચાયા. ઉદારદિલ દાનવીરોએ નિધિઓની નદી વહાવી હતી. શ્રદ્ધા અને સમર્પણ અને પ્રચંડ સત્ત્વના ત્રિવેણી સંગમ (સથવારે) પરમ ગુરુભક્તોના અંતરના ઓરડે સંયમ સુવર્ણ મહોત્સવની ચિરંજીવી સ્મૃતિની મૂર્તિ સદા માટે પ્રસ્થાપિત કરવામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ તેમજ શ્રી લબ્લિનિધાન ટ્રસ્ટે સંયુક્તરૂપે સમગ્ર મહોત્સવનું સુંદરરૂપે આયોજન કરેલ. પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં સને ૧૯૮૦માં મુંબઈ-ચોપાટી ઉપર ભારતીય વિદ્યાભવનમાં વિશ્વની અસ્મિતા ગ્રંથ ભાગ-૨ના વિમોચન સમારોહમાં ઑલ ઇન્ડિયા જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડના હાથે સંપાદક શ્રી નંદલાલ દેવલુકનું થયેલું જાહેર સન્માન આ ચિત્રમાં નજરે પડે છે, Page #147 -------------------------------------------------------------------------- ________________ આજીવત સાહિત્યસેવાતા ભેખધારી શ્રી નંદલાલભાઈ દેવલુકતી વણથંભી સાહિત્યયાત્રા પૂજ્ય આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય - આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિજી મ.સા. માણસના જીવનમાં જાત જાતના રસ/રુચિ કેળવાયેલા દેખાય છે, અને તે રસરુચિ પ્રમાણેનું કાર્ય તેને મળે ત્યારે || તેના આનંદનો પાર રહેતો નથી. દુન્યવી માણસોને મોટે ભાગે ખાવાપીવા, પહેરવા/ઓઢવા કે હરવાફરવામાં આનંદ આવતો હોય છે, જ્યારે કેટલાક એવા પણ આત્માઓ હોય છે કે જેઓને લખવા/વાંચવામાં, કાવ્ય રચના કે કાવ્ય રસાસ્વાદ માણવામાં કે સાહિત્ય સેવામાં આનંદનો અનુભવ થતો હોય છે, અને એ આનંદની સરખામણીમાં બીજો કોઈ આનંદ આવતો નથી. કહ્યું છે કે . “ज्ञानानन्द समो नास्ति, कोप्यानन्दो महीतले" જ્ઞાનાનંદ જેવો આ જગતમાં બીજો કોઈ આનંદ નથી. શ્રી નંદલાલ દેવલુક એવા જ સાહિત્ય સેવાને વરેલા પુરુષ છે. એમના જીવન તરફ દૃષ્ટિપાત કરવામાં આવે તો એમજ લાગે કે એમણે સાહિત્ય સેવાની ધુણી જ ધખાવી છે. પોતે ગૃહસ્થ તેમજ પરિવાર વાળા હોવા છતાં, વળી સંસાર વાસ સુલભ વિટંબણાઓથી ચોમેર ઘેરાયેલા રહેવા છતાં બીજી કોઈ સંસારી વાતમાં કદી એમણે મન લગાવ્યું નથી. મોટી મોટી સંસ્થાઓ અનેક માણસોની સમિતિ દ્વારા કેટલાય લાંબા સમયે જે કાર્ય કરી શકે તેવું કાર્ય તેમણે એકલા હાથે બહુ ઓછા સમયમાં કરીને સૌ કોઈને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. વિશેષ ખૂબીની વાત તો એ છે કે - ઘણી બધી વિષમતાઓની વચ્ચેથી પસાર થઈને અથાગ પરિશ્રમપૂર્વક એક મોટો દળદાર ગ્રંથ તેમણે પૂરો કરે ન કરે ત્યાં તો તેમના બીજા ગ્રંથ માટેનો નકશો તૈયાર થઈ જ ગયો હોય. વગર થાકે પ્રસન્નતાપૂર્વક આવી સાહિત્ય યાત્રા ચાલુને ચાલુ રાખવી એ આ કાળમાં ખરેખર ઘણું કપરું કાર્ય છે. અને એથી જ સ્તો જૈન સાહિત્ય જગતના શણગાર રૂ૫ ઘણાં બધા વિશાળકાય ગ્રંથોની ભેટ તેમણે કરી છે. અત્યારે પ્રકાશિત કરવામાં આવતો “જૈન પ્રતિભા દર્શન પણ અનોખી ભાત પાડતો દસ્તાવેજી સુંદર ગ્રંથ છે. જૈન શાસનમાં થયેલા તે તે પુણ્યાત્માઓએ કરેલા તે તે ઐતિહાસિક મહાન કાર્યોનો આદર્શ ચિતાર આમાં રજુ કરવામાં આવ્યો છે. આજીવન સાહિત્ય સેવાના ભેખધારી શ્રી દેવલુક આવા કાર્યો દ્વારા જૈન શાસનની સેવા કરી અપાર્થિવ આનંદ રસના ભોક્તા બનો એજ અત્તરની અભિલાષા. Page #148 -------------------------------------------------------------------------- ________________ [૯] જાણીતા ધર્માત્મા અને સાહિત્યકલાના પ્રેમી પુરુષાર્થની - મૂર્તિ જેવા ભાઈશ્રી નંદલાલભાઈ દેવલુક જૈન શ્રી સંઘમાં કોઈએ ન આપ્યું હોય એવું નવતર નજરાણું અર્પણ કરી રહ્યાં છે ત્યારે એ નજરાણું આપણે સૌ અંતરના ઊંડા આશીર્વાદ અને અભિનંદન આપવા સાથે સહર્ષ | સ્વીકારીએ.. જૈન તીર્થકરોનાચરિત્રો તો સેંકડો વર્ષથી લખાતા આવ્યા છે અને લખાશે પરંતુ એમના સીધા વારસદારો તરીકે શ્રી શ્રમણ સંઘહોવા છતાં તેમના ચરિત્રો જે રીતે તૈયાર કરવા જોઈએ તે રીતે તૈયાર થયા ન હતા અને એ તૈયાર કરવાની અનિવાર્ય જરૂર હતી. ભાઈશ્રી નંદલાલભાઈએ “જાત મહેનત ઝીંદાબાદ' નું સૂત્ર અપનાવીને શ્રમણ ભગવાન મહાવીરથી લઈને એમની પરંપરામાં થયેલા આજસુધીના પ્રધાન આચાર્યોના સુંદર ચિત્રો અને તેઓએ કરેલા કાર્યોનું દર્શન કરાવતુ અતિ સુંદર, ભવ્ય અને આકર્ષક પ્રકાશન પ્રબળ પુરુષાર્થ કરી તૈયાર કર્યું છે. તે ઉપરાંત શ્રી પદ્માવતીજી, શ્રી ગૌતમસ્વામીજી આદિ. ના દળદાર ગ્રંથો પ્રગટ કર્યા અને એ દિશામાં એમનો પુરુષાર્થ સતત ચાલુ રહ્યો છે તે બદલ મારા - અમારા તરફથી હાર્દિક ધન્યવાદ સાથે અભિનંદન પાઠવું છું. વાલકેશ્વર - મુંબઈ - વિજયયશોદેવસૂરિ ૧૯૭૭માં પાલિતાણામાં નંદલાલ દેવલુક સંપાદિત ૧૮૦૦ પાનાના “વિશ્વની અસ્મિતા” ગ્રંથના વિમોચન પ્રસંગે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જ. પટેલ જૈનાચાર્યોને વંદના કરતા નજરે પડે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ [120] NJCh છે RET -- . પડ ગધ્રા છે, કરી રહી જૈનો હંમેશા ભક્તિભાવથી જ્ઞાનની પૂજા કરતા રહ્યાં છે. સં. ૧૯૯૦માં સુરેન્દ્રનગરમાં ત્રણ જૈનાચાર્યોની નિશ્રામાં દેરાસરની એકસો વર્ષની ઉજવણી પ્રસંગે નંદલાલ દેવલુક સંપાદિત “શાસનપ્રભાવક શ્રમણ ભગવંતો” ગ્રંથની પ્રથમ આવૃત્તિ હાથીની અંબાડી ઉપર મૂકીને શહેરના રાજમાર્ગો ઉપર નીકળેલ જ્ઞાનયાત્રાનું અનુપમ દશ્ય Page #150 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧/૧ અવિવિધક્ષેત્રે પ્રતિભાદર્શન % –ા. પૂ. આ. શ્રી જયઘોષસૂરિજી મ. સા.ના પ્રશિષ્ય પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ (નેમિપ્રેમી) આ જ સાહિત્યસફરમાં સફળ યોગદાન આપી મને પણ જૈન ધર્મનાં ઊંડાં રહસ્યો સુધી લઈ જનારા અનેક સંતશિરોમણિ મહાત્માઓ અને ચિંતનશીલ મુનિવર્યો પૈકી જ એક લેખક, વ્યાખ્યાતા અને તપસ્વી મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીના પુણ્ય પરિચય પછી, અગાઉના અમારા ગ્રંથો પછી હાલમાં પ્રગટ | ચનાર જૈન પ્રતિભાદર્શન ગ્રંચમાં પણ તેઓશ્રીને વિનંતી કરતાં દાન, શીલ, તપ અને ભાવ વગેરે અનેક વિભાગો રચી વિવિધ પ્રકારે પ્રતિભાવંતોનાં દર્શન - તેઓશ્રીની આગવી કલમથી કરાવ્યાં છે. જિનશાસનની આગવી પ્રતિભાના " કરાવેલા સ્પષ્ટ દર્શનમાં એક એક લેખ ભવિષ્યની પેઢીને માટે ઘર્મમાર્ગના ભોમિયા બનવાની ગરજ સારે એવા લખાયેલા છે, વિ. સં. ૨૦૫૪ના તેઓશ્રીના કપડવંજ ચાતુર્માસ દરમ્યાન અથાગ મહેનત લઈ આગમગ્રંથોનું અવલોકન ઉપરાંત વિવિધ માધ્યમો વડે આ સર્જન થઈ શકયું છે. આ ઉપરાંત પણ કુદરતી મળેલ મધુર કંઠમાં તેમના શ્રીમુખે સ્તવનસઝાય સાંભળવા કે ધર્મચર્ચાઓ કરવી તે પણ આનંદનો એક વિષય બને તેમ છે. લબ્ધ-લશ્ય ગણાતા તેઓની સુંદર સંચાલન શક્તિ ઉપરાંત શાસન પ્રભાવક | યોજનશક્તિઓ પણ સવિશેષ જોવા મળેલ. છતાંય તેઓશ્રી તે વચ્ચે પણ | નિરીહતા વધુ પસંદ કરે છે અને તેવી શક્તિઓ અને લબ્ધિઓથી પણ વધુ આત્મશુદ્ધિની પ્રગતિ ઝંખે છે તેમ તેમના નિકટના સંપર્કથી લાગ્યા વગર નહિ રહે. સાહિત્યની દીર્ઘ સફરમાં સૌજન્યતા, સરળતા અને સમજદારીપૂર્વકનો - સહયોગ આપવા બદલ હું પૂજયશ્રીનો ઋણી છું. શાસનદેવને અમારી અભ્યર્થના છે કે તેઓશ્રીનો સંયમમાર્ગ નિષ્કટક બનાવી જિનશાસનની શોભામાં તેમની શક્તિઓ વધારે. આ જ ગ્રંથમાં પૂજ્યશ્રીના સંસારી માતુશ્રી સ્વ. કંચનબહેન શાંતિલાલ શાહનું કિજીવનકવન પણ એક સંસ્કારદાત્રી માતાનું મહત્ત્વ પણ સહજમાં સમજાય તેમ છે. -સંપાદક Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] દાન-ધર્મ પ્રતિભા દર્શન ઘર્મના ચાર પ્રકાર પ્રભુ વીરે પ્રકાશ્યા તેમાં દાનધર્મ સર્વથી મોખરે ગણાય છે. ગૃહસ્થાવસ્થામાં રહેલ શ્રાવકો-શ્રેષ્ઠિઓ અને અણગારી આલમના શ્રમણો પણ વિવિધ પ્રકારી દાનસરિતાના પ્રવાહમાં ભવસમુદ્ર તરી ગયાનાં જ્વલંત દૃષ્ટાંતો આગમો–શાસ્ત્રો દર્શાવે છે. આગારીઓ સંપત્તિ અને સંતતિનું દાન કરી શકે છે, જ્યારે અણગારો સન્મતિનું. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિત દાન અને કીર્તિદાન એમ પાંચ પ્રકારી દાનમાં પ્રથમના બેથી મોક્ષ અને છેલ્લા ત્રણથી ભોગસુખો મળે છે. [ જૈન પ્રતિભાદર્શન ‘ધન’ શબ્દ જ્યારે છૂટો પડે તે જ શબ્દ ‘દાન' બની જાય છે, તેમ જ્યારે ઘનની મૂર્છા છૂટે ત્યારે દાનધર્મ સધાય છે. જમણા હાથનું સર્જન (નીતિનો પૈસો) અને બેઉ હાથે વિસર્જન તે નીતિ દાનધર્મની છે, તેથીય વધીને કહેવું છે કે જમણા હાથે કરેલ દાનની ડાબા હાથને પણ ખબર ન પડે તેવું ગુપ્તદાન પ્રકટ સુખ અપાવે છે. જગડુશા, ભામાશા, પેથડશા, દેદાશા, ઝાંઝણશા ઉપરાંત અનેક દાનવીરોએ દુનિયાને દુઃખ વખતે ત્રણ અપાવી પોતાના જ કલ્યાણની કમાણી કરી લીધી છે. સ્વયં તીર્થંકરો દીક્ષાગ્રહણ પૂર્વે ઘરવાસમાં રહ્યાં છતાં લાગટ એક વરસ સુધી દરરોજ ૧ ક્રોડ અને ૮ લાખ સોનૈયાનું છૂટે હાથે દાન કરતાં એક વરસમાં ૩૮૮ ક્રોડ ૭૦ લાખ મુદ્રા દાનમાં લગાવી દે છે જેનું વજન જ ૪૦ મણવાળુ એક ગાડું હોય તેવાં ૨૨૫ ગાડાંપ્રમાણ=૯૦૦૦ મણ જેટલું થઈ જતું હોય છે. આવા પાછા સાંવત્સરિક દાનમાં અઢળક માત્રા અને વજન પ્રમાણ (૧) ભોજન (૨) વસ્ત્ર (૩) આભૂષણ અને સુવર્ણમુદ્રાઓનો જાણે વરસાદ થાય છે. ધન્ય છે આર્યદેશની આ સંસ્કૃતિને જ્યાંના સંસ્કાર જ ત્યાગ કરી પછી જ ભોગનો યોગ કરવાના છે, માટે જ મહર્ષિઓ કહી ગયા છે —તેન ત્યવત્તેન મૂનિયાઃ ।'' વિત્ત (ધન), ચિત્ત (મન) અને પાત્ર (સ્વીકર્તાજન)નો પ્રકર્ષ સંયોગ તો જવલ્લે જ થાય છે. છતાંય ભૂતથી વર્તમાનની અતીવ લાંબી સફરના અનેક મુસાફરો પૈકી જૈન જગતના ઝળહળતા અમુક દાતાઓનાં ઓવારણાં લઈએ અને અનુમોદના કરીએ તેમની દિલ વિશાળતાની. દરિયા જેવા દૌલત દાતાનાં દિલ Hillથી પણ ઊંચા અને Feelથી Full હોય છે. (૧) ધન સાર્થવાહનું સુપાત્ર દાન અસંખ્ય વરસો પૂર્વે થયેલ આ ઘટનાના પાત્ર ધને ચડતા પરિણામે બે મુનિવરોને ઘી વહોરાવી સ્વયંના સુકૃતની સ્વયં રૂડી ને ઊંડી અનુમોદના કરી. તેટલા માત્રથી મોક્ષના બીજરૂપ સમ્યક્ત્વ સ્પર્શી ગયું અને પછી તો પ્રગતિ પામતો તે જીવાત્મા પરમાત્મા આદિનાથ સુધીની યશોગાથા પામી ગયો. તે જ આત્મા દાનપ્રભાવે પ્રથમ તીર્થંકર ઋષભદેવ બન્યો. સાધુની ભિક્ષાચર્યા પણ ધર્મલાભ સાથે ધનલાભનું Page #152 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૩ ( કારણ બને તો આશ્ચર્ય જેવું નથી. (૨) અભયદાન વડે બન્યા મહાન હૃદયની કણાથી કબૂતરને બાજ પક્ષીથી બચાવવા અભયદાન આપી પોતાની જંધાના માંસથી લઈ સંપૂર્ણ કાયાની માયા મૂકી દેનાર રાજા મેઘરથ દેવોની પરીક્ષામાં તો પાર ઊતરી ગયા જ, પણ તેમનો જીવ ભાવિમાં ચક્રવર્તીના ભોગ તે જ દાનગુણથી પામી સાથોસાથ તીર્થંકરની સમૃદ્ધિ ભોગવી સોળમા શાંતિનાથ પ્રભુ બની ગયો છે. માટે જ કવિઓએ કહ્યું છે કે “દાને દૌલત પામીએ, દાને ક્રોડ કલ્યાણ.” શરણે આવેલ મરણે કેમ જાય તેવી ભાવનામાં ય અહિંસાધર્મનો વાસ છે. (૩) રાજા નરવાહનનો મોક્ષ વરસો પૂર્વે દાનપદ વડે જ લક્ષ્મીની મૂછ ઘટાડી અને અલખ-નિરંજન જેવું અપરિગ્રહપણું વિકસાવી નરવાહન રાજા તો મુક્તિની ભુક્તિ પામી ગયા છે. લે, લે, લે કરનાર કરતાં લો લો લો કરનાર દાતાની સ્થિતિ મેઘની જેવી ઊંચી હતી જ્યારે યાચકવર્ગ સમુદ્રની જેમ વિશાળ છતાંય મેઘથી ઘણો જ નીચો હતો. આ રાજવીનો દાનપ્રેમ એવો હતો કે તેઓ સંપત્તિને હાથનો મેલ માનતા હતા. આમેય કીર્તિ હંમેશાં દાનાનુસારિણી જ હોય છે. લોકપ્રશંસાથી ય પર રહી તેઓ ભવસાગર તરી ગયા. (૪) પ્રભુપૌત્ર શ્રેયાંસકુમારથી પ્રારંભાયેલો દાન-વ્યવહાર. આ ક્ષેત્રની આ જ અવસર્પિણી યુગલિક કાળની સમાપ્તિ પછી પ્રવ્રજ્યા સ્વયં પ્રાપ્ત કરી પ્રથમ યતિ વ્રતધારીનું બિરુદ મેળવનાર આદેશ્વર પ્રભુ ગોચરી માટે ફરતા રહ્યા પણ દાનધર્મ ન જાણતી પ્રજા સુપાત્ર સાધુદાનનું મૂલ્યાંકન ન કરી શકી. તેથી લાગત ચારસો દિવસ જેટલા ઉપવાસ પછી શ્રેયાંસકુમારે જ્યારે ઇશુરસના ઘડા વડે પોતાના દાદા મુનિરાજને પારણું કરાવ્યું ત્યારે આકાશમાંથી “અહો દાનમ્”ની દિવ્ય| ધ્વનિ સાથે વિધવિધ ઉત્તમ દ્રવ્યો વરસી પડ્યાં, સૌને દાન-વ્યવહાર સમજાણો અને પ્રથમ દાતા તરીકે શ્રેયાંસકુમારે પણ આત્મકલ્યાણ સાધ્યું. તે દિવસ પછી આજ લગી સાધુદાનથી અનેક આત્માઓ ભાગ્યવાન બન્યા. (૫) INVEST કરેલું કોઈનુંય WASTE જાય જ નહિ (૧) બળરામ મુનિવર્યને નિર્જન વનમાં વહોરાવી રથકાર તો પાંચમે દેવલોક ગયો જ; પણ અનુમોદનાના બળે હરણ જેવું પ્રાણી ડાળ તૂટતાં મરણ પામી બ્રહ્મદેવલોકે ચાલ્યું ગયું. (૨) નિર્દોષ અડદના બાકુના વહોરાવી જિતશત્રુ રાજવીના પુત્ર મૂળદેવકુમાર વિશાળ રાજ્યલક્ષ્મી પામ્યા. (૩) તેવી જ રીતે દાસી બનેલી દુઃખિયારી વસુમતીનું દાન સ્વીકારી પ્રભુ વીરે તો જાણે તે જ ભવમાં ચંદનબાળાને દાનમાં મોક્ષસુખનું વળતર વાળી આપ્યું. (૪) “પણ ભિક્ષા વહોરાવું' એવા અધ્યવસાય સાથે સીડી ઊતરતાં પગ લપસી જવાથી મરણ પામી કૃષ્ણ શેઠ ગોવાળપુત્ર સંગમ બન્યા, પણ તે જ સંસ્કારમાં શદ્ધિ-વૃદ્ધિ વડે બાળપણમાં જ સાધજીને સંપૂર્ણ ખીર વહોરાવી પછીના ભાવમાં શેઠ શાલિભદ્ર બન્યા. જેમના ઘરે પિતાદેવ ગોભદ્રશેઠનો જીવ દરરોજ ભોગપભોગ માટે ૯૯ પેટીઓ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન ભરી સુંદર સામગ્રીઓ મોકલતો હતો છતાંય તેવી સાહ્યબીને સલામ ભરી શાલિભદ્રજી સાધુ બન્યા. (૪) કયવના શેઠ તેઓ જ કૃતપુણ્ય કહેવાતા હતા, તેમનું સૌભાગ્ય સૌ માંગે છે પણ સુખસવલતોના સ્વામી બની સુયશ પણ પ્રાપ્ત કરી સ્વાર કલ્યાણ સાધનાર તેઓએ પૂર્વભવમાં કરેલ સાધુ-મહાત્માને દાનનું માહાભ્ય ભાગ્યે જ કોઈ જાણે છે. દાનનાં પાંચ ભૂષણો સાથેનું અન્ન-પાન-વસ્ત્ર-પ્રીતિ-જ્ઞાનદાન વગેરે તો સુવર્ણધાન્યની ખેતી છે, જેનાં ફળો વિવિધ ભાગોનો યોગ છે તેથીય વધીને શ્રેષ્ઠતમ ફળ મોક્ષપ્રાપ્તિ છે. (६) मुहादाई मुहाजीवी दोवि गच्छंति सुग्गइं સ્વાર્થના સંસારમાં સ્વશ્રેયાર્થે નિઃસ્વાર્થભાવે દેવાતું દાન સગતિઓની પરંપરા અને પ્રાંતે મુક્તિ અપાવી દે છે. એષણા વગરના દેનાર અને આકાંક્ષાઓ-અપેક્ષાઓ વગર જીવનારની સુગતિનું કોઈ વારણ ન કરી શકે. (૧) ચક્રવર્તીપણું પ્રાપ્ત કરી ભોગો વચ્ચે પણ અનાસક્ત ભરત મહારાજાને આરીસાભવનમાં જ કેવળજ્ઞાન લાધી ગયું; જેમનો ઇતિહાસ ભૂતકાળના ભવમાં સાધર્મિક સાધુઓની ભોજનભક્તિ કરી દાન સંસ્કારનો વિકાસ હતો. ગૃહસ્થાવસ્થામાં પણ લાખો વરસ ભરતે દાનસત્રો ચલાવી સાધર્મિક ભક્તિ કરી મુક્તિ મેળવી. (૨) ભરતરાજની પાટે આવેલ રાજા દંડવીર્ય તો સૌને જમાડી પછી જમવાની પ્રતિજ્ઞાવાળા હતા. ઇન્દ્ર સંખ્યાબંધ શ્રાવકોની માયા રચી કરેલી પરીક્ષામાં પાર ઊતરી આઠ દિવસના ઉપવાસ સ્વયં કરી દાનના બદલામાં વરદાનરૂપે દિવ્ય ધનુષ્ય-કુંડલ વગેરે મેળવ્યાં. તે જ ગુણ થકી મોક્ષે પણ ગયા. (૩) દુષ્કાળ વખતે દીનદુઃખીઓના બેલી બની જનાર વિમલવાહન રાજા ઉદારતા ગુણોથી તીર્થંકરનામ, બાંધી પ્રભુ સંભવનાથ બન્યા છે. (૪) થાવગ્ગાપુત્રે જ્યારે સંસારત્યાગ કર્યો ત્યારે જે દીક્ષા લે તેના પરિવારના ભરણ-પોષણની સંપૂર્ણ જિમેદારી લઈ લેવાની વિશાળતા દર્શાવનાર વાસુદેવ શ્રીકૃષ્ણ તીર્થંકર થવાના છે. (૫) પોતાના જ લગ્ન નિમિત્તે મૂક-દયાપાત્ર પશુઓનો વધ અટકાવી પ્રાણી માત્રને અભયદાન દઈ સંસારસુખને તિલાંજલી આપી દેનાર પરમાત્મા નેમિનાથને મોક્ષસુખ જ મળી ગયું છે ને? - આવા તો અનેક ઐતિહાસિક નરબંકાઓએ આ દેશના ભવ્ય ભૂતકાળમાં પોતાનાં દયા-દાન વગેરે ગુણો વડે યાદપાત્ર નોંધો ઉમેરી છે, ઇતિહાસ સર્જ્યો છે, અમરગાથાઓ ઉમેરી છે. (७) दत्तं श्रेयांसि संसूते પ્રદત્ત અને પ્રભુક્તમાં મોટું આંતરું છે. દીધેલ શ્રેયમાળા સર્જે છે. ભોગવેલી વિષ્ટા જેવી હેય સ્થિતિનું સર્જન કરે છે. વસતીદાનનું અઢળક પુણ્ય બાંધનાર જીવાત્માઓમાં જયંતી શ્રાવિકા, વંકચૂલ, અવંતિસુકમાલ, કોશા શ્રાવિકાનાં નામ મોખરે છે. શાંતનુ મંત્રીનો વિશાળ પ્રાસાદ જે ચોરાશી હજાર સુવર્ણમુદ્રા ખર્ચે બનાવાયો હતો તે જોઈને પણ વાદિદેવસૂરિજીએ ખુશી ન દર્શાવી ત્યારે ઉપકારી ગુરુની ખુશી માટે સ્વનો સ્વાર્થ ભૂલી ઘરને ઉપાશ્રયરૂપે અનુદાન કરી નાખી ધર્મલાભની કમાણી કરી લીધી. દાનપ્રેમી ભોજરાજને દાન તો જાણે નિત્ય વ્યસન સમું હતું. તિજોરીનું તળિયું દેખાવાની અણી આવી ત્યારે મંત્રીઓએ યુક્તિ કરી દીવાલ ઉપર લખી નાખ્યું ] Page #154 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૫ “બાપ ઘનં રહેત”, જવાબમાં રાજાએ લખ્યું “હતાં ૩ર માપઃ'. મંત્રીએ ફરી ઉમેર્યું “સવિત યુવેર માથ” તો તેનો વળતો જવાબ રાજા ભોજે વાળ્યો “વિમેવ વિનશ્યતિ'. દાતાઓના દાનપ્રવાહમાં લોકો વાહ-વાહ પોકારી જાય તેવા પરાર્થોમીમાં ભોજરાજાનો ઉલ્લેખ થાય છે. - શ્રીપાળ શેઠે પોતાના પુત્ર ઉદય પાસે મહારાણીનો હાર ચોરાવી તેના દંડરૂપે સાડાત્રણ લાખ દ્રવ્યની ભરપાઈ કરી ચતુરાઈથી સિદ્ધરાજ જયસિંહને મદદ કરીને માલવપતિના યુદ્ધ વખતે ખાલી થઈ ગયેલા રાજકોષને ભરાવી આપ્યો. યેન કેન પ્રકારેણ દાન દેવાની લાલચ પૂરી કરી. સ્વયં કલિકાળસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય શ્રેષ્ઠિના દાનગુણની પ્રશંસા કરી હતી. (૮) “સંવિમાની હું તરૂં મોવવો” જે છે તેમાંથી પણ કંઈક આપી દેનાર પરમાત્મા વીરના શાસનમાં પ્રભુ વીરના અર્ધવસ્ત્ર દાનનું ઉદાહરણ આંખ સમક્ષ રાખી “અતિથિ દેવો ભવ'ની સંસ્કૃતિના હિમાયતી અનેક પુરુષો પાકી ગયા છે, જેમનાં નામ-કામ કે યશકીર્તિ પાછળના ઇતિહાસમાં તેમના થકી થયેલ EMOTION યુક્ત DONATION મુખ્ય હેતુ છે. આગલા ભવમાં યજ્ઞકર્તા બ્રાહ્મણનો એ નોકર બધાયના જમી લીધા પછી વધેલું જ વાપરતો હતો; જેમાંથી પણ સંવિભાગ કરી સાધુઓને ભિક્ષા આપી દેવલોકે ગયો. ત્યાંથી વળી એવી શ્રેણિકપુત્ર નંદીષેણ બન્યો; જ્યારે યજ્ઞકર્તા બ્રાહ્મણ મનના મેલને કારણે ભવ હારી ગયો. કોઢરોગથી વ્યાપ્ત દેહવાળા સાધુની પરિચર્યા માટે પોતાની દુકાનમાંથી ઉપયોગી કિંમતી રત્નકંબલ તથા બાવનાચંદન આપી વ્યાપારીઓ તે જ ભવે મોક્ષે ગયા. વિક્રમની ચૌદમી સદીના કચ્છના જગડુશાએ દુષ્કાળ વખતે લાગટ ત્રણ વરસ દાનશાળાઓ ચલાવી પોતાનાં ધન-ધાન્ય પ્રજા માટે વાપરી નાખી વિશળદેવની લાજ રાખી અને પાટણની દુષ્કાળદશા અટકાવી. પરીક્ષા કરવા આવેલ રાજાના હાથને ઓળખી દાનમાં રન આપી દીધું. વસ્તુપાળ-તેજપાળના ઘરે દરરોજ પાંચસો સાધુ-સાધ્વીઓ તથા પંદરસો સંન્યાસીઓ વગેરેને દાન અપાતું. કયારેક તો અનુપમાદેવી સ્વયં ભાવભક્તિ કરતાં હતાં. અઢી લાખ જાત્રાળુઓના સંઘપતિ તરીકે રહેલા ઝાંઝણ શેઠે સારંગદેવના મર્યાદિત આમંત્રણનો અસ્વીકાર કરી પાંચ દિવસ સુધી સંપૂર્ણ ગુજરાતને જમાડી આનંદ લીધો હતો. માંડવગઢના મંત્રીશ્વર પેથડશા રાજદરબારે પાલખીમાં જતા પણ સામે સાધર્મિક મળે તો ઊતરી જઈ પોતાના ઘરે મોકલતા અને તેમની માતા ચરણ પખાલી ભક્તિ કરતી હતી. આભૂ શેઠે ૩૨ છોડનું ઉજમણું કર્યું ત્યારે અનેક સાધર્મિકોને ગુપ્ત દાન કરી સાચવી લીધા હતા. આવા ગુપ્ત દાનનાં લેખાંજોખાં તો ઇતિહાસ પણ ગુપ્ત જ રાખ્યાં છે. દેદાશાહે પોતાની સઘળીય સંપત્તિ તીર્થપતિ પરમાત્માના શરણે ધરી દઈ અપરિગ્રહનો નિયમ કર્યો, પુત્ર પેથડને ફક્ત સુવર્ણસિદ્ધિનો મંત્ર આપ્યો હતો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] [ જૈન પ્રતિભાદર્શન (૯) “ધર્મસ્થાપિર્વ તાન” વાર્ષિક દાનથી જગતોપકાર કર્યા પછી જ શીલબળથી સંયમ સાચવી તપ વડે કર્મો ખપાવી ભાવધર્મની સ્પર્શના કરી તીર્થકરો પણ કેવળજ્ઞાન મેળવે છે. માટે જ ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ પદે દાનધર્મ ગણાય છે. ધનનું દાન કરી દાતા ધન્ય બને છે. ધાન્ય વગેરે તો તેની પાસે અખૂટ બની રહે છે, પણ ધનની મૂછનો ત્યાગ કરનાર જ ખરો દાનવીર છે. તેથી જ સાધુઓ ધનહીન છતાંય સમષ્ટિને વિધવિધ પ્રકારે દાન આપી દાનગંગાને વહેતી રાખે છે. જેમકે પ્રભુ વિરે માતાની કુલિમાં જનેતાને શાંતિનું દાન, પિતાને વર્ધમાન સંપત્તિનું દાન, યુવાવસ્થામાં વરસીદાન, દીક્ષા પછી બ્રાહ્મણને વસ્ત્રદાન, ચંડકૌશિકને સ્વર્ગદાન, અર્જુન માળીને મોક્ષદાન, ગૌશાળાને સમ્યત્વ દાન, સંગમને અશ્રુદાન, સિંહઅણગારીને સંમતિદાન, શ્રેણિકાદિને તો તીર્થંકરપદ દાન, ગૌતમાદિને જ્ઞાનદાન આપી વિવિધ દાનનાં સ્વરૂપ સૌને સમજાવ્યાં. ચક્રવર્તીઓ પણ પ્રતિદિન પ્રભાતે વિહરમાન જિનેશ્વરની સ્થિતિ-સ્થાને જણાવનારને ઉચિત દાન દે છે. જીવંતસ્વામીની પ્રતિમા પ્રતિ ભક્તિભાવથી ઉદયન રાજાએ પોતાની માલિકીનાં ગામો આપી દઈ પછી સંયમનો સ્વીકાર કર્યો હતો. પુણિયા શ્રાવકના સામાયિક સાથે સાધર્મિક ભક્તિરૂપી દાન પ્રકારની પ્રશંસા સ્વયં પ્રભુ વીરે દેશના સમયે કરી હતી. (૧૦) “નયા નિનશાસનમ્" અબજો કે અસંખ્ય વરસોનો ઇતિહાસ જ્યારે જ્ઞાનીઓ પાસેથી જાણીએ-માણીએ છીએ ત્યારે જૈનશાસનના જય-જયકાર' તથા જગત સમગ્રમાં શિરમોરની ખ્યાતિનાં મૂળ કારણોમાં ગૃહસ્થો દ્વારા વહેતા દાનપ્રવાહની સત્ય ઘટનાઓથી સરભર ભૂમિકાઓ જોવા મળે છે. જો કે ગુપ્તદાન જેવું શ્રેષ્ઠ દાન નથી, છતાંય જ્યાં જ્યાં પણ દાતાઓની નામાવલિ કે ભક્તિઓ જોવા મળે છે તે તે વાંચીને પણ અનેકોને સ્વયં સ્કુરણા થતી રહે છે અને ઉછામણી કે બોલીઓની સ્પર્ધા વડે પણ દાન દેવાની પડાપડી આજેય જોવા મળે છે. આજના દિવસે અનેક આત્માઓ પએરણા વગર જ ચોક્કસ લક્ષ્યો સાથે વિવિધ પ્રકારે દાન કરી શાસન-પ્રભાવના, તીર્થ-ખ્યાતિ તથા નિરાશ્રિતોને સહાય કરવામાં નિમિત્ત બને છે. સવચંદ શેઠ અને સોમચંદ શેઠની મીઠી તકરાર સિદ્ધાચલજી ઉપરની ઉત્તુંગ એવી “સવા-સોમાની ટૂક તરીકે પ્રસિદ્ધિ પામી છે. શ્રીમંત પુત્રવધૂ હસુમતી ભાવસારની મદદથી પ્રગતિ પામી ઉદો શ્રાવક ઉદયન મંત્રી બની ગયો હતો. મોતીશા શેઠ દ્વારા મરણ પૂર્વે જ એક લાખ દ્રવ્ય પ્રમાણ લેણું માંડવાળ કરાવવું, શેઠ માણેકલાલ ચુનીલાલ દ્વારા પ્રતિમાની ચોરી કરનારને જ ગુપ્તદાન કરી ધર્મ પમાડવાની ઘટના તાજી જ છે. આ ઉપરાંત પણ કર્ણ જેવા વચનદાતા, માઘ કવિ જેવા દાન-વ્યસનીઓ, સંત એકનાથ જેવા ધનના ગરીબ પણ મનના ઉદાર પુરુષો પણ આદેશના દાનધર્મની છાયામાં ખ્યાતિ-પ્રખ્યાતિ પામેલા છે. જિનશાસનમાં વિશિષ્ટ પ્રતિભાના દર્શન કરાવતા પુણ્યપુરુષોના પાર્શ્વના કે વર્તમાનના ઇતિહાસમાં દાનગુણની ગરિમા વડે જ શાસનનું ગૌરવ વધારનાર વધારે સંખ્યામાં જોવા-જાણવા મળે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૭ बंध मुठ्ठी कर आया था वह, और बिद्दाइ हथेली चला गया। जो खा गया सो खो गया, दे गया वह ले गया । અનેક પ્રકારી દાન જાણી, ધર્મ ભાવે જે કરે સ્વીકાર, માન મૂકી જો દાન કરે, થાય તેનો તો જયજયકાર. બ્રહ્મચર્ય પ્રતિભાદર્શન - બ્રહ્મચર્યપ્રેમ એટલે પરમ બ્રહ્મ તત્ત્વ પ્રાપ્તિનો પ્રેમ. આ વ્રતની માત્ર અભિલાષા પણ જ્યાં સંસારશોષણનું કારણ બને ત્યાં આચરણ તે તો મુક્તિની મંગલ માળનું પહેરણ બને તેમાં આશ્ચર્ય શું? ચતુર્થ વ્રતની નવ વાડોથી નિર્મળ જેનો સદાચાર–સંયમચાર તે તો ભવપાર થવાનો શ્રેષ્ઠ માર્ગ. જગત સંપૂર્ણમાં દીવા જેવું વ્રત જેમણે ઈચ્છયું, લીધું ને પાળ્યું તેના સઘળા મનોરથો સિદ્ધ થયા ને વ્રતી સ્વયં પણ સિદ્ધ થયા. “અણોરપાર સંસારમાંથી વિસ્તાર કરાવ્યા વગર ન જંપે તો તે છે સર્વશુદ્ધ શીલવ્રત. જૈન જગતની જ્વલંત પ્રતિભાઓનો પુણ્યપરિચય પણ વ્રત શિરોમણિ શીયળ વ્રતનો પ્રભાવ-પ્રતાપ જાણવા-માણવા ખાસ જરૂરી ગણાય, તેમાંનાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રોનો સુખદ પણ સંક્ષેપપરિચય આ રહ્યો– (૧) નેમ અને રાજુલની જીવંત પ્રતિભા લાગલગાટ નવ ભવ પતિ-પત્ની, દેવ-મિત્ર વગેરેના ભવખેલમાં પણ શીલવ્રતને પ્રધાન રાખી, પ્રગતિ સાધી છેલ્લા ભવે મૂક પશુઓની દુઃખ-દશા દેખી પોતાના લગ્નજીવનના સુખનું જ બલિદાન દઈ નેમકુમાર તો તીર્થકરોની સર્વશ્રેષ્ઠ પદવી પામ્યા; પણ સાથે વ્રત-પ્રભાવે જ રાજુલ પણ તેઓશ્રીના શ્રીહસ્તે દીક્ષિત બની તેમનાથી પણ વહેલા મુક્તિમહેલના મંગળ દ્વારને આંબી ગયાં. સંસારસુખની ભક્તિથી જે વિમુખ થાય તેની મુક્તિ અટકાવી પણ કોણ શકે? . (ર) વિજય શેઠ શેઠાણી વિજયા– ને કુદરતે કૃષ્ણ-શુકલ પક્ષના વ્રત સાથે મિલન કરાવ્યું, પણ લગ્ન થયા પછી થયેલ ઘટસ્ફોને પણ સહજ સમજી તે યુગલે ભર્તા ને ભાર્યા કરતાં પણ ભાઈ-ભગિનીની જેમ જીવવું વધુ પસંદ કર્યું. સ્વયં વિમળ કેવળી થકી જિનદાસ શ્રાવકને માહિતી મળતાં આદર્શ શ્રાવક-શ્રાવિકાને ઘેર આમંત્રિત કરી, જમાડી ચોરાશી હજાર સાધુદાનનું ફળ મેળવ્યું. કચ્છદેશના વાસી બેઉએ તે જ ભવમાં દીક્ષા લીધી અને તે જ ભવમાં સાધનાઓ કરી મોક્ષ સુધીનાં લક્ષ્યો સર કરી લીધાં. કેવળીએ તેવી દંપતીને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] [ જૈન પ્રતિભાદર્શન જમાડવામાં ચોરાશી હજાર સુસાધુદાનના પુણ્યની કમાણી કરી હતી. (૩) સતી સીતા સામે વ્રતી રાવણ દશાનન દ્વારા અપહરણ કરાયેલ સીતાએ સ્વયંની શીલમર્યાદા અખંડ રાખી. સામે રાવણે તેને મનાવવા ધરાર પ્રયત્નો નિષ્ફળ જતાં જાણ્યા છતાંય પોતાના પરસ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ અબ્રહ્મવર્જનના અભિગ્રહને અખંડ ટકાવી, માનદશાનું મૃત્યુ જરૂર વહોરી લીધું; પણ દર્પ કરતાં કંદર્પને હાલો કરી નિયમભંગ ન જ કર્યો. મનનું સંયમન પરાણે પણ થાય તોય પરાણે પણ ભવસંસાર ટૂંકો થાય તેનું સચોટ ઉદાહરણ આથી બીજું શું? (૪) જંબૂકુમારની જબ્બર પ્રગતિ પૂર્વ ભવમાં પ્રવ્રયા પછી પાછા સાંસારિક પત્નીના વ્યામોહમાં અટવાઈ સાધુતા ગુમાવી, તે પછીના ભવમાં ચારિત્રમોહનીય કર્મનો ઉદય અને દીક્ષાની ઝંખનામાં જ મૃત્યુ છતાય સંયમવિરાધનાના વિપાકરૂપે સંયમની અપ્રાપ્તિ, તે પછીના ભવમાં દેવતાઈ અવતારમાં પણ વિલાસ-વિમુખદશા અને ભવગતિ પછી પ્રગતિ સાધતાં દેવલોકની દેવીઓ સાથે આવી જંબૂકુમાર નામે જન્મ લઈ સાવ કિશોરાવસ્થામાં જ માતાપિતાના અત્યાગ્રહથી ક્રોડાધિપતિઓની આઠ-આઠ કન્યાઓને ફક્ત એક રાત્રિ માટે પરણી, ચોરોને પણ પ્રતિબોધી, માતા-પિતા, સાસુ-સસરાઓની સાથે સામટી પર૭ની સંખ્યામાં દીક્ષા–વ્રતના દેઢ પ્રતાપે તે જ ભવમાં ચરમ કેવળી બની શિવસુખના સ્વામી બની ઇતિહાસમાં નામ નોંધાવી ગયા. સ્વવધૂના સુખને છોડી-તરછોડી મુક્તિવધૂને વરી જનાર આવાં ઉદાહરણો ઘણાં જ ઓછાં. (૫) નવ નારદોનો વિચિત્ર વ્યવહાર છતાંય બ્રહ્મવ્રત પ્રતાપે મોક્ષ. જેમના જીવનમાં અન્યને કલહ કરાવી પોતાનો સ્વાર્થ સાધવાના ગણિતો મુખ્ય હતાં, તેથી જ દ્રૌપદીના અપમાનનો બદલો લઈ શ્રીકૃષ્ણને પણ કલહ-ટંટામાં અટવી નાખનાર નારદ જેવા ઠીક નવની સંખ્યામાં વિશિષ્ટ પુરુષો ફક્ત જીવનમાં દઢ કરેલ બ્રહ્મચર્યના પ્રતાપે મોક્ષ સુધીની ઊંચાઈ આંબી જાય છે, તે વ્રતનો જ પ્રભાવ છે. નવ નારદો પણ ત્રેસઠ ઉત્તમ પુરુષો પછીના શ્રેષ્ઠ પુરુષો ગણાય છે, તેમાં તેમના વ્રતનો પ્રતાપ છે. (૬) સોળ સતીઓની સફળ સાધના અનેક પ્રકારી માનવીય અથવા દેવતાઈ ઉપસર્ગો વચ્ચે પણ અડોલ મનોબળ દાખવી અબળા ગણાતી નારીઓએ સબળા બની જે સામનો કર્યો છે તેમાં તેમની ખુમારીના મૂળ પાયા શીલવ્રતને આભારી છે. ઉપરાંત બ્રાહ્મી-સુંદરીથી લઈ સુલતા-ચંદનબાળાના કાળ સુધીનાં નારીપાત્રોમાં કોઈએ આબાલ બ્રહ્મચારિણી બની ઉન્નતિ સાધી છે, કોઈએ એક પતિવ્રતના પ્રતાપે, કોઈએ દેવલોકે જઈ આગામી નિકટ ભાવિમાં મોક્ષ સાધવાનો છે તો કોઈએ તો તે જ ભવમાં બ્રહ્મવ્રત પ્રતાપે મોક્ષ મેળવી લીધો છે. જૈન કથાનકો આ સત્ય પાત્રોની પાત્રતાનો પરમ-ગરમ વિકાસ પૂર્વે પણ અટક્યો ન હતો અને ભાવિની શીલવાન નારીઓની ગતિ-પ્રગતિ કોઈ અટકાવી શકે તેમ નથી. માટે જ ભરફેસરની સઝાયમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૯ ( વિવિધ નારી પાત્રોને પણ પ્રતિષ્ઠા પ્રદાન કરતી ઉક્તિઓ સર્જાણી છે. (૭) શીલમતીઓના સવિશેષ જીવંત પ્રસંગો (૧) ઉગ્રસેન રાજાની રાજપુત્રી રાજુલની શીલભાવના સમજવામાં સંસારી અવસ્થાના દિયર રથનેમિ ઊણા ઊતર્યા તો સંસાર-ત્યાગ કરી રાજુલે રથનેમિ મુનિને બ્રહ્મજ્ઞાન કરાવી દીધું. ગુફામાં અંધકાર હતો પણ જ્ઞાન-પ્રકાશ થતાં મુનિ તત્ત્વ પામી ગયા ને રાજુલ તો નેમિનાથની પૂર્વે જ મુક્તિ પામી ગયાં. (૨) શીલપ્રભાવે છેદાયેલાં અંગો જેનાં ફરી નવાં થયાં, તે જંગલમાં રાજા વડે તજી દેવાયેલી સતી કલાવતી હતી. (૩) શીલવતીએ શીલનું રક્ષણ કરવા રાજાના ચાર પ્રધાનો સાથે માયા રમી લીધી, છેતરપિંડી કરી વ્રતરક્ષા કરી હતી. (૪) તેવી જ રીતે નર્મદાસુંદરીએ વ્રતરક્ષણ કાજે ડહાપણભર્યું પગલું લેતાં ગાંડપણનું નાટક આબાદ પાર ઉતાર્યું હતું. (૫) સીતાના શીલપ્રભાવે અગ્નિનું પાણીમાં પરાવર્તન, સુભદ્રાની દઢ ટેકથી ચંપાનગરીના ત્રણ દરવાજા સહજમાં ઊઘડી જવા, અંબિકા સતી દ્વારા શુભંકર-વિશંકર પુત્રોની પ્યાસ બુઝાવવા ભૂમિ ખોદતાં જલ હાજર થવું, કામાધીન રાજાનું તારા સતી પાસે જતાં જ થંભી જવું, બુદ્ધિબળે રાજા, મંત્રી, પુરોહિત તથા નગરશેઠને એક રાત્રિમાં જ ઘરની મંજૂષામાં પૂરી દઈ જયસુંદરી દ્વારા શીલરક્ષા, મદનરેખા મેળવવા મણિરથ દ્વારા ભાઈ યુગબાહુની હત્યા અને તરત પછી સર્પદંશથી મણિરથનું પણ મૃત્યુ વગેરે અપૂર્વ ઘટનાઓમાં દેવતાઈ ચમત્કારો, શીલ-પ્રભાવક ઘટનાઓ અને મોક્ષ કે સ્વર્ગગતિની સફર સાવ સાહજિક બની છે. (૮) શીલવાન પુરુષોના જીવન પ્રસંગો (૧) બ્રહ્મચર્યપદની આરાધના થકી ચંદ્રવર્મ રાજા મોક્ષગતિ પામી ગયો. વીસ સ્થાનક વિધિ તપમાં આ એક જ સ્થાનક તેમના તારણનું કારણ બન્યું હતું. (૨) તીર્થંકરની માતા-પિતાના અલગ શયનખંડની વાત કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં ગુરુમુખે સાંભળતાં જ દેદાશાહે ચતુર્થ વ્રત ઉચ્ચરી લીધું, ને પેઢી દર પેઢી તે વારસો ચાલ્યો, જેથી પૂર્વજોની જેમ પરંપરા પણ સદાચારી પાકી. (૩) સાધર્મિકની કામળી સ્વીકારવા ૩૨ વરસની ભર યુવાનીમાં સજોડે બ્રહ્મચર્ય, અખંડ પાલન અને તેના પ્રતાપે તે જ કામળી થકી રાણીનો તથા અનેકોનો જવાહરણ-રોગહરણ અને છેવટે હાથી જેવા તિર્યંચને પણ કામળી ઓઢાડતાં સ્વસ્થતા જે પ્રાપ્ત થઈ તેમાં પેથડશાહની બ્રહ્મચર્યનિષ્ઠા મુખ્ય છે. (૪) એકસો એકોત્તેર વર્ષની જૈફ વયે કુરુક્ષેત્રના યુદ્ધમાં સેનાપતિપદ સંભાળી આબાલ બ્રહ્મચારી ભીખે વાસુદેવ કૃષ્ણની પીતાંબરગાંઠ ઢીલી કરાવી દીધી; જે બાંધવા બે હાથ ભેગા થઈ શકે તેટલો સમય Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] [ જૈન પ્રતિભાદર્શન s પણ યુદ્ધ દરમ્યાન ન આપી બ્રહ્મચર્યની તાકાત દેખાડી દીધી અને છ-છ માસ બાણોની શય્યા ઉપર જ સંથારો કરી ઇચ્છામૃત્યુ મેળવી લીધું. (૫) સુંદરીએ ભરતની સાથે લગ્ન ન કરવા લાગટ સાઠ હજાર વરસનાં આયંબિલ કરી દેહરૂપ શોષી નાખ્યું. તે જોતાં જ ચક્રવર્તી બનેલ ભરતને પણ બ્રહ્મજ્ઞાન થઈ ગયું, વૈરાગ્ય વધી ગયો ને અંતે કેવળી પણ બન્યા. (૯) જૈનમાર્ગી અજૈન બ્રહ્મચારી ગૃહસ્થો (૧) શ્રીમદ્ રાજચંદ્રની ચિતનશૈલીના ચાહક ગાંધીજીને બ્રહ્મચર્યપ્રેમ જાગ્યો, વિકસ્યો ને ટક્યો તેમાં જૈન સાધુ પાસે અપાવેલી માતાની પ્રતિજ્ઞાઓ હતી. (૨) રામકૃષ્ણ પરમહંસ તથા શારદામણિ દેવીનો યોગ પતિ-પત્નીરૂપે બંગાળમાં થયો. ઉમ્ર વચ્ચે ખાસ્સે અંતરૂ પણ લગ્ન પછી પણ બ્રહ્મચર્યવ્રત પાળી દેવી કાલિના ચમત્કારોના અનુભવો કર્યા. (૩) માયકાંગલા દેહધારી પોલીસ કોન્સ્ટબલના પુત્ર રામમૂર્તિએ બ્રહ્મચર્યસાધના દ્વારા શરીર સશક્ત બનાવ્યું ને દોઢસો મણ વજન સુધીની વસ્તુઓ ઉપાડવા, હલાવવા, ખેંચવાની સિદ્ધિઓ દેખાડી દીધી. (૪) મહાત્મા ગાંધીની જેમ બ્રહ્મચર્યગુણથી જ શિવાજીએ મહારાષ્ટ્રની, સ્વામી વિવેકાનંદે આર્ય પ્રજાની, દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની, ભગતસિંહે સ્વતંત્રતાની, શંકરાચાર્યે હિન્દુના વેદધર્મની ખૂબ રક્ષા કરી છે. (૫) મોહાંધ રાણાને હાડી રાણી દ્વારા થયેલ બોધ, મીનળદેવી દ્વારા કર્ણદેવની વાસનાનું શમન, બંગાળી સંત અશ્વિનીકુમાર દત્તની સજોડે બ્રહ્મચર્યસાધના દ્વારા ધર્મપ્રચાર, સહજાનંદ બ્રહ્મચારી દ્વારા હિન્દુ ધર્મમાં સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના, બ્રહ્મચારી લોચનદાસની આત્મસાધના, ઉપગુપ્ત દ્વારા વાસવદત્તાને બોધ, કોશા વેશ્યા દ્વારા રથિકને પ્રતિબોધ વગેરે ઘટનામાં બ્રહ્મચર્યશક્તિની બોલબાલા જ પ્રધાન છે. (૧૦) ઉપસંહાર કંદર્પ ઉપર કાબૂ મેળવનાર મહાપુરુષો પણ દર્પના સર્પથી ડસાય છે અને કમોતનું મોત રાવણની જેમ વહોરી લે છે, તેથી વિરુદ્ધ બ્રહ્મચર્યપ્રેમીઓ સ્વસાધના તરફ સ્વશક્તિને વાળે તો તે જ વ્રતગુણ મુક્તિનાં સુખ પણ બક્ષી દે છે. જૈન ધર્મમાં વ્રતરક્ષાના સબળ અને સફળ ઉપાયો જે દર્શાવ્યા છે તેનું અક્ષરશ: પાલન = કર્મોનું ક્ષાલન અને શાશ્વત સુખમાં મહાલન. નૈષ્ઠિક કે નૈસર્ગિક બ્રહ્મચારીઓનું ચિતવેલું પણ ફળે છે, જ્યારે ઉગ્ર તપસ્વી બોલે ત્યારે ફળે છે. છતાંય બ્રહ્મચર્યને પણ ઘોર ને ગૂઢ તપની ઉપમા આપતાં મહર્ષિઓ જણાવે છે કે તવેલું વા ૪૫ વફર | “કામની દવા શુભ કામ છે, બીજી-ત્રીજીનું નહિ રે કામ; રમા-રામાની રખડપટ્ટી, છોડે તો મળે આતમરામ.” Page #160 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૧ ( તપસ્યા પ્રતિભા-દર્શન ) કર્મ તપાવે ચીકણાં, ભાવમંગલ તપ જાણ; પચાસ લબ્ધિ ઊપજે, જય જય તપ ગુણખાણ... આત્માનો સ્વાભાવિક ઘર્મ છે અણાહારીપણું, પણ જ્યાં સુધી દેહની કેદમાં િજીવાત્મા પુરાયેલો છે ત્યાં સુધી આહાર રૂપી ભાડું આપી ગૃદ્ધિ તરફ ગતિ કરતી, ગદર્ભ જેવી કાયા સાથે માયા કરી લઈ તે જ શરીર પાસે પાછું ધર્મારાધના રૂપી. કામ કઢાવી લેવાનું કૌશલ યોગી પુરુષો જાણે છે. જૈન ઘર્મની ઐતિહાસિક સૃષ્ટિ તરફ દષ્ટિ નાખતાં જ થયેલા તપસ્વીઓ, ત્યાગીઓ અને તેજસ્વીઓથી તરબતર, ભૂતકાળ ભાસે છે. તપને તો “સર્વ મંગળમાં પહેલું મંગળ' કહી તેના છે બાહ્ય અને છ અત્યંતર પ્રકાર દર્શાવી જિનેશ્વરોએ તો કમાલ કરી નાંખી છે. ભાવ તપથી તો ભવ રૂપી વિકાર જ શિકાર બની જાય છે. જે માટે શાસ્ત્ર તો ફરમાવે છે કે, એ “કર્મ તપે તપયોગથી, તપચી જાય વિકાર; ભાવમંગલ તપ જિન કહે, શિવસુખનો દાતાર.” જૈન ઘર્મમાં જે પ્રમાણે તપની વ્યાખ્યાનું ઊંડાણમાં ખેડાણ છે - તેવું તપનું વિશ્લેષીકરણ તો દુનિયાના કોઈ ઘર્મમાં જોવા નથી મળતું, અને તે જ દિ ભવે નિશ્ચિત મુક્તિના જાણનારા તીર્થંકરો પણ કેવળી બન્યા પછી છેક જીવનના છેવાડા સુધી તપનું આચરણ અખંડ રાખે છે. નિર્વાણ પૂર્વે પણ ઉપવાસાદિથી લઈ માસક્ષમણ જેવા ઉગ્ર તપનું આલંબન હોય છે. જિનશાસનમાં આઠ પ્રભાવકો કહ્યા તેમાં તપસ્વી પણ શાસન પ્રભાવક છે. કહેવાય છે. વિગઈયુક્ત તપ શત્રુનું ઘર, આયંબિલ તપ મિત્રનું અને ઉપવાસાદિ આ તો ઘરનું ઘર (પોતાનું) કહેવાય છે. પ્રસ્તુત લેખ ૯ તત્ત્વો પૈકી નિર્જરા નામના તત્વના ઉપષ્ટભક તપ’ ધર્મની પ્રતિભા પ્રગટાવી જનાર પુણ્યાત્માઓની યાદમાં તે છે, જેઓ ગૃહસ્થ-દેશવિરતિવાળાં છતાંય તપસ્યા દ્વારા મુક્તિ-વિરક્તિ અથવા પ્રગતિની ગતિ પામી ગયા હતાપામી રહ્યા છે (૧) ચંદ્ર રાજર્ષિની તપોગાથા જંબુદ્વીપના આ ભરતક્ષેત્રની ગઈ ચોવીશીમાં બીજા તીર્થંકર નિર્વાણી પ્રભુ થઈ ગયા. તેમના શાસનકાળમાં ચંદ્ર નામે રાજા થયા. તેમના આયુષ્યના ૧૫૫ વરસમાં ૧૨ વરસની કુમારાવસ્થા પછી લાગેટ સો વરસ રાજ્યનું પાલન કર્યું, પછી દીક્ષા લઈ ફક્ત આઠ વરસમાં તો તપના પ્રભાવે કેવળી બની ગયા ને બાકીનાં ૩૫ વરસ કેવળી તરીકે વિચરી અંતે મોક્ષે પણ ગયા. નાના એવા સંયમજીવનમાં નેવું હજાર આત્માઓને દીક્ષા આપી અને દીક્ષા પૂર્વે ૧૬ પટ્ટરાણીઓ, બીજી ૧૬00 રાણીઓ અને તેની પણ નીચે ૧૬000 રાણીઓ રહેતી હતી. આવો સાંસારિક વૈભવ અને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન પ્રભાવશાળી દીક્ષા પછી મોક્ષ પણ થવામાં પૂર્વ ભવની કરેલી તપસાધના જ મુખ્ય હતી. પૂર્વના ભવમાં સુલસ શેઠે એકાંતર ૫૦૦ આયંબિલ જ કર્યા હતા અને તેની પત્ની ભદ્રાએ પ00 આયંબિલની તપસ્યા બે વાર કરેલ. ચંદ્રરાજાનો જીવ બીજા ભવે મંત્રીપુત્ર ચંદન થયો, ત્યારે તેમની પ્રેરણાથી તેમની સાથે તેમની પત્ની અશોક8ીએ, ૧૬ બહેનપણીઓએ, એક સેવક હરિએ તથા ધાવમાતાએ વર્ધમાન તપની ૧OO ઓળીઓ પૂર્ણ કરી. પાયામાં પડેલ આયંબિલના પૂર્વ ભવના સંસ્કારના પ્રતાપ-પ્રભાવે શેઠમાંથી મંત્રીપુત્રપણું મળ્યું, પછી પ્રથમ દેવલોકે ગયા અને તે પછી તપના પ્રભાવે જ રાજાપણું, રાજર્ષિપણું અને છેલ્લે કેવળી બની શાસનની ખૂબ પ્રભાવના કરી મોક્ષે જવાનું પણ થયું. આમ આયંબિલ તપનો પ્રભાવ અચિંત્ય છે તેનું એક ઉદાહરણ છે. (૨) શ્રાવિકા સુંદરીનો તપ પુરુષાર્થ અપર માતાના પુત્ર ભાઈ ભરત સાથે સુંદરીના વિવાહની વાત ચાલી, પણ સુંદરીનો આત્મા પૂર્વભવથી જ તપપ્રેમી હતો, વૈરાગી પણ. પૂર્વભવના પીઠ અને મહાપીઠ મુનિવરો ગુરુભાઈ બાહુસુબાહુના વૈયાવચ્ચગુણની પ્રશંસા ન ખમી શકવાથી મત્સર ભાવનામાં પછીના ભવમાં ભારત અને બાહુબલીની બહેન બ્રાહ્મી-સુંદરી તરીકે અવતર્યા હતાં. સાધુતાના સંસ્કારને કારણે સુંદરીને આ ભવમાં પણ દીક્ષાની જ ભાવના થઈ ગઈ, પણ ચક્રવર્તીપણું મેળવી છ ખંડ સાધવા નીકળેલ રાજા ભરતના અતિઆગ્રહથી ને જોહુકમીને કારણે સંસારવાસની કેદમાં રહેવું પડ્યું. તે દરમ્યાન લાગત ૬૦ હજાર વરસ સુધી સતત આયંબિલનો ઉગ્ર તપ કરી પ્રથમ સંઘયણવાળી પોતાની સુકુમાર કાયાનાં રૂપ-તેજ શોષી નાખ્યાં. તપમાં ઉગ્ર વૈરાગ્ય ભળેલો હતો તેથી ચારિત્ર-મોહનીય કર્મ તૂટ્યાં, છ ખંડ સાધી પાછા વળેલા ભરતે સુંદરીની સુંદરતા ખોવાયેલી જાણી, કારણમાં તપ જાણ્યું ને પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત મનમાં થતાં જ સુંદરીને દીક્ષા લેવા અનુમતિ આપી દીધી. તપથી થયેલા હળુકર્મવાળી સુંદરી સાધ્વીએ તે જ ભવમાં મોક્ષના સુખને સાધી આત્મકલ્યાણ કરી લીધું. ગૃહસ્થાવસ્થાનો કરેલ તપ લેખે લાગી ગયો. (૩) દ્રૌપદીએ લીધેલ તપ શરણ સાધુજીને કડવી તુંબડીનું શાક માયાથી વહોરાવી દીધું તેથી ધર્મરૂચિ અણગાર કાળધર્મ પામી ગયા. પછી વહોરનાર બ્રાહ્મણીનો જીવ નાગશ્રીના ભવ પછી અનેક દુર્ગતિઓમાં ભટકી સુકુમાલિકા નામે વિષકન્યા બન્યો. બબ્બે પતિઓ તેના સ્પર્શમાત્રથી જવરમાં પટકાઈ પડ્યા જેથી આંખો ખૂલી, વૈરાગ્ય થયો, દીક્ષા લીધી. ઉગ્ર તપસાધના કરી પણ સાથે ગુરુણીની ઉપરવટ થઈ આતાપનાઓ જાહેરમાં લઈ નિયાણું કરી નાખ્યું ત્યારે પછીના ભાવમાં પાંચ પતિઓની એક પત્ની તરીકે જીવન મળ્યું. તેણીના રૂપનું વર્ણન નારદ પાસેથી સુણી ઘાતકીખંડના રાજા પદ્મોત્તરે દેવની સહાયતા લઈ ત્યાંના ભરતક્ષેત્રની અપરકંકા નગરી સુધી તેણીનું હરણ કર્યું ત્યારે વિષયાભિલાષી રાજાની સામે પોતાના શીલની રક્ષા કરવા કાજે તપ ધર્મને મુખ્ય બનાવી દીધો. લોગટ છ માસ સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ અને પારણામાં પણ આયંબિલનો તપ કરી પ્રચંડ પુણ્ય પેદા કર્યું, જેથી વાસુદેવ કૃષ્ણને અઠ્ઠમ તપ કરી લવણસમુદ્રના સુસ્થિતદેવને સાધી દરિયો ઓળંગી મુક્ત કરવા આવવું પડ્યું. તપનું લીધેલ શરણું ફળ્યું ને શીલરક્ષા પણ થઈ. સતી દ્રૌપદીએ તે પછી પુત્ર પાંડુસેનનો રાજ્યાભિષેક થયે દીક્ષા લીધી, તપ તપ્યો, જેથી બ્રહ્મદેવલોકે Page #162 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૩ દસ સાગરોપમનું દેવાયુ મળ્યું. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તપશીલ પ્રભાવે મોક્ષે જશે. આગલા ભવના તપ સંસ્કાર અન્ય ભવમાં પણ સંકટમુક્તિનું કારણ બની શક્યા. (૪) દુર્ગિલાનો જ્ઞાન તપ સુલસ શ્રાવક ને શ્રાવિકા સુદશા જેઓ કુસુમપુરનાં વાસી હતાં. તેમને ત્યાં સ્વભાવે ભદ્રિક દુર્ગત નામે સેવક હતો ને દુર્ગિલા સ્ત્રી હતી. એક વાર પોતાની સ્વામિનીને જ્ઞાન-પાંચમના દિવસે પંચમી તપ સાથે જ્ઞાનનાં પુસ્તકો વગેરેની આરાધના કરતી જોઈ જાણવાની જિજ્ઞાસા થઈ. સાધ્વીએ જ્ઞાનપંચમી તપની વાત કહી. તે વખતે તપની શક્તિ ન હોવાથી પતિને કહી શીલના પાલન વડે તપશક્તિ પ્રાપ્ત કરી. પાછળથી જ્ઞાનપાંચમનો તપ ઉપાડ્યો. ફક્ત પાંચ વરસ ને પાંચ માસના નાના પણ શ્રદ્ધાપૂર્વકના તપના પ્રભાવે જ દુર્મિલા દાસી સૌધર્મ દેવલોકે ગઈ. દુર્ગતનો જીવ પણ શીલ પ્રતાપે દેવલોકથી આવી અજિતસેન શ્રેષ્ઠિની પદવી પામ્યો ને દાસી દુર્ગિલા જ સતી શીલાવતી બની, જેની બુદ્ધિ બહાદુરોને પણ ભય પમાડી દે તેવી થઈ હતી. તે જ જ્ઞાનતપના પ્રભાવે જાતિસ્મરણ જ્ઞાન થયું, દીક્ષા લીધી, સંયમથી પમો દેવલોક મળ્યો, હવે પછી મોક્ષ. (૫) રતિસુંદરીની તપકથા રાજપુત્રી રતિસુંદરી યૌવનાવસ્થા પામી, રૂપ અને ગુણ પણ પ્રગટી ગયાં હતાં. કુંવારી અવસ્થામાં જ સાધ્વીજીના શ્રીમુખે ધર્મોપદેશ સાંભળી તપધર્મની રુચિ થઈ ગઈ, પણ પરિસ્થિતિ તથા પરિણામવશાત્ તપ ન કરી શકી ને તરત પછી ચંદ્રરાજા સાથે લગ્ન થયા. બળવાન રાજા મહેન્દ્રસિંહને રતિસુંદરીના રૂપની વાતથી જ કામ થયો ને ચંદ્રરાજા સાથે લડી લઈ રતિસુંદરીને પોતાના વશમાં કરી. અબ્રહ્મસેવનથી બચવા રિતસુંદરીએ રાજા પાસે ચાર માસનો સમય યુક્તિપૂર્વક માંગી લઈ આયંબિલ, ઉપવાસ વગેરે તપથી દેહને દુર્બળ બનાવી દીધો. રાજાનો મોહ-નશો સતી રતિસુંદરીનો તપ જાણતાં જ ઓગળી ગયો, પણ પરાણે પારણું કરાવતાં તપના આશ્રયે શાસનદેવીની સહાય માંગતા જ શાસનદેવીએ તેણીની કાયા કુત્સિત કરી નાખી. કોઢની વ્યાધિવાળી રતિસુંદરીને પાછી ચંદ્રરાજાને સોંપવામાં આવી. તપ-પ્રભાવે શીલરક્ષા થઈ ને શીલના પ્રભાવે રતિસુંદરી સ્વર્ગે ગઈ છે. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ મેળવી તપ-શીલ પ્રભાવે મોક્ષે જશે. (૬) સતી દમયંતીની તપ સાધના આગલા ભવમાં લાગટ ૫૦૪ આયંબિલનો નાનો તપ પણ ભાવનાની શુદ્ધિ-વૃદ્ધિ સાથે કરી તીર્થંકર તપ પૂર્ણ કર્યો. જેનું સુંદર ફળ દમયંતીના ભવમાં મેળવ્યું. આવેલ આપત્તિ વચ્ચે તપધર્મનું શરણું લઈ અનેક સતીઓએ પોતાની પ્રતિભા પ્રગટ કરી છે. (૭) જંબૂકુમારની તપ પ્રગતિ આગલા ભવના વિરાધેલા સંયમને કારણે શિવકુમારના ભવમાં જેબૂકુમારના જીવને સંયમ મેળવવા ખૂબ તલપ વચ્ચે ગૃહસ્થાવસ્થાના બંધનમાં રહેવું પડ્યું. ચારિત્ર ન મળે ત્યાં સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ અને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ / / જૈન પ્રતિભાદર્શન વચ્ચે આયંબિલનો ઉગ્ર તપ ઘરબેઠાં તપી બાર વરસ વિતાવી નાખ્યાં. જેના પ્રભાવે ઘણું જ રૂપવંતું શરીર દેવભવમાં મળ્યું. તેમના દ્વારા હળુકર્મી બનેલ દેવનો જીવ દેવલોકમાં પણ વિરક્ત રહ્યો, જ્યારે અવનનો સમય આવ્યો ત્યારે ભાવિમાં ઉપકારી થનાર પરમાત્મા વીરને વાંદવા પણ આવ્યો. તેને પોતાની કુક્ષીમાં ગર્ભ રૂપે ધારણ કરવા માટે પણ માતાને એકસો આઠ આયંબિલનો તપ આદરવો પડેલ. આયંબિલ તપના પ્રભાવે પ્રગતિ પામેલો જંબૂકુમાર તે જ ભવમાં શાસનપ્રભાવના કરી મોક્ષલક્ષ્મીને વરી ગયો. જિનશાસનનો આધારસ્તંભ અહિંસાધર્મ છે જેની આધારશિલા વળી તપ-ત્યાગ જ છે. (૮) શ્રીપાળ-મયણાનો જીવોદ્ધાર શાશ્વતી આયંબિલની ઓળી દ્વારા સિદ્ધચક્રની આરાધના કરી વિઘ્નોનો ઉપશમ કરનાર દંપતી યુગલની ગૌરવગાથા જગજાહેર છે જ. તેમનું ચરિત્ર વાંચનારને લાગ્યા વગર નહિ રહે કે નાનો પણ ભાવપૂર્વકનો તપ કેટલો કિંમતી હોય છે. (૯) તપસ્વિની ચંપાબાઈ ગણેલા સૈકા પૂર્વે જ મુસ્લિમ રાજવી અકબર થઈ ગયો છે, તેનો મનપલટો હિંસકમાંથી અહિંસાપ્રેમી તરીકેનો જે થયો, તેમાં મુખ્ય નિમિત્ત પરમાત્મા વીરશાસનની શ્રાવિકા ચંપાબાઈએ કરેલ છ માસના ઉપવાસની ભીષ્મ તપસ્યા જ હતી ને? તપધર્મને આગળ કરી તપસ્વિનીનો શાસન પ્રભાવક વરઘોડો ઘણાયની સાથે બાદશાહના મનમાં પણ જિજ્ઞાસા પેદા કરી ગયો. જેના કારણે પરિચય વધતાં શ્રાવિકાના ઉપકારી હીરસૂરીશ્વરજી મ. સા. જેવા નિઃસ્પૃહી ગુરુનો સંપર્ક થયો. સંપર્ક વધતાં સંપૂર્ણ હિન્દુસ્તાનમાં અમારી પ્રવર્તન થયું ને શાસનનાં અનેક સુંદર કાર્યો પણ. મૂળ પાયામાં ચંપાબાઈની તપપ્રતિભાનો પ્રતાપ હતો. (૧૦) વિવિધ તપના વિવિધ તપસ્વીઓ સાગરિકોની સાધના સ્થૂલ હોવાથી અને અણગારીઓની સૂક્ષ્મ રહેતી હોવાથી ગૃહસ્થો બાહ્યતામાં અનેકગણી પ્રગતિ કરી આત્માનું કલ્યાણ કરવા અગ્રેસર રહેતા આજના કાળમાં પણ જોવા મળે છે. આનંદ શ્રાવકને વિધવિધ તપ વડે જ ઘરબેઠાં અવધિજ્ઞાન પ્રગટી ગયું હતું. તેમ જ પરમાત્મા વીરના અન્ય નવ ધનાઢ્ય શ્રાવકથી લઈ ધનથી વહોરેલી દરિદ્રતાવાળા પુણિયા શ્રાવકનો એકાંતર ઉપવાસનો તપ પણ ઘણો પ્રશંસાણો છે. રોગમુક્ત કાયા ને વૈભવવિલાસ વચ્ચે કરાયેલ નાનો પણ તપ-ત્યાગ ઘણો જ લાભકારી થાય છે. તેમાંય પરમાત્મા વીરના નિર્વાણ પછીના અઢી હજાર વરસે ઊતરી ગયેલ ભખગ્રહને કારણે હાલે તપ દ્વારા સમસ્ત જૈનસંઘની પ્રતિભાને ચાર ચાંદ લગાડી દેનાર ગૃહસ્થોના લાગેટ બસ્સો ઉપવાસથી વધુ લાંબા ત૫, ૧૬ ઉપવાસને પારણે ૧૬ ઉપવાસથી એકવરસી તપ કરનાર સુરતનાં શ્રાવિકાનાં ઉદાહરણો આંખ સામે લાવવા જેવા છે. બહુરત્ના-વસુંધરા ભાગ-૧ અને ભાગ-૨ આવા જ જૈની તપના વર્તમાનકાળના આરાધક ગૃહસ્થોની અનુમોદના કરતું પુસ્તક છે, જેમાં અપાયેલ તપસ્વીઓત્યાગીઓનાં દૃષ્ટાંતો આશ્ચર્ય અને આનંદની રેખા પેદા કરી દે તેવો છે. તપના અજીર્ણ ક્રોધને વર્જી, પ્રગટાવે જે પુરુષાર્થ પ્રતિભા વધે તેની અવશ્ય, મને પાછો મોક્ષનો સાર્થ. Page #164 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંશ ] [ ૧૧૫ તપણા સર્વાગ સિદ્ધત્તિ –મન, વચન અને તનની તેજસ્વિતા જેનાથી પ્રગટ્યા વગર ન રહે તે સમ્યક તપ તીર્થંકરપદ જેવી પારલૌકિક પ્રકર્ષતા તો બક્ષે જ; ઉપરાંત મોક્ષના સુખની સ્વાનુભૂતિ સાથે અલૌકિક સિદ્ધપદ પણ. (ભાવ-ધર્મ પ્રતિભાદર્શન ) (ા પરમાત્મા વીરે ઘર્મના ચાર પ્રકાર પ્રરૂપ્યા તેમાં દાનમ્, શીલમ, તપ, એ ત્રણ |tપુસક લિગમાં ગણાય છે, જ્યારે એ ત્રણેય સાથે ભાવરૂપી પુલિંગનો સહચાર | ચોય ત્યારે જ ધર્મનું ફળ પરાકાષ્ઠા પામે છે. શાસ્ત્રોમાં બાર + ચાર = કુલ ૧૬ | ભાવનાઓ ભાવવાની રીતિ-પદ્ધતિ ઉપર ખાસ વજન આપવામાં આવ્યું છે. તેના | મુખ્ય કારણમાં જડ પ્રતિ રાગ ટાળવા બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરવાની છે. || અને તે જ સાથે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવી જીવ પ્રતિ અનાદિકાળનો . કેપભાવ ટાળવાનો છે. જડને ખળ માનવું ને જીવમાં શિવના દર્શન કરવાની ભાવના એ જ ધર્મનો મૂળ પાયો છે. લાખના આંકમાં શૂન્યોની કિંમત ત્યારે જ છે, || જો આગળ એકડો હોય. તેમ કોઈ પણ નાની-શી ઘમરાધનામાં ભાવનો એકડો | ભળે તો જ તેનું મૂલ્ય છે, અન્યથા “વિયાઃ પ્રતિષત્તિ માવશૂન્યાઃ”ના ન્યાયે IN ફક્ત ક્રિયાચાર તે તો આજ્ઞાંકિત ભૂતની જેમ સીડી ઊતરવા-ચડવાની ને છેલ્લે * | | ચાકવાની પ્રવૃત્તિ સિવાય કંઈ ફળ ન આપે. | તે જ પ્રવૃતિઓ સફળ છે જેમાં અંતવૃત્તિનો યોગ-સંયોગ છે, માટે જ નાનીઓ ઘર્મના ઉપકરણને એક ટક, કરણ (ઇન્દ્રિયો)ને નવ ટકા પણ I અંતઃકરણ (ભાવશુદ્ધિ)ને નેવું ટકા માકર્સ આપે છે. સાવ છેલ્લી ભાષામાં કહેવું I જ પડે તો કહીએ કે ભાવોથી ભાવિત શ્રમણોપાસક પણ શ્રમણ છે, જ્યારે | | ભાવોથી પતિત અણગારી ફક્ત દ્રવ્યલિંગી રહેવાથી આગારીથી વિશેષ કંઈ નથી. } || આગમોના પાને પાને ભાવ પ્રતિ સદ્ભાવ દર્શાવતાં એક નહિ પણ અનેક હદતો ઝળહળે છે. (૧) ભાવના ભવનાશિની ભાવધર્મનો સાધક-ઉપાસક ભવોભવની ભવાઈ સમજી ભ્રમણમુક્ત બની જાય છે, પછી તે સંયમની સંપ્રાપ્તિ પૂર્વે જ કેવળી બની જનાર કુર્માપુત્ર હોઈ શકે કે પ્રસાધનગૃહમાં ભાવનારૂપી સાધનબળે કૈવલ્યલક્ષ્મીની સિદ્ધિ મેળવી લેનાર ચક્રવર્તી ભરત મહારાજા. ગૌતમસ્વામી પાસે દીક્ષિત થનાર પંદરસો તાપસી પોતાના ગુરુ પૂર્વે જ ફક્ત ભાવનાના રથ પર આરૂઢ બની કેવળજ્ઞાન પામી ગયા હતા ને? Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ / || જૈન પ્રતિભાદર્શન = = (૨) યાદેશી દૃષ્ટિસ્તાદેશી સૃષ્ટિ યાદૃશ માવના તાદ્રશી સંભાવના –જ્યારે ભાવો પ્રબળ બને છે ત્યારે આત્માનું બળ સ્વયં પ્રગટ થવા લાગે છે. માટે જ તો દૂર રહેલી સતી સુલસા ભાવિતાત્મા હોવાથી પરમાત્મા વીરની નિકટ જ હતી. અને તેણીની નિર્મળ ભાવનારૂપી સમકિતનાં દર્શન કરાવવા હેતુ અંબડ જેવા પ્રાણ પરિવ્રાજકની સાથે પ્રભુએ ધર્મલાભ પાઠવ્યા હતા. અતિથિને વહોરાવી વાપરવાની ભાવના ઉગ્ર થતાં જ ચંદનબાળાને વિષમ પરિસ્થિતિમાં પણ પાંચ માસ ને પચ્ચીસ દિવસના ભીખ ઉપવાસી વીર જિનેશ્વરના પારણાનો લાભ મળ્યો હતો ને? આતિથ્ય સત્કારની ભાવનાવાળા નયસારને પણ જંગલમાં ભૂલા પડેલા મુનિવરોનાં દર્શન સુલભ થયાં હતાં. (૩) ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન ક્ષણ પૂર્વે જ સાતમી નરકને યોગ્ય કર્મદલિકોનો કચરો દુષ્ટ ભાવોની ભૂલમાં ભેગો કરનાર રાજર્ષિ પ્રસન્નચંદ્રજી, પળ પછી જ ચેતી જઈ ચિત્તના શુભ અધ્યવસાયો થકી સર્વાર્થસિદ્ધ વિમાને જવા યોગ્ય કર્મોનો બંધ કરવા લાગ્યા અને પછી તો જબરી છલાંગ ભાવબળે લગાવતાં તત્કણે જ કેવળજ્ઞાન વરી ગયા. પોતાનાં ગુસ્સીના મીઠા ઠપકાને સદ્ભાવનાથી ગ્રહી લેનાર મૃગાવતી માસી સાધ્વી સ્વયં ચંદનબાળા કરતાં પૂર્વે જ કેવળી બની ગયાં. તેવી જ રીતે નૂતન શિષ્ય ચંડરુદ્રાચાર્ય ગુરુ કરતા પહેલાં જ માર પડ્યો છતાં મન મારી કર્મોને બાળી કેવલ્ય વરી ગયા હતા. નટડી પાછળ મોહાયેલો નટ ઇલાચીકુમાર ફક્ત સાધુજીની નિઃસ્પૃહિતાના દર્શન કરી ભાવવિભોર બની ગયો અને નાચતાં-નાચતાં જ ભવનો નાચ સમાપ્ત કરનાર કેવળી બની ગયો છે. ખાતા છતાં અંતરથી દુભાતા કૂરગડ મુનિ તપસ્વીઓના તિરસ્કારનો સમભાવે સ્વીકાર કરી કેવળી બની ગયા તેમાં ભાવોની વિશુદ્ધિ સિવાય શું હતું? સ્કંદકસૂરિજીના પાંચસો શિષ્યો પાલક પાપીથી પિલાતા છતાંય ફક્ત ભાવના ટકાવી તો કેવળી બન્યા, જ્યારે સ્વયં સૂરિજી દુર્ગાને પડ્યા તો આરાધક ન બની શક્યા. (8) MOTION OF EMOTION ભાવુકોને ઓળખી શકનાર જ ઓછા હોય છે. માણેક શેઠ સિદ્ધગિરિભાવમાં જ વિતરણ કરતાં જ વ્યંતર નિકાયના યક્ષેન્દ્ર માણિભદ્ર થયા ને કમોત છતાંય સમાધિબળે પ્રગતિ પામી એકાવતારી થયા છે. ગણધર ગૌતમ પણ જ્યારે પરમ ગુરુ વીરના નિર્વાણ પછી રાગનું રડવાનું છોડી વિરાગભાવે ચડ્યા તો વીતરાગ કેવળી મોડે મોડે પણ બની શક્યા. Hateful hell or healing heaven is nothing except two quite opposite sides of mentality. માટે જ તો કાલસોરિક કસાઈ જે નરકનો અતિથિ બનવાનો હતો માટે દેહવેદના ને અંતકાળ વખતે કાદવનો લેપ, ગંધાતા ચામડાની બૂ તથા અશુચિથી આનંદિત થયો, જ્યારે ચંદનનો લેપ તેનો ઉપચાર ન કરી શક્યો. મનના પાપે જ મમ્મણે હોરાવેલ લાડુમાં મોહાણો ને કૃપણતાના કારણે નરકે ગયો. જયારે દૃષ્ટિવિષ ચંડકૌશિકનો મનપલટો થતાં જ પ્રભુવીરની અમીદષ્ટિના પ્રતાપે આઠમો દેવલોક થયો. દઢપ્રહારી જેવો ખૂની મનથી જ મુંડ અણગાર બની ગયો હતો તો તે જ Page #166 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ [ ૧૧૭ મુનિપદે મોક્ષે સિધાવી ગયો. સુખાના હત્યારા ચિલાતીપુત્રએ મનપલટો પહેલો કર્યો પછી વેશપલટો કરનાર સાધુ બન્યો. (પ) મદ વક્ત ગીત રે મનમર્કટની લીલાને જ જે વશ બને તેનું જીવન ઉપવન મટી વન જેવું વેરાન થાય છે, જ્યારે પરવશ-પરાધીન મનને જે વશમાં લે તેની જીત છે. કંડરિક જેવો સાધુ પણ મનથી હાર્યો તો સંયમ ચૂક્યો અને આહાર-એશઆરામમાં પડી સાતમી નરકે ગયો; જ્યારે તેનો જ સંસારી ભાઈ પુંડરિક સંયમધર્મની ભાવનાથી જ ભાવયતિપણું ધારી રાજા મટી રાજર્ષિ થયો અને શ્રેષ્ઠતમ સર્વાર્થસિદ્ધ વિમાને દેવ બન્યો. ભાવનાઓનો વસવાટ કરવા મન એ તો ઘર છે. તે ગૃહ જેટલું સાફ તેટલા ગુના પણ માફ. વિણ ખાધે વિણ ભોગવ્યે પણ નાનો એવો તંદુલિયો મત્સ્ય મરીને સાતમી નરકે જો જતો હોય તો તેમાં મૂળ કારણ તેની પોતીકી દુષ્ટ ભાવનાઓ છે. તેથી જ કહ્યું છે કે મન તવ પર અસવાર હૈ મન છે અને મને, ગો મન પર અસવાર હૈ વદ નાઉન મેં મનની ચોખ્ખાઈ ગુમાવી તપ કર્યો તો મલ્લિનાથ તરીકે જન્મ તીર્થંકરનો થયો પણ અચ્છેરારૂપ સ્ત્રીનો અવતાર મળ્યો. જ્યારે નિર્મળ બુદ્ધિ અને ચિત્તશુદ્ધિના પ્રતાપે “મા રૂપ માં તપ' જેવો સહેલો પદ ગોખી ન શકનાર માષતુષ મુનિ અજ્ઞમાંથી સુજ્ઞ કેવળી બની ગયા. (६) मनसा एव कृतं पापं पापं न शरीरकृतम् कृतम् ઉગ્ર તપસ્વી અગ્નિશર્મા માનસિક ક્રોધ ભાવનાથી માસક્ષમણોની તપસ્યાનું ફળ ખોઈ ગુણશર્માના ગુણોનો દ્વેષી બન્યો અને ભવોભવ બગાડી નાખ્યા. આગલા ભવમાં પોતાનું પારણું ચૂકવાણું તેમાં નિમિત્ત બનનાર રાજાનો મનોમન શત્રુ બની બાળ તપસ્વી મટી પુત્ર અશોકચંદ્ર બન્યો અને પિતા બનેલ રાજા શ્રેણિકને જ કેદ કરાવી હંટરો ફટકારી હત્યારો પણ થયો. પાપોના વિપાકથી આગલા ભવનો તે તપસ્વી કૃણિક બીજા ભવમાં મરીને છઠ્ઠી નરકે ગયો છે. નિયાણું કરી મરનાર વાસુદેવોના જીવો પ્રતિવાસુદેવને અવશ્ય મારી નાખી બેઉ નરકે જાય છે તેમાં લક્ષ્મણ-રાવણ, કૃષ્ણ-જરાસંઘ વગેરેની શત્રુભાવનાઓથી ઇતિહાસ ભરપૂર છે જ તો. મનમાં ને મનમાં ઈષ્યમાં બળી જનાર પીઠ-મહાપીઠ પુરુષ અવતાર ખોઈ બેસી બ્રાહ્મી-સુંદરી સ્ત્રી બન્યા. માન કષાયમાં બાહુબલીને ઘોર તપ થયો પણ કેવળજ્ઞાન અટક્યું. બે મિત્રોમાં પણ માયાવી મરીને હાથી બન્યો જ્યારે સરળમિત્ર યુગલિકપણે વિમલવાહન નામે પ્રથમ કુલકર બન્યો; અને હાથી બનેલ મિત્ર ઉપર જ સવારી કરતો રહ્યો. રાજયવિસ્તારના લોભમાં સુભૂમ ચક્રી મોત પામ્યો, નરકે પણ ગયો. બીજી તરફ નવ રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનવાસી દેવો કલ્પાતીત હોવાથી તીર્થકરોને વાંદવા પણ ન આવે, વ્યવહાર પણ ન કરેછતાંય મનની શુદ્ધિને કારણે ત્યાં રહ્યાં કે સૂતાં-સૂતાં જ પ્રભુને પ્રશ્નો પૂછતા રહે અને કેવળીઓ પણ જિજ્ઞાસાઓ મનના જવાબથી જ આપી સંતોષતા રહે. મન:પર્યવજ્ઞાન પણ નિર્મળ મનવાળા સાધુ જેઓ ચૌદ પૂર્વધારીઓ હોય તેમને થાય છે. Telepathy પણ મનના પુણ્યનો પ્રકાર છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] [ જૈન પ્રતિભાદર્શન (૭) અપ્રશસ્ત પાંચ ભાવનાઓ કંદર્પભાવના, કિલ્બિષ્કિ, આભિયોગિક, આસુરિક અને સંમોહા નામની પાંચ અશુભ ભાવનાઓથી સજ્જનતા અને સાધુતામાં રહેલા જીવો પણ દુર્ગતિમાં ફેંકાઈ જાય છે. દેવને દાસ બનેલ દેખી સાધુ હસ્યા તો અવધિજ્ઞાન ગયું. પ્રભુનો પ્રથમ શિષ્ય ગોશાળો જ નિન્ટવ બની ગુરુ વીર પ્રભુના અવર્ણવાદ કરી સંસાર વધારનાર બન્યો. અષાઢાભૂતિ જેવા સમર્થ મુનિ છૂપી માયા ધ્યાનની થકી સંયમ ચૂક્યા. તપસ્વી મુનિનો તપ સંસક્ત હતો તેથી પારણે ક્રોધમાં ધમધમી શિષ્યના ઉપર ક્રોધ કરી મરી ચંડકૌશિક તાપસ અને પછીના ભાવમાં વિષષ્ટિ સાપ બની ગયા. ઉન્માર્ગ દેશનાના પ્રતાપે મરીચિએ લાંબો લચક સંસાર ઉપાર્જિત કર્યો અને છેક છેલ્લા ભવમાં તીર્થકર મહાવીર બન્યા છતાંય નીચ ગોત્ર કર્મ ઉદયમાં આવતાં બ્રાહ્મણી દેવાનંદાની કુક્ષિએ ૮૨ દિવસ રહેવું પડ્યું. માટે જ જ્ઞાનીઓ પાંચેય પ્રકારની અપ્રશસ્ત ભાવનાઓથી ખાસ બચવા હિમાયત કરે છે. (૮) પ્રશસ્ત પાંચ ભાવનાઓ તેની જ સામે પ્રતિપક્ષી (૧) તપ (૨) શ્રત (૩) સત્ત્વ (૪) એકત્વ અને (૫) ધૈર્યબળ ભાવનાઓ ખાસ વિકસાવનાર સદ્ગતિના ભાગી બન્યા છે. ચારિત્રની તલપમાં ગૃહધર્મ નિભાવતો શિવકુમાર બાર વરસ છઠ્ઠને પારણે આયંબિલનો તપ કરી રૂપવંતો દેવ થયો ને પછીના જ ભવમાં આબાલ બ્રહ્મચારી ચરમ કેવળી જંબૂકુમાર. વજસ્વામી જેવા મહદ્ કૃતધરો આગલા ભવોથી જ શ્રુતપ્રેમ વિકસાવી તીવ્ર ક્ષયોપશમવાળા થયા છે. પરમાત્મા વીરના દસ ધનાઢ્ય શ્રાવકો પૈકી આનંદ, કામદેવ, શકડાલપુત્ર, ચલનિપિતા, મહાશતક વગેરેના સત્ત્વની પરીક્ષા દેવોએ પણ કરી એવી વાતો જગજાહેર છે. પ્રભુ પાર્શ્વનાથે આગલા ભવોમાં એકત્વ ભાવના પુષ્ટ કરવા ગુરુની રજાપૂર્વક એકાકી વિહારો કર્યા છે અને આજે પણ ગુરુવરોની સપ્રેમ સહમતિથી કોઈ સત્ત્વશાળી જીવો એકત્વ ભાવનામાં મનથી લગીર ખાલી ન થઈ સાધનાઓ કરે છે. સિંહગુફાવાસી મુનિથી લઈ પુણિયા શ્રાવક વગેરે એકલા પણ એકે હજારા જેવા શ્રેષ્ઠ સાધકોમાં ઓળખાણા હતા. તે જ પ્રમાણે જિનકલ્પના વિચ્છેદ પછી પણ આર્ય મહાગિરિજીએ જિનકલ્પ જેવો માર્ગ સેવ્યો અને ધૈર્યબળને કસોટીએ જવા દીધું હતું. સોળ સતીઓની ધૈર્યકથાઓ જગપ્રસિદ્ધ છે જ. ઉપરાંત ચેટકરાજા સામંતરાજ વજકર્ણ, હનુમાન, લવ-કુશ વગેરે મહાપુરુષ તરીકે ઓળખાયા તે પૈર્ય-શૈર્ય થકી. (૯) અનિત્યાદિ બાર ભાવનાઓ જિનશાસનની અપૂર્વ-અનોખી અનેક દેનોમાં પ્રભુએ ફરમાવેલી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ વગેરે બાર પ્રકારની ભાવનાઓની ભવ્યતા છે. આ બારમાંથી કઈ ભાવના કયા સમયે, કેવી રીતે, કોણે કોણે ભાવવી તેનાં સચોટ ગણિતો જેને સાંપડી જાય તેના માટે જંગલમાં પણ મંગલ છે, વિષમતામાં પણ સમતા છે, ખુવારીની ક્ષણમાં પણ ખુમારી રહે છે અને મૃત્યુ પણ સમાધિમય બની આધિ-વ્યાધિ– ઉપાધિથી મુક્ત કરાવનાર બને છે. નગ્નતિ નૃપ અનિત્ય ભાવ થકી જ પ્રત્યેકબુદ્ધ બની સિદ્ધ થયા છે. અનાથી મુનિની ગૃહસ્થાવસ્થાની અશરણ ભાવના તેમની પ્રગતિના મૂળ કારણરૂપ છે. સુયેષ્ટા તથા Page #168 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૯ વસુમતી સંસારભાવના થકી જ સાધ્વી બની કલ્યાણપંથે વળ્યાં છે. નમિરાજા તો એકત્વ ભાવનાએ ચડી સંયમ મેળવી રાજર્ષિ નમિ તરીકે દેવેન્દ્રની ઉપમા પામ્યા છે. મરૂદેવા માતા, શિવકુમાર કે સુલતકુમાર અન્યત્વ ભાવ થકી જ વૈરાગી બન્યાં હતાં. આ જ પ્રમાણે મલ્લીકુંવરીને પરણવા આવેલ મિત્ર રાજપુત્રો અશુચિ ભાવના ભાવી મોહમુક્ત થયા હતા. તાપસ, શિવરાજાએ સાત દીપ-સમુદ્ર જેટલી જ દુનિયા નથી પણ અસંખ્ય દ્વીપ-સમુદ્ર સુધીના વિસ્તાર છે તેવું વીપ્રભુ પાસે સવિનય જાણી જૈનમાર્ગી દીક્ષા લઈ લોકસ્વરૂપ ભાવના થકી જ કેવળી બની મોક્ષ સાધ્યો છે. આ જ પ્રમાણે આશ્રવ, સંવર, નિર્જરા, બોધિ દુર્લભ તથા ધર્મપ્રાપ્તિ દુર્લભ ભાવનાને પામી કઈક આત્માઓ દિશા પામી ગયા છે. (૧૦) ભાવધર્મનાં અજવાળાં ઘોર અંધારું હોય, ગાઢ ગુફા હોય કે ગહન વન હોય, પણ તેમાંય જે જીવાત્મા સદ્ભાવનાથી ભાવિત છે તે જ મોતના મુખમાં હોય તોય જીવતો છે, અન્યથા Majority is dying every moment, but their last ceremony is only delayed. સુંદર ભાવોથી યુક્ત માનવ અન્યને પણ સુંદર જ જોવા ઇરછે. તેની મહેચ્છા હોય છે કે હર વીર મહાવીર બને, હર શુદ્ધ બુદ્ધ બને, હર નામ રામ બને કે દરેક કંકર શંકર બને. જીવ માત્રમાં શિવનાં દર્શન કરનાર મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓનો માલિક બન્યા વગર ન રહે. મન ચંગા તો કથરોટ મેં ગંગા.' માટે જ જગતું સાક્ષાત્કાર સાવ સહેલું છે, ઇશ્વર સાક્ષાત્કાર કરનાર વિરલા અને તેમાંય આત્મસાક્ષાત્કાર કરનારે તો મનને મારી નાખી નમન દશાનો વિકાસ સાધી લીધો હોય છે તેવા તો લાખોમાં એક હોય કે ન પણ હોય તેવા આત્માઓને સૌ નમન કરે છે. - જગદર્શન કે જગત્પતિદર્શન હજુ સરળ છે પણ જાતદર્શનમાં આત્મબળનો પૂરતો પ્રયોગ કરી પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે. અધ્યવસાયોના આધારસ્તંભ ઉપર તો જન્મ-જીવન ને નિધનની ઘટમાળો ગોઠવાતી હોય છે. ભાવોલ્લાસ સાથે અઢાર હજાર સાધુઓને લાગટ વંદન કરનાર વાસુદેવે ક્ષાયિક સમકિત, નારકીમાં ઘટાડો તથા તીર્થંકર નામકર્મ ઉપાર્જ લીધું અને તે જ કૃષ્ણ સાથે ભાવ વિના ફક્ત દ્રવ્ય-વંદન કરનાર વીરો સાળવી કાયકલેશને પામ્યો. છદ્મસ્થોને તો ખ્યાલમાં પણ ન આવે તેવી મનોદશા અને વિચારશ્રેણિઓને છ ભાગમાં વહેંચી નાખી જિનપ્રભુએ તો કમાલ કરી નાખી છે. તીવ્ર અશુભ ભાવનાવાળા જીવો કૃષ્ણ લેશ્યાવાળા ને ઉત્તમોત્તમ ભાવયુક્ત જીવાત્માઓ શુકલ લેગ્યાના ધારક તરીકે ઓળખાય છે. અનેકાંતવાદી ધર્મમાં અપેક્ષાએ કૃષ્ણ લેશ્યાથી ધમધમતાની નરકગતિ, નીલ ગ્લેશ્યાપારીઓ સ્થાવર ગતિ, કાપોત લેશ્યાયુક્ત તિર્યંચ ગતિ તથા તેજો, પધ અને શુકલ એ ત્રણ શુભ ભાવલેશ્યાઓના પોષક ક્રમથી મનુષ્ય, દેવ અને સિદ્ધગતિના ભાગી બને છે. સંપૂર્ણ જગતને જિનશાસન સ્વયં જિનેશ્વરો પણ પમાડી શક્યા નથી, પણ સવિ જીવ કરું શાસનરસી, જો હોવે મુજ શકિત ઇસીના બળે આગલા ભવમાં તે તે જીવદળો તીર્થકર નામની નિકાચના કરી નાખે | દાન, શિયળ અને તપ તે ત્રણેય ધર્મો તો જ સફળ બને છે જો તેમાં ભાવોની ભવ્યતા ભળે. ફક્ત Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ) | જૈન પ્રતિભાદર્શન ભાવોની શુદ્ધતા–તીવ્રતા અને ઉચ્ચતાના ધોરણે જ અંતર્મુહૂર્તમાં તો જીવો ક્ષપકશ્રેણિ માંડી સંપૂર્ણ જ્ઞાની બની જાય છે. અનાદિ કાળમાં અનંત વાર ધર્મ મળ્યો, ધર્માત્માઓ મળ્યા પણ ફળ્યા નહિ તેના મૂળ કારણમાં અત્યાવશ્યક મૂળ તત્ત્વ ધર્મભાવનાની ખામી હતી. જેટલા ભાવો શુદ્ધ તેટલા વધારે ગુણાકારમાં દસ, સો, હજારથી અસંખ્યગણાં શુભ ફળ સાંપડે છે. કુદરતનાં ગણિતો અફર છે માટે જ જે સંખ્યામાં ભાવનાનાં મૂળ જોવા મળે તેટલો જ કે તેના જ ગુણાકારની સંખ્યામાં ફળની પ્રાપ્તિ પણ સાવ સ્પષ્ટ જણાય તેવાં દૃષ્ટાંતો છે. નવપદની આરાધનાથી શ્રીપાળ-મયણાને નવની સંખ્યામાં જ કલ્યાણ પ્રગતિ, ચંદ્રરાજર્ષિને એકાંતર પ00 આયંબિલ પછીના ચંદન મંત્રીપુત્રના ભવમાં અશોકઢી પત્ની સાથેની ૧૬ બહેનપણીઓ સાથેની ૧૦) આયંબિલ તપની ઓળીના પ્રતાપે છેલ્લા ભવે ૧૬ મુખ્ય, ૧૬૦૦ ઉપરાણીઓ અને ૧૬OOO અન્ય રાણીઓનો પરિવાર મળ્યો હતો. વગેરે વગેરે.... સૌ કોઈ શુભ ભાવનાઓના ભાગી, ભાગ્યશાળી બને અને ભાવ થકી ભવ-ભ્રમણાથી મુક્ત થાય તે જ શુભભાવના. નમસ્કાર આરાધક પ્રતિભાદર્શન ) જલ્સમણે નમુક્કારો, સંસારો તસ્સ કિ કુણઈ? (જેના હૈયે શ્રી નવકાર તેને કરશે શું સંસાર?) - ચૌદ પૂર્વના સારભૂત ગણાતો નમસ્કાર મંત્ર મહામંત્ર ગણાય છે તેમાં અનેક અગમ-નિગમ કારણો અને રહસ્યો છે. આજ નવકારથી ભવપાર થનાર અનેક આત્માઓના દુખમય જીવનનો અંત જ મહામંત્રના મૂલ્ય સમજવાનો પ્રારંભ કરી શકાય. (૧) મંત્રશિરોમણિ નવકાર " मंत्रं संसारसारं, त्रिजगदनुपम, सर्वपापारिमंत्रं" । અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની ભાવવંદનાનો હેતુ દ્રવ્ય મંત્ર નમસ્કાર તે તો જૈન જગતની અનાદિની અનુપમ અને શાશ્વત દેન છે. અસાર ગણાતા સંસારના વલોવણા પછી નવનીત જેવું સારભૂત છે, માટે જ તો જેને જેને જન્મ, જીવન કે મરણ વેળાએ આ મંત્ર મળી ગયો તેમના જીવનનું કલ્યાણ કુદરતી થઈ ગયું. ગરીબ બ્રાહ્મણ ઋષભદત્ત ને દરિદ્ર બ્રાહ્મણી ભદ્રાનો બાળપુત્ર અમરકુમાર સુવર્ણમુદ્રા માટે કરી માતાએ શ્રેણિકરાજને વેચી નાખ્યો. અમર વધસ્થાને જઈ મરે પછી અમર થાય તેવી કટોકટીની વેળાએ જૈન સાધુને શ્રીમુખે સાંભળેલો નવકાર યાદ કરતાં જ રાજસેવકો લાકડા જેવા ટટ્ટાર બની ગયા. ચમત્કાર થયો અને સંહારસ્થાનમાં હાર ગળે પડ્યો. નવકાર પ્રતાપે જ જાતિસ્મરણજ્ઞાન પ્રગટી Page #170 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૨૧ જતાં બ્રાહ્મણપુત્ર અમર શ્રમણ બનવા ચાલ્યો. ભદ્રા દુર્ગાનમાં મરી વાઘણના ભક્ષણ થકી છઠ્ઠી નરકે ગઈ | જ્યારે તે જ ભદ્રાએ અમરમુનિને મારી નાખ્યા તો મુનિ નવકારના શરણ થકી બારમે દેવલોકે ગયા. ઉપદેશ તરંગિણીમાં પણ નવકાર માટે ખૂબ વજન આપ્યું છે. (२) नमस्कारसमो मंत्रः, न भूतो न भविष्यति જેના એક એક અક્ષરમાં જ ૧૦૦૮ વિદ્યાઓ વિલાસ કરે છે, ઉત્તમ દેવોથી અધિષ્ઠિત છે, સર્વ વ્યાધિઓની એકમાત્ર ઔષધિ સ્વરૂપ છે, માટે જ તો આ મંત્રના આરાધક દરેકને પ્રગતિની તક તત્પણ લાધી ગઈ છે. ચિત્રકાર ચિત્રાંગદની પુત્રી કનકમંજરીએ પોતાના પિતાને મરણપથારીમાં નમસ્કાર મંત્ર સંભળાવ્યા તો તે મરી વ્યંતર દેવ થયો. પુત્રી દેવલોક જઈ ઍવી. દઢશક્તિની પુત્રી કનકમાલા નામે થઈ, જેણીના રૂપ ઉપર મોહાઈ જ્યારે વાસવ નામનો ખેચર તેણીનું હરણ કરવા આવ્યો ત્યારે વ્યંતર દેવ પિતાએ આવી જઈ બચાવી લઈ પ્રત્યેક બુદ્ધ નગગતિ સાથે પરણાવી નવકાર પ્રદાનના ઉપકારનો બદલો વાળ્યો. મહાશ્રુતસ્કન્ધની ઉપમા પામનાર આ નવકાર મંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ ને સરળ સાબિત થયેલો છે. (૩) એના મહિમાનો નહિ પાર નમસ્કારનું શરણ-મરણ છતાંય તરણ. માંસભક્ષી ગીધ પણ શ્રીરામના સત્સંગે વિરતિવંત બન્યો. સીતાના હરણ વખતે રાવણ ઉપર તૂટી પડ્યો અને સીતાની રક્ષા કરવા જતાં પોતાની સુરક્ષા ગુમાવી પ્રહાર પામ્યો. તરફડતા તેને શ્રીરામે પાછા વળી આવતા જ જોઈને કરુણાથી નવકાર સુણાવ્યા ને તેના પ્રતાપે મૃત્યુ પછી માહેન્દ્ર દેવલોક પહોંચી ગયો. તેવી જ રીતે હિંસક સમડી પારધીથી વિંધાણી અને અહિંસામૂર્તિ જેવા મુનિવરના મુખે નવકાર પામી જતાં મરતાં જ સુદર્શના નામે રાજપુત્રી થઈ ગઈ, આંગતુકને આવેલ છીંક વખતે મુખથી નવકાર સુણતાં જ જાતિસ્મરણ જ્ઞાન પામી. ભરૂચનું સમડી વિહાર તીર્થ તે જ ઘટનાની સાખ પૂરે છે. પાર વગરનો મહિમા છે જેનો તેવો નવકાર અડસિદ્ધિ કે નવનિધિઓ તો સહજમાં આપે તેવો સફળ છે પણ મોક્ષફળ તેનું સર્વોત્તમ ફળ છે. કેન્સર જેવી વ્યાધિઓ પણ વિલાઈ ગયાનાં દષ્ટાંતો સૌ સમક્ષ આજેય જીવંત છે. (૪) સર્વ મંગલમાં પહેલું મંગલ કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમાં સ્મરણમાં લેવાયેલ આ અપૂર્વ-અનુપમ મંત્રનાં પદો, શબ્દો તો શું પણ એક એક અક્ષરો પણ સંકલ્પ-શુદ્ધિ અને સરળતાના સથવારે માંગલિક મંત્રાક્ષરો બની જાય છે. માણેકચંદ શેઠે પ્રાયે શાશ્વતા સિદ્ધગિરિની સફર સમયે શાશ્વતા મંત્રાધિરાજને મુખમાં રાખેલ, જેના પ્રભાવ-પ્રતાપે આકસ્મિક મરણ પણ યક્ષેન્દ્ર માણિભદ્ર બનાવી ગયો. એકાવતારી તેઓ હવે પછીના ભવમાં તો મોક્ષ મેળવી જવાના છે. અમંગલનો અણસાર આવતાં જ સુદર્શન શ્રેષ્ઠીએ આ જ નવકારની આરાધનામાં સ્વનું રક્ષણ દીઠું ને આશ્ચર્યકારી ઘટના થઈ કે મારવા આવી રહેલા ધસમસતા અર્જુનમાળીની આસુરી શક્તિ પલાયન પામી ગઈ, તેથી તે કાઉસગ્નમાં નવકારજાપ કરતા શેઠની સામે ઢીલો ઘેંસ જેવો બની ગયો. હકીકતમાં તો સુદર્શન શેઠને શ્રાવકકુળ પણ આ જ નવકારના પ્રથમ પદ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ - [ જેને પ્રતિભાદર્શન નમો અરિહંતાણ'ને બોલી નદીમાં ભૂસકો મારતાં કમોત મોત છતાંય મળ્યું હતું, તે પૂર્વે તો તે ગોવાળપુત્ર હતો. સામાયિક, નંદી કે માંગલિક પ્રવચનોના પ્રારંભમાં નવકાર જ મુખ્ય ગણાય છે. (૫) ણમો લોએ સવ્વ સાહૂણં પ્રથમનાં પાંચ પદો પૈકી પાંચમા પદ વડે તો લોકમાં રહેલ સમસ્ત સામાન્યથી લઈ કેવળી સાધુઓ સુધીના સર્વે મુનિ-મહાત્માઓને વંદના થાય છે. પાંચેય પરમેષ્ઠિની વંદના એટલે ભવ નિકંદના. જીવને અનાદિકાળમાં બધુંય મળ્યું, પણ આ જ નમસ્કાર મંત્ર સમ્યકરૂપે ન મળ્યો તેથી મળ્યો છતાંય ફળ્યો નહિ. પ્રયત્નથી પણ ધર્મપુરુષાર્થ સાધવામાં સરળતમ ને શ્રેષ્ઠ સાધના નવ લાખ નવકારના જાપની ગણાય છે. મનુષ્યભવમાં આત્મસાત કરેલ નવકાર અંતે પશુ-પંખી, ઝાડ-પાન જેવા તુચ્છ તિર્યંચ ભવો કે નરક ગતિ ઉચ્છેદી મનુષ્ય અને દેવગતિઓની પરંપરા અને અંતે પંચમી ગતિ પરમકલ્યાણની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પા પણ બળતા નાગનો ઉદ્ધાર કરવા છેલ્લે નવકાર શ્રવણ જ કરાવ્યો છે, ને તેના પ્રતાપે તે જ નાગ ધરણેન્દ્ર ઇન્દ્ર બની આજેય શાસનોપકાર કરે છે. શ્રમણોપાસક શેઠ પાસે રહી ધર્માત્મા બનેલ બે બળદો અંતકાળે નવકાર જ પામ્યા હતા, જેના પ્રભાવે મરતાં જ કંબલ-શેબલ દેવ બન્યા અને પ્રભુ વીરને ગંગા નદી ઓળંગતાં આવેલ દેવતાઈ ઉપસર્ગોથી મુક્ત કરી અન્ય મુસાફરોને પણ આફત-મુક્ત કર્યા હતા. (૬) અડસઠ અક્ષર એહના જાણો....... આ પંક્તિ સૌ હોંશે હોંશે ઉચ્ચારી પંચપરમેષ્ઠિ જેવા પ્રકર્ષ તીર્થને તો નમન કરે છે જ; સાથે સ્થાવર તીર્થોનું સ્મરણ પણ, છતાંય આ જ મહામંત્રમાં અક્ષરોની રચના પણ ઘણી જ ખૂબીઓનું સૂચન કરે છે. આની આરાધનામાં જે જેટલા ઊંડા ઊતર્યા તેમને તેટલાં જ પાકેલાં રત્નો હાથ લાગ્યાં. કંઈક આછો પરિચય આંકડાઓમાં અને અક્ષરોમાં રહેલ રહસ્યોનો ખાસ કરવા જેવો છે. અક્ષર આંકડો સૂચન ૯ વાર ૫ મહાવ્રત+મંગલ ચતુષ્ક ૩ વાર દર્શન-જ્ઞાન-ચારિત્ર રત્નો ૩ વાર અત્યંતર ત્રણ દોષ હનન ૮ વાર સિદ્ધિઓ જે આઠ છે. ૩ વાર યોગત્રય-મન, વચન, કાયા ૫ વાર પંચાચારરૂપી પાંચ વર્તન પંચ પરમેષ્ઠિની પરાભક્તિ પ્રકાર તારણહાર એકમાત્ર ૧ વાર ઉદ્ધારક માત્ર એક નવકાર ૧ વાર ઇષ્ટિસિદ્ધિઓ માટે એકમાત્ર ૨ વાર જન્મ-મરણનાં બે ચક્રોનો નાશક ૨ વાર અરિરૂપ બે=રાગ-દ્વેષ વિનાશક نور જી - = * م م عر عر عر م م ع = ૫ વાર ૧ વાર - - عربی Page #172 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૨૩ کر ر ر ر ઢ વગેરે. અક્ષર આંકડો - સૂચન ૨ વાર બે ગતિઓ-શુભાશુભને ટાળનાર ૩ વાર લોક ત્રણને ઓળખાવનાર ૫ વાર પાંચ પ્રકારના જ્ઞાનનો પોષક ૨ વાર બે પ્રકારના કર્મનો શોષક ૧૩ વાર ધર્મમાં નડતા તેર-કાઠિયાઓનું વારણ કુલ ૬૮ અક્ષરો ઉપરોક્ત ગોઠવણીઓ તો કદાચ કલ્પનાની કરામત માનીએ, છતાંય સંસ્કૃત ભાષાના નિયમો પ્રમાણે ગુરૂ-લઘુ અક્ષરો ગણતાં પ્રથમના પાંચ પદોમાં ૩૫ અક્ષરો છે તેમાંથી ગુરુ ૨૪ અક્ષરો ૨૪ તીર્થકરો તથા લઘુ ૧૧ અક્ષરો ચોવીશમાં પ્રભુવીરના ૧૧ ગણધરો સાથે કુદરતી મેળવાળો આંકડો છે. અ, સિ, આ, ઉં, સા અક્ષરોથી પ્રારંભ થતા પ્રથમના પાંચ અક્ષરોવાળા પાંચ પદો અષ્ટાપદ, સિદ્ધાચલ, આબુ, ઉજજયંત અને સમેતશિખરજી તીર્થના સુચક બને છે. આ પ્રમાણે જંગમ અને સ્થાવર તીર્થોને વંદનરૂપ નવકારનો આધાર રાખનાર શ્રીમતીની જેમ ચમત્કાર અનુભવે તેમાં આશ્ચર્ય પણ શું છે ? મારી નાંખવાની મેલી મુરાદ સાથે ઘડામાં રાખેલ સર્પને બદલે સુંદર માળા શ્રીમતીને નવકાર પ્રતાપે જ હાથમાં આવી હતી ને? ગણિકાઓ જ્યારે સતી નર્મદાસુંદરીને વેશ્યા બનાવવા પાદપ્રહાર કરવા લાગી ત્યારે સખીએ શીલરક્ષા કાજે નવકાર ગણ્યા જેના પ્રભાવે દુષ્ટા અક્કા હરિણી અકસ્માત મરણ પામી ને આફત જ ન આવી. (૭) સવ પાવ પણાસણો સર્વ પાપોનો પ્રકાશક શ્રી નવકાર છે. દુઃખો તો પાપ રૂપી બાપનાં સંતાન છે. તે સંતાનોની ઉત્પત્તિ થાય પૂર્વે જ પિતા પરલોકવાસી બની જાય તો મૂળ વગર શાખાઓ તે કેમ થાય? આ મહામંત્ર દુઃખોને દમવા કરતા પાપોને જ પ્રકર્ષભાવે હંફાવે છે તેથી જ પુણ્ય તથા સુખ અને છેલ્લે તો મોક્ષ જેવું મહાસુખ આ જ નવકારની બલિહારી છે. સરસુંદરીનું સંપૂર્ણ ચરિત્ર નવકારના શરણે જતાં જ પાપ ને દુ:ખવિલયની દાસ્તાન છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ માતા સાધ્વીના કાળધર્મ પછી તેણીના ઉપકારના વળતરરૂપે શ્રદ્ધાંજલિરૂપે સ્વપરકલ્યાણકારી એક ક્રોડ નવકાર જાપનો સંકલ્પ જ જાહેર કર્યો હતો ને? ચૌદ પૂર્વીઓ પણ અંતકાળે શ્રુત વિસ્મરણ કે શક્તિનો સંકોચ જાણે ત્યારે જાતનના સાર સમાધિની સંપ્રાપ્તિ માટે નવકારનું શરણું લેતા રહ્યા, રહે છે અને રહેશે. (૮) નમસ્કારસ્મરણ આત્મરમણ નવકારની આરાધના તે અરિહંત કે સિદ્ધ જેવા સુદેવ બનવાની સમર્થ શક્તિ ધરાવતા પોતાના આત્માની જ સ્વભાવદશા છે. ઇલિકા જેમ ભમરીસંગથી ભમરી બને છે તેમ અંહને નમન કરતો માનવી માનમુક્ત થઈ, અહં ત્યજી સ્વયં અહં થઈ શકે છે, ભૌતિક સિદ્ધિઓ સર કરી છેવટે સિદ્ધપદને પણ પ્રાપ્ત કરી લે છે. આજે પણ ગુફાવાસીઓ કે એકાંત સાધકો આત્મસાધનાના વિકાસ હેતુ અન્ય મંત્રોને ગૌણ ગણી આ જ અપૂર્વ મહામંત્રને મહાન ગણે છે. નવકારથી ઇચ્છાપૂર્તિ તો થાય જ છે, પણ આસક્તિઓ જ તૂટી પડતાં ઇચ્છાઓની માયાજાળથી મુક્તિ અને સાચા સુખની અનુભૂતિ થાય છે. આગમોમાં ને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન છે શાસ્ત્રોમાં અનેક ઉદાહરણો છે કે છેલ્લે પણ નવકાર મળ્યો ને ફળ્યો, પણ એકેય દષ્ટાંતો એવા નથી કે દુર્ગતિમાં જનાર કોઈ પણ જીવને નવકાર પ્રાપ્ત થયો છતાં પણ સદ્ગતિ અટકી હોય. શેઠે. અજાણ્યા મરતા બળદને નવકાર સંભળાવ્યો તો તે રાજપુત્ર બન્યો ને ચિત્ર રચાવી શેઠને ગોતી કાઢ્યા. નવકાર જાપ = જા (જન્મરૂપી જાતિ) તથા ૫ = પતનકારી પાપોનો ક્ષયકારી ઇલાજ. (૯) જ્યાં જ્યાં નમસ્કાર ત્યાં ત્યાં ચમત્કાર ભૂતકાળની સત્ય કથાઓ પણ જેને પરિકથા કે બોધપાઠો લાગે તેણે આજના કાળમાં નવકાર પ્રભાવે કોણે કેવા ચમત્કારો અનુભવ્યા તેનાં સચોટ દષ્ટાંતો તેનાં થોકબંધ પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે. જેના હૈયે શ્રી નવકાર તેને કરશે શું સંસાર” નામનું પુસ્તક તે જ સંદર્ભનું અવગાહવા જેવું છે. જૈન શાસનમાં અનેક સંપ્રદાયો જોવા મળે છે, પણ વિવિધતા વચ્ચે પણ એકતા જેવો નવકારમંત્ર રહ્યો છે. સ્વયં આ લેખના લેખકે પણ જીવનમાં નવકારના ચમત્કારનો સાક્ષાત્કાર અનુભવ્યો છે. (૧૦) નમસ્કારના આરાધક = નમસ્કરણીય સાધક જે મનને ન મન જેવું બનાવી સર્વસ્વ સમર્પણમાં ખર્ચી નાખે છે તે સ્વયં નમન થકી જ નમસ્કરણીય બની જાય છે. પેથડ શાહ જેવા બ્રહ્મચારી શ્રાવકે પણ નવકારની આરાધના કરી ઉજમણું કરેલ છે, ઉપરાંત નામી-અનામી અનેક આરાધકોની સાધના-સફળતાના મૂળ પાયામાં નવકારનો જપ મુખ્ય રહ્યો છે. ૬૮ ઉપવાસથી લઈ ૬૮ એકાસણનો નવકારમંત્રનો તપ પણ આજેય લોકો હોંશે હોંશે કરે છે. ધન્ય છે તે ભાગ્યવંતોને જેમને સંતો કે સ્વજનો પાસેથી સહજમાં જ આ મહામૂલો મંત્ર સંપ્રાપ્ત થયો છે. દરેક તીર્થકરોના શાસનમાં નવકારના શ્રેષ્ઠ આરાધકો અનેક થયા, થાય છે અને થશે. જીવનના ઉત્કર્ષમાં કે સંઘર્ષમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, સમતા સમયે કે વિષમતા વખતે નવકાર એ જ જેઓ સાર સમજી આરાધે છે તેઓની ગતિ-પ્રગતિ અને ઉન્નતિ કોણ અટકાવી શકે છે? મન્ડ જિણાણુની સજઝાયમાં શ્રાવકનાં ૩૬ કર્તવ્યો પૈકી નવકારની આરાધના તે ૧૬મું કર્તવ્ય બતાવ્યું છે. I w Page #174 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૨૫ માતૃત્વ પ્રતિભાદર્શન લૌકિક સર્વશાસ્ત્રોમાં અને અલૌકિક જૈન જગતમાં પણ માતા-પિતાના ઋણાનુબંધને દુષતિકારક કહ્યો છે . ૪ર પુરુષાર્થોમાં મોલના પુરુષાર્થને પરમતાએ પામવા માનવની ગતિ ચારેય ગતિમાં શ્રેષ્ઠ ઠરેલ છે, તે ગતિમાં પ્રગતિ પામેલ જ જીવાત્મા પદાર્પણ કરી શકે છે, માટે મનુષ્યયોનિમાં પ્રવેશપત્ર પ્રદાન કરનાર માતાનું સ્થાન-માન શાસ્ત્રકારોની દૃષ્ટિએ અનેરું રહ્યું છે–રહેશે. માનવંતા માનવામાં પણ મહામાનવથી ય મહાન તીર્થંતુલ્ય તીર્થકરોની માતાને જ્ઞાનીઓ જગતની માતા તરીકે નવાજે છે. માતા“મારક તત્ત્વો સામે ‘તારક' એવી માધુર્યમૂર્તિ અને પિતા–પિચાશી' તત્ત્વો સામે ‘તારક' બની પ્રગતિપિપાસાની પૂર્તિ જેવાં ગણાય છે. અરે! વધુ તો શું કહેવું, પણ માતા-પિતાને સંસારી સંબંધે ગુરુજન કહેવાય છે પણ સંસારત્યાગીઓના માતા-પિતા જેવા ગુરુને ગુમાતાનું બિરુદ આપી નવાજાય છે. સાધુઓના સંયમની રક્ષા કરતાં પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિરૂપી વિઘાનોને પણ અષ્ટપ્રવચન માતાની માર્મિક ઉપમા આપવામાં આવે છે. ગુરુરૂપી અને પ્રવચનરૂપી માતા માર્ગદર્શક તારક. જૈન-જૈનેતર શાસ્ત્રોમાંથી માતાની માયા, માતાનું વાત્સલ્ય અને માતાની મમતા વિષે વિશેષપણે વિશ્લેષણ કરીએ તો ચિંતન-મનનના મંથનમાંથી તારવી શકાય તેવું તાજગીપ્રદ નવનીત પ્રાપ્ત થયા વગર ન રહે. સત્ય-સદાચાર-સંયમસર્વજ્ઞતા અને સિદ્ધિ સુધીનાં સોપાન સર કરવા સન્માતા જે ગરજ સારે છે તેનું મૂલ્ય અમૂલ્ય જીવનનું સર્વસ્વ બલિદાન કર્યું પણ ચૂકવી શકાતું નથી. ચાલો ત્યારે, ઐતિહાસિક પ્રસંગોની પવિત્ર પોચીનાં પાંચ-પંદર પાનાં ઉથલાવીએ, ને સંસ્કૃતિની પ્રતિકૃતિ, સંસારમુક્તિની સંસ્કારદાત્રી અને પ્રત્યેક “સુ' તત્ત્વના સુભગ મિલનસ્થાન સમી માયાળુ માતાની માસૂમ ગોદમાં ગર્ભિત ગુણગંગાની ગૌરવગાથા જાણીએ-માણીએ. ૧. પ્રથમ સિદ્ધ મરૂદેવા માતા આ ક્ષેત્રની, આ અવસર્પિણીમાં સર્વપ્રથમ સિદ્ધગતિને વરી જનાર મરૂદેવા તીર્થપતિ ઋષભદેવની જનેતા (માતા). પુત્રએ સંસારને છોડ્યો ત્યારથી માતાએ સંતાપ ને વલોપાત માંડ્યો, જે કારણે પનોતા પુત્રના વિરહમાં વાચા વિલાઈ ગઈ ને આંખો પણ અનરાધાર આંસુઓ પાડી પાડી સૂજી ગઈ. અંધાપા જેવી અમારી દશામાં દાદીમાનાં દર્શન કરવા ચક્રવર્તી ભરત આવ્યા ત્યારે તેમની સમક્ષ મરૂદેવાના ભદ્રિક જીવાત્માએ આત્મવ્યથા વ્યક્ત કરી પોતાની ખોવાયેલી દષ્ટિનાં ગીત ન ગાઈ પુત્ર ઋષભના અંતરખબર પૂછ્યા ને રડવા લાગ્યાં. તેમના જીવંત પુત્ર-સ્નેહને સમજી લઈ પૌત્ર ભારતે પણ ------ -- Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન આશ્વાસનના અમૃત-શબ્દોથી ટાઢક આપી, અને જ્યારે પૂરાં એક હજાર વરસના ઉગ્ર ચારિત્ર-પાલન પછી આદિનાથ પ્રભુ કેવળી બન્યા, ત્યારે તેમની દેવતાઈ સાહ્યબીનાં દોમદોમ દર્શન કરાવવા ભરતજી મરૂદેવાને હાથીની અંબાડીએ બેસાડી ઠાઠપૂર્વક લઈ ગયા. રસ્તે જતાં દુલારી દાદીને ઋષભદેવની ઋદ્ધિ-સમૃદ્ધિનું હૂબહૂ વર્ણન તો કર્યું જ, પણ સમવસરણની સમીપ પહોંચતાં જ દેવદુભિ ને વીણાવાદનના સંગીતીય સૂરો સુણતાં જ દુ:ખાશ્રુથી બિડાયેલ નેત્રો સુખાશ્રુના પ્રવાહથી ઊઘડી ગયાં, પડળો ધોવાઈ ગયાં. પળવારમાં જ પુત્રનાં પવિત્ર દર્શન થયાં, ને પુત્રને પડતાં દુઃખોની કલ્પનાઓ ભાંગી પડી. હૈયું હાથમાં ન રહ્યું ને આંખો ટગર-ટગર સઘળીય લીલા નીરખવા લાગી. આસક્ત માતાને બધુંય ગમ્યું પણ જે પુત્રના નિમિત્તે વરસો સુધી વેદના વહન કરી હતી તેની જ અનાસક્તિ ન ગમી. સામે જ રહેલા ઋષભદેવે જ્યારે કેવળજ્ઞાન છતાંય પરમોપકારી માતાને વિરાગથી પણ ન નવાજી ત્યારે મરૂદેવાના ભાવોએ પલટો ખાધો અને એકત્વ વગેરે ભાવના ભાવતાં-ભાવતાં જ ક્ષપકશ્રેણિ માંડી, હાથી ઉપર બેઠાં બેઠાં જ કેવળજ્ઞાન મેળવી લીધું ને જાણે પોતાના પુત્ર માટે સિદ્ધિવધૂનાં વધામણાં કરવા પુત્રથી પહેલાં જ મોક્ષે સિધાવી ગયાં. કદાચ વીતરાગ પ્રભુએ પણ મમતાળુ માતાના ઋણાનુબંધ પૂરા કરવા મૌનની ભાષામાં જ નિરાગી રહી, તેમનો ભાવપલટો કરાવ્યો ને પોતાનું ઋણ ફેડી નાખ્યું. ૨. ચરમ તીર્થંકર વીરપ્રભુની બે માતાઓ ભવ એક અને માતા બે, આવું તો ક્યાંય, ક્યારેય કોઈના માટે જોવા-જાણવા નથી મળતું, પણ પ્રભુ વીરને પોતાના પૂર્વભવોના કર્મોદયે બ્યાસી દિવસ સુધી બ્રાહ્મણ કુળની માતા દેવાનંદાની કુક્ષિએ રહેવાનું થયું અને તે પછી જન્મ સુધીનો ઉછેર રાણી ત્રિશલાદેવીની ગોદમાં થયો. માતા ત્રિશલાને ગર્ભવહનમાં દુ:ખાનુભવ ન થાય તે માટે જ્ઞાની પ્રભુ સ્થિર થયા તો કાળપ્રભાવે ત્રિશલાદેવીને ગર્ભગલનની જ કુશંકા થઈ અને દુઃખી થઈ ગયાં. તેથી ફરી પરમાત્માએ સ્પંદન કર્યું અને માતાનું મન ન દુભાય તેથી તે.નં. જીવનહયાતી સુધી દીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો. માતાની મમતા કે સમતાનો ભંગ ન થાય તે માટે પોતાનું હિત પણ ગૌણ ગણી ઉપકારીના ઉપકારને ગૌરવવંતું બનાવનાર પ્રભુવીરનું દૃષ્ટાંત આ કાળના જીવોને સચોટ લાગે તેવું છે. બીજી તરફ તે જ ભવની પૂર્વમાતા દેવાનંદા જ્યારે પ્રભુવીરને કેવળજ્ઞાન પછીની સ્થિતિમાં નિહાળે છે ત્યારે કોઈ એવી અપૂર્વ લાગણીઓનો પ્રવાહ ધસમસી આવ્યો અને તેના સ્તનમાંથી દૂધની ધારા વછૂટી પડી. માતાની મમતા અને પુત્રની પવિત્રતાનો આથી વધુ પ્રસંગ કાં જોવા-જાણવા મળે? ૩. માતા નંદાનો આદર્શ ઉછેર રાજા શ્રેણિકને પત્ની નંદા ઉપર અનહદ પ્રેમ પણ પિતા પ્રસેનજિતના ચિંતાનજક સમાચાર મળતાં જ બેનાતટ છોડી પાછું રાજગૃહી વળવું પડ્યું, ત્યારે પત્ની સગર્ભા હતી. રાજા શ્રેણિકની ગેરહાજરીમાં જ જન્મ લેનાર બાળક માતા નંદાની હૂંફમાં ઊછર્યો, સંસ્કરણ પામ્યો અને કુલીન માતાના સુસિંચનથી તેની બુદ્ધિ પિતાના પરિચય કે પ્રેમ વગર પણ પ્રકર્ષણ પામવા લાગી. આ બાળ તે બુદ્ધિનિધાન અભયકુમાર, જે નવ વરસ જેવી નાની ઉંમરમાં પિતાની સામે માતાનું મિલન કરાવવા નંદાદેવીને રાજગૃહી લઈ ગયો Page #176 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૨૭ અને માના ગૌરવને વધારવા તેને બગીચામાં બેસાડી નગપ્રવેશ કરી યુક્તિથી શ્રેણિકનું મન જીતી, | પોતાનો પરિચય આપ્યા વગર લઈ આવ્યો ને રાજા પિતાના રાણીમાતા સાથે સુભગ મેળાપને 'નમિત્ત બન્યો. કિશોર બની યુવાન બન્યો, બુદ્ધિબળે ઘણાં પરાક્રમોથી લોકોને હંફાવ્યા-હરાવ્યા અને છેલ્લે યુક્તિથી પિતાને પણ છેતરી મુક્તિનો મંગળ માર્ગ પકડી લીધો, પણ ક્યારેય પોતાની બુદ્ધિનું બળ માતાના મનને મોળું પાડવા ન વાપર્યું. ૪. ભદ્રામાતાનો શાલિભદ્ર પુત્ર ગોભદ્ર શેઠનો સ્વર્ગવાસ થયો ને ઘરની જવાબદારી શેઠાણી ભદ્રાના માથે આવી પડી. તેણે પોતાના પનોતા પુત્ર શાલિભદ્રને ઘરની ચિંતાથી એટલો બધો તો પર રાખ્યો કે પુત્ર શાલિભદ્રને મળવા સામે પગલે રાજા શ્રેણિક આવ્યા તો તેને પણ વખારમાં નાખવાની હાસ્યાસ્પદ વાત કરી. જો કે તે પછી તો વૈરાગ્યવંત બની દીક્ષા લીધી ને શરીર સુકુમાર છતાંય કઠોર સાધના સાથે આગમાભ્યાસ કરી બહુશ્રુત થયા. ચારિત્રમાં પ્રગતિ પામી જ્યારે જીવનની અંતિમ સાધના સાધવા નિર્ણય કર્યો, ત્યારે તેમના જીવનનું છેલ્લું પારણું ઉત્તરપારણું પણ કુદરતી તેમના પૂર્વભવની માતા ધન્ય ગામની વિધવા ડોશીએ દહીં વહોરાવી કરાવ્યું. પ્રભુવીરે શાલિભદ્રજીને પૂર્વના સંગમના ભવની સત્ય કહાણી જણાવી, તેથી પોતાની જ માતાના હાથે વહોરાવાયેલ દહીંને વાપર્યા પછી વૈભારગિરિ પહાડે જઈ અનશન લીધું. માતા ભદ્રા તેમને મળવા અને મનાવવા આવી, પણ સંસારની માયાથી પર તેઓ અંતે ધ્યાન અખંડ રાખી સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. પુત્રમોહમાં માતા ભદ્રાએ પણ દીક્ષા લીધી અને ચારિત્ર પામી સ્વર્ગે સંચરી. પ. પુત્રપ્રાપ્તિ માટે આયંબિલનો તપ ઋષભદત્ત શેઠ ને ધારિણી શેઠાણી સુધર્માસ્વામીને વાંદવા વૈભારગિરિએ ગયાં, અને ધારિણીએ પુત્રપ્રાપ્તિ માટે ઉપાય પૂછયો. સાવદ્ય પ્રશ્ન હતો છતાય ગણધરજીએ મહાપુણ્યનો લાભ જ્ઞાનથી પેખી એકસો આઠ આયંબિલના તપનો ઉપાય કહ્યો. તે તપના પ્રભાવે વિદ્યુનાલી દેવ અવીને ગર્ભમાં આવ્યો, જન્મ પછી નામ પડ્યું જંબૂકુમાર. માતાનો તેના ઉપર અનહદ પ્રેમ, છતાંય સંસારની અસારતા જાણી આજીવન ચતુર્થ વ્રત લીધું. છતાંય પિતા કરતાંય માતાનો અતિ આગ્રહ હોવાથી ફક્ત એક દિવસ માટે ઠાઠથી આઠ કન્યાઓ પરણ્યા, અને બીજે જ દિવસે સવારે તો પ૨૭ની સંખ્યામાં દીક્ષાઓ થઈ ગઈ, જેમાં જંબૂકુમારથી જ પ્રતિબોધ પામેલાં માતા-પિતા, સાસુ-સસરા, સ્ત્રીઓ અને ચોરો હતાં. જંબુસ્વામીએ સ્વકલ્યાણ તો સાધ્યું જ, પણ ઉપકારી માતા-પિતાને પણ પ્રભુનો પંથ પમાડ્યો. ૬. બત્રીસ પુત્રોને સાથે જન્મ દેતી માતા સુલતા પુત્રપ્રાપ્તિની વાંછામાં હરિણગમેષ દેવ પાસે બત્રીસ ગોળીઓ સાથે બત્રીસ પુત્રોની પ્રાપ્તિનો ઉપાય મેળવી નાગ રથિકની ધર્મપત્ની મહાશ્રાવિકા સુલસાએ બત્રીસ પુત્રોને બદલે એક જ પણ બત્રીસલક્ષણો પુત્ર પ્રાપ્ત કરવા એકસાથે બધીય ગોળીઓ ખાઈ લીધી. પણ ભવિતવ્યતાને કારણે એકસાથે બત્રીસ પુત્રોએ જન્મ લીધો. નાગે તેમને ભણાવ્યા, પરણાવ્યા ને બધાય પુત્રો શ્રેણિકરાજાના અંગરક્ષક તરીકે ગોઠવાણા. ચેલ્લણાના હરણ વખતે શ્રેણિકને બચાવવા જતાં વૈરિસિંહ નામના સુભટના હાથે એક પુત્ર Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] [ જૈન પ્રતિભાદર્શન હણાયો, જે સાથે બધાય પુત્રોના પ્રાણ પરવારી ગયા. દઢ સમ્યક્ત્વના બળે આવતી ચોવીશીમાં તીર્થકર જેવી સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરનાર સુલસા શ્રાવિકાએ કલ્પાંત કર્યો, ત્યારે તેના હૈયાને હામ ને હૂંફ આપવા અભયકુમાર આવ્યા ને તેનાથી માતા સુલસા શાંત પડી. કર્મો જેમને તીર્થપતિ બનાવે ત્યારે ઠીક, પણ માતા બનાવે ત્યારે મમતાનો ઝરો સાથે જ મૂકી દે છે ને? ૭. માની આત્મહત્યામાં વલોપાત પામેલી વસુમતી છત્રીસહજાર સાધ્વીઓના સમુદાયના સૂત્રધાર બનનાર અને તે જ ભવમાં મોક્ષે જનાર પરમાત્મા વીરશાસનનાં મુખ્ય સાધ્વીજી ચંદનબાલાનો સાંસારિક જીવનચિતાર કંઈક ન્યારો જ ગયો. ચંપાપુરીના દધિવાહનની રાણી ધારિણી ને તેની પુત્રી વસુમતી (ચંદનબાળા) સાથે ઉપાડી જનાર સામાન્ય સુભટ હતો. માતા સાથે પુત્રી સુરક્ષિત હતી, પણ જ્યારે સૈનિકે માતા ધારિણીને પોતાની પત્ની બની જવા આગ્રહ કર્યો ત્યારે પાપભીરુ ધારિણીએ શિયળ બચાવવા જીભ કચડી આત્મહત્યા કરી નાંખી. સાવ શાંત ને સરળ ચંદનાનું મન ખળભળી ઊઠ્યું. વહાલસોયી માતાનું અકાળ મરણ આંખ સામે દેખી વસુમતી વિષાદવ્યથાથી ખૂબ રડી. હૈયાફાટ રુદનથી સુભટ પણ પીગળી ગયો ને તેને મા-દીકરીના ચિર-વિયોગે વેદનાયુક્ત કરી દીધો. તેની વાસના વરાળ બની ગઈ; આખોમાં આંસુ ધસમસી આવ્યાં, જીવનનું સત્ય સમજાણું અને ધારિણીનો ભક્ષક બનેલો તે ચંદનાનો રક્ષક બની ગયો, પોતાની પુત્રીતુલ્ય રાખવાનું વચન આપી ચંદનબાળાને શાંત પાડી, અને પોતાના ઘેર માનપૂર્વક લઈ આવ્યો. ૮. માતા સુનંદા ને પુત્ર વજકુમાર વણિક ધનગિરિ પત્ની સુનંદાને સગર્ભા સ્થિતિમાં મૂકી દીક્ષિત થઈ ગયો, પછીથી વજકુમારનો જન્મ થયો. ઘોડિયામાં જ રમતાં રમતાં જાતિસ્મરણ જ્ઞાન થયું ને દીક્ષા લેવાની ઇચ્છા થઈ. તેથી માની માયા છોડાવવા સતત રડવા લાગ્યો. છ માસ સુધી રડી રડીને માતાને હેરાન કરી નાખી, તેથી કંટાળીને સુનંદાએ પોતાના ઘેર જ પધારેલ તે બાળના પિતા મુનિ ધનગિરિને ગોચરીમાં બાળક વહોરાવી દીધો. નાનો વજકુમાર માતાનો વિયોગ પામી પિતા પાસે આવ્યો ને રડવાનું બંધ કર્યું. તેનાં ઉત્તમ લક્ષણ દેખી તેનો ઉછેર કરવા સિંહગિરિએ સાધ્વીજી મારફત કુમારને શ્રાવિકા તથા ધાવમાતાઓને સોંપ્યો. ત્યાં પણ કંટાળેલી સુનંદા પુત્રવિયોગના નવા દુઃખને ટાળવા જુદા-જુદા બહાને જઈ વાત્સલ્ય વહાવવા લાગી ને છૂપી રીતે ધવરાવી જતી હતી. હવે જ્યારે ત્રણ વરસનો કુમાર દેખાવડો અને શાણો લાગવા લાગ્યો ત્યારે પુત્રમોહમાં આવી સુનંદાએ મુનિ ધનગિરિ પાસે પુત્ર-માંગણી કરી. મુનિએ ના પાડી તેથી મામલો રાજદરબારે ગયો. રાજાએ તોડ કાઢ્યો કે બાળક જેને ચાહે તેને સોંપવામાં આવશે. માતા સુનંદાએ ભરસભામાં વજસ્વામીને પોતાના પ્રતિ આકર્ષવા, મનોહર રમકડાં ને મીઠાઈ વગેરે આગળ કર્યા, છતાંય બુદ્ધિશાળી વજકુમાર તેથી ન જ આકર્ષણો અને પિતામુનિએ ઓઘો આગળ ધર્યો તો તે લઈ નાચવા લાગ્યો. માતાની હાર થઈ. પુત્ર અને પિતાની જીત થઈ, પણ હકીકતમાં તેમાં પણ રહસ્ય હતું. માતાને કૃત્રિમ ત્રાસ આપી, સભામાં તેનો પરાભવ કરીને વજસ્વામીએ તેને પણ વૈરાગ્યવાસિત બનાવી દીધી. છૂપી રીતે માતાનું દૂધ પીધેલા તેણે માના ઉપકારનો બદલો વાળવા છૂપી રીતની ચાલ રમી માતાને પણ પ્રભુપંથની દીક્ષા અપાવી દીધી, ને ઉપકારનો બદલો વાળ્યો. Page #178 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૨૯ ૯. માતા રૂદ્ર સોમાનો અલૌકિક પુત્રપ્રેમ જન્મે બ્રાહ્મણ પણ શ્રમણ બનેલા શાસનપ્રભાવક આર્યરતિસૂરિજીનાં માતા રૂદ્રસોમા ને પિતા સોમદેવ. જનોઈ લીધી ત્યાં સુધી પિતા પાસે ભણ્યા, વધુ અભ્યાસ કરી પાટલીપુત્રથી પાછા વળ્યા ત્યારે વિદ્વાન બનેલા તેનું સન્માન દશપુર નગરના રાજાએ હાથી ઉપર બેસાડી નગપ્રવેશ કરાવવા દ્વારા કર્યું, ને સારું એવું ધન-નાણું આપ્યું. પુત્ર ને માન અને મૂલ્ય લઈ માતાના આશીર્વાદ લેવા આવ્યો ત્યારે બ્રાહ્મણી માતા છતાંય જૈન શાસનની છાયાથી પ્રભાવિત હોવાથી વિશેષ આશીર્વાદ આપ્યા વગર ઉદાસીનતા દેખાડી. માના ચરણમાં પડેલા પુત્રે જયારે અપ્રસન્નતાનો ખુલાસો પૂછ્યો ત્યારે રૂદ્રસીમાએ રોકડું પરખાવ્યું, “પુત્ર! તું દીર્ધાયુ થજે, પણ જે વિદ્યા ભણી તું મલકાય છે તે તત્ત્વથી કુવિદ્યાઓ છે, સંસાર વધારનાર છે. આવી ભારભૂત વિદ્યા ભણી ભૂતયોનિમાં ભટકવા કરતાં સારભૂત દૃષ્ટિવાદ સૂત્ર ભણવા જૈનમુનિનો શિષ્ય થાય તો જ મારો સપૂત કહેવાય. અને ખરેખર, માતાના મનની પ્રસન્નતા મેળવવા માન મૂકી આરક્ષિતે સંસારત્યાગ કર્યો. અગિયાર અંગો ભણી પછી દૃષ્ટિવાદ ભણવા વજસ્વામી પાસે ગયા અને દશપૂર્વમાં કંઈક ઓછું ભણી ગયા, પછી ભાઈ ફાલ્લુરક્ષિતનો સંદેશો સાંભળી પોતાનાં ઉપકારી માતાને મળવા દશપુર આવ્યા. તે પહેલાં જ ભાઈને દીક્ષા આપી દીધી ને પોતે આચાર્ય પદવી પામી ગયા હતા. પછી સંસાર છોડાવનાર માતા-પિતાને સંસાર છોડાવી પ્રત્યુપકાર કરી દીધો. સૌ બોલી ઊડ્યા કે માતા હોજો તો આવી હોજો, ને પુત્ર હોજો તો આવા. ૧૦. કલિકાળસર્વજ્ઞનો અલૌકિક માતૃપ્રેમ મુનિ સોમચંદ્ર નાગૌર ગામમાં ફક્ત બાર વરસના દીક્ષાપર્યાયમાં આચાર્યપદે આરૂઢ થયા, ત્યારે તદૂભવોપકારી માતા પાહિણીદેવીએ આસન ઉપરથી ઊઠીને પોતાના માટે નૂતનાચાર્ય પાસે દીક્ષાયાચના કરી. પુત્ર મુનિએ દીક્ષા આપી ને માતાના ઉપકારનો બદલો વાળ્યો. તે પૂ. હેમચંદ્રાચાર્ય સ્વયં સાંસારિક માતા સાધ્વીના યોગક્ષેમની દરકાર કરવા લાગ્યા, તે કારણે નૂતન સાધ્વી પણ કુશળ બન્યાં અને વિદુષી બની પ્રવર્તિનીપદ પ્રાપ્ત કરી ૪૫ વરસનો દીક્ષાપર્યાય પાળી કાળધર્મ પામ્યાં ત્યારે સ્વયં કલિકાળસર્વજ્ઞ અને યુગપુરુષ જેવું બિરુદ ધરાવતાં છતાંય માતાના ઉપકારને સ્મૃતિમાં લઈ એક કરોડ નવકાર ગણવાનો અભિગ્રહ લઈ શ્રદ્ધાંજલિ બક્ષી. તેઓશ્રીના માનસમાં એટલું સ્પષ્ટ હતું કે તે માતા થકી જ મહાન જૈન શાસનની તથા આચાર્યની પદવી પણ પ્રાપ્ત થઈ હતી. ૧૧. માતા પુષ્પચૂલાનો પુત્રી પ્રેમ રાજાના વ્યામોહથી તેનો પુત્ર પુખશૂલ અને પુત્રી પુષ્પચૂલા ભાઈ-ભગિનીના પવિત્ર સંબંધ છોડીતરછોડી ભર્તા-ભાર્યા બન્યાં. પતિ-પત્નીની જેમ ભોગ ભોગવવા લાગ્યાં. રાણીમાતા પુષ્પાવતી પોતાના સંતાનની સરાગાવસ્થા દેખી સંતાપથી સળગવા લાગી. પણ રાજાની સત્તા સામે તેનું કંઈ ન ચાલે તેથી વૈરાગ્યમય દીક્ષા લીધી. ત્યાં પણ કરુણાદિલ માતા પુષ્પાવતીને પોતાના સ્વર્ગીય સુખ વચ્ચે પુત્ર-પુત્રીની અવદશાની ચિંતા થઈ. તેથી પુત્રીના પ્રેમની પરવશતામાં તેણે પોતાની દેવતાઈ શક્તિથી પુત્રીને નરક અને સ્વર્ગનાં દશ્યો દેખાડી દુઃખી દુઃખી કરી નાંખી. તેમ છતાંય દિલમાં ઊંડી કણા હતી તેથી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન == છે. પુષ્પચૂલાને વૈરાગ્ય પેદા કરાવવામાં સફળ બની. તે પુષ્પચૂલા પતિની પરવાનગી મેળવી દીક્ષિત થઈ અને પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યું. માતાએ પુષ્પચૂલાને સંસાર તો છોડાવ્યો જ, પણ સાથે મુક્તિ અપાવવામાં પણ આદર્શ બની. ૧૨. પદ્માવતીનો પુત્રપ્રેમ | બિહાર પ્રાંતમાં ચંપાપુરીના રાજા દધિવાહનની રાણી, ચેટકપુત્રી પદ્માવતી જયારે સગર્ભાવસ્થામાં હતી ત્યારે જ વનવિહારની વેળા વખતે રાજહસ્તીના ઉપદ્રવથી ઝાડની ડાળી પકડવામાં અસફળ બની અને રાજાથી વિખૂટી પડી ગઈ. એકાંતમાં એકાવતારી જીવ કરકંડુનો જીવ જે ગર્ભમાં આવ્યો હતો તેને જન્મ આપ્યો. પોતે પાછળથી પ્રવ્રયાનો પથ પકડ્યો, પણ તે પૂર્વે પુત્ર કરકંડમાં પણ એવા ઉમદા સંસ્કારોનું સિંચન કરેલ કે તેનો વૈરાગ્યદીપક ઝળહળતો રહ્યો. છતાંય ભવિતવ્યતાના યોગે પુત્ર કરકંડુ પોતાના પરિચયરહિત પિતાની સામે જ યુદ્ધ આદરી બેઠો ત્યારે બેઉ પક્ષે અસંખ્ય નિર્દોષોની ખુવારીની આશંકા દેખી સાધ્વી માતાનો અહિંસાપ્રેમ જાગી ગયો અને સ્વયં સાધ્વી હોવા છતાંય અવસરોચિત કર્તવ્ય બજાવવા યુદ્ધના મેદાનમાં પહોંચી ગઈ. પુત્ર અને પિતાનો પ્રેમાળ પરિચય કરાવ્યો, યુદ્ધ અટકાવ્યું અને બેઉ પુરુષાર્થીને પવિત્ર પ્રભુપંથનો બોધ આપ્યો. માતા પાસેથી મળેલ ઉચ્ચ સંસ્કારોથી કરકંડનો આત્મા પણ વિરાગની વાટે અણિશુદ્ધ ચારિત્ર પાળી પ્રત્યેકબુદ્ધ કેવળી બન્યો. ૧૩. અરણિક મુનિની માયાળુ માતા અરણિક મુનિવર ગોચરી લેવા ખરે બપોરે ચાલ્યા જાય. સુકુમાર દેહ ગરમીનો શ્રમ સહેવામાં અક્ષમ હોવાથી રૂપવાન કાયા લાલચોળ બની ગઈ હતી, ને લાવણ્ય પ્રગટી ગયું હતું. તેમને દેખી એક માનિનીએ પોતાની હવેલીમાં તેમને વિશ્રામ કરાવવા દાસી મોકલી. મુનિને મનગમતું મળ્યું. યુવતીએ યુક્તિપૂર્વક મુનિને મનથી મોહી લીધા, અને તે માનિની અરણિક મુનિ માટે કામિની બન્યા પછી મુનિ તેની સાથે મન મૂકી ભોગ-વિલાસ કરવા લાગ્યા. તે સ્ત્રીએ પણ બુદ્ધિબળે મુનિને નજરકેદ જેવા કરી દીધા હતા, તેથી લગભગ લોકોને તેમની ભાળ ન જ મળી. આ તરફ અરણિક મુનિનાં ધર્માત્મા માતા પુત્રની ભાળ કાઢવા ગલીએ ગલીએ અરણિક-અરણિક કરી ફરવા લાગ્યા, લોકજન જે-જે મળે તેમને પૂછવા લાગ્યાં. સાવ ગાંડા જેવાં બની બૂમો મારતાં તેમને અરણિકે પોતાની પ્રિયા સાથે સોગઠે રમતાં-રમતાં હવેલીમાંથી જોયાં ને પુત્રનો માતા પ્રતિનો પ્રેમ છલકાઈ ગયો. પોતાના સ્વરૂપનું ભાન થયું, તરત જ ભોગનો સંયોગ સુપેરે ત્યજી ગોખથી નીચે ઊતરી આવ્યા અને સીધા માતાનાં ચરણો પકડી લીધાં. માતાએ જેટલાં આંસુ પુત્ર પાછળ વહાવ્યાં હતાં તેથી વધુ આંસુ પુત્રએ માતાનાં ચરણ પખાળવા વહાવી દીધાં. માતાએ પણ ભૂલા પડેલા અરણિકનું માનભંગ કર્યા વગર મીઠી વાણીથી મન મહાત કરી ફરી સંયમજીવનનાં સોપાને ચડાવી દીધા. પ્રાયશ્ચિતનાં પહેરણ પહેરી અરણિક મુનિએ ધગધગતી શિલા ઉપર અનશન આદર્યું ને આત્મકલ્યાણ સાધ્યું. ૧૪. અન્ય અનેક જૈને માતાના મહાન ઉપકારો તીર્થકરોની માતાઓ ગર્ભની ઉત્તમતાના પ્રભાવે ૧૪ સ્વપ્નો સ્પષ્ટ રૂપે જુએ છે અને તેના Page #180 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૩૧ આહલાદના અનુભવો દિવસો સુધી કરે છે. ત્રણ જગતના જીવોના તારણહાર તીર્થપતિઓને પોતાની કુક્ષિ બક્ષી જગત ઉપર જાણે ઉપકાર કરે છે. તે જ પ્રમાણે ઉત્તમ જીવોનું જતન ધાવમાતાઓ વડે થાય છે તેમાંય માતૃત્વ ભાવનાની મહાનતા ગોચર થાય છે. પ્રભુનો જન્માભિષેક ઊજવવા આકાશગંગાની ક્ષિતિજોને શોભાવતી છપ્પન દિíમારીઓ પણ પ્રભુનાં પોખણાં લેતી માતા જેવી મૃદુતાનો પરિચય આપે છે. નારી તત્ત્વ માતાનાં જ જાણે વિવિધ સ્વરૂપો હોય તેમ અનેક માતાઓ પણ પ્રભુનાં દર્શન કરી પ્રભાવિત થતી હોય છે. મેરુના શિખરે ઉત્સવ ઊજવવા લઈ જવાતા પ્રભુને બદલે તેમના જેવું જ પ્રતિબિંબ માતા પાસે ઇન્દ્રને મૂકવું પડે છે, જેથી અવસ્વાપિની નિદ્રાથી પ્રશાંત માતા કદાચ જાગી પણ જાય તો બાજુમાં જ પોતાના પુત્રને દેખી પોતાની સ્વસ્થતા જાળવી શકે. માતા તત્ત્વની કાયા અને માયા જ એવી જાદુગરી હોય છે કે માનવમાતા તો ઠીક પણ પશુમાતા પણ પ્રસૂતિ પછીની પીડા બચ્ચાને ચાટી ચાટી દૂર કરે છે. “મા તે મા ને બીજા વગડાના વા'ની ઉક્તિ પણ કંઈ એમ ને એમ રચાઈ નથી ગઈ. સામાન્ય રીતે માનવીને ફાળ પડે, ઘાત-આઘાત થાય ત્યારે પણ મોઢામાંથી હે મા, એ મા, ઓ મારી મા વગેરે શબ્દો સ્વાભાવિક સરી જતા હોય છે, તે પણ મા તત્ત્વ તરફની લાગણીનો જ પ્રકાર છે. શબ્દો બોલતા બાળકને સર્વપ્રથમ મા બોલાવવામાં આવે છે કારણ કે એક અક્ષરનો બનેલો શબ્દ શિશુને સાવ સરળ બને છે તે મા પછી મા મા આમ બોલતાં બોલતાં બોલવાનું શીખી જાય છે. કહેવાય પણ છે ને કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય. તદ્ભવમોક્ષગામી ઈદુષણ-બિંદુષણ અતિશય રૂપવંત અનંતમણિકા નામની વેશ્યાને પોતાની બનાવવા માંહોમાંહે લડવા લાગ્યા ને માતા-પિતાએ ખુબ વાર્યા છતાંય ન માન્યા ત્યારે પિતા શ્રીષણ તથા બેઉની માતા અભિનંદિતા તથા શિખિનંદિતા રાણીઓ પુત્રોની મતિ સુધારી છેલ્લો ઉપકાર કરી દેવા તાળપુટ ઝેરવાળું કમળ સુંધી મૃત્યુ પામ્યાં, અને માતા-પિતાના મરણ પછી જ બેઉ સમર્થ પુત્રોની સાન ઠેકાણે આવી. પશ્ચાત્તાપ થયો, દીક્ષા લીધી અને મોક્ષે ગયા. પોતાના ગર્ભમાં રહેલ જીવનો આછો અંદાજ આવતાં જ્યારે બ્રાહ્મણીએ ગર્ભ વિષે પૂછાતાં મનાફ-કંઈક એમ કહ્યું ત્યારે તે શબ્દ ઉપરથી જ પછી જન્મેલા બાળનું નામ લોકોએ મનકકુમાર પાડ્યું, જે પિતાનો પરિચય કરવા એકલો ઘરથી નીકળી ગયો, અને તે ભાળ મેળવી શäભવસૂરિ બનેલા પિતામુનિ પાસે દીક્ષા પણ લીધી. ફક્ત માતાના મનની મહેચ્છા જાળવવા જ કર્ણો પોતાનું દાનવીર પદ ટકાવવા કુતીમાતાને મોં માગ્યું વરદાન આપી દઈ પોતાના પ્રાણ જોખમમાં નાખી દીધા અને ખરેખર તે વચનને નભાવવા જ સત્યનો પક્ષ સાચવી અર્જુનના હાથે મોત વહોરી લીધું. બાળ જશવંતે પણ માતાના મનને આશ્ચર્યકારી અદાથી ભક્તામર સુણાવી ચાલુ વરસાદના કારણે ઘરમાં જ માતાનો અભિપ્રહ પૂર્ણ કરાવી પારણું કરાવ્યું. લવ અને કુશનો જન્મ નગરથી બહાર વગડામાં થયો, ત્યારે સતી સીતા રામચંદ્રજી દ્વારા ત્યક્તા હતી, છતાંય દુઃખની અવસ્થામાં પુત્રના સુખની ભારોભાર ચિંતા કરી બેઉ જોડિયાનું જે સંસ્કરણ કર્યું તે ઇતિહાસપ્રસિદ્ધ છે. પુત્રોએ માતાનો ઉપકાર પિતા સાથે મુલાકાત કરાવી વાળ્યો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] || જૈન પ્રતિભાદર્શન સદાચારિણી મદાલસાએ તો પોતાને પ્રાપ્ત પરમતત્ત્વનું જ્ઞાન પરાણે પોઢતા પુત્રને હાલરડાં ગાઈ ગાઈ અને ખોળામાં ખેલ કરાવી આપી દીધું. મદાલસાના માતૃપ્રેમની યશોગાથા ઇતિહાસે પ્રગટ કરેલી જ છે. માતાના પેટમાં જ રહેલા અભિમન્યુએ પિતા દ્વારા કથન થઈ રહેલા ચક્રવ્યુહના છ કોઠા ભાંગી નાખવાની રીતિ-નીતિ મેળવી લીધી, અને માતા સુભદ્રાએ પણ ગર્ભસ્થ બાળના પુણ્ય પ્રતાપે સારું પોષણ આપ્યું. તે જ અભિમન્યુ મહાભારતના મહાયુદ્ધમાં પંદર વર્ષ જેવી કિશોરવયમાં છતાંય દ્રોણાચાર્ય, કર્ણ વગેરે કૌરવ પક્ષના મહારાજાને ભારે પડી ગયો, દગાથી તેનો સંહાર કર્યો ત્યારે સુભદ્રામાતા ઘણું રડી, પણ શ્રીકૃષ્ણ વીરપુત્રની વીરગતિની પ્રશંસા કરી વીરમાતાને સાંત્વન દીધું. જોકે માતા-પિતાના ઉપકારનો પ્રત્યુપકાર અશકય છે, છતાંય માતાની મમતાળુ છાયામાં વિકસિત સજ્જનતા-સૌજન્યતા-સર્વાગી વિકાસની ઉપલબ્ધિનું વળતર સંતાને સમજણ થયા પછી તેઓને પણ સંયમપંથે ચડાવી કે સદાચારની સુવાસથી સમગ્ર સંસારને વાસિત કરી વાળવાની હોય છે. અનાદિકાળથી ગર્ભજ જીવો ગર્ભિણી માતા પ્રતિ અદભુત આકર્ષણ ધરાવતા હોય છે, જેનું પ્રગટ સ્વરૂપ પશુ કે માનવયોનિમાં જન્મ લેનાર જીવમાં જોવા મળે છે; જે સ્વરૂપે માતા દ્વારા વિવિધ રૂપે વ્હાલનું પ્રદાન અને શિશુ દ્વારા વાત્સલ્યનું આદાન બની રહે છે. વાંદરીનાં બચ્ચાં માતાને વળગી પુખ્તાવસ્થાની પ્રાપ્તિ કરે છે, તે તો મર્કટબંધના નામે શાસ્ત્રમાં પણ વિખ્યાત છે જ. આવા તો કેટલાય દાખલા-દષ્ટાંત દ્વારા આપણે સમાધાન મેળવી શકીએ છીએ કે સંસ્કૃતિનું મૂળ સદાચાર અને સદાચારનું મૂળ માતા. કયાંક, કયારેક કોઈની માતા પણ મારક બની માતૃત્વને લજાવી ગયાના સત્યોલેખ સાંપડે છે. છતાંય તેવી એકલ-દોકલ દુર્ઘટના, બાકીના ઇતિહાસ સર્જન પાછળ માતાની મમતા, વિશુદ્ધ સંતાનપ્રેમ, પરાર્થકરણ, સહનશીલતા, સાદગી, સદાચાર વગેરે સુતત્ત્વોનું સિંચન જ જશ ખાટી જાય છે. આ તો થઈ લૌકિક રજૂઆતઃ પણ જે આત્માએ આત્મકલ્યાણનો માર્ગ જાણી લીધો છે એણે તો માતાના કે પિતાના બંધનમાં રહેવું લગીર ન પાલવે, બલ્ક વખત આવ્યે માતાની માયાને શુષ્ક કરવા પોતે માયા કરીને પણ મિથ્થા લાગણીઓને વ્રજકુમારની જેમ ભેદી સંયમ-સન્યાસ લઈ લે તો તે લોકોત્તર માર્ગ કહેવાય. આમ અનંતર કે પરંપરાએ પણ માતાપિતાના ઋણને ફેડવાની બુદ્ધિથી જે જે આચરણ બુદ્ધિશાળી કરે છે તે આચરણને જ્ઞાનીએ પણ નવાજેલ છે. માટે જ જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, એ વાતને લોકોત્તર શાસન અનેકાંતવાદથી સત્ય સ્વીકારે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] પરમાત્મા-ભક્ત પ્રતિભાદર્શન દરેક ધર્મમાં ધર્મના પ્રણેતા પ્રતિ ભક્તિ કરનાર ભક્તવર્ગ હોય છે, જે કે પોતાના ઇષ્ટદેવની આરાધના કરવા વિવિધ અનુષ્ઠાનોનું આયોજન કરે છે. આર્ય કે અનાર્ય સૌ ધર્મમાં જો કે ભક્તિ એ આવશ્યક તત્ત્વ ગણાય છે, છતાંય મુખ્ય ભેદ પડે છે, ભક્તિયોગ્ય પાત્રનું. જૈન ધર્મના પ્રણેતા જિનેશ્વરો, જેઓ રાગ-દ્વેષ રહિત વીતરાગી-વીતદ્વેષી હોવાથી વિચાર-વાણી-વર્તનમાં સદાય એક્યતા ધરાવનાર મહાપુંગવ પુરુષો ગણાય છે. ઉપરાંત અહિંસા, સત્ય વગેરે ‘સુ’ તત્ત્વોના પ્રખર હિમાયતી હોવાથી સંસારના તથા સ્વયંના સ્વરૂપને પણ યથાસ્થિત દર્શાવી, દુઃખમય સંસાર, સંસાર–ભ્રમણ અને ભ્રમણ મુક્તિના ઉપાયો વગેરે સચોટ દર્શાવતા હોય છે. આત્માથી મહાત્મા ને પરમાત્મા સુધીની સફર સર કરનારના પગલે તેઓ પણ જનમાંથી જૈન અને ફ્રમે જિન બની જગત ઉપર નિઃસ્વાર્થ ઉપકાર કરી જાય છે. માટે જ કરુણાપૂત તેમના ઉપકારના પ્રત્યુપકાર કે ઋણ ફેડવા સામાન્ય જન જિનની ભક્તિ કરતાં કરતાં સ્વયં તેમના જેવા બનવા મહેચ્છા રાખે છે, તે યોગ્ય પણ છે. પ્રભુભક્તિની વિવિધ રીતિ-નીતિમાં પ્રીતિ દાખવી વિધ-વિધ ભક્તોએ ભક્તિને મુક્તિની દૂતી માની છે. વીતરાગી પરમાત્માના ઉપાસકોના ધર્મપુરુષાર્થ તથા પુણ્યોદય-પરાક્રમોચી ઇતિહાસનાં પાને પાનાં ભર્યાં છે. તો ચાલો કંઈક જાણીએ માણીએ પ્રભુભક્તિના પ્રકારો-પુરુષો તથા પુણ્ય પ્રસંગોને... (૧) પ્રતિમા-પૂજાની પ્રતિજ્ઞાથી પ્રગટેલી પ્રતિભા આ જ ભરતક્ષેત્રની ગત ચોવીશીના નવમા તીર્થપતિ દામોદર પ્રભુ પાસે પોતાનો મોક્ષ પ્રભુ પાર્થના શાસનમાં થનાર જાણી અષાઢી શ્રાવકે તો ભાવિના ઉપકારી પાર્શ્વનાથની પ્રતિમા વાલુકામાં રચી નાખી ભાવથી ભજી. દેવતાઈ પ્રતાપથી તે વજ્રમય બની અને શ્રાવક તો પૂજાયેલો બની આયુષ્ય સમાપ્તિએ પરલોકવાસી બન્યો; પણ પ્રતિમા દેવોથી અધિષ્ઠિત થઈને અંતે ત્રણેય લોકમાં અસંખ્ય વરસો પૂજાણી અને આજે ય ચમત્કારી શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે બિરાજે છે. ભક્ત અષાઢી તે જ પાર્શ્વ પ્રભુના વારે ભક્તિપ્રભાવે મુક્તિ પામી ગયો. એવી જ રીતે રાવણના કાર્યથી માલી-સુમાલી બહારગામ ગયા ત્યારે ભૂલથી પ્રતિમા ઘરે રહી જતાં વાલુકામય મૂર્તિ બનાવી, પૂજી, પછી સરોવરમાં વિસર્જિત કરી તો દિવ્યાનુભાવથી વજ્રમય બની. તે સરોવરના જળથી શ્રીપાળ રાજાનો કોઢ ગયો અને તપાસ કરાતાં તે પ્રગટ થઈ. અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમા એ જ પ્રતિમા છે, જે આજેય હાજરાહજૂર છે. કુલપાકજી તીર્થના આદિનાથજીના પ્રતિમા ભરત ચક્રવર્તીએ પોતાની વીંટીના પાચીરત્નથી ચડતા | ૧૩૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન પરિણામે અષ્ટાપદે ભરાવ્યાની માહિતીઓ મળે છે. ચકી તો રૂ.4 ગૃહી તોય કેવળી બની ગયા. (૨) જિનાલયો તથા જિનબિંબો રચાવનાર પ્રભુભક્તો ઉત્તમ સાત ક્ષેત્રોમાં જિનબિંબ અને જિનાલયોનો ઇતિહાસ અનાદિકાળનો છે. અષ્ટાપદે ભરતરાજે ચોવીશે જિનવરોના પ્રમાણ રત્નમય પ્રતિમાઓ ભરાવી, સંગરચક્રીના પુત્રોએ તે તીર્થની રક્ષા ખાતર પ્રાણો ગુમાવ્યા, રાવણના મહેલમાં જ ગૃહજિનાલયમાં શાંતિનાથ પ્રભુ તથા મુનિસુવ્રતસ્વામીનાં જિનબિંબો હતાં, રાજા દશરથને સંસાર-વૈરાગ્યના મૂળમાં શાંતિસ્નાત્રનું સ્નાત્રજળ મોડેથી પહોંચાડી શકનાર કંચુકીની જર્જરાવસ્થા હતું. શત્રુઘ્ન દ્વારા મથુરામાં જિનબિંબો ભરાવવાં, દ્રૌપદી તથા અનેક સતીઓ દ્વારા સંકટ સમયે પ્રતિમાપૂજા અને પ્રભુનું શરણ, જયેષ્ઠ ભ્રાતા નંદિવર્ધન દ્વારા વિચરતા વીર પ્રભુની જ જીવિતસ્વામી નામની ત્રણ પ્રતિમાઓ ભરાવવી, રાજા સંપ્રતિ દ્વારા સવા લાખ જિનાલયો અને ૧ ક્રોડ જિનબિંબોની સ્થાપનાપ્રતિષ્ઠા, વિમલશાહ, રાજા કુમારપાળ, વસ્તુપાળ ને તેજપાળ, પેથડ શાહ વગેરે મહાપુરુષો દ્વાર જિનાલયોની સ્થાપના કે જીર્ણોદ્ધાર ઉપરાંત ધન્ના સંઘવી દ્વારા રાણકપુરનું રમ્ય જિનાલય તે જમાનાના ૯૯ ક્રોડની લાગતે રચવાનું સુકૃત વગેરે ઘટનાઓ પ્રત્યક્ષ કે પરોક્ષપણે પ્રતિમા-પૂજકોની પુણ્યગાથાને જ પ્રસ્તુત કરે છે. ઉપરોક્ત સૌએ પોતાના જીવનમાં અવશ્ય પ્રભુભક્તિથી પ્રગતિ સાધી છે. પૂજનાર સ્વયં પૂજ્ય બન્યા હશે, પણ કોઈ તેમાંના દુ:ખમય સ્થિતિ કે દુર્ગતિના પંથે પડ્યા હોય તેવી એક પણ ઘટના જોવા-જાણવા નથી મળતી. પ્રભુભક્તિના ભક્તોમાં કોઈ ને કોઈ અંશે પ્રભુતા પ્રગટ્યા વગર ન રહે. (૩) ભક્તિના ભેદ-પ્રભેદ અનેક પ્રકારે પ્રભુભક્તિ થઈ શકે છે. એક-બે-ત્રણ-ચાર પ્રકારે વિચારણા કરીએ. એક પ્રકારી=અપૂર્વ શ્રદ્ધા –સમ્યગદર્શનનો મૂળ પાયો અખંડ શ્રદ્ધા. જે જિનેશ્વરોએ કહ્યું તે જ નિશંક છે, સત્ય છે, સર્વોપદેશ છે તેવો અતૂટ વિશ્વાસ તે પણ ભક્તિનો જ પ્રકાર છે. રાજા શ્રેણિક કે વાસુદેવ કૃષ્ણની અડોલ શ્રદ્ધા પ્રસિદ્ધ છે. પાપકર્મોને કારણે તેઓ નાની-શી વિરતિ પણ ન પામી શક્યા; પણ આગામી ચોવીશીમાં ક્રમે પહેલા અને બારમા તીર્થંકર ફક્ત અપૂર્વ શ્રદ્ધા-ભક્તિથી થવાના છે. (૪) બે પ્રકારી દ્રવ્ય અને ભાવપૂજા. તેમાં બાહ્ય દ્રવ્યનું અર્પણ અને અત્યંતર અંતઃકરણનું સમર્પણ હોય છે. દ્રવ્યપૂજા ભક્તિકારો –પોપટ યુગલ દ્વારા ચાંચથી અક્ષત પૂજા દ્વારા દેવ-મનુષ્યથી લઈ છેક મોક્ષગતિ તરફની પ્રગતિ, કોટિધ્વજ દ્વારા દ્રવ્યોપચાર અને ક્રોધસહિત મૃત્યુ છતાંય જાતિસ્મરણ જ્ઞાનથી વૈરાગ્ય, શ્રીપાળ-મયણા દ્વારા થયેલ દ્રવ્યપૂજા વગેરે દષ્ટાંતો જગજાહેર છે. ભાવપૂજા ભક્તિકારો –મંદોદરીનું નૃત્ય ને રાવણ દ્વારા જંઘાની નસ કાઢીને પણ વીણાના તૂટેલા તારનું સંધાણ જે થકી તીર્થંકર નામકર્મની ઉપાર્જના, શકુનિકા વિહાર બાંધતાં ભરૂચમાં નડેલ બંતરના ઉપદ્રવ વખતે પણ અપ્રદેવની ભાવના અખંડ રહી તેથી બંતરીએ પ્રગટ થઈને વરદાન આપ્યું. કારીગરોને જીવિતદાન મળ્યું ને જિનાલયની રચના થઈ. પ્રતિષ્ઠા પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મ. [ સાહેબના કરકમળોથી થઈ. Page #184 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૩૫ (૫) ત્રણ પ્રકારી ભક્તિ અંગપૂજા, અગપૂજા ને ભાવપૂજા ભક્તિરૂપે છે, તે રીતે પણ ભક્તિ કરનાર અનેક થયા. અંગપૂજા ભક્તિકારો –છપ્પન દિકુમારીઓ, ૬૪ ઇન્દ્રો દ્વારા પ્રભુ અંગે સ્નાત્રાભિષેક, તેનું જ આજે અનુસરણ કરી અનેક આત્માઓ દ્વારા સમ્યક્ત્વ શુદ્ધિ ને કર્મમળનો લાસ વગેરે નિત્ય ઘટનાઓ છે. અગ્રપૂજા –પેથડ શાહ દ્વારા પુષ્પોથી અંગરચના, નવકોડીના ફૂલડે પ્રભુપૂજા કરનાર જૈત્ર લૂંટારાનો પછીનો જ ભવ અહિંસા પ્રચારક રાજા કુમારપાળનો, પ્રભુ વીરની પૂજા સિંદુરવારનાં પુષ્પોથી કરવાની ઇચ્છાવાળી વૃદ્ધાનું જંગલમાં જ મરણ, પછી સૌધર્મ દેવલોકે ત્યાંથી રાજા થઈ સંયમ અને મુક્તિની ઘટમાળો કે વિનયંધર રાજકુમાર દ્વારા થયેલ ધૂપપૂજાના પ્રભાવે સાતમા ભવે જ સિદ્ધિ વગેરેની વાતો સાંભળી કોનું હૈયું ન નાચે? અગ્રપૂજાથી જીવ અગ્રેસર પ્રગતિ જ સાધે છે. ભાવપૂજા ભક્તિકારો –કટોકટીમાં અંગ કે અગ્રપૂજા વગર જ ફક્ત ભાવોથી જ ભક્તિ કરનાર ભાવિકોમાં દેડકો બનેલ નંદમણિયાર શેઠનો જીવ દેવગતિ પામ્યો. ખાસ પ્રભુને વંદન કરવાને સમવસરણમાં જઈ દર્શન કરવા જતાં શ્રેણિકરાજના ઘોડાના પગ તળે ચગદાઈ મર્યો, પણ મનમાં પ્રભુભક્તિના ભાવો હતા તેથી દેવભવ મળી ગયો. આ તો થઈ તિર્યંચ કે દેશવિરતિ-ધર ચોથા-પાંચમા ગુણઠાણાના ભાવપૂજકોની વાત, પણ તેથીય વધીને છટ્ટે-સાતમે ગુણસ્થાને મહાલનાર મુનિ ભગવંતો જેઓ માટે દ્રવ્યપૂજાનો નિષેધ છે, તેઓ તો જિનાજ્ઞાનું યથાશક્તિ ચડતા પરિણામે પાલન કરીને ભાવપૂજાના જ ભાગી બનતા હોય છે. (૬) ચાર પ્રકારી ભક્તિમાં દર્શન, વંદન, પૂજન તથા સત્કાર (સન્માન)નો સમાવેશ થાય છે. દર્શનભક્તિ –ફક્ત પ્રભુ-પ્રતિમાં કે સાક્ષાત પરમાત્માના દર્શનની તાલાવેલી થકી પણ કેટલાય ભક્તોનો ભાગ્યોદય થઈ ગયો છે. શ્રાવકનો સેવક દેવપાલ ગોવાળે પોતાને જંગલમાં મળેલ આદીશ્વર પ્રભુના દર્શનની પ્રતિજ્ઞા પૂરી કરવા વરસાદની હેલી વખતે લાગટ સાત ઉપવાસ કરી નાખ્યા. વરસાદ ઊતર્યે ચડતા પરિણામે પાપોદયના પશ્ચાત્તાપપૂર્વક આંસુ વહાવ્યાં, ને તેની ભક્તિથી ચકેશ્વરી દેવી પ્રગટ થઈ ગયાં. વરદાન આપવા કહ્યું તોય ન માંગ્યું. ભાગ્યોદય થતાં જ સાતમા દિવસે જ રાજા બન્યો. અને અરિહંતની ભક્તિના પ્રતાપે તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરી લીધું. બ્રાહ્મણ શયંભવ પણ યજ્ઞવેદિકાના સ્થાને પ્રભુ શાંતિનાથની પ્રતિમાનાં દર્શન પામતાં બોધ પામ્યા, વૈરાગ્ય થયો, શ્રમણ બન્યા, શ્રતાભ્યાસથી પ્રભુની પાટ આચાર્યપદથી શોભાવી. અનાર્ય દેશવાસી આદ્રકુમારના જીવનની પ્રગતિના કારણમાં અભયકુમાર દ્વારા મોકલાવાયેલ આદિનાથ પ્રભુની પ્રતિમાના દર્શન પછીનો ઊહાપોહ અને જાતિસ્મરણજ્ઞાન જ હતું ને? નર્માકર પોપટની પાંખો મંત્રીપુત્રીએ કાપી નાખી, તેથી પ્રભુદર્શન ન થવાથી ઉપવાસ કરી પ્રાણ | છોડ્યા તો તે જ પોપટ રાજા શંખ બન્યો અને વિદ્યુમ્મુખીનો જીવ કલાવતી બન્યો. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન “વર્શનાત્ યુતિબંસી’’——એવી જિન પ્રતિમાનાં દર્શન પણ પાપનાશક બને છે માટે જ દર્શનં મોક્ષસાધનં તરીકે લોકો થકી બોલાય છે. ‘પ્રભુદર્શન, સુખસંપદા, પ્રભુદર્શન, નવનિધ; પ્રભુદર્શનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ.'' પરમાત્માના દર્શન કરવાના ભાવ થવા, પગ ઉપાડવા, સામે જવું વગેરેનાં પુણ્યફળ એક એકથી ચડિયાતા જણાવ્યા છે. અનેક આત્માઓ દર્શનની ભાવનામાં જ ભાગ્યવંત બની ગયા છે. પાદલિપ્તસૂરિજી કે જંઘાચરણ, વિદ્યાચરણ મુનિવરો તીર્થની પ્રતિમાઓના દર્શનાર્થે કેટલીય વાર જાત્રાઓ કરતા રહ્યા ને સ્વયંના દર્શનગુણ સમતિની નિર્મળતા સાધતા રહ્યા. પ્રભુદર્શન સાથે રચાયેલ ‘‘કલ્યાણ મંદિર’’ નામનું ઐની કાવ્ય પરમાત્માની ભક્તિ-પ્રભાવે ચમત્કારિક બની ગયું છે. (૭) વંદન ભક્તિ શેઠનો નાસ્તિક પુત્ર પિતાની યુક્તિથી ડેલી ઉપર બેસાડેલાં પ્રતિમાને પરાણે વંદન કરતા પછીના ભવમાં માછલો બન્યો ત્યારે તે જ દર્શન-સંસ્કારના કારણે જાતિસ્મરણ જ્ઞાન પામી ગયો, કારણ કે તેની આંખ સામે જિનેશ્વર પરમાત્માની આકૃતિવાળો માછલો આવી ગયો અને પૂર્વભવના પ્રતિમા દર્શન યાદ આવી ગયા. વિરાધનાનો ખ્યાલ આવ્યો ને અણસણ કરી દેહત્યાગ કર્યો તો દેવલોકનો દેવ બન્યો. દેવગુરુ છોડી અન્ય કોઈને ન નમવાની પ્રતિજ્ઞા કરનાર વજ્રકર્ણને પોતાના મુખ્ય રાજા સિંહોદરને નમન કરવા પડે તેમ હતા તે ટાળવા હાથમાં પહેરાતી વીંટીમાં પ્રતિમાની આકૃતિ બેસાડી દીધી અને જરૂરત પડ્યે વંદન કરતો તો તે જ મૂર્તિને—નહિ કે વડીલ રાજાને. સિંહોદરને જાણ થતાં અવંતિને ઘેરો ઘાલ્યો, પણ દેવગુરુની કૃપાએ ત્યાં જ આવેલ રામ-લક્ષ્મણે સામે ચડી સહાય કરી વજ્રકર્ણની રક્ષા કરી. વંદનાત્ વાંછિતપ્રદ : એવા જિનેશ્વરો ભક્તોની વાંછાની પૂર્તિ વીતરાગી હોવાથી સ્વયં ન કરે તો અધિષ્ઠાયક દેવ-દેવીઓ કરે અને તેથીય વધીને કુદરત સ્વયં કરે. ‘રામ રાખે તેને કોણ ચાખે?’’ (૮) પૂજનભક્તિ પ્રભુ પાર્શ્વનાથના દર્શન કરતાં જ જાતિસ્મરણ જ્ઞાન થતાં જ હાથીએ પુષ્પપૂજા કરી પછી જંગલમાં પ્રભુની પ્રતિમા ઉપર સૂંઢથી જળનો અભિષેક કરી પૂજવા લાગ્યો. આગલા ભવમાં આત્મહત્યા કરવા જતાં સાધુથી ધર્મ પામી તેણે દીક્ષા લીધેલી અને વામનમાંથી વિરાટકાય બનેલો. ભક્તિ પ્રભાવે મરીને તે જ કલિકુંડ તીર્થનો હાથી મહર્ધિક દેવ બન્યો. કૂતરી બનેલી કુંતલા રાણી કેવળી પાસેથી પોતાનો પૂર્વભવ જાણી જાતિસ્મરણ જ્ઞાન પામી. પૂર્વભવમાં શોક્યો દ્વારા થયેલ શ્રેષ્ઠ પૂજાની ઇર્ષ્યા કરી તિર્યંચ ગતિ મળી હતી. પશ્ચાત્તાપ થયો ને વિરતિવાળી બની તે જ કૂતરી દેવગતિએ ગઈ. “લૂનનાત્ પૂરઃ શ્રીનાં’–પ્રભુનું પૂજન અને લક્ષ્મીનું આગમન તે બન્ને એવી પારસ્પરિક ઘટનાઓ છે કે આજે પણ અનેકોના અપૂર્વ અનુભવો જાણવા-માણવા જેવા છે. (૯) સત્કાર-સન્માન અને સમર્પણ ભક્તિ ભક્તિના વિવિધ પ્રકારોમાં પ્રભુ કે પ્રતિમાની સામે જવું, બહુમાન કરવું કે આદરભાવથી સમર્પિત થવું તે પણ એક પ્રકાર જ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૩૭ સવા લાખ સોનૈયા દઈ રત્નકંબળ ખરીદવા ધરાર ના પાડનાર શ્રેણિક પ્રભુ વીરની સુખશાતા, પધરામણીના સમાચારદાતાઓને તો હીરાના હાર ભેટમાં આપી દેતા અને સામે ચડી વીરને વાંદવા જતા. દર્શાણભદ્ર રાજા પ્રભુની પાસે ઠાઠથી ગયા, પણ ઇન્દ્રની માયાજાળથી ઝંખવાણા તોય પ્રભુ પ્રતિના સભાવથી સ્વમાન સાચવવા સંયમ સ્વીકારી ઇન્દ્રના વંદન મેળવ્યા. જિન અને જિનાલયો પ્રતિ સન્માન રાખતો કુમારપાળનો પુત્ર નૃપસિંહ ફક્ત ૧૬ વરસની વયે મરણપથારીએ પડ્યો ત્યારે આંખમાં આંસુ લાવી બોલ્યો કે હું જીવતો રહું તો પિતાના બંધાવેલાં આરસનાં જિનાલયો સુવર્ણનાં કરાવું. આ સાંભળી પધારેલ હેમચંદ્રસૂરિજીની આંખોમાં પણ આંસુ આવી ગયાં. સિદ્ધરાજ જયસિંહની પરવાનગી વગર જ સજ્જન મંત્રીએ પ્રાપ્ત કરેલ કરની રકમ લગાવી ગિરનારના પૂજય નેમિનાથનું દહેરૂં બંધાવી નાખ્યું. બાર વરસની કર આવકનો આવો ઉપયોગ કરી પ્રભુ પ્રતિ સમર્પણભાવની અભિવ્યક્તિ કરી. અંતે સિદ્ધરાજને પણ ખુશ કરી ચૈત્ય તેમના નામે જ જાહેર કર્યું. શત્રુંજયના ઉદ્ધારમાં ભીમાએ પોતાના પાંચ ક્રમની બચત ચડતા પરિણામે સમર્પિત કરી મહાદાતા બિરુદ મેળવ્યું. દાન-પ્રભાવે ઘરમાં આવતાં જ જમીન ખોદતાં સુવર્ણમુદ્રાઓ નીકળી આવી. આબુના જીર્ણોદ્ધાર વખતે અંબિકાને સાધી તથા ચૈત્ય તથા પુત્રપ્રાપ્તિમાંથી એક જ ઇચ્છા પૂર્ણ થાય તેમ જાણતાં પુત્રેચ્છા ગૌણ કરી જિનાલય-સર્જનનું વરદાન મેળવી લીધું. તે પ્રમાણે પણ સર્વસ્વ સમર્પણ કરી દેનાર વિશિષ્ટ વ્યક્તિ તે કોઈ નહિ પણ સ્વયં વિમલ દંડનાયક. વસ્તુપાળ-તેજપાળે અનુપમાદેવીના સૂચનથી પ્રાપ્ત સઘળીય લક્ષ્મી આબુ-દેલવાડાનાં દેરાં રચવામાં સમર્પિત કરી નાખી. શત્રુંજય તીર્થનાં અનેક દહેરાસરો પણ પરમાત્માભક્તિના પુરાવા જેવાં આજેય અડીખમ શોભી રહ્યાં છે. (૧૦) વિવિધ ભક્તિ ને વિધવિધ ભક્તો ઉદો શ્રાવક મધુર કંઠે સ્તવન ગાઈ ભક્તિ કરતો હતો. સજોડે તેની ભક્તિ દેખી પ્રીતિપૂર્વક હસુમતી શેઠાણીએ સાધર્મિક ભક્તિ કરી અને તેના પરિવારનો આર્થિક પ્રશ્ન ઉકેલી આપ્યો. આ જ ઉદો આગળ જતાં પ્રભુભક્તિ પ્રતાપે મંત્રી ઉદયન બની ગયો. ગૌતમસ્વામીના શ્રીમુખે પરમાત્માના ગુણોનું વર્ણન સાંભળી ભક્તિવાળો હાલિક ખેડૂ (નૂતન મુનિ) સમકિત પામી ગયો. પંદરસો તાપસીમાંથી પાંચસો તો રસ્તે ચાલતાં જ કેવળી બની ગયા. સમર્પણ ભાવે જ તો ચંડÁશિક દૃષ્ટિવિષ સાપ પ્રભુવીરના સાંનિધ્યે પંદર દિવસમાં જ દેહ ત્યાગી દેવ બની ગયો. પ્રભુભક્તિના પ્રકારમાં ધ્યાને ચડેલ ઉપાધ્યાય સકલચંદ્રજીએ તો રાતોરાત કાઉસગ્ગમાં જ સત્તરભેદી પૂજા રચી નાખી. ગંધારના શ્રાવકે વૈતાઢ્ય પર્વતની સુવર્ણ પ્રતિમાના દર્શનનો સંકલ્પ કરી ઉપવાસ કર્યા તો દેવે તેને દર્શન પણ કરાવ્યા, ઉપરાંત સર્વકામિત સો ગોળીઓ પણ આપી. જગડુશાહે પિતા થકી પ્રાપ્ત મૂલ્યવાન ' સવાક્રોડનાં ત્રણ રત્નો શત્રુંજય, ગિરનાર તથા દેવ-પત્તનમાં સમર્પ દઈ સંઘપતિની પદવી મેળવી. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન પ્રભુ મુનિસુવ્રતસ્વામી પ્રતિ ભક્તિ ને આદરભાવ રાખી પૂર્વભવનો મિત્ર જે ઘોડો બન્યો હતો તે ધર્મ પામી ગયો અને દેવલોકે ગયો. ભક્તામર સ્તોત્રની રચના પછી અલગ અલગ ગાથાઓના જાપ સાથે પરમાત્મા પ્રતિ થયેલ ભક્તિની અભિવ્યક્તિ થકી કેટલાય ભક્તોએ શાસનદેવનો પરચો પ્રાપ્ત કરી ઇચ્છિત સાધ્યું છે. આમ પરમાત્મા કે પ્રતિમા પ્રતિની ભક્તિથી મુક્તિ, વિરક્તિ કે પ્રગતિ પામી જનાર એક નહિ પણ અનેક પુણ્યપુરુષો થયા છે અને થાશે. પ્રતિભાવંતને પૂજતાં સ્વર્યની પ્રતિભા ઝળહળી ઊઠે તેમાં નવાઈ શું? અંગ્રેજીમાં એક ચિંતકે જણાવ્યું છે કે God is my instant, constanat, abundant supply of every potent good. ઉપસર્ગોનો ક્ષય, વિધ્ધ વેલડીઓનો ઉચ્છેદ અને મનની પ્રસન્નતા “પૂજ્યમાને વિનેશ્વર” માટે જ તો કહેવામાં આવે છે. ધર્મ પુરુષાર્થથી લઈ મોક્ષપુરુષાર્થની સાધનામાં પ્રભુભક્તિનો માર્ગ સૌથી સરળ પણ સબળ અને સફળ માર્ગ પુરવાર થયો છે. છતાંય પ્રભુભક્તો WORSHIPના સ્થાનોમાં આવી OWNERSHIPના ચક્કરમાં સપડાય તો આરાધનાને બદલે આશાતનાના ભાગી બને. ઘરમંદિર પોતાનું જ છતાંય તેના જ દીપકના પ્રકાશમાં રસોઈ વગેરેનાં કાર્યો કરનાર દેવસેન શ્રેષ્ઠિની પત્ની મરીને ઊંટડી થઈ. શક્તિ છતાંય સડેલા-પડેલા પુખો અને અશુચિયુક્ત વસ્ત્રોથી પ્રભુભક્તિ કરી અજ્ઞાનપાપને કારણે શ્રેષ્ઠ મરી ચાંડાળકુળમાં જનમ્યો; પાછળથી પાપનું પ્રાયશ્ચિત્ત થતાં પ્રગતિ પામી ભૂવલ્લભ નામે રાજા થયો. સારમાં જિનભક્તિ ભૌતિક સુખની તો ભુક્તિ કરાવે જ પણ મુક્તિસુખના પણ માલિક બનાવે છે. ( ગણવાન પ્રતિભા-દર્શન ) જિનશાસનમાં પ્રતિભાવંત પુરુષો પાર વગરના થયા, ચાય છે અને થવાના. તેના મૂળ કારણમાં વીતરાગીનું શાસન જ ગુણવાનો રૂપી પુષ્પોની હારમાળા જેવું છે. આ શાસનમાં ઘનવાનો દાનધર્મથી ગવાયા છે તો ગુણવાનો શીલ, તપ કે ભાવધર્મથી. ગુણહીણા સંપત્તિવાનની સંપદાઓ, આપદાઓ છે જ્યારે ગુણવાન સંતોષી નર સદાય સુખી હોય છે તેમાં બે મત નથી. તો ચાલો ગુણવાનોના ગુણોનાં દર્શન કરી ભાવભરી અનુમોદના કરીએ. ૧. વિશાળાપુરીનો શ્રેષ્ઠિ જિનદત્ત પ્રથમ ધનવાન હતો પણ દેવી લક્ષ્મીએ રૂસણાં લીધા પછી પણ સંતોષવૃત્તિથી જીવવા લાગ્યો. પ્રભુ વીરના સાધનાકાળ દરમ્યાન આ જ શ્રાવકે પ્રભુને પોતાના ઘેર પારણું કરાવવા સંકલ્પ કરી ચાર–ચાર Page #188 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૩૯ માસ મૌન તપસ્યા કરી. જીરણશેઠ તરીકે ખ્યાતિ પામેલા આ શ્રાવકે ફક્ત પરમાત્માને પોતાના ઘેર પારણું કરાવવાની શુભ ભાવનામાં એવું તો શુભ કર્મ બાંધ્યું કે ચારિત્ર વગર જ સમાધિ મૃત્યુ પામી છેક બારમા દેવલોકને પ્રાપ્ત કર્યો, અને પ્રભુનું પારણું તો અન્યના ઘેર થયું તોય સંસાર પોતાનો ટૂંકાવી નાખી ઐતિહાસિક પાત્ર બની ગયો. ૨. પ્રભુ વીરના સમકાળે થયેલ આનંદ, કામદેવ, ચુલનીપિતા, મહાશતક વગેરે દશ ધનાઢ્ય શ્રાવકોને પ્રભુએ પ્રશસ્યા કારણ કે તેઓ ધનની મૂછ વગરના ગુણાઢ્ય હતા. શ્રાવકપણામાં જ સામાયિકપૌષધોપવાસ, વ્રત-નિયમો વડે સાધના-આરાધના કરી દેવલોકે ગયા અને આવતા ભવમાં તો મોક્ષસુખના પણ ભાગી બનવાના છે. ૩. જેમની પ્રશંસા સુર-નરેન્દ્ર ને દેવ-દાનવો કરતાં થાકે તોય સંપૂર્ણ ગુણો જણાવી ન શકે તેવા ગુણશ્રેષ્ઠ પ્રભુ વિરે સ્વમુખે કહેવાતા દરિદ્ર પુણિયા શ્રાવકને વખાણ્યો કારણ કે તેની પાસે ૩૨ દોષ રહિત સામાયિકની સંપત્તિ અકબંધ હતી. ૪. પોતાની જ રૂપ–સ્વરૂપવાન દીકરીઓને સંસારમાં લગ્નસંબંધથી જોડવા ઉદાસીન ચેડારાજાની વૈશાલીપુરીને બાર વરસના યુદ્ધ પછી અને એક ક્રોડ એસી લાખની સંખ્યામાં જાનહાનિ પછી જ્યારે કૃણિકે ફેંદી નાખી ત્યારે સત્યકી નામનો દોયલ્ટો આવી દુર્દશા જોઈ ન શક્યો અને સંપૂર્ણ નગરીના નાગરિકોને બચાવી લેવા વિદ્યાબળે નીલવાન પર્વતે લઈ ગયો. વૈરાગી રાજા ચેડાએ પ્રજારક્ષાની નિષ્ફળતા પછી અનશન લઈ, ગળે લોઢાની પૂતળી લટકાવી ઊંડા જળમાં પડતું મૂક્યું, પણ આયુષ્ય બળવાન હોવાથી ધરણેન્દ્ર રક્ષા કરી બચાવી લીધા. ઇન્દ્રના સાંનિધ્યમાં પણ ધર્મની ભાવના યથાવત્ ટકાવી અંતે નવકારસ્મરણ પૂર્વક મૃત્યુ મેળવી દેવલોકના ભાગી બન્યા. ૫. મધ્યમ અપાપાપુરીના વણિક સિદ્ધાર્થને ત્યાં પ્રભુ વીર પારણું કરવા ગયા ત્યારે પ્રભુની પ્લાન મુદ્રા દેખી કાનમાં રહેલ શલ્યને શોધી કાઢ્યું અને પ્રભુની દેહવેદના દૂર કરવા પોતાના મિત્ર ખરક વૈદ્યને ખાસ ભલામણ કરી પ્રભુની પીડા દૂર કરવા પ્રભુને એક તેલની કુંડીમાં બેસાડ્યા. મર્દન કરી, શરીરના તમામ સાંધા ઢીલા કરી નાખ્યા, અને પછી એકસાથે બેઉ ખિલ્લા એક જ સાણસી જેવા સાધનને બેઉ કાન પાસે ગોઠવી કાઢી નાખ્યા. પરમાત્માને પારાવાર પીડા થઈ, પણ રુધિર સાથે જાણે અશાતા વેદનીય કર્મ પણ નીકળી ગયું જેથી અતિ સહિષ્ણુ પણ પ્રભુના શ્રીમુખમાંથી વેદનાને વ્યક્ત કરતી ભયંકર ચીસ નીકળી ગઈ. પીડા હરવાના હેતુથી પીડા આપનાર પરમાત્માના બેઉ ભક્તો શ્રાવકાવસ્થાને પાળી સ્વર્ગલોકના ભાગી બન્યા, જયારે દુષ્ટ ગોવાળ પવિત્રાત્મા પ્રભુને પીડા આપી સાતમી નરકે ગયો છે. તે ૬. ખાનદાન કુળના વંશજો પણ ખાનદાન પાકે, દાદા-કહેવાતા દેદાશાના સુપુત્ર પેથડશા અને પૌત્ર ઝાંઝણશા. આરાધનાના જબ્બર પ્રેમી, આરાધકો પ્રતિ અનુરાગી, દેદાશાએ ૪૯ મણ કેસરનો ઉપયોગ કરી ઉપાશ્રય બંધાવ્યો. પેથડશાએ બ્રહ્મચર્યવ્રત લઈ ફક્ત ગુરુના આગમન સમાચારદાતાને સોના-હીરાની ભેટો દઈ દીધી, તો ઝાંઝણશાએ ગુજરાત આખાને પાંચ પાંચ દિવસ જમાડી રાજા સારંગદેવને અચંબો પમાડી દીધો. પિતામહ, પુત્ર ને પૌત્રના મન-મગજમાં જિનશાસનનો પ્રેમ કેવો ઝળહળતો હશે તે ઉપરોક્ત ઘટનાઓ જ પુરવાર કરે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪o ] [ જૈન પ્રતિભાદર્શન ૭. સંઘના સાધર્મિક ઉપરના પ્રેમનો પરિચય આપી રાજા વિમલવાહને દુકાળની અવસ્થામાં સૌની ઇચ્છા-અપેક્ષાઓ પૂર્ણ કરી અને વાત્સલ્યના પ્રભાવે-પ્રતાપે તીર્થંકર નામકર્મ પણ બાંધી લીધું, જેના ઉદયકાળે તેઓ ત્રીજા સંભવનાથ પ્રભુ તરીકે ઓળખાયા છે. ૮. સિંહમુનિની વિનંતિથી પ્રભુએ તેઓને જ ગુરુભક્તિનો લાભ આપવા રેવતી શ્રાવિકાને ત્યાં રહેલ નિર્દોષ બીજોરાપાક વહોરી લાવવા સહમતિ આપી, જ્યારે તે જ દ્રવ્ય ઔષધીય ઉપચાર રૂપે વહોરાવતાં ચડતા પરિણામે શ્રાવિકા રેવતીએ પ્રભુ વીર પ્રતિ પ્રશસ્ત ભાવો થકી તીર્થકર નામકર્મ બાંધી લીધું જે રેવતી આવતી ચોવીશીમાં આ જ ભરતક્ષેત્રમાં ચિત્રગુપ્ત નામે સોળમા તીર્થંકર થશે. સુપાત્રદાન ક્યારેય નિષ્ફળ શાને જાય ? ૯. નાગ નામના રથકારની સ્ત્રી સુલસા શ્રાવિકાને સ્વયં પ્રભુ વીરે પરિવ્રાજક મારફત ધર્મલાભ પાઠવ્યા અને રાજગૃહ તરફ જઈ રહેલ અંબડને તેણીની કુશળતાપૃચ્છા કરવા જણાવ્યું. સમ્યફ દર્શનમાં નિર્મળ સુલસાની પરીક્ષા લેવાઈ જેમાં સંપૂર્ણ ઉત્તીર્ણ જાણી અંબડે તેણીની પ્રશંસા કરી પ્રભુનો સંદેશો પાઠવ્યો, જે સુણતાં જ સુલસાનાં રોમેરોમ વિકસ્વર થઈ ગયાં અને પ્રભુ દૂર છતાંય સ્વસ્થાનેથી ભાવપૂર્વક હર્ષાશ્રુ સાથે પ્રભુની સ્તુતિ કરી. આ જ શ્રાવિકા પોતાની દૃષ્ટિની નિર્મળતા થકી સ્ત્રી અવતાર પૂર્ણ કરી પ્રગતિ સાધી અંતે આવતી જ ચોવીશીમાં ભરતક્ષેત્રમાં જ પંદરમા તીર્થંકર તરીકે જન્મ લેશે અને અનેક જીવોના કલ્યાણનું કારણ બનશે. તેઓ નિર્મમ નામે તીર્થપતિ બનશે. ૧૦. કેવલ્યજ્ઞાન પ્રગટી ગયા પછી ગુણો તો પરાકાષ્ઠા પામે છે, છતાંય લાક્ષણિક ઘટના એમ બની કે કુર્મપુત્રને ગૃહસ્થાવસ્થામાં જ કૈવલ્યલક્ષ્મી વરી છતાંય અન્યને જાણ ન થઈ તેથી કેવળી બન્યા પછી પણ છેક છ-છ માસ સુધી માતા-પિતાની સેવા કરી, લોકોત્તર જ્ઞાન પામ્યા છતાંય લૌકિક બધાય વ્યવહાર સાચવ્યા ને જગમાં એક અનેરો આદર્શ દાખવી અપૂર્વ ઘટનાઓમાં ઉમેરો કર્યો. ૧૧. સત્યપ્રતિજ્ઞ અને ન્યાયપ્રેમી યુધિષ્ઠિરને જીવનમાં ઉતાર-ચઢાવ વચ્ચે પસાર થવું પડ્યું, અને એક વખત તો કંક નામના પુરોહિત બનવું પડ્યું છતાંય પોતાનો વિકસેલ ગુણ ન ખોયો બલ્ક તપાવેલું સોનું વધુ ઝળકે તેમ તેઓ આપત્તિઓમાં પણ ગુણસંપત્તિના મેળવનારા થયા, જે કારણે તેમને ધર્મરાજનું વિશેષણ પણ મળ્યું. ૧૨. પૂર્વભવના અજ્ઞાનદશામાં અપાયેલ કલંકનાં કર્મો ઉદયમાં આવતાં ઋષિદત્તાના માથે રાક્ષસીનું કલંક આવ્યું, પણ સમભાવે તે સહન કરી કર્મો ખપાવ્યાં અને અંતે હળુકર્મી બની ચારિત્રસાધના થકી કેવળી બની મોક્ષ પણ મેળવી લીધો. ૧૩. સિદ્ધરાજ જયસિંહથી ગભરાતા, ભાગતા-ફરતા કુમારપાળનાં સુંદર લક્ષણોને જ્ઞાનબળે જાણી તેના સુંદર ભાવિની ચિંતા કરતા આચાર્ય શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીએ એક વાર ખંભાતના જ્ઞાનભંડારમાં છુપાવી દઈ તેનું રક્ષણ કર્યું તે પછી તો વખત ગયે જયારે પૂર્વ આગાહી મુજબ કુમારપાળ રાજસત્તાનો માલિક બન્યો ત્યારે કલિકાળસર્વજ્ઞ ઉપર ઓવારી જઈ તેમને ગુરુપદે સ્થાપ્યા. આધેડ વયમાં ધર્મ પામી આત્મસાત્ એવો કર્યો કે સ્વયં ચારિત્ર મેળવવા ધરાર નિષ્ફળ રહ્યો છતાંય ગુર્વાજ્ઞાને તહત્તિ કરી જિનશાસનની પ્રભાવનાના માધ્યમે આગામી ચોવીશીના પ્રથમ તીર્થંકરના ગણધર બનવાનું સૌભાગ્ય મેળવી લીધું. Page #190 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૧ ૧૪. પરમાત્માના શાસનમાં લેવા માટે નહિ પણ દેવા માટે રડનારા ગુણવાનો પાક્યા ને પાકે છે. ચંદનબાળાએ પ્રભુ વીરને વહોરાવવા જ તો આંસુ પાડ્યાં હતાં ને? પ્રભુ વીરની આંખમાં પણ આંસુ છલકાણાં તે સંગમની ભાવિ દુર્ગતિની કલ્પના થકી જ ને? બસ આમ જ પ્રભુ વીરના વિચરણ કાળે જ પાપોદયના પ્રભાવે પછડાટ પામેલ સાંતનુએ જ્યારે સાધર્મિક જિનદાસનો કિંમતી હાર પ્રતિક્રમણ વખતે પોતાની પત્ની કુંજીદેવીના કહેવાથી ચોર્યો ને તેમને ત્યાં જ ગીરવે મૂક્યો ત્યારે જિનદાસે દુઃખાશ્રુ સાથે તેને રકમ ધીરી અને જ્યારે રકમ પણ પાછી કરવા સાંતનું આવ્યો ત્યારે ગીરવે લીધેલ હાર પાછો કરી દેવા આંસુ પાડ્યાં, જે દેખી સાંતનું પણ રડી પડ્યા. બેઉને પોતપોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત અશ્રુધારા વડે કરી શાંતચિત્તે સહી લેવું પડ્યું. ૧૫. તારંગા તીર્થને નષ્ટ કરવાની મેલી મુરાદ સાથે આગળ વધી રહેલને રામલાલ બારોટ યુક્તિપૂર્વક રોકી તીર્થરક્ષા કરવા તાબડતોબ નાટક ઊભું કર્યું ને શાનદ્રોહી અજયપાળને શર્તોથી બાંધી રાત્રે નાટકનાં દશ્યો દેખાડ્યાં, જેમાં શ્રીમંતના પુત્રને જિનાલય તોડતો દેખાડી અજયપાળ કરતાંય ભૂંડો દર્શાવ્યો, અને ખુન્નસ ભરેલ અજયપાળને સારો જણાવ્યો. સ્વમાન વધતાં જ અજયપાળ કંપી ગયો, નાટક બંધ કરાવ્યું ને અભિમાનપૂર્વક પ્રતિજ્ઞા કરી કે હવે બીજા કોઈ પણ જિનમંદિરનો નાશ તે નહિ કરે. આમ એક બારોટ જેવા નાના ગણાતા માણસે મોટા માન્યાતા જેવા શાસકની દુર્મતિનું વારણ કરી જિનશાસનની સેવા કરી. (સત્ય-સદાચાર પ્રતિભાદર્શન ) સદાચાર અને સત્યના સહચારે આપણી આર્યભૂમિનો ઈતિહાસ નોખોઅનોખો તરી આવે છે. આ બે તત્ત્વોના અઠંગ પ્રેમીઓએ સત્ માટે સતી કે સતા થવું કદાચ પસંદ કર્યું છે; પણ તે બે તત્ત્વો વગરના જીવનને પણ મરણ જ માની લીધું છે. સત્ય હોય ત્યાં જ સદાચાર ટકેલું રહે અને સદાચાર વગરનું સત્ય પણ નાક વગરના રૂપાળા મોઢા જેવું બેઢંગું કહેવાય. આ બેઉ તત્ત્વોને વ્રત બનાવી વણી લેનારને બાકીનાં ત્રણ મહાવ્રત કે સર્વે અણુવ્રતોનું પાલન લગીર ગંભીર ન લાગે, કે ન તો ભારરૂપ ભાસે; બબ્બે માનવ જીવનનું મોંઘેરું કર્તવ્ય લાગે. પ્રભુ પરમાત્મા મહાવીરના વિચરણકાળની આસપાસના કાળમાં આવા અનુપમ સદાચારીઓ અને સત્યસેવકો થઈ ગયા છે, જેમની પ્રતિમાનાં દર્શન કરી પાવન થવા જેવું છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ / [ જૈન પ્રતિભાદર્શન (૧) મણિપ્રભની પ્રતિભાપ્રભા પોતાના વિદ્યાધારી મુનિ પિતા મણિચૂડને છેક નંદીશ્વર દ્વીપ સુધી ગયેલા દેખી મણિપ્રભ વિદ્યાધરે પણ જાત્રા કરી લેવા સંકલ્પ કર્યો અને ઉડાન ભરી. પણ અધવચ્ચે માર્ગમાં જ જળહસ્તિના સપાટામાં આવેલી રૂપવંતી મદનરેખાને બચાવી લઈ તેના ઉપર પાછો મોહિત પણ થઈ ગયો. સદાચાએમી નારીએ સ્વરક્ષણ માટે યુક્તિપૂર્વક મંજૂરી આપી પણ નવો સંબંધ થાય તે પૂર્વે નંદીશ્વરની જાત્રા માટે માગણી મૂકી. મોહઘેલા મણિપ્રભુ શર્ત મંજૂર રાખી પણ નંદીશ્વર દીપે પહોંચતાં જ જ્ઞાની પિતા મુનિએ પોતાના પુત્રની કામાસક્તિ તોડવા તાત્ત્વિક બોધ આપ્યો ને પ્રવચનના ધોધનું શ્રવણ-મનન કરતાં જ મણિપ્રભ વિકારમુક્ત બની ગયો. ભર્તા બનવાનો ભંડો વિચાર પલટાવી હવે મદનરેખાને ભગિની માનવા લાગ્યો. મદનરેખાના મનોરથ સદાચાર પ્રતાપે ફળ્યા, જેથી તેણી યુગબાહુ પતિના નિધન પછી પણ શીલવ્રતમાં પ્રગતિ પામતી પામતી પ્રવ્રજયાનો પંથ પણ પામી અને બીજી તરફ ભાનભૂલ્યો મણિપ્રભ પણ સ્થાવર-જંગમ તીર્થના સુભગ સ્થાને પશ્ચાત્તાપ પામી પરનારી સહોદરની ઉપમા પામ્યો. (૨) ગૌરવશાળી ગુરુભ્રાતા જ્યેષ્ઠ ભાઈ મણિરથે પોતાના નાના ભાઈ યુગબાહુની પત્ની મદનરેખાનો મોહ કરી તેણીને મેળવવા સગા ભાઈની જ હત્યા કરી નાખી, પણ પોતે પોતાના જ પાપોદય પ્રતાપે તે જ રાત્રિએ સર્પદંશથી મૃત્યુ પામી ચોથી નરકે ચાલ્યો ગયો. આ તરફ પ્રિય પતિના જીવનભંગથી મનોભંગ પામેલી મદનરેખા વનમાં ચાલી ગઈ, જ્યાં સગર્ભા તેણીએ બીજો પુત્ર પ્રસવ્યો. પ્રસૂતિ પછીની અશુચિ દૂર કરવા સરોવરે ગઈ ત્યાં હાથીના ઝપાટામાં આવી ગઈ અને મણિપ્રભ વિદ્યાધરના વશમાં થઈ ગઈ. આ તરફ નવજાત શિશુને પધરથ રાજા લઈ ગયો ને નામ રાખ્યું નકિકુમાર. આ જ મદનરેખાનો મોટો પુત્ર ચંદ્રયશા પિતા યુગબાહુની મૃત્યુવેળાએ તેમને બચાવી લેવા ઉપચાર કરવા લાગ્યો હતો. પણ નિષ્ફળ ગયો હતો. તે પછી તો કાળ વીત્યે તે રાજા બન્યો. મદનરેખા સાધ્વી સુવ્રતા બની અને નાનો પુત્ર નમિકુમાર પણ પુણ્યોદયથી રાજા બન્યો. પણ એક દિવસ નિમિરાજાના ગાંડા બનેલ પ્રધાન હસ્તિને ચંદ્રયશાએ વશ કર્યો, જેથી તે પશુ હાથી માટે સગા બે ભાઈઓ વચ્ચે યુદ્ધની નોબત વાગવા લાગી. આવા સમયે સુવ્રતા સાધ્વી રણાંગણમાં આવી બેઉને મહામોટી હિંસાથી બચાવી લેવા એકબીજાનો ભાઈ તરીકેનો પરિચય આપવા લાગી, ત્યારે નાના નમિરાજે જાણ્યા પછી પણ મોટા ભાઈ સામે માંડેલ યુદ્ધને જ મહત્ત્વ આપ્યું. તેથી સાધ્વીજીએ અનર્થ ટાળવા સંસારી મોટા પુત્ર ચંદ્રયશાને મળી બોધ આપ્યો. પોતાની સગી માતા સાધ્વીને ઘોર સંગ્રામ વચ્ચે આવેલી દેખી ચંદ્રયશા ચકિત તો થઈ જ ગયો, પણ શત્રુપક્ષે બીજું કોઈ નહિ પણ સગા ભાઈને જાણી અસત્ય આચાર છોડવા ને લઘુભ્રાતાને મળવા સામે ચડી ચાલ્યો. આમ પ્રથમ મુલાકાત જ યુદ્ધના નિમિત્તે થઈ. એક રાજય માટે નાના ભાઈ સામે લડવાનો અસદાચાર ટાળવા અને પોતાની વરસોની ભાવના સફળ કરવા ચંદ્રયશાએ યુદ્ધ નિવારી પોતાનું રાજ્ય પણ પરાણે નમિરાજને ભળાવી સાધુમાર્ગને પ્રાથમિકતા આપી ભાગવતી દીક્ષા લઈ લીધી. Page #192 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૩ (૩) સદાચારપ્રેમી ઋષભશ્રેષ્ઠિ રાજગૃહી નગરીનો ધનપતિ ચંદ્રગુપ્ત. તેના બે પુત્રોમાં ઋષભદત્ત ગુણોનો ખજાનો હતો જયારે જિનદાસ દોષોનો દરિયો. જુગારી, વેશ્યાચારી, પાપકારી જિનદાસ વ્યભિચારી બનવા લાગ્યો અને પરિવારની મર્યાદાનો ભંગ કરવા લાગ્યો તેથી સદાચારી ઋષભદત્તે તેનો ઘરમાંથી જ બહિષ્કાર કરી દીધો. હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે જિનદાસે સર્વસ્વ મૂડી ખોઈ અને અંતે પૈસાની તકરાર થતાં જુગારીઓ દ્વારા થયેલ મર્મ પ્રહારથી તડફડવા લાગ્યો. સમાચાર મળતાં જ શાંતિપ્રિય ઋષભદત્ત દોડી આવ્યો ને મરતી વેળાએ પણ ધિક્કારપાત્ર ભાઈને મીઠા આવકારયુક્ત શબ્દોથી નવાજી સમાધિ અપાવી. પોતાની સઘળીય ભૂલોનો પશ્ચાત્તાપ પામી અંતે અંતિમ આરાધનાને સગાભાઈ થકી પામી મૃત્યુ પામતાં જ જંબૂદ્વીપનો અનાદ્રત દેવ બની ગયો. ઋષભદત્તના સદાચારે ચમત્કાર સજર્યો. દેવ બન્યા પછી પણ અપ્રમત્ત રહી રાજગૃહીમાં પધારેલ પ્રભુ વીરના સમવસરણમાં આવ્યો અને તે જ વખતે રૂપરૂપના અંબાર જેવા અન્ય દેવનો જન્મ પોતાના ભાઈના ઘેર જ થવાની વાત ઉપરાંત તે જ જીવ જંબુકુમાર થઈ દીક્ષા લઈ ચરમ કેવળી બનશે તેવું જાણી નાચી ઊઠ્યો. નાચતાં નાચતાં ભાવો ભાવવા લાગ્યો કે “આવા મહાપુરુષો મહા સદાચારીને ત્યાં જ પાકે ને? ધન્ય છે મારા ભાઈને, તેના કુળને, તેના ભાગ્યને.” પ્રભુ વીરની વાણી થકી, પ્રકાશિત થયેલ રહસ્યને જાણી રાજા શ્રેણિક પણ આશ્ચર્ય પામ્યા. (૪) અમ્મા-પિયાની ઋણમુક્તિ બ્રાહ્મણકુંડની બાજુના બહુશાળ ઉદ્યાનમાં પ્રભુ મહાવીર સમોસર્યા તે જાણી લોકપ્રવાહ તે તરફ વહેવા લાગ્યો. કોડાલસ કુળના ઋષભદત્ત તથા જાલંધર કુળની તેમની ભાર્યા દેવાનંદા પણ બ્રાહ્મણ દંપતી છતાંય ધર્માનુરાગી હોવાથી ત્યાં આવ્યાં. પ્રભુના મુખ-રૂપને દેખતાં જ દેવાનંદાના રોમાંચ વિકસિત થઈ ગયા. સ્તનમાંથી દૂધની વાત્સલ્યધારા છૂટી ગઈ. વચ્ચે બિરાજમાન ગૌતમસ્વામીએ વિસ્મયકારી પ્રશ્ન કર્યો ત્યારે તેના જવાબમાં પ્રભુએ ખુલાસો કર્યો કે દેવાનંદા તેમના આ જ ચરમ ભવની પ્રથમ માતા છે. પ્રભુને જન્મ પૂર્વે ધ્યાશી દિવસ સુધી પોતાની કુલિ બક્ષી ઉછેર કરી છે, જેથી આજે અનાયાસે પણ માતૃપ્રેમ છલકાઈ ગયો હતો. પોતાના સંસારી બ્રાહ્મણ માતા-પિતાને પણ ઘણા જ યોગ્ય જાણી તે દિવસે પ્રભુએ સચોટ દેશના અમ્માપિયાને ઉદ્દેશીને જ ફરમાવી, જેથી વૈરાગ્યભાવનામાં આવી બ્રાહ્મણ-બ્રાહ્મણી ગૃહત્યાગી શ્રમણશ્રમણી બન્યાં અને સંયમજીવનનાં સોપાનો સહજમાં જ સફળતાપૂર્વક સર કરી લઈ મોક્ષના પરમ સુખને પણ પામ્યાં. પ્રભુ પરમાત્માએ પણ ઉપકારી માતા-પિતાને મુક્તિમાર્ગ આપી જાણે ઋણમુક્તિ કરી લીધી. (૫) શીલશંકાનું સુખદ સમાધાન “આવી કડકડતી ઠંડીમાં વસ્ત્ર વગર ઊભેલાં...અરે રે! એમની દશા તે કેવી હશે?”–આવું ભેદી વાક્ય ઊંઘમાં ને ઊંઘમાં જ બોલી નાખનાર ચેલણા રાણી પ્રતિ રાજા શ્રેણિકની પ્રીતિ પલટો ખાઈ ગઈ. ખ્યા. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન સતી સીતા જેવી માનતો રાજા તે રાત્રે માઠા વિચાર કરી ચેલણા માટે વિચારવા લાગ્યો કે “મારી આ પ્રિયતમા પરપુરુષમાં મન પરોવી બેઠી છે માટે જ તેના હૈયામાં રહેલું ભૂલમાં ઊંઘમાં જ હોઠે ચડી આવ્યું છે. સ્ત્રી એટલે માયાની મૂર્તિ, નરી નાગણ અને પાપરાશિનો જાણે જવલંત પૂંજ, આવી નારીને તોષી-સંતોષી એક સ્તંભવાળો અનોખો મહેલ, અનોખી સગવડ વગેરે આપી હું સ્વયં મૂર્ખ બન્યો છું. ધિક્કાર છે આવી કુલટાઓને!” વિશ્વાસભંગ પામેલો શ્રેણિક ક્રોધાવેશમાં ચલણા પ્રતિ અનર્થ જ કરી બેસત; પણ ધૈર્ય ધારી બીજા દિવસ સુધી વાટ જોતો રહ્યો અને સ્વયંની શંકાનાં સમાધાન મેળવવા પરમ ગુરુ પ્રભુ વીરને જ પ્રશ્ન કરી બેઠો. પરમાત્માએ સુખદ સમાધાન આપ્યું, “હે શ્રેણિક! મહારાણી ચેલ્લણા મહાસતી છે. નિષ્કલંક તેનું જીવન છે. રાત્રિની ઘટનામાં બોલાયેલા શબ્દો તે તો ગઈ કાલે અત્રે આવતી વખતે ત્યાગી-વૈરાગી જિનકલ્પી સાધુની ઘોર સાધના દેખી જાગેલ બહુમાનના કારણે બોલાયેલ શબ્દો હતા, ન કે રાગદશાના. તારી ધર્માત્મા રાણી જાગતાં પણ ધર્મનો આદર કરે છે અને સ્વપ્નમાં પણ ધર્મને યાદ કરે છે. માટે હે રાજન! ચલ્લણાના સતીત્વમાં કરેલી શંકા છે તો કોરી કલ્પનાના કોતરકામ જેવી જાણવી. તે તો ચરમભવી આત્મા છે.” આટલો ખુલાસો જ પર્યાપ્ત હતો. શ્રદ્ધાવાન શ્રેણિકને પોતાના પાપવિચારનો ઘોર પશ્ચાત્તાપ થયો અને એટલું જ નહિ પણ ચેલ્લણા પ્રતિનો પ્રેમ પ્રશસ્ત બની પારાવાર બની ગયો; કારણ કે તે સ્વયં પણ સદાચારનો ચુસ્ત હિમાયતી હતો. (૬) પરોપકારની પરાકાષ્ઠા સદાચાર-શીલની રક્ષા માટે રાજા દધિવાહનની રાણી ધારિણીએ પ્રાણ ત્યજી દીધા પણ રાજકુળની ખાનદાનીને ખેદાનમેદાન થવા ન દીધી. તેવા કપરા સમયે સાવ એકલી અટુલી પડેલી રાજપુત્રી વસુમતીએ પણ સહન કરવામાં કશુંય બાકી ન રાખ્યું. શતાનિકના સુભટને ખ્યાલ તો આવી જ ગયો હતો કે ચંપાપુરીને જીતવી સહેલી હતી, પણ ત્યાંના રહેવાસીઓનાં મન જીતવા મુશ્કેલ હતાં. પોતાના પાપવિચારના નિમિત્તે મૃત્યુ પામેલી રાણીની પુત્રીની રક્ષા કરવા ઘેર લાવ્યો તો સુભટની પત્ની જ નાખુશ થઈ, તેથી ગમે તેમ વસુમતીને વળાવી દેવા સૈનિક ચાર રસ્તે લઈ આવ્યો અને એક સન્નારી સમી રાજકન્યાને વેચવા મૂકી. ખરીદવા વેશ્યાઓ વચ્ચે હોડ ચાલી ત્યારે વસુમતીએ સ્પષ્ટ કહી દીધું કે ભલે તેને કોઈ પણ ખરીદે; પણ કોઈ સંજોગોમાં પણ વેશ્યાવાડે તો નહિ જ જાય. ઝપાઝપીમાં વસુમતીના શીલ પ્રતાપે વૃદ્ધ વેશ્યાનું નાક ભાંગી ગયું અને બીજી વેશ્યાઓ ગભરાઈને નાસી ગઈ. ત્યારે રક્ષા કરેલ ધર્મ જ રક્ષણ કરવા આવ્યો હોય તેમ સદાચારી શ્રેષ્ઠિ ધનાવહે જ નિઃસ્વાર્થભાવે કુળવાન કન્યાને મોં-માગ્યું મૂલ્ય ચૂકવી સંકટમુક્ત કરી. ઘરમાં લાવી પોતાની પુત્રીની જેમ સાચવી. સુકુમાર અને સુલક્ષણા ચંદના ચંદન જેવા શીતળ સ્વભાવવાળી હતી. છતાંય મૂળા શેઠાણીએ પોતાના પતિનો તેણી ઉપરનો નિર્દોષ સ્નેહ ન ખમી શકતાં માયા કરી કેદી બનાવી. અઠ્ઠમતપની પૂર્ણાહુતિ પછી જ્યારે ધનાવહને તેની માહિતી મળી ત્યારે ચંદનાની દુર્દશા દેખી આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. બેડીઓ તોડાવવા સ્વયં લુહારને બોલાવવા Page #194 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૫ ગયા, તેટલામાં તો પરમાત્મા વીરની પધરામણી થઈ, ચડતા પરિણામે પણ રડતી આંખે પ્રભુને પ્રતિલાભતાં જ ચમત્કારોની હારમાળાઓ સર્જાણી. પંચ દિવ્યો પણ પ્રગટ્યાં ને દેવોએ ઘર આખાયને સુવર્ણવૃષ્ટિથી ભરી દીધું. રાજા શતાનિક અને રાણી મૃગાવતી બેઉ આવ્યાં. વસુમતીને પોતાની જ ભાણેજી તરીકે ઓળખી કાઢી, પછી જ્યારે વસુધારાનું ધન લેવા પ્રયત્ન કર્યો ત્યારે સૌધર્મ ઇન્દ્ર વારણ કર્યું જેથી તેમની આજ્ઞા પ્રમાણે ચંદનાએ સ્વેચ્છા જાહેર કરી તે ધન પોતાના પાલક પણ પ્રેમાળ પિતા જેવા ધનાવહને તે અપાવ્યું અને સ્વયં સદાચારને વફાદાર રહી રાજમહેલે ગઈ, પાછળથી દીક્ષા લઈ આત્મકલ્યાણ પણ સાધી લીધું. (૭) હિંસક યુદ્ધ પણ અહિંસક ભાવ પોતાની જ સાત સાત રૂપવંતી-ગુણવંતી પુત્રીઓને પરણાવવામાં પણ ઉદાસીન અને વૈરાગી ચેટક રાજા વૈશાલીના રાજા તથા પૃથા રાણીના પતિ હતા. શરણે આવેલ હલ્લ-વિહલ્લની રક્ષા કરવા ખાતર સત્યનો પક્ષ રાખી કણિકની સામે યુદ્ધમાં ઊતરવું પડ્યું જે લાચારી માની પ્રારક્ષાનું કર્તવ્ય નિભાવવા કર્યું પણ પોતાની સત્ય ટેક પ્રમાણે દસ દિવસમાં પ્રતિદિન ફક્ત એક જ બાણ ફેંકી કાળ-મહાકાળ વગેરે દસ કણિકભ્રાતાઓનો સંહાર કરી પાછા વળ્યા, પણ વધુ હિંસા ન થવા દીધી. પણ અંતે કણિકને મળેલ દેવતાઈ રક્ષણના કારણે જયારે તેમનાં અમોઘ બાણ પણ નિષ્ફળ જવા લાગ્યાં ત્યારે પોતાનું જ પુણ્ય પાતળું પડ્યું જાણી પીછેહટ ન કરતાં વિશાળા નગરીમાં પ્રવેશી જઈ દ્વારા બંધ કરાવ્યાં. છતાંય શત્રુ બનેલ કણિકે માગધિકા વેશ્યાથી કુલવાલક મુનિને ભ્રષ્ટ કરાવી જ્યારે બાર વરસના ઘોર સંગ્રામ પછી નગરીને જીતી લઈ ખેદાનમેદાન કરવાનો પ્રારંભ કર્યો ત્યારે સત્યપ્રતિજ્ઞ ચેટક રાજાએ અનશન કરી ગળે લોઢાની પૂતળી બાંધી ઊંડા જળમાં પડતું મૂક્યું. પણ આવા પ્રકારના મૃત્યુથી બચાવી લેવા ધરણેન્દ્ર રક્ષા કરી હોય તેમના ભવને રહી વૈરાગ્ય ભાવનામાં જ સત્યનો પક્ષ છાંડ્યા વિના આયુ પૂર્ણ થવાની વેળાએ ચારશરણા લઈ સમાધિમૃત્યુ પામી દેવલોકના ભાગી બન્યા, જેઓ આગામી ભવોમાં જિનધર્મ થકી જ પ્રગતિ પામી મોક્ષે પણ જશે. (૮) ધર્મયોદ્ધાનું કર્મયુદ્ધ કણિક સામેના યુદ્ધમાં પડી પોતાને હિંસાનું પાપ કરવું ન પડે તેથી ચેડા રાજાએ બાર અણુવ્રતધારી, છઠ્ઠને પારણે છઠ્ઠ કરનાર પોતાના અતિ આજ્ઞાંકિત વરુણ નાગરથી પત્રને આદેશ કર્યો. રાજાના અભિયોગથી રણે ઊતરી સેનાપતિપદ પામેલા વણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે પ્રથમ પ્રહાર ન જ કર્યો. પણ તે પછી જ્યારે અશોકચંદ્રના સેનાપતિએ પ્રહાર કરી તેનું મર્મસ્થાન વીંધી નાખ્યું ત્યારે પ્રતિકારરૂપે વણ શ્રાવકશ્રેષ્ઠ પણ વળતો એક જ પ્રહાર કરી સામેના સેનાપતિને પરલોકવાસી બનાવ્યો. તરત પછી હિંસક ભાવ છોડી ઉપશમભાવમાં આવી રણમેદાન છોડી ઘાસનો સંથારો કરી સર્વ જીવોને ખમાવી, પાપોનું મિથ્યા દુષ્કૃત કરી, ચતુર્વિધ શરણું સ્વીકારી નવકારના જાપપૂર્વક દેહ ત્યાગી દીધો. ધર્મયોદ્ધાએ પોતાનાં જ કર્મો સામે યુદ્ધ નોતરી ચાર પલ્યોપમવાળો પ્રથમ દેવલોકનો ભવ મેળવ્યો જ્યાંથી આવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ દેવગતિ પછી જ આવતા ભવે સિદ્ધગતિ પામશે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] (૯) હળુકર્મી હસ્તિપાળ સાવ સરળ સ્વભાવી અને રાજકીય કાવાદાવાથી પર સાથે ધર્મમય જીવન જીવનાર હસ્તિપાળ રાજાએ એક રાત્રિએ આઠ સ્વપ્ન દેખ્યાં. દેખી ભય પામેલા તેમણે પોતાની જ કારકુનસભામાં પધારેલ પ્રભુ વીરને સ્વપ્નફળ પૂછી ભાવિ કાળની વાતો વિષે સમાધાન મેળવી લીધું. જે વર્ણન ફક્ત સાંભળતાં જ ભવવાસથી ધ્રુજી ઊઠેલો રાજા હસ્તિપાળ વૈરાગી બની ગયો. પ્રભુના છેલ્લા જ ચાતુર્માસ પૂર્વે જ દીક્ષા લઈ, સંયમનું શ્રેષ્ઠ ફળ મોક્ષ પણ મેળવી લીધું અને અંતે પ્રભુ વીર પણ નિર્વાણકાળ નિકટ જાણી હશુકર્મી હસ્તિપાળ રાજાની દાણ લેવાની શુલ્કશાળામાં પધાર્યા અને અંતિમ દેશના લાગટ સોળ પ્રહોરની દઈ નિર્વાણપદને પામ્યા. રાજવી હસ્તિપાળની દાણશાળા જાણે પવિત્ર થઈ ગઈ. [ જૈન પ્રતિભાદર્શન (૧૦) ચંડભૂજંગનો પ્રચંડ પુરુષાર્થ પ્રભુ વીરનું પરમ સાંનિધ્ય પામી સદાચારીઓ તો તરી જ ગયા છે, પણ તિર્યંચ જેવા પણ સદાચારી બની પ્રગતિનો પંથ પામી ગયા છે. જગત ઉપર અનહદ ઉપકારોની હેલી વરસાવતા પ્રભુ વીર અસ્ખલિતપણે વિચરતા હતા ત્યારે આગલા ભવના જૈન મુનિ જેઓ ક્રોધાવેશમાં શિષ્ય ઉપર પ્રહાર કરવા જતાં અપમૃત્યુ પામી જ્યોતિષ દેવલોકે જઈ કનકખલ નામના સ્થાનમાં પાંચસો તપસ્વીઓના કુલપતિના પુત્ર કૌશિક નામે થયેલ અને તે ભવમાં પણ શ્વેતાંબી નગરીના રાજકુમારોને હણવા જતાં પોતાની જ કુહાડીથી પોતે અપમૃત્યુ પામી ભવને હારી દૃષ્ટિવિષ સર્પ બન્યા હતા તેવા જીવાત્માને બોધ કરવા પરમાત્મા મહાવીરે ખાસ લક્ષ્યપૂર્વક તે જ સ્થાને પ્રવેશ કર્યો. ત્યાં આવી તે ચંડકૌશિક નાગના કાતિલ ડંખો ખમી ખાઈ વળતરમાં ‘બુઝબુઝ’ના ભવ્ય શબ્દો જ કહ્યા. ફક્ત પ્રભુના અલ્પાક્ષરોવાળા અલ્પ શબ્દો થકી જ દૃષ્ટિવિષ ભૂજંગ જાણે ક્રોધજંગમાં હાર પામી પ્રભુનો પ્રેમી બની ગયો. ઉપશમભાવમાં જ જાતિસ્મરણ જ્ઞાનવાળો થઈ ગયો અને પોતાથી પરભવ-આ ભવમાં થયેલ પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત કરવા અણસણ લઈ લીધું. ઠીક પંદર દિવસના ઉપવાસ કરી તિર્યંચ છતાંય સદાચારી બની, કીડીઓના વિષમ ડંખને પણ ખમી ખાઈ ક્રોધભાવનું વમન કરી કાયાની પણ માયાથી મુક્ત બની સમાધિમરણ પામી ગયો. પ્રભુ વીરે પણ તુચ્છ જેવા તિર્યંચને પણ ઉચ્ચ ગતિમાં જાણે મોકલી આપવા લાગટ પંદર દિવસ કાયોત્સર્ગ કરી સ્વયંની અમીદૃષ્ટિનું દાન કર્યું જેના પ્રભાવે—પ્રતાપે પ્રગતિ પામતો ભૂજંગ પોતાના જ પુરુષાર્થબળે છેક આઠમા સહસ્રાર દેવલોકનો દેવ બની ગયો. “સદાચારના સોગઠાં ક્યારેય હાર્યા નથી ને હારશે નહિ.” “તે સત્યની પ્રતીતિ માટે તમે પણ સદાચારી બનજો સહી.....’ MEOSIN Page #196 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૭ પગ્યશાળી પ્રતિભા-દર્શન આ જિન શાસન એટલે પ્રકર્ષ પુણ્યવંતા પરમાત્માનું શાસન; તેમાં પુણ્યવંતા પુરુષો પાકતા જ રહ્યા છે ને પાકશે. મૂળ કારણમાં આ અદ્ભુત શાસનની પ્રાપ્તિ જ ઉગ્ર પુણ્યના ઉદયે થાય છે; પ્રાપ્ત થયા પછી પુણ્યાનુબંધી પુણ્યશાળી જીવોનાં રૂપ-સંપત્તિ-સૌભાગ્ય-જ્ઞાન-તપ-તેજ વગેરેની પ્રતિભા પણ અનેરી હોય છે. જેમનાં હૈયાં-હોઠ અને હાથ મન-વચન-કાયાની સુપ્રવૃત્તિની ચાડી ખાતાં હોય છે. લક્ષ્મી-સરસ્વતી અને સૌભાગ્યદેવીઓ પ્રસન્ન હોય છે. દેહ લાલિત્ય અને દિલ ઔચિત્ય પણ સ્પર્ધા કરતાં હોય છે. આવા પુણ્યશાળીઓ પાણી માગે તો દૂધ હાજર થાય છે અને મોત માંગે તો જીવનામૃત મેળવતા હોય છે. માટે જ પુણ્યના પ્રકારમાં પુણ્યાનુબંધી પુણ્યને શાસ્ત્રકારો પણ પ્રશંસે છે કે જેના આધારસ્તંભથી જીવાત્મા દેવલોકથી પણ ઉચ્ચને સર્વોચ્ચ મોક્ષસ્થિતિને આંબી શકે છે. તો ચાલો આવા અનેક પુણ્યશાળીઓમાંથી કોઈક પુણ્યશાળીનો પરિચય કરીએ. (૧) ધન્યકુમાર આજીવિકા માટે જતાં વચ્ચે ખેડૂતનું ભોજનામંત્રણ મળ્યું, જેનો સ્વીકાર ખેતર ખેડવાનો શ્રમ જો ખેડૂત આપે તો જ શર્ત સાથે સ્વીકાર કર્યો. ખેડૂએ મંજૂરી આપી ને ધન્ય ભૂમિ ખેડી. પણ પુણ્ય તેજ કરતું હતું, તેથી ખેડતાં ધનનો ચરુ મળ્યો. બેઉ પોતપોતાની નિઃસ્પૃહતાના કારણે મળેલ ધનનો ત્યાગ કરવા લાગ્યા. ધન્ય તો ચરુ મૂકી ચાલ્યો ને ખેડૂએ રાજાને ફરિયાદ કરી. પુણ્યશાળી ધન્યના ભાગ્યનું ધન રાજાને પણ ઉદારષ્ટિ આપનાર થયું. ન્યાય તોળાયો જેથી તે ધનનો સંપૂર્ણ ઉપયોગ એક નવું નગર બનાવવા જ થયો. જેનું નામ આપવામાં આવ્યું ધન્યપુર. (૨) મંગલ-કળશ ચંપાનગરીના મંત્રીનો પુત્ર કોઢિયો હતો, પણ રાજાની અન્જાન દશાને કારણે રાજપુત્રી રૈલોકયસુંદરીના લગ્ન મંત્રીપુત્ર સાથે જ ગોઠવાણા. મંત્રીએ કુળદેવીને સાધી પોતાના કોઢી પુત્રને બદલે ઉજજૈન નગરીના શ્રેષ્ઠિ ધનદત્ત અને તેની શ્રીમતી સત્યભામાનો પુણ્યશાળી પુત્ર મંગલ-કળશ લગ્નવેળામાં દૈવી સહાયથી ઉપસ્થિત કરાવ્યો. રાજકુંવરી મંગલકળશને પરણી પણ શરત પ્રમાણે ધન મેળવી ખોટા લગ્ન કરી તે શ્રેષ્ઠિપુત્રને પાછા ઉજજૈની ફરવું પડ્યું. આ તરફ નવવધૂ રૈલોક્યસુંદરી પ્રથમ રાત્રિએ જ મંત્રીપુત્ર કોઢીને દેખી પડ્યુંત્ર જાણી ગઈ અને સ્વયં ચંપાનગરીથી પુરુષવેષમાં નાસી છેક ઉજજૈન આવી ગઈ. કલાચાર્ય પાસે જઈ પોતાના ખરા પતિને શોધી લીધો; વેશપલટો ફરી છોડી દઈ મૂળ સ્વરૂપમાં આવી ગઈ અને તેણીનું લગ્ન મંગલકળશ સાથે જ માન્ય ગણાયું. મંગલકળશને તો કશુંય કરવું [ ન પડ્યું. કન્યા તથા કંચન બેઉ પુણ્યપ્રભાવે સામેથી મળ્યાં. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન (૩) ચક્રી બ્રહ્મદત્ત સગી માતા ચુલની સ્વપતિના પરલોકગમન પછી પરપુરુષ દીર્ઘરાજાના મોહમાં પડી અને પોતાને લાગતા આડખીલી જેવા પુત્ર બ્રહ્મદત્તને દીર્ઘરાજાની મંત્રણા મુજબ લાખનું ઘર બનાવી બાળી નાખવા મથી પણ બાળ બ્રહ્મદત્તનું પુણ્યબળ બળવાન નીકળ્યું. જેથી ધનમંત્રીના વરધનું પત્રનો મળવાથી બળતા ગુહથી પણ બચી જંગલમાં ભાગ્યો. જ્યાં ક્રમે પુણ્યોદય થકી સામે ચડીને અનેક કન્યાઓ તેને વરી. પોતાનું સૈન્યબળ બનતાં ને વધતાં પછી દીર્ઘરાજાને યુદ્ધ કરવા લલકારી પોતાના ચક્રરત્નથી તેની હત્યા કરી પખંડપણું મેળવ્યું. જોકે આરંભ-સમારંભવાળું જીવન વિતાવી ભોગસુખના વિપાકરૂપે સાતમી નારકી પ્રાપ્ત થઈ છે, પણ પુણ્યોદય કાળને પામી તે જ બ્રહ્મદત્તનો જીવ આવતી ચોવીશીમાં અનંતવીર્ય નામે ત્રેવીસમા તીર્થંકર થશે, ને જગતને પ્રતિબોધ કરી સ્વનું પણ નિઃશ્રેયસ્ પદ સાધી લેશે. (૪) લલિતાંગ દાન વ્યસની તેને દાન દેતાં પિતા રાજા નરવાહને વાર્યો, ઉપરાંત સજ્જન મિત્રે પણ રોક્યો તેથી સ્વમાનનો પ્રશ્ન ઊભો કરી દાનધર્મને ઇચ્છા મુજબ આત્મસાત કરવા સ્વયં સ્વયંની મૂડી-કમાણી કમાવા પરગામ ચાલ્યો ગયો. સજ્જને માર્ગમાં અધવચ્ચે કપટ વડે “અધર્મની બોલબાલા હોય છે”ની વાત બે વખત સાબિત કરી આપી લલિતાંગને પ્રપંચથી હાર આપી, અને શરત પ્રમાણે તેની આંખો કઢાવી નાખી ઘોડો લઈ લીધો. પણ પુણ્ય બે ડગલાં આગળ હતું તેથી ત્યાં આવેલ ભાખંડ પક્ષીની વાતથી ઔષધિ બનાવી દૃષ્ટિ મેળવી, ઔષધ વડે જ રાજપુત્રી પુષ્પાવતીનો જન્માંધાપો દૂર કરી જાહેરાત ને ઢંઢેરાની વાત મુજબ તેણીને જ પરણ્યો ને રાજસુખનો ભાગી બન્યો. મિત્ર સજ્જન ભટકતો આવ્યો તો કૃપા કરી પ્રધાનપદું આવ્યું પણ મિત્રે દુર્જનતા કરી રાજાની સમક્ષ પોતે ખરો જમાઈ છે તેવું સાબિત કરવા મિથ્યા પ્રયત્ન કર્યો ત્યારે લલિતાંગને મારી નાખવા મોકલેલ સૈનિકના હાથે ભૂલમાં સજ્જન જ મરાણો અને નિર્દોષ લલિતાંગ બચી ગયો, રાજગાદીનું સુખ માણી દેવલોક પણ ગયો. (૫) પુરંદરયશા બનેવી દંડકરાજાના પ્રમાદથી પાપી પાલકે સ્કંદક મહર્ષિ સહિત પાંચસો શિષ્ય મુનિરાજોને ઘાણીમાં પીલી નાખ્યા. તેમાં કંઇકમુનિ સમાધિ ચૂકી અગ્નિકુમાર દેવ બન્યા ને રાજા-મંત્રી બેઉને નગરી સંપૂર્ણ સાથે ભસ્મીભૂત કરવા દેવતાઈ શક્તિઓ લગાડી દીધી. ત્યારે રાણી પુરંદરયશા છે કે જીંદકાચાર્યની સંસારી વ્હેન હતી, તેણી ચરમાવતારી હોવાથી ભળભળતી નગરી વચ્ચે પણ દેવે તેણીની રક્ષા કરી આકાશમાં લઈ લીધી અને મુનિસુવ્રતસ્વામી પાસે મૂકી દીધી; જ્યાં તેણીએ પુણ્યથી મળેલ નવજીવનને સાર્થક કરવા પ્રભુ પાસે જ પ્રવ્રયા લઈ આત્મકલ્યાણ પણ સાધ્યું. (૯) વસુદેવ આગલા ભવમાં નંદિષેણ મુનિએ સાડાબાર હજાર વરસ સુધી તપ તપી છેલ્લે રમણીજનને વલ્લભ Page #198 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૯ બનવાનું નિયાણું કરી સાતમા દેવલોક જઈ ચ્યવી વસુદેવ તરીકે રૂપવંતી કાયામાં જન્મ લીધો. તેમને દેખી અનેક કન્યાઓ મોહાવા લાગી ને સામે ચડી પરણવા લાગી. તેમને ઉપાડી અંગારકે આકાશમાંથી ફેંક્યા તો પુણ્યબળે સરોવરમાં પડ્યા. સૂર્પણખા નામની વૈરીણી સ્ત્રીએ હરણ કરી ફેંક્યા તો તૃણના ઢગ ઉપર પડ્યા. જરાસંઘના સુભટોએ ચામડાની ધમણમાં નાખી પર્વત ઉપરથી ગબડાવ્યા તો વેગવતી નામની ધાત્રી માતાએ અધ્ધર ઝીલી લઈ બચાવ્યા. ક્યાંક કોઈકે તેમને બાંધી લીધા, કેદ કર્યા ને ત્રાસ આપવા પ્રયત્ન પણ કર્યો તોય દરેક કટુ પ્રસંગોમાંથી સાહજિક રૂપે મુક્ત થઈ અનેક નારીઓના વલ્લભ બન્યા. સુખભોગમાં સંપૂર્ણ જીવન વિતાવી તપનું પુણ્ય માણ્યું. (૭) કરકંડુ ચાંડાલપુત્ર છે તેમ જાણી તેને મારી નાખવા આવેલ બ્રાહ્મણોથી બચાવી લેવા કરકંડુના પિતાએ સપુત્ર-પરિવાર પ્રામાંતર કર્યું, પણ પુણ્યના તેજપ્રભાવે કરકંડ ચાંડાલ મટી રાજા બની ગયો અને પોતાના ચાંડાલ મિત્રો તથા સગાંને પણ બ્રાહ્મણ બનાવ્યા. નાની મોટી આફતો વચ્ચે પણ પુણ્યથી પ્રવ્રજ્યા સુધી પહોંચી આત્મકલ્યાણ સાધ્યું. જન્મ કરકંડનો પુણ્ય પ્રતાપે ચિત્ર-વિચિત્ર સ્થિતિમાં થયેલ, કારણ કે તેની માતા પદ્માવતી ગર્ભાવસ્થામાં હાથીના ઉપદ્રવને કારણે છૂટી પડેલ અને તે જ કારણે દીક્ષા પણ થયેલ, ત્યાર પછી ગુપ્ત ગર્ભનો પ્રસવ થયો જે કરકંડ નામે ઓળખાયો. ચરમભવી હોવાથી તે જ ભવમાં મોક્ષ થયો, પણ પ્રત્યેકબુદ્ધ પણ બનવાનો લ્હાવો મળ્યો. ગોકુળના વાછરડાની ત્રણ અવસ્થાથી ભાવિત થઈ વૈરાગ્ય થયો. તપતપતા પુણ્યથી લાક્ષણિક જન્મ પામેલ કરકંડ વિલાક્ષણિક રીતે વૈરાગ્ય- વાસિત થયેલ હતા. (૮) વાસુદેવ શ્રીકૃષ્ણ જન્મ થયો ત્યારે દેવોએ રક્ષણ કર્યું ને કંસના બાળવયથી બચાવવા ચોકીદારોને નિદ્રાવશ કર્યા, છત્ર ધર્યું, પુષ્પવૃષ્ટિ કરી ઉગ્ર આઠ દીવાઓ મૂક્યા. દેવતાઈ શક્તિથી બળદ બનાવી નગરીના દ્વારા ખોલી નાખ્યા. બચપણમાં રમતા કૃષ્ણને મારી નાખવા શકુનિ તથા કટપૂતના ખેચ આવી પડી તો દેવે રક્ષા કરી તેણીને મારી નાખી. અનેક પ્રકારના ભય વચ્ચે પણ નિર્ભયપણે ઊછરી દેવોની સહાયતાથી વિશ્વવલ્લભ બનનાર આ જ વાસુદેવ શ્રીકૃષ્ણ આવતી ચોવીશીમાં તો બારમા તીર્થંકર અમમ નામે થઈ મોક્ષે સિધાવશે. આગલા ભવનું પુણ્ય બે ડગ આગળ ચાલતું હોય તેવા પુણ્યશાળીને તો પગલે પગલે નિધાન પ્રાપ્ત થાય ને? (૯) દશપુરેશ વજકર્ણકૃપ માથું નમાવવું પડે તો ફક્ત દેવ-ગુરુ અને સાધર્મિક, અન્યને તો નહિ જોવી પ્રતિજ્ઞા કરનાર વજકર્ષે પોતાના ઉપરી રાજ માલવપતિ સિહોદરને નમવું ન પડે તેથી યુક્તિપૂર્વક પોતાની આંગળીમાં પહેરેલ વીંટીમાં પ્રતિમા જડાવી દીધી ને નમનના બહાને પરમાત્માને નમવા લાગ્યો. પણ કોઈક ખળપુરુષ થકી તે વાતની માહિતી સિહોદરને મળતાં જ તેણે વજકર્ણને મારી નાખવાનો વિચાર કર્યો. પણ પરમાત્માભક્તિના પુણ્ય થકી વજકર્ણને સિહોદરના કોપની માહિતી એક રાજચોરના માધ્યમે મળી ગઈ, જેથી તે ચેતી ગયો. તેણે રાજા સિંહોદરને ધન ગ્રહણ કરી ધર્મપ્રતિજ્ઞા અખંડ રાખવાની રજૂઆત કરી પણ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] [ જૈન પ્રતિભાદર્શન અભિમાની સિંહોદરે તેની મૂળ વાત ન છોડી અને વજ્રકર્ણની પ્રતિજ્ઞા ભાંગવા નગરીને ઘેરો ઘાલ્યો. રાજવિગ્રહના કારણે દશપુર નગરી ઉજ્જડ થવા લાગી ત્યારે જોગાનુજોગ રામ અને લક્ષ્મણ ત્યાં પધાર્યા. વજકર્ણની પ્રતિજ્ઞામાં ન્યાય અને નીતિ જાણી શ્રીરામે લક્ષ્મણને મોકલી રાજા સિંહોદરને યુદ્ધ કરી હંફાવ્યો અને કેદ કરી લઈ વજકર્ણ પાસે માફી મંગાવી. આમ પ્રભુભક્તિના પ્રભાવે-પ્રતાપે વિપત્તિઓનાં વાદળ દૂર થયાં અને વજ્રકર્ણની પ્રતિજ્ઞા અભંગ રહી. (૧૦) રાજા સંપ્રતિ આગલા ભવમાં ફક્ત અડધા દિવસના ચારિત્રને પાળી અનુમોદના ભાવમાં મરણ પામનાર એક ભિખારીનો જીવ બીજા જ ભવમાં રાજપુત્ર સંપ્રતિ બન્યો. રાજા અશોકના પુત્ર કૃણાલે તો ગેરસમજના પાપોદયે આંખો ગુમાવી દીધી હતી, તેવા અંધ કૃણાલને ત્યાં જ ચારિત્રધર્મનો અનુમોદક ભિક્ષુકનો જીવ રાજપુત્ર તરીકે જનમ્યો ને ઉગ્ર પુણ્યોદયના કારણે ફક્ત દશ દિવસની ઉમ્રમાં જ દૂધપીતી અવસ્થા છતાંય રાજાની પદવી પામ્યો. પ્રજાનો પણ તેના પ્રતિ પ્રેમ રહેવાથી નિર્વિઘ્ન યુવાવસ્થાએ પહોંચ્યો અને પુણ્યાનુબંધી પુણ્ય થકી ૧। લાખ જિનાલયો તથા ૧। ક્રોડ જિનબિંબો ભરાવનાર પુણ્યશાળી પાડ્યો. પુણ્યના પસાયે ન ધાર્યું પણ ધાર્યું થાય છે અને પુણ્યશાળીને તો ભૂત પણ રળી આપે છે. માટે જ તો સંસ્કૃતમાં ઉક્તિ છે.... પુષ્લેન હિન પુરુષો 7 માતિ ।’’ પુણ્યના પ્રતાપે જ પરમાત્મા શાસનની સ્થાપના કરે છે, જે શાસન પણ પરમાત્માના વિયોગ પછી પણ પરમાત્માએ કરેલ સાધના-આરાધનાના પુણ્યથી અવિચળ ચાલે છે. સંસ્કૃતિ રક્ષક પ્રતિભા-દર્શન આર્ય દેશની સંસ્કૃતિના આદ્યપ્રણેતા આદેશ્વર પ્રભુ ગણાય છે, જેમણે સ્ત્રીપુરુષોની સંપૂર્ણ કળા ઉપરાંત શિલ્પશાસ્ત્રના જ્ઞાનદાન વડે આર્યક્ષેત્રમાં જીવનવ્યવસ્થાની સ્થાપના નિર્લેપ ભાવે કરી. પણ આ જ આર્યભૂમિમાં પ્રભુ આદીશ્વરથી પૂર્વે પણ સંસ્કૃતિનો સુવિકાસ સારી રીતે થયેલ હતો, કારણ કે તે પૂર્વે પણ આર્યક્ષેત્ર અનેક પવિત્રાત્મા તીર્થંકરોથી પાવિત અને ભાવિત થયેલો છે. જ્યારે જ્યારે સારો કાળ અહીંના ભરતક્ષેત્રમાં પ્રવર્તે ત્યારે ત્યારે સાધુ-સંતોના માધ્યમે આર્યભૂમિમાં સંસ્કારોનું સુસિચન સદા થતું રહે છે અને આદર્શ જીવનનાં જીવનમૂલ્યો સનાતન હોવાથી કાયમ રહે છે. સંસ્કૃતિના ઘડવૈયા કહેવા કરતાં આવા રક્ષકોને સંસ્કૃતિના રખવૈયા કહી નવાજીએ તે યોગ્ય છે. નિમ્નલિખિત રખવૈયાઓના જીવનનું જમણું પાસું ખાસ જાણવાં-માણવા જેવું છે, જેના કારણે અત્યાર સુધી લીલીછમ દેખાતી સંસ્કૃતિની ખેતી તેઓના સિંચનનું જાણે ફળ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] (૧) વૈદ્યરાજ જીવાનંદ જંબુદ્રીપના મહાવિદેહ ક્ષેત્રના ક્ષિત-પ્રતિષ્ઠિત નગરના વાસી સુવિધિ નામના વૈદ્યનો તે પુત્ર હતો. તેના મિત્ર તરીકે રાજપુત્ર મહીધર, મંત્રીપુત્ર સુબુદ્ધિ, સાર્થવાહપુત્ર પૂર્ણભદ્ર, શ્રેષ્ઠિપુત્ર ગુણાકર ઉપરાંત નગરશેઠપુત્ર કેશવ નામે થયા. [ ૧૫૧ એકવાર એક રાજપુત્ર મુનિરાજ છઠ્ઠને પારણે ગોચરીએ પધાર્યા ત્યારે તેમનો દેહ કૃમિકૃષ્ઠ રોગથી વ્યાપ્ત જાણી મહીધરે જીવાનંદને સ્વાર્થ છોડી સાધુની નિઃસ્વાર્થ સેવા કરવા માટે ટોણો માર્યો, જેથી વૈદ્યપુત્રે સ્વમાન જાળવવા મુનિરાજની સેવાભક્તિ કરવા નિર્ધાર્યું. પોતાના ઔષધાલયથી લક્ષપાક તેલ આપી મિત્રોના માધ્યમે મૂલ્યવાન રત્નકંબલ, ગોશીર્ષચંદન અને સ્વાભાવિક મૃત ગાયનું ક્લેવર મંગાવી નિઃસ્પૃહી મુનિરાજને નિરોગી બનાવ્યા. બચી ગયેલ વસ્તુઓ વેચી નાખી સુવર્ણ લીધું જેનો ઉપયોગ પણ જિનાલય બનાવવામાં કરી નાખ્યો. સાધુસેવા ખૂબ ફળી. તે જ ભવમાં સંસ્કારો વિકસાવી છએ મિત્રોએ ચારિત્ર લીધું–પાળ્યું ને છેક બારમા દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી જીવાનંદનો જીવ તો જંબુદ્રીપના પૂર્વવિદેહની પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીમાં વજ્રસેન તીર્થંકરનો પુત્ર પણ ચક્રવર્તી બન્યો. પોતાના તીર્થંકર પિતા પાસે જ સંયમ લઈ સુંદર પાળ્યું ને તીર્થંકર નામકર્મ બાંધ્યું. તે પછી છેક સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાન વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે જન્મ લઈ છેલ્લા ભવમાં મરુદેવાનંદન આદિનાથ બન્યા. પૂર્વભવોથી લાવેલ પરોપકારી ભાવના થકી સમસ્ત જીવરાશિના કલ્યાણ માટે આ ભરતક્ષેત્રમાં વ્યવહારધર્મની પ્રરૂપણા કરી અને સ્વયં તેમાં પણ નિરાગી રહી વૈરાગી બની શુદ્ધ સંયમબળે વીતરાગી બન્યા અને પ્રથમ તીર્થંકરનું ગૌરવવંતું પદ પણ પામ્યા. પૂર્વભવના અન્ય મિત્રો અનુક્રમે ભરતચક્રી, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને શ્રેયાંસકુમાર બન્યા. પ્રભુ આદિનાથે સંસ્થાપેલ જીવનપદ્ધતિ ઉપર આજે ય શાંતિ ને સદાચારમય જીવનધારા ચાલે છે. (૨) ભગીરથ અને ભાગીરથી આ અવસર્પિણીકાળના દ્વિતીય તીર્થંકર પ્રભુ અજિતનાથ તેમના જ કાકાઈ દીકરાભાઈ સગર થયા. ચક્રી સગરને પ્રાપ્ત સ્રીરત્ન સુકેશા હતી. તે છોડી અન્ય ચોસઠ હજાર સ્ત્રીઓ થકી ઉત્પન્ન થયેલ સાઠ હજાર પુત્રોમાં ચક્રીપુત્ર જકુમાર પિતાની આજ્ઞા લઈ અષ્ટાપદે આવ્યા ને પોતાના પૂર્વજ ભરતચક્રી દ્વારા બંધાયેલ સુંદર જિનાલય દેખી-પેખી ભાવવિભોર બની જિનાલયની રક્ષા માટે(અષ્ટાપદની ચારે તરફ દંડરત્નથી ખાઈ ખોદાવવા લાગ્યા. હજાર યોજન ઊંડી ખાઈ થતાં નાગકુમારોનાં ભવનો તૂટવા લાગ્યાં, તેથી નાગરાજ જ્વલનપ્રભ પ્રકોપિત થઈ ગયો. પણ તેમ બનવા પાછળ તીર્થરક્ષાની ભાવના દેખી ક્રોધ શાંત કર્યો. પણ ફરી જ્યારે જકુમારે તીર્થરક્ષાના પ્રશસ્ત લોભમાં તે જ ખાઈમાં ગંગાનાં નીર ઉતાર્યાં ત્યારે ભવનોમાં પાણી ઊતરી આવવાથી અત્યંત ક્રોધાવેશમાં જકુમાર સહિત સાઠેય હજાર ચક્રીપુત્રોને અગ્નિથી ભસ્મ કરી દીધા. સમૂહમરણના સમાચાર ચક્રીને યુક્તિપૂર્વક આપ્યા તો ય સગરચક્રી શોકમુક્ત ન થઈ શક્યા. આવી તકલાદી ક્ષણો વખતે ગ્રામવાસીઓને પાણીના પૂરના ભયથી મુક્ત કરવા ચક્રીએ પોતાના પૌત્ર ભગીરથને નગ૨૨ક્ષાનું કાર્ય સોંપ્યું. જપુત્ર ભગીરથે અષ્ટાપદે જઈ પરિસ્થિતિ નિહાળી જ્વલનપ્રભનું લક્ષ્ય સાધી અનુમતપ કર્યો, જેના પ્રભાવે નાગરાજને પણ હાજર થવું પડ્યું. પ્રસન્ન બનેલ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર 7 [ જેને પ્રતિભાદર્શન | નાગરાજે ગંગાના પાણીને પૂર્વસમુદ્રમાં ઉતારી દેવા અનુમતિ આપી. જે કાર્યને ભગીરથે ભગીરથ પ્રયત્ન વિના જ દંડરત્નની સહાયતાથી સાવ સરળતાપૂર્વક પાર ઉતાર્યું. ડૂબતાં ગામ-નગરો બચી ગયાં ને ગંગાના ઘસમસતા પ્રવાહને સુવેગ મળ્યો જેના કારણે આજે પણ જ્યાં ગંગા નદી વહે છે ત્યાં ત્યાં સંસ્કૃતિનો વિકાસ સારો થયો છે. ગંગાનું બીજું નામ ભાગીરથી પણ સાર્થક જ છે. (૩) સ્વમાની નમિ-વિનમિ પ્રભુ આદિનાથજી સાથે ચારિત્ર ગ્રહણ કરનાર કચ્છ અને મહાકચ્છિ વગેરે ચાર હજાર રાજાઓ પ્રભુની સાથે તપોવૃદ્ધિ ન કરી શક્યા તેથી સંયમધર્મ ત્યજી દઈ સ્વેચ્છાએ કંદમૂળ, ફળાદિકનો આહાર લઈ જીવનનિર્વાહ કરવા લાગ્યા અને જટાધારી તાપસો બની ગયા. ત્યારથી જ બસ આ આર્યક્ષેત્રમાં તાપસધર્મની પ્રવર્તન થઈ છે અને આજ લગી તે તાપસીમાં પણ અનેક પ્રતિભાવંત સંતો સામાજિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રમાં નામ-કામથી યશોગાથા નોંધાવી ગયા છે. પ્રભુની દીક્ષા વખતે પ્રભુથી દૂર ગયેલા નમિ-વિનમિએ પાછા વળતાં પિતામુનિ કચ્છ-મહાકચ્છને મળી તાપસી દીક્ષા વિષે જાણી લીધું અને પોતા માટે પૃથ્વી માગવા પ્રભુ પાસે ગયા ત્યારે મૌની મુનિશ્રેષ્ઠ આદેશ્વરજી કશુંય બોલ્યા નહિ. તેથી પ્રત્યુત્તરની વાટ જોતા બેઉ અતિ વિનયયુક્ત થઈ ખગ લઈ પ્રભુની સેવા કરવા તેમની અડખે-પડખે ઊભા રહેવા લાગ્યા, જે દેખી નાગેન્દ્ર ધરણેન્દ્ર પ્રસન્ન થઈ પ્રભુભક્તિના વળતર રૂપે ગૌરી-પ્રજ્ઞપ્તિ વિદ્યા ઉપરાંત વૈતાઢ્યની બે શ્રેણિઓમાં સ્થાન આપ્યું. જ્યાં અનુક્રમે નામવિનમિ વિદ્યાધરોના રાજા બન્યા. સ્વમાન સાથે જીવી રહેલા તેમના વરસોના વસવાટ પછી જ્યારે ચક્રવર્તી બનવા ચાલેલ ભરત રાજા સાથે ટક્કરમાં આવ્યા ત્યારે પોતાનું ભાવિ ગૌરવ અખંડિત રાખવા બાર વરસ સુધી યુદ્ધ કરી લડત આપી, પણ અંતે હાર થવાથી સુભદ્રા નામે સ્ત્રીરત્ન ચક્રીને આપી અને ઋણમુક્ત થઈ સ્વમાનને અભંગ રાખવા ઋષભદેવ પ્રભુ પાસે વૈરાગ્યયુક્ત ચારિત્ર લઈ લીધું. નીતિ ને ન્યાયના ટેકીલા ક્યારેય પોતાનું શીર્ષ શા માટે નમાવે? (૪) કુળવાન ઇક્વાકુ કુળ પરમાત્મા ઋષભદેવનો વંશ સર્વ વંશોમાં શ્રેષ્ઠ ગણાયો છે, કારણ કે તેમાં અનેક પરાક્રમી પુરુષો પાકયા છે. જેઓએ યુવાનીમાં અર્થ ને કામ પુરુષાર્થ સાધ્યો જ્યારે પ્રૌઢાવસ્થામાં ધર્મ અને છેક મોક્ષ પુરુષાર્થ સાધી સ્વકલ્યાણની સાધના પણ કરી છે. તે જ કુળમાં અસંખ્ય વરસો વીતી ગયા પછી વીસમા મુનિસુવ્રતસ્વામી પ્રભુના શાસનમાં થયેલ આ ઘટના ખાનદાન કુટુંબની ખાનદાની વિષે કંઈક અનેરું માર્ગદર્શન આપે છે. રાજા વિજયના બે પુત્રોમાં વજબાહુ ઇભવાહન રાજાની કન્યા મનોરમાને પરણ્યો. અયોધ્યા તરફ નવવધૂ સાથે વળતાં સાળો ઉદયસુંદર પણ સાથે ચાલ્યો. વચ્ચે ગુણસાગર નામના મુનિરાજને ટેકરી ઉપર સૂર્યની આતાપના લેતા દેખી વજબાહુનું મન આકર્ષાયું, જે જાણી સાળા ઉદયસુંદરે મશ્કરી કરતાં કહી દીધું, “કુમાર! હજુ તો સંસાર માંડ્યો છે, હવે શું છાંડવાનો પણ છે? લાગે છે તમે દીક્ષા લેશો.” Page #202 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૫૩ વજબાહુથી પણ સહજ બોલાઈ ગયું, ‘એમાં ખોટું શું છે? મનથી એવું જ ઇચ્છું છું.' ફરી પાછા સાળાએ વચનભંગ ન કરવા મીઠી ટકોર કરી ત્યારે વજબાહુ તો સ્વમાની બની નવપરણેતાનો પણ વિચાર કર્યા વગર સંયમ લેવા તૈયાર થઈ ગયો. મુનિરાજે મંગલિક સુણાવી માંગલિક કર્યું જેના પ્રભાવે મશ્કરી કરનાર ઉદયસુંદર, નવવધૂ મનોરમા અને બીજા પચ્ચીશ રાજકુમારોએ પણ સાથે જ સંયમ લીધું. ઇક્વાકુ કુળમાં ધન્ય પુરુષો તો થયા જ હતા–તેમાં આ ઘટનાએ ઉમેરો કર્યો. (૫) રાવણપુત્રોની રૌદ્રતા-રમ્યતા ભવો પૂર્વે નિર્ધન બંધુ ભવદત્ત મુનિ પાસે દીક્ષિત થઈ અનુક્રમે પાંચમા દેવલોકે ગયા. ત્યાંથી એવી રાજપુત્ર બની ફરી દીક્ષા પ્રભાવે બારમા દેવલોક જઈ પ્રતિવાસુદેવ રાવણના પરાક્રમી પુત્રો ઈન્દ્રજિત અને મેઘવાહન બન્યા. - રાવણપુત્ર અક્ષનો વધ થયા પછી હનુમાન સામે ઇન્દ્રજિત ઘસી આવ્યો, જેને વિવિધ શક્તિઓ હોવાથી હનુમાનને નાગપાશાસ્ત્રથી બંધનમાં લીધો ને રાવણ સમક્ષ પ્રસ્તુત કર્યો. પાછળથી રામે છેડેલ લંકા ઉપરના ધર્મયુદ્ધમાં આ જ રાવણપુત્રોએ રક્ષક બની પ્રતિકાર કર્યો. વચ્ચે કુંભકર્ણ પકડાયો ત્યારે યુદ્ધમાં ઊતરતા પિતા રાવણને થોભાવી ઇન્દ્રજિતે બાજી સંભાળી. ઘમાસાણ યુદ્ધ કરી સીતાના ભાઈ ભામંડલ ઉપરાંત સુગ્રીવને બાંધી લીધા. યુદ્ધના મોરચે રૌદ્રતાનો પરિચય આપનાર બેઉ ભ્રાતાઓ જાણતા હતા કે તેના પિતા રાવણનું યુદ્ધ અનીતિનું છે, છતાંય પોતે પોતાના ઉપકારી પિતાને પક્ષે પ્રજારક્ષા હેતુ લડતા રહ્યા. જ્યારે રામના પક્ષે વિભીષણે યુદ્ધની દોર સંભાળી ત્યારે પોતાના સગા કાકા સામે ન થવાનો ન્યાયસંગત માર્ગ લઈ રક્તગંગા વહાવવાને બદલે રણભૂમિમાંથી પગ પાછા વાળ્યા. અંતે રાવણનો વધ થયો ત્યારે શ્રીરામે રાવણને વીર પુરુષ તરીકે અંજલિ આપી તેમના બેઉ પુત્રોને રાજ્ય પાછું આપવા તૈયારી કરી. તેટલામાં પિતા રાવણના ન્યાયી પુત્રોએ તે રાજમોહ છોડી કાકા વિભીષણને જ રાજ્યભાર આપવા સુખદ સૂચન કરી સ્વયં સંયમન સરળ માર્ગ સ્વીકાર્યો અને પિતાના નામને આવેલ કલંક ભૂંસાડવા જાણે ઉગ્ર સાધના કરી કેવળી બની મોક્ષ પણ મેળવ્યો. ખાનદાન કુળની પરંપરામાં કોઈ એક પરાક્રમી ભૂલ કરે તોય પરિવારના અન્ય સદસ્યો સંસ્કૃતિની વિકૃતિમાં ન સપડાઈ ખાનદાની સાચવી લેતા હોય છે. (૬) અતિથિ-સત્કારથી સંસારનિસ્તાર આર્યદેશની અનુપમ સંસ્કૃતિમાં એક અનોખું તત્ત્વ જે અનાર્ય પ્રજા માટે પણ આદર્શનું કારણ બન્યું છે, તે છે અતિથિ-સત્કાર. વગર કોઈ ઓળખાણ કે પીછાણ, બહારગામથી આવેલ અતિથિ એટલે જેના આવવાની કોઈ તિથિ-વાર નિશ્ચિત નહિ તેવી વ્યક્તિના પ્રતિ આદર-બહુમાન-લાગણી જેના કારણે પારસ્પરિક પ્રેમમાં વધારો-ઉમેરો તથા ગુણોનું આદાન-પ્રદાન વગેરે ઉજવળ તક પ્રાપ્ત થાય છે. જંબૂદ્વીપના પશ્ચિમવિદેહમાં મહાવપ્ર વિજયની નગરીમાં નયસાર નામનો ગ્રામચિંતક જેના જીવનમાં | ધર્મનો સૂર્ય ઉદય પામ્યો ન હતો, તેવો ધર્મમાર્ગનો અજાણ તે એકવાર જંગલમાંથી લાકડાં લેવા ગયો Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન ત્યારે બપોરના સમયે લાગેલ ભૂખ છતાંય શુભભાવમાં આવી કોઈ અતિથિની વાટ જોઈ પછી વાપરવાનો વિચાર કરવા લાગ્યો. ભાવના ફળી જેથી કોઈ ગૃહસ્થ અતિથિ નહિ, પણ જૈન મુનિવરો જ માર્ગ ભૂલ્યા તે વનમાંથી પસાર થતા જોયા. આ નયસારે ભાવપૂર્વક અતિથિ મહાત્માઓ સન્મુખ જઈ ભોજનથી પ્રતિલાભિત કરી છેલ્લે મુનિરાજોને માર્ગ દેખાડવા પણ સાથે ચાલ્યો. તેનો ભાવોલ્લાસ અને ભદ્રિકતા દેખી અતિથિ મુનિવરોએ ધર્મનું સામાન્ય સ્વરૂપ તથા નમસ્કાર મહામંત્ર શીખવ્યો. બસ આ જ ધન્ય વેળાએ ધર્મની ખરી પ્રાપ્તિરૂપ સમ્યક્ત્વ નયસારના જીવને સ્પર્શી ગયું, જેથી આતિથ્યધર્મના તાત્કાલિક ફળરૂપે ધર્મભાસ્કર ઉદય પામી ગયો. કાળક્રમે વિકાસ કરતો તે જ નયસારનો જીવ આદિનાથનો પૌત્ર મરિચિ બન્યો. કપિલ નામના શિષ્યને બનાવી સાંખ્ય મતના સંસ્થાપનમાં નિમિત્ત બન્યો. ત્રિદંડી બ્રાહ્મણવેશમાં જીવન વિતાવી અન્ય ભવો પણ અજૈન કુળમાં કર્યા, છતાંય ધર્મમય પ્રગતિ થતી રહેવાથી ભવો પછી વાસુદેવ બન્યો અને ચક્રવર્તી તરીકે પણ અવતાર લીધો. અંતે અંતિમ ભવ તો પ્રગતિની પણ પરાકાષ્ઠા જેવો તીર્થંકરરૂપે થયો. ઇતિહાસકારોનો પ્રશ્ન એ છે કે જો નયસારના ભવમાં આતિથ્યનું ઔચિત્ય સંભાળવાની તક ન મળી હોત તો નયસારનો જીવાત્મા ઉન્નતિ પામી મહાવીર પરમાત્મા શું બની શક્યો હોત? પ્રભુ વીર તરીકેના ચરમ ભવમાં પણ ઘોર તપસાધના વડે કર્મોનાં કલંક ધોઈ નાખ્યાં. જે કાળે સ્ત્રીઓ દાસી તરીકે બજારમાં વેચાતી હતી, તુચ્છ ગણાતી હતી તથા નારી અપમાનનું વાતાવરણ વિષમતાયુક્ત વ્યાપેલું હતું ત્યારે આ જ પરમાત્માએ પોતે અતિથિરૂપે વસુમતી, રેવતી, સુલસા, જયંતી વગેરે શ્રાવિકાઓના ગુણો દેખી તેમની પ્રગતિમાં સુંદ૨ ફાળો નોંધાવ્યો છે. સ્વયં તીર્થપતિ હોવાથી જયાં જ્યાં પણ અતિથિ સ્વરૂપે ઘોર તપનું પારણું કરતા રહ્યા, ત્યાં ત્યાં પંચ દિવ્યો પ્રગટતા રહ્યા અને તેમનું આતિથ્યસત્કાર કરનાર સ્વયંનું કલ્યાણ પામતા રહ્યા. આવા મહાપુરુષો થકી જ આર્યક્ષેત્રમાં આજે પણ આતિથ્યસત્કાર અને સાધર્મિક વાત્સલ્ય, સંઘ બહુમાનની ભાવનાઓ જીવંત અને જાગૃત પણ છે. * Page #204 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] વિવિધ પ્રતિભા-દર્શન જૈન ધર્મ જિન શાસન, વીતરાગીની આજ્ઞાઓ, ઉપદેશો અને આદર્શો ઉપર ચાલતી સુદૃઢ અને સ્વૈચ્છિક સ્વસ્થ ધર્મવ્યવસ્થા. જેમણે પણ આ અનુપમ શાસનને અપનાવી અનેરા ઉલ્લાસ-ઉત્સાહ સાથે જ્ઞાનીઓનું અનુશાસન સ્વીકાર્યું તેઓ સ્વયંના ખ્યાલથી પણ બહાર રહ્યા છતાંય ન્યાલ થઈ ગયા છે. અનુપમ જીવન એટલે સમસ્ત પ્રાણી સૃષ્ટિમાંથી ફક્ત માનવભવમાં જ સુલભ એવું સુંદર સંયમ યમનિયમ સાથે જીવી જીવ મટી શિવ બની જવાની અમૂલખ તક. કુદરતનાં અગમ-નિગમ રહસ્યોનો પર્દાફાશ કરી જિનેશ્વરોએ જગતને જીવનનાં જે મૂલ્યો બહ્યાં છે, તેનું ખરું વળતર તો જીવન જ જો જિનભગવાનને સમર્પણ થઈ ફના થઈ જાય તો ય વધે તેવું નથી. નાની-મોટી પ્રતિજ્ઞાઓનો નિર્વાહ, કર્મોની વિચિત્ર વિષમતા વચ્ચે પણ નિર્જરા તત્ત્વની પ્રાપ્તિ કે કાળ, કર્મ, પુરુષાર્યાદિ પાંચ કારણોની પ્રકર્ષતા આ બધાય વિધ-વિધ પાસાઓના નિમિત્તે પ્રગતિ, પ્રવ્રજ્યા કે પરમપદની પ્રાપ્તિ કરનારા જીવાત્માઓની નોંધ લેવામાં આવે તો આયુની લંબાઈ ટૂંકી પડે, આંખોનું નૂર પણ ઓછું પડે અને છતાંય કેટલાય સુપાત્રોના સુચરિત્રની જાણથી અન્જાન થઈ જવાય કે રહી જવાય તેવું બને. છતાંય ‘“શુભે શીઘ્ર પ્રવર્તનીયમ્'' ના ન્યાયે કોઈક અદ્ભુત ઘટનાઓનો આંશિક ઉલ્લેખ કરી આ લેખ રચાઈ રહ્યો છે, જે સ્વયં કહી આપશે કે ‘ધર્માત્ સુખં' નો અટલ–અફર સિદ્ધાંત કઈ રીતે શાશ્ર્વતો છે. તો ‘યથા ભાષા તથા કારી' કે ‘નીતિ-પ્રીતિની રીતિના જીવધારી'ના જીવન પ્રસંગોને દેખીએ-માણીએ. તો ચાલો ૧. ધર્મખુમારી આદિત્યરાજા અને ઇન્દુમતીનો સુપુત્ર વાલી મહાબલી છતાંય શાંત-પ્રશાંત હતો. સદાય વીતરાગી અને જિન સાધુઓ સિવાય કોઈનેય ન નમવાની ટેકવાળો હતો. જ્યારે રાવણે તેને ઝુકાવવા માટે દૂત સાથે આજ્ઞા ફરમાવી ત્યારે યુદ્ધને જ પસંદ કર્યું, તેમાંય હિંસા ટાળવા સ્વયં લડી લેવાનું રાખ્યું. ચંદ્રહાસ ખડ્ગ સાથે ધસમસી રહેલા રાવણને યુક્તિથી ઝડપી, ડાબા હાથે ઝાલી, દડાની જેમ કાખમાં ગોઠવી ક્ષણવારમાં તો ચાર સમુદ્ર સહિત સંપૂર્ણ પૃથ્વીને પ્રદક્ષિણા દઈ દીધી. રાવણનો ગારવ ઓગાળી પોતાનું ગૌરવ અખંડિત રાખવા સ્વયંની જીત છતાંય સપ્રેમ તેને મુક્ત કર્યો અને સ્વયં મુક્તિનો માર્ગ પસંદ કરી ધર્મખમીરીનું દર્શન કરાવ્યું. [ ૧૫૫ ૨. ધૈર્ય—સ્થર્ય આગલા ભવમાં શિકારે જતાં સામે મળેલ જૈન મુનિને દેખતાં જ અપશુકન માની અજ્ઞાન Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] [ જેને પ્રતિભાદર્શન દશામાં બાર ઘડી દુઃખી કર્યા જે કર્મોનો ઉદય દમયંતીના ભવમાં થતાં જ પતિદેવ નળરાજે દમયંતીને જંગલમાં એકલી મૂકી દીધી અને ઠીક બાર વરસનો વિયોગ ઊભો થઈ જવા પામ્યો. અબળા છતાં તેણીએ ધર્મશ્રદ્ધાને પ્રધાન કરી ધીરજ ન ગુમાવી બ૯ સોળમા શાંતિનાથ પ્રભુની ત્રિકાળ પૂજામાં દિવસો વિતાવ્યા. ધર્મશરણ પ્રભાવે સૂકી નદીમાં પાણી ઊભરાણાં, વચનમાં આદેયતા ઊભી થઈ જેથી ફકત તેણીના ઉપદેશથી જ કેટલાયે જૈનધર્મ સ્વીકાર્યો અને કર્મ હળુ પડતા ફરી નળરાજા સાથે સુભગ મિલન પણ થયું. ૩. વિશિષ્ટ વૈરાગ્ય સર્વથી પૂર્વના ભવમાં સાધુજીવનમાં પરિગ્રહમાં (મૂછમાં) આવી જઈ વિરાધના કરી નાખનાર એ જીવ સંયમ વિરાધી પોપટ બન્યો, પણ તે ભવમાં આદેશ્વર પ્રભુની પૂજા છતાંય ફરી પ્રગતિ મેળવતાં મેળવતાં પોતાની પાલિકા મંત્રીપુત્રી સાથે લાગટ છે ભવ સુધી પતિ-પત્ની તરીકે માનવભવ કરી દેવલોકમાં પ્રગતિ સાધી પછીના ભવમાં મિત્રો બનતા રહ્યા અને સાવ છેલ્લા એકવીસમાં ભવમાં તે જ પોપટનો જીવ જે શંખ રાજાની રાણી કલાવતી બન્યો હતો તેણે તો પક્ષીના ભાવમાં પણ ફક્ત એક જ દિવસ “નમોઅહંભ્ય:' શબ્દનો ઉચ્ચાર કરી પ્રભુ પૂજ્યા જેથી ચરમ ભવમાં શ્રેષ્ઠીપુત્ર ગુણસાગર બન્યો, તેના રૂપને દેખી મુગ્ધા બનેલી આઠ શ્રેષ્ઠી પુત્રીઓ સાથે વિવાહની વાત માતા-પિતાએ ચલાવી ત્યારે જ સૌને ખ્યાલ આવ્યો કે તે તો સંસાર માંડવા માટે નહિ પણ છાંડવા માટે સર્જાયો છે. છતાંય વડીલોના અત્યાગ્રહને વશ ફક્ત એક જ દિવસ માટે લગ્ન કરી બીજે દિવસે દીક્ષાની શર્ત મૂકી પરાણે લગ્નમંડપમાં આવ્યો. પણ તે રાગસ્થાનમાં પણ વિરાગ ભાવમાં ચડી ચોરીના ચાર ફેરાને ચાર ગતિના ફેરા તરીકે દેખતો-વિચારતો અનુપ્રેક્ષા દ્વારા ક્ષપકશ્રેણિ માંડી વીતરાગ બની ગયો. મોહમંદિરમાં જ મુગ્ધાઓના હસ્તમેળાપ પૂર્વે જ કેવળજ્ઞાન પ્રગટી જતાં, વાતાવરણ તો એવું જાણ્યું કે આઠેય રાણીઓ પણ સંયમ ભાવમાં રમવા લાગી ને કેવળી બની ગઈ; તે વખતે જ દેવોએ દુંદુભી વગાડી વેશ આપ્યો. તે દશ્ય દેખી માતા-પિતા પણ સ્વની નિંદા-ગ કરતાં કેવળી બની ગયાં. ૪. મહામૂલી મૈત્રી આ સમાચાર જોતજોતામાં અયોધ્યાપતિના રાજપુત્ર પૃથ્વીચંદ્રને મળતાં જ તેને પણ વૈરાગી દશામાં જાતિસ્મરણ જ્ઞાન થયું ને પૂર્વના મિત્ર તથા પતિ-પત્નીના ભવો દેખાણા. પોતાની રૂપવાન-ગુણવાન સોળ પ્રિયાઓના સથવારે રહેલ પૃથ્વીચંદ્રને પોતાની પહેલાં જ મિત્ર ગુણસાગરનું કેવળીપણું ખટકર્યું, જે ઊહાપોહ કરતાં પોતાના જ કર્મદોષના ખટકા રૂપે ફેરવાઈ જતાં આત્મરમણ દશામાં જ રાજસિંહાસન ઉપર બેઠાં બેઠાં જ કૈવલ્યજ્ઞાન લાધી ગયું. અને પતિની પ્રકર્ષાનુમોદના કરતાં કરતાં સોળ પ્રિયાઓ પણ વિતરાગી બની ગઈ. આમ એક મિત્રે લગ્નવેળાએ તો બીજાએ રાજસુખ માણતાં માણતાં જ ઉગ્રસુખનું સ્થાન સંપ્રાપ્ત કરી લીધું જે જિનશાસનની અપૂર્વ ઘટના છે. ૫. વનિતા-વલ્લભપણું નંદિષેણ મુનિના ભવમાં બાર-બાર હજાર વરસ સુધી વૈયાવચ્ચ પૂર્વક તપ કરી પોતાનાં કર્મોનો Page #206 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૫૭ કાટમાળ અલ્પ કરનાર કદરૂપો તે જીવ નિયાણાના પ્રતાપે બીજા જ ભવે સાતમા દેવલોકથી ચ્યવી અંધક વૃષ્ણિના દસમાં ને સૌથી નાના પુત્ર વસુદેવ નામે જનમ્યો. યુવાની આવતાં જ રૂપ-સૌંદર્ય એવું વધ્યું કે તેમને નીરખતાં જ મહિલાઓ મોહાંધ બની જતી હતી. માનિનીઓને મર્યાદા બહાર જતી જાણી સૌએ સમુદ્રવિજયને ફરિયાદ કરી તેથી તેમણે મોટાભાઈની લાજ તરીકે વસુદેવને યુક્તિથી નજરકેદ જેવા કર્યા. અવસરે ઘટસ્ફોટ થતાં જ વસુદેવ નગરથી નીકળી ગયા, અનાથ શબને બાળી નાખી પોતાના જ મૃત્યુનો લેખ લટકાવી દીધો, જેથી સૌએ માન્યું કે વસુદેવે આત્મહત્યા કરી લીધી, પણ વસુદેવ તો વેશપલટો કરી બ્રાહ્મણ બન્યા છતાંય ઉગ્ર પુણ્ય પસાથે જ્યાં જાય ત્યાં રમણીઓ વરવા લાગી. પૂરા સો વરસ ગુપ્તાવાસમાં રહ્યા છતાંય અનેક માઓના કાંત બની પાછા જ્યારે યુદ્ધના નિમિત્તથી ભાઈ સમુદ્રવિજયને મળ્યા ત્યારે સૌએ પોતપોતાની મૂર્ખતા ઉપર હસી લીધું. સરળ સ્વભાવી તથા સત્ય-પ્રતિજ્ઞા પાલક તરીકે પંકાયેલ વસુદેવને ત્યાં જ બળભદ્ર તથા શ્રીકૃષ્ણ વાસુદેવનો જન્મ થયો. ૬. ચરમભવીની ભવલીલા રૂક્િમણી થકી પ્રાપ્ત દેવલોકથી ચવેલ પુણ્યશાળી જીવ પ્રદ્યુમ્ન ઠીક પિતા કૃષ્ણ જેવો પાક્યો. પણ પૂર્વભવના વેરી ધૂમકેતુ દેવે તેનું હરણ કર્યું અને જન્મતાં જ માતા-પિતાનો વિયોગ સોળ વરસ સુધી થઈ ગયો. પાલક પિતા સંવર વિદ્યાધરની પત્ની જ તેના રૂપમાં મોહાણી ત્યારે પ્રદ્યુમ્ન યુક્તિપૂર્વક તેની પાસે ગૌરી-પ્રજ્ઞપ્તિ વિદ્યા શીખી લઈ તેને ગુરુપદે સ્થાપી સદાચાર અખંડ રાખ્યો પોતાનાં મૂળ માતા-પિતાને પણ રૂપપલટો કરી મળ્યો. પછી ચરમભવી છતાંય વિવિધ કન્યાઓને પરણી ભોગ-વિલાસોમાં વરસો વિતાવ્યાં, પ્રાંતે પ્રદ્યુમ્નની બુદ્ધિના પ્રભાવે કૃષ્ણને શાંબ નામે પુત્ર થયો જે મોટો થયો ત્યારે પ્રદ્યુમ્નનો અતિ પ્રીતિપાત્ર બન્યો. બેઉ ભ્રાતાઓ આગલા ભવમાં પણ ભાઈ તરીકે જન્મેલા, ઊછરેલા માટે આ ચરમભવમાં પણ કુદરતી ભેગા થયા. અંતે મદિરા-પાનમાં ઉન્મત્ત થયેલ શાબને કારણે જ્યારે દ્વૈપાયન છંછેડાયો ત્યારે પ્રભુ નેમિનાથની ભવિષ્યવાણીથી ચેતી જઈ સ્વાત્માને દ્વારિકાનાથમાંથી બચાવી ધર્મારાધનામાં જોડી દેવા ચારિત્રમાર્ગ સ્વીકારી લીધો ને ફાગણ સુદ તેરસના દિવસે સિદ્ધગિરિએથી ભાડવાના ડુંગર ઉપર સાધના કરી નિર્વાણ સાધી લીધું ગૃહસ્થાવસ્થાની લીલા સંકેલી સાવ સંયમી ને વિરાગી બની જનાર શાંબ-પ્રદ્યુમ્ન જેવા શાણા-મેઘાવી પાત્રો આગવું સ્થાન પામ્યા છે. ૭. મહાભારત કે મહાન ભારત? પ્રસિદ્ધ યુદ્ધમાં પણ શૌર્ય-વીર્ય તથા નીતિ-રીતિથી સિદ્ધિ-પ્રસિદ્ધિ મેળવી જનાર અનેક મહાપુરુષો પાક્યા જેથી આજની સંસ્કૃતિ ધબકતી છે. ગંગાપુત્ર ભીખે પિતાના હિત ખાતર સ્વનું સંસારસુખ જતું કર્યું, નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું અને અનીતિના પક્ષમાં લડવું જ પડ્યું ત્યારે કર્તવ્ય ખાતર લડી લીધું. પણ આત્મારાધના ન ખોઈ. ઘાયેલાવસ્થામાં ચારિત્ર સ્વીકારી છેલ્લો માસ તો ચોવિહારી ઉપવાસ દ્વારા વીતાવ્યો ને અસમાધિના વાતાવરણમાં પણ સમાધિપૂર્વક દેહ ત્યાગી બારમો દેવલોક સાધી લીધો. કર્ષે પણ સગા ભાઈના હાથનું કપટ મૃત્યુ પસંદ કર્યું, પણ અનીતિનું યુદ્ધ તો નહીં જ. શ્રીકૃષ્ણ વાસુદેવ તો જાણે પ્રતિપક્ષી જરાસંઘના જીવતરણ માટે જન્મ્યા હતા, પણ પાંડવોએ ન્યાયની ભૂમિ પણ ખોઈ ત્યારે ફાટી પડેલ યુદ્ધમાં સ્વયં તીર્થંકર થનાર નેમિકુમાર પણ દુષ્ટતાદમન હેતુથી અહિંસાપ્રધાન યુદ્ધ કરી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન લાખથીય વધુ મુકુટધારી રાજાઓના માનભંગ કરનાર બન્યા. અંતે પાછા વળતાં મનઃદુઃખના પ્રસંગે પાંડવોએ શ્રીકૃષ્ણની દેશપારની સજા ભોગવી ત્યારે પાંડવોએ મળેલ રાજસુખનો ત્યાગ કરી વૈરાગ્યવંત બની પ્રવ્રજ્યા પંથ લીધો ને આત્મકલ્યાણ સાધી લીધું. આમ ધર્મયુદ્ધના પક્ષપાતીઓ જીવનના છેવાડે પણ સંસાર અસાર જાણી કર્મયુદ્ધના લડવૈયા બની વિજેતા બન્યા છે. ૮. નવકાર ચમત્કાર ભીલના ભવમાં ભૂલા પડેલા જૈન મુનિવરોને માર્ગદર્શન કરાવી વળત૨માં તે જ ભીલ યુગલ ધર્મનો સાર નવકાર મેળવી ગયું. પખવાડિયામાં એક વાર અખંડ જાપની પ્રતિજ્ઞા કરી, આચરી ચાલુ નવકાર જાપ વખતે જ સિંહ ત્રાટક્યો અને દંપતી મૃત્યુ પામ્યાં, પણ દેવલોકે ગયાં. પ્રથમ દેવલોકથી આવી રાજારાણી બન્યાં, પછી પૂર્વ સંસ્કારોથી હિંસાનું આચરણ કરી જો કે એકવાર છઠ્ઠી નરકે ગયા પણ પછીનો ભવ માનવગતિમાં થયો. જૈન મુનિવરોને પ્રતિલાભી પાંચમો દેવલોક મેળવ્યો તે પછીના ભવમાં ફરી શ્રેષ્ઠીપુત્ર-પુત્રવધૂ બની આરાધના કરી, પણ ભીલના ક્ષુલ્લક ભવમાં મળેલ નવકાર ફળતો જ ગયો ને ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વપ્રભુનો ભેંટો કરાવ્યો. તેઓશ્રી પાસેથી વિગ્રહ, વિનાશ, વિરહ, વેદનાનું કારણ જાણી હિંસા ત્યાગી અને આગળ પ્રગતિ સાધતાં આઠમા દેવલોક પછી ચક્રવર્તીનો ભવ લઈ બેઉ આત્માની મુક્તિ પણ પ્રભુશ્રીના શ્રીમુખે સાંભળી સૌએ નવકાર ચમત્કાર વિશે શ્રદ્ધા વધારી. ૯. અલિપ્તાત્મા જેનું અપર પણ મૂળ નામ લેપ શ્રેષ્ઠી હતું, તે ગાઢ મિથ્યાત્વમાં રાચતો હતો. પણ પુણ્યોદય થતાં જ જૈન મિત્ર જિનદત્તની પ્રેરણાથી સાક્ષાત વિચરતા પ્રભુ વીરના સંપર્કમાં આવ્યો. પ્રભુ વીરને સત્ય ધર્મ વિષયક પ્રશ્નો કર્યા જેના જવાબમાં પરધર્મસહિષ્ણુતાનો પરિચય કરાવી પરમાત્માએ શુભ માર્ગ અને શુદ્ધ માર્ગ વિષે ભેદરેખાઓ સમજાવી. પુણ્ય-પાપની ચતુર્થંગીઓ પ્રકાશિત કરી. આધિભૌતિક-દૈવિક ને આધ્યાત્મિક વિશ્લેષણો કરી આપ્યાં. આમ લેપ શ્રેષ્ઠીની જિજ્ઞાસાઓ તોષી-સંતોષી અંતે તેનામાં પણ વિરાગનો ચિરાગ પ્રગટાવી દેવામાં પ્રભુ સફળ રહ્યા ને લેપ શ્રેષ્ઠીએ સર્વવિરતિ માર્ગને પસંદ કર્યો. પૂર્વગુરુ શિવભૂતિની ભક્તિની વિભક્તિ કરી, સુંદર ધર્મારાધનાના બળે કેવળજ્ઞાન મેળવી સિદ્ધપદની પણ સિદ્ધિ કરી લીધી. ૧૦. વ્રતની સાર્થકતા યમ-નિયમના બે પાટા ઉપર જેની જીવનગાડી દોડે છે તે જીવમાં સંયમ ગુણ શનૈઃ શનૈઃ પણ પ્રગટી જ જાય છે. જૈનમાર્ગી વ્રત-પચ્ચખ્ખાણ અને ગુરુમુખે ઉચ્ચરેલ પ્રતિજ્ઞાઓનો પ્રગટ પ્રભાવ જ એવો હોય છે કે તે બાધાઓને નિર્બાધા સાથે પાલન કરી કષ્ટો વચ્ચે પણ અડગ રહેનાર જબ્બર ઇનામ મેળવી જાય છે. શ્રીપતિ શ્રેષ્ઠીનો પુત્ર કમળ નામથી હતો પણ પથ્થર જેવો કઠોર પણ. મશ્કરા સ્વભાવમાં શુક્લ ને કૃષ્ણપક્ષ છોડી જૂઠું ન બોલવું, આખું નાળિયેર મોઢામાં નહિ મેલવું, છાણ ન ખાવું—આવી પ્રતિજ્ઞાઓ માંગનારો અંતે સીમલા કુંભારની ટાલ જોયા વગર ન ખાવાની પ્રતિજ્ઞા લઈ બેઠો, જેને અખંડ પાળી તો ધનનો લાભ થયો, પછી ગંભીરતા આવી, ધર્મનો સાર સમજાયો. યુવાનીમાં જ બાવ્રતધારી બની ગૃહસ્થાવસ્થાની દેશવિરતિ થકી જ દેવલોક મેળવ્યો. Page #208 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૫૯ દારૂ તો પીવું જ પણ કંદોરાની ગાંઠ છોડી ગંઠસી પચ્ચખ્ખાણ પારીને' તેવી હાસ્યપદ બાધા લેનાર કુવિંદ વણકરે નવી આણેલી રેશમદોરની મડાગાંઠ ન છૂટતાં દારૂની તલપ-તરસમાં જ પ્રતિજ્ઞા અભંગ રાખી પ્રાણ છોડ્યા, પણ ટેકીલા નિયમ પ્રભાવે તે જ મૃત્યુ સિદ્ધાચલજીના રક્ષક અધિષ્ઠાયક દેવ બનવામાં નિમિત્ત બની ગયું. આવી જ રીતે વંકચૂલે મેળવેલી ચાર વિચિત્ર વ્રત-પ્રતિજ્ઞાઓ તેના અભ્યુદયનું કારણ બની. વ્રત પ્રભાવે તો ચેડારાજા, વરુણ શ્રાવક, વજ્રકર્ણ વગેરે અનેક ધીર-વીરોએ આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત બનાવ્યો છે. ૧૧. વિચિત્ર સંસારનાં વિધ-વિધ પાત્રો જૈન કથાનુયોગમાં જ્ઞાતાધર્મકથાગમ પ્રખ્યાત છે, જેનું વાંચન-મનન-ચિંતન ને નિદિધ્યાસન નવી જ દિશા દેખાડે છે, પ્રેરણા આપે છે ને જીવનનાં મૂલ્યો સમજાવે છે. પ્રતિભાશાળી પરમાત્માના શાસનમાં વિવિધ પ્રકારે પ્રગતિ પામનાર વિરલાઓ પૈકી નિમ્નાંકિત પાત્રોને ઓળખીએ. (૧) રાજવી શ્રેણિક :—સ્વયંનાં પૂર્વકર્મોના ભારે ચારિત્રપ્રાપ્તિમાં ધરાર નિષ્ફળ ગયા, પણ સ્વયંની અનેક રાણીઓ, સુપુત્રોને સંયમમાર્ગે ખુશીથી જવા દીધા, કારણકે ક્ષાયિક સમિતના ધણી હતા. તેથી જ તો પોતાનાં પુત્ર-પુત્રીઓ માટે પ્રવ્રજ્યાપંથની પરવાનગી પ્રહર્ષથી આપનાર વાસુદેવ શ્રીકૃષ્ણની જેમ તેઓ પણ આવતી ચોવીશીમાં તીર્થંકરપદ પામી મોક્ષ મેળવવાના છે. (૨) કનકવતી ઃ—આયંબિલ તપ કરી પ્રભુના ભાલમાં તિલક જડાવી ભક્તિ કરનાર જીવાત્મા સતી દમયંતી બન્યો, જેણીના લલાટમાંથી જ પ્રકાશપુંજ ઝરતો હતો. તે પછીનો દેવીનો ભવ પૂર્ણ કરી કૃષ્ણપિતા વસુદેવની પત્ની કનકવતી બનવાનું પુણ્ય ઉદયમાં આવ્યું ત્યારે તેણીના લગ્ન પ્રસંગને માણવા સ્વયં પૂર્વભવના પતિ નળરાજ જેઓ કુબેર દેવ બન્યા હતા, દેવલોકથી આવ્યા. એક નારીના લગ્ન પ્રસંગે શક્તિશાળી દેવ આવી ઉજમણા કરે તેવી ઘટનાના મૂળમાં કનકવતીની ધર્મારાધના મુખ્ય હતી. (૩) ચેડા રાજા :—પોતાની સાત રૂપવતી—ગુણવતી પુત્રીઓને પરણાવવામાં પણ ઉદાસીન રાજા પ્રભુ વીરકાળે થયા. ધર્મારાધનાને જ પ્રધાન રાખી, શરણે આવેલ દોહિત્રાઓ હલ્લ-વિહલ્લની રક્ષા હેતુ યુદ્ધમાં ઊતરવું પણ પડ્યું તોય ફક્ત એક બાણથી વધુ ન છોડવું તેવી દૈનિક પ્રતિજ્ઞા અભંગ પાળી મરણ વેળા દેખી કૂવે ઝંપલાવ્યું પણ ધરણેન્દ્ર દેવે રક્ષા કરી. અંતે સમાધિ પૂર્વક દેવલોક સાધ્યો. ન (૪) સત્યકિ :—પેઢાલ વિદ્યાધરે ધૂમ્ર, વિપુર્વી વ્યામોહ પમાડી સાધ્વી સુજ્યેષ્ઠા થકી પુત્ર સત્યકિની પ્રાપ્તિ કરી. ચેડાપુત્રી સાધ્વી પાસેથી બાળકને જન્મ પછી હરણ કરી વિદ્યાઓ શીખવાડી તે જ સત્યકિએ પાંચ જન્મમાં વિદ્યાઓ સાધી પણ ન ફળી, છઢે ભવે ફળી પણ છ માસ શેષ આયુ હોવાથી તુષ્ટ થયેલ રોહિણી વિદ્યાનો અસ્વીકાર કર્યો. પછીના ૭મા ભવમાં વિદ્યા લલાટ દ્વારા પ્રવેશ પામી જેથી તે જ સત્યકિ ત્રિનેત્રધારી મહાદેવ કહેવાયા. પ્રભુવીરે કહેલ આગાહી મુજબે તેણે વિદ્યાધર કાલ સંદીપને તો માર્યો જ, ઉપરાંત દંભી પિતા પેઢાલને પણ મારી નાખ્યો. છતાંય અંતરમાં પ્રભુભક્તિ વસેલી હોવાથી વિદ્યાધર બની પ્રભુ વીર પાસે નાટ્યપૂજા કરી, સમિતધારી તે જ સત્યકિ આવતી ચોવીશીમાં અગીયારમા તીર્થંકર સુવ્રત નામે થઈ શાસન શોભાવશે. (૫) વાગુર શેઠ :—પુરિમતાલના શ્રેષ્ઠીને ઘેર માટીની ખોટ હતી. લોકોએ અનેક ઉપાયો કહ્યા, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] [ જૈન પ્રતિભાદર્શન છતાંય જિનધર્મ પ્રેમી તેણે અન્ય ધર્મનાં વિધિ-વિધાનોની ઉપેક્ષા કરી પ્રભુ મલ્લિનાથજીની મૂર્તિની માનતા માની. દઢ ધર્મભાવના થકી ભદ્રા શેઠાણીનું વંધ્યાપણું ટળ્યું ને ઘેર પારણું બંધાણું, અંતે ફળ પ્રત્યક્ષ દેખી શેઠ-શેઠાણીએ ધર્મારાધના જ વધારી. પ્રભુ વીર પધાર્યા ત્યારે ભાવભરી ભક્તિ કરી દર્શન-વંદન કર્યા. (૯) સુલસની સૌમ્યતા –દયામુક્ત ક્રૂર કાળજાધારી કસાઈ કાલસૌરિકને ત્યાં જ અહિંસાપ્રેમી અદકેરા સુપુત્ર સુલસનો જન્મ અચંબો પમાડનાર લાગે, પણ હકીકત છે. પિતાના ઘાતકી ધંધાનો બહિષ્કાર કરી પરિવારને પણ પ્રતિબોધ પમાડવા પગ ઉપર કુહાડી ફટકારી પોતાની વેદનામાં ભાગ પડાવવા સૌને આમંત્રી સુલસે ખાટકીનો ધંધો ખોટનો સાબિત કરી આપ્યો. અભયકુમારને મિત્ર બનાવી ચાંડાલવૃત્તિથી વેગળો રહી સ્વયં તો ધર્મભાવિત બન્યો જ; સાથે પરિવારને પણ વાસિત બનાવ્યું. (૭) સૂરરાજા :–નાનાભાઈ સોમની દીક્ષા પછી ગૃહસ્થધર્મમાં પણ રહી ચારિત્રની તીવ્રાનુમોદનામાં વૈરાગી જીવન ગાળતાં રાજા સૂરને સંતાનો થયાં છતાંય જ્યારે રાણી દેવરમુનિને વાંદવા વરસતા વરસાદમાં છલકાયેલ નદી ઓળંગી જવા મથવા લાગી ત્યારે પોતે આગારી છતાંય બ્રહ્મચારી છે તેમ નદી દેવીને પૂછવા જણાવ્યું. પતિની આજ્ઞા માનતી રાણીએ આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો ત્યારે નદીએ રાણીની ઇચ્છા મુજબ બ્રહ્મચર્યની વાત વધાવવા રસ્તો કરી આપ્યો. બ્રહ્મજ્ઞાન વડે નિરીહપણાથી જીવતા રાજાએ અંતે સંસારત્યાગની ભાવના રજૂ કરતાં જ રાણીએ પણ વિશ્વાસપૂર્વક પતિદેવની પવિત્રતા પીછાણી પ્રવ્રયાપંથ પસંદ કરી લીધો. (૮) મંત્રી શાસ્તુ –ધીર-ગંભીર અને શાસનપ્રેમી મંત્રીવરોમાં જેનું નામ–કામ ગણાય છે, તેઓએ જાતીય વાસનાના વિકારવમળના મળનો ત્યાગ કરાવવા શાંતુવસહી નામના જિનમંદિરની બાજુમાં જ વેશ્યાને વશ થયેલ જૈન મુનિને નજરે દેખ્યા છતાં પણ હલકા ન ચીતર્યા. સ્પષ્ટ દૃષ્ટિપાત પછી મૌનની ભાષામાં જ મુનિરાજને મોહરાજાથી ચેતવવા ઇશારો માત્ર કર્યો, જે મૌન મુનિવરને સદાય માટે સતાવી ગયું. પોતાના પાપને જાણનાર છતાંય કશુંય ન કહેનાર મંત્રીરાજની મર્યાદા જાણી મુનિશ્રીને ભારોભાર પ્રાયશ્ચિત્ત થયું. ફરીવાર સંયમનો સ્વીકાર આO હેમચંદ્રસૂરિજી પાસે કરી તપ વડે કાયા ઓગાળી સિદ્ધાચલજીનું શરણું લીધું ને ગૃહસ્થ છતાંય શાંતુ મંત્રીને મનોમન ગુરુ માન્યા. બાર વર્ષ પછીની મુલાકાત વખતે જ્યારે મુનિરાજે મંત્રીને મહાન ઠેરવ્યા ત્યારે વિઝમ મંત્રીએ પોતાની જાતને સાવ તુચ્છ દર્શાવી, સાધુપદને જ મહાન ઠેરવ્યું. (૯) આદર્શ પાત્રો –આવા તો અનેક ગૃહસ્થોએ શાસનનું ગૌરવ વધાર્યું છે, જેમાં સેવચંદ શેઠ, સોમચંદ શેઠ, ઉજમશી ફઈ, વસુમતી ભાવસાર, મોતીશા શ્રેષ્ઠિ વગેરેનાં નામ-કામ અર્વાચીન પાત્રો તરીકે વર્ણવાય છે. તેમ જ ભરફેસરની સજઝાયમાં ગવાતા આદર્શ પુરુષ-સ્ત્રીઓનાં જીવન-કવન પણ ઉચ્ચ માર્ગદર્શન કરાવે તેવા ઉમદા રહ્યા છે. જીવન જેનાં ઉપવન જેવાં, સુમન સમા ગુણો છે જેમની પ્રભા; જિનશાસનની તેઓ જ છે આભા, શોભા અને પ્રતિભા. સજ્જન, મહાજનથી પણ મૂઠી ઊંચેરા વ્રતધારી જૈન નબીરા.... ચાંદી-સોના ને વિવિધ ધાતુઓથી મૂલ્યવાન છે સાચા હીરા. Page #210 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૬ ૧ તિર્યંચ પ્રતિભા-દર્શન જિનશાસનની અજબ અજાયબીઓ પૈકી એક અનોખી વિગત છે, તિર્યંચોની પણ ધર્મપ્રગતિ. શ્રમણ અથવા શ્રમણોમાસક પાસેથી ઘર્મ સાંભળી, ઘર્મમાર્ગ પામી પશુ-પંખીના જીવાત્મા પણ ગતિપલટો કે મતિપલટો મેળવી છેક સ્વર્ગ કે મોક્ષ સુધીનાં સુખોને સપ્રાપ્ત કરી ગયા છે, જેની નોંધ જૈન ઈતિહાસવેત્તાઓએ સપ્રમાણ ઘટના-ઉદાહરણો ને દૃષ્ટાંતો સાથે લીધી છે. તિર્યંચ ગતિના કહેવાતા લુલ્લક ભવમાં પણ જિનવાણીના શ્રવણે કે જિનધર્મના પરિણમને પ્રાણીઓ પણ દેશવિરતિ નામના શ્રાવક યોગ્ય પાંચમા ગુણઠાણાને પામી જાય, છેક આઠમા સહસ્ત્રાર દેવલોક સુધીની પ્રગતિ પામી જાય કે સદા માટે કુલ્લક ભવો સમાપ્ત કરી મનુષ્ય ભવ મેળવી મોક્ષમંઝિલને મેળવી જાય તેવી ઘટમાળો ભલે આશ્ચર્યકારી લાગે તોય સત્ય છે, સામાન્ય છે અને સહજ પણ કારણ કે “ઘર્મો ક્ષતિ રક્ષિતઃ ” ધર્મના પ્રભાવે-પ્રતાપે જ સમગ્ર સૃષ્ટિમાં સારાં તત્ત્વો કંઈક અંશે દેખવા મળે છે. અર્થ અને કામ જેવા કુટિલ બે અવળા પુરુષાર્થને ગૌણ કરી તે જ જીવ તે જ દેહના સાથ-સથવારે જ્યારે ધર્મરૂપી પુરુષાર્થને પ્રધાન કહે છે ત્યારે રક્ષાયેલો તે જ ધર્મ જીવાત્માની ભાવરક્ષા કરી મોક્ષમાર્ગને સાવ મોકળો કરી આપે છે. આવા અનેક પ્રગતિ પ્રસંગો પૈકીનાં ઉદાહરણોમાંથી કોઈક દષ્ટાંતો અત્રે પ્રસ્તૃત કર્યા છે જૈન ધર્મની વિશેષતાઓની વ્યાખ્ય (૧) આપ્યો નવકાર ને કર્યો ઉદ્ધાર આ અવસર્પિણી કાળના વીસમા તીર્થપતિ મુનિસુવ્રતસ્વામી પ્રભુના શાસનકાળ દરમ્યાન દંડક રાજાના પ્રમાદ-વિલાસના કારણે સ્કંદમુનિ આદિ પાંચસો સાધુઓની ક્રૂર હત્યા પાપીપાલકે કરી નાખી. સ્કંદકાચાર્ય તો અગ્નિકુમાર દેવ બન્યા ને પોતાના અપકારી તરીકે દંડક રાજાને મુખ્ય જાણી અગ્નિપ્રક્ષેપ કરી બાળી નાખ્યો. આર્ત-રૌદ્ર ધ્યાનમાં મરી તે જ દંડક રાજા સાધુ હત્યાના ગોઝારા પાપોના ભારથી ભારે તુચ્છ ગતિઓમાં ભટક્યો. તે પછી કર્મો કંઈક હળુ પડતાં દુર્ગધી દેહ તથા રોગયુક્ત કાયાવાળો ગીધ બન્યો, નામ પડ્યું જટાયુ. વનમાં વિચરતા સુગુપ્ત મુનિના દર્શન માત્રથી જાતિસ્મરણ જ્ઞાન પ્રગટી ગયું અને પૂર્વભવોની કપરી દશાઓ દેખી વૈરાગ્યવંત બની ગયો. મુનિરાજની સ્પર્શેષધિના પ્રભાવે નિરામય થઈ જઈ, માંસાહાર ત્યાગ તો ઠીક પણ રાત્રિભોજનનો પણ ત્યાગ કર્યો. તિર્યંચ છતાંય વિરતિવંત બનવાના કારણે શ્રીમુનિ મુખે હકીકત જાણી શ્રીરામે તેને પોતાનો સાધર્મિક બનાવ્યો, અને રથમાં રાખી વિચરવા લાગ્યા. એકદા જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે સતી સીતાની રક્ષા માટે શાંત તે જટાયુએ ક્રોધાવેશમાં Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] || જૈન પ્રતિભાદર્શન આવી રાવણ જેવા શૂરને પણ ઝપાટામાં લઈ ધારદાર નખોથી છાતીમાં. પ્રહારો કરી દીધા. રાવણે પણ તેની બેઉ પાંખો ખગ વડે કાપી નાખીને પૃથ્વી ઉપર પછાડી દઈ સ્વયં સીતા લઈ ભાગ્યો. સીતારક્ષા માટે જાનફેસાની કરનાર આ જ જટાયુને શ્રીરામે મૃત્યુવેળા નિકટ જાણી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો અને અંતકાળની સમાધિ અપાવી. દેહ ત્યાગ થયો અને તે સાથે જ જટાયુ નવકાર પ્રભાવે પાંચમા દેવલોકનો દેવ બની ગયો. ' (૨) પુણ્યશાળી પોપટની પ્રગતિ નગર હતું કલ્યાણ કટક ને રાજા બલ્લોલ. તેના મંત્રી સત્યકીની પુત્રી વિદ્ય—ખીને એક પોપટના જીવ સાથે પ્રાણ-પ્રીતિ થઈ જવા પામેલ, જેથી નિત્ય હથેળીમાં રાખી તેને રમાડતી. નમ્રતા અને નર્મતા દેખી તે પોપટનું નામ રાખ્યું નર્માકર. એક દિવસ વિદ્યુમ્મુખી પોપટ સાથે પ્રભુ આદિનાથના જિનાલયે દર્શન કરવા ગઈ અને તેણીની પૂજાવિધિ જોઈ જાણી પોપટે પણ મનોમન સંકલ્પ કર્યો કે નિત્ય પ્રભુદર્શન કરવાં. પણ તેના મનનો વિચાર મનમાં જ રહ્યો અને અતિ ચપળ-ચંચળ ને ચબરાક હોવાથી મંત્રીપુત્રી બીજે દિવસે તેને લીધા વગર જ દહેરે ગઈ. પૂજા કરી પાછી વળીને પોપટને પિંજરમુક્ત કરી આહાર આપ્યો. પણ પોપટ તો પાંખો ફફડાવી ઊડ્યો અને જિનાલયે જઈ પ્રભુનાં દર્શન-વંદન-અર્ચન કરી પાછો આવ્યો. પ્રથમ વાર પોતાની પાસેથી ઊડી ગયેલ પોપટના વિરહમાં પાગલ બની ગયેલી મંત્રી-પુત્રી અધીરી બની ગઈ. રાગ દ્વેષમાં ફેરવાઈ ગયો. રખે પોપટને બાજબિલાડા, ગીધ કે હિંસક પ્રાણી-પક્ષીઓ મારી નાખે તેવા ભયમિશ્રિત ભાવમાં ભયંકર બની વિદ્ય—ખીએ પોતાના હાથે જ પોપટની પાંખો છેદી નાખી. લાચાર બની ગયેલ પોપટે પણ રૂસણાં લીધા અને આહારત્યાગ કરી દીધો, મોન સાથે આદેશ્વર પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. પંખીના તુચ્છાવતારમાં પણ દર્શન-પ્રતિજ્ઞાની ટેક રાખી ત્રણ દિવસ ભૂખ-તરસ સહન કરી પ્રાણનો ત્યાગ કરી નાખ્યો, પણ હૈયામાં હિતકારી પ્રભુ-ભક્તિ વસેલી હતી તેથી તરત પછીના જ ભવમાં જવાલપુરમાં શંખ નામે રાજાનો ભવ મળ્યો. આ તરફ પ્રાણ-પ્યારા પોપટના પ્રાણત્યાગ થતા પશ્ચાત્તાપ પામેલી મંત્રીપુત્રીએ પણ ભાવાવેશમાં અગ્નિસ્નાન કરી નાખ્યું ને મરણ પછી તો તેણીનો ભવ દર્શાણ રાજાની પુત્રી કલાવતી રૂપે થયો. શંખ અને કલાવતી કુદરતના ક્રમે પરિચયમાં આવ્યા ને પ્રીતિ થઈ, પતિ-પત્ની બન્યાં, ધર્મારાધના વડે પ્રગતિ સાધી ગયાં. ક્રમે મોક્ષે ગયાં છે. (૩) અધિષ્ઠાયક કલિકુંડનો જંગલમાં જન્મ પણ જંગલીપણાથી મુક્ત વિરાટકાય તે હાથી કલિકુંડ તીર્થનો અધિષ્ઠાયક દેવ બની ગયો, તે પ્રગતિકથા પણ ન્યારી છે. પૂર્વભવમાં તે હાથીનો જીવ વામનકાય હતો. ઠીંગુજી તરીકે બદનામ, આત્મહત્યાના પાપથી બચી જઈ જૈન મુનિના સંપર્કથી સાધુતા પામ્યો. ઉગ્ર તપ આદર્યો પણ અજ્ઞાન દશામાં તપનું ફળ વિશાળ કાયા માટે નિયાણું કરી નાખ્યું. જેથી વિરાટ હસ્તિનો ભવ મળ્યો, અને કાદંબરી અટવીમાં મસ્ત બની વિચરણ કરવા લાગ્યો. જોગાનુજોગ ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથજી તે વનમાં પધાર્યા. કલિ નામના પર્વતની બાજુમાં Page #212 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] / ૧૬૩ કુંડ નામના સરોવરકાંઠે કાઉસગ્ગ કરી ધ્યાન કરવા લાગ્યા, ત્યારે જ તેમના દર્શન માત્રથી હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. પ્રભુની ભાવભરી ભક્તિ જળ અને પુષ્પોથી કરી. પ્રભુએ વિહાર કરી દીધો. તે પછી જ તેમના દર્શનાર્થે ચંપાનગરીનો રાજા દધિવાહન ત્યાં રાજરસાલા સાથે આવ્યો, પણ પ્રભુને ન દેખી નિરાશ થયો. છતાંય પરમાત્માની પાવન યાદમાં તેઓશ્રીના પાદસ્થાને નાનું સ્મૃતિમંદિર બનાવ્યું તે પ્રભુ પાર્શ્વજીની નાની-મજાની પ્રતિમાં પણ પદ્માસનસ્થ બેસાડી દીધી. આ તરફ દેવકુલિકા જેવું જિનમંદિર દેખી હાથી પણ નિત્ય સવારે ત્યાં આવી પ્રભુ-પ્રતિમાની સેવાપૂજા પુષ્પો લાવી લાવી કરવા લાગ્યો. દ્રવ્ય સાથેની ભાવપૂજા અને ભક્તિ પ્રભાવે તે જ સરળ હાથી મૃત્યુ પછી દેવગતિ પામ્યો અને ક્ષેત્રમોહ તથા ભક્તિના અનુબંધના કારણે તે જ કલિકુંડ તીર્થની રક્ષા કરનાર અધિષ્ઠાયક દેવ થયો. (૪) કંબલ-સંબલની દેવગતિ–પ્રભુભક્તિ મથુરાના ચુસ્ત એક શ્રાવક દંપતીના ઘેર, તેમને ઘેર દૂધ વેચનાર ગોવાળ-ગોવાલણ ત્રણ વરસના સુંદર અને સુપુષ્ટ બળદો બાંધી ગયાં, અને પોતાની પુત્રીના કન્યાદાનમાં અપાયેલ ધન-ધાન્યની વળતર શ્રેષ્ઠીને વાળી આપી. પણ આ તરફ પશુપાલનના ત્યાગવાળા શ્રાવકને દ્વિધા થઈ ગઈ તેથી શ્રાવિકાના સૂચન મુજબ ગોવાલણનું મન રાખવા જીવદયા ને અનુકંપા ભાવથી બેઉ બળદો પોતાના જ આંગણે સાચવી લીધા. નામ રાખ્યું કેબલ-સંબલ, શ્રેષ્ઠી સ્વયં સામાયિક-પૌષધમાં સમય વિતાવવા લાગ્યા, અને તે સમયે જે ધર્મવાંચન વગેરે કરતા તેના શબ્દો બળદને સંભળાય તેમ ઉચ્ચારણ કરતા. તેમ થતાં બેઉ બાળ બળદો પણ ધર્મથી ભાવિત થઈ ગયા, અને સાધર્મિકની જેમ ધર્મમય જીવન જીવવા લાગ્યા. એકદા ભંડીરવણ નામના યક્ષના ઉત્સવ વખતે શ્રેષ્ઠીને પૂછ્યા વગર જ કોઈક મિત્ર આ બે બળદો વાહનમાં જોડવા ઉપાડી ગયા. ગજા બહાર કામ લીધું. સુકુમાર અંગવાળા બળદો શ્રાંત-કલાંત દશામાં થાકયા ને સાંધા પણ તૂટવા લાગ્યા. ચાબૂક અને પરોણાની આરના માર થકી કાયા પણ રક્તરંજિત બની ગઈ, પછી તે જ મિત્ર બેઉ બળદોને પાછા ઘેર મૂકી ગયો. પણ તે પછી બળદોએ આહાર-પાણી ત્યાગી દીધા. મોઢામાંથી અતિશ્રમને કારણે ફીણ છૂટવા લાગ્યાં ને શ્વાસ પણ અધ્ધર થઈ ગયા. તેથી શેઠે પણ સમયસૂચકતા વાપરી બેઉને ચારેય આહારનો ત્યાગ પચ્ચક્ખાણ દ્વારા કરાવી અંતે સમયોચિત ધર્મારાધના કરાવી નવકાર સંભળાવ્યા. જેના પ્રભાવે ઉપશાંત ભાવમાં જ મૃત્યુ પામી બેઉ બળદો નાગકુમાર તરીકે દેવ બની ગયા. આ જ દેવોએ પ્રભુ વીરને ગંગા પાર થવા સુરભિપુર નિકટ નૌકામાં બેઠા હતા ત્યારે સુદૃષ્ટ નામના દુષ્ટ દેવના ઉપદ્રવથી સિદ્ધદેત નાવિક સાથે બેઠેલ મુસાફરોને બચાવી લીધા. પ્રભુના શાસનનો ધર્મ પામી દેવ બનેલ બેઉએ પ્રભુભક્તિ પ્રભુરક્ષાના રૂપે કરી લીધી. (૫) હાથીની ગતિ-પ્રગતિ મેરુપ્રભ નામનો વિશાળકાય હાથી નદીના કીચડમાં સપડાઈ ગયો. જેમ જેમ જોર લગાવે તેમ તેમ || Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] [ જૈન પ્રતિભાદર્શન છે પગથી ખૂંપવા લાગ્યો અને અંતે બેહાલ દશાનું મોત પણ પામ્યો. તરત પછીનો ભવ પણ હાથી રૂપે મળ્યો. સ્વસ્થાને ભમતાં-ભટકતાં જાતિ-સ્મરણ જ્ઞાન થયું જેથી દાવાનળથી બચવા વૃક્ષ વિનાના સ્થાને એક યોજન પ્રમાણ માંડલું બનાવ્યું. અને વારંવાર તેમાં આવી ભ્રમણ કરવા લાગ્યો. અચાનક એક દિવસ પૂર્વધારણા મુજબ જ આગ લાગી ગઈ. આગ અઢી દિવસ ચાલી, જેથી બચવા તે માંડલામાં નાનાં-મોટાં પશુ-પંખીઓ આવી ખીચોખીચ ગોઠવાઈ ગયાં. તેમાંય એક સસલું તો હાથીએ ખણજ દૂર કરવા ઉપાડેલ એક પગ નીચે આવી બેસી ગયું. જેથી તેની રક્ષા આ હાથીએ પોતાની ફરજ માની લાગટ ૫૫-૬૦ કલાક સુધી જીવદયાને પ્રધાન કરી પગ ઊંચો રાખીને કરી. આગ ઠરતાં જ બધાય પલાયન થઈ ગયા ને ત્યારે હાથીએ પગ નીચે મૂકવા પ્રયત્ન કરતાં જ વાતદોષથી માંસલ કાયા અકડાઈ જતાં સંતુલન ગુમાવ્યું. પછડાટ સાથે પડતાં જ કાયામાં વેદના વ્યાપી ગઈ અને આયુ ખૂટતાં વેદનામય સ્થિતિમાં પણ સમતા સાચવી મરણને શરણ થયો. પણ જીવદયાની દેવીએ નવો જન્મ આપી દીધો હતો રાજા શ્રેણિકને ત્યાં, જેથી ધારિણી રાણી થકી જન્મ લઈ મેઘકુમાર નામે રાજપુત્ર બન્યો. જૈન ધર્મ મળ્યો, સુખ-સાહિબી અને આઠ-આઠ સુંદર સ્ત્રીઓ. પણ તે બધાય વચ્ચે અલિપ્ત રહી પિતાની આજ્ઞા પાળવા ફક્ત એક દિવસનું રાજ ભોગવી ચારિત્ર લીધું. સુંદર ચારિત્રાચાર પાળી છેક અનુત્તર દેવલોકના સુખને મેળવી લીધો, અને આવતા ભવે તો મોક્ષ પણ નિશ્ચિત છે. (૬) પટ્ટહસ્તીની પ્રકર્ષ વફાદારી યજ્ઞકર્તા બ્રાહ્મણનો, સાધુદાન પ્રેમી નોકર મરણ પછી રાજા શ્રેણિકનો પુત્ર નંદિષેણ થયો. જ્યારે તે જ યજમાન યજ્ઞપ્રેમી બ્રાહ્મણ ચિત્ર-વિચિત્ર ગતિઓ પછી ગાઢ જંગલમાં એક હાથણીના પેટે નર હાથી તરીકે જન્મ્યો. તેની માતાએ તેની રક્ષા માટે એક આશ્રમના એકાંતમાં જન્મ આપ્યો હતો, અને છૂપી રીતે તેને ઉછેરતી હતી. આ બાળહરતી તાપસોને સિંચન કરતા જોઈ પોતે પણ સૂંઢમાં પાણી લઈ આમ્રવૃક્ષોનું સિંચન કરવા લાગ્યો, જેથી સૌએ મળી તેનું નામ સેચનક રાખ્યું. - એકવાર ઉન્માદદશામાં આશ્રમમાં જ વૃક્ષો, ક્યારાઓ, ઝૂંપડીઓનો નાશ કર્યો જેથી તાપસોએ તર્જના-તિરસ્કાર કર્યા. તે પછી ક્રોધાવેશમાં આલાનસ્તંભ ઉખેડી નાખી જંગલમાં ભાગ્યો, જ્યાં શ્રેણિકપુત્ર નંદિષણને દેખતાં જ પૂર્વ ભવના ઋણાનુબંધથી શાંત થઈ ગયો અને સ્વેચ્છાએ હસ્તીશાળાના બંધનો સ્વીકારી લીધાં. આ તે જ હાથી જે શ્રેણિકને અનેક યુદ્ધમાં વિજય અપાવી પટ્ટહસ્તી બન્યો, વિવિધ શોભાયાત્રામાં મુખ્ય રહ્યો અને જેને જળતંતુથી મુક્ત કરવા અભયકુમારે જળકાંત મણિનો પ્રયોગ કરી બચાવ્યો. પોતાનો ઉત્તરકાળ જાણી શ્રેણિકે આ જ હાથી હલ્લ-વિહલ્લને ભેટ રૂપે આપી દીધો, જે મેળવવા જ્યારે રાજવીના મરણ પછી કૂણિકે ચેડારાજા સાથે મહાસંગ્રામ છેડી નાખ્યો. જેમાં વિજય મેળવવા જયારે છળ-કપટથી આ જ હાથીને મારી નાખવા અંગારાયુક્ત ખાઈ કૂણિકે રચાવી ત્યારે વિશિષ્ટ જ્ઞાનથી તે ભૂમિ ઓળંગતા પૂર્વે જ ભયંકરતા જાણી પોતાના પાલક હલ્લ-વિહલ્લને બચાવી લેવા પરાણે પીઠ ઉપરથી ઉતાર્યા, બચાવ્યા Page #214 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૬૫ [ અને સ્વયં સેચનકે છૂપી ખાઈ ઓળંગવાના નામે તે જ ખાઈમાં ઝંપાપાત કરી મૃત્યુ મેળવી આદર્શ વફાદારી પ્રસ્તુત કરી દીધી છે. . (૭) વિવિધ પશુપંખીઓની વિધવિધ વિશેષતાઓ આવી જ રીતે અનેક સત્ય પ્રસંગોને નોંધમાં લઈ માનવ જેવી મેઘાવી શક્તિનો પરિચય આપનાર તિર્યંચનો પણ ધર્મ પુરુષાર્થ મહાપુરુષોએ પ્રશસ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરી તેમાંનીય પ્રેરણા લેવા હિતસૂચન કર્યું છે. જે માટે જ તો ચંડકૌશિક જેવા પ્રચંડ દૃષ્ટિવિષ નાગની ઝેરીલી આગ ઓકાવવા સાવ નિર્ભય બની પ્રભુ વીર અરણ્યમાં ગયા, ડંખ ખાધા, બદલામાં અમીદૃષ્ટિ આપી, બોધ કરાવ્યો. પ્રભુકૃપાથી શાંત બનેલો તે ભૂજંગ પંદર દિવસની સાધના થકી છેક આઠમા દેવલોક સિધાવી ગયો. એટલું જ નહિ, પ્રભુના નિમિત્તે દેડકા જેવા તિર્યંચોને પણ દેવગતિ મળી છે. * પ્રભુ પાર્શ્વનાથ થકી કુમારાવસ્થા વખતે સમાધિને પામી બળતો નાગ પણ નવકાર પ્રભાવે છેક ઈન્દ્રની પદવી પામી ધરણેન્દ્ર દેવ બની ગયો છે, આજેય જાગૃત દેવ ગણાય છે. * પ્રભુ નેમિનાથજીએ તો મૂક પશુપંખીઓમાં પણ ધર્મભાવનાનો અંશ, પ્રગતિની પૂરતી શક્યતા વગેરે સ્પષ્ટ જણાવવા પશુઓના જીવસુખ માટે સ્વયંનું લગ્નસુખ જતું કર્યું છે. * પ્રભુ મુનિસુવ્રતસ્વામી કેવળજ્ઞાન પછી પણ પૂર્વભવના મિત્રને ઘોડા તરીકે જાણી તેને યજ્ઞહિંસાથી બચાવવા રાતોરાત ઉગ્ર વિહાર કરે, બોધ આપી ધર્મ પ્રદાન કરે અને સ્વર્ગે પણ મોકલે. તેમાં પણ તે તે જીવોનો પોતાનો પુણ્યોદય કાળ કહી શકાય. * સમડી મરી નવકાર પ્રભાવે સુદર્શના નામે રાજકુંવરી બને, વાંદરો ભરી દેવ બને; પાડો પણ ધર્મ પામી સ્વર્ગે જાય કે પાણીના પોરા રૂપે જન્મેલ તુચ્છ દશાના જીવો જો જૈનધર્મી જયણા થકી વૃક્ષ ઉપર યક્ષાત્મા બને તે વાતો આજના કાળમાં અતિશયોક્તિ જેવી ભલે લાગે; પણ સત્ય કંઈ અસત્ય ન બને. અન્યથા કાંટાળી વનસ્પતિ થકી થયેલ વેદનાને સમભાવે સહી સહેનાર વનસ્પતિનો જીવ સીધો માતા મરુદેવા બને અને તે જ ભવમાં તીર્થકરની માતા ઉપરાંત પ્રથમ મોક્ષ સાધનારનું બિરુદ મેળવે કેવી રીતે? પ્રાંતે સારમાં એટલું જ કે ધર્મ પસાથે જ પ્રગતિ છે, માટે જ જૈન મુનિવરો ક્ષુદ્ર ગણાતા જીવોમાં ઉચ્ચતાના દર્શન કરી તેમની યાતના-જયણા તો કરે જ છે, ઉપરાંત મરણ-સમાધિ અપાવવામાં પણ લગીર ક્ષોભ નથી અનુભવતા. ( અલ્પજ્ઞાનથી કેવળજ્ઞાન પૂર્વ ભવોના ધર્મસંસ્કાર લઈ જન્મ લેતા વિવિધ બાળકોમાં વિવિધતાના વિવિધ દર્શન થાય, અને તે તે લાક્ષણિકતાઓ–પ્રતિભાનું પારિતોષિક બની નાના બાળને પણ ગૌરવની માળ પહેરાવી દે તેવાં અનેક અનેરાં ઉદાહરણો પૈકી પોલાસપુર (પેઢાલપુર)ના નિવાસી રાજા વિજય અને રાણી શ્રીમતીનો લાડકવાયો રાજકુમાર આજે ય એક આદર્શ બાળકનું બિરુદ ધરાવે છે. - - Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન ધન્ય છે તેની મેઘાને, અને અભિનંદન છે તેની બાળછટાને કે જેણે પોતાની સાથે રમત રમતા ૫-૭ વરસનાં ૫-બાળકોની બાળક્રીડાને ઉપક્ષી સાધુપુરુષનાં દર્શન થતાં જ પોતાનો આદર અભિવ્યક્ત કરતો પરિચયપ્રશ્ન કર્યો ને સાવ ટૂંકા પણ મીઠા-મધુરા સંત-વચન સુણતાં જ નિ:સ્વાર્થભાવે નિર્દોષતાથી તપસ્વી મુનિવરના હાથ પકડી લીધા. પોતાની ઇચ્છિત દિશાએ ગોચરી વહોરાવવા ખેંચી ગયો, પણ સાથોસાથ રસ્તે જતાં પણ પોતાની બાળભાષામાં અલકમલક કરી લીધી. ન તો તે પૂર્વે તેણે તે સાધુપુરુષને પેખેલા કે ન સાધુજીને તેનો પરિચય હતો; પણ ઋણાનુબંધ કોઈ ભવ્ય ભાવિના એંધાણ હતાં. બાળની માતા તો મુનિવરને દેખતાં જ હરખાણી ને મત્યેણ વંદામિ સાથે ભાવવિભોર બની ગઈ. પોતે રાણી છતાંય એક આદર્શ નારીના લેબાશમાં શાબાશ પુત્રને સમજાવતાં સહજમાં બોલી ગઈ..... “આજ હમારે રત્નચિંતામણિ મેહ અમીરસ વઠા... આજ અમ આંગણે સુરતરું ફળિયો ને ગૌતમ નયણે દીઠા.” રાજપુત્ર પણ ખરો હતો. ઘરમાં પેઠો, ને મોદકનો થાળ જ ઉપાડી આવ્યો. ચડતે પરિણામે વહોરાવેલ ઉત્તમ દ્રવ્યને ગૌતમ ગણધરે પણ સપ્રેમ વધાવી લીધું, અને હજુ પ્રીતિની રીતિ-નીતિમાં કંઈક બચી રહ્યું હતું તેની પૂર્તિ હેતુ માતાની મૂક સહમતિ મેળવી બાળકે ગણધર ગૌતમનો હાથ ફરી પકડી લીધો. છઠ્ઠને પારણે છઠ્ઠના ઉગ્ર તપસ્વી ગુરુ ગૌતમસ્વામીએ લાડુ તો લીધા પણ દેવા ધર્મલાથી ન અટકી જાણે મોક્ષસુખના લાડુ લાડકા રાજપુત્રને ખવડાવી દેવા સંકલ્પ કર્યો હોય તેમ બાળકની આંગળી પકડી ઘેરથી પ્રભુ વાર સુધી લઈ આવ્યા. બાળકુમારને દેશના સાંભળીને વૈરાગ્ય થયો કે હવે દીક્ષા જ લેવી. હઠ લીધી ત્યારે ગૌતમરવામીએ મનાવી માતા-પિતાની અનુમતિ મેળવી લેવા સ્નેહસૂચન કર્યું. બાળ પાછો વળ્યો પણ આપેલ ભિક્ષાની વળતર જાણે દીક્ષા હોય તે મેળવવાના સંકલ્પ સાથે. માનો પાલવ પકડીને દીક્ષા માટે માંગણી કરી. “અતિમુક્ત! તું સંસારથી મુક્ત થવા માંગે છે, પણ હજુ બાળક છો. દીક્ષા કંઈ રમત-ગમત નથી, તેનાં દુઃખો-કષ્ટો તું શું જાણે છે?''શ્રીમતીએ પ્રશ્ન કર્યો. “એ તો દીક્ષા લીધા પછી જાણી શકાય ને!'”—આઠ વરસનો અઈમુત્તો બોલ્યો. ફરી રાણીમાતા શ્રીમતીએ જણાવ્યું, “સાચી દીક્ષા એ કંઈ કપડા બદલવાપણું નથી. તે તો કાયાદમન કે ભિક્ષાચર્યાથીય વધી કઠોર આત્મસંયમની સાધના છે.” મા! હું જાણું છું છતાંય નથી જાણતો અને નથી જાણતો છતાંય કંઈક જાણું છું’’–નાના બાળકના શ્રીમુખે જાણે સરસ્વતી છૂપી રીતે છવાઈ ગઈ ને એક પ્રૌઢ છાજે તેવા પ્રશ્નોત્તર કરવા લાગ્યો. પોતાનો સંયમ સ્વાર્થ સાધી લેવા દાખલા-દલિલો તો એવા કર્યા કે માતા-પિતાને ઝૂકી જવું પડ્યું. રાત કે દિવસનું રાજગાદીનું સુખ માણી તે ગૌતમસ્વામી પાસે આવી ગયો, પ્રવ્રયાનો પહેરવેશ પસંદ કરી લીધો. બાળવયમાં જ પ્રગટી ગયેલી પ્રતિભાએ પ્રગતિ પમાડી આગારીમાંથી અણગારનો શણગાર અપાવી દીધો, અને તે પ્રતિભાનો પ્રસાર વણથંભ્યો વિકસતો ચાલ્યો. શેઠની પુત્રવધૂ સાથે વાદ-સંવાદ કરી હેરત Page #216 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૬૭ પમાડી દીધો. પણ તે જ નાની ઉમ્રમાં વરસાદથી ભરાયેલ તલાવડીમાં પોતાનાં કાષ્ટપાત્ર તરાવતાં રમત કરી, પણ ગુરુની દૃષ્ટિ એકમેક થતાં લજ્જા આવી ગઈ. પાણીના જીવોની વિરાધનાના તીવ્ર પશ્ચાત્તાપમાં જ ફક્ત નાની એવી ઇરિયાવહિયાની ક્રિયા કરતાં શુભધારાએ ચડતાં કેવળી બની ગયા નાના અઈમુત્તા મુનિરાજ. બાળપણાનો કાળ રમતો રમવાનો ને રાત-દિવસો પસાર કરી જવાનો, તેવી માસુમાવસ્થામાં સહજ ભાવે જ સંયમ સાધી મોહની મેલી રમતોને હંફાવી અલ્પજ્ઞાનીમાંથી કેવળજ્ઞાની બની જવાની આ તે બાળ પ્રતિભા કેવી અદ્ભૂત! કેવી લાક્ષણિક. જયંતીનું જ્વલંત પ્રતિભાદર્શન પ્રભુ પરમાત્મા મહાવીરને કેવળજ્ઞાન પ્રગટી ગયું હતું, જેથી તેમના જ્ઞાન-પ્રકાશના તેજમાં અનેક આત્માઓને અનાયાસે જ અનોખો માર્ગ મળવા લાગ્યો, શંકા-કુશંકાનાં વાદળો વીખરાવા લાગ્યાં, જિજ્ઞાસાઓના જુવાળો શમવા લાગ્યા, દાસીપ્રથા–નારીઓ પ્રતિ ન્યૂનતાર્દષ્ટિ ટળવા લાગી અને ગુણવાન તે જ ધર્મવાન તેવી ભેદરેખાઓ સ્પષ્ટ ઊપસવા લાગી. પ્રભુ વીર સાથે સાંસારિક સંબંધ ધરાવતું કૌશાંબીનું રાજકુટુંબ તથા સંપૂર્ણ વત્સદેશ પ્રભુની પાવક વાણીથી પવિત્રતા અનુભવવા લાગ્યું. રાજધાની કૌશાંબીના રાજા શતાનિક પુત્ર ઉદયન રાજવીએ ચંદ્રોત્તરાયણ ચૈત્યમાં ભગવાનનો ભવ્ય સત્કાર કર્યો, ખાસ દર્શન-વંદનાર્થે ઉદયનકુમાર તેની માતા મૃગાવતી તથા ફઈ જયંતી શ્રાવિકા સાથે પ્રભુની પાસે ગયાં, ધર્મકથાઓ સાંભળી અને જ્યારે તેઓ પાછાં ફર્યાં ત્યારે શ્રાવિકા જયંતી પાછી ન વળી, પણ પુરુષની અદાથી પુરુષાર્થનું પ્રદર્શન કરાવતી પ્રભુ પાસે જ રોકાઈ ગઈ અને અનેક અટપટા પ્રશ્નો પૂછી સૌને હેરત પમાડી દીધા. પણ પ્રશ્નાવલિની પંક્તિઓ સ્વાર્થના પંકમાં ખરડાયેલી ન હતી કે ન હતી તેમાં સંસારરસિકતાની દુર્ગંધ; પણ તુચ્છ અંગત જીવનને ઉપયોગી પ્રશ્નોથી પર પરમ તત્ત્વના પુણ્યપ્રશ્નોનો પરિચય સૌને જ્યારે થયો ત્યારે જ શ્રોતાજનોને પણ ખ્યાલ આવ્યો કે જયંતી કદાચ એટલે નિર્ભીક છે કે તેણીએ ભય મોહનીય કર્મને વશમાં રાખી સત્ય તત્ત્વના સરવાળા સમજવા કમ્મર કસેલી છે. ‘જીવ ભારેકર્મી અને હળુકર્મી કયા કારણથી થાય?'' એવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રભુ પાસેથી પ્રાપ્ત થયું કે હિંસાથી લઈ મિથ્યાત્વશલ્ય રૂપી અઢાર પાપો વડે જ જીવાત્મા ઉપર કર્મભાર વધે છે, સંસાર પણ, અને તેથી વિપરીત અહિંસા, સત્યાદિ વ્રતોથી કર્મમુક્ત પણ થવાય છે. બીજા પ્રશ્નનો ઉત્તર પ્રભુએ આપ્યો કે ‘‘હે જયંતી! જીવનું ભવસિદ્ધિપણું સ્વભાવથી જ છે, પરિણામથી નહિ.'' ખુલાસો થતાં જ ત્રીજી જિજ્ઞાસા ઠલવાણી...... ‘હે ભગવન્! સર્વ જીવો સ્વભાવિક મોક્ષયોગ્ય તો સર્વે ભાવસિદ્ધિકનો મોક્ષ થયા પછી, બાકી રહેનાર જીવો મોક્ષને અયોગ્યનો પણ સમૂહ જ રહેશે ને?’’ પ્રકાશ પાથરતાં પ્રભુએ પુરવાર કર્યું કે કોઈ કાળે પણ બધાય ભવ્યો મોક્ષને પામી જાય એવું થયું Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન નથી કે થવાનું નથી, તેના સમર્થનમાં અનંતાનંત નિગોદજીવોની વાતો તથા તેનો ફક્ત અનંતમો ભાગ જ મોક્ષે ગયો ને જવાનો તેની સાબિતી કરાવી. વિલક્ષણ મુદ્રામાં વિચક્ષણ સવાલ-જવાબના અનુસંધાને ચતુર્થ પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતાં પરમાત્મા પ્રકાશ્યા કે સૂવું તે પ્રમાદ પણ અધર્મીઓ સૂતા સારા અને ધર્મીઓનું જાગરણ ભલું. ધર્મપરાયણોનું સબળાપણું સુંદર ને ધર્મવિમુખોની દુર્બળતા સારી.’’ આવી રીતે નીડરતાયુક્ત નારીના ખમીરવંતા પ્રશ્નોના સમાધાન ઉદારતાયુક્ત પ્રભુએ આપ્યા પછી શ્રોતાજનોને પણ શ્રાવિકા જયંતીની અનેરી અદા તો ગમી જ, પણ ઉપસ્થિત ગૌતમાદિ સાધુ ભગવંતોએ પણ જયંતીની ભયમુક્ત દશામાં ધર્મયુક્તતાના પણ દર્શન કર્યા. તે જ કાળમાં નારીવર્ગ પીડિત રહ્યો હતો, અને વસુમતી જેવી સુકન્યાઓ પણ ચોરે કે ચૌટે વેચાણી હતી; ગુલામી અવસ્થામાં રાજવીઓનાં અંતઃપુરો પણ સિદાંતા હતાં, ઉપરાંત સતીપ્રથા જેવી અમાનુષી વ્યવહારનીતિ-રીતિ પણ પાંગરેલી. જેના પ્રતિશ્રોત સ્વરૂપ અબળા મટી સબલા બનેલી જયંતીએ દીનોદ્વાર-કરુણાવંત પ્રભુ વીરના શ્રમણી સંઘમાં દીક્ષા પણ લીધી. સાધ્વીપ્રમુખા ચંદનબાળાના યોગક્ષેમ પછી અગિયાર અંગોનો અભ્યાસ પણ કર્યો. જિજ્ઞાસાપ્રેમી મટી જિનાજ્ઞાપ્રેમી બનેલી તેણીએ વધુ નીડરતાથી સંયમસાધના સાધી, અંતે અણાહારીપદને ઝંખતી અણાહારી ઉપવાસ પર ઊતરી કાળધર્મના પ્રભાવે આયુષ્યની સમાધિ સાથે જ કલ્યાણ સાધનારી આર્યા તરીકે આદર્શ પાત્રોમાં ઓળખાઈ ગઈ. ધન્ય છે નિર્ભયતા-પ્રતિભાનાં દર્શન કરાવનાર શ્રાવિકા (શ્રમણી) જયંતીને...... * ગુરુકૃપા પ્રતિભા દર્શન ध्यानमूलं गुरोर्मूर्ति, पूजामूलं गुरोः पदं । मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरुकृपा ॥ જેમ પિતાપુત્રના સંબંધો ભૂતપૂર્વ ભવના ભેદી સંબંધોના કારણસ્વરૂપ ગણાય છે, તેમ ગુરુ-શિષ્યના પારસ્પરિક સંબંધો પણ પૂર્વ ભવોની પરંપરારૂપ સિદ્ધ છે. પરમાત્મા પ્રભુવીર તથા પરમ વિનેય ગૌતમસ્વામિની ભવસંસ્થિતિ જગજાહેર છે. તેમ જ દુર્જન નરવીરને મળેલ આ. યશોભદ્રસૂરિજી પાસેથી ધર્મબોધ તે પછીના ભવમાં સજ્જન શિરોમણિ રાજા કુમારપાળ બનાવી દે છે અને તેમના જ ગુરુપદે ફરી પાછા આ. યશોભદ્રસૂરિજીનો આત્મા જ પૂ. હેમચંદ્રાચાર્ય તરીકે ગોઠવાય છે. જૈનાજૈન દરેક શાસ્ત્રો ગુરુકૃપાને ખાસ મહત્ત્વ આપે છે, કારણ કે તે કૃપા થકી નધાર્યા કાર્યો નિશ્ચિત થાય છે, અશક્ય શક્યમાં ફેરવાઈ જાય છે. અને અનેક ચમત્કારિક ઘટનાઓ પણ કૃપાપાત્ર શિષ્યને સહજમાં સાંપડે છે. સંસારી જીવો માટે માતા-પિતા ને વિદ્યાદાતા ગુરુપદે સ્થાપિત થાય છે, Page #218 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૬૯ જ્યારે સાધુ માટે દીક્ષા-શિક્ષા ગુરુનું ગૌરવ મહત્તા ધરાવે છે. ગુરુકૃપા થકી જ ભવાંતરે પરમગુરુ પરમાત્માની પ્રત્યક્ષ હાજરીથી લઈ ગેરહાજરી છતાંય મુક્તિસુખની ભક્તિ સંભવિત બને છે. જિનાગમોમાં ગુરુકૃપાના પ્રકારોના વિશ્લેષીકરણ વિના પણ વિવિધ વૃતાંતોનો જે ઉલ્લેખ છે તેનું સુક્ષ્માવલોકન સાબિતી આપે છે કે કોઈ શિષ્ય ગુરુની અનુગ્રહ કૃપાથી તો વિશિષ્ટ શિષ્ય નિગ્રહ કૃપા થકી પણ આત્મકલ્યાણ સાધી ગયા છે. મોક્ષમાર્ગી સાધકે સ્વદોષ દર્શન કરી તેના ઉમૂલન કરવા પંચાચાર પાલક, જિનાજ્ઞા પ્રતિબદ્ધ, નિઃસ્વાર્થ પરહિતચિંતક, સ્વપકલ્યાણકારી, ગીતાર્થ ગુરુવરની આણા શીરોધાર્ય કરવી પ્રાથમિક કર્તવ્ય બને છે. તે બાબત “ગુરુ” તત્ત્વ કેને કહેવાય તે દર્શાવતો જૈનમાર્ગી ગ્રંથ શ્રી ગુરુ-તત્ત્વ-વિનિશ્ચય ખાસ અવગાહવા જેવો છે, જેથી સુગુરુ પ્રતિપક્ષી “કુ'ની ભેદરેખાનો સ્પષ્ટ ખ્યાલ આવે, પણ છદ્મસ્થ શિષ્ય જો સ્વયંના ગુરુમાં જ દોષદર્શન કરતો થયો તો સ્વયે પતનની પગથારે પ્રથમ ચડી જાય છે, ભલે પછી દોષબહુલ ગુરુનું અવગમન થાય કે ન થાય. પ્રસ્તુત લેખ વિધેયાત્મક ઉદાહરણો સાથે પ્રસ્તુતિ સ્વરૂપ છે કે ગુરુભાઈઓ વચ્ચે હરીફવૃતિ અનાદિની સંસ્કૃતિ સ્વરૂપ છતાંય પણ ગુરુકૃપાના બળે જ સવાયા શિષ્યો કેવી પ્રગતિ પામી ગયા, તો અવકૃપાના ભાગી કેટલાય સાધના ચૂકી વિરાધના-આશાતનાના કુપ્રભાવે કેવી દુર્દશાને પામ્યા, જે વાંચતાં જ ગુરુકૃપાનું સવિશેષ માહાભ્ય સ્વાભાવિક સ્વરૂપે સમજાઈ જશે. તદુપરાંત ગુરુવરોની કૃપાદૃષ્ટિથી કૃપાપાત્ર કેવી કેવી પ્રગતિ-ગતિ પામી ગયા તે પણ જાણવામાણવા જેવી છે. સંજ્ઞી મનુષ્યની એક અકારી ખામી એ છે કે તેને પોતાની આંખોથી જેમ સકલ સૃષ્ટિ દેખાય પણ સ્વયંની આંખ જેમ ન દેખાય તેમ જ અન્યના દોષોનું દર્શન સાહજિક હોય છે, જ્યારે સ્વયંની ભૂલો સ્વયંને નથી સમજાતી માટે પણ સ્વહિતની રક્ષા માટે ગુરુતત્ત્વ રક્ષક બને છે. તો ચાલો અઢળક ઉદાહરણો છતાંય કંઈક જ દૃષ્ટાંતોથી ગુરુકૃપપ્રાપ્તની પ્રતિભા-પ્રતિષ્ઠા પિછાણી કમાણી કરી લઈએ ગુરુકૃપા થકી પરમગુરુ સુધી પહોંચવાની. (૧) ઉપ્પન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા જેવી ફક્ત ત્રિપદી જ ગુરુવરના શ્રીમુખે સાંભળી ક્ષણાંતરે તો તેમાંથી દ્વાદશાંગીના ગહન પદાર્થો સાથે શાસ્ત્રો રચી નાખવામાં શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને પ્રભુ વીરની કૃપા જ કામ કરી ગઈ હતી ને? પવિત્રાત્મા પરમગુરુના પ્રત્યેક પદો જ જાણે બ્રહ્માંડજ્ઞાનના બ્રહ્માક્ષરો હતા. (૨) તે જ પરંપરામાં સુધર્માસ્વામિની પાટને શોભાવનારા જંબૂસ્વામિ આ અવસર્પિણી કાળના અંતિમ કેવળી બનવાનું સૌભાગ્ય પામ્યા તેમાં પણ ગુરુકૃપા મુખ્ય હતી. (૩) બ્રાહ્મણ મટી શ્રમણપદે પણ આચાર્યપદ સુધી પહોંચી જનાર શય્યભવસૂરિજીના કૃપાપાત્ર બનનાર બાળમુનિ મનક ભલે સાંસારિક પુત્ર હતા, છતાંય ફક્ત છ માસના અલ્પ ચારિત્રપર્યાયમાં આગમોનો સાર દશવૈકાલિક સૂત્રના માધ્યમે ભણી જઈ સદ્ગતિના ભાગી એટલે બન્યા કારણ કે તેઓ પિતાગુરુને પિછાણી ન શકવા છતાંય પોતાના પુણ્યના પ્રકર્ષે આચાર્યશ્રીના કૃપાપાત્ર બની ગયા હતા. (૪) સ્વભોગ્યા વેશ્યાને ત્યાં જ નિત્યપિંડ તથા ઇષ્ટ-મિષ્ટ પદાર્થો ભોગવી એકાકી ચાતુર્માસ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] [ જૈન પ્રતિભાદર્શન સવિશુદ્ધ બ્રહ્મચર્યપાલન સાથે પાર ઉતારી દુષ્કર, દુષ્કર''નું બહુમાન મેળવનાર આ. સ્થૂલભદ્રસૂરિજી સફળ થયા કારણ કે માથે ગુર્વજ્ઞા હતી, પણ તેમના જ પ્રતિસ્પર્ધી બની હરીફાઈમાં ઉતરનાર ગુરુભાઈ સિંહગુફાવાસી મુનિ કોશા થકી જ વિકારના શિકાર બની ગયા, તેમાં ગુણાનુરાગની ખામી અને ગુરુવરની અવકૃપા જ કારણ બની ને? અન્યથા ચાલુ ચાતુર્માસમાં નેપાળ સુધીનો લાંબો આંટો ખાઈ આવી અંતે સન્માનને સ્થાને અપમાન શાને પામત, શાને ચાતુર્માસ પછી પ્રાયશ્ચિત લેવું પડત? (૫) ગુરુવર દેવચંદ્રસૂરિજીથી સવાયા શિષ્ય તરીકે પાકી જનાર મુનિ સોમચંદ્ર સરસ્વતી દેવીની કૃપા પામ્યા, શાસનદેવીના સાંનિધ્યે દેવોને આમંત્રવાના અને રાજાઓને આકર્ષવાના મંત્રો પામ્યા, ઔષધિઓ, સુવર્ણસિદ્ધિ ઉપરાંત અનેક લબ્ધિઓ પામ્યા તેમાં પૂર્વભવની સાધના થકી સંપ્રાપ્ત નિઃસ્પૃહ ગુરુની પરમકૃપા જ મુખ્ય હતી ને? તેથી તો ગૃહસ્થશિષ્ય કુમારપાળના ભૂત-ભાવિના ભવોનું સચોટ બયાન દેવીની સાધનાથી કરી આપી કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની ઉપાધિ પણ પામ્યા. (૬) પ્રથમ તો ગુરુવરની કૃપા હતી તેથી જ તો જિનપ્રભસૂરિજી ઉપર પદ્માવતી દેવીની કૃપા ઉતરી. યોગિનીપુરના શ્રી પીરોજસુરત્રાણ મ્લેચ્છ રાજાને ચમત્કારો દેખાડી વશ કર્યો. વટવૃક્ષને સાથે ચલાવ્યો, પરિવ્રાજકે અદ્ધર કરેલી ટોપીને રજોહરણથી ખેંચી લીધી. આકાશમાં અદ્ધર કરેલ પાણીના ઘડા સામે વિદ્યાબળ વાપરી ઘડો ખેંચી લીધો પણ પાણી માત્ર મુક્તાકાશમાં અદ્ધર કરી દેખાડ્યું. ગુનેગાર ઉંદરને આકર્ષણથી પકડી પાડી પોતાના એક મુનિરાજના ઘડાની દોરી પાછી મેળવી. આમ આઠ પ્રભાવકો પૈકી પ્રભાવક આચાર્ય તરીકે આગળ આવી અનેક પ્રકારી શાસન-પ્રભાવનાઓ કરી. (૭) થારાપ્રદ ગચ્છના શાંતિસૂરિજીને ગુરુદેવે અમીદૃષ્ટીથી કૃપા પ્રદાન કરતાં જ શક્તિઓ વિકાસ પામી. અણહિલપુરના ભીમભૂપતિની પર્ષદામાં કવીન્દ્ર ચક્રીત્વનું બિરૂદ મેળવ્યું, માલવદેશમાં જઈ સરસ્વતીના કૃપાપ્રાપ્ત તેઓ ભોજરાજાના પ૦૦ વાદીઓને એક પછી એક જીતતા જતાં ફક્ત ૮૪ પંડિતોને હરાવતાં જ કવિ ધનપાલના સૂચનથી રાજા પાસે વાદિવેતાલની પદવી પામ્યા. અંતે નાગિનીદેવી દ્વારા ફક્ત છ માસ શેષાયુ જાણી છેલ્લા ૨૫ દિવસનું અણુસણ કરી ગિરનારથી દેવલોકે સીધાવ્યા. (૮) માતા ભદ્રાએ મુનિરાજોને વસતીનું દાન કર્યું. ત્યાં સ્વાધ્યાયનો ઘોષ ચાલ્યો જે કારણે નલિનીગુલ્મ વિમાનના વર્ણન થકી જ અંવિતિકુમાલ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા ને દીઠું કે પોતે તેજ વિમાનમાંથી ચ્યવી માનવ બન્યા છે, તરત પાછા ત્યાં જ જવાના ઉદેશ્ય સાથે ચારિત્રની ઇચ્છા વ્યક્ત કરી. સંપ્રતિરાજાના પ્રતિબોધક ગુરુદેવ આર્યસુહસ્તિસૂરિજીએ મહામૂલું ચારિત્ર પ્રદાન કર્યું, ને તેમની જ કૃપા થકી રજા મેળવી તે જ રાત્રે સ્મશાને જઈ પાદાપોપમ અણસણ લીધું. રાત્રિમાં જ શિયાલણીનો ઉપસર્ગ છતાંય અડોલ ધ્યાનમાં અપૂર્વ સમાધિમરણને શરણ થઈ ફરી નલિનીગુલ્મ દેવવિમાનમાં જ દેવપણે ઉપજી ગયા. (૯) દરિદ્ર પ્રવર ઉ૫૨ શ્રીગુણ નામના ઉપાધ્યાય ગુરુવરે કૃપા ઉતારીને પ્રવર રોગી મટી નિરોગી બની ગયો. ભોગોપભોગનું વિરમણ કરી દેવલોકે ગયો, તે .પછીના ભવમાં તેનો જન્મ થતાં જ બાર વરસના દુકાળનો અંત પ્રારંભ થાય તે પૂર્વે જ આવી ગયો. આગલા ભવની કૃપાસાધના તથા દાનધર્મ પ્રભાવે ફરી ધર્મ નામે રાજા બન્યો. અનેક કન્યાઓ પરણી પણ અનાસક્ત ભાવે ગૃહસ્થાવસ્થામાં જ Page #220 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૭૧ વિરાગી બનતાં કેવળી પણ બની ગયા. આમ એક ભવની સંયમ સાધનાની સફળતા પરભવે મોક્ષનું નિમિત્ત બની. (૧૦) હાલમાં જ થઈ ગયેલ આ. હીરસૂરીશ્વરજી મ.સા.ના આગમિક જ્ઞાનના કૃપાપાત્ર બની જનાર ઉપાધ્યાય શાંતિચંદ્રસૂરિજીએ યોગબળે અકબરને હુમાયુનાં દર્શન કરાવ્યાં. પશ્ચિમ દિશાના લોકપાલ વરૂણદેવનું વરદાન મેળવી જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિની ટીકા રચી. ત્રીજી ફૂંકમાં તો સૈન્યને પેસાડી અકબરને અટક દેશ જીતાડી અપાવ્યું. અકબર જેવા હિંસક મુસ્લિમ રાજાને ધર્મ પમાડી અહિંસાભાવ જાગૃત રાખવા ગુરુવરે ઉપાધ્યાયને જ યોગ્ય દીઠા જે થકી શાંતિચંદ્રસૂરિજી ચકલાની સવાશેર જીભ તથા માંસાહાર ત્યાગ, છ માસ સુધી અહિંસા પાલનનું વચન તથા શત્રુંજય તીર્થના યાત્રિકો પાસેથી કરમુક્તિ કરાવી શક્યા. (૧૧) આ અવસર્પિણી કાળના ત્રેવીસમા તીર્થપતિ પ્રભુ પાર્શ્વનાથ પૂર્વ ભવમાં કિરણવેગ નામે હતા ત્યારે સંયમ સ્વીકારી ગચ્છ-સમુદાયના સંકુચિત વિચારબંધનોથી મુક્તપણે ગીતાર્થ ગુરુવરની સહમતિપૂર્વક લવિહારી બન્યા હતા. છતાંય સંયમની યાતનાના પ્રતાપે કમઠનો જીવ જે સર્પ બનેલ તેના દંશથી કાળધર્મ પામી બારમા દેવલોકે ગયા ને ચારિત્ર પ્રતાપે પ્રતાપી પુરુષાદાણીય પાર્થપ્રભુ બન્યા. ગુરુવરોની કૃપામાત્રથી એકલ વિહારી છતાંય અગમ આગમજ્ઞાતા હોવાથી આદેયનામધારી બની આજેય પૂજાય છે. (૧૨) તે જ પ્રમાણે પચ્ચીસમા ભવે નંદનઋષિએ એકલવિહાર તો ક્યારેક સાધુ સમુદાયમાં તટસ્થપણે વીસસ્થાનકના પદો આરાધી અગીયાર લાખ એંસી હજાર છસ્સો પીસ્તાલીશ માસક્ષમણનો ઉગ્ર તપ એક લાખ વરસના સંયમ પર્યાયમાં આરાધી તીર્થકર નામકર્મ ને નિકાચીત બનાવ્યું અને સત્તાવીસમાં ભવે ભવતારક ભગવાન મહાવીર બન્યા. તેમને એકલા વિચરવાની રજા આપનાર ગુરુવરે તેમનામાં યોગ્યતા દેખી જ હશે. (૧૩) પ્રભુ મુનિસુવ્રતસ્વામિના શાસનકાળે થયેલ શ્રીરામચંદ્રજીને દીક્ષિત થયા પછી ગુરુવરે ગીતાર્થ દષ્ટિએ એકલવિહાર માટે રજા આપી જ હતી, છતાંય તભવે જ મોક્ષ સાધી ગયા જેમાં ગુરુકૃપા જ કામ કરી ગઈ છે. આવી જ રીતે બળભદ્ર, પ્રસન્નચંદ્ર, રાજર્ષિ, અનાથી મુનિ, ચાર પ્રત્યેક બુદ્ધાદિ જો કે અંતર્મુખી આરાધકો હતા, છતાંય ગુર્વાજ્ઞામાં રહી એકલવિહારી બની આ કલ્યાણ સાધી જ ગયા છે. હાલના કાળમાં જ થઈ ગયેલ આનંદધન મુનિવર પણ એકાકી. વિચર્યા છે, છતાંય ચારિત્ર સવિશુદ્ધ રાખ્યું છે. (૧૪) જૈનગમોમાં અનેક દૃષ્ટાંતો ધારણ કે વિદ્યાચારણ મુનિરાજોના જોવા મળે છે. તે ઉપરાંત અઠ્ઠાવીસ લબ્ધિઓમાંથી કોઈ પણ વિશિષ્ટ લબ્ધિતા ગૌતમસ્વામિ જેવા ગણધરો પણ અષ્ટાપદ તીર્થે એકલા જઈ આવ્યા. છતાંય જિનશાસનના પ્રભાવક પુરુષ રહ્યા છે. જ્યાં જિનાજ્ઞાલક્ષી જીવન છે ત્યાં માનાપમાનના મિથ્યા ભય શાને? (૧૫) આ ઉપરાંત અનેક શાસન પ્રભાવક પૂજયો જેમ કે વ્રજસ્વામી, પાદલિપ્તસૂરિજી, સિદ્ધસેન દિવાકરસૂરિજી, રત્નપ્રભસૂરિજી, તપાગચ્છના કારણભૂત જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મ.સા., આ. વર્ધમાનસૂરિજી, હરિભદ્રસૂરિજી, શીલભદ્રસૂરિજી જેવા ગુરસ્થાને રહેલા ગુરુવરો પણ સ્વયંના ગુરુની કૃપાબળે જ જ્ઞાનીતપસ્વી કે નિકટભવી બની ગયા છે. એ જ પ્રમાણે સાધ્વાચારની મર્યાદામાં રહે તો સાધ્વી સમુદાય પણ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] [ જૈન પ્રતિભાદર્શન સંવેગી નિર્વેદી એકમાત્ર ગુરુણીના વાત્સલ્ય પ્રભાવે ભવોધિ ઓળંગી ગયાના અઢળક દૃષ્ટાંતો છે. ગુરુની કૃપાના પાત્ર બનનારે ગુરુ પ્રતિ દૃઢ અનુરાગ પેદા કરવો પડે, જે અનુરાગ જ સ્વયં અનુગ્રહમાં ફેરવાઈ જાય. અન્ય એક મહત્ત્વની વાત એ પણ છે કે જે શિષ્યે ગુરુપદે ગુ=ગુણાતીત વીતરાગીની આજ્ઞા, રુ=રુપાતીત=સિદ્ધોની સિદ્ધિ સાધવા સુદેવ પદમાં જ સુગુરુની સ્થાપના કરી છે તેવો અરિહંત અને સિદ્ધનો ઉપાસક શિષ્ય અત્યલ્પ સમયમાં સ્વયંમાં ગુરુત્વ અને ગુરુતત્ત્વનો અનુભવ કરવા લાગે છે. ગુરુકૃપા પામેલ તે શિષ્યને ગુરુતત્ત્વ સાથે જ્યાં સુધી અભેદ ન સધાય ત્યાં સુધી જ સતત ગુરુની ઉપાસના છે. માટે જ જ્ઞાનસાર નામના ઉત્તમ ગ્રંથમાં યશોવિજયજી ઉપાધ્યાયે મહત્ત્વની પંક્તિ લખી છે કે... गुरुत्वं स्वस्य नोदेति शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन तावत्सेव्यो ગુરુત્તમઃ ॥ સમગ્ર હિંદુસ્તાન અને આર્યક્ષેત્રોમાં આજે પણ અનેક સ્થાને ગૌતમસ્વામિ કે સુધર્માસ્વામિ ઉપરાંત દાદાવાડીમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓ કે પગલાં તે તે ભાગ્યશાળી ગુરુકૃપાપાત્ર ગુરુવરોના છે, જેના ઇતિહાસો એક સ્વતંત્ર ગ્રંથ બની જાય, માટે સારતત્ત્વ એ જ કે આજે પરમાત્મા મહાવીરના શાસનકાળના અઢી હજાર વરસોથી વધુના સમયગાળામાં જે-જે શ્રુતપ્રેમી બહુશ્રુતોએ ગ્રંથોની રચના કરી, આગમોની ટીકાઓ રચી, સ્વનું સર્વસ્વ સમર્પિત કરી જિનશાસનની પ્રભાવના તપ-ત્યાગ કે જ્ઞાન-ધ્યાનથી કરી તે સૌ ઉત્તમાત્માઓ હકીકતમાં પોતાની સ્મૃતિ સ્વરૂપ જે જે મૂકી ગયા તેનો પ્રભાવ-પ્રતાપ ફક્ત ગુરુકૃપાનો છે, જે વિશે લેખનું લંબાણ ન કરતાં સુજ્ઞને જ સમજી-યોજી લેવા છોડી દઈએ કે ગુરુકૃપા પ્રાપ્ત કરી પ્રતિભાનો વિકાસ કરનાર કોણ મહાપુરુષો થઈ ગયા. ગુર્વાજ્ઞાને ગૌણ કરનાર પોતાના કર્મોથી ગુરુ બની સાધુજીવનની સાધના ખોઈ બેઠા હોય છે માટે જ શાસ્ત્રકારો હંમેશ ગુરુકૃપાના પરમ પાત્ર બનવા ભલી ભલામણ કરે છે. છતાંય જો સાધકાત્મા સ્વયં જાગૃત છે, જિનાજ્ઞાનો યથાશક્તિ પૂર્ણ આરાધક છે, છતાંય કોઈકના પણ સ્વાર્થ પ્રતિભાવથી પરાભવ પામે છે તોય દ્રઢધર્મી બની વિદનજય કરતાં ભવાંતરે સુગુરુથી લઈ પરમગુરુને પણ પ્રાપ્ત કરી શકે છે. સ્વદોષદર્શન તથા પરગુણદૃષ્ટિની કળા જેને લાધી ગઈ તે જ્ઞાની શિષ્યની આરાધનામાં આત્મસાક્ષી પ્રધાન બને છે, અને ગુરુકૃપા ગૌણ. પણ તેવો અપવાદી માર્ગ અપવાદ રૂપ જ જાણવો જ્યારે ગીતાર્થ નિશ્રિત શિષ્ય સ્વયં ગીતાર્થ ન બને ત્યાં સુધી ગુરુ ગૌતમની જેમ સ્વયંના ઉપયોગને પણ અપ્રધાન કરી ગુરુના ગૌરવને પ્રધાન ગણે તેમાં જ શિષ્યનું હિત છે. ઘી ય OVEME * * * MMM Sky M. Page #222 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૭૩ 'જૈન શાસનની કીર્તિગાથા ) પ્રેરણાદાતા પ. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ.પૂ. આ. શ્રી અશોકચન્દ્રસૂરીશ્વરજી મહારાજ (લેખક : ડો. કુમારપાળ દેસાઈ) પ્રકાશક : શ્રી અનિલભાઈ ગાંધી શ્રી સમવસરણ મહામંદિર, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન-- ભવન ટ્રસ્ટ, પાલીતાણા જૈન શાસનના વિવિધ ક્ષેત્રે સમયે સમયે પુરુષાર્થની પ્રખર પ્રતિભાઓ આ ધરતી ઉપર જન્મ લઈને કલ્પનાતીત સિદ્ધિઓને વર્યા છે. આ સંદર્ભે ગૌરવશાળી રત્નોની યશગાથા ગાતો જિનશાસનની કીર્તિગાથા” નામનો એક ઐતિહાસિક ગ્રંથરત્ન હમણાં જ થોડા સમય પહેલાં પ્રગટ થયો છે. શ્રી ચતુર્વિધ સંઘના ૧૦૮ પ્રભાવક ચરિત્રો-ચિત્રો સાથે જે સુંદર રીતે ગ્રંથસ્થ થયેલ છે. તેમાંથી પચીશેક ચરિત્રો અત્રે આ લેખમાળા દ્વારા રજૂ થાય છે. ડૉ. કુમારપાળની રસ નીતરતી શૈલીમાં તેમની વ્યાસ, સમાસ અને ઉભયવિધ શૈલી તેમની આ લેખમાળામાં જોવા-માણવા મળે છે. સૌ પ્રથમ કાવ્યના રમણીય કલેવરમાં ભગવાન ઋષભદેવનાં સૌંદર્ય, ગુણ અને મહાભ્યને મંત્રગર્ભિત વાણીમાં મુખરિત કરતું પ્રશાન્ત ભક્તિરસના ભાવોથી છલોછલ ભરેલું અને ઉપાસનાના દિવ્ય રહસ્યોથી સભર ભક્તામર સ્તોત્ર જેમની સારસ્વત જિહુવાએથી સરી કલ્પદ્રમની કલમે સાકાર થયું એવા વિશ્વવંદ્ય આચાર્ય માનતુંગસૂરિજીની પ્રતિભા ઝાંખી લેખમાં જોવા મળે છે. એ ચક્રચૂડામણિ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીના સમયમાં થયેલા કુમારપાળ રાજા જેમ રત્નશા ઝળહળી રહ્યા એમ અપૂર્વ વિદ્વતા, સરળતા અને લેખિની તેમજ વક્તત્વના જાદુગર એવા શ્રી કુમારપાળભાઈ પણ ખરેખર ગુજરાતનું બીજુ શ્રતરત્ન છે. અનેક અદ્ભુત ગ્રંથોના રચયિતા શ્રી હેમચન્દ્રાચાર્યનો જીવનસૂત્રસાર પણ અત્રે વાંચવા મળે છે. - દીપાવલી પર્વે જેમની અપ્રતિમ બુદ્ધિની શુભેચ્છા આજે પણ જૈન શ્રેષ્ઠીઓ ચોપડામાં માંગે છે તે શ્રેણિક બિંબિસારના પુત્ર મહામંત્રી અભયકુમારની પ્રજ્ઞાનું દર્શન પણ અત્રે થાય છે. મહારાજા કુમારપાળની દિનચર્યા અને જીવનવિચારણાને આ લેખક રાજવીની ઊંચી આચારનિષ્ઠાને જે રીતે વર્ણોવે છે તે આજની બિનસાંપ્રદાયિક કૃત્રિમ સ્થિતિમાં દિવાદાંડીરૂપ જણાય છે. છે. આ બધા પરિચયો ખરેખર તો ગોટલી અને છાલ વગરના માત્ર રસથી ભરેલા આ પ્રફળ જેવા લાગે છે. અને આ ભવ્યજીવોના સદગુણો વારંવાર વાગોળવા જેવા છે. - પ.પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પાલીતાણા શત્રુંજયની તળેટીમાં આકાર પામેલા સમવસરણ મહામંદિરમાં પૂ. સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓના ૧૦૮ નયનરમ્ય ઐતિહાસિક કલારસિક ચિત્રાંકનો અને તેના પરિચયોના આલેખન ઉપરથી જ આ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] [ જેને પ્રતિભાદર્શન કીર્તિગાથા ગ્રંથનું વિશિષ્ઠ રીતે સર્જન થયું છે. જૈન સાહિત્યના સર્જનમાં ડો. દેસાઈનું આ સોહામણું –ભાવનાશીલ સર્જન છે. જેન જૈનેત્તર સમાજને આ ગ્રંથ જૈનધર્મના વાસ્તવિક પરિચયમાં વિશેષ સહાયરૂપ બન્યો છે. - શ્રી અનિલભાઈ ગાંધીનું પણ આ કૃતયજ્ઞમાં ભારે મોટું પ્રદાન રહ્યું છે. ---સંપાદક છે ૦ ઇ IIIIIIIIIIII " i ||, IIiaWML Dis જO TRUદન તીર્થ દર્શન ભવો.) IIIIIIIIII * મંદિર પાલિતાજી, ગ્રીસમવસરણ મંદિર.પા C S li Billi Es . વAILS 3 Page #224 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૭૫ (શ્રી માનતુંગસૂરિ ) આચાર્યશ્રી માનતુંગસૂરિજી રચિત “ભક્તામર સ્તોત્ર એટલે ભારતીય સ્તોત્રસાહિત્યનું એક રમણીય અને ઉત્તેગ શિખર. તેરસો કરતાં પણ વધુ વર્ષોથી ભક્તિની પરમ, ચરમ અને ઊર્ધ્વ ભૂમિકાએ રચાયેલું આ સ્તોત્ર ભાવપૂર્વક ગાવામાં આરાધવામાં આવે છે. આ સ્તોત્ર ચિત્તમાં રહેલી મિથ્યાત્વની મલિનતા ધોઈને પરમાત્મા પ્રત્યેની ભક્તિની ઉજજવળતા અર્પે છે. વસંતતિલકા છંદમાં રચાયેલ અત્યંત કર્ણમધુર અને ભાવભરપૂર આ સ્તોત્રનું હજારો ભાવિકો પ્રતિદિન પઠન, પાઠન અને પૂજન કરે છે. એને વિષે સાંપડતી કથાઓ એની પ્રભાવકતાનો પરિચય આપે છે. એનાં યંત્રો આરાધનાવિધિ દર્શાવે છે. એના પ્રત્યેક શ્લોકમાં દ્ધિ, મંત્ર અને સાધનાવિધિ સાંપડે છે. આ રીતે એક બાજુ એની આંતરિક આરાધનાની વિધિ મળે છે, તો બીજી બાજુ એના ભાવોને સવિશેષ પ્રગટ કરતાં ટીકા, વિવરણ અને પદ્યાનુવાદ મળે છે. આમાં ભાવ અને ભાષા ઝરણાની નૈસર્ગિક છટાથી વહે છે. આમાં પ્રશાંત ભક્તિરસનો પ્રગાઢ અનુભવ થાય છે, તો આચાર્યશ્રી માનતુંગસૂરિની વંદનીય લઘુતા ભાવનાવિભોર કરે છે. ધાર્મિક સંસ્કારો ધરાવતા કુટુંબમાં વિક્રમની સાતમી શતાબ્દીમાં જન્મેલા માનતુંગસૂરિએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ આગમશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો અને ગુરુએ એમની જ્ઞાન-ધ્યાનની યોગ્યતા જોઈને એમને આચાર્યપદે સ્થાપ્યા. એક વખત ભોજરાજાએ એમને ધારાનગરીમાં આવવાનું આદરપૂર્વક નિમંત્રણ આપ્યું. નગરદ્વાર પર અનેક વિદ્વાનો સૂરિજીના સ્વાગત માટે આવ્યા હતા. એમણે ધીથી ભરેલી વાઢી બતાવી ત્યારે સૂરિજીએ એમાં એક સળી ખસી દીધી. વિદ્વાનોએ એવો સંકેત આપ્યો કે ધારાનગરી તો વિદ્વાનોથી ખીચોખીચ ભરેલી છે, તેમાં આવીને વળી તમે શું કરશો? ઘીમાં સળી ખોસીને સૂરિજીએ દર્શાવ્યું કે તેઓ પોતે ધારાનગરીના વિદ્વાનોની સભામાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી શકે તેમ છે. વારાણસી નગરીમાં બાણ અને મયૂર નામના બે પંડિતો પરસ્પરની ઇર્ષા કરતા હતા. મયૂર નામના પંડિત ચમત્કાર બતાવ્યો. આથી જૈન ધર્મના વિરોધીઓએ એવી વાત ફેલાવી કે જૈન ધર્મમાં કાવ્યરચના દ્વારા સર્જનાત્મક ચમત્કાર સર્જનારા પંડિતોનો સર્વથા અભાવ છે. શાસનની પ્રભાવકતા દર્શાવવા માટે શ્રી માનતુંગાચાર્યે આ પડકાર ઝીલી લીધો. તેમને એક ઓરડામાં પૂરવામાં આવ્યા. એમના શરીરે ચારે બાજુ લોખંડની સાંકળ બાંધવામાં આવી. સાંકળની આગળ ૪૪ તાળાં મારવામાં આવ્યાં. આવા અંધારિયા ઓરડામાં પુરાયેલા આચાર્ય માનતુંગસૂરિજી જિનેશ્વર પરમાત્માની સ્તુતિમાં લીન બનીને ભક્તિરસથી છલકાતા શ્લોક પર શ્લોક રચતા ગયા અને તેના ભાવપૂર્ણ ઉચ્ચારણની સાથે જ તાળાં અને લોખંડની સાંકળ તૂટવા લાગ્યાં. ભગવાન ઋષભદેવની અધિષ્ઠાત્રી દેવી ચક્રેશ્વરીએ આ કાર્ય સિદ્ધ કર્યું. આચાર્યશ્રી માનતુંગસૂરિ રાજસભામાં પધાર્યા અને મધુર શબ્દોથી વારાણસીના રાજા હર્ષદવને “ધર્મલાભ” કહ્યો. આ વિસ્મયજનક ઘટનાથી અત્યંત પ્રભાવિત બનેલા રાજા હર્ષદવે આચાર્યશ્રી માનતુંગસૂરિજી પાસેથી જૈન ધર્મનો પવિત્ર ઉપદેશ મેળવ્યો. રાજાએ જૈન શાસનની ઉન્નતિ માટે અનેક સત્કાર્યો કર્યા અને સ્વયં જૈન ધર્મ અંગીકાર કર્યો. આચાર્યશ્રી માનતુંગસૂરિજીએ રચેલી ૪૪ ગાથાઓ આજે ““ભક્તામર સ્તોત્ર'ને નામે સર્વત્ર પ્રચલિત છે. (દિગંબર અને સ્થાનક્વાસી પરંપરામાં ૪૮ ગાથાનો પાઠ મળે છે.) ભક્તામર' શબ્દથી શરૂ થતું હોવાથી “ભક્તામર’ને નામે ઓળખાતા આ સ્તોત્રમાં ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તોત્રમાં શબ્દનું માધુર્ય, અર્થની ગહનતા, ભાવની ઉત્કટતા અને અનુભવની માર્મિકતા એવી છે કે જિનેશ્વર ભગવાનના સ્તોત્રોમાં “ભક્તામર સ્તોત્ર'નું સ્થાન અદ્વિતીય છે. પ્રશાંત ભક્તિરસની પ્રધાનતા, અલંકારોની સુંદર સૃષ્ટિ અને પરમાત્મા પ્રત્યે આત્માની ભક્તિ જગાડતું આ સ્તોત્ર આધિ, વ્યાધિ અને ઉપાધિથી બળેલાઝળેલા માનવહૃદયને પરમ શાંતિ અર્પે છે. આઠ પ્રકારના ભયથી ઘેરાયેલા માનવીના જીવનને અભયનું વરદાન આપે છે. માનતુંગસૂરિએ ૨૧ પદ્ય ધરાવતી ““ભયહર (નમિઊણ) સ્તોત્ર'ની પણ રચના કરી હતી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રી હેમચંદ્રાચાર્ય ) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કવિતા અને વ્યાકરણ, ઇતિહાસ અને પુરાણ, યોગ અને અધ્યાત્મ, કોશ અને અલંકાર, ત્યાગ અને તપશ્ચર્યા, સંયમ અને સદાચાર, રાજકલ્યાણ અને લોકકલ્યાણ એવાં અનેકવિધ ક્ષેત્રોમાં સાત દાયકા જેટલા દીર્ધકાળ સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સાધુતા અને સાહિત્યના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની સાથે તુલના કરી શકાય તેવી કોઈ બીજી વિભૂતિ નજરે પડતી નથી. ધંધુકા શહેરમાં મોઢ વણિક જ્ઞાતિના ચાચિગ અને પાહિણીના આ પુત્રનાં લક્ષણ પારણામાંથી પ્રગટ થયાં. શાસ્ત્રોના જ્ઞાતા, સામુદ્રિક લક્ષણ વિદ્યાના જાણકાર અને અનેક ગ્રંથોના રચયિતા આ. શ્રી દેવચંદ્રસૂરિ એ સમયે ધંધુકામાં બિરાજમાન હતા. પાંચ વર્ષના બાળક ચાંગને લઈને માતા પાહિણી શ્રી દેવચંદ્રસૂરિજીને વંદન કરવા આવ્યાં. આ સમયે દર્શનાર્થે જિનાલય ગયેલા શ્રી દેવચંદ્રસૂરિજી ઉપાશ્રયે આવતા બાળકની મુખાકૃતિ અને સાહજિક રુચિ જોતાં એમણે પાહિણીને કહ્યું, “તારો પુત્ર ભવિષ્યમાં મહાન સાધુ બનીને અનેક લોકોનું કલ્યાણ કરશે.' શ્રી દેવચંદ્રસૂરિ સંઘના આગેવાનોને લઈને પાહિણીને ઘેર આવ્યા. પાહિણીએ પોતાનું મહાભાગ્ય જાણીને આનંદ અનુભવતાં પુત્ર ચાંગને ગુરુચરણે સમર્પી દીધો. એમને મુનિ સોમચંદ્ર નામ આપવામાં આવ્યું. મુનિ સોમચંદ્રને કઈ રીતે આચાર્ય હેમચંદ્ર નામ આપવામાં આવ્યું તે વિષે એક દંતકથા પ્રચલિત છે. પાટણના શ્રેષ્ઠી ધનદ શેઠે સોમચંદ્ર મુનિને પોતાને ત્યાં ગોચરી માટે પધારવા વિનંતી કરી. મુનિ સોમચંદ્ર વૃદ્ધ મુનિ વીરચંદ્ર સાથે ધનદ શેઠને ત્યાં ગયા. એ સમયે ધનદ શેઠની દરિદ્રતા જોઈને સોમચંદ્રને મુનિ વીરચંદ્ર કહ્યું કે આની પાસે ઘણી સુવર્ણમુદ્રાઓ છે, પરંતુ તે કોલસા જેવી કાળી દેખાતી હોવાથી એની એમને ખબર નથી. આનું નામ જ છે કર્મની પ્રબળતા. ધનદ શેઠને કાને આ વાત આવી ત્યારે એમણે સોમચંદ્ર મુનિને એ ઢગલા પર બેસાડી દીધા. કાળી કોલસા જેવી સુવર્ણમુદ્રાઓ એકાએક સુવર્ણનો ચળકાટ ધરાવતી થઈ ગઈ. આ સમયે ધનદ શેઠે સોમચંદ્ર મુનિનું આચાર્ય તરીકે હેમચંદ્ર નામ રાખવાનું એમના ગુરુદેવને કહ્યું. હેમચંદ્રાચાર્યની કીર્તિની કથાઓ ગુજરાતના રાજવી સિદ્ધરાજ સુધી પહોંચી. એક વખત સિદ્ધરાજ હાથી પર બેસીને પાટણની મુખ્ય બજારમાંથી પસાર થતો હતો ત્યારે એણે કરેલી વિનંતીને કારણે હેમચંદ્રાચાર્યે એક શ્લોક કહ્યો. આ શ્લોક સાંભળીને સિદ્ધરાજ પ્રભાવિત થયો. માળવાના વિજય પછી સિદ્ધરાજ સમક્ષ વિદ્વાનોએ ભોજના સંસ્કૃત વ્યાકરણની પ્રશંસા કરી. શત્રુ રાજાની પ્રશંસા સિદ્ધરાજને પસંદ પડી નહીં, કિંતુ તપાસ કરતાં એને જાણ થઈ કે એના રાજયમાં બધે જ અભ્યાસીઓ ભોજના વ્યાકરણનું અધ્યયન કરે છે. ભોજ કરતાં ચડિયાતું વ્યાકરણ લખવાનો સિદ્ધરાજનો પડકાર એના રાજયના એકેય પંડિત કે વિદ્વાન ઝીલી શક્યા નહીં, પરિણામે સિદ્ધરાજે શ્રી હેમચંદ્રાચાર્યને વિનંતી કરી. એમણે લગભગ એક વર્ષમાં સવા લાખ શ્લોકની સાથે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેતું “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' નામનું વ્યાકરણ તૈયાર કર્યું. હાથી પર અંબાડીમાં એની નકલ મૂકીને ભારે ધામધૂમપૂર્વક પાટણમાં શોભાયાત્રા કાઢવામાં આવી. ગુજરાતમાં પહેલી વાર સરસ્વતીનું આવું વિરાટ બહુમાન થયું. “સિદ્ધહેમ'ના ટૂંકા નામે ઓળખાતું આ વ્યાકરણ રાજદરબારમાં વંચાયું અને ભારત ઉપરાંત નેપાળ, શ્રીલંકા અને ઇરાન જેવા દૂરના દેશોમાં તે મોકલવામાં આવ્યું. એ પછી આજ સુધીના આશરે આઠસો વર્ષના ગાળામાં કોઈ વિદ્વાને આવું વ્યાકરણ રચ્યું નથી. નિઃસંતાન સિદ્ધરાજ પછી કુમારપાળ ગાદીએ આવશે તેવી આગાહી હેમચંદ્રાચાર્યે કરી હતી, પરંતુ કુમારપાળ પ્રત્યે વેરભાવ રાખતા સિદ્ધરાજે એને મરાવી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા. એક વાર ખંભાતમાં ગુપ્ત વેશે કુમારપાળ હેમચંદ્રાચાર્યને મળવા ગયા હતા. સિપાઈઓ આવતાં કુમારપાળને સંતાડી દીધા. ગુરુની ભાવના અનુસાર હેમચંદ્રાચાર્યે અનેક ગ્રંથો લખ્યા. સમ્રાટ કુમારપાળના સમયમાં અમારિ ઘોષણા કરીને અહિંસાનું પ્રવર્તન કર્યું. ૮૪ વર્ષની સુદીર્ઘ જીવનયાત્રા બાદ વિ. સં. ૧૨૨૯માં પાટણમાં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. Page #226 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] મહામંત્રી અભયકુમાર ભગવાન મહાવીરના પાવન ઉપદેશોનો પ્રભાવ આમજનતાથી માંડીને એમના સમયના રાજા-મહારાજાઓ સુધી પડ્યો હતો. ભગવાન મહાવીરના પરમ ઉપાસકોમાં એક મગધરાજ શ્રેણિક બિંબિસાર પણ હતા. શ્રેણિક બિંબિસારના પુત્ર અભયકુમાર વિષે ઐતિહાસિક પ્રમાણો મળે છે. જૈનોની દિગમ્બર અને શ્વેતામ્બર એવી બંને પંરપરામાં મંત્રીશ્વર અભયકુમારના પ્રમાણભૂત ઉલ્લેખો મળે છે; પણ એથીય વિશેષ પ્રાચીન બૌદ્ધ આગમ ‘મજિઝમનિકાય’માં પણ અભયકુમારનો ભગવાન મહાવીરના પરમભક્ત તરીકે ઉલ્લેખ છે. એવી પણ નોંધ મળે છે કે અભયકુમારે એક વખત ગૌતમ બુદ્ધનો પણ આદર-સત્કાર કર્યો હતો. આમાં અભયકુમારના અન્ય ધર્મ પ્રત્યેની ઉદાર અને વ્યાપક ભાવના પ્રગટ થાય છે. જૈન ધર્મની એક વિશેષતા અન્ય ધર્મો પ્રત્યેના આદરની છે અને તેનો જીવંત પુરાવો છેક મહાવીરસ્વામીના સમયમાં થઈ ગયેલા મંત્રીશ્વર અભયકુમારના જીવનમાં પ્રગટ થાય છે. [ ૧૭૭ ભગવાન મહાવીરના સમયમાં થયેલા રાજા શ્રેણિકના મહામંત્રી અભયકુમારમાં અપ્રતિમ બુદ્ધિ, ઉન્નત ધર્મભાવના અને આદર્શરૂપ નિઃસ્પૃહવૃત્તિ હતી. પોતાની કુશાગ્ર બુદ્ધિથી મંત્રીશ્વર અભયકુમારે અત્યંત મુશ્કેલ અને કઠિન લાગતી સમસ્યાઓનો અનેક પ્રસંગે સરળતાથી ઉકેલ શોધી આપ્યો હતો. આથી દીપાવલી પર્વ સમયે પૂજન કરતી વખતે ચોપડામાં ‘અભયકુમારની બુદ્ધિ હોજો' એવી પ્રાર્થના લખાય છે. અભયકુમારના પિતા શ્રેણિક બિંબિસારે તેમને પાણી વિનાના કૂવામાં નાખેલી વીંટી કૂમાં ઊતર્યા વિના બહાર કાઢવાનો પડકાર ફેંક્યો. બુદ્ધિશાળી અભયકુમારે વીંટી પર ગોબર નાખીને એને સૂકવવા દીધું. એ પછી એ કૂવાને પાણીથી ભરીને સુકાયેલા ગોબર સાથે વીંટી બહાર કાઢી આપી. આવી જ રીતે પોતાની બુદ્ધિશક્તિથી અભયકુમારે રાજાના બાગમાં થતી કેરીની ચોરી પકડી પાડી હતી. એક સમયે રાજા શ્રેણિક ચાંડાલ પાસેથી આકર્ષિણી વિદ્યા શીખવા માગતા હતા. અનેક પ્રયાસ કરવા છતાં રાજા શ્રેણિકને વિદ્યા ચડતી નહોતી. અભયકુમારે એમની વિફળતાનું કારણ શોધી કાઢ્યું. એમણે કહ્યું કે, “સિંહાસન પર બેસીને કોઈ વિદ્યા પ્રાપ્ત થાય નહીં. ચાંડાલને સિંહાસન પર બેસાડી ગુરુવિનય દાખવો તો જ વિદ્યાદેવી રીઝે.’' આમ કહીને અભયકુમારે વિદ્યાગુરુનું ગૌરવ કર્યું. અત્યંત મેધાવી, ન્યાયપ્રિય, પ્રજાવત્સલ અને આદર્શ મહામંત્રીના રૂપમાં અભયકુમારની ખ્યાતિ હતી. વેશપલટો કરીને પ્રજાની યાતના અને મનોભાવનાનો પ્રત્યક્ષ પરિચય મેળવતા હતા. રાજ્યની સામે થતાં પડ્યુંત્રોને એ નિષ્ફળ કરી દેતા. મહામંત્રી અભયકુમારના આવા અનેક સંગો અને કથાઓ જનસમૂહમાં પ્રચલિત હતાં, એ દર્શાવે છે કે એમનો બુદ્ધિપ્રભાવ કેવો વ્યાપક હતો. પ્રાચીન જૈન સાહિત્યમાં પણ મંત્રીશ્વર અભયકુમાર વિષે અનેક ઘટનાઓ મળે છે. રાજકુમાર અભયમાં ઉદારતા, સૌજન્ય અને નિઃસ્પૃહીપણું હતું. રાજા શ્રેણિકે એમને પોતાના ઉત્તરાધિકારી તરીકે નીમવાનો વિચાર કર્યો ત્યારે અભયકુમારે સહુની સંમતિ લઈને પ્રભુ મહાવીરના શરણમાં જઈને દીક્ષા લીધી. મુનિ અભયકુમારે દેશ-વિદેશ વિહાર કરીને ભગવાન મહાવીરનો ઉપદેશ ફેલાવ્યો. એ સમયે પારસ્ય તરીકે ઓળખાતા (આજના ઇરાન) દેશનો રાજકુમાર આર્દ્રક અભયકુમારનો મિત્ર હતો. મુનિપણું ધારણ કરનાર અભયકુમાર પારસ્ય દેશમાં ગયા ત્યારે એમને કારણે પારણ્ય દેશના રાજકુમાર આર્દ્રક ભગવાન મહાવીરની ભાવનાઓ પામ્યા અને સમય જતાં એ પ્રભુ મહાવીરના શિષ્ય બન્યા. એક મત એવો પણ છે કે આર્દ્રકની વિનંતીથી અભયકુમારે સુવર્ણની જિનપ્રતિમા મોકલી હતી અને એ જિનપ્રતિમાના દર્શનથી જ આર્દ્રક વૈરાગ્યશીલ બનીને ભારત આવવા નીકળી પડ્યા. એમના કુટુંબીજનોએ આર્દ્રકને અટકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. અંતે આર્દ્રક પ્રભુ મહાવીરના શરણમાં પહોંચ્યા હતા. આમ બુદ્ધિનિધાન મંત્રીશ્વર અભયકુમારે મુનિરાજ અભયકુમાર તરીકે પણ જિનશાસનની કીર્તિગાથામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન કામદેવ શ્રાવક દ્વાદશાંગીના પ્રાચીન ગ્રંથોમાં સાતમું અંગ તે “ઉવાસગદસાઓ' (ઉપાસક દશા). એના બીજા અધ્યાયમાં કામદેવ શ્રાવકના ધર્મનિષ્ઠ અને સાધનાપૂર્ણ જીવનનું ચરિત્ર-આલેખન મળે છે. ચંપાનગરીના મહાધનિક કામદેવે ઉત્તમ રીતે શ્રાવકધર્મનું નિરંતર પાલન કરતાં ૧૪ વર્ષ વ્યતીત કર્યા. પંદરમા વર્ષે કામદેવે નિશ્ચય કર્યો કે સંસારવ્યવહારનો સઘળો કારભાર સંતાનોને સોંપીને મારે શેષ જીવનમાં શ્રાવકની બાર મહાપ્રતિજ્ઞાઓ વહન કરવી છે. અઢાર કોટિ દ્રવ્ય અને દસ-દસ હજાર ગાયોવાળા છે ગોકુળના માલિક કામદેવ એક દિવસ પ્રાત:કાળે સઘળી સંપત્તિ અને સંસાર છોડી પૌષધશાળામાં જઈને દર્ભના સંથારા પર બેસી પ્રભુધ્યાન કરવા લાગ્યા. એક વાર સૌધર્મેન્દ્ર પોતાની સભામાં કામદેવ શ્રાવકની ધર્મપરાયણતાની મુક્તકંઠે પ્રશંસા કરી. એક દેવે કહ્યું, માનવની ધર્મનિષ્ઠા કેવી? ભય, સંપત્તિ કે સુંદરી આગળ ચળી જાય તેવી !'' આથી દેવે કામદેવની કસોટી કરવાનું નક્કી કર્યું. એણે કામદેવ શ્રાવક ધ્યાનમાં લીન હતા ત્યારે દૈવી શક્તિથી કાળજું કંપી ઊઠે તેવાં ભયાવહ રૂપો ધારણ કર્યા અને કામદેવને ડરાવવા લાગ્યો. એણે હાથમાં ખગ લીધું. વાતાવરણમાં રૂંવેરૂંવાને કંપાવે તેવું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ત્રાડ નાખતા અવાજે બોલ્યો : તું આ ધર્મ-આરાધનાનો અંચળો તજી દે! જો ધર્મને છોડીશ નહિ, તો આ તીક્ષ્ણ અંગ વડે હું તારું મસ્તક વાઢી નાખીશ. ભયભીત બનીને તું અકાળે મરણને શરણ જઈશ. પરિણામે આર્તધ્યાનવાળો તું અનંત દુર્ગતિનું દુઃખ પામીશ. આવી અધોગતિમાંથી બચવાનો એક જ ઉપાય છે અને તે પૌષધશાળા છોડીને સીધેસીધો ઘરભેગો થઈ જા.” દેવની ધમકી કે એનાં શસ્ત્રોથી કામદેવનું રૂંવાડું પણ હાલ્યું નહીં. દેવે અકળાઈને ફરી વાર જોરથી ત્રાડ પાડીને ડરાવવા કોશિશ કરી, ત્યારે કામદેવે કહ્યું : હું મારા ધર્મમાં અડગ છું. આરાધનામાં અચલ છું. આ ધર્મે મને એવો અભય આપ્યો છે કે ભયની તારી કોઈ ધમકી કે તારું કોઈ હિંસક કૃત્ય મારા પર કશી અસર કરશે નહીં.” એ પછી દેવે તોફાની હાથી અને ફણાવાળા મહાભયંકર સર્પનું રૂપ લીધું. આ સર્વે એના શરીર પર ત્રણ ભરડા લીધા. એના કંઠ પર, ગળા પર કાળકૂટ વિષનો ડંશ દીધો. કામદેવના દેહમાં વિષની પારાવાર વેદના જાગી. પણ વેદના તો દેહને હતી, આત્માને નહિ. એનો આત્મા તો પ્રભુ મહાવીરનું સ્મરણ કરતો અધિક ને અધિક શુભ ધ્યાન કરી રહ્યો હતો. દેવતાના ડરાવવાના અને લોભાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એ હાર્યા. ભય અને ડરથી શ્રાવક પર વિજય મેળવવા આવેલા દેવને સમજાયું કે એ ખુદ ભીંત ભૂલ્યો છે. પોતાના ગર્વમાં ભાન ભૂલ્યો છે. એણે મહાશ્રાવક કામદેવને પ્રણામ કર્યા અને કહ્યું, “મને ક્ષમા આપો, ભગવાન મહાવીર સ્વામીના ધર્મમાર્ગમાં સ્થિર એવા તમે સાચા અને દઢ ઉપાસક છો. તમારા આવા સમકિત રૂપને જોવાથી મારું અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે. ચંદનના વૃક્ષની જેમ આપે કેટલાંય વાવાઝોડાં સહન કરીને મને સમ્યકત્વરૂપી સુગંધ આપી છે. આપના ધર્માચાર્ય પ્રભુ મહાવીર છે, પણ મારા ધર્માચાર્ય તો આપ જ છો.” આમ મહાશ્રાવક કામદેવની ત્રણ પ્રદક્ષિણા કરી, એમના ઉપકારનું સ્મરણ કરી દેવ સ્વર્ગમાં ગયા. કામદેવ શ્રાવક એ સમયે પૃષ્ઠચંપાથી વિહાર કરીને ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારેલા ભગવાન મહાવીરનાં દર્શને ગયા, ત્યારે ભગવાને સાધુ અને સાધ્વી સમુદાયની ઉપસ્થિતિમાં કામદેવ શ્રાવકની ધર્મદઢતાને વખાણીને કહ્યું, “એક શ્રાવક આવા ઉપસર્ગો સહન કરે છે, ત્યારે તમારે તો વધારે સહન કરવા જોઈએ, કારણ કે તમે તો ઉપસર્ગરૂપી સૈન્યને જીતવા માટે રજોહરણરૂપ વીર-વલયને ધારણ કરીને વિચારો છો.” સાધુ-સાધ્વીઓએ પ્રભુના ઉપદેશનો સ્વીકાર કર્યો. સહુને લાગ્યું કે સ્વયં તીર્થંકરે પણ જેની પ્રશંસા કરી તેવા આ કામદેવ શ્રાવકની ધર્મશ્રદ્ધાને ધન્ય છે ! શ્રાવકનાં વ્રતો પૂર્ણપણે પાળનાર કામદેવ શ્રાવક અંતે સિદ્ધિપદને પામ્યા. Page #228 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૭૯ ( પ્રણિયા શ્રાવક ) સામાયિક અને આદર્શ ભક્તિનું ઉદાહરણ એટલે પુણિયો શ્રાવક. આ એક એવો શ્રાવક હતો કે જેની ધર્મભાવના ખુદ ભગવાન મહાવીરે વખાણી હતી. રાજગૃહી નગરીમાં વસતો પુણિયો શ્રાવક ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને આચારમાં અપરિગ્રહનું પાલન કરવા લાગ્યો. હસતે મુખે ગરીબી સ્વીકારનાર પુણિયાએ પોતાની પૈતૃક મિલકતનું દાન કર્યું હતું અને જાતે રૂની પૂણીઓ બનાવીને મળતી બે આના જેટલી રકમમાં સંતોષભેર જીવતો હતો. સંતોષ સાથે સંપત્તિને સંબંધ નથી. અઢળક સમૃદ્ધિ ધરાવનાર પણ અસંતોષમાં જીવતો હોય છે. સંતોષ એ તો વ્યક્તિના સ્વભાવમાં ખીલવવાની ચીજ છે. પુણિયા શ્રાવકમાં પ્રભુ તરફ ભક્તિ હતી. એ જ રીતે પ્રભુના શાસનના સાધર્મિકો તરફ અપાર સ્નેહ હતો. આથી રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા. આ કારણે બંનેને એકાંતરે ઉપવાસ કરવો પડતો હતો. આવો બાર વ્રતધારી પુણિયો આત્મ-સમભાવમાં એકાકાર બનીને રોજ એક સામાયિક કરતો હતો. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ? એણે એની પત્નીને પૂછ્યું કે આજે સામાયિકમાં મારું ચિત્ત રહેતું નથી, આવું કેમ થાય છે એનું કારણ મને સમજાતું નથી ! આત્મજાગૃત પુણિયાની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડી વારે યાદ આવતાં શ્રાવિકાએ કહ્યું, “હું પાછી આવતી હતી ત્યારે માર્ગમાં અડાણાં છાણાં પડ્યાં હતાં. એ સિવાય તો બીજું કશું અણહકનું ક્યારેય લાવી નથી.” પુણિયા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું, “અરે! રસ્તામાં પડેલાં છાણાં એ આપણાં ન કહેવાય. જેના પર કોઈનો અધિકાર ન હોય એના પર રાજનો અધિકાર કહેવાય. જાઓ, છાણાં જ્યાં હતાં ત્યાં પાછાં મૂકી આવો.” પુણિયાની આત્મજાગૃતિ એટલી હતી કે એક નાનીશી ક્ષતિ એના અંતરને વલોવી નાખતી હતી. એક વાર મહારાજ શ્રેણિકે મૃત્યુ બાદ પોતાની કઈ ગતિ હશે એમ પૂછ્યું, ત્યારે ભગવાન મહાવીરે નરકગતિ થશે તેમ કહ્યું. પોતાના પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતાં સહેજે અચકાતા નહીં. રાજા શ્રેણિકે આમાંથી ઊગરવાનો ઉપાય પૂક્યો ત્યારે ભગવાને કહ્યું, “પુણિયા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય મળે તોય તારી નરકગતિ ટળશે.” રાજા શ્રેણિક પુણિયા શ્રાવક પાસે એક સામાયિક ખરીદવા ગયા. પુણિયાએ રાજાને કહ્યું કે ભગવાન પાસેથી સામાયિકનું મૂલ્ય જરા જાણી આવો. ભગવાન મહાવીરે કહ્યું કે સાચા શ્રાવક પુણિયાની સામાયિકનું મૂલ્ય માપવું અશક્ય છે. ઘણા મેરુ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો તેનાથી પણ વધારે પુણિયાની એક સામાયિકની દલાલી છે. એક આખીયે સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેકગણું હોય. આમ પુણિયાનું જીવન સાચા શ્રાવકની આત્મલીન સામાયિકની મહત્તાનું મહિમાગાન કરે છે. આનો અર્થ એ કે પુણિયા શ્રાવકની સામાયિક અમૂલ્ય છે. એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી, ભગવાન મહાવીરે આ જ વાત બીજી રીતે દર્શાવતાં કહ્યું કે કોઈ માણસ અશ્વ ખરીદવા જાય એ ઘોડાની લગામની કિંમત જેટલી થાય એટલી પુણિયાની સામાયિક સામે રાજા શ્રેણિકના રાજભંડારની થાય. આમ અશ્વની કિંમત તો બાકી જ રહે. મહારાજ શ્રેણિકે જોયું કે એમની સમગ્ર રાજસમૃદ્ધિ પુણિયાની એક સામાયિક પણ ખરીદી શકે તેમ નથી. આથી તેઓ નિરાશ થયા, પરંતુ સાથોસાથ સાચા શ્રાવક પુણિયાની ધર્મભાવનાને મનોમને વંદન કરી રહ્યા. સાચી સામાયિકની વાત થતાં તરત જ પુણિયા શ્રાવકનું સ્મરણ થાય છે. પ્રભુ મહાવીરના ભક્ત આ શ્રાવકના જીવનમાંથી ધર્મક્રિયાની ગરિમા પ્રગટ થાય છે. વળી પુણિયાનું જીવન પણ સાચી શ્રાવકને શોભે તેવું અપરિગ્રહી હતું. પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં એ પુણિયા શ્રાવકને ધન્ય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન N રોહિણિયા ) ભગવાન મહાવીરની વાણીની પ્રભાવકતા એવી છે કે જે અધમમાં અધમ વ્યક્તિના અંધકારઘેરા હૃદયમાં ધર્મનો પ્રકાશ પાથરીને પરિવર્તન આણતી હતી. મહાવીર-વાણીનું એક મધુબિંદુ પણ વેરઝેરથી ઘેરાયેલા વિષપૂર્ણ માનવીને સત્યના પંથે દોરી જતું હતું. શૂદ્ર જાતિના રોહિણિયા ચોરના જીવનમાં આવેલું પરિવર્તન આનું જવલંત ઉદાહરણ છે. રાજગૃહી નગરીની બહાર આવેલી વૈભારગિરિની ગુફામાં લોહખુર નામના ભયાનક, દુષ્ટ ચોરે અંતિમ વેળાએ પોતાના પુત્ર રોહિણિયાને કહ્યું, “તું ક્યારેય ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળતો નહીં. જો તેઓ દેવોએ રચેલા સમવસરણમાં બેસીને દેશના આપતા હોય તો એમનો એક શબ્દ પણ ન સંભળાય તેની સદાય કાળજી રાખજે.'' સમય જતાં ભયાનક લૂંટારો લોહખુર મૃત્યુ પામ્યો. રોહિણિયાને વૈભારગિરિની ગુફામાંથી રાજગૃહીમાં ધાડ પાડવા જવું હોય તો પ્રભુના સમવસરણ પાસેથી જવું પડતું. આ સમયે એમનો એક શબ્દ પણ ન સંભળાય તેની સાવધાનીરૂપે બંને કાનમાં આંગળી ખોસીને પસાર થતો હતો. એક વાર આ રીતે પસાર થતો હતો ત્યારે બાવળની તીક્ષણ શૂળ પગની પાનીની આરપાર નીકળી ગઈ. શૂળ કાઢવા જતાં એના કાન પર ભગવાન મહાવીરની મધુર વાણીનાં વચનો સંભળાઈ ગયાં. ભગવાન મહાવીર દેવયોનિનું વર્ણન કરતા હતા. એમણે કહ્યું, “જેના ચરણ પૃથ્વીને અડતા નથી, જેની આંખો મટકું મારતી નથી, જેણે પહેરેલી ફૂલમાળા કયારેય કરમાતી નથી અને જેના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી તે દેવ કહેવાય છે.'' ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળતાં રોહિણિયા ચોર અત્યંત વ્યથિત થઈ ગયો. પિતાની મોતસજા સામે લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ થયો તેથી તેને પારાવાર દુ:ખ થયું. એણે વિચાર્યું કે આના કરતાં તો શની તલવારની ધારથી મારા કટકા થઈ ગયા હોત તો સારું હતું. એ સમયે મારા કાનમાં ધગધગતું સીસું કેમ ન રેડાયું? પાણીમાં ડૂબી મરું, આગમાં બળી મરું કે પહાડ પરથી પડું? ઝડપથી કાનમાં આંગળી નાખીને રોહિણિયા પસાર થઈ ગયો. વિચાર કર્યો કે વાણી સાંભળવાથી કંઈ નુકસાન નથી. એ વાણીને મનમાં સંઘરી રાખે તો જ પ્રતિજ્ઞા તૂટે! રોહિણિયા ચોરનો ત્રાસ વધતાં આખરે શ્રેણિકે કોટવાળને ખાસ હુકમ કર્યો. કોટવાળ નિષ્ફળ જતાં રાજાએ પોતાના પુત્ર અને વિચક્ષણ મંત્રી અભયકુમારને આ કામ સોંપ્યું. રોહિણિયા પકડાયો ખરો, પરંતુ એણે તો કહ્યું કે એ નજીકના શાલિગ્રામ નગરમાં રહેનારો દુર્ગચંડ છે. નગરના લોકોએ પણ રોહિણિયાની વાતને સમર્થન આપ્યું. ચોરીનો કોઈ માલ એની પાસેથી મળ્યો નહોતો તેથી તેને મુક્ત કરવો પડ્યો. રોહિણિયા ચોર સામે પુરાવાની જરૂર હતી. આને માટે મંત્રી અભયકુમારે એક કીમિયો રચ્યો. દેવતાના વિમાન જેવા મહેલમાં સ્વર્ગીય લાગતા શયનખંડમાં દારૂ પાઈને બેભાન કરેલા રોહિણિયાને સુવડાવવામાં આવ્યો. અપ્સરાઓનું રૂપ ધરેલી વારાંગનાઓ અને ગંધર્વો જેવાં વસ્ત્રો પહેરીને દાસ-દાસીઓ નૃત્ય કરતાં હતાં. રોહિણિયાને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં હતાં. એ ઊઠ્યો ત્યારે ઇન્દ્રપુરી જેવું દૃશ્ય જોઈને આભો બની ગયો. રોહિણિયા દેવલોકમાં આવ્યો છે તેમ કહ્યું. જો એનાં પાપ-પુણ્યનો હિસાબ આપી દે તો સદાને માટે એને આ સ્વર્ગની સાહ્યબીમાં વસવા મળે. જે ભૂલવાનું હોય તે શિલાલેખ બનીને રહે તેમ રોહિણિયાને પ્રભુ મહાવીરની વાણી યાદ આવી. શ્રમણ મહાવીરે. કહ્યું હતું કે દેવના દેહને પડછાયો હોતો નથી અને આ દેવ અને દેવાંગનાઓના દેહના તો પડછાયા પડે છે. એમણે કહ્યું હતું કે દેવની આંખ મટકું મારતી નથી, અને અહીં ઊભેલાઓની આંખો તો મટકું મારે છે. રોહિણિયા રચાયેલો પ્રપંચ પામી ગયો. આથી એણે કહ્યું કે એણે તો જીવનમાં સદાય સત્કર્મો કર્યા છે. શકનો લાભ મેળવીને છૂટી ગયેલા રોહિણિયાએ વિચાર્યું કે પ્રભુની પળ-બે પળની વાણીએ મને ફાંસીના ફંદામાંથી ઉગારી લીધો તો એમનાં વચનો કેટલાં બધાં હિતકર હશે! પ્રભુ મહાવીરના ચરણમાં પડીને વંદન કર્યા. શ્રેણિક મહારાજા પાસે ચોરીની કબૂલાત કરી. અભયકુમારને ચોરીનો સંઘરેલો માલ બતાવ્યો. પ્રભુ પાસે દીક્ષા લીધી અને તપ-ત્યાગમય જીવન ગાળ્યું. = = Page #230 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૮૧ ( સંપતિ મહારાજા ) સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સમ્રાટ અશોક અને એમના પૌત્ર સંપતિએ ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. ઈન્દ્રપાલિત, સંગત અને વિગતાશોક જેવાં અન્ય ઉપનામ ધરાવતા સમ્રાટ સંપ્રતિ મૌર્ય ઈ. સ. પૂર્વે ૨૩૦માં રાજસિંહાસન પર બિરાજમાન થયા, પરંતુ આ પૂર્વે એક દાયકાથી તેઓ રાજયનો કારોબાર સંભાળતા હતા. એક વાર સંપ્રતિ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. રાજમાર્ગ પરથી પસાર થતા આચાર્ય સુહસ્તિસૂરિને નિહાળતા સંપ્રતિ મહારાજાને એવો અનુભવ થયો કે જાણે તે આ સાધુપુરુષના વર્ષોથી પરિચિત છે. ધીરે ધીરે પૂર્વજન્મનાં સ્મરણો સંપ્રતિ મહારાજના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં. તેમણે ગુરુ મહારાજને મહેલમાં પધારવા વિનંતી કરી. એ પછી મહારાજા સંપ્રતિએ પ્રશ્ન કર્યો કે આપને જોઈને મને એમ લાગે છે કે જાણે આપની સાથે મારો વર્ષોથી ગાઢ પરિચય ન હોય! આવું કેમ થતું હશે? આચાર્ય સુહસ્તિસૂરિએ એનું રહસ્ય દર્શાવતાં કહ્યું કે તું પૂર્વજન્મમાં મારો શિષ્ય હતો. એક વાર કૌશાંબી નગરીમાં ભીષણ દુકાળ પડ્યો હતો, તેમ છતાં શ્રાવકો સાધુઓની ઉત્સાહભેર વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે ગરીબ ભિખારીની દશા ધરાવતા સંપ્રતિને બટકું રોટલોય મળતો નહોતો. એણે સાધુઓ પાસે ભિક્ષા માગી ત્યારે ખ્યાલ આવ્યો કે જો એ દીક્ષા લે તો જ આ સાધુઓ એને એમનું ભોજન આપી શકે. સંપ્રતિએ દીક્ષા લીધી. ખૂબ ભોજન કર્યું. એ પછી અંતિમ સમયે સાધુ સંપ્રતિનું સમાધિમરણ થયું ત્યારે ગુરુદેવે એમને નવકાર સંભળાવ્યો હતો. આ સાંભળીને મહારાજા સંપતિએ પોતાનું રાજય આચાર્ય સુહસ્તિસૂરિને ચરણે ધર્યું, પરંતુ અકિંચન વૈરાગી મુનિ વળી રાજને શું કરે? આચાર્યશ્રીએ એને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. રાજા સંપ્રતિ ધર્મના સાચા આરાધક અને મહાન પ્રભાવક બન્યા. ભારતની સરહદોને પાર ધર્મનો પ્રસાર કર્યો. ગુરુદેવના પૂર્વજન્મના અને આ જન્મના ઉપકારોને સંપ્રતિએ શિરે ચડાવ્યા. પોતાના જીવનકાળમાં એણે અનાર્ય દેશોમાં જૈન સાધુઓને ધર્મપ્રચાર માટે મોકલ્યા. ગરીબોને મફત ભોજન આપતી દાનશાળાઓ ખોલાવી. જૈન વિહારોનું નિર્માણ કર્યું. એક વાર યુદ્ધમાં વિજયી બનીને મહારાજા સંપ્રતિ પાછા ફર્યા. ચોતરફ વિજયનો ઉલ્લાસ લહેરાતો હતો, પરંતુ મહારાજ સંપ્રતિની માતાના ચહેરા પર ઘોર વિષાદ અને નિરાશા છવાયેલાં હતાં. મહારાજ સંપ્રતિએ માતાને આવી વ્યથાનું કારણ પૂછ્યું ત્યારે માતાએ કહ્યું કે સામ્રાજયવિસ્તારના લોભમાં તે કેટલો બધો માનવસંહાર કર્યો! આવા ઘોર સંહારને બદલે ચિત્તને પાવન કરતાં જિનમંદિરો રચ્યાં હોત કે એના જીર્ણોદ્ધાર કરાવ્યા હોત તો મારું હૃદય અપાર પ્રસન્નતા અનુભવત. આથી સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યાં અને સવા કરોડ જિનબિંબ ભરાવીને માતાની ભાવનાને યથાર્થ કરી. મહારાજા સંપ્રતિ પોતાના દાદા સમ્રાટ અશોકની માફક પ્રજાવત્સલ, શાંતિપ્રિય, અહિંસાના અનુરાગી અને પ્રતાપી સમ્રાટ હતા. મહારાજા સંપ્રતિને પિતા કુણાલ અને માતા કંચનમાલા પાસેથી ઉમદા ધાર્મિક સંસ્કાર સાંપડ્યા હતા. પોતાના ધર્મગુર આચાર્યશ્રી સુહસ્તિસૂરિના ઉપદેશને કારણે આદર્શ જૈન રાજવીની માફક જીવન વ્યતીત કર્યું સમ્રાટ સંપ્રતિના ભવ્ય જીવનની ગાથા “સંપ્રતિકથા’, ‘પરિશિષ્ટપર્વ’ અને ‘પ્રભાવક ચરિત્ર' જેવા જૈન ગ્રંથોમાં વર્ણવાઈ છે. વિખ્યાત ઇતિહાસવિદ્દ વિન્સેન્ટ સ્મિથના કહેવા પ્રમાણે મહારાજા સંપ્રતિએ છેક ઇરાન અને અરબસ્તાન જેવા દેશોમાં જૈન સંસ્કૃતિનાં કેન્દ્રો સ્થાપિત કર્યા હતાં. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] [ જૈન પ્રતિભાદર્શન ( શેઠ જાવડશા ) પુરાણપ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ઇતિહાસપ્રસિદ્ધ મધુમતી નગરી એટલે આજનું મહુવા બંદર. આ નગરીનો જાવડશા મહુવાનાં બાર ગામના અધિપતિ હતો. શસ્ત્ર વિના વાઘનો સામનો કરીને પરાજિત કરવાનું એનામાં શૌર્ય હતું. આવા વીર જાવડશા અને એની પત્ની સુશીલાદેવીને છળકપટ કરીને યવન સૈનિકોએ પકડી લીધો અને એમને ગુલામ બનાવીને યવન દેશમાં લઈ ગયા. આ યવન દેશમાં જાવડશાને વેપાર ખેડવાની, ધન રળવાની અને આનંદ-પ્રમોદયુક્ત જીવન ગાળવાની સઘળી મોકળાશ હતી, પરંતુ એને માત્ર સ્વદેશ પાછા ફરવાની છૂટ નહોતી. વીર જાવડશા, એની ધર્મપત્ની સુશીલાદેવી અને પુત્ર જાગનાથ પરદેશી રાજયમાં નજરકેદ જેવી સ્થિતિ અનુભવતાં હતાં. આ પરાધીનતા એના હૃદયમાં શૂળની માફક ભોંકાતી હતી. અપાર ધનવૈભવ અને સુખસાહ્યબી હોવા છતાં જાવડશાને વતનની યાદ સતાવતી હતી. એના રોમરોમમાં વતનપરસ્તીનો સાદ ગુંજી રહ્યો હતો, “ક્યારે મારી માતૃભૂમિમાં પહોંચે અને ક્યારે મધુમતી નગરીની પવિત્ર ધૂળ મારા માથે ચડાવું !” આ યવન દેશ પર નજીકના બળવાન શત્રુએ આક્રમણ કર્યું અને યુદ્ધસંહારથી બચવા હાર-જીતના ફેંસલા માટે મલ્લયુદ્ધની શરત મૂકી. પોતાના શહેનશાહ વતી મલ્લયુદ્ધ કરીને વીર જાવડશાએ વિજય મેળવ્યો. જાવડશાને અડધું રાજય અને શાહજાદી મળ્યાં, પરંતુ રાજકર્તા વૃદ્ધ ખલીફાની યુવાન સ્ત્રી જાવડશા પર મુગ્ધ બની. જાવડશાને મોહિત કરવા સામ, દામ, દંડ અને ભેદ બધું અજમાવી જોયું, પણ જાવડશા સહેજે વિચલિત થયા નહીં. એણે વૃદ્ધ ખલીફાની યુવાન રાણીને ધર્મબોધ આપ્યો અને કાદવમાં કમળ ઊગે તેમ મોહગ્રસ્ત મલિકા જાવડશાની ધર્મભગિની બની ગઈ. જાવડશાએ એની કુનેહથી મ્લેચ્છ રાજવીનું હૃદય જીતી લીધું. તેઓ સુખરૂપ મધુમતી નગરીમાં પાછા આવ્યા. આ સમયે શ્રી શત્રુંજય તીર્થ પર કપર્દી અસુરે અત્યંત ઉપદ્રવ મચાવ્યો હતો. આ પરમ પાવન પર્વતની શિલાઓને મદિરા અને માંસથી અપવિત્ર બનાવી હતી. મહાપુણ્યના ધામને અધર્મીઓએ પાપભૂમિ બનાવી દીધી હતી. વીર જાવડશાએ પહેલો નિર્ધાર એ કર્યો કે ગમે તે ભોગે, પણ શ્રી શત્રુંજય તીર્થને દુષ્ટ પિશાચોના હાથમાંથી મુક્તિ અપાવીશ, એની થતી ઘોર આશાતના દૂર કરીશ અને એનો જીર્ણોદ્ધાર કરીશ. શરૂઆતમાં કપર્દી સહેજે પાછો પડ્યો નહીં. એણે જાવડશાને પજવવામાં કશું બાકી રાખ્યું નહીં, પરંતુ જાવડશાના નિશ્ચયમાં પ્રાણને ભોગે પણ સંકલ્પ સાધવાનો અડગતા હતી. એની આગળ કપર્દી અને એના અસુર સાથીઓને ઝૂકવું પડ્યું. જાવડશાની વીરતાએ તીર્થાધિરાજ શત્રુંજય પર કબજો જમાવીને બેઠેલાં અનિષ્ટ અને અનાચારી તત્ત્વોને દૂર કર્યા. એની વીરતાએ અસંખ્ય માનવીઓની શ્રી શત્રુંજય તીર્થ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરવાની તક આપી. આચાર્ય વજસ્વામી શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવાનો ઘણાં વર્ષથી પ્રયાસ કરતા હતા, પરંતુ કપર્દી અસુર એમની ધર્મપ્રેરણા પર પાણી ફેરવી દેતો હતો. હવે એનો ભય દૂર થતાં આચાર્યદેવના હૃદયમાં આનંદ પ્રગટ્યો. શ્રીસંઘના આલાદની કોઈ અવધિ ન રહી. તીર્થાધિરાજના ઉદ્ધારનું કામ વીજળીવેગે ચાલવા લાગ્યું. પ્રતિષ્ઠાનો પાવન અવસર આવી પહોંચ્યો. આચાર્ય વજસ્વામીની નિશ્રામાં જાવડશાએ શ્રી શત્રુંજય તીર્થનો તેરમો મહા જીર્ણોદ્ધાર કરાવ્યો. ગામેગામથી નાના-મોટા સંઘો આ ધર્મોત્સવમાં સામેલ થવા શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યા. કેટલાંય વર્ષો પછી શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા શક્ય બની હતી. જાવડશા અને સુશીલાદેવીનું હૃદય તીર્થાધિરાજને જોતાં ગગદ બની જતું હતું. તેમણે સંઘોનાં દર્શન કર્યા. શ્રીસંઘ સાથે જાવડશા અને સુશીલાદેવીએ જિપ્રાસાદ પર ચડીને ધર્મરાજાને ભાવપૂર્વક પ્રણામ કર્યા. સર્વત્ર મહાતીર્થનો જયજયકાર ગુંજી રહ્યો હતો. ધીમે ધીમે શ્રીસંઘ નીચે આવી ગયો, પણ જાવડશા અને સુશીલાદેવી સહેજે ખસ્યાં નહીં. જીવનની કતાર્થતામાં પ્રભુમગ્ન બની ગયાં. ઘણો સમય વીત્યો છતાં તેઓ તળેટીમાં પાછાં આવ્યાં નહીં, તેથી સંઘના મોવડીઓએ ઉપર જઈને તપાસ કરી. જોયું તો જાવડશા અને સુશીલાદેવી દેવદર્શનની મુદ્રામાં સ્થિર બની ગયાં હતાં. તીર્થોદ્ધારની ભાવનાનું સાલ્ય અને તીર્થયાત્રાની ધન્યતા પામીને બંનેનો આત્મા સદાને આ માટે મહાયાત્રાએ સંચરી ગયો હતો. Page #232 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ [ ૧૮૩ ( મહારાજા કુમારપાળ ) જિનશાસનની કીર્તિગાથાનું એક ભવ્ય અને ઉજજ્વળ પ્રકરણ એટલે રાજર્ષિ કુમારપાળનું વીરતા, ન્યાયપરાયણતા અને કરુણાથી ભરેલું જીવન. પરમહંત શ્રાવકના બિરુદથી ઇતિહાસમાં વિખ્યાત મહારાજા કુમારપાળ વિશ્વમાં અહિંસાની ઘોષણા કરનાર સમર્થ રાજવી હતા. વિ. સં. ૧૧૪૯માં જન્મેલા કુમારપાળનાં લગ્ન ભોપાલદેવી સાથે થયાં. નિઃસંતાન સિદ્ધરાજે જયારે જાણ્યું કે એના પછી કુમારપાળના ભાગ્યમાં ગુજરાતનું રાજય છે ત્યારે સિદ્ધરાજે વિચાર્યું કે આ કુમારપાળ આમ રાજા બનવો જોઈએ નહીં. એ મરીને મારો પુત્ર થાય અને રાજા બને તે યોગ્ય ગણાય. આવા વિચારથી એણે કુમારપાળને મારી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. એમાં જેમ જેમ નિષ્ફળતા મળતી ગઈ, તેમ તેમ સિદ્ધરાજની વેરવૃત્તિ વધતી ગઈ. ચોવીસ વર્ષના કુમારપાળને સિદ્ધરાજની દુર્ભાવનાની જાણ થતાં એ બીજા રાજ્યોમાં ચાલ્યો ગયો અને જુદા જુદા વેશે ભટકવા લાગ્યો. રાજાએ એની પાછળ મારાઓની એક ટુકડી રાખી હતી, પણ કુમારપાળને કોઈની ને કોઈની મદદ મળી જતી અને ઊગરી જતો. હેમચંદ્રાચાર્યની કુમારપાળ પર ઘણી કૃપા હતી તેથી એમણે પણ એને આ ગુપ્તવાસમાં સહાય કરી હતી. વિ. સં. ૧૧૯૯ના કારતક સુદ ત્રીજના દિવસે સિદ્ધરાજનું મૃત્યુ થયું. એ પછી મહિપાલ, કીર્તિપાલ અને કુમારપાળ વચ્ચે થયેલ રાજગાદી માટેની સ્પર્ધામાં કુમારપાળ ધીર અને સાહસમૂર્તિ સાબિત થતાં હાથણીએ એમના પર કળશ ઢોળ્યો. વિ. સં. ૧૧૯૯ના માગસર સુદ ચોથના દિવસે પચાસ વર્ષની વયે પાટણમાં કુમારપાળનો રાજયાભિષેક મહોત્સવ રચાયો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી એણે રાજ્યમાં જુગાર પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો. અમારિ ઘોષણા કરી. એણે ધર્મઆજ્ઞા પ્રસરાવી કે, “પ્રજા એકબીજાનાં ગળાં કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જૂઠું બોલવું એ ખરાબ છે. પરસ્ત્રી-સંગ કરવો તે તેથી ખરાબ છે, પણ જીવહિંસા તો સૌથી નિકૃષ્ટ છે. માટે કોઈએ હિંસા પર ગુજરાન ન ચલાવવું. ધંધાદારી હિંસકોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી ભંડારમાંથી ભરણપોષણ મળશે.' અમારિ ઘોષણાનો અવાજ ચારે દિશામાં ગુંજવા લાગ્યો. એણે અધિકારીઓને આજ્ઞા કરી કે મારા રાજ્યમાં જો કોઈ પણ જીવહિંસા કરે તો તેને ચોર અને વ્યભિચારી કરતાં પણ સખત શિક્ષા કરવી. મહારાજા કુમારપાળની આવી અહિંસા પ્રત્યેની ચાહના જોઈને પડોશી અને ખંડિયા રાજાઓએ પણ પોતાના રાજમાં અહિંસાપાલનની ઘોષણા કરી. ધર્મ નિમિત્તે અને ભોજન નિમિત્તે એમ બન્ને પ્રકારે થતી જીવહિંસાનો નિષેધ કર્યો. કંટકેશ્વરી દેવીને અપાતો પશુબલિ પણ બંધ કરાવ્યો. હેમચંદ્રાચાર્યે કુમારપાળને દૈવીકોપથી મુક્ત કર્યા અને પૂર્વભવમાં આઠ ઉપવાસ કરીને શેઠના ઘરે એ મૃત્યુ પામ્યો હતો એ વાત કરી. અમારિ ઘોષણા દ્વારા કુમારપાળે ક્તલખાના બંધ કરાવ્યાં, પશુપીડા પર પ્રતિબંધ મૂક્યો અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના જોવા મળે છે તેના પાયામાં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે કરેલાં કાર્યો કારણભૂત છે. તેમની પાસેથી સમ્યક્ત્વ તથા ગૃહસ્થનાં બાર વ્રતો સ્વીકાર્યા અને તે સમયથી આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે એમને “રાજર્ષિ'નું બિરુદ આપ્યું હતું. . રોજ સવારમાં મંગલપાઠથી જાગવું, નમસ્કારનો જાપ, “વીતરાગસ્તોત્ર' તથા ‘યોગશાસ્ત્ર'નો અખંડ પાઠ, જિનદર્શન, ચૈત્યવંદન, કુમારપાળવિહારમાં ચૈત્યપરિપાટી, ઘરદેરાસરમાં ભોજન-નૈવેદ્ય ધરીને જમવું, સાંજે ઘરદેરાસરમાં આંગીરચના, આરતી, મંગલદીવો, પ્રભુસ્તુતિગુણગાન, રાત્રે મહાપુરુષોના જીવનની વિચારણા અને નિદ્રા - એ રીતે એનો દૈનિક ધાર્મિક ક્રમ હતો. ૧૪ વર્ષમાં ૧૪ કરોડ સોનામહોરોનું દાન, ૨૧ ગ્રંથભંડારોનું લેખન, ૧૮ દેશોમાં અમારિ પાલન, ૧૪ દેશોના રાજાઓ સાથે મૈત્રી, સાત તીર્થયાત્રાઓ, ૧૪૪૪ દેરાસરોનું નિર્માણ અને ૧૬OO દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવનાર મહારાજા કુમારપાળ ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય અને આદર્શ રાજવી તરીકે ચિરસ્મરણીય બની રહ્યા. ૮૪ વર્ષની ઉંમરે વિ. સં. ૧૨૨૯માં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. ગુરુવિદાય પછી રાજય વિષે વૈરાગ્ય અનુભવતા ગુર્જરેશ્વર મહારાજા કુમારપાળ વિ. સં. ૧૨૩૦માં એંસી વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] ભીમ કુંડલિયો ભગવાન તો ભક્તની ભાવનાના ભૂખ્યા છે. હૃદયમાં ધર્મના સાચા સ્નેહ વિના કરોડોનું દાન કરનાર કરતાં સાચી ભાવનાથી એક કોડીનું દાન કરનાર મહાન છે. જૈન દર્શને પ્રત્યેક ધર્મ-આચરણમાં દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ દર્શાવ્યા છે. ભાવનાશૂન્ય હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે દ્રવ્ય. ભાવનાપૂર્ણ હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે ભાવ. ભીમ કુંડલિયોનું જીવન હ્રદયની સાચી ધર્મભાવનાનું મહિમાગાન કરે છે. { જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૨૧૩માં શ્રી શત્રુંજય તીર્થના મૂળ જિનાલયનો મહામાત્ય વાહડે જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિષ્ઠાનો બરાબર રંગ જામ્યો હતો. આ પ્રતિષ્ઠામાં ટીમાણાનો અતિ ગરીબ ચીંથરેહાલ જૈન ભીમ પણ આવ્યો હતો. તે કુંડલાના ઘીનો વેપારી હતો. તેણે પોતાના ગામથી છ દ્રમ્મનું ઘી લાવીને સંઘમાં ફેરી કરી. આને પરિણામે એને એક રૂપિયો અને સાત દ્રમ્મની કમાણી થઈ. આમાંથી એક રૂપિયામાં ફૂલ ખરીદીને એણે પ્રભુપૂજા કરી. આવો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરાવનાર મહામાત્ય વાહડનાં દર્શન કરવાની ભાવનાથી ભીમ મંત્રીરાજના તંબુ પાસે આવ્યો. નિર્ધનતાથી ઘેરાયેલા ભીમને મંત્રીને મળતાં સંકોચ થતો હતો. મંત્રી માનવપારખુ હા. એમણે આ ગરીબ ભીમને પોતાની પાસે અર્ધ-આસન પર બેસાડ્યો. એના જીવનનો ઇતિહાસ જાણી લીધો. મંત્રી વાડ઼ે ભાવથી કહ્યું. ‘‘ભીમ, તું મારો સાધર્મિક ભાઈ છે. મારે યોગ્ય કંઈ કામ હોય તો જરૂર કહેજે.'' આ સમયે તીર્થોદ્ગારના વહીવટદારો નીર્થોદ્વારની રકમ પૂરી કરવા ટીપ કરતા હતા. તેઓ ભીમ પાસે આવ્યા. એની પાસે સાત કમ્મ હતા. એ સઘળી મૂડી એણે ટીપમાં આપી દીધી. કેવો વિરલ ત્યાગ ! કેવી અનુપમ ભાવના! કેવી ભવ્ય ધર્મપીત : મહામાત્ય વાહકે આ ગરીબ માનવીનો વિરાટ ત્યાગ જોઈને પ્રસન્ન થઈ ગયો. રીપની યાદીમાં એમણે સીમ કુંડલિયોનું નામ પહેલું લખાવ્યું. સાથે શ્રેષ્ઠીઓને કહ્યું પણ ખરું. જુઓ, આનું નામ ત્યાગ! છ દ્રમના ધીમાંથી એક રૂપિયો અને સાત મ્મની કમાણી કરી. રૂપિયાનાં પુષ્પોથી પ્રભુપૂજા કરી. બાકીના સાત દ્રમ્પ ીપમાં લખાવ્યા. અને આજની પ્રભુભક્તિમાં રસ છે. કાલની કશી ફિકર નથી. ધર્મકાર્ય પ્રત્યે એનો ધર્મસ્નેહ તો જુઓ !'' વાડ મંત્રીએ ભીમ કુંડલિયોને ત્રણ રેશમી વસ્ત્રો અને પાંચસો દ્રમ્મની ભેટ આપી. ભીમે હસીને કહ્યું, મંત્રીશ્વર! આ નાશવંત સંપત્તિના લોભમાં હું મારું પુણ્ય વેચી ન શકું. તમે પૂર્વભવમાં આવું પુણ્ય કર્યું તેથી આજે આવી સ્થિતિમાં છો. તો પછી મારું સંચિત પુણ્ય શી રીતે આપી શકું? આ તો છેતરામણી કર્યા જેવું કહેવાય.'' મંત્રી વાહડ આવાં વચનો સાંભળી ખૂબ પ્રસન્ન થયા. એણે પાનનું બીડું આપીને ભીમનું સન્માન કર્યું. ભીમ કુંડલિયો ઘેર આવ્યો તો રોજ એનો હિસાબ લેનારી કર્કશા નારીએ કશું ન પૂછ્યું. બન્યું હતું એવું કે એના ઘરની ગમાણમાં ગાય બાંધવાનો ખીલો કાઢીને બરાબર નાખવા જતાં એને ચાર હજાર સોનામહોર મળી હતી. પોતાની આ વાત અતિ હર્ષભેર ભીમ કુંડલિયોને કહી. ભીમ કુંડલિયોએ કહ્યું, ‘‘આ તો મારી પ્રભુપૂજાનું ફળ છે. આ રકમ તો આપણે તીર્થમાં વાપરવી જોઈએ.'' બીજે દિવસે સંધમાં આવીને મંત્રી વાહને આ મ આપી તો મંત્રીએ આ રકમ લેવાનો સાફ ઇન્કાર કર્યો. ભીમ કુંડલિયોએ કહ્યું. મંત્રીશ્વર! મારી પાસે એક બળદ છે તે બસ છે. આ ધન રાખીને મારે વિનાકારણે કોઈ કલેશ નથી વહોરવો.’’ આમ છતાં મંત્રી વાડે રકમ સ્વીકારી નહીં. છેક રાત સુધી બંને વચ્ચે રકઝક ચાલી. રાત્રે કપર્દી પક્ષે કહ્યું, 'તારી પુષ્યપૂજાથી પ્રસન્ન થઈને આ ધન આપ્યું છે. એનો તારે માટે અને દાન કાજે ઉપયોગ કર. હવે સમૃદ્ધિ સદાય તારી સાથે રહેશે.'' બીજે દિવસે ભીમ કુંડલિયોએ ભગવાન ઋષભદેવની સુવર્ણરત્નો અને પુષ્પો વડે લાખેણી પૂજા કરી. કપર્દી યક્ષની પણ પૂજા કરી. એનો ભંડાર છલોછલ ભરાયેલો રહ્યો. આ ભીમ કુંડલિયોએ શ્રી શત્રુંજય મહાત ર્થ પર ભીમકુંડ બંધાવ્યો. Page #234 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૮૫ ક ( શેઠ જગડૂશા ) અહિંસાનું પાલન અને કરોડોની સંપત્તિનું દાન એ જગડૂશાની વિશેષતા હતી. એક વખત સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે કોયલા પહાડીની નજીક એમનું જહાજ થંભી ગયું. એમ કહેવાતું કે મધ્યાહ્ન સમયે દેવીની દૃષ્ટિ જે વાહન પર પડે તે ભસ્મીભૂત થઈ જાય. આ લોકમાન્યતા સાંભળીને જગડૂશા દેવીના મંદિરમાં આવ્યા. આસનસ્થ થઈને ત્રણ ઉપવાસ કર્યા. દેવી પ્રસન્ન થતાં આ સંહાર બંધ કરવાની જગડુશાએ પ્રાર્થના કરી. કથા એમ કહે છે કે દેવીએ કહ્યું કે મંદિરના ૧૦૮ પગથિયાં પર એક એક પાડાને બલિરૂપે રાખવામાં આવે. જગડુશાએ ૧૦૬ પાડા મંગાવ્યા. બીજે પગથિયે પોતાના દત્તક પુત્રને અને પહેલે પગથિયે પોતે ઊભા રહ્યા. પશુઓના સંહારને બદલે પહેલાં પોતાના બલિ ચડાવવા માટે પોતાની ડોક પર તલવાર ચલાવવા ગયા, ત્યાં જ કોઈ અદશ્ય શક્તિએ એમનો હાથ પકડી લીધો. જગડૂડાની જીવદયા અને સાહસની ભાવના જોઈને દેવી પ્રસન્ન થયાં. દેવીએ કહ્યું કે મારા દક્ષિણ દિશા તરફના મંદિરને ઉત્તર દિશા તરફનું બનાવી દે, જેથી કોઈ સંહાર ન થાય. આજે સૈકાઓ પછી પણ કોયલા પહાડીની યાત્રામાં દેવીનાં દર્શન કર્યા બાદ જગડૂશા અને એમના પુત્રની આરતી ઉતારવામાં આવે છે. કરછના કંથકોટથી જગડૂશાના પિતા સોળશાહ ભદ્રેશ્વર આવીને વસ્યા. જગડૂશાની માતા લક્ષ્મીબાઈ દયાની સાક્ષાત મૂર્તિ હતાં. જગડૂશાના પિતાનો વેપાર દેશ-પરદેશમાં ચાલતો હોવાથી એમને માં આવતા સંખ્યાબંધ આડતિયાઓ પાસેથી દરિયાઈ સફરની રોમાંચક ગાથાઓ સાંભળી હતી. એ સમયે બાળક જગ એમ કહેતો કે હું મોટો થઈશ ત્યારે સો વહાણો લઈને નીકળીશ અને તમારા દેશમાં મારો વેપાર જમાવીશ. પિતાનું અવસાન થતાં જગડૂશાએ વેપાર સંભાળ્યો. એ સમયે ભદ્રેશ્વર ગુજરાતના તાબામાં હતું અને મહારાજ ભીમદેવની સત્તા નબળી પડતી હતી. આ તકનો લાભ લઈને થરપારકરનો અભિમાની રાજા પીદેવ ભદ્રેશ્વર પર ધસી આવ્યો અને એના કિલ્લાને તોડી નાખ્યો. પરિણામે ભદ્રેશ્વર માથે પ્રત્યેક ક્ષણે ભય તોળાતો હતો, ત્યારે જગડૂશાએ કિલ્લો બાંધવાનો વિચાર કર્યો. અભિમાની પીઠદેવે ધમકી આપી પરંતુ એનાથી સહેજે ચળ્યા વિના છ માસમાં કિલ્લો તૈયાર કરી દીધો. જગડૂશાએ શત્રુંજય અને ગિરનારના ભવ્ય સંઘો કાઢીને યાત્રા કરી. અનેક મંદિરો બંધાવ્યાં. દેશાવરથી આવતા મુસલમાન વેપારીઓને નમાજ પઢવા માટે ખીમલી મસ્જિદ પણ ચણાવી આપી. વિ. સં. ૧૩૧૧માં જગડૂશા એક વખત પરમદેવસૂરિ આચાર્યનું વ્યાખ્યાન સાંભળવા ગયા ત્યારે દાન વિષે વ્યાખ્યાન આપ્યા પછી ગુરુદેવે જગડૂશાને એકાંતમાં બોલાવીને કહ્યું, “તમારી લક્ષ્મીના સત્રયનો ખરો પ્રસંગ આવી રહ્યો છે. હવે ત્રણ વર્ષ ઉપરાઉપરી દુષ્કાળ આવશે. તેથી બને એટલું ધાન્ય ભરી રાખજો. એ ધાન્યથી દુષ્કાળમાં સહુને જિવાડજો. મનુષ્યસેવાનો આવો મહાન મોકો ફરી મળવો મુશ્કેલ છે.' આ સમયે જગડૂશાની દુકાનો ઉત્તરમાં ગિજની-કંદહાર સુધી, પૂર્વમાં બંગાળ સુધી, દક્ષિણમાં રામેશ્વર સુધી અને દરિયાપારના દેશોમાં પણ હતી. બધે અનાજની ખરીદી શરૂ થઈ. ધાન્યના કોઠારો પર જગડૂશાએ એક તામ્રપત્ર લખાવ્યું તેમાં ફક્ત આટલા જ શબ્દો લખ્યા--- આ કણ ગરીબો માટે છે.” જગડૂશા વિ. સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫ના વર્ષમાં ઉપરાઉપરી ત્રણ દુષ્કાળ આવ્યા. આ દુષ્કાળમાં જગડૂશાહે ગુજરાત, સિંધ, મેવાડ, માળવા, કાશી, દિલ્હી અને છેક કંદહારના રાજાને અનાજ આપ્યું. એકસો પંદર જેટલી દાનશાળા ખોલી જેમાં પ્રતિદિન પાંચ લાખ માણસોને ભોજન આપવામાં આવતું. આ દુષ્કાળમાં ચાર કરોડ, નવાણું લાખ અને પચાસ હજાર મણ અનાજ ગરીબોને વિનામૂલ્ય વહેંચ્યું અને નગદ સાડા ચાર કરોડ રૂપિયા ખર્ચા. રાજા-મહારાજાઓએ એમને જગતના પાલનહારનું બિરુદ આપ્યું. આજે પણ મહાન દાનેશ્વરીને જગડૂશની ઉપમા અપાય છે, તે આ માટે જ. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન ( સેનાપતિ આભૂ ) ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ પર વિશાળ મુસલમાન સેના ચડી આવી. ગુજરાતના અંતિમ સોલંકી રાજા ભીમદેવ (દ્વિતીય) એ સમયે રાજયમાં ઉપસ્થિત નહોતા, આથી સહુ કોઈના મનમાં ચિંતાયુક્ત સવાલ જાગ્યો કે મુસ્લિમ આક્રમણથી કઈ રીતે રાજ્યની રક્ષા કરી શકાય? આમ તો સેનાપતિ સેના લઈને યુદ્ધ લડે, પરંતુ સેનાપતિપદે હજી હમણાં જ શ્રીમાળી જૈન રજપૂત આભૂની નિયુક્તિ થઈ હતી. સાવ નવોસવો સેનાપતિ યુદ્ધભૂમિ પર સેનાને કઈ || રીતે માર્ગદર્શન આપી શકે? આમ ત્રણ પ્રકારની ચિંતાથી અણહિલપુર પાટણ ઘેરાઈ ગયું. એક તો પ્રજા ઉત્સાહ અને સૈન્યશક્તિ આપે તેવા રાજા ભીમદેવ હાજર નહોતા. બીજી કોઈ એવી વ્યક્તિ નહોતી કે જેના પર રાજ્યની સુરક્ષાનો મદાર રાખી શકાય. ત્રીજી વાત એ હતી કે વિશાળ મુસલમાન સેના સામે ઝઝૂમી શકે એટલી પૂરતી અને વ્યવસ્થિત સેના પણ નહોતી. આથી રાજયના અધિકારીઓ ચિંતામાં ડૂબી ગયા હતા. ગુજરાતનાં મહારાણીએ જોયું કે હવે કોઈ ઉપાય નથી. મુસલમાન સેના સાવ નજીક આવી ચૂકી છે. એક એક પળ કીમતી છે, ત્યારે તત્કાળ નિર્ણય લેવાની જરૂર હતી. આખરે એણે સેનાપતિ આભૂને બોલાવ્યા અને યુદ્ધનો દોર સોંપ્યો. સેનાપતિ આભૂએ સૈનિકોને એકઠા કરીને એમનામાં ઉત્સાહ જગાવ્યો. દુશ્મનોને મૂંઝવી નાખે એવી વ્યુહરચના કરી. બીજે દિવસે પ્રાત:કાળે યુદ્ધનો પ્રારંભ થયો. સેનાપતિ આભૂ ધર્મનિષ્ઠ શ્રાવક હતો. દિવસમાં બે વાર સવારે અને સાંજે પ્રતિક્રમણ કરતો હતો. સંધ્યાની લાલિમા આકાશના ખૂણે છવાઈ ગઈ. પ્રતિક્રમણનો સમય નજીક આવ્યો. સેનાપતિ આભૂ વિચારવા લાગ્યો કે કોઈ એકાંત સ્થળે જઈને પ્રતિક્રમણ કરી લઉં, પરંતુ આ યુદ્ધભૂમિની વચ્ચે એકાંત સ્થળ કયાંથી મળે? સંહારથી ભરેલા સમરાંગણમાં સમતાંગણ જેવું પ્રતિક્રમણ કેવી રીતે થઈ શકે? જો સેનાપતિ જ સમરાંગણ છોડીને જાય તો તો આફતની આંધી જાગે. સેનાપતિ વિના સેના હતોત્સાહ થઈ જાય અને એના લલાટે પળવારમાં પરાજય લખાઈ જાય. એક બાજુ દૃઢ ધર્મશ્રદ્ધા હતી, બીજી બાજુ એના પાલનમાં પારાવાર મુશ્કેલી હતી. એક બાજુ ધર્મ, બીજી બાજુ સંકટ! આખરે યુદ્ધભૂમિ પર હાથીની અંબાડી પર બેઠાં-બેઠાં પ્રતિક્રમણનો પ્રારંભ કર્યો. પ્રતિક્રમણમાં જ્યારે જેમ જીવા વિરાહિયા એગિદિયા બેઈદિયા (એકેન્દ્રિય, બેઈદ્રિય–જે કોઈ જીવની મેં વિરાધનાહિંસા-કરી હોય)' ઇત્યાદિ શબ્દોનું સેનાપતિ આભૂ ઉચ્ચારણ કરતા હતા ત્યારે કોઈ સૈનિકે એક બીજા સૈનિકને કહ્યું, અરે! જુઓ તો ખરા! આપણા સેનાપતિ યુદ્ધના મેદાનમાં કેવું અહિંસક કૃત્ય કરી રહ્યા છે! એક બાજુ મારો-કાપોના હોકારા-પડકારા સંભળાય છે. સામસામે દુશ્મનો પર શસ્ત્રો ઝીંકાય છે. આવે સમયે એ ““એબિંદિયા બેઈદિયા' કરી રહ્યા છે. આ બિચારો નરમ-નરમ શીરો ખાનારો શ્રાવક યુદ્ધમાં ક્યાંથી બહાદુરી બતાવશે?” આ વાત છેક મહારાણીના કાન સુધી પહોંચી. મહારાણીના મનમાં પારાવાર ચિંતા જાગી, પરંતુ હવે નિરુપાય હતાં. બીજે દિવસે પ્રાત:કાળે યુદ્ધનો પ્રારંભ થયો. સેનાપતિ આભૂએ દુશ્મનો પર એવું પ્રબળ આક્રમણ કર્યું કે એમને શરણાગતિ સ્વીકારવી પડી. પાટણની પ્રજાએ સેનાપતિ આભૂનો જયજયકાર કર્યો અને મહારાણીએ એમનું સન્માન સાથે સ્વાગત કર્યું. મહારાણીએ કહ્યું, “તમને યુદ્ધભૂમિ પર પ્રતિક્રમણ કરતાં જોઈને સૈનિકોએ ઘોર નિરાશા અને મેં પારાવાર વ્યથા અનુભવી હતી, પરંતુ તમારી વીરતા જોઈને આજે અમે સહુ આશ્ચર્યમુગ્ધ બન્યાં છીએ.'' સેનાપતિ આભૂએ ઉત્તર આપ્યો, “મારું અહિંસાવ્રત મારા આત્મા સાથે સંબંધિત છે. દેશ કે રાજ્યની રક્ષા એ મારું પરમ કર્તવ્ય છે. એને માટે વધ કરવાની કે હિંસા કરવાની જરૂર પડે તો તેમ કરવું એ મારો પરમ ધર્મ સમજું છું. મારું શરીર એ રાષ્ટ્રની સંપત્તિ છે, તેથી રાષ્ટ્રની આજ્ઞા અને આવશ્યકતા અનુસાર તેનો ઉપયોગ થવો જોઈએ. શરીરમાં રહેલો આત્મા અને મને મારી પોતાની સંપત્તિ છે. એ બંનેને હિંસાભાવથી દૂર રાખવાં એ જ મારા વ્રતનું લક્ષણ છે.” સેનાપતિ આભૂનો દેશપ્રેમ અને ધર્મનિષ્ઠા જોઈને સહુનાં મસ્તક ઝૂકી ગયાં! Page #236 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ છે. [ ૧૮૭ S : (સવાસોમાં) સૌરાષ્ટ્રના સવચંદ શેઠનો વેપાર ધમધોકાર ચાલતો હતો. જમીન પર હજારોની પોઠો ચાલે અને દરિયા પર માલ ભરેલાં વહાણો ચાલે. દિલ્હી, આગ્રા અને અમદાવાદના બજારમાં એમની પ્રતિષ્ઠા એટલી ઊંચી કે સવચંદ શેઠની હૂંડી કયાંયથી પાછી ફરે નહીં. દરિયામાં ભરતી-ઓટ આવે એમ માણસની જિંદગીમાં પણ ચડતી-પડતી આવે. એક વાર દરિયાઈ માર્ગે ગયેલાં સવચંદ શેઠનાં બારે વહાણ દરિયામાં ગુમ થયાં. એક-એક વહાણમાં લાખોના હિસાબે માલ ભર્યો હતો. દિવસો પર દિવસો વીતતા જતા હતા, પણ વહાણના કાફલાની કોઈ ભાળ મળતી નહોતી. નક્કી રત્નાકર સાગર એને ગળી ગયો હશે! સવચંદ શેઠ જોતજોતામાં ખાલીખમ થઈ ગયા. ઘરમાંથી વાલની વાળી સુધ્ધાં આપી દીધી, પણ આભ ફાટ્યું હતું ત્યાં થીંગડું દીધું ચાલે એમ નહોતું. નજીકના ગામના ઠાકોરની રકમ શેઠને ત્યાં હતી. એણે આવીને ઉઘરાણી કરવા માંડી. સવચંદ શેઠે થોડીઘણી રકમ મેળવવા મહેનત કરી પણ ફાવ્યા નહીં. દુનિયામાં પડતાંને પાડનાર લાખ માનવી છે, પડતાંને ઊભા કરનાર કોઈ વિરલા જ હોય છે. શેઠે ઉઘરાણી મેળવવા કે ઉછીનું મેળવવા પ્રયાસ કર્યો, પણ ખાલી હાથે પાછા ફર્યા! છેવટે નરસિંહ મહેતાએ શામળશા શેઠ ઉપર લખી હતી એવી હૂંડી વણથલીના શેઠ સવચંદ જેરાજે અમદાવાદના શેઠ સોમચંદ અમીચંદ પર લખી અને લખ્યું કે આ ચિઠ્ઠી લઈને આવનાર ઠાકોર સૂરજમલજી સતાવતને હૂંડી દેખાડે એટલે એક લાખ રોકડા રૂપિયા આપશો. ? સવચંદ શેઠને સોમચંદ શેઠની કોઈ પહેચાન નહોતી કે પૈસાની કોઈ લેવડદેવડ કયારેય કરી નહોતી. આ લાખની હુંડી કેમ સ્વીકારાશે એ વિચારમાં શેઠની આંખમાંથી બે આંસુ ટપકીને કાગળ પર પડ્યાં. ખેર! બીજું કરે પણ શું? પ્રભુનું નામ લઈ હૂંડી ઠાકોરના હાથમાં મૂકી. અમદાવાદના ઝવેરીવાડમાં ધનાઢ્ય સોમચંદ શેઠ રહેતા હતા. સોમચંદ શેઠે હૂંડી વાંચી. એમણે હૈયાપાટી પર સવચંદ શેઠનું ખાતું યાદ કર્યું, પણ કશું યાદ ન આવ્યું. મુનીમને તપાસ કરવા કહ્યું. મુનીમે ચોપડા ઉખેળ્યા, પણ ક્યાંય આ નામઠામ ન મળે. સોમચંદ શેઠે ઠાકોરને કહ્યું કે અમારે ત્યાં મોટી રકમની હૂંડી ત્રણ દિવસે સ્વીકારાય છે, માટે ત્રણ દિવસ તમે અમારા મહેમાન બનીને રહો. સોમચંદ શેઠનો વૈભવ જોઈને અંજાઈ ગયેલા ઠાકોર ત્રણ દિવસ રોકાયા. શેઠે ફરી નિરાંતે ચોપડા જોયા. એમાંય સવચંદ શેઠનું કોઈ ખાતું નીકળ્યું નહીં. ફરી હૂંડી મંગાવીને ધ્યાનથી જોયું તો એમની નજર હૂંડી પર પડેલાં બે બિંદુ પર ગઈ. નક્કી, કોઈ લાખેણા પુરુષનાં આ આંસુ લાગે છે ! એણે મારે ભરોસે હૂંડી લખી લાગે છે. લક્ષ્મીનો પોતાના સાધર્મિક માટે ઉપયોગ કરવાની સોનેરી તક સામે ચાલીને મળી છે! માણસ માણસના કામમાં ન આવે તો માનવદેહ મળ્યો ન મળ્યો સરખો ગણાય. શેઠે મુનીમને કહ્યું કે ઠાકોરને લાખ રૂપિયા ચૂકવી આપો. મુનીમે કહ્યું કે સવચંદ શેઠનું ખાતું નથી તો લાખ રૂપિયા કયા ખાતે લખીને આપું? શેઠે કહ્યું કે ખર્ચ ખાતે લખીને આપો. અંધકારમાંથી સોનાનો સૂરજ ઊગે એમ સવચંદ શેઠનાં બારે વહાણ પાછાં આવ્યાં. ઠાકોરને લઈને વણથલીના સવચંદ શેઠ અમદાવાદમાં સોમચંદ શેઠને ત્યાં આવ્યા. શેઠ પેઢી પર બેઠા હતા. સવચંદ શેઠે દોડીને પોતાની પાઘડી એમના ખોળામાં મૂકતાં કહ્યું, “શેઠ, મને મરેલાને તમે જિવાડ્યો. તમે મારી આંટ રાખી. આ ચામડીથી તમારા જોડા સિવડાવું તોય ઓછા છે. તમારું નાણું લઈ લો.” સવચંદ શેઠે થેલીઓ ઉતારવા માંડી. ત્રણ લાખ રૂપિયા મૂક્યા. સોમચંદ શેઠે કહે, “અમે તો લાખ આપ્યા હતા. વ્યાજ મેળવીએ તોય બહુ બહુ તો સવા લાખ થાય. ” વાત વિવાદે ચડી. સોમચંદ શેઠ કે સવચંદ શેઠ એકે માને નહીં. Tગામનું મહાજન એકઠું થયું. નક્કી થયું કે આ સંપત્તિમાંથી સંઘ કાઢવો. ભાવથી તીર્થયાત્રા કરવી. રસ્તે દાન દેવું. દુઃખિયાંનાં દુઃખ દૂર કરવાં. આખો સંઘ નીકળ્યો અને શ્રી શત્રુંજય તીર્થ પર પહોંચ્યો. ત્યાં જઈ બાકીના દ્રવ્યથી દેરાસરો બાંધ્યાં. આજે સવા-સોમાની ટૂકનાં જિનાલયો જોઈને અંતર બોલી ઊઠે છે : “રંગ છે સવા-સોમાને! દુનિયામાં રાખરખાપ હજો તો આવી હજો. માણસાઈ મળો તો આવી મળજો. લક્ષ્મી મળો તો આવાને મળજો.” Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] જૈન પ્રતિભાદર્શન ( પેથડશા ) ૮૪ જિનાલય, અનેક ઉપાશ્રય, પેથડવિહાર મંદિર અને ગ્રંથભંડારનું નિર્માણ કરનારા પેથડશાએ અનેક ધર્મકાર્યો કર્યા. પિતા દેદાશાના મૃત્યુ પછી પેથડશાની પરિસ્થિતિ બદલાતાં એકાએક નિર્ધન બની ગયા. એમણે આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે પરિગ્રહ-પરિમાણ વ્રત માગ્યું, પરંતુ ગુરુએ એનું ઉજજવળ ભાગ્ય જોઈને પાંચ લાખ ટકાનું પરિમાણ વ્રત આપ્યું. સમય જતાં ઘીનો વેપાર ધમધોકાર ચાલતાં પેથડશા અઢળક સંપત્તિ પામ્યા. એક વખત ખંભાતના સંઘપતિ ભીમજીએ સત્પાત્ર દાનની ભાવનાથી ચતુર્થ વ્રતધારીઓને (બ્રહ્મચર્યપાલનનું વ્રત ધરાવનારાઓને) વસ્ત્રદાન કર્યું. એ વસ્ત્રની એક જોડી પેથડ મંત્રીને મોકલી. એ વસ્ત્ર પહેરીને યુવાનીમાં જ પેથડ અને એમની પત્નીએ બ્રહ્મચર્યવ્રત ગ્રહણ એમ કહેવાય છે કે બ્રહ્મચર્યથી એમની આત્મશક્તિનો એવો તો વિકાસ થયો કે એક વાર રાણીને કાલજવર થયો હતો, તે પેથડશાનું વસ્ત્ર પહેરતાં જ્વર ઊતરી ગયો હતો. રાજાના મદાંધ હાથી પર એ વસ્ત્ર નાખતાં શાંત થઈ ગયો હતો. માંડવગઢના મંત્રી પેથડશાની ઇચ્છાને કારણે રાજાએ રાજ્યમાં અમારિ ઘોષણા (અહિંસાપાલનની ઘોષણા) કરી હતી. પેથડ મંત્રીએ સાત લાખ યાત્રાળુઓનો છ'રી પાળતો સંઘ પણ કાઢ્યો હતો. પેથડશા અગમચેતી ધરાવતા રાજપુરુષ હતા. વિક્રમની ૧૩મી સદીના અંત અને ૧૪મી સદીના આરંભકાળના એ સમયે અલ્લાઉદ્દીન ખીલજીની ક્રૂરતાને કારણે પ્રજા ત્રાહિમામ્-ત્રાહિમામ પોકારતી હતી. સંખ્યાબંધ દેવમંદિરો અને ધર્મતીર્થો ધરાશાયી બન્યાં હતાં. ધર્મશાસ્ત્રોના ભંડાર આગમાં ભસ્મીભૂત બનીને ખાખ થયા હતા અને દેવમૂર્તિઓ પર સર્વનાશ વરસવામાં કશું બાકી રહ્યું નહોતું. આવે સમયે માંડવગઢના મંત્રી પેથડશાએ રાજ્યના કોટનકિલ્લા મજબૂત કરાવ્યા હતા. અન્નભંડારો ભરાવી લીધા હતા. માંડવગઢનું રાજય એ પતનના કારમા કાળમાં અને ગોઝારા સમયમાં શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય ગણાતું હતું. વિશાળ સત્તા, અઢળક સંપત્તિ અને અમીટ કીર્તિની વચ્ચે જીવતા પેથડશાની ધર્મભાવના એટલી જ અનેરી હતી. પ્રભુભક્તિ અને સાધર્મિક ભક્તિના માર્ગે એમની સંપત્તિ વહેતી હતી. આ સમયે દક્ષિણ ભારતનું દેવગિરિ (દોલતાબાદ) નામાંકિત નગર ગણાતું હતું. અહીં ધર્મદ્વિષને કારણે જૈન ધર્મનો પ્રસાર અશક્ય બન્યો હતો. આ સમયે મંત્રી પેથડશાએ વિચાર કર્યો કે આવા જાણીતા નગરમાં એકાદ જિનપ્રાસાદ તો હોવો જોઈએ. મનમાં વિચાર્યું કે જો જિંદગીમાં આટલું પણ ધર્મકાર્ય થઈ શકે નહીં, તો જીવતરનું પણ સાર્થકચ ? કામ જેટલું પવિત્ર હતું એટલું જ પારાવાર મુશ્કેલીઓવાળું હતું. વિચક્ષણ મંત્રી પેથડશાએ દેવગિરિથી થોડે દૂર આવેલા ઓંકારપુર નગરમાં દેવગિરિના હેમ નામના પ્રધાનના નામથી દાનશાળા શરૂ કરી. દાનશાળાની નામના સાથે પ્રધાનની કીર્તિ ચોમેર પ્રસરતી ગઈ. હેમ પ્રધાને તપાસ કરી તો જાણ થઈ કે માંડવગઢના મંત્રી પેથડશા પોતે અઢળક ધન ખર્ચીને એમને યશ અપાવે છે. દુનિયામાં પારકાના ભોગે પોતે યશ લેનારાનો પાર નથી. પોતાના ભોગે પારકાને યશના ભાગી બનાવનાર તો કોઈ વિરલા જ હોય. હેમ પ્રધાન મંત્રી પેથડશાને મળવા બોલાવ્યા. પેથડશાએ કહ્યું કે દેવગિરિ નગરમાં મારા ઇષ્ટદેવનો ભવ્ય પ્રાસાદ બનાવવો છે. પૈસાની કોઈ કમીના નથી. માત્ર આપની રાજધાનીમાં આને માટે યોગ્ય જમીન આપવાની કૃપા કરો. પ્રધાન હેમે પેથડશાને વચન આપ્યું અને સમય જતાં રાજા રામદેવને રીઝવીને એનું પાલન કર્યું. દેવગિરિની ધરતી પર સ્વર્ગના દિવ્ય વિમાન જેવું ગગનચુંબી દેવપ્રાસાદ સજર્યું. અદ્ભુત માંડણી, કામણગારી કોતરણી અને જીવંત હોય એવાં શિલ્પોથી રુદ્ર મહાલયની ઊંચાઈનું સ્મરણ કરાવે એવા જિનમંદિરનું સર્જન થયું. વિ. સં. ૧૩૩૫માં એ મહાપ્રાસાદ અને ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની ધર્મમહોત્સવ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી. મંત્રીશ્વરનું હૃદય ગદ્દગદ બની ગયું. પોતાનો જન્મ સફળ થયો હોય તેમ લાગ્યું! આજે પણ “અમૂલિકવિહાર' જિનપ્રાસાદ મંત્રીશ્વર પેથડશાની ધર્મભાવનાની યશોગાથા સંભળાવે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ' ધરાશાહ રાજસ્થાનના નાંદિયા ગામના મૂળ વતની શેઠ ધરણાશાહ માલગઢ ગામમાં વસતા હતા. એમના પિતાનું નામ કુંરપાલ અને માતાનું નામ કામલદે હતું. આખું કુટુંબ ધર્મપ્રિય, ભાવનાશીલ, ઉદાર અને સંસ્કારી હતું. યુવાન ધરાશાહની તેજસ્વી બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈને કુંભા રાણાએ એમને રાજયના મંત્રીપદે નીમ્યા હતા. ધરણાશાહ સદૈવ ધર્મકાર્ય અને દાનધર્મમાં દ્રવ્યનો સદુપયોગ કરતા હતા. એમણે નવા જિનાલયોની રચના કરી હતી અને જરૂર જણાઈ ત્યાં પ્રાચીન દેરાસરોનો અાંતર કરાવ્યો. આ ધરામાણે શ્રી શત્રુંજય તીર્થનો સંપ કાઢીને યાત્રા કરી તેમ જ આ મહાતીર્યની પવિત્ર નિશ્રામાં જુદાં જુદાં બત્રીસ નગરોના શ્રીસંઘો સમક્ષ નાની વયે આજીવન ચોથા વ્રતની બ્રહ્મચર્યવ્રતની) બાધા લીધી હતી. [ ૧૮૯ પોતાના પ્રદેશમાં પભદેવ ભગવાનનું ભવ્ય જિનાલય સર્જવાની ધરાશાહની ઉત્કટ ભાવના હતી. એની કિંવદંતી છે કે ચકેશ્વરી માતાએ એક દિવસ સ્વપ્નમાં ધરણાને સ્વર્ગલોકના નલિનીસૂક્ષ્મ વિમાનનું દર્શન કરાવ્યું. એ દિવસથી ધરણાશાહના હૃદયમાં એક જ તીવ્ર ભાવના જાગી કે ક્યારે મારા પ્રદેશમાં મારા મનમાં જેનું દર્શન પામ્યો તે નલિનીગુલ્મ દેવવિમાન જેવું જિનાથે બંધાયું! મંત્રી ધરણાશાહ એ સમયના પ્રખર આચાર્યશ્રી સોમસુંદરસુરિજી મહારાજ પાસે દોડી ગયા. આ મહાન આચાર્યના શુભ હસ્તે અનેક સ્થળે જૈન મંદિરોનાં નિર્માણ અને પ્રતિષ્ઠાના પ્રસંગો ઊજવાયા હતા. મંત્રી ધરણાશાહે આચાર્યશ્રી સમક્ષ એમણે જોયેલા સ્વપ્નનું વિગતે વર્ણન કર્યું. સ્વપ્નમાં નીરખેલી ભવ્ય સૃષ્ટિને સાકાર કરી શકે એવો કુશળ શિલ્પી જોઈએ. નલિનીગુલ્મ દેવવિમાન જેવું મંદિર આરસપહાણમાં કંડારી શકે તેવો કસબી જોઈએ. નગરેનગર અને ગામોગામના શિલ્પીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં. એ સમયના પદ્માસ નિષ્ણાત શિક્ષીઓ મંત્રીશ્વર ધરબારહની કલ્પનાને નક્શાની રેખાનોમાં સાકાર કરવા લાગ્યો. મંત્રી પરણામ એક પછી એક નકશો જુએ છે અને ઘોર નિશા અનુભવે છે. એકએકથી ચઢે તેવા પચાસમાંથી એકે શિલ્પીનો નકો મંત્રીની કલ્પનાને પ્રગટ કરતો હતો. આખરે મુંડારા ગામના રહેવાસી દેપા નામના શિલ્પીને બોલાવવામાં આવ્યા. દેપાને માટે શિલ્પકલા એ આરાધના હતી. શિક્ષનિર્માણ એ સાધના હતી. શિલ્પકૃતિ એ ઉપાસના હતી. સંન્યાસી જેવું ધ્વન ગાળતા દેપાને પોતાની સામાન્ય આર્થિક સ્થિતિમાં સંતોપ હતો. એનો નિયમ હતો કે હંમેશાં ઉત્કૃષ્ટ શિલ્પકૃતિ જ રચવી, નહીં તો આરસને ટાંકણાં મારવાં નહીં. વળી દેરાસર બંધાવનાર ધર્મનિષ્ઠ વ્યક્તિ હોય તો જ એને કાર્ય હાથમાં લેવું. મંત્રી પરવાહની જીવનશૈલી અને ધર્મપરાગતાથી દ્વેષ. શિલ્પી પ્રસન્ન થયા. એમણે આ કાર્ય સ્વીકાર્યું. તેઓ વારંવાર ધરણા પાસે આવીને બેસતા હતા અને મંત્રી જિનાલયનું જે વર્ણન આપે એ નોંધી લેતા હતા. એ પછી દેપા શિલ્પીએ નકશાઓ તૈયાર કરવા માંડ્યા. મંત્રી ધરણાશાહને એક નકશો અાબેહૂબ નિલનીગુલ્મ વિવમાન કેવો લાગ્યો. આચાર્ય સોમસુંદરસૂરિના આશીર્વાદ સાથે ભવ્ય જિનાલયકાર્યનો પ્રારંભ થયો. અઢી હજારથી વધુ કારીગરો કામે લાગી ગયા. દસ-વીસ નહિ, બલ્કે પચાસ-પચાસ વર્ષ વીતી ગયાં. જિનાલયનું કાર્ય જી બાકી હતું, પરંતુ ધરણાશાહની તબિયત કથળતાં પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. આ ભવ્ય ધર્મકાર્યના પ્રેરણાદાતા આચાર્યશ્રી સોમસુંદરસૂરિ પણ અતિ વૃદ્ધ થયા હતા. પરિણામે વિ. સં. ૧૯૯૬માં શ્રી રાણકપુર તીર્થની પ્રતિષ્ઠા થઈ. પ્રેરક આચાર્ય અને કર્મઠ ધરણાદ બંનેની ગુજરીમાં આ કાર્ય પુર્ણ થયું, તે ઘટના ધણી મહાન ગણાય. ધરાશાહે બંધાવેલું આ જૈન મંદિર ધરવિહાર તરીકે ઓળખાય છે. બન્ને ોમાં દેદીપ્યમાન હોવાથી આ મંદિરનું નામ “ત્રૈલોકદીપક” રાખવામાં આવ્યું. આ મંદિરના ગભારામાં મૂળનાયક શ્રી આદીકાર ભગવાનની ચાર પ્રતિમાઓ ચોમુખી તરીકે બિરાજમાન છે. એક બાજુ ખળખળ વહેતી મધઈ નદી અને બીજી બાજુ અરવલ્લીના ડુંગરો એ બેની વચ્ચે માદ્રી પર્વતની તળેટીમાં આવેલા આ જિનાલયમાં કુલ ૧૪૪૪ થાંભલા છે. આ થાંભલાઓને મેવા યોજનાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે કે કોઈ પણ થાંભલા પાસે ઊભા રહેનારને ભગવાનનાં અચૂક દર્શન થાય. ધરણાશાહની ધર્મભાવનાએ ઉત્કૃષ્ટ શિલ્પસમૃદ્ધિ ધરાવતું તીર્થ રચી દીધું. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] [ જેને પ્રતિભાદર્શન ખેમો દેદરાણી) કારમાં દુષ્કાળમાં પ્રજા પીડાતી હોય, અન્ન માટે લોકો વલખાં મારતાં હોય; બાળકો અને સ્ત્રીઓ મોતના મોંમાં ધકેલાતાં હોય અને અધૂરામાં પૂરું મેઘરાજા રૂહ્યા હોય ત્યારે જૈન સમાજે સદાય એના ધન અને અન્નના ભંડારો મોકળે મને ખોલી દીધા છે. દેશના ઈતિહાસમાં જૈન શ્રેષ્ઠીઓની દુષ્કાળ રાહતની કામગીરી સુવર્ણાક્ષરે લખાયેલી છે. ખુદ બાદશાહ દુષ્કાળમાંથી પ્રજાને બચાવવા માટે નિરુપાય બની જાય, ત્યારે આ શાહ જનતાને દુષ્કાળના ખપ્પરમાંથી બચાવતા હતા. આવા શ્રેષ્ઠીઓની પ્રશંસા કરતાં ચારણો એમ કહેતા હતા કે આવા શ્રેષ્ઠીઓના નામની પહેલાં શાહ લાગે છે અને બાદશાહમાં તો પછી શાહ લાગે છે. આથી શ્રેષ્ઠીઓ પહેલાં શાહ છે અને બાદશાડ પછી શાહ છે. ચાંપાનેરના જૈનોના એક ભોજકની આવી વાત સાંભળીને ગુજરાતના રાજવી મહમ્મદ બેગડાએ એને સખતાઈથી કહ્યું, “તું બધે કહેતો ફરે છે કે શાહ તે શાહ અને પાદશાહ તે માત્ર પા-શાહ, પરંતુ આજે ગુજરાતભરમાં મોટો દુષ્કાળ છે. મારી પ્રજા ભૂખે મરે છે. અન્નના એક કણ માટે સહુ તરફડે છે. મદદ કરીને મારો અન્નભંડાર ખાલી થઈ ગયો છે, પરંતુ તારા આ શાહ ગુજરાતની પ્રજાને એક વર્ષ સુધી અનાજ પૂરું પાડે તો તે શાહ સાચા, જો એમ નહીં કરી શકે તો એમનું “શાહ' બિરુદ જશે અને તારું માથું ધડથી જુદું થશે.'' ચાંપાનેરના ભોજકે મહાજનને વાત કરી, મહાજને ભેગા મળીને આખા ગુજરાતને એક વર્ષ સુધી અનાજ અને વસ્ત્રો પૂરાં પાડવાની યોજના ગોઠવી. આ માટે આગેવાન જૈનો પાટણ, અમદાવાદ, ખંભાત, ધોળકા વગેરે શહેરોમાં ઘૂમવા લાગ્યા. દરેક પોતાની શક્તિ મુજબ એક દિવસ, બે દિવસ કે પંદર દિવસનો ખર્ચ લખાવવા લાગ્યા. એક વર્ષમાં પાંચ મહિના અને વીસ દિવસની વ્યવસ્થા બાકી હતી ત્યારે ધંધુકા જતાં મહાજન વચ્ચે નાનકડા હડાળા ગામમાં આવ્યું. સામાન્ય વેશ ધરાવતો ગામનો ખેમો દેદરાણી પોતાની ભેંશ લઈને પાણી પિવડાવવા માટે કૂવા તરફ જતો હતો. મહાજનને જોઈને ખેમા દેદરાણીએ પ્રણામ કર્યા. મહાજને ધાર્યું કે આને કંઈક મદદની જરૂર લાગે છે. તેથી કહ્યું, “જે કંઈ કામ હોય તે જલદી કહેજો. અમારી પાસે સમય ઓછો છે અને કામ ઘણું બાકી છે.” ખેમાએ મહાજનને ઘેર પધારવા આગ્રહ કર્યો. એમ કંઈ આતિથ્ય વિના જવાય ખરું? ખેમો દેદરાણીની પત્નીએ સહુને ભાવથી ભોજન કરાવ્યું. સરળ સ્વભાવના પિતૃભક્ત ખેમાએ મહાજનની મોટી મુશ્કેલીની વાત સાંભળી મહાજને સ્વાભાવિક રીતે કહ્યું, “તમે પણ કંઈક મદદ કરો તો સારું.'' ખેમો દેદરાણીએ પહેલાં વૃદ્ધ પિતાની આજ્ઞા લીધી અને પછી કહ્યું, “આ પરોપકારનો અવસર મને આપો. અમારા જેવાને આવી તક ક્યાંથી મળે? આખા વર્ષનું ખર્ચ હું આપીશ.' આખું મહાજન સ્તબ્ધ બની ગયું ! બધા વિચારમાં પડ્યા કે લાખોપતિ અને કરોડપતિ પણ આખા વર્ષનું ખર્ચ આપી શક્યા નથી, તો આ સાવ સામાન્ય ગામડિયો કઈ રીતે આપશે? ખેમો મહાજનને ઘરની અંદર લઈ ગયો અને પોતાની અઢળક સંપત્તિ બતાવી. એની સંપત્તિ જોતાં તો સહુને લાગ્યું કે આ સામાન્ય મેલાઘેલા લાગતા ગામડિયાની શક્તિ તો બાર મહિનાના ખર્ચની નહીં, પણ બાર વર્ષની બધી તિથિઓ લખાવી શકે તેવી છે. ખેમો દેદરાણીને મહાજન સુલતાન મહમ્મદ બેગડા પાસે લઈ ગયા. સુલતાનને આશ્ચર્ય થયું, પણ બહાર નજર કરી તો ખબર પડી કે ચારે બાજુ દાનશાળા ખૂલી હતી. હડાળાથી બળદગાડાંઓમાં ધનની થેલીની થેલીઓ ચાંપાનેરના રાજભંડારમાં ઊતરતી હતી. ખેમો દેદરાણીના કારણે વિ. સં. ૧૫૪૦ના કારમાં દુષ્કાળના ઓળા ગુજરાત પરથી ઊતરી ગયા. માનવતાની મહેકે અનેક માનવજીવનને બચાવી લીધાં. બાદશાહ મહમ્મદ બેગડાએ ખેમાના માનવપ્રેમથી ખુશ થઈને જૈનોનું “શાહ બિરુદ કાયમ રાખ્યું. સુલતાને ખેમો દેદરાણીની પ્રશંસા કરી ત્યારે એણે એટલું કહ્યું, “આ બધો તો મારા જિનશાસનનો જ પ્રભાવ છે.” Page #240 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૯૧ (વિક્રમાદિત્ય હેમુ ) ભારતીય ઇતિહાસમાં અપ્રતિમ શક્તિશાળી, કુશળ યૂહરચનાબાજ અને યુદ્ધના દેવતા તરીકે પ્રસિદ્ધ વિક્રમાદિત્ય હેમનું ચરિત્ર એ મોગલ સમયની તવારીખમાં ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવું ગણાયું છે. કોઈ ભારતીય ઇતિહાસકારે નહીં, પરંતુ બદારૂની અને અબુલ ફજલ જેવા મોગલ તવારીખ લખનારા ઇતિહાસકારોએ છ મહિના સુધી દિલ્હીના સિંહાસન પર આરૂઢ થઈને દેશનું રાજતંત્ર ચલાવનાર વિક્રમાદિત્ય હેમુની બહાદુરીની પ્રશંસા કરી છે. મંડોવરના જૈન શ્રાવકનો પુત્ર હેમુ જોનપુરની શાળામાં વીર શેરશાહનો સહાધ્યાયી બન્યો. સામાન્ય વેપારી તરીકે પોતાનું જીવન શરૂ કરનાર હેમુ એના પુરુષાર્થ અને પરાક્રમથી પ્રગતિ કરતો રહ્યો અને સમય જતાં એ દિલ્હીનો કુશળ ઝવેરી બન્યો. એણે એના બાહુબળ, સાહસ અને વ્યવસ્થાશક્તિથી લશ્કરમાં એક પછી એક ઊંચા હોદા હાંસલ કર્યા. પહેલાં લશ્કરી મોદી, પછી ચોધરી, પછી કોટવાલ અને ત્યાર બાદ ફોજદાર બન્યો. આવડત અને ઇમાનદારીને કારણે હેમુ બાદશાહ મહમ્મદ આદિલશાહનો પ્રેમભાજન (મહેતો) બન્યો અને અંતે દિલ્હીના વડા દીવાનનું ઉચ્ચ પદ મેળવ્યું. મહમ્મદ આદિલશાહને દિલ્હીના તખ્તનો શહેનશાહ બનાવવાની હેમુની ઉમેદ હતી, પરંતુ પઠાણો સાથેના યુદ્ધમાં આદિલશાહ માર્યો ગયો અને તેમના શિરે શાસન ચલાવવાની જવાબદારી આવી. એ સમયે દરેક ધર્મના અગ્રગણ્ય પુરુષો સ્વધર્મના પ્રસાર માટે, રાજયાશ્રય માટે અતિ પ્રયાસ કરતા હતા. પોતાના વિદ્યા, તપ, ચમત્કાર, આત્મબળ વગેરેથી રાજાઓને રીઝવીને ધર્મનો પ્રચાર કરવામાં ધન્યતા માનતા હતા. હેમરાજ જુદી માટીનો માનવી હતો. એણે પોતે સાહસ, વૈર્ય અને પરાક્રમથી મેળવેલા રાજ્યનો વિસ્તાર કર્યો. ચુનારા અને બંગાળમાં જાગેલા બળવાને શાંત પાડ્યો. આગ્રા પર ફત્તેહ મેળવીને દિલ્હી પર ચડી આવ્યો. દિલ્હીના હાકેમ તરાદી બેગખાન (તાર્દીબેગખાન)ને પરાજય આપીને એણે હાકેમને પંજાબ તરફ ભાગવાની ફરજ પાડી. હેમુ “વિક્રમાદિત્ય' ઇલ્કાબ ધારણ કરીને દિલ્હીના સિંહાસન પર બિરાજમાન થયો. વર્ષોનો લશ્કરી અનુભવ, રાજ-શેતરંજની મુત્સદ્દીવટ અને અભેદ્ય યુદ્ધકળાના નિષ્ણાત તરીકે વિક્રમાદિત્ય હેમુ સર્વત્ર વિખ્યાત બન્યો. એની ગજસેનાથી વિરોધીઓ કાંપતા હતા. પોતાના મિત્ર અને પ્રજાકલ્યાણનાં મહાન કાર્યો કરનાર શેરશાહને એણે જિંદગીભર સાથ આપ્યો. રાય પિથૌરા (રાજા પૃથ્વીરાજ) પછી દિલ્હીના સિંહાસનના ભાગ્યાકાશમાં એક નવો હિંદુ રાજા હેમુ બન્યો. હેમુને એના વિરોધીઓ અને દુશ્મનો પણ ‘જંગ-મેદાનોનો જાદુગર’ કહેતા હતા. વિક્રમાદિત્ય હેમુનો ‘હવા' નામનો ગજરાજ યુદ્ધભૂમિ પર હેમુની સાથે દુશ્મનો પર ત્રાટકતો હતો. પોતાના મિત્ર શેરશાહની સાથે સામ્રાજ્ય સ્થાપવાના સ્વપ્નો જોનાર હેમુએ દિલ્હીનું સિંહાસન હાંસલ કરીને મિત્રનાં અધૂરાં રહેલાં અરમાન પૂરાં કર્યા. હેમુની અજોડ યોગ્યતા અને રાજકાજની કુશળ વ્યવસ્થાની આદરપૂર્વક નોંધ લીધા પછી પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ એની પ્રતિભાનો પરિચય આપતાં નોંધે છે : “તેના સમયમાં સૌથી મહાન પુરુષોમાંનો એ એક હતો અને આખા હિંદુસ્તાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવો એકે પ્રતિપક્ષી ન હતો કે જે બહાદુરી, સાહસ અને હિંમતમાં તેને (હેમુને) ટપી જાય. તેણે બાવીસ યૂહભરી લડાઈઓમાં વિજય મેળવીને પોતાના માટે અજોડ એવી લશ્કરી શ્રેષ્ઠતા મેળવી હતી.' વિક્રમાદિત્ય હેમુનાં સ્વપ્નો મહાન હતાં. ક્યારેક મહાન સ્વપ્નો એક નાનાશા અકસ્માતથી રોળાઈ જતાં હોય છે. એ સમયે બહેરામખાનની દોરવણી હેઠળ કાબૂલ જીતવાનો વિચાર છોડીને બાદશાહ અકબર દિલ્હી અને આગ્રા જીતવા નીકળ્યો. ઇ. સ. ૧૫૫૬માં પાણીપતના કુરુક્ષેત્રમાં મોગલસેના અને વિક્રમાદિત્ય હેમુ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. શહેનશાહ અકબરે પહેલી વાર આટલી વિરાટ ફોજ જોઈ, પરંતુ તેમની આંખમાં વાગેલા એક તીરે સઘળી બાજી ઊંધી વાળી દીધી. હેમુ હાર્યો. અકબરે આવા બહાદુર માનવી પર તલવાર ચલાવવાની ના પાડી ત્યારે બહેરામખાને પોતાની તલવાર વડે વિક્રમાદિત્ય હેમનું માથું ઉડાવી દીધું. ઇતિહાસ નોંધે છે કે છ મહિના સુધી દિલ્હીના બાદશાહ તરીકે રહેલા વિક્રમાદિત્ય હેમુએ મોગલ સમયની તવારીખમાં પોતાને પરાક્રમથી આટા-દાલ બેચનેવાલા બનિયાની પ્રચંડ વીરતાનો પરિચય A કરાવ્યો. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર ] [ જૈન પ્રતિભાદર્શન ( ત્રિશલામાતા ) તેજસ્વી, તપસ્વી અને જગતારક મહાન પુત્ર વર્ધમાનને જન્મ આપવાનું અવર્ણનીય ગૌરવ ત્રિશલામાતા ધરાવે છે. એમના જીવનની મહત્તાને કારણે તેઓ સદૈવ પૂજનીય અને વંદનીય બની રહ્યાં. ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થનાં રાણી અને વૈશાલી ગણરાજયના રાજા ચેટકની બહેન ત્રિશલાના માતૃત્વનો મહિમા અપરંપાર છે અને કાવ્યસર્જકોએ એનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. દેવાનંદાના ૮૨ દિવસના ગર્ભને લઈને હરિëગમેપી દેવ એને રાજા સિદ્ધાર્થની પટરાણી ત્રિશલાદેવીના ઉદરમાં મૂકે છે. એક શુભ રાત્રિએ રોણી ત્રિશલા પોતાના શયનખંડમાં સૂતી હતી ત્યારે અંતિમ પ્રહરમાં એણે સુખદાયક ૧૪ સ્વપ્નો જોયાં. આ મહામંગલકારી ૧૪ સ્વપ્નોનું વર્ણન એણે પોતાના પતિ રાજા સિદ્ધાર્થને કર્યું. રાજાએ તત્કાળ સ્વખપાઠકોને બોલાવીને રાણી ત્રિશલાએ જોયેલાં ૧૪ સ્વપ્નોનો ભાવિસંકેત પૂછયો. રાણી ત્રિશલાએ આ સ્વપ્નોમાં ઈન્દ્રના હાથી ઐરાવત જેવો શ્વેત હાથી જોયો. શુભ્ર દેતપંક્તિવાળ દૃષભ જોયો. વનના રાજા કેસરી સિંહને નીરખ્યા. મનોહર લક્ષ્મીજી, પ્રફુલ્લિત પુખમાળા, પ્રકાશિત ચંદ્ર અને લાલિમાયુક્ત બાલસૂર્યને જોયો. ફરફરતી ધજા અને રૂપાનો મંગળકળશ, સરોવરમાં શ્રેષ્ઠ એવું પાસરોવર અને સાગરમાં સર્વોત્તમ એવો ક્ષીરસાગર દીઠો. આકાશમાં શોભતું. દેવવિમાન, શ્રેષ્ઠ રત્નોનો રાશિ અને ધુમાડા વિનાનો અગ્નિ જોયો. સ્વપ્નપાદકોએ આનો સંકેત પ્રગટ કરતાં કહ્યું, ‘‘હે. રાજન ! આપને ત્યાં સિંહ સમાન નિર્ભય અને દિવ્ય શક્તિવાળો પુત્ર જમશે. એ કાં તો ધર્મચક્રવર્તી થશે અથવા તો રાજચક્રવર્તી બનશે.' માતા ત્રિશલાના ઉદરમાં રહેલા ગર્ભસ્થ વર્ધમાન વિચારે છે કે મારાં વિકસતાં અંગોપાંગ અને મારું હલનચલન માતાને કેટલી આકરી પીડા આપે છે? મારે તો સર્વ જીવોનું શ્રેય સાધવાનું છે, ત્યારે અત્યંત ઉપકારી એવી માતાને મારા હલનચલનથી પીડા થાય તે કેમ ચાલે? આથી ત્રિશલામાતાના ઉદરમાં રહેલો ગર્ભ શાંત થયો. ત્રિશલાના તનની અકળામણ ઓછી થઈ, પણ મનની અકળામણું એકાએક વધી ગઈ. ત્રિશલાને શંકા જાગી કે શું કોઈ દેવે મારો ગર્ભ હરી લીધો હશે કે પછી મારો ગર્ભ ગળી ગયો હશે ! આમ જુદી જુદી શંકા-કુશંકા કરતાં ત્રિશલામાતા આક્રંદ કરવા લાગ્યાં. રાજા સિદ્ધાર્થ ચિંતાતુર બન્યા. રાજમહેલમાં ચાલતાં નાટકો અને આનંદપ્રમોદ થંભી ગયાં અને વીણા તથા મૃદંગ વાગતાં બંધ થઈ ગયાં. ત્રિશલામાતા મૂર્શિત બની ગયાં. આ સમયે ગર્ભસ્થ વર્ધમાને અવધિજ્ઞાનથી માતા, પિતા અને પરિવારજનોને શોકવિહ્વળ જોયાં. એમણે વિચાર્યું કે મેં જે કામ માતાના સુખને માટે કર્યું, તેનાથી તો ઊલટું દુ:ખ નિષ્પન્ન થયું, અમૃત ધાર્યું હતું, તે વિષ બન્યું! ભર્યા જળાશયમાં મજ્ય જેમ હાલે તેમ ગર્ભ ફરક્યો અને માતા હસી પડી અને તેની આસપાસની સમગ્ર સૃષ્ટિ હર્ષથી નાચી ઊઠી. આ ઘટનાએ વર્ધમાનના મહાન આત્માના મન પર પ્રગાઢ અસર કરી. એમણે વિચાર્યું કે માતાને પુત્ર પર કેવો અજોડ પ્રેમ હોય છે! હજુ તો હું ગર્ભમાં છું, માતાએ મારું મુખ પણ જોયું નથી, છતાં કેટલો બધો અસીમ પ્રેમ! આવાં વહાલસોયાં માતા-પિતા હોય અને હું સંયમ ધારણ કરું તો એમને ઘણું દુઃખ થાય. આથી અભિગ્રહ કરું છું કે માતા-પિતાની જીવિત અવસ્થામાં હું સંસારનો ત્યાગ કરીને દીક્ષા નહીં લઉં. જન્મ પૂર્વે ભગવાને પહેલો ઉપદેશ આપ્યો માતૃભક્તિનો. વિ. . પૂર્વે ૫૪૩ની ચૈત્ર સુદ ૧૩ની મધ્યરાત્રિએ રાજકુમાર વર્ધમાનનો જન્મ થયો. પૃથ્વી અને પાતાળમાં લોકોત્તર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. છપ્પન દિકુમારિકાઓ ભગવાનના જન્મ પ્રસંગે પોતાનું કર્તવ્ય બજાવવા જન્મની રાત્રે જ આવી પહોંચી. આ કુમારિકાઓએ નાટ્ય, નૃત્ય અને ગીત આદર્યા. નજરની સામે જાણે સ્વર્ગ સાકાર કર્યું. રાજકુમાર વર્ધમાન યુવાન થતાં રાણી ત્રિશલાએ એમનો યશોદા સાથે વિવાહ કરાવ્યો અને માતાની ઇચ્છાને માન્ય રાખતા વર્ધમાને વિવાહ કર્યો. ત્રિશલાદેવીએ પોતાનો અંત, સમય નિકટ જાણીને પાપોની આલોચના કરી, ચતુર્વિધ આહારનો ત્યાગ કરી અનશન કર્યું અને મરણાંતિક સંલેખનાથી દેહત્યાગ કરી બારમાં સ્વર્ગમાં સિધાવ્યાં. ત્રિશલામાતા એ કોઈ સામાન્ય પુત્રની જનની નહીં, બલકે ત્રિકાળદર્શી, દીર્ઘ તપસ્વી, અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરને જન્મ આપનારી જનની છે, જે પ્રભુ મહાવીરની સેવા કરવા માટે ખુદ ઇન્દ્રરાજ સદૈવ આતુર રહેતા હતા. આથી એમના - મહિમાનો કોઈ પાર નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ કોશા પાટલીપુત્ર નગરની રાજનર્તકી કોશા અનુપમ રૂપ, આકર્ષક લાવણ્ય અને કલાચાતુર્યમાં નિપુણ હતી. આ કોશા ગણિકાને ત્યાં મહામાત્ય શકટાલના મોટા પુત્ર સ્થૂલભદ્ર રહેતા હતા. રાજનર્તકી કોશાને સ્થૂલભદ્ર ૫૨ અગાધ પ્રેમ હતો, પરંતુ રાજ્યના રથંબમાં પિતાનું મૃત્યુ વનાં સ્થૂલભદ્રે મહામાત્યની પદવી તો ફગાવી દીધી, પણ એથીય વિશેષ સંસારવ્યવહારથી વિરક્ત થઈને એમણે આચાર્ય સંભૂતવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્ર સહિત ચાર મુનિરાજોને સંયમની અગ્નિપરીક્ષા કરે તેવા કઠિન સ્થળે ચાતુર્માસ કરવા કહ્યું. ત્રણ મુનિરાજોએ સિંહની બોડમાં, વિષધર સર્પના રાફડામાં અને પનિહારીઓથી ભરેલા કૂવાકાંઠે ધ્યાનમગ્ન રહીને ચાતુર્માસ કરવા માટે અનુમતિ માગી, જ્યારે આર્ય સ્થુલભદ્ર મુનિએ કૉશા નર્તકીના ભવનમાં કાર્યોીપક આકર્ષક ચિત્રોથી શોભતી ચિત્રશાળામાં પસ ભોજનનો આહાર કરીને ચાર મિહના સુધી સમસ્ત વિકારોથી દૂર રહીને સાધના કરવાની આચાર્ય સંભૂતવિજયજા પારો આશા માગી, { ૧૯૩ આચાર્ય મહારાજે એની અનુમતિ આપી. રાજનર્તકી કોશાના વૈભવી આવાસમાં ચાતુર્માસ માટે સ્થૂલભદ્ર આવતાં કોશાના હૈયામાં આનંદની ભરતી ઊછળવા લાગી. પોતાને ત્યજી ગયેલા પ્રાણપ્યારા પ્રિયતમ જાવો પુનઃ આવતા ન હોય ! કોશાએ કલા અને રૂપના પ્રાગટ્યમાં કશી મણા રાખી નહીં, પરંતુ મુનિ ક્યૂટાભદ્રની આત્મકળાની સ્થિર વૃત્તિ જોઈને કોશાને એની કામવાસના બાલચંદાઓ જેવી લાગતાં એ ક્ષમા યાચવા લાગી. મુનિ સ્થૂલભદ્ર અને આંતરવૈભવની ભવ્યતા અને દિવ્યતાનો પ્રતિબોધ આપ્યો અને કોશા વ્રતધારી શ્રાવિકા બની. ચાગ પૂર્ણ કરીને પાછા આવેલા મુનિ સ્થૂલભદ્રને કર કાર્ય કરવા માટે આચાર્ય સંભૂતવિજયજીએ ‘‘દુષ્કર, દુષ્કર, દુષ્કર’’ એમ ત્રણ વાર બોલીને ધન્યવાદ આપ્યા. આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્રને ત્રણ વાર દુષ્કર, દુષ્કર, દુષ્કર” કહ્યું અને બાકીના ત્રણ શિષ્યો કે જેમણે સિંહ, વિષ સર્પ કે કૂવાકાંઠે ઉપવાસપૂર્વક ચાતુર્માસ ગાળ્યો હતો તેમને માત્ર એક જ વાર “દુષ્કર'' કહ્યું. આથી શિષ્યોએ પોતાના ગુરુ આચાર્ય સંભૂતવિજયજીને કહ્યું, “મુનિ સ્થૂલભદ્રનું કાર્ય દુર-દુષ્કર નહીં, પણ અત્યંત સહજ અને સુગમ છે.'' આમ કહીં એક મુનિ ગુરુઆજ્ઞાની અવહેલના કરીને કોશા નર્તકીને ત્યાં પહોંચ્યા. કોશાએ પત્રસ ભોજન કરાવતાં અને આકર્ષક વેશભૂષા ધારણ કરતાં જ મુનિ મોહિત બની ગયા. કોશાએ એમને નેપાળમાંથી અમૂલ્ય રત્નકંબલ લાવવાનું કહ્યું. મુનિ અધાગ મહેનત અને તપસ્યાગનો ભંગ કરીને નૈપ. ના મહારાજા પાસેથી એક રત્નકંબલ માગીને લાવ્યા અને કોશાને આપ્યું ત્યારે કોશાએ પોતાના પગ લૂછીને કીચડવાળા ગંદા પાણીમાં એ રત્નકંબલ ફેંકી દીધું અને કહ્યું, ‘“હે મુનિ ! તમને આ રત્નકંબલની ચિંતા થાય છે, પરંતુ એ બાબતનો સહેજે ક્ષોભ થતો નથી કે તમે અત્યંત મૂલ્યવાન એવા ચારિત્ર્યની મલિન કાદવકીચડમાં ફેંકી દીધું!' કોશાના પ્રતિબોધથી મુનિનો કામસંમોહ દૂર થયો. તેઓ આચાર્યશ્રી પાસે પાછા ગયા અને મુનિ સ્થૂલભદ્રના કામવિજયની પ્રશંસા કરવા લાગ્યા. ચૌથા વ્રતનો નિયમ ધરાવતી રાજનર્તકી કોંશ પાસે રાજા કોઈ પુરુષને આનંદપ્રમોદ કાર્યો મોકલતા, તો કોશા એને આર્ય સ્થૂલભદ્રના ગુણોની ગરિમા સંભળાવતી હતી. કોશાને રીઝવવા આવેલા પાટલિપુત્રના રથકાર પાસે લામવની એવી કલા હતી કે એક પછી એક બાણ મારીને સરસંધાનની શ્રેણી રચી દીધી અને પછી તે ખેંચતા ઝુમખા સહિત કેરીઓ એની પાસે આવી ગઈ. અત્યંત કપરું કામ સિદ્ધ કર્યું હોય તેવો રથકારને અહંકાર વર્યો, ત્યારે કોશાએ સરસવનો ઢગલો કરી તેમાં સોય ખોસીને તેના પર મળનું ફૂલ ગોઠવ્યું, એના પર ચડીને કોશા નૃત્ય કરવા લાગી. રથકાર એના આવા અપ્રતિમ કૌશલને જોઈને સ્તબ્ધ બની ગયો. પરંતુ કોશાએ કહ્યું, ‘આંબાનું ઝૂખમું તોડવું કે સરસવના ઢગલા પર નાચવું દુષ્કર નથી. ખરું દુષ્કર કાર્ય કરનાર તો મુનિ સ્થૂલભદ્ર છે, જે પ્રમદા(સ્ત્રી)ના વનમાં હોવા છતાં પ્રમાદ પામ્યા નહી.'' રથકારનો ઉન્માદ અને અહંકાર બંને ઓગળી ગયા અને કોશાના ઉપદેશને પરિણામે એણે વૈરાગ્ય લીધો. પોતાના સંસ્કારોથી જાવનને ધન્ય બનાવનારી કોશા અને રાગ સચ્ચે વિરાગી જીવન જીવનારા સ્થૂલભદ્ર વિષે જૈન સાહિત્યમાં કેટલીય કથા, રાસ, ફાગુ, સજાય, નવલકથા આદિની રચના થઈ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીદેવી કાકર ગામમાં જન્મેલી શ્રીદેવી ગુજરાતના ઇતિહાસની તેજસ્વી નારી તરીકે પ્રસિદ્ધ છે. એનામાં સૂઝ અને સાહ બંનેનો વિસ્લ સંગમ હ્તો. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાયા વિના કે ભયભીત થયા વિના એમાંથી એ માર્ગ કાઢતી હતી. એ સમર્થે કચ્છના રણના કાંઠે આવેલા પંચાસર પર રાજા ભૂવડે આક્રમણ કર્યું હતું. પંચાસરના રાજવી જયશિખરીએ વિશાળ સેનાનો મક્કમ મુકાબલો કર્યો, પરંતુ અંતે રાજા જયશિખરી યુદ્ધમાં વીરગતિ પામ્યો. જયશિખરીનો પુત્ર વનરાજ જૈન સાધુ શીલગુણસૂરિ પાસે આશરો પામ્યો અને ઉપાશ્રયમાં મોટો થયો. એના મનમાં લગની હતી કે પિતાનું રાજ પાછું મેળવું તો જ હું ખરો વનરાજ, મામા સૂરપાળ સાથે રહીને વનરાજ બહારવટે ચડ્યો. રાજ પાછું મેળવવું હોય તો મોટી સેનાની જરૂર પડે. શસ્રો જોઈએ. આ બધાં માટે વનરાજે જંગલમાં રહીને જતા-આવતા રાખજાનાને લૂંટી લેવા માંડ્યો, એક વાર વનરાજ ચાવડો કાકર ગામના શેઠને ત્યાં ચોરી કરવા ગયો. વનરાજે શેના ભંડારિયામાં તપાસ કરી. એ માનતો હતો કે ભંડારિયામાંથી કોઈ કીમતી ચીજવસ્તુ કે ધનસંપત્તિ હાથ લાગશે, પણ રાતના અંધકારમાં ભંડારિયામાં ચોરી કરવા જતાં વનરાજનો ય દહીંથી ભરેલા વાસણમાં પડ્યો. વનરાજ ખરડી ગયો. એનું કારણ એ હતું કે દહીંથી ભરેલા વાસણમાં હાથ પડે એટલે એ આ ઘરનો કુટુંબીજન કહેવાય. પોતાના ઘરમાંથી લૂંટ કઈ રીતે કરાય? આથી એણે ખાલી હાથે પાછા જવાનું યોગ્ય માન્યું. વહેલી સવારે કાકર ગામના શેઠે જોયું તો ઘરમાં બધું વેરણછેરણ પડ્યું હતું. એમને ખ્યાલ આવી ગયો કે નક્કી ૫૨માં કોઈ છાનુંમાનું ખાતર પાડવા આવ્યું હોવું જોઈએ. શેઠે પોતાની બહેન શ્રીદેવીને કહ્યું, ધરમાં ખાતર પડ્યું લાગે છે. ચોર આવીને આપણી માલમિલકત ઉઠાવી ગયા લાગે છે.'' ભાઈ-બહેન બંને એકએક ચીજવસ્તુઓ જોવા લાગ્યાં. જોયું તો ઘરેણાં સલામત હતાં, ઘરની રોકડ રકમ એમ ને એમ પડી હતી. વસ્ત્રો આમતેમ વીંખાયેલાં પડ્યાં હતાં, પરંતુ એકે વસ્ત્ર ચોરાયું નહોતું. બેન વિચારવા લાગ્યાં કે રાત્રે ચોર ખાતર પાડવા આવ્યો હશે. ઊંધમાં અમને કશી ખબર નથી. તો પછી શા માટે એ કશું ચોરીને લીધા વિના પાછો જતો રહ્યો હશે? એમને આ બાબત રહસ્યમય લાગી. એવામાં શ્રીદેવીની નજર દહીંના વાસણ ૫૨ પડી. એણે જોયું તો એમાં કોઈના હાથના પંજાનાં નિશાન હતાં. એના હાથની રેખાઓ એમાં પડી હતી. એ હસ્તરેખાઓ જોઈને લાગ્યું કે આ પુરુષ કેવો ભાગ્યશાળી અને પ્રતાપી હોવો જોઈએ! એની રેખાઓ એની વીરતા અને તેજસ્વિતા બતાવે છે. વળી દહીંમાં હાથ પડ્યો એ ઘરનું કશું ન લેવાય એવું માનનારો માનવી ચોર હોય જ ક્યાંથી? નક્કી. કોઈ કારણસર એ આ કામ કરતો હશે. આવી વ્યક્તિનો ભેટો થાય તો કેવું સારું ! શ્રીદેવીનો આ વિચાર વનરાજને જાણવા મળ્યો. વનરાજ રાત્રે ગુપ્ત વેશે શ્રીદેવીને ઘેર આવ્યો. એના ભાઈને પ્રણામ કર્યા. શ્રીદેવીને જોતાં જ વનરાજના હૃદયમાં ભાઈનું હેત ઊભરાવા લાગ્યું. વનમાં રઝળપાટ કરતા રાજા અને એના સૈનિકોથી પોતાની જાત છુપાવતા અને રાજ પાછું મેળવવા રાત-દિવસ મથામણ કરતા વનરાજને અહીં શાંતિ અને સ્નેહનો શીળો, મધુર અનુભવ લખો. શ્રીદેવીએ એને ભાઈ માન્યો અને પ્રેમથી જમાડ્યો. એ પછી વનરાજને શિખામણ આપી. ભાઈએ બહેનની શિખામણ માની. બહેનના પ્રેમથી લાગણીભીના બનેલા વનરાજે કહ્યું, ‘‘બહેન, તું ભલે મારી સગી બહેન ન હોય, પણ મારા પર પ્રેમની વર્ષા કરનારી ધર્મની બહેન છે. હું રાજા થઈશ ત્યારે તારા હાથે જ રાજતિલક કરાવીશ.’’ { જૈન પ્રતિમાદર્શન કાકર ગામની શ્રીદેવીનું લગ્ન પાટણમાં થયું. એક વાર શ્રીદેવી પાટણથી પોતાને પિયર જતી હતી. ફરી જંગલની વાટે વનરાજ મળ્યો અને શ્રીદેવીએ એના ૫૨ હેતનાં અમી વર્ષાવ્યાં. આખરે વનરાજે સૈન્ય જમાવી ભૂવડના અધિકારીઓને હાંકી કાઢ્યા. પંચાસરને બદલે સરસ્વતી નદીના કાંઠે અણહિલપુર પાટણ વસાવ્યું. વિ. સં. ૮૦ના વૈશાખ સુદ બીજ, સોમવારે આ ઘટના બની. વનરાજે રાજ્યાભિષેક સમયે ધર્મની બહેન શ્રીદેવીને બોલાવીને એના હાથે રાજતિલક કરાવ્યું. રાજા વનરાજે પોતાના પર કરેલા ઉપકારનો યોગ્ય બદલો વાળ્યો, તો શ્રીદેવી જેવી ગુણિયલ ગુર્જરી ધર્મ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં સહાયભૂત બની. Page #244 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૯૫ ( તિલકમજરી ) વિદ્વાન સર્વત્ર પૂજ્યતે' એ ઉક્તિ અનુસાર ધારાનગરીના મુંજરાજા અને ભોજરાજાએ કવીશ્વર ધનપાલની વિદ્વત્તા અને સર્જનકળાથી ખુશ થઈને એને સદૈવ આદર આપ્યો હતો. મુંજરાજા અને પુત્ર સમાન ગણતા હતા અને એની વિદ્વત્તા જોઈને એને “કૂર્ચાલ સરસ્વતી' (દાઢી-મૂંછવાળી વિદ્યાદેવી સરસ્વતી)નું બિરુદ આપ્યું હતું. ભોજરાજાએ પોતાના હિતૈષી અને રાજયના પરમ વિદ્વાન એવા કવિ ધનપાલને ‘કવીશ્વર' અને સિદ્ધ સારસ્વત’ એવાં બે બિરુદોથી અલંકૃત કર્યા હતા. એક સમયે કવિ ધનપાલે જૈન ધર્મ પ્રત્યેના દ્વેષને કારણે માળવામાં જૈન સાધુઓના વિહાર પર રાજા દ્વારા પ્રતિબંધ ઘોષિત કરાવ્યો હતો. બીજી બાજુ એના નાનાભાઈ શોભન તો જૈન સાધુનું મહિમાવંતું જીવન પસંદ કરીને શોભનાચાર્ય બન્યા હતા. તેઓએ પોતાના મોટાભાઈને જૈન દર્શનની મહત્તા અને વ્યાપકતાનો ખ્યાલ આપ્યો એટલે કવીશ્વર ધનપાલ સાચા હૃદયથી વીતરાગ દેવની ભક્તિ કરવા લાગ્યા. કવિ ધનપાલે નવ રસથી ભરપૂર અને બાર હજાર પ્રમાણવાળી તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિપ્રધાન મનોરમ ગદ્યકથાની રચના કરી. આને માટે ગુજરાતમાં વિચરતા આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજીની ધારાનગરીમાં મહોત્સવપૂર્વક પધરામણી કરાવી હતી. આચાર્યશ્રી પાસે આ કથાનું સંશોધન કરાવ્યું. આચાર્યશ્રીએ ઘણા વાદીઓને જીત્યા હોવાથી તેમને ધારાનગરીના રાજા ભોજ દ્વારા ‘વાદિ વૈતાલ'નું માનવંતું બિરુદ મળ્યું. એક વાર શિયાળાની રાત્રે કવિએ એમની ભાવભરી વાણીમાં રાજા ભોજને લાલિત્યથી ઓપતી આ કૃતિ સંભળાવી, ત્યારે રાજાએ કહ્યું કે, આમાં એ પરિવર્તન કરીને એમના ધર્મની અને એમની પ્રશંસાના શબ્દો મૂકે તો કવિ જે માગશે તે આપશે. કવિરાજ ધનપાલે રાજા ભોજને કહ્યું, “આવું પરિવર્તન કરવું તે તો મારા હૃદયની ભાવધારાનો દ્રોહ કરવા સમાન ગણાય, માટે મને ક્ષમા કરજો.” કવિના સ્પષ્ટ વચને રાજા ભોજમાં ક્રોધનો દાવાનળ જગાડ્યો. એ ગધ-કથાનું પુસ્તક રાજાએ બાજુમાં પડેલી સગડીમાં મૂકીને સળગાવી દીધું. એ પછી કવિ અને રાજા વચ્ચે ઘણી બોલાચાલી થઈ. ભારે હૈયે કવિ ધનપાલ ઘેર આવ્યા. એમની આંખોમાં દુ:ખ હતું. ચહેરા પર વ્યથા હતી. હૃદયમાં અજંપો હતો. એમની પુત્રી તિલકમંજરી પિતાની ગમગીની પારખી ગઈ. એણે પિતાને આવી ઉદાસીનતાનું કારણ પૂછવું. તિલકમંજરી કવિ ધનપાલની વહાલસોયી દીકરી હતી. પિતાએ એની વિદ્યાનો એને વારસો આપ્યો હતો. નાની વયની હોવા છતાં એ વિદુષી હતી. પિતા ધર્મભક્તિના ભાવમાં ડૂબીને અને વીતરાગપ્રીતિમાં એકરૂપ બનીને જે ભક્તિથી ગદ્યકથાનું સર્જન કરતા હતા, તેનું તિલકમંજરી રોજ વાચન કરતી હતી. આ પ્રભુકથામાં એને એટલો બધો રસ પડ્યો કે એના શબ્દેશબ્દને પોતાની સ્મૃતિમાં સાચવી રાખતી હતી. કવીશ્વર ધનપાલે વેદનાભર્યો નિસાસો નાખતાં એમ કહ્યું કે વર્ષોની એમની સાહિત્યસાધનાને રાજાએ એના ગુસ્સામાં પળવારમાં રાખ કરી દીધી. તિલકમંજરીએ કહ્યું, “પિતાજી, આપ સહેજે વ્યગ્ર થશો નહીં. રાજાએ ભલે એ ગ્રંથનાં પૃષ્ઠો સળગાવી નાખ્યાં હોય, પરંતુ એ ગ્રંથનો સાહિત્યરસ તો મારા ચિત્તમાં સુરક્ષિત છે. આખો ગ્રંથ મને મોઢે છે.' કવિના આનંદની સીમા ન રહી. પોતાની પુત્રી માટે તેમને ગૌરવ થયું. એની સ્મૃતિશક્તિ માટે માન થયું. પોતે આપેલા સાહિત્યના સંસ્કારો કપરે સમયે કેટલા બધા લાભદાયી બન્યા એનો વિચાર કવિ ધનપાલ કરવા લાગ્યા. તિલકમંજરીના મુખેથી ગદ્યકથા વહેવા લાગી અને કવિ ધનપાલ એને લખવા લાગ્યા. કોઈક ભાગ તિલકમંજરીએ સાંભળ્યો કે વાંચ્યો નહોતો એટલો જ ભાગ કૃતિમાં અધૂરો રહી ગયો. કવિ ધનપાલે એ ભાગની રચના કરીને કથાને અખંડ સ્વરૂપ આપ્યું. વિ. સં. ૧0૮૪માં આ ઘટના બની. નવ રસોથી ભરપૂર એવી ઉત્કૃષ્ટ ગદ્યકથા રચાઈ ગઈ. કવીશ્વર ધનપાલને જીવનસાર્થક્યનો અનુભવ થયો. આવી પુત્રી મળી ન હોત તો પોતાની ગદ્યકૃતિનું શું થાત? આથી કવીશ્વર ધનપાલે આ કતિનું નામ “તિલકમંજરી' રાખ્યું. ધન્ય છે તિલકમંજરીની એ સ્મરણશક્તિને, જેણે એક મહાન ગ્રંથને પુનઃ સર્જનઆકાર આપ્યો ! Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન (લાછીદેવી ) 'ના. કેવો અપાર મહિમા છે સાધર્મિક ભક્તિનો! ત્રાજવાના એક પલ્લામાં જીવનનાં સઘળાં જપ-તપ અને ધમકયાઓ મૂકીએ અને બીજા પલ્લામાં ધર્મમય અંતઃકરણથી કરેલી એક જ સાધર્મિક ભક્તિ મૂકીએ તો એ બંને પલ્લા સમાન રહેશે. પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્યમાં અને શ્રાવકનાં અગિયાર કર્તવ્યમાં પણ સાધર્મિક ભક્તિનું આગવું સ્થાન છે. આવી સાધર્મિક ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે લાછીદેવી. કર્ણાવતીના શાલપતિ ત્રિભુવનસિંહની પત્ની લચ્છી છી પણ (લક્રમી ભાવસાર) પોતાના દાસ-દાસી સાથે પ્રભુદર્શન માટે નીકળી હતી. આ સમયે સાબરમતી નદીના કિનારે આવેલા ઊંચા શિખ૨ અને ઉત્કૃષ્ટ સ્થાપત્યવાળા જિનાલયમાં ભગવાનનાં દર્શન-ચૈત્યવંદન કરીને મારવાડનો ઉદો બહાર બેઠો હતો. દેરાસરનાં પગથિયાં ઊતરતી લાછીએ મેલાંઘેલાં કપડાંમાં બેઠેલા ઉદાને જોયો. પરદેશથી આવેલો કોઈ સાધર્મિક છે એમ જાણીને લાઠીદેવીએ ભાવથી પૂછ્યું, “ભાઈ, આ કર્ણાવતીમાં તમે કોના મહેમાન છો?'' લાછીનાં મધુર વચનોમાં ઉદાને આત્મીય સ્વજનની મીઠી–મધુરી વાણી સંભળાઈ. ઉદાએ કહ્યું, “બહેન, પહેલી જ વાર આ પ્રદેશમાં આવું છું. આ કર્ણાવતીમાં અમને પરદેશીને કોણ પહેચાને? તમે મને બોલાવ્યો એટલે થોડા-ઝાઝાં ગણો તો તમે મારાં પરિચિત ગણાવ. માટે અમે તો તમારા મહેમાન છીએ.” લાછીદેવીએ આનંદભેર કહ્યું, ““મારા ઘેર સાધર્મિક ભાઈ મહેમાન હોય એ તો મારું અહોભાગ્ય સમજું છું. ચાલો, તમે મારા મહેમાન. તમારા કુટુંબને લઈને મારું આંગણું પાવન કરો.'' મારવાડનો ઉદો મહેનો પોતાની પત્ની સુહાદેવી તેમ જ ચાહડ અને બાહડ એ બંને પુત્રોને લઈને લાછીને ત્યાં ગયો. એણે ભારે હેતથી ઉદા અને એના પરિવારને ભોજન કરાવ્યું. ઉદાએ પૂછ્યું, ‘‘બહેન, મારા પર આટલા બધા હતભાવનું કારણ?'' લાછીએ કહ્યું, “તમે દુ:ખી સાધર્મિક છે. સાધર્મિકની સેવા એ સાચા જૈનનું કર્તવ્ય છે.” મારવાડના ઉદાને લાછીએ રહેવા માટે ઘર આપ્યું. ગરીબ ઉદાને તો જાણે મકાન નહીં, મહેલ મળ્યો! નવ ખંડની નવાબી મળી હોય તેટલો આનંદ થયો. સમય જતાં ઉદાએ લાછીનું એ ઘર ખરીદી લીધું. કાચા મકાનને ઈટોના પાકા મકાનમાં ફેરવી નાખવાનો વિચાર કર્યો. એણે જમીનમાં પાયો ખોદવાની શરૂઆત કરી, તો એમાંથી ધનના ચરુ બહાર નીકળ્યા. એણે લાહીને બોલાવી અને બે હાથ જોડીને કહ્યું : ‘બહેન, આ તમારું ધન લઈ જાઓ. તમારા મકાનમાંથી નીકળ્યું છે, માટે એ તમારું ધન છે.” લાછીએ કહ્યું, ‘એ ન બને. વર તમારું. જમીન તમારી એટલે ધન પણ તમારું.' ઉદા શેઠે કહ્યું, “મારે માટે તો આ ધન અણહકનું ગણાય. મને ન ખપે. તમારે લેવું પડશે.' લાછીએ તો એને હાથ અડાડવાની પણ ના પાડી. અંતે વાત મહાજન પાસે પહોંચી. મહાજન તો શું કરે? બેમાંથી એકે ધન લેવા તૈયાર ન થાય, તેથી ઉકેલ અઘરો હતો. આખરે વાત રાજદરબાર સુધી પહોંચી. રાજા કર્ણદેવ પણ વિચારમાં પડી ગયા. રાણી મીનળદેવીએ બંનેને અડધો-અડધો ભાગ આપવાનો તોડ કાઢ્યો, પણ લાછીદેવી અને ઉદા મહેતા એટલુંય અણહકનું લે કઈ રીતે? એમણે તો કહ્યું, ‘જેનું કોઈ માલિક નહીં એનું માલિક રાજ. તમે તે સ્વીકારો.' રાજા કર્ણદેવ સોલંકીએ વિચાર કર્યો કે પ્રજા સ્વીકારે નહીં, તેવું અણહકનું ધન એ કઈ રીતે લઈ શકે ! અંતે ઉદા મહેતાએ કહ્યું, “જે ધન રાજને ન ખપે તે દેવને અર્પણ થાય.'' આ ધનથી કર્ણાવતી નગરીમાં દેરાસર બંધાયું, જે ‘ઉદયન વિહાર' તરીકે જાણીતું થયું. ઉદા મહેતા કર્ણાવતીના નગરશેઠ, એ પછી રાજા સિદ્ધરાજના મંત્રી અને છેલ્લે ખંભાતના દંડનાયક બન્યા, પણ જીવનભર પોતાની બહેન લાછીની સાધર્મિક ભક્તિને સદાય હૃદયથી વંદન કરતા રહ્યા. Page #246 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] અનુપમાદેવી વિક્રમના તેરમા સૈકામાં ગુજરાતના સુવર્ણયુગની છેલ્લી આભા પ્રકાશથી આ હતી. ઇતિહાસમાં અમર બનનાર વસ્તુપાળ-તેજપાળની બાંધવબેલડીની કારકિર્દીનું પહેલું પ્રભાત ઊઘડતું હતું. તેજપાળની પત્ની અનુપમાનો વાન ભીનો હતો. પાટ પણ નમણો કહેવાય તેવો નહોતો; પરંતુ બુદ્ધિમાં એ જાણે સરસ્વતીનો અવતાર હતી. કુટુંબસંસારની જ નહીં, પણ રાજકારણની ગૂંચ ઉકેલવાનીય એનામાં અજબ હેવાલક્ત હતી. [ ૧૯૭ રોજપાળ અને અનુપમાદેવી બંને ધર્મપરાયણ હોવાથી એમને ત્યાં સાધુ-સંતોની સદૈવ વૈયાવચ્ચ ભક્તિ થતી હતી. એક વાર અનુપમાદેવી યતિઓને ભિક્ષા આપતાં હતાં. ચિંતના હાથમાંથી ભિક્ષાનું પાત્ર છટકી ગયું અને એમાં રહેલા ધીથી અનુપમાનાં વસ્ત્રો લથબથ થઈ ગયાં. બાજુમાં ઊભેલા મંત્રી તેજપાળનો ગુસ્સો ફાટવાની તૈયારીમાં હતો. નેપાળ રાતાપીળા થઈ ગયા અને ધી ઢોળાયું તેમાં તેમને અમંગળ ભાવિની આશંકા આવવા લાગી. અનુપમાદેવીએ પરિસ્થિતિને સંભાળી લીધી અને કહ્યું, 'અરે! કોઈ ધાંચીને ઘેર જન્મી હોત તો મારી સ્થિતિ કેવી હોત? પરંતુ આજે હું પછી ભાગ્યશાળી છે, કારણ કે ગુરુના પાત્રમાંથી માંગ્યો પણ ન મળે તેવો પુત-અભિષેક મને પ્રાપ્ત થયો છે.'' અનુપમાદેવીની વાતથી તેજપાળનો ગુસ્સો શમી ગયો અને વિચારવા લાગ્યો કે મીઠી વાણી સાથેનું દાન, અભિમાન વગરનું જ્ઞાન, ક્ષમા સાથેનું સામર્થ્ય અને ત્યાગ-ભાવના સાથેનું ધન, એ ચારેય વસ્તુ અત્યંત દુર્લભ છે, કિંતુ અનુપમાદેવીના જીવનમાં ચારેનો સંગમ થયો છે. અનુપમાદેવી સહુને મુક્ત મને દાન કરતાં હોવાથી પદર્શનમાતા તરીકે એમની ખ્યાતિ હતી. વસ્તુપાળ અને તેજપાળ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરવા નીક્ળ્યા. પોતાની જે કંઈ સંપત્તિ હતી તે સાથે લઈને આ મંત્રી-કુટુંબ યાત્રાર્થે નીકળ્યું હતું. એક દિવસ બંને ભાઈઓ વચમાં આવતા હડાળા નામના ગામમાં નિરાંતે બેઠા હતા, ત્યાં વિચાર આવ્યો કે સોરઠમાં તો ભલભલા લોકો લૂંટાનો ભોગ બનીને લૂંટાઈ જાય છે. આથી એમણે પોતાની સાથેની મિલકતનો ત્રીજો ભાગ જંગલમાં કયાંક ભંડારી દેવાનું નક્કી કર્યું. ચત્રે બંને ભાઈઓ પોતાનું એ ધન્ય ધરતીમાં દાટવા ગયા, ત્યાં તો ધરતીમાંથી સૌનામહેરો ભરેલો ગર નીકળી આવ્યો. એમણે વિચાર્યું કે આપણે લક્ષ્મીને ભૂમિમાં ભંડારવા ગયા પરંતુ ભૂમિમાંથી વધુ લક્ષ્મી મળી. બંને ભાઈઓએ વિચાર્યું કે આ આપણી મહેનતનું ધન નથી તેથી તેનો શો ઉપયોગ કરવો? આ અંગે અનુપમાદેવીની સલાહ પૂછી તો એમણે કહ્યું કે ધનને ધરતીમાં ભંડારીને રાખવાને બદલે ઊંચે શિખર પર મૂકવું જોઈએ, એમાં જ માનવી અને સંપત્તિ બંનેની શોભા છે. લોભી વ્યક્તિ ધનને દાટીને અધોગતિ પામે છે. એ જ ધનને ઊંચે ગિરિવરો ઉપર જિનાલોમાં ખર્ચીને ઉર્ધ્વગતિ પણ મેળવી શકાય, માટે શત્રુંજય અને ગિરનાર તીર્થનો ઉદ્રારમાં આ ધનનો ઉપયોગ કરીએ તેવો વિચાર અનુપમાદેવીએ કહ્યો. વસ્તુપાળના અંતરમાં અનુપમાદેવીની વાત વસી ગઈ. તેજપાળ એમના નિર્લોભીપણા માટે રાજી રાજી થઈ ગયો. શ્રી શત્રુંજય મહાતીર્થમાં વામર્દવ સલાટ પાસે નંદીતાર જિનપ્રાસાદ બનાવ્યો અને એ મળતીર્થમાં અનુપમ સરોવર બંધાવ્યું. સં. ૧૨૯૨માં પંચમી તપનું ઉજવણું કરતી વખતે પચીસ સમવસરણ બનાવ્યાં અને શત્રુંજય તીર્થની તળેટીમાં બત્રીસ વાડીઓ અને ગિરનાર તીર્થની તળેટીમાં સોળ વાડીઓ બનાવી. તેજલપુરમાં જિનાલય, સરોવર અને પૌશાળ બનાવ્યાં. આબુ ગિરિરાજ પર નેમિનાથ ભગવાનની દૈતિમાન જેવો લૂલિગવસહી નામે મનોહર, ક્લામય અને ભવ્ય પ્રાસાદ તૈયાર કરાવ્યો. અનુપમાદેવીએ શિલ્પીઓની માતાની માફક સંભાળ લીધી. એમનાં શરીર સ્વસ્થ અને સ્ફૂર્તિવાળાં રહે તે માટે મર્દન કરવાવાળા માાસો રાખ્યા. બધાને પૂરતી રકમ આપી અને આબુમાં અજોડ જિનાલયોની રચના કરી. અનુપમાદેવી વિષે એમના સમયના કવિઓએ લખ્યું છે : ‘લક્ષ્મી ચંચળ છે, પાર્વતી ચંડી છે, ઇંદ્રાણી શોધવાળી છે, ગંગા નીચે વહેનારી છે, સરસ્વતી તો કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા અનુપમ છે.’ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] ચંપા છેલ્લાં ત્રણસો વર્ષોથી દિલ્હીના બાદશાહોના ત્રાસથી દેશની પ્રજા ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારતી હતી. ચોતરફ જુલમ અને બળજબરીનું રાજ ચાલતું હતું. આ સમયે શહેનશાહ અકબર દિલ્હીના સિંહાસન પર આવતાં દેશમાં એક નવી લહેર ફેલાઈ ગઈ. અકબરના દિલમાં વિવિધ ધર્મો વિષે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. ધર્મોના મર્મ જાણવા માટે એ સહુ ધર્મોને આદર અને સન્માનથી જોતો હતો. હિંદુ અને મુસલમાન વચ્ચેના વે૨ને એણે ઠારવાની કોશિશ કરી. ધર્મઝનૂનને કારણે વેદના અને વિખવાદ અનુભવતાં પ્રજાનાં હૈયાંને સાંધવાની કોશિશ કરી. - જૈન પ્રતિભાદર્શન સમ્રાટ અકબર એના વિશાળ રાજમહાલયના ઝરૂખા પર ઊભો અને રાજમાર્ગ પર નજર ઠેરવીને બેઠો હતો ત્યારે એણે રસ્તા પરથી પસાર થતો વરઘોડો જોયો. એ વરઘોડામાં રથમાં એક શ્રાવિકા બેઠી હતી. આગળ-પાછળ લોકો આનંદભેર ચાલતા હતા. શ્રાવિકા બે હાથ જોડીને આજુબાજુ ઊભેલા લોકોને વંદન કરતી હતી. વચ્ચે વચ્ચે દાન આપતી હતી. આગળ વાઘવૃંદ હતું અને સહુ મંગલ ગીતો ગાતાં હતાં. શહેનશાહ અકબર આશ્ચર્યમાં ડૂબી ગયા. એમણે રાજસેવકોને પૂછ્યું કે આ જુલૂસ શેનું છે? ત્યારે સેવકોએ તપાસ કરીને કહ્યું કે જૈન ધર્મનું પાલન કરનારી એક શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આગ્રાના જૈન સંધે એ ચંપા નામની શ્રાવિકાએ કરેલા દીર્ઘ તપનું બહુમાન કરવા માટે આ વરઘોડો કાઢ્યો છે. શહેનશાહ અકબરને આશ્ચર્ય થયું. શું કોઈ વ્યક્તિ છ-છ મહિના સુધી ભોજન કર્યા વિના રહી શકે ખરી? રાત્રે ભોજન કરવાની છૂટ હોવા છતાં એક મહિનાના રોજા રાખવા કેટલા કઠિન છે એ શહેનશાહ સારી પેઠે જાણતા હતા. અક્બરના આયર્યમાં રાજસેવકોએ ઉમેરો કર્યો. એમણે કહ્યું, ચંપા નામની આ શ્રાવિકાએ લગાતાર છ મહિના સુધી દિવસ કે રાત્રે ક્યારેય ભોજન કર્યું નથી. અન્નનો એક દાણો પણ મોંમાં નાખ્યો નથી.'' શહેનશાહ અકબરને આ બાબત અસંભવ લાગી. એમણે સચ્ચાઈ પારખવાનું નક્કી કર્યું. ચંપા શ્રાવિકાને આદરપૂર્વક રાજમહેલમાં બોલાવી. અકબરે એને કહ્યું કે આવા ઉપવાસ કોઈ કરી શકે તે સંભવિત નથી. ચંપા શ્રાવિકાઓં પ્રત્યુત્તર આપ્યો કે ધર્મના બળથી બધું સંભવિત છે. અકબરે કહ્યું કે જો એણે પોતે ગોઠવેલા ચોકીપહેરા હેઠળ મહેલમાં ચંપા શ્રાવિકા ઉપવાસ કરીને રહે, તો તેની વાત સાચી. ચંપા શ્રાવિકાએ શહેનશાહની વાતનો સ્વીકાર કર્યો. યોગ્ય આદરમાન સાથે ચંપા શ્રાવિકા મહેલમાં રહ્યાં. બક્ચર સૈનિકોનો ચોકીપહેરો મૂકો. એક મહિનો વીતી ગયો. સમ્રાટ અકબરે તપાસ કરી તો જાણ થઈ કે શ્રાવિકાને જેમ કહ્યું હતું એમ જ તેઓ વર્તે છે. દિવસે કે રાત્રે, અન્નાનો એક ઘણો પણ લીધો નથી. અકબર આશ્ચર્યશક્તિ થયા. ચંપા શ્રાવિકાએ જેટલા દિવસ ઉપવાસ કર્યા, તેટલા દિવસ મોગલ સમ્રાટ અકબરે રાજ્યમાં અમારિ(જીવહિંસા પર પ્રતિબંધ)નો આદેશ આપ્યો હતો. શહેનશાહ અક્બરે ચંપા શ્રાવિકાને ધન્યવાદ આપ્યા. ચંપા શ્રાવિકાએ નમ્રતાથી કહ્યું, “આ બધો પ્રભાવ તો ધર્મ, દેવ અને ગુરુનો છે.'' શહેનશાહ અકબરને જૈન ધર્મ વિષે જાણવાની જિજ્ઞાસા જાગી. એણે એ સમયના આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને આદરપૂર્વક પધારવા માટે વિનંતી કરી. ચંપા શ્રાવિકાના છ માસના ઉપવાસ એ પ્રભુ મહાવીર પછી થયેલું છમાસી ઉપવાસનું વિરલ પુષ્પતપ હતું. આ ઉપવાસે શહેનશાહ અકબરને જૈન ધર્મ, જૈન આચાર્યો અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ પ્રતિ આદરભાવ જગાડનારો બનાવ્યો. સમ્રાટ અકબરે જૈન તીર્થયાત્રીઓ પર લાગતો જજિયાવેરો માફ કર્યો અને આચાર્યશ્રી હીરવિજયસૂરિજી પાસેથી અહિંસા ધર્મની મહત્તા જાણી. ચંપા શ્રાવિકાના વિરલ તપનો કેવો વિશિષ્ટ પ્રભાવ ! સમગ્ર વિશ્વમાં જિનશાસનમાં તપનો વિશિષ્ટ મહિમા છે. તીર્થંકરોથી સામાન્ય શ્રાવક-શ્રાવિકા સુધી તપનું અનુષ્ઠાન જોવા મળે છે. આવા મહિમાને કારણે જ આજે પણ પર્યુષણના પ્રથમ દિવસે ચંપા શ્રાવિકાનું વૃત્તાંત વ્યાખ્યાનમાં વાંચવામાં આવે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૯૯ ( ગંગામા ) ગુજરાતની મહાજન પરંપરાનો તેજસ્વી ઇતિહાસ છે અને તેમાં પણ અમદાવાદના નગરશેઠની તો ભવ્ય અને ઉજ્જવળ પરંપરા જોવા મળે છે. જિનશાસનની કીર્તિગાથાનું આ એક યશસ્વી પ્રકરણ છે. શેઠ શાંતિદાસની કુનેહ, ઉદારતા અને ધર્મપરાયણતા એમના વારસોમાં ઊતરી આવી. માત્ર નગરશેઠ જ નહીં, પરંતુ હરકુંવર શેઠાણી, ગંગામા, મોહિનાબા જેવાં આ કુટુંબનાં નારીરત્નોએ ધર્મ અને સમાજમાં આગવો પ્રભાવ પાથર્યો હતો. શેઠ દલપતભાઈનાં પત્ની ગંગાબહેન અનેકવિધ ધર્મકાર્યોમાં સદાય અગ્રેસર રહેતાં હતાં. વિ. સં. ૧૯૨૧માં શેઠશ્રી દલપતભાઈએ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. પૂજ્ય મૂળચંદજી મહારાજ આ સંઘ સાથે હતા અને એ સમયે પૂજ્ય વૃદ્ધિચંદજી મહારાજ પાલિતાણાથી ભાવનગર પધાર્યા હતા. આ સંઘમાં ગંગામાએ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચમાં અને શ્રાવક-શ્રાવિકાઓની સાધર્મિક ભક્તિમાં અઢળક ધન તો ખચ્યું, પરંતુ એની પાછળ પોતાની જાત પણ ઘસી નાખી. ચારે પ્રકારના સંઘની ગરિમા વહન કરતાં ગંગામા ધર્મમાતા સમાન હતાં. સહુ કોઈને એમની પાસેથી માતાની મમતા, વાત્સલ્ય અને સેવા મળતાં હતાં અને તેથી જ તેઓ ગંગામા તરીકે ઓળખાતાં હતાં. એમની ઉદારતા જોઈને સહુને આબુ ઉપર અક્ષયકીર્તિ સમાં દેવાલયો બંધાવનાર અનુપમાદેવીનું સ્મરણ થતું હતું. વિ. સં. ૧૯૬૭ના કારતક વદ ૯થી માગસર વદ ૧૦ને રવિવાર સુધી અમદાવાદના ચારેય સંઘને અમદાવાદની શહેરયાત્રા કરાવી. આ ધર્મપ્રસંગ એટલો વિરલ હતો કે મુનિરાજ શ્રી રત્નવિજયજી મહારાજે આ ધર્મયાત્રાને વર્ણવતું ભાવવાહી સ્તવન રચ્યું હતું. એક વાર ગંગામા આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી મ.સા.નું વ્યાખ્યાન સાંભળતાં હતાં. આ સમયે શાસનસમ્રાટ આચાર્યશ્રીએ એમની સિંહગર્જનાભરી વાણીમાં તીર્થરક્ષાના મહત્ત્વ અંગે વિસ્તૃત વિવરણ કર્યું. ગંગામાના ચિત્તમાં આનાથી ઉલ્કાપાત જાગ્યો. એ સમયે પરમ પવિત્ર સમેતશિખરજી પહાડ પર અંગ્રેજો શિકારીઓ અને સહેલાણીઓ માટે એક ગેસ્ટ હાઉસ બાંધી રહ્યા હતા. ગંગામાનું ચિત્ત વિચારે ચડ્યું. અનેક તીર્થકરો અને મુનિગણોની તપોભૂમિ અને નિર્વાણભૂમિની આવી આશાતના! કેવી પાવન છે આ તીર્થભૂમિ કે જ્યાંથી વીસ તીર્થંકર પરમાત્માઓ અને અનેક મુનિગણો તપશ્ચર્યા કરતાં મોક્ષે સિધાવ્યા છે! આવી પાવનભૂમિ પર અંગ્રેજ સહેલાણીઓ માટે મોજશોખ, શિકાર, આનંદપ્રમોદ, માંસાહાર, મદિરા અને અભક્ષ્ય ભોજનનું અતિથિગૃહ? ગંગામા મનોમન પ્રભુ પાર્શ્વનાથની પ્રાર્થના કરવા લાગ્યાં. શ્રી સમેતશિખર પર્વત પણ શ્રી પારસનાથ પર્વત તરીકે જાણીતો હતો. આ આપત્તિમાંથી ઉગારવા માટે ગંગામા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન ગાવા લાગ્યાં. ગંગામાને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ થયું. શેઠ શાંતિદાસે તીર્થરક્ષા માટે તો ધર્મઝનૂની એવા ઔરંગઝેબને નમાવ્યો હતો. ગંગામાના પુત્ર લાલભાઈ ભોજન માટે આવ્યા ત્યારે ગંગામાએ એમની થાળીમાં બંગડીઓ પીરસી. લાલભાઈ આનો અર્થ સમજી શક્યા નહીં ત્યારે ગંગામાએ કહ્યું : આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ તીર્થરક્ષા કાજે વ્યથિત છે ત્યારે તમે નગરશેઠ હોવા છતાં કશું કરતા નથી. આવા નિષ્ક્રિય જ રહેવાના હો તો આ બંગડી પહેરી લો અને મને તમારી સત્તા આપી દો. હું તીર્થરક્ષા માટે મારા પ્રાણની આહુતિ આપવા તૈયાર છું.” માતાના પુણ્યપ્રકોપે લાલભાઈમાં જુસ્સો જગાડ્યો. પુત્રના વીરત્વને માતાની વાણીએ જાગ્રત કર્યું. એમણે અંગ્રેજ સરકાર સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને ગેસ્ટ હાઉસનું બાંધકામ બંધ રખાવ્યું. ગંગામાં સાધુ-સાધ્વીઓને અગાધ આદર આપતાં હતાં. સાથોસાથ પાંચ મહાવ્રતોની બાબતમાં સાધુ-સાધ્વી સમુદાયમાં શિથિલતા પેસી ન જાય તેની તકેદારી પણ રાખતાં હતાં. કયાંક કોઈ ક્ષતિ કે ઊણપ જુએ કે તરત જ વહાલસોયી માતાની માફક ધ્યાન દોરે. પોતાના પરિવારમાં પણ ધર્મમર્યાદા જળવાય તે માટે સદૈવ જાગ્રત રહેતાં અને અભક્ષ્ય ભક્ષણ ન થાય તેની સાવચેતી રાખતાં. આવાં હતાં ધર્મમાતા સમાં ગંગામા! Page #249 -------------------------------------------------------------------------- ________________ नवकारमंत्र नमास रहताप माआयाया नमाजवण्झायाण CFRSFYER Page #250 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૦૧ કારણ કે તે સાધુ હતા'' == = == = = = ( એક અભિનવ વિચારધારા ) સંકલન : આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ ભૂમિકા :–પ્રસ્તુત ગ્રંથમાં કેટલીક પ્રતિભાનું દર્શન કરાવવાનો ઉદ્દેશ છે, જેમાં વર્તમાનકાલીન શ્રાવક-શ્રાવિકાની વિશિષ્ટ પ્રતિભાના પ્રચુર પ્રસંગો છે. તેની સામે દીવાદાંડી રૂપ “આગમકાલીન શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કવન' રૂપ કિંચિત વક્તવ્યતા પણ છે. જૈન ધર્મથી પ્રભાવિત થયેલા રાજવીઓના ઉલ્લેખો છે તો ધર્મપ્રિય મંત્રીશ્વરો પણ નજરે ચડે છે. મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થીઓની સાથે પ્રાગૈતિહાસિક કાળની અમર પ્રતિભા પણ મૂર્તિમંત કરાઈ છે. જૈન દર્શનમાં દર્શાવાયેલ સર્વોચ્ચ પદને પ્રાપ્ત કે તદ્ અભિમુખ આર્યારત્નો કે મહાસતીઓના ચરિત્રોને પણ લિપિબદ્ધ કરાયાં છે. આવા વિશિષ્ટ કોટિના પ્રતિભા ગ્રંથને અલગ મોડ આપવા કેટલાંક તેજસ્વી પાત્રોને અભિનવ દષ્ટિએ મૂલવવાના પ્રયાસ રૂપે આ લેખમાં કંઈક ચિંતન રજૂ થયું છે. આ બધાં જ પાત્રોની કથાવસ્તુ અતિ પ્રચલિત છે. અનેક ગ્રંથકારે તેનું શબ્દચિત્રણ કરેલું છે. તેથી મૂળ કથાનકને અહીં અત્ય~ શબ્દોમાં પ્રસ્તુત કરી કથાનકના પડછાયામાં રહેલી ઉપદેશાત્મક બાબતને અલગ દષ્ટિકોણથી અને તે પણ તલસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે. કથાનકોના સંખ્યાત્મક પાસાનો સ્પર્શ તો ક્ષિતિજના આદિત્યને ગ્રહણ કરવા સમાન છે. કેમકે ભવિ જીવોના પ્રતિબોધ માટે ઉપદેશાવેલ છઠ્ઠા અંગસૂત્ર “જ્ઞાતઘર્મકથા'માં જ મૂળ સ્વરૂપે ત્રણ કરોડ પચાસ લાખ (૩,૫૦,૦૦,૦૦૦) કથાનકો હતાં, પણ તેનાં ગુણાત્મક પાસાને વિચારીએ તો પરમાત્માએ આ આગમસૂત્રમાં કથાના માધ્યમથી વિભન્ન સ્વરૂપે વૈરાગ્યનો બોધ આપવાના દષ્ટિબિંદુથી જ આ કથાનકોનું વ્યાખ્યાન કરેલ હતું. આ વિભિન્ન દષ્ટિબિંદુમાંથી એક અભિનવ દષ્ટિબિંદુ એ આ લેખનું વિષયવસ્તુ છે અને તે છે––“કારણ કે તે સાધુ હતા.” - અનેક પ્રકારની પ્રતિભાને દર્શાવતા આ દળદાર ગ્રંથમાં ચતુર્વિધ સંઘનાં અગ્રેસર એવાં સાધુ ભગવંતો કે સાધ્વીજી મહારાજોનાં જીવન-નિષ્કર્ષ રૂપે રજૂ કરવા પાછળનો એક માત્ર ઉદ્દેશ શ્રમણજીવનની ઉત્તમતા અને અનુકરણીયતા દર્શાવવાનો છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] _/ જૈન પ્રતિભાદર્શન એક વખત પણ સંયમજીવનનો સ્પર્શ પામેલ આત્મા ભવાંતરમાં તે સ્પર્શની ભીનાશથી વાસિત થઈ. તે સગંધથી મધમધિત બની પોતાની સર્વોચ્ચ વિકાસકથાને હાંસલ કરવા કેટલો શક્તિમાન બની શકે છે? તે બાબતની વિચારણા કરતાં આપણે થઈ શકીએ તેવા દૃષ્ટિબિંદુથી આ “માઈલસ્ટોન'' મૂકયા છે. આ - મોક્ષપ્રાપ્તિ એ આપણી યાત્રાનું લક્ષ્યસ્થાન છે. મોક્ષમાર્ગની ઈતર દિશા એ આપણી વર્તમાન સ્થિતિ છે, અને મોક્ષમાર્ગે કદમ માંડી ચૂકેલા વટેમાર્ગ માટે આ “માઈલસ્ટોન એ યાત્રાનું અંતર દર્શાવતી પ્રતિભાઓ છે. તો (ભરત ચક્રવર્તી) શ્રી ઋષભદેવ ભગવંતના જયેષ્ઠપુત્ર, ભરતભૂમિના સ્વામી, નિરવદ્ય સામ્રાજ્યના માલિક થયા. ચૌદ મહારત્નો, નવ મહાનિધિ, ૧૬ હજાર દેવો, ૩૨ હજાર રાજવી, ૬૪ હજાર મનોહર સુંદરી, ૩૨-૩૨ પાત્રબદ્ધ ૩૨ હજાર નાટકો, ૩૬0 રસોયા, ૧૮ શ્રેણી-પ્રશ્રેણી જનો, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પાયદળ, ૭૨ હજાર પુરુવર, ૩૨ હજાર જનપદ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ, ૮૪ હજાર પટ્ટણ, ૨૪ હજાર કર્બટ, ૨૪ હજાર મંડલ, ૨૦ હજાર આકર, ૬ હજાર ખેટક, ૧૪ હજાર સંવાહક, ૫૬ અંતરોદક, ૪૯ કુરાજ્યો, વિનીતાનગરી અને સંપૂર્ણ ભરતક્ષેત્રનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું છે તેવા ભરત ચક્રીએ ૬ લાખ પૂર્વમાં ૧ હજાર વર્ષ ઓછું એટલું સામ્રાજય ભોગવ્યું. ખાવા-પીવાના, મનોહર સ્ત્રીઓના અને રાજ્યલક્ષ્મીના અખૂટ ભોગો ભોગવી રહ્યા છે. પોતાના અરીસાભવનમાં એટલે કે શણગારગૃહમાં બેસીને શણગાર સજી રહ્યા છે એવા સમયે તેની એક આંગળીમાંથી અંગૂઠી સરી પડે છે. આંગળીની શોભા કંઈક ઘટી ગયેલી જુએ છે અને મનોમન વિચારધારા પલટાઈ જાય છે. “શું આ શરીરની શોભા આભૂષણોથી જ છે?” તેમને ખપતું નથી આભૂષણોની શોભાવાળું શરીર! હવે તો ભરત ચક્રીને આત્માની શોભાની ખેવના જાગી ગઈ. ત્યાં જ સર્વે આભરણો ઉતારવા લાગ્યા. વૈરાગ્યના શદ્ધ પરિણામોની વૃદ્ધિ થવા લાગી. રાજ્યલમી. સ્ત્રી-પરિવાર. ભોગ-વિલાસ બધાંનું મમત્વ મનથી જ ખંખેરી નાખ્યું અને મમત્વ કે મૂછ રૂપ સઘળા પરિગ્રહને ત્યજી દઈ ભરત ચક્રી બન્યા કેવલી. સંયમશ્રેણીના પ્રથમ સ્થાનેથી આરંભાયેલી યાત્રા ચોટી સુધી પૂર્ણ થઈ ગઈ. ગૃહસ્થ-લિંગ ત્યાગી બની ગયા ભરતમુનિ. પણ કેમ? આટલી લક્ષ્મી, સ્ત્રીઓના મોહ, બધું જ કઈ રીતે છૂટી ગયું? એ પણ ગૃહસ્થપણામાં? એ પણ શણગારખંડમાં? એ પણ ચક્રવર્તીપણામાં? બસ, એક જ કારણ. એક જ કારણ. પૂર્વના ભવમાં “મહીધર' નામક રાજકુમાર અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરેલી ત્યારે પણ ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરેલી. પરંપરાએ “બાહુ” નામક મુનિ પણ બન્યા. આ બાહુ મુનિના ભવમાં Page #252 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૦૩ પણ પ૦૦ સાધુઓને વિશુદ્ધ આહાર લાવી આપી નિર્મળ ગોચરીભક્તિ કરવાના અભિગ્રહધારી મુનિ બન્યા. આહાર આદિથી કરેલ વિશુદ્ધ ભક્તિ તેના ચક્રવર્તીપણાનું કારણ જરૂર બની; પણ આરાધક ભાવે કરાયેલી ભક્તિથી ઉપાર્જિત કર્મ તેને સંસારમાં જકડનાર બેડી રૂપ ન બન્યું. બબ્બે ભવના મુનિપણાના સંસ્કાર અને વિશુદ્ધ સાધુધર્મની આરાધનાએ તેને ચક્રવર્તીપણાની મૂર્છાથી દૂર લઈ ગયા અને બની ગયા ભરત કેવળી મોક્ષના અધિકારી. ‘કારણ કે તે સાધુ હતા.'’ પૂર્વેની સાધુપણાની સ્પર્શના તેને માટે બની ગયો સિદ્ધશિલાનો પાસપોર્ટ. બસ આ જ છે મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી ભરત ચક્રીની પ્રાગૈતિહાસિક પ્રતિભા. * બાહુબલી બાહુબલીએ યુદ્ધભૂમિમાં સંયમ અંગીકાર કર્યો. ભરતે અશ્રુભીની આંખે પુનઃ રાજ્યનો સ્વીકાર કરવા કાકલૂદી કરી. નથી જોઈતું મારે ચક્રીપણું, નથી જોઈતું આ રાજ્ય. ભાઈ! ૯૮ ભાઈઓ તો પહેલાં જ મને છોડી ગયા અને તું પણ! પણ નહીં, બાહુબલી તો મૌન ધારણ કરીને કાયોત્સર્ગે સ્થિર થઈ ગયા. ક્યાંથી આવ્યો આ વૈરાગ્ય? ક્યાંથી આવી આ દૃઢતા? ચક્રી ભરતે જયારે યુદ્ધનું કહેણ મોકલ્યું ત્યારે તો એ જ બાહુબલી બોલેલા કે શું ભરત ઘડીકમાં ભૂલી ગયો કે અમે ગંગાતીરે જ્યારે સાથે રમતા હતા ત્યારે મેં તેને ઉપાડી આકાશમાં ઉછાળેલો અને પછી પૃથ્વી ઉપર પડતાં પહેલાં ઝીલી લીધેલો? એ શું ભરત ભૂલી ગયો કે આવો તો મેં તેને અનેક વખત હરાવ્યો છે?'’.....પછી તો સામસામી સેના ગોઠવાઈ, બાર વર્ષ પર્યન્ત ભયાનક યુદ્ધ ચાલ્યું, અનેક જીવોનો સંહાર થયો. શકેન્દ્રના વચને સંહાર અટકાવી ભરત-બાહુબલી બે જ વચ્ચે યુદ્ધ થયું. તેમાં દૃષ્ટિ-બાહુ-મુષ્ટિદંડ અને વચન એ પાંચે પ્રકારના યુદ્ધમાં પણ ભરત હારી ગયો. જ્યારે ભરત આ હાર પચાવી ન શક્યો ત્યારે ચક્રરત્ન મૂક્યું. બાહુબલી પણ ક્રોધાવેશમાં આવીને બોલી ઊઠ્યા કે આ તારા ચક્રરત્નને ચૂર્ણ કરી દઈશ. ત્યારે ભરતે મુટ્ઠી મારી અને બાહુબલી જંઘા સુધી ભૂમિમાં ઊતરી ગયા. જેવા બાહુબલી મુટ્ઠી મારવા ધસ્યા કે દેવો બોલ્યા : બાહુબલી એ મુટ્ઠી મારશો નહીં--અન્યથા ભરત ચૂર્ણિભૂત થઈ જશે.'' બાહુબલીએ ત્યાં જ સ્વયં મસ્તકના વાળનો લોચ કરી દીધો. ચારિત્ર ધારણ કરી કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. પણ કાંથી આવ્યો આ ભાવ? જેનાં પરિણામો બાર-બાર વર્ષથી યુદ્ધમય છે, મારું કે મરું-ના ભાવો છે. આવા ભયંકર ક્રોધ-કલેશયુક્ત માનસમાં ક્ષમાભાવનાં અને વૈરાગ્યનાં બીજ રોપાયાં ક્યાંથી? જે માનવીએ બાર-બાર વર્ષ આ ભૂમિરૂપ પરિગ્રહને માટે ક્રોધ-માન-કષાયને પોષ્યા તેમાં અચાનક આ વિરતિભાવ અને કષાયોની ઉપશાંતિનાં પરિણામ આવ્યાં ક્યાંથી? બસ એક જ ઉત્તર---‘કારણ કે તે સાધુ હતા.’’ પૂર્વના ભવમાં સુબુદ્ધિ મંત્રીપુત્ર છે. ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરી છે, દીક્ષા અંગીકાર કરી છે. ફરી પણ મનુષ્યભવ પ્રાપ્ત કરી સુબાહુ'' નામે મુનિ બન્યા છે. તે ભવમાં પણ પ૦૦ સાધુઓની Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન શરીરની ચાકરી કરીને અનન્ય બળ ઉપાર્જન કર્યું. પણ આ પૂર્વે પાળેલ સાધુપણું અને મોક્ષમાર્ગની વિશુદ્ધ આરાધનાનું બળ તેમને બાહુબલીના ભાવમાં પણ ચારિત્રના પરિણામને દેનારાં થયાં. એક વખત પણ વિશુદ્ધ ભાવથી કરાયેલી સંયમની સ્પર્શના બાહુબલીને યુદ્ધભૂમિમાં વૈરાગ્યદાતા બનાવી ગઈ. નહીં તો ક્યાં ચક્રવર્તીનું બળ? કયાં ચક્રવર્તીનું સૈન્ય? કેટલા દેવતા અને સુભટોની સહાય? છતાં બાર-બાર વર્ષ પર્યન્ત યુદ્ધમાં જીતી ન શકયા? અરે! ખુદ ચક્રવર્તી પણ જે સામાન્ય મનુષ્યને હરાવી ન શકયા એટલે જેમનું બાહુબળ હતું—પણ ના! આ બાહુબળની પ્રાપ્તિ આરાધક એવા વૈયાવચ્ચ ભાવની હતી. સુવિશુદ્ધ સંયમ આરાધનાની ઝળહળતી જ્યોતના પ્રકાશમાં આ એક પ્રાગૈતિહાસિક પ્રતિભાનું તેજ દેદીપ્યમાન બન્યું હતું. માટે જ તે મોક્ષમાર્ગનો પુરુષાર્થી યુદ્ધભૂમિમાં યોદ્ધો મટીને સંત બની ગયો. ક્રોધાગ્નિને ક્ષમાના વારિથી શીતળ બનાવી દીધો. પરિગ્રહના પાપને ઠેલીને એક જ સ્થાને કાયોત્સર્ગસ્થિત કરી દીધા. બધાં પાછળ બસ એક જ ચિતનીય તત્ત્વ--“કારણ કે તે સાધુ હતા.” ( સુંદરી ) આપણી એક અભિનવ ચિંતનયાત્રા ચાલી રહી છે, તેમાં મહાસત્ત્વશાળી નરરત્નો જ નહીં, મહાસતીરૂપ આર્યા કે નારીરત્નોની ઝાંખી પણ કરી લઈએ. ‘‘કારણ કે તે સાધુ હતા' માઈલસ્ટોનનું ત્રીજું પાત્ર છે “સુંદરી.” ચક્રવર્તી જેવો રાજવી જેની સાથે પરણવાના કોડ માંડીને બેઠો છે, છતાં જેને આવા સ્વરૂપવાન રાજવીનો મોહ નથી, તેના છ ખંડના રાજયની જેને સ્પૃહા નથી, ૯૬ કરોડ પાયદળની જેને તમા નથી. આ સર્વે ઋદ્ધિ-સિદ્ધિ જેને હીણ સમાન ભાસે છે, એવી આ સુંદરીના અભુત પાત્રમાં ઝળકતો વૈરાગ્ય જોઈને થાય કે આ નારીરત્નમાં આવો ઉચ્ચતમ ભાવ આવ્યો ક્યાંથી? અરે! ચારિત્રપ્રાપ્તિ માટેનો તેણીનો પુરુષાર્થ તો જુઓ! સુંદરીના રૂપમાં દીવાનો બનેલ ચક્રવર્તી ૬૪000 કન્યાને પામ્યા પછી પણ સુંદરી સાથે વિવાહના ભાવોને મનોભવનમાં ધારણ કરીને બેઠો છે ત્યારે આ તરફ સુંદરી આયંબિલનો તપ આદરીને બેઠી છે. તે આયંબિલ તપ પણ એક દિવસ એક અઠવાડિયું-એક માસ કે એક વર્ષ નહીં, પૂરાં સાઈઠ હજાર વર્ષ સુધી. સાઈઠ-સાઈઠ હજાર વર્ષના તપ પણ શેના માટે? મારા રૂપ અને યૌવનનો મોહ ચક્રવર્તીને છે માટે ચારિત્ર લેવા રજા નથી આપતો ને? તો ખત્મ કરી દો આ રૂપ-ચૌવનને. ચારિત્રના માર્ગે વિઘ્નરૂપ બનતું શરીર ન જોઈએ. ન જોઈએ આ રૂપ, જે મને સંયમ અંગીકાર કરવામાં બાધારૂપ બની જાય છે. કયાંથી આવ્યાં આ પરિણામ કે જે સ્ત્રીને રાજસુખ-વૈભવ-લક્ષ્મી-ભોગ-વિલાસ-રિદ્ધિ અને ખુદ પોતાના શરીરની સ્પૃહાનો પણ ત્યાગ કરાવી દે? બસ એક જ કારણ---“કારણ કે તે સાધુ હતા.' પૂર્વે પાંચમા ભવમાં ગુણાકર નામે શ્રેષ્ઠીપુત્ર છે. તે ભવમાં ઉગ્ર તપસ્વી એવા ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરીને પ્રવ્રયા અંગીકાર કરેલી. સુંદર ચારિત્રપાલન કરીને અમ્રુત દેવલોકે ગયા. ત્યાંથી Page #254 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૦૫ વજસેન તીર્થંકરના પુત્રરત્નપણાને પામ્યા. “મહાપીઠ' નામક આ પુત્રે પણ દીક્ષા ગ્રહણ કરી. મહાપીઠના ભવમાં કરેલ અદ્ભુત તપશ્ચર્યાથી તપના અંતરાયકર્મોને ખપાવતાં સુંદરીના ભાવમાં પણ ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલતપ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થયું. અને આ સાધુજીવનની જે સુવિશુદ્ધ આરાધના કરી તે એક વખતનું સાધુપણું જ આ નારીરત્ન માટે મોક્ષનગરીનો પથપ્રદર્શક માઈલસ્ટોન બની ગયો. આ હતી જિનશાસનની યાદગાર તવારીખ સમી મોક્ષમાર્ગની પ્રબળ પુરુષાર્થી આર્યારત્ન--પણ ) આપણી ચિંતનયાત્રાનો એક માત્ર મુદ્દો જે તેને પ્રાગૈતિહાસિકકાળની પ્રતિભા બનાવી ગયો તે એ જ કે– ચારિત્રનો આવો દઢ રાગ અને સંસારની સંપૂર્ણ વિરક્તિનું જો કોઈ કારણ હોય તો પૂર્વે પાળેલું સાધુપણું. ( ચિલાતીપુત્ર ચોરોની સેનાનો સ્વામી, ક્રૂર-ઘાતકી અને નિર્દય એવો એક ઉન્માર્ગે ચડેલો આ માનવી છે. પોતાની પ્રાણપ્યારી વલ્લભા એવી સુંસમાનું ધડથી અલગ કરાયેલ મસ્તક એક હાથમાં લટકી રહ્યું છે, બીજા હાથમાં ક્રોધરૂપ કષાયને પ્રગટ કરતું એવું લોહીસીંચિત ખડર્ છે. અંતરમાં મોહ અને કલેશરૂપી જવાળાઓ ભડકી રહી છે. સાથે શરીર પણ શ્રમિત છે અને ભૂખની ભૂતાવળે ભરડો લીધો છે. આવી વિષમ શારીરિક-માનસિક સ્થિતિમાં રહેલા ચિલાતીપુત્રને ફક્ત ત્રણ જ શબ્દો-૩પશન-વિવેક અને સંવર મોક્ષમાર્ગનો પ્રવાસી બનાવી ગયા. પણ કેમ?-કયો ચમત્કાર સર્જાયો આ રાગ-દ્વેષના દ્વન્દ્રમાં ફસાયેલા માનવીના જીવનમાં? કે જેણે તેના કામરાગ અને દૂર પરિણામથી ભડભડ બાળી રહેલા તેના આત્મામાં અકથ્ય પરિવર્તન આણી દીધું? અનેક પ્રવચનોના શ્રવણ કરતાં આપણા જીવનને ન સ્પર્શી શકતી વાતો એ આ માનવીમાં ફક્ત ત્રણ જ શબ્દોએ કેવો ચમત્કાર સર્જી દીધો કે રૌદ્રધ્યાનથી નરકગામી બનતા જીવને પળવારમાં દેવલોકમાં બિરાજમાન કરી દીધો. કારણ? માત્ર એક જ કારણ—કારણ કે તે સાધુ હતા યજ્ઞદેવ સાધુધર્મમાં નિશ્ચલ બન્યો છે. સમગ્ર સ્વજન વર્ગને પણ તેણે પ્રતિબોધ કર્યો છે પણ સ્વપત્નીને તેનો રાગ હજી ચિત્તમાંથી ખસ્યો નથી. સજજડ સ્નેહાનુરાગથી તેની પત્ની યજ્ઞદેવમુનિને દીક્ષા છોડાવવા પ્રયત્નશીલ બની છે. નિશ્ચલ એવા મુનિ ઉપર કામણપ્રયોગ કર્યો, પણ પ્રયોગની વિપરીત અસર થતાં યજ્ઞદેવમુનિ મૃત્યુ પામી દેવલોકે સંચર્યા. આ જ યજ્ઞદેવ ચિલાતી દાસીના પુત્ર સ્વરૂપે જન્મ લે છે. સુંસમા નામે જન્મેલી પૂર્વભવની પત્નીને જ રમાડવા-સાચવવાનું કાર્ય કરે છે. સંસમા રડવા માંડે ત્યારે-તેણીની યોનિમાં ચિલાતીપુત્રનો હસ્તસ્પર્શ થતાં જ રુદન બંધ કરી દે. આવા અપકૃત્યથી ઘરમાંથી કાઢી મુકાય છે; પણ પેલા સ્પર્શે તેના મનમાં વિષયની પીડા મૂકી દીધી. સુંસમાને ઘેર જ ધાડ પાડે, સંસમાને ગ્રહણ કરે અને પોતાની બનતી પ્રિયા જ્યારે હાથવગી બનતી ન જણાય ત્યારે તેનું મસ્તક ધડથી અલગ કરીને દોડવા લાગે. જુઓ, આ સમગ્ર જીવનમાં ક્યાંય ધર્માચરણ નથી. પૂર્વભવની સ્વપત્ની એવી સુંસમાનો તીવ્ર રાગ છે અને આચરણ પણ ચોરી અને ખૂનનાં જ કર્યા છે; છતાં ચારણ લબ્ધિધારી મુનિને જોઈને ધર્મ-ઉપદેશ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રવણની ઇચ્છા જાગે. ત્રણ જ શબ્દોનો ઉપદેશ અને ચિલાતીપુત્રની ચિતનયાત્રા તેને કાયોત્સર્ગમાં સ્થિર કરીને સાધુધર્મયુક્ત આરાધનામય બનાવી દે--તે પણ કયાં સુધી? અઢી દિવસમાં તો ચિલાતીપુત્રના શરીરને કીડીઓએ ચાળણી જેવું બનાવી દીધું–તો પણ સમભાવે વેદના સહન કરે. કયાંથી આવ્યો આ સમભાવ? ક્યાંથી આવ્યું સમ્યફ શ્રદ્ધાનું તત્ત્વ? ક્યાંથી ઉદ્ભવ્યો આ ચારિત્રરાગ અને ક્યાંથી જન્મી આ મોક્ષપથની અભિલાષા? બસ એક જ કારણ... કારણ કે તે સાધુ હતા----પૂર્વભવનું વિશુદ્ધ ચારિત્ર તેને તપ-સંયમની શક્તિ અર્પી ગયું. પૂર્વભવની નિશ્ચલતા તેને પળવારમાં સ્ત્રીના રાગમાંથી મુક્તિ અપાવી ગઈ. આ હતી પ્રાગૈતિહાસિક પ્રતિભા--આ હતી મોક્ષમાર્ગની પુરુષાર્થતા. કારણ કે તે સાધુ હતા. કુરગડુ “ભરડેસર-બાહુબલી' સઝાયમાં સ્થાન પામેલ આ એક મહાસત્ત્વશાળી પ્રતિભા છે, જેને ભોજન કરતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી એવા આ મુનિ આમ તો દૃષ્ટિવિષ સર્પ જેવી તિર્યંચ યોનિમાંથી મનુષ્યપણાને પામ્યા છે. તો પણ આ મનુષ્યભવમાં તેમણે જે અણાહારીપદ પ્રાપ્ત કર્યું તેનું આશ્ચર્ય તો જુઓ કે આહાર કરતા-કરતા અણાહારીપદ પામ્યા. જેને હંમેશ માટે છોડવાનું છે તેવા શરીરને આહારથી પરિતૃપ્ત કરતાં-કરતાં તેઓ અણાહારી અર્થાત આહારરહિતપણું પામ્યા. પણ કેમ? આ બની જ કઈ રીતે શકે? બસ, જેમ શણગાર સજતા ભરત આત્માનો શણગાર પામ્યા, બાહુબળથી બીજાના મસ્તકને ચૂર્ણ કરવા મથતા બાહુબલીએ પોતાના જ મસ્તકનું (વાળનું) ચૂર્ણ કરી નાંખ્યું, સ્ત્રીના રાગથી યુક્ત ચિલાતી જ વૈરાગી થયા તેમ આ કુરગડ મુનિ આહાર કરતા જ નિરાહારી થયા. પણ રહસ્ય તો એક જ-- “કારણ કે તે સાધુ હતા.' સર્પનો ભવ તો તેની ભૂલનું પરિણામ હતું, પણ મૂળભૂત તો તે સાધુ જ હતા ને? માસક્ષમણને પારણે માસક્ષમણ કરતા તપસ્વી મુનિવર હતા. પારણે પણ સ્વવીર્યબળથી જ ગોચરીની ગવેષણા કરનારા, પણ આંખનું તેજ ઘટી જવાથી દેડકી ઉપર પગ આવ્યો. નાનીશી દેડકી તુરંત મૃત્યુ પામી. બાળસાધુનું જોવું અને પ્રતિક્રમણ વેળા દેડકી માર્યાની આલોચના કેમ ન કરી તે પૂછવું. તપસ્વી મુનિવરનું રોપાયમાન થવું અને અંધારામાં થાંભલો અથડાતાં મૃત્યુ થયું. આ અસમાધિ મરણે એક વખત તો તેને દષ્ટિવિષ સર્પનો ભવ આપી જ દીધો; પણ સાધુપણું પાળીને આવેલા તપસ્વી મુનિવર હતા ને? જાતિસ્મરણ પામેલા સર્વે સમભાવપૂર્વક અચિત્ત આહારથી જ જીવનની નાવ હંકારી. ટુકડે ટુકડા થઈ ગયા દેહના, તો પણ સમભાવ ન ગુમાવ્યો. પરિણામ કેટલું સુંદર! મૃત્યુ પછી રાજપુત્ર બન્યા, તો પણ પૂર્વે આરાધેલ શ્રમણપણાને લીધે રાજયમાં આસક્તિ ન કરતાં વૈરાગ્યવાન મુનિવર બન્યા. તિર્યંચના ભવથી આવેલા હોવાથી તેની ભૂખ તીવ્ર વેદના અર્પતી--તો પણ અભિગ્રહ કર્યો કે પૂર્વે મુનિપણાને ક્રોધથી વિરાધ્યું છે માટે આ ભવે કદાપિ ક્રોધ ન કરવો. ગોચરી જઈ, આહાર લાવી, આલોવી વાપરવા બેઠા છે. ઉપવાસી સાધુ તેના આહારમાં જ બળખો ફેંકે છે. ત્રણ-ત્રણ તપસ્વી સાધુ તેનો કટુ વાણીથી તિરસ્કાર કરે છે. તો પણ બળવાની જુગુપ્સા નહીં અને કટુ વાણી પરત્વે કોઈ રોષ નહીં. Page #256 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૦૦ સમભાવલીન કુરગડ મુનિ આત્મનિંદા કરતા વિચારે છે કે “હું આવો પેટભરો સાધુ છું ત્યારે જ બીજાને ] વૈષનું નિમિત્ત બન્યો ને!' એ જ આત્મનિંદા તેને કેવળજ્ઞાન અપાવી ગઈ. આ આત્મનિંદા ભાવ--આ સમત્વ આવ્યા ક્યાંથી? “કારણ કે તે સાધુ હતા.' એક વખતની સાધુધર્મની સ્પર્શનાએ તેને જૈનશાસનની તવારીખમાં તેજસ્વી પાત્ર બનાવી દીધાં. ( માસતુસમુનિ “કારણ કે તે સાધુ હતા” અભિનવ ચિંતન-શૃંખલાની છઠ્ઠી કડી છે માસતુસમુનિ. સામાયિક આદિના અર્થને જાણવામાં પણ અશક્ત એવા આ મુનિએ ગુરુભક્તિ વડે કરીને જ્ઞાનના કાર્યરૂપ એવી કેવળલક્ષ્મીને પ્રાપ્ત કરી. એ હતી પૂર્વભવની સંયમયાત્રાની ફલશ્રુતિ. સદૂગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી વૈરાગ્યભાવે ભીંજાતા મુનિ, સામાયિક શ્રુતજ્ઞાન ભણી રહ્યા છે. પૂર્વભવનું ઉપાર્જિત જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવતાં અજ્ઞાનરૂપી અંધકારના ઓળા ઊતરી આવ્યા. એક પદનો પણ મુખપાઠ કરી શકતા નથી. અવિશ્રામપણે અભ્યાસનો પુરુષાર્થ અને પૂર્ણ બહુમાન છતાંયે જ્ઞાન ચડતું નથી. તેમની આ સામર્થ્યરહિતતાને જાણીને સામાયિક શ્રુતનો અર્થ સંક્ષેપથી જણાવ્યો : “મા રુસ મ. તુત.” કોઈ ઉપર રોષાયમાન કે તોષાયમાન થવું નહીં. બાર વર્ષનો અવિશ્રાન્ત પરિશ્રમ, બાળકો દ્વારા નિત્ય મજાક, નિત્ય તપ પછી પણ માસતુસ શબ્દો બોલે છે પણ મારા માતુને યાદ રહેતું નથી. અને અચાનક એકદા જ્ઞાનના પ્રકાશનો વિસ્ફોટ થતાં શ્રુતજ્ઞાનમાં પ્રગતિ ન કરી શકનાર મુનિ ચારે જ્ઞાનોને ગૌણ કરીને સીધા જ આત્મપ્રત્યક્ષ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી ગયા. એક નાનું વાક્ય યાદ ન રાખી શકનારના જીવનમાં આ તે કયો ચમત્કાર થયો કે સમગ્ર જગતનું સંપૂર્ણ જ્ઞાન વ્યાઘાત-રહિતપણે પરિણમ્યું? કારણ કે તે હતા પૂર્વભવના આચાર્ય ગુણરત્નના નિધાન સમા શ્રુતના અર્થી, સૂત્રાર્થરૂપી જળનું દાન કરવામાં મેઘ સમાન, શ્રમરહિત અને નિશ્ચલપણે અધ્યાપનકાર્યો રત......મોહના ઉદયે વિપરીત વિચારણાથી જ્ઞાનને આવરક કર્મ બાંધ્યું, પણ સમગ્ર જીવનની જ્ઞાન-આરાધના અને સંયમયાત્રાનો સંસ્પર્શ તેના આત્માને સમગ્ર જ્ઞાન-આવક કર્મોના ક્ષયને માટે થયું. પૂર્વભવમાં ક્ષયોપશમજન્ય જ્ઞાનની આરાધનાયુક્ત સાધુપણું વર્તમાન ભવે ક્ષાયિક જ્ઞાન પ્રદાતા બન્યું-કારણ-- “કારણ કે તે સાધુ હતા.' જૈનશાસનની આ તેજસ્વી પ્રતિભા આપણી સન્મુખ સ્વાધ્યાયનો ઉચ્ચતમ આદર્શ મૂકી જાય છે. ( મેતાર્યમુનિ ) મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થીનું સ્મરણ કરીએ ત્યારે મેતાર્યમુનિ સ્મરણ-પટ પર અંકિત થયા વિના રહી શકે નહીં. માસક્ષમણના તપસ્વી મુનિ છે. ભીનું કરેલું ચામડું મસ્તકે બાંધીને સોનીએ તડકામાં ઊભા રાખેલ છે. એ જ ભયંકર ઉપસર્ગમાં આંખના ડોળા નીકળી પડે છે. પણ આ મરણાન્ત ઉપસર્ગ મળે ટામાં મોળ સાથે પૂર્વકનું ૩પ્પા સામે તેને કેવળજ્ઞાન અને મોક્ષ આપી જાય છે. એ ચાંડાલપુત્ર છે. તેનું આ નીચ કુળ તેને સાધનામાં બાધક બન્યું નહીં. શ્રેણિક રાજાના જમાઈ છે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] [ જૈન પ્રતિભાદર્શન છતાં રાજકુંવરીનું રૂપ પણ બંધનકર્તા બન્યું નહીં અને દેવતાના પ્રતિબોધથી વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કરી મહાન તપસ્વી બન્યા છે. ક્યાંથી આવ્યો આ વૈરાગ્યભાવ? દેહ અને આત્માની ભિન્ન દશાનું ભાન અને મરણાન્ત ઉપસર્ગમાં પણ સમતા આ મહર્ષિને કઈ રીતે પ્રાપ્ત થયાં? આ જ છે અભિનવ ચિંતનયાત્રાનું નિષ્કર્ષબિંદુ, મેતાર્યમુનિએ પૂર્વે પુરોહિતપુત્ર હોવા છતાં ચારિત્ર અંગીકાર કરેલું. શુદ્ધ સંયમ જીવને આપ્યો તેને વૈરાગ્યભાવ. સાધુધર્મની ઉત્તમ આરાધનાએ અર્પો સમભાવ–અને આ જ સમભાવ અને વૈરાગ્ય તેને અનંતર મનુષ્યભવમાં મોક્ષમાર્ગે પ્રબળ પુરુષાર્થ કાર્યમાં સહાયક બન્યાં. અરે! દેવલોકમાં પણ તેને મિત્ર સાથે કોલ-કરાર કર્યો કે મને મનુષ્યપણામાં તું બોધ આપીને પ્રવ્રયામાર્ગે વાળજે. સ્વર્ગની ભોગસામગ્રી તેણે ન માંગી, ન માંગ્યું રાજસુખ કે વૈભવ, મિત્ર દેવ પાસે શું માંગ્યું? ફક્ત પ્રવ્રજ્યાપંથ. કયાંથી આવ્યો આ ભાવ એક દેવને? એક જ ઉત્તર--કારણ કે તે સાધુ હતા. એક ભવની, અને તે પણ પરાણે અપાયેલી દીક્ષા–તેને માટે મોક્ષપથના પથિક બનવાનું સામર્થ્ય પૂરું પાડનાર બની. અને તે મેતાર્ય મુનિ બની ગયા જૈનશાસનના મોક્ષમાર્ગી માટે દીવાદાંડી. (નંદીષેણ મુનિ ) બાર બાર વર્ષનાં વહાણાં વાયાં. આ જ નંદીષેણ સર્વ લક્ષ્મીને તૃણ ગણીને દીક્ષા અંગીકાર કરી, તીવ્ર તપશ્ચર્યા કરી, કર્મનો ક્ષય કરી અંતે મોક્ષને પામ્યા. આ મુક્તિગામી જીવના જીવનનાં પાનાં ઉથલાવીએ તો બાર વર્ષથી તો આ નંદીષણ વેશ્યાની સોડમાં ભરાયેલો અને ભોગ-વિલાસમશ્ન છે. બારબાર વર્ષથી વેશ્યાગામી બનેલા જીવને વળી દીક્ષા અને મોક્ષ ક્યાંથી હોય? મોહથી ઘેરાયેલા આ જીવને સીધો મોહનીય કર્મનો જ ઉચ્છેદ કરવાનું સામર્થ્ય ક્યાંથી આવે? છતાંયે હકીકત છે કે બાર વર્ષથી આ નંદીષેણ ભોગમાં ડૂબેલા છે. પણ તેના જીવનનું બીજું એક પાસું આપણે વિચારેલ જ નથી. આ નંદીષેણ શ્રાવક-ધર્મનું પાલન કરી રહ્યો છે, વેશ્યાને ત્યાં ભોગની ઇચ્છાથી આવતા કામી પુરુષોને પ્રતિબોધ કરી તે દીક્ષા અપાવી રહ્યો છે. આ વાત પણ વળી અભિગ્રહપૂર્વકની–મારે રોજ દશ કામી પુરુષોને બોધ આપી દીક્ષા અંગીકાર કરાવવી. વિચારો કે વેશ્યાને ત્યાં આવતા પુરુષો કંઈ ભજન-કીર્તન માટે તો આવતા નથી. વિષયસુખના અર્થીને વિષયથી વિરક્ત બનાવી મોકલવા તે કંઈ સામાન્ય પ્રતિબોધશક્તિ છે? કદાચ એવો પણ વિચાર આવે કે દશ કામીજન બોધ ન પામે તો શું? આ તો જૈનશાસનની તવારીખનું તેજસ્વી પાત્ર છે. તેનો અભિગ્રહ પણ કેવી મજબૂત છે? જ્યાં સુધી હું દશને પ્રતિબોધ કરી સંયમના માર્ગે વાળું નહીં ત્યાં સુધી ખાવું-પીવું-સંડાસ-પેશાબ ચારે વસ્તુનો ત્યાગ. જોજો, માત્ર વેશ્યાનો ત્યાગ નથી કર્યો. આહાર-નિહાર બંનેનો ત્યાગ છે. અને આ ક્રમ પણ એકબે દિવસનો નથી, બાર-બાર વર્ષ સુધી ચાલ્યો છે. વેશ્યાના ઘેર રહેવા છતાં અભિગ્રહમાં કોઈ ક્ષતિ પહોંચી નથી. બાર વર્ષ સુધી રોજ દશ-દશ કામીજનોને દીક્ષાના માર્ગે વાળી દીધા છે. ક્યાંથી આવી આ સંયમભક્તિ? કયાંથી આવ્યો આ પ્રવજ્યા અનુરાગ? ““કારણ કે તે સાધુ હતા.' Page #258 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૦૯ શ્રેણિક રાજાના પુત્ર નંદીષેણે દીક્ષા અંગીકાર કરી ત્યારે તેણે દેવવાણી સાંભળી જ હતી કે, ] નંદીષેણ ! તારે ભોગાવલી કર્મ બાકી છે. દીક્ષા લેવા ઉત્સુક ન થા!! પણ પ્રવ્રજ્યાના પંથે મક્કમ રીતે આગળ વધતા નંદીષેણે પરમાત્મા પાસે દીક્ષા લઈ છ-અટ્ટમ આદિ તપશ્ચર્યા આદરી દીધી. મારે ભોગકર્મનો જ ચૂરો કરી નાંખવો છે તેવી મક્કમતા સાથે જ જીવનનૌકાને સંસારસમુદ્રમાંથી આગળ ધપાવી. સાથે સ્વાધ્યાય-સૂત્રાર્થ-બાર ભાવનાઓનું ચિંતવન-બાવીશ પરિષહોને સહન કરવા આદિ અનેકવિધ શસ્ત્રો કામદેવ સામે છોડવા માંડ્યા. કર્મના વૃક્ષનું ઉમૂલન કરવા તીવ્ર તપશ્ચર્યા-આતાપના તથા ઉષ્ણ તુમાં તાપ સહન કરવો, ઠંડી ઋતુમાં ટાઢ સહન કરવી, વર્ષા ઋતુમાં ઇન્દ્રિયો ગોપવવી આદિ તમામ પુરુષાર્થ તેમણે મોક્ષમાર્ગે કાર્યરત કરી દીધો. - જ્યારે ચારિત્રની રક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે પર્વત પરથી ઝંપાપાત કરવાના અને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાના પણ પ્રયત્નો કર્યા. દેવતા અટકાવે છે કે, નંદીષણ! તું ચરમશરીરી છે. તારે મોક્ષે જવાનું છે. તું આ રીતે ન જ મરી શકે. ત્યારે એક સામાન્ય નિમિત્તે તેના પતનની દિશા ખોલી. આ પતન સમયે પણ કેવો ઘોર અભિગ્રહ કે-ખાવું-પીવું-સંડાસ-પેશાબ બધું જ ત્યાગ. જો દશ વ્યક્તિ અને તે પણ વેશ્યાને ત્યાં આવે તેવાને પ્રતિબોધ કરે તો જ ભોગ ભોગવવા. આ સામર્થ્યનો કોઈ જનક હોય તો એ હતું તેનું સાધુપણું –અને આ સાધુપણાનો સંસ્પર્શ જ નિંદીષેણ મહાત્માને મોક્ષના મહેલમાં બિરાજમાન કરાવનાર થયો. કારણ-કે-તે-સાધુ-હતા. ( વલ્કલચીરી ) વલ્કલચીરી જ્યારે વીર પરમાત્માના વંદનાર્થે ગયા ત્યારે પરમાત્મા કહે છે કે, હે વલ્કલચીરી! તમે કેવળી છો. આ બધા સાધુને વંદન કરવાનું ન હોય--અને વલ્કલચીરી કેવળીની પર્ષદામાં જઈને બેઠા. આ એ જ મનુષ્ય છે, જેનો જન્મ વનમાં થયો છે. જન્મતા જ માતા મૃત્યુ પામેલ છે. લોકવ્યવહારથી બિલકુલ અજ્ઞાત અને સ્ત્રી-પુરુષના ભેદ સુધ્ધા ન જાણતો એ તમ્ભાવસ્થાને પામ્યો છે. જન્મથી જ બ્રહ્મચારી છે. પોતાના પ્રસન્નચંદ્ર રાજન્ કપટથી પોતાના રાજ્યમાં લાવ્યા ત્યાં સુધી લોકસંજ્ઞાથી તદ્દન અનભિન્ન આ બાળકે તાપસ સિવાયનો કોઈ ધર્મ પણ જાણ્યો નથી. બાર વર્ષ સુધી રાજ્યના અને ભોગના સુખમાં પણ પ્રસન્નચંદ્ર રાજાને ત્યાં કદી ધર્મદેશના સાંભળી નથી. તો પણ તે કેવળી થઈ મુક્તિ પામ્યા! પણ કેમ? કઈ રીતે બની શકે આ વાત કે ધર્મનો સ્પર્શ પામ્યા વિનાનો, એક પણ શબ્દનું ધર્મશ્રવણ કર્યા સિવાય આ જીવ ધર્મને પાર પામીને કેવળજ્ઞાનરૂપી લબ્ધિ પ્રાપ્ત કરી શકે? વાત તો કેટલી નાનીશી હતી! બાર વર્ષે પિતાની યાદ સતાવતાં, વલ્કલચીરી રાજ્ય અને ભોગોને છોડીને વનમાં પિતા પાસે ગયા. ત્યાં પોતાનાં પૂર્વે સંતાડેલાં ઝાડની છાલનાં વસ્ત્રોને હાથમાં લઈ તેની ધૂળ ખંખેરતાં ખંખેરતાં કેવળજ્ઞાની થઈ ગયા. જે ધર્મ તેણે જાણ્યો નથી-સાંભળ્યો નથી તેના સાધ્ય ધ્યેયને વરી ગયા. આ અદ્ભુત ઘટનાનાં મૂળ હતાં–કારણ કે તે સાધુ હતા. પૂર્વભવમાં પાળેલ શ્રમણ-ધર્મનું જ્ઞાન થયું. પડિલેહણ અને પ્રમાર્જનાની ક્રિયા યાદ આવી ગઈ. બાર , ભાવના સહિત સંસારની અસારતા ચિતવતા શુક્લધ્યાનની ધારા તેજ બની, કર્મોનો ક્ષય થઈ ગયો. આ 4 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧0 ] [ જેને પ્રતિભાદર્શન ભવમાં કદી શ્રમણલિંગરૂપ વસ્ત્રો કે રજોહરણને જોયા વિના જ કેવળ પૂર્વભવના સંસ્કારોએ તેને બનાવી દીધી એક પ્રાગૈતિહાસિક પ્રતિભા. કારણ?--કારણ-કે-તે-સાધુ-હતા. જંબુસ્વામી જૈન શાસનના જ્યોતિર્ધર અને વિધાયક એવી આ પ્રતિભાની વીર પરમાત્માના શાસનમાં છેલ્લા કેવળજ્ઞાની તરીકેની ઓળખ તો સૌને છે--કે જેમણે લગ્નની પહેલી રાત ભોગ-વિલાસને બદલે દીક્ષાનો ઉપદેશ આપવામાં ગાળી હતી. ૯૯-૯૯ કરોડ સોનૈયાને ઠોકર મારી, આઠ-આઠ નયનરમ્ય સુંદરીઓને પ્રતિબોધ કરી, ચોરી કરવા આવેલા ચોરોને પણ બોધ પમાડી પ્રવ્રજયા ગ્રહણ કરી. તેના કરતાંયે મહત્ત્વનું પાસું તો એ હતું કે આ તરફ આઠ-આઠ કન્યા સાથેના વિવાહની તૈયારી ચાલે છે અને તે સમયે જંબૂકુમારે સુધર્માસ્વામીના ઉપદેશથી સમ્યકત્વ અને શીલવ્રત અંગીકાર કરી લીધાં છે. યૌવન-વય છે, અઢળક સમૃદ્ધિ છે, સ્વરૂપવાન આઠ-આઠ કન્યા છે. આ રૂપ, આ સંપત્તિ, આ યૌવન કશું જ તેને ચલાયમાન કરવા સમર્થ બનતું નથી અને શુદ્ધ સમ્યક્ત્વયુક્ત સંયમી અવસ્થા તરફ જ તેનું મન આકુળ-વ્યાકુળ બનેલું છે. કયું રહસ્ય છે તેના જીવનમાં કે માનવ-સહજ અર્થ અને કામ તરફ તેને લેશમાત્ર રુચિ નથી; યૌવનનો ઉન્માદ કે રૂપની આસક્તિ નથી? કારણ-કે-તે-સાધુહતા. પૂર્વના ભવમાં પણ એ જ રીતે નાગિલા સાથે વિવાહ થયો છે. નાગિલાને આભૂષણ પહેરવાનો અવસર ચાલે છે. અર્ધ-શણગારેલી પત્નીને નીરખવામાં મશગૂલ ભવદેવ કેવળ ભ્રાતૃ દાક્ષિણ્યથી જ સાધુ બનેલ છે. બાર વર્ષ સુધી તો દ્રવ્યદીક્ષા જ પાળી છે. પણ સ્ત્રીથી પ્રતિબોધ પામી, શેષ જીવન સુવિશુદ્ધ ચારિત્રનું પાલન કરીને એ ભવદેવનો જીવ સ્વર્ગદરતા થઈ અહીં શિવકુમાર બને છે. શિવકુમારના ભાવમાં પણ છ8ના પારણે છઠ્ઠ અને પારણે આયંબિલ કરી ભાવ ચારિત્રવાન બન્યો છે. આવા પૂર્વભવના સાધુપણાના સંસ્કાર અને ભાવચારિત્રથી વાસિત આત્મા જો પૂર્વભવમાં પણ પરિણીત સ્ત્રી છોડી દીક્ષા લઈ શક્યો, તો જંબૂકુમારના ભવમાં તો વીર શાસનની પરંપરાના પટ્ટ-પ્રભાવક છે તે કેમ સ્ત્રીઓને છોડી દીક્ષિત ન બને? બને જ-- કારણ કે તે સાધુ હતા.'' ( ઈલાચીપુત્ર ) લેખીકાર નટની પુત્રીમાં મોહિત થયેલો, તે નટકી સાથે જ લગ્ન કરવાની તમન્ના ધરાવતો એવો તે ઇલાચીપુત્ર પોતાની સર્વ નટશક્તિને કામે લગાડીને વાંસડા ઉપર નાચી રહ્યો છે. પોતાની નૃત્યકળાથી રાજાને પ્રસન્ન કરીને પુષ્કળ ધન ઉપાર્જન કરી લેખીકાર નટના ચરણે ધરીને ઇલાચીને નટપુત્રીનું કન્યાદાન મેળવવું છે. મોહના તાંડવમાં ફસાયેલ મનોદશાવાળા ઇલાચીની વાંસડા ઉપર જ રાગભાવના વિરાગમાં પલટાઈ. વૈરાગ્યધારાએ ભિજાતા હૃદયે કર્મનાં પડળો ખેરવવા માંડ્યા અને મોહમગ્ન ઇલાચીએ મોહનીય કર્મના બીજને જ ભસ્મીભૂત કરી દીધું. મોહનીય કર્મનો ક્ષય થતાં જ જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય કર્મોના પણ ભુક્કા કરી દીધા. આકાશમાં નિરાધાર નાચતા એવા ઇલાચીને Page #260 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૨૧૧ વાંસડા ઉપર જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતા અર્પિત સાધુવેશને ધારણ કરેલા ઇલાચી કેવળીનો ધર્મોપદેશ સાંભળતા રાજાએ પહેલો જ પ્રશ્ન એ કર્યો કે, હે મહાત્મન! આપના જેવા વૈરાગ્યવાસિત ચિત્તવાળા ઉચ્ચ કોટીના આત્મામાં આવો પ્રગાઢ રાગનો માળો કેમ બંધાયો? આપણા ચિત્તમાં પણ આવી જ ચકમક ઝરે કે મોહરાજાના સંપૂર્ણ સામ્રાજયમાં દાસની જેમ આળોટતા આ યુવાને, મોહનગરમાં પ્રવેશ કર્યા વિના જ, સમા મોહનગરને જીતીને મહારાજા પદ કઈ રીતે પ્રાપ્ત કર્યું? પણ ના? અહીં જ ભૂલ થાય છે. આ યુવાનનું બચપણ અને યુવાવસ્થાનો આરંભ તમે જાણતા નથી, માટે આ પ્રશ્ન તમારા ચિત્તને ચગડોળે ચઢાવી રહ્યો છે. - ઇભ્ય નામક અતિ સંપત્તિવાન શ્રેષ્ઠીને ધારિણી નામક સ્ત્રીની કુક્ષીમાં આ યુવાને જયારે જન્મ ધારણ કર્યો ત્યારે ખૂબ જ સુંદર રૂપ-આકૃતિવાળા આ ઇલાચીપુત્રના સંસ્કરણમાં કોઈ ક્ષતિ હતી જ નહીં. યુવાવસ્થાને પામ્યો ત્યારે પણ તે લેશમાત્ર સ્ત્રીજનના મોહમાં ફસાયો ન હતો. તેને કામશાસ્ત્રને બદલે સાધુ પેઠે સમ્યકુશાસ્ત્રના સ્વાધ્યાયમાં જ રુચિ હતી. યૌવનનો ઉન્માદ તો તેને સ્પર્યો જ ન હતો. ન બને, કદી ન બને'' એમ જ આપણે વિચારીશું ને? પણ આ સત્ય છે, પરમ સત્ય! આ યુવાન ખરેખર મોહમુક્ત જ હતો. કેમ કે તે પૂર્વભવનો સાધુનો જીવ છે. સાધનાપથ ઉપર ચાલતા દેવલોકની યાત્રા કરીને અહીં ઇલાચી બન્યો છે. તે પૂર્વભવની સાધુતાથી વાસીત બનેલો આત્મા ઇલાચીના શરીરને ધારણ કરીને બેઠો છે. તેનું શરીર યુવાન બન્યું છે, પણ આત્મા તો સાધુનો ધર્મ પામીને સંસ્કારીત છે ને! પછી તેનું ચિત્ત કઈ રીતે કામાકુળ બને? ગમે તેમ તો યે તે પૂર્વે સાધુ હતા. મૂઢમતિ પિતાએ તેને સંસારસાગરમાં નિમજ્જ કરવા જ લુચ્ચાની ટોળકીમાં મૂકેલો અને વસંતઋતુએ ફેલાવેલા મોહસામ્રાજ્યએ તેને પળવાર માટે દાસ બનાવી દીધો; લેખીકાર નટની પુત્રીના મોહમાં મોહિત કરી દીધો. કુસંગતિએ નટપુત્રીના મોહમાં પાગલ આ યુવાને નટપુત્રી સાથેના વિવાહ કરવા માટે જ નકકળાનું શિક્ષણ લીધું. કુશળ નટ બનીને બેનાતટ નગરે મહીપાળ રાજા સમક્ષ વાંસડા ઉપર નૃત્ય આરંભ કર્યું. કયારે રાજા રીઝ--દાન આપે--નટકીનો હસ્તમેળાપ થાય! મોહનો દાસ બનેલ રાજા પણ દેવાંગના સમાન અંતઃપુરને ભૂલી નટકીમાં મોહિત થયો. પણ, આ તો પૂર્વભવનો સાધુનો જીવ દૂર કોઈ ગૃહને આંગણે ભિક્ષા માટે પ્રવેશેલો મુનિરાજ, સામે પદ્મિની જેવી સૌંદર્ય સામ્રાજ્ઞી સ્ત્રીને લાડું હોરાવવા આગ્રહ કરતી અને નીચી નજરે જ ઇન્કાર કરતા મુનિને જોઈને વિચારધારા પલટાઈ. પૂર્વનું સાધુપણું વિજયી બન્યું અને મોહરાજાની નોકરી છોડી દીધી. ભલે પૂર્વભવમાં આ મદનને પ્રાણવલ્લભા મોહિનીનો તીવ્રમોહ હતો--ભલે તે મોહે આ ભવમાં તે જ મદનરૂપ ઇલાચીને નટપુત્રી બનેલ મોહિનીનો મોહ થયો, તોપણ કેવલી બની મોક્ષે ગયા– “કારણ કે તે સાધુ હતા.'' ( આર્દ્રકુમાર ) વાત તો કેટલી નાની છે--અનાર્યભૂમિમાં જન્મેલ રાજકુમાર આદ્રકુમાર ધર્મનો કક્કો પણ જાણતો નથી. છતાં તે જ ભાવે સ્વયં બોધ પામી, દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોશે પણ ગયા. સાવ આવી નાની-અમથી વાતમાં એક જ તંતુ પકડાય કે જ્યાં ધર્મ નથી, ધર્મગુરુ નથી, ધર્મસ્થાનક Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન નથી ત્યાં વળી દીક્ષા અને મોક્ષપ્રાપ્તિ સુલભ બને જ કેવી રીતે? કથાનું જ્ઞાન વિષયવસ્તુ તો એટલું જ કે અભયકુમારે જિનપ્રતિમા મોકલી......આર્દ્રકુમારને તેનું દર્શન કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું...પૂર્વભવે કરેલી વ્રતવિરાધના યાદ આવી.....સામાયિક નામક કણબીને પૂર્વે પ્રમાદથી વિરાધેલ વ્રત આર્દ્રકુમારના ભવમાં આંખમાં પડેલ કણાની માફક ખૂંચી ગયું.....અનાર્યભૂમિથી નીકળી, આર્યભૂમિ એવા લક્ષ્મીપુરે આવી, પુન ંદ સૂરિની દેશના સાંભળી.....ચારિત્ર ગ્રહણ કર્યું.....નિરતિચાર ચારિત્રની પાલના શરૂ કરી. આ બધું જ જ્ઞાન છે, પણ અજ્ઞાન વિષયવસ્તુ શું છે? સામાયિક કણબીએ દીર્ઘકાળ વ્રતપાલના કરી છે, સ્વાધ્યાય પણ સુચારુ કર્યો છે અને મૃત્યુ પણ અનશનવ્રત ગ્રહણ કરીને પામ્યો છે. આ જ સામાયિક કણબી પૂર્વભવના વ્રત અને વૈરાગ્યથી વાસિત થઈ--દેવલોકની સફર કરીને આર્દ્રકુમાર બન્યા છે. તેની વ્રતવિરાધનાએ તેને અનાર્યભૂમિ ભલે અર્પી, પણ તે વિરાધના તો પ્રમાદથી થઈ છે. મૂળભૂત તો આ આત્મા વ્રતનો સ્પર્શ પામીને શુદ્ધ બનેલો સુવર્ણ સમાન છે. માટે જ તેનો પૂર્વભવ આ ભવમાં ચારિત્ર અંગીકાર કરવામાં સીડીરૂપ બની ગયો. દેવતાએ અટકાવ્યો કે, હે આર્દ્રકુમા૨! તમે આ ભવે જ મુક્તિ પામનાર છો. તમારું ભોગકર્મ બાકી છે, હાલ ચારિત્ર ગ્રહણ કરશો નહીં. પણ આ તો વ્રતી-જીવ! તેનાથી ચારિત્રને વેગળું રાખવાનું બને જ કઈ રીતે? અરે! જ્યારે સામાયિક કણબીના ભવની પત્ની બંધુમતીનો જીવ આ ભવમાં શ્રીમતીરૂપે આવ્યો અને થાંભલાને બદલે આર્દ્રકુમાર યતિને કાયોત્સર્ગમાં ઊભેલા ત્યારે થાંભલો જ માની ‘‘વર’' તરીકે પસંદ કર્યો ત્યારે પણ ફરી વ્રતની વિરાધના ન થાય તે માટે સ્થાન પરાવર્તન કરી અન્યત્ર વિહાર કરી દીધો. બાર-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં, પણ શ્રીમતી તો તેની જ ઝંખના કરી રહી છે. પૂર્વભવનાં પતિ-પત્ની છે. એ સ્નેહના તંતુની પકડ મજબૂત બની. દેવતાની વાણી અન્યથા ન થાય. ભોગફળ પણ બાકી છે. પુનઃ સંસાપ્રવેશ પામી આર્દ્રકુમારે શ્રીમતી સાથે જીવન પણ વીતાવ્યું, બાર વર્ષ તે અવસ્થામાં પસાર પણ કર્યાં, પરંતુ આત્મા તો પૂર્વના અભ્યાસથી વૈરાગી જ હતો ને! આર્દ્રકુમાર વિચારે છે કે પૂર્વે તો મનથી જ વ્રતનું ખંડન હતું તો પણ અનાર્યપણું પામ્યો, આ ભવે તો પ્રત્યક્ષ વ્રતખંડન કર્યું છે. હવે તો ચારિત્રને તપરૂપી અગ્નિ વડે જ શુદ્ધ કરું. સંસારભાવના-એકત્વભાવના આદિ સામે વૈરાગ્યભાવની ધારાએ ચઢેલા મને બળવો કર્યો, ફરી ચારિત્ર વેષને ગ્રહણ કરી લીધો. સંસારના મોહમાં ડૂબેલા આર્દ્રકુમારને મોહનું બંધન ફગાવીને ચારિત્રનો માર્ગ જચી ગયો. પણ કેમ? ‘કારણ કે તે સાધુ હતા.'' આ જ આર્દ્રકુમારમુનિ ચોર અને તાપસો જેવા અનેકને બોધ પમાડી, પોતે પણ કેવળજ્ઞાની બન્યા. તીવ્ર તપશ્ચર્યાથી મોહકર્મનો સમૂળગો છેદ કરીને તે જ ભવે મોક્ષનગરીમાં મહાલતા થયા. એક વખતનું વ્રતીપણું, એક વખતનું સાધકપણું, એક વખતની તીવ્ર વૈરાગ્ય ભાવનાએ તેને મોક્ષ અપાવી દીધો. ‘‘કારણ કે તે સાધુ હતા.’’ હિરકેશ મુનિ બળકોટ નામક ચાંડાળના ઘેર જન્મ લીધો છતાં રિકેશબળે સાધુ પાસે ધર્મ સાંભળી, દીક્ષા લીધી. ઘણાં વર્ષ તીવ્ર તપશ્ચર્યા કરી. કેવળજ્ઞાન પામી મોક્ષને પ્રાપ્ત કર્યો. Page #262 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૧૩ - 9 જેમ અનાર્યભૂમિ દીક્ષા ગ્રહણ માટેની ભૂમિ નથી, તેમ અનાર્ય કે તુચ્છ કુળ પણ ચારિત્રપ્રાપ્તિના બાધક છે. વળી તદ્ભવ મોક્ષગામી જીવો પ્રાયઃ કરીને આવાં નિંદનીય કુળને પામે નહીં. હરિકેશમુનિમાં બંનેનો સમવ્યય કઈ રીતે થયો? એક ચાંડાળકુળમાં જન્મેલો બાળક અને તે પણ તોફાની, અનેકને ઉગકર્તા-ઝઘડાખોર. આવો બાળક અચાનક જ શાંત બની જાય, સૌમ્ય અને વૈરાગ્યવાસિત થઈ જાય એવો તે ક્યો ચમત્કાર સર્જાઈ ગયો તેમના જીવનમાં નિમિત્ત તો કેટલું સામાન્ય હતું! સર્પ અને અળસિયું નીકળે છે. લોકો સર્પને વિષમય જાણી હણે છે અને અળસિયું નિર્વિષ છે માટે જવા દે છે. આવાં દૃશ્યો તો ભિન્ન-ભિન્ન પ્રકારે આપણે પણ જોયાં જ છે ને! કદી આપણા સંવેદનતંત્ર ઉપર તેની કોઈ ચોંટ લાગી ખરી? અહીં હરિકેશબળને આ એક જ દેશ્ય જીવનની તરેહ બદલાવી દીધી. હરિકેશને એક ચિંતન મળી ગયું આ નિમિત્તે. ‘‘પ્રાણી પોતાના જ ગુણ-દોષથી સુખ-દુઃખને જન્મ આપે છે. તો હું પણ નિર્ગુણી મટીને ગુણી થાઉં.” બસ એક જ ચોંટ ને હરિકેશ ચાંડાળપુત્ર બની ગયા હરિકેશમુનિ–સાધુ બની ગયા. પણ ના, આ વાત અધૂરી છે, ઘણી અધૂરી નિમિત્ત તો આત્માને પળે પળે મળે. નિમિત્તવાસી આત્મા કંઈ બધાં જ ઉત્ક્રાન્તિનો રાહ ગ્રહણ નથી કરતા. હરિકેશ ચાંડાળપુત્રની આ નિમિત્તની તીવ્ર પ્રતિક્રિયા પાછળ કંઈક જુદું જ રહસ્ય છે. એ રહસ્ય છે – “કારણ કે તે સાધુ હતા.' - ગજપુર નગરે ગોચરી માટે નીકળેલા શંખ રાજર્ષિને જોઈને સોમદેવ પુરોહિતે વિપરીત માર્ગ બતાવ્યો. પોતાનાં ઉચ્ચ જાતિપણાનો મદ કરતા પુરોહિતે સાધુને કષ્ટમાં જ પાડેલા, પણ સાધુધર્મના પ્રભાવથી અગ્નિ શીતળ બની ગયો. સોમદેવને પોતાની જાત ઉપર ધિક્કાર છૂટ્યો. સાધુના ચરણે નમીને સંયમને ધારણ કરી, જાતિમદ રહિત થઈ, વિનયપૂર્વક ગ્રહણ-આસેવન શિક્ષા ગ્રહણ કરી સમગ્ર જીવન પસાર કર્યું. આ જ સોમદેવ દેવલોકનાં સુખ ભોગવીને અહીં હરિકેશબળ ચાંડાળપુત્ર થયો. એક વખતનો કરેલ જાતિમદ તેને નીચ કુળ આપનારો જરૂર થયો, પણ એક વખતનું સાધુપણું તેને ચારિત્ર અપાવનાર પણ બન્યું. જાતિમદ કર્યા પછીનો પશ્ચાત્તાપ અને મદત્યાગ તેને ચાંડાલકુળમાં પણ ઉચ્ચ ભૂમિકાએ લઈ જવા સમર્થ બન્યા અને એક વખતનું સાધુપણું તેને સામાન્ય નિમિત્ત મળતાં પુન: પલ્લવિત કરી ગયું અને હરિકેશ ચાંડાળપુત્ર બની ગયો મુનિ હરિકેશ. બસ, પછી તો તીવ્ર તપશ્ચર્યા, દુર્બળ શરીર, યક્ષ દ્વારા થતી ભક્તિ, રાજકુંવરીનો પ્રતિકૂળ કે અનુકૂળ ઉપસર્ગ, બ્રાહ્મણો દ્વારા તર્જના અને ક્ષમાયાચના–આવાં કંઈ કંઈ નિમિત્તો જીવનમાં આવ્યા અને ગયાં, પણ પ્રત્યેક કસોટીએ ખરા ઊતરેલા હરિકેશ મુનિ અંતે કેવળી બનીને મુક્તિનગરે બિરાજમાન થયા. આ સમગ્ર યાત્રાનું જો કોઈ ચાલક બળ હોય તો તે એક જ--“કારણ કે તે સાધુ હતા.' (અષાઢાભૂતિ ) અષાઢાભૂતિ રાજા સન્મુખ “રાષ્ટ્રપાળ' નામે નાટક કરવા ગયા. રાષ્ટ્રપાળ નાટક એટલે આબેહૂબ ભરત ચક્રવર્તીનો ચિતાર. અષાઢાભૂતિ એટલી તલ્લીનતા અને કુશળતાપૂર્વક નાટક કરી રહેલા કે લોકો પણ એકાકાર બની ગયાં. નાટકમાં ભરતની છ ખંડની સાધના, ચૌદ રત્ન અને નવ નિધિનું પ્રાગટ્ય, 1 - Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન વિજયયાત્રા બધું જ આબેહૂબ ભજવાઈ રહ્યું હતું. છેલ્લું દશ્ય છે નાટકનું....અરીસાભવનમાં દાખલ થયેલા ભરતચક્રીની માફક અષાઢાભૂતિ પણ અરીસાભવનમાં અનિત્યભાવના ચિંતવે છે. છેલ્લે કેવળી બનેલા ભરતની માફક અષાઢાભૂતિ પણ ધર્મલાભ કહીને પOO રાજકુમાર સાથે ચાલતા થાય છે. અહીં સુધી તો “રાષ્ટ્રપાળ' નાટક બરાબર ચાલ્યું; પણ અષાઢાભૂતિએ ભવાઈ(નાટક)ને ભવની ભવાઈ ક્યારે સમજી લીધી તે રાજા ને સમજી શક્યો. રાજા અને પ્રજા તો માત્ર નાટક જોતી હતી; પણ અષાઢાભૂતિને વાસ્તવમાં કેવળજ્ઞાન થઈ ગયું-–પ00 રાજકુમાર પણ સાધુ બની ગયા. છતાં પ્રેક્ષકોને મન તો હજી પણ આ નાટક જ હતું. કઈ ઘટના ઘટી? નાટકિયાઓએ સંસારને જ નાટક માની લીધું! કયાં વમળો સર્જાયાં કે રાગી ચિત્ત વીતરાગી બની ગયું? કયો જાદૂ થયો કે સંપત્તિની પ્રાપ્તિ માટે જ વેશ ભજવનારા સંપત્તિને સર્વથા છોડી નીકળ્યા? ના! એ ઘટના, એ વમળ કે એ જાદૂ ન હતો એ હતા માત્ર સંસ્કાર. સૂતેલા સંસ્કાર આળસ મરડીને જાગી ઉઠ્યા હતા. કારણ કે તે સાધુ હતા.' આ એ જ અષાઢાભૂતિ હતા, જે નાટક ભજવતાં પહેલાં જ વૈરાગ્યથી વાસિત બન્યા હતા. આ એ જ અષાઢાભૂતિ હતા જે પોતાની બબ્બે સુંદર સ્ત્રીના ત્યાગના નિર્ણય સાથે જ નીકળેલા હતા; નાટક તો એક બહાનું હતું, કેવળ દાક્ષિણ્ય બુદ્ધિથી જ ભજવાયું હતું. અષાઢાભૂતિએ મોક્ષનગરી તરફ કદમ તો પહેલાં માંડી જ દીધાં હતાં– “કારણ કે તે સાધુ હતા.” રૂપ-પરાવર્તનની વિદ્યા તેને માટે પતનનું નિમિત્ત બની. નહીં તો પૂર્ણ વિનયી અને શુદ્ધ આચારપાલનકર્તા સાધુ હતા તે. અષાઢાભૂતિ મુનિ ગોચરી વહોરવા નીકળેલા હતા. વધુ ને વધુ લાડુ વહોરવાના મોહમાં, થોડી-થોડી વારે રૂપ બદલીને એક ને એક ઘેર જ ગોચરી માટે આવતા જોઈ તે ઘરના માલિકને થયું કે જો આ સાધુ સંસારમાં પડે તો નાટ્યકળામાં ડંકો વગાડી શકે. આખર એ દિન આવ્યો. ગુરુમહારાજની આજ્ઞા લેવા ગયા. જો કે આજ્ઞા તો ચારિત્ર લેવાની હોય, છોડવાની ન હોય. પણ મનમાં વસેલી પેલા ગૃહસ્થ વિશ્વકર્માની બંને પુત્રી અને લાડવાનો સ્વાદ. ગુરુમહારાજને વિનયપૂર્વક વાત કરી પાછા પગે નીકળે છે. ગુરુ તેનાં આ આજ્ઞાંકિત અને વિનયીપણાને વિચારી ચિંતવે છે કે હજી તેનામાં આ બે ગુણો છે, જે જરૂર તેનું કલ્યાણ કરનારા થશે. અને ખરેખર! એવું નિમિત્ત મળી પણ ગયું. સ્ત્રી અને સંસારથી આસક્તિ ખસી ગઈ, પછી તો અનાસક્ત ભાવે કેવળ દાક્ષિણ્ય બુદ્ધિએ જ નાટક કરવા ગયેલા. નાટકની આવક સ્ત્રીઓને અર્પણ કરવી, તેમની આજીવિકા ચાલશે; અને હું દીક્ષા લઈશ એ જ અષાઢાભૂતિની બુદ્ધિ. પરિણામ.સંયમના માર્ગે વિચરવાના મનસૂબા સાથે નીકળેલા અષાઢાભૂતિ પુનઃ ગુરુચરણે શીશ ઝુકાવીને રજોહરણની યાચના કરે, પ્રવજ્યા ગ્રહણ કરવા વેશ માંગે–તેને બદલે ખુદ દેવતાઓ જ તેના નાટકિયા સાધુ-વેશને વંદન કરી રહ્યા. કેમકે તે વાસ્તવમાં ચારિત્રની સીમાને સ્પર્શી જઈને કેવળી બની ચુક્યા હતા. પણ ભટકી ગયેલા મનવાળા મોહાંધ અષાઢાભૂતિ નાટકના તખ્ત કેવળી બન્યા શી રીતે?“કારણ કે તે (પૂર્વે) સાધુ હતા.” Page #264 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] સતી સીતા લોક સમક્ષ અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાં, મહાસતીનું બિરૂદ પામેલાં (સીતા) જેને ફક્ત રામ કે લક્ષ્મણ જ નહીં પણ સમગ્ર પ્રજાજન જાતોજાત લેવા માટે આવ્યા છે. જેના બંને પુત્રો લવ અને કુશે પણ યુદ્ધમાં જબરદસ્ત વિજય મેળવેલો છે, તેનો પણ હર્ષ છે. તે હવે અયોધ્યાની મહારાણી બનનાર છે અને લવ-કુશના વિજયીપણાથી તે રાજમાતા પણ છે. બધાં જ દુઃખો દૂર થયા છે. સુખના સૂરજ ઊગ્યા છે. [ ૨૧૫ પણ-પણ સીતા સતીને આ ક્ષાયોપમિક સુખના સુરજના કિરણે દુનિયા જોવી નથી. હવે તેને રાજમાતા કે રાજરાણી થવું નથી. બસ ચાર જ્ઞાનધારી શીલચંદ્રસૂરિની દેશના સાંભળી, વિશેષ ધર્મકાર્યમાં પ્રવર્તતી એવી તેણે કાળક્રમે દીક્ષા લીધી. પરંપરાએ મોક્ષને પણ પામશે, શાશ્વત સુખમાં મહાલશે. આ મહાસતીના પ્રસિદ્ધ ચરિત્રની વાતો તો આબાલ-ગોપાલ પ્રસિદ્ધ છે. અપ્રસિદ્ધ હોય તો એક જ વાત—જ્યારે સુખનાં શમણાં સાચાં પડ્યાં, જ્યારે કલંક રહિતતા સાબિત થઈ, જ્યારે જીવનના કષ્ટમય કંટકોને સ્થાને ફૂલોનાં બિછાનાં પથરાયાં ત્યારે—તેવા અનેરા અવસરે જ આ સંસારનો ત્યાગ અને સંયમના સ્વીકારમાં નિમિત્ત શું હતું? બસ, એક જ નિમિત્ત-~‘‘કારણ કે તે સાધુ હતા.'' પૂર્વભવમાં મિણાલીની નગરીમાં શ્રીભૂતિ પુરોહિતની વેગવતી નામે પુત્રી છે. દીક્ષા ગ્રહણ કરી, તીવ્ર તપશ્ચર્યા કરી, પોતાના દુષ્કૃતની નિંદા કરી સ્વર્ગે ગઈ. આ ભવે જનક રાજાની પુત્રી થઈ છે. આ પૂર્વભવના સાધુપણાના સંસ્કાર એ જ ચારિત્રપ્રાપ્તિનું નિમિત્ત. પૂર્વે સાધુને ખોટું કલંક આપ્યું—તે આ ભવે તેના માટે કલંક અપાવનાર બન્યું અને એ જ લંકકથાનું કારણ જ્યારે શીલચંદ્રસૂરિએ જણાવ્યું ત્યારે પૂર્વભવે લીધેલ સાધુપણું આ ભવમાં સાધુપણું આપનાર બની ગયું. શોકાતુર બની અશ્રુભીના ચહેરે નગર બહાર વનમાં મુકાયેલ સીતાને એ જ રામે જ્યારે નગપ્રવેશ કરાવી તેનું સતીપણું લોકસન્મુખ જાહેર કર્યું, લોકો હર્ષનાદથી વધાવતા તેની મહારાણીને નગરમાં લઈ જવા ઉતાવળા બન્યા ત્યારે હર્ષના કોઈ આવેગ કે ઉન્માદને બદલે સતી સીતા ચારિત્રના રંગે રંગાયેલાં જોવા મળ્યાં. પણ કેમ? શા કારણે? કારણ કે તે (પૂર્વે) સાધુ હતા. પૂર્વે વેગવતીના ભવમાં પાળેલા સંયમનો સંસ્પર્શ વિજેતા બન્યો અને રાજપાટ, પુત્ર-પરિવાર, સ્નેહી-સ્વજનોનો સ્પર્શ ચલાયમાન કરી ન શક્યો--કારણ કે તે સાધુ હતા. આ જ સાધુપણાએ તેને અચ્યુત લોકનું ઇન્દ્રપણું આપ્યું. આ જ સાધુપણું તેને પરંપરાએ મોક્ષ પણ અપાવનાર થશે. મહાબલકુમાર પરમાત્મા મહાવીરની દેશનાનું શ્રવણ કરી રહેલા સુદર્શન શ્રેષ્ઠી કાળનું સ્વરૂપ સાંભળીને ભગવંતને પૂછે છે કે, હે ભગવન્! પ્રમાણકાળ કોને કહેવાય? યથાનિવૃત્તિકાળ એટલે શું? મૃત્યુકાળનો અર્થ શો? અદ્ધાકાળનું સ્વરૂપ સમજાવો- આવો પૃચ્છનારૂપ સ્વાધ્યાય કરતા કરતા તેના પૂર્વભવનું વૃતાન્ત પ્રભુ પાસે સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયો. તુરંત પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદને પામ્યા. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] [ જૈન પ્રતિભાદર્શન = પૂર્વભવનું જ્ઞાન થવાના કિસ્સા તો આજે પણ સંભળાય છે–વંચાય છે—જોવાય છે, તો શું તે બધાં દીક્ષા લે છે? ના જો દીક્ષા જ ન લે તો કેવળજ્ઞાન કે મોક્ષ તો કઈ રીતે પામે? અને અહીં સુદર્શન શ્રેષ્ઠીપુત્રને આ પૃચ્છનારૂપ સ્વાધ્યાય છેક સર્વકર્મના ક્ષય સુધી લઈ જનારો બન્યો. એવી તે કંઈ વાત છુપાયેલી છે ગર્ભમાં કે જે સ્વાધ્યાયતપના તપસ્વી શ્રેષ્ઠીને મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બનાવી ગઈ? એક જ વાત---“કારણ કે તે સાધુ હતા.” પૂર્વભવમાં પંચમ દેવલોકથી આવેલો જીવ છે, અને આ પાંચમો બ્રહ્મ-દેવલોક તેને પ્રાપ્ત થવાનું નિમિત્ત છે સાધુપણું. મહાબલકુમાર નામે રાજપુત્રને સમ્યકત્વ વિષયક વ્યાખ્યાન સાંભળતા વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષા ગ્રહણ કરી. ચૌદપૂર્વમાં કિંચિત્ ન્યૂન એવો સુંદર સ્વાધ્યાય-અભ્યાસ હતો. બાર વર્ષનું અઅલિત ચારિત્ર-પાલન કરેલું હતું. આ ચારિત્રરૂપ આચાર-અભ્યાસ અને ચૌદપૂર્વરૂપ જ્ઞાન-અભ્યાસથી વાસીત એવો આ ઉત્તમ આત્મા હતો. મોક્ષપથના પ્રબળ પુરુષાર્થી આ આત્માએ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં કરતાં છેલ્લે એક માસનું અનશન કરેલું હતું. તેમને માટે વચ્ચે એક જ ભવ માઈલસ્ટોનરૂપ બન્યો તે બ્રહ્મ દેવલોકનું દેવપણું. અને આ માઈલસ્ટોન વટાવતા બીજા જ ભવે તે મોક્ષમહેલના દ્વાર ખખડાવીપ્રવેશી સિદ્ધશીલાએ બિરાજમાન થઈ ગયા. શુદ્ધ સમ્યગ્દર્શન તેને મોક્ષપર્યન્તની સમૃદ્ધિ અપાવી ગયું પણ ચૌદપૂર્વની પ્રતિભા અર્પનારું હતું તેનું સાધુપણું. આ સાધુધર્મની ઉચ્ચ આરાધના તેના માટે અનંતર ભવે મોક્ષની સીડી બની ગઈ. ---કારણ કે તે સાધુ હતા. ચંડકૌશિક એક વાક્ય કર્ણપટે અથડાયું : “તે સર્પ શુભધ્યાનપૂર્વક પંદર દિવસનું અનશન પાળી મૃત્યુ પામીને આઠમા દેવલોકે દેવ થયો. ત્યાંથી થોડાં જ ભવમાં મોક્ષ પામશે.” મનમાં એક વિચારબીજ રોપાયું કે એક સર્પ–શુભધ્યાને મરણ અને તુરંત મોક્ષ. કઈ રીતે બને? એક તો તિર્યંચની જાતી, વળી પાછો દૃષ્ટિવિષ સર્ષ અને તે તેના ચંડાળ જેવા ક્રોધને છોડીને શુભધ્યાનમાં સ્થિર થાય--વળી પાછો અનશન કરે-અલ્પ ભવમાં મોક્ષનો રહેવાસી પણ બની જાય. કંઈ જ સમજાતું નથી આ વાતમાં! ત્યાં બીજું વાક્ય સંભળાયું : “પ્રભુની દૃષ્ટિરૂપ અમૃતથી સિંચાતો એવો તે સર્પ...” આ હતું બીજું આશ્ચર્ય. વીર પ્રભુને કંઈ કેટલાંયે શ્રાવકો હતા, શ્રાવિકા હતી; અને આ શ્રાવક-શ્રાવિકાને બદલે એક સર્પને માટે કહ્યું કે, ‘‘પ્રભુની અમીદષ્ટિથી સિચાતો એવો’’--ખરેખર અભુત વાત છે ! કંઈ અદ્ભુત નથી વાતમાં--અદ્દભુત તો એટલું જ છે કે તે સર્પ બીજો કોઈ નહીં પણ એ જીવ એક વખતનો સાધુ હતો. મુનિ તપસ્વી છે, ઉગ્ર તપસ્વી. બાળમુનિને લઈને પારણે ગોગરી માટે પધારેલા છે. માર્ગમાં નાનીશી દેડકી તપસ્વી મુનિને પગતળે મરણને શરણ થઈ. પ્રતિક્રમણ અવસરે તેની આલોચના ન કરતાં તેમને Page #266 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૨૧૭ બાળમુનિએ યાદ અપાવ્યું. તપસ્વી મુનિરાજને કર્મોદયે ભાન ભુલાવ્યું. ગુસ્સામાં બાળમુનિને મારવા દોડ્યા. રસ્તામાં થાંભલો અથડાયો અને મૃત્યુ પામ્યા. મૃત્યુ પામી પરંપરાએ આ ક્રોધના આવેગે તેને દૃષ્ટિવિષ સર્ષપણાના ભવમાં ધકેલી દીધા. પણ વીર પરમાત્મા જાણે છે કે આ જીવે ભલે એક અપરાધ કર્યો અને આલોચના નથી કરી, પણ ગમેતેમ તોયે સાધુનો જીવ છે. તપ અને ત્યાગમય જીવન જીવીને ચાલેલા છે. મોક્ષમાર્ગે ડગલાં દઈ ચુકેલો મુસાફર છે. એનો રસ્તો કદાચ ફંટાયો હશે પણ તેની મુસાફરી તો ચાલુ જ છે ને! મોક્ષમાર્ગનો પ્રબળ પુરુષાર્થી જીવ છે. જરા ભટકી ગયેલો, તો પણ મુસાફર છે. ચાલ તેને જરા માર્ગે ચડાવી દઉં. મગ્ગદયા” બિરુદના ધારક પ્રભુએ તેને એટલું જ કહ્યું : “બોધ પામ! બોધ પામ! હે ચંડકૌશિક !' વીર પ્રભુના વચને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં સર્પ પશ્ચાત્તાપની સરિતામાં ડૂબી ગયો. પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરી. અનશન ગ્રહણ કર્યું. ક્યાંથી આવ્યો આ પશ્ચાત્તાપનો ભાવ? કયાંથી આવ્યું અનશન તપનું સ્મરણ? કારણ કે તે સાધુ હતા.' એક જ ભવનું સાધુપણું. તે સાધુ અવસ્થાનો વિનય અને તે સાધુપણામાં કરેલ તપધર્મની આરાધના તેના માટે આ ભવમાં ફરી મોક્ષમાર્ગે ડગલાં દેવામાં પ્રેરકબળ બની ગયાં. એક ચંડાળ જેવા ઉગ્ર સ્વભાવનો સર્પ ફરી પોતાની સાધુતામાં સ્થિર થઈ ગયો. જીવોનો અભયદાતા બન્યો. કીડીઓએ ચારણી જેવું શરીર કરી દીધું તો પણ સમ્યક્ ભાવે તે પરિષહ-ઉપસર્ગને સહન કર્યા. કયાંથી આવ્યો આ ભાવ? ક્યાંથી આવી આ તિતિક્ષા? “કારણ કે તે સાધુ હતા.” બસ, એ જ મોક્ષમાર્ગનો મુસાફર ભલે દીક્ષા ચુકયો પણ મુસાફર હતો ને ફરી માર્ગે ચ્યવીને ધ્યેયસિદ્ધિ હાંસલ કરી. ( ધર્મરુચિ ) તાપસપણાની દીક્ષાને ધારણ કરીને રહેલા ધર્મરુચિ મૂળથી રાજપુત્ર છે. જિતશત્રુ રાજા અને ધારણી રાણીના કુલદીપક છે. જિતશત્રુ રાજાને તાપસ દીક્ષા અંગીકાર કરતા જાણી, પુત્ર ધર્મરુચિએ પણ તાપસ સાધુપણું ગ્રહણ કર્યું. તાપસક્રિયાનું આદર્શ પાલન કરી રહેલા ધર્મરુચિએ એકદા અમાવાસ્યાના પૂર્વ દિને “અનાકુદી” શબ્દ સાંભળ્યો. તાપસપિતાને પૂછ્યું કે, આ અનાકુદી એટલે શું? તાપસપિતા જણાવે છે કે, વત્સ! વનસ્પતિનું છેદન-ભેદન કરવું એ પાપક્રિયા છે. આ અમાવાસ્યા જેવો પર્વદિવસ આવે ત્યારે એ દિવસે પાપકાર્ય ન કરવું તે અનાકુદી કહેવાય. ધર્મરુચિ તાપસને વિચાર થયો કે મનુષ્યની જેમ વનસ્પતિ પણ સચિત્ત તો છે જ. તો પછી આવી અનાકુદી સદા-સર્વદા રહેતી હોય તો કેવું સારું? જે તાપસ ચૌદશને દિવસે ઉદ્દઘોષણા કરી રહ્યો છે તેને અનાકુદીના કાયમી હોવાનો શુભવિચાર ન આવ્યો. અરે, જે પિતાએ અનાકુદીનો અર્થ જણાવી પાપક્રિયાનો નિષેધ સમજાવ્યો તેને અમાવાસ્યા સિવાયના દિવસે પણ વનસ્પતિ છેદન-ભેદનમાં પાપ છે માટે તેનો ત્યાગ કરવો તે ન સમજાયું અને Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] [ જૈન પ્રતિભાદર્શન = ધર્મરુચિને જ આ વિચાર કેમ રહુર્યો? “કારણ કે તે સાધુ હતા.” તે ધર્મરુચિને તપોવન નજીક જૈન સાધુનાં દર્શન થયાં. ધર્મરુચિ પૂછે છે કે, તે સાધુજનો! શું તમારે આજે અનાકુદી નથી? સાધુ કહે, તાપસજી! અમારે તો જીવનપર્યન્ત અનાકુદી જ હોય છે અર્થાત્ સાવદ્યઆચરણનો ત્યાગ જ હોય છે. ધર્મરુચિને થયું કે, અહો! મેં પણ આવું આચરણ પૂર્વે કરેલું છે. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વે પાળેલું સાધુજીવન યાદ આવી ગયું. એ પણ યાદ આવ્યું કે, પૂર્વે મેં સર્વે વનસ્પતિ જીવોને અભયદાન આપેલું હતું માટે જ આ ભવે પણ મને યાવજીવ-અનાકુદી પાલનની ઇચ્છા જાગી. અને પૂર્વના મુનિરાજ બન્યા વર્તમાનના પ્રત્યેક-બુદ્ધ. ધર્મરુચિ પ્રત્યેક બુદ્ધ બની ગયા. ભાગવતી દીક્ષા ધારણ કરી. અનેકને કંદાદિ ભક્ષણ ન કરવા પચ્ચક્ખાણ કરાવ્યાં. આ પ્રત્યેક બુદ્ધપણાની જો કોઈ જડ હોય તો તે એક જ--- કારણ કે તે સાધુ હતા.” એક વખત વનસ્પતિજીવોને આપેલ અભયદાન તેના આત્મપ્રદેશમાં જે ભાવોનું સ્થાપન કરી ગયાં તે જ ભાવોએ આ ભવમાં પણ તેને સાવદ્ય-વૃત્તિની નીવર્તવા પ્રેરણા આપી અને એ જ ભાવોએ તેના મુનિજીવનને સ્મરણપટ્ટ પર લાવી બનાવી દીધા પ્રત્યેક-બુદ્ધ. ( તેતલીપુત્રો તેટલીપુત્રના જીવન-કથનને વિચારતા બે વાત કંઈક વિચારણીય લાગી. એક તો વિષયલોલુપ એવો તે જીવ સાધુ કે શ્રાવક બેમાંથી એક પણ ધર્મને ઇચ્છતો ન હતો તો પણ તે જ ભવે મોક્ષે કેમ ગયો? અને બીજું, જેના ઉપર અપ્રીતિ ઉત્પન્ન થયેલી છે તેવી પોતાની પોટીલા નામની સ્ત્રી જ્યારે દીક્ષા લેવા તૈયાર થઈ ત્યારે તેતલીપુત્રે શરત કરી કે જો તું દીક્ષા અંગીકાર કરી તેના પ્રભાવે સ્વર્ગમાં જાય તો તારે મને પ્રતિબોધ કરવા આવવું. આ બંને ઘટના કંઈક ન સમજાય તેવા ભાવો જન્માવે છે. જે માનવીને સાધુ કે શ્રાવકધર્મ ગમતો નથી તે અણગમતી પત્નીની પાસે પ્રતિબોધ કરવા આવવાની શરત મૂકે જ કેમ? બીજું, એક પણ વ્રતની ઇચ્છા ન કરતો જીવ તે જ ભાવે સર્વ વ્રતગ્રાહી બની મોક્ષે જાય જ કઈ રીતે? એક જ ઉત્તર છે--- “કારણ કે સાધુ હતા.” ત્રિવલ્લી નગરે કનકરથ રાજા રાજ્ય કરે. તેટલીપુત્ર મંત્રી છે. નગરશેઠની પુત્રી પોટીલા ઉપર મોહ થતાં તેટલીપુત્ર મંત્રીએ પોટીલા સાથે લગ્ન કર્યાં. મંત્રી દ્વારા જ ઉછેરાયેલ કનકરથ રાજાનો પુત્ર કનકધ્વજ રાજા બન્યો. સર્વ કાર્યમાં મંત્રીને જ અગ્રેસર રાખે છે. અન્યથા તેટલીપુત્ર મંત્રીને કોઈ કારણે પોટીલા ઉપર અપ્રીતિ જન્મી. સાધ્વીજીના ઉપદેશથી પોટીલાને દીક્ષા લેવાની ભાવના જાગી. તેતલીપુત્ર મંત્રીએ કહ્યું કે, જો તું દીક્ષા લઈને કાળ કરીને સ્વર્ગે જાય તો ત્યાંથી મને પ્રતિબોધ કરવા આવવું. એમ કબૂલે તો દીક્ષાની આજ્ઞા આપું. પોટીલાએ કબૂલાત આપી, દીક્ષા લીધી. કાળયોગે મૃત્યુ પામીને સ્વર્ગ દેવતા થઈ. Page #268 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૧૯ આ દેવ મંત્રીને બોધ આપવા આવે છે. વિષયમાં લોલુપ મંત્રીને એકપણ વ્રત લેવા ઇચ્છા ન થઈ. ] જ્યારે પોટીલદેવે અનેક વિડંબના પમાડી તેને પ્રતિબોધ કર્યો; શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો. બારવ્રતધારી શ્રાવક બને તેટલીપુત્રે એક વખત કોઈ જ્ઞાની ગુરુભગવંતને પોતાનો પૂર્વભવ પૂક્યો. ગુરુભગવંતે જણાવ્યું : તું પૂર્વે મહાવિદેહ ક્ષેત્રે પુંડરીકિની નગરીએ મહાપા રાજા હતો. ગુરુદેશનાથી બોધ પામી ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ચૌદપૂર્વધર થયો. એક માસનું અનશન કરી મહાશુક્ર દેવલોકે દેવતા થયો. ત્યાંથી ઍવી અહીં તેટલીપુત્ર મંત્રી થયો. મંત્રીને પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ભણેલાં ચૌદપૂર્વનું સ્મરણ કરી શુદ્ધ ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે કેવલજ્ઞાન પામી મોક્ષને પામ્યા. આ જ્ઞાત કથાનું અજ્ઞાત વિષયવસ્તુ એ જ તેનું સાધુપણું. પૂર્વનું સાધુપણું તેને આ ભવે મોક્ષ અર્પ ગયું. પૂર્વના સાધુપણા અને ચૌદપૂર્વાના સંસ્કારે તેને અણગમતી પત્ની પાસે પ્રતિબોધ કરવાની માંગણી મૂકવા મજબૂર કર્યા. પૂર્વના સાધુપણાએ જ તેની વિષય સન્મુખતાને વિષય વિમુખ બનાવી. સમગ્ર ચમત્કારનો એક જ નિષ્કર્ષ---“કારણ કે તે સાધુ હતા.' ( કુર્માપુત્ર કોઈ શ્રાવક ઘરમાં વસવા છતાં જો નિસ્પૃહ શિરોમણિ થઈ વર્તે તો કુર્માપુત્રની જેમ ઘરમાં પણ નિર્મળ એવા કેવળજ્ઞાનને પામે. આ અર્થને પ્રસ્ફટ કરતો શ્લોક વાંચતા જ ઝબકારો થયો. “ પુત્ર રૂવ”--આ કુર્માપુત્ર કોણ છે? ઘેરબેઠાં કેવળજ્ઞાન થયું કઈ રીતે? એમના જીવનમાં આ ચમત્કાર સર્જાયો ક્યાંથી? એક જ ઉત્તર—-“કારણ કે તે સાધુ હતા.' યૌવનવયમાં ઘણી સ્ત્રીઓ ઇચ્છતો હોવા છતાં સ્ત્રીથી વિરક્ત એવો આ કોઈ મુનિના મુખથી ફક્ત સિદ્ધાંતપાઠ સાંભળવાથી તેમને કેવળી બનવાનું નિમિત્ત મળી ગયું. શું આ આશ્ચર્ય નથી? યૌવનવયે સ્વૈચ્છિક સમર્પિત સ્ત્રીથી વિરક્ત રહેવું અને કેવળ શાસ્ત્ર-વચનરૂપ મૂળપાઠનું શ્રવણ જ તેને કેવળી બનાવવાની સીડી બની જાય એ વાત કંઈ નાનીસૂની છે? આ અભૂતપૂર્વ ઘટના બની કઈ રીતે? – “કારણ કે તે સાધુ હતા.” દુર્ગમપુરમાં દ્રોણ નામક રાજા--હુમાદેવી રાણીને દુર્લભકુમાર નામે પુત્ર હતો. નગરના ઉદ્યાનમાં સમવસરેલ કેવલીના મુખેથી ત્યાં વસતી ભદ્રમુખી યક્ષિણીએ જાણ્યું કે આ દુર્લભકુમાર તેના પૂર્વભવનો સ્વામી છે, ત્યારે દુર્લભકુમારને લઈને પોતાના ભવનમાં ગઈ. દુર્લભકુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થતાં બંને પરસ્પર પ્રીતિવાળા થયાં. પણ યક્ષિણીએ કુમારનું આયુષ્ય અલ્પ છે તેમ જાણીને કુમારને વનમાં કેવળી પાસે મૂકી દીધો. કેવળી ભગવંતની વાણી શ્રવણ કરતાં તે કુમારને સમકિત પ્રાપ્ત થયું. દીક્ષા લીધી. ત્યાંથી આવી મહાશુક્ર દેવલોકે દેવતા થયા. આ તો કુર્માપુત્રનો પૂર્વભવ. સમ્યક્ત પ્રાપ્ત કરેલ કુમાર પૂર્વભવે શુદ્ધ ચારિત્રની પરિપાલના s Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] || જૈન પ્રતિભાદર્શન કરીને આવેલા. તેમણે સમજણપૂર્વક પાળેલ ચારિત્ર સ્ત્રીના રાગથી કે વિષયથી વિરક્ત બનાવનાર થયું અને શુદ્ધ સમ્યત્વે તેને મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બનાવી દીધા. દેવલોકથી આવીને આ કુમાર રાજગૃહી નગરીમાં મહીન્દ્ર રાજાની કર્મા નામની રાણીના ઉદરે પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નામ તો ધર્મદેવ પાડેલું હતું પણ બધાં જ તેને કુર્માપુત્ર કહેતા હતા. આ કુમપુત્રએ એક વખત મુનિને સિદ્ધાંતપાઠ કરતા સાંભળ્યા. આ પાઠ સાંભળતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વનું શુદ્ધ સમ્યક્ત્વ યુક્ત સાધુપણું નજરે નીહાળતા, ચારિત્રવાસિત આત્મા જાગૃત થઈ ગયો. શુકલધ્યાનની ધારાએ કુમપુત્રને ઘેર બેઠા બેઠા જ ભાવચારિત્ર સ્પર્શી ગયું અને આ ભાવચારિત્રની સ્પર્શનાએ તેને બનાવી દીધા કુર્માપુત્ર કેવલી. એટલું જ નહીં પણ ચાર દીક્ષિત થયેલા મુનિરાજો પણ જયારે કુર્માપુત્ર કેવલી સમીપે આવ્યા અને મૌન ધારીને રહ્યા ત્યારે કુર્માપુત્ર કેવલીએ વર્ણવેલ ચારના પૂર્વભવના સાધુ-સ્વરૂપને સાંભળીને તે ચાર મુનિરાજ કેવલી થયા. ભાવદીક્ષિત એવા કુર્માપુત્ર કેવલીએ પણ દ્રવ્યશને ગ્રહણ કરી-કેશનો લોચ કરી અનેક જીવોને બોધ આપ્યો. પણ આ બધાંની પશ્ચાદું ભોમકામાં પડેલું જો કોઈ તત્ત્વ હોય તો એક જ--- ---“કારણ કે તે સાધુ હતા.'' ( ક્ષુલ્લક મુનિ ) નર્તકીનાં નૃત્યને જતા અને ગીતગાનને શ્રવણ કરતા ક્ષુલ્લકકુમારને અચાનક જ બોધ થયો અને સાધુ બનવા તૈયાર થઈ ગયા. વૈરાગ્યને બાધક પદ તેના માટે વૈરાગ્યસાધક બની ગયું. નર્તકીનાં રૂપ-લાવણ્ય, ગીત-ગાન અને રાજ્યપ્રાપ્તિની લાલસા એ સર્વે મોહનીય કર્મના તાંડવ નૃત્યોના નગ્નનાચ વચ્ચે ક્ષુલ્લકકુમારને સાધુચિહ્ન ધારણ કરવાની અભિપ્સા જાગી કયાંથી? --- “કારણ કે તે સાધુ હતા.' કંડરીક યુવરાજની અતિ સ્વરૂપવાન પત્ની યશોભદ્રાના રૂપમાં મોહિત પુંડરીકે સગાભાઈને હણી નાખ્યો. શીલરક્ષણ માટે ગર્ભવતી યશોભદ્રાએ ગુપ્ત રીતે નાસી જઈ દીક્ષા ગ્રહણ કરી. ગર્ભવૃદ્ધિ થતાં પ્રવર્તિની સમક્ષ સર્વ વૃતાન્ત જણાવ્યું ત્યારે શ્રાવકોએ શાસનની રક્ષા કાજે તે સાધ્વીને સાચવી લઈ પ્રસવ કરાવ્યો અને અવતરેલ પુત્રનું ક્ષુલ્લકકુમાર નામ રખાયું. આઠ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા ક્ષુલ્લકમુનિને ચારિત્ર-આવક કર્મનો ઉદય થતા ચિત્ત વિષયવાસિત બન્યું. માતા પાસે જઈ પ્રવ્રયા છોડવા અનુજ્ઞા માગી. માતૃભાવના સભર મુનિએ માતા સાધ્વીના વચને બાર વર્ષ સાધુપણામાં વીતાવ્યાં; તો પણ વૈરાગ્યવાણીનાં વારી તેને ભીંજવી શકયા નહીં. બાર વર્ષ પૂર્ણ થતાં પુનઃ સંસાપ્રવેશ માટે રજા માંગી. માતાના વચને પ્રવર્તિની સાધ્વી પાસે ગયા. પ્રવર્તિની પરત્વેના સાધુ-બહુમાનથી પુનઃ બાર વર્ષ વીતાવ્યાં. સૂત્રાર્થ ભણ્યા તો પણ વૈરાગ્યનો રંગ ચડ્યો નહીં એટલે ઉપાધ્યાય ગુરુ પાસે મોકલ્યા. Page #270 -------------------------------------------------------------------------- ________________ C અભિવાદન ગ્રંથ ] [ ૨૨૧ ક્ષુલ્લકમુનિએ વિનયગુણથી ઉપાધ્યાયના વચનને માન્ય કર્યું. ફરી બાર વર્ષ પ્રવ્રજ્યામાં વ્યતીત કર્યાં તો પણ ઉપાધ્યાયની ધર્મદેશના તેમના પ્રતિબોધનું નિમિત્ત ન બની શકી, ત્યારે છેવટે ગચ્છના અધિપતિ આચાર્ય ભગવંતે પોતાની નિશ્રામાં રાખી બાર વર્ષપર્યન્ત સ્થિરીકરણ પ્રવૃત્તિ કરી તો પણ ક્ષુલ્લક મુનિ દીક્ષામાં સ્થિર ન થયા અને આમ ૪૮ વર્ષનો દીક્ષા-કાળ કેવળ દ્રવ્ય-સાધુપણામાં જ વીતાવ્યો; પણ ભાવસાધુપણું તેને સ્પર્શી ન શક્યું. હતો એક માત્ર વિનયગુણ. આ વિનયીપણાએ તેનો ૪૮ વર્ષનો કાળ દ્રવ્ય-સાધુપણામાં વ્યતીત થયો પણ તે પૂર્વેનો બાલ્યાવસ્થાનો ૧૨ વર્ષનો કાળ તેનામાં જે સાધુપણાના સંસ્કાર સિંચી ગયેલો, તે સંસ્કારવાસિત આત્માએ તેને પુનઃ ચારિત્રમાં સ્થિર કરવા ઉપાદાન પૂરું પાડ્યું. બાકી બધાંની રજા માંગી છે ઘેર જવા માટે. ક્યાંય સંમતિ મળતી નથી. માતા સાધ્વીએ પૂર્વે આણેલ રત્નકંબલ અને રાજમુદ્રા લઈને આપમેળે જ સાધુચિહ્નોનો ત્યાગ કરી પોતાના જ રાજ્ય સાકેતપુરમાં રાજ્ય માટે પાછા ફરે છે. તે વખતે રાજસભામાં નર્તકી નાચ-ગાન કરી રહી છે. ઘણી રાત્રી સુધી નાચગાન કરતી નર્તકી છેલ્લે થાકી અને તેનાં નેત્રો નિદ્રાથી ઘેરાયાં એટલે નર્તકીની અક્કા જણાવે છે કે-હે સુંદરી, તે ઘણી રાત્રિ સુધી સુંદર નૃત્ય અને ગીત-નાચ કર્યાં. થોડા સમય માટે પ્રમાદ કરીશ તો આ બધી જ મહેનત વ્યર્થ જશે. આટલું સાંભળતાં નર્તકી સાવધાન બની ગઈ; પણ લક્ષ્મીપ્રાપ્તિ માટે સાવધ બનેલી નર્તકીની સાથે સાથે ક્ષુલ્લકકુમાર પણ સાવધાન થઈ ગયા. નર્તકીને રત્નકંબલ ઇનામમાં આપી દીધું. વૈરાગ્યબાધક પદનો અર્થ તેને વૈરાગ્યસાધક બન્યો. ૬૦ વર્ષ ચારિત્રમાં વીતાવ્યાં; હવે તો આમ પણ અલ્પજીવન બાકી છે. નાહકનું રાજ્યમાં લોલુપ બની દુર્ગતિમાં જવું તેના કરતાં થોડા કાળ માટે હું પણ પ્રમાદ ખંખેરી દઉં તો શું ખોટું? પુનઃ મુનિપણું ધારણ કરી સદ્ગતિના ભાજક બન્યા....‘‘કારણ કે તે સાધુ હતા.'' સુવ્રત-સાધુ ‘મધ્યરાત્રિએ ગ્રહણ કરેલા સિંહકેશરીઆ લાડુ સુવ્રતમુનિને પ્રભાતકાળે કેવળજ્ઞાન આપી ગયા.'' આટલું વાક્ય સાંભળતાં ચિત્ત વિહ્વળ બની ગયું કે, એક તો રાત્રિનો કાળ, સાધુ ત્યારે ભિક્ષાર્થે નીકળે, વળી આવી પ્રણીત રસપ્રચુર ખાદ્યસામગ્રી વહોરે અને સવારે પાછું કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરે....આમ બનતું હશે કદી? ‘‘કહેતા ભી દીવાના-સુનતા ભી દીવાના.'' પણ બન્યું. ભાગ્યશાળી, ખરેખર બન્યું. પણ, આમ કેમ બન્યું? કારણ શું?---‘કારણ કે તે સાધુ હતા.’’ સુવ્રત નામે સાધુ છે. માસક્ષમણના તપસ્વી મુનિ છે. પારણે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહ ગ્રહણ કરવારૂપ ‘‘વૃત્તિ સંક્ષેપ'' તપ કરેલો છે. અતિ તપસ્વી હોવાથી સર્વકાળ-ગોચરી માટે શાસ્ત્રસંમત હોવાથી પ્રથમ પોરિસિમાં જ ગોચરી અર્થે નીકળેલા છે. સિંહકેશરીઆ લાડુની લાણી થતી જોઈ તેને નક્કી કર્યું કે ફક્ત એક જ દ્રવ્ય--‘‘સિંહકેશરીઆ લાડુ'' જ ભિક્ષાર્થે ગ્રહણ કરવા. મધ્યાહ્નકાળ પૂર્ણ થયો ત્યાં સુધી ઘેર-ઘેર ગોચરી ફર્યા પણ તેને સિંહકેશરીઆ લાડુનો યોગ ન મળ્યો. પરિણામે ક્લિષ્ટ અધ્યવસાયથી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ ] | જૈન પ્રતિભાદર્શન છે. તેના મુખે “ધર્મલાભ'' શબ્દને સ્થાને “સિંહકેશરા” શબ્દ જ નીકળવા લાગ્યો. એમ કરતા ચારે પ્રહર અને દિવસ પણ પૂર્ણ થઈ ગયો. મધ્યરાત્રિ આવી પહોંચી તો પણ તેનું ગમનાગમન ચાલુ જ રહ્યું. રાત્રિના બે પ્રહર વીત્યા ત્યારે કોઈ શ્રાવકનું ઘર ખુલ્લું જોઈ ત્યાં પ્રવેશ કર્યો ત્યારે પણ ધર્મલાભને બદલે ‘‘સિંહ કેશરા'' શબ્દ જ મુખેથી નીકળ્યો. શ્રાવક પણ ખરેખર શ્રાવક જ હતો. વિપરીત વિચારણાને બદલે તેને ચિંતન કર્યું કે આ સાધુભગવંત ઉગ્ર તપસ્વી છે. હજી ગઈકાલે પણ મેં તેમની અપ્રમત્તતા જોઈ છે. હાલ પણ જયણાના ભાવો તેના અન્ય વર્તનમાં દેખાય છે. સંસારી હતા ત્યારે પણ ઋદ્ધિસંપન્ન હતા અને વૈરાગ્યથી જ દીક્ષિત થયા છે. બહારથી તેના ભાવો ભલે પડેલા દેખાય પણ મુનિ હજી મૂલગુણઘાતી જણાતા નથી. માટે કંઈક યોગ્ય કરણીથી તેમનો ભાવ જાણું. શ્રાવકે વિધ-વિધ વસ્તુ, રસપ્રચુર મીઠાઈ આદિ સર્વે વસ્તુઓ સાધુ સમક્ષ ધરી દીધી પણ સુવ્રતમુનિ તો દરેક વખતે એક જ ઉત્તર આપે છે--“મને આ વસ્તુને ખપ નથી.'' અભિગ્રહધારી છે એટલે અન્ય વસ્તુ લેતા નથી અને જોઈતી વસ્તુ માંગતા નથી. શ્રાવકે તર્કથી વિચાર્યું કે આ મુનિશ્રી આવતાની સાથે જ ‘‘સિંહ કેશરા” શબ્દ બોલ્યા હતા. નક્કી તેમનું ચિત્ત ભ્રમિત થયું છે માટે સિંહકેશરા લાડુ લઈને મૂકવા દે. શ્રાવકે આખુ પાત્ર ભરીને સિંહકેશરા લાડુ વહોરાવી દીધા. મુનિ સ્વસ્થચિત્ત થઈ ગયા. શ્રાવકે સુવ્રતમુનિની અત્યંત પ્રશંસા કરીને પૂછ્યું કે, હે ભગવંત! આપ તો ધન્ય છો--શ્રુતના પારગામી છો. હું રોજ નવકારશી પચ્ચખાણ કરું છું પણ આજે પરિમઢ કરેલ છે તો આપ જણાવવાની કૃપા કરશો કે અવસર થયો કે નહીં? શ્રતના ગામી સુવ્રત મુનિએ જ્ઞાનના બળે આકાશ જોઈને જાણ્યું કે, અરે ! આ તો મધ્યરાત્રી કાળ છે. તો હું અત્યારે આ સ્થળે કેમ? શ્રાવકના વચને ચિત્ત ઉપર ચોંટ આવી અને રાત્રી હોવાથી ગમનાગમન અયોગ્ય જાણી શ્રાવક પાસે વસતિ-યાચના કરી ત્યાં જ ધ્યાનમગ્ન થઈ ગયા. પ્રાત:કાળે ઈંડિલ ભૂમિ શોધી સિંહકેશરા લાડુનું ચૂર્ણ કરી પરઠવતાં તેમની અનશનથી આરંભાયેલ–વૃત્તિ સંક્ષેપ તપથી પરિપૂર્ણ યાત્રા ધ્યાન-તપ સુધી મોક્ષમાર્ગ વટાવી ગઈ અને પ્રાપ્ત થયું કેવળજ્ઞાન. આ તપયાત્રાની પશ્ચાદ્ ભૂમિકામાં છૂપાયેલ રહસ્ય હોય તો એક જ---“કારણ કે તે સાધુ હતા.' ભાવસાધુમાંથી દ્રવ્ય સાધુતા ધારણ કરી ચુકેલા સુવ્રતમુનિ પુનઃ ભાવસાધુ બની મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બની ગયા. પરમાત્મપદને પામ્યા. ( બ્રાહ્મણી ) શ્રી ગૌતમસ્વામીએ પ્રણિપાત-વંદનાપૂર્વક પરમાત્મા મહાવીરને પૂછયું કે, હે ભગવંત! તે બ્રાહ્મણીએ પોતાના પૂર્વભવની એવી કઈ વાત કરી કે તે સાંભળીને તેની સાથે તેના પતિ ગોવિંદ બ્રાહ્મણે પણ દીક્ષા લીધી. પરમાત્માએ આપેલા ઉત્તરનો નિષ્કર્ષ એ જ કે--- “કારણ કે તે સાધુ સાધ્વી) હતા.” આ સ્ત્રી બરાબર એક લાખ ભવ પૂર્વે ક્ષિતપ્રતિષ્ઠિત નગરના રાજાની રૂપી નામે કુંવરી હતી. લગ્ન થતાં જ તેના પતિનું મૃત્યુ થયું. અગ્નિપ્રવેશ કરવા ઇચ્છતી રૂપીને રાજાએ જૈનધર્મમાં અનુરક્ત થવા સલાહ આપી. કાળક્રમે તે રૂપી રાજ્યની બાગડોર સંભાળતી રાજા બની. અનુક્રમે શીલસન્નાહ સ્વયંબુદ્ધ | મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. Page #272 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] | ૨૨૩ એકદા શીલસન્નાહ મુનિ સમ્મેતશિખર પર્વતે સંલેખના માટે તૈયાર થયા ત્યારે રૂપી સાધ્વીએ પણ સંલેખના માટે અનુજ્ઞા માંગી. ગુરુભગવંતે જણાવ્યું કે, સર્વ પાપની આલોચના કરી નિઃશલ્ય બનીને જ સંથારો લઈ શકાય. રૂપી સાધ્વીએ સર્વ પાપોની આલોચના કરી, પણ જ્યારે તે રાજા હતી તે વખતે તેની દૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા કામવિકારની આલોચના ન કરી ત્યારે શીલસન્નાહ ગુરુભગવંતે અનેક દૃષ્ટાન્તોથી વૈરાગ્યમય દેશના આપી સારણાવારણા કર્યા પણ રૂપી સાધ્વીએ ગૃહસ્થપણામાં કરેલી ફક્ત એક ભૂલની આલોચના કરી નહીં. એક જ શલ્ય સિવાય સર્વ શલ્યો મુક્ત કર્યાં. આ એક જ શલ્ય રૂપ વિરાધક ભાવે તેને ૯૯૯૯૭ ભવ ભટકાવી. પછી ફરી એક વખત મનુષ્યભવ પામીને તેણીએ દીક્ષા ગ્રહણ કરી. ભલે એક શલ્ય તેને ૯૯૯૯૭ ભવ ભટકાવી ગયું. પણ બાકીની શુદ્ધ ધર્મ-આરાધના અને ચારિત્રપાલને તેને ફરી સાધુપણું આપ્યું. ત્યાંથી મૃત્યુ પામી ઇન્દ્રની અગ્ર મહિષી બનીને આ ભવે તે ગોવિંદ બ્રાહ્મણની પત્નિ બની. તેની ચારિત્ર આરાધના-વિરાધનાની કથા અને તેનો વિલાપ સાંભળીને ગોવિંદ બ્રાહ્મણને દીક્ષા લેવા ભાવના જાગી. આટલી વાત સાંભળીને ગૌતમસ્વામીએ પરમાત્મા મહાવીરને પૂછ્યું કે, હે ભગવન્! તો હવે આ સ્ત્રીની ગતિ શું થશે? પરમાત્મા જણાવે છે કે, હે ગૌતમ! આ ભવમાં ચારિત્ર પામીને આ સ્ત્રી મોક્ષે જશે. ૯૯૯૯૯ ભવ ભટકનાર અને ૯૯૯૯૭ ભવ સુધી તિર્યંચ-નારકી જેવી દુર્ગતિમાં રખડનાર જીવ અને તેય મોક્ષે જશે તે વાત, એ બંને કઈ રીતે બંધ બેસે? બને. બધું જ શક્ય બને ભાગ્યશાળી! બધું જ~-~‘કારણ કે તે સાધુ (સાધ્વી) હતા.’’ ભવભ્રમણ માટે શલ્ય નિમિત્ત જરૂર બન્યું. કિંચિત્ વિરાધક ભાવે તેને મોક્ષમાર્ગમાં કંઈ કેટલીયે અડચણો ખડકી દીધી. પણ તોયે સાધુપણાને પામેલો જીવ હતો ને? એ એક વખતનો પણ ચારિત્ર સંસ્પર્શ તેને માટે પારસમણિ સાબિત થયો. કથીર એવા આત્માને આ પારસમણિએ કંચન બનાવી દઈને ફરી મોક્ષમાર્ગનો પ્રબળ પુરુષાર્થી–પ્રવાસી બનાવી દીધો અને અંતે આપી ગયો મોક્ષરાજ્યની ગાદી. અણિક મુનિ જ્યારે માતા-સાધ્વી કહે છે કે, હે અરણિક! તું ફરીથી દીક્ષા ગ્રહણ કરે. ત્યારે અરણિક જવાબ આપે છે, હે જનની! સંયમક્રિયાનું પાલન મને દુષ્કર લાગે છે. નિરંતર ૪૭ દોષરહિત આહાર કરવો. ક્ષણભર પણ પ્રમાદ ન કરવો. નિરતિચારપણે ‘‘કરેમિ ભંતે’’ની પ્રતિજ્ઞાનું પાલન કરવું. હે માતા, આ બધી સંયમક્રિયા કરવા હું શક્તિમાન નથી. હું મહાપાપી છું. વ્રતનું પાલન મારાથી થઈ શકતું નથી. આવાં વાક્યો બોલનાર, આવા અશુભ અધ્યવસાયો ધરાવનાર અરણિક અંતે સદ્ગતિને પામ્યા અને એ પણ તે જ ભવમાં. સ્વપ્ને પણ માની ન શકાય તેવી આ વાત એક વાસ્તવિક ઘટના બની ગઈ. મોક્ષમાર્ગથી વિમુખ જીવાત્મા આટલો મોક્ષ સન્મુખ બન્યો કઈ રીતે? ---‘કારણ કે તે સાધુ હતા.’' તગરા નામે નગરી. દત્ત શ્રાવક-ભદ્રા શ્રાવિકા. તેનો પુત્ર અરણિક, અહન્મિત્રસૂરિ પાસે સપરિવાર દીક્ષા ગ્રહણ કરી. દત્તમુનિ સુંદર ચારિત્ર પાળે છે પણ પુત્ર ઉપરના વાત્સલ્યથી અરણિક મુનિને ભિક્ષાર્થે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન મોકલતા નથી. કાળક્રમે દત્તમુનિ સમાધિમરણ પામ્યા. પછી અરણિકને ભિક્ષા લેવા જવાનો અવસર આવ્યો. સુકુમાર મુનિ છે, નાની વય છે, શ્રમ લીધો નથી. તપેલી ધરતીની ધૂળથી પગ દાઝવા લાગ્યા. સૂર્યના કિરણથી મસ્તક તપી ગયું. તૃષાથી મુખ શોષાવા લાગ્યું. વિશ્રામ માટે કોઈ ગૃહસ્થના ઘરની છાયામાં ઊભા રહ્યા. કામદેવ સમાન આકૃતિવાળા મુનિને જોઈને એક સ્ત્રી કે જેનો પતિ લાંબા સમયથી પરદેશ ગયેલો તેણીએ આ યુવામુનિથી આકર્ષાઈને મુનિને પોતાના ઘરમાં બોલાવ્યા. સુંદર આહાર, વિકારયુક્ત ચેષ્ટા અને વાણીથી મુનિને વ્રત-ભંગ કરવા ઉત્સુક બનાવ્યા. અરણિક મુનિ પણ સાધુપણું ભૂલી ત્યાં જ રહી ગયા. ઉપાશ્રયે અરણિક મુનિ ન આવતા બધે જ તપાસ કરીને તેમનાં માતા-સાધ્વીને નિવેદન કર્યું. માતા-સાધ્વી આ વૃતાંતથી પાગલ જેવાં બની ગયાં. ભ્રમિત ચિત્તવાળાં સાધ્વી સર્વે સ્થાને ‘અરણિક-અરણિક'ની બૂમો પાડતાં ગદ્ગદ્ વિલાપ કરે છે. અનેક દિવસો આ રીતે ભદ્રા સાધ્વીના પસાર થયા. એક વખત ગવાક્ષમાં બેઠેલા અરણિકે તેની આ ઉન્મત્ત સ્થિતિ જોઈ, ખૂબ જ દુ:ખ અનુભવતો તે માતા-સાધ્વીના પગે પડી ગયો. લજ્જા અને વિનયયુક્ત અરણિકે પૂર્વેના ચારિત્ર-અભ્યાસથી પ્રશસ્ત ધર્માનુરાગ અને અનંતા શુભ અધ્યવસાયથી માતાને સર્વે વૃત્તાંત જણાવી ક્ષમાયાચના કરી. જ્યારે માતાએ પુનઃ ચારિત્ર લેવા કહ્યું ત્યારે અરણિક જણાવે છે કે, હે માતા! આ દુષ્કર ચારિત્ર મારાથી પાળી નહીં શકાય. તું કહે તો હું અનશન કરી દઉં. માતાના વચને વિનયીપુત્રે પુનઃ દીક્ષા લીધી. ગુરુભગવંતની આજ્ઞાપૂર્વક તુરંત જ અનશન માટે તૈયાર થયા. સર્વ સાવદ્યના પચ્ચક્ખાણ, પાપની નિંદા, સર્વ પ્રાણી સાથે ક્ષમાપના, ચાર શરણાનું ગ્રહણ કરી ધગધગતી શીલા ઉપર અનશન કરી દીધું. મુહૂર્તમાત્રમાં કાયા ઓગળી ગઈ અને શુભ ધ્યાને આપી દીધી સદ્ગતિ. આવો વૈરાગ્યભાવ--આવું વિનયીપણું-આવું પુરુષકાર પરાક્રમ--આવી તીવ્ર તપશ્ચર્યા એક સુકુમાલ મુનિને-એક રાગી અને સ્ત્રીસંગી જીવમાં આવી ક્યાંથી?-~~-‘કારણ કે તે સાધુ હતા.'' સુભદ્રા વિંધ્યાચળ પર્વતની સમીપે વેભેલ નામક સન્નિવેશમાં સોમા નામક રૂપવતી બ્રાહ્મણી સ્ત્રી છે. રાષ્ટ્રકુટ નામના બ્રાહ્મણને પરણેલી છે. બત્રીશ પુત્ર-પુત્રીથી વ્યથીત આ સ્ત્રીને સાધ્વીને વહોરાવતી વેળા જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જોયો, વૈરાગ્ય પામી, દીક્ષા લીધી, અનશન કર્યું, દેવ થઈ, મહાવિદેહે જઈ મોક્ષને પામશે. આ છે જ્ઞાત કથા. બધાં જ દીક્ષા લે-પાળે પણ ખરા---કદાચ મોક્ષે પણ જાય એમાં નવાઈ શી છે? એવું ક્યું અજ્ઞાત વિષયવસ્તુ આ કથામાં પડેલું છે જે સોમા બ્રાહ્મણીને મોક્ષે લઈ ગયું? ~~~ કારણ કે તે સાધુ (સાધ્વી) હતા.’’ મોક્ષપ્રાપ્તિમાં નિમિત્ત બન્યું સોમા સાધ્વીપણું, પણ સોમાને સાધ્વી બનાવનાર એવો તેનો પૂર્વભવ કયો હતો? Page #274 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૨૫ વારાણસી નગરીમાં સુભદ્રા સાર્થવાહની પત્ની હતી. પુત્રના અભાવથી પીડાતી તે સ્ત્રીએ સાધ્વીજીના ઉપદેશથી દીક્ષા લીધી. સ્વાધ્યાયમાં તત્પર અને સુંદર ચારિત્રપાલન કરતી હોવા છતાં અપત્યમોહમાં ગળાડૂબ એવી તે સુભદ્રાને વૃદ્ધા સાધ્વીની અનેક સમજાવટ નિષ્ફળ નીવડી. છેવટે પાક્ષિક અનશન કરી પ્રથમ સ્વર્ગે દેવી થઈ. પરમાત્મા મહાવીરને વાંદવા આવી ત્યારે પણ પૂર્વભવના બંને અભ્યાસ આ ભવે પ્રગટ થયા. સાધ્વીપણાના અભ્યાસે ભગવંત મહાવીરની ભક્તિ પણ અદ્ભુત હતી અને બાળકના રાગને લીધે નાટ્ય કરતી વખતે પણ ઘણાં બાળકોને વિકુર્તીને જ ભક્તિનૃત્ય કરતી. આ બહુપુત્રિકા દેવીને જોઈને ગૌતમસ્વામીને પ્રશ્ન થયો કે, હે ભગવન્! આમ કેમ? પરમાત્માએ મિષ્ટ વાણીથી સમગ્ર પૂર્વભવ જણાવી કહ્યું કે, આ દેવી હવે સોના બ્રાહ્મણી થશે. ત્યાં તેને પ્રતિવર્ષ પુત્ર-પુત્રીનું જોડલું જન્મશે. એવું સોળ વર્ષ ચાલશે અને ૩૨ પુત્ર-પુત્રીની માતા થશે. સંતાનોના પ્રભાવે દુઃખી થયેલી સોમા પૂર્વભવનું સ્મરણ થતાં દીક્ષા ગ્રહણ કરશે. પોતાના વિરાધક ભાવોની આલોચના કરી તૃતીય ભવે મહાવિદેહે મોક્ષમાં જશે. આ હતી તેની મોક્ષયાત્રા. મોક્ષયાત્રામાં નિમિત્ત હતો તેનો દુઃખગર્ભિત વૈરાગ્ય. દુઃખગર્ભિત વૈરાગ્યમાં નિમિત્ત હતું તેનું બહુ સંતાનપણું—બહુ સંતાનપણામાં નિમિત્ત હતો તેનો મોહગર્ભિત વૈરાગ્ય. મોહગર્ભિત અને દુઃખગર્ભિત વૈરાગ્ય જ તેના માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બન્યો. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અર્પી ગયો તેને મોક્ષમહેલનું ચિર સ્થાપિત્વ. પણ બધાના મૂળમાં અજ્ઞાત કથાના વિષયવસ્તુનો નિષ્કર્ષ જોવો હોય તો આ લેખમાળાનું મૂળ શીર્ષક જ યાદ કરવું પડે.-~~‘કારણ કે તે સાધુ હતા.'' * * * આ જ છે મારી કલમની યાત્રા. આ જ છે જ્ઞાત કથાઓનાં અજ્ઞાત વિષયવસ્તુ. આ જ છે તેનો નિષ્કર્ષ--“કારણ કે તે સાધુ હતા.” આવી અનેક ઘટના જૈનશાસનની તવારીખમાં નજરે પડે છે. જરૂર છે માત્ર હકારાત્મક વિચારણાયુક્ત નિર-ક્ષીર દૃષ્ટિની. જો હૃદયમાં સમ્યક્ શ્રદ્ધા ધારણ કરીને મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી તરફ સર્ચ-લાઈટ ફેંકશો તો તમને મળી રહેશે આવા અનેક પ્રતિભાવંત આત્માનાં જીવન અને કવન. નિર્મલ એવા દર્શનપદને નમસ્કાર કરી આપણે સૌ નિર્મળ દૃષ્ટિથી જીવનની પવિત્રતા તરફ નજર ફેંકીએ અને બની જઈએ ભાવિમાં નિર્મળ દૃષ્ટિ પામનાર જીવો માટેની પ્રાગૈતિહાસિક પ્રતિભા. Page #275 -------------------------------------------------------------------------- ________________ શીદાર દૃશ્ય તારા- કરી ******* Page #276 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૨ ૨૭ સાધનાની પગદંડી % [બોધદાયી કથાઓ –શ્રી જશુભાઈ જે. શાહ તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલ અનંત ઉપકારી જિનશાસનમાં સમયે સમયે અનેક મહાપુરુષો અને મહાસતીઓ થયાં છે. તેમાં અનેક મહાપુરુષોની જેમ કેટલાંક મહાસતીઓનાં નામ પણ જૈન ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત બન્યાં છે. આવાં જ મહાસતીઓનાં બોધદાયી જીવનને આ લેખમાં આલેખવામાં આવ્યાં છે. જે યુવતી સંસારનો રંગરાગ માણવા તત્પર બની હતી એ જ યુવતી પોતાનાં અધૂરાં અરમાનની આહૂતિ આપી પતિના મુનિવેશને આધાર આપવા તત્પર બની; અને તેના જ કલ્યાણને કર્તવ્યરૂપે સ્વીકારી એ યુવતી નાગીલા મહાસતી નાગીલાની નામે ઈતિહાસમાં અમર બની ગઈ. જ્યારે, મહાસતી કલાવતીમાં કુશંકાનું માથું પરિણામ, મહાસતીની કસોટી અને તેમાં કર્મના વિપાકને અને સતના પ્રભાવને દર્શાવતી ઘટનાઓ મહાસતીના સતીત્વનું દર્શન કરાવી જાય છે. આ બને પાત્રોનો પરિચય કરાવનાર શ્રી જશુભાઈ જે. શાહ દહેગામના વતની છે. છેલ્લા બે-અઢી દાયકાથી વ્યવસાય અને વ્યવહારમાં વ્યસ્ત હોવા છતાં ભીલડીયાજી તીર્થમાં પૂજનાદિ અમૃતક્રિયાના અવસરને સુવર્ણ અવસર માની આત્મકલ્યાણ માટે તેને મુખ્ય બનાવી શુદ્ધોચ્ચાર સાથે પૂજનો ભણાવવા બદલ ડહેલાવાળા સમુદાયના પ. પૂ. આ.શ્રી અભયદેવસૂરિજી મહારાજની પાવન નિશ્રામાં શ્રી ચતર્વિધસંઘની વિશાળ હાજરીમાં તેમને ‘ક્રિયાવિશારદ' પદવી એનાયત કરવામાં આવી. મહાપ્રભાવશાળી મહાપૂજનો તેમ જ બીજા માંગલિક : વિધિ-વિધાનોમાં તેઓ સારી ખ્યાતિ પામ્યા છે. ધાર્મિક અને શિક્ષણની અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે. ચાલો, પૂર્વકાલીન પાત્રોના ધન્ય જીવનની અનુમોદના કરી આપણે પણ ઘન્ય બનીએ. ---સંપાદક મહાસતી નાગીલા :– સુગ્રામ નામનું નગર હતું. આ નગરમાં ધનાઢ્ય શ્રેષ્ઠી આર્યવાન અને શેઠાણી રેવતી રહેતાં હતાં. તેમને બે પુત્રો હતા. ભવદત્ત અને ભવદેવ. આ બંને પુત્રો વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હતો. મોટો દીકરો ભવદત્ત પરમાત્માનો સંયમમાર્ગ સ્વીકારીને સાધુ બન્યો હતો. એ વાતને પણ વર્ષોનાં વહાણાં વાયાં હતાં. નાનો દીકરો ભવદેવ યૌવનવયમાં આવ્યો. દીકરાનાં લગ્ન લેવાયાં. સ્વર્ગલોકની અપ્સરાને પણ [ શરમાવે એવી નાગીલા નામની રૂપસુંદરી સાથે ભવદેવનાં લગ્ન થયાં. હજુ તો પરણીને ભવદેવ આવ્યા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] [ જૈન પ્રતિભાદર્શન છે અને એ જ વખતે આ જ ગામમાં પોતાના મોટાભાઈ ભવદત્ત મુનિ પોતાના નાના ભાઈને પ્રતિબોધ કરવા માટે પધાર્યા. ભવદેવ પોતાના ભવનની અંતિમ મંઝિલ પર પોતાની પ્રાણપ્યારી પ્રિયતમા નાગીલાને સાજ સજાવી રહ્યા છે. બંને પ્રિયજનો વચ્ચે વિનોદની પ્રેમધારા વહી રહી છે અને એ જ વખતે નીચેથી માનો અવાજ સંભળાય છે : “બેટા ભવદેવ! નીચે પધારો, જુઓ! મોટા ભાઈ ભવદત્ત મુનિ પધાર્યા છે.'' આ અવાજ સાંભળતાં પતિ-પત્ની બંને ચમક્યાં. નીચે જવાની બિલકૂલ ઇચ્છા ન હોવા છતાં માની આજ્ઞાનું પાલન કરવા નીચે જવા તૈયાર થયા ત્યારે નાગીલા કહે છે, “મારા પ્રાણપ્યારા નાથ! મારા શણગાર અધૂરા છે. તમારા વગર એક ક્ષણ પણ હું રહી શકતી નથી. આપ નીચે જઈ તરત જ પાછા આવો.” ભવદેવ કહે છે, “મારી પ્રાણપ્યારી પ્રાણેશ્વરી, તને છોડીને હું ક્યાં જાઉં! નીચે જઈ તરત જ પાછો આવું છું.” ભવદેવ નીચે આવીને જુએ છે તો પોતાના વડીલબંધુ મુનિરાજ શ્રી ભવદત્ત મુનિ છે. ભવદેવ મુનિના ચરણમાં ઢળી પડે છે. મુનિવર માંગલિક સંભળાવી, ગોચરી વહોરી અને ઉપાશ્રય બાજુ જવા લાગ્યા. મુનિવરે ગોચરીનાં પાત્ર નાના ભાઈ ભવદેવના હાથમાં આપ્યાં. ભવદેવ ભાઈમહારાજ સાથે ચાલવા લાગ્યા. જીવ નાગીલા પાસે છે ને દેહ ભાઈ સાથે. મનમાં થાય છે કે, આ પાત્ર ભાઈ મહારાજ લઈ લે એટલે તરત જ પાછો જાઉં. પણ ભાઈ મહારાજ પાત્ર લેતા નથી. એમ કરતાં કરતાં ઉપાશ્રય આવી ગયો. ઉપાશ્રયની અંદર પ્રવેશ કરતાં જ આચાર્ય ભગવંતનો ગંભીર અવાજ સંભળાયો, “ભવદત્ત, આ નવયુવાન કોણ છે?” મુનિ ભવદત્ત બોલ્યા, “ભગવંત! આ મારો લઘુબંધુ છે. એ અણગાર બનવા કાજે આપના ચરણોમાં આવ્યો છે.” મીંઢળબાંધ્યા આ તેજસ્વી નવયુવાનને ગુરુભગવંત જોઈ જ રહ્યા. ભવદેવ મનમાં વિચારે છે : ઓહ! હું અહીંયા ક્યાં આવી ચઢ્યો. નાગીલા સિવાય મને બીજું કશું જ દેખાતું નથી, ત્યાં સંયમ કેવી રીતે લઉં? જો ના પાડું તો મારા મોટાભાઈની આબરૂનું શું? હું શું કરું? સઘળા મુનિવરો વચ્ચે મારા ભાઈમહારાજનું અપમાન નહીં થવા દઉં. ભવદેવ મનમાં મૂંઝવણ હોવા છતાં ઇન્કાર કરી શક્યો નહીં અને આચાર્ય ભગવંતે એ જ વખતે દીક્ષા અર્પણ કરી. નાગીલાને આ સમાચાર મળ્યા. તે વિરહથી ઝૂરવા લાગી અને આ બાજુ સઘળા મુનિવરો સાથે ભવદેવ મુનિએ વિહાર કર્યો. આ વાતને બાર-બાર વર્ષનાં વહાણાં વહી ગયાં. ભવદત્તમુનિ કાળધર્મ પામ્યા. હવે ભવદેવ મુનિ પોતાના ભાઈની આજ્ઞામાંથી વિરક્ત બન્યા. એક દિવસ શ્રમણસંઘની સંમતિ મેળવ્યા વિના જ એકાકીપણે નાગીલાને મળવા સુગામ ગામના પાદરે આવી પહોંચ્યા. ગામના પાદરે પ્રવેશતાં જ એક સ્ત્રીને પ્રશ્ન પૂછ્યો, “ભદ્ર! અહીં આર્યવાન શ્રેષ્ઠી અને રેવતીની પુત્રવધૂ નાગીલા મને ક્યાં મળશે?” . . સ્ત્રીએ જવાબ આપતા પૂછવું : “કેમ, તમારે નાગીલાનું શું કામ હતું?” ભવદેવ બોલ્યા, “હું નાગીલાને મળવા માટે જ આવ્યો છું. હું-હું નાગલાનો પ્રિય ભવદેવ છું.” Page #278 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૨૯ તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ નાગીલા પોતે જ હતી. ઓહ! ભવદેવ મુનિ, આપ મને ન ઓળખી શક્યા? હું નાગીલા... ઓહ! નાગીલા-નાગીલા તું? તને છોડીને ભાઈની શરમમાં મેં દીક્ષા લીધી પણ તને ન ભૂલ્યો–મારી પ્યારી રાણી તને ન ભૂલ્યો. સવારે ઊઠી બધાની સાથે પ્રતિક્રમણ કરતાં કરતાં કાઉસગ્ગમાં પણ મને તું દેખાતી. મંદિરમાં પરમાત્માનાં દર્શન કરતાં મને તારી જ મૂર્તિ દેખાતી ! નાગીલા મુનિવરની મોહદશા ઓળખી ગઈ. એકદમ જાણે મેઘધનુષ્યનો ટંકાર થયો હોય તેમ બોલી, “મુનિવર, હું આપની પ્રિયતમા પૂર્વ અવસ્થામાં હતી. આજે તો હું ભરયૌવનમાં મને છોડીને જેણે સંયમધર્મ સ્વીકાર્યો છે એવા એક મહામુનિવરની પ્રતિછાયા છું. જીવનની હરક્ષણે-હરપળે-મારા હૃદય સિંહાસને મહામુનિ ભવદેવની વિરાગ મૂર્તિની મેં પૂજા કરી છે. હું પણ તમારી રોજ રાહ જોતી હતી કે એક દિવસ આ ભવદેવ મુનિ પાછા આવી અને પ્રતિબોધ કરી મારા પથદર્શક બનશે. મુનિવર, આ ભોગની માયા છોડીને યોગને યાદ કરો. અને એ જ વખતે, એક બાળક દોડતો આવીને કહે છે, “હમણાં જ હું શ્રાદ્ધનું ભોજન જમીને આવ્યો છું પણ બીજા ઘરે જમવાનું આમંત્રણ હોવાથી આ જમેલું વમી કાઢીને ફરીથી જમીશ.” એ વખતે મુનિવર બોલ્યા, “અરર! ફરી ભોજન કરવા ઊલટી કરી વમેલું તો ફરી ખવાતું હશે?'' - ત્યાં નાગીલા બોલી, ‘મુનિવર ! જો વસેલું ફરી ન લેવાતું હોય તો આ સંસારને પણ તમે છોડ્યો. છે. ફરીથી શા માટે મલમૂત્રની કોટડી જેવી આ સંસારની માયામાં પડવા તૈયાર થયા છો?'' ભોગ વમ્યાં તે મુનિ મનથી ન ઇચ્છે, ના અંગધન કુલના જેમ રે...... અને મુનિ ભવદેવના હૃદયમાં જ્ઞાનનો દીવડો ઝળહળી ઉઠ્યો. એકદમ તેઓ નાગીલાના પગમાં પડી ગયા. અને ધ્રુસકે ધ્રુસકે રડતાં કહે છે, “મા! મા! તે તારા દીકરાને પડતા બચાવી લીધો. હવે આ ભવદેવ સાચો મુનિ બનશે.” અને મુનિએ વિહાર કર્યો. જૈન શાસ્ત્રો એમ કહે છે કે, ભવદેવ મુનિએ એ પછી એટલી સુંદર સંયમ સાધના કરી કે, ત્રીજા મનુષ્ય જન્મમાં જંબૂકુમાર બની આઠ-આઠ પત્નીઓને ત્યજી, સંયમ લઈ શિવસુખ પામ્યા. અને નાગીલાનો આત્મા જંબૂસ્વામીના પટ્ટશિષ્ય પ્રભવસ્વામીરૂપે વિશ્વવિખ્યાત બન્યા. ધન્ય છે! જૈન શાસનની શણગાર એવી નાગીલા મહાસતીને. મહાસતી કલાવતી :– ભરખેસરની સજઝાય''માં ‘‘કલાવઈ પુષ્કચૂલાય” દ્વારા રોજ પ્રભાતે યોગીન્દ્રો પણ જેને વંદના કરે છે એવા મહાસતી કલાવતીનું નામ જૈન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. દેવશાળ નામની નગરી હતી. તેમાં વિજયસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને શ્રીમતી નામની રાણી, જયસેન નામનો કુંવર અને કલાવતી નામની ગુણવાન કુંવરી હતી. બંને ભાઈ-બહેન વચ્ચે ખૂબ જ નિર્મળ પ્રેમની ગંગા વહેતી હતી. જયારે કલાવતી યૌવનકાળમાં આવી ત્યારે તેનું રૂપ સોળે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન કળાએ ખીલી ઉઠ્યું. તે જૈનધર્મના સંસ્કારે રંગાયેલી હતી. પોતાની પુત્રીને યૌવનવયમાં આવેલી જોઈ વિજયસેન રાજાએ લગ્ન માટે સ્વયંવર યોજ્યો. અને આ સ્વયંવરમાં રાજા શંખ સાથે કલાવતીનાં લગ્ન થયાં. શંખ રાજા અને કલાવતીનું લગ્ન-જીવન આનંદ-પ્રમોદ સાથે પસાર થવા લાગ્યું. સતી કલાવતી એ સમય દરમ્યાન શુભ સ્વપ્ન સુચિત ગર્ભવતી બની. આ સમાચાર જાણી રાજા શંખ અત્યંત ખુશ થયા. કલાવતી ગર્ભવતી છે તે સમાચાર તેના પિયર પહોંચતા તેનાં માતા-પિતા અને ભાઈ પણ ખૂબ જ ખુશ થયાં. તેની ખુશીમાં ભાઈ જયસેને પોતાની લાડલી બેન માટે રત્નજડિત હાથે પહેરવાનાં બેરખાં (બંગડી) મોકલ્યાં. તે લઈને વિજયસેન રાજાનો દૂત શંખપુરીમાં આવ્યો અને કલાવતીને બેરખાં ભેટ આપ્યાં. તે સમયે કલાવતીની સખીઓ આ બેરખો જોઈ ખુશ થઈ અને પૂછવા લાગી, “સખી! આવા સુંદર બેરખાં કોણે મોકલ્યાં?' એ જ સમયે રાજા શંખ પણ ત્યાં આવી ચડ્યા અને કુતુહલથી છુપાઈને સખીઓ સાથેનો વાર્તાલાપ સાંભળવા લાગ્યા. તે સમયે કલાવતી સખીઓને કહે છે, “મને જે વહાલો છે તેણે આ બેરખાં ભેટ મોકલ્યાં છે.' રાજા આ સાંભળી શકામાં પડી જાય છે. શંકાએ રાજાના મનમાં કલાવતી ઉપર ગુસ્સો પેદા કર્યો. અને વિચારવા લાગ્યો કે, જેને હું મહાસતી માનતો હતો તે સ્ત્રી આવી નીચ અને પરપુરુષમાં આસક્ત છે! મારા પર પ્રેમ હોવાનો ખોટો ડોળ કરે છે. ધિક્કાર છે આવી સ્ત્રીને. ગુસ્સામાં ને ગુસ્સામાં રાજાએ પોતાના સેવકોને બોલાવી હુકમ કર્યો કે, “અત્યારે ને અત્યારે રાણી કલાવતીને જંગલમાં લઈ જઈને બન્ને હાથ કાપી, મારી સમક્ષ એ હાથ લાવો.” ઊંઘતી કલાવતીને ચૂપચાપ રથમાં નાખી સેવકો જંગલમાં લઈ ગયા. કલાવતી જાગી ગઈ. સેવકોના મુખથી તેને ખબર પડી કે, મારા પતિને મારા ચારિત્ર પર શંકા જાગી છે અને મારાં બંને કાંડાં કાપી નાખવાનો હુકમ મારા પ્રાણપ્યારા પતિએ કર્યો છે. કલાવતીના બંને કાંડાં કપાઈ જવાથી એને ઘોર વેદના થાય છે. લોહીની ધારાઓ વહેવા લાગે છે અને એ જ વખતે એ ગર્ભવતી મહાસતી પુત્રરત્નને જન્મ આપે છે. પુત્રના રુદનનો અવાજ કલાવતીના કાનમાં સંભળાય છે. બંને હાથનાં કાંડાં તો છે નહીં. કેવી રીતે પુત્રને હાથમાં લે? કેવી રીતે સ્તનપાન કરાવે? કલાવતી વિચારે છે : અરેરે! ક્ષણમાં આ શું થઈ ગયું? એક બાજુ પતિએ ત્યાગ કર્યો. બંને કાંડાં કપાઈ ગયાં અને બીજી બાજુ મારા લાલ તું મારી કુખે જનમ્યો. કર્મરાજાની આ બલિહારી છે. કર્મરાજાને શરમ નથી. મારા કર્મનાં ફળ અત્યારે હું ભોગવી રહી છું. ત્યાં એના કાનમાં પોતાના લાડકવાયા તરતના જન્મેલા પુત્રના રુદનનો અવાજ સંભળાયો અને એ વખતે કલાવતીએ રડતા હૈયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં પ્રાર્થના કરી કે, “હે જિનશાસન દેવો! મેં આજ સુધી અખંડ શિયલવ્રત પાળ્યું હોય--મારા મનમાં કદીય પરપુરુષ માટે વિકાર જાગ્યો ન હોય તો મને મદદ કરો.” અને એ જ ક્ષણે શાસનદેવનું આસન કંપાયમાન થયું. કલાવતીના બંને કાંડાં બેરખાં સહિત પાછાં { આવ્યાં. બાળકને ખોળામાં લઈ પ્યારભર્યું ચુંબન કર્યું શિયલના પ્રભાવથી શું નથી બનતું? દેવોના Page #280 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૩૧ સિંહાસનો ડોલે છે, સર્પ ફુલમાળામાં ફેરવાય છે અને અગ્નિ જલરૂપ બને છે. આ બાજુ સેવકોએ મહારાજા શંખ સમક્ષ કલાવતીનાં બંને કાંડાં બેરખાં સાથે રાજાને આપ્યાં. રાજા ખુશ થઈ ગયો. એને વિચાર આવ્યો કે, આ બેરખાં આપનાર છે કોણ? એ દુષ્ટને પણ સજા કરું. એમ વિચારી બંને બેખાં હાથમાં લઈ જોવા લાગ્યો. જોયું તો બેરખાં ઉપર લખેલું હતું, “વ્હાલી બેન કલાવતીને જયસેન તરફથી ભેટ.' આ લખાણ વાંચી રાજા એકદમ ચમકી ગયો. અરે ! આ શું? જયસેન તો કલાવતીનો ભાઈ છે. શું ભાઈએ બેન માટે ભેટ મોકલી હશે? અને ભાઈને બેન તો પ્યારી જ હોય ને! વગર વિચાર્યું કામ કરવાથી મારા હાથે કેવો ભયંકર અનર્થ થઈ ગયો. એક મહાસતીને મેં કલંક આપી અન્યાય કર્યો. ધિક્કાર છે મારી જેવા પાપી આત્માઓને! રાજા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. રાજ્યના મહામંત્રીને ખબર પડી કે, તે દોડીને આવ્યા. રાજાને આશ્વાસન આપ્યું કે, રાજન! પસ્તાવો કરવાથી કંઈ વળવાનું નથી. આપ ધીરજ ધરો. મહારાણી કલાવતી મહાસતી છે. એ જ્યાં હશે ત્યાં દેવો એને સહાય કરતા હશે. કલાવતીની શોધખોળ શરૂ થઈ અને જંગલમાંથી કલાવતી પ્રાપ્ત થયાં. રાજા-રાણી એકબીજાને જોઈ રાજી થયાં. રાજાએ રાણીની ક્ષમા માંગી અને આ રીતે સુખમય દાંપત્યજીવન વિતાવવા લાગ્યાં. એક વખત એક મહાજ્ઞાની મુનિભગવંત પધાર્યા. શંખ રાજા અને કલાવતી ગુરુભગવંતને વંદન કરવા ગયાં અને ત્યાં રાજા ગુરુદેવને પ્રશ્ન પૂછે છે કે, “હે ભગવંત! કલાવતી મહાસતી હોવા છતાં તેના કાંડાં શાથી કપાયાં?” ગુરુભગવંત પૂર્વભવ કહેવા લાગ્યા : મહાવિદેહ ક્ષેત્રમાં મહેન્દ્રપુર નગરમાં વિક્રમ રાજા અને લીલાવતી રાણી હતાં, જેની પુત્રી સુલોચના હતી. સુલોચનાએ એક પોપટ પાળ્યો હતો. પોપટને લઈ એક દિવસ તે જિનમંદિરમાં ગઈ. પોપટ પરમાત્માની પ્રતિમાનાં દર્શન કરતાં કરતાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. અને તે વખતે તે પોપટે પ્રતિજ્ઞા કરી કે, પરમાત્માનાં દર્શન કર્યા વગર મુખમાં કંઈ નાખીશ નહીં. બીજા દિવસે સુલોચનાએ પોપટને પાંજરામાંથી બહાર કાઢ્યો અને પોપટ ઊડીને તે વખતે સીધો જિનમંદિરમાં જઈ પરમાત્માનાં દર્શન કરવા લાગ્યો. દર્શન કરીને પોપટ પાછો આવ્યો. સુલોચનાએ ફરીથી પોપટ ઊડી ન જાય તે માટે તેની બંને પાંખો કાપી નાખી. - હવે પોપટ ઊડી શકતો નથી. તેથી પોપટે અણશણ કર્યું. અનશન કરી કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયો. સુલોચના પણ પોપટના વિરહમાં ઝૂરી ઝૂરીને મરણ પામી અને તે જ દેવલોકમાં તે જ દેવની દેવી તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી બંને આત્માઓ અવી મનુષ્યપણે ઉત્પન્ન થયા. પોપટનો જીવ તે રાજા શંખ થયો અને સુલોચનાનો જીવ તે રાણી કલાવતી થયો. પૂર્વભવે પોપટની પાંખો કાપી હતી તેથી આ ભવમાં તેના કાંડાં કપાયાં. રાજા-રાણી બંને આ હકીકત સાંભળી પશ્ચાત્તાપ કરતાં કરતાં વૈરાગ્યે રંગાયા અને ચારિત્ર અંગીકાર કર્યું. બંને આત્માઓ ચારિત્રના પ્રભાવે દેવલોકમાં ઉત્પન્ન થયા. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૐ મો ૐ હ્રીં મેં નમઃ ૐ હ્રીં ૐ વર કનક શંખ વિદ્મ મરકેત ધન શિમ વિગત સપ્તતિ શન જિનાનામ સાંમર પૂજિત વદે સ્વાહા ૦૩૩૩૩ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ૐ શ્રી આદિ ીશ્રી અજિત સાથી સમય ીંથી અભિનંદન ૐીઁશ્રી સુમતિ ૐર્ણીશ્રી પદ્મપ્રભ શ્રી સુધામાં ડીગ્રી ચંદ્રપ્રભ ઊઁશ્રી સુવિધિ હીંચી શીતલ હીશ્રી શ્રેષાસ પૂર્વથી વાસુપૂજય ૨૫ ૮૦૦ ક્ષિ | ૧૫ | ૫૦ ૨૦૦૪૫ ૫૨ ૩૦૨ ૭૫ ક્ષિ| ૫ | સ્વા| હા ૭૦ રૂપ સ્વા| Fo ૫ ૫૫ ૧૦| હા | ૫ | ૪૦ ાશ્રી હીંથી 1થી જ઼ીશ્રી શ્રી ત્રીશ્રી ૐીશ્રી નેમનાયાય પાર્શ્વનાથાય મહાવીરનાચાય શ્રી ધી શ્રી કીશ્રી ક્ષિપ ૐ સ્વાહા ચોવીસે તીર્થંકરાય ગોધમ ગાતમ ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐૐ સ્વાહા ॐ शांति ફ્રાનિ ૐ શાંતિ ૐ શાંતિ ॐ ॐ ॐ ॐ ॐ વારા પૂજ્ય સ્વામીન મુનિસુવ્રત સ્વામીનાથાય રૂપમ સ્વામીનાપાય શાંતિનાથાય શ્રી રિદ્ધિ સિદ્ધિ યંત્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ૐ હીં એ નમઃ હ્રીં ઐ નમઃ ૐ ભવણ વઈવાણ વ્યંતર ૐ જો ઇસવાણી વિમાણ વાસીય શ્રી જે કેવી ઉવસે મતુ . દેવા મમ સ્વાહા ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ૩૩૩૩૪૩ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ નાથાય નમઃ ૐાશ્રી અહં નમઃ શ્રી અે નમઃ ૐ શ્રી આઇ. નમઃ ગીથી અને નમઃ Æીશ્રી અહં નમઃ ૐીશ્રી હૈ નમઃ સિધ્ધસ્સ સ્વામી ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા હ શ્રી તે સવ્વ બુદ્ધા સર્વ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ીશ્રી વિમલ ૐાઁશ્રી અનંત ીંથી ધર્મ શ્રી સતિ ીંશ્રી ય ીંશ્રી અર શ્રી મલ્લી હીશ્રી મુનિસુવ્રત જ઼ીશ્રી નમિ હીશ્રી નેમિ ૐીંશ્રી પાર્શ્વ હીશ્રી મહાવીર be se hal ગ્ણાશ્રી અહં નમઃ કોટીશ્રી અને નમઃ હીહીહીહીહીહી મમ શાંતે મમ શનિ મમ શાંતિ શ્રી અને નમઃ શ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રી ઊઁશ્રી અહૈં નમઃ ઔંશ્રી અહં નમઃ શ્રીહીહીહીહીહી રીશ્રી અહીં નમઃ શ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રી F ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા અતિ નમામ્યમ નમસ્તુભ્યમ્ નમસામ્યમ નમસ્તુભ્યમ્ નમસ્તુભ્યમ્ નમસ્તુભ્યમ્ નમસ્તુભ્યમ્ નમયમ સન્ધિ અખંડ માન સંકુરૂ નિયાનાય લબ્ધિ ક્ષિપ ૐૐ સ્વાહા ક્ષિપ ૐૐ સ્વાહા ક્ષિપ ૐૐ સ્વાહા મમ શનિ મમ તિ નાથાય નમઃ નાથાય નમઃ મમ શનિ મમ શાંતિ મમ શાંતિ હાહાહા ••• નાથાય નમઃ હાહાહા નમઃ ૐ ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા શાંતિ શાંતિ શનિ શાન્તિ શાંતિ ન શાંતિ શાંતિ ૨ ૐ શાંતિ ૐ શાંતિ શનિ ૐ શાંતિ કુંરૂ શાંતિ ૐ શાંતિ શનિ ૐ શાંતિ શાંતિ ૐ શાંતિ +fTTI ાણીં હાહાહા હોદ્ધો હાહાહા Tel હાહાહા दोहोरी 2 ૭ ૫ ૧ ॐ ॐ ॐ ကာ સ્વાહા ૐ શાંતિ ક્ષિપ ૐૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા શાંતિ ક્ષિપ ૐ સ્વાહા શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ *** ૪ ૩ ८ શ્રા આચાય ભાનુચદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્નના પન્યાશ શ્રી સુબાધવિજય મહારાજ સાહબના આશિવાદથી આચાર્યશ્રી ભાનુચંદ્રસૂરિશ્વરજી મ. સા. ના જ્ઞાનભંડારમાંથી પ્રાપ્તિ. ભક્તજનોના સૌજન્યથી Page #282 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] મૂલ્યવાન મણિસમા જૈન શાસનના રત્નદીપકો ---શ્રી વરજીવનદાસ વાડીલાલ શાહ--બેંગલોર ખરેખર એમ કહેવાયું છે કે જૈનશાસન ચૈતન્યરત્નોની મોટી ખાણ છે. જૈનાચાર્યોએ આર્યપ્રજાના સર્વાંગીય નૈતિક અને ધાર્મિક ઉત્કર્ષ માટે જે સાહિત્યકથાઓ ઉપદેશી છે તેનો વિશ્વના સમગ્ર સાહિત્યમાં જોટો જડે તેમ નથી. હમણાં થોડા સમય પહેલાં જ બેંગલોરથી પ્રૌઢ વયના ધર્મનિષ્ઠ સુશ્રાવક મુરબ્બી શ્રી વરજીવનદાસ વાડીલાલ શાહે “જૈન શાસનના ચમકતા હીરા'' નામનું એક સુંદર પુસ્તક પ્રગટ કર્યું – તેનો બીજો ભાગ પ્રગટ થવાની તૈયારીમાં છે. પ્રથમ ભાગનું અવલોકન કરતાં ૫. પૂ. આ.શ્રી જયઘોષસૂરિજી મ.સા. તથા પૂ. પં. શ્રી જયસુંદરવિજયજી મહારાજ એક નોંધમાં લખે છે કે “આત્માને સ્વતત્ત્વની સાચી ઓળખાણ થાય, ધર્મસાધનામાં પ્રગતિ થાય, જીવ મુક્તિની દિશામાં અગ્રેસર બને, સદ્ગુણો અને સંસ્કારોનું પોષણ થાય તેવી પ્રાચીન જૈન કથાઓનો આ પુસ્તકમાં સંગ્રહ થયો છે. એક સારા સંસ્કારી રસથાળનું નજરાણું ભદ્ર સમાજને ભેટ રૂપે સૌની સામે શોભી રહ્યું છે.'' આ લોકભોગ્ય કથાઓના આલેખનમાં ભવભીરુ વરજીવનદાસભાઈએ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રથી લઈને ઉપદેશ પ્રાસાદ, ઉપદેશમાલા અને અનેક નાનીમોટી સજ્ઝાયોનું તથા ૫. પૂ. આ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી મ.ના ગ્રંથો જેવા કે જીવન અંજલિ ચાજો, ભવના ફેરા, શ્રદ્ધાની સરગમ વગેરે ઉપરાંત ભરતેશ્વર બાહુબલી ભાગ-૨-૩ પૂ. પં. શ્રી ચિદાનંદમુનિ કૃત તથા પં. શ્રી કનકવિજયજી ગણિવર કૃત વીતી રાત અને પ્રગટતું પ્રભાત વગેરેનું વિસ્તારથી પરિશીલન કરીને પૂર્વકાલીન મહાપુરુષોના કથાગ્રંયોના આઘારે જે સંપાદન ચીવટપૂર્વક કર્યું છે તે ખરેખર અદ્ભુત અને અલૌકિક છે. સાથે અભિનંદનના તેઓ અધિકારી બન્યા છે. શ્રી વરજીવનદાસભાઈ પોતે એક નમ્રતાશીલ ઉદ્યોગપતિ છે, કરુણાના સાગર છે. નાની વયથી તેમણે જે જે કથાઓ વાંચેલી કે વ્યાખ્યાનોમાં રસપૂર્વક સંભળેલી તેને પુસ્તક રૂપે પ્રગટ કરવાની વર્ષોથી એક તીવ્ર મહેચ્છા હતી, જે માતા સરસ્વતીની કૃપાથી સફળ થઈ હોવાનું પોતે માને છે. નવા વમળો કે સંશયો ઊભા થાય તેવું કશું તેમણે આ કચાઓમાં ઉમેર્યું નથી. ‘“જૈન શાસનના ચમકતા હીરા''એ બન્ને ભાગમાંથી કેટલીક કથાઓ ટૂંકાવીને અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. મુમુક્ષુ જીવો હંસની માફક ક્ષીરનીર ન્યાયે આ સુંદર કથાઓનું રસપાન કરીને સદ્ગુણો કે સદ્બોધ ગ્રહણ કરશે તો લેખકે કરેલી મહેનત સાર્થક ગણાશે. સંપાદક | ૨૩૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] L[ જૈન પ્રતિભાદર્શન જનનીની જોડ સખી નહી જડે રે લોલ....... વર્તમાન અવસર્પિણી કાળમાં સૌ પ્રથમ મોક્ષ પામનાર ( મરુદેવા માતા ) એકત્વ ભાવના ભાવતાં શુકલ ધ્યાનની શ્રેણી ચડતાં મરુદેવા માતા કેવળજ્ઞાન પામ્યાં. કવિ કહે છે : “હાથીની અંબાડી ઉપર સ્થિર થઈ....વધતે ભાવે પામ્યા કેવળજ્ઞાન જો; ધર્મધુરંધર પુત્રવધૂ મુખ દેખવા, જિનજનની ઝટ પામ્યા પદનિર્વાણ જો.” આ પ્રસંગને અનુલક્ષીને કવિ વધુ કહે છે કે “પુત્રથી પહેલાં તે કેમ નિર્વાણ પામ્યા, તો કે તેઓ પુત્રની મુક્તિવર્ધનું રૂપ કેવું છે તે નિહાળવા સૌ પ્રથમ ગયાં.” અથવા જગતમાં ઋષભદેવ જેવા માતૃભક્ત પુત્ર થયા નથી કે જેમણે ભારે મોટા પરિશ્રમ અને પુરુષાર્થથી ઉપાર્જન કરેલ કેવળજ્ઞાન અને મુક્તિની ભેટ સૌ પ્રથમ માતા સમક્ષ ધરી દીધી ! ગંગા, જમના અને સરસ્વતીનો જ્યાં ત્રિવેણી સંગમ છે તે અલ્હાબાદ શહેરમાં આવેલ પુરિમતાલ તીર્થે મરુદેવા માતા કેવળજ્ઞાન પામ્યાં. આ દિવ્ય આત્માની પાવન સ્મૃતિ આજે શત્રુંજય ઉપર પણ વિદ્યમાન છે. પુત્ર મોહે પડ્યાં, રડ્યાં અને અંતે ચડ્યાં અનિત્યભાવની સોપાને; કેવલ લઈ મુક્તિવહુ જોવા ઊપડ્યાં, ધન્ય ધન્ય એ મરુદેવા માને. પહેલાં કેવળજ્ઞાન ઋષભદેવને થયું છે અને મોક્ષે પહેલાં મરુદેવા માતા ગયાં છે. શાસ્ત્ર કહે છે કે અઢાર ક્રોડાક્રોડી સાગરોપમ વર્ષમાં કોઈ મોક્ષ નહોતું જઈ શક્યું. માતા મરુદેવા સૌથી પહેલાં કાળ કરી મોક્ષે ગયાં. તેમની પછી અસંખ્યાતા જીવ કેવળી થયા અને મોક્ષે ગયા છે એટલે આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રે મોક્ષનું બારણું મરુદેવાએ ખોલ્યું એમ કહેવાય છે. પોતાનો દીકરો ઋષભ જે ઘણા લાડપાલમાં ઊછરેલ, જે હતી વગેરે વાહનોમાં ફરતો હતો, તે હવે ઉઘાડા પગે વિહાર કરે છે. જે દિવ્ય આહારનું ભોજન કરતો હતો તે હાલ ભિક્ષા માગી ભોજન કરે છે. જ્યાં તેની પૂર્વ સ્થિતિ અને જ્યાં હાલની સ્થિતિ ! આવાં દુઃખ તે કેમ સહન કરતો હશે? આવા વિચારોથી માતૃહૃદય રડ્યા કરતું હતું અને પુત્રના વિરહથી સખત કલ્પાંત કરતાં આંખમાં પડળ આવી ગયાં હતાં. એક દિવસ પ્રાતઃકાળે વિનયી પૌત્ર ભરત ચક્રવર્તી દાદીને નમસ્કાર કરવા આવ્યા અને નમસ્કાર કરી માતાને કુશળ સમાચાર પૂછ્યા. માતાએ પુત્રવિરહની વાત કરી, તેથી ભરતજીએ આશ્વાસન આપી જણાવ્યું કે, હવે તેઓ ત્રણ જગતના નાથ થયા છે, કેવળજ્ઞાન પામ્યા છે. તમારે એમની રિદ્ધિ-સિદ્ધિ જોવી હોય તો ચાલો – એમ સમજાવી દાદીમાને હાથી ઉપર બેસાડી, પ્રભુ જેઓ હાલમાં જ અયોધ્યા પધાર્યા હતા તેમને બતાવવા લઈ ગયા. પ્રભુના સમવસરણને દૂરથી દેખી ભરતજીએ મરુદેવા માતાને કહ્યું, આ સમવસરણ તમારા દીકરા માટે દેવોએ રચ્યું છે. આ જય જય શબ્દ બોલાય છે તે તમારા દીકરા માટે દેવો Page #284 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૩૫ E બોલે છે. તેમનાં દર્શનથી હર્ષ પામેલા દેવતાઓ મેઘની ગર્જના જેવા સિંહનાદો કરે છે. ભરત મહારાજાનું આવું કથન સાંભળી, મરુદેવી અતિશય આનંદમાં આવી ગયાં અને આનંદાશ્રુ વડે તેમની દૃષ્ટિમાં પડેલાં પડળ ધોવાઈ ગયાં. ઋષભદેવનાં તીર્થંકરપણાની લક્ષ્મી પોતાનાં નેત્રો વડે જોઈ તેમાં તે તન્મય થઈ ગયાં અને તત્કાળ ક્ષપકશ્રેણીમાં ચડતાં આઠે કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી તે જ વખતે આયુષ્ય પૂર્ણ થવાથી મોક્ષે સિધાવ્યાં. મનમેં હી વૈરાગી (ભરતેશ્વર અને બાહુબલી ) ભરત મહારાજા ઋષભદેવ ભગવાનના પુત્ર અને મહાન ચક્રવર્તી હતા. શત્રુજય કલ્પવૃત્તિ ગ્રંથના અનુસાર તેઓએ પૂર્વભવમાં શત્રુંજયનો મહિમા સાંભળી અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી શત્રુંજય ગિરિરાજ ઉપર તીર્થકરોને વંદન ન કરું ત્યાં સુધી બે ટંક ભોજન અને એક જ વિગઈ વાપરીશ--તેમ જ તેમણે આ અવસર્પિણી કાળમાં શત્રુંજય મહાતીર્થનો પ્રથમ ઉદ્ધાર કરાવ્યો હતો. અહીં તેઓ છ'રીપાલક યાત્રાસંઘ લઈને પણ આવ્યા હતા અને પછી અનિત્ય ભાવના ભાવમાં ઘાતકર્મોના ભુક્કા બોલાવી આરીસાભવનમાં જ કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. વીરા મારા ગજ ચકી ઊતરો, ગજ ચઢે કેવલ ન હોય રે...” ત્યારે બાહુબલી અહંકાર છોડી કેવળજ્ઞાની લઘુબંધુ મુનિવરોને વંદન કરવા પગ ઉપાડે છે તેટલામાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. “પૂર્વભવીય સાધુ સેવાએ, બન્યા બાહુમાં બલી, પણ અટકી ગયા ભરતને બનાવતા એનો બલી; સાધુ બની હારીનેય આપ જીતી ગયા, ઘન્ય આપને હે ઋષભપુત્ર બાહુબલી!” શત્રુંજય ગિરિરાજ ઉપર સં. ૧૯૮૫માં ભરત મહારાજાનાં પગલાંની સ્થાપના થયેલ છે. શત્રુંજય ગિરિરાજ ઉપર અનેક પુણ્યવંતાં શ્રાવકરત્નોએ ભક્તિભાવથી મૂર્તિઓ અને મંદિરોનું જે ભવ્ય નિર્માણ કર્યું છે તે ખરેખર અદ્ભુત છે. આ બધી વિગતો હમણાં પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મહારાજશ્રીએ પ્રગટ કરેલ “સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ' પુસ્તક સૌ કોઈએ નજર કરી જવા જેવું છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] || જૈન પ્રતિભાદર્શન ભગવાન આદિનાથને બે પત્ની : સુમંગલા અને સુનંદા. સુમંગલા અને ઋષભ યુગલિયા તરીકે સાથે જન્મેલાં. યુગલિયા સાથે જ જન્મે અને સાથે જ મરે. સુનંદાનો સાથી યુગલીઓ એક તાડના વૃક્ષ નીચે માથા ઉપર ફળ પડવાથી મરણ પામેલો. યુગલીઆમાં બેમાંથી એક મરણ પામે એવો આ પહેલો બનાવ હતો. સૌધર્મેન્દ્ર દેવે ઋષભદેવ પાસે આવી કહ્યું, “તમે જ સુનંદાને પરણવા યોગ્ય છે. જો કે તમો ગર્ભાવસ્થાથી જ વીતરાગ છો પણ મોક્ષમાર્ગની પેઠે વ્યવહારમાર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાનો છે.” આ સાંભળી અવધિજ્ઞાન વડે ઋષભદેવે પોતાને ૮૩ લાખ પૂર્વ સુધી ભોગકર્મ ભોગવવાનું છે જાણી, મસ્તક ધુણાવી ઈન્દ્રને અનુમતિ આપી અને સુનંદા સાથે ઋષભદેવનાં વિધિવત્ લગ્ન થયાં. સમય જતાં ઋષભદેવને સુમંગલાથી ભરત અને બ્રાહ્મી નામે પુત્ર-પુત્રી જમ્યા અને સુનંદાથી બાહુબલી અને સુંદરી જન્મ્યાં. ઉપરાંત સુમંગલાથી બીજાં ૪૯ જોડલાં જન્મ્યાં. વખત વીતતાં ઋષભદેવે પ્રવ્રયા અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો અને ભરતને તે સૌથી મોટો હોવાથી બોલાવી રાજય અંગીકાર કરવા જણાવ્યું અને યોગ્યતા પ્રમાણે બાહુબલી વગેરેને થોડા દેશ વહેંચી આપ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. ભરત મહારાજાએ જુદા જુદા દેશો ઉપર પોતાની આણ પ્રસરાવી. ચક્રેશ્વરી બનવા બધા પ્રયત્નો કર્યા. આ અંગે અઠ્ઠાણું બીજા ભાઈઓએ ભરતની આણ સ્વીકારવી કે નહિ તે અંગે પોતે નિર્ણય ન કરી શકવાથી ભગવાન શ્રી આદિનાથની સલાહ લેવા ગયા. ભગવાને તેમને બોધ આપ્યો કે, સાચા દુશ્મનો મોહ-માન, માયા, ક્રોધ વગેરે સામે લડો એટલે કે ચારિત્ર અંગીકાર કરો. આથી તેઓ અઠ્ઠાણું ભાઈઓએ ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચક્રરત્ન જુદા જુદા દેશોમાં ફરી બધી જગ્યાએ જીત મેળવી પાછું આવ્યું, પણ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ ન કર્યો. ભરત રાજાએ કારણ પૂછતાં મંત્રીશ્વરે કહ્યું કે, તમારા ભાઈ બાહુબલી ઉપર તમારી આણ નથી. તેઓ તમારા નેજા તળે આવે તો તમો ચકેશ્વરી કહેવાવ અને ચક્રરત્ન આયુધશાળામાં ચોક્કસ પ્રવેશ કરે. આથી ભરતેશ્વરે પોતાનો દૂત બાહુબલીજી પાસે તક્ષશિલા મોકલ્યો. તક્ષશિલાનું રાજ્ય બાહુબલીજી ભોગવતા હતા. દૂતે આવી બાહુબલીજીને ભરતેશ્વરની આણ નીચે આવી જવા સમજાવ્યું જેથી ભરત મહારાજા સાચા અર્થમાં ચકેશ્વરી થાય. પણ બાહુબલીએ ભરતજીનું સ્વામિત્વ સ્વીકારવાની સાફ ના પાડી અને આથી ભારત અને બાહુબલીજી બન્ને યુદ્ધમાં ઊતર્યા. યુદ્ધ લાંબું ચાલ્યું, લોહીની નદીઓ વહેવા લાગી પણ બન્નેમાંથી કોઈ હાર્યા કે જીત્યા નહીં. આ હિંસક લડાઈ વધુ ન ચાલે તે માટે સૌધર્મેન્દ્ર દેવે બન્ને ભાઈઓને ફક્ત સામાસામી લડી લેવા સમજાવ્યા. બન્ને ભાઈ મેદાનમાં સામસામા ઊભા અને હુંકાર કરી લડવા તત્પર થયા. પહેલાં ભારતેશ્વરે જોરથી બાહુબલીજીને માથામાં મુપ્રિહાર કર્યો જેથી બાહુબલીજી ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયા. પછી બાહુબલીજીનો વારો આવ્યો અને હુંકાર કરી મુષ્ટિ ઉગામી, પણ વિચાર કર્યો કે જો મૂઠી ભરતને મારીશ તો ભરત મરી જશે અને ભ્રાતૃહત્યાનું પાપ લાગશે. હવે ઉગામેલ મૂઠી નકામી તો ન જવી જોઈએ—એમ વિચારી બાહુબલી'એ તે મૂઠીથી તે જ વખતે પોતાના માથાના વાળનો લોચ કર્યો અને ત્યાં જ ચારિત્ર ગ્રહણ કર્યું. ભરતેશ્વરને દુઃખ ઘણું થયું, સંયમ ન લેવા તેમને સમજાવ્યા; પણ બાહુબલીજી ચારિત્ર માટે મક્કમ || Page #286 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] L[ ૨૩૭ રહ્યા, અને ભગવાનનાં કહેલ પાંચ મહાવ્રત ધારણ કર્યા. આ વખતે તેમણે ભગવાનને વંદન કરવા જવાનો વિચાર કર્યો, પણ જો ભગવાન પાસે જઈશ તો મારી પહેલાં દીક્ષિત અઠ્ઠાણું નાના ભાઈઓને મારે વંદન કરવાં પડશે. તેઓ ઉંમરમાં નાના છે, તેઓને શું કરવા નમન કરું? એમ વિચારી ત્યાં જ તેમણે કાયોત્સર્ગ કર્યો અને તપ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પછી જ ભગવાન પાસે જવા મનથી નક્કી બાહુબલીજીએ એક વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. શરીર ઉપર સેંકડો શાખાઓવાળી લતાઓ વીંટળાઈ હતી અને પક્ષીઓએ તેમાં માળા બાંધ્યા. તે સમયે ભગવાન શ્રી ઋષભદેવે મોહનીયકર્મના અંશરૂપ માન (અભિમાન)ને લીધે બાહુબલીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, જાણી બ્રાહ્મી અને સુંદરીને બોલાવી બાહુબલિજી પાસે જવા કહ્યું અને આથી બ્રાહ્મી અને સુંદરી બાહુબલીજી જ્યાં તપ કરતા હતા ત્યાં આવી ઉપદેશ આપવા લાગ્યાં અને કહ્યું, “હે વીર! ભગવાન એવા આપણા પિતાજીએ કહેવરાવ્યું છે કે હાથી ઉપર બેઠેલાને કેવળજ્ઞાન થતું નથી.” આ સાંભળી બાહુબલીજી વિચારવા લાગ્યા કે, હું કયાં હાથી ઉપર બેઠો છું! પણ આ બન્ને ભગિનીઓ ભગવાનની શિષ્યા છે તે અસત્ય ન બોલે—અને સમજાયું કે, વયે મારાથી નાના પણ વ્રતથી મોટા મારા ભાઈઓને હું કેમ નમસ્કાર કરું?--એવું જે અભિમાન મને છે તે રૂપી હાથી ઉપર હું બેઠો છું. આ વિનય મને નથી લાધ્યો. એઓ કનિષ્ઠ છે એમ ધારી એમને વાંદવાની ઇચ્છા મને ન થઈ. હવે હમણાં જ ત્યાં જઈ એ મહાત્માઓને વંદન કરું. આમ વિચારી બાહુબલીએ પોતાનો પગ ઉપાડ્યો અને બધાં દેહાતિકર્મ તૂટી ગયાં અને તે જ પગલે આ મહાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. વૈરાગ્યને મન વાળિયું, મૂક્યો નિજ અભિમાન રે, પગ ઉપાડ્યો રે વાંદવા, ઉપન્યુ કેવળજ્ઞાન રે, વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચ કેવળ ન હોય રે. ભરત મહારાજા એક દિવસ સ્નાન કરી, શરીરને ચંદન વડે વિલેપન કરી, સર્વ અંગે દિવ્ય રત્નનાં આભૂષણો ધારણ કરી, અંતઃપુરના આદર્શગૃહમાં ગયા. ત્યાં સામે જડેલા દર્પણમાં પોતાનું સ્વરૂપ જોતા હતા ત્યાં પોતાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઈ. એ આંગળી ઉપર નજર પડતાં તે કાંતિ વિનાની લાગી. એથી વિચાર્યું કે, આ આંગળી શોભારહિત કેમ છે? જો બીજાં આભૂષણ ન હોય તો તે પણ શોભારહિત લાગે? એમ વિચારતાં વિચારતાં એકેક આભૂષણ ઉતારવા લાગ્યા. બધાં આભૂષણ ઊતરી ગયાં ત્યારે પોતાનું શરીર પાંદડાં વગરના ઝાડ જેવું લાગ્યું. શરીર મળ અને મૂત્રાદિકથી મલિન છે. તેના ઉપર કપૂર અને કસ્તૂરી વગેરેના વિલેપનને પણ તે દૂષિત કરે છે એમ સમ્યક પ્રકારે વિચારતાં વિચારતાં ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ શુકલધ્યાન પામતાં અને સર્વે ઘાતિકર્મો ક્ષય થવાથી કેવળજ્ઞાન પામ્યા. ભવસુખોની શ્રેષ્ઠતાએ પણ, સદા આપ રહ્યાં અનિત્યભાવરત સાચો પુત્ર આપ આદિનાથના, કરું કોટિ વંદન હે ચક્રીશ ભરત. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( નાથ-નાથ એક મુનિ, અનાથી જેમનું નામ. વનમાં એક ઝાડ નીચે ધ્યાનસ્થ ઊભા છે. ત્યાં મગધરાજ શ્રેણિક પોતાના રસાલા સાથે ક્રીડા કરવા આવે છે અને આ મુનિને જોતાં અચંબો પામે છે. મુનિની કંચનવર્ણી કાયા, રૂપાળું મુખ અને જોમવંતી તરુણ અવસ્થા જોઈ મુનિને પૂછે છે, “અરે મુનિ, કેમ આ વેશ લીધો છે! આ યૌવન વયને કેમ વૈરાગ્યમય બનાવ્યો? આ વયે ધન ને યૌવનને કેમ ભોગવતા નથી? અવસર આવે ભલે વૈરાગી બનો પણ આ વયે કુટુંબ, ધન, યૌવન કેમ છોડ્યું?” મુનિ કહે છે : “રાજન! હું અનાથ છું. અનાથ હોવાથી સંસાર છોડ્યો છે. એટલે શ્રેણિક રાજા કહે છે, હું તમારો નાથ થાઉં. જે જોઈએ તે આપીશ ચાલો મારી સાથે મારા રાજ્યમાં.” મુનિ કહે છે, “અરે ભાઈ! તું પણ અનાથ છે. તું કયાંથી મારો નાથ થઈશ! જો સાંભળ, મારા ઘરે ઈદ્રાણી જેવી સુંદર, સુશીલ ગુણની ભરેલી મારી સ્ત્રી હતી--મારે મા, બાપ, કાકા, કાકી, મામા, માસી, બેન, ભાણેજો હતાં—બધી સાહ્યબી મારે હતી-બધી જાતના ભોગ હું ભોગવતો હતો; પણ એક દિવસ મને રોગે ઘેરો ઘાલ્યો. ન સહન થાય એવું દુ:ખ અને વેદના થતી હતી. વૈદ્યોએ દવા આપી, મંત્ર-યંત્ર કીધા, પણ કોઈ રીતે દુઃખ ઓછું ન થયું. મારાં સગાં-મા-બાપ, મારી સ્ત્રી કોઈ મારું દુઃખ લેવા તૈયાર ન થયું. દુઃખ હું જ ભોગવતો રહ્યો. કોઈ સહાય કામ ન આવી. આવા અતિ દુઃખના સમયમાં વિચાર્યું કે, મારું કોઈ નથી, હું એકલો જ છું. આ દુ:ખમાંથી છૂટી જાઉં તો તરત સંયમ લઈ લઉં. આવો નિશ્ચય મનમાં કર્યો. ધીરે ધીરે વેદના ઘટતી ગઈ. સવાર સુધીમાં તો બધી વેદના ભાગી ગઈ અને મેં મારા નિશ્ચય પ્રમાણે ઘરેથી નીકળી, સંયમ લઈ લીધો. હે રાજન! મને પાકું સમજાયું કે હું અનાથ જ હતો. હવે હું સનાથ છું.” શ્રેણિક મહારાજા આ સાંભળી બોધ પામ્યા અને કબૂલ કર્યું કે, ખરેખર તમારું કહેવું સારું છે. હું પણ અનાથ જ છું. ક્યાંથી તમારો નાથ થાઉં? મુનિની પ્રશંસા કરી, તેમને શિશ નમાવી, વંદના કરી, પોતાના મહેલે આવ્યા. મુનિ ચારિત્ર પાળી શિવપુરી પહોંચ્યા. પ્રબળ સંચમાભિલાષી (નંદીષેણ મુનિ) નંદિપેણ ફરી સંયમ લીયે રે, વિષય થકી મન વાળ; સૂકીને પણ જે પાછા વળે રે તે વીરલા ઈણે કાળ. વત અકલંક જો રાખવા ખપ કરે રે; તો ધણ ઝૂકે સંસાર; કહે જિનરાજ કહે તું એકલો રે; પર ઘર ગમન નિવાર રાજગૃહી નગરીના શ્રેણિક રાજાનો પુત્ર નંદીષેણ. એક દિવસ તેને મહાવીરની દેશના સાંભળી વૈરાગ્યની ભાવના થઈ, દીક્ષા દેવા પ્રભુને વિનંતી કરી. ભગવાન મહાવીરે તેમને થોભી જવા કહ્યું--હજુ Page #288 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૨૩૯ તારે સંસારના ભોગ ભોગવવાના બાકી છે. પણ તીવ્ર વૈરાગ્યનો રંગ લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા વાંછી. ભગવાને ભાવી ભાવ જાણી તેમને દીક્ષા આપી. દીક્ષા વખતે શાસનદેવતાએ પણ દીવ્ય ધ્વનિ દ્વારા ચીમકી આપી કે સંસારીકર્મ ભોગવવા બાકી છે. કર્મ કોઈને છોડતું નથી. પણ નંદીષેણે દીક્ષા લીધી. અને તપ અને સંયમી જીવન ગાળતાં ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ભવિષ્ય ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી. છઠ્ઠને પારણે આયંબિલ અને પાછો છ8 એમ તપ આરંભ્યા. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડ્યું, પણ માંકડા જેવું મન વિકારી વિચારો ને છોડી શક્યું. મન મનાવવા ખૂબ મથામણ કરી અને તે આવા વિકારી મનથી હારી આપઘાત કરવાના વિચારે એક ટેકરી ઉપર ચડી ભૂસકો માર્યો, પણ દૈવયોગે એ જીવી ગયા. અન્ત મનને વારી દીક્ષાના દિવસો પસાર કરતા રહ્યા. તેઓ એક દિવસ ગોચરી માટે નીકળ્યા અને એક અજાણ્યા આવાસમાં જઈ ચડ્યા. ધર્મલાભ બોલી ગોચરીની જિજ્ઞાસા બતાવી. કર્મસંજોગે એ આવાસ કોઈ ગૃહસ્થીનો ન હતો, એ તો વેશ્યાનો આવાસ હતો. વેશ્યાએ ધર્મલાભની સામે જવાબ આપ્યો, અહીં ધર્મલાભનું કોઈ કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ. નંદીષેણને પણ આ મહેણું લાગ્યું. લે તારે અર્થલાભ જોઈએ છે ને-એમ કહી એક તરણું હાથથી હલાવી સાડાબાર કોડીની વર્ષા ઘરમાં કરી દીધી. આવી વિદ્યાવાળો જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવ-ભાવ, ચંચળતા દેખાડી મુનિને લોભાવી દીધા. મુનિ સાધુતા છોડી ગૃહસ્થ બની ગયા--મનને મનાવ્યું, ભાવિ ભાવ સંસારી ભોગ ભોગવવા બાકી છે. એ વીરવાણી ખરેખર સાચી જ હોય. ભોગ ભોગવી લેવા રહ્યા સુવર્ણવૃષ્ટિ એ વેશ્યા પક્ષે, પણ રહી સમકિત પક્ષે નંદિપેણ; નિત્યદર્શને સંયમી કર્યા, કથીને વીરનાં વેણ. ભોગકર્મ ઉદયે આવ્યાં તેથી બાર વર્ષ સુધી તેઓ આ આવાસે રહ્યા. દરરોજ ૧૦ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જ્યાં સુધી ૧૦ જણને પ્રતિબોધી ન શકાય ત્યાં સુધી ભોજન ન લેવાનો નિયમ લીધો. એક દિવસ ૯ને પ્રતિબોધ્યા પણ ૧૦મો કોઈ ન મળ્યો. આથી ગણિકાએ હસતાં હસતાં કહ્યું : “નવ તો થયા, દશમા તમે.” અને નંદીષણ ચાલી નીકળ્યા વીર પરમાત્મા પાસે. ફરી દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી, ઉગ્ર તપ કરી, ઘણા જીવોને પ્રતિબોધી, દેવલોક પામી દેવલોક ગયા. નવકાર મહામંત્ર પર ગજબની શ્રદ્ધા ધરાવનાર ( શ્રી અમરકુમાર ) જેને હેયે શ્રી નવકાર, તેને શું કરશે સંસાર? સંકટ ટળ્યાં નવિ સુખ મળ્યાં, બન્યો અમર અમરકુમાર. રાજગૃહી નગરીના શ્રેણિક રાજા ત્યારે ધર્મી ન હતા. તેઓ ચિત્રશાળા માટે એક સુંદર મકાન બંધાવતા હતા. કોઈ કારણસર તેનો દરવાજો બનાવે ને તૂટી પડે. વારંવાર આમ બનવાથી મહારાજાએ ત્યાંના પંડિતો અને જોશીને બોલાવી આ અંગે શું કરવું જોઈએ તેની સલાહ માગી. બ્રાહ્મણ પંડિતોએ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] [ જૈન પ્રતિભાદર્શન યજ્ઞમાં કોઈ બત્રીસલક્ષણા બાળકને બલિ બનાવી હોમવાની સલાહ આપી. આ જ રાજગૃહી નગરીમાં એક ઋષભદાસ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેમને ચાર પુત્ર હતા. આ ચાર પુત્રમાં એક અમરકુમાર નામે અળખામણો પુત્ર, જે એક વાર જંગલમાં લાકડાં કાપવા ગયેલ ત્યારે ત્યાં એક જૈન મુનિએ નવકાર મંત્ર તેને શીખવેલ. મા-બાપે લોભવશ આ જ પુત્રને બલિ માટે આપતાં, તેણે મા-બાપને ઘણી વિનંતી કરી : “પૈસાને માટે મને મારી ન નખાવો.” આવા જ આક્રંદ સાથે સગાંવહાલાંને વિનંતી કરી. કોઈએ એની વાત ન માની. આથી રાજાએ તેના વજન જેટલા સોનૈયા આપી અમરકુમારનો કબજો લીધો. અમરકુમારે રાજાને બહુ આજીજી કરી બચાવવા કહ્યું. રાજાજીને દયા તો આવી પણ મન મનાવ્યું કે સોનૈયા દઈ બાળક ખરીદ્યો છે. તેમાં તે કંઈ ખોટું કરતો નથી, વાંક હોય તો તેનાં માતા-પિતાનો છે. તેમણે પૈસા ખાતર બાળકને વેચ્યો છે. હું બાળક હોયું તો તેમાં મારો ગુનો નથી—એમ વિચારી છેવટે ભટ્ટજી જેઓ સામે આસન ઉપર બેઠેલા, તેમની સામે જોયું. ભટ્ટજી કહે, “હવે બાળક સામે ન જુઓ. જે કામ કરવાનું છે તે જલદી કરો. બાળકને હોમની અગ્નિજ્વાળામાં હોમી દો.” આથી વિધિકારોએ અમરકુમારને ચોખ્ખા પાણીથી નવરાવી, કેસર-ચંદન તેના શરીરે લગાવી, ફૂલમાળા પહેરાવી અગ્નિજવાળામાં હોમી દીધો. આ વખતે અમરકુમારે જે નવકાર મંત્ર શીખેલો તે એક જ આધાર છે એમ સમજી તેનું ધ્યાન ધર્યું હતું. નવપદનું ધ્યાન ધરતાં ધરતાં ચમત્કાર થયો....અગ્નિજવાળા શમી ગઈ અને દેવોએ આવી સિંહાસન ઉપર તેમને બેસાડ્યો અને રાજાને ઊંધો નાખી દીધો. રાજાના મોંએથી લોહી વહેવા લાગ્યું. આવું અચરજ થવાથી ત્યાંની રાજસભા અને બ્રાહ્મણ પંડિતો વગેરેએ અમરકુમારને મહાત્મા સમજી તેના પગની પૂજા કરવા લાગ્યા અને રાજાજીને શુદ્ધિમાં લાવવા કુમારને વિનંતી કરી. અમરકુમારે નવકારથી પાણી મંત્રી રાજાજી ઉપર છાંટ્યું અને શ્રેણિક રાજા આળસ મરડી બેઠા થયા. ગામલોકો કહેવા માંડ્યાં કે બાળહત્યાના પાપે રાજાજીને આ સજા મળી. શ્રેણિક મહારાજાએ ઊભા થઈ કુમારની આ સિદ્ધિ જોઈ પોતાનું રાજ્ય આપવા કહ્યું. અમરકુમારે કહ્યું, “રાજયનું મારે કોઈ કામ નથી, મારે તો સંયમ લઈ સાધુ થવું છે.” લોકોએ અમરકુમારનો જયજયકાર કર્યો. ત્યાં જ ધર્મધ્યાનમાં લીન થતાં અમરકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઊપર્યું અને પંચમુષ્ટિથી લોચ કરી, સંયમ ગ્રહણ કર્યું અને ગામ બહાર સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. પૂર્વભવના વેરને લીધે અમરની મા રાત્રે શસ્ત્ર લઈ અમરકુમાર ધ્યાનમાં ઊભા હતા ત્યાં આવી અને શસ્ત્રથી અમરકુમારની હત્યા કરી નાખી. શુક્લધ્યાનમાં રહી અમરકુમાર કાળ કરી બારમા સ્વર્ગલોકમાં અવતર્યા, ત્યાંથી બાવીશ સાગરોપમ આયુષ્ય ભોગવી મહાવિદેહમાં જન્મ લઈ કેવળજ્ઞાન પામશે. ( સનતકુમાર ચકવતી સનવાર ચકવી. ચક્રવર્તીના ઉત્કૃષ્ટ ભોગમાં આપ બન્યા સોળ સોળ રોગના ભોગ; ના શોધતા ઔષધ જોગ, ધન્ય સનતચકી આપે સાધ્યો સંયમભોગ. Page #290 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૪૧ કુરુ-દેશના ગજપુર નગરમાં સનતકુમાર રાજ્ય ચલાવતા હતા. તેઓએ બધા રાજા-રજવાડાને વશ કરી ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ અતિશય રૂપવાન હતા. આવું સુંદર રૂપ પૃથ્વી ઉપર કોઈનું ન હતું; એટલે ઈદ્ર મહારાજાએ દેવોની સભામાં સનતકુમારના રૂપની પ્રસંશા કરી. ઈદ્ર મહારાજની આવી વાણી સાંભળી બે દેવોને શંકા ઉત્પન્ન થઈ અને બન્ને દેવો તેની રૂપની પરીક્ષા કરવા બ્રાહ્મણનું રૂપ લઈ સનતકુમાર પાસે આવ્યા. એ વખતે સનતકુમાર નાહવા બેઠેલા હતા. તેનું આ રૂપ જોઈ બન્ને દેવો હર્ષ પામ્યા અને ખરેખર આવું રૂપ ત્રણ જગતમાં કોઈનું ન હોય એમ સમજી સનતકુમારને ‘તમારું રૂપ જોવા ઘણા દૂરથી આવ્યા છીએ અને ખરેખર વિધાતાએ તમારું રૂપ બેનમૂન ઘડ્યું છે” એમ કહી રૂપનાં ઘણાં વખાણ કર્યા ત્યારે સનતકુમારે જવાબ આપ્યો, “અત્યારે તો આ મારી કાયા નાહવાના વખતે પીઠીથી ભરેલી છે અને કાયા ખેરથી ભરેલી હોવાથી બરાબર નથી. ખરેખર હું નાહી, મારા પોશાક-અલંકાર વગેરે સજી રાજયસભામાં બેસું ત્યારે તમે મારું રૂપ જોજો. ખરેખર જો રૂપ જોવું હોય તો રાજયસભામાં આવજો.” રાજ્યસભાની તૈયારી થઈ. સનતકુમાર પૂરાં આભૂષણો સજી આવ્યા અને બન્ને દેવો પણ બ્રાહ્મણના વેશમાં ત્યાં સનતકુમારનું રૂપ જોવા આવ્યા. રૂપ જે નાહવા બેઠેલા ત્યારે હતું તેવું તેમને ન દેખાયું અને કાયા રોગોથી ભરેલી દેખાઈ અને સનતકુમારને કીધું, “ના, તમારી કાયા તો રોગથી ભરેલી છે.” સનતકુમારને એક વિચારધક્કો તો લાગ્યો પણ કહે, “અરે, મારા રૂપમાં ક્યાં કોઈ ખામી છે! હું ક્યાં રોગી છું?” દેવે કહ્યું કે, એક નહીં સોળ રોગથી તમારી કાયા ભરેલી છે. સનતકુમારે અભિમાનથી કીધું કે, તમો બ્રાહ્મણો પછાત બુદ્ધિના છો. આથી બ્રાહ્મણોએ કીધું, જુઓ, એક વાર થૂકી જુઓ. તરત સનતકુમાર જેમનું મોં તંબોળથી ભરેલું હતું તેમણે ઘૂંકીને જોયું તો તેમાં કીડા ખદબદતા હતા. આ જોઈ તેઓ વિચારવા લાગ્યા : અરે રે! આવી મારી કાયા--આ કાયાનો શો ભરોસો–એમ વિચારી છ ખંડનું રાજય-કુટુંબકબીલા બધું ત્યાં જ વોસરાવી ચારિત્ર ગ્રહણ કરી લીધું. કરુણાના અવતાર ( શ્રી મેઘરથ રાજા ) પરવા ન કરી નિજ પ્રાણની, પારેવા રક્ષણ માટે; મેઘરથ દયા ખરી આપની, પ્રભુ શાંતિ થયા એ વાટે. જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં પુંડરીકિણી નગરીમાં ધનરથ રાજા હતા. તેમને પ્રિયમતી નામની પત્ની હતાં. તેમને ત્યાં મેઘરથકુમારનો જન્મ થયો. સમય થતાં પિતાએ મેઘરથને રાજ્ય સોંપ્યું. મેઘરથ રૂડી રીતે જૈન ધર્મ પાળતા. એક દિવસ મેઘરથ પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરી ભગવંતભાષિત ધર્મનું ધ્યાન ધરતા હતા. તે વખતે ભયથી કંપતું અને મરણોન્મુખ હોય એમ દીનદૃષ્ટિ ફેરવતું એક પારેવડું તેમના ખોળામાં આવી પડ્યું અને તેણે મનુષ્ય જેવી ભાષાથી અભયની માગણી કરી. એટલે કરુણાના સાગર જેવા રાજાએ ભય પામીશ નહીં, ભય પામીશ નહીં એવું આશ્વાસન આપ્યું. થોડી વારે “હે રાજન, એ મારું ભક્ષ્ય છે માટે સત્વર તે મને સોંપી દો.” એ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી ત્યાં આવ્યું. એટલે રાજાએ કહ્યું, તને આ પારેવડું હું આપીશ નહીં. કારણ કે તે મારા શરણે આવ્યું છે અને શરણાર્થીનો જીવ બચાવવો એ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] [ જૈન પ્રતિભાદર્શન ક્ષત્રિય ધર્મ છે. ત્યારે બાજ પક્ષીએ કહ્યું, તમે આ પારેવડાનું રક્ષણ કરો છો તો મારો વિચાર કેમ કરતા નથી હું પણ ભૂખથી પીડાઉ છું. મને તાજું માંસ તમે આપશો? રાજા પોતાના દેહનું માંસ કાઢી આપવા તૈયાર થયા અને પારેવાના વજન જેટલું માંસ આપવા ત્રાજવું મંગાવી એક તરફ પારેવડાને બેસાડી પોતાના શરીરમાંથી માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા. વજન ઓછું પડતાં છેવટે રાજા પોતે તુલા ઉપર બેઠા. તે જોઈ હાજર સૌમાં હાહાકાર થયો. સામંત, અમાત્ય અને મિત્રોએ રાજાને કહ્યું કે, “અરે પ્રભુ! અમારા અભાગ્યે તમે આ શું કરો છો? આ શરીર વડે તો તમારે પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ. તમે ફક્ત એક પક્ષીના રક્ષણ માટે શરીરનો કેમ ત્યાગ કરો છો? આ તો કોઈ માયાવી પંખી લાગે છે, કારણ કે પંખીનો આટલો બધો ભાર સંભવે નહીં.” આમ પરિવાર અને નગરજનો વગેરે કહેતા હતા ત્યાં જ મુગટ, કુંડળ તથા માળા ધારણ કરેલ કોઈ દેવતા જાણે તેજનો કોઈ રાશિ હોય તેવા પ્રગટ થયા અને બોલ્યા, “હે નુપતિ! તમાં ખરેખર મેરુપર્વત જેવા છો. સ્વસ્થાનથી જરાયે ચલિત થયા નહીં. ઇશાને પોતાની સભામાં તમારી પ્રશંસા કરી તે અમારાથી સહન ન થતાં તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. અમારો આ અપરાધ ક્ષમાં કરો. એ પ્રમાણે કહી, રાજાને સાજામાજા કરી તે દેવો સ્વર્ગમાં ગયા. ત્યાર બાદ મેઘરથ રાજાએ સંયમ લીધો અને વીશસ્થાનકનું વિધિપૂર્વક તપ કરી તીર્થકર ગોત્ર બાંધી એક લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી, તેમના બારમા ભવે અચિરાજીની કૂખે અવતરી શ્રી શાંતિનાથ નામે સોળમા તીર્થંકર થયા. ઇન્દ્ર સામેની પોતાની હારને જીતમાં ફેરવનાર અદ્ભુત કૌશલ્યવાન ( શ્રી દશાર્ણભદ્ર ) ચંપાનગરીથી વિહાર કરી મહાવીર પ્રભુ દશાર્ણ નગરે આવે છે. ત્યાંના રાજા દશાર્ણભદ્રને સાંજના સમયે સમાચાર મળ્યા કે, આવતી કાલે સવારે વીપ્રભુ અત્રે પધારવાના છે. રાજા આ જાણી અતિ હર્ષ પામ્યો અને ચિંતવ્યું કે મારી સમૃદ્ધિથી ભગવાનનું અપૂર્વ સ્વાગત કરી વંદના કરીશ મંત્રી વગેરેને આજ્ઞા કરી કે મહેલથી પ્રભુના સમવસરણ સુધીના માર્ગને મોટી સમૃદ્ધિથી શણગારો. રાજાની આજ્ઞા પ્રમાણે નગરપતિ અને મંત્રીઓએ કદી ન શણગાર્યો હોય તેવો રસ્તો શણગાર્યો. રસ્તે કુંકુમ જળનો છંટકાવ કર્યો, ભૂમિ ઉપર સુંદર પુષ્પો પાથર્યા. સ્થાને સ્થાને સુવર્ણસ્તંભ ઊભા કરી તોરણ બાંધ્યાં. રત્નમય દર્પણોથી શોભતી માળાઓ વડે સ્તંભને શણગાર્યા. અને રાજા પોતે સ્નાન કરી દિવ્ય વસ્ત્રો અને આભૂષણો સાથે પુષ્પની માળા પહેરી, ઉત્તમ હાથી ઉપર બેસી પ્રભુને વાંદવા ચાલ્યા. પ્રભુના સમવસરણે પહોંચી ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદના કરી, પોતાની સમૃદ્ધિથી ગર્વિત થયેલો રાજા પોતાના યોગ્ય આસને બેઠો. વીર સ્વાગત અભિમાનને તોડવા, ઇન્દ્ર દર્શાવી ઋદ્ધિ, દશાર્ણભદ્ર તેથી ય વધ્યા, લઈ સંયમ આણી દિલ શુદ્ધ બુદ્ધિ. દશાર્ણપતિને પોતાની સમૃદ્ધિનો ગર્વ થયેલો જાણી તેને પ્રતિબોધ કરવા ઇદ્ર મહારાજે એક અતિ રમણીય વિમાન કે જે જળમય હતું તે વિસ્તાર્યું. વિમાન ઉતારી ઇદ્ર મહારાજા આઠ દંકૂશળથી શોભતા ઐરાવત ઉપર બેસવા ગયા તે વખતે, હાથી ઉપર પહેલેથી બેઠેલી દેવાંગનાઓએ તેમને હાથનો ટેકો આપી ઉપર બેસાડ્યા. ઇંદ્રની આવી પારવાર સમૃદ્ધિ જોઈ ક્ષણવાર તો રાજા ખંભિત થઈ ગયો અને Page #292 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૪૩ વિસ્મયથી વિકસિત નેત્ર કરી તેણે વિચાર્યું કે, અહો! આ ઈદ્રનો કેવો વૈભવ છે! શું સુંદર એનો ઐરાવત હાથી છે! ક્યાં મારો ખાબોચિયા જેવો વૈભવ અને કયાં આ ઈદ્રનો સમુદ્ર જેવો વૈભવ! મેં મારી સમૃદ્ધિનો નાહકનો ગર્વ કર્યો. ધિક્કાર છે મને, મેં આવો ખોટો ગર્વ કરી મારા આત્માને મલિન કર્યો. આવી ભાવના ભાવતાં ભાવતાં દશાર્ણભદ્ર રાજાને હળવે હળવે વૈરાગ્ય આવવાથી ત્યાં જ મુગટ વગેરે આભૂષણો કાઢી અને કર્મરૂપ વૃક્ષોનાં મૂળિયાં ખેંચી કાઢતા હોય તેમ પોતાની મુષ્ટિ વડે મસ્તક ઉપરના વાળને ખેંચી કાઢી અને ગણધરની પાસે આવીને ચારિત્ર ગ્રહણ કરી પ્રભુને પ્રદક્ષિણા કરી વંદન કર્યું. ત્યારે ઈદ્ર દશાર્ણભદ્ર પાસે આવીને કહ્યું કે, “અહો મહાત્મન! તમારા આ મહાન પરાક્રમથી તમે મને જીતી લીધો છે.' આ પ્રમાણે કહી તેમને નમસ્કાર કરે ઇંદ્ર પોતાના સ્થાનકે ગયા અને દશાર્ણભદ્ર મુનિએ સારી રીતે વ્રતનું પાલન કરી પોતાની જાતને ધન્ય અને પાવન બનાવી. પરણ્યા માત્રથી બ્રહ્મચર્યના પરમોચ્ચ આકાશમાં ઊડનારાં ( વિજય શેઠ-વિજયા શેઠાણી ) લગ્ન પૂર્વે જ અજાણતાં, કૃષ્ણ શુકલ પક્ષે બ્રહ્મચારી; વંદું વિજય વિજયા આપને, વ્રત પાળ્યું બનીનેય સંસારી. ભરતક્ષેત્રના કચ્છ દેશમાં એક વિજય નામનો શ્રાવક વસતો હતો. નાનપણમાં ધાર્મિક સંસ્કારોને લીધે મહિનાના અંધારા પક્ષમાં એટલે કે વદના પખવાડિયે ચોથું વ્રત પાળવું એવો નિશ્ચય કર્યો હતો. કર્મસંજોગે વિજયા નામે એક સુંદર કન્યા સાથે તેમનાં લગ્ન નિરધાર્યા. વિજયાએ પૂર્વ સુગુરુનો જોગ મળવાથી શુક્લ પક્ષમાં ચોથું વ્રત પાળવાનો નિયમ લીધેલ હતો. શુભ દિવસે તેમના વિવાહ થયા. પરણ્યા બાદ રાત્રે પિયુને મળવા સારા શણગાર સજી શયનકક્ષમાં પહોંચી. અંધારપક્ષના ત્રણ દિવસ બાકી હતા એટલે વિજયે કહ્યું, આપણે ત્રણ દિવસ પછી સંસારસુખ માણીશું. મેં અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેવાનો નિયમ લીધેલ છે. આ સાંભળી વિજયા ચિંતાતુર થઈ ગઈ. તેને દિમૂઢ થયેલી જોઈ વિજયે પૂછ્યું, કાં, મારું આટલું વ્રત પાળવામાં તું સહકાર નહીં આપે?” ત્યારે વિજયાએ કહ્યું કે, તમે અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેવાનું વ્રત લીધું છે તેમ મેં શુક્લ પક્ષમાં બ્રહ્મચારી રહેવાનું ચોથું વ્રત અંગીકાર કર્યું છે. વધારામાં વિજયાએ કહ્યું, ‘તમે સુખેથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી તમારા વ્રત પ્રમાણે અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેજો અને નવી સ્ત્રી સાથે શુક્લ પક્ષમાં સંસારસુખ ભોગવજો.” ત્યારે ભરથારે વળતો જવાબ આપ્યો, “અરે ! આપણે લીધેલ વ્રત જિંદગી સુધી બરાબર પાળીશું અને તેની ખબર કોઈને નહીં પડવા દઈએ. માત-પિતા જ્યારે આપણા આ વ્રતની વાત જાણશે ત્યારે આપણે દીક્ષા લઈ લેશું.’ આવી રીતે બન્નેએ વિચારી, જિંદગી પર્યત વ્રત બરાબર પાળવા નિશ્ચય કર્યો. એક જ રૂમમાં એક જ પલંગમાં બન્ને સાથે સૂતાં હતાં; પણ એકબીજાનું અંગ એકબીજાને ન અડે તે માટે બન્ને વચ્ચે એક તલવાર રાખતાં. આ રીતે મેરુ જેવાં અડગ રહી તેઓ દુનિયાની આંખે સંસારી પણ ખરેખર વૈરાગી તરીકે રહ્યાં. ઘણાં વર્ષો આ રીતે વહ્યાં. એક વાર ચંપાનગરીમાં વિમળ નામના કેવળી સમોસર્યા. ત્યાંના એક Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રાવક જિનદાસે કહ્યું કે, જિંદગીનો એક મનોરથ છે કે ચોરાશી હજાર સાધુ મારા ઘરે પારણું કરે. ત્યારે વિમળ કેવળીએ કહ્યું, ‘એ વાત બનવી સંભવિત લાગતી નથી. કારણ, એટલા તપસ્વી સાધુઓ ચાંથી આવે? તેમને સુજતો આહાર ચારે વોહરાવાય? પણ એટલું જ ફળ મળે એવો એક રસ્તો છે ખરો--જો તમો કચ્છ દેશમાં જઈ ત્યાં વિજય શેઠ ને વિજયા શેઠાણી વસે છે તેઓ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવાનાં છે; તેમને ભોજન કરાવો તો ચોરાસી હજાર સાધુને પારણું કરાવ્યાનું ફળ તમને મળી શકે.' એથી જિનદાસે કેવળીને પૂછ્યું : ‘અહો! એવા તે તેમનામાં કયા ગુણ છે?' કેવળીએ કહ્યું, અનંત ગુણોથી ભરેલાં તેઓ છે. એકબીજાએ શુક્લ પક્ષ અને અંધારા પક્ષમાં ચોથું વ્રત પાળવાનો નિયમ લીધેલો હોવાથી શુદ્ધ રીતે તેઓ શિયળવ્રતનું પાલન કરે છે. કેવળીના મુખે આ વાત સાંભળી જિનદાસ શ્રાવકે કચ્છ દેશમાં આવી, આ શ્રાવક-શ્રાવિકાને શોધી, તેમને વંદન કરી, કેવળીમુખે સાંભળેલી વાત જાહેર કરી અને માતાપિતાએ આ વ્રતની વાત જાણી એટલે વિજય શેઠે અને વિજયા શેઠાણીએ દીક્ષા લીધી. અને અષ્ટ કુર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યાં. મન વચ કાયા અખંડિત નિર્મળ શીલ પાળી સો જાણી; વિમલ કેવળી કરી પ્રસંશા એ દોનું ઉત્તમ પ્રાણી. શ્રી શત્રુંજયતીર્થ નલિનીગુલ્મ દેવવિમાનના આકારે શ્રી સિદ્ધાચલ ગિરિરાજ ઉપર વિજયશેઠ અને બનેલી શેઠ મોતીશાની ટૂંકનું મનોહર ચિત્ર વિજયા શેઠાણીની ઉભી મૂર્તિઓ. પ. પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા. લિખિત ‘“સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ’’માંથી સાભાર] Page #294 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૨૪૫ પરમોચ્ચ અરિહંત ઉપાસિકા ( રેવતી સતી ) પ્રભુભક્તિ વૈયાવચ્ચે પ્રેમથી, સતી રેવતી ગુણખાણ; થાશો તીર્થકર ભાવિમાં, સાચા તમે સુજાણ. પ્રભુ મહાવીર ઉપર ગોશાળાએ તેજલેગ્યા મૂકી તેથી પ્રભુને અસહ્ય વેદના થતી હતી. પ્રભુની આ વેદના જોતાં શ્રી ગૌતમસ્વામી, ચંદનબાળા અને અન્ય મુનિગણો પણ ઘણા જ વ્યથિત હતા; પણ સિંહ અણગાર તો પ્રભુની વેદનાની વાત સાંભળી અત્યંત દુઃખી બન્યા પ્રભુએ સિંહ અણગારની વેદનાને જાણી તેમને પાસે બોલાવ્યા. - સિંહ અણગારે કહ્યું : “પ્રભુ, આપની વેદના હું સહી શકતો નથી. કંઈક રસ્તો બતાવો કે જેથી આપને થતી વેદના ઓછી થાય. કોઈ પણ ઔષધ કહો તે લાવી આપીએ, પણ અમારા ઉપર કૃપા કરી પ્રભુ! ઔષધનો ઉપયોગ કરો.” પ્રભુએ કરુણાને લીધે પોતાની શાંતિ માટે નહીં પણ સિંહ અણગારની મન:શાંતિ માટે કહ્યું, “આ શ્રાવસ્તી નગરીમાં રેવતી નામે સતી છે. તેણે મારા માટે નહીં પણ તેના પોતાના માટે જ ઔષધ બનાવ્યું છે તે લઈ આવો.” સિંહ અણગાર તો શોધતા પહોંચ્યા રેવતીને ઘરે. રેવતીએ સિંહ અણગારને આવકાર આપી, આવવાનું કારણ પૂછ્યું. સિંહ અણગારે કહ્યું, “તમે જે તમારા માટે ઔષધ બનાવ્યું છે, તે આપો.” રેવતીએ આશ્ચર્ય સહ કહ્યું, ‘આવી ગૂઢ વાત કોણે જાણી?” સિંહ અણગારે કહ્યું, “પ્રભુ મહાવીરે. તેમની તેજોવેશ્યાને લીધે થતી વેદના દૂર કરવાની ભક્તિનો લાભ લેવા માટે તમે બનાવેલ બીજોરાપાક વહોરાવો જેથી પ્રભુને થયેલ દાહ તથા અતિસારનો રોગ મટે.” રેવતીએ અત્યંત ભાવપૂર્વક એ પાક વહોરાવ્યો અને પોતાને ધન્ય માનવા લાગી : હું કેવી ભાગ્યશાળી! ખુદ પરમાત્માના રોગની શાંતિ માટે મારી દવા કામમાં આવી. આવી શુભ ભાવના ભાવતાં અને પ્રભુ ઉપરની ભક્તિને લીધે તેણીએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. પ્રભુ મહાવીરને એ ઔષધથી આરોગ્ય પ્રાપ્ત થયું અને રેવતીના દાનને લીધે રેવતીનો જીવ આવતી ચોવીસીમાં સત્તરમા સમાધિ નામના તીર્થંકર થશે. સુપાત્ર દાનધર્મ-પ્રેમી શ્રાવિકા ( અંબિકાદેવી ) ગિરનાર પર્વત પાસે એક નાનકડું ગામ. તેમાં એક બ્રાહ્મણ કુટુંબ વસે. દેવભટ્ટ નામના વડીલ મૃત્યુ પામ્યા હતા. તેમની વિધવા પત્ની દેવીલા પોતાના પુત્ર સોમભટ્ટ સાથે રહેતી હતી. સોમભટ્ટના વિવાહ અંબિકા નામની એક જૈન કન્યા સાથે થયા હતા. અંબિકાને જન્મથી જૈન ધર્મ મળ્યો હતો. જૈન સંસ્કાર હોવાથી દાન-ધર્મ બહુ વહાલો હતો. ઉપરાંત પરણ્યા બાદ સોમભટ્ટ સિવાય કોઈ પુરુષને રાગદૃષ્ટિથી જોયો ન હતો, એવી સત્ત્વશીલ સ્ત્રી હતી. સોમભટ્ટને શ્રાદ્ધના દિવસો ઉપર શ્રદ્ધા હતી. પોતાના પિતાના જૈ. ૧૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રાદ્ધનો દિવસ હતો. એ દિવસે એક મહાન તપસ્વી મુનિરાજ આવીને ઊભા. એક મહિનાના ઉપવાસના પારણે એ તપસ્વી ભિક્ષા માટે આવ્યા હતા. અંબિકાએ ખૂબ હર્ષથી આદરપૂર્વક ભિક્ષા આપી. મુનિરાજ “ધર્મલાભ' કહી ચાલ્યા ગયા. બારણા પાસે ઊભેલી એક પાડોશણે આ જોયું અને કર્કશ અવાજે અંબિકાને કહ્યું, “અરે! આ તે શું કર્યું? શ્રાદ્ધના દિવસે તે પહેલું દાન મલિન કપડાવાળા સાધુને આપ્યું? શ્રાદ્ધનું અન્ન અને ઘર બને અપવિત્ર કર્યા?” અંબિકા તો સાંભળ્યું–ન સાંભળ્યું કરી ઘરમાં ચાલી ગઈ પણ પેલી પાડોશણ પોતાની વાત છોડે ખરી? એણે તો અંબિકાની સાસુ દેવીલાને જે બહાર ગયેલ તે આવી ત્યારે આ વાત વધારીને કરી; અને દેવલાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. ક્રોધ ચંડાળ છે! એ ક્રોધ જેને ચડે તે ચંડાળ જેવો ક્રૂર બની જાય છે. સોમભટ્ટ પણ સતી સ્ત્રી પર અતિ ક્રોધ કરી ઘર બહાર કાઢી મૂકી. અંબિકાને બે પુત્રો હતા. એકનું નામ સિદ્ધ અને બીજાનું નામ બુદ્ધ. અંબિકા બંનેને લઈ ઘરના પાછળના બારણેથી નીકળી નગરની બહાર પહોંચી. પોતાના દુર્ભાગ્ય ઉપર વિચાર કરતી અને મનમાં નવકાર ગણતી તે જંગલના માર્ગે ચાલતી હતી. સિદ્ધ અને બુદ્ધ બંનેને તરસ લાગી. તેથી સિદ્ધ માને કહ્યું, “મા, ખૂબ તરસ લાગી છે, પાણી આપ.” બુદ્ધ પણ માનો હાથ ખેંચી પાણીની માગણી કરી. અંબિકા ચારે બાજુ જુએ છે. ક્યાંયે પાણી દેખાતું નથી. ત્યાં એક સૂકું સરોવર દેખાયું. અંબિકાએ વિચાર્યું આ સરોવર પાણીથી ભરેલું હોય તો! ત્યાં તો ચમત્કાર થયો. સરોવર પાણીથી ભરાઈ ગયું. કિનારે ઊભેલા આંબા પર પાકેલી કેરીઓ દેખાઈ. અંબિકાના સતીત્વનો આ પ્રભાવ હતો. તેણીની ધર્મદઢતાનો આ ચમત્કાર હતો. અંબિકાએ બન્ને બાળકોને પાણી પાયું અને ઝાડ ઉપરથી કેરીઓ તોડી બાળકોને ખવરાવી. સિદ્ધ અને બુદ્ધ ખુશ ખુશ થઈ ઝાડ નીચે રમવા લાગ્યા. અંબિકા ઘરથી નીકળી પછી ઘરે પણ આવો જ ચમત્કાર થયો. સાસુ દેવીલા બબડતી બબડતી રસોડામાં ગઈ. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. જે વાસણોમાંથી અંબિકાએ મુનિરાજને વહોરાવ્યું હતું, તે વાસણો સોનાનાં થઈ ગયાં હતાં. રાંધેલા ભાતના દાણા મોતીના દાણા બની ગયા હતા. રસોઈનાં બીજાં વાસણો રસોઈથી ભરચક થઈ ગયાં હતાં. સોમભટ્ટનો રોષ ઊતરી ગયો ને તરત જ અંબિકાને શોધવા નીકળી પડ્યો. અંબિકાને શોધતાં શોધતાં સોમભટ્ટ જંગલમાં આવી પહોયો. દૂરથી બન્ને બાળકોને રમતા જોયા, એટલે તેણે બૂમ પાડી : અંબિકા...ઓ અંબિકા!' પતિનો અવાજ સાંભળી અંબિકા ધ્રૂજી ઊઠી. તે બન્ને બાળકોને લઈ દોડી. બાજુના એક કૂવામાં છલાંગ મારી, બન્ને બાળકો સાથે કૂદી પડી અને ત્રણેનાં પ્રાણપંખેરું ઊડી ગયાં. સોમભટ્ટ આવ્યો, પણ મોડો પડ્યો. તેણે કૂવામાં પોતાની પત્ની અને બન્ને બાળકો જોયાં. તે પણ કૂદી પડ્યો કૂવામાં. તરત જ સમજી ગયો કે ત્રણેના પ્રાણપંખેરું ઊડી ગયાં છે. થોડી વારમાં તેનું પણ મૃત્યુ થયું. અંબિકા મરીને દેવલોકમાં દેવી થઈ છે. અંબિકાના ભાવ મરતી વખતે શુદ્ધ હતા એટલે તે મરીને દેવી થઈ પણ સોમભટ્ટના ભાવ એટલા શુદ્ધ ન હતા તેથી મરણ-કષ્ટથી દેવપણામાં અંબિકાના સિંહના વાહનરૂપે થનાર દેવ થયો. આ રીતે તેઓ દેવ અને દેવી થયાં. અંબિકાને ભગવાન નેમનાથ ઉપર અથાગ પ્રીતિ હતી, એટલે તે દેવી થઈ અને ભગવાન નેમનાથની અધિષ્ઠાયિકા દેવી બની. જે કોઈ ભગવાન (નેમનાથની સેવા-ભક્તિ શ્રદ્ધાથી કરે છે, અંબિકાદેવી તેઓના મનોરથ પૂર્ણ કરે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] રાજા મુનિચંદ્ર (આ કથાનક ચન્દ્રાવતંસ રાજાના નામે પણ પ્રસિદ્ધ છે.) સંધ્યાકાળનો સમય છે. રાજ્યના કામથી પરવારી રાજા મુનિચંદ્ર સાંજના ચૌવિહાર કરી અંતઃપુરમાં આવ્યા. એકલા જ હતા, ચિંતવન કરવા લાગ્યા : પ્રભુ મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને કહેલું કે, એક ક્ષણ પણ નકામી વેડફીશ નહીં, તો અત્યારે ફુરસદ છે—રાણી અંતઃપુરમાં નથી આવી. એ આવે ત્યાં સુધી ધ્યાનસ્થ થાઉં, કાઉસગ્ગ કરું એમ વિચારી નક્કી કરે છે, ‘‘સામે જે દીવો બળે છે તે ચાલુ રહે ત્યાં સુધી કાઉસગ્ગ કરું'' એવી મનથી પ્રતિજ્ઞા કરી. [ ૨૪૭ મીણના પૂતળાની માફક કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. થોડો વખત થયો એટલે એક દાસી અંતઃપુરમાં બધું ઠીકઠાક કરવા આવી. એણે રાજાજીને ધ્યાનમાં ઊભેલા જોયા. સામે દીવામાં ઘી ઘટતું જતું હતું. ઘી ખલાસ થઈ જશે તો દીવો ઓલવાઈ જશે અને દીવો ઓલવાઈ જશે તો રાજાજીને અંધારામાં રહેવું પડશે એમ વિચારી દાસીએ દીવામાં તેલ પૂર્યું. દીવો ઓલવાતો બચ્યો આથી કાઉસગ્ગ ધ્યાનમાં રાજા ઊભા જ રહ્યા. વળી તેલ પૂરું થવા આવ્યું એટલે દાસીએ પાછું તેલ દીવામાં ઉમેર્યું. રાજા પ્રતિજ્ઞાવશ છે. દીવો હજી સળગે છે--કાઉસગ્ગ પૂરો ન થાય—પ્રતિજ્ઞા કેમ તોડાય? વખત વહેતો જાય છે. શરીરમાં કળતર થવા માંડે છે--પગ થાક્યા છે. પણ રાજા દૃઢપણે કાઉસગ્ગમાં ઊભા જ રહ્યા. વિચારે છે, આ વેદના તો કંઈ જ નથી. આ જીવે નારકીની વેદનાઓ ભોગવી છે, ત્યાં અનંત વખત શરીર છેદાયું-ભેદાયું છે, એનાથી તો આ વેદના અનંતમાં ભાગની જ છે. આ વેદના સહન કરવાથી અનંત ગુણી નિર્જરા જ થનાર છે. આમ કાઉસગ્ગ ધ્યાનમાં જ દિવસ ઊગ્યો. અજવાળું થવાથી દાસીએ તેલ પૂરવું બંધ કર્યું અને દીપક બુઝાયો. રાજાની પ્રતિજ્ઞા પૂરી થઈ. કાઉસગ્ગ પારી, રાજાજી પગ ઉપાડી પલંગ તરફ જવા જાય છે, પણ અંગો ઝલાઈ ગયાં હોવાથી નીચે પડી જાય છે. પણ પંચ પરમેષ્ઠિના ધ્યાનમાં લીન થઈ જાય છે. આયુષ્ય પૂરું થતાં કાળ કરે છે અને ત્યાંથી સીધો તેમનો જીવ દેવલોકમાં જાય છે. શીલોત્તમા : સાધુજનદુઃખહરા સતી સુભદ્રા કાચા સૂતરના તાંતણે, જળ કાઢી છાંટી ખોલ્યાં દ્વાર; સતી સુભદ્રા તુમ થકી, થયો શિયલ તો જયકાર. વસંતપુર નગરમાં જિનદાસ નામે એક મંત્રી હતા. તેને તત્ત્વમાલિની નામની ધર્મિષ્ઠ પત્ની હતી, તેની કૂખે સુભદ્રાનો જન્મ થયો હતો. સુભદ્રાએ ઉચ્ચ કેળવણી મેળવી જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનો સારો અભ્યાસ કર્યો, તેથી તે જૈન ધર્માનુરાગી તો હતી જ; પણ દેઢ શ્રદ્ધાળુ પણ બની. વયસ્ક થતાં, પિતાએ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન યોગ્ય વર શોધવા મહેનત કરી. જેવી પુત્રી ધર્મની જ્ઞાતા છે તેવો જ ધર્મી વર મળે તેવી ઇચ્છા હતી. ચંપાનગરીથી આવેલા એક બુદ્ધદાસે સુભદ્રાના રૂપગુણનાં વખાણ સંભળ્યાં અને નક્કી કર્યું કે પરણવું તો સુભદ્રાને જ. પણ તે જૈનધર્મી ન હતો. સુભદ્રા જૈનધર્મીને જ પરણવા માગતી હતી. એટલે બુદ્ધદાસે જૈન ધર્મના આચારવિચાર અને ક્રિયાકાંડ ઉપર ઉપરથી જાણી લીધા અને કપટી શ્રાવક બની ગયો. જિનદાસે આ બુદ્ધદાસને જૈન ક્રિયાકાંડ કરતો જોયો અને સુભદ્રા માટે યોગ્ય વર છે એમ સમજી બુદ્ધદાસ સાથે સુભદ્રાનાં લગ્ન કર્યાં. સુભદ્રા બુદ્ધદાસ સાથે સાસરે આવી. થોડા વખતમાં સુભદ્રાને સમજ પડી ગઈ કે બુદ્ધદાસ કે આ કુટુંબ જૈનધર્મી નથી. પણ લાચાર. લગ્ન થઈ ગયાં એટલે સંસાર નિભાવવો જ રહ્યો. તે કૌટુંબિક ફરજો બધી સારી રીતે બજાવતી અને સમય મળતાં ધર્મધ્યાન કરતી; પણ તેની સાસુને આ ગમતું નહીં એટલે તે સુભદ્રાનાં દૂષણો શોધ્યા કરતી. એકદા એક તપસ્વી સાધુ મહારાજ સુભદ્રાને આંગણે વહોરવા પધાર્યા. ઋષિમુનિનું મુખ જોતાં સુભદ્રાને ખ્યાલ આવ્યો કે મુનિની આંખમાં તણખલું પડેલ હતું અને આંખમાંથી લોહી વહી રહ્યું હતું. સુભદ્રાને કરુણા ઊપજી. ગમે તેમ કરી મુનિની આંખમાંથી તણખલું કાઢવું જોઈએ, એવા સદ્ભાવથી પોતાની જીભ વતી મુનિની આંખમાંથી તણખલું કાઢવા પ્રયત્ન કર્યો. આમ કરતાં પોતાના કપાળમાં કરેલ ચાંદલો સાધુના કપાળને લાગી ગયો અને સાધુ ધર્મલાભ આપી પાછા ફર્યા. પણ પાછા ફરતા મુનિના કપાળમાં ચાંદલો જોતાં સાસુજી વીફર્યાં. વહુને ન કહેવાય એવા શબ્દો કહ્યા અને તેના દીકરા બુદ્ધદાસને ચઢાવ્યો કે, તારી વહુ તો કુલટા છે. તેણે પેલા સાધુ સાથે કાળું કામ.કર્યું છે.' સુભદ્રાને માથે કલંક આવ્યું. એનો ધણી પણ પોતાનો પક્ષ લઈ કંઈ બોલતો નથી. નિર્દોષ સાધુ અને પોતાનું કલંક દૂર કરવા સુભદ્રાએ અન્નજળનો ત્યાગ કર્યો. સતી ઉપર આવી પડેલ આ અપાર દુ:ખ દેખી શાસનસેવક દેવતાએ સતીને સહાય કરવાનું નક્કી કર્યું અને ચંપાનગરીના ચારે દરવાજા બંધ કરી દીધા. આથી ચંપાનગરીમાં હાહાકાર મચ્યો. દરવાજા ઉઘાડવા નગરજનો તથા રાજાના સુભટોએ ઘણી મહેનત કરી. દરવાજા ઊઘડતા ન હતા તેથી તેનાં દ્વાર તોડી નાખવા સુભટોને રાજાએ હુકમ આપ્યો, પણ તેઓ દરવાજા ન તોડી શક્યા. રાજા તથા પ્રજા ચિંતામાં પડી ગયાં. થોડા વખત બાદ આકાશવાણી થઈ કે, જે સતી હશે તે કાચા સૂતરના તાંતણે આટો ચાળવાની ચાળણીમાં કૂવામાંથી પાણી કાઢી દરવાજે છાંટશે તો દરવાજા ઊઘડશે.’’ આવી આકાશવાણી સાંભળી મક્કમ મને સાસુનું કહેવું ન ગણકારતાં નવકાર ગણતાં ગણતાં સુભદ્રા કૂવા પાસે ગઈ, કાચા સૂતરના તાંતણે ચારણી બાંધી કૂવામાં નાખી અને ગામલોકોની અજાયબી વચ્ચે તેણે ચારણી ભરી પાણી કાઢ્યું. આ વખતે દેવતાઓએ ફૂલની આકાશમાંથી વૃષ્ટિ કરી. સુભદ્રાએ વારાફરતી એકેક દ્વાર ઉપર પાણી છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા અને ગામમાં બીજી કોઈ સતી હોય તો આવે અને ચોથું દ્વાર ઉઘાડવા આહ્વાન આપ્યું, પણ કોઈ તે રીતે ઉઘાડવા આગળ ન આવ્યું. (બીજા કથાગ્રન્થોમાં એવી વાત આવે છે કે, મારા જેવી કોઈ બીજી સતી હશે તે આ દરવાજો ખોલશે--એમ કરીને એ દરવાજો બંધનો બંધ જ રાખ્યો અને તે કથા લખનારના સમયે પણ બંધ જ હતો. તે દ્વાર પણ સુભદ્રાએ, હે પરમાત્મા! લાજ રાખજે, પરણ્યા વિના બીજો કોઈ ન આભડ્યો હોય કે મનથી વિચાર્યો ન હોય તો દ્વાર આ પાણીના છાંટણાથી ઊઘડી જજો.' એવા ભાવથી પાણી છાંટી તે ચોથો દરવાજો પણ ઉઘાડ્યો.) સુભદ્રાનાં સાસરિયાં વગેરેએ સુભદ્રા સતીને ખમાવી; બોલ્યા, ધન્ય સતી, ધન્ય! તારા જેવી Page #298 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૪૯ સતી ખરેખર ગામમાં કોઈ નથી. સુભદ્રાએ સાધુની આંખમાંથી કરુણાભાવે તરણું કેવી રીતે કાઢ્યું હતું તે સમજાવ્યું અને બધાને સમકિતી બનાવવાના એક માત્ર આશયથી જૈન ધર્મ સમજાવ્યો. છેવટે સતી સુભદ્રાએ દીક્ષા લીધી. કર્મો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મુક્તિપુરીમાં ગયાં. શિર જાવે તો જાવે–મેરી પ્રતિજ્ઞા નહિ જાવેની અજબ ખુમારીવંતા ( વંકચૂલ ) વાંકાં કાર્યોથી રાજપુત્ર, થયા ચોર વંકચૂલ શિરદાર; સત્સંગ નિયમ પાલને સેનાપતિ, થઈ પામ્યા સુર સુખ સારા વંકચૂલ : વિરાટ દેશનો રાજકુમાર છતાં બાલ્યાવસ્થાથી જુગાર અને ચોરીનો વ્યસની બન્યો. આવા રાજકુમારને પિતાએ દેશવટો આપ્યો એટલે જંગલમાં રહીને પલ્લીપતિ થયો. એક વખત મુનિ ભગવંતે ચાતુર્માસ કર્યું અને ચાતુર્માસ પૂર્ણ થયા પછી મુનિના ઉપદેશથી અજાણ્યાં ફળ ખાવાં નહિ, કોઈનો વધ કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું, રાજાની પટરાણી સાથે સંસારસુખોપભોગ કરવો નહિ, કાગડાનું માંસ ખાવું નહિ---આ ચાર નિયમો લીધા. નિયમોનો ભંગ થાય તેવાં નિમિત્ત ઉપલબ્ધ થવા છતાં તેણે વ્રતમાં દઢ રહીને પાલન કર્યું. અંતે વંકચૂલ પોતાનું મૃત્યુ નજીકમાં છે તેમ જાણી, ચાર શરણ આદરી, નવકાર મંત્રનું ધ્યાન ધરતો મૃત્યુ પામ્યો અને બારમા દેવલોકમાં ગયો અને કાળે કરી મોક્ષમાં જશે. પાપબિરુ : સ્વ-પરતારક ( કુબેરદત્તા ) મથુરાનગરી. નગરીમાં એક પ્રસિદ્ધ વેશ્યા રહે. રૂપવાન અને વૈભવશાળી. નામ એનું કુબેરસેના. કર્મયોગે એક વાર એને ગર્ભ રહ્યો. વેશ્યાગૃહની માલકણ બાઈએ ગર્ભ પાડી નાખવા કહ્યું. કુબેરસેના સંમત ન થઈ. નવ મહિના પૂરા થતાં કુબેરસેનાને જોડકું જનમ્યું. એક પુત્ર અને એક પુત્રી. માલકણ બાઈ તો પાછળ પડી હતી. તેને આ કૂટણખાનામાં નાનાં બાળક હોય તે ન પોસાય. એવી સમજથી બન્ને બાળકોને એક કપડું વીંટી, તેમના નામની વીંટી પહેરાવી પેટીમાં પૂરી, પેટી યમુના નદીમાં વહેતી મૂકી દીધી. પેટી તણાતી તણાતી શૌરીપુરી નગરીમાં કાંઠે આવી. કોક બે જણે પેટી જોઈ નદીમાંથી બહાર કાઢી. પેટી ઉઘાડી અને બે બાળકો એમાં જોયાં. બન્ને રાજી થયા. જરૂર પ્રમાણે એક ભાઈએ બાળક અને બીજાએ બાળકી રાખી લીધી. બાળકની આંગળીએ વીંટી હતી, તેનું નામ કુબેરદત્ત લખેલ. બાળકીની આંગળીએ વીંટીમાં કુબેરદત્તા લખેલ, તે પ્રમાણે તેનું નામ રાખ્યું. બન્ને વયસ્ક થયાં. એક બીજાને ઓળખતાં નથી. માબાપે લગ્ન લીધાં અને કર્મસંજોગે ભાઈ-બેન પતિ-પત્ની બન્યાં. એક વાર બને સોગઠાબાજી રમતાં હતાં, ત્યાં કુબેરદત્તની વીંટી ઊછળીને કુબેરદત્તાના ખોળામાં | Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] [ જૈન પ્રતિભાર્શન પડી. કુબેરદત્તા વીંટી જોઈ વિચારમાં પડી. બન્નેની વીંટી એક જેવી જ છે. એક જ કારીગરે ઘડી લાગે છે. બન્ને એકસાથે જ બની હોય તેવું દેખાય છે. બરાબર ધારીને જોઈએ તો અમારાં બન્નેનાં રૂપ અને આકૃતિ બધું જ સરખું લાગે છે. શું અમે બન્ને ભાઈ-બહેન તો નહિ હોઈએ! બન્નેએ પોતાનાં માબાપને પૂછ્યું, ત્યારે ખુલાસો થયો. તેમણે કહ્યું, “તમે બન્ને એક પેટીમાંથી નીકળ્યાં હતાં.” કુબેરદત્તા સમજી ગઈ કે આ મારો સગો ભાઈ છે. ભાઈ સાથે લગ્ન કર્યા એ ઠીક ન કર્યું. ખૂબ પશ્ચાત્તાપ થયો અને વૈરાગ્ય થયો. પરિણામે પાપો ધોવા માટે કુબેરદત્તા દીક્ષા લઈ સાધ્વી બની. તપ, જપ કરીને આત્મસાધના કરવા લાગી. કુબેરદત્તને પણ ખબર પડી કે મેં બહેન સાથે લગ્ન કર્યાં છે. હવે આ નગરીમાં મારે શું મોઢું બતાવવું! તેથી માબાપની આજ્ઞા લઈ તે પરદેશ ગયો. ભાગ્યયોગે ફરતાં ફરતાં તે મથુરાનગરીમાં જ આવી ચઢ્યો અને કુબેરસેના વેશ્યાને ત્યાં રહ્યો. કુબેરસેના તેની સગી મા હતી, તે તે જાણતો ન હતો. અજાણતાં પણ સગી મા સાથે ભોગ ભોગવ્યા. વિલાસમાં કેટલોક કાળ વ્યતીત થયો અને કુબેરસેનાએ એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનો પિતા કુબેરદત્ત જ હતો. બીજી બાજ કબેરદત્તા જેણે દીક્ષા લીધી હતી, તેને અવધિજ્ઞાન થયું. તેણે જ્ઞાન દ્વારા જોયું કે ભાઈ કયાં છે? જોતાં જ તેને ભયંકર દુઃખ થયું. અરેરે! મારો ભાઈ તેની સગી મા સાથે ભોગ-વિલાસ કરે છે. કર્મની ગતિ ન્યારી છે. “મારો આત્મા સાદ પાડે છે.” સમજાવ માતાને, ભાઈને. કુબેરદત્તા સાધ્વીજી આકરો વિહાર કરતાં કરતાં મથુરા પધાર્યા. ભાઈને અને માતાને પ્રતિબોધ કરવા માટે સંમતિ લઈને બાળકને પારણે ઝુલાવતાં ૧૮ પ્રકારની સગાઈ ગાઈ સંભળાવી ત્યારે જ કુબેરદત્તને--સંસારીપણાના ભાઈને તથા કુબેરસેના--સંસારીપણાની કુબેરદત્તાની માતાને ભાન થયું કે સગા મા-દીકરાએ ભોગવિલાસ કર્યો છે. પાપનો ભયંકર પશ્ચાત્તાપ બન્નેને થયો. બન્નેએ દીક્ષા લીધી. જ્ઞાનની ઉપાસનામાં તથા તપ-જપ કરતાં રહ્યાં અને ત્રણે જણે પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો. એકાદશ અંગપાઠી : શ્રુતધર સંત (નંદન મુનિ ) પ્રભુ મહાવીરનો પચીસમો ભવ શ્રી નંદન મુનિ. કેવું ઉત્કૃષ્ટ ચારિત્ર અને અંત વખતે કેવી સુંદર આરાધના કરી દેવલોક ગયા! શાશ્વત–મોક્ષસુખ પામવા કેવું ચારિત્ર પાળવું જોઈએ તેનો સુંદર દાખલો આ કથા પૂરી પાડે છે. પ્રભુ મહાવીર ચોવીસમા ભવે મહાશુક્ર દેવલોકમાં હતા. ત્યાંથી ઍવી ભરતખંડને વિષે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કૂખે નંદન નામે પુત્ર થયા. તે યૌવનવાન થતાં રાજ્યગાદી પર બેસાડીને જિતશત્રુ રાજાએ સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદન રાજા સમૃદ્ધિથી ઈદ્રના જેવો થઈ યથાવિધિ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. અનુક્રમે જન્મથી ચોવીશ લાખ વર્ષ વ્યતિ ક્રમાવી વિરક્ત થઈને તે નંદન રાજાએ પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. | નિરંતર માસોપવાસ કરવા વડે પોતાના શ્રમણ્યને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા નંદન મુનિ ગુરુની સાથે Page #300 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૨૧૧ પ્રામ, નગર અને પુર વગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે બન્ને પ્રકારનાં અપધ્યાન (આર્ત, રૌદ્ર)થી અને દ્વિવિધ બંધન (રાગ-દ્વેષ)થી વર્જિત હતા; ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાયા), ત્રણ પ્રકારના ગારવા (ઋષિ, રસ, શાતા) અને ત્રણ જાતિના શલ્ય (માયા, નિદાન, મિથ્યા દર્શન)થી રહિત હતા. ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા, ચાર સંજ્ઞાથી વર્જિત હતા, ચાર પ્રકારની વિકથાથી રહિત હતા, ચતુર્વિધ ધર્મમાં પરાયણ હતા અને ચાર પ્રકારના ઉપસર્ગોમાં પણ તેમનો ધર્મમાં ઉદ્યમ અઅલિત હતો; પંચવિધ મહાવ્રતમાં સદા ઉદ્યોગી હતા અને પંચવિધ કામ (પાંચ ઈદ્રિયોના વિષયોના સદા ફ્લેષી હતા, પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા, પાંચ પ્રકારની સમિતિને ધારણ કરતા હતા અને પાંચ ઈદ્રિયોને જીતનાર હતા; ષડુ જીવનિકાયના રક્ષક હતા, સાત ભયના સ્થાનથી વર્જિત હતા, આઠ મદના સ્થાનથી વિમુક્ત હતા, નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિને પાળતા હતા અને દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા, સમ્યક્ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા હતા, બાર પ્રકારની રુચિવાળા હતા, દુઃષહ એવી પરીષહની પરંપરાને તે સહન કરતા હતા અને તેઓને કોઈ પ્રકારની સ્પૃહા નહોતી. આવા તે નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી મા ખમણના પારણે માસખમણનું તપ કર્યું. એ મહાતપસ્વી મુનિએ અહંતભક્તિ વગેરે વીસસ્થાનકની આરાધનથી, મુશ્કેલીથી મેળવી શકાય તેવું તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે મૂળથી જ નિષ્કલંક એવા સાધુપણાને આચરીને આયુષ્યને અંતે તેમણે આ પ્રમાણે આરાધના કરી. દુષ્કર્મની ગહણા, પ્રાણીઓની ક્ષમણા, શુભ ભાવના, ચતુઃ શરણ, નમસ્કાર સ્મરણ અને અનશન. છ પ્રકારની આરાધના કરીને નંદનમુનિ પોતાના ધર્માચાર્યને, સાધુઓને, સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશન વ્રત પાળી પચીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને પ્રાણાત નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાત શય્યામાં ઉત્પન્ન થયા. આ દેવલોકમાં તેઓ વિશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ભરતક્ષેત્રમાં દેવાનંદની કુક્ષિમાં આવ્યા. ત્યાંથી સૌધર્મ દેવલોકના ઈન્દ્ર સિદ્ધાર્થ રાજાની ત્રિશલા પટરાણી જે એ વખતે ગર્ભિણી પણ હતી, તેના ગર્ભની દેવાનંદાના ગર્ભની સાથે અદલાબદલી કરી; અને ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ત્રિશલાદેવીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ વર્ધમાન આપ્યું. ઈન્દ્ર પછી તે જગત્પતિનું મહાવીર એવું નામ પાડ્યું. શીલ અને અહિંસાની આકરી પરીક્ષોત્તીર્ણ (સુદર્શન શેઠ) પત્ની એક મનોરમા, બાકી બધી બહેન ને મા; શૂળી સિંહાસન બન્યું સુદર્શન! તુમ શિયળને ઝાઝી ખમ્મા. સુદર્શન શેઠ પક્કા શીલસંપન્ન હોવાથી ખૂબ પંકાયા હતા. શીલનો આદર્શ રજૂ કરવાને માટે મુખ્યત્વે આ પુણ્યાત્માનું નામ લેવાય છે. જે પ્રસંગના યોગે શ્રી સુદર્શન આવી ઉત્તમમાં ઉત્તમ કોટિની નામના પામી શક્યા, તે પ્રસંગ સામાન્ય કોટિનો નથી. પહેલેથી છેલ્લે સુધી સુદર્શન શેઠે જેવી મક્કમતા | દર્શાવી છે અને સદાચારના સેવનમાં જે લેશ પણ અલના થવા દીધી નથી. તે જો બરાબર વિચારાય તો , Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] _| જૈન પ્રતિભાદર્શન સમજાય કે ભૌતિક અનુકૂળતાનું અર્થીપણું ટળ્યા વિના આમ બનવું એ શક્ય જ નથી. ચંપાનગરીના શ્રેષ્ઠિ અદાસના તે પુત્ર. માતા અહદાસી. બાર વ્રતધારી શ્રાવક તરીકે ચતુર્થ મૈથુન વિરમણ વ્રતની કસોટીમાંથી પાર ઊતરીને શિયળનો મહિમા વધારી જીવન સફળ કર્યું. પૌષધશાળામાં ધ્યાનમગ્ન શેઠને શીલવ્રતથી ચડયમાન કરવા અભયારાણી પ્રયત્નો કરે છે અને તેમાં નિષ્ફળ થતાં છેવટે શીલભંગનો મિથ્યા આરોપ મૂકે છે. પરિણામે રાજા સુદર્શન શેઠને શૂળીની શિક્ષા ફરમાવે છે પણ, શૂળીએ ચઢાવ્યા ત્યારે શીલ અને નમસ્કાર મહામંત્રના પ્રભાવથી ચમત્કાર સર્જાયો. શૂળીનું સિંહાસન બની ગયું. રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે આ અપરાધ બદલ સુદર્શન શેઠની માફી માગી. બંનેએ એકબીજાને ખમાવ્યા. અનુક્રમે સંયમ લઈ સુદર્શન મુનિ કેવલજ્ઞાન પામી મુક્તિપુરીમાં પહોંચ્યા. ( ચંદનબાલા ) ચંદનબાલા (વસુમતી) એક રાજકુમારી હતી. કર્મ પ્રમાણે રાજ્યમાં લૂંટ ચાલી. રાજવી પિતા મૃત્યુ પામ્યા, માતા ધારિણી અને ચંદનાને કોઈ દુષ્ટ સૈનિકો ઉપાડી ગયા. કર્મની ગતિ વિષમ છે. પળમાં રંક પળમાં રાજા બનાવવાની તાકાત કર્મમાં જ છે. ચંદનાને ભરબજારમાં વેચી દેવામાં આવી. ખરીદનાર પુણ્યશાળી ધર્મિષ્ઠ શેઠ મળ્યા. આટલા કષ્ટમાં પણ પિતા સમ શેઠ મળતાં ચંદનાને પ્રસન્નતા પ્રાપ્ત થઈ ! પરંતુ ચંદનાને જોઈને મૂલા શેઠાણી ભારે બળતી રહેતી હતી. એક દિવસની વાત છે. શેઠ ઘર પર આવ્યા તો શેઠાણી ઘર પર નહોતી. ચંદના શેઠના પગ ધોવા લાગી. શેઠે એના પાણીમાં પડેલા વાળ ઊંચા કર્યા. એ જ સમયે ઘરમાં પ્રવેશતાં, તે દૃશ્ય જોઈને મૂલા શેઠાણી શંકિત થઈ. શંકાનું કોઈ કારણ નહોતું. શેઠ તેને પુત્રી સમાન ગણતા હતા. તો પણ માતા સમાન મૂલા તેને કષ્ટમાં નાખવાના પ્રયત્નો કરવા લાગી. નિર્દોષ બાળાનું માથું મૂંડાવીને તેના હાથ-પગમાં બેડી નાખીને નીચે ભોંયરામાં નખાવી દીધી. ત્રણ દિવસ સુધી શેઠને પણ ખબર ના પડી. ત્રીજા દિવસે શેઠને જાણ થઈ તો તેઓ ભારે દુઃખી થયા. એને ભોંયરામાંથી બહાર કાઢી. પહેલાં એને ખાવા માટે સૂપડાના ખૂણા જેટલા અડદના બાકળા આપ્યા. ત્યારે ચંદના વિચારી રહી કે કોઈ ભિક્ષુક મળે તો તેને ભોજન કરાવું. ચંદનાનાં અહોભાગ્ય કે પાંચ મહિના અને પચ્ચીસ દિવસના ઉપવાસી પરમાત્મા મહાવીર દેવ ભોજનના સમયે ચંદનાની પાસે આવ્યા, પરંતુ એની આંખોમાં આંસુ નહીં જોતાં પાછા ફર્યા. પછી ચંદનાની આંખોમાં આંસુ જોતાં જ પ્રભુ પધાર્યા અને ચંદનાએ અડદના બાકળા પ્રભુને વહોરાવ્યા. સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. ( અતિ સુકુમાલ ) જ્યારે અવંતિ સુકુમાલ ૩૨ પત્નીઓની સાથે વૈભવવિલાસમાં મગ્ન છે, ત્યારે આર્ય સુહસ્તિસૂરિ ૫OO મુનિઓની સાથે અશ્વશાળામાં રાત્રીના સમયે નલિનીગુલ્મ વિમાન નામના અધ્યયનનું પરાવર્તન કરાવી રહ્યા હતા. તે અવંતિએ સાંભળ્યું. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમણે દીક્ષા લીધી, રાત્રે અનશન Page #302 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૨૫૩ કરીને સ્મશાનમાં ધ્યાનસ્થ રહ્યા. ત્યાં પૂર્વજન્મની પત્ની લીમડી એમના પગથી પેટ સુધીનો ભાગ ખાઈ ગઈ. મુનિ અવંતિ સુકુમાલ સમાધિ-મરણ વડે નલિની ગુલ્મ વિમાનમાં ગયા. એમની માતા અને પત્નીઓએ અત્યંત રુદન-વિલાપ કર્યો. અગ્નિસંસ્કાર કરીને ગુરુમહારાજ પાસે આવી અને વૈરાગ્યોપદેશ સાંભળીને દીક્ષા લીધી. એક સગર્ભા પત્ની ઘરે રહી, તેને પુત્ર થયો. તેણે અવંતિ પિતાના સ્થાન પર ઉજજૈનમાં અવંતિ પાર્શ્વનાથનું મંદિર બનાવડાવ્યું. (શ્રી હરિભદ્રસૂરિ ) હતો અહંકાર આકાશ સમો, તો નમ્રતા સાયરનીર; ન સમજાયું ત્યાં નમી, હરિભદ્ર તમે થયા સૂરિ જ્ઞાનપીર. ચિત્રકૂટના મહારાજના પુરોહિતનો ગૌરવવંતો મોભો, દર્શનશાસ્ત્રની અગાધ વિદ્વતા હોવા છતાં બાળક જેવી સરળતાથી હરિભદ્રમાં રહેલું આ વ્યક્તિત્વ ભલભલા પંડિતોને અકળાવી મૂકતું. નાના-નવા વિદ્યાર્થી જેવો જિજ્ઞાસુ ભાવ તેમનામાં ભરેલો હતો. નવું જાણવું, સાંભળવું અને સમજવું–આ માટે હરિભદ્ર હંમેશાં ઉત્સુક રહેતા. કુલ અને વંશપરંપરાગત મિથ્યા શાસ્ત્રોનો વારસો હરિભદ્ર પુરોહિતને સ્વાભાવિકપણે મળેલો હતો. આથી જૈન શાસ્ત્રો, જૈન દર્શન કે તેનાં પવિત્ર ધર્મસ્થાનો પ્રત્યે તેમને સહેજે અરુચિભાવ હતો. જો બની શકે તો આ બધાથી દૂર રહેવાને તેઓ ટેવાયેલા હતા. એક બપોરે ખાસ કારણસર રાજદરબારમાં જવાનો અવસર આવ્યો. રસ્તેથી પસાર થતાં તે પંડિતની પાછળ “ભાગો, નાસો, ગાંડો હાથી દોડતો આવે છે'ની બૂમો સાંભળીને હરિભદ્ર પંડિતે પાછું વાળીને જોયું અને ત્યારે તો જાણે સાક્ષાત્ મૃત્યુ ધસી આવતું હોય તેવો રાજહસ્તી મદોન્મત્ત બનીને જે અડફેટમાં આવે અને પછાડતો અને ઘનઘોર ગર્જનાઓ કરતો દોડ્યો આવતો હતો. પંડિતજી અકળાયા, શું કરવું? ક્ષણભર મૂઝવણમાં મુકાયા. રસ્તો નાનો હતો. દોડીને આગળ જવામાં ભયંકર તકલીફ હતી તેથી બાજુના મકાનમાં તેઓ ઘૂસી ગયા. પંડિતજીએ અંદર જઈ જોયું તો તે મકાન ન હતું, પણ સુંદર જિનમંદિર હતું. શ્રી વીતરાગ અરિહંત દેવની ભવ્ય મૂર્તિ સામે બિરાજમાન હતી. આમ, જોગાનુજોગ તેમના જીવનમાં, સર્વપ્રથમ, જિનેશ્વરદેવનું શરણ રક્ષક બની ગયું. આવો જ એક પ્રસંગ બીજો બની ગયો. ઉપાશ્રયમાં બિરાજમાન સાધ્વીશ્રી યાકિની મહત્તા ઊંચા અને મધુર કંઠે એક ગાથા ઉચ્ચારી રહ્યાં હતાં. બરાબર એ જ સમયે પંડિત હરિભદ્રજી ત્યાંથી પસાર થતાં તેમના કાને એ સ્વર પડ્યા. તેઓ ઊભા રહ્યા. ગાથા સાંભળી, પણ અર્થ ન સમજાયો. પંડિતજીએ એક પ્રતિજ્ઞા કરી હતી કે, જે કોઈની પાસેથી હું ન સમજી શકું એવું નવું જાણવાનું મળે, તો હું તેનો શિષ્ય થઈને રહું. તેઓ ઉપાશ્રયમાં પ્રવેશ્યા. સાધ્વીજી સન્મુખ જઈ ગાથાનો અર્થ પૂછ્યો. સાધ્વીજીએ પોતાની મર્યાદા સમજાવી તેનો અર્થ જાણવા આચાર્યશ્રી પાસે જવા કહ્યું. પંડિતજીએ આચાર્યશ્રી જિનભદ્રસૂરિજી પાસે જઈને એ ગાથાનો અર્થ જાણ્યો. જેના અર્થરૂપે જૈન સિદ્ધાંતોમાં રહેલા કાળ આદિના પ્રસંગોના Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન અનુભવ અને સુસંવાદી સ્વરૂપને સાંભળ્યા-સમજ્યા પછી હરિભદ્રજીનો પોતાના જ્ઞાનનો ગર્વ ઓગળી ગયો અને જૈનદર્શન શાસ્ત્રોનું અધ્યયન કરવાની તાલાવેલી લાગી. આચાર્ય મહારાજ પાસે જૈન દીક્ષા લીધી. મિથ્યાત્વનો અંચળો દૂર થયો, ધર્મ ગ્રંથોની રચના કરવા માંડી. તેમને સૌપ્રથમ માર્ગદર્શક બનીને જેણે નવી ગાથાનું શ્રવણ કરાવ્યું તે યાકિની સાધ્વીજીને પોતાની ધર્મમાતા તરીકે કદી ન ભૂલ્યા અને તેથી જ તેઓ ‘યાકિની મહત્તરાસુનુ' તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમણે ૧૪૪૦ ગ્રંથોની રચના કરી, જેમાં ચાર ગ્રંથો બાકી હતા. જે ચાર ગ્રંથના સ્થાને ચાર સ્તુતિ બનાવી. ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું અને તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ. બાકીની ત્રણ ચરણરૂપ સ્તુતિ તેમના હૃદયના ભાવ મુજબ શ્રીસંઘે રચી. તે ત્રણ ચરણ શ્રી સંઘ દ્વારા ‘ઝંકારા રાવ સારા’ પક્ષી અને સંવત્સરી પ્રતિક્રમણમાં અદ્યાપિ ઉચ્ચ સ્વરે બોલાય છે. નિશ્ચલધર્મા ઃ પરમાર્હતી સતી સુલસા સમરતા સુલસા હશો તમે, શ્વાસે શ્વાસે વીર વીર તેથી જ ભવિ તીર્થંકર થઈ, તમે તારશો અનેક ભવનીર. રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ત્યાં નાગ નામનો સારથિ હતો. તેને શ્રેષ્ઠ શીલગુણે શોભતી સુલસા નામે સ્ત્રી હતી. બીજા શ્રેષ્ઠીના પુત્રોને આંગણામાં મસ્ત રીતે રમતા જોઈ તે ચિંતવવા લાગ્યો કે, ‘“અહો! જ્યાં નાનાં નાનાં બાળકો ન હોય તે ઘરોને ઘર ન કહેવાય. હું....મારે સારો વૈભવ છતાં સંતતિ નથી તે સારું નહીં'' એ વિચારે તે ચિંતા કરવા લાગ્યો. પોતાના પતિને શોક સહિત દેખી સુલસા બોલી કે, ‘‘સ્વામી! તમે શા માટે ખેદ કરો છો? ધર્મને વિશેષપણે સેવો ને. ધર્મના પ્રભાવથી તમારી બધી વાંછા પૂર્ણ થશે. અને આજથી હું પણ વિશેષપણે ધર્મનું આરાધન કરીશ.'' નાગરથિકે એકદા શ્રી ગુરુની સન્મુખ એવો નિયમ કરેલ કે, મારે હવે કદાપિ બીજી સ્ત્રી કરવી નહીં.'’ બંને જણ ધર્મ-આરાધના સારી રીતે કરતાં હતાં; પણ પુત્ર ન હોવાની ચિંતા નાગરથિકને સતાવ્યા કરતી હતી. પતિની આ સ્થિતિ જોઈ સુલસાએ એકદા પૂછ્યું, ‘‘અહો પ્રાણેશ! કેમ, શેની ચિંતા કરો છો? આમ ખોવાયા જેવા કેમ રહો છો? આપના ચિત્તને વિષે જે ચિંતા હોય તે કહો.'' પ્રિયાનાં આવાં વચન શ્રવણ કરી નાગરિથક હસીને બોલ્યો, ‘‘હે પ્રિયે! મારે તારાથી છાનું કંઈ નથી કે તને ન કહેવાય, તને અદ્યાપિ પુત્ર થયો નહીં એનું મને બહુ દુઃખ લાગે છે.'' પતિનાં આવાં વચન સાંભળીને સુલસા બોલી, “હે સ્વામિનાથ! મારા ઉદરથી બાળકની ઉત્પત્તિ થશે નહીં એમ લાગે છે. માટે આપ બીજી સ્ત્રી કરો, તેને પુત્ર અવતરશે. એટલે આપ પુત્રવાન થશો.'' ત્યારે પતિએ કહ્યું, ‘‘હે પ્રાણેશ્વરી! જો કોઈ મને રાજ્ય સહિત પોતાની પુત્રી આપે તો પણ હું બીજી Page #304 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૫૫ ( સ્ત્રીને ઇચ્છતો નથી; ક્ષીરને મૂકીને ઘેસના અન્નની કોણ વાંછા કરે? જો આ ભવમાં તારા થકી પુત્રની પ્રાપ્તિ થશે તો ભલે; નહિતર પુત્ર વિના રહીશું.” સ્વામીએ આમ કહ્યું એટલે સુલસા ચિંતવવા લાગી. માણસને ધર્મ એ જ કલ્પવૃક્ષ છે, એ જ ચિંતામણિ છે અને એ જ કામધેનુ છે. માટે ધર્મ એ જ ઇચ્છિત ફળ પ્રાપ્ત કરવાનું એક માત્ર સાધન છે, એવો વિચાર કરીને સુલસા ધર્મકાર્યને વિષે વિશેષ તત્પર થઈ; જિનપૂજા કરવા લાગી અને ચતુર્વિધ આહાર સત્પાત્રને વિષે આપવા લાગી. વળી બ્રહ્મચર્ય, ભૂમિ ઉપર શયન અને આયંબિલનું તપ કરવા લાગી. એવામાં ઈદ્ર તેણીનું આવું સત્ત્વ અવધિજ્ઞાન વડે જાણીને, પોતાની સભામાં તેણીની પ્રશંસા કરી કે, “હમણાં મૃત્યુલોકને વિષે સુલસા નામની શ્રાવિકા છે તે એવી છે કે, તેણીને કોઈ ધર્મકાર્યથી ચલાવી શકે તેમ નથી.” - આ પ્રશંસા સાંભળીને હરિણેગમેષી દેવ સુલસાની પરીક્ષા કરવાને અર્થે સ્વર્ગથી બે સાધુઓનું રૂપ લઈને નાગરથિકને ઘેર આવ્યા. બે સાધુઓને આવતા જોઈને સુલસા હર્ષ પામી ઊભી થઈ અને સાધુ જાણી વંદન કર્યું, ત્યારે તેઓ બોલ્યા કે, શ્રદ્ધાળુ શ્રાવિકા! એક સાધુ માંદા થઈ ગયા છે, તેઓના શરીરે લગાડવા સહસ્રપાક નામના તેલની અમને જરૂર છે, તેની જોગવાઈ છે? તેણીએ હા કહી અને શ્રદ્ધાથી જ્યાં તેલની શીશીઓ રાખેલી હતી ત્યાં તે લેવા ગઈ. ત્યાંથી લઈને જેવી આપવા આવે છે તેવામાં દેવતાઈ માયાથી જમીન પર પડી શીશી ભાંગી ગઈ, ત્યારે સુલસા બીજી શીશી લેવા ગઈ. તે પણ આવતાં આવતાં ભાંગી ગઈ. એમ સાત શીશીઓ ભાંગી છતાં પણ તેણીનો તેવો ને તેવો જ ભાવ દેખી દેવતા પ્રગટ થયો અને અભિવંદન કરી બોલ્યો કે, “કલ્યાણી! તું ડરીશ નહીં. ઈંદ્ર મહારાજે તારા સત્ત્વની પ્રશંસા કરી, તેથી તારી પરીક્ષા કરવા હું સાધુનું રૂપ ધારણ કરી આવ્યો છું. તું ખરેખર સત્ત્વધારી છે. તારું સત્ત્વ જોઈ હું બહુ જ પ્રસન્ન થયો છું. માટે મારી પાસેથી તું કંઈ વર માંગ.' તેણીએ કહ્યું કે, “જો એમ છે તો મને પુત્ર થાય તેવું વરદાન આપો.” દેવતાએ ખુશીની સાથે તેણીને બત્રીસ ગોળીઓ આપી કહ્યું કે, આમાંથી એકેક ગોળી ખાવાથી એકેક પુત્ર થશે. એમ કહી તેલની શીશીઓ પાછી આખી કરી આપી દેવતા પોતાને સ્થાનકે ગયો. - હવે પ્રભપજામાં તત્પર એવી સલસા ભોગવિલાસ કરતાં કરતાં એકદા તુકાળ પ્રાપ્ત થયે છતે ધર્મશીલા સુલસા ધ્યાવા લાગી કે, મારે ઘણા પુત્રોને શું કરવા છે? જો એક જ પુન્યવાન અને સર્વજ્ઞની પૂજા કરનારો પુત્ર પ્રાપ્ત થાય, તો તે એકથીયે સુખ પ્રાપ્ત થશે. બત્રીશ પુત્રો થાય તેના મળ-મૂત્રાદિથી મને ધર્મકાર્યમાં બહુ વિઘ્ન નડે. માટે જો એક જ બત્રીસલક્ષણો પુત્ર થાય તો સારું. એમ વિચારી સુલસા પેલી બત્રીસે ગુટિકા એકી વખતે ખાઈ ગઈ! તેથી તેણીને બત્રીશ ગર્ભ એકસાથે પેટમાં રહ્યા, તેના ભારથી અસહ્ય વેદના થવા લાગી તેથી તેણીએ “હરિસેગમેષી” દેવના નામનો કાઉસગ્ન કર્યો, એટલે તે દેવ પાછો તેની પાસે આવ્યો. તેણે તેની વેદના હરણ કરી બંધ કરી)નાખીને કહ્યું કે, “તેં ઘણું જ અયોગ્ય કામ કરી નાખ્યું, કેમ કે તે બત્રીસ ગોળીઓ ખાધેલી હોવાથી તું બત્રીસ પુત્રો એકી વખતે જણીશ. એટલું જ નહીં, પણ તે બધાનું સરખું આયુષ્ય હશે તેથી તેઓ એકી વખતે બધા સાથે જ મરણ પામશે. ત્યારે સુલસા બોલી, “જીવ જે શુભાશુભ કર્મ બાંધે છે, તે તેને ભોગવ્યા વિના છૂટકો નથી.' હરિભેગમેષી દેવે પણ કહ્યું, બરાબર છે. ભવિતવ્યતાનું કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં. સુલતાએ કહ્યું, હે હરિણેગમેલી! મારે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન શું કરવું? મેં એ કાર્ય ખોટું તો કર્યું છે; જો કર્મ અનુકૂળ હોય અને તારી શક્તિ હોય તો તું મારા ઉદરની વ્યથા શમાવ. નહીં તો હું મારું કર્મ ભોગવીશ. જો તું વ્યથા શમાવીશ તો જિનશાસનની ઉન્નતિ થશે. તે ઉપરથી દેવે પ્રસન્ન થઈને તેણીના ઉદરની વ્યથા દૂર કરી; ને પોતે પોતાને સ્થાને ગયો. પછી સુલસા ધર્મને વિષે ચિત્ત જોડી, શુભ આહારથી ગર્ભને પોષવા લાગી અને તેણીએ સંપૂર્ણ સમયે સુસ્વપ્ન સૂચિત એવા બત્રીશ પુત્રોને જન્મ આપ્યો. નાગરથિકે મહાદાન દઈ તેમનો જન્મોત્સવ ઊજવ્યો. કાળક્રમે બત્રીશે પુત્રો યૌવન અવસ્થા પામ્યા અને તે બત્રીશ ભાઈ શ્રેણિક રાજાના વિશ્વાસુ સેવકો થયા. તે સમયે વિશાલા નગરીમાં ચેટક નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સાત પુત્રીઓ હતી. તેમાં સુજયેષ્ઠા સર્વથી મોટી હતી. એક વખત કોક તાપસણી દરબારમાં માગવા આવી. અને તેને પોતાનો મિથ્યાત્વ ધર્મ વખાણ્યો, તેથી સુયેષ્ઠાએ તેનો તિરસ્કાર કરી હાંકી કાઢી. તેથી તે જોગણ સુયેષ્ઠા ઉપર કોપાયમાન થઈ. તેના રૂપનું એક ચિત્ર બનાવી શ્રેણિક રાજાને બતાવ્યું. સુજયેષ્ઠાનું રૂપ અત્યંત વખાણવા લાયક હોવાથી શ્રેણિક રાજા તેના ઉપર મોહિત થયો અને તેણીની સાથે લગ્ન કરવાનો પણ વિચાર થયો. પરંતુ ચેટક રાજાની સાથે ઘણા વખતથી દુશ્મનાવટ હોવાથી તે ખચિત તેની દીકરી નહીં પરણાવે એમ ધારી મનમાં ઉદાસ રહેવા લાગ્યો. આ ઉદાસીનું કારણ અભયકુમારે, તેનો દીકરો અને મુખ્ય દીવાન હોવાથી, શ્રેણિક પાસેથી જાણી લીધું. અભયકુમારે વિશાલા નગરીમાં જઈ વણિક બની દરબારના દરવાજા આગળ એક દુકાન માંડી. દરબારની દાસીઓ આ દુકાનેથી માલ ખરીદવા લાગી. પણ જ્યારે સુજયેષ્ઠાની દાસી માલ ખરીદવા આવે ત્યારે અભયકુમાર શ્રેણિક રાજાના ચિત્રની પૂજા કરવા બેસતો. દરરોજ આમ બનવાથી દાસીએ પૂછ્યું કે, આ કોની પૂજા કરો છો. તેણે જવાબ આપ્યો કે, સત્યવાદી અને પૂર્ણ ન્યાયી રાજા શ્રેણિકની પૂજા કરું છું. એમ કહી શ્રેણિકની છબી તેણે બતાવી. છબી જોઈ તે મોહિત થઈ ગઈ અને તે લઈ જઈ સુયેષ્ઠાને બતાવી. સુયેષ્ઠા પણ દેખતાં વેંત જ મોહી ગઈ. તેણીએ અભયકુમારને કહેવડાવ્યું કે, ખચિત મારે મારા બાપથી છાનું શ્રેણિક સાથે લગ્ન કરવું છે. તેમાં તું સહાયક થા. અભયકુમારે તેણીની મરજી જોઈ રાજગૃહીથી તેણીના મહેલ સુધી ધરતીમાં સુરંગ બનાવરાવી, અને પેલી દાસી મારફત તેણીને જણાવ્યું કે, અમુક દિવસે શ્રેણિક રાજા પોતે તને સુરંગ રસ્તે બોલાવવા આવશે. શ્રેણિકને પણ તેમ જણાવ્યું, નક્કી કરેલ દિવસે શ્રેણિક પોતાના ચુનંદા બત્રીસ આપ્ત પુરુષો (સુલસાના પુત્રો)ને લઈ સુરંગ રસ્તે આવ્યો. સુયેષ્ઠા જ્યારે ત્યાંથી રવાના થવા લાગી ત્યારે તેની નાની બહેન ચેલણાએ પણ શ્રેણિક સાથે જ લગ્ન કરવાની જીદ કરી, તે પણ સુજયેષ્ઠા સાથે જ સુરંગમાં આવી. કેટલોક માર્ગ વટાવ્યા પછી સયેષ્ઠાને ત્યારે યાદ આવવાથી બોલી કે, મારાં આભૂષણનો ડબો ભૂલી આવી છું તે હું પાછી જઈને લઈ આવું, ત્યાં લગી તમારે અહીંથી આગળ વધવું નહીં. એમ કહી તે પાછી ફરી. પણ ચેલણ તરત જ શ્રેણિકને કહ્યું કે, મહારાજ, શત્રુની હદમાં વધારે વખત રહેવું એ બહુ જોખમ ભરેલું છે. એમ સમજાવી તેની સાથે ચાલી નીકળી. સુજયેષ્ઠા આભૂષણો લઈ ત્યાં આવી ત્યારે શ્રેણિકને કે ચેલણાને જોયાં નહીં, તેથી તેઓ ઉપર કોપાયમાન થઈ ત્યાંથી પાછી ફરી પોતાના મહેલ ઉપર આવી. અને બૂમો મારવા લાગી, “અરે! છે કોઈ?'' અને રાજા ત્યાં આવી પહોંચ્યા; રાજાના હુકમથી સૈનિકો સુરંગ માર્ગે થઈ શ્રેણિક સાથે યુદ્ધ કરવા દોડ્યા. તે વખતે શ્રેણિકના તરફથી સુલસાના બત્રીસ પુત્રો સામા થઈ તે સૈનિકો Page #306 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૫૭ સામે યુદ્ધ કરવા લાગ્યા. આ વખત દરમ્યાન શ્રેણિક ચેલણાને લઈ ઘણો આગળ જતો રહ્યો અને પોતાના નગરે જઈ તરત જ તેણીની સાથે લગ્ન કરી લીધું. અહીંયા સંગ્રામમાં સુલસાના બત્રીસે પુત્રો એકી વખતે માર્યા ગયા. આ ખબર સાંભળી સુલસા અત્યંત દુઃખ કરવા લાગી ત્યારે અભયકુમારે તેણીને સમજાવી કે, સમક્તિધારી થઈ તું આમ અવિવેકીની પેઠે શું શોક કરે છે, અને આ શરીર તો ક્ષણિક છે માટે શોક કરવાથી શું થાય? આવી ધાર્મિક રીતે દિલાસો આપી સુલસાને શાંત કરી. એક વખત ચંપાનગરથી અંબડ પદ્વ્રિાજક (સંન્યાસીનો વેષધારી એક શ્રાવક) રાજગૃહી નગરે જવા તૈયાર થયો. ત્યારે તેણે શ્રી મહાવીરસ્વામીને વંદના કરી અરજ કરી કે, સ્વામી, આજે હું રાજગૃહી જાઉં છું. ભગવંતે કહ્યું કે, ‘‘ત્યાં સુલસા શ્રાવિકાને અમારો ધર્મલાભ કે'જો.'' તથાસ્તુ કહી તે ત્યાંથી નીકળી રાજગૃહી નગરે આવી પહોંચ્યો. તેણે મનમાં વિચાર કર્યો કે, જેને પ્રભુ પોતે ધર્મલાભ મારે મોઢે કહેવરાવે છે ત્યારે તે ખરેખર દૃઢ ધર્મી જ હશે. પરંતુ મારે તેની ધર્મના વિષયમાં સ્થિરતા કેવી છે તેની પરીક્ષા કરવી જોઈએ. એમ ધારી તે પહેલે જ દિવસે રાજગૃહીના પૂર્વ દિશાના દરવાજે પોતાના તપોબળથી ઉત્પન્ન થયેલી શક્તિથી સાક્ષાત્ બ્રહ્મનું રૂપ લઈ બેઠો. આવો ચમત્કાર જોઈ નગરના સર્વ લોક દર્શન માટે આવ્યા, પણ સુલસા શ્રાવિકા ન આવી. તેથી બીજે દિવસે બીજા દરવાજે મહાદેવનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ નગરના બધા લોકો ભક્ત બની તેના દર્શને આવ્યા, પણ સુલસા ન આવી. ત્રીજે દિવસે ત્રીજી દિશાને દરવાજે વિષ્ણુનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ બધા નગરના લોકો આવ્યા, પણ સુલસા ન આવી. ચોથે દિવસે ચોથા દરવાજે સમવસરણની રચના થઈ. પચ્ચીસમા તીર્થંકરનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ બીજા લોકો આવ્યા, પણ સુલસા ન આવી. તેથી તેણે કોક માણસ મોકલી સુલસાને કહેરાવ્યું કે, તને પચીસમા તીર્થંકર વંદન કરવા બોલાવે છે ત્યારે સુલસાએ જવાબ આપ્યો કે, ‘‘ભદ્ર, પચ્ચીસમા તીર્થંકર કદી હોય જ નહીં. એ તો કોઈ કપટી છે. અને લોકોને ઠગવા માટે આવેલો છે. હું તો સાચા તીર્થંકર મહાવીરસ્વામી વગર બીજાને વાંદવાની નથી.’’ અંબડ શ્રાવકને લાગ્યું કે આ સુલસા જરા માત્ર પણ ચલાયમાન થતી નથી, તેથી તે ખરેખર સ્થિર સ્વભાવવાળી છે, એમ જાણી અંબડ હવે શ્રાવકનો વેષ લઈ સુલસાને ઘેર ગયો. સુલસાનાં ઘણાં ઘણાં વખાણ કરી બોલ્યો કે, ‘‘હે ભદ્રે! તું ખરેખર પુણ્યશાળી છે, કેમ કે તને ભગવંત શ્રી મહાવીરસ્વામીએ મારે મોઢે ધર્મલાભ કહેવરાવ્યા છે.'' આટલું માત્ર સાંભળતાં જ તરત તે ઊઠી ઊભી થઈ અને ભગવંતને નમસ્કાર કરી સ્તવના કરવા લાગી કે, ‘‘મોહરાજા રૂપ પહેલવાનના બળને મર્દન કરી નાખવામાં ધીર, પાપ રૂપ કાદવને સાફ કરવામાં નિર્મળ જળ જેવા, કર્મ રૂપ રજ હરવામાં એક જ પવન જેવા, હે મહાવીર પ્રભુ, તમો સદાય જયવંતા રહો.'' અંબડ શ્રાવક સુલસાને આવી દૃઢ ધર્મિણી જોઈ તેની ઘણી ઘણી અનુમોદના કરી સ્વસ્થાનકે ગયો. સુલસા આવા ઉત્તમ ગુણોથી શોભતી, સારાં ધર્મ કૃત્યો કરી છેવટે સ્વર્ગસંપદાને પામી. ત્યાંથી આ ભરતખંડમાં આવતી ચોવીસીએ નિર્મમ નામના પંદરમા તીર્થંકર થઈ મોક્ષપદને પામશે. EKLOKTWINT Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન સિંહ શ્રેષ્ઠી - વસંતપુર નામના નગરમાં કીર્તિપાલ નામે રાજા હતો. તેને ભીમ નામે એક પુત્ર હતો અને સિંહ નામનો એક ગાઢ જૈન મિત્ર હતો. રાજાને તે પોતાના કુમારથી પણ વિશેષ પ્રિય હતો. એક વખત કોઈ એક પુરુષે રાજાને આવીને કહ્યું કે, “હે દેવ! નાગપુરના રાજા નાગચંદ્રને રત્નમંજરી નામે એક રૂપવતી કન્યા છે. તેના એક રોમનાં દર્શન કરવાથી પણ બે બ્રહ્મનો અનુભવ થાય છે અને તેનું દર્શન થવાથી બે કામદેવથી પૂર્ણ થવાય છે. તે કન્યાની તુલ્ય કોઈ બીજી કન્યા નથી. એ કન્યા તમારા કુમારને યોગ્ય છે, એવું ચિંતવી તેમણે મને વિશ્વાસુ જાણી, તમારી પાસે પ્રાર્થના કરવા મોકલ્યો છે, માટે તેને વરવા સારુ તમારા કુમારને મારી સાથે મોકલો.” દૂતનાં આવાં વચન સાંભળી રાજાએ પોતાના પ્રિય મિત્ર સિંહને કહ્યું, “મિત્ર! આપણા બંનેમાં કાંઈ પણ અંતર નથી, માટે કુમારને લઈને તમે નાગપુર જાઓ અને તેનો વિવાહ કરી આવો.” સિંહ શ્રેષ્ઠીએ અનર્થ દંડના ભયથી રાજાને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં, એટલે રાજા જરા ક્રોધ લાવી બોલ્યા કે, “શું તમને આ સંબંધ રુચતો નથી? શ્રેષ્ઠી બોલ્યા, “રાજેન્દ્ર! મને રુચે છે. પણ મેં સો યોજન ઉપરાંત નહીં જવા-આવવાનો નિયમ લીધો છે, અને અહીંથી નાગપુર સવાસો યોજન દૂર થાય છે; તેથી વ્રત ભંગ થવાના ભયથી હું ત્યાં જઈશ નહીં.” આ પ્રમાણે સાંભળતાં જ ઘી હોમવાથી અગ્નિની જેમ રાજાના કોપાગ્નિની જ્વાળા વિશેષ પ્રજ્વલિત થઈ; અને તે બોલ્યો કે, “અરે! શું તું મારી આજ્ઞા નહીં માને? તને ઊંટ ઉપર બેસાડી, સહસ્ર યોજન સુધી મોકલી દઈશ.” સિંહ બોલ્યો, “સ્વામી! હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ.” તે સાંભળી તરત રાજા હર્ષ પામ્યો. પછી પોતાના પુત્રને સૈન્ય યાર કરી અને સિંહ શ્રેષ્ઠીને સર્વ ક્રિયામાં આગેવાન ઠરાવી કુમાર સાથે રવાના કર્યો. માર્ગમાં સિંહે ધ આપીને ભીમકમારની સંસારવાસના તોડી નાખી, સો યોજન ચાલ્યા પછી સિંહ શ્રેષ્ઠી આગળ ચાલ્યો નહીં, એટલે સૈનિકોએ એકાંતમાં કુમારને જણાવ્યું કે, “કુમાર! અમને રાજાએ ગુપ્તપણે આજ્ઞા કરી છે કે, જો સિંહ શ્રેષ્ઠી સો યોજનથી આગળ ન ચાલે તો તમારે તેને બાંધીને નાગપુર લઈ જવો.” આ વિચાર કુમારે પોતાના ધર્મગુરુ સિંહ શ્રેષ્ઠીને નિવેદન કર્યો. સિંહે રાજકુમારને કહ્યું, “કુમાર! આ અસાર સંસારમાં પ્રાણીને શરીર પણ પોતાનું થતું નથી તો બીજું કોઈ શેનું થાય? માટે હું તો અહીંથી પાદપોપગમ અનસન કરીશ. પછી તેઓ મને બાંધી લઈ જઈને શું કરશે?' આ પ્રમાણે કહીને સિંહ શ્રેષ્ઠી સિંહની જેમ અનસન લેવા ચાલ્યો. કુમાર પણ તેની સાથે ગયો. એવામાં રાત્રિ પડી. સૈનિકોએ કુમારને અને સિંહને જોયા નહીં એટલે તેઓ ચારે તરફ તેઓને શોધવા લાગ્યા. એમ કરતાં થોડે દૂર આવેલા કોઈ પર્વત ઉપર તે બંને તેમના જોવામાં આવ્યા, પરંતુ દીક્ષા અને અનસન આદરી બેઠેલા તેમને જોઈને સૈનિકો પ્રણામ કરી બોલ્યા કે, “હે મહાશયો! અમારો અપરાધ ક્ષમા કરો. પણ છે સ્વામી! આ ખબર જાણી મહારાજા અમને ઘાણીમાં ઘાલીને પીલી નાખશે.” આ પ્રમાણે તેમણે ઘણા કાલાવાલા કર્યા, તથાપિ તેઓ જરા પણ ક્ષોભ પામ્યા નહીં. કહ્યું છે કે, “સંતોષ રૂપી અમૃત વડે તૃપ્ત થયેલા યોગી ભોગની ઇચ્છા કરતા નથી; કારણ કે, તે તો માટી તથા સુવર્ણમાં અને શત્રુ તથા મિત્રમાં કંઈ ફરક સમજતા નથી.” અનુક્રમે આ વાત કીર્તિપાલ રાજાના જાણવામાં આવી. તેથી તેને બહુ ક્રોધ ચડ્યો. તેણે નિશ્ચય કર્યો કે, કુમારને બાંધીને પરણાવવો અને સિંહને શત્રુની જેમ મારી નાખવો.” આવા વિચારથી રાજા તેમની Page #308 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | ( ૨૫૯ પાસે આવ્યા ત્યાં તો વ્યાધ્રાદિક પ્રાણીને તે બંનેનાં ચરણની સેવા કરતાં જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. અને વિચાર્યું કે, “આ બંનેને ભક્તિ વચનોથી જ બોલાવવા.” આવું ચિંતવીને તેણે વિનયી વાક્યોથી તેમને બોલાવવા માંડ્યા. પરંતુ દેઢ પ્રતિજ્ઞાવાળા તેઓ કિંચિત પણ ચલિત થયા નહીં. અનુક્રમે માસોપવાસને અંતે કેવળજ્ઞાન પામી સુરાસુરોએ નમેલા તે બંને મુક્તિને પ્રાપ્ત થયા. તેમનું મુક્તિ પ્રયાણ જાણી કીર્તિપાળ રાજાએ ઊંચે સ્વરે કહ્યું કે, “હે મિત્ર! તારો એવો નિશ્ચય હતો કે સો યોજનથી વધારે જવું નહીં, પણ આ વખતે તું મને મૂકીને અસંખ્ય યોજન દૂર રહેલા શિવનગરમાં કેમ ચાલ્યો ગયો?' આ પ્રમાણે વિલાપ કરતો કીર્તિપાલ રાજા પોતાના નગરમાં આવ્યો. પ્રાણ ત્યાગ કરવો પડે તે સારું પણ સ્વીકાર કરેલા વ્રતનો ત્યાગ કરવો તે સારું નહીં, આવો દઢ વિચાર રાખી ભવ્ય પ્રાણીઓએ સિંહ શ્રેષ્ઠીની જેમ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કરવું. છોડ્યું તો છોડી જાયું શાલીભદ્ર પૂર્વદા સુપાત્ર દાન પુણે, અવતરે નવાણું પેટી પ્રતિદિન, ધન્ય શાલીભદ્ર આપને, તજી સઘળું થયા સંયમલીન. પૂર્વભવમાં સાધુભગવંતને સુપાત્ર દાન આપવાથી રાજગૃહીનગરીના વૈભવશાળી શ્રેષ્ઠી ગોભદ્ર અને ભદ્રામાતાના પુત્રરૂપે જન્મ પામનાર શાલીભદ્ર અતુલ સંપત્તિ ને ૩૨ સુંદરીઓનો સ્વામી હતો. ગોભદ્ર શેઠે પ્રભુ મહાવીર પાસે સંયમ સ્વીકારીને આરાધના કરી, આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ગયા. સ્વર્ગમાં ગયા પછી પુત્રની પ્રીતિને કારણે પ્રતિદિન દિવ્ય વસ્ત્રો-આભૂષણો અને વિવિધ પ્રકારની ભોગ સામગ્રી મોકલતા હતા. એક વખત શ્રેણિક રાજા શાલીભદ્રની સમૃદ્ધિની પ્રશંસા સાંભળીને એમના મહેલમાં આવ્યા, ત્યારે શાલીભદ્રને વિચાર આવ્યો કે ““મારે માથે સ્વામી છે!' એ વિચારથી વૈરાગ્યવાસિત બની અઢળક સંપત્તિનો ત્યાગ કરીને પ્રભુ મહાવીર પાસે દીક્ષા સ્વીકારીને રત્નત્રયીની આરાધના કરી. “શાલીભદ્રની ઋદ્ધિ હોજો.” એમ દીપાવલીના પર્વમાં ચોપડાપૂજન વખતે લખીએ છીએ ત્યારે એટલું સ્મરણ કરવું જોઈએ : શાલીભદ્રની માફક સુપાત્રદાન દ્વારા પુણ્યોપાર્જન કરવું જોઈએ : અને અંતે આટલી સમૃદ્ધિમાં રાચતો હોવા છતાં વૈરાગ્ય પામીને સંયમ દ્વારા આત્મકલ્યાણ કર્યું. એ જ એમની પ્રતિભાની વિશેષતા. “સબ પુદગલકા ખેલ”ના અજબ શ્રદ્ધાવંત ( સુબુદ્ધિ મંત્રી ) જિનશત્રુ રાજા ચંપા રાજ્યનો સ્વામી હતો તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. અદીન શત્રુ નામે તેને યુવરાજ હતો. રાજ્યનો બધો કારભાર શ્રમણોપાસક સુબુદ્ધિ નામનો તેનો મંત્રી ચલાવતો હતો. એક વેળા રાજાએ પોતાના આંગણે મહોત્સવ માંડ્યો. તે નિમિત્તે તેણે પોતાને ત્યાં રાજ્યના અધિકારી, સામંતો તેમ જ આગળ પડતા નાગરિકોને ભોજન માટે આમંત્ર્યા. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] [ જૈન પ્રતિભાદર્શન પાંચ પક્વાન, ઘણાં શાકભાજી ઇત્યાદિ સુંદર પ્રકારની રસવંતી તૈયાર થઈ. સહુની સાથે ભોજન કરતાં કરતાં રાજાએ ખૂબ રસપૂર્વક પોતાની રસોઈની પ્રશંસા કરી. બધાએ રાજાની હા માં હા ભણી, પણ વિવેકશીલ અને ગંભીર એવા મંત્રીએ થોડી વાર પછી રાજાને જણાવ્યું : પ્રભુ! આપે કહ્યું તે બરાબર છે. પુદ્ગલના આ પ્રકારના સ્વભાવમાં કાંઈ પણ નવું નથી, છતાં આ બધી વસ્તુઓ એકાંતે સારી જ છે કે એકાંતે નબળી જ છે, એમ ન જ કહી શકાય. જે વિષય આજે મનોહર દેખાય છે, તે વિષય બીજી જ ક્ષણે ખરાબ બની જાય છે. જે પુગલો એક ક્ષણે શ્રવણને ગમે તેવા મધુર હોય છે. તે બીજી ક્ષણે શ્રવણને ન ગમે તેવાં કઠોર અને કટુ બની જાય છે. અને જે પુદ્ગલો આંખને અત્યંત પ્રસન્નતા આપનારાં હોય છે કે કોઈ વાર જોવાં પણ ન ગમે તેવાં થઈ જાય છે. સુગંધી પુલો કેટલીક વાર માથું ફાટી જાય એવાં દુર્ગધયુક્ત થઈ જાય છે; અને દુર્ગધી પુદ્ગલો હોય તે બીજી ક્ષણે બેસ્વાદ અને ચાખવા ન ગમે તે વળી કોઈવાર મધુર પણ થઈ જાય છે. જે પુદ્ગલોનો સ્પર્શ કરવાનું વારંવાર આપણને મન થાય તે જ પુદ્ગલો કેટલીક વાર અડકવા પણ ન ગમે તેવાં થઈ જાય છે. જ્યારે કેટલીક વાર એથી ઊલટું પરિણામ પણ આવે છે. એટલે અમુક વસ્તુ સારી અને અમુક વસ્તુ ખરાબ છે, એવો એકાંત નિયમ નથી. કેટલીક વાર સરસ વસ્તુ સંયોગોવશાત્ બગડી પણ જાય છે, અને ખરાબ વસ્તુ સુધરી પણ જાય છે. એ તો માત્ર પુગલોનો સ્વભાવ અને સંયોગની વિચિત્રતા છે. વિવેકશીલ સુબુદ્ધિની આ તત્ત્વભરપૂર હકીકત જિતશત્રુને ગમી નહીં, કારણ કે તેના હૈયામાં હજુ મિથ્યાત્વ ઘેરાતું હતું, છતાં વધુ ચર્ચા ન કરતાં તે ચૂપ રહ્યો. - એક વાર જિતશત્રુ રાજા ઘોડેસ્વાર થઈને મોટા પરિવારની સાથે નગરની બહાર એક ખૂબ દુર્ગધ મારતી ખાઈ આગળથી પસાર થઈ રહ્યો હતો. તેમાં રહેલા પાણીનો રંગ ઘણો જ ખરાબ હતો અને સડેલા મડદા જેવી ગંધ તેમાંથી આવી રહી હતી. સંખ્યાબંધ કીડાઓથી એ ગંદુ પાણી ખદબદતું હતું. ત્યાં તે પાણીની અસહ્ય દુર્ગધથી રાજાને નાક દાબવું પડ્યું હતું. આ દુર્ગધથી કંટાળી જરાક આગળ જઈ તેણે કહ્યું, “કેટલું ખરાબ છે આ પાણી. સડેલા મડદા જેવી ગંધ મારે છે, તેનો સ્વાદ અને સ્પર્શ પણ કેટલાં ખરાબ હોય?” રાજાની આ વાત પણ જ્ઞાતા અને દૃષ્ટા મંત્રી સિવાય બીજા બધાએ કબૂલ કરી. માત્ર સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, “સ્વામિન્! મને તો આ વાતમાં કંઈ નવાઈ લાગતી નથી. મેં પહેલાં કહ્યું હતું તે પ્રમાણે આ બધી પુદ્ગલોના સ્વભાવની વિચિત્રતા જ છે.” રાજા જિતશત્રુને કાંઈક ખોટું લાગ્યું. તેણે સુબુદ્ધિને કહ્યું : “તારો અભિપ્રાય બરાબર નથી. મને તો તારું કથન દુરાગ્રહ ભરેલું જ લાગે છે. જે સારું છે તે સારું જ છે અને જે ખરાબ છે તે ખરાબ છે. તેનો સ્વભાવ પલટાઈ જાય એવું તે કાંઈ બનતું હશે કે?' રાજાના કથન પરથી સુબુદ્ધિને લાગ્યું કે, “વસ્તુમાત્ર પરિવર્તનશીલ છે એ વાત રાજા જાણતો નથી; માટે મારે પ્રત્યક્ષ પ્રયોગ કરી બતાવીને જૈન સિદ્ધાંતમાં કહેલું વસ્તુનું સ્વરૂપ બરાબર સમજાવવું જોઈએ. આમ વિચાર કરી મંત્રીએ બજારમાંથી કોરા નવ ઘડાઓ મંગાવ્યા અને પોતાના માણસો દ્વારા એ જ ગંદી ખાઈનું પાણી ગાળીને એ ઘડામાં ભરી મંગાવ્યું. ત્યાર બાદ તે ઘડાઓ સાત દિવસ સુધી બરાબર બંધ કરી મૂક્યા. ત્યાર બાદ નવા ઘડાઓમાં તે પાણી ગાળીને નંખાવ્યું તથા દરેકમાં તાજી રાખ નાખી. [ સાત દિવસ બાદ ફરી નવા ઘડા મંગાવી તેણે ફરી તેમાં રાખ નાખી એ જ પાણી ગાળીને નંખાવ્યું. આમ - Page #310 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૨૬૧ સતત સાત અઠવાડિયાં સુધી કર્યું. સાતમે અઠવાડિયે એ પાણીનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વચ્છમાં સ્વચ્છ પાણી જેવો થયો. એ ઉત્તમ પાણીને વધુ ઉત્તમ બનાવવા સુબુદ્ધિએ તેમાં સુગંધી વાળો, મોથ વગેરે દ્રવ્યો મેળવ્યાં અને રાજાના સેવકને એ પાણી આપ્યું. તેણે તે પાણી ભોજન વખતે રાજાને આપવાની સૂચના કરી. રાજાએ ભોજન લીધું. બાદ રાજાના સેવકે તે પાણી આપ્યું. જમ્યા પછી રાજાએ પાણી પીને તેનાં ખૂબ વખાણ કર્યા, અને સાથે જમનારા બધા માણસોને તેણે કહ્યું, “આપણે જે પાણી અત્યારે પીધું તે ઉત્તમોત્તમ છે. શું એનો સ્વાદ! શું એનો રંગ! શી એની ગંધ અને કેવી એની હિમ કરતાં યે વધારે શીતલતા! હું તો આવા પાણીને સર્વ શ્રેષ્ઠ જળ કહું છું.” વખાણ કરતાં કરતાં રાજાએ સેવકને પૂછ્યું, “આ પાણી તે કયાંથી મેળવ્યું?' સેવકે બોલ્યો : “મહારાજ! એ પાણી મંત્રીશ્વરને ત્યાંથી આવેલું છે.” રાજાએ સુબુદ્ધિને બોલાવીને પૂછ્યું : 'તું આવું સરસ પાણી ક્યાંથી લાવ્યો?' સુબુદ્ધિએ જવાબ આપ્યો : મહારાજ! એ પાણી પેલી ગંધાતી ખાઈનું જ છે.” રાજાએ વિસ્મય સાથે ફરી પૂછ્યું : “શું આ પેલી ગંદી ખાઈનું પાણી છે?' - સુબુદ્ધિએ કહ્યું “મહારાજ! એ તેનું જ પાણી છે. જૈન શાસન કહે છે કે, વસ્તુ માત્ર પરિવર્તનશીલ છે. જ્યારે તમે ભોજનનાં વખાણ કર્યા અને ખાઈના પાણીની નિંદા કરી ત્યારે તમને જૈન સિદ્ધાંતનો પરમાર્થ સમજાવવા મેં યત્ન કરેલો, પણ તમારા માન્યામાં તે વાત આવી નહિ. તેથી મેં ખાઈના ગંધાતા પાણી ઉપર પ્રયોગ કરીને તમને તે પ્રત્યક્ષ કરી બતાવ્યો.” આમ છતાં રાજાને સુબુદ્ધિ મંત્રીની વાત પર વિશ્વાસ ન આવ્યો તેથી તેણે પોતાની દેખરેખ નીચે અંગત માણસો દ્વારા એ મંગાવી. સુબુદ્ધિ મંત્રીના કહેવા મુજબ એ પ્રયોગ કરી જોયો. ત્યાર બાદ તેને પાકી ખાત્રી થઈ કે, સુબુદ્ધિનું કહેવું તદ્દન ખરું છે. એટલે તેણે સુબુદ્ધિને બોલાવીને પૂછયું : “વસ્તુના સ્વરૂપને લગતું આવું જ્ઞાન તને કયાંથી મળ્યું?' સુબુદ્ધિએ નમ્રતાથી કહ્યું, : “પ્રભુ! જિનેશ્વર દેવનાં વચનોથી હું એ સિદ્ધાંત સમજ્યો છું, તેથી જ કોઈ સુંદર વસ્તુ જોઈને હું ફુલાતો નથી, તેમ જ નઠારી વસ્તુ જોઈને અકળાતો નથી. વસ્તુના પર્યાયોનું યથાર્થ ભાન થવાથી વિવેકી આત્માઓ પોતાનો સમભાવ ટકાવી બરાબર મધ્યસ્થ રહી શકે છે. આથી રાગદ્વેષ તથા કષાયોના યોગે મલિનતા તેના આત્મામાં આવી નથી.' શ્રમણોપાસક સુબુદ્ધિ મંત્રીની આવી સરસ વાત સાંભળીને રાજાને જૈન સિદ્ધાંતનું રહસ્ય સમજવાની તીવ્ર ઇચ્છા થઈ. ત્યાર બાદ સુબુદ્ધિ મંત્રીએ રાજાને જૈન સિદ્ધાંતમાં રહેલું જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું. રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. ક્રમશઃ સદ્ગુરુની નિશ્રાએ રત્નત્રયની આરાધના કરી તે બન્ને કર્મ ખપાવીને મુક્તિપદને પામ્યા. (શ્રીકાન્ત શ્રેષ્ઠી ) રાજગૃહી નગરીમાં શ્રીકાંત નામે એક શ્રેષ્ઠી હતો. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે. એક વખતે બારવ્રતને ધારણ કરનાર જિનદાસ નામે કોઈ શ્રાવક તે નગરીમાં આવ્યો. શ્રીકાન્ત શેઠે તેને ભોજન માટે આમંત્રણ આપ્યું. જિનદાસે કહ્યું કે, “જેની આજીવિકાના પ્રકાર મારા જાણવામાં ન હોય તેને ઘેર હું ભોજન કરતો નથી.” શ્રીકાન્ત કહ્યું, “હું શુદ્ધ વ્યાપાર કરું છું.” જિનદાસે કહ્યું, ““તમારા ઘરખરચ જૈ. ૨૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ [ જૈન પ્રતિભાદર્શન પ્રમાણે તમારો વ્યાપાર જોવામાં આવતો નથી; માટે સત્ય હોય તે કહો.” પછી શ્રીકાંતે જિનદાસ પારકું ગુહ્ય પ્રકટ કરે એમ નથી, એવી ખાતરી થવાથી પોતાના વ્યાપારની અને ચોરીની સત્ય વાત કહી. ત્યારે જિનદાસે કહ્યું, “હું તમારે ઘેર ભોજન કરીશ નહીં, કારણ મારી બુદ્ધિ પણ તમારા આહારથી તમારા જેવી થાય.” શ્રીકાંતે કહ્યું, “ચોરીના ત્યાગ વિના જે તમે કહો તે હું ધર્મ કરું.” - જિનદાસે કહ્યું કે, “ત્યારે તમે પ્રથમ અસત્ય બોલવું નહીં, તે વ્રત ગ્રહણ કરો. અસત્ય વિષે કહ્યું છે કે, ત્રાજવામાં એક તરફ અસત્યનું પાપ રાખ્યું અને બીજી તરફ બીજાં બધાં પાપો રાખ્યાં, તો પણ અસત્યનું પાપ અધિક થયું. જે કોઈ શિખાધારી, મુંડી, જટાધારી, દિગંબર કે વલ્કલધારી થઈ લાંબો વખત તપસ્યા કરે છે પણ જો મિથ્યા બોલે તો તે ચંડાળથી પણ નિંદવા યોગ્ય થાય છે. વળી અસત્ય તો અવિશ્વાસનું કારણ છે અને સત્ય વિશ્વાસનું મૂળ કારણ છે તથા સત્યનું અચિંત્ય મહાભ્ય છે. લોકમાં પણ કહેવાય છે કે, દ્રૌપદીએ સત્ય બોલવાથી આમ્રવૃક્ષને નવપલ્લવિત કર્યું હતું. તે વાર્તા નીચે પ્રમાણે : હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિરના ઉદ્યાનમાં માઘ માસના વિષે એકદા અઠ્યાસી હજાર ઋષિઓ આવ્યા. રાજાએ તેમને ભોજનને માટે નિમંત્રણ કર્યું. ત્યારે તેઓ બોલ્યા કે “હે રાજ! જો તમે આમ્રરસથી ભોજન કરાવો તો અમે જમીશું, નહીંતર નહીં જમીએ.” એ સાંભળી રાજા યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા કે, “આ આમ્રની ઋતુ નથી, તો અકાળે આમ્રફળ શી રીતે મળી શકે.” તેવામાં અકસ્માત નારદ મુનિ આવી ચડ્યા. તેણે રાજાની ચિંતા જાણીને કહ્યું કે, “જો તમારાં પટરાણી દ્રૌપદી સભામાં આવી, પાંચ સત્ય બોલે તો અકાળે પણ આમ્રવૃક્ષ ફળે.” રાજાએ એ વાત અંગીકાર કરી, દ્રૌપદીને સભામાં બોલાવ્યાં. નારદે સતીને પૂછ્યું કે, “હે સતી ! પાંચ પતિથી સંતોષ ધરાવનારાં એવાં તમે સતીપણું, સંબંધ, શુદ્ધપણું, પતિના પ્રેમ અને મનમાં સંતોષ એ પાંચ બાબત સંબંધી જે સત્ય હોય તે કહો.” દ્રૌપદી અસત્યથી ભય પામીને જે સ્ત્રીઓનું ગુહ્ય હતું તે સત્ય સત્ય રીતે કહેવા લાગ્યાં : “હે મુનિ! રૂપવાન, શુરવીર અને ગુણી એવા મારે પાંચ પતિઓ છે, તથાપિ કોઈ વાર છઠ્ઠામાં મન જાય છે. હે નારદ ! જ્યાં ધી એકાંત, યોગ્ય અવસર અને કોઈ પ્રાર્થના કરનાર મળે નહીં ત્યાં સુધી જ સ્ત્રીઓનું સતીપણું છે. સ્વરૂપવાન પુરુષ પિતા, ભ્રાતા કે પુત્ર હોય તો પણ તેને જોઈને કાચા પાત્રમાંથી જલની જેમ સ્ત્રીઓનાં ગુપ્તાંગો ભીંજાયા કરે છે. હે નારદ ! જેમ વર્ષા ઋતુનો સમય કષ્ટદાયક છે, તથાપિ આજીવિકાનું કારણ હોવાથી સર્વને વહાલો લાગે છે તેમ ભરથાર ભરણપોષણ કરે છે તેથી સ્ત્રીને વહાલો લાગે છે, કાંઈ પ્રેમથી વહાલો લાગતો નથી. સરિતાઓથી સમુદ્ર તુપ્ત થતો નથી અને સર્વ પ્રાણીઓથી યમરાજ તૃપ્ત થતો નથી તેમ પુરુષોથી સ્ત્રી તૃપ્ત થતી નથી. હે નારદ ! સ્ત્રી અગ્નિના કુંડ સમાન છે, તેથી ઉત્તમ જનોએ સ્ત્રીઓનો સંસર્ગ છોડી દેવો.' આ પ્રમાણે દ્રૌપદી પાંચ સત્ય બોલી, તેમાં પ્રથમ સત્યે આંબાને અંકુર થયા. બીજે સત્યે પલ્લવ થયાં, ત્રીજે સત્યે ટીસીઓ થઈ, ચોથે સત્યે મંજરી થઈ અને પાંચમાં સત્યે પાકા મધુર ફળ થઈ ગયાં. તે જોઈ સર્વ સભાસદો પ્રશંસા કરવા લાગ્યા, પછી તે આમ્રના રસ વડે યુધિષ્ઠિરે સર્વ મુનિઓને પારણું કરાવ્યું. આ પ્રમાણે સત્ય વચનનો મહિમા લોકમાં અને શાસ્ત્રમાં વર્ણવેલો છે. એથી હે શ્રીકાંત શેઠ!! તમે પણ તે સત્ય વ્રત સ્વીકારો.” આ પ્રમાણે સાંભળી શ્રીકાંતે સત્ય વ્રત સ્વીકાર્યું. જિનદાસે કહ્યું, “શ્રેષ્ઠી જીવનની જેમ આ વ્રત યાવવિ પાળજો.' શ્રીકાંતે કહ્યું કે, ““રાજ્ય જાઓ અને આ નાશવંત પ્રાણ ક8 Page #312 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૬૩ પણ જાઓ, પણ મારી વાચા ન જાઓ. આવું નીતિનું વચન છે, તેથી મેં જે વ્રત લીધું છે તેનો હું કદી પણ ભંગ કરીશ નહીં.” હવે શ્રીકાંત શેઠે આ વ્રત ગ્રહણ કર્યું. તથાપિ તેનો ચોરીનો સ્વભાવ તો ગયો નહોતો. તેથી એક વખતે શ્રીકાંત શેઠ ચોરી કરવા ગયો. ત્યાં માર્ગે નગરચર્યા જોવા નીકળેલા શ્રેણિક રાજા અને અભયકુમાર મળ્યા. તેમણે શ્રીકાંતને પૂછ્યું કે, “તું કોણ છે?” તેણે કહ્યું “હું પોતે છું.” ફરી પૂછ્યું કે “તું કયાં જાય છે?” શ્રીકાંતે કહ્યું કે, “રાજાના ભંડારમાં ચોરી કરવાને જાઉં છું.” પુનઃ પૂછ્યું કે “તું ક્યાં વસે છે?” શ્રીકાંતે કહ્યું કે, “અમુક પાડામાં વળી પૂછ્યું કે, “તારું નામ શું?” શ્રીકાંતે કહ્યું કે, “મારું નામ શ્રીકાંત છે.” તે સાંભળીને શ્રેણિક તથા અભયકુમાર આશ્ચર્ય પામ્યા કે, “ચોર આવી રીતે સાચું કહે નહીં, માટે આ ચોર જણાતો નથી.” પછી તેઓ આગળ ચાલ્યા. પાછા વળતાં પેલો શ્રીકાંત રાજાના ભંડારમાંથી પેટી લઈને જતો હતો. તેને પાછા શ્રેણિક તથા અભયકુમાર મળ્યા. તેણે પૂછ્યું કે, “આ શું લીધું છે?” શ્રીકાંતે કહ્યું કે, “રાજાના ભંડારમાંથી આ રત્નની પેટી લઈને ઘેર જાઉં છું.” આવું તેનું વાક્ય સાંભળી તેઓ રાજમહેલમાં ગયા. પ્રાત:કાળે ભંડારીએ ભંડારમાં ચોરી થયેલી જાણી, બીજી પણ કેટલીક વસ્તુઓ આઘીપાછી કરીને પછી પોકાર કરી કોટવાલને તિરસ્કાર સાથે ભંડારમાં ચોરી થયાનું કહ્યું. તે વાતની રાજાને ખબર થઈ એટલે તેણે ભંડારીને બોલાવીને કહ્યું કે, “કોશમાંથી શું શું ગયું છે?'' ભંડારીએ કહ્યું કે, “રત્નની દશ પેટીઓ ગઈ છે.” પછી રાજાએ મંત્રી સામું જોઈ પેલા શ્રીકાંતને બોલાવ્યો અને પૂછ્યું કે, “રાત્રે તે શું ચોર્યું છે? તે પૂછતાં જ શ્રીકાંતે જાણ્યું કે રાત્રે જે બે જણ મળ્યા હતા તે જ આ છે. તેથી તેણે કહ્યું કે, “સ્વામિન્! તમે શું ભૂલી ગયા? તમારા દેખતાં જ હું મારી આજીવિકા માટે એક પેટી લઈને જતો હતો.' શ્રેણિક રાજાએ કહ્યું કે, “અરે ચોર! તું મારી પાસે પણ સાચું બોલતાં કેમ ભય પામતો નથી?' શ્રીકાંત બોલ્યો કે, “મહારાજ! પ્રાજ્ઞ પુરુષોએ પ્રમાદથી પણ અસત્ય ન બોલવું જોઈએ, કેમ કે અસત્ય બોલવાથી પ્રચંડ પવન વડે વૃક્ષની જેમ કલ્યાણ (સુકત)નો ભંગ થઈ જાય છે. વળી તમે ક્રોધ પામો તો આ લોકમાં એક ભવના સુખનો નાશ કરો, પણ જો સત્ય વ્રતનો ભંગ કરું તો અનંત ભવમાં મને દુઃખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણેના તેનાં વચનો સાંભળી રાજા શ્રેણિકે તેને શિક્ષા દીધી કે, “જેવું આ બીજું સત્ય વ્રત પાળે છે, તેવી રીતે બીજાં વ્રત પણ પાળ.” શ્રીકાંતે તે સ્વીકાર્યું, એટલે રાજાએ જૂના ભંડારીને રજા આપીને તે પદવી ઉપર શ્રીકાંતને રાખ્યો. અનુક્રમે તે મહાવીર સ્વામીના શાસનનો શ્રાવક થયો. આ પ્રમાણે શ્રીકાંત ચોરે જિનદાસ શ્રાવકના વાકયથી દઢતા વડે વચનરૂપ બીજું વ્રત લીધું તેવું પાળ્યું તો તેથી આ લોકમાં જ ઈષ્ટફળ પ્રાપ્ત કર્યું. તેથી ભવ્ય પ્રાણીઓએ જરૂર સત્યવ્રત ગ્રહણ કરવું. દુઃખને ઘોળીને પી જનારા : અઠ્ઠમ તપ પ્રેમી : જિનોપાસક : ધર્મરક્ષક (શ્રી નાગકેતુ) અંત સમયની ભાવના, પૂર્વભવની થઈ સાકાર; જન્મતાંજ અટ્ટમ કર્યો, નાગકેતુ કેવલી નમું સારા Page #313 -------------------------------------------------------------------------- ________________ [ જૈન પ્રતિભાદર્શન પૂર્વભવમાં નાગકેતુ કોઈ એક વણિકના પુત્ર હતા. નાનપણમાં જ એમની માતા મરી ગઈ અને એથી એમના પિતા બીજી કન્યા પરણ્યા. એ નવી આવેલી સ્ત્રીને એની શોક્યનો આ પુત્ર શલ્યની જેમ ખૂંચવા લાગ્યો અને એથી ઘણા પ્રકારે એને પીડવા લાગી. પૂરતું ખાવાનું ન આપે, ઘરકામ ઘણું કરાવે અને મૂઢ માર મારે. ઘણા વખત સુધી આ પીડા સહન કરતાં કરતાં તે ત્રાસી ગયો અને ઘર છોડી બીજે ભાગી જવા માટે એક સાંજે ઘરેથી નીકળ્યો. ૨૬૪ ] નાસી જતાં—તે નગર બહાર નીકળતાં પહેલાં જિનેશ્વરનાં દર્શન કરવા એક દેરાસરમાં જઈ સ્તુતિવંદના કરી, તેના ઓટલે બેઠો હતો. સદ્ભાગ્યે તેનો એક મિત્ર દહેરાસરમાંથી બહાર નીકળ્યો અને મિત્રને નિરાશ વદને બેઠેલો જોઈ તેને પૂછ્યું : “કેમ ભાઈ, શું ચિંતામાં છે?’' વણિકપુત્રે જવાબ આપ્યો કે, ‘કંઈ કહેવાય એવું નથી. અપાર દુઃખિયારો છું અને હવે ત્રાસી જવાથી ઘરેથી ભાગી જવા નીકળ્યો છું.'' પેલા મિત્રે તેને સાંત્વન આપતાં કહ્યું, ‘ભાઈ, ગભરાઈશ નહીં. ધર્મથી બધાં સારાં વાનાં થાય છે. તપથી ઘણાં કર્મો ખપે છે. પૂર્વભવમાં તે તપ કર્યું નથી માટે તું દુ:ખી થાય છે. માટે તું એક અઠ્ઠમ કર.'' આવતા વર્ષે પર્યુષણ પર્વ આવે છે ત્યારે અઠ્ઠમ તપ કરવાનો એણે નિશ્ચય કર્યો, એટલે બહારગામ નાસી ન જતાં પાછો રાત્રે ઘરે આવ્યો. ઘરના દરવાજા તો બંધ હતા એટલે ઘર બહાર ઘાસની ગંજી હતી તે ઉપર તે સૂઈ ગયો. પણ મનમાં અઠ્ઠમ તપ જરૂર કરીશ એવી ભાવના ભાવતો રહ્યો. અપરમાતાએ બારીમાંથી જોઈ લીધું કે, આ શલ્ય આજે ઠીક લાગમાં આવ્યો છે. ગંજીને આગ ચાંપી દઉં તો આ મરી જાય, અને મારી ઘણા વખતની ઇચ્છા આનું કાશળ કાઢવાની છે તે પૂરી થાય. એમ વિચારી ઘોર રાત્રીએ ઘાસની ગંજી અને બહારનો પવન તથા અગ્નિ સાથે મળતાં થોડા જ વખતમાં ઘાસની ગંજી ચારે બાજુથી સળગી ગઈ અને એ વણિકપુત્ર જીવતો બળી ભડથું થઈ ગયો. પણ મરતાં મરતાં પણ અક્રમ કરવો છે તે ભાવના છેલ્લી ક્ષણે પણ રહી. ત્યાંથી મરીને ચંદ્રકાંત નામની નગરીમાં વિજયસેન નામના રાજાના રાજ્યમાં શ્રીકાંત નામના શેઠને ત્યાં તેની સખી નામની ભાર્યાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ નાગકેતુ પાડ્યું. અહીં એનાં માતાપિતા બહુ ધર્મશીલ હતાં અને પર્યુષણ આવતાં હોવાથી રાત્રે એકાંતે અઠ્ઠમ તપ કરવાની વાતો થઈ. આ સાંભળતાં નાગકેતુને જાતિસ્મરણજ્ઞાન થયું અને એ જ્ઞાન બળે પોતાનો પૂર્વભવ જાણ્યો અને અઠ્ઠમ કરવો છે, ચોક્કસ કરવો છે તેનું સ્મરણ થયું. આ ભાવનાને સફળ કરવાને તેણે પણ પર્યુષણમાં અઠ્ઠમ તપ આદર્યું. તરતના જન્મેલ નાગકેતુનું શરીર તદ્દન કોમળ હતું. તેનો આત્મા જ્ઞાન પ્રગટવાથી બળવાન બન્યો; પણ શરીરમાં એટલું બળ ચાં હતું? દૂધ નહીં પીવાથી એનું શરીર કરમાવા માંડ્યું. એનાં માતાપિતાને ખબર નથી કે બાળકે અઠ્ઠમનું તપ કર્યું છે, માટે ધાવતો નથી, પાણી પણ લેતો નથી. તેઓએ અનેક ઉપચાર કરવા માડ્યાં. આ તો ન ધાવે કે ન દવા પીએ. પરિણામે અશક્તિ એટલી વધી જવા પામી કે, તે બાળક મૂર્છા પામી ગયો. મૂર્છા પામેલ બાળકને આ લોકોએ મરી ગયેલો માની લીધો અને એને જંગલમાં જઈને દાટી પણ દીધો. પોતાનો પુત્ર મરી ગયો એમ માનવાના કારણે શેઠને બહુ આઘાત લાગ્યો. શેઠ મૂળ તો નિઃસંતાન Page #314 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૨૬૫ હતા; કેટલીક માનતાઓ માન્યા બાદ આ પુત્ર તેઓ પામ્યા હતા. તે મરી ગયો એમ લાગ્યું એથી એમને લાગેલ આધાત ન જીરવી શકવાથી તે બાળકનો બાપ સાચે જ મૃત્યુ પામ્યો. એ કાળમાં, એ રાજયમાં એવો કાયદો હતો કે અપુત્રિયાનું ધન રાજા ગ્રહણ કરે. કોઈ પણ માણસ મરી જાય અને જો એને પુત્ર ન હોય તો એના ધનાદિનો માલિક રાજા થાય. રાજ્યના એ કાયદા મુજબ આ શેઠનું ધન લેવાને માટે રાજાએ પોતાના સેવકોને આ શેઠના ઘેર મોકલ્યા. અહીં બન્યું એવું કેબાળકના અઠ્ઠમ તપના પ્રભાવથી ધરણેનું આસન કંપ્યું. પોતાનું આસન કંપવાથી ધરણેન્દ્ર ઉપયોગ મૂક્યો અને સઘળી વાત સમજવાથી તરત જ ધરણેન્દ્ર ત્યાં આવી, પહેલાં ભૂમિમાં રહેલા બાળકને અમૃત છાંટીને આશ્વાસન આપ્યું. અને પછી ધરણેન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને જે રાજસેવકો ધન લેવાને આવ્યા હતા, તેમને એ શેઠનું ધન ગ્રહણ કરતા અટકાવ્યા. આ વાત રાજસેવકોએ જઈ રાજાને કહી, એટલે રાજાએ પોતે ત્યાં આવીને એ બ્રાહ્મણને રાજયનો કાયદો સમજાવ્યો અને કહ્યું કે, “અમારો આ પરંપરાગત નિયમ છે કે અપુત્રિયાનું ધન ગ્રહણ કરવું. તો પછી તું આમાં અટકાયત કેમ કરે છે?” બ્રાહ્મણે કહ્યું કે, “તમારે ધન તો અપુત્રિયા હોય તેનું ગ્રહણ કરવાનું છે ને? આનો પુત્ર તો જીવે છે.” રાજાએ કહ્યું કે “ક્યાં છે? ક્યાં જીવે છે એ બાળક?' એટલે બ્રાહ્મણે ભૂમિમાં દટાયેલા બાળકને બહાર કાઢીને બતાવ્યું અને એ જીવિત છે તે છાતીના ધબકારા બતાવી સમજાવ્યું. આથી રાજા, તેના સેવકો અને નગરના લોકો બહુ આશ્ચર્ય પામ્યા. આશ્ચર્ય પામેલા રાજાએ પૂછ્યું કે, “તમે કોણ છો? અને આ બાળક કોણ છે?” એ વખતે વેશધારી બ્રાહ્મણે કહ્યું કે, “હું નાગરાજ ધરણેન્દ્ર છું. અને આ બાળમહાત્માએ અમનું તપ કર્યું તેના પ્રભાવે અત્રે તેને સહાય કરવા આવ્યો છું.” રાજાના પૂછવાથી ધરણેન્દ્ર બાળકના પૂર્વભવનો વૃત્તાંત પણ કહી સંભળાવ્યો. અને અંતે કહ્યું કે, “લઘુકર્મી આ મહાપુરુષ આ ભવમાં જ મુક્તિ પામવાનો છે. અને આ બાળક રાજ્ય ઉપર પણ મોટા ઉપકારને કરનારો નીવડવાનો છે.” આમ કહી નાગરાજ ધરણેન્દ્ર પોતાના ગળાનો હાર કાઢી નાગકેતુને પહેરાવ્યો. અને પોતે સ્વસ્થાનકે ગયા. વ્યાખ્યાનકાર આચાર્ય શ્રી લક્ષ્મીસૂરિજીએ આથી જ એમ જણાવ્યું છે કે, “શ્રી નાગકેતુએ તે જ ભવમાં અઠ્ઠમ તપનું પ્રત્યક્ષ ફળ મેળવ્યું.” નાગકેતુ મોટા થઈને પરમ શ્રાવક બન્યા. એક વખતે ત્યાંના રાજા વિજયસેને કોઈ એક માણસ કે જે ખરેખર ચોર ન હતો તેને ચોર ઠરાવીને મારી નંખાવ્યો. આ રીતિએ અપમૃત્યુ પામેલો તે માણસ મરીને વ્યંતર દેવ થયો. એ વ્યંતર થયો એટલે એને ખ્યાલ આવ્યો કે અમુક નગરીના રાજાએ મારે માથે ચોરીનું ખોટું કલંક ચડાવી દઈને મને મારી નંખાવ્યો હતો તેથી તે વ્યંતરને એ રાજય ઉપર બહુ ગુસ્સો આવી ગયો. અને એથી એણે એ રાજાને તેની આખી નગરી સહિત સાફ કરી નાખવાનો નિર્ણય કર્યો. એ માટે તેણે રાજાને લાત મારી સિહાસન ઉપરથી પાડી દઈને લોહી વમતો કરી દીધો. પછી નગરીનો નાશ કરી નાખે એવી એક શિલા આકાશમાં રચી. આકાશમાં રચાયેલી મોટી શિલાને જોઈને નગરજનો બહુ ગભરાટમાં પડી ગયા. શ્રી નાગકેતુને ચિંતા થઈ કે, “આ શિલા જો નગરી ઉપર પડશે તો મહા અનર્થ થશે. નગરી ભેગુ શ્રી જિનમંદિર પણ સાફ થઈ જશે.” આવી ચિંતા થવાથી શ્રી નાગકેતુ જિનપ્રાસાદના શિખર ઉપર ચડી ગયા અને આકાશમાં રહેલી શિલાને હાથ દીધો. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રી નાગકેતુના હાથમાં કેટલી તાકાત હોય? પણ તાકાત એમના હાથની ન હતી, તે તાકાત તેમના પ્રબળ પુણ્યોદયની હતી. એમણે જે તપ કર્યું હતું એ તપે એમને એવી શક્તિના સ્વામી બનાવી દીધા હતા. એમની આ શક્તિનો પેલો વ્યંતર સામનો કરી શક્યો નહીં. એટલે વ્યંતરે તરત જ પોતાની વિકૃર્વેલી શિલાને પોતે જ સંહારી લીધી અને તે આવીને શ્રી નાગકેતુના પગમાં પડ્યો. શ્રી નાગકેતુના કહેવાથી તે બંતરે રાજાને પણ નિરૂપદ્રવ કર્યો. ત્યાર બાદ કોઈ એક દિવસે શ્રી નાગકેતુ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અને પુષ્પથી ભરેલ પૂજાની થાળી પોતાના હાથમાં હતી. તેમાંના એક ફૂલમાં રહેલો સર્પ તેમને કરડ્યો. સર્પ કરડવા છતાં પણ નાગકેતુ જરાયે વ્યગ્ર મનવાળા ન થયા; પણ સર્પ કરડ્યો છે એ જાણીને ધ્યાનારૂઢ બન્યા. ધ્યાનારૂઢ પણ એવા બન્યા કે ત્યાં ને ત્યાં એમણે ક્ષપક શ્રેણી માંડી અને પોતે કેવળજ્ઞાન પામ્યા. એ વખતે શાસનદેવીએ આવીને તેમને મુનિવેષ અર્પણ કર્યો અને એ વેશ ધારણ કરીને કેવળજ્ઞાની એવા નાગકેતુ મુનિશ્વર વિહરવા લાગ્યા. કાળે કરી આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મોક્ષે ગયા. જૈન શાસનને મહાન જૈનાચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મ.ની ભેટ પ્રાપ્તિમાં ગજબનો યશ મેળવનારા આત્મ-ચિંતનકારી શ્રી ઉદયન મંત્રી ) એકદા શ્રી કુમારપાળ રાજાએ સોરઠ દેશના રાજા સમરસેનને જીતવા તેમના મંત્રી ઉદયનને મોકલ્યા. તે પ્રથમ પાલિતાણા આવતાં, તલાટી દર્શન કરીને શ્રી ઋષભદેવ ભગવાનના દર્શનની ઇચ્છા થવાથી જ સૈનિકોને આગળ પ્રયાણ કરવાનું કહીને પોતે શત્રુંજય પર્વત ઉપર ચડ્યા. દર્શન-વંદન કરીને ત્રીજી નિસીહી કહી ચૈત્યવંદન કરવા બેઠા. ચૈત્યવંદન કરતાં તેમની નજર સમક્ષ એક ઉંદર દીવાની સળગતી વાટ લઈ પોતાના દર તરફ દોડતો દેખાયો. દહેરાસરના પૂજારીએ આ જોતાં દોડી ઉંદર પાસે વાટ છોડાવી હોલવી નાખી. આ જોતાં મંત્રીએ મનથી વિચાર્યું : આ મંદિર તો કાષ્ઠનું છે. કાષ્ઠના થાંભલા, છત વગેરે હોવાથી કોઈ વખત આવા બનાવને લીધે આગ લાગવાનો સંભવ ખરો. રાજ્યના રાજાઓ તથા સમૃદ્ધ વેપારીઓ કાષ્ઠ મંદિરને પથ્થરનું બનાવી જીર્ણ ચૈત્યને નૂતન કેમ ન બનાવે? તેઓ ન કરે તો મારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો રહ્યો. આવી ભાવનાથી તેમણે પ્રભુ સમક્ષ જ્યાં સુધી જીર્ણોદ્ધાર ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય, દરરોજ એકાસણું, પૃથ્વી પર શયન અને તાંબૂલનો ત્યાગ એવા અભિગ્રહો ગ્રહણ કર્યા. અને સિદ્ધગિરિ પરથી ઊતરી પ્રયાણ કરતાં સોરઠ પહોંચ્યા. સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં યુદ્ધ તો જીતાઈ ગયું, પણ પાછા વળતા માર્ગમાં શત્રુના પ્રકારની પીડાથી ઉદયન મંત્રી આંખે અંધારાં આવવાથી મૂછ પામી પૃથ્વી પર પડ્યા. સામંતોએ તેમના ઉપર પાણી છાંટી પોતાનાં વસ્ત્રોથી પવન નાખી તેમને કંઈક શુદ્ધિમાં લાવ્યા અને પૂછ્યું, “તમારે કંઈ કહેવું છે?' ત્યારે ઉદયન મંત્રીએ કરુણતાથી કીધું, મારા મનમાં ચાર શલ્ય છે. પોતાના નાના પુત્ર અબડને સેનાપતિપણું અપાવવું, શત્રુજ્ય ગિરિ પર પથ્થરમય પ્રાસાદ બનાવવો, ગિરનાર પર્વત પર ચડવા નવાં પથ્થરનાં પગથિયાં કરાવવા અને છેલ્લા અંત સમયે મને કોઈ મુનિમહારાજ પુણ્ય સંભળાવી સમાધિકરણ કરાવે. Page #316 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૬૭ આ ચાર ઇચ્છાઓ મંત્રીની સાંભળી સામંતોએ કહ્યું કે, ચારમાંથી ત્રણ તો તમારો મોટો પુત્ર બાહડદેવ જરૂર પૂર્ણ કરશે. પણ અત્રે જંગલ જેવી જગ્યામાં ધર્મ સંભળાવવા મુનિરાજ હોય તો તપાસ કરી જલદીથી લાવવા પ્રબંધ કરીએ. થોડેક દૂરના ગામમાં એક તરગાળો હતો તે બહુરૂપીના વેશ કાઢી ધન રળતો હતો, ત્યાં સૈનિકોએ જઈ તેની પાસે જૈન મુનિમહારાજની જરૂર છે તે જણાવ્યું. તે તરગાળો બોલ્યો, મને ચોવીશ કલાકનો ટાઈમ આપો. હું જૈન મુનિ વિષે બધું જાણી, જૈન મુનિનો વેશ જરૂર બરાબર ભજવીશ.'' ગમે તેમ તે રાત્રિ અર્ધભાનમાં અતિશય પીડાથી પીડાતા મંત્રીએ પસાર કરી. સવારે તરગાળો બરાબર સાધુમહારાજનો વેશ પહેરી, ઓધો, મુહપત્તી સાથે આવી પહોંચ્યો અને ‘ધર્મલાભ’ કહેતો ઊભો રહ્યો. કંઈક ભાનમાં આવતાં મંત્રીશ્વરે બેઠા થઈ સમગ્ર પ્રાણીઓને મનથી ખમાવ્યાં. કરેલાં પાપને નિંદતા તથા પુણ્યકરણીનું અનુમોદન કરતા મુનિરાજ પાસે ધર્મ સાંભળવા લાગ્યાં. ત્રણ વાર નવકાર મંત્ર સાંભળ્યો અને પહેલી તથા બીજી ગાથા ભક્તામર સ્તોત્રની મધુર સ્વરે ગાઈ. ભક્તામરની બીજી ગાથા પૂરી થતાં ‘સ્તોગ્યે કિલાહમપિત પ્રથમં જિનેન્દ્રમ્' બોલ્યા. તે વખતે મંત્રી ગુરુને વાંદતા હોય તેમ નમ્યા અને તેમનું પ્રાણ-પંખેરું ઊડી ગયું. સમાધિમરણ થતાં ઉદયન મંત્રી સ્વર્ગે ગયા. સામંતોએ સાધુના વેશવાળા તરગાળાને સુંદર રીતે સાધુનો વેશ ભજવવા બદલ સારો એવો પુરસ્કાર ધર્યો અને હવે સાધુવેશ તરત છોડી દેવા જણાવ્યું. પણ તે તરગાળો વિચારતો હતો કે, અહા! સાધુવેશનો મહિમા કેવો છે. હું ભિક્ષુક છતાં આ સૈનિકો વગેરે જેને સન્માને છે એવા મંત્રીશ્વરે મને વંદના કરી, તેથી આ વેશ હવે ના છોડાય. તેને સદ્ગુરુ પાસે જઈને વિધિપૂર્વક દીક્ષા લઈ, ખરેખર સાધુ બની સાધુવેશ શોભાવવાની ભાવના થઈ. તેણે પુરસ્કાર ન સ્વીકારતાં કહ્યું, મંત્રીશ્વરની આંખ મીંચાઈ પણ મારી આંખ ઊઘડી ગઈ. મારે તો સાચે જ દીક્ષા લઈ ભવ તરવાની એક માત્ર ઇચ્છા છે.' એમ કહી એક આચાર્યશ્રી પાસે દીક્ષા લઈ ગિરનાર પર્વત પર જઈ બે માસનું અનસન કરી કાળ કરીને દેવલોકે ગયો. મરણ વખતે મંત્રીશ્વરે બીજી જે ત્રણ ઇચ્છા કહેલી તે બાહડમંત્રીએ પૂરી કરી. શૈલક રાજર્ષિ અને પંથક મુનિ શૈલક રાજર્ષિ પાંચસો શિષ્યોની સાથે વિચરતા હતા. જ્ઞાન, ધ્યાન સાથે તે ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. સતત આયંબીલ તપ કરતા હોવાથી અને લૂખું-સૂકું ભોજન કરવાથી તેમના શરીરમાં ‘દાહવર'નો રોગ થયો. પરંતુ તેઓને શરીર પર મમત્વ જ ન હતું. રોગ હોવા છતાં તેઓ દવા કરાવતા ન હતા. પાંચસો શિષ્યોના પરિવાર સાથે તેઓ શેલકપુર પધાર્યા, જ્યાં રાજા મંડુક રાજ્ય કરતાં હતા. તેઓ આચાર્યનાં દર્શન કરવા આવ્યા. દર્શન-વંદન કરી તેઓએ આચાર્યદેવની કુશળતા પૂછી અને જાણી લીધું કે, ગુરુદેવ દાહવરથી પીડાય છે અને શરીર સાવ કૃશ બની ગયું છે. રાજાએ આચાર્યશ્રીને વિનંતી કરી કે, ‘હે કૃપાવંત! આપ અહીં સ્થિરતા કરો. રોગની ચિકિત્સા કરવાનો મને લાભ આપો. આપ નીરોગી હશો તો અનેક જીવોને ઉપદેશ દ્વારા ઉપકારી થશો. માટે મારી પ્રાર્થના સ્વીકારો.'' મંડુક રાજાની આગ્રહપૂર્વકની વિનંતી શૈલકાચાર્યે સ્વીકારી અને રાજાની યાનશાળામાં સ્થિરતા કરી. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] || જૈન પ્રતિભાદર્શન (રથ વગેરે મૂકવાની જગ્યાને યાનશાળા કહેવાય છે.) કુશળ વૈદ્યો દ્વારા આચાર્યશ્રીની ચિકિત્સા શરૂ થઈ, પણ રોગમાં કંઈ ફાયદો ન જણાયો. તેથી વૈદ્યોએ મુનિઓને કદી ન ખપે છતાં પણ રોગના નિવારણ માટે “મદ્યપાન” કરવા કહ્યું. દરેક નિયમને અપવાદ હોઈ શકે એમ સમજી આચાર્યશ્રીએ દવાઓ સાથે મદ્યપાન કરવાનું શરૂ કર્યું. શરીર નીરોગી બનતું ગયું, પણ અશક્તિ હતી જ. રાજરસોડાની ઘી-દૂધ સાથેની પુષ્ટિકારક વાનગીઓ આવવા લાગી. મદ્યપાન સાથે આ સ્વાદિષ્ટ વાનગીઓથી અને પૂર્ણ આરામને લીધે શરીર આળસુ બનતું ગયું. ધીરે ધીરે પ્રતિક્રમણ–પડિલેહણ પણ ત્યજાતું ગયું. સ્વાદિષ્ટ વાનગીઓ ખાવી, મદ્યપાન કરવું અને આળસને લીધે ઊંઘવું આવો નિત્યક્રમ શૈલકાચાર્યનો થઈ ગયો. ખરેખર મદ્યપાન ભલભલાનું પતન કરાવે છે. આચાર્ય એ ભૂલી ગયા કે, હું સાધુ છું. હું પાંચસો શિષ્યોનો ગુરુ છે. એય ભૂલી ગયા કે હું જૈન ધર્મના આચાર્ય છું. શિષ્યો બધા વિચારવા લાગ્યા કે શું કરવું? સાધારણ સંયોગોમાં ગુરુને ઉપદેશ આપી ન શકાય. કદાચ બે અક્ષર કહે તો આ નશામાં ચકચૂર ગુરુ કંઈ સાંભળે તેમ ન હતા. આસ્તે આસ્તે બધા શિષ્યો ગુરુને ત્યાગીને જતા રહ્યા, પણ ન ગયા એક પંથક મુનિ એ પંથ ભૂલેલા ગુરને વળગી રહ્યા. ગુરુની વૈયાવચ્ચ બરાબર કરતા રહ્યા. દિવસો અને માસ વીતતા ગયા પણ ગુરુદેવમાં કોઈ ફેર ન પડ્યો. ખાવું, પીવું અને ઊંઘવું. ચોમાસી પ્રતિક્રમણનો દિવસ હતો. પંથક મુનિવરે સમયસર પ્રતિક્રમણ શરૂ કર્યું. ખમાવવાની ક્રિયા વખતે પંથક મુનિએ ધીરેથી ગુરુચરણે હાથ મૂક્યો. સ્પર્શ થતાં જ ગુરુદેવ ચીડાયા : “મને કેમ જગાડ્યો?” પંથક મુનિએ ક્ષમા ચાહી વિનિતભાવે કહ્યું : “આજે ચોમાસી ચૌદશનું પ્રતિક્રમણ હોય આપને ખમાવવા જ હાથ મૂક્યો હતો.” ચોમાસી પ્રતિક્રમણનું નામ સાંભળતા જ ગુરુદેવ ચોક્યા : “હું! આજે ચોમાસી ચૌદશ છે? શું ચાતુર્માસ પૂર્ણ થયું?' એમ બોલતા શૈલકાચાર્ય ઊભા થઈ ગયા. પંથક મુનિને ખમાવ્યા તરત પ્રતિક્રમણ કરવા બેસી ગયા. આત્મસાક્ષીએ ખૂબ આત્મનિંદા કરીને પ્રતિક્રમણ કર્યું. અંતે ગુસમર્પિત પંથક મુનિની સેવા ફળી. ધન્ય પંથક મુનિને! સક્રિય ભાવભક્તિ ભાવનારા પરમ પુણ્યવાન ( નારણ શેઠ ) જીરણ કર્યા જૂના કરમ, સેવી ઉત્તમ ભાવ ધરમ; જીરણ શેઠજી અમ હેયે વસો, આપ શુભ ભાવ ઘરમ. વિશાળા નગરીમાં જીરણ નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. તે પરમહંત શ્રાવક હતા. એક વખત ભગવાન મહાવીર ચોમાસી તપ કરી આ નગરીના ઉપવનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તેણે પ્રભુ અહીં પધાર્યા છે એમ જાણી, ત્યાં જઈ પ્રભુને વંદન કરી કહ્યું, “સ્વામી! આજે મારે ઘેર પારણું કરવા (વહોરવા) પધારજો.” એમ કહી પોતાને ઘેર ગયો. પણ પ્રભુ તો તેને ઘેર આવ્યા નહીં. Page #318 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૨૬૯ તેથી બીજે દિવસે ત્યાં આવી ‘‘છઠ્ઠ તપ” હશે એમ ધારી પ્રભુ પ્રત્યે એવી અરજ કરી કે, “કૃપાવતાર! આજે મારે ઘેર પધારી મારું આંગણું પવિત્ર કરજો.” પણ ભગવંતે તો કંઈ હા કે ના--નો ઉત્તર આપ્યો નહીં. એમ દરરોજ નિમંત્રણા કરતાં ચાર માસ વહી ગયા. ચોમાસી પારણાના દિવસે તે મનમાં વિચારવા લાગ્યો કે આજે તો અવશ્ય પ્રભુને પારણું હશે જ, તેથી પ્રભુ પાસે આવી બોલ્યો કે, “દુર્વાર સંસારમય ધવંતરી દુઃખો જેમાંથી દૂર ન કરી શકાય એવા સંસારરૂપી રોગને દૂર કરવામાં સાક્ષાત્ ધવંતરી વૈદ્ય) જેવા હે પ્રભુ! કૃપામય! આ આપનાં લોચનથી મને જોઈ, આપ મારી અરજ અવશ્ય સ્વીકારશો. એમ કહી પોતાના ઘરે ગયો. વખત થતાં મધ્યાહ્ન કાળે હાથમાં મોતીનો ભરેલો થાળ લઈ પ્રભુને વધાવવા માટે ઘરના દરવાજા આગળ ઊભો રહી વિચાર કરે છે કે, “આજે જરૂર જગતબંધુ પધારશે. હું તેમને પરિવાર સહિત વંદન કરીશ. ઘરમાં બહુમાન સહિત લઈ જઈશ. ઉત્તમ પ્રકારનાં અન્નપાણી વહોરાવીશ. વહોરાવતાં શેષ વધેલું અન્ન હું મારા આત્માને ધન્ય માનતો ખાઈશ.” આવી રીતે મનોરથની ઉચ્ચ શ્રેણી પર ચડતો ગયો તેથી તેણે બારમા દેવલોકને યોગ્ય કર્મ ઉપાર્જન કર્યું. એ વખતે શ્રી મહાવીર પ્રભુ અભિનવ નામના એક શ્રેષ્ઠીને ઘેર વહોરવા જઈ ચડ્યા. તે શ્રેષ્ઠીએ નોકર પાસે ભગવાનને આહાર-પાણી વહોરાવ્યાં. આ દાનના પ્રભાવથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં (ફૂલની વૃષ્ટિ-વસ્ત્રની વૃષ્ટિ-સોનામહોરોની વૃષ્ટિ તથા દેવદુંદુભિ વાગે અને અહોદાન અહોદાન એમ દેવતા આકાશમાંથી બોલે એ પાંચ દિવ્ય કહેવાય). અહીં જીરણ શ્રેષ્ઠીએ ભાવના ભાવતાં દેવદુંદુભિ સાંભળી, તેથી તેણે વિચાર્યું કે ધિક્કાર છે મને હું અધન્ય છું, અભાગીયો છું, તેથી પ્રભુ મારે ઘેર ન પધાર્યા. આથી જીરણ શેઠનો ધ્યાન ભંગ થયો અને મનદુઃખ સાથે ભોજન કર્યું. - ત્યાર બાદ કોઈ જ્ઞાની ગુરુ તે નગરે આવ્યા. તેમને વંદન કરી રાજાએ કહ્યું કે, મારું નગર વખાવા લાયક છે કેમ કે પ્રભુ મહાવીરસ્વામીને ચોમાસી પારણું કરાવનાર મહા ભાગ્યશાળી અભિનવ શ્રેષ્ઠી અહીંયા જ રહે છે. એવા પુણ્યાત્માથી મારું નગર શોભે છે. જ્ઞાની ગુરુ બોલ્યા કે, એમ કહેવું યોગ્ય નથી. કેમ કે અભિનવ શેઠે તો દ્રવ્યભક્તિ કરી, પણ ભાવભક્તિ તો જીરણ શ્રેષ્ઠીએ કરી છે. તેથી તેણે અધિક પુણ્યવંત ગણવો જોઈએ. જીરણ શેઠે દેવદુંદુભિનો અવાજ જો થોડીક વાર સુધી સાંભળ્યો ન હોત તો એવી શ્રેણીએ પહોંચ્યો હતો કે તેને તરત જ કેવળજ્ઞાન થાત. રાજાએ આથી જીરણ શેઠની ભૂરી ભૂરી અનુમોદના કરી. જીરણ શેઠ કાળ કરી બારમા દેવલોકવાસી દેવ થયા. ત્યાંથી આવી અનુક્રમે મોક્ષસુખ પામશે. અરિહંતને સદેવ પ્રથમ નંબરે રાખનાર : અનન્ય જિનધર્મ શ્રદ્ધાવંત ( મહારાજા શ્રેણિક ) શ્રદ્ધા અવિહડ એહવી, ચોલ મજીઠનો રંગ; શ્રેણિક પદવી વીર સમી, પામશો સુખ અભંગ. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] [ જૈન પ્રતિભાદર્શન ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશમાં રાજા શ્રેણિક રાજય કરતા હતા. શરૂ શરૂમાં જ્ઞાન ન હોવાના કારણે તેમને શિકાર કરવાનો ખાસ શોખ હતો. એક દિવસ શ્રેણિક જંગલમાં શિકાર કરવા ગયા. તેમણે દૂરથી એક હરણીને જોઈ. તેમણે પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. ધનુષ્ય પર બાણ ચડાવ્યું. ઘોડો દોડી રહ્યો છે. હરણી પણ દોડી રહી છે. બરાબર નિશાન તાકી શ્રેણિકે તીર છોડ્યું. તીર હરણીના પેટમાં ખૂંપી ગયું. તેનું પેટ ફાટી ગયું. પેટમાંથી મરેલું બચ્ચું બહાર પડી ગયું. હરણી પણ મરી ગઈ. શ્રેણિક ઘોડા ઉપરથી ઊતરીને મરેલી હરણી પાસે આવ્યો. દશ્ય જોઈને એ ખૂબ જ ખુશ થયો. ગર્વથી બોલ્યો, “મારા એક જ તીરથી બળે પશુ મરી ગયાં! હરણી અને તેનું બચ્ચું પણ! શિકાર આને કહેવાય.” શ્રેણિકનો આનંદ સમાતો નથી, હર્ષથી તે ઝૂમી ઊઠ્યો અને શ્રેણિક રાજાએ ત્રીજી નરક ગતિનું કર્મ બાંધી દીધું. ત્યાર પછી શ્રેણિક કાળક્રમે અને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાન મહાવીરના પરમ ઉપાસક બન્યા. એક વાર ભગવાનને પોતાની ગતિ પૂછી. ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે, “શ્રેણિક! મરીને તું ત્રીજી નરકે જઈશ.' શ્રેણિક ગભરાયા. તે બોલ્યા : “પ્રભુ! હું આપનો પરમ ભક્ત અને હું નરકે જઈશ?' ભગવાને કહ્યું કે, “શ્રેણિક! તે શિકાર કરીને ખૂબ હર્ષ કર્યો હતો. આથી તારું નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે. તારું એ પાપકર્મ નિકાચિત હતું. એ કર્મ ભોગવવું જ પડે. અમે પણ તે અન્યથા કરવાને સમર્થ નથી.” “હે રાજ! આ નરકની વેદના તારે ભોગવનાની છે પણ તું જરા પણ ખેદ કરીશ નહીં. કારણ કે ભાવિ ચોવીશીમાં તું પદ્મનાભ નામે પહેલો તીર્થંકર થઈશ.” શ્રેણિક બોલ્યો, “હે નાથ! એવો કોઈ ઉપાય છે કે નરકમાંથી મારી રક્ષા થાય?” પ્રભુ બોલ્યા, “હે રાજ! કપિલા દાસી પાસે જો સાધુઓને હર્ષથી ભિક્ષા અપાવે અને જો કાળસૌરિકની પાસે કસાઈનું કામ મુકાવે તો નરકથી તારો મોક્ષ થાય. તે સિવાય થાય તેમ નથી.” આ ઉપદેશ સાંભળી શ્રેણિક પોતાના સ્થાને ગયો. પછી શ્રેણિકે ગામમાંથી કપિલાદાસીને બોલાવી અને તેની પાસે માગણી કરી કે, “ભદ્ર! તું સાધુઓને શ્રદ્ધાથી ભિક્ષા આપ. હું તને ધનની રાશિ આપીને ન્યાલ કરી દઈશ.” કપિલા બોલી કે, કદી મને બધી સુવર્ણમય કરો અથવા મને મારી નાખો તો પણ હું એ કૃત્ય નહીં કરું.” પછી રાજાએ કાળસૌરિકને બોલાવીને કહ્યું કે, “જો તું આ કસાઈપણું છોડી દે તો હું તને ઘણું દ્રવ્ય આપું, કેમ કે તું પણ ધનના લોભથી કસાઈ થયો છે.' કાળસૌરિક બોલ્યો કે, “આ કસાઈના કામમાં શો દોષ છે? જેનાથી અનેક મનુષ્યોનાં પેટ ભરાય છે, તેવા કસાઈના ધંધાને હું કદી પણ છોડીશ નહીં.” આ સાંભળી રાજાએ તેને એક રાત્રિ-દિવસ કૂવામાં પૂરી રાખ્યો અને કહ્યું કે, “હવે તું કસાઈનો વ્યાપાર શી રીતે કરીશ?” પછી રાજા શ્રેણિકે ભગવંતની આગળ જઈ કહ્યું કે, “હે સ્વામી ! મેં કાળસૌરિકને એક રાત્રિદિવસ સુધી કસાઈનું કામ છોડાવ્યું છે.' Page #320 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૨૭૧ પ્રભુ બોલ્યા કે, “હે રાજ! તેણે અંધકૃપમાં પણ કોલસાથી પાડા ચીતરી પાંચસો પાડા માર્યા છે.” તત્કાળ શ્રેણિકે જઈને જોયું તો તે પ્રમાણે જ હતું. એટલે તેને ઘણો ઉદ્વેગ થયો કે, મારા પૂર્વ કર્મને ધિક્કાર છે. તેવા દુષ્કર્મના કારણે ભગવાનની વાણી અન્યથા થશે નહીં. કાળક્રમે શ્રેણિક રાજા વૃદ્ધ થયા. તેમના પુત્ર અભયકુમારે દીક્ષા લીધી. આથી લાગ સારો મળ્યો છે, એમ સમજી શ્રેણિકના બીજા પુત્ર કૃણિકે પોતાના કાળ વગેરે દશ બંધુઓને એકઠા કરી કહ્યું કે, “પિતા વૃદ્ધ થયા તો પણ હજુ રાજ્ય છોડતા નથી. આપણા જયેષ્ઠ બંધુ અભયકુમારને ધન્ય છે કે જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને છોડી દીધી, પરંતુ આપણા વિષયાંધ પિતા તો હજુ રાજય છોડતાં જ નથી. માટે આજે પિતાને બાંધી દઈને આપણે સમયને યોગ્ય રાજ્ય ગ્રહણ કરીએ.” આમ વાત કરી કૂણિકે પિતાને એકદમ દોરડાથી બાંધી તેને પાંજરામાં પૂરી દીધા. વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં. ઊલટો તે પાપી કૂણિક પ્રતિદિન સવારે અને સાંજે પિતા શ્રેણિકને સો સો ચાબુકના પ્રહારો મારતો. કૂણિક શ્રેણિકની પાસે કોઈને જવા દેતો નહીં. ફક્ત માતા ચલ્લણાને તે રોકી શકતો નહીં. રાણી ચેલ્લણા માથાના વાળ સારી રીતે ધોઈ તેમાં પુષ્પના ગુચ્છાની જેમ અડદનો એક પિંડ ગોપવી લઈ જતી અને શ્રેણિક તે પિંડ દિવ્ય ભોજન સમજી ખાતો અને પ્રાણરક્ષા કરતો. કેટલાંક વખતે માતા ચેલ્લણાના કેટલાંક ખુલાસાથી કૃણિકને સબુદ્ધિ આવી અને “ઓહ! અવિચારી કાર્ય કરનારા એવા મને ધિક્કાર છે! હવે જેમ થાપણ રાખેલી પાછી સોંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછું આપી દઉં.' આ પ્રમાણે અધું ભોજન કરેલ તેવી સ્થિતિમાં જ પૂરું ભોજન કરવા ન રોકાતાં તરત જ પિતાને પહેરાવેલ લોખંડની બેડીઓ તોડવા એક લહદંડ ઉપાડીને તે શ્રેણિકની પાસે જવા દોડ્યો. કૃણિકે શ્રેણિક પાસે રાખેલા પહેરેગીરો પૂર્વના પરિચયથી શ્રેણિક પાસે દોડતા આવ્યા અને કૂણિકને લોહદંડ સાથે આવતો જોઈને બોલ્યા, “અરે રાજ! સાક્ષાત યમરાજની જેમ લોહદંડને ધારણ કરી તમારો પુત્ર ઉતાવળો આવે છે. તે શું કરશે? તે કાંઈ અમે જાણતા નથી.” તે સાંભળી શ્રેણિકે વિચાર્યું કે, “આજે તો જરૂર મારા પ્રાણ જ લેશે, કારણ કે આજ સુધી તો તે હાથમાં ચાબુક લઈને આવતો હતો અને આજે તે લોહદંડ લઈને આવે છે. વળી હું જાણી શકતો નથી કે તે મને કેવા સખત મારથી મારી નાખશે! માટે તે અહીં આવી પહોંચે તે પહેલાં મારે જ મરણને શરણ કરવું યોગ્ય છે.” આવું વિચારી તેણે તત્કાળ તાળપુટ વિષ જિલ્લા ઉપર મૂક્યું, જેથી તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા. કૂણિક નજીક આવ્યો ત્યાં તો તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તત્કાળ તેણે છાતી કૂટીને પોકાર કર્યો કે, “હે પિતા! હું આવા પાપકર્મથી આ પૃથ્વીમાં અદ્વિતીય પાપી થયો છું. વળી, હું જઈ પિતાને ખમાવું” આવો મારો મનોરથ પણ પૂર્ણ થયો નહીં, તેથી હમણાં તો હું અતિ પાપી છું. પિતાજી! તમારા પ્રસાદનું વચન તો દૂર રહ્યું, પણ મેં તમારું તિરસ્કાર ભરેલું વચન પણ સાંભળ્યું નહીં. મને મોટું દુદેવ વચમાં આવીને નડ્યું. હવે ગમે તેમ કરી મારે મરવું તે જ યોગ્ય છે. આ પ્રમાણે અતિ શોકમાં પ્રસ્ત થયેલો કૂણિક મરવાને તૈયાર થયો, પણ મંત્રીઓએ તેને સમજાવ્યો એટલે તેણે શ્રેણિકના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. મહારાજા શ્રેણિકનો આત્મા ત્રીજી નરકે ગયો. કાળે કરીને આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થશે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર ] [ જૈન પ્રતિભાદર્શન અભુત શ્રદ્ધાથી નવકારમંત્ર જાપક ( શિવકુમાર ) કમર પટ્ટકની મમતા થકી, શિવકુમાર પાયા અનાર્યદિશ; પૂર્વભવે શિષ્યો સહાયથી, પુનઃ પામ્યા સંયમવેશ શિવકુમાર યશોભદ્ર નામના શ્રેષ્ઠીનો પુત્ર હતો. બાળપણથી જ પિતાની આજ્ઞા ન માનતા જુગાર આદિ વ્યસનમાં આસક્ત બન્યો. પિતાએ ઘણું સમજાવ્યું, છતાં તે કુટેવો ન છોડતાં વધુ ને વધુ સ્વછંદી બની ગયો. પિતાના બધા પ્રયત્નો નિષ્ફળ જતાં એકવાર તેને એકાંતમાં બોલાવી કહ્યું, દીકરા! બીજું તો કાંઈ નહીં. ફક્ત આ એક નવકાર મંત્ર તું શીખી લે. તે કોઈ વાર તું ભયંકર આફતમાં સપડાયો હઈશ ત્યાં કામ આવશે. પિતાના અતિશય આગ્રહને લીધે તેણે નવકાર મંત્ર શીખી લીધો. જુગારની લતને લીધે તે જુગાર માં બધું ગુમાવી બેઠો. પૈસા મેળવવા તે ગમે તે કરવા તૈયાર હતો. ત્યારે એક ત્રિદંડી તેને મળી ગયો. ત્રિદંડી કોઈએક મંત્રસાધના માટે કોઈ એક સુલક્ષણા માણસનો ભોગ આપવા માંગતો હતો. તેને આ કુમાર ભોગ આપવા યોગ્ય લાગ્યો. તેથી તેની સાથે મિત્રતા કરી કહ્યું, જો તું મને મંત્ર સાધનામાં મદદ કરે તો લક્ષ્મીદેવી તારી દાસી થઈ જાય, એવી સાધના કરાવી દઉં. શિવે તે વાત સાચી માની લીધી. ત્રિદંડી પરિવ્રાજકે એક સક્ષત મડદું ગમે તેમ કરી સ્મશાનમાંથી લઈ આવવા કાળીચૌદશે કંકુ અને ચોખા સાથે ભયાનક સ્મશાન ભૂમિમાં આવવા જણાવ્યું. શિવ ગમેતેમ કરી એક મડદા અને કંકુ-ચોખા સાથે કાળીચૌદશની રાત્રે સ્મશાનમાં આવી ગયો. પરિવ્રાજક ત્રિદંડી ત્યાં હાજર જ હતો. તેને હોમ માટે બધી તૈયારી કરી રાખી હતી. હોમ માટે મોટો ખાડો કરી તેમાં અગ્નિ માટે લાકડાં વગેરે ભરી રાખ્યા હતા. તે ઉપર એક મંચ બેસવા તૈયાર રાખેલ. મંચને ચાર દોરડા વડે ચારેખૂણે બાંધેલ. તે ઉપર શિવકુમારને બેસાડી મંચ ઉપર ચડાવ્યો. અગ્નિ સળગાવી મંત્રોચ્ચાર ત્રિદંડી કરવા લાગ્યો. શિવકુમાર સમજી ગયો કે પોતે ફસાઈ ગયો છે. અને થોડીજ વારમાં આ ત્રિદંડી પોતાને હોમી દેશે. એ ખૂબ જ ગભરાઈ ગયો. અને શ્રી નવકારમંત્ર ગણવા લાગ્યો. અમુક મંત્રોચ્ચાર પૂરાં થતાં ત્રિદંડી તલવારથી દોરડા કાપી નાખવા ઘા કરવા આગળ વધ્યો. પણ શિવકુમારના મંત્ર પ્રભાવે તે આગળ ન વધી શક્યો. ઘણો પ્રયત્ન કર્યો, પણ પગ આગળ માંડી જ ન શક્યો. તેને વિચાર્યું કે ઉપર મંચમાં શિવકુમાર કદાચ કોઈ મંત્ર જાપ કરતો હશે. તેણે શિવકુમારને પૂછ્યું તું મંત્ર જાપ કરે છે? શિવકુમાર મૌન રહ્યો. મડદામાં મંત્રોચ્ચારથી વૈતાળ આવી અધિષ્ઠિત થયેલ. તે વસ્તુસ્થિતિ સમજી ગયો. તેને પ્રગટ થઈ ત્રિદંડીને યજ્ઞમાં હોમી દીધો. ત્રિદંડીના સિદ્ધ કરેલા મંત્રોચ્ચારને લીધે તે ત્રિદંડીનો દેહ સુવર્ણ પુરૂષ બની ગયો. શિવકુમારે વૈતાળને વંદન કરી સુવર્ણના પુતળાને મેળવ્યું. નવકારમંત્રનો પ્રભાવ સમજી સારા માર્ગે દાન અને નવકારમંત્રની પ્રતિદિન આરાધના કરતાં સદ્ગતિ પ્રાપ્ત કરી. Page #322 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૨૭૩ નવકારમંત્રના પ્રભાવને ઝીલનારી ( શ્રીમતી ) પોતનપુરમાં સુવતશ્રેષ્ઠીને શ્રીમતી નામની ધાર્મિક વૃત્તિવાળી પુત્રી હતી. ધાર્મિક અભ્યાસથી તત્ત્વના મર્મને તે જાણતી હતી. તેનામાં રૂપ અને ગુણનો સુમેળ હતો. એક શ્રેષ્ઠિ પુત્રે ખોટો દંભ અને ધર્મ ઉપર પ્રીતિ હોવાનો આડંબર કરી શ્રેષ્ઠિને ભરમાવી શ્રીમતી સાથે લગ્ન કર્યું. થોડો વખત તો સંસાર ઠીક ચાલ્યો. આસ્તે આસ્તે કંકાશ શરૂ થયો. શ્રીમતી ઘરકામમાં જરાકે ખામી આવવા દેતી નથી, અને ધર્મની આરાધના કરતી રહી. ધીમેધીમે પતિ વિમુખ થવા લાગ્યો. તેને બીજી પત્ની પરણવાના અભરખા જાગ્યા. કોઈપણ રીતે શ્રીમતીનું કાસળ કાઢી દેવાય તો બીજી સ્ત્રી કરી શકાય, એવા મનસુબાથી શ્રીમતીનાં સાસુ-સસરા તથા શ્રેષ્ઠી પુત્રે એક ઘાટ ઘડ્યો. ભયંકર સાપ લાવી એક ઘડામાં રાખી ઉપરથી જોરથી ઢાંકણું વાસી ઘરના અંદરના ઓરડામાં ઘડો મૂક્યો. અને લાગ જોઈ શ્રીમતીને અંદર જઈ ઘડામાંથી ફુલમાળા લાવવા હુકમ કર્યો. શ્રીમતીને આ કાવત્રાની ગંધ પણ ન હતી. તેનું પ્રતિદિન નવકારમંત્રનું સ્મરણ ચાલુ જ હતું. તે હુકમ પ્રમાણે અંદર ઓરડામાં નવકારનું રટણ કરતાં કરતાં જઈ ઘડો ઉઘાડી અંદર ફુલમાળા હતી તે લઈ બહાર આવી. આ જોઈ સાસુ, સસરા તથા શ્રેષ્ઠિ પુત્ર આશ્ચર્ય પામ્યા. નવકારમંત્રના પ્રભાવથી શાસનદેવીએ ઘડામાંથી સાપને ખસેડી પુષ્પની માળા ગોઠવી હતી. આ ચમત્કાર જોઈ સાસુ-સસરા શ્રીમતીના ચરણમાં ઢળી પડ્યાં. બધા પાકા જૈન ધર્મી બન્યા. શ્રીમતીના માન વધી ગયા. સુંદર આરાધના કરી બધા સદ્ગતિ પામ્યા. વિનયવિજયજી મહારાજે પુન્ય પ્રકાશના સ્તવનમાં જણાવ્યું છે કે – શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાળ. ફણીધર ફીટીને પ્રગટ થઈ ફુલમાળ” નરવીર મેવાડના રાજા જયકેશીનો પુત્ર નરવીર ચોરી લુંટફાટ કરતો હોવાથી રાજાએ તેને દેશનિકાલની સજા કરેલી. તેને નગરની બાજુના એક પહાડ ઉપર અડ્ડો જમાવી ટોળી ઊભી કરી, મોટાપાયે ડાકુગીરી કરવા લાગ્યો. એક દિવસ માળવાનો એક મોટો વેપારી ધનદત્ત ગાડાઓમાં ધન ભરી ત્યાંથી પસાર થતો હતો. તેને નરવીરની ટોળીએ લૂંટી લીધો. ધનદત્ત બેબાકળો બની ગયો. આનું વેર લેવું જ જોઈએ, એવા નિશ્ચય સાથે તે માળવાના રાજા પાસે નરવીરને પકડવા માટે સૈનિકોની માગણી કરી. માળવાનરેશે એક ધાડપાડુને પકડવા સારુ કામ જ છે, એમ સમજી સૈનિકો ધનદત્તને આપ્યા. ધનદત્તે આ સૈનિકો સાથે નરવીરના અડ્ડા પાસે આવી ચારેબાજુથી અડ્ડાને ઘેરી લીધો. નરવીરે જોયું કે સૈનિકો ઘણાં હોવાથી લડવામાં તે ફાવશે નહીં. એટલે પાછળના કોક છૂપા રસ્તે ભાગી ગયો. પણ તેની સગર્ભા પત્ની સૈનિકોના હાથે પકડાઈ ગઈ. ધનદત્તે અતિ ક્રોધમાં આવી તલવારથી તેને કાપી નાખી. પેટમાંથી નિકળેલ બચ્ચાને પથ્થર ઉપર ઘા કરી મારી નાખ્યો. તેને લૂંટાએલ માલમતા ત્યાંથી કબજે કરી માળવા આવ્યો અને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] - જૈન પ્રતિભાદર્શન માળવાનરેશને બધી હકીકત કહી. સ્ત્રી અને બાળકની ક્રૂર હત્યા કરવા પ્રત્યે માળવાનરેશે સખ્ત નાપસંદગી ધનદત્તને દર્શાવી. અને આવી સ્ત્રી અને બાળ હત્યા કરનારને સુખ્ત સજા કરવી જોઈએ, એમ સમજી તેનું ધનદોલત બધુ પડાવી રાજ્યતિજોરીમાં જમે કર્યું અને તેને દેશનિકાલની સજા કરી. આ બાજુ નરવીર નાસતો નાસતો આગળ વધ્યે જતો હતો. ત્યાં સામેથી યશોભદ્રસૂરિ તેમના શિષ્યસમુદાય સાથે આવતા હતા. નરવીરે પોતાની મુસીબતમાં કંઈક રસ્તો મળશે, એમ સમજી આચાર્યશ્રીને વંદન કર્યું. તેમની સાથે ચાલતા ચાલતા એક શીલાનગરીએ પહોંચ્યો. શહેરમાં ફરતાં ફરતાં એક જગ્યાએ આઢર શેઠનું સદાવ્રત ચાલતું હતું, ત્યાં પહોંચ્યો. આઢર શેઠે તેને યોગ્ય આહાર લેવા જણાવ્યું પણ નરવીરે કોઈ કામ આપો તો કામના બદલામાં આહાર લઉં, મફતનું મને ન ખપે એમ જણાવ્યું. શેઠને આ જવાબ સાંભળી કૌતક થયું, પણ આવો ટેકીલો માણસ ઘણાં કામમાં આવશે એમ સમજી તેને નોકર તરીકે નરવીરને રાખી લીધો. થોડા જ દિવસોમાં ઘરનું કામ કરતાં કરતાં બધાનાં મન જીતી લીધાં. થોડા દિવસો પછી ખબર પડવાથી તે શ્રી યશોભદ્રસૂરિનું વ્યાખ્યાન સાંભળવા ગયો. ત્યાં રસ પડવાથી રોજ જવા લાગ્યા. ઉપદેશ સાંભળી શ્રાવકના બાવ્રત ગ્રહણ કર્યા. સુરિદેવની પ્રેરણાથી એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું. મંદિરમાં દરરોજ નરવીર પૂજા કરે છે. પર્યુષણ આવતા સંવત્સરીનો ઉપવાસ કરે છે. ઘરના બધા નરવીરને સાધર્મિક ભાઈ ગણી પારણું કરાવે છે. એ દિવસે પ્રભુપૂજામાં પોતાની કમાણીની પાંચ કોડી ખર્ચા અઢાર ફૂલ ખરીદી પ્રભુની ભાવપૂર્વક પૂજા કરી ફૂલ ચડાવે છે. પારણાના દિવસે નરવીરના શરીરમાં પીડા ઊભી થાય છે. પીડા વધતી જાય છે. આઢર શેઠ અંતિમ આરાધના કરાવે છે. નવકાર સાંભળતા સાંભળતા સમતા ભાવે નરવીર અવસાન પામે છે. મરીને ત્રિભુવનપાળના પુત્ર તરીકે જન્મ લે છે. એ જ પુણ્યશાળી રાજા કુમારપાળ જે સિદ્ધરાજ પછી પાટણના રાજા બને છે. આઢર શેઠ મરીને પાટણના ઉદયનમંત્રી બને છે. અને યશોભદ્રસૂરિનો જીવ કાળ કરી ચાંગદેવ બને છે, જે પાછળથી શ્રી હેમચંદ્રાચાર્યના નામે સુપ્રસિદ્ધ બને છે. ( શ્રી હીરવિજયસૂરિ ) શાસન હીર હતા હીરસૂરિ, પ્રતિબોધ્યો અકબર સુલતાન; અહિંસા ધ્વજ ફરકાવીને, કર્યો મહાન ઉપકાર. શ્રી હીરવિજયસૂરિ ગાંધારમાં હતા. ત્યાં તેમને અકબર બાદશાહનું આમંત્રણ તથા ફતેહપુર સિક્રીના જૈન સંઘનો વિનંતી પત્ર મળ્યાં. સંઘ સાથે ચર્ચા-મંત્રણા કર્યા બાદ આચાર્યશ્રીએ અકબર બાદશાહને મળવાનું નક્કી કર્યુ. વિહાર કરતાં વટાદરા ગામે આવ્યા. રાત્રે સ્વપ્નમાં એક અતિ દેદીપ્યમાન સ્ત્રીએ આચાર્યશ્રીને નમસ્કાર કરી, કંકુ અને મોતીથી વધાવી કહ્યું : હે આચાર્યદેવશ્રી ! અકબર નિખાલસ ભાવે આપને બોલાવે છે, તો કોઈ જાતની શંકા વગર તેમને મળો અને જૈન શાસનની શાન વધારો. વિહાર કરતાં આચાર્યશ્રી અમદાવાદ આવ્યા. ત્યાંના સુબા સાહિબખાને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જોકે તેને ભૂતકાળમાં આચાર્યશ્રીનું અપમાન કરેલ. પણ અકબર બાદશાહના ફરમાનને લીધે તેને માફી માગી. અને જરૂર હોય તેવી બધી જ સગવડ કરી આપી. Page #324 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૭૫ આચાર્યશ્રીએ પોતાના પટ્ટધર શ્રી સેનસૂરિને ગુજરાતમાં રહેવા આદેશ આપ્યો અને તેઓ પોતાના ૬૭ મુનિવરો સાથે વિહાર કરી ફતેહપુર સિક્રી પહોંચ્યા. સંઘે ગુરુદેવનું બાદશાહી સ્વાગત કર્યું. આચાર્યશ્રી અબુલફજલ સાથે અકબર બાદશાહ પાસે આવ્યા. બાદશાહ શ્રી હીરવિજયસૂરિને જોતાં જ ઘણો આનંદિત થયો. ત્યાં સ્વાગત માટે ગાલીચો પાથરેલ હતો તે ઉપાડી લેવા આચાર્યશ્રીએ કહ્યું. અકબર આશ્ચર્ય પામ્યો. પણ ગુરૂદેવે હિંસાથી બચવા ગાલીચો ઉપાડવા કહેલ. ગાલીચો ઉપાડતાં તેની નીચે ઘણી કીડીઓ દેખાઈ. અકબર આંખો ફાડી જોઈ રહ્યો. તેને આચાર્યશ્રી ઉપર શ્રદ્ધા વધી. કેટલીક ધાર્મિક ચર્ચા બાદ ગુરૂજી ઉપાશ્રય પધાર્યા. અકબર બાદશાહ વારંવાર ગુરૂજીને મળતો રહ્યો અને ધર્મચર્ચા કરતાં શાંતિનો અનુભવ તેને થયો. એક દિવસ અકબરે પોતાને શનિની ગ્રહદશા ચાલે છે તે અંગે આચાર્યશ્રીને તેનું નિવારણ પૂછ્યું. આચાર્યશ્રીએ પોતાનો વિષય ધર્મ છે, જ્યોતીષ નહીં, એમ સમજાવી વાતને ટાળી. અકબર બાદશાહે પોતાની પાસે કેટલાંક ધાર્મિક પુસ્તકો હતાં તે બધા આચાર્યશ્રીને આપી દેવા કહ્યું. જેની આચાર્યશ્રીએ વિનયપૂર્વક ના કહી. અમારે વધુ પરિગૃહ ન જોઈએ. જે પુસ્તકની જરૂર હોય તે ભંડારમાંથી લઈ ઉપયોગ કરી પાછું આપી દઈએ. આવા કેટલાક નાના-મોટા બનાવો જોઈ-સાંભળી બાદશાહને આચાર્યશ્રી ઉપર ઘણું જ માન વધ્યું. એમની નિસ્પૃહા જોઈ અકબર વધુ પ્રભાવિત થયો. ચોમાસું કરવા ગુરુદેવ આગ્રા પધાર્યા. ત્યાં પણ અકબરે વ્યાખ્યાનમાં આવી ધાર્મિક પ્રવચનો સાંભળવા માંડ્યાં. ગુરુજીની આજ્ઞાથી તેને પર્યુષણના આઠ દિવસ તથા આગળના બે તથા પાછળના બે એમ બાર દિવસોએ જીવહિંસા કોઈ ન કરે, એવું ફરમાન બહાર પાડ્યું. અહિંસા અંગે આચાર્યશ્રી અકબરને બોધ આપતા રહ્યા. આચાર્યશ્રી સાથે અકબર એક દિવસ ડાબર સરોવર ગયો. ત્યાં હજારો પંખીઓ પાંજરામાં પૂરેલ હતા, તે ગુરુજીની સામે જ બધાને છોડી મૂક્યાં. તીર્થસ્થાનો પર મુંડકાવેર લેવાતો હતો તે પણ અકબરે બંધ કર્યો. ઉપરાંત વર્ષમાં છ મહિના પોતે માંસાહાર નહીં કરે તેવી ખાત્રી આપી. ભવ્ય દરબાર ભરી અકબરે શ્રી હીરવિજયસૂરિને જગદ્ગુરુની પદવી આપી. ( ચપક શ્રેષ્ઠિ ) ધન્યપુર નગરમાં એક ધાર્મિક શ્રાવક ચંપકશ્રેષ્ઠિ રહેતો હતો. તે વ્રતધારી શ્રાવક હતો. સામાયિક, પ્રતિક્રમણ અને પર્વના દિવસે પોષધ કરતો. પૌષધ પાર્યા બાદ ગુરૂ મહારાજને વિનયથી પ્રાર્થના કરી કહેતો, “ગુરૂદેવ! મારા ઘરે પધારી ભાત પાણીનો લાભ આપવા કૃપા કરજો.” એમ વિનંતી કરી વખતોવખત ગુરુભક્તિનો લાભ લેતો. એક દિવસ એક જ્ઞાની ગુરુ ભગવંત ઘરે પધારેલ. તેમને ઉમળકા અને ઉલ્લાસથી ગોચરી વહોરાવી રહ્યો હતો. તેના હૈયે ભાવનાનો ઓઘ ઊછળી રહ્યો હતો. પાત્રામાં તે ઘી હોરાવી રહ્યો હતો. ઘીની ધાર પાત્રામાં પડતી હતી અને તેની ભાવનાની ધાર ઊંચે ચડી રહી હતી. શ્રેષ્ઠિની ભાવનાની તન્મયતા જોઈ સાધુ મહારાજે ઘીની ધાર પાત્રામાં પડવા દીધી. વચમાં બસ કે ના ન કહી. તેઓ જ્ઞાની હતા અને સમજતા હતા કે શ્રેષ્ઠિની ભાવધારા અત્યારે એટલી ઊંચી છે, તે અનુસાર વિમાનની ગતિ જેમ ઉત્તરોત્તર વધુ પુણ્ય બાંધી રહ્યો છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] | જૈન પ્રતિભાદર્શન પણ એકાએક, માણસના સ્વભાવ અનુસાર, ચંપક શ્રેષ્ઠિની ભાવધારા ધડ દઈને નીચે ગબડી : સાધારણ મુનિ હોરે તે કરતાં ઘીની ઘણી ધાર પાત્રામાં થઈ છતાં હજુ મુનિ બસ એમ નથી કહેતાં. આ તે સાધુ છે કે કોઈ લોભી ધૂતારો? હું તો ભાવથી વ્હોરાવું છું. પણ આ સાધુ સાધુધર્મ સમજતા લાગતા નથી.” તેની આ બદલાએલી ભાવના જાણી જ્ઞાની મુનિએ કહ્યું : ભાગ્યવાન! આમ ઊંચે ચડી રહેલી ભાવનાને પાછી નીચે પટકાવા જેવું કાં કરો છો? ચંપકશ્રેષ્ઠિને આ સાંભળી આશ્ચર્ય થયું. તેણે કહ્યું : ભગવંત! હું તો અહીં જ તમારી સામે ઊભો છું, ક્યાએ ચડ્યો નથી તો પટકાવું કેવી રીતે? | મુનિએ પોતાનું પાત્રુ લઈ લેતા કહ્યું : મહાનુભાવ! દાન કરતી વખતે ભળતા-સળતા વિકલ્પો કરવાથી દાન દૂષિત બને છે. દાન સમયે ચડતા ભાવને ચડતા જ રાખવા જોઈએ. તે વખતે બીજા ન કરવાના વિચારો કરી ભાવધારાને ખંડિત ન કરવી જોઈએ. મૂળ વાત સમજાવતા કહ્યું : તમારી ઘીની ધાર વખતે ભાવના એટલી ઊંચી હતી કે બારમાં દેવલોકે જવાનું પુણ્ય તમે બાંધી રહ્યા હતા. પણ મેલી ભાવના ભાવી તમે પટકાણા! શ્રેષ્ઠિ જ્ઞાની ગુરૂની વાત સમજી ગયા. અને, અહા! આ મેં શું કર્યું? તેનો ભારે પશ્ચાત્તાપ કર્યો. પાપની આલોયણા ગુરૂને પગે પડી માંગી. તે આલોયણા પૂરી કરી અંતે મૃત્યુ પામી તેઓ બારમા દેવલોકે ગયા. જ વેચતો. કર્ભે શૂરા : ધર્મે શૂરા ( અર્જનમાળી ) બનીને હત્યારા અર્જુન માળી, તમે ઘણાની લીલી વાડી ઉજાડી; પણ અંતે પામી મહાવીર માળી નમન તમને ખરે જીવન દીધું અજવાળી. રાજગૃહી નગરીમાં અર્જુન નામે એક માળી રહેતો હતો. તે ખૂબ સુખી હતો. તેને બંધુમતી નામની રૂપવતી સુંદર પત્ની હતી. ગામ બહાર તેની વાડી હતી. તે વાડી પાસે એક મુદગલ પાણી નામે યક્ષનું મંદિર હતું. તે યક્ષની અર્જુન રોજ ભાવથી પૂજા કરતો. પોતાની વાડીના ફૂલ ચડાવતો અને ફૂલવાડીના વધારાના ફૂલ ગામમાં વેચતો. તે ગામમાં લલિતા નામની એક મંડળી હતી. તેના સભ્યો બધા કુછંદે ચડેલા હતા. એકવાર આ મંડળીના છ સભ્યો બંધુમતીને ગમે તેમ કરી ભોગવવાની તીવ્ર ઇચ્છાથી યક્ષના મંદિર પાસે આવ્યા. અર્જુન યક્ષની પૂજા કરી રહ્યો હતો. બંધુમતી ફૂલ વિણવાનું કામ કરી રહી હતી. છએ જણે ભેગા થઈ અર્જુન માળીને મંદિર બહાર કાઢી દોરડાથી બાંધ્યો અને બંધુમતીને પકડી છએ હેવાનોએ જોરજુલમથી વારા-ફરતી ભોગવી. નિસહાય રીતે અર્જુન માળી આ જોતો રહ્યો. તેને ભયંકર ક્રોધ ચડ્યો. ક્રોધમાં જ તેને યક્ષને ભાંડવા માંડ્યું : હે યક્ષ! આ શું થઈ રહ્યું છે? તું કેમ મને સહાય નથી કરતો? આવું અધમકૃત્ય હું મારી આંખે શી રીતે જોઈ શકું? સંજોગવશાત મૂર્તિના અધિષ્ઠાયકે અવધિજ્ઞાનથી આ અનર્થ નિહાળ્યો. અને તે ક્રોધિત થઈ અર્જુનમાળીના શરીરમાં પ્રવેશ્યો. તેના બળથી અર્જુનમાળી બંધન તોડી ઊભો થયો. અને યક્ષના હાથમાં રહેલો મુદગલ ઉપાડી ઘોર ગર્જના કરતાં બંધુમતી અને પેલા લંપટી છએ જણને | મારી નાખ્યાં. ક્રોધે માજા મૂકી, એ મુદગલ ઉપાડી ગર્જના કરતો ઘોર જંગલમાં ચાલી ગયો. પ્રતિદિન તે Page #326 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૭૭ સાત જણની હત્યા કરતો. જ્યાં સુધી સાત જણની હત્યા થાય નહીં ત્યાં સુધી એના જીવને શાંતિ થતી નહિ. રાજગૃહી નગરીમાં હાહાકાર થઈ ગયો. રાજયના બધા પ્રયત્નો તેને પકડવાના નિષ્ફળ ગયા. શ્રેણિક મહારાજાએ ઉદ્ધોષણા કરાવી કે કોઈએ બહાર સવારે નિકળવું નહીં. સાત જણની હત્યા થયા બાદ દિવસ શાંત રહેતો. અર્જુનનો આ સાત હત્યાનો ક્રમ છ મહિના ચાલ્યો. શાસ્ત્રાધારે પાંચ માસ અને તેર દિવસ મળી કુલ તેને ૧૧૪૧ માણસોનો નાશ કર્યો. એવામાં ભગવાન મહાવીર ઉદ્યાનમાં પધારવાના સમાચાર શહેરમાં આવ્યા. પણ મરણના ભયથી ઉદ્યાનમાં ધર્મદેશના સાંભળવા કોઈ જઈ શક્યું નહીં. પણ એક સુદર્શન નામનો ભગવાનનો પરમ ભક્ત રહી શક્યો નહીં. તે હિંમત કરીને શહેરમાંથી ઉદ્યાનમાં જવા નિકળ્યો. જેવો નગરની બહાર નિકળ્યો કે સામેથી વિકરાળ સ્વરૂપે આવતા અર્જનમાળીને જોયો. મરણાંત ઉપસર્ગ જાણી સુદર્શન ત્યાં સંથારો ધારી કાયોત્સર્ગ ધ્યાને ઊભો રહ્યો. અર્જુનમાળી તેના ઉપર ઘસી આવ્યો. અને મુદગલ ઉપાડી જ્યાં તેને મારવા જાય છે કે તરત જ અધિષ્ઠાયક દેવના પ્રભાવે યક્ષ તેના શરીરમાંથી નીકળી પલાયન થઈ ગયો. લગભગ ૬ મહિનાનો ભૂખ્યો-તરસ્યો અર્જુન દીન બની ગયો અને મૂછ ખાઈ જમીન ઉપર ઢળી પડ્યો. સુદર્શને આશ્ચર્ય પામી મનથી પ્રભુનો આભાર માન્યો. તેણે અર્જુનમાળીને બોધ આપ્યો અને ભગવાન મહાવીર પાસે લઈ ગયો. ભગવાનના ધર્મોપદેશથી વૈરાગ્ય પામી અર્જુનમાળીએ દીક્ષા લીધી અને જાવજીવ પર્યત છઠ્ઠ ઉપર છઠ્ઠનો તપ કરવાનો નિયમ કર્યો. પારણાને દિવસે શહેરમાં ગોચરી અર્થે નીકળતો. ઘણાં લોકો તેના પર પત્થરનો વરસાદ વરસાવી સંતાપ આપતા. તે સઘળું અર્જુન મુનિ ઉત્કૃષ્ટભાવે સહન કરતા અને આત્માના સ્વરૂપને વિચારતા. આ પ્રમાણે સમભાવે પરિષહ સહન કરતાં અને ત્યાગની સર્વોત્કૃષ્ટ ધારાએ પ્રવેશતાં એ જ ભવે અર્જુન મુનિને કેવલ્યજ્ઞાન થયું અને મોક્ષ પામ્યા. ટૂંકા આયુષ્યમાં આત્મ સાધક (નાગદત્ત શ્રેષ્ઠિ) ઉજ્જયનિ ધનદંત્ત સુત, નાગદત્ત સાર; મુનિવચને પ્રતિબોધ લઈ સંયમે સફલ કર્યો અવતાર. નાગદત્ત શ્રેષ્ઠિએ એક સુંદર મહેલ બંધાવ્યો. મહેલ તૈયાર થઈ ગયો. ફક્ત રંગ કરવાનું જ બાકી. શેઠ ઊભા ઊભા કારીગરોને રંગ કેવો કરવો તે અંગે સૂચના આપી રહ્યા હતા. ત્યાં એક જૈન મુનિ પસાર થતા શેઠની વાતો સાંભળી જરાક હસ્યા. શેઠે આ જોયું. મનમાં વિચારે છે કે મુનિરાજ કેમ હસ્યા હશે? કારણ વગર મુનિવર હસે નહીં. નિરાંતે મુનિરાજને પૂછશું. શેઠ ત્યાંથી ઘરે આવ્યા. ભોજનનો સમય થતાં જમવા બેઠા. બાજુમાં શેઠનો નાનો છોકરો પારણામાં સૂતો હતો. જમતા જમતા તેનું પારણું શેઠ હીંચોળે છે. ત્યાં જ છોકરો મૂતર્યો, થોડું મૂત્ર શેઠના ભાણામાં પડ્યું. જાણ્યું ન જાણું કરી શેઠ જમતા જ રહ્યા. બરાબર આ જ વખતે તે જ મુનિરાજ આવ્યા અને આ દશ્ય જોઈ ફરી પાછા હસ્યા. શેઠે મુનિરાજને હસતા જોયા. તેમને ભારે આશ્ચર્ય થયું. થોડો આરામ કરી શેઠ દુકાને આવ્યા. તેટલામાં એક કસાઈ એક બોકડો લઈને જતો હતો. તે જૈ, ૨૩ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( બોકડો શેઠની દુકાનમાં ચઢી ગયો. શેઠે તેને બહાર કાઢવાની ઘણી મહેનત કરી. પણ બોકડો દુકાન બહાર નિકળે નહીં. શેઠે લાકડી મારી મારી તે બોકડાને બહાર કાઢ્યો. પેલા મુનિરાજ જોગાનુજોગ તે વખતે દુકાન આગળથી પસાર થતા હતા, તેમને આ બોકડાને મારી બહાર કાઢવાનું દૃશ્ય જોયું અને હસવા લાગ્યા. શેઠને મુનિરાજનું આમ ત્રણ ત્રણ વખતનું હસવું ન સમજાણું. દુકાન વધાવી શેઠ તો આવ્યા ઉપાશ્રયે. વંદના કરી મુનિને પૂછ્યું : સાહેબ, આજ મેં આપને ત્રણ વખત હસતા જોયા. જરા સમજાવશો, ક્યા કારણે આપ હસ્યા? જ્ઞાની મુનિવરે જણાવ્યું : “કારણસર જ હસવું આવતું હતું. તમે મકાન રંગવા બાબત જે સૂચના આપતા હતા, તે મકાન તમારા તો કામમાં આવવાનું નથી.” કેમ સાહેબ! શેઠે પૂછ્યું. મુનિવર કહે છે : તારું આયુષ્ય હવે સાત દિવસનું બાકી છે. હે! શેઠ ગભરાયા. મુનિશ્રીએ બીજીવાર હસવાનું કારણ સમજાવતા કહ્યું. “ભોજન કરતી વખતે બાળકને તમે ઝુલાવી રહ્યા હતા તે જીવ તમારી સ્ત્રીનો જાર હતો. તમે જ તેને મારી નંખાવ્યો હતો. તે મરીને તમારી સ્ત્રીના ગર્ભમાં આવ્યો. તે જ બાળક એ ઘોડીયામાં હતું. તે તમે જમતા હતા ત્યારે મૂતર્યો અને ઠીક ઠીક પ્રમાણમાં મૂતર તમારા ભાણામાં પડ્યું. છતાંય એ ભોજન તમે જમ્યા. એ જ્ઞાનથી જાણી હસવું આવ્યું હતું.” મુનિ કહે “ત્રીજી વખતે મને હસવું આવ્યું કારણ જે બોકડો તમારી દુકાનમાં પોતાનો જીવ બચાવવા ચડ્યો હતો તેને તમારી દુકાન જાણીતી લાગી કારણ કે તે તમારા બાપનો જીવ હતો, તેને બચાવ્યો નહીં અને લાકડી મારી કાઢી મુક્યો.” શેઠ કહે, અરરરર. હું જઉં છું દોડતો કસાઈના ઘરે, બોકડો ખરીદી લઈશ. એમ કહી દોડતા દોડતા ગયા કસાઈના ઘરે. કસાઈને કહે, ભાઈ પેલો બોકડો મને વેચાતો આપી દે. કસાઈ કહે : એ તો કાપી નાખ્યો. જુઓ આ રંધાતું માસ. શેઠને ઘણું દુઃખ થયું. આંખમાં આસું આવ્યાં. તે મુનિરાજ પાસે પાછો આવ્યો. અને ગુરૂદેવને વિનંતી કરવા લાગ્યો કે હવે મારે શું કરવું? રસ્તો બતાવો, અને મને બચાવો. ગુરૂદેવે પ્રેમથી તરવાનો માર્ગ બતાવ્યો : ““એક દિવસનું ચારિત્ર આત્માનો ઉદ્ધાર કરવા સમર્થ છે, તમારી પાસે તો હજુ સાત દિવસ બાકી છે.” નાગદત્તે તરત જ દીક્ષા લીધી. સાત જ દિવસ શુદ્ધ ચારિત્ર પાળી બધા જીવોને ખમાવી ત્યાંથી કાળ કરી દેવલોક પામ્યા. દેવદત્ત પૃથ્વીપુરમાં જીવનદાસ નામનો શ્રાવક રહેતો હતો. તેને દેવદત્ત નામનો પુત્ર હતો. પુત્રને જૈન ધર્મનો રંગ લાગવાના બદલે કુસંગ હોવાથી વ્યસનોનો રંગ લાગ્યો. દિવસે દિવસે વધુ ને વધુ નિષ્ફર થતો ગયો અને છેવટે સાતે વ્યસનો સેવતો થઈ ગયો. જીવનદાસ બહુ જ શાંતિથી તેને આ માર્ગેથી પાછો વાળવા ધર્મ શિક્ષા આપતા, પણ દેવદત્ત ઉપર તેની કોઈ અસર થતી નહીં. ઉત્તરોતર તે વ્યસનોમાં વધુ ને વધુ ડૂળે જતો હતો. દેવદત્તને સંસ્કારી બનાવવા જીવનદાસ ઘણું વિચારતો. કોઈ ને કોઈ રીતે તેને સંસ્કારો આપી તેના આત્માને તારવો જોઈએ એવી ઊંડી સમજથી તેને એક જિન-પ્રતિમાની સ્થાપના પોતાના ઘરમાં કરવા Page #328 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૨૭૯ વિચાર્યું અને પ્રતિમાને ઘરના દરવાજાની સામે ઉપરના ભાગમાં પધરાવી. ઘરમાં પેસવાનો દરવાજો થોડો નીચો કરાવ્યો. જેથી દરવાજામાં પેસતા માથું નીચું કરે તો જ ઘરમાં જવાય એવી વ્યવસ્થા કરી. જીવનદાસ તો આ પ્રતિમાને પણ ભાવપૂર્વક સ્તવતો, વંદના કરતો. દેવદત્તને ઘરમાં પેસના માથું નીચે તો નમાવવું જ પડતું અને એ રીતે વંદના થઈ જતી, પણ તે ભાવપૂર્વક વંદના કદી કરતો નહીં. આયુષ્ય પૂર્ણ થતાં દેવદત્ત મરીને સ્વયં ભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થયો. સમુદ્રમાં ભમતા ભમતા તેણે એક દિવસ જિનપ્રતિમાની આકૃતિવાળો એક મત્સ્ય જોયો. જ્ઞાની વડીલોનું કહેવું છે કે મત્સ્ય અનેક આકારના થાય છે. આ જિનબિંબના આકારવાળા મલ્યને જોઈને આ મત્સ્યને એમ થયું કે આવું તો મેં ક્યાંક જોયું છે! વિચારતાં વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોઈ તેને અત્યંત પસ્તાવો થયો. પિતાનું કહ્યું ન માની, અવસર હોવા છતાં જિનપ્રતિમાની પૂજા, વંદના ન કરી ને પોતે આવી નીચગતિ પામ્યો. આમ ચિતવતાં પોતાની જાતને ખૂબ જ ધિક્કારવા લાગ્યો. હવે શું થાય? આ તિર્યંચ ગતિમાં હું શું કરી શકું? હવે કંઈ પામવાની ઇચ્છાથી તેને મનોમન સૂક્ષ્મ મજ્યની હિંસા નહિ કરવાનો નિયમ લીધો, અને ધીમેધીમે જળની બહાર નીકળીને ચોવીસે પહોરનું અનસન પાળીને મૃત્યુ પામી સ્વર્ગમાં દેવતા થયો. - દેવલોકમાં શાશ્વતી જિનપ્રતિમાની પૂજા કરતાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વ ભવ જોયો. એ જાણી જિનબિંબના દર્શનનો મહાન ઉપકાર લોકોને સમજાવવાના ઉદ્દેશથી પ્રભુના સમવસરણમાં આવીને તેણે કહ્યું, “હે વિતરાગ ! આપની પ્રતિમા પણ સાક્ષાત પ્રભુના જેવી ઉપકારક છે, એ સત્ય મેં મારા જીવનમાં બરાબર અનુભવ્યું છે.' એમ કહી તે દેવ રવાના થઈ ગયો. એના ગયા બાદ લોકોએ ભગવાનને તેનું વૃત્તાંત પૂછ્યું. પ્રભુમુખેથી તેનું વૃત્તાંત સાંભળી પર્ષદાએ જિનપ્રતિમાની વંદના, પૂજા કરવાના નિયમો લીધા. આમ ભવ્ય જીવોએ જિનેશ્વરની પ્રતિમાને સાક્ષાત્ જિનેશ્વર ભગવંત સમજીને, તેની અંતરના વિશુદ્ધ ભાવથી પૂજા અને ભક્તિ કરી મહાન લાભ મેળવવો. ( જિનદાસ શેઠ ) જસ ઉપવાસાદિ જોઈને વ્રત વૃષભ યુગલ કરનાર; ધન્ય અભયદાની જિનદાસ શેઠ અહિંસાનો અવતાર. ખૂબ જ ગરીબીમાં જિનદાસ ઉછર્યો હતો. ઉત્તમ બાણાવાળી તે હતો. મજુરી કરી પેટ ભરતો. એક દિવસ તેને અતિભાવથી ભક્તામર સ્તોત્રનું સ્મરણ કર્યું. તેના ઉત્કટ ભાવથી પ્રસન્ન થઈ શાસનદેવીએ જિનદાસને વશીકરણ રત્ન આપ્યું. એક દિવસ કોઈ કામ અર્થે તે બહાર ગામ જતો હતો. રસ્તામાં તેણે નામીચા ત્રણ ચોરો મળ્યા. જિનદાસે સામે ત્રણ જ ચોરોને જોઈને પાસે હતા તે બધાં બાણમાંથી માત્ર ત્રણ રાખી બીજાં તોડી ફેંકી દીધો અને ત્રણ બાણથી ત્રણે જણને વીંધી નાખ્યા. જિનદાસની આ પરાક્રમ ગાથા પાટણના રાજા ભીમદેવે સાંભળી. ભીમદેવે સન્માનપૂર્વક જિનદાસને પોતાની રાજસભામાં બોલાવ્યો અને રાજ્યની રક્ષા કરવા તેને ખડગ આપીને સુભટોનો અધિકારી બનાવ્યો. તે વખતના પાટણના સેનાપતિ શત્રુશલ્યથી આ સહન ન થયું. તેને રાજસભામાં દુહો ગાઈ વિરોધ કર્યો. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન “ખાંભા તાસ સમધ્ધિએ, જશુ ખાંડે અભ્યાસ; જિસ હાકુ સમધ્ધિએ, તલ એલઉ કપાસ.” મતલબ કે “હે રાજન, ખડગ તેવાને આપીએ કે જેને તે વાપરવાનો અભ્યાસ હોય. વણિકને તો તોલવાનો કાંટો, વસ્ત્રો કે કપાસ જ અપાય.” . આ સાંભળી જિનદાસે કહ્યું : “અસિધર ધણુધર કુંતધર, સત્તિ ધરાવી બહુઆ સતતુલ્લ જે નર રણજૂર, જણ વિતે વિરલય સુત.” હે શત્રુશલ્ય! ખડગધારી ભાલાધારી તો ઘણાં હોય છે, પણ જે રણમાં શૂરવીરતા બતાવે તેવા પુરુષને તો કોઈ વિરલ માતા જ જન્મ આપે છે. બીજું એ પણ જાણી લે કે અશ્વ, શાસ્ત્ર, , વાણી, વીણા અને નારી યોગ્યતા પ્રમાણે જ પ્રાપ્ત થાય છે. જિનદાસનો જવાબ સાંભળી ભીમદેવે તેને કોટવાલ બનાવ્યો. જિનદાસ કોટવાલ નિમાતા ચોરોએ તેના ભયથી ચોરી ત્યજી દીધી. જિનદાસની કીર્તિ દિવસે દિવસે વધતી ગઈ. એક જૈન ચારણે જિનદાસની ભક્તિ કેવી છે તે ચકાસવાનો વિચાર કરી એક ઉંટડીની ચોરી કરી. ઉંટડી ઘર આગળ ચારણે બાંધી હતી. સૈનિકોને શોધતા શોધતા આ ચારણને ત્યાંથી મળી એટલે તેને બાંધી જિનદાસના ઘર આગળ લાવ્યા. જિનદાસ આ વખતે સવારની પૂજા કરતો હતો. સુભટોએ ઘટના કહી અને શું કરવું તેની આજ્ઞા માંગી. જિનદાસે માંથી કંઈ ન કીધું; પણ પૂજા કરતા ફૂલ ભગવાનને ચડાવતો હતો તેની ડીંટડી તોડીને સંજ્ઞા કરી, શું કરવું તે સમજાવ્યું. આ જોઈ જૈન ચારણ બોલ્યો : “જિન રાતે જિન વરહ, ન મિલે તારો તાર; જિન કરે જિનવર પૂજિએ, તિ કેમ મારણહાર” મતલબ કે જિનદાસ ને જિનેશ્વર એકરૂપ થયા નથી. તેનું ચિત્ત સમગ્રરૂપે જિનપૂજામાં લાગ્યું નથી. નહિ તો જે હાથથી જિનેશ્વરની પૂજા થાય તે જ હાથથી બીજાનો વધ કરવાની સંજ્ઞા કેમ કરાય? વળી આગળ વધતા ચારણે બીજો દુહો સંભળાવ્યો : “ ચારણ ચોરી કિમ કરે, જે બોલડે ન સમાય, તું તો ચોરી તે કરે, જે ત્રિભુવનમાં ન માય.” હે શેઠ! વિચાર તો કર કે જેના ખોરડામાં ઉંટડી માય નહિ તેવી ઉંટડીની ચોરી ચારણ કન્યાં કારણે કરે? પરંતુ શેઠ, તે તો ત્રણ ભુવનમાં ન માય તેવી ચોરી કરી છે.” આ સાંભળી-સમજીને જિનદાસ શરમાઈ ગયો, તેને પસ્તાવો થયો. અરેરે! મેં તો જિનેશ્વર દેવની આજ્ઞા તોડી. પૂજામાં પરમાત્મામાં મન રાખવાને બદલે સંસારમાં મન ભમતું રાખ્યું. ખરેખર મને ધિક્કાર છે. ચારણ કહે છે તેમ મેં ફક્ત દ્રવ્યપૂજા જ કરી છે, ભાવ પૂજા નહીં. સાચો ભાવ ભાવ્યો જ નહીં. એમ પસ્તાવો કરતા શેઠે ચારણને કહ્યું. “હે ચારણ! તમે તો મારા ગુરુ બન્યા છો. તમે મને અંધકારમાંથી પરમ તેજે લઈ ગયા છો. તમે મારો ઉદ્ધાર કર્યો છે. સાચે જ તમે મારા ઉપકારી છો.'' આ પછી જિનદાસે હંમેશાં દ્રવ્યપૂજા સાથે પોતાના આત્માના કલ્યાણને માટે ભાવપૂજામાં ચિત્ત પરોવતાં પોતાનું કલ્યાણ સાધી લીધું. Page #330 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૮૧ ( અગ્નિશમાં અને ગુણસેન ) ગુણ ઉપશમનો ગુણસેનામાં અગ્નિશમ ક્રોધાનો ભંડાર શુભ અશુભ પ્રત્યક્ષ પેખીને, તેવો સમતા કરો ને ક્રોધ લગાર, ગુણસેન એક રાજકુમાર હતો. તે જ ગામમાં અગ્નિશર્મા નામનો એક પુરોહિતનો પુત્ર રહેતો હતો. તે શરીરે કદરૂપો હતો. શરીરના અંગો અષ્ટાવક્ર જેવા હતાં. એવા કુબડા અગ્નિશર્માને સતાવવામાં ગુણસેનને મઝા આવતી. તેને ગધેડા પર બેસાડી, માથાપર કાંટાનો મુગટ પહેરાવી ગામમાં ફેરવતો. આવા કંઈક તોફાનો ગુણસેન અગ્નિશર્મા ઉપર વરસાવતો. રાજકુમાર હોવાથી તેને કોઈ કાંઈ કહી શકતું નહીં. અગ્નિશર્મા જુવાન થયો. હવે તે ગુણસેનના તોફાન સહન ન કરવા પડે તે માટે ગામમાંથી ભાગી, એક તાપસ પાસે પહોંચી તાપસી દીક્ષા લીધી. અને માસોપમાસ ઉપવાસ કરવા લાગ્યો. ફક્ત એક દિવસ પારણું કરી પાછા મહિનાના ઉપવાસ કરે. નિયમ ધારેલો કે પારણાના દિવસે ફક્ત એક જ ઘેર જવું. જે મળે તેનાથી પારણું કરવું. તે ઘરે જો કંઈ ન મળે તો મહિનાના બીજા ઉપવાસ કરવા. આમ તેણે હજાર માસક્ષમણ કર્યા. રાજકુમાર ગુણસેન મોટો થતા તેનો રાજ્યાભિષેક થયો. તે રાજા થયો. એક દિવસ ફરતાં ફરતાં તે અગ્નિશર્માના આશ્રમમાં પહોંચ્યો. તેણે અગ્નિશર્માની તપશ્ચર્યાની વાત સાંભળી. તેને ભાવપૂર્વક વંદન કર્યો અને પારણાના દિવસે રાજમહેલ પધારવા વિનંતી કરી. વિનંતી માન્ય રાખી પારણાના દિવસે અગ્નિશર્મા રાજમહેલ પધાર્યા રાજમહેલમાં દોડાદોડ થઈ રહી હતી. રાણીએ રાજકુંવરને જન્મ આપ્યો હતો. રાજમહેલમાં આનંદ છવાઈ રહ્યો હતો. રાજમહેલ આવેલ તપસી અગ્નિશર્માની સામે કોઈએ જોયું નહીં, એટલે એ પાછા ફરી ગયા. પારણું કર્યા વગર એમણે બીજું માસક્ષમણ શરૂ કર્યું. રાજાને મોડેથી તપસીના પારણા યાદ આવ્યા, પણ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું, ગુણસને તપોવનમાં જઈ અગ્નિશર્માની માફી માંગી. આવતું બીજું પારણું કરવા ચોક્કસ રાજમહેલ પધારવા આગ્રહભરી વિનંતી કરી. બીજીવારના પારણા માટે અગ્નિશ પાછા આવ્યા ત્યારે રાજમહેલ શોકમાં ગરકાવ હતું. રાજા માંદા પડી ગયા હતા. વૈદો દોડાદોડ કરી રહ્યા હતા. અગ્નિશમને કોઈએ બોલાવ્યા નહીં. એ ધુંધવાતા ધુંધવાતા પાછા ફરી ગયા અને પારણુ કર્યા વગર ત્રીજું માસક્ષમણ શરૂ કરી દીધું. દર્દ ઓછું થતાં રાજાને અગ્નિશર્મા યાદ આવ્યા. પરંતુ અગ્નિશ તો કયારનાએ આશ્રમ પહોંચી ગયા હતા. રાજાએ તપોવન પહોંચી દુઃખ વ્યક્ત કર્યું, ફરી ફરી માફી માગી અને આવતું પારણું રાજમહેલ પધારી કરવા વિનંતી કરી. ત્રીજીવાર અગ્નિશર્મા પારણા માટે રાજમહેલ પધાર્યા ત્યારે રાજમહેલ પાસે સૈન્યની મોટા પાયે હિલચાલ થઈ રહી હતી. રાજા યુદ્ધની તૈયારીમાં હતા. એટલે અગ્નિશર્મા સામું કોઈએ જોયું નહીં. તેઓ થોડો વિસામો ખાઈ પાછા આશ્રમે પહોંચ્યા. રાજાને યુદ્ધ કરવા રથમાં બેસવા જતાં અગ્નિશર્મા સાંભર્યા. રથ આશ્રમ તરફ લીધો. અગ્નિશર્માને મળી તેમની આગળ નમી પડ્યા. ખૂબ જ પસ્તાવો બતાવ્યો, પણ અગ્નિશર્મા ખૂબ જ ગુસ્સામાં હતા. એમના મનમાં બાળપણની વાતો યાદ આવી. “બાળપણમાં પણ આ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] | જૈન પ્રતિભાદર્શન રાજા જ્યારે રાજકુંવર હતા ત્યારે મને બહુ સતાવતા અને હવે રાજા થયા છે ત્યારે પણ મને જાણી જોઈને સતાવવા પારણા વખતે હાજર નથી રહેતા.” પરિણામે રાજા પ્રત્યે વેરભાવ જાગૃત થઈ એમને આજીવન ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને સાથે સાથે એવો સંકલ્પ કર્યો કે “જન્મોજન્મ હું રાજાને મારનારો થાઉં.” રાજા રડી પડ્યા, એમને ફરીફરી માફી માંગી, પોતાની ભૂલનો એકરાર કર્યો, પરંતુ અગ્નિશર્મા ન જ પીગળ્યા. તે ઉપશાંત ન થયા અને નવ ભવો સુધી અગ્નિશર્માનો જીવ ગુણસેનના જીવની હત્યા કરતો રહ્યો. પરિણામે અગ્નિશર્માનો જીવ નરકે ગયો અને ગુણસેનનો જીવ સમરાદિત્ય રાજાના જન્મમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયો. લક્ષ્મણા સાળી ઘણા જુના સમયની આ વાત છે. એક રાજાને પુત્રો ઘણા હતા પણ પુત્રી એકે ન હતી. તેને કેટલીક માનતાઓ અને બાધાઓ રાખી, આખરે આ બધું તેને ફળ્યું અને એક પુત્રીનો તેના ઘરે જન્મ થયો. તેનું નામ લક્ષ્મણા રાખ્યું. ખૂબ જ લાલન-પાલનથી તેનું બાળપણ પુરું થયું અને તે યુવાન થઈ. લક્ષ્મણા લગ્ન-યોગ્ય થતાં રાજાએ તેના માટે સ્વયંવર રચ્યો. સ્વયંવરમંડપમાં હાથમાં વરમાળા રાખી લક્ષ્મણા ફરતી ગઈ અને એક ઈચ્છિત વરને વરમાળા પહેરાવી. રાજાએ લગ્ન-મહોત્સવ યોજયો. લગ્નની વિધિ શરૂ થયો. વરકન્યા ચોરીમાં મંગળફેરા ફરી રહ્યાં હતાં ત્યાં જ અચાનક વરનું મૃત્યુ થયું. લક્ષ્મણા તો આવાફ થઈ ગઈ. તેને ખૂબ જ આઘાત લાગ્યો. “આવો સંસાર !'' એમ વિચારતા તેનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. દઢ શ્રદ્ધાથી તે શ્રાવિકાધર્મ પાળવા લાગી અને છેવટે તેણે તે ચોવીસીના છેલ્લા તીર્થંકર પાસે દીક્ષા લીધી. સાધ્વી લક્ષ્મણા ઘણી જ સારી રીતે ચારિત્રધર્મ પાળતાં હતાં. એક દિવસ તેઓ એક સ્થળે ઉભેલાં ત્યાં તેમણે એક ચકલાચકલીને રતિક્રીડા કરતાં જોયાં. એ દેશ્યથી સાધ્વી લક્ષ્મણાનું યૌવન ખળભળી ઉઠ્યું. વાસનાની વૃત્તિઓ સળવળી ઉઠી. કામાતુર વિચારમાં તેણે વિચાર્યું “અરિહંત પ્રભુએ શું જોઈને આ ક્રીડા નહિ કરવાનું સાધુ-સાધ્વીને ફરમાન કર્યું હશે? પણ તેમાં તેમનો શું દોષ? ભગવાન તો અવેદી છે. તેમને વેદી જનની વૃત્તિઓની શું ખબર પડે?” આ પ્રશ્ન એક આંખના પલકારાની જેમ ઉદ્ભવ્યો, તરત જ બીજી પળે તેઓ સાવધાન થઈ ગયાં. પોતાના કુવિચારથી ચમકી ઉઠ્યા અને પસ્તાવો કરવા લાગ્યા : અરેરે! મેં ખૂબ જ ખોટો વિચાર કર્યો, મારાથી એક મહાપાપ થઈ ગયું. મારે તેની આલોયણા કરવી જોઈએ. પણ આવી વાત હું ગુરુને કેવી રીતે કહું? આવો વિચાર આવ્યો, તે તો હું કહી શકું તેમ નથી. અને ન કહું તો શલ્ય રહી જાય છે; અને શલ્ય રહી જાય તો હું શુદ્ધ થઈશ નહીં. ઘણો વિચાર કરીને અંતે તેઓ ગુરુ પાસે આલોયણા લેવા આવ્યાં. પણ ગુરુદેવને બીજાનું નામ દઈને પૂછ્યું, “ગુરુદેવ! જે આવું દુર્બાન કરે તેને શું પ્રાયશ્ચિત આવે?” ગુરુજીએ સ્પષ્ટતા કરવા કહ્યું પણ તે વધુ સ્પષ્ટતા ન કરી શકયા. ગુરુજી પાસેથી પ્રાયશ્ચિત જાણી લીધું અને તે પ્રમાણે તેમણે પચાસ વર્ષ સુધી આકરી તપશ્ચર્યા કરી. પણ તેમણે હૈયે શલ્ય રાખેલ તે કારણે તેમનો આત્મા વિશુદ્ધ ન થયો Page #332 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | - [ ૨૮૩ અને આર્તધ્યાનમાં તે કાળધર્મ પામ્યા. અનેક ભવો કરતાં કરતાં તેઓ પ્રાંતે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં અવી મુક્તિને પામશે. ( કાર્તિક શેઠ ) દાઝયા પણ ડગ્યા નહી સમકિતથી લવલેશ વંદન આપને કાર્તિક શેઠ, સ્વર્ગ પામી બન્યા રાકેશ. શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં પૃથ્વીભૂષણ નામના નગરમાં કાર્તિક નામના એક શેઠ રહેતા હતા. તે નગરમાં એક ઐરિક નામે તાપસ આવ્યો. તે માસોપવાસના પારણે માસોપવાસ કરતો હતો. તેના તપની ભારોભાર પ્રશંસા થતી હતી. તેથી આખું નગર તેનાં દર્શન કરી ધન્યતા અનુભવતાં. પણ તે તાપસ મિથ્યાત્વી જાણી કાર્તિક શેઠ તેના દર્શને ન આવ્યા. શુદ્ર આત્માઓ પોતાને કોને માન આપ્યું અને કોને ન આપ્યું તેનો બરાબર ખ્યાલ રાખે છે. આ ઐરિક તાપસે પણ કાર્તિક શેઠ પોતાના દર્શને નથી આવ્યા તેનું ધ્યાન રાખ્યું. અને મનથી આ કાર્તિક શેઠને ગમે તેમ કરીને નમાવવાનો પ્રબળ વિચાર કર્યો. તે નગરના રાજા પણ આ તાપસના દર્શને આવ્યા. અને પોતાના મહેલે પારણું કરવા પધારવા આમંત્રણ આપ્યું. તાપસે જો કાર્તિક શેઠ તેને પીરસીને જમાડે તો તેમના મહેલે પારણું કરવા આવે એવી શરત કરી. રાજાએ તે શરત કબૂલ કરી. અને પારણાના દિવસે કાર્તિક શેઠને પોતાના મહેલ પર બોલાવી તાપસ આવે ત્યારે તેને પીરસવા જમાડવા હુકમ કર્યો. કાર્તિક શેઠ આવા હુકમથી બહુ ખિન્ન થયા, કારણ કે પોતે વ્રતધારી શ્રાવક હતા. પોતાના સમ્યકત્વને બાધા પહોંચતી હતી. પણ રાજ-આજ્ઞાનો અનાદર કરવો મુશ્કેલ છે તેમ સમજી રાજાને જણાવ્યું કે તમારો હુકમ છે તેથી તેને જમાડીશ. - પારણાના દિવસે ઐરિક તાપસ રાજમહેલ આવ્યો. શેઠે પોતાને ન રુચતું હોવા છતાં તાપસને પીરસવા માંડ્યું. પીરસતા તેઓ નીચા નમ્યા. તે જાણી કેવો નમાવ્યો છે! તેનો તાપસને આનંદ થયો અને પોતાના નાક ઉપર આડી આંગળી ઘસી કેવું નાક કાપ્યું? એવી શેઠને સંજ્ઞા કરી. શેઠને ઘણું દુ:ખ થયું. જો આ પહેલાં દીક્ષા લીધી હોત તો આ પરાભવનો વખત ન આવત. સંસારમાં રહેવાના કારણે આ ફળ મળ્યું. એવા વિચારે ચડી ગયા અને દીક્ષા બને એટલી જલ્દી લેવા મક્કમ નિર્ણય કર્યો. સંસારિક કેટલાંક કામો આટોપી શેઠે વાજતે ગાજતે દીક્ષા લીધી. દીક્ષાના આ અવસરે તેમની સાથે બીજા એક હજાર શ્રેષ્ઠી અને શ્રેષ્ઠી પુત્ર પરિવાર વગેરેએ પણ દીક્ષા લીધી. અને કાર્તિક મુનિ બાર વર્ષ સુધી દીક્ષા પાળી દશાંગીના જ્ઞાતા થઈ આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ દેવલોકમાં સૌધર્મ નામના ઈદ્ર થયા. તાપસ ગેરક પણ ઘણું ઘોર પણ મિથ્યાત્વ તપ કરી મૃત્યુ પામી તે જ સૌધર્મ ઈન્દ્રનો ઐરાવત હાથી થયો. નવા ઉત્પન્ન થયેલા તે દિવ્ય હાથીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે કાર્તિક શેઠ જ અવસાન પામી સૌધર્મ ઇન્દ્ર થયેલ છે. તેથી તેણે સવારી ન કરવા દેવા ઘણાં તોફાનો કર્યો અને ભાગવા લાગ્યો, પણ ઇન્દ્ર પોતાના સામર્થ્યથી તેને પકડ્યો. આથી હાથીએ બે રૂપ ર્યા, ઈન્દ્ર પણ બે રૂપ કર્યો. હાથીએ ચાર રૂપ કર્યો, ઇન્દ્ર પણ ચાર રૂપ તેવા જ કર્યા. આ તમાશાથી ઈન્દ્ર થોડી વાર તો વિચારમાં પડી ગયો. પણ પછી પોતાના અવધિજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે આ તો ઐરિક તાપસનો Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] [ જેને પ્રતિભાદર્શન જીવ છે. એટલે મૂળ હાથી ઉપર ચડી ગર્જના કરતાં કહ્યું : હે મૈરિક! જરા તો સમજ. સમજણ વગરનાં આટલાં તપ-અનુષ્ઠાન નિષ્ફળ ગયાં. હવે અહીં તારું શું ચાલે એમ છે?' છેવટે ઇન્દ્રના પ્રતાપને ન સહી શકતો તેનાં વચન સાંભળી નમ્ર બન્યો અને તેમના કહ્યા પ્રમાણે વર્તવા લાગ્યો. ઇન્દ્ર બનેલા કાર્તિક શેઠનો જીવ એક અવતાર કરી મોક્ષે જશે. આ કથામાં કાર્તિક શેઠ રાજ આજ્ઞાથી પોતાના લીધેલ વ્રતને તથા સમ્યક્ત્વને બાધા પહોંચતી હોવા છતાં રાજ આજ્ઞાએ અનિચ્છાએ વર્યા. આ અંગે જાણવું જરૂરી છે કે જિનેશ્વર દેવોએ સમ્યક્ત્વના વિષયમાં અપવાદ માર્ગે છ આગાર બતાવ્યા છે. ૧. રાજાની આજ્ઞાએ. ૨. માતા-પિતાની આજ્ઞાએ. ૩. આજીવિકાના કારણે કોઈપણ સમૂહ કે પંચના આગ્રહથી. ૪. કોઈ દેવતાના દબાણથી. પ. કોઈ બળવાનના બળ-જોરથી. ૬. ગુરુની આજ્ઞાથી. એમ આ છ પ્રકારે આવતી અલનાની છૂટ રાખવામાં આવે છે. અર્થાત સમ્યક્ત્વની સ્વીકૃતિ વખતે આ છ આગારો મોકળા રખાય છે. આ આગારના હિસાબે અહીં કોઈ નિયમનો ભંગ થયો ગણાય નહીં. ( ગુણમંજરી ) પદ્મપુર નામના નગરમાં સિંહદાસ નામના એક શ્રેષ્ઠી રહેતા હતા. તેમને કપુરતિલકા નામની સ્ત્રી અને ગુણમંજરી નામે એકની એક પુત્રી હતી. શેઠ પાસે કરોડોની સંપત્તિ હતી. તેઓ જૈન ધર્મના દઢ અનુરાગી હતા. ગુણમંજરી વિનયવંતી અને રૂપવંતી હતી, પણ કર્મોદયે તે મૂંગી અને રોગી હતી. શેઠે ઘણા ઉપચારો કર્યા પણ મુંગાપણું ઓછું ન થયું. તે ધાર્મિક જ્ઞાન પણ ન પામી, કારણે તેનો ઘણો વખત ઉપચારો કરવામાં જ વ્યતીત થતો હતો. એકદા એ નગરમાં વિજયસેનસૂરિ નામના મહાજ્ઞાની આચાર્યશ્રી પધાર્યા. તેમના વ્યાખ્યાન સાંભળવા નગરજનો ઉમટી પડ્યા. સિંહદાસ પણ પરિવાર સાથે વ્યાખ્યાન સાંભળવા ગયા. આચાર્યશ્રીએ જ્ઞાન અંગે ઠીકઠીક સમજાવ્યું. પૂર્વભવના પુણ્ય હોય તો માનવીને રૂપ, ગુણ, સંપત્તિ, નિરોગી શરીર તથા ધર્મ કરવા અંગે સાનુકુળ સંયોગો મળે છે. શુભકર્મના ઉદયથી જીવ મોક્ષમાર્ગ તરફ આગેકૂચ કરે છે ને અશુભ કર્મના ઉદયથી જીવ દુ:ખ ભોગવતો દુર્ગતિમાં પડી ભવસાગરના ચક્કરમાં ડૂબી જાય છે. માટે જીવે કર્મબંધન કરતાં ખૂબ જાગ્રત રહેવું જોઈએ. વ્યાખ્યાન પૂરું થતાં સિંહદાસ શેઠે જ્ઞાની ગુરુને પૂછ્યું કે મારી આ દીકરી ગુણમંજરી કયાં કર્મોના ઉદયથી આવી મૂંગી અને રોગીષ્ટ છે? આચાર્ય મહારાજ અવધિજ્ઞાની હતા એટલે શેઠની વાત સાંભળી, ગુણમંજરીના પૂર્વભવ અંગે વિગતે કહ્યું કે, આ તમારી પુત્રી ગતભવમાં કરેલા અશુભ કર્મોનો વિપાક ભોગવી રહી છે. તેનો જીવ ખેટકપુર નામના નગરમાં જિનદાસ નામે એક શ્રીમંત શ્રેષ્ઠીની પત્ની હતી. સુંદરી એનું નામ હતું. સંસારસુખ ભોગવતાં તેને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. તેઓ ખૂબ ધનવાન હોવાથી છોકરાઓને બહુ મોઢે ચડાવ્યાં હતાં. તેઓને ભણવા મૂક્યાં, પણ ધ્યાનથી ભણતાં ન હતાં અને નિશાળમાં પણ ઘણાં તોફાન-મસ્તી કરતાં હતાં. શિક્ષકો તેમને ઘણું સમજાવતાં પણ પત્થર ઉપર પાણીની જેમ તેમના ઉપર કોઈ અસર થતી નહીં. એક દિવસ તે બધા છોકરાઓને સોટીથી માર્યા. આ સોટી Page #334 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૮૫ મારથી છોકરાઓને તેના સોળ પડ્યા. ઘરે આવી તેમને મા પાસે આ અંગે રોતારોતા વાત કરી. અમને ખૂબ માર માર્યો છે, એમ કહી સોર્ટીના સોળ બતાવ્યા. માનો જીવ આથી ખૂબ ક્રોધિત થયો. મારે છોકરાઓને ભણાવવાની શી જરૂર છે, એમ માની છોકરાઓના ભણવાના બધા ચોપડા બાળી નાખ્યા. આ અંગે શેઠ અને શેઠાણી વચ્ચે બહુ બોલાચાલી થઈ. શેઠે છોકરાઓ બગડ્યા તે માટે શેઠાણીનો વાંક કાઢ્યો. શેઠાણી પણ શેઠને ઘણા કડવા શબ્દો કહેવા માંડી. જે શેઠ સહન ન કરી શક્યા અને ક્રોધમાં આવી એક પત્થર ઉપાડી શેઠાણીના માથામાં ઘા કર્યો. જે વાગવાથી શેઠાણી મરી ગઈ. એ જ શેઠાણીનો જીવ આ તમારી દીકરી ગુણમંજરી છે. ગુણમંજરી મૂંગી હતી પણ બધું સાંભળી શકતી હતી. તેને આ વાતચીત બરાબર સાંભળી. શેઠે હવે આની જીંદગી સુધારવા શું કરવું જોઈએ, તે અંગે પૂછ્યું. ગુરુજીએ રસ્તો બતાવતા કહ્યું કે, જ્ઞાનની વિરાધના કરેલ છે તે માટે જ્ઞાનની આરાધના કરવી એ પહેલું પગથિયું છે. જ્ઞાનપાંચમ (કારતક સુદ ૫)થી પંચમીનો તપ કરવો જોઈએ. જેમાં દર સુદ પાંચમે ઉપવાસ કરવો. આ તપ સાડા પાંચ વર્ષ સુધી કરવું જોઈએ. આ તપની વિધિ પણ ગુરુ મહારાજે બતાવી, જે પ્રમાણે ગુણમંજરીએ તપ કરવાનો નિશ્ચય કર્યો. ‘‘મારા જ્ઞાનાવર્ષીય કર્મ ખપાવવા હું એ તપ જરૂર કરીશ.’’ આ પશ્ચાતાપનું ફળ એને જલદી ફળ્યું અને વાચા ખૂલી ગઈ. સિંહદાસ શેઠે પણ પોતાનું ધન જ્ઞાનશાલામાં વાપરવા માંડ્યું. ગુણમંજરી ગુણવાન તથા સૌંદર્યવાન તો હતી જ. હવે તેનો રોગ અને મુંગાપણું ટળી ગયું એટલે એના વેવિશાળ માટે માંગણીઓ આવવા લાગી. પણ ગુણમંજરી હવે વૈરાગ્યવાન બનેલી હતી, જેથી પરણવાની ચોખ્ખી ના પાડી આત્માના હિત માટે સંયમ લીધો. સાધ્વી બનેલ ગુણમંજરી જ્ઞાન સહિત ક્રિયા કરવા લાગી. સારી રીતે જ્ઞાનની આરાધના કરતાં બીજાઓને આરાધના કરાવવામાં નિમિત્તરૂપ બની; આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરી દેવલોકમાં ગઈ. ત્યાં આયુષ્ય પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ લઈ, ઉગ્ર તપશ્ચર્યા કરતાં ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ. નૈગમ "6 નૈગમ એક નારી ધૂતી, પણ ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળીયો, જ્ઞાન દશા તપ જાગી.” પંડિત વીરવિજયકૃત અંતરાયકર્મ-નિવારણ પૂજામાં ઉપર પ્રમાણેની એક કડી છે. કથા નીચે પ્રમાણે છે. નૈગમ નામે એક વણિક નાના ગામમાં ગંધિયાણાની દુકાન ચલાવે. માંડમાંડ ગુજરાન ચાલે તેટલું કમાય. એક દિવસની વાત છે. ગામમાં એક ડોશી રહે. આંખે પૂરું દેખાય નહીં. કાને બરોબર સંભળાય નહીં. સાવ ગરીબ સ્થિતિ. તેને ત્યાં એની નાની બહેન બે ભાણેજોને લઈને બહારગામથી આવી. ડોશી ભાણેજો આવેલ જાણી ઘણી રાજી થઈ. તેમને જમાડવા ઘી, ગોળ વગેરે બહારથી લાવવું પડે તેમ હતું એટલે થોડા ભેગા કરેલ પૈસા એક નાની થેલીમાં નાખી નૈગમની દુકાને આવી. ઘી, ગોળ, મસાલા વગેરે જે જોઈતું હતું તે બધું લીધું. નૈગમે ડોશી બરાબર દેખતી નથી એ હિસાબે તોલમાં બધું જ ઓછું આપ્યું. હિસાબ કરતા ઘણા વધારે પૈસા ડોશી પાસેથી લઈ લીધા. ડોશી કરગરીને કહે : અલ્યાભાઈ, આટલા બધા પૈસા નો થાય. પણ નૈગમે તો તેમને ન સમજ઼ાય એવું ઉલટપુલટ સમજાવી ડોશીને વિદાય કરી. ૪. ૨૪ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ / [ જૈન પ્રતિભાદર્શન ક ડોશીનું દિલ તો ઘણું દુભાણું પણ તેનું વાણિયા આગળ કંઈ ચાલ્યું નહીં. ઘેર જઈ બહેન ભાણેજોને રસોઈ કરી નિરાંતે જમાડ્યાં. અહીં દુકાનમાં નૈગમને આજે સારો હાથ પડી ગયો છે. ન ધારેલી રોકડ રકમ હાથમાં આવી છે– એટલે તે વિચારે ચડ્યો. અડધી જિંદગી પૂરી થઈ પણ કોઈ દિવસ ઘેબર ખાવા નથી મળ્યો. ઘણા દિવસથી ઘેબર ખાવાનો વિચાર છે, પણ જોગ નથી થતો. આજે ઠીક પૈસા હાથમાં આવ્યા છે તો ઘરે ઘેબર બનાવરાવી નિરાંતે જગ્યું. તેણે એક માણસને પોતાના ઘરે મોકલી કહેવરાવ્યું કે આજે રસોઈમાં ઘેબર બનાવજે. - ઘરે સ્ત્રીએ ઘેબર તો બનાવ્યો. બે જણ ખાઈ શકે એટલો ઘેબર બન્યો. બરાબર એ જ દિવસે અચાનક જ તેમનો જમાઈ તેના નાના ભાઈને લઈને એ ગામમાં કોઈ કામ માટે આવ્યો. તે આ નૈગમના ઘરે આવ્યો. નૈગમની પત્ની ઘણી રાજી થઈ. સાસુ ઘણા વખતે જમાઈને જુએ તો સાધારણ રીતે હરખાય એમ તે હરખાણી. બન્નેને ભાવપૂર્વક જમવા બેસાડવા અને બે જણ માટે બનાવેલો ઘેબર તેમને જમાડી દીધો. નિરાંતે જમી જમાઈ તો પોતાના ગામ જવા ઘરેથી વિદાય થઈ ગયા. હવે સાંજે વાળ માટે રસોઈ તો કરવી જ રહી. એટલે નૈગમની સ્ત્રી રોટલા ઘડવા બેઠી. સાંજે દુકાન વધાવી નૈગમ રાજી થતો આજે તો ઘેબર ખાઈશું એવો વિચાર કરતો ઘરે આવ્યો. ઘરમાં પેસતાં જ તેને બૂમ મારી પોતાની સ્ત્રીને કહ્યું : કેમ! આજે રોટલા બનાવે છે? તને તો ઘેબર બનાવવા કહેલ. તેની સ્ત્રીએ જે હકીકત બની તે કહી. ઘેબર તો બનાવેલ પણ જમાઈરાજ તેમના ભાઈ સાથે આવેલ, જેમને જમાડી દીધા. ઘેબર તો ખલાસ થઈ ગયો, એટલે ખાવા માટે રોટલા ઘડું છું. અરેરે! નૈગમના મોંએથી ઉદ્ગાર સરી પડ્યા. ઘેબર ખલાસ. થોડીવાર અફસોસ કરતાં કરતાં તે વિચારવા લાગ્યો : કર્મમાં જે હોય નહીં તે ક્યાંથી મળે? કિસ્મતમાં રોટલા જ લખ્યા હોય તો ઘેબર ક્યાંથી મળે? મેં આંબલી વાવી આંબાની આશા રાખી તે ક્યાંથી ફળે? એક ડોશીને ધૂતી લીધી. હરામના પૈસાથી ઘેબર ખાવાની આશા રાખી. અરે જીવ! આ તે શું કર્યું? કેવું કર્મ બાંધ્યું? હવે આ કર્મ બાંધ્યા છે તે ભોગવ્યા વિના છૂટકો નથી. એમ ખરા દિલથી પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યો. આમ પસ્તાવો કરી મરી સંગતિમાં ગયો. આ વિમળશાહ વિમલમંત્રી અંબિકા વર વરી, માંગ્યો આરસ પણ વારસ નહી વિમલવસહી ટૂક આબુ તીર્થો રચી રચ્યો આદર્શ જગ મહીં. વિમળશાહનાં માતાજીનું નામ વીરમતી તથા પિતાજીનું નામ વીર હતું. સુંદર મુખાકૃતિ તથા સુંદર વાન અને હસતો ચહેરો એ વિમળશાહને જન્મથી મળેલા હતા. તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી વિદ્યાભ્યાસ તથા કળાકૌશલમાં નાની ઉંમરે પારંગત થઈ ગયા. વિમળશાહ કારભાર સારી રીતે સંભાળી શકશે એવી ખાત્રી હોવાથી પિતાજીએ બધો કારભાર વિમળશાહને સોંપી દીક્ષા અંગીકાર કરી. તે બુદ્ધિકૌશલ્ય તથા બહુ પરાક્રમી હોવાના લીધે કેટલાક વિઘ્ન સંતોષીઓ તેમની સામે ષડયંત્ર રચતા હતા. આસ્તે આસ્તે Page #336 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૮૭ વિમળશાહના પરાક્રમોની વાતો બધે પ્રસરતી ગઈ. પાટણના નગરશેઠના કાન સુધીય પહોંચી. અને તેમણે પોતાની દીકરી શ્રીદેવીનાં લગ્ન વિમળશાહ સાથે કર્યાં. થોડા દિવસ બાદ વિમળશાહ તેમના નાનાભાઈ ને માતા વીરમતી તથા શ્રી સાથે પાટણ આવી વસ્યા. વિમળશાહના વડીલોએ પાટણમંત્રી તરીકે કામગીરી કરી છે. પણ હાલ તેમને પાટણમાં કોઈ ઓળખે એમ નથી એટલે કંઈ પરાક્રમ કરીને મંત્રીપદ મેળવવા ઇચ્છા હતી. એ માટે એક દિવસ મોકો મળી ગયો. વીરોત્સવનો દિવસ હતો. એક મેદાનમાં અસ્ત્રશસ્ત્રના અવનવા ખેલો ચાલતા હતા. વિમળશાહ ત્યાં પહોંચી ગયા. રાજા ભીમદેવે કહ્યું : બતાવ સારી નિશાનબાજી. અગર સરસ હશે તો તને મોટું ઈનામ આપીશ. બતાવ તારી કળા. વિમળશાહે એક છોકરીને સામે ઊભી રાખી ને રાજાને કહ્યું કે આ છોકરીના કાનમાં કડી પહેરી છે. તે કાનને જરાકે ઇજા ન થાય તે રીતે જુઓ વીંધી નાખું. એમ કહી બરાબર કડી વીંધી બતાવી. આવા બીજા એક બે પ્રયોગો બતાવ્યા. આ જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો. વિમળશાહને શાબાશી આપી અને ૫૦૦ ઘોડેસ્વારો સાથે તેને રક્ષામંત્રીનું પદ સોંપ્યું. તથા તેમના નાનાભાઈ મેઢને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. થોડા દિવસોમાં બન્ને ભાઈઓ રાજાના આદરપાત્ર બની ગયા. ધીરેધીરે તેમની કીર્તિ વધતી ગઈ. રાજા ભીમદેવને ખાત્રી થઈ કે વિમળશાહ સાચા સ્વામીભક્ત છે. તેથી વિમળશાહને કહેવડાવ્યું કે હવેથી ચંદ્રાવતીનું રાજ્ય તમને સોંપુ છું એટલે હવેથી ચંદ્રાવતીના રાજા તમે જ છો. એક દિવસ ચંદ્રાવતી નગરીમાં આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પધાર્યા. તેમણે વ્યાખ્યાનમાં જણાવ્યું કે આબુના પહાડ ઉપર જો એક સુંદર દહેરાસર થાય તો એક ભવ્ય તીર્થ ગણાય. આ વાત વિમળશાહને રુચિ ગઈ અને ગુરુજીના વિચારને શિરોધાર્ય કર્યો. પછી ચતુર્વિધ સંઘ સાથે આરાસણ આવી, અન્નજળનો ત્યાગ કરી. અંબાજીની આરાધનામાં લીન બની ગયા. ત્રીજા ઉપવાસની રાત્રે ત્રણ દેવીઓ ચેક્રેશ્વરી, પદ્માવતી અને અંબાજી પ્રગટ થયા અને પ્રસન્ન થઈ વિમળશાહની માંગણી મુજબ આબુ ઉપર જૈન મંદિરનું નિર્માણ કરી શકશો એવું વરદાન આપ્યું. વિમળશાહે હવે પોતાનું બધું ધ્યાન આબુ પર્વત ઉપર જૈન ચૈત્ય બનાવવામાં જ કેન્દ્રિત કર્યું. જેટલી જગ્યા એટલી સોનામહોરો આપી જગ્યા ખરીદી કાર્યના શ્રી ગણેશ થયા. ૭00 શિલ્પીઓ કામે લાગ્યા. પણ એ જગ્યાનો માથાભારેલ માલિક વાલીનાથ ઘણું થયેલું કામ રાત્રે તોડી નાખતો હતો. તે વિમળશાહને જોઈ ગભરાઈ ગયો. કાલાવાલા કરી ભાઈસાહેબ બચાવો, એવી આજીજી કરી માંડમાંડ ત્યાંથી છૂટી નાસી ગયો. સોનાચાંદીથી મઢી મંદિર બનાવવાના વિમળશાહના કોડ હતા. પણ ત્યાંના શ્રેષ્ઠિઓએ આટલા સોનાચાંદી દેખાશે તો લૂંટારાઓની નજરમાં ચઢશે, જેનાથી મંદિરનો નાશ થવાની સંભાવના છે તેમ સમજાવી આરસથી મંદિર બનાવવાનું નક્કી થયું અને દેવાધિદેવ મૂળનાયક ઋષભદેવની ધાતુની પ્રતિમાજી ભરાવ્યાં. અને આચાર્યશ્રી ધર્મઘોષસૂરીશ્વરજીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આ પ્રાસાદનું નામ વિમલવસહી રાખ્યું. આ અદ્ભુત મંદિર જોવા આજે પણ ઘણા પુણ્યશાળીઓ આવી ધન્યતા અનુભવે છે. વિમળશાહ અને શ્રીદેવી બન્ને પતિ-પત્ની બધી રીતે સુખી હતા પણ શ્રીદેવીના મનમાં એક વસવસો હતો. તેઓને કોઈ સંતાન ન હતું. અને આના લીધે શ્રીદેવી ચિંતાતુર રહેતી. આ અંગે જે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન કાંઈ કરવું પડે તે કરવા આ દંપતી તૈયાર હતાં. ધર્મપસાથે એક રાત્રે શ્રીદેવીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેમના કુળદેવી દેખાણા. દેવીએ કહ્યું : આવતા ભાદરવા સુદ ૧૪ ના રોજ અડાલજ ગામના મારા સ્થાનકે બન્ને આવજો. અને બરાબર મધ્યરાત્રીએ ૭ નારિયેલ વધેરી જે જોઈએ તે માંગી લેજો. તે માટે હું વરદાન આપીશ. તમારી જે કોઈ કામના હશે તે પૂરી થશે. આ વાત મુજબ બરાબર ભાદરવા સુદ ૧૪ના બને અડાલજ ગામે સાંજે પહોંચ્યાં. રાત્રીની રાહ જતા બન્ને દેવીની દહેરી પાસે એક ઝાડ નીચે બેઠા હતા. પાણીની તરસ લાગી હોવાથી એક લોટો લઈ વિમળશાહ બાજુની વાવ ઉપર પાણી લેવા ગયા. વાવના પગથિયાં ચડતા હતા ત્યાં કોકે બૂમ મારી “સબૂર.” વિમળશાહે એક ભાઈ જેને આ બૂમ મારી હતી તેને પૂછ્યું “શું છે ભાઈ?' ઊભો હતો તે ભાઈએ કહ્યું “મારા દાદાએ આ વાવ બંધાવી છે. વાંચો આ તખતી. પાણીને પૈસા આપી પછી પાણી લ્યો.' વિમળશાહ કહે, “અરે ભાઈ! પાણીના તે કાંઈ પૈસા હોય?” પેલાએ જવાબ આપ્યો, મારા દાદાએ આ વાવ બંધાવી છે. એટલે તે મારી માલિકીની છે. તેમાંથી પાણી જોઈએ તો તેનો કર તમારે આપવો જ પડે. ન છૂટકે પૈસા આપી વિમળશાહે પાણીનો લોટો શ્રીદેવી માટે ભરી લીધો. પણ મન અશાંત થઈ ગયું. શ્રીદેવીને પાણી આપી બધી વાત કરી. કોઈ પુણ્યશાળીએ વાવ બંધાવી. તેમના વારસો આના પૈસા ઉઘરાવે છે. આવા કપૂતો પણ પાકે છે. બન્ને વિચારે છે : આપણે સંતાન તો ઇચ્છીએ છીએ, પણ સંતાન આવા કપૂત પાકે તો? બન્નેએ ત્વરિત નિર્ણય કર્યો. માતાજી પાસે નિઃસંતાન રહેવાની જ માંગણી કરવી. ૧૨ માં ૨ મિનિટ બાકી છે. બન્ને જણ માતાજીની મૂર્તિ સન્મુખ ઊભા રહ્યાં. બાર વાગતાં સાત નારિયેલ વધેર્યા. અને ચુંદડી માતાજીની મૂર્તિને ઓઢાડી. માતાજી સાક્ષાત પ્રગટ થયા અને શ્રીદેવીને કહ્યું : માંગી લે દીકરી, માંગી લે વરદાન. શ્રીદેવીએ ધીમેથી કહ્યું : “માતાજી આટલું જ માંગું છું, ન દેજો સંતાન અમોને.'' માતાજી બોલ્યા, “અરે! ભાન છે કે નહીં? શું માંગવા આવ્યા છો અને શું માંગો છો?' શ્રીદેવી કહે : “હા માતાજી, બરાબર સમજપૂર્વકની માંગણી છે.” માતાજીએ વિમળશાહ સામે જોયું. વિમળશાહ કહે : માતાજી એટલું જ માંગુ છું, મને વાંઝીયો રાખજો. ( અંદાલપુર ) પોલાસપુર નામના નગરમાં ગંદાલપુત્ર નામે એક કુંભાર રહેતો હતો. તે ગોશાળાનો ઉપાસક હતો. તે ખૂબ જ ધનાઢ્ય હતો. ગાયોનું મોટું ધણ પણ તેની પાસે હતું. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. માટીના વાસણો વેચવાની તેની પાંચસો દુકાનો હતી. એક રાત્રે કોઈ એક દેવતાએ આવી તેને કહ્યું કે આવતી કાલે મહાબહ્મ અને ત્રિલોકપૂજિત સર્વજ્ઞ પ્રભુ અહીં આવશે, તેની તું સેવા કરજે. એવી રીતે ત્રણવાર કહી દેવ અંતર્ધાન થઈ ગયા. શંદાલપુત્રે મનથી વિચાર્યું કે જરૂર મારા ધર્મગુરુ સર્વજ્ઞ એવા ગોશાળા જ પ્રાત:કાળે આવશે. તેવા વિચારે તે તેમની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં પ્રાત:કાળે શ્રી વીપ્રભુ સહસ્રાવન નામના ઉદ્યાનમાં આવી સમવસર્યા. તે સાંભળી કુંભકારે ત્યાં જઈ પ્રભુને વંદના કરી. પ્રભુએ દેશના આપીને ક Page #338 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૨૮૯ શંદાલપુત્રને કહ્યું કે, ગઈ કાલે કોઈ દેવે આવી તેને કહ્યું, કે “કાલ પ્રાતઃકાળે બ્રહ્મા અને સર્વજ્ઞ એવા પ્રભુ અહીં આવશે, તેની તું સેવા કરજે.' તે કાળે તે વિચાર્યું હતું કે પ્રાતઃકાળે ગોશાળો આવશે.'' આ સાંભળી તે સમજી ગયો કે સર્વજ્ઞ એવા શ્રી મહાવીર પ્રભુ જ અત્રે પધાર્યા છે. અને તેઓ સર્વથા ઉપાસના કરવા યોગ્ય છે. - ગંદાલપુત્ર ગોશાળાના મત પ્રમાણે નિયતિમાં માનનારો હતો. તે માનતો કે નફો કે નુકશાન, માન કે અપમાન, વિકાસ કે વિનાશ બધું નિયતિ અનુસાર થાય છે. પરાક્રમ કે પુરુષાર્થ તો તેના આગળ વામણા છે. તેને પ્રભુને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપ્યું. મહાવીર પ્રભુએ ગંદાલપુત્રને સત્ય સમજાવવા માટે તેનું આમંત્રણ સ્વીકાર્યું અને એક દિવસ તેને ત્યાં પહોંચ્યા. કુંભકાર તે વખતે પોતે કંડારેલા ઘડાઓ તડકે ગોઠવી રહ્યો હતો. પ્રભુને જોતાં જ તે કામ પડતું મૂકી પ્રભુને વંદના કરવા આગળ આવ્યો. પ્રભુનું શબ્દો દ્વારા સન્માન અને વંદન કર્યું. પ્રભુએ તેને પૂછ્યું : ભાઈ! આ ઘડા કોણે બનાવ્યા? તેને જવાબ આપ્યો “મેં પ્રભુ.” પ્રભુએ વધુ પૂછપરછ કરતા કહ્યું : ખરેખર તે જ બધા ઘડા બનાવ્યા છે? - કુંભકારે કહ્યું : “થોડા વખત પહેલા આ ઘડા ન હતા તે માટી હતી. તે હું દૂરથી જમીન ખોદીને લાવેલ. તેને પાણીમાં પલાળી મારી સ્ત્રીએ ખૂબ ખૂદી. તે માટીમાંથી મેં આ ચાકડા ઉપર બધા ઘડા બનાવ્યા છે, પ્રભુ.' ભગવાને મંદ સ્મિત કરતાં શંદાલપુત્રે પૂછ્યું : શું મારા કહેવા ઉપર આપને ભરોસો નથી? આપનું માર્મિક સ્મિત મને નથી સમજાતું. ભગવાને શાંત ચિત્તે કહ્યું : “ભાઈ! નિયતિવાદને માનનારાના મોંમાં આ શબ્દો કેમ ઉચિત ગણાય? તું તો માને છે કે નિયતિ સામે પુરુષાર્થ, બુદ્ધિ, બળ સઘળુ વ્યર્થ છે. તો આ ઘડા તે બનાવ્યા એમ તું કેમ કહી શકે! એ તો નિયતિના કારણે થવાનું જ હતું તે થયું?'' ગંદાલપુત્ર ચોકર્યો, પણ તેણે ફેરવી તોળ્યું. પ્રભુ, મેં ખોટો વાણી વિલાસ કર્યો. નિયતિ દ્વારા જે થવાનું હતું તે થયું. તેમાં મારો પુરુષાર્થ કાંઈ નથી. નિયતિ દ્વારા જે થવાનું હોય છે તે થાય છે તેથી અધિક કે અલ્પ કાંઈ જ થતું નથી. ભગવાન મહાવીર પુનઃ મંદમંદ હસ્યા. કુંભકારે ફરીથી પ્રશ્ન કર્યો : “પ્રભુ! આપના આ માર્મિક હાસ્યનો શો અર્થ?” ભગવાને કહ્યું : “અત્યારે કોઈ માણસ લાકડી લઈને આવે અને આ બધા ઘડા ફોડી નાખે તો?” કોની મગદૂર છે, મારા ઘડા ફોડે. જો કોઈ મારા ઘડા એ રીતે ફોડે તો એનું માથું જ ફોડી નાખુ. અરે! અહીં આવી ફોડે તો શું હાથ પણ ના લગાડી શકે.” કેમ?' પ્રભુએ સામું પૂછ્યું. મારી મહેનતને કોઈ માટીમાં મેળવી નાખે તો મને રોષ ઉપજે જ ને પ્રભુ!” “ભાઈ, પાછી તારી મહેનતની વાત આવી? તું તો માત્ર નિયતિને માને છે. થવાનું હતું તે થયું. એમાં તને રોષ શું કામ ઉપજવો જોઈએ?'' Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯0 | [ જૈન પ્રતિભાદર્શન શંદાલપુત્ર ભોંઠો પડ્યો, જવાબ ન આપી શક્યો. મહાવીરે સમજાવ્યું “ભાઈ! કોઈ પણ વાત કે વિચારને આવી એકાંતીક દષ્ટિથી જોતા, આવો અનર્થ થાય છે. આવી વાતોને અનેકાંત રીતે વિચારવું જોઈએ. તું નિયતિમાં એકાંતિક રીતે એવો વળગ્યો કે પુરુષાર્થનું ગૌરવ કરવું જ ભૂલી ગયો. જો જગત આખું નિયતીમાં આ રીતે માને તો પુરુષાર્થ તથા પરાક્રમથી વિમુખ રહે. માટે નિયતિ નહીં, પણ નીતિથી વધુ જગતમાં કંઈ નથી. નીતિપૂર્ણ પુરુષાર્થ એ જ ભક્તિ છે, એ જ તપ છે અને એ જ સાધના છે. એ સાચો મંત્ર છે. શંદાલપુત્ર પ્રભુની વાત સમજી ગયો અને પ્રભુને વંદન કરી રહ્યો. ( સુદર્શના ) ભરૂચ શહેરની બાજુમાં નર્મદા નદીના કાંઠે એક વડ વૃક્ષ ઉપર એક સગર્ભા સમડીએ માળો બાંધ્યો. યથા સમયે તે માતા બની. ખોરાકની શોધ માટે તે ઊડીને જતી હતી, તેવામાં એક પ્લેચ્છે બાણ મારતાં તે એક અચાવબોધ તીર્થની સમીપે પડી. પીડા અસહ્ય હોવાથી તે આઝંદ કરતી હતી. તેના પુણ્યયોગે ત્યાંથી તે વખતે એક પસાર થતા મુનિએ તેણે ચીસો પાડતી જોઈ. દયાભાવથી નવકાર મહામંત્ર સંભળાવ્યો, અરિહંતાદિના ચાર શરણા સંભળાવ્યા, ચાર આહારના ત્યાગનું પચ્ચકખાણ આપ્યું. “નમો અરિહંતાણં' સાંભળતાં સાંભળતાં તે મૃત્યુ પામી. મૃત્યુ પામેલ તે સમડી સિંહલદ્વીપના મહારાણીના ગર્ભમાં પુત્રી તરીકે ઉપજી. પૂર્ણ સમયે રૂપરૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થયો. સાત પુત્ર ઉપર આ પુત્રી જન્મી હતી, એટલે રાજ્યપરિવારમાં આનંદ આનંદ વર્તી રહ્યો હતો. તે દેખાવે સુંદર હોવાથી તેનું નામ સુદર્શના પાડવામાં આવ્યું. સારી કેળવણી મળતા તે સર્વ કળામાં હોશિયાર અને વ્યવહારમાં દક્ષ બની. એકવાર ભરૂચ બંદરના એક વેપારી શેઠ ઋષભદત્ત સિંહલદ્વીપ આવ્યા. તેઓ રાજસભામાં બેઠા હતા. યુવાન રાજકન્યા સુદર્શના પણ ત્યાં બેઠી હતી. એકાએક ઋષભદત્ત શેઠને છીંક આવી. તેમને છીંક વખતે “નમો અરિહંતાણં' બોલવાની ટેવ હતી. એટલે જોરથી હાં....છી અરિહંતાણં—એમ છીંક સાથે બોલ્યા. તે સાંભળી રાજકન્યા એકદમ વિચારમાં પડી ગઈ કે આ “નમો અરિહંતાણં” ક્યાંક સાંભળ્યું છે. કયા-ક્યારે સાંભળ્યું હશે? તે વિચારમાં ડૂબી ગઈ. સ્મૃતિ સતેજ થતા અને વિસ્મૃતિનો પડદો ભેદાતા અતીતને આખો ભવ તેને યાદ આવ્યો. વડલો, માળો, બચ્ચા, સમળી ને તેણી છાતીમાં તીર ઓ ઓ પછડાટ...કારમી ચીસ ને ભયંકર વેદના. ને મરતાં મરતાં કાન પર અથડાયેલ “નમો અરિહંતાણું બધું જ સ્મૃતિ પટ પર સ્પષ્ટ થયું અને અરે...ચીસ પાડી તે ધરતી પર ઢળી પડી. બેભાન થઈ ગઈ. કેટલાક શીતોપચાર કરતાં તે સચેત થઈ પણ તેની બોલચાલ, રંગઢંગ બધું બદલાઈ ગયું હતું. ધીમેધીમે તેણે રાજસભામાં પોતાના ગતભવની કહાણી કહી સંભળાવી. સહુ આશ્ચર્ય પામ્યા. માનવામાં ન આવે એવી વાત આખરે બધાએ માની. માતાપિતાની અનુમતિપૂર્વક તે ઋષભદત્ત શેઠ સાથે ભરૂચ આવી. ત્યાંના મુનિસુવ્રતસ્વામીના અશ્વાવબોધ નામના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમાં સમળીના ભવના ચિત્રો બનાવી યોગ્ય સ્થાને મુકાવ્યા. ત્યારથી આ મંદિર શકુનિકા વિહાર (સમળી વિહાર)ના નામે પ્રસિદ્ધ થયું. ત્યાર પછી ઘણા ઉદ્ધારકો થયા છે. કુમારપાળ | ભૂપાલના મંત્રી ઉદયનના પુત્ર અંબડમંત્રીએ પિતાના શ્રેયાર્થે ઉદ્ધાર કરાવ્યો હતો. હાલમાં જ સંવત Page #340 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૨૯૧ ૨૦૪૧થી ૨૦૪૫ની સાલમાં એનો ભવ્ય જીર્ણોદ્ધાર આચાર્યદેવશ્રી વિક્રમસૂરીશ્વરજીની નિશ્રામાં થયો છે. મંદિરની નીચે ભોંયરામાં ભવ્ય ભક્તામર મંદિરની રચના કરવામાં આવી છે. આ મંદિરના દર્શનનો લાભ લેવા જેવો છે. સંવત શેઠ. જે ચોરાય છે તે મારું નથી, નહીં ચોરાશે કદી આત્મધન મારું નામ પ્રમાણે છે સુવત શેઠ! તમે પાળ્યું મૌન-પૌષધવ્રત સારું ધાતકી ખંડમાં વિજય પતન શહેરમાં સુર નામના એક અતિ ધનાઢ્ય શેઠ હતા. તેમની પત્નીનું નામ સુરમતિ હતું. એક પરોઢીયે જાગી જવાથી તે એકદમ અંતર્મુખ બન્યા. તેમને વિચાર્યું : આ ભવે મને અઢળક ધન, વૈભવ મળ્યાં છે પણ આ બધું તો મને પરભવના કોઈ પુણ્યથી મળ્યું છે. હવે જો પરલોક માટે આ ભવે હું હિત ન સાધુ તો મારું આ જીવન એળે ગયું ગણાય. આવા વિચારમાં ને વિચારમાં સૂર્યોદય થયો. શેઠ નિત્યકર્મ પતાવી ગુરુ મહારાજ પાસે ગયા. ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો : આળસ, મોહ, અવજ્ઞા, ઘમંડ, ક્રોધ, કંજુસાઈ, ભય, શોક, અજ્ઞાન, કુતૂહલ અને રતિ આ કાઠિયાઓનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ; નહિ તો જીવ નરક ગતિના ભયંકર દુઃખોને પામે છે. સાતમી નરકના જીવને પાંચ કરોડ અડસઠ લાખ, નવાણું હજાર પાંચસો ચોર્યાસી (૫,૬૮,૯૯,૫૮૪) પ્રકારના રોગો થાય છે. આથી તે સુવ્રત શેઠ! નરકાદિના દુ:ખોના નિવારણ માટે ધર્મ આરાધના કરવી જરૂરી છે. સુંદર આરાધના સુલભ બોધ જીવ માટે દુર્લભ નથી.” શેઠે વિનયથી હાથ જોડી કહ્યું : “ભગવંત! સાંસારિક જંજાળના કારણે નિત્યધર્મની આરાધના મારાથી થઈ શકે એમ નથી. તો હે કૃપાળુ ! કોઈ એક એવો દિવસ આપ બનાવો કે જે દિવસનું આરાધન કરવાથી મને વર્ષભરની આરાધનાનું ફળ મળે.” ગુરુ મહારાજે કહ્યું : “તો હે શેઠ! તમે માગસર માસની અજવાળી અગિયારસની આરાધના કરો. આ દિવસે અહોરાતના પૌષધ સાથે ઉપવાસ કરવો અને મન, વચન અને કાયાથી બધી પાપપ્રવૃત્તિનો ત્યાગ કરીને આખો દિવસ મૌન પાળવું. આમ વર્ષે એક દિવસ એમ અગિયાર વર્ષ સુધી આ એકાદશીની આરાધના કરવી. અને એ તપ પૂર્ણ થાય ત્યારે અતિ ઉલ્લાસ અને ઉદારતાથી મહોત્સવપૂર્વક તેનું ઉજમણું કરવું.” સુરશેઠને આ મૌન એકાદશીનું વ્રત ગમી ગયું. તેમને વિધિપૂર્વક એ તપની આરાધના અગિયાર વર્ષ કરી. તેનું ભવ્ય ઉજમણું કર્યું. આયુષ્યકર્મ પૂર્ણ થયે સુરશેઠ મરીને આરણ નામના દેવલોકમાં દેવ થયા. ત્યાં એકવીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તેમનો જીવ સૌરીપુર નગરમાં સમૃદ્ધિદત્ત શેઠની ગુણિયલ પત્ની પ્રતિમતિની કુક્ષીમાં અવતર્યો. ગર્ભના પ્રભાવથી પ્રતિમતિને તીવ્ર ઇચ્છા થઈ કે હું શ્રાવકના બાર વ્રત અંગીકાર કરું! અન્યને વ્રતનો મહિમા સમજાવું અને સૌને વ્રતધારી બનાવું. યોગ્ય સમયે તેને પુત્રને જન્મ આપ્યો. ગર્ભાધાન સમયે માતાને વ્રત લેવાની ઇચ્છા થઈ હોવાથી પુત્રનું નામ “સુવત' રાખ્યું. સુવ્રત મોટો થયો. ભણીગણી વિદ્વાન પણ થયો. યુવાનવય થતાં પિતાએ તેને અગિયાર કન્યાઓ પરણાવી. | માતાપિતા કાળક્રમે મૃત્યુ પામ્યાં. અગિયાર ક્રોડ સોનામહોરે આદિનો માલિક બન્યો. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] [ જૈન પ્રતિભાદર્શન એક સમયે સૌરીપુરમાં આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિજી શિષ્યસમુદાય સાથે પધાર્યા. સુવ્રતશેઠ સપરિવાર દેશના સાંભળવા ગયા. દેશના સાંભળતાં સાંભળતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી તેઓએ મૌન એકાદશી વ્રત પૂર્વભવમાં પાળેલ તેથી આ ભવે પણ કરવા ચિંતવ્યું. સુવ્રતશેઠે ઘણા ઉલ્લાસથી મૌન એકાદશી પર્વનું આરાધન શરૂ કર્યું. એક દિવસની વાત છે. સુવ્રત શેઠે મૌન એકાદશીના સપરિવાર પૌષધ કરેલ. ઘરે કોઈ ન હતું તે તકનો લાભ લઈ ચોરો ઘરમાં ઘૂસ્યા. ઘરમાંથી બને એટલો માલસામાન પોટલામાં બાંધી ચોરો ઘર બહાર નિકળવા જતા હતા; પણ આશ્ચર્ય, તેઓ એક ડગલું પણ આગળ ન વધી શક્યા, સ્તંભિત થઈ ગયા. હાથ પણ ન હાલે એ દશાથી ત્રાસી તેઓ ચીસો પાડવા લાગ્યા. આ ચીસો સાંભળી પડોશીઓ દોડી આવ્યા. ચોરોના હાલ જોઈ પડોશીઓએ રાજાને ખબર આપ્યા. રાજાએ સિપાઈઓ મોકલી તેમણે પકડી દોરડે બાંધ્યા અને દોરડું ખેંચતા તેઓ આપોઆપ ચાલવા લાગ્યા. સુવ્રત શેઠ સવારે ઘરે આવ્યા. તેમણે બધી વિગત જાણી. રંગે હાથ પકડાયેલ હોવાથી રાજાજી જરૂર તેઓના વધની આજ્ઞા આપશે. આ વધ પોતાના હિસાબે થાય તે શેઠને મનથી ન રુચ્યું એટલે રાજાજી પાસે જઈ વિનંતી કરી અને ચોરોને હેમખેમ છોડી દેવરાવ્યા. ત્યારબાદ ઘરે આવી ઉપવાસનું પારણું કર્યું. બીજા વર્ષે મૌન અગિયારસના દિવસે પોતે પૌષધશાળામાં હતા ત્યારે પૌષધશાળાની આજુબાજુમાં આગ લાગી. લોકોએ બૂમાબૂમ કરી સુવ્રત શેઠને ત્યાંથી ભાગી જવા જણાવ્યું, પણ સુવ્રતશેઠ તો પૌષધ અને મૌન સાથે ત્યાંથી ખસ્યા નહીં. આગમાં આજુબાજુનું બધું બળી ગયું. પણ સુવ્રતશેઠનું ઘર, દુકાન, વખારો બધું હેમખેમ બચી ગયું. શેઠ હવે સંસારમાં ન રહેતા ચારિત્રધર્મ અંગીકાર કરવા વિચારવા લાગ્યા. તેમને તેમની અગિયાર પત્નિઓને પોતાનો વિચાર જણાવ્યો. પત્નીઓ પૂરા ઉલ્લાસથી દીક્ષા લેવા સંમત થઈ. નગરમાં ચાર જ્ઞાનના આરાધક આચાર્યશ્રી વિજયશેખરસૂરિજી પધાર્યા. તેમની દેશના સાંભળી સુવ્રતશેઠે અગિયાર પત્નીઓ સહદીક્ષા લીધી. શેઠ જે હવે મુનિ બન્યા હતા તેમણે દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું શ્રુતકેવળી બન્યા. તેમની સંસારીપણાની અગિયારે પત્નીઓ જે હવે સાધ્વી બની હતી તેઓએ અનશન કર્યું અને એકેક માસના અનશન બાદ બધી કાળધર્મ પામી મોક્ષે સિધાવી. પાછો મૌન એકાદશીનો દિવસ આવ્યો. સુવ્રતમુનિ એક વૃદ્ધ બિમાર સાધુની વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે એક દેવતા સુવ્રતમુનિના મૌનની પરીક્ષા કરવા આવ્યો અને એ વૃદ્ધ બિમાર સાધુના શરીરમાં તેણે પ્રવેશ કર્યો. વૃદ્ધ સાધુને અસહ્ય વેદના ઉપજાવી તે શરીરમાં રહેલ દેવે કહ્યું : તમે અત્યારે જ કોઈ શ્રાવકના ઘરે જઈ કોઈ કુશળ વૈદ્યને બોલાવી લાવો. રાતના સમયે સાધુ હોવાથી બહાર જવાય નહિ. વળી આજે મૌન છે. સુવ્રત મુનિ વિચારમાં પડી ગયા. ધર્મસંકટ ઊભુ થયું. પણ તેઓ વ્રતથી ચલાયમાન ન થયા. બિમાર મુનિ કે જેમના શરીરમાં દેવે પ્રવેશ કરેલ તેઓ ગુસ્સાથી બોલ્યા : તમે સમયની ગંભીરતા સમજતા નથી. જાવ, જલ્દી વૈદ્યરાજને બોલાવી લાવો. પણ સુવ્રતમુનિએ જરાકે મચક ન આપી. બિમારમુનિ ઓઘાથી મારવા લાગ્યા. સુવ્રતમુનિ માર સહન કરતા રહ્યા. અને પોતાને નિંદતા રહ્યા : આ મુનિ તો નિર્દોષ છે, અપરાધ મારો છે. હું તેમના કહેવા પ્રમાણે તેમની સારવાર કરી શકતો નથી. તેઓ માર સહન કરતા ગયા. તેઓ ઉત્કૃષ્ટ શુભભાવમાં ચડી ગયા. વ્યંતરદેવ થાકી ગયો અને મુનિનું શરીર Page #342 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૯૩ છોડી ચાલ્યો ગયો. સુવ્રતમુનિ ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી અને ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા. આ મૌન એકાદશી સાથે મલ્લીનાથ ભગવાનનું નામ પણ જોડાયેલ છે. તેમના ત્રણ કલ્યાણક મૌન એકાદશીના દિવસે જ છે. બાર મહિનામાં એક જ દિવસ આ વ્રત પાળવાનું છે. અને વ્રત પાળી કર્મોનો ક્ષય કરવા શાસ્ત્ર આ કથા દ્વારા સુલભ રસ્તો બતાવ્યો છે. ( ધર્મવીર ) શ્રી કુંથુનાથના શાસનના સમયે વેદવર્મા નામના આચાર્ય વિચરતા હતા. તેમની પાસે ધન્ના નામના વણિકે દીક્ષા લીધી. ગુરુએ ““ધર્મવીર” નામથી વિભૂષિત કર્યા. થોડા સમય બાદ બીજા સાધુ સાથે વિચરવા તેમને આદેશ આપ્યો. બીજા મુનિઓ સાથે વિચરતાં આ ચારિત્ર તેમને કઠિન લાગવા માંડ્યું. એટલે એમાંથી છૂટવા કોઈ રસ્તો શોધવા લાગ્યા. કેટલાંક ખોટાં નખરા કરવા લાગ્યા. વહેવારમાં તો એમ જ ચાલે એમ મન સાથે સમાધાન કરી સાથેના મુનિઓને પજવવા લાગ્યા. બીજા મુનિઓ કંટાળ્યા અને ધર્મવીરને ગુરુજી પાસે પાછા મોકલ્યા. - ગુરુ પાસે આવ્યા પછી ધર્મવીરે ચારિત્રધર્મ પાળવો પોતાને મુશ્કેલ લાગે છે, માટે તેમાંથી છૂટા કરવા કહ્યું. ગુરુજીએ તેમને ઘણું સાંત્વન આપી સમજાવ્યું કે દુઃખ સહન કર્યા વગર સુખ મળતું નથી. આ જીવે ઘણાં દુઃખો ઘણાં ભાવોમાં ભોગવ્યાં છે, તેની સામે આ દુઃખ તો કંઈ નથી. પણ ગુરુજીની શિખામણ એમને ન રુચિ અને એક દિવસ ગુરુજીને ઠુકરાવી ભાગી ગયા. ભાગીને પોતાને મનપસંદ જુદો પંથ ફેલાવવા લાગ્યા. કાળક્રમે થોડી પ્રસિદ્ધિ તો મળી, પણ થોડા સમય બાદ દુષ્કૃત કર્મોના ઉદયથી ભયંકર રોગોથી શરીર ઘેરાઈ ગયું. સેવાચાકરી કરનાર તો કોઈ હતું નહીં. લોકો હવે તેમને નવો પંથ ફેલાવવા બદલ ધૂત્કારવા લાગ્યા. હવે તેમને પસ્તાવો થવા માંડ્યો. થાકી હારી પાછા ગુરુ પાસે આવ્યા. અને પોતે કરેલ અપકૃત્ય બદલ માફી માંગી. ગુરુ તો મહા સમતાધારી હતા. તેમને ધર્મવીરને કર્મ કોઈને છોડતું નથી, તે ભોગવવાં જ પડે છે. અને સુખનો અનુભવ કરવો હોય તો સમતા રાખી, બધું સહન કરવા બોધ આપ્યો. અને બાજુના નગરમાં ભગવાન કુંથુનાથ ભવ્ય જીવોને બોધ આપે છે તેમની પાસે જવા અને ભગવાનની વાણીથી તમારો ઉદ્ધાર થશે જ એમ જણાવ્યું. ગુરુની આજ્ઞા માની ધર્મવીર ભગવાન કુંથુનાથ પાસે આવ્યો. ભાવપૂર્વક વંદના કરી. પોતાની વિતકકથા કહી અને પૂછ્યું કે, ભગવાન! હું અત્યારે કયા કર્મના ઉદયથી આ પીડામાં સપડાણો છું? ભગવાને કહ્યું : આશાતના વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખ ભોગવે છે. અગાઉના ભવમાં તે ઘણાં જીવોને દુઃખી કર્યા છે, એટલે એના ઉદયથી આ ભવે તું દુઃખ ભોગવી રહ્યો છે; અને હજી પણ તું સમતા રાખી સહન નહીં કરે તો ભાવિમાં અનંત કાળ તું દુઃખી રહેવાનો. સિદ્ધ અવસ્થાએ પહોંચવા માટે જે સ્થિતિમાં હોઈએ તેમાં જ સંતોષ માનનારો ઉત્તરોત્તર કર્મો રહિત થાય છે. ભગવાનની સારયુક્ત ધર્મવાણી સાંભળી ધર્મવીર ઘણો રાજી થયો અને પૂછ્યું : ભગવાન! હું આગળ કઈ ગતિમાં હતો? તેમ જ આ ભવે મને સંયમ મળ્યું છતાં કેમ શુદ્ધ ચારિત્ર ન પાળી શક્યો? જે. ૨૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રી શત્રુંજય તીર્થે TO - માતા મરુદેવા ભરત બાહુબલી દ્રાવિડ વારિખિલ્લજી, અઈમુત્તા અને નારદજીની પ્રતિમાઓ પ.પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા. લિખિત “સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ”માંથી સાભાર Page #344 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૯૫ કરુણાના સાગર ભગવાને કહ્યું : હે ધર્મવીર! તું અગાઉના ભવમાં એક રાજાના સારથીનો દીકરો હતો. તું એક વખત તારા પિતા સાથે ફરવા નિકળ્યો હતો. ત્યાં દૂરથી આવતા એક શુદ્ધ સાધુના સમૂહને જોઈ તું કહેવા લાગ્યો કે હે પિતાજી! જુઓ પેલું ધૂતારાઓનું ટોળું આવે છે. અને વ્યંગથી કહ્યું, કરો નમસ્કાર એમને! બસ, આજ કર્મને લીધે તું ચારિત્રથી ભ્રષ્ટ થયો પણ નમસ્કાર શબ્દ તે વાપરેલ તેથી સંપૂર્ણ ચારિત્ર ત્યાગ ન કર્યું. માટે હે ધર્મવીર ! આપણે જેવી વાણી ઉચ્ચારીએ તેના પડઘા પડ્યા વિના રહેતા નથી. હજી બાજી હાથમાં છે. માટે શુદ્ધ ચારિત્ર પાળી, કર્મરહિત થઈ શકે છે. ભગવંતની ભવ્ય વાણી સાંભળી પોતાનાં દુષ્કૃત કર્મોને નિંદતો ફરીથી ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી કર્મો ખપાવવા ધર્મવીર એકાંતમાં ચાલી ગયા. ત્યાં સર્વ જીવોને મન, વચન અને કાયાથી ખમાવી, અન્નજળનો ત્યાગ કરી, જીવનપર્યતન અનશનનું પચ્ચક્ખાણ કરી ધ્યાનમાં ઊભા રહ્યા. સારા-નરસા ઉપસર્ગો સહતા કરતા બધાં કર્મોને ખપાવી આયુષ્ય પૂરું થતાં, બાધારહિત મુક્તિપદને પામ્યા. દશક્રોડ મુનિઓ સાથે સિદ્ધાચલજી પર મોક્ષે જવાનું મહાન આત્મપરાક્રમ કરનાર દ્રાવિડ વારિખિલ્લ ) આ આદિશ્વરદાદા પાસે માગ્યું ને મેળવ્યું સુખ કોડો સાથે શિવકાર; દ્રાવિડ વારિખિલ્લ ધન્ય તમને, પૌત્ર તમે સાચા જગ શિરદાર. ભગવાન ઋષભદેવે દીક્ષા લેતાં પહેલાં સૌ પુત્રની જેમ દ્રાવિડ અને વારિખિલ્લને પણ રાજભાગ આપ્યો હતો. દ્રવિડને મિથિલાનું રાજ્ય તથા વારિખિલ્લને લાખ ગામો આપ્યાં હતાં. આમ છતાંય બને એકબીજાની સંપત્તિની ઇર્ષ્યા કરતા હતા, અને એકબીજાનું રાજ્ય પડાવી લેવાના જરા જરા પૈતરા રચતા હતા. એક વખત વારિખિલ્લ દ્રાવિડના નગરમાં આવી રહ્યો હતો. તે જાણી દ્રાવિડે તેને પોતાના નગરમાં આવતો અટકાવ્યો. મોટાભાઈના આ વર્તાવથી વારિખિલ્લ રોષે ભરાયો અને તેને સૈન્ય સાથે દ્રાવિડના નગર પર આક્રમણ કર્યું. બન્ને વચ્ચે સાત સાત વરસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં અનેક હાથી, ઘોડા તથા કરોડો સુભટ માર્યા ગયા. યુદ્ધ-નિયમોના હિસાબે તે વખતે ચોમાસામાં યુદ્ધ બંધ રહેતું. આવા એક દિવસે દ્રાવિડ પોતાના પરિવાર સાથે વનનું સૌંદર્ય જોવા નીકળ્યો. ફરતા ફરતા તે કોઈ તાપસના આશ્રમમાં પહોંચ્યો. ત્યાંના કુલપતિ સુવઘુસ્વામી પાસે નમન કરીને તે બેઠો. સ્વામીએ દ્રાવિડને આશીર્વાદ આપ્યા અને ઉપદેશ આપતા કહ્યું : હે રાજન! તમે બન્ને સગાભાઈઓ આમ રાજય માટે હિંસક યુદ્ધ લડો છો તે તમોને જરાય શોભાયમાન નથી. ભરત અને બાહુબલી પણ પોતાની ભૂલ સમજ્યા હતા. અને યુદ્ધ બંધ કરીને બાહુબલી પોતાના મોટાભાઈ ભરતને વિનયથી પ્રણામ કરી પોતાના પિતા ઋષભદેવના સંયમપંથે વળ્યા હતા. તો તમે બન્ને ભાઈઓ યુદ્ધ બંધ કરી પોતાના વેરઝેર ભૂલી જાઓ, અને તમારા જીવનનું કલ્યાણ કરો. સુવઘુસ્વામીની પ્રેમાળ વાણી દ્રાવિડના હૈયા સોંસરી ઉતરી ગઈ. તેને Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન પોતાની ભૂલ સમજાઈ. તરત જ પોતાના નાનાભાઈ વારિખિલ્લને ખમાવવા માટે દોડ્યો. મોટાભાઈના હૃદય-પરિવર્તનની વાત જાણીને વારિખિલ્લ પણ સામો દોડ્યો. બન્ને એકમેકને પ્રેમથી ભેટ્યા. એકબીજાની ક્ષમા માંગી. બચેલા અનેક સૈનિકો સાથે બન્નેએ તાપસીદીક્ષા લીધી અને ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા. એક દિવસ નમિ અને વિનમિ નામના વિદ્યાધરના બે પ્રશિષ્યો આકાશમાર્ગેથી ત્યાં આવી પહોંચ્યા. બધા તાપસોએ વંદના કરી તેમને પૂછ્યું કે, આપ હવે અહીંથી કયાં જવાના છો? મુનિઓએ કહ્યું : અમો અહીંથી શ્રી સિદ્ધાચલની જાત્રાએ જઈએ છીએ. તાપસોને સિદ્ધાચળનો મહિમા પૂછ્યો. તે સમજાવતા વિદ્યાધરોએ કહ્યું : શ્રી સિદ્ધાચળ ઉપર શુદ્ધ ચારિત્રવાન અનંતા જીવો મુક્તિએ પહોંચ્યા છે અને હજી અનંતા જીવો ત્યાંથી મોક્ષે જશે. આ તીર્થનો મહિમા અપાર છે. લાખ વરસ સુધી તેનો મહિમા ગાન ગાઈએ તો પણ તેનો પાર આવે એમ નથી. શ્રી સિદ્ધાચળગિરિનો આવો અપરંપાર મહિમા સાંભળીને બધા જ તાપસો તેની યાત્રા કરવા તૈયાર થયા. બે વિદ્યાધર મુનિઓએ તેમને ભાગવતી દીક્ષા આપી. પછી સૌ સિદ્ધાચળગિરિ આવ્યા. અને ત્યાં શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાના દર્શન કર્યા. પછી માસખમણને પારણે તે વિદ્યાધર મુનિઓએ કહ્યું : તમો બધાએ હવે અહીં જ સ્થિરતા કરવાની છે. તમારા અનંતકાળના સંચિત પાપો આ તીર્થની સેવા કરવાથી ક્ષય પામશે. ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરીને દ્રાવિડ અને વારિખિલ્લ આદિ અસંખ્ય મુનિઓ સિદ્ધાચળ ઉપર રહીને ધ્યાનમાં સ્થિર થયા અને અનુક્રમે એક માસના ઉપવાસ કરીને એ સર્વે (દશ ક્રોડ મુનિઓ) કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. આ તીર્થનો મહિમા આજે પણ એવો જ છે. ભવ્ય જીવોએ આ તીર્થની યાત્રા દર વર્ષે કરવી જોઈએ. ત્યાં જઈને તપ સહિત યાત્રા કરવી. એવી યાત્રા કરવાથી યાત્રિકના પાપકર્મ નાશ પામે છે અને ચિત્ત નિર્મળ અને શુદ્ધ બને છે. કેશરી ચોર શ્રીપુરનગરમાં પદ્મ નામનો એક શ્રેષ્ઠી વસતો હતો. તેને કેશરી નામે એક પુત્ર હતો. કેશરીને ઘણા મિત્રો હતા, પણ એકેય મિત્ર સંસ્કારી ન હતો; કોઈ લબાડ, કોઈ લુચ્ચો, તો કોઈ તદ્દન અધર્મી. આવા મિત્રોને લીધે ધાર્મિક સંસ્કારોથી કેશરી વંચિત રહ્યો. તે નાની મોટી ચોરીઓ કરવા લાગ્યો. તેનાં આવાં અપકૃત્યોની ફરિયાદ રાજા પાસે આવી. રાજાએ તેને પકડી મંગાવ્યો. શ્રેષ્ઠી પુત્ર હોવાથી કેટલીક શિખામણ આપી તેને છોડી મૂક્યો. કેશરી ઉપર આની કોઈ અસર ન થઈ. તેનો ઉપદ્રવ વધતો આવ્યો. એટલે રાજાજીએ તેના પિતા પદ્મશ્રેષ્ઠીનો સંપર્ક સાધ્યો અને તેની સંમતિથી કેશરીને દેશનિકાલ કર્યો. કેશરી દેશનિકાલ થયો, પણ ચોરીની આદત છૂટી નહીં. રસ્તે ચાલતા પણ એ જ વિચાર—ક્યાં કેવી રીતે ચોરી કરવી. એક દિવસ ચાલતા ચાલતા તે એક ગામ બહારના સરોવર પાસે આવ્યો. આજે ચોરી ક્યાં કરવી તે જોવા તે એક ઝાડ ઉપર ચડી ગયો અને ચારે બાજુથી જોવા લાગ્યો. તેવામાં તેને એક સિદ્ધ પુરુષને Page #346 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૨૯૭ આકાશમાંથી ધરતી ઉપર ઉતરતો જોયો. કેશરી ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતો હતો. તેને જોયું કે સિદ્ધપુરુષ સરોવર પાસે ઉતરીને પોતાની પાદુકા વગેરે કાઢીને સરોવરમાં સ્નાન કરવા ઉતર્યા. કેશરીએ આ તક ઝડપી લીધી. વૃક્ષ ઉપરથી તે ઝટપટ ઉતર્યો અને દોડીને સિદ્ધપુરુષની પાદુકા પહેરી લીધી અને આકાશમાં ઊડવા માંડ્યું. પાદુકા મળવાથી તેના આનંદનો પાર ન રહ્યો. ચોરી કરવી અને ઊડી જવું. બસ મજા મજા. હવે તેને પોતાના જ શ્રીપુરનગરમાં જ ચોરીઓ કરવા માંડી. તે પકડવા રાજા પોતે મહેનત કરવા લાગ્યો. રાત્રે ઉઘાડી તલવારે તે નીકળતો ચોરને શોધવા. એક દિવસ તે ગામ બહાર રાત્રે નીકળ્યો. જંગલમાં એક ચંડિકાનો પ્રાસાદ હતો. રાજાએ ગણત્રી મૂકી કે ચોર જરૂર ચોરી કરીને કે કરતાં પહેલાં અહીં આવી દેવીને પ્રાર્થના કરતો હોવો જોઈએ. તે પ્રાસાદના પ્રવેશદ્વારની પાછળ ખુલ્લી તલવાર લઈ ઊભો રહ્યો. રાજાની ગણત્રી સાચી પડી. થોડી વારે કેશરી આવ્યો. પાદુકાને બહાર ઉતારી દેવીની પ્રાર્થના કરતા બોલ્યો “હે દેવી! આજે જો મને ખૂબ ધન મળશે તો તારી હું વિશેષ પ્રકારે પૂજા કરીશ.” રાજાએ આ સાંભળી, તે કેશરી જ છે એમ જાણી કેશરી જેવો બહાર નીકળવા જાય છે કે પગથિયાં પાસે રાજાએ તેને સબૂત કરી ઊભો રાખ્યો. કેશરી પાદુકા પહેરવા જતો હતો ત્યાં એક પાદુકા રાજાએ ખેંચી લીધી. હવે એક પાદુકાથી ઊડી શકવા તે સમર્થ ન હતો. એટલે તેને ન છૂટકે ભાગવા માંડ્યું. મુઠ્ઠી વાળીને તે દોડતો હતો. રાજાજી તેની પાછળ પડ્યા. તે એક રસ્તે વળી ગયો. રાજાજી આગળ દોડતા રહ્યા. કેશરી બચી ગયો. કેશરી દોડતા દોડતા વિચારે છે : આજે આવી બન્યું, હવે કેમ બચાય? ત્યાં તેને એક મુનિને જોયા. મુનિને વંદન કરીને કહ્યું : મુનિરાજ! મે ભયંકર પાપ કર્યા છે. અસંખ્ય ચોરીઓ કરી છે. મારે આ પાપને શી રીતે ખપાવવાં? મુનિરાજે કેશરીને સામાયિકનું ફળ તથા તેનું સ્વરૂપ સમજાવ્યું. કેશરીએ તરત જ સામાયિક લઈ પોતે કરેલ પાપોનો ખરા અંત:કરણપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. આ પાપો માટે પોતાની આત્મનિંદા કરી. ખરેખર, મને ધિક્કાર છે; ન જાણે નાસ્તિક બુદ્ધિથી મેં કેટલાએ પાપ કર્યા છે. કેશરી સામાયિકમાં શુભ ધ્યાન ધરવા લાગ્યો. અનુક્રમે ક્ષપકશ્રેણી પર ચઢતાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ કેવળીનો ઉત્સવ કર્યો. તેમણે કેશરીને રજોહરણ આદિ ઉપકરણો આપ્યાં. રાજા છેવટે અહીં આવી પહોંચ્યો. તેને જોયું કે કેશરી તો ધર્મધ્યાનમાં મશગુલ છે. આ જોઈ તે આશ્ચર્ય પામ્યો અને અનિમેષ નજરે તેને જોઈ રહ્યા. આ જોઈ કેવળજ્ઞાની કેશરી મુનિરાજે તેને કહ્યું : રાજન! તને પ્રશ્ન થાય છે કે એક ચોરને કેવળજ્ઞાન કેવી રીતે થયું? હે રાજન! એનું સમાધાન કરતા તને કહેવાનું કે આ કેવળજ્ઞાનની ઉપલબ્ધિ તેણે સામાયિક દ્વારા મેળવી છે. કહ્યું છે કે કરોડો જન્મ સુધી ઉગ્ર તપસ્યા કરતાં જેટલાં કર્મોનો નાશ થાય નહીં, તેટલાં કર્મોનો નાશ સમતા ભાવે સામાયિક કરનાર માત્ર અર્ધી ક્ષણમાં કરી શકે છે. કેશરી મુનિનો આવો પ્રભાવક ઉપદેશ સાંભળી રાજાએ પ્રતિદિન સાતઆઠ સામાયિક કરવાનો અભિગ્રહ કર્યો. આમ કેશરી ચોરની પ્રેરક કથા જાણી સમજીને ઉત્તમ અને ઉત્કૃષ્ટ ફળ આપનાર સામાયિકનું વિધિપૂર્વક શુભ અને શુદ્ધ ભાવથી આરાધન કરવા દરેકે દેઢ પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( રાખેંગાર અને કુંદલ ચારણ ) રા'ખેંગાર જુનાગઢ નરેશ એક દિવસ જંગલમાં શિકારે ગયો. તેણે ઘણાં સસલાઓનો શિકાર કર્યો, મરેલાં સસલાઓને તેણે ઘોડાની પૂંછડીએ બાંધ્યા નગરમાં પાછા ફરતા તે રસ્તે ભૂલો પડી ગયો. આમથી તેમ ઘોડા ઉપર ફરતા ફરતા એક ઝાડ નીચે એક જણને સૂતેલો જોયો. તેની પાસે જઈને તેણે પૂછ્યું : ભાઈ! હું રસ્તો ભૂલી ગયો છું. એ ચારણે કહ્યું : “હા એ તો દેખાય જ છે!” રા'ખેંગાર કહે, મને જુનાગઢનો રસ્તો દેખાડ. ચારણ જે સુતેલો હતો તે બેઠો થઈ ગયો. પૂંછડે બાંધેલ મરેલાં સસલાં જોઈને તે કંપી ઉઠ્યો અને બોલ્યો : “જીવ વધતા નરગ ગઈ અવધતા ગઈ સ્વર્ગ હું જાણું દો વાટડી, જિન ભાવે તિણ લગ્ન.” ચારણે ચોખવટ કરતા કહ્યું, ભાઈ, મને તો બે જ રસ્તાની ખબર છે. જે કોઈ જીવોની હિંસા કરે છે તે નરકમાં જાય છે અને અહિંસા પાળે છે તે સ્વર્ગમાં જાય છે. મને તો આ બે રસ્તાની જ ખબર છે. બાકી તું આ સસલાના જાન લઈને આવે છે એટલે રસ્તો ભૂલેલો છે, તે ચોખું સમજાય છે. હવે આ બે રસ્તામાંથી તને ઠીક લાગે તે રસ્તે જા. રા'ખેંગાર આ સાંભળી ખુશ થયો. તેણે તેનું નામ પૂછ્યું. તેણે કહ્યું, “હું ચારણ કુંદલ.' રા'ખેંગારે તરત જ જીવદયા પાળવાની પ્રતિજ્ઞા લીધી અને ચારણને રાજસભામાં બોલાવી તેનું સન્માન કર્યું અને તેને એક ગામ ભેટ આપ્યું. શાસ્ત્ર કહે છે કે, કીર્તિદાન કરવાથી દાતા સમાજમાં પ્રતિષ્ઠા-મોટાઈ પામે છે, ઉચિત દાન કરવાથી પ્રશંસા પામે છે, અનુકંપા દાન કરવાથી સુખ પામે છે અને અભયદાન કરવાથી મુક્તિ (મોક્ષ) પામે છે. (સુશીલા-સુભદ્ર ) રાજપુર નગરમાં જિનદાસ નામે શેઠ રહે. તેને એક દીકરી. નામ તેનું સુશીલા. જિનદાસ શેઠ સુશીલા માટે સારા સાધર્મિક મુરતિયાની શોધમાં હતા. એક સુભદ્ર નામનો યુવક પૃથ્વીપુર નગરથી વ્યાપાર અર્થે રાજપુર આવેલ. જિનદાસ શેઠ સુભદ્રના સંપર્કમાં આવ્યા. તેનું બોલવું-ચાલવું, રીતિ-નીતિ અને વાતચીત ઉપરથી તે ગુણવાન શ્રાવક છે એમ જાણી, તેની સાથે સુશીલાને પરણાવી. સાસરિયાવાસે ઘરકામ અને પતિની ભક્તિ તે સુંદર રીતે કરવા લાગી. એક દિવસ સુશીલાની કોઈ સખી સુશીલાને મળવા આવી. તે વેશ પહેરેલ કપડે આવી. રૂપે સુંદર હતી. તે જોઈ સુભદ્ર તેનો અનુરાગી થયો. પણ કુળવાન હોવાથી લજ્જાને લીધે બોલી શક્યો નહીં. પણ મનથી પેલી સુંદરી ભૂલી શક્યો નહીં. એની યાદ તેને સતત સતાવતી રહી. આને કારણે તે દિવસે દિવસે દુર્બળ થતો ગયો. તેની આવી સ્થિતિ જોઈ પત્નીએ વારંવાર આનું કારણ પૂછ્યું. અતિ આગ્રહને વશ થઈ તેને ખરી વાત સુશીલાને કહી દીધી. અને કહ્યું કે જ્યાં સુધી મને એ સ્ત્રીનો સમાગમ નહીં થાય ત્યાં સુધી મને કળ વળવાની નથી. સુશીલા આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ! મારો વ્રતધારી પતિ આવી કામેચ્છા Page #348 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૯૯ કરે? પણ તે ચતુર અને ધીર હતી. તેણે કહ્યું ‘‘તમારી એવી જ ઇચ્છા છે તો તે હું પૂરી કરીશ. મારી સહેલી હું જે કહીશ તે ટાળશે જ નહીં અને શીઘ્ર આ કામ કરી આપીશ.’’ એક દિવસ સુશીલાએ પતિને કહ્યું, જુઓ મારી સહેલી તૈયાર થઈ છે. પણ તેણે ઘણી શરમ આવે છે તેથી તે કહે છે કે તે તમારા શયનગૃહમાં આવે કે તરત તમારે દીવો ઓલવી નાખવો.'' સુભદ્રે તે કબૂલ કર્યું. સુશીલાએ કહ્યું, “તે આજે સાંજે જ આવશે.’’ સમય થતાં સુશીલાની સહેલી એવો જ વેશ પહેરીને આવી. તેને જોઈ સુભદ્રને ભરોસો થઈ ગયો કે સાચે જ આજે લાંબા કાળની અભિલાષા પૂર્ણ થશે. પલંગ પર તે સાહેલીની રાહ જોઈ બેઠો. સુશીલા વિચારતી હતી, ખરે જ મારો પતિ ભાન ભૂલ્યો છે. તે વિષયરૂપી આવેશમાં પારકી નારીના વિચારોમાં ડૂબી ગયો છે. અનંત સુખ આપનાર વ્રતને પણ તે ગણકારતો નથી. પણ ગમે તે થાય, મારા પતિનું વ્રત તો ખંડન હું નહીં જ થવા દઉં. તેને મનથી નક્કી કરેલ ઉપાય અજમાવ્યો. આવેલ સાહેલીનાં બધાં વસ્ત્રો તેને પહેરી લોધાં અને રાત્રીનો અંધકાર થતાં તે પોતે જ રૂમઝુમ કરતી શયનગૃહમાં પ્રવેશી. તરત સુભદ્રે દીપક બુઝાવી નાખ્યો. તે પલંગ પાસે આવી કે સુભદ્રે તેને ખેંચી. બાહુપાશમાં જકડી લીધી અને ચૂંબનોથી ભીંજવી નાખી. તેની સાથે કામક્રીડા કરી પોતે અતિસંતુષ્ટ થયો. અને નિદ્રાધીન થઈ ગયો. પ્રાતઃકાળ થતા પૂર્વે સુશીલા પલંગ ઉપરથી ઊઠી શયનગૃહ બહાર નીકળી, સાહેલીના કપડા પાછા સાહેલીને પહેરાવી વિદાય કરી. સવાર થતા સુભદ્ર જાગ્યો. વિચારવા લાગ્યો કે આજે રાત્રે મેં મહાપાપ કર્યું. જિનેશ્વરદેવોએ પરમહિત માટે કહ્યું છે તે પરલોકના ભાતા સમાન શીલને હું હારી ગયો. તે ઘણું શરમાયો. પત્નીની સામે આંખ પણ તે મેળવી ન શકતો. પશ્ચાત્તાપમાં તે દુબળો પડતો ગયો. સુશીલા પોતાના પતિને ધર્મ પમાડવા સામાયિક લઈ પતિ સાંભળે એમ પરસ્ત્રી સેવનનું લાગતું પાપ સંભળાવતી ગઈ. વ્રત પાળવાના લાભ, વ્રતભંગની હાનિ સમજાવતી ગઈ. આ સાંભળતાં સુભદ્ર પોતાની પત્નીની ભાવનાના વખાણ મનોમન કરતો. પણ પોતાના મનમાં વ્રત-ભંગનું દુઃખ તો તેને સાલ્યા જ કરતું. થોડા દિવસો બાદ તેણે પત્નીને કહ્યું : હું આ ભવ હારી ગયો. વ્રત ભંગ માટે મારે પ્રાયશ્ચિત કરવું છે. ગમે તે ભોગે મારે આ પાપની આલવણ લેવી છે. આમ શુદ્ધ અંતઃકરણ અને શુભ પરિણામ જાણી અને હવે સંવેગ રંગથી રંગાયેલું હૃદય ઇંદ્રની અપ્સરાઓથી પણ હારે એવું નથી એવો વિશ્વાસ થવાથી તેણે સુભદ્રને બધી સાચી વાત જણાવી દીધી, ‘‘જેણે તમે તે રાત્રે ભોગવી તે મારી સહેલી નહીં પણ તેના વેશમાં હું જ હતી.'' આ સાંભળી સુભદ્ર હળવો થઈ ગયો. તેણે પત્નીના ભારે વખાણ કર્યા. અને મને નરક જતો પોતાની બુદ્ધિથી બચાવ્યો તે માટે તેને પત્નીનો ખરા હ્રદયે આભાર માન્યો. રાજા યશોવર્મા કલ્યાણ શહેરમાં યશોવર્મા નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયનો જબ્બર પક્ષપાતી હતો. એકવાર રાજ્યની અધિષ્ઠાતા દેવીને રાજાના ન્યાયનું પારખું કરવાનું મન થયું. તેણે દૈવી માયા કરી. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩00 ] L[ જૈન પ્રતિભાદર્શન રાજાનો કુમાર જોરથી રથ દોડાવતો રાજમાર્ગેથી જતો હતો. ત્યાં માર્ગમાં તરતના જન્મેલા વાછરડા સાથે ગાય બેઠી. વેગથી આવતા રથના પૈડામાં તરતનું જન્મેલું વાછરડું ચગદાઈને મરણ પામ્યું. આ જોઈ ગાયે રાડારાડ કરી મુકી ને ઉના ઉના આંસુઓ પાડવા લાગી. લોકોની ઠઠ જામી. કોઈએ ગાયને સંભળાવ્યું, એમ આંસુ પાડે શું વળશે? જા રાજાના ન્યાયાલયમાં, ત્યાં તને જરૂર ન્યાય મળશે. ગાય તો ચાલી જાય મેળવવા. તેણે જોરશોરથી દોરડું ખેંચી ઘંટ વગાડવા માંડ્યો. ત્યારે રાજા જમવા બેઠો હતો. તેને સેવકને જોવા મોકલ્યો. સેવકે જોઈને કહ્યું : “મહારાજ! આપ નિરાંતે જમો; ત્યાં કંઈ નથી.” ત્યાં પાછો ઘંટનો અવાજ આવ્યો. રાજાએ ચિંતવ્યું કે, આંગણે ન્યાય માટે કોઈ પોકાર પાડતું હોય ત્યારે જમાય શી રીતે? રાજાએ જાતે ઊઠીને જોયું તો એક ગાય આંસુ સારતી ઊભી હતી. રાજાએ પ્રેમથી ગાયને પંપાળતા પૂછ્યું-ઘેનુ! તારો કોઈએ અપરાધ કર્યો છે? તેણે ડોકું ધુણાવી હા પાડી. રાજાને સાથે આવવાનું જણાવતી હોય તેમ આગળ ચાલી. રાજા તેની પાછળ પાછળ ચાલ્યો. જ્યાં વાછરડું કરેલું પડ્યું હતું ત્યાં આવી. મોંના અણસારેથી ભરેલું વાછરડું બતાવ્યું. રાજા સમજી ગયો કે આ ગાયનું વાછરડું કોઈએ વાહનની અડફેટમાં લઈ મૃત્યુ પમાડ્યું છે, અને ગાય આનો ન્યાય માગે છે. રાજા તરત પાછો ફર્યો. નગરમાં ઘોષણા કરાવી કે, “જેનાથી વાછરડું ચગદાયું હોય તે ન્યાયસભામાં ઉપસ્થિત થાય.'' પણ કોઈ અપરાધી તરીકે આગળ આવ્યો નહીં. ત્યારે રાજાએ પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી અપરાધી નહીં મળે ત્યાં સુધી હું ભોજન કરીશ નહીં.” એક દિવસના લાંઘણ પછી બીજે દિવસે રાજકુમારે રાજાની સમક્ષ ઉપસ્થિત થઈ કહ્યું : “પિતા! અપરાધી હું છું. મને પણ સમજાતું નથી કે આવું દુષ્કૃત્ય મારાથી કેમ થઈ ગયું? આપને જે યોગ્ય લાગે તે દંડ કરો.” આ સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો. તરત ન્યાયશાસ્ત્રીઓને બોલાવી રાજાએ ન્યાય માગ્યો. શાસ્ત્રીઓએ કહ્યું : “મહારાજ! રાજકુમારનો શો દંડ હોય? તેમાં પણ રાજ્યને યોગ્ય આ એક જ રાજકુમાર છે.' રાજાએ કહ્યું : ન્યાયશાસ્ત્રી થઈને આ તમે શું બોલો છો? ન્યાય બધા માટે સરખો. નીતિ પ્રથમ. માટે યોગ્ય ન્યાય તોળાવો જ જોઈએ. રાજાની મક્કમતા જોઈ એક નીતિનિપુણ પંડિત બોલ્યા : “જેવી વ્યથા-પીડા બીજાને કરી હોય તેવી તે અપરાધીને કરવી.' રાજા તરત નિર્ણય કરી ઊભા થયા અને પોતાના વ્હાલા, વિવેકી અને સર્જન પુત્રને કહ્યું : “દીકરા! અપરાધ પ્રમાણે તને દંડ થશે. તે તારે સહેવો પડશે. તારે તે જગ્યાએ માર્ગમાં સૂવાનું ને રાજપુરુષો તારા ઉપરથી રથ હાંકી જશે.” વિનયી રાજકુમાર કહે : પિતાજી! હું તૈયાર છું. તે રસ્તા ઉપર સુઈ ગયો. રાજાએ સેવકોને તેના ઉપર રથ ચલાવવા આજ્ઞા કરી. અધિકારી તથા નગરજનોએ રાજાને ઘણાં વિનવ્યા. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે સેવકોએ રથ ચલાવવાની ના પાડી; માથું નમાવી એક તરફ ઊભા રહ્યા. ત્યારે નીતિમાન રાજાએ પોતે રથ ઉપર ચડી લગામ હાથમાં લીધી ને જોરથી વજનદાર રથ રાજકુમાર ઉપર દોડાવ્યો. સહુ જોનારાના શ્વાસ થંભી ગયા. ઘણાએ આંખ બંધ કરી મુખ ફેરવી લીધું. રથ પૂરવેગે દોડતો રાજકુમાર ઉપરથી નીકળતા અદ્ધર થઈ ગયો. જય જયકારનો ઘોષ અને પુષ્યની વૃષ્ટિ થવા લાગી. ન મળે ગાય કે ન મળે મરેલું વાછરડું. રાજા વિસ્મિત થઈ જુએ છે તો કોઈ Page #350 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૦૧ છે જાજવલ્યમાન દેવી રાજકુમારને ઊભો કરી રહી હતી. તેણે કહ્યું : “હે રાજા! ઉદાસી છોડો. હું તમારા રાજ્યની અધિષ્ઠાતા દેવી, તમારી પરીક્ષા કરવા આવી હતી. સાચા સોનાની જેમ તમે સાચા ઠર્યા છે. વાછરડું-ગાય બધી મારી માયા હતી. મને સમજાઈ ગયું કે તમને પ્રાણથી પણ અધિક એકના એક દીકરા કરતાં પણ ન્યાય-નીતિ વધારે વહાલી છે. તમે ખરેજ ધન્ય છો. સુખે રાજ કરો ને અમર તપો.” કહી દેવી ચાલી ગઈ. નગરમાં અને રાજકુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો. ( સરસેન–મહાસેન) બંધુરા નામનું એક નગર-વીરસેન નામનો પરાક્રમી રાજા રાજય કરે. રાજાને બે કુંવર. મોટાનું નામ સુરસેન અને નાનાનું નામ મહાસેન. બન્ને રૂપાળા અને ગુણી હતા. સારી રીતે દાન ધર્મ કરતા હતા. એક દિવસ અચાનક મહાસેનને જીભ ઉપર દુઃખાવો ઉપડ્યો. જીભ ચચરવા લાગી, સોજો આવી ગયો. મહાસેને સુરસેનને વાત કરી. દુઃખાવો અસહ્ય છે. કંઈક કરો. થોડા વખતમાં વૈદ્યો આવ્યા. રાજવૈદ્યોએ જીભ ઉપર દવા લગાડી. બીજા યોગ્ય ઉપચારો કર્યા. પણ દુઃખાવો ઓછો ન થતાં વધતો ગયો. રાત્રે ઉંઘ ન આવી. બીજે દિવસે વૈદ્યો પાછા આવ્યા. જીભ ઉપર કાણાં પડી ગયાં હતાં. બનતા ઉપચારો કર્યા. કોઈ રીતે દુઃખાવો મટતો નથી. દુઃખાવા સાથે જીભ સડવા લાગી. મોંમાંથી દુર્ગંધ આવવા લાગી. બધાને બાજુમાં બેસવું પણ મુશ્કેલ લાગવા માંડ્યું. ધીરે-ધીરે એ ખંડમાંથી સગા-વહાલા બહાર નીકળી ગયા. ફક્ત સુરસેન મહાસેનની ચાકરી કરતો રહ્યો. વૈદ્યો પાસે હવે કોઈ દવા નથી. તેઓએ રાજાને જણાવ્યું કે, થઈ શકે એટલું બધું અમે કરી ચૂકયા છીએ. અમોને હવે આમાં કંઈ કરવા જેવું લાગતું નથી. ભગવાન કરે તે ખરું. વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યા. સુરસેન વિચારે છે, શું કરવું? અચાનક તેને વિચાર આવે છે. જ્ઞાનીઓ કહે છે : શ્રીનવકારમંત્રના પ્રભાવથી જીવોના રોગ-શોક દૂર થાય છે. એ પ્રભાવશાળી મંત્રનો ઉપયોગ કરું તો જરૂર મહાસેનનો રોગ દૂર થશે. તેણે ચાંદીના પ્યાલામાં અચિત્તપાણી લીધું. એકાગ્ર મનથી શ્રીનવકાર મંત્રનું સ્મરણ કરતો જાય અને એ મંત્રવાળું પાણી પોતાના આંગળાથી મહાસેનની જીભ ઉપર મુકતો જાય. જેમ ભૂખ્યા માણસને કોળીયે કોળીયે સુધાશાંતિ થતી જાય તેમ મહાસેનને પાણીના આ ટીંપાથી શાંતિનો અનુભવ થતો ગયો. પહેલા દિવસે દુર્ગધ ઘટી ગઈ. બીજે દિવસે છિદ્રો પુરાતાં ગયાં. સુરસેન મંત્રેલ પાણી સતત જીભ ઉપર મુક્તો ગયો અને નવકાર મંત્રનું સ્મરણ ચાલુ જ રાખ્યું. ચોથે દિવસે મહાસન સંપૂર્ણ નિરોગી બની ગયો. તે સુરસેનને ભેટી પડ્યો. ભાઈ! તે મને બચાવ્યો. બધા સ્નેહીજનો જતા રહ્યા ત્યારે તે તારી જાતની દરકાર ન કરતાં મારી ચાકરી કરી. ધર્મપસાથે સારો કર્યો. તારો ઉપકાર જન્મોજન્મ નહીં ભૂલું. સુરસેને પોતાની હથેળી મહાસેનના મોંએ મૂકી તેને વધુ બોલતો અટકાવ્યો. નવકારનો આ પ્રભાવ જોઈ નગરજનો પણ રોજ નવકાર મંત્રનો જાપ જપવા લાગ્યા. થોડા મહિનાઓ બાદ એક દિવસ આ બંધુરા નગરીમાં શ્રી ભદ્રબાહુવામી નામના એક આચાર્ય પધાર્યા. રાજા-રાણી-નગરજનો સહુ દર્શને આવ્યા. તેઓએ આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળ્યો. બધા ઘરે પાછા ફર્યા, પણ સુરસેન–મહાસેન બન્ને રાજકુમારો ત્યાં બેસી રહ્યા. થોડીવારે શાંતિ થતા સૂરસેને જૈ. ૨૬ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] [ જૈન પ્રતિભાદર્શન આચાર્યશ્રીને પૂછ્યું, “ગુરુદેવ! આ મારા ભાઈ મહાસેનને ભયંકર જીલ્ડા રોગ થયો હતો તેનું કારણ શું? એને એવું કયું પાપકર્મ બાંધ્યું હશે?” આચાર્યદેવે કહ્યું : કુમાર! એનું કારણ પૂર્વજન્મનું છે. સાંભળ : મણિપુર નગરમાં મદન નામનો એક સૈનિક રહેતો હતો. તેને બે પુત્રો હતા. એકનું નામ ધીર અને બીજાનું નામ વીર હતું. બન્ને વિવેકી યુવકો હતા. એક દિવસ બન્ને ભાઈઓ પોતાના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેમને સંસારી મામા મુનિરાજને જમીન પર ઢળી પડેલા જોયા. બન્ને ભાઈઓ શું થયું? શું થયું? બોલતા મુનિરાજ પાસે ગયા. મુનિરાજ મૂચ્છિત થઈ ગયેલા હતા. બન્ને ભાઈઓ વ્યથિત થઈ ગયા. તેમણે ઉદ્યાનનાં માળીને પૂછ્યું. માળીએ કહ્યું કે મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા ત્યાં એક સાપે એમના પગ ઉપર ડંખ દીધો અને મુનિરાજ થોડીવારમાં જ જમીન પર પડી ગયા. માળી બોલતા બોલતા રડી પડ્યો. વરને મામા મુનિરાજ ઉપર અતિ અનુરાગ હતો. તેણે માળીને કહ્યું : અરે, તમે. ડેખ મારીને સાપ નાસી જતો હતો ત્યારે તમે એને મારી કેમ ન નાખ્યો? આ સાંભળી ધીરે કહ્યું, “ભાઈ! શા માટે જીભથી પાપ બાંધે છે? જે બનવાનું હતું તે બની ગયું છે.” વરે કહ્યું : “મુનિરાજને ડસનાર એવા સાપને મારવામાં ધર્મ છે. અને મારવો” એવા શબ્દ માત્રથી પાપ શાનું લાગે? સાધુઓની રક્ષા કરવી અને દુષ્ટોનો નાશ કરવો એ તો ક્ષત્રિય ધર્મ છે. અને જો આ વાત ખોટી હોય તો ભલે આ પાપ મારી જીભને લાગે.'' ધીરે કોઈ જવાબ ન આપ્યો. તેને મુનિરાજના શરીરમાં વ્યાપેલા ઝેરને ઉતારવા પ્રયત્નો કર્યા ગારૂડીને બોલાવી તેને ઝેર ઉતરાવ્યું. મુનિરાજ સારા થઈ ગયા. બન્ને ભાઈઓ આયુષ્ય પૂર્ણ થતા મૃત્યુ પામ્યા. ધીર મરીને સુરસેન થયો, વીર મરીને મહાસેન થયો. સાપને મારી નાખવાના વચન બોલવાથી મહાસેનને જીભનો રોગ થયો જે વૈદ્યો ન મટાડી શકયા; પણ મુનિરાજના પ્રાણ બચાવવાથી ધીરે જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવે તથા નવકાર મંત્રના સ્મરણના પ્રભાવે મહાસેનનો રોગ સુરસેન મટાડી શકયો. આ રીતે આચાર્ય મહારાજ પાસેથી બન્ને ભાઈઓએ પોતાના પૂર્વભવની વાતો સાંભળી. બન્નેને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. તેમને ભદ્રબાહુસ્વામીનાં ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. દીર્ઘ કાળપર્યત સંયમધર્મનું પાલન કરી, કર્મોનો નાશ કરી બન્નેએ મુક્તિ પ્રાપ્ત કરી. આ દષ્ટાંતથી સહુ કોઈએ સમજવું જોઈએ કે અનર્થ દંડના વચનો ન બોલવા જોઈએ. ( આનંદ શ્રાવક ) અવધિજ્ઞાની તમે વીરતણા, ગણાઓ દશ શ્રાવક મોઝાર; આનંદ આનંદ આત્મા તણો, આપો અમને શિવકાર. મગધ દેશના વાણિજ્ય ગ્રામ નામના નગરમાં આનંદ નામનો ગૃહસ્થ રહેતો હતો. તે ઘણો | Page #352 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૦૩ ધનવાન હતો. તેની પાસે ચાર ક્રોડ સોનામહોરો જમીનમાં, અને ચાર ક્રોડ ઘરવખરીમાં રોકાયેલી હતી. ઉપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયોના ચાર ગોકુળ હતાં. તે ઘણો બુદ્ધિમાન અને વ્યવહારકુશળ હોવાથી સૌ કોઈ તેની સલાહ લેતું. તેને શિવાનંદા નામની સ્વરૂપવાન પત્ની હતી. ૭૦ વર્ષની ઉંમર થતાં સુધી તે જૈન ધર્મ અને તેના તત્ત્વોથી અજાણ હતો. એક વખત ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. હજારો લોકો ત્યાં જતાં હોવાથી તે પણ પ્રભુની દેશના સાંભળવા ગયો. પ્રભુએ આનંદને સાધુનું આબેહૂબ સ્વરૂપ સમજાવ્યું. આનંદને જિજ્ઞાસા બુદ્ધિ જાગી અને પ્રભુ પાસે તેણે સમજપૂર્વક શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યો. ઘેર આવી તેને પોતાની પત્નીને વ્રત અંગીકારની વાત કરી અને તેને પણ તે વ્રત કરવા ઉપદેશ્ય. એટલે તેણે પણ પ્રભુ પાસે જઈ બાર વ્રત અંગીકાર કર્યા. પતિ-પત્ની શ્રાવકધર્મનું સુંદર રીતે પાલન કરતાં સુખપૂર્વક સમય વિતાવવા લાગ્યાં. કેટલોક કાળ વિત્યા પછી આનંદને ઉગ્ર તપશ્ચર્યા કરવાનો ભાવ જાગ્યો. એટલે તેણે સગાસંબંધીઓને ભેગા કરી, જમાડી તેમની હાજરીમાં ગૃહકાર્યનો ભાર પોતાના મોટા પુત્રને સોંપ્યો અને પોતે શ્રાવકની અગિયાર પ્રતિમાનું વહન કરવા લાગ્યા. આવા આકરા તપથી તેમનું શરીર ઘણું દુર્બલ થઈ ગયું. એક વખત પૌષધ વ્રતમાં તેઓ ધર્મચિંતન કરતા હતા ત્યારે તેમને અવધિજ્ઞાન થયું. તે વડે તેમણે પૂર્વદિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી જોયું. અને પશ્ચિમ તથા દક્ષિણમાં એટલું અને ઉત્તરમાં ચુલહિમવંત અને વર્ષધર પર્વત જોયા : ઊંચે સૌધર્મ દેવલોક અને નીચે પ્રભા નરકનો વાસ જોયો. આ બધું જોઈ તેમને ખૂબ પ્રસન્નતા થઈ અને પ્રભુ મહાવીરના દર્શનની જિજ્ઞાસા થઈ. ભાગ્યવશાત્ પ્રભુ મહાવીર તે જ ગામમાં પધાર્યા. ગૌતમ મુનિ ગોચરીએ નીકળ્યા. લોકોના મોઢે આનંદના અવધિજ્ઞાનની વાત સાંભળી. શ્રી ગૌતમ આનંદની પૌષધશાળામાં ગયા. ગૌતમ મુનિને આવતા જોઈ આનંદ વિધિપૂર્વક વંદન કર્યું અને પછી વિવેકપૂર્વક પૂછ્યું : મહારાજ! શ્રાવકને સંસારમાં રહેતા થતા અવધિજ્ઞાન થાય? ગૌતમે જવાબ આપ્યો : થાય. આનંદ કહે, પ્રભુ! મને તે થયું છે. હું લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી તથા સૌધર્મ દેવલોક તથા રત્નપ્રભા નરક દેખું છું. આ સાંભળી ગૌતમસ્વામી સંશયમાં પડ્યા. તેમને કહ્યું : આનંદ! તમે જુઠું બોલો છો. એટલું દેખી શકાય નહીં, એટલે મૃષાવાદનું પ્રાયશ્ચિત લો. આનંદે કહ્યું : દેવ! હું યથાર્થ કહું છું. આપ ભૂલ્યા છો, માટે આપને જ પ્રાયશ્ચિત લેવું ઘટે. શ્રી ગૌતમને આ વાત હૈયે ન બેઠી. તેઓ સંશયાત્મક બની “બહુ સારું' કહી પાછા વળ્યા, અને પ્રભુ મહાવીર પાસે આવી બનેલી વીતક કહી સંભળાવી. પ્રભુ મહાવીરે કહ્યું : આનંદનું કથન સત્ય છે અને તમારી સમજ ખોટી છે. આ સાંભળતા જ આશ્ચર્ય સાથે શ્રી ગૌતમે પ્રાયશ્ચિત લીધું અને શ્રાવક આનંદ પાસે આવી પોતાની ભૂલની માફી માગી. આનંદ શ્રાવકે ૨૦ વર્ષ શ્રાવકવ્રત પાળ્યું. મરણાંતે એક માસનું અનશન કર્યું અને વિશુદ્ધ પરિણામે | કાળધર્મ પામી તેઓ સૌધર્મ નામના પહેલા દેવલોકમાં ગયાં. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષમાં જશે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન ( દ્વિમુખ (પ્રત્યેકબુદ્ધ) ) કપિલપુર નગરમાં જય નામે રાજા રાજય કરતો હતો. તેણે ગુણમાળા નામે રાણી હતી. ઉભય દંપતી બહુ જ ધર્મિષ્ઠ હતું. જૈનધર્મ પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. રાજસભામાં એક દિવસ એક પરદેશી ચારણ આવ્યો. તેણે મહારાજાના ગુણોની ઘણી પ્રશંસા કરી. રાજાએ કહ્યું, બારોટજી! તમે દેશ દેશાવરમાં ફરો છો તો તમને મારી સભામાં કોઈ ઉણપ હોય તો જણાવો. મને માત્ર આત્મશ્લાધા પસંદ નથી. આ સાંભળી બારોટે જણાવ્યું, મહારાજા! આપની રાજસભામાં બધું સુંદર છે. માત્ર એક ચિત્રશાળા નથી. રાજાને આ ઠીક લાગ્યું. તેને કુશળ ચિત્રકારોને બોલાવ્યા ને એક ચિત્રશાળા તૈયાર કરવા હુકમ આપ્યો. પ્રથમ તો તે માટે પાયો ખોદવા માંડ્યો. તે ખોદતા નીચેથી એક રત્નજડિત મુગટ નીકળ્યો. કારીગરોએ તે મુગટ રાજાને આપ્યો. રાજા આનંદ પામ્યો. મુગટ માથે બેસાડી તે કેવો લાગે છે તે જોવા પોતાનું મોં તેને અરીસામાં જોયું. તેમાં તેને પોતાના બે મોઢાં દેખાણાં. તે ઉપરથી તેનું નામ દ્વિમુખ તરીકે પ્રસિદ્ધ થયું. ચિત્રકારોએ ચિત્રશાળા તૈયાર કરી. તેની આરોહણ ક્રિયા માટે તે મકાનની વચ્ચે એક સુશોભિત સ્તંભ ઊભો કર્યો હતો. સ્તંભને વસ્ત્રાલંકારથી શણગારી ભવ્ય અને આકર્ષક બનાવ્યો હતો. રાજા આ ચિત્રશાળાની આરોહણ ક્રિયા કરવા આવ્યો. ચિત્રશાળાની નમુનેદાર કારીગરી જોઈ તેને સંતોષ થયો, અને તે હર્ષપૂર્વક બારોટ પ્રત્યે બોલ્યો : કેમ, બારોટજી! હવે આ ચિત્રશાળા બરાબર મારા રાજયને શોભે તેવી છે ને? બારોટે જવાબ આપ્યો, હા રાજા! આવી ચિત્રશાળા મેં ક્યાંય જોઈ નથી. તેથી રાજા આનંદ પામી સ્વસ્થાનકે ગયો. કેટલાક દિવસો બાદ પેલો ઊભો કરેલ સ્તંભ ઉખાડી લેવામાં આવ્યો. તેના ઉપરથી વસ્ત્રાલંકાર ઉતારી લઈને તે સ્તંભ ચિત્રશાળાના એક ખૂણામાં આડો મૂકી દીધો. વખત જતા તે સ્તંભ ઉપર ધૂળ વગેરે જમા થયું. પરિણામે તે સ્તંભ તદ્દન બેડોળ લાકડાના ઠુંઠા જેવો બની ગયો. એકદા રાજા ચિત્રશાળામાં આવ્યો. ત્યાં તેણે આ લાકડાનું ઠુંઠું પડેલું જોયું. તે જોઈને રાજાએ બાજુમાં ઉભેલા રક્ષકને પૂછ્યું, અલ્યા! આ લાકડું અહીં કેમ મૂક્યું છે? રક્ષકે જવાબ આપ્યો, મહારાજા ! આપે આ ચિત્રશાળાનું આરોહણ કર્યું ત્યારે જે સ્તંભ ઊભો કર્યો હતો તે સ્તંભ ઉતારી અહીં મુક્યો છે. રાજા આશ્ચર્ય પામી મન સાથે બોલી ઉઠ્યો : પેલા ભવ્ય અને સુંદર સ્તંભની આ દશા! શું તે સ્ત્ર અને અલંકારોથી જ સુંદર લાગતો હતો? ખરેખર, આ જોતાં તો મારું શરીર પણ એક દિવસ આવી જ દશા પામશે. અત્યારે સુશોભિત દેખાતા મારા આ શરીરની પણ આખરે આ લાકડાના ઠુંઠા જેવી જ દુર્દશા થવાની. તો પછી આજે જ આ શરીર પરથી મમતા કેમ ન ઉતારવી? કાળનો ક્યાં ભરોસો છે? ખરેખર મેં પૌદ્ગલિક વસ્તુઓના મોહમાં અંધ બની આત્મકલ્યાણ સાધ્યું નહીં. ખરેખર, આ બધી વળગણો તજવા યોગ્ય છે. એમ ચિંતવી દ્વિમુખ રાજાએ ત્યાં જ પોતાનાં સઘળાં વસ્ત્રો અલંકારો ઉતારી Page #354 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૦૫ નાખ્યાં અને પંચમુષ્ટિ લોન્ચ કરી સ્વયંમેવ દીક્ષા લઈ ચાલતા થયા. ખૂબ તપ, જપ, સંવર કરી કૈવલ્યજ્ઞાન પામી દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ મોક્ષપદને પામ્યા. ( શ્રમણભદ્ર ) ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ધર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યો. આ ઉપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા શ્રમણભદ્ર દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી ખૂબ જ ઉંડાણથી ધાર્મિક અભ્યાસ કર્યો. ગુરુની આજ્ઞાથી એકલ વિહાર પ્રતિમા અંગીકાર કરી. એકદા તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશોમાં વિહાર કરતાં શરદસ્તુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રીને વિષે પ્રતિમા ધારણ કરીને રહ્યા. ત્યાં સોયના જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી ચૂસવા લાગ્યા. ડંખવામાં મશગુલ એવા ડોસોએ લોહી ચૂસી લેતાં સુવર્ણના વર્ણ જેવા તે મુનિ લોહના વર્ણ જેવા શ્યામ થઈ ગયા. તે ડાંસના ડંખથી મુનિના શરીરમાં મહા વેદના થતી હતી. તો પણ ક્ષમાધારી તે મુનિ તેને સમતાપૂર્વક સહન કરતા રહ્યા. તેમને ડાંસોને ઉડાડવાનો લેશ પણ પ્રયત્ન કર્યો નહીં, અને મનથી વિચારતા રહ્યા આ વ્યથા મારે માટે શી ગણત્રીમાં છે? આથી અનેકગણી વેદના તો નરકમાં મેં અનંતવાર સહન કરી છે. નારકીમાં ન થતી વેદનાનું સંપૂર્ણ વર્ણન જ્ઞાનીઓ પણ કરવા સમર્થ નથી. અને આત્મા શરીરથી ભિન્ન છે, તો મારે શરીર પર મમતા શા માટે કરવી? આ શુભભાવ ભાવતા તે મુનિ મહાવ્યથાને સહન કરતા રહ્યા. તે ડાંસોના કરડવાથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું તેથી તે જ રાત્રીએ તે મુનિ કાળ કરી સ્વર્ગે ગયા. ( કુંતલાદેવી ) અવનીપુરના જિતશત્રુ રાજાને કુંતલા નામની પટ્ટરાણી હતી. જિતશત્રુને કુંતલા ઉપરાંત બીજી ઘણી રાણીઓ હતી. કુંતલા જિનધર્મની અનુરાગી હતી. તેના ઉપદેશથી બીજી પણ તેની શોક્યો જિનધર્મમાં શ્રદ્ધાવાન થઈ. આ શોક્યોએ ભેગી થઈ જિનેશ્વર ભગવાનનાં ચૈત્યો કરાવ્યાં. એ જોઈ કુંતલાને ઓછું આવ્યું. તેને થયું મેં તેમને જૈન ધર્મ બતાવ્યો અને તેઓ મારાં પહેલાં દહેરાસર બંધાવે? આમ વૈષ અને અભિમાનથી તેણે એ બધાય કરતા ભવ્ય એવું ચૈત્ય તૈયાર કરાવ્યું અને બધાને પાછળ પાડી દેવાના ભાવથી એ પોતે બંધાવેલ જિનચૈત્યમાં જિનભક્તિ કરવા લાગી. તેની આવી ઉત્કટ ભાવનાની બીજી રાણીઓ તેની અનુમોદના કરતી. પૂર્વના અશુભ કર્મના ઉદયથી કુંતલાને ઉગ્ર વ્યાધિ થયો અને તે વ્યાધિથી તે મૃત્યુ પામી. મત્સરપણાથી જિનભક્તિ કરી હોવાથી મરીને તે કૂતરી થઈ. પૂર્વભવના અભ્યાસથી એ કૂતરી તેના જ બંધાવેલ જિનચૈત્યમાં સતત બેસી રહેતી. એક સમયે ત્યાં કેવળી ભગવંત પધાર્યા. શોક્યોએ તેમને કુંતલીની ગતિ વિષે પૂછ્યું. કેવળીએ જે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] / જૈન પ્રતિભાદર્શન યથાર્થ હતું તે કીધું. એ જાણી રાણીઓને સંવેગ ઉત્પન્ન થયો અને તે બધી કૂતરીને વધુ પ્રેમ કરવા લાગી. પ્રેમ કરતાં કહેતી : “હે પુણ્યવંતી બહેન! તું તો ધર્મિષ્ટ હતી, તો પછી તે આવો ધમઢષ શા માટે કર્યો? એવો મત્સરભાવ ન રાખ્યો હોત તો આજે તને આવી ગતિ ન મળત.” આવું રોજ રોજ સાંભળતાં કૂતરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવ જાણી પ્રભુની પ્રતિમા સમક્ષ તેને પોતાના પાપની આલોચના કરી અને અનશન કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને વૈમાનિક દેવી થઈ. ( આરોગ્યતિજ ) ઉજ્જયની નગરીમાં દેવગુપ્ત નામનો બ્રાહ્મણ હતો. તેણે નંદા નામે ભાર્યા હતી અને એક પુત્ર હતો. પૂર્વજન્મના દુષ્ટ કૃત્યોના કારણે તે રોગીષ્ટ હતો તેથી તેનું નામ પાડ્યું ન હતું. પણ લોકમાં તે રોગ નામે ઓળખાવવા લાગ્યો. એકવાર મુનિરાજ તેમના ઘરે ગોચરી હોરવા આવ્યા. તે સમયે બ્રાહ્મણે તેમના પુત્ર-રોગને સાધુના ચરણોમાં ધરીને વિનંતિ કરી કે, “હે ગુરુદેવ! આપ સર્વજ્ઞ છે તેથી કરુણા કરીને મારા આ પુત્રના રોગની શાંતિનો ઉપાય કહો.” સાધુએ કહ્યું કે “ગોચરી માટે નીકળેલા અમે સાધુઓ કોઈની સાથે કોઈપણ સાંસારિક વાત કરતાં નથી.” ત્યારે તે બ્રાહ્મણ મધ્યાહ્ન સમયે પુત્રને સાથે લઈ ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુને વાંદીને તેણે પુત્રના દુ:ખનો ઉપાય ફરીથી પૂછડ્યો. ત્યારે ગુરુ બોલ્યા કે ““દુ:ખ પાપના કારણે હોય છે. તે પાપ ધર્મથી અવશ્ય નાશ પામે છે. જેમ અગ્નિથી બળતું ઘર જળના છંટકાવથી બૂઝાઈ જાય છે, તેમ સારી રીતે કરેલા ધર્મના કારણે સમગ્ર દુ:ખો શીઘ્રતાથી નાશ પામે છે. અને બીજા ભવમાં ફરીથી તેવાં દુઃખો ઉત્પન્ન થતાં નથી.” આ પ્રમાણે ઉપદેશ સાંભળી તે બન્ને પ્રતિબોધ પામ્યા અને જૈનધર્મી થયા. તેમાં પણ આ પુત્ર ધર્મમાં વિશેષ દૃઢ થઈ શુભ ભાવનાપૂર્વક રોગને સહન કરવા લાગ્યો. તે સાવદ્ય ઔષધ પણ લેતો નહીં. એકવાર ઈદ્ર રોગના દઢ ધર્મની પ્રશંસા કરી. તે વાત પર શ્રદ્ધા ન બેસવાથી બે દેવો વૈદ્યનું રૂપ ધરી રોગને ત્યાં આવ્યા અને બોલ્યા કે “અમે આ બટુકને સાજો કરી દઈએ; પરંતુ અમે કહીએ તે પ્રમાણે ક્રિયાઓ કરવી જોઈશે?” તેના સ્વજનો બોલ્યા કે ““શી ક્રિયા કરવાની છે તે કહો.” વૈદ્યોએ કહ્યું કે “અસાધ્ય એવા રોગો હોવાથી સવારે ઉઠતાવેત મધ ખાવાનું. પછી સાંજે મદ્યપાન કરવાનું અને રાત્રે ભોજનમાં જળચર, સ્થળચર અને ખેચરનું માંસ ખાવાનું.'' આ બધું સાંભળતાવેંત બકે કહ્યું, ““ક્ષમા કરો. વિદરાજ! આમાંનું એક પણ હું કરી શકું એમ નથી. કારણ કે આમાં મારા વ્રતનો ભંગ થાય છે. ત્યારે વિદ્યા બોલ્યા ““ધર્મનું સાધન શરીર છે તેથી તેને કોઈપણ પ્રકારે સાજું કરવું જોઈએ. તેમ કરવાથી જો વ્રતનો ભંગ થાય તો પાછળથી પ્રાયશ્ચિત લેવાથી તે વ્રત શુદ્ધ થઈ શકે છે.” આ પ્રમાણે તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી. તેમના સગાસંબંધીએ પણ રોગને સમજાવવા પ્રયત્ન કર્યો. છેવટે તે ગામના રાજાએ પણ રોગને યુક્તિ પ્રયુક્તિથી સમજાવ્યો. પણ તે વ્રતનો ભંગ કરવા ચલિત થયો નહીં. ત્યારે પ્રસન્ન થયેલા દેવોએ પ્રગટ થઈ તેની પ્રશંસા કરી અને તેનું શરીર રોગ રહિત કર્યું. નિરોગી થયેલા શરીરને જોઈ સર્વ સ્વજનો આનંદિત થયા. બીજા લોકો પણ ખુશ થયા અને કહેવા Page #356 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ) [ ૩૦૭ લાગ્યા કે “ખરેખર! ધર્મનો મહિમા અદ્ભુત છે. આ જોઈ ઘણા લોકો પ્રતિબોધ પામ્યા અને ત્યારથી તેનું નામ આરોગ્યદ્વિજ પ્રસિદ્ધ થયું. સલસ રાજગૃહી નગરમાં કાલસૌરિક નામનો કસાઈ હતો. તે હંમેશાં પાંચસો પાડાની કતલ કરતો. તેના દુષ્કર્મથી તેણે અતિ પાપ ઉપાર્જન કર્યા હતાં. આયુષ્યના અંત સમયે તે મહા વ્યાધિથી ઘેરાયો. અષ્ટધાતુના રોગને કારણે શરીરની દરેક ઇન્દ્રિયોના વિષયો તેને વિપરીત જણાવા લાગ્યા. સુગંધી અને શીતલ લેપ તેને અશુચિમય તથા અંગાર સમ ભાસવા લાગ્યો. તેને સુલસ નામનો એક પુત્ર હતો. તે પિતાના રોગનો આદરપૂર્વક અનેક ઉપાય કરાવતો હતો. જ્યારે કોઈપણ ઉપાય કારગત ન નિવડ્યા ત્યારે સુલસે પોતાના મિત્ર અભયકુમારની સલાહ લીધી. અભયકુમારે કહ્યું : “તારા પિતાએ ઘણા જીવોનો ઘાત કરી ઘોર પાપકર્મ ઉપાર્જન કર્યું છે. તે પાપ તેને આ ભવે જ ઉદયમાં આવ્યું છે. તેથી હું તેને કાંપની શય્યામાં સુવાડ. દુર્ગધવાળા પદાર્થોનું વિલોપન કર અને ખારું અને દુર્ગધવાળું પાણી આપ. તેથી તેને સુખ ઉપજશે.'' સુલસે તેના કહ્યા પ્રમાણે કર્યું. તેથી તેના પિતાને થોડી રાહત થઈ. પણ કાળસૌરિક થોડો કાળ જીવી મૃત્યુ પામ્યો અને સાતમી નરકે ગયો. કાલસૌરિકના મરણ પછી સુલસે પિતાના સ્થાને આવ્યો. તેના સ્વજનોએ તેને પિતાનો ધંધો સંભાળવા કહ્યું, અને દીકરાઓ બાપનો ધંધો વધારે છે તેમ તું પણ વધાર. સુલસે પિતાએ ભોગવેલી વેદના અને દુઃખો જોયાં હતાં. તેથી તેણે બધા સ્વજનોને કીધું, “ના, હું મારા પિતા જેવું દુઃખ ભોગવવા શક્તિમાન નથી.' ત્યારે કુટુંબીઓએ કહ્યું, પાપનો ભાગ પાડીને અમારે ભાગે આવતાં પાપો અમે ભોગવીશું. પણ સુલસ એ માનવા તૈયાર ન હતો. ત્યારપછી એક દિવસે તુલસે બધા કુટુંબીઓ સમજે તે માટે તીણ કુહાડો પોતાના પગ પર માર્યો, અને જોરથી બૂમબરાડા પાડતો બોલ્યો, “મને ઘણું દુઃખ થાય છે. આ વેદના અસહ્ય છે. જલ્દી કરો, આ મારા દુ:ખનો થોડો થોડો ભાગ તો બધા ગ્રહણ કરો, જેથી મારું દુઃખ એકદમ ઓછું થઈ જાય.” ત્યારે સ્વજનો બોલ્યા, જો અમને કોઈપણ કારણથી દુઃખ ઉત્પન્ન થાય તો અમે તે ભોગવીએ. પણ એવો કોઈ ઉપાય નથી કે બીજાનું દુ:ખ કે પીડા અન્ય કોઈ લઈ શકે, માટે અમો લાચાર છીએ. તારું દુઃખ તારે જ ભોગવવું રહ્યું. - હવે સુલસે બધાને સમજાવ્યું કે, તમો મારું દુઃખ લઈ કે વહેંચી નથી શકતા, તો મારું પાપ વહેંચી લેવાની વાત શી રીતે કરો છો? માટે હું મારા બાપનો ધંધો હેજ પણ કરનાર નથી. એમ પોતાનો નિશ્ચય જાહેર કર્યો. આ સાંભળી સઘળા સગાઓ મૌન થઈ ગયા. પછી સુલશે અભયકુમારના કહેવાથી ભગવાન મહાવીરસ્વામીની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને સમ્યફ પ્રકારે ધર્મપાલન કરી સ્વર્ગે ગયો. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( તેટલીપુત્ર ) ત્રિવલ્લી નગરી પર કનકરથ રાજાની આણ પ્રવર્તતી હતી. તેમને રાજયનો બહુ મોહ હતો. તે માનતો કે રાજકુમારો મોટા થતા રાજ્ય લેવા માટે બાપને મારી નાખે છે, તો રાજકુમારો મારે જોઈએ જ | નહીં. આ સમજને લીધે તે પોતાની રાણી કમલાવતીને જે પુત્ર થાય તે જન્મતાં જ મારી નખાવતો. કમલાવતીથી આ સહન થતું નહીં, પણ શું થાય? સહન કર્યા સિવાય છૂટકો ન હતો. કાળક્રમે તે પાછી સગર્ભા થઈ. હવે તે પુત્રને ઝંખતી હતી. જન્મેલો પુત્ર જીવતો રહે તેવી તેની અદમ્ય ઇચ્છા હતી. પુત્ર જન્મે તો તેને કેવી રીતે બચાવવો તેનો તે વિચાર કરવા લાગી. આ માટે તેણે રાજાના મંત્રી તેટલીપુત્રને વિશ્વાસમાં લીધા. તેટલીપુત્ર નગરશેઠની પુત્રી પોટીલા સાથે પ્રેમથી પરણ્યો હતો. રાણીએ મંત્રીને બોલાવીને કહ્યું, મને જો પુત્ર થાય તો તેની રક્ષા કરવાનું વચન આપો. મંત્રીએ વચન આપ્યું. એ અરસામાં મંત્રી પત્ની પોટીલા પણ ગર્ભવતી હતી. દેવયોગે બન્નેને સાથે પ્રસૂતિ થઈ. રાણીએ પુત્રને અને પોટીલાએ પુત્રીને જન્મ આપ્યો. અગાઉ મંત્રી સાથે નક્કી કર્યા મુજબ સંતાનોની ફેરબદલી કરી નાખી. નગરમાં જાહેર થયું કે રાણીએ પુત્રીને જન્મ આપ્યો છે. મંત્રીએ રાણીના પુત્રનું નામ કનકધ્વજ રાખ્યું. કાળક્રમે કનકરથ રાજા મૃત્યુ પામતાં મંત્રીએ અને રાણીએ કનકધ્વજને રાજગાદી પર બેસાડ્યો. કનકધ્વજરાજા મંત્રી તેતલીપુત્રનું બહુ માન રાખતો હતો અને તેમની સલાહ મુજબ રાજ્ય ચલાવતો હતો. પુરુષનું મન ભ્રમર જેવું છે. તેટલીપુત્રનું મન સમય જતા પોટીલા ઉપરથી ઊઠી ગયું. પોટીલાએ પતિનો પ્રેમ પાછો મેળવવા કોઈ એક સાધ્વી પાસે જઈ ઉપાય પૂછ્યો. સાધ્વી મહારાજે પોટીલાને ધર્મદેશના આપી. એ સાંભળી પોટીલાને વૈરાગ્ય જાગ્યો. દીક્ષા માટે તેણે તેટલીપુત્રની આજ્ઞા માંગી. તેણે કહ્યું : દીક્ષા લઈને તું સ્વર્ગમાં જાય અને તે ત્યાંથી મને પ્રતિબોધ પમાડવાનું વચન આપે તો હું તને દીક્ષા લેવાની સંમતિ આપું. પોટીલાએ વચન આપ્યું. સમ્યફ ચારિત્રની આરાધના નિષ્ફળ જતી નથી. સાધ્વી પોટીલા કાળધર્મ પામીને સ્વર્ગે ગઈ. તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી પોતાનો પૂર્વભવ જોયો. આપેલું વચન યાદ આવ્યું. તેણે તરત જ તેતલપુત્રને ધર્મમાં જોડવા માટે પ્રેરણા કરવાના પ્રયત્નો શરુ કરી દીધા. પરંતુ વિષય વિકારમાં લુબ્ધ માણસોને એમ સરળતાથી ધર્મ કરવાનો ઉત્સાહ જાગતો નથી. તેતલીપુત્રને પણ ધર્મ પ્રત્યે કંઈ રસ જાગ્યો નહીં. પોટીલાદેવે હવે આકરા ઉપાયો અજમાવવા માંડ્યા. કનકધ્વજને ઉશ્કેરી તેણે મંત્રી તેતલીપુત્રનું ભયંકર અપમાન કરાવ્યું. કનકધ્વજે મંત્રી ઉપર ગુસ્સો કર્યો અને ખૂબ જ કડવાં વેણ કહ્યાં. અપમાનની આગથી તેટલીપુત્ર સળગી ઉઠ્યો. તેનું સ્વમાન ઘવાયું. તેને આવું અપમાનિત જીવન જીવવા કરતાં મરવાનું વધુ પસંદ કર્યું. તેટલીપુત્રે નગર છોડી દીધું અને જંગલમાં જઈ તાલકૂટ વિષ ઘોળ્યું. પણ દેવપ્રભાવથી તેને કોઈ અસર થઈ નહીં. મરવા માટે તેણે જુદાજુદા ઉપાયો કર્યા પણ દેવકૃપાએ તે નિષ્ફળ ગયા. Page #358 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ 306 એક વખત તે કોઈ જંગલમાંથી પસાર થતો હતો. ત્યાં તેની પાછળ એક ગાંડો હાથી પડ્યો. તેનાથી બચવા તેણે દોડવા માંડ્યું. દોડતા દોડતા તે એક ખાડામાં પડી ગયો. મૂછ આવી ગઈ. ભાનમાં આવતાં તે સહસા જ બોલી ઉઠ્યો, “અરે પોટીલા! તું ક્યાં છે? શું તને મારી આ હાલતની કોઈ જ દયા નથી આવતી? મોત પણ મને સાથ નથી આપતું. હું હવે કોના શરણે જાઉં?' તે સાંભળતાં જ પોટીલાદેવે પ્રગટ થઈ તેને કહ્યું : “તેટલીપુત્ર, હું તો તારી સાથે જ છું. પણ તું મને જુએ છે જ કયાં?” અને પછી તેણે બધી દેવલીલાથી તેટલીપુત્રને કેવી કેવી રીતે બચાવ્યો છે તે જાહેર કર્યું. આ સાંભળી તેટલીપુત્ર બોલી ઉઠ્યો. “ક્ષમા કરો દેવ! અજ્ઞાનતાના કારણે મને કંઈ ખબર ન પડી. હવે હું પ્રથમ શ્રાવકવ્રતનું પાલન કરીશ અને પછી હું દીક્ષા લઈશ. પરંતુ તે પહેલાં મારા ઉપર એક ઉપકાર કરો. મને આ ખાડામાંથી બહાર કાઢો અને મારા પર કનકધ્વજ પ્રસન્ન થાય તેમ કરો.” દેવતાએ તેટલીપુત્રને ખાડામાંથી બહાર કાઢ્યો અને તેના પર કનકધ્વજને પ્રસન્ન પણ કરાવ્યો. તેટલીપુત્ર શ્રાવકનાં બાર વ્રતનું પાલન કરવા લાગ્યો. એક જ્ઞાની ભગવંતના સંપર્કમાં આવતા તેટલીપુત્રે પોતાનો પૂર્વભવ પૂક્યો. ગુરુએ કહ્યું “તું મહાવિદેહ ક્ષેત્રે પુંડરિકીણી નગરીમાં મહાપા નામે રાજા હતો. ગુરુની પ્રેરક દેશનાથી તે દીક્ષા લીધી. અનુક્રમે તું ચૌદ પૂર્વધારી થયો. પ્રાંતે એક માસનું અનશન કરીને મહાશુક્ર દેવલોકે દેવતા થયો. ત્યાંથી આવીને તું તેટલીપુત્ર તરીકે જન્મ્યો છે. પૂર્વભવ જાણી તેણે ચારિત્ર અંગીકાર કર્યું. વિશુદ્ધ આરાધના કરતાં કાળક્રમે તે મુક્તિને પામશે. ( રતિસુંદરી ) સાંકેતપુરમાં જિતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તે જ નગરમાં મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી, શ્રેષ્ઠિની પુત્રી ઋદ્ધિસુંદરી અને પુરોહિતની પુત્રી ગુણસુંદરી નામે હતી. આ ચારે સખીઓ સુંદર અને રૂપવાન હતી. શ્રાવકધર્મ પાળનારી હતી. દરરોજ દહેરાસરે-ઉપાશ્રય એકઠી મળતી. ધર્મગોષ્ઠી કરતી. ધર્મક્રિયા કરતાં ચારેએ પરપુરુષ ત્યાગનો નિયમ લીધો હતો. નંદપુરનો રાજા રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. ઘણાંને ઘેલું કરે તેવું રતિસુંદરીનું રૂપ અને લાવણ્ય હતું. આ વાત હસ્તિનાપુરના રાજાએ સાંભળી. તેણે નંદપુરના રાજા પાસે દૂત મોકલીને રતિસુંદરીની માંગણી કરી. નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે ““એક સાધારણ માણસ પણ પોતાની પત્ની બીજાને આપતો નથી, તો હું શી રીતે મારી પત્નીને આપું? માટે તું તારા સ્થાને ચાલ્યો જા.” તે સાંભળી દૂતે જઈને પોતાના રાજાને આ હકીકત કહી. તેથી રાજાએ નંદપુર પર ચડાઈ કરી. યુદ્ધમાં હસ્તિનાપુરના રાજાનો જય થયો. હસ્તિનાપુરનો રાજા રતિસુંદરીને બળજબરીથી લઈને પોતાના નગરમાં આવ્યો. પછી તેણે રતિસુંદરીને મનાવવા કોશિશ કરી ત્યારે રતિસુંદરીએ કહ્યું કે “મારે ચાર માસ સુધી શીલવ્રત છે.” તે સાંભળી રાજાએ ધાર્યું કે ચાર માસ પછી તો તે માટે જ આધીન છે ને. ક્યાં જવાની છે? એમ વિચારી રાજા દિવસો નિર્ગમન કરવા લાગ્યો. રતિસુંદરી હંમેશાં તેને પ્રતિબોધ આપવા લાગી, પણ રાજાનો રાગ તેના ઉપરથી જરા પણ ઓછો થયો નહીં. રતિસુંદરી તે દરમ્યાન તાપૂર્વક ધર્મની આરાધના કરતી રહી. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] [ જૈન પ્રતિભાદર્શન એકદા રાજા બોલ્યો કે “હે ભદ્રે! તું હંમેશાં મને ઉપદેશ આપે છે; તું તપ વડે અતિ કૃષ થઈ ગઈ છે તેમ જ શરીર પરથી બધા શ્રૃંગાર કાઢી નાખ્યા છે; તો પણ મારું મન તારામાં અતિ આસક્ત છે. તારા બીજા અંગનાં તો શું વખાણ કરું? પરંતુ તારા કામણગારા નેત્રનું પણ વર્ણન હું કરી શકતો નથી.’’ તે સાંભળીને રતિસુંદરીએ પોતાનાં નેત્રો જ શીળલોપનું કારણ જાણી, તેણે તરત જ રાજાની સમક્ષ છરી વડે પોતાનાં બન્ને નેત્રો કાઢીને રાજાના હાથમાં ધર્યાં. આ જોઈ રાજા અત્યંત ખેદ પામ્યો અને પસ્તાવા લાગ્યો. રાજાનું દુ:ખ સમજીને રતિસુંદરીએ તેને ધર્મોપદેશ આપ્યો. રાજાએ પ્રતિબોધ પામીને તેને ખમાવી અને આ સ્ત્રીએ મારા માટે પોતાના બન્ને નેત્રો કાઢી આપ્યાં એ સમજથી તે ઘણો દુ:ખી થયો. રાજાએ આ દુઃખ નિવારવા દેવતાનું આરાધન કર્યું. તત્કાળ દેવતાએ રતિસુંદરીને નવાં નેત્રો આપ્યાં. રાજાના આગ્રહથી કેટલાક દિવસ રોકાઈને પછી રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી, કાળે મૃત્યુ પામી સદ્ગતિ પામી. શ્રાવિકા સુમતિ શ્રાવિકા સુમતિ કે જે સમ્યક્ત્વ ભાવની આરાધિકા છે અને જેને વિતરાગમાં અનન્ય શ્રદ્ધા છે. શ્રદ્ધા સાથે જેને આચારનો સમન્વય કર્યો છે એવી શ્રાવિકાનો પતિ બહાર ગયો છે અને આંખના રતન સમા બે યુવાન પુત્રનું અકસ્માતે એક સાથે મૃત્યુ થાય છે. ક્ષણભર તો સુમતિ સ્તબ્ધ થઈ જાય છે. પણ વીતરાગના ચરણ જેણે પૂછ્યા છે એવી અનન્ય શ્રદ્ધાવાન નારી થોડી જ ક્ષણોમાં સ્વસ્થ થઈ જાય છે. બન્ને પુત્રોને એક ઓરડામાં સુવાડી ઉપર ચાદર ઓઢાડી દીધી અને ઉંબરામાં પતિની રાહ જોતી ઊભી રહી. કેટલાક સમય બાદ પતિ આવે છે. રોજની હસતી નારીનું મુખ ઉદાસ જુવે છે. પતિના મનમાં પ્રશ્ન ઊઠે છે : શું થયું હશે? એ પૂછે છે, ‘‘સુમતિ! કેમ ઉદાસ છે? શું થયું?'' ‘કંઈ નહીં દેવ! પાડોશી સાથે જરા ઝગડો થઈ ગયો.'' “અરે! આ તું શું બોલે છે! ઉંચે અવાજે બોલતા કદી કોઈએ તને સાંભળી નથી. તું ઝગડો કરી શકે કઈ રીતે?’’ ‘નાથ! થોડા સમય પહેલાં પ્રસંગે પહેરવા પાડોશીને ત્યાંથી બે રત્નકંકણ લાવી હતી. મને તે બહુ ગમ્યાં. મેં રાખી લીધાં. આજે પાડોશી માગવા આવ્યા. મારે નતા આપવા એટલે તેમની સાથે ઝગડો થયો.' ‘અરે! પાગલ, એમાં તે ઝગડો હોય? જેનું હોય તે માગવા આવે તો આપી જ દેવું જોઈએ ને? પારકું કેટલા દિવસ રખાય? આપી દે.'' ‘‘ના, મારે તો રત્નકંકણ રાખવા છે. તે મને બહુ ગમે છે. તમે પણ જુઓ ! રાખવાનું મન થાય એવાં છે.'' “અરે ! આજે તને થયું છે શું? પારકી વસ્તુ આપણાથી ન રખાય?'' ‘‘પણ હું પાછા આપી દઈશ તો તમને તો દુઃખ નહીં થાય ને?'' “ના, ના, તેમાં દુઃખ થવા જેવું શું છે? ઘણો સમય થઈ ગયો, દઈ જ દેવા પડે!'' એમ! તો ચાલો. હું એ રત્નકંકણ બતાવું.'’ અને સુમતિ તેના પતિને હાથ ઝાલી અંદરના ઓરડામાં દોરી ગઈ, જ્યાં બન્ને પુત્રો ચિરનિદ્રામાં Page #360 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૧૧ પોઢી ગયા હતા. મુખ પરથી સહેજ કપડું દૂર કરી સુમતિએ ધીરેથી પતિને કહ્યું, “જુઓ નાથ! આ બે ] રત્નકંકણ. તેનો સમય પૂરો થયો અને તે રવાના થઈ ગયા.' પતિ તો અવાફ રહી ગયો! પુત્રોના મૃત્યુને આ સ્ત્રી આ રીતે મૂલવી શકે? એક માતાનું હૃદય આટલી સમતા દાખવી શકે? કઈ હશે એ શક્તિ? અને સુમતિનો પતિ ત્યાં જ તેની પત્નીના ચરણમાં ઢળી પડ્યો અને બોલ્યો : “સુમતિ! તે ખરેખર વીતરાગના ચરણશરણની ઉપાસના કરી છે. આટલા મોટા આઘાતને જીરવવાની શક્તિ વીતરાગતાની વીતરાગતા પ્રત્યેની તારી અનન્ય ભક્તિ જ તને આપી શકે.” વાચક! આ છે હર્ષ શોકથી પર દશા. સમક્તિ જીવને રોમે રોમે વીતરાગતાની શ્રદ્ધા ભરી હોય તેથી જ આવા વજઘાતરૂપ પ્રસંગમાં સમતા ટકાવી શકે. પ્રભુને પ્રક્ષાળ કરતાં ગાઈએ છીએ કે : જ્ઞાનકળશભરી હાથમાં સમતારસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા કર્મ થયા ચકચૂર. ધમરાજા ) કમલપુર નગરમાં મહારાજા કમલસેન એકવાર રાજસભામાં બેઠા હતા ત્યાં એક પ્રખર નિમિત્તવેતાએ આવી કહ્યું કે, “મહારાજ ઉપરાઉપર બાર વર્ષનો દુકાળ પડશે.” આ સાંભળી સહુ ચિંતિત થયા. સમય વહેતા વહેતા અષાઢ મહિનો આવ્યો અને જોરદાર વરસાદ પડ્યો. બરોબર જોઈએ એવો તે વર્ષે વરસાદ પડવાથી લોકોમાં આનંદ વ્યાપી રહ્યો અને લોકો નિમિત્તવેતાની મશ્કરી કરવા લાગ્યા. કેટલોક સમય વીત્યા પછી ત્યાં યુગધર નામના પ્રતાપી ગુરુ મહારાજ પધાર્યા. તેઓ ચાર જ્ઞાનના ધારક પરમ તેજસ્વી મુનિરાજ હતા. રાજા-પ્રજા સૌ તેમને નમસ્કાર કરવામાં ગૌરવ માનતા અને તેમનો ઉપદેશ સાંભળતા. એક દિવસ વ્યાખ્યાન પૂરું થતાં રાજાએ મુનિરાજને પૂછ્યું : કૃપાળુ! અમારા ગામના નિમિત્તવેતાનું કથન કદી ખોટું પડતું નથી, તો આ વખતે કેમ ખોટું પડ્યું? જ્ઞાની ગુરુ મહારાજાએ કહ્યું : રાજન! પુરિમતાલ નગરે કોઈ પ્રવરદેવ નામનો ગૃહસ્થ રહેતો હતો. કોઈ પાપના ઉદયે તેનો પરિવાર નષ્ટભ્રષ્ટ થઈ ગયો. કોઈ કયાં ને કોઈ ક્યાં. જેવી દરિદ્રતા એક તરફ એવી લોલુપતા બીજી તરફ. તેમાં ધર્મધ્યાન કે વ્રત પચ્ચક્ખાણનું તો નામ નહીં. પ્રવરદેવ જે તે ખાધા કરતો હોવાથી તેને કોઢનો રોગ થયો. ઘણાં ઉપચારો કર્યા પણ રોગ મટ્યો નહીં. છેવટે થાકીને તે ધર્મને માર્ગે વળ્યો. ધર્મ કોઈને ઠુકરાવતો નથી; બધાને અપનાવે છે. કોઈ જ્ઞાની મુનિને તેણે પૂછ્યું. હું તો ઘણો સ્વસ્થ હતો, તોયે મને આ રોગ શાથી થયો? ગુરુજીએ શાંતિથી કહ્યું : વત્સ! જીભની લોલુપતાને લઈને જે તે તેં ખાધા કર્યું. રાત કે દિવસ કશું જોયું નહીં. કેટલું ખાવું, ક્યારે ખાવું એની કોઈ મર્યાદા જ નહીં. આનું આ પરિણામ છે. તેણે કહ્યું : “ભગવંત! આપ સત્ય કહો છો. પણ હવે આ રોગ મટે કેવી રીતે?' ગુરુજીએ કહ્યું, Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન સાવ સહેલી રીત છે. ધર્મમય જીવન જીવો. વિરતિ આદરો. ભોજનના નિયમો રાખો. સ્વાદની લોલુપતા છોડો. એટલે મન સાજુ અને તન પણ સાજુ. બધાએ સારા વાના થાય.'' પ્રવરદેવે તરત ગુરુ મહારાજ પાસે પ્રતિજ્ઞા કરી. ખાવા-પીવામાં તેને નિયમ કર્યો કે, એક અન્ન, એક વિગઈ, એક શાક અને ઉકાળેલું પાણી વાપરીશ. એ સિવાય બધું ત્યાગ. આ નિયમ તે બરાબર પાળવા લાગ્યો. પરિણામે ધીરે ધીરે રોગ ઓછો થવા લાગ્યો. જેમ જેમ સારું થતું ગયું તેમ તેમ તેની ધર્મ ઉપર શ્રદ્ધા વધવા લાગી. પક્ષવાળા સાત્વિક ભોજનને લીધે તે નિરોગી થઈ ગયો અને ધર્મનો અભ્યાસ કરી તેના મર્મ અને માહાત્મ્યનો જ્ઞાતા બન્યો. પરિણામે નિષ્પાપ વૃત્તિથી ન્યાયપૂર્વક તે વ્યાપાર કરતા કરોડાધિપતિ બન્યો. અતિ ધનાઢ્ય હોવા છતાં તે એક જ અન્ન આદિના નિયમ પ્રમાણે જ જમતો. સુપાત્ર દાનમાં સદા તત્પર રહેતો. જેમ જેમ વધારે લાભ મળતો ગયો તેમ પોતાની જાતને ધન્ય માનતો અને ભોગોપભોગથી સદા વિમુખ રહેતો ને સારી રીતે દાનમાં ધન વાપરતો રહ્યો. વરસાદ ન વરસતાં ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. પ્રવ૨દેવે તે સમયે હજારો મુનિરાજોની ચઢતા અને લાખો લોકોની ગુપ્ત રીતે ભક્તિ કરી. આમ, જીવનપર્યંત અખંડપણે વ્રત પાળી અંતે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર જેવી ઋદ્ધિવાળો સામાનિક દેવ થયો. દેવભવમાં અલ્પ આયુષ્ય બાકી રહેતા તેને વિચાર આવ્યો કે, જ્ઞાન, દર્શન આદિ ગુણથી સમૃદ્ધ એવા શ્રાવકના કુળમાં દાસ થવું સારું, પણ મિથ્યામતિથી મુગ્ધ બુદ્ધિવાળા ચક્રવર્તી થવું નકામું છે. અંતે આવી શુભ ભાવનામાં દેવ આયુ પૂર્ણ કરી તે આ નગરીમાં શુદ્ધબોધ શ્રાવકની પત્ની વિમળા નામની શ્રાવિકાના ઉદરે ઉત્પન્ન થયો. દુષ્કાળનાં બધાં જ બાહ્ય ચિહ્નો દેખાતાં હતાં. પણ શુભ યોગમાં પ્રવ૨દેવનો જીવ શુદ્ધબોધ શ્રાવકને ત્યાં જન્મ્યો. અને આ પુણ્યવાનના જન્મે અને શુભ યોગે દુષ્કાળ જેવો યોગ નાશ પામ્યો. ગુરુમુખેથી આ વચનો સાંભળી રાજા ઘણું અચરજ પામ્યો. મારા રાજ્યમાં આવા પુણ્યશાળીનો જન્મ થયો છે, તો તે પુણ્યશાળીનાં દર્શન તરત જ કરવાં જોઈએ. એમ સમજી રાજા રાણી તથા પરિવાર સાથે શુદ્ધબોધ શેઠને ત્યાં ગયો. તેજસ્વી અને સુંદર પુત્રને જોઈ રાજા ઘણો જ પ્રસન્ન થયો. બાળકને ખોળામાં લઈ રમાડતા રાજા બોલ્યો : ‘હે બાળ! તું ખરેખર મૂર્તિમાન ધર્મ જ છે. તેથી તું દુષ્કાળનો પણ નાશ કરનારો થયો. હું (રાજા) તારું નામ ધર્મ ઘોષિત કરું છું. અને હવેથી આ રાજ્યનો રાજા તું છે. તારા પ્રતાપે આખી પ્રજાનું હિત થશે. હું તારા રાજ્યનો રક્ષક કોટવાળ થઈને રહીશ.' રાજાએ રાજમહેલમાં આવી ધર્મરાજાના નામે રાજ્ય ચલાવવા માંડ્યું. વખત જતાં ધર્મ યુવાન થયો એટલે તેને વિધિસર રાજા બનાવવામાં આવ્યો. ઘણી રાજ્યકન્યાઓ સાથે લગ્ન કર્યાં. ધર્મરાજાના પુણ્યપ્રતાપે સદૈવ સુકાળ રહ્યો. સર્વત્ર આનંદ વર્તાઈ રહ્યો. સમ્યક્ત્વ બાવ્રતના ધારક ધર્મરાજા વિવિધ ભોગો ભોગવી દીક્ષા લઈ, શુદ્ધ ચારિત્ર પાળી તે જ ભવે કેવળી થયા. પ્રાણીમાત્ર પર અસીમ ઉપકાર કરી મુક્તિ પામ્યા. Page #362 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૧૩ ( શેઠ નથશા ) વડગામડા ગુજરાતનું એક નાનું શું ગામ. ગામમાં એક ઘરના ઓટલે બેસી શેઠ નથુશા દાતણ કરતા હતા. તેમને એક મુસ્લિમ મિત્ર મહમહને આવતો જોયો. નિત્યક્રમ પ્રમાણે જ મહમદ ખભે બંદુક રાખી આવતો હતો. શેઠને રામરામ કર્યા. શેઠે બોલાવી પાસે બેસાડ્યો. મહમદ ખેતરોનું રખોપું કરે. જેના ખેતરનું રખોપું કરે તે ખેતરના માલિકને નિરાંત. મહમદને કામ સોંપ્યું એટલે કંઈ જોવાપણું નહીં. શેઠ રોજ મહમદને આવતો જોતા તે વિચારતા કે આ મહમદ બંદુક છોડી દે તો સારું. જો કે મહમદ બંદુક રાખતો પણ કોઈની સામે વાપરી નહોતી. પણ શેઠ વિચારે છે કે એ બંદુક નથી વાપરતો પણ કોઈ દિવસ વાપરે તો જીવહાનિ થાય જ. શેઠ પાકા જૈન. આજે ઠીક મોકો છે એમ સમજી તેમને મહમદને કહ્યું : મહમદ! તું આ બંદુક છોડી દે. મહમદ કહે આ બંદુક તો મારી રોજીરોટી છે. કેમ છોડાય? આ બન્નેની વાતો સાંભળવા આજુબાજુમાંથી લોકો આવી ઊભા. નથુશાએ નરી સભાવનાના લીધે મહમદને બંદુક છોડવા જણાવેલ. મહમદે થોડીવાર શેઠની વાત પર વિચાર કર્યો અને પછી કહ્યું : શેઠ હું બંદુક છોડું તો તમે શું છોડો? નથુશા કહે : મારે વળી શું છોડવાનું હોય? મહમદ કહે : હું મારી વાહલામાં વહાલી વસ્તુ છોડું તો તમારે પણ તમારી વહાલામાં વહાલી વસ્તુ છોડવી જોઈએ. થાઓ કબૂલ. વાત વધી ગઈ. થોડા વધુ માણસો ભેગા થયા. થોડીવાર વિચાર કરી શેઠ બોલ્યા : “બોલ મહમદ હું શું છોડું?” મહમદ કહે, “શેઠ! હું મારી બંદુક છોડું ને તમે તમારું ઘર છોડો.' હવામાં કંપ આવી ગયો. સાંભળનારા સૌ સ્તબ્ધ થઈ ગયા. નથુશા પળવાર તો મહમદની સામે તાકી રહ્યા. પછી ઉઠ્યા અને ઘરમાં ગયા. મહમદ હસ્યો. તેને જોરથી કહ્યું : “કેમ શેઠ? ગભરાઈ ગયા ને!' થોડી પળોમાં જ નથુશા બહાર આવ્યા. તેમના મુખ પર અલૌકિક તેજ હતું. તે બોલ્યા : “મહમદ! તારા કહેવા મુજબ મારા ઘરનો આ પળથી ત્યાગ કરું છું. અને ભાઈ, તારી વાત સાચી છે. કોઈપણ વસ્તુનો મોહ જ શા માટે રાખવો? ભાઈ! સાંભળ આજથી આ ઘર સાથે આ ગામનો પણ ત્યાગ કરું છું. હવે હું અહીંથી દૂર જઈશ. અજાણી ભૂમિમાં રહીશ. આમરણ ઉપવાસ કરીશ ને જીવમાત્રનું ભલું થાય તેવી પ્રાર્થના કરીશ. ભાઈ! આજે તે ઘણું સારું કામ કર્યું.” Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન અને નથુશા ચાલી નીકળ્યા ધાનેરાની દિશા ભણી. બનાસકાંઠા જીલ્લાનું એ ગામ. વડગામડાના પ્રત્યેક માનવીના નેત્રો સજળ થઈ ગયાં. સૌએ વીનવ્યા કે પાછા વળો. પણ નથુશા કહે, ‘માનવીની જબાન એક હોય. આ દેશની ધરતીના સંસ્કાર જુદા છે. પ્રતિજ્ઞા પાળવા માટે મસ્તક મુકનારા વિરલા આ ધરતીએ આપ્યા છે.’ ને એમણે ઉમેર્યું કે ‘હું મારી પ્રતિજ્ઞામાં એક પગલું આગળ વધું છું. હું જીવીશ ત્યાં સુધી મૌન પાળીશ.’ નથુશા ચાલી નીકળ્યા. ચાલતા જ રહ્યા. માર્ગમાં કોઈ પરિચિત બોલાવે, પણ નથુશા તો મૌનપણે ચાલ્યા જાય છે. એમના અંતરમાં રૂડાભાવ પ્રકટે છે : ઓહ! કેવું સારું કાર્ય થયું. મહમદ જેવો સન્મિત્ર સૌને મળજો. કેટલાએ મહાપુરુષોએ જબરજસ્ત ત્યાગ કર્યો છે. મારો ત્યાગ તો નાનો છે. માર્ગમાં ડુઆ ગામ આવ્યું. ડુઆમાં સુંદર જિનાલય. ઊંચું અને શિખરબંધી. ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ. નથુશાએ ભાવથી જિનમંદિરની જાત્રા કરી અને પ્રાર્થના કરી : ‘પ્રભુ! સૌનું કલ્યાણ કરજો.' નથુશા ધનેરા પહોંચ્યા. એમને આજ સુધી ધાનેરા જોયેલું નહીં. એમને માટે અજાણી ધરતી અને અજાણ્યા લોકો. ધાનેરાના ઉગમણા દરવાજે એમણે એક ખૂણાની જગ્યા પસંદ કરી અને ત્યાં એ કાઉસગ્ગ મુદ્રામાં ઊભા રહી ગયા. ધાનેરા ગામમાં વાત ફેલાતી ગઈ અને લોકો એમના દર્શનાર્થે આવવા લાગ્યા. એ ઉપવાસ કરે છે અને મૌન પાળે છે. આજુબાજુના ગામથી પણ લોકો દર્શનાર્થે આવવા લાગ્યા. વડગામડામાં મહમદને એમના અપૂર્વ ત્યાગની ભાળ મળી. એ પણ દોડી આવ્યો. એણે હાથ જોડી નથુશાને પાછા વળવા વિનંતી કરી. પરંતુ નથુશા તો પ્રભુના સ્મરણમાં લીન હતા અને મૌનપણે બેઠા હતા. મહમદે એમના ચરણોમાં ઝૂકીને કહ્યું : ‘‘હે ત્યાગી શેઠ! મને ક્ષમા કરો. તમે તો મોટા તપસ્વી નીકળ્યા. હું પણ આજથી જીવો પ્રત્યે પ્રેમ રાખીશ. માંસાહાર નહીં કરું. મારો વંશજ પણ માંસાહાર નહીં કરે. થરાદ સ્ટેટના મહારાજા દોલતસિંહજી ત્યાં દોડી આવ્યા. એમણે વિરલ ત્યાગી નથુશાની અનુમોદના કરતા કહ્યું : 'શેઠ! તમારા સ્મરણમાં પાંચ વીઘા જમીન ગૌચર માટે અર્પણ કરું છું.' તપસ્વી નથુશા કાળ સામે ઝઝુમતા રહ્યા. એ ઉપવાસી હતા. બોંતેર દિવસના ઉપવાસ પછી એમણે નશ્વર દેહ તજ્યો. સહુએ જૈનધર્મના તપ-ત્યાગનો જયજયકાર કર્યો. તપસ્વી નથુશાની સ્મૃતિમાં ખડું થયેલ ‘સ્મૃતિ મંદિર' ધાનેરાના દરવાજે આજે પણ ઊભું છે. સૌ ત્યાં ભક્તિભાવથી ફૂલ ચઢાવે છે. અને આ બલિદાનનું સ્મરણ અંતરમાં પવિત્ર ભાવના પ્રકટાવે છે. * ઓઘો જેના હાથમાં તેનું નામ સાધુ ઓઘો જેના હૈયામાં તેનું નામ શ્રાવક. Page #364 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] પ્રતિભાની પૂજા એટલે સંસ્કારવારસાની આરાધના –ડૉ. કુમારપાળ દેસાઈ કોઈપણ સત્વશાળી અને સંસ્કૃતિનિષ્ઠ પ્રજાનું પર્વ એ પોતાની પ્રતિભાઓનાં પૂજનમાં જ રહેલું છે. અપૂજ્યોનું પૂજન અને પૂજ્યોનું અતિક્રમણ પ્રજાનો વિનિપાત જ લાવે એમાં કોઈ સંશય નથી. પ્રજાનું કલ્પવૃક્ષ ભલે નભોમંડળને સ્પર્શે તેવું સમુન્નત હોય પણ તેના મૂળ સુદૃઢ હોવા જરૂરી છે. કબીરવડનાં ડાળાં, પાંદડાં કે પછી વડવાઈઓ પર જલપ્રોક્ષણ ન હોય, તેના મૂળ જ પૂજાય. જલનો કુંભ તેના પવિત્ર મૂળે જ સિંચાય આ એક સનાતન સિદ્ધાંત સમજવો. આ લેખમાં ડૉ. શ્રી કુમારપાળભાઈએ પ્રજાજીવનના વિવિધ ક્ષેત્રોની પૂજ્ય પ્રતિભાઓને વાંદતાં આપણને સુપેરે શીખવ્યું છે. પ્રસિદ્ધ વાત છે કે બર્નાડ શોની પરીક્ષા કરવા કોઈએ તેમને પૂછ્યું ‘‘તમે મોટા કે શેક્સપીઅર?'' સવાલ તો ખરેખર કસોટીરૂપ હતો. શૉ બોલ્યા ‘શેક્સપીઅર કરતાં શૉ જ નિઃસંશય મહાન છે. પણ તે કેવી રીતે એ ખબર છે? એક પિતાના ખભે બેઠેલ બાળક પિતા કરતાં સુદૂર જોઈ શકે છે. એમ હું મોટો છું.'' આવો જવાબ પોતાની પૂર્વ પ્રતિભાઓને પૂજવાની રીત દર્શાવે છે. આ લેખમાં પણ જિનશાસનના પૂર્વે થઈ ગયેલા રત્નોને શિલ્પમાં જાણે કંડાર્યા હોય તેવું લાગે છે. ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આગવું પ્રદાન નોંધાવનાર શ્રી કુમારપાળભાઈની સાહિત્યિક પ્રવૃત્તિ આજના સમયમાં આગવી ભાત પાડે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યોનો પુરસ્કાર કરનારું એમનું વિપુલ સાહિત્યસર્જન ખરેખર દાદ માંગી લ્યે છે. પરિસંવાદો કે પ્રવચનોના આયોજનોમાં તેમની વ્યવસ્થાશક્તિ ગજબની છે. ‘જયભિખ્ખુ'નો સાહિત્ય તથા સંસ્કારનો વારસો અકબંધ રીતે સાચવી રહેલા ડૉ. કુમારપાળભાઈની લેખસામગ્રી અખબારી કટારોમાં પ્રસંગોપાત પ્રગટ થતી રહી છે. તેમની આ સિદ્ધિઓ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંપાદક [ ૩૧૫ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] [ જેને પ્રતિભાદર્શન જે પ્રજા ઇતિહાસની ઉપેક્ષા કરે, અને ભૂલી જાય કે એનું અજ્ઞાન ધરાવે, તે પ્રજાનું ભવિષ્ય | અંધકારભર્યું હોય છે. ભૂતકાળ એ જ ભવિષ્યનો માર્ગદર્શક હોય છે! ઇતિહાસમાં પ્રજાની ખૂબી-ખામીઓનાં નિદર્શનો પડ્યાં હોય છે. એ વિશેષતા અને મર્યાદા જાણીને જ કોઈ પણ પ્રજા પોતાના ભવિષ્યની રાહને કંડારી શકે! ઇતિહાસમાંથી મળતી ભૂતકાલીન વારસાની ઓળખને આધારે ભવિષ્યની ઇમારત ચણી શકાય! ઇતિહાસમાં આલેખાયેલાં ચરિત્રો એ જે તે પ્રજાના સંસ્કારોનું જીવંત અને વ્યવહારુ પ્રાગટ્ય છે. આમ તો સંસ્કારો વ્યક્તિ ગળથુથીમાં મેળવે છે અને સમય જતાં એના જીવનકાર્યમાં એ સોળે કળાએ મહોરે છે. આજના સમયમાં પ્રજા પોતાના પ્રાચીન વારસાથી વિમુખ થવા માંડી છે. બીજી બાજુ વિદેશી સાંસ્કૃતિક આક્રમણો પ્રજાને અવળે રસ્તે દોરી જાય છે. પોતાનું ગુમાવ્યું! પારકું અવળું પડ્યું! આથી આવનારી પ્રજાને સંસ્કારવારસા વિનાનું, ત્રિશંકુ જેવું જીવન મળે છે. એ જીવનમાં ભાવનાઓનો ધબકાર હોતો નથી, મૂલ્યોની માવજત હોતી નથી. સચ્ચાઈના સ્તંભો ખસી જાય છે. કાગળના કિલ્લા ખડા થાય છે. જૈન સમાજ એના વારસાને ખૂબ ઝડપથી ગુમાવી રહ્યો છે. આ અપ્રતિમ વારસાને ગુમાવશે, એની સાથે એના સંસ્કારો ઘસાતા જશે અને કશીય આગવી મુદ્રા વિનાનું સામાન્ય જીવન જ જીવવાનું રહેશે ! ઇતિહાસને ભૂલનારો સમાજ પોતાનો એક નાનકડો ટાપુ રચે છે અને એને આખું વિશ્વ માનીને મહાલે છે. આજે ગચ્છો અને સંપ્રદાયોના નાના-નાના ટાપુ રચાયા છે. આ નાનકડા ટાપુમાં વસતા માણસને વધુ ને વધુ સંકુચિત બનાવાય છે. એની આંખે સંપ્રદાયના પાટા બાંધવામાં આવે છે. નાનકડા વર્તુળમાંથી બહાર ન નીકળે તેવા નુસખા અજમાવાય છે. મુળ સત્ત્વ ખોવાઈ જાય છે અને અધવચ્ચે આવેલા માર્ગ પર માણસ ફાંફાં મારવા લાગ્યો છે. પરમાત્માને ભૂલીને અન્યની આરાધના-ઉપાસના ચાલે છે. મહાન સત્યને વીસરીને, એ સત્યના અર્થઘટનને સર્વસ્વ ગણવામાં આવે છે. નાની પ્રજા જ્યારે નાના-નાના કંડાળામાં વહેંચાઈ જાય ત્યારે એ નાના, નકામા વિખવાદોમાં, અંદરોઅંદરની વ્યર્થ હૂંસાતૂસીમાં અને એકાંતિક આગ્રહોમાં ડૂબીને વિલોપન પામે છે. જૈન ધર્મના આ વારસાની ઝલક મેળવવા માટે જૈન સમાજની પ્રતિભાઓ નીરખવી પડે. એ પ્રતિભાઓના જીવનમાંથી પ્રગટતો સંસ્કારવારસો ઓળખવો પડે. આજે સવાલ એ જાગે છે બિહારમાં ફેલાયેલો અને આખાય દક્ષિણ ભારતમાં પથરાયેલો જૈન ધર્મ એ પ્રદેશોમાંથી વિદાય શાને પામ્યો? ક્યાં કારણ હશે એમાં? એક સમયે બિહારમાં જૈન ધર્મના તીર્થકરો થયા. તીર્થકરોના વિહારને કારણે એ ભૂમિ બિહારને નામે જાણીતી થઈ. તેઓએ એ ભૂમિ પર ઉપદેશ આપ્યો. ધર્મભાવનાની સુવાસ ફેલાવી. રાજવીઓ અને અનેક સમર્થ પુરુષોએ આ ધર્મભાવનાનો સામે ચાલીને સ્વીકાર કર્યો. આજે કેમ ત્યાં એનું કશું નામોનિશાન નથી? એક સમય હતો કે દક્ષિણ ભારતમાં ચલ રાજાઓનું શાસન હતું. તેઓ જૈનધર્મી હતા. આજે દક્ષિણ ભારતમાં માત્ર પ્રાચીન અવશેષોમાં જ આ ધર્મ જીવતો જોવા મળે છે. બિહારને તો પરધર્મી આક્રમણોનો સામનો કરવાનો આવ્યો, જયારે દક્ષિણ ભારતને આવા કોઈ વિદેશી હુમલાનો સામનો કરવાનું બન્યું Page #366 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૧૭ નથી, તેમ છતાં આ ધર્મ કેમ લોપ પામ્યો? આનું એક કારણ છે કરુણાનો અભાવ અને બીજું કારણ છે ? કાયરતાની પૂજા. ધર્મ એ વીરત્વ માગે છે. ડરપોક માનવીનો કોઈ ધર્મ હોતો નથી. ગુજરાતના ઇતિહાસ પર નજર કરીએ તો એંશી વર્ષે યુદ્ધ ખેલવા નીકળતા ખંભાતના મંત્રી ઉદયનની વીરગાથા મળે છે. સિદ્ધરાજના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સ્થાપેલી વ્યાયામશાળાની વિગતો મળે છે. મહાન પ્રતિભાવાન જૈન સાધુ પ્રજાની વીરતાને કેળવવાનો વિચાર કરે છે. તે કેટલી મોટી વાત ગણાય કે આચાર્ય કાલક જેવા તો મૂંગે મોઢે અન્યાયનો સામનો કરવાને બદલે સાધુવેશ ત્યજીને સેનાનું સુકાન સંભાળે! મહારાજા કુમારપાળનો દૈનિક ક્રમ સ્વાધ્યાય, દર્શન, ચૈત્યવંદન વગેરે ધરાવતો હતો, પરંતુ એ જ મહારાજા કુમારપાળના સમયમાં ગુજરાતનું રાજય જેટલે સુધી દૂર-દૂર ફેલાયેલું હતું, એટલું ગુજરાતનું વિશાળ રાજ્ય કયારેય નહોતું. મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળની તલવારબાજી કે વિમળશાહની મલ્લવિદ્યાની નિપુણતા એમના સમયમાં સર્વત્ર પ્રસિદ્ધ હતી. ઇતિહાસનાં પૃષ્ઠો પર વિક્રમાદિત્ય હેમુનું ચરિત્ર મળે છે. સામાન્ય વેપારીમાંથી હેમુ ઝવેરી બન્યો. શૌર્ય, સાહસ અને વ્યવસ્થાશક્તિથી લશ્કરમાં ઊંચો હોદ્દો મેળવ્યો અને અંતે મુગલકાળમાં દિલ્હીના તખ્તનો શહેનશાહ બન્યો. મંડોવરના જૈન શ્રાવકનો આ પુત્ર એની યુદ્ધની સફળ ભૂહરચનાને કારણે યુદ્ધના દેવતા તરીકે જાણીતો બન્યો. વિક્રમાદિત્ય હેમુની ગજસેનાથી વિરોધીઓ કાંપતા હતા. દુશ્મનો એને “જંગે મેદાનનો જાદુગર’ કહેતા હતા. બદાયુંની અને અબુલ ફઝલ જેવા મુગલ તવારીખ લખનારા ઇતિહાસકારોએ પણ વિક્રમાદિત્ય હેમુની પ્રશંસા કરી. જગપ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથે આ પ્રચંડ શક્તિશાળી વીર માટે આ પ્રમાણે લખ્યું છે : “તેના સમયના સૌથી મહાન પુરુષોમાંના એ એક હતો અને આખા હિન્દુસ્તાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવો એકે પ્રતિપક્ષી ન હતો કે જે બહાદુરી, સાહસ અને હિંમતમાં હેમુને ટપી જાય. તેણે બાવીસ લૂહભરી લડાઈઓમાં વિજય મેળવીને પોતાને માટે અજોડ એવી લશ્કરી શ્રેષ્ઠતા મેળવી હતી.” અરે! સાવ નજીક જોઈએ તો ગુજરાતના સમર્થ રાજવી વનરાજ ચાવડાનો ઉછેર કરનાર જૈનાચાર્ય શીલગુણસૂરિ હતા. એની ધર્મભગિની શ્રીદેવી હતી. એનો મહામાત્ય જબ નામનો જૈન હતો. આ આખોય ઇતિહાસ આજે ફરી વીરત્વ જગાડવાનો સંકેત કરે છે. અંદરોઅંદરના ઝઘડામાં, નાનકડા અહમાં કે પરિગ્રહનાં પ્રદર્શનોમાંથી બહાર નીકળીને પ્રચંડ વીરતાનો અહાલેક પોકારે છે. સંપત્તિ વિષેની બદલાયેલી ભાવના એ સંસ્કારોનો સત્યાનાશ વાળે છે! મહાજન-પરંપરાની ગરિમાને યાદ કરીએ. સંપત્તિ એટલે એવી વસ્તુ કે જે પોતે ઓછામાં ઓછી વાપરે અને બીજાને માટે જ ખર્ચાય. એ સમયે સંપત્તિ પ્રદર્શનનું માધ્યમ નહોતી, પરંતુ પરોપકારનું સાધન હતી. જગડુશા, પેથડશા, ધરણાશાહ, મોતીશાહ, ખેમો દેદરાણી જેવાનાં જીવન આનો જ સંકેત કરે છે. એ જ રીતે અનુપમાદેવીમાં ધર્મસૌંદર્યની ભાવના, લાઠીદેવીમાં અસહાયને સહાય કરવાની તીવ્ર ઇચ્છા, જયંતીમાં જ્ઞાન અને ગંગામામાં તીર્થને કાજે સર્વસ્વ અર્પણ કરવાની ભાવના પ્રગટ થાય છે. આ ચરિત્રો જ આવતી કાલના ચારિત્રને ઘડી શકે! ધર્મ એ કોઈ નિશ્ચેતન વસ્તુ નથી. ધર્મ એ માત્ર ક્રિયાકલાપ નથી. સાચો ધર્મ એ વ્યક્તિના હૃદયનો Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] [ જૈન પ્રતિભાદર્શન જીવંત ધબકાર અને ચૈતન્યનો આવિષ્કાર હોય છે. ધર્મની પ્રતિભાઓમાંથી સંસ્કારોની ગરિમા પ્રગટે અને ] નવી પેઢીને જીવનઘડતરમાં આદર્શરૂપ ચરિત્રો સાંપડે. જૈન સમાજની પ્રતિભાઓનો વિચાર કરીએ ત્યારે એ પ્રતિભાઓનું જીવન જ આપણે માટે પ્રેરણાદાયી બને છે. અનાથી મુનિનું ચરિત્ર એ દર્શાવે છે કે ગમે તેટલી અઢળક ભૌતિક સમૃદ્ધિ ધરાવનાર માનવીનો આત્મા જ્યાં સુધી જાગ્યો નથી, ત્યાં સુધી એ સાવ દરિદ્ર છે. જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. ઉપવાસ હોય કે ક્ષમાપના, પણ એમાં ભાવ એ મહત્ત્વનો છે. અહીં આપણા માનસપટ પર શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર તરવરી રહે છે. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા, ત્યારે એમની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ હતા. મુનિ પ્રસન્નચંદ્ર એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, આગ વરસાવતા સૂર્યની સામે દૃષ્ટિ રાખીને ઉગ્ર સાધના કરતા હતા. એમની આવી આકરી તપશ્ચર્યા જોઈને મગધ સમ્રાટ શ્રેણિક પ્રભાવિત થયા અને એમણે સમવસરણમાં પ્રભુ મહાવીરને પૂછ્યું, ‘‘પ્રભુ! બહાર એક પગે ઊભા રહીને અતિ ઉગ્ર તપ કરનારા મુનિ જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની કઈ ગતિ થાય?” પ્રભુએ કહ્યું, “આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. જો એમનું આ જ ક્ષણે મૃત્યુ થાય તો સાતમી નરકમાં ગતિ પામે.” આ સાંભળતાં સભામાં સન્નાટો વ્યાપી ગયો. મહારાજ શ્રેણિક મનોમન વિમાસણમાં પડ્યા. સાધુને નરકગમન હોય નહીં, તો પછી મુનિ પ્રસન્નચંદ્રની નરકગતિ કેમ ભાખી? કદાચ પ્રભુ મહાવીરનાં વચનો પોતાને બરાબર સંભળાયાં ન હોય એમ માનીને મગધરાજ શ્રેણિકે પુનઃ પ્રશ્ન કર્યો : “હે ભગવાન! તપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ આ સમયે કાળ કરે તો કયાં જાય?'' ભગવાન મહાવીરે કહ્યું, “સર્વાર્થ સિદ્ધ વિમાને જાય. મોક્ષગતિ થાય.” ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળીને આશ્ચર્ય પામેલા મગધરાજ શ્રેણિકે કહ્યું, “પ્રભુ, આપે પહેલી વાર નરકગતિ પામશે એવી વાત કરી અને થોડીક ક્ષણો બાદ મોક્ષગતિ મેળવશે એમ કહ્યું, આમ આપે બે તદ્દન જુદી વાત કેમ કરી?” ભગવાને કહ્યું, “પ્રથમ વાર તમે પૂછ્યું ત્યારે તે મુનિએ દુર્મુખની વાણી સાંભળી હતી અને દુર્મુખે એમ કહ્યું હતું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાની નગરીને ઘેરો ઘાલ્યો છે અને પ્રસન્નચંદ્ર રાજાના મંત્રીઓ ફૂટી જવાથી બાળરાજાને મારી નાખીને રાજ્ય લેવા ઇચ્છે છે. આ સાંભળીને મુનિ પ્રસન્નચંદ્રના મનમાં રાજ્ય અને બાળક પરના મોહને કારણે હિંસક વિચારોનું સમરાંગણ રચાઈ ગયું! પરિણામે એમણે સાતમી નરકને યોગ્ય ગતિ-જાતિ આદિ નામકર્મ બાંધ્યાં. આવા રૌદ્રધ્યાનમાં તેઓ કાળ પામ્યા હોત તો અવશ્ય નરકે જ જાત. ચિત્તમાં લડાઈ ખેલતા મુનિ પ્રસન્નચંદ્રએ શત્રુ રાજા પર મરણિયો પ્રહાર કરવા પોતાનું શિરસ્ત્રાણ લેવા મસ્તક પર હાથ લગાડ્યો. એ સમયે પોતાના મુંડિત મસ્તકનો સ્પર્શ થતાં જ મુનિ જાગ્રત બની ગયા. વિચાર કરવા લાગ્યા કે “સાધુની તપશ્ચર્યામાં રહીને મેં કેવા હિંસક વિચારો કર્યા, કેવા કૂર પાપનું આચરણ કર્યું!” આમ મુનિ પ્રસન્નચંદ્રને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતાની મહાન ભૂલની આલોચના, પ્રતિક્રમણ કરીને મુનિ પાછા Page #368 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૧૯ પ્રશસ્ત પ્રસન્ન ધ્યાનમાં સ્થિર થયા. પરિણામે તે જ્યારે બીજી વાર પૂછ્યું ત્યારે તેઓ સર્વાર્થ સિદ્ધને યોગ્ય મોક્ષગતિને પાત્ર બની ગયા હતા.'' એવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવ-દુંદુભિ વાગતાં પ્રભુ મહાવીરે કહ્યું, ‘‘એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.'' આ સમયે દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઊજવવા લાગ્યા. મુનિ પ્રસન્નચંદ્રનું ચરિત્ર એક આત્મજાગ્રત મુનિની ઓળખ આપે છે. દુશ્મનને શિરસ્ત્રાણથી મારી નાંખવો એવા વિચારથી એમણે હાથ માથે મૂક્યો અને માથે લોચ કરેલો જાણી પોતાની સાધુતાનું સ્મરણ થયું. પોતાના હિંસક વિચારો માટે પશ્ચાત્તાપ થતાં તેઓ પશ્ચાત્તાપની પાવન ગંગામાં વિશુદ્ધ બન્યા. સાચા જાગ્રત આત્માનો પશ્ચાત્તાપ હોવાથી તેઓ ક્ષપકશ્રેણીએ ચડીને કેવળજ્ઞાન પામ્યા. ગુરુશિષ્યની ભાવના શ્રી ચંડરુદ્રાચાર્યમાં જોવા મળે છે, તો વિલાસિતાના મોહમય વાતાવરણ વચ્ચે પવિત્રતાનું પાવન કમળ કેવી રીતે ખીલે એનું ઉદાહરણ છે ક્ષુલ્લક મુનિ. જ્યારે યજ્ઞોમાં હિંસા થતી હતી ત્યારે યજ્ઞમાં મૂંગા-અબોલ પ્રાણીઓની હિંસાને બદલે કષાયનો નાશ કરવાની આધ્યાત્મિક વિચારધારા આચાર્યશ્રી શય્યભવસૂરિએ સમજાવી. જિનશાસનના પ્રભાવક આચાર્ય ભદ્રબાહુસ્વામીએ શાસન અને શ્રુતનો અપાર મહિમા કર્યો. આ આચાર્ય ભદ્રબાહુસ્વામીએ દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર અને નિશીથ એમ ચાર છેદસૂત્રોની રચના કરી મુમુક્ષુ સાધકો પર મહાન ઉપકાર કર્યો. આચારાંગ, સૂત્રકૃતાંગ, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કન્ધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ૠષિભાષિત—આ દસ સૂત્રોના નિર્યુક્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્ય ભદ્રબાહુએ ‘ભદ્રબાહુ સંહિતા' તથા સવા લાખ પદ ધરાવતું ‘વસુદેવચરિત’ નામના ગ્રંથ લખ્યા અને એ જ રીતે એમણે આર્ય સ્થૂલભદ્રને પૂર્વોનું જ્ઞાન આપીને એ મહાન વારસાને નષ્ટ થતો બચાવ્યો હતો. તેઓએ સતત બાર વર્ષ સુધી મહાપ્રાણ-ધ્યાનની ઉત્કટ યોગસાધના કરવાની વિરલ ઉપલબ્ધિ મેળવી હતી. ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરીને જિનશાસનનો પ્રસાર અને ઉત્કર્ષ કરનાર ભદ્રબાહુસ્વામીને શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરા પાંચમા અને અંતિમ શ્રુતકેવલી તરીકે આદરપૂર્વક સન્માને છે. આવી જ રીતે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ ઉદાર વ્યક્તિત્વ, ગહન ચિંતનશક્તિ અને ઉત્કૃષ્ટ દાર્શનિક વિચારોથી જિનશાસનમાં આગવું સ્થાન મેળવ્યું. અધ્યાત્મશક્તિથી સ્વાભાવિક રીતે એવી ઘટનાઓ બનતી હોય છે, જેને સામાન્ય માનવી ચમત્કાર તરીકે ઠેરવતો હોય છે. શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી માનદેવસૂરિ, શ્રી માનતુંગસૂરિ, શ્રી અભયદેવસૂરિ વગેરેના જીવનમાં આ જોવા મળે છે. જૈન સાધુતાનું સ્મરણ થતાં જ આચાર્ય હરિભદ્રસૂરિ, આચાર્ય હીરવિજયસૂરિ, આચાર્ય હેમચંદ્રાચાર્ય વગેરેનું આપોઆપ સ્મરણ થાય છે. હીરવિજયસૂરિએ કરેલી જૈન ધર્મની પ્રભાવના કોણ ભૂલી શકે? આજે એ ઘટનાનું સ્મરણ કરીએ. એક દિવસ શહેનશાહ અકબર ફતેહપુર સિક્રીના શાહી મહેલના ઝરૂખામાં બેસીને રાજમાર્ગ તરફ નજર કરતો હતો. એવામાં એણે એક મોટો વરઘોડો જોયો, જેમાં સુંદર વસ્ત્રો પરિધાન કરીને ચંપા નામની શ્રાવિકા બિરાજમાન હતી. બાદશાહે તપાસ કરતાં જાણ્યું કે આ શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આ ઉપવાસમાં માત્ર દિવસે જ ગરમ કરેલું (ઉકાળેલું) પાણી લીધું છે. બીજી કશી ચીજ મોંમાં નાખી નથી. આ હકીકત જાણતાં મુગલ બાદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે શ્રાવિકાને પૂછ્યું, તો જાણ્યું કે આ તો ગુરુ હીરવિજયસૂરિ જેવા ધર્મગુરુઓની સુકૃપાનું ફળ છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] [ જૈન પ્રતિભાદર્શન અકબર બાદશાહને શ્રી હીરવિજયસૂરિનાં દર્શનની ઇચ્છા જાગી. એમણે અમદાવાદના સૂબેદાર શહાબુદ્દીન અહમદખાં પર આ અંગે ફરમાનપત્ર મોકલ્યો. સૂબેદાર અને અન્ય જૈન શ્રાવકોએ શ્રી હીરવિજયસૂરિજીને ધર્મપ્રભાવના અને ધર્મોપદેશ અર્થે અકબર પાસે જવા વિનંતી કરી. વિ. સં. ૧૬૩૮ના માગસર સુદ ૭ ને દિવસે ગંધાર બંદરેથી શ્રી હીરવિજયસૂરિએ પ્રયાણ કર્યું. રસ્તામાં આવતા સરોતર ગામમાં અર્જુન ઠાકોર નામના બહારવટિયાને ધર્મોપદેશ આપીને કુવ્યસનોનો ત્યાગ કરાવ્યો. વિ. સં. ૧૬૩૯ના જેઠ વદ ૧૩ ને શુક્રવારે શ્રી હીરવિજયસૂરિજી ફતેહપુર પહોંચ્યા. શહેનશાહ અકબરે સૂરિજીને આવતા જોઈને સિંહાસનેથી ઊતરીને સામે ચાલીને પ્રણામ કર્યા. શેખ સલીમ, મુરાદ અને ધનિયા —એ અકબરના ત્રણે રાજકુમારોએ પણ નમસ્કાર કર્યા. આ સમયે ફતેહપુર સિક્રીના શાહી મહેલમાં કીમતી ગાલીચા બિછાવેલા હતા. સૂરિજીએ તેના પર ચાલવાની ના પાડી. અકબરને આશ્ચર્ય થયું. હીરવિજયસૂરિએ કહ્યું કે વસ્ત્રથી ઢાંકેલી જમીન પર પગ મૂકવાનો જૈન મુનિઓ માટે નિષેધ છે, કારણ કે કદાચ એની નીચે કીડી કે કોઈ જીવજંતુ હોય તો તે કચડાઈ જાય. અકબરે ગાલીચો ઉપડાવ્યો તો નીચે સેંકડો કીડી-મંકોડા હતાં. અકબરના આશ્ચર્યનો પાર ન રહ્યો. બાદશાહે જાણ્યું કે સૂરિજી આટલી મોટી વયે પાવિહાર કરીને આવ્યા છે, તેથી એને વિશેષ આશ્ચર્ય થયું. અકબરે પોતાની કુંડળી અને ભવિષ્ય વિષે પૂછ્યું ત્યારે સૂરિજીએ કહ્યું, ‘‘આવો ફળાદેશ ગૃહસ્થો આપે, એમને આજીવિકા રળવાની હોય છે. અમે તો માત્ર મોક્ષમાર્ગના જ્ઞાનની અભિલાષા રાખીએ છીએ.’' આ પ્રસંગે અકબરે ઉપકારનો ભાર હળવો કરવા સોનું-ચાંદી સ્વીકારવાની વાત કરી, ત્યારે સૂરિ મહારાજે કહ્યું, કે તેઓ આવું કશું સ્વીકારી શકે નહીં. એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો. શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો. વળી ગુજરાત, માળવા, અજમેર, દિલ્લી-ફતેહપુર, લાહોર અને મુલતાન સુધીના પોતાના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યાં. એ જ રીતે ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરિયાજી, આબુ, રાજગૃહી અને સમેતિશખરજી જેવાં તીર્થોમાં આસપાસ કોઈએ જીવહિંસા કરવી નહીં એવું ફરમાન કર્યું. વિ. સં. ૧૯૪૦માં શ્રી હીરવિજયસૂરિને જગદ્ગુરુની પદવી આપી. એ સમયે આગ્રા, ગ્વાલિયર અને અન્ય સ્થાનોમાં વિહાર કરીને શ્રી હીરવિજયસૂરિએ જૈન ધર્મની ખૂબ પ્રભાવના કરી. હજારો હિંદુઓ અને મુસલમાનોએ માંસાહાર અને મદિરાનો ત્યાગ કર્યો. વિ. સં. ૧૫૮૩માં ઓશવાળ પિરવારમાં જ પાલનપુરમાં જન્મેલા હીરવિજયસૂરિ વિ. સં. ૧૬૧૦માં આચાર્ય બન્યા. એમણે શહેનશાહ અકબરને પ્રતિબોધ આપ્યા બાદ સાઠ વર્ષની ઉંમરે વિહાર કર્યો. એ સમયે શ્રી શત્રુંજય મહાતીર્થમાં દરેક યાત્રાળુ પાસે મુંડકાવેરો લેવાતો હતો. ક્યારેક એક-એક સોનામહોર આપવા છતાં યાત્રાળુને એમની ભાવના પ્રમાણે યાત્રા કરવા દેવામાં આવતી નહોતી. આવો મુંડકાવેરો માફ કરવાનું સૂરિજીના સૂચનથી શહેનશાહ અકબરે ફરમાન કર્યું. સૌરાષ્ટ્રના ઊના ગામમાં વિ. સં. ૧૬૫૨ના ભાદરવા વદ ૧૧ના દિવસે આચાર્યશ્રી સ્વર્ગવાસ પામ્યા. આ સ્થળે એમના અગ્નિસંસ્કાર માટે Page #370 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૩૨૧ અકબરે એકસો વીઘા જમીન આપી હતી. આવા અનેક મહાન સાધુ પુરુષો જિનશાસનમાં થઈ ગયા. એ જ રીતે સાધ્વીઓમાં ચંદનબાળા, દેવાનંદા, મૃગાવતી, ભદ્રામાતા, મલયસુંદરી, શિયળવતી વગેરેનાં ચરિત્રો નોંધપાત્ર છે. એમાં પણ વીર નિર્વાણની ચોથી સદીમાં થયેલી આર્યા પોઈણી એમની બહુશ્રુતતા, આચારશુદ્ધિ અને નેતૃત્વના ગુણને કારણે જિનશાસનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર્યા પોઈણીનું જીવન દર્શાવે છે કે જનમાનસમાં ધર્મભાવના જાગ્રત કરવા માટે અને પ્રગટેલી ધર્મભાવનાને પ્રેરવા-પોષવા માટે જૈન સાધ્વીઓએ જૈન સાધુઓની માફક શ્રદ્ધા, સાધના અને સાહસ સાથે દેશના વિભિન્ન પ્રદેશોમાં પગપાળા વિચરણ કરીને આધ્યાત્મિક ચેતના જગાવી હતી. ઇતિહાસનાં પૃષ્ઠો પર ભગવાન મહાવીરના નિર્વાણની ચતુર્થ શતાબ્દીના પ્રથમ ચરણમાં વાચનાચાર્ય બલિસ્સહજીના સમયમાં સાધ્વી-પ્રમુખ તરીકે આર્યા પોઈણી હતાં. કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ખારવેલના સમયમાં જૈન ઇતિહાસની એક મહાન ઘટના સર્જાઈ. કલિંગના રાજવી ખારવેલને ખબર પડી કે પાટલિપુત્રનો રાજવી પુષ્યમિત્ર જૈનો પર ઘોર અત્યાચાર આચરી રહ્યો છે. પોતાના રાજ્યશાસનનાં આઠમા વર્ષે ખોરવેલે પાટલિપુત્ર પર ચડાઈ કરી અને પુષ્યમિત્રે શરણાગતિ સ્વીકારીને જૈનધર્મીઓ પર અત્યાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને રાજવી ખારવેલ સાથે સંધિ કરી, પરંતુ થોડા સમય બાદ પુષ્યમિત્રે પુનઃ અત્યાચારોનો આરંભ કરતાં ચાર વર્ષ બાદ વિશાળ સેના સાથે ખારવેલે પાટલિપુત્ર પર આક્રમણ કરીને વિજય મેળવ્યો. ભારતીય ઇતિહાસમાં રાજવી ખારવેલ જેવી અપ્રતિમ વીરતા, અદ્ભુત સાહસ, ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠા અને અનુપમ સાધર્મિક વાત્સલ્ય ધરાવતો જૈન રાજવી વિરલ છે. એ પછી આ મહાસમર્થ રાજવીએ કુમારગિરિ નામના પર્વત પર ચતુર્વિધ સંઘને એકત્ર કરીને આગમ સાહિત્યને સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા માટે દ્વિતીય આગમવાચન પરિષદનું આયોજન કર્યું. આ પરિષદમાં સાધ્વી-પ્રમુખા આર્યા પોઈણીના નેતૃત્વમાં ત્રણસો વિદુષી સાધ્વીઓએ ભાગ લીધો. આગમમર્મજ્ઞ, પ્રતિભાસંપન્ન અને પ્રકાંડ વિદુષી આર્યા પોઈણીએ આગમપાઠને નિશ્ચિત કરવામાં સહાય કરી. સાધ્વી પોઈણી વિદુષી, આચારનિષ્ઠ અને સંઘ સંચાલનમાં કુશળ એવા સાધ્વી હતાં. આ સમયે વિહાર કરીને સાધ્વી પોઈણી જનમાનસમાં અધ્યાત્મચેતના જગાડતાં હતાં તેમ જ ધર્મપ્રસારનાં કાર્યોમાં સંઘને સહાયતા કરતાં હતાં. ઇતિહાસમાં આર્યા પોઈણીનાં કુળ, વય, શિક્ષા, દીક્ષા કે સાધના વિષે વિસ્તૃત વિવરણ ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાપ્ત કથાનકોના આધાર પર સાધ્વી યક્ષા પછી આર્યા પોઈણીનું સાધ્વીસંઘમાં પ્રમુખ અને ગૌરવભર્યું સ્થાન હતું. સાધ્વી ઈશ્વરી કે સાધ્વી પાહિણીએ શાસનને તેજસ્વી રત્નો આપ્યાં. સાધ્વી ઈશ્વરીના ચારે પુત્રોચંદ્ર, નાગેન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર મહાન સાધુઓ બન્યા અને સાધ્વી પાહિણીમાતાએ જિનશાસનને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આપ્યા. ૧૪૪૪ ગ્રંથોની રચના કરનાર આચાર્ય હરિભદ્રસૂરિને સાચો માર્ગ યાકિની મહત્તરાએ બતાવ્યો અને તેથી તેઓ પોતાની જાતને ‘યાકિની મહત્તરાના ધર્મપુત્ર' તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા હતા. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રાવકો વિષે વિચારીએ તો જિનશાસને જૈન સંસ્કારોથી શોભતા અનેક તેજસ્વી શ્રાવકો આપ્યા છે. મગધરાજ શ્રેણિક બિંબિસારના પુત્ર અભયકુમારની કથા કેટલી પ્રેરક છે! ભગવાન મહાવીરના સમયમાં થયેલા રાજા શ્રેણિકના મહામંત્રી અભયકુમારમાં અપ્રતિમ બુદ્ધિ, ઉન્નત ધર્મભાવના અને આદર્શરૂપ નિ:સ્પૃહવૃત્તિ હતી. પોતાની કુશાગ્ર બુદ્ધિથી મંત્રીશ્વર અભયકુમારે અત્યંત મુશ્કેલ અને કઠિન લાગતી સમસ્યાઓના સરળતાથી ઉકેલ શોધી આપ્યા હતા. આથી દીપાવલી પર્વ સમયે પૂજન કરતી વખતે ચોપડામાં “અભયકુમારની બુદ્ધિ હોજો” એવી પ્રાર્થના લખાય છે. અત્યંત મેધાવી, ન્યાયપ્રિય, પ્રજાવત્સલ અને આદર્શ મહામંત્રીના રૂપમાં અભયકુમારની ખ્યાતિ હતી. વેશપલટો કરીને પ્રજાની યાતના અને મનોભાવનાનો પ્રત્યક્ષ પરિચય મેળવતા હતા. રાજ્યની સામે થતાં પયંત્રોને એ નિષ્ફળ કરી દેતા. મહામંત્રી અભયકુમારના આવા અનેક પ્રસંગો અને કથાઓ જનસમૂહમાં પ્રચલિત હતાં. એ દર્શાવે છે કે એમનો બુદ્ધિપ્રભાવ કેવો વ્યાપક હતો. પ્રાચીન જૈન સાહિત્યમાં પણ મંત્રીશ્વર અભયકુમાર વિષે અનેક ઘટનાઓ મળે છે. રાજકુમાર અભયમાં ઉદારતા, સૌજન્ય અને નિઃસ્પૃહીપણું હતું. રાજા શ્રેણિકે એમને પોતાના ઉત્તરાધિકારી તરીકે નીમવાનો વિચાર કર્યો ત્યારે અભયકુમારે સહુની સંમતિ લઈને પ્રભુ મહાવીરના શરણમાં જઈને દીક્ષા લીધી. મુનિ અભયકુમારે દેશ-વિદેશ વિહાર કરીને ભગવાન મહાવીરનો ઉપદેશ ફેલાવ્યો. એ સમયે પારસ્ય તરીકે ઓળખાતા (આજના ઇરાન) દેશનો રાજકુમાર આર્તક અભયકુમારનો મિત્ર હતો. મુનિપણું ધારણ કરનાર અભયકુમાર પારસ્ય દેશમાં ગયા ત્યારે એમને કારણે પારસ્ય દેશના રાજકુમાર આર્ટિક ભગવાન મહાવીરની ભાવનાઓ પામ્યા અને સમય જતાં એ પ્રભુ મહાવીરના શિષ્ય બન્યા. એક મત એવો પણ છે કે આર્તિકની વિનંતીથી અભયકુમારે સુવર્ણની જિનપ્રતિમા મોકલી હતી અને એ જિનપ્રતિમાના દર્શનથી જ આર્દિક વૈરાગ્યશીલ બનીને ભારત આવવા નીકળી પડ્યા. એમના કુટુંબીજનોએ આર્દકને અટકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. અંતે આદ્રક પ્રભુ મહાવીરના શરણમાં પહોંચ્યા હતા. આમ બુદ્ધિનિધાન મંત્રીશ્વર અભયકુમારે મુનિરાજ અભયકુમાર તરીકે પણ જૈન ધર્મમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. જૈન ધર્મના શ્રાવકોમાં પુણિયા શ્રાવકની કથા સર્વવિદિત છે, પરંતુ એવું જ એક ચરિત્ર મહાશ્રાવક કામદેવનું છે. એક વાર સૌધર્મેન્દ્ર પોતાની સભામાં કામદેવ શ્રાવકની ધર્મપરાયણતાની મુક્ત કંઠે પ્રશંસા કરી. એક દેવે કહ્યું, “માનવીની ધર્મનિષ્ઠા કેવી? ભય, સંપત્તિ કે સુંદરી આગળ ચળી જાય તેવી!'' આથી દેવે કામદેવની કસોટી કરવાનું નક્કી કર્યું. એણે કામદેવ શ્રાવક ધ્યાનમાં લીન હતા ત્યારે દેવી શક્તિથી કાળજું કંપી ઊઠે તેવાં ભયાવહ રૂપો ધારણ કર્યા અને કામદેવને ડરાવવા લાગ્યો. દેવની ધમકી કે એનાં શસ્ત્રોથી કામદેવનું રૂંવાડું પણ હલ્યું નહીં. દેવે અકળાઈને ફરી વાર જોરથી ત્રાડ પાડીને ડરાવવા કોશિશ કરી, ત્યારે કામદેવે કહ્યું, હું મારા ધર્મમાં અડગ છું. આરાધનામાં અચલ છું. આ ધર્મે મને એવો અભય આપ્યો છે કે ભયની તારી કોઈ ધમકી કે તારું કોઈ હિંસક કૃત્ય મારા પર અસર કરશે નહીં.” એ પછી દેવે તોફાની હાથી અને ફણાવાળા મહાભયંકર સર્પનું રૂપ લીધું. આ સર્પે એના શરીર પર Page #372 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૨૩ ત્રણ ભરડા લીધા. એના કંઠ પર, ગળા પર કાળકૂટ વિષનો ડંશ દીધો. કામદેવના દેહમાં વિષની પારાવાર વેદના જાગી. પણ વેદના તો દેહને હતી, આત્માને નહીં. એનો આત્મા તો પ્રભુ મહાવીરનું સ્મરણ કરતો અધિક ને અધિક શુભ ધ્યાન કરી રહ્યો હતો. દેવતાના ડરાવવાના અને લોભાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એ હાર્યો. એણે મહાશ્રાવક કામદેવને પ્રણામ કર્યા અને “મને ક્ષમા આપો, ભગવાન મહાવીરસ્વામીના ધર્મમાર્ગમાં સ્થિર એવા તમે સાચા અને દઢ ઉપાસક છો. તમારા આવા સમકિત રૂપને જોવાથી મારું અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે.” કહી મહાશ્રાવક કામદેવની ત્રણ પ્રદક્ષિણા કરી, એમના ઉપકારનું સ્મરણ કરી દેવ સ્વર્ગમાં ગયા. આ કામદેવ શ્રાવકની ધર્મશ્રદ્ધાને ધન્ય છે! શ્રાવકનાં વ્રતો પૂર્ણપણે પાળનાર કામદેવ શ્રાવક અંતે સિદ્ધિપદને પામ્યા. ઇરાન અને અરબસ્તાન જેવા દેશોમાં જૈન સંસ્કૃતિ સ્થાપનાર સંપ્રતિ મહારાજા કે પછી જૈન ગુરુ, જૈન ધર્મ અને જૈન ભગિની ધરાવનાર ગુજરાતના ચાવડા વંશના સ્થાપક વનરાજને કઈ રીતે ભૂલી શકાય? પરમહંત શ્રાવકના બિરુદથી ઇતિહાસમાં વિખ્યાત મહારાજા કુમારપાળે પચાસમા વર્ષે ગુજરાતની ગાદી મેળવી. કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી એણે રાજયમાં જુગાર પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો. અમારિ ઘોષણા કરી. એણે ધર્મઆજ્ઞા પ્રસરાવી કે, “પ્રજા એકબીજાનાં ગળાં કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જૂઠું બોલવું એ ખરાબ છે. પરસ્ત્રી-સંગ કરવો તે તેથી ખરાબ છે, પણ જીવહિંસા તો સૌથી નિકૃષ્ટ છે. માટે કોઈએ હિંસા પર ગુજરાન ન ચલાવવું. ધંધાદારી હિંસકોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી ભંડારમાંથી ભરણપોષણ મળશે.' અમારિ ઘોષણાનો અવાજ ચારે દિશામાં ગુંજવા લાગ્યો. પાડોશી અને ખંડિયા રાજાઓએ પણ પોતાના રાજમાં અહિંસાપાલનની ઘોષણા કરી. ધર્મ નિમિત્તે અને ભોજન નિમિત્તે એમ બન્ને પ્રકારે થતી જીવહિંસાનો નિષેધ કર્યો. કંટકેશ્વરી દેવીને અપાતો પશુબલિ પણ બંધ કરાવ્યો. અમારિ ઘોષણા દ્વારા કુમારપાળે કતલખાના બંધ કરાવ્યાં. પશુપડા પર પ્રતિબંધ મૂક્યો અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના જોવા મળે છે તેના પાયામાં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે કરેલાં કાર્યો કારણભૂત છે. મહામંત્રી શાંતુ અને સેનાપતિ આભૂની વીરતા, ધરણાશાહ, મોતીશા અને કર્મશાહની ધર્મભાવના કઈ રીતે ભૂલી શકાય? જૈન શ્રાવિકાઓનાં પણ એકેકથી ચડિયાતાં ચરિત્રો મળે છે. તિલકમંજરીની સ્મરણશક્તિ, ચાંપલદેની ચતુરાઈ, આબુનાં શિલ્પો સર્જનાર અનુપમાદેવી, સતીત્વનું તેજ બતાવનાર સોનલ કે મોદી પત્ની અને ભગવાન મહાવીરના સમયની ઉત્તમ શ્રમણોપાસિકા જયંતિ તેજસ્વી શ્રાવિકાઓના ગુણો ધરાવે છે. ધર્મ ધબકે છે આરાધકોના અંતરમાં. છેક પ્રાચીન કાળથી આજ સુધી જૈન પ્રતિભાઓના તેજવી જીવનમાં જોવા મળતો પ્રકાશ એ ધર્મદીપકમાંથી પ્રગટેલું પવિત્ર, પાવન ને પ્રેરણાદાયી અજવાળું છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પ્રકાશનોની સુચિ -: અમારા પ્રકાશનો : (૧) મનન એમ પ્રતિ ૧ - ૨ - 8 વિરમું (૨) બિનવું તેમ નવા - ૨ - Hg frવરમ્ (૩) વિન लघुप्रक्रिया - ३ सङ्ग विवरणम् (४) अभिनव हे लघुप्रक्रिया सप्ताङ्ग विवरणम् (५) कृदन्तमाला ૬) ચૈત્યવન પર્વમાતા (૭) ચૈત્યવત્વન સદ્પ્રહ - તૌઝિવિશેષ (૮) ચૈત્યવન પોવિશી (૯) શત્રુષ્નય મત્તિ (બાવૃત્તિ રૉ) (૧૦) અભિનવ નૈન પશ્વાદ્ન - ૨૦૪૬ (૧૧) અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૧ - શ્રાવક કર્તવ્ય - ૧ થી ૧૧ (૧૨) અભિનવ ઉપદેશ પ્રાસાદ ૨ શ્રાવક કર્તવ્ય - ૧૨ થી ૧૫(૧૩) અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૩- શ્રાવક કર્તવ્ય - ૧૬ થી ૩૬ ૧ ૧૪ નવપદ શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) (૧૫) સમાધિ મરણ (વિધિ સૂત્ર પદ્ય - આરાધના - મરણભેદ - સુબહ ) (૧૬) ચૈતનંદન માળા (૭૭ ચૈત્યવંદનાનો સા) (૧૭) તેત્વાર્થ સૂત્ર પ્રબોધીકા (અખાય-૧) ૧૮ ) તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો (૧૯) સિદ્ધાચલનો સાથી (આવૃત્તિ બે) (૨૦) ચૈત્ય પરિપાટી ૨૧ ) અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેકટરી (૨૨) શત્રુંજ્ય ભક્તિ (આવૃત્તિ - બે ) (૨૩) શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંવપોથી (૨૪) શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી (૨૫) શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - (આવૃત્તિ ચાર) (૨૬) અભિનવ જૈન પંચાગ - ૨૪૨ (સર્વપ્રથમ ૧૩ વિભાગોમાં) (૨૭) શ્રી જ્ઞાનપદ પૂજા (૨૮) અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ ) (૨૯) શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ) (૩૦) વીતરાગ સ્તુતિ સંચય (૧૧૫૧ ભાવવાહી અતિઓ (૩૧ ) ( પૂજ્ય મારક શ્રી ના સમુદાયના કે કાયમી રાપક સ્થળો (૩૨) તત્વાર્થાધિગમ સૂત્ર અભિનય ટીકા અધ્યાય ૧ (૩૩) તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય - ૨ (૩૪) તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા - બેધ્યાય - ૩(૩૫) તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય - ૪ (૩૬ ) તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય × ૫ (૩૭) તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા અધ્યાય - ૬ (૩૮ ) તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય - ૭ ( ૩૯ ) તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય - ૮ (૪૦) તત્વાર્થાધિગમ સૂત્રે અભિનવ ટીકા - અધ્યાય - ૯ (૪૧ ) તત્વાર્થાધિગમ સૂત્રે અભિનવ ટીકા - અધ્યાય - ૧૦ પ્રકાશન ૧ થી ૪૧ અભિનવશ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. = (૪૨) આયારો (બળમસુŕળ - ૧) પઢમં અંગસુત્ત (૪૩) સૂપો (આગમસુત્તપિ - ૨) ચૌબે બંગસુત્ત (૪૪) નાળ [T[f -- B} | પુરું (૪૫)ચબાનો (TT - ) કહું પ્રેમસ્ir)બાવતનુંX[{[*][] - ૧) પંચમં અંગસુત્ત (૪૭) નાયાધમ્મીઓ (ગામસુń - ૬) છઠ્ઠું બંગસુત્ત (૪૮) ત્રાસવસો (આગમસુત્ત િ- ૭) મનને એમનો અંતળવો (આની" - ૮) નુ નવી અનુત્તૌબાવત ('_if -- *} નવમ અંગસુત્ત (૫૧ ) પટ્ટાવાળાં (આગમસુત્તળ - ૨૦) ર્સમેં બંગસુત્ત (૫૨) વિવા સૂર્ય (આગમસુત્તાગ - ૧૨) પારસમ ઝાં (૫૩) આથવા" (બાળમન - ૧૨) પત્ન બંનાં (૫૪ વર્ષ (મુળ - ૨૩) યોગ || (૫૫) નૌવાનીવામિમં (આમસુત્તનિ -- (૪) તેડ્યું સવંગસુત્ત ( ૫૬ ) પન્નવામુત્ત (આમસુāળિ - ) વહ્યં યંગસુત્ત (૫૩) મૂનિ (બાયુગ - ૬૬) પંચો કર્યપુર્ણ (૫૮) વપતિ: આગમન - ૨૭) તું J (પ સવંગસુત્ત जयदीपचति (आगमणि १८) सत्यं गतं (६०) निरावलिया (आगमनाणि १९) अउ (९१) પ્પલસિયાળ (બામસુત્તાધિ - ૨૦) વમ ટાપુત્ત (૬૨) પુષ્ક્રિયાળ (આગમસુત્તનિ - ૨) સમં વંસુત્ત (૬૩) पुष्कवृलियाणं (आगमन २२) एकरस उग (२४) साणं (आगमसुता २३) वारस उग (२५) વડસરળ (મસુત્તાī - ૨૪) પઢમં પži (૬૬) નરપત્ત્તવાળું (બામસુત્તાધિ - ૨) વીકં પર્ણ (૬૭) મન્નાપવવવાળું (ગામમુનિ - ૨૬) સૌર્ય પni (૬૮) મત્તપરા (બામસુત્તનિ - ૨૭) રકહ્યું પર્ફોi (૬૯) તંદુભવયાલિયું (મસુખ – ૨૮) પંચાં પદ્મ (૭૦) સંથારાં (કામસુત્તાિ - ૨૧) છું પર્વનાં (૭૧) યા (બામસુત્તનિ – ૩૦/૨) સત્તમં પળમાં o (૭૨) ચંવાવાય (અનસુત્તાળિ - ૩૦/૨) સત્તમં પmi- ૨૪૭૩) વિના (મન્યુ - ૩૬) (૭૪) મનિષધમાં મનુનોff - ૩૨, ૮૫માં (૭૫) ગરમ મનુનાગિ ૩૨) +H 1-૬ ( ૭ ) Mr (ITY"IT – ૩૩૨૨} ni bi-૨૮૭૭) frin ( 1 - કુ, પતુમ મુત્ત (૭૮) પુરા (વાગ - ૩) સોળ વષ્ણુન (૭) બ (મુનાગિ - ૩૬) રોમાં यसु (८०) सासुआगमण ३७) उत्थं वसु (८१) जीयकप्पो (आगमसुतापि ३८/१) पंचम છેયસુતા-૨ (૮૨) પંચqમાસ (બામસુત્તનિ રૂ૮/૨) પંચમ છેયસુત્ત-૨ (૮૩) મહાનિમીઠું (બામસુત્તળિ - ૩૧) ઈ ધ્રુવસુત્ત (૮૪) આવસમમ (આજનસુત્તનિ - ૪૦) પઢમં મુસુત્ત (૮૫) સૌનિસ્તૃત્તિ (બામસુત્તનિ - ૪૨/૨) વી મુખ્તસુત્ત ૨ (૮૬ ) પિડેનિત્તિ (આમસુત્ત િ ૪૬/૨) વીગં મુક્તમુત્ત-૨ (૮૭) સર્વેયાતિયું (મસુત્તષિ - ૪૨) તમં jj (૮૮) | યુગ ૩) ચારૂં મુળભુમાં ૮૯) સંતમૂળ (આનમુના - ક) પદ્મા સૃનિવા => TTCT ( ITIન - - ર ા વા પ્રકાશન ૪૨ થી ૯૦ આગમશ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. (૧) આયાર - ગુજરાતી અનુવાદ (આમદીપ-૧) પહેલું અગત્રક | સૂર્યગડ - ગુજરાતી અનુવાદ (આગમ દીપ-૧) બીજું અંગસૂત્ર (૩) રાણ - ગુજરાતી અનુવાદ (આગમર્દોષ-૧ : બીજ અંગસૂત્ર (૪) સમાર્ચ - ગુજરાતી અનુવાદ (આમ પ-૧) જોયું. અગસૂત્ર (૫) વિવાહપત્તિ - ગુજરાતી અનુવાદ આર્દોષ-૨) પાંચમું સૂત્ર ૯૬ નાબાપા - ગુજરાતી અનુવાદ આગમનુપ-૩) છ અંગસૂત્ર (૭) વાસરા - ગુજરાની અનુવાદ (આગમપ૩) સાતમ અંગભૂત ઇ કુદ) અનેડામાં - ગુજરાતી અનુવાદ સમીપ૩ એનું ગર્વ અનુત્તરોપાંતિસા ગુજરાતી અનુવાદ (આગમદીપ-૩) નવમું અંગસૂત્ર (૧૦૦) પાવાગરણ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૩) દેશમું અંગસૂત્ર ( ૧૧ વાગસૂર્ય - ગુજરાતી અનુવાદ (આમદીપકે નિયામ અંગસૂત્ર (૧૦૨) વાય - ગુજરાતી અનુવાદ (આમદીપ ૪ પહેલું પાગલ ૧૩) રાષ - ગુજરાતી અનુવાદ (આગમ-૪) બીજું ઉપાંગર (૧૪) જીવાજીવાભગમ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૪) ચીજ ઉપાંગસૂત્ર (૧૫) પદ્મવાન - ગુજરાતી Page #374 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ (આગમદીપ-૪) ચોથું ઉપાંગસૂત્ર (૧૦૬) સૂરપન્નતિ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૫) પાંચમું ઉપાંગસૂત્ર (૧૦૭) ચંદષન્નતિ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૫) છઠું ઉપાંગસૂત્ર (૧૦૮) જંબુદ્દીવપન્નતિ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૫) સાતમું ઉપાંગસૂત્ર (૧૦૯) નિરયાવલિયા - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૫) આઠમું ઉપાંગસૂત્ર (૧૧૦) કયવડિસિયા - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૫) નવમું ઉપાંગસૂત્ર (૧૧૧) પુષ્ક્રિયા - ગુજરાતી અનુવાદ (આગમદીપ૫) દશમું ઉપાંગસૂત્ર (૧૧૨) પુફચૂલિયા - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૫) અગિયારમું ઉપાંગસૂત્ર (૧૧૩) વહિદાસા - ગુજરાતી અનુવાદ (આગમદપ-૫) બારમું ઉપાંગસૂત્ર (૧૧૪) ચઉસરણ - ગુજરાતી અનુવાદ (અમદીપ-૬) પહેલો પયગ્નો (૧૧૫) આઉરપ્પચ્ચકખાણ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) બીજો પયગ્નો (૧૧૬) મહાપચ્ચકખાણ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) ત્રીજો પયગ્નો (૧૧૭) ભત્તપરિણા - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) ચોથો પયગ્નો (૧૧૮) તંદુલયાલિય - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) પાંચમો પયત્ર (૧૧૯) સંથાર - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) છઠ્ઠો પયગ્નો (૧૨૦) ગચ્છાચાર - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) સાતમો પયગ્નો-૧ (૧૨૧) ચંદાનૈઋય - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) સાતમો પયગ્નો-૨ (૧૨૨) ગણિવિજા - ગુજરાતી અનુવાદ (આગમદપ-) આઠમ પયગ્નો (૧૨૩) દેવિંદOઓ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) નવમો પયત્રી (૧૨૪) વીરત્વવ - ગુજરાતી અનુવાદ (આગમદીપ૬) દશમો પયગ્નો (૧૨૫) નિસીહ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) પહેલુ છેદસૂત્ર (૧૨૬) બુતપક્ક - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) બીજું છેદસૂત્ર (૧૨૭) વવહાર - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) ત્રીજું છેદસૂત્ર (૧૨૮) દસાસુયસ્કંધ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) ચોથું છેદસૂત્ર (૧૨૯) જીયકપ્યો - ગુજરાતી અનુવાદ (આગમદીપ૬) પાંચમું છેદસૂત્ર (૧૩૦) મહાનિસીહ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬) છ છેદસૂત્ર (૧૩૧) આવય - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૭) પહેલું મૂળસૂત્ર (૧૩૨) હનિજજુનિ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૭) બીજું મૂળસૂત્ર-૧ (૧૩૩) પિંડનિજજુત્તિ - ગુજરાતી અનુવાદ (આગમદપ-૭) બીજું મૂળસૂત્ર-૨ (૧૩૪) દસયાલિય - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૭) ત્રીજું મૂળસૂત્ર (૧૩૫) ઉત્તરઝયણ - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૭) ચોથું મૂળસૂત્ર (૧૩૬ ) નંદસુત્ત - ગુજરાતી અનુવાદ (આગમદપ-૭) પહેલી ચૂલિકા (૧૩૭) અનુયોગદ્વાર - ગુજરાતી અનુવાદ (આગમદીપ-૭) બીજી ચૂલિકા પ્રકાશન ૯૧ થી ૧૩૭ આગમદીપ પ્રકાશને પ્રગટ કરેલ છે. (૧૩૮) દીક્ષા યોગાદિ વિધિ (૧૩૯) ૪૫ આગમ મહાપૂજન વિધિ (૧૪૦) આવારા પૂર્વ સરી મનસુત્તાઈ સટી-૨ (૧૪૧) મૂત્રના સૂત્ર ટી મામસુત્તાન સી-૨ (૧૪૨) થાના સૂત્ર સટી* કામસુત્તાિ સી-(૧૪૩) સમવાયાä É આમત્તાખિ સટી-૪ (૧૪) મવતી અફસૂવું મટી# ગમન સટીફં-૧/૬ (૧૪૫) જ્ઞાતાધર્મfથાફસૂત્રે સારું કામ નમુનાખ સ$-૭ (૧૪૬) રૂપાસવર્શક સૂત્ર સર્વ કામકુalf -૭ (૧૪૭) અને સંસી મામસુત્તા ટી-૭ (૧૪૮) અનુત્તર વપતિશાસૂત્રે સટો મામસુત્તા સર્વજં-૭ (૧૪૯) પ્રથારના સૂત્ર સીકં કામકુત્તાન -૭ (૧૫) વિપકૃિતાફસૂત્ર સી ગામનુજ્ઞા કરી -૮ (૧૫૧) પતિપાકિસૂત્ર સટી કામસુત્તા સર્જ-૮ (૧૫૨) રાનનિય પસૂત્ર ટીf બામસુત્તા ટી-૮(૧૫૩) નીવ નોવાકામઉપાકૂિa સટી કામસુત્તાન ટી-(૧૫૪) પ્રજ્ઞાપનારૂપી સૂત્ર સીમામસુત્તા સી-૧૦/૧૨ (૧૫૫) સૂર્યપ્રજ્ઞાતિ પાકમૂર્વ સીકં ગામસુત્તા સવ-૨૨ (૧૫૬) દ્રપ્રજ્ઞાતિ પાકુકૂa સટીવ કામસુત્તા સી૨૨ (૧૫૭) નવુકી વિજ્ઞપ્તિડપાફસૂત્રે સારી કામસુત્તા સટો-૧૨ (૧૫૮) નિયાવતિ પસૂત્રે સી ગ્રામસુત્તાન સટી-૪ (૧૫૯) વન્યવસિ૩૫ાસૂત્ર ટી માયામસુખ સટી-૧૪ (૧૬૦) પુષ્મિતા 3પસૂત્રની કામસુત્તાન ટી-૨૪ (૧૬૧) પુષ્પવૃતિ! પફિસૂત્ર સરી ગામrgifસટી-૨૪ (૧૬૨) વણિલાપસૂત્ર સી કામસુત્તાિ ટી-૬૪ (૧૬૩) વ શરyજીવાä સી મત્તા ટી-૨૪ (૧૬૪) આતુપ્રત્યાણાનાજીfa સટી કામસુત્તifખ સી-૪ (૧૬૫) મહાપ્રત્યારાનપ્રીમૂi સર્વ કામસુત્તાન સર્વશં-૧૪ (૧૬૬) મbપરિજ્ઞપ્રિોજૂa છીયે ગામ/ત્તાન સરી-૨૪ (૧૬૭) તંદુનર્વવારિyીfસૂત્રે સટ કામસુdifજા સટી-૨૪ (૧૬૮) સંતાનપ્રસૂત્ર છીયે ગામ/ત્તા િસવ-૪ (૧૬૯) "છી વારસૂત્ર સાથે કામસુત્તાનિ ટી-૨૪ (१७०) गणिविद्याप्रकीर्णकसूत्रं सच्छायं आगमसत्ताणि सटीकं-१४ (१७१) देवेन्द्रस्तवप्रकीर्णकसूत्रं सच्छायं आगमसुत्ताणि सटीकं-१४ (१७२) मरणसमाधिप्रकीर्णकसूत्रं सच्छायं आगमसुत्ताणि सटीकं-१४ (१७3) निशीथछेदसूत्रं सटीकं आगमसुत्ताणि સીf-૨૫-૨૬-૧૭ (૧૭૪) વૃહત્પછેa સટી મામસત્તાTM સટી-૧૮-૨૨-૨e (૧૭૫) વ્યવહાર છેવત્ર સર્વે કામસુત્તા સી-૨૨-૨૨ (૧૭૬) શાકૃતન્યછે સૂa સટો મામસુત્ત સર્વે-૨૩ (૧૭૭) નૌતન્યછે સૂત્ર સટી કામસુત્ત ટી-૨૩ (૧૭૮) મહાનિશીથસૂત્ર (મૂત) મામસુત્તiળ સરÉ-૨૩ (૧૯) નાવમૂનસૂત્ર સટી મા'THજુત્તાન સટીફં-ર૪-ર(૧૮૦ ) ગોધનિયુકૂિનમૂત્ર સટી# મામસુત્તષિ સટી-૨૬ (૧૮૧) fugનમૂનપૂર્વ સટીફંગામસુત્ત સટી-ર૬ (૧૮૨) વૈતિમૂનર્વંસી મામસુત્તifસટી-ર૭ (૧૮૩) ઉત્તરાધ્યયનમૂનસૂત્ર પીરું બા મસુત્તifજ સી-૨૮-૨૬(૧૮૪) નન્હી-જૂતિસૂત્ર સામસુdifસી -૩૦ (૧૮૫) अनुयोगद्वारचूलिकासूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-३० પ્રકાશન ૧૩૯ થી ૧૮૫ આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. -:: સંપર્ક સ્થળ :: “આગમ આરાધના કેન્દ્ર” શીતલનાથ સોસાયટી-વિભાગ-૧, ફલેટ નં.-૧૩, ૪થે માળે, શ્રી નમિનાથ જૈન દેરાસરજી પાછળ, હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ-૧. Page #375 -------------------------------------------------------------------------- ________________ 'જન ફેર) વડા 法法击出法去法米法法法院法法法法来击法法法法法法法法法米法法杰法法法法米法法法法法法法法法法去未来来来来去去法法法法未流法未来法法法法法讓 法肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃肃法来来来来来来来来来来去去法滿滿志法来来来来来未未肃肃肃法流流肃肃肃肃法来来来去去法杰法法法讓 જેન સિદ્ધાંત, સંસ્કૃતિ, સંસ્કાર અને આદર્શ જીવનનું એકવીસમી શતાબ્દીનું પથદર્શક આયોજન શ્રી લબ્ધિ વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત શ્રી ભરૂચ-ઉવસગ્ગહરંફુલપાકજી - બનારસ-ગોડી પાર્થપદ્માવતી પ્રેરણા તીર્થ જીણોદ્ધારક, પ્રખર પ્રવચનકાર ૫.પૂ. આચાર્ય દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં તેઓશ્રીના પ્રબુદ્ધ માર્ગદર્શન હેઠળ મદ્રાસમાં થયેલ જૈન ફેર” જૈન ઈતિહાસનું તો એક સ્વર્ણિમ પૃષ્ઠ છે જ, પરંતુ વિશ્વના ક્લક પર પણ તેનું મૂલ્યાંકન છે. તા. ૨૫-૧૨-૯૮ થી તા. ૩-૧-૯૯ સુધી ૧૦ દિવસનો આ જૈન ફેર અહિંસા, સંસ્કાર જાગરણ, ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને મહાન ઐતિહાસિકતાના ધરાતલ પર તૈયાર થયેલ, અહિંસા મંડપ - સજીવ સૃષ્ટિ મંડપ - આદર્શ જીવન મંડપ - સુવર્ણ ઈતિહાસ મંડ૫, જૈન દર્શન મંડ૫, શિશુ સ્વર્ગ મંડપ, વિદ્યામંદિર મંડપ, ધ્યાનમંદિર મંડપ આદિ મંડપોમાં આધ્યાત્મિક ચેતના અને સંસ્કારોને ઉજાગર કરતી વસ્તુઓ - સાહિત્ય અને ચિત્રો હતૉ અને આ બધાની સાથે સહુથી વધુ આકર્ષક સમોવસરણ હતું. તે સમવસરણની ઉભરતી સુષમા જૈન ફેરનો અનેરો રંગ લાવી હતી. સમવસરણને જોવા અને સમવસરણમાં ઉપર પ્રભુ દર્શન કરવા.. અને પ્રભુ દેશના સાંભળવા જૈન - જૈનેતરોની લાંબી-લાંબી કતાર લાગતી હતી. પાંચ-પાંચ, છ-છ કલાક લોકો લાઈનમાં ઊભા રહીને આ લ્હાવો અવશ્ય લેતા હતા. જૈન ફેર પાછળનો મુખ્ય ઉદ્દેશ એક જ હતો : વિશ્વના ક્લક ઉપર જૈનધર્મની મહાનતાને પ્રસ્થાપિત કરવી અને એ પ્રસ્થાપના માટે જૈનેતરો પણ જોડાઈ શકે. નિ:સંકોચ આવી શકે એવા પ્લેટફોર્મ જોઈએ અને જૈન ફરે આ વાતને સિદ્ધ કરી. બિલ્કલ નવા આ આયોજનની સફળતા માટે ઘણાં લોકો આશંકિત હતા, પરંતુ પૂજ્યશ્રીનું સાહરા, દીર્ધદર્શિતા, કાર્યકૌશલ્યતા અને માર્ગદર્શનમાં પ્રબુદ્ધતા હતી. સફળતા વિશે પ્રચંડ આત્મવિશ્વાસ હતો. પૂજ્ય શ્રીમાં ગજબનો આત્મવિશ્વાસ હતો. તેઓ શ્રીના આત્મવિશ્વાસના રણકારા ૧૦ દિવસના વિવિધ વિષયક સેમિનારમાં સંભળાતાં હતૉ. અનેક વિદ્વાનોએ જૈન ફેર જોઈને અભિપ્રાય આપેલ કે વર્તમાનયુગમાં આવા આયોજનો સુયોગ્ય છે, વારંવાર આવા આયોજનો થવા જોઈએ. * * દkk::kkMk.Mke.dkkshesh: Page #376 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૨૭ 'દશ શ્રાવક કુલકમ્ પૂ. મુનિશ્રી સાગરચન્દ્રસાગરજી મ.ના શિષ્યરત્ન મનિ તીર્થ--મૈત્રી--મોક્ષચંદ્રસાગરજી મ. પરમાત્મા મહાવીરદેવના દશ શ્રાવકરત્નો જૈનશાસનમાં ઉત્કૃષ્ટ આરાધકો તરીકે પંકાયા છે. આમ તો પરમાત્માની ભક્ત અનુરાગી અસંખ્ય વ્યક્તિઓ હતી, પરંતુ દેશવિરતીને ધારણ કરીને ઉત્કૃષ્ટ પાલન કરી આદર્શભૂત બનનારા દશ શ્રાવકો થયા જેનો આગમોમાં સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તે શ્રાવકોની ઋદ્ધિ, કુલ આદિનો ઉલ્લેખ કરતું આ એક પ્રાચીન કુલક પ્રાપ્ત થયું છે. જે આ સાથે અર્ચયુક્ત પ્રસ્તૃત છે. આવા દ્વિવંત શ્રાવકો શાસનનું એક અવિભાજ્ય અંગ છે અને ગૌરવ છે. શ્રાવક પ્રતિભાના શિરમોર છે. वाणियगामपुरंमि आणंदो जो गिहवई आसी सिवनंदा-से भजा दस सहस्स गोउला चउरो ॥१॥ અર્થ : વાણિજ્યગ્રામ નગરમાં આનંદ નામે ગૃહસ્થ હતા તેને શિવાનંદ સ્ત્રી હતી અને દશ દશ હજાર ગાયોનાં ચાર ગોકુલ હતાં. (૧) निहिविवहारक लंतरठाणेसुं कणयकोडिवारसगं सो सिरिवीरजिणेसरपयमूले सावओ जाओ ॥२॥ અર્થ : તેની પાસે ભંડારમાં, વ્યાપારમાં અને વ્યાજે ચાર ચાર ક્રોડ મળી કુલ બાર ક્રોડ સોનૈયા હતા તે (આનંદ) શ્રી મહાવીર જિનના ચરણસેવી શ્રાવક થયા. (૨) चंपई कामदेवो भद्भजो सुसावओ जाओ छग्गोउल अट्ठारस कंचणकोडीण जो सामी ॥३॥ અર્થ : ચંપા નગરીમાં કામદેવ સુશ્રાવક થયો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી, છ ગોકુલ હતાં અને તે અઢાર ક્રોડ સોનૈયાનો સ્વામી હતો. (૩) कासीए चुलणिपिया सामाभजा य गोउला अढ चउवीस कणयकोडी सड्ढाण सिरोमणी जाओ ॥४॥ અર્થ : કાશીમાં ચુલની પિતા શ્રાવકોમાં શિરોમણિ થયો. તેને શ્યામા નામે સ્ત્રી હતી, આઠ ગોકુલ તેમજ ચોવીસ ક્રોડ સોનૈયા તેની પાસે હતાં. (૪) कासीई सूरदेवो धन्ना भज्जा य गोउल छच्च कणयट्ठारसकोडी गहीयवओ सावओ जाओ ॥५॥ અર્થ : કાશીમાં સુરાદેવ નામે ગૃહસ્થ હતો. તેને ધન્યા નામે સ્ત્રી હતી. છ ગોકુલ તેમજ અઢાર ક્રોડ ! Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] _ જૈન પ્રતિભાદર્શન સોનૈયા તેની પાસે હતા. તે વ્રત ગ્રહણ કરી શ્રાવક થયા. (૫) आलंभियानयरीए नामेणं चुल्लसयगओ सड्ढो बहुलानामेण पिया सिद्धी से कामदेवसमा ॥६॥ અર્થ : આલંભિકા નગરીમાં ચુલ્લશતક નામે શ્રાવક થયો. તેને બહુલા નામની સ્ત્રી હતી અને ઋદ્ધિ કામદેવના સરખી હતી. (૬) कंपिल्लपट्टणंभि सड्ढो नामेण कुंडकोदेलियओ पुस्सा पुण जस्स पिया विहवो सिरिकामदेवसमो ॥७॥ અર્થ : કાંપિલ્યપુરમાં કંડકોલિક નામે શ્રાવક હતો. તેને પુષ્પા નામે સ્ત્રી હતી અને તેનો વૈભવ કામદેવ શ્રાવકના સમાન હતો. (૭) सद्दालपुत्तनामो पोलासंमी कुलालजाईओ भजा य अग्गिमिता कंचणकोडीण से तिनि ॥८॥ અર્થ : સદાલપુત્ર નામનાં શ્રાવક પોલાસપુરમાં કુંભાર જાતિના થયા તેને અગ્નિમિત્રા સ્ત્રી હતી અને ત્રણ કોડ સોનામહોરો તેની પાસે હતી. (૮) चउवीसकणकोडी गोउल अट्टेव रायगिहनयरे सयगोभजजा तेरस खइ अड सेस कोडीओ ॥६॥ અર્થ : ચોવીસ ક્રોડ સોનૈયા અને આઠ ગોકુલવાળો રાજગૃહી નગરીમાં શતક શ્રાવક હતો. તેને રેવતી આદિ તેર સ્ત્રીઓ હતી. તેમાં રેવતી આઠ ક્રોડ સોનામહોર લાવી હતી અને બાકીની એકેક ક્રોડ લાવી હતી. (૯) सावत्थीनगरीए नंदणिपियनाम सढओ जाओ अस्सिणिनामा भज्जा आणंदसमो य रिद्धिए ॥१०॥ અર્થ : શ્રાવસ્તી નગરીમાં નદિનીપ્રિય નામે શ્રાવક થયો. તેને અશ્વિની નામે સ્ત્રી હતી અને તે ઋદ્ધિમાં આનંદ શ્રાવકની સમાન હતો. (૧૦) सावत्थीवत्थवो लंतगपिय सावगो य जो पवरो फग्गुणिनामकलतो जाओ आणंद समविहवो ॥११॥ અર્થ : શ્રાવસ્તી નગરીમાં લાન્તકપ્રિય નામે શ્રેષ્ઠ શ્રાવક વસતો હતો. તેને ફલ્યુની નામે સ્ત્રી હતી ને વૈભવમાં આનંદ સરખો હતો. (૧૧) इक्कारस पडिमधरा सबेवि वीरपयकमलमता सबे वि सम्मदिट्टी बारसवथधारया सब ॥१२॥ અર્થ : એ સર્વ શ્રાવકો અગ્યાર પ્રતિમાને ધારણ કરનાર, મહાવીરસ્વામીનાં ચરણ સેવી, સમ્યગ્દષ્ટિ અને બાર વ્રતને ધારણ કરવાવાળા હતા * * * * * Page #378 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૩૨૯ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થયેલા દસ શ્રાવકો લેખક : આચાર્ય શ્રીમદ્ વિજયપરસૂરિજી મહારાજ અવિચ્છિન્ન પ્રભાવશાળી, ત્રિકાલાબાધિત શ્રી જૈન દર્શન, બીજાં બધાં દર્શનોમાં અગ્રેસર ગણાય છે, તે સર્વશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીઓને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાનો અધિકાર જરા પણ ટકી શકતો નથી. જૈનદર્શન સર્વોશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન; અને આપેક્ષિકવાદને માન્ય રાખે છે તેથી સ્યાદ્વાદ દર્શન' તરીકે વિવિધ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે ઘૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે તેમ સ્યાદ્વાદ દર્શનનો ગુરુગમથી મધ્યસ્થ દૃષ્ટિએ વધુ ને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જીવો નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂર્વે અનંતા ભવ્ય જીવો સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવાં અનેક દષ્ટાંતો મળી શકે છે. જુઓ સાધુઓમાં–ગણધર શ્રી ગૌતમસ્વામી, સિહ અણગાર, રોહક મુનિવર, અતિમુક્ત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવંતી સુકુમાલ વગેરે; સાધ્વીઓમાં-ચંદનબાલા, મૃગાવતી વગેરે; શ્રાવકોમાં–૧ આનંદ, ૨ કામદેવ, ૩ ચુલનીપિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, ૬ કુંડકોલિક, 9 સદ્દાલપુત્ર, ૮ મહાશતક, ૯ નંદિનીપિતા, ૧૦ તેતલીપિતા-શંખશતક વગેરે; અને શ્રાવિકાઓમાં--રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકોને આત્મોન્નતિનો માર્ગ લાવી શકે એ ઈરાદાથી, તેઓના જીવનની ટૂંક બીના અહી જણાવી છે. ૧. શ્રી આનંદ શ્રાવક જિનાલયાદિ ધર્મસ્થાનોથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહદ્ધિક વ્યાપારી (શ્રાવક) રહેતા હતા. તે બાર ક્રોડ સોનૈયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડ્યા હતા. એક ભાગના ચાર ક્રોડ સોનૈયા નિધાનમાં દાટેલા હતા. બીજા ચાર ક્રોડ સોનૈયા વ્યાજમાં તથા બાકીના ચાર ક્રોડ સોનૈયા વ્યાપારમાં રોકેલા હતા. તેમને ચાર ગોકુલ હતાં. તેમને નિર્મલ શીલ, વિનય વગેરે ગુણોને ધરનારી શિવાનંદા નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઇશાન ખૂણામાં કોલ્યાગ ૧. દશ હજાર ગાયોનું એક ગોકુલ ગણવું. એવા ચાર ગોકુલ (૪૦ હજાર ગાયો)ના સ્વામી હતા. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન નામનું એક પરું હતું. અહીં આનંદ શ્રાવકનાં સગા-સંબંધિજનો અને મિત્રો રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં તપલાશ નામનું ચૈત્ય હતું. ત્યાં એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યા. આ અવસરે વિશાલ પર્ષદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ઘણા ખુશી થયા, અને સ્નાન કરી–શુદ્ધ થઈને પોતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા, અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય જીવોનો ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે-- भवजलहिम्मि अपारे, दुलहं मणुअत्तणंपि जंतूणं ।। तत्थवि अणत्थहरणं, दुलहं सद्धम्मवररयणं ॥१॥ અર્થ—આ સંસાર સમુદ્રમાં ભટકતા જીવોને મનુષ્યપણું પામવું દુર્લભ છે, કારણ કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુક્તિપદ મળી શકે છે. અને દર્શનાદિ ત્રણેની સમુદિત આરાધના મનુષ્યગતિમાં જ થઈ શકે છે, તેમાં પણ અનર્થનો નાશ કરનારું (અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત) જૈનધર્મરૂપી (ચિંતામણિ, રત્ન મળવું વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિયાદિ કષ્ટો જરૂર નાશ પામે. એમ ધર્મરૂપી ચિંતામણિરત્નની આરાધના કરનારા ભવ્ય જીવોનાં પણ આ ભવમાં અને પર ભવમાં, તમામ દુઃખો નાશ પામે છે અને તેઓ જરૂર વાસ્તવિક સુખનાં સાધનો સેવીને અખંડ અવ્યાબાધ પરમ સુખનો અનુભવ કરે છે. જે દુર્ગતિમાં જતા જીવોને અટકાવે અને સદ્ગતિ પમાડે, તે ધર્મ કહેવાય. આના ૧ સર્વવિરતિધર્મ અને ૨ દેશવિરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનું જોર ઘટે, તેમ તેમ જીવ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ઉત્તમ ગુણોને સાધી શકે છે. નિર્મલ ત્યાગધર્મની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણોનો આવિર્ભાવ થઈ શકતો નથી, આથી જ તીર્થંકરાદિ અનંતા મહાપુરુષોએ આ પંચ મહાવ્રતમય સર્વવિરતિની આરાધના કરી પરમ પદ મેળવ્યું છે. આ ઉત્તમ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીવોએ યથાશક્તિ દેશવિરતિ ધર્મની આરાધના કરવી જોઈએ. દેશવિરતિની નિર્મલ યોગથી આરાધના કરનારા ભવ્ય જીવો મોડામાં મોડા આઠમે ભવે તો જરૂર મુક્તિપદ પામે છે. આવી નિર્મલ દેશના સાંભળીને આનંદ શ્રાવકને શ્રદ્ધા ગુણ પ્રકટ થયો. તેમને ખાત્રી થઈ કે પ્રભુદેવે જે બીના કહી છે, તે નિઃશંક અને સાચી છે. પોતાના મિથ્યાત્વ શત્રુનો પરાજય થવાથી ખુશી થઈને તેમણે પ્રભુદેવને કહ્યું: “હે પ્રભો, આપે ફરમાવેલો ધર્મ મને રૂચ્યો છે, હું ચોક્કસ માનું છું કે—સંસાર કેદખાનું છે. અને ખરૂં સુખ સર્વસંયમની આરાધના કરવાથી જ મળી શકે છે. પરંતુ મોહનીય કર્મની તથા પ્રકારની ઓછાશ નહિ થયેલી હોવાથી હાલ હું ચારિત્રધર્મ અંગીકાર કરવાને અસમર્થ છું. જેથી હું બાચ્ચતરૂપ દેશવિરતિ ધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું.' પ્રભુદેવે કહ્યું : બહાર્દ સેવાકિય ! આ કેવો કાયવો હે દેવાનુપ્રિય, જેમ સુખ ઉપજે તેમ કરો, (આવા ઉત્તમ કાર્યમાં) વિલંબ કરશો નહિ! પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે શ્રાવકનાં બારે વ્રત ૨. આથી સમજવાનું મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભોમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય. દેશનાશ્રવણથી શ્રદ્ધા પામેલા જીવોની ગણતરીમાં આનંદ શ્રાવકને જરૂર ગણવા જોઈએ. Page #380 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૩૧ અંગીકાર કર્યો. ત્યારબાદ યોગ્ય હિતશિક્ષા આપી પ્રભુએ કહ્યું : “હે મહાનુભાવ, મહાપુણ્યોદયે પ્રાપ્ત કરેલા આ દેશવિરતિ ધર્મની બરાબર આરાધના કરજો!' પ્રભુની આ શિખામણ અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આનંદ શ્રાવક પોતાના ઘરે ગયા. ઘરે જઈને પોતાની પત્ની શિવાનંદાને સહર્ષ બધી બીના જણાવી એટલે તેણે પણ દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકના વ્રતાધિકાર પ્રસંગે ઉપદેશપ્રાસાદ વગેરેમાં આ પ્રમાણે વિસ્તારથી કહ્યું છે : શરૂઆતમાં તેમણે પ્રભુની પાસે દ્વિવિધ ત્રિવિધ નામના ભાંગાએ કરીને સ્થૂલ જીવહિંસાદિકના ત્યાગ સ્વરૂપ પાંચે અણુવ્રતો અંગીકાર કર્યા. તેમાં ચોથા અણવ્રતમાં સ્વ (પોતાની) સ્ત્રી સિવાયની અન્ય સ્ત્રીઓના પરિહારનો નિયમ હતો અને પાંચમામાં (૧) રોકડ ધનમાં ચાર કરોડ સોનામહોરો નિધાનમાં, ચાર કરોડ વ્યાજે, ચાર કરોડ વ્યાપારમાં એમ બાર કરોડ રાખી શકે. તેથી વધારે રાખી શકાય નહિ. () દશ ગાયોનું એક ગોકુળ એવા ચાર ગોકુળ રાખી શકું. (૩) એક હજાર ગાડાં અને ખેતીને માટે પાંચસો હળ અને બેસવાને માટે ચાર વાહન રાખી શકું, એવો નિયમ કર્યો. છઠ્ઠી દિશિપરિમાણ વ્રતમાં ચારે દિશામાં જવા આવવાનો નિયમ કર્યો. (આ બીના સાતમા અંગમાં વિસ્તારથી વર્ણવી છે.) સાતમા ભોગોપભોગ વ્રતમાં સ્થલ દષ્ટિએ બાવીસ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાય તથા પંદર કર્માદાનનો ત્યાગ કર્યો. દાતણમાં તે જેઠીમધનું લાકડું; મન (તલ ચોળવા-ચોળાવવા)માં શતપાક અને સહમ્રપાક તેલ; ઉદ્વર્તન (પીઠી)માં ઘઉં અને ઉપલેટનો પિષ્ટ (આટો); સ્નાનમાં ઉષ્ણ જલના માટીના આઠ ઘડા પ્રમાણ પાણી; પહેરવાનાં વસ્ત્રોમાં ઉપરનું અને નીચેનું એમ બે વસ્ત્રો; વિલેપનમાં, ચંદન, અગરૂ, કપૂર અને કુંકુમ; ફૂલમાં પુંડરીક કમળ અને માલતીનાં ફૂલ; અલંકારમાં નામાંકિત મુદ્રિકા (વીટી) તથા બે કુંડળ; ધૂપમાં અગરૂ અને તુરૂષ્ક; પેય (પીવા લાયક) આહારમાં મગ, ચણાં વગેરે તળીને કરેલ અથવા ઘીમાં ચોખાને તળીને બનાવેલો ચોખાનો પ્રવાહી પદાર્થ (રાબડી આદિ); પકવાન્સમાં ઘેબર અને ખાંડનાં ખાજાં; ભાતમાં કલમશાલીના ચોખા; કઠોળમાં મગ, અડદ અને ચણાંઘીમાં શરદઋતુનું થયેલું ગાયનું જ ઘી, શાકમાં મીઠી ડોડી ને પરવલનું શાક; મધુર પદાર્થમાં પત્યેક; અનાજમાં વડાં વગેરે; ફળમાં ક્ષીરામલક (મીઠાં આંબળા), જળમાં આકાશથી પડેલું પાણી; અને મુખવાસમાં જાયફળ, લવિંગ, એલાયચી, કઠકોલ અને કપૂર આ પાંચ પદાર્થોથી મિશ્રિત તંબોલ; એમ ઉપર જણાવેલ ચીજો વાપરી શકાય, તે સિવાય બીજાનો ત્યાગ કર્યો. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આ બીના વિસ્તારથી જણાવી છે. આ પ્રમાણે દેશવિરતિ ધર્મની સાધના કરવામાં ઉજમાળ બનેલા બંને-દંપતી-એ ચૌદ વર્ષ સફલ કર્યા. એક વખત મધરાતે આનંદ શ્રાવક જાગી ગયા, અને આ પ્રમાણે ધર્મજાગરિકા (ધર્મનું ચિંતવન) કરવા લાગ્યા કે--અહો, રાગદ્વેષ--પ્રમાદમાં મારું જીવન ઘણું વીતી ગયું. માટે હવે જલદી ચેતીને ધર્મારાધનામાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ. ગયેલો સમય પાછો મેળવી શકાતો નથી, માટે હું હવે પ્રમાદ દૂર કરીને શ્રાવકની અગિયાર પ્રતિમાની યથાશક્તિ આરાધના કરી માનવજન્મ સફલ કરું. આ પ્રમાણે વિચારીને સવારે પોતાના કુટુંબને તથા સગાં-વ્હાલાને બોલાવ્યાં. તેમને ભોજન, વસ્ત્રાદિ વડે આદરસત્કાર કરીને તેઓની સમક્ષ આનંદ શ્રાવકે મોટા પુત્રને ગૃહદિનો વહીવટ સોંપ્યો. ત્યારબાદ પોતે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાઓનું વહન કરવા તૈયાર થયા. પ્રતિમા એટલે એક જાતનો વિશિષ્ટ અભિગ્રહ (પ્રતિજ્ઞા ૩. ઉપાસકદશાંગમાં આ બાબત વિસ્તારથી જણાવી છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન નિયમ). તે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું :-- ૧. સમ્યકત્વ પ્રતિમા---એક મહિના સુધી નિર્મલ સમ્યગ્દર્શન ગુણની સેવના કરવી છે. આ પ્રસંગે દેવાભિયોગ, રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, ગુરુનિગ્રહ, વૃત્તિકાંતાર; આ છ આગાર હોતા નથી. અને શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનિ પ્રશંસા અને અન્ય દર્શનિઓનો પરિચય આ પાંચ અતિચારો (એક જાતના સામાન્ય દોષ) ન લાગે તેમ વર્તવાનું હોય છે. ૨. વ્રત પ્રતિમા---આ પ્રતિમા સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયા સાધવાની જરૂર હોય છે. તે તરફ લક્ષ્ય રાખીને બે મહિના સુધી બારે વ્રતની નિર્મલ સાધના કરવી તે વ્રત પ્રતિમા કહેવાય. આમાં અતિચારથી સાવધાન રહેવું જોઈએ, અને અપવાદ પક્ષ હોય જ નહિ. ૩. સામાયિક પ્રતિમાને--ત્રણ મહિના સુધી હમેશાં સવાર સાંજ નિર્દોષ સામાયિકની સાધના કરવી છે. આમાં પહેલી બે પ્રતિમાનું અનુષ્ઠાન ચાલુ હોય છે—એમ આગળ પણ જરૂર યાદ રાખવું કે આગળ આગળની પ્રતિમા આરાધતી વખતે પાછળ પાછળના તમામ પ્રતિમાઓનું અનુષ્ઠાન ચાલુ હોય જ. ૪. પૌષધ પ્રતિમા---દર મહિનાની બે આઠમ અને બે ચૌદસ તથા એક પૂનમ અને એક અમાસ. એમ (દર મહિને) છ પર્વને વિષે ચાર પ્રકારનો નિર્મલ પૌષધ કરવો. એમ ચાર મહિના સુધી કરવું તે પૌષધ પ્રતિમા કહેવાય. ૫. કાયોત્સર્ગ પ્રતિમાને-પાંચ મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ પર્વને વિષે પૌષધ કરવો જોઈએ. અને તેમાં રાતે ચારે પહોર સુધી કાયોત્સર્ગ રહેવું, તે કાયોત્સર્ગ પ્રતિમા કહેવાય. આ બાબત અન્ય ગ્રંથોમાં સવિશેષ આ પ્રમાણે કહ્યું છે કે આ પ્રતિમા વહન કરતી વેળાએ સ્નાન (ન્હાવા)નો નિષેધ, દિવસે જ્યાં અજવાશ હોય ત્યાં ભોજન કરી શકાય. રાતે સર્વથા ભોજનનો ત્યાગ. કચ્છ બાંધવાનો નિષેધ. દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા રાતે અપર્વતિથિમાં ભોગનું પરિમાણ કરવું જોઈએ, વળી પર્વતિથિએ પૌષધ ક્રિયામાં રહેવાપૂર્વક રાતે ચૌટા વગેરે સ્થલે કાયોત્સર્ગ કરવો જોઈએ. અહીં રાત્રિભોજન નહિ કરવાની સૂચના કરી તેથી એમ સમજવું કે ઉત્તમ શ્રાવકોએ અનેક જાતના બાહ્ય અને અત્યંતર ગેરલાભ જાણીને રાત્રિભોજનનો જરૂર ત્યાગ કરવો જોઈએ, અને ચોમાસાના વખતમાં તો તે તરફ વધારે કાળજી રાખવી જોઈએ. જે કોઈ શ્રાવક તે નિયમ કાયમને માટે કરવાને સમર્થ ન હોય, તેઓએ પણ આ પાંચમી પ્રતિમાથી માંડીને તે નિયમ અવશ્ય અંગીકાર કરવો જોઈએ. ૬. બ્રહ્મચર્ય પ્રતિમા આની અંદર છ (૬) મહિના સુધી દિવસે અને રાતે સર્વથા નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવાનું હોય છે. ૭. અચિત્ત પ્રતિમા ---સાત મહિના સુધી સચિત્તનો ત્યાગ કરે, અચિત્ત અશન પાન, ખાદિમ, સ્વાદિમ વાપરે. ૮. આરંભત્યાગ પ્રતિમા --આમાં આઠ મહિના સુધી કોઈ પણ જાતનો આરંભ ન કરી શકે. ૯. શ્રેષ્ઠ પ્રતિમા–-આમાં પોતાના નોકર વગેરેની મારફત પણ આરંભના કાર્ય ન કરાવી શકાય એવો નિયમ નવ મહિના સુધી પાળવાનો હોય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૩૩ ૧૦. ઉદ્દિષ્ટવર્જન પ્રતિમા --આમાં પોતાના નિમિત્તે બીજાઓએ જે આહાર કર્યો હોય, તે દશ ] મહિના સુધી ન લઈ શકાય. મુરમુંડરિસ્થતિ હોય, અને શિખા (ચોટલી) રખાય. ૧૧. શ્રમણભૂત પ્રતિમા–-આમાં અસ્ત્રાથી મુંડન કરાવે અથવા લોચ કરાવે, એટલે મસ્તકે કેશ ધારણ ન કરાય. (કેશરહિત મસ્તક હોવું જોઈએ.) અને રજોહરણ (ઓઘો), પાત્રો વગેરે મુનિરાજનાં ઉપકરણો રાખવાં જોઈએ. તથા તેમની જેમ એષણીય અશનાદિ લઈ શકાય. સ્વજનાદિ પ્રત્યે પોતે નિઃસ્નેહ નથી જેથી ગોચરીના અવસરે “પાડમાડવા સવજી મહૂર્વ દિ” એમ બોલીને કુટુંબમાંથી ભિક્ષા ગ્રહણ કરે. એ પ્રમાણે અગિયાર મહિના સુધી ધર્મ પાળે તે શ્રમણભૂત પ્રતિમા કહેવાય. કહ્યું છે કે, खुहमुंडो लोपण वा, स्यहरणं उग्गहं ज घेत्तूणं । समणभूओ विहरइ, धम्मं काएण फासंतो ।।१।। આ એક માસાદિ કાલ ઉત્કૃષ્ટ કહ્યો. અને જધન્ય કાળ દરેક પ્રતિમાનો અંતર્મુહૂર્ત પણ કહ્યો છે. અને તે મરણ સમયે અથવા દીક્ષા લેવામાં (તે પ્રસંગે) સંભવે છે, તે સિવાય નહિ. શ્રી પંચાશક અને પ્રવચનસારોદ્ધાર વગેરેમાં વધારે બીના વર્ણવી છે. આ પ્રમાણે અગિયારે પ્રતિમા વહન કરતાં પાંચ વર્ષ અને પાંચ (છ) મહિના થાય છે. એ અગિયારે પ્રતિમા ઉલ્લાસથી કરતાં આનંદ શ્રાવકનું શરીર કુશ (દુર્બલ) થયું. આ અવસરે તેમણે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કરી અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે નિર્મલ પરિણામ ધારા વધતાં વધતાં અવધિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એક દિવસ વાણિજ્યગ્રામની બહાર પ્રભુ મહાવીર ચૌદ હજાર મુનિવરોના પરિવાર સાથે પધાર્યા, ત્યારે પ્રભુને પૂછીને, શ્રી ગૌતમ ગણધર ત્રીજી પોરિસીમાં તે ગામમાં યથારૂચિ નિર્દોષ આહાર પ્રહણ કરીને ગામની બહાર નીકળતાં કોલ્લાક સંનિવેશની નજીકમાં આવ્યા, ત્યારે લોકોના મુખથી આનંદ શ્રાવકના અનશન તપનું વૃત્તાંત સાંભળીને પોતે તે પ્રત્યક્ષ જોવા કોલ્લાકસન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણધર ગૌતમ મહારાજાને આવતા જોઈને ઘણા જ ખુશી થયા. અને ભાવથી વંદના-નમસ્કાર કરી બોલ્યા: “હે પ્રભો, આકરી તપસ્યા કરવાથી હું ઘણો દુર્બલ થયો છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું. માટે આપ કૃપા કરીને અત્રે પધારો.' આથી ગૌતમસ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલા હતા ત્યાં આવ્યા. આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યો : “હે ભગવાન, શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરું?' ગૌતમસ્વામી બોલ્યા, ‘ઉત્તમ શ્રાવકને થાય.' ત્યારે આનંદ શ્રાવકે કહ્યું, “મને અવધિજ્ઞાન થયું છે. હું એ જ્ઞાનથી ઊંચે સૌધર્મદેવલોક સુધી, નીચે રત્નપ્રભા પૃથ્વીના લોલુચ્ચ (લોલુક) નામના નરકાવાસ સુધી તથા તિહુઁ લવણસમુદ્રને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસો યોજન સુધી અને ઉત્તરમાં કુલ્લહિમાચળ સુધી રૂપી પદાર્થોની બીના જાણું છું.” આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું : “હે ભદ્ર, ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય, માટે તમે મિથ્યાદુકૃત આપો.” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વામિન અસત્ય બોલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યાદુકૃત દેવો જોઈએ.” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડ્યા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પૂછ્યું. જવાબમાં પ્રભુદેવે આનંદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ શ્રાવકની પાસે આવીને મિથ્યાદુકૃત આપ્યો. ધન્ય છે આવા Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન મહાપુરુષોને કે જેઓ આવી ઊંચ કોટીને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ પ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવ્રતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સંલેખનામાં કાલધર્મ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરૂણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવકકુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી સિદ્ધિપદ પામશે. વિશેષ બીના શ્રી ઉપાસકદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રાસાદાદિ ગ્રંથોથી જાણી લેવી. ૨. શ્રી કામદેવ શ્રાવક ચંપાનગરીમાં કામદેવ નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરોડ સોનૈયાના સ્વામી હતા. તેમાં છ કરોડ સોનૈયા નિધાનમાં, છ કરોડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ મહાવીર પધાર્યા. આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખુશ થયા. પ્રભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સાંભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પેઠે પ્રભુદેવની પાસે બારે વ્રતો અંગીકાર કર્યા. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું. અને બન્ને જણા અપૂર્વ ઉલ્લાસથી વ્રતોની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતા. એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જેવો વિચાર થયો, જેથી તેમણે પોતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પૌષધશાલામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિભાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા તે વખતે સૌધર્મેન્દ્ર ત્યાં દેવસભા સન્મુખ કામદેવના તપસ્યાદિ ગુણોની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહિ રાખનાર કોઈ દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવ દેવતાઈ શક્તિથી (વક્રિયલબ્ધિથી) ઘણાં ભયંકર રૂપો વિકુર્તીને કામદેવ, જો તું ધર્મને છોડી નહિ દે તો આ તલવારના ઘા કરીને તારું જીવિત અકાળે હરી લઈશ જેથી તું કુધ્યાનથી ઘણી પીડા ભોગવીશ.” આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું તો પણ કામદેવ લગારે ડર્યા નહિ, કે ધર્મશ્રદ્ધાથી ચલાયમાન પણ થયા નહિ. ત્યારે તેણે ક્રોધથી લાલચોળ બનીને કામદેવને તલવારના ઝાટકા માર્યા. તો પણ તે ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તેણે એક હાથીનું રૂપ વિકવ્યું, અને કામદેવને કહ્યું કે- 'હે દાંભિક, હું તને સૂંઢમાં ભરાવીને અદ્ધર આકાશમાં ઉછાળીશ, અને જ્યારે તું પાછો નીચે પડીશ ત્યારે પગ નીચે દબાવીને તને કચરી નાંખીશ.” એમ કહીને ઘણીએ કદર્થના કરી તો પણ શ્રેષ્ઠી લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તે દેવે ભયંકર સર્પનું રૂપ કરીને કામદેવને ધમકી આપી : “એ વીરધૂર્તના ધર્મને તું છોડી દે અને મને નમસ્કાર કર, નહિ તો હું તને ઘણાં તીવ્ર ડંખ મારીને હેરાન કરીશ, જેથી તું રીબાઈ રીબાઈને મરણ પામીશ.” તોયે શેઠ ચલાયમાન થયા નહિ, ત્યારે તે સર્વે તેમના શરીરને ત્રણ ભરડા દઈને ગળે આકરા ડંખ માર્યા. આ વેદના પણ શેઠે આનંદપૂર્વક સહન કરી અને લગાર પણ ડગ્યા નહિ. તેથી તે દેવ થાક્યો અને છેવટે નમસ્કાર કરીને બોલ્યો : “હે ધર્મવીર, તમને ધન્ય છે. તમારી અડગ શ્રદ્ધાને મેં બરોબર તપાસી છે. આથી હું પણ પ્રભુ મહાવીરના ધર્મમાં અડગ શ્રદ્ધાળું બન્યો છું. મારા ધર્મગુરુ તમે જ છો. સુખડના ઝાડની જેમ પરીષહો સહન કરીને તમે મને સમ્યગ્દર્શન રૂપી અપૂર્વ સુગંધ આપી તેથી હું તમારો ઉપકાર માનું છું. મારા કરેલા | Page #384 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૩૫ ગુના માફ કરજો.' એમ કહીને ત્રણ પ્રદક્ષિણા દઈને તેના ઉપકારને યાદ કરતો તે દેવ સ્વસ્થાને ગયો. ત્યારબાદ કામદેવ કાઉસગ્ગ પારીને પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, તે વખતે પ્રભુદેવે બારે પર્ષદાની સમક્ષ કામદેવને પૂછ્યું : હે મહાનુભાવ, તેં આજ રાતે મહાભયંકર ત્રણ પરીષહો ધૈર્ય રાખીને સહન કર્યા, અને ધર્મધ્યાનમાં સ્થિરતા રાખી મેરૂપર્વતની જેમ અડગપણે વ્રતો જાળવ્યાં, એ વાત સાચી છે?' કામદેવે કહ્યું : પ્રભો, આપે કહ્યું તેમજ છે.' પછી પ્રભુએ આ બીના ગૌતમાદિક મુનીશ્વરોને જણાવીને સંયમમાં સ્થિર કર્યા. ત્યાં રહેલા સર્વ લોકોએ પણ કામદેવની ઘણી પ્રશંસા કરી. પ્રભુની ભવ્ય દેશના સાંભળીને કામદેવ શ્રાવક પોતાને ઘેર ગયા. તેમણે આનંદ શ્રાવકની માફક અગિયાર પ્રતિમાઓ વહન કરીને, વીશ વર્ષ સુધી શ્રાવકધર્મની આરાધના કરી. અને અંતે એક મહિનાની સંલેખના આદરીને સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાભ નામના વિમાનને વિષે તે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ચાર પલ્યોપમના આયુષ્યનું સુખ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવકકુલમાં જન્મ પામી ચારિત્રની આરાધના કરી સિદ્ધિપદ પામશે. ૩. શ્રી ચુલ્લનીપિતા વારાણસી નગરીમાં ચુલ્લનીપિતા નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેમને શ્યામ (સોમ) નામની સ્ત્રી હતી. તે ચોવીસ કરોડ દ્રવ્ય (સોનામહોર)ના સ્વામી હતા. તેમાંનું ૮ કરોડ દ્રવ્ય નિધાનમાં, તેટલું જ વ્યાજમાં અને તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં ફરતું હતું. તે આઠ ગોકુલના સ્વામી હતા. તેમણે પ્રભુ શ્રી મહાવીરદેવની આ ભવમાં અને પર ભવમાં પરમ કલ્યાણકારિણી દેશના સાંભળીને શ્રી આનંદ અને કામદેવની માફક બારે વ્રતો સ્વીકાર્યા હતાં. એક વખત પોતાના કુટુંબનો ભાર મોટા દીકરાને સોંપીને તે પૌષધશાલામાં પૌષધ અંગીકાર કરી આત્મિક ભાવના ભાવી રહ્યા હતા, તેવામાં મધરાતે એક દેવે હાથમાં તલવાર લઈ તેમને ધમકી આપી : ‘હે શ્રાવક, તું આ ધર્મનો ત્યાગ કર, જો તેમ નહિ કરે તો તારા મોટા દીકરા વગેરેને તલવારથી મારી નાખીશ.' આવાં આકરાં વચનો સાંભળવા છતાં પણ ચુલ્લનીપિતા લગાર પણ ચલાયમાન ન થયા. આથી તે દેવે ઘણા ક્રોધિષ્ઠ થઈને ચુલ્લનીપિતાના નાના, મધ્યમ અને મોટા એ ત્રણે પુત્રોને લાવીને તેની સમક્ષ મારવા માંડ્યા. પછી ત્રણે પુત્રોને ઉકળતા તેલના તાવડામાં નાખ્યા અને તેઓનાં માંસ અને લોહી ચુલ્લનીપિતાના શરીર ઉપર છાંટ્યાં. તોપણ તે લગાર પણ ચલાયમાન થયા નહિ. પછી તેણે તેને વારંવાર આ પ્રમાણે કહ્યું : ‘હે શ્રાવક, જો તું મારા કહેવા મુજબ ધર્મનો ત્યાગ કરીશ નહિ, તો હમણાં જ તારી માતા ભદ્રા સાર્થવાહીને અહીં લાવીને તારા દેખતાં માર મારીને તપાવેલા તાવડામાં નાખીશ, અને તેણીનાં માંસ અને રૂધિર તારા શરીરની ઉપર છાંટીશ, જેથી તારે આ ભયંકર પીડા ભોગવતાં ભોગવતાં ઘણી મુશ્કેલીએ અકાલે મરવું પડશે.' આ પ્રમાણે બહુવાર ધમકાવ્યા છતાં પણ તે ધર્મારાધનમાં નિશ્ચલ રહ્યા. આ અવસરે ચુલ્લનીપિતાને વિચાર આવ્યો કે આ તો કોઈ હલકો માણસ લાગે છે. આણે મારા ત્રણ પુત્રોને મારી નાંખ્યા અને હવે મારી માતુશ્રીને મારવા તે તૈયાર થયો છે. માટે કોઈ પણ ઉપાયે આને પકડવો જોઈએ. આવો વિચાર કરી, જેવામાં તેને પકડવાને હાથ લાંબો કર્યો તેવામાં તે દેવ ઊડીને આકાશમાં ચાલ્યો ગયો અને ચુલ્લનીપિતાનાં હાથમાં એક થાંભલો આવ્યો. પછી તેણે મોટા શબ્દોથી કોલાહલ કર્યો. તેવામાં પોતાના પુત્રનો શબ્દ સાંભળી તેની માતા ભદ્રા ત્યાં આવી. તેણીએ કોલાહલ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] || જૈન પ્રતિભાદર્શન કરવાનું કારણ પૂછ્યું એટલે ચુલ્લનીપિતાએ માતુશ્રીને તમામ બીના જણાવી. તે સાંભળી માતાએ કહ્યું : હે વત્સ, તેં કહ્યું તેમાંનું કંઈ પણ બન્યું નથી. મને લાગે છે કે કોઈ મિથ્યાત્વી દેવે તારી ધર્મપરીક્ષા કરવા માટે લબ્ધિથી તારા પુત્રોની જેવાં અને મારા જેવાં રૂપો બનાવીને તેમ કર્યું હશે. હે પુત્ર, પ્રભુ શ્રી મહાવીરનું ફરમાન છે કે વ્રતમાં લાગેલા દોષોની આલોચનાદિ સાધનો દ્વારા શુદ્ધિ કરવી જોઈએ. અહીં તને પૌષધ વ્રતમાં અતિચાર લાગ્યો છે, તેની આલોચના કરી લે.” માતાના આ વચનો સાંભળી પુત્રે ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું. આ પ્રસંગ એવો બોધ આપે છે કે--આર્ય માતાઓએ પોતાના પુત્રના વ્રતનિયમાદિ તરફ જરૂર કાળજી રાખવી જોઈએ. આ પછી ચુલ્લનીપિતાની ઘણી ખરી જીવનચર્યા આનંદ શ્રાવકની જીવનચર્યાને મળતી હોવાથી તે પ્રમાણે જાણવી. તેમણે શ્રાવકધર્મની અગિયારે પ્રતિમા વહી હતી. છેવટે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી પહેલા સૌધર્મ દેવલોકને વિષે અરૂણપ્રભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આઉખે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ જૈનધાર્મિક કુલમાં જન્મ પામી અવસરે મહાપ્રભાવશાલિ ભાગવતી દીક્ષાની આરાધના કરી અખંડાનન્દમય સિદ્ધિસ્થાન પામશે. ૪. મહાશ્રાવક સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામના એક શ્રાવક રહેતા હતા. તેમને ધન્યા નામની સ્ત્રી હતી. આ સુરાદેવને કામદેવના જેટલી દ્રવ્ય સંપત્તિ અને ગોકુલો હતાં. એક દિવસ પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળીને આનંદાદિ મહાશ્રાવકોની માફક પ્રભુની પાસે તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતોનું ઉલ્લાસથી આરાધન કરતાં, ઉપસર્ગના પ્રસંગે પણ તેણે ધર્મનો રંગ છોડ્યો નહીં. એમને ત્રણ પુત્રો હતા. જેમ કામદેવ શ્રાવકના પ્રસંગે બન્યું હતું, તેમ અહીં પણ એક વખત એમ બન્યું કે--કોઈ મિથ્યાષ્ટિ દેવે તેમના ત્રણ પુત્રોને મારી નાખવાની ધમકી આપતા કહ્યું : “હે સુરાદેવ, તું આ ધર્મને છોડી દે.” છતાં પણ શ્રાવક સુરાદેવ જરા પણ ચલાયમાન થયા નહિ. ત્યારે દેવે કહ્યું : “હે સુરાદેવ, હજુ પણ તારે જીવવાની ઇચ્છા હોય તો જલ્દી આ ધર્મને છોડી દે, નહિ તો હું તારા શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન કરીશ, જેથી તારે ઘણી વેદના ભોગવવી પડશે. અને તેથી તારે બહુ રીબાઈ રીબાઈને મરવું પડશે.' દેવનાં વચનો સાંભળીને શ્રીસુરાદેવે કોલાહલ કર્યો જે સાંભળીને તેમની સ્ત્રી ધન્યા આવી પહોંચી. તેણીએ તમામ ખુલાસો કર્યો, જેથી સુરાદેવ સ્વસ્થ બન્યા. અહીંથી આગળની બીના શ્રી કામદેવની માફક જાણવી. શ્રી સુરાદેવે શ્રાવકની અગિયારે પ્રતિમા વહન કરીને અંતિમ સમયે શ્રી આનંદાદિની માફક સંલેખનાદિ કરવા પૂર્વક સમાધિમરણે મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણકાંત નામના વિમાનમાં દેવતાઈ ઋદ્ધિ મેળવી. ત્યાંનાં દેવતાઈ સુખો ચાર પલ્યોપમ સુધી ભોગવીને ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનન્દમય મોક્ષસુખને પામશે. ૫. મહાશ્રાવક ચુલ્લશતક શ્રી આલંભિકા નગરીમાં ચુલ્લશતક નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક કામદેવની માફક તેમને ધનસંપત્તિ, ગોકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે તેમણે વ્રતો અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. ચુલ્લની પિતાને જેમ Page #386 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૩૭ ઉપસર્ગ થયો હતો તેમ અહીં પણ તેમ થયું હતું, તેમાં તફાવત એટલો હતો કે–આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી. તોપણ તે ચલાયમાન થયા નહિ. છેવટે દેવે કહ્યું : “હે ચુલ્લશતક, જો તું આ ધર્મને નહિ છોડે તો તારી અઢાર ક્રોડ સોનૈયા પ્રમાણ તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાંખીશ. જે જોઈને તને ઘણું આર્ત રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે.” આ પ્રસંગે ચુલ્લશતકે કોલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહુલાએ આવીને સત્ય બીના જણાવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રી આનંદાદિની માફક જાણવી. અંતિમ સમયે શ્રાવક ચુલ્લશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણસિદ્ધ વિમાનમાં ચાર પલ્યોપમના આયુવાળા દેવ થયાં. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬. મહાશ્રાવક કુંડકોલિક કાંડિત્યપુરની અંદર કંડકોલિક નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને પુષ્પા નામની સ્ત્રી હતી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને ગોકુલો હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે આનંદાદિની જેમ તેમણે દ્વાદશત્રુતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. તે એક વખત મધ્યરાતે પોતાની અશોકવાડીમાં પૃથ્વીશિલાપટ્ટક પર આવ્યા. ત્યાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિંતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયો. તેણે તેનાં મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે– “અરે કંડકોલિક, ગોશાલ અને મંખલિ પુત્રે કરેલી ધર્મપ્રરૂપણા સારી છે. કારણ કે તેમાં ઉદ્યમાદિક કંઈ પણ નથી. તે એમ કહે છે કે--જીવો ઉઘમ કરે, છતાં પુરુષાર્થની સિદ્ધિ થતી નથી, માટે સર્વ ભાવ નિયત છે. શ્રી વીપ્રભુની પ્રરૂપણા સારી નથી, કારણ કે તે ઉદ્યમ વગેરેને સ્વીકારે છે.' આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કંડકોલિકે યુક્તિપૂર્વક પ્રશ્ન ર્યો “હે દેવ, જો એમ હોય તો તને આજે દેવતાઈ ઋદ્ધિ મળી છે તે ઉદ્યમાદિક સાધનોની સેવનાથી મળી કે તે વિના મળી? એ કહે.” દેવે જણાવ્યું : “હે કુંડકોલિક, ઉદ્યમાદિક સાધનોની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામ્યો છું.' કુંડકોલિકે કહ્યું : “જો ઉદ્યમાદિ સાધનો સિવાય તને આ ઋદ્ધિ મલી હોય તો તેવા બીજા જીવોને તેવી ઋદ્ધિ કેમ મલતી નથી? ઉદ્યમા વિનાના જીવોને તારા (ગોશાલાના) મતે દેવપણું મલવું જોઈએ. પણ તેમ તો નથી. અને જો તું એમ કહીશ કે--મને ઉદ્યમાદિથી આ ઋદ્ધિ મલી, તો પછી ગોશાલાનો મત સારો છે' એમ તારાથી કહી શકાય જ નહિ.” આથી દેવ નિરૂત્તર બન્યો. એટલે મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્ર જ્યાં હતું ત્યાં મૂકીને સ્વસ્થાને ગયો. કેટલોક સમય વીત્યા બાદ પ્રભુ મહાવીરદેવ સપરિવાર કાંડિત્યપુર પધાર્યા. આ બીના જાણી મહાશ્રાવક કુંડકોલિક પગે ચાલીને પ્રભુદેવની પાસે આવ્યા. બાકીની બીના કામદેવની માફક જાણવી. જ્યારે કુંડકોલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સભામાં પ્રભુએ દેવને નિરૂત્તર કરવાની બીના જણાવવાપૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક કંડકોલિકે એ રીતે દેશવિરતિ ધર્મની ચૌદ વર્ષો સુધી આરાધના કર્યા બાદ પ્રતિભાવહન કર્યું અને અંતે એક માસની સંલેખના કરીને સમાધિમરણ પામીને પહેલા દેવલોકમાં અરૂણધ્વજ વિમાનની અંદર ચાર પલ્યોપમના આઉખે દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ) || જૈન પ્રતિભાદર્શન ૭. મહાશ્રાવક સદાલપુત્ર પોલાસપુર નગરમાં સદ્દાલપુત્ર નામના એક કુંભકાર શ્રાવક રહેતા હતા. તે ગોશાલાના મતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનસંપત્તિ ત્રણ કરોડ સોનૈયાની હતી. તેમાંનું એક કરોડ નિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં રહેતું હતું. તેમને એક ગોકુળ હતું. તેમને આધીન કુંભારની પાંચસો દુકાન હતી. આ સદ્દાલપુત્ર એક વખત મધરાતે અશોકવાડીમાં ગોશાલાએ કહેલા ધર્મનું ધ્યાન કરતા હતા. આ વખતે એક દેવે પ્રગટ થઈને કહ્યું, “હે દેવાનુપ્રિય, અહીં મહામાયણ કેવલજ્ઞાન-કેવલદર્શનના ધારક શ્રી અરિહંત પ્રભુ પધારશે. તમારે તેમની વંદનાદિ વિધિ સાચવી ખરી લાગણીની સેવના કરવી. આ પ્રમાણે બે-ત્રણવાર કહીને તે દેવ સ્વર્ગમાં ગયો. દેવનાં આ વેણ સાંભળીને સદાલપુત્રે વિચાર્યું કે–તેણે કહ્યા પ્રમાણે ગુણોને ધારણ કરનાર મારો ધર્માચાર્ય ગોશાલો છે. તે અહીં સવારે પધારશે, ત્યારે હું તેમને વંદન કરવા જઈશ. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરિવાર સાથે સદાલપુત્રે ત્યાં આવી વંદના કરી યોગ્ય સ્થાને બેસી પ્રભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે રાતે બનેલી બીનાની બાબતમાં પૂછતાં સદ્દાલપુત્રે તે સાચી હોવાનું કહ્યું. પછી પ્રભુદેવે કહ્યું “હે સદાલપુત્ર, તે દેવે જે કહ્યું કે તારે ગોશાલાને આશ્રીને ન સમજવું.” પ્રભુએ કરેલા આ ખુલાસાથી તેને ખાત્રી થઈ કે દેવે કહેલા ગુણો મહાવીર પ્રભુમાં ઘટે છે. માટે હું તેમને વંદના કરીને પીઠ ફલકાદિ વાપરવા માટે નિમંત્રણ કરું, આમ વિચારી તેણે વંદન કરી પ્રભુને કહ્યું કે—હે ભગવનું, આ નગરની બહારના ભાગમાં કુંભકારની પ00 દુકાનો છે. તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિચરો. આ પ્રમાણે સદાલપુત્રના વેણ સાંભળીને પ્રભુએ તેમ કર્યું. એક વખત સદાલપુત્ર શાલામાંથી માટીના વાસણોને તડકે મૂકતા હતા. ત્યારે અવસર જોઈને પ્રભુએ તેને પૂછ્યું “આ વાસણો ઉદ્યમથી બન્યા કે વિના મહેનતે બન્યા?” ત્યારે તેણે કહ્યું “વગર મહેનતે બન્યા, માટે હું ઉદ્યમને માનતો નથી.” પ્રભુએ કહ્યું, “આ વાસણો કોઈ માણસ ચોરી જાય તો તે તેને શું કરે?” સદાલપુત્રે કહ્યું, “હું તેની તાડના, તર્જના, હનનાદિ કદર્થના કરું.' એટલે પ્રભુએ કહ્યું, “હે સદાલપુત્ર, તારાં જ વચનથી તું ઉદ્યમને કબૂલ કરે છે. તો પછી તારાથી તેનો નિષેધ કરાય જ નહિ.” પ્રભુદેવે કહેલા યુક્તિગર્ભિત વચનોથી તે પ્રતિબોધ પામ્યો, અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે બારે વ્રતો અંગીકાર કર્યા. તેની સ્ત્રીએ પણ તેની માફક શ્રાવકધર્મ સ્વીકાર્યો. આ બીના જાણીને ગોશાલો સદ્દાલપુત્રને પોતાના ધર્મમાં ખેંચવા માટે પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યો. આજીવિકની સભામાં પોતાનાં ઉપકરણો મૂકીને કેટલાએક નિયતવાદીઓને સાથે લઈને સદ્દાલપુત્રની પાસે જવા નીકળ્યો. સદ્દાલપુત્રે ગોશાલાને આવતો જોયો, પણ તેણે તેનો તલભાર પણ આદરસત્કાર કર્યો નહિ અને તે મૌનપણે બેસી રહ્યો. આ પરિસ્થિતિ ઉપરથી ગોશાલાને ખાત્રી થઈ કે આ સદાલપુત્ર મહાવીરના ધર્મનો દઢરાગી છે. તેણે વિચાર્યું કે શ્રી મહાવીરના ગુણોત્કીર્તન કરવાથી મને પીઠ ફલકાદિ મળી શકશે. આ ઇરાદાથી ગોશાલાએ કહ્યું : “હે સદાલપુત્ર, અહીં મહામાહણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક અને મહાનિર્ધામક આવ્યા હતા?' સદાલપુત્રે પૂછ્યું, “દેવાનુપ્રિય, એવા કોણ છે?” ત્યારે ગોશાલાએ કહ્યું : “તેવા પ્રભુશ્રી મહાવીરદેવ છે.' શ્રાવક સદાલપુત્રે કહ્યું -“ક્યા કારણથી તે તેવી ઉપમાને લાયક છે?' ગોશાલાએ કહ્યું “(૧) પ્રભુ મહાવીર અનંત જ્ઞાનાદિને ધારણ Page #388 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૩૩૯ કરનારા ચોસઠ ઈદ્રોને પણ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી મહામાહણ કહેવાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓનો ત્રાસ વર્તી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં ભટકતા ભવ્ય જીવોરૂપિ પશુઓને ધર્મરૂપિ દડે સીધા માર્ગે ચલાવે છે, અને નિર્વાણ રૂપિ વાડાને પમાડે છે, માટે મહાગોપ કહેવાય છે. (૩) જેમ સાર્થવાહ, સાથેના માણસોને જંગલના ઉન્માર્ગે જતા અટકાવે અને ઇષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુ જીવોને વિષય-કષાયાદિ સ્વરૂપ ઉન્માર્ગે જતાં અટકાવે છે, અને મુક્તિરૂપ ઇષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહાસાર્થવાહ કહેવાય છે. (૪) પ્રભુદેવ સન્માર્ગથી ખસી જતા ભવ્ય જીવોને શાંતિ ભરેલાં વચનો વડે સન્માર્ગમાં લાવે છે, અને સંસાર સમુદ્રનો પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (૫) ખલાસી જેમ નાવમાં બેસાડી નિર્વિઘ્નપણે સમુદ્રના કાંઠે ઈષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીવોને ધર્મરૂપ હોડીમાં બેસાડી સંસારનો પાર પમાડે છે માટે મહાનિર્ધામક કહેવાય.” ગોશાલાનાં આ વચનો સાંભળી સદાલપુત્રે તેને પૂછ્યું, “હે દેવાનુપ્રિય, મારા ધર્માચાર્ય સર્વજ્ઞ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છો?' ગોશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સાલપુત્રે કહ્યું, “હે દેવાનુપ્રિય, તમે મારા ધર્માચાર્યના વખાણ કરો છો તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતો નથી. તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠાદિને ગ્રહણ કરો. ત્યારબાદ ગોશાલે તે પ્રમાણે કર્યું. પછી ગોશાલક “આ સદ્દાલપુત્ર મહાવીર દેવનો પરમ દઢ શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી' એમ વિચારી બીજે સ્થળે ચાલ્યો ગયો. એક વખત સદાલપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં ચૌદ વર્ષો વીત્યા બાદ, આનંદ વગેરેની પેઠે પૌષધશાલામાં રહ્યા હતા. આ અવસરે ચુલ્લની પિતાની જેમ તેમને દૈવિક ઉપસર્ગ થયો, તેમાં ફેર એટલો કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મનો ત્યાગ નહિ કરે તો હું તારી આ અગ્નિમિત્ર સ્ત્રીને જરૂર હણીશ.” આ વચન સાંભળી સદાલપુત્ર કોલાહલ કરી તે દેવને પકડવા ગયા, તેવામાં દેવ આકાશમાં ઊડી ગયો. કોલાહલ સાંભળીને અગ્નિમિત્રા આવી અને તેણીએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાશ્રાવક સદાલપુત્ર એક માસની સંલેખના કરવાપૂર્વક સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકે અરૂણાચલ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૮. મહાશ્રાવક મહાશતક રાજગૃહી નગરીમાં મહાશતક નામે એક ગાથાપતિ રહેતા હતા. તેને રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. તેની પાસે ચોવીશ કરોડ સોનૈયા જેટલી ધનસંપત્તિ હતી. તેને નિધાન, વ્યાજ અને વ્યાપારમાં આઠ કરોડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી. તેમની પાસે આઠ ગોકુલ હતાં. દરેક સ્ત્રીના પિતા તરફથી પણ તેમને ઘણી લક્ષ્મી અને ગોકુલ મળ્યાં હતાં. તેમણે પ્રભુની પાસે બાર વ્રતો અંગીકાર કર્યા હતાં. તેમાં પોતાની નિશ્રાનાં ચોવીશ કરોડ સોનૈયા અને આઠ ગોકુલ રાખી તેમણે બાકીના રિવતી પ્રમુખ તેર સ્ત્રીઓના) દ્રવ્યનો ત્યાગ કર્યો હતો. રેવતી પોતાની શોક્યો ઉપર પ્રબળ ઇર્ષાભાવ રાખતી હતી, એથી તેણીએ પોતાની ૧૨ શોક્યો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી નાંખી, તે તમામ સ્ત્રીઓનું દ્રવ્ય પોતે સ્વાધીન કર્યું. અને પોતે એકલી ભોગ ભોગવવા લાગી. આ તરફ તીવ્ર આસક્તિના પરિણામે તે માંસ-મદિરાનો પણ ઉપયોગ કરવા લાગી. એક દિવસ નગરીમાં અમારિ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] [ જૈન પ્રતિભાદર્શન ઘોષણા થઈ, આથી રેવતીને માંસ મળી શક્યું નહિ. ત્યારે તેણીએ ખાનગી રીતે પોતાના પિયરના નોકરોની પાસે મંગાવીને ખાવા માંડ્યું. મહાશતક દેશવિરતિ ધર્મની આરાધના કરતા કરતા ચૌદ વર્ષ વીત્યા બાદ પોતાના વિડેલ પુત્રને કુટુંબાદિનો ભાર સોંપીને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા તેવામાં મદોન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને ભોગ ભોગવવા માટે આકરો અનુકૂલ ઉપસર્ગ કર્યો, તોપણ તે ધર્મધ્યાનથી જરાપણ ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને ચાલી ગઈ. તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની આરાધના કરીને આનંદ શ્રાવકની માફક શરીરને શુષ્ક બનાવી દીધું. અવસરે શુભ ધ્યાનાદિ સાધનોના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. આ જ્ઞાનથી તે લવણ સમુદ્રમાં પૂર્વે, દક્ષિણ અને પશ્ચિમમાં એક એક હજાર જોજન પ્રમાણ ક્ષેત્રની બીના જાણવા લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસર્ગ કર્યો, ત્યારે ક્રોધમાં આવીને તે અવધિજ્ઞાનીએ કહ્યું ‘હે રેવતી, શા માટે આ પ્રમાણે ચીકણાં કર્મ બાંધે છે? આવા પાપને લઈને જ તું સાત દિવસમાં અહીંથી મરીને પહેલી નરકમાં ઉપજીશ.' પોતાના પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસો કાઢવા લાગી અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઈ. આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે મહાશતકને ઘેર શ્રી ગૌતમસ્વામીને મોકલીને કહેવરાવ્યું : ‘હે શ્રાવક, તમારે ક્રોધાદિની આલોચના લેવી જોઈએ.' મહાશતકે પોતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલોચના લીધી. છેવટે તે એક માસની સંલેખના કરી સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાવતસક વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમ સુધી સુખ ભોગવી ત્યાંથી અવીને મહાવિદેહમાં સિદ્ધિપદ પામશે. ૯. મહાશ્રાવક નંદિનીપિતા શ્રાવસ્તી નગરીમાં નંદીનીપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમનાં ગોકુલ અને દ્રવ્ય સંપત્તિની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તેમણે પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. અનુક્રમે તેની આરાધના કરતા કરતા જ્યારે ચૌદ વર્ષ પૂરાં થયાં, ત્યારે તેમણે પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો, અને પૌષધશાલામાં આવી વિવિધ ધર્મક્રિયા કરવાપૂર્વક સર્વ પ્રતિમાઓની આરાધના કરી. છેવટે તે સમાધિમરણે મરણ પામી અથેર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૧૦. મહાશ્રાવક તેતલીપિતા શ્રાવસ્તી નગરીમાં તેતલીપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને ફાલ્ગુની નામે સ્ત્રી હતી. તેમની સમૃદ્ધિ અને વ્રતાદિની બીના પૂર્વની માફક જાણવી. અવસરે તે પોતાના પુત્રને કુટુંબનો ભાર સોંપી પૌષધશાલામાં આવીને પ્રતિમાવહન કરવા લાગ્યા. આ વગેરે બીના શ્રી આનંદ શ્રાવકની માફક જાણવી. છેવટે અંતિમ આરાધના કરીને મહાશ્રાવક તેતલીપિતા કીબ વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. Page #390 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૪૧ ઉપસંહાર આ દશે શ્રાવકોએ પંદરમા વર્ષની શરૂઆતમાં કુટુંબની તમામ વિવિધ ઉપાધિનો ત્યાગ કર્યો હતો. તેમનો દેશવિરતિપર્યાય વીસ વર્ષ પ્રમાણે હતો એટલે તેઓએ નિર્મલ શ્રાવકધર્મની વીસ વર્ષ સુધી આરાધના કરી હતી. તેમ જ તેઓ સર્વ સૌધર્મ દેવલોકમાં સરખા આઉખે દેવપણે ઉપજ્યા હતા. અત્રે ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે પહેલા. છઠ્ઠા. નવમા અને દશમા એ ચાર શ્રાવકોને દૈવિકાદિ ઉપસર્ગો થયા નથી. બાકીના છ શ્રાવકોને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ શ્રાવકને સર્વલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રશ્નોત્તર થયા અને છઠ્ઠા શ્રાવકને દેવની સાથે ધર્મચર્ચાઓ થઈ હતી. દશે શ્રાવકો વિધિપૂર્વક ઉભય ટંક પ્રતિક્રમણ, ત્રિકાલપૂજન, દાન-શીલ-તપ-ભાવ, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ, જિનાજ્ઞાપાલન, પર્વદિને પૌષધાદિ ધાર્મિક ક્રિયા, નમસ્કાર સ્મરણ, પરોપકાર, યતના, સાધર્મિકવાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, વિવેક, સંવર, ભાષાદિસમિતિ, છએ જીવનિકાયની દયા, ધાર્મિકજનોની સોબત, ઇન્દ્રિયદમન, ચારિત્રની તીવ્ર ઉત્કંઠા, સંઘની ઉપર બહુમાન, તીર્થપ્રભાવના, સદાચારી પુરુષોના ગુણગાન, નિંદાના પ્રસંગે મૌન રહેવું, આત્મસ્વરૂપની વિચારણા વગેરે વગેરે ઉત્તમ જ્ઞાનક્રિયાગર્ભિત સદ્ગુણોના પ્રતાપે જેવી રીતે ધર્મવીર બનીને આત્મોન્નતિ સાધી ગયા, તેવી રીતે ભવ્ય જીવો પણ વર્તન કરીને નિજગુણરમણતામય પરમપદને પામે એ જ હાર્દિક ભાવના! Cnc www વિશ્વશાન્તિ મૂલાધાર સમા, સત્ય-પ્રેમ અને કરુણાની ભાગીરથી ગંગાથી શ્રમણ સંસ્થાના ઈતિહાસને ઉજ્જવળ કરનાર ભગવાન મહાવીર પરમાત્માની શ્રમણ પરંપરાને અમારી લાખ લાખ વંદના Page #391 -------------------------------------------------------------------------- ________________ ।। मेवाडनी अस्मिता चउद रत्नो ॥ // (१) केशरीयाजी जैन तीर्थ. पो. धुलव (राज.) उदयपुरथी 60K.M. ११ लाख वर्ष प्राचीन भव्य प्रतिमा विशाल देरासर भोजनशाला, धर्मशाला छे. (२) भावि चोवीशी पद्मनाभ स्वामि तीर्थ उदयपुरमा हाथी पोली अडयो K.M. ७२ इचनी पद्मनाभ स्वामिनी आरसनी भव्य प्रतिमा । बीजा त्रण देरासरो । भोजनशाला छे. (३) आयड तीर्थ तपागच्छ उद्गम स्थल. उदयपुरमा हाथी पोलथी 2K. M. दूर । चार भव्य देरासरी तपागच्छ ना आदि आचार्य जगच्चन्द्रसूरि नी गुरुमूर्ति भोजनशाला बनशे (४) ईसवाल पार्श्वनाथ प्राचीन तीर्थ. पो. ईसवाल जिला उदयपुर नेशनल हाईवे ८. राणकपुर उदयपुरती बच्चे भव्य प्राचीन तीर्थ । धर्मशाला छे. भोजनशाला बनशे. ५) नेमिनाथ आदि पंच तीर्थ खमनौर. पो. खमनौर (राज.) जिला उदयपुर हल्दीघाटीनी नजीक, रक्ततलाइना कोट, पांच भव्य देरासरी । भोजन शाला बनशे । गाम छ. (६) दयालशा किला भव्यतीर्थ. पो. राजसमन्द (राज.) कांकरोली थी एक कि.मी. चौमुख आदीश्वर भगवाननुं विशाल देरासर बीजा ऋण देरासरो अने गुरु गौतम मंदिर धर्मशाला, भोजनशाला, आयंबिल नी पूर्ण सगवड । चितोडगढ़ (राज.) भोजनशाला चालू दे. पो. चिनीडगढ़ (राज.) ज भोजनशाला संथी मां देरासर । (७) करेडा पार्श्वनाथ तीर्थ. पो. भोपालसागर. जिला सम्पति कालीन स्थागवणं पार्थ प्रभूतं वाचन जिनालय (८) चित्तौडगढ़ तीर्थ सातवीश देवरी किला उप शहरमा लिंगा का मंदिर गुरुकुल मां देरासर, पास (९) बनेडा प्राचीन जैन तीर्थ. गाम बनेडा, जिला भीलवाडा (राज.) गाममां जैन घरो छे. सप्तरंगी आदिनाथ भगवाननी प्रतिमाओं । सोनाना 23 कलशयुक्त विशाल देरासर. (१०) सुमतिनाथ जैन देरासर, गोमती चोराया। पो. जनावद. जिला - राजसमन्द (राज.) भारत भरमा प्रथम ओसवाल वंश स्थापक आचार्यश्री रत्नप्रभसूरि गुरु मंदिर भोजन शाला ((११) केलवा प्राचीन तीर्थ. आरसनुं मथक जिला राजसमन्द (राज.) नेश. हाई वे ८ श्वे. तेरापंथ उद्गम स्थल । प्राचीन विशाल ऋण देरासरो । गाममां जैनांनी वस्ती । (१२) मेवाड देलवाडा प्राचीन तीर्थ. पो. देलवाडा जिला. राजसमन्द (राज.) | एक हजार वर्ष प्राचीन पांच देरासरी मां विशाल सुंदर प्रतिमाओं. भोजनशाला चालु छे. (१३) अद्भुतजी शांतिनाथ खामि तीर्थ. एक लिंगजी थी एक कि.मी. दूर 72 इंचनी श्यामवर्णी भव्य पद्मासन प्रतिमा बीजा प्राचीन ऐतिहासिक देरासरां । (१४) श्री राजपुरा आदिनाथ तीर्थ (कानोड) कानोडी एक K.M. दूर प्रकृतिनी गोदमां । प्राचीन देरासर भव्य प्रतिमा दर शनिवारे सामुहिक भक्ति पूजा थाय छे. 1 - आ रह्यो भोमियो अमदावाद थी आवनार हिम्मतनगर थइ केशरीयाजी । पछी उदयपुरमा आयड, पद्मनाभ स्वामिना दर्शन करी 25 K. M. देलवाडा तथा अद्भुतजी दर्शन करी उदयपुर आदी ईसवाल त्यांथी 125K.M. खमनौर त्यांथी 32 K.M. दयालशा किला थी केलवा 10K.M. त्यांथी गोमती चोराया 18 'K.M. त्यांची दपालशा किला थई करेडा पार्श्वनाथ (भोपालसागर) त्यांची चितांग 50K.M. भीलवाडानी पास बनेडा ऐ चित्तीड थी कानोड बहने राजपुरा तीर्थ । (१५) समचरण तीर्थ आचार्यश्री हिमाचलनगर, चारभुजा चांराया (निर्माणाधीन) देसुरी थी 18 K. M., चारभुजाथी 1K.M., रिछेडथी 5K.M. दर्शन जरूर करवा । सौजन्य : प.पू. मेवाडदेशोद्धारक आचार्यश्री जितेन्द्रसूरीश्वरजी म.सा. नी प्रेरणाथी मजेरा निवासी संघवी शा. डालचंदजी खिमराजजी वैद मेहता घ. प. अंसीबाईनी विविध आराधना निमित्ते Page #392 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] પૂર્વકાળના ધર્મપ્રેમી જૈન-જૈનેતરોનાં સુકૃત કાર્યોની પ્રભાવક પરંપરા [ શ્રમણોપાસકોની ગૌરવગાથાનો ઇતિહાસ ] પ્રેષક : પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ સંકલન : વિનોદભાઈ ગુલાબચંદ શેઠ [વિદ્વર્ય સ્વ. પૂજ્ય મુનિરાજશ્રી દર્શનવિજયજી, શ્રી જ્ઞાનવિજયજી અને શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટીમહારાજ)નાં ભારે પરિશ્રમ, વ્યાપક વિહાર અને તલસ્પર્શી સંશોધન-અવલોકનપૂર્વક સંપાદિત થયેલા તથા જિજ્ઞાસુઓને દીવાદાંડીરૂપ બનેલા ‘જૈન પરંપરાનો ઇતિહાસ' નામના ગ્રંથના ચાર ભાગમાં, ૨૯૦૦ ઉપરાંત પૃષ્ઠો પર, ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના સમયથી ૨૪ સૈકા સુધીનો આધારભૂત કડીબદ્ધ ઈતિહાસ આલેખવામાં આવ્યો છે. તેમાં શ્રમણભગવંતોને કેન્દ્રમાં રાખીને, તેઓના ઉપદેશ અને પ્રભાવથી રાજામહારાજાઓ, મંત્રી-મહામાત્યો, વિદ્વન્દ્વનો, શ્રેષ્ઠીવર્યો તથા શ્રદ્ધાવંત શ્રાવક-શ્રાવિકાઓ વગેરેએ જૈનધર્મનાં પ્રચાર-પ્રસાર, પ્રભાવ તેમ જ પ્રભાવનામાં અર્પેલ યોગદાનની અને તેમનાં નાનાં-મોટાં ધર્મકાર્યોની અનેકવિધ વાતો વણી લીધી છે. આ રીતે તેમાં શ્રમણોપાસકોની ગૌરવગાયાનાં વીરનિર્વાણ સં. ૧ ચી પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ. સં. ૨૪૦૦ સુધીના ઇતિહાસની પણ ઝાંખી થાય છે. તેમાંની કેટલીક વિગતોનું સંકલન સ્વ. ત્રિપુરીમહારાજના અનન્ય કૃપાપાત્ર પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજની પ્રેરણાથી ‘જૈન' પત્રના પૂર્વ તંત્રી, તજજ્ઞ વિનોદભાઈ ગુલાબચંદ દેવચંદ શેઠે સારી જહેમત લઈ કરી આપતાં, પ્રસ્તુત ‘જૈન પ્રતિભા-દર્શન' ગ્રંથને અનુરૂપ આ વિસ્તૃત લેખ પ્રગટ કરતાં કૃતકૃત્યતા અનુભવું છું. વિશેષ, જૈન પરંપરાના ઇતિહાસના માધ્યમે આ શ્રમણોપાસકોની ગૌરવગાયાનો ઝાંખીરૂપ ઇતિહાસ પણ સહુકોઈને આપણા ભવ્ય ભૂતકાળની ગરિમાનું દર્શન કરાવવા સાથે પ્રેરણારૂપ બનશે અને બનો એ જ અભ્યર્થના. —સંપાદક) [ ૩૪૩ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] ભગવાન મહાવીરના અનન્ય ઉપાસકો રાજાઓ મગધસમ્રાટ શ્રેણિક, મગધપતિ કોણિક (અજાતશત્રુ), મગધરાજ ઉદાયી, વૃજીસંઘના ગણનાયક વિશાલાપતિ મહારાજા ચેટક, કાશીદેશના ગણરાજા શંખ, અવન્તીપતિ ચંડપ્રદ્યોત, અંગદેશના રાજા દધિવાહન, સુદર્શનનગરના રાજા યુગબાહુ, પોલાસપુરના રાજા વિજયસેન, કુંડગ્રામપતિ (ક્ષત્રિયકુંડના) ગણરાજા નંદિવર્ધન, કૌશામ્બીપતિ શતાનિક, આમલકપ્પાના રાજા સેત, શ્વેતાંબિકાના રાજા પ્રદેશી, પાવાપુરીશાસક ગણરાજા હસ્તિપાલ, કુરુદેશના રાજા અદિતશત્રુ, ઋષભપુરના રાજા ધનબાહુ, વીરપુરના રાજા કૃષ્ણમિત્ર, વિજયપુરનરેશ વાસવદત્ત, સોગંધિકાપતિ અક્ષતિહત, કનકપુરના રાજા પ્રિયચંદ્ર, મહાપુરના બલરાજા, સુઘોષનગરના રાજા અર્જુન, ચપેશ દત્ત, કોશલરાજ મિત્રાનંદિ વગેરે અનેક રાજા-મહારાજાઓ સપરિવાર ભ૦ મહાવીરસ્વામીના અનન્ય ઉપાસકો હતા. (આ રાજાઓ ઉપરાંત અનેક મંત્રીઓ, રાજકારભારીઓ, ક્ષત્રિયો, બ્રાહ્મણો, શેઠ-શાહુકારો વગેરે સપરિવાર પણ ભગવાન મહાવીરના અનન્ય ઉપાસકો હતા.) [ જૈન પ્રતિભાદર્શન ભાવિ તીર્થંકરો : ભ૦ મહાવીરના શાસનમાં (સમયમાં) ૧,૫૯,૦૦૦ વ્રતધારી શ્રાવકો અને ૩,૧૮,૦૦૦ વ્રતધારી શ્રાવિકાઓ હતાં. એ સમયમાં ૯ વિભૂતિઓ એવી હતી કે જે આગામી ચોવીશીમાં ભરતક્ષેત્રમાં તીર્થંકર થનાર છે, જેનાં નામ આ પ્રમાણે છે : (૧) મગધસમ્રાટ શ્રેણિક, (૨) ભગવાનના કાકા સુપાર્શ્વ, (૩) મગધરાજ ઉદાયી, (૪) પોટ્ટિલ અણગાર, (૫) દૃઢાયુ શ્રાવક, (૬) શંખ શ્રાવક, (૮) સુલસા શ્રાવિકા અને (૯) રેવતી શ્રાવિકા. દશ ઉપાસકો : ભ મહાવીરસ્વામીના દશ ઉપાસકોનું વર્ણન ‘ઉપાસકદશાંગ’સૂત્રમાં આપવામાં આવ્યું છે. એ દશ ઉપાસકો (શ્રાવકો)નાં નામ આ પ્રમાણે છે : ૧. આનંદ, ૨. કામદેવ, ૩. ચુલણીપિતા, ૪. સુરદેવ, પ. ચુલી (નાનો) શતક, ૬. કુંડકોલિક, ૭. શકડાલ(સદ્દાલ)પુત્ર, ૮. મહાશતક, ૯. નંદનીપિતા અને ૧૦. શાલિહી(તેતલી)પિતા. (નોંધ : ભ૦ મહાવીરસ્વામીના સમયના કેટલાંક પુન્યવાનોના પરિચય આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવેલ છે.) રાજકુમારી જયંતી : કૌશાંબીના રાજા શતાનિકની બહેન જયંતી અનન્ય ધર્મોપાસિકા હતી. તેણે પોતાનું એક ભવન (મકાન) શ્રમણોને ઊતરવા-રહેવા માટે અલાયદું રાખ્યું હતું. આથી રાજકુમારી જયંતીને ભ૦ મહાવીરસ્વામીના શાસનમાં સાધુઓને સહુપ્રથમ ઉતારો-મકાન આપનારી દર્શાવી છે. તેનામાં ધર્મતત્ત્વને જાણવાની તીવ્ર જિજ્ઞાસાવૃત્તિ હતી. ભ૦ મહાવીરની પર્ષદામાં તે વિવિધ પ્રશ્નો પૂછી ગહન જ્ઞાન પ્રાપ્ત કરતી. પ્રાંતે તેણે ભ૦ મહાવીરસ્વામી આગળ દીક્ષા અંગીકાર કરી હતી. શ્રાવક દેવચંદ્ર અને ભદ્રેશ્વર તીર્થ : વી-નિર્વાણ સંવત ૨૩માં દેવચંદ્ર નામના શ્રાવકે ભદ્રેશ્વરમાં ભ∞ પાર્શ્વનાથનું જિનાલય બનાવી ગણધર શ્રી સુધર્માસ્વામી કે તેમના કોઈ શિષ્યના વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી હતી. Page #394 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૩૪પ ભ0 પાર્શ્વનાથની પરંપરાના સૂરિવરોના ધર્મોપાસકોની તેજ-તવારીખ સિંહલદ્વીપના જૈનધર્મી રાજા : ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી શુભદત્તના પટ્ટધર આ0 હરિદત્તસૂરિના શિષ્ય શ્રી લોહિયાચાર્ય દક્ષિણ ભારતમાં ઘણો સમય વિચર્યા. તેમણે પોતાની અમોઘ દેશના અને ચારિત્રના પ્રભાવે લંકા સુધી જૈનધર્મનો પ્રસાર કર્યો હતો. બૌદ્ધભિક્ષુ ધનસેન વિરચિત મહાવંશકાવ્ય'માં ઉલ્લેખ છે કે ઇ. સ. પુર્વે લગભગ ૪૩૭માં સિંહલદ્વીપના રાજા અનુગાનયે અનુરાધપુરમાં પોતાની રાજગાદી સ્થાપી અને ત્યાં નિર્ઝન્ય મુનિઓ માટે ગિરિ નામનું સ્થાન બનાવ્યું. એ સમયે સિંહલદ્વીપમાં શ્રી લોહિયાચાર્ય પરિવારના જૈન નિગ્રંથો વિચરતા હતા. ત્યાંનો રાજા પણ જૈનધર્મી હતો. રાજાએ એક જિનમંદિર બંધાવ્યું હતું, જે નિર્ગસ્થ કુમ્બન્ધ મુનિના નામથી વિખ્યાત બન્યું હતું. પરમ જૈન રાજા પ્રદેશી : ભ0 મહાવીરસ્વામીના સમયમાં ભ0 પાર્શ્વનાથની શ્રમણ પરંપરામાં ચોથી પાટે ગણનાયક શ્રી કેશીસ્વામી થયા. તેમનાં વરદ્ હસ્તે રાજા પુણ્યપાલે (નૂનપાલે) મુંડસ્થલમાં ભ0 મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી અને તેઓના સદુપદેશથી જૈતામ્બિકાનો કટ્ટર નાસ્તિક રાજા પ્રદેશી જૈનધર્મ સ્વીકારી પરમ ધર્મોપાસક બન્યો હતો. શ્રી કેશીસ્વામી અને ભ0 મહાવીરસ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી વચ્ચેનો સંવાદ અને શંકાનિવારણનો પ્રસંગ ખૂબ જાણીતો છે. શ્રી કેશીસ્વામીનો શ્રમણસંઘ જે “પાર્થાપત્ય' તરીકે ઓળખાતો હતો તે “ઉપકેશગચ્છ' નામથી પણ ઓળખાવા લાગ્યો, અર્થાત્ ભવ પાર્શ્વનાથની શ્રમણપરંપરા ઉપકેશગ' તરીકે પ્રચલિત બની. રાજાદિ ૧,૮0,000 જૈનધર્મી બન્યા : શ્રી કેશ સ્વામીના પ્રપટ્ટધર આવે રત્નપ્રભસૂરિના સમયમાં શ્રીમાલનગર (ભિન્નમાલ)ના રાજકુમાર સુરસુંદર (ઉપલદેવ) અને મંત્રીપુત્ર ઉડે ‘ઉપકેશનગર વસાવ્યું, જે વર્તમાનમાં “ઓસિયા' નામે સુપ્રસિદ્ધ છે. આ0 રત્નપ્રભસૂરિના અનન્ય પ્રભાવ, ઉપકાર અને ઉપદેશથી ઉપકેશનગરના રાજા ઉપલદેવ, મંત્રી ઉહડ તેમ જ ક્ષત્રિયો વગેરે હિંસાદિનો ત્યાગ કરી જૈનધર્મી બન્યા હતા. જેની સંખ્યા ૧,૮0,OOOની હતી. આ સૂરિવરના ઉપદેશથી એક શેઠે (ક મંત્રીએ) જૈનમંદિર બનાવી વીરનિર્વાણ સં. ૭૦માં સૂરિજીના હાથે ભO મહાવીરસ્વામીની મહા ચમત્કારી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, ત્યારથી આ સ્થાન (ઓસિયા) તીર્થરૂપ બન્યું છે. અહીંના રાજાએ પણ નગરની પહાડી ટેકરી) પર શ્રી પાર્શ્વનાથનું વિશાળ જિનાલય અને દેવી સચ્ચયિકાની દહેરી બનાવતાં, જેની વિ. સં. ૭૭માં આ૦ રત્નપ્રભસૂરિ અને તેમના શિષ્ય કોરટાગચ્છના પ્રવર્તક આ૦ કનકપ્રભસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી. રાજ્યની અધિષ્ઠાયિકા પાદ્રદેવી ચામુંડાને પણ આ0 રત્નપ્રભસૂરિએ હિતોપદેશ આપી સમકિતી બનાવી અને સચ્ચિકા (સચ્ચયિકા) દેવી નામ આપી ઉપકેશવંશ (ઓસવાલ)ની કુલદેવી તરીકે સ્થાપિત કરી. ઉપકેશવંશ-ઓસવાલ અને વિવિધ ગોત્રોની સ્થાપના : ઉપકેશનગરના આ નૂતન જૈનધર્મીઓ (મહાજન) સમય જતાં, ઉપકેશનગરના હોવાથી, ઉપકેશવંશ' તરીકે પ્રસિદ્ધિ પામ્યા; અને આગળ જતાં ઉપકેશનગર “ઓસિયા' નામથી ઓળખાતાં, ત્યારથી ઉપકેશવંશના જૈનો “ઓસવાલ” તરીકે ઓળખાવા લાગ્યા છે. વહીઓમાં એવો ઉલ્લેખ મળે છે કે આ0 રત્નપ્રભસૂરિના ઉપદેશથી ઉપકેશપુર અને અન્ય સ્થાનોમાં મળી કુલ ૧૪ લાખ નવા જૈનો બન્યા હતા. સાર વાત એ છે કે ભ૦ પાર્શ્વનાથની Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રમણપરંપરામાં ઉપકેશગચ્છ અને તેની કોરંટાગચ્છ વગેરે અન્ય શાખાઓમાં થયેલા સૂરિવરોના ઉપદેશ અને પ્રભાવથી ખૂબ જ મોટી સંખ્યામાં નવા જૈનો બન્યા છે. આ જૈનો ભિન્ન ભિન્ન કારણે અને સમયે જુદાં-જુદાં ગોત્રો-જાતિથી ઓળખાતા થયા છે અને આ ગોત્રોમાંથી અનેક પેટા જાતિ-જ્ઞાતિઓ પણ નીકળી છે, જેનાં નામ વહીઓના આધારે હજાર ઉપરાંત જોવા મળે છે. તેમાંના કેટલાંક નામો આ પ્રમાણે છે : તાતેડ, બાફણા, નાહટા, જાંઘડા, બૈતાલા, પટવા, દફતરી, કણોવર-કરણાવટ, વલહીલ-વલા, રાંકા, બાંકા, શ્રીશ્રીમાલ, કુલહટ, વીરહટ, મોરિય, શ્રેષ્ઠી, સંચેતી, આઈચણા, આદિત્યનાગ, ચોરડિયા, ગુલેચ્છા, પારખ, સામસુખા, ગદઈયા, ભૂરા, ભાદ્ર, સમદડિયા, ચિંચટ, કુંભર-કુંમટ, કનોજિયા, ડિંડુલ-ડીડ, કોચર, મેહતા, લઘુશ્રેષ્ઠી, બરડિયા, બાંઠિયા, શાહ, હરખાવત, બોથરા, ફોફલિયા, મુકીમ, ધાડીવાલ, રાતડિયા, સખલેચા, કાસટિયા, કોઠારી, ખજાનચી, ખીરસરા, મિન્ની, સુઘેચા, ધાકડ, નાર, સેઠિયા, સોનેચા, વડેરા, આડેચા, હરણ, લુંકડ, હથુંડિયા, ગુન્ટેચા, રામપુરિયા, ખીરસરા, કેશરિયા, લુણિયા, ચૌધરી, પટવારી, ભંડારી, કાનુગા, શેઠ, પિત્તલિયા, કોટેચા, વાગરેચા, બોહરા, સોની, ગાંધી, માલાવત, ચમ્પાવત વગેરે. ઉપકેશગચ્છના ઉપાસકોનાં ધર્મકાર્યોની ઝાંખી શ્રીમાલનગર (ભિન્નમાલ)ના રાજા જયસેન અને અનેક ક્ષત્રિયો વગેરે ઉપકેશગચ્છની પાંચમી પાટે થયેલા આ૦ સ્વયંપ્રભસૂરિના ઉપદેશથી જૈનધર્મી બન્યા હતા. શ્રીમાલ અને પોરવાડ ગોત્રોની ઉત્પત્તિ આ સ્થાનથી થઈ છે. રાજા જયસેનના પુત્ર ચંદ્રસેને અર્બુદગિરિ પાસે ચંદ્રાવતી નામે નગર વસાવી ત્યાં ભO પાર્શ્વનાથનું જિનમંદિર બનાવ્યું હતું. આ નગર પછી ખૂબ આબાદ બન્યું હતું. તેમાં ૩૬૦ જિનમંદિરો હતાં. રાજા જયસેનના બીજા પુત્ર શિવસેને ચંદ્રાવતી પાસે શિવપુરી વસાવ્યું હતું, જે વર્તમાનમાં સિરોહી નામે વિખ્યાત છે. આ0 રત્નપ્રભસૂરિના પટ્ટધર અને ઉપકેશગચ્છની ૭મી પાટે થયેલા આ૦ યક્ષદેવસૂરિએ પૂર્વ ભારતના બંગાલ આદિ પ્રદેશોમાં વિચરી ઘણા લોકોને જૈનધર્મી બનાવ્યા હતા. પૂર્વે આ પ્રદેશના નાગજાતિના જૈનો ભવ પાર્શ્વનાથના ઉપાસક હતા. અત્યારે “સરાક’ નામે ઓળખાતી જાતિના પૂર્વજો પણ જૈન (શ્રાવક) હતા. વિક્રમની ૯મી સદીમાં આ પ્રદેશમાં વિષમ પરિસ્થિતિ સર્જાતા મોટા ભાગનાએ જૈનધર્મ છોડી દીધો હતો. છેલ્લા પચાસ વર્ષથી “સરાક જાતિના લોકો, પોતાના પૂર્વજો જૈન હોવાની જાણકારી મળતાં, પુનઃ જૈનધર્મી બનવા લાગ્યા છે. કનોજના રાજા ચિત્રાંગદે ઉપકેશગચ્છની ૧૪મી પાટે આવેલા આદેવગુપ્તસૂરિ (બીજા)થી પ્રતિબોધ પામી જિનાલય બનાવ્યું અને તેમાં સ્વર્ણમયી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. - નાગોરના શ્રેષ્ઠી નારાયણને આઈ કક્કસૂરિ (ચોથા)એ (કે તપસ્વી કૃષ્ણષિ મુનિરાજે) પ્રતિબોધિત કરી જૈનધર્મી બનાવ્યો અને તેના પરિવારનું બરડિયા ગોત્ર સ્થાપ્યું. શ્રેષ્ઠી નારાયણે નાગોરમાં ભ0 મહાવીરસ્વામીનું મંદિર બનાવ્યું. આ બરડિયા ગોત્રમાં સંઘપતિ પુનડે નાગોરથી છ’રી પાળતો યાત્રા સંઘ કાઢ્યો હતો. તે મંત્રી વસ્તુપાલનો મિત્ર હતો. આO કક્કસૂરિ (પાંચમા)ના શિષ્ય શાંતમુનિના પ્રતિબોધથી ત્રિભુવન દુર્ગપતિ જૈન બન્યો. તેણે જિનાલય બનાવી સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. મરોટની ખાઈમાંથી મળી આવેલ ભO નેમિનાથના Page #396 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૩૪૭ બિબની શ્રીસંઘે નૂતન જિનમંદિર બનાવી સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. પાટણમાં કપર્દી શાહે બંધાવેલ જિનાલયમાં ભ0 મહાવીરસ્વામીની સુવર્ણમિશ્રિત પિત્તલની પ્રતિમાની પ્રતિષ્ઠા ૪૭મી પાટે થયેલા આ૦ સિદ્ધસૂરિ (દશમ)ના વરદ્ હસ્તે કરવામાં આવી હતી. વપ્રનાગ કુળના બ્રહ્મદેવે આ કાર્યમાં મોટો સાથ આપ્યો હતો. આ પ્રતિમાજીનાં નેત્ર અતિ મૂલ્યવાન નીલમણિથી બનાવેલાં હતાં. શ્રી સિદ્ધસૂરિના શિષ્ય જંબૂનાગ મુનિએ યવનાધિપ મુમુચિ (મહમદ ગિઝની) હલ્લો લાવશે પણ તે હારી જશે વગેરે વર્ષફળ કહ્યા મુજબ સાચું પડતાં લોદ્રવાનો રાજા તણ જૈનધર્મ-પ્રેમી બન્યો હતો. ઉપકેશગચ્છની ૪૮મી પાટે આ0 દેવગુપ્તસૂરિ (૧૧મા) થયા. સં. ૧૧૦૮માં ભિન્નમાલમાં તેમના સૂરિપદનો ઉત્સવ ઉજવાતા, તેમાં અનન્ય ધર્માનુરાગી ભેંમાશાહે ૭ લાખ દ્રમ ખરચી લાભ લીધો. તે ખૂબ જ ધનવાન હતો. તેમના ‘ગદિયાણા નામથી સિક્કા ચાલતા, આથી તેમના વંશજ “ગદઈયા' તરીકે ઓળખાવા લાગ્યા. જે આજે પણ છે. મરોટમાં સિંહબળની બહેન રત્નાદેવીએ ૫૪મી પાટે આવેલા આ0 કક્કસૂરિ (૧૩મા)ને યોગશાસ્ત્ર'ની પ્રતિ વહોરાવી હતી. ભાયણા દેશનો રાજા સૂરિજીના પ્રતિબોધથી જૈન બન્યો હતો. આબુની તળેટીમાં ઉંબરરાયે વસાવેલ ઉંબરણી ગામનો ચિચટગોત્રીય શાહ દેશલ દઢ જૈનધર્મી હતો. ઉપકેશગચ્છની પાટપરંપરાના ૬૪મા પટ્ટધર શ્રી દેવગુપ્તસૂરિ (સોળમા) સં. ૧૩૩માં આવે સિદ્ધસૂરિને ગચ્છનાયક પદે સ્થાપતાં, શાહ દેશલે તેનો પદમહોત્સવ ઉજવ્યો હતો. વળી, તેણે આ૦ દેવગુપ્તસૂરિ, આ૦ સિદ્ધસૂરિ આદિ આચાર્યોના હાથે (સાંનિધ્ય) સંઘપતિનું તિલક કરાવી કરોડો રૂપિયા ખરચીને સાતે મહાતીર્થોના ૧૪ વાર સંઘો કાઢ્યા હતા અને જિનમંદિર બંધાવ્યાં હતાં. તેના પૂર્વજોમાં વેસટ શાહ ઓસિયાના અને તેના પુત્ર વરદેવ કિરાટકૂપના જૈન નગરશેઠ હતા. વેસટની પાંચમી પેઢીએ થયેલ સલ્લક્ષણ પાલનપુર આવી વસ્યો હતો અને ત્યાં તેણે ભવ પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું હતું. સાતમી પેઢીએ થયેલ સંઘપતિ ગોસલ શાહ સાત તીર્થોમાં પ્રસિદ્ધ હતો. તેને આશાધર, દેશલ અને લૂણસિંહ નામે ૩ પુત્રો હતા. તેમાં આશાધર દેવગિરિ (દોલતાબાદ) જઈને વસ્યો અને વેપારમાં ખૂબ ધન અને યશ કમાયો. તેણે સં. ૧૩૫રમાં પાલનપુરમાં આ0 સિદ્ધસૂરિના ઉપદેશથી ‘ઉત્તરજઝયણસૂત્તની વૃત્તિ લખાવી. વળી, તેણે તેમ જ માંડવગઢના હરદેવ અને વિજયદેવ તથા ચિત્તોડના સોમસિંહે આ૦ સિદ્ધસૂરિના ઉપદેશથી સંઘ કાઢ્યા હતા. શાહ દેશલને સહજપાલ, સાજનપાલ અને સમરસિંહ નામે ૩ પુત્રો હતા. તેમાં સહજપાલ દાદા આશાધરને ચાર પુત્રી જ હોય પણ પુત્ર ન હોય, એ દેવગિરિ જઈ તેની ગાદી-પેઢીએ બેઠો. તેણે દેવગિરિમાં વિશાળ ભૂમિ પર ભ૦ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ તથા ભમતીમાં ૨૪ જિનની દેરીઓ અને ૪ દેવીઓની દેરીઓ બંધાવી પિતા દેશલની ઉપસ્થિતિમાં આ૦ સિદ્ધસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. દેશલનો બીજો પુત્ર સાજનપાલ પિતાની આજ્ઞાથી ખંભાત જઈને વસ્યો અને તેણે ખંભાતથી શત્રુંજયતીર્થનો સંઘ કાઢયો. ત્રીજો પુત્ર સમરસિંહ (સમરાશાહ) પિતા દેશલની સાથે પાટણ આવી વસ્યો. તેણે શત્રુંજય તીર્થનો મહાન ઉદ્ધાર કરી વિ. સં. ૧૩૭૧માં ભ0 આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી. (સમરાશાહનો વિશેષ પરિચય અન્યત્ર આપેલ છે.) દેશલ શાહના આ વંશજો દેશલહરા નામથી ખ્યાતિ પામ્યા છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન આ ઉપરાંત ઉપકેશગચ્છના ૬૫મા પટ્ટધર આ સિદ્ધસૂરિના હસ્તે માંડવગઢમાં હરદેવ અને વિજયદેવના જિનમંદિરમાં ૨૪ જિનબિંબની પ્રતિષ્ઠા, જૂનાગઢમાં રા'માંડલિકના મંદિરમાં ભ મહાવીરસ્વામી, શત્રુંજય પર ત્રિભુવનસિંહના મંદિરમાં વીસ વિરહમાન ભગવાનની અને ગિરનાર પર ત્રિભુવનસિંહના પુત્ર દંડનાયક મુંજાલની દેવકુલિકામાં જિનબિંબની પ્રતિષ્ઠા થઈ હતી. કચ્છના જામ વીરભદ્રએ ૬૯મી પાટે થયેલા કક્કસૂરિ (૧૮મા)ના ઉપદેશથી પોતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી. જોધપુરમાં મંત્રી જયસાગરે સં. ૧૫૨૮માં ૭૦મી પાટે આવેલા આ૦ દેવગુપ્તસૂરિ (૧૮મા)નો પદમહોત્સવ ઉજવ્યો હતો અને ભવ પાર્શ્વનાથનું મંદિર, પૌષાલ વગેરે બનાવ્યાં હતાં. રાજા અજયપાલ અને અજારા પાર્શ્વનાથ તીર્થ -- સૂર્યવંશી રઘુરાજાના પુત્ર રાજા અજયપાલે અસાધ્ય રોગની પીડાથી રાજ્ય છોડી, શત્રુંજયતીર્થની યાત્રા કરી, દીવમાં આવી વસવાટ કર્યો. એ અરસામાં રત્નસાર નામના વ્યાપારીને સમુદ્રમાંથી ભ પાર્શ્વનાથની પ્રતિમા મળતાં તેણે એ પ્રતિમા અજયપાલને આપી. અજયપાલ આ પ્રતિમાથી અત્યંત પ્રભાવિત બની પૂજા-સેવા સાથે નિત્ય હવણ જળનો ઉપયોગ કરવા લાગ્યો. અને છ મહિનામાં તો તે નિરોગી બની ગયો. રોગમુક્ત બનતા અજયપાળે ત્યાં અજયનગર વસાવ્યું. તેમ જ જિનાલય બનાવી તેમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને મંદિરના નિભાવ માટે ૧૨ ગામ અર્પણ કર્યાં. વર્તમાનમાં સુપ્રસિદ્ધ આ અજારા પાર્શ્વનાથ તીર્થ ત્યારથી તીર્થરૂપ બન્યું છે. આ તીર્થના અનેકવાર જીર્ણોદ્ધાર થયા છે, તેમાં સં. ૧૬૬૭માં તપાગચ્છાચાર્ય વિજયદેવસૂરિની વિદ્યમાનતામાં ઉનાના વતની શ્રીમાળી કુંવરજી જીવરાજ દોશીએ કરાવ્યો હતો. નંદરાજ્યનો પ્રતાપી જૈન મંત્રીવંશ : કલ્પક, શકટાલ આદિ મંત્રીશ્વર કલ્પક : મગધસમ્રાટ શ્રેણિકના પૌત્ર મહારાજા ઉદાયી પરમ જૈન ધર્મી હતા. તેને પાટલીપુત્ર (પટણા) નગર વસાવી પ્રથમ ત્યાં જૈનમંદિર બંધાવ્યું. તેમ જ રાજમહેલ વગેરે બંધાવી મગધદેશની રાજધાની સ્થાપી. વીર સં. ૬૦ લગભગમાં તેનું મૃત્યું થયું. એને કોઈ પુત્ર ન હોવાથી મંત્રીઓએ નક્કી કર્યું કે, હાથણી જેના ઉપર કળશ ઢોળે તે રાજા બને. નંદ નામના નાઈપુત્ર ઉપર હાથણીએ કળશ ઢોળ્યો. મંત્રીઓએ તેને રાજા બનાવ્યો, જે પહેલો નંદ કહેવાયો. આ નંદવંશમાં એક પછી એક એમ નવ નંદ રાજાઓ થયા. આ નવે નંદ રાજાઓના રાજકાળમાં એક જ કુળનો મહાપ્રતાપી, શક્તિશાળી અને દુર્થાંત રાજ્યકર્તા મંત્રીવંશ થયો, જેની ખ્યાતિ આજ પણ ગવાય છે. એ કુળનો આદિ પુરુષ મંત્રીશ્વર કલ્પક હતો. મંત્રી કલ્પકના પિતાનું નામ કપિલ હતું. તે જ્ઞાતિએ બ્રાહ્મણ, બ્રહ્મતત્ત્વનો જાણકાર અને ઉપાસક હતો. એકવાર એક સમર્થ આચાર્ય પાટલીપુત્ર બાજુ વિહાર કરતાં કરતાં, તેના નિવાસસ્થાને આવી પહોંચ્યા. સાંજનો સમય હોય ત્યાં જ સ્થિરતા કરી. કપિલ વેદિવશારદ પંડિત હતો. રાતે તેણે સૂરિજી આગળ અનેક પ્રશ્નો કર્યા. સૂરિપુંગવ વિશાળ શાસ્ત્રવેત્તા અને સ્યાદ્વાદ જ્ઞાનથી પરિશુદ્ધ બુદ્ધિમાન વિદ્વાન હતા. તેઓએ કપિલના દરેક પ્રશ્નના ઉત્તર આપ્યા, તેની શંકાઓ નિવારી અને વિતરાગદેવની વાણીનું Page #398 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૪૯ અમૃતપાન કરાવ્યું. સૂરિજીના ધર્મોપદેશથી કપિલે ખૂબ પ્રસન્ન અને પ્રભાવિત બની શ્રદ્ધાપૂર્વક જૈનધર્મનો સ્વીકાર કર્યો. પંડિત કપિલ ત્યારથી જૈન શ્રમણોને પોતાને ત્યાં ભાવથી નિમંત્રી, સત્સંગ અને ધર્મચર્ચા કરી જૈનધર્મ-સિદ્ધાંતોનું ઊંડું અવગાહન કરવા લાગ્યો. એકવાર કપિલે સૂરીશ્વરને ચોમાસા માટે વિનંતી કરી અને સૂરીશ્વરજી એની વિનંતીથી ત્યાં ચોમાસુ પણ રહ્યા. આ દરમિયાન પંડિત કપિલને ત્યાં એક રૂપસમ્પન્ન બાળકનો જન્મ થયો. એનું ‘કલ્પક' એવું નામ પાડવામાં આવ્યું. એને ગળથૂથીમાં જ જૈનધર્મના સંસ્કાર મળ્યા. ત્યાં આવાગમન કરતા મુનિવરોના સંસર્ગથી પિતાની જેમ પુત્ર પણ જૈનધર્મનો પરમ અનુરાગી થયો. તે પિતા પાસેથી વેદધર્મ અને જૈનધર્મ પામ્યો. અને ક્ષમાશ્રમણો પાસેથી જૈનધર્મનો મર્મ જાણી સમભાવ, મૈત્રીભાવ, ક્ષમાભાવ અને સ્યાદ્વાદની ચતુઃસૂત્રીનો પરમજ્ઞાતા, આરાધક અને નિરૂપક બન્યો. કપિલ પોતાના પુત્ર કલ્પકની આ સવૃત્તિ-પ્રવૃત્તિથી આનંદ અને સંતોષ અનુભવતો અને જિનધર્મનું આરાધન કરતો કરતો સ્વર્ગે સંચર્યો. કલ્પક હવે પચીશ વર્ષનો નવયુવાન થયો છે. મુનિવરોના સતત સમાગમમાં રહે છે અને અનેક વિદ્યાઓ મેળવે છે. જ્ઞાનપ્રાપ્તિ એ જ એનો પરમ વ્યવસાય બન્યો છે. પાટલીપુત્રમાં એની વિદ્યાની તારીફ થાય છે. એના કરતાંયે વધુ એના સદાચારની, એના વિનયની, એની નમ્રતાની અને એની સાધુચરિત સજ્જનતાની ભૂરિ ભૂરિ પ્રશંસા થઈ રહી છે. એકવાર એક વિદ્વાન બ્રાહ્મણે એને શબ્દજાળથી બાંધી એને પોતાની કન્યા પરણાવી દીધી. નંદ રાજાએ કલ્પકની ખ્યાતિ સાંભળી હતી. રાજાએ એના જેવો વિદ્વાન, ત્યાગી, સદાચારી અને પ્રજાપ્રિય રાજ્યનો મંત્રી બને તો સારું, એમ વિચારી એને મંત્રીપદનું નિમંત્રણ આપ્યું. પરંતુ કલ્પકે મંત્રીપદની અનિચ્છા દર્શાવતાં કહ્યું કે, ‘“એ રાજખટપટ મારા જેવા સરસ્વતીપુત્રને ન શોભે. મને લક્ષ્મી કે સત્તાનો મોહ પણ નથી. હું તો આત્મતત્ત્વની પ્રાપ્તિમાં જ જીવન વ્યતીત કરવા ધારું છું.'' રાજાએ પોતાની વાત ન છોડી અને એવી યુક્તિ રચી કે કલ્પકને મહામંત્રીપદનો સ્વીકાર કરવો જ પડ્યો. કલ્પકે મહામંત્રીનું સ્થાન ધારણ કરી પ્રથમ નાના નાના ખંડિયા રાજાઓને વશ કર્યા. ત્યારબાદ કાશી, કૌશલ, અંગભંગ, વિશાલા, કૌશામ્બી અને લિચ્છવીઓને વશ કર્યા. આ રીતે મંત્રીશ્વર કલ્પકે મગધને એક બળવાન રાજ્ય બનાવ્યું. કેટલાક સમય બાદ મહામંત્રી કલ્પને ત્યાં પુત્રલગ્નનો પ્રસંગ આવ્યો. તે ઉત્સવમાં રાજાને આમંત્રી મુગટ, ચામર, છત્ર અને વિવિધ શસ્રો ભેટ આપવાની કલ્પકને ઇચ્છા થઈ અને જોસભેર તેની તૈયારીઓ આરંભી. બીજી બાજુ ઇર્ષાથી બળતાં જુના મહામંત્રીએ આ તૈયારીનો અવળો જ અર્થ કરી રાજાને ભંભેર્યો : “હે રાજન! મંત્રી કલ્પક પોતે જ રાજા થવા ધારે છે. અત્યારે લગ્નપ્રસંગના બહાના હેઠળ એ શસ્ત્રો આદિ બનાવે છે અને આપને નિમંત્રીને પકડી લેવાની તૈયારી કરે છે.'' આ સાંભળી કાચા કાનનો રાજા મૂંઝાયો. તપાસ કરાવી; પણ ભયનો માર્યો એ સાચી વાત ન પામી શક્યો ને જૂના મંત્રીને २० Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] [ જૈન પ્રતિભાદર્શન સાચો માની મહામંત્રી કલ્પકને કુટુંબ સહિત જેલમાં પૂર્યો. શત્રુ રાજાઓએ જાણ્યું કે કલ્પક હવે મંત્રી રહ્યો નથી, આંથી નંદ રાજાને હરાવવાનું સાવ સહેલું છે. તેઓ મગધ ઉપર ચઢી આવ્યા. જંગ ખેલાયો. મગધની સેના હાર ઉપર આવી ગઈ. નંદ રાજાને કલ્પક યાદ આવ્યો. તુરત કલ્પકને બહાર કાઢી આખી પરિસ્થિતિની જાણ કરી. ક્ષમાવીર કલ્પકે રાજાની વિનંતીથી મંત્રીપદ ધારણ કરી ત્વરિત જંગનું સુકાન સંભાળ્યું. કલ્પકની મુત્સદ્દીગીરી, વીરતા અને દૃઢતાથી બધા કાંપતા હતા. એકાએક તેના આગમનની જાણ થતાં શત્રુસેનામાં ભય વ્યાપ્યો : કલ્પક મંત્રી ક્યાંક આપણને ઘેરી લેશે તો! આમ ડરની મારી શત્રુસેના ભાગવા લાગી. મહામંત્રી કલ્પકે મગધના સૈન્ય સાથે પીછો પકડી શત્રુસેનાને પાછી ભગાડી મૂકી. આમ, એક જૈન મહામંત્રીએ પડતા મગધને ઉગારી લીધું. બીજે દિવસે રાજા અને પ્રજાએ મહામાત્ય કલ્પકને સાચા મોતીએ વધાવ્યો; એને મગધનો તારણહાર માન્યો અને લખી આપ્યું કે, “નંદવંશમાં સદાયે કલ્પક વંશનો જ મંત્રી રહે ને રાજ્યતિલક પણ સૌ પહેલાં કલ્પક વંશનો બાળક જ કરે.” કલ્પકે વિરોધી મંત્રીને પણ ક્ષમા અપાવી અને અહિંસા તથા સત્યનો વિજયડંકો વગડાવ્યો. રાજાએ અને પ્રજાએ એણે અપનાવેલા જૈનધર્મને સ્વીકાર્યો, આથી નંદરાજયમાં જૈનાચાર્યોનાં--જૈનશ્રમણોનાં સત્કાર અને સન્માન વધ્યાં. કલ્પકે ફરીવાર સરહદી રાજાઓને તાબે કર્યા અને મગધની સત્તાનો વિસ્તાર કર્યો. મંત્રી કલ્પકનો પરિવાર પણ વિસ્તરતો રહ્યો અને એના વંશજો ઉત્તરોત્તર મહામંત્રી પદને શોભાવતા રહ્યા. મહામંત્રી શકટાલ : નવમા નંદરાજાના સમયે મહામંત્રીપદ એ જ વંશના શકટાલ શોભાવી રહ્યા હતા. તે મહા મુત્સદી અને પ્રતાપી હતા. તેમની હિન્દ બહારના શકો પર પણ એવી ધાક હતી કે તેમનું શકટાલ” એવું સાર્થક નામ બની ગયું હતું. મગધની કીર્તિ અને સત્તા એણે દિગંતવ્યાપિની બનાવી હતી. કાશી, કૌશલ, અંગ, વત્સ, લિચ્છવી, અવન્તી વગેરે રાજયો મગધની આણ હેઠળ હતાં. બધા રાજ્યો રાજા કરતાં પણ મંત્રીશ્વરથી વધુ ડરતાં અને સાવધ રહેતાં હતાં. મંત્રીશ્વર શકટાલને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો તથા યક્ષા, ક્ષદિન્ના, ભૂતા, ભૂતદિના, સેણા, વેણા અને રેણા નામે સાત પુત્રીઓ હતી. સાતેય પુત્રીઓ બાલબ્રહ્મચારિણી અને વિદુષી હતી. દરેકની સ્મરણશક્તિ આશ્ચર્યકારક હતી. પહેલી પુત્રી એક વારમાં, બીજી પુત્રી બે વારમાં એમ અનુક્રમે સાતમી પુત્રી સાતવારમાં નહિ સાંભળેલા શ્લોકો સાંભળીને કંઠસ્થ કરી લેવામાં સમર્થ હતી. સ્થૂલિભદ્ર શકટાલનો વિદ્યાસમ્પન્ન પુત્ર હતો; પણ તે વ્યવહારદક્ષ, ચતુર અને રાજપટુ ન હતો. પિતાએ તેને આ શિક્ષણ માટે પાટલીપુત્રની બહુ જ રૂપસંપન્ન અને કલાદક્ષ ગણાતી કોશા ગણિકાને ત્યાં મૂક્યો. યુવાન સ્થૂલિભદ્ર અને કોશા પ્રેમથી મળ્યા, જાણે પૂર્વભવના સ્નેહસાગર માટે ચંદ્રિકાનો વિકાસ થતો હોય એમ મળ્યા, અને એક બીજાના આત્મીય બની ગયા. કોશાએ ગણિકાનો ધંધો છોડી દઈ કુલવધૂપણું સ્વીકાર્યું અને સ્થૂલિભદ્ર ઘેર જવાનું માંડી વાળી કોશાને ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. આમને આમ બાર બાર વર્ષનાં વહાણાં વાયાં. દિવસ ને રાત સુખ, ભોગવિલાસ, રંગરાગ, સંગીત, નૃત્ય, એશ અને આરામમાં જવાં લાગ્યાં. Page #400 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૫૧ અહીં પાછળ મંત્રીના બીજા પુત્ર શ્રીયકના લગ્નના દિવસો નજીક આવ્યા. મંત્રીશ્વરે પોતાના નાના પુત્રના લગ્નપ્રસંગનો પૂરો લહાવો લેવાનું વિચાર્યું. સાતે પુત્રીઓએ તો ભગવતી સરસ્વતીની માફક આજન્મ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ રાખ્યો હતો. જ્યારે મોટા પુત્ર સ્થૂલિભદ્રનો લગ્નોત્સવ નહોતો થઈ શક્યો. એટલે માતાપિતાએ શ્રીયકના લગ્નમહોત્સવને જીવનમાં પહેલો કે છેલ્લો જ ઉત્સવ માની ખૂબ તૈયારી કરી હતી. એમની ઇચ્છા હતી કે ખુદ નંદરાજાને પોતાને ત્યાં બોલાવી રાજસત્કાર કરીશું અને એ માટે ભેટરૂપે આપવા તે પોતાના મહેલમાં આભૂષણો, શસ્ત્રો વગેરે તૈયાર કરાવતો હતો. બ્રાહ્મણ-પંડિત વરરુચિને આ વાતની જાણ થઈ. શકટાલનો એ પ્રતિસ્પર્ધી હતો. પૂર્વે રાજસભામાં રાજસ્તુતિ કરતાં તેને ઇનામમાં પ્રતિદિન ૧OO સોનામહોરો મળતી. મંત્રી શકટાલે રાજા દ્વારા ઉડાવાતાં આ રોજના ધનવ્યયને યુક્તિપૂર્વક બંધ કરાવતાં તેમ જ તેના 100 સોનામહોર પોતાને ગંગામૈયા આપે છે એવા ફરેબને ઉઘાડો પાડતા, રોષે ભરાયેલા વરસચિએ આ તક સાધી. તેણે પ્રજામાં એવા સમાચાર વહેતા મૂક્યા કે, “મંત્રી શકટાલ શસ્ત્રો તૈયાર કરાવી, રાજાને મારી નાખી, સ્વયં રાજા બનવા માગે છે.'' આ સમાચાર નગરમાં ફેલાતા ફેલાતા નંદરાજાને કાને પહોંચ્યા. એણે ગુપ્તચર મોકલી તપાસ કરાવી. મંત્રીને ત્યાં આભૂષણો અને શસ્ત્રો બની રહ્યાં છે એ જાણી રાજા વહેમાઈ ગયો. આગળ-પાછળનો કોઈ વિવેક-વિચાર ન કરતાં, વહેમનો એ કીડો એના મગજને કોરી ખાવા લાગ્યો. બીજે દિવસે રાજસભામાં મંત્રી શકટાલે રાજા નંદનું વિચિત્ર વર્તન અનુભવ્યું. એ વિપરીત સમાચાર તેને મળ્યા જ હતા. રાજા નંદનું વર્તન અને ગુસ્સો તે પામી ગયો. એને પોતાના પૂર્વજ કલ્પક મંત્રી ઉપર પ્રથમ નંદરાજે કરેલા જુલમની યાદ આવી. એ કલ્પી ગયો કે પોતાની તેમ જ કુટુંબ આખાની સલામતી જોખમમાં છે. તુરત ઘરે આવ્યો. કુટુંબના ભાવિનો વિચાર કરતાં તેણે નિર્ણય કર્યો કે, કુટુંબને બચાવવા પોતે જ પોતાનું સમર્પણ કરવું. પુત્ર શ્રીયકને સઘળી વાતની જાણ કરી અને પોતાનો નિર્ણય જણાવ્યો કે, “કાલે રાજસભામાં તારે તલવારથી મારું માથું ઉડાવી દેવાનું છે.” આ સાંભળી શ્રીયક દિગમૂઢ બની ગયો. ઘણી આનાકાની કરી; પરંતુ આખરે કુળની રક્ષા માટે પિતાનો આદેશ દુભાતા દિલે તેને સ્વીકારવો પડ્યો. મંત્રીશ્વરે પણ પોતાના મોંમા કાળપુટ ઝેરની ગુટિકા રાખી લીધી. કાળમુખો એ દિવસ ઊગી ચૂક્યો. આજે રાજસભાનું વાતાવરણ સંક્ષુબ્ધ હતું. સભા ચિક્કાર ભરાઈ હતી. વરરુચિ પણ અપમાનનો બદલો વાળવાની ઇચ્છાથી આવી પહોંચ્યો હતો. શ્રીયકે આજની રાજસભાનું વાતાવરણ આવતાંવેંત માપી લીધું. એનું મન વિચારોના ઝોળે ચડ્યું. એક તરફ પિતાજીને કમોતે મારવા માટે પોતાની જાત ઉપર તિરસ્કાર છૂટ્યો ને બીજી તરફ એને પિતાજીની ભવ્ય ત્યાગવૃત્તિ, અવૈરભાવ અને કુળરક્ષાની અગમચેત દક્ષતા ઉપર માન ઉપર્યું. મંત્રીશ્વર હંમેશની માફક એ જ છટાથી રાજસભામાં આવ્યો અને નમ્યો. કિન્તુ રાજાએ સામું જોયું ન જોયું ત્યાં તો શ્રીયકે લાગ જોઈ પોતાની તલવારથી પિતાનું માથું ઉડાવી દીધું. મંત્રીશ્વરનું અરિહંત, નમો અરિહંતાણું બોલતું માથું ઊડ્યું ને ધરતી ઉપર પછડાયું. ચોગરદમ લોહીનો ફૂવારો છૂટ્યો. રાજા અને પ્રજા ચકિત થઈ આ ભયંકર દૃશ્ય જોઈ રહ્યાં. રાજાએ શ્રીયકને પૂછ્યું : “અરે, આ તે શું કર્યું!' શ્રીયકે કહ્યું : “રાજાજીને એમ લાગે છે કે મંત્રીશ્વર રાજદ્રોહી બન્યો છે, તો મારા જીવતાં નંદ | Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર ) [ જૈન પ્રતિભાદર્શન રાજનો દ્રોહી જીવતો કેમ રહી શકે?” રાજાએ એની રાજભક્તિ ઉપર પ્રસન્ન થઈ પૂછ્યું : “સાચું શું છે તે કહે.” મંત્રીપુત્ર ધીરજથી યથાર્થ વાત કહી સંભળાવી. રાજા આ સાંભળી ચમકડ્યો અને બોલ્યો : “હવે તું જ મંત્રીશ્વરની જગા ઉપર બેસી જા.' શ્રીયકે કહ્યું : “મારા વડીલબંધુ સ્થૂલિભદ્ર કોશા વેશ્યાને ત્યાં છે. એમને બોલાવી એ પદ એમને આપો.” રાજાએ કોશાને ત્યાંથી સ્થૂલિભદ્રને બોલાવ્યો અને પિતાના મૃત્યુના સમાચાર કહી રાજમંત્રીપદ માટેનું નિમંત્રણ આપ્યું. સ્થૂલિભદ્રએ રાજાને કહ્યું : “મને વિચારવા દો.” રાજાએ કહ્યું : “હમણાં જ રાજઉદ્યાનમાં જઈ વિચારીને મને જવાબ આપો.' સ્થૂલિભદ્ર રાજસભામાંથી ઊઠી ઉદ્યાનમાં ગયા અને વિચારતાં ચકડોળે ચડ્યા. એમણે પહેલાં તો પિતાનું મૃત્યુ કરાવનાર ઉપર વેરનો બદલો લેવાનું ચિંતવ્યું અને વિચારો આવ્યા કે હું સત્તાધીશ બની હુકમ ચલાવીશ, રાજ્ય સુધારીશ, રાજસત્તા વધારીશ વગેરે વગેરે મનમાં આવ્યું ને ગયું. ક્ષણવારમાં બીજી બાજુના વિચારે એમનો સુપ્ત સંસ્કાર સંકોરાયો ને સંસારદેષ્ટાની વિચારધારા જ પલ્ટાઈ ગઈ. પિતાજીનું કમોત, રાજપ્રપંચ વગેરેથી એનું મન ખિન્ન બનવા લાગ્યું. રાજસત્તા અને સંસારની સુખ-સાહ્યબી એને વામણી-વાંઝણી ને નકામી દેખાવા લાગી. આત્મદશાનો અંકુર જાગૃત થતાં એમનો વિરક્ત ભાવ વધવા લાગ્યો. તે એટલો વધી ગયો કે ત્યાં જ એમણે પોતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કરી રત્નકંબલના તાતણામાંથી રજોહરણ બનાવી તે નિગ્રંથ સાધુ બની ગયા. ને “ધર્મલાભ'ના પ્રઘોષ સાથે રાજસભામાં પ્રવેશ કર્યો. મંત્રમુગ્ધ બનેલી રાજસભામાં પોતાનો નિર્ણય જાહેર કરતાં બોલ્યા : “રાજ! તમે તો મને એક જ મંત્રીમુદ્રા આપવાના હતા, જ્યારે મને તો પંચમહાવ્રતની પાંચ-પાંચ મુદ્રાઓ મળી ગઈ છે. અને તેમાંથી જ પરમપદ પ્રાપ્ત થાય છે. હું તો હવે ગુરુચરણે જાઉં છું. તમે પણ સત્યને સમજજો અને ધર્મના માર્ગે ચાલજો.” આટલું ઉચ્ચારી રાજસભામાંથી એ ધીર-ગંભીર પગલે ચાલી નીકળ્યા. શ્રી યૂલિભદ્રજીના ગયા પછી, રાજાના આગ્રહથી, મહામંત્રીનું સ્થાન શ્રીયકે ગ્રહણ કરતાં, કલ્પકના વંશજમાં જ આ સ્થાન કાયમી જળવાઈ રહ્યું. બીજી બાજુ, શ્રી સ્થૂલિભદ્રજીએ ગુરુ ચરણે જઈ પ્રવજ્યા અંગીકાર કરી અને કેટલાક સમય બાદ ત્યાગમાર્ગે જવા ઉત્સુક પોતાની સાત બહેનોને તેમ જ લઘુબંધુ મહામંત્રી શ્રીયકને પણ આચાર્ય સ્થૂલિભદ્રસૂરિએ પ્રવજ્યા-દીક્ષા આપી. આમ, આ કલ્પકકુળે પ્રતાપી જૈન મંત્રી વંશ આપીને તેમ જ શ્રી સ્થૂલિભદ્ર જેવા મહાપ્રતાપી સૂરિપુંગવ આપીને જૈન ઇતિહાસના ગૌરવમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. મહાન ધર્મપ્રચારક સમ્રાટ સમ્પતિ મહારાજા જિનશાસનમાં જૈનધર્મનો પ્રચાર-પ્રસાર કરનાર અનેક રાજાઓ થઈ ગયા, તેમાં રાજા સમ્રતિનું નામ ખાસ ઉલ્લેખનીય છે. સમ્રાટ સમ્મતિએ છત્રીસ હજાર પ્રાચીન જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, [ સવા લાખ નવા જિનાલયો બંધાવ્યાં હતાં અને સવા કરોડ (કે સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી હતી. Page #402 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૫૩ તેણે પોતાનો પૂર્વભવ જાણીને ભૂખ્યા-દુખ્યા માટે રાજ્યમાં સાતસો દાનશાળા ખુલ્લી મુકાવી હતી. રાજા સમ્મતિએ પોતાનાં અસૂર્યપશ્યાં રાજરાણીઓ, રાજકુમારીઓ, રાજકુમારો અને સામંતોને પણ સંયમપંથે વળાવી તથા દૂરસુદૂર પ્રદેશોમાં વિહાર કરાવી જૈનધર્મનો વ્યાપક અને વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતો. તેણે આંધ્ર, તામિલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગૂર્જર, માળવા, સૌરાષ્ટ્ર, રાજપૂતાના વગેરે પ્રાતોમાં જૈનધર્મને વધુ જ્વલંત અને પ્રબળ બનાવ્યો હતો તથા ચીન, બર્મા, સિલોન, અફઘાનિસ્તાન, નેપાળ, ભુતાન વગેરે દેશોમાં જૈનધર્મનો સંદેશ પહોંચાડ્યો હતો. ઉપરાંત તેણે અવંતી (ઉજજૈન)માં પોતાના ઉપકારી આચાર્ય શ્રી સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણ સમેલન મેળવી નાનકડી આગમવાચના પણ કરાવી હતી. સમ્રાટ સમ્રતિના પરમ ઉપકારી શ્રી સુહસ્તિસૂરિ, જેઓ જિનકલ્પતુલ્ય સાધનાના સાધક શ્રી મહાગિરિસૂરિના લઘુ-ગુરુબંધુ, મહાપ્રતાપી કામવિજેતા શ્રી સ્થૂલિભદ્રસૂરિના શિષ્યરત્ન અને શ્રી વીરશાસનની શ્રમણ-પરંપરામાં શ્રી સુધર્માસ્વામીની પાટે દશમાં પટ્ટધર હતા. ' સૂરિજીનો મેળાપ અને પૂર્વભવની ઓળખ : યુવરાજ સમ્રતિ એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠો હતો. તે સમયે આ. મહાગિરિસૂરિ અને આ. સુહસ્તિસૂરિ આદિ ચતુર્વિધ સંઘ સહિત પ્રભુજીની ભવ્ય રથયાત્રા અવંતીના રાજમાર્ગે ફરતી ફરતી આવી ચઢતાં, તેણે રથયાત્રામાં આવતા આ. સુહસ્તિસૂરિને જોયા. સૂરિજીને જોતાં જ તેને વિચાર આવ્યો કે, એમને ક્યાંક જોયા છે. એ જ વિચારમાં અંતર્મુખ બની જતાં એને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું ને સાથે જ અતીતની સ્મૃતિ જાગી ઊઠી : અહો! આ તો મારા પૂર્વભવના ગુરુજી છે. સૂરિજીને ઓળખી જતાં તેના આનંદનો અવધિ ન રહ્યો. પછી પોતે નીચે આવી અહોભાવથી ગુરુજીને પ્રણામ કર્યા અને વિવેકપૂર્વક પૂછ્યું : “‘ગુરુદેવ! આપ મને ઓળખો છો?” સૂરિજી બોલ્યા : “રાજન! અવંતીપતિને કોણ ન ઓળખે?” સમ્મતિએ ફરી પ્રશ્ન કર્યો : “ગુરુવર! આ સિવાય બીજી રીતે આપ ઓળખો છો?'' સૂરિજી જ્ઞાનોપયોગ મૂકીને બોલ્યા : “હા, હા, હવે તારા પૂર્વભવને જાણી, બીજી રીતે પણ ઓળખ્યો.” ને સૂરિજીએ તેના પૂર્વભવનો સર્વ વૃતાંત કહી સંભળાવ્યો : એકવાર અમે કૌશામ્બી ગયા હતા. એ વખતે ભીષણ દુકાળ પડ્યો હતો. પરંતુ શ્રાવકસંઘ સાધુઓની પૂર્ણ ભક્તિ કરતો હતો. એક દિવસ એક ક્ષુધાતુર રંક કે જેને ભિક્ષા નહોતી મળતી, તેણે સાધુઓને ભિક્ષા મળતી જોઈને કહ્યું : “મને ખાવાનું કંઈક આપો.” શિષ્યો તેને અમારી પાસે લાવ્યા. અમે ભાવિ લાભનું કારણ જાણી કહ્યું : “તું દીક્ષા લે તો અમે આહાર આપીએ.” એ કે દીક્ષા સ્વીકારી. પછી અમે એને સારી રીતે આહાર કરાવ્યો. એણે ઘણા દિવસની ભૂખ હોય ખૂબ દાબીને ખાધું. પણ પછી તેને પેટમાં વાયુ ભરાઈ જવાથી ખૂબ દર્દ ઉપડ્યું. શ્રીસંઘે અને સાધુઓએ એની છેક સુધી સુશ્રુષા કરી અને ધર્મ પણ સંભળાવ્યો. તે સાધુધર્મની અનુમોદના કરતો દીક્ષાદિવસની પ્રથમ રાત્રિએ કાળધર્મ પામી અવ્યક્ત સામાયિકના ફળરૂપે રાજકુળમાં જન્મ્યો, જન્મતા જ એને રાજય મળ્યું અને એ રાજા થયો. રાજ! એ તું જ રાજા સમ્મતિ છે.” મૌર્યવંશ : રાજા સપ્રતિ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના વંશજ અર્થાત મૌર્યવંશી હતા. મહાન મુત્સદી પંડિત ચાણકયે નંદવંશના (નવમા) રાજાને હરાવી નંદવંશને સ્થાને મૌર્યવંશ સ્થાપ્યો. ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક કર્યો અને પોતે મહામંત્રીપદ સંભાળ્યું. રાજા ચંદ્રગુપ્ત રાજ્યનો વિસ્તાર વધારી ભારતભરમાં Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન આણ પ્રવર્તાવી: ઇતિહાસકારો કહે છે કે તે વખતે હિંદમાં મહાન પ્રતાપી રાજા ચંદ્રગુપ્ત જ હતો અને ત્યારે ભારત ઉન્નતિના શિખરે હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત પછી તેનો પુત્ર બિંદુસાર ગાદીએ આવ્યો અને સમ્રાટ બિંદુસાર પછી તેનો પુત્ર અશોક ગાદીએ આવ્યો. સમ્રાટ ચંદ્રગુપ્ત અને બિંદુસાર જૈનધર્મી હતા. સમ્રાટ અશોક શરૂઆતમાં જૈનધર્મી હતો; પણ પછી બૌદ્ધ સાધુઓના પરિચયથી તેમ જ બૌદ્ધધર્મી રાણી તિષ્યરક્ષિતાના સહવાસથી બૌદ્ધધર્મી બન્યો; પરંતુ કલિંગના યુદ્ધમાં અસંખ્ય માનવીના સંહારથી તે દ્રવિત બની બૌદ્ધ ધર્મની કટ્ટરતા તજીને દરેક ધર્મો પ્રત્યે સમભાવી બન્યો. “રાજતરંગિણી'માં લખ્યું છે કે, “સમ્રાટ અશોક તેની પાછલી જિંદગીમાં ચાર વર્ષ જૈનધર્મી રહ્યો હતો. એણે અનેક ફરમાનો કાઢીને અહિંસાધર્મનો સુંદર પ્રચાર કરાવ્યો હતો. સમ્રાટ અશોકનો પાટલીપુત્ર કૃણાલ હતો. તે કુમારાવસ્થામાં જ વિમાતા તિષ્યરક્ષિતાના પ્રપંચથી અંધ બનતા રાજા થવાને યોગ્ય ન રહ્યો. આથી અશોકે પોતાના બીજા પુત્રને (કૃણાલના ઓરમાનભાઈને) યુવરાજપદ આપ્યું. ત્યારબાદ કેટલાક સમયે કુણાલની પત્ની શરતશ્રીએ પુત્રને જન્મ આપ્યો. કુણાલે પિતા અશોક પાસે જઈ પુત્રજન્મની વાત કરતાં રાજા અશોક પ્રસન્ન થયો. પોતાના રાજ્યનો સાચો વારસદાર તો એ હતો જ, એટલે સમ્રાટ અશોકે પૌત્ર સમ્રતિને પણ યુવરાજ પદે સ્થાપી, કુમારભક્તિમાં અવંતી (ઉજજૈન)નો પ્રદેશ આપ્યો. જેનધર્મનો સ્વીકાર તથા સંગીન ધર્મપ્રચાર અને ધર્મકાર્યો : સપ્રતિકુમાર રાજખટપટનો ભોગ ન થાય તે માટે અશોક તેને અવંતીમાં જ રાખતો હતો. આ અવંતીમાં યુવરાજકાળે સમ્મતિએ આચાર્ય સુહસ્તિસૂરિના મેળાપથી પોતાનો પૂર્વભવ જાણી અને તેમના ઉપકાર અને ઉપદેશથી પ્રભાવિત બની જૈન ધર્મનો સ્વીકાર કર્યો. સાથે સમ્યકૃત્વ સહિત શ્રાવકનાં બાવ્રત અંગીકાર કરીને ઉત્તરોત્તર જિનભક્તિ, આરાધનાદિમાં આગળ વધી તે પરમ અહિતોપાસક બન્યો. સાથોસાથ, જૈનધર્મનો પ્રચાર કરવામાં તત્પર બની, પોતાના સારાયે રાજ્યમાં તથા પર પ્રાંતો અને દેશોમાં પણ જૈનધર્મનો સંગીન પ્રચાર-પ્રસાર કરાવી તેમ જ જિનોપાસનાદિ કરવાની સુવિધા રાજ્યભરમાં સુલભ બનાવવા ભગીરથ પ્રયત્નો કરી, ઠેર ઠેર ધર્મસ્થાનો અને અનેકવિધ ધર્મકાર્યો સાકાર કરાવી તે જૈનધર્મનો મહાન ધર્મપ્રચારક પણ બન્યો. આમ, રાજા સમ્મતિએ પરમ હિતોપાસક અને મહાન ધર્મપ્રચારક બની જિનશાસનની અનુપમ સેવા અને પ્રભાવના કરી. સ્થાયી અને ચિરસ્થાયી ધર્મકાર્યોની ઝાંખી: સમ્રાટ સમ્મતિએ જિનશાસનની પ્રભાવના જે તે ધર્મપ્રવૃત્તિઓ અને ધર્મકાર્યો દ્વારા કરાવી તે સર્વ વિગતો, વિસ્તારના ભયે, ગ્રંથની મર્યાદાના કારણે, અત્રે આપવી શકય નથી. તેમ છતાં અહીં ઉપરોક્ત અને નીચે આપેલ ઝાંખીરૂપ વિગતો પણ સહુ કોઈને પ્રેરણાદાયી બનશે જ, એવી શ્રદ્ધા છે. * રાજા સમ્મતિ પોતાના સામંતો સાથે એક દિવસ રાજમહેલ પાસે રથયાત્રાનાં વંદનાસત્કાર કરી રહ્યા હતા. રાજાએ આ સમયે સામંતોનો ભાવોલ્લાસ જોઈ. તેમને જૈનધર્મ સ્વીકારવા સમજાવ્યા. આથી ૧. જ્યારે કુણાલે પુત્રજન્મની વાત પિતા અશોકને કહી સંભળાવી ત્યારે રાજા અશોકે સાનંદાશ્ચર્ય પામી પૂછ્યું : પુત્રનો જન્મ ક્યારે થયો ?' કુણાલે ઉત્તરમાં “સમ્મતિ'' (અર્થાતુ હમણાં જ) કહેતાં, કુણાલપુત્ર ત્યારથી સમ્મતિ'ના નામે ઓળખાવા લાગ્યો. Page #404 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૫૫ સામંતોએ જૈનધર્મ અંગીકાર કર્યો અને તે સાથે તેઓએ પોતપોતાના રાજ્યમાં જઈ રથયાત્રા કાઢવાની ] શરૂઆત પણ કરી. * સમ્મતિ રાજાએ સિદ્ધાચલ, સિવંતગિરિ, ગિરનાર, શંખેશ્વર, નાંદિયા, બ્રાહ્મણવાડા વગેરે તીર્થોના સંઘ કાઢી યાત્રા કરી તેમ જ એ તીર્થસ્થાનોમાં રથયાત્રા પણ કાઢી. * આ. સ્થૂલિભદ્રસૂરિની અધ્યક્ષતામાં પહેલી આગમવાચના થઈ હતી, અને આગમાં સુરક્ષિત જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરી હતી. પરંતુ મુનિઓનું અસંગ જીવન એટલે કાયમ સમૂહરૂપે રહી શકાય નહીં અને એકધારું પઠન-પાઠન ચાલી શકે નહીં ઇત્યાદિ કારણે કંઠસ્થ જિનવાણીની રક્ષામાં અનેક અંતરાયો આવી ઊભા રહેતા. પરિણામે જિનવાણીને મુખપાઠ રાખનારા મુનિવરોની સંખ્યા ઓછી થતી જતી હતી. આથી સમ્રાટ સમ્મતિએ આ. સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણ સંમેલન મેળવી, નાનકડી ના કરાવી હતી અને મુનિવરો દૂર દૂરના ક્ષેત્રમાં વિચરે અને ત્યાં પણ આગમાભ્યાસ ચાલુ રહે એ માટે વ્યવસ્થા પણ કરાવી હતી. * સમ્રતિ મહારાજાએ અનેક જિનાલયો બનાવ્યાં અને અનેકાનેક જિનબિંબો સ્થાપ્યાં. તેમાં હમીરગઢમાં ભ. પાર્શ્વનાથનું જિનાલય, પાવાગઢમાં ભ. સંભવનાથનું, ઇડરગઢમાં ભ. શાંતિનાથનું, નાગદા (મેવાડ)માં ભ. પાર્શ્વનાથનું તેમ જ પૂર્વદિશામાં રોહનગિરિ ઉપર ભ. પાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપટ્ટન નગરે ભ. ચંદ્રપ્રભનું, ઉત્તરે મારવાડમાં ધાંધાણી ગ્રામ ભ. પદ્મસ્વામીનું અને દક્ષિણે ઇલોરગિરિની ગુફામાં ભ. નેમનાથનું જિનાલય બંધાવ્યું હતું. આ ચારે દિશાઓના જિનાલયોથી તેમનો વિશાળ રાજ્યવિસ્તાર પણ જાણી શકાય છે. * વિક્રમના છઠ્ઠા સૈકામાં પોરવાડ મંત્રી સામત સમ્રાટ સપ્રતિનાં ઘણા દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, જેમાં હમીરગઢ, વિજાપુર, વરમાણ, નાંદિયા, બ્રાહ્મનવાડા અને મુહરીનગરી વગેરે મુખ્ય હતા. તાત્પર્ય કે આ સ્થાનોમાં સમ્મતિએ જિનાલયો બંધાવ્યાં હતાં. + રાજા સમ્મતિએ યુવરાજકાળમાં જ પશ્ચિમ અને દક્ષિણ ભારતના રાજયો જીતી અવંતીની રાજસત્તા અને કીર્તિ ખૂબ વિસ્તારી હતી. કે ભગવાન મહાવીરસ્વામીના સમયથી જૈનધર્મના પ્રચારનું કેન્દ્ર મગધ હતું. ત્યાર પછી, લગભગ ત્રણ સૈકા બાદ, સમ્રાટ સમ્મતિના સમયે (વીર સં. ૨૭૫માં) ભારતમાં જૈનધર્મની વિજયપતાકા ફરકાવવાનું મહાન કેન્દ્ર અવંતી બન્યું હતું. * સમ્રાટ સમ્રતિના સિક્કા તેના રાજ્યશાસન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. આ સિક્કામાં એક બાજુ ઉપર-નીચે સM અને ટી શબ્દો લખેલા અને બીજી બાજુ ઉપર-નીચે* અને '. ચિહ્નો જોવા મળે છે. કોઈ કોઈ સિક્કામાં આ ... ચિહ્નની નીચે ક (સ્વસ્તિક) પણ જોવા મળે છે. સામાન્ય રીતે મૌર્ય સિક્કાઓમાં એક બાજુ ઉપર-નીચે ને અને ડ્રો ને બીજી બાજુ ઉપર-નીચે* .* અને ક ચિહ્નો હોય છે. જૈનો હંમેશાં દેરાસરમાં પ્રભુની સામે ચોખાની આવી નિશાનીઓ કરે છે. (‘મોર્ડન રીવ્યુ સને ૧૯૩૪ જૂનનો અંક, પૃષ્ઠ ૬૪૭.) * સમ્રાટ સમ્મતિના ધર્મકાર્યોમાં કેટલાંક એવાં ચિરંતન કાર્યો છે, જે અદ્યાપિ મૂર્તરૂપે જોવા મળે છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન જેમ કે, સમ્પ્રતિ મહારાજાના સમયની અનેક જિનમૂર્તિઓ આજે કેટલાંક તીર્થો અને જિનમંદિરોમાં બિરાજમાન જોવા મળે છે. તેણે બનાવેલી જૈનગુફાઓ પણ આજે દક્ષિણ ભારતમાં અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. સમ્પ્રતિએ તક્ષશિલામાં પિતા કુણાલને ધર્મારાધના કરવા માટે મોટો જિનવિહાર બંધાવી આપ્યો હતો, જે તક્ષશિલાના ખંડેરોમાં આજે પણ ‘શિકાપ' વિભાગમાં કુણાલના સ્તૂપ તરીકે વિદ્યમાન છે. (આ સ્થાન આજે પાકિસ્તાનમાં, રાવલપીંડીથી ઉત્તરે લગભગ ૨૨ માઈલ દૂર આવેલ છે.) કલિંગ દેશના પ્રતાપી અને પરમ જૈનધર્મી રાજાઓ વર્તમાન ઓરિસ્સા રાજ્યનો કેટલોક ભાગ અને તેની નીચેનો કેટલોક વિસ્તાર પૂર્વે ‘કલિંગ દેશ’ નામે ઓળખાતો. આ પ્રદેશ જૈનધર્મની પ્રાચીન કેન્દ્રભૂમિ હતી. અહીં વિશાલાપતિ મહારાજા ચેટકનો પુત્ર શોભનરાય આવ્યો અને વીર સં. ૧૮માં તે કલિંગાધિપતિ બન્યો. આ જ વંશની પરંપરામાં વીર સં. ૩૬૨માં વિદુહરાય કલિંગનો રાજા થયો. આમ, લગભગ ૩૫૦ વર્ષ સુધી કલિંગ પર એક જ વંશનું આધિપત્ય રહ્યું. આ રાજાઓ જૈનધર્મી હતા. ‘હિમવંત સ્થવિરાવલી'માં આ રાજાઓની વિગતો વિસ્તારથી મળે છે. શોભનરાય : વિશાલા (વૈશાલી) નગરીના ગણસત્તાક રાજ્યતંત્રના પ્રમુખ મહારાજા ચેટક અને મગધસમ્રાટ કોણિક વચ્ચે ભયંકર યુદ્ધ થતાં આખરે રાજા ચેટક અનશન કરી સ્વર્ગવાસી બને છે. આ વખતે રાજા ચેટકનો પુત્ર શોભનરાય ત્યાંથી નાસીને કલિંગ દેશમાં તે વખતના રાજા સુલોચનના આશ્રયે ગયો. કલિંગ રાજાઓ કકુંડુ વગેરે ભ. પાર્શ્વનાથના ઉપાસક જૈન હતા. કલિંગનરેશ સુલોચન પણ જૈન હતો. તેને સંતાનમાં માત્ર એક પુત્રી હતી. રાજા સુલોચને પોતાની કન્યા અને રાજ્ય બંને શોભનરાયને આપ્યાં. તેના મૃત્યુ પછી શોભનરાય કલિંગાધિપતિ બન્યો અને તેનો વીર સં. ૧૮માં કલિંગની રાજધાની કનકપુર (કાંચનપુર)માં રાજ્યાભિષેક થયો. શોભનરાય પણ પિતા ચેટકની જેમ પરમ જૈનધર્મી હતો. તે કલિંગ દેશમાં આવેલ શત્રુંજયાવતારરૂપ કુમારિગિર અને ઉજ્જયંતાવતારરૂપ કુમારીગિરિ તીર્થ ઉપર યાત્રા કરવા ગયો. અહીં રાજા શ્રેણિકના સમકાલિન રાજા સુલોચને શ્રમણોને ધ્યાન-સાધના કરવા માટે પાંચ ગુફાઓ બનાવી હતી, તેમ જ શ્રેણિક મહારાજાએ શ્રી સુધર્માસ્વામીનાં હાથે શ્રી ઋષભદેવની સુવર્ણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. એટલે આ સ્થાન તીર્થરૂપ તો હતું જ; શોભનરાયે આ તીર્થનો મહિમા વધારી ખૂબ પ્રચાર કર્યો. ચંડરાય : આ શોભનરાયની પાંચમી પેઢીએ વીર સં. ૧૪૯માં કલિંગની ગાદીએ ચંડરાય આવ્યો. તેના સમયમાં મગધના નંદવંશના આઠમા રાજા મહાનંદે અહીં કલિંગ ઉપર ચઢાઈ કરી હતી, જે યુદ્ધમાં કલિંગની ખૂબ જ ખુવારી થઈ, દેશ પાયમાલ થયો. કિન્તુ એની આઝાદીની તમન્ના ઊભી રહી. રાજા મહાનંદ ગુસ્સામાં કુમારિગિર ઉપર મંદિરને તોડીને શ્રી ઋષભદેવની સુવર્ણ પ્રતિમા પટણા (પાટલીપુત્ર) લઈ ગયો. ૧. આ બંને તીર્થ ભુવનેશ્વરથી પાંચ માઈલ પશ્ચિમે પહાડી પર સામસામે આવેલ છે. આજે તે ખંડિગિર અને ઉદયગિરિ નામે પ્રસિદ્ધ છે. આ બંનેમાં મળીને ૩૦ જેટલી જૈન ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં ૨૪ તીર્થંકરો અને ૨૪ દેવીઓની મૂર્તિ આવેલી છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૫૭ T ક્ષેમરાજ : આ પછી વીર સં. ૨૨૭માં શોભનરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ કલિંગનો રાજા બન્યો. આ ક્ષેમરાજ પટણાની સત્તાને ફગાવી સ્વતંત્ર થયો હતો. એટલે મગધ સમ્રાટ અશોકે કલિંગ ઉપર પુનઃ ચઢાઈ કરી. કલિંગની સેનાએ પણ ખૂબ જોરથી તેનો સામનો કર્યો અને તેને પરાજયની સ્થિતિમાં લાવી મૂક્યો. પછી તો અશોકે પણ ઝનૂનમાં આવી મગધની આખી સેના કલિંગમાં ઉતારી, ખૂબ જુલ્મ ગુજારી, કલિંગરાજને હરાવ્યો. સમ્રાટ અશોકના હાથે આ યુદ્ધમાં મહાભયંકર માનવસંહાર થયો હતો. તેમાં કલિંગવાસીઓના વીરતાભર્યા બલિદાનો અને કણ દશ્યો જોઈને આખરે અશોકનું હૃદય દ્રવી ઊહ્યું. આથી તેણે શૂરવીર કલિંગવાસીઓને સ્વતંત્રતા બક્ષી અને ત્યારથી પોતે રાજ્યલોલુપતાથી થતાં આવા યુદ્ધો પણ બંધ કર્યા. - વઢરાજ : વીર સં. ૨૭૫માં ક્ષેમરાજનો પુત્ર વઢરાજ કલિંગની ગાદીએ આવ્યો. આ સમયે કલિંગમાં શાંતિ હતી. કલિંગનાં તીર્થરૂપ કુમારગિરિ અને કુમારીગિરિ ઉપર જૈન શ્રમણો-નિર્ગળ્યો અને શ્રમણીઓને ચોમાસુ રહેવા માટે બીજી ૧૧ ગુફાઓ તૈયાર કરાવી અને ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી તે તીર્થોને પુનઃ સતેજ કર્યા. ભિખુરાય ઉર્ફે મહામેઘવાહન રાજા ખારવેલ : વીર સં. ૩OOમાં વડઢરાજનો પુત્ર “ ભિખુરાય કલિંગનો રાજા બન્યો. તે પણ પોતાના પૂર્વજોની જેમ પરમ જૈનધર્મી અને મહાપ્રતાપી હતો. એનાં ત્રણ નામો પ્રસિદ્ધ છે : (૧) ભિખુરાય–જૈન નિર્ગસ્થ ભિક્ષુઓ-શ્રમણોનો પરમ ભક્ત હોવાથી તે ભિફખુરાય કહેવાતો હતો. (૨) મહામેઘવાહન–એને એના પૂર્વજોથી ચાલ્યા આવતા મહામેઘ જેવા હાથીનું વાહન હોવાથી તે મહામેઘવાહન કહેવાતો. તેણે કુમારગિરિની એક ગુફામાં હાથી કોતરાવ્યો હતો, તે ગુફા આજે હાથીગુફા તરીકે પ્રસિદ્ધ છે. (૩) ખારવેલાધિપતિ–એની રાજધાની સમુદ્ર કિનારે હોવાથી તેમ જ એની રાજ્યની મર્યાદા-સીમા સમુદ્ર સુધી હોવાથી તે ખારવેલાધિપતિ કહેવાતો હતો. આ પરાક્રમી રાજા ભિખુરાયે મગધના રાજા પુષ્યમિત્રને હરાવી જૈનધર્મ ઉપર થઈ રહેલા નિર્દયી આતંકને નાબૂદ કર્યો હતો; અને જૈનધર્મની પ્રભાવનાને પુનઃ ગુંજતી કરી હતી. પુષ્યમિત્ર પૂર્વે મગધનો સેનાપતિ હતો. તે કટ્ટર જૈનધર્મઢષી, ઝનુની તેમ જ રાજદ્રોહી હતો. મગધના રાજા બૃહદરથ મૌર્યને મારી નાખી તે પટણા (પાટલીપુત્ર)ની ગાદીએ ચડી બેઠો હતો. તેણે ગાદી પર આવતા જ નિષ્કરપણે જૈન શ્રમણો અને બૌદ્ધ સાધુઓ વગેરેનો શિરચ્છેદ કરાવી તથા જૈનમંદિરોને નષ્ટ-ભ્રષ્ટ કરી કાળો કેર વર્તાવ્યો હતો. આથી જૈન શ્રમણોને એકદમ કલિંગ તરફ વિહાર કરવો પડ્યો હતો, તેઓનું પઠન-પાઠન અટકી ગયું હતું અને જિનાલયોની સલામતી જોખમાઈ ગઈ હતી. આ વિષમ પરિસ્થિતિને નિર્મૂળ કરવા ભિક્ષુરાયે પ્રથમ પુષ્યમિત્રને હરાવી પંજાબમાં નસાડી મૂક્યો હતો. પછી, મગધના રાજાઓ અવારનવાર કલિંગને લૂંટીને જે સમ્પતિ લઈ ગયા હતા, તે પાછી વાળી હતી, તેમ જ નંદવંશનો રાજા મહાનંદ જે શ્રી ઋષભદેવ પ્રભુની સુવર્ણમૂર્તિ પાટલીપુત્ર લઈ ગયો હતો, તે પાછી કુમારગિરિ લાવી, ત્યાં શ્રેણિક મહારાજાએ બંધાવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી, તેમાં તેના અસલ સ્થાને ભારે મહોત્સવપૂર્વક પુન: પ્રતિષ્ઠિત કરી હતી. વળી, એ જ કુમારગિરિ ઉપર નવી ગુફાઓ કોતરાવી, તેમાં મોટી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપરાંત, ભિખુરાયે જિનાગમોની રક્ષા અને વ્યવસ્થા માટે શ્રમણ સંઘને આમંત્રી આ. સુસ્થિતસૂરિ ) જૈ. ૩૩ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન અને આ. સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં કુમારગિરિ પર મોટું શ્રમણ સમ્મેલન મેળવી આગમવાચના કરાવી હતી. ‘હિમવંત સ્થવિરાવલી'માં લખ્યું છે કે—આ સમ્મેલનમાં જિનકલ્પીની તુલના કરનાર આ. મહાગિરિના શિષ્યો-પ્રશિષ્યો આ. બલ્લિસહસૂરિ, દેવાચાર્ય, આ. ધર્મસેન વગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિતસૂરિ, શ્યામાચાર્ય વગેરે ૩૦૦ સ્થવિકલ્પી શ્રમણો, આર્ય પોઈણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, ભિક્ષુરાય, સૌવંદ, ચૂર્ણક, સેલક વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણમિત્રા વગેરે ૭૦૦ શ્રાવિકાઓ એકત્ર થયાં હતાં. આ ભિક્ષુરાય ઉર્ફે મહામેઘવાહન રાજા ખારવેલનો એક લેખ ઇ.સ. પૂર્વે બીજા સૈકાનો ઓરિસ્સામાં ખંડગિરિ પર હાથીગુફામાં ચોડેલો વિદ્યમાન છે, જે ભારતીય પુરાતત્ત્વ વિભાગમાં ઐતિહાસિક ઘટનાઓ અને જીવનચરિત્રનું વર્ણન આપનાર સૌથી વધારે પ્રાચીન અને મોટા શિલાલેખ છે. આ લેખ ઉપરથી જાણી શકાય છે કે મહામેઘવાહન રાજા ખારવેલ ‘કલિંગ ચક્રવર્તી' તરીકે મનાયો છે. તેણે આંધ્ર, મહારાષ્ટ્ર, અને વિદર્ભ દેશને કલિંગની છત્રછાયામાં આણ્યા હતા. આ રાજાનો પ્રતાપ તેના રાજ્યકાળના બીજા વર્ષમાં જ મહી નદીથી કૃષ્ણા સુધી પ્રસર્યો હતો, પછી તો એની વિજયપતાકા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડ્ય દેશ સુધી ફરકતી થઈ હતી. આમ, રાજા ખારવેલ કલિંગ દેશને સુદૃઢ અને સમૃદ્ધ કરી તથા જૈનશાસનની મહાન પ્રભાવના કરી વીર સં. ૩૩૦માં સ્વર્ગવાસ પામ્યો. (જૈન પ્રાચીન લેખ સંગ્રહ ભાગ--૧; જૈન સાહિત્ય સંશોધન, વર્ષ-૩, અંક–૪ ) વક્રરાય અને વિદુહરાય : વીર સં. ૩૩૦માં ભિક્ષુરાયનો પુત્ર વક્રરાય અને તેના પછી તેનો પુત્ર વિહરાય કલિંગનો રાજા થયો. એ રાજા જૈનધર્મના મહાન ઉપાસક હતા. રાજા વિદુહરાયનું વીર સં. ૩૯૫માં સ્વર્ગગમન થયું. આ રીતે કલિંગ રાજ્ય પ૨ સાડાત્રણ સૈકા સુધી એક જ વંશનું શાસન રહ્યું. રાજા નાહડ અને સત્યપુર (સાંચોર) તીર્થની સ્થાપના :-~ નડુલ દેશના રાજાની હત્યા કરવામાં આવતાં, તેની ગર્ભવતી રાણીને મંડોવર છોડી વરમાણ જવું પડ્યું. ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો અને નામ નાઇડ પાડવામાં આવ્યું. નાહડ આગળ જતાં પિતાનું રાજ્ય મેળવી નડુલ દેશનો રાજા બન્યો. તે જૈનધર્મી હતો; આ. જજ્જિગસૂરિનો પરમ ભક્ત હતો. સૂરિજીના કહેવાથી ચમત્કારિક રીતે ભ. મહાવીરસ્વામીની સ્વર્ણમયી અલૌકિક પ્રતિમા મળી આવી. રાજા નાહડે સૂરિજીના ઉપદેશથી સત્યપુરમાં એક વિશાળ ગગનચુંબી જિનપ્રાસાદ બનાવ્યો અને તેમાં આચાર્યશ્રીના હસ્તે વીર સં. ૬૭૦માં એ પ્રતિમાજીની સાથે અન્ય જિનબિમ્બોની પ્રતિષ્ઠા કરાવી, અને થોડા સમયમાં જ અલૌકિક પ્રતિમાજીના પ્રભાવે સાંચોર તીર્થસ્વરૂપ બની ગયું. ઉપરાંત, રાજા નાહડે જાલોર પાસે પહાડી પ૨ આવેલ વિશાળ કિલ્લામાં યક્ષવસતિ નામનો મોટો પ્રાસાદ કરાવી, તેમાં વીર સં. ૬૮૦ (શાકે ૧૩૫)માં ભ. મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ સ્વર્ણગિરિ તીર્થની સ્થાપના એ જ સમયમાં આ. પ્રદ્યોતનસૂરિએ કરી હતી. સમ્રાટ વિક્રમાદિત્ય અને તેનાં શાસનપ્રભાવક ધર્મકાર્યો : આચાર્ય કાલકસૂરિ (બીજા) ઉજ્જૈનના રાજા ગર્દભિલ્લ પાસેથી પોતાની બહેન સાધ્વી સરસ્વતીશ્રીને છોડાવવા ઇરાનના શાહી રાજાઓને તેમ જ પોતાના ભાણેજ ભરૂચના રાજા બલિમત્રને Page #408 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૫૯ લઈને ઉજજૈન આવ્યા. ત્યાં ઘોર યુદ્ધ ખેલાયું. રાજા ગર્દભિલ્લ હાર્યો, મરાયો અને આ. કાલકસૂરિએ પોતાની બહેનમહારાજને છોડાવી, તેમને આલોયણા આપી શુદ્ધ કર્યા. ઇરાનના શાહી રાજાઓ ઉજજૈનની ગાદીએ આવ્યા; પરંતુ થોડા સમય બાદ ભરૂચનો રાજા બલમિત્ર શાહી રાજાઓને હરાવી અવંતિદેશનો મહારાજા બન્યો. રાજા બલમિત્રે ઉજજૈનમાં રાજ્યાભિષેક સમયે પોતાના આ મહાન વિજયની યાદરૂપે વિક્રમ સંવત પ્રવર્તાવ્યો અને ત્યારથી એ “વિક્રમાદિત્ય'ના નામથી વિશેષ ખ્યાતિ પામ્યો. સંસ્કૃતમાં બલમિત્ર, ભાનુમિત્ર, બલભાનું અને વિક્રમાદિત્ય એ પર્યાયવાચક નામો જ છે અને આ રીતે પણ બલમિત્ર એ જ અવંતિપતિ વિક્રમાદિત્ય હોવાની વાતને પુષ્ટિ મળે છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનું મંદિર જે પૂર્વે અવંતિ પાર્શ્વનાથનું મંદિર હતું. વાત એવી છે કે, વીર નિર્વાણ સં. ૨૫૦ લગભગમાં ઉજજૈનમાં ભદ્રા શેઠાણીના પૌત્ર અને અવંતિસુકુમારના પુત્ર મહાકાલે પિતાના સ્મારકરૂપે શ્રી અવંતિ પાર્શ્વનાથ જિનાલય સ્થાપ્યું હતું. આ અવંતિ પાર્શ્વનાથ મંદિર તેના નામ ઉપરથી મહાકાલનું મંદિર પણ કહેવાતું. આ ગગનચુંબી ભવ્ય જિનપ્રાસાદ રાજા પુષ્યમિત્રના સમયમાં મહાકાળ મહાદેવના મંદિર તરીકે રૂપાંતરિત કરવામાં આવતાં, ત્યારથી જૈનોના હાથમાંથી ચાલ્યું ગયું હતું. પરંતુ, ઘણાં વર્ષો બાદ આ૦ સિદ્ધસેન દિવાકરે પરમ પ્રભાવી “કલ્યાણ મંદિર સ્તોત્રની રચના અને ગાનપૂર્વક આ મંદિરના ભૂગર્ભમાંથી એ જ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી આ જિનમંદિર હોવાની રાજા વિક્રમાદિત્ય અને સૌકોઈને પ્રત્યક્ષ પ્રતીતિ કરાવી આપતાં, સૂરિવરના ઉપદેશથી રાજા વિક્રમાદિત્યે નવું જિનમંદિર બનાવી, તેમાં સૂરિજીના હસ્તે મહાચમત્કારી શ્રી અવંતિપાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી “અવંતી-પાર્શ્વનાથ તીર્થને પુનઃ પ્રવર્તિત બનાવ્યું. વળી, આ. સિદ્ધસેનસૂરિજીના ઉપદેશ અને પ્રભાવથી રાજા વિક્રમાદિત્ય પરમ જૈનધર્મી બન્યો અને તેના હાથ નીચેના મોટા ૧૮ રાજાઓએ પણ જૈનધર્મ સ્વીકાર્યો હતો. ઉપરાંત, વિક્રમાદિત્યે ૐકારપુરમાં એક જિનાલય બંધાવી તેમાં ૐકાર પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેના રક્ષણ અને વ્યવસ્થા માટે ૧૨ ગામ શ્રીસંઘને ભેટ આપ્યા. એક વખત રાજા વિક્રમાદિત્યે આ૦ સિદ્ધસેનસૂરિની અજોડ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી પ્રસન્ન થઈને એક લાખ સોનામહોર તેમનાં ચરણે ધરી, પણ સૂરિજીએ કહ્યું કે, “અમે તો નિષ્પરિગ્રહી અને અકિંચન સાધુ છીએ. અમારે આ ન ખપે.” પછી રાજાએ સૂરિજીના ઉપદેશથી જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, નવા જિનાલયો બનાવ્યાં, જિનબિમ્બો ભરાવ્યાં, શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો અને મોટો યાત્રાસંઘ પણ કાઢ્યો. (આ સંઘની વિસ્તૃત વિગત આ ગ્રંથમાં “યાત્રાસંઘના સંઘવીઓ' અંતર્ગત લેખમાં આપી છે.) સમ્રાટ વિક્રમાદિત્યના રાજયના વાયડ વિભાગના મંત્રી નિબે (લીંબાએ) વિ. સં. ૭માં વાયડમાં ભO મહાવીરસ્વામીના મંદિરનો જીર્ણોદ્ધાર કરી, તેમાં કળશ અને ધ્વજાદંડની પ્રતિષ્ઠા આ૦ જીવદેવસૂરિના હાથે કરાવી હતી. ક્ષત્રપવંશના જૈન રાજાઓ : નહપાન, ચષ્ટન, રૂદ્રદામા વગેરે– | વિક્રમના બીજા અને ત્રીજા સૈકામાં ગુજરાતના ક્ષત્રપવંશમાં ઘણા જૈન રાજાઓ થયા છે. આO કાલકસૂરિ (બીજા)એ ઇરાની શકશાહીઓ મારફત ઉજ્જૈનના અત્યાચારી રાજા ગર્દભિલ્લને હરાવતાં Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] [ જૈન પ્રતિભાદર્શન ઇરાની શકો ઉજ્જૈનની ગાદીએ આવ્યા હતા. આ શકશાહીઓએ ઇરાનથી સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્રના કિનારે ઊતરી પ્રથમ સૌરાષ્ટ્ર જીત્યું હતું. ઉજ્જૈનની ગાદીએ ચાર વર્ષ બાદ બલમિત્ર આવ્યો, જે વિક્રમાદિત્યના નામે વિખ્યાત બન્યો. આ તરફ ઇરાની શકો ઉજ્જૈનમાં તો માત્ર ૪ વર્ષ જ રહ્યા, પછી પશ્ચિમ ભારતમાં તેની સત્તા વધુ મજબૂત બની. શરૂમાં ક્ષત્રપ નહપાન અને ઉષવદાતે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પોતાની સત્તા જમાવી અને શકસંવત પ્રવર્તાવ્યો. ત્યારપછી મહાક્ષત્રપ ચષ્ટન ગુજરાતનો રાજા બન્યો. પછી જયદામા અને તેના પછી રૂદ્રદામા રાજા થયો, જે આદર્શ શાસક હતો. તેણે રાજ્યને ખૂબ વિસ્તાર્યું હતું. ત્યારપછી દામઝદ, જીવદામા, રૂદ્રસિંહ, રૂદ્રસેન વગેરે ક્ષત્રપવંશીય રાજાઓ થયા. વસ્તુતઃ આ શકોને અહીં આજ કાલિકસૂરિ લાવેલ હોવાથી શકો તેમને પોતાના ગુરુ માનતા હતા. એટલે તે શકો જૈનધર્મી કે ધર્મપ્રેમી હતા. તેઓએ જૈનધર્મ પાળીને પોતાના જીવનને એવું ઉચ્ચ અહિંસક અને સમભાવી બનાવ્યું હતું કે તેઓ થોડા વર્ષમાં આર્યસંસ્કૃતિથી ઓતપ્રોત બની ગયા. આ કાલકસૂરિએ પોતાના પ્રભાવથી આ પરદેશીઓને હિન્દમાં લાવી હિન્દી અને આર્ય બનાવી દીધા હતા, તે એટલે સુધી કે શરૂઆતના શક–ક્ષત્રપો તો જૈનધર્મના અનુયાયીઓ બની જ ગયા હતા. ઉષવદાતનો લેખ બતાવે છે કે એ જૈનધર્મ માનતો-પાળતો. તેના શિલાલેખમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરેલો છે. તેણે નાસિક વગેરે સ્થાનોમાં ગુફાઓ ખોદાવી છે, જે જૈનગુફાઓ છે. કચ્છ-ભુજના ફર્ગ્યુશન મ્યુઝિયમમાં શક સં. બાવનના મહાક્ષત્રપ રૂદ્રદામાના ચાર શિલાલેખો છે, જેમાં શ્રમણો સંબંધી લખાણ છે. તેના રાજકાળમાં ગિરનાર તીર્થનો મોટો જીર્ણોદ્ધાર થયો છે. રૂદ્રદામાને દામદઝ અને રૂદ્રસિંહ એમ બે પુત્રો હતા. આ ભાઈઓએ ગિરનાર પર ભ૦ નેમિનાથના કેવલજ્ઞાન અને મોક્ષકલ્યાણકના સ્થાનમાં જિનાલયોને ઉપયોગી કામો કરાવ્યાં છે, જેનો લેખ જુનાગઢમાં વિદ્યમાન છે. આવી રીતે આ શક-ક્ષત્રપોએ અહીં આવીને જૈનધર્મનો સ્વીકાર કર્યો, તે આ કાલિકસૂરિની અસરને લીધે જ હતું; એટલું જ નહીં, તેઓએ આ વિદેશીઓને શુદ્ધ દેશી સંસ્કૃતિ આપવાની અપનાવેલ નીતિને આભારી હતું. વલભીવંશના જૈનધર્મી રાજાઓ ઃ કલ્પસૂત્રનું સૌપ્રથમ વાંચન : આગમવાચનાઓ : મહાન વિદ્યાતીર્થ : વિ. સં. ૩૭૫માં વલભી સંવત પ્રવર્તાના૨ વલભી રાજા આદ્ય શિલાદિત્ય પરમ જૈન હતો. વચમાં તે બૌદ્ધધર્મી બન્યો હતો કિન્તુ આ૦ મલ્લવાદીસૂરિના પ્રભાવથી પુનઃ જૈનધર્મી બન્યો હતો. આ સૂરિજીએ રાજસભામાં બૌદ્ધાચાર્યને વાદમાં હરાવી બૌદ્ધોના કબજામાંથી શત્રુંજયતીર્થ પાછું મેળવ્યું હતું. આ મહાતીર્થનો રાજાએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. શિલાદિત્યના વંશજો ‘મૈત્રક' તરીકે ઓળખાતા હતા. આ વંશ મિત્રવંશ અને વલભીવંશ તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યો છે. આ વલભીવંશનો રાજા ધ્રુવસેન (પહેલો) શ્રદ્ધાવાન જૈનધર્મી હતો. તેણે માતપિતાના કલ્યાણ માટે ઘણાં જિનમંદિરોના જીર્ણોદ્ધાર અને દર્શન-પૂજન કરાવ્યાં છે. આજે પર્યુષણા પર્વ દરમિયાન વ્યાખ્યાનમાં જે કલ્પસૂત્રનું વાચન કરવામાં આવે છે, તેની શરૂઆત આ રાજાના સમયમાં થઈ છે. રાજા તેના કુમારભુક્તિનગર આણંદપુર (વડનગર)માં રહેતો હતો ત્યારે વિ. સં. ૧૮૩માં આ૦ કાલિકસૂરિ (ચોથા) એ જ નગરમાં ચાતુર્માસ પધાર્યા હતા. તે વર્ષે રાજાના કુમારનું અકાળ મૃત્યુ થતાં રાજકુટુંબમાં અને Page #410 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૬૧ નગરવાસીઓમાં શોકની ઘેરી છાયા ફરી વળી. સૂરિજીએ આ શોકનિવારણ માટે ચતુર્વિધ સંઘ સમક્ષ વ્યાખ્યાનમાં ‘કલ્પસૂત્ર’નું પ્રથમ વાંચન કર્યું. રાજા પણ શોક મૂકી સકુટુંબ ‘કલ્પસૂત્ર' સાંભળવા આવ્યો હતો. આમ, ત્યારથી કલ્પસૂત્રનું વાંચન પરંપરારૂપે અઘાધિ અપાતું આવ્યું છે. આ વંશમાં આદ્ય શિલાદિત્ય ઉપરાંત શિલાદિત્ય નામના જ બીજા સાત રાજાઓ થયા છે. તેમાં વિદ્વપોષક જૈનધર્મી રાજા શિલાદિત્ય (પહેલા)ના રાજ્યકાળમાં આ જિનભદ્રગણીએ (કે આજ જિનદાસગણીએ) વિ. સં. ૬૬૬માં વલભીમાં ‘વિશેષાવશ્યક-ભાષ્ય’ રચ્યું, જે જૈન સાહિત્યમાં મુકુટમણિ સમાન લેખાય છે. આ જ વલભીવંશના અન્ય રાજાઓમાં દ્રોણસિંહ, ધરસેન (ચોથો), વીરસેન, ધ્રુવસેન (ત્રીજો), શિલાદિત્ય (બીજાથી સાતમો) વગેરે પણ જૈનધર્મી હતા. કેટલાક રાજાઓ બૌદ્ધધર્મી હતા; પરંતુ મોટાભાગના જૈનધર્મી હતા. આ જૈનધર્મી રાજાઓને કારણે તેમ જ સમર્થ આચાર્યોના આવાગમન અને પ્રભાવને કારણે અહીં સમયે સમયે જૈનધર્મના પ્રભાવક કાર્યો સુસમ્પન્ન બનતાં જ રહ્યાં. તેમાં વલભીની વિ. સં. ૪૨૧થી ૪૩૦ સુધીમાં ચોથી (માથુરીવાચનાની સમકાલીન) આગમવાચના અને વિ. સં. ૫૭૦માં પાંચમી આગમવાચનાથી વલભી વિદ્યાતીર્થ તેમ જ આગમતીર્થરૂપે ખ્યાતિ પામ્યું છે. આજે આપણને જે આગમો લભ્ય છે તે આ આગમવાચનાનું જ સુપરિણામ છે. રાજા શંકરગણ અને કુલ્પાકજી તીર્થની સ્થાપના :~~~ દક્ષિણ ભારતમાં કલ્યાણીનો રાજા શંકરગણ જૈનધર્મી હતો. આ રાજાએ મહામારીના ઉપદ્રવને શાંત કરવા માટે ચક્રવર્તી ભરતરાજાએ અંજનશલાકા કરેલ શ્રી માણેકસ્વામી--આદિનાથ ભગવાનની પ્રતિમા મેળવીને તેની કર્ણાટકના કુલ્યાકનગરમાં સ્થાપના કરી. તેના અભિષેકનું જળ છાંટવાથી મહામારીનો ઉપદ્રવ દૂર થયો હતો. રાજા શંકરગણે તેની પૂજા માટે (નિભાવ માટે) ૧૨ ગામ આપ્યાં હતાં. આ તીર્થની સ્થાપના વિ. સં. ૬૪૦ લગભગમાં થઈ છે. ત્યારબાદ અનેક ચડતી-પડતી આવી આક્રમણો આવ્યા, પણ આ તીર્થને આંચ આવી નથી. આ તીર્થના સં. ૧૪૮૩, ૧૬૬૫, ૧૭૬૭ અને સં. ૧૯૬૬માં જીર્ણોદ્ધાર થયા છે. આજે પણ આ તીર્થ પ્રભાવકતીર્થ તરીકે વિખ્યાત છે. પૂર્વેના જૈનોથી પ્રાપ્ત બનેલ પ્રાચીન તીર્થોનો વારસો :~ આપણને પ્રાચીન તીર્થો--જિનમંદિરોનો જે ભવ્ય વારસો મળ્યો છે તે પૂર્વેના જૈનોએ તે તે સ્થાનોમાં વખતોવખત કરાવેલા જીર્ણોદ્ધાર અને નવાં નવાં જિનમંદિરોનાં નિર્માણપૂર્વક કરેલાં વિસ્તારનું એક પ્રબળ કારણ છે. આવું જ એક સ્થાન નાગહ્રદ તીર્થ છે. અહીં મહારાજા સમ્મતિએ મંદિર બનાવી ભ. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારબાદ મેવાડના રાજા ખુમાણરાજ અને તેના વંશજો આ. નરસિંહસૂરિના ઉપદેશથી જૈનધર્મી બનતા, એ સમયથી આ સ્થાન વિશેષ ખ્યાતિ પામ્યું. અહીં જૈનો ઉપરાંત જૈનેતરો પણ ભક્તિ-શ્રદ્ધાપૂર્વક યાત્રાએ આવવા લાગ્યા. માંડવગઢના મંત્રી પેથડ શાહે પણ અહીં ભ. નેમનાથનું જિનાલય બંધાવ્યું હતું. ત્યારબાદ નવલખા સારંગશાહે સં. ૧૪૯૪માં મંદિર બનાવ્યું, જેમાં ભ. શાંતિનાથની ૯ ફૂટ ઊભી અલૌકિક પ્રતિમા બિરાજમાન છે, તેનું બીજું પ્રસિદ્ધ નામ અદબદજી છે. પરમ ધર્મોપાસક રાજા શાલિવાહન (સાતવાહન) :— આંધ્રપતિ શાલિવાહન (સાતવાહન) સમર્થ રાજા હતો. તેણે દક્ષિણમાં પોતાની સત્તાને મજબૂત Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ર ] || જૈન પ્રતિભાદર્શન બનાવી ઉત્તર ભારતમાં પણ પોતાનું રાજ્ય વિસ્તાર્યું હતું. રાજા જૈનધર્મનો પરમ ઉપાસક તેમ જ મહા દાનેશ્વરી હતો. તેની રાણીઓ પણ પરમ જિનોપાસક હતી. એક વખત આ. કાલકસૂરિ (બીજા) વિહાર કરતાં કરતાં આંધ્રપ્રદેશની રાજધાની પ્રતિષ્ઠાનપુર પધાર્યા અને રાજા સાતવાહનની વિનંતીથી ત્યાં ચોમાસુ રહ્યા. પર્યુષણાપર્વના દિવસો નજીક આવ્યા. ભાદરવા સુદ પાંચમે સંવત્સરી મહાપર્વ ઉજવવાનું હતું. (ત્યારે પાંચમે સંવત્સરી થતી.) પરંતુ તે વખતે એ પ્રદેશમાં ભા. સુદ પાંચમના દિવસે લૌકિક ઇન્દ્રપર્વ આવતું હોય અને તે પર્વોત્સવમાં રાજા--પ્રજા એકસરખી રીતે ભાગ લેતા હોય રાજા સાતવાહને આચાર્યશ્રીને વિનંતી કરી કે, ભાદરવા સુદ પાંચમના લૌકિક પર્વ-મહોત્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તો આપ સંવત્સરી મહાપર્વ ભા. સુદ ૫ ને બદલે ભા. સુદ ૬ ને દિવસે કરો, જેથી હું તેની બરાબર આરાધના કરી શકું. ત્યારે આચાર્યશ્રીએ જણાવ્યું કે, તે દિવસનું ઉલ્લંઘન કરાય નહીં. આથી રાજાએ ફરી વિનંતી કરી કે, તો અણાગત ચોથે સંવત્સરી પર્વ કરો. ઉત્તરમાં આચાર્યશ્રીએ કહ્યું : “ભલે તેમ કરીશું.” એટલે આચાર્યમહારાજ, રાજા અને ચતુર્વિધ શ્રીસંઘે તે વર્ષે ભાદરવા સુદ ચોથને દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી. બીજા વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દર વર્ષે ભા. સુદ પાંચમને આગલે દિવસે ભા. સુદ ચોથના દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવું. બસ, ત્યારથી લગભગ ૧૧૦૦ વર્ષ સુધી હિંદના સમસ્ત સંઘે અવિભક્તપણે ભા. સુદ ચોથને દિવસે સંવત્સરી પર્વ ઉજવ્યું છે, અને આજે પણ એ જ અહંતર ચોથે સંવત્સરી પર્વ ઉજવાય છે. જૈનધર્મી રાજા વેણી વચ્છરાજ : ગુડશસ્ત્રપુરમાં જૈન સંઘ ઉપરના ઉપદ્રવને દૂર કરનાર આર્ય ખટાચાર્યના પ્રભાવ અને પ્રતિબોધથી ત્યાંનો રાજા વેણી વચ્છરાજ જૈનધર્મી બન્યો હતો, અને તેણે પૂર્વે બનાવેલ તારામંદિરના સ્થાને સિદ્ધાયિકામંદિર તેમ જ સિદ્ધશિલા, કોટીશિલા વગેરે દેરાસરો કરાવ્યાં હતાં. લગભગ ૧૨00 વર્ષ બાદ એ જ તારંગાતીર્થે ગૂર્જરેશ્વર કુમારપાલે યશોદેવના પુત્ર દંડાધિપ અભયકુમાર પાસે ૩ર માળનું ઉત્તેગ જિનપ્રાસાદ તૈયાર કરાવી, તેમાં ભ. અજિતનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. વર્તમાનમાં આ સૌથી ઊંચુ જિનપ્રાસાદ લેખાય છે. ભક્તિપરાયણ શેઠ લલ્લિગ : લલ્લિગ નામનો એક વણિક નિર્ધનતાથી કંટાળી દીક્ષા લેવા આ. હરિભદ્રસૂરિ પાસે ગયો. સૂરિજીએ તેને દીક્ષા આપવાનું ઉચિત ન લાગતાં ઉપદેશ આપી જૈનધર્મમાં સ્થિર બનાવ્યો. ત્યારબાદ લલ્લિગે વ્યાપાર ખેડતા તે ખૂબ ધન કમાયો અને શેઠ બની ગયો. આચાર્યશ્રીના ઉપકારને યાદ કરી તેણે એક રત્ન લાવી ઉપાશ્રયમાં મુકાવ્યું. આ રત્ન દીવાની જેમ પ્રકાશ આપતું હતું. તે પ્રકાશમાં રાત્રે પણ આચાર્યશ્રી ગ્રંથ લખી લેતા હતા. લલ્લિગ શેઠ આચાર્યશ્રીના ગોચરીના સમયે શંખ વગાડી વાચકોને એકઠા કરી, તેને ભોજન કરાવતો હતો. આ યાચકો પણ આચાર્યશ્રીને નમસ્કાર કરી “ભવવિરહ થાઓ' નો આશીર્વાદ લઈ ભવવિરહ સૂરિ ઘણું જીવો' એમ બોલી ચાલ્યા જતા. લલ્લિગ શેઠે આચાર્યશ્રીએ લખેલા ૧૪૪૦ ગ્રંથોની નકલો કરાવી સાધુઓને વહોરાવી હતી. Page #412 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ( ૩૬૩ મેવાડના જૈન રાજા ભર્તૃભટ : મેવાડના રાજા ખુમાણ (પહેલા)ના પૌત્ર ભર્તૃભટ (પહેલા)એ ભટેવરમાં કિલ્લો કરાવી તે કિલ્લામાં ગુહિલવિહાર બંધાવી, તેમાં ભ. આદીશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા આ. વડેશ્વર (બૂઢાગણી)ના હાથે કરાવી હતી. મેવાડ માટે એમ કહેવાય છે કે, “મેવાડમાં નવો કિલ્લો બને તો તેમાં ભ. આદીશ્વરનું દેરાસર પણ બનાવાય છે. આ પરંપરા મેવાડનું રાજ્ય સ્થપાયું ત્યારથી શરૂ થઈ હોય તેમ લાગે છે. પ્રતાપી વનરાજ ચાવડા અને જેને પદાધિકારીઓ :– પંચાસરનો રાજા જયશિખરી યુદ્ધમાં મૃત્યુ પામ્યો ત્યારે તેની રાણી રૂપસુંદરી ગર્ભવતી હતી. તે પોતાના ભાઈ સુરપાળ સાથે નાસીને વનમાં આવી. ત્યાં એક બાળકને--વનરાજને જન્મ આપ્યો. એકવાર આ. શીલગુણસૂરિ તે રસ્તે થઈને જતાં, તેમણે ઝાડની ડાળીએ લટકતી ઝોળીમાં બાળ વનરાજને જોયો. તેના લક્ષણોથી જાણ્યું કે, “આ બાળક ભાવિમાં પ્રતાપી પુરુષ થશે.' સૂરિજીએ રાણી રૂપસુંદરીની વીતક કથા સાંભળી તેના રક્ષણ માટે આશ્વાસન આપ્યું. પછી બંનેને પંચાસરના ઉપાશ્રયે લાવી, તેના રક્ષણની જવાબદારી શ્રાવકોને સોંપી. બાળ વનરાજ મોટો થતાં તેના મામા સુરપાળની સાથે તેની ટોળીમાં રહેવા લાગ્યો. ત્યાં યુદ્ધકળા વગેરેમાં નિપુણ બની મહા પરાક્રમી બન્યો અને પિતાનું પંચાસર રાજ્ય પાછું મેળવ્યું તેમ જ ગુજરાતના રાજ્યનો પાયો નાખ્યો. વિ. સં. ૮૦૨માં અક્ષયતૃતીયાના દિવસે અણહિલપુર પાટણની તેણે સ્થાપના કરી અને એ દિવસે જ જિનમંદિરનો પાયો નાખ્યો. મંદિર તૈયાર થતાં પંચાસરથી ભ. પાર્શ્વનાથની પ્રતિમા લાવી પ્રતિષ્ઠા કરાવી. આ પંચાસરા પાર્શ્વનાથ મંદિરનું બીજું નામ “વનરાજ વિહાર' પણ છે. ગુજરાતની રાજધાની પાટણ બનતાં વનરાજે રાજતિલક કરવાનું માન પોતે માનેલી બહેન શ્રીદેવીને આપ્યું, જે કાકર ગામના શેઠની બહેન હતી. વનરાજ ચાવડાએ ગુજરાતના મહાન સામ્રાજયની સ્થાપના કરી, તેમાં તેને પ્રાપ્ત આ. શીલગુણસૂરિ અને તેમના પટ્ટધર આ. દેવચંદ્રસૂરિની કૃપા, વાત્સલ્ય અને શિક્ષાદાન મુખ્ય હતાં ને બુદ્ધિશાળી જૈનોની પૂરી મદદ હતી. રાજ્યના અધિકારીઓ મોટા ભાગના જૈન જ હતા. મહાકવિ નાનાલાલ જણાવે છે કે, “પંચાસરનું રાજય વનરાજના હાથમાં હતું, તેને આ. શીલગુણસૂરિનો આશ્રય મુખ્ય હતો. જો તેમ ન થયું હોત તો પાટણ તથા સોલંકી રાજય હોત જ નહીં, એટલું જ નહીં, પાટણ જે ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી રહ્યું તે જૈનોને જ આભારી છે. કેમ કે પાટણમાં રહી જૈનોએ શું કર્યું તે માટે સાત સૈકાના ઇતિહાસમાંથી ઘણું મળે છે.” (‘વંથલી જૈન પરિષદ'માં આપેલ પ્રવચન. તા. ૨૭-૬-૧૯૨૫ના “જૈન” પત્રમાંથી સાભાર ઉધૃત.) રાજા વનરાજના મંત્રીઓમાં શ્રીમાળી ચાંપો, શ્રીમાળી જાંબ, નીના પોરવાડ અને મોઢજ્ઞાતિય આશક વગેરે જૈનધર્મી હતા. મંત્રી ચાંપાએ ચાંપાનેર વસાવ્યું. શ્રીમાળી જઇને તેના પરાક્રમથી ખુશ થઈ વનરાજે પોતાના વચન પ્રમાણે મંત્રી બનાવ્યો. તેના વંશજ સર્જન અને જગદેવ દંડનાયકો હતા. જગદેવનો પુત્ર અભયકુમાર મંત્રી હતો. તેના પુત્ર વસંતરાજે “નંદીશ્વર તીર્થ'નો પટ્ટ ભરાવી સં. ૧૨૫૬માં ગિરનાર તીર્થે આ. દેવેન્દ્રસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. નીના પોરવાડના પૂર્વજો ભિન્નમાલ છોડી ગાંભુમાં આવી વસ્યા. ત્યાંથી નીના શેઠ રાજા વનરાજના આમંત્રણથી પાટણ આવી વસ્યો. તેણે પોતાના વિદ્યાધરગચ્છ માટે અહીં ભ. ઋષભદેવનું મોટું મંદિર બંધાવ્યું. વનરાજે તેને દંડનાયક Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] [ જૈન પ્રતિભાદર્શન બનાવ્યો. જેમ મંત્રી કલ્પકે નંદ રાજ્યને મંત્રીવંશ આપ્યો હતો તેમ આ નીના પોરવાડે ગુજરાતને મંત્રીવંશ આપ્યો છે. તેનો વંશજ લહિર (લહર) ચાવડાવંશના છેલ્લા રાજાઓ સુધી અને સોલંકી મૂળરાજના સમયમાં દંડનાયક રહ્યો છે. તેના વંશજો વીર અને નેઢ સોલંકી રાયકાળમાં પાટણના દંડનાયકો બન્યા છે. વીરનો બીજા પુત્ર વિમલ રાજા ભીમદેવ સોલંકીના સમયે દંડનાયક અને મંત્રી બન્યો છે. આ જ રીતે સોલંકી શાસનમાં નેઢની વંશપરંપરામાં મંત્રી ધવલ, મહામાત્ય લાલિગ, મંત્રી મહિન્દુ, મહામંત્રી આનંદ, મહામંત્રી પૃથ્વીરાજ, દંડનાયક નાગાર્જુન અને મહામાત્ય ધનપાલ થયા છે. નીના પોરવાડના આ વંશજોમાં મંત્રી વિમલે આબુ-દેલવાડામાં પ્રસિદ્ધ એવું વિમલવસહી’ જિનમંદિર બંધાવ્યું છે. (તનો પરિચય વિગતે અન્યત્ર આપેલ છે.) જ્યારે મહામંત્રી પૃથ્વીપાલે સં. ૧૨૦૬માં પદયાત્રા સંઘ સાથે આબુ તીર્થ આવી ‘વિમલવસહી'નો જીર્ણોદ્ધાર કર્યો છે. તેના પુત્ર ધનપાલે ચોવીશ જિનપ્રતિમાઓ ભરાવી વિમલવસહી'માં આ. સિંહસૂરિના હસ્તે તેની અંજનશલાકા--પ્રતિષ્ઠા કરાવી છે. આ જ ધનપાલની વિનંતીથી નાગેન્દ્રગચ્છના આ. હરિભદ્રસૂરિએ સં. ૧૨૫૦માં “ચંદ્રપ્રભ ચરિત્ર' વગેરેની રચના કરી છે. દેવ-ગુરુ-ધર્મપ્રેમી કનોજનો રાજા આમ – કનોજનો રાજકુમાર આમ એક દિવસ પિતા યશોવર્મથી રીસાઈને મોઢેરા ચાલ્યો ગયો. ત્યાં તેને મોઢગચ્છના આચાર્ય સિદ્ધસેનસૂરિના શિષ્ય બાલમુનિ બપ્પભટ્ટિ સાથે નિકટનો સંસર્ગ થતાં ગાઢ સ્નેહ બંધાયો, જે આગળ જતાં તેના માટે પ્રેરણારૂપ અને કલ્યાણકારી બન્યો. રાજકુમાર આમ કેટલાંક સમય બાદ કનોજ પાછો આવ્યો અને પિતાના અવસાન બાદ રાજા બન્યો. કનોજની ગાદીએ આવતાં જ તેણે મુનિશ્રી બપ્પભટ્ટિને નિમંત્રિત કરી કનોજ બોલાવી લીધા. તેની સાગ્રહ વિનંતીથી આ. સિદ્ધસેનસૂરિએ ૧૧ વર્ષના મુનિશ્રી બપ્પભટ્ટિને સં. ૮૧૧માં આચાર્યપદે વિભૂષિત કર્યા. આમ રાજા તેના પૂર્વજોની જેમ શૈવધર્મી હતો, છતાં આ. બપ્પભટ્ટસૂરિના સમાગમ તથા ઉપદેશથી તે જૈનધર્મનો અનુરાગી બન્યો હતો. તેણે કનોજમાં ૧૦૧ હાથ ઊંચો આમવિહાર બનાવી તેમાં વિ. સં. ૮૨૬ લગભગમાં ૯ રતલ પ્રમાણ સોનાની ભ. મહાવીરસ્વામીની પ્રતિમાની તેમજ ગ્વાલિયરના કિલ્લામાં ડેલી–કિલ્લાવાળું ૨૩ હાથનું જિનાલય બંધાવી તેમાં ભ. મહાવીરસ્વામીની લેપ્યમય પ્રતિમાની આ. બપ્પભટ્ટસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આમ રાજાએ તીર્થયાત્રાનો સંઘ પણ કાઢ્યો હતો. આ સંઘમાં સૂરિવર સાથે જ હતા, જેનું ખાસ એક કારણ--તાત્પર્ય હતું. આ અરસામાં દિગમ્બર જૂનાગઢના રા'ખેંગારને પોતાનો કરી ગિરનાર તીર્થનો કબજો જમાવી બેઠા હતા. એવામાં ગોંડલના ધારશી શાહ સંઘ કાઢીને ગિરનાર આવતાં, રા'ખેંગારે યાત્રા કરવા રોક્યો. પરિણામે યુદ્ધ થયું અને ધારશી શાહના ૭ પુત્રો અને ૭00 સુભટો માર્યા ગયા. ધારશી શાહે ગ્વાલિયર જઈને આ. બપ્પભટ્ટસૂરિના વ્યાખ્યાનમાં ઘા નાખી. આ આચાર્યશ્રીએ પ્રસંગોપાત ગિરનાર તીર્થનું માહાભ્ય વર્ણવ્યું અને આમરાજાએ ગિરનાર તેમજ શત્રુંજય વગેરેની યાત્રા કરવાનો નિર્ણય કરી આવે બપ્પભટ્ટસૂરિના સાંનિધ્યમાં સંઘ કાઢ્યો. સંઘ શત્રુંજય તીર્થની યાત્રા કરી ગિરનાર પહોંચ્યો. ત્યાં દિગમ્બર તરફના ૧૧ રાજાઓ મોટા સૈન્ય સાથે તલાટીમાં આવી પડ્યા હતા. ઘણા દિગમ્બર આચાર્યો અને શ્રાવકો પણ તેની સાથે હતા. તેઓ Page #414 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] | ૩૬૫ દિગમ્બર સિવાયનાને ઉપર યાત્રાએ જવા દેતા ન હતા. તેઓએ આ સંઘને પણ રોક્યો. પરિણામે યુદ્ધની તૈયારી બન્ને પક્ષમાં થવા લાગી; પરંતુ આ. બપ્પભટ્ટિસૂરિએ દરેકને શાંત પાડ્યા અને જણાવ્યું કે, આ ધર્મકાર્યમાં મનુષ્યોનો સંહાર ન શોભે. અમે આચાર્યો મળીને નિર્ણય લાવીશું. પ્રથમ તો બંને પક્ષના આચાર્યો વચ્ચે શાસ્ત્રાર્થ થયો, તેમાં દિગમ્બર આચાર્યો હાર્યા. છેવટે ‘અંબિકાદેવી મારફત આ તીર્થનો નિર્ણય કરવો' એમ નક્કી થયું. તેમાં પણ નિર્ણય શ્વેતામ્બર તરફી સ્પષ્ટ રીતે મળતાં પરાજિત દિગમ્બરો ત્યાંથી ચાલ્યા ગયા, ગિરનાર તીર્થ પહેલાંની જેમ શ્વેતામ્બર તીર્થ બન્યું અને આમરાજાનો સંઘ ગિરનાર તીર્થની ક્ષેમકુશળતાપૂર્વક ભાવભક્તિથી યાત્રા કરવા સદ્ભાગી બન્યો. ત્યાંથી દામોદર, માધોપર, શંખોદ્વારના બેટ-દ્વારકા, પ્રભાસ પાટણ-સોમનાથ વગેરેની પણ યાત્રા-દર્શન કરી સંઘ સાથે આમરાજા પણ ધન્ય બની ગયો. આમરાજાનો પૌત્ર મહાપ્રતાપી રાજા ભોજ પણ આ. બપ્પભટ્ટિસૂરિનો અન્નય રાગી હતો. આચાર્યશ્રી કાળધર્મ પામતાં તેને ખૂબ આઘાત લાગ્યો હતો. તેમની પાટે આ. ગોવિંદસૂરિને સ્થાપી, તેમના ઉપદેશથી રાજા ભોજે અનેક ધર્મકાર્યો કરી જૈનશાસનની પ્રભાવના કરી હતી. રાણી નીતાદેવી : ઝાલા રાણા વિજયપાલની પત્ની રાણી નીતાદેવીએ આ. ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય શ્રી વિદ્યાકુમાર મુનિના ઉપદેશથી ‘યોગશાસ્ત્ર'ની પ્રત લખાવી હતી. તેણીએ પાટડીમાં ભ. પાર્શ્વનાથનું જિનાલય અને ઉપાશ્રય કરાવ્યાં હતાં. ચિત્તોડનો પ્રતિભાશાળી રાજા અલ્લટરાજ ઃ— ચિત્તોડના સિસોદિયા વંશનો પ્રતિભાશાળી રાજા અલ્લટરાજ જૈનધર્મી હતો. તે અનેક જૈનાચાર્યોના ઉપકારથી ધન્ય બન્યો હતો, તેમાં આ. વાસુદેવસૂરિ પ્રાયઃ પહેલવહેલા હતા. સૂરિજી મુનિપણામાં હહ્યુંડી પધાર્યા અને તેમણે ત્યાં રહ્યા રહ્યા જ અલ્લટરાજની રાણીનો રેવતી દોષ શમાવ્યો. પરિણામે અલ્લટરાજે તેઓશ્રીને શ્રદ્ધાથી વાંઘા, જૈન મુનિના માર્ગાદિની તેમની ધર્મવાણી સાંભળી, તેમને આચાર્યના સ્થાને આરૂઢ કર્યા, અનેક શ્રાવકો કરી આપ્યા અને હત્થેડીના રાજા વિદગ્ધરાજને પણ તેમની સેવા કરવા સૂચવ્યું. આ ઘટના વિ. સં. ૯૭૩ પહેલાં બની છે. પછી તો અલ્લટરાજે બીજા વિદ્વાન આચાર્યોને પણ પોતાની રાજસભામાં નિમંત્રી ખૂબ સન્માન્યા છે. આચાર્ય નન્નસૂરિ (નંદક સૂરિ)ને તે ગુરુ તરીકે માનતો હતો. તેની રાજસભામાં આ. મલ્લવાદીના વડીલ ગુરુભાઈ આ. જિનયશસૂરિએ પ્રમાણ ગ્રંથનું વ્યાખ્યાન કર્યું હતું. અલ્લટરાજની તલપાટકની સભામાં આ. પ્રદ્યુમ્નસૂરિએ દિગમ્બરાચાર્યને શાસ્ત્રાર્થમાં જીતી પોતાનો શિષ્ય બનાવ્યો, જેની યાદગીરીમાં ચિત્તોડના કિલ્લામાં જૈન વિજયસ્તંભ બન્યો છે. આ વિજયસ્તંભનો જીર્ણોદ્ધાર પોરવાડ સંઘપતિ કુમારપાળે કરાવ્યો હતો. વિ. સં. ૧૪૮૫માં આ સ્તંભ પાસેના ભ. મહાવીરસ્વામીના જિનાલયનો જીર્ણોદ્વાર સંઘપતિ ગુણરાજે ચિત્તોડના રાણા મોકલસિંહની આજ્ઞાથી કરાવ્યો અને આ. સોમસુંદરસૂરિના હાથે તેમાં ભ. મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. રાજા અલ્લટે આહડમાં ભ. પાર્શ્વનાથનું દેરાસર બનાવી તેમાં આ. યશોભદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. જૈ. ૩૪ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન વિદગ્ધરાજ અને તેના વંશજો : હિન્દુડીના રાઠોડ વંશના રાજા વિદગ્ધરાજે તેના મિત્ર મેવાડના રાજા અલ્લટના કહેવાથી આ. વાસુદેવસૂરિને હત્યંડી પધારવા વિનંતી કરી; અને સૂરિજીના આગમન અને ઉપદેશથી તેણે જૈનધર્મ સ્વીકાર્યો. રાજા વિદગ્ધરાજે હત્યંડીમાં જિનચૈત્ય બનાવી તેમાં વિ. સં. ૯૭૩માં ઉક્ત સૂરિજીના હાથે ભ. ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેના નિભાવ માટે અને આચાર્યશ્રીના જ્ઞાનભંડાર માટે ખેતી તથા વ્યાપાર ઉપર જુદા જુદા લાગાઓ નાખી કાયમી દાનશાસન કરી આપ્યું. ત્યારબાદ તેના પુત્ર મમ્મટરાજે પિતાના દાનશાસનમાં વધારો કરી વિ. સં. ૯૯૬માં બીજું દાનશાસન લખી આપ્યું. તેના પુત્ર ધવલરાજે આ. શાંતિભદ્રસૂરિના ઉપદેશથી દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં નવા આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. તેના ખરચ માટે પીપળીયા કૂવાની જમીન દાનમાં આપી. એક ઉલ્લેખ એવો મળે છે કે, સં. ૧૨૦૮માં હલ્યુડીના રાજાએ અંચલગચ્છના આ. જયસિંહસૂરિના ઉપદેશથી ભ. મહાવીરસ્વામીનું મંદિર બનાવ્યું હતું. ભાવસાર જ્ઞાતિ : સુકૃત કાર્યો : ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભાવસાર જ્ઞાતિ છે, તે કપડા છાપવાનું કામ કરે છે એટલે છીપા તરીકે પણ જાહેર છે. વિક્રમની દશમી સદીમાં આ. ભાવદેવસૂરિથી એક ગચ્છ નીકળ્યો, જેનાં ભાવડહાર, ભાવડર, ભાવસાર ઇત્યાદિ નામો મળે છે. છીપાઓની જ્ઞાતિ તો સ્વતંત્ર હતી જ, તેમાં તેઓએ આચાર્યશ્રીના ઉપદેશથી ભાવડારગચ્છમાં પ્રવેશ કર્યો એટલે તેઓની જ્ઞાતિ ભાવસાર તરીકે પણ જાહેર થઈ હોય એમ લાગે છે. એટલે કે ભાવસાર એ જૈનધર્મ પાળનારી સ્વતંત્ર જ્ઞાતિ છે, જેની સ્થાપના આ. ભાવદેવસૂરિથી થઈ છે. - ગુજરાતનો મહામાત્ય ઉદાયન મારવાડનો ત્યાગ કરી ગુજરાત આવ્યો ત્યારે તે કર્ણાવતી નગરમાં સૌ પ્રથમ લાછી છી પણ (લક્ષ્મીબાઈ ભાવસાર)નો મહેમાન બન્યો અને તે પછી તેણીની મદદથી ઉત્કર્ષ સાધતાં સાધતાં અંતે ગુજરાતનો મહામાત્ય બન્યો હતો. આ લાછી છી પણ જૈન હતી, તેણે ઉદાયનને સાધર્મિકબંધુના નાતે મદદ કરી હતી. ગિરિરાજ શત્રુંજય પર જુદા જુદા દેરાસરોવાળી ઘણી ટૂંકો આવી છે. તેમાં છીપાવસહી' નામની પણ ટૂંક આવેલી છે. એક સમય એક વાઘણના કારણે શત્રુંજય તીર્થની યાત્રા બંધ થઈ ગઈ હતી, જે ભાવસાર વિકમશીએ બહાદુરીપૂર્વક શહીદ બની તીર્થયાત્રા પુનઃ ચાલુ કરાવી હતી, જેનો પાળીયો આજે પણ વાઘણપોળના પ્રવેશદ્વારે તેની શહાદતની યાદ અપાવે છે. ગુણગણ સમ્પન્ન શ્રેષ્ઠી જગદેવ : વારાહી નગરનો શ્રીમાલી યશોધવલ રાજા સિદ્ધરાજ-જયસિંહના શાસનમાં ખજાનચી (ભંડારી) હતો. તેને જગદેવ નામે પુત્ર હતો. કુમાર જગદેવની કવિતાથી પ્રસન્ન થઈ આ. હેમચંદ્રસૂરિએ તેનું બીજું નામ “બાલકવિ' રાખ્યું હતું. આ. ધર્મઘોષસૂરિએ પોતાના શિષ્ય પરિવારમાં શિથિલતા ન પેસે તેની દેખરેખ માટે બનાવેલ શ્રમણોપાસક સમિતિનો તે એક સમયે વડો હતો. જગદેવ વાદવિજયી પણ હતો. તેણે ઉજ્જૈનમાં નરવર્મ રાજાની સભામાં શૈવવાદીને હરાવ્યો હતો. જગદેવ તેમ જ રાજજ્યોતિષી રુદ્રનો Page #416 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૬૭ પુત્ર મંત્રી નિમ્નો અને ચૂદન ભટ્ટ---આ ત્રણે જૈનધર્મની ઉન્નતિમાં ઘણો રસ લેતા હતા. જગદેવને આ. મુનિરત્નસૂરિ પ્રત્યે અવિહડ પ્રેમ હતો. તેની વિનંતીથી સૂરિજીએ સં. ૧૨૫૨માં ‘અમમચિરત્ર' બનાવ્યું હતું. સોલંકીયુગમાં એક બીજો પણ જગદેવ થઈ ગયો. ગિરનાર તીર્થનો મોટો ઉદ્ધાર કરાવનાર દંડનાયક સજ્જનનો તે પુત્ર હતો અને સૌરાષ્ટ્રનો દંડનાયક પણ બન્યો હતો. જૈનોમાં ૮૪ જ્ઞાતિઓ : જેમ જૈન શ્રમણોમાં ૮૪ ગચ્છો થયા તેમ ગૃહસ્થ જૈનોમાં પણ ગામ વગેરેના કારણે ૮૪ જ્ઞાતિઓ બની. જેમ કે ઓસવાલ, શ્રીમાલ, પોરવાલ, પલ્લીવાલ, ડીસાવાલ, અગ્રવાલ, નાગવંશ, સાવયકુલ, હૂંબડ વગેરે. પ્રાચીનકાળમાં ૮૪ જ્ઞાતિઓ જૈન હતી. ભિન્ન ભિન્ન ભાવુકોનાં સુકૃત કાર્યોની દીપમાલા : ચચ્ચિગ ભિન્નમાલનો રાજા હતો, જેણે સં. ૧૩૨૬માં સેવાડી પાસે કરેડા ગામમાં ભ. પાર્શ્વનાથના જિનાલયમાં દાન કર્યું હતું. ગલ્લકકુલના દંડનાયક આહ્લાદને આ. વર્ધમાનસૂરિના ઉપદેશથી પાટણના નાગેન્દ્રગચ્છીય ભ. વાસુપૂજ્યસ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેણે સંસ્કૃતમાં ‘પાર્શ્વનાથ સ્તોત્ર' (શ્લોક ૧૦) રચ્યું. તેની વિનતીથી સં. ૧૨૯૯માં પાટણમાં આ. વર્ધમાનસૂરિએ ‘શ્રી વાસુપૂજ્ય ચરિત્ર' (સર્ગ : ૪, ગ્રંથા» : ૫૪૯૪)ની રચના કરી. શેઠ વીરપાલના પૌત્ર મેલિગે સં. ૧૪૫૫ના પાટણમાં પાર્શ્વનાથ ચરિત્ર' લખાવી આ. સિંહદત્તસૂરિને વહોરાવ્યું હતું. મેલિગની પત્ની મેલાદેવીએ ‘કલ્પસૂત્ર'ની પ્રતિ લખાવી હતી. ઓસવાલ જ્ઞાતિમાં શેઠ વીરદેવના પુત્ર માનદેવથી માનદેવવંશ નીકળ્યો હતો, જેના વંશજોએ ખરતરગચ્છના આચાર્યોના ઉપદેશથી ઘણાં ધર્મકાર્યો કર્યાં હતાં. કર્કરાવાસી વ્ય. શેઠ વિજે શાહની પુત્રી અને શેઠ દેદાની બીજી પત્ની લંબિકાએ તપાગચ્છના આ. સોમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૭૦ના અષાડ વદિના દિવસે ‘શબ્દાનુશાસન’ લખાવ્યું. કર્કરા ગામ પાસેના બેણપમાં નાઢા શ્રાવિકા રહેતી હતી, જેણે અંચલગચ્છની સ્થાપનામાં મોટી મદદ કરી હતી. શેઠ સોમચંદ્ર શ્રીમાલની પુત્રી મોખલ્લદેવીએ પોતાના પિતાના શ્રેય માટે આ. હેમચંદ્રસૂરિએ રચેલા ‘શાંતિનાથચરિત્ર’ની પ્રતિ લખાવી અને તે આ. ધનેશ્વરસૂરિને વહોરાવી. જાલોરનો શ્રીમાલી શેઠ યશોદેવ આચાર્ય પૂર્ણભદ્રસૂરિનો પરમભક્ત હતો. તેનો પુત્ર મંત્રી યશોવીર જાલોરના રાજા ઉદયસિંહ (સં. ૧૨૬૨ થી સં. ૧૩૦૭)ના ખજાનાનો ઉપરી હતો, શિલ્પશાસ્ત્રનો પ્રતિષ્ઠિત વિદ્વાન ગણાતો હતો. પીંડવાડા પાસે ઝાદવલ્લી (ઝાડોલી) ગામમાં સં. ૧૨૩૬માં આ. દેવભદ્રસૂરિએ શેઠ સોઢાએ ભરાવેલા ભ. ઋષભદેવ અને ભ. પાર્શ્વનાથની પ્રતિમાની અંજનશલાકા કરી પ્રતિષ્ઠા કરી હતી. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન શેઠ કડવા ધાકડે આ. દેવપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૮માં “ઉત્તરસૂઝયણસૂત્ત'ની પ્રતિ લખાવી. તેમણે આ. રત્નાકરસૂરિનો પદ મહોત્સવ કર્યો. મહાકવિ આસડ આ. અભયદેવસૂરિના ઉપદેશથી જૈનધર્મી બન્યો. તેણે વિવેક મંજરી', ઉપદેશકંદલી” વગેરે ગ્રંથો રચ્યા છે. શેઠ ધનચંદ્રના પૌત્રો અને વાહડના પુત્રો ભુવનચંદ્ર અને પાચંદ્ર આ. જિનચંદ્રસૂરિના શિષ્ય આ. ભુવનચંદ્રસૂરિના હાથે ભ. અજિતનાથના બે કાઉસગ્ગિયા પ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા અનુક્રમે સં. ૧૩૦૪ તથા સં. ૧૩૦૫માં તારંગા તીર્થમાં કરાવી. આ પ્રતિમાઓ આજે એક તારંગા તીર્થમાં અને એક પાલનપુરના મોટા દેરાસરમાં બિરાજમાન છે. ઠાકોર દેદાના પુત્ર સાધુ પેથડે ભ. અભિનંદન સ્વામીની પ્રતિમા ભરાવી, તેની અંજનશલાકા આ. રત્નાકરસૂરિના હાથે સં. ૧૩૪૩માં કરાવી. આ પ્રતિમાજી આજે શત્રુંજય તીર્થ પર નવા આદીશ્વર ભગવાનના દેરાસરમાં રંગમંડપમાં ડાબી તરફ ખગ્રાસને બિરાજમાન છે. અજમેરના જૈનધર્મી રાજાઓ : અઢાઈ દિન કા ઝોંપડા :– અજમેરના રાજા વિગ્રહરાજે (વીસલદેવે) આ. ધર્મઘોષસૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામી જૈનધર્મ સ્વીકાર્યો, પોતાના રાજ્યમાં અગિયારસ વગેરે તિથિઓમાં અમારિ પ્રર્વતાવી અને અજમેરમાં મોટો રાજવિહાર બંધાવી તેમાં ભ. શાંતિનાથના વિશાલ બિંબની પ્રતિષ્ઠા કરાવી. આ સ્થાન-રાજવિહારનો મુસલમાનોએ નાશ કર્યો, જે સ્થાન અત્યારે “અઢાઈ દિન કા ઝોંપડા” નામથી ઓળખાય છે. વિગ્રહરાજની માતા સુવદેવીએ સબાહુપુર વગેરે ૧૦૫ સ્થાનોમાં ભ. પાર્શ્વનાથજી વગેરેનાં જિનાલયો બનાવ્યાં હતાં. શાકંભરીનો રાજા અભયરાજ જેણે અજમેર વસાવ્યું; રાજા અર્ણોરાજ જેણે પોતાની પુત્રી જલ્પણા (ચંદ્રલેખા) ગૂર્જરેશ્વર કુમારપાળને પરણાવી; નાગોરનો રાજા આલ્પણ વગેરે રાજાઓ આ. ધર્મઘોષસૂરિને ગુરુદેવ તરીકે માનતા હતા. આ ધર્મઘોષસૂરિના ઉપદેશથી બનેલાં નવાં જેનો અને ગોત્રો :– - આચાર્યશ્રીએ બ્રાહ્મણ, માહેશ્વરી વૈશ્ય અને ક્ષત્રિયોને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. વહીવંચાની વહીઓમાં લખ્યું છે કે, સં. ૧૧૨માં તેમણે મુદિયાડના બ્રાહ્મણોને જૈન બનાવી નારાના પરિવારનું નહાર ગોત્ર સ્થાપ્યું હતું. સં. ૧૧૩૨માં વણથલીના ચૌહાણ રાજા પૃથ્વીપાલ વગેરેને જૈન બનાવ્યા. તેના સાતમ પુત્ર મુકુંદનો પુત્ર સાહારણ, જે વહાણવટુ ખેડતો હતો. તેના પરિવારનું ભાણવટુ ગોત્ર સ્થાપ્યું. સં. ૧૧૩૨માં અજયનગર પાસે જયેષ્ઠા નગરના પંવાર રાવ, સુર અને તેના નાનાભાઈ સાંકલાને જૈન બનાવ્યા; અને તેમના પરિવારનું સુરાણાગોત્ર તથા સાંખલાગોત્ર સ્થાપ્યું, જેમનો “સુરાણાગચ્છ” બન્યો. એ જ રીતે આચાર્યશ્રીએ નવા નવા જૈનો બનાવી તેમના મીઠડિયા, સોની, ઉસતવાલ, ખટોર વગેરે ગોત્રોની સ્થાપના કરી હતી. એકંદરે આ. ધર્મઘોષસૂરિના ઉપદેશથી ઓસવાલોમાં ૧૦૫ અને શ્રીમાલીમાં ૩૫ નવાં જૈન ગોત્ર બન્યાં. તે બધા ધર્મઘોષગચ્છના શ્રાવકો હતા. આ0 ધર્મઘોષસૂરિની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજોનું બેસણું છે, એટલે ધર્મઘોષગચ્છના દરેક ગોત્રો તપાગચ્છને માને છે. અજમેરમાં મહેતાઓએ બંધાવેલું તપાગચ્છનું ભ. પાર્શ્વનાથનું જિનાલય છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૬૯ શાકંભરીનો મહામાત્ય ધનદેવ આ. ધર્મઘોષસૂરિનો પરમ ભક્ત હતો. તેમના પુત્ર કવિ યશશ્ચંદ્ર મુદ્રિતકુમુદચંદ્રનાટક' વગેરે ચાર નાટકોની રચના કરી છે. ઉપાસકો અને ઉપાસનાનાં સત્કાર્યો – તીર્થનાં જૈન મંદિરોને સં. ૧૩૬૮માં અલ્લાઉદ્દીન ખીલજીએ તોડી નાખતા, મંડોવરના શેઠ ગોસલ તથા શેઠ મહણસિંહના પુત્રો શા. વીજડ અને લાલિગ વગેરેએ આ. જ્ઞાનચંદ્રસૂરિના ઉપદેશથી વિમલવસહીની ઘણી દેરીઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેમાં આચાર્યશ્રીના હાથે સં. ૧૩૭રમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આબુ પર્વતની નીચે કાસલંદ નામે ગામ છે. અહીં ટીલા ઉપર ચોવીસ દહેરીવાળું વિશાળ જિનાલય છે. સં. ૧૮૯૧માં અહીં ભિન્નમાલથી આવેલ ધનાઢ્ય વેપારી શેઠ વામદેવ પોરવાડે ભ. આદિનાથનું સર્વ રીતે મનોહર મંદિર બંધાવ્યું. પ્રાયઃ બે સૈકા બાદ શેઠ ધનદાકે ભ. આદિનાથની નવી મૂર્તિ ભરાવી એ જ મંદિરમાં મૂળનાયક તરીકે પધરાવી. મોઢવંશીય શ્રાવક આસદેવના પુત્ર પામ્હણે જાલ્યોદ્ધારગચ્છના આ. ગુણભદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૨૨૬માં “નંદી દુર્ગપદ વ્યાખ્યા'ની પ્રતિ લખાવી. શેઠ પાજાની પુત્રવધુ રત્નદેવીએ ભ. નેમિનાથની સપરિકર પ્રતિમા ભરાવી, તેની પ્રતિષ્ઠા વઢવાણ શહેરમાં પાજાવસહી જિનાલયમાં ભટ્ટારક વિબુધપ્રભસૂરિ પાસે કરાવી. માણવક ઓસવાલે ભરાવેલ ભ. સુમતિનાથની અને છાજેડ લખમણે ભરાવેલ ભ. શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા અનુક્રમે સં. ૧૪૫૮ અને સં. ૧૮૬૨માં પલ્લીવાલગચ્છના ભટ્ટારક શ્રી શાંતિસૂરિના હાથે કરાવી. પલ્લીવાલ જ્ઞાતિ – - પ્રાચીન ગુજરાતનું પાટનગર શ્રીમાલ (ભિન્નમાલ) સં. ૧૦૭૧માં ભાંગ્યું, ત્યારે ત્યાંના બ્રાહ્મણો, મહાજનો વગેરે પાલીમાં આવી વસ્યા. આથી પાલી વિશેષ આબાદ થયું અને વેપારનું કેન્દ્ર બન્યું. પાલીના વ્યાપારીઓ અને વતનીઓ જ્યાં જ્યાં જાય ત્યાં પોતાને પલ્લીવાલ કે પાલીવાલ તરીકે ઓળખાવતા હતા. જેમ ઉપકેશનગરથી ઉપકેશગચ્છ અને ઉપકેશજ્ઞાતિ નીકળ્યાં તેમ પાલીનગરથી પલ્લીવાલગચ્છ અને પલ્લીવાલ જ્ઞાતિ નીકળ્યાં. અહીં પ્રાચીનકાળમાં પૂર્ણભદ્ર મહાવીરનું પ્રસિદ્ધ જૈનતીર્થ હતું. જ્યારે નાકોડાજી અને મહાવીરજી એ પલ્લીવાલગચ્છના પ્રસિદ્ધ જૈન તીર્થો છે. પલ્લીવાલો માટે માંડલિક, ઠક્કર (ઠ), સાહુ, સંઘપતિ વગેરે વિશેષણો વપરાય છે. એકંદરે પલ્લીવાલો ધની, સુખી, મોભાવાળા, રાજમાન્ય અને શ્વેતામ્બર જૈનો હતા. આ પલ્લીવાલ જૈનોએ ઘણા ધાર્મિક કાર્યો કર્યા છે : (૧) પાલીના પ્રદ્યોતનગચ્છના લખમણના પુત્ર દેશલે સં. ૧૧૫૧માં પૂર્ણભદ્ર મહાવીરના જિનચૈત્યની દેરીમાં ભ. ઋષભદેવની પ્રતિમા પધરાવી. (૨) દાનવીર શેઠ લાખણ પલ્લીવાલે સં. ૧૨૯૯માં રાજગચ્છના આ. રત્નપ્રભસૂરિના ઉપદેશથી ‘સમરાઈચકહાની પ્રતિ લખાવી, તેમની પાસે વ્યાખ્યાન કરાવ્યું. (૩) વરહડિયા નેસડ પલ્લીવાલના વંશજોએ શત્રુંજય, ગિરનાર, આબૂ (દલવાડા) વગેરે Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] [ જેને પ્રતિભાદર્શન - == = 4 તીર્થો અને મોટા નગરોમાં દેરાસર, દેરીઓ, જિનપ્રતિમાઓ, પરિકરો અને પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. વરડિયા નેસડના પૌત્ર જિનચંદ્ર સં. ૧૨૯૨ અને સં. ૧૨૯૬માં વીજાપુરમાં તપાગચ્છના આચાર્યોને પધરાવી ચાતુર્માસ કરાવ્યાં તેમ જ જૈન શાસ્ત્રો લખાવ્યાં. તેના પુત્રો વીરધવલ અને ભીમદેવ દીક્ષા લઈને તપાગચ્છના આ. વિદ્યાનંદસૂરિ અને દાદા ધર્મઘોષસૂરિ બન્યા, જેઓ મોટા જ્ઞાની, ત્યાગી અને તપસ્વી હતા. (૪) આહડના પુત્ર શ્રીપાલે સં. ૧૩૦૩માં ભરૂચમાં આ. કમલપ્રભસૂરિના ઉપદેશથી “અજિતનાથ ચરિત્ર' લખાવ્યું. (૫) સહજિગપુરના ઠ. દેહ પલ્લીવાલના પૌત્રો રતનપાલ અને વિજયપાલે ભ. મલ્લિનાથની દેરી તથા પ્રતિમા કરાવી, તેની ચંદ્રગચ્છના આ. યશોભદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (૬) સાહુ ઈશ્વરના પુત્ર કુમારસિંહે નાસિકમાં ભ. ચંદ્રપ્રભસ્વામીના જિનાલયનો પૂરો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૭) વીરપુરના દેદાધરના પત્ની રાસલદેવીએ “ગણધર સાર્ધશતક'ની ટીકા લખાવી. (૮) ઠ. વિક્રમસિંહે સં. ૧૩૭૭માં ભ. મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી, તેની આ. માણેકચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (૯) મંત્રી આભૂ પલ્લીવાલના વંશજોમાં ભીમાના પત્ની કપૂરાદેવીએ સં. ૧૩૨૭માં “શતપદી-દીપીકા લખાવી, સિંહાકે સં. ૧૪૨૦માં પાટણમાં તપાગચ્છના આ. જયાનંદસૂરિ તથા આ. દેવસુંદરસૂરિનો આચાર્યપદ મહોત્સવ કર્યો, સિંહાક અને ધનરાજે સં. ૧૪૪૧માં ખંભાતમાં “પંચાશક-વૃત્તિ' તાડપત્ર પર લખાવી. (૧૦) સાહુ પદ્માનાં પત્ની તેજલે કુલગુરુની આજ્ઞાથી ભ. મુનિસુવ્રતસ્વામીની દેરી કરાવી. (૧૧) ભીમ પલ્લીવાલના પુત્ર સેલ અને તેને સં. ૧૩૯૬માં ભ. શાંતિનાથની પ્રતિમા ભરાવી, તેની રાજગચ્છના આ. હંસરાજસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (૧૨) ઠ. છાડાના પત્ની નાયિકીદેવીએ સં. ૧૩૯૩માં ભ. મહાવીરસ્વામીના પ્રતિમા ભરાવી, તેની ધર્મઘોષગચ્છના આ. હંસરાજસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ ધાતુપ્રતિમા મહેસાણાના દેરાસરમાં વિદ્યમાન છે. (૧૩) મંડલિક લાલાક પલ્લીવાલે સં. ૧૫૧૦માં ભ. ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી, તેની અંચલગચ્છના આ. જયકેશરીસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. ચૌલુકય અર્થાત્ સોલંકી રાજવંશ અને જૈનધર્મનો પ્રભાવ ચૌલુકય એ કનોજના પ્રતિહાર વંશની એક શાખા છે. પ્રતિહારવંશ મૌર્યવંશમાંથી ઉતરી આવ્યો. એ રીતે ચૌલુક્યો પણ મૌર્ય ચંદ્રગુપ્તના વંશજો હતા. ચૌલુક્ય વંશના રાજાઓ મોટાભાગે દક્ષિણમાં અને ગુજરાતમાં થયા છે. દક્ષિણમાં ચૌલુક્ય વિજયાદિત્યના વંશજોએ અને ગુજરાતમાં ચૌલુકય સામંત રાજિના વંશજોએ રાજ્ય ભોગવ્યું હતું. ગુજરાતના ચૌલુક્ય રાજવીઓ જૈનધર્મ અને શૈવધર્મને સમાન ભાવે માનતા હતા. આ રાજવીઓમાં જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં જૈનધર્મનો પ્રચાર-પ્રસાર અને પ્રભાવ સર્વ રીતે વિસ્તર્યો હતો. તેમાં એ સમયના જૈન મહામંત્રીઓ, દંડનાયકો, શ્રેષ્ઠીઓ વગેરેનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો હતો. ગુજરાતનું રાજય સ્થાપનાર વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહ ચાવડા પછી ચૌલુક્ય સામત રાજિનો પુત્ર મૂળરાજ સં. ૯૯૮માં ગુજરાતની ગાદીએ આવ્યો. તેણે પાટણમાં મૂળરાજવસતિ નામે જિનમંદિર બંધાવ્યું. મૂળરાજ પછી તેનો પુત્ર ચામુંડરાય ગાદીએ આવ્યો. તેણે આ. વીરગણિના ઉપદેશથી થરાના વલહીનાથના મંદિરમાં કોઈ હિંસા ન કરે તેવું તાપ્રશાસન કરી આપ્યું અને સં. ૧૦૩૩માં વડસમાના જિનાલયના નિભાવખર્ચ માટે ખેતર આપી તેનું પણ તામ્રશાસન લખી આપ્યું. તેણે પોતાના Page #420 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૭૧ ક ધર્મગુરુ વીરગણિને મોટા ઉત્સવથી આચાર્યપદ અપાવ્યું. ચામુંડરાયનો બીજો પુત્ર દુર્લભરાજ સં. ૧૦૬૬માં ગાદીએ આવ્યો. દુર્લભરાજ આ. જિનેશ્વરસૂરિને બહુ માનતો. આચાર્યશ્રી પ્રકાંડ વિદ્વાન અને પરમસંવેગી હતા. પાટણમાં ચૈત્યવાસી સિવાય સંવેગી_સુવિહિત સાધુઓને ઉતરવા–રહેવાનું સ્થાન ન મળતું. રાજાએ ચૈત્યવાસીઓને સમજાવી, તેમની સંમતિથી સંવેગી સાધુઓ પાટણમાં રહી શકે તેવી વ્યવસ્થા કરી. દુર્લભરાજ પછી તેના લઘુબંધુ નાગરાજનો પુત્ર ભીમદેવ (પહેલો) સં. ૧૦૭૮માં ગુજરાતની ગાદીએ આવ્યો. ભીમદેવની રાજસભામાં આ. દ્રોણાચાર્ય, આ. સૂરાચાર્ય, આ. ગોવિંદ, આ. વર્ધમાનસૂરિ વગેરે અવારનવાર પધારતા અને ઉપદેશ આપતા. રાજા ભીમદેવ તેઓનો પરમ ભક્ત હતો. આ. દ્રોણાચાર્ય સૂરાચાર્યના કાકા અને ભીમદેવના મામા થતા. આ સમયે રાજકુટુંબોમાં અને ગુજરાતમાં જૈનધર્મનું સ્થાન અદકેરું હતું. ઘણા ક્ષત્રિયોએ જૈનધર્મ સ્વીકાર્યો હતો. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ વિ. સં. ૧૧૨૦માં ગાદીએ આવ્યો. તેણે સાબરમતીના કિનારે કર્ણાવતી નગર વસાવ્યું. કર્ણદેવ પછી તેનો પુત્ર જયસિંહ સં. ૧૧૫૦માં ગુજરાતની ગાદીએ આવ્યો. રાજા સિદ્ધરાજ જયસિંહ શૈવધર્મી હતો છતાં તેના દિલમાં જૈનધર્મ પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેના પર અહિંસા, ત્યાગ, તપ, પરોપકાર અને સરસ્વતીની મૂર્તિ સમા જૈનાચાર્યોનો સાત્વિક પ્રભાવ તથા જૈનોની રાજવફાદારીની સબળ અસર હતી. સિદ્ધરાજે જેમ સરસ્વતીના કિનારે રૂદ્રમહાલય બંધાવ્યો તેમ ભ. મહાવીરનું દેરાસર પણ બંધાવ્યું. સોરઠમાં મંત્રી સર્જનની દંડનાયક તરીકે નિમણુંક કરવામાં આવી. તેણે ગિરનાર પર ભ. નેમિનાથનો “પૃથ્વીજયપ્રાસાદ' બંધાવ્યો. સિદ્ધરાજે તેના ખર્ચની રકમ ખજાનામાંથી આપવાનું કબૂલ કર્યું અને તેના નિભાવ માટે ૧૨ ગામ આપ્યાં. સિદ્ધરાજે શ્રી શત્રુંજય તીર્થની પણ યાત્રા કરી, ભ. ઋષભદેવની પૂજા કરી અને તેની પૂજા માટે ૧૨ ગામ બક્ષીસ કર્યો. મહામંત્રસિદ્ધ આ. વીરસૂરિને આગ્રહ કરી પાટણ રાખ્યા અને તેમને સાંખ્યમતના વાદીભસિંહને જીતવા બદલ રાજા સિદ્ધરાજે જયપત્ર આપ્યું. રાંતેજના જિનમંદિરના બલાનકમાં ધ્વજ ચડાવી ચૈત્યનું ગૌરવ વધાર્યું. કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રને સૂરિપદ અપાવ્યું. આ. હેમચંદ્રસૂરિને વિનંતી કરીને તેમની પાસે સર્વાંગસુંદર નાની-મોટી ટીકાઓ અને અનુશાસનોથી સંપૂર્ણ “સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન' તૈયાર કરાવ્યું. એ વ્યાકરણને હાથીના હોદ્દા ઉપર મુકી સન્માન કરીને ભંડારમાં સ્થાપન કર્યું. ૩00 લહિયા રોકી મોટો રાજકીય જ્ઞાનભંડાર વસાવ્યો. વ્યાકરણના અજોડ વિદ્વાન કકલ કાયસ્થની અધ્યક્ષતામાં તેનું પઠન-પાઠન શરૂ કરાવ્યું અને તે દ્વારા ગુજરાતનું ગૌરવ સ્થાપ્યું. તેમ જ ચૌલુક્યવંશ, રાજા સિદ્ધરાજ તથા આ. હેમચંદ્રસૂરિના નામ અમર બનાવ્યા. માલધારી આ. હેમચંદ્રસૂરિના ઉપદેશથી ગુજરાતમાં પર્યુષણાપર્વ, અગિયારસ તથા મોટા દિવસોની અમારિ પ્રવર્તાવી અને તેના ઉપદેશથી પ્રસન્ન થઈને તેઓને દર સાલ ૮૦ દિવસોનું અમારિશાસન લખી આપ્યું. જિનાલયો પર સોનાના કળશ ચડાવ્યા. જિનમંદિરોના નિભાવ માટેના લાગા ચાલુ કરાવ્યા. ધંધુકા અને સાંચોર વગેરેમાં વરઘોડાની છૂટ આપી. રાજગચ્છના આ. ધર્મઘોષ તથા આ. સમુદ્રઘોષનું ભારે સન્માન કર્યું. દિગમ્બરાચાર્ય કુમુદચંદ્રને જીતવા બદલ આ. વાદિદેવસૂરિને જયપત્ર આપ્યું અને તેમના ચરણોમાં સોનામહોરોની થેલી ધરી, જેને આચાર્યશ્રીએ લીધી નહીં. તેથી તે રકમથી પાટણમાં “રાજવિહાર' નામે જૈન મંદિર બંધાવ્યું. તેમાં સં. ૧૧૮૩માં ચાર ગચ્છના ચાર આચાર્યોના હાથે ભ. ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. જયસિંહ સિદ્ધરાજ પછી સં. ૧૧૯૯માં ગુજરાતની ગાદીએ કુમારપાળ આવ્યો. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] L[ જૈન પ્રતિભાદર્શન ગૂર્જરેશ્વર કુમારપાળ કુલપરંપરાએ શૈવ હતો; પણ સં. ૧૨૧૬માં પોતાના પરમોપકારી ગુરુદેવ કલિકાલસર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિની પાસે સમ્યકત્વ સહિત બાર વ્રતો સ્વીકારી, નિત્ય સવારે મંગલપાઠ, નમસ્કારનો જાપ, વિતરાગસ્તોત્ર તથા યોગશાસ્ત્રનો અખંડપાઠ, ત્રિકાલપૂજા વગેરે કરવા સાથે શ્રાવકધર્મના નીતિ-નિયમો ચુસ્ત રીતે પાળવાપૂર્વક પરમ હિતોપાસક બન્યો. તેણે પોતાના રાજ્યમાં અમારિપટ વગડાવ્યો. ૧૪ દેશના રાજાઓ સાથે મૈત્રી, જીવરક્ષા, સાત તીર્થયાત્રા કરી. ૧૪૭૦ (૧૪૪૪) જિનાલયો બંધાવ્યાં. ૧૬00 જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. ૭00 લહિયા રોકી જૈન આગમો લખાવ્યાં. ૨૧ ગ્રંથભંડારો સ્થાપ્યા. અન્ય પણ અનેક ધર્મકાર્યો અને સદ્કાર્યો તેમના હાથે થયાં. (અન્યત્ર તેમનો જીવન પરિચય આપેલ હોય, વધુ ત્યાંથી જાણવું.) ગુજરાતના સોલંકી (ચૌલુક્ય) રાજયકાળમાં મહામંત્રીઓ વીર મહત્તમ, નેઢ, વિમલશાહ, શાંતુ મહેતા, મુંજાલ, આશૂક, આલિંગ, ઉદાયન, બાહડ, કપર્દી વગેરે અને દંડનાયકો આંબડ, સજ્જન વગેરે તથા ખર્ચખાતાના પ્રધાન જાહિલ, દુર્લભરાજ, યશોધવલ શ્રીમાલી વગેરે જૈન હતા. મહામાત્ય આલિગે સિદ્ધપુરમાં ચતુર્મુખવિહાર બંધાવ્યો હતો. મંત્રી આંબડે પાટણના કુમારવિહારમાં રૂપાની શ્રી ઋષભદેવની પ્રતિમા સ્થાપન કરી હતી, અને ભરૂચમાં શકુનિકા-વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અન્ય મંત્રીઓ, દંડનાયકો વગેરેએ પણ અનેક ધર્મકાર્યો કરી જૈનધર્મની પ્રભાવના વિસ્તારી હતી, તે તે ધર્માત્માઓના પરિચયો અલગ રીતે પ્રસ્તૃત ગ્રંથમાં આપવામાં આવ્યા છે. પાટણમાં કુબેરદત્ત નામે દરિયાઈ વેપારી હતો. તે ૬ કરોડ દ્રવ્યનો સ્વામી હતો. કુમારપાળે ૭૨ દેરીઓવાળા ત્રિભુવનવિહારમાં જેમને સાથે રાખી પ્રતિષ્ઠા, મહાપૂજા, ધ્વજ, કલશ વગેરે કર્યા તેમાં કુબેરદત્ત પણ સાથે હતો. તેના ઘરમાં રત્નજડિત મંદિર હતું, જેનું ભૂમિતળિયું પણ રત્નોથી જડેલ હતું. ચંદ્રકાંત-મણિની જિનપ્રતિમા હતી. તેના મરણ પછી, તેને સંતાન ન હોય, અપુત્રિયાનું ધન રાજાને મળે એ ન્યાયે કુબેરદત્તની એ અઢળક મિલ્કત/ધન પર તેનાં પત્ની કે માતાનો કોઈ અધિકાર ન રહ્યો. પરંતુ રાજા કુમારપાળે પરાપૂર્વથી ચાલ્યો આવતો રુદતીધનનો પટ્ટો રદ કરી નારીજાતીને પુરુષ સમાન હક્કવાળી માનીને તેને પતિ વગેરેનું ધન-મિક્ત મળે એવો નવો કાયદો બનાવ્યો. આમ, ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીના સમાન હક્કનો પહેલવહેલો કાયદો એ સમયે થયો. શેઠ આભડ અજયપાલને રાજા બનાવવાની તરફેણમાં હતો, પરંતુ પાછળથી, અજયપાલે ગાદીએ આવી જિનમંદિરો તોડવા સાથે અનેક દુષ્કૃત્યો આચરતા, તે પસ્તાયો. તેણે બીજા જિનમંદિરોને રાજાના કોપમાંથી બચાવવા યુક્તિ રચી. રાજાના પ્રીતિપાત્ર શીલણ ભાંડને ઘણું ધન આપી તૈયાર કર્યો. શીલણે સાંઠીઓનો એક પ્રાસાદ બનાવ્યો. રાજા અજયપાલને પોતાને ત્યાં નિમંત્રી, તીર્થયાત્રાએ જવાની ઇચ્છા વ્યક્ત કરી, પોતાના પાંચ પુત્રો તથા આ પ્રાસાદ ભળાવ્યા. ચીલણ સૌની રજા લઈ રવાના થયો. હજુ થોડે દૂર પહોંચ્યો નથી ત્યાં તો તેના પાંચ પુત્રોએ આ પ્રાસાદને ડાંગો વડે તોડી-ફોડી જમીનદોસ્ત કરી દીધો. શીલણ તોડવાનો અવાજ સાંભળી પાછો ફર્યો અને રોષ ચડાવી બોલ્યો : “અરે અભાગિયાઓ! આ કનૃપ છે તે તો સારો છે પરંતુ તમે મારા કુપુત્રો તો તેનાથીયે અધમ છો. રાજાજીએ તો પોતાના પિતાના મરણ બાદ તેનાં ધર્મસ્થાનો પાડી નાખ્યાં, જ્યારે તમે તો હું સો ડગલાં દૂર પહોંચું એટલીયે રાહ ન જોઈ!' Page #422 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૭૩ રાજા અજયપાલ આ હકીકત સાંભળી શરમાઈ ગયો. તેણે દેરાસરો તોડવાનું કામ ત્યારથી બંધ કર્યું, એટલે બાકીનાં દેરાસરો બચી ગયો અને જૈનો પોત-પોતાના અધિકારપદે કાયમ રહ્યા. જૈનધર્મી રાજાઓ વિજયવંત, કાન્હડદે, અરણ્યરાજ વગરે – વિજયવંત-–તે લોહિયાણનો રાજા બન્યો, પણ મોટાભાઈ જયવંતે તેનું રાજય ખૂંચવી લીધું. આથી તે પોતાના મોસાળમાં બેન્નાતટ (બેણપ) મદદ લેવા ગયો પણ ચોમાસું આવી જવાથી તે શંખેશ્વરતીર્થમાં રહ્યો. અહીં આપ સર્વદેવસૂરિના ઉપદેશથી સં. ૭૨૩માં જૈન-ધર્મપ્રેમી બન્યો. પછી મામા વજસિંહે જયવંતને સમજાવ્યો આથી વિજયવંતને લોહિયાણનું રાજય પાછું મળ્યું. તેણે આ. સર્વદેવસૂરિને લોહિયાણમાં પધરાવી, તેમનો ઉપદેશ સાંભળી જૈનધર્મ સ્વીકાર્યો. શ્રાવકનાં બાવ્રત લીધાં અને ભ. ઋષભદેવનું મંદિર બંધાવ્યું. જાલોરનો ચૌલુક્ય રાજા કહદે સં. ૭૩૧ આસપાસમાં આ. સ્વાતિસૂરિના ઉપદેશથી જૈન બન્યો. તેણે જાલોરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેના વંશજ ઠા. રાવજીએ આ. જયસિંહસૂરિના ઉપદેશથી પ્રભાવિત થઈ સં. ૧૨૨૯માં જૈનધર્મ સ્વીકાર્યો અને થરપારકરમાં આવેલ પિલુડી ગામમાં જિનમંદિર બંધાવ્યું. ચંદ્રાવતીના પરમારવંશના રાજા અરણ્યરાજે એકવાર અચલગઢની તળેટીના જિનમંદિરની પિત્તળની પ્રતિમાને ગળાવી નાખી તેનો નંદી બનાવ્યો. આથી તેને કોઢ રોગ ફૂટી નીકળ્યો. અનેક ઉપાયો કર્યા; પણ તે નિષ્ફળ ગયા. અંતે આ. શીલધવલસૂરિના ઉપદેશથી પ્રાયશ્ચિત્ત રૂપે નવા જિનપ્રતિમા ભરાવી, તેનું હવણજળ શરીરે લગાડતાં કોઢ દૂર થયો. રાજાએ સં. ૧૦૧૧માં ધાંધાર પ્રદેશમાં પાલનપુર વસાવ્યું. ત્યાં રાજવિહાર બંધાવી તેમાં ભ. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. આ સ્થાન આજે પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ છે. નાડોલના ચૌહાણ રાજાઓ : કટુકરાજે યુવરાજકાળમાં સં. ૧૧૭૨માં સેવાડીમાં ભ. મહાવીરસ્વામીના જિનાલયના નિભાવ માટે ૮ દ્રમનો ખર્ચ બાંધી આપ્યો. તેના પુત્ર આલણદેવે સં. ૧૨૦૯માં કિરાડુ વગેરે ગામોમાં ૮, ૧૧, ૧૪ તિથિઓમાં અમારિ પ્રવર્તાવી. તેની રાણીએ સં. ૧૨૨૧માં સાંડેરાવ (સંડેરક)ના જિનાલયમાં ભ. મહાવીરસ્વામીના જન્મોત્સવ માટે વાર્ષિક લાગો બાંધી આપ્યો. તેના પુત્ર કેલણદેવે માંસની બલિપ્રથા બંધ કરાવી. રાણી જલણાએ સં. ૧૨૩૬માં ભ. પાર્શ્વનાથના મંદિરમાં ખંભ કરાવ્યો તેમજ સાલિયાણું બાંધી આપ્યું. રાજકુમાર મોઢલે સં. ૧૨૪૧માં ધંધાણક (ધાંધાણી) તીર્થમાં ભગવાન મહાવીરસ્વામીના દેરાસરની વર્ષગાંઠ માટે ખર્ચ બાંધી આપ્યો. પુત્રી શૃંગારદેવીએ સં. ૧૨પપમાં ઝાડોલીના શ્રી મહાવીરસ્વામી દેરાસર માટે મોટી આવકની કૂવાવાળી જમીન ભેટ આપી. આમ, નાડોલ રાજ્યના રાજાઓ પ્રાચીનકાળથી જૈનધર્મપ્રેમી હતા. મેવાડના રાણા જૈત્રસિંહે આ. જગચંદ્રસૂરિના ત્યાગ અને તપથી પ્રભાવિત બની તેમને સં. ૧૨૮૫માં આહડનગરમાં “તપા'નું બિરુદ આપ્યું, એ સમયથી તે આચાર્યનો સમુદાય “તપાગચ્છ' નામથી પ્રસિદ્ધિ પામ્યો. વળી, રાણા જૈત્રસિંહ ચિત્તોડની રાજસભામાં આ. જગચંદ્રસૂરિજીને સાત વાદીઓને | હરાવતા તેમને હીરાનું માનવંતુ બિરુદ આપ્યું, તે સમયથી આચાર્યશ્રી હીરલા જગચંદ્રસૂરિ' એવા નામે જે. ૩૫ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન | વિખ્યાત થયા. રાણા જૈત્રસિંહ અને તેની રાણી પરમ જૈન બન્યાં હતાં. તે પછી તેની ત્રણ પેઢીઓ સુધી રાજા-રાણા અને રાણીઓએ જૈનધર્મનું પાલન કર્યું. રાણાઓએ મેવાડમાં જ્યાં જ્યાં કિલ્લો કર્યા ત્યાં ત્યાં પહેલાં ભ. ઋષભદેવનું મંદિર બનાવ્યું અને તપાગચ્છના આચાર્યોને માનવા, પૂજવા; રાજ્યના રસાલાથી તેમનો રાજધાનીમાં પ્રવેશ કરાવવો એવી મર્યાદા બાંધી હતી, જે આજ દિન સુધી ચાલુ હતી. શ્રેષ્ઠીવર્યોની જિનભક્તિ, શ્રુતભક્તિ, તીર્થભક્તિ આદિ :– પાલીના ગજસિંહ તથા જગન્નાથ ચૌહાણના રાજ્યમાં શ્રી શ્રીમાલી ચંડાલેચા ગોત્રના ઈશ્વર, અટોલ વગેરેએ ભ. શાંતિનાથની પ્રતિમા ભરાવી અને સં. ૧૬૮૬માં તેની ચૂત્રગચ્છની શાર્દૂલ શાખાના રાજગચ્છના ભ. ચંદ્રસૂરિ પટ્ટ ભ. રત્નચંદસૂરિએ ઉ. તિલકચંદ તથા મુનિ રૂપચંદના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેઓએ પાલીના નવલખા જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તેમાં મૂળનાયક ભ. શ્રી પાર્શ્વનાથને બિરાજમાન કર્યા અને બીજી ૨૪ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, સોનાનો કળશ ચઢાવ્યો. આશાપલ્લીમાં શ્રી વિદ્યાસિંહના પુત્ર મન્મથસિંહે રચેલા “સુક્તરત્નાકર મહાકાવ્ય ધર્માધિકારીની ચાર પ્રતિઓ સં. ૧૩૪૭માં શેઠ જયંત શ્રીમાલના પુત્ર લાડણે ‘રનાર પર્વાશા'ના રચયિતા આ. રત્નાકરસૂરિના ઉપદેશથી લખાવી. સાંડેરકના ભ. મહાવીરના જિનપ્રાસાદના વહીવટદાર શેઠ મોખ પોરવાડના પુત્ર વણધનના પુત્ર પેથડે આ. રત્નાકરસૂરિના ઉપદેશથી સં. ૧૩૫૩માં ‘ભગવતીસૂત્ર” ટીકા સહિત લખાવ્યું. આ. રત્નપ્રભસૂરિ આદિના ભક્ત ગૂર્જરવંશના શેઠ શોભનદેવના પુત્ર મહાવિદેહે સે. ૧૩૭૯માં આ. ભાવદેવસૂરિ રચિત “પાર્શ્વનાથચરિત્ર' લખાવી ૫. જ્ઞાનકીર્તિગણિને અર્પણ કર્યું. ગિરિપુર (ડુંગરનગર)ના સુંબડ ઠ. પૂનાની વંશ-પરંપરાના શિવાએ ચતુર્વિશતિ જિનપટ્ટ કોતરાવી તેની વૃદ્ધ તપાગચ્છના આ. રત્નસિંહસૂરિના હાથે સં. ૧૫૧૬માં પ્રતિષ્ઠા કરાવી. આ પટ્ટ હાલમાં જયપુરના ઘાટમાં શેઠ ગુલાબચંદજી મુથાના શ્રી પદ્મપ્રભુના જિનપ્રાસાદમાં વિદ્યમાન છે. જૂનાગઢના રા'મહિપાલે (પાએ) આ. રત્નસિંહના ઉપદેશથી ગિરનાર તીર્થમાં ભ. નેમિનાથ જિનપ્રાસાદને સોનાનાં પતરાંથી મઢાવ્યો હતો. તેમજ તેણે તથા તેના પુત્ર રામાંડલિક સં. ૧૫૦૭માં પોતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી, કે આજથી મારા રાજયમાં કોઈએ દરેક મહિનાની તિથિ ૫, ૧૧, ૧૪ અને અમાવાસ્યાના રોજ કોઈપણ જીવને મારવો નહીં, હિંસા-શિકાર કરવા નહીં. વીજાપુરના હુંબડ જ્ઞાતિના સલાવજ ગોત્રના દોશી ધર્માનાં પુત્રવધુ જીવની તથા લક્ષ્મી વગેરેએ ભ. સુમતિનાથની પંચતીર્થી પ્રતિમા ભરાવી અને તેની વૃદ્ધ તપાગચ્છના આ. જિનરત્નસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિમા આજે પ્રાંતીજના ભ. ધર્મનાથ જિનપ્રાસાદમાં વિદ્યમાન છે. પોરવાડ ઠકુર પુત્ર કેલ્લે ગિરનાર પર ત્રણ દેરીનો ઉદ્ધાર કરાવ્યો, અમદાવાદમાં ધર્મશાળા બનાવી, પાંચ દેરાસર કરાવ્યાં, પંન્યાસપદ અપાવ્યો, મુનિઓને વસ્ત્રો વહોરાવ્યાં, સાધર્મિકવાત્સલ્ય કર્યા, સિદ્ધાંતો લખાવ્યાં, જેમાં સં. ૧૫૧૯માં “પક્ષી સૂત્ર વૃત્તિ” લખાવી. બૃહત્ તપાગચ્છના આ. Page #424 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] સુરસુંદરસૂરિના શિષ્ય શ્રી સમયમાણિક્ય મુનિએ તેને વાંચીને સુધારી હતી. મહમ્મદ ખીલજીનો માનીતો રણથંભોરનો સુબો ધનરાજ પોરવાડ આ. રત્નસિંહસૂરિનો પરમ ભક્ત-સમકીતિ શ્રાવક હતો. તેણે મારવાડ, મેવાડનાં તીર્થોનો છ'રી પાળતો યાત્રાસંધ કાઢ્યો હતો. નાથા શ્રીમાલીની પત્ની લાખુએ સં. ૧૫૧પના અષાડ સુદપને ગુરુવારે માંડવગઢમાં ‘પૃથ્વીચંદ્રચરિત’ પ્રાકૃતનું ટિપ્પન સાથે લખાવી ભ. જ્ઞાનસાગરસૂરિને વાંચવા અર્પણ કર્યું. [ ૩૭૫ શા. દેવધર શ્રીમાળી વંશમાં થયેલા સાધુ ચોથાએ આ. લબ્ધિસાગરના ઉપદેશથી અને પં. ગુણસાગર તેમજ પં. ચારિત્રવલ્લભની પ્રેરણાથી સં. ૧૫૬૮માં અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપન કર્યો અને ૪૫ આગમો લખાવ્યાં. એ જ વંશના શા. મેઘાની પુત્રી લાડકીના પુત્ર સોનપાલે કાર્તિક સુદિ પ ના દિવસે જૈન ગ્રંથભંડાર સ્થાપન કર્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી. શેઠ હેમચંદ-હેમરાજ : આ નામના ઘણા જૈન શ્રેષ્ઠીઓ થયા. તેમાંના કેટલાકની વિગત આ પ્રમાણે મળે છે. શેઠ હેમચંદ જેણે શિશોદિયા રાણા ઐત્રસિંહ (સં. ૧૨૭૦ થી ૧૩૦૯)ના રાજ્યમાં મહામાત્ય જગતસિંહના સમયે આહડમાં સમસ્ત જૈન સિદ્ધાંત'' લખાવ્યાં. આમાંનાં ઘણા આગમો ખંભાતમાં શાંતિનાથના ભંડારમાં મોજુદ છે. તે આ. દેવેન્દ્રસૂરિનો ભક્ત હતો; ને ચિત્તોડનો વતની હતો. મહામાત્ય હેમરાજ તે સંઘપતિ રત્નાશાહની પત્ની સં. રત્નાબાઈનો પુત્ર હતો, બુદ્ધિશાળી હતો, પ્રાકૃત--સંસ્કૃત ભાષાનો જાણકાર હતો. રાજ્યવ્યવહારમાં નિપૂણ હતો, ધર્મપ્રેમી જૈન હતો, સંઘવી હતો, જૈન દર્શનના વિવિધ વિષયનો અભ્યાસી હતો. આ. દેવસુંદરસૂરિનો ભક્ત હતો. તે ઘરવ્યવહારથી અલિપ્ત રહેતો હતો અને જૈનધર્મના પ્રચાર માટે સર્વ પ્રકારે આગેવાની ભર્યો ભાગ લેતો હતો. આ. સોમતિલકસૂરિએ સં. ૧૩૮૭માં સં. હેમરાજની વિનંતીથી સરસવાળ'' નો ટબો રચ્યો હતો. સં. હેમરાજ : તેમણે સં. ૧૬૫૭ના મહા માસમાં મારવાડથી શત્રુંજયતીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો; જેમાં ૧૨૦૦ ગાડી, ૫૦૦ હાથી, ૫૦૦ ઊંટ, પ૦૦ ઘોડા, ૭૦૦ પગપાળા સુભટો વગેરે સાથે હતાં. તેણે શંખેશ્વરમાં ભ. વિજયસેનસૂરિ અને આ. વિજયદેવસૂરિને વંદન કર્યું હતું. શેઠ હેમરાજ તે કચ્છના અંગિયા ગામનો નગરશેઠ હતો અને ત્યાંના બાર ગામના ગાદીધર પીર બાવાનો માનીતો કામદાર હતો. તે તપાગચ્છનો આગેવાન જૈન હતો. તેણે ગુરુદેવશ્રી ચારિત્રવિજયજી (જૈન ગુરુકુળ-પાલીતાણાના પ્રતિષ્ઠાપક) મ.ના ઉપદેશથી સં. ૧૯૭૪માં સજોડે અંગિયામાં શીવ્રત અંગીકાર કર્યું હતું. ગુરુમહારાજના ઉપદેશથી અને તેમની પ્રેરણાથી અંગિયાના ગાદીપતિ પીરબાવાએ તેમજ તેની જમાતે--પરિવારે માંસ-મદિરાનો સર્વથા ત્યાગ કર્યો હતો. શેઠ હેમરાજને મોનજી અને ટોકરશી નામે પુત્રો થયા, તેમને બીજો પૌત્ર-પરિવાર વિદ્યમાન છે. મેવાડના જૈનધર્મી રાજાઓ અને તેમનાં સ્તુત્ય કાર્યો :— મેવાડના રાણા સમરસિંહ અને તેની રાણી પણ જૈનધર્મ પાળતી હતી. રાજા સમરસિંહે પં. અજિતપ્રભ ગણિના ઉપદેશથી રાજ્યમાં અમારિ પળાવી હતી. રાજમાતા જયતલ્લદેવી તથા રાજાએ આ. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન દેવેન્દ્રસૂરિના ઉપદેશથી ચિત્તોડના કિલ્લામાં શામળિયા પાર્શ્વનાથનું જિનમંદિર બંધાવ્યું હતું. રાજા અલ્લટરાજે બંધાવેલ ચિત્તોડગઢના જૈન કીર્તિસ્તંભનો જીર્ણોદ્ધાર મેવાડના રાણા મોકલસિંહે અમદાવાદના અહમદશાહ સુલતાનના માનીતા સંઘપતિ ગુણરાજ પાસે સં. ૧૪૮૫માં કરાવ્યો અને તેની જ પાસે “ભ. મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. આ કીર્તિસ્તંભ અને જિનાલય આજે વિદ્યમાન છે. રાણો કુંભોજી જેણે રાણકપુર વસાવ્યું અને સં. ૧૪૯૬માં રાણકપુરમાં સંઘપતિ ધરણાશાહ પોરવાડે બંધાવેલા રૈલોક્ય જિનપ્રાસાદમાં પાષાણના બે સ્થંભો ઊભા કરાવ્યા, જે આજે એવા જ સ્વરૂપમાં વિદ્યમાન છે. રાણા કુંભોજી આ. સોમસુંદરસૂરિ, આ. કમલકલશસૂરિ, આ. સોમજયસૂરિ વગેરેનો ભક્ત હતો. મેવાડના રાણા મોકલજી તથા રાણા કુંભાજીનું સં. ૧૪૭૧નું ફરમાન શિશોદિયા વંશના જૈનધર્મના પ્રેમનું પ્રતિક છે. ફરમાન :__ स्वस्ति श्री एकलिंगजी परसादातु महाराजाधिराज महाराणाजी श्री कुंभाजी आदेसातु मेदपाटरा उमराव कामदार समस्त महाजन पंचकास्य अप्रं आपणे अठे श्रीपज तपागच्छका तो देवेन्द्रसरिजीका पंथका तथा पुनम्यागच्छका (पूर्णतल) हेमाचारजीको परमोद है । धरमज्ञान वतायो सो अठे अणांको पंथको होवेगा जाणीने मानागा पूजागा । परथम (प्रथम) तो आगेसु ही आपणे गढ कोटमें नींव दे जद पहीला श्री रिषभदेवजीरा देवराकी नींव देवाडे है, पूजा करे है, अपे अजुही मानेगा, सिसोदा पगका होवेगा ने सुरेपान (सरापान) पाँवेगा नहि और धरम भरजादमें जीव राखणो, या मरजादा लोपगा जणीने महासत्ता (महासतियों की आण है और फेल करेगा जणीने तलाक है, सं. १४७१ काती सु. ५॥ ચિત્તોડના દોશી તોલાશાહને મહમદ બેગડાના પુત્ર અહમદ સિકંદરે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોનો નાશ કરતાં ઘણું દુઃખ થયું. તેની ઇચ્છા હતી કે આ તીર્થો ફરી સ્થપાય તેમ કરવું જોઈએ. એ સમયે મેવાડમાં રાણા સાંગ રાજગાદીએ હતો. રાણા સાંગ અને દોશી તોલાશાહ બંને મિત્રો હતા. ધનરાજ પોરવાડનો સંઘ ચિત્તોડ આવતા રાણા સાંગે સંઘનું મોટું સ્વાગત અને સન્માન કર્યું હતું. આ સંઘ સાથે પધારેલા આ. ધર્મરત્નસૂરિએ દોશી તોલાશાહની વ્યથાને શાંત પાડી, ઉત્સાહિત કરવા ભવિષ્યવાણી કરી કે, “તારો પુત્ર શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવશે.” થોડા સમય પછી જોગાનુજોગ એવું બન્યું કે શાહજાદો બહાદૂરશાહ પિતા મુજફફરથી રીસાઈને સં. ૧૫૩૫માં ચિત્તોડ ચાલ્યો ગયો, ને ત્યાં દોશી તોલાશાહનો અતિથિ બનીને રહ્યો. એ દરમિયાન દોશી તોલાશાહના પુત્ર કર્માશાહ અને શાહજદા વચ્ચે ગાઢ મૈત્રી થઈ. ત્યારબાદ સં. ૧૫૮૩માં બહાદૂરશાહ ગુજરાતનો બાદશાહ થયો અને કર્માશાહે શત્રુંજયતીર્થના ઉદ્ધારનું કાર્ય હાથ ધરી સં. ૧૫૮૭માં શ્રી શત્રુંજયતીર્થનો મોટો ઉદ્ધાર કરી આચાર્યશ્રીની ભવિષ્યવાણીને તેમજ (સદ્ગત) પિતાની ભાવનાને ચરિતાર્થ કરી. રાણા પ્રતાપસિંહ : તે હિંદુપત (વટ) રાખનાર ટેકીલો રાજપૂત કેસરી મેવાડના રાજા હતો. તે જગદ્ગુરુ આ. હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યોને બહુ માનતો હતો. તેણે સં. ૧૬૪૩-૪૪માં ચામુંડેરીથી આચાર્યશ્રીને ચિત્તોડ અને ઉદયપુર પધારવા મેવાતના મસુંદુ ગામે નિમંત્રણ પત્ર લખી મોકલ્યો હતો. તે પત્ર આ પ્રમાણે છે સ્વતિ શ્રીમr? મહાસુમાને સરવ માપનાના મટ્ટાર મહારાનશ્રી હીરસૂરિની चरणकमलायणे स्वस्तश्री क्जेकटक चांवडेरा (चामुडेरी) डेरा सुथाने महाराजाधिराज श्रीराणा प्रतापसिंघजी ली० पगे लागणो बचसी, अटारा समाचार भला है, आपरा सदा भला छाईजे, आप बडा हे, पूजणीक हे, सदा करपा Page #426 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ 399 राखे, जीसु ससह (श्रेष्ठ) रखावेगा, अप्रं आपरो पत्र अणादनाम्हे आया नहीं सो करपा कर लगावेगा । श्री बडा हजुररी वगत पदारखो हुवो जीमें अठासुं पाछा पदारता पातसा अकब्रजीने जेनाबादम्हें ग्रानरा (ज्ञानरा) प्रतिबोद दीदो, जीरो चमत्कार मोटो बताया जीवह (हिं)सा छरकली (चिडीया) तथा नामपंषेरु (पक्षी) वे तीसो माफ कराई जीरो मोटो उपगार कीदो सो श्रीजैनरा ध्रममें आप असाहीज अ(उ)दोतकारी अबार कीसे (समय) देखता आप जु, फेर वे न्हीं आवी पूरब हीद स्थान अत्रवेद गुजरात सुदा चारु (४) दसा म्हे धरमरो बडो अ--(उ)दोतकार देखाणो, जठा पछे आपरो पदारणो हुवो न्ही सो कारण कही वेगा पढारसी आगेसु पटाप्रवाना कारणरा दस्तुर माफक आप्रे हे जी माएक तोल मुरजाद सामो आवो सा बतरेगा श्रीवडा हजुररी वषत आप्री मुरजाद सामो आबारी कसर पड़ी सुणी सो काम कारण लेखे भूल रही वेगा, जीरो अदेसो न्ही जाणेगा, आगेसु श्री हेमाआचारजीने श्री राजम्हे मान्या है, जीरो पटो कर देवाणो जि माफक अरो पगरा भटारषगादीप्र आवेगा तो पटा माफक मान्या जावेगा श्री हेमाचारजी पेलां श्रीवडगच्छरा भटारषजीने वडा कारणसुं श्रीराजम्हे मान्या जि माफक आपने आपरा पगरा गादी प्रपाट हवी तपगच्छराने मान्या जावेगारी "सुवाये देसम्हे आप्रे गच्छरो देवरो त्था उपासरो वेगा, जीरो मुरजाद श्रीराजसु वा दुजा गच्छरा भटारष आवेगा सो राषेगा," श्री समरणध्यान देवजात्रा जठे आद करावसी भूलसी नही ने वेगा पदारसी, प्रवानगी पंचोली गोरो समत १६३५ रा वर्ष आसोज सु. ५ गुरुवार । (२।४पूताने हैन वीर, पृ. 3४१-३४२.) શેઠ ભામાશાહ : જેણે રાણા પ્રતાપસિંહને આફતના સમયે મોટી મદદ કરી હતી. તેણે કેશરિયાજી તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી. સં. ૧૯૪૩માં તેના દંડ-કળશ વગેરેની પ્રતિષ્ઠા કરાવી હતી. જૈન તીર્થોની યાત્રા કરી ૬૯ લાખ રૂપિયાનો વ્યય કર્યો હતો અને સર્વ તીર્થસ્થાનોએ લ્હાણી કરી હતી. સોનેરી શાહીથી આગમસૂત્રો લખાવી ભટ્ટારકશ્રી વિજયરાજેન્દ્રસૂરિને વહોરાવ્યાં હતાં. તેમના અન્ય સ્થળે આપેલ પરિચયમાં વધુ વિગત જુઓ.) મેવાડના રાણા અમરસિંહે ભ. શ્રી વિજય રત્નસૂરિના ઉપદેશથી સં. ૧૭૧૬માં પશુષણ માટે અહિંસાનો અમરપટો લખી આપ્યો, હિંસાત્મક કૃત્યો બંધ કરાવ્યાં. nu तसिंड : उदयपुरके महाराणा जगतसिंहजीने आचार्य विजयदेवसूरि तथा आ. विजयसिंहसूरिके उपदेशसे प्रतिवर्ष पोष सुदि १० को वरकाणा (गोडवाड) तीर्थ पर होनेवाले मेलेमें आगंतुक यात्रियो परसे टेक्ष लेना रोक दिया था, और सदैवके लीए इस आज्ञाको एक शिला पर खोदवा कर मंदिरके दरवाजेके आगे लगवा दिया था, जो कि अभी तक मौजूद है । राणा जगतसिंहके प्रधान झाला कल्याणसिंहके निमंत्रण पर उक्त आचार्यने उदयपुरमें चातुर्मास किया । चातुर्मास समाप्त होनेके वक्त एक रात दलबादल महलमें विश्राम किया, तब महाराणा जगतसिंहजी नमस्कार करनेको गये और आचार्यक उपदेशसे निम्न लिखित चार बाते स्वीकार करी कि—(क) उदयपुरके पीछोला सरोवर और उदयसागरमें मछलियोको कोई न पकड़े । (ख) राज्याभिषेकवाले दिन जीवहिंसा बंद । (ग) जन्ममास और भाद्रमासमें जीवहिंसा बन्द । (घ) मचींददुर्ग पर राणा कुम्भा द्वारा बनवाये गये जैन चैत्यालयका पुनरुद्धार । (—અયોધ્યાપ્રસાદ ગોયલીય, રાજપૂતાને કે જૈન વીર પૃ. ૩૪૬) નાગૌરનો ધનાઢય પૂનમ શ્રેષ્ઠિ જૈન હતો. દિલ્લીના બાદશાહ શમસુદીન અલ્તમની બેગમ પ્રેમકળા [ તેને “ધર્મબન્યુ' માનતી હતી. તેણે બાદશાહના ફરમાનથી શત્રુંજય તીર્થ વગેરેનો યાત્રાસંઘ કાઢ્યો હતો. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન જૈનધર્મપ્રેમી દિલ્લીના સુલતાનો : બાદશાહ મોઈઝુદ્દીન બહેરામનો મંત્રી સહણપાલ અને બા. અલ્લાઉદ્દીન ખિલજીનો સર્વસત્તાધારી મંત્રી નેણો જાલોરના આભૂ શ્રીમાલીના વંશજ હતા. મંત્રી નેણાએ ખરતરગચ્છના આ૦ જિનચંદ્રસૂરિના ઉપદેશથી શત્રુંજયતીર્થ અને ગિરનાર તીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. અલ્લાઉદ્દીન આ૦ વજ્રસેનસૂરિને બહુ માનતો. બાળ ગ્લાસુદ્દીન તઘલખે આભૂ શ્રીમાળીના વંશજ દુઃસાજુને મેવાડ કે મો૨વાડાનો સુબો બનાવ્યો હતો. અગાઉ તે ચંડાવલ (ચંદ્રાવતી)નો પ્રધાન હતો. બાળ મહમ્મદ તઘલખ આ૦ જિનપ્રભસૂરિનો ભક્ત બન્યો હતો. તેમના ઉપદેશથી બાદશાહે જ્યાં ત્યાં જિનપ્રતિમાઓ પડી હતી એ તેમને પાછી આપી હતી. બાદશાહે કલ્યાણી નગરના ભ૦ મહાવીરસ્વામીના જિનાલયની પૂજા (આદિ ખર્ચ) માટે બે ગામ ભેટ આપ્યાં હતાં. વડગચ્છના મોટા કવિ આ ગુણભદ્રસૂરિના ઉપદેશથી તે વિશેષ જૈનધર્મનો પ્રેમી બન્યો. આ મદનસૂરિ અને આ મહેન્દ્રસૂરિને પણ તે બહુ માનતો. બા૦ ફિરોજશાહ તઘલખે પણ અનેક જૈનાચાર્યોના આદર-સત્કાર કર્યા હતા. બાદશાહ બાબરે મહો. સહજકુશલગણના ઉપદેશથી જજિયાવેરો માફ કર્યો હતો. મંત્રી આભૂ શ્રીમાળી અને તેના વંશજો ઃ તે રાજા સોમેશ્વર ચૌહાણનો મંત્રી હતો. સ્વર્ણગિરિ (જાલોર)નો હોવાથી સોનગરા શ્રીમાળી તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેનો વંશજ (૬) ઝાંઝણ રાજા ગોપીનાથનો મુખ્યમંત્રી હતો. તે બહુ ધર્મપ્રેમી હતો. તેણે સં. ૧૫૦૩ લગભગમાં પાલનપુરમાં ભ૦ શાંતિનાથનો જિનપ્રાસાદ કરાવ્યો, યાત્રાસંઘો કાઢ્યા, ઉજમણાં કર્યાં, ધર્મશાળા, ઉપાશ્રયો અને દાનશાળા બંધાવ્યાં. તે માંડવગઢ જઈને વસ્યો. તેને ૬ પુત્રો હતા. આ સહુ માંડવગઢમાં બાદશાહ આલમશાહના રાજ્યમાં પદાધિકારી બન્યા હતા. તે સૌએ જીરાવલા, આબૂ વગેરે તીર્થોના જુદા જુદા સમયે યાત્રાસંઘો કાઢ્યા હતા. આ રીતે તેઓ સંઘપતિ બન્યા હતા. ઝાંઝણના ચોથા પુત્ર પદ્મને બા૦ અલ્લાઉદ્દીને માંડવગઢ જીતી લઈ ત્યાંનો દીવાન બનાવ્યો. ઝાંઝણના બીજા પુત્ર સં. બાહડને બે પુત્રો હતા. મોટો પુત્ર સમધર સંભવતઃ મેવાડનો મહામાત્ય હતો. તેના કુટુંબે આજ ધર્મઘોષસૂરિના ઉપદેશથી ગ્રંથો લખાવ્યા હતા. બાહડનો નાનો પુત્ર સં. મંડન બુદ્ધિવાન, ધનવાન, વિદ્વાન અને કવિ હતો. તેણે સરસ્વતીમંડન, કાવ્યમંડન, ચંપૂમંડન, કાદંબર મંડન, અલંકારમંડન, ઉપસર્ગમંડન, ચંદ્રવિજય ગ્લો. ૧૪૧, કવિકલ્પદ્રુમ વગેરે ગ્રંથો રચ્યા છે. સં. ઝાંઝણો ત્રીજો પુત્ર સં. દેહડ ભોજદેવ પરમારનો મંત્રી તથા માંડવગઢના બા૦ આલમશાહનો દીવાન હતો. નના પુત્ર કવિ ધનદે સં. ૧૪૯૦માં માંડવગઢમાં (૧) શૃંગારધનદ, (૨) નીતિધનદ અને (૩) વૈરાગ્યધનદ—--એમ શતકત્રયી બનાવી છે. કવિ મંડન અને કવિ ધનદ તેમજ તેના પુત્રોએ સં. ૧૫૦૩માં માંડવગઢમાં ખરતરગચ્છના આ૦ જિનભદ્રસૂરિના ઉપદેશથી સર્વ સિદ્ધાંતો લખાવ્યા હતા. શેઠ પૂના અને તેના વંશજોના ધર્મકાર્યો : ચંદ્રાવતીના રાજા ધારાવર્ષના રાજ્યના અધિકારીઓ શેઠ પૂના, આશા વગેરેએ થારાપદ્રગચ્છના આ ચક્રેશ્વરસૂરિ, આઠ પરમાનંદસૂરિ અને આ યશઃપ્રભસૂરિના ઉપદેશથી ‘નાયાધમ્મ કા' અને ‘રત્નચૂડ કથા'ની પ્રતિ લખાવી. શેઠ પૂનાના વંશના વિક્રમાદિત્યે તિવરીમાં ભ૦ પાર્શ્વનાથનું જિનાલય બનાવ્યું. માલદેવે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોના છ'રી પાળતા યાત્રાસંઘો કાઢ્યા. ખંભાતના શેઠ હરપતિએ સં. ૧૪૪૨ના દુકાળમાં જનતાને અનાજ-પાણી, કપડાં વગેરે આપી મોટી મદદ કરી. સં. ૧૪૪૯માં તપગચ્છની વૃદ્ધપોષાળના ૫૬મા આ∞ જયતિલકસૂરિના ઉપદેશથી તેણે ગિરનાર તીર્થમાં ભ૦ નેમનાથના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને શત્રુંજય, ગિરનાર વગેરે Page #428 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૭૯ તીર્થોના છ'રી પાળતા સંઘો કાઢ્યા. સં. ૧૪૫૨માં આ૦ જયતિલકસૂરિના હાથે ઉપા૦ રત્નસિંહગણિને આચાર્યપદ અને સાધ્વી રત્નચૂલાશ્રીને મહત્તરાપદ અપાવ્યું. ખંભાતના શેઠ શાણરાજને અમદાવાદનો બાદશાહ અહમદશાહ આદર-માન આપતો, તેની સલાહ લેતો. શાણરાજે પોતાની બહેન કર્મદેવીના કલ્યાણ માટે જિનપ્રાસાદ બંધાવી તેમાં ભ ઋષભદેવની ૧૨૫ મણની ધાતુ પ્રતિમા ભરાવીને પધરાવી. ડુંગરપુરમાં ધીયાવિહાર નામે જિનાલય બંધાવ્યું. સં. ૧૫૦૯માં ખંભાતમાં જિનાલય બંધાવી તેમાં ભ વિમલનાથ અને બીજી ઘણી જિનપ્રતિમાઓની આ૦ રત્નસિંહસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૫૨માં શત્રુંજય તીર્થનો છ’૨ી પાળતો યાત્રાસંઘ કાઢ્યો. સંઘ સાથે ૭ જિનમંદિરો હતાં. તેણે શત્રુંજયતીર્થમાં આ રત્નસિંહસૂરિ અને સાધ્વી રત્નચૂલાશ્રી મહત્તરાની ચરણ પાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી. હેમૂ વિક્રમાદિત્ય : તે અસલમાં જૌનપુર† (કાશીથી ૩૪ માઈલ ઉત્તરે આવેલ નગર)નો વતની હતો. તે જૈન વેપારી વાણિયો હતો, છતાં પરાક્રમી, સાહસી અને ધીર હતો. શરૂઆતમાં તે લશ્કરનો મોદી બન્યો. આગળ જતા ચૌધરી, કોટવાળ અને વડો દીવાન બન્યો. તેની ભાવના હતી કે મહમ્મદ આદિલશાહને દિલ્લીનો બાદશાહ બનાવવો; પણ એ પઠાણો સાથેના યુદ્ધમાં માર્યો ગયો, આથી પોતે જ રાજા બની બેઠો. તે જાણતો હતો કે દિલ્લીનો બાદશાહ અકબર છે, છતાં તેને પોતાને દિલ્લીના બાદશાહ બનવાની મનોકામના થઈ. તે ચુનારા અને બંગાળના વિદ્રોહને શાંત કરી દિલ્લી, આગરા તરફ ચાલ્યો. આગરાને કબજે કરી દિલ્લી ઉપર ચડી આવ્યો. દિલ્લીના હાકેમ તરાદી બેગખાનને હરાવી, પંજાબ તરફ નસાડી મૂક્યો અને પોતે-હેમૂ વિક્રમાદિત્ય દિલ્લીની ગાદીએ બેઠો. એ સમયે બાજ અકબર બહેરામખાનની દોરવણી મુજબ કાબુલ જીતવા નીકળ્યો હતો; પણ વચ્ચે વિચાર માંડી વાળી પાછો આવતાં તેને તરાદી બેગખાન રસ્તામાં મળ્યો. તેની પાસેથી ‘હેમૂ દિલ્લી જીતી બાદશાહ બની બેઠો છે' તે જાણી અકબર પાણીપતના કુરૂક્ષેત્રમાં આવ્યો. હેમૂ પણ ત્યાં તેની સામે થયો. મોગલસેના અને હેમૂ વચ્ચે યુદ્ધ થયું, તેમાં હેમૂ માર્યો ગયો. ઇતિહાસની સૌને યાદ અપાવે એવી ઘટના છે કે, વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીમાં કેવળ મુસલમાન બાદશાહો જ થયા હતા, પરંતુ તેઓની હરોળમાં તેઓની વચ્ચે દિલ્લીનો બાદશાહ બનનાર ‘આ એક જ હિંદુ વાણીયો હતો.' જે છ મહિના સુધી દિલ્લીનો બાદશાહ રહ્યો હતો. મોગલવંશના રાજ્યકાળમાં જૈનધર્મનો પ્રભાવ અને પ્રસાર બાદશાહ અકબર : એક દિવસ બાદશાહ અકબરે એક મોટો વરઘોડો જોયો. તેની વિલક્ષણતા ઉપરથી અકબરે પૂછપરછ કરી, અને એને કહેવામાં આવ્યું કે—ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ માસના ઉપવાસનું વિરલ તપ ધારણ કર્યું, તેની અનુમોદનારૂપે એ વરઘોડો નીકળ્યો હતો. ‘લાગટ છ માસ લગી માણસ અન્ન વગર રહી શકે' એ વાત અકબરના માન્યામાં ન આવી. તેણે શ્રાવિકા ચંપાબાઈને ઘટતા ૧. પૂર્વે તેનું જૈનપુરી નામ હતું. અહીં અનેક જૈન મંદિરો હતાં. વર્તમાનમાં ખોદકામ કરતાં અનેક જૈન મૂર્તિઓ નીકળી છે. આમાંની ઘણીખરી કાશીના જૈનમંદિરમાં વિદ્યમાન છે. અહીં એક વિશાળ મસ્જીદ છે, જે પહેલા ૧૦૮ દેરીવાળું વિશાળ જૈનમંદિર હતું. તેનું શિલ્પકામ અને ઘાટ હેરત પમાડે એવાં છે. લગભગ ત્રણ માળનું જિનમંદિર હશે, એવી કલ્પના થાય છે. આ પ્રાંતમાં આવું વિશાળ મંદિર આ એક જ હતું. આગરાથી લઈ ઠેઠ કલકત્તા સુધીમાં આવું વિશાળ મંદિર અમારા જોવામાં આવ્યું નથી. અહીં હજારો જૈનોની વસ્તી હતી; આજે જૈનનું એકપણ ઘર નથી. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન માન સાથે પણ પૂરા બંદોબસ્તથી એક માસ રાજમહેલમાં રાખી અને તે તપ પ્રમાણે જ વર્તે છે તેની ખાતરી થતાં, તથા આ દરમિયાન જૈનધર્મના સિદ્ધાંતો, મંતવ્યો, રીતરિવાજો આદિ વિશે પણ તેના સાંભળવામાં આવતાં, અકબર જેવી વૃત્તિવાળા માણસને તો એક નવા સ્વતંત્ર અને વિશાલોદાર જ્ઞાન, સ્થાન અને અનુભવ સંચયની ભાળ મળી. ને તેની પૂર્તિરૂપે જ જાણે, તેને ચંપાબાઈ શ્રાવિકાના મુખેથી એ સમયના સમર્થ આચાર્યશ્રી હીરવિજયસૂરિના પ્રભાવ અને પ્રતાપની વાત જાણી, તેમનાં દર્શન કરવાની ઉત્કંઠા જાગી. બાદશાહ અકબરે આ0 હીરવિજયસૂરિને ફતેહપુર સિક્રી પધારવા વિનંતી પત્ર લખ્યો. દીર્ઘદ્રષ્ટા સૂરિજી મહારાજ પણ તેનો સ્વીકાર કરી ગંધાર-ગુજરાતથી નીકળી મારવાડ, મેવાડ થઈ સં. ૧૯૩૯ના જેઠ વદ ૧૩ના રોજ પોતાના ૬૭ મુનિવરો સાથે ફત્તેપુર સિક્રી પધાર્યા. તેમણે આ પ્રદેશમાં લગભગ ચાર વર્ષ સુધી વિચરી બાદશાહ અકબર, તેના પરિવાર અને રાજદરબારીઓને ધર્મોપદેશ આપ્યો. પછી તેઓ ગુજરાત પધાર્યા ત્યારે અહીંના લોકો, બાદશાહ, શાહી પરિવાર, અમીરો વગેરેને ધર્મોપદેશ દેવા માટે મહોઇ શાંતિચંદ્ર ગણિ, મહોઇ ભાનુચંદ્ર ગણિ વગેરે વિદ્વાન મુનિવરોને બાદશાહ પાસે રાખ્યા હતા અને ગુજરાત પહોંચ્યા બાદ પોતાના પટ્ટધર આ૦ વિજયસેનસૂરિ તથા મહોઇ સિદ્ધિચંદ્ર ગણિ વગેરેને પણ બાદશાહ પાસે મોકલ્યા હતા. મહોઇ ભાનુચંદ્ર ગણિ અને મહો, સિદ્ધિચંદ્ર ગણિ બાદશાહ દરબારમાં લગભગ ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બાળ અકબરે શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો-પ્રશિષ્યો વગેરેના ઉપદેશથી જીવદયા-અમારિપાલન, જૈનધર્મના તીર્થાદિ સ્થાનોની પવિત્રતા અને સુરક્ષા તેમજ લોકહિતનાં અનેકવિધ શુભ કામો કર્યા હતાં. તેની કેટલીક વિગતો આ પ્રમાણે છે :--- (૧) બાદશાહ અકબર જૈનધર્મના વિરલ તપ-ત્યાગ વગેરેથી પ્રભાવિત બની જૈનધર્મનો પ્રેમી અને આ0 હીરવિજયસૂરિનો ભક્ત બન્યો. (૨) પોતે પOO ચકલાંની જીભોનો કલેવો કરાવી ખાતો તેનો હંમેશ માટે ત્યાગ કર્યો. (૩) પશુ-પક્ષીઓ જે મારવા માટે બાંધી રાખેલાં તે છોડી મુકાવ્યાં. (૪) ડાબર તળાવમાં માછલાં પકડવાની જાળો બંધ કરાવી. (પ) પોતાની આજ્ઞામાં રહેતાં સર્વ રાજ્યોમાં દર વર્ષના લગભગ ૬ મહિના જેટલા દિવસોમાં ( જેમાં પર્યુષણાના દિવસો પણ આવી જાય છે ) શિકાર-જીવહિંસા અને માંસાહાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. (૬) બાળ અકબરે આO હીરવિજયસૂરિને શત્રુંજયતીર્થ ભેટ તરીકે આપ્યું અને શત્રુંજય ગિરિરાજ પર જૈનોને નવાં જિનાલયો બાંધવાની રજા આપી. શત્રુંજય તીર્થના યાત્રાળુઓના બધી જાતના કરો માફ કર્યા, તથા ભારતના સર્વ જૈન તીર્થો, જિનાલયો અને ઉપાશ્રયોને પૂરું રક્ષણ આપ્યું. (૭) આગરા, ફત્તેપુર સિક્રી, લાહોર, બુરહાનપુર, માલપુર વગેરે સ્થળોમાં નવાં જિનાલયો-ઉપાશ્રયો બનાવવાની રજા આપી. આગરાના રોશનમહોલ્લાના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ખર્ચ માટેની પણ વ્યવસ્થા કરી આપી. બાદશાહ અકબરે જૈન તીર્થો અર્પણ કર્યાનું ફરમાન : અકબર બાદશાહ લખે છે કે, મારા તાબાના માલવા, શાહજહાંનાબાદ, લાહોર, મુલતાન, અમદાવાદ, જમેર, મેરઠ, ગુજરાત, બંગાળ વગેરે મુલકો તથા બીજા નવા તાબામાં આવે તે મુલકોના સૂબા, કરોડગીર અને જાગીરદારોને સૂચના કરવામાં આવે છે કે – - શ્વેતાંબર જૈનાચાર્ય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યો જે પવિત્ર મનવાળા સાધુપુરુષો છે તેમના / Page #430 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૮૧ દર્શનથી મને ઘણો આનંદ થયો છે. તેમની માંગણી છે કે, અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેશરિયાનાથજી, આબૂજી, રાજગૃહીની પાંચ પહાડીઓ, સમેતશિખરજી વગેરે શ્વેતાંબર તીર્થસ્થાનો છે. તેમાં તથા તેની આસપાસની ભૂમિમાં કોઈ જીવની હિંસા થાય નહીં એવો હુકમ કરવો જોઈએ. મને આ માંગણી વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નક્કી થયું કે આ સ્થાનો શ્વેતાંબર જૈનોનાં છે. હું આ બધા સ્થાનો શ્વેતાંબર આચાર્ય હીરવિજયસૂરિને અર્પણ કરું છું. તેઓ એ પવિત્ર સ્થાનોમાં શાંતિથી પ્રભુની ઉપાસના કરે. આ સ્થાનો શ્વેતાંબર સમાજનાં છે, તેમની માલિકીનાં છે. જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતાંબરોને માટે આમર રહે. આ ફરમાનના અમલમાં કોઈએ દખલ કરવી નહીં. આ તીર્થોના પર્વતોની ઉપર, નીચે કે આસપાસ યાત્રાધામોમાં કોઈએ કોઈ જાતની જીવહિંસા કરવી નહીં. આ હુકમનો પાકો અમલ કરવો. કોઈએ ઊલટું વર્તવું નહીં. બીજી સનદ માગવી નહીં. [ નોંધ : આ ફરમાન અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. તેની લંબાઈ બે ફૂટ, પહોળાઈ એક ફૂટ અને પાંચ ઇંચ છે. ધોળા કપડા ઉપર સોનેરી શાહીથી લખેલું છે. ] (૯) બા. અકબરે આ. હીરવિજયસૂરિને મોટો ગ્રંથભંડાર ભેટ આપ્યો. (૧૦) આચાર્યશ્રીને સં. ૧૬૪૦માં ફત્તેપુર સિક્રીમાં “જગદ્ગુરુ' તરીકે ઓળખાવ્યા તથા સં. ૧૬૪૯માં લાહોરમાં આ. વિજયસેનસૂરિને “સવાઈહીર', પં. ભનુચંદ્રને “મહોપાધ્યાય અને પં. નંદિવિજય અને પં. સિદ્ધિચંદ્ર ગણિને “ખુશફહમ'ના ખિતાબો આપ્યા. (૧૧) બા. અકબરે નિર્વશીયાનું ધન લેવાનું બંધ કર્યું. (૧૨) જજિયાવેરો (યાત્રાકર) માફ કર્યો. બિકાનેરના મંત્રી કર્મચંદ્ર બચ્છાવતના પ્રયત્નથી ખરતરગચ્છના પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ લાહોરમાં બા. અકબરના દરબારમાં પધાર્યા ત્યારે બાદશાહે તેમને એક અઠવાડિયાનું અહિંસાનું ફરમાન આપ્યું કે- દર વર્ષે આષાઢ શુક્લ નોમથી પૂર્ણમાસી સુધીના સાત દિવસ કોઈએ કોઈ જીવની હિંસા કરવી નહિ અને સતાવવા નહિ. બાદશાહ બાબરે ભટ્ટારક શ્રી હેમવિમલસૂરિની પરંપરાના મહો. સહજકુશલગણિને અહિંસાનું ફરમાન આપ્યું હતું તેમજ જજિયાવેરો માફ કર્યો હતો. બાદશાહ જહાંગીર : તે આ. હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો-પ્રશિષ્યોના વધુ પરિચયમાં આવ્યો, તેમની નાની-મોટી બાબતોમાં વિશેષ રસ લેતો અને તેમના પ્રત્યે અત્યંત સ્નેહભાવ ધરાવતો. તેણે તથા શાહજાદા ખુશરૂએ મહો. ભાનુચંદ્રગણિ પાસેથી ધર્મજ્ઞાન મેળવ્યું હતું. (૧) બા. જહાંગીરે પોતાના પિતા અકબર બાદશાહના દરેકે દરેકે ફરમાનોને અવસર આવતાં પોતાની મહોર મારી સમર્થન આપ્યું હતું. સં. ૧૬૬૨ (કે ૧૬૬૩)માં આ. વિજયસેનસૂરિને શા. હરખચંદ પાનાચંદજીની અરજ/માગણીથી જૈન ધર્મસ્થાનોની પવિત્રતા અને રક્ષા, યાત્રાકરની માફી તથા અમારિ પાલન વગેરે માટેનું ફરમાન લખી મોકલાવ્યું હતું. ઉપરાંત, સં. ૧૯૭૬માં મહો. ભાનુચંદ્રમણિને એક ફરમાન લખી આપ્યું, જેમાં બા. જહાંગીર જણાવે છે કે, “બાદશાહ અકબરે પળાવેલ ૬ મહિનાની અહિંસાનું પાલન કરવું તથા મારા જન્મનો એક મહિનો વધારે અહિંસા પાળવી. શત્રુજ્યતીર્થમાં યાત્રાવેરો અને આ. હીરવિજયસૂરિના સમાધિસ્થાન (ઉના)માં જગાતવેરો માફ કરવો. મરેલાનાં માલ-ધન લેવાનું બંધ કરવું.” (૨) આ. જૈ. ૩૬ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] [ જૈન પ્રતિભાદર્શન વિજયસેનસૂરિના શિષ્ય આ. વિજયદેવસૂરિને સં. ૧૬૭૩ના માંડવગઢના ચોમાસામાં ‘જહાંગીરી મહાતપા'નું બિરૂદ આપ્યું અને મહો. નેમસાગરગણિને ‘વાદિજીક'ની પદવી આપી. (૩) બા. જહાંગીરે આગરાના સંઘવી ચંદ્રપાલને સં. ૧૯૭૧ (૭૨)ના શ્રાવણ મહિનામાં ખંભાતના મહમ્મદપરા-અકબરપરામાં આ. વિજયસેનસૂરિના અગ્નિસંસ્કાર સ્થાને મંદિર, બાગ-બગીચો બનાવવા માટે ૧૦ વીઘા જમીન ભેટ આપી, તે સ્થાનની જગાત વગેરે માફ કરી. બાદશાહ શાહજહાં : તે પણ જૈનશ્રમણોથી વધુ પરિચિત અને પ્રભાવિત હતો. અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીને બહુ માનતો. બા. શાહજહાંએ તેમને (૧) શેઠના મકાન વગેરેથી રક્ષા, (૨) જ્ઞાતિ વ્યવહારની સ્વતંત્રતા, (૩) અમદાવાદ-સરસપુરના ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદને બાદશાહી ખજાનાના ખરચે મૂળરૂપે સમરાવી પાછો સોંપી દેવાની આજ્ઞા અને (૪) શત્રુંજય ગિરિરાજ-પાલીતાણા ભેટ આપવાનો હુકમ—એમ ચાર ફરમાનો આપ્યાં હતાં. (શેઠ શાંતિદાસ અને તેના વંશજોનો પરિચય અન્યત્ર આપવામાં આવ્યો છે.) બાદશાહ ઔરંગઝેબ : ધર્મઝનૂની બાદશાહોમાં એક ઔરંગઝેબ પણ હતો. છતાં તેણે કેટલીક બાબતમાં સજ્જનતા બતાવી હતી. (૧) ભ. હેમવિમલસૂરિની પરંપરાના પં. પ્રતાપકુશળજી વિદ્વાન મલ ફારસી ભાષાના અભ્યાસી હતા. તેમના જ્ઞાનની પ્રશંસા સાંભળી બા. ઔરંગઝેબે માન-સન્માનથી તેડાવી, પોતાની શંકાઓનું સમાધાન મેળવી, પ્રસન્ન અને પ્રભાવિત થઈ, ૫-૭ ગામો ભેટ આપ્યાં; પણ ત્યાગી મુનિવરે લેવાનો ઇન્કાર કર્યો. (૨) અજમેરના સૂબાએ અજમેર, મેડતા, સોજત, જયતારણ અને જોનપુર વગેરે શહેરોના જૈન ઉપાશ્રયો પોતાના તાબામાં લઈ ખાલસા કરી લીધા હતા. એ સમયે ઔરંગાબાદનો સૂબો અસતખાન, જે મહો. સોમવિજય ગણિવરની પરંપરાના (૬૨) પં. ભીમવિજયજીનો ભક્ત હતો. બા. ઔરંગઝેબ સં. ૧૭૩૬માં અજમેર ઉપર ચડી આવ્યો ત્યારે ભ. વિજયરત્નસૂરિ અને પં. ભીમવિજયજીના ઉપદેશથી તેમજ સૂબા અસતખાનની પ્રેરણાથી, બાદશાહે પં. ભીમવિજયજીને તે ઉપાશ્રયો છૂટા કરી પાછા સોંપવાનું ફરમાન લખી આપ્યું હતું અને જૈન ઉપાશ્રયો સંઘને પાછા સુપ્રદ કરાવ્યા હતા. (૩) બા. ઔરંગઝેબે સં. ૧૭૧૭ ચૈત્ર સુદ ૯, ૧૦ કે ૧૧ ના શેઠ શાંતિદાસ ઝવેરીને તેમની કદરદાનીરૂપે શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે તીર્થો ભેટ આપ્યાં હતાં. શેઠ સૂરદાસ ઃ અમદાવાદમાં શેઠ શાંતિદાસ ઝવેરીના સમયમાં શેઠ સૂરદાસ પણ જૈન સંઘના એક અગ્રણી હતા. બાદશાહ શાહજહાંએ ‘જ્ઞાતિ-વ્યવહારની સ્વતંત્રતા'ના આપેલ ફરમાનમાં શેઠ શાંતિદાસની સાથે તેમના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે અમદાવાદમાં ‘સુરદાસ શેઠની પોળ' બનાવી હતી, જે હાલ પ્રસિદ્ધ છે. શેઠ સૂરદાસને (૧) રતન અને (૨) ધનજી એમ બે પુત્રો હતા. ગારિયાધારના ઠા. કાંધાજી ગોહિલ વગેરેએ વિ. સં. ૧૭૦૭માં શેઠ શાંતિદાસ અને શા. રતન સૂરા સાથે જ શત્રુંજયતીર્થના રખોપાનો કરાર કર્યો હતો. શેઠ રતન સૂરા સૂરતના સંઘપતિ પ્રેમજી પારેખે કાઢેલા શત્રુંજયતીર્થના યાત્રાસંઘમાં સાથે હતા. શેઠ ધનજીએ આ. વિજયદેવસૂરિના ઉપદેશથી સં. ૧૭૧૨માં અમદાવાદમાં આઠ હજાર મહમુદી ખરચી આ. વિજયપ્રભસૂરિનો વંદણા મહોત્સવ કર્યો હતો. તેમજ તેઓએ સં. ૧૬૯૯માં મહો. યશોવિજયજીને ભણવા કાશી મોકલવા વિનંતિ કરી અને પોતે પંડિતના ખર્ચ માટે બે હજારનું વચન આપ્યું હતું. Page #432 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૩૮૩ મહમ્મદ યુસુફખાન : તે દિલ્લીના બાદશાહ બહાદુરશાહ આલમ (પહેલા)નો હૈદ્રાબાદનો સુબો હતો, ૫. કેસરકુશળગણિનો ભક્ત હતો. તેણે વિ. સં. ૧૯૬૭માં કુલ્લાક તીર્થ પંન્યાસજીને ભેટ આપ્યું અને જૈનસંઘે તેનો જીર્ણોદ્ધાર કરી, તેમાં ભ. માણિક્યસ્વામી-ઋષભદેવની પ્રતિમાની પંન્યાસજીના હાથે પુનઃ પ્રતિષ્ઠા કરાવી. એ જ રીતે સુબા મહમ્મદ યુસુફખાને પં. કેસરકુશળગણિને હૈદ્રાબાદ શહેરની બહાર જગદ્ગુરુ આ. હીરવિજયસૂરિનો હીરવિહાર (દાદાવાડી) બનાવવા માટે મોટી જમીન ભેટ આપી. જૈન સંધે ત્યાં પંન્યાસજીના ઉપદેશથી મોટો હીરવિહાર બંધાવ્યો. આ સ્થાન આજે હૈદ્રાબાદમાં દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. ૧૧મી સદી પછીના કેટલાંક પ્રભાવક પુન્યવાનો રાજા રઘુસેન અને રામસેન તીર્થનો જીર્ણોદ્ધાર : રામસેનના રાજા રઘુસેને અહીંના ભO ઋષભદેવના પ્રાચીન તીર્થમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને વડગચ્છના આO સર્વદેવસૂરિના હાથે વિ. સં. ૧૦૧૦માં ભ0 ચંદ્રપ્રભ વગેરે પ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી, ત્યારથી આ મંદિર “રઘુસેનના મંદિર' તરીકે પ્રસિદ્ધિ પામ્યું અને વિશેષ જાહોજલાલીમાં આવ્યું. રાજા રઘુસેને થરાદમાં બંધાવેલ જિનાલયમાં વાદિવેતાલ આ૦ શાંતિસૂરિના શિષ્ય શ્રીપુણ્યભદ્ર મુનિવરે ભO આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. વિ. સં. ૧૦૧૦માં રઘુસેનના જિનાલયમાં ભરાવેલ ભ) અજિતનાથની કલાપૂર્ણ ખગ્રાસન પ્રતિમા આજે પણ અમદાવાદની વાઘણપોળના ભ) અજિતનાથના દેરાસરની ભમતીની દેરીમાં વિદ્યમાન છે. કુમાર શ્રેષ્ઠી અને કાંગડા તીર્થ – શેઠ સિદ્ધરાજના પૌત્ર જયેષ્ઠને કુંડલિક અને કુમાર નામે પુત્રો હતા. કુમાર રાજગચ્છીય આO વાદિ અભયદેવસૂરિના શિષ્ય આ0 અમલચંદ્રસૂરિનો ઉપાસક હતો. તેણે આચાર્યશ્રીના ઉપદેશથી કાંગડાના કિલ્લામાં સં. ૧૦૩૦માં જિનપ્રતિમા ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. રાજા એલક શ્રીપાલ અને અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થ : વિદર્ભ દેશમાં આવેલ એલિચપુરના આ રાજાને કોઢનો રોગ હતો. એક દિવસ જંગલમાં સરોવરના પાણીથી હાથ-પગ ધોતા અને પાણી પીતાં કોઢ રોગ શમી ગયો. એ સરોવરમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા હોવાનું અને તેના જ પ્રભાવે આમ બનવાનું જાણી, રાજાએ તે પ્રતિમા બહાર કઢાવ્યાં અને માલધારી આ અભયદેવસૂરિને પ્રતિષ્ઠા માટે પધારવા વિનંતી કરી. વિ. સં. ૧૧૪૨ના મહા શુદિ પાંચમના આચાર્યશ્રીએ ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ સમયે તે પ્રતિમા ચાર આગળ અધ્ધર હતી. પ્રતિમા અધ્ધર હોવાના કારણે “અંતરીક્ષ પાર્શ્વનાથ' નામથી વિખ્યાત બની. આ મંદિરના પૂજાદિ (નિભાવખર્ચ) માટે રાજા એલક શ્રીપાલે અહીં શ્રીપુર (સિરપુર) ગામ વસાવી ભેટ આપ્યું અને પ્રતિમા જે સરોવરમાંથી મળ્યાં ત્યાં જલકુંડ બનાવી આપ્યો. આ રાજાએ એલિચપુરની પાસે આવેલ ગજપદ (મુક્તાગિરિ) નામક તીર્થનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન પાવાગઢનાં પ્રાચીન જિનમંદિરો બંધાવનાર પુન્યાત્માઓ : રાજા વનરાજ ચાવડાના મંત્રી ચાંપા શાહે પાવાગઢ ઉપર કિલ્લો બનાવી તેમાં જિનમંદિર બંધાવ્યું હતું. મહામંત્રી તેજપાલે અહીં ભ૦ મહાવીરનું સર્વતોભદ્ર નામે મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. ખંભાતના શેઠ મેઘા શાહે વિક્રમની પંદરમી સદીમાં અહીં ભ૦ સંભવનાથના મંદિરમાં ૮ દેરીઓ બનાવી આ૦ સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ચાંપાનેરના શેઠ જયવંતે અહીં જિનાલય બંધાવી સં. ૧૬૩૨માં આO વિજયસેનસૂરિના હાથે મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. ધોળકાના દંડનાયક જિણાશાહ : - ધોળકાના વતની શ્રીમાલી પાહા શાહનો પુત્ર જિણાશાહ શ્રદ્ધાળુ જિનોપાસક હતો. તે પ્રતિદિન જિનપૂજા અને ગુરુવંદન કરતો. ઘી, કપાસ તથા અનાજની તે ફેરી કરી જાતમહેનતથી પોતાના કુટુંબનો નિભાવ કરતો. આગળ જતાં એક દિવસ લૂંટારા સાથેની તેની વીરતાની વાત જાણી ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ પહેલાએ તેને પાટણ બોલાવી તલવાર, પટ્ટો તથા સોનાની મુદ્રા આપી ધોળકાનો દંડનાયક બનાવ્યો. તેણે ધોળકામાં બે જિનમંદિર બંધાવ્યાં. ઘરદેરાસર માટે કસોટીની ભ0 પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને સંઘના દેરાસર માટે ભ0 આદીશ્વર, ગોમુખ યક્ષ તથા ચક્રેશ્વરીદેવીની પ્રતિમા ભરાવી. એ દરેકની નવાંગીવૃત્તિકાર આ અભયદેવસૂરિના હસ્તે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો. નવાંગીવૃત્તિની ઘણી પ્રતિઓ લખાવી તેમ જ અન્ય ઘણાં ધર્મકાર્યો કર્યાં. સિદ્ધસારસ્વત અને કવીશ્વર ધનપાલ : માલવપતિ મુંજ અને રાજા ભોજનો પુરોહિત તેમ જ રાજ્યસભાનો મુખી ધનપાલ મહાકવિ અને પ્રખર વિદ્વાન હતો. તે પોતાના લઘુબંધુ શ્રી શોભનાચાર્ય દ્વારા જૈન સિદ્ધાંતોને જાણી જૈનધર્મી બન્યો હતો અને પોતાની કવિત્વશક્તિ વીતરાગદેવની ભક્તિમાં સમર્પિત કરી હતી. તેણે ધારામાં ભO ઋષભદેવનું સુંદર ચૈત્ય બનાવી તેમાં આ0 મહેન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી તથા નિરંતર પૂજા ચાલુ રાખી તેની સ્તુતિરૂપે “ઋષભપંચાશિકા'ની રચના કરી હતી. તે ચૂડામણિશાસ્ત્રનો અભ્યાસી, જૈનદર્શનનો જ્ઞાતા તથા બાર વ્રતધારી શ્રાવક હતો. તે સાતે ક્ષેત્રોમાં દાન આપતો હતો. ભોજ રાજાએ તેને “કવીશ્વર' અને સિદ્ધસારસ્વત'ના બિરુદોથી અલંકૃત કર્યો હતો. કવિ ધનપાલે કાવ્યની ચમત્કૃતિઓથી ભરપૂર, અલંકાર અને નવ રસોથી સભર એવી ભ0 28ષભદેવની સ્તુતિપ્રધાન ગદ્યકથા (ગ્રં : ૧૨ હજાર પ્રમાણ) બનાવી હતી, “પાઈયલચ્છી નામમાલા' (પ્રાકૃત કોશ) તથા “ધનંજય કોશ' (સંસ્કૃત ભાષાના કોશ)ની રચના કરી હતી અને અન્ય અનેક પ્રાકૃત-સંસ્કૃત વગેરે ભાષામાં સ્તુતિઓ–ગ્રંથોની પણ રચના કરી હતી. જૈનધર્મી અને શ્રુતના રાગી શેઠ સિદ્ધરાજ અને તેના પૂર્વજો : શેઠ સિદ્ધરાજ પોરવાડના પૂર્વજો અસલમાં મડાહડ (મંડાર)ના વતની હતા ને દધિપદ્ર (દયા)માં રહેતા હતા, જ્યારે સિદ્ધરાજ પોતે પાટણમાં આવીને વસ્યો હતો. તેના પૂર્વજોમાં સિદ્ધનાગ જિનોપાસક હતો. તેણે પોતાની જાતકમાઈમાંથી ઘણાં જિનબિમ્બો ભરાવ્યાં હતાં. આ સિદ્ધનાગવંશમાં ક્રમે વીરડ અને વરદેવ થયા. તેઓ પણ ધર્માનુરાગી હતા. વરદેવે ભ૦ મહાવીરસ્વામીની પિત્તલની પ્રતિમા તેમ જ Page #434 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] L[ ૩૮૫ સમવરણ બનાવ્યાં અને વાદિવેતાલ આO શાંતિસૂરિને વિનંતી કરી “ઉત્તરઝયણ'ની પાઇય ટીકા (જન આધારે આO વાદિદેવસૂરિ પાટણની રાજસભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રસૂરિને જીત્યા હતા) બનાવરાવી અને જ્ઞાનની અતિભક્તિથી એ લખાવી. સિદ્ધરાજ વરદેવનો પુત્ર હતો. વરદેવે મરતી વેળા પુત્ર સિદ્ધરાજને જણાવ્યું હતું કે, “તારે મારા શ્રેય માટે તીર્થયાત્રા, સંઘ અને જિનપૂજામાં ધન વાપરવું, છતાં ધર્મગ્રંથો લખાવવામાં વિશેષ ધન આપવું.” આ પછી સિદ્ધરાજ પાટણમાં આવી વસ્યો. તે સહુ કોઈને પ્રિય, મૃદુભાષી, વીર તેમ જ જૈનધર્મમાં અત્યંત રાગી, જિનપ્રાસાદો બંધાવનાર, રાજમાન્ય, દાક્ષિણ્યશીલ, દાની અને સદાચારી હતો. તેણે એક લાખ શ્લોકપ્રમાણથીય વધુ આગમ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે ગ્રંથો લખાવ્યા હતા. તેમાં ભગવતીસૂત્રની વૃત્તિવાળું પુસ્તક સં. ૧૧૮૭માં પાટણના રાજા સિદ્ધરાજના રાજયમાં લખાવ્યું હતું અને આO ચક્રેશ્વરસૂરિને વહોરાવ્યું હતું. પ્રતાપી માહાસ્ય ઉદયન મેહતાના પુત્રો આંબડ અને વાહડ : મારવાડના જાલોર અને રામસેન વચ્ચે આવેલા વાગરા ગામમાં શેઠ બોહિન્દ શ્રીમાલી વંશમાં શેઠ અશ્વેશ્વર, યક્ષનાગ, વીરદેવ અને ઉદયન થયા. ઉદયન (ઉદા) મેહતા મારવાડથી ગુજરાત આવ્યો અને આગળ વધી રાજા સિદ્ધરાજનો મહામાત્ય બન્યો. તેનો પુત્ર આંબડ પણ મહામાત્ય થયો. તે મોટો પરાક્રમી, ઉદાર અને દાનેશ્વરી તેમ જ કવિ પણ હતો. તેણે પિતા ઉદયનની અંતિમ ભાવના-આજ્ઞા મુજબ વિ. સં. ૧૨૧૩માં શત્રુંજયતીર્થના મોટા જીર્ણોદ્ધાર પ્રસંગે શત્રુંજયની પશ્ચિમ દિશાએ પાજ બંધાવી, જે આજે ઘેટીની પાગ તરીકે પ્રસિદ્ધ છે. તેણે કોંકણના શિલાહાર કુળના રાજા મલ્લિકાર્જુનને યુદ્ધમાં હરાવીમારી અને દંડરૂપે અનેક કીમતી વસ્તુ અને વિપુલ ધન લઈ આવતા, તેના આ પરાક્રમથી મહારાજા કુમારપાળે ૭૨ સામંતોની વચ્ચે તેને “મહામંડલેશ્વર” અને “રાજપિતામહ”નું બિરૂદ આપ્યું. આંબડે સ્વ. પિતાની ભાવના અનુસાર ભરૂચના અતિ જીર્ણ થયેલા શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર ૨ કરોડના ખર્ચે કરાવી, તેમાં સં. ૧૨૨૨માં ક. સ. આo હેમચંદ્રસૂરિના હાથે ભવ મુનિસુવ્રતસ્વામી વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે તેણે ઘણાં ઉમળકા અને ઉદારતાથી મોટું દાન કરતાં, આજ સુધી કદી મનુષ્યની સ્તુતિ નહીં કરનારા એવા ક. સ. આ હેમચંદ્રસૂરિએ આંબડની ઉદારતાથી પ્રસન્ન થઈ કહ્યું કે, “વિશ્વમ તેન ન પત્ર નં પત્ર નં તત્ર : રતિઃા ની રેમવતો ગર્ભ નિરા ડ્રોન વિષ્ણુ? અર્થાત્ “હે આંબડ! જ્યાં તું નથી ત્યાં કૃતયુગ ફોગટ છે, જ્યાં તું છે ત્યાં કલિયુગ હોય તોય શું? તારો જન્મ થવાથી કલિયુગ પણ શ્રેષ્ઠ છે, કૃતયુગનું શું કામ છે?' મંત્રી આંબડે ધોળકામાં પોતાના પિતાના ઉદાવસહીમાં ૨૪ દેરીઓ વધાવી, મોટો બનાવી “ઉદયનવિહાર” નામ આપ્યું હતું. - ઉદયનનો બીજો પુત્ર વાહડ (બાહડ) રાજા સિદ્ધરાજનો મંત્રી અને કુમારપાલનો મહામાત્ય હતો. તે મુત્સદી અને ધીર-ગંભીર હતો. રાજા કુમારપાલે સોમનાથના શિવાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તેનો સમસ્ત પ્રબંધ મંત્રી વાહડને આધી. હતો. મહામાત્ય વાહડે પાટણમાં સુંદર જિનાલય બનાવી રાજા કુમારપાલને સમર્પિત કર્યું અને રાજવીએ મંત્રી વાહડની દેખરેખ નીચે તેનો વિસ્તાર કરી કુમારવિહાર બંધાવ્યો. મંત્રી વાહડે સ્વ. પિતા ઉદયનની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા રાજા કુમારપાલની આજ્ઞા લઈ, રાજ્ય ભંડારના દ્રવ્યની મદદ લઈ શત્રુંજયતીર્થનો મોટો જીર્ણોદ્ધાર (ચૌદમો ઉદ્ધાર) કરાવ્યો અને તેમાં સં. { ૧૨૧૩માં ક. સ. આ. હેમચંદ્રસૂરિના વરદ્ હસ્તે ભ0 ઋષભદેવ વગેરે જિનપ્રતિમાઓની ભારે ધામધૂમથી Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન પ્રતિષ્ઠા કરાવી. વળી, પાલીતાણા સમીપ તેણે વાગ્ભટપુર વસાવી, તેમાં ત્રિભુવનપાલ-વિહાર બંધાવી ભ∞ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને તેની પૂજાદિ માટે ૨૪ વાડીઓ આપી. એ નગર ફરતો કિલ્લો બંધાવ્યો. તેણે દેવમંદિરોને ગરાસ બાંધી આપ્યા. અને મકાનો બંધાવ્યાં. જૂનાગઢ નગરથી ગિરનાર પર ચડવા જે પાજ હતી તે રસ્તો-ચડાવ કઠિન હોય રાજા કુમારપાલની ઇચ્છા અને આજ્ઞાથી મંત્રી વાહડ અને આંબડે ગિરનાર ઉપર ૬૩ લાખના ખર્ચે નવી સુગમ પાજ બંધાવી. આ રસ્તો ‘સાંકળી પાજ' નામે પ્રસિદ્ધ છે. મંત્રી વાહડનાં પત્ની પ્રથિમીદેવીને મહણસિંહ, સામંતસિંહ અને સલખણસિંહ એમ ત્રણ પુત્રો હતા. તેમાં મંત્રી સામંતસિંહે ગિરનારના શિખર ઉપર ભ૰ નેમિનાથના પ્રાસાદ પાસે ભ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું અને દંડનાયક સલખણસિંહે સં. ૧૩૦૫માં ગિરનાર તીર્થ પર ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી, વડગચ્છના આ જયાનંદસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા આજે વસ્તુપાલના દેરાસરમાં વિદ્યમાન છે. દંડનાયક આંબાક : ગિરનાર તીર્થ પર ભ૦ નેમિનાથના લાકડાના જીર્ણ દેરાસરનો પાયામાંથી જીર્ણોદ્વાર કરાવનાર દંડનાયક સજ્જનનો લઘુબંધુ આંબાક પણ સૌરાષ્ટ્રનો દંડનાયક બન્યો હતો. તેણે પ્રભાસપાટણમાં ભ૦ ચંદ્રપ્રભસ્વામીના જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સૌથી નાનાભાઈ ધવલે ગિરનાર તીર્થમાં પરબ બંધાવી હતી. કવિચક્રવર્તી શ્રીપાલ અને તેનો વિવંશ : પાટણના પોરવાડ લક્ષ્મણે ગુજરાતને કવિવંશ આપ્યો છે, ‘પ્રજ્ઞાપ્રવર્ષઃ પ્રાપ્વાટે' એ કહેવતને ચરિતાર્થ કરી બતાવી છે. લક્ષ્મણ પોરવાડને શ્રીપાલ અને શોભિત એમ બે પુત્રો હતા. શ્રીપાલ પ્રજ્ઞાચક્ષુ હતો, પણ ઉદ્ભટ કવિ અને વિદ્વાન હતો. તે આજ વાદિદેવસૂરિનો અનન્ય ઉપાસક-ધર્મશિષ્ય હતો. પાટણની રાજસભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથેના શાસ્ત્રાર્થ-વાદમાં આ૦ વાદિદેવસૂરિ વિજયી બન્યા તેમાં કવિશ્રીએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. શ્રીપાલ પોતાના ગૃહ-ઉપાશ્રયમાં જૈન મુનિવરોને પધરાવતો હતો. એ ઉપાશ્રયમાં વડગચ્છના આ વિજયસિંહસૂરિના પટ્ટધર આ૦ હેમચંદ્રસૂરિએ ‘નાભેયનેમિદ્ધિસંધાન' નામનું કાવ્ય રચ્યું હતું. તેનું સંશોધન કવિ શ્રીપાલે પોતે કર્યું હતું. આ૦ સોમપ્રભસૂરિએ પણ એ જ ઉપાશ્રયમાં રહીને સં. ૧૧૪૧માં ‘કુમારપાલડિબોહો’ નામના પ્રબંધની રચના કરી હતી. રાજા સિદ્ધરાજ તેને પોતાનો બાલમિત્ર અને બંધુ માનતો હતો. રાજાએ તેને ‘બાલસખા' અને ‘કવિચક્રવર્તી’નાં બિરુદ આપ્યાં હતાં તથા પોતાની પંડિતસભાનો મોવડી બનાવ્યો હતો. વસ્તુતઃ કવિ શ્રીપાલ ષદ્ભાષા કવિચક્રવર્તી હતો. તેણે અનેક કાવ્યો-ગ્રંથોની રચના કરી છે. કવિ શ્રીપાલનો પુત્ર સિદ્ધરાજ પણ મહાકવિ હતો; રાજા કુમારપાલનો પ્રીતિપાત્ર અને વિશ્વાસુ મિત્ર હતો. રાજાને તે ક્યારેક ક્યારેક શાંતરસ અને વૈરાગ્યરસની વાતો સંભળાવતો હતો. સિદ્ધરાજનો પુત્ર વિજયપાલ પણ કવિ હતો. તેનું ‘દ્રૌપદીસ્વયંવર' નાટક (અંક : ૨) પ્રસિદ્ધિ પામ્યું હતું. વસંતોત્સવમાં એ ભજવાયું ત્યારે પાટણની જનતા ખૂબ ખુશ થઈ હતી. કવિ શ્રીપાલના લઘુબંધુ શોભિતને આશુક નામે પુત્ર હતો. રાજા સિદ્ધરાજનો તે મહામાત્ય હતો. Page #436 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૩૮૭ રાજા સિદ્ધરાજે કેટલાંક ધર્મકાર્યો મહામાત્ય આશુકની સલાહથી કર્યા હતાં. આરાસણમાં ભ0 નેમિનાથનું મંદિર બંધાવનાર પાસિવ શ્રેષ્ઠી : આરાસણ કુંભારિયાજી)ના મહં. ગોગાનો પુત્ર પાસિવ શ્રેષ્ઠી એકવાર પાટણમાં રાજા સિદ્ધરાજે બંધાવેલ રાજવિહાર-મંદિરનું ખૂબ ઝીણવટથી નિરીક્ષણ કરી મંદિરને માપી રહ્યો હતો, ત્યારે ત્યાં દર્શને આવેલી ઠ. છાડાની પુત્રી હાંસીએ મશ્કરીમાં કહ્યું કે, “ભાઈ! માપ લો છો તો શું તમારે કોઈ દેરાસર બંધાવવું છે?' પાસિલે હાજર જવાબ આપ્યો કે, “બેન! તારા મોંમાં સાકર. તું એ પ્રતિષ્ઠા-ઉત્સવમાં આવજે. બોલ, આવીશ ને?' હસીએ ‘હા’ કહી. ત્યારબાદ પાસિલે આરાસણ જઈને દેવીની સાધના કરી ધન મેળવ્યું અને ૪૫ હજાર સોનામહોર ખર્ચા આબુ-વિમલવસહીના કોરણીકામ જેવું ભ0 નેમિનાથનું ભવ્ય દેરાસર બંધાવ્યું. વળી. આ જ દેરાસરમાં ઠ. છાડાની પુત્રી હાંસીએ ૯ લાખ દ્રવ્ય ખર્ચીને મેઘનાદ નામે રંગમંડપ બંધાવ્યો. વિ. સં. ૧૧૯૩ના વૈ. સુદિ ૧૦ના આ0 વાદિદેવસૂરિના હસ્તે તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારે હાંસીદેવી હાજર જ હતી. તે પાટણના ધનાઢ્ય શેઠ છાડાની વિધવા પુત્રી હતી. દશ કરોડ દ્રવ્યનું દાન કરનાર શેઠ આભડ વસાહ : પાટણના કોટિધ્વજ શેઠ નાગ શ્રીમાલની પત્ની સુંદરીને આભડ નામે પુત્ર હતો. માત્ર દશ વર્ષની વયમાં જ આભડે માબાપનું છત્ર અને ધન પણ ગુમાવ્યું. શરૂઆતમાં તે કંસારાને ત્યાં ઘૂઘરા ઘસતો, પછી રત્નપરીક્ષાનો અભ્યાસ કરી અને ઝવેરીઓને ત્યાં અનુભવ મેળવી રત્નોનો પારખુ બન્યો. તેણે એક વાર ક0 સ0 આ૦ હેમચંદ્રસૂરિ પાસે જઈને ૭00 સોનામહોરના પરિગ્રહ પરિમાણનું વ્રત દેવા આચાર્યશ્રીને વિનંતી કરી. આચાર્યશ્રીએ તેના હાથની રેખાઓ જોઈ તેને ખૂબ સમજાવીને આખરે ત્રણ લાખ સોનામહોરના પરિમાણનો નિયમ કરાવ્યો. આભડ નાની ઉંમરમાં જ લાછનદેને પરણ્યો હતો; અને લાછનદેએ ચૌદ વર્ષની વયમાં જ પુત્રને જન્મ આપ્યો. નાની ઉંમરના કારણે પુત્રને દૂધ ઓછું મળતું, તેથી આભડ બકરી ખરીદવાના વિચારે ભરવાડવાસમાં ગયો. ત્યાં બકરીઓના ટોળામાં એક બકરીના ગળે લીલો પથ્થર બાંધેલો જોયો. મણિના પારખું આભડે તે પથ્થર જોઈને બકરી ખરીદી લીધી. એ પથ્થર નીલમણિ હતો. રાજા સિદ્ધરાજે તે મણિ પોતાના મુગટમાં જડવા માટે લાખ સોનૈયા આપીને ખરીદી લીધો. આભડે આ દ્રવ્યથી વેપાર ખેડવા માંડ્યો. એક દિવસ તેણે વહાણમાં આવેલી મજીઠની ગુણો ખરીદી લીધી. તેના સદ્નસીબે કેટલીક ગુણોમાંથી સોનાની લગડીઓ નીકળી. આ રીતે આભડ શેઠ આગળ ધનના ઢગલા થવા લાગ્યા; પણ નિયમથી વધુ બધુ જ ધન તેઓ છુટ્ટા હાથે વાપરવા લાગ્યા. તેમણે વર્તમાન ચોવીશીનાં ૨૪ દેરાસર બંધાવ્યાં, ઘણાં દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, ૮૪ પોષાળો બંધાવી, સાત ક્ષેત્રોમાં ૯૦ લાખ સોનામહોરો વાપરી. દેવભક્તિ, ગુરુભક્તિ અને સાધર્મિક ભક્તિના લાભો લીધા. દાનશાળા ખુલ્લી મુકાવી. સં. ૧૨૫૭માં પાટણની પ્રત્યેક પોષાળમાં બિરાજમાન આચાર્યોની ભક્તિનો લાભ ઘણું ધન ખરચીને લીધો. સંઘપૂજા, સાધર્મિકવાત્સલ્યાદિ અનેક સુકૃતો પણ થતાં રહ્યાં. આમ, તેમણે કુલ ૧૦,૮૦,00,000 દ્રવ્યનું દાન કર્યું હતું. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન (મંડપ પોરવાડનો મંત્રીવંશ અને તેમનાં સુકૃત કાર્યો : મંડપ પોરવાડ ગુજરાતના રાજા ભીમદેવનો ભંડારી હતો. તેના વંશજમાં ચંપ્રસાદ રાજા કર્ણદેવનો મંત્રી અને તેના પુત્રો શૂર અને સોમ રાજા સિદ્ધરાજના મંત્રી હતા. મંત્રી-ખજાનચી સોમ દાની, સદ્ગુણી, ગુરુ આજ્ઞાપાલક અને ધર્માત્મા હતો. તેણે સં. ૧૨૫૪માં પાટણમાં આ૦ પૂર્ણભદ્ર પાસે પંચતંત્ર' ગ્રંથનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેના વંશજમાં આસરાજ (અશ્વરાજ) પાટણમાં રાજકાર્યમાં નિયુક્ત હતો. તેણે સાત તીર્થોની સાત વાર યાત્રા કરી હતી. એક વખત તે માલાસણ ગયો. ત્યાં તેણે મલધારીગરછના આ0 હરિભદ્રસૂરિ પાસેથી પ્રાસંગિક રીતે શેઠ આભૂ પોરવાલની પુત્રી બાલવિધવા કુમારદેવીને સુલક્ષણા જાણી, તેની સાથે લગ્ન કર્યા. ત્યાંથી તે સુંદલાક (સોપારક) ગયો. તેને સંતાનમાં ચાર પુત્રો અને સાત પુત્રીઓ હતાં. તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુણિગ હતું. તેનું યુવાવસ્થામાં જ મૃત્યુ થયું. તેની ઇચ્છા આબુ તીર્થમાં એકાદ દેરી બનાવવાની હતી અને તેણે અંતિમ સમયે આ વાત પોતાના લઘુબંધુ વસ્તુપાલ આગળ વ્યક્ત પણ કરી. વસ્તુપાલ-તેજપાલે ગુજરાતના મંત્રી બન્યા પછી એ ભાવનાને ચરિતાર્થ કરી. આજે આબૂદેલવાડામાં બલુસિગવસહી' નામનું દર્શનીય ભવ્ય જિનમંદિર ઊભું છે તેનું શ્રેય આ લુણિગની ભાવનાને ફાળે જાય છે. આસરાજનો બીજો પુત્ર મલ્લદેવ મહાજનમાં વડો હતો. ત્રીજો પુત્ર વસ્તુપાલ ગુજરાતનો કુશળ મહામાત્ય અને પ્રખર વિદ્વાન હતો. તેનાં પત્ની લલિતાદેવીને જયંતસિંહ નામે પુત્ર હતો. તે સં. ૧૨૭૯માં ખંભાતનો દંડનાયક બન્યો હતો. આસરાજનો ચોથો પુત્ર તેજપાલ પણ ગુજરાતનો કુશળ મહામંત્રી હતો. તેનાં ધર્મપત્ની અનુપમાદેવી એક જાજરમાન સન્નારી હતાં. તેનામાં અજબની કાર્યશક્તિ અને સૂઝ-બૂઝ હતી. સ્વભાવે તે શાંત, સરલ અને ઉદાર હતી. સહુને છૂટે હાથે દાન આપતી હતી. આથી એ પર્શનમાતા તરીકે ખ્યાતિ પામી હતી. સ્થાપત્યકલામાં વિખ્યાત અને દર્શનીય એવા આબૂના ‘લુણિગવસહી' જિનપ્રાસાદનું ભગીરથ નિર્માણ તેને જ આભારી બન્યું હતું. તેણે નંદીશ્વર તપનાં ઉજમણામાં જિનપ્રાસાદ પૂરો ન થાય ત્યાં સુધી એકાસણી કરી વામદેવ સલાટ દ્વારા શત્રુંજય તીર્થ પર નંદીશ્વર જિનપ્રાસાદ બંધાવ્યો અને એ જ તીર્થમાં અનુપમ સરોવર બનાવ્યું હતું. સં. ૧૨૯૨માં તેણે પંચમીતપનું ઉજમણું કર્યું ત્યારે ૨૫ સમવસરણ બનાવ્યાં. શત્રુંજય તીર્થની તળેટીમાં ૩૨ વાડીઓ અને ગિરનાર તીર્થની તળેટીમાં ૧૬ વાડીઓ બનાવી હતી. તેજલપુરમાં જિનાલય, પોષાળ અને તેની જોડે કુમાર સરોવર બંધાવ્યું હતું. ઝાઝરિયા ગામમાં જિનપ્રાસાદ, વાવ અને તળાવ બંધાવ્યાં હતાં. તેણે લુણિગવસહી'ના નિભાવ માટે ડાક અને ડમાણી ગામ અપાવ્યાં હતા. તપોધનના ઉપકરણો માટે તે તે નામનાં પાત્ર, દોરૂ, ઝોલી, દાંડા વગેરે ગામ આપ્યાં હતાં. (વસ્તુપાલ-તેજપાલની વિસ્તૃત વિગતો આ પ્રસ્થમાં અન્યત્ર આપવામાં આવેલ છે.) શેઠ છિદક (છાડા) અને તેનો વંશ : તે પાટણનો વીશા પોરવાડ જ્ઞાતિનો જૈન હતો. મોટો વેપારી હતો. ૯૯ લાખ સોનૈયાથી ધનસમ્પન્ન હતો. તેણે મંત્રી વાહડના (ઘર) દેરાસરના ગોખમાં ભO અજિતનાથની પ્રતિમા ક. સ. આ. હેમચંદ્રસૂરિના Page #438 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૩૮૯ હાથે પ્રતિષ્ઠિત કરાવી હતી. રાજા કુમારપાલને આ પ્રતિમા પર ઘણી આસ્થા હતી. શેઠ છાડા || કુમારપાલના શત્રુંજયતીર્થના યાત્રાસંઘમાં તેમજ સં. ૧૨૧૬-૧૭ના તિહુઅણપાલવિહાર'ના પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ હતો. શેઠ છાડાને હાંસીદેવ નામે પુત્રી હતી (જેની વિગત આ લેખમાં પાસિવ શ્રેષ્ઠીના પરિચયમાં આપી છે). શેઠ છાડાના વંશમાં સોળમી સદીમાં સં. ખીમો, સં. સહસા એમ બે ભાઈઓ થયા. તેઓ તપાગચ્છના આ૦ લક્ષ્મીસાગરસૂરિ અને આ૦ સોમજયસૂરિના અનુરાગી શ્રાવક હતા. તેઓએ સં. ૧૫૨૭માં પાવાગઢ ઉપર મોટા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૩માં શત્રુંજય તથા ગિરનાર તીર્થનો સંઘ કાઢ્યો તથા દાનશાળાઓ સ્થાપના કરી અને સાધર્મિકોની ભક્તિ કરી. તેમ જ તેઓએ ગચ્છની પરિધાપનિકા, પ્રતિષ્ઠા, ગુરુપદસ્થાપના, પ્રવેશોત્સવ, તીર્થોદ્ધાર અને ઘણાં પરોપકારનાં કાર્યો કર્યા. ઉક્ત આચાર્યોના ઉપદેશથી તેઓએ સં. ૧૫૩૮માં સર્વ જૈન સિદ્ધાંતો લખાવ્યા. સંઘવી વત્સરાજના પુત્રો શેઠ ગોવિંદ અને વિસલ : ઈડરનગરના રાવ પૂંજાજીના માનીતા ઇડરના નગરશેઠ સંઘવી વત્સરાજ ઓસવાલનો જયેષ્ઠ પુત્ર ગોવિંદ પણ રાજમાન્ય હતો. તેણે આO સોમસુંદરસૂરિના ઉપદેશથી શત્રુંજય, ગિરનાર, સોપારક વગેરે તીર્થની સંઘયાત્રાઓ કાઢી હતી તથા તારંગા તીર્થના કુમારવિહારનો જીર્ણોદ્ધાર કરાવી ભ0 અજિતનાથની નવી પ્રતિમા ભરાવી મોટો સંઘ એકત્રિત કરી આ0 સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. સંઘપતિ વત્સરાજનો બીજો પુત્ર વિસલ ચિત્તોડના રાણાનો માનીતો હતો. તેણે આ0 સોમસુંદરસૂરિના ઉપદેશથી ચિત્તોડમાં ભO શ્રેયાંસનાથનું દેરાસર બંધાવ્યું હતું તથા દેલવાડામાં નંદીશ્વરપટ બનાવ્યો હતો અને બીજાં પણ અનેક સુકૃત કાર્યો કર્યા હતાં. શેઠ ગોડીદાસ અને સોઢાજી ઝાલા : - સિંધ-કીર્તિગઢના કેશરદેવ ઝાલાનો પુત્ર હરપાલદેવ ગુજરાત આવી વસ્યો અને રાજા કર્ણદેવની નોકરી સ્વીકારી. તેના ત્રણ પુત્રો–સોઢાજી વગેરે ઝીંઝુવાડા જઈને વસ્યા. એક વાર દુકાળ પડતાં ઝીંઝુવાડાના શેઠ ગોડીદાસ અને સોઢાજી ઝાલા માળવા ગયા. ત્યાંથી પાછા વળતાં સિંહ નામના કોળીએ ઓચિંતો વાર કરી શેઠ ગોડીદાસને મારી નાખ્યો. શેઠના ઘરમાં (ઝીંઝુવાડામાં) ક. સ. આO હેમચંદ્રસૂરિએ પાટણમાં સં. ૧૨૨૮માં વડોદરાના શેઠ કાનજી વસોનાં અંજનશલાકા કરેલાં ત્રણ પ્રતિમાઓમાંનાં એક ભ0 પાર્શ્વનાથનાં પ્રતિમા હતાં. ગોડીદાસ મરીને વ્યંતર થયો, અને તે આ પ્રતિમાનો અધિષ્ઠાયક દેવ બની પૂજા-ભક્તિ કરવા લાગ્યો. ત્યારથી તેના નામ ઉપરથી આ પ્રતિમા ગોડી પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધિ પામી. અધિષ્ઠાયકે સોઢાજી ઝાલાને સહાય કરી અને સોઢાજીએ ગોડી પાર્શ્વનાથ સ્વગૃહે પધરાવ્યા. તેમની પૂજા-સેવાથી તે અત્યંત સુખી થયો. ઝીંઝુવાડાનો રાજા બન્યો અને ગુજરાતનો મહામંડલેશ્વર થયો. તેને દુર્જનશલ્ય નામે પુત્ર હતો. તે પણ રાજા ભીમદેવ (બીજો), ત્રિભુવનદેવ અને વિસલદેવનો મહામંડલેશ્વર થયો. તેને કોઢ રોગ નીકળ્યો; પણ શંખેશ્વર તીર્થમાં આવી નિત્ય પૂજા-ભક્તિ કરતાં કોઢ શમી ગયો. શંખેશ્વર પધારેલ પૂર્ણિમાગચ્છના મહાન તપસ્વી આ૦ પરમદેવસૂરિના ઉપકાર અને ઉપદેશથી તેણે શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરનો મોટો જીર્ણોદ્ધાર કરાવ્યો અને દેવવિમાન જેવો જિનપ્રાસાદ બંધાવ્યો. જૈ. ૩૭ Page #439 -------------------------------------------------------------------------- ________________ 360] [ જૈન પ્રતિભાદર્શન શેઠ ભીમાશાહ તથા દીવાન સુંદરજી અને ગજરાજ : કુંભલમેરુ દુર્ગના શેઠ ભીમાશાહ પોરવાડે આબૂ-દેલવાડામાં ભ0 આદીશ્વરનું વિશાલ જિનાલય બંધાવ્યું, જે ‘પિત્તલહર મંદિર” અથવા “ભીમાશાહનું મંદિર’ નામે પણ ઓળખાય છે. અમદાવાદના મહમદ બેગડાના દીવાન ગુર્જર શ્રીમાલી સુંદરજી અને તેના પુત્ર ગજરાજ દીવાને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને ભ૦ 28ષભદેવની ૧૦૮ મણ ધાતુની પ્રતિમા બનાવી, વિ. સં. ૧૫૧પમાં આવે લક્ષ્મીસાગરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓએ આ ઉપરાંત સોજિત્રા અને અમદાવાદમાં જિનમંદિરો બંધાવ્યાં હતાં અને ગ્રંથભંડારો સ્થાપ્યા હતા. દીવાન સહસા પોરવાડ અને આબુ-અચલગઢ તીર્થ : માંડવગઢના બાદશાહ ગ્યાસુદીનના દીવાન સંઘવી સહસા પોરવાડે આબૂ-અચલગઢના મોટા શિખર ઉપર સં. ૧૫૫૪માં ચૌમુખજીના મંદિરનો પાયો નાખ્યો હતો અને સં. ૧૫૬૬માં સં. સહસાનાં પત્ની સંસારદે અને અનુપમાદે; પુત્રો ખીમરાજ, દેવરાજ; પૌત્રો જયમલ, મનજી વગેરે પરિવારે આO જયકમલસૂરિ આદિ ચતુર્વિધ સંઘ સાથે અચલગઢ પધારી, ચૌમુખજીના ભવ્ય મંદિરમાં ભO ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. કાવી તીર્થ અને નાગર જૈનોનો ઉજ્વલ ઇતિહાસ : જૈન મહાજનની ૮૪ જ્ઞાતિઓ છે, તેમાં નાગર પણ એક જ્ઞાતિ છે. એ જ રીતે ગચ્છોમાં પણ નાગરગચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. મેત્રાણા એ મધ્યકાળમાં નાગરગચ્છનું જૈન તીર્થ હતું. ગુજરાતનું કાવી તીર્થ પણ નાગર જૈનોના ઉજ્જવલ ઇતિહાસનું પ્રતીક છે. તેનો ઇતિહાસ આ પ્રકારે છે– નાગર જ્ઞાતિ, દશા શાખા અને ભદ્રસિયાણી ગોત્ર તો વ્યાપારી ગાંધી દેપાલ શાહ વડનગરમાં રહેતો હતો. તેના વંશમાં થયેલ બાડક વડનગરથી નીકળી ખંભાત આવીને વસ્યો. ત્યાં તે પરિવાર અને ધનથી. સમ્પન્ન બન્યો. તેમ જ જગદ્ગુરુ આ૦ હીરવિજયસૂરિના ઉપદેશથી જૈનધર્મમાં દઢ થયો. તેણે કાવીમાં જૂનાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવતા પૂર્વ-પશ્ચિમમાં ૯૦ ફૂટ અને ઉત્તર-દક્ષિણમાં ૬૧ ફૂટ પરિમાણ ભૂમિમાં બાવન જિનાલયવાળો ભ૦ ઋષભદેવનો ‘સર્વજિતપ્રાસાદ' બનાવ્યો અને પોતાના ત્રણ પુત્રો-- કુંઅરજી, ધર્મદાસ તથા વીરદાસને સાથે રાખી આO વિજયસેનસૂરિના વાસક્ષેપથી તેમના શિષ્યોના હાથે સં. ૧૬૪૯માં પ્રતિષ્ઠા કરાવી. બાહુકના પુત્ર કુંઅરજીને તેજલદે નામે પત્ની હતી અને કાનજી નામે પુત્ર હતો. શેઠ કુંઅરજી ગાંધીએ કાવી તીર્થમાં “રત્નતિલક' નામે બીજું વિશાળ મંદિર બંધાવ્યું. ઉપરાંત, શેઠ કુંઅરજી વગેરે ત્રણે ભાઈઓએ “સર્વજિપ્રાસાદ'માં આ0 વિજયસેનસૂરિના હાથે સં. ૧૬૫૬માં ભO ઋષભદેવની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. “રત્નતિલકપ્રાસાદ'માં ભ0 ધર્મનાથના પરિકરમાં કુંઅરજીના પુત્ર કાનજી ગાંધીનું નામ મળે છે. કારણ, શેઠ કુંઅરજીએ પોતાનાં પત્ની તેજલદે અને પુત્ર કાનજીના નામે આ પરિકરની તેમ જ ભ0 શાંતિનાથ અને ભ૦ સંભવનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી. કાવી તીર્થમાં આજે ભO ઋષભદેવ અને ભ0 ધર્મનાથનાં બે ગગનચુંબી વિશાળ મંદિરો ઊભાં છે, જે નાગર જૈનોની કીર્તિ ગાઈ રહ્યાં છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] જોધપુરના દાનવીર દીવાન જયમલજી મુહણોત શા. જયમલ મુણોતે લોદી અને જાલોર પરગણાના હાકેમ તરીકે સારી નામના મેળવી, આથી જોધપુરના રાજા ગજસિંહે તેને જોધપુર બોલાવી સં. ૧૬૮૬માં દીવાન બનાવ્યો. સં. ૧૬૮૭માં મારવાડ અને ગુજરાતમાં ભયંકર દુકાળ પડતા દીવાન જયમલે ઘણું ધન વાપરી જનતાને મોટી રાહત આપી. લોકોએ તેને ‘જગડુશાહ' તરીકે બિરદાવ્યો. તેણે સં. ૧૬૮૧માં પં. જયસાગરજી ગણીના હાથે અને સં. ૧૬૮૬માં આ૦ વિજયદેવસૂરિના હાથે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. જાલોર, સાચોર, જોધપુર અને શત્રુંજયતીર્થમાં નવાં જિનમંદિરો બંધાવ્યાં અને તેમાં ઉક્ત અંજનશલાકા કરેલી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તેણે જાલોર પાસેના સ્વર્ગગિરિ પહાડ પરના ભ૦ મહાવીરસ્વામીના કુમારવિહાર, ચૌમુખજી વગેરે ત્રણ જિનાલયનો તેમ જ નાડોલના ભ૦ પદ્મપ્રભુ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જાલોરના તપાવાસમાં ઉપાશ્રય બનાવ્યો. તેની પત્નીઓએ પણ પ્રતિષ્ઠાદિનાં ધર્મકાર્યો કર્યાં. તેના પુત્રો પૈકી નેણસી મુહણોતે ‘નેણસીરી ખ્યાત’ નામે ગ્રંથ રચ્યો જે આજે મારવાડના ઇતિહાસ માટે પ્રામાણિક હકીકતો પૂરી પાડે છે. જુદા જુદા વંશો અને તેમનાં સ્તુત્ય ધર્મકાર્યો : કંથકોટના શેઠ વરણાગનો વંશ : શ્રીમાલી જ્ઞાતિમાં વિયદુ નામે બહુ યશસ્વી શેઠ હતો. તેણે સંઘભક્તિ કરવા સાથે દેરાસર, વાવ, દાનશાળા, પરબ વગેરે બંધાવ્યાં હતાં. તે કચ્છના કંથકોટમાં રહેતો હતો. તેને વરણાગ નામે પુત્ર હતો. તે ધર્માત્મા હતો. તેણે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોના સંઘ કાઢ્યા હતા. ગરીબોને ખૂબ મદદ કરી દાનવીર તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. તેના વંશમાં મોટો દાની અને સત્યવાદી વાસ થયો. વાસને વિસલ વગેરે પાંચ પુત્રો હતા. વિસલને ચાર પુત્રોમાં ૧. લક્ષ વિદ્વાન હતો, ૨. સુલક્ષણ સદ્ગુણી હતો, ૩. સોલાક યશસ્વી હતો અને ૪. સોહી પોતાના ગુણોથી લોકપ્રિય, દાનવીર તેમ જ વેપારીઓમાં વડો હતો. આ જ વંશમાં થયેલ સોલ કંથકોટ છોડીને ભદ્રેશ્વર નગરમાં આવી વસ્યો હતો. ઇતિહાસ પ્રસિદ્ધ દાનેશ્વર જગડુશાહ તેનો પુત્ર હતો (જેનો પરિચય અન્યત્ર આપવામાં આવ્યો છે.) સીદવંશ : સીદ ચંદ્રાવતીનો પ્રતિષ્ઠિત અને ધનવાન શ્રેષ્ઠી હતો. જ્ઞાતિએ પોરવાડ હતો. એ વંશમાં પૂર્ણચંદ્ર થયો. તેનું જીવન પવિત્ર હતું. તેણે દેરાસર, જિનબિંબો વગેરેમાં તેમ જ પોતાના બે પુત્રોની દીક્ષાના ઉત્સવમાં ધનનો મોટો સદ્યય કર્યો હતો. તેના આઠ પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ અને તેની પત્ની પોહીણીએ ભારે ખ્યાતિ મેળવી હતી. તેઓએ આ૦ પદ્મદેવસૂરિના ઉપદેશથી ત્રિષષ્ઠિશલાકાપુરુષ (આદિનાથનું) ચરિત્ર લખાવ્યું અને ભ૦ મહાવીરસ્વામીના મોટા બે જિનપ્રાસાદ બનાવ્યા. [ ૩૯૧ શેઠ નેમિનાગનો વંશ : તેનું બીજું નામ નેમિકુમાર હતું. તે ક. સા. આ હેમચંદ્રસૂરિનો મામો હતો. મોઢ જૈન હતો. તેને અભય અને વાહડ નામે બે પુત્રો હતા. રાજા કુમારપાળે દાનશાળાનું ખાતું અભયકુમારની દેખરેખ નીચે રાખ્યું હતું. અભયકુમારે આ સોમપ્રભસૂરિ રચિત ‘કુમારપાલડિબોહો' ગ્રંથની ઘણી પ્રતિઓ લખાવી હતી. સંભવ છે કે અભયકુમાર તે જ શેઠ અભયહ સં. ૧૨૪૮માં આશાપલ્લીમાં દંડનાયક હતો. નેમિનાગનો બીજો પુત્ર વાહડ કવિ અને વિદ્વાન હતો. તેણે ‘નેમિનિર્વાણ કાવ્ય’ અને ‘કાવ્યાનુશાસન' રચ્યાં હતાં. કપૂરપટ્ટાધીશ વંશ : કર્પૂરપટ્ટાધીશના પુત્ર શેઠ સોમેશ્વરનો પુત્ર વાડ (વાહિડ) ક. સ. આ૦ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] [ જૈન પ્રતિભાદર્શન હેમચંદ્રસૂરિનો ભક્ત હતો. તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પિશાચી ભાષાનો વિદ્વાન હતો. તેણે ‘વાગ્ભટ્ટાલંકાર’ નામે ગ્રંથ રચ્યો છે. આ૦ જિનભદ્રસૂરિના ઉપદેશથી તેણે પાદરામાં ‘ઉંદરવસહિકા' નામે જિનમંદિર બંધાવી, તેમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. વાહડના મોટા પુત્ર બ્રહ્મદેવે તેમ જ બીજા પુત્ર શરણદેવ અને તેના સંતાનોએ આરાસણના દેરાસરમાં સં. ૧૨૭૫માં દાઢાઘર અને સં. ૧૩૧૦માં ૧૭૦ તીર્થંકરોનો પટ્ટ કરાવ્યો. શરણદેવના મોટા પુત્ર વીરચંદે સં. ૧૩૩૮માં આરાસણમાં ભ વાસુપૂજ્યની દેરી બનાવી આ પરમાનંદસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, સં. ૧૩૪૫માં સમેતશિખરતીર્થની યાત્રા કરી, સમેતશિખરનો પટ્ટ બનાવ્યો અને એ પટ્ટની મુખ્ય પ્રતિષ્ઠા કરાવી, પોસીના તીર્થમાં સ્થાપન કર્યો. વાધ્યાનનો મંત્રીવંશ : ગલ્લકકુળનો વાયાન રાજા કુમારપાળનો મહામાત્ય હતો. તેણે સંગમખેટક (સંખેડા)માં ભ મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું અને તેની પૂજા (નિભાવ) માટે ૧૦૦ હળ જમીન ભેટ આપી, જેમાં ચાર વાડીઓ હતી. તેના પુત્ર કપર્દિએ વટસરમાં ભ૦ આદિનાથનું ચૈત્ય બંધાવ્યું. આ જ વંશમાં દેવચંદ્રનો પુત્ર આંબડ રાજા ભીમદેવનો મહામાત્ય હતો. આંબડ મૃત્યુ પામતા તેના લઘુબંધુ દંડનાયક આહ્લાદનને મહામાત્ય બનાવવામાં આવ્યો. તેણે સાચોરમાં વીરચૈત્યમાં ભ૦ ઋષભદેવની તથા થરાદના આદિનાથ ચૈત્યમાં ભવ પાર્શ્વનાથ, ભ૦ ચંદ્રપ્રભ, ભ૦ સીમંધરસ્વામી, ભ૦ યુગમંધરસ્વામી, દેવી સરસ્વતી અને અંબિકાદેવીની મૂર્તિઓ પધરાવી. વટેસર અને સંખેડામાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, નવી પ્રતિમાઓ ભરાવી, પુનઃ પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય વર્ધમાનસૂરિના ઉપદેશથી ભ૦ વાસુપૂજ્યસ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. નાગેન્દ્રગચ્છના ઉપાશ્રયનો જીર્ણોદ્વાર કરાવ્યો. આચાર્ય વર્ધમાનસૂરિ પાસે સં. ૧૨૯૯માં વિવિધ ગ્રંથો લખાવ્યા. પોતે પણ પાર્શ્વનાથ સ્તવન (શ્ર્લોક ૧૦) રચ્યું. મંત્રી મકલપ્પના પુત્રો રાહડકુમાર અને નેમિકુમાર : રાહડકુમારે રાહડપુર વસાવ્યું અને ભ0 ઋષભદેવનું જિનાલય બંધાવ્યું. નેમિકુમાર મેવાડના કરહેડા તીર્થના ભ૦ નેમિનાથનો શ્રદ્ધાવંત અનુરાગી હતો. તેણે મેવાડમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી મોટો યાત્રા-ઉત્સવ ઉજવ્યો હતો, રાપુરમાં ભ૦ નેમિનાથનું મોટું જિનાલય બંધાવ્યું તથા નલકોટમાં ભ૦ ઋષભદેવના જિનપ્રાસાદમાં દક્ષિણ દિશા તરફ ૨૨ દેરીઓ બનાવી. નેમિકુમારને વાગ્ભટ નામે પુત્ર થયો. તે મોટો વિદ્વાન, મહાકવિ તથા સર્વ કલામાં નિપુણ હતો. તેણે સ્વોપજ્ઞ વૃત્તિવાળુ કાવ્યાનુશાસન, ઋષભદેવચરિત્ર-મહાકાવ્ય, નેમિનિર્વાણકાવ્ય (સર્ગ : ૧૫, શ્લોક ૯૮૮), જિનચતુર્વિંશતિ, છંદ, અલંકાર, નાટક, મહાપ્રબંધો વગેરે ગ્રંથો રચ્યાં છે. તે શ્વેતામ્બર, દિગંબર અને અજૈન શાસ્ત્રોનો અભ્યાસી હતો. તેના ગ્રંથોમાં આ ત્રણે સાહિત્યની છાપ જોવા મળે છે. ચુસ્ત જિનોપાસક મંત્રી આલિગદેવ : તે રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળનો મંત્રી હતો. સિદ્ધરાજે માળવા ઉપર ચઢાઈ કરી ત્યારે પાટણની રક્ષાનો ભાર તેને સોંપ્યો હતો. એ જ રીતે વિદ્ધરાજે સિદ્ધપુરમાં રૂદ્ર મહાલય બંધાવ્યો તેની સર્વ વ્યવસ્થા પણ તેને જ સોંપી હતી. Page #442 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૯૩ આચાર્ય દેવસૂરિને દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથેના વાદમાં મળેલા વિજયના ઉપલક્ષમાં મંત્રી આલિગે ] રાજા સિદ્ધરાજની પ્રેરણાથી સિદ્ધપુરમાં ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવ્યો હતો. મંત્રીએ તેમાં પ્રતિષ્ઠિત કરેલી પાર્શ્વનાથની પ્રતિમા ખૂબ જ પ્રભાવક છે. એકવાર સુલતાન અલાઉદ્દીન ખિલજીએ આ પ્રતિમા તોડવાનો ઇરાદો કર્યો પણ તે જ સમયે એક સર્પ પ્રગટ થઈને સુલતાન સામે બેઠો. સુલતાન તો આ બધું જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું “આ દેવ તો બાદશાહોનો બાદશાહ સુલતાન છે.” એમ સમજીને તેણે એ પ્રતિમા તોડવાનો ઇરાદો માંડી વાળ્યો, તે સમયથી એ પ્રતિમા “સુલતાન પાર્શ્વનાથ'ના નામથી પ્રસિદ્ધિ પામી છે. મંત્રી આલિગદેવ મુત્સદી, સત્યભાષી અને અનુભવી મંત્રી હતો તથા ચુસ્ત જિનોપાસક હતો. તેને જિનપૂજા કર્યા પહેલાં અન્ન ન લેવાનો નિયમ હતો. ખંભાતમાં તેણે ઉપાશ્રય પણ બનાવ્યો હતો. ક્ષત્રિય મહાકવિ આસડ : કવિ આસડ એ વિક્રમની તેરમી સદીના મધ્યકાળનો ક્ષત્રિય જૈન વિદ્વાન હતો. ભિન્નમાલકુળના ક્ષત્રિય કટુકરાજનો એ પુત્ર હતો. તેણે કેટલાક ગ્રંથોની રચના કરેલી છે. તેણે “મેઘદૂતકાવ્ય'ની ટીકા રચી, જેમાં એવું સ્નેહસિંચન કર્યું કે રાજસભાએ તેને “કવિસભાશૃંગાર'નું બિરુદ આપ્યું. તેને રાજડ નામે પુત્ર હતો. તેને પણ “બાલસરસ્વતી'નું બિરુદ મળ્યું હતું. પરંતુ, રાજડ તષ્ણવયમાં જ મરણ પામવાથી આસડને ભારે આઘાત લાગ્યો. આ પ્રસંગે રાજગચ્છના આ૦ ભદ્રેશ્વરસૂરિના પટ્ટધર આ૦ અભયદેવસૂરિએ તેને પ્રતિબોધ કર્યો અને આશ્વાસન આપ્યું. કવિ આસડ આચાર્યશ્રીના ઉપદેશથી જૈનદર્શનમાં પ્રવીણ બન્યો. તેણે ઉપદેશકંદલીપ્રકરણ”, “વિવેકમંજરી' તથા ગદ્ય-પદ્ય સ્તુતિઓ રચી છે. ધોળકાના શેઠ ધવલ અને વૈરસિંહ : શેઠ ધવલ ધોળકાનો શ્રીમાળી જૈન હતો. તેણે ધોળકામાં ભ0 મુનિસુવ્રતસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેની વિનતિથી મલધારીગચ્છના આ૦ ચંદ્રસૂરિએ “મુણિસુવ્યચરિય' રચ્યું. તેનો પુત્ર વૈરસિંહ મંત્રી વાહડનો મિત્ર હતો. તેણે ખંભાતમાં ભO પાર્શ્વનાથનું ચૈત્ય બંધાવ્યું. વંથલીનો નગરશેઠ ભીમ સાથરિયો : તેણે સૌરાષ્ટ્રના દંડનાયક સજ્જનની પ્રેરણાથી ગિરનારતીર્થના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ દ્રવ્યની ટીપ કરી રાખી હતી, પણ રાજા સિદ્ધરાજે તેનો ખર્ચ આપ્યો એટલે શ્રીસંઘે એ રકમમાંથી વંથલીમાં દેરાસર બંધાવ્યાં. શેઠ ભીમે સં. ૧૧૮૫માં ગિરનારમાં ભO નેમિનાથને હાર ચઢાવ્યો અને ગિરનાર પર ભીમકુંડ બંધાવ્યો. ભગવાને જે છોડ્યું તે મેળવવા ધર્મ નથી કરવાનો પણ... ભગવાને જે છોડ્યું તે છોડવા અને ભગવાને જે મેળવ્યું તે મેળવવા ધર્મ કરવાનો છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ CCCCCCCCCCCCCC/CCC GIỚC KHI TINH KHI CÓ દક્ષિણ ગુજરાતનું નવલું નજરાણું એટલે.... ઓસિયાજી મહાતીર્થ શિલ્પકળા યુક્ત ભવ્ય જિન મંદીર, પૌષધ શાળા, ધર્મશાળા, શાસન 4 રક્ષક દેવ દેવીઓની સ્વતંત્ર દેવકુલિકા, સાધર્મિક વાત્સલ્ય ભવન આદિનો લાભ આપવા માટે નિમંત્રણ પાળીએ છીએ. :: સંપર્ક સરનામુ :: હું થ્રી સીમંધરસ્વામિ જિનમંદિર કાર્યાલય ઓસિયાજીનગર, પોષ્ટ-નંદિગ્રામ, સ્ટેશન-ભીલાડ, જિલ્લો -વલસાડ (દ.ગુજ.), પીન – ૩૯૬ ૧૦૫. દુરભાષ : (૦૨૬૩૮) ૮૨૦૮૯ * કરવા જેવું કામ ? જીવદયા - માનવસેવા માતૃશ્રી ઉજમબેન સોમચંદ એન્ડ પ્રભાવતી મહેતા ફાઉન્ડેશન ૫, ચંદ્રાવતી સોસાયટી, કારેલી બાગ, વડોદરા - ૩૯૦૦૧૮ 2.ન.૪ર૧૬૮૮ જીવદશા અને માનવસેવાના કાર્યોમાં લાભ લેવા માટે મળો... દ્વારા સંચાલિત (ઉકાળ) આરોગ્યવર્ધક અમૃતપાના વિતરણ અભિયાન : શ્રી શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ 3/A, નૌતમ એપાર્ટમેન્ટ, દિવાળી નાગ - અઠવા ગેટ, સુરત - ૩૯૫૦૦૧. દરરોજ સવારનાં વડોદરા તથા આજુબાજુના ગામોમાં દોઢથી બે લાખ માણસો આ અમૃતપાનનો લાભ લઈ નિરામય બને છે. – સૌજન્ય :– જાદવજી સોમચંદ મહેતા પરિવાર Page #444 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૯૫ જૈિન ઇતિહાસ દર્પણમાં ' છે. એક નજર.. –પૂ. પં શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. જૈનશાસનનો ઈતિહાસ ગૌરવવંતો રહ્યો છે. બનેલી ઘટનાઓ બોધપ્રદ છે. ભૂતકાળના અનેક પાત્રોની અનેક રહસ્યમય વાતો ખરેખર જાણવા-માણવા જેવી છે. તપોવનના પ્રણેતા અને ધર્મસંસ્કૃતિના સનાતન મૂલ્યો માટે સતતપણે ઝઝુમનારા સમગ્ર જૈન સમાજમાં જાણીતા પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજશ્રી જેઓ સિદ્ધાંતમહોદધિ સચ્ચારિા ચૂડામણિ સ્વ. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના વિનેયશિષ્ય તરીકે પણ વિશિષ્ટ ખ્યાતિ પામ્યા છે. | કમલ પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પૂજયશ્રીએ “જૈન” ઈતિહાસની ઝલકો” નામના પુસ્તકમાં પ્રેરણાદાયી પ્રસંગોની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી છે. તેમાંથી થોડા પ્રસંગો અત્રે રજૂ કર્યા છે જે ભાવી પેઢીને ખરેખર પ્રેરણાદાઈ બની રહેશે એવી અમને શ્રદ્ધા છે. પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાંસારિક જીવનમાં કરોડપતિના પુત્ર હતા, ભરપૂર ભોગ સામગ્રી અને સમૃદ્ધિને પામ્યા હતા, પણ એક દિવસ પાપભરપૂર આ સંસારદર્શન થયા પછી કરોડોની સંપત્તિ અને દોમદોમ સાહ્યબીને તિલાંજલિ આપી. અઢાર વર્ષની કુમળી ચંદ્રશેખરવિજયજી મ. વયે સંયમયાત્રી બન્યા. પછી સોળ વર્ષ સુધી સતત જ્ઞાનપ્રાપ્તિમાં રહીને કુલ ૨૦ હજાર સંસ્કૃત-પ્રાકૃત વગેરે જૂદાં જુદાં વિષયોના શ્લોકો તથા જેન-અજૈન શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. ૪૮ વર્ષનાં દીક્ષાકાળમાં તેમણે ધર્મસંસ્કૃતિના મલ્યોની રક્ષાના જંગમાં સિંહગર્જનાઓ કરવાપૂર્વક સક્રિય બની ઝંપલાવ્યું રામાયણ અને મહાભારતના વિષયો ઉપર તેમની ગજબની માસ્ટરી છે. તેમની રવિવારીય યુવાશિબિરોમાં જોડાવા લાઈનો લાગે છે. મડદાને પણ ઊભા કરી દેવાની તેમની વ્યાખ્યાનશૈલીમાં ગજબની તાકાત જોવા મળે છે. તીર્થરક્ષા, ધર્મરક્ષા અને સંસ્કૃતિરક્ષા માટે પૂજ્યશ્રીએ એક જબરજસ્ત વર્તુલ ઊભુ કર્યું છે. સાઘર્મિકબંધુશ્રાવક પરિવારોના વસવાટ વગેરે માટે પણ પૂજ્યશ્રી પ્રેરણારૂપ બન્યા છે. તેઓશ્રી વિદ્વતા, લેખન અને વક્નત્વ શક્તિથી જેટલા પ્રભાવક છે એટલી જ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન એમની આંતરિક ગુણોની સુવાસ પણ મહેકતી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એક અનોખું બીડું ઝડપતા પ્રાચીન ભારતની નાલંદા, તક્ષશિલાની યાદ અપાવવી તપોવન સંસ્કારપીઠ ઊભી કરીને ખરેખર એક મહાન યજ્ઞ આરંભ્યો છે, આ સંસ્થા દ્વારા ભવિષ્યનાં હેમચન્દ્રાચાર્ય, વસ્તુપાલ, વિવેકાનંદ કે ભગવતસિંહ પેદા કરવાનું ક્રાંતિકારી સ્વપ્ન જરૂર સફળ થશે તેવી શ્રદ્ધા સાથે આજે ૬૬ વર્ષની ઉમરે શૌર્યભર્યા ચિંતનને વાગોળતા, ભારતીય સંસ્કૃતિને બચાવી લેવા જટાયુ બનીને ઝઝૂમી રહ્યા છે અને વર્તમાનયુગમાં બાળકોના મસીહા બનવાનું પૂજ્યશ્રીએ સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. આ શાસનદીપક ધર્મગુરુને અમારી લાખ લાખ વંદનાઓ છે. સંપાદક ( હેમચંદ્રાચાર્યજીની માતૃભક્તિ) કલિકાલસર્વજ્ઞ ભગવંત હેમચન્દ્રસૂરિજીનાં માતાએ પણ દીક્ષા લીધી હતી. તેઓની છેલ્લી સ્થિતિ આવી ત્યારે હેમચન્દ્રસૂરિજી મહારાજાએ તેમને અંતિમ આરાધના (નિર્ધામણા) કરાવી હતી. તે વખતે તેમને પુણ્ય મળે તે નિમિત્તે પૂજ્ય શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજાએ એક ક્રોડ નવકારનો જાપ કરવાનું અને સાડાત્રણ લાખ શ્લોકોની રચના કરવાનું જણાવ્યું હતું. આ શ્લોક-રચનાના સંકલ્પમાંથી જ જૈન ઇતિહાસને મોટા પ્રમાણમાં આવરી લેતા ‘ત્રિષષ્ટિ-શલાકા પુરુષચરિત્ર' ગ્રન્થનો જન્મ થયો. તેનાં દસ પર્વો છે અને કુલ છત્રીસ હજાર શ્લોક છે. માતાના નિમિત્તથી પુત્ર જૈન સંઘને કેટલી મોટી ભેટ આપી! ( કુમારપાળ અને નૃપસિંહ ) ગૂર્જરેશ્વર કુમારપાળનો પુત્ર નૃપસિંહ સોળ વર્ષની નાની વયે મૃત્યુની પથારી પર આવી ગયો. કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજી મહારાજાએ તેને અંતિમ આરાધના કરાવી હતી. એ આરાધના કરતાં કરતાં નૃપસિંહની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. સૂરિજીએ તેને કારણ પૂછ્યું. તેણે કહ્યું, “ગુરુદેવ! મારા પિતાજી કેવા કૃપણ નીકળ્યા કે એમણે સેંકડો શિખરબંધી જિનમંદિરોના નિર્માણ કર્યા પણ તે બધાંય આરસપાસનાં બનાવ્યાં. મારી ભાવના હતી કે મોટો થઈને હું સેંકડો જિનમંદિરો સુવર્ણનાં બનાવીશ. પણ હવે તે ભાવના પૂર્ણ થાય તેમ નથી એટલે રડું છું.” આ શબ્દો સાંભળીને સૂરિજીની આંખમાં આંસુ ધસી આવ્યાં. ( રાવણની પ્રભુભક્તિ ) રાવણ એવા તો જબ્બર જિનભક્ત હતા કે વાત ન પૂછો. કર્મવશાત એ સીતાજીને મેળવવા પાછળ ઝૂરતા હતા, પણ તેની સાથે આવી દુષ્ટ વાસના પોતાને જાગવા બદલ તે પરમાત્મા પાસેય ખૂબ રડતા હતા. Page #446 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૩૯૭ તેમણે સ્વદ્રવ્યથી પોતાના રાજમહેલમાં રત્નમણિમય ગૃહમંદિર બનાવ્યું હતું. તેમાં નીલમ વગેરે મહામૂલ્યવાન પાષાણનાં પ્રતિમાજી બિરાજમાન કર્યા હતાં. તેમના ગૃહમંદિરની ખ્યાતિ ચોમેર વ્યાપી ગઈ હતી. આથી જ જ્યારે લંકાવિજય કરીને રામચન્દ્રજીએ લંકામાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ તે ગૃહમંદિરના દર્શનાર્થે ઉત્સુક બની ગયા હતા. જ્યારે તેમણે તે મંદિરની સજાવટ જોઈ અને પરમાત્માના અદભુત બિંબનાં દર્શન કર્યા ત્યારે તેમણે રાવણની પ્રભુભક્તિની ભારોભાર અનુમોદના કરી. ( મંત્રીશ્વર વસ્તુપાળ ) મંત્રીશ્વર વસ્તુપાળ જૈન ધર્મના ચુસ્ત પાલક અને પ્રભાવક શ્રાવક હતા. તેમણે કરોડો સોનામહોરોનો વ્યય કરીને જિનમંદિરો તથા જ્ઞાનભંડારોનાં નિર્માણ કર્યાં હતાં. તેમના ઘર-આંગણે રોજ પંદરસો તો અતિથિઓ–બાવા, સંન્યાસી, યાચકો વગેરે–નો ઔચિત્યભર્યો સત્કાર થતો હતો. વળી રોજ પાંચસો જૈન સાધુ-સાધ્વીજી મહારાજોની નિર્દોષ ભક્તિનો તેઓ લાભ લેતા હતા. આવા શાસનપ્રભાવક વસ્તુપાળનો જ્યારે મૃત્યુસમય નજીક આવી ગયો ત્યારે તેઓ બોલ્યા, “ રે! કેવો મહાન જિનધર્મ હું પામ્યો પણ ખરેખર...મેં કશી જ આરાધના ન કરી.....હુ માનવજીવન હારી ગયો–-પાવિઓ જિણધર્મોો હારિઓ!' આવા મહાન જૈન શ્રાવકની જગતમાંથી વિદાય સાંભળતાં સંસારત્યાગીઓની આંખોય આંસુથી છલકાઈ ગઈ હતી. ( ટોચ-સમ્યગ્દષ્ટિ તુલસા જ્યારે પ્રભુવીરે પાઠવેલા ધર્મલાભ” અખંડ પરિવ્રાજક નામના શ્રાવકે સુલસાને જણાવ્યા ત્યારે સુલતાનાં સાડાત્રણ કરોડ રૂંવાડાં આનંદથી છલકાઈ ગયાં. “અહા! ત્રિલોકગુરુ પરમાત્માએ મને “ધર્મલાભ” કહેવડાવ્યા!'' તે વખતે પોતાને ટોચ-સમ્યગ્દષ્ટિ માનતા અંબડનું અંતર બોલવા લાગ્યું હશે કે, “પ્રભુએ સુલતાને “ધર્મલાભ” કહેવાનું કામ મને સોંપીને મારાથી ક્યાંય ચડિયાતી સમ્યગ્દષ્ટિ તુલસાનું મને દર્શન કરાવ્યું.....મારો ગર્વ ભાંગી નાખ્યો. કદાચ.....આ માટે જ પરમ કૃપાળુએ આ કામ મને સોંપ્યું હશે.” ( સકળચન્દ્રજી મહારાજ) આ કિંવદતી છે; ભારે અચરજ અને આનંદ પમાડતી. જેના રાગો અને જેની રચના ઉપર વર્તમાનકાલીન ઉસ્તાદો આફરીન પુકારી જાય છે તે સત્તરભેદી પૂજાના રચયિતા સંકળચન્દ્રજી મહારાજ સાહેબ. આ વિરાટ પૂજાની રચના તેમણે વિલક્ષણ પરિસ્થિતિમાં કરી છે એમ કહેવાય છે. એક વાર આ મહાત્માએ રાત્રે કાયોત્સર્ગ કર્યો. તેમાં તેમણે એવો સંકલ્પ કર્યો હતો કે બાજુમાં રહેતા કુંભારનાં ગધેડાં જ્યારે ભૂંકવા લાગે ત્યારે જ મારે કાયોત્સર્ગ પારવો. બન્યું એવું હતું કે કોઈ કારણે તે કુંભાર પૂર્વની સાંજે જ તમામ ગધેડાને લઈને બાજુના ગામે ચાલ્યો ગયો હતો. આથી સવાર પડ્યું તોય ગધેડા ક્યાંથી ભુંકે? અલબત્ત મહારાજ સાહેબનો કાર્યોત્સર્ગ ચાલુ જ રહ્યો. પૂરા બોતેર કલાકે તે કુંભાર પાછો આવ્યો. ઘરમાં પ્રવેશવાના આનંદરૂપે ગધેડાં ભૂક્યાં અને મહારાજ સાહેબે કાર્યોત્સર્ગ પાર્યો. એ વખતેય એમના મોં ઉપર ન હતો કોઈ વિષાદ ભારે પ્રસન્નતા હતી. આ કાર્યોત્સર્ગમાં જ તેમણે સત્તરભેદી પૂજાની રચના કરી. તેની તમામ કડીઓની ધારણા કરી, કાર્યોત્સર્ગ પાર્યા બાદ તે સત્તર પૂજાઓને કાગળમાં કંડારી દીધી. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ | [ જૈન પ્રતિભાદર્શન ( દીક્ષામાં વિલંબ ન થાય ) આ અવસર્પિણીના ત્રીજા તીર્થંકરદેવ શ્રી સંભવનાથ પરમાત્માના શાસનકાળની વાત છે. કોઈ કેવળજ્ઞાની ભગવંતની દેશનાથી નાનકડો બાળ સંસાર-વિરક્ત બની ગયો. તેણે દીક્ષા લેવા માટે ઉતાવળ કરી. પિતા પાસે તે અંગે જીદ કરી. પિતાએ મહોત્સવ કરીને દીક્ષા આપવાનું દીકરાને કહ્યું; પણ દીકરો ઝટપટ દીક્ષા લેવા ઉત્સુક બની ગયો હતો. છેવટે પિતાએ કેવલી ભગવંતને વાત કરી. ભગવંતે કહ્યું, “વિલંબ ન કરો....ભલે દીક્ષા તુરત અપાય.” અને તરત જ દીક્ષાવિધિ શરૂ થઈ. ઓઘો લેવાની વિધિ થઈ. ઓઘો લઈને બાળક નાચવા લાગ્યો. તે જ વખતે તે પડી ગયો અને તત્કાળ તેનું મૃત્યુ થઈ ગયું. આથી પિતાને સખત આઘાત લાગ્યો. કેવલજ્ઞાની ભગવંતે આશ્વાસન આપતાં કહ્યું, “આ જ કારણે મેં મહોત્સવ કરવા જેટલો પણ વિલંબ કરવાની ના કહી હતી. એ આત્મા એનું કલ્યાણ સાધી ગયો છે.' એ જ વખતે આકાશમાંથી એક દેવાત્મા ઊતરી આવ્યા. કેવળજ્ઞાની ભગવંતને વંદન કર્યું. ભગવંતે પિતાને કહ્યું, “આ જ તમારા સુપુત્રનો આત્મા! હવે તે દેવાત્મા બની ગયો છે.” પિતા આનંદમિશ્રિત લાગણીઓ અનુભવવા લાગ્યા. દેવાત્મા પુત્રે તેમને શોક કરવાની ના પાડી. ( મણિઉદ્યોત મહારાજ ) મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજના સમકાલીન તપસ્વી મહાત્માનું નામ હતુ મણિઉદ્યોત મહારાજ. ઘોર સાધનામાં તેમનું જીવન. એકદા તેમને પીઠમાં પાઠું થયું. દરકાર ન કરવાથી તેમાં રસી થઈ. તેમાં પુષ્કળ જીવાતો પેદા થઈ. તેઓ અસહ્ય વેદના ભોગવવા લાગ્યા. પણ તેમાંય તેમની ચિત્તપ્રસન્નતા કોઈ અનોખી જ હતી. એક વાર તેઓ રાત્રે કાયોત્સર્ગમાં લીન હતા. તે વખતે આકાશમાર્ગેથી પસાર થતા કોઈ દેવાત્માએ તેમને ધ્યાનસ્થ જોયા. દર્દ જોયુ; વેદના જોઈ. ચિત્તની અપાર પ્રસન્નતા જોઈ. તે સ્તબ્ધ થઈ ગયો. નીચે મહાત્મા પાસે આવ્યો. કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ દેવાત્માએ હાથ જોડી કહ્યું, “આપ સંમતિ આપો તો એક જ ક્ષણમાં આ દર્દ મટાડી દઉં.” મહાત્માએ કહ્યું, દેવાત્મા! ભૂલથી પણ એવું કશું કરીશ નહિ. આ પાઠું તો પ્રત્યેક સમયે મારી અનંતી કર્મ-વર્ગણાનો માં મને અસાધારણ સાથ આપી રહ્યું છે. એ કાંઈ મારી આપત્તિ નથી પણ પરમ-સંપત્તિ છે. એને દૂર કરાય જ નહિ. માટે તું શાંતિથી અહીંથી રવાના થઈ જા.' અને....મહાત્માની મહામસ્તીનો વિચાર કરતો, વંદન કરતો દેવાત્મા ત્યાંથી વિદાય થઈ ગયો. ( રત્નપ્રભસૂરિજી અને સંઘની એકતા ) પાર્શ્વનાથ પ્રભુજીના શાસનના પાંચમા પટ્ટધર રત્નપ્રભસૂરિજી મહારાજા ! પોતાની વિશિષ્ટ શક્તિ દ્વારા બીજું રૂપ બનાવીને ઓસીઆ અને કોરટામાં મહા સુદ પાંચમે એકીસાથે જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. પોતાના મૂળભૂત દેહથી ઓસીઆમાં પ્રતિષ્ઠા કરી જ્યારે વૈક્રિય-માયાવી–દેહથી કોરટામાં પ્રતિષ્ઠા કરી. આથી કોરટાના જૈન સંઘને ખૂબ માઠું લાગી ગયું. રત્નપ્રભસૂરિજી મહારાજના શિષ્ય Page #448 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૩૯૯ કનકપ્રભવિજયજી તે વર્ષે કોરટામાં ચાતુર્માસ હતા. તેમને જ ભારે આનાકાની છતાં—દબાણ કરીને– કોરટા સંઘે આચાર્યપદ ઉપર આરૂઢ કરી દીધા, અને કોરટાસંઘ તેમની આજ્ઞા નીચે આવી ગયો. હજી તો પરમાત્મા મહાવીરદેવના નિર્વાણને એક સો વર્ષ પૂરાં થયાં ન હતાં ત્યાં જ આવો સંઘભેદ થયો તેનું પૂજ્ય રત્નપ્રભસરિજીને ભારે દુઃખ થયું. પોતાનું ઓસીઆનું ચાતુર્માસ પૂર્ણ કરીને વગર વિનંતીએ તેઓ કોરટા પધાર્યા અને વ્યાખ્યાનમાં વાત કાઢીને વાસક્ષેપ કર્યો. તેમણે કહ્યું, “કોરટા-સંઘને ધન્યવાદ છે કે તેણે મારો બોજ ઓછો કરી આપ્યો.' સંઘના પ્રત્યેક સભ્યની આંખે આંસુ હતાં. કનકપ્રભસૂરિ પણ રડતા હતા. સહુએ ક્ષમા માગી. જૈન સંઘની એકતા અબાધ્ય બની ગઈ. એ પછીનું ચાતુર્માસ રત્નપ્રભસૂરિજીએ કોરટામાં કર્યું અને નૂતન આચાર્ય કનકપ્રભસૂરિજીએ ઓસીઆમાં કર્યું. સર્વત્ર જયજયકાર થઈ ગયો. ( મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા સાહેબ કાશીમાં અભ્યાસ કરીને, “ન્યાયવિશારદ'નું બિરુદ લઈને ગુરુદેવ પાસે ગુજરાતમાં પાછા ફર્યા. એક દી પ્રતિક્રમણમાં કોઈ શ્રાવકે ગુરુદેવને વિનંતી કરી કે સઝાય બોલવાનો આદેશ યશોવિજયજી મહારાજને અપાય. પણ અફસોસ! તેમને તો એકેય એવી સઝાય આવડતી ન હતી. આથી પેલા શ્રાવકે માર્મિક શબ્દોમાં કહ્યું, “તો શું તમે કાશીમાં ઘાસ જ વાઢ્યા કર્યું કે?'' બીજે દી પ્રતિક્રમણના સમયે યશોવિજયજી મહારાજે પોતે જ ગુરુદેવ પાસે સઝાયનો આદેશ માગ્યો. ખાસ્સા ત્રણ કલાક સુધી એ સજઝાય ચાલી. પેલા શ્રાવકજી થાકી ગયા. તે વખતે યશોવિજયજી મહારાજે કહ્યું, “પુણ્યાત્મા! કાશીમાં જે ઘાસ મેં વાડ્યું હતું તેના હું પૂળા બાંધી રહ્યો છું.' આ કર્ણોપકર્ણ સાંભળેલી કથા છે. ( દંડવીર્ય રાજાની સાધર્મિકભક્તિ ) એ હતા, ભરતચક્રીના વંશજ દંડવીર્ય રાજા. સાધર્મિક-ભક્તિ એમનું વ્યસન બની ગયું હતું. આંગણે જેટલા સાધર્મિકો આવે તે બધાયનું આતિથ્ય કર્યા પછી જ તે ભોજન કરતા. એકદા દેવેન્દ્ર તેમની પરીક્ષા કરી. દેવીશક્તિથી કરોડોની સંખ્યામાં શ્રાવકો વિદુર્ગા (બનાવ્યા). જાણે કે પગપાળા તીર્થયાત્રાઓ કરતા કરતા આવતા હોય તેવી રીતે તેમણે નગપ્રવેશ કર્યો. દંડવીર્ય રાજા તમામની સાધર્મિક-ભક્તિ કરવા તત્પર થયા. પણ અફસોસ! સૂર્ય નમવા લાગ્યો તોય હજી તો ઘણોને ભોજન કરાવવાનું બાકી હતું. પ્રતિજ્ઞા મુજબ રાજા દંડવીર્યે ઉપવાસ કર્યો. અને આવું તો સાત દિવસ સુધી ચાલ્યું. સાતમા દિવસે તમામ સાધર્મિકોની ભક્તિ પૂરી થઈ એટલે રાજા દંડવીર્યે સાત ઉપવાસ બાદ સવારે પારણું કર્યું. દેવેન્દ્ર તુષ્ટમાન થયા અને તેમને દિવ્ય ધનુષ તથા કુણ્ડલ વગેરે ભેટ આપ્યાં. ( તુંગીઆ નગરીના શ્રાવકો ) એકદા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીજી તુંગીઆ નગરીમાં પધાર્યા હતા. ત્યાંના શ્રાવકો ઉચ્ચતમ કોટિનું ધાર્મિક જીવન જીવતા હતા. તેમને જાણવા મળ્યું કે ત્યાંના મોટી ઉંમરના શ્રાવકોમાં કોઈ શ્રાવક -- Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] [ જૈન પ્રતિભાદર્શન પોતાનું આયુષ્ય ત્રણ વર્ષ આઠ મહિના કહેતો હતો તો કોઈ વળી દોઢ વર્ષ કે માત્ર સાત મહિના જ કહેતો હતો. આનું કારણ તેમને એ જાણવા મળ્યું કે જે શ્રાવક જ્યારથી ખરેખરો ધર્મ આરાધવા લાગે છે ત્યારથી જ તે તેના આયુષ્યની ગણતરી કરે છે. સમ્યગ્દર્શનનો મહિમા મગધ-નરેશ શ્રેણિકે પુત્ર અભયને દીક્ષા લેવાની સંમતિ આપી. અભયકુમારે દીક્ષા લીધી. પછી બીજા પુત્ર કોણિકે તોફાન કર્યું. પિતાને જેલમાં પૂર્યા. માર મરાવ્યો. બીજી બાજુ ચેડા મહારાજા સાથે બે ખૂનખાર યુદ્ધો થયાં, જેમાં એક કરોડ એંસી લાખ માનવો મૃત્યુ પામ્યા. અને છતાં.....શ્રેણિકના મનમાં અભયની દીક્ષા બદલ પશ્ચાત્તાપ ન થયો કે વીર-પ્રભુ સર્વજ્ઞ હતા છતાં અભયની દીક્ષાના નિમિત્તે સર્જાનારા આવા ભયાનક ભાવીની પોતાને જાણ ન કર્યા બદલ પ્રભુ ઉપર તિરસ્કાર પેદા ન થયો. આ હતો સમ્યગ્દર્શનનો મહિમા ! પ્રબળ પ્રભાવક વાદિદેવસૂરિજી આબુ પાસે આવેલા મંડાર ગામમાં વીરનાગ પોરવાડ રહેતો હતો. તેને જિનદેવી નામની પત્ની હતી. તેમને પૂર્ણચંદ્ર નામનો એક દીકરો હતો. તેમના ગુરુ મુનિચંદ્રસૂરિજી હતા. મંડાર પ્રદેશમાં જોરદાર દુકાળ પડતા ગુરુદેવે વીરનાગને મદદ કરાવીને સહકુટુંબ ભરુચ સ્થાનાંતર કરાવ્યું. કાળઝાળ ગરીબીને લીધે આઠ જ વર્ષના બાળક પૂર્ણચંદ્રને પણ મસાલાના પડીકાંની ફેરી કરવી પડતી હતી. એક દી કોઈ શેઠને ત્યાં પૂર્ણચંદ્ર ગયો. શેઠ કોઈ કામમાં હશે એટલે પૂર્ણચંદ્ર બહાર બેસીને બાળસુલભ રમત કરવા લાગ્યો. એક ખૂણે પડેલા દેખાતા કોલસા ઉપાડીને બીજી બાજુ નાખવા લાગ્યો. શેઠ બહાર આવ્યા ત્યારે તેમણે બીજા ખૂણે પડેલા કટકાને કોલસાના રૂપમાં ન જોતાં સોનાના કટકા તરીકે જોયા. શેઠ ખૂબ કિત થઈ ગયા. બાળક પાસે બધા કટકા બીજા ખૂણે નંખાવીને શેઠે પોતાનું કામ કરી લીધું. આ વાતની ગુરુદેવ શ્રી મુનિચંદ્રસૂરિજીને ખબર પડી. માતાપિતાની સંમતિ લઈને પૂર્ણચંદ્રને દીક્ષા આપવામાં આવી. તેનું નામ ‘રામચંદ્રવિજય ’ રાખવામાં આવ્યું. વિ. સં. ૧૧૫૨માં દીક્ષા થઈ. ટૂંક સમયમાં જ નૂતનમુનિ જબરા વિદ્વાન થઈ ગયા. તેમણે અનેક વાદીઓને હરાવતા આચાર્યપદારૂઢ થતાં તેમનું નામ વાદિદેવસૂરિજી રાખવામાં આવ્યું. કોઈ પ્રસંગે શાસનદેવીએ તેમને ‘યુગપ્રધાન' કહ્યા હતા. દિગંબરાચાર્ય કુમદચંદ્રને આમણે જ હરાવેલા. વિ. સં. ૧૮૮૧માં આ વાદ થયો હતો. ‘નારી દેહે કોઈ આત્માનો મોક્ષ થઈ શકે કે નહિ?'' એ પ્રશ્ન ઉપર પ૦૦ સવાલ-જવાબો થયા હતા, પણ કુમુદચંદ્રે મચક આપી ન હતી. છેવટે વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજાની ઉત્તરાધ્યયન સૂત્રની પાઈઅ-ટીકાના આધારે નારી-મોક્ષનો વિચાર મૂક્યો કુમુદચંદ્રને તે ઉપન્યાસ ન સમજાતા તેણે લેખિત માગ્યો. પણ તોય તે ઉત્તર ન વાળી શક્યા, છેવટે તેનો પરાજય જાહેર થયો. જૈનોએ જબ્બર વિજયોત્સવ કર્યો. રાજા સિદ્ધરાજ પણ તેમાં હર્ષભેર જોડાયા. વિજેતા આચાર્યશ્રી ગુજરાતના હોવાથી રાજાને તેમના વિજયનું ભારે ગૌરવ હતું. વિજયયાત્રામાં આચાર્યશ્રીને ટેકો દઈને Page #450 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7. [ ૪૦૧ રાજા ચાલ્યા હતા. વિજયની ખુશાલીમાં ગુરુભક્ત શેઠ થાહડે ભાટ, યાચકો વગેરેને ત્રણ લાખનું દાન કર્યું હતું. રાજાએ આચાર્યશ્રીને છાલા વગેરે બાર ગામો, અને એક લાખ દ્રવ્ય દાનમાં જાહેર કર્યું, પરંતુ તેનો અસ્વીકાર થયો. પછી તે રકમમાંથી પાટણમાં ભવ્ય જિનાલય બનાવવામાં આવ્યું. આ વાદિદેવસૂરિજીએ સાડાત્રણ લાખ લોકોને જૈનધર્મી બનાવ્યા હતા. ( પુણ્યવંતી પળો કોઈ ચૂકશો નહિ ) ભરતચક્રીની રાજ્યપાટ-પરંપરામાં સૂર્યયશા, ચન્દ્રયશા વગેરે અનેક ધર્માત્મા રાજાઓ થઈ ગયા. તેઓ પરમાત્માના પરમભક્ત શ્રાવકો હતા. તેઓ દરેક આઠમ અને ચૌદસે પૌષધ કરતા. પૌષધના આગલા દિવસે રાજમાં પડહ વગાડીને જાહેર કરવામાં આવતું કે, “આવતી કાલે આઠમ (કે ચૌદસ)ની પર્વતિથિ છે. મહારાજાશ્રી પૌષધ-વ્રત કરવાના છે. સહુને આ વ્રત કરવા માટે ખાસ ભલામણ છે. જીવનમાં જડી જતી આવી પુણ્યવંતી પળો કોઈ ચૂકશો નહિ.'' (વૃદ્ધ મુનિ મુકુન્દનો સ્વાધ્યાયપ્રેમ) વૃદ્ધાવસ્થામાં પણ મોટેથી અવાજ કરીને ગોખતા મુકુન્દ નામના મુનિને ગચ્છના કોઈ સાધુએ કટાક્ષમાં કહ્યું, “બુઢા મહારાજ! હવે શું આ ઉંમરે તમારે સાંબેલા ઉપર ફૂલ ઉગાડવાનાં છે કે? વૃદ્ધ મુનિને અચાનક આ શબ્દોની ચાનક લાગી ગઈ. તેમણે સાંબેલા ઉપર ફૂલ ઉગાડવાનું મનોમન નક્કી કરી લીધું. બીજા દિવસથી ઉપવાસ શરૂ કર્યા, અને કાયોત્સર્ગમાં જ લીન રહ્યા. અંતે એકવીસ દિવસે દેવી સરસ્વતીજી સંતુષ્ટ થયા. બીજે દી ભરબજારે તેમણે સાંબેલું મંગાવ્યું. લોકોની ભારે ઠઠ જામી ગઈ. સાંબેલા ઉપર પાણી સીંચતાંની સાથે જ ફૂલો ઊગી નીકળ્યાં. પેલા ટીખળ-સ્વભાવી મુનિ તેમને ઝૂકી પડ્યા. અંત:કરણથી ક્ષમા યાચી. આ વૃદ્ધ મુકુન્દમુનિ ત્યાર બાદ, જૈનશાસનના મહાપ્રભાવક વાદિદેવ આચાર્ય બન્યા. જેઓ વૃદ્ધ વાદિસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા. જેમના શિષ્ય હતા, સિદ્ધસેન દિવાકરસૂરિજી. ( સુકૃતોની અનુમોદના કરીએ ) (૧) સમ્રાટ અશોકના પૌત્ર મહારાજા પ્રતિએ કુલ સવા લાખ જિનમંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાં છત્રીસ હજાર નૂતન જિનાલય હતાં તથા બાકીના જીર્ણોદ્ધાર હતા. તેમણે સુવર્ણ વગેરેની સવા કરોડ પ્રતિમાઓ ભરાવી હતી. (૨) આમ રાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાત હાથની વીપ્રભુની પ્રતિમાનું જિનાલય બનાવ્યું હતું. આ જિનાલયનો કુલ ખર્ચ સાડાત્રણ કરોડનો થયો હતો. તેના મૂળ મંડપમાં સવા લાખ સોનામહોર તથા રંગમંડપમાં એકવીસ લાખ સોનામહોર વાપરવામાં આવી હતી. (૩) ગૂર્જરેશ્વર કુમારપાળે ચૌદસો ચુમ્માલીસ નૂતન જિનાલયો બનાવ્યાં હતાં તથા સોળસો જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એક માત્ર ત્રિભુવનપાળ વિહાર' નામના જિનાલયમાં છ– કરોડ સોનામહોરો ખર્ચી હતી. જેમાં તેઓ હંમેશ ચતુરંગિણી સેના સાથે, અનેક કરોડપતિ શ્રીમંતો સાથે મધ્યાહનના સમયે પૂજા કરવા જતા હતા. આ જિનાલયમાં સવા સો આંગળની મૂળનાયકની Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦ર | || જૈન પ્રતિભાદર્શન પ્રતિમા હતી, તેની બોતેર દેરીઓ રિઝરત્નની હતી. તે દેરીઓમાં ૧૪ ભારના ૨૪ રત્નના પ્રતિમાજી, ૨૪ સોનાના પ્રતિમાજી તથા ૨૪ રૂપાના પ્રતિમાજી હતા. (૪) મંત્રીશ્વર વસ્તુપાળ તેરસો તેર નૂતન જિનાલયો બનાવ્યાં હતાં, બાવીસસો જિનાલયોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો તથા સવા લાખ જિનબિંબો ભરાવ્યાં હતાં. (૫) માંડવગઢના મંત્રીશ્વર પેથડે ચોર્યાસી નૂતન જિનાલયો બનાવ્યાં હતાં. દેવગિરિનું જિનાલય પૂર્ણ થયાની વધામણી આપનાર માણસને મંત્રીશ્વર પેથડે ત્રણ લાખ ટાંકનું દાન આપ્યું હતું. ( સિદ્ધિચન્દ્રજી પંન્યાસનું દૃઢ મનોબળ બાદશાહ જહાંગીરના સમયમાં ભાનુચન્દ્રજી ઉપાધ્યાય તથા સિદ્ધિચન્દ્રજી પંન્યાસ થઈ ગયા. આ પંન્યાસજી અત્યંત રૂપાળા હતા. આથી જ બાદશાહનાં કુટુંબીજનોને હંમેશ ધર્મદશના દેવા જતાં શાહજાદી તેમની ઉપર મોહી પડી. પંન્યાસજી સાથે જ લગ્ન કરવાનો પોતાનો નિર્ધાર તેણે જાહેર કરી દીધો. બાદશાહે લાગ જોઈને એક વાર પંન્યાસજીને જણાવ્યું કે, “તેમણે મુનિ-જીવનના કઠોર માર્ગે ચાલીને જીવનને બરબાદ કરવું ન જોઈએ. એ કરતાં સંસારી બની જવું. શાહજાદી સાથે લગ્ન કરવું વગેરે.” આ સાંભળતાં જ પંન્યાસજી અકળાઈ ગયા. એની સામે બાદશાહ પણ આવેશમાં આવી ગયા. પંન્યાસજીએ સ્પષ્ટ સુણાવી દીધું કે, આખું રાજ મળે તોય ગુરુદેવે આપેલું સંયમ ત્યાગવાને તે ધરાર લાચાર છે. આ સાંભળતાં જ બાદશાહ જહાંગીરે તેમને હદપાર કરવાનો હુકમ જાહેર કર્યો. ભારે ખુમારીથી પંન્યાસજીએ આગ્રાથી વિહાર કર્યો. દૂર દૂરના દેશમાં માલપુરમાં ચાલ્યા ગયા. કેટલાક મહિનાઓ બાદ બાદશાહને ખૂબ પસ્તાવો થયો. તે સ્વયં પંન્યાસજી પાસે ગયા અને માફી માગીને પુનઃ પોતાના રાજ્ય આગ્રામાં લઈ આવ્યા. ( માણિભદ્રજીનો પૂર્વભવ : તપાગચ્છના શાસનરક્ષક ) જેઓ વર્તમાનકાળમાં તપાગચ્છના સંરક્ષક-અધિષ્ઠાયક દેવ કહેવાય છે તે સમ્યગ્દષ્ટિ દેવાત્મા માણિભદ્રનો ઇતિહાસ આ પ્રમાણે છે : એનું નામ માણેકચંદ હતું. આનંદવિમલસૂરિજી મહારાજનું કઠોર સંયમ જોઈને તેમનો આત્મા ધર્મ પ્રત્યે અતાગ શ્રદ્ધા ધરાવતો થઈ ગયો. તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા. એકદા ગુરુદેવે પાલીમાં ચોમાસું કર્યું. ચાતુર્માસ બાદ ગુરુદેવ સિદ્ધાચલજી તરફ પ્રયાણ કરતા હતા. માણેકચંદની પગપાળા યાત્રા કરવાની ભાવન થતાં તે ગુરુદેવ સાથે વિહારમાં જોડાઈ ગયા. જ્યાં સુધી સિદ્ધાચલમાંના આદિનાથ પ્રભુનાં દર્શન ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા કરી. સાતમા ઉપવાસે પાલનપુર અને સિદ્ધપુરની વચ્ચે આવેલા મગરવાડાની ભૂમિમાં આવ્યા. ત્યાં રાત્રિના સમયે ભીલ લોકોએ માણેકચંદને લૂંટીને મારી નાખ્યા. શુભ ધ્યાનમાં મૃત્યુ પામીને માણેકચંદ ‘માણિભદ્ર વીર’ બન્યા. ગુરુદેવ આનંદવિમળસૂરિજીને રાત્રિમાં ધ્યાનસ્થ અવસ્થામાં મગરવાડાની ઝાડીમાં પ્રત્યક્ષ દર્શન આપ્યાં. તેમણે કહ્યું, “ “ગુરુદેવ! બીજાઓના ત્રાસની સામે હું આપના તપાગચ્છની રક્ષા કરીશ. આપના ઉપાશ્રયમાં મારી પ્રતિષ્ઠા કરજે અને આપના ભાવી નૂતન આચાર્યો અને ધર્મલાભ આપવા આવે તેવી તેમને પ્રેરણા કરજો, હું તમારા ગચ્છની રક્ષા કરીશ.' Page #452 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૪૦૩ ( દૃઢપ્રહારીનું પરિવર્તન ) જેણે હજી હમણાં જ ચાર હત્યા–બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા, બાળહત્યા અને ગૌહત્યા કરી નાખી હતી, એ દઢપ્રહારી સગર્ભા સ્ત્રીના ચીરાઈ ગયેલા પેટમાંથી બહાર નીકળી ગયેલા ગર્ભના યાતના-ભરપૂર તરફડાટને જોઈ ન શક્યો. તે વન તરફ ભાગ્યો. પોતાનાં પાપો ઉપર તેને ભારે ધિક્કાર પેદા થયો. તેને આવા પાપી જીવનનો અંત લાવી દેવાના વિચારો આવી ગયા. તેટલામાં જ તેને તે વનમાં કોઈ મુનિરાજ મળી ગયા. તેણે સવાલ કર્યો, “હે સાધુ! તમે જ કહો કે હું મારી પાપી જાતને મારી નાખું તો કેમ?” મુનિએ કહ્યું, “ભાઈ! હિંસાનાં પાપો માટે વળી પાછી તારી જાતની હિંસા? ના....મેશના કાળા પાણીથી મેલું વસ્ત્ર શી રીતે શુદ્ધ થાય? ઘી ખાવાથી તે અર્જીણનો નાશ થતો હશે? હવે તો ઉપાય એક જ છે; સંસારથી વિરક્ત બનીને સાચો સાધુ થા. તારાં પાપોને તપ કરીને ધોઈ નાખ.' અને...તરત જ વિરક્ત દઢપ્રહારી સાધુ બની ગયો. તેણે પ્રતિજ્ઞા કરી કે, “જે દિવસે કોઈ પણ પાપ યાદ આવે તે દિવસે નિર્જલ ઉપવાસ કરવો. વળી આ મારા હત્યારા–પ્રદેશમાં મારે રહેવું. આથી અહીંના લોકો મને ખૂબ મારપીટ કરે, એથી મારાં કર્મોનો પુષ્કળ પ્રમાણમાં નાશ થાય.' ખરેખર એમ જ થયું. ભિક્ષાર્થે જતાં આ મુનિને, પોતાના કોઈ ને કોઈ સ્વજનાદિનો હત્યારો કહીને લોકો ખૂબ મારતા, ઢોરની જેમ મારતા. આ રીતે પાપનું સ્મરણ થતાં જ મુનિ ભિક્ષાથી પાછા ફરતા, ઉપવાસ કરી લેતા. આમ હંમેશ ઉપવાસ જ થવા લાગ્યો. ભારે સમતા, મારપીટ કરનારાઓ ઉપર પણ “મારા મહોપકારી તરીકેની બુદ્ધિ અને ઘોર ઉપસર્ગને સહન કરતાં મુનિવર છ માસમાં જ કૈવલ્ય પામી ગયા. ( ખંધક મુનિ : સમતા રસનો મહાસાગર ) ખંધક (સ્કંદક) મુનિના પિતા ધનાઢ્ય હતા. એમને પુત્ર ઉપર અપાર સ્નેહ હતો. આથી જ જ્યારે પુત્ર દીક્ષા લીધી ત્યારે તેની કાયાને સૂર્યનો તાપ ન લાગે તે માટે એક નોકર ગોઠવી દીધો કે જે પુત્રમુનિના માથે શ્વેત છત્ર ધારણ કરીને તેમની પાછળ ચાલે. પિતાના અતિ મોહનું આ કાર્ય હતું. આમ છતાંય જિનકલ્પની આરાધના કરતાં તેમની ઉપર આમરણ ઉપસર્ગ આવ્યો; ચામડી ઉતરડાઈ અને ભારે સમતાથી તે ઉપસર્ગને સહન કરીને તેઓ કેવલ્ય પામીને મોક્ષે પધાર્યા. ( ચંદનબાળાજી અને શેડુવક કૌશામ્બી નગરીમાં શેડવક નામનો કોઈ અતિ ગરીબ કુલપુત્ર હતો. એકદા ભમતાં ભમતાં તેણે અનેક સામન્તો, મંત્રીઓ, શેઠિયાઓ અને બહેનોની આગળ ચાલતાં ચંદનબાળાજી સાધ્વીજીને જોયાં. એમના મોં ઉપરનું ચારિત્ર્યનું અને તપનું તેજ જોઈને જ શેડુવક ઠરી ગયો. તેણે કોઈને પૂછીને સઘળી વિગત જાણી લીધી. તેના સંદ્નસીબે ચંદનબાળાજીની નજર એકાએક તેની ઉપર પડી. તેના મુખ ઉપરના અતિ ભદ્રક ભાવો જોઈને તેમને તે લઘુકર્મી આત્મા જણાયો. કોઈ શ્રાવકને તેમણે સૂચવ્યું કે, “આ આત્માની ભક્તિ કરવા યોગ્ય છે.” શ્રાવકની અનુપમ ભક્તિથી શેડવક અત્યંત પ્રસન્ન થઈ ગયો. એના અધ્યવસાયો અતિ ઉચ્ચ બની ગયા. તેણે ચંદનબાળાજીની પાસેથી હિતશિક્ષા અને માર્ગદર્શન મેળવ્યું. તે રીતે કોઈ જ્ઞાની ભગવંત પાસે પારમેશ્વરી દીક્ષા લીધી. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન છે “પોતાના નવા જન્મના દાતા-માતા-ચંદનબાળાજી છે!' એથી શેડુવક મુનિ બનીને બે સાધુઓ સાથે–ગુર્વાજ્ઞાપૂર્વક–તેમની પાસે ગયા. વિશિષ્ટ સમજણના અભાવે શેડુવકમુનિ ચંદનબાળાજીના પગે પડવા લાગ્યા કે તરત જ તેમ કરતા અટકાવીને તેમણે કહ્યું, “મુનિવર! આમ ન થાય. હવે તો અમારે તમને વંદન કરવાનું છે.” આટલું કહીને નૂતન મુનિ-જીવનને ખૂબ સુંદર રીતે, દઢતાથી આરાધવાની પ્રેરણા કરી. શેડુવકમુનિએ અદ્ભુત આરાધના કરીને આત્મકલ્યાણ આરાધ્યું. ( વલ્કલચિરી જયણાથી કેવલજ્ઞાન–પ્રાપ્તિ) એ અજૈન રાજાનું નામ સોમચન્દ્ર હતું. એક વાર તેમનો ધોળો વાળ—ધર્મદૂત–દેખાડીને રાણીએ તેમને એકાએક જાગ્રત કરી દીધા. રાણી સગર્ભા–બન્નેએ સંન્યાસધર્મનો સ્વીકાર કરી લીધો. પ્રસન્નચન્દ્ર નામના પુત્રને માથે રાજ્યભાર નાખ્યો. આ બાજુ પ્રસૂતિના સમયની તીવ્ર વેદનામાં રાણી મૃત્યુ પામી. પણ અંત સમયની સમાધિને લીધે તે દેવી બની. જન્મેલા બાળકનું નામ વલ્કલ રાખવામાં આવ્યું. દેવી બનેલી રાણી પુત્ર-મોહને લીધે હંમેશ ગાયનું રૂપ લઈને આવવા લાગી. પુત્રને દૂધની ધાર વડે દૂધ પાઈને તે ચાલી જતી. યુવાન બનેલા વલ્કલને જંગલમાંથી મોટાભાઈએ યુક્તિ કરીને પોતાની પાસે રાજમહેલમાં બોલાવી લીધો. વલ્કલના વિરહમાં દિનરાત રડતાં સોમચન્દ્ર તાપસની આંખો ઉપર પીયા ચીપટાઈ ગયા. આથી આંખે દેખાતું બંધ થઈ ગયું. એકદા બેય ભાઈઓ પિતા-મુનિ પાસે આવ્યા. તેના હર્ષનાં વહી જતાં આંસુથી પડળો ધોવાઈ જતાં આંખો ઊઘડી ગઈ. સહુનું સુખદ મિલન થયું. - ત્યાર બાદ વલ્કલ આશ્રમની ઘરવખરીઓને જોવા લાગ્યો અને જયણાપૂર્વક સાફસૂફી કરવા લાગ્યો. તેમાં જ તેને જાતિસ્મરણ થયું; અને કૈવલ્ય પણ પ્રાપ્ત થયું. વલ્કલચિરી પ્રત્યેકબુદ્ધ મુનિ બન્યા. તેમણે ધર્મદશના આપીને પિતા-મુનિ અને મોટાભાઈને સમ્યકત્વનું દાન કર્યું. આગળ ઉપર પ્રસન્નચન્દ્ર પણ દીક્ષા લઈને આત્મકલ્યાણ કર્યું. ( ચક્રવતી સનતકુમાર : સમતાનું સામર્થ્ય ) વર્ધમાન તપની જોરદાર તપશ્ચર્યાના પ્રભાવે તે દેવ થયેલા આત્માને દેવલોકમાં બીજા દેવો કરતાં અભુત રૂપ મળ્યું હતું. તેના રૂપને જોઈને અન્ય દેવો સ્તબ્ધ થઈ જતા હતા. પણ જ્યારે દેવેન્દ્ર દેવોને કહ્યું કે, “આના કરતાં ક્યાંય ચડી જાય તેવું રૂપ મર્યલોકના એક માનવને મળ્યું છે, જેનું નામ સનતકુમાર ચક્રવર્તી છે.' ત્યારે બે દેવો બ્રાહ્મણનું રૂપ લઈને મર્યલોકમાં આવી ચડ્યા. સનતકુમારનું રૂપ જોતાં જ દેવેન્દ્રની વાત તેમને તદ્દન સાચી લાગી. ટૂંક સમયમાં જ બીજી વાર એ રૂપ જોવા ગયા તો તે રૂપની ભીતરમાં પરિણામ પામતા સોળ મહાભયંકર રોગો જોયા અને તેમણે તે વાત સનતકુમારને કરી દીધી. બસ..એ રોગોના ભયાનક ભાવને જાણતાંની સાથે જ સનતકુમાર ચક્રી સંયમના માર્ગે વળી ગયા. સ્વજનો, મિત્રો વગેરેની સંસારમાં રહેવાની કાકલૂદીભરી આજીજીની ધરાર અવગણના કરી. સાતસો વર્ષ સુધી સોળ મહારોગોને સતત સહન કરતા સનતમુનિને અગણિત લબ્ધિઓ પ્રાપ્ત થઈ. પણ તે લબ્ધિઓથી પણ તેઓ Page #454 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૦૫ વિરક્ત હતા. તેઓ ધારત તો તમામ રોગોને પોતાના જ ઘૂંક વગેરેથી મટાડી શકત. ફરી તે બે દૈવો વેદ્યનું રૂપ લઈને આવ્યા. સાથે ઉત્તમ ઔષધો પણ લઈને આવ્યા હતા. તેમણે સનતમુનિને ઔષધપ્રયોગ કરવાની વિનંતી કરી. પણ તેમણે તો તેમના ૧૫૮ કર્મપ્રકૃતિ રૂપ ૧૫૮ આંતરરોગો મટાડવાનું કહ્યું. બાહ્ય રોગો તો કર્મક્ષય કરતા હોવાથી સંપત્તિરૂપ હતા. તેને મટાડવાની તેમને લેશ પણ જરૂર જણાઈ ન હતી. કર્મરોગને મટાડવાનું અસામર્થ્ય દર્શાવીને દેવો દેવલોકમાં ચાલ્યા ગયા. સનમુનિએ સાતસો વર્ષ સુધી જઘન્યથી છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કર્યો હતો. પારણામાં માત્ર ચણાની કાંજી અને બકરીના દૂધની છાશ જ લેતા. કારમો દાહ, આખા શરીરે ભયંકર ખંજવાળ, આંખમાં તીવ્ર શૂળ, પેટમાં અસહ્ય વેદના, ભયંકર કોટિનો દમ વગેરે ચોવીસેય કલાક રહેતા હતા. ( અવંતીસુકુમાળ એ નગરીનું નામ અવંતી હતું. ત્યાં ભદ્રા નામની શેઠાણી હતી. તેને “અવંતી-સુકુમાળ” નામે પુત્ર હતો. ભદ્રા અનેકવાર મહાત્માઓને વિનંતી કરીને પોતાના બાજુના ઘરે ઉતારો આપતી. એક વાર આર્યસુહસ્તિ મહારાજ સપરિવાર પધાર્યા. કોઈ રીતે મુનિઓ પાઠ કરતા તેમાં નલિની ગુલ્મ વિમાનનું વર્ણન આવ્યું. આ વર્ણન અવંતી-સુકુમાળે સાંભળ્યું. મનથી ઊહાપોહ કરતાં તેને જાતિ-સ્મરણ જ્ઞાન થયું અને પોતે તે જ વિમાનેથી અહીં આવેલ છે તે જાણવા મળ્યું. તેણે ગુરુદેવને તે જ વિમાને પાછા જવાનો ઉપાય પૂછ્યો ત્યારે ગુરુદેવે કહ્યું કે, “તે માટે તો દીક્ષા લેવી જોઈએ. પણ દીક્ષા લઈને મોક્ષે જ શા માટે ન જવું? આવા સ્વર્ગનાં સુખ તો મોક્ષ-સુખ પાસે બિંદુ જેટલાંય નથી!” કુમારે કહ્યું, “આપની વાત તદ્દન યથાર્થ છે. મને ખૂબ જ માન્ય છે. પરંતુ હાલ મારો ઉત્સાહ આ વિમાનમાં જ જવા બાબતમાં છે. એ માટે હું ઉત્તમ કોટિનું સંયમ પાળવા માટે તૈયાર છું.'' અને....કુમારે દીક્ષા લીધી. ખરેખર...સંકલ્પ મુજબ તે નલિનીગુલ્મ વિમાનમાં ટૂંક સમયમાં જ જન્મ પામ્યા. ( જગડ શ્રાવકની ઉદારતા ) ગૂર્જરેશ્વર કુમારપાળ છ'રિ' પાળતો સંઘ લઈને શત્રુજ્ય પહોંચી ગયા. સંઘમાળ પહેરવાનો સમય આવ્યો. નૈતિક રીતે તો ઉછામણી બોલ્યા વિના પણ ગૂર્જરેશ્વર સંઘમાળ પહેરવાને અધિકારી હતા; પરંતુ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા માટે તેમણે ઉછામણી બોલાવવાનું શરૂ કરાવ્યું. ગૂર્જરેશ્વર અને તેમના મંત્રી વાભટ્ટ સામસામા આવી ગયા. લાખ સોનામહોરના કૂદકા ચાલવા લાગ્યા. ત્યાં એકાએક પાછળની હરોળમાંથી કોઈ બોલ્યું, “સવા કરોડ સોનામહોર.” અને સહુની નજર તે તરફ ફરી. સાવ સાદા અને મેલાં જેવાં કપડાંધારીને સહુએ જોયો. જરાક શંકા પડતાં ગૂર્જરશ્વરે તેને પોતાની પાસે બોલાવ્યો. એણે જગડ’ તરીકેની પોતાની ઓળખ આપી અને તરત જ ચીંથરે વીંટેલું એક રતન કાઢીને આપ્યું, જેનું મૂલ્ય પૂરા સવા કરોડ સોનામહોર હતું. બાદ આ જ સંઘે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. ત્યાં પણ સંઘપતિની માળ પહેરવાની ઉછામણી બોલાઈ. એનો પણ લાભ સવા કરોડ સોનામહોર બોલીને એ જ જગડ શ્રાવકે લીધો ! અને વળી એક રત્ન આપી દીધું. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] લાલભાઈની જૈનત્વખુમારી ગિરનારનો પર્વત ચડતાં અંગ્રેજ સાહેબને મુશ્કેલી પડી. તેમની સાથે ચાલતા લાલભાઈ શેઠને તેમને કહ્યું, ‘‘તમે આ પહાડ ઉપર ચડવા માટે પગથિયાં બનાવી લો. તેનો ખર્ચ અંગ્રેજ સરકાર આપશે.’’ દીર્ઘદ્રષ્ટા શેઠે તરત કહ્યું, ‘“સરકારના પૈસાની મારે જરૂર નથી, મારો એકેકો જૈન એકેકે રૂપિયો આપે તોય અગિયાર લાખ રૂપિયા થઈ જશે.'' કેવી અદ્ભુત ખુમારી, જૈનત્વની. જગસિંહ શેઠની સાધર્મિક ભક્તિ [ જૈન પ્રતિભાદર્શન દેવિગિર (હાલ મહારાષ્ટ્રમાં દોલતાબાદ)માં જગસિંહ નામના શેઠ હતા. પોતાના ૩૬૦ જૈન વાણોતર-નોકરોને પુષ્કળ ધન આપીને પોતાની હરોળના શ્રીમંત બનાવ્યા હતા. તે વાણોતરો દ્વારા હંમેશ બોતેર હજાર ટાંકનો વ્યય કરાવીને રોજ શ્રીસંઘમાં સાધર્મિક-વાત્સલ્ય કરાવતા. આમ બારેય માસ શ્રીસંઘમાં સાધર્મિક-વાત્સલ્ય ચાલતું. સારંગશેઠની નવકાર-ભક્તિ સારંગ શેઠ સુવર્ણ-ટંકોની ઝોળી ભરીને ફરતા. રસ્તે ચાલતાં, દુકાનમાં કે કોઈ પ્રસંગમાં જો કોઈ નવકાર મંત્ર બોલે તો તેને દરેક નવકાર દીઠ એક સુવર્ણ—ટંક દેતો. હાલિક ખેડૂત સમ્યક્ત્વ પામી ગયો ત્રિલોકગુરુ પરમાત્મા મહાવીરદેવે હાલિક નામના ખેડૂતને પ્રતિબોધવા માટે ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજીને મોકલ્યા. ગુરુ ગૌતમસ્વામીજીની જ્ઞાનધારામાં ભીંજાઈને પાવન થયેલો ખેડૂત સમ્યક્ત્વ પામ્યો. તેણે દીક્ષા પણ લીધી. તેને વેષ આપવામાં આવ્યો. તેને લઈને ગૌતમસ્વામીજી પ્રભુ પાસે આવવા નીકળ્યા. પરમગુરુ પરમાત્માના ગુણ-વૈભવને સાંભળતાં તેની દર્શન કરવાની ઉત્સુક્તા વધવા લાગી. પણ જ્યારે ખરેખર તેણે પરમાત્માનું દર્શન કર્યું ત્યાં જ એ ચીસ પાડી ઊઠીને બોલ્યો, ‘‘આ તમારા ગુરુ! ના....તો તો મારે દીક્ષા પાળવી જ નથી....'' અને તે એકદમ ભાગી છૂટ્યો. ગુરુ ગૌતમસ્વામીજી આ દૃશ્ય જોઈ રહ્યા. પરમાત્માએ કહ્યું, ‘ગૌતમ! ભલે એણે સાધુપણું મૂકી દીધું પણ તે સમ્યક્ત્વ તો પામી ગયો! આ જ તેને મોટો ફાયદો થઈ ગયો. મેં તમને એ માટે જ મોકલ્યા હતા. બાકી મને જોઈને નાસી જવાનું કારણ મારી સાથે—મારા ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકેના ભવમાં—સિંહ તરીકેના જીવનમાં બંધાયેલું વેર છે.'' કુમારપાળની દિનચર્યા : ધર્મનિષ્ઠાની પારાશીશી ગૂર્જરેશ્વર કુમારપાળની દિનચર્યા ‘કાંઈક' આવી હતી. તેઓ મંગલપાઠથી જાગતા હતા. પછી નમસ્કાર-મંત્રનો જપ કરતા. બાદ ‘વીતરાગસ્તોત્ર' અને ‘યોગશાસ્ત્ર’ના બત્રીસ પ્રકાશોનું (દાંત બત્રીસ છે માટે?) સ્વાધ્યાયરૂપ ભાવમંજન કરતા. ત્યાર બાદ જિનમંદિરે દર્શન, ચૈત્યવંદન કરતા. પછી Page #456 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૪૦૭ કુમારવિહારની ચૈત્યપરિપાટી કરતા. પછી ગૃહમંદિરમાં ભોજન-નૈવેદ્ય ધરીને જમતા. સાંજે ઘર-દેરાસરમાં અંગરચના સામે આરતી, દીવો અને પ્રભુભક્તિ કરતા. રાત્રે મહાપુરુષોના જીવન ઉપર ચિંતન કરતા સૂઈ જતા. તેઓ આઠમ ચૌદસે એકટાણું કરતા; સવાર-સાંજ સામાયિક કરતા; તેમાં સંપૂર્ણ મૌન રાખતા. ( કુમારપાળને હેમચન્દ્રાચાર્યજીનો ઠપકો ) પોતાને મુનિ-જીવનનો યોગ અને ક્ષેમ (રક્ષા) પ્રાપ્ત થાય તે માટે ગૂર્જરેશ્વર તમામ સાધુ-ભગવંતોને ખૂબ ઉત્સાહથી વંદન કરતા. પણ એક દી શિથિલતાવાળા સાધુનેય તેમણે વંદન કર્યું. નાડોલના કોઈ યુવરાજે આ જોયું. તેણે વાંધો લીધો અને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજને જણાવ્યું. તેઓએ ગૂર્જરેશ્વરને તેમ કરવાની ના પાડી. ગૂર્જરેશ્વરે ફરી તેવી ભૂલ નહિ થવાની ખાતરી આપી. ( વિમળમંત્રીની પ્રામાણિકતા ) જ્યારે મંત્રીશ્વર વિમળે આબુના પહાડ ઉપર જિનાલય બાંધવા માટે બ્રાહ્મણો પાસે જમીન માંગી ત્યારે તેમણે કહ્યું, “જોઈએ તેટલી જમીન સોનામહોરો પાથરીને લઈ લો.” - સોનામહોરો ગોળ હતી. તે જો પથરાય તો દરેક બે ગોળ સોનામહોરની વચ્ચે થોડી થોડી જમીન સોનામહોર વિનાની રહી જાય. અને તે મફતમાં લઈ લીધી કહેવાય. એ વિચારથી વિમળે ગોળ સોનામહોરોને ઓગાળીને ચોરસ બનાવી. અને પછી અડોઅડ સમગ્ર જમીન ઉપર ગોઠવીને જમીનની ખરીદી કરી. એક મહોરના જો ૨૫ રૂપિયા ગણવામાં આવે તો તે જમીનની કિંમત ૪ કરોડ, પ૩ લાખ, ૬૦ હજાર રૂ. થઈ હતી એમ કહી શકાય. ( અનુપમા દેવી : ષદર્શનમાતા ) ચંદ્રાવતી નગરીના શેઠ ધરણિગની દીકરી અનુપમા હતી. તેનું સગપણ તેજપાળ સાથે થયું હતું. તેના કદરૂપાપણાની તેજપાળને ખબર પડતાં તેણે સગપણ તોડવા ઘણા નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા, પણ લગ્ન તો થઈને જ રહ્યું. તેનાં પનોતાં પગલાં થતાં જ ઘરમાં સર્વ પ્રકારે ઉન્નતિ થવા લાગી, વળી દરેક વાતમાં એમની સલાહ ખૂબ જ ઉપયોગી નિવડવા લાગી તેથી અનુપમાદેવી સૌને પ્રિય થઈ પડ્યા. સૌ કોઈ તેમને ‘પદર્શન-માતા' કહેતા. ( સાજનૂએ હવેલીનો બનાવેલો ઉપાશ્રય ) ચોર્યાસી હજાર સોનામહોર ખર્ચીને તૈયાર કરાવેલા નવા વિશાળ પ્રાસાદમાં સાન્તનૂ મંત્રી વાદિદેવસૂરિજીને લઈ ગયા. દરેક માળ ચડતા ગયા, પણ સૂરિજી સાવ મૌન રહ્યા. તેમની સાથે આવેલા આચાર્ય માણેકચંદ્રસૂરિજીએ તે મૌનનું કારણ જણાવતાં સાન્તનૂને કહ્યું કે, “તમારું ઘર આરંભ-સમારંભનું ઘર છે. તેની અનુમોદના અમારાથી ન થાય. હા..જો આ ઉપાશ્રય તરીકેનું મકાન હોત તો જુદી વાત હતી.' આ સાંભળીને તે જ ક્ષણે સાન્ત– મંત્રીએ તે મકાનને ઉપાશ્રય તરીકે જાહેર કરી દીધું. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ] હરિણૈગમૈષી દેવનો અધિકાર એકવાર પ્રભુ મહાવીરદેવે સૌધર્મેન્દ્રના સવાલના જવાબમાં કહ્યું હતું કે, ‘‘મારા નિર્વાણ પછી એક હજાર વર્ષ બાદ ચૌદેય પૂર્વના શ્રુતનો વિચ્છેદ થશે. એ વખતે જે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ થશે તે હાલ અહીં બેઠેલા હિરણૈગમેષી દેવનો આત્મા છે. એનું દેવાયુ પૂર્ણ કરીને તે વેરાવળના રાજા અરિદમનની રાણી કલાવતીના પુત્ર તરીકે જન્મ પામશે. પરંતુ આ રાજપુત્ર દુર્લભબોધિ હોવાથી તે ઝટ ધર્મ પામી શકશે નહિ.’’ ત્યાં બેઠેલા હરિણૈગમેષી દેવે પોતાના ભાવિને સાંભળ્યું. દેવલોકમાં જઈને તેણે પોતાના સ્વામી ઇન્દ્રને કહ્યું કે, ‘‘ઘણા કાળ સુધી વફાદારીપૂર્વક મેં આપની સેવા કરી છે, તેના બદલામાં હું એક જ વસ્તુ માગું છું કે મને તે રાજપુત્રના ભવમાં ધર્મમાર્ગે ચડાવી દેવો. પ્રભુએ મને ‘દુર્લભબોધિ’ કહ્યો છે, એથી મારા મનમાં ચિંતા પેદા થઈ છે.’’ [ જૈન પ્રતિભાદર્શન દેવરાજે કહ્યું, ‘‘તારા વિમાનની દીવાલ ઉપર તું લખ કે, ‘‘તારી પછી તારા સ્થાને જે દેવાત્મા આવે તે તને રાજપુત્રના ભવમાં પ્રતિબોધ કરે. આ દેવોના રાજા ઇન્દ્રની આણ (આજ્ઞા) છે.'' હિરણૈગમેષીએ તેમ કર્યું. એક હજાર વર્ષનું આયુષ્ય પૂરું થઈ જતાં તે વેરાવળમાં કલાવતી રાણીના પુત્ર તરીકે જન્મ પામ્યો. પરંતુ સંગના રંગે તેનું જીવન ધર્મથી વિમુખ બની રહ્યું. તેના સ્થાને આવેલા દેવાત્માએ ઘણી માયાજાળો વિક્ર્વીને, ભય વગેરે પમાડીને તેને પ્રતિબોધ કર્યો. અંતે તેણે દીક્ષા લીધી. એ જ જૈનશાસનના મહાન શાસનપ્રભાવક આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ થયા. પેથડનો બ્રહ્મચર્ય-અભિગ્રહ એ હતો માંડવગઢનો મંત્રીશ્વર પેથડ. એક વખતનો ઘી વેચતો સાવ ગરીબ પેથો, હવે નસીબે યારી આપતાં માંડવગઢનો મહામંત્રી બન્યો હતો. તેને વાર્ષિક પગારરૂપે રાજ તરફથી એકસો સુડતાલીસ (૧૪૭) મણ સોનું મળતું હતું. ભરયુવાનીમાં તેણે ધર્મપત્ની સાથે નાનકડી વાતચીતમાંથી પૂર્ણ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. તે વ્રતનું પાલન અખંડિતપણે કરવાના કારણે તેની શાલમાં તેના નિર્મળ પરમાણુઓ પ્રવેશ્યા હતા. જેના કારણે તે શાલ ગમે તેટલા તાવ વગેરે રોગવાળા માણસને જો ઓઢાડવામાં આવે તો રોગ થોડી જ વારમાં દૂર થઈ જતો. એક વાર રાજા જયસિંહની રાણી લીલાવતીને આ શાલના પ્રભાવથી રોગમુક્ત કરવામાં આવી હતી. વિમળશાહ ઃ ઉદારતા અને વીરતા : રાજા ભીમદેવના મંત્રી વિમળશાહે અઢાર કરોડ સોનામહોર ખર્ચીને આબુના પહાડ ઉપ૨ જિનાલયો બાંધ્યાં છે. એમની આ ઉદારતાને જોઈ સહુકોઈનું માથું નમી જતું. એક વાર તે વિમળશાહ ઘોડા ઉપર બેસીને ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઊભેલા કેટલાક ટીખળમાં હસ્યા. જ્યારે ઘોડો તેમની નજીકથી પસાર થયો ત્યારે વિમળે આટલા શબ્દો સાંભળ્યા, ‘વિમળશાહ તો દેરાં બાંધી શકે, પણ શત્રુ ચડી આવે તો તેને બાણથી વીંધી ન શકે, હોં.’' તરત શાહ ઘોડા ઉપરથી નીચે ઊતર્યા, થોડે જ દૂર કોઈ Page #458 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૦૯ ભરવાડણ માખણ કાઢવા માટે વલોણું કરી રહી હતી. જોરથી દોરડું ખેંચતાં અને છોડતાં તેના કાનની બૂટીમાંની મોતીની સેરો આમતેમ ઝૂલતી હતી. વિમળે બાણ ચડાવીને બરોબર મોતીની સેર વીંધી નાંખી. ટીખળિયા જુવાનોએ વિમળની મશ્કરી કરવા બદલ ક્ષમા માગી. આરસ કે વારસ? આબુ ઉપરનાં જિનાલયના નિર્માણમાં વિઘ્નો આવતાં હોવાથી વિમળ મંત્રીએ અઠ્ઠમ કરીને અંબિકાજીનું સાંનિધ્ય મેળવ્યું. વિમળનાં ધર્મપત્નીનો ખોળો હજી ભરાયો ન હતો એટલે તેમની ઇચ્છા દેવી પાસેથી સંતાનપ્રાપ્તિનું વરદાન મેળવવાની હતી. દેવીએ તેમના મનોભાવો જાણીને કહ્યું, ‘‘હું તમારી ઉપર પ્રસન્ન છું. પણ તમે એક જ વરદાન માંગો; કાં મંદિરના નિર્વિઘ્ન નિર્માણનું; કાં સંતાનપ્રાપ્તિનું (કાં આરસનું, કાં વારસનું).’’ આ અંગે દંપતીએ વિચાર કરવાનો સમય માગ્યો. બીજે દિવસે પહાડમાં ફરતાં ફરતાં તેઓ વિચાર કરતાં હતાં, ત્યાં તેમને પાણીની તરસ લાગતાં વાવમાં ઊતર્યાં. જ્યાં ખોબાથી પાણી પીવા જાય છે ત્યાં પાછળથી કોઈ છોકરો દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે, ‘‘વાવનું પાણી પીતાં પહેલાં મને તેના પૈસા આપો. આ વાવ મારા પિતાની છે. મારી આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હોવાથી મારો જીવનગુજારો વાવના પાણી ઉપર લાગો (પૈસા) લેવાથી જ થાય છે.'' આ સાંભળીને વિમળે પત્નીને કહ્યું, ‘લે, સાંભળ! કાલે આપણા જિનાલયમાં દર્શનાર્થે આવતા લોકો પાસેથી દીકરો પૈસા માંગશે તો? માટે દીકરો નથી માગવો.....કબૂલ?’' પત્નીએ તરત કબૂલ કર્યું. દેવીએ મંદિરનિર્માણનાં વિઘ્નોને દૂર કરી દીધાં. સંઘપતિ ઝાંઝણની વિરલ ભક્તિ માંડવગઢમંત્રી પેથડશાના પુત્ર ઝાંઝણે વિ. સં. ૧૩૪૦માં એકદા સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો હતો. તેમાં જૈનાચાર્ય ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા સહિત ચોવીસ આચાર્યો હતા. રસ્તામાં કર્ણાવતી આવ્યું. સંઘે ગામ બહાર પડાવ નાખ્યો. નરેશ સારંગદેવે ઝાંઝણને આમંત્રણરૂપે જણાવ્યું કે, ‘‘તમારામાં જેટલા મુખ્ય હોય તે બે-ત્રણ હજાર ભાઈ-બેનો મારા મહેલે ભોજન માટે પધારો.'' સંઘમાં પૂરા અઢી લાખ માણસો હતા. સંઘપતિ ઝાંઝણે જવાબ વાળ્યો કે, ‘“મુખ્ય અને ગૌણ એવા બે ભેદ મારા સંઘમાં નથી. આપ જણાવો તો અમે બધા આવીએ; નહિ તો કોઈ નહિ. વળી હવે હું આખા ગુજરાતની અઢારે કોમને જમવા માટેનું આમંત્રણ આપું છું. આપ લાગતાવળગતા તમામ રાજવીઓ દ્વારા ગુજરાતની પ્રજાને મારું આમંત્રણ પાઠવશો એવી આશા રાખું છું. મારા શ્રીસંઘના કાર્યની પૂર્ણાહુતિ થાય ત્યાર પછીના, આપ જણાવો તે કોઈ પણ પાંચ દિવસમાં હું આ કાર્ય કરીશ.’’ સારંગદેવની કૃપણતાને ઝાંઝણની આ લપડાક સખત વાગી ગઈ. તેણે આ ઝાંઝણને બેઆબરૂ કરવા માટે કમર કસી. ચારે બાજુ જમણ માટે મુક૨૨ કરેલા પાંચ દિવસની જાણ કરવામાં આવી. અને...સમગ્ર ગુજરાતનું જમણ શરૂ થયું. લગાતાર પાંચ દિવસ સુધી રોજના પાંચ લાખ માણસોએ જુદાં જુદાં સ્થળોએ ઊભાં કરાયેલાં નાનાં-મોટાં રસોડા ઉપર લાભ લીધો. છઠ્ઠા દિવસે ઝાંઝણ સારંગદેવ પાસે ગયો. રાજાએ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] L[ જૈને પ્રતિભાદર્શન છે. તેને ખૂબ ધન્યવાદ આપ્યા. ઝાંઝણ તેમને પોતાના રસોડા ઉપર લઈ ગયો. ત્યાં જોયું તો હજી બીજી હજારો માણસ જમી શકે તેટલી મીઠાઈ ભરપૂર પડી હતી. ( હેમચન્દ્રસૂરિજી અને સુવર્ણસિદ્ધિ) એક વાર ગૂર્જરેશ્વર કુમારપાળને વિચાર આવ્યો કે જો પુષ્કળ ધનની સગવડ થાય તો પુષ્કળ લોકોને ધન આપીને જૈનધર્મી બનાવી શકાય. આ વિચાર તેમણે હેમચંદ્રસૂરિજી મહારાજા પાસે મૂક્યો. તેમણેય તે વાતમાં સંમતિ દર્શાવીને કહ્યું કે, “આપણા ગુરુદેવ દેવચંદ્રસૂરિજી મહારાજા પાસે સુવર્ણસિદ્ધિના પ્રયોગનો પાઠ છે. તે મેળવી લેવાય તો આ ભાવના પૂરી થાય. તે માટે ગુરુદેવને અહીં આમંત્રણ આપીને બોલાવવા જોઈએ. હાલ તેઓ ગામડાઓમાં વિચરે છે.” કુમારપાળ ગુરુદેવ પાસે પહોંચી ગયા. તેણે માત્ર એટલી જ વાત કરી કે, “આપના શિષ્ય આપને યાદ કરે છે. આપ પાટણ પધારો તો અમને ખૂબ આનંદ થાય.” કોઈ અસાધરણ કામ હોવાની કલ્પના કરીને ગુરુદેવે પાટણ પધારવાની સંમતિ આપી. તેઓ એકાએક આવી ગયા, અને હેમચંદ્રસૂરિજી મહારાજાને પૂછ્યું કે, તને વળી મારું શું કામ પડ્યું? તું જ હવે ક્યાં ઓછો સમર્થ છે?'' આ વખતે ગૂર્જરેશ્વર પણ ત્યાં જ બેઠા હતા. સૂરિજીએ ગૂર્જરેશ્વરની જૈનધર્મનો વિશાળ ફેલાવો કરવાની ભાવના જણાવી. આ સાંભળતાં જ ગુરુદેવ ઉદાસ થઈ ગયા. ગૂર્જરેશ્વરને વિદાય આપીને તેમણે પોતાના શિષ્યને કહ્યું, “તમે બંનેએ આ કેટલો અનુચિત વિચાર કર્યો? જો ધનથી જ ધર્મ ફેલાવી શકાતો હોત તો પરમાત્મા મહાવીર દેવ પાસે દેવેન્દ્રો હાજરાહજૂર હતા. તે પરમકૃપાળુએ જ તેમના દ્વારા આ કામ કેમ ન કરાવ્યું? જે ધર્મ ધનથી થાય તેમાં ધનનું જ મહત્ત્વ વધે; ધર્મનું કદાપિ નહિ.” “આવો વિચાર પણ અરિહંત-દેવની આશાતનારૂપ બની જાય. માટે ઝટ તેનું પ્રાયશ્ચિત્ત કરી લેવું.” ગુરુદેવની આ વાતથી સૂરિજીની આંખો ખૂલી ગઈ. તેમના જેવાથી આવી ભૂલ થઈ ગઈ તે બદલ તેમની આંખે આંસુ આવી ગયાં. ગુરુદેવનાં ચરણોમાં પડીને તેમણે ખૂબ પશ્ચાત્તાપ કર્યો. ગૂર્જરથરને પણ શાસ્ત્રદષ્ટિ સમજાવીને એ વિચારથી પાછા ફેરવ્યા. ( શ્રેણિક અને ભદ્રામાતા : અનુમોદનાનો આલાદ ) જ્યારે ધનાઢ્ય શાલિભદ્ર દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે માતા ભદ્રા શાનદાર વરઘોડો કાઢવા માટે જરૂરી રાજની સામગ્રી લેવા મગધપતિ શ્રેણિક પાસે ગયાં. શાયિક સમ્યક્ત્વના માલિક રાજા શ્રેણિક શાલિભદ્રની દીક્ષાની વાત સાંભળીને અચંબો પામી ગયા. શ્રેણિક મનોમન બોલ્યા, એ ભોગીને ધન્ય છે. હું તો ભોગરૂપી કાદવનો કીટ છું. આવો સુકોમળ શાલિભદ્ર દીક્ષા લે છે? અહો....ધન્યવાદ. “માતા ભદ્રા! તમારા સુપુત્રનો મહોત્સવ તો હું જ કરીશ. વરઘોડો હું કાઢીશ. આ બધો લાભ મારે જ લેવાનો છે.” મગધપતિએ ભદ્રાને કહ્યું. રાજસભા સમેટી લેવાઈ. શાલિભદ્રને ઘેર જઈને મગધપતિએ ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. દીક્ષાના દિવસે મગધપતિએ જાતે શાલિભદ્રને સ્નાન કરાવ્યું. પીઠી પણ મગધપતિએ જ ચોળી. અને વરઘોડામાંય છડી ધારણ કરીને ઉઘાડે પગે મગધપતિ શાલિભદ્રની | પાલખીની આગળ ચાલવા લાગ્યા. વીપ્રભુના નામનો મગધપતિ જયજયકાર કરવા લાગ્યા. Page #460 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૧૧ ( રાજા વિક્રમ અને સિદ્ધસેનસૂરિજી ) જૈનશાસનના આઠ પ્રકારના પ્રભાવકોમાં જેઓ “કવિ' તરીકે પ્રભાવક’ થયા તે જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજી હતા. તેમણે ચાર દિશામાં ઊભા રહીને એકેકા શ્લોકથી રાજા વિક્રમની પ્રશસ્તિ કરી હતી. આથી દરેક શ્લોકે રાજા વિક્રમ એકેકી દિશાનું આખું રાજય સમર્પિત કર્યું હતું, જેનો સૂરિજીએ અસ્વીકાર કરતાં કહ્યું હતું કે, “મારે કશું જોઈતું નથી. હું એટલું જ ઇચ્છું છું કે, જો તું પ્રસન્ન થયો હોય તો તારા હૈયે જિનશાસનને સ્થિર કરી દે.” અને...વિક્રમ પક્કા જૈનધર્મી રાજા બન્યા. એક વાર તેના તરફથી સિદ્ધાચલજીનો સંઘ કાઢવામાં આવ્યો હતો. તેમાં પાંચ હજાર આચાર્યો, સિત્તેર લાખ શ્રાવક કુટુંબો હતાં. આ સૂરિજી રાજાએ આપેલી પાલખીમાં બેસવા લાગ્યા હતા. આ શિથિલતાની તેમના ગુરુ વૃદ્ધવાદિદેવસૂરિજી મહારાજાને ખબર પડી કે તેઓ ગુપ્ત રીતે ત્યાં આવ્યા. પાલખી ઉપાડતા તે એકને ખસેડીને ગુરુજી જાતે ગોઠવાઈ ગયા હતા. પણ પાલખી ઉપાડવાનો અભ્યાસ ન હોવાથી પાલખીને એ બાજુએ આંચકા આવવા લાગતાં સૂરિજી બોલ્યા, “એ ભાઈ! તને શું ખભો દુઃખે છે?” આ વાક્ય સંસ્કૃતમાં બોલ્યા; પણ તેમાં વ્યાકરણની એક ભૂલ કરી બેઠા. તરત જ ભોઈ બનેલા ગુરુદેવે તે ભૂલ ઉપર ટકોર કરી. પોતાની ભૂલ કાઢવાની તાકાત કોનામાં છે? એમ વિચારીને ભોઈને ધારી ધારીને જોતાં ગુરુદેવ ક્યાયા. સૂરિજી પાલખીમાંથી ઊતરી ગયા. ગુરુજીએ ઠપકો આપ્યો. સૂરિજીએ ક્ષમા માગીને પ્રાયશ્ચિત્ત કર્યું. ( પેથડનાં ધર્મપત્નીનું વિશિષ્ટ દાન) મંત્રીશ્વર પેથડનાં ધર્મપત્ની જિનમંદિરે જતી વખતે રોજ સવા શેર સુવર્ણના ધન જેટલું દાન કરતાં. એ પુણ્યવતી સ્ત્રીનાં દર્શનની રાહ જોઈને યાચકો ઊભા રહેતા. ( ઉદયન મંત્રીની અંતિમ આરાધના મરણતોલ રીતે ઘાયલ થયેલા મંત્રીશ્વર ઉદયનને છેલ્લી પળોમાં કોઈ મુનિવરનાં દર્શન કરવાની તીવ્ર ભાવના જાગી. કમનસીબે નજદીકમાં કોઈ મુનિ ન હતા. એટલે વિચક્ષણ મંત્રીઓ એક સૈનિકને મુનિવેષ પહેરાવીને ઉદયન પાસે લાવ્યા. તેમને સાચા મુનિ માનીને ઉદયને સઘળી આરાધના કરી લીધી. ત્યાર બાદ પેલા સૈનિકે વિચાર્યું કે, “જે વેષમાત્રને કારણે ઉદયન જેવા મહામંત્રીએ મને વંદન વગેરે કર્યા તે વેષ કેટલો મહાન બની ગયો? હવે શા માટે આ વેષ મૂકવો?” ના.તેણે વેષ ન જ મૂક્યો. તે સાચો સાધુ બની ગયો. દ્રવ્યક્રિયાની પણ ભાવ જગાડવાની કેવી તાકાત : ( કરોડો સોનામહોરોથી થયેલાં ગુરુપૂજન આદિ કાર્યો ) (૧) રાજા વિક્રમે એક કરોડ સોનામહોરથી સિદ્ધસેન દિવાકરસૂરિજીનું ગુરુપૂજન કર્યું હતું. (૨) આમરાજાએ સવા કરોડ સોનામહોરથી બપ્પભટ્ટસૂરિજીનું ગુરુપૂજન કર્યું હતું. તેમના / = = Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન - -- --- -- --- - આચાર્યપદના મહોત્સવમાં (વિ. સં. ૮૧૧) આમરાજાએ એક કરોડ સોનામહોરનો વ્યય કર્યો હતો. ગોપગઢમાં તેણે જે પૌષધશાળા બનાવી હતી તેનો વ્યાખ્યાનમંડપ ત્રણ લાખ સોનામહોરનો થયો હતો. રાત્રે પણ સાધુઓ વાંચીને સ્વાધ્યાય કરી શકે તે માટે દીવાલોમાં ત્રણ લાખ સોનામહોરોનાં ખરીદેલાં ચન્દ્રકાન્ત વગેરે રત્નો જડવામાં આવ્યાં હતાં. ( ઉદારચરિત દેદાશેઠ અને સોનાની પોસાળ ) એક વાર ગામમાં પૌષધશાળા કરવા અંગેની વિચારણા મહાજન કરી રહ્યું હતું. તે વખતે ત્યાં બેઠેલો દેદો કહેવા લાગ્યો કે, “આ બધોય લાભ મને જ મહાજન આપી દે.' તે વખતે કોકે કહ્યું, “દેદા! બધો લાભ તને આપી તો દઈએ પણ તારે સોનાની પૌષધશાળા બનાવવી પડશે. બોલ કબૂલ છે?' એ ભાઈને ખબર ન હતી કે દેખાતો ગરીબ દેદો હકીકતમાં ગરીબ નથી, અને એના મનની અમીરી તો આસમાનને આંબી ગઈ છે! ફરી ઊભા થઈને હાથ જોડીને દેદાએ કહ્યું, “ભલે! મહાજન મને તેવી આજ્ઞા કરે, આવાં તે મારાં અહોભાગ્ય કયાંથી?” મહાજને દેદાને આખી પૌષધશાળા બનાવવાનો લાભ આપ્યો પણ ચોરીના ભયથી સોનાની પૌષધશાળા બનાવવાની ના કહી. પણ આ તો દેદો શેઠ હતો, એ હવે પાછો શેનો પડે? સોનાની પૌષધશાળા બનાવતાં જેટલી સંપત્તિ વપરાય તેટલી સંપત્તિનું કેસર ખરીદ્યું અને તેને ચૂનામાં મિશ્રિત કરીને તેની દીવાલો બનાવી. આ કેસર છપ્પન પોઠ ભરીને (ઊંટ ઉપર) કાશ્મીરથી લાવવામાં આવ્યું હતું. સાંભળવા મુજબ આજે પણ તે ખંડિયેર પૌષધશાળાના અવશેષોમાં કેસરના તાંતણા જોવા મળે છે. આ દેદા શેઠ, તે માંડવગઢના મહામંત્રી પેથડશાના પિતાશ્રી. તેમણે જ્યારે કલ્પસૂત્રમાં સાંભળ્યું કે સિદ્ધાર્થ અને ત્રિશલાદેવી જુદાં જુદાં ખંડોમાં સૂતાં હતાં; અને તેથી જ જ્યારે ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્નો આવ્યાં ત્યારે તેઓ સિદ્ધાર્થરાજાના શયનખંડમાં તે સ્વપ્નવર્ણન કરવા ગયાં હતાં, ત્યારથી ઘેર આવીને પોતાની પત્નીને આ વાત કરીને જુદા સૂવાનું (બ્રહ્મચર્ય-પાલન) ચાલુ કરી દીધું હતું. આવા દંપતીના પુત્ર તરીકે પેથડ મંત્રી પાકે તેમાં શી નવાઈ? પેથડે પણ ભરયૌવનમાં સજોડે સંપૂર્ણ બ્રહ્મચર્ય લીધું હતું. અને આવા દંપતીના પુત્ર તરીકે ઝાંઝણ જેવા મહાન ધર્મપ્રભાવક પાકે તેમાં શી નવાઈ? ( “સંસારમાં સારભૂત સ્ત્રી છે.” સંઘ લઈને નીકળેલા સંઘપતિ વસ્તુપાળ સ્થંભનતીર્થ આવ્યા ત્યારે પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરતાં એકાકાર બની ગયા. વસ્તુપાળની પ્રભુભક્તિની એકતાનતા જોઈને ચૈત્યવંદન કરતાં એક મુનિરાજના મુખમાંથી કાવ્યપંક્તિ નીકળી ગઈ : અસ્મિન્ અસારસંસારે સારું સારંગલોચના (અસાર એવા સંસારમાં સારભૂત હોય તો તે સ્ત્રી છે). આ સાંભળતાં જ વસ્તુપાળના હૃદયમાં આશ્ચર્ય સાથે દુઃખ થયું. તેઓ સંઘપ્રયાણના દિવસ સુધી મુનિવરને વંદન કરવા ઉપાશ્રયે ન ગયા. છેલ્લે દિવસે મુનિવરનો ભેટો થઈ જતાં, Page #462 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૧૩ મુનિવરે આગળનું પદ ઉચ્ચાર્યું : યત કુક્ષિપ્રભવા એ તે વસ્તુપાળ ! ભવાદશાઃ (જેની કૂખેથી, હે ] વસ્તુપાળ ! તમારા જેવાઓનો જન્મ થયો છે). આ ખુલાસો સાંભળીને વસ્તુપાળનું શિર ઝૂકી ગયું. ( રાજા મેઘનાદની ઉદાત્ત સેવા–જીનભક્તિ ) એ રાજાનું નામ મેઘનાદ હતું; તેની રાણીનું નામ મદનમંજરી હતું. તેને ધરણેન્દ્ર દિવ્ય વસ્ત્ર આપ્યું હતું. તેના પ્રભાવથી કરોડોની કમાણી થતી હતી. આથી લાખો સોનામહોરોનું તેણે ગરીબોને દાન આપ્યું હતું. હજારો જિનમંદિરોનું નિર્માણ કર્યું હતું. તમામ જૈનોના કર માફ કર્યા હતા. કેટલાય સાધર્મિકોને કોટિપતિ બનાવ્યા હતા. હરેક પર્વતિથિએ ત્રણ હજાર રાજાઓ સાથે રાજા મેઘનાદ પૌષધ કરતા હતા. ( વર્ધમાનસૂરિજીને દેવીનો સંકેત ) જૈનાચાર્ય વર્ધમાનસૂરિજી વલ્લભીપુરમાં બિરાજતા હતા. એક વાર શૌચ માટે બહારની ભૂમિએ ગયા. ત્યાં કોઈ યુવતીને રડતી જોઈને તેમણે કારણ પૂછ્યું. તેણે કહ્યું, “ટૂંક સમયમાં જ આ નગરીનો ભંગ થવાનો છે માટે તમે બધાં જલદી નીકળી જાઓ.” “તમે ભિક્ષામાં વહોરેલું દૂધ કાલે લોહી થઈ જાય તો મારી વાત સાચી માનજો. એ દૂધ જ્યાં સુધી પાછું દૂધ ન દેખાય ત્યાં સુધી તમે ચાલ્યા જ કરજો.” અઢાર હજાર શ્રાવકો ભરેલાં ગાડાં સાથે સૂરિજીએ વિહાર કર્યો. જ્યારે સહુ મોઢેરા આવ્યા ત્યારે તે રક્તવર્ણ દૂધ શ્વેતવર્ણ થયું. આથી ત્યાં સહુએ મુકામ કર્યો ( વજસ્વામીજી અને જાવડશા ) મહુવાના ભાવડનો દીકરો જાવડશા હતો. જૈનાચાર્ય વજસ્વામીજીએ તેને શત્રુતીર્થના ઉદ્ધારની પ્રેરણા કરી હતી. તેણે કહ્યું કે, “મારાં અઢાર વહાણોનો બાર વર્ષ થયાં કયાંય પત્તો લાગતો નથી. જો આ કામ પતી જાય તો તીર્થોદ્ધારનો લાભ ચોક્કસ લઈ શકાય.” કોણ જાણે સૂરિજીએ કેવા આશિષ આપ્યા! બીજે દી અણધાર્યા વહાણોના વાવડ મળી ગયા. તેના માલની તમામ મિલકત જાવડશાએ તીર્થોદ્ધારમાં લગાવી દીધી. જાવડનું સાસરું ઘેટીમાં હતું. ( ઝાંઝણશાની દીકરી ઉપર સિદ્ધરાજનો શુભ પ્રેમ ) પેથડમંત્રીનો પુત્ર ઝાંઝણ હતો. તેની દીકરીને સિદ્ધરાજે પોતાના ખોળામાં બેસાડીને પોતાની દીકરી તરીકે જાહેર કરી હતી. એક દી દીકરીને “કાંઈક માગવા માટે સિદ્ધરાજે કહ્યું. તેણે કહ્યું, “હું જ્યાં લગી જીવું ત્યાં સુધી તમારા દરેક ગામમાંથી મને એક તોલો સોનું મળતું રહે તેવો પ્રબંધ કરવો.” આમાં દર વર્ષે તેને અઢાર લાખ, બાણું હજાર તોલા સોનું મળતું. આ તમામ દ્રવ્યનો સારા માર્ગે વ્યય કરી દેવામાં આવતો. આ દ્રવ્યમાંથી સાતસો નૂતન જિનાલયોનાં નિર્માણ પણ કરવામાં આવ્યાં હતાં. ૪૦. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન ( તપસ્વી કષ્ણર્ષિની તેજસ્વીતા ) કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિજી થયા. તેમના ગુરભાઈ કૃષ્ણર્ષિ હતા. તેઓ વર્ષમાં ૩૬ દિવસથી વધુ દિવસ ખોરાક લેતા નહિ. શેષ તમામ દિવસો ઉપવાસ કરતા. આથી તેમના શરીરની તમામ વસ્તુ– મળ, મૂત્ર, પસીનો. થુંક વગેરે—ઔષધ બની ગયેલ હતાં. તેમના ચરણના પ્રક્ષાલનના પાણીથી સર્પવિષ દૂર થઈ જતું. નાગોરથી ભિન્નમાલ સુધીમાં તેમણે જ્યાં જ્યાં પારણાં કર્યા ત્યાં ત્યાં ભક્તોએ નવું જિનાલય બનાવ્યું હતું. તેમના તપથી પ્રભાવિત થઈને અનેક જૈનેતર રાજાઓ તથા શ્રીમંતોએ જૈનધર્મ સ્વીકાર્યો હતો. અનેક બ્રાહ્મણોએ જૈન-દીક્ષા લીધી હતી. કૃષ્ણર્ષિ ઘણો સમય મશાનમાં બેસીને ધ્યાનમાં રહેતા હતા. ( ઉદો વાણિયો અને સાધર્મિક ભક્તિ ) એ અતિ ગરીબ હતો, ઉદો. ગરીબીનો ઉપાય કરવા માટે તે કર્ણાવતીમાં આવ્યો. ન કોઈ ઓળખ, ન કોઈ લાગવગ. કયાં જાય? એ સીધો દેરાસરે ગયો. તેની સાથે તેનું આખું કુટુંબ હતું. બધાંએ મંદિરમાં ચૈત્યવંદન કર્યું. ખૂબ સુંદર રીતે સ્તવન બોલ્યા, સ્તુતિ કરી, પચ્ચક્ખાણ કર્યું. પ્રભુભક્તિમાં ભાવવિભોર બનેલા કુટુંબના એકાદ પણ સભ્યને પેટની આગ જણાઈ નહિ. - જ્યારે તેઓ મંદિરમાંથી બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીબાઈ નામની ડોશીમા તેમની બધાની સાધર્મિકભક્તિ કરવા માટે ઘેર લઈ ગયા. ડોશીમા ધનવાન તો હતાં પણ ખૂબ ઉદાર દિલનાં હતાં. તેમણે એવી સુંદર આગતા-સ્વાગતા કરી કે ઘણા વખતે આજે આખા કુટુંબે પેટમાં ટાઢક અનુભવી. ઉદ્યો ડોશીમાના ભોજનથી ધરાયો હતો તે કરતાં વધુ તો તેના વાત્સલ્યથી ધરાયો હતો. અધૂરામાં પૂરું ડોશીમાએ પોતાના જ બાજુના ઘરમાં ત્રણ મહિના સુધી રહેવાની વાત કરી. તે દરમિયાન કોઈ ધંધો જામી જાય તો બીજું ઘર લઈને ત્યાં રહેવા જવાની ગોઠવણ કરી શકાય. ડોશીમાની અંતરની દુવાથી બધા પાસા પોબાર પડ્યા. ત્રણ મહિનાની આવક દ્વારા ઉદાએ ડોશીમાનું એ જ ઘર ખરીદી લીધું. મકાનને પાડી નાખીને નવેસરથી પાયો ખોદતાં સોનામહોરો, રત્નો વગેરેથી ભરપૂર ચરૂ નીકળ્યો. ઉદાએ ડોશીમાને સોંપ્યો. તેમણે સાફ ના પાડી : “મેં જમીન સહિત મકાન વેંચી નાખ્યા પછી આ ચરૂ ઉપર મારો હક કદી ન હોઈ શકે.'' ડોશીમાનો આ ન્યાય હતો. ઉદો રાજસભામાં ગયો. સિદ્ધરાજ જયસિંહે આનો ન્યાય કરવા માટે મહાજનને બોલાવ્યું. મહાજને ફેંસલો આપ્યો કે તે ધનની માલિકી ઉદાની જ ગણાય. ઉદાએ મહાજનનો ફેંસલો શિરોમાન્ય તો કર્યો પણ એ બધા ધનમાંથી ભવ્ય જિનાલય બનાવી દીધું. આથી ઉદાનો યશ ચારે બાજુ પ્રસરી ગયો. એના કારણે એનો ધંધો ખૂબ વધુ જામી ગયો. તેણે રહેવા માટે મોટું મકાન લીધું. ધનવાન ઉદો ઉદયન શેઠ બન્યો. રાજા કર્ણદેવના મૃત્યુ બાદ સિદ્ધરાજે તેને મંત્રીપદે બેસાડ્યો. ઉદયન શેઠ હવે ઉદયન મંત્રી થયો. એની જિનધર્મ પ્રત્યેની આસ્થા અભુત હતી. એ દેવ-ગુરુનો પરમ [ ભક્ત હતો. એની ધર્મખુમારી તો અનોખી જ હતી. Page #464 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | ( ૪૧૫ ( પાટણના કપર્દીની સાધના ) પાટણમાં કપર્દી નામનો ગરીબ જૈન વસતો હતો. ફેરીનો ધંધો કરતો અને રાતે ઉપાશ્રયે પ્રતિક્રમણ કરીને સૂઈ જતો. એક વખત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજા ત્યાં વિદ્યમાન હતા. જિનધર્મના ચુસ્ત આરાધક અને ભક્ત કપર્દીની કારમી ગરીબી ધર્મકાર્યોમાં વિશેષ પ્રગતિ કરવા દેતી નથી તેવું તેમણે જાણ્યું. આ માટે સૂરિજીએ તેને ભક્તામર સ્તોત્રની અગિયારમી ગાથા (દષ્ટવા ભવંતમનિમેષ....) ત્રણેય કાળ ૧૦૮ વાર ભાવપૂર્વક બોલવાનું સૂચન કર્યું. આ વિધિ અખંડિતપણે છ માસ સુધી કરવાનું અને તેની સાથે એકાશન, સંથારે શયન, પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવા જણાવ્યું. કપર્દીએ યથાવિધિ આરાધન પૂર્ણ કર્યું. છેલ્લા દિવસે ચકેશ્વરી દેવી પ્રગટ થયાં. તેમણે કપર્દીને કહ્યું કે, “કાલે કોરા ઘડા તૈયાર રાખવા. મારું દૂધ તેમાં ભરી દેવું, તે બધું સોનું થઈ જશે.'' કપર્દીએ અધમણિયા બત્રીસ ઘડા તૈયાર કરીને મૂકી દીધા. દરેકમાં દેવીએ આપેલું દૂધ ભરવામાં આ, કપર્દીએ વિનતિ કરી કે, “બત્રીસમા ઘડાનું દૂધ જેમનું તેમ જ રખાય તો સારું. જો એ દૂધનો અક્ષયકુંભ બને તો તેના વડે ચતુર્વિધ સકળ સંઘની ભક્તિ કરી શકું.” દેવીએ તે વાત કબૂલ કરી. મહાધનાઢ્ય બની ગયેલા કપર્દીએ દૂધપાક-પૂરીના ભોજનાથી ચતુર્વિધ સંઘની ભક્તિ કરી. ( રામલાલ બારોટ અને તીર્થરક્ષા ) ગૂર્જરેશ્વર કુમારપાળની રાજગાદી ઉપર ચડી બેઠેલો રાજા અજયપાળ, ગૂજરશ્વરની ધાર્મિકતાની જીવંત સાક્ષી રૂપે ઊભેલાં જિનમંદિરોને ધરાશયી કરવાના જાણે શપથ લઈ ચૂક્યો હોય તે રીતે એક પછી એક જિનમંદિરને ધૂળભેગું કરતો તારંગાતીર્થને ઘરતીનશીન કરવા માટે આગળ ધસી રહ્યો હતો. એના રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાંના જૈનો ભારે ધર્મપ્રેમી. તારંગાની રક્ષા માટે વિચાર કરવા આખો સંઘ એકઠો થયો. આખી રાત વિચારણા કરી પણ કોઈ ઉપાય ન જડ્યો. એ વખતે રામલાલ નામના એક બારોટે તીર્થ કાનું બીડું ઝડપ્યું. સંઘે એનાં બાળબચ્ચાં વગેરે કુટુંબીજનોની કાયમી સંભાળ રાખવાની જવાબદારી માથે લીધી. રામલાલ બારોટને સહુએ તિલક કર્યું. યુવતીઓએ આશિષ આપી. રામલાલે નાટક-મંડળી તૈયાર કરી. બીજા માણસો દ્વારા આ નાટક-મંડળીની ભારે પ્રશંસા અજયપાળ પાસે કરાવી. અજયપાળે રામલાલનું નાટક જોવાની ઇચ્છા દર્શાવી. રામલાલ બારોટે અજયપાળ સમક્ષ ઉપસ્થિત થઈને કહ્યું, “રાજ! નાટક તો આપને જરૂર બતાવીશ, પણ મારી બે શરત પાળવી પડશે : (૧) નાટકમાં જે કાંઈ આવે તે જોવું જ પડશે. અને (૨) નાટકના અંત સુધી ઉઠાશે નહિ.” રાજાએ શરતો કબૂલ કરી. રાત્રે દશ વાગ્યે નાટક શરૂ થયું. એના પહેલા અંકમાં આપ-બળે અઢળક સંપત્તિ પ્રાપ્ત કરીને શ્રીમંત થયેલો એક યુવાન દેખાડ્યો. ગુરુ-ઉપદેશે એણે જિનમંદિર બનાવ્યું. ભારે ઠાઠથી અને આંતરમસ્તીથી એ ધનાઢ્ય માણસને રોજ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] [ જૈન પ્રતિભાદર્શન જિનપૂજા કરતો દેખાડ્યો. આ દશ્ય જોતાં અજયપાળ સમસમી ઊઠ્યો. પણ વચ્ચેથી નહીં ઊઠવાની શરતને આધીન હોવાથી લાચાર બનીને બેસી રહ્યો. બીજા અંકમાં એની વૃદ્ધાવસ્થા દેખાડી. બાપ મરણપથારીએ પડ્યો. ત્રણે પુત્રોને બોલાવ્યા. જિનમંદિરની રક્ષા કરવાનું કહ્યું અને પરમાત્માની સદૈવ ભક્તિ કરવાની પ્રેરણા કરી. પહેલા બે પુત્રોએ તો પિતાજીની આજ્ઞાને વધાવી લીધી. પરંતુ સૌથી નાના નાસ્તિક પુત્રે તેમ કરવાની ઘસીને ના પાડી દીધી; એટલું જ નહિ પરન્તુ ગુંડા જેવા પોતાના મિત્રોને તે લઈ આવ્યો અને પિતાએ નિર્માણ કરેલ ગગનચુંબી જિનમંદિરને ખતમ કરવા માટે શિખર ઉપર ચડીને પોતાના જ હાથે પહેલો ઘા કર્યો. આ દશ્ય જોઈને કમકમી ઊઠેલા પિતાએ પથારીમાંથી બેઠા થઈને ભારે ઉશ્કેરાટથી રાડ નાખતાં કહ્યું, “ઓ કર્મચંડાલ! પેલો અજયપાળ પણ તારા કરતાં સારો કે જે કુમારપાળના મૃત્યુ બાદ તેનાં બનાવેલાં મંદિરો તોડે છે; અને તું મારા જીવતાં જ મારું જિનમંદિર ખતમ કરવા તૈયાર થયો છે!” નાટકનું આ દશ્ય જોતાં રાજા અજયપાળ કંપી ઊઠ્યો. સિંહાસનેથી એકદમ ઊભા થઈ જઈને એણે બૂમ પાડીને કહ્યું, “ઓ રામલાલ બારોટ! બસ કર....બહુ થયું....આ દશ્ય મારાથી જોવાતું નથી. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે એક પણ મંદિરનો કદાપિ નાશ કરીશ નહિ.” અને....... તારંગાતીર્થના શિખર ઉપર ફરફરતી ધજા અભયવચન પામી ગઈ. શ્રીસંઘે રામલાલ બારોટનું વીરોચિત સમ્માન કર્યું. ( પારસમણિ શેઠ હઠીસિંહ અમદાવાદમાં આવેલી હઠીસિંહની વાડી, તે જ આ હઠીસિંહ શેઠ! શેઠની ખ્યાતિ પારસમણિ તરીકેની હતી. કેટલાક તો તેમને પારસમણિ જ કહેતા. એક દિવસ ગામડાની અભણ બાઈએ આ સાંભળ્યું, અને એણે વિચાર કર્યો કે, “જો શેઠ પારસમણિ હોય તો તેમને લોખંડનો ટુકડો અડાડવાથી તે જરૂર સોનું થઈ જવું જોઈએ. લાવ, હું પરીક્ષા કરું. જો સાચું હશે તો મારી ગરીબી પણ ફેડાઈ જશે.” તે બાઈ શેઠના ઘરે પહોંચી ગઈ. શેઠના એ પડતીના દિવસો હતા. પત્નીએ બાઈની સઘળી વાત સાંભળી અને અંદરના ખંડમાં બેઠેલા શેઠને વાત કરી. શેઠ વિચારમાં પડી ગયા. છતાંય ગરીબ બાઈને પોતાની પાસે બોલાવી પોતાની પત્નીનું બધું જ ઘરેણું તે બાઈને ભેટ ધરી દીધું. બાઈ આનંદવિભાર બનીને ચાલી ગઈ. શેઠ ખરેખર પારસમણિ પુરવાર થયા. ( ખુમારીવંતા વિરાચાર્ય ) સિદ્ધરાજ જયસિંહ જેમને ભારે બહુમાનથી સત્કારતો હતો એવા એ જૈનાચાર્ય નામે વીરાચાર્ય. કોણ જાણે કેમ, એક દી સિદ્ધરાજે ભરસભામાં વીરાચાર્યજીને કહ્યું કે, “આપના મુખ ઉપર જે તેજ છે તે આપને મળતાં રાજ સન્માનને આભારી છે.' Page #466 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૧૭ આ શબ્દો સાંભળતાં જ વીરાચાર્યજીનું સત્ત્વ છંછેડાયું. તરત જ તેમણે રાજાને કહ્યું, “રાજનું! મિથ્યા ગર્વ ન કરો. મુનિઓના લલાટનાં તેજ તેમના સંયમપાલનને આભારી છે એ વાત તમારા હૈયે લખી રાખો. ‘બીજી વાત....કે હું ઘણા વખતથી વિહાર કરવાની ઇચ્છા રાખતો હતો. આજે હું પાટણથી વિહાર કરીશ.'' અને...વીરાચાર્યજીએ બપોરના સમયે પાટણ છોડ્યું. વીરાચાર્યજી રાજા દ્વારા અપમાનિત થયાના સમાચાર પાટણના સમસ્ત જૈન સંઘમાં વાયુવેગે ફેલાઈ ગયા હતા. હજારો ભક્તજનો અશ્રુભીની આંખે વીરાચાર્યજીને વળાવવા ગયા. આ બાજુ રાજા સિદ્ધરાજને પોતાની થઈ ગયેલી ભૂલનો ખ્યાલ આવતાં ખૂબ પશ્ચાત્તાપ થયો. તેણે જૈન મંત્રી સાન્તનુને વીરાચાર્યજી પાસે મોકલ્યા. પણ તે વખતે તો તેઓએ વિહાર શરૂ કરી દીધો હતો. સાન્તનું મંત્રી જલદીથી પાછળ ગયા. વીરાચાર્યજી હજી ગામ બહાર પહોંચીને માંગલિક સંભળાવી રહ્યા હતા. સાન્તનુએ સૂરિજીને પાછા ફરવાની અશ્રુભીની આંખે પ્રાર્થના કરી. મહારાજા સિદ્ધરાજ તરફથી મોકલાયેલો ક્ષમાપના-સંદેશ જણાવ્યો. સકળ સંઘે પાછા ફરવાની પ્રાર્થનામાં ભારે આગ્રહભર્યો સાથ પુરાવ્યો. સહુની એક જ યાચના હતી, “એક વાર ઉપાશ્રયે પાછા ફરો.” અને.....સૂરિજી ખરેખર પાછા ફર્યા. સહુના ઉરમાં આનંદ સમાતો ન હતો. સૂરિજી ઉપાશ્રયે આવી ગયા. પાટે બેસીને માંગલિક સંભળાવવાનું શરૂ કર્યું. અરે....પણ એકાએક આ શું થયું ! સૂરિજી પાટ ઉપરથી અદ્ધર થઈને આકાશ તરફ જવા લાગ્યા. સકળ સંઘ જોતો જ રહી ગયો અને સૂરિજી અદૃશ્ય થઈ ગયા. થોડા દિવસ બાદ સમાચાર મળ્યા કે સૂરિજી રાજસ્થાનના પાલી ગામમાં રહેલા સાધુઓની સાથે બિરાજમાન છે. કેટલાક સમય બાદ સિદ્ધરાજે ફરીથી સાન્તનુને સૂરિજી પાસે મોકલ્યા અને પોતાના અંતરની શાન્તિ માટે પાટણ પધારવા વિનંતી કરી. સાન્તનુએ સૂરિજી પાસે જઈને એ વિનંતી રજૂ કરી. ઉદાર દિલના અને ક્ષમાપ્રધાન સૂરિજીએ કહ્યું, ““એ તરફ આવીશ ત્યારે પાટણ આવવાની જરૂર ભાવ રાખીશ. મને તે રાજા તરફ કોઈ દ્વેષભાવ નથી, પણ તેણે જે ગર્વ દાખવ્યો તેને બોધપાઠ આપવા પૂરતું જ મારે “કાંઈક કરવું પડ્યું છે. બાકી રાજા સિદ્ધરાજને મારા ધર્મલાભ જણાવવાપૂર્વક કહેજો કે, હું જરૂર તેમની વિનંતીને ધ્યાનમાં રાખીશ.' અને... ખરેખર એક દી સૂરિજીએ પાટણમાં પ્રવેશ કર્યો. રાજાને ખબર મળતાં જ તે ગામ બહાર જઈને સૂરિજીનાં ચરણે પડી ગયો. અથુપાત સાથે તેણે ક્ષમા માગી. કહેવાય છે કે રાજાએ પાટણના ઇતિહાસમાં ન નીકળ્યો હોય તેવા વરઘોડાપૂર્વક સૂરિજીનો ભારે દબદબાભર્યો નગપ્રવેશ-મહોત્સવ કર્યો. Page #467 -------------------------------------------------------------------------- ________________ 'આરાધનાની જાગૃતિ માટે પુસ્તકો 'ઘર-ઘરમાં વસાવો અને પ્રભાવના કરો. લેખક : પ.પૂ. આચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. રી, ૧૦-૦૦ ૧૦-૦૦ ૧૦ ૧૧-૦૦ ૨૪૦-૦૦ ૧૦૦-૦૦ ૩૦-૦૦ ૭૦-૦૦ ન o ચાલો પ્રતિક્રમણ કરીએ સાચે સાચું શ્રી પર્યુષણ પર્વના વ્યાખ્યાનો અને સાંવત્સરિક ક્ષમાપના The Nightmare is Over ૌ ચાલો સિદ્ધગિરિ જઈએ (ગુજ, હિન્દી, અંગ્રેજી) એક હતી રાજકુમારી અનશન કો સિદ્ધવડ હો (ગુજ., હિન્દી, અંગ્રેજી) શ્રી શત્રુંજય આદિ ૪ મહાતીર્થ દશા દર્શક યંત્ર ટેશન ટુ પીસ જો જે કરમાય ના કર્મ તારી ગતિ ન્યારી સચિત્ર મનામર સ્તોત્ર ચાલો એ નાપૂર્વી ગણીએ દેવવંદન માળા (હિન્દી), ચાલો આપણે સાચા જૈન બનીયે વિધિ સહિત પંચ પ્રતિક્રમણ (હિન્દી) વિધિ સહિત બે પ્રતિક્રમણ ગુણરત્ન પાધ્યાય ભાગ : ૧ થી ૮ - ૧૫-૦૦ o ALL o o o o ૧૦ ) o ૧ ૧) ૪૦-૦૦ ૭૦ ૦ ૦ o o o ૧૪) રી, ૧૦-૦૦ ૨૦-૦૦ ૧૦-૦૦ ૧૬) ૧૭) (દરેકt) (લેખક : યુવા પ્રવચનકાર પંન્યાસ શ્રી રશ્મિરત્નવિજયજી & * * * * * * o o બરસ રહી અંખિર્ચા (દ્વિતીય સંસ્કરણ) આખે આંસુની ધાર ઓ રે, ઓયે ટી.વી. લે. બચાવો... બચાવો (તૃતીય સંસ્કરણ ) જૈન મનોવિજ્ઞાન (દ્વિતીય સંસ્કરણ) ગુડનાઈટ રાત્રિ પ્રવચનો (ગુજરાતી) ગુડનાઈટ રાત્રિ પ્રવચનો (હિન્દી) ગુડલાઈફ (ગુજરાતી) ગુડલાઈફ ( હિન્દી ) ઐસી લાગી લગન (હિન્દી) ઐસી લાગી લગન (ગુજરાતી) The Hell and Heaven 30 Stories of Shatrunjaya A Visit to Shatrunjaya (૨ હજાર નકલ). રૂા. ૩૦-૦૦ (૧ હજાર નકલ) રૂા. ૩૦-૦૦ ( ૫ હજાર નકલ) રૂા. ૫(૨૫ હજાર નકલ) રૂા. ૫-૦૦ (૫ હજાર નકલ) ૧૦-૦૦ (૨૦ હજાર નકલ). રૂા. ૧૦-૦૦ ( ૫ હજાર નકલ) રૂા. ૧૦-૦ ( ૧૦ હજાર નકલ) રા, ૧ (૩ હજાર નકલ). ૫-૦૦ ( ૧ લાખ ૨૫ હજાર નકલ) રૂા. ૨૪૦૦ (૨૦ હજાર નકલ) રૂા. ૨૪-૦૦ (૨ હજા૨ નકલ) રૂા. ૫-૦૦ ( ૧ હજાર નકલ) રૂા. ૧૦-૦૦ ( ૧ હજાર નકલ) રૂ. ૨૪૦-૦૦ o o ૧૦) ૧૧). ૧૨). ૧૩) ૧૪) પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : આધ્યાત્વિાક શિક્ષણ કેન્દ્ર C/o. કુમાર એજન્સીઝ (ઈડીયા), ૪૨/૪, ખાડિલકર રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ફોન . : ૩૮૫૬૯૪૭/૩૮૬૬૭૩૨ ૫.પૂ. ૧૨૩ દીક્ષા દાનવીર યુવક જાગૃતિ પ્રેરક ગુરુદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા., યુવા પ્રવચનકાર ગણિવર્ય શ્રી રશ્મિર વિ. મ., બાલમુનિશ્રી મોસાંગર વિ. મ. (કુળદીપક), પ્રવતિની સા. શ્રી પુયરેખાશ્રીજીના શિષ્યા કુળદીપિકા સા. શ્રી કીર્તનરેખાશ્રીજી, સા. શ્રી વીરાંગરેખાશ્રીજી ની પ્રેરણાથી. સૌજન્ય : તખતગઢ નિવાસી શ્રી જીવરાજ નરસિંગજી પરિવાર, (ભવંડી – મુંબઈ) હસ્તે વિમલભાઈ Page #468 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૪૧૯ આગમકાલીન શ્રાવક-શ્રાવિકા -જીવન અને કવન –આગમદિવાકર મુનિ દીપરત્નસાગરજી મહારાજ | વર્તમાનયુગની વિભિન્ન પ્રતિભાનાં દર્શન પૂર્વે આગમકાળમાં વર્ણિત એવાં શાસ્ત્રીય-સચોટ-વૈયક્તિક માન્યતાના હસ્તક્ષેપ રહિત દૃષ્ટાન્તો અને ઉપનય થકી આપણી પૂર્વકાલીન પ્રતિભાનું સમ્ય--દર્શન વાચકો સમક્ષ રજુ કરતો આ લેખ છે. જેમાં શ્રાવકોની ધર્મશ્રદ્ધા, ઘર્મશ્રવણ, તત્ત્વજિજ્ઞાસા, વ્રતનિયમ, ચારિત્રરોગ, જીવનશૈલી, વિનય, ગોચરીભક્તિ, માતૃભક્તિ, ઋદ્ધિ જેવા મુદ્દાઓને સ્પર્શીને આપણા આગમોમાં કથિત થયેલી સંપૂર્ણ સત્ય ઘટનાનું નિદર્શન છે. આગમો એટલે માત્ર “શાસ્ત્રો” કે “સાધુની આચારપ્રણાલી' જ છે તેમ ન વિચારતા; શ્રાવક-શ્રાવિકા અર્થાત્ ગૃહસ્થજીવનની વિભિન્ન બાબતોનો પણ સ્પષ્ટલ્લેખ આગમોમાં દષ્ટિગોચર થાય છે. તેની એક આછેરી ઝલક દ્વારા “શ્રાવક પ્રતિભાદર્શન'રૂપી યાત્રિક ટ્રેઈનના ‘એન્જિન' જેવું પ્રતિપાદન કરતો આ લેખ બહુ થોડા મુદ્દામાં શ્રાવકજીવનની આચાર-વિચાર-વર્તન-વ્યવહાર આદિ પ્રણાલી રજૂ કરે છે, બીજી ભાષામાં કહીએ તો શ્રાવકજીવનના માત્ર ધાર્મિક જ નહીં પણ આર્થિક-સામાજિક-કૌટુમ્બિક-રાજકીય આદિ અનેકવિધ પાસાની પરિભાષાને ઉકેલી જતો આ લેખ છે. આ લેખના લેખક આગમોઢારક સાગરાનંદસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી પૂર્વાશ્રમમાં કોલેજના પ્રોફેસર રહી ચૂકયા છે. આધુનિક શિક્ષણની અનેક ડીગ્રીઓનો નીચોડ તેમની વર્તમાન સાહિત્યસેવામાં ઝળકી રહ્યો છે. મુનિશ્રીએ દીક્ષાપર્યાયના પ્રથમ વર્ષે જોયું કે “નમસ્કાર મહામંત્રના નવલાખ જાપની પ્રતિજ્ઞા અનેક સાધુભગવંતો કરાવે છે. પણ તેની નોંધ સરળતાથી અને ચોકસાઈપૂર્વક થઈ શકે તે હેતથી ૯૦૦૦ ખાનાવાળી નોંધપોથી બનાવી સાહિત્ય ઈમારતની પહેલી ઈટ મૂકી. પછી શ્રાવકનાં બાર વ્રતો લેવા માટે “ખાલી જગ્યા પૂરો” જેવી અતિ સરળ પદ્ધતિવાળા પુસ્તકનો જન્મ થયો. માત્ર ચાર વર્ષના સંયમપર્યાયમાં “અભિનવ હેમ લઘુપ્રફિયા' જેવા દળદાર ગ્રન્થ સાહિત્ય ઈમારતના મજલા ચણી દીધા. જાપ સાહિત્યમાંથી બીજું કદમ સીધું જ વ્યાકરણ સાહિત્ય તરફ ગયું અને ગુજરાતી ભાષાના માધ્યમે પ્રક્રિયામમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન અનેક સંદર્ભો સહિત ઉપલબ્ધ કરાવ્યું. પછી તો સાહિત્યમાં પ્રવેશ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ] [ જૈન પ્રતિભાદર્શન કરવાની ઈચ્છા જાગી. સિદ્ધાચલજી યાત્રા અને પર દર્શન માટે અભિનવ પ્રકારે એક પુસ્તિકાનું પ્રાગટ્ય અતિ લોકપ્રિય બન્યું. સ્તવન આદિ ભક્તિસાહિત્ય જોતા એક નવો વિચાર સ્ફર્યો. ચૈત્યવંદનનો સંગ્રહ આજપર્યન્ત જોવા મળેલ નથી. સંયમયાત્રાના ભાગરૂપે વિચરણ કરતા ધોરાજીથી રાજસ્થાન જઈ મધ્યપ્રદેશના વિહારપર્યન્ત એક જ કામ કર્યું. જ્યાં ગયા ત્યાં જ્ઞાનભંડારો જોવા, ચૈત્યવંદન સંગ્રહ કરતા રહ્યાં. ફાઈલો તૈયાર થતી ગઈ, વિભાગીકરણો કરાયાં અને ચૈત્યવંદનોના એન્સાઈકલોપીડિયા જેવો છ૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ બહાર પડાયો. જાપ સાહિત્ય-ભક્તિ સાહિત્ય-વ્યાકરણ સાહિત્ય-વ્યાખ્યાન સાહિત્ય પછી વિરામ ચાલતો હતો. પછી તો સાહિત્યની એક નવી દુનિયામાં પ્રવેશ થયો. “સમાધિમરણ' –-સાધુ-સાધ્વી અંતિમ આરાધના, શ્રાવક અંતિમ આરાધના જેવાં મૃત્યુ સુધારણા વિષયક સાહિત્યનો પણ પ્રાદુર્ભવ થયો. દ્રવ્યાનુયોગના ભાગરૂપે તત્વાર્થસૂત્ર ઉપર નજર પડી. જૈનોના ચારે ફિરકામાં માન્ય એવા આ ગ્રન્થને વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં ઢાળવાની વિચારણા કરી અગેમ થયેલ માનસિક આયોજનને મૂર્તસ્વરૂપ અપાતા દશ વિભાગોમાં જળ્યું દ્રવ્યાનુયોગ સાહિત્ય “તત્ત્વાર્થાધિગમ સૂત્ર-અભિનવટીકા” તત્ત્વાર્થની કારિકાનું મનન કરતા જણાયું કે આમાં તો પ્રતિજ્ઞા કરાઈ છે કે આ સૂત્ર આગમોક્ત વાણી જ છે. વિચાર સ્ફર્યો- ચાલો તત્ત્વાર્થ અને આગમોનો સંબંધ વિચારીએ....અને તત્ત્વાર્થસૂત્રના આગમ સંદર્ભો તૈયાર થઈ ગયા. આ આગમ સંદર્ભે એક જિજ્ઞાસા જગાડી. આગમો ઉકેલવાની. ૪૫ આગમ પૂજા-પૂજન-સ્વાધ્યાય આદિનો વિચાર કરતા ૪૫ આગમ અલગ અલગ પુસ્તકોમાં મુદ્રિત થયાં. પ્રસ્તુતીકરણમાં વૈવિધ્ય અને ઉપયોગિતા મૂલ્યમાં વૃદ્ધિ કરતાં પદચ્છેદ આદિ વિભાગોની પ્રચુર પ્રશંસાએ ગુજરાતી અનુવાદ માટેની પ્રેરણા મળી. આ રીતે ૧૮ વર્ષના દીક્ષાપર્યાયમાં ૧૮૫ પ્રકાશનો રજૂ થયાં જેમાં ફક્ત ગુજરાતી કે હિન્દી જ નહીં પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની પણ પ્રબળતા રહી. લેખન-સંશોધન-સંપાદન–અનુવાદ આદિ સ્વરૂપે ચાર-ચાર ભાષામાં કાર્ય થયાં અને ૧૮૫ પ્રકાશનો બહાર મુકાયાં. પૂજ્યશ્રીનો પુરુષાર્થ ખરેખર દાદ માંગી લે છે. સંપાદક ભૂમિકા –વીર પરમાત્માના શાસનમાં વર્તમાન કાળે ઉપલબ્ધ એવાં ૪૫ આગમોમાં અંકિત થયેલી શ્રમણોપાસક-શ્રમણોપાસિકાની યશોજ્જવલ ગાથાનું ચિંતન કરતાં થયું કે વર્તમાન શ્રાવકશ્રાવિકાની યશોગાથામાં જાગૃત કે અજાગૃતપણે પ્રસંશા, સ્વપક્ષપ્રશંસા કે સ્વભક્તપ્રશંસાનું તત્ત્વ Page #470 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૨૧ ( પ્રતિબિંબિત થશે તો પછી શ્રી ગણધર ગુંફિત અને પરમાત્મ-પ્રરૂપિત આગમ-શાસ્ત્રોમાં દૃષ્ટિમાન થતાં ] શ્રાવક-શ્રાવિકાના જીવન-કવનના અંશોને શા માટે પુનઃ લિપિબદ્ધ ન કરવા? સામાન્ય રીતે આગમ અને શ્રાવક શબ્દની સહવિચારણાના અવસરે “ઉપાસવરશા” નામક આગમ જ સૌના મુખે રમતું આવે; પણ જો શ્રાવક-પ્રતિભા-દર્શન જ કરવું હોય તો આવા એક નહિ પણ અગિયાર આગમોનો હવાલો આપી શકાય. શ્રાવક :–આ શબ્દ શ્રાવક-શ્રાદ્ધ આદિ પર્યાયરૂપે પ્રચલિત છે પણ શાસ્ત્રીય રીતે તેનું શ્રમણોપાસક' નામાંકન થયેલ છે, જે અતિ સાર્થક છે. શ્રમણની પર્યાપાસના કરે તે જ શ્રમણોપાસક અથવા શ્રાવક. ૪૫ આગમોમાં આવા અનેક શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કવનનું દર્શન થાય છે, જેવા કે શ્રેણિક, નાગીલ, શંખ, આનંદ, કામદેવ, ઋષિભદ્રપુત્ર, સુબાહુ વગેરે.... સુલસા, જયંતિ, રેવતી, ધારિણી, દ્રૌપદી, સુભદ્રા વગેરે. “આગમસ્થ શ્રાવક-શ્રાવિકા” કિંચિત્ ઝલક ૪૫ આગમ દોહન કરીએ તો શ્રાવક-શ્રાવિકા જીવનદર્શન કરાવતી અનેકાનેક ઝલકો ઊડીને આંખે વળગે છે. અહીં માત્ર નમૂનારૂપ દષ્ટાંતોને ભિન્ન-ભિન્ન દૃષ્ટિબિંદુથી નિર્દેશેલ છે. * શ્રાવક અને ધર્મશ્રવણ :–“શ્રાવક' શબ્દ જ શ્રવણને આધારે બનેલ છે. ““ધર્મ શ્રવણ કરે તે શ્રાવક'. પ્રાયઃ બધાં જ આગમોમાં પર્ષદા ધર્મ સાંભળવા આવી એવો ઉલ્લેખ આવે છે તેમાં શ્રાવકની ધર્મપ્રતિભા ઝળકતી હોય અને આજના શ્રાવકને પ્રેરણા મળે તેવા નિર્દેશો પણ મળે છે. “તુંગિકા નગરીના શ્રમણોપાસક પરસ્પર એકબીજાને વાત કરે છે. પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર ભગવંતો યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને વિચરે છે....આપણે સ્થવિર ભગવંતની પર્યાપાસના કરીએ. એ કાર્ય આપણને આ ભવ અને પરભવમાં હિતરૂપ છે તથા પરંપરાએ પણ કલ્યાણરૂપ થશે......બધાં એક સ્થાને મળે છે. પગે ચાલીને શહેરના મધ્યભાગમાંથી નીકળે છે. સ્થવિર ભગવંત પાસે આવી પાંચ અભિગમ સાચવે છે તે આ પ્રમાણે–સચિતદ્રવ્યનો ત્યાગ, અચિત દ્રવ્ય સાથે રાખવાં, એક શાટિક ઉત્તરાસંગ, સ્થવિર (ગુરુ) ભગવંતને જોતાં જ હાથ જોડવા, મનની એકાગ્રતા રાખવી. સ્થવિર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ સ્થવિર ભગવંત પાસે ધર્મોપદેશ સાંભળે. પોતાની શ્રમણોપાસકતા વડે આજ્ઞાનું આરાધન કર્યું. ધર્મ સાંભળી, હૃદયમાં અવધારી સંતુષ્ટ અને વિકસિત હૃદયવાળા થયા......” –ા . શ.-૨, ૩. ૬ સૂત્ર રર-૧ ૨ ૩ આટલી સામાન્ય વાતમાં ગુરુભગવંત પાસે શ્રાવક કઈ રીતે જાય, કેટલું બહુમાન હોય, કેવી વિધિ સાચવે, ધર્મશ્રવણ પછી શ્રાવકની આનંદિતતા....કેટલી બધી ઉત્તમતા જણાવી દીધી ! અર્જુનમાળીનો ઉપદ્રવ... ભગવંતનું રાજગૃહ નગરે આગમન....સુદર્શન શ્રમણોપાસકનું વર્ણનસુદર્શન શેઠ જીવ-અજીવના જ્ઞાતા હતા, શ્રાવકધર્મની મર્યાદાનું પાલન કરતા હતા. ભગવાન પધાર્યા છે ત્યારે મનોમન સંકલ્પ-જેના નામગોત્રનું શ્રવણ કરવાથી પણ મહાફળની પ્રાપ્તિ થાય છે તો તેનાં દર્શન કરવાથી તેમ જ તેના દ્વારા પ્રરૂપિત ધર્મનો વિપુલ અર્થ ગ્રહણ કરવાથી જે લાભ થાય તેને K પૂછવું જ શું?' ૪૧. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ] [ જૈન પ્રતિભાદર્શન માતા-પિતા, નગરજન, રાજા બધાના વિરોધ વચ્ચે અર્જુન માળીના ઉપસર્ગની પરવા કર્યા સિવાય ધર્મશ્રવણ માટે જવું.' ---મંતનE. 1 ૬, મM. ૨, સૂત્ર ર૭ “અહી શ્રાવકનું જ્ઞાન અને ધર્મશ્રવણ માટે ગમે તેવા ઉપસર્ગોની વચ્ચે પણ જવાની મનોવૃત્તિ'' આજના શ્રાવક માટે કેટલી બધા દિશાસૂચક છે. ધન્યકુમાર બત્રીશમાળ ઊંચા અને શ્રેષ્ઠ મહેલમાં રહે છે, બત્રીશ ઉત્તમ કન્યા સાથે પાણિગ્રહણ થયું છે, અનેક સેંકડો સ્તંભથી યુક્ત પ્રધાન ભવનમાં વાદ્યોના નાદ સાથે દેવની માફક ભોગ ભોગવતો રહે છે. ભગવંત સહસ્ત્રભુવન ઉદ્યાનમાં પધાર્યા. (ધન્યકુમાર) જમાલિકુમારની માફક ઠાઠથી પગે ચાલીને નીકળે, ધર્મદેશના શ્રવણ કરે, વૈરાગ્યવાન થાય અને દીક્ષા લેવાની ઇચ્છા થાય.” ---ગો . 1 રૂ, અધ્ય. ૧, સૂ. ૧૦ અહીં ઋદ્ધિસંપન્ન અને ભોગમગ્ન યુવાન શ્રમણોપાસક પણ પગે ચાલીને ધમદશના શ્રવણ કરવા જાય તેમ જ દેશનાને અંતે વૈરાગ્યભાવ જાગૃત થાય તે વાતનું નિદર્શન છે. * શ્રાવક અને ધર્મશ્રદ્ધા --- “તુંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા, અઢળક ધનવાળા, દેદીપ્યમાન, રહેવાના મોટા આવાસો, પુષ્કળ બળદગાડાં-વાહનો-ધન-સોનુ-રૂપું-વ્યાપાર-વાણિજય....બીજા માણસોની અપેક્ષાએ અનેક રીતે ચઢિયાતા હોવા સાથે જીવ-અજીવના સ્વરૂપને સારી રીતે જાણનારા, આસવ-સંવર આદિ તત્ત્વોને સમજનાર હેય-ઉપાદેયના જ્ઞાતા હતા.” તેઓ નિર્ગસ્થ પ્રવચનમાં એવા ચુસ્ત હતા કે સમર્થ દેવો, અસુરો, નાગો, જ્યોતિષ્કો, યક્ષો, રાક્ષસો, કિન્નરો વગેરે સર્વે દેવો પણ તેઓને નિર્ઝન્ય પ્રવચનમાંથી કોઈ પણ રીતે ચલાયમાન કરી શક્તા નથી. તેઓ નિર્ગસ્થ પ્રવચનમાં શંકા અને વિચિકિત્સા વિનાના હતા. શાસ્ત્રના અર્થોને જાણતા હતા. ચોક્કસતાપૂર્વક ગ્રહણ કર્યા હતાં, સંદેહવાળાં સ્થાનો પૂછીને અર્થને નિર્ણાત કર્યા હતાં....કહેતા હતા કે, “હે ચિરંજીવ! આ નિર્ચન્જ પ્રવચન એ જ અર્થ અને પરમાર્થરૂપ છે--બાકી બધું જ સર્વ અનર્થરૂપ છે...' --જા. શ. ર, ૩-૬, સૂત્ર 93. આ વર્ણન શ્રમણોપાસ કની કૃદ્ધિ સંપન્નતા-વિપુલ વ્યાપારની વચ્ચે પણ ધર્મજ્ઞાન, સ્વાધ્યાય અને ચુસ્ત રદ્વાળુપણું કે જેને દેવો પણ ચલિત ન કરી શકે તેવી પ્રતિભા આજના શ્રાવકની અન્યમતપ્રતિ સન્મુખ સચોટ લાલ બત્તી ધરે છે. કામદેવ શ્રમણોપાસકના વર્ણનમાં.... અતિ ધનાઢ્ય એવા શ્રાવકનું વર્ણન છે. કામદેવે ભગવંતની વાણી - રવણ કરી શ્રાવકધર્મ અંગીકાર કર્યો છે. બાર વ્રતધારી અને શુદ્ધ સમ્યત્વધારક આ શ્રાવક કાલા રે શ્રાવકની પ્રતિમા અંગીકાર કરી વિહરી રહ્યો છે. એક વખત મધ્યરાત્રીએ એક દેવ તે ચલાયમાન કરવા ભયંક- પિચાશનું રૂપ વિકુર્વે છે (આ પિશાચનું વર્ણન જો શાસ્ત્રમાંથી વાંચવામાં આવે તો તેને જોતાં જ હાંજા ગગડી જાય તેવો ભયંકર લાગે છે). પૌષધોપવાસ વ્રત ખંડિત કરવા ઘણા ઉપસમાં કરે છે. એ ભયંકર ઉપસર્ગોમાં પણ નિર્ભીક અને સ્થિર જોઈને, મદોન્મત્ત હાથીનું રૂપ લે છે. પગ તળે કચડી નાંખવાની ધમકી આપે છે. સૂંઢ વડે આકાશમાં ઉછાળે છે, દંતશૂળોથી પ્રહાર કરે છે. -- - Page #472 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૪૨૩ ---તો પણ નિશ્ચલ રહેલા કામદેવ શ્રાવકને જોઈને અતિ રોષે ભરાયેલ એવો તે દેવ ભયંકર એવા દૃષ્ટિવિષ સર્પનું રૂપ ધારણ કરે છે. કામદેવ શ્રાવકના શરીરને ભરડો લઈ તે સર્પ તેની દાઢો વડે છાતીમાં ડંખ મારે છે. આવા અનેકાનેક ઉપસર્ગો પછી પણ કામદેવ શ્રમણોપાસક તેના સમ્યક્ત્વ અને પ્રતિમાથી ચલાયમાન થઈ ન શક્યો ત્યારે તે દેવ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ કામદેવની પ્રશંસા કરે છે. તેના વ્રત-નિયમની અનુમોદના કરે છે. ---૩૫મિ. . ૨ સામાન્ય વિપત્તિ અને સમસ્યામાં પણ અરિહંત પરમાત્મા, પંચ મહાવ્રતધારી સાધુ કે જિનપ્રજ્ઞપ્ત ધર્મથી વિચલિત થતા વર્તમાન શ્રાવકો સામે કામદેવ શ્રમણોપાસકનું જીવન અને કવન દેઢ ધર્મશ્રદ્ધા અને પ્રતિમાની નિશ્ચલતાનું દર્શન કરાવી જાય છે. ---નંદીષેણ મુનિ આત્મહત્યાના પ્રયત્નોમાં નિષ્ફળ ગયા, ચારણ મુનિએ બે વખત આત્મહત્યા કરતા તેને રોક્યા ત્યારે ગુરુચરણમાં વેષ સમર્પિત કરી વેશ્યાના ગૃહે જતાં પૂર્વે અભિપ્રહ ધારણ કરે છે કે મારે દરરોજ દશ-દશ મનુષ્યને પ્રતિબોધ પમાડવા, એક પણ ઓછો રહે અને બોધ પામી દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી ભોજન અને પાન કરવું નહીં, અંડિલ-માત્રુ (ઝાડો-પેશાબ) પણ ન કરવા, તેમ જ પ્રતિબોધ પામેલાને મારે જાતે દીક્ષા ન આપવી કારણ કે ગુરુનો જેવો વેષ હોય તેવો જ શિષ્યનો થાય છે. પ્રેમપાશથી બંધાયેલા નંદીષેણે ચારિત્રત્યાગ કર્યો હોવા છતાં શાસ્ત્રમાં કહેલું છે તેવું શ્રાવકપણે પાળે છે, દરરોજ દશ કે તેથી અધિકને પ્રતિબોધ કરી સંવિજ્ઞ ગુરુ પાસે દીક્ષા લેવા મોકલે છે......જયારે છેલ્લે દુર્મુખ સોની બોધ નથી પામતો ત્યારે પુનઃ દીક્ષા અંગીકાર કરી, કર્મ ખપાવી મોક્ષે જાય છે. ---महानिशीथ सू. ८६५ से ८८४ આ દસ્તૃત સમ્યફદર્શન-દઢ શ્રદ્ધામાં શિખર સમાન છે. મોહને પ્રેમવશ થયેલો મનુષ્ય વેશ્યાના રંગરાગમાં પણ શ્રાવકપણું અને બીજાને ધર્માભિમુખ કરવાના અભિગ્રહની દઢતામાં જો ખાવું-પીવું-સંડાસપેશાબ આદિ રોકી શકતો હોય તો સામાન્ય ગૃહસ્થધર્મી માટે તે કેટલું અનુકરણીય છે તે દર્શાવતી દીવાદાંડી સમાન આ પ્રસંગ છે. * શ્રાવક અને તત્ત્વજિજ્ઞાસા :---પછી તે પ્રદેશી રાજાએ કેશી શ્રમણ પાસે બેસી પૂછ્યું : હે ભગવંત! તમારા શ્રમણ નિર્ઝન્થોમાં એવી સમજ છે, એવી પ્રતિજ્ઞા છે, એવી દૃષ્ટિ છે, એવી રુચિ છે, એવો હેતુ છે, એવો ઉપદેશ છે, એવો સંકલ્પ છે, એવી તુલા છે, એવું માન છે, એવું પ્રમાણ છે અને એવું સમોસરણ છે કે--- “જીવ જુદો છે અને શરીર જુદું છે?'' ---જો એમ હોય તો મારો દાદો મરણ પામીને કોઈ નરકમાં નૈરયિક થયો હોય ને?.....મારા પર અપાર પ્રીતિવાળો દાદો મને આવીને કેમ સમજાવતો નથી કે પાપકર્મના યોગે નરકની આવી ભયંકર યાતના વેઠવી પડે?...... ---જો એમ હોય તો મારી દાદી શ્રમણોપાસિકા હતાં....સ્વર્ગમાં દેવી થવાં જોઈએ ને?હું મારી દાદીનો વહાલો પૌત્ર હતો, તે કેમ આવીને કહેતાં નથી કે તું પણ ધાર્મિક થજે. ---રાવપfa . દફ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન ---આવા અનેક પ્રશ્નોત્તર રાજા કરે છે, એ હતી શ્રાવકની તત્ત્વજિજ્ઞાસા. અને કયાં આજના શ્રાવકો કે જે કાનને ગમે તેવી વાતો માટે વક્તાને આશ્રીને વ્યાખ્યાનશ્રવણ કરવા તો જાય છે પણ તત્ત્વજિજ્ઞાસા સંતોષવા વિદ્વાન પાસે જતા નથી. ---ત્યારબાદ જે જયંતિ શ્રાવિકા ભગવાન મહાવીરની વાણી સાંભળી, અવધારી, હૃષ્ટ-તૃષ્ટ થઈ, ભગવંતને વંદન કરી, નમીને પૂછે છે કે–જીવો શાથી ગુરુપણું--ભારેકર્મીપણું પામે છે! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી? સર્વે ભવસિદ્ધિકો મોક્ષે જશે કે નહીં? જો સર્વે ભવસિદ્ધિકો મોક્ષે જશે તો લોક ભવસિદ્ધિક જીવોથી રહિત થઈ જશે?...ઇત્યાદિ. ---. શ. ૧૨, ૩. ૨, p. ૬૨૬ આજના સામાયિકમંડળોમાં જતાં શ્રાવિકા માટે આ જયંતિ શ્રાવિકાના પ્રશ્નો એ તત્ત્વજિજ્ઞાસાની અનોખી પ્રતિભાનું દર્શન કરાવીને ગુરુ પર્યાપાસના માટેનો ઉત્તમ રાહ ચીંધે છે. * શ્રાવક અને ચારિત્રરાગ :---ત્યારે વિષયોથી વિરક્ત અને સંયમ-આસક્ત મૃગાપુત્રે માતાપિતાને જઈને આમ કહ્યું---મેં પાંચ મહાવ્રત સાંભળ્યાં છે. તિર્યંચ યોનિ અને નરકમાં દુ:ખે છે તેમ સાંભળેલ છે. હું સંસારરૂપ સાગરથી વિરક્ત થયો છું. હું પ્રવ્રજયા લઈશ. મને સંમતિ આપો. હું ભોગ ભોગવી ચુક્યો છું. તેઓ વિષફળની જેમ અંતે કટુ પરિણામવાળા છે અને નિરંતર દુઃખદાયી છે. આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે. શરીરનો મને મોહ નથી, તેમાં આનંદ નથી. ..આપની સંમતિથી જરા અને મરણની બળતા આ લોકમાંથી સારભૂત એવા આત્માને હું બચાવી લઈશ...(જ્યારે માતા-પિતા શ્રમણજીવનની દુષ્કરતા અને કઠોરતા સમજાવે છે ત્યારે મૃગાપુત્ર કહે છે કે, તમે જે કહ્યું તે ઠીક છે પણ સંસારમાં જેની તૃષ્ણા મરી ગઈ તેને માટે કંઈ દુષ્કર નથીનરક વગેરે ચાર ગતિરૂપ પરિણામવાળા જરા-મરણરૂપ ભયના સાગર સંસારમાં ભયંકર જન્મ-મરણ સહ્યાં છે... ---ઉત્ત. સ. ૧૬ (આ રીતે ખૂબ સુંદર સંવાદ માતા-પિતા અને મૃગાપુત્ર વચ્ચે ચાલે છે જે ખરેખર મનનીય છે. ચારિત્રની તીવ્ર ઝંખના અને ચારિત્ર જ સાચું છે. તે સિવાય બધું જ મિથ્યા છે તે વાત આ શ્રાવકપુત્રના જીવનમાં વણાઈ છે.) --પરમાત્માના મુખેથી દ્વારિકા નગરીનો વિનાશ થવાની વાત જાણે છે ત્યારે શ્રીકૃષ્ણ વાસુદેવ વિચારે છે કે--હું અધન્ય છું, પુણ્યહિન છું, રાજ્યના અંતઃપુરમાં મનુષ્યજીવન સંબંધી કામભોગોમાં આસક્ત છું...દીક્ષિત થવા માટે સમર્થ નથી. દ્વારિકા નગરીમાં ઉદ્દઘોષણા કરાવે છે કે અરિહંત પરમાત્મા અરિષ્ટ નેમિ પાસે જેઓ મુંડિત થઈ પ્રવ્રજિત થવાની ભાવના રાખતાં હોય તે બધાંને કૃષ્ણ વાસુદેવ આજ્ઞા આપે છે. તેની પાછળ જે કોઈ નિરાશ્રિત હશે તેને માટે કૃષ્ણ વાસુદેવ યથાયોગ્ય આજીવિકાનો પ્રબંધ કરશે અને દીક્ષા લેનારનો મહાન ઋદ્ધિ સત્કારપૂર્વક દીક્ષા મહોત્સવ ઊજવશે. ત્યાર પછી પદ્માવતીદેવી અહંત અરિષ્ટનેમિ પાસે ધર્મકથા સાંભળી તેને હૃદયંગમ કરી આનંદવિભોર બની ગઈ, સંતુષ્ટ થઈ યાવત્ પ્રસન્ન થઈ, વંદન-નમસ્કાર કરી કહે છે કે, હે ભગવન્! હું નિર્ચન્જ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું. આપ જે કહો તે સત્ય છે. કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પામી હું દીક્ષા ગ્રહણ કરીશ.... કૃષ્ણ વાસુદેવ Page #474 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૨૫ ભગવને ત્રણ પ્રદક્ષિણા દઈ કહે છે, આ પદ્માવતી મારી પટ્ટરાણી છે. મારા માટે ઇષ્ટ છે, કાન્ત છે, પ્રિય ] છે, મનોજ્ઞ છે, શિષ્યાના રૂપમાં આપને ભિક્ષા આપું છું. આપ શિધ્યારૂપ આ ભિક્ષાનો સ્વીકાર કરો. ---अन्तकृतदशावर्गः५ अ. १ આ સમગ્ર કથનમાં શ્રીકૃષ્ણ અને તેની પટ્ટરાણીનો ચારિત્રરોગ પ્રતિબિંબિત થાય છે. દીક્ષા લેનારના ભાવો અને ન લઈ શકનારની મનોવ્યથાનું કવન આજના શ્રાવકો માટે પ્રેરક પ્રતિભારૂપ છે. શ્રાવક તેને જ કહેવાય જેને આવો ચરિત્રરાગ હોય અને ચારિત્રગ્રહણ ન થઈ શકવાનું અહર્નિશ દુઃખ હોય. ---ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણી જણાવે છે કે અરે! રક્ષણ વગરની એવી મને તમે ઝેરી સર્પના ડંખ ન અપાવો, નિર્જલ નદીમાં મને ઊભી ન રાખો, દોરડા વગરના સ્નેહપાશમાં જકડાયેલી મને મોહમાં ન સ્થાપો, કેમકે આ મારાં પુત્ર, પુત્રી, ભત્રીજાઓ છે, આ જમાઈ છે, આ માતા-પિતા છે, આ મારા ભર્તાર છે. આ મને ઇષ્ટ પ્રિય મનગમતા કુટુમ્બીવર્ગ, સ્વજનો, મિત્રો, બન્ધવર્ગ, પરિવારવર્ગ છે તે અહીં પ્રત્યક્ષ જ ખોટા માયાવાળા છે.......ઈષ્ટ, મિષ્ટ, પ્રિય, સ્નેહી, કુટુમ્બીજન વગેરે ત્યાં સુધી જ સંબંધ રાખે છે કે જ્યાં સુધી તે દરેકનો પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિના વિરહમાં ન કોઈ કોઈની માતા, ન કોઈ કોઈના પિતા... ન કોઈ કોઈના ઈષ્ટ, મિષ્ટ, પ્રિય, કાન્ત, કુટુમ્બી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ પરિવાર છે......ધર્મ એ જ ધન, ઇષ્ટ, પ્રિય, કાન્ત, પરમાર્થ હિતકારી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ છે....આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુષ્કર નથી અર્થાત્ તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. ---RI. સ. 1, રૂ. ૨, ૪. ૨૪૪૪ આ સમગ્ર કથાનકમાં તે બ્રાહ્મણી શ્રાવિકાના મનોગત ભાવોમાં સંસારના સગપણનું સ્વાર્થીપણું અને સંયમધર્મની ઈતા થકી ચારિત્રનો રાગ દર્શાવે છે. * શ્રાવક અને ભગવદ્ વિનય –ભંભસાર પુત્ર કોણિક રાજાને સંદેશવાહક પાસેથી પરમાત્મા મહાવીર પધાર્યાના સમાચાર મળ્યા....એવા રાજા આદરથી જલદીથી ચંચળ થઈ સિંહાસન ઉપરથી ઊઠ્યા. ઊઠીને નીચે ઊતરીને શ્રેષ્ઠ વૈર્ય, રિષ્ટ તેમ જ અંજન નામનાં રત્નોથી જડિત, ચમકતી, મણિરત્નથી શોભિત પાદુકાને પગમાંથી ઉતારી, પાંચ રાજચિહ્નોનો ત્યાગ કર્યો તે આ પ્રમાણે--તલવાર, છત્ર, મુકુટ, પાદુકા અને ચામર પછી ફાટ્યા તથા સીવ્યા વિનાનું એક ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું. અંજલીપુટ કરીને જે દિશામાં ભગવાન બિરાજમાન હતા તે તરફ સન્મુખ સાત-આઠ પગલાં આગળ ગયા. ડાબો ઢીંચણ ઉપર રાખ્યો, જમણો ઢીંચણ જમીન ઉપર રાખ્યો અને પોતાના મસ્તકને જમીન ઉપર નમાવ્યું. નમાવ્યા પછી થોડા નમ્ર થયા....હાથ ઊંચા કરી, મસ્તકે અંજલી કરીને કહ્યું, અરિહંત ભગવંતોને નમસ્કાર હો.....શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો... મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક એવા પ્રભુને હું વંદન કરું છું..... -સૌષતિજ સૂત્ર-૧ર –પ્રતિભાવંત ગણાતા શ્રાવકો પણ તીર્થસ્થળે જતાં જ્યારે પહેલાં ભોજનશાળા, ધર્મશાળાની સગવડ વિચારે છે તેમના માટે કે સંઘયાત્રાર્થે નીકળેલા વાહનવિહારી શ્રાવકો માટે એક ઉચ્ચતમ આદર્શ અહીં કૌશિક રાજા-શ્રાવક સ્વરૂપે પ્રતિબિંબિત કરી જાય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન –તે દેવાનંદા બ્રાહ્મણી પણ ધાર્મિક યાન પ્રવરથી નીચે ઊતરે છે. ઊતરીને ઘણી કુલ્ક દાસીઓ ને યાવત માન્ય પુરુષના સમૂહથી પરિવૃત થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ પ્રકારના અભિગમ વડે જાય છે. તે આ પ્રમાણે–સચિત દ્રવ્યનો ત્યાગ કરવો, અચિત દ્રવ્યનો ત્યાગ ન કરવો, વિનયથી શરીરને અવનત કરવું, ભગવંતને ચક્ષુથી જોતાં અંજલી કરવી, મનની એકાગ્રતા રાખવી..... ત્યાં આવીને ભગવંત મહાવીરને વંદન કરે છે, નમે છે. પોતાના પરિવાર સહિત ઊભી રહીને શુશ્રુષા કરતી, નમતી, અભિમુખ રહીને બે હાથ જોડી યાવત ઉપાસના કરે છે. – મા. શ. ૬, ૪. ૨૨, p. ક૬૧ શ્રાવકમાંથી ટ્રસ્ટી બનેલ વહીવટીગણને માટે તેમ જ પરમાત્મા સન્મુખ જતા શ્રાવકજન માટે પરમાત્મા કે ગુરુવર્યો પાસે જાય ત્યારે રાખવી જોઈતી દ્રવ્ય-ભાવશુદ્ધિનું ઉત્તમ દૃષ્ટાંત દેવાનંદા શ્રાવિકાના જીવન અને કવનમાંથી પ્રેરણાદાયી તત્ત્વદર્શન કરાવી જાય છે. * શ્રાવક અને ગોચરીભક્તિ :–તે વખતે વિજય ગાથાપતિ શ્રમણ મહાવીરને આવતા જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થયો. આસનથી ઊઠ્યો, સિંહાસનથી ઊતરી પાદુકાનો ત્યાગ કરી એક સાડી ઉત્તરાસંગ કરી, મસ્તકે અંજલી કરી સાત-આઠ પગલાં સન્મુખ આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કર્યા અને પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિશ એમ વિચારી સંતુષ્ટ થયો. પ્રતિલાભતા પણ સંતુષ્ટ થયો, પ્રતિલાગ્યા બાદ પણ સંતુષ્ટ થયો અને ત્યાર પછી તે વિજય ગાથાપતિ દ્રવ્યશુદ્ધિ, દાયક શુદ્ધિ અને પાત્રશુદ્ધિથી તથા મન-વચન-કાયાની શુદ્ધિથી દાન વડે પ્રભુને પ્રતિલાલવાથી દેવનું આયુષ્ય બાંધી, સંસાર અલ્પ કર્યો. – મા. શ. ૧૬, દૂ. ૨૬ | વિજય ગાથાપતિના જીવન અને કવન થકી ગોચરી વહોરાવવા પૂર્વે શ્રાવકે કરવાની વિધિ તથા વહોરાવતાં પૂર્વે કે પશ્ચાત કેવા ભાવો હોય તો સંસાર અલ્પ થાય તેનું પ્રતિભાવંત ઉદાહરણ પ્રાપ્ત થાય છે. ---તંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા. શ્રમણ નિર્ચન્થોને નિર્દોષ અને ગ્રાહ્ય ખાન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ, પાટીયું, શયા, સંથારો અને ઔષધ એ બધું આવી યથા પ્રતિગૃહિત તપકર્મ વડે આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. – મા. શ. ૨, ૩. ફ, . ૧૨ આ સૂત્ર થકી વર્તમાન શ્રાવકને એક રાહ-નિર્દેશ મળે છે કે માત્ર ભાત-પાણી જ નહીં પણ સંયમોપયોગી સર્વે વસ્તુ વહોરાવી લાભ લેવો જોઈએ. * શ્રાવક અને વ્રત-નિયમ :–ત્યારપછી તે કચ્છલ્લ નારદે પાણી છાંટીને અને દર્ભ પાથરીને પોતાનું આસન બિછાવ્યું. બેસીને પાંડુ રાજા, રાજ્ય યાવત અંતઃપુરના સમાચાર પૂછડ્યા. તે સમયે કુંતીદેવી અને પાંચ પાંડવોએ કચ્છલ નારદનો આદર સત્કાર કર્યો. તે સમયે દ્રૌપદીદેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરક્ત, પૂર્વકૃત પાપકર્મનું પ્રાયશ્ચિત્ત ન કરનાર તથા આગામી પાપોનું પ્રત્યાખ્યાન ન કરનાર એવા અવિરત જાણી તેનો આદર ન કર્યો, આવેલ છે તેવી નોંધ પણ ન લીધી, ઊભી પણ ન થઈ અને ઉપાસના પણ ન કરી. –જ્ઞાતા. કુ., .9૬, ફૂa-૧૬ Page #476 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | / ૪૨૭ દ્રોપદીના જીવન અને કવનથી તેનાં વ્રત-નિયમની દઢતાયુક્ત પ્રતિભાનું દર્શન થાય છે, જે ગમે ત્યાં મસ્તક નમાવતા આજના શ્રાવક-શ્રાવિકા માટે દષ્ટાંતરૂપ છે. ---સુબાહુકુમારે ઊઠીને પ્રભુને વંદન-નમસ્કાર કરી નિવેદન કર્યું કે, હે ભગવન્! હું નિર્ઝન પ્રવચનમાં શ્રદ્ધા કરું છું...હું પાંચ મહાવ્રતો અંગીકાર કરવામાં સમર્થ નથી તેથી હું પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોનું જેમાં વિધાન છે તેવા બાર પ્રકારના ગૃહસ્થધર્મને આપની પાસેથી અંગીકાર કરવા ઇચ્છું છું. --વિપ૪િ કુ. ૨, . , - ૨૭ ચારિત્ર ન જ લઈ શકે તેવા શ્રાવકોને બાર વ્રતો પણ અંગીકાર કરવાં એ જ આ વાતનો નિષ્કર્ષ છે. આનંદ ગાથાપતિના વ્રત-નિયમનું સંક્ષિપ્ત વર્ણન ફક્ત ટૂંકા મુદ્દાઓમાં– તે વાણિજ્યગ્રામમાં અતિ ધનાઢ્ય એવો આનંદ નામે ગાથાપતિ હતો. ૧૨ કરોડ સુવર્ણ, ૪૦ હજાર ગાયો આદિ ધન-સંપત્તિ હતી, રાજા-મંત્રી-સાર્થવાહો તેની સલાહ લેતા, સુંદર રૂપવાન પત્ની હતી. તે કાળે શ્રમણ ભગવંત મહાવીરનો ધર્મોપદેશ સાંભળી ગૃહસ્થધર્મને અનુરૂપ અનેક વ્રત-નિયમો પ્રહણ કર્યા : (૧) વાવજજીવ મન-વચન-કાયા વડે ઘૂળ હિંસા કરું નહીં-કરાવું નહીં. (૨) વાવજજીવ બે કરણ અને ત્રણ યોગ વડે મૃષાવાદ કરું નહીં--કરાવું નહીં. (૩) જીવનપર્યન્ત દ્વિવિધ-ત્રિવિધ અદત્ત-આદાન કરું નહીં-કરાવું નહીં. (૪) શિવાનંદા પત્ની સિવાય બાકીની સ્ત્રી સાથે મૈથુનવિધિનું પ્રત્યાખ્યાન. (૫) ૧૨ કોટિ સુવર્ણ સિવાયના બાકીના સુવર્ણનો ત્યાગ. --૪૦ હજાર ગાયો સિવાયના બાકીનાં ચતુષ્પદોનું પ્રત્યાખ્યાન. --૫૦ હજાર વિઘા સિવાયના ક્ષેત્ર-વાસ્તુનું પ્રત્યાખ્યાન. --૧OOO ગાડાંથી વધારાના ગાડાનું પ્રત્યાખ્યાન. (૬) એક સુગંધી અંગલુછણ ટુવાલ) સિવાયનાં બધાં અંગલૂછણનું પ્રત્યાખ્યાન --એક લીલા જેઠીમધના દાતણ સિવાય બાકીના દાતણનો ત્યાગ. --મધુર આમળા સિવાય સર્વે ફળોનો ત્યાગ. ---શતપાક, સહસંપાક સિવાયના સર્વે માલિશ તેલોનો ત્યાગ. --એક સુગંધી ગંધચૂર્ણ સિવાયના બાકીના ઉદ્વર્તનનો ત્યાગ. --આઠ ઓષ્ટિક ઘડાથી વધુ પાણી નો ત્યાગ. --એક ક્ષૌમ યુગલ સિવાયનાં વસ્ત્રોને ત્યાગ. --કુંકુમ-કેસર-ચંદનાદિ સિવાયનાં વિલેપનોનો ત્યાગ. --શુદ્ધ કમળ અને માલતીનાં પુષ્પો સિવાય બધાં પુષ્પોનો ત્યાગ. --કાનનાં આભરણ અને વીંટી સિવાય બધાં અલંકારોનો ત્યાગ. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] L[ જૈન પ્રતિભાદર્શન --અગર, શિલારસ, લોબાનનો ધૂપ સિવાયના બધા ધૂપોનો ત્યાગ. --એક કાષ્ઠપેય સિવાયના તમામ પાન-પેયનો ત્યાગ. --ઘેવર અને ખાંડના ખાજા સિવાય બીજાં પકવાનોનો ત્યાગ. - બાસમતી સિવાયના બધા ચોખાનો ત્યાગ. --વટાણા, મગ, અડદ સિવાયની બધી દાળનો ત્યાગ. --શરદ ઋતુના ગાયના ઘી સિવાય બધા ઘીનો ત્યાગ. --વાસ્તુ, ચૂયૂ અને દૂધી સિવાયના શાકનો ત્યાગ. --પાલકા માધુર રસ સિવાયનાં બધાં પીણાંનો ત્યાગ. --ઍધાડુ, કાંજીવડા, દાળવડા સિવાયના ફરસાણનો ત્યાગ. --વરસાદ સિવાયનાં બધાં પાણીનો ત્યાગ. --પાંચ સુગંધી પદાર્થયુક્ત પાન સિવાયના મુખવાસનો ત્યાગ. (૭) ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ. (૮) દેશાન્તર મોકલવા યોગ્ય વહાણો સિવાય બહાર ગમનાગમન ન કરવું. આ અને આવાં અનેક વ્રત-નિયમો ગ્રહણ કરે છે, પરિપાલન કરે છે....ઇત્યાદિ. --ઉપાસ% સ. ૧ શ્રાવકોના વ્રત-નિયમની પ્રતિભા દર્શાવતા અનેક પ્રસંગોની સાપેક્ષતાએ વિચારતાં આ ઋદ્ધિસંપન્ન-ધનાઢ્ય શ્રાવક આનંદ ગાથાપતિનું જીવન એક અદ્દભુત આદર્શ સમાન છે, જેની પ્રશંસા ખુદ વીર પરમાત્માએ કરી અને શ્રેષ્ઠ દશ શ્રમણોપાસ કમાં આદ્ય સ્થાન આપેલ છે. * શ્રાવક અને દાનભાવના –તે રાજગૃહની બહાર નાલંદા ગામમાં લેપ નામનો એક ગૃહસ્થ નિવાસ કરતો હતો. તે ઘણો ધનવાન, તેજસ્વી અને સર્વત્ર પ્રસિદ્ધ હતો. તે મોટામોટા ભવનોથી, શયન, આસન, યાનો અને વાહનોથી પરિપૂર્ણ હતો. તેમને ત્યાં ઘણા માણસોને અશન--પાણી આપવામાં આવતા હતા...તે લેપ ગાથાપતિ શ્રમણોપાસક હતો. જીવ-અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા હતો....તેનો નિર્મળ યશ જાતમાં ફેલાયેલો હતો. દુ:ખી જીવો માટે તેના ઘરનાં દ્વાર સદા માટે ખુલ્લાં રહેતાં હતાં. તે શ્રમણ નિગ્રન્થોને શુદ્ધ અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યનું દાન કરતો હતો તે લેપ ગાથાપતિની નાલંદાની બહાર ઇશાન ખૂણામાં એક શેષદ્રવ્યા'' નામની જલશાળા પણ હતી... ---(૧૦ કુ. ૨, ૪. , ફૂ. ૭૬૪ આટલા સામાન્ય વર્ણનમાં તે શ્રાવક દાનભાવ ની ત્રણ વાત રજૂ કરી દીધી. શ્રમણને દાન, ગૃહસ્થોને દાન અને દુ:ખી માટે અનુકંપાની આ હતી લે. ગાથાપતિ શ્રાવકની દાનભાવના. શ્રાવક અને શૌર્યપ્રતિભા –જ્યારે નાગનો પૌત્ર વજ્જ રથમુસલ સંગ્રામમાં ઊતર્યો ત્યારે તે આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે-- “રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતા મને જે પહેલા મારે તેને મારે Page #478 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [૪૨૯ મારવો કલ્પ, બીજાને મારવા કલ્પ નહીં.....રથમુસલ સંગ્રામમાં સમાન વયવાળો, સમાન ત્વચાવાળો અને સમાન અસ્ત્રશસ્ત્રાદિ ઉપકરણવાળો એક પુરુષ રથમાં બેસીને શીધ્ર આવ્યો, ત્યારબાદ તે પુરુષ નાગના પૌત્ર વણને એમ કહ્યું કે “હે નાગપૌત્ર વરુણ ! તું પ્રહાર કર.” ત્યારે નાગપૌત્ર વણે ઉત્તર આપ્યો કે હે દેવાનુપ્રિય! જયાં સુધી હું પ્રથમ ન હણાઉં ત્યાં સુધી મારે પ્રહાર કરવો ન કલ્પ, માટે તું જ પહેલો પ્રહાર કર. ત્યારે તે કુપિત થયેલો, ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે....નાગપૌત્ર વરુણને સખ્ત ઘાયલ કરે છે. ત્યારબાદ સખ્ત ઘવાયેલો નાગપૌત્ર વરુણ પણ ધનુષ્ય-બાણને ગ્રહણ કરે છે અને તે પુરુષને એક ઘાએ પત્થરના બે ટુકડા થાય તે રીતે જીવિતથી જુદો કરે છે. ---૦ શ. ૭, ૩. ૬, જૂ. ૨૦૬ અહીં શ્રમણોપાસક એવા ગૃહસ્થો પણ શૂરવીરતાથી લડી શકતા હતા તે અને પોતાની પ્રતિજ્ઞાના પાલનપૂર્વક પ્રતિભાવંત ધનુષ-બાણ ચલાવનાર યોદ્ધાપણાનો પરિચય આવી જાય છે. નિર્માલ્યતાને અહિંસક ભાવમાં ખપાવનાર વર્તમાન વણિકો માટે દિશાસૂચક દૃષ્ટાંત છે. * શ્રાવક અને પરસ્પર ધર્મચર્ચા –તે કાલે આલભિકા નામે નગરી હતી. તે નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ ધનિક યાવત કોઈથી પરાભવ ન પામે તેવા અને જીવ-અજીવ તત્ત્વના જ્ઞાતા હતા. કોઈ એક દિવસે એકત્ર મળેલા, આવેલા, એકઠા થયેલા અને બેઠેલા તે શ્રમણોપાસકોનો આ પ્રકારે વાર્તાલાપ થયો, “હે આર્ય! દેવલોકમાં કેટલા કાલ સુધી સ્થિતિ કહી છે?' દેવસંબંધી સત્ય હકીકતથી વાકેફ ઋષિભદ્રપુત્રે તે તે શ્રમણોપાસકને કહ્યું--હે આર્ય! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષની કહી છે. ત્યારપછી એકસમય અધિક, બે સમય અધિક યાવત્ અસંખ્ય સમયાધિક કરતા ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે....અન્ય શ્રાવકો આ અર્થની શ્રદ્ધા–પ્રતીતિ-રુચિ કરતા નથી....શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા...ભગવંતને વાંદી-નમીને તે શ્રાવકોએ પૂછ્યું, ભગવંતે કહ્યું હે આર્યો! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે કહ્યું એ વાત સાચી છે.... તે શ્રાવકો ભગવંતને વાંદી-નમીને ઋષિભદ્રપુત્ર શ્રાવક પાસે જઈને વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. ---T૦ શ. ૧૧, ૩. ૨૨, - ફર૬ આ દૃષ્ટાંત શ્રાવકોનો સ્વાધ્યાપ્રેમ-ધર્મચર્ચા-નમ્રતાનું દર્શન કરાવે છે. દેરાસરજી કે ઉપાશ્રય બહાર ઓટલે બેસી વિકથામાં મગ્ન રહેતા શ્રાવકોને માટે આગમકાલીન શ્રાવકોની સ્વાધ્યાય પ્રતિભાનું આ અભુત ઉદાહરણ છે. * શ્રાવક અને ધર્મજાગરણ :–ઉદાયન રાજાને મધ્યરાત્રીને સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો--તે ગામ, આકર, નગર, બેડ, કર્બર, મડલ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબધ અને સન્નિવેશ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. તે રાજા, શેઠ, તલવર યાવત સાર્થવાહ પ્રમુખને ધન્ય છે, જેઓ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે યાવત પર્યાપાસના કરે છે. જો શ્રમણ ભગવંત મહાવીર એક ગામથી બીજે ગામ જતાં યાવત અહીં સમોસરે અને આ વીતભય નગરે પધારે તો હું પણ વંદન યાવત્ પર્યાપાસના કરું. ---મા. શ. ૧૨, ૩. ૬, જૂ. ૬૭ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન ત્યારપછી મધ્યરાત્રિમાં ધર્મજાગરણ માટે જાગતા એવા ભદ્રનંદી શ્રાવકના મનમાં આવો સંકલ્પ થયો કે-તે ગામ, નગર, આકર, જનપદ અને સન્નિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે. તે રાજા, ઇશ્વર આદિને પણ ધન્ય છે, જે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે મંડિત થઈને દીક્ષિત થાય છે. તથા તે રાજા, ઇશ્વર આદિને પણ ધન્ય છે, જે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ ગૃહસ્થધર્મને અંગીકાર કરે છે. તે રાજા ઇશ્વર આદિ પણ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરની ધર્મદેશના સાંભળે છે. તે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ ગમન કરતા જો અહીં પધારે તો હું શ્રમણ ભગવંત પાસે મંડિત થઈ દીક્ષા અંગીકાર કરી લઉં. ---વિષા. છુ. ૨, ૪. ૨, જૂ. ૨૭ આ બંને પ્રસંગોમાં ધર્મજાગરણ જેને સુદક્ષ જાગરિકા કહે છે તેનો નિર્દેશ છે. રાત્રિના અનિદ્રાથી પીડાતા શ્રાવકો માટે દિશાસૂચક છે. પ્રાયઃ લુપ્ત બનેલી ધર્મજાગરણની પ્રવૃત્તિ માટે આ બંને પ્રતિભાવંત શ્રાવકોનું જીવન અને કવન પૂર્વકાલીન રાત્રિચર્યાને ઉજાગર કરે છે. * શ્રાવકની ઇન્દ્ર દ્વારા પ્રશંસા :—હે અર્જુન્નક! તને ધન્ય છે. હે દેવાનુપ્રિય ! તારું જીવન સફળ છે કે જેને નિર્પ્રન્થ પ્રવચનમાં આ પ્રમાણેની પ્રતિપત્તિ પ્રાપ્ત થઈ છે અને આચરણમાં લાવવાના કારણે સમ્યક્ પ્રકારથી સન્મુખ આવી છે. હે દેવાનુપ્રિય! દેવોના ઇન્દ્ર અને દેવરાજ શક્રે સૌધર્મ કલ્પમાં, સૌધર્મ સભામાં ઘણા દેવોની મધ્યમાં સ્થિત થઈને મહાન શબ્દોથી આ પ્રમાણે કહ્યું--નિઃસંદેહ જંબૂદ્રીપનામક દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ચંપાનગરીમાં અર્હન્નક નામનો શ્રમણોપાસક જીવ, અજીવ આદિ તત્ત્વનો જ્ઞાતા છે. તેને નિશ્ચયથી કોઈ દેવ કે દાનવ નિર્પ્રન્થ પ્રવચનથી ચલાયમાન કરવામાં યાવત્ સમ્યક્ત્વથી વ્યુત કરવામાં સમર્થ નથી... ---જ્ઞાતા. બ્રુ. ૧, ૧. ૬, જૂ. ૬૭ અહીં શ્રાવકના સમ્યકૃત્વ અને દૃઢ પ્રતિજ્ઞપણાની ઇન્દ્ર સ્વમુખે પ્રશંસા કરતો પ્રસંગ છે. વિચારો કે કેવા પ્રતિભાવંત શ્રાવકો હશે! આજના ‘અહોરૂપમ્--અહોધ્વનિ' યુગમાં વર્તતા શ્રાવકો માટે ધર્મમંઝીલ કેટલી દૂર છે તે વાત અહીં પ્રતિબિંબિત થાય છે. * શ્રાવક અને રાજા પ્રતિબોધકતા :—તે કાળે ચંપાનગરી....જિતશત્રુ રાજા...સુબુદ્ધિ મંત્રી એકદા...અનેક રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહ સાથે ભોજન...વિપુલ અશન-પાન--ખાદિમ--સ્વાદિમ લીધા બાદ જિતશત્રુ રાજા કહે છે : અહો દેવાનુપ્રિયો! તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ઉત્તમ વર્ણ યાવત્ ઉત્તમ સ્પર્શથી યુક્ત છે. ઉત્તમ રસ-ગંધ-વર્ણ-રૂપથી યુક્ત છે. આસ્વાદન કરવા યોગ્ય છે. પુષ્ટિકારક છે. બળને દીપ્ત કરનાર છે...(ઇત્યાદિ). ત્યારે શ્રાવકમંત્રી એવા સુબુદ્ધિએ મૌન ધારણ કર્યું પણ રાજાના કથનનો આદર ન કર્યો...એક વખત જિતશત્રુ રાજા ઘોડેસ્વારી માટે નીકળ્યો. એક ખાઈ પાસેથી પસાર થયો. તેનું પાણી ચરબી, નસો, માંસ, લોહી અને પરૂથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું....અમનોજ્ઞ રૂપ, રસ, ગંધ, વર્ણથી યુક્ત હતું. તેની અશુભ ગંધથી ગભરાઈને રાજાએ ઉત્તરીય વસ્ત્ર વડે પોતાનું મુખ ઢાંકી દીધું. એક તરફ ચાલ્યો ગયો. સાથેના રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહને કહ્યું કે, અહો દેવાનુપ્રિયો! આ ખાઈનું પાણી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી અમનોજ્ઞ અત્યંત અશુભ છે...ત્યારે પણ સુબુદ્ધિ મંત્રી મૌન રહ્યો...સુબુદ્ધિને એવો અધ્યવસાય ઉત્પન્ન થયો. અહો જિતશત્રુ રાજા સત્, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ્ય અને Page #480 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૪૩૧ ક અદ્ભુત જિન ભગવાન પ્રરૂપિત ભાવોને નથી જાણતા તેથી મારા માટે શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સત, તત્ત્વરૂપ, તથ્ય, અવિતવ્ય અને અદ્દભુત જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોનો સમજાવું અને તે વાતને અંગીકાર કરાવું...(એ રીતે જિતશત્રુ રાજાને પ્રતિબોધ કરે છે.) રાજા સુબુદ્ધિ મંત્રી પાસે ધર્મ સાંભળીને, મનમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને. પાંચઅણુવ્રત તથા સાત શિક્ષાવ્રતોને ગ્રહણ કરે છે. ---જ્ઞાતા. કુ. ૧, . ૨૨, દૂ. ૧૪૨ કેવા હશે એ પ્રતિભાવંત શ્રાવકો! જે આ રીતે રાજાને પ્રતિબોધ કરી ધર્મમાર્ગે વાળતા હતા. * શ્રાવક અને રાજવી અવસ્થામાં પણ ધર્મકરણી –(ચક્રવર્તી ભરતે છ ખંડ પૃથ્વી જીતી લીધા પછી)...વિનીતા રાજધાની પાસે પહોંચી ૪૮ ગાઉ લાંબો, ૩૬ ગાઉ પહોળો પડાવ નાખ્યો... વાર્ધકીરત્નને પૌષધશાળા નિર્માણ કરવા કહ્યું....પૌષધશાળામાં જઈ અઠ્ઠમ તપ કર્યો..યાવત્ સ્નાનાદિથી નિવૃત્ત થઈ પારણું કર્યું. રાજ્યાભિષેક પૂર્વે પણ અઠ્ઠમ તપ કર્યો.)...આદર્શગૃહમાં ગયા....સરી પડેલી મુદ્રિકા જોઈ સમસ્ત આભૂષણો ઉતાર્યા...અંતરમાં શુભ ભાવના પ્રગટી કે આ શરીરમાં શોભા જેવી કઈ વસ્તુ છે? (આ રીતે કેવળજ્ઞાન સુધીની યાત્રા શ્રાવકપણામાં કરી.) ---નં. ૩. ૨, . ૨૨૧-૨૨૨ * શ્રાવક અને અંતિમ આરાધના :–એક વખત લાગ મળતાં રાણી સૂર્યકાંતાએ રાજા પ્રદેશીને ખોરાકમાં ઝેર આપી દીધું.....રાજા પ્રદેશના શરીરમાં તીવ્ર વસમી વેદના ઊપજી...રાણી ઉપર લેશમાત્ર રોષ ન કરતા પૌષધશાળાએ ગયો, ત્યાં જઈ પ્રમાર્જના કરી, શૌચ અને લઘુશંકાની જગ્યા તપાસી, પૂર્વાભિમુખ થઈ ડાભના સંથારામાં પલ્યકાસને સ્થિર બેઠો. હાથ જોડી, માથું નમાવી આ પ્રમાણે બોલ્યો--અરિહંત ભગવંતોને નમસ્કાર, મારા ધર્મોપદેશક અને ધર્માચાર્ય કેશીકુમારને નમસ્કાર. હું તેમને વારંવાર નમું છું. મેં પહેલાં પણ સ્થલ પ્રાણાતિપાત આદિ પ્રતિજ્ઞા કરી છે. હમણાં પણ તેમની સાક્ષીએ સર્વ પ્રકારના પ્રાણાતિપાત વગેરેના ત્યાગનો નિયમ કરું છું. નહીં કરવા જેવા સર્વ કાર્યનો ત્યાગ કરું છું; જીવતાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું, આ શરીરનો પણ છેલ્લા શ્વાસોશ્વાસે વોસિરાવું છું. એમ કહીને પૂર્વે કરેલ કાર્યોની આલોચના કરી, પ્રતિક્રમણ કરી, કાળ માસે મરણ આવતાં સમાધિપૂર્વક કાળ કરી સૂર્યાભ દેવ થયા. --રાખશ્રી . સૂત્ર-૬૦ લગભગ લુપ્તપ્રાયઃ બનેલી શ્રાવક-અંતિમ-આરાધના વિધિનું અહીં પ્રદેશ રાજાના જીવન અને કવન થકી નિદર્શન છે. સમાધિમૃત્યુ શબ્દ બોલવા કે લખવાથી આવું મૃત્યુ મળતું નથી પણ ઉક્ત વિધિના પરિપાલનથી મળે છે. એ જ સાચું જૈન પ્રતિભાદર્શન છે. –નાગના પૌત્ર વરુણનો એક પ્રિય બાલમિત્ર રથમુસલ સંગ્રામ કરતો હતો. સખ્ત ઘાયલ થયો....સંગ્રામમાંથી બહાર નીકળ્યો. ઘોડાઓને વિસર્જિત કર્યા, પટના સંથારા ઉપર બેઠો. પૂર્વ દિશા સન્મુખ બેસીને વાવત અંજલી કરીને આ પ્રમાણે બોલ્યો : “હે ભગવન્! મારા પ્રિય બાલમિત્ર નાગપૌત્ર વરુણને જે જે શીલવ્રતો, ગુણવ્રતો, વિરમણવ્રતો, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ હોય તે મને પણ હો.” એમ કહીને બખ્તર છોડે છે, શલ્ય કાઢે છે. અનુક્રમે કાળધર્મ પામે છે....મરીને તુરત જ મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સિદ્ધિને પામશે. --. શ. ૭, ૩. ૬, જૂ. ૨૭૬ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન અહીં શ્રાવકની કરણીથી કિંચિત અજ્ઞાત એવા શ્રમણોપાસકની પ્રતિભાનું દર્શન છે. જેને ફક્ત પોતાનો મિત્ર કંઈક ધર્મકરણી કરતો હતો તે જ સ્મરણ છે. છતાં ભાવસમાધિથી એકાવતારી પણાની પ્રાપ્તિ થઈ છે. * શ્રાવક અને કુટુમ્બવ્યવસ્થા ઃ—જ્ઞાતાધર્મકથા નામક આગમમાં સાતમા અધ્યયનમાં (પંચ મહાવ્રતના ઉપદેશ સ્વરૂપે) રોહિણીની વાત આવે છે, જે સમગ્ર અધ્યયનનો ટૂંકસાર અહીં નોંધેલ છે. શ્રાવક પોતાની કુટુંબવ્યવસ્થા માટે કેવી બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા, તેનો પરોક્ષ ઉલ્લેખ મળે છે. ધન્ય સાર્થવાહને ચાર પુત્રવધૂ છે. ઉજિઝકા‚ ભોગવતી, રક્ષિકા અને રોહિણી. કુટુંબમાં આધારભૂત પુત્રવધૂ કઈ છે તે જાણવાની ઇચ્છા થઈ. ચારે કુળવધૂને પાંચ-પાંચ સાલિ (ચોખા કે ડાંગરના દાણા) આપે છે તે દાણાનું સંરક્ષણ અને સંગોપન કરવા જણાવે છે, તેમજ માગે ત્યારે પરત આપવાનું કહે છે. પ્રથમ કુલવધૂ ઉજિઝકાએ પાંચે દાણા ફેંકી દીધા, વિચાર્યું કે પિતાજી માગશે ત્યારે ભંડારમાંથી આપી દઈશ. બીજી કુલવધૂ ભોગવતી દાણા છોલીને ખાઈ ગઈ. ત્રીજી કુલવધૂ રક્ષિકાએ આ દાણા કંઈક મહત્ત્વના હશે તેમ વિચારી રત્નના દાબડામાં મૂકી દીધા. ચોથી કુલવધૂ રોહિણીએ પાંચે દાણાના સંરક્ષણસંગોપન માટે પોતાના પિયર મોકલી દાણાને ખેતરમાં વાવી દીધા, જે કાલક્રમે પુનઃ પુનઃ વાવતાં અને ઊગતાં જતાં ગાડાં ભરાય તેટલા થયા. પાંચ વર્ષ બાદ ધન્ય સાર્થવાહે ચારે કુલવધૂ પાસે દાણા પાછા માગી કુલવધૂનું પરીક્ષણ અને મૂલ્યાંકન કર્યું. દાણા ફેંકી દેનાર ઉજિઝકાને કચરા-પાણી જેવું દાસીને યોગ્ય કૃત્ય સોંપ્યું, દાણા ખાઈ જનાર ભોગવતીને રસોઈ--ખાંડવું--પીસવું વગેરે કૃત્ય સોંપ્યું, દાણા સાચવી રાખનાર રક્ષિકાને ભંડાર સાચવણીનું કાર્ય સોંપ્યું અને પાંચ દાણામાંથી પાંચ વર્ષમાં ગાડાં ભરાય તેટલા દાણા કરનાર રોહિણીને સમગ્ર કુલ-ગૃહની વડેરી અને સલાહકાર તરીકે નિમણૂંક આપી. ---જ્ઞાતાધર્મ. શ્રુત-૧, ૩. ૭ * શ્રાવક અને માતૃભક્તિ :---અભયકુમારે શ્રેણિક રાજા પાસેથી પોતાની નાની (અપ૨) માતાના દોહદની વાત સાંભળી કહ્યું કે, હે તાત! આપ ચિંતા ન કરશો. મારી નાની માતાને અકાળે જે મેઘનો દોહદ થયો છે તે મનોરથની પૂર્તિ કરવા પ્રયત્ન કરીશ...અભયકુમાર પૌષધશાળામાં જાય છે, પૌષધ કરે છે. બ્રહ્મચર્ય ધારણ કરીને...ડાભના સંથારે સ્થિત થઈ અક્રમનો તપ કરી દેવલોકસ્થિત પૂર્વભવના મિત્ર દેવનું સ્મરણ કરે છે...દેવ પ્રગટ થાય છે....નાની માતા--ધારિણીની અકાળે મેઘ માટેની ઇચ્છાને પૂર્ણ કરે છે. ---જ્ઞાતાધર્મ. કુ. ૧, ૬. ૧, સૂત્ર ૨૨ અભયકુમારના જીવન--કવનનો અહીં તો અતિ અલ્પ અંશમાત્ર છે. પણ શ્રમણોપાસકની સગી માતા જ નહીં અપર માતા પરત્વે પણ કેટલી અદ્ભુત ભાવભક્તિ હશે તે પ્રતિભાનું દર્શન થાય છે. * શ્રાવક અને જીવનશૈલી :---તે શ્રેણિક રાજાને ધારિણી નામે રાણી હતી....પોતાના મુખમાં પ્રવેશતો એવો હાથી સ્વપ્નમાં જોઈને જાગી...શય્યામાંથી ઊભી થઈ...જ્યાં શ્રેણિક મહારાજાની શય્યા છે ત્યાં આવે છે. શ્રેણિક રાજાને ઇષ્ટપ્રિય-કાન્ત-મનોહર...આદિ ગુણયુક્ત વાણી વડે જગાડે છે...શ્રેણિક રાજાની અનુમતિથી ભદ્રાસન ઉપર બેસે છે...શ્રેણિક રાજાને પ્રણામ કરી સ્વપ્નની વાત જણાવે છે...શ્રેણિક રાજા પણ Page #482 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૩૩ આ અર્થને સાંભળે છે, હૃદયમાં અવધારે છે, હર્ષિત-સંતુષ્ટ થાય છે...ધારિણીદેવીના સ્વપ્નની પ્રશંસા કરે છે. સ્વપ્નફળનું કથન કરે છે....ધારિણીદેવી તે અર્થ સાંભળે છે, હર્ષિત થાય છે, સંતુષ્ટ થાય છે, શ્રેણિક રાજાના કથનને યથાર્થ પણે સ્વીકારે છે...પોતાની શય્યામાં આવી દેવ અને ગુરુજન સંબંધી ધર્મકથા સંભારીને શુભ સ્વપ્નનું રક્ષણ કરવા જાગરણ કરે છે. ---જ્ઞાતાધર્મ. કુ. ૧, . , સૂત્ર ૧૩-૧૪ અહીં શ્રાવક-શ્રાવિકાની જીવનશૈલીનું ઉત્તમ પ્રતિભાદર્શન છે. રાજા-રાણીની અલગ શય્યા, રાત્રિના જગાડવા છતાં પતિનું શાંત-સૌમ્ય સ્વરૂપ, પરસ્પર પ્રીતિ અને એકમેકની વાતનું સુસંવાદીપણું, રાણીઓને પણ દેવ-ગુરુની કથાનો સ્વાધ્યાય ઈત્યાદિ પરમ અનુકરણીય છે. * શ્રાવક અને ઋદ્ધિસિદ્ધિ –ત્યારપછી મહાબલકુમારનાં માતા-પિતા એવા પ્રકારનું પ્રીતિદાન આપે છે. આઠ કોટિ હિરણ્ય, આઠ ક્રોડ સોનૈયા, ઉત્તમ આઠ મુગટ, ઉત્તમ આઠ કુંડલયુગલ, આઠ હાર, આઠ અર્ધહાર, આઠ સટાહાર, એ જ પ્રમાણે મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, આઠ કડાની જોડી, આઠ બાજુબંધની જોડી, આઠ રેશમી વસ્ત્રની જોડ...આઠ શ્રી-હ--ધતિ--કીર્તિ-બુદ્ધિ અને લક્ષ્મીદેવીની પ્રતિમા...૮૦ હજાર ગાય ઇત્યાદિ. (આ વર્ણન એટલું બધું લાંબું છે કે લગભગ દોઢ પેજમાં આ સંપત્તિનું વર્ણન આવે છે. તે ઉપરથી કલ્પી શકાય કે તે શ્રાવકની ઋદ્ધિ-સિદ્ધિ કેટલી બધી હશે.) ---મા. શ. 99, . ૧૧, સૂત્ર ૬૨૬ ---તે આનંદ ગાથાપતિનું ચાર કરોડ સુવર્ણ નિધાનમાં, ચાર કરોડ સુવર્ણ વ્યાજમાં, ચાર કરોડ સુવર્ણ ધન-ધાન્યાદિમાં રોકાયેલ હતું, દશ હજાર ગાયોનું એક વ્રજ એવાં ચાર વ્રજો હતાં....ઇત્યાદિ. --૩૫. સ. 9 ---ત્યાં ઘણા શ્રાવકો રહેતા હતા. એ શ્રાવકો અઢળક ધનસંપત્તિવાળા અને દેદીપ્યમાન હતા. તેઓના રહેવાના આવાસો મોટા અને ઊંચા હતા, તેઓની પાસે ઉત્તમ શય્યા, આસનો અને ગાડાં વગેરે હતાં, વહાણો અને બળદો વગેરે પુષ્કળ વાહનો હતાં, સોનું--રૂપું પણ ઘણાં હતાં, તેઓ વ્યાપાર-વાણિજ્ય કરી ધનને વધારવામાં કુશળ હતા, બીજી પણ અનેક કળામાં કુશળ હતા, તેઓને ત્યાં વિપુલ પ્રમાણમાં ભોજનસામગ્રી રહેતી અને ભોજન કરનારા પણ અનેક રહેતા હતા. તેઓને ત્યાં અનેક નોકર-ચાકર-- ગાય--પાડા--ઘેટાંઓનો સમૂહ હતો. કોઈપણ કાર્યમાં પરાવલંબી ન હતા...તેઓની ઉદારતાને લીધે દરવાજા પાછળ રહેતો ઉલાળિયો ઊંચો જ રહેતો હતો. તેમનાં અંતઃપુર પણ પ્રીતિ ઉપજાવે તેવાં હતાં. તેઓ શીલવ્રત, ગવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસો વડે આઠમ--ચૌદશ-અમાસ અને પૂનમે પરિપૂર્ણ પૌષધને આચરતા હતા. ---મા. શ. ૨, , ૬, સૂત્ર ૧૨૦ વર્તમાન કાળે કોઈને શાલિભદ્ર આદિ ઋદ્ધિયુક્ત શ્રાવકની ઉપમા અપાય છે ત્યારે આ સર્વે આગમકાલીન શ્રાવક-શ્રાવિકાની ઋદ્ધિ-સિદ્ધિ એ એક એવું પ્રમાણ આપણી સમક્ષ રજૂ કરે છે કે ખરેખર આપણાં શ્રાવક--શ્રાવિકાની સંપત્તિ પ્રતિભા કેટલી ઉચ્ચતમ કોટિની હશે! - આ તો અતિ સંક્ષેપમાં, અતિ અલ્પ દૃષ્ટાંતોમાં અને શ્રાવક જીવન પ્રતિભા દર્શન કરાવતાં બહુ જ થોડા મુદ્દામાં સાગરમાં બિંદુ સમાન ગણાય તેવું માત્ર નમૂનારૂપ વર્ણન છે. ખરેખર આગમનો સાદ્યન્ત અભ્યાસ કરવામાં આવે તો અનેક મુદ્દામાં, પ્રચુર દષ્ટાંતો વડે આપણે જેને પ્રતિભાદર્શન પામી શકીએ. Page #483 -------------------------------------------------------------------------- ________________ વાંચે ... એનું ... હૈયુ ... નાચે થ્રિી તીર્થકર ર્યારિત્ર) ૧૦. ધન્ય બની ધરા શ્રી ઋષભદેવ ભગવાન ર૦-૦૦ આસ્થાના ઓજસ શ્રી અજિતનાથ ભગવાન ૨૦-૦૦ શ્રી સંભવનાથ ભગવાન ખૂલે આંખ રતન લાખ શ્રી અભિનંદન સ્વામી ભગવાન ૨ ૦-૦૦ શ્રી સુમતિનાથ ભગવાન ગ્રન્થ ખૂલે ગ્રથિ તૂટે શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાન ૨૦-૦૦ લાગે લગન બૂઝે અગન શ્રી સુપાર્શ્વનાથ ભગવાન ૨૦-૦૦ આંખ નરમ સપના ગરમ શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન ૩૦-૦૦ અન્તરની ઉજાસ શ્રી સુવિધિનાથ ભગવાન ૩૦-૦૦ પરમાર્થના પુષ્પો શ્રી શીતલનાથ ભગવાન ૩૦-૦૦ બિન્દુ એક સિન્ધ અનેક શ્રી શ્રેયાંસનાથ ભગવાન ૩૦-૦૦ તણખો ઝરે મનખો ફળે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન ૩૦-૦૦ ૧૧, કરે જતન મળે રતન શ્રી વિમલનાથ ભગવાન 3 0-0 0 ૧૨. તૂટે તાર ખૂલે દ્વાર શ્રી અનન્તનાથ ભગવાન ૩૦-૦૦ ૧૩. સૂકા તન ભીનાં મન શ્રી ધર્મનાથ ભગવાન 30-0 0 ૧૪. જ્ઞાન ભીના અન્તરીયા શ્રી શાંતિનાથ ભગવાન 3o-oo ૧૫. દષ્ટિ ખૂલે મુક્તિ મીલે શ્રી કુંથુનાથ ભગવાન ૩૦-૦૦ શ્રી અરનાથ ભગવાન ૧૬. ભીના અંતર સુખ સમંદર શ્રી મલ્લીનાથ ભગવાન 30-0 0 ૧૭. ઉદધિ ઉલ્લસે ઉર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન ૩૦-૦૦ ૧૮. સંસ્કૃતિના સુવર્ણ શિખરે શ્રી રામાયણ ૩૫-૦૦ ભાવ ભરે ભવ તરે શ્રી નેમિનાથ ભગવાન ૩૦-૦૦ ૨૦-૨૧ ભીનાશ ભઈ ઉજાશ - ૧ - ૨ શ્રી નેમિનાથ ભગવાન ૬૦-૦૦ ૨૨. જ્યોતિ જલે જિંદગી ફળે શ્રી પાર્શ્વનાથ ભગવાન ૩૦-૦૦ ૨૩-૨૪ ઉછળે ઉમિ અખ્તરમાં - ૧ - ૨ શ્રી મહાવીર સ્વામી ભગવાન ૮૦-૦૦ આંખ ઝંખે પાંખ (પ્રેસમાં) શ્રી જંબૂસ્વામી ચરિત્ર ૫૦-૦૦ ૨૬. પલ પલ પલટે પાંખ રત્નસાર, ૨૫-૦૦ ૨૭. ખસીજા ધસીજા વસીજા (વૈરાગ્ય શતક ભાવાનુવાદ) ૨૫-૦૦ ૨૮, આંસુ લુછે આંખ જયાનંદ કેવળી. ૩૦૦-૦૦ ૨૯. જાગે આતમરામ ભીમસેન ૫ ૦-૦ ૦. તરંગવતી - 3o-oo • સતના ત્રાજવે - ૨૦-૦o ૦ આભ ઉચેરો આભાપતિ - ૩૫-oo ૨૫. ૮-00 ૧૦- 0 0 ૧ ૦ ૦ 0 મુનિવર્ય શ્રી ઉદયકીર્તિસાગરજી મ. આલેખીત પુસ્તકો ચીનગારી ૨૫-૦૦ જાણો અને માણો બહોત ગઈ થોડી રહી ૮-૦૦ ફાનસના અજવાળે જરા થોભો ૮-૦૦ ઘમ્મરવલોણું યુવાનોને સંદેશ ૧૦-૦૦ : સંપર્ક સૂત્ર : શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર વિજાપુર ૩૮૨ ૮૭૦ ફોનઃ ૨૦૯ Page #484 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] T ૪૩૫ જિનાલયોના જીર્ણોદ્ધાર અને નિમણમાં વિશિષ્ઠ યોગદાન [મંદિરોની પ્રતિષ્ઠાઓ, જીર્ણોદ્ધારના પાવક પ્રસંગો અને સોનેરી સંસ્મરણો] સંકલનકાર : પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજ મરુધર દેશમાં આવેલ જાલોર જિલ્લામાં માલવાડા ગામ જે નગરમાં આજ સુધીમાં ચાલીશચી વઘારે દીક્ષાઓ થઈ છે. આ પવિત્રભૂમિ માલવાડાના વતની પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં અને શ્રુતસાહિત્યના પ્રચાર-પ્રસારમાં ભારે રસ લાગ્યો છે-- માલવાડાના વતની, સંસારી નામ ધનપાલભાઈ, સંસારી પિતા ઉત્તમચંદજી અને સંસારી માતા રંગુબહેન, સં. ૨૦૩૭ના મહા શુદ ૬ના દીક્ષા લીધી. સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી તેમજ અવનવા પ્રકાશનો પ્રગટ કરવાની તેમની દિલચસ્પી! ખરેખર દાદ માંગી લે છે. તેમના પ્રકાશનોમાં રત્નસંચય ભાગ૧-૨ તથા સાગરમાં મીઠી વીરડી (પ્રાચીન સજઝાય), પાર્શ્વનાથ ચરિત્ર (ગદ્યમાં) અને વિવિધ તીર્થકલ્પનું ગુજરાતી) ભાષાંતર ભારે લોકાદર પામ્યાં છે. નવું નવું સંશોધન-સંપાદનનું તેમનું કાર્ય ચાલુ જ છે. ધર્મકાર્યોમાં શ્રાવકોનું યોગદાન ઉપરE સુંદર માહિતી સંકલન કરીને આપણી સમક્ષ રજૂ કરી છે. આ ગ્રંચયોજનામાં પૂજ્યશ્રીનો સારો એવો સહયોગ મળ્યો છે. – સંપાદક * પાટણમાં કુબેરદત્ત નામે દરિયાઈ વ્યાપારી હતો, તેના ઘરે રત્નજડિત જિનાલય હતું. જેનું ભોંયતળિયું રત્નોથી જડેલું હતું અને ચંદ્રકાન્ત મણિની જિનપ્રતિમા હતી. * એક સમયે ચંદ્રાવતી નગરીના ૩૬૦ કરોડપતિઓ વારાફરતી આબુજી ઉપર જિનાલયોમાં ઠાઠમાઠથી પૂજા ભણાવતા. વંથલીના નગરશેઠ ભીમા સાથરીયાએ ગિરનાર પર શ્રી નેમિનાથ ભગવાનને મહા કિંમતી ઝવેરાતનો હાર પહેરાવેલો અને ગિરનારના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ દ્રવ્ય આપવાનું વચન આપેલ. == = = Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન * આચાર્ય ધર્મઘોષસૂરિજીનો ઉપદેશ સાંભળી હરિફેણ ચક્રીએ પોતાના ધનભંડારમાંથી દરેક ગામે જિનાલયો બંધાવા આજ્ઞા કરી, ઠાઠથી પ્રતિષ્ઠા કરાવી અને અંતે તેઓ રાજ્ય છોડી, સંયમ લઈ, કેવળી બની મોક્ષે ગયેલ. મહાપા નામના નવમા ચક્રવર્તીએ ભરતક્ષેત્રમાં કરોડો જિનાલયો બનાવેલાં તથા ૩૨OOO રાજાઓને જૈન બનાવ્યા. મહારાણા સર ફતેસિંહરાવે શ્રી કેસરિયાજી તીર્થના પ્રતિમાજી માટે સવાલાખની આંગી અર્પણ કરેલ. * પદ્મ નામના ચક્રવર્તી પોતાની માતાની ઇચ્છા પૂર્ણ કરવા દરરોજ એક જિનાલયનું નિર્માણ કરતા. * પાટણના સિધાવા નામના શરાફે સં. ૧૪૨૮માં આઠ જૈનમંદિરો બંધાવેલાં. થરાદના આભૂ સંઘવીએ ૧૫૧૦ નવી પ્રતિમાઓ ભરાવેલ તથા સાડાત્રણ કરોડ સોનારૂપાના ફૂલો વડે શત્રુંજય તીર્થને વધાવેલ. સંઘવી દયાલશાહે ૧ કરોડ રૂપિયા ખર્ચીને નવમાળનું જિનાલય બનાવેલ જે હાલ દયાલશા કિલ્લા નામે પ્રસિદ્ધ છે. દોશી રત્નાશાહે ચિત્તોડના કિલ્લામાં ભવ્ય જિનાલય બનાવેલ. હેમચન્દ્રસૂરિજીના ઉપદેશથી મંત્રી આંબડે ઉદાવસતિમાં ૨૪ દેરીઓ બંધાવી અને ઉદયનવિહાર નામ આપ્યું. ધોળકાના શેઠ ધવળના પુત્ર તથા શેઠ વૈરસિંહે તે જિનાલય ઉપર સોનાના કળશો ચડાવેલ. મંત્રી આંબડે ભરૂચના શકુનિકાવિહારમાં બે કરોડ દ્રવ્ય ખર્ચો જીર્ણોદ્ધાર કરાવેલ. આભડ વસાહે ત્રણ લાખ સોનામહોર સુધીનું પરિગ્રહ પરિમાણવ્રત લીધેલ. દ્રવ્ય વધી જતાં ૨૪ ભગવાનનાં ૨૪ જિનાલયો અને ૮૪ પૌષધશાળા બંધાવેલ તથા સાતેય ક્ષેત્રમાં ૯૦ લાખ સોનામહોર વાપરેલ. શ્રેણિક મહારાજા દરરોજ મહાવીપ્રભુ જે દિશામાં વિચરે તે દિશામાં સાત આઠ ડગલાં આગળ જઈ ૧૦૮ સોનાના જવથી સ્વસ્તિક કરતા. જ્યારે આબુ ઉપર જિનાલયો બંધાતાં તે વખતે કારીગરો ધીરે ધીરે કામ કરતા ત્યારે અનુપમાદેવીએ કહ્યું કે આરસ ઘડતા જેટલો ભૂકો પડશે તેની ભારોભાર સોનું આપવામાં આવશે. કુંડકોલી નગરના સોમદેવ રાજાએ પ00 સોનાનાં અને ૧૭00 લાકડાનાં જિનાલય બંધાવેલાં અને કરોડો મનુષ્યો સાથે શત્રુંજય ઉપર આદીનાથની સ્તુતિ કરેલ. બાહડ મંત્રીએ ૬૩ લાખ સોનામહોર ખર્ચીને ગિરનારજી તીર્થના પગથિયાં બંધાવી રસ્તો સુગમ બનાવ્યો અને શત્રુંજયના જિનાલયો માટે ૨૪ ગામ અને ૨૪ બગીચા ભેટ આપેલાં. રાજીયા વાજીયા શેઠ ગંધારથી ખંભાત આવીને વસ્યા. વ્યાપારમાં ધનસંપન્ન થવાથી ખંભાતમાં ૧૨ થાંભલાવાળુ, છ દરવાજાવાળુ ભવ્ય જિનાલય બનાવ્યું. આ શેઠે ખંભાતમાં આવીને એક જ વર્ષમાં Page #486 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૩૭ ૨૩ લાખ રૂપિયા ખર્ચીને ઘણાને સહાય કરેલી તેથી કહેવાય છે કે “ગંધારના રાજીયા વાજીયા ખંભાત બંદરે ગાજીયા.” જ્યારે વસ્તુપાલમંત્રી સંઘ લઈ ગિરનાર જાય છે તે વખતે અનુપમાદેવી ભાવવિભોર બનતાં પોતાના ગળામાં રહેલા ૩૨ લાખના દાગીના પ્રભુને પહેરાવી દે છે. પછી એક કરોડ પુષ્પો વડે પૂજા કરે છે. ગિરનારથી શત્રુંજય જતા લલિતાદેવીએ ૩૨ લાખના દાગીના આદિનાથને પહેરાવી દીધા. દાનવીર જગડુશાહે ૧૦૮ જિનાલયો બંધાવ્યાં, શત્રુંજયના ત્રણ સંઘ કાઢ્યા, ભદ્રેશ્વરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ધર્મનંદન રાજાએ શત્રુંજય ઉપર યક્ષે આપેલી રસકૂપિકાથી કોટિભાર પ્રમાણ સોનુ બનાવી ૧૦ ભાઅમાણ સોનાનાં ૧OO જિનબિંબો, ચાંદીનાં એક લાખ જિનબિંબો, પિત્તળનાં નવ લાખ જિનબિંબો અને પાષાણનાં ૯૦ લાખ જિનબિંબો ભરાવીને શાસનપ્રભાવના કરી. માંડવગઢનો જાવડશાહ જે “લઘુશાલિભદ્ર” કહેવાતો તેણે પાંચ જિનાલય બંધાવ્યાં, તેમાં ૧૧ શેર સોનાની, ૨૨ શેર ચાંદીની એમ બે પ્રતિમા બનાવેલ. પ્રતિષ્ઠામાં ૧૧ લાખ દ્રવ્યનો ખર્ચ કરેલ. * ગંધારના ઇન્દ્રજી પોરવાલે હીરસૂરિજીના ઉપદેશથી ૩૬ જિનાલયો બંધાવેલાં. કૃષ્ણમહારાજાએ ગિરનારજી ઉપર સોનારૂપા અને મણિનાં મંદિરો બંધાવેલાં. દશાર્ણભદ્ર રાજાએ “વીર પ્રભુ પધાર્યા' એવી વધામણી આપનાર વ્યક્તિને સાડાબાર લાખ ચાંદીના દ્રમક અને પોતાના અંગ ઉપરનાં બધાં જ આભૂષણો ભેટ આપેલ. વઢવાણના રત્નાશેઠે વસ્તુપાલના સંઘના ૭ લાખ માણસોની સંઘપૂજા અને સાધર્મિક ભક્તિ કરેલ તથા સંઘવીને દક્ષિણાવર્ત શંખ અર્પણ કરેલ. સંપ્રતિ મહારાજાએ ભરતક્ષેત્રના ત્રણ ખંડમાં દરેક ગામમાં સાધર્મિક વાત્સલ્ય કરેલ. અને ૭00 દાનશાળા ખોલેલ. ગોવિંદચંદ્ર રાજાના પુત્ર જયન્તચંદ્ર ૧૮ લાખ સોનામહોર દીનદુ:ખીજનો પાછળ ખર્ચેલ. * મહારાજા અશોકે વટેમાર્ગુઓ માટે અડધા અડધા ગાઉના અંતરે પાણીની પરબો ખોલેલી અને તેની અન્નશાળામાં ૬OOOO બ્રાહ્મણો દરરોજ ભોજન લેતા. * દોલતાબાદના કરોડપતિ શેઠ જગતસિંહે ૭00 વસ્ત્રો, ૭00 સોનામહોરો, શ્રેષ્ઠ તાંબુલની સાથે સાધર્મિકોને આપેલ. * પુત્ર સંપતિએ કુલ સવા લાખ જિનમંદિરો બંધાવેલાં તથા છત્રીશહજાર જીર્ણોદ્ધાર કરાવેલા. * આમ રાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાડાત્રણ કરોડ સોનામહોર ખર્ચીને જિનાલય બનાવ્યું હતું. તેના મૂળ મંડપમાં સવાલાખ સોનામહોર તથા રંગમંડપમાં ૨૧ લાખ સોનામહોર વાપરી હતી. * પેથડમંત્રીએ સાત કરોડ સોનામહોર, વસ્તુપાલે અઢાર કરોડ સોનામહોર અને થરાદના આભૂ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન સંઘવીએ ત્રણ કરોડ સોનામહોર ખર્ચા શાસ્ત્રગ્રંથો લખાવ્યા હતા. સારંગ શેઠ સુવર્ણટકોની ઝોળી ભરીને ફરતા. રસ્તે ચાલતા, દુકાનમાં કે કોઈપણ ઠેકાણે જે નવકાર મંત્ર બોલે તેને એક સુવર્ણટંક આપતા હતા. જગડુશાહે કુલ આઠ અબજ અને સાડાછ કરોડ મણ અનાજ દુષ્કાળમાં આપ્યું હતું. જ્યારે આ દાનવીર મૃત્યુ પામ્યા ત્યારે દિલ્હીના શાહે ભરસભામાં મુગટ ઉતાર્યો હતો, સિંઘપતિએ બે દિવસ અન્નપાણીનો ત્યાગ કર્યો હતો અને રાજા અર્જુનદેવ ચોધાર રડ્યા હતા. * રાજા વિક્રમે એક કરોડ સોનામહોરથી આ. સિદ્ધસેન દિવાકરસૂરિજીનું ગુરુપૂજન કરેલું. * ચોરાશી હજાર સોનામહોર વાપરીને તૈયાર કરાવેલો નવો મહેલ પૂ. વાદિદેવસૂરિજીના ઉપદેશથી શાન્તનું મંત્રીએ ઉપાશ્રય તરીકે જાહેર કર્યો હતો. પેથડમંત્રીનાં ધર્મપત્ની જિનમંદિરે જતી વખતે રોજ સવાશેર સુવર્ણનું દાન આપતાં હતાં ત્યારે યાચકોની ભીડ જામતી હતી. * ભરૂચમાં મુનિસુવ્રતસ્વામી સન્મુખ આરતી-દીવો ઉતાર્યા પછી આપ્રદેવે ૩૨ લાખ દ્રવ્ય દીનદુ:ખીયાઓને આપેલું. મથુરાનગરીમાં પદ્માશાહે સવાલાખ સોનૈયા ખર્ચીને ભગવતીસૂત્રનો મહામહોત્સવ કરેલ અને ગોયમા' શબ્દ પાછળ એક એક સુવર્ણમુદ્રાથી પૂજા કરેલ. ભીનમાલના સોમદેવ શ્રાવકે ગુરૂભગવંતના પ્રવેશ વખતે સાચા મોતીની ગલી ઉપર ૫OO સોના મહોર મુકેલ. * આમ રાજાએ સવાકરોડ સોનામહોરથી બપ્પભટ્ટસૂરિજીનું ગુરુપૂજન કર્યું હતું. અને તેની આચાર્યપદવીમાં એક કરોડ સોનામહોર ખરચી હતી. તેજપાલ સોનીએ આચાર્ય હીરસૂરિજીના ઉપદેશથી સં. ૧૯૫૦માં શત્રુંજય ઉપર ઘણાં જિનમંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વસ્તુપાલ મંત્રી દરરોજ ૫OO મુનિઓની ભક્તિનો લાભ લેતા તદુપરાંત ૧OOO યાચકોને ભોજન કરાવતા હતા. લંકેશ્વર રાવણને ત્યાં જૈન ગૃહમંદિર હતું. જેમાં નીલરત્નની બનેલી ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા હતી, તેની રોજ ભક્તિ કરતો. રાજા રાવણે અષ્ટાપદ પર્વત ઉપર જિનની ભક્તિ કરતાં કરતાં તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. શ્રી હેમચન્દ્રાચાર્યની કુમારપાળ ૧૦૮ સુવર્ણકમળો દ્વારા નિત્ય પૂજા કરતા હતા. દયાના અવતાર ધનપાલ : એમના પિતાએ પુત્ર માટે ૩૬ હજાર ચરૂ દાટી રાખ્યા હતા. પણ ધનપાલ કવિએ ગરીબોની આગળ બધા ચરૂઓ ખાલી કરી દીધા. વળી, ભોજરાજાએ ચાર લાખ સોનામહોર ભેટ આપી તે પણ ટોળે વળેલા ગરીબોને ભેટ આપી દીધી હતી. Page #488 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૪૩૯ | * આચાર્ય તુલસીજી (તેરાપંથી)એ શત્રુંજયગિરિની પ્રશંસા કરી તેથી તેમના એક ભક્ત દાદાના ચરણમાં મહામૂલ્યવાન એક મણિની ભેટ ધરી, જે આજે પણ પેઢીમાં વિદ્યમાન છે. * જ્યારે હેમચન્દ્રાચાર્યનો અગ્નિસંસ્કાર થયો ત્યારે હજારો લોકો એકત્રિત થયા અને રાખ લેવા માટે એટલી મોટી પડાપડી થઈ કે જ્યાંથી લોકો માટી ઉઠાવવા માંડ્યા--ત્યાં મોટો ખાડો પડી ગયેલ, જેનું નામ હેમખાડ પડી ગયું. * મુંબઈ-મલબાર હિલ ઉપર વાલકેશ્વરમાં આવેલું શ્રી આદીનાથપ્રભુનું ભવ્ય મંદિર બાબુ અમીચંદ પન્નાલાલે બંધાયેલ છે. જૈન, જૈનેતર અને વિદેશીઓ પણ ખાસ દર્શનાર્થે આવે છે. * મુંબઈ નગરીના પ્રવેશદ્વાર સમા અગાસીનું મુનિસુવ્રતસ્વામીનું મંદિર શેઠ મોતીશાહે સં. ૧૮૯૨માં બંધાવેલ છે. મુંબઈ-ભાયખલાનું ભવ્ય મંદિર પણ મોતીશાહ શેઠની ભક્તિનું પ્રતીક છે. શત્રુંજયાવતાર જેવું આ તીર્થરૂપ બન્યું છે. * મુંબઈ પાસે થાણાનું હજારો વર્ષ જૂનું પ્રાચીન-મુનિસુવ્રતસ્વામીનું જિનાલય શ્રી નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાલ મહારાજાની સ્મૃતિ કરાવે છે. શ્રીપાલ-મયણાના જીવનપ્રસંગો તાજા થાય છે. સુરત ગોપીપુરામાં આવેલા હાથીવાળા દહેરાસરમાં સં. ૧૬૭૮માં શ્રી રત્નચંદ્રગણિએ પ્રાણપ્રતિષ્ઠા કરાવેલી. અમદાવાદના નગરશેઠના પૂર્વજ શાંતિદાસ શેઠે ચિંતામણિ મંત્રની આરાધના અત્રે કરી હતી. * નર્મદા નદીના કાંઠે આવેલ પ્રાચીન ભૃગુકચ્છ(ભરૂચ) જ્યાં આર્ય--કાલકસૂરિ, આર્ય ખપૂટાચાર્ય વગેરે આચાર્યો વગેરેએ આવી, આ ભૂમિને પાવન કરી છે. શાંતુ મહેતા અને અંબડ મંત્રીનો શકુનિકા વિહારમાં ઉલ્લેખ મળે છે. ધવલ શેઠનો પણ અત્રે ભેટો થયો હતો. શ્રીપાલ રાજા આ ભરૂચ નગરીમાં આવ્યાનો ઉલ્લેખ મળે છે. * ભરૂચ પાસે કાવી તીર્થમાં સાસુ વહુની સ્પર્ધાથી બે ભવ્ય જિનમંદિરોનું નિર્માણ થયું. આ. સેનસૂરીશ્વરજીએ આ બન્ને દેરાસરની સં. ૧૬૪૯ અને ૧૬૫૫ માં પ્રતિષ્ઠા કરી હતી. * ભરૂચ પંચતીર્થીમાં આવેલ ગંધારની જાહોજલાલી એક સમય પૂરબહારમાં હતી. સં. ૧૮૧૦માં હરકોર શેઠાણીએ આ ક્ષેત્રનો જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. સિદ્ધરાજના સમયમાં પ્રાચીન નામ દર્ભાવતી હાલ ડભોઈ તરીકે પ્રસિદ્ધ છે. વીર ધવલના મંત્રી તેજપાળે ૧૭૦ દેવકુલિકા સહિત અત્રેના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. માંડવગઢના પેથડ શાહે સં. ૧૩૨૦ લગભગમાં શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર બનાવેલું હતું. * વડોદરાના ઘણાં જિનમંદિરો પૈકી દાદા પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર વસ્તુપાલે કરાવેલો. સજ્જનમંત્રીએ અહીં મોટી રથયાત્રા કાઢી હોવાના ઉલ્લેખો મળે છે. * હેમચન્દ્રાચાર્ય અને કુમારપાળનો જ્યાં ભેટો થયો તે ખંભાતના પ્રાચીન મંદિરો પણ યાત્રા કરવા લાયક છે. ઉદયન મંત્રીએ અત્રે ઉદયનવસહી નામનું જિનમંદિર બંધાવ્યું હતું. * જૈનપુરી તરીકે પ્રખ્યાતિ પામેલા અમદાવાદમાં સં. ૧૯૦૩ માં શેઠ હઠીસીંગે ૮૪ દેરી સહિતનું મંદિર બંધાવ્યું--સરસપુરમાં શેઠ શાંતિદાસે ચિંતામણિ પાર્શ્વનાથનું બાવન જિનાલય મંદિર બંધાવેલું. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ] [ જૈન પ્રતિભાદર્શન * સં. ૧૧૫૫માં સજ્જન મંત્રીએ શંખેશ્વરમાં બંધાવેલ મંદિરનાં ખંડિયેરો આજે પણ મોજૂદ છે. ફરી સત્તરમા સૈકામાં બંધાયેલું છે. ભાવિકોને વર્તમાનકાલમાં આકર્ષી રહેલ છે તેવા શ્રી પ્રભાવશાળી શંખેશ્વર પાર્શ્વનાથજી છે ચૌદમા સૈકામાં ચારૂપ તીર્થમાં માંડવગઢના પેથડ શાહે મંદિર બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. પ્રાચીન ભીમપલ્લી ગામ આજનું ભીલડીય તીર્થ, જ્યાં સં. ૧૩૧૭ માં ભુવનપાલે જીર્ણોદ્ધાર કરાવી સોનાના ધ્વજદંડ ચઢાવ્યા હતા. સં. ૧૮૯૨માં ફરી પ્રતિષ્ઠા થઈ. * શત્રુંજય તીર્થનો છેલ્લો ઉદ્ધાર સં. ૧૫૮૭માં કર્મશાહે કરાવેલ. શાંતિ-સમાધિ અને સમતાનું અપૂર્વ સ્થાન આ સિદ્ધગિરિ તીર્થ છે. શેત્રુંજી ડેમ પર સં ૨૦૩૦માં શત્રુંજય પાર્થપ્રાસાદનું નૂતન નિર્માણ થયું. મુંબઈના શા. ખુમચંદ રતનચંદ જોરાજી તથા સોમચંદ ચુનીભાઈ વગેરેએ પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. * મહુવાના શેઠ જાવડ શાહે પણ શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. * અજયપાળ રાજાએ અજયનગર વસાવી શ્રી અજાહરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. પ્રભુના હવણ જળથી રાજાના ૧૦૭ રોગો નાશ પામ્યા હતા. ઉનાથી બે માઈલ દૂર અજારા તીર્થ આવ્યું છે. * ઉના પાસે દીવબંદરે કુમારપાળ મહારાજાએ બંધાવેલ જિનમંદિર પ્રાચીન જહોજલાલીની સાક્ષી પૂરે છે. અત્રે હરસૂરિજી મહારાજ ચાતુર્માસ પધાર્યા હતા. * શ્રી ભદ્રેશ્વરજી તીર્થ : જગડુશા દાનવીરની આ જન્મભૂમિ છે. વીર સંવત ૨૩ માં દેવચંદ્ર શ્રાવકે પાર્શ્વજિનનો પ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. મેવાડના કુંભારાણાએ સં. ૧૫૦૯માં અચલગઢ બંધાવેલ. ફરતો કિલ્લો છે. અત્રે મંદિરો છે. પ્રતિષ્ઠા ડુંગરપરના રાજા સોમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ સં. ૧૫૨૯માં શ્રી લક્ષ્મીસાગરસૂરિજીન હાથે કરાવી હતી. શ્રી જીરાવલા પાર્શ્વનાથનો નવો પ્રાસાદ સં. ૧૧૯૧માં શેઠ ધાંધલે કરાવેલો. જીરાવલા મંદિર સં. ૩૨૬માં કોડી નગરના શેઠ અમરાશાહે બનાવેલ હતું. શ્રાદ્ધરત્ન ધરણાશાહ પોરવાડની દૃષ્ટિનું દૃશ્ય ખડુ કરનાર ૧૪૪૪ થાંભલા સહિતનું શિલ્પના અવતારસમુ ભવ્ય ધરણવિહાર રાણકપુરમાં આવેલું છે. ૧૪૯૬માં સોમસુંદરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. પચાસ વર્ષ બંધાતા લાગેલા. ધરણાશાહે ૩૨ વર્ષની વયે બ્રહ્મચર્યવ્રત સ્વીકારી નલિનીગુલ્મ વિમાન જેવું બનાવવાનો સંકલ્પ કર્યો. કુંભારાણાના તેઓ મંત્રી હતા. રાજસ્થાનમાં કાપરડાજી તીર્થ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથજીનું ચાર મજલાનું ચૌમુખજી જિનમંદિર વિ. સં. ૧૬૭૮માં બંધાવી જેતારણનિવાસી ભાણજી ભંડારીએ પ્રતિષ્ઠા કરાવી હતી. સં. ૧૯૭પમાં શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિજી મહારાજે પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. * ચિત્તોડ વીરપુરુષોની ધરતી ગણાય છે. પ્રતાપરાણાને સહાય કરનારા ભામાશાહ અહીં થયા. Page #490 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૪૪૧ સત્તાવીશ દેરીના નામથી ઓળખાતું બાવનજિનાલય દર્શનીય છે. શ્રાવકોનું અત્રે પણ ઘણું મોટુ યોગદાન રહ્યું છે. ઉદેપુર : મેવાડની રાજધાની અને શક્તિશાળી રાણાઓની પરંપરા નગરીની વિશિષ્ટતાની સાક્ષી પૂરે છે. મહારાજા શ્રેણિક આવતી ચોવીશીમાં પ્રથમ શ્રી પદ્મનાભ તીર્થંકર થવાના છે. તેની સુંદર પ્રતિમાજી મૂલનાયક તરીકે અત્રે બિરાજમાન છે. ડુંગરપુર : ડુંગરપુરના રાજવી શાબાશાહના સમયમાં ગોપીનાથ ને સોમદાસ મંત્રીઓ હતા. તેમણે અહીં તથા બીજી ઘણા સ્થળે જિનમંદિર બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. ભારતની પ્રાચીન ઐતિહાસિક નગરી ઉજજૈન જ્યાં રાજવી ચંપ્રદ્યોત, સંપ્રતિ, વિક્રમાદિત્ય થયા હતા. ક્ષિપ્રા નદીને કાંઠે આવેલ આ નગરીમાં અવંતી પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. રાજા ભોજના સમયમાં કવિ ધનપાલ તેમજ શોભનમુનિ આ નગરીનાં રત્નો હતાં. શ્રીપાલ રાજાની નવપદ આરાધનાભૂમિ પણ આજ ભૂમિ છે. અત્રેના મહાકાલમંદિર સાથે આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીનું નામ સંકળાયેલું છે. માંડવગઢના સંગ્રામ સોની મંત્રીએ છૂટે હાથે લક્ષ્મીનો ઉપયોગ કરી મક્ષી, માંડવગઢ, ધાર, મંદસોર વગેરે સ્થળે ૧૭ જેટલાં જિનમંદિરો બંધાવ્યાં હતાં. ગિરિતીર્થ માંડવગઢમાં મંત્રી પેથડ શાહ, ઝાંઝણ શાહ, સંગ્રામસોની વગેરે પ્રભાવક પુરુષો થયા હતા. એક સમયે અત્રે ૩૦ જિનમંદિરો હતાં. ભોજરાજાએ સંસ્કૃત વિદ્યાલય અહીં સ્થાપ્યું હતું. રાજગૃહીનગરી : મગધની રાજધાની જ્યાં પ્રભુ મહાવીરે બાર ચાતુર્માસ કયા ત્યાંના આદર્શ રાજવીઓ અને શ્રેષ્ઠીઓના આદર્શ પરિચયો મળે છે. શ્રેણિક-અભયકુમારથી પ્રતિષ્ઠિત આ ભૂમિ મેતાર્ય મુનિ, શાલીભદ્ર, ધન્ના શેઠ, મેઘકુમાર, નંદિષેણ, અર્જુન માળી, કયવન્ના શેઠ, જેબૂસ્વામી, પ્રભાસ, શય્યભવસૂરિ, પૂણીયો વગેરે નામાંકિત મહાપુરુષોની જન્મભૂમિ છે. ધન્ય ભૂમિ અને ધન્ય ત્યાંના જિનભક્તો. જગતભરમાં પંકાયેલુ કલકત્તાનું બદરીદાસ બાબુનું કાચનું જિનાલય જોવાલાયક છે. સં. ૧૯૨૩માં તેની પ્રતિષ્ઠા થઈ. હીરા-માણેક, પન્ના, રત્ન-મણિથી સુશોભિત આ મંદિર ભારતભરમાં અજોડ અને અનુપમ છે. લખનૌ શહેરમાં ભ. મહાવીરસ્વામીનું શિખરબંધી દેરાસર સં. ૧૯૧૨માં ઝવેરી ઈદરચંદજી ખેમચંદજીએ બંધાવેલ. શિલ્પકલાના ઉત્તમ નમૂના અત્રે જોવા મળે છે. હસ્તિનાપુરએ અયોધ્યા જેટલી જ પ્રાચીન નગરી છે. ઋષભદેવ ભગવાનના ૨૧મા પુત્ર હસ્તિકુમારે આ નગરી વસાવી હતી શ્રેયાંસકુમારને હાથે ઋષભદેવ પ્રભુના વરસીતપનું પારણું અહીં થયું હતું. મલ્લિનાથ ભગવંતે છ રાજાઓને અહીં પ્રતિબોધ કર્યા હતા. અહીં જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા સુરત-રાંદેરના વીરચંદભાઈ ઝવેરીએ કરાવેલ. * કુમારગિરિ (ખંડગિરિ) જે દક્ષિણ ભારતની પ્રાચીન નગરી અંતરીક્ષની સમકાલીન ગણાય છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ] [ જૈન પ્રતિભાદર્શન સદીઓ જૂના પ્રાચીન લેખો મળે છે જેમાંના પ્રતિષ્ઠા લેખો, જીર્ણોદ્ધાર લેખો ઉપરથી પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. કલિગ દેશના રાજા ખારવેલ જૈનધર્મી હતા વગેરે ઘણા બધા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. શીરપુર (આકોલા-મહારાષ્ટ્ર)માં અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ શંખેશ્વર પાર્શ્વનાથની જેમ પ્રભાવપૂર્ણ રહી છે. માલી-સુમાલીએ વેળુની પ્રતિમા બનાવી હતી. તેની પ્રતિષ્ઠા સં. ૧૧૪૨ માં માલધારી શ્રી અભયદેવસૂરિજીએ કરી હતી. ત્યારબાદ ભાવવિજયજી ગણિવર્યે પુનઃ પ્રતિષ્ઠા કરેલ હતી. શત્રુંજય ગિરિરાજ ઉપરનાં જિનાલયો શત્રુંજયની તળેટીમાં બાબુનું મંદિર મુર્શિદાબાદનિવાસી રાયબહાદુર શ્રી ધનપતસિંહજીના માતુશ્રી મહતાબકુંવરના નામથી બંધાવેલ છે. સં. ૧૯૫૦માં આની પ્રતિષ્ઠા ધનપતસિંહજી તરફથી થયેલ. શત્રુંજય ઉપર ખરતરવસીની ટુંકમાં નરશી કેશવજીનું મંદિર છે તેની પ્રતિષ્ઠા સં. ૧૯૨૧માં કરવામાં આવેલ. સવા સોમાની ટુંક : શેઠ સવચંદ અને સોમચંદ નામના બન્ને શ્રેષ્ઠીઓની રકમથી આ ટુંક બંધાવેલી. છીપાવલીની ટુંક : ભાવસાર ભાઈઓએ વિ. સં. ૧૯૭૧માં આ ટુંક બંધાવી છે. આ ટુંકમાં છ મંદિરો છે બે ચમત્કારિક દેરીઓ કહેવાય છે. શ્રી સાકરવસી : શેઠ સાકરચંદ પ્રેમચંદ અમદાવાદવાળાએ વિ. સં. ૧૯૮૩માં બંધાવી છે. ઉજમફઈની ટૂંક : અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈનાં ફે ઉજમફઈએ આ ટૂંક વિ. સં. ૧૯૮૩માં બંધાવી છે. હીમવસી (શેઠ હેમાભાઈની ટૂંક) : અમદાવાદના નગરશેઠ હેમાભાઈએ આ ટુંક સં. ૧૮૮૨માં બંધાવી છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮૬માં થઈ છે. શ્રી પ્રમવસી (મોદી)ની ટુંક : અમદાવાદના શ્રીમંત વેપારી મોદી પ્રેમચંદ લવજીએ આ ટુંક વિ. સં. ૧૮૩૭માં બંધાવી છે. આ વેપારીએ શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. શ્રી બાલાપસીની ટુંક : ઘોઘા નિવાસી શ્રી દિપચંદભાઈ (હુલ્લામણું નામ બાલાભાઈ)એ વિ. સં. ૧૮૯૩માં આ ટુંક બંધાવી. મોતીશા શેઠની ટુંક : અઢારમી શતાબ્દીમાં મુંબઈના શ્રીમંત વેપારી શેઠ મોતીશાહે આ ટુંક બંધાવી. તેમના પુત્ર ખીમચંદભાઈએ શત્રુંજયનો સંઘ કાઢ્યો. સંઘમાં ૪) સંઘવીઓ હતા. ૧૮ દિવસ સમગ્ર પાલીતાણાનું નગરજમણ કરાવ્યું. ૪૦ દેરીઓથી શોભતું એ મંદિર વિ. સં. ૧૮૯૩ના પોષ વદ ૧ને દિવસે પ્રતિષ્ઠાને પામ્યું. અબદજી : આ પ્રતિમાજી ૧૮ ફૂટ ઊંચા અને સાડાચૌદ ફૂટ પહોળા છે. સં. ૧૮૮૬માં દૌલતાબાદ નિવાસી શ્રી ધર્મદાસ શેઠે ફરીથી આ જગ્યાનો ઉદ્ધાર કરાવ્યો. * ગિરનાર તીર્થે મેલકવસહી ટુંકનું નિર્માણ સિદ્ધરાજના મહામંત્રી સજ્જને કરાવેલ. અહીં પણ વસ્તુપાલ-તેજપાલ અને સંપ્રતિ મહારાજાની ટુંક આવેલ છે. બાહુબલીનું દેરાસર પણ છે. પાવાગઢ તીર્થ : રાજા મંગાસિંહે સં. ૮00માં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવેલો. રાજસ્થાનમાં કરેડા તીર્થમાં સં. ૧૩૪૦માં ઝાંઝણ શાહે સાત માળનું ભવ્ય મંદિર બનાવ્યાનો ઉલ્લેખ મળે છે. હાલ ખંડેરો જોવા મળે છે. રાજસ્થાનમાં રાતા મહાવીર તીર્થે મંદિરનું નિર્માણ સં. ૩૭૦માં શ્રી વીરદેવ શ્રેષ્ઠી દ્વારા થયેલ છે. દેલવાડા (આબુ) તીર્થે મંત્રી વિમલશાહ, વસ્તુપાલ-તેજપાલ, ભીમાશાહ વગેરેએ બનાવેલાં જિનમંદિરોનું શિલ્પદર્શન અનેરો આનંદ આપી જાય છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૪૪૩ * જાલોર શહેરની નજીક સ્વર્ણગિરિ પર્વત ઉપર ઘણાં દેરાસરો આવેલાં છે. કુમારપાળ મહારાજાએ પણ અત્રે દેરાસર નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. * નાણા, દીયાણા, નાદિયા આ ત્રણે તીર્થોમાં ભગવાન મહાવીરની જીવિતસ્વામી પ્રતિમાઓ છે. * વિક્રમ સંવત પૂર્વે ત્રીજી સદીમાં (૨૩00 વર્ષ પહેલાં) નાકોડા તીર્થે વીરસેન અને નાકોરસેન વીરબંધુઓએ દેરાસરો બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. * વિક્રમની બારમી સદીમાં નાગોરના પલ્લીવાલ આસધર અને લક્ષ્મીધર બંધુઓએ અને તેમના પુત્રોએ શત્રુજ્ય, ગિરનાર, આબુ વગેરે અનેક સ્થળે જીણોદ્ધારનાં કાર્યો કર્યાં હતાં. * ચંપાપુરી તીર્થ : સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાળ, સતી ચંદનબાળા વગેરેની આ જન્મભૂમિ છે. * ઉત્તરપ્રદેશમાં આગ્રા તીર્થ : સમ્રાટ અકબરના સમયમાં જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીનું અહીં પદાર્પણ થયું. અનેક જૈનમંદિરોની તે વખતે પ્રતિષ્ઠા થયાના ઉલ્લેખો મળે છે. * મધ્યપ્રદેશમાં ખજૂરાહો તીર્થમાં નવમી અને બારમી સદી વચ્ચે ચંદેલ રાજાઓ દ્વારા ઘણાં જિનમંદિરોનું નિર્માણ થયું હતું. * બદનાવર તીર્થમાં લગભગ ૨૨૫૦ વર્ષ પહેલાં પ્રતિ રાજા દ્વારા મંદિરની પ્રતિષ્ઠા થયેલ. * સિરોહી (રાજ.) અદ્ધશત્રુંજય તીર્થ કહેવાય છે કેમકે ત્યાં એક સાથે ૧૪ દેરાસરો છે. દેવગિરિના જિનાલયની વિશિષ્ટતા દેવગિરિનું જિનાલય માંડવગઢના પેથડ મહામંત્રીએ બનાવેલ. આ જિનાલયની જગ્યા લેવા માટે હેમડ મંત્રીના નામે ત્રણ વર્ષ સુધી દાનશાળા ખોલેલ. તેથી મંત્રીએ ખુશ થઈ રાજાને વાત કરી ને રાજાએ જગ્યા આપી. જે સોમપુરાએ રૂદ્રમહાલય બનાવેલ તેના વંશમાં થયેલ રત્નાકર નામના સલાટે આ જિનાલય બનાવેલ. પેથડ મંત્રીએ કારીગરોના નિભાવ માટે માંડવગઢથી ૬૨ સાંઢો ભરી સુવર્ણ મોકલેલ. આ જિનાલયના નિર્માણ માટે દેવગિરિમાં ૧૦,OOO ઈટના નિભાડા રોકેલા. દરેક નિભાડામાં ૧૦,OOO ઇટો પકાવવામાં આવતી. આ જિનાલયનાં પાયા ૩ વાંસ જેટલા ઊંડા ખોદેલ અને પાયામાં ૧૫ શેર સીસાનો રસ પૂરેલ. જિનાલયમાં ૨૧ ગજ લાંબી, ૧OOO પત્થરની પાટો ગોઠવેલ. પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ૧૦૮ બ્રહ્મચારી શ્રાવકો વિધિપૂર્વક સ્નાત્ર કરતા. સર્વ ગચ્છના સાધુઓની ભક્તિ મંત્રીએ વસ્ત્ર દ્વારા કરેલ. ૮૪,000 શ્રાવકોને સોનાના વેઢ પહેરાવેલ. આ જિનાલયમાં ૮૩ અંગુલ પ્રમાણવાળી વીપ્રભુની પ્રતિમા પધરાવેલ. પ્રતિષ્ઠા વખતે પેથડ મંત્રીને પાંચ લાખનો ખર્ચ થયેલ. (સુકૃતસાગર) રાણકપુર તીર્થની વિશિષ્ટતા રાણકપુર મંદિરના સ્થાપક અને કુંભારાણાના મંત્રી ધરણાશાહ પોરવાલે ૩૨ વર્ષની ઉંમરે ૩૨ સંધોની વચ્ચે શત્રુંજયની ઉપર સોમસુંદરસૂરિજીના હસ્તે તીર્થમાળા પહેરી બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલ. તીર્થમાલા વખતે પ્રતિજ્ઞા લીધેલ કે રાણકપુરમાં નલિનીગુલ્મ વિમાન જેવું જિનાલય બંધાવવું. કુંભારાણા પાસેથી જમીન લઈ સં. ૧૪૪૬માં જિનાલયનું કામ શરૂ કરાવ્યું અને ૧૪૯૬માં પ્રતિષ્ઠા કરાવી. ૫૦ વર્ષ સુધી Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન કામ ચાલ્યું. જિનાલયનું ત્રૈલોક્યદીપક નામ રાખેલ. પંદરમી સદીમાં રાણકપુરમાં ૨૭૦૦ જૈનોનાં ઘર હતાં. આ જિનાલયમાં ૮૨ દેરીઓ અને ૧૪૪૪ થાંભલાઓ દરેકની કોતરણી અલગ અલગ છે. થાંભલાઓની ગોઠવણી તેવા પ્રકારની છે કે કોઈપણ થાંભલા પાસે ઉભા રહીએ તો કોઈ એક ભગવાનની પ્રતિમાના દર્શન તો થશેજ. આ જિનાલયમાં અષ્ટાપદ, શત્રુંજય, ૨૪ મંડપ, ૧૦૦ તોરણ, ૯ મંડપ, ૪ વિશાળ રંગમંડપ, ૫૫૨ પુતળીઓ છે. આ મંદિરનો પાયો સાત માથોડા જેટલો છે અને ૪૫ ફૂટ ઊંચુ જમીનથી છે. મૂલનાયકની સામે ૧ હાથી અને તેની પાસે ૫૦૦ વર્ષ પુરાણું રાયણવૃક્ષ છે. તેની સામે ૧૦૦૮ ફણાને ધારણ કરનાર નાગ-નાગણીયુક્ત પાર્શ્વનાથની મૂર્તિ છે. અહીં પૂર્વે ૮૪ ભોંયરાં હતાં. હાલ નવ ભોંયરાં છે. આ જિનાલયમાં જુદાં જુદાં ૭૬ શિલ્પની સજાવટ છે. દરેક દેરાસર ઉપર ૨૦-૨૦ પ્રકારની કારીગરી છે. આ જિનાલયની પ્રતિષ્ઠા વખતે ૪ આચાર્ય, ૯ ઉપાધ્યાય, પ૦૦ સાધુઓ પધાર્યા હતા. ધરણાશાહને આ મંદિર ૯ માળનું બનાવવું હતું, પરંતુ અંત સમય નજીક આવવાથી ૩ માળનું (પ્રાચીનતીર્થ ઇતિહાસ) બન્યું. પ્રાચીન તીર્થોના ઉદ્ધારક પૂ. આ.શ્રી રાજયશસૂરિજી મહારાજ વર્તમાનમાં પ્રાચીન તીર્થોના ઉદ્ધારક તરીકે પૂ. આઠ શ્રી વિજયરાજયશસૂરિજી મહારાજ સાહેબનું નામ આગળ પડતુ છે. પૂ ગુરુદેવશ્રી વિક્રમસૂરિજી મહારાજશ્રીના સાંનિધ્યમાં ભરૂચ અશ્વાવબોધ તીર્થ શકુનિકાવિહારના તીર્થોદ્વારનો પ્રારંભ થયો. અને પૂર્ણાહુતિનું શ્રેય પૂજ્યશ્રીએ મેળવ્યું. અથાગ પરિશ્રમ દ્વારા ભરૂચ તીર્થમાં નવી રોનક આવી ગઈ. એક ભવ્ય ઇતિહાસનું પુનઃનિર્માણ થયું. ભક્તામરનું સર્વપ્રથમ બનેલ મંદિર ભક્તજનોનું નજરાણું બન્યું અને ત્યારથી તેની કીર્તિગાથા ગુંજી રહી છે. અને તીર્થોદ્વારના મહાન કાર્યની કડીબદ્ધ શૃંખલા આગળ વધી રહી છે. શ્રી ઉવસગ્ગહરંતીર્થ (દુર્ગ)નું નિર્માણ, તેની ભવ્ય પ્રતિષ્ઠા અને દિન-પ્રતિદિન થઈ રહેલ તીર્થવિકાસ પૂજ્યશ્રીની તીર્થભક્તિની પ્રતીતિ કરાવે છે. કુલપાકજી તીર્થનો ભવ્ય સમુદ્વાર એક ભવ્ય શિલ્પના સંગીતને રેલી રહ્યું છે. સુંદર કોતરણી નવ્ય નિર્માણની યશગાથાને ગુંજિત કરે છે. એટલું જ નહી, આ ભવ્ય નિર્માણ સાથે તત્ત્વાર્થમંદિરનો નવો અધ્યાય પૂજ્યશ્રીની પ્રેરણાએ જોડાઈ રહ્યો છે. બનારસ : પાર્શ્વનાથ પ્રભુની જન્મસ્થલી ભેલુપુરના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્વાર પૂજ્યશ્રીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે. નૂતન જિનમંદિરમાં પ્રભુની ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠાની જોરદાર તૈયારી થઈ રહી છે. આ સદીના અંતમાં બનારસ પાર્શ્વનાથના નૂતન ભવ્ય જિનાલય પર પૂજ્યશ્રીના સાનિધ્યમાં ધ્વજા લહેરાશે અને યુગયુગના ઇતિહાસને ગાતી રહેશે. અમદાવાદ-જમાલપુર ટોકરશાની પોળના પ્રાચીન મંદિરના, નૂતન જીર્ણોદ્ધાર રૂપે સેટેલાઈટમાં પ્રેરણાતીર્થનું નિર્માણકાર્ય ચાલી રહેલ છે. ટૂંક સમયમાં તેની પ્રતિષ્ઠા માટે પણ પૂજ્યશ્રી લક્ષ્યબદ્ધ છે. * Page #494 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] / ૪૪૫ ' પ્રેરક પ્રસંગ કથાઓ –પૂ. મુનિશ્રી જયચન્દ્રસાગરજી મહારાજ કથા...ચાક ઉતારી, જ્યાં સુધી સંસારભ્રમણ ન અટકે ત્યાં સુધી ચાક થોડો ઊતરવાનો છે? પણ; સંસારભ્રમણ અટકાવવું કંઈ નાનીસૂની વાત છે? પ્રબળ સાધનાના શિખરો સર થાય ત્યારે તે ભ્રમણ અટકે... તે સાધનાની સદ્યાત્રાના માર્ગમાં આલંબન બને છે : એ સમય અદકેરા આદર્શો... પ્રેરક પ્રસંગો... અને બોધદાયી કથાઓ. આગમોદ્વારક-બશ્રુત-ગીતાર્થમૂર્ધન્ય-શેલાનાનરેશ પ્રતિબોધક પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.ની પવિત્ર પરંપરામાં આગમ સાહિત્યનું અવગાહન અનેકઘણું જોવા મળે છે. પાલીતાણા આગમમંદિર એ વિશ્વનું પ્રથમ આગમમંદિર છે અને ૨૫૦૦ વર્ષના શાસનકાળ દરમિયાન ક્રાંતિકારી મંદિર છે. જ્યાં આગમો-નિયુક્તિગ્રંથો શિલોત્કીર્ણ કરેલ છે, ત્યાં સ્વાધ્યાય મંદિરમાં આગમોક્ત કથા સાહિત્યને ચિત્રબદ્ધ કરવાનો પ્રયત્ન કરેલ છે. તે જ પરંપરામાં પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ. એક પ્રચંડ પ્રતિભાવંત યોગી હતા.. આગમવિશારદ' બિરુદ વિલક્ષણ આગમવાચના દેવા દ્વારા પ્રાપ્ત કરેલ. વળી ભૂગોળ-ખગોળ વિષયક વિશ્વવ્યાપી ચેલેન્જ આપી હતી... તેઓના પટ્ટધર જંબૂદ્વીપમંદિરના વર્તમાન માર્ગદર્શક પૂ. આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સા. કે જેઓએ પૂ. ગુરુદેવના કાર્યને વેગવંતુ બનાવવા તનતોડ મહેનત કરી છે. વિજ્ઞાનભવન નું નિર્માણ જૈનોલોજીનું એક અનેરું પ્રદાન છે. જેનું ઉદ્ઘાટન કરવા ભારતના ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણી સ્પેશીયલ પધારેલ અને પ્રભાવિત થયેલ. તે વિજ્ઞાનભવન પૂ. આ. શ્રી અશોકસાગરજી મ.નું આગવું વિશિષ્ઠ આયોજન છે. તેઓના શિષ્યરત્ન પ્રાકૃતભાષાવિદ્ વિદ્વાન પૂ. મુનિરત્નશ્રી જયચંદ્રસાગરજીએ પૂજ્યશ્રીના આદેશાનુસાર આગમસાહિત્યમાં રહેલી શ્રાવક પ્રતિભાને પ્રગટાવતી કથાઓનો સંગ્રહ સીધી-સરલ ભાષામાં અહીં રજૂ કર્યો છે. જેની કથાભૂમિકા પૂ. મુનિશ્રી સાગરચંદ્રસાગરજી મહારાજશ્રીએ કરી સંગ્રહ ને શોભા આપી છે. પૂર્વના વિશિષ્ઠ કોટીના આરાધક આત્માઓની આવી પ્રેરક કથાઓ અને પ્રસંગો વાંચવાથી અનેકાનેક આત્માઓ ગુણાનુરાગી બની શીઘ મુક્તિપદના અધિકારી બને એ જ પ્રાર્થના. સંપાદક Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ / [ જૈન પ્રતિભાદર્શન ( દાનવીર લલિતાંગ રાજકુમાર દાન તો આત્મધર્મ છે, સહજ સ્વભાવ છે. અભયદાન એ દાનના પર્વતનું સર્વોચ્ચ શિખર છે. દ્રવ્યદાનથી પ્રારંભાયેલી યાત્રા અભયદાન સુધી પહોંચે છે. ત્યારે એ સહજ સ્વભાવને પ્રસ્તુત કરે છે. દાનધર્મ પરની પ્રાચીન કથા પ્રાચીન શૈલીએ અહીં રજૂ કરેલી છે. જે દાનથી અભયદાનરૂપ સર્વવિરતી સુધી પહોંચેલ લલિતાંગકુમારની પ્રેરક કથા જોઈએ શ્રીનિવાસ નામનું મઝાનું નગર હતું. ત્યાં નરવાહન રાજાને કમળાદેવી રાણી હતી. તે બન્નેને લલિતાંગ નામનો એકનો એક પુત્ર હતો. શસ્ત્રવિદ્યા, શાસ્ત્ર, વ્યાકરણ વિગેરેમાં તેની બુદ્ધિ આગળ બૃહસ્પતિ પણ પાણી ભરે. સર્વ ગુણો કરતાં તેનામાં દાનનો ગુણ વ્યસન જેવો હતો. કોઈપણ ગરીબ જોયો નથી ને આપ્યું નથી. તેને સજ્જન નામનો મિત્ર. નામથી માત્ર સજજન પણ સજ્જનતાનો છાંટો ય જોવા ન મળે. તેને કુમાર દાન આપે તે ગમતું ન હતું. એક વખત અવસરે રાજાને ખાનગીમાં કુમારના દાનના વ્યસનની વાત કરીને રાજાને કાને ભંભેરણી એવી કરી કે, રાજાએ તેના રાજકુમાર ઉપર ગુસ્સે થઈને કહ્યું કે હવે દાન આપવાનું બંધ કરી અથવા મારી પાસે આવવાનું બંધ કર. આથી કુમારને આઘાત લાગ્યો ને કોઈને પૂછ્યા વગર એકલો નીકળી ગયો. તેનો મિત્ર સજ્જન પણ તેની પાછળ આવ્યો. સજ્જને પોતાની દુર્જનતા બતાવીને તેની બે આંખો લઈ લીધી. રાજકુમારના પુચના પ્રભાવે ભાખંડ પક્ષીએ કહેલ પ્રમાણે તેની વિષ્ટા અમૃતવેલી સાથે પીસીને આંખમાં આંજી ને આંખ પાછી આવી. ચંપાપુરીના જિતશત્રુ રાજાની એકની એક પુત્રી પુષ્પાવતી જન્મથી અંધ હતી. તેને રાજકુમારે દેખતી કરી રાજાએ તેને કુમાર સાથે પરણાવી. હવે સજ્જન પાછો તે જ નગરમાં આવે છે ને કુમારને મારવા માટે રાજા સાથે યુદ્ધ કરાવે છે. પણ સજ્જન પોતે જ રાજ-સેવકનાં હાથે મરે છે. રાજા જિતશત્રુ તે કુમારને રાજ્ય આપે છે. અને આ બાજુ શ્રીનિવાસ નગરના રાજા પોતાના કુંવરના ગયાના સમાચાર સાંભળી ચિંતિત થાય છે. કુમારને પાછો બોલાવીને તેને રાજય આપે છે. બંને રાજ્યનું સારી રીતે પાલન કરતાં છેવટે દીક્ષા લઈ સંયમ અંગીકાર કરી ઉગ્ર સાધના કરી કાળધર્મ પામ્યા ને લલિતાંગ મુનિ દેવલોકમાં ગયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. ( શેઠ ગુણસાર ) દાન તો ઘણા છે, પણ સુપાત્રદાન સુપાત્ર બનાવે છે. ગુણસાર નિર્ધન શિરોમણિ હતો. પણ સુપાત્રદાનના પ્રભાવે પત્થરો રત્ન બની ગયાં, પણ વિશેષ તો તે પોતે મહાવિદેહમાં જન્મ લઈ સુપાત્ર સંયમી બનશે અને સિદ્ધિવધૂને વરશે...વાંચો ત્યારે... Page #496 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 / ૪૪૭ પૃથ્વીભૂષણ નામના નગરમાં ગુણસાર નામનો ધર્મશ્રદ્ધાળુ શેઠ રહેતો હતો. તેને સુભદ્રા નામની સ્ત્રી હતી. તેની ધીરે ધીરે પાપના ઉદયે લક્ષ્મી ચાલી ગઈ, તે નિર્ધન થઈ ગયો. ઘરમાં ખાવા માટે પણ અન્ન ન રહ્યું. છેવટે પત્નીના આગ્રહથી સાસરે જવા માટે નીકળ્યો. રસ્તામાં આગલા દિવસના ઉપવાસનું પારણું હતું. તેથી નદી કિનારે ભાતુ છોડીને વાપરવાની તૈયારી કરે છે. તેટલામાં કોઈક સાધુ મ. મળી જાય તો સુપાત્રદાનનો લાભ મળે, તેવી ભાવનાથી ચારે બાજુ નજર કરતાં સામેના ગામથી તપસ્વી મુનિરાજ આવે છે. તે દેખીને હર્ષોલ્લાસથી મુનિરાજને બોલાવી સુપાત્રદાન કર્યું ને સસરાના ગામે આવ્યો. સસરાએ તિરસ્કાર કર્યો. તેથી પોતાના ગામ પાછો જતાં જ્યાં મુનિને દાન આપેલ તે નદી કિનારે બેઠો. મુનિરાજને દાન આપેલ તે સ્મૃતિ માટે પથ્થરાઓ વીંટીને પોતાના ઘરે આવ્યો. પત્નીએ પોતાના પિતાએ ઘણું આપ્યું તે જોવા પોટલું ખોલ્યું તો પ્રકાશ ફેલાતા રત્નો દેખ્યા. પતિને વાત કરી તો તેણે સઘળી પ્રભાવ સુપાત્ર દાનનો છે તે બધી જ વાત કરી કહ્યું કે, તારા પિતાએ તો કશું જ આપ્યું નથી. પણ જે સ્થાને મેં મુનિને સુપાત્ર દાન કરેલ તે સ્થાનના આ પથ્થરા છે. દાનના પ્રભાવથી પથ્થરા પણ રત્ન થઈ ગયાં. છેવટે બંને જણા સંપત્તિનો વ્યય કરીને સમાધિમરણ પામીને ચોથા દેવલોકે દંપતિ મિત્રદેવ તરીકે થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે જ ભવે શિવવધૂને વરશે. ( મહાબલ રાજકુમાર મહાબલકુમાર....! સુવિખ્યાત કથાનક છે. ચારિત્ર અને તેના ઉપકરણોની | કિંમત અમૂલ્ય છે, તેની યથાર્થતા બતાવતી આ કથા ખરેખર મનનીય છે. હસ્તિનાપુર નગરમાં બલરાજાને પ્રભાવતી નામે રાણી હતી ને સિંહ સ્વપ્નથી સૂચિત એવો મહાબલ નામનો પુત્ર હતો. મહાબલને શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય થયો. દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં મા-બાપે ના પાડી ને છેવટે તેનો રાજ્યાભિષેક થયો. રાજા બનેલ મહાબલકુમારને મા-બાપે મોહના કારણે દેખીને ખુશ થતાં “દીકરા, તારી શી આજ્ઞા છે?' તેમ પૂછતાં મહાબલે તરત જ રાજ્યકોષમાંથી ત્રણ લાખ સોનામહોર લઈને એક લાખ આપી પાત્રા, એક લાખ આપી ઓદ્યો અને એક લાખ હજામને બોલાવી આપી કહે કે મારા વાળ કપાવો. આ સાંભળી દીકરાની ઉત્કટ ભાવના જોઈ માબાપે તેમ કર્યું. ધામધૂમપૂર્વક ગુરુ મ. પાસે આવી દીક્ષા લીધી. અને નિરતિચાર ચારિત્રનું પાલન કરીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. ત્યાંથી અવીને વાણિજય ગામમાં ધનાઢ્ય શેઠને ત્યાં સુદર્શન નામે પુત્ર થયો. એક વખત વાણિજ્ય પ્રામે મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વાંદવા ગયો. પ્રભુજીએ દેશનામાં સુદર્શનને તેનો પૂર્વભવ કહેતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું અને દીક્ષા સ્વીકારી ચૌદ પૂર્વધર થયા. કેવળજ્ઞાન પામી ભવનો અંત કરી મોશે પધાર્યા. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( ચિલાતીપુત્ર ) ઉપશમ-વિવેક-સંવરના ત્રિસૂત્રો દ્વારા ભયાનક પાપોથી મુક્ત બની મુક્તિની વરમાળા પહેરતાં ચિલાતીપુત્રની આ વાર્તા પાપ–પાપવિમુક્તિની સુંદર સુક્તિ રજૂ કરે છે, લિતિપ્રતિષ્ઠિત નગરમાં યજ્ઞદેવ નામનો બ્રાહ્મણ જિનધર્મનો ભયંકર નિંદક હતો. તેને વાદ જીતવાની તલપ લાગી તેથી એક જૈન મુનિ સાથે વાદમાં ઊતર્યો તે હાર્યો. ત્યારે શાસનદેવીએ તેને પ્રતિબોધ્યો. દીક્ષા તો લીધી, પણ શરીરની શુશ્રુષા ન મળતાં તે ખિન્ન રહેતો. તેની સ્ત્રીએ તેને ધર્મથી વિચલિત કરવા કામણ-ટ્રમણ કરીને તેને માર્યો. પાછળથી તેણીને પશ્ચાતાપ થવાથી તેને પણ દીક્ષા લીધી. બંને જણા પાપની આલોચના કર્યા વિના મરીને સ્વર્ગમાં દેવ થયા. બ્રાહ્મણનો જીવ ત્યાંથી આવીને રાજગૃહી નગરીમાં ધના નામના શેઠની ચિલાતી નામની દાસીનો દીકરો થયો. ને તેનું નામ ચિલાતીપુત્ર રાખ્યું. ધન્ના શેઠને ત્યાં પાંચ પુત્રો ને એક પુત્રી થઈ. તે બ્રાહ્મણીનો જીવ હતો. તેને જોઈને ચિલાતીપુત્ર રમાડતો-કુચેષ્ટાં કરતો જોઈને શેઠે તેને હાંકી કાઢ્યો. તે જંગલમાં પલ્લીપતિ બન્યો. અનુક્રમે શેઠને ત્યાં જ ધાડ પાડવા ગયો અને તેને તેના મિત્રોને કહ્યું કે ધન તમારું અને જે શેઠની પુત્રી સુણીમા નામની છે તે મારી. આ પ્રમાણે કબૂલ કરીને ત્યાં ધાડ પાડી. પણ પોટલું લઈ જતાં જોઈને શેઠના કુટુંબીજનો જાગ્યા અને-પાછળ પડ્યા. ચોરો તો પોટલું છોડીને જતા રહ્યા પણ ચિલાતીપુત્ર સુસીમાને ઉપાડીને ભાગી જાય છે. પણ તેના શરીરના ભારના કારણે દોડી શકતો નથી. તેથી બચવા માટે સુસીમાનું ધડ શરીરથી અલગ કરીને દોડ્યો. પુત્રીને મરેલી જોઈને શેઠના કુટુંબીજનો રડ્યા. છેવટે મહાવીર પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી તેમને દીક્ષા લીધી. ચિલાતીપુત્ર આગળ જતાં એક સાધુ મને દેખે છે. તેમને ધર્મ જલ્દી બતાવવા કહ્યું. ઉપશમ-વિવેકસંવર કહી ચારણમુનિ “નમો અરિહંતાણં' કહી આકાશે ઉડ્યા. ચિલાતી તેનો અર્થ ગંભીરતાથી વિચારીને ત્યાં જ ધ્યાનમાં સ્થિર રહ્યો. જંગલી કીડીઓએ ભયંકર ઉપસર્ગ કર્યો તો યે તે ધ્યાનભંગ ન થયો. મરીને આઠમા દેવલોકમાં ગયો. ભુવનતિલક રાજકુમાર ) ગુરુના અવિનયથી ભવોભવની ભારે વેદના વેઠવી પડે છે...અને સૌ વચ્ચે અપમાનજનક સ્થિતિ મેળવવી પડે છે. જ્યારે ગુરુને કશો ફરક પડતો નથી હોતો તે તો એ અવિનય દ્વારા પણ આત્મકલ્યાણ સાધે છે. કુમાર ભુવનતિલકની અવિનયની ચરમ કક્ષા, પરિણામ અને અંતે પ્રાયશ્ચિત્ત દ્વારા આત્મકલ્યાણને આ સાધતી સત્યઘટના વાંચો. Page #498 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૪૪૯ - કુસુમપુરના રાજા ધનંદને પદ્માવતી નામની રાણી અને ભુવનતિલક નામનો પુત્ર હતો. એકવાર રાજયસભામાં રત્નસ્થળના રાજા સમરચંદ્રના મંત્રીએ આવીને કહ્યું કે, અમારી રાજકન્યા એક વખત ઉપવનમાં ગઈ હતી. તેણે વિદ્યાધર કુંવરીઓના મુખે તમારા યુવરાજના ગુણગાન સાંભળી તેની ઉપર અનુરાગવાળી થઈ છે. તેથી રાજાએ મને વેવિશાળ માટે મોકલ્યો છે, તે સ્વીકારો. રાજાએ તે સ્વીકારીને કુમારને જાન સાથે ત્યાં મોકલ્યો. રસ્તામાં સિદ્ધપુર નગરે પડાવ નાંખ્યો. કુંવર અચાનક બેભાન થઈ પડ્યો. વાચા બંધ થઈ ગઈ. મંત્રી વગેરેએ ઘણા ઉપચાર કર્યા પણ બધું નિષ્ફળ ગયું. ત્યારે પાસેના ઉદ્યાનમાં શુભ ભાવના ભાવતા એક મુનિરાજને કેવલજ્ઞાન થયું. ત્યાં દેવોએ કરેલા સુવર્ણકમલ ઉપર બેસીને દેશના આપે છે. મંત્રી-સામંત વિ. સાંભળવા ત્યાં જાય છે. દેશનાના અંતે કંઠીરવ નામના મંત્રીએ કુમારનું વૃતાંત પૂછ્યું ત્યારે જ્ઞાની બોલ્યા કે, ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં ભુવનાગાર નગરે એ શિષ્ય પરિવાર સાથે રહેતા હતા. તેમાં એક દર્ધદત્ત નામનો શિષ્ય અતડાં સ્વભાવવાળો દુર્વિનીત રહેતો હતો. તેને આચાર્ય મ. વારંવાર શિક્ષા દેતા તેથી ગુરુ ઉપર ક્રોધ કરીને પીવાના પાણીમાં તાલપુટ વિષ નાંખ્યું અને તે વનમાં ભાગી ગયો; અને ભાગતા ભાગતા દુર્ગાનમાં મરીને નરકે ગયો. આ બાજુ શાસનદેવીએ વિષવાળું પાણી જણાવાથી તે સાધુઓએ પાણી પરઠવી દીધું. નરકમાંથી નીકળીને તે કુશિષ્ય ઘણા ભવો ભમીને કોઈક સુકૃતના યોગે રાજકુમાર થયો છે. તેણે પૂર્વે આચરેલા સાધુઓના ઘાતથી તેની આવી દશા થઈ. આ વાત કુમારને મંત્રીએ સંભળાવતા તે ભાનમાં આવ્યો અને તરત દીક્ષા લીધી. માતા-પિતા પણ આ વાત જાણી હર્ષ પામ્યાં. ભુવનતિલક મુનિરાજ ૧૦ પ્રકારનો વિનય કરી ૭૨ લાખ વર્ષ સુધી ચારિત્ર પાળી, કેવલજ્ઞાન પામી, કુલ ૮૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અંતે પાદપોપગમન અનશન કરી મોક્ષે સિધાવ્યા. ( દેવપાલ રાજા ) - પ્રભુ પૂજા..દેવપાલ જેવા ઢોર ચારનાર નોકરને પણ કયાં પહોંચાડે છે! તે સમજવા આ કથા વાંચવા જેવી છે, ને ત્યારે લાગશે કે પ્રભુ માટે બોલાએલી પંક્તિ સાચી જ છે : “અરિહંતના ધ્યાને અરિહંત બની જશો... જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો.” અચલપુર નગરમાં જિનદત્ત શેઠ વસે છે. તે સિંહસેન રાજાનો માનીતો હતો. તેને દેવપાલ નામનો નોકર ઢોર ચારવાનું કામ કરતો. દેવપાલે એક વખત ઢોર ચારવા જતાં રસ્તામાં ભેખડમાં જિનપ્રતિમા દેખી. તેણે બહુમાનપૂર્વક નદીના સામેના કાંઠે નાની મઢુલીમાં પ્રતિમા પધરાવી. રોજ પૂજા કરવા લાગ્યો. પૂજા કરીને જ જમવું તેવો તેણે નિયમ લીધો. એક વખત મુશળધાર વરસાદ વરસ્યો. સાત દિવસ સુધી તે ભૂખ્યો રહ્યો. પાણી ઊતર્યા પછી તે પ્રતિમાની પૂજા કરવા જતાં દેવ પ્રસન્ન થયા. ને દેવપાલને માગવાનું કહેતા તેને રાજ્ય માગ્યું. સાતમા [ દિવસે તેને રાજ્ય મળશે એ પ્રમાણે દેવ કહીને અદૃશ્ય થઈ ગયો. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ] [ જૈન પ્રતિભાદર્શન સાતમા દિવસે તે નગરનો રાજા મૃત્યુ પામ્યો ને પંચદિવ્ય કરતાં હાથણીએ તેની ઉપર કળશ ઢોળ્યો ને દેવપાલ રાજા બન્યો. હવે તેણે નદી કિનારે રહેલી પ્રતિમાને ધામધૂમપૂર્વક વિશાળ જિનમંદિર બનાવી પ્રતિષ્ઠા કરાવી અને ત્રણે કાળ પૂજવા લાગ્યો. ધર્મની આરાધનાપૂર્વક રાજા દેવપાળ અને તેની રાણી અરિહંતપદનું આરાધન કરતાં દેવપાલે તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યારબાદ સંયમ લઈ દીર્ધકાળ પાળી સ્વર્ગે ગયા. ( ધનસાર શેઠ ) ‘દાન દીન ન બનાવે” એ ઉક્તિને સાર્થક કરતી આ કથા છે. સંપત્તિનો સવ્યય જ દાન છે...! મોટાભાઈના દાનગુણની અનુમોદનાના બદલે નાનોભાઈ ઈર્ષાના અવગુણનો ભોગ બન્યો. બંનેને પોતાની પ્રવૃત્તિ પ્રમાણે પરિણામ મળે છે. વાંચો આ કથા ઈર્ષ્યા કરતા જરૂર અચકાશો. મથુરા નગરીમાં ધનસાર શ્રેષ્ઠી રહેતો હતો. ૬૬ ક્રોડ સોનામહોરનો માલિક હોવા છતાં મહાક્રુપણ એવો તે કોઈને દાન કરતો નહીં. ધીરે ધીરે શેઠની સર્વ સંપત્તિ ચાલી ગઈ પણ તેની ચિંતા કર્યા વગર, હિંમત કરીને વહાણની સફર કરી ઘણું દ્રવ્ય કમાયો, પણ પાછા વળતા કર્મવશાત્ વહાણ તૂટ્યું ને પાટીયું હાથમાં મલ્યું--અનુક્રમે એક વનમાં તે આવ્યો. તે વનમાં ભમતા ભમતા મુનિવરોને જોઈ ત્રણ પ્રદક્ષિણા કરી ને દેશનાના અંતે પૂછ્યું કે, હે ભગવન્! ક્યા કર્મે મારી લક્ષ્મી ચાલી ગઈ. ભગવંતે તેને પૂર્વભવ કહ્યો : ધાતકીખંડમાં ત્રંબકા નગરીમાં બે ભાઈઓ વસતા હતા. મોટો ભાઈ દાન આપતો ને નાનો ભાઈ આ દેખીને ઈર્ષ્યા કરતો. તે તેનાથી જુદો પડીને વેપાર ધંધો કરવા છતાં ફાવ્યો નહીં. મોટો ભાઈ દાન કરતો તેમ તેનું ધન વધવા લાગ્યું. તેથી ઇષ્યવશ થઈને નાનાભાઈએ રાજાને કાન ભંભેરણી કરી અને રાજાએ મોટાભાઈનું સઘળું ધન લઈ લીધું. નાનાભાઈનું કાવતરું જાણીને તેને દીક્ષા અંગીકાર કરી. પ્રાંતે કાળધર્મ પામીને મુનિ-મોટાભાઈ દેવલોકમાં ઉત્પન્ન થયા. આ બાજુ નાનાભાઈનું કારસ્તાન જગજાહેર થવાથી રાજાએ તેનો તિરસ્કાર કર્યો આથી તેને તાપસી દીક્ષા લીધી. મરીને અસરકાયમાં ઉત્પન્ન થયો. તે નાનો ભાઈ તું જ તારા કહેવાથી મોટાભાઈ રાજાએ લઈ લીધી. તેથી આ ભવમાં સર્વસંપત્તિ વિપત્તિમાં બદલાઈ ગઈ. આ પ્રમાણે પૂર્વભવ સાંભળીને તે શ્રેષ્ઠીએ ગુરુ મ. પાસે ચારિત્ર લીધું. આયુષ્ય પૂર્ણ કરીને ચાર પલ્યોપમ આયુષ્યવાળા દેવલોકમાં દેવ થયો. અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. ( કેશરી ચોર ) | ‘સંગતિ જાય તે ગુણદોષ' એક ચોર મુનિનાં દર્શને વૈરાગ્યના શિખરે ચડવા લાગ્યો અને આખરે કેવળજ્ઞાન પામી ગયો. આ અજબ સિલસિલો આ કથાનકમાં વાંચવા મળશે. Page #500 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૪૫૧ આ ભરતક્ષેત્રમાં કામપુર નામનું નગર છે. ત્યાં વિજયચંદ્ર નામનો રાજા ન્યાયથી રાજ્ય કરતો હતો. તે નગરમાં સંઘદત્ત નામના શ્રેષ્ઠીને કેશરી નામનો પુત્ર હતો. આ કેશરીમાં ચોરી કરવાની આદત હતી. શેઠે તેને ખૂબ સમજાવ્યો છતાં ન માન્યો. તેથી રાજા આગળ જઈ ફરિયાદ કરતાં રાજાએ તેને નગર બહાર કાઢી મૂકયો. ચોરીના વ્યસનવાળો કેશરી, તેને ચોરી કર્યા વગર ચેન પડતું નહીં. કોઈક દિવસ ચાલતાં ચાલતાં સરોવરમાં પાણી પીવા રોકાયો. ત્યાં કોઈક સિદ્ધપુરુષ પાદુકાના પ્રભાવથી ઊડીને ત્યાં આવ્યો. પાદુકા એકાન્તમાં મૂકી તે સરોવરમાં જેવો સ્નાન કરવા ઊતર્યો કે કેશરી તે પાદુકા લઈને ઊડી ગયો ને પિતા પાસે આવ્યો. પણે પિતાએ તેને કાઢી મૂક્યો. પછી તે જંગલમાં રહેતો ને તેના નગરમાં ગુપ્ત રીતે રોજ ચોરી કરતો. તેથી રાજા પાસે ફરિયાદ જતાં રાજાએ વન-જંગલ વિ.માં તપાસ કરી. છેવટે તેને પાદુકા વડે ઊડતો જોયો ને તેની પાદુકા અવસરે લઈ લીધી. રાજાએ તેને પકડવા સેવકોને આદેશ કર્યો અને તેની પાછળ સેવકો પડ્યા. ત્યારે તેને વૈરાગ્ય જાગ્યો કે મેં આ ભવમાં પાપ કર્યું તેથી આજે જ મારું મૃત્યુ થશે, આ સેવકો મને છોડે તેમ નથી. ત્યાં કોઈક મુનિને ઉપદેશ આપતા સાંભળ્યા : રાગ-દ્વેષને મૂકી જે જીવ શુભધ્યાનમાં રહે છે તે ક્ષણ માત્રમાં ઘોર પાપથી મુક્ત થઈ જાય છે. ત્યાં તે ધ્યાનમાં રહ્યો ને અનિત્ય ભાવના ભાવતાં ત્યાં જ કેવળજ્ઞાન થઈ ગયું. અહીં રાજા અને સેવકોએ તેને જોયો અને પકડવા માટે આવ્યા, પણ જ્યાં આગળ વધે છે ત્યાં દિવ્ય વસ્ત્રાભૂષણથી દેવતાઓ કેવળીને નમસ્કાર કરે છે. તે જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. એટલામાં દેવતાઓએ તેને સાધુ વેષ આપ્યો અને સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન કર્યા. રાજા વિગેરેએ ત્રણ પ્રદક્ષિણા પૂર્વક કેવલી ભાને પૂછ્યું : આવી ભયંકર ચોરી કરનાર આપને કેવી રીતે કેવલજ્ઞાન થયું? કેવલી ભગવંતે કહ્યું કે, શુભધ્યાન અને સમ્યફ સામાયિકનું આ ફળ છે. કોડો વર્ષનાં કર્મો લાંબી તપસ્યાથી નષ્ટ ન થાય તે સમભાવથી ક્ષણમાત્રમાં થાય છે. રાજા પણ કેવલીના ગુણગાન ગાતો પોતાના સ્થાને ગયો. કેવલી પણ ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતા અનંત સુખના સ્વામી થયા. ધર્મકુમાર ) ભાવિને પણ પત્રે ભગવાન જ્યોતિષીઓની ૧૨ વર્ષ દુષ્કાળ પડવાની આગાહી સ્પષ્ટ હોવા છતાં ભાગ્યવાન ઘર્મનિષ્ઠ ધર્મકુમારના જન્મ આખા નગરના દુકાળને અલોપ કરી દીધું....એકના પુન્ય અનેકને ચિંતામુક્ત કર્યા. વાંચો ત્યારે ધર્મકુમારની ઘર્મારાધના. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કમલપુર નામનું નગર છે. ત્યાં સહસ્ત્રાક્ષ નામનો રાજા રાજ્ય કરે છે. એક વખત રાજસભામાં નિમિત્તિયો આવ્યો. તેને રાજાએ પૂછ્યું કે, તું કાંઈ જાણે છે? તેણે કહ્યું કે, હું રાજન! આ વખતે બાર વર્ષનો દુકાળ પડશે. રાજાએ તે સાંભળીને અનાજનો સંગ્રહ કરવા પ્રજાજનોને કહ્યું. પણ બન્યું એવું કે અષાઢ મહિના પહેલાં જ ધોધમાર વરસાદ પડ્યો અને સર્વત્ર આનંદ વ્યાપી ગયો. s Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર ) [ જૈન પ્રતિભાદર્શન એક વખત યુગધર નામના મુનિને શુભ ધ્યાનમાં ચઢતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. વનપાળે વધામણી આપતાં રાજા પરિવાર સહિત ત્યાં જઈને બેઠો. દેશનાના અંતે કેવલી ભગવંતને પૂછ્યું કે--પ્રહયોગથી બાર વર્ષનો દુકાળ પડવાનો હતો, તો આમ કેમ ન થયું? ત્યારે કેવલી ભગવંતે કહ્યું કે---આ ભરતમાં જ પુરિમતાલ નામનું નગર છે. ત્યાં એક શ્રેષ્ઠીપુત્ર વસતો હતો. તેને ભયંકર રોગ થયો પણ ધર્મી હોવાથી તે ગુરુ પાસે આવી છ વિગઈનો ત્યાગ કરે છે, ચતુર્થવ્રત પણ ઉચ્ચરે છે. તે ધીરે ધીરે રોગમુક્ત થતાં ધર્મમાં લીન બન્યો. કાળક્રમે મરીને દેવલોકમાં ગયો, ત્યાં પણ જિનપૂજા, સ્નાત્ર વગેરે રચે છે. હવે તે વિચારવા લાગ્યો કે હું અહીંથી આવી જિનધર્મયુક્ત કોઈ શ્રાવકને ત્યાં જન્મે તો સારું. અને હે રાજન્! કેવલી ભ. કહ્યું : તારા જ નગરમાં સુબુદ્ધિ નામના શ્રાવકની ધર્મવતી નામની પત્નીના ઉદરથી પુત્રરૂપે તે દેવ જન્મ્યો છે. આમ બાર વર્ષનો દુકાળ જે સુકાળમાં પરિણમ્યો તે આ પુન્યશાળીના જન્મવાથી થયો છે. રાજા પણ તે સાંભળીને સુબુદ્ધિના ઘરે જઈને તે બાળકને નમસ્કાર કરે છે ને તેનું નામ ધર્મકુમાર એવું રાખે છે. તેની સ્તુતિ કરતાં રાજા પોતાના સ્થાને ગયો. ધર્મકુમાર અનેક કન્યાઓને પરણીને ભોગોને ભોગવતો રહે છે. પછી સુગુરુ પાસે દીક્ષા લઈ સંયમ પાળતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં, ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતાં અનુક્રમે મોક્ષે સિધાવ્યા. ( રણજૂર રાજા રણશુર ભારે વાસનાપ્રિય! છતાં પર્વ તિથિના પૌષધના પ્રભાવે કરીને પાંચમાં દેવલોકનો દેવ બન્યો, વળી મહાવિદેહમાં જઈ મોક્ષે જશે....પાપી કાયમ પાપી નથી રહેતો...નિમિત્ત મળતા તેય તરી જાય છે. વાંચો ત્યારે આ કથા... આ પૃથ્વી પર કાંચનપુર નામની નગરી છે. ત્યાં મહાપરાક્રમી રણશૂર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રીકાંતા નામની પટરાણી હતી. તે રાણી ઉપર એટલો બધો આસક્ત હતો કે તેને સમયનું પણ ભાન ન રહેતું. એક વખત સભામાં કોઈ સુભટ અદશ્ય રીતે કહેવા લાગ્યો કે, હે રાજન! તું વિષયવાસનામાં આસક્ત છે. તને તારા આત્માનું ભાન નથી. તું જિનધર્મનું આરાધન કેમ કરતો નથી? તું શું યમરાજથી ડરતો નથી! તને સેના વગેરેનો ગર્વ છે તો આવી જા યુદ્ધ કરવા. ક્રોધાન્ધ રાજાથી પ્રેરાયેલા જ્યાં રાજસેવકો તેને મારવા દોડે છે ત્યાં રાજાના કેશ પકડી આકાશમાર્ગે ઉડ્યો. એક વનમાં તેને મૂક્યો. રાજા ત્યાં પોકાર કરવા લાગ્યો. એટલામાં આમ્રવૃક્ષ નીચે મુનિને જોઈ તેની પાસે ગયો. દેશના સાંભળતાં અન્ને રાજાએ પૂછ્યું કે-હે ભગવન્! મને આવા ભયંકર જંગલમાં કોણ મૂકી ગયું? “ ત્યારે મુનિવરે કહ્યું કે, હે રાજન! પાંચમા દેવલોકમાં વાસ કરનાર અમૃતપ્રિય નામનો એક દેવ છે તે અહીં મને વાંદવા આવ્યો હતો. તેણે પૂછ્યું કે મારા ચ્યવન થયા પછી મારા વિમાનમાં દેવપણે કોણ ઉત્પન્ન થશે? ત્યારે મેં તેને કહ્યું કે રણજૂર નામનો રાજા તારા વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યારે તે બોલ્યો કે હે પૂજ્ય! તે તો તેની રાણીમાં આસક્ત છે. ધર્મનું નામ પણ જાણતો નથી. ત્યારે મેં કહ્યું કે અહીં Page #502 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૫૩ આવવાથી તે રાજા મારાથી પ્રતિબોધ પામશે. માટે હે રાજન! તે દેવ તને પકડી અહીં લાવ્યો છે. તેથી તું ઉભયલોકમાં કલ્યાણ માટે જિનેશ્વરપ્રણીત ધર્મને સ્વીકાર ને જન્મ સફલ કર. ત્યારે રાજાએ સમ્યક્ત્વ સહિત બાવ્રતનો સ્વીકાર કર્યો. રાજાએ ‘પર્વ દિવસોમાં હું પૌષધ કરીશ” તેવો વિશેષ નિયમ લીધો ત્યારે દેવે તેની સ્તુતિ કરીને તેને પોતાના સ્થાને પહોંચાડ્યો. એક વખત પોતાની શ્રીકાંતા પટરાણીને નહીં જોતાં ચિંતાતુર રાજા જ્યોતિષીને તે વિષે પૂછે છે. ત્યારે જ્યોતિષીએ કહ્યું કે તમોને ઉત્તર દિશામાં મળશે. તે પ્રમાણે રાજા ઉત્તર દિશામાં ધનંજય નામના યક્ષના મંદિરમાં આવ્યો. એ દિવસે ચૌદશ મહાપર્વ હોવાથી રાજાએ પૌષધ લીધો. ત્યાં દેવોએ ઘણા ઉપસર્ગ કર્યા તો પણ ચલાયમાન ન થયો. ત્યારે દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું કે--- વૈતાઢ્ય પર્વતના દક્ષિણ ભાગમાં ગગનવલ્લભ નગર છે. ત્યાંના ખેચરાધિપતિએ તારી રાણીનું અપહરણ કર્યું છે. ને તે દષ્ટ હમણાં મરણ પામ્યો છે. તારી રાણીને હમણાં હું લઈ આવે છે. એ પ્રમાણે કહીને દેવ શ્રીકાંતાને લઈ આવ્યો અને બંનેને તેઓના નગરમાં પહોંચાડ્યા યક્ષે સુવર્ણમણિ વિ.ની વર્ષા કરી. રાજાની સ્તુતિ કરીને પોતાના સ્થાને ગયો. રાજા પણ ધર્મનું આરાધન કરી બ્રહ્મ દેવલોકમાં અમૃતપ્રિય નામનો દેવ થયો. ત્યાંથી અવી મહાવિદેહમાં જઈને મોક્ષે જશે. ( સમિત્ર મંત્રી ) ઘર્મનિષ્ઠા જીવલેણ ઉપસર્ગને પણ ટાળે છે. દેશાવગાસિક વ્રત ઉપર નિષ્ઠ મંત્રી રાજાના કોપ સામે વ્રતની રક્ષા કરવા મંત્રી મુદ્રા પાછી આપે છે. છતાં આખર વિજય તો મંત્રીનો જ થાય છે. એટલું જ નહીં, મંત્રી જીવલેણ દુશ્મનોની સાજીશમાંથી બચી જાય છે. ઘર્મો રક્ષતિ રક્ષિત! આનું નામ... શ્રીચંદ્રા નામની નગરીમાં તારાપીડ રાજાને સુમિત્ર નામનો મંત્રી હતો. મંત્રી જિનધર્મનો અત્યંત રાગી હતો. પૂજા, ધર્મશ્રવણ, પ્રતિક્રમણ, તપ, વગેરેની આરાધના કરતાં મંત્રી આનંદપૂર્વક દિવસ પસાર કરે છે. પણ રાજાને તે ગમતું નહીં. રાજા કહેતો કે આવું અદ્ભુત રૂપયોવન વિ. તપસ્યાથી શા માટે વ્યર્થ કરે છે. મંત્રી યુક્તિપૂર્વક રાજાને સમજાવતો. આવી રીતે રાજા-મંત્રી વચ્ચે ધર્મની ચર્ચાઓ ચાલતી. એક વખત ચૌદશનું પર્વ હોવાથી મંત્રીએ અભિગ્રહ ધારણ કર્યો કે મારે ઘરની બહાર આજે નીકળવું નહીં. દેશાવગાસિક ધારી તે રાત્રે પણ ઘરે રહ્યો. અહીં રાજાએ વિશિષ્ટ કાર્ય માટે મંત્રીને બોલાવવા દૂતને મોકલ્યો. પણ મંત્રીએ આવવાની ના પાડી. રાજાએ ગુસ્સે થઈને દૂતને કહ્યું કે મારી આજ્ઞા જ મંત્રી ન માને તો મંત્રી મુદ્રા તું લઈ જજે. - હવે તે દૂતે ત્યાં જઈને મંત્રીને વાત કરી. મંત્રીએ વિચાર્યું કે વ્રત આગળ મંત્રી મુદ્રા શું કામની! એમ વિચારી મંત્રી મુદ્રા-વસ્ત્રાભૂષણ વિ. તેને આપી દીધા. દૂતને આવી વસ્તુ મળી તેથી તે જ બનાવટી મંત્રી બનીને લોકોને આદેશ કરવા લાગ્યો. મનમાં ખુશ થતો તે દૂત સ્વયં મંત્રી બનેલો જેવો રાજા પાસે જાય છે તે પહેલાં તો કોઈ સુભટોએ તેને મારી નાંખ્યો અને સર્વ લૂંટી લીધું. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન આ સાંભળી રાજા ક્રોધાયમાન થઈને બોલ્યો કે, મારા દૂતને નિમકહરામ મંત્રીએ મારી નાંખ્યો માટે હે સુભટો! તેનું મસ્તક કાપી નાંખો. જ્યાં દૂત મરેલો પડ્યો હતો ત્યાં રાજા આવ્યો ને વિદેશી વીરોને ત્યાં જોઈ વિસ્મયથી પૂછ્યું કે હે વીરો! તમે ક્યાંથી આવો છો? અને તમારી આવી દશા કેવી રીતે થઈ? ત્યારે તેઓ બોલ્યા કે, હે રાજન! અમારા રાજાના દુર્ભાગ્ય યોગે મનોરથ ન ફળ્યો. રાજાએ પૂછ્યું કે શાના મનોરથ ને કેવા રાજા? વીરો બોલ્યા કે, હે મહારાજા! ધારાવાસ નગરમાં સુરસેન રાજા રાજ્ય કરે છે. તેની પાસે આપનો સુમિત્ર મંત્રી પ્રતિવર્ષ દંડ લેતો હતો. તેથી અમારા રાજાની આજ્ઞાથી તેને મારવા આવેલા, પણ આ કપટી મંત્રીને સુમિત્ર સમજી અમોએ મારી નાંખ્યો. તે સાંભળીને રાજા મંત્રીના ઘરે આવ્યો. મંત્રી પાસે ક્ષમા માંગી ને કહ્યું કે, હે મંત્રીશ! જો તમો આજે ઘર બહાર નીકળ્યા હોત તો તમારું જરૂર મૃત્યુ થાત. રાજાએ પૂર્ણચંદ્ર નામના ગુરુ પાસે જઈને શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. રાજા અને મંત્રી બંને ઉત્તમ કાર્ય કરી સ્વર્ગે ગયા. ક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં જઈને મોક્ષને પામશે. ( ઉદયન રાજા ઈતિહાસમાં અનેક પાત્રો થઈ ગયા છે. બરોબર વિરોધી બે બિંદુનું સંગમસ્થાન એટલે રાજા ઉદયન અને મુનિ વિનયરત્ન, તો ત્રીજુ મધ્યબિંદુ આચાર્ય ઘર્મઘોષ...એક મુનિવેશધારી રાજાનું પૌષધ દરમ્યાન ખૂન કરે..અને રાજા સમાધિને વરે... તો ગુરુ ઘર્મઘોષ શાસનની અપભાજના ટાળવા પોતાની જાતે મૃત્યુને વરે. આ ગજબ વૃતાંત વાંચો... રાજગૃહી નગરીમાં કોણિક રાજા રાજય કરે. તેને પદ્માવતી રાણીથી જન્મેલ ઉદયનકુમાર ઘણો પ્રિય થઈ પડ્યો. તે રાજકુમાર ધીરેધીરે મોટો થતાં તેના પિતા ચક્રવર્તી બનવા માટે તમિસ્રા ગુફામાં ગયા. ત્યાંના દેવે કોણિકને ભસ્મસાત કર્યો. તેની ગાદીએ ઉદયન રાજકુમારનો અભિષેક થયો. પણ પોતાના પિતાની યાદ આવવાથી તેને બીજે નગરી વસાવી. તેનું નામ પાટલીપુત્ર રાખવામાં આવ્યું. તે દાનવીર અને ધર્મવીર હતો. તેઓની ધર્મક્રિયાથી જિનધર્મની પ્રશંસા ચારે દિશામાં થઈ. પોતાના ઘરે પૌષધશાળા કરાવીને પર્વતિથિએ પૌષધ કરતાં. એકવાર એક ખંડિયા રાજાએ ખંડણી ના ભરતા રાજાએ તેની સાથે ભયંકર યુદ્ધ કર્યું. અને તે રાજા યુદ્ધમાં માર્યો ગયો. તેના પુત્રને ઉદયન રાજા ઉપર વૈર જાગ્યું ને અવંતીના રાજા પાસે સહાય માંગી. પણ ઉદયન રાજાના પુન્યપ્રતાપના કારણે તે ફાવ્યો નહીં. જૈનમુનિઓ પર્વતિથિએ તેને પૌષધ લેવડાવવા મહેલમાં પૌષધશાળાએ આવતા. તે જોઈને એક સુભટે ખંડિયા રાજાને વાત કરી. તેથી તેને મારવાનો ઉપાય જડી આવ્યો અને એક વ્યક્તિને ધર્મઘોષસૂરિ મ. પાસે દીક્ષા અપાવી. તેનું નામ વિનયરત્ન આપવામાં આવ્યું. તેણે ઓધામાં છરી સંતાડી રાખેલ. આચાર્ય મ.નો તે એટલો બધો વિનય કરે કે સૌનો પ્રિયપાત્ર બની ગયો. - એક વખત આચાર્ય મ. પર્વતિથિના દિવસે રાજાને પૌષધ લેવરાવવા મહેલમાં ગયા. તેની સાથે | વિનયરત્ન પણ ગયેલ. રાત્રિના આચાર્ય મ. તથા રાજા પ્રતિક્રમણ અને સંથારા પોરસી કરીને સૂતા ત્યારે Page #504 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૫૫ વિનયરત્ન જે બનાવટી સાધુ બનેલ ને રાજાનું ખૂન કરવા આવેલ તેને લાગ જોઈને ઉંઘતા એવા રાજાને પોતાના ઓઘામાંથી છરી કાઢીને ગળાથી ધડ અલગ કરીને નાંખી ગયો. રાજાનું લોહી આચાર્ય મ.ના સંથારા પાસે આવતાં કાંઈક ગરમ લાગ્યું તેથી તેઓશ્રી જાગી ગયા ને જોયું તો ઉદયન રાજાનું ખૂન થયેલ. પછી વિનયરત્નને શોધ્યો તો તે મલ્યો નહીં. તેથી આચાર્ય મ. વિચાર કર્યો કે આને જ રાજાનું ખૂન કર્યું છે અને હવે સવારે લોકો દેખશે તો જિનશાસનની ઘોર નિંદા થશે. તેમને ક્ષણવારમાં નિર્ણય કરી ચાર શરણ વિ. સ્વીકારીને તે જ છરી પોતાનાં ગળા ઉપર ફેરવી દીધી અને સમતા-શાંતિથી મૃત્યુ પામીને સ્વર્ગે સિધાવ્યા. સવારના પહોરમાં લોકોએ આ જાણ્યું ને કોઈ શત્રુપક્ષના બનાવટી સાધુ બનીને બંનેનું ખૂન કર્યુ છે તેમ માન્યું. વિનયરત્નની તપાસ કરતાં તેનો પત્તો લાગ્યો જ નહીં. તેને ઉજ્જૈન પહોંચી રાજાને ખૂનનાં સમાચાર આપ્યા. શત્રુરાજાએ તે સાંભળીને તેને તિરસ્કાર કર્યો કે ધર્મના ઓઠે, ધર્માત્માનું ખૂન કર્યું માટે હે અધમ, પાપી ! અહીંથી ચાલ્યો જા. તે અભવીનો જીવ એવા વિનયરત્નની કદર્થના થઈ ને દુર્ગતિમાં ગયો અને ધર્મવીર એવા ઉદયનરાજા સ્વર્ગે ગયા. જીરણ શેઠ ‘ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન' આ પંક્તિને સત્ય રીતે સમજવા આ જીરણ શેઠની કચા અવશ્ય વાંચવી. વિશાલાનગરનાં વનખંડમાં પૂજ્ય મહાવીરસ્વામી ચોમાસુ રહ્યા. ચારે માસનાં ઉપવાસથી ઘોર સાધના માંડેલી. ત્યાં જીરણ નામનો શેઠ રહેતો હતો. તે રોજ ભગવાનને વંદના કરવા આવતો ને પારણા માટે પધારવા વિનંતી કરતો. જીરણ શેઠ રોજ ભાવના ભાવતા કે પૂ. ભગવંતને આજે પારણુ હશે ને મને મહાન લાભ મળશે. અને મારે ત્યાં પધારશે. એમ કરતાં ભગવંતને ચારમાસી તપ થઈ ગયો તો જરૂર ભગવંત પારણું ક૨શે, તેથી ફરી ફરીને આજીજીપૂર્વક પારણા માટે વિનંતી કરી ને ઘેર જઈને સ્વાગત માટે તૈયારી કરી કે હમણાં જ પ્રભુ મારે ત્યાં પધારશે. મોતીના થાળ લઈને પ્રભુજીને વધાવવા બારણે રાહ જોઈ રહ્યો છે. આ પ્રમાણે શુભ ભાવના ભાવતા તે શેઠે બારમા દેવલોકને યોગ્ય કર્મ બાંધ્યું પણ ભગવંત તો અભિનવ શેઠને (તે જ શેરીના નાકે રહેલાને) ત્યાં પધાર્યા ને પારણું કર્યું. અહો દાનમ્ ! અહો દાનમ્! એ પ્રમાણે પંચદિવ્ય પ્રગટ થયેલા જોઈને ભગવાને તેને ત્યાં પારણું કર્યુ. તેથી જીરણ શેઠની વિચારધારા તૂટી પડી, કે નક્કી ભગવાને બીજે પારણું કર્યુ છે. હું અભાગી, નિષ્કુણ્ય, અધની છું, કે જેથી મારે ત્યાં પ્રભુ પધાર્યા નહીં. કોઈક વખતે જ્ઞાની ગુરુ મ. તેના ગામમાં પધારતા, રાજાએ ગુરુ મ.ને વંદન કરીને કહ્યું કે મારું નગર વખાણવા લાયક છે. કારણ, અભિનવ જેવા પુન્યવંત વસે છે. જેને ત્યાં પ્રભુએ પારણું કર્યું, મારું નગર ધન્ય બની ગયું. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન ગુરુ મ. કહ્યું કે, હે રાજન! અભિનવશેઠે દ્રવ્યથી ભક્તિ કરી. ભાવથી તો જીરણ શેઠે ભક્તિ કરી છે. જો તે વધુ શુભ ભાવમાં હોત અને દુંદુભિનાદ ન સાંભળ્યો હોત તો તેને થોડી વારમાં કેવલજ્ઞાન થાત. આ સાંભળીને રાજન દ્રવ્ય અને ભાવભક્તિમાં લીન થયા. જીરણ શેઠ બારમા દેવલોકે ગયો. ક્રમે કરી મોક્ષે જશે. ત્રિવિક્રમ રાજા ભૂલ...કેવી ભૂતાવળ સર્જે છે તેની દાસ્તાન એટલે આ કથા. મુનિ થયા પછી થયેલી ભૂલો કેટલા ભવોના વેરના વાવેતર કર્યા તે માટે વાંચો જરૂર આ કથાનક. શ્રાવસ્તી નગરીમાં ત્રિવિક્રમ રાજા પ્રતાપી અને ન્યાયી રહેતો હતો. તે એક વખત વનમાં ફરતો હતો, ત્યારે એક પક્ષીની કર્કશવાણી સાંભળી. ધનુષ્યબાણ ચડાવીને તેને વિંધ્યું. પછી દયા આવવાથી તેને બચાવવા બાણ ખેંચીને તેનો ઉપચાર કર્યો છતાં તે પક્ષી મરી ગયું. રાજાને ઘણો પશ્ચાત્તાપ થયો. ત્યાં જ આગળ જતાં એક મુનિ મલ્યા. તેમને અહિંસાદિ ધર્મોપદેશ આપતાં રાજાએ કોઈને પૂછ્યા વગર તરત દીક્ષા લીધી અને મહા તપસ્વી થયા. તેમને તેજો લેશ્યા લબ્ધિ ઉત્પન્ન થઈ. પેલું જે પક્ષી હતું તે મરીને ભીલ થયેલ. તેને આ મુનિવરને જોઈને ક્રોધ ઉત્પન્ન થયો. મારવા માટે જ્યાં જાય છે ત્યાં મુનિવરે તરત તેજોલેશ્યા મૂકી તેને બાળી મૂક્યો. ભીલ મરી સિંહ થયો. પાછો તેને મુનિવરનો ભેટો થયો ને ક્રોધથી મારવા ગર્યા, ત્યાં પાછી તેજોલેશ્યા મૂકીને મુનિવરે સિંહને ભસ્મસાત્ કરી નાંખ્યો. તે મરીને હાથી, પછી જંગલી સાંઢ, પછી સર્પ, અને છેવટે બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો. દરેક ભવે મુનિવરનો ભેટો થાય ને તેજોલેશ્યા મૂકીને તેને ભસ્મ કરી દેતા. તે જ બ્રાહ્મણ મરીને કર્મક્ષીણતાએ--યથાપ્રવૃત્તિકરણે મહાબાહુ નામનો રાજા વારાણસી નગરીમાં થયો. કોઈક વખતે રાજમાર્ગે પસાર થતાં એક મુનિરાજને જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનાં સાત ભવો જોયા ને પોતાની જાત ઉપર ધિક્કાર થયો. મુનિના પાપનું કારણ જાણી મુનિને શોધવા પોતાને સદ્બોધ મળે તે ઉદ્દેશથી શ્લોક રચ્યો. શ્લોક---વિજ્ઞાઃ શવરઃ સિંહો, દ્વીપી સ૩: ળી વિઘ્નઃ । અંત્યર્થપૂરળત્તસ્ય સક્ષ્યમિત્યુપોષણેત્ । । એટલે કે પક્ષી, ભીલ, સિંહ, હાથી, સાંઢ અને બ્રાહ્મણ આ અર્ધ શ્લોકની જે પૂર્તિ કરી આપશે તેને રાજા લાખ સુવર્ણમુદ્રાઓ આપશે. નગરમાં ઉદ્ઘોષણા કરાવી. હજારો લોકો સાંભળે છે. ઘણા દિવસ ગયા છતાં કોઈ પાદપૂર્તિ કરનાર ન મલ્યું. એક દિ તે જ નગરમાં તેજોલેશ્યાવાળા મુનિવર આવ્યા. કોઈક રબારીએ તે મહાત્મા પાસેથી શ્લોકનો અડધો ભાગ મેળવીને રાજા પાસે સંભળાવ્યો. યેનામી નિહતાઃ હોપાત, સ યં મવિતા દૂહા । અર્થ---ક્રોધથી જેમણે આ હણ્યા તેમનું શું થશે. આ પ્રમાણે રાજાએ સાંભળીને ગોવાળને પૂછ્યું કે સાચું બોલ, શ્લોક બરાબર છે; પણ આ તારો Page #506 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | L[ ૪૫૭ 0 બનાવેલ નથી. કોણે શીખવ્યો? તેણે સાચી વાત કહી દીધી. રાજાએ તરત તે મુનિવરની પાસે આવી ક્ષમા માંગી. મુનિરાજે કહ્યું કે હું સંયમી અને તું અજ્ઞાની હતો. મેં જાણતાં છતાં ક્રોધ કર્યો માટે મારે તારી ક્ષમા માંગવી જોઈએ. ત્યાં કોઈક કેવલી ભગવંત પાસે બંને જણાએ પાપનું પ્રાયશ્ચિત માંગ્યું. ભગવંતે કહ્યું કે શત્રુંજય જઈને તીવ્ર તાપૂર્વક યાત્રા કરો તો જ પાપનો અંત આવશે. બંને જણાએ શત્રુંજય જઈ તીવ્ર તાપૂર્વક (રાજાએ પણ ચારિત્રગ્રહણ કરીને) મહાતીર્થની યાત્રા કરી અને કેવલજ્ઞાન મેળવી મોક્ષ પામ્યા. ( પીશેખર રાજા ડર આવે છે ત્યારે માણસ કેવો એકાગ્ર બની જાય છે. ધર્મમાં મન એકાગ્ર નથી રહેતું કારણ કે અધર્મપ્રવૃત્તિથી ડર નથી લાગ્યો, તે વાત સ્પષ્ટ કરે છે. આ કથાનક...વાંચી લ્યો. પૃથ્વીપુરનરેશ પદ્મશેખર રાજા વિનયંધરસૂરીશ્વરજી પાસે ધર્મ પામ્યા પછી પોતાની જાતને ધન્ય માનતો. સંસારની કોઈ પણ વસ્તુ સુલભ છે. ધર્મ એ જ દુર્લભ છે. ગુરુ મ. સંસારથી અલિપ્ત છે. આપણા જેવા પ્રમાદી સંસારથી લિપ્ત છે. ઇત્યાદિ રાજા પ્રજા પાસે ધર્મનાં ગુણગા ગુણગાન કરતો અને અનેક જીવોને ધર્મમાં દઢ કરતો. પણ ત્યાં આગળ જય નામનો વણિક નાસ્તિક ધર્મને નહીં માનનારો રહેતો હતો. દુર્લભ એવી સામગ્રી મળવા છતાં પરલોકની ઇચ્છા કરે તે મૂર્ખ જ છે. આ પ્રમાણે ઘણા ભોળા લોકો તેનાથી ભોળવાયેલ. જય શ્રેષ્ઠીની આવી દુષ્ટ પ્રવૃત્તિની રાજાને ખબર પડી. થોડા સમય પછી જય શ્રેષ્ઠીના અલંકારના ડબ્બામાં ગુપ્ત રીતે રાજાએ લાખ મુદ્રાની કિંમતનો હાર મુકાવી દીધો. બીજા દિવસે રાજાએ હાર ગુમાયાની વાત કરી. દરેકના ઘરે ઘરે તપાસ કરાવી પણ ક્યાંય મલ્યો નહીં, એમ તપાસ કરતાં કરતાં જય શ્રેષ્ઠીના ઘરે આવ્યા. ત્યાંથી હાર મલવાથી રાજાને ખબર મલતા તેને ગુસ્સાનો પાર ન રહ્યો ને શ્રેષ્ઠીને શૂળીએ ચડાવવાનો આદેશ કર્યો. હવે શ્રેષ્ઠીનાં ઘરનાં કુટુંબીજનોએ રાજાને આજીજી કરી. કરગર્યા, રડ્યા. કહે કે આપ બીજી આજ્ઞા કરો તેમ કરીશું પણ શેઠને છોડો. તેથી રાજાએ કહ્યું કે તેલથી ભરેલું છલોછલ વાસણ લઈ જય શ્રેષ્ઠી આખા ગામમાં ફરે અને એક પણ ટીપું પડવું ન જોઈએ. અને જો ટીપુ પડશે તો શ્રેષ્ઠીનું માથું ધડથી અલગ પડશે. તે વાત સર્વ કબૂલ કરી. રાજાએ આ બાજુ આખા નગરમાં માદકતાભરી સુગંધ મહેકાવી સુંદર યુવતીઓનાં નાચગાન ઠેર ઠેર કરાવ્યાં. ઠેર ઠેર પાંચ ઇન્દ્રિયોને ગમતું વ્યવસ્થિત રીતે ઊભુ કર્યું. ત્યાર પછી જય શ્રેષ્ઠી તેલ ભરેલું વાસણ લઈ સ્થિરતાપૂર્વક આખા ગામમાં ફર્યા ને તેલનું વાસણ જેવું હતું તેવું જ રાજા આગળ મૂકતાં આનંદ આનંદ તેને થઈ ગયો. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] / જૈન પ્રતિભાદર્શન રાજાએ પૂછ્યું કે શેઠ આજે નગરમાં ચારે તરફ રંગરસ વરસી રહ્યો હતો. સુંદર યુવતીઓ નૃત્ય કરી રહી હતી. તેમાંથી તમોને સરસ શું લાગ્યું? જય શેઠ બોલ્યા કે રાજા, મેં તો કાંઈ જોયું નથી ને મને ખબર પણ નથી. રાજાએ કહ્યું કે કેમ તને ખબર નથી? આવી જગ્યાએ તો તમો પહેલા પહોંચી જાવો છો. તમો કહો છો કે ઇન્દ્રિયો વશમાં રહેતી નથી પણ તમે કેવી રીતે તેને વશમાં રાખી? માણસને જ્યારે મરણ સામે આવે છે ત્યારે આપોઆપ ભયના કારણે ઇન્દ્રિયો કાબુમાં આવે છે. માટે ઇન્દ્રિયોને મોજશોખમાં રાખો તો તે જીવને દુ:ખમાં નાખે છે. ધર્મથી જ ઇન્દ્રિયો જીતાય છે. ઇત્યાદિ કહી રાજાએ શેઠની શાન ઠેકાણે લાવીને ધર્મમાં સ્થિર કર્યો. તે પદ્મશખર રાજા પણ અનેક જીવોને પ્રતિબોધ કરી સ્વર્ગે ગયો. ( સંગ્રામ શૂરરાજા આચાર્ય મહારાજ એટલે અભુત આભામંડળના અધિપતિ. શિકારી કૂતરા દરરોજ પોતાના માલિકની ઈચ્છા મુજબ શિકાર કરતાં અને એક દિ આચાર્યમહારાજના આભામંડળમાં આવી શિકાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરી અને તે દ્વારા તેના માલિકે પણ શિકાર બંધ કર્યો. આ વાત સરસ રીતે આ કથાનકમાં જોવા મળશે. પદ્મિની ખંડ નામના નગરમાં સંગ્રામદેઢ રાજાને સંગ્રામશૂર યુવરાજ હતો. તે ભયંકર વ્યસની હતો. શિકારી કૂતરાથી અનેક પ્રાણીઓને મારતો. રાજાને આ વાતની ખબર પડી. કુમારને શિકાર બંધ કરવા કહ્યું છતાંય તે ન માન્યો. તેથી તેને કહ્યું કે કાં તો શિકાર છોડ અથવા નગર છોડી દે. યુવરાજે નગર છોડીને ઉપનગરમાં વસવાટ કર્યો. ત્યાં હજારો પ્રાણીઓનો શિકાર કરે છે. - એક વખત તેને કાંઈ કામ માટે બહાર જવાનું થયું અને કૂતરાઓ ઘરે રહ્યા. ત્યાં આગળ આચાર્ય ભ. તેના ઘરે પધારે છે. કૂતરાના આવાસમાં તેના નોકરે તે આચાર્ય ભ ને ઉતારો આપ્યો. ક્રુર કતરા જોઈ આચાર્ય ભ. બોલ્યા કે જે પાપી ક્ષણ માત્ર સુખ માટે બીજા જીવોને હણે છે. તે ચંદનને રાખ માટે બાળે છે. આ સાંભળી કૂતરા પણ હળુકર્મી થયા ને શિકાર નહીં કરવા તેવો નિયમ કર્યો ને આચાર્ય ભ. વિહાર કરી ગયા. થોડા દિવસ પછી કુમાર પોતાના નગરમાં આવ્યો ને કૂતરાને શિકારે લઈ જતાં છતાં કૂતરાઓએ શિકાર ન કર્યો. તેથી તેને આશ્ચર્ય લાગ્યું ને નોકરને પૂછ્યું. તેને સર્વહકીકત કહી. યુવરાજે વિચાર કર્યો કે શું હું કૂતરા કરતા હલકો છું? માટે મારે પણ શિકાર આજથી બંધ. કોઈક આચાર્ય ભાના મુખથી વાણી સાંભળીને તે જૈનધર્મી--વ્રતધારી શ્રાવક થયો. - એક વખત વિદ્યાપુર નામના નગરના વિદ્યુતંભ રાજાની મણિમંજરી નામની કન્યાને જોઈને તેની ઉપર મોહ પામે છે. તેને પરણવા માટે રાક્ષસે અનેક પ્રકારના ઉપસર્ગો કર્યા. સમુદ્રમાં તેને ફેંકી દીધો ને જિનધર્મની પૂજા ન કરવા ઘણો સમજાવ્યો. છેવટે રાક્ષસે પ્રગટ થઈને તેની પ્રશંસા કરી. Page #508 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૪પ૯ 0 કુમારના તે વિદ્યાધરની કન્યા સાથે લગ્ન થયાં. સંગ્રામદેઢ રાજાએ કુમારસંગ્રામશૂરને રાજ્ય આપી દીક્ષા અંગીકાર કરી પ્રાન્ત-સંગ્રામશૂર રાજા ઉત્તમ શ્રાવકધર્મ પાળી પાંચમા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ મુક્તિમાં જશે. સુધર્મ રાજા ) નગરના દરવાજા માટે બત્રીસલક્ષણા બાળકનો બલિ દેવાની કામગીરી દરમ્યાન બાળકના હાસ્ય રાજાને સત્યનો પૂજારી બનાવ્યો. અંતે સાધુ બન્યો, પણ આ સ્વાર્થી સંસાર કેવો છે તેની ઘટમાળા સરસ રીતે આ કથામાં ગૂંથી છે. પાંચાલ દેશમાં સુધર્મ નામે જૈનધર્મી રાજા સુંદર આરાધના કરતો હતો. ત્યાં કોઈ મહાબલ નામનો લૂંટારો પ્રજામાં ત્રાસ ફેલાવતો. રાજાએ જઈને તેના વનપ્રદેશને ઘેરીને લૂંટારાને પકડી લીધો. પાછા ફરતાં નગરમાં પ્રવેશ કરતાં નગરનો મુખ્ય દરવાજો તૂટી પડ્યો. અપશુકન સમજી રાજા પાછા ફર્યો. બીજી વખત પણ દરવાજો બનાવીને પ્રવેશ કરતાં તૂટી પડ્યો. તેથી રાજા પ્રવેશ કરી ન શક્યો. મંત્રીને તે કારણ પૂછ્યું. મંત્રી મંત્ર-તંત્રને માનનાર હતો. તેથી કહ્યું : મહારાજા, તમારા હાથે જ કોઈ બત્રીસ લક્ષણા પુરુષનું બલિદાન દો તેથી આ દરવાજો સુદૃઢ રહેશે. રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો પણ કોઈનાં મા-બાપ પોતાના દિકરાને આપવા તૈયાર ન થયાં. જે પુત્રનું બલિદાન આપશે તેને સુવર્ણપુરુષ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. વરદત્ત નામના ગરીબ બ્રાહ્મણને સાત પુત્રો હતા. તેથી ગરીબાઈથી કંટાળીને સુવર્ણપુરુષના લોભે તે તૈયાર થયો. પુત્રઇન્દ્રને બીજા દિવસે નવરાવી વસ્ત્ર પહેરાવી તિલક કરી તૈયાર કર્યો ને રાજા પાસે લાવ્યા ત્યારે તે હસતો હતો. રાજાએ પૂછ્યું કે તને વિષાદની જગ્યાએ હર્ષ કેમ છે? ત્યારે તેને હંસની વાત શરૂ કરી. હંસનો પરિવાર એક સરોવરમાં રહેતો હતો. વૃદ્ધ હંસે કહ્યું કે આ વેલ વધે તે પહેલાં તોડી નાખો. પણ તેના પરિવારે ન માન્યું. ને વેલો વધ્યો. શિકારીએ તેના ઉપર જાળ બાંધી. તેમાં બધાં ફસાયા. વૃદ્ધ હંસે કહ્યું કે મારું કીધું માન્યું હોત તો આવી સ્થિતિમાં ન આવત. છેવટે તે બાળક કહે છે કે જે વેલ તેને આશ્રયસ્થાન હતી તે ભયરૂપ થઈ તેવી રીતે જે મા-બાપ શરણભૂત હતાં તેનાથી જ ભય ઉત્પન્ન થયો. મા-બાપની જેમ રાજા સર્વનો શરણભૂત. પૈસા ભેગા કરીને મહા આનંદ સર્યો છે. તે જ શત્રુની જેમ ઘાતક થયો છે. આવી પરિસ્થિતિમાં ભય રાખીને ફરક શો પડવાનો માટે હું નિર્ભય છું. આ વાત સાંભળી રાજાએ તે બાળકને સન્માન કરીને છોડી દીધો. મંત્રીએ રાજાને સમજાવ્યા કે હે રાજન! એક બાળકને બચાવવામાં આખા નગર ઉપર આપત્તિ પડશે. ત્યારે રાજાએ કહ્યું કે હું આ નગરમાં પ્રવેશ નહીં કરું. જે કાંઈ વેઠવું પડશે તે વેઠી લઈશ. આવી રાજાની દઢતા જોઈને કોઈ દેવ પ્રત્યક્ષ થયો ને રાજાની સત્ત્વની પ્રશંસા કરી કહ્યું : મેં જ આ માયાજાળ રચી હતી પણ હે રાજન! તમો પરીક્ષામાં મક્કમ રહ્યા. માટે મને ક્ષમા આપો. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૬o ] [ જૈન પ્રતિભાદર્શન એમ કહી નગરનો દરવાજો અદ્ભુત બનાવીને દેવ ચાલ્યો ગયો. સુધર્મ રાજા છેવટે ચારિત્ર લઈ નિર્વાણ પામ્યા. ( પ્રત્યેક બુદ્ધ નમિ રાજર્ષિ ) ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ મહાવીર પરમાત્માએ જેનું નામ સ્વમુખે મૂકયું તે ઘન્ય નમિ રાજર્ષિનો વૈરાગ્ય ખરેખર માનવા-વાંચવા જેવો છે...વાંચો ત્યારે... મિથિલા નગરીમાં નમિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને અનેક રાણીઓ હતી. આ પ્રમાણે ન્યાયપૂર્વક રાજ્ય કરતાં બધી જાતનું સુખ હોવા છતાં કર્મના યોગે તેને આખા શરીરે દાહકવર પેદા થયો. વૈદ્યો, હકીમો, મંત્ર-તંત્ર વિ. ઘણાં ઉપચાર કર્યા છતાં પણ તે દાહ મટ્યો નહીં. નમિ રાજાને ઉંઘ આવતી નથી. આખો રાજ પરિવાર ચિંતામાં ડૂબી ગયો. એ વખતની વાત છે. નમિ રાજાને ભયંકર પીડા વધતી જતી હતી. અંતે વૈદ્ય ગોશીષ ચંદનનો લેપ કરવાનું સૂચન કર્યું તેથી ગોશીર્ષ ચંદન લાવીને દાસીઓ તે ઘસવા લાગી. રાણીઓને ખબર પડતા તરત ત્યાં આવીને દાસીઓને ઘસવાનું બંધ કરીને પોતે જ ઘસવા લાગી. કહે કે અમારા સ્વામીનાથની સેવા અમે કરીશું. મંત્રી વિ. પરિવારે રાણીઓને ના પાડી કે તમારું શરીર અત્યંત નાજુક છે. તે તમો સહન કરી શકશો નહીં. રાણીઓએ કહ્યું કે જે થાય તે થાય અમો જ ચંદન લેપ ઘસી સ્વામીનાથની ભક્તિ કરીશું. રાણીઓ ચંદનનો લેપ તૈયાર કરતી જાય છે ને સોનાનાં કચોળાં ભરીને મહારાજાને લેપ થતો જાય છે. રાણીઓ જ્યારે ચંદન ઘસે છે ત્યારે તેઓના કંકણ પરસ્પર અથડાવાથી જે અવાજ આવે છે તે અવાજ રાજાથી સહન થતો નથી. તેથી મંત્રીને કહ્યું કે આ અવાજ શાનો છે? મંત્રીએ કહ્યું કે આપની જ રાણીઓ ચંદન ઘસે છે. તેણીના આ કંકણનો અવાજ છે. રાજાએ તે અવાજ બંધ કરવા કહ્યું. મંત્રીએ તે વાત રાણીઓને કરી ને કહ્યું કે તમારા આ કંકણના અવાજથી મહારાજાને વધુ વેદના થાય છે માટે તમો ઘસતાં નહીં. પણ દાસી ઘસશે, રાણીઓએ કહ્યું કે કંકણના અવાજનો સવાલ છે ને? લ્યો ત્યારે. એમ કહીને બધાં જ કંકણા હાથમાંથી કાઢીને ઢગલો કરી દીધો ને સૌભાગ્ય ચિહ્ન તરીકે એક જ કંકણ રાખ્યું. રાજાને પાછો વિચાર આવ્યો ને મંત્રીને કહ્યું કે હવે કંકણનો અવાજ કેમ નથી આવતો? ત્યારે મંત્રી જોરદાર એવું વાકય બોલ્યા કે રાજાને આરપાર ઊતરી ગયું. મંત્રીએ કહ્યું કે, મહારાજા! અવાજ બેના હોય એકમાં નહીં. આ વાતથી મહારાજા સચેત થઈ ગયા ને ચિંતન ઉપર ચડ્યા. ખરેખર! મંત્રીની વાત તદ્દન સાચી છે. એકમાં જ મઝા છે બેમાં નથી માટે મારે હવે આ બધું જ છોડીને એકલા થવું. જો આ મારી વેદના હટી જાય તો સવારે એકલો થઈને આત્મકલ્યાણ કરું. ત્યાં જ સંકલ્પ કર્યો કે સાંજ સુધીમાં વેદના શાંત થઈ. રાત્રે ઉંઘ પણ આવી ગઈ. સવારનાં કોઈને પણ પૂછ્યા વગર રાજપાટ બધું જ છોડીને નીકળી ગયા. ઈન્દ્ર મહારાજા તેમની પરીક્ષા કરવા બ્રાહ્મણનું રૂપ લઈને ગામ બહાર તેમને સામે મલ્યા ને કહ્યું : Page #510 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) ' [ ૪૬૧ ( કે--- હે રાજન! જરા પાછળ તો જુઓ કે આખી મિથિલાનગરી ભડકે બળી રહી છે. રાજા કહે છે કે જે ] બળે તે મારું નથી. મારું છે તે બળતું નથી. મિથિલા નગરી બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી. આવી રીતે અનેક પ્રશ્નો પૂછીને નમિ રાજાનો ઉત્કટ વૈરાગ્ય જાણીને બ્રાહ્મણનું રૂપ છોડીને ઇન્દ્ર સાક્ષાત પ્રગટ થયા. તેમનાં વૈરાગ્યનાં વખાણ કર્યા. વંદન કરી ઇન્દ્ર સ્વસ્થાને ગયો. નમિ રાજર્ષિ સંયમની આરાધના કરી કેવલી થયા અંતે મોક્ષે ગયા. આ જ નમિ રાજર્ષિ તે માલવ દેશમાં સુદર્શન નામના નગરમાં રાજા મણીરથ અને યુવરાજ નાનો ભાઈ યુગબાહુ રાજય કરતા હતાં. મણીરથ રાજા યુગબાહુની પત્ની મદનરેખા ઉપર આસક્ત હતો. તેને જ યુગબાહુની હત્યા કરી. મદનરેખાએ પુત્રને જન્મ આપેલ તે જ નમિકુમાર જે નમિ રાજર્ષિ બન્યા. મદનરેખાએ ચારિત્ર લીધું ને કામાંધ મણીરથ મરીને ચોથી નરકે ગયો. ( પ્રદેશ રાજા ) સૂર્યકાન્તા એક ગજબ પાત્ર છે. તો પ્રદેશ રાજા પણ અજબ પાત્ર છે. બનેની યાત્રા એક બિંદુથી પ્રારંભાઈને વિરોધી બિંદુએ સમાપ્ત થાય છે. ત્યારે ઘટતી ઘટના શું બને છે? તે સમજવા જેવી આ વૈરાગ્યસભર કથા છે. શ્વેતાંબી નગરીમાં પ્રદેશ રાજા રાજ્ય કરતો હતો. તેને સૂર્યકાંતા નામે પટરાણી હતી. પ્રદેશ રાજા મહા નાસ્તિક, મૃગયાનો વ્યસની હતો. આત્મા, પરલોક, નરક, વિ. કાંઈ જ નથી. તેને કોઈપણ સાધુ-સંત મારા નગરમાં ન આવે તેવી આજ્ઞા કરેલ. એક વખત રાજવાટિકા માટે ક્રીડા કરવા જતાં એક ઉદ્યાનમાં સાધુ મ.ને ઉપદેશ દેતાં જોઈ મંત્રીને કહ્યું કે આ કોણ છે? મંત્રી જૈનધર્મી હતો. તેને તે તરફ રાજાને વાળ્યો. રાજાએ કહ્યું કે હે મુનિ! આત્મા નથી, પરભવ નથી તો ધર્મ શા માટે કરવો? જો આત્મા છે તો એક ચોરને મેં મારીને ટુકડેટુકડે કરી આત્મા શોધી જોયો પણ ન મલ્યો. તેવી રીતે તેને પેટીમાં પૂરી દીધો તો યે દેખાયો નહીં. જો આત્મા હોય તો ચોર મરી ગયા પછી તેના શરીરમાંથી નીકળવો જોઈએ ને, તે દેખાવો જોઈએ, પણ દેખાયો નહીં. કેશી ગણધર ભગવંતે કહ્યું કે અમુક વસ્તુ અનુભૂતિથી જ સિદ્ધ થાય છે. બુદ્ધિ નામની ચીજ દેખાતી નથી તેવી રીતે શક્તિ નામની ચીજ દેખાતી નથી. તેના અનુભવથી જ જણાય છે. જેને સર્વકર્મનાં આવરણો દૂર થયાં છે તેને જ આત્મા દેખાય છે. ઇત્યાદિ યુક્તિપૂર્વક રાજાને પ્રતિબોધ કર્યો. રાજાએ માંસાહાર વિ. છોડીને બાવ્રતનો સ્વીકાર કર્યો ને એવો જૈનધર્મી બન્યો કે તેની રાણીને પણ પાછળથી વ્રતધરા બનાવી. થોડા દિવસ પછી રાણીને વાસના જાગૃત થઈ. રાજા જે ધર્મ કરે તે તેને ગમે નહીં. રાજા કાંટા જેવો લાગ્યો. એક વખત રાજા પૌષધ કરીને બીજે દિવસે પારણું કરવા જતાં દૂધમાં વિષ ભેળવ્યું. રાજાએ તે પીધું કે તરત ખ્યાલ આવી ગયો તેને તરત જ પૌષધશાળામાં જઈને સંથારો કરી-ચત્તારિ શરણે વિ. ગ્રહણ કર્યું છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] [ જેને પ્રતિભાદર્શન આ બાજુ મંત્રીને ખબર પડતાં તરત વિષહર મણિ લાવીને જ્યાં રાજાની પાસે જાય છે ત્યાં રાણી ખૂલ્લા વાળ કરીને રડતી રડતી પોકાર કરતી ત્યાં આવે છે ને રાજા ઉપર ચડીને પોતાના અંગુઠા વડે રાજાનું ગળું દબાવી દે છે. રાજા કાળધર્મ પામીને પહેલા દેવલોકમાં સૂર્યાતિ વિમાનને વિષે ચાર પલ્યોપમવાળો મહાદ્ધિક દેવ થયો. બાર વ્રતનું પાલન કર્યું તેથી સાડાબાર લાખ યોજનવાળા વિમાનનો દેવ થયો. ત્યાંથી આવી મહાવિદેહમાં થઈને મોક્ષે જશે. સૂર્યયશા રાજા | એક ઘર્મનિષ્ઠ રાજાના ધર્માચરણો અને તેના પ્રભાવોથી ભરીભરી આ વાર્તા સુંદર અને ધર્મમાર્ગપ્રેરક છે. સૂર્યયશા ભરત ચક્રવર્તીના જયેષ્ઠપુત્ર હતાં. દશહજાર મુગટધારી રાજાઓના અધિપતિ હતા. વિનિતા નગરીમાં તેમને શુક્રાવતાર નામનું જિનાલય બંધાવેલ. તે રોજ સવાર, બપોર, સાંજ ત્રિકાળ જિનપૂજા કરતો, પરમાત્માની ભક્તિમાં ઓતપ્રોત રહેતો. પર્વ દિવસે દશહજાર રાજાઓ તથા અનેક પરિજનો સાથે પૌષધ કરતો. તે પોતે પાપારંભ કરતો નહીં ને બીજા પાસે કરાવતો નહીં. એક વખત સૌધર્મેન્દ્ર રાજસભામાં બેઠેલા. રંભા અને ઉર્વશી નૃત્ય કરી રહી હતી. ત્યારે સૌધર્મેન્દ્ર મસ્તક ધુણાવ્યું. બંને અપ્સરાઓએ મસ્તક ધુણાવાનું કારણ પૂછવું તો ઈન્ટે કહ્યું કે આ મનુષ્યલોકમાં સૂર્યયશા જેવો ધર્મિષ્ઠ રાજા કોઈ નથી. જેને વિચલિત કરવા હું પણ શક્તિમાન નથી. તેને ભાવવંદન કરવા મેં મસ્તક ધુણાવ્યું. આ સાંભળી રંભા અને ઉર્વશી તરત જ બોલી ઊઠી : અન્ન, પાણી ઉપર જીવતા એક તુચ્છ મનુષ્યના ઇન્દ્ર વખાણ કરે છે. તે તો દેવ આગળ એક મગતરું કહેવાય. અમારું સૌન્દર્ય જોયું નથી ત્યાં સુધી જ ધર્મમાં દઢતા છે. અમને જોતાં જ દઢતા તેમની તૂટી જશે. રંભા-ઉર્વશી પ્રતિજ્ઞા લઈને જ્યાં સૂર્યયશા રાજાનું જિનાલય છે માનવસ્ત્રી બનીને વીણાના મધુર સ્વર સહિત જિનેશ્વર ભ.ની સ્તુતિ કરે છે. સમય થતાં રાજા પૌષધ પારીને જિનાલયમાં દર્શન કરવા જાય છે. ત્યાં આ બંનેનું રૂપ જોઈને મોહિત થાય છે. પોતાના મહેલમાં આવીને મંત્રીને તે વાત કરી. મંત્રીએ યુવતીઓ પાસે આવી પરિચય પૂછયો. તેણીએ કહ્યું કે અમો વિદ્યાધર પુત્રીઓ છીએ. અમારું કહ્યું માનનાર પતિની અમો શોધમાં છીએ. માટે તે તમે મેળવી આપો. મંત્રીએ તે વાત રાજાને કરી ને બંનેનો મેળાપ કરીને લગ્ન કરી આપ્યાં. બંને સાથે સાંસારિક સુખ ભોગવે છે. એક વખત બંનેએ પડહ સાંભળીને રાજાને વાત કરી કે આ શાનો પડહ વાગે છે? રાજાએ કહ્યું કે આવતી કાલે અષ્ટમીનો દિવસ છે. પાપવ્યાપારનો ત્યાગ કરીને પૌષધ લેવામાં આવશે. તમો પણ [ પૌષધ કરવા તૈયાર થાવ. Page #512 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૬૩ સુંદરીઓ આ વાત સાંભળી મૂચ્છિત થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે કહેવા લાગી કે તમાર પ્રેમ એટલો બધો છે કે અમો એક દિન પણ તમારા વગર નહીં રહીએ. માટે કાલે પૌષધ કરવાનું માંડી વાળો. રાજાએ કહ્યું કે એક ક્ષણિક સુખ ખાતર મારી પ્રતિજ્ઞા ન તોડું. સુંદરીઓએ કહ્યું કે તમોએ વચન આપ્યું તેનું શું? માટે ધર્મ છોડી દો. નહીંતર આત્મહત્યા કરીશું. રાજા વિચારે છે કે આ ચંડાળની કન્યા લાગે છે, આ વિદ્યાધર કન્યા નથી. જે ધર્મમાં અંતરાય ઊભો કરે ને આત્મહત્યા કરે. સુંદરીઓએ કહ્યું કે અમો પ્રાર્થના કરીએ છીએ કે આવતી કાલે પૌષધ કરવાનું માંડીવાળો. તમોએ અમને અમારું કહ્યું માનવાનું વચન આપ્યું હતું તે પાળો ને નહીં તો જિનેશ્વરની સમક્ષ જે વચન તમે અમને આપ્યું હતું તે જિનાલય તોડી નાંખો. રાજા આ સાંભળતાં જ મૂચ્છિત થઈ ગયો ને ભોંય ઉપર પડી ગયો. ઉપચાર કરતાં તે ભાનમાં આવ્યો અને બોલ્યો કે ખરેખર તમો અધમ દેખાવ છો. સુંદરીઓએ કહ્યું કે તો તમારા પુત્રનું મસ્તક છેદીને આપો. રાજાએ પુત્રનું મસ્તક છેદને જીવહિંસા કરવાની ના પાડી ને પોતાનું મસ્તક તલવારથી છેદવા જતાં ખડ્ગ સ્થંભિત થયું. ફરી બીજું ખડ્ગ લીધું ને તે પણ સ્થંભિત થઈ ગયું. પોતાનું મસ્તક છેદવામાં સફળ ન થયો. તેથી બંને રંભા-ઉર્વશી મૂળ સ્વરૂપે પ્રગટ થઈ બોલી. રાજન! તારા દૃઢ નિયમને ધન્ય છે. તારા મહિમાથી અમારું મિથ્યાત્વ નાશ થયું. ત્યાર પછી સૂર્યયશા અરીસામાં પોતાના પિતાની જેમ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. ***** મારા માવાન Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રારા ગ્રંથોના ઉદ્ધાર છે. (Fi પ્રાચીન સાહિત્ય પ્રકાશન તથા આગમ પંચાગી યોજના ક્લ ( શ્રી જે. મૂ. જૈન સંઘો તથા ઉદાર ભાવિકોને નમ્ર વિનતિ સુજ્ઞ માશય, જણાવતા આનંદ થાય છે કે શ્રી જૈન શાસનનો આધાર શ્રુતજ્ઞાન અને જિનબિંબ છે. શ્રી જિનમંદિરો તથા જીણોદ્ધારા વિગેરે થાય છે અને તે જેમ જરૂરી છે તથા તે ધર્મકાર્યમાં જેમ રસ લવાય ઇત જ રીતે શ્રુતજ્ઞાનના ઉદ્ધારના કાર્યમાં પણ શ્રી જિનેશ્વર દેવના ઉપાસક સંઘો તથા ભાવિકોએ આત્મકલ્યાણાર્થે રસ લેવાની અગત્યની વિનંતિ છે. ઘણા છાપેલ પ્રાચીન ગ્રંથો અલભ્ય બન્યા છે અને ઘણા હજુ અપ્રકાશિત પણ છે. આ દિશામાં તપોમર્તિ ૫. આચાર્યદેવ શ્રી વિઠ્યપુસૂરીશ્વરજી મ ના પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રી વિજયજિનારીશ્વરજી મહારાજના માર્ગદર્શન નીચે પ્રવૃત્તિ ચાલે છે, અત્યાર સુધીમાં ૪૫ આગમ સ્ત્રી કેટલાંક આગમોની ટીકાઓ તથા પૂર્વાચાર્યોના બસ ઉપર ગ્રંથોનું અને પ્રકાશન કર્યું છે. છાપેલ લીસ્ટ મળી શકશે. પુરતો સહકાર મળે તો વિના મૂલ્ય વિતરણ કરી શકાય અને સંઘના ભંડારોમાં પહોચાડી શકાય તે માટે “પ્રાચીન સાહિત્ય પ્રકાશન યોજના” નક્કી કરી છે. યોજનાની વિગત નીચે મુજબ છે. • પ્રાચિન સાહિત્ય પ્રકાશન યોજના : (૧) આ યોજનામાં રૂા. પાંચ હજારથી ગમે તેટલી રકમ પ્રકાશન માટે સ્વીકારાશે. તે ગ્રંથ તેમના તરફથી પ્રગટ થશે. નાની રકમ ભેગી કરી મોટા ગ્રંથનું પ્રકાશન થશે. (૨ ) આ ગ્રંથની ૭પ૦ નકલ છપાશે જેમાંથી ૧૨૦ નકલો પૂ. આચાર્યદવો આદિન, ર૫ નકલ લાભ લેનારન, ર૫નકલ સંપાદન કરનારને અને ૨૫નકલ પ્રકાશકને અપાશે.૬૦૦ નકલ સ્વ. મ. જૈન સઘાન ભંડારોમાં આપવામાં આવશે. જેમાં અમુક ભંડારોમાં પ્રકાશિત બધા ગ્રન્થો, અમુકમાં અડધા અને અમુકમાં ત્રીજા ભાગના એમ લગભગ ૮૦૦ ભંડારોને ગ્રન્થો પહોંચાડાય છે. (૩) ઘણી શ્રી સંઘો તથા ભાવિકો લાભ લેવાનું નક્કી કરે તો હજારો દુર્લભ ગ્રન્થો પ્રકાશિત થઇ શકે. આપણા સંઘોના ભંડારો સમૃદ્ધ થઈ જાય. આગમ પંચાંગી પ્રકાશન યોજના જ પ્રાચીન સાહિત્ય પ્રકાશન યોજનામાં ખાસ ૪૫ આગમ (ઇદ સૂત્ર સિવાય) પંચાંગી-સુત્ર નિયુક્તિ ચણિ ભાષ્ય ટીકા પ્રગટ કરવાનું નક્કી કર્યું છે, એકી સાથે આ પંચાંગી અંદાજ આઠ લાખ લોક પ્રમાણે થશે. જેની ઘણી ટીકાઓ છે તેમાંથી જરુરી લેવાની થશે. ૩૧ પ્રતો પ્રગટ થઇ છે. બીજા પણ આગમોનું કામ ચાલુ છે. તે તેના એક સેટના રૂ. ૧૦ હજાર નક્કી કર્યો છે. તે એક સાથે અગર તો ત્રણ વર્ષમાં ભરી શકાશે. જે સંઘો આ કાર્યમાં ઉત્તેજન આપશે અને દર વર્ષે અમુક મોટી રકમ ભરશે તેમને તે પ્રમાણે સેટ અપાશે અગર તો તેમના જણાવ્યા મુજબ સાધુ મહાત્માઓ અગર ભંડારોને મોકલી શકાશે. આ સેટનો લાભ લેનારનું નામ દરેક આગમના કોઈ પણ એક વિભાગમાં છપાશે. આગમ પંચાંગી ગ્રન્થો ભેટ મોકલવાના નથી જેથી જેમણે વસાવવા હોય તેમણે લાભ લઇ ગ્રાહક બની જવાનું રહે. આ યોજનાઓમાં લાભ લેવા શ્રી . મુ. જૈન સંઘો તથા ભાવિકોને નમ્ર વિનંતી છે યોગ્ય નિર્ણય કરીને જણાવો. ડાફટ, ચેક વિગેરે શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા - નામના (જામનગર) મોકલી શકાશે. - શ્રી હvપામૃત જન ગ્રંથમાલા નો EN C/૦, ચુત શાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર. (સૌરાષ્ટ્ર) ગુજરાત. Page #514 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૬૫ કૃતસાગરનાં રહસ્યો - ---પૂ. પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજ ‘સાધનોતિ ઇતિ સાધુ” સાધના કરે તે સાધુ. મુનિજીવન એક બાળમંદિરથી કોલેજ ડીગ્રી કોર્સ જેવું સાધના કરવાવાળું જીવન છે. વ્યવહારમાં બાળમંદિરથી દર પ-૫ વર્ષે વિદ્યાર્થી આગળ વધે ૨૦-૨૫ વર્ષે એક વિષયનો જ્ઞાતા થાય તેમ સાધુજીવનને પણ અભ્યાસ-અધ્યયનમાં વ્યસ્ત રાખવું જરૂરી છે. મુમુક્ષુ જ્યાં સુધી સંયમ પામ્યો નથી ત્યાં સુધી તેનું લક્ષ “સનેહી પ્યારા રે સંયમ કબ હી મિલે ?' એ ભાવવાનુ હોય. સંયમપ્રાપ્તિની ભૂખમાં એ “કયારે હું સંયમી થઈશ” એ મંત્ર જપતો હોય. ભાગ્યયોગે જેનો મંત્ર સિદ્ધ થાય એ મુનિ પણ થાય. પછી ? બસ, અહીં એની પૂર્ણતા નથી. સંસારથી નિવૃત્તિ મળી હવે નિવૃત્તિમાં શુભ પ્રવૃત્તિ શરૂ કરવાની છે. “કયારે હું મોક્ષનો અધિકારી થઈશ ?' એ મંત્ર-લક્ષ નજર સામે રાખવાનું છે. વૈરાગ્યના રસમાં ડૂબી રૂચી પર ચવા, જ્ઞાન સાધનાચિંતન-મનન દ્વારા કરી પ્રગતિ ચાલુ રાખવાની છે. જ્ઞાન અગાધ છે, ખૂટે ખૂટતું નથી. નિત્ય વિદ્યાના અર્થે ખપી જવાનું છે. જ્ઞાનપ્રાપ્તિને કોઈ ઉંમરનો બાધ આવતો નથી. આવા ઉત્તમ ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેઓમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ છે. તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-- પૂના દ્વારા પાઠશાખાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડયો. ૫૧ વર્ષનાં સંયમી જીવનમાં અર્થનાં, સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો પ્રગટ કર્યા, તેમાં તત્ત્વબોધ પરીક્ષા માટેના કરમ ન રાખે શરમ, દવા દુ:ખ નિવારણી, કરોળિયાની જાળ, મારો સોહામણો ધર્મ, ધૃતસાગરના રહસ્યો ભા. ૧-૨ વગેરે પુસ્તકોએ સમાજમાં સારી જાગૃતિ લાવી છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. તેમનાં મૃતસાગરનાં રહસ્યો ભાગ. ૧રમાંથી કેટલીક પ્રેરણાદાયક વિગતો આ લેખમાળામાં પ્રગટ કરી છે. - પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી) સાચે સં. ૨૦૦૫માં ( સંમયી થયા છે. તેઓશ્રીના નજીક-દૂરના સંસારી સંબંધી પ-૬ પણ સંયમધર્મની Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન - ઉત્તમ આરાધના કરે છે. પાઠશાળાના વિકાસ, અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રુતગંગાને ગામડે ગામડે ઘરે ઘરે પહોંચાડે એ જ અભ્યર્થના. સંપાદક સરસ્વતિનંદનનો દરબાર વલભીપુરની વાત. સં. ૯૮૦ પૂર્વે પાટલીપુત્ર (પટણા)માં, ઉજજૈનમાં, કુમારગિરીમાં, મંદસૌરમાં અને મથુરામાં જે રીતે સરસ્વતિનંદનો શ્રી સ્યુલિભદ્રજી, શ્રી આર્યસુહસ્તિસૂરિ, શ્રી સુસ્થિતસૂરિ, શ્રી આર્યરક્ષિતસૂરિ, શ્રી સ્કંદિલાચાર્ય આદિની નિશ્રામાં દરબાર ભરાયો હતો, વાચનાની આપ-લે થઈ હતી, આગમોની પંક્તિઓસૂત્રોની પુનરાવૃત્તિ થઈ હતી એ જ પદ્ધતિએ શ્રદ્ધાળુ શ્રમણો, જ્ઞાનપિપાસુ મુનિઓ, હૃતોપાસક સાધુઓના સરસ્વતિનંદનો વલભીપુરમાં દેવર્ધિગણી ક્ષમાશ્રમણની નિશ્રામાં ભેગા થયા હતા. ભેગા થવાનું મુખ્ય કારણ ભૂલાતાં ધૃતસાગરને, વિસ્મૃત થતાં આગમને, જ્ઞાનની આપલેની પદ્ધતિને હવે સંજ્ઞામાં વર્ણમાળામાં સ્થાપિત કરવી જરૂરી હતી. જો આમ ન થાય, તો પ્રભુ વીરનો સંદેશો ઉપદેશ જૈન દર્શનનું જ્ઞાન-- સ્યાદ્વાદ ધર્મની વિચારણાની કડીઓ તૂટી જશે. તૂટેલાને સાંધવામાં વિલંબ થશે. તો અશ્રદ્ધા, અવિશ્વાસ જન્મ લેશે. કેવળી પ્રભુનું સત્ય સાચું ત્રણે કાળનું જીવમાત્રનું નવતત્ત્વાદિનું સંપૂર્ણ જ્ઞાન અપૂર્ણ દેખાશે. જિનશાસનની શ્રુતજ્ઞાનની સંપત્તિ અવ્યવસ્થિત થતાં ઘણાં નુકસાન થશે. ત્રણ સાંધતા તેર તૂટે–તે રીતે શબ્દ શબ્દની મારામારી થવા લાગશે. --પદાર્થની ઓળખ તસ્વરૂપે થશે નહીં ભાવનાનું ભાવિ ગુંગળાઈ જશે, રૂંધાઈ-અટવાઈ જશે. જે ભાવના કારણે આત્મા ભાવિક થાય છે. જે ભાવના કારણે આરાધક સાગરને પેલે પાર સંસાર તરી જાય છે તે ભાવનાની ઓટ આવશે. ભરતી-વૃદ્ધિ આનંદ અપાવે ઓટ ક્ષય કર્મ બંધાવે. કર્મ તોડવાનું, કમરહિત થવાનું, કર્મના જોરને ઢીલું કરવાનું સાધન-શ્રુતજ્ઞાન સત્વરહિત થશે. આ ચિંતાના કારણે ભાવિના અશુભ પરિણામને ભાવિના નાગરિકો અનુભવ ન કરે તે કારણે મળેલા પ્રાજ્ઞ પુરુષોએ એકવાક્યતાથી સમ્યજ્ઞાનને શબ્દોમાં ગૂંચ્યું. શબ્દો પાના રૂપ થયા પાનાં ગ્રંથરૂપ ગૂંથાયાં અને એ ગ્રંથો એટલે જ ૪૫ આગમ. આપણે સૌ એ દીર્ઘદૃષ્ટાઓને શતશઃ વંદન કરીએ. એ શ્રુતજ્ઞાનને શ્રદ્ધા-ભક્તિથી વાંચીએ અને જીવનને ધન્ય કરીએ. શાશ્વત તીર્થની સ્પર્શના શાશ્વત શત્રુજ્ય તીર્થની યાત્રાએ તળેટીથી નીકળેલ યાત્રિકને માર્ગમાં જે જે નાની મોટી દેરી-દેરાસર આવે છે તેનો ભાવયાત્રાની દૃષ્ટિએ શાબ્દિક પરિચય આપેલ છે. પ્રારંભ જયતળેટીમાં : આદિનાથ-અજિતનાથ-શાંતિનાથ-ગૌતમસ્વામી-પુંડરિક સ્વામી આદિનાં પગલાં નાની નાની દેરીમાં પ્રથમ દર્શન કરી-ચૈત્યવંદન કરી, ખોનાના દેરાસરમાં દર્શન કરી, ધનવસહીટૂંક Page #516 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૬૭ T (બાબુનું દેરાસર) જુહારવા જઈએ છીએ. તેમાં સહકુટ, રત્નપ્રતિમા, જળમંદિર, વિશાળ આદીશ્વર પ્રતિમાનાં દર્શન કરી મુખ્ય મંદિરમાં આદીશ્વરના દર્શન કરી ગિરિરાજ ચઢવાનું શરૂ થાય છે. તે પૂર્વે સમવસરણમાં ચૌમુખ પ્રતિમા, ૧૦૮ પાર્શ્વનાથ પ્રતિમા, તીર્થ-ફોટા વગેરેનાં દર્શન તેમજ માર્ગમાં હંસવાહિની સરસ્વતીદેવીનાં દર્શન કરી ચઢવાનું શરૂ કરતાં ભરતચક્રીનાં પગલાં, ઇચ્છાકુંડ, આદિનાથ, નેમિનાથ, વરદત્તનાં પગલાં અને ત્યારપછી.. હિંગલાદેવી-માતાની દેરીનાં દર્શન કરી કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં છાલાકુંડ ૪ શાશ્વત જિનનાં પગલાંનાં દર્શન કરી જમણા હાથે શ્રીપૂજ્યની ટૂંકમાં ધરણેન્દ્ર પદ્માવતી-પાર્શ્વનાથનાં દર્શન કરવા જઇએ છીએ. દ્રાવિડ-વારિખિલ્લ-નારદ-અઈમુત્તાની શ્યામ વર્ણવાલી ૪ કાઉ. ધ્યાને પ્રતિમાનાં દર્શન કરી નિર્મળ કુંડ, રામ-ભરત-શુક્ર-સેલગ-થાવસ્ત્રાપુત્રનાં દર્શન અને નમિવિનમિ-સુકોશલ મુનિ, આદીશ્વરની ચરણપાદુકાની સ્પર્શના કરી હનુમાન દ્વાર (મૂર્તિ) પાસે પહોંચાય છે. અહીંથી ડાબા હાથે સીધા જાલીમાલી-ઉવયાલીનાં દર્શન કરી રામપોળ જવાય છે. તેમ જ જમણા હાથે નવ ટૂંકની યાત્રા કરવા ઘણા યાત્રિક જાય છે. નવ ટૂંકના રસ્તે ભીલડી પગલા, અંગારશા પીર પણ આવે છે. નવ ટૂંક અને તેના નિર્માણકર્તા શ્રાવક શ્રેષ્ઠીઓ ક્રમ ટૂંકનું નામ : ભગવાન : સંવત : બનાવનાર મૂર્તિસંખ્યા ખરતરવસહી : ચૌમુખજી : ૧૯૨૧ : નરસી કેશવજી : ૮૯ સવા-સોમા : આદેશ્વર : ૧૬૭૫ : સવચંદ શેઠ--વંથલી : ૭-૨ છીપાવસહીઃ : અજિત-શાંતિ : ૧૭૯૧ : લક્ષ્મીચંદ ભંડારી (ભાવસાર) : ૪૮ સાકરવસહી : ચિ. પાર્શ્વનાથ : ૧૮૯૪ : શ્રી સાકરચંદ પ્રેમચંદ--અમદાવાદ : ૧૩૮૯ નંદીશ્વર : નંદીશ્વર દ્વીપ : ૧૮૮૯ : શ્રી ઉજમબાઈ –અમદાવાદ : ૨૮૮ હેમવસહી : અજિતનાથ : ૧૮૮૬ : શ્રી હેમાભાઈ નગરશેઠ--અમદાવાદ : ૨૬૫ પ્રેમવસહી : આદેશ્વર : ૧૮ ૪૩ : શ્રી પ્રેમચંદ લવજી મોદી : પ૨૫ ૮ બાલાવસહી : આદેશ્વર : ૧૯૯૩ : શ્રી બાલાભાઈ ઘોઘાવાલા : ૨૭૦ ૯ મોતીશાની : આદેશ્વર : ૧૯૯૩ : શ્રી મોતીશા શેઠ સુરત (મુંબઈ) : ૩૦૧૧ મુખ્ય ટૂંક : આદેશ્વર : ૬૫૮૭ : ૧૬મો કશાનો ઉદ્ધાર : ૪૫OO (છઠ્ઠી ટૂંકમાં વિશાળકાય અદબદજી આદેશ્વર ભ.ની મૂર્તિ, સાસુ-વહુના ગોખલા, નવમી ટૂંકનલિનીગુલ્મ વિમાન જેવું મંદિર.) ( રાજગ્રહી તીર્થ * ભગવાન મુનિસુવ્રત–ચાર કલ્યાણકની પવિત્ર ભૂમિ કે ભગવાન મહાવીર--નાલંદાપાડામાં ૧૪ ચોમાસાં કર્યાં હતા. * શ્રેણિક રાજા--ક્ષાયિક સમકિત નીતિવાન રાજા હતા. * અભયકુમાર-- બુદ્ધિનિધાન મંત્રી તરીકે પ્રસિદ્ધ થયા. * પુણિયા શ્રાવક-૩ર દોષરહિત શુદ્ધ સામાયિક કરનાર શ્રાવક. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] [ જૈન પ્રતિભાદર્શન * શાલિભદ્રજી--રોજ ૯૯ પેટીઓ ધન-ધાન્યાદિની દેવલોકમાંથી આવતી. છતાં વૈભવ ત્યજી સંયમી થયા. * ધન્નાજી--૮ કન્યાનો ત્યાગ કરનાર પુણ્યવાન. * મેઘકુમાર--નેત્ર સિવાય શરીરની શુશ્રુષા ન કરવાનું વ્રત લીધું. * જંબૂકુમાર--૧૯૫ ક્રોડ સોનૈયાના ત્યાગી પર૬ને દીક્ષાના પંથે સાથે લઈ જનાર વૈરાગી. * સુલસા શ્રાવિકા--નાગસારની પત્ની, ભ. વીરની પરમ શ્રાવિકા * ગૌતમસ્વામી-નિર્વાણભૂમિ. * મેતારજમુનિ--સોનીએ ઉપસર્ગ કર્યો. આ ઉપરાંત મમ્મણ શેઠ, કાળસૌકરિક કસાઈ, દુમક ગરીબ, નંદ મણિયાર, રોહણિય ચોર, જય ચક્રવર્તીની જન્મભૂમિ, કપિલાદાસી, દુર્દશાંકદેવ, સેચનક હાથી આદિથી આ ભૂમિ ધન્ય બની છે. ( આ છે ગિરનાર તીર્થનો મહિમા ) * શત્રુંજયગિરિની પાંચમી ટૂંક રૂપે આ તીર્થ કહેવાય છે. * ભરત ચક્રી આદિ અનેક રાજાઓ છરી’ પાલિત સંઘ લઈ આવ્યા. * ગઈ ચોવીશીના ૧૦ તીર્થકર નિર્વાણપદ પામ્યા. * વર્તમાન ચોવીશીના નેમનાથ પ્રભુનાં દીક્ષા. કેવળજ્ઞાન અને મોક્ષ--૩ કલ્યાણક થયાં હતાં. કે આગામી ચોવી ૨૪ તીર્થકરો અત્રે જ નિર્વાણ પામશે. * ભ. નેમનાથની પ્રતિમા ગઈ ચોવીશીના ત્રીજા નાગર તીર્થકરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઇન્દ્ર બન્મેન્દ્ર રત્નમય બનાવી હતી. છેલ્લે શ્રી કૃષ્ણ ભ. નેમિનાથના વચનથી પ્રાપ્ત કરી. કંચનગિરિની સુવર્ણ ગુફામાં પણ દેવો દ્વારા પૂજાઈ. છેલ્લે આ પ્રતિમા રત્નાશા શ્રાવકે અંબિકાદેવી પાસેથી પ્રાપ્ત કરી. * આ તીર્થ પાંચ ટૂંકથી સુશોભિત છે. * ભાદરવા વદ ૩૦ ના રોજ સંઘની સ્થાપના કરી રાજીમતી વિ.ને ભ. નેમનાથે અત્રે દીક્ષા આપી. * સૂરિસમ્રાટ પૂ. આ. શ્રી. બપ્પભટ્ટિસૂરીશ્વરજી મ. રોજ આકાશગામિની વિદ્યા બળે સિદ્ધાચલગિરિ, ગિરનાર, ભરૂચતીર્થ, મથુરા અને ગ્વાલિયર એમ પાંચ જિનમંદિર જુહારી ભાવપૂજા કરી પછી જ આહાર-પાણી વાપરતા. સંપ્રતિ મહારાજા જેવા ઘણા શ્રદ્ધાળુ આત્માઓએ પોતાની સુકૃત લક્ષ્મીને તીર્થ સ્થાપના-રક્ષા અને જીર્ણોદ્ધાર માટે મુક્ત મને ઉદાર ભાવે વાપરી છે. તે સર્વે પુણ્યાત્માઓને વંદન. ( આ છે હસ્તિનાપુર તીર્થનો મહિમા * શ્રી સનતકુમાર, સુભૂમકુમાર તથા શ્રી મહાપદ્મ ચક્રીની જન્મભૂમિ. * શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ ભ. ની (ચક્રવર્તીસ્તીર્થંકર) જન્મભૂમિ. * ભગવાન ઋષભદેવનું ૧૩ મહિના ૧૦ દિવસની તપસ્યાનું વૈશાખ સુદ-૩ ના શ્રેયાંસકુમારના હાથે ઇક્ષરસથી પારણું. * રાજા રત્નસંચયના પુત્ર ગુણસાગરને લગ્નવિધિ કરતાં ચોરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ( આ છે આપણા તીર્થરક્ષકો અને તીર્થસ્થાપકો ) પેથડ શાહે પ૬ ઘડી સુવર્ણની બોલી બોલી ગિરનાર તીર્થની રક્ષા કરી પ્રથમ માળા પહેરી હતી. (૧ ઘડી=પ શેર. ૧ શેર=૮૦ તોલા. પ૬૮૫=૨૮૦૪૮૦=૨૨,૪00 તોલા) Page #518 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ★ દંડનાયક સજ્જને ૧૨૫ ક્રોડ સુવર્ણ મુદ્રાનો વ્યય કરી ગિરનાર તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો. * રાજા સિદ્ધરાજ જ્યારે ખંડણી લેવા ગુજરાત આવ્યા ત્યારે દંડનાયક સજ્જને પ્રશ્ન કર્યો : મહારાજ! શું જોઈએ છે? તીર્થરક્ષાનું પુણ્ય કે નશ્વર ધન? ★ વંથલીના સાકરીયા શેઠે ગિરનાર તીર્થના ઉદ્ધારમાં વપરાયેલ રાજા સિદ્ધરાજનું ધન આપી લાભ લેવાનું વચન દંડનાયકને આપ્યું. પણ રાજાએ ધન ન લેતાં છેવટે રત્નજડીત હારથી પ્રભુની આભૂષણ પૂજા કરી ધન્ય બન્યા. * ★ ★ ★ ★ * ★ * ૪. અલ્લાઉદ્દીન ખીલજીએ શત્રુંજ્ય તીર્થનાં મંદિરો તોડવા પ્રયત્ન કર્યો, તે અવસરે તીર્થરક્ષાના દાદાજી બારોટના આહ્વાનથી સુજાતા, અમર, અર્જુન જેવા ૫૦ યુવકોએ બલિદાન આપ્યાં. [ ૪૬૯ પાટણના મહામંત્રી બાહડદેવે પિતા ઉદયનની અંતિમ ભાવના મુજબ શત્રુંજ્ય તીર્થનો (કાષ્ટાનાં મંદિરો જોઈ) ઉદ્ધાર કરી પરિકર વિનાનું મુખ્ય આદીશ્વર ભ.નું જિનપ્રાસાદ ૩ કરોડના ખર્ચે બંધાવ્યું. સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોએ અષ્ટાપદગિરિ-તીર્થની રક્ષા કરવા બલિદાન આપ્યું. શત્રુંજયાવતાર નામે ૭૨ જિનાલયવાળું વિશાળ જિનમંદિર માંડવગઢના મંત્રી પેથડ શાહે બાંધ્યું. વસ્તુપાલ-તેજપાલે આબુ-દેલવાડાનાં જગપ્રસિદ્ધ દેરાસર બંધાવ્યાં. આ જિનમંદિરમાં લલિતાદેવી અને અનુપમાદેવીના દેરાણી-જેઠાણીના કલાત્મક ગોખલા સુપ્રસિદ્ધ છે. તારંગા તીર્થમાં વિશાળ મંદિર બાંધી તેમાં ભગવાન અજિતનાથ પ્રભુની વિશાળ પ્રતિમા કુમારપાળ રાજાએ પધરાવી. અનુપમાદેવી અને લલિતાદેવીના ૩૨ લાખ સુવર્ણના દાગીનાનો દાનનો વરસાદ જોઈ, દાસી શોભનાએ પણ પોતાનો, પોતાની ભક્તિ ભાવના છૂપાવ્યા વગર, આભૂષણો આદીશ્વર ભગવાનના ચરણે સિદ્ધગીરીમાં ધર્યા. પાટણમાં એક દિવસના નિર્ધન પાલિસ શ્રાવક ધર્મબેન હસુમતિની પ્રેરણાથી પૂ.આ. શ્રી વાદિદેવસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી, તેઓશ્રીના શુભ હસ્તે વિશાળ મંદિરમાં વિશાળ મૂર્તિની સ્થાપના--પ્રતિષ્ઠા કરાવી ધન્ય બન્યો. સત્સંગ કરવાથી (સાધુ સંગથી) કટે કોટી અપરાધ * માત્ર દર્શનથી ઇલાચીકુમાર કેવળી બન્યા. * વંદનથી કૃષ્ણજીના ૪ નારકીનાં દુઃખ ટળ્યાં. * સેવાથી બાહુબલી બળવાન થયા. * સત્સંગથી શ્રેણિક સમ્યક્ત્વ પામ્યા. * દાનથી શાલિભદ્ર ઋદ્ધિ પામ્યા. * વહોરાવવાથી-નયસાર સમ્યક્ત્વ પામ્યા. * મુનિવેષ પહેરવાથી ચારણ સંયમી થયા. * ગુરુ પાસે મોકલવાથી હિરભદ્ર બ્રાહ્મણ તરી ગયા. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૭o 7 [ જૈન પ્રતિભાદર્શન E દ્રઢ અને ઘોર પ્રતિજ્ઞાધારકો * ધન્ના અણગારે દીક્ષા દિવસથી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ આજીવન કરેલ. * એક મહાપુરુષે આજીવન આઠ જ કવલ (કોળિયા)થી આયંબિલ કરવાનો અભિપ્રહ લીધેલ. ભીમમુનિ (પાંચ પાંડવોએ તલવારની ધાર ઉપર કોઈ આહાર (ભિક્ષા) આપે તો પારણું કરવું, એવી પ્રતિજ્ઞા કરેલ. જે છ મહિનાના અંતે પૂર્ણ થઈ. * કુવાના કાષ્ટ ઉપર કાઉસ્સગ કરનાર મુનિ નંદીષણ વેશ્યાને ત્યાં રહી રોજ ૧૦ ને પ્રતિબોધ કર્યા પછી ભોજન લેવું આદિ પ્રતિજ્ઞા લેનાર થયા. * સુંદરી કે જે દીક્ષાની રજા મળે ત્યાં સુધી આયંબિલ (૬૦ હજાર વર્ષ આયંબિલ કર્યા.) (સ્ત્રીરત્ન) કરનાર. ( ધન્ય એ ઉગ્ર તપસ્વીઓ ) ભ. ઋષભદેવ : ૧૩ મહિના ૧૦ દિવસના ઉપવાસ * વજાયુદ્ધ ચક્રી (મુનિ) : ૧ વર્ષના ચઉવિહારા ઉપવાસ * નંદન રાજપુત્ર (મુનિ) : ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ * ચંદનશેઠ (શ્રી ચંદ્ર કેવલી) : પૂર્વભવે ઉત્કૃષ્ટ વર્ધમાનતપ આરાધના કે બાહુબલીજી : ૧ વર્ષના ચઉવિહારા ઉપવાસ કે મહાસતી સુંદરી : ૨ કરોડ ૧૯ લાખ 60 હજાર આયંબિલ * સનત ચક્રવર્તિ (મુનિ) : ૭00 વર્ષનું ઘોર વીર તપ * વિષ્ણુકુમાર મુનિ : છ હજાર વર્ષ સુધીનું તપ * નંદીષેણ મુનિ : ૫૪ હજાર વર્ષ છઠ્ઠના પારણે છ8 * બલભદ્ર મુનિ (શ્રીકૃષ્ણના ભાઈ) : ૧૧૫ વર્ષ છ મહિના અખંડ તપ ક ઢંઢણ અણગાર (શ્રીકૃષ્ણના પુત્ર) : છ મહિનાના ઉપવાસ * ગુરુ ગૌતમસ્વામી : ૩૦ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ * ધન્ના કાકંદી (અણગાર) : છઠ્ઠના પારણે આયંબિલ માવજીવ * શાલિભદ્ર-ધન્નાજી : ૧૨ વર્ષ છ મહિના ઉગ્ર તપ * શિવકુમાર (જબૂસ્વામી પૂર્વભવ) : ૧૨ વર્ષ છ મહિના છને પારણે આયંબિલ * કૃષ્ણસૂરીશ્વજી : ૧ વર્ષ સુધી (પારણા ૨૪) ઉગ્ર તપ વીરાચાર્ય : યાવતજીવ અઢાઈના પારણે અઠ્ઠાઈ * સિદ્ધસેન દિવાકરસૂરિ : આઠ વર્ષ સુધી અખંડ આયંબિલ * હરિકેશ મુનિ : તપના કારણે દેવ-સેવા કરે છે કે દ્રઢપ્રહારી : ૪ હત્યા કરનાર ૬ મહિનામાં તપના પ્રભાવે કેવળી થયા. * અર્જુનમાળી : રોજ ૬+૧=૭ હત્યા કરનારો પણ ૬ મહિના છઠ્ઠના પારણે છઠ્ઠ કરી તરી ગયા. * જગતચંદ્રસૂરીશ્વરજી : ૧૨ વર્ષ છ મહિના અખંડ આયંબિલ * વર્ધમાનસૂરીશ્વરજી : વર્ધમાન તપની ૧૦૮ ઓળી * ચંપાશ્રાવિકા : છ મહિનાના ઉપવાસ * શ્રી ભદ્રેશ્વરસૂરિ : આજીવન છ વિગઈનો ત્યાગ * શ્રી પ્રભસૂરિ : છ વિગઈના ત્યાગી, એકાંતરે ઉપવાસ-આયંબિલ * શ્રી શીલભદ્રસૂરી : ૧૨ વર્ષની ઉંમરથી છ વિગઈના ત્યાગી કે શ્રી કૃષ્ણકર્મમુનિ : વર્ષના-૭૩ દિવસ એકાસણાં બાકી ઉપવાસ શ્રી માનદેવસૂરિ : આચાર્ય પદ પછી છ વિગઈ ત્યાગ. ભક્તના ઘરની ગોચરી ત્યાગ. * શ્રી અભયદેવસૂરિ : ૧૬ વર્ષ ફક્ત જુવારનો રોટલો વાપરેલ * શ્રી કક્કડસૂરિ : બારવર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલ કે ધર્મઘોષસૂરિ : આચાર્યપદ પછી છ વિગઈનો ત્યાગ અને માત્ર જુવારની રોટલી વાપરવાની. * શ્રી પૂજા ઋષિ : ૪૦ ઉપ. ૧, ૩૦ ઉપ. ૫૦, ૨૦ ઉપ- ૨, ૧૬ ઉપ. ૧૬, ૧૪ ઉપ. ૧૪. ૧૩ ઉપ. ૧૩, ૧૨ ઉપ. ૧૨, ૧૦ | Page #520 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૭૧ ઉપ.-૨૪. ૮ ઉપ.-૨૫). ૩ ઉપ.- ૧૫00 વખત. ૨ ઉપ.-૭). પારણામાં છાસ. * દ્રૌપદી : ૬મહિના છઠ્ઠના પારણે આયંબિલ * કુરુદત્ત : ૬ મહિના અટ્ટમના પારણે આયંબિલ કે હરિકેશી : તપના કારણે દેવે સેવા કરી * દમયંતી : આયંબિલ દ્વારા તીર્થંકર નામકર્મ. ( ધન્ય કેવળજ્ઞાનીઓ : ધન્ય તમારા ભાવ ) છે અઈમુત્તામુનિ=ઇરિયાવહિયા (ક્રિયા) કરતાં આ માસતુષમુનિ=“મારુષ માતુષ” શબ્દ ઉચ્ચાર કરતાં (૧૨ વર્ષ) છે ગૌતમસ્વામિ=વિલાપ-રૂદન કરતાં કરતાં જ ભરત મહારાજા-આરિણાભવનમાં અનિત્ય ભાવના ભાવતાં બાહુબલીજી=માન છોડી ભાઈઓને વંદન કરવા જતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ માથા ઉપરનો “મુગટ’ શોધતા. આ મેતારજ મુનિ સોનીનો પરિષહ સહન કરતાં ઇલાચીકુમાર=નિર્વિકાર ભાવથી. મુનિને વહોરાવતી સ્ત્રીનું દશ્ય જોતાં જ રાજા-રાણીનટી=ઈલાચીકુમારની દેશના સાંભળતાં જ ૧૫૦૦ તાપસ=૫૮૦ સમવસરણને જોતાં, ૫OO સમ.ની પાસે પહોંચતા, ૫૦૦ પ્રભુને પ્રદક્ષિણા આપતાં ૪૯૯ મુનિ-રાજા પાલકનો પરિષહ સહન કરતાં કુરગડુ મુનિ પર્વ દિવસે આહાર કરતાં જ બંધક મુનિ=સેવકો દ્વારા શરીર ઉપરની ચામડી ઉતારતાં ચંડરૂદ્રાચાર્ય નૂતન મુનિને ખમાવતાં નવદીક્ષિત મુનિ=ગુરુને ખભા ઉપર લઈ જતાં અર્ણિકાપુત્ર=ગંગા નદી પાર કરતાં પડી જવાથી વિરાધનાના ડરથી. નાગકેતુ વીતરાગ પ્રભુની પુષ્પપૂજા કરતાં ઢંઢણ અણગાર=મોદકને પરઠવવા માટે ચૂરો કરતાં જ ગુણસાગરલગ્નમાં હસ્તમેળાપ સમયે આ પૃથ્વીચંદ્ર રાજા=સિંહાસન ઉપર બેસી કેવલી ગુણસાગરની વાતો થયેલી સાંભળતાં અષાઢાભૂતિ=“ભરતેશ્વર વૈભવ’ નાટક ભજવતાં જ વક્કલચિરિ =વસ્ત્રાદિની પ્રાર્થના કરતાં કસાઈ (નોકર)=માછલાઓને ચિરતાં કુર્માપુત્ર=ઘરમાં બેઠા બેઠા જ ભાણીયા (ચાર)=મામાને વંદન કરવાની ભાવના ભાવતાં મામા (આચાર્ય) કેવળી ભાણિયાઓને ખમાવતાં જ રતિસારકુમાર પત્નિને સોળે શણગારથી શણગારતાં ચોર (ચાર) ચોરવા આવેલા પણ નવકાર સાંભળતાં પુણ્યાત્ય રાજા વીતરાગ પ્રભુના ભાવથી દર્શન કરતાં ગજસુકુમાળ=માથે સળગેલી અગ્નિનો ઉપસર્ગ સહતાં સુવ્રતમુનિ=નિરવદ્યસ્થાને ગોચરી પરઠાવતાં ઝાંઝરિયા મુનિ=શિરચ્છેદની રાજાજ્ઞા ? ભાવના ભાવતા મૃગાવતીજી=ગુરુ ચંદનબાળાને ખમાવતાં પુષ્પચુલા સાધ્વી=અરણિકા પુત્રાચાર્ય માટે નિર્દોષ ગોચરી લાવી આપતા ચંદનબાળા-કેવળીની આશાતાનાનો પશ્ચાતાપ કરતાં મરૂદેવામાતા=હાથીની અંબાડી ઉપર મોહને ધીક્કારતાં. ( માત્ર શુભભાવ દ્વારા) * દુર્ગતાનારી -- પુષ્પપૂજા કરતાં એકાવતારી થયા. દર્દરાગ દેવ દેડકાં ભવમાં ભ. વીરના દર્શન કરવા જતાં દેવ થયા. * જીરણ શેઠ -- પ્રભુ વીરના પારણા પૂર્વે અને પછી ભાવના ભાવતાં અશ્રુતદેવ થયા. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] [ જૈન પ્રતિભાદર્શન (ઉપકારી ચતુર્વિધ સંઘ ) મુનિના દર્શને (ધૂનાં દર્શન પુષ્ય) * ઇલાચીકુમાર મુનિના દર્શનથી કેવળજ્ઞાની થયા. * શ્રીકૃષ્ણ ૧૮ હજાર મુનિને વંદન કરી ચાર નરક ઓછી કરી. * ૧૫OO તાપસ ગૌતમસ્વામીના દર્શનથી તરી ગયા. * બિંબિસાર (શ્રેણિક) અનાથીમુનિ સાથે વાર્તાલાપ કરી સાચું જ્ઞાન પામ્યાં. * કુમક (ભીખારી)એ મુનિ પાસે ખાવા માગ્યું. ફળ સ્વરૂપ સંપ્રતિ રાજા થયા. * શાલિભદ્ર પૂર્વભવે મુનિને ગોચરી વહોરાવી પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું. * મમ્મણ શેઠે મુનિને આપેલ આહાર પાછો માગ્યો. તે કારણે બીજા ભવે નરકગતિને પામ્યાં. * ચારણે ઉદાયન મંત્રીને મુનિવેષમાં દર્શન આપી એ જીવનો તથા પોતાનો ઉદ્ધાર કર્યો. * ભવદેવ ગુરુ પાસે જતાં સંયમી થયા. * નયસાર મુનિને ગોચરી વહોરાવીને સમક્તિ પામ્યા. * હરિભદ્ર બ્રાહ્મણ યાકિની મહત્તરા સાધ્વીના કારણે વિદ્વાન જૈનાચાર્ય બન્યા. ( ઉપકારી સાળી સંઘ * બ્રાહ્મી-સુંદરીએ બાહુબલીજીને બે શબ્દ કહી પ્રતિબોધ્યા. ક યાકિની મહત્તરાને હરિભદ્રસૂરિ (પંડિત)જીએ “ગુરુ” માન્યા. * રાજમતિજીએ રહનેમિને સંયમમાં સ્થિર કર્યા. * માતા સાધ્વીએ અરણિક મુનિ (પુત્ર)ને વેશ્યાને ત્યાંથી છોડાવ્યા. * સાધ્વી પદ્માવતીએ પતિ દધિવાહન અને પુત્ર કરકુંડને યુદ્ધભૂમિમાંથી વાળ્યા. * સાધ્વી સુવ્રતાજીએ લગ્ન કરવા જતાં પ્રભંજના સતીને ઉપદેશ આપી વૈરાગ્ય દ્વારા કેવળી બનાવ્યાં સાધ્વી સુવ્રતાએ નમિરાજા અને પુત્ર ચંદ્રયશાને યુદ્ધમાંથી બચાવ્યા. * સાધ્વીજી પુષ્પચૂલાએ અર્ણિકાપુત્ર આચાર્યની નિર્દોષ ગોચરીથી ભક્તિ કરી. કાળાંતરે બને કેવળી થયાં. * સાધ્વીજીએ પારણામાં પોઢ્યા વજસ્વામીને સ્વાધ્યાય દ્વારા ૧૧ અંગના જ્ઞાતા કર્યા. * સાધ્વી કુબેરદત્તાએ કુબેરસેનની સમક્ષ હાલરડું ગાઈ ૧૮ નાતરા જાગૃત કર્યા. ( ઉપકારી શ્રાવકસંઘ ) * આનંદ શ્રાવકને ગૌતમસ્વામીજીએ મિચ્છામી દુક્કડ આપ્યાં. * શાંતુ મહેતાએ સાધુને વેશ્યાના ગળામાં હાથ નાખેલ જોયા છતાં ભાવથી વંદન કર્યું, પરિણામે સાધુ સ્થિર થયા. * ઉપદેશમાળાની ગાથાનો વારંવાર અર્થ પૂછી રત્નાકરસૂરિ બોધ પામ્યા. * સિંહકેસરિયા મુનિને રાતના મોદક વહોરાવ્યા બાદ શ્રાવકે પોરસીનું પચ્ચખાણ માગી મુનિને જાગ્રત કર્યા. * કુમારપાળે હેમચંદ્રસૂરિ મ.ની અપુર્વ સેવા તાડપત્રો આપી કરી. * જીરણ શેઠે પ્રભુને પારણું કરવા પધારવા વિનંતિ કરી. અંતે ભાવથી ભાવના ભાવી તરી ગયા. ( ઉપકારી શ્રાવિકાસંઘ ) * કોશા વેશ્યાએ સિંહ ગુફાવાસી મુનિને સંયમમાં સ્થિર કર્યા. * વેશ્યાએ દશમા તમે એમ | મેણું માર્યું પરિણામે નંદીષણ તર્યા. * રૂદ્રસોમા માતાએ આર્યરક્ષિત પુત્રને પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી આવવા Page #522 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૭૩ પ્રેરણા કરી કે વેશ્યાની માયામાંથી ઝાંઝરિયા મુનિ છૂટી સંયમમાં સ્થિર થયા. * તુલસા શ્રાવિકાએ અંબર પરિવ્રાજકને શ્રદ્ધાનો અનુભવ કરાવ્યો. * જયંતિ શ્રાવિકા સાધુ-સાધ્વીને રહેવા માટે વસતિ આપતી હતી તેથી તે “શય્યાતરી' તરીકે પ્રસિદ્ધિને પામી. * અનુપમાદેવીએ વસ્તુપાલ-તેજપાલને જિનમંદિર બાંધવા પ્રેરણા આપી. ( ચોર પણ કરી ગયા ) * બૂકુમારના ઉપદેશથી પ્રભવ સહિત ૫OO ચોર સંયમી થયા. * રોહિણીય ચોર અભયકુમારના કારણે પ્રભુ વીરનાં દર્શન પામી ધન્ય બન્યો. * શેઠના મુખે નવકાર સાંભળતાં ચાર ચોરને કેવળજ્ઞાન થયું. * કપિલ કેવળીએ ૫૦૦ ચોરને પ્રતિબોધ પમાડ્યા. * દ્રઢપ્રહરી, અર્જુનમાળી જેવા ક્રૂર પણ કરી ગયા. ( અગ્નિપરીક્ષામાંથી પસાર થયા ) * સ્થૂલિભદ્રજીના બ્રહ્મચર્યની રૂપકોશાને ત્યાં પરીક્ષા થઈ. * અંબડ (શ્રાવક) પરિવ્રાજકે તુલસાની પરીક્ષા કરી. (સમ્યગદર્શન સ્થિર જોયું.) * મિત્રદેવે વ્રજસ્વામીને ગોચરી વહોરાવતા પરીક્ષા કરી. (ઉપયોગવાન જોયા.) * આમલકીક્રિડા કરતાં દેવે વર્ધમાનકુમાર બળની પરીક્ષા કરી. (અનંત બળી જોયા.) * નેમિકુમાર ને શ્રીકૃષ્ણ વચ્ચે આયુધશાળામાં બળની પરીક્ષા થઈ. * બંધક મુનિ, અરણિક મુનિ, મેતારજ મુનિ વિ.ની સમભાવની પરીક્ષા થઈ. * સંગમદેવે ઘોર ઉપસર્ગ કરી પ્રભુ વીરની સમતાની પરીક્ષા કરી. * લક્ષપાક તેલના બાટલા ઢોળી તુલસાની ભક્તિની પરીક્ષા કરી. * યુલિભદ્રજીની વિનય-નમ્રતાની ગુરુએ પરીક્ષા કરી. ( પારણું : પ્રેરણાદાયી પ્રસંગો * ચંદનબાળાજીએ અડદના બાકુળા વહોરાવી વીર પ્રભુનો અભિગ્રહ પૂર્ણ કર્યો. * શ્રેયાંસકુમારે ભગવાન ઋષભદેવને કહ્ય ઈશુ રસનો આહાર વહોરાવી પારણું કરાવ્યું. * ૨૩ તીર્થકરોનાં પ્રથમ પારણાં ખીર વહોરાવી થયાં હતાં. * જીરણ શેઠે ભાવથી પ્રભુને ચોમાસા પારણા પ્રસંગે સ્વગૃહે પધારવા અનેક વખત વિનંતિ કરી હતી. છેવટે દ્રવ્યથી પૂરણ શેઠે, ભાવથી જીરણ શેઠે પારણું કરાવ્યું. આ ગૌતમસ્વામીજીએ ૧૫OO તાપસીને ખીર દ્વારા પારણાં કરાવ્યાં હતાં. ( નિમિત્ત પામી વૈરાગી થયા ) * ગૌતમબુદ્ધ–કરમાયેલ પુખ, વૃદ્ધ માનવ, મૃત શરીર જોવાથી. * રનેમિ-શું અગંધક જાતિના સ્પર્શથી નીચા છો? (રાજીમતિનો પ્રશ્ન સાંભળી.) * ચંડકૌશિક–બુજઝ બુજઝ ચંડકૌશિક. (વીર પ્રભુનાં વચને) * રાજા દશરથ-કંચુકિની અતિ વૃદ્ધાવસ્થા જોઈને. * નંદીષણ--તમે દશમાં પ્રતિબોધ પામ્યા સમજો. વેશ્યાનું વચન.) * હનુમાનજી-સંધ્યાનાં સપ્તરંગી કિરણો, વાદળો જોવાથી. * બાહુબલીજી-- હવે ઉપાડેલા હાથનું શું? (ચિત્વન) + મૃગાપુત્ર ત્યાગી સાધુપુરુષના દર્શનથી. * અભયકુમાર–જા તારું | મોટું કાળું કર. (પિતાનાં વચનથી.) * ખંધકમુનિના બનેવી––લોહીથી ખરડાયેલ સાળાની મુહપત્તી જોઈને. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન * સ્યુલીભદ્રજી-મંત્રીમુદ્રા નથી જોઈતી. રાજન, ધર્મલાભ! * ધન્નાજી--કહેવું સહેલું છે, કરવું દૂષ્કર છે. (વચન સાંભળીને) * આર્યરક્ષિત–દૃષ્ટિવાદનું જ્ઞાન ભણી આવે તો રાજી થાઉં. (માતાનું વચન) * અષાઢાભૂતિ–દારૂ પીધેલ પત્નીને જોઈને. * ભ. નેમિનાથ–પશુઓનો પોકાર સાંભળીને. * ભ. પાર્શ્વનાથ--તેમ-રાજુલનું (જાનનું) ચિત્ર જોઈને. * દશાર્ણભદ્ર-ઇન્દ્રની સામૈયાની અદ્ધિ સિદ્ધિ જોઈને. * નમિ રાજર્ષિ–હાથના કંગનનો અવાજ સાંભળીને. * પ્રસન્નચંદ્ર--માથાનો ધોળો વાળ જોવાથી. * ભરતચક્રી–શું વીંટીના કારણે મારી શોભા છે? (ચિત્વન) ક વાલ્મીકી ઋષિ–જેનાં બારણાં ખુલ્લાં હોય ત્યાં જાઓ. (વચન) + ઇલાચીકુમાર-લો લો કહે છતાં લેતા નથી, જ્યારે હું? (ચિત્વન) * ચિલાતીપુત્ર–ઉપશમ, વિવેક, સંવર શબ્દ સાંભળી. (ચિંત્વન) * સગર ચક્રી–રૂપમાં પણ રોગનાં દર્શન થયાં (કર્યા). * અઈમુત્તામુનિ--જે હું જાણું છું તે તમે નથી જાણતા. (વચન) + મેઘકુમાર તું તારા જ પૂર્વભવમાં પાળેલી જીવદયાને જો. (વીરવચન.) (દાન કેવું આપવું/કેવું ન આપવું? દાનનો મહિમા) * ભ. ઋષભદેવને શ્રેયાંસકુમારે ઇલુરસ વહોરાવી પારણું કરાવ્યું. * ભ. મહાવીરને ચંદનબાળાએ અડદના બાકુળા વહોરાવી પારણું કરાવ્યું. * ભ. મહાવીરને જીરણ શેઠે ભાવથી વિનંતી કરવા રૂપે પારણું કરાવ્યું. (અચુતવાસી થયા.) * ભ. મહાવીરને પુરણ શેઠે ચોમાસી તપનું પારણું દ્રવ્યથી કરાવ્યું. * ભ. સંભવનાથ પૂર્વભવે ક્ષામંકરા નગરીના રાજા વિપુલવાહન, જેઓએ દુકાળમાં શ્રીસંઘની ભક્તિ કરી તીર્થકર નામકર્મ બાંધ્યું. કે ર૪ તીર્થકર ભ.ના પ્રથમ પારણા વખતે (દાનના કારણે) સાડાબાર કોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. પંચદિવ્ય પ્રગટ થયાં. * શાલિભદ્રના જીવે પૂર્વભવમાં અપૂર્વ ભાવથી મુનિને ખીર વહોરાવી. * મમ્મણ શેઠના જીવે પૂર્વભવમાં મોદક વહોરાવી પાછો માંગતા દુર્ગતિએ ગયા. * નયસારે જંગલમાં ભૂલા પડેલા મુનિને ભાથું (આહાર) વહોરાવી જંગલમાંથી સાચા માર્ગ ચઢાવ્યા. પરિણામે સમકિત પામ્યા. * ઇલાચીકુમારે ત્યાગી મુનિને મોદક વહોરવાનો આગ્રહ કરતી રૂપવતી સ્ત્રીને જોઈ વૈિરાગ્ય પામી પોતાના આત્માની નિંદા કરતાં કૈવલ્ય મેળવ્યું. * સતિ સુલસાએ લક્ષપાક તેલ મુનિને વહોરાવી અપૂર્વ ભક્તિ કરી. * ધનાસાર્થવાહે ધમધોષસૂરિને ઘી વહોરાવી સમકિતને પ્રાપ્ત કર્યું. * દ્રિૌપદીએ પૂર્વભવે સાધુને કડવું તુંબડું વહોરાવીને ભવભ્રમણ વધાર્યું. * રાજા શ્રેણિકની આજ્ઞાથી કપિલા દાસીએ દાનશાળામાં એક દિવસ દાન આપ્યું પણ અનિચ્છાથી. * કૃતાંગ (કાંગલા) નગરીમાં ગોચરીએ જતાં દમસાર મુનિને દુર્મતિએ ઊધો માર્ગ બતાવ્યો તેથી મુનિ કષાયી થયા. નગરજનોએ જયારે મુનિને શાંત કર્યા ત્યારે મુનિ ચારે આહારનો ત્યાગ કરી સાતમા દિવસે કેવળી બન્યા. * રેવતી શ્રાવિકાએ સિંહમુનિને કોળ (બીજોરા) પાક ને વહોરાવી પ્રભુ વરની ભક્તિ કરી તીર્થકર નામકર્મ બાંધ્યું. (સમાધિ નામે તીર્થંકર થશે.) * જીવાનંદ વૈદ્ય (ભ. ઋષભદેવનો જીવ) પાંચ મિત્રો સાથે લક્ષપાક તેલ, ગોશિષચંદન, રત્નકંબલ દ્વારા મુનિની અપૂર્વ સેવા કરી મુનિને રોગરહિત કર્યા. * કૌશાંબી નગરીના રાજા શતાનીકની બેન જયંતિ શ્રાવિકા ભ. મહાવીરના સાધુઓને વસતિ (જગ્યા) આપનારી પ્રથમ શ્રાવિકા હતી. તેથી શય્યાતરી નામે પ્રસિદ્ધિ પામી. * વંકચૂલ નામે વિમલયશ રાજાનો પુત્ર હતો. અટવીમાં મુનિને ધર્મોપદેશ ન આપવાની શરતે વસતિ (જગ્યા)માં ચોમાસા માટે લાવ્યો. ચાતુર્માસના અંતે Page #524 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૭૫ ૪ નિયમોને સ્વીકારી ધન્ય બન્યો. * કોશા વેશ્યા સ્થૂલભદ્ર મુનિને વસતિદાન આપી, ઉપદેશ સાંભળી સાચી શ્રાવિકા થઈ. * સોનીએ મેતારજ મુનિને દાન ભાવથી આપ્યું, પણ જવલાના નિમિત્તે ઉપસર્ગ કર્યો. * સિંહકેસરીયા લાડુ વહેરાવી મુનિને સંયમમાં સ્થિર કર્યા. * મહામુનિ બલદેવ, મૃગ અને રથકાર ત્રણે કરણ-અનુમોદનની પદ્ધતિથી દાન મુનિને અપાવી પુણ્ય બાંધ્યું. * ભ. મહાવીરે દેવદુષ્યનો અડધો ભાગ બ્રાહ્મણને આપ્યો. * શ્રી ગૌતમસ્વામીજીએ ૧૫૦૦ તાપસને ખીરથી પારણાં કરાવ્યાં. વંદનીય નારીરત્નોઃ (સંસ્કાર અને સ્ત્રીને ઘણો નજીકનો સંબંધ છે. આદર્શ નારીઓએ ઘણા આદર્શ ઇતિહાસો સ્થાપ્યા છે. કેટલીક નારીઓનો પરિચય અહીં આપવામાં આવ્યો છે.) * બ્રાહ્મી : ભરત ચક્રવર્તીના બેન. બાહુબલીના અહંને ઓગાળવા નિમિત્તરૂપ થનારી નારી. * ચંદનબાળા: જીવનની વિકટ પરિસ્થિતિમાં પણ દુઃખને સુખમાં ફેરવી દીધું. * રાજીમતિ નૈમિકુમાર સાથેના ભવ ભવના સંબંધને સાચવનાર, રહનેમિની ભાવનાને શુદ્ધ કરનાર બાલબ્રહ્મચારી સાધ્વી. * મૃગાવતી : રાજાની પત્ની, ચંદનબાળાજીની શિષ્યા, આલોચના લઈ મિચ્છામિ દુક્કડં આપતાં કેવલી થનાર હળુકર્મી આત્મા. * સુલસા * સીતા * સુભદ્રા * સુંદરી * મનોરમા * મદનરેખા * ભદ્રા : ભ. મહાવીરની પરમ શ્રાવિકા, ૩૨ પુત્રોનું એકસાથે અવસાન થયું છતાં પોતે આર્તધ્યાન ન કર્યું. પતિ નાગસારને પણ ન કરવા દીધું. : સંકટને હસતે મુખડે સત્કારનાર, શીલવ્રતને અખંડ રાખવા બળવાન રાવણને વશ ન થનાર મોક્ષગામી રામચંદ્રજીના આદર્શ પત્ની. : સતીપણું સત્ય કરવા કુવામાંથી ચાળણી દ્વારા પાણી કાઢી બ્રહ્મચર્ય વ્રતનો મહિમા વધારનાર. : સંયમની પ્રાપ્તિ માટે કાયાની માયાને ઢીલી કરનાર, ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરનાર ઉગ્ર તપસ્વી. ભરતચક્રીના સ્રીરત્ન. * દમયંતિ : નળરાજાની પત્ની, ભીમની પુત્રી. * નર્મદાસુંદરી : આપત્તીમાં પવિત્ર જીવન વ્યતીત કરનારી, અંતે સંયમના માર્ગે વિચરનારી, મહેશ્વર દત્તની ધર્મપત્ની. સુદર્શન શેઠની ધર્મી પતિવ્રતા સ્ત્રી. : યુગબાહુના મૃત્યુને સુધારનાર તથા જેઠ-મણિરથની દુષ્ટ ભાવનાને વશ ન થનાર નારી. : ગોભદ્ર શેઠની પત્ની, સુખ-સંપત્તિ ને સૌભાગ્યમાં આળોટનાર, પુણ્યશાળી શાલિભદ્રની આદર્શ માતા. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] * નંદા * અંજનાસુંદરી : : મહારાજા શ્રેણિકના રાણી. બુદ્ધિનિધાન અભયકુમારની આદર્શ માતા. ૨૨ વર્ષ સુધીના વિયોગને પણ નિર્મળ-નિષ્કલંક ભાવે સુરક્ષિત રાખનાર પવનંજયના પત્ની, હનુમાનની માતા. * રેવતીશ્રાવિકા : પ્રભુવીરની પરમ શ્રાવિકા. ભાવિમાં તીર્થંકરપદ પ્રાપ્ત કરનાર આદર્શનારી. * પુષ્યચુલા * યક્ષા : અગ્નિકાપુત્ર આચાર્યની શિષ્યા. વૈયાવચ્ચના રસિક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરેલ આત્મા. : યક્ષા આદિ સાત બેનો. તીવ્ર સ્મરણ શક્તિ ધરાવનાર સ્થુલીભદ્રજીની સાત બેનો. જ્ઞાનની અપૂર્વ આરાધના કરનાર. * કલાવતી : શંખ રાજાની પવિત્ર નારી, હાથ કપાઈ જવા છતાં શીલના પ્રભાવે ફરી જોડાઈ ગયા. * મરૂદેવામાતા : અલ્પભવી, સરળ સ્વભાવી, યુગલિક જીવ, ભ. ઋષભદેવની માતા. * મયણાસુંદરી : નવપદનું ત્રિકરણ યોગે આરાધન કરનાર ઉંબરરાણો (શ્રીપાળ)નો જન્મ સુધારનાર. હુંડા અવસર્પિણી કાળચક્રમાં બોધદાઈ વિલાપના પ્રસંગો [ જૈન પ્રતિભાદર્શન * મરૂદેવામાતા—પુત્ર ઋષભની ચિંતા કરી આંખો ખોઈ (આંખે પડળ આવ્યા). * ભરતચક્રી– શિલા ઉપર પોતાનું નામ લખવા બીજાનું ભૂસવું પડ્યું ત્યારે. * રાજીમતિજીતોરણથી વર (નેમિકુમાર)ને પાછા જતાં જોઈને. * ત્રિશલામાતા—પ્રભુએ ગર્ભમાં હલન ચલન બંધ કર્યું માટે. * નંદીવર્ધન—પ્રભુને એકાકી વિહાર કરતા જોઈને. * પ્રભુવીર—સંગમે એક રાત્રીમાં મરણાંત ૨૦ (ઉપસર્ગ) કરી છ મહિનાના અંતે પાછો જતો હતો ત્યારે. * ચંદનબાળા-પ્રભુવીર દ્વારે પધાર્યા, પણ વહોર્યા વગર પાછા ફરવા લાવ્યા તેથી. * ગૌતમસ્વામી—પ્રભુવીર મોક્ષે પધાર્યા તે જાણી. ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછી સમાધાન મેળવનારા પ્રબળ પુણ્યવંતો (૧) ગણધર શ્રી ગૌતમસ્વામી (૧૨) દેવ-ચમરેન્દ્ર (૨) ગણધર શ્રી અગ્નિભૂતિજી (૩) ગણધર શ્રી વાયુભૂતિજી (૪) ગણધર શ્રી મંડિતજી (૫) મુનિ રોહા (૬) મુનિ નરિદપત્તી, નિગ્રન્થપુની (૭) પાર્શ્વ સંતાનિય કાસિવેસી (૮) પાર્શ્વ સંતાનિય ભંગઈયાજી (૯) પાર્શ્વ સંતાનિય તંગિયાના શ્રાવક (૧૦) દેવ—શકેન્દ્ર (૧૧) દેવ–ઇશાનેન્દ્ર (૧૩) મહાશુક્ર વિમાનવાસી (મનથી) (૧૪) અનુદાર વિમાનવાસી (૧૫) ચન્દ્ર સૂર્ય—શુક્ર દેવ (૧૬) બહુપતિયાદિ દેવી (૧૭) સુંધક સન્યાસી (૧૮) શિવરાજર્ષિ (૧૯) પોગલ સન્યાસી (૨૦) કાલોદાઈ, સેલોદાઈ (૨૧) ગૌતમ તથા અન્ય મતિ (૨૨) રાજા શ્રેણિક Page #526 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૪૭૭ (૨૩) રાજા કુણિક (૨૯) શંખ પોફખજી શ્રાવક (૨૪) રાણી ચેલણા (૩૦) ઇશાકભદ્ર શ્રાવક (૨૫) રાણી મૃગાવતી (૩૧) સુલસા, રેવતી, શિવાદેવી (ર૬) કાલિ આદિ રાણીઓ (૩૨) સોમલ બ્રાહ્મણ (૨૭) શય્યાતરી જયંતિ શ્રાવિકા (૩૩) કંડકોલિક (૨૮) મુંડક શ્રાવક તથા અન્ય મતિધારી (૩૪) સુદર્શન શેઠ ( મૃત્યુ સુધાયું ) * મૃત્યુનાં મરણ, સમાધિમરણ, કાળધર્મ, ચ્યવન, પર્યાયનું વિલન વિ. નામો છે. * સગરચક્રીના ૬૦ હજાર પુત્રો તીર્થ રક્ષાની ભાવનાથી બલિદાન આપી સદ્ગતિ પામ્યા. * પતિ યુગબાહુને અંત સમયે પત્ની મદનરેખાએ વૈરાગ્ય, સમાધિ, સમતા, સાંત્વના આપી તેની ગતિ સુધારી સમાધિમરણ કરાવ્યું. * જીરણ શેઠ પ્રભુના પારણાની દુંદુભી સાંભળી ઉચ્ચ ભાવનામાં આરુઢ થઈ આયુષ્ય પૂર્ણ કરી અચુત દેવ થયા. * પાર્શ્વકુમારે સેવક દ્વારા નાગને નવકાર મંત્ર સંભળાવી ઘરણેન્દ્ર બનાવ્યો. * સમડીને અંત સમયે નવકાર સંભળાવ્યો તેથી એ મરીને સિંહલદ્વીપમાં રાજકન્યા થઈ. * મેતારજ મુનિ ક્રૌંચપક્ષીની દયા ચિંતવી સોનીના ઘોર ઉપસર્ગ સહી કેવળજ્ઞાન–મોક્ષ પામ્યા. * અમરકુમાર (મુનિ)ને માતાએ છરી દ્વારા મારી નાખ્યા પણ મુનિ મૃત્યુને સુધારી ૧૨મા દેવલોકે ગયા. * ગજસુકુમાર મુનિને સસરાએ ક્રોધાવેશમાં ઉપસર્ગ કરી મોક્ષની પાઘડી બાંધી. * બંધક મુનિની રાજાજ્ઞાથી રાજસેવકે ચામડી ઉતારી ઉપસર્ગ કર્યો. મુનિ રાજસેવકને ભાઈથી પણ ઉત્તમ માની અંત સમયે શુભભાવે અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા. * ઉદાયન મંત્રી અંત સમયે સાધુના મુખે ધર્મ સાંભળી સમાધિમરણ સદ્ગતિને પામ્યા. ( રાજસત્તાની સાથે ધર્મસત્તા : ) * આમરાજા રાજસત્તાની સાથે શ્રી બપ્પભટ્ટસૂરિનો ઉપદેશ શ્રવણ કરતા. * ૧૮ દેશના અધિપતિ કુમારપાળે શ્રી હેમચંદ્રાચાર્યની કૃપાથી જ્ઞાનનાં જીવદયાનાં અનેકાનેક કાર્ય કર્યા. * અકબર બાદશાહ વિજયહરસૂરીશ્વરજીના ઉપદેશથી જીવદયાના ઉપાસક થયા. * સંપ્રતિ રાજાએ ઉપકારી આર્ય સુહસ્તિસૂરિના ચરણે રાજ્ય ધર્યું પણ ગુરુએ ધર્મનાં કાર્યો કરવા કહ્યું. અનેક મંદિરો નિર્માણ કરી, મૂર્તિઓ ભરાવી લાભ લીધો. * વસ્તુપાળ-તેજપાળે શ્રી વર્ધમાનસૂરિના ઉપદેશથી જીવનને ધન્ય કર્યું. * માંડવગઢના મંત્રી પેથડદેવે ધર્મઘોષસૂરિની કૃપાથી શાસનની પ્રભાવના કરી. * જાવડશાહે શ્રી વજસ્વામીજીના ઉપદેશથી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો. વૈરાગી થઈ સંસારનો પલવારમાં ત્યાગ કર્યો છે * દર્શાણભદ્ર=ઈન્દ્રની ઋદ્ધિસિદ્ધિ સામૈયું જોઈ. * હનુમાનજી સંધ્યાના અવનવા રંગો-વાદળો જોઈ. * નંદીષેણ દશમા તમે-વેશ્યાની ટકોર સાંભળી. * અષાઢાચાર્ય=મદિરાપાન કરેલ નટ-પુત્રી x Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] | જૈન પ્રતિભાદર્શન (પત્ની)ને જોઈ. * ધનાજી=પત્નીનાં માર્મિક વચન સાંભળી. * પ્રસનચંદ્ર=માથામાં મૃત્યુનો દૂત સફેદ વાળને જોઈ. * સિદ્ધર્ષિ=“જયાં દ્વાર (બારણાં) ખુલાં હોય ત્યાં જાઓ” એવાં માતાનાં વચન સાંભળી. * નમિરાજર્ષિકએક કંકણ (બંગડી) છે તેથી અવાજ નથી આવતો તે વાત જાણી–સાંભળી. * અભયકુમાર જા, ચાલ્યો જા. “તારું મોટું કાળું કર’ એવાં પિતાનાં વચન સાંભળી. * અનાથીમુનિ શરીર નશ્વર છે, સંસાર અસાર છે તે જાતે અનુભવ કરી. * દ્રુમક ભીખારી (સંપ્રતિ પૂર્વભવ) ૩ દિવસની ભૂખ ટાળવા, ખાવા માટે સંયમી બન્યા. પછી સંયમની અનુમોદના કરી. ( મોદકની કહાની ) * તીર્થકર ભ.ના નિર્વાણ કલ્યાણક દિવસે સવારે વિશિષ્ટ રીતે નૈવેદ્યપૂજામાં “મોદક ધરાય છે. (અંજનશલાકા વિધિમાં ખાસ.) * મેતારક મુનિએ સોનારના ઘરે મોદકની ગોચરી લીધી. મુનિના ગયા પછી સોનારને જવલા ન દેખાયા તેથી આમરણાંત ઉપસર્ગ કર્યો. * મમ્મણ શેઠે પૂર્વ ભવે મુનિને મોદક ભાવથી વહોરાવી પુણ્ય બાંધ્યું; પણ ખાવાની લાલચે પાછો લેવા જઈ કર્મ બાંધ્યું. * સિંહકેસરિયા મુનિ મોદક’ની મોહકતાએ ભાન ભૂલી કવેળાએ (રાતના) વહોરવા ગયા, વિવેકી શ્રાવકે મોદક વહોરાવી પોરસીનું પચ્ચખાણ માગ્યું, તેથી મુનિએ જાગૃત થઈ પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કર્યો. * બ્રાહ્મણોને માટે એક કાળમાં મોદક–એ “બ્રહ્મભોજન” મનાતું હતું. * ઇલાચીકુમારે દોર પર નાચતા “રસવંતા મોદક મુનિ વહોરતા નથી” એ દૃશ્ય જોઈ વૈરાગી થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. * અષાઢાભૂતિએ નટકન્યા દ્વારા ચાર વખત મોદક મેળવ્યા અને એના જ કારણે અંતે સંયમધર્મથી પણ ચૂકી ગયા. * ઢંઢણમુનિને જયારે પ્રભુએ કહ્યું–આ મોદકનો આહાર કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી મળ્યો છે. તે સાંભળી તરત પ્રભુ આજ્ઞાથી મોદકને પરઠાવવા ગયા. ત્યાં ઉચ્ચ ભાવને કારણે કેવળી થયા. ( પ્રશ્ન શતાબ્દી ) ૧. તીર્થ–તીર્થકર સંબંધી : ૨૦ તીર્થકર ભગવાન જ્યાં નિર્વાણપદ પામ્યા છે તે સમેતશિખર * કાંકરે કાંકરે અનંતા આત્મા જયાં મોક્ષ પામ્યા છે તે –શત્રુંજય * આવતી ચોવીશીમાં ૨૪ તીર્થકરો જ્યાંથી મોક્ષે જશે –ગિરનાર * જે તીર્થનું નિર્માણ કુમારપાળ રાજાએ કર્યું હતું –તારંગાતીર્થ આબુદેલવાડાનાં દેરાસરો જેની ઉદારવૃત્તિથી નિર્માણ થયા તે–વસ્તુપાલ-તેજપાલ દેલવાડા તીર્થમાં કારીગરીયુક્ત ગોખલા જેઓએ બનાવ્યા તે–સાસુ-વહુ * રાણકપુરમાં ૧૪૪૪ થંભવાળુ જગપ્રસિદ્ધ નલીનીગુલ્મ તીર્થ બનાવનાર તે ધરણશા પોરવાલ * સગર ચક્રવતીના ૬૦ હજાર પુત્રોએ તીર્થની રક્ષા માટે બલીદાન આપ્યું તે–અષ્ટાપદ * પાર્શ્વનાથ ભ.ના અનેક તીર્થમાં આ તીર્થે વધુમાં વધુ યાત્રિકો આવે છે તે-શંખેશ્વર | * પાર્શ્વનાથ ભ.ની જ્યાં વિશાળ કાઉસ્સગ્ગ મુદ્રામાં પ્રતિમા છે તે–નાગેશ્વર તીર્થ * * Page #528 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] / ૪૭૯ * ૨. ગુરુ સંબંધી : * યાકીની મહત્તરાસુનુ હરિભદ્રસૂરિ મહારાજે જીવનમાં કેટલા ગ્રંથ લખ્યા? –૧૪૪૪ * કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે કેટલા શ્લોક લખ્યા? –૩ ક્રોડ * શીલવ્રતનું ઉત્કૃષ્ટ પાલન કરનાર મહારાજ શ્રી કયા? -થુલીભદ્રસૂરિ અકબર બાદશાહને પ્રતિબોધ કરનાર –વિજયહીરસૂરિ * ઘોર તપસ્વીએ દીક્ષા દિવસથી છકૅના પારણે આયંબિલ તપ કરેલ –ધન્ના અણગાર * પાપની આલોચનામાં ઇરિયાવહિ (ક્રિયા) કરતાં કેવળી થયા –અઈમુત્તામુનિ * ૧૮ હજાર સાધુને વંદન કરી નરકના દુઃખ કયા મહારાજાએ ઓછા કર્યા? –શ્રીકૃષ્ણ * જિનમૂર્તિને જોઈ વૈરાગ્યના ભાવ કોના જાગ્યા? –આદ્રકુમાર * આ અવસર્પિણી કાળના અંતિમ મોક્ષગામી આત્મા –જંબૂસ્વામી * ૬૦ હજાર વર્ષ તપ કર્યું છતાં ઉદ્ધાર કયા તાપસનો ન થયો? –તામલી તાપસ ૩. સાધ્વી સંબંધી : * ભ. મહાવીર પ્રભુના શાસનમાં પ્રથમ સાધ્વી થયા. –ચંદનબાળા * ભ. આદિનાથ પ્રભુના શાસનમાં પ્રથમ સાધ્વી તરીકે થયા. –બાહ્મી * આદિનાથ પ્રભુનું શાસન સ્થપાયા પૂર્વ પ્રથમ મોક્ષે જનાર. –મરૂદેવામાતા * નેમનાથ પ્રભુના શાસનમાં પ્રથમ સાધ્વી થયા. –રાજીમતિજી * પતિ દધિવાહન અને પુત્ર કરકંડુને યુદ્ધ ભૂમિમાંથી વારનાર. -સાધ્વી પદ્માવતી * કુબેરદત્ત અને કુબેરસેના વચ્ચેના ૧૮ નાતરા હાલરડામાં ગાનાર. –સાધ્વી કુબેરદત્તા * ગર્દભીલ રાજાએ અશુભ દૃષ્ટિએ સાધ્વીને અંતઃપુરમાં રાખેલા? સરસ્વતી * રહનેમિ મુનિને કયા સાધ્વીએ અશુભ વિચારમાંથી દૂર કર્યા? –રાજીમતિ * કઈ બે બહેનો (સાધ્વી) પોતાના ભાઈને પ્રતિબોધવા ગઈ? –બાહ્મી, સુંદરી * લગ્ન કરવા જતાં પ્રભંજના સતીને ક્યા સાધ્વીએ દીક્ષા ને કેવળજ્ઞાન અપાવ્યું? –સુવ્રતા ૪. શ્રાવક સંબંધી : * * જો શ્રાવકને સાધુ જેવા ૨ ઘડી માટે થવું હોય તો તે શું કરે? –સામાયિક * ઉંબરરાણા-શ્રીપાળે જીવનમાં કઈ આરાધના કરી હતી? –સિદ્ધચક્રજીની * મૌન અગ્યારસની ઉત્તમ પ્રકારે દઢતાથી ક્યા શ્રાવકે આરાધના કરી? –સુવ્રત શેઠ * મન, વચન, કાયાની શુદ્ધિથી ક્યા શ્રાવકે ૩૨ દોષ રહિત સામાયિક કર્યું? –પુણિયા શ્રાવકે * રત્નના બનાવેલા ૨ બળદોની મૂચ્છના કારણે કોણ નરકે ગયા? –મમ્મણ શેઠ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન S * રાજાના ઘરે જન્મ લેવા છતાં ઘણા દુઃખો સહન કરવા પડ્યા. –મૃગાપુત્ર લોઢીયો * ભ. મહાવીરના પરમ ભક્ત હતા છતાં કર્મે નરક જવું પડ્યું. –શ્રેણિક રાજા * ગૌતમસ્વામી ક્યા શ્રાવકને મિચ્છામી દુક્કડું આપવા ગયા? આનંદ શ્રાવક ૫. શ્રાવિકા સંબંધી : * ભ. મહાવીર પ્રભુના શાસનમાં “શૈયારીરૂપે પ્રસિદ્ધિ પામ્યાં. –જયંતિ શ્રાવિકા * ભ. મહાવીરે અખંડ પરિવ્રાજક દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો. સુલતા * કર્મ કરે તે થાય એ વાત દઢતાપૂર્વક માનનાર બોલનાર. –મયણાસુંદરી * જેઓએ છ મહિનાની ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી શાસનપ્રભાવના કરી. ચંપા શ્રાવિકા આયંબિલ તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ કરનાર તપસ્વિની. --દમયંતિ સતી * ૨ કરોડ, ૧૦ લાખ, ૬૦ હજાર આયંબિલ તપ કરનાર તપિસ્વની. –મહાસતી સુંદરી * ચંપાનગરીનાં બંધ દ્વારો નવકાર મંત્રના સ્મરણથી કોણે ખોલ્યાં? સતી સુભદ્રા સિંહ અણગાર મુનિને વહોરાવી કઈ શ્રાવિકાએ તીર્થંકર નામકર્મ બાંધ્યું. –રેવતી * દેવે લક્ષપાક તેલને ઢોળી કઈ શ્રાવિકાની ભક્તિની પરીક્ષા કરી? –સુલસા * રાજાજ્ઞાથી આખો દિવસ દુઃખતા મને દાન આપનાર દાસી. -કપિલા ( સગુણીઓના વિશિષ્ઠ સગુણો ઃ ) ત્યાગ=શ્રી શાલિભદ્રજીનો : ક્ષમા=ભ. મહાવીરની સત્ય-શ્રી હરિશચંદ્રનું વિનય=શ્રી ગૌતમસ્વામીનો ગુરુભક્તિ=રાજા કુમારપાળની : દાન શ્રી જગડુશાનું સાધર્મિક ભક્તિ-પુણિયા શ્રાવકની : શીલ શ્રી સ્થૂલિભદ્રજીનું સિદ્ધચક્ર ધ્યાન=શ્રીપાળ મયણાની : તપ=શ્રી ધન્ના અણગારનું ક્ષાયિક સમ્યક્ત્વ=શ્રેણિકની ભાવ=શ્રી જીરણ શેઠજીના શ્રદ્ધા=શ્રી સુલસા શ્રાવિકાની દયા=શ્રી ધર્મરુચિ અણગારની સદાચાર શ્રી લક્ષ્મણનો ન્યાય=શ્રી યુધિષ્ઠિરનો પ્રભુભક્તિ=શ્રી પેથડશાહની : વૈરાગ્ય શ્રી ભર્તુહરિનો ગુરુશ્રદ્ધા=શ્રી એકલવ્યની : બુદ્ધિ : શ્રી અભયકુમારની માતૃભક્તિ શ્રી શ્રવણકુમારની સમતા : શ્રી ગજસુકુમાલની સૌભાગ્ય શ્રી કયવન્ના શેઠનું વૈયાવચ્ચ=શ્રી નંદિષણની ગુરુવંદન=શ્રી કૃષ્ણજીનું. : વલ Page #530 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ૪૮૧ શુભ મંગળ નામો : તેના વિશેષણો) શ્રી ગૌતમસ્વામી=લબ્લિનિધાન .: શ્રી જગડુશાદાનવીર શ્રી પાર્શ્વનાથ–પુરિષાદાનીય : શ્રી સ્થૂલભદ્ર=કામવિજેતા શ્રી મહાવીરસ્વામી=ચરમ તીર્થપતિ : શ્રી મેતારજમુનિ મહર્ષિ શ્રી અભયદેવસૂરિ=નવાંગી ટીકાકાર : શ્રી કુમારપાળ=પરમાત શ્રી હરિભદ્રસૂરિ=૧૪૪૪ ગ્રંથ રચયિતા : શ્રી જંબુસ્વામી ચરમ કેવળી શ્રી ઢંઢણ અણગાર=ઉત્કૃષ્ટ અભિગ્રહી : શ્રી ઉદાયન રાજા=અંતિમ રાજર્ષિ શ્રી ગજસુકુમાર=સમતાના ભંડાર : શ્રી અભયકુમાર=બુદ્ધિનિધાન શ્રી ઈલાચીકુમાર=મોહવિજેતા : શ્રી ભદ્રબાહુસ્વામી-શ્રુતકેવળી શ્રી વિક્રમાદિત્ય=પરદુ:ખભંજન : શ્રી વજસ્વામી દશપૂર્વધર શ્રી નંદિણવૈચાવચ્ચ તત્પર : શ્રી ધન્ના અણગાર શ્રેષ્ઠ તપસ્વી શ્રી દુર્બલિકા પુષ્યમિત્રત્રરોજ ૭00 ગાથા ગોખનાર : શ્રી સહસ્રાવધાની=મુનિચંદ્રસૂરિ શ્રી જયંતિ શ્રાવિકા=શય્યાતરી : શ્રી હેમચંદ્રાચાર્ય-કલિકાલસર્વજ્ઞ શ્રી હીરવિજયસૂરિ જગદ્ગુરુ ( પ્રશ્નો બુદ્ધિના અને જવાબો ઈતિહાસના ) * અરિહંતના અનુરાગે આયુષ્યનો અંત કોણે જોયો? ગોશાળાના ઉપસર્ગના અવસરે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિ પ્રભુ વીરના અનુરાગથી કાળ પામ્યા. * અરિહંતના શરણે જવાથી કોને જીવતદાન મળ્યું? અસુરકુમારના અમરેન્દ્ર સૌધર્મેન્દ્રને ઋદ્ધિ જોઈ ઇર્ષાથી ત્રાસ આપવા ગયો પણ ઇન્દ્ર દેવતા ઉપર વજ છોડ્યું. બચવા માટે પ્રભુ વીરનું શરણ સ્વીકાર્યું તેથી સૌધર્મેન્દ્ર અભયદાન આપી બચાવ્યો. દીકરાને જોઈ દિવ્યતા કોણે પ્રાપ્ત કરી? માતા દેવાનંદાના સ્તનમાંથી માતૃહૃદયના કારણે પ્રભુ વીરને જોઈ દૂધ વહ્યું. * ક્યા પુત્ર પિતાનો ઉદ્ધાર કર્યો? પ્રભુ વીરે પિતા ઋષભદત્તને પ્રતિબોધી સંયમ ને મોક્ષ અપાવ્યું. * શિષ્યના ઉપદેશે જાગ્યા પણ ગુરુને જોઈ ભાગ્યા. કોણ? હાલિક (ખેડૂત) ગૌતમસ્વામી (પ્રભુવીરના શિષ્ય)ના ઉપદેશથી દીક્ષા લીધી. પણ ગુરુ (પ્રભુવીર)ને જોઈ ઓઘો મૂકી ભાગ્યા. * આત્મકલ્યાણ માટે સંસાર છોડ્યો પણ શરીરની વેદનાએ કોને મૂંઝવ્યા? મેઘકુમારે ઉત્કૃષ્ટ ભાવે દીક્ષા તો લીધી પણ સંથારાની “રજનો શરીરને સ્પર્શ થતાં કંટાળી ઘરે જવા તૈયાર થયા. * યોગિણીને જોઈ ભોગની યાચના કોણે કરી? રાજીમતિજી સંયમી હતા પણ તેઓના રૂપે રહનેમિને ભોગ ભોગવવાનું આમંત્રણ આપવા મન કરાવ્યું. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ] [ જૈન પ્રતિભાદર્શન * રોગ જાય તો ઋષિ થઈશ. કોણ? અનાથીકુમારને રોગે હેરાન કર્યા. ‘જો રોગ જાય તો દીક્ષા સવારે લઈશ” એ દઢ ભાવનાએ રોગી મટી યોગી થયા. રંગરાગમાં ડૂબેલાએ વૈરાગીની પરીક્ષા કરી. કોણ? દૈવી સુખમાં મગ્ન એવા શકેન્દ્ર નમિરાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા કરી. * અવાજ સાંભળી કોણ જાગી ગયું? પત્નીઓ ચંદન ઘસતી હતી. કંકણનો અવાજ પણ અસહ્ય થયો. જ્યાં અવાજ બંધ થયો ત્યા નમિરાજર્ષિ ચાલી નીકળ્યા. * પતિ મોક્ષે ગયા જ્યારે પત્ની નરકે! આમ કેમ? બાર ચક્રવર્તીમાંથી (પતિ) આઠ મોક્ષે ગયા પણ વિષયોના કારણે પત્નીઓ નરકે ગઈ. * જમ્યા ચોથા આરામાં મોક્ષે ગયા પાંચમા આરામાં? ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબૂસ્વામી વગેરે. * કમ (ઓછું) ખાવામાં કોને વાંધો હતો? ૩ દિવસના ભૂખ્યા પ્રતિના (પૂર્વભવ ભિખારી) જીવને. * ગમ ખાવામાં કોને વાંધો હતો? સુર્ઘકાચાર્ય બાળમુનિની હત્યા જોઈ ન શક્યા. ગમ ન ખાતા નિયાણું કરી અગ્નિકાય દેવ થઈ વેર લીધું. * નમ (વંદન–નમન) ખાવામાં કોને વાંધો હતો? બાહુબલી ૯૮ ભાઈઓને ન નમ્યા તેથી ૧૨ મહિના મોડા કેવળજ્ઞાન પામ્યા. * મોહને મારી મોક્ષ કોણે મેળવ્યું? મરૂદેવા માતાએ પુત્રમોહને મારી વૈરાગ્યથી કેવળજ્ઞાન ને મોક્ષની પ્રાપ્તિ કરી. * વચનથી પડ્યા ને વચનથી કોણ તર્યા? વેશ્યાના વચનથી અરેણિક મુનિ પડ્યા ને માતાના વિલાપથી અરણિક તરી ગયા. * બે અશ્રુબિંદુથી કોણ ભીંજાઈ ગયાં? પત્ની સુભદ્રાનાં બે અશ્રુબિંદુ જોઈ ધનાજી સંયમના પંથે સંચર્યા. પિતાનાં કટુ વચન મધુર સમજી કોણ ચાલી નીકળ્યાં? પિતા શ્રેણિકનું ‘જા, તારું મોટું કાળું કર” વચન સાંભળી અભયકુમાર સંયમના પંથે ચાલી ગયા. માતાને રાજી કરવા ક્યા પુત્રે ફરી જ્ઞાનસાધના શરૂ કરી? રૂદ્રસોમા માતાને રાજી કરવા આર્યરક્ષિત પુત્ર પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા જંગલમાં ચાલી નીકળ્યા. અડગ શ્રદ્ધાની સામે ક્રોધી કોણ શાંત થયા? સુદર્શન શેઠની અડગ શ્રદ્ધા જોઈ મહાપાપી અર્જુનમાળી પણ શાંત થઈ ગયા. ચેલાઓએ વચન ન પાળ્યું તો શું થયું? અષાઢાચાર્યે ૪ ચેલાઓને દેવગતિનો અનુભવ કહેવા આવવાનું કહ્યું. પણ ન આવ્યા તેથી આચાર્યની ભાવનાનું પતન થયું. * પ્રભો! ૮૪ હજાર સાધુની ભક્તિ કરવી છે. લાભ આપો. કોણે કહ્યું? વિમલસ્વામી કેવલીએ જિનદાસને સાધુના બદલે વિજય શેઠ-શેઠાણીની ભક્તિ કરી પુણ્ય ઉપાર્જન કરવા પ્રેરણા આપી. Page #532 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૮૩ * કહ્યો ધર્મલાભ, માગ્યો અર્થલાભ. મળ્યો? ગણિકાના દ્વારે નંદિષેણ મુનિએ ધર્મલાભ આપ્યો. પણ ગણિકાએ અર્થલાભ માગ્યો. આમ ૧૨ વર્ષ પૂરાં થયાં. છેલ્લે “દશમાં તમે'—એ વચને મુનિ સ્થિર થઈ ચાલી નીકળ્યા. * કોના રૂપનું ગર્વ રોગોએ ઉતાર્યું? સનતચક્રીને રૂપનું ગર્વ હતું પણ ૧૬ રોગે કાયા રંગાઈ એટલે સંયમના પંથે ચાલ્યા. મોદકે કોનું ભાન ભૂલાવ્યું? અષાડાભૂતિનું ભાન જયસુંદરી ને ભુવનસુંદરી નટ કન્યાએ મોદકના નિમિત્તે ભૂલાવ્યું. ગુરુદેવના હાસ્યનું પરિણામ શું આવ્યું? ૧૨ વર્ષે બાંધેલા મહેલમાં “રહેવા નહીં મળે તે હાસ્યનું રહસ્ય સાંભળી નાગદત્ત શેઠે સંયમ લઈ કલ્યાણ સાધ્યું. * રડતો પુત્ર છાનો કેવી રીતે થયો? માતા સુનંદાથી છૂટવા પુત્ર રડતો હતો. ધનગિરિ પિતાને માતાએ આપ્યો તે દિવસથી એ છાનો થઈ ગયો. * પાણી છાંટી નગરીનાં દ્વાર કોણે ખોલ્યાં? સતી સુભદ્રાએ શિયળના પ્રભાવે પાણી છાંટી ચંપાપુરીનાં દ્વાર ખોલ્યાં. * કઈ સ્ત્રીએ પાપ બંધાય તેવું દાન સાધુને આપ્યું? નાગશ્રી બ્રાહ્મણીએ અશુભ વિચારે ધર્મરુચિ અણગારને કડવું તુંબડું વહોરાવી નરકગતિ સુધીનું પાપ બાંધ્યું. વહાલાના બેરા (કંકણ)એ વિયોગ કરાવ્યો? કાચા કાનના પતિ શંખરાજે બેરખાના કારણે પત્ની કલાવતી પર શંકા કરી જંગલમાં છોડી દીધી. ભાગતાં ભાગતાં ભાગ્યવાન–ધન્ય કોણ થયું? ચિલાતીપુત્ર. મુનિના દર્શન–શરણથી તરી ગયા. કરી વિચારોથી લડાઈ અને નરકના બદલે કોણ મોક્ષે ગયા? પ્રસન્નચંદ્ર રાજર્ષિએ વિચાર બદલ્યા તેથી મોક્ષે ગયા. * પશ્ચાત્તાપ કરી કોણ કેવળજ્ઞાન પામ્યા? અઈમુત્તામુનિ, મૃગાવતિજી, ચંડરૂદ્રાચાર્ય. * પિતા નરકે તો પુત્ર દેવલોકે? પિતા–શ્રેણિક નરકે ગયા. પુત્ર–અભય દેવલોક ગયા. નાથને જોઈ નાથની શોધમાં કોણ નીકળ્યા? શાલિભદ્ર : માતાજી! જો શ્રેણિક મારા નાથ હોય તો તે મને સ્વીકાર્ય નથી. હું તો પ્રભુ વીરને જ મારા નાથ માનું છું. આજ્ઞા આપો શરણે જવા. * ફકીર થવા ફોરેન (વિદેશ)થી કોણ આવ્યું? અનાર્યદેશ (ફોરેન)થી આર્યદેશમાં સંસ્કૃતિ ને સંયમ લેવા આદ્રકુમાર આવ્યા. જેનું નામ સાંભળતા દુનિયા ભાગે, જીવો ના પાડે તે જોઈ કોનો આતમ જાગ્યો? દીક્ષાની વાત સાંભળી સૌ મુંઝાય છે. જયારે રાજસભામાં વજસ્વામી રજોહરણ જોઈ સ્વીકારી ધન્ય બન્યા. પાપનું પ્રાયશ્ચિત્ત ૫ કેમ ન રાખ્યું? કુમારપાળ રાજાએ મુષકની સુવર્ણમહોર લીધાનું પ્રાયશ્ચિત મુષકવિહાર બાંધી જગજાહેર કર્યું. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન * દૂરનું દૃશ્ય જોઈ અંતરને જગાડનાર કોણ? નટીની પાછળ પાગલ થનાર ઇલાચીકુમાર દશ્ય જોઈ ચિંતન કરી કેવળી બને છે. કાદવમાં કમળ કોણે ખીલવ્યું? યૂલિભદ્રજી. (કોશા વેશ્યાને) બાહ્ય જગતનો અવાજ સાંભળી કોણે પોતાના અંતરનો અવાજ સાંભળ્યો? નેમનાથ ભગવાન. પશુનો પોકાર સાંભળી ભાન પાછી લઈ ગયા. ધૂની મટી મુનિ કોણ થયા? પ્રેમિકાને ૨ માસા સોનું આપવાની ધૂન, અંતે મુનિ (કપિલ કેવળી) બનાવે છે. * શરાબી સ્ત્રીઓને જોઈ ઘરેથી કોણ ચાલી નિકળ્યા? અષાઢાચાર્ય. બે નટ કન્યાઓને શરાબી જોઈ ચાલ્યા ગયા. દેવ (ભગવાન)માંથી દેવધિદેવ (ભગવાન) કોણે પ્રગટ કર્યા? સિદ્ધસેન દિવાકરસૂરિએ શિવલિંગમાંથી પાર્શ્વનાથ ભગવાન પ્રગટ કર્યા. દેવની સાથે રહી છેવટે પરાજિત કોણ થયો? ભ. મહાવીર સાથે સંગમ છ મહિના સુધી રહ્યો, છતાં અંતે હારી ગયો. વનદેવતાને પ્રસન્ન કરવા અઠમ કોણે કર્યો? તાડપત્ર મળવા દુર્લભ થયા માટે વનદેવતાને કુમારપાળ રાજાએ અઠમ તપ-જપ કરી પ્રસન્ન કર્યા. * ગાથા–૧, અર્થ–900, કોણે કર્યા? યોગશાસ્ત્ર–પહેલી ગાથા, અર્થવિજયસેનસૂરિએ કર્યા. પદ એક, અર્થ અનેક કરનાર કોણ? “નમો અરિહંતાણં' પદ, ૧OO અર્થ પં. હર્ષકુલગણિએ કર્યા. પરિણામ ન બદલાતાં ભવ કોણે બગાડ્યો? ધર્મઘોષ મુનિ (ચંડકૌશિક–પૂર્વભવ)એ પરિણામ ન સુધાર્યા, ફળસ્વરૂપ સર્ષ થયા. * સામાન્ય પ્રતિજ્ઞા ઉન્નતિનું કારણ કોણ બન્યું? વંકચૂલ. પ્રતિજ્ઞા દઢ પાળી ધન્ય બન્યા. મોટી વ્યક્તિને દર્શન આપતાં કોણ મહાન બન્યું? ઉદાયન મંત્રીને સમાધિ આપવા ભાટચારણે મુનિવેષમાં દર્શન આપ્યાં. ઘરે જઈ વેષ ન કાઢતા ચારણ સાચો મુનિ થઈ પુણ્યવાન બન્યો. પાપ મનથી કર્યું, પ્રાયશ્ચિત્ત ચિરંજીવી કર્યું કોણે? બૌદ્ધ સાધુને જીવતા તળવાનો માનસિક વિચાર કરનાર હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી શાસનને ચિરંજીવી સ્મૃતિ આપી., ક્યા પુત્રે માતાને પારણું કરાવ્યું? ઉપાધ્યાય યશોવિજયજીએ સંસારી અવસ્થામાં ૫ વર્ષની ઉંમરે માતાને ભક્તામર સંભળાવી અઠ્ઠમની તપસ્યાનું પારણું કરાવ્યું. કે પહેલી નજરે જ પસંદ કરનાર કોણ? અઈમુત્તામુનિ ગૌતમસ્વામીને સર્વપ્રથમ જોઈ પસંદ કર્યા ને સ્વીકારી સંયમી થયા. * હું છું અજીવ પણ ચેતનવંતોને દોડાવું–પાગલ કરું છું. પૈસો. (લક્ષ્મી ૧૧મો પ્રાપ્ય છે.) * માનવી પાસેથી બધું લૂંટી શા 1ણ એક ન લૂંટી શકો? નસીબ-ભાગ્ય * * * * Page #534 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૪૮૫ * પિતાએ દૂર પ્રવાસે જતા પુત્રને શું આપ્યું? શäભવસૂરિએ દશવૈકાલિક સૂત્ર રચી મનક મુનિને પરભવનું ભાતું બાંધી આપ્યું. * ક્યો પુત્ર પિતાને જેલમાંથી છોડાવવા ગયો? કોણિક અંતે પશ્ચાત્તાપથી પિતાને છોડાવવા ઉતાવળે ગયો પણ પિતા જેલથી નહીં પ્રાણથી મુક્ત થયા ! * બે દિવસ પૂર્વે જ જન્મનાર પુત્રને ભેટમાં શું મળ્યું? સંપ્રતિ જન્મતાની સાથે રાજ્ય પામ્યો. * ઘરે સાધુ પધાર્યા પણ જનેતા ભૂલી ગઈ. મુનિ શાલિભદ્ર (પુત્ર) ઘરે પધાર્યા પણ અતિ ઉત્સાહના કારણે મુનિ-પુત્રની ઓળખે ભદ્રા માતાજીને ન થઈ. * પતિ ગયા તેનો અફસોસ નહીં, પામી ગયા તેનો સંતોષ છે! મદનરેખાએ પતિ યુગબાહુને અંતિમ સમાધિ અપાવી. કન્યાઓ આવી ફસાવવા પણ પોતે હારી ગઈ. જંબૂસ્વામીને ૮ પત્ની સંસારમાં રાખવા ઇચ્છતી હતી પણ રાખી ન શકી અને પતિ સાથે જ અસંસારી બની. સમ્યજ્ઞાનથી દેવોને જીતનાર કોણ? નિગોદનું સ્વરૂપ આર્યરક્ષિતસૂરિ પાસે સાંભળી અંતે દેવ પણ સંતોષ પામ્યો. * શું ખૂટે ને શું તૂટે તો માનવી દુઃખી થાય? લક્ષ્મી ખૂટે ને આયુષ્ય તૂટે તો માનવી દુઃખી થાય. * નીકળ્યા દેવીની સાધના કરવા પણ દેવી સામે આવી. હેમચંદ્રાચાર્ય સરસ્વતી દેવીની સાધના કરવા કાશ્મીર જવા નીકળ્યા. પણ પુણ્યથી દેવી જ સામે આવી અને વરદાન આપી ગઈ. * જીવનમાં કઈ વસ્તુનો ઉદય અને અસ્ત જરૂરી છે? પુણ્યનો ઉદય અને પાપનો અસ્ત. ક્યું જ્ઞાન અને ધ્યાન જીવનું પતન કરાવે? મિથ્યાજ્ઞાન ને આર્ત–રૌદ્રધ્યાનથી જીવન બગડે. * લાડુ તો વહોરી લાવ્યા પણ વાપરી ન શક્યા? સ્વલબ્ધિનો આહાર ન હતો માટે ઢઢણમુનિએ વાપર્યો નહિ. રડવું પણ કોને લાભદાયી થયું? ગૌતમસ્વામીએ પ્રભુ વીરના નિર્વાણથી વિલાપ કર્યો તો કેવળી થયા. એક વીંટી પડવાથી દુઃખી થનાર કોણ? ભરત ચક્રી. વીંટીના કારણે દુઃખી થયા પણ અનિત્ય ભાવનાથી વૈરાગ્ય ને કેવળજ્ઞાન પામ્યા. * લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન કોણે પ્રાપ્ત કર્યું? ગુણસારને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. વંદન કરવા જતાં શું મળ્યું? ભાણિયા મામાને વંદન કરવા જતા કેવળી થયા. પાછા ગયેલાને આંસુથી પાછા કોણે બોલાવ્યા? બારણેથી પ્રભુ વીરને પાછા જતાં જોઈ ચંદનબાળાએ આંસુથી આમંત્ર્યા અને વીર પ્રભુ બારણે પાછા ફર્યા. ગયા જીતવા પણ હારી ગયા? ઇન્દ્રભૂતિ પ્રભુ વીરને જીતવા ગયા પણ પોતે જ હારી ગયા. * દુઃખ સહી ઉપદેશ આપવા જનાર કોણ? ચંડકૌશિકના ડંખને સહી પ્રભુવીરે ઉપદેશથી સર્પને તાર્યો. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન * * બળવાનની શક્તિને માત્ર દૃષ્ટિથી કોણે નબળી કરી? સંદિપેણ મુનિએ સેચનક હાથીને શાંત કર્યો. * કયા જમાઈએ સસરા સામે દુકાન માંડી? જમાઈ–જમાલીએ પ્રભુવીરની સામે નવો મત કાઢ્યો. * કઈ છોકરી પિતાના બદલે પતિની સાથે ગઈ? વીર પ્રભુની પુત્રી પ્રિયદર્શના “કડે માણે કડે” એ વાત ઉપર પતિ જમાલીની સાથે ગઈ. પ્રતિબોધ કરવો જ છે તો તિર્યંચ પણ ખોટો નથી. મુનિસુવ્રતસ્વામી ઘોડાને પ્રતિબોધવા ભરૂચ પધાર્યા. શિષ્ય મળ્યો પણ જન્મ વધારનારો! કપિલ મરીચિનો શિષ્ય તો થયો પણ ઉત્સુત્ર પ્રરૂપણાના કારણે જન્મ વધ્યા. કાગળ નહિ તો પત્થર ઉપર લખી ફાયદો મેળવ્યો. કેવલીના કહેવાથી દેવે પત્થરની શિલા ઉપર નવકાર મંત્ર લખી, વાંદરાના ભવમાં લખેલા અક્ષરોને જોઈ જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. * નામ લખવા આંસુ સાર્યા. ભરતચક્રી ઋષભકુટમાં કાંકણી રત્નથી પોતાનું નામ લખવા બીજાનું નામ ભૂસતા રડી પડ્યા. પોતાની સાથે ન તો કોઈ આવ્યા ને ન કોઈ સાથે ગયા! ભ. મહાવીરે એકાકી દીક્ષા લીધી ને એકાકી મોક્ષે ગયા. * હરણે અંતે હરણ જ કર્યું. નેમિકુમાર પશુના પોકાર સાંભળી રાજીમતિના બારણેથી પાછા ફર્યા. * ગયો મારવા પણ પોતે જ મરી જવું પડ્યું : ધવલશેઠ, શ્રીપાળને મારવા સાતમા માળે ગયા પણ પગ લપસી જતાં પડ્યા ને પોતાની કટારી વાગતા મરી ગયો. દરિયામાં ભલે ફેંક્યા પણ પુણે બચાવ્યા : ધવલશેઠે શ્રીપાળને દરિયામાં ફેંક્યા પણ મગરમચ્છના કારણે બચી ગયા. * સિંહનું રૂપ ભારે પડ્યું : સ્થૂલભદ્રજીએ મેળવેલા જ્ઞાનનું પ્રદર્શન બેનો સામે કર્યું તો વાચના બંધ થઈ. * રે મમતા! તને શું મળ્યું? રત્નમાં આસક્તિ હતી એટલે ગરોળી થઈ રત્નપોટલી જોયા કરી. * રે ક્રોધાગ્નિ! તે શું બાળ્યું? સસરા સોમિલે જમાઈ મુનિને જોઈ ક્રોધાવેશમાં ઘોર ઉપસર્ગ કરી જમાઈને જ બાળ્યા. * રે લોભાંધ! તારી પાસે શું રહ્યું? છ ખંડ ઉપરાંત બીજા છ ખંડ જીતવા નીકળનાર ચક્રવર્તી છેવટે નરકે ગયા. રે વૈરી! હવે તો તૃપ્ત થા : મરૂભૂતિ (પાર્શ્વનાથ)–કમઠનો ૯ ભવથી હિસાબ ચાલતો હતો. અંતે કમઠને હાર સ્વીકારવી પડી. અધ્યયન એક કરે ને જાતિસ્મરણ બીજાને થાય : નલિનીગુલ્મ વિમાનના અધિકારનું સાધુ અધ્યયન કરતા હતા. જ્યારે એ સાંભળી અવંતિ સુકુમાળને જાતિસ્મરણ જ્ઞાન થયું. Page #536 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૮૭ * સ્વાધ્યાય એકે કર્યો ને કંઠસ્થ બીજાને થયું. સાધ્વીજીએ અગિયાર અંગનો અભ્યાસ કર્યો જ્યારે વજસ્વામીને કંઠસ્થ થયું. સાળાની મશ્કરી કોને ભારી પડી? અયોધ્યાના વજબાહ લગ્નના બીજા જ દિવસે સાળાની મશ્કરીથી સંયમી થયા. અણગારને વહોરાવી કોણે શું બાંધ્યું? શ્રાવસ્તી નગરીમાં રેવતી શ્રાવિકાએ મુનિ સિંહ અણગારને શુદ્ધ બીજોરાં પાક વહોરાવી તીર્થંકર નામકર્મ બાંધ્યું. * બનેવીએ સાળાને મોક્ષ અપાવ્યો. રાણીની આંખના આંસુ જોઈ રાજા શંકાશીલ થયા ને બંધક મુનિને મરણાંત કષ્ટ કરતાં એ મોક્ષે સિધાવ્યા. ગુરુ વિરાધક, ચેલાઓ આરાધક : ૫00 મુનિને રાજાએ પીલી નાખ્યા. એ બધા ઉચ્ચભાવે તરી ગયા પણ અંધકસૂરિએ રાજા, મંત્રી સાથે વેર બાંધ્યું માટે ડૂબી ગયા. * દ્રવ્યથી નહિ ભાવથી પુણ્ય બાંધ્યું : પ્રભુને પારણાનો લાભ આપવા વિનંતિ કરી પણ છેલ્લે ભાવથી જ જીરણ શેઠે પુણ્ય બાંધ્યું. * શબ્દ એક બોલે અગ્નિ બીજે પ્રગટે : દેડકાની વિરાધનાનું પ્રાયશ્ચિત્ત કરવા બાળમુનિએ ગુરુને ૩-૪ વખત વિનંતિ કરી, તેથી એ ગુરુ ક્રોધી થયા. Page #537 -------------------------------------------------------------------------- ________________ જરૂર વાંચો... અવશ્ય વસાવો... આonશ્રેય પ્રકાશનનું નવલું નજરાણું પાલ વે બTધી પ્રીતા) (સુર સુંદ? અગ્નિ-સચિત્ર) હિંમત : . ૮૦- ૦૦ લેખકઃ મુનિ શ્રી હર્ષશીલ વિજયજી મ. સંપાદકઃ મુનિરાજ શ્રી કુલશીલ વિજયજી મ. સુંદર મજાનાં વિવિધરંગી ચિત્રોથી સભર મeટીકલર ઓફસેટ, પાઉં બાઈડિંગ અથાકર્ષક મુખપૃષ્ઠ, મોટા ટાઈપમાં સરસ અક્ષરો, રસાળ શૈલીમાં આલેન, વિવિધતાઓથી સભર આ પુસ્તક આપને અવશ્ય વરસાવવું જ રહ્યું. નમસકાર મહામંત્રનો અચિંત્ય પ્રભાવ દર્શાવતું, કર્મની વિષમતાને સમજાવતું બોઘલ રોચક દષ્ટાંત અવશ્ય વાંચવું જ રહ્યું. અમારાં અન્ય સચિત્ર પ્રકાશનો એક મજાની વાર્તા (ધચકુમાર ચરિત્ર) ૨ ૫૦/એક સરસ વાર્તા (સમરાદિય ચરિત્ર) ૨ ૮0/એક રસમય વાર્તા (રૂપાસેન-સુગંધ ચરિત્ર) રૂ. ૫/એક મગમતી વાર્તા (અંજનાસુંદરી ચરિત્ર) 3. 0/મહેરામણનાં મોતી (વિવિધ વાર્તાઓ) રૂ. ૮૦/ - નયને તોરણ મોતીનાં (સાગરદd ચરિત્ર) રૂ. ૮૦/એક મનોરંજક કહાની (હીન્દી) (ધન્યકુમાર ચરિત્ર) ૨ SO/ - પ્રકાશક: આત્મશ્રેય પ્રકાશન C/o. ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ, એચ. ભોગીલાલ એન્ડફાં. દુકાન નં, કે ૭/૮, નવમી ગલી, મંગળદાસ માર્કેટ, મુંબઈ - ૨. તા.ક. : ૨૦ થી વધારે પુસ્તકો લેનારને ૧૫ % કમિશન આપવામાં આવશે. નોંધ : અમદાવાદ, મુંબઈ, શંખેશ્વર, પાલિતાણા વિગેરેના અગ્રગણ્ય પુસ્તક વિક્રેતાઓ પાસેથી પણ પુસ્તકો મળશે. Page #538 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૪૮૯ [કાવ્ય સ્વરૂપે પ્રજ્ઞા-પ્રભાવ-પ્રતિભાનો ત્રિવેણી સંગમ ---મુનિશ્રી કમલપ્રભસાગરજી મહારાજ શારદાનંદ હે નંદલાલ! ધન્ય શાસન સાહિત્ય હાલ; સદા સપુરુષોને અનુમોદતા, પામજો તમેય મુક્તિ મહાલ. સાગરને ગાગરમાં સમાવવાનો એક નોખો અનોખો પ્રયોગ આ લેખમાં દેખાશે. પૂર્વેના ઈતિહાસથી લઈને વર્તમાનકાળની વંદનીય વિભૂતિઓને સ્મરણાંજલી અહીં કાવ્યરૂપે અપાઈ છે. આખાય જીવનચરિત્રને માત્ર બે પંકિતમાં રજૂ કરવાની વિશિષ્ટતા આંખે વળગે છે. શબ્દોના પ્રાસ પણ મનમોહક છે. અર્થસભર કાવ્યોમાં પ્રજ્ઞાનું દર્શન પણ થાય છે. ભરફેસરની સજઝાયમાં આવતા પાત્રો ઉપરાંત દાનેશ્વરીઓ, કવિઓ, સાક્ષરો, મહાન ચારિત્રપાલન કરનારા મુનિવરોને વંદના કરાઈ છે. - કોઈ કવિએ કહ્યું છે તેમ, જેમના નામસ્મરણ માત્રથી પાપના બંધનો નાશ થઈ જાય છે. ઝૂકતા જાઓ અને ભાવથી વંદન કરતા જાઓ... ઝૂકો અને વંદો...સાલો અને પામોની જુગલબંધીનું સુંદર નિર્માણ---ચિત્રણ જાણે સતત મમળાંવ્યા જ કરીએ એવું લાગે છે.. કથાનુસંધાન...શબ્દાનુસંધાન...ભાવાનુસંધાન પણ બોધક પ્રેરક છે. આ રચનાના કર્તા મુનિરાજશ્રી કમલપ્રભસાગરજી મ. અચલગચ્છ સમુદાયના વિદ્વાન મુનિ છે, અધ્યયન અને અધ્યાપન સાથે મંત્રસાધનામાં પણ તેમણે ખાસ્સી ડુબકી લગાવી છે. શીઘ્ર કવિત્વશકિત પણ અદભુત છે. કલમ અને કાગળ લઈ આંતરસ્કરણાને પામી તીર્થકરચોવીશીની રચના પણ કરી છે. માતા પાર્વતીજીના ચાહક છે. ૭-૮ કલાક જાપમાં ડૂબકી લગાવી રહસ્યોની ખોજમાં છે. માતા પદ્માવતીના ૧૦૮ સ્તવનોની રચના કરી છે, હિન્દી સાહિત્યરૂપે 'ધર્મઘોષ’ માસિકના પ્રેરક માર્ગદર્શક છે, દીક્ષાજીવનના ૨૩ વર્ષોમાં સારૂ ખેડાણ કરી રહ્યાં છે. ૭-૮ પુસ્તકોની સર્જનયાત્રા આગળ ધપી રહી છે. સંપાદક Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] [ જૈન પ્રતિભાદર્શન મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થીઓ ભરતેશ્વર ભવસુખોની શ્રેષ્ઠતાએ પણ સદા, આપ રહ્યા અનિત્યભાવરત; સાચા પુત્ર આપ આદિનાથના, કરું કોટિ વંદન હે ચક્રોશભરત! બાહુબલી પૂર્વભવીય સાધુસેવાએ બન્યા બાહુમાં બલી, પણ અટકી ગયા ભરતને બનાવતાં એનો બલિ સાધુ બની હારીને ય આપ જીતી ગયા, ધન્ય આપને હે ઋષભપુત્ર બાહુબલી! સનતકુમાર ચક્રવર્તી ચક્રવર્તીના ઉત્કૃષ્ટ ભોગમાં, આપ બન્યાં સોળ સોળ રોગના ભોગ; ના શોધતાં ઔષધ જોગ, ધન્ય સનતુચક્રી આપે સાધ્યો સંયમ યોગ. પુણીયો શ્રાવક ન મળે નારી તો બાવા બ્રહ્મચારી, પણ આપે તો સંપત્તિ તજી નિસ્પૃહતા સ્વીકારી જિનશાસનનભ પૂનમચંદ, હે પુણીયા શ્રાવક! ધન્ય આપની બલિહારી. અર્જુનમાળી બનીને હત્યારા અર્જુન માળી, તમે ઘણાંની લીલી વાડી ઉજાડી, પણ અંતે પામી મહાવીરમાળી, નમન તમને ખરે જીવન દીધું અજવાળી. ધન્ના અણગાર જીભને જીતી જાતને જીતી, ખરેખર તમે જગત પણ લીધું જીતી; ધન્ય હે ધના અણગાર! તેથી જ તમે વીર પ્રભુના હૈયાની પામ્યા પ્રીતિ. કાર્તિક શેઠ દાઝયા પણ ડગ્યા નહીં, સમકિતથી લવલેશ; વંદન આપને કાર્તિક શેઠ, સ્વર્ગ પામી બન્યા શકેશ. ચિલાતીપુત્ર સુસમા હણીને ય જાગીયા, પામી ઉપશમ સંવર વિવેક; ધન્ય 'ચિલાતીપુત્ર આપની, ધર્મ ધ્યાનની ટેક. નમિ રાજર્ષિ અનેકમાં અશાંતિ, સમજી સાચી એકમાં શાંતિ; એકત્વભાવે ચડી નમિ રાજર્ષિ, પામ્યા કેવલ મિટાવી ભ્રાંતિ. માસતુસ મુનિ બાર બાર વર્ષ આયંબિલ કર્યા, પણ ન છોડી વતની ટેક; ધન્ય માસતુસમુનિ આપનો શાસ્ત્રરાગ, પામ્યા કેવલ છે. દઢ પ્રહારી પ્રહારમાં દઢ દઢપ્રહાર આપે, કર્યો કર્મો પર દઢપ્રહાર; કર્મ ખપાવ્યા ચીકણા, લઈ તપનો ' મહાન આધાર. વલ્કલચિરી ધન્ય જિનશાસન અને, ચારિત્રના સુંદર અનુષ્ઠાન; પાવન પડિલેહણ ક્રિયા થકી, વલ્કલચિરી આપ પામ્યા કેવલજ્ઞાન. ઝાંઝરિયા મુનિવર પૂર્વકર્મે ભલે આવે આળ પણ ધર્મ જ્યાં રખવાળ, ત્યાં ન થાય વાંકો વાળ; વંદન વાર હજાર ઝાંઝરિયા મુનિવર, તુમ જીવન ધર્મોપદેશમય રસાળ. Page #540 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૯૧ જંબુસ્વામી જય હો જંબૂસ્વામી આપની, સંસાર સાગરે પડીને ય તમે તરીયા; પત્નીઓ પ્રભવાદિ પાંચસો છવ્વીસ, બુઝવી સૌને ઉદ્ધરીયા. અર્ણિકાપુત્ર આચાર્ય અર્ણિકાપુત્ર આપ અહિંસાતણા, અપ્રમત્ત આરાધક સંત; ભાલે વીંધાયા-ટીંગાયા છતાં, દયા પરિણામે--કર્યો કર્મનો અંત. મેતારજ મુનિ મેતાર્ય મસ્તક આપનું વીંટાયું વાધરે, ને તટ તટ નાડી ફૂટી; કૌચ રક્ષાર્થે પ્રાણ ગુમાવ્યા, ધન્ય સમતા અંત સુધીના તૂટી. ગુડ મુનિ સુધા વેદનીયના ભયંકર ઉદયે, તપનો થયો અંતરાય; કુરગુડ મુનિ શીખવ્યું આપે, કે સમતાથી જ ભવત રાય. પૌરાણિક અને ઐતિહાસિક માતા મરૂદેવા પુત્ર મોહે પડ્યાં-રડ્યાં અને અંતે ચડ્યાં, અનિત્યભાવના સોપાને; કેવલ લઈ મુક્તિવહુ જોવા ઉપડ્યાં, ધન્ય ધન્ય એ મરુદેવા માને. શ્રી પુંડરિક ગણધર આજ્ઞા આદીશ્વરની અવધારી, સિદ્ધગિરિ આપે પધારી; વંદન પુંડરિક સ્વામી આપને, મહિમા દીધી વધારી. ગુણસેન-અગ્નિશમ ગુણ ઉપશમનો ગુણસેનામાં, અગ્નિશર્મા ક્રોધાગ્નિ ભંડાર શુભ-અશુભ પ્રત્યક્ષ પેખીને, સેવા સમતા-કરો ન ક્રોધ લગાર. બ્રહ્મદત્ત ચક્રવર્તી જે માગો તે મળે ધર્મથી, પણ નિયાણું ને આસક્તિ તો નરકનું દ્વાર; શું પામ્યા? બ્રહ્મદત્ત ચક્રી બનીને હે સંભૂતિ મુનિ! વ્યર્થ વેંચ્યું તપ સંયમ સાર. દ્રાવિડ અને વારિખિલ્લ આદીશ્વરદાદા પાસે માગ્યું ને મેળવ્યું, સુખ ક્રોડ સાથે શિવકાર; દ્રાવિડ-વારિખિલ્લ ધન્ય તમને, પૌત્ર તમે સાચા જગશિરદાર. શૈલક રાજર્ષિ અને પંથક મનિ કદી પ્રમાદી ગુરુ બને તો, તારે અપ્રમત્ત શિષ્ય બની હિતકાર; શેલક રાજર્ષિ ગુરુને પ્રીતિબોધીયા, પંથક મુનિએ ઉતાર્યો ગુરુઋણભાર. મરિચિકુમાર એક વાક્યના ઉસૂત્રનો, કેવો ભયાનક વિપાક; જાણી આપ ચારિત્રથી મરિચી! અમે થઈએ સજાગ. ક્રોધથી બુદ્ધિ નાશ થતાં, જાય સારાસાર ભાન; મયણાપિતા પ્રજાપાલ તમે, ભૂલીને ય અંતે પામયા જ્ઞાન. શ્રી કૃષ્ણ વાસુદેવ કેવો સ્નેહ સંયમ તણો, સ્વપુત્રી અનેક પ્રતિબોધી; ધન્ય શ્રી કૃષ્ણ અવિરતિ ઉદયમાંય, નિર્જ મારગ લીધો શોધી. કચવના શેઠ પુણ્યાનુબંધી પુણ્યનો, મહિમા અપરંપાર; કયવના શેઠ તુમ ભાગ્યને, ઝંખે સૌ નરનાર. પ્રજપાળ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] [ જૈન પ્રતિભાદર્શન ઢંઢણ નષિ શ્રી કૃષ્ણપુત્ર ઢંઢણ ઋષિ, ધરી અભિગ્રહ તપ તપીયા ઘોર; મોદક સહ લાભાંતરાય ચૂરતાં, બન્યા કેવલી શિરમોર. લમણા સાળી પક્ષી યુગલ મૈથુન નિહાળી, કર્યો મિથ્યા વિચાર; લક્ષ્મણા સાધ્વી દોષ અનાલોચને, પામ્યા દુઃખ અપાર. શ્રી શાલિભદ્ર પૂર્વકૃત સુપાત્રદાન પુણે, અવતરે નવાણું પેટી પ્રતિદિન; ધન્ય શાલિભદ્ર આપને, તજી સઘળું થયા સંયમલીન. પ્રબુદ્ધ ધર્મગુરુઓ શ્રી સ્યુલિભદ્રજી વસી કોશા વેશ્યા ગૃહે, તેને પ્રતિબોધી જીયો કામ; ચોર્યાશી ચોવીશી સુધી, સ્થૂલિભદ્રજી અમર તુમ નામ. શ્રી હરિભદ્રસૂરિજી હતો અહંકાર આકાશ સમો, તો નમ્રતા સાયરનીર; ન સમજાયું ત્યાં નમી, હરિભદ્ર તમે થયા સૂરિ જ્ઞાનધીર. શ્રી પ્રભવસ્વામીજી ચોર છતાંય મૂળથી, પ્રભવ તમે રાજકુમાર; જંબૂવાણીએ મુનિ સૂરિ બની, કર્યો શાસન જયકાર. શ્રી શય્યભવસૂરિજી સત્ય સમજાતાં ત્યજી દીધા, કુગુરુ કુલવટ પરિવાર; ધન્ય મનકપિતા શäભવસૂરિ, દશવૈકાલિક સૂત્રકાર. શ્રી સુહસ્તિસૂરિજી જશ પ્રેરણાએ જિનમૂર્તિ જિનાલય, બંધાયા પૃથ્વી પર અપાર; નૃપ સંપ્રતિ ગુરુ આર્ય સુહસ્તિસૂરિ, વંદુ વાર હજાર. શ્રી વજસ્વામીજી લઘુ વયે ગરવા ગુરુ થયા, શાસનપ્રભાવક શિરદાર; યુગપ્રભાવક શ્રી વજસ્વામીજી, વંદુ જ્ઞાન ભંડાર. શ્રી આર્યરક્ષિતસૂરિજી આગમ અનુયોગ ચારમાં, રક્ષિત કર્યા મનોહાર, આર્યરક્ષિતસૂરિ અતિ ભાવથી, પ્રણમું જ્ઞાનદિનકાર. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી સિદ્ધસેન દિવાકરસૂરિ નમું, અવંતિ પાર્થ તીર્થ પ્રગટકાર; વાદી વિચ્છિરોમણી, કલ્યાણ મંદિર સ્તોત્રકાર. શ્રી પિયગ્રંથસૂરિજી અંબિકાદેવી સહાયથી, બકરા દ્વારા ઉપદેશકાર; યજ્ઞહિંસા અટકાવી કર્યો, પ્રિયગ્રંથસૂરિ તમે ઉપકાર. શ્રી અભયદેવસૂરિજી અભયદેવસૂરિ અભય દઢવતી, ન કરી કોઢ દરકાર; પાવતી પ્રેરિત આપ થયા, મહાન નવાંગી ટીકાકાર. શ્રી હેમચંદ્રસૂરિજી બોધ્યો નૃપ કુમારપાલ, કલિકાલ સર્વજ્ઞ કહેવાયા; અનેક ગ્રંથકર્તા હેમચંદ્રસૂરિ, વંદુ પ્રભાવક સવાયા. Page #542 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૯૩ છે ( શ્રી હીરસૂરિજી શાસનહીર હતા હીરસૂરિ, પ્રતિબોધ્યો અકબર સુલતાન; અહિંસા ધ્વજ ફરકાવીને, કર્યો ઉપકાર મહાન. શ્રી સેનસૂરિજી હીરસૂરિના હિરલા, શાસનસેનાની સૂરિસેન; પ્રશ્નોત્તરી આદિ અનેક ગ્રંથ, છે આપની અમૂલ્ય દેન. શ્રી જિનદત્તસૂરિ–જિનપ્રભસૂરિ–જિનકુશલસૂરિ જિનદત્ત જિનપ્રભ જિનકુશલસૂરિ, વંદુ મંત્રપ્રભાવક શિરમોર; ચમત્કારકરા જ્યોતિર્ધરા, પ્રવર્તવ્યો શાસન જય શોર. શ્રી મેરૂતુંગસૂરિજી સિદ્ધ યોગી મંત્રપ્રભાવક, સૂરિ મેરૂતુંગ શાસનભાણ; જીરાવલ્લા તીર્થ ઉદ્ધારક, નમતાં નિક્ષે કલ્યાણ. શ્રી કલ્યાણસાગરસૂરિજી અનેક નૃપ પ્રતિબોધક, જંગમયુગપ્રધાન સૂરિરાજ; કલ્યાણસાગર વિદ્વદરા, પ્રણમું શાસનશિરતાજ. શ્રી આનંદઘનજી મ. અલખ નિરંજન ઓલીયા, અવધૂત યોગી મહાન; ભક્ત કવિ આનંદઘન, તમે આપ્યું અગમ આત્મજ્ઞાન. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ભણ્યા ગણ્યા ને ચણ્યા ઘણા, શાસ્ત્રમહેલ શિવકાર; ઉપાધ્યાય યશોવિજયજી આપનો, ભૂલ્યો ન ભૂલાય ઉપકાર. 'જૈન સંસ્કૃતિના મહાન વિધાયકો સુદર્શન શેઠ પની એક મનોરમા, બાકી માની બધી બહેન ને મા; શૂળી સિંહાસન બન્યું, સુદર્શન! તુમ શિયળને ઝાઝી ખમ્મા. માતા દેવાનંદા હે મા દેવાનંદા! તુમે નંદવીરના કેવલજ્ઞાને આનંદા, ઋણાનુબંધ સંબંધ સફલો કીધો, લઈ સજોડે સંયમ અમદા. સુવત શેઠ જે ચોરાય છે તે મારું નથી, નહીં ચોરાશે કદી આત્મધન મારું; નામ પ્રમાણે હે સુવ્રત શેઠ! તમે પાળ્યું મૌન-પૌષધવ્રત સારું. કવિ માઘ કાવ્ય હતાં જેનાં અતિ સુંદર, સમાતો સઘળો જેમાં શબ્દકોશ, ભોજપ્રિય કવિ માઘ! દયાળુ દાની, તમે સદા ખાલી કર્યા ધનકોશ. અનાથી મુનિ ગયો રોગ તો તજી ભોગ, તમે સ્વીકાર્યો સાધુવેશ; અનાથી! અનાથતા સમજાવી તમે, કીધા સમકિતી શ્રેણિક નરેશ. ખ ૦. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન 'જિનશાસનની યાદગાર તવારીખના તેજસ્વી રત્નો મુનિ નંદિપેણ સુવર્ણવૃષ્ટિએ વેશ્યા પક્ષે, પણ રહી સમકિત પક્ષે નંદિષેણ, નિત્ય દશને સંયમી કર્યા, કથીને વીરના વેણ. અમરકુમાર જેના હૈયે શ્રી નવકાર, તેને શું કરશે સંસાર? સંકટ ટળ્યાં સવિ સુખ મળ્યાં, બન્યો અમર અમરકુમાર. વિજયશેઠ-- લગ્ન પૂર્વે જ અજાણતાં, કૃષ્ણ શુકલ પક્ષે બ્રહ્મચારી; વિજયાશેઠાણી વંદુ વિજય વિજયા આપને, વ્રત પાળ્યું બનીને ય સંસારી. વંકચૂલ વાંકા કાર્યોથી રાજપુત્ર, થયા ચોર વંકચૂલ શિરદાર; સત્સંગ નિયમ પાલને સેનાપતિ, થઈ પામ્યા સુર સુખ સાર. આનંદ શ્રાવક અવધિજ્ઞાની તમે વીર તણા, ગણાઓ દશ શ્રાવક મોઝાર; આનંદ આનંદ આત્મા તણો, આપો અમને શિવકાર. શ્રેણિક રાજા શ્રદ્ધા અવિહડ એહવી, ચોલ મજીઠનો રંગ; શ્રેણિક પદવી વીર સમી, પામશો સુખ અભંગ. શિવકુમાર કમર પટ્ટકની મમતા થકી, શિવકુમાર! પામ્યા અનાર્ય દેશ; પૂર્વભવીય શિષ્યો સહાયથી, પુનઃ પામ્યા સંયમ વેશ. આષાઢી શ્રાવક દામોદર જિન પાસે સુણી, નિજ મોક્ષદાતા પાર્શ્વનાથ; અષાઢી આપે ભરાવીયા, જગતારક શંખેશ્વર પાર્શ્વનાથ. મેઘરથ રાજા પરવા ન કરી નિજ પ્રાણની, પારેવા રક્ષણ માટે મેઘરથ! દયા ખરી આપની, પ્રભુ શાંતિ થયા એ વાટે, શ્રીપાલ રાજા પગ પગ જગમાં ઢગ થયા, દ્ધિ સિદ્ધિ શ્રીકાર; મયણા પ્રેર્યા શ્રીપાલ તમે, સદા સમર્યો નવકાર. નંદિવર્ધન રાજા વીર વંદન વાણીશ્રવણ, કિધા ઉત્સવ રંગ વધામણા; જીવિત પ્રતિમા કરાવી નંદિવર્ધને, લાભ લીધા સોહામણા. શ્રી કેશી ગણધર પાર્થપ્રભુના શાસન દિવાકર, તીર્થભદ્રેશ્વર પ્રતિષ્ઠાકાર; પધારી પાવન કચ્છ કર્યું, કોટિ વંદન કેશી ગણધાર. પૃથ્વીચંદ્ર રાજા રાજ કરતાં નિજ કાજ કીધું, સિંહાસન પર કેવલ્ય લીધું પૃથ્વીના ચંદ્ર હે પૃથ્વીચંદ્ર! ઉતારો અમ કારજ સીધું. ગુણસાગર ફરતા ફેરા ચોરીના, થયા ખરા સાવધાન; વંદુ વાહ ગુણસાગર તમે, પામ્યા કેવલજ્ઞાન. Page #544 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] અવંતિસુકુમાલ ઇલાયચીકુમાર કર્મો સામે બની વિકરાલ, તમે તોડી દેહ મોહ જાલ; એકરાતમાં ધાર્યું પામ્યા, ધન્ય અતિસુકુમાલ. રાગે ગ ગ રાચી, નગર નગર તમે નાચી; કર્મે ધર્મે શૂરા ઇલાયચી, મેળવી મુક્તિ રાણી સાચી. બન્યા. બાલમુનિ બાલચેષ્ટા ધુની, પણ શુભ ભાવની ખાણ; પશ્ચાત્તાપે ઇરિયાવહી કરતા પામ્યા કેવલનાણ. આર્દ્રક પૂર્વ કર્મોદયે, ભલે પામ્યા અનાર્ય દેશ; અભય પ્રતિબોધિયા જાગી તમે, પુનઃ પામ્યા સંયમ વેશ. દીક્ષા દિને જ મેઘમુનિ ! મુનિપદરજે મન થયું ઉંધુ; પણ ગુરુ હતા વીર પ્રભુ, તેથી જ સઘળું સાધ્યું સીધું. વાઘણે વલોર્યું શરીર તોય, વહ્યા ન નયણે નીર; કર્મ ખપાવ્યા ધન્ય સુકોશલ, તમે ધીર ગંભીર. જૈન પરંપરામાં મહાસતીઓ અને આર્યારત્નો પ્રભુ ભક્તિ વૈયાવચ્ચ પ્રેમથી, સતી રેવતી ગુણખાણ; થાશો તીર્થંકર ભાવિમાં, સાચા તમે સુજાણ. વજસ્વામીને જન્મ દઈ, તમે અમર થયા ઇતિહાસ; માતા સુનંદા મોહ તજી, અંતે ફેલાવી સુવાસ. કાચા સુતરના તાંતણે, જળ કાઢી છાંટી ખોલ્યા દ્વાર; સતી સુભદ્રા તુમ થકી, થયો શીયલ તણો જયકાર. પરીક્ષા પૂર્ણ કર્યા પછી, દીધા દીક્ષા આશિષ અપાર; ધન્ય ધારિણી માત તમે, ધન્ય તુમ સુત મેઘકુમાર. સુલસા સમરતા હશો તમે, શ્વાસે શ્વાસે વીર વીર; તેથી જ ભાવિ તીર્થંકર થઈ, તમે તારશો અનેક ભવનીર. વર્ષ બાવીશ અતિ કષ્ટમાંય, ન ખોયું શીલ કે ખમીર; હનુમાન મા સતી અંજના, તમે સાચા ધીર ને વીર. ભલે જન્મ્યા હેમચંદ્રસૂરિ, માતા પાહિણી તમે રત્નખાણ; તમારી પ્રેરણાએ સૌને મળ્યું, સાહિત્ય સાડાત્રણ ક્રોડ શ્લોકપ્રમાણ. કરાવી અભિગ્રહ પારણું, પામી વીર પ્રભુનો ધર્મલાભ; પ્રથમ સાધ્વી થઈ ચંદનબાલા, થયા પ્રસિદ્ધ શાસન આભ. અતિમુફ્ત મુનિ આર્દ્રકકુમાર મેઘમુનિ સુકોશલ મુનિ રેવતી સતી સુનંદા માતા સતી સુભદ્રા ધારિણી માતા સુલસા સતી અંજના સતી પાહિણી માતા ચંદનબાલા [ ૪૯૫ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન સતી મદનરેખા પતિ મૃત્યુ ક્ષણે ય સ્વસ્થ થઈ, બંધાવ્યું સમાધિ સાધના ભાતું પ્રાણ ભોગે શીયલ રહ્યું, મદરેખા સતી ચરણે ઝૂકે માથું. દમયંતી સતી પ્રભુ ટીલડીઓ રચી પૂર્વ ભવે, પામ્યા કપાળે સ્વયં મણિ તેજ; નળ પત્ની દમયંતી સતી, દુઃખ ભોગ્યા માણી સુખસેજ. સતી સુંદરી ચકી પત્ની થઈ નરકે ના જવા, કીધાં બીલ સાઈઠ હજાર વર્ષ આદીશ સુતા સતી સુંદરી, તુમ ચારિત્ર સુણી થાય હૈયે હર્ષ. સીતા સતી રામપ્રિયા સીતા સતી, રાખી અખંડ શીલ ટેક; તેથી જ જગજન આજે ય કરે, અહોભાવ અભિષેક. રાજીમતી નવ ભવ નેહને સાચવ્યો, બની સાધ્વી નેમીશ્વર પાસ; સાચી મતિ રાજીમતી, તમે પામ્યા શિવપુર વાસ. સાધ્વી મૃગાવતી શોધતાં નિજ દોષ તમે, આણ્યો ન ગુરુણી પ્રતિ રોષ; ધન્ય મૃગાવતી શિષ્યા તમે, પામ્યા કેવલ કરી કર્મ શોષ. સતી કલાવતી કિધા અખંડ નદી દેવતાએ, શીયલ થકી જસ હાથ; સતી શિરોમણિ કલાવતી, ધર્મ કીધો નિજ નાથ. પુષ્પચૂલા કેવલી તોય આચાર્યની, કીધી વૈયાવચ્ચ અપાર; પુષ્પચૂલા સ્વયં તરી તમે, અર્ણિકાપુત્રને કીધા પાર. પદ્માવતી શ્રી કૃષ્ણ પટ્ટરાણી ઠાઠને, પામ્યા પદ્માવત્યાદિ આઠ; નેમિ વચને જાગી અંતે, તમે કર્મોને મારી લાઠ. બહપિદત્તા ડગ્યા ન દુઃખ ડુંગર મહીં, ન ખોયું શીલનું હીર; ઋષિદત્તા અજબ ચરિત્રા તમે, સતી થયા અતિ ધીર. અનુપમાદેવી પરબ તમે પરમ પ્રેરણા તણા, વસ્તુપાલ તેજપાલ પરિવાર; અનુપમ સતી અનુપમા, આજે વિચરો મહાવિદેહ મોઝાર. જૈન ધર્મથી ભારે પ્રભાવિત થયેલા શીલભદ્ર રાજવીઓ) પુંડરિક રાજા રસના રસભોગી ભાઈ મુનિ થતાં, રાજ્ય ત્યાગી દીક્ષા લીધી; ધન્ય કંડરિક બંધુ પુંડરિક થઈ, અનાસક્ત સાધના કીધી. દશાર્ણભદ્ર રાજા વીર સ્વાગત અભિમાનને તોડવા, ઈન્દ્ર દર્શાવી ઋદ્ધિ, દશાર્ણભદ્ર તેથી ય વધ્યા, લઈ સંયમ અગી દિલ શુદ્ધ બુદ્ધિ. કુમારપાલ રાજા પુષ્ય પૂજાએ પુનઃ પ્રભુ મળ્યા, મળ્યા ફરી એ જ ગુરુદેવ; પદ્મનાભ ગણધર થઈ તરી જશો, પરમહંતુ કુમારપાલ ભૂદેવ. Page #546 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૪૯૭ કોણિક (અશોક) રાજા ચેષ્ટા કરી ચક્રી થવા, અશોક નામે કીધા યુદ્ધ; શ્રેણિક દ્રષી કોણિક તમે, અંતે પામ્યા સબુદ્ધ. અકબર બાદશાહ પૂર્વજન્મ જાતિ મળે, લીધો હિંસક કુળ અવતાર; હીરસૂરિ બોધ્યા અકબર તમે, સમજયા કાંઈક સાર. સંપતિ મહારાજા સવા કોડ જિનબિંબને, સવા લાખ જિનધામ; પુણ્યસ્રોત સંપ્રતિ તમે, કીધા અતિ ઉત્તમ કામ. મહાબલ કુમાર યૌવન-સત્તા-સંપત્તિ, સર્વત્ર વિવેક અપાર; મહાબલ તેથી જ તો, પામ્યા ભવનો પાર. દેવપાલ રાજા પ્રભુ પ્રત્યેના પરમ રાગે, જેનો આત્મા જાગે; રાજા થયા દેવપાલ તોય, જિનભક્તિ દિલ લાગે. વિક્રમ રાજા પરદુઃખ ભંજન રાજવી, કીધા પરોપકાર કામ; સંવત ચાલે આપની, વિક્રમ અમર તુમ નામ. પ્રદેશી રાજા કેશી ગણધર ગુરુ મળ્યા, મિથ્યામત તુમ ટળ્યા; પ્રદેશી રાજા જ્ઞાન લઈ, અંતે આતમ પંથે વળ્યા. દંડવીર્ય રાજા ઇન્દ્રપરીક્ષા છતાં થાક્યા નહીં, કરતાં સાધર્મિક ભક્તિ; વાહ દંડવીર્ય રાજવી! આપો અમને એવી શક્તિ. ગજસુકુમાલ અંગારા મૂક્યા મસ્તકે, બાંધી માટીની પાળ; સમતા સાધક ગજસુકુમાલ, તમે પામ્યા મુક્તિ માળ. શાસનના દેદીપ્યમાન ધર્મપ્રિય મંત્રીશ્વરો શ્રીયક મંત્રી સેણા વેણાદિ બહેન સાધ્વી પ્રેર્યા, ઉપવાસી થઈ સગતિ વર્યા; શ્રીયક આપ પુણ્ય થકી, સંઘ સકલ સીમંધર વાણીને વર્યા. બાહડમંત્રી શેત્રુજે ચૈત્ય નિર્માણની, પિતૃભાવના પૂર્ણકાર; મક્તિ તો બાહડમંત્રી આપની, તીર્થ પ્રત્યે ઉદાર. સમરાશાહ દિલ્હીથી શત્રુંજય તીર્થનો, છ'રી સંઘ કાઢી મહાન; મંત્રી સમરાશાહ સમરીએ, તમે વધારી શાસન સાન. વસ્તુપાલ-તેજપાલ ખોદતાં ખાડો મળ્યા ખજાના, ખર્ચ તેને તીર્થ રચ્યા મઝાના; અમર દેરા દેલવાડાના, વસ્તુપાલ તેજપાલ તુમ કીર્તિ ધજાના. ઉદયન મંત્રી તુમ દીર્ધ દૃષ્ટિ થકી, મળ્યા સૂરિ હેમચંદ્ર કુમારપાલ; ધન્ય ઉદયન મંત્રી તમે, જિનશાસન રવાલ. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ) [ જૈન પ્રતિભાદર્શન કપર્દી મંત્રી વિતરાગના શાસનનો રાગ, ભર્યો હતો રગરગમાં; તેથી ત્રિભુવનતિલકનું તિલક, કપર્દી રહ્યું તમે આ જગમાં. મંત્રી કલ્પક પરવા પંડની કીધી નહીં, રાજ્યાર્થેિ અપ્ય પ્રાણ; જૈનત્વ ને ઝળકાવ્યું, મંત્રી કલ્પક તમે સુજાણ. મંત્રીશ્વર પેથડશા દેદાશાહના પુત્રરત્ન, મહામંત્રી ચિત્તોડદેશ; સુકૃતના સાગર ઓ પેથડશા, સમરીએ તમને હંમેશ. વિમલ મંત્રી વિમલમંત્રી અંબિકા વર વરી, માંગ્યો આરસ પણ વારસ નહીં વિમલવસહી ટુંક આબુ તીર્થે, રચી રચ્યો આદર્શ જગમહીં. મંત્રીશ્વર અભયકુમાર શ્રેણિક સુનંદા સુત અભય, મહામંત્રી બુદ્ધિ નિધાન; અનેક સત્કાર્યો કરી સંયમ વર્યા, ઘો અમનેય એ વરદાન. ચાલશા મંત્રી દયાળુ દયાલશા રચ્યો તમે, શેત્રુંજો મેવાડ દેશ; દયાલશા કિલ્લાના દર્શને, થયો ઝાંખો રાજનગર નરેશ. 'જિનશાસનના દાનેશ્વરી રત્નો ધના-શાલિભદ્રજી ધન્ય ધના શાલિભદ્રની, સાળાબનેવીની જોડી; સ્નેહ સાથે તમારો સાચો, લીધું સંયમ સર્વ સુખ છોડી. જીરણ શેઠ જીરણ કર્યા જૂના કરમ, સેવી ઉત્તમ ભાવ ધરમ; જીરણશેઠજી અમ હૈયે વસો, આપો શુભભાવ પરમ. શેઠ સવા-સોમાં ઝગડા જગમાં લેવા તણાં, આ તો આપવાની તકરાર; સંપત્તિ સફળ રચી સવા-સોમા તમે, સિદ્ધગિરિ ટૂંક મનોહાર. નાગદત્ત શ્રેષ્ઠિ ઉજ્જયનિ ધનદત્ત સુત, નાગદત્ત શ્રેષ્ઠિ સાર; મુનિવચને પ્રતિબોધ લઈ, સંયમે સફલ કર્યો અવતાર. જિનદાસ શેઠ જસ ઉપવાસાદિ જોઈને, વ્રત વૃષભ યુગલ કરનાર; ધન્ય અભયદાની જિનદાસ શેઠ, અહિંસાનો અવતાર. નાગકેતુ અંત સમયની ભાવના, પૂર્વભવની થઈ સાકાર; જન્મતાં જ અટ્ટમ કર્યો, નાગકેતુ કેવલી નમું સાર. દેદાશાહ દેદો કહ્યું તેને દઈ દીધું, સદાય દાન આપનાર; વાહ દેદાશાહ! તમે, દાની વૃંદ શણગાર. ધરણાશાહ નલિની ગુલ્મ સુર વિમાનસમ, રચ્યું રાણકપુર તીર્થધામ; ધન્ય ધન વાવ્યું ધરણાશાહ, જૈન ઇતિહાસે અમર તુમ નામ. Page #548 -------------------------------------------------------------------------- ________________ [ ૪૯૯ s અભિવાદન ગ્રંથ ] (મોતીશાહ જિનશાસન મોતી મોતીશાહ, દાન તણા બાદશાહ; સિદ્ધગિરિ ટૂંક મંદિર અનેક, આજે ય બોલતા વાહ. શેઠ કર્માશા શ્રી સિદ્ધાચલ તીર્થનો, કર્યો સોળમો ઉદ્ધાર; કર્મવીર કર્માશાહને, સમરી કરીએ સુકૃત અપાર. ભામાશા નિજ ધન પ્રતાપ ચરણે ધરી, રહ્યું મેવાડ રાજ; ધન્ય ભામાશા દેશભક્તિ તુમ, રક્ષી મા બહેનોની લાજ. દાનવીર જગડુશા કચ્છ ભદ્રાવતીનાં ઓ ભદ્ર પુરુષ! જગડુશા તુજ જગમાં નામ; દુષ્કાળ પીડિતોને દીધા દિલ દઈ, તે ધન ધાન્ય હામ ને ઠામ. ભીમા કુંડલીઆ ભીમા કુંડલીઆ તુમ ભાવના, સર્વ ભાવિકોમાં શિરદાર; સ્વનું સર્વસ્વ સાત દ્રમ, અખું તીર્થે તે ઉદાર. કળશ વાસુપૂજ્ય જન્મોત્સવ હર્ષમાં, બે હજાર પંચાવન વર્ષ; દૂહા ઇગતીસ મય રચ્યા, સવિનય અનુમોદન ઉત્કર્ષ. ૧ અચલગચ્છાધિપતિ ગુણસાગરસૂરિમા શારદા, સુપસાય; કરી સન્મુરુષાનુમોદના, કમલપ્રભસાગરે પડી પાય. ૨ Page #549 -------------------------------------------------------------------------- ________________ શી જિનશાસન આરાધના ટ્રસ્ટ પૂજ્યપાદ વૈરાગ્ય દેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના મંગલ આશીર્વાદ-પ્રેરણાથી છેલ્લા ત્રેવીસ વર્ષથી જિન શાસનના સાતેય ક્ષેત્રોની અવિચ્છિન્ન ભાવભકિત દ્વારા યત્કિંચિત ઋણમુક્ત થયાનો આત્મસંતોષ અનુભવતું “શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ” ભકિતના પંથે હરણફાળ પ્રગતિ સાધી રહ્યું છે. અનેક સંઘો તથા પુન્યાત્માઓના સહકારથી આજ સુધી ઢગલાબંધ જિનમંદિરોના નિર્માણ તથા જિર્ણોદ્ધારો, ઉપાશ્રયોના નિર્માણો, દીક્ષાર્થીઓના બહુમાનો, અનેક જ્ઞાનશાળાઓના સંચાલન, વિહારમાં પૂ. ગુરૂભગવંતોને પડતી તકલીફોના નિવારણ્યો, સાધર્મિકોના ઉદ્ધારો વગેરે અનેકાનેક કાર્યો શ્રી સંઘના અપૂર્વ સહકારથી થઇ રહ્યાં છે. શ્રુત ક્ષેત્રમાં લગભગ ૨૦૦ શાસ્ત્રગ્રંથો (પ્રત્યેકની ૪૦૦ નકલ) છપાવી ભારતભરના ભંડારોમાં ભેટ આપી અપૂર્વ શ્રુતોદ્ધારનું કાર્ય થઇ રહ્યું છે. શાસન દેવોની સહાયથી - અરિહંતાદિના અનુગ્રહથી અને પૂ. ગુરુ ભગવંતોના અંતરના આશિષથી ટ્રસ્ટને વિશિષ્ટ શકિત મળે અને સંઘભકિતને શાસનસેવાના કાર્યોમાં ઉત્તરોત્તાર પ્રગતિ સધાય એવી ભાવના રાખીએ છીએ. :: ટ્રસ્ટીઓ :: ચંદ્રકુમારભાઈ જરીવાલા પુંડરીકભાઈ એ. શાહ લલિતભાઈ આર. કોઠારી તવીતચંદ્ર બી. શાહ શોપ નં. ૫, દ્ગિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ, ઈ-રોડ, મુંબઇ - ૨. Page #550 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૫૦૧ ધર્મસંસ્કૃતિના રક્ષકો --- પૂ. આ. શ્રી રતચંદ્રસૂરિજી મ. જીવનમાં સિદ્ધિ, સાર્થકતા અને સફળતા આપનાર જો કોઈ હોય તો તે માત્ર ઘર્મ જ છે. ધર્મ જ આપણને કસોટીમાંથી પાર ઉતારે છે. ધર્મશ્રદ્ધા જ આપણને સફળતાના શિખરે ચઢાવે છે. જૈનધર્મને પામીને જીવનને ધન્ય અને ઉજમાળ બનાવનારા આવા અનેક મહાપુરુષો ઈતિહાસના પાને અમર બની ગયા છે. જૈન શાસનના પૂર્વ અનુરાગી એવા ધર્મસંસ્કૃતિના રક્ષક પણ અનેક થયા. અત્રે પ્રસ્તુત લેખમાં એવા ત્રણ મહાપુરુષોના પુણ્યપ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી છે. એક છે આર્યસંસ્કૃતિના મહાન રક્ષક મહારાણા પ્રતાપ, કે જેમણે દેવ-ગુરુ-ધર્મનું શરણ સ્વીકારી વિજયધ્વજ લહેરાવ્યો. બીજા છે. મંત્રીશ્વર માહણસિંહ, જેમણે ધર્મનિષ્ઠા ઉપર વિજય મેળવ્યો અને ત્રીજા છે યુણિગ, જેમની પ્રબળ ભાવનાએ વિશ્વવિખ્યાત એવા વિશાળ જિનપ્રાસાદનું સુંદર સર્જન થયું. - આ ત્રણ મહાપુરુષોનો પરિચય કરાવનાર પ. પૂ. આ. શ્રી રત્નચંદ્રસૂરિજી મહારાજ ડહેલાવાળા સમુદાયમાંથી આવે છે. હમણાં જ દોઢ વર્ષ પહેલાં પાલીતાણામાં ભવ્ય મહામહોત્સવ દ્વારા સૂરિ પદવીથી વિભૂષિત થયાં. પ્રાચીન સાહિત્યના સંશોધનમાં પૂજ્યશ્રી વિશેષ રસ અને રુચિ ધરાવે છે ( રાણા પ્રતાપ ) હિન્દુ સંસ્કૃતિના રક્ષક રાણા પ્રતાપને આપણે ફક્ત હિન્દુરાજા તરીકે જ ઓળખીએ છીએ, પણ આ ભડવીરને જૈનધર્મમાં ઘણી જ શ્રદ્ધા-આસ્થા હતી. અરવલ્લીના ડુંગરાની ધારે રાન-રાન રખડતા આ વીર પુરુષે એકવાર જગદ્ગુરુ હીરસૂરિજી ઉપર પણ પત્ર લખ્યો હતો કે ક્રૂર--હિંસક અને વિકરાળ વાઘને તમે પાંજરામાં પૂરીને એક ઐતિહાસિક કાર્ય કર્યું છે. જ્યારે જગદ્ગુરુએ અકબરને પ્રતિબોધ કર્યો એ સંદર્ભની આ વાત છે. - આ રાણા જ્યારે જંગલમાં ભમતા હતા, રાજપાટ ગુમાવી દીધુ હતું અને જ્યારે એ નિરાશ થઈ ગયા એ સમયે એમને જૈનાચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિનો સંયોગ થઈ ગયો અને મહાપુરુષના સંસર્ગે શું ન થાય! મેવાડની ઘરતીના આ સપૂતને ગુરુદેવે આશ્વાસન અને સાંત્વન આપ્યું. અને કહ્યું કે સર્વ દુઃખથી મુક્ત બનવા માટે પરમાત્મા પાર્શ્વનાથનું ધ્યાન ધર...કેમકે પાર્શ્વનાથ એ શબ્દમાં જ મંત્ર પડ્યા છે. અને.. રાણાએ પણ એ વચન સ્વીકાર્યું. ખૂબ શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવાનું શરૂ કર્યું....કેમ કે શ્રદ્ધા વગર ક્રિયા Page #551 -------------------------------------------------------------------------- ________________ [ જૈન પ્રતિભાદર્શન [ ફળીભૂત થતી નથી. જ્યારે પ્રચંડ શ્રદ્ધાનું પૂર ઉમટે છે એટલે શક્તિનો જથ્થો જમા થાય છે. મનની કાયરતા ઊડી જાય છે. માટે નિરાશાને ખંખેરી નાખવી જોઈએ. કહ્યું છે. અંધકાર હૈ' તો પ્રખર પ્રકાશ ભી હૈ, ઔર વિનાશ હૈ તો નવ વિકાસ ભી હૈ, નિરાશ હોનેકી કોઈ ભી બાત નહિ, પતન હૈ ઉત્થાન કા અવકાશ ભી હૈ. અને ધર્મના પ્રભાવે ધન મળ્યું, શક્તિ મળી ને આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થયો. એ કારણે જ ગુમાવેલું રાજ્ય--કિલ્લો અને ઉદયપુર નગરને પણ પુનઃ જીતી લીધું. સંસ્કૃતિના રક્ષક મહારાણા પ્રતાપે રાજ્ય પ્રાપ્ત કર્યા પછી પણ વિચાર્યું કે..આ જે કંઈ છે તે || પાર્શ્વનાથના પ્રભાવે જ છે. અને ઉપકારીના ઉપકારને જો ભૂલી જવાય તો મારા જેવો નગુણો કોઈ નહિ. આમ વિચારીને યત્કિંચિત ઋણ અદા કરવા મેવાડની ખમીરવંતી ને પુન્યવંતી ધરા ઉપર શ્રી નાગફણી પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બનાવ્યું. આપણે તો ગુણીયલજનોના ગુણનું જ કીર્તન કરવાનું છે..... અને એવા ગુણો જીવનમાં ઉતારવાની કોશીષ કરવાની છે. ( મંત્રીશ્વર માહણસિંહ ) આ વિશ્વમાં મહાપુરુષો મોતીના દાણાની જેમ ચારે તરફ વેરાયેલા છે. તેમના ગુણોને નિરખવા માટે અંતરદષ્ટિ ઉઘાડવી પડે છે. જે અનેક પ્રકારની શાસનપ્રભાવનાની સાથે-સાથે સ્વનિયમનું પાલન પણ પ્રાણાતે કરતા.... એવા મહામાનવની કોણ સ્તવના ન કરે. “તલવાર કી કિંમત માન સે નહિ ધારસે હોતી હૈ કપડાં કી કિમત રંગસે નહિ તાર સે હોતી હૈ કહીં ભી દેખો મહત્ત્વ મૂલ કા હોતા હૈ છિલકે કા નહિ આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ” દિલ્હીની ધર્મનગરીમાં મંત્રી સ્થાને પહોંચેલ માયણસિંહ પૂર્ણ સદાચારી અને ન્યાયપ્રિય મંત્રીશ્વર હતા. મંત્રી જેવા ઉચ્ચ પદે પહોંચવા છતાં એમનામાં ગજબની સમતા હતી. ધેર્ય, નમ્રતા અને સરળતાના ગુણોથી વિશાળતાને પ્રાપ્ત કરી શક્યા. જવાબદારી વધવા છતાં પોતાના ધર્મ અને ન્યાયથી જરાય ચલિત થયા ન હતા. Page #552 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | 'T ૫૦૩ મંત્રીશ્વર મહણસિંહે સદ્ગુરુના સંયોગોને પામીને એવો અભિગ્રહ કર્યો કે દરરોજ પ્રતિક્રમણ કરવું. મંત્રીપદની ભારે જવાબદારી વચ્ચેય સમય કાઢીને પ્રસન્નતાપૂર્વક પ્રતિક્રમણના અભિગ્રહને સાચવતાસાચવતા એકવાર કોઈ કારણસર રાજા ગુસ્સે ભરાયો અને મંત્રીશ્વરને જેલમાં પૂરી દીધા. રાજા--વાજા ને વાંદરા....ત્રણે એક સરખા. આવા ધર્મપ્રિય મંત્રીશ્વર જેલમાં ગયા પછી પરિવારની ચિંતા નથી કરતા પણ વિચારે છે કે જેલમાં મારો પ્રતિક્રમણ કરવાનો નિયમ કેવી રીતે પાળીશ? વિચારજો કે ગ્રહણ કરેલ નિયમમાં કેટલી દઢતા છે. તેમણે જેલમંત્રીને વાત કરી કે મને સાંજે મારી ધાર્મિક ક્રિયા કરવાની થોડી છૂટ આપ અને એક કલાક માટે બેડીનાં બંધન છોડ. પણ જેલરે સ્પષ્ટ ના પાડી...રાજ હુકમ છે કે તમારા બંધન છોડવા નહિ. છે ને કર્મની બલિહારી... એક સમય એવો હતો કે જેલ અધિકારી આદિ પદાધિકારી માહણસિંહને સલામ કરતા....ને હવે! છેવટે મંત્રીશ્વરે નક્કી કર્યું કે બધા વિના ચાલે પણ પ્રતિક્રમણ કર્યા વિના ન ચાલે, એટલે છેવટે સમજાવટથી કામ ન પત્યું એટલે દામથી પણ કાર્ય તો કરવું જ રહ્યું એમ માની જેલરને કહ્યું કે, જો એક દિવસમાં ફક્ત કલાક આ બેડી છોડે તો દરરોજ એક સોનામહોર આપીશ. અને આ પ્રમાણે ૫૦ દિવસ જેલમાં રહ્યા અને રોજ એક સોનામહોર આપીને પ્રતિક્રમણ કર્યું. આ પ્રમાણે પોતાના નિયમને જાળવવા ખાતર દ્રવ્યનો જરાય વિચાર ન કર્યો. આવા દઢતાપૂર્વક પ્રતિજ્ઞાને વળગી રહેનાર.. મંત્રીશ્વર માહણસિંહને ક્રોડો ધન્યવાદ... ( લુણિગ) ઇતિહાસના પાને અમર થઈ ગયેલ લુણિગની સ્મૃતિ અત્યારે કોઈ ખૂણામાં છુપાઈ ગઈ છે. શું તમે વસ્તુપાલ–તેજપાલને નથી જાણતા? જાણો છો જ. કેટલીયે વાર એમનું નામ તમારા મોઢે આવતું હશે, તો એમના જ ભાઈ લુણિગને કેમ ભૂલી ગયા છો? આજે તમને ભૂતકાળમાં ડોકીયું કરાવું, અતીતના સંસ્મરણો દ્વારા વિરલ વિભૂતિના દર્શન કરાવું. શેઠ આશવાલને ચાર દીકરા સૌથી મોટો લુણિગ, બીજો માલદેવ, ત્રીજો વસ્તુપાલ ને ચોથો તેજપાલ. પિતાના અવસાન બાદ લક્ષ્મીદેવી પણ રીસાઈ ગયા. કર્મો આગળ કોઈની લાગવગ ચાલતી નથી. ધનનો વિયોગ થવાથી શરીરમાં અને ઘરમાં રોગનું પણ આગમન થયું. સૌથી પહેલા રોગે મોટાને જ એના જડબામાં લીધો. લુણિગ માંદગીના બિછાને પડ્યો. ગરીબીના કારણે દવા પણ બરાબર થઈ શકે તેમ નથી, માટે વન ઔષધિ ને દેશી કાઢા બનાવીને પીવડાવવામાં આવે છે. પણ રોગે જરાય મચક આપી નહિ. ધીમે-ધીમે રોગ વકરવા માંડ્યો ને લુણિગ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા માંડ્યો. બધા ભાઈઓ ભેળા થઈને લુણિગને અંતિમ ઇચ્છા પૂછતા કહે છે, બોલો મોટાભાઈ! તમારી છેલ્લી ઇચ્છા શું છે? Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન આટલું સાંભળતા જ આંખના ખૂણે લપાઈને રહેલાં બે અશ્રુબિંદુ ટપક-ટપક કરીને લુણિગની આંખમાંથી વરસી પડ્યાં. સજળ નયણે વસ્તુપાળે કહ્યું કે, ભાઈલા રડ નહિ. તારે જે કહેવું હોય તે નિઃસંકોચ કહી દે. આ તારા ભાઈઓ મજુરી કરીને, ઘરબાર વેચીને પણ તારી ઇચ્છા પૂરી કરશે. ભાઈની અંતિમ ઇચ્છા જો પૂરી ન કરી શકે એને ભાઈ કેમ કહેવાય? લુણિગ વિચારે છે કે એવી અમારી શી પરિસ્થિતિ છે કે મારી ઇચ્છા પૂર્ણ થાય.. ભાવના ગમે તેટલી મોટી હોય પણ સમય ને સંજોગોનો સાથ ન હોય તો? છતાં ય ખરી નિષ્ઠા અને શ્રદ્ધાથી કરેલા ભાવો જલ્દી પૂર્ણ થાય છે. ત્યારે લુણિગે છેવટે કહ્યું કે એક વખત આબુગિરિ ઉપર વિમલવસતિના દર્શન કરતા મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે આવું ભવ્ય જિનાલય બનાવવાની મારી કોઈ શક્તિ નથી પણ જયારે અનુકૂળતા આવશે ત્યારે આ જિનાલયમાં એક નાનકડો ગોખલો બનવડાવીશ અને એમાં જિનેશ્વપ્રભુને પધરાવીશ. આટલું બોલતા જ લુણિગ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મુખની વાત આંસુ દ્વારા વ્યક્ત થવા લાગી. સમજુ વસ્તુપાલ ક્ષણમાં જ જાણી ગયો કે હવે....શરીરમાં રોગ, અંતિમ મંગલમય ઇચ્છાની અપૂર્ણતા, થાક..શ્વાસની રૂંધામણ---આ બધું જ છેલ્લી સ્થિતિ સૂચવે છે. માટે જ.. મોટાભાઈનો હાથ પકડીને કહે છે ભાઈ! આંખ ઉઘાડીને...કાન સરવા કરીને તું સાંભળ..ભલે અત્યારે આપણે દરિદ્ર હોઈએ પણ...પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીને હું તને વચન આપું છું કે આબુ તીર્થની પાવન ધરા ઉપર એક ગોખલો નહિ પણ તારા નામથી ભવ્ય જિનાલય બનાવીશ. ભલે પછી એના માટે કાળી મજુરી કરવી પડે. જે કરવું પડે તે કરીને તમારી ઇચ્છા હું પૂર્ણ કરીશ. આટલું સાંભળતા જ જાણે મનની ઇચ્છા પૂર્ણ ન થઈ હોય તેમ તે આનંદ પામ્યો. હૈયે હરખ ભરાયો. થોડો સ્વસ્થ થયો. મુખ ઉપર અપાર શાન્તિ પ્રગટી ને નવકારમંત્રનું ધ્યાન ધરતો-ધરતો લુણિગનો જીવ પરલોકની વાટે ચાલ્યો ગયો. અને આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો... પછી તો બંધુબેલડી વસ્તુપાલ-તેજપાળે ભાગ્યનું ચક્ર ફરતા જ આબુની ધરતી ઉપર ભવ્ય જિનાલય બનાવીને એનું નામ રાખ્યું....લુણિગ વસહિ. જે આજેય લુણિગની ભાવનાની સાક્ષી પુરતુ અડખમ ઊભું છે... ભાઈ હો તો આવા હજો... ભાવના હોય તો આવી હો.... ધન્ય છે લુણિગ તને ને ધન્ય છે તારી જનેતાને. Page #554 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] પૂર્વકાલીન પ્રતિભાના અમૃત ઝરણા ---ડૉ. કવિન શાહ (બીલીમોરા) કલાવૈભવથી મંડિત જિનમંદિરો જેમ આત્મકલ્યાણના જીવંત સ્મારકો બની શકયાં છે તેમ ધર્મપુરુષોનાં ગુલાબી જીવનચરિત્રો આપણને ખરે સમયે દીવાદાંડીરૂપ બની રહે છે. | ૫૦૫ શ્રી ચતુર્વિધ સંઘના ચારેય અંગોએ આજસુધીમાં જૈનધર્મના સબળ સત્ત્વોને સૌદર્યમંડિત કરી આ સંસ્કારવારસાની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી વિશ્વપ્રાંગણમાં પ્રસરાવી છે. આ પ્રકાશપુંજ અને આ સંસ્કૃતિના દીપચંભ સમા પૂ. આચાર્યાદિ મુનિવરોએ જિનશાસનને અજવાળ્યું છે તેમ અનેક શ્રાવકોએ પણ જિનશાસનની ઉન્નતિમાં ભારે મોટુ યોગદાન આપ્યું છે. જિનશાસનમાં મોક્ષપ્રાપ્તિ માટે ભવ્યાત્માઓને ઊંચામાં ઊંચા અનેક પ્રકારનાં આલંબનો જ્ઞાનીઓએ બતાવ્યાં છે. વિશ્વના અનેક જીવો આજે જ્યારે મોહમાયાના ઊંડા અંધારે અથડાતા રહ્યા છે, વિષય અને કષાયની ભયંકર આગ માનવીને દઝાડી રહી છે ત્યારે ચિત્તમાં ભક્તિરસ, શાંતરસ, વૈરાગ્યરસ ઉત્પન્ન કરવા માટે જબરજસ્ત નિમિત્ત બને છે મહાપુરુષોનો સંસ્કારવારસો અને તેમનું જીવનકવન. ડૉ. કવિન શાહ આપણા પ્રતાપી પૂર્વજોનો ગુણવૈભવ વારસો જ આપણને શીતળતા અને સંતોષ આપી શકે તેમ છે. પૂર્વકાલીન પ્રતિભાઓના સદ્ગુણો જ આપણને ભવસાગર તરવાનું એક માત્ર આલંબન બની રહે તેમ છે. દક્ષિણ ગુજરાતની સંસ્થાઓએ જેમનું બહુમાન કર્યુ છે તેવા વિદ્વાન મહાશય ડૉ. કવિનભાઈ શાહે અત્રે આ લેખમાં કેટલીક પૂર્વકાલીન પ્રતિભાઓના જીવન નિષ્કર્ષની સુંદર માહિતી રજૂ કરી છે. આપણે પણ આરાધના ઉપાસનામાં મન જોડી દઈને મોક્ષમાર્ગી બનીએ એ જ અંતરની અભિલાષા. સંપાદક જૈન ધર્મના ભવ્ય વારસાના આદર્શ નમૂનારૂપ અનંત ઉપકારી, અનન્ય પ્રેરક, ભવોદધિતારક, ભવ્ય જીવોને ઊર્ધ્વગતિના પથ પ્રદર્શક એવા ત્રેસઠ શલાકા પુરુષોનું જીવન અને કાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ નિરૂપણ કર્યું છે. એમની વિદ્વતા, કવિત્વ શક્તિ અને શ્રુતજ્ઞાનની ભક્તિરૂપ આ ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર ' ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં થયેલી છે. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પૂ. પંન્યાસશ્રી ભાનુચંદ્રવિજયજી ગણિવર્યે કર્યો છે. સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય તેવા જિજ્ઞાસુઓ આ ગ્રંથના વાંચનથી જૈન ધર્મના રક્ષક, પ્રભાવક અને પ્રેરક ચરિત્રોનો આસ્વાદ કરી શકે તેમ છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ] [ જૈન પ્રતિભાદર્શન ત્રેસઠ શલાકા(=ઉત્તમ પુરુષ) પુરુષોમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવનો સમાવેશ થાય છે. ૨૪ તીર્થકરોમાં ઋષભદેવથી મહાવીરસ્વામી, ૧૨ ચક્રવર્તીમાં ભરત, સગર, મધવા, સનત, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, સુભૂમ, મહાપદ્મ, હરિષણ, જય અને બ્રહ્મદત્ત છે. ૯ બળદેવમાં અચલ, વિજય, ભદ્ર, સુપ્રતી, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ અને રામચંદ્ર. ૯ વાસુદેવમાં ત્રિષષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરૂષોત્તમ, પુરૂષસિંહ, પુંડરીક, દત્તનારાયણ અને કૃષ્ણ. ૯ પ્રતિવાસુદેવમાં અશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિશુંભ, બલીન્દ્ર, પ્રહલાદ, રાવણ અને જરાસંઘ. ત્રેસઠ શલાકા પુરૂષોના અત્રે નામોનો ઉલ્લેખ કરીને એમના ભાવપૂર્વક સ્મરણ અને વંદન કરી સ્વ જીવનને ધન્ય બનાવીએ એ જ અભિલાષા છે. - આ ઉત્તમ પુરૂષોના જીવનકાળ દરમ્યાન જે રાજાઓ, મહારાજાઓ, મંત્રીશ્વરો, શ્રાવકો અને શ્રેષ્ઠિઓ થઈ ગયા છે તે સર્વનો અત્રે પરિચય આપવો શકય નથી એટલે વિપુલ ચરિત્ર સામગ્રીમાંથી પસંદગીની વ્યક્તિઓની પ્રતિભાનો મિતાક્ષરી પરિચય આપવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. આ પરિચય એ કોઈ એક પ્રતિભાશાળી મહામાનવના જીવન વિશે વિશેષ જાણવાની જિજ્ઞાસાના નિમિત્તરૂપ બનવાનો પણ સંભવ છે. જો આમ થાય તો જૈન પ્રતિમા દર્શન ગ્રંથનું મૂલ્ય ને ગૌરવ પણ પ્રસ્થાપિત થયા વગર નહિ રહે. વાચકોની રૂચિ ભિન્ન પ્રકારની છે એટલે પ્રત્યેક વાચક પોતાની પસંદગી પ્રમાણે વિશેષ વિસ્તારથી જાણવા આતુર થાય તે સ્વાભાવિક છે! રાજા-મહારાજાઓ, શ્રાવકો અને શ્રેષ્ઠિઓના જીવનના મહત્વના પ્રસંગોની મિતાક્ષરી નોંધ કરવામાં આવી છે. ભગવાન મહાવીરના દશ શ્રાવકોનું વૃતાંત ઉપાસક દશાંગ સૂત્રમાં સ્થાન પામેલું છે. જૈન પ્રતિભાઓનો વિચાર કરતા આ દશ શ્રાવકોનું જીવન શ્રાવક તરીકે સર્વોચ્ચ કોટીનું કહેવાય છે કે જેની પ્રભુ મહાવીરે ભૂરિ–ભૂરિ પ્રશંસા કરી હતી. ભગવાન મહાવીરસ્વામી જેવા જ્યારે આ શ્રાવકોની આરાધનાની પ્રશંસા કરે ત્યારે એમની પ્રતિભા વિષે કશુંક અઘટિત બોલવાનો કે કહેવાનો સંશય રહે જ નહિ. આ શ્રાવકોમાં આનંદ, કામદેવ, ચુલની પિતા, સુરદેવ, ચુલ્લશતક, કંડકૌલિક, સદાલપુત્ર, મહાશતક, નંદિની પિતા, લાતુંક પ્રિયનો સમાવેશ થાય છે અગિયાર અંગ સૂત્રમાં સમાવિષ્ટ ઉપાસક દશાંગ સૂત્રના કેન્દ્રમાં ઉપરોક્ત શ્રાવકોનું જીવનવૃતાંત શ્રાવકવર્ગને માટે આ કલિકાલમાં અજોડ–બેનમૂન પ્રતિભાના ભવ્ય વારસારૂપ છે, જેનું નામ સ્મરણ પણ જીવનને ધન્ય બનાવી શુભ માર્ગમાં પ્રવૃત્ત કરે છે. પૌષધ પૂર્ણ કરતી વખતે સાગરચંદો બોલવામાં આવે છે તેમાં પૌષધવ્રતની પ્રતિમા ગ્રહણ કરીને આત્મકલ્યાણ કરનારા મહાપુરૂષોનું સ્મરણ કરવામાં આવ્યું છે. પૌષધના સંસ્કાર અને તેનું અનુસરણ આ ભવમાં નહિ તો ભવાંતરમાં સર્વ વિરતિ પ્રાપ્ત કરવાના મહામૂલ્યવાન નિમિત્તનું કારણ છે. સાગરચંદ, ચંદાવર્તીસ રાજા, શેઠ સુદર્શન, ધન્નાજી, આનંદ અને કામદેવ વગેરે મહાપુરૂષોએ જીવનના અંતિમ કાળ સુધી પૌષધવ્રત ધારણ કરીને કર્મનિર્જરા કરી હતી. શ્રાવકનાં બાર વત્તમાંનું ૧૧મુવ્રત પૌષધોપવાસ છે તેનું અનુસરણ કરનારા ઉપરોક્ત નામોની સૂચિ પૂર્વકાલીન પ્રતિભાઓની યાદીમાં આદર્શ નમૂનારૂપ ગણાય છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૦૭ જિનશાસનના પ્રભાવક તરીકે આઠ આચાર્યભગવંતોનાં નામ પ્રસિદ્ધ છે તેઓએ વિવિધ રીતે જિનશાસનની શોભા વધારી હતી. પહેલા પ્રભાવક તરીકે જે આગમરૂપ વર્તમાન શ્રુતસિદ્ધાંત અને તેના અર્થનો પાર પામે તે પ્રાવચનિક પ્રભાવક કહેવાય છે. બીજો પ્રભાવક ધર્મકથી' છે. નંદિષણની માફક પોતાના ઉપદેશથી પ્રતિબોધ કરે અને હૃદયમાં રહેલા મિથ્યાત્વરૂપ સંદેહને નિર્મૂળ કરે છે. ત્રીજા પ્રભાવક મલ્લવાદી કે જે રાજસભામાં મેઘગર્જના સમાન વાણી ઉચ્ચારીને પ્રતિસ્પર્ધી પર વિજય મેળવે છે. આ સફળતાનું રહસ્ય એમનાં તર્ક, ન્યાય, કાવ્ય, છંદ, અલંકાર અને સ્યાદ્વાદનું પાંડિત્ય હતું. ચોથા પ્રભાવક નૈમિત્તિક છે કે ભદ્રબાહુસ્વામીએ પરમતને જીતવા માટે જ નિમિત્તનો ઉપયોગ કરીને શાસનપ્રભાવના કરી હતી. પાંચમા પ્રભાવકમાં ધર્મના પાયારૂપ તપ છે. બાહ્ય-અત્યંતર એમ બાર પ્રકારના તપની આરાધના દ્વારા કર્મની નિર્જરા કરીને ચારિત્રનું પાલન કરવામાં આવે છે. તેનાથી સંયમધર્મની વૃદ્ધિ થાય છે ને જિનાજ્ઞાનુસાર વર્તીને આવતા પાપને રોકે છે. તદુપરાંત સમતાભાવે તપ કરે છે તેનાથી જિનશાસનની પ્રભાવના થાય છે. છઠ્ઠા પ્રભાવક શ્રી વજસ્વામી છે કે જેમણે પોતાની મંત્રવિદ્યાના પ્રભાવથી બૌદ્ધ રાજાને જૈન ધર્મી બનાવ્યો હતો. બૌદ્ધ રાજાએ જિનમંદિરે પુષ્પ ન આપવા એવો પ્રતિબંધ કર્યો હતો ત્યારે જૈન સંઘની પ્રાર્થનાથી દેવોએ વિમાનમાં આવીને પુષ્પો આપ્યા હતા. રાજા આ ચમત્કારથી જિનધર્મી થયો હતો. સાતમા પ્રભાવક કાલિકાચાર્ય છે. દુષ્કાળના કપરા કાળમાં શ્રીસંઘને આકાશ માર્ગે બૌદ્ધ દેશમાં લઈ જઈને જીવતદાન આપ્યું તે અંજનયોગનો પ્રભાવ જિનશાસનની ઉન્નતિના કારણરૂપ બન્યો છે. આ કાળના આઠમા પ્રભાવક શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ છે. એમણે મધુર સ્પર્શવાળી કાવ્ય રચના કરીને ધર્મ હેતુ સિદ્ધ કરવા રાજાને પ્રસન્ન કર્યો હતો. વિવિધ પ્રકારની યાત્રા, પૂજા અને ધાર્મિક અનુષ્ઠાન આદિની આરાધનાથી પણ જિનશાસન જયવંતુ વર્તે છે. જિનશાસનના પૂર્વ પ્રભાવકોની લાંબી હારમાળામાં આઠ પ્રભાવકોને, ઉપાધ્યાયજી યશોવિજયજીએ સમકિતના સડસઠ બોલની સજ્ઝાયમાં સ્થાન આપીને તેઓશ્રી અજર-અમર કીર્તિ પ્રદાન કરવામાં યશભાગી બન્યા છે. અહીં વિશિષ્ટ ગુણાનુરાગ ને તેની અનુમોદના દ્વારા તેવા ગુણોને સંસ્કારોનું સિંચન-સંવર્ધન ને સમૃદ્ધિ થાય તેવી પ્રતિભાઓના પરિચયો આપણા જીવનમાં ખૂબ જ પ્રેરણાદાઈ બની શકે છે. ગુણવૈભવી વારસો ભૂતકાળના ભવ્ય વારસાનું આચમન કરવા મહામય ગ્રંથો વાચવાનો અને સમજવાનો સમય આ કલિકાલના માનવીને નથી મળતો, ત્યારે કોઈ એક પ્રતિભાના જીવનનો પ્રસંગ જીવનપરિવર્તન દ્વારા માર્ગસૂચક બની રહે તે દૃષ્ટિથી કેટલીક પ્રતિભાઓનો અહીં નોંધરૂપ ઉલ્લેખ કર્યો છે. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનના વરસીતપના પારણારૂપે અક્ષયતૃતીયા પર્વની આરાધનાના નિમિત્ત બનનાર સુપાત્રદાન ધર્મના સર્વ પ્રથમ વિરલ વિભૂતિસમાન શ્રી શ્રેયાંસકુમારને યાદ કરતાં, એમણે ઇક્ષરસથી ભગવાન શ્રી ઋષભદેવને પારણું કરાવ્યું ત્યારથી તે કાળના માનવીઓને સુપાત્રદાનની અને સાધુભગવંતોને સુઝતો આહાર વહોરાવવાની સત્ પ્રવૃત્તિરૂપે શ્રાવકાચાર Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ] || જૈન પ્રતિભાદર્શન પ્રચલિત થયો એવા શ્રી શ્રેયાંસકુમાર સમગ્ર જૈન પરિવારના આદરણીય યુવરાજ તરીકે હૃદયમાં વસી ગયા છે. ગામેગામ વર્ષીતપની આરાધના થાય છે. ને ઇશુરસના પારણાનો ભવ્યાતિભવ્ય પ્રસંગ ઉજવાય. બાહુબલીના પુત્ર સોમયશ રાજાનો રાજકુંવર યુવરાજ શ્રેયાંસકુમાર. શ્રેયાંસકુમારે સ્વપ્નમાં શ્યામવર્ણના મેરૂપર્વતને દૂધના ઘડાથી અભિષેક કરી ઉજ્જવલ કર્યો. આજ નગરના સુબુદ્ધિ શેઠને સ્વપ્ન આવ્યું કે સૂર્યથી આવેલાં સહસ્ર કિરણો શ્રેયાંસકુમારે સૂર્યમાં પાછાં આરોપણ કર્યા. પરિણામે સૂર્ય અતિ પ્રકાશમાન થયો. સોમયશ રાજાને એવું સ્વપ્ન આવ્યું કે શત્રુઓએ ચોતરફ રૂંધેલા કોઈ રાજાએ પોતાના પુત્ર શ્રેયાંસની સલાહથી જય મેળવ્યો. પ્રભાતના સમયે ત્રણે જણે પોત-પોતાના સ્વપ્નનું વૃતાંત કહ્યું પણ તેના ફળ વિશે કોઈ નિર્ણય ન થયો અને તે જ દિવસે શ્રી ઋષભદેવ ભગવાન એક વર્ષથી નિરાહાર હોવા છતાં હર્ષોલ્લાસપૂર્વક હસ્તિનાપુરમાં પધાર્યા. શ્રી શ્રેયાંસકુમારને પ્રભુના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને પ્રભુને ઇશુરસથી પારણું કરાવ્યું. શ્રી શ્રેયાંસકુમારે પૂર્વજન્મના પુણ્યના યોગથી પ્રભુને જોઈને સાધુને યોગ્ય આહાર ઇક્ષુરસથી પારણું કરાવ્યું. શ્રેયાંસકુમારે પ્રભુને પારણું કરાવ્યું ત્યારે દેવતાઓએ સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી. શ્રી શ્રેયાંસકુમારે મુક્તિપદ પામવાનું કર્મ ઉપાર્જન કર્યું. ઋષભદેવ ભગવાન જેવું સુપાત્ર, ઇશુરસ જેવો નિરવદ્ય આહાર અને દાન આપનાર શ્રેયાંસકુમાર જેવા મહાન પુણ્યશાળી આત્મા આ ત્રિવેણી સંગમ અદ્વિતીય ગણાય છે. રિસહસ સમં પત્ત, નિરવભર્જ ઇક્ખુરસસમંદાણું સેયંસ સમો ભાવો, હવિજજ ઇમગ્વિયં દિજજા. શા. હે પ્રભુ! જો તમે માગ્યું આપતા હો તો ઋષભદેવ સમાન પાત્ર, અક્ષરસ સમાન નિરવદ્ય દાન અને શ્રેયાંસ સમાન ભાવ આપો. ભરત ચક્રવર્તી : ઋષભદેવ ભગવાનના સૌથી મોટા પુત્ર અને આ ચોવીસીના પ્રથમ ચક્રવર્તી. ભરત અને બાહુબલીનાં નામ ધર્મ, સાહિત્ય અને જનસમૂહમાં અમરકીર્તિ પામેલાં. ચક્રવર્તીની અઢળક સમૃદ્ધિમાં મસ્ત છતાં અંતરથી વૈરાગ્યવાસિત –એક વખત પોતાના મહેલના આરીસા ભુવનમાં શરીરના અંગોપાંગ પરના હીરા-માણેક-મોતી ને સુવર્ણથી અલંકૃત આભૂષણોથી અલૌકિક સૌદર્યવાળુ દેહલાલિત્ય હોવાની સાથે હાથની આંગળી પરથી વીંટી નીચે પડી ગઈ એટલે તેની શોભામાં ખામી જોવાથી બીજાં અલંકારો એક પછી એક ઉતાર્યો. અંતે સમગ્ર શરીર શોભારહિત જોવા મળ્યું અને અનિત્ય ભાવના ભાવવા લાગ્યા. અનિત્ય સંસારે ભવતિ સકલ યુન્નયનગમ અર્થાત્ ચર્મચક્ષુથી જોવાથી વસ્તુઓ નાશવંત છે એ ભાવના ભાવતા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઇન્દ્ર મહારાજે તુરત જ આવીને એમને સાધુવેશ આપ્યો. દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભરત મહારાજા પંચમુષ્ટિ લોન્ચ કરી સાધુ બન્યા અને રત્નત્રયીની આરાધના કરીને અષ્ટાપદ પર્વત પર નિર્માણ પામ્યા. આંગળી પરથી વીંટી પડી જવાનું નિમિત્ત ભરત ચક્રવર્તીને અનિત્ય ભાવના ભાવવાના મહાન સુકૃતરૂપ અંતે મુક્તિસુખ પ્રદાન કરનાર બન્યું. Page #558 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ મનમેં હી વૈરાગી ભરતજી મનમેં હી વૈરાગી” વૈરાગ્યવાસિત મન થાય પછી ચક્રવર્તીની અતુલ સમૃદ્ધિ એક જ ક્ષણમાં છોડવાનું સામર્થ્ય પ્રગટે છે. વિરલવિભૂતિમાં ભરત ચક્રવર્તીનું નામ પણ જૈન સાહિત્યમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. જૈન ધર્મના પાયામાં રહેલો ભવ્ય ત્યાગ આત્મસ્વરૂપ પામવા માટે ઘાતક બને છે. બાહુબલી : ઋષભદેવ ભગવાનના મોટા પુત્ર ભરતના નાનાભાઈ તક્ષશિલાના રાજા. અપૂર્વ ને અતુલ બાહુબળના સ્વામી હોવાથી બાહુબલી મોટાભાઈ ભરતની શરણાગતિ ન સ્વીકારતા અંતે ધ્યાનમગ્ન બન્યાં. સાધનામાં એક વર્ષ વીતી ગયું પણ કેવળજ્ઞાન ન થયું. પ્રભુએ એમને પ્રતિબોધ કરવા માટે (સંસારી બહેનો) સાધ્વી બ્રાહ્મી અને સુંદરી ને બાહુબલી પાસે મોકલી. બહેનોએ કહ્યું : “વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચર્ચે કેવલ ન હોય.” સાધ્વીજીની આ અર્થગર્ભિત મર્મવેધક વાણી સાંભળી લઘુ બાંધવને વંદન કરવા નહિ એવું અભિમાન જતું રહ્યું અને તુરત જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેઓ ઋષભદેવ ભગવાન પાસે ગયા અને વંદન કરીને કેવલીની પર્ષદામાં બિરાજમાન થયા. અભિમાનમાં મસ્ત બાહુબલીને કેવળજ્ઞાન ન થયું પણ બહેનોની વાણીથી વિશુદ્ધ ભાવના ભાવતા કેવલજ્ઞાનને વર્યા. બાહુબલીની પ્રતિભાની વિશેષતા અહંકારને ઓગાળવાની સોનેરી શિખામણ કે જેના દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિનું સૌભાગ્ય સૌ કોઈને પ્રાપ્ત થાય. કેટલાંક ભવ્યાત્માઓના પરિચયોનો સંદર્ભ કાવ્યમાં જોઈએ : (અમરકુમાર) જો જો મંત્ર નવકારથી રે અમરકુમાર શુભ ધ્યાનો રે સુરપદવી લહી મોટકી ધરમ તણે પર સાધે રે, (અવંતિસુકુમાલ) ક્યાં અવંતી સુકુમાર તપ કરી ગયા............ કલિમલ પાપ પખાળે રે અંતકાળે સહુ અનશન લઈ તજી દારિક રે શાલીભદ્રજી દાન તણા ફળ દેખોજી, ધનો શાલીભદ્ર મેતોજી નહીં લેખોજી, અતુલ સુખને પાળશેજી. વંકચૂલ કષ્ટ પડે જે સાહસી રે, લાજ ન લોપે નિજ સીમ રે, જ્ઞાન વિમળ કહે તેહની રે, લાભ જેહ કરે ધર્મનીમ રે. ધનાજી જૈસી કરણી જે કરે તે, ખાતા તિને તેસા ફળ હોય; દયા ધર્મ સંયમ વિના રે, માતા શિવસુખ પામે ન કોય રે, હો જનની હું લેઉં સંયમ ભાર. કેશી ગણધર મારગ ચરમ નિણંદનો આદરે કેશી. તેણી વાર તો મુર્ણિદે; કેશી ગૌતમ ગુણ જપે તે પામે ભવજલ પાર હો મુર્ણિદે. ગજસુકુમાલ જન્મેતરમાં જે કર્યા જી રે આ જીવે અપરાધ; ભોગવતા ભલીભાત શું કરે, શુકલ ધ્યાન આસ્વાદ રે. ઝાંઝરીયા કેવળજ્ઞાન લહ્યું રાજાએ, ભવોભવ વેર શમાવે રે; ઝાંઝરીયા ઋષિના ગુણ ગાતાં, પાપ કર્મને ખપાવે રે. ૨. Page #559 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] [ જૈન પ્રતિભાદર્શન E ( શ્રેણિક ) સુણી વાત સમકિત દઢ કરે, તો તે નિશે શિવપદ લહે; વીર નિણંદની એ છે વાણી, ધન્ય ધન્ય પ્રાણી એ ગુણ ખાણી. પિંડરિક-કંડેરીકો ધન ધન તે જગ મુનિવરા, ધન ધન ઉજ્વલ ભાવ; ભાવ વિના સહુ વૃથા, જિમ “શઢ વિહુણો નાવ.” વજસ્વામી ધન્ય સિહ ગિરિસૂરિ ઉત્તમ જેહના એ પટધારી; પદ્મ વિજય કહે ગુરુપદ પંકજ નિત્ય નમીયે નરનારી રે. જંબૂકુમાર પાંચસે સત્તાવીશ સાથે જંબૂકુમાર પરવરી ચોરે; પંચ મહાવ્રત ઉચ્ચરી, ભવજલ સાયર તરીયો રે. બાહુબલી વૈરાગે મન વાળીયું, મૂક્યો નિજ અભિમાન રે; પગ ઉપાડ્યો રે વાંદવા, ઉપસ્યું કેવળ જ્ઞાન રે, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચઢ્ય કેવળ ન હોય રે. ઈલાચીકુમાર એમ તિહા મુનિવરા વહોરતા નટે દેખ્યા મહા ભાગ; ધિક્ ધિક્ વિષયા રે જીવને, ઇમ નટ પામ્યો વૈરાગ, સંવર ભાવે રે કેવળી થયા તે કર્મ ખપાય. વિજય શેઠ મન વચ કાયા અખંડિત નિર્મળ શીલપાળી સચો જાણી; વિમલ કેવળી કરી પ્રશંસા એ દોનું ઉત્તમ પ્રાણી. નંદિષણ નંદિષેણ ફરી સંયમ લીયે રે, વિષય થકી મને વાળ ચૂકીને પણ જે પાછા વળે રે, તે વીરલા ઇણકાળ; વ્રત અકલંક જો રાખવા ખપ કરે રે, તો ઇણ જૂકે સંસાર કહે જિનરાજ કહે તું એકલો રે, પરઘર ગમન નિવાર. જૈનધર્મથી પ્રભાવિત થયેલા શીલભદ્ર રાજવીઓ જૈન પ્રતિભાની હારમાળામાં કેટલીક વિગતોનો મિતાક્ષરી ઉલ્લેખ પણ અનુમોદના દ્વારા જીવનને ધન્ય બનાવીને પુણ્ય કાર્યમાં નિમિત્તરૂપ બને છે. આવતી ચોવીસીમાં તીર્થંકરપદ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓમાં કેટલાક રાજાઓ અને શ્રાવકોની અપૂર્વ આરાધનાના પરિણામે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે, તેનો ઉલ્લેખ નીચે મુજબ છે. મગધરાજ શ્રેણિક, પદ્મનાભ, અંબડશ્રાવક, દઢકેતુ, સુરદેવ, દેવજિત, કાર્તિક શેઠ, દઢકૃત, સયંબુધ-ભદ્રજિત, આનંદ શ્રાવક, પેઢાલ, અમર-અનંતવીર્ય, સતૂશ્રાવક, શતકીર્તિ, દ્રીપાયન રાજા, યશોધર, કોણિક, વિજય, નારદ, મલ્લિનાથ, બળદેવ, નિઃપુલક. ભગવાન મહાવીરના પરમ ભક્ત જૈન રાજાઓમાં શ્રેણિક અને તેનો પુત્ર કૌણિક, ચેટક મહારાજા, કાશીનો રાજા નવમલ્લકજાતી, કોશલ દેશનો રાજા નવલેચ્છિક જાતી, પોલાસપુરનો વિજયસેન, Page #560 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૧૧ આમલકદેવા નગરીનો શ્વેત રાજા, વીતભયપટ્ટનનો રાજા ઉદાયી, કૌશાંબી નગરીનો સ્વામી ઉદાયન વત્સરાજા, ક્ષત્રિયકુંડનગરીના રાજા નંદીવર્ધન, ઉજ્જૈન નગરીનો રાજા ચંપ્રદ્યોતન, શાલ-મહાશાલ બન્ને ભાઈઓ, પોતનપુરનો સ્વામી પ્રસન્નચંદ્ર રાજા, હસ્તિશીર્ષ નગરનો રાજા અદિતશત્રુ, વીરપુરનો સ્વામી કૃષ્ણમિત્ર, વિજયપુરનો સ્વામી રાજા વાસવદત્ત, સોગંધિકનો રાજા અપ્રતિહત, કનકપુરનો રાજા પ્રિયચંદ્ર, મહાપુરનો સ્વામી બલરાજા, સુઘોષનગરનો સ્વામી અર્જુન, ચંપાનગરીનો દત્તરાજા, પાવાપુરીના ગણરાજા હસ્તપાલ અને સાકેતપુરનો સ્વામી રાજા મિત્રનંદી. ' રાજા મહારાજાઓ કે જેઓ રાજકીય રંગે રંગાયેલા હોવા છતાં પ્રભુ મહાવીરના ધર્મોપદેશથી પ્રતિબોધ પામીને જિનશાસન પર અતૂટ શ્રદ્ધા ધરાવીને આરાધક બન્યા હતા. આ પ્રતિભાઓનું નામસ્મરણ જ ધર્મજનને અલૌકિક આનંદાનુભૂતિ કરાવે છે. પૂ. સાધુભગવંતોની પ્રેરણા કેટલાક આચાર્ય ભગવંતોએ પોતાના જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્રથી કેટલાક રાજાઓને પ્રતિબોધ કરીને જિનશાસનના વફાદાર અનુયાયી બનાવ્યા હતા. આવા પ્રભાવક આચાર્ય ભગવંતોનું નામ આજે પણ સૂર્યપ્રકાશ પાથરે છે. જૈન ધર્મના ઇતિહાસમાં આવા ધુરંધર આચાર્યોનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. ઇતિહાસનું આ એક ભોજજવલ પ્રકરણ છે. આર્ય સુહસ્તિસૂરિએ સંપ્રતિ રાજા, સિદ્ધસેન દિવાકરસૂરિએ વિક્રમ રાજા, શ્રી બપ્પભટ્ટિસૂરિએ આમ રાજા, શીલગુણસૂરિએ વનરાજ, વાસુદેવાચાર્યે હસ્તિકુંડી રાજાને પ્રતિબોધ કર્યા. સિદ્ધરાજ અને કુમારપાળને પ્રતિબોધ કરનાર હેમચંદ્રાચાર્ય હતા. શ્રી રત્નપ્રભસૂરિએ હજારો ક્ષત્રિયોને ઓશવાળ જૈન બનાવ્યા. હરિભદ્રસૂરિએ મેવાડમાં પોરવાડ વંશની સ્થાપના કરાવી. અગ્રોહાભારના રાજાના પુત્રો અને નગરજનોને જૈન બનાવનાર લોહાચાર્ય. ૮૪ વાદોમાં વિજય મેળવનાર અને સિદ્ધરાજના દરબારનું અણમોલરત્ન વાદિદેવસૂરિ, અહિંસા ધર્મનો વિશ્વમાં ડંકો બજાવનાર અકબર બાદશાહ પ્રતિબોધક આચાર્ય શ્રી વિજયહીરસૂરિ. પદ્માવતીનો સાક્ષાત્કાર કરનાર વચનસિદ્ધ વિરોજશાહ સુરસ્ત્રાણને બોધ કરનાર જિનપ્રભસૂરિ વગેરે શાસનપ્રભાવક આચાર્યોનું પ્રદાન સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી અજર-અમર રહેશે ને કોઈ એકાદનો વિશેષ પરિચય માનવ જન્મની સફળતામાં અભિનવ ચૈતન્યનું મહામુલું દાન કરશે તે નિઃશંક છે. શ્રાવક શ્રેષ્ઠીઓનું અસાધારણ યોગદાન સિદ્ધગિરિ પહાડ પર નવટુંકના જિનમંદિરોના નિર્માતા જિનશાસનપ્રેમીઓનું પણ પ્રતિભાશાળી મહામાનવ તરીકે ગૌરવવંતુ સ્થાન છે. શેઠશ્રી મોતીશાની ટુંકમાં આદીશ્વર ભગવાન, બાલાભાઈ શેઠની ટુંકમાં આદીશ્વર ભગવાન, શેઠશ્રી પ્રેમચંદ મોદીની ટુંકમાં આદીશ્વર ભગવાન, શેઠાણી ઉજમબાઈની ટુંકમાં નંદીશ્વર દ્વીપની રચના, શેઠ હેમાભાઈની ટુંકમાં અજિતનાથ જિનપ્રાસાદ, શેઠ સાકરચંદ પ્રેમચંદની ટુંકમાં પાર્શ્વનાથ જિનમંદિર. છીપાવસહીની ટુંકમાં આદીશ્વર ભગવાન. શેઠ નરશી કેશવજીની ટુંકમાં અભિનંદન સ્વામી. આ શ્રેષ્ઠીઓએ ભક્તિભાવથી જિનમંદિર નિર્માણ કરીને યાત્રાળુઓને યાત્રા કરવાની ભાવનામાં વૃદ્ધિ કરવામાં તથા સાલંબન ઉપાસના, ધ્યાન, પૂજા-ભક્તિ માટે શાશ્વતગિરિ પર અનેરી સુવિધા આપીને Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ) [ જૈન પ્રતિભાદર્શન જિનશાસનની પ્રભાવના દ્વારા નામના મેળવી છે. દાનવીર જગડુશાહ, આબુના કલાત્મક જિનમંદિરોના નિર્માતા મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલની બંધુબેલડી, ગિરનાર તીર્થના રક્ષક પેથડશાહ મંત્રી, રાજા તરીકે જિનશાસનના પરમ ભક્ત ને દૃષ્ટાંતરૂપ આરાધક ને આરતી ઉતારી રાજા કુમારપાળે એ પંક્તિના નાદથી વિશ્વ વિખ્યાત શ્રી કુમારપાળ મહારાજા. શ્રીયક, હલ્લવિહલ્લ, પૂણીયો શ્રાવક, સુદર્શન શેઠ, શાલીભદ્ર, અવંતિસુકુમાલ, આદ્રકુમાર, અમરકુમાર, ભામાશા, ખેમોદેદરાણી, દેદાશા, ઝાંઝણશા આભૂ સંઘવી, દંડવીર્ય, સારંગ શાહ, અમદાવાદનો નગરશેઠ પરિવાર અને એવા અસંખ્ય ધર્મપ્રેમીઓ આપણી વંદનાના અધિકારી બન્યા છે. * સાંજણસિંહ ઃ ફિરોઝશાહ તઘલખના સમયના શ્રાવક સાંજણસિંહને બે ટાઈમ પ્રતિક્રમણ કરવાનો નિયમ હતો. કોઈક ગુનાના આરોપસર રાજાએ તેને જેલમાં પૂર્યો, તો પણ જેલરને સોનામહોર આપી પ્રતિક્રમણની આવશ્યક ક્રિયા કરી, જેથી રાજા પણ પ્રસન્ન થયો. પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાના પ્રભાવ માટે સાંજસિંહનું નામસ્મરણ કરવા લાયક છે ને સાથે સાથે સૌ કોઈ આવશ્યકમાં અડગ નિશ્ચયવાળા બને તેવો ગુણ એમના જીવનમાંથી મેળવવા જેવો છે. * શ્રીધર શેઠ : ગજપુરનગરના શ્રીધર શેઠ સાધુભગવંતના સત્સંગથી જિનપૂજાનો મહિમા જાણીને પૂજા કરવાથી કોટિધ્વજ ધનનો માલિક થયો. પણ વધુ ધનની લાલસાથી તેણે કામરૂપ યક્ષની ઉપાસના કરી ત્યારે સર્વસ્વ ધન લુંટાઈ ગયું. શ્રીધર શેઠે અઠ્ઠમ કર્યો એટલે શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને જિનપૂજામાં દઢ કરીને મનોવાંછિત પૂર્ણ કર્યું. જિનપૂજાનો પ્રભાવ જાણી નરભવ પામી તેમાં પ્રસન્નચિત્તે લીન થવાનો ગુણ પ્રગટ થાય છે. જૈન ધર્મના આચાર-વિચારથી પ્રભાવિત થઈને કેટલાક રાજાઓ પણ જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન બન્યા હતા. તેમાં જિનશાસનના શણગાર સમા મુનિ ભગવંતોના જીવનનો વિશેષ પ્રભાવ પડ્યો હતો. બાદશાહ હેમુ, વિક્રમાદિત્ય, બાદશાહ અકબર, જહાંગીર, શાહજહાં, સુબો અજીઝ કોકા, સુબો દારાશીકોહ, સુબો મુરાદબક્ષ અને સુબો ખુરકા વગેરે જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા હતા. પ્રતિભા દર્શનનો પ્રભાવ કેવો છે તેનો લાક્ષણિક પરિચય મુસલમાન બાદશાહની આ સૂચિ સાક્ષી પૂરે છે. * શેઠ કલ્યાણમલ : મૂળ મેડતા નગરના વતની, નામાંકિત વેપારી, બાવ્રતધારી શ્રાવક, ધર્મપ્રેમી, સત્યના પક્ષપાતી અને તપાગચ્છના અગ્રણી નેતા હતા. સં. ૧૬૧૬માં મહો. ધર્મસાગરજી ગણિના ઉપદેશથી અને ખમખામણાનું મહત્વ સમજીને પોતાની ગુસ્તાની પ્રકૃતિનો ત્યાગ કરી દીવાન સમરથમલ જૈનને ભાવપૂર્વક ક્ષમાપના દ્વારા પોતાના ભાઈ સમાન સ્થાન આપ્યું હતું. ગુરુ ઉપદેશના પ્રભાવથી અનંતાનુબંધી કષાય ત્યાગ અને ક્ષમાપના દ્વારા દેશવિરતિ શ્રાવક તરીકે એમની પ્રતિભાનો પરિચય ઉદાહરણરૂપ બને છે. * શેઠ રામજી ગંધારિયા : મૂળ ગંધારના વતની ને કોટિધ્વજ વેપારી તરીકે પ્રખ્યાત હતા. વહાણવટાના ધંધાથી સંપત્તિ સંપાદન કરીને ધર્મમાર્ગમાં સુકૃતની કમાણી કરી હતી. એમને સં. ૧૬૧૯૨૦માં આચાર્ય દાનસૂરિના સદુપદેશથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ કાઢ્યો હતો. એમણે તળાજા અને ગિરનાર તીર્થના જીર્ણોદ્ધારનો પણ લાભ લઈને સંપત્તિનો સદ્ભય કરી જીવનની સુવાસ Page #562 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૫૧૩ ફેલાવી હતી. તેઓ આચાર્યશ્રી દાનસૂરિજી, આ. શ્રી વિજયહીરસૂરિજી અને આ. શ્રી વિજયસેનસૂરિજીના પરમ ભક્ત હતા એમની તીર્થયાત્રા અને દાનવીરતાની સાથે ગુરુભક્તિ પણ પ્રતિભાની વિશિષ્ટતાનું દર્શન કરાવે છે. * ચંદુ સંઘવી : આગરાના વતની હતા. એમની ગુરુભક્તિ આજે પણ અનુમોદનાને પાત્ર છે. તેઓ અકબર અને જહાંગીરના માનીતા રાજ્યમાન મહાપુરુષ હતા. આ. શ્રી વિજયસેનસૂરિજીનો ખંભાત પાસે મહંમદપુરામાં કાળધર્મ થયો ત્યારે સંઘવી ચંદુલાલે બાદશાહ જહાંગીરને રત્નજડિત વીંટીનું નજરાણું અર્પણ કરીને મહંમદપુરામાં ગુરુભક્તિ નિમિત્તે સમાધિમંદિર બનાવવા માટે જમીનની માંગણી કરી હતી. બાદશાહ તરફથી આ માંગણીનો સ્વીકાર કરીને લેખિત ફરમાન બહાર પાડીને જમીન આપવામાં આવી હતી અને આ જમીન માટે કોઈપણ જાતનો કરવેરો લેવો નહિ તેવી ફરમાનમાં નોંધ કરી હતી. ચંદુ સંઘવીની ગુરુભક્તિ અને મોગલ બાદશાહની ધર્મ સહિષ્ણુતાનો હૃદયસ્પર્શી પરિચય થાય છે. * કવિ સારંગ : તેઓશ્રી મડાહડા ગોત્રના હતા અને આ. શ્રી જ્ઞાનસાગરસૂરિજીના પરમ ભક્ત શ્રાવક હતા. એમણે સં. ૧૯૩૮માં બિલ્ડણ પંચાશિકા ચોપાઈ, સં. ૧૯૫૧માં ભોજપ્રબંધ ચોપાઈ, ઈ. સં. ૧૬૭૮માં કૃષ્ણરૂક્ષમણી વેલીની સંસ્કૃત ટીકા વગેરે ગ્રંથો રચ્યા હતા. * શેઠ નાપા : તેઓ જોધપુરના વતની અને ધર્મપ્રેમી સજ્જન હતા. માર્ગાનુસારીના બોલના અનુસંધાનમાં ન્યાયસંપન્ન દ્રવ્યોપાર્જન કરી પ્રભાવશાળી બન્યા હતા. એમને કેકિંદનગરમાં સં. ૧૯૬૫માં સલાટ તોડર પાસે આદિનાથ ભગવાનના ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ કરાવ્યું હતું. - પુથી 1 જિનભક્તિને સંદેશ આપતાં આ જિન-મંદિરો ક્યા આત્મા પરમાર - બાંદતમાં તમય અને તદાક્તર બની જાય છે. જ્યાં દર્શાવે નું દિલ જડાઈ જતું હોય છે. રહી કરી { " ક ક ર તે Fક કરો : * ૨ * * * * Page #563 -------------------------------------------------------------------------- ________________ | જન પ્રતિભાદશન SNAPS) ને ‘ શી ) * * જે સમયે દીક્ષા લીધી તે પળથી સાધના અને શાસન પ્રભાવના એ બે તેમના જીવનકાર્ય બન્યા. મુંબઇ-વાલકેશ્વરના રીરોડ ઉપરના જનમંદિરમાં બિરાજમાન | ગગૌતમસ્વામી. આ મંદિરમાં બિરાજમાન શ્રી પદ્માવતીમાતાની | થયેલી સ્થાપના સાથે સાહિત્યકલારત્ન પ.પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજના વિશિષ્ઠ પ્રદાનની વિગતો ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] T ૫૧૫ જિનશાસન મોતી મોતીશાહ, દાનતણા બાદશાહ સિદ્ધગિરિ ટુંક, મંદિર અનેક, આજેય બોલતા વાહ મહામાનવ મોતીશાહના મહાન મંદિરો –પ. પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી રાજરત્નવિજયજી મહારાજ જાતને કાજે જ જીવન જીવનારાઓની આ જગતમાં કયારેય કમી નથી હોતી, જયારે જગતને કાજે જીવન કુરબાન કરી દેનારા ઝિંદાદિલ જવાંમર્દોને તો ધોળે દિવસે દીવો લઈને શોધવા જવું પડતું હોય છે. કારણ કે એમના અંતરમાં સ્વાર્થના સ્થાને પરમાર્ચની પ્રતિષ્ઠા થઈ હોય છે. ‘સ્વ'ના સ્થાને “સર્વ ના સુખની કામના કિલ્લોલની હોય છે. આવી હાર્દિક ભવ્યતા તો કોઈ વિરલાને જ વરે ને! દિલની એ દિલાવરી દરેકને ન વરે. દોઢ સૈકા પૂર્વે થઈ ગયેલા શેઠ મોતીશાહ અમીચંદ આવા વિરલ વ્યક્તિત્વના સ્વામી હતા. માત્ર ચોપન વર્ષના જીવનપટમાં એ શાહ સોદાગરે કરેલા શકવર્તી સત્કાર્યોએ એમના નામને ચિરંજીવી ચમક બક્ષી છે. એ જેમ પરમાત્માના પરમભક્ત હતા તેમ પ્રાણીઓના પણ મિત્ર હતા. જીવદયાના ક્ષેત્રમાં એમણે કરેલું અદ્ભુત કાર્ય આજેય ઈતિહાસને પાને સુવર્ણાક્ષરે ઝળહળી રહ્યું છે. મોતીશાહ નોખી માટીના માનવી હતા. ઘર્મનિષ્ઠાને આંચ આવે તો સત્તાધીશોનેય પડકારવામાં એ પાછી પાની કરે તેવા ન હતા. એમની સૂઝ-બૂઝ અજબની હતી, શાણપણભરી કળા એમને વરી હતી. વ્યક્તિત્વનાં પ્રભાવ અને પ્રતિભાથી શ્વાનહત્યા બંધનું વચન લઈ શ્વાનોની સુરક્ષા માટે પાંજરાપોળનો નિર્ણય મહાજન પાસે કરાવ્યો અને આમ કરીને તેમણે એ જમાનામાં પ્રાણીસંહાર ઉપર પૂર્ણવિરામ મુકાવી દીધો. પારસીઓ અને અન્ય કોમો સાથેના સંબંધો ઘનિષ્ઠ હતા. - મોતીશાહ તો કાળની ગોદમાં વિલીન થઈ ગયા, કિંતુ એમણે કરેલું જીવદયાનું ભગીરચ કાર્ય ચાંદની ચમકી રહ્યું છે. શત્રુજ્ય ગિરિરાજ ઉપરની મોતીશાહની ટુંકનાં જિનાલયો તેમની સ્વપ્નસિદ્ધિની પ્રતીતિ કરાવે છે. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] || જૈન પ્રતિભાદર્શન બાલસૂર્યનાં સોનેરી કિરણો શત્રુતીર્થપતિના મંદિરના સુવર્ણકલશને ચમકાવી રહ્યાં છે. જિનાલયનો એ સુવર્ણકલશ ભાવિક યાત્રિકોના દિલ-દિમાગમાં ભક્તિભાવની મહેક પ્રસરાવી રહ્યો છે. એના દર્શને જાણે સાક્ષાત્ પ્રભુનાં દર્શન થયાં હોય તેમ ભાવિકો અનેરા જોમ-જુસ્સાથી આગેકદમ બઢાવી રહ્યા છે. કીડીયારું ઊભરાય તેમ ભાવિકોની વિરાટ વણઝાર સતત મંદિર તરફ વણથંભી વહી રહી છે. બરાબર એ સમયે અદ્દભૂત (અદબદજી) દાદાની ટૂંક ઉપર ખડા રહેલા બે મહાનુભાવો ગહન વિચારણામાં લીન બની ગયા હતા : એક હતા મુંબઈના શાહસોદાગર શ્રેષ્ઠી મોતીશાહ અને બીજા હતા અમદાવાદના નગરશેઠ હેમાભાઈ. તીર્થાધિરાજ પર બેનમૂન જિનાલયો સર્જવાના મનોરથ મોતીશાહના મનમાં પ્રગટ્યા હતા, કિંતુ એ મનોરથ મૂર્તિમંત થાય એવી વિરાટ ભૂમિના સંપાદનની શક્યતા બન્નેમાંથી કોઈને દેખાતી ન હતી. બે ય મહાનુભાવો આ અંગે જ વિચાર-વિહાર કરી રહ્યા હતા. થોડી મૌન ક્ષણો વીતી, અને મોતીશાહના મનમાં સાવ નવો જ વિચાર સ્ફર્યો. એ વદ્યા : હેમાભાઈ! દાદા આદિનાથની મુખ્ય ટૂંક અને આ અદબદજી દાદાની ટૂંક વચ્ચે રહેલી કુંતાસરની ખીણ બે ય ટુંક વચ્ચે અવરોધરૂપ છે. બસો ફૂટ ઊંડી આ વિરાટ ખીણના કારણે ભાવિકોની યાત્રા કઠિન બની જાય છે. જો ખીણ પૂરીને ભૂમિ સમતલ કરી દેવાય તો યાત્રિકોની યાત્રા સરલ થઈ જાય, અને સાથોસાથ મારી કલ્પનાના મંદિરને યોગ્ય વિશાલ ભૂમિનું પણ સંપાદાન થઈ જાય. આ વિચારણા વાસ્તવની ઘરતી પર અવતરી શકે તો કેવું સરસ, મિત્ર!' હેમાભાઈનાં નયનો વિસ્મયથી વિસ્ફારિત થઈ ગયાં. કારણ કે જે કલ્પના સ્વપ્નમાં શોભે એને સાક્ષાત્કારની સૃષ્ટિ પર અવતરિત કરવી કેટલી ખર્ચાળ છે? એ તેઓ સારી રીતે પિછાણતા હતા. એમણે મોતીશાહને કહ્યું : “શેઠ! તમારા સામર્થની મને જાણ છે. તમારી એક જ વખારનો માલ ખાલી કરી દઈને તમે આ ખીણ પૂરી દેવાનું સામર્થ્ય ધરાવો છો. એથી અશક્યતાનો તો અહીં અવકાશ નથી. કિંતુ પર્વતની આ ટોચની ભૂમિ પર ખીણ પૂરીને બેનમૂન મંદિરો સર્જવામાં સંપત્તિની સેંકડો સરિતાઓ વહાવી દેવી પડશે. તમે એનો અંદાજ વિચાર્યો છે ખરો?’ મોતીશાહનું મુખ મલકી ઉડ્યું, એમની મોતી સમી દંતપંક્તિ ઝળહળી ઊઠી. સ-સ્મિતપણે એ બોલી ઉઠ્યા : “હેમાભાઈ! સંપત્તિ તો સાગર-તરંગ સમી ક્ષણિક છે. ગુરુભગવંતોના મુખેથી પ્રભુ વીરની આ વાણી મેં સાંભળી છે; એટલું જ નહિ જીવનમાં એની શબ્દશ: અનુભૂતિ પણ કરી છે. જીવનની ડાળ પર યૌવનનાં પુષ્પો હજુ બીલી રહ્યાં હતાં ત્યાં જ કાળ-ઝાળ ગરીબીની ગરમી મને આભડી ગઈ હતી. પિતાજી અવનિને અલવિદા કરી ગયા અને દેવાદાર પિતાના પુત્રરૂપે મેં કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે એવો આંશિક અણસાર પણ ન હતો કે કુદરતની કૃપા વરસશે અને હું સીમાતીત સંપત્તિનો સ્વામી થઈશ!! આજે એવી સંતોષપ્રદ સ્થિતિ સર્જાઈ છે કે પિતાજીએ વારસામાં દીધેલ ઋણ દરેકને ચૂકવાઈ ગયું છે અને લાખોથી પણ જેનાં લેખા ન થાય તેવાં વિરાટ દાન મારા હસ્તે થઈ રહ્યાં છે. હું માનું છું કે આ સુખદ સ્થિતિ પરમકૃપાળુ પરમાત્માના પ્રભાવે જ સર્જાઈ છે. એનો સદુપયોગ કરીને જો આવાં પ્રભુભક્તિના સુંદર કાર્યો કરી શકાતાં હોય તો સંપત્તિની સામે જોવાની શી જરૂર, ભલા? એ તો હાથનો મેલ છે. આજે છે ને કાલે નથી. એના દ્વારા થાય તેટલાં પુણ્યકાર્યો કરી લેવાં એ મારું ધ્યેય છે. અને...આ શત્રુજ્યગિરિરાજ પર મંદિરનિર્માણના જે મનોરથો જાગ્યા છે એના મૂળમાં તો મારા જીવનની, Page #566 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથે | / ૫૧૭ એક ઘટના ધરબાયેલી છે, શેઠ!' બોલતાં બોલતાં મોતીશાહ સહેજ થંભી ગયા. હું? કઈ ઘટના છે એ?” હેમાભાઈના સ્વરમાં જિજ્ઞાસા તરવરી રહી. આકાશ તરફ નજર નોંધીને, અતીતની લિપિ વાંચતા હોય તેમ ભાવુક સ્વરે મોતીશાહ બોલ્યા : શેઠ! વર્ષોથી વહાણવટાનો વ્યવસાય કરતો આવ્યો છું. કર્મની કૃપાથી કયાંય વિદ્ધના વંટોળ નડ્યા નથી. કિંતુ હમણાં આ જ વ્યવસાયમાં જકાતની બાબતમાં મારે અંગ્રેજ સલ્તનત સાથે રૂ. તેર લાખની જંગી રકમનો વાંધો પડ્યો હતો. પ્રતિષ્ઠાનો એ જંગ ખેલતી વેળાએ મેં મનોમન સંકલ્પ કર્યો હતો કે જો આ જંગમાં હું જીતી જઉં તો તે તમામ રકમ શત્રુંજયગિરિરાજ પર જિનાલયોના નિર્માણ કાજે અર્પી દઈશ. એ સંકલ્પના સુફલરૂપે મને જવલંત જયની વરમાળા વરી. આજે જે મનોરથો મેં દર્શાવ્યાં છે એના મૂળમાં પેલો સંકલ્પ છે. ચાહે તેટલી સંપત્તિ વહાવવી પડે, પણ આ સંકલ્પને એવી રીતે સાકાર કરવો છે કે એ સંસારનું શ્રેષ્ઠ અને સ્મરણીય સર્જન બને....” એ શબ્દોમાં પ્રભુભક્તિના પ્રચંડ ભાવો ઘૂંટાયેલા હતા. હેમાભાઈ મુગ્ધભાવે મોતીશાહની મનઃકામનાને બિરદાવી રહ્યા. અનુમોદનના જલસિંચનથી મોતીશાહના ભવ-વૃક્ષને પલ્લવિત કરતાં કરતાં હેમાભાઈ ત્યાંથી વિદાય થયા.... * * મુંબઈ પહોંચતાની સાથે જ મોતીશાહે “શુભસ્ય શીઘ્રમ્” સૂત્ર અપનાવીને મંદિરનિર્માણની કાર્યવાહી આરંભી. સંપત્તિ સામે તો જોવાનું જ ન હતું. ત્રણ શિખર, ત્રણ ગર્ભગૃહ અને ત્રણ ભૂમિમય વિશાલ જિનાલયનું નિર્માણ મધ્યમાં કરવાની યોજના થઈ. અન્ય પણ અનેક મંદિરોના નિર્ણય થયો. મોતીશાહના આંતરિક ઔદાર્યની જાણ જગતને ત્યારે થઈ કે જ્યારે એમણે એ અન્ય મંદિરો પોતાના મુનીમ વગેરે કર્મચારીઓના નામથી નિર્મિત કરવાનો નિર્ણય કર્યો!! દામ પોતાનાં અને નામ અન્યનાં!!! આવું અનુપમ ઔદાર્ય તો દુનિયામાં દુર્લભ જ હોય ને! - જ્યારે આ મહાકાર્યનું મંડાણ થયું ત્યારે મોતીશાહના જીવનનો સુડતાલીશમો સંવત્સર વ્યતીત થતો હતો. વિજ્ઞાનનો વિકાસ એ કાળે અતિ અલ્પ થયેલ હોવાથી બળદગાડા જેવા સાધનોથી કાર્યો થતાં હતાં. એમાં ય આરસને પર્વતની ઊંચાઈને ચડાવવાનું કાર્ય તો ખૂબ જોખમી અને સમય માંગી લે તેવું હતું. છતાં મોતીશાહે કમર કસીને પોતાની હયાતિમાં જ કાર્ય પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. ૧૧OO કારીગરો અને ૩000 મજૂરોનો જંગી કાફલો આ કાર્યમાં એમણે જોડી દીધો. એ સમયના પ્રસિદ્ધ શિલ્પી રામજી સલાટને આ સમગ્ર સર્જનના સૂત્રધારરૂપે નિયુક્ત કરાયો. મોતીશાહ શેઠના કાબેલ અને કુશલ મુનીમ અમરચંદ, દમણી આ વિરાટ કાર્યનું જાતનિરીક્ષણ રાખતા હતા. સ્વયં મોતીશાહ પણ અવાર-નવાર પાલીતાણા આવીને કાર્યને વેગ આપતા હતા. - જ્યારથી આ નિર્માણકાર્ય શત્રુજ્યગિરિ પર આરંભાયું ત્યારથી મોતીશાહને વ્યાપારમાં અગાઉ કરતા અતિશય ધમધોકાર કમાણી થવા માંડી : જાણે પ્રભુભક્તિના પુણ્યકાર્યનું એ પરિણામ ન હોય!! મોતીશાહનો ઉત્સાહ નિરવધિ બની ગયો. પરમાત્મકૃપાના પ્રભાવે સાંપડેલી એ સંપત્તિ પ્રભુભક્તિના કાર્યમાં યોજાઈ રહી. - કુંતાસરની ઊંડી ખીણને જો માટીથી પૂરીને એના પર મંદિરનિર્માણ થાય તો એ નિર્માણ અલ્પજીવી * --* Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ [ જૈન પ્રતિભાદર્શન નીવડે. આથી સમગ્ર ખીણને પથ્થરથી પૂરીને એના મજબૂત પાયા પર નવસર્જન શરૂ કરાયું. એમ કહેવાય છે કે પર્વત પર પથ્થરો ચડાવવા માટે ઉપયોગમાં લેવાયેલ દોરડાનો કુલ ખર્ચ એ યુગમાં એંશી હજાર રૂ. થયો હતો! હા, જે યુગમાં કારીગરોને દિવસભરની મહેનતને અંતે એક આના (છ પૈસા)નું વેતન મળતું હતું, એ યુગની આ વાત છે. મોતીશાહનું કાર્ય કેવું વિક્રમસર્જક અને વિસ્મયજનક હતું! એનો અંદાજ ઉક્ત ઘટના પરથી આવે તેમ છે. એ મંદિરોના નિર્માણ પછી એમાં વિરાજિત થનાર પાંચ હજારથી વધુ પ્રતિમાઓના સર્જન કાજે તજજ્ઞ શિલ્પીઓ, મંદિરનિર્માણ કાજે અનુભવી સલાટો-કારીગરો-મજૂરો આદિને પરિવાર સહિત પાલીતાણામાં સાત-આઠ વર્ષો પર્યત મોતીશાહ શેઠે વસાવ્યાં. એમ કહેવાય છે કે એ સમયની પાલીતાણાની એકંદરે વસ્તી કરતા આ બહારના કારીગરોની સંખ્યા વધુ હતી. એ સર્વને દૈનિક વેતન ઉપરાંત ઘી-ગોળ-અનાજ જેવી જીવનનિર્વાહની સામગ્રી પણ મોતીશાહ તરફથી મળતી....એ યુગમાં આજની જેમ પાણી માટે નળની સુવિધા ઉપલબ્ધ ન હતી. છતાં વિશાળ સંખ્યામાં આવેલ કારીગરોને પાણીની કોઈ સમસ્યા ન નડે એની તકેદારી પણ મોતીશાહે રખાવી હતી. એ માટે એમણે એક વિશાલ વાવ તૈયાર કરાવી હતી. એ વાવનું નામ મોતીવાવ. એમાંથી કોશ દ્વારા સહુને પાણીની પર્યાપ્ત પ્રાપ્તિ થતી. આમ નિર્માણકાર્ય માટે આવેલ તમામ પરિવારોની પૂર્ણ સુવિધા સચવાય એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ તકેદારી મોતીશાહે રખાવી હતી. આવી નાની ઘટનાઓ એમના આંતરિક ઔદાર્યને પ્રતિબિંબિત કરે છે !! “મોતીશાહની ટૂંકમાં વિરાજિત કરવા માટે જે પાંચ હજાર નૂતન પ્રતિમાનું સર્જનકાર્ય ત્યાં થઈ રહ્યું હતું એની પદ્ધતિ પણ મુગ્ધ કરી દે તેવી હતી. મોતીશાહનું શિલ્પીઓને સ્પષ્ટ ફરમાન હતું કે જે પ્રતિમાઓ આત્મિક શુદ્ધિનું નિર્માણ કરવાની છે એ પ્રતિમાઓનું નિર્માણ પણ પૂર્ણ શુદ્ધિપૂર્વક થવું ઘટે. આથી તમામ શિલ્પીઓ સ્નાન કરીને પૂજાવસ્ત્રોનું પરિધાન કરતા. તે પછી પથ્થરને પોતાનો દુર્ગધમય શ્વાસોચ્છવાસ ને સ્પર્શે તે માટે મુખકોશ બાંધીને પછી જ તેઓ પ્રતિમાનું સર્જન શરૂ કરતાં. મુખમાંથી પણ દુર્ગધ ન આવે એ કાજે દરેક શિલ્પીને સ્નાન પૂર્વે કેસર-કસ્તુરીનો સુગંધી મુખવાસ અપાતો. હજુ તો પથ્થરો પ્રતિસારૂપે ઘડતર પામી રહ્યા હતા, છતાં ય એટલો બધો પૂજ્યભાવ એના પ્રતિ હતો કે ઘડતરના સમયે પણ એ નિર્માણાધીન પ્રતિમાઓને બે પગ વચ્ચે દબાવવાની કે ઊંધી કરવાની સખત મનાઈ મોતીશાહે ફરમાવી હતી. અરે! સર્જનકાર્ય સમયે વાછૂટ પણ થાય તો તે શિલ્પીને પુનઃ સ્નાન કર્યા પછી જ કામગીરી બજાવવાનો આદેશ એમણે કર્યો હતો!! જેના નિર્માણમાં આવી અખંડ શુદ્ધિ જળવાઈ હોય તે પ્રતિમાઓનો પ્રભાવ-પ્રતાપ નોખી-અનોખો બની રહે તેમાં શું આશ્ચર્ય?! સર્જનકાર્યની શરૂઆત પછી કેટલાય સૂર્યોદય-સૂર્યાસ્ત શેત્રુંજી નદીના નિર્મલ નીરમાં ઝીલાઈ ચૂક્યાં. એ સમગ્ર સમય દરમિયાન શિલ્પીઓના અવિરત સર્જનકાર્યથી શત્રુંજયગિરિરાજની ગિરિમાળાઓ સતત ગુંજતી-ગાજતી રહી. મોતીશાહનું સ્વપ્ન સાકાર થાય તેવું શ્રેષ્ઠ સર્જન અનવરત ચાલી રહ્યું હતું. એને નિહાળીને મોતીશાહના મુખ પર સંતોષના સાત સાત સમંદર લહેરાઈ ઉઠતા. સ્વપ્નની સિદ્ધિ કોના પ્રાણમાં પરિતોષ ન પ્રગટાવે, ભલા? જોતજોતામાં છ વર્ષનાં વહાણાં વહી ગયાં. સુડતાલીશ વર્ષના મોતીશાહ હવે ત્રેપનવર્ષની વયે વિરાજી ચૂક્યા હતા. એ અરસામાં એકાએક એમના દેહને કો” અગમ્ય વ્યાધિના વિષધરે ભરડો લીધો. સંવત Page #568 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૯ ૧૮૯૨ની એ સાલ હતી. એ યુગમાં તબીબી વિજ્ઞાને અદ્યતનયુગ જેવી પ્રગતિ સાધી ન હતી કે રોગનું નિશ્ચિત નિદાન થઈ શકે !! નિદાનના અભાવે સારવાર કરવા છતાં ય કોઈ પ્રતીતિજનક પરિણામ હાંસલ ન થઈ શક્યું. દેહ દિવસે દિવસે દુર્બલ થતો ચાલ્યો. મોતીશાહને મનોમન પ્રતીતિ થઈ ગઈ કે હવે દેહના આ દીપકમાં આયુષ્યનું તેલ ખૂટવાની તૈયારીમાં છે. ઝબકારા મારતી આ જીવન-જ્યોત ક્યારે બુઝાઈ જશે? એની કલ્પના કરવી કઠિન છે. એમણે અવસ્થા પારખીને પોતાના કર્તવ્યધર્મો અદા કરવા માંડ્યા : * એમના વિશાલ વહીવટમાં અનેક આર્થિક તકલીફવાળા માનવો એમની પાસેથી ઋણરૂપે રકમ લઈ ગયા હતા. એમાંના જે લોકો આર્થિક અશક્તિના કારણે રકમ પ્રત્યર્પિત કરવામાં મૂંઝાતા હતા તે તમામ હિંદુ-મુસ્લીમ-પ્રીસ્તી-જૈન-પારસી ભાઈઓને સામે પગલે બોલાવી બોલાવીને તેઓએ એમના ઋણ માફ કર્યા! ભવિષ્યમાં એ બંધુઓને કોઈ કાયદાકીય તકલીફ ન નડે તે માટે એ રકમ ચોપડામાંથી માંડી વાળી! નાની-મોટી થઈને કુલ એક લાખ રૂપિયાની રકમ એ કાળે એમણે ઉદારતાથી જતી કરી! * ચોપડે ન લખેલી હોય તે રીતે રૂ. અઠ્યાવીશ લાખની, અ...ધધ. થઈ જવાય તેટલી, જંગી રકમ એમના જીવનકાળમાં તેઓએ તકલીફ પ્રસ્તોને સહાયરૂપે તથા ધર્મકાર્યોમાં વાપરી હતી. કેવું અનુપમ ઔદાર્ય!!! + પોતાના પુત્ર ખીમચંદભાઈ માટે એક વસિયતનામું તૈયાર કરીને રૂ. પાંત્રીસ લાખથી ય વિશેષ મિલકત એમને મળે તેવી વ્યવસ્થા કરીને પછી પોતાના શ્વાસે શ્વાસે જેની સ્મૃતિ જડાયેલી હતી એ શત્રુજ્યગિરિરાજના નિર્માણાધીન જિનાલયોનું પ્રતિષ્ઠા-મુહૂર્ત નિશ્ચિત કર્યું. અલબત્ત, એ મુહૂર્ત સંવત ૧૮૯૩નું હતું અને ત્યાં સુધીમાં જીવનસૂરજ અસ્ત નહિ થઈ જાય તેની કોઈ ખાત્રી મોતીશાહને ન હતી. આથી એમણે પુત્રને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે “મારે પ્રતિષ્ઠા જરૂર કરવી છે. પણ ગોડીજીમહારાજનો હુકમ હશે તેમ થશે. મારું શરીર પડી જાય તો શોક કરવો નહિ, શોક પાળવો નહિ, લીધેલ મૂરત ફેરવવું નહિ અને મારી ખોટ જણાવા દેવી નહિ.” આ રીતે, પોતાના તમામ કર્તવ્યધર્મો બનાવી લઈને મોતીશાહ શેઠ પરમાત્મસ્મરણમાં લીન બની ગયા. તન ભલે પીડાગ્રસ્ત હતું, કિંતુ મન તો પ્રભુભક્તિમસ્ત હતું. એમના અંતરનાં આકાશે શત્રુજ્યગિરિનાં પેલાં જિનાલયો તારલાઓની જેમ ઝબકી રહ્યાં હતાં. આવી અખંડ પ્રભુમય મનઃસ્થિતિના કારણે એમને મોત પણ એવા દિવસે મળ્યું કે જે માંગવા છતાં ય ન મળે! સંવત ૧૮૯૨ના પર્યુષણા પર્વના પવિત્ર વાતાવરણમાં, પ્રભુ મહાવીરદેવના જન્મવાચનના પરમ પાવનદિને, ચોપન વર્ષની વયે, મહામાનવ મોતીશાહનો મહાન આત્મા મર્યલોકમાંથી વિદાય લઈને દિવંગત થયો..... જ્યાં જ્યાં આ સમાચાર પ્રસર્યા ત્યાં ત્યાં સર્વત્ર સ્મશાન-શોક સર્જાઈ ગયો. એમના માનમાં મુંબઈમહાનગરમાં અને અન્યત્ર વ્યાપાર-ધંધા બંધ રહ્યા. સામાન્યજનોનો સંતાપ તો સીમાતીત બની ગયો. કારણ કે દુઃખીઓનો ઉદ્ધારક ચાલ્યો ગયો હતો. ગામે ગામના જૈનબંધુઓની આંખે અશ્રુઓનાં તોરણ રચાયાં. કારણ કે એ સહુ સારી રીતે સમજતા હતા કે આવો વિરલ પ્રભુભક્ત નરવીર કાંઈ દરેક યુગે જન્મ ધરતો નથી હોતો. મોતીશાહની અદ્ભુત ભગવદ્ભક્તિએ જ જાણે જૈનોમાં ભાવનાની ભવ્ય ભરતી લહેરાવી.... મોતીશાહની અંતિમ ભાવના અનુસાર પ્રતિષ્ઠાનું મુહૂર્ત બદલ્યા વિના નિયત મુહૂર્ત મુજબ જ ! Page #569 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ) [ જૈન પ્રતિભાદર્શન પ્રતિષ્ઠા કરવાનું જાહેર થયું ? જાણે એમનું મોત માતમરૂપ નહિ, પણ માંગલિકરૂપ હોય તેમ જરા ય ખેદ ધર્યા વિના એમના પુત્ર ખીમચંદભાઈએ પ્રતિષ્ઠાની કાર્યવાહી આગળ ધપાવી. આવી ઐતિહાસિક પ્રતિષ્ઠા પ્રસંગે, મુંબઈથી પાલીતાણાનો સંઘ કાઢીને પ્રતિષ્ઠા કરવાનો મનોરથ ખીમચંદભાઈને જાગ્યો. તે મુજબ સંવત ૧૮૯૩ના પોષ સુદિ સાતમના શુભ દિને શાહી ઠાઠ-માઠ સાથે, સંઘ સાથે, સમુદ્રમાર્ગે પ્રયાણ કરવા ખીમચંદભાઈ નિસર્યા. એ શોભાયાત્રાના વર્ણનમાં જણાવ્યા મુજબ માઈલ લાંબો એ વરઘોડો હતો અને એમાં હાથીની અંબાડીએ વિરાજેલ ખીમચંદભાઈ તથા તેમના ધર્મપત્ની દીવાળીબેનને નિહાળવા અંગ્રેજ અધિકારીઓ સહિત સમગ્ર મુંબઈ ઊમટી પડ્યું હતું!બરાબર એ જ દિવસે મોતીશાહની પનોતી પ્રતિભા અને વિરલ વ્યક્તિત્ત્વની સ્મૃતિ કરાવતી અનોખી ઘટના ઘટી : પ્રતિષ્ઠા અંગેના પ્રયાણના જૂજ દિવસો પૂર્વે, મોતીશાહના પરમ મિત્ર અને મુંબઈના વિખ્યાત મહાનુભાવ સર જમશેદજી બેરોનેટે ખીમચંદભાઈને વિનંતિ કરી હતી કે, “પ્રતિષ્ઠા અંગે પ્રયાણ કરવાના સમયે સંઘસહિત મારા ગૃહાંગણે “પગલાં” કરો અને એ પ્રસંગે મોતીશાહ શેઠની મૈત્રીના દાવે મારે એક લાખ રૂ. તમને ધરવાની ભાવના છે...” ખીમચંદભાઈ તો જમશેદજીને ત્યાં જવા ખુશી હતા. કિંતુ કેટલાક શંકાશીલ જનોએ વહેમના કારણે વિરોધ કર્યો કે પ્રતિષ્ઠા-પ્રયાણના મંગલ પ્રસંગે વિધર્મીના ઘરે જઈએ તો અશુભ લેખાય!! આથી ખીમચંદભાઈએ ક્ષમાયાચનાપૂર્વક પગલાં' અંગે અશક્તિ દર્શાવી હતી..... સર જમશેદજી જેવી મહાન વ્યક્તિ માટે તો આ ઘટના અપમાન જેવી ગણાય. આમ છતાં એ અપમાનને વિસરી જઈને, મોતીશાહના વિરલ વ્યક્તિત્ત્વને જ યાદ કરીને, જમશેદજી બેરોનેટ પ્રયાણના એ દિવસે બંદર પર ઉપસ્થિત થયા અને ખીમચંદભાઈના હાથમાં એ યુગની અતિ માતબર કહી શકાય એવી એક લાખ રૂ. ની રકમ ભેટ ધરી!!! આ ઘટનામાં જેમ સર જમશેદજીની દરિયાવદિલીનાં દર્શન થાય છે તેમ મોતીશાહ શેઠના વિરલ વ્યક્તિત્ત્વની એમના અંતર પર અંકિત થયેલી અમીટ છાપ પણ પ્રતિબિંબિત થાય છે. સંઘસહિત પ્રયાણ કરીને ખીમચંદભાઈ પાલીતાણા આવ્યા અને ભવ્યાતિભવ્ય મહોત્સવપૂર્વક સંવત ૧૮૯૩ના મહા વદિ બીજના પૂર્વનિશ્ચિત શુભમુહૂર્ત “મોતીશાહની ટુંકમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. મોતીશાહનું પ્રારંભેલ કાર્ય એમણે પૂર્ણ કર્યું. મોતીશાહ ભલે તે સમયે ક્ષરદેહે ઉપસ્થિત ન હતા, કિંતુ અક્ષરદેહે તો અવશ્ય જનજીભે ઉપસ્થિત હતા. અરે! એ સમયે જ નહિ, આજે પણ એ મહામાનવ ઘરઘરમાં લોકકંઠે ગવાઈ રહ્યા છે કે : “લાવે લાવે મોતીશાહ શેઠ હવણ જલ લાવે રે, નવરાવે મરુદેવા નંદ, પ્રભુ પધરાવે રે... સકળ સંઘને હરખ ન માય, હવણજળ લાવે રે.” - * * * * * !! રોજ 1 મંગા. Als E હUS जिनोपायक नवयहोना चित्री तेना चिसो ते ते तीर्थको ના મી सावधानीमनिसद्धतजी ।मिनाथजी ।भत्विनाथजी ।। Page #570 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૨૧ ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં અપૂર્વ ભક્તિભાવનું પ્રતિભાદર્શન ડૉ. કવિન શાહ--બીલીમોરા આ જૈન શાસનના ઈતિહાસમાં વિવિધ રીતે આરાધના કરીને જન્મજરા ને મૃત્યુ પર વિજય મેળવી શાશ્વત સુખ પ્રાપ્ત કરનાર વિરલ વિભૂતિઓ રાજામહારાજાઓ, અનેકવિધિ શ્રેષ્ઠીઓની સુદીર્ઘ હારમાળા જીવનના ગાઢ અંધકારમાં તેજસ્વી તોરણ સમાન પ્રકાશપુંજ પાથરીને આત્મોન્નતિનો ધર્મમાર્ગ દર્શાવે છે, આ પરંપરાના એક અજોડ અનન્ય અને અદ્વિતીય એવા પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનથી પ્રાદુર્ભાવ થયો અને અદ્યાપિપર્યન્ત તેમાં વિવિધ ક્ષેત્રોમાં જીવન સફળ કરનારાઓના જીવનનો લાક્ષણિક પરિચય કે એકાંદ ઝાખી માનવજીવનમાં આમૂલ પરિવર્તન લાવીને જિનશાસનના અનયાયી તરીકે પ્રેરક પોષક ને પપ્પાનબંધી પુણ્યોપાર્જનનું સોપાન બને છે. પૂર્વકાલીન સમયના સંદર્ભમાં વિચાર કરતાં ઘણી પ્રતિભાઓનો સમાવેશ થઈ શકે છે તેની વિગતો નીચે પ્રમાણે છે. --સંપાદક મિટીશ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર પુંડરિકસ્વામી. એમણે ચૈત્રી પૂર્ણિમાને પુંડરિકજી ૩ દિવસે પાંચ ક્રોડ મુનિવર સાથે એક માસનું અનશન કરીને મોક્ષપદની પ્રાપ્તિ કરીને તેઓ સિદ્ધિગિરિના પૂજનીય સ્થાન પર બિરાજમાન થયા છે. શત્રુંજયના ૨૧ મુખ્ય નામમાં એમના નામ પરથી પુંડરિકગિરિ નામ પ્રચલિત થયું છે અને એટલે આરાધકો નીચેનો દુહો બોલીને એમનું પુણ્ય સ્મરણ કરે છે. “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, શ્રી પુંડરિક ગણધરાય નમો નમ: કવિ પંડિત વીરવિજયજીએ સિદ્ધાચલના ૨૧ ખમાસમણના દુહામાં પણ પુંડરિકગિરિનો અહોભાવપૂર્વક ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ચૈત્રી પૂનમના દિને, કરી અણશણ એક માસ પાંચ ક્રોડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસાણા તિણે કારણ પુંડરિકગિરિ, નામ થયું વિખ્યાત મન વચ કાર્ય વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત ૮ | ધમ્મિલકુમાર [થિી છ માસપર્યત આયંબિલતપ ઠામચલવિહારથી કર્યો હતો. દ્રવ્યથી મુનિવેશ, Jશુદ્ધ ગોચરી, નવલાખ નમસ્કાર મહામંત્રના જાપ, ષોડશાક્ષરી મંત્રનો છે માસ સુધી જાપ કરી પૂર્વના અશુભ કર્મોનો ક્ષય કરી રાજ્ય, સ્ત્રી, પુત્ર અને અતુલ સંપત્તિ-વૈભવ મેળવ્યો Page #571 -------------------------------------------------------------------------- ________________ પર ર ] [ જૈન પ્રતિભાદર્શન હતો. તદુપરાંત દેવ પણ પ્રસન્ન થયા હતા. ચારિત્ર પાળીને ૧૨મા દેવલોકે ગયા. ત્યાંથી આયુષ્યપૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર અંગીકાર કરી રત્નત્રયીની આરાધનાને અંતે કર્મક્ષય દ્વારા મોક્ષે સિધાવશે. આ ભવમાં જ ધમ્મિલકુમારે આયંબિલતપના પ્રભાવથી સમૃદ્ધિ મેળવીને કલ્યાણ કર્યું. વ્રત પચ્ચકખાણનો મહિમા સિદ્ધ કરનાર ધમિલકુમારના વ્યક્તિત્વની એક સોનેરી શિખામણ. રીપૂર્વજન્મમાં દુષ્કાળની વિકટ પરિસ્થિતિમાં પણ વ્રતપાલનમાં અડગ રહીને માંસાહાર દામન ' Uકર્યો નહીં. ત્રણ દિવસનું અનશન કરીને આયુષ્ય પૂર્ણ થતાં શ્રેષ્ઠિપુત્ર તરીકે જન્મ થયો. પરિવારના સભ્યોનું મરણ થતાં સાગરદત્ત શેઠને ત્યાં નોકરીમાં રહ્યો. એક વખત મુનિભગવ સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાનથી ભવિષ્યવાણી કરી કે દામનક આ શેઠના ઘરનો માલિક થશે. શેઠે દામનકને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા પણ તે બચી ગયો અને શેઠનો જમાઈ બન્યો. પુનઃ શેઠે તેને મારી નાખવાના પ્રયત્નો કર્યા ત્યારે શેઠનો પુત્ર જ હણાઈ ગયો અને અંતે શેઠના ઘરનો માલિક દામનક થયો. રાજાએ તેનો નગરશેઠની પદવી આપી સન્માન કર્યું. ગુરુવાણીથી પૂર્વજન્મની વાત જાણી સમકિત પામી અંતે આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ગયો. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈને આરાધના કરી કર્મક્ષય દ્વારા મોક્ષસુખમાં બિરાજમાન થશે. પચ્ચકખાણ ભાષ્યમાં વ્રતાધારક બે મહાપુરુષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જે નીચે મુજબ છે. “પચ્ચકખાણસ્સ ફલ ઇહ પરલોએ હોઈ દુવિહતું ઈહલોએ ધમ્મિલાઈ, દામનગ માઈ પરલોએ ૪૭ળા પચ્ચકખાણ-મિલાં સે વિઊણ ભાવેણ જિણવરદિઠું પત્તા અસંત જીવા સાસય સુખ અણાવાહ ૪૮ ઉદયન રાજર્ષિ Sોરાજર્ષિ તરીકે ચારિત્ર સ્વીકારનાર ભગવાન મહાવીરના સમયના છેલ્લા 'Jરાજર્ષિ ઉદયન. પર્વાધિરાજ પજુસણના ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં ક્ષમાપનાના સંદર્ભમાં ઉદયન રાજા અને ચંડપ્રદ્યોતનની ક્ષમાપનાનું પ્રતિ વર્ષ ગુરુ ભગવંતો સ્મરણ કરાવીને વેરઝેર ને તેનાથી ઉદ્ભવતા કાળાકેરને દૂર કરવાની ને માનવભવને સાર્થક કરવાની સોનેરી શિખામણ આપે છે. એવા ઉદયન રાજર્ષિએ પણ ચારિત્ર અંગીકાર કરી કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધશીલા વિષે બિરાજમાન થયા. રાજકુળના વૈભવવિલાસ ને ખટપટમાં રાચવા છતાં ત્યાગનો રાજમાર્ગ સ્વીકારી આત્મકલ્યાણ કરનારા પ્રતિભાશાળી ઉદયન રાજર્ષિનું પુણ્ય શ્લોક તરીકે સ્મરણ જીવનમાં અભિનવ ચૈતન્ય પ્રગટાવે છે. ટિ, દઢ પ્રહારી ડી યજ્ઞદત્ત બ્રાહ્મણનો પુત્ર. ગૌ-નારી બાળક મુનિ, ચઉહત્યા કરનાર યાત્રા કરતાં *"કાર્તિક પાપ ન રહે લગાર. ચાર જીવોની કણ હત્યા કરનાર દેઢપ્રહારી પણ તીર્થાધિરાજ શત્રુંજયની પતિતપાવન ભૂમિમાં પદાર્પણ કરીને મુક્તિને પામ્યા. એમનું હૃદયદ્રાવક પરિવર્તન હિંસક એવા દઢપ્રહારી મહાત્માના બિરૂદથી અલંકૃત થયા. Aીમહંમદ બેગડાના રાજ્યના વજીર અને ગુર્જર શ્રીમાળી વંશના પનોતાપુત્ર. એમણે સોજિત્રામાં જિનચૈત્યનું નિર્માણ કરાવ્યું હતું. સંવત ૧૫૨૫માં આબૂના પિત્તલહર Page #572 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ પર૩ જિનપ્રાસાદમાં ૧૨૦ મણની પિત્તળની રૂષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા લક્ષ્મીસાગરસૂરિના વરદ્હસ્તે કરાવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક મુનિભગવંતોને આચાર્ય, ઉપાધ્યાય અને પંન્યાસ પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સં. ૧૫૨૮માં અમદાવાદમાં મોટો ગ્રંથભંડાર સ્થાપવામાં આવ્યો હતો. જિનાગમ અને જિનબિંબ આ સુષમ દુષમ કાળમાં ભવજલધિ તરવા માટે જહાજ સમાન છે. મંત્રીશ્રી ગદરાજની જિનચૈત્ય અને શ્રુતજ્ઞાનની ભક્તિ અનુકરણીય અને અનુમોદનીય છે. ચૌદપૂર્વના સારરૂપ નમસ્કાર મહામંત્રના પ્રભાવથી જીવન ધન્ય બનાવનાર અમરકુમાર, Uગરીબ પરિવારનો પ્રભાવશાળી પુત્ર. શ્રેણિક રાજાએ ચિત્રશાળા નિર્માણ કરી હતી પણ તેનો દરવાજો વારંવાર તૂટી પડતો હતો એટલે જયોતિષીઓએ સલાહ આપી કે બત્રીસ લક્ષણ યુક્ત બાળકનો ભોગ આપો તો દરવાજો સ્થિર થશે. રાજાએ આવા કુંવરની શોધ માટે ઢંઢેરો પીટાવ્યો. ત્યારે ત્રઋષભદત્ત ગૃહસ્થ ધન મેળવવા ખાતર બાળકને વેચવા તૈયાર થયો. નગરજનોએ બાળકના વેચાણના સમાચાર જાણીને તિરસ્કારની લાગણી પ્રગટ કરી. અમરકુમાર હાજ. થયો. રાજા તેની પ્રતિભા નિહાળી પ્રસન્ન થયો. અમરકુમારને સ્નાન કરાવી વસ્ત્ર-આભૂષણ ને ફૂલમાળાથી શણગારીને હોમ-હવન માટે તૈયાર કર્યો. અમરકુમારે રાજાને વિનંતી કરી પોતાનું રક્ષણ કરવા કહ્યું. રાજાએ તો ધન આપીને તેને ખરીદ્યો હતો, એટલે હવે કોઈ રક્ષણ ન મળતાં મુનિભગવંત પાસેથી ગ્રહણ કરેલા નમસ્કાર મહામંત્રનું સ્મરણ ને ધ્યાન શરૂ કર્યું. પરિણામે મંત્રના પ્રભાવથી રાજાનું સિંહાસન ડોલી ઊઠ્યું. રાજા ગબડી પડ્યો. દેવે સહાય કરીને અમરકુમારને સિંહાસન પર બેસાડી દીધો. બીજા બધા લોકો શુદ્ધિમાં આવ્યા. રાજાએ પ્રસન્ન થઈને અમરકુમારને રાજ્ય આપ્યું છતાં તેનો અમરકુમારે અસ્વીકાર કરી વૈરાગ્યભાવથી પ્રેરાઈને દીક્ષા ગ્રહણ કરી. અમરકુમારની માતાને આ વાતની ખબર પડતાં ચિંતા થઈ કે રાજા મારી પાસેથી ધન પાછું લઈ લેશે એટલે માતાએ ધ્યાનસ્થ અમરકુમાર મુનિની છરીથી ગરદન કાપી નાખી. મુનિશ્રી શુભ ધ્યાનમાં નિમગ્ન બની બારમા દેવલોકમાં સિધાવ્યા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ અંતે મોક્ષે જશે. માતા પ્રસન્ન થઈને ઘર તરફ પ્રયાણ કરવા નીકળી ત્યારે એક વાઘણે તેનો શિકાર કર્યો ને તે મરણ પામી અને છઠ્ઠી નરકે ગઈ. અમરકુમારની શ્રદ્ધાએ વિશેષતાએ નવકાર મંત્રનો પ્રભાવ થયો. હજારો મંત્રો હોવા છતાં નમસ્કાર મંત્રની તુલનામાં કોઈ આવી શકે નહિ. જરૂર છે માત્ર અમરકુમાર ને સુદર્શન શેઠ જેવી અતૂટ-અચલ ને અપરંપાર શ્રદ્ધાની. Tઢંઢણકમારી શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર અને બાવીશમાં તીર્થકર શ્રી નેમનાથ પાસે દીક્ષા J અંગીકાર કરી પૂર્વના અંતરાયકર્મના ઉદયથી મુનિ તરીકે શુદ્ધ આહાર મળતો ન હતો. એમણે અભિગ્રહ કર્યો હતો કે મારી પોતાની લબ્ધિથી આહાર મળે તો જ વાપરવો. શ્રી કૃષ્ણ મહારાજાએ દ્વારિકા નગરીમાંથી પસાર થતા હતા ત્યારે ઢંઢણકુમારને જોઈને પાલખીમાંથી નીચે ઊતરી વંદન કર્યું તે સમયે એક શ્રેષ્ટિએ ઉત્તમ મોદક વહોરાવ્યા. આ આહાર સ્વલબ્ધિથી નથી મળ્યો એમ નેમનાથ ભગવાન પાસેથી જાણીને તેને પરઠવી દેવા માટે કુંભારશાળામાં જવા નીકળ્યા ત્યારે શુભ ભાવના ભાવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ ભવમાં ઢંઢણકુમાર ગોકુળના માલિક હતા અને ઢોરને પાણી-દાણાનો સમય થાય ત્યારે સેવકોને કહે છે કે હજી દાણ આપવાની વાર છે. આવો અંતરાય Page #573 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ ] [ જૈન પ્રતિભાદર્શન E ઢંઢણકુમારના ભવમાં ઉદયમાં આવ્યો. અંતરાય કર્મની સ્થિતિનો વિચાર કરી ઢંઢણકુમારના જીવનમાંથી કર્મવાદના સિદ્ધાંતનો પ્રત્યક્ષ પરિચય થાય છે. શ્રીયક) ટીશકપાલ મંત્રીનો પુત્ર અને સ્થૂલિભદ્રના નાનાભાઈ. પિતાના અવસાન પછી નંદરાજાના Jદરબારમાં મંત્રીપદ શોભાવ્યું. જૈન ધર્મ પર અપૂર્વ રાગ હોવાથી સો જિનમંદિર અને ત્રણસો ધર્મશાળા બંધાવી. અંતે દીક્ષા લઈને પર્યુષણ પર્વમાં ઉપવાસ તપની આરાધનામાં કાળધર્મ પામ્યા. એમની જિનશાસન પ્રત્યેની ભક્તિ અને આરાધકભાવમાં કાળધર્મ એ એમના જીવનની વિશિષ્ટતા છે. કિયવના દિવાળીપૂજન વખતે અભયકુમારની સાથે કયવના શેઠનું સૌભાગ્ય હોજો એમ "Jલખવામાં આવે છે. કૃતપુણ્યક એ એમનું બીજું નામ છે. નામ પ્રમાણે જ ગુણ ધરાવનાર કયવના શેઠે પૂર્વભવમાં મુનિભગવંતને શુભ ભાવથી સુપાત્રદાન કર્યું હતું. તેના ઉદયથી રાજગૃહી નગરીના ધનેશ્વર શેઠના પુત્ર રૂપે જન્મ પામ્યા. શ્રેણિક રાજાની પુત્રી મનોરમા સાથે લગ્ન કરીને રાજાનું અડધું રાજ્ય મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સંસાર-જીવન ભોગવતાં એક વખત ભગવાન મહાવીરની દેશના સાંભળી અને પૂર્વભવનું વૃતાંત જાણીને ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણનો રાજમાર્ગ સ્વીકાર્યો. સુપાત્રદાનનો મહિમા જીવનમાં સૌભાગ્ય પ્રદાન કરનારો છે તેના નમુનારૂપ કયવના શેઠનું સૌભાગ્ય સૌ કોઈ વાંછે છે, પણ એમનો ભાવ મળે તો શ્રેય થાય. ળિો શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ગણધર અને પ્રદેશી' નામના નાસ્તિક રાજાને પ્રતિબોધ કરવાનો મહાન ઉપકાર કરનાર તથા ગૌતમસ્વામી સાથે પ્રશ્નોત્તરરૂપે ધર્મચર્ચા કરી ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈને સિદ્ધિપદ પ્રાપ્ત કરનાર મહામાનવ. જિનશાસનનો અપૂર્વ રાગ, પ્રદેશ જેવા નાસ્તિકને પ્રતિબોધ કરવાના પુણ્ય કાર્યની અમર સ્મૃતિ આજે પણ કેશી–પ્રદેશના સંદર્ભથી જનસાધારણમાં સુવિદિત છે. હલ્લવિહલ્લી ઓશ્રેણિક રાજાની રાણી ચેલણાના પુત્રો. રાજાએ એમને સેચનક હાથી આપ્યો SUહતો તેથી કોણિકે એમની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં આ હાથી ખાઈમાં પડીને મૃત્યુ પામ્યો. પરિણામે બન્ને જણાને વૈરાગ્ય ઉત્પન્ન થતાં પ્રભુ મહાવીર સ્વામી પાસે સંયમ અંગીકાર કરી આત્મકલ્યાણ કર્યું. વૈરાગ્યનું નિમિત્ત પ્રબળ હોય તો ક્ષણમાત્રમાં સર્વ વિરતિ અંગીકાર કરી શાશ્વત સુખને પામી શકાય છે. આ બંધુ-બેલડીનું પુણ્યસ્મરણ જીવનને ઉજમાળ કરવામાં પ્રેરક નીવડે તેમ છે. થી અયોધ્યા નગરીના રાજા હરિસિંહનો પુત્ર પૃથ્વીચંદ્ર. બાલ્યા|પૃથ્વીચંદ્ર–ગુણસાગર થઇ વસ્થાથી જ પૂર્વના ધર્મ સંસ્કારોની વર્તમાન ધર્મભાવનાથી ત્યાગ અને વૈરાગ્યભાવના વાસિત હૈયાવાળો, માતા–પિતાએ સંસારની રાગ-દશાથી પુત્રની અનિચ્છા હોવા છતાં ૧૬ રાજ કન્યાઓ સાથે પરણાવીને રાજ્યાભિષેક કર્યો. એક વખત સુધન શેઠે પૃથ્વી ચંદ્રના રાજદરબારમાં આવીને મહાન આશ્ચર્યની વાત કરી કે ગુણસાગર નામના યુવાને આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરતો હતો ત્યારે શુભ ભાવમાં લીન થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સાથે આઠ કન્યાઓએ પણ ગુણસાગરને અનુસરી શુભ ભાવના ભાવતા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પૃથ્વીચંદ્ર આ વૃતાંત સાંભળીને વૈરાગ્યવાસિત હોવાથી નિમિત્ત મળતાં જ રાજસિંહાસન પર ભાવના ભાવતા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ધન્ય Page #574 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૫૨૫ ( છે આ દિવ્યાત્માઓને કે એમણે મોહરાજાના સાંનિધ્ય અને રાજવૈભવમાં રહીને કર્મબંધનો તોડીને અજરઅમર પદની પ્રાપ્તિ કરી. આ બે ભાઈઓ એક બીજા સાથે મૈત્રીભાવથી રહેતા હતા. પૂર્વના શાલ--મહાશાલ SUપુણ્યોદયે એમણે શુભ વિચારો પ્રાપ્ત થતાં અસાર સંસારને તૃણવત ગણીને પોતાના ભાણેજ ગાંગલિને રાજ્ય સોંપી ચારિત્ર ગ્રહણ કર્યું. આ ભાઈઓએ ચારિત્રની આરાધના કરતાં ગાંગલિ અને તેનાં માતા-પિતાને પણ ઉપદેશ આપી ધર્મ પમાડ્યો. તેઓ અનુક્રમે કેવલી થઈને મોક્ષે સિધાવ્યા. બંધુબેલડીનો વૈરાગ્ય અને આરાધના સ્વ-પરના કલ્યાણમાં ઉપકારક નીવડી, એમનું પુણ્ય સ્મરણ પણ માત્ર મિત્રતા નહિ પણ આરાધનામાં સહયોગ સાધનારી બની. ચળીતેઓશ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિના ભાઈ હતા. એમનાં માતા-પિતાએ તાપસી દીક્ષા "" ગ્રહણ કરી. ત્યારબાદ વનમાં જન્મ થયો હતો. વૃક્ષની છાલનાં વસ્ત્ર ધારણ કરતા હોવાથી વલ્કલચીરી નામથી પ્રસિદ્ધ થયા હતા. એક વખત પોતાના તાપસ પિતાની તુંબડી જોવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એમણે પોતાનો પૂર્વભવ જોયો તો પૂર્વમાં ચારિત્રનું પાલન કર્યું હતું. પછી પૂર્વભવના વિચારોથી વૈરાગ્યની અભિવૃદ્ધિ થઈ ને શુભ અધ્યવસાયમાં લીન થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. વલ્કલચીરી અન્ય લિંગ સિદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા છે. પૂર્વભવની આરાધનાનો કેવો પ્રભાવ છે કે વલ્કલચીરી જેવા જંગલમાં જન્મીને માત્ર જાતીસ્મરણ જ્ઞાનના પ્રભાવથી વૈરાગ્યવાસિત થઈ કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. આરાધના આ ભવની હોય કે પૂર્વભવની પણ તે જો આત્માને નિશ્ચયનયથી વિચારતા મોક્ષમાર્ગમાં જવા માટે ઉપકારક બને છે તેનું નમૂનેદાર દૃષ્ટાંત વલ્કલચીરીનું છે. કાધનદ શેઠનો પુત્ર છતાં નટકન્યાના આકર્ષણથી નટ બનીને તેની સાથે લગ્ન 3 Jકરી કુશળ નટ બન્યો. એક વખત બેનાતટ નગરમાં વાસ પર ચઢીને નાચ કરતાં રાજા રીઝે તો દાન મળે તે માટે પોતાની કલાનું પ્રદર્શન કરતો હતો. તે સમયે એક સૌંદર્યવાન નવયૌવના મુનિભગવંતને શુભ ભાવથી આગ્રહ કરીને વહોરાવતી હતી. ત્યારે મુનિભગવંત સ્ત્રી સામે લેશમાત્ર દૃષ્ટિ કરતા ન હતા. આ દૃશ્ય જોતા જ ઇલાચીકુમારને વૈરાગ્ય થયો. અંતે શુભ ભાવના ભાવતા કેવલશ્રીને વર્યા. એક વખતનો શ્રેષ્ઠિપુત્ર નટ બનીને છેવટે મુનિના દર્શન પામી વૈરાગ્યથી આત્મકલ્યાણ કરી ગયો. એમની પ્રતિભાની અનેરી ઝલક સૌના હૈયામાં અંકિત થયેલી છે. અનાર્ય દેશનો રાજકુમાર. રાજા આર્ટ અને શ્રેણિકની મિત્રતા હોવાથી આદ્રકુમાર "Jઅભયકુમાર સાથે સંબંધ બંધાયો. અભયકુમારે આદ્રકુમારને જૈન ધર્માનુરાગી બનાવવા જિનપ્રતિમાજી મોકલી. જિનપ્રતિમાનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં દીક્ષા લીધી. પણ ભોગાવલી કર્મ ઉદયમાં આવતા સંસારી બન્યા. પુત્રના રોગના કારણે બાર વર્ષ પસાર કર્યા પછી પુનઃ દીક્ષા સ્વીકારીને ધર્મોપદેશ દ્વારા લોકોને ધર્માનુરાગી બનાવ્યા અને આત્મકલ્યાણ કર્યું. કર્મની ગતિ કેવી વિચિત્ર છે! વર્ષો સુધી ચારિત્રપાલન કરવા છતાં સંસારી બન્યા અને અંતે દીક્ષા લઈને જ જીવન સફળ કર્યું. એમના જીવનની લાક્ષણિકતા તો એ કે અનાર્ય દેશમાંથી આર્ય દેશમાં આવવાનું સૌભાગ્ય ૫૪. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન જિનપ્રતિમાના દર્શનથી થયું. તેમાં નિમિત્તરૂપ બનનાર અભયકુમારની બુદ્ધિનો પૂર્વ સંબંધ પણ એટલો જ ] કારણભૂત છે. :ટો શ્રી કૃષ્ણના ભાઈ બળદેવના પુત્ર નિષધ અને તેનો એ પ્રપોત્ર સાગરચંદ. એમનાં Jલગ્ન નભસેનને વાગુદાન થયેલી કમલા મેલા નામની રાજકન્યા સાથે થયાં હતાં. એક વખત દ્વારિકા નગરીમાં નેમિનાથ ભગવાન પધાર્યા હતા ત્યારે દેશના સાંભળીને પ્રતિબોધ પામવાથી બાર વ્રત અંગીકાર કરી વિરતિ સ્વીકારી. તેઓ એકવાર પૌષધ પ્રતિમા ધારણ કરીને સ્મશાનમાં કાયોત્સર્ગ કરતા હતા ત્યારે એમનો દુશ્મન નભસેન ત્યાં આવી પહોંચ્યો અને ઘડાનું કાઠું સાગરચંદના મસ્તક પર મૂકીને અંગારા ભર્યા. પરિણામે એમનું મસ્તક બળી ગયું. આવા ઉપસર્ગ વખતે પણ મન-વચન અને કાયાની શુભ ભાવનાથી પૌષધવ્રતમાંથી ચલિત ન થયા. વ્રત પાલનમાં અત્યંત કૃતનિશ્ચયી બની પાલન કરતા મરીને આઠમા દેવલોક થયા. ઝિs ચિંડાવાંસ રાજા , આ રાજાને એવો અભિગ્રહ હતો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી Jકાયોત્સર્ગમાં રહેવું. દાસીએ જોયું કે દીવો બળી રહેવા આવ્યો છે એટલે અંધકારથી રાજા અપ્રસન્ન થશે એટલે તેણીએ દીવામાં ઘી પૂર્યું ને દીવો ચાલુ રાખ્યો. ફરીથી આજ રીતે દીવો ચાલુ કર્યો. આમ કરતાં રાત્રી વીતી ગઈ. રાજા તો પોતાના અભિગ્રહ પ્રમાણે કાયોત્સર્ગમાં આખી રાત રહ્યા. સવાર થતાં એમના પગ લોહીથી થીજી ગયા અને જમીન પર ઢળી પડ્યા. તુરત જ આયુષ્ય પૂર્ણ થતા મરીને દેવલોકમાં ગયા. ભગવાન મહાવીરને એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોનો પરિવાર હતો. તેમાં દશ શ્રાવકોની ગણના મુખ્ય છે. આનંદ અને કામદેવનો દશ શ્રાવકમાં સમાવેશ થાય છે. બન્ને શ્રાવકોએ પૌષધવ્રતમાં દઢ રહીને ઉત્તમોત્તમ વ્રતની આરાધના કરી હતી. આનંદ શ્રાવક તો ઘણો બધો સમય પૌષધશાળામાં જ ગાળતા હતા. જ્યારે કામદેવે પોતાના સંસારની જવાબદારી છોડીને પૌષધશાળામાં વ્રત ધારણામાં કાઉસગ્ગ ધ્યાને રહેતા હતા. ભગવાન મહાવીરે પણ આ શ્રાવકોની પ્રશંસા કરી છે. કોઈ કુતૂહલપ્રિય દેવે આનંદ શ્રાવકને રાત્રિ દરમ્યાન ઉપસર્ગો કર્યા છતાં પૌષધવ્રતમાંથી ચલિત ન થયા. “ધન્ય તે મોટા શ્રાવકોજી, આનંદ ને કામદેવ ઘરનો ધંધો છોડીનેજી, વીર પ્રભુની કરે સેવ સૌભાગી શ્રાવક સાંભળો ધર્મ સક્ઝાય.” વિરુદ્રન અમે છીપૂર્વભવમાં જ્ઞાનની વિરાધનાને કારણે વરદત્તને કોઢનો રોગ વરદત્ત અને ગુણમંજરી Jઅને ગુણમંજરીને કોઢના રોગની સાથે મૂંગાપણું મળ્યું હતું. તેઓએ ગુરુવચનથી જ્ઞાનપંચમી તપની આરાધના કરીને સૌભાગ્યપદ પ્રાપ્ત કર્યું હતું. જ્ઞાન અને જ્ઞાનીની આશાતનાના કર્મબંધનથી કેવી સ્થિતિ સર્જાય છે; પણ કર્મબંધનોને નિર્મૂળ કરનાર પણ આત્મા જ છે. વરદત્ત ગુણમંજરી એટલે જ્ઞાનપંચમીનાં મહાન આરાધક તરીકે અમર સ્થાન પામ્યાં છે. કીજયપુરના મહાન શ્રેષ્ટિએ ગુરુની આજ્ઞાથી મૌનએકાદશી વ્રતની આરાધના કરીને અગિયારમા દેવલોકમાં સ્થાન , Page #576 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૨૭ નંદિવર્ધન ભગવાન મહાવીરના મોટાભાઈ. મહાવીરસ્વામી અમાસના દિવસે નિર્વાણ પામ્યા એટલે તેઓ શોકાતુર બની ગયા અને પડવાને દિવસે ઉપવાસ કર્યો. એમની બહેન સુદર્શનાએ ભાઈ નંદિવર્ધનને પારણું કરાવીને શોક દૂર કરાવ્યો તે દિવસથી ભાઈબીજનો તહેવાર શરૂ થયો એવી જૈન શાસનની માન્યતા છે. આ તહેવારમાં નિમિત્તરૂપ એટલે નંદિવર્ધન અને સુદર્શના. આ ભાઈ-બહેનની જુગલ જોડી વ્યવહાર અને ધર્મમાં પણ પ્રેરક છે. દંડવીર્ય આ રાજાને નિયમ હતો કે સાધર્મિકને ભક્તિ ભાવપૂર્વક ભોજન કરાવ્યાં પછી જ ભોજન કરવું. રાજાના નિયમની પરીક્ષા કરવા માટે ઇન્દ્રે ક્રોડની સંખ્યા જેટલાં સુવર્ણની ત્રણ તારવાળી જનોઈ નિર્ધા૨વાથી રત્નત્રયના અને વારતિલકના ધારણ કરવાથી બાવ્રતને સૂચન કરવાથી શોભતા ભરત ચક્રવર્તીના મુખારવિંદના મુખથી ઉચ્ચાર કરતા શ્રાવકોને દેખાડ્યા. આ શ્રાવકોને રાજાએ નિમંત્રણ આપીને સાધર્મિકભક્તિ કરી ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો. આમ આઠ દિવસ વીતી જતાં રાજાને આઠ ઉપવાસ થયા. છતાં રાજાનો સાધર્મિકભક્તિના ભાવમાં પ્રતિદિન શુભ પરિણામની ભાવસ્થિતિમાં વૃદ્ધિ કરતા સમય વીતી જતો હતો. અંતે ઇન્દ્ર મહારાજા પ્રસન્ન થયા અને રાજાને દેવતાઈ ધનુષ્ય, બાણ, હાર, કુંડળની જોડી ભેટ આપી શત્રુંજયનો ઉદ્ધાર કરવાની પ્રેરણા આપી વિદાય થયા. આ છે દંડવીર્ય રાજાની સાધર્મિકભક્તિ અને રાજા તરીકેની અલૌકિક પ્રતિભા. આભૂ સંઘવી પ્રાગ્ધાટ વંશના સંઘપતિ--મૂળ થરાદના વતની-શ્રીમાળી વંશમાં ઉત્પન્ન થયેલા. આ મહાપુરુષને ૩૬૦ દિવસ રોજ એક સાધર્મિકને પોતાના જેવી સંપત્તિ ને વૈભવવાળા બનાવ્યા હતા. એવા આભૂ સંઘવી પણ જૈન પ્રતિભાનું એક અણમોલ રત્ન છે. વળી એમના સંઘમાં સાતસો જિનમંદિર હતા. સંઘવીએ બાર ક્રોડ સોનેયાનો ખર્ચ કર્યો હતો. આનું નામ સંઘવી. આ શ્રાવકની પાસે જઈને કોઈ વ્યક્તિ પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર એક સારંગશાહ વખત બોલે તેને એક સોનામહોર આપતો હતો. એક ચારણે એક નવકારમંત્ર સંભળાવ્યો અને તેને એક સોનામહોર આપી. ત્યારપછી ફરીથી નવકાર બોલ્યો. એમ નવ વખત નવકાર બોલવાથી નવ સોનામહોર ચારણને આપવામાં આવી હતી. સુજ્ઞજનો વિચારી શકશે કે સુવર્ણ કરતાં પણ અધિક નમસ્કાર મંત્ર છે. ભૌતિકવાદની ઘેલછામાં આવો મહાન મંત્ર છોડીને મિથ્યાત્વની ઉપાસનાથી બચવા માટે સારંગશાહ શ્રાવકને પ્રતિદિન યાદ કરવા જેવો છે. વાદિદેવસૂરિ) આ સૂરિભગવંતે પોતાની વિદ્વતા અને પ્રતિભાથી સદુપદેશ દ્વારા ત્રણ લાખ લોકોને જૈનધર્મી બનાવ્યા હતા. જૈનધર્મ જન્મથી ન મળ્યો હોય પણ પુણ્યયોગે આવા આચાર્યનો સુયોગ પ્રાપ્ત થતાં જૈનધર્મ અંગીકાર કરીને માનવજન્મની સાર્થકતામાં ઉદ્યમવંત રહ્યા હતા. ભરત ચક્રવર્તીની પાટે થયેલા આ રાજાઓ આઠમ અને |ચૌદશના દિવસે નિયમિત પૌષધવ્રત કરતા હતા. પૌષધ કરવાના આગલા દિવસે નગરમાં પડહ વગડાવીને પૌષધવ્રત કરવા માટેની જાહેરાત કરતા હતા. રાજા પણ કામમાં વ્યસ્ત હોવા છતાં નરભવ પામીને ધર્મનું મહત્ત્વ સમજી પૌષધ કરતા અને શ્રાવકધર્મની આરાધનાથી જીવન ઉજમાળ કરતા હતા. પૌષધવ્રતનો પ્રેમ અને અન્ય લોકો પણ તેનું આચરણ કરે એવી સૂર્યયશા અને ચંદ્રયશા Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ] કલ્યાણની ભાવનાવાળા આ રાજાઓએ પૌષધનો મહિમા દર્શાવ્યો છે. આમરાજા ગોવર્ધન પર્વત ઉપર સાડાત્રણ કરોડ સોનામહોર ખર્ચીને ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું હતું. મૂળ મંડપમાં સવાલાખ સુવર્ણમુદ્રા અને રંગમંડપમાં ૨૧ લાખ સુવર્ણમુદ્રા ખર્ચી હતી. આમ રાજાની પ્રભુભક્તિ અને જિનશાસન પ્રત્યેની શ્રદ્ધાની સાથે ઉદારતાના ગુણોનો પરિચય થાય છે. લક્ષ્મીનો સુકૃતમાં વ્યય કરીને પુણ્યાનુબંધી પુણ્યનો સિદ્ધાંત આમ રાજાના જીવનમાં ચરિતાર્થ થયેલો છે. બપ્પભટ્ટસૂરિનું સવાકરોડ સોનામહોરથી ગુરુપૂજન કર્યું હતું અને આચાર્યપદવીમાં એક કરોડ સુવર્ણમુદ્રા ખર્ચી હતી. ગુરુભક્તિ તો આમ રાજાની પણ સાચી કિંમત નવકારમંત્રની છે, એ આ શેઠ સમજ્યા હતા. આવી શ્રદ્ધા હોય તો નવકાર કરે ભવપાર. આચાર્ય શીલભદ્રસૂરિ બાર વર્ષની વયે ચારિત્ર અંગીકાર કરીને છે વિગઈનો સદાને માટે ત્યાગ કર્યો હતો. એમની તપસ્યાને ધન્ય છે. તપનો પ્રભાવ પણ અનેરો છે. તેઓશ્રી ફલ્ગુમિત્ર નામે યુગપ્રધાન પદે જિનશાસનમાં બિરાજમાન થયા હતા. છ વિગઈનો સર્વથા ત્યાગ એ તપશ્ચર્યાની મહામૂલી સિદ્ધિ છે. કર્મની નિર્જરાની સાથે આહારસંજ્ઞા પર કાબૂ મેળવીને રત્નત્રયીની આરાધનામાં એકાગ્રતા માટેની એમની આવી તપશ્ચર્યાની અનુમોદના કરીને અનુસરણ કરવાની ભાવના જગાડે તેવી છે. કુમારપાળ અને સ્વાધ્યાય કુમારપાળ મહારાજા કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત વીતરાગ સ્તોત્ર અને યોગશાસ્ત્રના ૩૨ પ્રકાશનો નિયમિત સ્વાધ્યાય કરતા હતા. બત્રીસ દાંત ને બત્રીસ પ્રકાશનો સંબધ પણ આશ્ચર્ય ઉપજાવે છે આઠમ અને ચૌદશના પૌષધ ઉપરાંત નરસિંહ, મીરાં, સુરદાસ સમાન સમર્પણ ભાવનાથી જિનપૂજા, ભક્તિ અને આરતી પણ ત્રિકરણ યોગની વિશુદ્ધિથી કરતા હતા. આજે જ્ઞાનપ્રાપ્તિ ને સ્વાધ્યાય ઉપેક્ષિત થઈ ગયા છે ત્યારે કુમારપાળની આ પ્રવૃત્તિનો વિચાર કરીએ તો અનુમોદના કરવાની સાથે જ્ઞાન અને સ્વાધ્યાયની અનિવાર્ય આવશ્યકતા સ્વીકાર્યા વગર છુટકો નથી એમ આત્માર્થી જનને લાગે છે. [ જૈન પ્રતિભાદર્શન આચાર્ય શાંતિસૂરિ પૂજ્યશ્રીએ પોતાનાં જ્ઞાન અને પ્રતિભાના પ્રભાવથી ૪૧૫ રાજકુમારોને જિનધર્મી બનાવ્યા હતા ૭૦૦ શ્રીમાળી કુટુંબોને મૃત્યુના મહાદારૂણ સંકટમાંથી ઉગાર્યા હતા. અને અંતે તે બધા જૈનધર્મના અનુયાયી થયા હતા. સવિજીવ કરું શાસનરસીની ભાવનાવાળા પૂ. આ. શ્રીના જીવનનું આ સુકૃત જિનધર્મી બનાવીને જીવાત્માઓને સન્માર્ગે લાવવા સૌકોઈને માટે પ્રેરક બને છે. શાંતનુ મંત્રીશ્વર ૮૪ હજાર સોનામહોરો ખર્ચીને નિર્માણ કરેલો ભવ્ય, આકર્ષક અને કલાત્મક મહેલ પૂ. વાદિદેવ સૂરિના સદુપદેશથી ઉપાશ્રય તરીકે જાહેર કરીને આરાધનાનું અણમોલ સ્થાન બનાવ્યું. ગુરુ ઉપદેશનો પ્રભાવ અને શાંતનુ મંત્રીની ઊંચી ધર્મભાવનાનું પ્રમાણ આ ઉપરથી જાણી શકાય છે. વિક્રમ રાજા ઉજ્જૈની નગરીના સુવિખ્યાત રાજા વીર વિક્રમના જીવનના અનેકવિધ પ્રસંગો લોકજીભે ચર્ચાતા સાંભળવા મળે છે. એવો જ એક અપૂર્વ અવસર Page #578 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ પર૯ છે કે રાજાએ એક કરોડ સુવર્ણમુદ્રાથી આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું ગુરુપૂજન કર્યું હતું. ગુરુભક્તિ તો વીર વિક્રમ રાજાની. કવિ માધ ઓ ઉપમા, અર્થગૌરવ અને પદલાલિત્યના વિશિષ્ટ ગુણોથી અલંકૃત કવિ માધની 0 કાવ્યસૃષ્ટિ હતી. તેઓ માત્ર સંસ્કૃત ભાષાના સર્વોત્તમ કવિ ન હતા પણ અમીરોના દિલની અમીરીને પણ નવ પલ્લવિત કરે તેવા ઉદાર હતા. એમના પિતાએ કવિ માટે ૩૬ હજાર ચરૂ જમીનમાં દાટી રાખ્યાં હતાં. કવિએ આ બધા જ ચરૂનું ધન ગરીબોને દાનમાં આપ્યું હતું. રાજા ભોજ ચાર લાખ સુવર્ણ મુદ્રાઓ આપી. કવિએ આ સુવર્ણમુદ્રાઓની પણ ગરીબોમાં લ્હાણી કરી હતી. સરસ્વતીની ઉપાસના આગળ ધનની કોઈ કિંમત નથી. એ કવિ માધના જીવનમાંથી જાણવા મળે છે. વળી, લક્ષ્મીનો સવ્યય કરીને દીનોદ્ધાર કરવાની એમની ભાવના ઊંચી હતી, જેનું મૂલ્ય આંકી શકાય નહિ. ડોઆ રાજાને ૧૭ પુત્રો હતા. રાજા અને ૧૭ પુત્રોએ ભેગા મળીને શાસ્ત્રોક્ત રાજા ગુણવર્મા, Uવિધિપ્રમાણે પ્રભુજીની ૧૭ પ્રકારે પૂજાભક્તિ કરી. આ ભક્તિથી ઉત્કૃષ્ટ પુણ્યબંધ અને કર્મક્ષય થતાં ૧૭ પુત્રો તે જ ભવે મોક્ષે ગયા. ભક્તિનો મહિમા સમજવા માટે ગુણવર્મા રાજા અને એમના પુત્રોનું દૃષ્ટાંત આજે પણ પ્રભુભક્તિમાં એકાગ્રતા ને ભાવ વૃદ્ધિ માટે પ્રેરક બને છે. ધનદત્ત શેઠ અદત્તાદાન વ્રતપાલનથી દેવલોકનાં અલૌકિક સુખના ભોક્તા થયા હતા. ચોરી ન Jકરવી. કોઈના આપ્યા વગર લેવું નહિ, પારકાનું ધન ભેદનીતિથી પડાવી લેવું નહિ તે આ વ્રતનું સારભૂત તત્ત્વ છે. , , પરિગ્રહ-પરિમાણ વ્રતના મહાન ઉપાસક હતા આ વ્રતનો નિયમ લીધા પછી J પર્યયોગે ચિત્રાવળી પ્રાપ્ત થઈ છતાં સ્વીકારી નહિ અને સંતોષવૃત્તિ ધારણ કરી વ્રતનું વિશુદ્ધ રીતે પાલન કર્યું. લક્ષ્મીનંદનો લક્ષ્મી પાછળ કિંમતી માનવજન્મ વેડફી નાખે છે. તેમને માટે આ શેઠનું વ્રત પાલન જીવનમાં પ્રકાશ પાડશે ને સંતોષ સુખમાં રહી આર્ત-રૌદ્ર ધ્યાનમાં નરકગામી પરિણામોમાંથી બચશે. વીરસેન-કુસુમશ્રી છો આઠમા અનર્થદંડ વ્રતના પાલનથી સુખ-સમૃદ્ધિમાં વિલસતાં હતાં. વિના કારણે પ્રાણીઓને ત્રાસ આપે તેથી પ્રચંડ પાપ બંધાય છે. સ્નેહી-સ્વજનના નિર્વાહ માટે જયણ રાખીને કામ થાય. ખોટી રીતે કોઈને પણ ત્રાસ ન થાય તે માટે વીરસેન-કુસુમશ્રીની માફક વ્રત પાલન કરવું. શિકીજે બ્રહ્મપુર નગરના યજ્ઞદત્ત બ્રાહ્મણની સ્ત્રી હતી જળકુંભ લઈને જતી વખતે Jમાર્ગમાં મુનિના ઉપદેશથી પ્રભુના અભિષેકમાં જળ વાપર્યું. સાસુ ક્રોધે ભરાઈ એટલે કુંભારને ત્યાંથી ઘડો લાવીને આપ્યો. સુકૃતના પ્રભાવથી સોમેશ્વરી શ્રીધર રાજાની કુંભ નામની પુત્રી થઈ. સાસુ મૃત્યુ પામી દરિદ્ર કુળમાં ઉત્પન્ન થઈ. શ્રીધર એ પૂર્વજન્મનો કુંભાર. મુનિ પાસે પૂર્વજન્મનું વૃત્તાંત જાણી જાતિસ્મરણ જ્ઞાન થયું. છેવટે આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં જીવન વિતાવ્યું. જળપૂજાનો મહિમા દર્શાવતું સોમેશ્વરીનું ચરિત્ર પ્રભુના અભિષેકનો પ્રભાવ દર્શાવીને જળપૂજા પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ને ભક્તિ કેળવવા માટે અનુરોધ કરે છે. ધિનશેઠ) Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન જયસુર અને શુભમતી વૈતાઢ્ય પર્વત ઉપર ગજપુર નગરમાં વિદ્યાધર જયસુર અને શુભમતિ રાણી રહેતી હતી. સમ્યકૂષ્ટિ દેવ રાણીના ગર્ભમાં આવ્યો એટલે તેના પ્રભાવથી રાણીને જિનપૂજાનો દોહલો ઉત્પન્ન થયો. રાજા રાણીને અષ્ટાપદ પર્વત પર લઈ ગયો અને ત્યાં ભક્તિ-ભાવપૂર્વક પ્રભુપૂજા કરી ત્યાં રહેલા મુનિની દુર્ગચ્છા કરવાથી કર્મબંધ થયો. રાણીએ પુત્રનો જન્મ આપ્યો. પુત્ર યુવાન થયો એટલે રાજ્ય છોડીને દંપતિએ દીક્ષા લીધી. તેઓ કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ગયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને દેવીનો જીવ હસ્તિનાપુરમાં જિતશત્રુ રાજાને ત્યાં મદનાવલી નામની કુંવરી તરીકે ઉત્પન્ન થઈ. પણ શરીરમાંથી દુર્ગંધ આવતી હોવાથી કાંઈ પરણવા તૈયાર ન હતું. રાજાએ અલગ મહેલમાં રાજકુમારીને રાખી. રાજકુમારીએ શુકપક્ષીનો વાર્તાલાપ સાંભળીને કીમતી સુગંધી દ્રવ્યોથી જિનપૂજા કરી. પરિણામે તેની દુર્ગંધ દૂર થઈ ગઈ અને અમરતેજ મુનિના પાસે દુર્ગંધનું કારણ જાણ્યું. પછી પૂર્વભવના દેવે તેને પ્રતિબોધ કરી. મદનાવલીએ દીક્ષા લઈ રત્નત્રયીની આરાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જયસુર અને શુભમતિના પાત્રો ચંદનપૂજાનું પ્રભાવક દૃષ્ટાંત છે. સુગંધી દ્રવ્યો--ચંદનપૂજા એટલે આત્માના ગુણોની સૌરભ પ્રસરે. દેવો, દેવીઓ અને અપ્સરાઓ પણ આ પૂજા કરે છે તો મનુષ્યજન્મની મહત્તા સમજીને સમકિત નિર્મળ કરવા આત્માના-ગુણ પ્રગટીકરણ માટે ચંદનપૂજા અવશ્ય કરીએ. મેવાડના રાણા પ્રતાપસિંહને આપત્તિના સમયે સહાય કરીને પ્રસિદ્ધિ મેળવનાર ભામાશાહ જૈનરત્ન અને દેશભક્ત મહાપુરુષ રાણાએ ભામાશાહના વંશજોને રાજ્યના વારસદારને ‘રાજ્યતિલક' કરવાનો ગૌરવવંતો હક્ક આપ્યો હતો. ભામાશાહે સં. ૧૬૪૩ના મહા સુદ ૧૩ના રોજ કેશરિયાજીનો જીર્ણોદ્ધાર કરાવીને દંડકળશાદિની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓશ્રીએ એક વર્ષ સુધી જૈન તીર્થોની અપૂર્વ શ્રદ્ધાથી યાત્રા કરીને અડસઠ લાખ રૂપિયાની માતબર રકમનો સુકૃતમાં સર્વ્યય કર્યો હતો. તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજયદાનસૂરિના પહેલા પટ્ટધર શ્રી વિજયરાજેન્દ્રસૂરિને આ મહાપુરુષે સોનેરી શાહીથી લખાવેલા આગમસૂત્રો વહોરાવ્યાં હતાં. શિલાલેખના આધારે જાણવા મળે છે કે દેદાશા પલ્લીવાલ જ્ઞાતિના અને આહિલ દેદાશા વંશના હતા. તેને પૃથ્વીધર અને ગણધર નામે બે પુત્ર હતા. તેમનું મૂળ વતન નિમાડ પ્રદેશનું નંદુરી ગામ હતું. તેમની પત્ની વિમળાદેવીને સુવર્ણસિદ્ધિની વિદ્યા સાધ્ય હતી. પરિણામે દેદાશા ધનાઢ્ય બન્યા હતા. દેદાશા કોઈ કામ અંગે દોલતાબાદ ગયા હતા ત્યારે ઉપાશ્રયના નિર્માણ અંગે આચાર્ય દેવેન્દ્રસૂરિની નિશ્રામાં ચર્ચા ચાલતી હતી. દેદાશાએ પોતે સર્વ ખર્ચ કરીને ઉપાશ્રય બાંધવાની રજા માગી પણ સંઘે મંજુરી ન આપી. છેવટે સંઘે કહ્યું કે તમારે ઉપાશ્રય બનાવવો હોય તો સોનાની ઈંટોથી બનાવો. દેદાશાએ સંઘની માંગણીનો સ્વીકાર કર્યો પણ આચાર્યમહારાજે આ અંગે સંમત્તિ ન આપી. દેદાશાની ઇચ્છા તો ગમે તે રીતે ઉપાશ્રય બંધાવવાની હતી એટલે તેણે કેસર અને ચૂનામાં સુવર્ણ ઘૂંટાવીને ઉપાશ્રય નિર્માણ કરાવ્યો હતો. આ ઉપાશ્રય કુંમકુંમ ચેલા શાળા નામથી પ્રસિદ્ધિ પામ્યો હતો. જૈન શ્રેષ્ઠિઓની ઉદારતાને સુકૃત કરવાનો દૃઢ સંકલ્પ કેવો હોય છે તેનું ઉદાહરણ દેદાશા છે. ઝાંઝણશા મંત્રીશ્વર પેથડશાના પુત્ર, દિલ્હીના શેઠ ભીમસિંહની પુત્રી સૌભાગ્યદેના સ્વામી માંડવગઢના મંત્રી. વારસાગત ઘીનો વેપાર હતો એટલે તેની સાચી પરીક્ષા કરી Page #580 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૩૧ જાણતા હતા. તેમની બુદ્ધિ અને ચતુરાઈથી રાજા પ્રસન્નચિત્ત રહેતા હતા. રાજા ભોજનના વખતે તેમને ત્યાંથી રોજે ઘી મંગાવતા હતા. ઝાંઝણશાને રાજાની આ ટેવ પસંદ ન પડી એટલે એકવાર ઘી લેવા આવેલી રાજદાસીનું અપમાન કરી ઘી આપ્યું નહિ. રાજાએ પૂછ્યું ત્યારે બનાવટી જવાબથી સંતોષ થયો અને અંતે રાજાએ ઘીનો સંગ્રહ કરવાની શરૂઆત કરી. ઝાંઝણશા વિષે એક લોકોક્તિ પ્રચલિત હતી કે તે ચોર પકડવામાં અતિકુશળ અને ચતુર હતા. તેણે પિતાના પગલે ચાલીને છ'રીપાલિત સંઘ કાઢીને તીર્થયાત્રાનો અપૂર્વ લાભ લીધો હતો. sળોતે ઝાંઝણશાના પુત્ર. તેણે જીરાવલા પાર્શ્વનાથ તીર્થ અને આબુનો સંઘ કાઢ્યો Jહતો. સિદ્ધગિરિનો ૧૪મો ઉદ્ધાર કરીને તેને મહિમા ગાયો હતો. તીર્થ યાત્રા ભક્તિની અનુપમ શ્રદ્ધાની અનુમોદના. Dિ સંઘપતિ પ્રેમજી પારેખ છે કે તેઓ રાવજી શેઠના પુત્ર અને સુરતના મૂળ વતની હતા. Jતેઓશ્રીએ આચાર્યશ્રી જ્ઞાનવિમળસૂરિના ઉપદેશથી સુરતથી શત્રુંજ્યનો છ'રીપાલિત સંઘ કાઢ્યો હતો. તેમાં આ. શ્રી જ્ઞાનવિમળસૂરિ ઉપરાંત આ. શ્રી લક્ષ્મીસાગરસૂરિ, તપાગચ્છના આ. શ્રી દેવસૂરિ પરિવારના ૫. શ્રી લક્ષ્મીવિજય અને પં. શ્રી અમરવિજય પણ સંઘમાં જોડાયા હતા. શ્રી અમરવિજય ગણિએ નડિયાદમાં ચાતુર્માસ દરમ્યાન સં. ૧૭૭)માં ““પ્રેમજીનો સલોકો” ની રચના કરી હતી. પં. શ્રી ઉદયરત્ન ગણિએ સિદ્ધાચલ મંડણ ભગવાન ઋષભદેવ સ્તવન સાત ઢાળમાં રચ્યું છે તેમાં સંઘપતિ પ્રેમજી પારેખનો અલંકારયુક્ત શૈલીમાં ઉલ્લેખ થયેલો છે. શ્રી મતિસાગર ગણિએ સં. ૧૮૦૪માં સિદ્ધાચલ તીર્થમાળાની રચનામાં પણ આ સંઘનું વર્ણન છે. તે ઉપરથી પ્રેમજી પારેખના સંઘની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. અમદાવાદ, પાટણ, ખંભાત અને અન્ય ગામોના નાના-મોટા સંઘ પ્રેમજી પારેખના સંઘમાં જોડાયા હતા. પરિણામે સુરતના પ્રેમજી પારેખનો સંઘ એક ઐતહાસિક પ્રકરણની ભૂમિકા પૂરી પાડીને સંઘયાત્રાની પરંપરાના સુકૃતનું પુણ્યસ્મરણ કરાવીને પ્રેરણા અને અનુમોદનામાં ઉપકારક બને છે. એમૂળ પાટણના રવજી શ્રીમાળી વંશના સુરતમાં સ્થાપી થયેલા સિંઘપતિ કચરાકાકા Jકચરાકાકાએ અધ્યાત્મયોગી દેવચંદ્રજીની પ્રેરણાથી સમેતશિખર અને શત્રુંજયના એમ બે જ સંઘ કાઢ્યા હતા. આ સંઘ પાલીતાણા પહોંચ્યો ત્યારે ખંભાત, પાટણ, ઘોઘા, વેરાવળ, ભાવનગર વગેરેના સંઘો પાલીતાણામાં આવીને એમની સાથે જોડાયા હતા. શ્રીસંઘવીએ દેવચંદ્રજીની નિશ્રામાં સં. ૧૮૧૦ના મહા સુદ ૧૩ ના રોજ સુમતિનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. જૈન પ્રતિભા દર્શનની હારમાળામાં તીર્થયાત્રાના પવિત્ર કાર્યમાં વિવિધ પ્રકારના સંઘ યાત્રા કાઢનારાઓની વિગતો ધ્યાનમાં લઈએ તો એમ લાગે છે કે જીવન, વ્યવહાર ને વેપારમાં પરોવાયેલા હોવા છતાં અપૂર્વ શ્રદ્ધા ને ભક્તિથી છ'રી પાળતા સંઘો કાઢીને અનુકરણીય દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે. Cીતેણે ભટેવરનો કિલ્લો બનાવીને તેમાં ગોહિલી વિહારનું સ્થાન નિર્માણ કર્યું હતું. તેમાં [g Jબુડા ગણિના હાથે આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. ગોહિલ રાણાના વંશજો જૈનધર્મી હતા, એમ માનવામાં આવે છે. ઉપરોક્ત માહિતી ચિત્તોડગઢના ગોમુખ કુંડના લેખ ઉપરથી ઉપલબ્ધ થાય છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] L[ જૈન પ્રતિભાદર્શન નિગરશેઠ હેમાભાઈએમણે શત્રુંજય તીર્થને સમૃદ્ધ કરવામાં તન-મન અને ધનથી કાર્ય Jકર્યું હતું. હેમાભાઈની ટુંક આજે પણ એમની સ્મૃતિરૂપે નિહાળી શકાય છે. પ્રજાવત્સલ કાર્યોમાં ઉદાર હાથે દાન આપીને માનવતાની મહેંક મૂકી ગયા છે. હોસ્પિટલ, કન્યાશાળા, સ્કૂલ તેમ જ અન્ય સેવા સંસ્થાઓમાં સંપત્તિનો સદ્ભય કર્યો હતો. અમદાવાદના નગરશેઠ પરિવારની યાદી મોટી છે. સર્વશ્રી મણિભાઈ ચમનભાઈ, કસ્તુરભાઈ, વિમળભાઈ, શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ, જેસંગભાઈ, રમણલાલ સારાભાઈ, ડાહ્યાભાઈ, વાડીભાઈ, ભોળાભાઈ જેસંગભાઈ વગેરે નગરશેઠની પદવીથી અલંકૃત બન્યા હતા. પદવીને અનુરૂપ ધર્મ અને વ્યવહારમાં સુકૃત્યો કરીને જીવન ધન્ય બનાવ્યું હતું. આમ નગરશેઠનો પરિવાર એટલે જૈનકુળના ખાનદાની ધાર્મિક સંસ્કારોના વારસાનું સંવર્ધન અને સાથે સાથે માનવતાવાદી વિચારોના અનુસરણથી એક ઐતિહાસિક પ્રકરણ લખી શકાય તેવી નોંધપાત્ર સિદ્ધિ મેળવીને આજની પેઢીને માટે સંસ્કાર અને સેવાના વારસાનું જતન કરવા સતત પ્રેરણા આપે છે. એમના બહેન ઉજમબાઈએ તપાગચ્છના આચાર્ય મૂળચંદજી મ.ના ઉપદેશથી પોતાનું ઘર જૈન ધર્મશાળા તરીકે અર્પણ કર્યું હતું. આજે પણ ઉજમફઈનો ઉપાશ્રય--ધર્મશાળાનું સ્થાન જાણીતું છે. , આણંદજી કલ્યાણજી પેઢીના સ્થાપક, રાવબહાદુરનો ઇલ્કાબ પ્રાપ્ત નિગરશેઠ પ્રેમાભાઈ Jકરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. એમણે લોકોપયોગી કાર્યોમાં નિષ્ઠાપૂર્વક ભાગ લઈને કેટલીક સંસ્થાઓ અને સ્થાનો નિર્માણ કર્યા છે. જ્યાં સેવાકિય પ્રવૃત્તિની સૌરભ આજે પણ પ્રસરી રહી છે. સિવિલ હોસ્પિટલ, હેમાભાઈ ઇન્સ્ટીટ્યુટ, પ્રેમાભાઈ હોલ, ગુજરાત કોલેજ, મુંબઈ મેડીકલ કોલેજ, મ્યુઝીયમ, રાણીબાગ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી વગેરે સંસ્થાઓ સ્થાપીને આર્થિક સહયોગ આપ્યો હતો. તેઓશ્રી તપાગચ્છાધિપતિ મૂળચંદજી મહારાજના પરમ ભક્ત હતા. દહેરાસર જીર્ણોદ્ધાર અને નિર્માણમાં સેવા આપીને એમના વ્યક્તિત્વનો નગરજનો ઉપરાંત જૈન સમાજને પરિચય કરાવ્યો હતો. s Page #582 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૧૩૩ 'ધર્મપ્રભાવનાના અજવાળા –પ. પૂ. આ.શ્રી વારિણસૂરિજી મ.સા. છે. ગુજરાતમાં દીક્ષાની ખાણ જેવા ધન્ય છાણી નગરીની પુણ્ય પ્રભાવકતા તો જુઓ જ્યાં! સૈકા પહેલાંના દેવવિમાન તુલ્ય પ્રાચીન મંદિરોનાં દર્શન થાય છે, જ્યાં પ્રભુની ભક્તિ-ઉપાસનાને બળે ૧૫૦ શ્રાવક-શ્રાવિકાઓ પ્રવજયાના પુનિતપંચે આરાધકો બન્યા છે, જેમાં સોળ આચાર્યપદે, છ પંન્યાસપદે, છ પ્રવર્તિનીપદે જિનશાસનની પ્રભાવનાનાં પુષ્પો વિકસાવી રહ્યાં છે. આ ધર્મનગરીના એક જ પરિવારના પાંચ પાંડવો સરીખા ચંદુભાઈ, મહેશભાઈ, કિરીટભાઈ, મુકુંદભાઈ, તેજપાલભાઈને ચારિત્રની દુર્લભતા સમજાણી અને સંયમયાત્રાના આરાધકો બન્યા. નવ હજાર આયંબિલસાધક, મરાઠાવાડ ઉદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી વારિષેણસૂરિજી મ. સા., પૂ. પં. શ્રી વિનયસેનવિજયજી મ., ગણિવરશ્રી વજસેનવિજયજી મ., મુનિશ્રી વલ્લભસેનવિજયજી મ., મુનિશ્રી વિરાગસેનવિજયજી મ. વગેરે ચિત્રમાં નજરે પડે છે, આ પરિવારની પૌત્રીસાવી પાવનયશાશ્રીજી પણ આરાધના કરે છે. માતાપિતા સંસ્કારસંપન હોય તો ઘર્મઉદ્યાનમાં અનેક સુવાસિત પુષ્પો મહેકી રહે છે. “સૂરજ આજે પણ પ્રકાશી રહ્યા''ની પ.પૂ.આ.શ્રી વારિષેણસૂરિ મહારાજશ્રીને જે અનુભૂતિ થઈ તે ધર્મપ્રભાવનાનો નિચોડ આ લેખમાં પૂજ્યશ્રીએ આલેખ્યો છે મંગલધર્મનો પ્રકાશ અનેકોને હૈયાં સુધી કેવી રીતે પહોંચ્યો છે. તેની સુંદર રજૂઆત. પૂજયશ્રીએ કરી છે. તેમનાં ધર્મનિષ્ઠ માતા-પિતાનાં ચિત્ર અને લખાણ આ ગ્રંથમાં R અન્યત્ર દર્શાવવામાં આવ્યાં છે. સંપાદક પપ, Page #583 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન * ધર્મ દુર્લભ છે તેનો પુરાવો આજે કલિકાળ છે, છેવટ્ટુ સંઘયણ હુંડક સંસ્થાન છે. શરીર હાઈબ્રીડનાં થઈ ગયાં, મનોબળ ઢીલાં થઈ ગયાંના બહાનાં કાઢી ‘બહાનાસમ્રાટ’ પ્રમાદી બની જાય છે. પરંતુ વીતરાગ શાસન પરિણત કરનાર પુણ્યશાળીઓ ન્યાય-નીતિ ને કર્મની પ્રધાનતા સમજીને સમાધિભાવ કેળવે છે, પાપથી પાછા હટે છે, સંતોષમાં સુખ અનુભવે છે કે કરાડના ચંદ્રકાન્તકાકા નામે સેવાભક્તિ કરનારા સુશ્રાવકે પૂજય ગુરુવેરના કહેવાથી સાધર્મિક જૈનને સાંગલીમાં અઢી લાખ રૂપિયા શિલ્પીઓને લાખ રૂપિયા નથી આપ્યા, વ્યાપારમાં સ્થિર થવા, પણ કર્મયોગે તે ભાઈને નુકસાની ભેટમાં આવી ગઈ. સુશાવકને જાણકારી મળતા બીજા ૨ લાખ લઈને સાધર્મિકના આંગણામાં પહોંચી ગયા ને કહે, નિરાશ ન થા. પ્રયત્ન કર. સાધર્મિક પણ ધર્મશ્રદ્ધાના સહારે દેવગુરુ કૃપાએ સ્થિર થયો, સુખી થયો ને દૂધ ધોઈને દેવા મુક્ત થયો. કર્મની થીયરી કથનીમાં આવે પણ, કરણીમાં દેખાડનારાં આજે છે. * અમરાવતીમાં સ્વસ્તિક ટી વાળા અરવિંદભાઈની ઑફિસમાં નોકરે ચોરી કરી, પકડાઈ ગયો. શેઠે બાજુમાં બોલાવી પાપ-પ્રશ્ચાત્તાપ કરાવીને ઉપરથી લારી અપાવીને વ્યાપારમાં સ્થિર કર્યો. મારી સાથે ઉપધાનમાં માળારોપણનું સ્થાને જતાં લારીવાળો તેને પગે પડ્યો. આથી બીજા ભાવિકે કહ્યું, ગુરુજીને નહિ ને તને કેમ નમે છે? તો કહે, ઉપકારીનો ઉપકાર ન ભૂલવો એ સદ્ગુણ છે. પાપીનો નહિ પાપનો તિરસ્કાર કરી પાપીને પ્રેમથી પ્રતિબોધો. * અમરાવતીમાં મ્યુનીસિપલ ઑફિસર શ્રી મંગલચંદજી સંગોઈ જે સુખી શ્રીમંતાઈમાં ધર્મને અવગણતા હતા. પત્નીને મંદિરે મોકલે પણ પોતે બહાર સ્કૂટર પર બેઠા રહે. પણ મંદિરમાં ન જતા. વરસાદ આવવાથી નાછૂટકે પત્નીએ કહ્યું, પલળવા કરતાં અંદર પ્રવચનમાં બેસો. કોઈ પુણ્યબળે જિનવાણીનું અમૃત પીધું ને ટર્નીંગ પોઈન્ટ આવી ગયો. પર્યુષણમાં આ દિન ચૌવિહારી અઠ્ઠાઈ–પૌષધ સાથે કરી પછી ત્રણે ઉપધાન બે વર્ષમાં કરવા ભાગ્યશાળી બન્યા ને પ્રતિદિન પૂજા-પાઠ– પચ્ચકખાણના અંતરથી આરાધક બનવા પામ્યા છે. પુણ્યશાળીઓની આરાધના જોતા શિર ઝૂકી જાય છે. નિમિત્ત બનવાથી ખુશી થાય છે. * શેરબજારના ધંધામાં ૨૫ વર્ષનો છોકરો મુકેશ ફસાઈ ગયો ને લોકોનાં લેણાં ચૂકવવાં મુશ્કેલ થયાં પણ શેરબ્રોકર ઉદારદિલ સજ્જન નીકળ્યા, જેણે યુવાનને ધર્મમાં સ્થિર રહેવા ને મુંઝાયા વિના સર્વિસ ચાલુ રખાવી ને પોતે બધાને ચૂકતે રકમ આપી ને યુવાનને આનંદિત કર્યો. ધર્મ સમજનારા મળી જાય છે. સહાય સર્વ કરો. * જન્મ હરિજન કર્મ જૈન : જામનગરમાં ત્રીશ લોકોને જૈનધર્મમાં સ્થિર કરનાર બેન્ક મેનેજર હજારો રૂપિયોનો પગાર મેળવનારા અરજુનભાઈ મકવાણા જન્મ હરિના જન કહેવાય તેવા ચુસ્ત વ્રતધારી શ્રાવક છે. પોતાના પરિવારમાં જૈનધર્મની સુવાસ ફેલાવી. મારી પાસે ઉપધાનતપની આરાધના કરી, નવકાર મંત્રની અનુજ્ઞા મેળવતાં ભાગ્યશાળીને જોઈ અનેરો આનંદ થતો હતો. ઘરમાંથી ટી.વી., ફ્રીઝ, ફેન અને અભક્ષ્ય અનંતકાયનો બહિષ્કાર કરનાર, પૂજા-પાઠ–પચ્ચક્ખાણના આગ્રહી છે. ચંદ્રજિતવિજયજી મ.ના પ્રવચનોથી ધર્મને પામી ગયા છે. સંયમના અભિલાષી છે. શિક્ષિત–સંસ્કારી શ્રાવક છે. આ મેનકા ગાંધી રાત્રિભોજન ત્યાગી છે. અહિંસાની અઠંગ ઉપાસિકા છે. * અબ્દુલ સુલેમાન જાનવરના પાલક છે. પાલક પુત્રોને ન મારે તેમ સંતમુખે શ્રવણ કરીને સ્વ પિતા ઈબ્રાહીમખાનને પણ માંસ, મછલી, ઈંડા ને દારૂના ત્યાગી બનાવ્યા. ને પોતાના સાથી ૧૩૦ પુણ્યાત્માઓએ મહાવીર જન્મોત્સવના ઈદ હોવા છતાં હિંસક વ્યાપાર વ્યવહારનો ત્યાગ કર્યો છે. જૈનો અહિંસક જીવન જીવવા સ્વધર્મને ચુસ્તપણે પાળે, Page #584 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૩૫ સંસ્કૃતિને સંભાળે તો ધન્ય બને. મુસલમાનને ધન્ય છે. * સ્વર વિના સંગીત ન મળે, દૂધ વિના નવનીત ન મળે, પુણ્ય વિના સુખ ન મળે ને સંયમ વિના મોક્ષ ન મળે તેમ માનનારા પુણ્યશાળીને દુર્લભ માનવ-તનને પાવન કરવા ધર્મની આવશ્યકતા છે. એમ જ્યારે પ્રચવનમાં જિનવાણી શ્રવણ થઈ ત્યારે માલેગાંવના મણિલાલ દગડુશા શેઠ મને કહે, સંપૂર્ણ જીવન રાજકારણમાં વિતાવ્યું ને નેતા–અભિનેતાના પ્રવચનોમાં મસ્ત રહેતો હતો પણ આજથી હવે પુણ્ય પ્રાપ્ત થયેલા જૈનધર્મને અંતરના ભાવોથી આરાધવો છે. તે સમયે ઉપધાનમાં નામો લખતાં હતાં ને મણિકાકાએ નામ લખાવ્યું. ૮૦ વર્ષની ઉંમરે તપ-જપ ને ક્રિયામાં રસ નહિ તેવા કાકાને પ્રવચનના સહારે જ્યારે આરાધનાનું અમૃત ગટગટાવતા જોઈએ ત્યારે લાગે છે : નો ટાઈમ, નો મની, નો પાવર નહિ પણ ઇન્ટેસ્ટ જ્યારે રસ જાગે છે ત્યારે ભલભલાને ઉત્સાહ આવી જાય છે. મણિકાકા ૧00 લોગસ ને 100 ખમાસમણાં ઊભા ઊભા દિલના ઉમંગથી કરતાં જોય આનંદ થતો. પોતાના જીવનમાં ચિત્રલેખાના સેક્સી ટાઈટલના દર્શને કેવા મનોભાવ પાપમય થયા, ને સ્વપ્નમાં મેરેજનો વરઘોડો નીકળ્યો. કુનિમિત્ત આત્માને કેવા મહાન પાપોનો ભોક્તા બનાવે છે. માટે ટી. વી., વિડીયો, નોવેલો, બ્લબુફસોના સંગથી દૂર રહેવું જોઈએ ને સત્સંગ કરવો જોઈએ તેમ તેઓ વર્ણવતા હતા. ઉપધાનમાં જ્યારે કોલેજિયન ડોકટર થનારી યુવતીએ મિષ્ટાનત્યાગ ને બે દ્રવ્યથી મૌન સાથે અપ્રમત્તભાવે આરાધનામાં મસ્તી અનુભવી ને આખરે અંતમાં માસક્ષમણની તપસ્યા ને મૌન સાથે ભક્તામર જાપમાં મગ્ન ડો. અલકાનું જ્યારે પારણું હતું ત્યારે, સમસ્ત માલેગાંવ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.ની પુણ્યતિથિથી પ્રારંભ થયેલ કેશરની વર્ષાનો અનુભવ માલેગાંવનિવાસીઓને શ્રદ્ધામાં મજબૂત બનાવે છે. પારણા વખતે પણ અલકાના ગૃહમાં કેશર, બરાસ ને કસ્તૂરીની સુવાસ સર્વે ઠેકાણે પ્રસરી ગઈ હતી. યુવતી કહેતી, મારી માતાજીએ અમો ભાઈબેનના ગર્ભકાળમાં નવ-નવ લાખ નવકારના જાપ કરેલા છે ને જન્મથી અમારા ઘરમાં રાત્રે કોઈ પણ પાણી પણ વાપરતું નથી. વાપરવા માટે સંડાસમાં પણ વાસી પાણી રાત્રે રખાતું નથી. ડૉકટરો ને વકીલો જ્યાં પ૦ જૈન છે તે શિક્ષિત નગરમાં પણ ધર્મપ્રભાવનાથી લોકો વિશિષ્ટ શ્રદ્ધાવાન બન્યા. પણ વ્રત-નિયમ ને તપ-જપમાં પ્રગતિ કરી. કે તે મરાઠાવાડા પ્રદેશમાં મૂર્તિપૂજક સાધુ તરીકે ચાતુર્માસનો મને જ્યારે પ્રથમ લાભ મળ્યો ને તેમાં જૈનો પણ જ્યારે સત્સંગથી વંચિત હતા તેઓની આરાધનાની લગની આજે પણ આંગળી ચિંધ્યાનું પુણ્ય મને મળે છે ને તેમની આરાધનાની અનુમોદના થાય છે. ૨૦૦ વર્ષના ઇતિહાસનું પ્રથમ મૂર્તિપૂજકનું ચાતુર્માસ ને પ્રવચન સાંભળી લલિતાબેન કહે, મહારાજ! મારી પુત્રી નીતાને નિયમ આપો. જ્યાં સુધી પંચ પ્રતિક્રમણ ન કરે ત્યાં સુધી ટી. વી., સિનેમા જોવાં નહિ ને મેરેજ પણ કરવા નહિ. નિયમ આપ્યો. મા-દીકરી રોજ પ્રવચન શ્રવણ કરે. દીકરી નીતાએ માસક્ષમણ તપ આદર્યો ને ભાદરવા સુદ ચોથના રાતના શ્રાવિકા બેનો સાથે પૌષધમાં સુતા હતા. ત્યારે અશ્વારૂઢ કોઈ રાજકુમાર આવ્યો ને દીકરીની પગચંપી કરવા લાગ્યો ને કહે, પુત્રી ! ગયા ભવમાં હું ને તું બન્ને સાધ્વીજી હતાં. તે મારી સેવા ખૂબ જ કરી હતી. હું આજે દેવ છું ને તપબળે તારી સમક્ષ આવ્યો છું. તું રોજ ભક્તિ–આરાધનામાં આગળ વધજે. પ્રભુ મહાવીરના નિર્વાણ કલ્યાણક-પર્વ દિવાળીમાં છઠ્ઠ કરીને પૌષધ અવશ્ય કરજે. પ્રભુનો મહાન ઉપકાર છે, લાખ કરોડ છટ્ટનો લાભ મળે છે. સૌએ આરાધના કરી ને ત્રણ વાર અમીઝરણા થયા, Page #585 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન [ અનેકોને શ્રદ્ધાનો લાભ મળ્યો. માતાની ભાવનાએ ઘરને સંસ્કારી બનાવ્યું. લાતુર, પરભણી, હિંગોલી, ઔરંગાબાદ, જાલનાનાં ચાતુર્માસે જીવનભર લોકોને ધર્મી બનાવ્યા. * અજૈન ડૉકટરનું જૈન સંશોધન : ડૉકટર ભાવચંદ્ર બાપટ જે ઓસ્ટ્રેલિયા ને જાપાન સરકારના ખાસ આમંત્રિત બને છે. પૂનામાં સંશોધન કેન્દ્ર ચલાવે છે ને માહિમ હિન્દુજા હૉસ્પિટલમાં એલર્જી સેન્ટર ચલાવે છે. તેઓ ધર્મે જૈન બનવા ભાગ્યશાળી બન્યા છે ને અનેકોને રાત્રિભોજન, વાસી ભોજન ત્યાગની વાતો વૈજ્ઞાનીક દૃષ્ટિએ સમજાવે છે. સવારે સૂર્યોદય બાદના પોણા કલાકે પાચનતંત્ર સુધરે માટે નવકાશી જૈનો પાળે છે. કંદમૂળ એલર્જી કામુક્તા ને હિંસાનું કારણ માને છે. વહેલા ભોજનની બાબત ડૉ. બાપટ વધારે મહત્ત્વની માને છે. પોલીસ્ટાર કાપડ જે ખંજવાળ ને એલર્જી વધારે છે માટે જૈન સાધુ સુતરાઉ વસ્ત્ર વાપરે છે. તેઓ વરસે ત્રણ ઉપવાસ–અમ કરવા ખાસ ભલામણ કરે છે. કઠોળને દહીં-દૂધ દ્વિદળ માટે તેઓ ત્યાગ કરવા દબાણ કરે છે. જૈન ભાઈને દવા માટે તેમનો પરિચય થયો. જામનગરમાં જ્યારે મને તેઓએ સર્વ વાતો સમજાવી ત્યારે જૈનધર્મ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ધર્મ છે તેનું માન ઉત્પન્ન થયું. પૂ. આચાર્ય તપસ્વી પુણ્યાનંદસૂરિજી મ.સા. જે પણ કોલસાને ધોળો કરવાનો ઉપાય તેને બાળો તેમ આત્માને ઉજ્જવળ બનાવવાનો ઉપાય તપ છે. જે વાસનાનું મૂળ બીજ સેન્ટર રસના છે તેને વશ કરવાની વાતો ડોકટર બાપટને ખૂબ જ પસંદ પડે છે. આજે પણ અજૈન જૈન સિદ્ધાંતને બહુમાનથી માને છે. * અનેક નગરો એવા છે જ્યાં જૈન સાધુ-સાધ્વીથી વંચિત રહેવાને કારણે જૈન દારૂ–માંસ-ઈંડાના વ્યસની બની જાય છે. મહારાષ્ટ્રમાં આચાર્યશ્રી પુણ્યાનંદસૂરિજી મ.સા.ની સાથે નગપ્રવેશ કરતા હતા, બેન્ડના સૂરો ને ઢોલ વાગવાના અવાજથી જાગીને લુંગી પહેરેલો ભક્ત જોવા બહાર આવ્યો કે શું થયું કે તરત બનીયન પહેરીને પાછળ આવવા લાગ્યો. પ્રવચન સાંભળતા જ ઊભો થઈને કહે. મારા જીવનનો ટનીંગ પોઈન્ટ છે. આજે જ હું તમારા ચરણે જૈન બનું છું. જ્યારે તેને પોતાની વાસના-વિષયો ને રસનાની વાત કરી ત્યારે જૈન સાધુનાં ગામડાંની ઉપેક્ષાથી લોકોની કેવી દુર્દશા થાય છે, જે દુઃખદાયક લાગ્યું. તે રાજસ્થાની ભાઈ પણ તેના મિત્રોને લઈ આવવા લાગ્યો ને આરાધક યુવા સંગઠન ઊભું થયું અને અનેકો સાત વ્યસન ત્યાગીને આરાધક બન્યા. વક્તા પ્રભાવક ગુરુવરોએ ભારતના સર્વ પ્રાન્તોમાં એકવાર પ્રવચનગંગા વહાવવી જોઈએ. * આજે જ્યારે વિજ્ઞાનવાદના ઊંધા ચશ્મા પહેરીને લોકો પાપોની ખાઈમાં પટકાય છે ત્યારે કલકત્તાની નેપાળી બાલિકાનું પ્રવચનમાં પાઠશાળાના મેળાવડામાં સન્માન થયું. કારણ, તેનાં માતા-પિતા નેપાળના વતની છતાં પાંચ પ્રતિક્રમણ મુખપાઠ કરીને પ્રભુ પૂજા સ્નાત્ર ભણાવે ને માંસ-ઈંડા-શરાબકંદમૂળ ત્યાગીને રોજ બેસણાનાં પચ્ચકખાણ કરવા લાગી હતી. માટે આજે પણ પાડોશી સારા મળે તો સંસ્કારી થવાય છે. * આજના વાસનાયુક્ત યુગમાં પણ જૈનાચાર્યોની જીવદયા નત મસ્તક બનાવી દે છે. ગુજરાતના છાણી નગરભૂષણ આચાર્યશ્રી ભુવનતિલકસૂરિજી મહારાજ વડિનતિ માટે ઉપાશ્રયના વાડામાં ઠલ્લે ગયા હતા. હું પૂજયશ્રીની સાથે સેવામાં હતો ને પૂજ્યશ્રી કાર્ય પતાવીને ઊભા થઈને બહાર પધાર્યા. હું અંદર તરપણી લેવા ગયો, જોયું તો બાજુમાં ખૂણામાં એક નાગરાજ ફણા પસરાવી સ્થિર બેઠા હતા. મેં Page #586 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૩૭ પૂજ્યશ્રીને વાત કરી. પાછા અમે બન્ને જોવા ગયા. જોઈને બહાર નીકળ્યા તો સહેજે અવાજ નીકળી ગયો, અંદર નાગરાજ છે કોઈ જશો નહિ ને અમો ઉપર હોલમાં ગયા. પૂજ્યશ્રી કણાભાવે વિચારી રહ્યા : મારા નિમિત્તે બધાને ખબર પડી સાપ છે. ને પછી પાછળ રહેતાં નિર્દયી અજૈન બાળકોએ સાપને અવાજ કરીને પાછળની ગલીમાં વાળ્યો ને કોઈ ન જુએ તે રીતે પથ્થરો મારીને મૃત્યુના શરણે પહોંચાડ્યો. અમને સમાચાર મળતાં તુરંત નવકાર મહામંત્ર સંભળાવવા પહોંચ્યા તો સાપ નિર્જીવ થઈ પડ્યો હતો પણ નવકાર દૂરથી સાંભળવા પામ્યો. તેનો પ્રભાવ તો આગળ બતાવીશું પણ પૂ. આચાર્ય ભગવંતને અત્યંત દુ:ખ લાગ્યું ને તુરંત દાદા ગુરુદેવ આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા.ને સંગાથ સાથે પત્ર લખ્યો કે, મારા નિમિત્તે એક સાપ–નાગરાજની હિંસા થયાના પાપથી મને ઉગારજો, ને પ્રાયશ્ચિત આપવા કૃપા કરશોજી. જૈન શાસનના પ્રભાવક આચાર્યશ્રીને પણ હિંસાનાં દુઃખ કેવાં હતાં તેનો પૂજ્યશ્રી જ્યારે પત્ર લખતા હતા ત્યારે પશ્ચાત્તાપના નયને આંસુ જેતા, દર્શન દયાનાં થતાં હતાં, કવિકુલકિરીટ ગુરુદેવે પત્રમાં આચાર્યશ્રીની જીવદયાની લાગણીની અનુમોદના કરીને ધન્યવાદ આપ્યા હતા, અને તપ-જપ બતાવ્યાં હતાં. બાદમાં જ્યારે અમો જંગલમાં વિહારમાં હતા ને જંગલમાં અંતરિક્ષજી તીર્થની યાત્રાએ વિનહર પાર્શ્વનાથ જિનાલયમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા-દીક્ષા ઉત્સવ માટે જતા હતા, અને નાના ગામડાના મંદિરમાં વિશ્રામ સાથે આરાધનાનો આનંદ અનુભવતા હતા ત્યારે એક સાધકને લઈને શ્રાવક આવ્યો. મેં તેને પ્રશ્ન કર્યો કે અમારા વિદર્ભ દેશના વિજયવંત વિહારી ગુરુદેવને અત્યારે કોણ સહાય કરે છે? ત્યારે સાધકે જાપ ને ધ્યાનથી કહ્યું : તમારા આચાર્યશ્રીને જીવદયાના પ્રભાવે જે સાપને નવકાર સંભળાવેલ હતો તે, નાગરાજ જેમ પ્રભુ પાર્શ્વને ધરણેન્દ્ર થઈને સહાય કરતો હતો તેમ, અત્રે પણ નાગરાજ દેવ થઈને સુંદર ભક્તિથી-ભાવથી સેવામાં હાજર છે ને ધર્મકાર્યમાં સમાધિ આપે છે. સર્વને આરાધનામાં સહાયક બને છે કોઈને પણ અંત સમયે શાંતિ-સમાધિ ને નવકાર આપવો. તે સંત-સજ્જન ને ઇન્સાનનો ધર્મ પોતે દુઃખી થઈને પણ બીજાને સુખી બનાવે તે સજ્જનતાનું લક્ષણ છે. આજે પણ દેવો આવે છે તે સ્પષ્ટ બદ્ધ, નિદ્ધત કર્મને ધક્કો મારી શકે છે, માટે સર્વને ધર્મનું દાન કરો. જીવનને નંદનવન સુવાસિત બનાવો. કોઈને સહાય કરશો અને સુખશાંતિ આપશો તો સમાધિ પામશો. બાલાપુરથી અંતરિક્ષજી તીર્થે સંઘ સાથે પધારી અંજનશલાકા કરાવી સુવર્ણ ઇતિહાસ સર્જ્યો. * આજે એકવીસમી સદીમાં પગ માંડતો માનવી વ્યસન, ફેશન, અનુકરણમાં સંસ્કૃતિના ફુડચા ઉડાવે છે ત્યારે ધર્મચુસ્ત માનવી જીવન પ્રકાશમાન બનાવે છે. આ શ્રી ગંભીરસૂરિજી મહારાજ જ્યારે મદ્રાસમાં વિજયલબ્ધિસૂરિ લાઈબ્રેરી, બેંગલોરમાં લબ્ધિસૂરિ પાઠશાળા ને હૈદ્રાબાદમાં વિજયલબ્ધિ જીવદયા મંડળની સ્થાપના કરીને વિચરતા હતા ત્યારે અનેક સ્થળે બકરાની બલિ દેવસ્થાનોમાં થતી હતી. એકવાર કુલ્પાકજી તીર્થના છ'રિપાલિત સંઘ સાથે જતા હતા ત્યારે રસ્તામાં બલિ ચઢાવવાની વિધિ થઈ રહી હતી. પૂજ્યશ્રીએ શ્રાવક પ્રેમજી લાલજીભાઈને જીવદયા માટે ભોગ આપવા સજ્જ કર્યા ને ત્યારે જ સુરના મહારાજા પરિવાર સાથે ગુરુદેવના આશિષ લેવા આવ્યા હતા. ને પૂજ્યશ્રીએ આપ જીવન નથી આપી શકતા તો મારીને જીવ લેવાનો આપને કોઈ અધિકાર નથી એવી પ્રેરણા આપી અને જીવદયા મંડળની માગણી કરી. મહારાજાએ સહર્ષ સ્વીકાર કર્યો ને બલિપ્રથા બંધ થઈ. જે આજે પણ દક્ષિણમાં રૂગનાથ મલજી જેઓ જીવદયા માતા માટે કર્મચારી બનીને અહિંસાનો પ્રભાવ વિસ્તારે છે. બેંગલોર, મદ્રાસ, Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન દ્વારહા ધનજની પ્રતિષ્ઠાઓમાં જીવદયાના કાર્યો સારા પ્રમાણમાં થયા હતા. * દાદર (મુંબઈ) શ્રી લબ્ધિસૂરિ જ્ઞાનમંદિરમાં જ્યારે હું વિનયસેન, વજસેન અને વલ્લભસેન મહારાજને ધર્મ અભ્યાસ કરાવતો હતો ત્યારે માતા વર્ષાબેન પુત્ર સમકિતને લઈને આવ્યાં. બાળકે કહ્યું ને ઉપવાસનું પચ્ચક્ખાણ આપો. મેં આશ્ચર્ય સાથે વાસક્ષેપ નાખતાં પૂછ્યું : અલ્યા બે વર્ષનો છે ભુખ નહિ લાગે? તો કહે, મહારાજ! એણે આપના પ્રવેશ વખતે આયંબિલ કર્યું હતું ને કાલે તમારે પારણું છે અટ્ટાણુંમી ઓળીનું માટે બધાની સાથે એ પણ તપની કમ્પની આપવાનો છે. માતા વર્ષાબેન કહે, મેં જન્મ પહેલાં તે કુક્ષીમાં આવ્યો ત્યારથી રોજની પાંચ સામાયિક ને નવકારમંત્રની પ0 માળા નવ મહિના સુધી કરી છે. પુત્રી દર્શના પણ ધર્મચુસ્ત છે. અમારાં સ્વાધ્યાય–સંયમના સંસ્કારપૂર્વક જીવન જીવીએ છીએ. * નેપાળની બોર્ડર પર વસેલા ફારબીસગંજ નામના ગામની પ્રતિષ્ઠા માટે કલકત્તાથી જતા હતા. રસ્તામાં પૂછ્યું : ભાઈ, ત્યાં મંદિર કેમ બનાવ્યું? તો કહે સાહેબ! અમારા શેઠને છોકરી કલકત્તા પરણાવવી હતી. ત્યાંના શ્રીમંતને છોકરી જોવા બોલાવ્યા. વીરાનગર જ્યાં સાંજના પહોંચ્યા. સવારે શેઠાણી તારાબેન કાંકરિયા કહે, પ્રથમ દર્શન કર્યા સિવાય મુખશુદ્ધિ-નવકારશી નહિ થાય. તપાસ કરતાં માલુમ પડ્યું કે બોર્ડર પર નાના ગામમાં એક મૂર્તિ ઝાડ નીચે પડી છે ને ગાડીમાં ત્યાં તારાબેન ગયાં જઈને જોયું. આંસુ આવ્યાં, મારા ભગવાન આવા સ્થાનમાં? ત્યાં જ અભિગ્રહ લીધો–જ્યાં સુધી મંદિર ન બને, પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી ઘી, મીઠાઈનો ત્યાગ. તુરત જ કામ ચાલુ થયું, સ્વખર્ચે મંદિર થયું ને પ્રતિષ્ઠા માટે જ્યારે મેં તેમને કહ્યું : તમે જ કરો. તો કહે, મારું કાર્ય નિર્માણ કરવાનું છે. સંઘ પ્રતિષ્ઠા કરે, ચઢાવાથી પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાનો ખર્ચ તમામ તારાબહેને આપ્યો. પ્રથમ મૂર્તિપૂજક સાધુ તરીકે નેપાળ જવાનો મને લાભ મળ્યો ને ત્યારે વલ્લભસેનને વર્ષીતપ મારે ઓળી કામચોવિહારી એકદત્તીને વિનયસેન અને વજસેનને એકાંતરા આયંબિલ સાથે નેપાળની વિહાર યાત્રા થઈ. તારાબહેને બાદમાં પ્રતાપગંજ, ઉત્તરગંજ, છીંદવાળા, આસનસોલ, પર્વતપુર જેવા નવા નવા ગામમાં પ્રાય: ૨૫ મંદિર, નિર્માણ કરાવ્યાં છે, ને મને પણ અંજનશલાકા, પ્રતિષ્ઠા ઉપધાન–ઉજમણાનો પણ નવા નવા ગામોમાં સારો લાભ મળ્યો હતો. * જેને સરાકનો ઉદ્ધાર : સમેતશિખરજીનો ૧00 કિલોમીટરના એરિયામાં બિહાર, બંગાળ, ઓરિસ્સાના ૨૦૦ નગરોમાં પ્રભુ પાર્શ્વનાથના ઉપાસકો સરાક જૈનોની બે લાખથી વધારે વસ્તી છે તેના જીર્ણોદ્ધાર-સંસ્કારદાન માટે શિખરજીમાં પૂ. આ.શ્રી વારિષેણસૂરિજી મ.ની નિશ્રામાં પં. સુયશમુનિના સૂચનથી મનોજકુમાર હરણ દ્વારા પૂર્વભારત સરાક જૈનોદ્ધાર સમિતિની સ્થાપના થઈ, જેમાં રતનભાઈ દેસાઈ, રસિકભાઈ બી. શાહ, હરિભાઈ ચાસની કમિટિ બની. ને જ્યારે અમો સરાકના ગામોમાં વિચર્યા ત્યારે તે લોકોની રાત્રીભોજન, કંદમૂળ ત્યાગ, શિખરજીની ભક્તિ ને ધર્મશ્રદ્ધા અનુમોદનીય લાગી હતી. વળી, સમિતિના પ્રયત્નથી ઝાંપડા-પર્વતપુર મારી ૯૭મી ઠામ ચૌવિહારી એકદત્તી ઓળીના પારણા પ્રસંગે ૩) ઘરના સર્વે નાના મોટાઓએ આયંબિલ કરી રેકર્ડ કરેલ. નીલમબેન ખુશાલભાઈ કલકત્તાવાળા તરફથી મંદિરનો પ્રતિષ્ઠા-ઉત્સવ સુંદર થયેલ. કમિટી તરફથી ૧૦ જિનાલયો અને ૧૫ પાઠશાળાઓ ચાલુ છે. સારૂ કાર્ય થઈ રહ્યું છે. જૈનધર્મનો પ્રભાવ, પ્રચાર વધતો રહ્યો છે. આ હકીકતનો સાધુઓએ પ્રચાર A કરવા જેવો છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૩૯ * પલ્લિવાલ જૈનો –ભરતપુરના ગામમાં પલ્લિવાલો જૈનધર્મ પાળવા લાગ્યા છે. આચાર્યશ્રી વિક્રમસૂરિજી મહારાજ, આચાર્યશ્રી ભદ્રંકરસૂરિજી મ.ના પ્રયાસોથી જનતામાં ધર્મભાવના સારી રીતે વધવા પામી છે. કુમારપાળ વી. શાહના અથાગ પ્રયત્નોથી અને સાધ્વીશ્રી શુભોદયાશ્રી મહારાજના વિહારથી ૨૫ નગરોમાં જૈન દેરાસરો થઈ ગયાં છે. પાઠશાળાઓ ચાલુ છે. સાધુ-સાધ્વીજીઓનાં ચાતુર્માસ પણ થવા લાગ્યાં છે. પલ્લિવાલ, સરાક, પરમારોના નગરોમાં દાનગંગા વહાવી જોઈએ. * પરમાર ક્ષત્રિય જેનો –પંચમહાલ-વડોદરા જિલ્લામાં પરમાર ક્ષત્રિયો જૈનધર્મનું પાલન હજારોની સંખ્યામાં કરે છે. અમારી પ્રેરણાથી ભુવન-ભટૂંકર પાઠશાળા ભેંસાવી ગામમાં ચાલે છે. તેવી જ રીતે તેઓ શાસન-પ્રભાવના અને સંયમ-આરાધના કરી ધન્ય બની રહ્યાં છે. અમારો સિદ્ધાંત એ છે કે જ્યાં કોઈ ન જાય ત્યાં જવું. જે કોઈ ના કરે તે અનુષ્ઠાનો કરાવવા પ્રયત્ન કરવા તે અનુસાર સરાક, પલ્લિવાલ, પરમારના ક્ષેત્રો જેવા અનેક નગરોમાં જવાનો પ્રથમવાર લાભ મળ્યો ને વર્ષોથી અટકી ગયેલા મંદિરોના જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉદ્યાપન ઉત્સવોનો લાભ પામી શક્યા છે ત્યાંના જૈનોના જૈનત્વની ઝલક અનુમોદનીય બની છે. શક્તિશાળી વ્યક્તિઓએ અજાણ્યા ક્ષેત્રોમાં પ્રચાર-પ્રસાર માટે ઉત્સાહ રાખી જૈનશાસનની જ્યોત વધારવી હજારો આયંબિલો, માસક્ષમણો, પૂજાદિ ઉત્સવો કરાવવાનો લાભ મળે છે. ભવોભવ આરાધના કરવામાં સહાયક થવાય છે. આચાર્યશ્રી ઇન્દ્રન્નિસૂરિજી આદિ ૪૦ સાધુ-સાધ્વીજીઓ પરમાર ક્ષત્રિય છે.. Page #589 -------------------------------------------------------------------------- ________________ 109 50-35 શ્રી ગૌતમસ્વામીને પ્રભુ મહાવીરના ગુરુવિયોગની વેદનામાંથી જ જીવનનો નવો રાહ મળ્યો. રાગદ્રષ્ટિનો પરદો હટતા આત્મસિદ્ધિનું અમૃત પ્રગટ થયું અને જીવનમાં કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ વ્યાપી ગયો. પી-વિ વિલાપ મુજને મેલ્યો રે ટળવળતો હાં રે, નથી કોઇ આંસુ લોવહાર; (/ ગૌતમ કહી કોણ બોલાવશે રે, કોણ કરશે મોરી સાર ? Page #590 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૪૧ 'જયવંતા જિનશાસનના 'ધર્મવીરો-કર્મવીરો-શૂરવીરો સંકલન : અ. સૌ. જયશ્રીબહેન વી. શાહ, વડોદરા જયવંતુ જૈનશાસન-એ શાસનનો જય જયકાર ત્યારે જ થાય કે--જ્યારે એ શાસનમાં તેના અનુયાયીઓમાંથી વિવિધ ક્ષેત્રમાં વીર-નરપુંગવો પાકે, અને તેને પકવનાર નારીરત્નો પાકે. આ શાસનમાં અત્યાર સુધીમાં સમયે-સમયે અનેક નરવીરો થઈ ગયા છે, ભગવાનના સમયમાં અભયકુમાર જેવા, વચલા કાળમાં સંગ્રામ સોની, ચંપા શ્રાવિકા જેવા અને અત્યારના નજીકના કાળમાં મોતીશા, રાજનગર નિવાસી કસ્તુરભાઈ મણીભાઈ શેઠ તથા શેઠ નરશી નાથા જેવા ઘર્મવીરો થયા છે એના પ્રભાવે જૈન શાસનનો જય-જયકાર થઈ રહ્યો છે. ઘર્મવીરતાની સાથે-સાથે કર્મવીરતા અને શૂરવીરતા પણ જોઈએ અને તો જ ધર્મવીરતા દીપે. એવા કર્મવીરો અને શૂરવીરોમાં મહારાજા ખારવેલ વગેરે, વિક્રમાદિત્ય હેમુ વગેરે, માતા પાહિની દેવી, ઉજમફૈ, સિદ્ધગિરિની રક્ષા કાજે ફના થઈ જનારા બારોટો વગેરે આપણને પોતાના અનુપમ-અનુકરણીય-આદર્શરૂપ જીવન દ્વારા એક નાનકડો પણ ભવ્ય સંદેશો આપી રહ્યાં છે કે, તમો પણ ધર્મવીર-કર્મવીર-શરવીર બનો અને જૈન શાસનનો જય જયકાર કરો...સૌરાષ્ટ્રના ચૂડા રાજયના એક વખતના કારભારી અને જૈન નવલકથાઓ દ્વારા લબ્ધપ્રતિષ્ઠિત શ્રી જગજીવનભાઈ માવજીભાઈ કપાસીના પરિવારમાં પણ આવાં જ નારીરત્નરૂપે અ. સૌ. જયશ્રીબહેન સાહિત્યક્ષેત્રે રસ-રુચિ ધરાવી રહ્યાં છે એ ગૌરવની વાત છે. તેમની સંકલિત વિગતો આપણને પ્રેરણા આપે છે, ---સંપાદક દયાળશાહ મંત્રી એ સમયમાં વાણિયાઓની ઘણી જ કદર હતી. અને ખરૂ કહો તો રાજય પણ વણિકનું હતું, કારણ કે જૈનોએ ઘણાખરા રાજ્યને પ્રાણની પરવા કર્યા વગર સુંદર સેવાઓ આપી છે અને પોતાનું નામ રોશન કર્યું છે. તેવી રીતે ઉદયપુરના રાજ્યમાં પણ જૈનોનું જ રાજ્ય હતું તે વસ્તુ પણ ખોટી નથી. કારણ કે દયાળશાહ મંત્રી ઘણો જ સાહસિક, શૂરવીર અને ચાણાક્ષ-ચતુર બુદ્ધિવાળો હોવાથી રાજ્યની આબાદી ઘણી જ મજબૂત બની હતી. આ બધી પરિસ્થિતિનો ખ્યાલ કરતાં દયાળશાહના વખતમાં ઉદયપુર એક મહાન આદર્શ રાજા ગણાતું હતું. તે વખતે બાદશાહ ઔરંગઝેબ પણ દયાળશાહના નામથી ચમકતો હતો, અને એ વાણિયાને કોઈ પણ હિસાબે ખતમ કરવાની પેરવીમાં હતો. પણ જેને “રામ રાખે તેને કોણ ચાખે!” દયાળશાહના વખતમાં બાદશાહ ઔરંગઝેબે હિન્દુઓ પર જજીઆવેરો નાખ્યો હતો. તે દરેકને બળાત્કારે મુસલમાન બનાવતો હતો. આ વખતે હિંદુઓની પરિસ્થિતિ ઘણી જ ભયંકર અને દયાજનક Page #591 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] [ જૈન પ્રતિભાદર્શન હતી. કારણ કે હિન્દુઓની પાસે બહાદૂર રાજા નહોતા; હતા ફક્ત એક જ રાજા, રાણા રાજસિંહ. આ વખતે દયાળશાહની સલાહ લઈ રાણા રાજસિંહે બાદશાહ ઔરંગઝેબ ઉપર એક પત્ર લખ્યો કે હિન્દુઓ પર નાખેલો જજીઆવરો માફ કરો ને જો માફ ન કરવો હોય તો સામનો કરવા માટે તૈયાર થાવ. આથી હિન્દુઓ ઉપર નાખેલો જજીઆવરો મંત્રી દયાળશાહની સલાહથી બંધ થઈ ગયો. જે જૈન અહિંસક અને ઝીણામાં ઝીણી દયા પાળવા મશગૂલ છે તે જ જૈન જરૂર પડે દેશને ખાતર, ધર્મને ખાતર, પોતાના માલિકની ખાતર, ઢાલ તથા તલવાર લઈ યુદ્ધ કરવામાં પાછી પાની કરતો નથી. તેવા જૈન એ વખતમાં એક દયાળશાહ જ હતા. - દયાળશાહના શરીરનો બાંધો એવો મજબૂત હતો કે, જાણે ગેંડાની ઢાલ. તેના શરીરના બધા ભાગ લોખંડી હતા. જયારે પોતે લડાઈના મેદાનમાં ઊતરતા હતા ત્યારે તે જૈન “વીર કેશરીસિંહ જેવા ભાસતા હતા. એવા વીર પુરુષોએ અમર નામના મેળવી જૈનોનું ગૌરવ વધાર્યું છે. આવા યુદ્ધના અનેક પ્રસંગો આવતા હતા છતાં પણ મેવાડની આબાદી ઘણી જ સારી રહી હતી. પરંતુ તે વાત ભાવીને ગમતી નહીં હોવાથી સંવત ૧૭૧૭ની સાલમાં મહા દુષ્કાળ પડ્યો. આવી વિષમ સ્થિતિમાં મેવાડનું ભાવી ભયંકર દશામાં સપડાયું. જ્યારે દયાળશાહ મંત્રી પોતે ઘોડેસ્વાર થઈ પોતાના મકાન તરફ જતા હતા ત્યારે જૈનાચાર્ય માનસૂરિજી મહારાજ ઉપાશ્રયે આવતા રસ્તામાં જ મળ્યા. દયાળશાહે આચાર્ય મહારાજને જોઈ અશ્વ ઉપરથી નીચે ઊતરી નમસ્કાર કરી સુખશાતા પૂછી. આચાર્ય મહારાજે મંત્રીને ઉપાશ્રયે આવવા કહ્યું. દયાળશાહ તરત ઉપાશ્રયે ગયા. ત્યાં મહારાજશ્રીએ સંઘને બોલાવી દુષ્કાળની વિષમ સ્થિતિનો ખ્યાલ આપ્યોને કહ્યું કે, “આપણે આપણી લક્ષ્મીનો આવા વખતમાં ઉપયોગ નહિ કરીએ તો ક્યારે કરીશું? ” તેથી સંઘના આગેવાનોના હૃદયમાં સારી--ઊંડી અસર થઈ અને સૌએ પોત પોતાની લક્ષ્મીનો છુટા હાથથી ઉપયોગ કરવા નિશ્ચય કર્યો, જેથી સારામાં સારું ઉઘરાણું થયું. રાજ્ય તરફથી પણ દયાળશાહ મંત્રીએ અનાજના કઠોર તથા ઘાસ વગેરે આપવાં શરૂ કર્યો. વળી પ્રજાને દુષ્કાળમાંથી બચાવવા “જય સમુદ્ર” નામનું તળાવ બંધાવવાનું નક્કી કર્યું. આવી અનેક પ્રવૃત્તિઓ મંત્રી દયાળશાહે પ્રજાના રાહતાર્થે રાજ્ય તરફથી ચાલુ કરી. એક દિવસ દયાળશાહે ઉપાશ્રયે આવી મહારાજશ્રીને કહ્યું કે “ગુરુદેવ! મારે પણ મારી લક્ષ્મીનો આ ગરીબો માટે સદુપયોગ કરવો છે, તો તેનો કોઈ રસ્તો બતાવી આભારી કરો.” તારે કેટલા રૂપિયા ખરચવા છે?' માનસૂરિ આચાર્યે પૂછ્યું. “મારે ૫૦ થી ૬૦ લાખ રૂપિયા વાપરવા છે.” દયાળશાહે કહ્યું. વાચક વર્ગ! આ વસ્તુ શું બતાવે છે? કયાં દયાળશાહની રાજ્યભક્તિ, કયાં તેની સાહસિકતા, કયાં તેની શૂરવીરતા અને તે બધાને શરમાવી નાખે તેવી તેની ઉદારતા! ધન્ય છે તેની જનેતાને. આચાર્ય મહારાજે દયાળશાહની લાગણી જોઈ એક વિશાળ જિનમંદિર બંધાવવા કહ્યું. દયાળશાહ પણ જેમ બને તેમ જલદી જિનમંદિર નિર્માણ કરવાનું વચન આપી ઘેર ગયા. Page #592 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૩ દયાળશાહે બીજે દિવસે જ સારું મુહૂર્ત જોઈ દેશ-દેશમાંથી કારીગરો બોલાવ્યા. કામ ધમધોકાર ચલાવવા માંડ્યું. આથી મેવાડના દુષ્કાળીઆઓને પણ રોજી મળવા લાગી. આથી હજારો ગરીબ મંત્રીને આશીર્વાદ આપવા લાગ્યા. કામ લગભગ પુરું થવા આવ્યું. દયાળશાહે પ્રતિષ્ઠા ધામધૂમથી કરવા નિશ્ચય કર્યો અને દેશોદેશના સંઘો તથા મહારાણા રાજસિંહને પ્રતિષ્ઠા વખતે પધારવા વિનંતી કરી. ગુરુમહારાજ માનસૂરીશ્વરજીના હતે જ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કઢાવ્યું હતું. આ વખતે મંત્રી દયાલશાહે પણ પારાવાર તૈયારીઓ કરી હતી. હજારો માણસોની મેદની જમા થઈ હતી. જય સમુદ્રની પાસે આ વિશાળ મંદિર અનેક કારીગીરીથી શોભી રહ્યું હતું. શ્રીસંઘનું આમંત્રણ મહારાણાએ સ્વીકારી સંઘનું સ્વાગત કર્યું હતું. વળી સંઘના નામથી દેશ-પરદેશમાં કંકોત્રીઓ મોકલવામાં આવી હતી અને ધામધુમ સાથે ભવ્ય સમારંભથી એ મંદિરની પ્રતિષ્ઠા ગુરુદેવશ્રી માનસૂરીશ્વરજીના શુભ હસ્તે કરવામાં આવી હતી. રાણા પણ મંદિર જોઈ ઘણા જ ખુશ થયા હતા. દયાળશાહે ૫૦ લાખ રૂપિયા ખરચવા ધારેલા હતા છતાં એક કરોડ લગભગ ખરચાઈ ગયા. ધન્ય છે તેની ઉદારતાને! આ પ્રમાણે મંત્રી દયાળશાહે પોતાના પિતાશ્રી સ્વર્ગવાસ થયા પછી તેને મળેલ તમામ વારસો-- મિલ્કત શ્રી ઋષભનાથ પ્રભુના જૈન મંદિરમાં વાપરી હતી. અને તેનું નામ પણ “દયાળ કિલ્લો' રાખવામાં આવ્યું હતું. આજે પણ ઉદયપુર જતાં સ્ટેશન “કાંકરોલી ગામે આ કિલ્લો મોજૂદ છે. વાંચકો! તમો કોઈ વખતે તે કિલ્લાનાં દર્શન કરી ‘દયાળશાહ ને યાદ કરશો એ જ અભિલાષા. [રાજકવિ ભોગીલાલ રતનચંદ કૃત “મેવાડના અણમોલ જવાહર યાને આત્મબલિદાન'માંથી] ( ભાવડ શાહ ) સૌરાષ્ટ્રનો ભૂતકાલિન ઇતિહાસ ઘણો જ ભવ્ય, ગૌરવવંતો; પ્રેમ, ત્યાગ, શૌર્ય અને ભક્તિથી સભર છે.. જેને આજે આપણે મહુવા તરીકે ઓળખીએ છીએ તેનું પ્રાચીન નામ મધુમતીનગરી હતું અને તે કાળે સમગ્ર રાષ્ટ્રમાં વીર વિક્રમની આણ પ્રવર્તતી હતી. મહારાજા વિક્રમાદિત્યે જે વણિકને મધુમતીનગરી મિત્રભાવે અને તેના ગુણની પૂજા રૂપે આપેલી તે પુરૂષ સૌરાષ્ટ્રની ધરતીનો એક પ્રામાણિક અને અટલ નિશ્ચય બળવાળો વેપારી ભાવડ શાહ હતો. ભાવડશાહ આવી પડેલી વિપત્તિઓનો કેવી રીતે મુકાબલો કરે છે તે આપણે ટૂંકમાં જોઈએ. ભાવડશાહનું જીવન સુખમય હતું. પરંતુ પાપકર્મનો ઉદય થાય છે ત્યારે દરેક બાજી, સાચી હોવા છતાં ઊંધી જ પડે છે. બન્યું એવું કે તે પોતાના સમગ્ર વ્યાપારમાંથી પૈસા ખેંચીને ૧૨ વહાણ પરદેશ પોતાના મુનિમ કરમચંદ સાથે રવાના કરે છે. પરંતુ ભાગ્યદશા જયારે પલટી ખાય છે ત્યારે માનવી લાચાર બની જાય છે. તેના આ બારેય વહાણ ડૂબી જાય છે. ભાવડશાહને સમાચાર મળે છે, પરંતુ તે પોતાની સ્વસ્થતા ગુમાવતા નથી; પોતાનું કરજ ચૂકવવા માટે તેમ જ પોતાના નોકર-ચાકર વગેરે માટે માલ-મિલ્કત વહેંચી દે છે અને પોતે સાવ નાના મકાનમાં રહેવા ચાલ્યા જાય છે. પરંતુ ધર્મને અને કર્મને ! Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન ૨૦ માનવાવાળા ભાવડશાહ કે ભાગ્યવતી (તેમની પત્ની)ના જીવનમાં સમતાભાવ અને ધર્મ ટકી રહે છે. ભાવડશાહ એકાદ મુદ્રામાંથી કાપડ ખરીદીને કાપડની ફેરી કરે છે. ગામડે ગામડે ફરે છે ન્યાયનીતિથી ધંધો કરે છે અને પોતાના જીવનમાં સુખેથી રહે છે. સમય જતાં ભાવડશાહ નાની હાટડી રાખે છે. અશ્વના જાણકાર ભાવડશાહે લખ્ખી નામની ઘોડી લીધેલી, તેને વછેરો થતાં તેનું નામ તેજબળ રાખે છે. ત્યાંના રાજા તપનબળ વછેરા તેજબાળની માગણી સવાલાખ સોનૈયાથી કરે છે અને ભાવડ તેમને વહેંચી દે છે. ભાગ્યરેખા પલટાય છે. ભાવડશા એક પછી એક સંકડો અશ્વો તૈયાર કરે છે. તેમાં એક રંગી એકસો એકાવન અશ્વો તૈયાર કરીને ત્યાંના રાજરાજેશ્વરને કંઈપણ આશા રાખ્યા વિના ભેટ ધરે છે. ભાવડશાહના દિવસો હવે ફરવા લાગ્યા. તેને રાજતિલક કરવામાં આવ્યું. ભાવડશાહે સુખ અને દુઃખ બંને જોયેલાં. આથી પ્રજાજનોને કોઈપણ પ્રકારનું દુઃખ થાય નહીં તેની પૂરેપૂરી કાળજી રાખતા. ભાવડશાહ એક જ વર્ષમાં પ્રજાના માનીતા બની ગયા. પોતે વૈભવી ઠાઠથી અળગા જ રહેતા અને પ્રજાને પોતાના કુટુંબી તરીકે માનતા. ચાલીસમાં વર્ષે ભાગ્યવતી ગર્ભવતી થતાં તેને પુત્ર જન્મે છે, જે જાવડશાહના નામથી જાણીતા છે. ધર્મમાં દઢ રહેનારને દુ:ખ પણ સુખનું કારણ બને છે. અને ધર્મ માર્ગે અટલ રહેનાર હસતા હસતા વિપત્તીઓને પચાવી શકે છે. કારણ કે ધર્મનો આશ્રય લેનારાઓનું ધર્મ પોતે જ રક્ષણ કરે છે. આ સત્ય આજ કાલનું નથી; અનંત યુગથી ચાલ્યું આવે છે. વિદ્ય મો. ચુ. ધામી કૃત ભાવડશાહ'માંથી સાભાર.] ( શેઠ કર્માશાહ ) ભાગ્યશાળી પુરૂષોનું નામ હરહંમેશ જગતની ભૂમિ ઉપર પોતાનાં બાહુબળથી અને શ્રદ્ધાથી રાજાઓનાં અને બાદશાહઓનાં મન જીત્યાં. એ મહાપુરૂષનું નામ કર્માશાહ હતું. અને જેણે પવિત્ર શત્રુંજય તીર્થનો સોળમો ઉદ્ધાર કરાવ્યો. તેનું ટૂંકુ જીવનચરિત્ર અત્રે આપવામાં આવ્યું છે. ચિત્તોડમાં ઓસવાલ જ્ઞાતિની વૃદ્ધ શાખામાં (વીસા) સરણદેવ નામનો પુરુષ થયો, તે જૈન આમ રાજાનો પુત્ર હતો. તેના વંશમાં રામદેવ-લક્ષ્મણસિંહ–ભુવનપાલ–ભોજરાજ–ઠક્કરસિંહ–ખેતાકનરસિંહ-તોલાશાહ અનુક્રમે થયા. તોલાશાહ મેવાડના મહારાણા સાંગાનો પરમ મિત્ર હતો. તેને લીલુ નામની પત્નીથી થયેલ પાંચ પુત્રોમાં સૌથી નાનો કર્માશાહ શ્રેષ્ઠ અને ખ્યાતિમાન હતો. ૨. તપાગચ્છના રત્નાકર પક્ષની સ્મૃગુકચ્છીય શાખાના વિજયરત્નસૂરિજી અને તેમના શિષ્ય ધર્મરત્નસૂરિ સાથે સં. ધનરાજનો સંઘ આબૂ વગેરે તીર્થની યાત્રા કરતો મેદપાટ (મેવાડ)માં આવ્યો. ચિત્રકૂટમાં રાજ્ય કરતાં સાંગા મહારાણાએ સામે જઈ માન-સન્માન આપ્યું. તોલાશાહે સૂરિ પાસે જઈ શત્રુંજય પર સમરાશાહે સં. ૧૩૭૧માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક પ્લેચ્છો (મુસલમાનો)એ કોઈ સમયે ખંડિત કરી દીધું હતું તેનો ઉદ્ધાર કરવાનો પોતાનો મનોરથ સિદ્ધ થશે કે નહીં, એમ પૂછતાં સૂરિજીએ જણાવ્યું કે, “તારો પુત્ર કર્માશાહ તેનો ઉદ્ધાર કરાવશે.” સૂરિસંઘ સાથે ચાલ્યા ગયા, પણ પોતાના શિષ્ય K ઉપા. વિનયમંડનને ત્યાં રાખી ગયા. પછી તોલાશાહ સ્વર્ગસ્થ થયા. Page #594 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૫ ૩. પછી ગુજરાતનો શાહજાદો બહાદૂરખાન ચિત્તોડમાં જતાં ત્યાંના રાણાએ તેનું સન્માન કર્યું. કર્માશાહ કાપડનો વેપાર કરતો હતો. તેની પાસેથી શાહજાદાએ પુષ્કળ કાપડ ખરીદ્યું, અને બંને વચ્ચે મૈત્રી થઈ. શાહજાદાને દેશમાં જવા માટે ખર્ચી ખુટી એટલે કર્મશાહે એક લાખ રૂપિયા બિનસરતે આપ્યા. પછી આ શાહજાદો સં. ૧૫૮૩માં બહાદૂરશાહ નામ રાખી અમદાવાદની ગાદી પર બેઠો. એક દિવસ કર્માશાહ બાદશાહને મળવા અમદાવાદ આવતાં તેને બહુમાન મળ્યું. બાદશાહે અગાઉના આપેલાં નાણાં પાછા આપ્યા ને “બીજું કંઈ હું શું કરૂ? કઈ પણ સ્વીકારો” એમ કહેતાં કર્માશાહે કહ્યું કે શત્રુંજય પર મારા પ્રભુની પ્રતિમાઓની સ્થાપના કરવા ચાહું છું. તો આપ તેમ કરવા રજા આપો. બાદશાહે તે વાત સ્વીકારી અને કોઈપણ પ્રતિબંધ ન કરે તેવું ફરમાન કરી આપ્યું. આ લઈ કર્મશાહે શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં આવતાં દરેક જૈન ચૈત્યમાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારોપણ કરતાં, દરેક ઉપાશ્રયમાં સાધુમહારાજનાં દર્શન-વંદન કરી વસ્ત્ર-પાત્રાદિ વહોરાવતાં, દરિદ્ર લોકને યથાયોગ્ય દ્રવ્યસહાય આપતા અને ચીડીમાર-મચ્છીમાર આદિ હિંસકને તે પાપકર્મથી મુક્ત કરતા કર્માશાહ સ્તંભન તીર્થ (ખંભાત) પહોંચ્યા. ત્યાં બિરાજમાન પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનયમંડનને હકીકત જણાવી. શત્રુંજય તીર્થે પધારવા વિનંતી કરી. અને પોતે સંઘ સાથે પાલીતાણા જવા નીકળ્યા. પાંચ-છ દિમાં શત્રુંજયગિરિ દેખાયો ને પછી છેટેથી વંદન સ્તુતિ કરી. તલેટીમાં સંઘ પહોંચ્યો. આ વખતે સૌરાષ્ટ્રનો સુબો મઝદખાન (મુઝાહિદખાન) હતો. તે આથી મનમાં બળતો હતો, છતાં બહાદૂરશાહનું ફરમાન એટલે કંઈ વિરુદ્ધ કરી ન શક્યો. ગુર્જરવંશના રવિરાજ અને નૃસિંહે (કે જે બંને તે સુબાના મંત્રી હતા.) કર્મશાહને ઘણી સહાય આપી. પછી ખંભાતથી પૂજ્ય વિનયમંડન પાઠક પણ સાધુગણ સાથે આવી પહોંચ્યા. મહામાત્ય વસ્તુપાલે મૂકી રાખેલા મમ્માણી શિલાને બહાર કઢાવી તેની પ્રતિમા વસ્તુશાસ્ત્રમાં વિદ્વાન વાચક વિવેકમંડનગણિ અને પંડિત વિવેકપર ગણિની દેખરેખ નીચે બનાવરાવી. પછી સર્વ સંધોને આમંત્રણ મોકલી, બોલાવી સં. ૧૫૮૭ના વૈશાખ વદિ (ગુજરાતની ગણનાએ ચૈત્ર વદિ) ૬ રવિવારને દિને ધર્મરત્નસૂરિ શિષ્ય-પટ્ટધર વિદ્યાનમંડનસૂરિ પાસે શ્રી આદીશ્વર પ્રભુની નવી પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. આ રીતે શત્રુંજય તીર્થે કર્માશાહે ઉદ્ધાર કર્યો. --[રાજકવિ ભોગીલાલ રતનચંદ કૃત મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાનમાંથી) ( ઉદાશેઠ ) વાત છે બારમી સદીની. ત્યારનું ધવલ્લપુર એટલે આજનું ધોળકા. મોટા મોટા જિનચેત્યોથી દેદીપ્યમાન. ત્યાં જાવ એટલે જાણે મનને પૂર્ણ શાંતિ મળે. એ સમયે મહાન ધુરંધર આચાર્યમહારાજ ગુજરાતની ભૂમિને પાવન કરી રહ્યા હતા. આર્યદેશનું એ ધનભાગ્ય છે કે કયારેય સુસાધુભગવંતની ખોટ પડી નથી. એ ધુરંધર આચાર્યભગવંતો પૈકીના એક હતા વાદિદેવસૂરિજી મહારાજ, જેમણે ગૂર્જરેશ્વર સિદ્ધરાજ મહારાજાની રાજસભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રની સાથે વાદ કરીને વિજય મેળવેલો. તે જ આચાર્યમહારાજ વાદિદેવસૂરિજી વિહાર કરતાં કરતાં એક સમયે પધાર્યા ધોળકાનગરમાં. સંઘે ગુરુમહારાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન નગરમાં રહે એક શેઠ. ઉદાશેઠ તેમનું નામ. ઉદાશેઠે ઉદારતાથી પોતાની પાસે રહેલી લક્ષ્મીનો સદ્વ્યય કરીને જિનમંદિર બંધાવ્યું હતું. જગતભરમાં બેનમૂન એવી નકશીનો જોટો જડે એમ ન હતો. કોતરણીની તો કલ્પના કરવી અશક્ય હતી. ભગવાન સીમંધરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હતી એ જિનમંદિરમાં. ઉદાશેઠની ઇચ્છા હતી ભગવાન જેની પાસે પ્રતિષ્ઠા કરાવવાનું કહે તેમની પાસે જ પ્રતિષ્ઠા કરાવવી, પણ...ભગવાનને પૂછે કોણ? અને કેવી રીતે પૂછવું? કારણ ભગવાન તો મહાવિદેહ ક્ષેત્રમાં અને આપણે અહીં ભરતક્ષેત્રમાં. જ્યાં આજના ભૌતિક સાધનોથી વૈજ્ઞાનિકો પણ જઈ શકતા નથી ત્યાં તે સમયના ભલા ભોળા માનવી શી રીતે જઈ શકે? ઉદાશેઠ ઘણા ચિતત હતા. હવે શું કરવું? મનને જરાયે ચેન ન હતું. આત્માને કયાંય આનંદ ન હતો. દેરાસર તૈયાર હતું....પ્રતિષ્ઠા કરાવનાર કોણ? એ પ્રશ્ન હતો. અને આ સમયે જ પૂ. આચાર્ય શ્રી વાદિદેવસૂરિજી મહારાજ ધોળકા નગરમાં પધાર્યા. ઉદાશેઠે પોતાની મૂંઝવણ ગુરુજી સમક્ષ વ્યક્ત કરી. શ્રી વાદિદેવસૂરિજી મહારાજ જેવા વિદ્વાન હતા તેવા જ ગુણી હતા. જેવા ગુણી હતા એવા જ ગંભીર હતા. ઉદારતા અને ક્ષમાના અવતાર એ ગુરુદેવ કાયમ અહમ્ થી અળગા રહેતા. મુમુક્ષુને સુંદર માર્ગદર્શન આપતા. ગુરુ મહારાજે ઉદાશેઠની વાત સાંભળી, સમજી-વિચારીને જવાબ આપ્યો : “શેઠ, અઠ્ઠમ તપની આરાધના દ્વારા શાસનદેવીનું સ્મરણ કરવાથી તેઓ જરૂર તમને માર્ગ બતાવશે.” ઉદાશેઠને પણ ગુરુજીની વાત સાચી લાગી અને સાચી લાગેલી વાતને આચરવામાં ઢીલ કરવાવાળા તે માણસ ન હતા. ઉદાશેઠે અક્રમ કરવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે અઠ્ઠમ તપનો પ્રારંભ કર્યો. જાપ સહિત અક્રમ. સંઘ સમક્ષ અટ્ટમ. અજબ મનોબળવાળા તે સમયના માનવો સામે દેવોને પણ ઝૂકવું જ પડતું. ત્રીજા દિવસની રાત્રે શાસનદેવી પ્રત્યક્ષ થયા. “બોલો, શા માટે મને યાદ કરી?” “ભગવાન સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કોણ કરાવે? એ ભગવાનને પૂછીને અમને જણાવો.” ઉદાશેઠે વિનંતી કરી. “ત્યાં જઈને પાછી ન આવે ત્યા સુધી જો સંઘ કાઉસગ્ન કરે તો જ હું ત્યાં જઈ શકું. આ સિવાય અમારાથી ત્યાં જઈ શકાય નહિ.” શાસનદેવી બોલ્યા. ઉદાશેઠે કહ્યું : “તમે જ્યાં સુધી પાછા નહિ ફરો ત્યાં સુધી અમે બધા જ કાઉસગ્ન કરીશું.” શાસનકાર્ય માટે પણ સંઘ એકત્રિત થઈ ગયો અને બધા ધ્યાનમાં બેસી ગયા. કાઉસગ્ગના બળે શાસનદેવીએ ભગવાન શ્રી સીમંધરસ્વામીજીના સમવસરણમાં જઈને પૂછ્યું : “ભગવાન! ઉદાશેઠે દેરાસર તૈયાર કરાવ્યું છે. જેમાં આપની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવાની છે, તો તે પ્રતિષ્ઠા કોણ કરાવે?' Page #596 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૪૭ ભગવાને કહ્યું : “વાદિદેવસૂરિના હસ્તે શ્રીસંઘ પ્રતિષ્ઠા કરાવે.” શાસનદેવીએ આવીને શ્રીસંઘને આ સમાચાર આપ્યા અને શ્રીસંઘે કાઉસગ્ગ પાર્યો. સંઘમાં ઉત્સાહ ફેલાઈ ગયો. ઉદાશેઠે પણ ઘણા જ ઉલ્લાસ સાથે જિનમંદિરમાં પ્રભુને પધરાવ્યા; અને સાથે સાથે મનમંદિરમાં પણ પ્રભુજીની પધરામણી કરી. આચાર્યશ્રી વાદિદેવસૂરિના વરદ્ હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી. “નૂતન જિનમંદિરનું નામ ઉદાવસહી રાખવામાં આવ્યું. ધનરાશિ વાપરવામાં ઉદાશેઠે ખૂબ ઉદારતા દાખવી હતી. જો કે આજે આ પ્રાસાદ કઈ જગ્યાએ હશે તેની કલ્પના થઈ શકે તેમ નથી. ધોળકામાં ઠેકઠેકાણે ખોદકામ કરતાં જિનમંદિર અને જિનપ્રતિમાજીઓ નીકળી રહ્યા છે. એ જ બતાવે છે કે ધોળકા એક પ્રાચીન નગરી હશે. તેના ભૂગર્ભમાં શું શું સમાયેલું હશે તે તો જ્ઞાની જ જાણી શકે. [કલિકાલ કલ્પતરુ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ” (સુધારા-વધારા સાથે તૃતીયવૃતિમાંથી સાભાર) ( કવિ ધનપાલ ) ધારાનગરીના રાજા ભોજની સભામાં કવિ ધનપાલનું ભારે બહુમાન હતું. તે જૈનધર્મનો કટ્ટર દ્વેષી હતો. તેના સગા નાનાભાઈ શોભને તેના પિતાની ઇચ્છાથી, જૈન દીક્ષા લીધી હતી. આ બીનાએ ધનપાલના જૈનધર્મ પ્રત્યેના દ્વેષમાં ભડકો કર્યો હતો. તેણે રાજા દ્વારા ધારાનગરીમાં જૈન સાધુનો પ્રવેશ-પ્રતિબંધ કરાવ્યો હતો. આ બાજુ જૈનધર્મમાં લીન બની ગયેલા શોભનમુનિને મોટાભાઈ ધનપાળને માર્ગસ્થ કરવાનો વિચાર થયો. તેમણે ધારામાં પ્રવેશ કર્યો. રસ્તામાં જ ઘોડા ઉપર આવતાં ધનપાળે મુનિને જોયા. પ્રવેશ-પ્રતિબંધનો ભંગ કરનાર આ સાહસિક મુનિ ઉપર તેને ધિક્કાર છૂટ્યો. નજીક આવીને તેણે મશ્કરીમાં કહ્યું : “ર્ય મહંત મહંત નમતે ” શોભન મુનિએ તુરત જ વળતો જવાબ આપ્યો કે, “છાપ વતનાય ચી સુતે ” કવિને યોગ્ય ઉત્તર મળતા હર્ષ અને વિસ્મય થયો. ફરી તેમણે પૂછ્યું કે, “ત્ર તે નિવાસ ?” મુનિએ ઉત્તર આપ્યો : “યત્ર તે નિવાસ” એ ઉત્તરમાં તરી આવેલી સંસ્કૃત ભાષાની પ્રકાંડ વિદ્વતાથી ધનપાળ ખૂબ પ્રભાવિત થયો. શોભનમુનિ એકદા તેને ઘેર વહોરવા ગયા. ધનપાળની પત્નીએ વહોરાવવા માટે દહીં લીધું. તે ત્રણ દિવસનું હતું માટે “અભક્ષ્ય છે' એમ કહીને મુનિએ તે લેવાની ના પાડી. બાજુમાં ઊભેલા ધનપાળે કહ્યું કે “જો આ દહીંમાં જીવડાં હોય તો મને બતાવી આપો.” શોભન મુનિએ અળતાના રસનો પ્રયોગ કરીને તેમાં પુષ્કળ જીવો દેખાડ્યા. હવે દહીં બાજુ ઉપર મુકીને સ્ત્રી લાડુ વહોરાવવા લાગી. તે જ વખતે ચકોર પક્ષીની ચીસો સાંભળીને અને તેની બેચેની જોઈને મુનિએ કહ્યું કે, “તે લાડુમાં ઝેર ભેળવવામાં આવ્યું છે.” ધનપાળ તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેમણે બિલાડીને બે-ત્રણ કણી નાખી તો તરત થોડીવાર માટે તે બેભાન થઈ ગઈ. સાચે જ ધનપાળની જાન લેવાનું કોઈ રાજકીય પયંત્ર રચાયું હતું. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮] L[ જૈન પ્રતિભાદર્શન | મુનિએ ચકોર પક્ષીની વાત કરી. જૈન દર્શનનું આ ઊંડાણ જાણીને ધનપાળનો દ્વેષ ઓગળી ગયો. હવે તે જૈન ધર્મની સન્મુખ થયો. ક્રમશઃ જૈનધર્મનો કટ્ટર શ્રાવક બન્યો. એકવાર તેણે આદિનાથ પ્રભુનું કાવ્ય બનાવ્યું, ને રાજા ભોજને સંભળાવ્યું. તે સાંભળીને પ્રભાવિત થયેલા ભોજે ધનપાળ પાસે પ્રસ્તાવ મૂક્યો કે, “આ કાવ્યમાં જ્યાં “આદિનાથ' લખ્યું છે ત્યાં “શંકર' મૂકી દે, વિનીતા’ નગરીના સ્થાને ધારાનગરી મૂક અને ભરતરાજા” ને બદલે “ભોજ રાજા' મૂક. આ સાંભળીને ધનપાળ ગંભીર બની ગયા. તેમણે કહ્યું કે, ““તમારામાં અને તેમનામાં તો આસમાન-જમીનનું અંતર છે. આ મારાથી કદી બની શકશે નહિ. કયાં ઐરાવત અને ક્યાં ગધેડો? હું કાંઈ તમારો ભાટ નથી!” આ સાંભળીને ઉશ્કેરાયેલા ભોજે તે ગ્રંથને ત્યાં ને ત્યાં તાપણામાં નાખીને ભસ્મીભૂત કરી નાખ્યો. ધનપાળ સભા છોડીને, ગ્રંથ બળી ગયાના અસહ્ય આઘાત સાથે ઘેર પહોંચ્યો. પણ, તેમની દીકરી તીલક રોજેરોજ રચાતો ગ્રંથ વાંચી લેતી હતી. એક જ વારના વાચનથી તેને કાંઈ પણ કંઠસ્થ થઈ જતું. આથી તેણે આખો ગ્રંથ પિતાજીને લખી આપ્યો. તેનું નામ અમર કરવા માટે ગ્રંથનું નામ ‘તીલક મંજરી' રાખ્યું જે આજે પણ ઉપલબ્ધ છે. ( તીર્થરક્ષક શેઠ શાંતિદાસ શેઠ શાંતિદાસના પૂર્વજો મેવાડના સિસોદીયા વંશના ક્ષત્રિયો હતા. તેમનો ઇતિહાસ પમસિંહ ઠાકુરસિંહથી પ્રાપ્ત થાય છે. શાંતિદાસ શેઠ એ પદ્મસિંહની છઠ્ઠી પેઢીએ થયેલા સહસ્ત્રકિરણના પુત્ર હતા. શાંતિદાસનો જ્યારે વેપારકાળ આવ્યો ત્યારે વેપારના વિષયમાં હીરાની જેમ ઝળકી ઊઠ્યા હતા. દેશવિદેશમાં તેમનો વેપાર હોવા છતાં ધર્મને તેમણે જીવનનું એક અંગ બનાવ્યું હતું. પરમાત્માનાં દર્શન કર્યા વિના મોંમા પાણી પણ કદી નાખતા નહિ. વ્યાપારમાં આગળ વધતાં વધતાં દિલ્હીના મોગલ બાદશાહ અકબરના ઝવેરી તરીકે સ્થાપિત થયા. તે વખતે તેમની ઉંમર માત્ર પચ્ચીસ વર્ષની હતી. બાદશાહ અકબરના પુત્ર સલીમને કારણે તેની માતા જોધાબાઈ જોડે અકબરને અણબનાવ થયો. ત્યારે ગુસ્સામાં દિલ્હીનો ત્યાગ કરીને જોધાબાઈને અમદાવાદમાં આશ્રય આપી તેની ભારે આગતા-સ્વાગતા કરી હતી. આથી જોધાબાઈએ શાંતિદાસને પોતાનો ભાઈ ગણ્યો હતો. સલીમ શાંતિદાસને જોહરીમામાં કહેવા લાગ્યો. અંતે પિતા સાથે સલીમનું સમાધાન થયું. જોધાબાઈ પુનઃ દિલ્હીમાં આવી ગઈ. બાદશાહ અકબરે શાંતિદાસની ઉપર ખુશ થઈને અમદાવાદના નગરશેઠ તરીકે નિમ્યા. એક વખત મુક્તિસાગરજી મહારાજની પ્રેરણાથી પંદર હજાર માણસોનો શત્રુંજય તીર્થનો સંઘ શાંતિદાસે કાઢ્યો, જેમાં અકબરે તમામ સગવડો પૂરી પાડી હતી. એક વખત અમદાવાદમાં સુંદર જિનાલયનું નિર્માણ કરવાની શેઠને ભાવના જાગી. બાદશાહ અકબરની સંમતિ મેળવીને, નવ લાખ મુદ્રાનો ખર્ચ કરીને મેરુતું પ્રાસાદ નિર્માણ કર્યું. મૂળનાયક તરીકે ચિંતામણિ પાર્શ્વનાથને બિરાજમાન કર્યા. Page #598 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૫૪૯ બાદશાહ અકબર પછી જહાંગીર અને ત્યારપછી શાહજહાં ગાદી ઉપર આવ્યો. સં. ૧૬૪પમાં શાહજહાંએ અમદાવાદના સૂબા તરીકે ઔરંગઝેબને નિમ્યો, જે ખૂબ ધમધ હતો. તેને શાંતિદાસ શેઠના બનાવેલા મેટતું પ્રાસાદ ઉપર અત્યંત નફરત હતી. એક દિવસ તેણે મંદિરને તોડી પાડીને મસ્જિદ બનાવવાનો કોટવાળને હુકમ કર્યો. આ વાતની ખબર પડતાની સાથે જ શેઠે ઔરંગઝેબને મળવા માટે નિષ્ફળ પ્રયત્નો કર્યા. તેમણે બીજા માણસ દ્વારા કહેવડાવ્યું કે, મારી તમામ સંપત્તિ કબજે લઈને પણ આ મંદિર રહેવા દો. તે મારું પ્રાણથી પણ પ્યારું મંદિર છે. પરંતુ તે ન જ માન્યો; અને રાતોરાત તે મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું. શાંતિદાસ શેઠનું સદ્દનસીબ એટલું જ હતું કે આ સ્થિતિમાં મુકાઈ જતાં પહેલાં મંદિરની તમામ મૂર્તિઓ ખસેડી લેવાનો મોકો મળી ગયો. આઘાતથી પીડાતા શેઠ શાંતિદાસ દિલ્હી ગયા અને ઉદાર એવા દારાને મળ્યા. દારાએ શાહજહાંને વાત કરી. શાહજહાંએ શેઠની વાત સાંભળી આશ્વાસન આપ્યું. અને ઔરંગઝેબને દક્ષિણના સૂબા તરીકે ખસેડવામાં આવ્યો. શેઠને મંદિર પાછું મળ્યું. આખો સંઘ ભેગો થયો. મસ્જિદમાંથી પાછું મંદિર બનાવવું કે નહિ તેની વિચારણા થઈ અને સહુનો અભિપ્રાય નકારમાં આવતા તે મંદિર ખંડિયેર તરીકે પડી રહ્યું. આજે પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કબજે તે ઇમારત છે. શાંતિદાસ શેઠે બાદશાહ પાસેથી મંદિરરક્ષા કરવાના ફરમાનો મેળવવામાં પોતાનું શેષ જીવન પુરું કર્યું. અને સીત્તેર વર્ષની વયે સં. ૧૬૫૯ની સાલમાં શેઠ મૃત્યુ પામ્યા. [પૂ. ચંદ્રશેખરવિજયજી કૃત “જૈન કથાઓ' ભાગ-૩ માંથી.] ( મંત્રીશ્વર કપર્દી ) પાટણમાં કપર્દી નામનો ગરીબ જૈન વસતો હતો. ફેરીનો ધંધો કરતો અને રાતે ઉપાશ્રયે પ્રતિક્રમણ કરી સૂઈ જતો. એક વખત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજ પાટણ પધાર્યા. જિનધર્મના ચુસ્ત આરાધક અને ભક્ત કપર્દીને તેની કારમી ગરીબી ધર્મકાર્યોમાં વિશેષ પ્રગતિ કરવા દેતી નથી તેવું તેમણે જાણ્યું. આ માટે સૂરિજીએ તેને ભક્તામર સ્તોત્રની અગિયારમી ગાથા (દષ્ટવા ભવન્તમનિમેષ...) ત્રણેય કાળ ૧૦૮ વાર ભાવપૂર્વક બોલવાનું સૂચન કર્યું. આ વિધિ અખંડિતપણે છ માસ સુધી કરવાનું અને તેની સાથે એકાશન, સંથારે શયન, પૂર્ણ બ્રહ્મચર્યપાલન કરવાનું જણાવ્યું. કપર્દીએ યથાવિધિ આરાધન પૂર્ણ કર્યું. છેલ્લા દિવસે ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા. તેમણે કપર્દીને કહ્યું કે, “કાલે કોરા ઘડા તૈયાર રાખવા. તેમાં હું આપું એ દૂધ ભરી દેવું. તે બધુ સોનું થઈ જશે.” કપર્દીએ અર્ધ મણિયા બત્રીસ ઘડા તૈયાર કરીને મૂકી દીધા. દરેકમાં દેવીદત્ત દૂધ ભરવામાં આવ્યું. કપર્દીએ વિનંતી કરી કે, “બત્રીસમાં ઘડાનું દૂધ જેમનું તેમ રખાય તો સારું. જો એ દૂધનો | અક્ષયકુંભ બને તો તેના વડે ચતુર્વિધ સકળ સંઘની ભક્તિ કરી શકું.' Page #599 -------------------------------------------------------------------------- ________________ [ જૈન પ્રતિભાદર્શન દેવીએ તે વાત કબૂલ કરી, મહાધનાઢ્ય બની ગયેલા કપર્દીએ દૂધપાક–પૂરીના ભોજનથી ચતુર્વિધ સંઘની ભક્તિ કરી. આગળ જતાં કપર્દી શેઠ મહામંત્રી બન્યા. ગૂર્જરેશ્વર કુમારપાળનું અવસાન થયું. જૈન ધર્મનો કટ્ટર દ્વેષી અજયપાળ રાજા થયો. પહેલી જ રાસભામાં તેણે મંત્રીશ્વર કપર્દીના લલાટે ચાંલ્લો જોયો અને તેનો આત્મા સળગી ઊઠ્યો. તેણે રાડ પાડીને કહ્યું, “કપર્દી! હવે કુમારપાળનું શાસન નથી. ચાંલ્લો ભૂંસી નાખવો પડશે.” પૂરી અદબ જાળવીને કપર્દીએ કહ્યું, “રાજનું! ચાંલ્લો તો નહિ ભૂસાય.” સિંહના જેવી ગર્જના કરતાં અજયપાળે કહ્યું, “તો સમજી રાખો કે જીવન ભૂસાઈ જશે. મારી સામે બોલતા સમજીને બોલો—યાદ રાખો કે તમે આગ સાથે રમત રમી રહ્યા છો.” કપર્દી મૌન રહીને ચાલ્યા ગયા. આવતીકાલના સંભવિત મોતની આરાધનાની બધી પૂર્વ તૈયારીઓ થઈ ગઈ. શ્રીસંઘે અશ્રુભરી આંખોએ લલાટે ચાંલ્લો કર્યો. કપર્દીના ધર્મપત્ની પણ પતિની સાથે વીર મૃત્યુ વરવાને સજ્જ થઈ ગયા. દિંડનાયક મંત્રી સજ્જન (સાજણટે) શ્રી ગિરનારજી તીર્થનો ઉદ્ધાર કરવાની પરમ આવશ્યકતા હતી. સૌરાષ્ટ્રના દંડનાયક મંત્રી સજ્જને (સાજણદેએ) મહેસુલની આવેલ સવા ક્રોડ જેટલી રકમ જીર્ણોદ્ધારમાં ખર્ચી નાખી હતી. મહારાજા સિદ્ધરાજની આ અંગે કાન-ભંભેરણી કરવામાં આવતાં સિદ્ધરાજે દંડનાયકને કહેવડાવ્યું. છતાં તેનો યોગ્ય ઉત્તર મળ્યો નહિ. વંથળીના એક શ્રાવક પાસેથી બધી રકમની વ્યવસ્થા દંડનાયકે કરી રાખી હતી. સિદ્ધરાજ સૌરાષ્ટ્રમાં આવ્યો ત્યારે દંડનાયકે તેને ગિરનારનું ભવ્ય દર્શન કરાવ્યું. તે જોઈને મહારાજાના મુખમાંથી શબ્દો સરી પડ્યો કે “ધન્ય છે તેની માને કે જેણે આવા પુત્રને જન્મ આપ્યો.” વળતા જવાબમાં દંડનાયકે કહ્યું કે “ધન્ય છે મીનળદેવીને.” પછી વાતનો સ્ફોટ કર્યો ને જણાવ્યું કે કાં તો આ ઉદ્ધારનું પુણ્ય અને યશ લ્યો અથવા ધન લ્યો. બને તૈયાર છે. સિદ્ધરાજે ધન જતું કર્યું. વંથળીની રકમ પાગ બાંધવામાં વાપરવામાં આવી. આભૂ શેઠ થરાદના આભુ શેઠની સાધર્મિક ભક્તિની સુવાસ ચોતરફ વ્યાપી હતી. એમણે ૩૬ છોડનું ઉજમણું કર્યું. અંતે ૩૬૦ સાધર્મિકોને પુષ્કળ ધન વગેરે દાન કરી સાધર્મિકભક્તિનો લ્હાવો લીધો. એકવાર એમના ઘેર એકી સાથે----એકાએક—-તે પણ ચતુર્દશીના દિવસે એક ભાઈ પરીક્ષા કરવા માટે ૩૬ હજાર સાધર્મિકોને લઈને આવી ગયા. આભૂ શેઠને ચતુર્દશીનો પૌષધ હતો, પણ ઘરમાં તેમના ભાઈ જિનદાસ હતા. જરાય અકળાયા વિના, ભારે ઉલ્લાસથી, એકાએક આવી ચડેલા તમામ સાધર્મિકોની પંચ પકવાનથી ભક્તિ કરીને વિદાય આપી. સહુ સ્તબ્ધ થઈ ગયા. આવી કસોટી કરવા બદલ ક્ષમા યાચીને સહુ વિદાય થયા. આભૂ શેઠે સઘળાય આગમોની એકેકી પ્રત સુવર્ણાક્ષરે લખાવી હતી. તેમણે મૃત્યુ સમયે દીક્ષા લીધી હતી. તે પૂર્વે સાત કરોડ સોના મહોરનું સાત ક્ષેત્રમાં દાન કર્યું હતું. Page #600 -------------------------------------------------------------------------- ________________ મ 1 : - રજતજી - E i 'શિલ્પ સૌંદર્યકલાનું ચત્ર તત્ર સર્વત્ર દર્શન, સોંદર્યકલાની સાથે | સંસ્કાર - સરસ્વતીનું સંમિલન માત્ર આ ભારતવર્ષની ધર્મભૂમિમાંજ સભર પડ્યું છે. આંખ ભરી ભરીને નિહાળવા ગમે તેવા મનમોહક સૌંદર્યધામોની હારમાળા અહીંજ છે તો શિલ્પ સ્થાપત્યકલાને જિવંત રાખનારા આરસપહાણના સેંકડો જિનમંદિરો અને મૂર્તિઓ ખરેખર તો આપણને આ યુગનું દર્શન કરાવે છે. જેનોએ કળાના નિર્માણને ધર્મ માની પ્રોત્સાહન આપ્યું અને પોતાની સંપત્તિ ઉત્તમ સર્જન કળામાં સમર્પિત કરી. ચિત્ર શિલ્પ સ્થાપત્યકળાનું આવું વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતું આવ્યું છે. તેનું દર્શન આપણને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં, લાકડા કે આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા પડ્યા કે સ્ફટિકમાં, ગ્રંથ ભંડારો કે મ્યુઝીયમોમાં, જિન મંદિરોની દિવાલો કે છત ઉપર, થાંભલા કે ગોખલામાં, પ્રવેશ દ્વારે કે પરિકરમાં, આ શિલ્પ સૌંદર્ય કલા યત્રતત્રસર્વત્ર જોવા મળે છે. અત્રે બતાવાયેલાચિત્રો ઉપરથીજ જૈન શિલ્પકળાની વિશિષ્ઠતાનો ખ્યાલ આવે છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ (સ્થાપત્યકલા) અને (અધ્યાત્મનો) સંગમ જૈન મહર્ષિઓની પ્રેરણાથી જૈન મંદિરોની રચના પદ્ધતિમાં સોમ્પરા શિલ્પીઓએ કંડારેલી અદ્દભૂત કલા કારીગરી ભારતીય શિલ્પ સ્થાપત્યના ક્ષેત્રે અમર બની રહેશે. અપૂર્વ આત્મ વૈભવની પ્રતીતિ કરાવતા ભવ્ય જિનપ્રાસાદો, ઉપાશ્રયો અને જ્ઞાન ભંડારો ખરેખર દર્શનીય બન્યા છે. જૈન મ્યુઝીયમો હોય કે પ્રાચીન શિલાલેખો હોય, ગૃહો, હવેલીઓ કે ઊંચી અટારીએથી શોભતાં મહેલો હોય એ બધામાં જૈનોની પ્રાચીન જાહોજલાલીનો ખ્યાલ આવે છે. શિલ્પ સ્થાપત્યમાં ગગનચુંબી શિખરો હોય કે દ્વાર પરના તોરણો હોય, કે પરિકરો અને પ્રતિમાજીઓ હોય, અંભોની હારમાળા હોય કે દેવાંગનાઓના નૃત્ય પ્રકારો હોય આ પ્રત્યેકમાં કલા કૌશલ્યના દર્શન અવશ્ય થવાના જ. કલાના શેલીગત વિકાસક્રમમાં જૈન ધર્મ - સંસ્કૃતિની વિલક્ષણતાઓનું યશસ્વી પ્રદાન નોંધવું જ રહ્યું નવાગા-ચોક+-મ Page #602 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૫૩ ભવયાત્રાનો અંત લાવનાર યાત્રા સંઘો : નિશ્રપ્રદાન અને સંઘપતિઓ : ‘જૈન પ્રતિભાદર્શન' એટલે જૈન શ્રાવક-શ્રેષ્ઠીઓની અનુપમ ગૌરવગાયા. જૈનશાસનના ઉદ્યોત માટેનાં ઐતિહાસિક-ચિર:સ્મરણિય કાર્યો જેવાં કે તીર્થોની ઉપાસના, જીર્ણોદ્વાર, નૂતન જિનપ્રાસાદોનાં નિર્માણ, જૈન સાહિત્ય-સંસ્કૃતિમાં વિશિષ્ટ યોગદાન, વ્રત-તપ-જપ આદિ સત્કાર્યોની ઝાંખીનું અનોખું દર્શન. આ સત્કાર્યોમાં તીર્થોના યાત્રાસંઘો વગેરે નોંધપાત્ર રહ્યા છે. આ અંગેની પૂર્વકાળમાં અને વર્તમાનકાળમાં છેલ્લી સદીમાં નીકળેલા સંઘોની કેટલીક પ્રાપ્ત થયેલી નોંધપાત્ર શકય વિગતો અત્રે રજૂ કરીએ છીએ. સમય વહી ગયો, સંઘ નીકળી ગયો, ધર્મનો રંગ રહી ગયો. આ યાત્રાસંઘોમાં આધુનિકતાથી છલકાતા વર્તમાન સમયમાં પ્રાચીનતાને પુનર્જીવિત કરતા છ:'રી પાલક યાત્રાસંઘોના આયોજનમાં જિનાજ્ઞાનું શકય અધિકાધિક પાલન થઈ શકે એવી પ્રાચીન પરંપરાને અનુસરીને ભવ્ય શાસનપ્રભાવનાની ઝંખના અને તાલાવેલી તેમાં સમાયેલી હોય છે. ભગવાન ઋષભદેવ દ્વારા પ્રસ્થાપિત સંસ્કૃતિના સનાતન મૂલ્યોની જાળવણી સાથેની આ સંઘયાત્રાઓમાં શ્રી શ્રમણસંઘની પ્રેરણાથી આધુનિક વાહનો અને સાધનોના વપરાશ વગર શકય વધુમાં વધુ જયણા જાળવીને શાશ્વત તીર્થભૂમિની તીર્થયાત્રા કરવા-કરાવવાની બારવ્રતધારી શ્રાવકોની અને શ્રીસંઘની આકાંક્ષા હોય છે. આ સંઘયાત્રા દરમ્યાન હૃદયને ભીંજવી દેતી ભગવાનની ભક્તિના અનોખા કાર્યક્રમોનું સુંદર આયોજન થતું હોય છે. આવી સંઘયાત્રાઓથી અજૈનો પણ જૈનધર્મની અનુમોદના કરનારા બની જાય છે. પાખતા જે કર્મોના છ'રી પાતિક નર ભૂક્કા જાય, થાય. સંપાદક Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન પૂર્વકાળના ભવ્યાતિભવ્ય યાત્રાસંઘોની ઝાંખી) આદિનાથ શ્રી ઋષભદેવના પુત્ર અને શત્રુંજય તીર્થના પ્રથમ ઉદ્ધારક શ્રી ભરત ચક્રવર્તીના સમયમાં સિદ્ધાચલ મહાતીર્થના ૯૯,૮૯,૮૪,000 રાજાઓ સંઘપતિ થયા હતા. શ્રી અજિતનાથ પ્રભુના શાસનમાં થયેલા શત્રુંજય તીર્થના સાતમા ઉદ્ધારક શ્રી સગર ચક્રવર્તીના સમયમાં ૫૦,૯૫,૭૫,OOO રાજાઓ સંઘપતિ થયા હતા. શ્રી શત્રુંજય તીર્થના બારમા ઉદ્ધારક પાંચ પાંડવો અને તેમા ઉદ્ધારક જાવડશા સુધીના સમયમાં સિદ્ધગિરિ તીર્થના ૨૫,૯૫,૩૫,OOO સંઘપતિઓ થયા હતા. મહારાજા વિક્રમના સમયમાં ૮૪,OOO સંઘપતિઓ થયા હતા. શેઠ જાવડશાના સમયમાં ૩,૮૪,000 સમકિતવંત શ્રાવકો સંઘપતિ બન્યા હતા. તદુપરાંત હજારો ભાવસાર શ્રાવકો, ખત્રી શ્રાવકો, બ્રાહ્મણ શ્રાવકો, કડવા અને લેઉવા પટેલ શ્રાવકો, કંસારા શ્રાવકો આદિ અજૈનો પણ હતા. * ચક્રવર્તી ભરત મહારાજાએ શત્રુંજય તીર્થના કાઢેલ સંઘની વિગત :--- કરોડ સાધુ-સાધ્વીજીઓ, ૩૨,OOO મુકુટધારી રાજાઓ, ૩ લાખ મંત્રીઓ, ૩ કરોડ વ્યાપારીઓ, ૧૬,000 યક્ષો, ૩૨ કરોડ સુથાર આદિ, ૩૨,OOO નાટકિયાઓ, ૧,૨૮,OOO વારાંગનાઓ, ૫ લાખ દીવી ધરનારાઓ તથા ૮૪ લાખ રથો, ૮૪ લાખ હાથીઓ, ૮૪ લાખ ઘોડાઓ, ૮૪ લાખ વાજિંત્રો, ૧૦ કરોડ ધ્વજાઓ ઈત્યાદિ. છે : સત્તાધિકારી કામક જેની યાત્રાકાજે સેંકડો છરિપાલક સંઘો પધાર્યા છે. એ મનોહારી શત્રુંજય તીર્થ Page #604 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ પપપ * દશરથ રાજાના સંઘની વિગત :– ૭00 સુવર્ણથી મઢેલાં જિનાલયો, ૪ હાથીદાંતનાં જિનાલયો, ૮00 સંઘપતિઓ, ૧00 રાજાઓ, ૫ કરોડ યાત્રિકો આદિ તથા દરેક ગ્રામ-નગરે સાધર્મિકવાત્સલ્ય. * શત્રુંજય તીર્થના અગિયારમા ઉદ્ધારક શ્રી રામચંદ્રજીના સંઘની વિગત :--- ૫00 સોનાનાં જિનમંદિરો, ૭૧૨ ચાંદીનાં જિનાલયો, ૫૦૧૨ કાષ્ઠનાં જિનાલયો, કરોડ સ્ત્રી-પુરુષ યાત્રિકો તથા ૨૦ કરોડ ઘોડાઓ, ૧૦,000 હાથીઓ આદિ. સાચા હીરા-મોતીથી રાયણવૃક્ષને વધાવેલ. * પાંચ પાંડવોના સંઘની વિગત :– ૩00 સુવર્ણથી મઢેલાં જિનમંદિરો, ૮OO ચાંદીનાં જિનમંદિર, ૮OO આચાર્ય ભગવંતો, ૮OOO મુનિરાજો, ૮૦) રાજાઓ, ૧ કરોડ શેઠિયાઓ, ૨ કરોડ શ્રાવકો, ૫0,000 હાથીઓ, ૮ લાખ ઘોડાઓ ઇત્યાદિ. દ્વારકાથી કૃષ્ણ મહારાજા સાથે. * કૃષ્ણ મહારાજાના સંઘની વિગત - ૫00 સુવર્ણથી મઢેલાં જિનમંદિરો, ૧૭00 કાષ્ઠનાં જિનમંદિરો, હજારો સાધુ-સાધ્વીજીઓ, ૨૪ કરોડ સ્ત્રી-પુરુષ યાત્રિકો આદિ. આંબળા જેવાં મોટાં કીમતી મોતી વડે શત્રુંજયગિરિને વધાવેલ અને કૃષ્ણ મહારાજાએ પરિવાર સાથે દરેક જિનાલયે પ્રભુપૂજા કરેલ. * વિક્રમ મહારાજાના સંઘની વિગત : ૧૬૯ સુવર્ણથી મઢેલાં, 300 રૂપાનાં, ૫૦૦ હાથીદાંતનાં અને ૧૮૦૦ ચંદનકાષ્ઠનાં જિનમંદિરો, આચાર્ય સિદ્ધસેનસૂરિ આદિ પ00 આચાર્ય ભગવંતો, હજારો મુનિ મહારાજો, ૧૪ મુકુટબંધી રાજાઓ, ૭૦ લાખ શ્રાવકોનો પરિવાર, ૧ કરોડ રથ, ૬,000 હાથી, ૭૬,000 ઊંટો, ૧૮ લાખ ઘોડાઓ વગેરે. આ સંઘ શત્રુંજય અને ગિરનારની પદયાત્રા કરી પાછો ઉજજૈન ગયો હતો. * સમ્મતિ રાજાના સંઘમાં ૨૦૮૦ પ્રભુજીનાં રથો-દેરાસરો, ૫OOO આચાર્યાદિ શ્રમણ ભગવંતો અને પાંચ લાખ યાત્રિકો હતા. * મંત્રી વસ્તુપાલ-તેજપાલે શત્રુંજય-ગિરનાર તીર્થના કાઢેલા સંઘોની વિગત – પ્રથમ સંઘ વિ. સં. ૧૨૪માં માતા-પિતાની હાજરીમાં, બીજો સંઘ વિ. સં. ૧૨૭૩માં માતાપિતાના આત્મશ્રેયાર્થે, ત્રીજો સંઘ ૧૨૮૪માં, ચોથો સંઘ વિ. સં. ૧૨૮૫માં, પાંચમો સંઘ વિ. સં. ૧૨૮૬માં, છઠ્ઠો સંઘ વિ. સં. ૧૨૮૭માં, સાતમો સંઘ વિ. સં. ૧૨૮૯માં, આઠમો સંઘ વિ. સં. ૧૨૯૦માં, નવમો સંઘ વિ. સં. ૧૨૯૧માં, દશમો સંઘ વિ. સં. ૧૨૯૨માં, અગિયારમો સંઘ વિ. સં. ૧૨૯૩માં, બારમો સંઘ વિ. સં. ૧૨૯૪માં. * સંઘવી ગુણરાજના વિ. સં. ૧૪૯૮માં નીકળેલ સંઘની વિગત – પ્રભુજીના ૭00 રથો-મંદિરો, શ્રી સોમસુંદરસૂરિ આદિ ૧૦૮ આચાર્યો, ૨ લાખ યાત્રિકો, ૩૬OOO શવ્યાપાલકો, પ00 ઘોડાઓ, ૮00 ઊંટો, ૧000 પાલખીઓ, 800 પિત્તલના ઘડાઓ ઇત્યાદિ. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ ] પેથડ મંત્રીના પુત્ર ઝાંઝણ મંત્રીનો સંઘ :— --દેદાશાના પુત્ર પેથડ અને પેથડના પુત્ર ઝાંઝણ મોટા દાનવીર હતા. આ ઝાંઝણ મંત્રી જ્યારે માંડવગઢથી અઢી લાખ યાત્રિકો સાથે સંઘ લઈ શત્રુંજય પહોંચેલ ત્યારે ઋષભદેવ ભગવાનની સોનારૂપાથી પૂજા કર્યા બાદ ૩ કરોડ સુગંધી પુષ્પો વડે પ્રભુજીની પૂજા કરેલ. [ જૈન પ્રતિભાદર્શન --આ મંત્રીએ એક મૂડા પ્રમાણ પહોળી, ઉપર સોનાની પાટ, નીચે ચાંદીના પાટથી ભરેલ વચ્ચે રેશમી વસ્રવાળી, શત્રુંજયના શિખરથી ગિરનાર શિખર સુધી લાંબી ધજા બાંધેલ, જે ધજામાં ૫૪ ઘડી સુવર્ણ ખર્ચ કરેલ. આ મંત્રીનો સંઘ અમદાવાદ પહોંચ્યો ત્યારે રાજાની આજ્ઞાથી સમગ્ર ગુજરાતની ૧૫ લાખની જનસંખ્યાને ભોજન કરાવેલ. મોટા મોટા ૧૦૦ મંડપો બાંધેલ. છ દિવસ સુધી આખું ગુજરાત જમ્યા પછી ઘણી મીઠાઈ વધેલ, તે જોઈ રાજા આશ્ચર્ય પામેલ. આ સંઘ સાબરમતીમાં નદીકિનારે ગુજરાતને જમાડવાની તૈયારી માટે એક મહિના સુધી રોકાયેલ. આ મંત્રીનો સંઘ જીરાવલા પહોંચ્યો ત્યારે છ મણ કપૂરથી ધૂપપૂજા અને ૧ કરોડ પુષ્પથી જિનપૂજા કરેલ અને ૧ લાખ રૂપિયાવાળો ચંદરવો બાંધેલ. × થરાદના આભૂ સંઘવીના સંઘની વિગત :— ૭૦૦ જિનમંદિરો, ૧૫૧૦ જિનબિંબો, ૩૬ આચાર્યો, ૧૦૦ તંબોળીઓ, ૯૦ પાલખીઓ, ૨૨૦૦ ઊંટો, ૧૫૧૦ ઘોડાઓ, ૭૦૦ જલવાડી પાડાઓ, ૧૪,૦૦૦ ગાડાંઓ, ૧૭૫૨ કાષ્ઠને વહન કરનારાં સાધનો, ૭ પાણીનાં પરબો, ૩૦૦ પાણીની પખાલો, ૧૦૦ પંચલ, ૨૬૦ દુકાનો, ૧૦૦ કંદોઈ, ૧૦૦ કડાયા, પ૦ સલાટ, ૪૭ બળદ અને ૨૦૦ માળી ઇત્યાદિ. આ આભૂ સંઘવીએ પ્રથમ દર્શન વખતે વસ્ત્રની લ્હાણી કરેલ. સંઘમાં કુલ બા૨ કરોડ સોનામહોર ખર્ચેલ. આ આભૂ સંઘવીએ ‘સારું આર’ નામનું એવું મોટું જિનાલય બનાવેલ કે જે દ્રવ્યથી નાનાં-નાનાં ૮૪ દેરાસર બની શકે. સાત ક્ષેત્રમાં સાત કરોડ દ્રવ્ય વાપરેલ. * કુમારપાળ રાજાના સંઘની વિશિષ્ટતા ઃ— —આ રાજાએ પાટણથી શત્રુંજયનો સંઘ કાઢેલ. તેમાં ૨૮૦૦ દેરાસર, ૧૧૦૦૦ હાથીઓ, ૧૧ લાખ ઘોડાઓ, ૧૬ લાખ યાત્રિકો, ૫૦,૦૦૦ રથ અને દરેક ગામે રત્નજડિત ધજા ચઢાવેલ. આ સંઘમાં વાગ્ભટ્ટાદિ ૨૪ મંત્રીઓ હતા. નગરશેઠના પુત્ર આભદેએ જ્યાં સંઘનો પડાવ ત્યાં ઘરદીઠ સોનૈયા આપ્યાં. હરખચંદ અને હરપાલ શેઠ બાલ તથા વૃદ્ધની ભક્તિ કરતા, દેવો અને દુદો શેઠ સાકરના પાણીની પરબ સંભાળતા, આંબો અને અબજી શેઠ લાડુની દુકાન ખોલી લ્હાણી કરતા, ખોબો અને ખીમજી શેઠ ગુપ્તદાન કરતા, ભદો અને ભૂપત શેઠ રસ્તામાં ઠંડા પાણીની વ્યવસ્થા કરતા, થોભો અને લખમશી શેઠ શેરડી-કેળાં વગેરે આપતા. —આ સંઘ જ્યારે ધંધુકા પહોંચ્યો ત્યારે ઘરદીઠ સોનામહોરની પ્રભાવના કરી. ગિરિરાજને પરવાળા તથા મોતીથી વધાવેલ. મૂળનાયકને નવ અંગે નવ લાખ કિંમતનાં રત્નો ચડાવ્યાં. સુવર્ણથી જડેલી ૨૧ ધજાઓ ચડાવી. આ સંઘની તીર્થમાળાનો લાભ સવા કરોડ દ્રવ્યની બોલીથી દાનવીર શ્રી જગડુશાએ લીધેલ. Page #606 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] સિદ્ધાચલ સમરું સદા સોરઠ દે મોજાર, મનુષ્ય જન્મ પામી કરી વધું ન 12... י W * જગદ્ગુરુ હીરસૂરિજી મહારાજના સદુપદેશથી ૩૦૩ સંઘપતિઓએ સંઘ કાઢેલ. * ઉપલદેવ રાજાએ આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘ કાઢેલ તેમાં સોના-ચાંદીનાં દેરાસરો અને લાખ યાત્રિકો હતા. * સમ્રાટ ચન્દ્રગુપ્ત રાજાના સંઘમાં ૫ લાખ યાત્રિકો હતા. * સારંગ શાહે ખંભાતથી શિખરજીનો સંઘ કાઢેલ. તેમાં કક્કસૂરિજી આદિ ૫૦૦૦ આચાર્યો હતા. [ ૫૫૭ શેઠ રામજી ગંધારિયા ઃ—મૂળ ગંધારના વતની ને કોટિધ્વજ વેપારી તરીકે પ્રખ્યાત હતા. વહાણવટાના ધંધાથી સંપત્તિ સંપાદન કરીને ધર્મમાર્ગમાં સુકૃતની કમાણી કરી હતી. એમણે સં. ૧૬૧૯૨૦માં આચાર્યશ્રી દાનસૂરિજી મ. સા.ના સદુપદેશથી શત્રુંજય મહાતીર્થનો છ’રિપલિત સમે કાઢ્યો હતો. એમણે તળાજા અને ગિરનાર તીર્થના જીર્ણોદ્વારનો પણ લાભ લઈને સંપત્તિનો સદ્વ્યય કરી જીવનની સુવાસ ચોતરફ ફેલાવી હતી. તેઓ આ. શ્રી દાનસૂરિજી મ. સા., આ. શ્રી હીરસૂરિજી મ. સા. તથા આ. શ્રી વિજયસેનસૂરિજી મ. સા.ના પરમ ભક્ત હતા. એમની તીર્થયાત્રા અને વેપારી કુનેહની સાથે ગુરુભક્તિ પણ તેની પ્રતિભાનું વિશિષ્ટ દર્શન કરાવે છે. કચરાભાઈ સંઘવી :—પાટણના મૂળ વતની શ્રી કચરાભાઈ સુરતમાં સ્થાયી થયા અને પૂ. દેવચંદ્રજી મહારાજના ઉપદેશથી સંવત ૧૭૯૪માં સમેતશિખરજીનો સંઘ કાઢ્યો હતો. બીજો સંઘ સંવત ૧૮૦૪માં સુરતથી શત્રુંજયનો જળ-સ્થળ માર્ગે કાઢ્યો હતો. તેમાં રૂપચંદ કચરા સંઘપતિ તરીકે જોડાયા હતા અને મહા સુદ ૩ ના દિવસે તીર્થમાળા પહેરી હતી. તીર્થયાત્રા દ્વારા ‘સવિ જીવ કરું શાસન રસિ’ની ભાવનાથી સુકૃતના સહભાગી સંઘવીઓના નામનું પુણ્યસ્મરણ ધર્મભાવનાની વૃદ્ધિમાં પુરક બને છે. તારાચંદભાઈ સંઘવી :કચરાભાઈ સંઘવીના કાકાના પુત્ર તારાચંદે સંવત ૧૮૨૬માં શત્રુંજય મહાતીર્થનો છ’રિપાલિત સંઘ કાઢ્યો હતો. પં. શ્રી તિલકવિજયજી ગણિ, પં. શ્રી જિનવિજયજી ગણિ અને પં. શ્રી ઉત્તમવિજયજી ગણિ આદિની શુભનિશ્રામાં આ સંઘ કાઢવામાં આવ્યો હતો. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન વર્તમાન સમયના પ્રભાવક યાત્રાસંઘો શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં નીકળેલા સંઘો પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીનું સમગ્ર જીવન અનેક વિલક્ષણતાઓથી ભર્યું ભર્યું અને આદર્શરૂપ હતું. તેઓની પ્રેરણા અને ઉપદેશચી થયેલા અનેક ઐતિહાસિક કાર્યોમાં તેઓશ્રીની શુભ નિશ્રામાં નિકળેલા છ'રીપાલિત સંઘો પણ ઘણું જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પૂજ્યશ્રીની નિશ્રામાં વીસેક જેટલા છ'રીપાલિત સંઘો નીકળ્યા તેમાં શેઠશ્રી માકુભાઈનો અમદાવાદથી શ્રી ગિરનાર-સિદ્ધાચલજીનો સંઘ ખરેખર સર્વોપરી યાત્રાસંઘ બન્યો હતો. પૂર્વકાળમાં વર્ણવાતા શ્રી કુમારપાળ મહારાજા તેમ જ મંત્રીશ્વર વસ્તુપાલતેજપાલ વગેરેના સંઘોની ઝાંખી કરાવે તેવો આ સંઘ હતો. આ સંઘના ફોટાઓ પણ આ વિભાગમાં જ જોવા મળશે. આ ફોટાઓ અને સંઘોની ઘણી માહિતી ૫. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા. પાસેથી પણ પ્રાપ્ત થતાં આ વિભાગ એ રીતે ઘણો જ સમૃદ્ધ બનવા પામ્યો છે. સંપાદક પ. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જન્મને ૧૨૫ વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને દીક્ષાને પણ ૧૧૦ વર્ષ થવા આવ્યા, તો તેમના કાળધર્મના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. એટલે એમના દ્વારા થયેલ શાસનપ્રભાવનાના મહાન કાર્યો અંગે વિચાર કરવો હોય તો તે સમયની દેશ અને કાળની પરિસ્થિતિને નજર અંદાજ કરાય નહિ. તેમની શાસનપ્રભાવનાના કાળ દરમ્યાન વિજ્ઞાન હજુ પાપા પગલી માંડી રહ્યું હતું. ભારતમાં યંત્રયુગની માંડ શરૂઆત થઈ હતી. રેલ્વે પણ હજુ માંડ દેશના કોઈ કોઈ ભાગમાં શરૂ થઈ હતી. ડામર રસ્તાઓ ગણ્યા ગાંઠ્યા મોટા ચાર-પાંચ શહેરોને જ જોડતા હતા. એ સમયમાં એક ગામથી બીજે ગામ જવું પણ બહુ ભારે કઠિન કામ ગણાતું હતું. તેવા સમયમાં તીર્થયાત્રા તો માંડ ૨૦-૨૫ વર્ષે એકાદવાર અથવા તો જિંદગીનો અંત સમય નજીક આવતો જણાય ત્યારે શ્રી સિદ્ધગિરિ, શ્રી ગિરનાર કે એવા કોઈ મોટા તીર્થની યાત્રા કરવા સામાન્ય જૈન જતો. પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં નીકળેલા અનેક સંઘોમાં સૌ પ્રથમ વિ. સં. ૧૯૫૦માં જામનગરમાં ચાતુર્માસ કર્યા બાદ ત્યાંના શ્રાવક શ્રેષ્ઠિશ્રી સૌભાગ્યચંદ કપૂરચંદ તરફથી જામનગરથી ગિરનાર થઈ સિદ્ધગિરિનો છ’રીપાલિત સંઘ નીકળ્યો. ફક્ત પાંચ જ વર્ષના દીક્ષાપર્યાયમાં અને ફક્ત ૨૧ વર્ષની ભરયુવાન વયે સેંકડો યાત્રીઓના સંઘને નેતૃત્વ પુરું પાડ્યું અને તે પણ બે-ચાર દિવસ પૂરતું નહિ Page #608 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૫૫૯ s પણ લગભગ એક મહિના સુધી. બહુ અભુત કહેવાય એવું આ મહાન કાર્ય હતું. સંઘ જામનગરથી ગિરનાર આવ્યો ત્યાં શ્રી નેમનાથ પ્રભુની સૌએ ભક્તિભાવપૂર્વક યાત્રા કરી. ત્યારબાદ ક્રમશઃ પાલીતાણા આવ્યા અને શ્રી આદીશ્વરદાદાના દર્શન-પૂજન કરી સૌ પાવન બન્યા. સંઘપતિ શ્રી સૌભાગ્યચંદભાઈએ મુનિશ્રી નેમવિજયજીના પવિત્ર હસ્તે તીર્થમાળ પહેરી. R શાસનસમ્રાટશ્રીના સંઘના સામૈયાનું એક દૃશ્ય વિ. સં. ૧૯૫૪માં મુનિશ્રી નેમવિજયજીએ સ્તંભતીર્થ (ખંભાત)માં શેઠશ્રી અમરચંદ પ્રેમચંદ તથા એમના પુત્ર શેઠશ્રી પોપટભાઈ અમરચંદની વિનંતીથી ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીની ધર્મદેશનાના પ્રતાપે શેઠશ્રી અમરચંદભાઈએ ખંભાતથી સિદ્ધગિરિનો છ'રીપાલિત યાત્રા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢ્યો. વિ. સં. ૧૯૫૫ની શરૂઆતમાં પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલ આ તીર્થયાત્રા સંઘમાં, આજથી બરાબર ૧૦૦ વર્ષ પૂર્વે, લગભગ ૭૦૦થી ૮૦૦ યાત્રિકો જોડાયા હતા. વિ. સં. ૧૯૫૮નું ચાતુર્માસ પરાવર્તન વિદ્યાશાળાના ટ્રસ્ટી આગેવાન શ્રાવક ઝવેરી છોટાલાલ લલ્લુભાઈએ કરાવ્યું અને ત્યારબાદ અમદાવાદથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ તેઓએ મુનિશ્રી નેમિવિજયજી મહારાજની નિશ્રામાં કાઢ્યો. આ સંઘમાં બે હજાર યાત્રિકો હતા; એટલું જ નહિ ૯૬ વર્ષ પહેલાં આ સંઘ સાણંદ-વીરમગામ-વઢવાણ-લીમડી-બોટાદ-વલ્લભીપુર થઈ પાલીતાણા પહોંચ્યો હતો. અને આવા લાંબા રસ્તે પૂજ્યશ્રીના સાધુપર્યાયના ૧૫ જ વર્ષમાં આવો વિશાળ સંઘ તેમની નિશ્રામાં હતો. વિ. સં. ૧૯૬૦નું ચોમાસું પૂજ્યશ્રીએ અમદાવાદમાં કર્યું. ત્યારબાદ શેઠ વાડીલાલ જેઠાભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી અમદાવાદથી સિદ્ધાચલજીનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. Page #609 -------------------------------------------------------------------------- ________________ [ જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૯૬૦માં મુનિશ્રી નેમવિજયજીને પ. પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મહારાજે યોગોદ્વહન કરાવી વલ્લભીપુર (વળા)માં ગણિ-પંન્યાસપદ આપ્યા તો વિ. સં. ૧૯૬૪માં અદ્ભુત મહોત્સવપૂર્વક ભાવનગરમાં આચાર્યપદ આપ્યું. અને તે ચાતુર્માસ ભાવનગરમાં જ કર્યું અને ત્યારબાદ શેઠશ્રી હીરાભાઈ ચકુભાઈ તરફથી ભાવનગરથી પાલીતાણાનો છ'રીપાલિત સંઘ નીકળ્યો. ૫૬૦ વિ. સં. ૧૯૬૫માં મહુવા ચાતુર્માસ કર્યું, ત્યારબાદ વિહાર કરી તેઓશ્રી ત્રાપજ પધાર્યા. ત્યાં શ્રી ધરમશીભાઈ વારૈયાએ સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢ્યો. વિ. સં. ૧૯૬૯માં ‘જૈન તત્ત્વ વિવેચક સભા'ના સભ્યોએ અમદાવાદથી થલતેજનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. વિ. સં. ૧૯૭૨ના ચાતુર્માસ બાદ વિ. સં. ૧૯૭૩માં શિરોહી સ્ટેટના પાલડી ગામના વતની શા. અમીચંદજી તથા શા. ગુલાબચંદજીએ શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢવાની ભાવના દર્શાવી તો પૂજ્યશ્રીએ જેસલમેરનો સંઘ કાઢવા પ્રેરણા કરી. પૂજ્યશ્રીની પ્રેરણા અનુસાર તેઓએ પાલડીથી જેસલમેરનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલા સંઘોની એક વિશિષ્ટતા એ હતી કે એ સંઘો જો લાંબા અંતરના હોય તો તેનો પ્રોગ્રામ પહેલેથી નિશ્ચિત ન રહેતો; પણ સમય-સંજોગ અને માર્ગમાં આવતા શહેરોના જૈન સંઘોની વિનંતીથી ત્યાં રોકાઈ જતો. ક્યારેક તો એક મુકામે સંઘ બે કે ત્રણ દિવસ પણ રોકાતો. આ સંઘે પણ ફલોધી શહેરમાં જૈન સંઘમાં સમાધાન કરાવવા આઠ-દસ દિવસ ઉપર સ્થિરતા કરી. પૂજ્યશ્રીએ ઉપદેશ આપી સમાધાન કરાવ્યું. વિ. સં. ૧૯૭૩ના વર્ષમાં નીકળેલા આ સંઘમાં સંઘવીઓએ રૂ।. સાડા ત્રણ લાખ ઉપર ખર્ચ કર્યો હતો અને આવો ખર્ચ કરનાર સંઘવીઓને બાળપણમાં ઘી ખાવા તો શું પણ જોવા પણ મળતું નહોતું, પરંતુ પુણ્યબળથી મદ્રાસ ગયા અને ત્યાં વ્યાપારમાં ઘણું કમાયા અને જેમ જેમ ધર્મકાર્યમાં ખર્ચ કરતાં ગયા તેમ તેમ લક્ષ્મીની પણ વૃદ્ધિ થતી રહી. વિ. સં. ૧૯૭૪નું ચાતુર્માસ પૂજ્યશ્રીએ પાલી કર્યું. ત્યારે પૂજ્યશ્રીની ભાવનાનુસાર, લોધીવાળા શા. કિશનલાલજી સંપતલાલજીની આર્થિક સ્થિતિ સંઘ કાઢવા જેવી ન હોવા છતાં, તેઓએ પાલીથી કાપરડાજીનો સંઘ કાઢ્યો અને કાપરડા પહોંચ્યા પછી મહા સુદ પના શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુની પૂજ્યશ્રીએ પ્રતિષ્ઠા કરાવી તેમાં પાલડીવાળા શેઠ ગુલાબચંદજીએ બારે દિવસની બે ટંકની એટલે કે ચોવીશ નવકારશીનો લાભ લીધો હતો. વિ. સં. ૧૯૭૬માં શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ અમદાવાદથી કેસરિયાજીનો સંઘ કાઢ્યો. અમદાવાદથી શેરીસા તીર્થે આવ્યા, ત્યાં શેરીસા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય બંધાવવાનો શેઠ માણેકલાલ મનસુખભાઈ તથા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ વિચાર કર્યો અને શુભ મુહૂર્તે જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું. પાછળથી સારાભાઈએ પોતે રૂ. સાડાત્રણ લાખના ખર્ચે તે જિનાલય બંધાવ્યું. ત્યાંથી સંઘ કલોલ-પાનસર-મહેસાણા-તારંગા-ઇડર થઈ પોશીના આવ્યો. ત્યાં પ્રભુજીને ચક્ષુ-ટીકા દિગંબરોએ કઢાવી નાખેલા, તે પાછા લગાવી દેવાયા અને એ રીતે શાસનપ્રભાવના કરતો સંઘ કેસરિયાજી તીર્થે પહોંચ્યો. ત્યાં તીર્થમાળ કરી સંઘે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. Page #610 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૫૬ ૧ વિ. સં. ૧૯૭૬ના ઉદયપુર ચાતુર્માસ પછી શ્રી અર્જુન લાલજી ફતેહલાલજી લુણાવતે ઉદયપુરથી રાણકપુરનો સંઘ કાઢ્યો અને અહીં રાણકપુર તીર્થમાં પૂજયશ્રીએ ભોંયરામાંથી પ્રાચીન જિનબિંબો બહાર કઢાવી સાફ કરાવી ફરતી દેરીઓમાં પરોણા બિરાજમાન કરાવ્યાં. વિ. સં. ૧૯૭૬માં જ તેઓશ્રી જાવાલ પધાર્યા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી શા. મનરૂપમલજી ગુલાબચંદજી તથા શા. મુલચંદજી વનાજીએ જાવાલથી શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો. આ સંઘ માર્ગમાં જીરાવાલાજી ત્રણ દિવસ રહ્યો. ત્યાંથી અચલગઢ-આબુ થઈ કુંભારીયાજી આવ્યો. આ તીર્થનો વહીવટ દાંતા મહાજન હસ્તક હતો, તે શેઠ આ. ક. પેઢીને સોંપાવ્યો અને નવોદિત શિલ્પી સોમપુરા શ્રી પ્રભાશંકર ઓઘડભાઈ પાસે જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યો. આ જીર્ણોદ્ધારમાં પૂજ્યશ્રીના ઉપદેશથી જાવાલ સંઘે તત્કાલ રૂા. ૭૦ હજાર આપ્યા. ત્યાંથી તારંગા-સિદ્ધપુર-મેત્રાણા થઈ સંઘ ચારૂપ આવ્યો. અહીં એક નાનકડા ઘરમાં પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન હતા. સંઘને શિખરબંધી ભવ્ય જિનાલય બંધાવવા પૂજ્યશ્રીએ ઉપદેશ આપ્યો અને આ છ'રીપાલિત સંઘમાં જિનાલય માટે સુંદર રકમની ટીપ થઈ અને વહિવટદારોએ એમાંથી સુંદર જિનાલય બંધાવ્યું. ત્યાંથી સંઘ પાટણ થઈ શંખેશ્વર તીર્થે આવ્યો સંઘપતિએ અહીં પૂજયશ્રીના હસ્તે તીર્થમાળ પહેરી. અહીં અમદાવાદનો સંઘ વિનંતિ કરવા આવતા તેઓશ્રી ભોયણી-સેરીસા થઈ અમદાવાદ આવ્યા અને સંઘ ઉપાધ્યાયશ્રી દર્શનવિજયજી મ.ની નિશ્રામાં પાલીતાણા ગયો. શેઠશ્રી તારાચંદ સાકળચંદ પટવાનો ખંભાતથી પાલીતાણાનો સંઘ (વિ. સં. ૧૯૮૫) શ્રી શત્રુંજયની યાત્રા પુનઃ શરૂ થયા બાદના આ પ્રથમસંઘનું પાલીતાણા પ્રવેશનું દશ્ય Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ર ] [ જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૯૮૦માં અમદાવાદના શ્રી મોહનભાઈ ગોકળદાસે સિદ્ધાચલજીનો છરીપાલિત સંઘ પૂ. -શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી કાઢ્યો, પરંતુ પૂજ્યશ્રીની શારીરિક અનુકૂળતા ન હોવાથી તેઓશ્રીએ પૂ. આ. શ્રી દર્શનસૂરિજી મ. સા.ને સંઘમાં મોકલ્યા. વિ. સં. ૧૯૮૦ના ચાતુર્માસ બાદ શ્રી જમનાદાસ હીરાચંદ ઘેવરિયા તરફથી અમદાવાદ પાંજરાપોળથી શેરીસા તીર્થનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો. વિ. સં. ૧૯૮૨ના પાટણ ચાતુર્માસ બાદ શેઠશ્રી નગીનદાસ કરમચંદને શ્રી સિદ્ધગિરિનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢવાની ભાવના હતી પરંતુ પાલીતાણા સ્ટેટ સાથે વાંધો પડવાથી સમગ્ર ભારતના જૈન સંઘોએ તે દિવસોમાં શત્રુંજયની તીર્થયાત્રા બંધ કરી હતી તેથી તેઓએ ગિરનાર તથા કચ્છ (ભદ્રેશ્વર) તીર્થનો સંઘ કાઢ્યો. આ સંઘમાં પૂ. આ. શ્રી વિજયનીતિસૂરિજી, પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી, વાચનાચાર્ય શ્રી માણિક્યસિંહસૂરિજી, પં. શ્રી ભક્તિવિજયજી (રાધનપુરવાળા) આદિ અનેક પૂજ્ય મુનિપુંગવો સપરિવાર પધાર્યા હતા. વિ. સં. ૧૯૮૪નું ચાતુર્માસ ખંભાતમાં પૂર્ણ થયું ત્યારે અર્થાત વિ. સં. ૧૯૮૫ની કાર્તિકી પૂર્ણિમાએ પૂજ્યશ્રીનું ચાતુર્માસ શેઠશ્રી તારાચંદ સાકળચંદ પટવાએ બદલાવ્યું ત્યારે વ્યાખ્યાનમાં ગિરિરાજ અને છ'રીપાલિત સંઘનો મહિમા વર્ણવતા શેઠશ્રીને સંઘ કાઢવાની ભાવના થઈ. અને તેમના તરફથી ખંભાતથી શત્રુંજય તીર્થનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો. વિ. સં. ૧૯૮૫ના શુભ દિને પ્રયાણ કર્યું અને માગસર વદ-૩ તા. ૨૯-૧૨-૨૮ના પાલીતાણામાં નગર પ્રવેશ થયો. પાલીતાણાની યાત્રા છૂટી થયા પછી બે વર્ષના લાંબા યાત્રા-વિરહકાળ પછી આ સૌ પ્રથમ સંઘ હતો અને તેના સામૈયામાં પાલીતાણા સ્ટેટના દિવાન સાહેબ શ્રી ચીમનભાઈ પણ આવ્યા હતા. આજે ખંભાતનિવાસી સંઘવીજીના કુટુંબીઓ તથા ખંભાતના જુના શ્રાવકો પણ આ સંઘને યાદ કરે છે. વિ. સં. ૧૯૮૬માં મહુવાના શ્રેષ્ઠિ શ્રી કસળચંદભાઈ તરફથી મહુવાથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢવામાં આવ્યો. આ સંઘમાં સેંકડો યાત્રાળુઓ હતા. સંઘ કુંભણ, ખુંટવડા, સેંદરડા, જેસર, રાજપર, ચોક થઈ કદંબગિરિ આવ્યો. ભાવપૂર્વક સૌએ યાત્રા કરી અને નિર્માણ થઈ રહેલ ભવ્ય દેરાસરને જોઈ સૌ કોઈ અનુમોદના કરવા લાગ્યા. સંઘવીજીએ ત્યાં ભાતાખાતાનો એક રૂમ બંધાવવાનો લાભ લીધો. ત્યારબાદ સંઘ પાલીતાણા ગયો અને ત્યાં પૂજ્યશ્રીના શુભ હસ્તે સંઘવીજીએ તીર્થમાળ પહેરી. વિ. સં. ૧૯૮૮ના બોટાદના ચાતુર્માસ બાદ ધોલેરાના શ્રાવકો શ્રી હરિલાલ પુરુષોત્તમદાસ, શ્રી દલીચંદ પુરુષોત્તમદાસ, શ્રી ચુનીભાઈ ગોવિંદજીભાઈ દોશી (માસ્તર) અને શ્રી પાનાચંદ ઝવેરચંદ ગાંધીની વિનંતિથી ધોલેરાથી સિદ્ધગિરિનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળો. દાદાની શીતળ છાયામાં સંઘપતિઓને તીર્થમાળા પહેરાવવામાં આવી. સૌને બાર ગાઉની સ્પર્શનાનો ભાવ જાગતા સંઘ સાથે પૂજ્યશ્રી પણ તેમાં પધાર્યા. પૂજ્યશ્રીના ઉપદેશથી ઘોઘાના વતની શા. રાયચંદ લલ્લુભાઈને સંઘ કાઢવાની ભાવના થતાં પૂજ્યશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૯૦ ઘોઘાથી શ્રી સિદ્ધગિરિજીનો છ'રીપાલિત સંઘ ઘણા જ ઉલ્લાસપૂર્વક કાઢવામાં આવ્યો. Page #612 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૫૬૩ વિ. સં. ૧૯૯૦ના ઐતિહાસિક મુનિ સંમેલન બાદ પૂજય શાસનસમ્રાટશ્રીએ જોવાલ ચાતુર્માસ કર્યું. ત્યારબાદ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ (માકુભાઈ શેઠ)ને ગિરનાર અને સિદ્ધગિરિનો સંઘ કાઢવાની ભાવના થતાં પૂજ્યશ્રી અમદાવાદ આવ્યા અને પૂજયશ્રીની નિશ્રામાં છેલ્લા ૨00 વર્ષમાં અદ્વિતીય કહેવાય એવો અભૂતપૂર્વ સંઘ નીકળ્યો. આ સંઘનું વર્ણન આ ગ્રંથના એક લેખ ‘શાસનસમ્રાટશ્રીના પરમ ભક્ત શ્રમણોપાસકોમાં કેટલુંક આપવામાં આવ્યું છે. ક : સંઘપતિ શેઠશ્રી માલુભાઈ તથા તેમના ધર્મપત્નિ સૌભાગ્યલક્ષ્મીબેન તથા રાજેન્દ્રકુમાર અને ઇન્દુમતી સંઘ લીંબડી આવ્યો ત્યારે ત્યાંના મહારાજા દોલતસિંહજીએ સ્ટેટના સમગ્ર સાજ સાથે સંઘનું દબદબાભર્યું સામૈયું કર્યું હતું. આ સામૈયું જોવા સમગ્ર ઝાલાવાડ લીંબડીમાં ઠલવાયું હતું. વઢવાણથી તો એક સ્પેશ્યલ ટ્રેઈન સંઘના દર્શન માટે આવેલ. બીજે દિવસે લીંબડી નરેશે એક મેળાવડો યોજ્યો. તેમાં મહારાજાએ સંઘવીજીને માનપત્ર આપ્યું. સંઘવીજીએ આના પ્રત્યુત્તરરૂપે લીંબડી પાંજરાપોળ, બોર્ડિંગ વગેરે સંસ્થાઓમાં સારી રકમનું દાન આપ્યું અને લીંબડી સંઘમાં લ્હાણું કર્યું. ત્યાંથી સંઘ ચુડા ગયો. ત્યાં પણ ભવ્ય સામૈયું થયું. બંને સ્ટેટના મહારાજાઓએ જે દિવસે સંઘ આવ્યો તે દિવસની કાયમી યાદી રૂપે દર વર્ષે તે દિવસે જીવદયા પાળવાનો હુકમ જાહેર કર્યો. પરંતુ પૂજયશ્રીએ ઉપદેશ આપતાં એ મહિનો આખો (પોષ મહિનો) જીવદયા પાળવાની જાહેરાત કરી. રસ્તામાં વીંછીયા-જસદણ-આટકોટ પછી ગોંડલ આવતું હતું. ગોંડલથી સંઘ વીરપુર, જેતપુર, ચોકી, વડાલ થઈ જૂનાગઢ આવ્યો. સંઘ આવ્યો એ દિવસે જૂનાગઢ સ્ટેટ તરફથી ઠેર ઠેર પાણી અને સંરક્ષણનો બંદોબસ્ત કરાયો હતો. સ્ટેટના રૂઆબદાર મિલિટરી બેન્ડ સાથે મહાજને સામૈયું કર્યું. મુખ્ય દિવાન સાહેબ તથા અમલદારો પણ સામેવામાં આવ્યા હતા. Page #613 -------------------------------------------------------------------------- ________________ [ જૈન પ્રતિભાદર્શન જૂનાગઢમાં શાસનસમ્રાટશ્રીના સંઘનું એક દેશ્ય ત્યારબાદ સંઘ અમરેલી આવ્યો. અમરેલીમાં ગાયકવાડી રાજ્ય હતું. ગાયકવાડ સરકારે પણ સંઘને સુંદર સગવડ કરી આપેલ. સંઘપ્રવેશના સામૈયામાં અમરેલીના સુબા શ્રી પીલાજીરાવ ગાયકવાડે હાજરી આપી. મહાજનનું માનપત્ર પણ તેમના હસ્તે સંઘવીજીને અર્પણ થયું. સંઘ ભાવનગરની હદમાં પ્રવેશ્યો ત્યારે ભાવનગર રાજ્ય તરફથી સુંદર બંદોબસ્ત કરવામાં આવેલ. કંડલામાં ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપણા હેઠળ મહાજન તરફથી સન્માન સામરંભ યોજાયો. તેમાં દિવાન સાહેબે સંઘવીજીના પિતાશ્રી મનસુખભાઈ સાથેના સંબંધોનું સ્મરણ કરી, સંઘવીજીને હાર્દિક અભિનંદન આપ્યા અને કહ્યું : “ધર્મસત્તા એ એક મહાન સત્તા છે, જેની આગળ રાજસત્તાએ નમવાનું જ હોય.” ભાવનગરની હદ પૂરી કરી સંઘ પાલીતાણા રાજ્યમાં પ્રવેશી ગારીયાધાર આવ્યો, ત્યાં પાલીતાણાના દિવાન શ્રી મૂળરાજકુમારસિંહજી દર્શનાર્થે આવી ગયા. ત્યાંથી સંઘ ઘેટી થઈ પાલીતાણા આવ્યો ત્યારે મહા વદિ બીજ હતી. સંઘનો પ્રવેશ નવ વાગ્યાનો હતો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએથી સામૈયું આવ્યું. સામૈયામાં યાત્રાળુઓ ઉપરાંત બહારગામથી સંઘના દર્શન માટે આવેલ યાત્રાળુઓની સંખ્યા ચાલીશ હજાર ઉપર હતી. સામૈયામાં પાલીતાણાના ના. ઠાકોરસાહેબ પણ આવ્યા હતા અને દિવાનસાહેબ તો પહેલેથી હાજર હતા. સાંજે સંઘવીજીએ ગાર્ડન પાર્ટી યોજી ના. ઠાકોર સાહેબને સપરિવાર આમંત્ર્યા અને તેમના પરિવારને વિવિધ પહેરામણી આપી. શેઠ આ. ક. પેઢી તરફથી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સાચા હીરા અને રત્નોથી જડિત , મુગટ, તિલક, હંસ, બાજુબંધ, શ્રીફળ વગેરે દયાળુ દાદાને તીર્થમાળના દિવસે સૌ પ્રથમવાર ચઢાવવાનો = = Page #614 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૫૬૫ નિર્ણય થતાં મુગટ ચડાવવાનો આદેશ સુરતવાળા શેઠ ફતેહચંદ પ્રેમચંદ ઝવેરીએ રૂા. ૧૫/૦૧/-માં ] લીધો. તિલકનો આદેશ શેઠ માયાભાઈ સકરચંદે, હંસનો આદેશ શેઠ રતિલાલ નાથાલાલ લલ્લુભાઈએ, શ્રીફળનો આદેશ શેઠ ભગુભાઈ ચુનીલાલ અને બાજુબંધનો આદેશ શેઠ ગુલાબચંદ નગીનદાસે લીધો. દાદાના જિનાલયના શિખર માટે ૯૩૦૬ તોલા ચાંદીનો કળશ કરાવેલ. તેના ઉપર ૧૮૭ તોલા ૭ વાલ સોનું ચઢાવેલ. આ કળશ પ્રતિષ્ઠાનો આદેશ શેઠ ચીમનભાઈ લાલભાઈ (હીરાચંદ રતનચંદવાળા)એ રૂ. ૪૫૦૧માં લીધો. મહા વદિ પાંચમે સંઘ સહિત પૂજ્યશ્રીની નિશ્રામાં દાદાને ઉપરોક્ત આભૂષણો અને શિખર ઉપર કળશ ચઢાવવામાં આવ્યા. સંઘવીશ્રી માણેકભાઈ શેઠ અને સંઘવણ શ્રીમતી સૌભાગ્યલક્ષ્મીબેને રૂા. ૫OOOO/-ની કિંમતનો રત્નજડિત હાર પ્રભુજીને ચડાવ્યો અને બંનેએ પૂજ્યશ્રીના હસ્તે તીર્થમાળ પહેરી. ત્યારબાદ નીચે આવી બીજે દિવસે સંઘ બાર ગાઉની પ્રદક્ષિણા કરવા ગયો. હસ્તગિરિ-કદંબગિરિની યાત્રા કરી સંઘ પુનઃ પાલીતાણા આવ્યો. ત્યાં પાલીતાણા મહાજને તથા ગુરુકુળ વગેરે અનેક સંસ્થાઓએ સંઘવીજને દિવાન સાહેબના હસ્તે માનપત્ર આપ્યાં. સંઘવીએ સર્વત્ર ઉદાર રકમનું દાન આપ્યું. . ! શાસનસમ્રાટ શ્રના તજજ્ઞ આચાર્યભગવંતો સહિત ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ મહાન સંઘનું વર્ણન કરતાં તેને કુમારપાળ મહારાજાના સંઘની સાથે સરખાવ્યો. બીજા વર્તમાનપત્રોએ પણ સંઘ તથા સંઘવીજીને , ૨ શ૦૬, ૪ બિરદાવ્યા. વિ. સં. ૧૯૯૦માં મુનિ સંમેલન પહેલાં પૂજય શા સનસમ્ર ટશ્રીની પ્રેરણાથી શા. રાયચંદ લલ્લુભાઈએ ઘોઘાથી સિદ્ધગિરિનો સંઘ પો. Page #615 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૯૯૨નું ચાતુર્માસ પૂર્ણ થતાં અમદાવાદ-પાડાપોળવાળા શેઠ ચીમનલાલ ગોકળદાસ તરફથી શેરીસા તીર્થનો છ'રીપાલિત સંધ નીકળ્યો. ત્યાં ચીમનભાઈએ સમ્યક્ત્વ સહિત બાર વ્રત સ્વીકાર્યા, એમાં બ્રહ્મચર્યવ્રત યાવજીવ લીધું. વિ. સં. ૧૯૯૪માં પૂ. શાસનસમ્રાટશ્રી, પૂ. સાગરજી મ., પૂ. મોહનસૂરિજી મ. આદિની શુભ નિશ્રામાં શેઠ પોપટલાલ ધારશીભાઈ તથા તેમના ભત્રીજા શેઠ ચુનીભાઈ લક્ષ્મીચંદે જામનગરથી ગિરનાર-પાલીતાણાનો યાદગાર છરીપાલિત સંઘ કાઢ્યો. (આ સંઘની વિસ્તૃત વિગત શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈના આ ગ્રંથમાં અન્યત્ર પ્રગટ થયેલ જીવનચરિત્રમાં આપવામાં આવી છે.) વિ. સં. ૧૯૯૪ના ભાવનગરના ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીની પ્રેરણાથી ઘોઘાના શા. કાંતિલાલ વિઠ્ઠલદાસે તેઓશ્રીની નિશ્રામાં ઘોઘાથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. વિ. સં. ૧૯૯૬નું અમદાવાદના શેઠ દલપતભાઈ મગનભાઈનાં ધર્મપત્ની શ્રી લક્ષ્મીભાભુ (શ્રી હઠીસિંહ કેસરીસિંહવાળા)એ પૂજ્યશ્રીની નિશ્રામાં પાલીતાણાથી કદંબગિરિ તીર્થનો ૧૫OO યાત્રાળુનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. વિ. સં. ૨૦૦૪માં જૈન તત્ત્વ વિવેચક સભાના સભ્ય શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સલોત બોટાદવાળાએ પૂજયશ્રીની નિશ્રામાં સાબરમતીથી શેરીસાનો સંઘ કાઢ્યો. આ રીતે પ. પૂ. શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિજી મહારાજની નિશ્રામાં નીકળેલા છ'રીપાલિત તીર્થયાત્રાસંઘોનું વર્ણન પૂ. વિદ્વાન મુનિશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ (હાલ આચાર્ય) લિખિત “શાસન સમ્રાટ' ગ્રંથના આધારે લખ્યું છે. આ સિવાય બીજા પણ નાના નાના સંઘો તેઓશ્રીની નિશ્રામાં નીકળ્યા હશે પરંતુ તેની કોઈ નોંધ નથી, તેથી આટલેથી સંતોષ માનવો પડે છે. (સંકલન : પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મ. સા.] (પૂ. આ.શ્રી વિજયદેવસૂરિજી મ0ની નિશ્રામાં નીકળેલા સંઘો) પરમ પૂજય શાસનપ્રભાવક આચાર્ય મહારાજશ્રી વિજયમપ્રભસૂરીશ્વરજી મ.શ્રીની સાથે હતા ત્યારે તેઓશ્રી તથા પૂજ્યશ્રીની સંયુક્ત નિશ્રામાં વિ. સં. ૨૦૧૦ની સાલમાં વાંકલી (રાજસ્થાન)થી શ્રી કાપરડાજી તીર્થનો ૧૩ દિવસનો સંઘ નીકળ્યો હતો. તેના સંઘપતિ વાંકલીના જ વતની શાહ ચમનાજી સધાજી હતા. ૨૫૦ જેટલા યાત્રિકોનો એ સંઘ ઘણી જ શાસનપ્રભાવનાપૂર્વક નીકળ્યો હતો. દરેક ગામોમાં સંઘવી તરફથી દરેક સંસ્થાઓમાં સારું દાન આપવામાં આવતું હતું. કાપરડાજી તીર્થમાં તીર્થમાળ વખતે આજુબાજુના ગામોથી મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા. આ સિવાય બીજા નાના-નાના સંઘો ત્રણેક નીકળ્યા હતા. વિ. સં. ૨૦૩૮માં પૂજ્ય આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. આદિ ઉદયપુર (રાજસ્થાન)માં ચાતુર્માસ હતા ત્યારે ચાતુર્માસ બાદ એક ભાવનાશીલ, શ્રાવિકાબેન તરફથી ઉદયપુરથી શ્રી રાણકપુરજી તીર્થનો સાત દિવસનો સંઘ નીકળ્યો હતો, જેમાં ૨૦૦ જેટલા યાત્રિકો હતા. Page #616 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૬૭ વિ. સં. ૨૦૩૯માં તળાજાથી શ્રી સિદ્ધગિરિજી તીર્થનો ૨૦૦ યાત્રિકોનો સંઘ શા. કલ્યાણજી રૂગનાથ કામરોળવાળાએ ઘણા જ ઉલ્લાસથી કાઢ્યો હતો. ઉદયપુરથી શ્રી આબુ તીર્થનો સંઘ શા. સોહનલાલજી ચંપાલાલજી પરિવાર તરફથી પંદર દિવસનો સંઘ શાસનપ્રભાવનાપૂર્વક નીકળ્યો. ત્રણસો જેટલા યાત્રિકો હતા. એમાં નાના-નાના બાળકો પણ હતા. અને ૨૦-૨૦ કિ.મી.ના એક-બે વિહારો આવ્યા છતાં બધા જ યાત્રિકો સારી રીતે ચાલ્યા હતા. વચમાં બામણવાડજી-નાંદિયા-દિયાણા આદિ તીર્થોનાં દર્શન-પૂજનથી સૌનો ઉત્સાહ ઘણો વધી ગયો હતો. સંઘ આબુ પહોંચતા તીર્થમાળાના દિવસે ઉદયપુરથી ૧૯ બસો આવી હતી. આબુ-દેલવાડાના વિશ્વવિખ્યાત મંદિરોના અદ્ભુત શિલ્પ નિહાળી સૌ થાક-ભૂખ બધુ ભૂલી ગયા હતા. પૂજ્ય પંન્યાસશ્રી કુંદકુંદવિજયજી ગણિ આદિ તથા પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ આદિ તેમ જ પૂ. સાધ્વીશ્રી હેમલત્તાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજી પદ્મલત્તાશ્રીજી મ. આદિ સંઘ નિમિત્તે અમદાવાદથી ઉગ્ર વિહાર કરીને ઉદયપુર આવ્યાં હતાં. તેઓશ્રીના આવવાથી સંઘમાં ઘણો જ આનંદોલ્લાસ પ્રગટ્યો હતો. સંઘવી સોહનલાલજી, તેમનાં ધર્મપત્ની ફુલકુંવરબેન તથા તેમનાં પુત્રો-પુત્રવધૂઓ વગેરે બધા જ પરિવારના સભ્યો હોંશે હોંશે સંઘમાં ચાલતા હતા. કેટલાક તો ખૂલ્લા પગે જ ચાલતા હતા તેમ જ એકાસણા પણ કરતાં હતા. ગામે ગામ સંઘપતિએ ઉદારતાથી બધા જ ક્ષેત્રોમાં લાભ લીધો તથા અનુકંપાદાન વિશેષે કરીને કર્યું. રસ્તો વિકટ તથા અમુક વિહારો લાંબા હોવા છતાં દેવ-ગુરુ-ધર્મની કૃપાથી કશી જ તકલીફ વગર સંઘ હેમ-ખેમ આબુ પહોંચી ગયો હતો. માલવાડાથી શ્રી સિદ્ધગિરિજીનો સંઘ (સં. ૨૦૪૬) : પૂજ્યશ્રી આદિ વિ. સં. ૨૦૪૨-૪૩૪૪ અને ૪૫ એમ ચાર ચાતુર્માસ મુંબઈ બિરાજમાન હતા. શા. વરદીચંદજી ભલાજીને સંઘ કાઢવાનો અભિગ્રહ હતો અને તે એવો કે જ્યાં સુધી સંઘ ન કાઢું ત્યાં સુધી વરસીતપનું પારણું ન કરવું અને સંઘ પણ પૂજ્યશ્રીની નિશ્રામાં જ કાઢવો. ગમે તેવી નાંદુરસ્ત તબિયતમાં પણ તેઓ પોતાના નિયમમાંથી જરાયે ચલિત થયા નહિ. તેમના સુપુત્રો ગવરીચંદ, થાનમલ, દેવરાજ અને ચુનીલાલ પૈકી ચુનીલાલની તીવ્ર ભાવના હતી કે, પિતાજીનો અભિગ્રહ જલ્દીથી જલ્દી પૂરો કરવો. તેઓ પૂજ્યશ્રી પાસે આવી વારંવાર વિનંતી કરતાં હતા તેમ જ બીજી બાજુ સંઘની જોરદાર તૈયારી પણ કરતાં રહ્યા. તેમની વિનંતીથી પૂ. આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ., પૂ. આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. આદિ ઠાણા મુંબઈથી કા. સુ. ૧૫ બાદ ઉગ્ર વિહાર કરી માલવાડા (રાજસ્થાન) પધાર્યા. શા. વરદીચંદ ભલાજી પરિવારે સંઘના પ્રયાણ નિમિત્તે શાંતિસ્નાત્ર સહિત જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઉજવ્યો. પોતાના પરિવારમાં કંઈક વિઘ્ન આવી ગયું છતાં તેને જરા પણ મન ઉપર ન લેતાં સંઘના કાર્યમાં કે સંઘની ભક્તિમાં કોઈ જાતની કમી ના રાખી. માલવાડા ગામના પ્રત્યેક ઘરમાં આનંદ-ઉલ્લાસનું મોજું ફરી વળ્યું. સં. ૨૦૪૬ મહા સુદિ પાંચમના મંગલમય દિને માલવાડાથી છ'રીપાલિત સંઘનું શુભ પ્રયાણ થયું. ગામેગામ સંઘનાં સામૈયાં-સંઘપૂજન અને સાધર્મિકભક્તિની ધૂમ મચી; લોકો હર્ષઘેલા થઈ ગયા. Page #617 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન ત્રણસો જેટલા યાત્રિકો અને તેટલા જ બીજા કાર્યકર્તાઓ અને સ્ટાફના માણસોથી ભર્યોભર્યો સંઘ વચમાં અનેક તીર્થો-ગામોની સ્પર્શના અને જૈનશાસનની જોરદાર પ્રભાવના કરતાં શ્રી સિદ્ધગિરિની છાયામાં વલ્લભીપુર પહોંચ્યો. સાંજે ગામ બહાર બધા જ યાત્રિકો ગયા. ગિરિરાજને નજરે નિહાળી ભક્તિઘેલા બનેલા યાત્રિકો નાચવા-કૂદવા લાગ્યા. સૌએ મનમૂકીને ગિરિરાજની ભક્તિ કરી. સોના-રૂપાનો વરસાદ વરસાવ્યો. તે પછી તો ગિરિરાજ નજીક ને નજીક આવતા ગયા અને જ્યાં પાલીતાણા પહોંચ્યા ત્યાં તો ગિરિરાજનાં દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી. ફા. વ. ૧ ના દિવસે ભવ્ય પ્રવેશ મહોત્સવ ઉજવાયો. પૂ. આચાર્યશ્રી વિજયમસ્મભસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. સા. આદિ સપરિવાર છ-સાત મુકામ સંઘમાં સાથે પધારતાં સંઘમાં આનંદ-આનંદ છવાઈ ગયો. સામૈયું તળેટીએ પહોંચી, ગિરિરાજને વધાવી, સ્તવના કરી, કેસરિયાજીનગર આવી ત્યાં વ્યાખ્યાન થયું. ૩૩ દિવસનો લાંબો સંઘ શ્રી દેવ-ગુરુ-ધર્મના પસાયે હેમખેમ દાદાની છાયામાં આવી ગયો. - સૌ અનુમોદના તો સંઘવી વરદીચંદજીની કરતાં હતા કે જેમણે છ’રી પાળતા સંઘ કાઢવાની ભાવનાએ દશ-દશ વરસીતપની સળંગ આરાધના કરી. તેઓ ચાલુ વરસીતપ અને મોટી ઉંમરે ખુલ્લા પગે સંઘમાં ચાલતા હતા. તેના પરિવારના બીજા સભ્યો પણ એકાસણા કરવાપૂર્વક ચાલતા હતા. ગુરુકુળમાં મુકામ હતો ત્યાં જ સંઘવી તરફથી યાત્રિકોને સોનાના ચેઈનની પ્રભાવના કરવામાં આવી હતી. ફા. વ. ૩નો દિવસ સંઘવી પરિવાર માટે સુવર્ણ દિન હતો. હોંશભેર ગિરિરાજ ચડી દાદાને ભેટ્યા. દાદાના દરબારમાં સ્નાત્રમંડપમાં પૂ. આચાર્યભગવંતોની નિશ્રામાં ચતુર્વિધ શ્રીસંઘની વિપુલ હાજરીમાં અનેરા ઉલ્લાસ-ઉમંગથી માળારોપણ થયું. માળા પહેરનાર તથા પહેરાવનાર બધાએ જાતજાતના અભિગ્રહો લીધા. આ રીતે સુશ્રાવક વરદીચંદભાઈની ભાવનાને તેઓના સુપુત્રોએ બહુ જ સારી રીતે પરિપૂર્ણ કરી. સાબરમતીથી શ્રી સિદ્ધગિરિજીનો સંઘ (સં. ૨૦૫૩) : પૂ. આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા., પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ. સા. આદિ ઠાણા સુરત-નાનપુરા-દીવાળીબાગ જૈન ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજમાન હતા. તે દરમ્યાન શા. રૂપચંદ ડાહ્યાભાઈ પરિવાર બે-ત્રણ વાર શ્રી સિદ્ધગિરિજીના છ'રી પાળતા સંઘના મુહૂર્ત માટે તથા તેમાં પધારવાની વિનંતી માટે આવ્યા. ખૂબ ખૂબ આગ્રહ પછી તેઓની વિનંતી સ્વીકારી પૂજયશ્રી સપરિવાર સુરતથી વિહાર કરી અમદાવાદ-સાબરમતી પધાર્યા. - શા. રૂપચંદ ડાહ્યાભાઈ પરિવાર તરફથી સંઘ પ્રયાણ નિમિત્તે શાંતિસ્નાત્ર પ. પૂ. આ.શ્રી સહિત જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઉજવવામાં આવ્યો. શ્રી રૂપચંદ ડાહ્યાભાઈ, હેમચંદ્રસૂરિજી મ.સા. તેમનાં ધર્મપત્ની જશુમતીબેન તથા તેમના સુપુત્રો અશોકભાઈ, ચંદ્રકાંતભાઈ, ભરતભાઈ, પંકજભાઈ, સંજયભાઈ વગેરે સમગ્ર પરિવારના જ નહિ પરંતુ સાબરમતી (રામનગર) જૈન Page #618 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૫૬૯ સંઘના આબાલવૃદ્ધ સૌના હૈયામાં આનંદનો મહાસાગર હિલોળા મારી રહ્યો હતો. સંઘમાં આવવા ગામેગામના લોકો થનગનતા હતા. કોને પ્રવેશ આપવો અને કોને નહિ એની વિકટ સમસ્યા થઈ ગઈ. પણ સંઘવીજીની ઉદારતાના કારણે કોઈને નિરાશા અનુભવવી પડી નહીં. પોષ સુદ ૧પના દિવસે ત્રણેય પય આચાર્ય મહારાજશ્રી સપરિવાર તથા સાબરમતીમાં ચાતુર્માસ બિરાજમાન સ્વ. શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયભેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્નો પૂ. આચાર્યશ્રી વિજયમાનતુંગસૂરિજી મ. સા., પૂ. આચાર્યશ્રી વિજયઈન્દ્રસેનસૂરિજી મ. સા. તથા પૂ. આચાર્યશ્રી વિજયસિંહસેનસૂરિજી મ. સા. આદિ સપરિવાર તથા વિશાળ સંખ્યામાં સો જેટલાં સાધ્વીજી મહારાજ આદિની શુભ નિશ્રામાં સંઘનું શાનદાર પ્રયાણ થયું. સાતસો જેટલા યાત્રિકોમાં નાની ઉંમરવાળા તથા મોટી ઉંમરવાળા પણ ચાલતા હતા. પૂ. આચાર્યશ્રી મહાશયસાગરસૂરિજી મ. વગેરે પણ સંઘમાં સાથે પધાર્યા હતા. આમ સાત આચાર્યમહારાજ સહિત ૨૫ મુનિમહારાજ અને ૧OO સાધ્વીજીઓ સહિતનો આ સંઘ એક પછી એક ગામો થઈને ચડતા ઉલ્લાસે આગળ વધતો વલ્લભીપુર પહોંચ્યો, ત્યાં સૌએ ગિરિરાજને ઉત્કટ ભક્તિથી વધાવ્યા. સંઘ જ્યારે સોનગઢથી આગળ માલપર આવ્યો ત્યાં સાંજે ખેતરમાં જઈ ગિરિરાજને વધાવવાનો વિશિષ્ટ કાર્યક્રમ ગોઠવ્યો હતો. ગિરિરાજનું ચૈત્યવંદન કરી પછી સ્તુતિ કરીને સૌએ સોના-રૂપાનો જાણે વરસાદ વરસાવ્યો હોય એ રીતે ગિરિરાજને વધાવ્યા. રૂપચંદ ડાહ્યાભાઈના હૈયામાં તો આનંદના ઓઘ ઉભરાયા, તેમને ઉંચકીને બધા ખૂબ નાચ્યા. પાલીતાણા પહોંચતા દિગંબર ધર્મશાળાએથી સંઘનું સામૈયું થયું. સામૈયામાં પાલીતાણામાં બિરાજમાન પુ. આચાર્ય ભગવંતશ્રી વિજયરામસૂરીશ્વરજી મ. આદિ પુજ્ય આચાર્યભગવંતો આદિ પધાર્યા. તળેટીએ પહોંચી સૌ ગિરિરાજની ભક્તિ-સ્તવનમાં ગાંડા-ઘેલા થઈ ગયા. સાબરમતી યાત્રિક ભવનમાં સંઘનો ઉતારો હતો. રાત્રે સંઘવી પરિવારનું બહુમાન કરવામાં આવ્યું તથા સંઘમાં જેમણે જેમણે સુંદર સેવા બજાવી હતી તે બધાનું પણ સન્માન કરવામાં આવ્યું. પોષ વદ ૩ની વહેલી સવારે સી તૈયાર થઈ ગિરિરાજ ઉપર કતારબંધ રીતે ચડવા લાગ્યા. ગિરિરાજના ગુણો ગાતા-ગાતા ચડતા યાત્રિકો ઉપર ચડવાના થાકને પણ ભૂલી ગયા. ઉપર જઈ દાદાના દર્શન વંદન-સ્તવનથી સૌ ભાવિકો આનંદમાં મશગુલ બની ગયા. ભાવિકોના મુખમાંથી એકાએક શબ્દો સરી પડ્યા. “મારો ધન્ય બન્યો આજે અવતાર, મળ્યા મને પરમાતમા; કરૂં મોઘો ને મીઠો સત્કાર કે, મળ્યા મને પરમાતમાં.” દાદાની છાયામાં અને ચતુર્વિધ સંઘની હાજરીમાં અપૂર્વ આનંદોલ્લાસપૂર્વક સંઘપતિ પરિવારને તીર્થમાળ પરિધાનની ક્રિયા કરાવવામાં આવી. સંઘવીશ્રીએ ઉદારતાપૂર્વક ચડાવા બોલી શ્રી આદીશ્વર દાદાની ચંદનપૂજા-પુષ્પપૂજા અને મુગટપૂજાનો લાભ લીધો. ગામો ગામ સંઘવી પરિવાર તથા યાત્રિકોએ બધા જ ક્ષેત્રોમાં મન મૂકીને લાભ લીધો. આ સંઘની મોટી ખૂબી એ હતી કે--એમાં સંઘવી પરિવારે પોતાના માથે કોઈ પણ જાતની Page #619 -------------------------------------------------------------------------- ________________ ઘ90 ] L[ જૈન પ્રતિભાદર્શન જવાબદારી રાખી નહોતી. જાણે પોતે પણ બીજા યાત્રિકોની જેમ યાત્રિક તરીકે જ સંઘમાં હોય તેવી રીતે છરીના નિયમોનું પાલન કરતાં હતા; પરિવારના નાના-મોટા સભ્યો બધા પગે ચાલતા હતા અને એકાસણાં કરતાં હતા. સંઘવી રૂપચંદજીએ તો આખા સંઘ દરમ્યાન શરૂઆતમાં આયંબિલ અને તે પછી અભિગ્રહ એટલે કે અમુક જ દ્રવ્ય વાપરવાપૂર્વકના એકાસણા કર્યા હતા. - અમદાવાદથી શ્રી સિદ્ધગિરિજીનો સંઘ (સં. ૨૦૪૫) : પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. સા. તથા પૂ. મુનિશ્રી રાજહંસવિજયજી મ. સા. આદિ પાલીતાણા કેસરિયાજી નગરમાં વિ. સં. ૨૦૪૪માં ચાતુર્માસ બિરાજમાન હતા. તે વખતે અમદાવાદ-નીલમ એપાર્ટમેન્ટ (આંબાવાડી)થી શ્રી પાર્શ્વમિત્ર મંડળના ભાઈઓ છ'રી પાળતા સંઘ વિનંતી કરવા આવ્યા. તેઓની વિનંતીથી પૂજયશ્રી પાલીતાણાથી અમદાવાદ પધાર્યા અને અમદાવાદથી અઢાર દિવસનો ૩૦૦ આસપાસ માણસોનો સંઘ ખૂબ જ ઉલ્લાસ-ઉમંગથી નીકળ્યો. ગામો-ગામ જિનભક્તિ, સાધર્મિકભક્તિ, જીવદયા તથા અનુકંપાદાન સારાં એવાં થયાં. પાલીતાણામાં પ્રવેશનું ભવ્ય સામૈયું તથા માળારોપણ પ્રસંગ શાસનપ્રભાવના પૂર્વક ઉજવાયો. દાઠાથી અજારા તીર્થનો છ'રી પાળતો સંઘ (સં. ૨૦૪૫) : પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી રાજહંસવિજયજી મ. સા. આદિ વિ. સં. ૨૦૪પમાં જેસર ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે દાઠા નિવાસી શા. ચુનીલાલ મૂળચંદભાઈ તથા પ્રતાપભાઈ મોહનલાલ પરિવાર પૂજ્યશ્રીને વિનંતી કરવા આવ્યા અને તેઓની ભાવભરી વિનંતી સ્વીકારી દાઠાથી અજારા તીર્થનો ૧૦ દિવસનો છ'રી પાળતો સંઘ ૩૦૦ આસપાસ માણસોનો ખૂબ જ ઉલ્લાસથી ગામો-ગામ જૈન શાસનની પ્રભાવના કરતો કરતો નીકળ્યો. ધર્મપસાયે ખરેખર ચમત્કાર સર્જાય એવા બે-ત્રણ પ્રસંગો આ સંઘમાં બન્યા હતા. અજારા પહોંચ્યા પછી અજારા પાર્શ્વનાથ પ્રભુની ખૂબ જ ભાવપૂર્વક ભક્તિ કરી. પાલીતાણાથી શ્રી સિદ્ધગિરિજીની બાર ગાઉની પ્રદક્ષિણાનો સંઘ (સં. ૨૦૫૧) વિ. સં. ૨૦૫૦માં પૂ. આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા., પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. તથા પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ. સા. આદિ પાલીતાણા–કેસરિયાજીનગરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. તેઓની પ્રેરણાથી શા. ભોગીલાલ આશારામ પરિવાર તરફથી શ્રી સિદ્ધગિરિજીનો બાર ગાઉની પ્રદક્ષિણાનો છ'રી પાળતો સંઘ ઘણા જ ઉલ્લાસ-ઉમંગપૂર્વક નીકળ્યો. ૨૫૦ આસપાસ યાત્રિકોનો દસ દિવસનો આ સંઘ કોઈ અનોખો જ હતો. રોજ રોજ સિદ્ધગિરિજીના દર્શન કરીને તેના પાવન પરમાણુંઓથી પવિત્ર બનતા યાત્રિકો ખૂબ જ ભાવવિભોર બનતા હતા. - ઉદારતાપૂર્વક સંઘવી પરિવારે લાભ લીધો. પાલીતાણામાં પ્રવેશ તથા દાદાના દરબારમાં તીર્થ માળારોપણ ખૂબ જ ઉલ્લાસપૂર્વક થયેલ. વર્ષો બાદ આ રીતના સંઘનો નવો ચીલો પડેલો જોઈ સૌએ ઘણો જ આનંદ અનુભવ્યો. Page #620 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ પ૭૧ (પૂ. આ.શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો પૂ. શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં વિ. સં. ૨૦૪૦માં પાલીતાણાથી જૂનાગઢનો સંઘ જેમાં રાજસ્થાન-સાંડેરાવની વતની અને પૂના નિવાસી શ્રી ચંદનમલજી ભીકમચંદજી સંઘવી હતા. વિ. સં. ૨૦૪૧માં પાલીતાણાથી શંખેશ્વરનો સંઘ શ્રી શાંતિલાલ હેમાજી મુથા પરિવારે શાસનપ્રભાવનાપૂર્વક કાઢ્યો હતો. તે સિવાય પણ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. સા.ની નિશ્રામાં નાના પણ યાદગાર છથી સાત સંઘો નીકળેલા. વલ્લભીપુરથી પાલીતાણા, ઘોઘાથી પાલીતાણા, મેથળાથી સિદ્ધાચલજી, મહિદપુરથી મક્ષીજી, ઉન્હેલથી નાગેશ્વર, નવસારીથી અલીપોર, અમદાવાદથી કલિકુંડ ધોળકા વગેરે યાદગાર સંઘો રહ્યા. વિ. સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદથી પાલીતાણા તથા ૨૦૫ની સાલમાં શ્રેષ્ઠિવર્ય મણિલાલ લાલચંદ ગળીવાળાએ અમદાવાદથી સિદ્ધાચલજીનો સંઘ ભારે અનુમોદનીય રીતે કાઢ્યો હતો. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરિજી મ. સા. આદિની પ્રેરક નિશ્રામાં સં. ૨૦૫૪માં મુંબઈ-મુલુન્ડથી પાલીતાણાનો પ૬ દિવસનો ૪૦૦ યાત્રિકો સાથેનો સંઘ ગામે-ગામ જિનશાસનની પ્રભાવના કરતો નીકળ્યો હતો. સાતેય ક્ષેત્રમાં તથા અનુકંપા-જીવદયાના વિશિષ્ટ કાર્યો થવા સાથે સંઘયાત્રાનું વિશિષ્ટ આયોજન થયું હતું. (પૂ. આ.શ્રી વિજયસુશીલસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો) (૧) વિ. સં. ૨૦૨૦ બીજોવાથી રાણકપુર તીર્થ, (૨) સં. ૨૦૨૨ ખિમેલથી રાણકપુર તીર્થ, (૩) વિ. સં. ૨૦૨૪ ખોડથી રાણકપુર તીર્થ, (૪) વિ. સં. ૨૦૩૫ ઉદયપુરથી રાણકપુર તીર્થ, (૫) સં. ૨૦૩૬ જવાલીથી રાણકપુર તીર્થ, (૬) વિ. સં. ૨૦૪૯ રાણીગાંવથી રાણકપુર તીર્થ, (૭) સં. ૨૦૪૫ ઢાલોપથી રાણકપુર તીર્થ, (૮) વિ. સં. ૨૦૨૩ ખોડથી કાપરડાજી તીર્થ, (૯) વિ. સં. ૨૦૨૮ પાલીથી કાપરડાજી તીર્થ, (૧૦) વિ. સં. ૨૦૨૬ સિરોહીથી આબુજી તીર્થ, (૧૧) વિ. સં. ૨૦૨૮ પીપાડથી શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ, (૧૨) સં. ૨૦૪૪ જૈતારણથી શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ, (૧૩) સં. ૨૦૨૧ કેકડીથી શ્રી ચંબલેશ્વર તીર્થ, (૧૪) વિ. સં. ૨૦૨૯ ઉદયપુરથી કેસરિયાજી તીર્થ, (૧૫) સં. ૨૦૩૯ સાદડીથી કેસરિયાજી તીર્થ, (૧૬) વિ. સં. ૨૦૩૨ જોધપુરથી ગાંગાણી તીર્થ, (૧૭) સં. ૨૦૩૭ ચાણસ્માથી ભોયણી તીર્થ, (૧૮) વિ. સં. ૨૦૩૭ મુલુન્ડ (મુંબઈ)થી થાણા તીર્થ, (૧૯) વિ. સં. ૨૦૩૮ તખતગઢથી સિદ્ધગિરિ-પાલીતાણા તીર્થ, (૨૦) વિ. સં. ૨૦૪૦ તખતગઢથી જાલોર સ્વર્ણગિરિ તીર્થ, (૨૧) વિ. સં. ૨૦૪૦ સિરોહીથી શંખેશ્વર તીર્થ, (૨૨) વિ. સં. ૨૦૪૧ તખતગઢથી કવલા તીર્થ, (૨૩) વિ. સં. ૨૦૪૫ જોધપુરથી ઓસિયાજી તીર્થ, (૨૪) સં. ૨૦૪૭ ધનલાથી વરકાણા તીર્થ, (૨૫) વિ. સં. ૨૦૪૭ લુણાવા-ભટૂંકરનગરથી રાતા મહાવીરજી તીર્થ, (૨૬) સં. ૨૦૪૯ લેટાથી ઉમેદપુર તીર્થ, (૨૭) વિ. સં. ૨૦૪૯ મુંડારાથી બામનવાડાજી તીર્થ, (૨૮) સં. ૨૦૫) જોધપુરથી નાકોડાજી તીર્થ, (૨૯) વિ. સં. ૨૦૫૧ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ ] [ જૈન પ્રતિભાદર્શન જાવાલથી પાલીતાણા-સિદ્ધગિરિ તીર્થ, (૩૦) સં. ૨૦૫૪ જાવાલીથી રાણકપુરજી તીર્થ, (૩૧) સં. ૨૦૫૫ ગુડાઅડેલાથી વકાણા તીર્થ. પૂ. આ.શ્રી વિજયકુંદકુંદસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળેલ શ્રી વલ્લભીપુરથી શત્રુંજયતીર્થનો છ’રીપાલિત સંઘ : પ. પૂ. શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મ. સા.ના શિષ્ય પૂ. આ.શ્રી કુંદકુંદસૂરિજી મ. સા. આદિ ઠાણા તેમ જ સાધ્વીશ્રી મંજુલયશાશ્રીજી તથા સાધ્વીશ્રી રમણયશાશ્રીજી આદિ ઠાણાની શુભ નિશ્રામાં સંઘપતિશ્રી ભૂપેન્દ્રભાઈ ગીરધરલાલ ભુધરલાલ ઉંટવાળા સપરિવારના આર્થિક સહયોગથી ૨૨૫ યાત્રિકોનો ૬ દિવસનો વલ્લભીપુરથી શત્રુંજય તીર્થનો છ’રીપાલિત યાત્રા સંઘ નીકળ્યો હતો. સંઘપ્રયાણ વિ. સં. ૨૦૫૫ના મહા વદ ૭ અને મહા વદ ૧૦ના પાલીતાણા નગર પ્રવેશ. શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સંઘપતિનું સન્માન. પ્રાચીન અને ગામના મુખ્ય દેરાસરે દર્શન અને જુની પેઢીમાં ગાદી ઉપર સંઘપતિ બિરાજમાન થઈ તીર્થ પ્રતિ પ્રયાણ કરી આદિનાથ દાદા તથા શત્રુંજયના જયનાદ સાથે તીર્થ તળેટીના દર્શન-વંદન-સ્પર્શના કરી કેસરિયાજીનગરમાં માંગલિક અને રાત્રે યાત્રિકગણ તથા સ્વજનો દ્વારા સંઘપતિનું બહુમાન અને સંઘપતિ દ્વારા સંઘ સંચાલકો તથા સ્વયંસેવકોનું બહુમાન કરવામાં આવેલ. મહા વદ ૧૧ દાદાના દરબારમાં તીર્થમાળારોપણની વિધિ પૂ. આ. શ્રી કુંદકુંદસૂરિજી મ. સા.ના વરદ હસ્તે સંપન્ન થઈ. આ સાથે સંઘપતિ શ્રી ભૂપેન્દ્રભાઈ તથા તેમનાં ધર્મપત્ની શ્રી પ્રવિણાબેને ચતુર્થ બ્રહ્મચર્યવ્રત લીધું. પૂ. આ૦ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો ૧. ભાવનગરથી ઘોઘા વિ. સં. ૨૦૩૩ કાર્તિક વદ ૫, યાત્રિક સંખ્યા ૭૦૦. ૨. ગોધરાથી પરોલી તીર્થ વિ. સં. ૨૦૪૯ માગસર સુદ ૩, સંઘવી શ્રી હીરાબેન શાંતિલાલ ભુરાભાઈ ચોક્સી તથા શ્રી મફતલાલ મંગળદાસ દોશી (ચોક્સી). ૩. ભાવનગરથી પાલીતાણા વિ. સં. ૨૦૫૩ કાર્તિક વદ ૪ થી કાર્તિક વદ ૧૦ સંઘવી શ્રી જસવંતરાય ગીરધરલાલ વેલચંદભાઈ ગોળવાળા-પચ્છેગામવાળા (હાલ શાસ્ત્રીનગર-ભાવનગર), યાત્રિક સંખ્યા ૫૦૦. ૪. વલ્લભીપુરથી પાલીતાણા વિ. સં. ૨૦૫૪ મહા સુદ ૫ થી મહા સુદ ૧૦, શ્રી ચંદ્રદીપક જૈન સ્નાત્ર મંડળ (મુંબઈ-પાલીતાણા) તરફથી, યાત્રિક સંખ્યા ૪૦૦. પ. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ. સા.ના પટ્ટધર પ. પૂ. Page #622 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ પ૭૩ આ. શ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ.ની નિશ્રામાં વિ. સં. ૨૦૫૪ કાર્તિક વદ ૩ના ગોધરાથી પરોલીનો છ'રીપાલિત યાત્રાસંઘ ૪૦૦ યાત્રિકો સાથે ગોધરાના ભાવિક શ્રાવકો તરફથી નીકળેલ. ( ડહેલાવાળા સમુદાયની નિશ્રામાં નીકળેલા સંઘો ) પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા) તથા પ. પૂ. આ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં છરીપાલિત સંઘ અનેક વખત નીકળ્યા છે. તેમાં સં. ૨૦૩૦ પછી નીકળેલા મુખ્ય સંઘોની એક આછી ઝલક.. --કલકત્તાથી શ્રી સમેતશિખરજીનો યાત્રાસંઘ, સં. ૨૦૩૩, દિવસ-૧૯, સંઘપતિ દાનવીર શેઠશ્રી સૂરજમલ મંગલચંદજી ચૌધરી. --ભાયખલાથી અગાશીતીર્થ, સં. ૨૦૩૬, દિવસ-૮, વિવિધ ભાગ્યશાળીઓ તરફથી. --દીઓદર (બ.કાં.)થી શ્રી શંખેશ્વરતીર્થ, સં. ૨૦૪પ, માગશર, સંઘપતિ શ્રી નટવરલાલ હરગોવનદાસ દોશી. દિવસ-૧૦. યાત્રિકો ૮00. --વારાહી (બ. કાં.)થી ભીલડિયાજી તીર્થ. સં. ૨૦૪૬ માગશર, સંઘપતિ શ્રી ભરતકુમાર બાદરમલ ઝોટા, દિવસ-૮, યાત્રિકો-૭OO લગભગ. --કુવાળાથી શ્રી શંખેશ્વર મહાતીર્થ, સં. ૨૦૪૭ મહા મહિનો, સંઘપતિ ભોગીલાલ છગનલાલ દોશીના સુપુત્રો, દિવસ-૯, યાત્રિકો-૯00. --વરસોડાથી શ્રી શંખેશ્વર મહાતીર્થ, સં. ૨૦૫૦ મહા માસ, સંઘપતિશ્રી ચતરાજી ભેરાજી જીરાવલા પરિવાર, દિવસ-૧૨, યાત્રિકો-૧000. --ધાનેરાથી આબુ (દેલવાડા), સં. ૨૦૫ર ફાગણ, સંઘપતિ શ્રી ખુમચંદભાઈ પરિવાર, દિવસ-૧૦૦, યાત્રિકો-૭00. --ધાનેરાથી જીરાવલા તીર્થ, સં. ૨૦૩૭ માગશર મહિનો, સંઘપતિ લલ્લુભાઈ મોહનલાલ વારૈયા, દિવસ-૫, યાત્રિકો-પOO. પૂ. આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. તથા ( પૂ. આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો (૧) પૂજયપાદશ્રીઓની પરમ તારક નિશ્રામાં વિ. સં. ૨૦૨૮ મહા સુદ ૧૪ સાબરમતીથી કાછોલી (રાજ.)નિવાસી તપસ્વી શેઠશ્રી ધનજીભાઈ કાનજીભાઈ, શેઠશ્રી છોટુભાઈ કાનજીભાઈ, શેઠશ્રી બાલુભાઈ કાનજીભાઈ પરિવારે તીર્થાધિરાજશ્રી શત્રુંજય ગિરિરાજના છ'રીપાલિત સંઘનો લાભ લીધો, જેમાં ૭૦ વર્ષથી પણ અધિક--જૈફ વયના અનેક ભાવિકોએ પગપાળ તીર્થયાત્રા કરી જીવનને સફળ બનાવ્યું. (૨) વિ ાં ૨૦૧૧માં સાબરમતીથી ભારજા (રાજ)નિવાસી તપસ્વી શેઠશ્રી કપુરચંદજી, શેઠશ્રી કેસરીમલજી શાહ-પરિવારના તીર્થાધિરાજશ્રી શત્રુંજય ગિરિરાજનો છરીપાલિત સંધ ૪૦૦થી અધિક યાત્રીઓએ તીર્થયાત્રાનો લાભ લીધો. (૩) વિ. સં. ૨૦૩૫ ખીમત નિવાસી શેઠશ્રી લલ્લુભાઈ ઉગરચંદ શાહના સુપુત્રો શ્રી ઉત્તમલાલ તથા શ્રી વસંતલાલ પરિવારના તીર્થાધિરાજશ્રી શત્રુંજય ગિરિરાજના છરીપાલિત સંઘમાં ૩૦૦થી અધિક યાત્રિકોએ લાભ લીધો. (૪) કુંભાસણ (પાલનપુર) નિવાસી શેઠશ્રી પોપટલાલ ગફુરભાઈ પરીખ પરિવારના કુંભાસણથી શ્રી તારંગાજી મહાતીર્થના છ'રીપાલિત સંઘમાં ૩૦૦થી અધિક યાત્રીઓએ લાભ લીધો. (૫) કુંભાસણ (પાલનપુર) નિવાસી શેઠશ્રી પરશોત્તમદાસ ચેલજીભાઈ પરીખના સપુત્રો શ્રી રતિલાલ, શ્રી રમણીકલાલ, શ્રી વસંતભાઈ પરીખ પરિવાર કુંભાસણથી શ્રી મેત્રાણાજી તીર્થનો Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન છ'રીપાલિત સંઘ (૬) જુનાડીસા નિવાસી શેઠશ્રી પોપટબેન નહાલચંદ કાંટી પરિવાર તરફથી જુના ડીસાથી શ્રી શંખેશ્વર મહાતીર્થનો છ'રીપાલિત સંઘ (૭) જુનાડીસા નિવાસી શેઠશ્રી કેશવલાલ નહાલચંદ શેઠ પરિવાર તરફથી જુના ડીસાથી આબુ-દેલવાડા તીર્થનો છ'રીપાલિત સંઘ (૮) ભાવનગરથી ઘોઘા તીર્થના છ'રીપાલિત સંઘનો લાભ ટાણાના શેઠશ્રી ચંદ્રકાંત હકમચંદ શાહ પરિવારે લીધો. (૯) ચોક (પાલીતાણા)નિવાસી ચંપાબેન રમણીકલાલ તલકચંદ શાહના સુપુત્રો શેઠશ્રી રસીકભાઈ, જિતેન્દ્રભાઈ, જગદીશભાઈ, ભદ્રેશભાઈ પરિવારે ચોકથી સિદ્ધગિરિના છ'રીપાલિત સંઘનો લાભ લીધો. (૧૦) સાબરમતી (અમદાવાદ)નિવાસી શેઠશ્રી ચંદુલાલ મૂળચંદ શાહ કારેલીવાળા પરિવારે વલ્લભીપુરથી શ્રી સિદ્ધગિરિના છરીપાલિત સંઘનો લાભ લીધો. (૧૧-૧ર) અમદાવાદનિવાસી તપસ્વિની શ્રીમતીબેન કાંતિલાલ જેસીંગલાલ ઝવેરી (પાપડવાળા) પરિવારે પૂજ્યશ્રીની તારકનિશ્રામાં અમદાવાદ-રાજનગરથી શેરીસા તીર્થના અમદાવાદથી શેરીસા-પાનસર તીર્થના છ'રીપાલિત સંઘોનો લાભ લીધો. (૧૩) અમદાવાદનિવાસી શેઠશ્રી બાબુલાલ રતિલાલ શાહ માણસાવાળા પરિવારે પૂજ્યશ્રીની તારક નિશ્રામાં માણસાથી મહુડી તીર્થના છ'રીપાલિત સંઘનો લાભ લીધો. ( રાજનગરથી શત્રુંજયનો છ'રીપાલક સંઘ ) પ.પૂ. આ.શ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ની પાવન નિશ્રામાં રાજનગરથી શત્રુંજયનો છ'રી પાલક સંઘ શ્રી ધનરાજજી પરિવાર તરફથી અનેક વિશેષતાયુક્ત નીકળેલ પૂજ્યશ્રીની નિશ્રામાં બીજા અનેક સંઘો પણ નીકળેલ. ( રાધનપુરથી સિદ્ધાચલજી (પાલીતાણા)નો સંઘ ) પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની પાવન નિશ્રામાં સં. ૨૦૪૯માં રાધનપુરથી સિદ્ધાચલજીનો છ'રી પાલક સંઘ ભારે ઠાઠમાઠથી નીકળેલ. કાનજીભાઈ જેચંદભાઈ ગાંધીનું આ યાત્રા સંઘમાં ભારે મોટું યોગદાન હતું. તે સિવાય પૂ. મુનિશ્રી નિતિસાગરજી મ.સા.ની નિશ્રામાં શિવગંજ ઓશવાળ પંચ શ્રીસંઘ તરફથી નાણા દિયાણાનો પણ સંઘ નીકળેલ. તે સિવાય શંખેશ્વર પાલીતાણા, ભદ્રેશ્વર-ભીલડીઆજી વગેરેના સંઘો પણ નીકળેલ. પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના) પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલ સંઘ શ્રી શત્રુંજય-ગિરનાર છ'રીપાલિત સંઘ : વિ. સં. ૨૦૫ર માગસર વદ ૬ના ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં સંસ્કૃતિને પ્રેરતો અને આધુનિકતાને નહિ સ્પર્શતો, સૈકા જુની યાદ અપાવતો છ' રીપાલિત યાત્રા સંઘ નીકળ્યો. સુરતના આગેવાન શ્રેષ્ઠીશ્રી રતનચંદ પ્રેમચંદ ઝવેરીના સુપુત્રો અમરચંદ રતનચંદ ઝવેરી અને પ્રવિણચંદ્ર રતનચંદ ઝવેરી સંઘવીઓ હતા. Page #624 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૭૫ (પૂ. આ. શ્રી અશોકસાગરસુરિજી મ. સા.ની નિશ્રામાં વિવિધ સંઘયાત્રાઓ) શ્રી સાગરાનંદસૂરિ સમુદાયમાં યોગીપુરુષ પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ના વિનેય શિષ્ય સમર્થ વ્યાખ્યાનકાર પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મ.ની પ્રેરક નિશ્રામાં છેલ્લા સાડાત્રણ દાયકામાં અસંખ્ય યાત્રાસંઘોના સફળ આયોજનો થયાં, જેમાં અમદાવાદથી પાલીતાણાનો સંઘ--સંઘવી શ્રી ભીમરાજ હંસરાજ શાહ, ઇંદોરથી ચિત્તોડગઢ-સંઘસમિતિ, રતલામથી પાલીતાણા--સંઘવી ખેમચંદજી કોસ્વા, જામનગરથી જૂનાગઢ-સંઘસમિતિ, માલણાથી તારંગ-સંઘવી અમૃતલાલ ચુનીલાલ, પીલવાથી જીરાવલા–રસંઘવી કેશવલાલ મોહનલાલ શાહ, બેહાપથી પાલિતાણા–સંઘવી ભુરાલાલ ભૂખણદાસ, ઉંદરાથી રૂણી-- સંઘસમિત, સાલમગઢથી કેશરિયાજી--શ્રીસંઘ, બદનાવરથી નાગેશ્વર સંઘવી નંદલાલજી લોઢા, રતલામથી નાગેશ્વર-સંઘવી જ્ઞાનચંદ સુરાણા, ડગથી નાગેશ્વર, ઇંદોરથી માંડવગઢ--સંઘવી ધનલાલજી ચોરડિયા, ઈદોરથી મક્ષીજી, ઇંદોરથી ભોપાવર, સુરતથી શિખરજી, વલભીપુરથી પાલિતાણા-રસિકભાઈ દવાવાળા, ભાવનગરથી ઘોઘા--સંઘવી અજય રજનીભાઈ, જોધપુરથી જેસલમેર, પાલિતાણાથી ગિરનાર--રતનચંદ પ્રેમચંદ ઝવેરી, વલભીપુરથી પાલિતાણા--સંઘવી શ્રી દીપચંદજી જૈન (નાગેશ્વરવાળા), ધંધુકાથી પાલિતાણા–સુમનબેન બાબુલાલ અને વડનગરથી માંડવગઢ-–સંઘવી ચંપાલાલજી જૈન આદિ. આ સિવાય પણ અન્ય સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલા. આ વરતેજથી પાલીતાણા--શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો છ'રીપાલિત સંઘ ) વિ. સં. ૨૦૩૮ માં પ્રાયઃ પ્રથમવાર વરતેજથી સિદ્ધાચલનો છ'રી પાળતો સંઘ પૂ. સાધ્વીજી શ્રી સૂર્યશિશુ મ. સા. શુભોદયાશ્રીજી મ. તથા સા. અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણા અને સાંનિધ્યે સંઘપતિઓ (૧) શા વ્રજલાલ દેવચંદભાઈ કામદાર સપરિવાર, (૨) શાહ ચત્રભુજભાઈ ભવાનભાઈ અને (૩) સુશ્રાવિકા પદ્માબેન તરફથી નીકળ્યો હતો. ૧૫૦ યાત્રિકો સાથે સંઘ શિહોર, પીપરલા, મોખડકા થઈ પાલીતાણા પહોંચતા દાદાના દરબારમાં તીર્થમાળ-વિધિ સાનંદ સમ્પન્ન થઈ હતી. માળના દિવસે ૨૦૦ ઉપરાંત સાધુ-સાધ્વીજી મહારાજોની ભક્તિનો લાભ લેવામાં આવેલ. એકંદરે સંઘ શાસનપ્રભાવક અને યાદગાર બન્યો હતો. ( પૂ. આ.શ્રી નરદેવસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો ) પરમ પૂજ્યશ્રી સાગરાનંદસૂરિ સમુદાયના પૂ. આચાર્યશ્રી નરદેવસાગરસૂરિજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં જે યાત્રાસંઘો નીકળ્યા તે આ મુજબ છે. (૧) સં. ૨૦૩૭ વાવથી ભોરોલ તીર્થનો છ'રીપાલક સંઘ (૨) સં. ૨૦૪) બહુચરાજીથી ભોયણી તીર્થનો છ'રીપાલિત સંઘ (૩) વિ. સં. ૨૦૪૨ ખેડાથી માતર તીર્થનો છ'રીપાલિત સંઘ (૪) વિ. સં. ૨૦૪૩ પૂનાથી ખેડ (રાજગુરુગામ)નો છ'રીપાલિત સંઘ (૫) વિ. સં. ૨૦૪૭ કસરાવદથી માંડવગઢનો છ'રીપાલિત સંઘ (૬) વિ. સં. ૨૦૪૭ નેરથી બલસાણા તીર્થનો છ'રીપાલિત સંઘ (૭) વિ. સં. ૨૦૪૮ યેવલાથી માલેગાંવનો છરીપાલિત સંઘ (૮) વિ. સં. ૨૦૫૧ ખેડાથી માતરનો છ'રીપાલિત સંઘ (૯) વિ. સં. ૨૦૫૧ અમદાવાદ-વિજયનગરથી સેરીસા તીર્થનો છ'રીપાલિત સંધ (૧૦) વિ. સં. ૨૦૫ર પાટણથી Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન ચારૂપતીર્થનો છ’રીપાલિત સંઘ (૧૧) વિ. સં. ૨૦૫૨ વડાથી રૂણીતીર્થનો છ’રીપાલિત સંઘ (૧૨) વિ. સં. ૨૦૫૨ વડાથી ભીલડીયાજી તીર્થનો છ'રીપાલિત સંઘ (૧૩) વિ. સં. ૨૦૫૪ અમદાવાદવિજયનગરથી સેરીસા તીર્થનો છ'રીપાલિત સંઘ (૧૪) વિ. સં. ૨૦૫૪ મુદરડાથી ભોયણીતીર્થનો છ'રીપાલિત સંઘ (૧૫) વિ. સં. ૨૦૫૫ ખેડાથી કલિકુંડતીર્થનો છ'રીપાલિત સંઘ. તીર્થોદ્ધારક આ. શ્રી નીતિસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો પ.પૂ. તીર્થોદ્ધારક આ.દેવ શ્રી નીતિસૂરિજીએ સં. ૧૯૪૯ના અ. સુ. ૧૧ના દિવસે મહેરવાડામાં દીક્ષા લીધી. સં. ૧૯૫૦ મ. સુ. ૪ શુક્રવારે સીપોરમાં વડીદીક્ષા થઈ. ૧૯૫૨નું ચોમાસું અમદાવાદ લુહારની પોળે ચાતુર્માસ કર્યો. ચોમાસા દરમ્યાન વ્યાખ્યાનમાં શત્રુંજય મહાત્મ્ય’ વાંચવાનું શરુ કર્યું. એથી પ્રભાવિત થઈ આસ્ટોડિયા ઢાલની પોળ (અમદાવાદના શેઠ મોતીલાલ વીરચંદે સાલીસહજારે ચોમાસા પછી તુરત જ શત્રુંજયનો સંઘ કાઢવાની પ્રતિજ્ઞા કરી અને ધામધુમથી સંધ કાઢ્યો. તેમાં ૪૦૦૦ યાત્રીકો, પ૦૦ બળદગાડા (એ ટાઈમે મોટર ન હતી) ૫૦૦ કર્મચારીઓ હતા. તેમની નિશ્રામાં આ પહેલો સંઘ હતો. પૂ. આચાર્યશ્રી મંગલપ્રભસૂરિશ્વરજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં નીકળેલા સંઘો ભાભરથી શંખેશ્વર તીર્થનો સંઘ. આ યાત્રાસંઘમાં બે હજાર યાત્રિકો હતા. તખતગઢથી શત્રુંજય તીર્થના સંઘમાં અંદાજે ૫૦૦ યાત્રિકો હતા. પોમાવાથી પાલીતાણા સંઘમાં અંદાજે ૫૦૦ યાત્રિકો હતા. પાલીતાણાથી ગિરનાર તીર્થના યાત્રાસંઘમાં ૨૫૦ યાત્રિકો હતા. આ ઉપરાંત જીરાવલાથી પાલીતાણા પાળોળાથી પાલીતાણા રાજનગરથી પાલીતાણાના સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા. વિ. સં. ૨૦૨૦માં પૂ. આ. શ્રી મહેન્દ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં શંખેશ્વરથી પાલીતાણા તીર્થયાત્રા સંઘમાં ૪૦૦ થી ૫૦૦ યાત્રિકો જોડાયેલ. સંઘપતિશ્રી કેસરીમલજી સંઘવી (શિવગંજવાળા) ગચ્છાધિપતિ પ.પૂ. આ.શ્રી વિજય અરિહંતસિદ્ધસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો * ‘શ્રી જાખોડા (રાજ.)થી જેસલમેર તીર્થ છ'રી પાલિત સંઘ' યાત્રિકોની સંખ્યા-૧૦૦૦. * ‘શ્રી જાખોડા (રાજ.)થી ભદ્રેશ્વર (કચ્છ) તીર્થનો છ'રી પાલિત સંઘ' યાત્રિકોની સંખ્યા-૧૦૦૦, * ‘શ્રી વીસલપુર (રાજ.)થી વલ્લભીપુર થઈ શ્રી શત્રુંજયનો છ'રી પાલિત સંઘ' યાત્રિકોની સંખ્યા-૬૦૦, * શ્રી માટુંગા જૈન શ્વે. મૂ. પૂ. તપગચ્છ સંઘ શ્રી વાસુપુજ્ય સ્વામી જિનાલય તરફથી શ્રી શત્રુંજય મહાતીર્થની ચવીહાર છઠ્ઠ કરી સાતયાત્રા-યાત્રિકો-૧૫૦. * હીમાંશુભાઈ ઝવેરીના સહયોગથી શ્રી સિદ્ધાચલ મહાતીર્થની ચવિહાર છઠ્ઠ કરી સાતયાત્રાયાત્રિકો-૧૦૦૦ Page #626 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૭૭ પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં નીકળેલા સંઘો વિ. સં. ૨૦૩૬ ખિવાન્દીથી સિદ્ધગિર તીર્થ-પાલીતાણા સંઘયાત્રામાં ૪૦૦ યાત્રિકો હતા. આ સંઘના સંઘપતિ શાહ નરસિંગજી રીખબાજીએ શાસનપ્રભાવનાનો સારો લાભ લીધો હતો. વિ. સં. ૨૦૩૯ સુદાસણાથી તારંગા તીર્થના યાત્રાસંઘમાં ૩૦૦ જેટલા યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૪ જાખોડાથી મહેસાણા સંઘ સમિતિના ઉપક્રમે ૨૦૦ યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૬ જાખોડાથી જેસલમેરના યાત્રાસંઘમાં પ. પૂ. આ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી હેમપ્રભસૂરિજી મ. સા.ની નિશ્રા હતી. ૧૫૦ પૂ. સાધુ-સાધ્વીજીઓ તથા ૩૦૦ જેટલા યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૮ મોરવાડાથી પાલીતાણા સંઘયાત્રાનું ૨૯ દિવસનું આયોજન હતું. સંધમાં ૫૦૦ જેટલા યાત્રિકો હતા. સંઘવી રાજકરણ રીખવચંદ દોશી અને તેમના સુપુત્રો સુરેશભાઈ, અશોકભાઈ, અરવિંદભાઈ વગેરેએ શાસનપ્રભાવનાનો અમૂલ્ય લ્હાવો લીધો હતો. વિ. સં. ૨૦૪૯ પાટણથી ગાંભુ સંઘનું ચાર દિવસનું આયોજન હતું. મુંબઈવાળા નવીનચંદ્ર અંબાલાલ સંઘવી હતા. ૨૫૦ જેટલા યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૯ પાટણથી ચારૂપના સંઘમાં પ૦૦ જેટલા યાત્રિકો હતા. વિ. સં. ૨૦૪૯ મહેસાણાથી શંખેશ્વર. આ યાત્રાસંઘ મહેસાણા જૈન સંઘ આયોજિત હતો. વિ. સં. ૨૦૫૦ ઉત્તર ગુજરાતમાં ઉણથી રૂણી તીર્થસંઘમાં ૧૫૦ યાત્રિકો હતા. વિ. સં. ૨૦૫૩ જાખોડાથી સમેતિશખર સુધીના આ યાત્રાસંઘમાં પૂ. આ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ. સા. તથા પૂ. આ. શ્રી હેમપ્રભસૂરિજી મ. સા. એમ બે આચાર્ય ભગવંતોની શુભ નિશ્રા હતી. પ્રસંગોપાત યોજાયેલા અનેક છ’રી પાલક યાત્રાસંઘોમાં આ જવેરી પરિવારનું ભારે મોટું યોગદાન નોંધાયું છે. શ્રી અમરચંદ રતનચંદ જવેરી શ્રી પ્રવિણચંદ્ર રતનચંદ જવેરી વિ. સં. ૨૦૫૪ ક્ષત્રિયકુંડથી શિખરજી સુધીના ૧૩ દિવસના આ યાત્રાસંઘમાં બે પૂજ્ય આચાર્ય ભગવંતોની શુભ નિશ્રા હતી. ૨૨૦૦ યાત્રિકો જોડાયા હતા. આ અદ્ભુત યાત્રાસંધના સંઘવી રતનચંદ પ્રેમચંદ ઝવેરી તથા સંઘવી હિમાંશુભાઈ ઝવેરી-મુંબઈ પિરવારે ભારે મોટી શાસનપ્રભાવના કરી હતી. વિશિષ્ટ અનુકંપાદાન, ગરીબોને અનેક પ્રકારની સહાય, લાઈટ-માઈકની સગવડતા વગરના આ સંઘમાં Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ) [ જૈન પ્રતિભાદર્શન દેશી વસ્તુઓનો જ ઉપયોગ. સંઘવીએ સંઘમાળ પોતે પહેરવાને બદલે ઉછામણી બોલાવરાવી; મુક્તિલાલ ખેમચંદ કોઠારીએ માળ પહેરેલ. રૂપિયા દોઢેક કરોડનો ખર્ચ કર્યો. પ્રાચીન ઇતિહાસને તાજો કરવામાં આ પરિવાર નિમિત્ત બનેલ. વિ. સં. ૨૦૫૫ ધર્મવિહાર-પાલડી-અમદાવાદથી પાલીતાણા સંઘનું સામુદાયિક આયોજન હતું. સત્તર દિવસના આ યાત્રાસંઘમાં ૪૦૦ યાત્રિકો જોડાયેલ. પૂ. આ. શ્રી ધર્મસૂરિજી મ. સા.ના સમુદાયના પૂ. સાધ્વીશ્રી કુમુદશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કલ્પલત્તાશ્રીજી મ.ની વિશેષ પ્રેરણા પ્રાપ્ત થયેલ. વિ. સં. ૨૦૫૫ વલ્લભીપુરથી પાલીતાણા સુધીના આ યાત્રાસંઘનું વિશિષ્ટ આયોજન બે પ્રભાવક પરિવારોનું સંયુક્ત આયોજન હતું. સંઘવી સુધીરભાઈ કેશવલાલ ભણસાલી કલકત્તાવાળા તથા શશીબહેન કાંતિલાલ મહેતાએ સાત દિવસના આ યાત્રાસંઘની શાસનપ્રભાવનાનો સારો લાભ લીધેલ. પૂ. આ.શ્રી વિજયમોહનસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ. આચાર્યભગવંતો આદિની નિશ્રામાં નીકળેલા કેટલાક સંઘોની સંક્ષિપ્ત નોંધ (૧) પૂ. યુગદિવાકર આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મ. સા.ની નિશ્રામાં હિંમતનગર સાબરકાંઠા)ના શ્રેષ્ઠિશ્રી ફતેચંદભાઈએ હિંમતનગરથી કેસરિયાજી તીર્થનો ૨૧ દિવસનો સંઘ કાઢેલ. ૨૦૦ સાધુ-સાધ્વીજી મ. સા. અને યાત્રિક ૧૫૦ હતા. (૨) માંગરોળથી શ્રેષ્ઠિ જમનાદાસ મોરારજીએ શ્રી ગિરનાર તીર્થનો સંઘ છ દિવસનો પૂ. આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા.ની પાવન નિશ્રા કાઢેલ ૧OO પૂ. સાધુ-સાધ્વીજી મ. સા. તથા ૧OO સંઘયાત્રિકો હતા. (૩) મુંબઈથી પાલીતાણા : વિ. સં. ૨૦૩૩માં મુંબઈથી શત્રુંજય મહાતીર્થ તથા વિ. સં. ૨૦૩૪માં પાલીતાણાથી ગિરનાર તીર્થ. મુંબઈના અગિયારેક શ્રેષ્ઠિવર્યોએ સંઘ કાઢેલ. શાસનપ્રભાવક મહારથીઓ પૂ. પ્રવચન પ્રભાવક આચાર્યભગવંતશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા., યુગદિવાકર પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા., પૂ. સાહિત્યકલારત્ન યશોવિજયજી મ., પૂ. શતાવધાની જયાનંદવિજયજી મ આદિની નિશ્રામાં સંઘ નીકળેલ. પૂ. સાધુ-સાધ્વીજી મ. સા. ૩૦. ઠાણા સહસંઘ યાત્રિકો ૨૦OO હતા. પુરા સાજ સાથે સાતેય ક્ષેત્રોમાં વિપુલ સંપત્તિનો સદ્ભય કરેલ. દોઢ માસનો રસાલા સાથે સંઘ આવેલ. ભવ્ય યાત્રા સંઘો તરીકે પંકાયેલા અને ઐતિહાસિક રીતે બિરદાવેલા આ બન્ને મહાસંઘોમાં અદ્ભુત ઔદાર્યથી ગામે-ગામ ધર્મક્ષેત્રે અને અનુકંપાક્ષેત્રે સંપત્તિનો જોરદાર સવ્યય થયો હતો. (૪) ઉપરોક્ત પ્રમાણે જ બન્ને આચાર્યો તથા નૂતન આચાર્યશ્રી વિજયયશોદેવસૂરિજી મ. સા. તથા આચાર્યશ્રી વિજય જયાનંદસૂરિજી મ.સા. આદિની શુભ નિશ્રામાં ગિરનારગિરિવરનો સંઘ નીકળેલ. (૫) (જેતપુર કાઠીનું) જેતપુરના મુખ્ય પોરવાડ શ્રેષ્ઠિ વલ્લભદાસ ફૂલચંદ પરિવાર તથા વસા હીરાચંદ ચત્રભુજ પરિવાર તરફથી શ્રી મોહનસૂરિ સમુદાયનાં નવકારાદિ કરોડ મંત્રજાપના આરાધક સાધ્વીરત્ના પૂ. પાયશાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી જેતપુરથી ગિરનારનો સંઘ નીકળેલ. પૂ. સાધુ ભગવંતસાધ્વીજી મ. સા. ઠાણા ૧૦ તથા યાત્રિકોની સંખ્યા ૨૦૦ હતી. = = == = Page #628 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૭૯ (૬) જેતપુરથી (જુનાગઢ) ગિરનાર : જેતપુરના પાંચ શ્રેષ્ઠિઓ ૨00 સંઘ યાત્રિકો સહ સંઘ કાઢેલ. શ્રી સાગરજી મ. સા.ના સમુદાયના પૂ. પપ્યોદયસાગરજી મ. સા. આદિ ઠાણા-૧૦ તથા સાધ્વીજી આદિ ઠાણા-૮. સાધ્વીરત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી સંઘ નીકળેલ. તપસ્વી પૂ. સા. શ્રી ઋજુકલાશ્રીજી મ., પૂ. સા. શ્રી પુનિતકલાશ્રીજીએ આ સંઘમાં નિશ્રા આપી હતી. 'કવિકુલકીરિટ પૂ. આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. અને તેઓશ્રીના સમુદાયના પૂ. આચાર્યભગવંતોની નિશ્રામાં નીકળેલા સંઘો (૧) પંજાબ દેશોદ્ધારક પૂ. આત્મારામજી (આ. ભગવંત વિજયાનંદસૂરીશ્વરજી) મ. સા.ના પટ્ટાલંકાર પંજાબી પૂ. આ. ભ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા. આદિ વિશાલ પરિવાર સાથે વડોદરાથી કોઠારી પરિવારે સમેતશિખરજી તીર્થનો મહાન સંઘ કાઢેલ. ઠેર ઠેર જિનશાસનની પ્રભાવના કરતો સંઘ અનેરા ઉત્સાહપૂર્વક શિખરજી તીર્થે પહોંચ્યો હતો. મહિદપુરનો પણ સંઘ કાઢેલ અને -અજીમગંજ (બંગાળ)નો પણ છરીપાલિત સંઘ કાઢેલો. તેમાં પ્રભાવનાઓમાં ભાવિકો સોનાની ગીનીઓ તથા સોનામહોરો લાડની અંદર મૂકીને પણ આપતા. આમ એકંદરે પંજાબી પૂ. આ. ભગવંતશ્રી કમલસૂરિજી મ. સા.ની નિશ્રામાં નાના-મોટા અનેકાનેક છ'રીપાલિત સંઘો નીકળેલા. તે શાસનપ્રભાવનાઓ સારી થઈ હતી. (૨) પૂ. આ. ભ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ખંભાતથી પાલીતાણાનો સંઘ સંઘવી કાંતિલાલ કેશવલાલ વજેચંદે સં. ૨૦૦૧માં સંઘ કાઢેલ. સંઘવીજીએ ઉદાર હાથે સંપત્તિનો સવ્યય કર્યો હતો. પૂજ્યપાદકી સાથે પૂ. આ.શ્રી લક્ષ્મણસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા., મુનિશ્રી જયંતવિજયજી મ., મુનિશ્રી વિક્રમવિજયજી મ., મુનિશ્રી પ્રવિણવિજયજી મ. આદિ હતા. (૩) ૧૯૯૮-૯૯માં ફલોદીથી જૈસલમેરનો સંઘ પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા ની નિશ્રામાં ભારમલજી લુક્કો કાઢ્યો હતો. પૂ. આ. ભ. શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા.ના ઉપદેશથી સંઘવીજીએ અનુકંપા, જીવદયા અને સાતેક્ષેત્રોમાં સારો લાભ લીધેલો. વિશિષ્ટ કાર્યો થવા સાથે સંઘયાત્રાનું વિશિષ્ટ આયોજન સંપન્ન થયું હતું. સંઘમાં પૂજ્યશ્રીનો વિશાળ પરિવાર અનેક સાધુ-સાધ્વીજી મહારાજ પધાર્યા હતા. (૪) કવિકુલકિરિટ પૂ. આ.શ્રી લબ્ધિસૂરિજી મ. સા. અને પૂ. આ.શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા.ની નિશ્રામાં નાના-મોટા બીજા પણ સંઘો નીકળ્યા હતા. (૫) સિકંદરાબાદથી કુલપાકજી તીર્થની સંઘયાત્રા હૈદરાબાદવાળા કેસરીમલજી ભંડારીએ કાઢી હતી. તેમાં નિશ્રા પૂ. આ. ભ. શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી જયંતસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી નવીનસૂરિજી મ. સા. આદિની હતી. (૬) સિકંદરાબાદથી સમેતશિખરજી તીર્થના નિશ્રાદાતા પૂ. આ. શ્રી જયંતસૂરિજી મ. સા. પૂ. આ. || શ્રી વિક્રમસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી નવીનસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મ. સા. પૂ. Page #629 -------------------------------------------------------------------------- ________________ ૧૮o 7 [ જૈન પ્રતિભાદર્શન આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.સા. હતા. વચમાં આ. શ્રી નિપૂણસૂરિજી મ. સા. આદિ અનેકાનેક સાધુસાધ્વીજી પણ પધાર્યા હતા. છેલ્લાણી સુગમચંદજી, ઇન્દ્રચંદજી ધોકા, કંવરલાલજી વગેરે સંઘપતિઓ હતા ઠેર ઠેર અનેક તીર્થોમાં. શહેરોમાં ખૂબ-ખૂબ શાસનપ્રભાવના થઈ હતી. વર્ષોના ઇતિહાસમાં આવી સંઘયાત્રા પહેલી જ હતી. (૭) કલકત્તાથી કંચનગિરિની સંઘયાત્રા પૂ. આ. શ્રી જયસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી નવીનસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળી હતી. તેમાં સંઘપતિઓ હૈદરાબાદવાળા પ્રવિણભાઈ, નેમચંદજી ભગત-કલકત્તાવાળા, વિગેરે નટવરલાલ-મુંબઈ (ખંભાતવાળા) આદિ સંઘપતિઓ હતા. (૮) સોલાપુરથી કુલપાકજી તીર્થનો સંઘ પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મ. સા. તથા પૂ. આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં મોતીલાલજી લુંકડ, સંપતરાજજી તથા મોહનભાઈ કોઠારી, રમણીકભાઈ, કેસરબાઈ શીવલાલજી આદિ સંઘપતિઓએ કાઢ્યો. સિકંદરાબાદ, હૈદરાબાદમાં શાસનપ્રભાવના ખૂબ જ સારી થયેલ. અનેકાનેક સાધુ-સાધ્વીજી આ યાત્રાસંઘમાં જોડાયા હતા. (૯) બેંગ્લોરથી કુંભોજગિરિ છરીપાલિત સંઘ પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મ. સા. તથા પૂ. આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં રિખવચંદ ઘેવરચંદજીએ કાઢેલ. તેમાં પણ અનેકાનેક સાધુ-સાધ્વીજીઓ હતા અને શાસનપ્રભાવના સારી થઈ હતી. (૧૦) છાણીથી ગંધાર તીર્થની સંઘયાત્રા પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મ. સા. આદિની નિશ્રામાં નીકળી હતી. આમોદથી ગંધારનો સંઘ પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં રમણલાલ હરીચંદ શાહે કાઢ્યો હતો. (૧૧) આ. શ્રી હિરણ્યપ્રભસૂરિજી મ. સા.ની નિશ્રામાં; સાધ્વીશ્રી પદ્મલતાશ્રીજી, સા. શ્રી હર્ષપ્રભાશ્રીજીની પ્રેરણાથી; શૌરીપુર તીર્થનો સંઘ નીકળ્યો હતો. આગ્રાથી આ સંઘમાં સારા એવા ભાવિકો જોડાયા હતા. (૧૨) પીંડવાડાથી પાલીતાણાનો સંઘ (છ'રીપાલિત સંઘ) પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મ. સા.ની નિશ્રામાં પંન્યાસશ્રી કુલચંદ્રવિજયજી મ. સા.ના સંસારીબંધુ રીખવચંદજી પીંડવાડાવાળાએ કાઢ્યો હતો. વચમાં શંખેશ્વર આદિ અનેક તીર્થો અને શહેરો આવેલા. જેમાં અનેરી શાસનપ્રભાવના થઈ હતી. (૧૩) 3ૐકારતીર્થ પ્રેરક પૂ. આ. શ્રી વિજયપુણ્યાનંદસૂરિજી મ. સા.ની નિશ્રામાં કોલ્હાપુરથી ભોજગિરિ તથા સાંગલીથી કુંભોજગિરિ તીર્થની ભવ્ય સંઘયાત્રા નીકળી હતી. આ ઉપરાંત કુંભોજગિરિ, કોલ્હાપુરથી સીમંધરધામ તીર્થ, છાણીથી ઓમકારતીર્થ, છાણીથી કાપી તીર્થ, છાણીથી વરછણા તીર્થ, આમોદથી ગંધાર તીર્થ, રાજપીપળાથી જગડીયા તીર્થ, બલરામપુરથી શ્રાવસ્તી તીર્થ, ઇચલકરંજીથી કુછંદવાડ તીર્થ, સાંગલીથી કલાપુર તીર્થ, તાસગાંવથી કવલપુર તીર્થ વગેરેના સંઘો યાદગાર બની રહ્યા. . (૧૪) હિંગોલી (મહારાષ્ટ્ર, સિદ્ધાચલ તીર્થનો સંઘ સં. ૨૦૪૮માં પૂ. તપસ્વી આ. શ્રી વારિષણસૂરિજી મ. સા.ની નિશ્રામાં સંઘવીજી ઇન્દ્રચંદજી પ્રેમરાજજી સોની (હિંગોલી), ચંદનમલજી બરડીઆ (કારંજા) અને સાવંતરાજજી કોઠારી દ્વારહ્યાવાલા (મહારાષ્ટ્ર)એ કાઢ્યો હતો. રસ્તામાં અનેકવિધ Page #630 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૮૧ શાસનપ્રભાવનાઓ બરાબર રજનીભાઈ દેવડીએ જે દિવસે અભિષેક કરાવેલા તેના આગલા દિવસે પાલીતાણા તીર્થમાં સંઘયાત્રા પહોંચી હતી. (૧૫) હીંગોલીથી અંતરિક્ષની તીર્થયાત્રા પૂ. આ. શ્રી વારિષેણસૂરિજી મ. સા., પૂ. મુનિશ્રી વિનયસેનવિજયજી મ. સા., મુનિ શ્રી વજસેનવિજયજી મ. સા., મુનિશ્રી વલ્લભસેનવિજયજી મ. સા. આદિની નિશ્રામાં નીકળી. હેમરાજજી પ્રેમરાજજી સોની સંઘપતિ હતા. (૧૬) લોણારથી અંતરિક્ષજી તીર્થનો સંઘ પૂ. આ. શ્રી વારિષેણસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળ્યો. ઔરંગાબાદવાળા ચંપાલાલજી સંચેતી અને લોણારના ઉત્તમચંદ સંચેતી પરિવાર આ સંઘના સંઘપતિઓ હતા. (૧૭) ખેડબ્રહ્માથી તારંગાનો યાત્રા સંઘ : પ્રતિષ્ઠા બાદ પૃ. ૫. શ્રી પદ્મવિજયજી મ. સા. ને પૂ. આ.શ્રી વારિષેણસૂરિજી મ. સા.ની નિશ્રામાં ડૉ. એલ. કે. શાહે સંઘ કાઢ્યો હતો. વડાસણથી વાલમતીર્થનો પણ યાત્રા સંઘ નીકળેલ હતો. (૧૮) પાલીતાણાથી હસ્તગિરિનો સંઘ પૂ. આ. શ્રી વારિષેણસૂરિજી મ. સા., પં. શ્રી વીરરત્નવિજયજી મ., પં. શ્રી વિનયસેનવિજયજી મ. આદિની નિશ્રામાં નીકળ્યો હતો. તેમાં મદ્રાસવાળા સંઘપતિ હતા. હસ્તગિરિમાં પૂ. આ. શ્રી રવિપ્રભસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી અજીતસેનસૂરિજી મ. સા.ની નિશ્રામાં માળારોપણ થયેલ. (૧૯) પાલીતાણાથી કદંબગિરિની સંઘયાત્રામાં પૂ. આ. શ્રી વારિષેણસૂરિજી મ. સા., પં. શ્રી વાચસ્પતિવિજયજી મ., પૂ. આ. શ્રી પુણ્યોદયસાગરસૂરિજી મ. સા. અને પૂ. આ. શ્રી ધર્મધ્વજસૂરિજી મ. સા., ઉપા. શ્રી વસંતવિજયજી મ., ૫. શ્રી વિનયસેનવિજયજી મ. સા., ગણિવર્યશ્રી રાજેશવિજયજી મ.સા. આદિ પધાર્યા ના. આ સંઘના સંઘપતિ માણેકબેન બોથરા કલકત્તાવાળા હતા. (૨૦) શિહોરથી જૂનાગઢનો સંઘ પૂ. આ. શ્રી લબ્ધિસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી ગંભીરસૂરિજી મ. સા. આદિની નિશ્રામાં નમકોરબેને કાઢેલો. (૨૧) જાલનાથી અંતરિક્ષજી : પૂ. આ. શ્રી જયંતસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ. સા. આદિની નિશ્રામાં ડો. હોંસીલાલજી નાણાવટીએ સંઘ કાઢેલો. (૨૨) બાલાપુરથી અંતરિક્ષજી : પૂ. આ. શ્રી જયંતસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ. સા.ની નિશ્રામાં સુશ્રાવિકા સમરથબેને સંઘ કાઢેલો. અમદાવાદથી પાલીતાણાનો સંઘ આ જ પૂજ્યશ્રીઓની નિશ્રામાં ડૉ. રીખવદાસ પરિવારે કાઢેલો. (૨૩) પૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મ. સા.ની પાથી પૂ. આ. શ્રી કીર્તિચંદ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં દાદર---આત્મ-કમલ-લબ્ધિ જ્ઞાનમંદિરથી અગાસી તીર્થનો સંઘ સુંદર રીતે નીકળ્યો હતો. (૨૪) શંખેશ્વરથી ભદ્રેશ્વરજી તીર્થનો સંઘ આ. શ્રી યશોવર્મસૂરિજી મ. સા.ની પ્રેરણાથી પૂ. આ. શ્રી જિનભદ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળ્યો હતો. (૨૫) સં. ૨૦૨૪માં જુન્નરથી મંચર (મહા.)નો સંઘ તારાચંદ મગનલાલ શાહ મુનિ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] | જૈન પ્રતિભાદર્શન વજયશવિજયજીના સંસારી નાના સંઘપતિ તારાચંદજીને ઘણા વખતનો અભિગ્રહ હતો તે પૂરો થયો. (૨૬) સં. ૨૦૧૭માં સિકંદરાબાદથી કુલપાકજી તીર્થનો સંઘ સુશ્રાવિકાઓ ચંપાબેન તથા મણીબેન તરફથી ઉક્ત આચાર્યશ્રીઓની જ નિશ્રામાં નીકળ્યો. (૨૭) નિશ્રા : પ્રવર્તક પૂ. મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મ. સા. (૧) દાદરથી થાણા, દિવસપાંચ, આયોજક શ્રી આ. કે. લબ્ધિસૂરિ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ, (૨) ગારિયાધારથી પાલિતાણા, દિવસ-ચાર, આયોજક શ્રી ગારિયાધાર મહાજન સંઘ) (૩) કલ્યાણથી થાણા, દિવસ : ૩, આયોજક વાગામમુરબાડવાસી પૂ. સાધ્વીજીનો સંસારી પરિવાર, સંકલન : પૂ. આ. શ્રી વરિષેણસૂરિજી મ. સા. ( સિકંદ્રાબાદથી સમેતશિખરજીની ઐતિહાસિક સંઘયાત્રા ) જૈનશાસનના ઇતિહાસમાં સ્વર્ણીમ ઐતિહાસિક પૃષ્ણના મહાન નિર્માતા છે : પૂજ્ય આચાર્યદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. તેઓશ્રીનું ભવ્ય નિર્માણ છે : સિકંદ્રાબાદથી સમેતશિખર મહાતીર્થની ૧૯૧ દિવસની અને લગભગ ૨૦૦૦ કિલોમીટરના અંતરની છ'રીપાલિત મહાન સંઘયાત્રા. સમય વિતતો ગયો, લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની આજીવન સેવામાં રહી પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સાહેબે અનન્ય ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી. પૂ. દાદા ગુરુદેવના સ્વર્ગવાસ પછી તેઓશ્રીના હૃદયમાં સમેતશિખર તીર્થયાત્રાની તીવ્ર ભાવના હતી, અને તે પણ છ'રીપાલિત સંઘ સાથે. સમય વીતતો ગયો, પણ પૂજ્યશ્રીનો સંકલ્પ દેઢ હતો. મહાપુરુષોનાં હૃદયની ભાવનાના બીજને સફળ બનાવવા કોઈ અગમ્ય તત્ત્વ કાર્ય કરી રહ્યું હોય છે. બીજમાંથી વૃક્ષ ફળ આવતા સમય તો લાગે જ. જાણે એ જ સમય પરિપકવ બન્યો હોય તેમ પૂજ્યશ્રીને બેંગલોરથી સિકંદ્રાબાદ પધારવાનું થયું. વિહાર માર્ગમાં આદોનીના ઉદારદિલ દાનવીર શ્રી અંદરચંદજી ધોકા સાથે યાત્રા સંબંધી વાત થઈ. શ્રી કુંથુનાથ પ્રભુની અંજનશલાકા માટે પૂ. આ.શ્રી જયંતસૂરીશ્વરજી મ.સા. અને પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. સપરિવાર સિકંદ્રાબાદ પધાર્યા. સિકંદ્રાબાદમાં શ્રી સુગનચંદજી છલાણીએ પણ આ વાતને વધાવી લીધી. સાથે સિરગુપ્તામાં રહેતા શ્રી કુંવરલાલજી મકખાનાનો પણ સાથ મળ્યો. ત્રણે મહાનુભાવો સંઘપતિ બનવા તૈયાર થયા. અને સંઘયાત્રાના સુંદર સંયોજન અને સંચાલન માટે યુવાશક્િત ઉત્સાહિત થઈ. શ્રી રાજેન્દ્રભાઈ દલાલે સંચાલનની જવાબદારી સ્વીકારી. વિશેષ કરીને, પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. પાસે પણ આવા સાહસી કાર્યમાં સદા ઉત્સાહી અને શાસન કાર્ય માટે થનગનતી યુવાશક્િત હતી. તે મહાન યુવાશક્િત એટલે પૂ. મુનિરાજશ્રી રાજયશવિજયજી (વર્તમાનમાં આચાર્યશ્રી) મહારાજ. આમ, સિકંદ્રાબાદથી સમેતશિખરજી મહાતીર્થના ભવ્યાતિભવ્ય છ'રીપાલિત યાત્રાસંઘનું નિર્માણ થયું : વિ. સં. ૨૦૧૮માં પ્રયાણનો શુભ દિવસ કારતક વદિ ૭ અને સંઘમાળનો મંગલમય દિવસ વૈશાખ વદિ ૧૦. છ માસના આ છરીપાળતા સંઘમાં યાત્રિકોની સંખ્યા નહિવત થશે તેવી કેટલાક ચિંતા સેવતા હતા: પણ સૌના આશ્ચર્ય વચ્ચે પ00 થી પણ અધિક ભવિક સંઘયાત્રામાં જોડાયા. Page #632 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] / ૫૮૩ અધ્યાત્મરત ઓલિયા--ફકીર સમા પૂ. આ.શ્રી જયંતસૂરીશ્વરજી મ.સા., પ્રકાંડ વિદ્વાન સંઘ-સુકાની પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા., શાંત-તપોમૂર્તિ પૂ. આ.શ્રી નવીનસૂરીશ્વરજી મ. સા., ભદ્રપરિણામી પૂ. આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ.શ્રી નિપુણસૂરીશ્વરજી મ. સા. અને સંઘ સંયોજનામાં સદા માર્ગદર્શક પૂ. મુનિપ્રવર શ્રી રાજયશવિજયજી મ. આદિ મુનિભગવંતો તેમ જ માતૃહૃદયા સાધ્વીવર્યા શ્રી સર્વોદયાશ્રીજી મ., વિદુષી સાધ્વીશ્રી રત્નચૂલાશ્રીજી મ. તથા શાસનપ્રભાવનાના કાર્યમાં સદા રત સાધ્વીશ્રી વાચંયમાપાશ્રીજી મ. (બેનમહારાજ) આદિ અન્ય પણ વિશાલ સાધુ-સાધ્વીજી મહારાજો સંઘયાત્રાને ત્યાગ તપથી ઉજાળી રહ્યાં હતાં. ‘સારા કામમાં સો વિઘન’ અને આ તો વિરાટ કાર્ય; તેમાં વિઘ્ન તો આવવાના જ. પણ કૃતનિશ્ચયી સાહસવીરો સદાય વિઘ્ન-જયી બની આગળ વધતા રહે છે. કુલ્પાકજી તીર્થ વટાવી સંઘયાત્રા ભદ્રાવતી તીર્થને જુહારવા તત્પર હતી, પણ તે જ વખતે બંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તોપો ગરજી ઊઠી. સંઘયાત્રા સ્થગિત કરો એવો પોકાર ઊઠ્યો, પણ પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સાહેબે ભદ્રાવતી તીર્થપતિ કેસરિયા પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરી ‘કેસરિયા પાર્શ્વ'નું આરજુમય સ્તવન રચ્યું; અને એ સ્તવન એક મંત્રમય બની ગયું. ચંદ્રપુર પહોંચતા તો યુદ્ધવિરામ અને ભારત વિજયી બન્યાના સમાચાર મળ્યા. આવાં તો કંઈક વિઘ્નોનાં વાદળો મંડરાયાં અને વિખરાયાં. સંઘયાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તેમાં આનંદ-ઉત્સાહની સાથે શાસનપ્રભાવનામાં પણ ઉત્તરોઉત્તર વૃદ્ધિ થવા લાગી. સંઘયાત્રા નાળાં ને નદી, ટેકરીને પહાડ અને ચંબલની ભયંકર ખીણકોતરોને વટાવી કુલ્પાકજી, ભાંડકજી, બનારસ, ગુણિયાજી, કુંડલપુર, પટના, બિહાર શરીફ, પાવાપુરી, રાજગૃહી અને આખરે સમેતિશખરની ગોદમાં આવી પહોંચી. મધુવન અને સમેતિશખર પહાડ પર વીસ તીર્થંકરોની પાવન નિર્વાણભૂમિને સ્પર્શના કરતાં આનંદ-આનંદ છવાઈ ગયો. અનેરા ભાવોલ્લાસ સાથે સંઘપતિઓની તીર્થમાળા-વિધિ સુસમ્પન્ન બની. સંઘયાત્રાની પૂર્ણાહૂતિ સમયે ભવ્ય અંજનશલાકા તથા મુમુક્ષુ આત્માઓની દીક્ષા પણ થઈ. આમ, આ સંઘયાત્રા જિનશાસનમાં ચિરસ્મરણીય, પ્રભાવક અને ભૂરિ ભૂરિ અનુમોદનારૂપ બની ગઈ. કલકત્તાથી શ્રી સિદ્ધગિરિ-પાલીતાણાનો શાસનપ્રભાવક યાત્રાસંઘ આ જ રીતે વિ. સં. ૨૦૩૦માં કલકત્તાથી તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીનો ઐતિહાસિક અને યાદગાર છ'રીપાલિત યાત્રાસંઘ તીર્થપ્રભાવક પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં, ૧૧ સંઘપતિઓ તરફથી, શ્રી રાજેન્દ્રભાઈ દલાલના સંયોજન--સંચાલન નીચે ૫૦૦ યાત્રિકો સાથે નીકળ્યો. ૨૦૧ દિવસના અને લગભગ ૨૮૦૦ કિલોમીટરના આ છ'રીપાલિત યાત્રાસંઘનું કારતક વદિ ૩ના દિવસે કલકત્તાથી મંગલ પ્રસ્થાન થયું અને જેઠ સુદ ૧૩ના પાલીતાણા--સિદ્ધાચલ તીર્થધામમાં સમાપન થયું. સંઘ-પ્રયાણના શુભ પ્રસંગે સમગ્ર કલકત્તાના ભાવિકો તેમજ ભારતના ખૂણે ખૂણેથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ સમયે એટલો તો માનવ મહેરામણ ઉમટ્યો કે જ્યારે હાવરા બ્રીજ પરથી યાત્રાસંઘ પસાર થયો ત્યારે ભાવિકો અને યાત્રિકો સૂત્ર પોકારતા હતા કે ‘‘હાવડા બ્રીજ છોટા હૈ, સંઘ હમારા મોટા હૈ.'' જેનો પ્રારંભ મહાન હોય તેની પૂર્ણાહુતિ પણ એટલી જ મહાન હોય છે. અને આ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ) [ જે પ્રતિભાદર્શન પ્રારંભ અને પૂર્ણાહુતિને જોડતા દિવસો--મુકામો પણ એટલા જ મહાન શાસનપ્રભાવક બન્યા હતા. દરરોજના હજાર-હજાર દર્શનાર્થીઓ પરમાત્માના મંગલમય શાસનનો જય જયકાર કરતા હતા. બંગાલ, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા પ્રાંતોમાં “જૈને જયતિ શાસનમ્”ની એક ભવ્ય ગુંજ આ મહાન યાત્રાસંઘ દ્વારા ગુંજિત બની હતી. આ યાત્રાસંઘમાં પણ બે ભાઈઓ અને પાંચ બહેનોની દીક્ષા થઈ હતી. પરમાત્માની કલ્યાણક ભૂમિઓ તથા રાજસ્થાન અને ગુજરાતના અનેક નાના-મોટા તીર્થોની સ્પર્શના થઈ હતી. સ્વગચ્છ અને પરગચ્છ, સ્વ સંપ્રદાય અને પર સંપ્રદાયના અનેક સાધુ-સાધ્વીજી પણ શાસન રાગ અને સ્નેહથી યાત્રાસંઘનાં દર્શનનો લાભ લેતાં હતાં. આ યાત્રાસંઘના છેલ્લા મુકામ સિદ્ધાચલ તીર્થધામ-પાલીતાણામાં ભવ્યાતિભવ્ય સામૈયાપૂર્વક નગપ્રવેશ થયો હતો અને એ જ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ પર શ્રી આદિશ્વર દાદાની પરમ પાવન છત્રછાયામાં તીર્થ-માળારોપણનો પ્રસંગ પણ પરમ હર્ષોલ્લાસ સાથે પરિપૂર્ણ થયો હતો. આ ઐતિહાસિક યાત્રાસંઘો ઉપરાંત પૂજ્ય આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા.ની સાંનિધ્યમાં (૧) બિજાપુર (કર્ણાટકો) થી કુલ્પાકજી તીર્થનો ૪૪ દિવસનો યાત્રા સંઘ અને (૨) અમદાવાદથી પાલીતાણાનો યાત્રાસંઘ અનુપમ શાસનપ્રભાવનાપૂર્વક નીકળ્યો હતો. સિદ્ધાંત મહોદધિ સુવિશાલગચ્છનિર્માતા : પ.પૂ.આ.દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા છ'રીપાલિત સંઘની યાદી (૧) સં. ૨૦૦૨ પિંડવાડાથી નાની પંચતીર્થી ૫ દિવસ. (૨) સં. ૨૦૦૨ પાડીવથી જીરાવાલાજી તીર્થ શ્રી પાડીવ જૈન સંઘ. (૩) સં. ૨૦૦૨ વીસલપુરથી રાતા મહાવીર. (૪) સં. ૨૦૦૩ પાલીથી કાપરડાજી. (૫) સં. ૨૦૦૨ લુણાવાથી રાણકપુરતીર્થ શા. રખબચંદજી પન્નાલાલજી. (૬) સં. ૨૦૧૩ શંખેશ્વરજીથી શ્રી શત્રુંજય મહાતીર્થ. દાદરનિવાસી શ્રી દામજી પદમશી (૭) સં. ૨૦૧૫ ચડવાલથી (રાજસ્થાન) શત્રુંજય મહાતીર્થ. સંઘવી ચેલાજી વન્નોજી. પોષ સુદ-૧૨. પ્રયાણ કરતાં સામે સફેદ નાગરાજના શુભ શુકન થયા. ૨૧OO યાત્રિકો હતા. પ્રયાણના દિવસે ૭00 યાત્રિકોએ આયંબિલ કર્યા હતા. જીરાવલામાં પOOO યાત્રિકો દર્શન કરવા આવ્યા હતા. સંઘમાં ૮૫ સાધ્વી, ૨૫ સાધુ હતા. ર૧-૧-૫૯ થી ૮-૩-પ૯ લગભગ ૪૮ દિવસનો સંઘ હતો. (૮) સં. ૨૦૧૬ રોહીડાથી પંચતીર્થી. ooo Do9 Poooooooooooo 690 Page #634 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૮૫ સૂરિ પ્રેમના પટ્ટધર સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા યાત્રાસંઘો છ'રી પાલિત યાત્રા સંઘો : (૧) વિ. સં. ૧૯૯૪, કરાડથી કુંભોજગિરિ, સંઘપતિશ્રી મોહનલાલ દોલતરામ પેથાપુરવાળા. (૨) વિ. સં. ૨૦૦૮ પાદરલીથી રાણકપુર. સંઘપતિશ્રી ભભુતમલ દાનમલ (૩) વિ. સં. ૨૦૧૬ સાદડીથી મારવાડની મોટી પંચતીર્થી (રાણકપુરમાં માળ), સંઘપતિશ્રી ગોવિંદજી જેવત ખોના. (૪) વિ. સં. ૨૦૧૭ રાણકપુરથી પાલીતાણા, સંઘપતિશ્રી હરખચંદજી કાંકરીયા. (૫) વિ. સં. ૨૦૧૭, પાલિતાણાથી કદંબગિરિ, સંઘપતિશ્રી ગોવિંદજી જેવત ખોના. (૬) વિ. સં. ૨૦૧૮, રાજકોટથી જુનાગઢ-ગિરનાર તીર્થ, સંઘપતિશ્રી દામોદરદાસ ઝીણાભાઈ. (૭) વિ. સં. ૨૦૨૦, અમદાવાદથી પાનસર, સંઘપતિશ્રી ચીમનલાલ પરશોત્તમદાસ ઘેલાભાઈ. (૮) વિ. સં. ૨૦૨૦, રોહીડાથી દીયાણાજી, સંઘપતિશ્રી મીઠાલાલ તિલોકચંદજી હ. પૂજ્યશ્રીના શિષ્ય પ્રીતિવર્ધનવિ. મ. (૯) વિ. સં. ૨૦૨૫, ખંભાતથી પાલીતાણા, સંઘપતિ શ્રી ગોવિંદજી જેવત ખોના. (૧૦) વિ. સં. ૨૦૨૫, તળાજાથી પાલીતાણા, સંઘપતિશ્રી કપૂરચંદજી અનરાજજી. (૧૧) વિ. સં. ૨૦૨૫, ચલાલાથી પાલીતાણા, સંઘપતિશ્રી નાનચંદ જુઠાભાઈ. (૧૨) વિ. સં. ૨૦૨૬, જામનગરથી જુનાગઢ, સંઘપતિ શ્રી હરખચંદજી કાંકરીયા. (૧૩) વિ. સં. ૨૦૨૭, નાણાથી આબુ-અચલગઢ, સંઘપતિશ્રી ઉદેચંદજી ચત્રભાણ. (૧૪) વિ. સં. ૨૦૩૪, સુરતમાં અઠવા લાઈન્સ સંઘપતિશ્રી ચંદુલાલ કચરાભાઈ. (૧૫) વિ. સં. ૨૦૩૪, કતારગામ-રાંદેર, સંઘપતિ શ્રી માલણવાળા. (૧૬) વિ. સં. ૨૦૩૪, સુરતથી પાલીતાણા, સંઘપતિ શ્રી પ્રેમચંદ ઇશ્વરલાલ પરિવાર. વિ. સં. ૨૦૩૪ પાલિતાણાથી હસ્તગિરિ શ્રી મુંબઈના આરાધક (માત્ર યાત્રાર્થે)] (૧૭) વિ. સં. ૨૦૩૪, વઢવાણથી શિયાણી, સંઘપતિ શ્રી કલાભાઈ વેલશી. (૧૮) વિ. સં. ૨૦૩૫, ખંભાતથી પાલીતાણા, સંઘપતિ શ્રી મંગળદાસ માનચંદ, (૧૯) વિ. સં. ૨૦૩૮, અમદાવાદથી શંખેશ્વરજી, સંઘપતિ શ્રી પરશોત્તમદાસ છોટાલાલ. (૨૦) વિ. સં. ૨૦૩૮, રાધનપુરથી શંખેશ્વરજી, સંઘપતિ શ્રી કાંતિલાલ ગીરધરલાલ. (૨૧) વિ. સં. ૨૦૪), અમદાવાદથી પાલીતાણા, સંઘપતિશ્રી જયંતિલાલ આત્મારામ તથા પરશોત્તમદાસ છોટાલાલ. (૨૨) વિ. સં. ૨૦૪૨, અમદાવાદથી સેરીસા, સંઘપતિ શ્રી પોપટલાલ તારાચંદ. (૨૩) વિ. સં. ૨૦૪પ, ભરૂવથી ગંધાર, સંઘપતિ શ્રી ચંદુલાલ જેસીંગભાઈ. (૨૪) વિ. સં. ૨૦૪પ, અમદાવાદથી પાલીતાણા, સંધ પતિ શ્રી રીખવચંદજી છોગાલાલજી. (૨૫) વિ. સં. ૨૦૪૬, પાલીતાણાથી કદંબગિરિ, સંઘપતિ શ્રી ઉમેદમલજી યેરવડાવાલા. તા. ક. ૨૦૧૦માં ભાગલપુરથી ચંપાપુરીજી તીર્થમાં વાજતે-ગાજતે શ્રીસંઘ સહિત તીર્થયાત્રાએ પધાર્યા હતા. ૨૦૨૨માં મુલુન્ડથી થાણાની યાત્રા સંઘ શ્રી વ્રજલાલ હરજીવનદાસ દોશી તરફથી નીકળ્યો હતો. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ] પ.પૂ. આ.દેવશ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા છ'રી પાલિત સંઘની યાદી [ જૈન પ્રતિભાદર્શન (૧) સં. ૨૦૦૯ રાધનપુરથી શંખેશ્વરજી-૩૦૦ યાત્રિક, ૬૦-૭૦ સાધુ-સાધ્વીજી. (૨) સં. ૨૦૧૧ વસઈથી મુરબાડ (મહારાષ્ટ્ર) (૩) સં. ૨૦૧૭ ફલોધી (રાજ.)થી જેસલમેર (૪) સં. ૨૦૧૯ રામસણ (રાજ.) આબુતીર્થ, યાત્રિક+સ્ટાફ ૮૦૦ થી ૯૦૦ (૫) સં. ૨૦૨૩ વિરમગામથી શંખેશ્વરજી (૬) સં. ૨૦૨૪ પાલીથી કાપરડાતીર્થ (રાજ.) (૭) સં ૨૦૨૮ સમદડીથી નાકોડાજી તીર્થ (રાજસ્થાન) (૮) સં. ૨૦૨૯ સુરેન્દ્રનગરથી ગિરનાર (૯) સં. ૨૦૨૯ અમદાવાદથી શંખેશ્વરજી-અરવિંદભાઈ પન્નાલાલ (૧૦) સં. ૨૦૩૨ સુરેન્દ્રનગરથી સિદ્ધગિરિ (૧૧) સં. ૨૦૩૨ શાંતિનગર અમદાવાદથી તારંગાજી. શાહ મનુભાઈ ચીમનલાલ રાંધેજાવાલા (૧૨) સં. ૨૦૩૩ એમ. પી. દેવાસથી મક્ષીજી (૧૩) સં. ૨૦૩૪ (એમ.પી.) રતલામથી નાગેશ્વરજી (૧૪) સં. ૨૦૩૮ અમદાવાદ કૃષ્ણનગરથી શેરીસા. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં નીકળેલા છ'રી પાલક સંઘોની સૂચિ. (૧) માલવાડાથી આબુતીર્થ (૨) કોસેલાવથી રાણકપુર (૩) દેસૂરીથી રાણકપુર (૪) ઘાણેરાવથી રાણકપુર (૫) દેસૂરીથી મૂછાળામહાવીર (૬) ગોદનથી પાલીતાણા (૭) શંખેશ્વરથી પાલીતાણા (૮) રોહીડાથી આબુ તીર્થ (૯) (રાજ.) કોસેલાવથી સમેતશિખરજી (૧૦) જૂનાડીસાથી રાણકપુર (૧૧) જૂનાડીસાથી તારંગાજી (૧૨) ટીંબાથી આબુતીર્થ (૧૩) ઉદયપુરથી કેસરીયાજી (૧૪) ડુંગરપુરથી કેસરીયાજી (૧૫) ધાનેરાથી શંખેશ્વરજી (૧૬) નવાડીસાથી આબુના સંઘની જય બોલાવેલ પરંતુ સંઘ નીકળે તે પહેલા જ પૂજ્યશ્રી કાળધર્મ પામેલ. એથી આ સંઘ પૂ.પં. શ્રી મહાયશવિજયજી ગણિવર્ય તથા સંઘપ્રેરક પૂજ્યશ્રીના શિષ્ય-પરિવારની નિશ્રામાં નીકળ્યો હતો. આ સિવાય બે ત્રણ વર્ષે જ ગોદનથી જેસલમેરના સંઘની વિનંતી લગભગ સ્વીકૃત હતી. આ સંઘ પણ પૂ. મુનિરાજ શ્રી જયભદ્ર વિજયજી મહારાજ આદિની નિશ્રામાં નીકળેલો હતો. પૂ. આ.શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ.ની નિશ્રામાં નીકળેલા છ'રીપાલિત સંઘો વિ. સં. ૨૦૩૩માં અમદાવાદથી માતર, વિ. સં. ૨૦૩૪માં જુનાગઢથી પરભમ, વિ. સં. ૨૦૩૫માં વાવથી સાંચોરનો છ’રીપાલિત સંઘ, વિ. સં. ૨૦૩૬ ભાભરથી કંબોઈનો, વિ. સં. ૨૦૩૭ કંબોઈનો સંઘ, વિ. સં. ૨૦૩૮ અમદાવાદથી સેરીસા, વિ. સં. ૨૦૩૯ સુરતથી અલીપુરનો સાત દિવસનો, વિ. સં. ૨૦૪૦ બોરીવલી-કાર્ટર રોડથી અગાસી તીર્થનો સાત દિવસનો, અમદાવાદ-રંગસાગરથી કલિકુંડનો, વિ. સં. ૨૦૪૪ રાજકોટથી પાલીતાણાનો છ'રીપાલિત સંઘ, વિ. સં. ૨૦૪૬ વડોદરાથી બારેજાનો, વિ. સં. ૨૦૪૭ અમદાવાદ, ઝાંપડાની પોળથી શેરીસા તીર્થ, વિ. સં. ૨૦૪૮ રાજકોટથી પાલીતાણાનો છ'રીપાલિત સંઘ, વિ. સં. ૨૦૫૨માં ઔરંગાબાદથી સમેતશિખરજીનો ૧૮૦૦ કીલોમીટરનો ૫૮ દિવસનો છ’રીપાલિત સંઘ નીકળેલ. વિ. સં. ૨૦૫૫માં માલેગાંવથી નેરનો છ'રીપાલિત સંઘ નીકળેલ. Page #636 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૮૭ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી ગણિવરની શુભ નિશ્રામાં કલકત્તા મહાનગરથી ચંપાપુરી, રાજગૃહી, પાવાપુરી, સમેતશિખરજી-ઋજુવાલિકા તીર્થના નીકળેલા ભવ્ય ઐતિહાસિક ૬૮ દિવસીય પદયાત્રા સંઘની ઝલક : વિ. સં. ૨૦૪૨ના માગસર મહિનામાં નીકળેલ સંઘમાં ૨૦૦ યાત્રિકો જોડાયેલા. અજીમગંજ, જીયાગંજ, ભાગલપુર, લછવાડ વિગેરે બંગાળ-બિહારના દુર્ગમ પ્રદેશોમાં પણ અનેરી શાસનપ્રભાવનાપૂર્વક આ સંઘનું સમાપન થયેલ. - શ્રીમતી નીલમદેવી દીપચંદજી કાંકરીયા, દીલીપકુમાર કાંકરીયા, શ્રીમતી તારાબેન હરખચંદજી કાંકરીયા, શ્રીમતી માણેકબેન બોથરા આદિ સંઘપતિઓએ ખૂબ જ ઉદારતાપૂર્વક સંઘની ભક્તિ કરેલ. પૂ. પં.શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરની નિશ્રામાં નીકળેલા અન્ય સંઘો : વિ. સં. ૨૦૪૭, ઘાટકોપરથી થાણા તીર્થ, સંઘપતિ શ્રીમાન પોપટલાલ ભુરાભાઈ ગડા, યાત્રિકો પ00ની ઉપર. વિ. સં. ૨૦૪૮માં વિક્રોલીથી થાણા તીર્થ, સંઘપતિશ્રી નવીનચંદ્ર રીખવચંદ શાહ, શ્રી ઉમેશચંદ્ર ભોગીલાલ શાહ, યાત્રિકો ૩૦૦થી વધારે. જામનગરથી પાલીતાણાનો સંઘ : પ્રવચનપ્રભાવક પૂ. પં. શ્રી ગુણશીલવિજયજી ગણિવર (હાલ આચાર્ય)ની નિશ્રામાં જામનગરથી શત્રુંજય મહાતીર્થને ભવ્ય ઐતિહાસિક છ'રીપાલિત સંઘ નીકળેલ. પ્રયાણ વિ. સં. ૨૦૫) મહા સુદ ૧૩, સંઘમાળ ફાગણ સુદ ૧૦. સંઘપતિ શ્રીયુત દિલીપકુમાર છે મારૂ (લંડનનિવાસી) યાત્રિકો ૪૦૦ ઉપર. ૨૪ દિવસના આ ભવ્ય સંઘમાં શાસનપ્રભાવક કાર્યો અનેકવિધ થવા પામેલ. સંઘવી પરિવારે ખૂબ જ ઉદારતાપૂર્વક તન-મન-ધનથી સંઘની ભક્તિ કરેલ. પાડીવથી પાલિતાણાનો સંઘ : વિ. સં. ૨૦૫રમાં પાડીવથી પાલિતાણા તીર્થનો સંઘ પૂ. આ. ભગવંતશ્રી મહાબલસૂરિજી મ. સા. તથા પૂ. આ. શ્રી પુણ્યપાલસૂરિજી મ. સા. તથા પૂ. આ. શ્રી કમલરત્નસૂરીશ્વરજી મ. સા. (તે વખતે મુનિશ્રી)ની પ્રેરક નિશ્રામાં સંઘવી ચુનીલાલ ભીખાજી પરિવારે એક હજાર યાત્રિકો સાથે કાઢેલ. પડવાડાથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત યાત્રા સંઘ : વિ. સં. ૨૦૧૪માં પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલરત્નસૂરીશ્વરજી મ. સા. આદિની શુભ નિશ્રામાં શા. કિસ્તુરચંદજી હંસરાજ પરિવાર આયોજિત પીંડવાડાથી પાલિતાણાનો છ'રીપાલિત પદયાત્રા સંઘ ખૂબ જ શાનદાર રીતે નીકળેલ. જેમાં નાંદિયા, દિયાણા, મેડા, માલગામ, સિરોડી, જીરાવલા, વરમાણ, મંડાર, જેગોલ, બોઈવાડા, ભીલડી તીર્થ, ચારૂપ, પાટણ, હારીજ, શંખેશ્વર, માંડલ, ઉપરીયાળા, શિયાણી, લીંબડી, ધંધુકા, વલ્લભીપુર વગેરે તીર્થસ્થાનોમાં દર્શન-વંદન-પૂજનનો યાત્રિકોએ લાભ લીધેલ. - -- - Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ | [ જૈન પ્રતિભાદર્શન (યથારથી ગિરનાર અને શવનો વાસંધ) હાલારથી ગિરનાર અને શત્રુંજયની યાત્રા સંઘ ચાલો ગિરનાર જઈએ ને પાવન થઈએ ચાલો ચાલો સિદ્ધગિરિ જઈએ !!ાવન થઈએ, પરમ પૂજય, ગુરુદેવ હાલારરત્ન, મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજના પ્રથમ દર્શને જ હાલાર પંચતીર્થનો છ'રી પાલક સંઘ કઢાવ્યો. સામુદાયિક એકાસણા કરાવીને, શ્રાવકનાં વ્રતો સ્વીકાર્યા. ત્યારબાદ ગુરુદેવની નિશ્રામાં, ઉપદેશથી જીવદયા--અનુકંપા પરમાત્મભક્તિ-સાધર્મિક ભક્તિમાં સારો લાભ લેતા રહ્યા, ગુરુમંદિરનો લાભ લઈને ધન્યતા અનુભવી. નવાગામ-હાલારથી જુનાગઢ (ગિરનાર) પાલીતાણા શત્રુંજયનો ભવ્ય છ'રી પાલક સંઘ કઢાવનાર ધન્ય છે શ્રેષ્ઠિ પુંજાભાઈ તથા શ્રાવિકા મણિબેનને. હાલારના શ્રેષ્ઠિવર્ય પૂજાભાઈ કચરાભાઈ બીદ તથા તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા મણીબહેન પુંજાભાઈ પરિવારે છ'રીપાલિત સંઘ કાઢવાનો મનસુબો કર્યો અને ઉપરના શાશ્વત તીર્થ યુગ્મની યાત્રા વિધિપૂર્વક કરવાના સોનેરી અવસરનું આયોજન ઝડપથી અમલમાં મૂકી ધન્યતા અનુભવી. વાત્સલ્ય વારિધિ પૂ. આ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. પૂ. પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય, પૂ. આ. શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરિજી મ. સા., પૂ. આ. શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મ. સા અને પૂ. મુનિરાજશ્રી મહાસેનવિજયજી મ. સા.ના દિવ્ય આશિષથી તથા વર્ધમાનતપની ઓળીના આરાધક શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. સા., ગચ્છાધિપતિ આ. શ્રી મહોદયસૂરીશ્વરજી મ. સા., પૂ. પંન્યાસ પ્રવરશ્રી વજસેનવિજયજી મ. સા.ના શુભાશિષથી પૂ. મુનિશ્રી જયમંગલવિજયજી મ., પૂ. મુનિશ્રી વીરસેનવિજયજી મ., પૂ. મુનિશ્રી હેમપ્રભવિજયજી મ., પૂ. મુનિશ્રી જિનધર્મવિજયજી મ. આદિની નિશ્રામાં મહા સુદ ૭ તા. ૨૬-૧-૯૬ના રોજ સંઘનું શુભ પ્રયાણ થયું. આ સંઘમાં સંઘવી પરિવારે દરેક ક્ષેત્રમાં દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા, જીવદયા અને પક્ષીઓને ચણ વગેરે માટે ખૂબ જ ઉદારદિલે રકમો લખાવી. ગિરનાર અને શત્રુંજયની ભવ્ય યાત્રાઓ કરાવીને Page #638 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૫૮૯ ( સંઘપતિ ધન્ય બની ગયા. સંઘપતિ શ્રી પૂજાલાલ કચરાભાઈ બીદ પરિવારનું ઉમળકાભેર બહુમાન કરવામાં આવેલ. ગિરધરનગર-અમદાવાદથી શ્રી શંખેશ્વર તીર્થની યાત્રાસંઘ પ્રવચનપ્રભાવક પૂ. મુનિપ્રવરશ્રી હિતરુચિવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતોની શુભ નિશ્રામાં વિ. સં. ૨૦૧૬ના માગશર સુદ-૩ તા. ૧૧-૧૨-૯૯ના રોજ શાહીબાગ ગિરધરનગર અમદાવાદથી છે'રી પાલક સંઘનું પ્રયાણ થયું. સંઘ પ્રયાણને શાસન પ્રભાવક બનાવતી અનેક અલભ્ય ચીજો અને કલાકારોની કલાનો કસબ જોવામાં આવ્યો. ઉજળી સાંસ્કૃતિક પરંપરાનાં પ્રતીકો શંખેશ્વર યાત્રા સંઘના પ્રમાણમાં જૈન-જૈનેતર લોકોને વૈરાગ્યની દિશામાં દોરી જવાનું સાધન બની રહ્યા. આ સંઘ ઘણો જ વિશિષ્ટ પ્રકારનો હતો. (પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના નીકળેલા યાત્રા સંઘો) (૧) શ્રી પ્રેમ-ભુવનભાનુ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. આદિ વિશાળ સમુદાયની નિશ્રામાં ગિરધરનગરથી ગિરનાર તીર્થનો ભવ્ય છ’રી પાલક સંઘ નીકળ્યો હતો. (૨) પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના પૂ. મુનિરાજશ્રી ગુણસુંદરવિજયજી મ., મુનિરાજશ્રી પુણ્યસુંદરવિજયજી મ.ની પાવન નિશ્રામાં વિ. સં. ૨૦૩૮ કારતક વદમાં પેટલાદનગરથી માતર શ્રી સુમતિનાથ સાચા દેવનો ત્રિદિવસીય છ’ રીપાલિત ચતુર્વિધ શ્રી સંઘ આશરે ૨૦૦ યાત્રિકોનો ભવ્ય રીતે નીકળેલ. સંઘપતિશ્રી નવિનભાઈ વટાદરાવાળા અને ચંપકભાઈ સુખડિયાએ ખૂબ ઉલ્લાલપૂર્વક લ્હાવો લીધેલ. (૩) ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના ગણિપ્રવરશ્રી ગુણસુંદરવિજયજી મ. તથા મુનિપ્રવરશ્રી અનંતબોધિવિજયજી મ. તેમ જ પૂ. બાપજી મ.ના સમુદાયના સાધ્વીશ્રી હંસકીર્તિશ્રીજી મ.ના શિષ્યાઓ તથા શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.ના સમુદાયના સાધ્વીશ્રી જયલતાશ્રીજી આદિ ઠાણાની નિશ્રામાં નડિયાદનગરથી માતરતીર્થ અને શ્રી કલિકુંડ તીર્થ (ધોળકા)ના ચાર દિવસીય છ'રીપાલિત સંઘ વિ. સં. ૨૦૫૧ મહા સુદ ત્રીજથી મહાસુદ છઠ્ઠના રોજ ભવ્ય રીતે નીકળેલ. સંઘપતિશ્રી મફતલાલ ડાહ્યાલાલ ગાંધી પરિવાર અને શાહ હિંમતલાલ વાડીલાલ શાહ પરિવારે સાધુ-સાધ્વી સહિત ૩OO યાત્રિકોની સુંદર ભક્તિ કરેલ. માળના દિવસે શ્રી કલિકુંડ તીર્થે સ્વામીવાત્સલ્ય અને શ્રી સિદ્ધચક્રપૂજન સુંદર થયેલ. (૪) પૂ. સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. ઉપાધ્યાયશ્રી યશોભદ્રવિજયજી ગણિવર, પૂ. પ્રવર્તક શ્રી યોગીન્દ્રવિજયજી મ., પૂ. ગણિવર્યશ્રી ભુવનસુંદરવિજયજી મ., પૂ. ગણિવર્યશ્રી ગુણસુંદરવિજયજી મ. આદિ સાધુ-સાધ્વીજી મ.ની નિશ્રામાં વિ. સં. ૨૦૫૧ના મહા માસમાં ગીરધરનગર અમદાવાદથી શ્રી શત્રુંજય તીર્થાધિરાજનો ભવ્ય છ'રીપાલિત સંઘ નીકળેલ. ગીરધરનગરના અનેક ઉદાર સંઘપતિઓએ ગામોગામ શાસન-ધર્મપ્રભાવનાના અનેક સુંદર કાર્યો કરેલા. જીવદયાનાં કાર્યો પણ ઘણાં કરવામાં આવેલ. / \ = Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧૯o | [ જૈન પ્રતિભાદર્શન - 1 5 -11- 1 .. પ.પૂ. મેવાડ દેશોદ્ધારક, ૨૫૦ પ્રતિષ્ઠાકારક, ૪૦૦ અઠ્ઠમના તપસ્વી પૂ. આચાર્યદેવશ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો (૧) તખતગઢથી અચલગઢ છcરી પાલક સંઘ, (૨) તખતગઢથી દિયાણજી છરી પાલક સંઘ, સંઘવીશ્રી દેવીચંદજી શ્રીચંદજી તરફથી. (૩) દયાળશાહ કિલાથી નાગેશ્વર તીર્થનો સંઘ, સઘવીશ્રી ડાલચંદજી ખેમરાજજી વૈદ મહેતા (મજેરાવાળા) મૂળ તેરાપંથીએ કાઢ્યો હતો. (૪) દયાળશાહ કિલાથી કરેડા પાર્શ્વનાથનો સંઘ શ્રી કનહૈયાલાલજી રાંકા જાલાવાલા (મૂળ તેરાપંથી)એ લાભ લીધો. (૫) જાવાલથી પાલિતાણાનો સંઘ, શ્રી રિખવચંદજી કવરાતે સંઘપતિ બનવાનો લાભ લીધો. ઉદયપુરથી પાલિતાણાનો સંઘ સામુહિક સંઘપતિઓએ કાઢેલ. આ સંઘમાં સ્થાનકવાસી યાત્રિકો ઘણા હતા. દરરોજ પૂજા આદિ કરી શત્રુંજયના દર્શન કરતાં ‘સન્માર્ગ મળ્યાનો અપાર આનંદ થયો. (૭) ફુગણીથી તારંગાજીનો છઃ રીપાલક સંઘ. (૮) દયાલશાહકિલાથી દિયાણાજીનો સંઘ. પૂ. આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા યાત્રા સંઘો (૧) તખતગઢથી આબુ-અચલગઢ તીર્થનો છ'રીપાલક સંઘ ૪00 અઠ્ઠમના તપસ્વી પૂ. મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મ. (હાલ આચાર્યશ્રી) અને યુવા જાગૃતિપ્રેરક પૂ. મુનિશ્રી ગુણરત્નવિજયજી મ. (હાલ આચાર્યશ્રી)ની શુભ નિશ્રામાં ૨૦૩૨માં કલકત્તાનિવાસી સંઘવી શ્રી દેવીચંદજી શ્રીચંદજી (પાદરલી-તખતગઢવાળા)એ તખતગઢથી આબુ-અચલગઢ તીર્થનો બાર દિવસનો અત્યંત ઉદારતાપૂર્વક સંઘ કાઢ્યો. ત્યારબાદ આ સંઘપતિશ્રીએ દિયાણાતીર્થનો પણ છરીપાલક સંઘ કાઢ્યો. પોતાના નિવાસને ઉપાશ્રય તરીકે જાહેર કર્યો. પાદરલીમાં પણ એક વિશાલ ઉપાશ્રય બનાવી સંઘને અર્પણ કરેલ છે. વિ. સં. ૨૦૩૩માં રોહિડાથી શંખેશ્વરતીર્થનો છ'રીપાલક સંઘ નીકળ્યો. સંઘમાં છેલ્લે અઠ્ઠમમાં ૫૦૦ યાત્રિકમાંથી ૪૫૦ ઉપર અઠ્ઠમ થયા હતાં. (૨) ગુડાબાલોતરાથી નાકોડાતીર્થનો છ'રીપાલક સંઘ પૂ. મુનિશ્રી ગુણરત્નવિજયજી (હાલ આચાર્ય) મ.ની શુભ નિશ્રામાં વિ. સં. ૨૦૩૪માં ગુડાબાલોતરાના શેઠશ્રી સોહનરાજજી રૂપચંદજીએ ગુડાબાલોતરાથી નાકોડાતીર્થનો બાર દિવસનો સંઘ કાઢ્યો. પાલિતાણામાં “સોનારૂપા” ધર્મશાલા પણ આ સંઘપતિએ જ બનાવેલ છે. ૩૦૦ યાત્રિકો હતા. તીર્થમાળના દિવસે વૈશાખ સુદ ૬ના દિવસે ખિમેલ (રાજ.)નિવાસી સૌમ્યરેખાશ્રીજી મ.સા. બન્યા. Page #640 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૯૧ (૩) પાડીવથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલક સંઘ વિ. સં. ૨૦૩૫માં પ. પૂ. તપસ્વીસમ્રાટ આ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. શાસનપ્રભાવક મુનિપ્રવર શ્રી ગુણરત્ન વિ. મ. (હાલ આચાર્યશ્રી) તથા પ. પૂ. મુનિરાજ કુલચંદ્ર વિ. મ. આદિ ઠાણાની શુભ નિશ્રામાં પાડીવથી પ્રથમવાર પાલિતાણા મહાતીર્થનો ૪૮ દિવસનો છ'રીપાલક સંઘ સંઘપતિશ્રી નવલમલ પાનાચંદજીએ કાઢ્યો. આ સંઘમાં પ00 યાત્રિકો હતા. તેમાં છેલ્લા ૭૫ યાત્રિકોએ ચઉવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરી હતી. ત્યારબાદ એમના સુપુત્ર શ્રી પ્રતાપચંદજી (ભગત) દીક્ષા લઈ મુનિશ્રી પ્રશાંતરુચિ વિ. મ. (મુનિશ્રી હિતરુચિ વિ. મ.ના શિષ્ય) બન્યા. સમાધિપૂર્વક પાલનપુરમાં ૩-૪ મહિનાના સંયમપર્યાયમાં સ્વર્ગવાસી બન્યા. (૪) બિસનગઢ (રાજ.)થી આબુ-અચલગઢતીર્થનો છરીપાલક સંઘ વિ. સં. ૨૦૩૬ની સાલમાં જાલોર જિલ્લાના નાનકડા ગામ બિસનગઢથી સંઘ ચાલ્યો. સંઘવી શ્રી પુખરાજજી ચંપાલાલજીની ઉદારતા ગજબનાક હતી. રસોડા કે કોઈપણ વ્યવસ્થા બાબતમાં પોતે અલિપ્ત બધું જ કાર્યકર્તાઓને ખુલ્લા દિલથી સોંપી દીધું. સંઘપતિશ્રી દરરોજ વિહાર કરે, એકાસણું કરે, પૂજ્ય ગુરુભગવંતો પાસે જ હાજર રહે. આ સંઘની વિશેષતા એ હતી કે આ સંઘમાં ફલોદીના તપસ્વી શ્રાવક શ્રી ગુમાનમલજી (૪00 અઠ્ઠાઈના તપસ્વી)એ લાંબા લાંબા વિહારોમાં અઢાઈ કરી. (આ અને હવે પછીના દરેક યાત્રા સંઘો પૂ. મુનિશ્રી ગુણરત્નવિજયજી (હાલ આચાર્યશ્રી) મ.ની નિશ્રામાં નીકળેલ છે.) (૫) શિવગંજ-તખતગઢથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૩૮માં શિવગંજ-તખતગઢથી સંઘવી શ્રી વછરાજજી મેઘાજી (કપરાડા-શિવગંજના, હાલ-મદ્રાસ) અને સંઘવી શ્રી સાકલચંદજી દાનાજીએ શત્રુંજયનો ૪૭ દિવસનો ૧OOO યાત્રિકોનો વિશાલ સંઘ કાઢ્યો સંઘવીની ઉદારતા ઉલ્લેખનીય હતી. મીઠાઈ પર સોનાનો વરખ લગાડીને સાધર્મિકોની ભક્તિ કરું એવી ભાવના સંઘપતિની હતી. એક'દી ખીચડી તૈયાર થઈ રહી હતી. સંઘવી વચ્છરાજજી મેવાનો ડબ્બો લઈને ગયા અને રસોઈયો ના-ના કહેતો રહ્યો અને સંઘજીએ ખીચડીમાં મેવોનો ડબ્બો ઊંધો કરી કહ્યું : “મારા સાધર્મિકોના પેટમાં જ જશે ને? પછી ના કેમ કહે છે?” સંઘ પૂરો થયો પરંતુ સંઘપતિ કહે છે, ગુરુદેવ! મેં કાંઈ જ ખર્ચો કર્યો નથી!” (ઉત્કૃષ્ટ ભાવથી બંધાયેલ પુણ્ય તરત ઉદયમાં આવે છે. સંઘમાં પાણીની જેમ પૈસા વાપર્યા અને બીજી બાજુ સમાચાર મળ્યા કે એથી વધુ પાછા આવી ગયા...આ છે પુણ્યનો ચમત્કાર!) તીર્થમાળાના દિવસે પાલીતાણા ગામનું સ્વામિવાત્સલ્ય થયું. (૬) ખિવાંદીથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલક સંઘ વિ. સં. ૨૦૪૦માં શેઠશ્રી ઉમેદમલ કપૂરચંદજીએ ખિવાંદીથી શત્રુંજય ગિરિવરનો સંઘ કાઢ્યો. ૪૫ દિવસના આ સંઘમાં ૧૫૦ યાત્રિકો હતા. (૭) મેડા-કૃષ્ણગંજથી શંખેશ્વર મહાતીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૪૨માં મેડાના શ્રેષ્ઠિવર્ય શ્રી એલ. શંકરલાલ પરિવાર (હાલ સોલાપુર)એ મેડાગામથી પ્રથમવાર છ” રીપાલક સંઘ કાઢ્યો. “ચાલતાં સંઘમાં કોઈ ન આવે” એવા ગામ અને સંબંધીઓના સૂરો હોવા છતાં Page #641 -------------------------------------------------------------------------- ________________ પ૯ર / [ જૈન પ્રતિભાદર્શન હિમ્મત સાથે સંઘ કાઢ્યો. પ00 યાત્રિકો અને તે પણ એકાસણાદિ છ'રીપાલનના કડક નિયમો સાથે જોડાયા. શંખેશ્વરજીમાં ૩OO યાત્રિકોએ અઠ્ઠમતપ કર્યા હતા. સંઘ ચિરસ્મરણીય અને અનુમોદનીય બન્યો. પાટણમાં ચમત્કાર –વાજતે ગાજતે આ સંઘ જોગીવાડે દર્શન કરવા ગયો. ભેંસ ભડકી ગઈ. સાઈકલમાં પગ ભરાવાથી અટકી ગઈ. ભેંસની નીચે હતો સંઘપતિનો નાનો છોકરો વિકાસ જે રોજ ચાલીને યાત્રા કરતો હતો, છતાં ચમત્કારિક રીતે આબાદ બચી ગયો. કોઈને કાંઈ તકલીફ થઈ નહિ. (૮) ગઢસિવાનાથી જેસલમેર તીર્થનો છ'રીપાલક સંઘ - ૨૦૪૨માં શેઠશ્રી કેસરીમલજી (મૂછાલા) ધનરાજજી ચીપડા (હાલ મદ્રાસ)એ ૨૫ દિવસનો જેસલમેરનો અતિ સુંદર સંઘ કાઢ્યો. તેમાં ૪OO યાત્રિકો અને ૭૦ સાધુ-સાધ્વીજી હતા. અનેક કડવામીઠા જીવનનાં સંભારણાં બની રહે તેવા પ્રસંગો થયા. થર પ્રદેશમાં પ્રવેશ કરતા સેનાની ટ્રકોની પાર વગરની અવરજવર જોવા મળી. છતાં એવું પણ જોયું કે કમાન્ડર ખુદ નીચે ઊતરી તમામ મિલટરી ટ્રકોને રોડથી નીચે ઊતરવાનો આદેશ આપતા હતા, જેથી રોડથી નીચે રહેલ કાંકરાઓથી યાત્રાળુઓને હેરાનગતિ ન થાય. આટલાં લોકો બોર્ડરના પ્રદેશમાં શું કામ જતા હશે? જાસૂસની શંકાથી ત્રણ-ચાર દિવસ સુધી સંઘની તમામ દિનચર્યાને મિલટરીના અફસરોએ ઝીણવટથી નિહાળી. ત્યારબાદ જૈનધર્મનો પરિચય પામી એટલા બધા ખુશ થઈ ગયા કે “જેસલમેર સુધી આપને કોઈ તકલીફ નહીં પડે એની અમે જવાબદારી લઈએ છીએ” એમ કહીને ગયા. જેસલમેર પહોંચ્યા બાદ મહાવીર ભવનમાં દેરાસરની જરૂરત જણાતાં પપશ્રીના ઉપદેશથી તરત આર્થિક સગવડ થઈ જતાં સુંદર દેરાસર તૈયાર કરવામાં આવ્યું છે. (૯) પિંડવાડાથી શ્રી શંખેશ્વર મહાતીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૪૨માં સંઘવી શ્રી કુંદનમલ બાબુલાલજી (ઉપનામ સાંઈ)એ વીશ દિવસનો ખૂબ શાસનપ્રભાવનાપૂર્વક પિંડવાડાથી શંખેશ્વર તીર્થનો સંઘ કાઢ્યો. જેમાં પ૦૦ યાત્રિકો હતા. પિંડવાડા દાદા ગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ હોવાથી સંઘપ્રયાણ અવસરે યુવા પ્રવચનકાર મુનિશ્રી રશ્મિરત્ન વિ. મ. (હાલ પંન્યાલજી)ની શુભ નિશ્રામાં અપૂર્વ ઉલ્લાસ હતો. બીજા મુકામ સિરોહીથી પૂજ્ય આચાર્યભગવંત શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં સંઘ આગળ ચાલ્યો અને અપૂર્વ શાસનપ્રભાવના પ્રગટાવવા સાથે પૂર્ણ થયો. વચ્ચે રાનીવાડામાં ૧બેનની દીક્ષા થઈ. સા.શ્રી ઉજ્જવલરેખાશ્રીજી નામ પડ્યું. સંઘપતિશ્રી કુંદનમલજીને શંખેશ્વર પાર્શ્વનાથ ઉપર અપાર શ્રદ્ધા. ૨૦૨૨ના કારતક સુદ ૧પના શંખેશ્વર ગયા. ૧૫૦ થી વધુ પુનમ અખંડ રીતે કરવાની ચાલુ હતી. એ જ દિવસે શંખેશ્વરમાં જ પ્રભુનું ધ્યાન ધરતાં સ્વર્ગવાસી બન્યા. (૧૦) સાંચોરથી સિદ્ધગિરિ તીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૪૨માં આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. અને આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણાની શુભ નિશ્રામાં સંઘવી શ્રી ચંદાજી અમીચંદજી કટારિયા પરિવારે સાંચોરથી સિદ્ધગિરિનો અદૂભૂત સંઘ કાઢ્યો. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણા ચાણસ્માથી ભેગા થયેલા. કુલ ૭૧૦ યાત્રિક હતા. ૪૫૦ સંઘપૂજનો થયેલ. Page #642 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૯૩ [ (૧૧) તખતગઢથી જીરાવલા મહાતીર્થનો છ'રીપાલક સંઘ - ૨૦૪૭માં સંઘવી શ્રી પુખરાજજી છોગાજી બાગરાવાલા હાલ-તખતગઢ-વિશાખાપટ્ટનમ્ (પન્યાસશ્રી રશિમરત્ન વિ. મ.ના સાંસારિક પિતાશ્રી)એ ખૂબ જ ઉદારતાપૂર્વક તખતગઢથી જીરાવલા તીર્થનો દશ દિવસનો સંઘ કાઢ્યો. સંઘપતિની ઉદારતાના વખાણ કરતાં આજે પણ લોકો થાકતા નથી. કઢીમાં કેસર’ નાંખીને ભક્તિ કરવાનો આ સંઘનો ઉલ્લેખનીય પ્રસંગ બન્યો હતો. આ સંઘની પૂર્ણાહુતિ સાથે જ જીરાવલા તીર્થમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ૩૨૦૦ આરાધકોની ઐતિહાસિક “ગિનેસ બુક ઓફ જૈનાજ'માં અંકિત નવપદ ઓળી માલગામનિવાસી શ્રી ભેરૂમલ હુકમીચંદજીએ કરાવેલ. (૧૨) ભીમથી વરકાણાતીર્થનો વિશ્વશાંતિયાત્રા સંઘ ભીમમાં સ્થાનકવાસી પરિવારના શ્રી રોશનલાલજી ગન્ના ત્રિલોકબંધુ' પરિવારે વિશ્વશાંતિયાત્રાસંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં આયોજિત કર્યો. જેમાં ગામેગામ વ્યસનમુક્તિની સામૂહિક પ્રતિજ્ઞાઓ થઈ. (૧૩) બાલદાથી જીરાવલા તીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૪૮માં બાલદામાં ઉપધાન થયું. ત્યારબાદ સામૂહિક સંઘપતિઓની યોજના કરવામાં આવી. સાત દિવસનો આ યાત્રા સંઘ બાલદાથી નીકળી અપૂર્વ શાસનપ્રભાવના સાથે જીરાવલા તીર્થમાં પરિપૂર્ણ થયો. આ સંઘમાં ૨૫૦ યાત્રિકો હતા. (૧૪) માલગામ (રાજ.)થી શત્રુંજય મહાતીર્થનો ઐતિહાસિક છ'રીપાલક સંઘ શ્રી માલગામથી શત્રુંજયગિરિરાજના છ'રી પાલકસંઘમાં પાદવિહાર કરતા પૂ. આચાર્ય શ્રી ગુણરત્નસૂરિજી મ.સા. અને યાત્રિકો Page #643 -------------------------------------------------------------------------- ________________ પ૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન ભૂમિકા :–પૂજ્યશ્રીનાં પાવન પગલાં માલગામના આંગણે થયા. સમાચાર મલ્યા કે સંઘ માટે ટ્રેન નક્કી કરી છે અને પૈસા પણ ભરાઈ ગયા છે. પૂજ્યશ્રીએ ટકોર કરી : બધાને યાત્રા કરાવશોને અમને બાકી રાખશો? એ જ દિવસે સંઘવીશ્રી ભેરૂમલજીના જયેષ્ઠ પુત્ર શ્રી તારાચંદજીએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી છ'રીપાલક સંઘ ન નીકળે ત્યાં સુધી ઘીનો ત્યાગ. પૂજ્યશ્રીનું ૨૦૪૯નું ચાતુર્માસ જાલોરમાં હતું. છ'રીપાલક સંઘની જય બોલાઈ. બાવન રૂા.નું સંઘપૂજન થયું. સંઘવી પરિવારનો ઉત્સાહ જોઈ જાલોર સંઘ દિમૂઢ થઈ ગયો. સંઘવી પરિવારની ઉદારતા એવી અદભૂત હતી કે મારા સંઘમાં યાત્રિક આવે અને એમને ઘરથી સામાન લાવવો પડે? સંઘવી પરિવારે નક્કી કર્યું કે દરેક યાત્રિક પહેરેલ કપડે જ આવે; બાકી ઓઢવા-પાથરવાથી માંડી દરેક સામગ્રી કીટ સાથે આપવી. યાત્રિકો માત્ર ૧૫Oી લેવાના હતા. ૬OOO ફોર્મ ભરાઈને આવી ગયા હતાં. પડાપડી થઈ. સંઘ પ્રયાણ પણ મહોત્સવ માલગામના ઇતિહાસમાં અવિસ્મરણીય બની ગયો. નાનકડા ગામમાં મેળો જામ્યો હતો. જ્યાં જુઓ ત્યાં માણસોની ભીડ જામેલી હતી. ૨૦૫૦ના કાર્તિક વદ-૧૦ના દિવસે ૭-૧૨-૭૩થી ૧૫-૧-૭૪ સુધીના ૪૦ દિવસના આ સંઘના પ્રયાણ પ્રસંગે વાંકલી અને પાલનપુરનાં બેનોની દીક્ષાઓ થઈ. સાધ્વી શ્રી કેવલ્યરેખાશ્રીજી અને સા. શ્રી દીક્ષિતરેખાશ્રીજી નામ રાખવામાં આવ્યાં. યાત્રાસંઘમાં ૨OO સાધુ-સાધ્વી ભગવંતો, ૧૮OO યાત્રિકો, ૭OOનો સ્ટાફ; રોજ-રોજ જાણે પ્રત્યેક મુકામે એક વિશાલ નગર વસતું. જંગલમાં મંગલ થતું. જીરાવલા તીર્થમાં આ. શ્રી પધસાગરસૂરીશ્વરજી મ. સા.નો સમાગમ થયો. વરમાણતીર્થમાં પ. આ. હેમપ્રભસુરીજી મ. દર્શનાર્થે પધાર્યા. ભીલડી તીર્થમ આ.શ્રી અરવિંદસૂરીશ્વરજી મ. સા., આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા.ની શુભ નિશ્રામાં રાધનપુરના સંઘવી શ્રી પંકજભાઈ વડેચાના નીકળેલા છે'રી પાલકસંઘનો ભેટો થયો. આ. શ્રી જગચંદ્ર સૂ. મ. સા.નું મિલન થયું. વિહારમાં શિસ્તનું અદ્ભુત પાલન હતું. સહુથી આગળ પૂજ્યશ્રી હોય પછી જ આખો સંઘ! પુલિસ સેકયુરિટી ગાર્ડ પુરુષોની વ્યવસ્થા સંભાળે. લેડીઝ સેક્યુરિડી ગાર્ડ બેનોની વ્યવસ્થા સંભાળતાં. સવારે ભક્તામર, સામૂહિક ચૈત્યવંદન, ઉપદ્રવનિવારણ કાઉસગ્ગ, મંગલાચરણ પછી વિહાર. ૯.00-- ૯.૩૦ વાગે સામા મુકામે સામયું. પૂજા-સ્નાન, બપોરે એકાસણું (ફરજિયાત). ૨.૩૦ વાગે શાસનગીત, ગુરુભક્તિ ગીત. ૩ થી ૪.૩૦ પૂજ્યશ્રીની પીયુષવાણી સાંજે ૬ વાગે સંધ્યાભક્તિ, ચૈત્યવંદન, નમોરિણાર્ણનો જાપ. રાત્રે પ્રતિક્રમણ ત્યાર બાદ ભાવના અને શયન આ રોજનું ટાઈમ-ટેબલ હતું. * દરરોજ વ્યાખ્યાન અને સંધ્યાભક્તિમાં ૩-૩ ચાંદીના પુણ્યશાલી ડોનું આયોજન. * તમામ બેનો ફરજિયાત ભારતીય વેષભૂષામાં માથે ઓઢીને જ પ્રવચનાદિમાં પ્રવેશ મેળવતી હતી. સંઘપતિની દીકરીઓ પણ આ નિયમ અચૂક પાળતી હતી. No Exeption! * ગામેગામ વ્યસનમુક્તિના સંકલ્પ લેવાતા હતા. ૧૭ ઉંટગાડી શણગારેલી હતી તેમાં જાવડશા, સમારાશા કરમાશા આદિના ફોટો હતા. * ભગવનના પ્રક્ષાલ માટે શુદ્ધ દૂધ માટે ગાય અને વાછરડું સંઘમાં સાથે હતું. * શંખેશ્વરતીર્થમાં ૪ દિવસની સ્થિરતા રાખેલ. ૨૨00 અઠ્ઠમ થયા. જેમાં લેડી ઈન્સ્પેક્ટરે પણ , --- --- -- Page #644 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૯૫ અમ કરેલ. મજુરોએ પણ અમનો લાભ લીધેલ હતો. સંઘવી શ્રી ભેરૂમલજી હુકમીચંદજીને “દાનવીર' પદ પ્રદાન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીશ્રી દલસુખભાઈ ગોધાણી, જૈનરત્ન શ્રી લાલભાઈ લોકસભાના સભ્યશ્રી જે. વી. શાહ આદિ અગ્રણીઓ ઉપસ્થિત હતા. પૂ. ગુરુદેવશ્રી લિખિત એક ગ્રંથનું વિમોચન થયું. * દર અઠવાડિયે રાજસ્થાન-ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકારો...નૃત્યકારો. * દરરોજ સંઘપૂજનોનું લાંબુ લિસ્ટ...* મુસલમાનો દ્વારા સ્વાગત * મંડારમાં મુસ્લિમ યુવાનોને સંબોધન કે અજાન-નમાજ અને વજુનો સાચો અર્થ પૂજય રશ્મિરત્ન વિજયજીએ સમજાવ્યો. * દરરોજ વાનગીઓમાં જાત-જાતના ફરસાણો, મેવાની મિઠાઈઓ, ફુટ્સ વગેરે ભક્તિમાં બનાવાતી છતાં ૩૦૦-૪૦) આયંબિલ લગભગ દરરોજ થતાં. * ઉપરિયાલા તીર્થમાં ૧૫00 આયંબિલનો રેકોર્ડ થઈ ગયો અને એ જ દિવસે ચમત્કાર સર્જાયો : મૂળનાયક ભગવાનની જમણી બાજુની દેરીમાં પ્રભુને અમીઝરણાં સાંજે શુરુ થયા તે બીજા દિવસે સવાર સુધી સહુએ નજરોનજર આ ચમત્કાર નીહાળ્યો. * બીજા જ દિવસે સંઘ બજાણા પહોંચ્યો. વ્યાખ્યાન ચાલુ જ હતું ને સમાચાર આવ્યા કે બજાણાના માત્મા અમીસ્નાનમાં છે. કેસરવર્ણી અમીથી પ્રભુ રેબઝેબ હતા. સ્થાનકવાસી ૭-૮ સાધ્વીભગવંતોએ આ દશ્ય કલાકો સુધી જોયું ને એમના મસ્તકો ડોલવા લાગ્યા...અજ્ઞાનીને છોડી પ્રભુને પત્થર કહેવાની હિંમત કોણ કરી શકે? અસ્મલિત અમીનો પ્રવાહ ચાલુ હતો. શ્રદ્ધાળુઓએ ડબ્બી ભરવાનું ચાલુ રાખ્યું. આજે પણ બજાણા દેરાસરમાં અમીઝરતાં પ્રભુની છબી મંડાએલી છે. * “રંગપુરમાં રંગાણા'' ધોધમાર વરસાદમાં પાણી ઢીંચણ સુધી આવી ગયું. સાધુ-સાધ્વી ભગવંતો તો રંગપુરના ઘરોમાં પહોંચી ગયા. ઘણા યાત્રાળુઓ ચાલીને વલ્લભીપુર પહોંચ્યા. અમુક યાત્રાળુઓને વાહનથી પહોંચાડવામાં આવ્યા. વાહનનો ભાંગો લાગી ન જાય તે માટે અમુક બાલ-યાત્રિકો પણ અંધારી રાતમાં વરસતા વરસાદે વલ્લભીપુરની વાટ પકડી. તમામ યાત્રિકોનો સામાન “ “સબ સલામત” રીતે બીજા દિવસે સહુના હાથમાં પહોંચી ગયો. સ્ટાફની એકે-એક વ્યક્તિએ આખી રાત કામ કરી સંઘવી તારાચંદજીના શ્રીમુખે “મારા વ્હાલા વીરસૈનિકો''નું બિરુદ લીધું. તમામ યાત્રિકોએ શાબાશી પાઠવી. વલ્લભીપુરમાં પં. શ્રી પ્રદ્યુમ્ન વિ. મ.નું મિલન થયું. મુનિવર્ય શ્રી રશ્મિરત્નવિજયજી મ. સા. (હાલ પંન્યાસજી)એ બીજા દિવસે સવારે સ્નાત્રપૂજાની રનિંગ કોમેંટ્રી આપી સહુને થાક ભૂલાવી ભક્તિયોગમાં લીન કર્યા. સ્ટાફને અભિનંદન આપવાને ટાણે સિરોહી (રાજ.)ની વિધાયિકા સુશ્રી તારા ભંડારી પધારેલ. એમને વક્તવ્યમાં કહ્યું કે, આ ભૂકોબા (સંઘવી ભેરૂમલજીનું હુલામણું નામ) ઘણાને માટે પ્રાતઃ સ્મરણીય છે. હું પણ આવા દાનેશ્વરીને સવારે યાદ કરી ગુણની યાચના કરું છું. સાંજે પુલ ઓળંગીને ખેતરમાં સિદ્ધગિરિ વંદના--સાચા હીરામોતી અને સોના પાના ફૂલડાથી નાચતા-ગાતા વધામણા કર્યા. પાલીતાણામાં હજારોની મેદની. પ્રવેશનું અદ્ભુત સામૈયું. રાજસ્થાની સાફાઓની ભરમાર... હાથી...ઘોડા...બેંડોની રમઝટ. અનેક ગુરુભગવંતોનું મિલન. સંઘવી ભેરુ વિહારનું ઉદ્ઘાટન, શ્રી Page #645 -------------------------------------------------------------------------- ________________ પ૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન હા, રો. ઐતિહાસિક છે'રી પાલકસંઘમાં પૂ. આચાર્યદેવશ્રી ગુણરસૂરિજી મ.સા. અને સંઘવી તારાચંદજી ભેગમલજી તથા કાર્યકર્તાઓ. રશ્મિભાઈ (એન્ટવર્પ) દાનવીરશ્રી દીપચંદ ગાર્ડ આદિના હાથે. દાદાની યાત્રા પૂજા માટેની કલ્પનાતીત લાઈન--રામપોળ સુધી (ત્યાંના પહેરેગીરના શબ્દોમાં આવી લાંબી લાઈન આજ સુધી અમે કદી જોઈ નથી). બપોરે ૮૦૦ સાધુ-સાધ્વીના ઉપકરણ ભક્તિ. સાંજે તળેટીમાં હજારો દીવાઓની સામૂહિક આરતી. કુમારપાલ રાજાના પરિવેશમાં સંઘવી ભરૂમલજી, સંઘવણ સુંદરબેન, સંઘપતિ તારાચંદજી, બબિતાબેન, સંઘપતિ મોહનભાઈ-ભારતીબેન, સંઘપતિ લલિતભાઈ-ચંદ્રાબેન, ધનેશ, રોશન, નિસર્ગ આદિ તમામ લોકો ઊભા હતાં. જય શત્રુંજય, જય આદિનાથ, જય જયશ્રી શત્રુંજયના ગગનભેદી નારાઓ ચારે બાજુ ગુંજી રહ્યા હતા. ત્રીજા દિવસે માલારોપણ મહોત્સવ દાદાના દરબારમાં ઉજવાયો. સંપૂર્ણ પાલીતાણાનું જમણ રાખવામાં આવેલ. તમામ યાત્રિકોને ચાંદીની સુંદર પેટી (૧૭00 થી ર૦OOની) પ્રભાવનારૂપે આપવામાં આવી બસથી કચ્છ ભદ્રેશ્વરની યાત્રા કરાવી. જેની પુસ્તિકા પં રવિરત્નવિજયજીએ પ્રગટ કરી છે. “એક સંઘ ચલાયોભારી” આ સમય હતો સં. ૨૦૫૦નો પોષ મહીનો. (૧૫) સુરેન્દ્રનગરથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છરીપાલક સંઘ ૨૦૫૦માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં સુંદર રીતે થયું. ત્યારબાદ પૂજ્યશ્રીની શુભનિશ્રામાં ૧૫ દિવસનો ૪૦૦ યાત્રિકો સાથેનો યાદગાર સંઘ નીકળ્યો. જેના મુખ્ય સંઘપતિ બનવાનો લાભ સંઘવી ભેરમલ હુકમાજી (માલગાંવ) અને ઉપસંઘપતિ બનવાનો લાભ એસ. એમ. જવેલર્સ (મુંબઈ) તેમ જ સુરેન્દ્રનગરાદિ સ્થળોના અનેક ઉદાર શ્રેષ્ઠીઓએ આ સામૂહિક સંઘમાં સંઘપતિ બનવાનો લાભ લીધો હતો. Page #646 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૯૭ (૧૬) બાપલાથી જીરાવલા મહાતીર્થનો સંઘ ૨૦૫૧માં સંઘવી બાબુભાઈ મંગલાજી એક વખત જીરાવલાદાદાની યાત્રા કરવા ગયેલા. એકદમ ભાવના થઈ અને અભિગ્રહ કર્યો છ'રીપાલક સંઘ ન નીકળે ત્યાં સુધી ઘીનો ત્યાગ' પૂજ્યશ્રીની નિશ્રામાં નાનકડો છ દિવસનો પણ અત્યંત ઉદારતા સાથે ૩૫૦ યાત્રિકો સાથેનો સંઘ કાઢ્યો. (૧૭) શ્રી નારલાઈથી શ્રી શંખેશ્વર મહાતીર્થનો ઐતિહાસિક પ્રાચીન પદ્ધતિનો સંઘ સંવત ૨૦૫રમાં રાજસ્થાનના 100 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર લાઈટ, માઈક અને પેટ્રોલ વગર પ્રાચીન પદ્ધતિનો ૩૬ દિવસનો ખૂબ જ શાસનપ્રભાવનાપૂર્વક સંઘવી રતનચંદ કિસ્તુરચંદ પરિવારના સંઘવી તારાચંદજીએ નારલાઈથી શંખેશ્વર તીર્થનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. આ સંઘમાં પૂજ્યશ્રીના ઉંમર પ્રમાણે ૬૪ વિશેષતાઓ હતી. એમાંથી કેટલીક વિશેષતાઓ આ પ્રમાણે છે :--- * કંકોતરી ઑફસેટના બદલે હાથ બનાવટના કાગળ ઉપર છાપવામાં આવેલી. * ૩૬ દિવસમાં ૨૮ મોટા તીર્થો કે વર્ધમાન સંસ્કૃતિ ધામ (મુંબઈ)ની દર અઠવાડિયે બદલાતી યુવાનોની ટુકડીઓ અને એમનું અદ્ભુત સંચાલન * બેંડના બદલે મધુર શહેનાઈ કે પ્રાચીન સામગ્રી :–ઉજમણામાં જર્મનસિલ્વરના બદલે તમામ વાસણ પીત્તળના કે પિત્તલનો ભંડાર * માટીનો ઘંટ-માટીના ઢાંકણ-વ્હીસલ-જ્ઞાનપેટી કે પાણી ઠારવા ૨૦0 તાંબાની મોટી કથરોટો * માઈકને બદલે ઝાલર નાદ કે લાઈટના બદલે દીપક-મશાલ કે કાંસાની થાલી, ૨ વાટકીની સહુને પ્રભાવના શરૂઆતમાં જ ક ત્રાંબાનો લોટો અને ખાદીની બેગની પ્રભાવના + જ્ઞાનની આશાતના ન થાય માટે કોઈની ઉપર નામ નહિ. * ઔષધિયુક્ત તેલ કે સનમાઈકાના ટેબલના બદલે વાંસનાં ટેબલ * કાર્યાલયમાં ટેબલ-ખુરશીના બદલે પ્રાચીન પદ્ધતિ અનુસાર ગાદી તકિયા * સામાનની હેરાફેરી માટે બાવન ઊંટગાડીઓ + એશિયાનું પ્રસિદ્ધ “અલીબાબા' અશ્વ + જોધપુર નરેશ દ્વારા સંઘનું અભિવાદન * ઝંડા-નગારાયુક્ત ૩ ઘોડા અને હાથી કે રોજ ભૂમિપૂજન વિધિ કે જ્ઞાનની આશાતનાથી બચવા અક્ષરવાલા બિલ્લા ને બદલે કાપડના ફૂલ + આંગી હેતુ શુદ્ધ સોના-ચાંદીના વરખ * પાણી દરેક ટૅટમાં પહોંચાડવામાં આવતું. * યુવાનો સ્તવન-ભક્તિ કરતાં વ્યવસ્થા માટે આગળના મુકામે જાય * સ્વદ્રવ્યથી આંગી કરવા દરરોજ જુદા-જુદા ટેન્ટના યાત્રિકો દ્વારા સ્વહાથે આંગીનો શણગાર * સવારે યુવાનો ગાતા-નાચતા ગ્રામપ્રવેશ કરાવે કે દરરોજ સાંજે સામૂહિક ચૈિત્યવંદન અને સંધ્યાભક્તિની રમઝટ * જયણાપાલન + પરાત-લાકડા-ભઠ્ઠી દરેકનો પૂંજ્યાં પછી જ ઉપયોગ * સૂર્યોદય પછી જ ભઠ્ઠી ચાલુ કે રાતે રસોઈ-પાણી કે ચા કાંઈ પણ બનાવવાનું નહિ * રસોઈયાનો ડબલ સ્ટાફ * રસોઈયાઓને પણ રાતે ચા પીવાનું બંધ કે દરેક યાત્રિકને ફરજિયાત છ'રી પાલન અને એકાસણું અનિવાર્ય. સ્ટાફની વ્યક્તિઓને પણ રાત્રે ખાવાનું બંધ. * સાંજે ૬ વાગે રસોડું બંધ * પાણી ગાળીને જ ઉપયોગમાં લેવાનું કોઈપણ પાણી અળગણ વપરાઈ ન જાય એની પૂરી તકેદારી રખાઈ કે દરેક નળ ઉપર ગરણ મહેમાનો માટે પણ ઉકાળેલું પાણી જ.કાચા પાણીનો ભોજનમંડપમાં પ્રવેશ જ નહિ. * દરેક મંડપમાં ચૂનાના પાણીની વ્યવસ્થા કે દરેકને ચૂનાની સુતરાઉ થેલી (પ્લાસ્ટીકનો બિલકુલ ઉપયોગ નહિ) * શાક સુધારતી વખતે એકાગ્રતા લાવવા ઈયલ S3. Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ / [ જૈન પ્રતિભાદર્શન દીઠ બે રૂા. ઇનામ અપાતું. (એક દિવસ ભીંડામાં ૨૩૨ ઇયલ નીકળી, એક દિવસ વટાણાના શાકમાં ૧૮૨ ઇયળ નીકળી. આ પદ્ધતિ કરવાથી એટલા જીવોની રક્ષા થઈ.) * ડેરીના દૂધ ને બદલે ગામડાઓનું દૂધ ભેગું કરાતું. * માવાની મિઠાઈમાં માવો બજારનો નહિ, રસોડામાં જ બનાવાતો. * આયંબિલમાં હાથથી દળેલા લોટનો ઉપયોગ ઘંટી દ્વારા * જે ગામમાં સંઘ જાય ત્યાં દેરાસરમાં પણ સુંદર આંગી અને દીવા (લાઈટ કરવાની નહિ) + યાત્રિકોની વિશેષતાઓ : થાળી-વાટકા પોતાના હાથે જ સાફ કરતા કે ઘણા યાત્રિકોએ કપડા નહીં ધોવાનો, સાબુ નહીં લગાડવાનો, શેવિંગ નહીં કરાવવાનો અભિગ્રહ કરેલો. * ૨૨ પુરુષોએ લોચ કરાવ્યો. * મર્યાદા માટે તમામ બેનોને ફરજિયાત સાડીનો વેશ અને માથે ઓઢવાનું * અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરનારા તપસ્વી કે રોજ ૧૫૦-૨૦૦ આયંબિલ કે અમુક યુવાનો શુદ્ધ ભારતીય અને શ્રાવકના વેષમાં (ધોતિયુ, ઝભ્ભો, ખેસ) * પ્રતિક્રમણમાં દરરોજ અરિહંત પદની માળાના ચઢાવા, લગભગ ૧ લાખ માળાથી વધુ. * દરરોજ કીડીનાં કીડીયારાં પૂરાતાં. ગાયને ઘાસ, કૂતરાનો રોટલા, ગરીબ બાળકોને લાડવા-પંડા-સફરજન-સંતરા; યાત્રાળુઓ અને સંઘપતિ દ્વારા સ્વહસ્તે અપાતા * દેરાસર બનાવતા કારીગરોની ભક્તિ કે કૂતરા પણ દર્શનાદિમાં સાથે કે ભારતના અનેક સંઘપતિઓ જૈન અગ્રણીઓ અને ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં આ અલૌકિક સંઘના ખાસ દર્શનાર્થે પધારેલ. અનેકવિધ શાસનપ્રભાવનાથી ભરપુર આ સંઘની ખ્યાતિ મુંબઈ, અમદાવાદ અને દૂર દૂર સુધી પહોંચેલ. * આ સંઘમાં સ્ટાફ સાથે ૮00ની સંખ્યા હતી. (૧૮) ગિરધરનગરથી તારંગા તીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૫૩નું પૂજ્યશ્રીનું ચાતુર્માસ અમદાવાદ સ્થિત ગિરધરનગર શાહીબાગમાં થયું, ત્યારબાદ ગિરધરનગર આરાધક મંડળે તારંગાતીર્થનો ૧૨ દિવસનો છ'રીપાલક સંઘ કાઢ્યો. જેમાં ૪૦૦ યાત્રિકો હતા. (૧૯) ચામુંડેરીથી રાણકપુર તીર્થનો પ્રાચીન પદ્ધતિનો સંઘ ૨૦૫૪માં પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘવી શ્રી દિલીપભાઈ માણેકચંદજી (હાલ ભાયંદર)એ નારલાઈના સંઘના અનુભવથી બીજી અનેક વિશેષતાઓને જોડીને ૧૩ દિવસનો ૫OO યાત્રિકો સાથેનો પ્રાચીન પદ્ધતિનો સંઘ કાઢેલ. તમામ પત્રિકાઓ હાથથી લખીને મોકલાવી. કાંસાના વાસણ આદિ બધું ઉપરોક્ત સંઘ મુજબ. સંઘમાળ વખતે રાણકપુરના ઇતિહાસમાં પ્રાયઃ પહેલીવાર ૨ દીક્ષાઓ પૂજ્યશ્રીના હાથે થઈ. પિંડવાડાના ગણેશમલજી મુનિશ્રી ગંભીરરત્નવિજયજી બન્યા. નોવી (ભાયંદર)ના હિતેશભાઈ મુનિશ્રી હીરરત્નવિજયજી બન્યા. (૨૦) શ્રી જયપ્રેમ--શાહીબાગથી કલિકુંડતીર્થનો છ'રીપાલક સંઘ વિ. સં. ૨૦૧પના માગસર વદ ૩ના દિવસે પૂજ્યશ્રીની નિશ્રામાં ત્રણ દિવસનો ૨00 યાત્રિકોનો [ આ સંઘ પ્રયાણ કરી અનેરી શાસનપ્રભાવનાપૂર્વક સોલ્લાસ કલિકુંડ તીર્થે પહોંચ્યો. Page #648 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] (૨૧) શ્રી ભાવનગરથી ઘોઘાતીર્થનો છ’રીપાલક સંઘ ૨૦૫૫ ભાવનગરના ચાતુર્માસ બાદ શ્રીમતી કાંતાબહેન ૨મણિકલાલ રતિલાલ પરિવાર તરફથી આયોજિત કરવામાં આવેલ. તેમના સુપુત્ર શ્રી વિક્રમભાઈ રમણિકલાલ ભાવનગરમાં ૨૯ વર્ષથી નિસ્વાર્થભાવે પાઠશાળામાં સેવા આપી અનેક બાલક બાલિકાઓને સંસ્કાર આપી રહ્યાં છે. ૬૦૦ યાત્રિકોનો એક દિવસનો આ સંઘ હતો. (૨૨) ભાવનગરથી શ્રી શત્રુંજયમહાતીર્થનો પ્રાચીન પદ્ધતિનો છ'રીપાલક સંઘ ૨૦૫૫માં ભાવનગરમાં અત્યંત યશસ્વી અને યાદગાર ચાતુર્માસ સંપન્ન થયું. યુવાશિબિરો આદિ અનેકવિધ અનુષ્ઠાનો થયા. શિખરરૂપ દાઠાવાલા શ્રી પ્રવિણચંદ્ર કરવરચંદ શાહ આયોજિત શ્રી શત્રુંજય મહાતીર્થનો છઃરીપાલક સંઘ પ્રાચીન પદ્ધતિનો નીકળ્યો હતો. બીજા મુકામે ૪૦૦ પ્રભાવક શિષ્યોના ગુરુદેવ પં. રશ્મિરત્નવિજયસૂરિપ્રેમના દીક્ષાશતાબ્દિ વર્ષની ઉજવણી થઈ. આલેખન : પંન્યાસશ્રી રવિરત્નવિજયજી મ. પંન્યાસશ્રી રશ્મિરત્નવિજયજી મ. [ ૫૯૯ પૂ. પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ની નિશ્રામાં નીકળેલ (૧) સં. ૨૦૪૯માં બારડોલીથી ઝગડીઆ તીર્થનો સંઘ નીકળ્યો હતો. (૨) સં. ૨૦૫૫માં વલ્લભીપુરથી શત્રુંજ્યનો ગોળાવાળા શ્રીમતી લીલાબેન હીરાલાલ પરિવાર તરફથી ભવ્ય સંઘ નીકળ્યો હતો. જેમાં ૨૫૦૦ યાત્રિકો હતા. (૩) ભાવનગરથી શ્રી શત્રુંજય ગિરિરાજનો પ્રાચીન પદ્ધતિનો છ'રીપાલિત સંધ તણસાવાળા હાલ મુંબઈનિવાસી શ્રી અનિલકુમાર જગજીવન શાહ પરિવાર દ્વારા આયોજિત આ સંઘપૂજ્યપાદ પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ આદિ વિશાળ શ્રમણવૃંદની નિશ્રામાં વિ. સં. ૨૦૫૫ના મહા વદ-૧૪; તા. ૧૫-૨-૯૯ના નીકળેલ. આ આદર્શ સંઘની વિશિષ્ટતા એ હતી કે ડીઝલનું કોઈ સાધન નહીં, માઈકોનો કોઈ ઘોંઘાટ નહીં, લાઈટના કૃત્રિમ ચળકાટને બદલે ઘીના દીવડાઓ અને મશાલોનો ઝળહળાટ. સંઘપતિ દ્વારા પોતાના પરિવારના સભ્યોની વિવિધ આરાધનાઓની અનુમોદના નિમિત્તે આ છ'રીપાલિત સંઘનું આયોજન થયું હતું. પૂ. વયોવૃદ્ધ મુનિશ્રી યોગીન્દ્રવિજયજી મ.સા. ઉપરના ત્રણેય સંઘોમાં સાથે હતા. પ.પૂ. આ.દેવશ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં થયેલ છ'રી પાલિત સંઘની યાદી. (૧) સં. ૨૦૨૭ જાવાલથી દિયાણાજી (ધાણેરાવવાલા તરફથી) (૨) સં. ૨૦૩૭ પિંડવાડાથી નાનીપંચતીર્થી-કનકરાજ જેઠમલજી ખીચા-- (૩) સં. ૨૦૩૭ પિંડવાડાથી માઉન્ટ આબ દેલવાડા તીર્થનો. Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬007 [ જૈન પ્રતિભાદર્શન (૪) સં. ૨૦૩૯ ગીરધરનગર અમદાવાદથી પાલીતાણા શા : મિલાપચંદજી હિરાચંદજી પિંડવાલાવાળા) (૫) સં. ૨૦૪૦ શિવગંજથી રાણકપુર (૬) સં. ૨૦૪૧ પિંડવાડાથી પાલીતાણા-સંઘવી રીખબદાસ અમીચંદજી (સાથે પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીજી મ. સા. હતા.) મહેતા પરિવાર (૭) સં. ૨૦૪૮ શિવગંજથી માઉન્ટઆબુ દેલવાડા-સંઘવી જુહારમલજી દેસાજી (૮) સં. ૨૦૫ર ગઢસિવાણાથી જૈસલમેર તીર્થ (૯) સં. ૨૦૫૩ ઉદયપુરથી પાલીતાણા–દોશી પ્રભુલાલ ગોરધનદાસ (૧૦) અમદાવાદથી શેરીસાતીર્થનો સંઘ પૂ. આચાર્યશ્રી ભક્તિસૂરિજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો વડા-થરાથી શંખેશ્વર તીર્થ : શ્રી ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા.ની શુભ નિશ્રામાં સં. ૧૯૪૮માં વડા-થરાથી શ્રી શંખેશ્વર તીર્થનો છ'રીપાલિત યાત્રાસંઘ નીકળ્યો હતો. જેમાં સંઘપતિ વીરચંદ પૂંજમલ પરિવારના શ્રી જયંતિલાલ વીરચંદ, શ્રી હરગોવિંદદાસ વીરચંદ, શ્રી ચંપકલાલ વીરચંદ અને શ્રી શશીકાંત વીરચંદ શાહ વગેરેનું ભારે મોટું યોગદાન યાદગાર બની ગયું. ૧૫૦૦ યાત્રિકો સાથેનો આ યાત્રા સંઘ સાત દિવસનો હતો. હાડેચાથી સિદ્ધાચલનો યાત્રા સંઘ : સં. ૨૦૫૧માં શ્રી પ્રેમસૂરિજી મ. સા.ની નિશ્રામાં હાડેચા (રાજસ્થાન)થી સિદ્ધાચલનો ૨OO૦ યાત્રિકો સાથેનો બાવન દિવસનો યાદગાર અને ઐતિહાસિક યાત્રા સંઘ નીકળ્યો, જેના સંઘપતિ મિશ્રીમલજી ભગાજી-મુંબઈવાળા હતા. એ જ રીતે ઉદેપુરથી કેસરિયાજીનો યાત્રાસંઘ-જેમાં સંઘપતિ પ્રકાશભાઈ ચોક્સી ઉદેપુરવાળા હતા. (જ્યોતિર્વિદ્ પૂ. આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો) જ્યોતિર્વિદ્ પ. પૂ. આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં અનેક છ'રીપાલિત સંઘ નીકળ્યા છે. તેમાંથી મુખ્ય સંઘોની એક સામાન્ય ઝલક. થરા નગરથી શંખેશ્વરજી મહાતીર્થનો સંઘ : ૫૦ વર્ષ બાદ વિ. સં. ૨૦૫૫માં થરાથી શંખેશ્વરજી તીર્થનો ૬ દિવસનો શાનદાર સંઘ જેઠાલાલ કરશનદાસ પરિવારે (સંઘપતિ હરગોવનભાઈ, સુરેશકુમાર રમણિકલાલ, નરોત્તમભાઈ, ડૉ. બાબુલાલ, મુક્તિભાઈ, ચંપકભાઈ, કીર્તિલાલ અને અરવિંદભાઈએ) કાઢેલ. પરમાત્માનો રથ, બગીઓ, ગજરાજ, ઘોડાઓ, બેન્ડ તેમ જ વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીજી ભગવંતો અને ૧૭૦૦થી પણ અધિક યાત્રિકો જોડાયેલ. પ્રત્યેક ગામે જીવદયા, અનુકંપા, સાધર્મિક તેમ જ જિનમંદિર અને ઉપાશ્રયના જીર્ણોદ્ધારમાં ઉદાર હાથે દાન દ્વારા અને ત્યાંના સંઘને ભાવપૂર્વક જમણ વગેરે દ્વારા અપૂર્વ શાસનપ્રભાવના થયેલ. સંઘમાળ વગેરેની બોલીઓ રેકર્ડરૂપ થયેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદને આ પ્રસંગે રૂા. ૧,૧૧,૧૧૧નું દાન અપેલ. સંઘવી પરિવારે કુલ ૨૦ થી ૨૫ લાખ રૂ.નો સદ્વ્યય કરી અખંડ પુણ્યોપાર્જન કરેલ. - રાધનપુર નગરથી શ્રી શંખેશ્વરજી મહાતીર્થનો સંઘ : આચાર્યભગવંતશ્રીની નિશ્રામાં શ્રીમતી મંગળાબેન ચીમનલાલ હરજીવનદાસ દલાલ પરિવારે (સંઘપતિ-જગદીશભાઈ ચીમનલાલ દલાલ અને Page #650 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૦૧ મહેન્દ્રભાઈ) ૧૫00 થી પણ અધિક પદયાત્રીઓ સહ જિનશાસનની આન, બાન અને શાનને ચાર ચાંદ લાગે તે રીતે ભવ્ય સંઘ પ દિવસનો કાઢેલ. ઉદારદિલ સંઘવી પરિવારે સાધુ-સાધ્વી તેમ જ યાત્રિકોની ભક્તિ ભાવોલ્લાસથી ઉત્કૃષ્ટ રીતે કરેલ. પાલિતાણાથી શંખેશ્વરજી તીર્થનો સંધ : પૂજ્યશ્રીની નિશ્રામાં વિ. સં. ૨૦૩૬ના પાલિતાણાથી શંખેશ્વરજી મહાતીર્થનો અપૂર્વ સંઘ નીકળેલ, જેમાં ૪૦૦ થી ૫00 પદયાત્રીઓ હતા. - અમદાવાદથી સેરીસા તીર્થ : અમદાવાદથી સેરીસા તીર્થના આયોજક સારાભાઈ પરિવારે ૧OOO યાત્રિકો સાથેનો અજોડ સં. ૨૦૫૩માં સંઘ કાઢેલ. ભક્તિભાવ અપૂર્વ હતો. શિહોરથી પાલિતાણા : પૂજ્યશ્રીની પ્રેરક પ્રેરણા પામીને શ્રી રમણલાલ ગોકળદાસ સંઘવી પરિવારે વિ. સં. ૨૦૧૧માં ૭00 ઉપરાંત યાત્રિકો સાથેનો સંઘ કાઢેલ. ચતુર્વિધ સંઘની ભક્તિ સંઘવી પરિવારે ખૂબ સુંદર કરેલ. કરાડથી કુંભોજ તીર્થ (મહારાષ્ટ્ર) : સાત દિવસના આ સંઘમાં અપૂર્વ ઉલ્લાસમય વાતાવરણ હતું. યાત્રિકો-ભાવિકો અને સંઘપતિ પરિવારના હૃદયમાં ધર્મોલ્લાસની હેલી ચઢેલ. (સં. ૨૦૩૩). કરજતથી થાણાનો સંઘ : પાંચ દિવસના આ સંઘમાં સંઘપતિ પરિવારે ઉદાર દિલે લાભ લીધો. (સં. ૨૦૩૨.) યાત્રિકો ઘણી મોટી સંખ્યામાં હતા. કાંદીવલીથી અગાસી તીર્થનો સંઘ : કાંદીવલીથી અગાસી તીર્થનો સંઘ (પાંચ દિવસનો) ઘણા હર્ષોલ્લાસપૂર્વક નીકળેલ. શાસનપ્રભાવના પ્રસંશનીય થયેલ. સંઘભક્તિ અપૂર્વ હતી. સં. ૨૦૩૬. ઉંદરાથી રૂણી તીર્થ : વિ. સં. ૨૦૫૫ મહાવદી બીજી ૯ થી ૧૧ યાત્રા સંઘ નીકળેલ. પૂ. આચાર્યદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન યુવા પ્રવચનકાર મુનિરાજશ્રી શીલરત્નવિજયજી મ. સા.ની નિશ્રામાં નીકળેલા. સંઘોની વિગત :– સિંગોલી (એમ. પી.)થી ચિત્તોડ (રાજસ્થાન) : પૂ. મુનિરાજશ્રી શીલરત્નવિજયજી મ. સા.ની નિશ્રામાં અભિષેકકુમાર રોશનલાલ મહેતાએ ૩૫૦ યાત્રિકો, પરમાત્માનો રથ, બગીઓ, ગજરાજ, ઘોડા, બેન્ડ, તેમ જ સુવિખ્યાત સંગીતકાર વગેરે સહ સાત દિવસનો સંઘ અપૂર્વ ઉલ્લાસથી કાઢેલ. શાસનપ્રભાવના અદ્ભુત થયેલ. બોલી વગેરેની આવક સુંદર થયેલ. સંઘવીનું યોગદાન યાદગાર રહ્યું. (વિ. સં. ૨૦૪૯). ચિત્તાખેડા (એમ. પી.)થી વહી પાર્શ્વનાથ તીર્થ : પૂજ્ય મુનિરાજશ્રીની નિશ્રામાં ચિત્તાખેડા . મૂ. પૂ. જૈન સંઘે ત્રણ દિવસનો ૫૦૦ યાત્રિકો સહ અભૂતપૂર્વ સંઘ કાઢેલ. પુરો માહોલ આરાધના અને ધર્મપ્રભાવનાથી મધમધતો બનેલ. તાજગી અને પ્રસન્નતા પ્રત્યેક ભાવિકો-સંઘપતિ-યાત્રિકોમાં વર્તાઈ રહેલ. વિ. સં. ૨૦૫૦. . . . S S 1 to 6 BC R S SS * S AS A Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ] [ જૈન પ્રતિભાદર્શન પૂ. આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો) સાંચોરથી શત્રુંજય મહાતીર્થનો સંઘ : સાંચોર (સત્યપુર) નગરથી શત્રુંજય મહાતીર્થનો સંઘ કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં સંઘવી ચંદાજી અમીચંદજી કટારિયા પરિવારે કાઢેલ. આ સંઘવી પરિવારને તિલક કરવાનો ચઢાવો રૂા. ૧૦ લાખમાં બોથરા ઘમંડીરામજી જગમાલજી પરિવારે લીધેલ. આ સંઘમાં કુલ ૪૫૦ સંઘપૂજનો થયેલાં. દરેક જગ્યાએ સામૈયામાં જે બહેનો બેડાં લઈને આવતાં તેમાં રૂા. ૧૦૧ નાખતા. કુલ ૩૪ દિવસનો સંઘ હતો. દરેક ગામે સારી એવી રકમ સાધારણ ખાતામાં લખાવેલ. આ સંઘમાં ૨૩ સાધુ મહાત્મા અને ૧OO ઉપરાંત સાધ્વીજી મહારાજ હતાં. કુલ ૭૧૦ યાત્રિકો હતા. દરેકને સંઘવી તરફથી ચાંદીની થાળી અને વાટકી અર્પણ કરવામાં આવેલ. માળ વખતે શત્રુંજય ગિરિરાજ ઉપર એમના સમાજની ૭000ની પબ્લિક હતી. સંઘવી પરિવાર સંઘમાળા પહેરી સાંચોર આવેલ ત્યારે સાંચોરવાસીઓએ ભવ્ય સ્વાગત કરેલ. સમસ્ત સાંચોર નગરને (જન-અજૈન) ભોજન કરાવવામાં આવેલ. એમના સમાજના ૧૫OO ઘર; દરેક ઘરે તાંબાના બેડાં ને સાકર ભેટ કરેલ. દરરોજ આરતી-મંગલ દીવાના ચઢાવા ગજબના થયા હતા. ધોબી-હજામ જેવા સેવકો યાત્રિકોની સેવા માટે હાજર હતા. એકંદરે સેવા-ભકિત તેમ જ શાસનપ્રભાવના અદ્દભુત થયેલ. રાનીવાડા (કલા)થી જીરાવલા તીર્થનો સંઘ : સ્વ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન આચાર્યદેવશ્રી રત્નાકરસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં શા. મિશ્રીમલજી માલાજી બોહરા પરિવારે સંઘ કાઢેલ. સંઘપ્રયાણ વખતે તમામ ગામવાસીઓ તથા યાત્રિકોને ચુંદડિયા સાફા પહેરાવેલ. હાથી, ઘોડા, પ.પૂ. આ. શ્રી રત્નાકરસૂરિજી મ.સા. સાથે સંઘવી–સાકરિયા પરિવાર Page #652 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૬૦૩ બગી, રથ, ઢોલ, બેન્ડ વગેરે તમામ સાધનો સાથે હતા. કુલ ૬ દિવસના સંઘમાં ૧૩૦ રૂપિયાનું સંઘપૂજન થયેલ. તમામ યાત્રિકોને ગરમ શાલ, વોટરબેગ, ચાંદીની માળા, રૂા. ૧૦૦ રોકડા આપવામાં આવેલ. દરેક ગામે સુંદર સ્વાગત થયેલ. સંઘવીએ દરેક ગામને ત્રણે ટાઈમ ભોજન કરાવેલ. પોતાની જન્મભૂમિ પંચેરી ગામના ૬OO અજૈનના ઘરોમાં મીઠાઈ અર્પણ કરેલ. સંઘમાળા વખતે સંઘવીના બહુમાનમાં હાર અને સાફાઓનો ઢગલો થયેલ. સાંચોરથી જેસલમેરનો સંઘ : કલિકુંડ તીર્થોદ્ધારક આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ. સા., પં. શ્રી રાજશેખરવિજયજી મ. સા., પં. શ્રી રનૅદુવિજયજી મ. સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં શા. માવાજી પબાજી બોથરા પરિવારે સાંચોરથી જૈસલમેરનો સંઘ કાઢેલ. દરેક ગામે સામૈયામાં બેડામાં રૂા. ૧૫૧ પુરાતા. કુલ રૂ!. ૫OOના સંઘપૂજન થયેલ. કુલ ૨00 યાત્રિકો હતા. દરેકને સંઘવી તરફથી ચાંદીની થાળી, વાટકી અર્પણ કરવામાં આવેલ. બાડમેરના દરેક જૈનોના ઘરમાં થાળી અને સાકર ભેટ કરેલ. પોતાના સમાજના ૧૫00 પરિવારોને તાંબાના બેડાં અને સાકર ભેટ કરેલ. સંઘવીના તિલકનો ચઢાવો રૂ. ૧૨ લાખમાં ગયેલ. સંઘમાળા પહેરી સાંચોર આવતાં જોરદાર સ્વાગત થયેલ. જુદા જુદા સમુદાયના ૧૨૫ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા હતી. તવાવનગરથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ : સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન આચાર્યદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ. સા.ની શુભનિશ્રામાં તવાવ નિવાસી (હાલ બેંગ્લોર) શા. દલીચંદજી ધીરાજી સાકરિયા પરિવારે તવાવથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ કાઢેલ. તા. ૨૯-૧૧-૯૮ માગસર સુદ ૧૦ના દિવસે સંઘ પ્રયાણ થયેલ. અને પોષ વદ પાંચમ તા. ૬૧-૯૯ના માળારોપણ થયેલ. કુલ ૩૯ દિવસનો સંઘ હતો. જેમાં ૬OO યાત્રિક, ૧OO સંઘપતિ પરિવાર અને ૩૦૦નો સ્ટાફ હતો. સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા આદિ વિશાળ પરિવાર સાથે એક હાથી, બે ઘોડા, ઇન્દ્રધ્વજા, ઘોડાબગી, બેન્ડપાર્ટી, શરણાઈથી યાત્રા સંઘ શોભી રહ્યો હતો. પ્રયાણ પૂર્વે પાંચ દિવસનો મહોત્સવ રાખેલ. ત્રણે ટાઈમ આખા ગામને જમાડેલ. ગામના ચિતામણી પાર્શ્વનાથ તથા અન્ય ભગવાનને સવા લાખના સુવર્ણના હાર પહેરાવેલ. પ્રયાણ વખતે ૭0 રૂા.નું સંઘપૂજન તવાવ ગામવાસીઓ તરફથી અર્પણ થયેલ. દરેક ગામમાં જેટલાં જૈનના ઘર હોય દરેક ઘરમાં ચાંદીના સિક્કા અર્પણ કરેલ. સામૈયામાં જેટલાં બેડાં આવતાં દરેકમાં ચાંદીનો સિક્કો નાખતા. સિયાણી તીર્થમાં ૧૬૦ બેડાં સામૈયામાં હતાં. દરેક ગામે સંઘવી પરિવાર તરફથી સાધારણખાતામાં તથા વૈયાવચ્ચ ખાતામાં અને જીવદયામાં સુંદર રકમો લખાવેલ. દરરોજ સાંજે સામૂહિક આરતી થતી જેમાં એક પણ યાત્રિક બાકી ન રહે. સંગીતકાર સહ કોઈને ભક્તિભાવમાં તરબોલ બનાવતા, આરતી-દીપકના ચઢાવા સુંદર રીતે થતા અને કુમારપાળ રાજાનો ડ્રેસ પહેરી આરતી ઉતારતા. દરેક ગામે રકમ આપવા માટે યાત્રિક ટીપ તથા જીવદયાની ટીપ સુંદર થયેલ. પ્રયાણ વખતે તિલક અને હાર પહેરાવવાનો ચઢાવો સુંદર થયેલ. સંઘવી પરિવારે તવાવના સાધારણ ખાતામાં રૂા. ૫૧,૦OO અર્પણ કરેલ. આ સંઘમાં કુલ ૪૫૦ રૂ.નું સંઘપૂજન થયેલ. પ્રયાણ વખતે દરેક યાત્રિકને એક બેડીંગ, એક કાંબળો, એક બગલ થેલો જેમાં બેટરી, ચરવળો, કટાસણું, થાળી, વાટકી, બટવો, બામ, દંતમંજન, દોરી, દર્પણ વગેરે ૩૦ વસ્તુઓ અર્પણ કરેલ. દરરોજ રસ્તામાં ઉંટલારી પર બેસીને અનુકંપા દાન આપતા. હાલતાં-ચાલતી ભજન મંડળી પણ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન સાથે હતી. જેને જોવા માટે અજૈન માણસોની ભીડ લાગતી. છેલ્લી ચૌદશના દિવસે ૫૫૦ આયંબિલ થયેલ. દરેકને ૫૦ રૂ।.ની પ્રભાવના કરવામાં આવેલ. સંઘનું અનુશાસન એકદમ વ્યવસ્થિત હતું. દરેક યાત્રિકો આચાર્ય મ. સા.ની આજ્ઞામાં રહેતા. સામૈયામાં બધા યાત્રિકો સાથે જ ચાલતાં. કોઈ પણ યાત્રિક આચાર્ય મ. સા.ની આગળ જતાં ન હતા. પાલીતાણામાં તવાવથી છ'રીપાલિત સંઘનો ભવ્ય રીતે પ્રવેશ થયેલ. જેમાં હાથી, ઘોડા, ઇન્દ્રધ્વજા, સાતબગી, ત્રણ જૈડ, સુંદર વેષભૂષામાં સજ્જ છડીદાર તથા બાળકો, શ્રાવિકાશ્રમની બાલિકાઓ, સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાઓના વિશાળ પરિવાર સાથે આ સંઘ એક જ લાઈનમાં ચાલતો તળેટી સુધી પહોંચી સાચા સોના-રૂપાના ફૂલોથી દરેક યાત્રિકે ગિરિરાજને વધાવેલ. એ દિવસે આખી તળેટી ગુલાબના ફૂલોથી શણગારવામાં આવી હતી. તળેટીથી આવી સાંચોરી જૈન ભવનમાં સંઘનો પ્રવેશ થયેલ ત્યાં આગળ સાંચોરી ભવનના ટ્રસ્ટીઓએ સંઘવીનું બહુમાન તથા રૂ।. ૨નું સંઘપૂજન થયેલ. સંઘવી પરિવાર તરફથી દરેક યાત્રિકને સુવર્ણની ચેઈન તથા એમના સંબંધીઓ તરફથી ચાંદીની પંખી, દર્પણ, ઘંટડી, ગ્લાસ, દિવી, વાટકી વગેરે અર્પણ કરેલ. સંઘવી પરિવારે દરેક કાર્યકરનું સારી રીતે બહુમાન કરેલ. દરેક કાર્યકર સાથે સાથે દરેક કર્મચારીઓનું પણ બહુમાન કરેલ. બધા યાત્રિકોએ પણ ભેગા થઈને સંઘવી પરિવારનું બહુમાન કરેલ. જેમાં મોટો વિશાળ ચાંદીનો શત્રુંજયનો પટ અર્પણ કરેલ. તવાવ સંઘે સારો સહકાર આપ્યો તે માટે સંઘવી પરિવારે તવાવ સંઘને ચાંદીનું કલ્પવૃક્ષ અર્પણ કરેલ. સંઘની માળા દાદાના દરબારમાં થયેલ અને ત્યાં જ સાકરીયા પરિવારને સંઘવીની પદવી અર્પણ કરેલ. માળ વખતે ૩૦૦૦ જેટલી પબ્લિક પાલીતાણામાં આવેલ. પાલીતાણામાં પ્રવેશ કરતાં પહેલા સંઘવી પરિવારે દરેક યાત્રિક તથા સમસ્ત અતિથિગણને ચાંદીના સિક્કા અર્પણ કરેલ. દરેકના ગળામાં ફૂલની માળા અને હાથમાં શ્રીફળ અર્પણ કરેલ. બીજે દિવસે સંપૂર્ણ સંઘ તવાવનગરમાં પહોંચતા તવાવ સંઘે સુંદર સ્વાગત કરેલ. પૂ. આ.શ્રી જિનેન્દ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા યાત્રાસંઘો વિ. સં. ૨૦૨૯ ગઢડા સ્વામીનાથી પાલિતાણા : હસ્તગિરિ તીર્થનું શિલારોપણ કર્યું. સંઘપતિ ગુલાબચંદ માણેકચંદ, સોમચંદ, અમીચંદ માણેકચંદ તથા પાનાચંદ માણેકચંદ. વિ. સં. ૨૦૩૨ બોરીવલીથી સમાસીલીમ : સંઘપતિ જેસંગલાલ ચોથાલાલ મેપાણી ડીસાવાળા- મુંબઈ. વિ. સં. ૨૦૩૮ જામનગરથી સિદ્ધગિરિ : સંઘપતિ મેઘજીભાઈ વીરજીભાઈ દેઢીયા, વેલજીભાઈ વીરજીભાઈ દેઢીયા, હરખચંદ નેમચંદ ફુલચંદ-નાઈરોબી, હંસરાજ મેઘજીભાઈ-નાઈરોબી, હંસરાજ પોપટલાલ-નાઈરોબી, મણિબેન વાઘજીભાઈ પેથરાજ-જામનગર. જામનગરથી ભલસાણ તીર્થ : સંઘપતિ કેશવજી ભારમલ સુમરીયા-મુલુન્ડ (મુંબઈ). વિ. સં. ૨૦૪૬ નવાગામ (હાલાર)થી પાલીતાણા : સંઘપતિ પોપટલાલ વીરપાલ દેઢીયાનવાગામવાળા-મુંબઈ. વિ. સં. ૨૦૫૩ થાનગઢથી ભદ્રેશ્વર તીર્થ : સંઘપતિ લખમણ બરપાટ મારૂ-સોળસણા, જીવરાજ Page #654 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૬૦૫ લખમણ મારૂ, વેલજીભાઈ લખમણ મારૂ-સોળસણા, કેશવજી લખમણ મારૂ-જામનગર, રામજીભાઈ લખમણ મારૂ-થાનગઢ, મગનલાલ લખમણ મારૂ-થાણા. (પૂ. સ્વ. પ્રશાન્તમૂર્તિ આ.શ્રી વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટવિભૂષક) પૂ. આ.શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં નીકળેલ સંઘો સં. ૨૦૩૪માં મુંબઈ સાયનનિવાસી ચંપાબહેન પટવાએ વરારથી અગાશી તીર્થનો એક દિવસનો પણ ઉદારતાપૂર્વક સંઘ કાઢ્યો. દાદાને સોનાનો હાર ચડાવ્યો, અને ૭૦૦ યાત્રિકોની ભક્તિ કરીને માળ પહેરી. સં. ૨૦૪૦માં કરજણ વડોદરાથી ઝગડીયા તીર્થનો સાત દિવસનો છ'રી પાલક સંઘ ૫OO યાત્રિકો સાથેનો નીકળ્યો. જેમાં નાની ઉંમરના બાળકો પણ હતા. સં. ૨૦૪૩માં દહેજ બંદરથી ૨૦૦ યાત્રિકો સાથેનો ગાંધાર તીર્થનો સંઘ નીકળ્યો હતો. સં. ૨૦૪૬માં કલકત્તા ભવાનીપુર સંઘના ભક્તોએ ધનબાદથી સમેતશિખરજીનો અOO યાત્રિકો સાથેનો સંઘ નીકળેલ. * ૧૧ સંઘપતિઓમાં એક ધનબાદના પણ હતા. યાત્રિકોની વિશિષ્ઠ ભક્તિ ઉપરાંત જીવદયા વગેરેમાં પણ લાભ લીધો. (પૂ. આ.શ્રી વિજયજયંતસેનસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલ સંઘો) (૧) વિ. સં. ૨૦૨૧, રાજગઢથી સિદ્ધાચલનો ૩૭ દિવસનો છ'રિપાલિત સંઘ, સંઘપતિ શ્રી રૂપચંદજી કેશરીમલજી એબોર પરિવાર, યાત્રિકો-૪00. (૨) સં. ૨૦૨૩, ઝાંબુઆથી લક્ષ્મણી તીર્થનો સંઘ, સંઘપતિ શ્રી સાગરમલજી લાલચંદજી ભંડારી પરિવાર, યાત્રિકો-૨૫૦, નિયમોનું ચુસ્ત પાલન થયું. (૩) સં. ૨૦૨૪, ભીનમાલથી કુંભારિયાજી તીર્થનો સંઘ, સંઘપતિ ગાંધી ઉકચંદજી લલ્લુજીમુથા પરિવાર, યાત્રિકો-૧૫૦. (૪) સં. ૨૦૧૬, બાગ (રાજ.)થી સિદ્ધાચલજી મહાતીર્થનો ૩૧ દિવસનો યાત્રાસંઘ, સંઘપતિઓ શ્રી કેશરીમલજી રૂપચંદજી તથા શ્રી ચાંદમલજી રાજમલજી ઝોસિત્રા, યાત્રિકોની સંખ્યા ૬OO, સુંદર ધર્મપ્રભાવના થઈ. (૫) સં. ૨૦૨૭, પાદરા (ભીનમાલ)થી ભાંડવપુર તીર્થનો સંઘ, સંઘપતિઓ શ્રી વેરીમલજી પૂનમચંદજી તથા સોહનલાલજી, યાત્રિકો-પ૦૦ (૬) સં. ૨૦૩૨, રાજગઢથી સિદ્ધાચલજીનો સંઘ, સંઘપતિઓ સંઘવી સમરથમલજી, ધનરાજજી તથા હિંમતલાલજી યાત્રિકો-૬OO. (૭) સં. ૨૦૩૩, આહોરથી સિદ્ધાચલજી મહાતીર્થનો સંઘ, સંઘવી કુંદનમલજી ભુતાજી શ્રીશ્રીમાલ, દિવસ-૩૯, યાત્રિકો-800, નવાગામના અનેક જૈનેતરોએ સંઘ-ધર્મથી પ્રભાવિત બની અભક્ષત્યાગનો નિયમ લીધો. (૮) સં. ૨૦૩૪, રતલામથી નાગેશ્વર તીર્થ, સંઘપતિ શ્રી કાલુરામજી પન્નાલાલજી વોરા પરિવાર, યાત્રિકો-૬૦), નોંધપાત્ર અનુકંપાદાન. (૯) સં.૨૦૩૪, મેઘનગરથી મોહનખેડા તીર્થ, સંઘપતિ શ્રી મહેન્દ્રકુમારજી વરદીચંદજી વોરા, યાત્રિકો-૧૨૫. (૧૦) સં. ૨૦૩૬, થરાદથી શંખેશ્વર તીર્થનો સંઘપતિ શ્રી વાઘજીભાઈ અનોપચંદ વારિયા પરિવાર, યાત્રિકો-૫OO. (૧૧) સં. ૨૦૩૭, કુંભોજગિરિ તીર્થનો સંઘ, સંઘપતિ શ્રી હજારીમલજી રૂપકજી સંઘવી પરિવાર, દિવસ-૧૧, યાત્રિકો-૫OO. (૧૨) સં. ૨૦૪૦, સમેશિખરજી મહાતીર્થનો સંઘ, ૨૫ શ્રેષ્ઠીવર્ય સંઘપતિઓ દિવસ[ ૧૧, માર્ગમાં અનેરી ધર્મપ્રભાવના પ્રવર્તે. (૧૩) સં. ૨૦૪૩માં મોહનખેડા તીર્થનો, દિવસ પપનો Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ ] [ જૈન પ્રતિભાદર્શન સંધ અનેક ભાગ્યશાળી સંઘપતિઓ દ્વારા નીકળ્યો. પાંચથી ૫૦ વર્ષ સુધીના યાત્રિકો સારી એવી સંખ્યામાં જોડાયા. (૧૪) સં. ૨૦૪૩, બાગથી પરાસલી તીર્થ, સંઘપતિઓ શ્રી કેશરીમલજી રૂપચંદજી તથા શ્રી ચાંદમલજી રાજમલજી ઝોસીત્રા. (૧૫) સં. ૨૦૪૪, ખાચરોદથી નાગેશ્વરજી તીર્થનો સંઘ, સંઘપતિ શ્રી ફત્તેહચંદજી ઘેવરચંદજી નંદિયા. (૧૬) સં. ૨૦૪૪, થરાદથી તીર્થાધિરાજ શ્રી સિદ્ધિગિરિપાલીતાણા, સંઘપતિ શ્રી ફૂલચંદભાઈ પાનાચંદભાઈ પરિવાર. (૧૭) સં. ૨૦૪પ, થરાદથી જીરાવાલા તીર્થ, સંઘપતિ બોહરા બાદરમલ નિહાલચંદ, ચીમનભાઈ પરિવાર. (૧૮) સં. ૨૦૪૬, થરાદથી શંખેશ્વર મહાતીર્થનો સંઘ, સંઘપતિઓ શ્રી માલાજી અણદાજી તથા શ્રી કાંતિલાલભાઈ અમુલખભાઈ ભણશાલી. (૧૯) સં. ૨૦૪૭, અમદાવાદથી સિદ્ધાચલજીનો રીપાલિત સંઘ, સંઘપતિ શ્રી નરપતલાલ નાગરદાસ વોરા પરિવાર, યાત્રિકોની સંખ્યા ૮00, અનેરી શાસનપ્રભાવના અને સોલ્લાસ તીર્થમાળારોપણ વિધિ. ( શ્રી અચલગચ્છીય શ્રમણોની નિશ્રામાં નીકળેલા સંઘો ) સંકલન કર્તા : અચલગચ્છાધિપતિ પૂ. આ.શ્રી ગુણસાગરસૂરિજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મહારાજ નોંધ : અચલગચ્છ દિગ્દર્શનમાંથી વિક્રમની ૧૨મી સદીથી લઈને ૨૧મી સદીના પૂર્વાર્ધ સુધીનાં અર્થાત્ (વિ. સં. ૧૧૬૯ થી ૨૦૪૪ સુધીમાં) નીકળેલા છરીપાળતા સંઘોની નોંધ તૈયાર કરી રહ્યો હતો ત્યારે કેટલીક વિગતો અપૂર્ણ જોવામાં આવી હતી, છતાં નોંધ ટપકાવી લીધી છે. ફરી કોઈ સંશોધકને રાસાઓ-ફાગ કે અન્ય દ્વારા માહિતી મળે તો કરેલી નોંધ ઉપયોગી થશે એમ માની અહીં અપૂર્ણ વિગતો પણ આપી છે.---સંકલનકર્તા વિ. સં. ૧૧૬૯માં વિધિપક્ષગચ્છની સ્થાપના પ. પૂ. આ. ભ. શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મ. સા.એ કરી. એ ગચ્છ આગળ જતાં અચલગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. એ ગચ્છના પ્રથમ શ્રાવક શ્રી યશોધન ભણસાલી થયા. એમણે ભાલેજ આદિ અન્ય ગામોમાં સાત જિનાલયો બંધાવ્યાં. ગુરુ મ. સા.ને ચાતુર્માસ કરાવી ચાતુર્માસ પૂર્ણ થયે ભાલેજથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ કઢાવ્યો. | વિ. સં. ૧૨૨૩માં પૂ. આ. ભ. શ્રી જયસિંહસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં ભંડારી ગોદાએ શત્રુંજય અને ગિરનારનો સંઘ કાઢ્યો તથા ઘણા નગરોમાં લહાણી કરી, સવાલાખ દ્રવ્ય ખચ્યું. વિ. સં. ૧૨૪૬ આસપાસ પૂ. આ. ભ. શ્રી ધર્મઘોષસૂરિજી મ. સા.ના ઉપદેશથી મોહલ ગામથી બોહડીએશ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો અને સંઘવી પદ પ્રાપ્ત કર્યું. વિ. સં. ૧૨૫પમાં કાશ્યપ ગોત્રના આભાણી શાખાના આભુ શેઠે પણ એ જ પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી મહાવીર પ્રભુનો મોટો પ્રાસાદ બંધાવ્યો તથા શત્રુંજયનો મોટો સંઘ કાઢી સંઘવી પદ લીધું. વિ. સં. ૧૨૮૨માં પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રસિંહસૂરિજી મ. સા.ની નિશ્રામાં વીજલગોત્રીય વછરાજ, વિજય તથા જાદવ નામના અચલગચ્છીય શ્રાવકોએ અર્ધલક્ષ દ્રવ્ય ખર્ચીને શત્રુંજયનો સંઘ કાઢી સંઘવી પદ મેળવ્યું. Page #656 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૦૭ વિ. સં. ૧૩૧૬ આસપાસ પોરવાડ જ્ઞાતિના પુષ્પાયન ગોત્રીય હાથી નામના શ્રેષ્ઠિએ પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રસૂરિજી મ. સા.ના ઉપદેશથી દહીંથલી નગરમાં આદીશ્વર પ્રભુનું જિનાલય બંધાવ્યું. શત્રુંજય આદિ તીર્થોની સંઘ સહિત યાત્રા કરી. વિ. સં. ૧૩૨૫ આસપાસ પૂ. આ. ભ. શ્રી અજિતસિંહસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં દેવસીએ રત્નમય બિંબ ભરાવી શ્રી શત્રુંજયનો સંઘ કાઢ્યો તથા બેવઠણના વતની ખીમા શેઠે સંઘ કાઢી શત્રુંજય પર ઇન્દ્રમાળ પહેરી. વિ. સં. ૧૩૪૫ માં પૂ. આ. ભ. શ્રી ધર્મપ્રભસૂરિજી મ. સા.ની નિશ્રામાં ખેરાલુના વતની શ્રીમાલી વંશના લાછિલ ગોત્રીય વર્ધમાન શેઠે શ્રી આદિનાથ પ્રભુજીનો કુળદેવીનો પ્રાસાદ કરાવ્યો. અને શત્રુંજયનો સંઘ કાઢ્યો તેમણે ત્રણ કરોડ રૂા. ધર્મકાર્યોમાં ખરચ્યા. વિ. સં. ૧૩૭૧ માં પૂ. આ. ભ. શ્રી સિંહતિલકસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં ખંભાત નિવાસી જાજા ગોત્રના છાહડ નામના શેઠે શ્રી મહાવીરસ્વામીનું જિનાલય બંધાવ્યું અને શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૪૪૧ માં પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રપ્રભસૂરિજી મ. સા.ની નિશ્રામાં ઓશવંશ દેઢીયા ગોત્રીય માલકાણી વંશમાં થયેલા સંધવી મીમણ શેઠે કચ્છ ખાખરથી શત્રુંજય તીર્થ અને નગર પારકર ગોડી પાર્શ્વનાથજીના સંઘો કાઢી ધર્મકાર્યોમાં ઘણું ધન વાપર્યું. વિ. સં. ૧૪૪૫ માં પાટણના રહેવાસી પ. પૂ. આ. ભ. શ્રી રંગરામસૂરિજી મ. સા.ના ઉપદેશથી દેવસી શેઠે શત્રુંજયનો સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું. વિ. સં. ૧૪૫૦ ની આસપાસ પૂ. આ. ભ. શ્રી મેરુનુંગસૂરિજી મ. સા.ની નિશ્રામાંથી જીરાવલા તીર્થનો સંઘ નીકળેલ. સંઘમાં વિઘ્નોની ઉપશાંતિ કરવા માટે તીર્થ અધિષ્ઠાયક દેવે સાત ગુટિકાઓ આપેલ એમ જિરાવલાસ્તોત્ર પંજિકામાં જણાવ્યું છે. વિ. સં. ૧૪૫૨ પૂ. આ. ભ. શ્રી જયકેશીસૂરિજી મ. સા.ની નિશ્રામાં લોલાડાના ઓશવંશીય પડાઈઆ ગોત્રીય સમરસીએ શ્રી શાંતિનાથનો જિનપ્રાસાદ કરાવ્યો અને એક લાખ રૂ।. ખરચી શત્રુંજયનો સંઘ કાઢ્યો. વિ. સં. ૧૪૯૯ પૂ. આ. ભ. શ્રી જયકેશ૨ીસૂરિજી મ. સા.ની નિશ્રામાં પારકરમાં થયેલા ઠાકરશીના પુત્ર ખીમસીએ શત્રુંજય અને ગિરનાર તીર્થના સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું હતું. વિ. સં. ૧૫૧૫ પૂ. આ. ભ. શ્રી જયકેશરીસૂરિજી મ. સા.ની નિશ્રામાં પીરમગામના ઓશવંશીય વડેરા ગોત્રીય ઉજલના પુત્ર માણિક શેઠે શ્રી સુમતિનાથ આદિ ઘણા જિનબિંબો ભરાવ્યા. સોના-રૂપાના છત્રો કરાવ્યા અને શત્રુંજયનો સંઘ કાઢી ધન ખરચ્યું. વિ. સં. ૧૫૧૫ માં આ. ભ. શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં ભીન્નમાલ નિવાસી કાશ્યપ ગોત્રીય લોલા શેઠ શત્રુંજય-ગિરનાર-જીરાવલા તીર્થોના સંઘો કાઢેલા તથા ગોદા શેઠે પણ ઉક્ત સૂરિજી મ. સા.ની નિશ્રામાં શત્રુંજયનો સંઘ કાઢી સવા લાખ રૂા. ખરચ્યા. Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ] [ જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૬૧૧ અને ૧૬૧૫માં પૂ. આ. ભ. શ્રી ધર્મમૂર્તિસૂરિજી મ. સા.ના ઉપદેશથી મૂળીના નેડા શાહે ત્રણ હજાર માણસોનો બે વાર સંઘ કાઢી શત્રુંજયની યાત્રાઓ કરી. વિ. સં. ૧૬૧૭ અને ૧૬૬૫ માં એ જ આ. ભ. શ્રીની નિશ્રામાં આગ્રા નિવાસી લોઢા ગોત્રીય ઋષભદાસ તથા તેના ભાઈ પ્રેમદાસે બે હજાર માણસોનો શ્રી સમેતશિખરજી તીર્થનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૬૨૪ આસપાસ એ જ પૂ. આ. ભ. શ્રીની નિશ્રામાં નવાનગરથી શ્રેષ્ઠિશ્રી તેજસિંહ શાહે પાંચ લાખ મુદ્રિકાઓ ખરચી શત્રુંજયનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૯૫૦માં પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા.ના ઉપદેશથી જામનગરથી વર્ધમાન શાહ અને પદમશી શાહ બંધુ બેલડીએ ઘણી મોટી સંખ્યામાં યાત્રિકોનો ભવ્ય શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૯૫૨માં રાજવી શાહે પણ જામનગરથી શત્રુંજય તીર્થનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢેલ. ત્યારબાદ ગોડીજીનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૬૫પમાં પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં અચલગચ્છીય શ્રાવક બીજબોર નિવાસી શ્રી વરદોંગજીએ પોતાના ગામથી ગોડીજી તીર્થનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૬૫૭માં બાડમેર નિવાસી મંત્રી કુપાએ ગુરુ નિશ્રામાં ગોડી પાર્શ્વનાથનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૬૬૬માં એ જ પૂજયશ્રીની નિશ્રામાં સાદડી નિવાસી સમરસિંહ રાણકપુર, નાડોલ, નાડલાઈ, વરકાણા, ધાનેરા તીર્થ એમ પંચતીર્થન બસો માણસોનો સંઘ કાઢી સંઘવી પદ લીધું. અને વૈશાખ વદી ૯ના પ્રવજયા અંગીકાર કરી ગુરુએ સૌભાગ્ય સાગર એવું ગુણ નિષ્પન્ન નામ રાખ્યું. વિ. સં. ૧૬૭૮માં અચલગચ્છશ પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં આગ્રાથી સમેતશિખરજી તીર્થનો સંઘ નીકળેલ. કુંવરપાલ–સોનપાલે અનેક તીર્થોની સંઘ સહિત યાત્રા કરી છે. તેમણે સં. ૧૯૭૦માં સમેતશિખરજીનો મોટો સંઘ કાઢેલો તેનું વિશદ વર્ણન વા. જસકીર્તિ કૃત “સમેતશિખર રાસમાં છે. એ રાસનો સાર અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાએ જૈ. સ. પ્ર. વર્ષ ૭, અંક ૧૦-૧૧માં આપ્યો છે. વિ. સં. ૧૬૮૭ બાદ પૂજ્યશ્રીની નિશ્રામાં નવા નગરના રાજડ શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો તથા રામુએ પ00 સેજવાળા લઈને ગોડી પાર્શ્વનાથ તીર્થની યાત્રાએ નગરપારકર ગયેલ. પાછા વળતાં ૧૯૫ ગામો અને નગરોમાં લણણી કરી (જુઓ પા. સંપાદિત અચલગચ્છ દિગ્દર્શન પાન ૪૩૩ પેરા ૧૮૪૫/ ૪૬) વિ. સં. ૧૬૯૨માં એ જ પૂજ્યોની નિશ્રામાં શાહ રાજડના પુન્યથી સિરિયાદે એ ગિરનાર તીર્થનો સંઘ કાઢ્યો. ૩000 નર-નારી સાથે તીર્થયાત્રા કરી નવાનગર પાછી ફરી. વિ. સં. ૧૭૧૨માં અમદાવાદથી શ્રેષ્ઠિ શ્રી લીલાધર પારેખે 400 માણસોનો શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલ જેનું વર્ણન મુનિસૂરિજી કૃત લીલાધર રાસમાં છે. વિવિધ તીર્થોની યાત્રા કરતાં સંઘ અમદાવાદ આવેલ. વિ. સં. ૧૭૧૭ પૂ. આ. ભ. શ્રી અમરસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં દીવબંદર નિવાસી મંત્રી | માલજીએ શંત્રુજય તીર્થનો સંઘ કાઢ્યો એક લાખ ક્રમનો ધર્મ માર્ગે ખર્ચ કર્યો. Page #658 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૦૯ છે વિ. સં. ૧૭૩૧માં એ જ પૂજ્યશ્રીની નિશ્રામાં કચ્છ સાભરાઈના કાનડે શ્રી શત્રુંજયનો અને શ્રી ગોડીજી (નગરપારકર) સંઘ કાઢી ઘણું દ્રવ્ય ખરચ્યું. વિ. સં. ૧૮૦૪માં પૂજ્ય આ. ભ. શ્રી ઉદયસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં સુરતના શ્રેષ્ઠિ શ્રીમાળી કીકાના પુત્ર કચરાએ શ્રી શત્રુંજયનો સંઘ કાઢેલ એમાં ખરતર ગચ્છતપાગચ્છના સાધુઓ સામેલ હતા તથા રૂપચંદ નામના શ્રેષ્ઠિ પણ સંઘપતિ હતા. સુરતના શ્રેષ્ઠિ ખુશાલશાહે પણ પૂ. આ. ભ. શ્રી ઉદયસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં ભરત ચક્રવર્તીની જેમ શત્રુંજયનો સંઘ કાઢેલ તથા વિ. સં. ૧૮૨૭માં કચરાના પુત્ર તારાચંદે પણ સુરતથી શત્રુંજયનો સંઘ કાઢેલ એમાં ચાર ગચ્છાધિપતિઓ હતા. ઉપા. જ્ઞાનસાગર “તીર્થમાળા સ્તવન'માં આ પ્રમાણે આપે છે. શ્રી વિજયાનંદ પટોધર પ્રગટ, શ્રી વિજય ઉદયસૂરિ રાજ રે, શ્રી ઉદયસાગરસૂરિ અચલગચ્છનો, નાયક સવિ સિરતાજ રે, સાગરગચ્છપતિ ગુરુ સવાઈ, શ્રી પુન્યસાગરસૂરિ રાય રે, આગમ ગચ્છપતિ સિંહરત્નસૂરિ, એ ચ્યારે હર્ષિત થાય રે, જૈન સત્ય પ્રકાશ વર્ષ ૮-૯ વિ. સં. ૧૮૮૨ની આસપાસ પૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસાગરસૂરિના સામ્રાજ્યમાં શ્રેષ્ઠ મોણસી અંચલજીએ (કચ્છ) સુથરી તીર્થનો સંઘ કાઢેલ. | વિ. સં. ૧૯૭૯માં આ. ભ. શ્રી મુક્તિસાગરસૂરિના સામ્રાજ્યમાં શ્રેષ્ઠિશ્રી વીરજી નરશી નાથાએ શત્રુંજયનો સંઘ કાઢી કચ્છમાં દેશ તેડું કરેલ. વિ. સં. ૧૯૧૧માં પૂ. આ. ભ. શ્રી મુક્તિસાગરસૂરિજી મ. સા.ના સામ્રાજ્યમાં જ્ઞાતિ શિરોમણિ નરશી નાથાના આત્મશ્રેયાર્થે એમના પુત્રવધુ પુરબાઈએ શ્રી સમેતશિખરજી તીર્થનો સંઘ કાઢેલ એમાં ઉપાધ્યાય વિનયસાગરજીની નિશ્રા મળેલ. ૧૦ મહિનાના સંઘમાં પુરબાઈએ લાખો રૂપિયાનો સટ્વય કરેલ. વિ. સં. ૧૯૧૨માં એ જ સામ્રાજ્યમાં પુરામાની અનુમતિથી શેઠ હરભમ નરશી નાથાએ વૈ. વ. ૨ના દિવસે શ્રી કેશરીયાજી તીર્થનો મોટો સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું. વિ. સં. ૧૯૨૧માં શ્રી કેશવજી નાયકે મુંબઈથી શત્રુંજયનો સંઘ કાઢેલ. ૭000 જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવેલ. વિ. સં. ૧૯૩૧ અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવેલ શ્રી કેસરિયાજીનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૯૨૨ શ્રેષ્ઠિશ્રી ત્રિકમજી શેઠે કેસરિયાજીનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૯૨૮માં સર વિસનજી ત્રિકમજી નાઈ કેસરિયાજીનો મોટો સંઘ કાઢી રૂ. ૪૦,૦૦૦ નો સદ્વ્યય કરેલ. વિ. સં. ૧૯૩૨માં પૂ. આ. શ્રી વિવેકસાગરસૂરિજીએ સંઘ સાથે કેસરિયાજીની યાત્રા કરી હતી. વિ. સં. ૧૯૩૨ માં કચ્છ સાંધાણના પરબત લાધાએ પૂ. આ. શ્રી વિવેકસાગરસૂરિજી મ. સા.ના ઉપદેશથી કેસરિયાજી તીર્થનો સંઘ કાઢેલ. Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૧o | [ જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૯૪૮માં કચ્છ સાંયરાના ભીમજી શામજીએ કેસરિયાજીનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૯૬૯માં અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરિ મ. સા.ની નિશ્રામાં શેઠશ્રી ખેતશી ખાયશી ધુલ્લા કચ્છથી શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલ રૂા. ૧,૭૫,000/-નો સવ્યય કરેલ. વિ. સં. ૧૯૭૮માં અચલગચ્છશ પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરિજી મ. સા.ના સામ્રાજ્યમાં શેઠશ્રી કાનજી પાંચાણીયાના શ્રાવિકા પુરબાઈએ પાલિતાણાનો સંઘ કાઢેલ. તથા ૧૯૮૧ માં એ જ સામ્રાજ્ય હેમરાજ ખીયશીના શ્રાવિકાએ ખૂણો છોડાવવા સુથરી-ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢેલ. અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી) મ. સા.ની શુભ નિશ્રામાં નીકળેલા છ'રિપાલિત સંઘો (૧) વિ. સં. ૨૦૨૪ માં કા. વ. ૮ ને શુક્રવારે સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી તથા સાધ્વીશ્રી જ્યોતિપ્રભાશ્રીજીની પ્રેરણાથી ધરમશી શૂરાએ ભુજપુરથી ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢેલ. (૨) વિ. સં. ૨૦૨૪ મા. સુ. ૫ સાધ્વીશ્રી ગિરિવરશ્રીજી તથા સાધ્વીશ્રી સુરેન્દ્રશ્રીજીની પ્રેરણાથી લાયજાથી સુથરી તીર્થનો સંઘ કાઢેલ. (૩) વિ. સં. ૨૦૩૦ માં શ્રેષ્ઠિશ્રી રાયશી ભાણજીએ દેઢીયાથી ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢેલ. (૪) વિ. સં. ૨૦૩૦ માં સાધ્વીશ્રી જ્યોતિખ્રભાશ્રીજીની પ્રેરણાથી મોથારા નિવાસી શ્રેષ્ઠિશ્રી હેમરાજ દેવરાજે અબડાસાની પંચતીર્થનો સંઘ કાઢેલ. (૫) વિ. સં. ૨૦૩૩ મહા સુદ ૫ કચ્છ-ગોધરાથી શત્રુંજય તીર્થનો ૧૧૦૦ યાત્રિકો સાથે સંઘ નીકળેલ. એમાં ૩ સંઘપતિઓ હતા. ૧. ખીમજી વેલજી,૨. લખમશી ઘેલાભાઈ, ૩. શામજી જખુભાઈ આ સંઘ ૪૨ દિવસનો હતો. વિ. સં. ૨૦૩૪ સા. શ્રી જયોતિપ્રભાશ્રીજીની પ્રેરણાથી પાલિતાણાથી કદમ્બગિરિનો સંઘ નીકળેલ. (૭) વિ. સં. ૨૦૩૪ પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા.ની પ્રેરણાથી અગાશી તીર્થથી જિરાવલા તીર્થ ઘાટકોપરનો આઠ દિવસનો સંઘ નીકળેલ. (૮) વિ. સં. ૨૦૩૮ પૂ. મુનિશ્રી મહાભદ્રસાગરજીની પ્રેરણાથી ગોરેગાવથી અગાસીનો સંઘ નીકળેલ. (૯) વિ. સં. ૨૦૩૦ પૂ. મુનિશ્રી સર્વોદયસાગરજી મ.ની પ્રેરણાથી તિરુપતી એપાર્ટમેન્ટથી થાણાનો છ'રિપાલિત સંઘ નીકળેલ. (૧૦) વિ. સં. ૨૦૪) મુંબઈથી સમેતશિખરજી મહાતીર્થનો ઐતિહાસિક સંઘ ૨૨૦૦ કિ. મી. ચાર મહિનો, ૧૫૦૦ યાત્રિકો સાથેનો આ છ'રિપાલિત સંઘમાં ૨૫ સંઘપતિઓ નીચે મુજબ હતા. ૧. સંઘરત્ન સંઘવીશ્રી લખમશી ઘેલાભાઈ સાવલા ગામ દુર્ગાપુર (નવાવાસ) કચ્છ શ્રીમતી રતનબેન લખમશી સાવલા, ૨. સંઘવીશ્રી ઝવેરચંદ જેઠાભાઈ, શ્રીમતી કુસુમબેન ઝવેરચંદ સાવલા (ભીસરા), ૩. સંઘવી કુંવરજી ઉર્ફે Page #660 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૧૧ બાબુભાઈ જેઠાભાઈ ગડા, શ્રીમતી કસ્તુરબેન કુંવરજી ગડા ગામ-બાડા, ૪. શ્રી જેઠાલાલ મોણસી ગાલાસંઘમાતા શ્રી પાનબાઈ જેઠાભાઈ ગાલા-ગામ-કોટડા, ૫. સંઘવીશ્રી કેશવજી દેવજી ગાલા-શ્રીમતી કાંતાબેન કેશવજી ગાલા ગામ-કોટડા, ૬. સ્વ. શ્રી ગગુભાઈ ઉકેડા દેઢીયા-સંઘમાતા મણિબેન ગગુભાઈ દેઢીયા ગામબિદડા, ૭. સંઘવી શ્રી ચંદ્રકાંત દામજી શાહ, શ્રીમતી પુષ્પાબેન ચંદ્રકાંત શાહ સંઘમાતા માતુશ્રી મેઘબાઈ દામજી શામજી ગામ-ગઢશીશા, ૮. સંઘપતિ શ્રી તેજરાજ ઘડીરામ ગોવાણી સંઘમાતા માતુશ્રી અંકીબેન ઘમંડીરામ કેવલચંદજી ગોવાણી ગામ ભીનમાલ (રાજસ્થાન), ૯. સંઘપતિશ્રી દામજી ઉર્ફે બબાભાઈ દેવજી સંઘમાતા શ્રીમતી ઝવેરબેન દામજી ગામ સાંભરાઈ. ૧૦. સંઘપતિ સ્વ. માતશ્રી પુરબાઈ ખીમજી ભુલાભાઈ વીરા સપરિવાર હ. શ્રી મોરારજી ખીમજી વીરા ગામ-દેવપુર, ૧૧. દેઢિયા સંઘ વતી શ્રી દેવશી કોરશી તથા શ્રી આસુભાઈ ભાણજી ગામ-દેઢીયા, ૧૨. સંઘપતિ શ્રી વિશનજી કાનજી શાહ સંઘમાત શ્રીમતી ઝવેરબેન વિશનજી શાહ ગામ-દેવપુર, ૧૩. સંઘપતિ શ્રી ગોસરભાઈ હિરજી વિસરીઆ-સંઘમાત શ્રીમતી હંસાબેન ગોસર વિસરીઆ ગામ-સણોસરા, ૧૪. સંઘપતિશ્રી ભવાનજી શીવજી ગડા-સંઘમાતા શ્રીમતી પુરબાઈ ભવાનજી ગડા, ૧૫. શ્રી લાલજી વેલજી વિસરીઆ-શ્રી સુંદરજી ધનજી ગડા ગામ-બાળા, ૧૬. સંઘપતિ શ્રી બાબુભાઈ ઉર્ફે લક્ષ્મીચંદ લીલાધર-સંઘમાતા શ્રીમતી કેસરબેન લક્ષ્મીચંદ ગામ-ભોજાય, ૧૭. સંઘપતિ શ્રી પ્રેમજી જીવરાજ-સંઘમાતા શ્રીમતી કસ્તુરબેન પ્રેમજીભાઈ ૧૮. સંઘપતિ સ્વ. શ્રીમતી મઠાબેન ગાંગજી છેડા પરિવાર ગામ-નાના આસંબિયા, ૧૯. સંઘપતિ શ્રી હીરજી સુંદરજી ગડા-માતુશ્રી ગંગાબાઈ સુંદરજી દેવજી, ૨૦. સંઘવીશ્રી ટોકરશી આણંદજી લાલકા-શ્રીમતી લક્ષ્મીબેન ટોકરશી લાલકા ગામ-લાલા, ૨૧. સંઘવીશ્રી મોરારજી હીરજી દેઢિયા-શ્રીમતી લક્ષ્મીબેન મોરારજી દેઢિયા, ગામ-ગઢશીશા (કચ્છ), ૨૨. સંઘવીશ્રી મેઘજી ભીમજી દેઢિયા-શ્રીમતી મુલબાઈ મેઘજી દેઢિયા ગામ-શેરડી, ૨૩. સંઘવીશ્રી ચંદુલાલ ગાંગજી ફ્રેમવાલા-શ્રીમતી ચંચલબેન ચંદુલાલ ગામ-નારણપુરા, ૨૪. સંઘવીશ્રી હરશી આશરીઆ ગાલા-ગામ-મકડા તથા સંઘવીશ્રી બાબુભાઈ ટોકરશી વિકમશી-કોટડા, ૨૫. સંઘમાતાશ્રી ભચીભાઈ ભીમશી મુરજી-શ્રીમતી કુંવરબાઈ જીવરાજ ખીમશી-ગામ કોટડા રોહા. (૧૧) વિ. સં. ૨૦૪૧ માં શિખરજી તીર્થથી સિદ્ધાચલજી તીર્થનો ઐતિહાસિક સંઘ, ૩૩00 કિ.મી., ૫ મહિના, ૭00 યાત્રિકો સહ નીકળેલ. આ છ'રિપાલિત યાત્રા સંઘમાં ૩૩ સંઘપતિ હતા. જેમાં રૂા. ૧,૨૫,OOO નકરો રાખવામાં આવેલ. આ ૩૩ સંઘપતિઓ નીચે મુજબ હતા. ૧. સંઘરત્ન શ્રેષ્ઠિ સ્વ. શ્રી લખમશી ઘેલાભાઈ સાવલા હ. ધનજી લખમશી સાવલા, ૨. શ્રી રવજી ખીમજી છેડા-સંઘમાતા વિજયાબેન પ્રેમજી છેડા, ૩. સંઘરત્ન શ્રી ઝવેરચંદ જેઠાભાઈ સાવલા, ૪. ટોકરશી ભુલાભાઈ વીરા, પ. શ્રી શાંતિલાલ જેઠાલાલ રાંભીયા-જેઠાલાલ ભુરાભાઈ રાંભીયા, ૬. કેશવજી જેઠાભાઈ સાવલા (બાડા), ૭. શ્રી શીવજી સુંદરજી ગડા (બાડાવાળા), ૮. સંઘમાતા દેવકાબાઈ કલ્યાણજી મેઘજી, ૯. શ્રી નેમિચંદજી દ્વારકાદાસ, ૧૦. શ્રી મુળચંદભાઈ કારૂભાઈ ગોસર, ૧૧. શ્રી લીલબાઈ હીરજી ગાલા, ૧૨. શ્રી લક્ષ્મીચંદ મેઘજી ઉમરશી સાવલા, ૧૩. શ્રી પોપટલાલ પ્રેમજી ગડા, ૧૪. શ્રી ટોકરશી આણંદજી લાલકા, ૧૫. શ્રી ઓશરબાઈ હીરજી વિસરીયા, ૧૬. માતુશ્રી ખેતબાઈ કાનજી-શ્રી વિશનજી કાનજી શાહ-દેવપુર, ૧૭. શ્રી હરશીભાઈ આશારીઆ-મકડાવાળા, ૧૮. ગં. સ્વ. ગંગાબાઈ સુંદરજી દેવજી ગડા હ. શ્રી વિશનજી સુંદરજી ગડા-બાડાવાલા, ૧૯. શ્રી સુંદરજી ધનજી ગડા (બાડા), ૨૦. શ્રી લાલજી વેલજી (બાડાવાલા), Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૧ર [ જૈન પ્રતિભાદર્શન ૨૧. માતુશ્રી દેવકાબાઈ કુંવરજી વિકમાણી-બાડા (કચ્છ) હ. માવજીભાઈ, ૨૨. શ્રી ખીમજી લાલજી ફૂરીયા, ૨૩. શ્રી ખીમજી ખીંયશી, ૨૪. શ્રી કુંવરજી જેઠાભાઈ ગડા, ૨૫. શ્રી કલ્યાણજી પ્રેમજી સાવલા, ૨૬. શ્રી નાનજી વિરજી હરીયા, ૨૭. શ્રી ગગુભાઈ ઉકેડા, ૨૮. શ્રી ભવાનજી શીવજી ગડા, ૨૯. શ્રી લાલજી નરશી વેલજી ગડા-લાયજા, ૩૦. સ્વ. શ્રી રામજી હીરજી દેઢિયા, ૩૧. શ્રીમતી ભચીભાઈ ભીમજી મુરજી ખોના-દેવપુર, ૩૨. શ્રીમતી ગંગાબેન શામજી વેલજી. (૧૨) વિ. સં. ૨૦૪૧ માં અગાશી તીર્થથી લાલવાડી (ધર્મપુરી) તીર્થનો છ'રિપાલિત સંઘ. (૧૩) વિ. સં. ૨૦૪૨ બાડમેરથી જેસલમેરનો સંઘ. (૧૪) વિ. સં. ૨૦૪૪ માં અગાશીથી ઘાટકોપરનો અંતિમ છ'રિપાળતો સંઘ નીકળેલ. સંઘ પ્રેરણા મુનિશ્રી સર્વોદયસાગરજી મ. સા.એ આપેલ. આ રીતે ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ૧૪ છ'રિપાલિત સંઘો નીકળ્યા છે. * સમેતશિખરજી તીર્થના જીર્ણોદ્ધાર પ્રસંગે સં. ૨૦૧૬ માં શ્રી અનંતનાથ ટ્રસ્ટે રૂા. ૧,૨૫,OOO ની નાદર રરમ આપી યશકલગી ઉમેરી. ટ્રસ્ટે ભારત વ્યાપી આવા કાર્યો કરી ગચ્છની સૌરભ સર્વત્ર પ્રસરાવી. ગચ્છની આ પ્રધાન સંસ્થા વિશે પ્રસંગોપાત ઉલ્લેખો કરી ગયા છીએ. સમેતશિખરજીમાં જખૌના જીવરાજ રતનશીએ ઓરડાઓ બંધાવી આપ્યા, ગોધરાના ઝવેરબેન શિવજી વેલજીએ મધુવનમાં રસોડું કરાવેલ. કેટલીક બેનમૂન ૯૯ યાત્રા સંઘોની હાર્દિક અનુમોદના આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાન ૯૯ પૂર્વ વાર (૧ પૂર્વ=૭0 લાખ પ૬ હજાર ક્રોડ) શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર સમવસર્યા હતા. એની પાવન સ્મૃતિ નિમિત્તે, એના આંશિક અનુકરણ સ્વરૂપે શ્રી શત્રુંજય મહાતીર્થની વ્યક્તિગત તેમ જ સામુહિક રીતે, છ'રિ નિયમોના પાલનપૂર્વક, ૯૯ યાત્રાના આયોજનોની પરંપરા દીર્ઘકાળથી ચાલી આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે લગભગ ૧૨ થી ૧૫ જેટલા સંઘો દ્વારા આ ૯૯ યાત્રાના આયોજન જુદી જુદી ધર્મશાળાઓમાં થતાં જોવા મળે છે. મોટા ભાગના આ આયોજનો કાર્તિકી પૂનમથી માંડીને બે કે અઢી મહિનામાં પુરા થતાં હોય છે. જેથી રોજ અથવા અવાર-નવાર બળે યાત્રાઓ કરવા દ્વારા યાત્રિકોને ૯૯ યાત્રા પૂર્ણ કરવાની હોય છે. પરંતુ કેટલાક મોટી ઉંમરના યાત્રિકો રોજની બે યાત્રાઓ ક્રિયાવિધિ સહિત કરવા અસમર્થ હોય છે તેમને લક્ષમાં રાખીને તથા બાકીના યાત્રિકો પણ રોજની ૧-૧ યાત્રા કરવા દ્વારા નિરાંતે પ્રભુભક્તિ-દર્શન-પૂજા આદિ કરી શકે તે માટે પૂરા ૧OO દિવસ ૯૯ યાત્રા સંઘનું એક વિશાળ આયોજન વિ. સં. ૨૦૩૫ માં કરવામાં આવેલ. જેમાં ૧OOO યાત્રિકો હતા. આવા વિરાટ ૯૯ યાત્રા સંઘના સંઘપતિ હતા કચ્છ-મોટા આસંબીઆ ગામના સંઘવી સંઘરત્ન શ્રી શામજીભાઈ જખુભાઈ ગાલા તથા તેમના લઘુબંધુ સંઘવી સંઘરત્ન શ્રી મોરારજીભાઈ જખુભાઈ ગાલા. આવા વિરાટ આયોજનોમાં નિશ્રા આપવા માટે એક વર્ષ પહેલા જ કચ્છથી મુંબઈ પધારેલ શાસન સમ્રાટ, કચ્છ કેસરી, તીર્થ પ્રભાવક, અચલગચ્છાધિપતિ, પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી Page #662 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૬૧૩ મ. સા.ને સંઘપતિ બંધુઓએ આગ્રહભરી વિનંતી કરેલ. પરંતુ તેઓશ્રીની નિશ્રામાં મુંબઈમાં અન્ય અનેકવિધ શાસનપ્રભાવક સત્કાર્યો નિશ્ચિત થયેલ હોવાથી તેઓશ્રીએ પોતાના શિષ્ય-પ્રશિષ્ય (૧) પ. પૂ. મુનિરાજ શ્રી કવીન્દ્રસાગરજી મ. સા., (૨) પ. પૂ. મુનિરાજશ્રી મહોદયસાગરજી મ. સા. તથા (૩) પ. પૂ. મુનિરાજશ્રી પુણ્યોદયસાગરજી મ. સા. ઠાણા-૩ને આજ્ઞા આપતા. ગુરુ આજ્ઞાને ‘તહત્તિ કરીને ત્રણેય મુનિવરો મુંબઈથી ઉગ્ર વિહારો કરતાં અલ્પ દિવસોમાં પાલિતાણા પધાર્યા અને માત્ર નવ-ચાર તથા ત્રણ વર્ષના અલ્પ દીક્ષા પર્યાયવાળા તથા પચીસેક વર્ષની આસપાસની ઉંમરવાળા આ ત્રણ મુનિવરોની નિશ્રામાં આવું વિશાળ આયોજન ભવ્યાતિભવ્ય રીતે, નિર્વિને અને ખૂબ જ રંગેચંગે, વિધિવત, આરાધનાપૂર્વક અને વિશિષ્ટ શાસનપ્રભાવનાપૂર્વક પાર પડ્યું તેમાં મુખ્યત્વે ગુરુકૃપા, તીર્થપ્રભાવ તથા કુશળ કન્વીનરો શ્રી માવજીભાઈ વેલજી છેડા તથા શ્રી પ્રેમજીભાઈ દેવજી અને તેમના સાથી કાર્યકર્તાઓની કુનેહભરી આયોજન શક્તિને આભારી છે. કચ્છ વિગેરેથી વિહાર કરીને અનેક સાધ્વીજી ભગવંતો પણ ૯૯ યાત્રા કરવા પધાર્યા હતા. - ઉપરોક્ત ૯૯ યાત્રા સંઘ બાદ સં. ૨૦૪પમાં કચ્છ-બાડા ગામના (હાલ મુંબઈ-વરલી) સંઘવી સંઘરત્ન શ્રી કુંવરજીભાઈ જેઠાભાઈ ગડા પરિવાર તરફથી સામુહિક ૯૯ યાત્રાનું આયોજન થયેલ. યોગાનુયોગ આ ૯૯ યાત્રામાં પણ નિશ્રા અર્પણ કરવા માટે અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મ. સા.એ ઉપરોક્ત વિરાટ ૯૯ યાત્રા સંઘના નિશ્રાદાતા, ત્રણ મુનિવરો પૈકી પૂ. મુનિરાજશ્રી મહોદયસાગરજી મ. સા.ને આજ્ઞા ફરમાવતા તેઓશ્રી પોતાના શિષ્યો તેજસ્વી વક્તા મુનિરાજશ્રી દેવરત્નસાગરજી તથા સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિરાજશ્રી ધર્મરત્નસાગરજી સાથે પુનઃ મુંબઈથી ઉગ્ર વિહાર કરી પાલિતાણા પધાર્યા. તેઓશ્રીની નિશ્રામાં ૩OO યાત્રિકોના આ સંઘે પણ ઉપરોક્ત વિરાટ સંઘની માફક ખૂબ જ ભવ્ય રીતે ૯૯ યાત્રા તખતગઢ ધર્મશાળામાં રહીને કરેલ. આ સંઘના સંઘપતિશ્રી પણ ખૂબ જ તપસ્વી, દાનેશ્વરી, વ્રતધારી આરાધકરત્ન છે. તેમણે સ્વયં સજોડે તથા તેમના પરિવારના ઘણા સભ્યોએ પણ તે વખતે ૯૯ યાત્રા કરી. આ સંઘમાં સંઘપતિ કુલ ૧૧ શ્રાવકોએ પૂજ્યશ્રીના હસ્તે કેશલોચ કરાવેલ ! ત્યારબાદ સં. ૨૦૪૭માં તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા. તથા સાહિત્ય દિવાકર પ. પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ચતુર્વિધ સંઘના ૧OOO જેટલા યાત્રિકોની ૯૯ યાત્રાનું ત્રણ મહિનાનું ભવ્ય આયોજન પચીસેક જેટલા સંઘપતિઓના સહયોગથી કચ્છી ભવન ધર્મશાળામાં કરવામાં આવેલ. બંને આચાર્ય ભગવંતોએ પણ સ્વય ૯૯ યાત્રા કરેલ. અનેકવિધ આરાધનાઓ અને આયોજનોથી યાદગાર બનેલા આ સંઘની પૂર્ણાહૂતિ પ્રસંગે (૧) પ. પૂ. મુનિરાજશ્રી કવીન્દ્રસાગરજી મ. સા., (૨) પ. પૂ. મુનિરાજશ્રી વીરભદ્રસાગરજી મ. સા. તથા (૩) પ. પૂ. મુનિરાજશ્રી મહોદયસાગરજી મ. સા.ની ગણિપદવી તથા ત્રણેક મુમુક્ષુ આત્માઓની વડી દીક્ષા પણ થયેલ. સર્વ પ્રથમવાર ગિરનારજી મહાતીર્થની સામુહિક ૯૯ યાત્રા સંઘ આબાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા-કેવલજ્ઞાન તથા નિર્વાણ કલ્યાણકથી સવિશેષ પાવન Cu Page #663 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન મનેલ ગિરનાર મહાતીર્થ પણ શત્રુંજય ગિરિરાજની એક ટુંક હતી એમ કહેવાય છે. શત્રુંજય કરતાં ગરનારજીની યાત્રા કઠીન ગણાય છે. છતાં કોઈક કોઈક એકલ-દોકલ આત્માઓએ આ તીર્થની પણ ૯૯ યાત્રા વ્યક્તિગત રીતે કરી હોવાનું સંભળાય છે. પરંતુ આ મહાતીર્થની ચતુર્વિધ શ્રી સંઘની સામુહિક ૯૯ યાત્રાનું આયોજન સર્વ પ્રથમવાર વિ. સં. ૨૦૫૧ કે પ. પૂ. સાધ્વીશ્રી નિર્મ ગુણાશ્રીજીના શિષ્યા પ. પૂ. મા. બ્ર. સા. શ્રી જ્યોતિશ્રીજીની પ્રેરણાર્થી પાંચ સંઘપતિઓ તેમ જ તિયિ દાતાઓના સહયોગથી થયેલ. ઉપરોક્ત ત્રણ ૯૯ યાત્રા સંર્ધામાં નિશ્રા તથા ઉપસ્થિતિના કારણે નવાણુંવાળા મહારાજ તરીકે ઓળખાયેલા. આગમાભ્યાસો પ. પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મ. સા. તથા તેમના શિષ્યો સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિરાજ શ્રી ધર્મરત્નસાગરજી મ. સા. તથા તપસ્વી પૂ. મુનિરાજશ્રી અભ્યુદયસાગરજી મ. સા. ઠાણા ત્રણની નિશ્રામાં તથા ઉપરોકત સા. શ્રી જ્યોતિભાશ્રીજી આદે સાધ્વીજી ભગવંતોના સાંનિધ્યમાં આ આયોજન ગોઠવાયા. આ આયોજનની જવાબદારી શ્રી જામનગર વીસા ઓસવાલ અચલગચ્છ જૈન સંઘે સંભાળેલ, Page #664 -------------------------------------------------------------------------- ________________ tim હાર્દિક અનુમોદના શ્રી નંદલાલ દેવલૂક ની અથક સાહિત્યસફરની અનુમોદના કરતાં.... મુક્તા બહેન મહેન્દ્રભાઈ શાહ ૧૦૩/૧લે માળે, બિલ્ડીંગ નં. - ૫૧/૫૨, મહાવીર સોસાયટી, ઝવેરી સડક, નવસારી - ૩૯૬ ૪૪૫ (પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)ની પ્રેરણાથી વિ.સં. ૨૦૫૫) શ્રી અરિહંત પ્રકાશન દ્વારા પ્રકાશિત ગ્રંથો અને સાહિત્ય સેવા દ્વારા જૈન શાસનની પ્રભાવનાની અનુમોદના કરતાં... પીનલબેન મનીષભાઈ મોદી ૨૬, મહાવીરનગર સોસાયટી, પહેલે માળે, ઝવેરી સડક, નવસારી - ૩૯૬૪૪૫ (પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)ની પ્રેરણાથી વિ.સં. ૨૦૫૫) 11 00 Page #665 -------------------------------------------------------------------------- ________________ શાહ ના પણ શાહ – ગૃશાહ (વિક્રમની ચૌદમી સદી) પૂ. મુનિ શ્રી હર્ષશીલ વિજયજી મ. જયવંતા જિનશાસનમાં અનેક પુણ્યપુરુષો પોતાને પ્રાપ્ત થયેલ શક્તિ-સંપતિનો સન્માર્ગે સદુપયોગ કરી શાસનની આન-શાન વધારવામાં નિમિત્ત બન્યા છે. પૂર્વના એ પુણ્ય પુરુષોની નામાવલિ અંતર સમક્ષ આવે અને દિલમાં અનેરા સ્પંદનો ઉભરાઈ ઉઠે છે.. ! શાસન માટે સર્વસ્વનું સમર્પણ કરવામાં મહામાત્ય વસ્તુપાલ - તેજપાલ - દેદાશાહ - પેથડશાહ ઝાંઝણશાહ - ભામાશાહ - ખેમાશાહી માંડીને જગડૂશાહ સુધીના મહાપૂરુષોએ ક્યારેય પાછું વાળીને જોયું નથી ... ! આવા દાનવીરો પૈકીના એક પુણ્યપુરુષ જેમનું નામ અદ્યાપધિ જન-જનની જીભે ગવાયા કરે છે - તેવા શાહોના પણ ‘શાહ’ એવા ૪ ખેડૂા.. ને આપણે આજે યાદ કરીએ ! “શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત.. ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ...'' આ કહેવત લાગે છે... જે ભૂમિ ગડુશાહ જેવા નરરત્નો... ની ખાણ હોય .... એમના માટે જ રચાણી લાગે છે.. ! ઈતિહાસ કહે છે ... દુકાળો તો ઘણા પડ્યા ... પણ... વિ.સં. ૧૩૧૩ - ૧૩૧૪ - ૧૩૧૫ ના એ ત્રણ ત્રણ વર્ષનો યંકર દુકાળ અત્યાર સુધી પણ · લોકોના મુખે મેં ગવાયા કરે છે એની પાછળનું એક રહસ્ય છે. દુકાળના દિવસો તો એ ભયંકર હતા ... પણ એ સમયને ભદ્રંકર કરી દેનાર જગતૂશાહ નું એ સમયે અસ્તિત્વ હતું .. ! કે જે ભાગ્યશાળીએ એકલપંડે. એ ભયંકર દુકાળને હટાવી દીધો ! જો એ સમયે જગડૂશાહનું અસ્તિત્વ ન હોત તો ! અરે એ કલ્પના કરતા પણ ધ્રુજી જવાય છે .. ! એ સમયે - એ મહાભાગ્યશાળીએ - ૧૧૨ દાનશાળાઓ ખુલ્લી મૂકી દીધેલી ... ! એ દાનશાળાઓમાં દાન ખાન - પાન ની સરિતાઓ સતત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિરત વહેતી જ રહેતી...! 9 કચ્છની ધીંગી ધરાના - પનોતા એ રત્નનું સંપૂર્ણ જીવન - કવન આલેખવા બેસીએ તો પૃષ્ઠોના પૃષ્ઠો ભરાઈ જાય... તો પણ આપણે એમની ઓળખ ક્યાંથી કરાવી શકવાના ! એમના જીવનના નાનકડા પણ એકાદ પ્રેરણાદાયક પ્રસંગનું સ્મરણ કરીને એમની જે વિરાટ પ્રતિભા હતી ... એના યત્કિંચિત અંશનો પણ ખ્યાલ આવી શકે ! ભદ્રેશ્વરની દાનશાળામાં · સ્વયં જગડૂશાહ દાન આપવામાં પ્રવૃત્ત રહેતા ! તેમની દાન આપવાની રીત પણ અનોખી હતી ... ! પોતાની અને યાચકની વચ્ચે આડો પડદો થઈ જતો ! જેથી આવનાર યાચકને જરા પણ સંકોચ ન અનુભવાય. ન થાય ... ! કેવી ઉદારતા એ પુણ્યાત્માની હશે ? કહેવાય છે કે દુકાળમાં જગડૂશાહે ૮૬ કરોડ થી પણ અધિક મણ અનાજનું દાન કર્યું ! ધન્ય છે એ દાનવીર પુણ્યાત્માને ! જેવા જગડૂશાહ ધર્મનિષ્ઠ હતા એવા જ એમના પત્ની પણ ધર્મચુસ્ત હતા ... ! એક વખત દુર દેશાવરથી કોઈ વ્યાપારી જહાજ ભરીને મીણની ઈંટો ભદ્રેશવરના બંદરે લઈ આવેલો કોણ જાણે - શું - થયું - કે - જગડૂશાહ ને જોતા વેત જ બધી ઈંટો ગમી ગઈ ! ઉચિત મૂલ્ય આપી આખું જહાજ ખરીદી લીધું ! દરે પત્નીને ખબર પડે છે સ્વામિનાથ ! આપણાથી ખીણનો વ્યાપાર થાય .. ! પાપનો ધંધો પણાથી શ થાય છે? જગડૂશાહે એ સમયે પત્નીના આગ્રહથી એ મીણની ઈંટોમાં તો નક્કર સુવર્ણ ભરેલું હતું. ભાગ્યશાલી હોય ... એને બધામાં લાભ જ થાય .... ! અને જ્યારે જગડૂને અબર પડી... ત્યારે એ સુવર્ણની ઈંટો દ્વારા સત્કાર્યોની સરવાણી એવી વહાવી કે આજ સુધી લોકો એમને યાદ કરે છે. મહારાજા વિશળ દેવની લાજ રાખી અને પાટણની દુષ્કાળદશા અટકાવી ધન્ય છે એમની દાનવીરતાને ! મીણની ઈંટોને એક તરફ રાખી દીધી... ! પણ કોને ખબર હતી કે Page #666 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | L[ ૬૧૭ આધ અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી આર્યરક્ષિતસૂરિ મ.સા. (વિ.સં. ૧૧૬૯) થી અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. (વિ.સં. ૨૦૪૪) સુધીના પટ્ટધરોની નિશ્રામાં કેટલાક અંચલગચ્છીય શ્રાવક-શ્રાવિકાઓનાં ધાર્મિક અને સામાજિક કાર્યોની ઝાંખી સંશોધક-લેખક “પાર્થ” સંકલનકર્તા ---અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મ.સા. સૌજન્ય : (૧) શ્રી વડોદરા અંચલગચ્છ જૈન સંઘ, (૨) શ્રી વડોદરા કચ્છી અંચલગચ્છ જૈન સંઘ) (૩) શ્રી ક.દ.ઓ. જૈન સમાજ-વડોદરા અને (૪) શ્રી ક. દ. ઓ. જૈન તીર્થ-પારોલા જૈિન શ્વેતામ્બર સંઘ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે એ સ્વરૂપના નિર્માણમાં અચલગચ્છનો હિસ્સો ઘણો જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. તેની સ્થાપનાને આજે નવેક શતાબ્દીઓનાં વહાણાં વાઈ ગયાં, જે દરમિયાન ધર્મોલ્લોતનાં અનેક કાર્યો થયાં; સામાજિક તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક પરિવર્તનો જોવા મળ્યાં; સાહિત્ય અને કળાના ક્ષેત્રે અભિનવ સીમાચિલો રોપાતાં ગયાં; દેશે રાજકીય ક્ષેત્રે ઊથલપાથલો જોઈ. એ બધી શકવર્તી ઘટનાઓમાં અંચલગચ્છનું પ્રદાન પણ મોટું હતું. આ ગચ્છની સર્વતોમુખી અને જવલંત કારકિર્દીની યથોચિત નોંધ વિના જૈનસંઘનો ઈતિહાસ અપૂર્ણ જ ગણાય. આ ગચ્છના જ્યોતિર્ધરોની ધર્મપ્રવૃત્તિ સાથે સમાજ, શિક્ષણ અને સાહિત્યજીવનનાં મુખ્ય ક્ષેત્રોને આવરી લેતાં પરિબળો સંલગ્ન હોઈને એની તવારીખ પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક ઈતિહાસનો વિશિષ્ટ અધ્યાય બને એવી ક્ષમતા ધરાવે છે. ગચ્છની આવી ગૌરવપૂલક યશોગાચા માટે અંચલગચ્છ--પ્રવર્તક તરીકે આર્યરક્ષિતસૂરિજીને જેટલો યશ મળ્યો એટલો જ યશ ગરચ્છના સૌ પ્રથમ શ્રાવક તરીકે યશોધન ભણશાલીને પણ મળી શકે એની કોણ ના પાડી શકે? આર્યરક્ષિતસૂરિ અંચલગચ્છના આદર્શોના પ્રવર્તનકાર હતા, તો યશોધન ભણશાલી એ આદર્શોને કાર્યાન્વિત કરનાર શિલ્પી. એક ત્યાગી હતા તો બીજા કર્મઠ. એમના યુગની આવશ્યકતાઓ અને આકાંક્ષાઓની પૂર્તિરૂપે એમના દ્વારા અંચલગચ્છનો આવિર્ભાવ થયો હોઈને બેઉનું મિલન ગચ્છની તવારીખમાં યાદગાર બની ગયું.] Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ ] L[ જૈન પ્રતિભાદર્શન (૧. અંચલગચ્છના સ્થાપક શ્રી આચાર્યરક્ષિતસૂરિ તથા અંચલગચ્છનો પ્રથમ શ્રાવક યશોધન ભણશાલી યશોધન ભણશાળીને અંચલગચ્છના પ્રથમ શ્રાવક ગણવામાં કોઈ વાંધો નથી. આર્યરક્ષિતસૂરિએ પાવાગઢ પર ઉગ્ર તપશ્ચર્યા કરી. ચક્રેશ્વરી દેવીએ ભવિષ્યવાણી ઉચ્ચારી કે યશોધન સંઘ સહિત પાવાગઢ યાત્રાએ આવે છે. તે વખતે શુદ્ધ આહારની પ્રાપ્તિ થવાની હોવાથી દેવી ગુરુને અનશન ન કરવાની વિનંતી પણ કરે છે. બીજે દિવસે પ્રભાતે સંઘપતિ યશોધન મોટા સંઘ સાથે પાવાગઢ યાત્રાર્થે આવ્યા. ગુરુને શુદ્ધાહારની પ્રાપ્તિ થઈ, ગુરુ યશોધનને આગમપ્રણીત માર્ગનો ઉપદેશ આપે છે. અને યશોધન ગુરુને વિધિપક્ષગચ્છ સ્થાપવાની વિનંતી કરે છે. એ પછી સંધ સાથે ગુરુ ભાલેજ નગર પધારે છે. જ્યાં યશોધન ગુરુના ઉપદેશથી ભરત ચક્રવર્તીની યુક્તિ જેવો વિશાળ ઋષભજિનપ્રાસાદ બંધાવે છે. જયસિંહસૂરિને ભાવથી ભાલેજ તેડાવીને આર્યરક્ષિતસૂરિનો પદમહોત્સવ ઊજવે છે. જિનાલયની ખૂબ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવે છે. દૂરદૂરથી સંઘો એકઠા મળે છે. એ પ્રસંગે સં. ૧૧૬૯માં આર્યરતિસૂરિ વિધિપક્ષગચ્છ સ્થાપી મુખ્ય ૭૦ બોલની પ્રરૂપણા કરે છે. એ પછી યશોધન શત્રુંજયનો છ'રી પાળતો સંઘ કાઢે છે. યશોધને ભાલેજ આદિ અન્ય ગામોમાં સાત જિનાલયો બંધાવ્યાં હતાં. યશોધન ઘણો જ પ્રતાપી પુરુષ હતો. તેના પછી આ ગોત્રનો ખૂબ જ વિસ્તાર થયો અને એના વંશજો ઘણે સ્થળે પથરાયા. અનેક પ્રસિદ્ધ પુરુષો પણ આ ગોત્રમાં થઈ ગયા. મંત્રી સલખુએ જૂનાગઢમાં આદિનાથનો શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યો તથા પાટણમાં ચૌર્યાસી પૌષધશાળાઓમાં કલ્પ મહોત્સવ ઊજવી ઘણું ધન વાપર્યું. સં. ૧૫૬૦માં વૈશાખ સુદિ ૩ને દિવસે માંડલના રહીશ શા વાધા તથા હરખચંદે પટ્ટધર આચાર્ય ભવસાગરસૂરિનો પદમહોત્સવ પચાસ હજાર દ્રવ્ય ખરચીને ધામધૂમથી ઊજવ્યો. સંઘવી ભીમાના ભાઈ ભાણાનાં સંતાનો કચ્છી ઓશવાળ થયા અને તેઓ વિસલદેવ રાજાના કારભારી હોવાથી વિસરિયા મેતા કહેવાયા. સં. ૧૨૩૬માં ધુમલીમાં થયેલા જેતા શેઠે દોઢ લાખ ટંક ખરચીને વાવ બંધાવી. ત્યાંના વિક્રમાદિત્ય રાણા તરફથી તેને ઘણું માન મળેલું એણે બંધાવેલી વાવ જૈતાવાવાના નામથી ઓળખાય છે. તણુઆણામાં થયેલા માંડણનો પરિવાર દશા થયો. કચ્છમાં થયેલા આ ગોત્રના પુરુષોએ ઘીના લહાણાં, દેશતેડા આદિ સત્કાર્યો કરેલાં છે. સં. ૧૯૨૫માં થયેલા રીડાના પુત્ર જીવા શાહ શંખેશ્વરજીના પ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો છે. વાસરોડાના રહીશ પર્વત પુનર્લગ્ન કરવાથી તેના વંશજો દશા થયા છે. સં. ૧૯૩૫માં ધોલકામાં થયેલા સાલિંગની સ્ત્રી સુહવદેએ “નાઈણી ફય” ને ગોત્રજા કરી. સં. ૧૩૭૫માં વર્ધમાન શેઠે માંડલમાં નિવાસ કર્યો. તેઓ મહત્પદ સ્થિત થયા હોવાથી તેના વંશજો મહેતા ઓડકથી ઓળખાયા. સં. ૧૧૯૫માં ભાલેજમાં થયેલા આભાશેઠનો પરિવાર ઓશવાળ થયો. યશોધન આ ગોત્રની પેટા શાખા ભણશાળીનો મૂળ પુરુષ થયો. તેની ગોત્રજ અંબામાતા હતી. - Page #668 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ૨. અનેકલક્ષ ક્ષત્રિય પ્રતિબોધક પૂ. આ. ભગવંત શ્રી જયસિંહસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી થયેલાં ગોત્રો વિક્રમની ૧૩મી શતાબ્દી રાઉત ફણગર અને પડાઈઆ ગોત્ર સં. ૧૨૨૪માં લોલાડા નગરમાં રાઠોડ વંશના રાઉત ફણગરને જયસિંહસૂરિએ પ્રતિબોધ આપી જૈન કર્યો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં પડાઈઆ ગોત્રથી ઓળખાય છે. આ વંશમાં તિલાણી, મુમુણિયા વગેરે ઓડકો છે. આ ગોત્રના વંશજો વિશાલા, રાડદ્રા, બાહડમેર, નગરપારકર, જૈસલમેર, બિલાડા વગેરે ગામોમાં વસે છે. આ વંશમાં અમરસિંહ, સાદા, સમરથ, મંડલિક, તોલાક ઇત્યાદિ પ્રસિદ્ધ પુરુષો થઈ ગયા છે, જેમનાં સુકૃત્યો વિષે ભટ્ટગ્રંથોમાં અનેક માહિતીઓ ઉપલબ્ધ થાય છે. રાઉત મોહણસિંહ અને નાગડા ગોત્ર થરપારકરમાં આવેલા ઉમરકોટ શહેરમાં પરમાર વંશનો રાઉત મોહણસિંહ નામનો ક્ષત્રિય જયસિંહસૂરિનો ભક્ત હતો. આચાર્યનો ઉપદેશ સાંભળીને તેણે સં. ૧૨૨૮માં જૈન ધર્મ સ્વીકારેલો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળીને નાગડા ગોત્રથી પ્રસિદ્ધ થયા. લાલન ગોત્ર [ ૬૧૯ નાગડા ગોત્રની જેમ લાલન ગોત્રનું સ્થાન પણ અંચલગચ્છના ઇતિહાસમાં અદ્વિતીય છે. સં. ૭૧૩માં ઝાલોરના સોનગીરા સોઢા વંશનો કાન્હડદે નામનો સોલંકી રજપૂત રાજ્ય કરતો હતો. સ્વાતિ આચાર્યના ઉપદેશથી તેમણે જૈનધર્મ અંગીકાર કરેલો. અને ઝાલોરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવેલું. એમના વંશજોએ જૈન ધર્મની મોટી સેવાઓ કરી છે. લાલન માતા-પિતા સાથે જિનધર્મનું આરાધન કરતાં તેણે શ્રી શાંતિનાથ જિનની એક દેવકુલિકા કરાવી હતી, તેમાં સ્ફટિક રત્નની બનાવેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા સૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી. દેવડા ચાવડો અને દેઢિયા ગોત્ર જૈસલમેરમાં સં. ૧૨૫૫માં દેવડ નામના ચાવડા રજપૂતને પ્રતિબોધ આપીને જયસિંહસૂરિએ જૈનધર્મી કર્યો અને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યો. આ અરસામાં અનેક ચાવડા રજપૂતોએ જૈનાચાર્યોના ઉપદેશથી જૈનધર્મ સ્વીકારેલો. દેવડના પુત્ર ઝામરે ઝાલોરમાં એક લાખ સિત્તેર હજાર ટંક ખરચીને શ્રી આદિનાથ પ્રભુનો શિખરબદ્ધ પ્રાસાદ બંધાવ્યો, વસ્ત્રાદિની લહાણી કરી તથા ઘણા બંદીઓને છોડાવ્યા. ઝામરનો દેઢિયા નામે પુત્ર હતો, જેના નામથી એમના વંશજો દેઢિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. દેઢિયાના વંરાજ જેઠાણંદ શેઠ ઘણા જ ધનાઢ્ય હતા. તેમણે શત્રુંજયનો મોટો સંઘ કાઢીને ત્યાં એકત્રિત થયેલા જુદાં જુદાં નગરોના બાવન સંઘવીઓમાં અગ્રપદ લીધું તથા ધર્મકાર્યોમાં અઢળક ધન વાપર્યું. આ ગોત્રમાં બીજા પત્ર અનેક તારી પુરુષો થઈ ગયા છે, જેમને વિષે ભટ્ટગ્રંથોમાંથી અનેક માહિતીઓ ઉપલબ્ધ થાય છે. Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ ] L[ જૈન પ્રતિભાદર્શન છે ગાલા ગોત્ર ગાલા ગોત્રના મૂળ પુરુષો યદુવંશી શ્રી કૃષ્ણભગવાનના સંતાનીય મનાય છે. એ અરસામાં જયસિંહસૂરિ પાંચસો શિષ્યના પરિવાર સહિત ઉમરકોટમાં પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી આ ગોત્રના મોણશી શાહે શ્રી અજિતનાથ જિનબિંબની સ્થાપના કરી. ત્યાંથી વિહાર કરીને આચાર્ય શિષ્યો સહિત જયારે જૈસલમેર તરફ આવતા હતા, ત્યારે માર્ગમાં સોમચંદે તેમને લૂંટવાનો પ્રયાસ કર્યો પરંતુ જયસિંહસૂરિના પ્રભાવથી પ્રતિબોધ પામીને તેણે જૈનધર્મ સ્વીકાર્યો. કટારીઆ ગોત્ર સં. ૧૨૪૪માં જયસિંહસૂરિ પુજવાડામાં પધાર્યા અને તેમણે કટારમલ્લને પ્રતિબોધી ન કર્યો. કટારમલ્લના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળ્યા અને તેના નામથી કટારીઆ ગોત્રથી ઓળખાયા. કટારમલ્લે જયસિંહસૂરિના ઉપદેશથી હસ્તીતુંડમાં શ્રી મહાવીર પ્રભુનો જિનપ્રસાદ કરાવ્યો. પોલડિયા ગોત્ર સં. ૧૨૪૪માં પરમાર વંશનો રાજસેન નામનો ક્ષત્રિય કોટડામાં વસતો હતો. તે લૂંટફાટ કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો. જયસિંહસૂરિ એ વખતે કોટડા પધારેલા. તેમના ઉપદેશથી રાજસેને જીવહિંસાનો ત્યાગ કરી જૈન ધર્મ સ્વીકાર્યો. સં. ૧૨૪૪ના ભાદરવા સુદ ૫ ને દિવસે તેમના કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યું. રાજસેનના વંશજો પોલડિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા એ અંગેના ઉલ્લેખો ભટ્ટગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. નીસર ગોત્ર સં. ૧૨૫૬માં ચિત્તોડમાં ચાવડા રાજપૂત રાઉત વીરદત્ત રાજ્ય કરતો હતો. તેણે જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારેલો. કહેવાય છે કે તેને પુત્ર નહોતો. જયસિંહસૂરિના ઉપદેશથી તેણે ચક્રેશ્વરીદેવીનું આરાધન કર્યું અને તેને પુત્ર પ્રાપ્ત થયો. આચાર્યના ઉપદેશથી સં. ૧૨૫૬માં વીરદત્તના કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં સમાવી દેવામાં આવ્યું. વીરદત્તના વંશજો નીસર ગોત્રથી પ્રસિદ્ધ થયા એમ અનુશ્રુતિ દ્વારા જાણી શકાય છે. છાજોડ ગોત્ર મારવાડમાં આવેલા કોટડામાં વસતા કેશવ રાઠોડે જયસિંહસૂરિના ઉપદેશથી સં. ૧૨૫૯ના ભાદરવા સુદિ ૫ ને દિવસે જૈન ધર્મ અંગીકાર કરેલો. કેશવ અપુત્ર હોવાથી તેના પિત્રાઈ ભાઈ શ્રીમલ્લના પુત્ર છાજલને દત્તક લીધેલો. કહેવાય છે કે શ્રીમલ્લની પત્નીએ પુત્રને ગુપ્ત રીતે છાજમાં ઢાંકીને કેશવ રાઠોડને આપ્યો હોવાથી પુત્રનું નામ છાજલ રાખવામાં આવ્યું. અને તેના નામથી છાજોડ ગોત્ર સ્થપાયું. જયસિંહસૂરિના ઉપદેશથી એમના કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું. પરમાર વંશમાં પણ છાજડ ગોત્ર છે. તે વિષે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે સાચોરના રાજા જગમાલને છાહડજી નામે એક પુત્ર થયો. તેણે આબુ મંડલમાં છાહડજી નામે ગામ વસાવ્યું. છાહડજીના વંશજોનું છાજડ ગોત્ર થયું. છોડજીના વંશમાં નેતસી થયો. જેણે જૈન ધર્મ સ્વીકારતાં ઓશવાળ જ્ઞાતિમાં Page #670 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] / ૬ર૧ ભેળવવામાં આવ્યો. ઠાકોર નેતસી છાજડે વીરતાનાં અને લોકોપયોગી અનેક કાર્યો કર્યા હતાં, જેથી તેણે ભાટોના ચોપડાઓમાં અમર પ્રસિદ્ધિ મેળવી છે. આ ગોત્રમાં કેટલાક પ્રભાવક જૈનાચાર્યો પણ થયા છે. મારવાડમાં છાજડ ગોત્રના ઓશવાળો ઘણા છે. રાઠોડ ગોત્ર સં. ૧૨૫૭માં નલવરગઢમાં રાઠોડ વંશનો રણજિત નામનો રાજા રાજ્ય કરતો હતો. જયસિંહસૂરિના ઉપદેશથી રાજાએ જૈન ધર્મ સ્વીકારેલો. કહેવાય છે કે તે નિ:સંતાન હતો, પરંતુ પાછળથી જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારતાં તેને પુત્ર પ્રાપ્તિ થઈ. તેણે પોતાના રાજ્યમાં અમારી-પડતની ઘોષણા કરાવેલી. જૈન ધર્મ સ્વીકારતાં તેનું કુટુંબ ઓશવાળ જ્ઞાતિમાં ભળીને રાઠોડ ગોત્રથી પ્રસિદ્ધ થયું. લોલાડિયા ગોત્ર ભાલેજનગર પાસે નાપા ગામમાં વૃદ્ધસજનીય શ્રીમાળી જ્ઞાતિના લૂણિગ નામના શેઠે સં. ૧૨૨૦માં જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમણે નાણાવાલ ગચ્છના રામદેવસૂરિને આચાર્ય પદવી આપવામાં જયસિંહસૂરિના ઉપદેશથી એક લાખ દ્રવ્ય ખરચ્યું તથા ચક્રેશ્વરીદેવીની તેમ જ જીરાવલા પાર્શ્વનાથની, જીવંતસ્વામીની પ્રતિમાઓ ભરાવેલી. લૂણિગના વંશજો લોલાડા ગામમાં વસવાથી લોલાડિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. મહુડિયા ગોત્ર આ ગોત્રના વંશજો કાશ્યપગોત્રીય શિવદાસ સંતતીય છે. શિવદાસ ત્રણ કરોડ દ્રવ્યનો આસામી હતો અને ભિન્નમાલમાં વસતો હતો. સં. ૧૧૧૧માં ભિન્નમાલનો નાશ થતાં તેના વંશજ સમરથી શેઠ ત્યાંથી નાસી રત્નપુરમાં જઈ વસ્યા અને ત્યાંના ઠાકોર વીરમદેવના ભંડારી થયા. સં. ૧૨૨૩માં તેના વંશમાં થયેલા ભંડારી ગોદા મહેશ્વરી ધર્મ પાળતા હતા. જયસિંહસૂરિએ તેમને પ્રતિબોધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા. ભંડારી ગોદાએ જયસિંહસૂરિના ઉપદેશથી શત્રુંજય અને ગિરનારનો સંઘ કાઢ્યો તથા ઘણાં નગરોમાં લહાણી કરી સવાલાખ દ્રવ્ય ખરચ્યું. તેના વંશજો મહુડીમાં વસ્યા તેથી મહડિયા નામથી પ્રસિદ્ધ થયા. ત્યાં નોડા શેઠે જિનમંદિર બંધાવેલું. કાશ્યપગોત્રના આભાણી શાખાના આભુ શેઠે પણ સં. ૧૨૫૫માં શ્રી મહાવીર પ્રભુનો પ્રાસાદ બંધાવ્યો તથા શત્રુંજયનો મોટો સંઘ કાઢી સંઘવીપદ લીધું. સહસ્ત્રગણા ગાંધી - શ્રી આર્યરક્ષિતસૂરિએ રત્નપુરના હમીરજીને પ્રતિબોધ આપી જૈનધર્મી કર્યો, તેના પુત્ર સખતસંઘથી એમના ગોત્રનું નામ સહસ્ત્રગણા ગાંધી પડ્યું. ડૉ. ભાંડારકરના હસ્તપ્રત વિષયક ચતુર્થ અહેવાલમાં પૃ. ૩૨૩માં આ પ્રમાણે ઉલ્લેખ છે : જયસિંહસૂરિએ પ્રતિબોધ આપીને જૈન બનાવેલાં અનેક ક્ષત્રિય કુટુંબો એ ઓડકથી ઓશવાળ જ્ઞાતિમાં ઓળખાય છે. સં. ૧૨૩૧માં ચૌધરી બિહારીદાસને આચાર્યે પ્રતિબોધ આપી જૈનધર્મી કર્યો હતો. બિહારીદાસ ડીડ જ્ઞાતિનો હતો. તેના વંશજો પણ સહસ્ત્રગણા ગાંધી ગોત્રથી ઓળખાય છે. S Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ | [ જૈન પ્રતિભાદર્શન કણોની ગામમાં જિનાલયની પ્રતિષ્ઠા પટ્ટાવલીમાં એવો ઉલ્લેખ પણ છે કે કણોની નામના ગામમાં જસરાજ શેઠે જયસિંહસૂરિના ઉપદેશથી એક વિશાળ જિનાલય બંધાવ્યું અને તેમાં ચોવીસ તીર્થંકરોની પ્રતિમાઓ સં. ૧૨૨૭માં પ્રતિષ્ઠિત કરી. યાત્રાઓ અને ધર્મકાર્યો પરમાહિત કુમારપાળ ઉદ્ધારેલા તારંગાતીર્થની, રાજાના આગ્રહથી, સૌ પ્રથમ યાત્રા જયસિંહસૂરિએ કરી. એ પછી તેઓ વઢવાણ પધાર્યા. તેમને ઉપદેશ સાંભળીને દેહલ નામના શેઠે ઘણું ધન ખરચીને શત્રુંજય તીર્થની સંઘસહિત યાત્રા કરી. આ સંઘમાં જયસિંહસૂરિ પણ સામેલ હતા. શત્રુંજયની યાત્રા કરી તેઓ વિહરતા ખંભાત પધાર્યા. તેમના ઉપદેશથી સાંગણ શેઠે જ્ઞાન પંચમીનું ઉજમણું કરી ત્રણ લાખ દ્રવ્ય ખરચી જૈનાગમો લખાવ્યાં. શેઠના આગ્રહથી જયસિંહસૂરિ ખંભાતમાં ચાતુર્માસ રહ્યા. એ પછી તેઓએ પ્રભાસપાટણ તથા ગિરનારજીની યાત્રા કરી. ત્યાં વસતા મંત્રી આંબાકે જયસિંહસૂરિના ઉપદેશથી શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરના પ્રાસાદનો જીર્ણોદ્ધાર કર્યો. ( ૩. પૂ. આ. ભ. શ્રી ધર્મઘોષસૂરિ મ.સા. ના સમયમાં) સિંઘ નરેન્દ્ર બોહડી સંઘવી ૫. લાલન જૈન ગોત્ર સંગ્રહ'માં નોંધે છે કે સં. ૧૨૪૬માં ધર્મઘોષસૂરિ મોહલ ગામમાં ચાતુર્માસ રહ્યા તે વખતે તેમનો ઉપદેશ સાંભળીને ડોડિયા જ્ઞાતિના બોહડી રાઉતે કુટુંબ સહિત જનધર્મ અંગીકાર કરેલો. બીજું, બોહડીને સંઘવી પણ કહ્યો છે. ધર્મઘોષસૂરિના ઉપદેશથી બોહડીએ સંઘ કાઢ્યો હોય અને સંઘવીપદ પ્રાપ્ત કર્યું હોય એ સંભવિત છે. એ અરસામાં સંઘ કાઢનારને સંઘવીપદ અપાતું. બ્રાહ્મણોનો ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ આ અગાઉ આપણે જોઈ ગયા કે બહુધા રાજપૂતો જ જૈનધર્મ અંગીકાર કરી ઓશવાળ જ્ઞાતિમાં સમ્મિલિત થયા. અનેક ગચ્છોના આચાર્યોએ પણ આ દિશામાં પ્રશસ્ય કાર્ય કર્યું અને પરિણામે ઓશવાળ સૃષ્ટિ વિસ્તરતી રહી. પાછળથી બ્રાહ્મણોએ પણ જૈનાચાર્યોના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કરી ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ કર્યો. ધર્મઘોષસૂરિએ અનેક બ્રાહ્મણોને પ્રતિબોધ આપી જૈનધર્મી કર્યા અને તેમને આ જ્ઞાતિમાં પ્રવિષ્ટ કર્યા. ઉદાહરણાર્થે દેવાણંદસખા ગોત્રના તથા તેની પેટા શાખાઓ-ગોસલીઆ ગોઠી, ચોથાણી, વીસલાણી, હીરાણી, દેસલાણી, ભુલાણી, કોકલિયા, મૂલાણી, થાવરાણી ઇત્યાદિના વંશજો મૂળ બ્રાહ્મણ જ્ઞાતિના હતા એમ અનુશ્રુતિ દ્વારા જાણી શકાય છે. ઝાલારમાં ધર્મપ્રચાર એ વખતે ઝાલોર એક સમૃદ્ધ નગર હતું. જૈન ગ્રંથોમાંથી આ નગરની પ્રાચીન જાહોજલાલી જાણી શકાય છે. અનેક ગચ્છોના આચાર્યોએ આ પ્રદેશમાં પદાર્પણ કરી અનેક લોકોને ધર્મબોધ પમાડ્યો હતો. ધર્મઘોષસૂરિ પણ આ પ્રદેશમાં વિચર્યા હતા તથા અનેકને પ્રતિબોધ આપી જૈનધર્મનો ત્યાં સુંદર પ્રચાર કર્યો હતો. Page #672 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] લાલણજીના પૂર્વજો ઝાલોરના અધિપતિ હતા. વીરા શેઠે ઝાલોરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનો પ્રાસાદ બંધાવ્યો હતો. સુશ્રાવક હરિયા શાહ અને તેના વંશજો પટ્ટાવલી વર્ણવે છે કે ધર્મઘોષસૂરિ લાખણ ભાલાણી નામના ગામમાં પધારેલા તે વખતે ગામના પરમારવંશીય રણમલ્લ નામના ધનાઢ્ય ક્ષત્રિયનો નવો પરણેલો પુત્ર હરિયા સર્પદંશથી મૃતપ્રાયઃ થયેલો. સ્વજનો તેને મૃત્યુ પામેલો સમજીને સ્મશાન તરફ લઈ જતા હતા. અંડિલભૂમિથી પાછા ફરતા ધર્મઘોષસૂરિ એમનો વિલાપ સાંભળીને તે તરફ ગયા અને શબને જોવાની ઇચ્છા વ્યક્ત કરી, કેમકે ઘણીવાર સર્પદંશથી મૂચ્છ પામેલા લોકો મૃત્યુ પામ્યા હોય એવા જણાય છે. હરિયાની બાબતમાં પણ એમ જ બન્યું હતું. ધર્મઘોષસૂરિએ ગારૂડીમંત્રથી હરિયાનું વિષ દૂર કર્યું અને તે મૂચ્છરહિત થયો. હરિયાને સજીવન થયેલો જાણીને તેનાં સ્વજનો હર્ષિત થયાં. રણમલ્લ પ્રભૂતિ પરિવારે ધર્મઘોષસૂરિના ઉપદેશથી જૈનધર્મનો સ્વીકાર કર્યો. ઝાલોર તથા ભિન્નમાલના સંઘે તેમના પરિવારને સં. ૧૨૬૬માં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દીધો. હરિયાના નામ ઉપરથી તેના વંશજો “હરિયા” ગોત્રથી પ્રસિદ્ધ થયા. તે પછી હરિયા શાહે સં. ૧૨૯૬માં લાખણ ભાલાણી ગામમાં શ્રી શાન્તિનાથપ્રભુનો પ્રાસાદ બંધાવ્યો, તથા એક વાવ પણ બંધાવી. (૪. પૂ. આ.ભ. શ્રી મહેન્દ્રસિંહસૂરિજી મ. સા. ૧૪મી સદી) ધર્મકાર્યો તથા પ્રકીર્ણ ઘટનાઓ મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં છે. આ વિષેનાં પ્રમાણો આપણને પટ્ટાવલીઓ, પ્રશસ્તિઓ તથા ભટ્ટગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે, જેનો સંક્ષિપ્ત ઉલ્લેખ વિવક્ષિત છે. શ્રેષ્ઠી આલ્હાક ગુણચંદ્રના વંશમાં કિરાઈ નામના ગામમાં આસાની પત્ની ચાંદાદેનો આલ્હા નામે પ્રસિદ્ધ પુત્ર થયો. ગામમાં સવાસાતસો ઓશવાળોનાં ઘર હતાં, તેમાં આલ્હાનું ઘર તથા કુટુંબ વડું કહેવાતું. ત્રિવર્ષ દુષ્કાળ વખતે આલ્હાએ દાનશાળા બંધાવીને પહેલે વર્ષે દરરોજનું એક કળશી, બીજે વર્ષે દરરોજનું બે કળશી અને ત્રીજે વર્ષે દરરોજનું ત્રણ કળશી અન્ન આપી ઘણા લોકોને ઉગાર્યા. તેની કીર્તિ સાંભળી ઘણા સુધાપીડિત આગંતુકો આવતા અને ત્યાંના લોકોને પૂછતા કે અન્ન ક્યાંથી મળે છે? લોકો કહેતાં કે વડેરા આલ્હાની દાનશાળામાંથી મળે છે. ત્યારથી તેના વંશજો વડેરા ગોત્રથી પ્રસિદ્ધ થયા. શ્રીમાળી જ્ઞાતિના ખોડાયણ ગોત્રીય નાણાશેઠે સં. ૧૨૯૫માં ઉસ નગરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી એક જિનપ્રાસાદ બંધાવ્યો અને તેમાં ચોવીસ જિનેશ્વરોની પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરવામાં આવી. જાણશેઠના વંશમાં રાજમાન્ય પુરુષો થઈ ગયા છે. આ વંશના વેલા તથા શિવજીને મોગલ સમ્રાટ શાહજહાં તરફથી ઘણું માન મળ્યું હતું. તેમને શેઠની પદવી પ્રાપ્ત થયેલી. તે બન્ને ભાઈઓ રાણકપુરમાં વસ્યા. અમદાવાદ તથા અન્ય શહેરોમાં તેમણે ઘણું ધન ખરચીને ધર્મકાર્યો કર્યા. તેમના વંશજો “શેઠ' ઓડકથી પ્રસિદ્ધ થયા. Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન પોરવાડ જ્ઞાતિના પુષ્પાયન ગોત્રીય હાથી નામના શ્રેષ્ઠીએ મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી દહીંથલી નગરમાં શ્રી આદીશ્વપ્રભુનો જિપ્રાસાદ કરાવ્યો, શત્રુંજય આદિ તીર્થોની સંઘસહિત યાત્રા કરી તથા વિસલપુર આદિ ગામોમાં અઢાર લાખ જેટલું દ્રવ્ય ધર્મકાર્યોમાં વાપર્યું. સં. ૧૩૦)ની લગભગમાં દહીંથલીના રહેવાસી નરસંગના પુત્ર વર્ધમાનની ગર્ભવતી સ્ત્રી માનાએ સ્વપ્નમાં હાથી જોયા હોવાથી તેના પુત્રનું નામ હાથી પાડવામાં આવ્યું. હાથી પોતાના પરાક્રમબળે દહીંથલીના વાઘેલા રાજા મંડલીકનો મંત્રી થયો અને તેણે અનેક ધર્મકાર્યો કર્યા. ભટ્ટગ્રંથોમાંથી એવા ઉલ્લેખો મળે છે કે મહેન્દ્રસિંહસૂરિ રાઉત કાન્હડના શાસનકાળ દરમિયાન ઝાલોરમાં પધારેલા તે વખતે ચૌહાણવંશીય ભીમ નામનો રજપૂત તેમનો ધર્મોપદેશ સાંભળી જૈનધર્મી થયો. ભીમના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ચૌહાણ ગોત્રથી ઓળખાય છે. ભીમે ડોડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું જિનાલય બંધાવેલું. તેને ડોડ ગામનો અધિકાર મળ્યો હોવાથી તેના વંશજો ડોડિયાલેચા ઓડકથી ઓળખાયા. રોહડ ગામના રહેવાસી, કટારિયા ગોત્રીય શ્રીકરણના પુત્ર વીરજીએ સં. ૧૨૯૬માં રત્નપુરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથજીનું જિનમંદિર બંધાવ્યું, શત્રુંજયનો સંઘ કાઢ્યો તથા ધર્મકાર્યોમાં સર્વે મળી સાત લાખ પીરોજી ખરચી. સં. ૧૨૮૨માં થયેલા વીજલગોત્રીય વછરાજ, વિજય તથા જાદવ નામના અંચલગચ્છીય શ્રાવકોએ અર્ધલક્ષ દ્રવ્ય ખરચીને શત્રુંજયની યાત્રા કરી સંઘવીપદ મેળવ્યું. તથા દાનશાળા કરાવી. આ વંશમાં કાકરેચીમાં થયેલા ધારા તથા ધનરાજ શેઠે એક લાખ દ્રવ્ય ખરચીને શ્રી ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યો, જેની પ્રતિષ્ઠા જિનેન્દ્રસૂરિએ કરી. તેમણે એક વાવ તથા દાનશાળા કરાવી ઘણું દ્રવ્ય ખરચ્યું. સં. ૧૨૯૬માં ગોતમગીય રીડાના પુત્ર જીવા શાહે શંખેશ્વરજીના જિપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ વંશમાં વાસરોડાના રહીશ પર્વત પુનર્લગ્ન કરવાથી તેના વંશજ દશા થયા હોવા અંગે ભટ્ટગ્રંથોમાં ઉલ્લેખ છે. વાસણ ગામમાં પ્રાગ્વાટ જ્ઞાતિના પાપચ-પારાયણ ગોત્રીય દ્રોણ નામના અંચલગચ્છીય શ્રાવકે શ્રી શાન્તિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી અને તેની પ્રતિષ્ઠા સં. ૧૨૮૫માં કરાવી. ( પ. પૂ. આ. ભ. શ્રી સિંહપ્રભસૂરિ મ. સા. ૧. પૂજ્યશ્રીના શાસન સમયમાં શ્રીમાળી જ્ઞાતિનો સાંડસા ગોત્રીય મંત્રી નાયક કુટુંબ સહિત ઇડરમાં જઈ વસ્યો. મંત્રી નાયકે ખેરાલુમાં સિંહપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૧માં શ્રી યુગાદિ દેવનું શિખરબંધ જિનાલય બંધાવ્યું તેમજ ઈત્તર મંદિરો સાથે વાવકુવા બંધાવી ત્રણ કરોડ લ્ય ખર્યું. સં. ૧૩૩૬માં દુષ્કાળ વખતે ઘણું દ્રવ્ય ખર્ચીને લોકોને ઉગાર્યા. ૨. એનાજ જ્ઞાતિબંધુ ભરથાની સ્ત્રી ઝાલીએ સં. ૧૩૧ ૧માં અંચલગચ્છીય સોમતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય તથા ઝાલેશ્વર તળાવ બંધાવ્યા. પૂજ્યશ્રી ૩૦ વર્ષની નાની વયે કાળધર્મ પામ્યા. *- * . . શકશોર શાક - હિશાળીને બજરંગી Page #674 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ૬. પૂ. આ. ભ.શ્રી અજિતસિંહસૂરિ મ. સા. આરાસણનો મુસલમાનોએ નાશ કરતાં, શ્રીમાળી જ્ઞાતિનો, સાંડસા ગોત્રીય મંત્રી નાયક કુટુંબ સહિત ઇડરમાં જઈ વસ્યો. મંત્રી નાયકે ખેરાલુમાં સિંપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૧માં શ્રી યુગાદિદેવનું શિખરબંધ મંદિર બંધાવ્યું, તેમ જ સૂર્ય નારાયણ તથા ઇતર વૈષ્ણવ મંદિર પણ બંધાવ્યાં. તદુપરાંત તેણે વાવ, કૂવા વગેરે બંધાવી સર્વ મળી ત્રણ કરોડ દ્રવ્ય ખરચ્યું. સં. ૧૩૩૬માં દુષ્કાળ વખતે તેણે ઘણું દ્રવ્ય ખરચી લોકોને ઉગાર્યા. એના જ જ્ઞાતિબંધુ ભરથાની સ્ત્રી ઝાલીએ સં. ૧૩૧૧માં અચલગચ્છીય સોમતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધ મંદિર તથા ઝાલેશ્વર તળાવ બંધાવ્યાં. આ વંશમાં પાટણમાં ગોદડાને પાડે વસનારા જેરાજના વંશજો ગોદડિયા ઓડકથી ઓળખાય છે. શ્રીમાલી જ્ઞાતિના કાત્યાયન ગોત્રીય જુરોલી ગામના રહેવાસી મુંજા નામના શ્રાવકે સં. ૧૨૧૨માં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા ભરાવી. પ્રાગ્ધાટ જ્ઞાતિના પુષ્પાયન ગોત્રીય ખેતસીએ સં. ૧૨૯૫માં પાટણમાં ખેતરવસહી નામનું જિનાલય બંધાવી તેમાં પુણ્યતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. ખેતસીના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. સં. ૧૧૧૧માં એ નગરનો નાશ થવાથી તેના પૂર્વજ સંધા શેઠ ત્યાંથી નાસી પાટણમાં આવી વસ્યા. ખેતસીના વંશજો પારેખ ઓડકથી પ્રસિદ્ધ થયા. ભોરોલમાં ૭૨ જિનાલય નિર્માણ : | ૬૨૫ વલ્લભગચ્છના શ્રી પુણ્યતિલકસૂરિના સદુપદેશથી શ્રીમાલી ગોત્રીય મુંજા શ્રેષ્ઠીએ ભોરોલમાં સં. ૧૨૦૨માં નેમનાથ ભગવાનનું ભવ્ય તીર્થરૂપ ૭૨ જિનાલય બંધાવેલ. આજે પણ ભોરોલમાંથી એ પ્રાચીન જિનાલયના અવશેષો પ્રાપ્ત થાય છે. પાસેની વાવ આજે પણ ‘મુંજાવાવ' તરીકે પ્રસિદ્ધ છે. તે સમયમાં બોરીચા, વાહણી અને પારેખ ઇત્યાદિ ઓડકોના શ્રાવક પણ અંચલગચ્છીય હતા. ભટેવા પાર્શ્વનાથ ચાણસ્મા ઃ ચારેક શતાબ્દી પૂર્વે લખાયેલી વહી ઉપરથી જાણી શકાય છે કે શ્રીમાળી જ્ઞાતીય, વૃદ્ધ સાનિક વર્ધમાનના ભાઈ જયતાએ ઉચાળો ભરી પોતાના સસરાના ગામ ચાણસ્મામાં નિવાસ કર્યો. ત્યાં તેણે સં. ૧૩૩૫માં શ્રી ભટેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું અને અંચલગચ્છીય આચાર્ય અજિતસિંહસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. એક શ્રીમાલી વંશીય જૈન કુટુંબની જૂની વંશાવલીમાં નોંધ છે કે સં. ૧૩૧૬માં ગાંભૂ પાસેના નરેલી ગામમાં અજિતસિંહસૂરિના ઉપદેશથી શ્રેષ્ઠી મૂલાએ શ્રી આદિ જિનબિંબ, ચોવીશ ઘટુ આદિ ભરાવ્યાં તથા ગોત્રજાનું મંદિર તથા એક કૂવો પણ કરાવ્યાં. શ્રીમાલવંશના ભાદરાયણ ગોત્રીય મૂલા શેઠ પાટણમાં ફોફલિયાવાડમાં વસતા હતા. તેમણે સં. ૧૩૧૩માં શ્રી આદિજિનની પ્રતિમા ભરાવી અને તેની અજિતસિંહસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. આ વંશના આદિ પુરુષ નોડા નામના ધનાઢ્ય શ્રેષ્ઠીને ઉદયપ્રભસૂરિએ ભિન્નમાલમાં પ્રતિબોધ આપીને જૈનધર્મી બનાવ્યા હતા. શ્રીમાલીવંશના પારાયણ ગોત્રીય નાગડ શેઠ પાંચડામાં વસતા હતા. તેમણે સં. ૧૩૨૫માં Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રી આદિનાથના બિંબની પ્રતિષ્ઠા અજિતસિંહસૂરિના ઉપદેશથી કરાવી. શ્રીમાલી વંશના વંસીયાણ ગોત્રીય શ્રીવંત તથા ઝાલા નામના બન્ને ભાઈઓએ ચુડામાં અધિકારપદ મેળવી ત્યાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર તથા એક વાવ બંધાવ્યાં, અને જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૩૧૧માં અજિતસિંહસૂરિએ કરી. ( ૭. પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસૂરિ મ. સા. શ્રીમાલીવંશના હરિયાણ ગોત્રીય, કૃષ્ણગિરિમાં થયેલા ધોકા શાહે સં. ૧૩૨૫માં શ્રી યુગાદિદેવનું જિનમંદિર બંધાવ્યું તથા તેની પ્રતિષ્ઠા દેવેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી કરાવી. ઓશવંશને બહુલ ગોત્રીય લાખાએ લાખાઈ ગામમાં શ્રી અજિતનાથ ભગવાનનો પ્રાસાદ બંધાવ્યો. એ જ વંશમાં થયેલી ખીમાએ ધણણી–અમરનામ નગ ગામમાં સં. ૧૩૬૫માં શ્રી ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ કરાવ્યો. સીરોહીમાં તે વખતે અંચલગચ્છીય શ્રાવકોની ધર્મપ્રવૃત્તિ પણ ઉલ્લેખનીય છે. ત્યાંના શ્રી આદીશ્વર ભગવાનના જિનાલયના શિલાલેખ પરથી અનેક ઐતિહાસિક બાબતો પ્રકાશમાં આવે છે. લેખના આદિ ભાગમાં સીરોહીતીર્થને “અર્ધશત્રુંજય તુલ્ય” કહ્યું છે. શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરીને શિલાલેખમાં આ પ્રમાણે હકીકતો નોંધવામાં આવી છે : “શ્રી આદીશ્વર ભગવાનનાં અંચલગચ્છીય મંદિરનાં શિલાન્યાસનું મુહૂર્ત વિ. સં. ૧૩૨૩ આસો સુદિ પના થયું. એની પ્રતિષ્ઠા સં. ૧૩૩૯ના આષાઢ સુદિ ૧૩ ને મંગળવારના દિવસે યતિ શ્રી શિવલાલજીના હાથથી થઈ. વર્તમાન સીરોહીની સ્થાપના . ૧૪૮૨ના વૈશાખ શુકલ ૨ના શુભ દિને મહારાવ શ્રી સહસમલજીના હાથે થઈ. સ. ૧૫૪૨ના જયેષ્ઠ વદી ના દિને સિંધિ સમધરજી ભરમાબાદ (માલવા)થી સીરોહીમાં દીવાનપદ પર આવ્યા. ઉપર્યુક્ત મંદિર પર ધ્વજાદંડનું આરોપણ સં. ૧૫૬૪ના આષાઢ સુદિ ૮ને મંગળવારના મહારાવ શ્રી જગમાલજીના સમયમાં સિંધિ સમધરજી, નાનકજી તથા સામજીના હાથથી થયેલ. સં. ૧૬૯૮ના માગશર વદી ૩ના ધ્વજાદંડનું આરોપણ મહારાવ શ્રી અખયરાજજીના સમયમાં સિંધિ શ્રીવતજીના હાથે પૂજ્યશ્રી હીરવિજયજીની નિશ્રામાં થયું. સં. ૧૭૭૬ના વૈશાખ સુદ ૩ના દિને ધ્વજાદંડનું આરોપણ મહારાવ શ્રી માનસિંઘજી ઉર્ફે ઉમેદસિંઘજીના સમયમાં સિંધિ સુંદરજી, ગજાજી, અમરચંદજી, હઠીચંદજી, નેમચંદજી આદિના હાથે શ્રી થઈ. ૮. પૂ. આ. ભ. શ્રી ધર્મપ્રભસૂરિ મ. સા. ૯ પૂ. આ. ભ. શ્રી સિંહતિલકસૂરિ મ. સા. પ્રકીર્ણ પ્રસંગો : શ્રીમાળી વંશના લાછિલ ગોત્રીય વર્ધમાન શેઠ ખેરાલુમાં વસતા હતા. તેમણે સં. ૧૩૪૫માં શ્રી આદીશ્વર ભગવાનનો પ્રાસાદ કરાવ્યો જેની પ્રતિષ્ઠા ધર્મપ્રભસૂરિના ઉપદેશથી થઈ. વર્ધમાન શેઠે ધર્મપ્રભસૂરિના ઉપદેશથી શત્રુંજયનો તીર્થસંઘ કાઢેલો, તથા કુલદેવીનો પણ પ્રાસાદ બંધાવેલો. સર્વે મળીને તેમણે ત્રણ કરોડ રૂપિયા ધર્મકાર્યોમાં ખરચ્યા. વર્ધમાન શેઠના પૂર્વજ ગોવર્ધન શેઠ મૂળ ભિન્નમાલના હતા. ઉદયપ્રભસૂરિએ એમને પ્રતિબોધી જૈનધર્મી બનાવેલા. Page #676 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૨૭ ધર્મસાગરજીએ પ્રકાશિત કરેલ પટ્ટાવલીના ભાષાંતરને આધારે કહી શકાય છે કે સિંહતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૩૭૧માં ખંભાતના રહેવાસી જાજગોત્રના છાહડ નામના શેઠે તીર્થસંઘ કાઢ્યો હતો તથા ખંભાતમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનો જિનપ્રાસાદ બંધાવ્યો હતો. એ જ ગોત્રના મોહણ શેઠે ખંભાતમાં સિંહતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૩૭૯માં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૦. પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રપ્રભસૂરિ મ. સા. પ્રકીર્ણ પ્રસંગો અને પ્રતિષ્ઠાઓ : પં. હી. હં. લાલનના ‘જૈનગોત્ર સંગ્રહ'ને આધારે મહેન્દ્રપ્રભસૂરિના સમયમાં શ્રીમાલી વંશના ભાદરાયણ ગોત્રીય ગોગન શેઠ સં. ૧૪૪૫માં ગોહિલવાડમાં પીપરડી ગામમાં વસતા હતા. તેમણે સર્વ ગચ્છના મુનિઓને ગામોગામ વાણોતર મોકલી કપડાં વહોરાવ્યાં, જેથી તેના વંશજો ડહરવાલિયાની ઓડકથી પ્રસિદ્ધ થયા. એક શ્રીમાલી જૈન કુટુંબની જૂની વંશાવલી'માંના ઉલ્લેખ પ્રમાણે શેઠ ખંભાત પાસેના તારાપુરના વતની હતા. તેમણે સં. ૧૪૪૫માં શત્રુંજય તીર્થની યાત્રા કરેલી તથા રંગરત્નસૂરિના પદ મહોત્સવ પ્રસંગે ૮૪ ગચ્છના યતિઓને વાણોતર મોકલાવી વેશ વહોરાવેલ. એ જ વંશમાં ચરોતરમાં માતર પાસેના ગોભલેજ ગામના રહેવાસી ભાદા શેઠે શત્રુંજય ૫૨ જિનપ્રાસાદ બંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રસ્થાપિત કરી. ખેરાળુમાં આ વંશના ઝાલા શેઠ બહુ ધનાઢ્ય અને પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા. તેમણે સં. ૧૪૨૫માં દુકાળ પડવાથી દાનશાળા તથા સરોવર બંધાવવાનાં કાર્યોમાં ઘણું ધન ખરચ્યું અને લોકોને ઉગાર્યા. તેમણે શત્રુંજય પર શ્રી આદીશ્વર ભગવાનનું વિશાળ જિનાલય પણ બંધાવ્યું અને તેમાં અગિયાર કરોડ દ્રવ્ય ખરચ્યું. :--- સં. ૧૪૪૫માં પાટણના રહેવાસી દેવસી શેઠે શત્રુંજયનો સંઘ કાઢીને અંચલગચ્છીય રંગરત્નસૂરિના ઉપદેશથી ઘણું ધન ખરચ્યું. હીરાના ભાઈ વીરાએ સં. ૧૪૪૬માં સોમતિલકસૂરિના ઉપદેશથી પાટણમાં ફોફલિયાવાડમાં પૌષધશાળા બંધાવી. આ વંશના મૂળ પુરુષ તોલા શેઠ ભિન્નમાલમાં વસતા હતા. ઉદયપ્રભસૂરિના ઉપદેશથી તેમણે જૈન ધર્મ સ્વીકારેલો. શ્રીમાલી વંશના ચંડીસર ગોત્રીય જગા શેઠે સં. ૧૩૯૫ના વૈશાખ સુદ ૧૧ ને દિવસે પુનાસા ગામમાં જિનાલય બંધાવ્યું. આ જિનાલય પૂર્ણ થતાં મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેરાથી તેની પ્રતિષ્ઠા થઈ. ઓશવંશના દેઢિયા ગોત્રીય માલકાણીના વંશમાં થયેલા સંઘવી મીમણ શેઠ કચ્છના ખાખર ગામમાં વસતા હતા. સં. ૧૪૪૧માં તેમણે શત્રુંજય તથા ગોડીપાર્શ્વનાથજીના સંઘો કાઢી ધર્મકાર્યોમાં ઘણું દ્રવ્ય વાપર્યું છે. એ વંશના મણસીના પુત્ર માણકથી માણકાણી ઓડક નીકળી છે. છસરામાં થયલા રાણા શેઠે સંઘ સહિત શત્રુંજયની તથા ગોડીપાર્શ્વનાથજીની યાત્રા કરી અને ઘેર આવી દેશતેડું કરી ઘણું ધન ખરચ્યું. ભટ્ટગ્રંથોથી જણાય છે કે તેના વંશજો રાણાણી ઓડકથી ઓળખાય છે. પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે અનુક્રમે વિહરતા મહેન્દ્રપ્રભસૂરિ સાદરી ગામમાં પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી સં. ૧૪૦૭માં જાસલગોત્રીય કર્મા નામના શ્રાવકે શ્રી શાંતિનાથ ભગવાનની રૂપાની પ્રતિમા ભરાવી. શ્રીમાલી વંશના આશા નામના શ્રાવકે શ્રેષ્ઠી ધંધાના શ્રેયાર્થે સં. ૧૪૦૯ના ફાગણ સુદ Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬ર૮ ) [ જૈન પ્રતિભાદર્શન ૨ને બુધવારે શ્રી પાર્શ્વનાથ બિબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. પટ્ટાવલીના ભાષાંતર (પૃ. ૨૨૨)માં મહેપ્રભસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓમાં સં. ૧૪૨૨ અને ૧૪૩પની પ્રતિષ્ઠાઓની નોંધ પણ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સં. ૧૪૨૨માં અચવાડી ગામમાં હરિયાગોત્રીય પદ્ધસિંહ શાહે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી છે. સં. ૧૪૩પમાં ઉક્ત પદ્મસિંહશાહે વીછીવાડીઆ ગામમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી છે. પદ્મસિંહના વંશજો સં. ૧૪૩૯થી વીંછીવાડીઆની ઓડકથી ઓળખાય છે. ઉકેશવંશીય જાણાએ પોતાનાં કાકા-કાકી સોમા-માગલના શ્રેયાર્થે સં. ૧૪૧૮ના ફાગણ વદિ ૨ને બુધવારે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. ઉકેશવંશીય વડેરા ગોત્રીય સાધુ કલ્હણે પોતાનાં માતા-પિતા હરપાલ-નાઈકદના શ્રેયાર્થે સં. ૧૪૪૧ના ફાગણ સુદિ ૧૦ સોમવારે શ્રી આદિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. થરપારકર અંતર્ગત આ તીર્થ જૈનો માટે આસ્થાના પરમ ધામ જેવું બની ગયું છે, એટલું જ નહીં ગોડીજીની ચમત્કારિક પ્રતિમાએ જૈનેતરોની આસ્થા પણ પ્રકટાવી છે. (૧૧. મંત્રપ્રભાવક પૂ. આ. ભ. શ્રી મેરૂતુંગસૂરિ મ.સા.) શ્રીમાલીવંશના હરિયાણ ગોત્રીય સાંગા શાહ નામના શ્રેષ્ઠી સલખણપુરમાં વસતા હતા, જેમણે સં. ૧૪૬૮માં મેરૂતુંગસૂરિના ઉપદેશથી જિનમંદિર બંધાવ્યું. તેઓ વહોરાની ઓડકથી પણ ઓળખાય છે. એ જ વંશના વહોરા પદમશીએ પોતાના વતન વીંછીવાડામાં સં. ૧૪૩૯માં શ્રી મુનિસુવ્રતસ્વામીનો જિનપ્રાસાદ બંધાવ્યો, જેની મેરૂતુંગસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ. તેણે દાનશાળા પણ કરાવી હતી. ઓશવંશીય નાગડા ગોત્રના મુંજાશાહે મેરૂતુંગસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવી તેમાં પ્રતિમા સ્થાપી. શ્રીમાલી વંશના આગ્નેય ગોત્રના, સિંહવાડામાં થયેલા પાતાશાહે મેરૂતુંગસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૬માં શ્રી આદિનાથનું મંદિર બંધાવ્યું. શ્રીમાલી વંશમાં વારધ ગોત્રના દેધર શેઠ સં. ૧૪૫૭માં થઈ ગયા. તેમણે કુંઆરોદ્રિ નામના ગામમાં એક જિનમંદિર તથા પૌષધશાળા બંધાવી ઘણું ધન ખરચ્યું, મેરૂતુંગસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યાં. શ્રીમાલી વંશના પારાયણગોત્રીય મેઘા શેઠ સં. ૧૪૧૮માં થઈ ગયા. તેમણે મેરૂતુંગસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. શ્રીમાલી વંશના ચંડીસર ગોત્રીય પોપા શેઠે પુનાસા ગામમાં શ્રી સંભવનાથજીનો પ્રાસાદ બંધાવ્યો તથા મેરૂતુંગસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. પ્રાગ્વાટ વંશના પારાયણ ગોત્રીય, વેજલપુરના વતની સૂરા શેઠે જૈનધર્મનો ત્યાગ કરી દીધેલો, પરંતુ મેરૂતુંગસૂરિના ઉપદેશથી તેઓ પુનઃ જૈનધર્મમાં દઢ થયા તેમ જ જિન પ્રતિમાઓ પણ ભરાવી. તે કાપડનો મોટો વ્યાપારી હોવાથી તેના વંશજો દોસી કહેવાયા. શ્રીમાલી વંશના મહાજની ગોત્રીય સામંતના પુત્ર પૂદાકે સં. ૧૪૬૮માં શ્રી શીતલનાથજીનું તથા પંચતીર્થનું બિંબ ભરાવ્યાં તથા તેની પ્રતિષ્ઠા મેરૂતુંગસૂરિના ઉપદેશથી કરાવી. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા જાણી Page #678 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬ ૨૯ શકાય છે કે મેરૂતુંગસૂરિના ઉપદેશથી સં. ૧૪૨૯માં લોલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતીય ધાંધ શેઠના પુત્ર આસાકે, સં. ૧૪૩૮માં તે જ ગામમાં તેજૂ નામની શ્રાવિકાએ, સં. ૧૪૪૬ના મહા સુદિ ૧૩ ને રવિવારે રાજનગરમાં પોરવાડ જ્ઞાતીય કોલ્હા તથા આલા નામના શેઠે, સં. ૧૪૬૮ના કાર્તિક વદિ ૨ ને, સોમવારે શંખેશ્વરમાં કઠુઆ નામના શેઠે જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રમાણે મેરૂતુંગસૂરિના ઉપદેશથી અનેક જિનબિંબોની પ્રતિષ્ઠાઓ થઈ છે. પ્રતિષ્ઠાકાર્યો : મેરૂતુંગસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ હોવાનાં પ્રમાણો પ્રતિમાલેખો પૂરાં પાડે છે. આ અંગે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો અભીષ્ટ છે ---(જ તે સંવત અને તેની વિગત નીચે મુજબ છે.) ૧૪૪૫ ક. વ. ૧૧ના રવિવારે પ્રાગ્વાટ જ્ઞાતીય મહં. સલખા ભાર્યા સલખણદેના પુત્ર ભાદાએ આત્મશ્રેય માટે શ્રી પાર્શ્વબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૪૬ જે. વ. ૩ના સોમવારે ઉકેશવંશના સા. રામાના પુત્ર કાજાએ પિતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે શ્રીમાળી જ્ઞાતીય વ્ય. સારંગના પુત્ર સાયરે પોતાના ભાઈ વ્ય. સાલ્હાના શ્રેયાર્થે શ્રી શાન્તિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૪૦ ફા. સુ. ૬ના સોમવારે જ્ઞાતીય મારૂ ઠ. હરિપાલની પત્ની સૂકવના પુત્ર દેપાલે શ્રી મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૪૯ વૈ. સુ ૬ના શુક્રવારે શાલાપતિ જ્ઞાતીય ઇ. રાણા, ભા. ભોલીના પુત્ર 6. વિક્રમે પોતાના માતાપિતાના શ્રેયાર્થે શ્રી મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે ઉકેશવંશીય સા. નેમિચંદ્રના પુત્ર મુલુ શ્રાવકે પોતાની પત્ની ચાહિણી સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ કરાવ્યું, શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી. ૧૪૫ર વૈ. સુ. પના ગુરુવારે સં. આલ્હાના સં. લખમસિંહ સહિત સં. બોડાએ વડિલ સં. પાસડના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. અષાઢ વ. ૧૩ ને દિવસે ડીસાવાલ જ્ઞાતીય વ્ય. ચાંપાએ ભા. સંસાર, પુત્ર આસાદિ સહિત પુત્ર રાજા શ્રેયસે શ્રી વાસુપૂજ્ય બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૫૪ માઘ સુ. ૯ના શનિવારે ઉકેશવંશીય કલાના પુત્ર વ્ય. ચાહુડ સુશ્રાવકે પોતાનાં માતાપિતાના અને પોતાના શ્રેયાર્થે શ્રી મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. માઘ વ. ૯ શનિવારે ઉકેશવંશીય વ્ય. કઉતાના પુત્ર વ્ય. શાહરુ શ્રાવકે પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે જિનબિંબ કરાવ્યું. - ૧૪૫૫ ફા. વ. ૧ ને દિવસે ઉપકેશ જ્ઞાતીય વ્ય. સોમા તથા તેની પત્ની મહગલના શ્રેયાર્થે એમના ભત્રીજા ચાણાએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. વૈશાખ વદિ ૧૨ શુક્રવારે ઉકેશવંશે....માતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી; ૧૪૫૬ યે. વ. ૧૩ના શનિવારે શ્રી વીરવંશીય સા. મદન, ભા. કાડુના પુત્ર શંકર, દેવસિંહ, આલ્હાએ પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન ૧૪૫૭ વૈ. સુ. ૩ના શનિવારે ઓશવાળ જ્ઞાતીય સા. મંડલના પુત્ર સા. કર્મસિંહે શ્રેય અર્થે શ્રી સંભવનાથ બિંબ કરાવ્યું. ૧૪૬૬ મહા સુ. ૧૩ના રવિવારે પ્રાગ્વાટજ્ઞાતીય મં. કરૂણ ભા. લલિતના પુત્રો કેલ્સા, આલ્હાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. વૈ. સુ. ૩ સોમવારે પાટણના સા. સંઘવી જયસિંહના પુત્ર આસાએ કાંઉ નામની પોતાની માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે કચ્છ દેશમાં ઉકેશવંશીય સા. શિલાહિયાની ભાર્યા આસલના પુત્ર જેઠાણંદે સ્વશ્રેયાર્થે શ્રી પદ્મપ્રભબિંબો કરાવી તેની પ્રતિષ્ઠા કરી, ૧૪૬૭ મહા સુ. પના શુક્રવારે પ્રાગ્ધાટ વ્ય. ડીડા, ભા. રયણીની પુત્રી મેચીએ આત્મશ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૮ કા. વ. ૨ના સોમવારે બ્રે. કઠુઆએ પોતાના માતપિતા છે. મંડલિક ભા. આહણદેના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિબો કરાવ્યાં, સૂરિએ પ્રતિષ્ઠા કરી. માઘ સુ. ૧૦ બુધવારે શ્રીમાલજ્ઞાતીય મહા. સામંત, ભા. સામલના પુત્ર મ. ફૂંદાએ તેની પત્ની દૂલ્હાદે સહિત શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને શ્રીસંઘે તેની પ્રતિષ્ઠા કરી. વૈ. સુ. ૩ના ગુરુવારે પ્રાગ્વાટવંશીય મંત્રી સામંત ભા. ઉમલના પુત્ર મંત્રી ધર્મસિંહની ભાર્યા ધર્મદેના પુત્ર મંત્રી રાઉલ, બડૂયાએ શ્રી શાંતિનાથબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૬૯ માઘ સુ. ના રવિવારે ઉકેશ જ્ઞાતીય સા. વસ્તા ભા. વસતણીના પુત્ર સા. નીબાકે શ્રી. વાસુપૂજ્ય બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે પ્રાગ્ધાટ જ્ઞાતીય વ્ય. ઉદા. ના. ચત્તના પુત્ર જોલા ભા. ડમણાદેના પુત્ર . કૂંડને ભાઈના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. માઘ વ. પના હસ્તાર્કે પ્રાગ્વાટવંશીય મં. સામંતના પુત્ર ભાદા મા. દેહણના પુત્ર સિંધાએ બાઈ સંપૂરી શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કડાવ્યું, શ્રી સંઘે પ્રતિષ્ઠા કરી. ફા. વ. ૨ના શનિવારે નાગર જ્ઞાતીય અલિયાણ ગોત્રના શ્રે. કમાં ભા. ધાણ્ના પુત્ર ડ્રેગ ભ્રાતા સાંગા શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૦ થૈ. સુ. ૮ના ગુરુવારે શ્રીમાલી શ્રે. સાંસણ ભા. સુહાગદેના પુત્ર છે. બાજાએ પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. એ ઉપરાંત પાલીતાણા પાસેના ગારિકાના જિનાલયમાં પણ ખંડિત ધતુમૂર્તિ ઉપર મેરુત્તુંગસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાનો અધૂરો છે હપ્ત થાય છે. ૧ર. પૂ. આ. ભ. શ્રી જયકીર્તિસૂરીના પ્રતિષ્ઠા લેખો ૧૫-૧૬મી સદી જયકીર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાકાર્યો થયાં હોવાનાં પ્રમાણો ઉત્તૌર્ણિત મૂર્તિલેખો કે શિલાલેખો પૂરાં પાડે છે. એ બધા ઉપલબ્ધ લેખોની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે : ૧૪૭૩ વૈશાખ વદ ૭ના શનિવારે શ્રીમાલ જ્ઞાતીય શ્રેષ્ઠી દેદા ત તેની ભાર્યા મરુના પુત્ર સંઘવી Page #680 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૩૧ ખીમાએ પોતાની ભાર્યા ખેતલદે મુખ્ય વહુ પુત્ર સંગ્રામ સહિત, સ્વશ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૬ (૧) માગશર સુદ ૧૦ના રવિવારે ઉકેશ જ્ઞાતીય સા. ભડા ભા. રામી, પુત્ર સા. ખીમા ભા. રૂડી સુત સા. નામસિંહ ભા. મટકુ. ભાર્યા નામલદે પુત્ર રત્નપાલ સહિત, સકલ કુટુંબ શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રતસ્વામી બિંબ પ્રમુખ ચોવીસી કરાવી તેની પ્રતિષ્ઠા સૂરિ દ્વારા કરવામાં આવી. (૨) વૈશાખ વિદ ૧ના શનિવારે ઉકેશવંશે વ્યવ. ચાહડ સુત આસપાલ સુત કૂતાં સુત મંત્રી ચરકા ભા. પાલ્હણદે. તેમના પુત્ર મં. કોહા, મં. નોડા, મં. ખીદાએ પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે ચોવીસ જિનપટ્ટ કરાવ્યું. (૩) એ જ દિવસે મં. રાજાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૧ (૧) માઘ સુદિ પના સોમવારે ઉકેશવંશી સા. પૂના ભા. મેરૢ તેમના પુત્ર સા. સોમલ શ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું, તથા તેની પ્રતિષ્ઠા સુશ્રાવક પ્રવરે કરી. (૨) ફાગણ દિ ૬ના ગુરુવાર......સુત લાખા ભા. ઝબકુ....સૂલેસર સુત મેરાં, લખમણ, ધનપાલ સહિત.......શ્રી શાંતિનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. (૩) વૈશાખ વિદ ૮ના શુક્રવારે ઉકેશવંશી મણી સા. પાસડ ભા. પાલ્હણદેવી સુત સા. સિવાએ સા. સિંધા પ્રમુખ પોતાના ચાર ભાઈઓ સહિત સ્વશ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું તથા સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૨ ફાગણ......રવિવારે ઉકેશ જ્ઞાતીય સંઘવી સહકલ ભા.........ણ શ્રી આદિનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૩ (૧) દ્વિતીય વૈશાખ વિદ પના ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય મહાજનીય મહં. સાંગા ભાર્યા સુહડાદે પુત્ર નીંબાએ પોતાના પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું તથા તેની સંઘે પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે પ્રાગ્ધાટ જ્ઞાતીય વ્ય. ખીમસી ભા. વ્ય. જેસાએ પુત્ર વીકન, આસા સહિત શ્રી મુનિસુવ્રત બિંબ કરાવ્યું તથા તેની સંઘે પ્રતિષ્ઠા કરી. (૩) વૈશાખ વદ ૧૩ના ગુરુવારે એશવંશીય દુઘડગોત્રીય સાહ લખમસી, સાહ ભીમલ, સાહ દેવલ, સાહ સારંગ, સાહ ઝાઝા ભાર્યા બાઈ મેધું સાહ પૂંજા, ભજાએ જીરાવલા તીર્થના ૨૮મી દેવકુલિકા કરાવી. (૪) એ જ દિવસે, એ જ કુટુંબના સાહ લખમસી, સાહ ભીમલ, સાહ દેવલ, સાહ સારંગ સુત સાહ દોસા ભાર્યા લખમાદે, સાહ ચાંપા, સાહ ડૂંગર, સાહ મોખાએ જીરાવલા તીર્થની ૨૯મી દેવકુલિકા કરાવી. (૫) એ જ દિવસે, એ જ કુટુંબના સા. સારંગા ભાર્યા પન્નાપદે પુત્ર દોસા ભાર્યા લખમાટે સા. ચાંપા સા. ડૂંગર સારંગ સુત સા. ઝાંઝા ભાર્યા કઉતિગદે પુત્ર પૂજાએ જીરાવલા તીર્થની ૨૯મી દેવકુલિકા કરાવવામાં સહાય કરી. (૬) એ જ દિવસે, પાટણના વતની ઓશવાળ જ્ઞાતીય મીડિયા સા. સંગ્રામ સુત સા. લખમણ સુત સા. તેજા ભાર્યા તેજલદે તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડા, સુત સા. નાગરાજ, સા. કાલા, સુત સા. પાંસા. સા. જીવરાજ, સા. જિષ્ણદાસ, સા. તેજા, દ્વિતીય ભ્રાતા સા. નરસિંહ ભાર્યા કઉતિગદે તેમના પુત્રો સા. પાસદત્ત, સા. દેવદત્તે જીરાવલા તીર્થની ૩૦ મી દેવકુલિકાદિ ત્રણ કુલિકાઓ કરાવી. (૭) એ જ દિવસે એ જ કુટુંબના સા. સંગ્રામ સુત સા. સલખણ સુત સા. તેજા ભાર્યા તેજલદે, તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડાસુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાસા સા. જીવરાજ, સા. જિણદાસ, સા. તેજા દ્વિતીય ભ્રાતા સા. નરસિંહ ભાર્યા કઉતિગદે, Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન તેમનો પુત્રો સા. પાસદર, સા. દેવદત્તે જીરાવલા તીર્થમાં ૩૧મી દેવકુલિકાદિ ત્રણ દેવકુલિકાઓ કરાવી. જ દિવસે, એ જ કટુંબના સા. સંગ્રામ સૂત સા. સલખણ સુત સા. તેજા ભાર્યા તેજલદે. તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડાસુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાસા, સા. જીવરાજ, સા. જિણદાસ, સા. તેજા, દ્વિતીય ભ્રાતા સા. નરસિંહ ભાર્યા કઉતિગટે, તેમના પુત્રો સા. પાસદત્ત, સા. દેવદત્ત જીરાવલા તીર્થમાં ૩૧મી દેવકુલિકા સહિત ત્રણ દેવકુલિકાઓ કરાવી. સા. ડીડા સુત સા. નાગરાજ ભાર્યા નારંગદેના આત્મકુટુંબ શ્રેયાર્થે દહેરી કરાવી. (૯) એ જ દિવસે, એ જ કુટુંબના સા. નરસિંહ.શ્રાવિકા રૂડીએ આત્મશ્રેયાર્થે જીરાવલ તીર્થની ૩૧મી દેવકુલિકા કરાવી. (૧૦) એ જ દિવસે, એ જ કુટુંબના સા. તેજા ભાર્યા તેજલદે, તેમનો પુત્રો, સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા સુત સા. પાસા, સા. જીવરાજ, સા. જિણદાસ, સા. ખીમા ભાર્યા ખીમાદેએ આત્મકુટુંબ શ્રેયાર્થે જીરાવલા તીર્થની ૩પમી દેવકુલિકા કરાવી. (૧૧) એ જ દિવસે, શ્રીમાલ જ્ઞાતીય, ખંભાતના વતની પરીખ અમરા ભાર્યા માઉ, તેમના પુત્રો પરીખ ગોપાલ, ૫. રાઉલ, ૫. ઢોલા ભાર્યા હચકૂ પુત્ર સા. પૂના ભાર્યા ઉંદી, ૫. સોમા, રાઉલ સુત ભોજા, ૫. સોમાં સત આસા, હચકૂએ આત્મશ્રેયાર્થે જીરાવલા તીર્થની ૩૬મી દેવકુલિકા કરાવી. ૧૪૮૪ (૧) વૈશાખ સુદિ ૨ના શનિવારે શ્રીમાલી મંત્રી સિંહા ભા. સીંગારદે સુત વાછાએ ભા. રાજૂ તથા પુત્રો મહિરાજ, જોગા પ્રમુખ કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુપાર્શ્વનાથબિબ ભરાવ્યું તથા સંધે પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ સુદિ ૩ ને દિવસે ઉક્ત મંત્રી સિંહાએ ભા. ચમકૂ સુત નરસિહ ભાર્યા લહકૂએ આત્મશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ કરાવ્યું. ૧૪૮૬ વૈશાખ સુદિ ના સોમવારે ઉકેશવંશીય સા. તેજા ભાર્યા તેજલદે પુત્ર સા. નાથી સુશ્રાવકે પોતાના પિતાના શ્રેયાર્થે શ્રી સુમાતેનાથ બિબ ભરાવ્યું અને સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૭ (૧) પોષ સુદિ ૨ના રવિવારે પ્રાગ્વાટ જ્ઞાતીય, દાત્રવાસી સા. ભાડા સુત સા. ઝામટ ભાર્યા.....એ જીરાવલા તીર્થની ૬ઠ્ઠી દેવકુલિકા કરાવી. (૨) માઘ સુદિ પના ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય છે. વીરધવલ ભા. વીજલદે સુ. ભૂંભવે ભા. ભાભવદે પ્રમુખ કુટુંબ સહિત સ્વપુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે શ્રીમાલ જ્ઞાતીય....ભા. ચાંપલદે સુત ડામરે પુણ્યાર્થે શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૮ કાર્તિક સુદિ ૩ના બુધવારે નાગર જ્ઞાતીય પરીખ ધધાએ ભા. ખાણદે પુત્ર હર પાર્થે શ્રી અભિનંદનબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૯ (૧) પોષ સુદિ ૧૨ના શનિવારે ઉકેશ જ્ઞાનીય સં. મંડલીક પુ. ઝાંઝણ ૧. માકણદે પુ. નીસલ ભા. નાયકદેએ શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું અને સૂરિએ પ્રતિષ્ઠા કરી. (૨) માધે સુદિ પના સોમવારે ઉકેશ વંશીય સા. પૂના ભા. મયૂના પુત્ર સા. સામલ શ્રાવકે સ્વયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું અને શ્રાવક પ્રવરે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૦ (૧) માઘ સુદિપો ઓસવંશીય ફગ જ્ઞાતીય સા. અજી સુત સા. જેસા માર્યા જાસૂ પુત્ર પોમાં, સાણા આદિએ શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું અને એ તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈ!' Page #682 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૬૩૩ સુદિ ૩, સોમવારે શ્રીમાલ મંત્રી વાકા ભાર્યા રાજૂ શ્રાવિકાએ મં. મિહિરાજ અને જોગીના જનનીના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૩ (૧) માઘ સુદિ પના શુક્રવારે ઉકેશ જ્ઞાતીય જેલા ભાર્યા અમારી પુત્ર મેલાએ પોતાનાં માતા-પિતાના શ્રેયાર્થે જિનબિંબ ભરાવ્યું. (૨) ફાગણ વદિ ૧૧ના ગુરુવારે પ્રાવંશીય સા. ખેતા ભા. ઊમાટે, સુત ધરણે શ્રી શીતલનાથબિબ ભરાવ્યું. ૧૪૯૪ મા. સુદિ ૧૧ ઓસવંશીય કાલ્પણસિંહ ચુત કોવાપાએ શ્રી નેમિનાથબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૫ જેઠ સુદિ ૧૪, ઓસવંશીય સા. વજા ભાર્યા વહજલદે પુત્ર સા. વીરાએ રવશ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું. ૧૪૯૬ ફાગણ સુદિ ૨ના શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય મંત્રી કયા ભાર્યા ગીરી પુત્ર છે. પર્વતે ભા. અમરી સહિત સ્વમાતુ શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, રત્નસિંહસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૮ (૧) પોષ સુદિ ૧૨ના શનિવારે ઉકેશવંશે વ્ય. સં. મંડલિક પુ. ઝાંઝણ ભા. મોહણદે પુ. નિસલ ભા. નાયકદેએ શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ સુદિ રના શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય છે. કયા ભાર્યા ગઉરી પુ. છે. પર્વતે ભા. અમારી સહિત સ્વમાનું શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) ફાગણ સુદિ ૭ના શનિવારે શ્રીમાળી જ્ઞાતીય વ્ય. સૂટા ભા. સૂવદે સુ. ભા. હીરાદે તથા માલ્કણદે શ્રાવિકાએ શ્રી સુમતિનાથબિંબ સ્વશ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૯ (૧) કાર્તિક સુદિ ૧૨ના સોમવારે પ્રાધ્વંશીય વૃદ્ધ શાખણ દ્રોણ ગોત્રીય સા. સોલા પુ. સા. ખીમાં, પુત્ર સા. ઉદયસિ પુ. સા. લડા, પુ. ઝાંબટ ભા. માલ્હદે પુ. સા. પારા, સા. પહિરાજે નિજશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ વદિ પના ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય સા. પરબત પત્ર સા રૂપતિ જયસિહ ભાતા. કડી શાખીય, પોતાના વડીલ બંધ સિંઘ ભા. ગાંગી શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૧) જેઠ સુદિ ૫ ને દિવસે ઉકેશવંશે મોટા ભાર્યા વહિણદે પુત્ર રામાં ભાર્યા રાહલદે સહિત શ્રી પાક્નથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૧ (૧) પોષ વદિ ૯ના શનિવારે સા. કાલૂ ભા. કમલાદે, સુત સા. હરિસેને પત્ની મા©ણદે શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ સુદિ ૧૨ના ગુરુવારે શ્રીમાલી વંશીય છે. ધર્મા ભાર્યા ડાહી પુત્ર વેલા, અમીયા, સૂરા ભ્રાતા સહિત છે. સાઈયાએ શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે ઉકેશવંશીય મં. ગોપા ભાર્યા મેલૂ પુત્ર મે. જાવડ શ્રાવકે ભાર્યા સંપૂરી સહિત શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૩. પૂ. આ. ભ. શ્રી જયકેશરીસૂરિ મ.સા. ઓશવંશીય વડેરાગોત્રીય ઉજલના પુત્ર માણિક શેઠ વીરમગામમાં થયા. તેમણે સં. ૧૫૧પમાં શ્રી સુમતિનાથ આદિ ઘણાં જિનબિંબો ભરાવ્યાં તથા તેના ઉપર સોનારૂપાનાં છત્રો કરાવ્યાં. Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન જયકેસરીસૂરિના ઉપદેશથી સંઘ કાઢી, પ્રતિષ્ઠાઓ કરી ઘણું ધન ખરચ્યું. માણિક શેઠે મોગલોને ધન આપીને ઘણા બંદીવાનોને પણ છોડાવ્યા છે. આ વંશમાં અમરકોટમાં થયેલા શાહ આસકરણ બાલબ્રહ્મચારી, બાલ વ્રતધારી શુદ્ધ શ્રાવક થયા, તેમણે પારકર વગેરે દેશોમાં થાળી, રૂપીઆ તથા સવા શેરના મોદકની લ્હાણી કરી ઘણું ધન ખરચ્યું. સં. ૧૫૪૧માં ભૂજમાં થયેલા ચાંપા શાહે જયકેસરીસૂરિના ઉપદેશથી કલ્પસૂત્રની ૮૪ પ્રતો લખાવીને સર્વ આચાર્યોને વહોરાવી. સં. ૧૫૨૫માં દેવચંદ પ્રભૃતિ વડેરા ગોત્રના વંશજો વાંકાનેરમાંથી જૂનાગઢ જઈ વસ્યા, ત્યાંના નવાબને જોઈતાં કિંમતી વસ્ત્રો પહેરામણીમાં આપ્યાં ત્યારથી તેઓ દોસી ઓડકથી ઓળખાવા લાગ્યા. સં. ૧૪૯૯માં પારકરમાં થયેલા ઠાકરસીના પુત્ર ખીમસીએ શત્રુંજય તથા ગિરનારના સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું હતું. સં. ૧૫૨૭માં લોલાડાના રહીશ ભલા શેઠે શ્રી પાર્શ્વનાથ જિનબિંબ ભરાવી તેની જયકેસરીસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૧૫માં કોટડાના રહીશ ખીમા શેઠના પુત્ર શ્રીકર્ણ, મહીકર્ણ, ડીડા તથા મેઘાએ મળી શ્રી શાંતિનાથ જિનપ્રાસાદ શિખરબંધ કરાવ્યો. ઓશવંશીય પડાઈયા ગોત્રીય સમરસીએ સં. ૧૪૫૨માં લોલાડા નગરમાં શ્રી શાંતિનાથ જિનપ્રસાદ કરાવ્યો. એક લાખ રૂપિયા ખરચીને શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૫૦૮માં જયકેસરીસૂરિના ઉપદેશથી શ્રી શીતલનાથ બિંબ કરાવી બાડમેરમાં પ્રતિષ્ઠા કરાવી. ઓશવંશીય વાહણી ગોત્રીય સોમિલ શેઠે ચાર લાખ પીરોજી ખરચીને શત્રુંજય તથા ગિરનારની યાત્રા કરી, બે લાખ પીરોજી ખરચી દાનશાળા મંડાવી. સં. ૧૫૦૫માં બીજરોલમાં થયેલા ભીમા તથા ૨ામાએ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા કરાવી ઘણું ધન ખરચ્યું. ઓશવંશીય ચૌહાણ ગોત્રીય વીરા શેઠે ઝાલોરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનો જિનપ્રાસાદ બંધાવ્યો. સં. ૧૫૦૫માં કોદંડાના વતની મહિરાજ શેઠે શ્રી અભિનંદન જિનબિંબ ભરાવ્યું, જેની પ્રતિષ્ઠા જયકેસરીસૂરિના ઉપદેશથી થઈ. શ્રીમાલ વંશીય આગ્નેય ગોત્રીય, આઉઆ ગામમાં થયેલા ઇલાક નામના શેઠે શ્રી વાસુપૂજ્ય જિનબિંબ કરાવ્યું, જેની પ્રતિષ્ઠા જયકેસરીસૂરિના ઉપદેશથી થઈ. આ વંશમાં લોલીઆણા પાસે છબાલી ગામમાં થયેલા ખોખા શેઠની ખોખોત્રા નામની ઓડક થઈ. તેણે પાટણમાં ચોર્યાસી પૌષધશાળામાં ચોર્યાસી કલ્પસૂત્રો વંચાવ્યાં તથા ઘણું ધન ખરચીને સ્વામીવાત્સલ્ય કર્યા. કાશ્યપ ગોત્રીય ઝાંઝણ શેઠે મોડી ગામ પાસે ભાદ્રહડી ગામમાં સં. ૧૫૪૩માં શ્રી વિમલનાથજીનો જિનપ્રાસાદ જયકેસરીસૂરિના ઉપદેશથી કરાવ્યો અને એમના જ ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. શ્રીમાલી વંશીય ખોડાયણ ગોત્રીય શેઠ કુંભાએ જયકેસરીસૂરિના ઉપદેશથી બેલા ગામમાં પિત્તળની જિનપ્રતિમાની સ્થાપના કરી. શ્રીમાલી વંશીય લાછિલ ગોત્રીય વીરા શેઠે હરિયાપુરમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય તથા પૌષધશાળા બંધાવ્યાં, જેની પ્રતિષ્ઠા જયકેસરીસૂરિના ઉપદેશથી થઈ. ઓશવંશીય કાંટિયા--ગોખરુ ગોત્રીય સંઘા શેઠે સં. ૧૫૨૧માં યકેસરીસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. આ વંશમાં સંગ્રામ સોનીએ શત્રુંજય ઉપર ચૌમુખ જિનપ્રાસાદ બંધાવ્યો. ઓશવંશીય સ્પાલ ગોત્રીય, સાયલાના વતની રૂપચંદ અને તેના પુત્ર સામંતસિંહે જયકેસરીસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારેલો. ભટ્ટગ્રંથોમાંથી જાણી શકાય છે કે સામંતસિંહને રાત્રિએ સર્પ કરડ્યો હોઈને તે મૂર્છિત બની ગયેલો. તેને મૃત્યુ પામેલો જાણી અગ્નિદાહ માટે લઈ જતા હતા એ વખતે જયકેસરીસૂરિ સામા મળ્યા. તેમને તે હકીકત જણાવતાં મંપ્રયોગથી તેમણે તેને સાજો કર્યો. આથી રૂપચંદે પોતાના Page #684 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૩૫ તાબાનાં ચાર ગામો ગુરુને આપવા માંડ્યાં. પરંતુ નિસ્પૃહી ગુરુએ તે ન લેતાં તેમને જૈન ધર્મ સ્વીકારવા કહ્યું. તેઓએ પણ ખુશી થઈ કુટુંબ સહિત જૈનધર્મ સ્વીકાર્યો. તેઓ સાયલાના ઠાકોર હોવાથી સામંતસિંહના વંશજો યાલ ગોત્રથી પ્રસિદ્ધ થયા. સૂરિના ઉપદેશથી તેમને ઓશવાળ જ્ઞાતિમાં મેળવી દેવામાં આવ્યા. ત્યાંથી તેના વંશજો કુંભલમેરમાં જઈ વસ્યા. તેમના વંશમાં મહિપાલ શેઠ ધનાઢ્ય હતા. તેમણે ત્યાં વિશાળ જિનાલય બંધાવ્યું. શ્રીમાલવંશીય, ભારદ્વાજ ગોત્રીય, વલાદ્ર ગામના વતની મંત્રી નંદાએ શ્રી મલ્લિનાથબિંબ ભરાવ્યું. એમના કુટુંબે બીજાં પણ ત્રણ જિનબિંબો ભરાવ્યાં, જેમની પ્રતિષ્ઠા જયકેસરીસૂરિના ઉપદેશથી થઈ. એક શ્રીમાલી જૈન કુટુંબની પ્રાચીન વંશાવલીમાં આ હકીકત આ પ્રમાણે નોંધાયેલી છે : ઓશવંશીય, બપ્પણા ગોત્રીય, મીઠડીઆ શાખીય, પત્તનવાસી આ કુટુંબ વિષે આ પ્રમાણે માહિતીઓ પ્રાપ્ત થાય છે :--- (૧) નરસિંહના પુત્રો પાસદત્ત અને દેવદત્તે જીરાવલા તીર્થની દેવકુલિકા નં. ૩૦ થી ૩૨, જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી હોવાની માહિતી સં. ૧૪૮૩ના પ્રથમ વૈશાખ સુદિ ૧૩ ગુરુવારના, તે દેવકુલિકાના શિલાલેખો પરથી પ્રાપ્ત થાય છે. (૨) ઉક્ત નરસિંહનાં સંતતિમાં રૂડી શ્રાવિકાએ જીરાવલા તીર્થની ૩૩મી દેવકુલિકા જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી એમ તેના ખંડિત શિલાલેખ પરથી જાણી શકાય છે. શિલાલેખ સં. ૧૪૮૩ના વર્ષનો જ છે. (૩) ઉક્ત તેજાના દ્વિતીય પુત્ર ખીમાનાં ભાર્યા ખીમાદેએ કુટુંબના શ્રેયાર્થે જીરાવલા તીર્થની ૩૫મી દેવકુલિકા જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી, એમ તેના એ જ તિથિ-મિતિના શેલાલેખ પરથી જાણી શકાય છે. (૪) પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે સલખણના પુત્રો સા. તેજા અને સા. નરસિંહ અદ્ભુત ચારિત્રવાળા હતા. તેમણે મહીતીર્થની યાત્રા કરી તેનો ઉદ્ધાર કરાવ્યો અને એ રીતે પોતાનું ધન કૃતાર્થ કર્યું. (૫) સા. તેજાના સા. ડીડા પ્રકૃતિ પાંચ પુત્રો થયા જેમને ગુજરાતના સુલતાન અહમદશાહે પણ સન્માનિત કરેલા. તેમણે અનેક સત્કાર્યો કર્યાં હતાં. (૬) ડીડાના પુત્ર નાગરાજ શ્રેષ્ઠીમંડલમાં ભૂષણ સમાન થયા. (૭) નાગરાજના પૌત્ર સા. પાસાને ગુજરાતના સુલતાન કુતુબુદ્દીને સન્માન આપેલું. તેઓશ્રી સંઘમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તેમ જ ખૂબ જ સમર્થ પુરુષ હતા. તેની પત્ની ચમકૂ પણ નિર્મળ શીલને ધારણ કરવાવાળી, દેવ અને ગુરુની ભક્તિમાં રસિક ચિત્તવાળી હતી, જેણે સાતે ક્ષેત્રોમાં ધન વાવરીને લક્ષ્મીને કૃતાર્થ કરી. શ્રાવિકા ચમકૂએ જયકેસરીસૂરિના ઉપદેશથી સં. ૧૫૧૦ના ફાગણ સુદિ પના રવિવારે શ્રી કલ્પસૂત્રની પ્રતો સ્વર્ણાક્ષરે લખાવી. ઉપર્યુક્ત મહત્ત્વપૂર્ણ બાબતો ઉપરાંત જીરાવલા તીર્થની દેવકુલિકાના શિલાલેખોમાંથી તેમ જ કલ્પસૂત્રોની પ્રશસ્તિઓમાંથી એ રાજમાન્ય વંશની બીજી પણ કેટલીક માહિતીઓ ઉપલબ્ધ બને છે. આ વંશના સમર્થ પુરુષોને ગુજરાતના સુલતાનોએ પણ સન્માનિત કર્યા હતા, એ પરથી જ એમની મહત્તા જાણી શકાય છે. અંચલગચ્છના આચાર્યોના ઉપદેશથી તેમણે અનેક કાર્યો કર્યાં અને પોતાનાં સુકૃત્યો દ્વારા ગચ્છની તેમ જ શાસનની શોભા પણ તેમણે વધારી. પ્રતિષ્ઠાલેખો અંચલગચ્છમાં સૌથી વધુ પ્રતિષ્ઠાલેખો જયકેસરીસૂરિના પ્રાપ્ત થાય છે. આ લેખોમાંથી અનેક મહત્ત્વપૂર્ણ બાબતો જાણી શકાય છે. અહીં લેખોનો સંક્ષિપ્ત સાર જ વિવક્ષિત છે :-- Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન 10 સં. ૧૫૦૧ જેઠ સુદિ ૧૦ના રવિવારે ઉકેશવંશી લાલણ શાખીય સા. હેમા ભાર્યા હીમાટેના પુત્ર સા. જયવડ શ્રાવકે જયતલદે ભાર્યા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું. શ્રાવકોએ પ્રતિષ્ઠા કરાવી. - સં. ૧૫૦૨ કાર્તિક વદિ રના શનિવારે ઉકેશજ્ઞાતીય નં. ગોત્ર સા. લોહડ સુત સારંગ ભાર્યા સુહાગદેના પુત્ર સાદા ભાર્યા સુહમાદેએ પોતાના શ્રેયાર્થ શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યા, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૦૩ (૧) જેઠ સુદિ ૧૦ના ગુરુવારે ઉકેશવંશી સા. રેડા ભાર્યા રણશ્રી પુત્ર પદસાદાજીત શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે પ્રાગ્વાટ જ્ઞાતીય સા. ગાંગા ભાર્યા ગંગાદે પુત્ર આમા ભાર્યા ઉમાદે પુત્ર સા. સહસા સુશ્રાવકે ભાર્યા સંસારદ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૦૪ (૧) મહા વદિ ૩ ઉપકેશ જ્ઞાતીય સા. જયતા ભા. તામ્હણદે સુત મહિપાએ પોતાના શ્રેયાર્થે ભ્રાતા ચાંપા નિમિત્તે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ વદિ ૯ના સોમવારે ઉકેશ જ્ઞા. સા. ગોપા ભા. રૂદી પુત્ર રૂલ્પા ઠાકુર સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદિ ૩ના શનિવારે ઉકેશવંશી લીંબા ભાર્યા વાછૂ પુત્ર મ. ફાઈયા સુશ્રાવકે ભાર્યા હીરૂ સહિત શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૪) એ જ દિવસે શ્રીમાલી છે. આકા ભા. રાજૂ પુત્ર આસાએ ભા. દેમતિ પિતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૦૫ (૧) માઘ સુદિ ૧૦ના રવિવારે શ્રીમાલ. સં. સામલ ભા. લાખણદે સુત દેવા ભા. મેધૂએ દેલ્હાના કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીમાળી જ્ઞાતીય છે. કર્મસી ભા. હાંસૂ પુત્ર છે. નરપતિ સુશ્રાવકે ભા. નયણાદે મુખ્ય સમસ્ત કુટુંબ સહિત માતપિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે શ્રી પદ્મપ્રભ બિંબ પણ ભરાવવામાં આવ્યું. (૪) એ જ દિવસે ઉકેશવંશી મીઠડી આ સા. સાઈઆ ભાર્યા સિરીયાદે પુત્ર સા. ભોલા સુશ્રાવકે ભાર્યા કન્હાઈ, નાના ભાઈ મહિરાજ, હરરાજ, પધરાજ; ભાઈના પુત્ર સા. સિરપતિ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે ઉકેશવંશી સં. દેલ્હા ભા. દૂલ્હાદે પુ. બઆ સુશ્રાવકે ભા. મેપૂ પુ. જતા, પૌત્ર પૂના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે એ જ વંશના દો. બડૂઆ ભા. મેઘૂ પુ. જટા સુશ્રાવકે ભા. જહલણદે ભાઈ જઈતા, પુના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૨૪ (૧) ચૈત્ર સુદિ ૧૨ ઊ. જ્ઞા. સં. મેઘા ભા. તોલ્હી પુ. ગોપાએ ભા. હેમાઈ પુ. સમધર અદીતાદિ સહિત શ્રેય અર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું તેમ જ પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૩ સોમવારે પ્રાધ્વંશે સા. આકા ભા. લલતાદે પુ. ધારા ભા. વીજલદેએ પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. જયતલકોટના રહેવાસી. (૩) એ જ દિવસે હડાલા ગામના શ્રીવંશીય શ્રે. વાચ્છા ભા. પુરી પુ. મં. હિરા ભા. વાછૂ સુ. મ. સહસા ભા. રાંભલદે શ્રાવિકાએ પોતાનાં 2 Page #686 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ [ ૬૩૭ માતા-પિતા શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદિ ૯ના સોમવારે શ્રીવંશી સં. સમધર ભા. જીવીણિ સુતા વહાલીએ પિ. હેમા સહિત માતા-પિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) આ. સુદિ ૧૦ના શુક્રવારે શ્રીવંશી મ. સાંગન ભા. સોહાગદે પુ. નં. વિરધવલ ભા. ગુરી પુ. ખેતસી-જૂઠાએ મું. ભાર્યા જયતલદે ભાઈ કાલા, ચડધા, ભા. પુત્ર ભોજા, દેવસી, ધીરા પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી નમિનાથ-ચોવીશી પટ્ટ કરાવ્યો, સિહુદ્રડા ગામે સંયે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫ર૫ (૧) માઘ સુદિ ૩ના સોમવારે પ્રા. વંશે સં. મોલ્લા ભા. મણિકદે સુ. ભાદા ભા. ભાવલદે પુ. ઢાવા, ઢાકે પૂર્વજ શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદિ ૧૩ના બુધવારે શ્રીમાલ જ્ઞા. . ધના ભા. વાલ્હી સુ. નાથા ભા. રંગાઈએ, સુ. હૌસા ભા. રામતિ સુ. વીરપાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદિ ૭ના શનિવારે નાગર જ્ઞાતીય છે. રામા ભા. શણી પુ. નગાએ, ભા. ધની પુ. નાથા સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે નાગર જ્ઞાતીય સં. ભામાં ભા. દૂબી સુ. વાલા, માંડણ ભા. લાકા, રંગી, પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) આષાઢ સુદિ ૩ના સોમવારે શ્રીમાલ જ્ઞા. મ. લખમણ સુ. મું. ચઉથા ભા. સંભલદે સુ. હરીઆએ ભા. રહી, ભાઈ માલા, વનાદી કુટુંબ સહિત પોતાની માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં.૧૫ર૬ (૧) પોષ વદિ પના સોમવારે ઉકેશવંશી સા. સાયર ભા. મહિરી પુ. સા. ગોગા સુશ્રાવકે ભા. કઉતિગદે સહિત વૃદ્ધ ભા. ગઉરદેના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ વદિ ૭ના સોમવારે વીરવંશી સુગાલગોત્રી છે. વરપાલ ભા. વયજી પુ. શ્રે. ધનાએ ભા. માર્ક, પુ. શિવા, પૌત્ર દેવા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે ઓસવંશી મીઠડીઆ શાખીય સા. નરપતિ ભા. નાયકદે પુ. નરબદ સુશ્રાવકે ભા. હીરાઈ સુ. કાન્હા, ઠાકુર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫ર (૧) કા. સુ. ૪ના રવિવારે સવંશી વડહરા શાખીય સા. સાદા ભા. સુહડાદે પુ. સા. જીવાએ ભા. જીવાદે, ભાઈ સરવણ, સૂરા, પાંચા, ચાંપા સું. પૂના સહિત ભા. ઝાંઝણ, સોમા શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, કોટડા ગામે સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ ૫ શુક્રવારે ઉકેશવશે, કાલાગોત્રી સા. જગસી ભા. જયતલદે પુ. સા. દંપતિ સુશ્રાવકે ભા. ચાંપલદે પુ. સા. રૂપા, સા. સાંડા, સા. શ્રીચંદ મુખ્ય કુટુંબ સહિત શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રીવંશી છે. જેસા ભારતુ પુ. ગણીઆ ભા. હીરૂ પુ. એ. દેવદત્ત ભા. માનૂ સુ. એ. રાણા સુશ્રાવકે ભા. માંજૂ, ભાઈ ધર્મ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા. શ્રે. ડુંગર ભા. હીરાદે પુ. સારાંગણ ભા. ઝલી મુ. પોજા દેવા, જેસિંગ સહિત શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, લોલાડા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) અષાઢ સુદિરના ગુરુવારે ઉકેશ જ્ઞા. સા. અજા ભા. આહલદે પુ. નીંબા ભા. માન સહિત આત્મશ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) અષાઢ સુદિ ૧૦ના બુધવારે શ્રીવંશી સં. પોષા ભા. Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ | || જૈન પ્રતિભાદર્શન O કરણું પુ. સં. નરસિંઘ સુશ્રાવકે ભા. લખૂ, ભાઈ જયસિંઘ, રાજા પુ. સં. વરદે કહા, પૌત્ર સં. પદમશી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિબ ભરાવ્યું. પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.(૭) એ જ દિવસે શ્રીવંશી સે. કર્મા ભા. જાસૂ પુ. સં. ખીમા ભા. ચમકૂ શ્રાવિકાએ પુત્ર કર્માઈના પુણ્યાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે ઓસવંશી મીઠડીઆ શાખીય સોની મુહણસી ભા. કરમાઈ પુ. સો. ગોરા ભા. રજાઈ પુ. સો. સકલચંદ સુશ્રાવકે વડીલ ભાઈ સૂરચંદ સહિત, પિતાના પુણ્યાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) એ જ દિવસે શ્રીવંશી સે. કર્મા ભા. જાસૂ પુ. સં. પહિરાજ સુશ્રાવકે ભા. ગલૂ પુ. સં. મહિપા, સીપા, રૂપા સહિત પત્નીના પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૨૮ પોષ વદિ પના બુધવારે શ્રીમાલ જ્ઞા. દેવા ભા. દેઉઃ સુ. ગણીયા, નિલે પોતાના કાકા સિવા, ભાઈ ખેતા, ઝીથા નિમિત્તે શ્રી નેમિનાથ બિબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ વદિ પના ગુરુવારે શ્રીવંશી છે. જેમા ભા. રામતિ સુ. શ્રે. ખોનાએ ભાઈ જીવા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, ગુંદી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ચૈત્ર વદિ ૧૦ના ગુરુવારે સવંશી મિઠડીઆ સો. જાવડ ભા. જસ્માદે પુ. ગુણરાજ સુશ્રાવકે ભા. મેધાઈ ૫. પુના, મહિપાલ, ભાઈ હરખા, રાજસિંહ, સોનપાલ સહિત, પત્નીના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશી સો. મના ભા. રાંભૂ પુ. માંડણ સુશ્રાવકે ભા. લહિકૂ પુ. સો. નરપતિ, સો. જીવા, સો. રાજા પૌત્ર વસ્તા કીકા સહિત પુત્રવધૂ જસમારે પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (પ) એ જ દિવસે એ જ વંશના છે. માંડણ ભા. જયતુ પુ. શ્રે. કુંપા સુશ્રાવકે ભા. મની પુ. કીકા, ભાઈ દેવસી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે એ જ વંશના મ. સાંગા ભા. ટીબૂ પુ. . રત્ના સુશ્રાવકે ભા. ધારિણી પુ. વીરા, હીરા, નીના, બાબા સહિત, કાકા મં. સહસા પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે ઉસવંશી મીઠડિયા શાખીય સા. હેમા ભા. હમીરદે પુ. સો. જાવડ સુશ્રાવકે ભા. જસમારે, પૂરી પુ. ગુણરાજ, હરખા, શ્રીરાજ, સિંહરાજ, સોનપાલ પૌત્ર પૂના, મહિપાલ કૂરપાલ સહિત જયેષ્ઠ પત્નીના પુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા. ભોજા ભા. ડાહી પુ. શ્રે. ધના ભા. જીવિણી પુ. શ્રે. વેલાએ ભા. પ્રિમી, અપર માતા લાડકી સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, ઉહરનાલા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) આષાઢ સુદિ પના રવિવારે પ્રાગ્વાટ જ્ઞા. ઝીણા ભા. જીવણિ પુ. એ. પચા ભા. ધારૂ પુ. માણિક સહિત શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫ર૯ (૧) ફા. સુદિ રના શુક્રવારે ઉસવંશી મીઠડિયાગોત્રી બ. સાયર ભા. ચમકૂ પુ. વ્ય. ધનાએ ભા. ધનાદે, પુ. જેતા સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, પારકરનગર સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી રસોઈયાગોત્રી છે. ગુહા ભા. રંગાઈ પુ. શ્રે. દેધર સુશ્રાવકે ભા. કુંવરિ, ભાઈ સીયર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, પાટણનગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે ઉપવંશે વડહરા શાખીય સા. દરગા ભા. લીલાદે પુ. વિક્રમ સુશ્રાવકે ભા. પલ્હાદે પુ. વ્યાધસિંહ, ભોજા, ખીમા, ખેતા સહિત, કાકા સાજનના Page #688 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૩૯ પુણ્યાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશી મે. વેલા ભા. માં પુ. મ. સાવિગ સુશ્રાવકે ભા. માલ્હી સુ. જૂઠા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ વદ ૬, ઉપકેશ જ્ઞા. કાલા ગોત્રીય સા. મૂલા ભા. ભાઊ નરપતિ પુ. નગરાજ સા. અપમલે, માતા-પિતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી. (૬) વૈશાખ વદિ ૧૧ના શુક્રવારે ઉપકેશવંશી સા. સાખા પુ. સા. ચીતવ ભા. રૂપાઈ પુ. સા. આણંદ ભા. રતના પુ. સા. ડુંગર, તેજપાલ ભાઈ સા. ધર્મસી, ધારસી સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સર્વ સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) જેઠ વદિ ૭ના ગુરુવારે ગુર્જરવંશે મું. સાધા ભા. ફકુ પુ. . પરબત ભા. રતન પુ. મું. જગરાજ સુશ્રાવકે ભાઈ લાલા, વેણીદાસ, કાકા મં. પામ બુધાસિંધ, ભાઈયા સહિત દાદાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, ચંપકપુરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે શ્રીવંશી મહ. નાગા ભા. રત્ન પુ. મહં. આશા ભા. પહુતિ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૦ (૧) માઘ સુદિ ૧૩ના રવિવારે શ્રીવંશી છે. દેવા ભા. પાચૂ પુ. એ. હાયા ભા. પુહતી પુ. . મહિરાજ સુશ્રાવકે ભા. માતર સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી લધુ સંતાને મ. મુંજા ભા. મહિગલદે સુ. મું. સઈવા ભા. હીરૂ પુ. મું. ગોપા સુશ્રાવકે ભા. ગુરદ સહિત વડીલ ભાઈ ગોવિંદ ભા. લીલાના પુણ્યાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદિ ૭ના બુધવારે શ્રીમાલ જ્ઞા. સા. રાજા ભા. રાજલદેએ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે ઉકેશ શા. સા. પોમા ભા. લીલાઈ સા. મદન ભા. નીકી સુશ્રાવિકાએ...પ્રમુખ કુટુંબના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે ઉસવાલ જ્ઞા. સા. દાચા ભા. દેસાઈ સુ. સા. ખેતા સા. શ્રીપાલ, દેપાલ સા. ખેતા ભા. રંગાઈએ પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૬) ચૈત્ર વદિ ૬ના ગુરુવારે ઉસવંશે સા. ધીરણ ભા. આનૂ પુ. યોમાએ ભા. પોમારે ભાઈ સૂરા, સીહાસહિત ભા. ચાંપાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૧ (૧) માઘ સુદિ ૩ના સોમવારે ઉપકેશ વંશી સં. જહતા ભા. જહતાદે પુ. માઈયા સુશ્રાવકે ભા. રજાઈ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૨) શ્રીમાલ જ્ઞા. દો. બોટા ભા. રતુ પુ. વીરા ભા. વાનૂ પુ. લખા સુશ્રાવકે ભગિની ચમકૂ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૮ના સોમવારે ઓસવંશી સા. કુજા ભા. કુતગદે પુ. સા. વાઘા સુશ્રાવકે ભા. કર્માઈ પુ. ભીમા સહિત પત્નીના પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું. ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે ઉસવંશીય સા. મેઘા ભા. મેલાદે પુ. સા. જૂઠા સુશ્રાવકે ભા. રૂપાઈ પુતલિપુત્ર વિદ્યાધર, ભાઈ દત્ત, વર્ધમાન સહિત માતાના પુણ્યાર્થે શ્રી મુનિસુવ્રતબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ સુદિ ૫ સોમવારે ઓસવંશી લાલન શાખામાં છે. મેલીગ ભા. માણકાદ પુ. શ્રે. માંકા સુશ્રાવકે ભા. ભૂરાદે પુ. દેપાલ, હરપાલ, પરવત સહિત, સ્વશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) જેઠ R Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૪o | [ જૈન પ્રતિભાદર્શન સુદિ ૨ના રવિવારે નાગર જ્ઞા. વૃ. સં. બિલ્બચીયાણાગોત્રી પા. હાપર ભા. રાજૂ સુ. ભલા. ગોપાલે કુટુંબસહિત માતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, વડનગરમાં તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે નાગર જ્ઞા. વૃ. પા. લાલિગ ભા. વાલ્હી સુ. ચેલા ગેલાએ, ચેલા. ભા. રૂપીણિ સુ. આસધર, અલવા, ગેલા ભા. ગોગલકે પ્રમુખ કુટુંબ સહિત શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, વડનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩ર (૧) વૈશાખ સુદિ ૧૦ના શુક્રવારે ઉસવંશી ભોર ગોત્રે સા. સરવણ ભા. કાલ્હી પુ. સા. સીહા સુશ્રાવકે ભા. સૂવદે પુ. શ્રીવંત, શ્રીચંદ, શિવદાસના પૌત્ર સિદ્ધપાલ પ્રમુખ કુટુંબ સહિત માતાના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી મે. ધના ભા. ધાંધલદે યુ. . પાંચા સુશ્રાવકે ભા. ફક પુ. મહં. સાલિગ સહિત પોતાના પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, લોલાડા ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રીવંશી છે. કઉજા ભા. લાહૂ પુ. શ્રે. માણિક ભા. રૂપીણિ સુશ્રાવિકાએ દેવરાજ, પહિરાજ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશી છે. નરપતિ ભા. જાણાદે સુ. છે. ભાવડ ભા. ઝવૂ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે શ્રીવંશી મું. ધન્ના ભા. ધાંધલદે પુ. મું. સુચા સુશ્રાવકે ભા. લાલી ભાઈ ગોઈદ પુ. સીપા, નાખા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, લોલાડા ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે શ્રીવંશી છે. દેધર ભા. ઉપાઈ પુ. સં. સિંધા સુશ્રાવકે ભા. માંગાઈ ભાઈ સં. હરજી, સં. પોપટ સહિત પોતાના પુણ્યાર્થે શ્રી વિમલનાથ બિંબ કરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. - સં. ૧૫૩૩ (૧) માગશર સુદિ ૬ ઉકેશ જ્ઞા. કાલાગોત્ર સા. દેવદત્ત પુ. સા. ફેરૂ ભા. વિલ્હણદે પુ. રાવણ સહિત, પોતાની પુણ્યાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદિ ૬ના સોમવારે ઉસવંશી વ્ય. સહિસા ભા. સહિસા ભા. સહિ જલદે અપરભાર્યા સિરિયાદે પુ. વ. રાઉલ સુશ્રાવકે ભા. અધૂ પુ. વ્ય. આસા, કાલા, થિરપાલા, પૌત્ર ઇબા, સહિત પત્ની અરધૂ પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું. (૩) માઘ સુદ ૧૩ના ભોમવારે પ્રાગ્વાટ જ્ઞા. સા. નાઊ ભા. હાસી પુ. સા. ઠાકુરસી સા. વર સિંધ, ભાઈ, સા. ચાંપાએ ભા. સોમી પુ. આ જીણા સહિત શ્રી નેમિનાથ બિંબ ભરાવ્યું, માહી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૪ (૧) માઘ સુદિ ૧૦ના બુધવારે શ્રીવંશી દો. આર. ભા.. માંકુ સુ. ભાવલ ભા. રામતિ સુ. દો. ગણપતિ સુશ્રાવકે ભા. કપૂરી પુ. માણોર, દેવસી દ્વિતીય ભા. કઉતિગરે પુ. શિવા, કાકા દો. અજા ભા. ગોમતિ ૫. મહિરાજ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, અને તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૫ (૧) માગશર સુદિ ૬ શુક્રવારે શ્રીવંશી છે. રામા ભા. રાંભલદે પુ. શ્રે. જાનાએ ભા. ગોમતી, ભાઈ, શ્રે. નંગ, મહારાજ સહિત પિતાના પુણ્યાર્થે શ્રી શ્રેયાંસ બિંબ ભરાવ્યું, વીચી આડી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ ૧૨ના રવિવારે ઉસવંશી છે. હીરા ભા. હિરાદે પુ. છે. પાસા સુશ્રાવકે ભા. પુનાદે પુ. ખીમા, ભૂતા, દેવા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, Page #690 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૪૧ વાગૂડી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) આષાઢ સુદિ ૯ના સોમવારે શ્રીવંશી કપર્દ શાખીય છે.પૂના ભા. પાલ્ડદે પુ. શ્રે. ભીમાએ ભા. ભલી પુ. રંગા, ભત્રીજા ધના, વના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભ બિંબ ભરાવ્યું, પાલવિણિ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશી વીસલીઆ ગોત્રે મું. રણસી ભા. ઊભૂ પુ. મં. આકા સુશ્રાવકે ભા. ચાણી પુ. સહજા, વયજા, ભીમા, ખીમાદી સહિત શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, બેટનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે શ્રીવંશી કપર્દ શાખાય છે. શેખા ભા. સીંગારદે પુ. શ્રે. ખીમા સુશ્રાવકે ભા. લખી પુ. વાસા પૌત્ર વીરમ સહિત પતિના પુણ્યાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ધુધિણિ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે શ્રીવંશી વીસલીઆ ગોત્રે મું. જયસિંહ ભા. જસમારે, હર્ષ પુ. મું. સામેલ સુશ્રાવકે ભા. માલ્હી, ભાઈ ચાચાદિ સહિત પતિના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, બેટનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૬ (૧) માગશર સુદિ પના ગુરુવારે ઉપકેશવંશી હથુડિયા ગોત્રે સા. લાહા ભા. લાછલદે પુ. ડુંગર ભા. કરણાદે પુ. વચ્છા, આપા, પદમાએ પોતાના પુણ્યાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ પના રવિવારે શ્રીવંશી સો. સામલ ભા. ચાંપૂ સુ. સો. સિંહા સુશ્રાવકે પુ. આસપાલ, પાલા સહિત, વડીલ ભાઈ આસાના પુણ્યાર્થે શ્રી અભિનંદન બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૭ના સોમવારે ઉસવંશી સા. રાણા ભા. રયણાદે પુ. સા. ખરહર્ષ સુશ્રાવકે ભા. માણિકદે પુ. લખમણ, કેસવણ કીર્તિ પૌત્ર મદન, સૂરા, માણિક સહિત પુત્ર રાવણના પુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. - સં. ૧૫૩૭ (૧) મા. સુ. રના સોમવારે ઉસવાલ જ્ઞા. સા. નરસિંઘ ભા. નયણશ્રી પુ. સા. મહિરાજ ભા. મહણશ્રી પૂ. મોલ સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ ભાઈ ઠાકરસીના શ્રેયાર્થે ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૧૦ના સોમવારે શ્રીવંશી છે. મોખા ભા. રામતિ પુ. શ્રે. દેવા સુશ્રાવકે પુ. નારદ, પૂના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અનંતનાથ બિબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જેઠ સુદિ ૨ના સોમવારે શ્રીવંશી છે. રત્ના ભા. રતનૂ પુ. એ. ધન્ના સુશ્રાવકે ભા. ધન્ની, પુ. પાસા, પદમા સહિત, પત્નીના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, શ્રાવતી નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદિ ના સોમવારે શ્રીવીરવંશી મે. હાપા ભા. હરખૂ પુ. નં. ઠાકુર સુશ્રાવકે ભા. કામલી, કાકા છાંછા ભા. વડલૂ સહિત પત્નીના પુણ્યાર્થે શ્રી અજિતનાથ બિંબ ભરાવ્યું, ખંભાતમાં સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) જેઠ સુદિ ૧૦ના સોમવારે લીંબડીવાસી સં. ખેમા ભા. ગૌરી શ્રાવિકાએ પુ. વેરસી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૩૯ (૧) વૈશાખ સુદિ ૧૦ના ગુરુવારે શ્રીવંશી છે. ગુણીઆ ભા. તેજૂ પુ. અમરા સુશ્રાવકે ભા. અમરાદે, ભાઈ રત્ના સહિત, પિતાના પુણ્યાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. odܘܩ o ao avo ao ay Boo A૦૦ V A09 696969696 Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ ] ૧૪. યૂ. આ. ભ. શ્રી સિદ્ધાંતસાગરસૂરિ મ.સા. અંચલગચ્છીય શ્રાવકોની માંડવગઢમાં સારી સંખ્યા હોવી જોઈએ. ખાસ કરીને ત્યાંના સોની વંશજોએ અંચલગચ્છના આચાર્યોના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ કરાવી છે. સિદ્ધાંતસાગરસૂરિ પણ એ જ વંશના હતા એ પણ સૂચક છે. આ સોની ગોત્રના વંશજોએ માંડવગઢમાં સોનાગઢ નામનો સુપ્રસિદ્ધ કિલ્લો બનાવ્યો હતો. આ પરથી એમ પણ અનુમાન કરી શકાય છે કે તેઓએ ત્યાંના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હશે. સંગ્રામી સોની, ગોપાલ આદિ શૂરવીરો તો રાજ્યમાં મોટા અધિકારો ભોગવતા હતા. [ જૈન પ્રતિભાદર્શન માંડવગઢમાં મૂલનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા બહુ જ ચમત્કારિક મનાય છે. આ મૂર્તિ સં. ૧૮૯૮ માં ખોદકામ કરતાં ભીલોને મળી હતી. તેને સોનાની સમજીને ગાળવા માટે કોશિશ કરી પણ માંડવગઢના મહંતના ચપરાસીને આ વાતની ખબર પડતાં તેણે મહંતને જાણ કરી. મહંતે એ મૂર્તિ મેળવી યતિ ખુશાલચંદજીને સોંપી. એ પછી મૂર્તિને ધાર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો. તે મુજબ ધારના શ્રાવકો હાથી, ઘોડા, રથ વગેરે લઈને સંઘ સાથે મૂર્તિ લઈ જવા માટે આવ્યા. પ્રતિમાજીને હાથી ઉપર સ્થાપિત કરવામાં આવ્યાં. દિલ્હી દરવાજો કે જ્યાંથી માંડવગઢમાંથી બહાર નીકળવાનું હતું ત્યાં આવતાં જ હાથી અટકી ગયો. ઘણી મહેનત કરી પણ તે આગળ ચાલ્યો જ નહીં. એટલે થાકીને સંઘ નિરાશ થઈને મૂર્તિ પાછી મૂકીને ધાર ગયો અને ધારના રાજાને હકીકત જણાવી. રાજાએ એ મૂર્તિને માંડવગઢમાં રાખવાની સલાહ આપી. પછી સંઘે ત્યાંનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી તેમાં એ મૂર્તિ સં. ૧૮૯૯માં સ્થાપન કરી, જે આજ દિવસ સુધી ત્યાં જ છે. માંડવગઢવાસી શ્રીમાલી અને માલવાધિપતિના મિત્ર તથા ‘માફરમલિક’ એ નામ ધારણ કરતા મેઘ મંત્રીએ પોતાના નાના ભાઈ જીવણ સહિત રહીને સત્રાગારથી સંઘને સંતોષ કરવામાં લાખો ટંક ખરચ્યા. સંઘકાર્યો પછી તેમણે સં. ૧૫૨૮-૪૧ વચ્ચે સર્વ ગચ્છના સાધુઓને પુષ્કળ વસ્ત્રનું દાન કર્યું. અંચલગચ્છના સાધુઓને પણ તેણે વસ્રદાન કર્યું હતું એવો ‘ગુરુગુણ રત્નાકર' (સં. ૧૫૪૧)માં સ્પષ્ટ ઉલ્લેખ હોઈને એ અંચલગચ્છના સાધુઓનો માંડવગઢ તરફ એ અરસામાં સતત વિહાર હતો, એ વાત નિર્ણીત થાય છે. (જુઓ જૈ. સા. સં. ઇ. પેરા ૭૨૯ પૃ. ૫૦૨) માંડવગઢમાં. એચલગચ્છના આચાર્યોએ કરેલો ઉગ્ર વિહાર, ત્યાં એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓ અને અંચલગચ્છીય સોની શ્રાવકોનાં સુકૃત્યો અને એમનો પ્રભાવ, આ ગચ્છના ઇતિહાસમાં સુસ્મરણીય રહેશે. પ્રાચીન વૈભવ ધરાવતા આ નગરના ઇતિહાસમાં એ બધા ઉલ્લેખો પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે એ નિઃશંક છે. પ્રતિષ્ઠાલેખો સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. એમના પ્રતિષ્ઠાલેખો પણ સારી સંખ્યામાં ઉપલબ્ધ છે, જેની ટૂંક નોંધ આ પ્રમાણે છે : ૧૫૪૨ (૧) વૈશાખ સુદિ ૧૦ના ગુરુવારે શ્રીમાલ જ્ઞા. વિ. મહુણા ભા. માણિકદે પુ. જગા ભા. Page #692 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૪૩ રૂડી સુ. જઈતા ભા. પરબૂ સુ. ધના ભા. રૂપાઈએ પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, ગંધારબંદરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૧૩ના રવિવારે ઉસવંશી સા. જીવા ભા. કર્માઈ ૫. સા. જેઠા સુશ્રાવકે ભા. રૂપાઈ પુ. હરિચંદ, વડીલ ભાઈ સા. આસરાજ સહિત વૃદ્ધ ભાર્યા વીરૂના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદ સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૭ના બુધવારે છે. જીવા ભા. પુરાઈ પુ. એ. વઈજા સુશ્રાવકે, નાના ભાઈ સહેજા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૪ (૧) વૈશાખ સુદિ ૩ના સોમવારે શ્રીવંશી વ્ય. પત્રામલ ભા. છૂટી અપર ભાર્યા હટૂ પુ. વ્ય. હરિયા સુશ્રાવકે ભા. રૂપીણિ પુ. નાથા ભા. સોભાગિણી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અભિનંદન બિંબ ભરાવ્યું, વારાહી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ વદિ ૧ના શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય ઠ. માણિક, ભા. રંગી, પુ. ઠ. મુન્દ્ર સુશ્રાવકે, ભા. હકુ, પુ. હંસરાજ, હાપા, અપર ભાર્યા ધર્માદ મુખ્ય કુટુંબ સહિત પિતાના પુણ્યાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૫ (૧) માઘ સુદિ ૧૩ના બુધવારે લઘુ શાખા શ્રીમાલી વંશે મે. ધોધલ ભા. અકાઈ સુ. મે. જીવા ભા. રમાઈ પુ. સહસકિરણે ભા. લલતાદે વૃદ્ધ ભા. ઇસર કાકા સૂરદાસ સહિત, માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ખંભાતના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) જેઠ સુદિ ૧૦ને દિવસે શ્રીવંશી છે. નરપતિ ભા. જીવીણિ પુ. શ્રે. લખરાજે પોતાનાં કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૦ (૧) માઘ સુદિ ૧૩ના રવિવારે શ્રીમાળી જ્ઞા. છે. ચાંપા ભા. પાંચૂ સુ છે. હેમા ભા. ધમાઈ સુ. શ્રે. કાલિદાસે ભા. હર્ષાઈ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે ઓશવાળ જ્ઞા. સા. ધાઠા ભા. આલ્હી સુ. કાન્હાએ ભગિનીબાઈ ધાંધી સહિત શ્રી શીતલનાથબિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રીમાળી જ્ઞા. મંત્રી રણયર ભા. સૂદી સુ. નં. સૂરા ભા. ટબઝૂ સુ. મ. ભૂભવ સહિત શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે ગૂર્જર જ્ઞા. મ. આસા ટબઝૂ સુ. મ. વયની ભા. મલી સુ. મ. ભ...ભા. કર્માઈ. મું. ભૂપતિ ભા.અકૃ સુ. નં. સિવદાસ કીબાઈ પ્રમુખ કુટુંબ સહિત શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ સુદિ ૩ સોમવારે પ્રાગ્વાટ જ્ઞા. ડીસાવાસી વ્ય. લખમણે ભા. રમકૂ પુ. લીંબા, તેજા, જિનદત્ત, સોમા, સૂરા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૪૮ (૧) માઘ સુદિ ૬ના સોમવારે મંડપદુર્ગે શ્રીવંશીય સોની માંડણ ભા. ભોલી પુ. સોની સિંધરાજ ભા. સંસારદે સુશ્રાવિકાએ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભુ મુખ્ય ચોવીસી કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે પારકરનિવાસી ઉસવંશી મહાશાખીય સા. પાદા ભા. મેચૂ પુ. ઈસરે ભા. અહિવટે પુ. સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, મોરબી ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે ગોધરાના વાસી શ્રીમાલ જ્ઞાતીય લઘુ સાજનિક મં. ધના ભા. માંકૂ સુ. સુ. મ. સાદા સુશ્રાવકે ભા. ભોલી સુ. માધવ, ભાઈ મું. સૂરા, મુ. પરબત, મું. સિંધા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ પ્રમુખ ચોવીશી કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૪૯ (૧) અષાઢ સુદ ૧ના સોમવારે કર્ણાવતીના પ્રાગ્વાટ જ્ઞા. પરિખ સહસા ભા. Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ ) [ જૈન પ્રતિભાદર્શન ક સહસાદે પ. આસધીરે ભા. રમાદેના શ્રેયાર્થે શ્રી વાસુપૂજયબિંબ કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. - સં. ૧૫૫૦ (૧) ઉસ જ્ઞા. ગાંધી ગોત્રે સા. ઉદા ભા. મેથી પુત્ર ૩ સા. શ્રીરંગ, મૂંહડ, તોલ, મૂહડ ભા. સોહાગદે પુ. સમરણ, ચોખા, શ્રીપાલ, રત્નપાલાદિ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું, તેમ જ પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૫૧ (૧) પોષ સુદિ ૧૩ના શુક્રવારે પાટણમાં શ્રીવંશીય છે. ચાંપા ભા. ભરમી પુ. વનાએ ભા. ધની પુ. પરિખ કર્મસી, ૫. લટકણ ભા. પૂરાઈ, પુ. કર્મસી ભા. કમદિ પુ. તિહુસણી, ૫૦ મહુણ પ્રમુખ પરિવાર સહિત શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી સા. અદા. ભા. ધર્મિણી પુ. સા. વસ્તા સા. તેજા, સા. ખીમા; સા. તેજા ભા. લીલાદે સુશ્રાવિકાએ પોતાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદિ ૧૩ના ગુરુવારે ઓશવંશી વાગડિયા શાખીય સા. સાજણ ભા. સુહડાદે સુ. સા. વયજા સુશ્રાવકે ભા. પદમાઈ સુ. સા. શ્રીપતિ વડીલ ભાઈ સા. સહિજા સહિત શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા. સં. ભોટા ભા. કુંઅરિ પુ. સં. પોચા સુશ્રાવકે ભા. રાજૂ પુ. લ્લાવર, ભાઈ રંગા ભા. રંથાદે મુખ્ય કુટુંબ સહિત સં. પોચાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, ધંધૂકા નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫પર (૧) મહા સુદિ ૧ના બુધવારે ઉસવંશી સા. મણિરાજ ભા. મકૂ પુ. સા. તણપનિ સુશ્રાવકે ભા. હીરાદે પુ. સા. લખા, સદયવચ્છ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૩ના શનિવારે શ્રીવંશી કુંડી શાખીય વ્ય. ગહિયા ભા. ઝાઝુ સુ. કરણા ભા. તારૂ સુ. પાંતા ભા. રામતીએ પિતાના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) મહા વદિ ૮ના શનિવારે ઉકેશવંશીય સં. વાલ્હા ભા. વીજલદે પુત્ર સાગલ ભા. વીરિયાદના પુત્રોએ શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૫૩ (૧) માઘ સુદિ ૧ના બુધવારે પ્રાગ્વાટ વંશી સા. હરદાસ ભા. કરમાદે પુ. સા. વર્ધમાન ભા. ચાંપલદે પુ. સા. વીરપાલ સુશ્રાવકે ભા. વિમલાદ નાનાભાઈ માંકા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદિ પના રવિવારે શ્રીમાલ જ્ઞા. સોની રાજ ભા. અમારી સુ. સોની કુંરા, મું. મેઘા ભા. માણેકિદે સુતા રૂપાઈના તથા પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૧૧ના શુક્રવારે ઓસવંશી સા. વાઘા ભા. કર્નાઈ સુ. સા. ભીમા ભા. મિરગાઈ સુ સા. શાંતિદત્ત, ભાઈ પાસદર સહિત શ્રી સવિધિનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદિ ૧૦ના ગુરુવારે સવંશી મીઠડિયા શાખીય વ્ય. દેવા ભા. સલખું વ્ય. અમરાએ ભા. વલ્હાદે, નાનાભાઈ વ્ય. મેલા, વ્ય. વીભા સહિત પિતાના પુણ્યાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, પારકરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૫૪ (૧) વરઉડવાસી ઉકેશ જ્ઞા. ગાંધી ગોત્રીય સા. સારંગ ભા. જલ્દી પુ. સા. ફેરૂ ભા. સુહવદેએ શ્રી આદિનાથ બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ સુદિ ૧૫ના સોમવારે ઉકેશ જ્ઞા. સં. મેહ ભા. સરૂપદે પુ. સં. રણમલે ભા. રત્નાદે પુ. લાખા, દાસા, જિણદાસ, પંચાયણ આદિ કુટુંબ સહિત [ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિબ ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. Page #694 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૪૫ સં. ૧૫૫૫ (૧) માગશર સુદિ ૧૩ના શુક્રવારે શ્વે. બાલા ભા. રગી પુ. વેલા ભા. મરવ્યે પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ના શનિવારે શ્રીમાલ જ્ઞા. મનોરદ ભા. માંકી સુ. વાહરાજ ભા. જીવની સુ. દેવદાસે ભા. દગા સિ. પાસા, કરણ, ધર્મદાસ, સુરદાસ સહિત વિમલનાથ બિંબ ભરાવ્યું. (૩) શ્રીવંશી શ્વે. નાગમલના ભાઈ શ્રે. મહા ભા. લલતાદે પુ. શ્રે. કમલસી સુ. વિહણસીએ લાડી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, માંડવગઢમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી (૪) જેઠ સુદિ સોમવારે શ્રીવંશી સોની શ્રી માંડણ ભા. સુશ્રાવિકા તોલા સુત સો. નાગરાજ સુશ્રાવકે ભા. મેલાદે પુ. સો. વર્ધમાન, સો. પાસદત્ત દ્વિ. ભા. શ્રાવિકા વિમલાદે પુ. સો. જિણદત્ત પુત્રી શ્રાવિકા ગુદાઈ, મોટી પુત્રી શ્રા. પદ્માઈ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, માંડવગઢમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૫૬ ઠ સુદિ ૮ના શુક્રવારે ઓસવંશી સા. ખીમશી ભા. ગાંગી પુ. સા. મેહાજલ સુશ્રાવકે ભા. ભાવલ પુ. સા. પૂના, કિકા, ભાઈ સા. વાહડ સહિત ભાઈ સા. વીકા, કંસાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, પારકરનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી મં. મહિરાજ ભા. લંગી પુ. મં. નારદ સુશ્રાવકે ભા. પૂરી, વડીલભાઈ મં. મહિયા ભા. રંગી પુ. નં. જિણદાસ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ ચોવીશી કરાવી, ગોમડલ નગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં.૧૫૫૭ (૧) જેઠ સુદિ ૩ના ગુરુવારે ખંભાતના ગૂર્જરવંશી મં. વદા ભા. રાણી પુ. મં. મહિરાજ, ભા. સંપૂરી પુ. મં. વંકા સુશ્રાવકે ભા. હીરાઈ, નાનાભાઈ મં. સહસા ભા. સહજલદે પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૫૮ (૧) માઘ વંદ ૭ના ગુરુવારે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સા. ધરમશી ભા. વાલ્હી પુત્રી સા. જીવા ભા. પુરાઈ પુ. સા. વઈજા શ્રાવકે, ભા. મૃગાઈ પુ. પાસદત્ત સહિત શ્રી શ્રેયાંસનાથ જિનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૦ (૧) માઘ સુદિ ૧૩ના સોમવારે શ્રીવંશી સા. જગડૂ ભા. સાન્તુ સુ. સા. લટકણ ભા. લીલાદેએ શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫. પૂ. આ. ભ. શ્રી ભાવસાગરસૂરિ પ્રકીર્ણ પ્રસંગો ઓસવંશીય, વડેરાગોત્રીય સુરચંદ તથા સુરદાસે કુટુંબના શ્રેયાર્થે ભાવસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૫૭૮માં પાટણમાં શ્રી પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. જૈન ગોત્ર સંગ્રહ'માં હી. હં. લાલન નોંધે છે કે ‘આ બિંબ કાનજી હંસરાજના ઘરમાં પૂજાય છે.' ઓસવંશીય, દેવાણંદ ગોત્રીય, સીરોહીમાં થયેલા ભીંદા અને નેતાએ શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા ભરાવી, જેની પ્રતિષ્ઠા ભાવસાગરસૂરિના ઉપદેશથી થઈ. શ્રીમાલવંશીય, ગૌતમ ગોત્રીય, વાઘા તથા હરખચંદે સં. ૧૫૬૦માં વૈશાખ સુદિ ૩ના દિવસે માંડલમાં ભાવસાગરજીના સૂરિપદ મહોત્સવમાં પચાસ હજાર દ્રવ્ય ખરચ્યું. સંઘવી ભીમાના ભાઈ ૬૯. Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન ભાણાનાં સંતાનો કચ્છી ઓશવાળો થયા અને તેઓ વીસલદેવ રાજાના કારભારી હોવાથી વીસરિયામેતા કહેવાયા. આ વંશમાં થયેલ મંત્રી સલપુએ જૂનાગઢમાં શ્રી આદિનાથપ્રભુનો શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યો તથા પાટણમાં ચોર્યાસી પૌષધશાળાઓમાં કલ્પમહોત્સવ કરાવી ઘણું દ્રવ્ય ખરચ્યું હતું. ઓસવંશીય, સાલગોત્રીય ઠાકુરના પુત્ર ખરહથ તથા ખીમાએ સં. ૧૫૭૪માં મહા વદિ ૧૩ના દિવસે શ્રી આદિનાથનું બિંબ રણધીરનાં પુણ્યાર્થે ભરાવ્યું અને તેની ભાવસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. ભાવસાગરસૂરિના શાખાચાર્ય સુવિહિતસૂરિ સ. ૧૫૭૩માં થયા. એમના ઉપદેશથી મંત્રી વીરાના પુત્ર મંત્રી સિંહરાજના પુત્ર સા. હંસરાજે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, જેની ખંભાતના સંઘે પ્રતિષ્ઠા કરાવી. અન્ય અંચલગચ્છીય શ્રાવકોનો નિર્દેશ લાભમંડન કૃત “ધનસાર પંચશાળરાસ' (રચના સં. ૧૫૮૩ કાર્તિક સુદિ ૧૩) દ્વારા મળી રહે છે, જેનો ટૂંક સાર આ પ્રમાણે છે : બધાયે દેશોમાં ગુજરાત દેશ પ્રસિદ્ધ છે, તેનું અમદાવાદ શ્રેષ્ઠ નગર છે, જેમાં લક્ષ્મીએ વાસ કર્યો છે. તે નગરમાં વ્યવહારી પહિરાજ વસતા હતા. તેઓ ધર્મનિષ્ઠ સંજાણમહાજનમાં અગ્રેસર શ્રાવક હતા. તેમની પત્નીનું નામ રૂપી હતું તથા તેમના પુત્રનું નામ સંઘદત્ત હતું, જે જિનવરની ભક્તિ કરતો હતો, અને શ્રી શ્રીવંશનો શૃંગાર હતો. તેની પત્ની ભણું શીલવંતી, સદ્વિચારિણી, અને દાનગુણથી દીપતી હતી. તેની કૂખે જગ-પ્રસિદ્ધ, બુદ્ધિમાં અભયકુમાર જેવો અમીપાલ જભ્યો જેની કીર્તિ જગમાં પ્રતાપે છે, એના સાન્નિધ્યમાં, સૂત્રોનું અધ્યયન કરી રાસની રચના કરી.” સહિજાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જે અંગે આપણે ઉલ્લેખ કરી ગયા. મંત્રી સહિજાએ પરિવાર સહિત ઉક્ત સૂત્રની પ્રત નિર્દેશિત દિવસે લખાવી. જેસો જગદાતાર ઉકેશવંશમાં લાલણશાખીય સા. વેલાના મહાદાનેશ્વરી પુત્ર જેસાજી પણ ભાવસાગરસૂરિના વખતમાં થઈ ગયા. જેસાજીની માતાનું નામ વિલ્હણદે અને પત્નીનું નામ જસમારે હતું. તેને સુદા, વિજય, જગમાલ વગેરે પુત્રો થયા. ભાવસાગરસૂરિના ઉપદેશથી જેસાજીએ સં. ૧૫૬૧માં વૈશાખ સુદિ ૩ના સોમવારે પોતાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, જેની અમરકોટના સંઘે પ્રતિષ્ઠા કરાવી. જેસાજીને “જેસો જગદાતાર' નું બિરુદ હતું, તથા તેણે બંધાવેલાં જિનાલયો, તેણે કાઢેલા સંઘો ઇત્યાદિ બાબતો ઇતિહાસપ્રસિદ્ધ છે. મંત્રી હરપતિના પુત્ર મંત્રી વાઘાના પુત્ર મંત્રી શ્રીરાજ, શ્રીવંત પણ ભાવસાગરસૂરિના શ્રાવકો હતા. તેમનો સં. ૧૫૬૦નો પ્રતિષ્ઠા-લેખ ઉપલબ્ધ છે. તેમણે માંડલમાં ભાવસાગરસૂરિના પદમહોત્સવમાં પ૦ હજાર રૂપિયા ખર્ચા હતા, જે વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. તેઓ અમદાવાદમાં રાજ્યમાં મોટો હોદ્દો ધરાવતા હોવાની સંભાવના છે. અથવા તો માંડલમાં જ તેઓ અધિકારપદે પણ હોય. ગમે તેમ, તેઓ રાજ્યમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા એ વાત તો નક્કી જ છે. પાવાગઢ અને ચાંપાનેરના રાજવીઓ અને મંત્રીઓ સાથેનો અંચલગચ્છીય આચાર્યોનો સંબંધ ઇતિહાસ-પ્રસિદ્ધ છે. આ વિષયમાં આપણે સપ્રમાણ વિચારણા કરી ગયા. અંચલગચ્છ-પ્રવર્તક આર્યરક્ષિતસૂરિથી માંડીને તત્કાલીન પટ્ટધર સુધી આ સંબંધો એવા જ ઘનિષ્ટ લેખો દ્વારા સૂચિત થાય છે. સં. ૧૫૭૦ના માઘ વદિ ૯ના શનિવારે શ્રીમાળી જ્ઞાતીય મંત્રી સહદ, ભાર્યા સહજલદે, તેમના પુત્ર મંત્રીવર હાથીએ, તેની ભાર્યા નથી તથા સા. હાંસા, કીકા પ્રમુખ કુટુંબ સહિત અચલગચ્છશ Page #696 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | L[ ૬૪૭ ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, અને તેની ચંપકપુરમાં પ્રતિષ્ઠા કરાવી. મહમદ બેગડાએ પાવાગઢ સર કર્યો હોવા છતાં ત્યાં શ્વેતાંબર જૈનોનું પ્રાધાન્ય એવું જ રહ્યું. એ અરસામાં પાવાગઢની જાહોજલાલી અપૂર્વ હતી. મુઝફરના રાજ્યત્વકાલમાં મંત્રી સહદ અને તેનો પુત્ર મંત્રીવર હાથી થઈ ગયા. એ વખતે ચાંપાનેર ગુજરાતનું રાજકીય રાજધામ હતું, તે પછી પાછી અમદાવાદ રાજધાની થઈ. ગુજરાતનું માળવા પરથી પ્રભુત્વ જતાં ચાંપાનેરનો વેપાર તૂટ્યો. એ પછી ચાંપાનેર કદીયે પહેલાંની સમૃદ્ધિ પ્રાપ્ત ન કરી શક્યું. ચાંપાનેરની સમૃદ્ધિના કાળમાં ત્યાંના જૈનમંત્રીઓના ઐતિહાસિક ઉલ્લેખો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અંચલગચ્છીય આચાર્યોના ઉપદેશથી ત્યાંના મંત્રીઓ અને રાજવીઓએ અનેક ધર્મકાર્યો કર્યાં એ હકીકત આ ગચ્છના ઇતિહાસમાં વિશેષ ઉલ્લેખનીય છે. જાંબૂઝામ-જંબુસરમાં મંત્રી મહિરાજીના પુત્ર મંત્રી બાલા થઈ ગયા, જેમને વિષે પ્રતિષ્ઠા લેખમાંથી આ પ્રમાણે માહિતી મળે છે : સં. ૧૫૬૩ના વૈશાખ સુદિ ૧૧ના શુક્રવારે શ્રી શ્રીવંશી મે. મણિરાજ સુત મંત્રી બાલા ભા. રમાઈ પુત્રી કપૂ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે અંચલગચ્છશ ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી નમિનાથબિંબ ભરાવ્યું, જાંબૂ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. - ઓસવંશીય, દેવાનંદ શાખીય મંત્રી સાંગાના પુત્ર મહ. ભાખરે સં. ૧પ૬૭ના પોષ વદિ ૬ના ગુરુવારે ભાવસાગરસૂરિના ઉપદેશથી કોટડાદુર્ગમાં શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા-લેખો ભાવસાગરસૂરિના ઉપદેશથી પણ અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે, જે અંગેનાં પ્રમાણ પ્રતિષ્ઠાલેખો દ્વારા મળી રહે છે. ઉપલબ્ધ પ્રતિષ્ઠાલેખોનો સાર આ પ્રમાણે છે :--- સં. ૧૫૬૦ (૧) વૈશાખ સુદિ ૩ના બુધવારે શ્રી શ્રીવંશી . હરપતિ ભા. રતન પુ. મ. વાઘા સુશ્રાવકે ભા. વહાલી પુ. નં. શ્રીરાજ, શ્રીવંત સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, માંડલમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૧પના શનિવારે શ્રી વીરવંશી સં. ખોખા ભા. ચાઈ પુત્ર સં. સમધર સુશ્રાવકે ભા. રહી પુત્ર સં. સૂરા, વીરા, ભાઈશ્રી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જેઠ વદિ ૭ના બુધવારે ઓસવંશી સા. કા.....એ સુ. સહસકિરણ સહિત ભાર્યા મલાઈ પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૧ (૧) પોષ વદિ પના સોમવારે સવંશી લોઢાગોત્રે ચઉધરી લાધા ભાર્યા મહેમણિ સુ. પ્રેમપાલ... સુશ્રાવકે...તેજપાલના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૩ના સોમવારે ઉસવંશી લાલણશાખીય સા. વેલા ભાર્યા વિલ્હણદે સત સા. જેસા સુશ્રાવકે ભા. જસમાદે પુ. સુદા, વિજયા, જગમાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, અમરકોટ નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ પના બુધવારે ઉસવંશી સા. હાંસા ભા. હર્ષ પુ. સા. ગુણીયા ભા. ગંગાકે પુત્ર સા. મેઘરાજ સુશ્રાવકે ભાર્યા વીરાઈ, વડીલ ભાઈ સા. કૂરા, નાનાભાઈ હેમરાજ, સૂરા મુખ્ય કુટુંબ સહિત પોતાની માતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૩ (૧) વૈશાખ સુદિ ૬ના શનિવારે શ્રી શ્રીવંશી સા. વાચ્છા ભા. રૂપાઈ સુ. સાલ્લા ભા. [ કપૂ પુત્ર શ્રી ચંદ્ર સુશ્રાવકે ભા. વિમલાદે, પુત્ર નાકર સહિત શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮] [ જૈન પ્રતિભાદર્શન કરાવી. (૨) વૈશાખ સુદિ ૧૨ના શુક્રવારે શ્રી શ્રીવંશી મે. મણિરાજ સુત મં. મણિરાજ બાલા ભાર્યા રમાઈ પુત્રી કપૂ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથબિંબ ભરાવ્યું, જાંબૂ ગ્રામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૪ (૧) વૈશાખ વદિ ૧૨ના બુધવારે શ્રી શ્રીવંશી મંત્રી કર્મણ ભા. ગોરી પુત્ર સા. ધના ભા. ગેલી પુ. સા. મેઘા સુશ્રાવકે ભા. ટુબી, પુ. પંચાયણ પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે, એ જ કુટુંબના મં. કર્મણ ભા. ગોરી પુ. સા. ધના ભા. ગેલી પુ. સા. શ્રી રાજ સુશ્રાવકે ભા. પની પુ. નાકર પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું. અમદાવાદના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે, એ જ કુટુંબના મંત્રી કર્મણ ભા. ગોરી પુ. સા. ધના ભા. ગેલી પુ. સા. શ્રીરાજ સુશ્રાવકે સા. ધનાના પુણ્યાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, અમદાવાદ સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૫ (૧) વૈશાખ વદિ રવિવારે (?) અમદાવાદના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય સોની ભોજા ભા. ચંગાઈ સુત સો. શ્રીરંગ ભા. પદમાઈ, સુત હેમરાજ, દ્વિતીય સુ. ઠાકર સુશ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) વૈશાખ વદિ ૧૩ના રવિવારે (?) ઢેઢિયા ગામે ઉસવંશીય સં. ખીદા ભા. ધરણ પુત્ર સં. તોલા સુશ્રાવકે ભા. નીનૂ પુ. સા. રાણા, સા. લખમણ, ભાઈ સા. આસા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથ મૂલનાયક ચોવીશી પટ્ટ કરાવ્યો, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૬ (૧) માઘ વદિ ૨ના રવિવારે ઉસવંશી લધુ શાખીય વિ. મહિપાલા ભા. મરગદે, સા. મહુણા ભા. લીલી પુ. સા. નાથા સુશ્રાવકે પોતાના કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી ધર્મના બિંબ ભરાવ્યું, પાટણમાં શ્રાવકોએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૧૧ના શનિવારે સા. લાખા ભા. કુઅરિ સુ. સા. વર્ણી ભા. જઈનૂ પુ. સા. વદા ભા. વદા ભા. હીરૂ કટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૭ (૧) પોષ વદિ ૬ના ગુરુવારે દેવાનંદ શાખીય, ઓશવાળવંશીય મંત્રી સાંગા ભા. ખીમી પુત્ર મહ. ભાખર સુશ્રાવકે ભા. ચાદૂ પુ. હમીર, કીકા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, કોટડાદુર્ગમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) માઘ સુદિ પના ગુરુવારે શ્રીવંશી સા. મણિરાજ ભા. માલ્ડણદે પુ. સા. શ્રીરાજ ભા. દેસાઈ પુ. મેઘાએ, ભા. રમાદે, ભાઈ રા. રત્ના સા. રીડા, સા. લાલા, વાધા, વછા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૧૦ના ગુરુવારે કમાલ જ્ઞાતીય સા. શ્રીરાજ ભા. સિરીયા ભા. દેસાઈ સુ. સા. સિંધરાજ ભા. પાટી પુણ્યાર્થે શ્રી પદ્મપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) વૈશાખ સુદિ ૧૦ના બુધવારે ઉસજ્ઞાતીય, ગાંધી ગોત્રે સં. વસ્તા ભા. ચંપાઈ પુ. વીજા, લાચ્છી, પુ. અમીપાલ, શ્રીવંત, રત્નપાલ, ખીમપાલ સહિત શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, અંચલગચ્છના સંઘે પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૬૮ (૧) માઘ સુદિ પના ગુરુવારે ઉપકેશવંશી મીઠડિયા શાખીય સી. પાસા ભા. રૂપાઈ પુ. સા. ઉદા સુશ્રાવકે ભા. લાછલદે પુ. સા. નોખુ પુત્ર નારિંગ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે શ્રી શ્રીવંશીય સા. મહિરાજ ભા. માલ્કણદે પુ. સા. શ્રીરાજ ભા. 4 Page #698 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૪૯ દેસાઈ પુ. સા. લાલાએ, ભા. લલનાદે સુ. સા. ઉદયકિરણ, રતા, રીડા, વાઘા, મેઘા, વાછા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. - સં. ૧૫૦૦ (૧) પોષ વદિ ૨ના ગુરુવારે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સા. İગર ભા. વરૂ સુ. સા. નરપતિ ભા. જીવણિ સુત દો. લખા સુશ્રાવકે, ભા. ધારી સુ. સા. નીવડ સહિત પોતાના પુણ્યાર્થે પોતાના પિતાએ ભરાવેલી નીલમણિ પાર્શ્વનાથ પ્રતિમાઓનાં પરિકરો કરાવ્યાં, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ પના રવિવારે શ્રીશ્રીવંશી સા. પહિરાજ ભા. રૂપી સુ. સા. સિંઘદત્ત ભા. મગાઈ સુ. સા. અમીપાલ ભા. દીવડ સુશ્રાવિકાએ પુત્ર સા. સહજપાલ, વિજયપાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પપ્રભબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૯ના શનિવારે શ્રીમાલ જ્ઞાતીય મંત્રી સહદ ભા. સહજલદે પુ. મંત્રીવર હાથી સુશ્રાવકે, ભા. નાથી, સા. હાંસા, કાકા, મુખ્ય કુટુંબ સહિત શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ચંપકપુરમાં પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૭૨ (૧) વૈશાખ સુદિ પના સોમવારે ઉપકેશ જ્ઞાતીય મહં. ધરણા પુ. જિનદત્ત ભા. ધારૂ પુત્ર વરસિંઘ ભા. રત્નાદે પુ. ભેદા, નેતાદિ સહિત મહં. રતાએ પોતાના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૭૩ (૧) ફાગણ સુદિ રના રવિવારે શ્રીશ્રીવંશી સા. આસા. ભા. રજાઈ, અપર ભા. મેઘી પુ. સા. કમલસી ભા. વીરાઈ પુ. સા. શ્રીકર્ણ સુશ્રાવકે ભા. સિરિયાદે, કાકા સં. અબૂ, ભત્રીજા સં. દિનકર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૭૪ (૧) મહા સુદિ ૧૩ના શનિવારે ઉસવંશીય પરમાર ગોત્રીય સં. વક્રા ભા. વલદે પુ. સા. પતોલાએ જિનબિંબ ભરાવ્યું. સં. ૧૫૭૬ (૧) ચૈત્ર વદિ પના શનિવારે પ્રાગ્વાટવંશીય . લખમણ ભા. લખમાદે પુ. શ્રે. જાગા ભા. કવાઈ પુ. છે. ગદા, નાનાભાઈ છે. સહિજાએ ભા. સોભાગિણી; સંપૂ તથા અપર માતા, વડીલ ભાઈ રામા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, પતનસહાનગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૩ના શુક્રવારે શ્રીશ્રીવંશી સા. માલા ભા. ખાઝુ પુ. નીવડ, અદા સમસ્ત કુટુંબ સહિત શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૮૧ (૧) માઘ સુદિ ૧૩ના રવિવારે શ્રીમાલ જ્ઞાતીય સા. રતના ભા. ધાકા પુ. સા. ડાહિયા ભા. પદમાઈ સહિત, પોતાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. અગરચંદજી નાહટાને ૧૬મી સદીની ચૈત્ય પરિપાટી પ્રાપ્ત થઈ છે તેમાં ચિત્તોડના પ્રાચીન જૈન શ્વેતાંબર મંદિરો અને મૂર્તિઓનો નિર્દેશ છે. ચૈત્યપરિપાટીના ઉલ્લેખાનુસાર એ વખતે ત્યાં ૩ર જૈન મંદિરો અને નવેક હજાર પ્રતિમાઓ આદિ હતાં. ત્યાં શ્રી શીતલનાથનું મંદિર અંચલગચ્છીય હતું, જેમાં તે વખતે ૩૩૮ જિનબિંબો પ્રતિષ્ઠિત હતાં. (જુઓ જૈ. સ. પ્ર. વર્ષ ૧૨, અંક ૭, પૃ. ૨૦૦-૪ માં ચિતૌડકે પ્રાચીન જૈન શ્વેતાંબર મંદિર' નામક લેખ.) II. = == = = = = Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ ] [ જેને પ્રતિભાદર્શન ૧૬. પૂ. આ. ભ. શ્રી ગુણનિધાનસૂરિના પ્રતિષ્ઠાલેખો) રાજમાન્ય શ્રાવક જશવંત ગુણનિધાનસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રાવક જશવંતની કારકિર્દી વિશેષ ઉલ્લેખનીય છે. આ રાજમાન્ય શ્રેષ્ઠી વિષે સમ્રાટ અકબરના શાહી ફરમાનોમાં મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો મળી આવે છે. એ અનુસાર જશવંત અત્તરનો વ્યાપારી હતો અને મજાહિદખાના રાજદરબારમાં તે ઘણી લાગવગ ધરાવતો હતો એમ જાણી શકાય છે. ફરમાનોમાં જણાવવામાં આવ્યું છે કે શત્રુંજય જ્યારે મજાહિદખાને જાગીરમાં મળ્યો ત્યારે જશવંતે તેને વિનતિ કરી. સં. ૧૫૬૪ના ફાગણ સુદિ ૩ ને શુક્રવારે વિશાળ જિનપ્રાસાદ બનાવવાનું શરૂ કર્યું. એ શિખરબદ્ધ જિનાલય તથા ૩૫ દેવકુલિકાઓ પણ બંધાવી. એ પછી અંચલગચ્છીય શ્રાવકોચૌહત અને વીરપાલે પણ જિનાલયો બનાવવાનો પ્રારંભ કર્યો. ૩ વર્ષના કાર્ય બાદ ત્રણ મોટાં તથા નવ નાનાં જિનાલય તેમણે નિર્માણ કર્યાં. ગુણનિધાનસૂરિના ઉપદેશથી પણ સારી સંખ્યામાં પ્રતિષ્ઠાઓ થઈ છે એમ પ્રતિષ્ઠાલેખો દ્વારા જાણી શકાય છે. એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના ઉપલબ્ધ પ્રતિષ્ઠા-લેખોની નોંધ આ પ્રમાણે છે :--- સં.૧૫૦૯ (૧) માઘ સુદિ ૬ના શુક્રવારે વૈશાખ વદિ પ ઉસવંશીય લાખાણી ગાંધીગોત્રીય સા. તેજપાલ પુત્ર સા. કુયરપાલ ભા. સાલિગશે પુત્ર રાયમલ્લ શ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, અંચલગચ્છીય શ્રાવકે તેની પ્રતિષ્ઠા કરાવી. સં.૧૫૮૪ (૧) ચૈત્ર વદિ પના ગુરુવારે નાગર જ્ઞાતીય, છાલીયાણા ગોત્રીય છે. રાજા ભા. રાજલદે પુ. શ્રી ગોઈઓએ ભા. દ્રુઅરી સુ. સીપા, માંગા પ્રમુખ પરિવાર સહિત શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, વિસનગરમાં તેની પ્રતિષ્ઠા થઈ. (૨) વૈશાખ વદિ ૫ ને દિવસે સવંશીય વરહડિયા ગોત્રીય સા. લાખા પુ. સા. હર્ષા ભા. હીરાદે પુ. સા. ટોડર શ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, અંચલગચ્છીય શ્રાવકે તેની પ્રતિષ્ઠા કરાવી. - સં.૧૫૮૫ (૧) વૈશાખ સુદિ શ્રીમાલ જ્ઞાતીય મં...અમરા સુ. નં. ધમ્મા ભા. ધમાદે પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી. સં.૧૫૮૦ (૧) માઘ સુદિ પના રવિવારે શ્રીમાળી જ્ઞાતીય, હિરવાલીય મંત્રી ઢાલા કિ. ભ્રાતુ રેલા, મું. ઢાલા સુ. મું. ભીમ, મું. અર્જુન, મં. જસા, મં. લડૂઆ; માતા ધર્મિણિના પુણ્યાર્થે શ્રી સુપાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) ૬ ને સોમવારે સવંશી સા. નરપાલ સા. મરગાઈના પોતાના શ્રેયાર્થે પુ. સા. જગા, સા. ધના, સા. દેવદાસ, પૌત્ર રાયમલ, સા. જસવીર, પાસવીર સમસ્ત કુટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભસ્વામીબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રી શ્રીવંશી છે. ચાંપા ભા. હીરૂ પુ. હંસા ભા. ફદકુદુ પૌત્ર ભા. પ્રીમલદે સુ. અર્જુન સુશ્રાવકે ભા. અમરાદે પુ. મઘા સહિત પોતાના પુત્રના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્યબિંબ ભરાવ્યું, અહમદનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રી શ્રીવંશી દાસી જણીયા ભા. જસમાઈ પુ. દો. ખેતા ભા. ખીમાઈ પુ. દો. નાકર ભા. દીવી લઘુભ્રાતૃ દો. ઠાકુર ભા. ધનબાઈએ પોતાના પુણ્યાર્થે, પિતા દો..સહિત શ્રી આદિનાથ Page #700 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૫૧ બિંબ ભરાવ્યું, ચંપકદુર્ગમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં.૧૫૯૧ (૧) પોષ વદિ ૧૧ના ગુરુવારે સવંશીય લઘુ શાખીય દોસી ટાઉઆ ભા. લિંગી પુ. લકા ભા. ગુરાઈએ પોતાના શ્રેયાર્થે પુત્ર વીરપાલ, અમીપાલ સહિત શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૬ના શુક્રવારે પ્રાગ્વાટ જ્ઞાતીય સા. લખા પુ. વ્ય. પરબતની પુત્રી ઝકૂના પુત્ર ધર્મસિંહ, અમીચંદ પ્રમુખ કુટુંબ સહિત શ્રી અનંતનાથબિંબ ભરાવ્યું, ગંધારમાં તેની પ્રતિષ્ઠા થઈ. - સં.૧૬૦૦ (૧) જેઠ સુદિ ૩ના શનિવારે શ્રીમાલ જ્ઞાતીય, લઘુ શાખીય સા. જીવા ભા. રમાઈ પુત્ર સા. સહસકિરણ ભા. લલિતાદે પુત્રી મનાઈ સુશ્રાવિકાએ શ્રી સુમતિનાથબિબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીમાલ જ્ઞાતીય, લઘુશાખીય સા. સહસકિરણ ભા. મમનાદે પુ. સા. સકલ ભા. ચંદ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ( ૧૭. પૂ. આ. ભ. શ્રી ધર્મમૂર્તિસૂરિ મ. સા. ) ૧૭ મી સદી - ઓસવંશીય વડેરાગોત્રીય સમરસી નામનો અંચલગચ્છીય શ્રાવક રાધનપુરથી દીવમાં આવીને વસ્યો. તે અત્યંત ધનવાન હોવા ઉપરાંત ધર્મચુસ્ત પણ હતો. તેણે ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું હતું. તેના આગ્રહથી ધર્મમૂર્તિસૂરિ દીવ પધારેલા અને આગમ-વાચના કરેલી. ઓસવંશીય વાહણી ગોત્રીય શ્રેષ્ઠી વરજાંગે સં. ૧૬૨૭માં ઘણું ધન ખરચીને ઝાલોરી, સાચોરી, રાડદ્રહી અને સીરોહી એ ચાર દેશોને જમાડ્યા. આ વંશમાં ઝાલોરમાં થયેલા કર્માએ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું હતું. મૂળીમાં થયેલા નોડાશાહે ત્રણ હજાર માણસોનો સંઘ કાઢીને સં. ૧૬૧૧ અને ૧૬૧૫માં એમ બે વાર શત્રુંજયની યાત્રા કરી લક્ષ્મી કૃતાર્થ કરી. આ વંશના સીહા આદિ ભાઈઓએ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિંબની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અંચલગચ્છીય શ્રાવકોએ ઘણાં ધર્મકાર્યો કર્યા છે, જે અંગે પાછળથી સપ્રમાણ વિચારણા કરીશું. સુરતના અંચલગચ્છીય સંઘે સં. ૧૯૫૩માં શ્રી સંભવનાથ જિનાલય નિર્માણ કરાવી ભૂલનાયકની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી. આચાર્યના ઉપદેશથી જિનાલય નિર્માણના બીજા પણ અનેક કાર્યો થયાં છે જે અંગે પ્રસંગોપાત્ત ઉલ્લેખ કરીશું. ધર્મપ્રચાર આબૂતીર્થમાં દેવીનું વરદાન પ્રાપ્ત કર્યા પછી ધર્મમૂર્તિસૂરિ સરોહી નગર પધાર્યા અને ચાતુર્માસ રહ્યા. સં. ૧૬૧૩માં આચાર્ય નવાનગર પધાર્યા. નાગડા તેજસિંહ શ્રાવકે આડંબરપૂર્વક પ્રવેશ-મહોત્સવ કર્યો. તેજસિંહસાહના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી તેજસિંહસાબે નવાનગરમાં જિનાલય બંધાવવાનો પ્રારંભ કર્યો. સં. ૧૬૧૪માં સૂરિ શત્રુંજય તીર્થાધિરાજમાં પધાર્યા, ક્રિયોદ્ધાર કર્યો તેમ જ ત્યાં શિષ્ય પરિવાર સહિત તેઓ પાલીતાણામાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી વિહાર કરી અમદાવાદ [ પધાર્યા તથા સં. ૧૬૧૫માં ત્યાં જ ચાતુર્માસ રહ્યા. તદનંતર ત્યાંથી વિહાર કરી તેઓ ઉદયપુર પધાર્યા. 4 Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ ] [ જૈન પ્રતિભાદર્શન ST ત્યાં ચાતુર્માસ રહી સં. ૧૬૧૭માં આગ્રામાં પધાર્યા. ત્યાં સમ્રાટ અકબરને માન્ય લોઢાગોત્રીય ઋષભદાસ તથા તેના ભાઈ પ્રેમને ધામધૂમથી આચાર્યનો પ્રવેશ-મહોત્સવ કર્યો. સંઘના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ઉક્ત શ્રેષ્ઠીબંધુઓએ સૂરિની આદરમાનપૂર્વક ભક્તિ કરી તેમ જ તેમના ઉપદેશથી બે હજાર માણસોના સંઘ સહિત સમેતશિખર તીર્થની યાત્રા કરી. આચાર્ય એ સંઘમાં ઉપસ્થિત રહ્યા. તદનંતર આચાર્ય અન્યત્ર વિચરી વારાણસીમાં પધાર્યા તથા ત્યાં જ ચાતુર્માસ રહ્યા. પૂર્વ તેમ જ ઉત્તર ભારતમાં ધર્મમૂર્તિસૂરિ કેટલાય સમય વિચર્યા અને અનેક જીવોને ધર્મ પમાડ્યો. નાગડા તેજસિંહની વિનતિથી આચાર્ય સં. ૧૬૨૪માં પુનઃ નવાનગરમાં પધાર્યા તે વખતે પણ તે શ્રેષ્ઠીવર્ય મોટા આડંબરપૂર્વક ગુરુનો પ્રવેશ મહોત્સવ કર્યો. એ અરસામાં તેણે આરંભેલા જિનાલયનું કાર્ય સંપન્ન થયું હતું. આ શિખરબંધ જિનાલય બે લાખ મુદ્રિકાને ખરચે તૈયાર થયું હતું. શ્રેષ્ઠીના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહેલા ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી નૂતન જિનપ્રાસાદમાં સં. ૧૬૨૪ના પોષ સુદિ ૮ ને દિવસે એકાવન જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની સ્થાપના થઈ. તે પ્રસંગે તેજસિંહસાહ જ્ઞાતિબંધુઓને મિષ્ટાન્ન ભોજન કરાવ્યું તથા ગચ્છના સર્વે સાધુઓનો ઘણો આદર સત્કાર કર્યો. ચાતુર્માસ બાદ આચાર્ય અન્યત્ર વિહાર કરી ગયા. ધર્મમૂર્તિસૂરિ અનેક ગામો તથા નગરોમાં પદાર્પણ કરતાં અનુક્રમે આગ્રાના લોઢાગોત્રીય ઋષભદાસના સુપુત્રો કુરપાલ અને સોનપાલના અત્યંત આગ્રહથી સં. ૧૬૨૮માં આગ્રા પધાર્યા. લોઢાબંધુઓએ ગુરુનો પ્રવેશ મહોત્સવ કર્યો. તેમની વિનતિથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના જૈન સંઘે આચાર્યની ઘણી જ ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી કરપાલ અને સોનપાલે મળીને ત્યાં અંચલગચ્છીય ઉપાશ્રય બંધાવ્યો તથા વિશાળ જિનાલયો બંધાવવાનાં કાર્યોનો પણ પ્રારંભ કર્યો. તદનંતર ચાતુર્માસ બાદ સૂરિએ ત્યાંથી વિહાર કરીને પાવાપુરી આદિ તીર્થભૂમિઓની યાત્રા કરી પાવાપુરીથી ઉગ્રવિહાર કરી સૂરિ પરિવાર સહિત સં. ૧૯૨૯માં રાજનગર–અમદાવાદ પધાર્યા. ત્યાં શ્રીમાલીવંશીય શ્રેષ્ઠી આભા આચાર્યનો અનન્ય ભક્ત હતો. તેના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ધર્મમૂર્તિસૂરિના ત્યાગ, વૈરાગ્ય આદિ અનુપમ ગુણોના સમૂહ જોઈને અમદાવાદના સંઘે મળીને તેમને યુગપ્રધાનની પદવી આપી. આભા શ્રેષ્ઠીએ આચાર્યના ઉપદેશથી ત્યાં એક જિનાલય બંધાવ્યું તથા સં. ૧૯૨૯ના મહા સુદિ ૧૩ ને દિવસે આચાર્યના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૩ જિનબિંબોની તેમાં પ્રતિષ્ઠા કરાવી. તિલકસાગર કૃત “રાજસાગરસૂરિ રાસ' (સં. ૧૭૨૨) માં ૬ઠ્ઠી અને ૮મી ઢાળમાં અમદાવાદના આગેવાન અને શ્રીમાન શ્રાવકોની નામાવલી આપી છે, તેમાં જણાવાયું છે – વેણી દોસી તણો સુત વાધો, તસ પિતરાઈ પારસવીર છાજિં, સાહુકુંઅરજી વાઘજીનો ભાઈ, પરિખ ભાણ સુત સોહિં. આઠમી ઢાળમાં આ નામના બીજા પણ શ્રાવકોનો ઉલ્લેખ મળે છે. (જુઓ જૈ. ઐ. ગુર્જર કાવ્ય સંચય, સંપાદક મુનિ જિનવિજયજી. પૃ. ૨૪-૫૬.) તદનંતર આચાર્ય અનુક્રમે માંડલ, ખંભાત, સુરત, રાણપુર, વઢવાણ તથા પાલીતાણામાં ચાતુર્માસ Page #702 -------------------------------------------------------------------------- ________________ و અભિવાદન ગ્રંથ ] [ ૬૫૩ રહ્યા. પાલીતાણામાં યાત્રાર્થે આવેલા તેજસિંહસાહે વિનતિ કરતાં આચાર્ય નવાનગરમાં પધાર્યા તથા સમસ્ત સંઘના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા. ગુરુના ઉપદેશથી તેજસિંહસાહે પાંચ લાખ મુદ્રિકાઓ ખરચીને સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી. ત્યાંથી વિચરતા ગુરુ દીવબંદરમાં પધાર્યા. ત્યાં ભણસાલી નાનચંદ્ર પ્રકૃતિ સંઘે તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શ્રેષ્ઠી નાનચંદ્રે ત્યાં શ્રી શીતલનાથપ્રભુની પુખરાજરત્નની પ્રતિમા ભરાવી. તેની પત્ની રત્નાદેએ ગુરુના ઉપદેશથી શ્રાવકનાં બારે વ્રતનો સ્વીકાર કર્યો. આચાર્યના આગમનથી દીવબંદરમાં સારી ધર્મ જાગૃતિ થઈ. ભટ્ટગ્રંથોને આધારે વિશેષમાં જાણી શકાય છે કે ઓસવંશીય વડેરા ગોત્રીય સમરસી રાધનપુરથી આવીને દીવમાં વસ્યો. તે ઘણો ધનવાન તેમ જ ધર્મક્રિયામાં અત્યંત ચુસ્ત હતો. તેણે શ્રાવકની અગિયાર પ્રતિમા વહીને ઘણું ધન ખરચ્યું; ધર્મમૂર્તિસૂરિને દીવમાં પધરાવી સર્વ આગમો સાંભળ્યાં. બાહડમેરથી વિહાર કરી આચાર્ય જેસલમેરમાં પધાર્યા. ત્યાં લાલણગોત્રીય શ્રેષ્ઠી ઋષભદાસે ઘણા જ સમ્માનપૂર્વક ગુરુનો પ્રવેશમહોત્સવ કર્યો. સંઘના આગ્રહથી ગુરુ સં. ૧૬૫૭માં જેસલમેરમાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી વડેરાગોત્રીય ધનપાલ તથા લાલણગોત્રીય ઋષભદાસ એ બન્ને શ્રેષ્ઠીવર્યોએ મળીને પચીસ હજાર ટંકને ખરચે જૈનાગમો અને શાસ્ત્રોની પ્રતો લખાવી ગુરુને વહોરાવી. ધર્મમૂર્તિસૂરિએ જેસલમેરના અંચલગચ્છીય ઉપાશ્રયમાં જ્ઞાનભંડાર કરાવી પથ્થરનિર્મિત કબાટોમાં હસ્તપ્રતો સુરક્ષિત રખાવી. ઉક્ત બન્ને શ્રાવકોએ જયશેખરસૂરિકૃત કલ્પસૂત્ર સુખાવબોધ ટીકાની બે પ્રતો સ્વર્ણાક્ષરી શાહીથી લિપિબદ્ધ કરાવી. આવી રીતે સુરક્ષિત જ્ઞાનભંડારનું નિર્માણ કરાવી ચાતુર્માસ બાદ આચાર્ય લોધવાપુરમાં રહેલા અત્યંત પ્રાચીન શ્રીપાર્શ્વનાથ જિનમંદિરની યાત્રા કરવા માટે જેસલમેરના સંઘ સહિત પધાર્યા. તદનતંર તેઓ પારકરમાં વિહાર કરી ગયા. પટ્ટાવલીનાં વર્ણન દ્વારા સૂચિત થાય છે કે એ વખતે ત્યાં કાપાલિક મતનો સારો પ્રચાર હશે. પટ્ટાવલીમાં એ વિષયક એક ચમત્કારિક પ્રસંગનું આ પ્રમાણે નિરૂપણ છે : પારકરમાં ધર્મમૂર્તિસૂરિને મોટી જટાને ધારણ કરનારો, કંથાથી ઢંકાયેલા શ૨ી૨વાળો, બિહામણા મુખવાળો એક યોગી મલ્યો. આચાર્યના પ્રભાવશાળી વ્યક્તિત્વને જોઈ તે બત્રીસલક્ષણા પુરુષને અભીષ્ઠિત વિદ્યાર્થે જોગણીઓને બલિદાન આપવાનાં સ્વપ્નાંઓ સેવે છે, અને આચાર્યની પાછળ જાય છે. આચાર્ય પણ પોતાના મનમાં શંકા પામીને એ યોગી-વેશધારી દુષ્ટ કાપાલિકના મનની મેલી મુરાદ જાણી જાય છે અને તે મંત્રવિદ્યાથી કાંઈ કરે તે પહેલાં જ આચાર્ય તેને સ્તંભિત કરી દે છે. નજીકના ગામમાં રહેનાર ઘણા લોકો વિવાહ પ્રસંગે ત્યાંથી પસાર થયા. તેમણે પથ્થરની જેમ ચેષ્ટારહિત કાપાલિકને જોયો અને હર્ષિત થઈ આચાર્યને કહ્યું--- ‘ભગવન્! આ દુષ્ટ કાપાલિકે આસપાસનાં ગામોમાંથી અનેક બાળકોનું હરણ કર્યું છે. સારું થયું કે આપે તેને પથ્થરમય બનાવી દીધો છે!' નજીકના ગામના લોકો પણ આ હકીકત જાણી અત્યંત ખુશી થયાં અને ગુરુનાં પગલાં ગામના ચોરામાં સ્થાપ્યાં. આચાર્ય ગ્રામ્યજનોના અત્યંત આગ્રહવશાત્ ગામમાં ચાર દિવસ રહ્યા. તેમના ઉપદેશથી ત્યાં ઘણા લોકોએ જીવહિંસાનાં પ્રત્યાખ્યાન કર્યા. સમેતશિખરની યાત્રાથી પાવન થઈ આચાર્ય પુનઃ આગ્રામાં પધાર્યા. ત્યાંથી અપ્રતિહત વિહરતા પોતાના ચરણકમળથી અનેક ગામો અને નગરોને પવિત્ર કરતાં પરિવાર સહિત જયપુરમાં પધાર્યા. ત્યાંના સંઘે મહોત્સવપૂર્વક તેમનો Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન નગપ્રવેશ કરાવ્યો. સંઘના આગ્રહથી તેઓ જયપુરમાં જ ચાતુર્માસ રહ્યા. ત્યાં નાગડાગોત્રીય જુહારમલ્લ નામના ઉત્તમ શ્રાવકે આચાર્યના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભગવાનની સુવર્ણમય પ્રતિમા ભરાવી અને સં. ૧૬૬૬ના પોષ સુદિ ૫ ને દિવસે તેની પ્રતિષ્ઠા કરાવી. જુહારમલ્લે પોતાની પત્ની રમાદેવી સહિત શ્રાવકનાં બારે વ્રતો ગુરુના શ્રીમુખથી અંગીકાર કર્યા; ઘણું ધન ખરચીને તેમણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો કર્યા; તેમ જ જૈન શાસ્ત્રના બાર ગ્રંથો લિપિબદ્ધ કરાવી તેમણે ગુરુને વહોરાવ્યા. ચાતુર્માસ બાદ આચાર્ય ત્યાંથી વિહાર કરી અનુક્રમે સાદરી નગરમાં પધાર્યા. ત્યાંના સંઘે આડંબરપૂર્વક તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો. એમની ધર્મદશનાથી પ્રભાવિત થઈ પોરવાડ જ્ઞાતીય સમરસિંહ નામના શ્રાવકે ત્યાંની પંચતીર્થીનો બસો માણસનો સંઘ ધર્મમૂર્તિસૂરિની અધ્યક્ષતામાં કાઢ્યો. આચાર્ય પરિવાર સહિત સંઘ સમેત પ્રથમ રાણકપુરમાં પધાર્યા. સંઘપતિ સમરસિંહના પિતા ધન્નાસાહ રાણકપુરના ભવ્ય જિનાલયનાં દર્શન કરીને ધન્યતા અનુભવવા લાગ્યા. સમરસિંહે જિનાલયમાં જીર્ણોદ્ધારનું કાર્ય પણ પ્રારંવ્યું. રાણકપુરથી સંઘ નાડોલ ગયો. સંધે ત્યાં બે દિવસ સ્થિરતા કરી. નાડોલના સંઘે પણ આચાર્યની સારી ભક્તિ કરી. ત્યાંથી સંઘ નાડૂલાઈ ગયો. એ પછી વરકાણા ગામમાં યાત્રાર્થે સંઘે ત્રણ દિવસની સ્થિરતા કરી. ત્યાં શ્રી પાર્શ્વનાથ જિનાલયને જીર્ણાવસ્થામાં જોઈ ગુરુના ઉપદેશથી સંઘપતિ સમરસિંહે તીર્થોદ્ધારનું કાર્ય પ્રારંવ્યું. ત્યાંથી સંઘ ઘાણરાવની યાત્રા કરી પુનઃ સાદરીમાં પધાર્યો. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી સંઘપતિએ બાર વ્રતો અંગીકાર કર્યો. સ્વામિવાત્સલ્ય આદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું. આચાર્યના ઉપદેશથી તેણે શ્રી યુગાદિદેવની સૌપ્ય પ્રતિમા ભરાવી. સં. ૧૬૬૬ના વૈશાખ સુદિ ૧૩ ને દિવસે મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. સમરસિંહે શેષ ધન પણ ધર્મકાર્યોમાં વાપરી આચાર્ય પાસે સં. ૧૬૬૬ના વૈશાખ વદિ ૯ ને દિવસે પ્રવ્રયા અંગીકાર કરી. ગુરુએ તેમનું સૌભાગ્યસાગર એવું ગુણનિષ્પન્ન નામ રાખ્યું. સમરસિંહના ગુણસિંહ આદિ ત્રણ પુત્રોએ દીક્ષામહોત્સવ કર્યો. આ અંગે પાછળથી પણ ઉલ્લેખ કરીશું. ત્યાંથી વિહાર કરી અનુક્રમે ગુરુ પાલણપુરમાં પધાર્યા. ત્યાંના સંધે તેમનો આડંબરપૂર્વક નગઅવેશ કરાવ્યો. એકવીસ મુનિઓના પરિવાર સહિત ગુરુ ત્યાં બિરાજ્યા. એમના આગમનથી ત્યાં ધર્મભાવનાની વૃદ્ધિ થઈ. શ્રાવકો આચાર્યોનો ધર્મોપદેશ સાંભળી હર્ષિત થયા. ત્યાંના વડેરાગોત્રીય રવિચંદ્ર નામના શ્રાવકના અત્યંત આગ્રહથી ધર્મમૂર્તિસૂરિએ તે શ્રાવકના પંચમી તપના ઉદ્યાપન-ઉજમણાં પ્રસંગ સુધી સ્થિરતા કરી. રાચાર્યના ઉપદેશથી રવિચંદ્ર મહોત્સવપૂર્વક પંચમી તપનું ઉદ્યાપન કર્યું અને તે પ્રસંગે ઘણુ ધન ખરચીને વિવિધ પ્રકારે જ્ઞાનની ભક્તિ કરી. તેણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો પણ કર્યા. આચાર્યના ઉપદેશથી રવિચંદ્ર કસોટી પાષાણનિર્મિત શ્રી નેમિનાથ જિનેશ્વરની દર્શનીય મૂર્તિ ભરાવી. આચાર્યનું શરીર વૃદ્ધાવસ્થાથી ક્ષીણ થઈ ગયું હોઈને ત્યાંના સંઘે તેમને એ ઉમરે વિહાર ન કરવાની અને પાલણપુરમાં જ સ્થિરવાસ રહેવાની આગ્રહભરી વિનંતિ કરી. ગુરુએ તેમને જણાવ્યું -“શ્રાવકવર્યો! સંઘની આજ્ઞા તીર્થકરોને પણ શિરોમાન્ય છે. પરંતુ આજ દિવસ સુધી ચાતુર્માસ વિના હું ક્યાંય પણ સ્થિરવાસ કરીને રહેલ નથી. તો પણ વર્તમાન યોગે હું આપની વિનંતિ ધ્યાનમાં લઈશ.” સંઘના આગ્રહથી આચાર્ય પરિવાર સહિત . ૧૯૬૯માં પાલણપુરમાં ચાતુર્માસ રહ્યા. પાલણપુરના નવાબની કરિમાબેગમ તાવથી પીડાતી હતી. આચાર્યના મંત્રપ્રભાવથી તેનો તાવ દૂર થયો, ઇત્યાદિ વાતો વિષે સવિસ્તર માહિતી અંચલગચ્છ દિગ્દર્શનમાંથી જોઈ લેવી. Page #704 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૫૫ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. આચાર્યના ઉપદેશથી આગરામાં લોઢાગોત્રીય મંત્રીવર્યો સોનપાલ-કુંરપાલે કરેલાં ધર્મકાર્યો અને પ્રતિષ્ઠાઓ તથા નવાનગરમાં તેજસી શાહે તથા તેના સુપુત્રોએ કરેલાં ધર્મકાર્યો તથા પ્રતિષ્ઠાઓ વિષે પછીના પ્રકરણમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરીશું. આચાર્યના ઉપદેશથી આગરા અને નવાનગરમાં થયેલાં ધર્મકાર્યોએ આ ગચ્છના ઇતિહાસમાં સીમાચિહ્ન રચ્યું હોઈને તે વિશેષ અવલોકન માગી લે એવાં મહત્ત્વપૂર્ણ છે. સં. ૧૬૨૯ (૧) માઘ માસે શુકલપક્ષે ૧૩ના બુધવારે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સો. જસા ભા. જસમારે પુ. સો. અભા ભા. મનકાઈ પુ. લખાએ સ્વપુણ્યાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૪૪ (૧) ફાગણ સુદિ ૨ના રવિવારે અમદાવાદના રહેવાસી શ્રી શ્રીમાલજ્ઞાતીય સા. રહીઆ ભા. નાકૂ સુ. ભીમા ભા. અજાઈ સુ. સુશ્રાવકે સા. નાકરે ભા. મકૂ સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું. - સં. ૧૬૫૪ (૧) માઘ વદિ ૯ના રવિવારે શ્રી શ્રીમાલજ્ઞાતીય છે. રીડા ભા. કોડમદે, ભત્રીજા છે. લબ્ધજી છે. ભીમજીએ શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, ગાંધી હાંસાએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે વંત્રાસગોત્રીય સં. ડુંગરે શ્રી સુપાર્શ્વ બિંબ ભરાવ્યું જેની ગાંધારનગરમાં પ્રતિષ્ઠા થઈ. (૩) એ જ દિવસે ઓશવાળ જ્ઞાતીય લોઢાગોત્રીય સા. જેઠા ભા. જેઠશ્રી સુત રાજૂ ભા. રાજશ્રી સુ. શ્રાવક સા. રેખા ભા. રેખશ્રી સુ. સોનપાલ ભા. સોનશ્રીએ શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૫૯ (૧) મહા સુદિ પના સોમવારે રાઠોડવંશી રાઉત ઉદયસિંહના રાજ્યમાં વાફપત્રાકાનગરે કંપશ્રી...અંચલગચ્છીય સમસ્ત સંઘે શાંતિ શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ પ્રાસાદ કરાવ્યો. ૧૮. પૂ. આ. ભ.શ્રી કલ્યાણસાગરસૂરિ મ. સા. પ્રકીર્ણ પ્રસંગો ઓશવાળ ગાલ્હાવંશીય શાહ ખીમા સં. ૧૯૭૨માં કચ્છના બિદડામાં થઈ ગયા, જેની પત્ની ખીમીએ ૧૫OOO કોરી ખરચીને બિદડામાં પશ્ચિમ તરફ એક વાવ બંધાવી. આ વંશમાં વડાલામાં થયેલા ખેતસી, પેથા અને દેપલા નામના ત્રણ ભાઈઓએ ૬OOOO કોરી ખરચીને સં. ૧૬૬૬માં ઘણાં પુણ્યકાર્યો કર્યા. દેસરે ગુંદાલમાં તળાવ બંધાવ્યું. સં. ૧૫૯૬માં માણેક પીછણમાં તળાવ બંધાવ્યું. જેસંગે પથડિયામાં સં. ૧૫૮૫ માં વાવ કરાવી. સં. ૧૫૯૦માં વીરો થયો. તે અપુત્ર હોવાથી તેની પત્નીએ યક્ષનું આરાધન કર્યું અને તેના વરદાનથી તેને છ પુત્રો થયા એવો ઉલ્લેખ ભટ્ટગ્રંથોમાંથી મળે છે. એ છયે ભાઈઓનો પરિવાર વીસોતરી, ખાખર, હાલા તથા ઝાંખર નામનાં કચ્છનાં ગામોમાં વસે છે. સં. ૧૬૬૭ માં ખાખરમાં થયેલા માંડણે જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી ઘણું દ્રવ્ય દાનમાં દીધું. ઓશવાળ દેઢિયાગોત્રીય મહિયા સં. ૧૯૭૫માં ડબાસંગમાં વસતા હતા. તેના કાથડ પ્રમુખ ચાર K પુત્રો હતા. તેમણે શત્રુંજયની કુટુંબ સહિત યાત્રા કરી, ઘણું દ્રવ્ય ધર્મકાર્યોમાં ખરચ્યું. ઉજમણું કરી ગામની . Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન ઉત્તર દિશામાં એક વાવ પણ બંધાવી. ઓશવાળ સ્પાલગોત્રીય ઇશ્વર નામના શ્રેષ્ઠી સં. ૧૬૮૭માં ખેરવામાં થઈ ગયા. તેમણે ઘણું દ્રવ્ય ખરચીને અનેક ધર્મકાર્યો કર્યાં હતાં. સં. ૧૬૮૭માં ભયંકર દુષ્કાળ પડેલો. આ દુષ્કાળમાં અનેક ઉલ્લેખો મળે છે. સમયસુંદરે આ દુષ્કાળનું હૃદયદ્રાવક વર્ણન ‘ચંપક શ્રેષ્ઠી ચોપાઈ'માં કર્યું છે. રાજકીય ઇતિહાસમાંથી પણ એ અંગે ઘણું કહી શકાય છે. આ દુષ્કાળ પ્રસંગે અંચલગચ્છીય શ્રેષ્ઠીઓએ પોતાની રીતે દુષ્કાળ પીડિતોને ઘણી સહાય કરી. નાગડગોત્રીય રાજસીએ એ વખતે અન્નસત્રો ખોલીને મહત્ત્વપૂર્ણ સેવાઓ બજાવી છે. ભિન્નમાલથી પ્રાપ્ત થતા ભટ્ટગ્રંથો દ્વારા જાણી શકાય છે કે અંચલગચ્છીય શ્રાવક વરદોગજીએ સં. ૧૬૫૫માં બીજલોર નગરથી ગોડીજીનો સંઘ કાઢેલો. એ વહીમાં વલ્લભશાખીય પુણ્યતિલકસૂરિજીએ બેણપમાં સં. ૧૨૨૧માં ડોડિયા પરમાર રાવત નગરાજના પુત્ર સોમલને પ્રતિબોધ આપીને જૈનધર્મી બનાવ્યાની હકીકત પણ છે. તેમાં જણાવાયું છે કે એમનાં વહાણો દરિયામાં અટકી ગયાં હતાં. આચાર્યે તેને પાછા લાવી આપ્યાં. એટલે તેઓ વહાણી ગોત્રથી પ્રસિદ્ધ થયા. સં. ૧૬૭૧માં લોઢાગોત્રીય કુંવરપાલ-સોનપાલના આગ્રહથી કલ્યાણસાગરસૂરિ આગરા નગરમાં પધાર્યા. એમના આગમનથી ત્યાં ઘણી ધર્મવૃદ્ધિ થઈ. તેમના ઉપદેશથી બન્ને બાંધવોએ બન્ને જિનાલયોમાં સર્વ મળી ૪૫૦ જિનબિંબોની સં. ૧૬૭૧ના વૈશાખ સુદ ૩ ને શનિવારે પ્રતિષ્ઠા કરાવી. એક જિનાલયમાં શ્રી શ્રેયાંસનાથ તથા બીજામાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાઓને મૂલનાયક તરીકે સ્થાપિત કરવામાં આવી. આચાર્યના ઉપદેશથી બન્ને મંત્રીવર્યોએ સ્વામિવાત્સલ્યાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું, તથા ત્યાં મનોહર ઉપાશ્રય બંધાવ્યો. એ વર્ષે આચાર્ય ત્યાં જ ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ બાદ આચાર્યે એમના કુટુંબ સહિત સમ્મેતશિખર, પાવાપુરી આદિ જિનેશ્વરોની કલ્યાણભૂમિની યાત્રા કરી. મંત્રીવર્યોએ કલ્યાણ ભૂમિઓનો ઉદ્ધાર કરાવ્યો. આવી રીતે તેમણે આચાર્યના ઉપદેશથી સાત લાખ પીરોજીઓ સાત ક્ષેત્રમાં ખરચી. તદનંતર આચાર્ય શત્રુંજયની તીર્થયાત્રાર્થે પાલીતાણામાં પધાર્યા. સં. ૧૬૭૫માં વર્ધમાન, પદ્મસિંહ અને રાયસી શાહે રહ્યા. ત્રણે શ્રેષ્ઠીઓએ અનુક્રમે શ્રી શાંતિનાથ, શ્રી શ્રેયાંસનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાને મૂલનાયક તરીકે સ્થાપી. પદ્મસિંહ શાહે શત્રુંજ્ય ૫૨ સં. ૧૬૭૬ના ફાગણ સુદ ૨ ને દિવસે દ્વિતીય પ્રતિષ્ઠા પણ કરાવી. ત્રણે શ્રેષ્ઠીઓએ આચાર્યના ઉપદેશથી શત્રુંજયગિરિ પર ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું. રાયસી શાહની વિનંતિથી કલ્યાણસાગરસૂરિ નવાનગર પધાર્યા. તેમના ઉપદેશથી રાયસી શાહે ૫૫૧ જિનબિંબોની ત્યાં અંજનશલાકા કરાવી. પિતા તેજસી શાહે બંધાવેલા જિનમંદિરની આસપાસ દેવકુલિકાઓ કરાવી. તેમાં સં. ૧૬૭૫ના વૈશાખ સુદિ ૮ ને દિવસે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. એ કાર્યમાં તેણે ત્રણ લાખ કોરીનો ખર્ચ કર્યો. એ શુભ પ્રસંગે સ્વામિવાત્સલ્યાદિ કાર્યો ઉપરાંત ઓશવાળ જ્ઞાતિના ઘર દીઠ સાકરથી ભરેલી પિત્તળની થાળીઓની પ્રભાવના કરી. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી વર્ધમાન-પદ્મસિંહ શાહે નવાનગર અને શત્રુંજયનાં જિનાલયો ઉપરાંત હાલારના છીકારી અને મોડપુરમાં પણ બે શિખરબદ્ધ જિનપ્રાસાદો બંધાવ્યાં, અને મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠાકાર્યો કર્યાં. એ શુભ અવસરે બન્ને બાંધવોએ નવાનગરમાં સર્વ લોકોને મિષ્ટાન્નભોજન કરાવ્યું અને નવે નાતોમાં સાકરથી ભરેલા મોટા થાળની પ્રભાવના કરી. નાગડા ગોત્રીય નેણસી શાહે Page #706 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૬૫૭ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી નવાનગરમાં ઊંચા શિખરવાળો, ઝરૂખાઓની શ્રેણીથી શોભતો એક ચૌમુખ જિનપ્રસાદ બંધાવ્યો. આચાર્યના ઉપદેશથી તેમાં શ્રી સંભવનાથ પ્રભુની સમપ્રમાણ ચાર પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરી. એ જિનપ્રાસાદનું એક જ દ્વાર કરીને નેણસી શાહે તેમના બંધુ રાજસી શાહે બંધાવેલા જિનપ્રાસાદમાં મેળવી દીધો. આ કાર્યોમાં નેણસી શાહે ૩00000 કોરીનો ખર્ચ કર્યો. સં. ૧૬૭૮માં આચાર્ય જામનગરમાં જ ચાતુર્માસ રહ્યા. એ પછી આચાર્ય કચ્છમાં વિચર્યા અને ત્યાં આ પ્રમાણે ચાતુર્માસ રહ્યાઃ સં. ૧૬૭૯માં માંડવી, સં. ૧૬૮૦માં કોઠારા, બીદડામાં માસક્ષમણ રહ્યા, સં. ૧૬૮૧માં અંજાર, સં. ૧૬૮૦માં તેઓ ભૂજ પધારેલા ત્યારે મહારાવ ભારમલજીએ તેમનો મહોત્સવપૂર્વક નગપ્રવેશ કરાવેલો. સં. ૧૬૮૨માં ભદ્રાવતી પધાર્યા. એમના ઉપદેશથી વર્ધમાન-પદ્ધસિંહ શાહે પાવાગઢની યાત્રા કરીને ત્યાંનો જીર્ણોદ્ધાર કર્યો. તેમની વિનતિથી આચાર્ય એ વર્ષે ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા. બન્ને બાંધવો અને તેમની ધર્મપત્નીઓએ મહાઈ પાષાણોની ચાર પ્રતિમાઓ કરાવી, નવપદજી અને પંચમી પર્વનું ઉજમણું કરી, જૈનાગમો લખાવી અઢળક ધન ખરચ્યું. સાધર્મિકોના ઉદ્ધારમાં ૭OOOOOO કોરી તથા ભદ્રાવતીના પ્રાચીન જિનાલયના ઉદ્ધારમાં ૧૫OOOOO કોરી પણ ખરચી. આચાર્યના ઉપદેશથી સમગ્ર ભારતવર્ષના પ્રસિદ્ધ જૈન તીર્થોની બન્ને બાંધવોએ કુટુંબ સહિત યાત્રા કરી અને તેમના જીર્ણોદ્ધારમાં છૂટે હાથે ધન વાપર્યું. આ મહાદાનેશ્વરી મંત્રીવર્યોનાં સુકૃત્યો વિષે પાછળથી જોઈશું. એ પછી આચાર્યે આ પ્રમાણે કચ્છમાં ચાતુર્માસ કર્યા : સં. ૧૯૮૩માં મુંદરા, સં. ૧૬૮૪માં વાગડના આધોઈ, . ૧૬૮૫માં ભદ્રાવતી, એ વર્ષમાં અમરસાગરજીને આચાર્યપદ-સ્થિત કરવામાં આવ્યા. આચાર્યના ઉપદેશથી વર્ધમાન-પદ્ધસિંહ શાહે સાધર્મિકોના ઉદ્ધાર આદિ કાર્યોમાં ૨૦OOOO કોરી ખરચી. સં. ૧૬૮૬માં વિલસનગર, સં. ૧૬૮૭માં કોડાઈ અને સં. ૧૬૮૮માં પુનઃ ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા; સં. ૧૬૮૯માં આચાર્ય પાલણપુર ચાતુર્માસ રહ્યા. ત્યાં જાસલ ગોત્રીય શુભચંદ્ર નામના શ્રાવકે પોતાની સ્ત્રી વીજલદે સહિત તેમના ઉપદેશથી શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યો, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ભરાવી અને જૈનાગમો લખાવી આચાર્યને અર્પણ કર્યા. વળી તેમણે સ્વીમિવાભ્યાદિ કાર્યો પણ કર્યા. સં. ૧૯૬૦માં આચાર્ય અમદાવાદ ચાતુર્માસ રહ્યા. આચાર્ય ભગવતીસૂત્ર વ્યાખ્યાનમાં સંભળાવ્યું. વર્ધમાન શાહના નાના પુત્ર જગડુશાહની વિનતિથી ભૂજ જતાં માર્ગમાં ગોસલ ગોત્રીય દેરાજના આગ્રહથી આચાર્ય માલીઆ ગામમાં માસક્ષમણ રહ્યા. દેરાજે આચાર્યના ઉપદેશથી ચોથું વ્રત અંગીકાર કરી સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો કર્યા. એ પછી જગડુશાહની વિનતિથી સં. ૧૬૯૧માં આચાર્ય ભૂજ ચાતુર્માસ રહ્યા, અને ત્યાં અમરસાગરસૂરિએ શ્રાવણ સુદિ ૭ ને દિવસે “વર્ધમાન-પદ્મસિંહ શ્રેષ્ઠી ચરિત્ર' નામની સંસ્કૃત પદ્યકૃતિ પૂર્ણ કરી. એ પછી ગાલ્હાગોત્રીય માડણ શ્રેષ્ઠીના આગ્રહથી આચાર્ય ખાખરમાં સં. ૧૬૯૨માં ચાતુર્માસ રહ્યા. માડણે તેમના ઉપદેશથી ૧OOOO કોરી ઉજમણાદિ ધર્મકાર્યોમાં ખરચી. તેણે ઠાણાંગસૂત્રની પ્રત લખાવી ગુરુને વહોરાવી. તેની પત્ની ખીમાદેએ ગુરુના મુખથી શ્રાવક દ્વાદશવ્રત ગ્રહણ કર્યા. સં. ૧૬૯૩ માં વડેરાગોત્રીય સંઘવી માલસીના આગ્રહથી આચાર્ય મુંદરામાં ચાતુર્માસ રહ્યા. માલસીએ તેમના ઉપદેશથી ૩૦OOO કોરી ખરચી શ્રી ધર્મનાથ પ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, પોતાની પત્ની રાજલદ સહિત ચોથું વ્રત અંગીકાર કર્યું તથા આગમો લખાવી ગુરુને વહોરાવ્યાં. Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન પારેખ લીલાધર અમદાવાદના ઓશવાળ, વડેરા શાખીય પારેખ જસૂનો પુત્ર લીલાધર કલ્યાણસાગરસૂરિનો ભક્ત હતો. તેણે એમના સદુપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા. તેની પત્ની સહિજા અને પુત્રી ધનબાઈ હતાં, જેના પઠનાર્થે “અવંતી સુકુલાલ રાસ'ની પ્રત લખાઈ. સં. ૧૬૯૦માં આચાર્ય અમદાવાદમાં ચાતુર્માસ હતા તે વખતે લીલાધરે એમના ઉપદેશથી શ્રી વીપ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, જયશેખરસૂરિકૃત કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણની પ્રત સ્વર્ણાક્ષરે લખાવી, મેરૂતુંગસૂરિકૃત પટ્ટાવલીની પ્રતો લખાવીને કલ્યાણસાગરસૂરિને વહોરાવી. સં. ૧૭૧૨માં લીલાધરે સૂરિને અમદાવાદ ચાતુર્માસ કરાવ્યું અને એમના ઉપદેશથી ૪00 માણસોના સંઘ સહિત તેણે શત્રુંજય તીર્થની યાત્રા કરી એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. શત્રુંજયથી ઊના, દેલવાડા, અજારા, વહાણથી કોડીનાર, માંગરોલ, પછી ગિરનાર-જૂનાગઢ (તે વખતે મિયાં સાલે દેશધણી હતો), ત્યાંથી શંખેશ્વર પાર્શ્વનાથ, માંડલ, વીરમગામ થઈ સંઘ પુનઃ અમદાવાદ પહોંચ્યો. એ પછી વૃદ્ધ લીલાધર વા. સુખલાભ પાસે દીક્ષા લીધી. સં. ૧૭૧૫ના ભાદરવા સુદ ૬ના મંગળવારે લીલાધર સ્વર્ગસ્થ થયા. ત્યાર પછી લીલાધરના પુત્રે સં. ૧૭૨૧ના માગશર સુદિ પના મંગળવારે ગોડીજીનો તીર્થસંઘ કાઢ્યો. તેનું વર્ણન પણ કવિ સુરજીએ ઉક્ત રાસમાં વણી લીધું છે. (જુઓજૈ. ગૂ. ક. ભા. ૨, પૃ. ૨૦૬-૯) રાજસી શાહનાં સુકૃત્યો રાજસી શાહનાં સુકૃત્યોનું વર્ણન પ્રાચીન સાહિત્યમાંથી પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ બને છે. એમનાં પ્રશસ્ત કાર્યોનું વર્ણન મેઘમુનિકૃત “સાહ રાજસી રાસ'માં નિમ્નોક્ત છે. સં. ૧૬૯૯માં આચાર્ય નગરપારકરના જેસાજીના વંશજ લાલણ જેમલના આગ્રહથી ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી જૈમલે શ્રી શાંતિનાથજીની પ્રતિમા ભરાવી, ગાંધી ગોત્રીય તિલાજીએ ૨૫OO0 પીરોજી ખરચી પુસ્તકભંડાર સ્થાપ્યો. ત્યાંથી વિહાર કરી આચાર્ય ઝાલોરમાં પધાર્યા. સં. ૧૭૦૩માં આચાર્ય જોટાણામાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાવંશીય મણીરસી નામના શ્રાવકવર્ષે ઘણું ધન ખરચી તેમની ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી તેણે સાતસો માણસોના સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી અને ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. સં. ૧૭૦૮માં જંબૂસરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાધ્વંશીય સાકરચંદે તેમની ઘણી ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી તેણે સંઘ સહિત ભરૂચની યાત્રા કરી. વેજલપુરમાં તેમના ઉપદેશથી લાડવા શ્રીમાલી ઉમેદચંદ્ર ૧૩000 મહેમુદી ખરચી શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી. ત્યાંથી સં. ૧૭૦૯માં આચાર્ય ભરૂચમાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી વિહાર કરી આચાર્ય પાવાગઢ યાત્રાર્થે પધાર્યા. ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીની તેમણે સ્તુતિ કરી. આ પ્રમાણે નાગપમંડપવાળા લક્ષ્મીતિલક પ્રાસાદમાં શ્રી શાંતિનાથ મૂલનાયક સ્થાપિત કર્યા. દ્વારના ઉભય પક્ષમાં હાથી સુશોભિત કર્યા. આબૂના વિમલપ્રાસાદની જેમ નૌતનપુરમાં રાજડ શાહે યશ ઉપાર્જિત કર્યો. આ લક્ષ્મીતિલક પ્રાસાદમાં ત્રણ મંડપ અને પાંચ ચૌમુખ થયાં. ડાબી બાજુએ સહસ્ત્રફણા પાર્શ્વનાથ, જમણી બાજુએ સંભવનાથ (૨ પ્રતિમા, અન્ય યુક્ત), ઉત્તર દિશાની મધ્ય દહેરીમાં શાંતિનાથ, દક્ષિણ દિશાના ભોંયરામાં અનેક જિનબિંબ તથા પશ્ચિમ દિશાના ચૌમુખમાં અનેક પ્રતિમાઓ તથા પૂર્વ તરફ એક ચૌમુખ તથા આગળ વિસ્તૃત નલિની જેવી શત્રુંજયની જેમ ૩૨ પૂતળીઓ સ્થાપિત કરી. ત્રણ તળનો તોરણયુક્ત આ જિનાલય નાગનયર-નૌતનપુરમાં બનાવ્યો. Page #708 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૫૯ ભલશારણિ ગામમાં ફૂલઝરી નદીના પાસે જિનાલય તથા અંચલગચ્છની પૌષધશાળા બનાવી. સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ રાજડે યશ સ્થાપિત કર્યો. વાસુદેવ કૃષ્ણનો પ્રાસાદ મેરુશિખર સાથે સ્પર્ધા કરતો હતો. યાદવવંશી રાજકમાર વિભોજી (ભાર્યા કનકાવતી તથા પુત્ર જીવણજી-મહિરામણ) સહિતના ભાવથી એ કાર્યો થયાં. કાંડાબાણ પાષાણથી શિખર તથા પાસે ઉપાશ્રય બનાવ્યો. કાલાવડમાં યતિ-આશ્રમ-ઉપાશ્રય બનાવ્યો. માંઢામાં શિખર કર્યો અને પંચધાર ભોજનથી ભૂપેન્દ્રને જમાડ્યા. બસો ગોઠી જેઓ મૂઢ હતા તેઓ સુજ્ઞાની શ્રાવક થયા. કાંડાબાણી પાષાણથી એક પૌષધશાળા બનાવી. કચ્છ દેશમાં ઓશવાળોનાં માઢા સ્થાનમાં એક રાજડ ચૈત્ય છે અને ત્યાં ઘણો પ્રસિદ્ધ મહિમા છે. નાગનયરની ઉત્તર દિશામાં અન્ન-પાણીની પરબ ખોલી. કચ્છના માર્ગમાં બેડી તટસ્થાનમાં પથિકોને માટે વિશ્રામગૃહ કરાવ્યો અને પાસે જ હનુમંત દહેરી બનાવી. નાગ નદીની પૂર્વની બાજુ અનેક સ્તંભોયુક્ત એક ચોરો બનાવ્યો, જેની શીતળ છાયામાં શીત અને તાપથી વ્યાકુળ માણસો આવીને બેસે છે. નવાનગરમાં રાજડે વિધિપક્ષનો ઉપાશ્રય બનાવ્યો. સો દ્વારવાળી વસ્તુપાલની પૌષધશાળા જેવી રાજડની અંચલગચ્છ પરશાળ હતી. ધારાગિરની પાસે તથા અન્યત્ર એમણે વખારો કરી. કાઠાવાણિ પાષાણનું સપ્તભૂમિ મંદિર સુશોભિત હતું, જેની સં. ૧૬૭૫માં રાજડે બિંબપ્રતિષ્ઠા કરાવી. જામસાહેબે એમનો ઘણો આદર કર્યો. સં. ૧૬૮૭ના દુષ્કાળમાં ગરીબોને રોટી તથા ના કળસી અન્ન પ્રતિદિન આપતા રહ્યા. વણિકવર્ગ જે કોઈ પણ આવે તેને સ્વજનની જેમ સાદર ભોજન કરાવવામાં આવતું હતું. આ દુષ્કાળમાં જગડૂશાહની જેમ રાજડે પણ અન્નસત્ર ખોલ્યાં અને પુણ્યકાર્યો કર્યા. હવે રાજડના મનમાં શત્રુંજય યાત્રાની ભાવના થઈ અને સંઘ કાઢ્યો. શત્રુંજય આવીને પ્રચુર દ્રવ્યવ્યય કર્યો. ભોજન અને સાકરના પાણીની વ્યવસ્થા કરી. શ્રી આદિનાથ પ્રભુ અને બાવન જિનાલયની પૂજા કરી લલિત સરોવર જોયો. પહાડ પર સ્થળે જિનવંદન કરતાં નેમિનાથ, મરુદેવી માતા, રાયણપગલી, શાંતિનાથ પ્રાસાદ, અદબદ આદિનાથ, વિદ્ગવિનાશક યક્ષસ્થાનમાં ફળ નાળિયેર ભેટ ધર્યા. મુનિવર કારીકુંડ, મોલ્હાવસહી, ચતુર્વિશતિ જિનાલય, અનુપમદેસર, વસ્તગ પ્રાસાદ આદિ સ્થાનોમાં ચૈત્યવંદના કરી. ખરતર દહેરું, આદિનાથ, ઘોડાચોકી, સિદ્ધાર આદિ સ્થાનોને નીરખતાં વસ્તુપાલ દહેરી, નંદીશ્વર જિનાલય થઈને તિલખા તોરણ-ભરતેશ્વર કારિત આદિ જિનાલયોનાં દ્વાર પાસે આવ્યા. ડાબી બાજુ સાચોરા મહાવીર, વિહરમાન પાંચ પાંડવ, અષ્ટાપદ, ૭૨ જિનાલય, મુનિસુવ્રત અને પંડરીકસ્વામીને વંદના કરી મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રક્ષાલ-વિલેપનાદિથી વિધિવત પૂજા કરી, પછી નવાનગરમાં આવીને સાતે ક્ષેત્રોમાં દ્રવ્યવ્યય કર્યો. સં. ૧૬૮૨માં કલ્યાણસાગરસૂરિ ભદ્રાવતીમાં પધાર્યા. વર્ધમાન-પદ્ધસિંહ શાહને તેમણે ગોત્રજા મહાકાલી દેવીએ સંકટ સમયે કરેલી સહાય વિષે જણાવતાં, તેઓ કુટુંબ પાવાગઢ યાત્રાર્થે ગયા અને ત્યાં તીર્થોદ્ધાર કર્યો. આચાર્યના ઉપદેશથી બન્નેએ નવ નવ હજાર કોરી ખરચીને અરિષ્ટરત્નથી શ્રી નેમિનાથ પ્રભુની અને માણિક્યરત્નથી શ્રી વાસુપૂજ્ય પ્રતિમાઓ ભરાવી. એમની પત્નીઓએ દસ દસ હજાર કોરી ખરચીને અનુક્રમે નીલમ રત્નની શ્રી પાર્શ્વનાથ પ્રભુની અને શ્રી મલ્લિનાથ પ્રભુની પ્રતિમાઓ કરાવી. તેમણે બબ્બે લાખ કોરીને ખરચે નવપદજી અને જ્ઞાનપંચમીનું ઉજમણું પણ કર્યું. કલ્યાણસાગરસૂરિના | ઉપદેશથી બન્ને બાંધવોએ સાત લાખ કોરી ખરચીને જીર્ણોદ્ધાર કર્યો. ત્યાર બાદ તેઓ સૌ કુટુંબ સાથે Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ ] [ જૈન પ્રતિભાદર્શન તીર્થયાત્રા માટે નીકળ્યા. ગિરનાર, તારંગા, આબુ. સમેતશિખર, વૈભારગિરિ, ચંપાપુરી, પાવાપુરી, કાલિંદી, રાજગૃહિ, વારાણસી, હસ્તીનાપુર, શત્રુંજય ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી સર્વ મળી ૧૫OOOOO કોરી ખરચી જીર્ણોદ્ધાર, ધ્વજારોપણાદિ કાર્યો કર્યા. બે વર્ષ બાદ તેઓ સૌ ભદ્રાવતીમાં પાછાં આવ્યાં. તેમણે જામનગરમાં બંધાવેલા જિનાલયનું થોડું કામ અપૂર્ણ રહ્યું હતું તે પૂર્ણ કરાવવા બંધુ ચાંપસિંહ શાહને બે લાખ કોરી મોકલાવી, પરંતુ ભાવિભાવના યોગથી તે કાર્ય પૂર્ણ થયું નહીં. ત્યાંના જિનાલયના નિભાવાર્થ તેમણે નવ વાડીઓ, ચાર ક્ષેત્રો તથા દુકાનોની શ્રેણી અર્પણ કરી. મીઠડિયા મુહણસિંહ શાહ અંચલગચ્છીય શ્રાવકોમાં મીઠડિયા વહોરા મુહણસિંહનું નામ પણ ઉલ્લેખનીય છે. આ ઓશવાલ શ્રેષ્ઠી પણ નવાનગરના વતની હતા. શ્રેષ્ઠી નાગજી ખંભાતના ઓશવાળ રાજમાન્ય શ્રેષ્ઠી નાગજી વિષે અનેક ગ્રંથોમાંથી ઉલ્લેખો મળે છે. સ્થાનસાગરે એમના આગ્રહથી સં. ૧૬૮૫ના આસો વદિ ૫ ને મંગળવારે ખંભાતના ‘અગડદત્ત રાસ” રચ્યો. જુઓવડવ્યવહારી જાણીઈ, ભૂપ દીઈ જસ માંન; સા વત્યા સુત નાગજી, ઉત્તમ પુરુષ પ્રધાન. દઢ સમકિત નિત ચિત્તધરઈ, સારઈ જિણવર સેવ; ભક્તિ કરઈ સાતમી તણી, કુમતિ તણી નહીં ટેવ. રૂપવંત સોહઈ સદા સુંદર સુત અભિરામ; સકલ કલા ગુણ આગરૂ, સોહઈ જિસ્યો કામ. સાવત્થાના પુત્ર નાગજીને સુંદરજી નામે પુત્ર હતો, એમ જણાય છે. દેવસાગરજીએ લખેલ ઐતિહાસિક પત્રમાં નાગજી વિષે ઘણું કહેવાયું છે. પત્રલેખક કલ્યાણસાગરસૂરિને પત્રમાં જણાવે છે કે–“નાગજી શાહ નિગ્રહાનુગ્રહ કાર્યમાં સમર્થ, આઠ કર્મક્ષય માટે ઉદિત માર્ગમાં આસક્ત. ઉત્તમ ન્યાયતંત, શ્રેષ્ઠ ગણવંત અને સર્વજ્ઞ પ્રભુના ચરણ કમલનો ઉત્તમ ભક્ત છે. તે જિનોક્ત જીવાદિ વિચારનો જાણ, બીજાની સંપત્તિ ન ઇચ્છનારો, બધે ઉત્તમ પ્રતિજ્ઞાથી પ્રસિદ્ધ શ્રદ્ધાળુપણાથી દાનાદિના હિતવચનવાળો તથા જૈનધર્મના રસનો જાણ છે. ન્યાયોપાર્જિત અનર્ગલ ધનવાળા, અરિહંતભક્ત નાગજી શાહે અવસરે ખંભાતના ગચ્છનાયકને બોલાવીને રાજહંસથી માંડી સર્વ જીવોનું સદા રક્ષણ કર્યું છે. નાગજી શાહ રાજમાન્ય, પોતાની વચનકલાથી સૌને આનંદ કરનાર, માનનીય વચનવાળો, ઉચ્ચ ગુણોથી ઉજ્જવલ અને લોકોને શાંતિ આપનારો હતો.” પત્રમાં નાગજી શાહનાં કાર્યો વિષે પણ ઉલ્લેખ છે. સં. ૧૬૭૭ના પર્યુષણ પર્વ વખતે “અક્રમ તપ કરનારા અઢીસો શ્રાવકોને નાગજી શાહે સૌને ધોતિયું આપીને પારણું કરાવ્યું, પૌષધધારી છસો શ્રાવિકાને શ્રદ્ધાળુ રૂડીબાઈએ પારણું કરાવ્યું.” “ખંભાતના જિનશાસનની ઉન્નતિ કરનારો શ્રેષ્ઠી નાગજી હતો, જેણે ત્યાંના આભૂષણરૂપ ઉત્તુંગ જિનમંદિર અને ધર્મમૂર્તિસૂરિનો સૂપ કરાવ્યાં, જે સંઘરૂપી સમુદ્રમાં ચિન્તામણિ રત્નની જેમ નિરંતર શોભે છે.' ખંભાતના શ્રાવકવયો શ્રેષ્ઠી નાગજી ઉપરાંત પદ્મસિંહ, શ્રીમલ્લ પ્રભૂતિ શ્રાવકવર્યોએ અનેક સુકૃત્યો દ્વારા મહા પુણ્ય Page #710 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | O ઉપાર્જન કર્યું છે. શત્રુંજય પર મૂલનાયકજીની ટૂકની જમણી બાજુની ભમતીની દેવકુલિકામાં શ્રી પદ્મપ્રભપ્રભુના આરસના બિંબ પર લેખ વંચાય છે : મોરબીની પ્રતિમા પર પણ એવો લેખ છે અને ઉક્ત પ્રતિમા પાસે શ્રી અભિનંદન પ્રભુના બિંબ પર આ પ્રમાણે ખંડિત લેખ છે. श्री अंचलगच्छे श्री कल्याणसागरसूरि उपदेशेन । लाछी श्रीमल्ल..... સં. ૧૬૮૩ના જેઠ સુદ ૬ના ગુરુવારે ઓશવાળ ગોખરૂગોત્રીય ઉક્ત શ્રેષ્ઠી પદ્ધસિંહે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. એ પ્રસંગે અન્ય શ્રેષ્ઠીઓએ પણ બિબ પ્રતિષ્ઠાદિ કાર્યો કરેલાં. ઉદાહરણાર્થે શ્રીમાલી પરીખ સોનજીએ શ્રી ચંદ્રપ્રભુ બિંબની કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી એ દિવસે પ્રતિષ્ઠા કરાવી. એ બિંબ પર સ. પસંદડ્યાતિ પ્રતિકાયાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. (જુઓ–“અંચલગચ્છીય લેખ સંગ્રહ,' લે. ૩૧૪.) શ્રી સુવિધિનાથ બિબની પ્રતિષ્ઠા પણ એણે એ દિવસે કરાવી હતી. મીઠડિયા શાહ શાંતિદાસ ઓશવાળ વૃદ્ધશાખીય મીઠડિયા શાહ શાંતિદાસે સં. ૧૯૭૬માં હાલરાના શ્રીકરી-છીકારીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી બંધાવ્યું હતું. ગામમાં શ્રાવકોની વસ્તી ન રહેતાં જિનાલયની ઉત્થાપના કરવામાં આવી. શાહ જીવાક - સં. ૧૬૯૬માં શાહ જીવાકે માડીમાં કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શિખરબિબ જિનપ્રાસાદ બંધાવ્યો હતો. (જુઓ “મોટી પટ્ટાવલી” પૃ. ૩૫૩. પ્ર. સોમચંદ ધારશી.) શ્રાવિકા હીરબાઈ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રાવિકા હીરબાઈએ પણ અનેક ધર્મકાર્યો કર્યા છે. શત્રુંજયગિરિ પર હાથીપોળ અને વાઘણપોળની વચ્ચે આવેલી વિમલવસતિ ટ્રકમાં ડાબા હાથે રહેલા શ્રી ચંદ્રપ્રભજિનાલયનો હીરબાઈએ સં. ૧૬૮૩ના મહા સુદિ ૧૩ના સોમવારે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ જિનાલય અમદાવાદના મંત્રીવર્ય ભંડારીજીએ બંધાવ્યું હતું. ભંડારીજીના વંશમાં હીરબાઈ છઠ્ઠી પેઢીએ થયાં. જીર્ણોદ્ધારનો ૪૦ પંક્તિનો શિલાલેખ ઉક્ત જિનાલયના ડાબા હાથના ગોખલામાં છે. એ શિલાલેખનો થોડો ભાગ ગદ્યમાં છે :---જે આ પ્રમાણે, શ્રીશ્રીમાળી જ્ઞાતિના મંત્રીશ્વર ભંડારી થયા, તેના પુત્ર મહ. અમરસી, તેના પુત્ર મહં. શ્રીકરણ, તેના પુત્ર સાત ધન્ના, તેના પુત્ર સાત સોપા, તેના પુત્ર સાત શ્રીવંત થયા. શ્રીવંત શ્રેષ્ઠીના શ્વસુર અને પિયર એમ બન્ને પક્ષોમાં આનંદ આપનારી સોભાગદે નામની સ્ત્રી હતી. તેનો રૂપ નામનો પુત્ર અને હીરબાઈ નામની પુત્રી થઈ. હીરબાઈ બન્ને પક્ષોમાં આનંદ આપનારી પરમ શ્રાવિકા હતી. તેણીએ પોતાના પુત્ર પારિખ સોમચંદ્ર આદિ પરિવાર સહિત સં. ૧૬૮૩ ના મહા સુદિ ૧૩ના સોમવારે શ્રી ચંદ્મભજિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. રાજનગરના વતની મહં. ભંડારીજીએ પ્રથમ આ જિનમંદિર બંધાવ્યું હતું. ભંડારીજીની છઠ્ઠી પેઢીએ હીરબાઈ થયાં. શિલા-પ્રશસ્તિમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે હીરબાઈએ નવ્વાણુંવાર સંઘ સહિત શત્રુંજય તીર્થની યાત્રા કરી. તેણીના શ્વસુરપક્ષમાં પારિખ ગંગદાસ થયા. તેને ગુરદે નામે સ્ત્રી હતી. તેના પુત્ર પારિખ કુંવરજી થયા. તેને કમલાદે નામે સ્ત્રી ૭૧, Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ ] | જૈન પ્રતિભાદર્શન હતી. તેના પારિખ વીરજી અને રહિયા નામે બે પુત્રો થયા. પારિખ વીરજીની સ્ત્રી હીરબાઈ થયાં. હીરબાઈના પુત્ર પારિખ સોમચંદ્ર થયા, જેમના નામે શ્રી ચંદ્રપ્રભજિનબિંબ ભરાવવામાં આવ્યું તથા પ્રતિષ્ઠા કરવામાં આવી. “જેમણે પોતાના પ્રતાપરૂપી સૂર્યની કાંતિથી સમસ્ત ભૂમંડલને દીપાવ્યું હતું, એવા કાંધુજી તથા રાજ્યની શોભાવાળા તેમના પુત્ર શિવાજીના વિજયવંત રાજ્યમાં પ્રતિષ્ઠા થઈ. હીરબાઈએ પોતાની ભાગ્યશાળી પુત્રી કીઈબાઈ તથા ભ્રાતા પારિખ રૂપજી અને તેના પુત્ર પારિખ ગોડીદાસ સહિત સં. ૧૯૮૩ના મહા સુદિ ને સોમવારે પ્રતિષ્ઠા કરી. શત્રુંજયગિરિ ચડતાં છાલા કુંડ પછી અને ભૂખણ કુંડ પહેલાં જમણી બાજુએ હીરબાઈનો કુંડ આવે છે. આ કુંડ પણ હીરબાઈનાં સુકૃત્યનું જ પરિણામ છે. (જુઓ જિનવિજયજીનો લેખ સંગ્રહ, ભા. ૧, પૃ. ૪૫.) ખીમજી અને સુપજી અમદાવાદમાં શ્રીશ્રીમાળી જ્ઞાતીય ભવાન ભાર્યા રાજમલદેના પુત્રો ખીમજી અને સુપજીએ સં. ૧૬૭૩માં કલ્યાણસાગરસૂરિની ભક્તિ કરી હતી એવો પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. તેમણે સં. ૧૬૭૫ના વૈશાખ સુદિ ૧૩ના શુક્રવારે આચાર્યના ઉપદેશથી શત્રુંજયની મૂલ ટૂકમાં ઇશાન ખૂણામાં ચૌમુખ જિનાલય બંધાવ્યું અને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. એની શિલા-પ્રશસ્તિ હેન્રી કાઉન્સેસે નોંધેલી અને ડો. બુલરે એપિઝાફિયા ઇન્ડિકા', વો. ૨ માં. પ્રકટ કરેલી. મંત્રી વોરા ધારસી પ્રમુખ ભૂજના શ્રાવકો કચ્છ અંચલગચ્છની પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર હોઈને, તેનું પાટનગર આ ગચ્છ પ્રત્યે સવિશેષ ભક્તિ દર્શાવે એ સ્વાભાવિક છે. વા. વસાગરે સં. ૧૬૭૭માં લખેલા ઐતિહાસિક પત્રમાં તત્કાલીન કચ્છનું, ભૂજનું, મહારાવ ભારમલ્લનું તથા ત્યાંના જૈનસંઘનું ભાવભર્યું વર્ણન આપ્યું છે. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિના અને મહારાવ ભારમલજીના સમાગમ વિષે પાછળથી ઉલ્લેખ કરીશું. અહીં માત્ર શ્રાવક સંબંધમાં અલ્પ ઉલ્લેખ જ પ્રસ્તુત છે. સં. ૧૯૭૭માં ભારમલ્લજીના રાજ્યાધિકારી વોરા ધારસીએ ગુરુના ઉપદેશથી ભૂજમાં એલગચ્છનો ઉપાશ્રય બંધાવ્યો તથા પોતાના દાદા વીરજી શાહની દેરી કરાવી તેમાં પગલાં સ્થાપ્યાં અને ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. ભૂજમાં બંધાયેલા શ્રી ચિન્તામણિ જિનાલયના ખર્ચમાં પણ તેમણે ચોથો ભાગ આપેલો. પ્રતિષ્ઠા લેખો કલ્યાણસાગરસૂરિના અનેક પ્રતિષ્ઠાલેખો ઉપલબ્ધ થાય છે. એમના ઉપદેશથી દક્ષિણાપથને બાદ કરતાં સમગ્ર ભારતવર્ષમાં હજારો જિનબિંબોની પ્રતિષ્ઠાઓ થઈ હતી. ઉપલબ્ધ લેખોનો ટૂંકસાર અહીં વિવક્ષિત છે : સં. ૧૬૬૭ ઃ (૧) વૈશાખ વદિ રના ગુરુવારે સુધર્માગચ્છીય ભટ્ટારક જયકીર્તિસૂરિના ઉપદેશથી બુરહાનપુરવાસી શ્રીમાલ જ્ઞાતીય સો. કાકો સુત સો. નાપા સંભાર્યા હીરબાઈ સુત હમજી ભા. અમરાદે સુ. સોની વિમલે સ્વપરિવાર સહિત શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, અંચલગરછેશ આચાર્ય કલ્યાણ Page #712 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૬૬૩ સાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી એવો લેખ ભાંડકના જિનાલયની પાષાણપ્રતિમા ઉપર છે. સં. ૧૬૭૧ : (૧) વૈશાખ સુદિ ૩ના ગુરુવારે લોઢાગોત્રીય કુંવરપાલ અને સોનપાલે આગરામાં બંધાવેલા શ્રી શ્રેયાંસનાથ જિનમંદિરની પ્રતિષ્ઠા આચાર્યના ઉપદેશથી થઈ. શ્રી વીપ્રભુના જિનાલયની પ્રતિષ્ઠા પણ એ વખતે જ થઈ પરંતુ તેનો લેખ ઉપલબ્ધ થતો નથી. (૨) વૈશાખ સુદિ ૩ના શનિવારે ઉક્ત પ્રતિષ્ઠાને દિવસે જ ઉક્ત બન્ને બાંધવોએ સાડાચારસો જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (એ પ્રસંગના કેટલાક લેખો માટે જુઓ, ‘અચલગચ્છીય લેખસંગ્રહ.) (૩) લખનૌના શ્રી શાંતિનાથ જિનાલયના એ પ્રસંગના લેખમાં શ્રી શાહજહાં વિજય રાજયે એમ જણાવ્યું છે. સં. ૧૯૭૧માં આગરાના રહેવાસી ઓશવાળ જ્ઞાતીય લોઢાગોત્રીય અગ્રણી વંશીય સં. ઋષભદાસના પુત્રો સંઘાધિપ કુંવરપાલ અને સોનપાલે શ્રી અનંતનાથબિંબની પ્રતિષ્ઠા કરી. (૪) પટણાના વિશાલ જિનમંદિરમાં મૂલનાયકજીની પાષાણ મૂર્તિ પર પણ એવો જ લેખ છે. સં. ઋષભદાસ ભાર્યા રેખશ્રીના પૌત્રો સંઘરાજ, રૂપચંદ, ચતુર્ભુજ, ધનપાલનો તેમાં ઉલ્લેખ છે. એ જિનાલયની અન્ય પાષણમૂર્તિઓ પર પણ એવા જ લેખો છે. શ્રી પદ્મપ્રભુના જિનબિંબ પર વિશેષમાં સં. ઋષભદાસના બંધુ પ્રેમનના પૌત્ર સં. સા ક્ત સંગનો એમ ઉલ્લેખ છે. શ્રી વાસુપૂજ્યબિંબ પર પ્રેમન, તેની ભાર્યા શક્તા તથા તેમના પુત્રો ખેતસી અને નેતસીનો ઉલ્લેખ છે. શ્રી વિમલનાથબિંબ પર પ્રેમના કુટુંબનાં એ જ નામો ઉપરાંત ખેતસીની ભાર્યા ભક્તાદે નામનો પણ ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથબિંબ પર જણાવાયું છે કે સંઘપતિ કુંવરપાલ અને સોનપાલે પોતાની માતાના પુણ્યાર્થે એ બિંબ ભરાવ્યું. (૫) અયોધ્યાના શ્રી અનંતનાથ જિનાલયની પાષાણ પ્રતિમા પર આવા મતલબનો લેખ છે : સં. ૧૯૭૧ના વૈશાખ સુદિ ૩ના શનિવારે રોહિણી નક્ષત્રમાં આગરાવાસી, ઉપકેશ જ્ઞાતીય, લોઢાગોત્રીય, ગાણાવંશીય સા. રાજપાલ ભાર્યા રાજશ્રી. તેમના પુત્ર સં. ઋષભદાસ ભાર્યા શ્રાવિકા રેખશ્રી. તેમના પુત્રો કુંવરપાલ, સોનપાલ, તેમના પુત્રો સં. સંઘરાજ, સં. રૂપચંદ, સં. ચતુર્ભુજ, સં. ધનપાલાદિ સહિત કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી વીર જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૬) મિર્ઝાપુરના પંચાયતી મંદિરની શ્રી આદિનાથની ધાતુમૂર્તિ પર કુંવરપાલ અને સોનપાલના વડીલ બંધુ દુનિચંદના નામનો ઉલ્લેખ છે. (૭) આગરાના દિગંબર મંદિરની શ્રી વાસુપૂજ્ય પ્રતિમા પર પ્રેમન, તેની ભાર્યા શક્તાદે, તેના પુત્ર ભટ્ટદેવ તેની ભાર્યા મુક્તાદે તથા તેમના પુત્ર રાજાના નામનો ઉલ્લેખ છે. એ મંદિરની શ્રીસુપાર્શ્વ પ્રતિમા પર પ્રેમનના પૌત્ર કલ્યાણદાસનો ઉલ્લેખ છે. એ મંદિરની શ્રી નેમનાથ પ્રતિમા ગાંધી ગોત્રીય સાધાણી વંશીય સા. ગોલ અને સા. રાહુએ પ્રતિષ્ઠા કરી. (૮) લખનૌના શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલયની મૂલનાયકની પ્રતિમાની ચરણચોકી ઉપર ૧૨ પંક્તિનો વિસ્તૃત લેખ છે. તેમાં કુંવરપાલ અને સોનપાલનાં માતા-પિતાનો ઉલ્લેખ છે. મસ્તકના ભાગમાં “પાતિસાહ સવાઈ શ્રી જહાંગીર સુરત્રાણ' છે. અને પ્રથમ ૮ પંક્તિઓમાં જહાંગીરનાં અનેક વિશેષણો અને ગુણોનું વર્ણન છે, જે વાંચનીય છે. આવું વર્ણન ભાગ્યે જ પ્રતિમાલેખોમાં હોય છે. એ જિનાલયની શ્રી અજિતનાથની પ્રતિમા પર સંઘપતિના વશીનાં અનેક નામો છે. શ્રી સંભવનાથ પ્રતિમા પર પણ એવો જ લેખ છે. તેમાં સે. ઋષભદાસને “વિમલદ્યાદિ સંઘકારક' અને તેના બન્ને પ્રતાપી પુત્રોને શત્રુંજય, સમેતગિંરિ આદિના સંઘકારક કહ્યા છે. એમના પુત્રો સંઘરાજ, રૂપચંદ, પૌત્રો ભૂધરદાસ, સૂરદાસ, શિવદાસ, પૌત્રી પદ્મશ્રી ઇત્યાદિનાં નામોના પણ લેખમાં ઉલ્લેખ છે. શ્રી અભિનંદન જિનબિંબ પર પણ એવો જ લેખે છે. તેના Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ ] [ જૈન પ્રતિભાદર્શન છે મસ્તક ભાગ પર “પાતિસાહ અકબર જલાલુદ્દીન સુરત્રાણાત્મક પાતિસાહ શ્રી જહાંગીર વિજયરાજયે એમ લખેલું છે. શ્રી ઋષભજિનબિંબ, શ્રી વિહરમાન પ્રભુબિંબ, શ્રી પ્રભુબિંબ પર પણ વિસ્તૃત લેખો છે, જેમાં તેમના કુટુંબીજનોના નામોના ઉલ્લેખો છે. એ બધાં બિંબો પર મસ્તક ભાગ પર જહાંગીરના નામનો ઉલ્લેખ છે. (૯) જયપુરના નવા મંદિરની પાષાણ પ્રતિમા પર આવા મતલબનો લેખ છે : સં. ૧૬૭૧ ના વૈશાખ સુદિ ૩ના શનિવારે રોહિણી નક્ષત્રે આગરાવાસી, ઉપકેશ જ્ઞાતીય, લોઢાગોત્રીય, ગા વંશીય સં. કુંવરપાલ અને સોનપાલે પોતાના નોકર હરદાસના પુણ્યાર્થે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) આગરાના ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયની પાષાણમૂર્તિ પર આ મતલબનો લેખ છે : સં.૧૬૭૧ના વૈશાખ સુદિ ૩, આગરાવાસી ઉસવાલ જ્ઞાતીય ચોરડિયા ગોત્રીય સાહ..પુત્ર સા. હીરાનંદ ભાર્યા હીરાદે પુત્ર સા. જેઠમલે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ લેખમાં કહેલો હીરાનંદ એ જ સંઘપતિઓનો નોકર હરદાસ સંભવે છે. (૧૧) જયપુરના શ્રી સુપાર્શ્વનાથ જિનાલયની મૂલનાયકની પ્રતિમા પર પ્રેમન અને તેના પુત્રો, પૌત્રોનો ઉલ્લેખ છે. (૧૨) અજમેરના શ્રી ગોડીપાર્થ જિનાલયની પંચતીર્થી પર સંઘપતિ કુંવરપાલ-સોનપાલના માતા-પિતા ઉપરાંત કુંવરપાલના પુત્ર દુર્ગાદાસ અને તેની ત્રણ પત્નીઓ સીલા, નકા, રથાનો પણ નામોલ્લેખ છે. શ્રી મુનિસુવ્રત ભગવાનની એ પ્રતિમા શ્રાવિકા કપૂરના પૂજનાર્થે પ્રતિષ્ઠિત કરાવવામાં આવી એમ પણ તે લેખમાં કહેવાયું છે. શ્રાવિકા કપૂરા એ કોણ હશે એ અનુમાનનો વિષય છે. (૧૩) ઉક્ત ઐતિહાસિક પ્રતિષ્ઠા વખતે કાંકરીઆ ગોત્રીય સા. રણધીર અને તેની ભાર્યા યાદોએ પણ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી એમ જયપુરના વિજયગચ્છીય મંદિરની પંચતીર્થીના લેખ દ્વારા જાણી શકાય છે. સં. ૧૬૭૨ (૧) વૈશાખ સુદિ ૩ના ગુરુવારે સં. સોનપાલના પુત્ર સં. રૂપચંદની રૂપશ્રી, કામા, કેસર એ ત્રણે ભાર્યાઓ પોતાના પતિ પાછળ સતી થઈ, જેનો પાળિયો અમદાવાદના દૂધેશ્વરની ટાંકી પાસેના એક કૂવાના થાળામાં મૂકવામાં આવ્યો છે. એ આરસના પાળિયા પર લેખ છે, જેમાં જહાંગીર અને કુંવરપાલ અને સોનપાલનાં નામોના પણ ઉલ્લેખ છે, જે અંગે ઉલ્લેખ થઈ ગયો છે. સં. ૧૬૭૫ (૧) વૈશાખ સુદિ ૩ના બુધવારે જામનગરના લાલન ગોત્રીય સં. પદ્મસિંહ શાહે શત્રુંજયગિરિ પર શ્રી શ્રેયાંસનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, જેની શિલા-પ્રશસ્તિ અંગે આગળ વિસ્તારથી ઉલ્લેખ થઈ ગયો છે. (જિનાલયના મૂળ લેખ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ લેખાંક ૩૧, મૂલનાયકજીની પ્રતિમાના લેખ માટે, લેખાંક ૩૧૧.) (૨) વૈશાખ સુદિ ૧૩ના શુક્રવારે શ્રીશ્રીમાળીના જ્ઞાતીય અમદાવાદવાસી, સાહ ભવાન ભાર્યા રાજલદે પુત્ર સાહ ખીમજી અને સુપજીએ શત્રુંજયગિરિ પર ચતુર્મુખ જિનાલય બંધાવ્યું એમ શત્રુંજયગિરિ પર મૂલનાયકની ટૂકના ઇશાન ખૂણાના ચતુર્મુખ જિનાલયના શિલાલેખ દ્વારા જાણી શકાય છે. સં. ૧૬૭૬ (૧) વૈશાખ સુદિ ૩ના બુધવારે સં. વર્ધમાન-પાસિંહ શાહે જામનગરમાં શ્રી શાંતિનાથ પ્રમુખ ૫૦૧ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી અને જામનગરના શ્રી શાંતિનાથ જિનાલયમાં તેમને પ્રતિષ્ઠિત કરી. (મૂળ શિલાલેખ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ' લેખાંક ૩૧૨.) સં. ૧૬૭૮ (૧) વૈશાખ સુદિ પના શુક્રવારે સં. વર્ધમાન શાહે શત્રુંજયગિરિ પર શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. (પ્રતિષ્ઠાલેખો માટે જુઓ : “અચલગચ્છીય લેખ સંગ્રહ લેખાંક ૩૧૨, = = - - - - - -- - - - - - - -- -- Page #714 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૬૫ ૫૦૭, ૫૦૮.) આ પ્રતિષ્ઠા વખતે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. આ જિનબિંબો શત્રુંજ્યગિરિની મૂલ ટૂકની ભમતીની દેરીઓમાં પણ ઘણી જગ્યાએ છે, જામનગરનાં જિનાલયોમાં સવિશેષ છે. સં. ૧૬૮૧ (૧) આષાઢ સુદિ ૭ના રવિવારે દ્વીપ બંદરવાસી ઉપકેશ જ્ઞાતીય સાહ સહસિકરણ સુત સાહ સહજમલ સુત તેજપાલે (ખંભાતના) અકબરપુરના ઉપાશ્રયમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી, એમ ખંભાતના શ્રી મુનિસુવ્રત જિનાલયની ધાતુ પ્રતિમાના લેખ દ્વારા જાણી શકાય છે. સં. ૧૬૮૩ (૧) મહા સુદિ ૧૩ના સોમવારે શ્રીશ્રીમાલી જ્ઞાતીય, અમદાવાદના મંત્રીશ્વર ભંડારીજીના વંશમાં છઠ્ઠી પેઢીમાં થયેલી સુશ્રાવિકા હીરબાઈએ શત્રુંજયગિર ૫૨ ભંડારીજીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભુ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (એ જીર્ણોદ્વારની પ્રશસ્તિ માટે જુઓ ‘અંચલગચ્છીય લેખ સંગ્રહ' લેખાંક ૩૧૫. આ પ્રશસ્તિ વિષે આગળ સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ.) (૨) જેઠ સુદિ ૬ના ગુરુવારે, પુષ્યનક્ષત્રે, સાંભરપુરવાસી, ઓસવંશીય ગોખરૂ ગોત્રીય શ્રીરાજ પુત્ર રાંકા પુત્ર શ્રીવંત પુત્ર પદ્મસિંહે, ભાર્યા શાતાગદે, પુત્ર કીકા પુત્ર શ્રીપતિ, અમરદેવ, શ્રીપતિ ભાર્યા સાહિજદે પુત્ર ઉભયતંદ્રાદિ સહિત શ્રી પદ્મપ્રભ જિનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ મૂર્તિ શત્રુંજયગિરની મૂળ ટૂકની ભમતીમાં વિદ્યમાન છે. લેખના શિરોભાગ પર મોટા અક્ષરે ‘શ્રી અંચલગચ્છે’ એમ લખ્યું છે. (૩) એ જ દિવસે સા. પદ્મસિંહ કારિત પ્રતિષ્ઠા વખતે શ્રીશ્રીમાળી પરીખ સોનજીએ શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી એમ ખેડાના શ્રી ભીડભંજન પાર્શ્વજિનાલયની ધાતુપ્રતિમાના લેખ દ્વારા જાણી શકાય છે. (૪) સંભવિત રીતે એ જ પ્રતિષ્ઠા વખતે શ્રીશ્રીમાળી શ્રી અભિનંદન જિનબિંબ ભરાવ્યું. આ પાષાણમૂર્તિ શત્રુંજયગિરિ પર મુખ્ય ટૂંકની ઉત્તર દિશા તરફની ભમતીની દેરીમાં વિદ્યમાન છે. સં. ૧૬૮૬. (૧) ચૈત્ર સુદિ ૧૫ના દિવસે દક્ષિણ દેશમાં આવેલા દેવગિર નગરના રહેવાસી, શ્રીમાળી જ્ઞાતીય, લઘુશાખીય સા. તુકજી ભાર્યા તેજલદેના પુત્ર સા. હાસુજીએ પોતાની સ્ત્રી હાસલદે ભાઈ સા. વજ્જુજી ભાર્યા વચ્છાદે, સા. દેવજી ભાર્યા દેવલદે, પુત્ર ધર્મદાસ અને ભગિની બાઈ કુંઅરી પ્રમુખ સકલ કુટુંબ સમેત સિદ્ધાચલની યાત્રા કરી અને અબદ્-આદિનાથના મંદિરના મંડપનો કોટ સહિત પુનઃ ઉદ્ધાર (પ્રાયઃ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી) કરાવ્યો. સં. ૧૭૦૨ (૧) માગશર સુદિ ૬ના શુક્રવારે દીવાબંદરવાસી પ્રાગ્ધા જ્ઞાતીય, નાગરગોત્રીય, મંત્રીશ્વર વિમલ સંતાનીય મંત્રી કમલસી પુત્ર મંત્રી જીવા પુત્ર મંત્રી પ્રેમજી, મંત્રી પ્રાગજી, મંત્રી આણંદજી પુત્ર કેશવજી પ્રમુખ પરિવાર સહિત પોતાના પિતા મંત્રી જીવાના શ્રેયાર્થે શ્રી આદિનાથ જિનબિંબ ભરાવ્યું, ચતુર્વિધ સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ લેખ પાલીતાણામાં માધવલાલ ધર્મશાળાના શ્રી સુમતિનાથ જિનાલયની ધાતુમૂર્તિ પર છે. ૧૯. પૂ. આ. ભ. શ્રી અમરસાગરસૂરિ મ. સા. પ્રકીર્ણ પ્રસંગો આ અરસામાં અચલગચ્છીય શ્રમણોનો કચ્છમાં સવિશેષ વિહાર રહ્યો, ધૃતકલ્લોલ પાર્શ્વનાથજીનો Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન મહિમા પ્રકટ થયો. ધૃતકલ્લોલ પાર્શ્વનાથજીની પ્રભાવક પ્રતિમાજીથી સુથરી તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયું અને અબડાવાસની પંચતીર્થીનું કેન્દ્ર ગણાયું. ઓસવંશીય ગાંધી ગોત્રીય, પારકરમાં થયેલા તિલાશાહ નામના અંચલગચ્છીય શ્રાવકે સં. ૧૭૫૩ માં જ્ઞાનપંચમીનું ઉજમણું કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. બીકાનેરમાં થયેલા શ્રેષ્ઠી ખેનદાસ ઘણા દાનવીર થઈ ગયા. તેમણે ૯૦૦૦૦ પીરોજીનું દાન કરી દીક્ષા લીધી હતી. આ વંશમાં ગોલકંડામાં થયેલા ધનાશેઠે ચારિત્ર્ય લઈ, શત્રુંજય પર પચીસ દિવસોનું અનશન કરી દેહત્યાગ કર્યો. કાલુ ગામમાં થયેલા પોમા શેઠે પોતાની સ્ત્રી સહિત દીક્ષા લેતી વેળાએ ઘણું દ્રવ્યદાન કર્યું. ઉદેપુરમાં થયેલો સાફૂલ સન્યસ્ત લઈ પચીસ દિવસનું અનશન કરી શત્રુંજય પર ધર્મારાધનપૂર્વક દિવંગત થયો. (જુઓ ‘જૈન ગોત્ર સંગ્રહ' પૃ. ૯૬.) ઓસવંશીય દેવાણંદસખા ગોત્રીય, ભણાગોલવાસી નાગાજણે અમરસાગરસૂરિના ઉપદેશથી ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું છે. આ વંશમાં માંઢાનિવાસી વીસાએ તથા ખેતાએ ત્યાં વાવો બંધાવીને સ્વામિવાત્સલ્યાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું. કચ્છ-નલિયાના રહીશ મૂલાશાહે મૂલાસર નામનું તળાવ બંધાવ્યું. કચ્છ સાભરાઈમાં થયેલા ભાવડના પુત્ર પદમસીએ સં. ૧૭૪૫માં ત્યાં શ્રી સુવિધિનાથજીનો શિખરબદ્ધ પ્રાસાદ બંધાવ્યો. સં. ૧૭૩૧માં સાભરાઈના શાહ કાનડે શત્રુંજય તથા ગોડજીના સંઘો કાઢી ઘણું દ્રવ્ય ખરચ્યું તથા સદાવ્રતો બંધાવ્યાં. સં. ૧૭૪૩માં કચ્છ-ગોધરાના રહીશ ગોવર, લખા તથા નરસીએ ઘણું દ્રવ્ય ખરચી સ્વામિવાત્સલ્યાદિ કાર્યો કર્યાં. સં. ૧૬૫૧માં ધ્રોલના રહીશ દેરાજે ત્યાં સેલરવાવ બંધાવી, સં. ૧૭૩૭માં કચ્છ વારાહીના રહીશ આસગે ત્યાં વાવ બંધાવી, તે લઘુસજનીય થયો. (જુઓ જૈ. ગો. સં. પૃ. ૧૦૧-૨) ઓસવંશીય રિયા ગોત્રીય અમરકોટના રહીશ આસરશાહે આસરવસહી નામનો જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં. સં. ૧૭૨૮માં આ વંશના લઠેરડીના રહીશ સાભભાઈ અને ડુમરા વચ્ચે આસરાઈ તલાવ બંધાવ્યું. હરિયાના કુલમાં પાસવીર પણ પ્રધાન પુરુષ થયા. તેમણે અમરકોટમાં યશોપાર્જન કર્યું. તેઓ રાજમાન્ય હતા. મરુસ્થલી મારવાડમાં પણ તેમની ઘણી પ્રસિદ્ધિ હતી. (જુઓ ‘હરિયાશાહ રાસ') ઓસવંશીય દેઢિયાગોત્રીય, ભોરાલામાં થયેલા ભાણા વગેરે ત્રણ ભાઈઓએ કુલદેવીની શિખરબદ્ધ દેરી બંધાવી, દેશતેડું કરી બસો મણ ધૃતનું ખરચ કર્યું, સંઘ કાઢી શત્રુંજયયાત્રા કરી. દેશલપુરમાં થયેલા દેવને ત્યાં ઉપાશ્રય કરાવ્યો. સં. ૧૭૫૮માં દેશપુરમાં જેતાશાહે શત્રુંજયની યાત્રા કરી, ઘેર આવી વાવ બંધાવી, ભૂજપુરમાં સાગરના પુત્રો જગા તથા કાલાએ દેશતેડું કરી સજ્જન સારણા કરી, વાવ બંધાવી, તથા યાત્રાઓ કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. સં. ૧૭૬૪માં ભૂજપુરમાં લુંભાના પુત્ર રણમલ્લે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચી દેશતેડું કર્યું, તેમાં સાતસો મણ ધૃત વાપર્યું. રણમલ્લને મહારાવ દેશળજી તરફથી ઘણું સન્માન મળ્યું હતું. સં. ૧૬૪૭માં ભોજાએ વલાહિયાથી માડીની વાટે ભોજા વાવ બંધાવી છે. સં. ૧૭૩૭માં દેવન તથા સોજાએ લુઅડીમાં મેળા કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય નાગડા ગોત્રીય એ બન્ને બાંધવો નલિયામાં થઈ ગયા, જેમની ગુરુભક્તિની વાતો ખૂબ જ સંભળાય છે. પસાઈયો મોટો અને રામઈયો નાનો. એમના પિતાનું નામ મેરગ હતું. રામઈયો દેવ-ગુરુનો પરમ ઉપાસક હતો. Page #716 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૬૭ કચ્છમાં બે વર્ષનો દુષ્કાળ પડેલો. સુકાળ આવતાં રામઈયાએ ગુરુને વાવણીનું મુહૂર્ત પૂછ્યું. ગુરુએ કહ્યું--હજી વાર છે. તને બોલાવીને મુહૂર્ત કહીશ.” આ વાતને ઘણો સમય થયો. બધે વાવણીઓ થઈ, ભરપૂર મોલ થયો, કાપણી પણ થઈ; પરંતુ ગુરુએ મુહૂર્ત વિષે કશું ન કહ્યું. એક વખત તેને બોલાવી ગુરુએ પૂછ્યું–‘બધે ખળા થાય છે, તું કેમ કરતો નથી? ' ગુરુવચન પર શ્રદ્ધા રાખી વાવણી વિના ખળું તૈયાર કર્યું. બધા પેટ ભરીને હસ્યા! પરંતુ હળ હાંકતાં ખેતરમાંથી સોનામહોરો ભરેલા ચરુ નીકળ્યા. બધી મહોરો ખળામાં લાવવામાં આવી. રામઈયાની આસ્થા અને ગુરુભક્તિ નિહાળી ગામધણી પ્રસન્ન થયો. રામઈયાએ બધી મહોરો ગામધણીને સમર્પણ કરી દીધી પણ તેણે લીધી નહીં. અંતે રામઈયાએ કુંવરને સુખડી તરીકે એક પાલી સોનામહોરો આપવી અને ગામધણીએ સ્વીકારવી એવો સૌએ તોડ કર્યો. ગુરુના ઉપદેશથી રામઈયાએ કચ્છમાંથી સાધર્મિક બંધુઓને નોતરી સૌને મિષ્ટાન ભોજન જમાડ્યું, એક વૃતનો કળશિયો પ્રભાવના તરીકે આપી પ્રાપ્ત થયેલી સંપત્તિનો સદુપયોગ કર્યો. ભદ્રેશ્વરનો એણે તીર્થસંઘ પણ કાઢેલો. એણે આપેલી વૃતલહાણ વિષે કહેવાય છે કે સૌ પ્રથમ ખાલી કળશિયાની લહાણ કરેલી, જે ભૂજના ગૂર્જરને લૂખી લાગી. આથી રામઈયાએ કળશિયાને ઘીથી ભરીને તેની લહાણ કરી. કેટલાક એવું માને છે કે તેમાં સોનામહોર પણ નાખવામાં આવેલી! આ લહાણ હાલાર તેમ જ ઠેઠ રાધનપુર સુધી પહોંચેલી. રામઈયા-પસાઈઆને જે અજોરમાંથી મહોરો મળી તે અજોર છાદુરના નાકાની લગોલગ પટેલના અજોર તરીકે ઓળખાતું, જેનો ભોગવટો તેના વંશજોએ કર્યો. એમના નામોલ્લેખવાળો ચોપડો પણ એમના વંશજોએ જાળવી રાખ્યો છે. સં. ૧૬૯૫નો ચોપડો પસાઈયાના નામનો છે. તેમાં મેરગ સુત પસાઈયા અને મેરગ સુત રામઈયા એમ લખેલ છે. પસાઈયાને ધના અને ભારા એમ બે પુત્રો થયા. રામઈયાને ખીમણાંધ અને ખેતી નામે પુત્રો થયા. સં. ૧૭૫૭માં ચૈત્ર સુધી રામઈયાની વિદ્યમાનતાના ઉલ્લેખ મળે છે. શેઠ નરશી નાથાના શ્લોકોમાં એ બન્ને ગુરુભક્ત બાંધવો વિષે ગૌરવભર્યો ઉલ્લેખ છે. લોકો હજી તે ભાવથી ગાય છે અને એમની ભક્તિના ભાવ હૃદયે ધરે છે. શ્રેષ્ઠી જગડૂશાહ લાલનગોત્રીય વર્ધમાનશાહના ચોથા પુત્ર જગડૂ મહાદાનેશ્વરી થયા. ગ્રંથોમાંથી એમની ઉજ્જવળ કારકિર્દી વિષે જાણી શકાય છે. એમના વડીલ બંધુઓ વીરપાલ, વિજયપાલ અને ભારમલ હતા. એમની માતા વન્નાદેવી તથા પિતા નવરંગદે વિષે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે–ઉદારતા, ધીરતા અને ગંભીરતા આદિ અનેક ગુણોથી શોભતા જગડૂએ ભક્તિથી ઉત્સવપૂર્વક, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા કલ્યાણસાગરસૂરિને ભૂજમાં તેડાવ્યા અને તેમની ઘણી ભક્તિ કરી. ગુરુએ તેને પિતાનો વૃત્તાંત સંભળાવતાં જગડૂએ તેમનું ચરિત્ર રચવા પ્રાર્થના કરી. આથી આચાર્યે તેમના પટ્ટશિષ્ય અમરસાગરસૂરિને ચરિત્ર રચવા આજ્ઞા આપી. સં. ૧૬૯૧ના શ્રાવણ સુદિ ૭ના દિને “વર્ધમાન પધ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર સંસ્કૃતમાં રચાયું. ગ્રંથ-પ્રશસ્તિમાં જગડૂના ગુણોનું નિમ્નોક્ત વર્ણન છે :--- જે આ જગડૂશાહનું યાચકોના સમૂહને ખુશી કરનારું ઔદાર્ય જોઈને દુષ્કાળમાંથી લોકોને Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન ઉગારનારા પૂર્વે થયેલા પ્રસિદ્ધ એવા જગડૂનું અત્યંત પ્રસિદ્ધ નામ પણ જગતના લોકોને સ્મરણમાં આવ્યું નહીં' એવા શ્રીમાન વર્ધમાન શાહના લોકપ્રિય પુત્ર જગડૂશાહ જયવંત વર્તો! ‘લાલાણ પ્રમુખ સર્વ ઓશવાળોને સુખદાયી જગડૂશાહને કહ્યો છે ખરેખર, બીજા કુબેર. ૨૦. સર્વપ્રથમ કચ્છી પૂ.આ.ભ. શ્રી વિદ્યાસાગરસૂરિ મ.સા. સં. ૧૭૮૧માં તેઓ ખંભાત તરફ વિહર્યા. એ વર્ષના માઘ સુદિ ૧૦ના શુક્રવારે શાહ ગુલાબચંદના પુત્ર દીપચંદે વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી શ્રી ગોડીનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૭૮૫માં પાટણના શાલવીઓના અત્યાગ્રહથી આચાર્ય પાટણમાં પધાર્યા અને ચાતુર્માસ રહ્યા. મંત્રીવર વિમલ સંતાનીય પ્રાગ્ધાટ વંશીય અગ્રેસર શ્રેષ્ઠી વલ્લભદાસે ગુરુની અનેક પ્રકારે ભક્તિ કરી. તેના પુત્ર માણેકચંદ ગુરુના ઉપદેશથી સં. ૧૭૮૫ના માગશર સુદિ પના દિને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ગુજરાતના વિહાર દરિમયાન બીજી પણ પ્રતિષ્ઠાઓ થઈ. એ પછી તેમણે દક્ષિણ ભારતમાં વિહાર કર્યો. ૨૧. પૂ. આ. ભ. શ્રી ઉદયસાગરસૂરિ મ. સા. શાહ કસ્તુરચંદ લાલચંદ બુરહાનપુરના અગ્રણી શ્રાવક શ્રેષ્ઠી કસ્તુરચંદ લાલચંદનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાંથી મળે છે. એ અરસામાં જૈનાચાર્યોનો એ તરફ સવિશેષ વિહાર હોઈને એમને વિષે ઘણું લખાયું છે. સં. ૧૭૮૭માં ઉદયસાગરસૂરિએ ત્યાં ચાતુર્માસ રહીને ‘છ ભાવ સજ્ઝાય' લખી તેમાં કવિ એમને વિષે આ પ્રમાણે જણાવે છે--- ધર્મ ધુરંધર પુણ્ય પ્રભાવક, કસ્તુરચંદ સૌભાગી રે; જિન પૂજે જિનચૈત્ય કરાવે, સૂત્ર સિદ્ધાંતના રાગી રે. શાહ ખુશાલચંદ કપૂરચંદ સિંધા શ્રીમાલી વૃદ્ધશાખીય ખુશાલચંદ અને તેમનાં પત્ની સૂર્યાબાઈ સુરતના સંઘમાં અગ્રપદે હતાં. એમના પૂર્વજો વિષે ઉદયસાગરસૂરિએ ‘ગુણવર્મા રાસ'માં ઘણું જણાવ્યું છે. શ્રીમાલી જ્ઞાતિ શિરોમણિ સિંધાએ આબૂ-સિદ્ધાચલના તીર્થસંઘો કાઢી અપાર દ્રવ્ય ખરચ્યું. તેનો પુત્ર કપૂરચંદ પ્રતાપી તેમ જ ઉદાર હતો. તેણે આચાર્યપદ મહોત્સવો કર્યા, પકવાન્ન કરી ચોર્યાસી ગચ્છના સ્વામીઓને જમાડ્યા, કુંડબના સ્વામીને પણ સંતોષ્યા અને જૈન ધર્મની ટેક રાખી. તેના પુત્ર ખુશાલચંદ શુભ્ર કીર્તિવાળા હતા. તેમણે નવે ક્ષેત્રમાં ધન વાપર્યું, યાચકોને દાન આપ્યાં, ગચ્છનાયકને ચાતુર્માસ કરાવી, તેમની ખૂબ ભક્તિ કરી, ભરત ચક્રવર્તીની જેમ સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો. ઉપા. દર્શનસાગરજી ‘આદિનાથ રાસ’ની ગ્રંથ-પ્રશસ્તિમાં જણાવે છે કે કપૂર સિંધાની વંશ-વિભૂષણ શાહ ખુશાલચંદે ઉપાશ્રય, ધર્મશાલા વગેરે બંધાવ્યાં. ખુશાલશાહનાં ધર્મકૃત્યો વિષે ‘વિદ્યાસાગરસૂરિ Page #718 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૬૯ રાસ'માં વિસ્તારથી કહેવાયું છે. પટ્ટાવલીમાં જણાવાયું છે કે સં. ૧૭૬૫માં વિદ્યાસાગરસૂરિ સુરતમાં ચાતુર્માસ હતા ત્યારે કપૂરચંદે તેમની ઘણી ભક્તિ કરી, ગુરુના ઉપદેશથી તેણે સર્વ ગચ્છના યતિઓને વસ્ત્રો અને પાત્રો વહોરાવ્યાં, સમસ્ત સંઘમાં સાકર સહિત પિત્તલની થાળીઓની પ્રભાવના કરી, શ્રી ચંદ્રપ્રભુ પ્રમુખ પાંચ જિનબિંબોની સુરતમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨૩માં સુરતમાં કીર્તિસાગરસૂરિનો પદમહોત્સવ ખુશાલશાહ તથા ભૂખણદાસે રૂપિયા છ હજાર ખરચીને કર્યો. આ બન્ને શ્રેષ્ઠીઓ વચ્ચે ગાઢ મિત્રતા હોઈને તેમના બન્નેના ઉલ્લેખો પ્રાચીન ગ્રંથોમાં સાથે મળે છે. ખુશાલચંદના ભાઈ ભાઈસાજીના પુત્ર નિહાલચંદ, તેમના પુત્ર ઇચ્છાભાઈએ શત્રુંજયગિરિ પર સં. ૧૮૬૧માં “ઇચ્છાકુંડ” બંધાવ્યો. સં. ૧૮૨૭ના માઘ સુદિ ૨ ના શુક્રવારે ખુશાલચંદે અને તેની પત્ની સૂર્યાબાઈએ શ્રી સુમતિનાથબિંબ ભરાવી, ઉદયસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. મંત્રી ગોડીદાસ અને જીવનદાસ પ્રાગ્વાટ જ્ઞાતીય શાહ ગોવિંદજી મહેતાના સુપુત્રી મંત્રી ગોડીદાસ અને જીવનદાસ સુરતના આગેવાન શ્રેષ્ઠીઓમાંના એક હતા. રાજ્યમાં તેઓ ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. ઉદયસાગરસૂરિ “ગુણવર્મા રાસ'ની ગ્રંથ-પ્રશસ્તિમાં એ બન્ને બાંધવો વિષે પ્રશસ્ત ઉલ્લેખ કરે છે. વા. નિત્યલાભે વિદ્યાસાગરસૂરિ રાસ'માં એમનાં સુકૃત્યોનું સુંદર વર્ણન આપ્યું છે. બે અવતરણો નોંધવા અહીં પ્રસ્તુત ગણાશેતિમવળી પોરવાડ જ્ઞાતે સોહતા, મહેતા ગોડીદાસ; જીવણદાસ એ બહુ બંધવ, ગુરુ ધર્મ રાગી જાસ રે. જીવદયાદિક ધર્મક્રિયા કરે, દિયે સુપાત્રે દાન; સંઘભક્તિ ગુરુભક્તિ કરે સદા, આપે વસન અન્નપાન. મંત્રી ગોડીદાસ સવાઈ બંધવ જીવણ સખાઈ રે; ચોરાસી ગચ્છના સાધ તેડાવે અસન વહેરાવે રે. સાતમીવાછલ્ય રૂડા કીધા નવખંડમાં જસ લીધા છે, યાચક જનને દાન દેવાઈ સાધોને પહિરામણી થાઈ રે. નાગપુરના જૈન ભંડારના ગુટકા દ્વારા શત્રુંજયની છીપા વસહી ટૂકની વિગત આ પ્રમાણે છે : સંવત १७४१ (? १७८१) वैशाख शुदि ७ विधिपक्षे विद्यासागरसूरिविजय राज्ये सूरतनगरवास्तव्यः सा० गोविन्दजी पुत्र गोडीदास पुत्र जीवनदास कारितं श्री आदिनाथ बिम्बं प्रतिष्ठितं च खरतरगच्छे उपाध्याय दीपचंदगणि पं० તેવજીના આ લેખ દ્વારા જણાય છે કે એ બાંધવોએ શત્રુંજયગિરિ પર છીપાવસહીની ટૂકમાં શ્રી આદિનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. (જુઓ-જૈ. ધા. પ્ર. લેખ', પરિશિષ્ટ પૃ. ૯, સં. મુનિ કાન્તિસાગરજી.) - ગોડીદાસના પુત્ર નિહાલચંદ પણ પ્રતાપી પુરુષ હતા. એમને વિષે ઉપા. દર્શનસાગરે “આદિનાથ રાસની ગ્રંથ-પ્રશસ્તિમાં ઉલ્લેખ કર્યો છે. સં. ૧૮૨૧માં કચરા કીકાએ ગોડીજીનો સંઘ કાઢેલો તેમાં નિહાલચંદ ભળેલા અને ધૃતલહાણ કરેલી. ગોડીદાસના ભાણેજ એ સંઘમાં સંઘપતિ તરીકે હતા. (જુઓ-ઉપા. જ્ઞાનસાગર કૃત “તીર્થમાળાનું વર્ણન.') શાહ ધર્મચંદ અને ગુલાબચંદ 1 સુરતના ઓશવાળ શાહ હાંસાના પુત્ર ધર્મચંદે ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ કરાવી હતી. “ગુણવર્મા રાસ’ની પ્રશસ્તિમાં એમને વિષે કહેવાયું છે-- ઓશવાળ જ્ઞાતે અતિ ઘણું દીપતા, ધર્મચંદ્ર ધર્મવંત; ગુરુ ઉપદેશ અતિ આડંબરે, કીધા પ્રતિષ્ઠા મહંત , વ્રતધારી ગુરુરાગી અતિ ઘણા, હાંસશાના સુત સાર; સુગુરુ કૃપાએ જીવાદિક તણા, અર્થ લહે સુવિચાર રે. ૭૨. Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ ] | જૈન પ્રતિભાદર્શન સુરતના ધર્મકાર્યોમાં શાહ ખુશાલ, મંત્રી ગોડીદાસ અને જીવનદાસ સાથે ધર્મચંદનું નામ પણ સંકળાયેલું રહેતું એમ “વિદ્યાસાગરસૂરિ રાસમાં પણ ઉલ્લેખ મળે છે. સં. ૧૮૨૧માં કચરા કીકાએ સુરતથી કાઢેલા ગોડીજીના સંઘમાં ધર્મચંદ પણ સંઘપતિ તરીકે હતા. (જુઓ જ્ઞાનસાગર કૃત “તીર્થમાલા.') કચરા કીકાએ કાઢેલા શત્રુંજયના સંઘમાં ગુલાબચંદ પણ ઉપસ્થિત રહેલા. ઉદયસાગરસૂરિએ સુરતમાં રહીને સં. ૧૭૯૭ના આષાઢ સુદ ૨ ના દિને “ગુણવર્મા રાસ શાહ ગુલાબચંદના આગ્રહથી રચ્યો, જુઓ-- શાહ ગુલાબચંદ જૈનાગમ રુચિ, પંડિતશું ધરે પ્રીતિ; આગ્રહથી રાસ રચ્યો ભલો, ધરી આગમની પ્રતીતિ. આ એક જ ઉલ્લેખ દ્વારા ગુલાબચંદશાહની મહત્તાનાં દર્શન થાય છે. સં. ૧૮૨૭ના કાર્તિક સુદિ ૭ના શુક્રવારે રાધનપુરથી વારિયા શાંતિદાસ લાધાએ સુરતમાં શાહ ગુલાબચંદ દુર્લભને પત્ર લખ્યો છે, તે આ શ્રાવક જ સંભવે છે. એ ઉપલબ્ધ હોઈને તેમાંથી તત્કાલીન અનેક માહિતીઓ જાણી શકાય છે. ઉદયસાગરસૂરિના ઉપદેશથી તારાચંદ ફત્તેહચંદે શત્રુંજયનો સંઘ કાઢેલો તેનો પણ પત્રમાં ઉલ્લેખ છે. પત્રલેખક ગુલાબચંદને જણાવે છે––‘તમે, સા ઝવેર કુસલાણી તથા સહુ હમણે ટોલાવાલા જિનશાસનના રાગી થયા છો.” આમાં સંદિગ્ધપણે ગચ્છનું સૂચન થયું જણાય છે. એ વખતે ખાસ કરીને સુરતના શ્રેષ્ઠીવર્યો અંચલગચ્છના અનુયાયીઓ હતા. શ્રેષ્ઠી ભૂખણદાસ 1 સુરતના શ્રીમાળી જ્ઞાતીય મોહનદાસના પુત્ર ભૂખણદાસે ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા છે. તેઓ અંચલગચ્છના પ્રખર હિમાયતી હતા. ઉપા. દર્શનસાગરજી “આદિનાથ રાસની પ્રશસ્તિમાં કહે છે મોહનદાસ વંશમાં દીવો, ભૂખણદાસ ચિરંજીવ; અતિ આડંબરે પ્રતિષ્ઠા કીધી, ગચ્છરાગી અતીવ રે. ભૂખણદાસે ગચ્છનાયકના ઉપદેશથી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો, ગિરિરાજ પર વિદ્યાસાગરસૂરિની પાદુકા સ્થાપી, તળેટીમાં રાણાવાવ બંધાવી. ડુંગર ચડતાં છેલ્લો કુંડ, જે ભૂખણકુંડ કહેવાય છે, તે તથા પાલીતાણામાં ગોડીજીના જિનાલય સામે અંચલગચ્છીય ઉપાશ્રય બંધાવ્યો. થોડાં વર્ષો પહેલાં એ ઉપાશ્રયનો વહીવટ અંચલગચ્છીય શ્રાવકો કરતા હતા, હાલ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક છે. શેઠ નરશી નાથાએ આ ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવેલો. વા. નિત્યલાભ રાસમાં જણાવે છે કે એ ઉપાશ્રય વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી બંધાયો. સુરતના શ્રેષ્ઠીવર્યો વિષે ઉલ્લેખ કરી ગયા તેમાં ખુશાલચંદ અને ભૂખણદાસની જોડી ગણાતી. આ મિત્ર જોડલીએ સાથે રહી સુરતમાં ધર્મપ્રવૃત્તિને વેગવંતી બનાવેલી. એમની જોડી વિષે ઉપા. જ્ઞાનસાગરજી તીર્થમાળા'માં જણાવે છે.-- શ્રી સુરતથી આવઓ રે, શા કપૂરનો પૂત; શા ભૂષણ તસ જોડલી રે, જોડી નિજ યુથ રે. Page #720 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] L[ ૬૭૧ ૨૨. પૂ. આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરિ મ. સા. ૨૩. પૂ. આ. ભ. શ્રી પુન્યસાગરસૂરિ મ. સા. પટણી કચરા કાકાએ કાઢેલા ગોડીજીના સંઘની વ્યવસ્થા એ જોડીએ સંભાળી હોઈને ઉક્ત તીર્થમાળા'માં એમને વિષે સવિશેષ ઉલ્લેખો મળે છે. ઉદયસાગરસૂરિના અનુગામી પટ્ટધર કીર્તિસાગરસૂરિનો પદમહોત્સવ સં. ૧૮૨૩માં સુરતમાં રૂપીઆ છ હજાર ખરચીને ખુશાલચંદે અને ભૂખણદાસે કરેલો. પ્રતિષ્ઠા-લેખો દ્વારા જણાય છે કે સં. ૧૭૯૩માં ભૂખણદાસના પિતા મોહનદાસે શ્રી વાસુપૂજ્યબિંબની તથા સં. ૧૮૦૨ના માઘ સુદિ ૧૩ના શુક્રવારે ભૂખણદાસે શ્રી વીપ્રભુની ધાતુમૂર્તિ ભરાવી તેમની પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજયગિરિ ઉપર પાંચ પાંડવના મંદિરની પાછળના સહસકૂટનું મંદિર સં. ૧૮૬૦ના વૈશાખ સુદિ પના સોમવારે સુરતના શ્રીમાલ જ્ઞાતીય શાહ ભાઈસાજી પૂ. લાલભાઈ પુ. માહાભાઈના પુત્ર ખૂબચંદભાઈએ પુણ્યસાગરસૂરિના ઉપદેશથી ગોહેલ ઉનડજીના રાજ્યમાં બંધાવ્યું. આરસના સહસ્રફૂટના પ્રવેશદ્વાર તરફના બન્ને લેખોમાં થોડા ફેરફાર સાથે ઉક્ત હકીકતનો ઉલ્લેખ છે. પાછળથી ઉમેરવામાં આવ્યું છે કે એ સહસ્ત્રકૂટ જિનબિંબની પ્રતિષ્ઠા તપાગચ્છીય વિજય જિનેન્દ્રસૂરિએ કરી. (મૂળ લેખો માટે જુઓ “અચલગચ્છીય લેખ સંગ્રહ લેખાંક ૩૨૪ અને ૩૨૫. ડો. બુહૂલરે આ લેખ વિષે “એપિઝાફિયા ઇન્ડિકા', ભા. ૨, પ્રકરણ ૬માં નોંધ લખી છે. પુણ્યસાગરસૂરિનો પદમહોત્સવ કરનાર લાલચંદ્ર ઉક્ત લેખમાં કહેલ લાલભાઈ સંભવે છે.) શત્રુંજયગિરિ ચડતાં સૌ પ્રથમ ડાબી તરફ આવતા “ઇચ્છા-કુંડ'નું નિર્માણ પણ પુણ્યસાગરસૂરિના ઉપદેશનું જ ફળ છે. એ કુંડની સમચોરસ આરસની તખ્તી ઉપર વિસ્તૃત શિલા-પ્રશસ્તિ છે. તેમાં જણાવાયું છે કે સં. ૧૮૬૧ના માગશર સુદિ ૩ના બુધવારે પુણ્યસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં ઇચ્છાભાઈએ આ કુંડ બંધાવ્યો. સુરતના શ્રીમાળી જ્ઞાતીય સિંધા પુ. કપૂરચંદ પુ. ભાઈસાજી પુ. નિહાલચંદના પુત્ર ઇચ્છાભાઈ થયા. તે વખતે પાલીતાણામાં ગોહેલ ઉનડજીનું રાજ્ય હતું. નિહાલચંદની આજ્ઞાથી શાહ ભાઈચંદે તથા રત્નચંદે કાર્ય કર્યું. મુનિ ધનસાગરે પ્રશસ્તિ લખી, ઈત્યાદિ. (મૂળ લેખ માટે જુઓ– અંચલગચ્છીય લેખસંગ્રહ લેખાંક ૩૨૬.) ઇચ્છાભાઈ તથા તેની પત્નીની પ્રતિમા એ લેખની સામી બાજુએ છે. ઇચ્છાભાઈના પૂર્વજો વિષે આગળ વિસ્તારથી કહેવાઈ ગયું છે. ડૉ. બુલરે પણ આ લેખની સંક્ષિપ્ત નોંધ “એપિઝાફિયા ઇન્ડિકા” (ભા. ૨, પ્રકરણ ૬) માં આપી છે, જેને આધારે મૂળ લેખ શોધી શકાયો. પુણ્યસાગરસૂરિની અધ્યક્ષતામાં કચ્છના ઋષભપુરમાં શ્રી આદિનાથ જિનાલયની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. સં. ૧૮૪૬ના વૈશાખ સુદિ ૧૩ના દિને મૂળનાયકની સ્થાપના થઈ. વિશા ઓશવાળ, ગાંધીગોત્રીય શાહ પત્રામલ ભારાના પુત્રો જીવરાજ અને થોભણે સ્નાત્ર મહોત્સવ કર્યો, યાચકોને દાન આપી સંતોષ્યા અને સ્વામિવાત્સલ્ય કર્યું. ગચ્છનાયક ઉપરાંત સૌભાગ્યચંદના શિષ્ય સ્વરૂપચંદ એ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે પ્રતિષ્ઠાનું વર્ણન “આદિનાથ ચોઢાળિયામાં કર્યું છે. Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ] [ જૈન પ્રતિભાદર્શન ૨૪. પૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસાગરસૂરિ મસા. શત્રુંજયગિરિ ઉપ૨ હેમાભાઈ વખતચંદની ટૂકમાં પ્રવેશતાં દ્વાર આગળની ડાબી બાજુની દેવકુલિકાની બેસણી ઉપરના લેખ દ્વારા આ પ્રમાણે જાણી શકાય છે. સં. ૧૮૮૬ના માઘ સદિ પના શુક્રવારે રાજનગરવાસી, ઓશવંશીય, વૃદ્ધશાખીય શાહ મુલચંદના પુત્ર હરખચંદની ભાર્યા બાઈ મકુંવરના કલ્યાણાર્થે, દોસી કુશલચંદ અને તેની ભાર્યા ઝવેરબાઈએ પુત્રીના શ્રેયાર્થે શત્રુંજયગિરિ ઉપર પ્રાસાદ કરાવી તેમાં ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિના રાજ્યમાં શ્રી પાર્શ્વનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ લેખમાં એ કુટુંબમાં કેટલાંક નામો છે. (મૂળ લેખ ડૉ. કાઉન્સેસે નોંધેલો, જેનો સંક્ષિપ્ત સાર ડૉ. બુહૂલરે એપિઝાફિયા ઇન્ડિકા' ભા. ૨, પ્રકરણ ૬ માં આપેલો. જુઓ--“અંચલગચ્છીય લેખસંગ્રહ', લે. ૩૨૮.) એ અરસામાં શ્રીમાળી જ્ઞાતીય વિજલગોત્રીય શ્રેષ્ઠી ધારા અને ધનરાજ કાકરેચીમાં થયા. તેમણે એક લાખ રૂપીઆ ખરચીને શ્રી ઋષભદેવપ્રભુનો જિનપ્રાસાદ કરાવ્યો, વાવ બંધાવી અને દાનશાળાઓ પણ ખોલી. સં. ૧૮૮૨માં વચ્છરાજ, વિજય અને જાદવ નામના શ્રેષ્ઠીઓએ અર્ધલક્ષ દ્રવ્ય ખરચી સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરીને સંઘવીપદ મેળવ્યું. તેમણે દાનશાળાઓ પણ ખોલેલી. (જુઓ--“જૈન ગોત્ર સંગ્રહ', પ્ર. ૫. હો. હં. લાલન) મુંબઈમાં ધર્મપ્રવૃત્તિ રાજેન્દ્રસાગરસૂરિના ગચ્છનાયકકાલ દરમિયાન મુંબઈમાં જૈન ધર્મની પ્રવૃત્તિનાં મંડાણ થઈ ચૂક્યા હતાં. સં. ૧૮૮૯ના શ્રાવણ સુદિ ૯ના દિવસે કાળા બજારમાં શેઠ નરસી નાથા પ્રકૃતિ અંચલગચ્છીય શ્રાવકોએ શ્રી અનંતનાથ જિનાલયની ઐતિહાસિક પ્રતિષ્ઠા કરાવી. ખીમજી હીરજી કાયાણી નોધે છે કે તે વખતે મુંબઈમાં આપણા સંઘનો સ્વ-જિનાલય ન હતું. હમણાં જે તીર્થકર શ્રી અનંતનાથજી મહારાજની પ્રતિમા દેરાસરજીમાં છે તે, તે વખતે શામજી શારંગવાલા ભાઈ શારંગને ઘેર પધરાવેલ હતી. ખરેખર રીતે જ્ઞાતિનો શેઠ તે વખતે શારંગ હતો. દેરાસર બાંધવું એવો વિચાર થવાથી જ્ઞાતિમાં ફન્ડ જમા કરી હમણાં જેટલો ગભારો છે તેટલો જ માત્ર એક જ ઘર તે વખતે લઈ તેને દેરાસરમાં ફેરવી મૂર્તિ પધરાવી. એના ઉપર આશરે ૬ થી ૬ હજાર રૂપીઆ ખરચ થયેલ અને ટીપમાં રૂપીઆ કમી હતા તેથી બે એક હજાર રૂપીઆ તે વખતે નરશીશેઠે દેરાસરને ધીર્યા હતા. આ રૂપીઆ પછવાડેથી તેઓને પાછા મળેલ. આમ મુખ્ય દેરાસર સં. ૧૮૯૨માં વહીવટનું ખાતું નરશીશેઠને ત્યાં પડ્યું કે જે આગળ જીવરાજ રતનશી પાસે હતું.” (જુઓ–ખ. ધ. ઓ. દર્પણ” સને ૧૮૯૯ના માર્ચનો અંક, પૃ. ૪૨.) ઉક્ત જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે બહુધા રાજેન્દ્રસાગરસૂરિની ઉપસ્થિતિ હતી અચલગચ્છનાયકોમાં મુંબઈમાં જનારાઓમાં રાજેન્દ્રસાગરસૂરિ સૌ પ્રથમ હતા એમ જણાય છે. જિનાલયનો વહીવટ શેઠ નરશી નાથા અને એમના વારસદારો તથા જ્ઞાતિના અન્ય શેઠીઆઓ કરતા હતા. સં. ૧૯૨૩માં તેનું ટ્રસ્ટ ડીડ કરવામાં આવ્યું હતું. અંચલગચ્છીની ધર્મપ્રવૃત્તિ માટે આ પ્રધાન સંસ્થા ગણાય છે. વિદ્યાધામ ભૂજ કચ્છનું પાટનગર ભૂજ ૧૭મા સૈકાથી અર્વાચીન સમય સુધી વિદ્યાધામ તરીકે પંકાતું હતું. રાજમાન || Page #722 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 પામેલા અંગોલગચ્છીય ગોરજી માણેકમેરજી એમની પોશાળે આ દિશામાં પ્રશસ્ત કાર્ય કરેલું. ‘પાટણમાં જ્ઞાનભંડારો” એ નામના લેખમાં મુનિ પુણ્યવિજયજીએ અહીંના કુશળશાખાના યતિઓ વિષે જ ઉલ્લેખ કર્યો છે તે પણ અહીં નોંધનીય છે. ભારમલશેઠે સં. ૧૯૦૯માં નલીઆમાં ઉપાશ્રય બંધાવ્યો તથા ત્યાં સં. ૧૯૧૦માં શ્રી શાંતિનાથ જિનાલય તથા પુંડરીક ગણધરની દેરી બંધાવી. - નરશી નાથાનાં સુકૃત્યોમાં એમના ભાણેજ માડણ તેજશનો સારો હિસ્સો હતો. સાંધાણના ધુલ્લા તેજશી હીરજીનાં પત્ની સારબાઈની કૂખે તેઓ જનમ્યા. એમનાં પત્ની કુંવરબાઈથી પુત્ર જેઠાલાલ થયા. સં. ૧૯૨૧માં થયેલી અંજનશલાકા વખતે એમણે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. એ પ્રતિમાલેખોમાં એમને ધુલ્લા-લોડાયા ઓડકાના કહ્યા છે, જે દ્વારા સ્પષ્ટ થાય છે કે લોડાયાની પેટાશાખા ધુલ્લા ઓડક હતી. (જુઓ હાલારના મોટી ખાવડીના શ્રી ચંદ્રપ્રભુ જિનાલયના મૂલનાયકજીનો લેખ) માડણ તેજશીએ સાંધાણમાં તિલકર્કની સ્થાપના કરી. ટૂંકમાં હાલ નવ જિનાલયો છે. શ્રી શાંતિનાથ પ્રભુનું મૂલ જિનાલય, શિખર ઉપરનું શ્રી આદીશ્વર જિનાલય, તળનું શ્રી શાંતિનાથ જિનાલય અને શ્રી પાર્શ્વનાથજીની બે દેવકુલિકાઓ તથા શ્રી મુનિસુવ્રત જિનાલય તેમણે સં. ૧૯૧૦માં મુક્તિસાગરસૂરિના ઉપદેશથી બંધાવ્યાં. તદુપરાંત નલીઆમાં વીરવસહી ટૂકમાં શ્રી સુમતિનાથની દેવકુલિકા બંધાવી. તિલકટૂંકમાં પાછળથી બીજાં જિનાલયો થતાં તેને ઘણો વિસ્તાર થયો. માડણશેઠ સં. ૧૯૩૧માં દેવશરણ પામ્યા. નરશી નાથાના કુટુંબી બંધુ વર્ધમાન પણ આ તારામંડળના તેજસ્વી સિતારા હતા. તેઓ શેઠના અત્યંત વિશ્વાસુ અને આજ્ઞાંકિત હતા. એમને પગલે વર્ધમાનશેઠે પણ ધર્મકાર્યોમાં ઘણું ધન વ્યય કર્યું છે. વંશ-વૃક્ષ આ પ્રમાણે છે : પાલણ---વીરો---ભારમલ---તેજા---નેણશી, ભાર્યા પૂરબાઈ પુત્ર વર્ધમાન. તેમના વંશજો હાલ વિદ્યમાન છે. વર્ધમાનશેઠે નલીઆમાં વીરવસહીમાં શ્રી કુંથુનાથ પ્રભુની દેવકુલિકા બંધાવી તથા સં. ૧૯૨૧ના મહા સુદિ ૭ના ગુરુવારે પાલીતાણામાં અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. નરશી નાથીના કુટુંબમાં હરભમશેઠ પછી અભેચંદ રાઘવજી મુખ્ય હોઈને તેઓ જ્ઞાતિ શિરોમણીના નામે વહીવટ કરતા અને જ્ઞાતિમાં અગ્રપદે બિરાજતા. એમના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યો થયાં જે જ્ઞાતિના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાશે. અભેચંદનો પ્રભાવ જ્ઞાતિ ઉપર ઘણો હતો. અભેચંદ રાઘવજીના નામે જ્ઞાતિના અગત્યના દસ્તાવેજોમાં એમનો ઉલ્લેખ થયો છે. સં. ૧૯૪૨ના આસો સુદ ૧૩ના રવિવારે મહાજને હરભમશેઠના મૃત્યુ પછી અભેચંદશેઠને પાઘડી બંધાવીને જ્ઞાતિશિરોમણિની ગાદીએ બેસાડેલા. નરશી નાથા ચેરિટી ટ્રસ્ટના સર્જનમાં એમનો હિસ્સો મહત્ત્વપૂર્ણ છે. જખૌના લોડાઈઆ રતનશી વીરજીની પત્ની કોરાબાઈના પુત્ર જીવરાજ શેઠ પણ જ્ઞાતિના શેઠીઆઓમાંના એક છે. સં. ૧૮૫૦ લગભગમાં તેઓ મુંબઈમાં આવી મજૂરી કરતા. તેમના બંધુઓ ભીમશી તથા પીતાંબરના આગ્રહથી પુનઃ ખેતી કરવા લાગ્યા. નબળાં વર્ષોમાં પુનઃ મુંબઈ આવી થોડી બચતમાંથી વ્યાપાર શરૂ કર્યો. ભાગ્યે યારી આપતાં થોડાં વર્ષોમાં જ સૌરાષ્ટ્ર, ખાનદેશ, વરાડ, સિંધ અને દખ્ખાણમાં એમની રૂની પેઢીઓ ધીકતો વ્યાપાર કરતી થઈ ગઈ. અમેરિકાની લડાઈ વખતે વ્યાપારમાં K ખૂબ જ વૃદ્ધિ થઈ. Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ 7 | જૈન પ્રતિભાદર્શન ( ૨૫. પૂ. આ. ભ. શ્રી મુક્તિસાગરસૂરિ મ. સા. સં. ૧૯૦૫ના માઘ સુદિ ૫ ને દિને મુક્તિસાગરસૂરિના ઉપદેશથી તેમણે જખૌમાં શ્રી મહાવીર પ્રાસાદ કરાવ્યો. વિશાળ વંડાનાં નવ જિનાલયોનો ઝૂમખો જીવરાજશેઠના પિતાના નામથી “રત્નસૂક' કહેવાય છે. વીશ શિખરયુક્ત મૂલ જિનાલય ઘણું ભવ્ય છે. તેમાં પ્રતિમાઓનો પરિવાર પણ ઘણો છે. અબડાસાની પંચતીર્થીમાં રત્નકની ગણના થાય છે. આચાર્યના ઉપદેશથી તેમણે જખૌમાં ત્રણ લાખ કોરી ખરચીને જ્ઞાનભંડાર કરાવ્યો. તેની સામે ગૌતમ ગણધરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. કચ્છમાં વિચરતા સર્વ યતિઓને વસ્ત્રો વહોરાવ્યાં તેમ જ તેમના માટે જખૌમાં ઉપાશ્રય બંધાવ્યો. એમના બંધુ ભીમશીશેઠે ત્યાં પાંજરાપોળ તથા આયંબિલવાડી બંધાવ્યાં, તથા રત્નસૂકને નિભાવવા સારું ભંડોળ કાઢી આપ્યું. જીવરાજશેઠે અંજારમાં સં. ૧૯૨૧માં શ્રી સુપાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. મુન્દ્રા તથા વણથલીમાં પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા. જામનગરમાં વિશાળ જમીન ખરીદી શ્રી અજિતનાથ જિનાલય અને ધર્મશાળા બંધાવ્યાં, જે જીવરાજ રતનશીના વંડા તરીકે ઓળખાય છે. ભીમશીશેઠે મુંબઈના ડોગરી વિસ્તારમાં પુષ્કળ જમીન ખરીદેલી જે ભીમપુરા તરીકે ઓળખાતી. આ જગ્યા ઇમૂવમેન્ટ ટ્રસ્ટ સંભાળી લીધી. જીવરાજશેઠના પુત્ર કુંવરજી પણ કાબેલ હતા. પ્રતિષ્ઠાઓની પરંપરા | મુક્તિસાગરસૂરિ સં. ૧૮૯૩માં પાલીતાણા પધાર્યા ત્યાં તેમણે મોતીશાની ટૂકમાં સાતસો જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ખંભાત પાસેના વટાદરામાં ગોડીજીનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૯૩ના માઘ સુદિ ૧૦ના બુધવારે રાજનગરમાં વીસા ઓશવાળ દલીચંદ અભયચંદે તથા વીસા શ્રીમાળી હીરાચંદ જોઈતારામની ભાર્યાએ આચાર્યના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવેલી. - સં. ૧૯૦૩ના માઘ વદિ પના શુક્રવારે રાધનપુરના અંચલગચ્છીય શ્રાવક પારેખ કસલચંદ સવચંદ વિરચંદે શ્રી ઋષભદેવનું શ્યામ બિબ ભરાવ્યું, તે વખતે સંઘે અનેક બિંબોની પ્રતિષ્ઠા કરાવી. (જુઓ એ. લેખસંગ્રહ નં. ૫૧૦ થી ૧૨.) સાવરકુંડલામાં શેઠ કુટુંબના વાસણ પ્રેમજીના વંશજોએ સં. ૧૯૦૯માં શ્રી ધર્મનાથ જિનાલય બંધાવ્યું. ત્યાં માણેકચંદ કુંવરજી દેવજીએ સં. ૧૯૯૯ના ફાગણ સુદિ ના દિને ઉપાશ્રય બંધાવ્યો. અહીં અંચલગચ્છની પાટ હતી. અમરેલીમાં ઓશવાળ પટ્ટણીઓએ સં. ૧૮૬૭માં જિનાલય અને ઉપાશ્રય બંધાવ્યાં. ભાવનગરમાં વખતસાગર શિ. ભાવસાગરના ઉપદેશથી સં. ૧૮૫C લગભગમાં શ્રી ગોડીજી જિનાલય, ઉપાશ્રય અને જ્ઞાનભંડાર બંધાયાં. ભાવસાગર મહાકાલીના ભક્ત હોઈને ઉપાશ્રયમાં દેવીની પ્રતિમા પૂજનાર્થે સ્થાપેલી. ઉપાશ્રયનો ભાગ સુધરાઈએ કાપી નાખતાં પ્રતિમાજીને જિનાલયમાં મૂકેલાં. કચ્છના ભુજપુરમાં ચાંપશી ભીમજીએ સં. ૧૮૯૭ના ફાગણ સુદિ ૩ ના દિને શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. સુજાપુરના છેડા માલુ ગોવિંદ ખીમણાંદ, ભાર્યા હાંસાબાઈ, પુત્ર નાંગશીએ સં. ૧૯૦પના માઘ સુદિ પના સોમવારે પાલીતાણામાં ઘણાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. નાના આસબીઆ અને બાએટમાં સં. ૧૯૭૯માં શ્રી આદિનાથ જિનાલયો, મોટા આસંબીઆમાં સં. Page #724 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૭૫ ૧૯૨૦માં શ્રી સુપાર્શ્વનાથ જિનાલય સંઘે બંધાવ્યાં. બાએટનાં જિનાલયનો જીર્ણોદ્વાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો. નૂતન જિનાલયો ઉપરાંત અન્ય જિનાલયોના જીર્ણોદ્ધારનાં કાર્યો પણ થયાં, જેની નોંધ આ પ્રમાણે છે. ધમડકામાં સં. ૧૫૨૨ના કાર્તિક વદિ પના ગુરુવારે જયકેશરીસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો થયાં. (જુઓ-અં. લેખસંગ્રહ, નં. ૧૩૧.) માંડવીમાં સં. ૧૮૦૫માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાયું, જેમાં ભુલાણી કુટુંબની ઘણી સેવાઓ છે. કુંદરોડીમાં સં. ૧૮૫૧ માં શ્રી પાર્શ્વનાથ તથા વિંઝણામાં સં. ૧૮૯૭ માં શ્રી શાંતિનાથ જિનાલયો સંઘે બંધાવ્યાં. કુંદરોડીમાં હાલ નૂતન જિનપ્રાસાદ થયો છે. આધોઈમાં સં. ૧૮૫૪માં શ્રી અજિતનાથ જિનાલય સંઘે બંધાવ્યું. વડાલામાં સં. ૧૬૦૫માં ગોરજી ગુણપતજીની પ્રેરણાથી શ્રી આદિનાથ જિનાલય બંધાયું. આ જિનાલયોના જીર્ણોદ્વાર ઉપરાંત ગામોગામ ઉપાશ્રયોનાં મંડાણ થયાં અને અગત્યનાં કેન્દ્રોમાં જ્ઞાનશાળાઓ પણ બંધાઈ. જેમની કીર્તિસુવાસ સમગ્ર ભારતમાં પથરાયેલી જ્ઞાતિ-શિરોમણિ શેઠ નરસી નાથા કચ્છી દસા ઓશવાળ જૈન જ્ઞાતિના શિરોમણિ તરીકે લોકોનાં હૃદયમાં કાયમી સ્થાન પામેલા શેઠ નરસી નાથાનું જીવન-વૃત્ત એટલે જ્ઞાતિ-તર્પણનો વિશિષ્ટ અધ્યાય. તેઓ એ જ્ઞાતિની મૂર્તિમંત આકાંક્ષા બન્યા. એમનાં સુકૃત્યો જ્ઞાતિના ભવ્ય પુરુષાર્થ અને પ્રબળ ધર્મપ્રેમનાં પ્રતીક ગણાયાં. એમની સિદ્ધિઓ જ્ઞાતિના મહામૂલા વારસા તરીકે મૂલવાઈ. જ્ઞાતિ પોતાના સર્વાંગી વિકાસ માટે એમનું ઋણ સ્વીકારવામાં કૃતકૃત્ય થાય અને પોતાને ‘શેઠ નરસી નાથાની નાત' તરીકે ઓળખાવવામાં બહુમાન સમજે એમાં નવાઈ શું? કચ્છી દસા ઓશવાળ જૈન જ્ઞાતીય, નાગડા ગોત્રીય, વીરાણી શાખીય નાથા ભારમલને ઘેર એમની પત્ની માંકબાઈની કૂખે નરસીશાનો જન્મ વિ. સં. ૧૮૪૦માં કચ્છ-નલિયા ગામમાં થયો. એ વખતે કચ્છમાં મહારાવ રાયધણજીનું રાજ્યશાસન હતું. જમાદાર ફતેહમહમ્મદનાં પરાક્રમોથી આખું કચ્છ પ્રભાવિત હતું. એ પછી બ્રિટિશ સત્તાનો કચ્છમાં અરુણોદય થયો. શેઠ નરસી નાથાના વડદાદા પાલણના વીરો અને તોરેઓ નામના બે પુત્રો હતા. વીરોના ભારમલ અને એમના હરસી, નાથા અને તેજા એમ પુત્રો થયા. જ્ઞાતિ-શિરોમણિના ઉત્કટ જ્ઞાતિ-પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ તેમણે યોજેલા જ્ઞાતિમેળાઓમાં જોવા મળે છે. આવો પહેલવહેલો મેળો વિ. સં. ૧૮૯૭માં નલિયાના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે એકત્રિત થયો. બાવન ગામોમાં વસતા જ્ઞાતિબંધુઓ એ પ્રસંગે એકત્રિત થયા. વિ. સં. ૧૮૯૭માં તેમણે શ્રી શત્રુંજયનો તીર્થસંઘ કાઢેલો. ત્યાંથી પાછા નલિયા આવીને એવો બીજો જ્ઞાતિમેળો પણ તેમણે યોજ્યો. જ્ઞાતિ મેળાના માધ્યમ દ્વારા શેઠે જ્ઞાતિની અસ્મિતા જગાડી. જ્ઞાતિના ઇતિહાસ માટે તે સુવર્ણ-યુગ હતો. હવે આપણે શેઠની ધાર્મિક કારકિર્દીનો પરિચય મેળવીએ. મુંબઈમાં એ વખતે શિખરબંધ જિનાલય નહોતું. જ્ઞાતિબંધુઓની સંખ્યા વધતાં સારંગ શેઠે ત્યાં ગૃહચૈત્ય કરાવેલું પહેલાં તે જ્ઞાતિનો શેઠ કહેવાતો, પરંતુ નરસી શેઠના ઉદય પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. નરસી શેઠે પણ ગૃહચૈત્ય નિર્માણ કરાવેલું, પરંતુ Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ ) [ જૈન પ્રતિભાદર્શન S શિખરબંધ જિનાલયની આવશ્યકતા સર્જાતાં અનંતનાથ જિનાલયની નરસી શેઠે સ્થાપના કરી. વિ. સં. ૧૮૮૯ના શ્રાવણ સુદ ૯ ને દિવસે તેમણે સ્વહસ્તે મૂલનાયકજીની પ્રતિષ્ઠા કરાવી. જ્ઞાતિએ ફાળો એકઠો કરીને આ જિનાલયમાં સાતેક હજાર ખરચેલા. શેઠના દત્તક પુત્ર હરભમ શેઠે જિનાલયનો ઘણો વિસ્તાર કર્યો. નરસી શેઠની ચિરસ્મૃતિ આ જિનાલયના પાયા સાથે જ જડાયેલી રહી છે. જ્ઞાતિએ એમની બહુમૂલ્ય સેવાઓના ઉપલક્ષમાં મૂલશિખર ઉપર ધ્વજારોપણ કરવાનું અપૂર્વ માન એમને વંશપરંપરાગત આપ્યું. આ ટ્રસ્ટનાં સુકૃત્યો સાથે ચરિત્રનાયકની કીર્તિસુવાસ સમગ્ર ભારતમાં પથરાએલી જોવા મળે છે. ઉક્ત જિનાલયની સ્થાપના થયા બાદ તેમણે પોતાના વતન નલિયામાં પણ શિખરબંધ જિનાલય નિર્માણ કરાવ્યું. વિ. સં. ૧૮૯૭ ના માઘ સુદ પના બુધવારે અંચલગચ્છાધિપતિ મુક્તિસાગરસૂરિના ઉપદેશથી જિનાલયનો પ્રતિષ્ઠા-મહોત્સવ થયો. શેઠે મૂલનાયકપદે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. નરસી શેઠના પુત્ર હીરજી શેઠે શ્રી વીપ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. શેઠના દત્તક પુત્ર વીરજી શેઠે પણ એ પ્રસંગે શ્રી વીપ્રભુની દેવકુલિકા બંધાવી. હરભમ શેઠે તથા ભારમલ શેઠે પણ પાછળથી અહીં દર્શનીય જિનાલય બંધાવ્યાં. જિનાલયનો પરિવાર વધતાં આ તીર્થને “વીરવસહી' તરીકે ઓળખાવવામાં આવે છે. અબડાસાની પ્રસિદ્ધ પંચતીર્થીમાં આ તીર્થની ગણના થાય છે. અનુક્રમે ૮૦ જેટલા જિનાલયો બંધાવ્યાં. આ ઉપરાંત શેઠે નલિયા અને જખૌ વચ્ચે વિશ્રાંતિગૃહ તથા પરબવાળી વાવ બંધાવ્યાં, તેમ જ ત્યાં ભોજનનો પણ પ્રબંધ કર્યો. માંડવીમાં વંડો બંધાવ્યો. અંજારમાં પ્રાચીન જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. નલિયામાં ધર્મશાળા બંધાવી તથા અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યું, જેના નિભાવ માટે છાદુરાનો ગરાસ મેળવ્યો. પાલીતાણામાં પ્રાચીન જૈન ઉપાશ્રયનો પણ તેમણે ઉદ્ધાર કરાવ્યો તથા ત્યાં ધર્મશાળા તથા શ્રી ચંદ્રપ્રભુજિનાલય, તેમ જ ગિરિરાજ ઉપર પણ શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવવા સ્વહસ્તે ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત કૂતરાને રોટલો, પંખીને ચણ આદિ નાનાં-મોટાં અનેક કાર્યોમાં દ્રવ્ય વ્યય કરીને શેઠે લક્ષ્મીને સફળ કરી. શેઠે જીવનભર અનેક સામાજિક તેમ જ ધાર્મિક કાર્યો કર્યા. એમનાં અવશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવાનો યશ ઉક્ત મંત્રી-ત્રિપુટી ઉપરાંત એમના દત્તક પુત્રો વીરજી શેઠ તથા હરભમ શેઠ, તેમ જ તેમનાં પુત્રવધૂ પૂરબાઈ શેઠાણીને ફાળે જાય છે. જ્ઞાતિ શિરોમણિનો સાંસ્કૃતિક વારસો પૂરબાઈમાએ દીપાવ્યો. જ્ઞાતિ શિરોમણિ વિ. સં. ૧૮૯૯ના માગશરની અમાવાસ્યા તા. ૧૧-૧૨-૧૮૪૨ના ૬૯ વર્ષનું આયુષ્ય ભોગવી સદ્ગતિ પામ્યા. ૨૬, એકસાથે 9000 જિનબિંબોની અંજનશલાકા કરનારા પૂ. આ. ભ. શ્રી રત્નસાગરસૂરિ મ. સા. શેઠ કેશવજી નાયકનાં ધર્મકાર્યો સં. ૧૯૧૪માં પોતાના વતન કોઠારામાં તેમણે વેલજી માલુ અને શિવજી નેણશીના ભાગમાં વિશાળ જિનપ્રાસાદ બંધાવવાનો પ્રારંભ કર્યો. આ કાર્યમાં તેમણે બે લાખ કોરીનો ખર્ચ કર્યો. સં. ૧૯૧૮ ના માઘ સુદિ ૧૩ના બુધવારે ગચ્છનાયક રત્નસાગરસૂરિના ઉપદેશથી જિનાલયની પ્રતિષ્ઠા થઈ. કેશવજીશેઠે Page #726 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૬૭૭ મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુનાં બિંબને બિરાજિત કરાવ્યાં. આ પ્રસંગે મોટો ઉત્સવ કરવામાં આવ્યો હતો. કોઠારાની પ્રતિષ્ઠા વખતે કેશવજી શેઠ સંઘ સાથે પાલીતાણાની યાત્રા કરીને કચ્છ ગયેલા તે વખતે ગિરિરાજ ઉપર બન્ને ટૂકોની તથા ગામમાં કોટ બહાર ધર્મશાળાની જગ્યા નક્કી કરી ખાતમુહૂર્ત કર્યું અને સારા કારીગરો રોકીને બાંધકામ પણ શરૂ કરાવી દીધું. હજારો જિનબિંબો તૈયાર કરાવ્યાં. હરભમ નરશી નાથા, જીવરાજ, રતનશી, હીરજી ભીમશી, શિવજી નેણશી, ઘેલાભાઈ પદમશી, ત્રીકમજી વેલજી માલુ, ભારમલ પરબત, માડણ તેજશી વગેરેએ પણ જિનબિંબો તૈયાર કરાવ્યાં. જૈન સમાજના અન્ય અગ્રેસરોએ પણ આ કાર્યમાં ભાગ લીધો અને કુલ્લે સાતેક હજાર જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા કરાવી કેશવજીશેઠે સં. ૧૯૨૧ના માઘ સુદિ ૭ના ગુરુવારે શુભ મુહૂર્ત નક્કી કર્યું. વાચક વિનયસાગર અને એમના શિષ્ય દેવચંદ્રના માર્ગદર્શન હેઠળ ઘેલાભાઈ પદમશીએ અંજનશલાકા માટે સામગ્રી તૈયાર કરી. સં. ૧૯૨૧ના માગશર સુદિ ૧ના બુધવારે દેશ-દેશાવરમાં નિમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી. પોષી પૂનમે સંઘની તૈયારીઓ શરુ થઈ. પોષ વદિ પના મંગળવારે સંઘે જલમાર્ગે પ્રયાણ કર્યું ત્યારે સંઘને વળાવવા મોટો વરઘોડો નીકળ્યો હતો જેમાં જૈનો, જૈનેતરો ઉપરાંત પારસીઓ અને અંગ્રેજો પણ ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘપતિ ખીમચંદ મોતીચંદે કેશવજી શેઠને તિલક કરી તેમનું બહુમાન કર્યું. ભાવનગરમાં પહોંચતાં મહારાજ જશવંતસિંહે સંઘનું સામૈયું કર્યું. ડેરા-તંબુ વગેરેની સોરઠ ઘેલા સૂરચંદે કરી. દક્ષિણ, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડ, સિંધ, મેવાડ, હાલાર, પૂર્વ સોરઠ, ગોલવાડ ઇત્યાદિ દેશમાં સંઘવીઓ એકત્રિત થયા. સંઘમાં એકાદ લાખનો સમુદાય થયો. ૭00 સાધુ-સાધ્વીઓ હતાં. પાલખીઓની સંખ્યા પણ ઘણી હતી. પાલીતાણામાં મહારાજ સૂરસિંહ ગોહેલે સંઘનો સત્કાર કર્યો. અંજનશલાકા માટે વિશાળ મંડપ રચી તેમાં સાતેક હજાર જિનબિંબો પધરાવવામાં આવ્યાં. પોષ વદિ ૧૦ના દિને ઠાઠમાઠથી જલજાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. ૧૧ના દિને દેવચંદ્રગણિએ કુંભસ્થાપના કરાવી. ૧૨ના દિને નંદાવર્ત પૂજન, નવગ્રહ સ્થાપના, દશ દિફપાલ અને અષ્ટમંગલ પૂજન તેમ જ બલિનો વિધિ થયાં. હમેશાં શ્રીફળ, મેવા વગેરેની પ્રભાવના થતી. ચોથે દિવસે ક્ષેત્રપાલ તથા શાસન રખેવાળ દેવદેવીઓને આમંત્રણ અપાયું તથા ચોસઠ ઇન્દ્રદર્શન, ભૂત બલિ-બાકુળા, સિદ્ધચક્ર પૂજન વગેરે થયાં. પાંચમે દિવસે શેઠના પુત્ર અને પુત્રવધૂ ઇન્દ્ર-ઇન્દ્રાણી થયાં. છટ્ટે દિવસે ચ્યવન કલ્યાણક, ચૌદ સ્વપ્ન-દર્શન વગેરે. સાતમે દિવસે જન્મ મહોત્સવ, છપ્પન દિકકમારિકાઓએ પ્રભને નવરાવ્યા. કેશવજ શેઠ ઐરાવત હાથી ઉપર ચામર ઢાળતા હતા. હરભમશેઠ અય્યત ઇન્દ્ર થયા. ઘેલાભાઈ વગેરે થયા. જન્મ વખતે સોના-રૂપાની વૃષ્ટિ થઈ. આઠમે દિવસે અષ્ટોત્તરી સ્નાત્રવિધિ, નવમે દિવસે પ્રભુ નિશાળે જાય તેનો વરઘોડો તથા દશમે દિવસે પ્રભુના વિવાહનો શાનદાર વરઘોડો કાઢવામાં આવ્યો. કેશવજી શેઠ જાનૈયા થઈ, વેવાઈ બનેલા ઘેલાભાઈના ઘેર વાજતે ગાજતે લઈ ગયા. માંકબાઈએ રામણ દીવડો લીધો. પદ્માબાઈએ પ્રભુને પોખ્યા. સોના-રૂપાનાં વાસણોની ચોરી બાંધીને પ્રભુને પરણાવ્યા. કાનજી લાલજી સાળા થયા. માંકબાઈના ભાઈને મોસાળ કર્યા. એ પછી પ્રભુનો રાજ્યાભિષેક થયો. અગિયારમે દિવસે દીક્ષા મહોત્સવનો વરઘોડો નીકળ્યો અને વરસીદાન અપાયું. બારમે દિવસે મોક્ષગમનનો મહોત્સવ ઊજવાયો. આમ માઘ સુદિ ૬ સુધી બાર દિવસનો અપૂર્વ મહોત્સવ ઊજવાયો. પાલીતાણાના રાજા તથા અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા. 93, Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ ] L[ જૈન પ્રતિભાદર્શન સં. ૧૯૨૧ના માઘ સુદિ ૭ના ગુરુવારે એક ઘટી ચોવીશ પળે સાતેક હજાર જિનબિંબોને ગચ્છનાયક રત્નસાગરસૂરિએ સોનાની અમીએ અંજન કરી પ્રાણ-પ્રતિષ્ઠા કરી. માઘ સુદિ ૧૩ને બુધવારે શત્રુંજયગિરિ ઉપર નરશી કેશવજીના નામથી બંધાવેલી ટ્રકમાં શ્રી અભિનંદનસ્વામી આદિ પ્રતિમાઓને ધામધુમથી બિરાજિત કરવામાં આવ્યાં તથા ધર્મશાળામાં વાવેલ મંદિરમાં માનન, ચંદ્રનન, વર્ધમાન અને વારિષણ એ ચાર શાશ્વતા જિનેશ્વરોનાં ચતુર્મુખ જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. અન્ય શ્રેષ્ઠીવર્યોએ પણ એ પ્રસંગે પ્રતિષ્ઠાદિ કાર્યો કરી લક્ષ્મીને કૃતાર્થ કરી. સં. ૧૯૨૮માં ગિરિ ઉપર વાઘણ પોળની પાસે શ્રી અનંતનાથ ટૂક બંધાવી પ્રતિષ્ઠા કરાવી. આ કેશવજી નાયકની ટૂક તરીકે ઓળખાય છે. - કેશવજી શેઠે અંજનશલાકામાં સર્વ મળી પંદર લાખ રૂપીઆનું ખર્ચ કર્યું. આ ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા તેમણે આણંદજી કલ્યાણજીની પેઢીમાં એક લાખ રૂપીઆ સાધારણ ખાતામાં ભરી સૌને દંગ કરી દીધા. કમનસીબે તે વખતે મરકી ફાટી નીકળતાં અનેક લોકો મૃત્યુ પામ્યા. આ દુર્ઘટનાને લોકો હજી કેર” તરીકે યાદ કરે છે. વદિ ૧ના દિને કેશવજી શેઠને સંઘપતિની માળા પહેરાવી તિલક કરવામાં આવ્યું. આ પ્રસંગે કવિ રત્નપરીક્ષકે “અંજનશલાકા સ્તવનમાં જણાવ્યું છે કે હઠીસંગ કેશરીસંગ અને મોતીશાએ પણ આવાં કાર્યો કરી મહા પુણ્ય ઉપાર્જન કર્યું પરંતુ તેઓ કેશવજીશેઠની જેમ સ્વહસ્તે એ લહાવો લેવા ભાગ્યશાળી ન થઈ શકયા ! - શત્રુંજયગિરિ ઉપરની બને તૂકોના નિભાવાર્થ કેશવજીશેઠે પૂનામાં વિશાળ ધર્મશાળા પણ બંધાવી આપી. આ મહાપુરુષનાં એ યાદગાર કાર્યો સૌને રોમાંચિત કરી દે એવાં ગૌરવાન્વિત છે. પાલીતાણાનો વહીવટ દામજી મેઘજીને સોપી, સંઘ સહિત કેશવજીશેઠ ગિરનારજીની યાત્રાએ પધાર્યા અને ભાવપૂર્વક જિનભક્તિ કરી. અહીંનાં મંદિરો ખુલ્લાં હોઈને કોટ બંધાવવાની આવશ્યકતા હતી. આ કાર્ય તેમણે રૂા. ૪૫૦OO=00ના ખર્ચે પૂરું કરાવી આપ્યું. (જુઓ વસ્તુપાલ-તેજપાલની ટૂકના વંડાના દ્વારા પાસેનો શિલાલેખ.) સં. ૧૯૨૯ થી ૩૨ સુધીમાં એમણે ત્યાં જીર્ણોદ્ધાર કાર્યો કર્યા. માનસંધ ભોજરાજ ટૂંકમાં સૂરજકુંડનો તેમણે ઉદ્ધાર કરાવ્યો તેમ જ શ્રી નેમિનાથજીના કોટના દરવાજા પર માળ બંધાવી આપ્યો. સં. ૧૯૩૧ના માઘ સુદિ ૧૦ના સોમવારે કેશવજીશેઠે, સમેતશિખરમાં શ્રી કુંથુનાથ અને શ્રી ધર્મનાથ પ્રભુની દેવકુલિકાઓનો જીર્ણોદ્ધાર કરાવી વિજયગચ્છના ભટ્ટારક જિનશાંતિસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવી. તેમણે કેશરીઆજીનો તીર્થસંઘ પણ કાઢ્યો. વાલકેશ્વરમાં પોતાના બંગલા પાસે જિનાલય બંધાવ્યું, જે હજી મોજૂદ છે. ભાવનગરમાં ગોડીજીનાં મંદિરમાં ગૌતમ ગણધરનું મંદિર બંધાવ્યું. હાલારના મોટી-ખાવડી ગામમાં વિશાળ જમીન મેળવી સં. ૧૯૩૨માં ગૃહચૈત્ય તેમ જ ઉપાશ્રય બંધાવ્યાં અને સં. ૧૯૩૪માં શ્રી પાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્ય અને શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આ જિનાલયને જામ વિભાજી તરફથી મદદ મળતી હતી. આકોલામાં જિનાલય માટે જમીન ખરીદી આપી. કચ્છમાં મહારાવ પાસેથી જશાપુર ગામ ખરીદી ત્યાં જ્ઞાતિજનોને વસાવવા રહેઠાણ બાંધ્યા તથા સં. ૧૯૩૨માં શ્રી આદિનાથ જિનાલય પણ બંધાવ્યું. આ જિનાલયનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ તરફથી થયેલ છે. મુંબઈમાં બરાખવાળો માળો ખરીદી તેમાં પોતાના ભાગીદારોને વસાવ્યા. સાહિત્ય પ્રત્યે પણ એમને ઘણો પ્રેમ હતો. ભીમશી માણેકે જૈનશ્રુતને મુદ્રિત કરવા જે ભગીરથ પુરુષાર્થ કર્યો તેમાં કેશવજીશેઠે ઉદાર રીતે આર્થિક પોષણ આપ્યું. Page #728 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૬૭૯ તેમનાં પત્ની વીરબાઈ સં. ૧૯પરના વૈશાખ સુદિ ૩ના રવિવારે મુંબઈમાં મૃત્યુ પામ્યાં. તેમણે કરેલા વસિયતનામા અનુસાર સર વશનજી અને હીરજી ઘેલાભાઈએ વીરબાઈ પાઠશાળા, ગ્રંથભંડાર, શ્રી વિપ્રભુ જિનાલય બંધાવી ઉમદા કાર્ય પાર પાડ્યું. પાઠશાળામાં અનેક વિષયોના નિષ્ણાંત પંડિતોને રોકીને સાધુ-સાધ્વીઓને અભ્યાસ કરાવવામાં આવતો. શેઠના મુનીમના પ્રયાસોથી ડુંગર ઉપર વલ્લભકુંડ, ગામમાં ગૌશાળા વગેરે સ્થાપ્યાં, જેમાં કેશવજીશેઠે તથા નરશીશેઠે ઘણી મદદ કરેલી. નરશીશેઠની સામાજિક કારકિર્દી અજોડ હતી. તેઓ ૧૨ જૂન સન ૧૯OOમાં પૂના ખાતે મૃત્યુ પામ્યા. જ્ઞાતિના પ્રથમ બંધારણીય પ્રમુખ તરીકે તેઓ જ્ઞાતિના ઇતિહાસમાં અમર બની ગયા છે. કચ્છના અર્વાચીન કુબેર તરીકે પંકાયેલા કેશવજીશેઠને જૈન સમાજ કદીયે ભૂલશે નહીં. તેમણે ઉદાર સખાવતોથી જગડૂશાહની કીર્તિ પ્રાપ્ત કરી તથા લખલૂટ નાણું ધર્મક્ષેત્રે વહાવીને પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું, જે તેની ભવ્યતાથી સુથરીની પંચતીર્થીમાં સ્થાન પામ્યું છે. સં. ૧૯૮૦ના માઘ સુદિ પના સોમવારે ત્યાં દંડમહોત્સવ થયો. યતિ સૂરચંદ હરખચંદ તથા તેમના શિષ્યો મણિલાલ, મોહનલાલ અને ધનજીએ અહીંનાં ધર્મકાર્યોમાં સારો ફાળો આપ્યો. અહીં ઘણી પ્રતિમાઓ સં. ૧૯૨૧ની અંજનશલાકા વખતની છે. ગુજરાતના બોરસદના વિશા ઓશવાળ રણછોડ, હરગોવિંદ, ચુનીલાલ તથા કલ્યાણજી દયાળજીએ રત્નસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનાલય બંધાવી સં. ૧૯૧૪ના શ્રાવણ સુદિ ૧૦ના શુક્રવારે પ્રતિષ્ઠા કરાવી. એ કુટુંબના છગન ઘેલાએ પણ પ્રતિષ્ઠાકાર્યો કર્યા. જિનાલયની શિલા-પ્રશસ્તિમાં આ કુટુંબનું વંશવૃક્ષ મળે છે. કચ્છમાં મગુઆનામાં સંઘે સં. ૧૯૧૭માં આદિનાથ જિનાલય બંધાવ્યું. વડસરમાં ગુણસાગરજીના ઉપદેશથી હરધોર કરમશીએ સં. ૧૯૧૮માં શ્રી પાર્શ્વજિનાલય બંધાવ્યું. શ્રાવકોની વસ્તી ન રહેવાથી જિનાલયનું ઉત્થાપન કરી પ્રતિમાઓ નલીઆમાં લાવવામાં આવ્યાં છે. વારાપધરમાં નાંગશી દેવાંધે તથા કેશવજી ગોવિંદજીએ સં. ૧૯૧૮માં શ્રી આદિજિનાલય બંધાવ્યું, જેનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો. સં. ૨૦૨૨ ના વૈશાખ સુદિ ૨ના શુક્રવારે તેની શતાબ્દી ઊજવાઈ. બારોઈમાં હેમા અરજણે અને લધા જીવણે સં. ૧૯૧૮માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું, જેનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો. સાંધાણમાં રત્નસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૯૧૯માં ગોશર વરધોર જેતશી કરમણે શ્રી સંભવનાથ જિનાલય તથા સં. ૧૯૨૭માં લાડણ આશારીઆ અને લખમશી આશારીઆએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. અહીંનાં જિનાલયોનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો. કાંડાગરામાં ગોરજી આણંદજી માતાજીના પ્રયાસથી સંઘે સં. ૧૯૨૧માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું, જેનો શતાબ્દી મહોત્સવ એકાદ લાખ કોરીના ખરચે સંઘે ઊજવ્યો. બાંડીઆમાં રાઘવજી વેરશીએ સં. ૧૯૨૨માં શ્રી વિમલનાથ જિનાલય બંધાવ્યું, જેનો સં. ૨૦૦૬માં માઘ સુદિ ૧૦ના ગુરુવારે જીર્ણોદ્ધાર થયો. સં. ૧૯૨૨માં સાંધવમાં કાનજી ભારમલે શ્રી શાંતિનાથ જિનાલય તથા ડમરાના સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. ચીઆસરમાં સંઘે સં. ૧૯૨૭માં શ્રી આદિ જિનાલય બંધાવ્યું. કોડાયમાં નથુ હંશરાજની ભાર્યા ચાંપાબાઈએ સં. ૧૯૨૮માં શ્રી અનંતનાથ જિનાલય, કોટડી મહાદેવપુરીમાં સંઘે શ્રી કુંથુનાથ જિનાલય તથા પન્નીમાં શ્રી ચંદ્રઘંભુ જિનાલય બંધાવ્યાં. જખૌના ખોના Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન કાનજી લખમશી ભાર્યા રાણબાઈ પુત્ર મૂલજીએ સં. ૧૯૨૧ની અંજનશલાકા વખતે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (જુઓ વિદ્યાવિજયકૃત “મારી કરછ યાત્રા.') કોઠારા તીર્થના પ્રણેતા શેઠ વેલજી માલ તથા શેઠ શિવજી નેણસી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય, લોડાયા ગોત્રીય માલુ મેઘજી કેશવાણીની પત્ની વાલબાઈની કૂખે સં. ૧૮૬૫માં એમનો જન્મ કોઠારામાં થયો હતો. એમના પિતા માંડવી બંદરમાં મજૂરી કરતા હતા. પાછળથી ત્યાંના ગુલાબશાહને ત્યાં માત્ર વાર્ષિક પાંચસો કોરીના પગારે નોકરી સ્વીકારી. પુત્ર વેલજી ખૂબ જ તોફાની હોઈને તેઓ દુઃખી થતા. તે બારેક વર્ષનો થતાં તેના મામા ગોધરાના શામજી સારંગને ત્યાં મુંબઈમાં મોકલી પિતાએ સંતોષ અનુભવ્યો. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના પાંચમા શેઠ શિવજી નેણશી લોડાયા ગોત્રીય, કોઠારાના વતની હતા. શિવજી શેઠ અને તેમના બંધુ પદમશી મુંબઈ ક્યારે આવ્યા તે ચોક્કસ કહી શકાતું નથી. સં. ૧૮૯૦ ની આસપાસ આવ્યા હોવાનું અનુમાન થાય છે. શરૂઆતમાં તેઓ બંદરમાં મજૂરી કરતા. થોડો અનુભવ મળતાં પડાવો બંધાવી માલની હેરફેરનું કામ કરતા થયા. એ વખતે સ્ટીમરો ખાસ ન હોવાથી નાના પડાવો દ્વારા જ માલ જતો-આવતો. આ ધંધામાં એમને સારો નફો થયો. એમનું સૌથી યાદગાર કાર્ય તો એમણે બંધાવેલો શ્રી શાંતિનાથ પ્રભુનો જિનપ્રાસાદ છે. આ મંદિર કોઠારામાં જ નહીં, સમગ્ર કચ્છમાં સર્વોત્કૃષ્ટ અને સમગ્ર પશ્ચિમ ભારતમાં આ શૈલીનું બેનમૂન સ્થાપત્ય છે. સં. ૧૯૧૪માં જિનાલય બંધાવવાનો તેમણે પ્રારંભ કર્યો. સં. ૧૯૧૮માં એનું કામ પૂર્ણ થયું. ત્યારબાદ વેલજીશેઠે સ્નેહી, સંબંધી, સ્વધર્મી પર કંકોતરી મોકલી મોટો સંઘ કાઢ્યો. શત્રુંજય ગિરનારની હજારો લોકોને યાત્રા કરાવી. મોરબી સંઘ કચ્છ આવ્યો. કોઠારામાં અપૂર્વ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. એ પ્રસંગે શ્રમણ સમુદાય પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલો. નવટુંકનો મેળો કરવામાં આવેલો. - આ તીર્થરૂપ જિનાલયમાં શેઠ વેલજી માલુનો આઠ આના ભાગ, શેઠ શિવજી નેણસીનો છ આના ભાગ તથા શેઠ કેશવજી નાયકનો બે આના ભાગ હતો. વર્તમાન જૈનોમાં કાંઈક જાગૃતિ-બોધની શરૂઆત કરનાર જૈન શ્રત પ્રસારક શ્રાવક ભીમશી માણેક દશા ઓશવાળ, મંજલ રેલડીઆના વતની ભીમશી માણેકે જૈન શ્રુત પ્રસારક તરીકે અજોડ કીર્તિ પ્રાપ્ત કરી છે. તેઓ માત્ર સાહિત્ય-પ્રકાશક જ નહોતા, વિવિધ શાસ્ત્રોના સારા અભ્યાસી પણ હતા. પોતાની કારકિર્દીની શરૂઆત તેમણે વ્યવસાયક્ષેત્રે કરેલી. માલશી શિવજીની પેઢીમાં તેઓ ભાગીદાર હતા. એ પેઢી ખોટમાં જતાં તેમણે કુંવરજી ભીમશીના નામે વ્યાપાર શરૂ કર્યો. તેમાં પણ ખોટ આવતાં તેમણે ગ્રંથ-પ્રકાશક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમણે સં. ૧૯૨૧માં મુંદ્રાના કેશવજી નામના શ્રાવકને પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો ખરીદવા પૂર્વપ્રદેશોમાં મોકલ્યો. કેશવજી ગુજરાત, મારવાડ, કાશી વગેરે પ્રદેશો ફરીને રૂ. ૧૦OOO=00ના ગ્રંથો ખરીદી એક વર્ષે પાછો આવ્યો. એ બધા ગ્રંથોનું અધ્યયન કરી ભીમશી માણેકે તે પ્રકાશિત કરવાની Page #730 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૮૧ યોજના ઘડી. કેશવજી નાયકનો સાથ મળતાં તેઓ ગ્રંથ-પ્રકાશનના કાર્યમાં સફળ થયા. મોહનલાલ દલીચંદ દેસાઈએ (“જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રક. ૩ માં) ભીમશી માણેકનાં કાર્યો વિષે મનનીય લેખ રજૂ કર્યો છે. ભીમશીએ ૧૯૩૩ના પોષમાં અને ૧૯૩૪ના પોષમાં પ્રકરણ રત્નાકર બીજો અને ત્રીજો ભાગ અનુક્રમે “નિર્ણયસાગર'માં જ છપાવી પ્રસિદ્ધ કર્યા. તેનો ચોથો ભાગ સં. ૧૯૩૭માં પ્રગટ કર્યો પણ તે પહેલાં પાંડવચરિત્રનો બાલાવબોધ, સાર્થ પ્રતિક્રમણ સૂત્ર, વિવિધ પૂજા સંગ્રહ, સમ્યક્ત્વમૂલ બાર વ્રતની ટીપ તથા રાય ધનપતસિંહજી તરફથી સૂયગડાંગ સૂત્ર મૂલ તથા દીપિકા અને ટીકા સહિત છપાવી નાખ્યાં. પુસ્તક છપાવવામાં જ્ઞાનની આશાતના થાય છે એ જાતનો વિચાર સાધુ અને શ્રાવકોના મોટા સમૂહમાં પ્રવર્તતો હતો તેવા કાળે છપાવવાની પહેલ કરવી એ સાહસ હતું; છતાં તેમ કરવામાં પોતાનો નમ્રભાવ અને પોતાનો ઉચ્ચ ઉદ્દેશ પોતે નીચેના જે રૂપમાં પ્રકટ કર્યો તે ધ્યાન ખેંચે તેવો છે--- શ્રાવક ભાઈઓ, પુરાતન ગ્રંથોનો જીર્ણોદ્ધાર કર્યાથી તે ગ્રંથોનું અવલોકન થશે, કયાસ વિના કેટલાએક વિદ્યાભ્યાસ થશે, રસ ઉત્પન્ન થઈને જ્ઞાન સંપાદન કરવાની અંતઃકરણમાં ઉત્કંઠા થશે. શુદ્ધ ધર્મ ઉપર પ્રીતિ વધશે, અભિરુચિ એટલે પુનઃ પુનઃ જ્ઞાન મેળવવાની ઇચ્છા થશે, અને ઉદ્યોગ પ્રમુખ સર્વ જ્ઞાનનાં સાધનો તો સહજ પ્રાપ્ત થશે. ઉદ્યોગ એ સર્વ પદાર્થ મેળવવાનું અથવા વૃદ્ધિ કરવાનું મુખ્ય સાધન છે. પરંતુ અમસ્તા ઉદ્યમથી જ કાંઈ થઈ શકતું નથી. તેની સાથે દ્રવ્યની પણ સહાયતા જોઈએ છે. દ્રવ્ય જે છે તે સર્વોપયોગી પદાર્થ છે. માટે દ્રવ્યવાન પુરુષોએ અવશ્ય એ કામ ઉપર લક્ષ દેવું જોઈએ. કેમકે પોતાની એ ફરજ છે કે જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ. તે આ પ્રમાણે–સારા સારા પંડિતોની મારફતે પ્રાચીન ગ્રંથો સુધારી લખાવી અથવા છપાવીને પ્રસિદ્ધ કરવા, તેનો ભાવિક લોકોને અભ્યાસ કરાવવો, ઈત્યાદિક શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે સર્વ પ્રકારે જ્ઞાનની વૃદ્ધિ કરવી. એવા હેતુથી જ મેં આ ગ્રંથો છપાવવાનું કામ હાથમાં લીધું છે.” (પ્રકરણ રત્નાકર, ભા. ૨. પ્રસ્તાવના). વિશેષમાં, છપાયેલા ગ્રંથો વિશેષ લોકપ્રિય બને તે માટે શાસ્ત્રની લિપિ રાખી સુંદરમાં સુંદર ટાઈપમાં, મોટા સુવાચ્ય વર્ણોમાં, પાકા પૂંઠાવાળા દળદાર આકારમાં પ્રકરણ રત્નાકરના ચાર ભાગ, સૂયગડાંગ આદિ આગમો પણ, જૈન કથારત્ન કોશના કરવા ધારેલા પંદર ભાગો પૈકી આઠ ભાગ –એ સર્વ લોકો સમજી શકે તેવી ભાષામાં કરેલા અનુવાદ સહિત બહાર પાડ્યું ગયા. પરિણામ ધારેલું આવ્યું. બહોળો પ્રચાર થયો, ધર્મજ્ઞાન લોકોમાં વધતું ગયું. આ રીતે આ શ્રાવક ભાઈએ સાહિત્યવૃદ્ધિ કરી લોકોપકાર કર્યો છે, કારણ કે વર્તમાન જૈનોમાં કાંઈક પણ જાગૃતિ-બોધ આપવાની શરૂઆત કરનાર એમના છપાવેલા ગ્રંથો ગણી શકાય. તેઓ સં. ૧૯૪૭ના જેઠ વદ અને ગુરુવારના રોજ સ્વર્ગસ્થ થયા. એ ભાઈને આયુષ્ય વિશેષ યારી આપી હોત, તો તે ખચી જૈન કોમ ઉપર વિશેષ ઉપકાર કરી શકત. તેઓનો દેહ છૂટ્યા પછી પણ તેમની પેઢી તરફથી યોગશાસ્ત્ર, હરિભદ્રાષ્ટકાદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પાડ્યાં છે. વળી તેમણે ગુજરાતી રાસ, ચોપાઈ આદિ પણ પ્રકટ કર્યા છે.” ભીમશી માણેકે ૩૦થી અધિક ગ્રંથોનું પ્રકાશન કર્યું હતું. તેઓ કહેતા--જ્યાં સુધી મારું શરીર વિદ્યમાન રહેશે ત્યાં સુધી હું જૈન ગ્રંથો છાપ્યા સિવાય બીજો કોઈ ઉદ્યોગ કરનાર નથી.” પોતાનું વચન તેમણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પાળ્યું! તેઓ નિ:સંતાન હતા, તેમ જ એ પછી કોઈ સમર્થ સાહિત્ય Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ ) [ જૈન પ્રતિભાદર્શન પ્રકાશક અનુગામી પણ ન પાક્યો તે જૈન શાસનનું દુર્દેવ ગણાય. અંચલગચ્છ તો તેમને કદીયે ભૂલી ન શકે. ગચ્છાચાર્યોરચિત ગ્રંથો તેમ જ પટ્ટાવલી તેમણે સૌ પ્રથમ પ્રકાશિત કરી ગચ્છની સાહિત્ય-પ્રવૃત્તિનો સૌને પરિચય કરાવ્યો. પાશ્ચાત્ય વિદ્વાનોને ભીમશીના ગ્રંથો દ્વારા જ અંચલગચ્છના ઇતિહાસનો બહુધા પરિચય મળેલો. સર વશનજી ત્રીકમશી નાઈટ જૈન સમાજમાં ‘સર’નો ઇલ્કાબ મેળવનાર તેઓ દ્વિતીય હતા. તદુપરાંત સમાજે એમને “સખાવતે મશહુર'ના બિરુદથી ભારે નવાજ્યા છે. જૈન સમાજને અર્વાચીન યુગને અનુરૂપ નેતૃત્વ પૂરું પાડનારા આગેવાનોમાં તેઓ મોખરે હતા. પ્રેમચંદ રાયચંદ પછી સર વશનજીએ પોતાનાં કાર્યો દ્વારા નવી દિશાઓનું સૂચન કરેલું. સુથરીના દશા ઓશવાળ, લોડાયા, ત્રીકમજી મૂલજી દેવજીનાં પત્ની લાખબાઈની કૂખે સં. ૧૯૨૨માં જયેષ્ઠ માસમાં એમનો જન્મ મુંબઈમાં થયો હતો. છઠે દિવસે માતાએ સૂતિકાગૃહમાં પ્રાણ છોડયો. એમના પિતામહ સં. ૧૮૯૮માં ધંધાર્થે મુંબઈ આવેલા. કેટલોક વખત કેશવજી નાયક સાથે ભાગમાં વેપાર કરેલો પરંતુ પાછળથી છૂટા થઈ સં. ૧૯૨૨માં સ્વતંત્ર પેઢી શરૂ કરી. વશનજીભાઈને બાળપણથી જ ધાર્મિક સંસ્કારો મળેલા. એમના પિતામહ ધર્મનિષ્ઠ હતા. લક્ષ્મી પ્રાપ્ત થતાં સં. ૧૯૨૮મ એમણે કેશરીઆજીનો મોટો સંઘ કાઢી રૂા. ૪OOOO=00 ધર્મકાર્યોમાં ખર્ચેલા. દર્ભાગ્યે વશનજીભાઈના પિતા સં. ૧૯૩૦માં તથા પિતામહ સં. ૧૯૩૨ના કાર્તિક વદિ ૧૧ના દિને મૃત્યુ પામતાં વ્યાપારનો ભાર બાળવયમાં એમના પર આવી પડ્યો, જે તેમણે લખમશી ગોવિંદજીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક વહ્યો. વસનજીભાઈની સખાવતનો આરંભ બાલ્યવયથી જ થયેલો. સં. ૧૯૩૩માં તેમનાં માતા અને દાદીમાનાં ઊજમણામાં તેમણે ખૂબ ખર્ચ કર્યો. સં. ૧૯૩૪માં રતનશી દામજીના ભાગમાં રૂપિયા ૧OOOO=00ને ખર્ચે સાએરામાં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠામાં રૂ. ૫OOO=00 ખર્ચા. સં. ૧૯૫૨માં જ્ઞાતિબંધુઓની ગરીબાઈમાં ભાગ લેવા દોઢ વર્ષ સુધી ઓછા ભાવે અનાજની દુકાન કરી રૂ. ૫000=00ની ખોટ સહન કરી. આ કાર્યથી તેઓ ખૂબ પ્રશંસા પામ્યા. મુંબઈમાં મરકીનો ઉપદ્રવ થતાં બંદર ઉપર ચિકિત્સાલય ત્રણ વર્ષ સુધી ચલાવી. રૂ. ૪OOOO=00 ખર્ચા. છપ્પનીઆના ભયંકર દુષ્કાળ વખતે પોતાના વતન સુથરીમાં ઓછા ભાવે અનાજની દુકાન કરી. રૂ. ૧૫OOO=00નો ખર્ચ ગરીબો માટે કર્યો. બારસીમાં સં. ૧૯૪૮માં શ્રી આદિનાથ જિનાલય કર્યું. આકોલાના શ્રી આદિનાથ જિનાલયમાં પણ એમનો ફાળો મુખ્ય હતો. સં. ૧૯૫૮માં તેની પ્રતિષ્ઠા થઈ. સુથરીમાં સદ્ગત પત્નીઓના નામથી ખેતબાઈ જૈન પાઠશાળા અને રતનબાઈ જૈન કન્યાશાળા સ્થાપી. પત્ની વાલબાઈના નામથી જશાપુરમાં જૈન પાઠશાળા સ્થાપી. સુથરીમાં વેરશી પાસુ પીર અને બીજાના ભાગમાં સાર્વજનિક ધર્મશાળા પણ બંધાવી. એમનાં લોકોપયોગી કાર્યોની કદર રૂપે સરકારે એમને સં. ૧૯૫૨માં જે. પી. અને સં. ૧૯૫૫માં રાવસાહેબનો ઈલ્કાબ આપ્યો. તેમ જ સં. ૧૯૬૪માં તેમને ઓનરરી મૅજિસ્ટ્રેટ નિયુક્ત કર્યા. સં. ૧૯૬૭માં રૉયલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સને રૂ. ૨૨૫OOO=00 ની નાદર રકમ અર્પણ કરી પોતાની સખાવતોમાં કલગી ઉમેરી. તે જ વરસે વિલાયત જઈ શહેનશાહના દરબારમાં હાજર રહેવાનું માન તેઓ પામ્યા. સરકાર તરફથી તા. ૨૦-૧૨-૧૯૧૧માં નાઈટહૂડનો ખિતાબ મળ્યો. વિલાયતથી વતનમાં પધારેલા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું, પરંતુ તેમણે પગે ચાલી સૌ પ્રથમ શ્રી Page #732 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૮૩ અનંતનાથ જિનાલયમાં દર્શને પધારી વિનમ્રતા દર્શાવી. એમની સેવાઓ અનેકવિધ હોઈને તે વિષે અહીં વિસ્તાર થઈ શકે એમ નથી. નરશી નાથા ચેરીટી ફંડ, કુમઠા જિનાલય, પાલીતાણામાં વીરબાઈ પાઠશાળા તથા પોતાના નામથી અંકિત જૈન બોર્ડિંગ, મુંબઈની પાંજરાપોળ, શ્રી અનંતનાથ ટ્રસ્ટ, કચ્છની જૈન શાળાઓ, જૈન વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા, માંગરોળ, જૈન સભા, ખોજા રીડિંગ રૂમ ઇત્યાદિ અનેક સંસ્થાઓમાં એમણે સેવાઓ આપેલી. એ સંસ્થાઓના સ્થાપક, ટ્રસ્ટી, આજીવન સભ્ય કે સક્રિય કાર્યકર તરીકે તેમણે સુંદર કાર્ય કર્યું. સર વશનજીના વિદ્યાપ્રેમનું જવલંત પ્રતીક રૉયલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાયબ્રેરી છે, જે એમના નામથી ચાલે છે. એમની જ્ઞાતિમાં સંપનું વાતાવરણ સર્જવા એમણે ભારે પ્રયાસો કરેલા. મહાજનના અગ્રણી તરીકે સર વશનજીએ એ સંસ્થાનો ઉચ્ચ દરજ્જો જાળવવા વિશેષ રસ લીધો. અનેક રોકાણો છતાં સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ઓતપ્રોત બની પોતાનું જીવન પ્રેરક બનાવ્યું. તેઓ કેટલા લોકપ્રિય હતા તેની સાક્ષી એમને મળેલાં માનપત્રો અને એમના સ્વાગત માટે યોજાયેલા મેળાવડાઓ જ પૂરશે. ( ૨૭. પૂ. આ. ભ. શ્રી વિવેકસાગરસૂરિ મ. સા. સાંધાણના પરબત લાધાએ સં. ૧૯૩રના કાર્તિક સુદિ ૧૩ના ગુરુવારે વિવેકસાગરસૂરિના ઉપદેશથી કેશરીઆજીનો સંઘ કાઢ્યો. માંડવી, મુંદરા, ભદ્રાવતી, રાધનપુર, શંખેશ્વર, ચાણસ્મા વગેરેની યાત્રા કરી માગશર સુદિ ૧૦ના દિને કેશરીઆજીને ભેટ્યા. ગચ્છનાયક ઉપરાંત દેવસાગર શિ. સ્વરૂપસાગર વગેરે પણ સંઘમાં હતા. સં. ૧૯૩૪માં સંઘપતિએ તથા એમના બંધુ ગોવિંદજીએ સાંધાણમ શ્રી વીર જિનાલય તથા શ્રી પપ્રભુ જિનાલયો બંધાવ્યાં. સુથરીના વેરશી પાસુ પીરે માંડવીમાં સં. ૧૯૩૪માં શ્રી અજિતનાથ જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું. સં. ૧૯૩૬માં તેમના પુત્ર ઠાકરશીએ તેની પ્રતિષ્ઠા કરાવી. સુથરીની ધર્મશાળામાં પણ એમનો હિસ્સો હતો. મોટી ઉનડોઠમાં સંઘે શ્રી ધર્મનાથ જિનાલય બંધાવીને સં. ૧૯૩૮ ના વૈશાખ સુદિ ૧૧ના શુક્રવારે વિવેકસાગરસૂરિની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા કરાવી. (પ્રતિષ્ઠાના વર્ણન માટે જુઓ સ્વરૂપસાગર કૃત ‘ધર્મનાથ સ્તવન”.) સં. ૧૯૪૦ના વૈશાખ સુદિ ૩ના સોમવારે નલીઆના ત્રીકમજી આસારીઆ ખોનાના વંશજોએ શત્રુંજયમાં કેશવજી નાયકની ટૂકમાં પુંડરીક જિનાલય બંધાવ્યું. તેની શિલા--પ્રશસ્તિમાં શ્રેષ્ઠીનું વંશવૃક્ષ છે. (ડો. બુલરે “એપિઝાફિયા ઇન્ડિકા' પુસ્તક ૨ માં એનો સાર આપ્યો છે. મુનિ ખેતશીએ પ્રતિષ્ઠા કરાવી. જુઓ--એ. લેખસંગ્રહ, નં. ૩૮ી.) સં. ૧૯૪૮ના માગશર સુદિ ૧૧ના શુક્રવારે દંડ દામજી નરશી કેશવજીએ પાલીતાણામાં વિવેકસાગરસૂરિ અને ભાગ્યસાગરજીના ઉપદેશથી જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (જુઓ---એ. લેખસંગ્રહ નં. ૩૮૨.) એ જ દિવસે તેરાના દંડ રતનશી પેથરાજની વિધવા રતનબાઈએ તેમ જ મંજલના લોડાયા ટોકરશી જેવતની વિધવા સોનાબાઈએ ગચ્છનાયકના ઉપદેશથી જિનબિંબો ભરાવ્યાં, ભાગ્યસાગરજીએ પ્રતિષ્ઠા કરી. Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ | જૈન પ્રતિભાદર્શન સં. ૧૯૪૮ના માગશર માસમાં સાએરાના ભીમજી શામજીએ કેશરીઆજીનો સંઘ કાઢ્યો તથા ત્યાં ધર્મશાળા બંધાવી. સંઘમાં ગચ્છનાયક ઉપસ્થિત રહેલા. સંઘપતિએ સાએરાનાં જિનાલયમાં પણ ઘણી દ્રવ્ય સહાય કરેલી. આરીખાણાના ટોકરશી શામજી જીવરાજે તથા જખૌના કરમશી પાંચારીઆએ પણ કેશરીઆજીના સંઘો કાઢ્યા. નવીનારમાં સં. ૧૯૩૨માં તેજશી નથુ ભૂજવાલાએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૩૭ માં વીઢી-મોડકુબાવાડીમાં સંઘે અને મોટા રતડીઆમાં રતનશી રણશીએ અનુક્રમે શ્રી સુમતિનાથ અને શ્રી વાસુપૂજ્ય જિનાલયો બંધાવ્યાં. સુજાપુરમાં વર્ધમાન ગોવિંદજીએ સં. ૧૯૩૮માં શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું, જેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટે જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૯૪૦માં નાના રતડીઆમાં સંઘે શ્રી સંભવનાથ જિનાલય, સં. ૧૯૩૮માં મંજલ રેલડીઆમાં શ્રી આદિનાથ જિનાલય તથા એ જ વર્ષે ભૂવડમાં શ્રી અનંતનાથ જિનાલય બંધાવ્યાં. ફરાદીમાં સં. ૧૯૪૨માં તથા દુર્ગાપુર-નવાવાસમાં સં. ૧૯૪૪માં સંઘે શ્રી શાંતિનાથ જિનાલયો બંધાવ્યાં. આરીખાણામાં ટોકરશી શામજી જીવરાજે સં. ૧૯૪૫માં શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય, તુંબડીમાં સંઘે સં. ૧૯૪૬માં શ્રી નેમિનાથ જિનાલય તથા ગુંદીઆળીમાં હીરજી ઘેલા ડોલાણીએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૪૮માં આ પ્રમાણે જિનાલયો બંધાયાં. ૨૮. છેલ્લા શ્રીપૂજ આ.શ્રી જિનેન્દ્રસાગરસૂરિ મ.સા. પૂજ્યશ્રીના સમયમાં વાંકીમાં શ્રી પાર્શ્વપ્રભુનું, દેસલપુરમાં શ્રી શાંતિનાથનું, વીથોણમાં શ્રી આદિનાથનું, મેરાઉમાં શ્રી વાસુપૂજ્યનું રાપર ગઢવાળીમાં શ્રી ગોડીજીનું ભવાનજી ચાંપશીની માતા વાલબાઈએ ગોડીજીનાં જિનાલયનો ખર્ચ આપ્યો તથા ગંગાબાઈ ટોકરશી માણેકે પ્રતિષ્ઠાકાર્યો કર્યા. શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા ઉક્ત ઘણાં જિનાલયોના જીર્ણોદ્ધાર થયા. સુરતના અંચલગચ્છીય શ્રાવકોએ સં. ૧૯૩૯ના માઘ સુદિ પના સોમવારે પ્રતિષ્ઠા કરાવી. દશા શ્રીમાળી હીરાચંદ મોતીચંદે (ભાર્યા જેકોર) તથા ઓશવાળ શ્રાવકો ખીમચંદ કપૂરચંદ, જીવણચંદ કેશરીચંદ (ભાર્યા નંદકુંવર) વગેરેએ જિનબિંબો ભરાવ્યાં. એ વખતે અંચલગચ્છીય શ્રમણનો વિહાર એ તરફ ન હોઈને વિજયગુણરત્નસૂરિ શિ. પં. નવલવિજયે પ્રતિષ્ઠા કરાવી. (જુઓ ગોપીપુરાનાં શ્રી સંભવનાથ જિનાલયના ગોખલાના લેખો.) ૨૯ અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરિ મ. સા. (પૂજ્યશ્રીનો વિ. સં. ૧૯૨૦માં જન્મ. વિ. સં. ૧૯૪૦માં દીક્ષા તથા વિ. સં. ૧૯૪૬માં ક્રિયોદ્ધાર કર્યો. પૂજ્યશ્રીના શાસનકાળમાં) Page #734 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૮૫ ( પંડિત હીરાલાલ હંસરાજ લાલન જામનગરમાં થયેલા વર્ધમાનશાહના વંશજ, વિશા ઓશવાળ લાલન ગોત્રીય પંડિત લાલન સારા પંડિત થઈ ગયા. એમના દાદા પં. શામજી (ભાર્યા વીરબાઈ) પ્રજ્ઞાચક્ષુ હતા. પિતા હંસરાજભાઈ કર્મગ્રંથના અજોડ અભ્યાસી હતા. તેમણે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવ્યો. એમના પુત્ર હીરાલાલ પણ એવા જ પંડિત અને શોધક હતા. હીરાલાલે અનેક ગ્રંથો લખ્યા છે. તેમ જ અનેક ગ્રંથો સંપાદિત કરી પ્રકાશિત કર્યા છે. અને અનેક ગ્રંથોનું તેમણે ભાષાંતર કર્યું છે. એમની સાહિત્ય પ્રવૃત્તિ અત્યંત પ્રશંસનીય હતી. સંશોધનક્ષેત્રે પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય છે. સં. ૧૯૬૬૧માં જૈન જે. કોન્ફરેન્સે એમને જેસલમેરના ભંડારનું સૂચિપત્ર કરવા મોકલેલા. તેમણે લગભગ ૨૨૦૦ ગ્રંથોનું વિગતવાર લિસ્ટ તૈયાર કરેલું, જેમાં તાડપત્રીય અને કાગળો પર લખાયેલી એક બે પાનાવાળી પ્રતોની પણ નોંધ કરેલી. એમની એ નોંધનો એ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથ “જૈન ગ્રંથાવલી' (સને ૧૯૦૯) માં વિશેષ ઉપયોગ થયો છે. પં. લાલન જેસલમેર ગયેલા એ વખતે જ મુંબઈ સરકારે પ્રો. શ્રીધર ભાંડારકરને એવા જ કાર્ય માટે ત્યાં મોકલેલા. પ્રો. ભાંડારકરનો એ સંબંધી રિપોર્ટ પ્રકાશિત થયેલ છે. એ રિપોર્ટમાં પ્રો. ભાંડારકરે પણ પં. લાલનની નોંધોનો જ આધાર લીધેલો. પં. લાલને સંપાદિત કરેલી કે ભાષાંતર કરેલી કૃતિઓની સંખ્યા સેંકડોની છે. “જૈન ધર્મનો પ્રાચીન ઇતિહાસ” બે ભાગમાં, “જૈન ગોત્ર સંગ્રહ’, ‘વિજયાનંદાલ્યુદય કાવ્ય” વગેરે એમની કૃતિઓ ઉપરાંત એમણે લખેલી પ્રસ્તાવનાઓ પણ ખૂબ જ માહિતીપૂર્ણ છે. પૂ. આ. ગૌતમસાગરસૂરિજીએ એમની પાસેથી ઘણા અપ્રગટ ગ્રન્થો છપાવીને પ્રકાશિત કરાવેલ છે. પંડિત ફતેહચંદ કપૂરચંદ લાલન વિશા ઓશવાળ, લાલનવંશીય કપૂરચંદ જેરામની પત્ની લાધીબાઈની કૂખે તા. ૧-૪-૧૮૫૭માં માંડવીમાં જન્મ. મૂળ જામનગરનાં પત્ની મોંઘીબાઈ પુત્રી ઊજમ. પંડિતજીએ મુંબઈમાં ધર્મશિક્ષક તરીકે કારકિર્દી શરુ કરી. ચિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો. વીરચંદ રાઘવજી ગાંધી પણ આત્મારામજીના પ્રતિનિધિ તરીકે ત્યાં ગયેલા અને જૈન ધર્મના સિદ્ધાંતોનો વ્યાપક પ્રચાર કરેલો. લાલને અમેરિકામાં સાડા ચાર વર્ષ રહી જૈનધર્મ વિષે સુંદર પ્રવચનો આપ્યાં, મહાવીર બ્રધરહૂડ-- “વિશ્વમૈત્રી' નામે સંસ્થા સ્થાપી, જેના પ્રમુખ હરબર્ટ વૉરન, ઉપપ્રમુખ જે. એલ. જૈની, મંત્રી એલેકઝાન્ડર ગોરડન હતા. સં. ૧૯૫૭માં લાલન ભારત આવ્યા. સં. ૧૯૯૨માં પુનઃ વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા ઇગ્લાંડ ગયા. ત્યાં સાતેક માસ રહી જૈનધર્મનો પ્રચાર કર્યો. એમના પછી જૈનધર્મનું અસરકારક પ્રતિનિધિત્વ કોઈએ કર્યું નથી. તેઓ અનેક ભાષાના જાણકાર અને તત્ત્વચિંતક હતા. વક્તા તરીકે તેમણે દેશ-પરદેશમાં નામના કાઢી હતી. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વગેરે સંસ્થાઓનાં વ્યાસપીઠ પરથી એમણે યાદગાર પ્રવચનો આપ્યાં હતાં. રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પણ આગળ પડતો ભાગ લીધો. એમણે જૈનધર્મ વિષયક અનેક ગ્રંથો રચ્યા. શ્રમણ નારદ નામની પાલી ભાષીય બોધપ્રદ આખ્યાયિકાનું ભાષાંતર કર્યું. શુભચંદ્રસૂરિ કૃત યોગ પ્રદીપના સારભૂત શુદ્ધોપયોગ સહજ સમાધિ નામક ગ્રંથ ઉપરાંત દિવ્યજયોતિ દર્શન, જૈનધર્મ પ્રવેશપોથી ૩ ૭ જ Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન ભાગમાં માનવ ગીતા, સમાધિ શતક, જયશેખરસૂરિ કૃત આત્માવબોધ કુલકનું ભાષાંતર ઈત્યાદિ ૨૬ ગ્રંથો ગુજરાતી અને અંગ્રેજીમાં લખ્યા. એમર્સનના વિચારોને અનુસરતું એમનું પુસ્તક “ગોસ્પેલ ઓફ મેન ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. એમના સમાધિશતક ગ્રંથનું એમના દ્વારા જૈન ધર્મની દીક્ષા પામેલા હરબર્ટ વૉરને સં. ૧૯૭૦માં અગ્રેજીમાં ભાષાંતર કર્યું. પાતંજલ અને જૈનયોગનો સમન્વય એ તેમના ચિત્તનનો મુખ્ય વિષય હતો. તેઓ વર્ષમાં ૧૮OO સામાયિક કરતા અને તેથી વધુ કરાવતા. સામાયિક વિષયક એમનો ગ્રંથ ભારે આદર પામ્યો છે. પ્રગતિશીલ વર્ગે લાલનની પ્રવૃત્તિને આવકારી અને તેમનું બહુમાન કર્યું. ૯૬ વર્ષની વયે તા. ૭-૧૨૧૯૫૩માં તેઓ જામનગરમાં મૃત્યુ પામ્યા. રાવસાહેબ રવજી તથા મેઘજી સોજપાલ લાયજાના સોજપાલ કાયાની પત્ની ખેડબાઈએ સં. ૧૯૩૭માં રવજી, સં. ૧૯૩૯માં પાલણ અને સં. ૧૯૪૧માં મેઘજીને જન્મ આપ્યો. ત્રણે ભાઈઓએ મુંબઈમાં કોન્ટેક્ટર તરીકે નામના કાઢી. તેજુ કાયાની કંપનીમાં સં. ૧૯૮પમાં પિતાના તથા રવજી સોજપાલના નામથી પેઢીઓ કાઢી. રવજીભાઈની અનેકવિધ સેવાઓની કદરરૂપે સરકારે તેમને રાવસાહેબનો ઇલ્કાબ એનાયત કરેલો. તા. ૨૯-૮-૧૯૩૬ માં એમની જ્ઞાતિએ એમને માનપત્ર આપ્યું. સં. ૧૯૮૬માં જૈ. જે. કોન્ફરન્સનું ૧૩મું અધિવેશન જુનેરમાં એમની અધ્યક્ષતામાં મળ્યું. સં. ૨00૫ના મહા સુદિ પના ગુરુવારે રવજીભાઈએ તેમનાં પત્ની કુંકબાઈના શ્રેયાર્થે માટુંગામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી. એમનું પ્રથમ લગ્ન હંસાબાઈ સાથે થયેલું. વૃદ્ધ-વડીલો માટે મીઠી વીરડી સમાન શ્રી મેઘજી સોજપાલ જૈન આશ્રમ મેઘજીભાઈની સેવાઓ પણ ઘણી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ; આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ, મેરાઉ; જૈન એજ્યુકેશન બોર્ડ, વર્ધમાન જૈન બોર્ડિંગ, કટારીઆ; જીવદયા મંડળી મુંબઈ, લાલવાડી જિનાલય, આયંબિલશાળા અને સેવામંડળ દવાખાના વગેરેમાં એમણે આપેલી સેવાઓ અને આર્થિક સહાય પ્રેરણાદાયક છે. જ્ઞાતિના પ્રમુખપદે રહી તેમણે સુંદર નેતૃત્વ આપ્યું. સં. ૧૯૯૦માં ચાંદવડ (નાસિક)માં તેમણે શ્રી મેઘ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવી આપ્યું. સં. ૧૯૮૧માં બનેવી કુરપાળ પુનશીના સહકારથી લાયજામાં પિતાના નામથી દવાખાનું, પત્ની હિમાબાઈના નામથી ચેરીટી ટ્રસ્ટ સ્થાપ્યાં. સં. ૨૦OOમાં મેઘજીભાઈના પ્રમુખપદે કોન્ફરન્સનું ૧૬મું અધિવેશન મુંબઈમાં મળ્યું. સં. ૨૦૦૪માં કચ્છ-માંડવીમાં નિરાધાર, વૃદ્ધ તથા અશક્ત લોક માટે આશ્રમ સ્થાપી સારું ભડોળ એકઠું કરી આપ્યું, તથા ત્યાં જિનાલય બંધાવ્યું. (હાલ આશ્રમ સાથે એમનું શુભ નામ જોડવામાં આવ્યું છે.) મેઘજીભાઈએ પ૩ વર્ષે નિવૃત્ત જીવન ગાળી સામાજિક, શૈક્ષણિક તેમ જ ધાર્મિક ક્ષેત્રે સવિશેષ સેવાઓ બજાવી. એમણે આપેલ ગુપ્ત દાનનો આંકડો રૂપિયા દશ લાખ ઉપર થાય છે! તા. ૧૪-૧૧૧૯૬૪ના દિને ૭૯ વર્ષની વયે તેઓ મુંબઈમાં મૃત્યુ પામ્યા. Page #736 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [૬૮૭ કચ્છમાં ધર્મપ્રવૃત્તિ નલીઆમાં જાદવ પરબત, ભોજરાજ દેસર, અરજણ ધનરાજ, દેવજી નાથા, વશનજી લાલજી, નાગશી શોદે વગેરેએ દેવકુલિકાઓ બંધાવી. સંઘના ઉતારા માટે લાડણ ખીમજીએ લાડણપુરો બંધાવ્યો. મુક્તિસાગરસૂરિની દેરી હરજી ઉકરડાએ બંધાવી. દેવજી પુનશીની વિધવા બચીબાઈએ પાઠશાળાનું મકાન લાડણ ખીમજી ટ્રસ્ટને ભેટ આપ્યું, તથા આયંબિલ શાળા માટે જગ્યા આપી. શામજી ગંગાજરે પાંજરાપોળ બંધાવી. દામજી હીરજી ઉકરડાએ મહાજનવાડીની ચાલ બંધાવી. ભોજરાજ દેશર અને ખીમશી પશાયાએ જ્ઞાનશાળા બંધાવી. તદુપરાંત નરશી નાથા બાલાશ્રમ, કન્યાશાળા, ધર્મશાળા, વીરજી લધાભાઈ હાઈસ્કૂલ વગેરે સંસ્થાઓ સ્થપાઈ. સ. ૧૯૮૫ના માઘ સુદિ ૬ના શુક્રવારે વીરવસહીનો દંડ-મહોત્સવ તથા સં. ૧૯૯૭માં શતાબ્દી મહોત્સવ ઊજવાયો. રાધણપુરમાં થોભણ પત્રામલ તથા રતનશી દેવશીએ સં. ૧૯૪૯માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૫૦માં પરજાઉમાં નેરશી દામજી કાયાણી, વર્ધમાન જેતશી અને તેજપાળ વિરપાળે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય; પુનડીમાં સંઘે શ્રી અજિતનાથ જિનાલય, સાભરાઈમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૯૦ના ફાગણ સુદિ ૩ના શુક્રવારે પુનડીમાં સં. ૨૦૦૭ના માઘ સુદિ ૧૦ના શુક્રવારે સાભરાઈમાં જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠાઓ થઈ. નાગરેચામાં સં. ૧૯૫૦માં શ્રી શાંતિનાથ ગૃહચૈત્ય બંધાયું હતું, ત્યાં હાલ શિખરબંધ જિનપ્રાસાદ છે. સં. ૧૯૫૧માં વાંકુમાં ભારમલ રતનશી લોડાયા અને હીરજી જેઠાભાઈ સોનીએ શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું. અહીં પહેલાં ગૃહચૈત્ય હતું. સં. ૧૯૫૨માં બાડામાં રઘુ નથુએ તથા નારાયણપુરમાં સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલયો, ગઢશીશામાં દેવરાજ ટોકરશીએ તથા પાંચ કોરશીએ શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. નાનચંદ ગોવિંદજીએ મુન્દ્રામાં સં. ૧૯૫૫માં શ્રી પાર્શ્વપ્રભુ જિનાલય તથા રાયણમાં સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૫૮માં ગોધરામાં સંઘે શ્રી આદિનાથ જિનાલય, લઠેડીમાં શ્રી શાંતિનાથ જિનાલય, નાંગલપુરમાં શામજી પદમશી માંડવીવાલાએ શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૫૯માં કોટડા તથા ભોજાભાઈમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલયો બંધાવ્યાં. સં. ૧૯૬૦માં લુણીમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલય, શેરડીમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યાં. લુણીના જિનાલયનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો. શેરડીમાં સં. ૨૦૦૬ના માઘ સુદિ ૬ના શુક્રવારે ઉત્સવપૂર્વક જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. સ. ૧૯૬૦માં વરાડીઆમાં દેવજી મુરજીની મુખ્ય સહાયથી શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાયું, જેમાં સં. ૧૯૮૦માં નાંગશી સોજપરાની પુત્રી ગંગાબાઈએ મીનાકારી કામ કરાવ્યું. અહીં નારાણજી શામજીએ પણ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. સં. ૧૯૬૨માં કુંવરજી શામજીએ રાણપુરમાં શ્રી વીર જિનાલય, મોટી વરંડીમાં સંઘે શ્રી કુંથુનાથ જિનાલય, સં. ૧૯૬૩માં તલવાણામાં સંઘે શ્રી સુમતિનાથ જિનાલય તથા ચુનડી અને મકડામાં જિનાલયો બંધાવ્યાં. ચાંગડાઈમાં સં. ૧૯૬૫માં તથા ત્રગડીમાં શ્રી આદિનાથ જિનાલયો બંધાયાં. ચાંગડાઈમાં શ્રાવણ સુદિ પના રવિવારે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા થયેલી પરંતુ ધ્વજારોપણ પ્રસંગે માણસો પડી જવાથી આશતાના થયેલી. આથી જિનાલયનું પાયાથી વિસર્જન કરી, નવું જિનાલય બંધાવી સંઘે તેની સં. 5 , Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન છે . ૧૯૮૯ ના માઘ સુદિ ૧૩ના બુધવારે રવિચંદ્રના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.* - સં. ૧૯૬૬માં સંઘે હાલાપુરમાં શ્રી શીતલનાથ જિનાલય, ખીંઅરાજ લધાએ લાલામાં, તથા સંઘે સં. ૧૯૬૭માં નરેડીમાં તેમજ રામાણીઆમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયો, સં. ૧૯૬૮માં દેઢીઆમાં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. નાના આસંબીઆના દેરાજ યમલે સં. ૧૯૭૮માં બીદડામાં શ્રી પાર્શ્વનાથ જિનાલય, સંઘે સં. ૧૯૭૧માં વાંઢમાં શ્રી કુંથુનાથ જિનાલય, સં. ૧૯૭૨માં ડોણમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય, સં. ૧૯૭૨માં છસરમાં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. સંઘે સં. ૧૯૭૮માં મોથારામાં તથા દેવપુરમાં, સં. ૧૯૭૯માં ભીંસરામાં શ્રી પાર્શ્વનાથ જિનાલયો બંધાવ્યાં. સં. ૧૯૭૯ના માઘ સુદિ ૧૧ના દિને લાયજામાં શ્રી વીર જિનાલયની આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ. અહીં રાવસાહેબ રવજી સોજપાલે અનેક ધર્મકાર્યો કર્યાં. ગોયરસમામાં ઠાકરશી હીરજી કારિત શ્રી ચંદ્રપ્રભુ જિનાલયની સં. ૧૯૮૪ના વૈશાખ સુદિ ૭ના ગુરુવારે, એ વર્ષે સુથરીમાં ગોવિંદજી લખમશી કારિત શ્રી અજિતનાથ જિનાલયની શ્રાવણ સુદિ ૧૫ના શુક્રવારે તથા સં. ૧૯૮૫ના માઘ સુદિ ૧૩ના શુક્રવારે સંઘ કારિત શ્રી નેમિનાથ જિનાલયની ખાવામાં પ્રતિષ્ઠા થઈ. ગોવિંદજી લખમશીએ સં. ૧૯૮૮ના વૈશાખ સુદિ ૧૩ના બુધવારે રાપરગઢવાલીમાં શ્રી પાર્શ્વબિંબની પણ પ્રતિષ્ઠા કરાવી. જખૌમાં કાયાણી કારિત શ્રી શામળીઆજી જિનાલયની સં. ૧૯૮૮ ના માઘ સુદિ ૧૦ના ગુરુવારે, સં. ૧૯૮૮ના વૈશાખ વદિ ૭ના ગુરુવારે વારાપરમાં વેલજી ડુંગશીએ શ્રી આદિનાથ પ્રભુની, એ જ વર્ષે વૈશાખ વદિ ૧૩ના ગુરુવારે સુથરીમાં સંઘે કલ્યાણસાગરસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. હમલા મંજલમાં પૂંજા રાધાના પ્રયાસથી સં. ૧૯૯૦ના વૈશાખ સુદિ ૧૦ના ગુરુવારે તથા સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૬ના સોમવારે સણોસરામાં શ્રી અજિતનાથ જિનાલયોની પ્રતિષ્ઠા થઈ. એ વર્ષે સાંતલપુરમાં પણ જિનાલય બંધાયું. સં. ૧૯૯૩માં મૂલજી ઓભાયાએ કપઈઆમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય, સં. ૧૯૯૫માં લધા જીવણે બારોઈમાં શ્રી મુનિસુવ્રત જિનાલય, સં. ૧૯૯૭ના માઘ વદિ ૮ના સોમવારે બાંભડાઈમાં સંઘે શ્રી અજિતનાથ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી. મોટી સીંઘોડીમાં સં. ૧૯૯૭માં શ્રી નેમિનાથ જિનાલય બંધાયું, જેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો. હાલારમાં ધર્મપ્રવૃત્તિ મોટી ખાવડીમાં જખૌના વીરપાર પાસુની પુત્રી દેવલબાઈ નરશી ભાણજીએ જેઠાભાઈ ઠાકરશી ખોનાની પ્રેરણાથી સં. ૧૯૬૨ના શ્રાવણ સુદિ ૬ના બુધવારે ગૃહચૈત્યનું ઉત્થાપન કરી શ્રી ચંદ્રપ્રભુના શિખરબંધ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૨ના જેઠ સુદિ ૨ના રવિવારે રૂપશી માણેક તથા હંશરાજ દેવજીના પ્રયાસોથી તેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો તથા જેઠ સુદિ ૧૦ના રવિવારે * ચાંગડાઈ ગામ સંપૂર્ણ ખાલી થઈ જવાથી પ્રભુજીને મુંબઈ-ઘાટકોપર (અનંતછાયા)માં બિરાજમાન કર્યા છે. Page #738 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૮૯ શ્રી પાર્શ્વગૃહચૈત્યની પ્રતિષ્ઠા થઈ. ઉપાશ્રયમાં કલ્યાણસાગરસૂરિની દેરી સં. ૧૯૯૧ના આસો સુદિ ૧૫ના સોમવારે જખૌના વેજાઈ પુનશી આસપારે ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી કરાવી. પાસે વિશાળ ઉપાશ્રય છે. સાંએરાના માણેકજી ચાંપશી ખોનાએ સં. ૧૯૪૯ના શ્રાવણ સુદિ ૧૫ના દિને રંગપુરમાં ઉપાશ્રય બંધાવ્યો. ભરૂડીઆમાં પણ ઉપાશ્રય બંધાયો. મોડપુરના જિનાલય-ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૯૦માં આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી થયો, તથા કલ્યાણસાગરસૂરિની મૂર્તિ બિરાજિત થઈ. દલતુંગીમાં પટેલ ડાહ્યાભાઈ ખેરાજના પુત્રો અને પુત્રી જમનાબાઈની મુખ્ય સહાયથી શ્રી અજિતનાથ જિનાલય બંધાયું. સં. ૧૯૬૦ના વૈશાખ સુદિ પના બુધવારે સંઘે તેની કપૂરસાગરજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી. આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી અહીં કલ્યાણસાગરસૂરિની મૂર્તિ બિરાજિત થઈ. નવાગામમાં આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી સાંએરાના બંધુ મેગજી તથા દેવજી ખેતશીની મુખ્ય સહાયથી શ્રી ચંદ્રપ્રભુ જિનાલય તથા ઉપાશ્રય બંધાયાં. સં. ૧૯૭૬ના વૈશાખ સુદ ૭ના રવિવારે તેની પ્રતિષ્ઠા થઈ. ઉપાશ્રયમાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિ પણ બિરાજિત કરવામાં આવી. હજી પણ અહીં અંચલગચ્છનાં ઘણાં ઘરો છે. નાની ખાવડીમાં દામજી કચરાણી નાગડા, પત્ની ગંગાબાઈ તથા પુત્ર પુનશીના સ્મરણાર્થે તેની પત્ની મૂરબાઈએ સં. ૧૯૯૩ના વૈશાખ સુદ ૩ના ગુરુવારે ઉપાશ્રય બંધાવ્યો. રતનશી દેવાણીની પુત્રી મીઠાબાઈએ તે માટે જમીન ભેટ આપી. હાલ ત્યાં સુંદર ગૃહચૈત્ય છે. જામનગરના સોભાગચંદ કપૂરચંદે પાલીતાણામાં ધર્મશાળા તથા જામનગર કલ્યાણસાગરસૂરિની દેરી બંધાવી, અનેક ગ્રંથો છપાવ્યા. વોરા અજરામલ હરજીએ સં. ૧૯૪૫માં હરજી બાગ, હરજી જૈનશાળા, પુસ્તકાલય, સં. ૧૯૫૨માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. તેમના વંશજ ટોકરશી દેવશીએ તથા સોભાગચંદ કપૂરચંદે વર્ધમાન અને રાયશી શાહે બંધાવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વોરા તારાચંદ દેવશીએ સં. ૧૯૭૭ના માગશર સુદ ૬ના બુધવારે અજરામલના વંડામાં જિનાલયમાં કલ્યાણદેરી બંધાઈ. જામનગરમાં સંઘાગ્રણી સાકરચંદ નારણજીની ઘણી સેવાઓ છે. સિદ્ધક્ષેત્રમાં ધર્મપ્રવૃત્તિ નલીઆના વિસરીઆ મોતા સામત ભાર્યા ભીમલબાઈ, પુત્ર પુનશી ભાર્યા જીવાબાઈ પુત્ર દેવજીએ સં. ૧૯૫૦ના પોષ સુદિ પના શુક્રવારે ગિરિરાજ ઉપ૨ શ્રી ધર્મનાથ જિનાલય બંધાવી જિનેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી, તથા ગામમાં ધર્મશાળા બંધાવી. તેમનાં પત્ની બચીબાઈએ નલીઆમાં અનેક ધર્મકાર્યો કર્યાં. નરશી કેશવજી નાયકના પુત્રો નરશી, મૂલજી તથા જીવરાજે ગુમાસ્તા વલ્લભજી વસ્તાના નામથી વિશાળ કુંડ બંધાવ્યો. સં. ૧૯૫૮ના કાર્તિક સુદિ ૧ના મંગળવારે યતિ હેમચંદ્રે તેની વિધિ કરી. વીરબાઈ પાઠશાળા વિષે આગળ નોંધી ગયા છીએ. તેનું ખાતમુહૂર્ત સં. ૧૯૫૪ના ચૈત્ર વદિ ૧ના ગુરુવારે તથા ઉદ્ઘાટન સં. ૧૯૫૬ના કાર્તિક વદિ ૬ના ગુરુવારે માનસિંહે કર્યું. સર વશનજી તથા હીરજી ઘેલાભાઈની આમાં ઘણી સેવાઓ છે. અહીંના ગ્રંથભંડારની ઘણી ખ્યાતિ હતી. ઠાકોર માનસિંહના આશ્રયથી મંજલના નથુ રતનશી તથા જખૌના ટોકરશી કાનજીએ વશનજી જેઠા હસ્તક ગૌશાળા બંધાવી. સં. ૧૯૬૦માં તેની શુભ શરૂઆત કરી. ગોધરાના દેવજી ધનજીએ તેમાં મકાન બંધાવી આપ્યું. આજે આ સંસ્થા ફૂલીફાલી છે. મોટા આસંબીઆના કોરશી વીજપાલે કેશવજી નાયકની ધર્મશાળામાં વ્યાખ્યાનમંદિર બંધાવ્યું, કેશવજી Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ ] [ જૈન પ્રતિભાદર્શન નાયકની ટૂકમાં સં. ૧૯૮૬માં પોતાનાં માતા હીરબાઈ, પિતા વીજપાલ નેણશી, પત્ની રતનબાઈ અને પુત્રી પાનબાઈના શ્રેયાર્થે ચાર દેવકુલિકાઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ગ્રંથ-પ્રકાશનના કાર્યમાં ઘણી મદદ કરી, રંગુનમાં પણ ધર્મપ્રવૃત્તિ વિસ્તારવા દ્રવ્યસહાય કરી. નવાવાસના આસુ વાઘજીએ સં. ૧૯૪૦માં રંગુનમાં સૌ પ્રથમ ચોખાનો વ્યાપાર જમાવ્યો. એ પછી અનેક કચ્છીઓ ત્યાં વસ્યા. જૈનોની વસ્તી વધતાં સં. ૧૯૫૬માં ત્યાં ગૃહચૈત્ય બંધાવ્યું. સં. ૧૯૬૨માં ખીંમશી હેમરાજ કોડાયથી શ્રી વીપ્રભુની પ્રતિમા લાવી મૂલનાયક તરીકે પધરાવી. સં. ૧૯૭૦ના વૈશાખ વદિ પના દિને સંઘે વિશાળ જિનાલય, પાઠશાળા, સ્નાનાગાર બંધાવ્યાં. કચ્છી શ્રાવકોએ સૌ પ્રથમ બ્રહ્મદેશમાં જૈનધર્મની પતાકા લહેરાવી, જેનું આફ્રિકા, સિલોન વગેરેના શ્રાવકોએ અનુસરણ કર્યું. તેમણે મોટા આસંબીઆમાં પુત્ર રવજીના નામે મહાજનવાડી તથા ભદ્રસરમાં ધર્મશાળા બંધાવી, તેમજ ધર્મકાર્યોમાં લાખો રૂપીઆ ખરચ્યા. જામનગરના કપૂરચંદ ખેંગાર ભાર્યા વિરૂબાઈ પુત્ર સોભાગચંદે સં. ૧૯૫૭ના ફાગણ વદ ૪ના ધર્મશાળાનું ખાતમુહર્ત કરી શ્રાવણ સુદિ ૧૪ના બુધવારે તેનું વાસ્તુ કર્યું. સં. ૧૯૭૧માં મોટી ખાખરના પરબાઈ કોરશી કેશવજીએ ધર્મશાળા બંધાવી. તેમણે મુંબઈ પાલાગલીમાં કન્યાશાળા તથા સોનગઢ આશ્રમમાં ભોજનાલય બંધાવ્યાં. નરશી નાથાની ધર્મશાળામાં સં. ૧૯૫૩માં શ્રી ચંદ્મભુ જિનાલય બંધાયું હતું તેનો જીર્ણોદ્ધાર સં. ૨૦૦૮ના માઘ સુદિ ૬ના શુક્રવારે થયો. તેમાં રૂ. ૧૦૬૩૩૮ નો ખર્ચ થયો, જેમાં શ્રી અનંતનાથ ટ્રસ્ટે રૂ. ૫0000 નો ફાળો નોંધાવ્યો. સં. ૨૦૨૧ના કાર્તિક સુદિ ૧૩ના દિને ગોવિંદજી જેવત ખોનાએ માટુંગામાં અંજનશલાકા કરાવી, બાબુ ધનપતસિંહની ટૂક પાસે જિનાલય બંધાવ્યું. ગિરિરાજ ઉપર તેમણે સં. ૨૦૧પમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી તથા પીપરલામાં ઉપાશ્રય બંધાવ્યો. તેમણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું છે. બાબુ ધનપતસિંહની ટૂંકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ - (૧) વરાડીઆના ગેલા તથા દેવજી માણેક ડાઘાએ સં. ૧૯૭૫ વૈ. વદ ૧૧ના રવિવારે શ્રી શીતલનાથ દે. ન. ૨૯. (૨) ગેલા માણેકની વિધવા લીલબાઈએ આ. ગૌતમસાગરસૂરિજીના ઉપદેશથી કલ્યાણસાગરસૂરિની દેરી બંધાવી. (૩) તેરાના માલશી લાધાએ સં. ૧૯૬૬ મ. વ. ૩ના રવિવારે શ્રી સુમતિનાથ દે. નં. ૨૧. (૪) તેરાના ભીમશી ખીમજીએ સં. ૧૯૭૨ વૈ. સુ. ૩ના શુક્રવારે શ્રી પાર્શ્વનાથ દે. નં. ૩૦. (૫) વરાડીઆના પૂજા ખીંઅશી લોડાયાએ સં. ૧૯૭૫ વૈ. વ. ૧૨ના સોમવારે શ્રી ધર્મનાથ દે. નં. ૩૧ (૬) કોઠારાના રતનશી ઉકેડા ભાર્યા. ખેતબાઈએ સં. ૧૯૬૯ પો. વ. ૯ના બુધવારે શ્રી આદિનાથ દે. નં. ૩૩. (૭) સાએરાના ધારશી સં. ૧૯૭૧ કા. સુ. ૧૦ના બુધવારે શ્રી સંભવનાથ દે. નં. ૪૨. (૮) નલીઆના રતનશી રાઘવજી, નરપાર પાસુએ સં. ૧૯૭૩ મ. સુ. ૧૧ના શુક્રવારે શ્રી આદિનાથ દે. નં. ૪૩. (૯) પરજાઉના રતનશી આશારીઆએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ના શનિવારે શ્રી નેમિનાથ દે. નં. ૫૬. (૧૦) વરાડીઆના શિવજી કરમશી મોમાયાના પુત્રોએ સં. ૧૯૬૧ . વ. ૩ના બુધવારે શ્રી આદિનાથ દે. નં. ૫૭. (૧૧) વારાપધરના જીવરાજ ભારમલ દેવશીએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ના શનિવારે શ્રી નેમિનાથ દે. નં. ૫૮. (૧૨) મંજલ રેલડીઆના ખીમજી હંસરાજે સં. ૧૯૫૬ પો. વ. ૮ના બુધવારે શ્રી પાર્શ્વનાથ દે. નં. ૬૨. (૧૩) વારાપધરનાં માનબાઈ માલશી દેવશીએ સં. ૧૯૬૧ પો. સુ. ૧૨ના બુધવારે શ્રી અરનાથ ટે. નં. ૬૪. (૧૪) કોઠારાના લખમશી લાલજી વરસંગે સં. ૧૯૫૯ Page #740 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૯૧ મ. સુ. પના સોમવારે શ્રી વાસુપૂજ્ય દે. નં. ૭૮. (૧૫) નલીઆના શામજી માલશીએ સં. ૧૯૫૨ મા. સુ. ત્રણ બિંબોની પ્રતિષ્ઠા કરી. ટે. નં. ૭૭. (૧૬) જખૌના ગોવિંદજી કાનજી પાંચારીઆએ સં. ૧૯૬૭ મ. સુ. પના શનિવારે ચૌમુખ જિનાલય બંધાવ્યું. નરશી કેશવજીની ટૂંકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ :--- (૧) નલીઆના ટોકરશી દેવજી જેવત સં. ૧૯૬0 વૈ. સુ. ૧૨ દેરી બંધાવી. (૨) જખૌના ટોકરશી કાનજીએ સં. ૧૯૬૮ ફા. સુ. ૨ના મંગળવારે શ્રી મુનિસુવ્રતની દેરી બંધાવી. (૩) નલીઆના રતનશી ભીમજીએ . ૧૯૬૧ મા. સુ. પના સોમવારે દેરી બંધાવી. (૪) લાલાના દેવજી ગોવિંદજી દેઢીઆએ સં. ૧૯૫૮માં દેરી બંધાવી. સં. ૧૯૬૦ વૈ. સુ. પના બુધવારે પ્રતિષ્ઠા. (૫) નલીઆના કેશવજી ભારમલની પુત્રી જેતબાઈએ સં. ૧૯૬૯ પો. સુ. ૭ના મંગળવારે શ્રી વીરદેરી બંધાવી. (૬) કોઠારાના નરશી કેશવજીની પુત્રી રાજબાઈએ સં. ૧૯૫૮ વૈ. વ. ૬ના બુધવારે શ્રી નેમિનાથ દેરી બંધાવી. (૭) ઉક્ત નરશી શેઠની પુત્રી જમનાબાઈ, સુથરીના ભાણજી જેઠા વિરમની વિધવાએ શ્રી નેમનાથ દેરી બંધાવી. (૮) સુથરીના તેજપાલ વિરમની વિધવા જેઠીબાઈએ સં. ૧૯૭૧ કા. વ. ૬ના સોમવારે શ્રી ધર્મનાથ દેરી બંધાવી. (૯) બાંડીઆના ઉકેડા ખીમજીની વિધવા વેલબાઈએ સં. ૧૯૭૨ મ. સુ. ૪ના સોમવારે શ્રી વીર દેરી બંધાવી. (૧૦) સુથરીના માણેકજી રૂપશી પીતાંબરે સં. ૧૯૭૭ મા. સુ. રના રવિવારે શ્રી મલ્લિનાથ દેરી બંધાવી. (૧૧) વારાપધરના માલશી દેવશીએ સં. ૧૯૭૧ વૈ. સુ. ૩ના સોમવારે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૨) તેરાના કેશવજી ભીમજી છેડાએ સં. ૧૯૫૫ પો. વ. ગુરુવારે શ્રી અનંતનાથ દેરી બંધાવી. (૧૩) નલીઆના હેમરાજ ધનરાજ ખીંઅરાજ નાગડાએ શ્રી ધર્મનાથ દેરી બંધાવી. (૧૪) વાંકુના વીરજી ત્રીકમની વિધવા રતનબાઈએ સં. ૧૯૯૭ મ. સુ. ૭ના સોમવારે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૫) સુથરીના દામજી મેઘણ રાઘવે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૧૬) નાયકબાઈ તથા ગોવિંદજીભાઈ સં. ૨૦૧૨ મા. સુ. પના બુધવારે શ્રી આદિનાથબિંબ પધરાવ્યાં. કેશવજી નાયકની ટૂકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ :--- (૧) આરીખાણાના લધા રામજી માલુએ સં. ૧૯૫૦ આ. સુ. ૯ના રવિવારે શ્રી સંભવનાથ દેરી બંધાવી. (૨) વરાડીઆના લખમશી માણેક ભાર્યા પ્રેમાબાઈએ સં. ૧૯૮૭ માં (૧)નો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૩) કોઠારાના જેઠાભાઈ નરશીએ સં. ૧૯૫૨ વૈ. સુ. ૧૫ના સોમવારે શ્રી વીપ્રભુ દેરી બંધાવી. (૪) તેરાના જીવરાજ વીરજી પાસુએ સં. ૧૯૪૯ મ. સુ. પના સોમવારે શ્રી અજિતનાથ દેરી બંધાવી. (૫) ગોધરાના કલ્યાણજી લાલજી વિધવા દેકાબાઈએ સં. ૧૯૭૮ વૈ. વ. ૬ના બુધવારે શ્રી મુનિસુવ્રત દેરી બંધાવી. (૬) વરાડીઆના મારૂ દેવજી વશરે સં. ૧૯૬૪ મ. સુ. ૧૩ના શનિવારે દેરી બંધાવી. (૭) સાંધાણના ખીમજી લખમશી આશારીઆએ સં. ૧૯૬૯ પો. સુ. પના રવિવારે શ્રી મુનિસુવ્રત દેરી બંધાવી. (૮) સુથરીના મેઘજી વિરમની વિધવા વાલબાઈએ સં. ૧૯૫૮ મ. વ. પના ગુરુવારે શ્રી અભિનંદન દેરી બંધાવી. (૯) નલીઆના નાવીબાઈ પુત્ર ખેતશીએ સં. ૧૯૫૧ પો. સુ. માં દેરી બંધાવી. (૧૦) કોઠારાના વશનજી તથા સોજપાલ હીરજીએ સં. ૧૯૫૪ મા. સુ. ૧૦ શુક્રવારે દેરી બંધાવી. (૧૧) વરાડીઆના મોમાય ખેરાજ દેધરે સં. ૧૯૫૫ વૈ. સુ. ૧ના બુધવારે શ્રી ચંદ્રપ્રભ દેરી બંધાવી. (૧૨) સુથરીના [ આણંદજી માલશી દંડ કોચીનવાલાએ સં. ૧૯૮૬માં (૧૧)નો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૩) કોઠારાના Page #741 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨) [ જૈન પ્રતિભાદર્શન છે ખીઅરાજ મેઘણ પાલાણીએ સં. ૧૯૫૭ ફા. સુ. ૧૩ના ગુરુવારે શ્રી પાર્શ્વનાથ દેરી બંધાવી. (૧૪) સુથરીના કાયાણી વરધોર રામૈયા ભાર્યા પૂરબાઈએ સં. ૧૯૮૬માં દેરીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૫) કોઠારાના ઠાકરશી તેજશી પાલાણીએ સં. ૧૯૫૭ ફ. સુ. ૩ના ગુરુવારે શ્રી અભિનંદન દેરી બંધાવી. (૧૬) સુથરીના પાસુ નરશી કાયાણીએ સં. ૧૯૮૬માં દામજી ઠાકરશી હસ્તક દેરીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૭) પરજાઉના નાગડા બંધુ હીરજી તથા શિવજી ખેતશીએ સં. ૧૯૪૯ મ. સુ. ૧૦ના શુક્રવારે દેરી બંધાવી. (૧૮) સુથરીના પાસુ નરશીની વિધવા કુંવરબાઈએ સં. ૧૯૮૬માં દેરીનો જીર્ણોદ્ધાર કર્યો. (૧૯) કોઠારામાં ખેતશી ગોવિંદજી માણેક સં. ૧૯૫૧ ફા. સુ. પના શુક્રવારે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૨) કોઠારાના ગોવિંદજી નથએ સં. ૧૯૮૬માં સુથરીના દામજી ઠાકરશી હસ્તક જીર્ણોદ્ધાર કરાવ્યો. (૨૧) નલીઆના હંસરાજ ધનરાજે સં. ૧૯૫૫ મ. સુ. ૧૩ના બુધવારે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૨૨) જખૌના રાઘવજી તથા વિરપાર પાસએ સં. ૧૯૬૬ વૈ. સ. ૧૦ના બુધવારે શ્રી પાર્શ્વના દેરી બંધાવી. ઉપર્યુક્ત દેવકુલિકાઓ ઉપરાંત આ પ્રમાણે બિંબ પ્રતિષ્ઠાઓ થઈ –-(૧) ડુમરાના હીરાચંદ જેઠાભાઈ નરશીએ સં. ૧૯૯૮ ફા. સુ. ૩ (૨) કોઠારાના રાયચંદ શામજી માણેકે સં. ૨00 ફા. સુ. ૩ (૩) સુથરીના રતનશી અને મેઘજી કુરશીએ સં. ૧૯૫૮ કા. વ. ૧૦ના ગુરુવારે (૪) ગોધરાના મેઘજી તથા આણંદજી હીરજીએ સં. ૨૦૭૦ જે. સુ. રના બુધવારે (૫) સાંધાણના ખીમજી ઠાકરશીએ સં. ૨૦૧૨ માં. વ. ૭ના બુધવારે (૬) રાયણના પદમશી પાંચારીઆએ સં. ૨OO૧ વૈ. સુ. ૩ (૭) તેરાના નરશી મણશીએ. સં. ૧૯૯૦ મા. સુ. ૧૫ના શુક્રવારે (૮) કોઠારાના જીવરાજ નરશી કેશવજીએ સં. ૧૯૫૪ મા. સુ. ૨ના શુક્રવારે. તદુપરાંત આ પ્રમાણે ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠાકાર્યો થયાં. : (૧) ચોરીવાળા જિનાલયમાં નલીઆના છેડા પરબત જેતશી ભાર્યા નેણબાઈના પુત્રો જાદવજી, ભારમલ તથા મેઘજીએ બિબો ભરાવ્યાં. (૨) મોતીશા ટૂકની ૭૨મી દેરી જખૌના હીરજી ઉકરણે બંધાવી જેમાં નલીઆના હીરજી લુંભા, હસ્તે દેવકાબાઈએ સં. ૧૯૬૭ ચૈત્ર વ. ૧ના શુક્રવારે શ્રી પપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. (૩) નલીઆના શામજી ગંગાજર ખોનાએ સં. ૧૯૫૦ ફાગણ સુ. ૨ના શુક્રવારે જિનેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૪) શામળશા ટૂકમાં ત્રીકમજી વેલજી માલુની ભાર્યા દેવકુંવરના શ્રેયાર્થે ખેતબાઈ તથા માણેકજીએ સં. ૧૯૫ર મા. સુ. પના ગુરુવારે શ્રી સંભવનાથની દેવકુલિકા બંધાવી હસ્તીસાગરજી દ્વારા પ્રતિષ્ઠા કરાવી. દેશાવરમાં ધર્મપ્રવૃત્તિ સુથરીના જેઠાભાઈ વિરમે સં. ૧૯૫૮માં વિશાળ જમીન ભાંડુપના સંઘને અર્પણ કરતાં ત્યાં નલીઆના વેરશી માલશીએ સં. ૧૯૬૦ના અષાઢ સુદિ પના દિને શ્રી વીર ગૃહત્ય બંધાવ્યું. પછી સંઘે શ્રી આદિનાથનું શિખરબંધ જિનાલય બંધાવી સં. ૨૦૦૨ના જેઠ સુદિ ૧૦ના દિને તેની ક્ષમાનંદજીના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. પરજાઉના હીરજી ખેતશી મેપાણીએ તથા અન્ય શ્રેષ્ઠીવર્યોએ ભાંડુપમાં સેનિટોરિયમ બંધાવ્યું. સાંધવાના શિવજી દેરાજ ખોનાએ ભાયખલામાં મોતીશા કારિત જિનાલય સામે શ્રી અજિતનાથ જિનાલય બંધાવી તેની પ્રતિષ્ઠા કરાવી. ધ્વજારોપણના હક્ક અબાધિત રાખી આ જિનાલયનો Page #742 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૯૩ (વહીવટ ત્યાંના ટ્રસ્ટને સોંપી દીધેલ. કચ્છી વીશા ઓશવાળ સંઘે ભાતબજારમાં સં. ૧૯૯૦ના વૈશાખ સુદિ ૬ના સોમવારે શ્રી આદિનાથ જિનાલય, લાલાવાડીમાં સં. ૧૯૮૨માં શ્રી સુવિધિનાથ જિનાલય તથા ઘાટકોપરમાં સં. ૧૯૯૬માં શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય તથા ઉપાશ્રયો બંધાવ્યાં. માટુંગાના જિનાલય વિષે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. આ કાર્યોમાં રાવસાહેબ રવજી તથા મેઘજી સોજપાલની ઘણી સેવાઓ છે. મુલુંડમાં સં. ૧૯૭૫માં ગૃહચૈત્ય હતું. ત્યાં રાણબાઈ હીરજી તથા હરગોવિંદ રામજી સમતે સંઘના પ્રયાસોથી શિખરબંધ જિનાલય અને ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યાં. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય પ્રભુનું બિંબ નરશી નાથા ટ્રસ્ટ દ્વારા મળેલ. સં. ૨૦૦૯ના ફાગણ સુદિ પના બુધવારે તેની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. રાણબાઈમાએ રૂ. ૧૧૨૫૧ સંઘને અર્પતાં ઉપાશ્રયનાં ઉપરનાં વ્યાખ્યાનમંદિર સાથે એમનું નામ જોડવામાં આવ્યું. સં. ૨૦૦૬માં અંચલગચ્છ અને તપાગચ્છના શ્રાવકોએ મળીને શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સ્થાપના કરી જેના દ્વારા અહીંનો વહીવટ ચાલે છે. બન્ને ગચ્છો વચ્ચે ઘણો જ સુમેળ અને સ્નેહભાવ વર્તે છે. કોચીનમાં લાલન હાથીભાઈ ગોપાલજીની વિધવા લક્ષ્મીબાઈએ પુત્ર અનુપચંદ્રના શ્રેયાર્થે સં. ૧૯૮૯માં શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૯૨ના જેઠ સુદિ પના સોમવારે તેની પ્રતિષ્ઠા થઈ. આણંદજી માલશીએ પોતાની પત્ની હીરબાઈના શ્રેયાર્થે ત્યાં ઉપાશ્રય બંધાવી આપ્યો. અલાઈમાં સંઘે ગૃહચૈત્ય બંધાવી, શ્રી વાસુપૂજ્ય સમેત ચાર બિંબો નરશી નાથા ટ્રસ્ટ દ્વારા મેળવી, સં. ૧૯૯૪ના જેઠ સુદિ ૩ના બુધવારે બિરાજિત કર્યા. દામજી હંસરાજની પેઢીએ તેની પ્રતિષ્ઠા કરાવી. કલીકટમાં શ્રી આદિનાથ જિનાલય સંઘે બંધાવ્યું. બારસીમાં સર વશનજીએ સં. ૧૯૪૮માં શ્રી આદિનાથનું શિખરબિંબ જિનાલય બંધાવ્યું મૂલનાયકજી વિવેકસાગરસૂરિ દ્વારા થયેલા. સં. ૧૯૭૬ના વૈશાખ સુદિ ૧૩ તથા સં. ૨૦૦૧ના વૈશાખ સુદિ ૩ના દિને ત્યાં પ્રતિષ્ઠાઓ થયેલ છે. આકોલાના રહીશ વારાપરના ચત્રભુજ પૂજાએ કેશરીઆજી પાર્શ્વનાથ તીર્થની સ્થાપનામાં અગ્રભાગ ભજવ્યો. (‘પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથમાં એ વિષે ચમત્કારિક પ્રસંગો નોંધાયા છે.) સં. ૧૯૬૬ના માઘ સુદિ પના સોમવારે સ્વપ્નાનુસાર ભાંડકનાં વનમાંથી છ ફણાયુક્ત પ્રતિમાનાં દર્શન થતાં ત્યાં જમીન ખરીદી ચાંદાના સંઘે જિનાલય બંધાવ્યું. અંતરિક્ષજી તીર્થમાં પણ એમની સેવાઓ હતી. હુબલીમાં સંઘે સં. ૧૯૬૪ના વૈશાખ સુદિ ૧૦ના દિને શ્રી પદ્મપ્રભુ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિમામાં ચીરા પડતાં સં. ૧૯૯૦ના જેઠ સુદિ ૬ના દિને તે સ્થાને શ્રી અજિતનાથ પ્રભુને મૂલનાયક તરીકે બિરાજિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૧ના માગશર સુદ ૬ના બુધવારે જિનાલયની જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. જિનાલયનો વહીવટ દશા ઓશવાળ મહાજન હસ્તક છે. કુમઠાના શ્રી પાર્શ્વનાથ જિનાલયની શાખારૂપે ત્યાંના સંઘે વાલગિરિ અને ડુંગરમાં અનુક્રમે શ્રી શાંતિનાથ અને શ્રી આદિનાથ જિનાલયો બંધાવ્યાં. ઉક્ત ત્રણે જિનાલયનો વહીવટ શ્રી અનંતનાથ ટ્રસ્ટ હસ્તક છે. ગદગમાં કચ્છી દશા ઓશવાળ સંઘે શ્રી પાર્શ્વનાથ જિનાલયની સં. ૧૯૭૦ના શ્રાવણ સુદ ૧૦ના દિને પ્રતિષ્ઠા કરાવી. અહીં દેવશી ખેતશી અને લાલજી લધાએ અનુક્રમે સં. ૧૯૯૭ અને ૧૯૮૦માં શ્રી શીતલનાથ અને પપ્રભુનાં ગૃહમૈત્યો કર્યાં. બાગલકોટમાં શ્રી વાસુપૂજ્ય ગૃહમૈત્યનું ઉત્થાપન કરી, શ્રી અનંતનાથ ટ્રસ્ટની સાહાયથી શ્રી વિમલનાથ જિનાલયની સં. ૨૦૧૨ના ચૈત્ર સુદ ૧૦ના દિને પ્રતિષ્ઠા થઈ. અહીંનાં બિંબો સં. ૧૯૨૧ની અંજનશલાકા વખતના છે. કુરદુવાડીમાં રાયમલ Page #743 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન હીરજીએ સં. ૧૯૭૦માં શ્રી અનંતનાથ ગૃહમૈત્ય, ડીગ્રસમાં શિવજી સોજપાલ પ્રમુખ સંઘે સં. ૧૯૮૪માં શ્રી પાર્શ્વનાથ ગૃહચૈત્ય, કારંજામાં અરજણ ખીમજી, દામજી આણંદજી સમેત સંઘે સં. ૧૯૯રમાં શ્રી આદિનાથ જિનાલય, રાયચુરમાં કોઠારાના રતનશી ભવાનજી ધરમશી આદિ સંઘે નૂતન જિનાલય બંધાવ્યાં. નીમાડ જિલ્લાના ખીડકીઆમાં લીલાધર વેલજીએ શ્રી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. નાંદેડમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૦ના વૈશાખ સુદિ ૧૦ના દિને નેણશી ભીમશીની આગેવાની હેઠળ થઈ. ખંડવાના શ્રી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૧ના માઘ વદિ ૩ના દિને રાયચંદ પીતાંબરની આગેવાની હેઠળ થઈ. ચાલીશગામમાં કચ્છી ઓશવાળ સંઘે સં. ૧૯૬૪માં શ્રી પપ્રભુ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં કલ્યાણજી કેશવજીની ઘણી સેવા હતી. બાડમેરમાં ગોકળચંદ કરમચંદ પઢાઈઆ પ્રમુખ સંઘે સં. ૧૯૭૫માં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. અહીં ૧૭મા સૈકાના શ્રી પાર્શ્વનાથ જિનાલય સમેત જિનાલયો અંચલગચ્છીય છે. ૫00 ઘર ગચ્છના શ્રાવકોના હજી રહ્યા છે. ઉદેપુરમાં પણ ગચ્છના ઘણા શ્રાવકો છે તથા ચાર ઉપાશ્રયો વિદ્યમાન છે. અહીંના શેઠ કુટુંબનાં ઘણાં ઘરો અંચલગચ્છના ચુસ્ત અનુયાયી છે. નાડોલમાં અંચલગચ્છીય પોશાળની પરંપરાના યતિ જગદીશચંદ્રજી હજી વિદ્યમાન છે. રાજસ્થાનમાં એમના સિવાય બધી પોશાળની પરંપરા લુપ્ત છે. શિરોહીના જિનાલય વિષે ઉલ્લેખ થઈ ગયો છે. ગચ્છના શ્રાવકોએ સં. ૨૦૦૧ના વૈશાખ સુદિ ૬ના શુક્રવારે ધ્વજ-દંડ પ્રતિષ્ઠા કરી, પંદર દેવકુલિકા તથા બે ગવાક્ષ બંધાવ્યાં. પાસે પૌષધશાળા પણ વિદ્યમાન છે. ભિન્નમાલમાં પણ હજી ગચ્છની પ્રવૃત્તિ પૂર્વવત્ ચાલુ રહી છે. ( ૩૦. અંચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિજી મ.સા. અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. વિ. સં. ૨૦૦૩ થી ૨૦૪૪ ૨૧મી સદી :--- અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરિ મ. સા.એ વિ. સં. ૨૦૦૩માં સમુદાય સોંપ્યો. ૨૦૧૨માં પૂજ્યશ્રીને આચાર્યપદની પ્રાપ્તિ થઈ. વિ. સં. ૨૦૧૭માં શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની મેરાઈ (કચ્છ)માં સ્થાપના થઈ. ૮૦ જેટલા છોકરાઓ શાસ્ત્રી B. A. નુ શિક્ષણ લઈ રહ્યાં છે હતા. હાલમાં વ્યવહારિક શિક્ષણ દાખલ થયું છે. આ વિદ્યાપીઠને વિવિધ દાતાઓએ રૂ. ૪૦,૦૦,૦OOOO (ચાલીશ લાખ)નું દાન આપેલ છે. વિ. સં. ૨૦૨૪મું અખિલ ભારત અંચલગચ્છ (વિધિપક્ષ) જૈન સંઘની સ્થાપના થઈ. પ્રથમ અધિવેશન શ્રી ભદ્રેશ્વર તીર્થ (કચ્છ)માં થયું. વિ. સં. ૨૦૩૦માં કચ્છમાં શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના થઈ. તે વિદ્યાપીઠમાંથી ૧૦ વરસમાં ૩૫ બેનોએ સંયમ માર્ગે પ્રયાણ કર્યું. વિ. સં. ૨૦૩૪ પૂ. મુનિશ્રી કવીસાગરજી મ. ઠા. ૩ની નિશ્રામાં શ્રી શામજી જખુભાઈ શ્રી મોરારજી જખુભાઈ બંધુ બેલડીએ ગિરિરાજ પાલીતાણાની ૧૫૦૦ યાત્રિકોને ૯૯ યાત્રા કરાવી. ૧૦૦ Page #744 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૫ દિવસનો કાર્યક્રમ હતો. વિ. સં. ૨૦૩૭માં ૧૦૮ પ્રભુજીની અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ. તેમાં પૂ. આ. ભ. શ્રી ગુણોદય સાગરસૂરિ મ. સા. નિશ્રા પ્રાપ્ત થઈ. વિ. સં. ૨૦૩૬માં મુંબઈ ક્રોસ મેદાનમાં અંચલગચ્છનું બીજું અધિવેશન થયું. અઢી કરોડના દાનવચનો મલ્યાં. વિ. સં. ૨૦૪૩માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ “૭૨ જિનાલય મહાતીર્થમાં થયું. રૂ. ૨ લાખના | નિર્માણદાતામાં ૧૧૧ ભાગ્યશાળીઓ તથા સંઘોએ લાભ લીધો. રૂા. ૫૧ હજારના ગુરુમંદિર નિર્માણ દાતામાં ૧૦૮ “તથા” “૬૬ દેરીના દાતાઓ-અતિથીગૃહ-ભોજનાલય વિ. રૂા. ૧૦ કરોડનાં વચનો IF મલ્યાં. દાન પ્રાપ્ત કરવા સાધુ-સાધ્વીજી ભ. સારી મહેનત કરી. મુંબઈમાં ૪૦ ઉપાશ્રયો-૮ અંજનશલકાઓ, સેંકડો પ્રતિષ્ઠાઓ શતાબ્દિક દીક્ષાઓ-સાધર્મિક આવાસ યોજના-જીવદયાનાં કાર્યો ૧૩ વિશિષ્ટ છ'રિ પાળતા સંઘો-પ્રાચીન અર્વાચીન સાહિત્યપ્રકાશન ૪૧ વર્ષ સુધી સમુદાયનું સુકાન સંભાળ્યું. ૩00 સંઘોનું નેતૃત્વ પૂજ્યશ્રીએ સુંદર રીતે કર્યું. ત્રણ લાખ શ્રાવક-શ્રાવિકાઓના ધર્મગુરુ હતા. ૨૫૦ સાધુ-સાધ્વીના યોગક્ષેમની ચિંતા કરી. પૂજ્યશ્રી સં. ૨૦૪૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યા. ૧૭૨ જિનાલય : (કચ્છ)માં અગ્નિસંસ્કાર થયા. જ્યાં સુધી ૭૨ જિનાલય પૃથ્વી ઉપર રહેશે ત્યાં સુધી પૂજ્યશ્રીની , ગૌરવગાથા ગાતું રહેશે. વર્તમાનકાળે અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરિ મ. સા. તથા પ. પૂ. આ દેવશ્રી કલાપ્રભસાગરસૂરિ મ. સા. આદિ પૂજ્યો સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. પ્રથા છે કે * જમા ક્રમw A તરિક જ " માં Page #745 -------------------------------------------------------------------------- ________________ જનતામચંદ્ર ભંડાર રિદ્ધિ સિદ્ધિ સુખશાંતિપ્રદાય) ઉન તારાચંત્ર ભંડાર 'મહા પ્રભાવશાળી મહામંગલકારી તાંબાના જૈન યંત્ર માટે 'જૈન ધર્મના તમામ પ્રકારના તામયંત્રને વસાવવા માટે 'ભારતભરના સકળ શ્રી સંઘને નામ વિનંતી. | જૈન તામચંદ્ર ભંડાર (મલાડ-પૂર્વ) તરફથી પ્રકાશિત થતા શ્રી સિદ્ધચક્ર આદી ૨૦૦ પ્રકારના મહામંગલકારી તાંબાના યંત્રો દેરાસરમાં મુકવા તથા ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં મુકવા માટે નાની મોટી સાઇઝમાં સુંદર અને આકર્ષક બોક્સ પેકીંગ શુધ્ધ અને અભિષેક કરેલા યંત્રો અમારી પાસે મળશે. reદેરાસરની દિવાલ ઉપર કાયમ માટે સ્થાપના કરવા માટે ૨૪૩ ફૂટના વિશાળકાય મહામંત્રો ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. * દેરાસરમાં પૂજનપીઠ પર સ્થાપના કરવા માટે ૧૪X ૨૦ ઈચના ૧૪ ગેજના સ્ટેન્ડ સાથે રેડી સ્ટોકમાં મળશે. re જાપ અને ધ્યાન માટે વર્ણ પ્રમાણે ના કલરમાં શ્રી નમસ્કાર મહામંત્ર નવપદયંત્ર ચોવિસ તીર્થકર યંત્ર વગેરે યંત્રો પ્રભાવના આપવા માટે પણ ઉતમ છે. " શંખેશ્વર પાર્શ્વનાથ, પદ્માવતીજી, સરસ્વતીજી, માણિભદ્રવિરજી, મહાકાલીજી, બે હાથીયુક્ત લક્ષ્મીજી તથા યંત્રની અંતમાં નવગ્રહ ૮૧ X ૮૧ = ૬પ૬૧ અંકવાળ, ૨૫૪૪૦ (ઈચ) તથા નાનામાં નાનું ૯૪૧૩ (ઇંચ) વાળું વિજયપતાકા મહાયંત્ર મળશે. rg શ્રી ભક્તામર મહાયંત્ર તથા કલ્યાણ મંદિર મહામંત્ર૪ તથા ૪૮ ગાથાના અલગ અલગ તથા સંયુક્ત યંત્રો નાની મોટી દરેક સાઇઝમાં મોટું ૧૪x૨૦” ઈંચ તથા નાનામાં નાનું ૬”x૪” ઈંચમાં મળશે. 9 અંજનશલાકા તથા અહંત મહાપૂજનના બધા યંત્રતૈયાર મળશે. - ૧૦૮ નામયુક્ત શ્રી શત્રુંજય મહાતીર્થ રાજપટ્ટ સંઘપતિ તથા સંઘ યાત્રીને ભેટ દેવા યોગ્ય છે. G વર્ષીતપ નવપદઓળી, સીમંધરસ્વામિ અઠ્ઠમ તપ, શંખેશ્વર-પાર્શ્વનાથ અઠ્ઠમ તપ, આદિ તપસ્યામાં પ્રભાવના માટેના યંત્રો મળશે. re ૨૫ નંગ લેનારને તેનું નામ યંત્ર નીચે કોતરી આપવામાં આવશે. - કોઇ ગુરૂ ભગવંત પાસે અમૃલ્ય યંત્ર કાગળ ઉપર હોય તેને તાંબા ઉપર બનાવવું હોય તો અમને માર્ગદર્શન આપે તો અમે તેને સુંદર અને સ્વચ્છ અક્ષરોમાં આપના બજેટ અનુસાર તૈયાર કરી આપશું. - આ સિવાય શ્રી સિદ્ધચક્ર મહામંત્ર, શ્રી ઋષિમંડલ મહાયંત્ર, શ્રી વિતી સ્થાનક યંત્ર, શ્રી ગૌતમસ્વામી યંત્ર, ૬૮ અક્ષરતીર્થયંત્ર, ચિંતામણિયંત્ર,ઉવસગ્ગહરે યંત્ર,સરસ્વતી ચંત્ર,પદ્માવતી યંત્ર, શ્રી યંત્ર,મહાલક્ષ્મી યંત્ર, વિજયપતાકા મહાયંત્ર, મંદિર યુક્ત મહાલક્ષ્મી યંત્ર, વિશા યંત્ર, કાલસર્પનાગપાસ યંત્ર, સર્વત્રોભદ્ર યંત્ર, સર્વકાર્ય સિધ્ધિ યંત્ર, નવગૃહ યંત્ર, ઘંટાકર્ણ મહાવીર યંત્ર, નાકોડા ભૈરવ યંત્ર, માણિભદ્રવીર, શંખ યંત્ર, નાળીયેર યંત્ર, ચક્રેશ્વરી યંત્ર વગેરે યંત્રો મળશે. * પૂ. આચાર્ય ભગવંતોના જાપ માટે શ્રી સૂરિમંત્ર પટ્ટ ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે. " ૨૦૦ થી અધિક પ્રકારના મંત્રો જોવા માટે તથા આપના ઘરમાં વસાવવા માટે દેરાસરમાં પધારવવા માટે જેન તામ્રચંત્ર ભંડારની મુલાકાત અવશ્ય લો અને અમુલ્ય યંત્રના દર્શન કરો. જનતાણયંત્ર ડાર શાંતિભાઈ એ. શાહ ફોન :૮૮૩૬૦૧૨ ૧૨/શામળા પાલરવ બિલ્ડીંગ, બીજે માળે, રાણીસતી માર્ગ, કાઠીયાવાડ નવરાત્રી ચોક પાસે, મલાડ (પૂર્વ), મુંબઈ-e૭.) Page #746 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૯૭ કલિકાલની મીઠીવીરડી સમા છેલ્લી સદીના કેટલાક ચશોક્વલ નામો વર્તમાન સમયમાં, ૨૦મી સદીમાં ભારતે વર્ષોની ગુલામી ત્યજી એક નવા જ સ્વાતંત્ર્ય દેશનું નિર્માણ કર્યું. આ ક્રાંતિકાળમાં જૈનશાસનમાં પણ ઘણી ક્રાંતિ આવી, અને ધર્મના વિવિધ ક્ષેત્રે, તે તે ક્ષેત્રના મહારથીઓને આગવું પ્રદાન કરી જેનશાસનની ચિરંતન પ્રભાવના કરી સ્વજીવનને પણ ભવ્ય અને ધન્ય બનાવ્યું. આવી કેટલીક વિરલ વ્યક્તિઓનો અને પરિચય આપવામાં આવેલ છે -સંપાદક ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ) આજથી બાણું વર્ષ પહેલાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં, પહેલીવાર અમેરિકાના નૂતન વિશ્વને, ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિનો દઢ અને તેજસ્વી ટંકાર અને રણકાર સંભળાયો. વિશ્વધર્મ પરિષદમાં આજથી બાણું વર્ષ પહેલાંની એ ઘટના પર પડેલો કાળનો પડદો હટાવીને નર કરીએ. અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી એ ધર્મ પરિષદમાં જુદા જુદા દેશના અને જુદા જુદા ધર્મના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. એમાં એક હજારથી વધુ નિબંધોનું વાંચન થયું. દસેક હજાર શ્રોતાજનોએ ભાગ લીધો. ઇ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું ઉદ્ઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, પી. સી. મજમુદાર જેવા વિદ્વાનો ભારતમાંથી આ પરિષદમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ ઐતિહાસિક ધર્મપરિષદનો હેતુ હતો જગતને જુદા જુદા ધર્મોનું જ્ઞાન આપવાનો, સર્વધર્મના અનુયાયીઓ વચ્ચે ભાતૃભાવ પ્રગટાવવાનો; અને એ રીતે વિશ્વશાંતિ સ્થાપવાની એની નેમ હતી. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં અનેકાન્તના ઉપાસકની વ્યાપકતા અને | સર્વગ્રાહી દૃષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચનો આપ્યાં નથી, પરંતુ સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન અને બૌદ્ધદર્શન વિશે પણ પ્રવચનો આપ્યાં છે. ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે ધોળી શાલ અને દેશી આંકડિયાળા જોડા. એમના પહેરવેશમાં ભારતીયતાની છાપ હતી. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા અને વાક્ચાતુર્યથી | વિશ્વધર્મ પરિષદ મોહિત થઈ ગઈ. એમની વાણીમાં પોથી પંડિતનું શુષ્ક જ્ઞાન નહોતું, પરંતુ ઊંડા [ અભ્યાસની સાથે હૂંફાળી લાગણી અને ભાવનાઓનો સ્પર્શ હતો. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન [ ગાંધીની વિચારસરણીમાં અનેકાન્તના ઉપાસકની વ્યાપકતા અને સર્વગ્રાહી દૃષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચનો આપ્યાં નથી, પરંતુ સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન અને બૌદ્ધદર્શન વિશે પણ પ્રવચનો આપ્યાં છે. જ્યારે સ્વામી વિવેકાનંદના એ સમયના પ્રવચનોમાં હિંદુ ધર્મ તરફ વિશેષ ઝોક જોવા મળે છે અને બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમ છતાં આ બન્ને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક બનીને વિદેશમાં ભારતીય દર્શનોની મહત્તા સ્થાપી છે. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું અલ્પ આયુષ્ય પણ અનેકવિધ યશસ્વી સિદ્ધિઓથી ભરેલું છે. ૧૮૮૪માં ઓનર્સ સાથે બી. એ. થનારા જૈન સમાજના એ પ્રથમ સ્નાતક હતા. ૧૮૯૦માં પિતાનું અવસાન થતાં રોવાકૂટવા જેવી કુરૂઢિઓને એમણે એ જમાનામાં તિલાંજલિ આપી હતી તે જેવી તેવી વાત ન કહેવાય. એકવીસ વર્ષની ઉંમરે શ્રી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા'ના મંત્રીપદે તેમણે પાલીતાણા આવતા યાત્રીઓનો મૂંડકાવેરો નાબૂદ કરવાનું કામ કર્યું. મૂંડકાવેરો અને બીજી રંજાડથી પરેશાન થઈને આણંદજી કલ્યાણજીની પેઢીએ પાલીતાણાના ઠાકોર સામે કેસ કર્યો હતો. પરંતુ પાલીતાણાના ઠાકોર સુરસિંહજી પર પોલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પોલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપ્યો. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધો. એ વખતે રજવાડા સામે માથું ઊંચકવું એ સામે ચાલીને મોતને બાથ ભીડવા જેવું હતું, પણ એમણે મહુવા અને પાલીતાણા વચ્ચે અવારનવાર ઘોડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુંબઈના ગવર્નર લૉર્ડ રે અને પોલિટિકલ એજન્ટ કર્નલ વોરસનને મળી સમર્થ રજૂઆત કરી મૂંડકાવેરો નાબૂદ કરાવ્યો. આવા વીરચંદ રાઘવજી ગાંધીનું સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ! [ડૉ. કુમારપાળ દેસાઈ લિખિત એક નોંધ.] ( સૌહાર્દમૂર્તિ શ્રી મોતીલાલ કાપડિયા જૈન સમાજની ઉન્નતિ કરનારી દરેક પ્રવૃત્તિ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર મોતીલાલ કાપડિયાનો જન્મ તા. ૭-૧૨-૧૮૭૯ના રોજ ભાવનગરમાં થયો હતો. જાણીતા વિદ્ધદ્વર્ય શ્રી કુંવરજીભાઈ કાપડિયા તેમના કાકા થતા. તેમની પાસેથી ઊંચા ધર્મ સંસ્કાર તેમ જ ધર્મજ્ઞાન પામ્યા હતા. જેવો ઉજ્જવળ તેમનો કર્મયોગ હતો તેવો જ ઉજ્જવળ તેમનો જ્ઞાનયોગ હતો. તેમનું વાચનક્ષેત્ર અતિ વિશાળ હતું. તેમાં પણ જૈન સાહિત્ય તો તેમના ઊંડા અવગાહનનો વિષય હતો. સૌપ્રથમ તેમણે જૈનધર્મ પ્રકાશ'નામના માસિકમાં લખવાનું શરૂ કરેલું. ત્યારબાદ તેમનાં લખેલાં પુસ્તકો અવારનવાર પ્રગટ થવા લાગ્યાં. તેમના લખાણનો મોટો ભાગ જાણીતા જૈનાચાર્યોની વિશિષ્ટ કૃતિઓના સવિસ્તર વિવેચનો રૂપે છે. આધ્યાત્મિક અને વૈરાગ્યપ્રેરક સાહિત્ય તરફ તેઓ મૂળથી જ ઢળેલા હતા. એટલે વિવેચનો આદિની પસંદગી પણ તેઓ આ ઢબના સાહિત્યની જ કરતાં. સૌથી પ્રથમ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલ “અધ્યાત્મકલ્પદ્રુમ' ઉપરનું તેમનું વિવેચન સને ૧૯૦૯માં પ્રગટ થયું અને એ અત્યંત લોકપ્રિય બન્યું. ત્યારપછી “આનંદઘન પદ્યરત્નાવલિ'નો પહેલો ભાગ બહાર પડ્યો. આ દળદાર ગ્રંથમાં શ્રી | આનંદઘનજીનાં પચાસ પદોનું સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. મુનિ શ્રી સિદ્ધર્ષિગણિએ રચેલ Page #748 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | / ૬૯૯ ઉપમિતિ ભવપ્રપંચ કથા' સંસ્કૃત સાહિત્યનો એક પ્રસિદ્ધ અને ભવ્ય ગ્રંથ છે. તેનો આદ્યન્ત અનુવાદ ત્રણ ભાગમાં તેમણે બહાર પાડ્યો. તેમાંના એક ભાગમાં સિદ્ધર્ષિનાં જીવન અને સાહિત્યની અતિ વિસ્તૃત અને ઐતિહાસિક સમાલોચના કરવામાં આવી છે. “શાન્ત-સુધારસ” નામના વૈરાગ્યરસપ્રધાન ગેય મહાકાવ્યનું તેમણે ઉલ્લાસભર્યું વિવેચન પ્રગટ કર્યું. ડૉ. બુલરે લખેલા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો. આ ઉપરાંત જૈન દૃષ્ટિએ યોગ, નવયુગનો જૈન, યશોધરચરિત્ર, મોતીશા શેઠનું ચરિત્ર, “બહોત ગઈ થોડી રહી' વગેરે તેમણે રચેલાં અનેક નાનાં-મોટાં પુસ્તકો આજ સુધીમાં પ્રગટ થઈ ચૂક્યા છે. - ઈ. સ. ૧૯૪૮ના ઓગષ્ટ માસની મોટી બીમારી પછીથી અવસાન સુધીના અઢી વર્ષના ગાળા દરમિયાન “પ્રશમ રતિ' નામના જાણીતા ધર્મગ્રંથ ઉપર તેમણે સવિસ્તર વિવેચન લખ્યું. આનંદઘનજીનાં બાકીનાં પદો અને ચોવીસી ઉપર આનંદઘન પદ્યરત્નાવલીના ધોરણે વિવેચન લખી આનંદઘનને લગતું પોતાનું કાર્ય પૂરું કર્યું. મહાવીરસ્વામી વિષે જે કાંઈ કાવ્યો, સ્તવનો, ભજનો રચાયાં હોય તે સર્વને એક ગ્રંથાવલિમાં સંગ્રહિત કરવાની તેમની ઈચ્છા હતી. આ ઇચ્છા મુજબ આ ગ્રંથાવલિની યોજનાને તેમણે પચીસ ભાગમાં વહેંચી નાખી હતી. તેમાંથી મહાવીરસ્વામીના પૂર્વભવને લગતો વિભાગ તેમણે પૂર્ણ કર્યો હતો અને બીજો વિભાગ અવસાન પૂર્વે થોડા સમય પહેલા શરૂ કર્યો હતો. આમ તેમનું અપ્રગટ સાહિત્ય પણ થોકબંધ પડેલું છે અને પ્રગટ સાહિત્યમાંના ઘણાખરા ગ્રંથો પુનર્મુદ્રણની પ્રતીક્ષા કરી રહ્યા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેઓ મંત્રી હતા અને સ્થાપકમાંના પણ એક હતા. વિદ્યાલયના વિકાસ અને વિસ્તારમાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું. અન્ય અનેક સંસ્થાઓને પણ તેમની વિદ્વત્તા અને સેવાનો સ્તુત્ય લાભ પ્રાપ્ત થયો હતો. અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મોટામાં મોટી ચાવી હતી. ૬૯માં વર્ષે મોટી માંદગી આવી તે પહેલાં થાક શું છે તે તેમણે કદી જાણ્યું ન હતું. કોઈપણ બાબતમાં પાછળ રહી જવું તેમને પરવડતું નહિ. જીવનના અંતે સંચિત સેવાકાર્યોનો કેટલો મોટો સરવાળો મૂકી જઈ શકે છે તેનો શ્રી મોતીચંદભાઈના જીવન ઉપર નજર કરતાં ખ્યાલ આવે છે, અને તેમાંથી આપણને અનેક પ્રેરણા મળે છે. ( પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી વર્તમાન શતાબ્દીમાં જેમની ગણના બહુમુખી પ્રતિભાના ધારક અને બહુશ્રુત વિદ્વાન તરીકે થઈ શકે એવા “દૃષ્ટિવિહીનદષ્ટા' પ્રજ્ઞાચક્ષુ આદરણીય પંડિત શ્રી સુખલાલજી સરસ્વતીના–સત સાહિત્યના સાચા ઉપાસક, એક ઉત્તમ વિચારક અને મહાન દર્શનશાસ્ત્રી હતા. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ભારતીય સંસ્કૃતિને સમર્પિત કરી દીધું હતું. પંડિતજીની ગણના ભારતના સર્વોત્તમ સંસ્કૃત વિદ્વાનોમાં થાય છે. દેશપરદેશના હરકોઈ તેમને વિષે ગૌરવ લઈ શકે તેમ છે. આ હકીકત ખરે જ આશ્ચર્યકારક છે કે એક આજન્મ ચક્ષુવિહીન વ્યક્તિએ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ “સન્મતિ તર્ક' જેવા ગ્રંથનું સંપાદન કર્યું, જેની પ્રત્યેક પંક્તિમાં અને પ્રત્યેક ટિપ્પણીમાં તેમના અગાધ પાંડિત્યની ઝલક મળી રહે છે. તેમના ઉદારમતવાદી વલણથી તેમના પ્રશંસકોમાં જૈનોની સાથે સાથે જૈનેતર સજ્જનોની સંખ્યા અધિક રહી છે, જે અત્યંત સ્વાભાવિક અને આનંદદાયી છે. Page #749 -------------------------------------------------------------------------- ________________ 900 ] [ જૈન પ્રતિભાદર્શન પંડિત સુખલાલજીનો જન્મ વિ. સં. ૧૯૩૭ના માગસર સુદ ૫, તદ્નુસાર ડીસેમ્બર ૧૮૮૦ ઇ.સ. માં સૌરાષ્ટ્રના કોઢ ગામે મોસાળમાં (કે પિતૃભૂમિ લીમલી ગામે) વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિના ધાકડ (ધર્કટ) વંશમાં સંઘવી તળશીના ઘરે પ્રથમ પત્ની મણિબહેનની કૂખે થયો હતો. પંડિતજીની ઉંમર માત્ર ચાર વર્ષની હતી, ત્યારે જ તેમની માતા ગુજરી ગયાં. પંડિતજીનું બાળપણ લીમલીમાં જ વીત્યું હતું. માતાની અનુપસ્થિતિમાં દૂરના એક સગા, સાયલાનિવાસી મુળજીકાકાએ તેમની સંભાળ લીધી હતી. આજીવન સતત સાહિત્યોપાસનામાં નિષ્ઠા ધરાવનારા પંડિતજીએ ન્યાય, કર્મવાદ, જૈન સિદ્ધાંત, આચાર, યોગદર્શન, અધ્યાત્મવાદ, ભારતીય તત્ત્વવિઘા, ઇતિહાસ ઇત્યાદિ વિષયો ઉ૫૨ ૩૦થી પણ વધારે ગ્રંથોનું લેખન-સંપાદન કરેલું છે. આ ગ્રંથો પ્રકાશિત પણ થયેલા છે, તેમના હિન્દી કે અંગ્રેજી અનુવાદોને દેશવિદેશના વિદ્વજ્જનો દ્વારા અધિકૃત ગણવામાં આવેલા છે. પંડિતજીએ સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ અનુવાદથી કર્યો. આ પ્રવૃત્તિમાં સર્વપ્રથમ તેમણે કર્મગ્રંથોના હિન્દી અનુવાદ કરી પ્રકાશિત કરાવ્યાં. આજે પણ તેમના એ અનુવાદોની બરાબરી કરી શકે તેવા કોઈ અનુવાદો હિન્દી કે ગુજરાતીમાં થયાં નથી. આજે તો તે ગ્રંથો જૈન સાહિત્યના અભ્યાસ કરનારાઓને માટે અનિવાર્ય જેવા બની ગયા છે. અનુવાદ એટલે માત્ર અનુવાદ જ નથી, પરંતુ વિવેચન ઉપરાંત અન્ય ગ્રંથોમાંથી જે તે વિષયની પુષ્ટિ માટે અનેક અવતરણો પણ આપવામાં આવ્યાં છે. વળી તુલનાત્મક ટિપ્પણોથી પણ એ અનુવાદો સમૃદ્ધ છે. તેમાં અનેક નકશાઓ તથા સૂચિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પંડિતજીના જીવનમાં અપ્રમાદ અને આત્મનિર્ભરતા અસ્ખલિતપણે રહેલા દેખાય છે. જે કોઈ વિદ્યાક્ષેત્રનો સંસર્ગ થયો તે ક્ષેત્રમાં તેમણે પોતાનું પ્રદાન કર્યું છે. એ પ્રદાનમાં અંધશ્રદ્ધાનું ઉન્મૂલન અને તર્કશુદ્ધ શ્રદ્ધાનું પરિસ્થાપન મુખ્ય હોય છે. તેમના બહુશ્રુતપણાનો લાભ સાહિત્યરચના દ્વારા જગતને મળ્યો છે. રાજકારણ તથા સામાજિક વિચારણામાં તેમણે ગાંધીજીની વિચારધારાનું અનુસરણ કર્યું છે, ધર્મ અને દર્શનના ક્ષેત્રમાં પણ ગાંધીજી અને ભ૦ મહાવીરના અનેકાંતવાદ-સમન્વયવાદનું અનુસરણ કરવામાં તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો સુંદર ઉપયોગ કર્યો છે. તેમનાં લખાણોમાં સર્વત્ર તુલનાત્મક અને સમન્વયયુક્ત ર્દષ્ટિ અનુચૂત છે જે તેમના અપૂર્વ પુરુષાર્થની દ્યોતક છે. સાદાઈ અને સંતોષ, સ્વાશ્રય અને સ્વાધીનતા, સત્કાર્ય-નિષ્ઠાનું સાતત્ય, શ્રદ્ધા કરતાં પણ સુયુક્તિનો વિશેષ આશ્રય, મતમતાંતરને બદલે સત્યાનુસારીપણાનો અભિગમ અને જીવનના અંતિમ શ્વાસ સુધી નિઃસ્પૃહપણે મા સરસ્વતીની સેવામાં સમર્પણ, આવી આવી અનેક વિશેષતાઓથી વિભૂષિત આ પંડિતજીનું જીવન સૌ વિદ્યાપ્રેમી અને વિદ્યા-ઉપાસકોને માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે. પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી પુરાતત્ત્વવિદ્ અને પ્રાચ્યવિદ્યા પ્રેમીઓમાં એક વિશ્વ-વિદ્યુત વિરલ વિભૂતિ એટલે શ્રી જિનવિજયજી. અનેક શોધ–સંસ્થાન, ગ્રંથ-સ્થાપન, ગ્રંથભંડાર, પ્રાચીન ગ્રંથમાળા આદિનાં સ્થાપન, નિર્દેશન, સંયોજન, સંચાલન વગેરે દ્વારા દેશવિદેશના અસંખ્ય વિદ્વાનોની જ્ઞાનપિપાસા સંતોષવામાં અને ભારતીય વાડ્મયના અમૂલ્ય ખજાનાને અત્યંત સમૃદ્ધ બનાવવામાં અનન્ય ફાળો આપનાર મુનિશ્રી જિનવિજયજી આજન્મ વિદ્યોપાસક અને મહાન મનીષી હતા. Page #750 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] | ૭૦૧ શ્રી જિનવિજયજીનો જન્મ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હુરડા તાલુકાના રુપાહેલી નામના ગામમાં પરમારવંશીય ક્ષત્રિયકુળમાં ઇ. સ. ૧૮૮૮માં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી બિરધીસિંહ (વૃદ્ધિસિંહ) અને માતાનું નામ રાજકુંવરબા હતું. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું. ઇ. સ. ૧૯૬૧માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ઇલ્કાબ આપ્યો. મુનિશ્રી દ્વારા ભારતીય તેમ જ જૈન વિદ્યાની પ્રાચીન સામગ્રીના અધ્યયન, શોધ અને પ્રકાશન સંબંધી મૌલિક અને ઐતિહાસિકપણે વિશાળ કાર્ય થયું છે. તેના સન્માનરૂપે તેમને આ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરના કાર્યનો પ્રારંભ જયપુરમાં થયો. પુરાતત્ત્વ તથા ઇતિહાસ સંબંધી અનેક હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવ્યો. પ્રકાશનકાર્ય પણ મોટા પ્રમાણમાં ચાલુ થયું. મુનિશ્રીના અથાગ પરિશ્રમનાં પરિપાકરૂપે આ કાર્યને સ્થાયિત્વ આપવાની દૃષ્ટિથી રાજસ્થાન સરકાર દ્વારા જોધપુરમાં એક નવીન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી મોહનલાલ સુખડિયા દ્વારા ૧૯૫૯માં થયું હતું. આ સંસ્થા સમગ્ર દેશમાં ભારતીય વિદ્યા અને પુરાતત્ત્વ સંબંધી હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનું વિશિષ્ટ કેન્દ્ર ગણાવા લાગ્યું. મુનિશ્રી ઇ. સ. ૧૯૬૭ સુધી આ સંસ્થાના માનાર્હ સંચાલકે તરીકે રહ્યા. મુનિશ્રીને ચિત્તોડ પ્રત્યે અનન્ય આકર્ષણ હતું, તેનું મુખ્ય કારણ ચિત્તોડની ઐતિહાસિક ગૌરવપૂર્ણ ગાથા છે. મહાન જૈન વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિની તે સાધનાભૂમિ રહી છે. તેમના પ્રત્યેના અનન્ય આદરભાવ અને આસ્થાના ફળરૂપે મુનિશ્રીએ ચિત્તોડના પ્રસિદ્ધ કિલ્લાની બરોબર સામે શ્રી હરિભદ્રસૂરિ સ્મારક મંદિરની સ્થાપના કરી. તેને ચિત્તોડનું એક દર્શનીય સ્થાન ગણી શકાય. ત્યાં તેમણે પ્રસિદ્ધ જૈન દાનવીર ભામાશાની સ્મૃતિમાં ‘ભામાશા ભારતીય ભવન'નું નિર્માણ પણ કર્યું છે. પૂજ્યશ્રીએ પોતાની પાછલી જિંદગીના દિવસો તેમની પ્રારંભિક કર્મભૂમિ અમદાવાદમાં વિતાવ્યા. પછી તો વૃદ્ધાવસ્થાની સાથે સાથે શારીરિક નબળાઈ વધતી ગઈ અને વિ. સં. ૨૦૩૩ના જેઠ સુદ ૫ ના (૩ જૂન ૧૯૭૬ ના) રોજ મુનિશ્રીએ તેમની જિંદગીના છેલ્લા શ્વાસ લીધા. આમ, એક આજન્મ વિદ્યા ઉપાસક તથા અદ્વિતીય પુરાતત્ત્વ-આચાર્યની જિંદગીનો વસમો વિલય થયો. પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી સત્યની સાધના માટે ફૂલના હાર પર નહિ, પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય ખાતર અપૂર્વ આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારીની સજા ભોગવનાર, સરસ્વતીદેવી, સમાજ ને રાષ્ટ્રની તન-મન અને ધનથી સેવા કરનાર પંડિતવર્યશ્રી બેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકોને સમાજસેવકોમાં કરી શકાય. તેમણે જીવનની વિવિધ દિશાઓમાં પોતાના પુરુષાર્થને અવિરતપણે વહાવી જીવનને ચરિતાર્થ કર્યું. જૈન સંઘને અંધશ્રદ્ધાની નિંદ્રામાંથી જગાડનાર આ યુગના ગણ્યા ગાંઠ્યા પંડિત પુરુષોમાંના તેઓ એક હતા. નાની ઉંમરથી જ મુસીબતોમાં જીવવા ટેવાયેલા પુરુષાર્થી પંડિતજી છેક મોટી ઉંમર સુધી મનને કે તનને અસ્વસ્થ બનાવી દે એવી મુશ્કેલીઓ વચ્ચે પણ, સમભાવપૂર્વક સરસ્વતી અને સમાજધર્મની ૦૬ Page #751 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ ] [ જૈન પ્રતિભાદર્શન ઉપાસનાને અસ્ખલિતપણે આગળ વધારતા રહ્યા. નવું નવું જાણવાની અને સત્યને શોધવાની એમની વૃત્તિમાં કદી પણ ઢીલાશ નથી આવી, એ એમના જીવનની આગળ પડતી વિશેષતા છે. સૌરાષ્ટ્રની ધરતીના ગૌરવભર્યા વલભીપુર (વળા) નગરમાં વિ. સં. ૧૯૪૬ની સાલમાં માગસર વદિ અમાવસ્યાને દિવસે પંડિતજીનો જન્મ થયો હતો. એમનાં પિતાશ્રીનું નામ જીવરાજ લાધાભાઈ દોશી, માતાનું નામ ઓતમબાઈ. નાતે વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કુટુંબની સ્થિતિ બહુ સાધારણ. પંડિતજીના ભણતરની શરૂઆત વળાની ધૂડી નિશાળમાં થયેલી. ત્યારપછી પાંચ ચોપડી સુધી તેઓ પોતાના મોસાળ સણોસરામાં ભણ્યા, અને છઠ્ઠી ચોપડી વલભીપુરમાં આવી પૂરી કરી. આ દરમ્યાન એમની ૧૦ વર્ષની ઉંમરે એમના પિતાશ્રીનું અવસાન થયું અને કુટુંબની આજીવિકાનો સવાલ ભારે મુશ્કેલીભર્યો બની ગયો. સને ૧૯૩૮ આસપાસ અમદાવાદમાં એલ. ડી. આર્ટ્સ કોલેજ સ્થપાઈ અને ગુજરાતના સર્વમાન્ય વિદ્વાન ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રયાસથી તેઓ એ કોલેજમાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે નિમાયા. સને ૧૯૪૦માં તેમણે મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ' વિષે જે વ્યાખ્યાનો આપ્યાં તેણે પંડિતજીના પાંડિત્ય ઉપર કલગી ચડાવી દીધી. જીવનના સાઠ વર્ષ દરમ્યાન પંડિતજીએ જૈન સાહિત્યની જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્ત્વના ગ્રંથો પ્રકાશમાં આવ્યા. પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ અને પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના પંડિતજી અસાધારણ વિદ્વાન હતા. આ ક્ષેત્રમાં તેઓ દેશના અને દુનિયાની ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં માનભર્યું સ્થાન ધરાવતા. સાથે સાથે સંસ્કૃત ભાષાના પણ તેઓ એવા જ ઉત્કટ વિદ્વાન હતા. પાંડિત્ય અને સત્યલક્ષી ક્રાંતિપ્રિયતાનો આવો યુગ હુ વિરલ ઘટના છે. સંસ્કૃતમાં પાંડિત્ય તથા શાસ્ત્રનિષ્ઠા માટે સને ૧૯૬૪માં રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન્ તરફથી શાલ ઓઢાડીને પ્રમાણપત્ર મળેલ. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ તરફથી વિવિધ પ્રસંગે તેમનું બહુમાન કરી ૭ સુવર્ણચંદ્રક, સાતેક ચાંદીની કાસ્કેટો તથા પંદરેક સન્માનપત્રો તેમને અર્પણ થયેલાં. આમ વિવિધ સેવાઓ આપી ૯૩ વર્ષની જૈફ વયે, સૌ સ્વજન-બંધુવર્ગને ખમાવીને તા. ૧૧-૧૦૧૯૮૨ ના રોજ તેઓએ શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું. જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ માટે પંડિતજી જેવા અનેક સત્યવીર પંડિત પુરુષોની આજે સમાજને ખૂબ જરૂર છે. શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ મહાજનોની પરંપરા : કસ્તુરભાઈની દસમી પેઢીએ થયેલા શાંતિદાસ ઝવેરીને શહેનશાહ અકબરના ફરમાનથી અમદાવાદનું નગરશેઠપણું મળ્યું હતું. શાહી સન્માન, સંપત્તિ અને ધર્મપ્રેમ માટે તેઓ એક અજોડ પુરુષ હતા, એ હકીકત તેમણે શાહજહાંને મયૂરાસન બનાવવા માટે આપેલી મોટી રકમના ઐતિહાસિક પુરાવા પરથી સહેજે જાણી શકાય છે. આ પરંપરામાં શેઠ હેમાભાઈના મોટાભાઈ મોતીચંદ થયા. જેમના પૌત્રના પૌત્ર લાલભાઈ થયા, જે શ્રી કસ્તુરભાઈના પિતાશ્રી થાય. શેઠ લાલભાઈએ ઇ. સ. ૧૯૮૬ માં રાયપુર મિલની સ્થાપના કરી. આ રીતે કસ્તુરભાઈને ગળથૂથીમાંથી જ કાપડ ઉદ્યોગના સંસ્કાર પ્રાપ્ત થયેલા. શેઠશ્રી લાલભાઈએ પોતાના ૫૭ વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ આખા કુટુંબની અનેરી ચાહના મેળવી હતી અને ઘરના નાનામોટા બધા જ સભ્યો તેમની આમન્યા રાખતા. વિનય, વિવેક, વ્યવસ્થા અને શિસ્તપાલનના તેઓ ખાસ હિમાયતી હતા. શેઠશ્રી લાલભાઈના ઘેર, મોહિનીબાની Page #752 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 L[ ૭૦૩ કૂખે તા. ૧૯-૧૨-૧૯૮૪ના રોજ અમદાવાદમાં કસ્તુરભાઈનો જન્મ થયો હતો. તેઓએ રૂ. ૨૫ લાખનું દાન આપ્યું તેથી ઇ. સ. ૧૯૪૫માં અમદાવાદમાં એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજની સ્થાપના થઈ શકી. જૈનોની પ્રસિદ્ધ આણંદજી કલ્યાણજી પેઢીનો ઘણા વર્ષો સુધી તેઓએ પ્રમુખ રહીને વહીવટ સંભાળ્યો હતો. તે દરમ્યાન તેમણે ઘણા અગત્યના કાર્યો કર્યા. તારંગાના વિવાદનો પ્રશ્ન તેમ જ ઐતિહાસિક કહી શકાય તેવાં રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગાના જૈન તીર્થોના જીર્ણોદ્ધાર-ઉદ્ધારનાં કાર્યો તેમણે સારી રીતે ઉકેલ્યા. તેમાં પણ પોતે અંગત રસ લઈને, જે પ્રકારે તીર્થોનું અદ્યતન દૃષ્ટિથી, કલાત્મક રીતે તેની પ્રાચીનતાને હૂબહૂ જાળવી રાખવાપૂર્વક જીર્ણોદ્ધારનું કાર્ય કરાવ્યું તે ખરેખર અદ્દભુત અને તેમની વિશિષ્ટ કોઠાસૂઝનું ઘોતક છે. દેલવાડાનાં મંદિરો માટે અંગત રસ લઈને તેઓએ પૂર્વે વપરાયો તેવો જ દાંતાની ખાણોમાંથી આરસ મેળવ્યો હતો. આ ઉપરાંત ગિરનાર, કુંભારિયા, ધંધુકા અને અમદાવાદની શાંતિનાથની પોળના દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય પણ તેમણે આગવી સૂઝ અને દીર્ધદષ્ટિથી કરાવ્યું. આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જૈન મંદિરોનો સ્વચ્છ અને આદર્શ વહીવટ થતો જોઈને ધાર્મિક ટ્રસ્ટોની તપાસ માટેની સમિતિના અધ્યક્ષ સર શ્રી સી. પી. રામસ્વામીએ અન્ય હિંદુ ટ્રસ્ટોએ પણ આ પ્રકારની વ્યવસ્થા કરવાનું વિચારવું જોઈએ તેવો રીપોર્ટ પોતાની ભલામણોમાં કર્યો હતો. ભારતીય પ્રાચ્ય વિદ્યાના વિકાસ માટે અને જૈન શાસ્ત્રોની જૂની પ્રતોના સંશોધન-પ્રકાશન માટે તેઓએ ગુજરાત યુનિવર્સિટીની સામે ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' નામની એક વિશિષ્ટ સંસ્થાની સ્થાપના મુનિશ્રી પુણ્યવિજયજીના સહયોગથી કરી. આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૫૫માં થઈ હતી અને તેનું ઉદ્ઘાટન ૧૯૬૩માં જવાહરલાલ નેહરુએ કર્યું હતું. તેમાં અત્યારે ૪૫OOO હસ્તપ્રતો છે અને પશ્ચિમ ભારતની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ ભેટમાં આપેલી કલાત્મક કૃતિઓનું સુંદર સંગ્રહાલય છે. તેના નવા મકાનનું ઈ. સ. ૧૯૮૫માં ઉદ્ઘાટન થયું છે. ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓ, વિદ્વાનો અને સંશોધકો માટે આ એક ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયક સંસ્થા છે. તેમાં ડૉ. દલસુખભાઈ માલવણિયા જેવા પ્રશસ્ત વિદ્યાઉપાસક નિયામક તરીકે નિમાયા પછી તો પીએચ.ડી. અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટીએ આ સંસ્થાને માન્ય કરી. કુલ બાવીસ લાખનો ખર્ચ તે સમયે આ સંસ્થા માટે થયો હતો. આ રકમ કસ્તુરભાઈ લાલભાઈએ પોતાના ટ્રસ્ટી તરફથી આપીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અભિરુચિ અને નિષ્ઠા વ્યક્ત કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે. ૮૬ વર્ષની પરિપક્વ અવસ્થાએ કસ્તુરભાઈને બોલવામાં તકલીફ થઈ અને તા. ર૦-૧-૧૯૮૦ ના રોજ અમદાવાદ મુકામે તેમનું અવસાન થયું. તેમના વ્યક્તિત્વના અંગભૂત બની ગયેલા સદ્ગુણો આપણને અને અન્ય સૌકોઈને પણ પોતાનું જીવન ઉત્તમ બનાવવા માટે સદાય પ્રેરણા આપતા રહેશે. ( સેવા-સોજન્યમૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા ) ભારતના જ નહિ, વિદેશોમાં વસતા જૈનો પણ જેમને પોતાના પ્રિય અને આત્મીય ગણતા તે સેવા [ અને સૌજન્યની મૂર્તિસમા શ્રી ઋષભદાસ રાંકા એક અજાતશત્રુ વ્યક્તિ તરીકે જૈન સમાજમાં સર્વત્ર Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન જાણીતા છે. તેમણે પોતાનું વ્યક્તિત્વ મિટાવી દઈને સમસ્ત જૈન સમાજની સાથે તેમ જ સમગ્ર ભારતીય માનવસમાજ સાથે આત્મીયતા કેળવી હતી. પોતાનું જીવન સમષ્ટિને સમર્પણ કરી દીધું હતું. શ્રી ઋષભદાસ રાંકાને જૈન સમાજની વિશિષ્ટ લોકપ્રિય વ્યક્તિ ગણી શકાય. રાંકાજીનો જન્મ મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લાના ફતેપુર ગામે તા. ૩-૧૨-૧૯૦૩ ના રોજ થયો હતો. તેમના પૂર્વજો મૂળ રાજસ્થાનના જોધપુર રાજ્યના વતની હતા. તેમના દાદાનું નામ ધનરાજજી અને પિતાનું નામ પ્રતાપમલજી હતું. વિવિધ પ્રકારનાં રાહતનાં કાર્યોમાં તેઓએ આપેલી સેવાઓ ખરેખર પ્રસંશનીય અને અદ્વિતીય છે. આ રાહતકાર્યો દુષ્કાળપીડિત મનુષ્યો માટે હોય, ધરતીકંપને લીધે ઊભી થઈ ગયેલી પરિસ્થિતિ સંબંધી હોય કે અતિવૃષ્ટિ અથવા પૂરને લીધે ઊભી થઈ હોય, રાંકાજી તેમના સાથીદારો સાથે દીન-દુ:ખિઓને મદદ કરવા અવશ્ય પહોંચી જાય. મહારાષ્ટ્ર અને બિહારના દુકાળોમાં, ગુજરાતના પૂરપીડિતોનાં કાર્યોમાં કે રાજસ્થાનની ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાં તેઓ અગ્રેસર રહ્યા. બિહારના દુષ્કાળ વખતે શ્રી જયપ્રકાશજીની અપીલને ધ્યાનમાં લઈ તેઓએ અનેક કાર્યકરોનો સહયોગ પ્રાપ્ત કરી, મુંબઈમાં મહાવીર કલ્યાણ કેન્દ્રનો પ્રારંભ કર્યો. આ સંસ્થા દ્વારા લાખો લોકોને અનાજની, કપડાની અને વસવાટની બાબતોમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક કહી શકાય તેવો સહયોગ અને માર્ગદર્શન મળ્યાં. આને લીધે સમસ્ત ભારતમાં તેમના અનન્ય સેવાભાવની સુવાસ પ્રસરી અને સંસ્થાને પણ આ કાર્યોથી ભારતની એક અગ્રગણ્ય સેવા-સંસ્થા તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું. તેજસ્વી જૈન વિદ્યાર્થીઓને શિક્ષણની સર્વ પ્રકારની સગવડો પૂરી પાડવી અને ગરીબ નિરાધાર મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે તેમણે વિવિધ આયોજનો કર્યા. તેમાં ““જૈન ગૃહઉદ્યોગ” નામની સંસ્થાને પણ મહિલાઓના વિકાસમાં એક વિશિષ્ટ યોગદાન આપ્યું છે. પૂના પાસે જૈન વિદ્યા પ્રચારક મંડળ, ચિંચવડ અને અહમદનગર પાસે ચાંદવડની વગેરે અનેક સંસ્થાઓની સ્થાપના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટેની સુવિધાઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમ જ સહયોગ અને માર્ગદર્શન મળતાં રહે તેવી વ્યવસ્થા તેમણે કરી. સ્વર્ગારોહણ : આમ, સતત પાંચ દાયકા સુધી રાષ્ટ્રની, સમાજની અને જૈન ધર્મની એક્તા વિષયક વિવિધ સેવાઓ દ્વારા એક સમર્પિત અને આદર્શ જીવન જીવીને રાંકાજીએ તા. ૧૦ ડીસેમ્બર ૧૯૭૭ ના રોજ પૂના મુકામે શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો. તેઓ પોતાના જીવન દ્વારા આજના યુવાવર્ગને સેવાનો માર્ગ ચીંધતા ગયા છે. ( દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ - ઈ. સ. ૧૯૦૪ની સાલ, સપ્ટેમ્બર માસની પંદરમી તારીખ; વિક્રમ સંવત ૧૯૬૧ની ભાદરવા સુદ છઠ ને ગુરુવારનો એ શુકનવંતો દિવસ...જામનગરથી અઢારેક માઈલ દૂર આવેલા ડબાસંગ ગામમાં ત્યાંના એક જૈન ઓશવાલ પેથરાજભાઈને ત્યાં રાણીબાઈની કુખે આ મેઘજીભાઈનો જન્મ થયો. પેથરાજભાઈને સૌથી મોટી દીકરી લક્ષ્મીબેન, પછી ત્રણ પુત્રો અનુક્રમે રાયચંદભાઈ, મેઘજીભાઈ અને વાઘજીભાઈ. Page #754 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૦૫ અગાઉ પણ મેઘજીભાઈ ઘણી વાર કહેતા કે ધનનો કેવળ સંચય કરવાથી એ નિર્માલ્ય બને છે; એનો ક્ષય થાય છે, સાથે એનો સંચય કરનારનું પુણ્ય પણ ખલાસ થાય છે. એ એમ પણ માનતા કે માત્ર દાન કરવાથી માણસ પુણ્યનો અધિકારી નથી થઈ જતો, એણે સેવાકાર્યમાં સક્રિય રસ લેવો પણ જરૂરી છે. આવી માન્યતાવાળા મેઘજીભાઈએ હવે કર્મરૂપી દુનિયાને તિલાંજલી આપી દાનરૂપી ધર્મ તરફ પ્રયાણ કર્યું. સાર્વજનિક કાર્યમાં મદદ કરવાની વ્યવસ્થિત રીતની શરૂઆત ૧૯૩૬ ની સાલથી થઈ. સૌ૨ાષ્ટ્રમાં દુકાળ પડ્યો અને તેમાં મદદ કરવા આફ્રિકામાં સમિતિની સ્થાપના કરવામાં આવી. મેઘજીભાઈ આ સમિતિના અધ્યક્ષપદે હતા. આ સમિતિએ ઘણું મોટું ભંડોળ એકઠું કર્યું. મેઘજીભાઈ ધર્મે જૈન હતા પણ એમનું વલણ સાંપ્રદાયિક ન હતું. એ એમ ઇચ્છતા કે જૈનોના બધા સંપ્રદાયો એક થાય અને સંગઠન સાધે, પણ એમની એ આકાંક્ષા સિદ્ધ ન થઈ શકી. એમણે ઓશવાલ જ્ઞાતિ માટે જામનગરમાં બોર્ડિંગ, નૈરોબીમાં કન્યાશાળા, થીકામાં સભાખંડ વગેરે બનાવવામાં સારો ફાળો આપ્યો હતો. આમાં પણ જ્ઞાતિ પ્રત્યેના પક્ષપાત કરતાં ધર્મ પ્રત્યેની આસ્થા વિશેષ હતી. એમના ઉદ્ગાર હતા : ‘માનવજીવનને જૈનધર્મના અહિંસા અને અપરિગ્રહના ઉપદેશની આજે જેટલી જરૂર છે, તેટલી ક્યારેય ન હતી.'' જૈનધર્મ વિશ્વધર્મ બનવાની યોગ્યતા ધરાવે છે, એમ તેઓ અંતઃકરણપૂર્વક માનતા. ૧૯૫૭માં મુંબઈમાં મળેલા શ્રી જૈન શ્વેતાંબરકોન્ફરન્સ પરિષદના વીસમા અધિવેશનમાં એમણે એમના આ વિચારો રજૂ કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પ્રાથમિક શાળાના મકાનો, પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ટેનિકલ સ્કૂલ અને છાત્રાલય, પ્રસુતિગૃહ, હોસ્પિટલ, ટાઉનહોલ, સ્રીવિકાસ ગૃહ, બાલગૃહ, રક્તપિત્તિયા હોસ્પિટલ, વાચનાલયો, નર્સીંગ ટ્રેઈનીંગ કોલેજ, અનાથાશ્રમ, સેનેટોરિયમ, અંધવિદ્યાલય, વાનપ્રસ્થાશ્રમ,. દેરાસરો, ઉપાશ્રયો, ભોજનાલયો, કલા અને વિજ્ઞાનની કોલેજો, કાયદો અને વાણિજ્યની કોલેજો, ટેકૂનિકલ કોલેજ, ટી. બી. હોસ્પિટલ વગેરે વિવિધ પ્રવૃત્તિઓમાં મેઘજીભાઈએ છૂટે હાથે દાન આપ્યું. એક વખત જવાહરલાલ નેહરુ એમને ઘેર પધાર્યા. જતી વખતે એમના હાથમાં મેઘજીભાઈએ એક પરબીડિયું મૂક્યું. નેહરુજીએ વિચાર્યું કે કંઈક દરખાસ્ત કે ફરિયાદ હશે. પરબીડિયું ત્યાં જ ખોલ્યું અને જોયું તો કમલા નેહરું સ્મારક હોસ્પિટલ માટે એક લાખ રૂપિયાના દાનનો ચેક હતો. અમદાવાદમાં રાજ્યપાલશ્રી સાથેની પ્રથમ મુલાકાતમાં અર્ધા કલાકની ચર્ચાને અંતે મેઘજીભાઈએ કેન્સર હોસ્પિટલ માટે સાડા સાતલાખ રૂપિયાના દાનની ઇચ્છા દર્શાવી. સમાજસેવાના આવા કાર્યો પાછળ સૌરાષ્ટ્ર--ગુજરાતમાં આપેલા દાનની રકમ રૂપિયા એક કરોડથી પણ વધુ થાય છે, ભારત-આફ્રિકામાં આપેલા દાનની કુલ રકમ દોઢેક કરોડથી ઉપર જાય છે. ઉપરાંત, આ માટે સ્થપાયેલાં ટ્રસ્ટોમાંથી થતી આવક નિયમિત રીતે દાનમાં વપરાતી રહે તે તો જુદી. લંડનમાં તે વખતના હાઈકમિશ્નર જીવરાજ મહેતા સાથેની ચર્ચા બાદ વલ્લભવિદ્યાનગરમાં મેડિકલ કોલેજ ઊભી કરવા માટે એક લાખ દશ હજાર સ્ટર્લીંગ પાઉન્ડના દાનની ઓફર એમણે કરેલી. વિદ્યાનગરના સૂત્રધારો કેટલીક મુશ્કેલીઓને લીધે એમની આ ઓફરનો લાભ ન લઈ શક્યા. આફ્રિકામાં પણ પ્રાથમિક શાળાઓ શરૂ કરાવી, પુસ્તકાલયો ખોલ્યાં, અનેક બાળકોને ફી અને Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ ] L[ જૈન પ્રતિભાદર્શન પુસ્તકોની મદદ કરી. આમ એમની ઉદાર સખાવતોનો લાભ ત્યાંના સ્થાનિક લોકોને પણ આપ્યો. આવા મહાન દાનવીરનો તા. ૩૭-૬૪ ના રોજ સ્વર્ગવિહાર થયો. મહાન પુરુષો એમના કાર્યોથી જ અમર બને છે. મેઘજીભાઈ આવા એક મહાન સેવાભાવી, ઉદ્યમી, દાનવીર અને સ્વાશ્રયી પુરુષ હતા. વિશિષ્ટ સાહિત્યકાર શ્રી જયભિખ્ખ શ્રી જયભિખુનો જન્મ વિ. સં. ૧૯૬૪ના જેઠ વદ ૧૩ ને શુક્રવાર, તા. ૨૬ જૂન ૧૯૦૮ના રોજ સવારના સાત વાગે તેમના મોસાળ વીંછિયા (સૌરાષ્ટ્ર)માં થયો હતો. તેમના પિતાનું નામ વીરચંદ હેમચંદ દેસાઈ અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. ચાર વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું હતું. બાળપણમાં જ માતા ગુજરી જવાથી શ્રી જયભિખ્ખનું બાળપણ તેમના મોસાળ વીંછિયામાં વીત્યું હતું. શ્રી જયભિખ્ખનું મૂળ વતન સૌરાષ્ટ્રનું સાયલા (લાલા ભગતનું) ગામ હતું. તેમનાં ત્રણ નામ હતાં : કુટુંબમાં તેઓ “ભીખાભાઈ'ના હુલામણા નામથી ઓળખાતા, સ્નેહીઓમાં તેઓ બાલાભાઈ તરીકે જાણીતા હતા, અને સાહિત્યકાર તરીકે જનતા તેમને “જયભિખુ'ના તખલ્લુસનામથી ઓળખે છે. સરસ્વતીને ખોળે માથું મૂકનાર જો થોડોક સંતોષી અને સહનશીલ હોય તો માતા સરસ્વતી એની પૂરેપૂરી ભાળ રાખ્યા વિના રહેતી નથી.' શ્રી જયભિખ્ખની આવી દઢ શ્રદ્ધા હતી અને તેમનું પોતાનું જીવન એ વાતની સાક્ષી પૂરે છે. શ્રી જયભિખ્ખનું પ્રારંભિક જીવન પત્રકાર તરીકે પસાર થયું. વર્ષો સુધી એમની વેધક કલમે “જૈન જ્યોતિ” તથા “વિદ્યાર્થી' નામના સામયિકોમાં લેખો લખાતા રહ્યા. ઉપરાંત ગુજરાતના દૈનિક “ગુજરાત સમાચાર'માં ખૂબ ખ્યાતિ પામેલ “ઈટ અને ઇમારત', બાલ સાપ્તાહિક “ઝગમગ' તેમ જ અખંડ આનંદ, જનકલ્યાણ, ગુજરાત, ટાઈમ્સ વગેરેમાં પણ તેઓ યથાવકાશ લખતા. શ્રી જયભિખ્ખની લેખનશૈલી સાવ અનોખી હતી. કથા પ્રસંગ નાનો કે નજીવો હોય, પણ જો એમાં માનવતાનું તત્ત્વ હોય તો તેઓ સહજ રીતે તેમાંથી વિરાટ સર્જન કરી શકતા. શ્રી જયભિખ્ખું એમની આગવી શૈલી માટે જાણીતા હતા. તેમની નવલકથાઓ જૈનો અને જૈનેતરોમાં પૂરતો આદર પામી ચૂકી હતી. તેમની એક નવલકથા પંદર કે વીસ વખત વાંચનારા પણ આજે મળી આવે છે. તેમની વાર્તાઓ કન્નડ અને તેલુગુમાં પણ અનુવાદિત થઈ હતી. એમના તેર પુસ્તકોને તો ભારત સરકાર અને ગુજરાત સરકારનાં પારિતોષિકો પણ મળ્યાં છે. તેઓશ્રીને ગુજરાતી બાળ-સાહિત્યકારોમાં એક અગ્રણી ગણી શકાય, કારણ કે તેઓએ તે સાહિત્યને તદન અનોખી. અલભ્ય અને પૂર્વે નહીં પ્રાપ્ત કરેલી એવી દૃષ્ટિ અને દિશા આપ્યાં. આ કાર્ય કરવામાં તેઓને નૈસર્ગિક કળાકારની બક્ષિસ છે, જેમાં તેઓ પોતાના પુરુષાર્થથી ચોકસાઈ, સાવધાની અને અનુભવ ઉમેરે છે. પરિણામ એ આવે છે કે બાળકોના જીવનઘડતર માટે આવશ્યક જ્ઞાનની સાથે સાથે મસ્તી અને નિર્દોષ ગમ્મત પણ તેમાં ઉમેરાતાં સોનામાં જાણે સુગંધ ભળે છે! શ્રી જયભિખ્ખું જાતે કલમની કમાણી ઉપર આવ્યા છે. એમણે બીજા કલાકારોને તે ઉપર જીવતા || Page #756 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૭૦૭ કર્યા છે. સાહિત્યમાં પણ કોઈ સાંકડા વાડામાં પુરાવાને બદલે તેઓ પોતાની આગવી મસ્તીથી રહ્યા. એમને પોતાના મૃત્યુનો સંકેત સાંપડ્યો હતો. છેલ્લે પોતાના પરિવારને તેમણે આ સંદેશો આપ્યો હતો “સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.” શ્રી જયભિખ્ખનું અવસાન ૧૯૬૯ની ૨૪ ડીસેમ્બરે થયું. ગુજરાતના સંસ્કાર જગતનો એક આધારસ્તંભ તૂટી ગયો. ‘દીવે દીવો પેટાય' એ કહેવત અનુસાર શ્રી જયભિખ્ખના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ ઘણી નાની ઉંમરે લેખક, પ્રાધ્યાપક, પત્રકાર અને વક્તા તરીકે મોટી નામના મેળવી છે. - શ્રી જયભિખ્ખના હૃદયમાં શીલ અને આદર્શ ચરિત્ર માટેની તમન્ના હતી. તેમનું સાહિત્ય પણ એ જ ભાવનાઓનું પોષક છે. જયભિખ્ખના અવસાન પછી પણ જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા એમનાં પુસ્તકો પુનરાવૃત્તિરૂપે પ્રગટ થતાં રહ્યાં છે. આજીવન સરસ્વતીના ઉપાસક રહીને જયભિખ્ખએ મા ગુર્જરીના ચરણોમાં નાના મોટા લગભગ ૩OO ગ્રંથ સમર્પિત કર્યા છે. પહેલા એમ માનવામાં આવતું કે જૈન કથાઓમાં માત્ર શુષ્ક ત્યાગ-વૈરાગ્ય અથવા માત્ર કાલ્પનિક પૌરાણિક હકીક્તોનું જ નિરૂપણ હોય છે. શ્રી જયભિખ્ખની કલમના કસબે ગુજરાતભરમાં આ માન્યતાને ફેરવી નાખી અને જૈન કથા સાહિત્ય ગુજરાતની સમસ્ત જનતા હવે હોંશથી વાંચવા લાગી. આમ જયભિખ્ખએ કથા સાહિત્યના માધ્યમ દ્વારા જૈન ધર્મની પ્રભાવનાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. ( ધર્મવીર શ્રી હેમરાજભાઈ ભીમશી ) ધીંગી ધરા કચ્છના પ્રાચીન બંદર માંડવીની પાસે આવેલા કોડાય ગામને “કચ્છના કાશી'નું બિરૂદ જેમના પુરુષાર્થ થકી મળેલું છે. તે શ્રી હેમરાજભાઈ ધર્મ અને સમાજના ક્ષેત્રે એક લઘુ ક્રાંતિના સૂત્રધાર તરીકે હંમેશાં યાદ રહેશે. આજથી દોઢસો વર્ષ પહેલાનું કચ્છ વધુ હરિયાળું હશે, પણ જ્ઞાન અને ધર્મની દૃષ્ટિએ તે દરિદ્ર હતું. કચ્છમાં શુદ્ધ સાધુધર્મને પુનઃ જીવંત કર્યો મુનિમંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવરે, પણ એમના હૃદયમાં પ્રેરણાનો પ્રકાશ પાથર્યો હતો હેમરાજભાઈએ. એમણે ફૂકેલા જાગૃતિના શંખનાદે કચ્છના ભદ્રિક લોકોને જગાડ્યા અને વિચારતા કર્યા. | હેમરાજભાઈનો જન્મ વિ. સં. ૧૮૯૨ના ગુરુપૂર્ણિમાના દિવસે થયો હતો. તેઓ તીવ્ર મેધાવી, સ્વતંત્ર વિચારક અને સત્યના સમર્પિત શોધક હતા. તે સમયે કચ્છમાં વિચરતા ગોરજીઓ-યતિઓ પાસેથી તેમણે ઠીક ઠીક જ્ઞાન સંપાદન કરેલું. યુવાનીના પ્રારંભે જ ધર્મ અને તત્ત્વ વિષયક ઊંડી જિજ્ઞાસા તેમના મનમાં જાગી ચૂકેલી. તેમનામાં નેતૃત્વનો ગુણ પણ હતો, વિચારોનો અમલ કરવાની તૈયારી હતી; તેમની જ્ઞાનસભર વાતો અને વૈરાગી જીવનની અસર તેમના મિત્રવર્તુળ ઉપર પડી. દશ-બાર યુવકોની એક આખી ટોળી ઊભી થઈ, જેમના મનમાં ધર્મક્ષેત્રે કશુંક ઉત્તમ કરી બતાવવાના કોડ જાગ્યા. હેમરાજભાઈએ પોતાની અન્વેષણ શક્તિથી જોઈ લીધું કે ભ. મહાવીરનો ધર્મમાર્ગ યતિઓના હાથમાં જઈ પડ્યો હતો. યતિઓ આચારધર્મના પાલનમાં નબળા પડી ગયા હતા અને આ જ કારણે ધર્મમાર્ગનું સાચું નિરૂપણ પણ તેઓ કરી શકતા નહોતા. પરંપરાઓને વધુ મહત્ત્વ અપાતું હતું, મૂળ આગમો અને શાસ્ત્રોને બાજુએ મૂકી દેવાયાં હતાં. આ બધું જોઈને હેમરાજભાઈનો આત્મા અકળાતો હતો. Page #757 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ ] [ જૈન પ્રતિભાદર્શન E શ્રીપૂજય શ્રી હર્ષસૂરિજીએ તેમની બુદ્ધિપ્રતિભાને પિછાણીને અભ્યાસની સુંદર વ્યવસ્થા કરી આપી. બંગાળમાં મુર્શિદાબાદ વગેરે સ્થળોમાં જગતશેઠ પરિવારના આશ્રયે હેમરાજભાઈનો અભ્યાસ થતો રહ્યો. ભવિષ્યમાં તેમને જ્ઞાન પ્રસાર અને સમાજસુધારણાનું જે કાર્ય કરવાનું હતું તેનો પાયો આ રીતે પડ્યો સંસ્કૃત, પ્રાકૃત તેમ જ અનેક શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કરી હેમરાજભાઈ કચ્છ પાછા ફર્યા અને પોતાની જન્મભૂમિ “કોડાય” ગામમાં જ્ઞાનની સરવાણી વહેતી કરી. એમની પ્રેરણાથી જ જાગેલા કોરશીભાઈએ શ્રી કુશલચંદ્રજી બનીને કચ્છ-કાઠિયાવાડમાં સાધુસંસ્થાનો જીર્ણોદ્ધાર કર્યો, જ્યારે હેમરાજભાઈએ (દીક્ષા લેવાના પ્રયત્નો કારગત ન બનતા) સંસારમાં રહીને સમાજોદ્ધાર માટે કામ કર્યું. શાસ્ત્રોનાં પરિશીલનથી હેમરાજભાઈના વિચારો વધુ સ્પષ્ટ અને દઢ બન્યા. આજની ભાષામાં કહીએ તો તેઓ “ક્રાંતિકારી વિચારો ધરાવતા થઈ ગયા. અલબત્ત, આ “ક્રાંતિ' ધર્મસાપેક્ષ હતી. શાસ્ત્રોમાંથી જ તેમને નવી દિશા મળી હતી. તે વખતે ભારતમાં અને જૈન સમાજમાં સ્થગિતતા, શિથિલતા. અને સુષુપ્તિનું વાતાવરણ હતું. હેમરાજભાઈ એ આવરણને ભેદીને તત્ત્વ, તથ્ય અને મૂળ સુધી જવાના પ્રયાસમાં હતા. જેટલું સમજાયું તેટલું અમલમાં મૂકવામાં માનતા હતા. પરંપરાના અંધ અનુકરણના તેઓ પ્રખર વિરોધી બન્યા. તેમણે શ્રી પાર્જચંદ્રસૂરિજીના ગ્રંથોનું ખૂબ પરિશીલન કરેલું અને તેના પ્રભાવે ધર્મક્ષેત્રે પ્રવર્તતી શિથિલતા તેમને ખટકવા લાગી. દોઢસો વર્ષ પૂર્વે ધર્મક્ષેત્રે આવેલી નવજાગૃતિના સંદેશવાહક તરીકે શ્રી હેમરાજભાઈનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થની અનોખી ગાથા સંભળાવી જાય છે. કચ્છ આવ્યા બાદ તેમણે સર્વ પ્રથમ જ્ઞાનપ્રસારનું કામ હાથમાં લીધું. કોડાયમાં તેમણે એક વિદ્યાપીઠ સ્થાપી. હેમરાજભાઈના મનમાં ધર્મ વિશે જે આદર્શ રચાયો હતો તેને સાકાર કરવામાં આ સંસ્થાએ નક્કર ફાળો આપ્યો. કચ્છભરમાંથી અનેક ભાઈ-બહેનો આ સંસ્થામાં જોડાયાં. અનેક ધર્મનિષ્ઠ અને વિદ્વાન શ્રાવક-શ્રાવિકાઓ અહીં તૈયાર થયાં. એ જમાનામાં મહિલાઓનું શિક્ષણ નહિવત હતું. ઘણી બધી બહેનો અહીં જ બારાખડી શીખીને આગળ જતાં વિદુષી બની. સમાજસુધારણાની દૃષ્ટિએ સ્ત્રીઓને સમાન સ્થાન આપવાનું હેમરાજભાઈનું આ પગલું તે સમયે ઘણી બધી હિંમત માગી લેનારું હતું. . તે સમયે દેરાસરો પણ ગોરજીઓની માલિકીનાં રહેતાં. આ વસ્તુ ધર્મવિરુદ્ધ હતી. હેમરાજભાઈએ કોડાયમાં શ્રી મહાવીરસ્વામીનું એક જિનાલય પણ બંધાવ્યું, જેમાં કચ્છની જ ખાણમાંથી કાઢેલા પીળા આરસના વિશાળ પ્રતિમા બિરાજમાન કરવામાં આવ્યાં. જિનાલયની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ તે અંગે સ્પષ્ટ સૂચનાઓના શિલાલેખ પણ દેરાસરમાં લગાડ્યા. સં. ૧૯૩૦ માં હેમરાજભાઈએ “સદાગમ પ્રવૃત્તિ સંસ્થા શરૂ કરી. આ સદાગમ સંસ્થા વર્ષો સુધી કામ કરતી રહી. પાઠશાળાની સુવાસ ચારે બાજુ પ્રસરી. સંસ્કૃત-પ્રાકૃત-જૈન શાસ્ત્રોનો અભ્યાસ અહીં ધમધોકાર ચાલ્યો. જર્મન પ્રોફેસર હર્મન જેકોબીએ કરેલા આગમોના ખોટા અર્થ સામે સંસ્કૃત ભાષામાં ચર્ચાગ્રન્થ તૈયાર કરનાર પ્રો. રવજી દેવરાજ કોડાયના હતા અને આ જ સંસ્થામાં ભણીને વધુ અભ્યાસ અર્થે કાશી પણ ગયા હતા. કોડાયને લોકો “કચ્છનું કાશી” કહેતા, એના પરથી આ સંસ્થાની કામગીરીનો ખ્યાલ આવશે. Page #758 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૦૯ આ સંસ્થામાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવ્યો. મહત્ત્વના ગ્રંથોની નવી હસ્તલિખિત નકલો પણ પુષ્કળ તૈયાર થઈ. આ ભંડાર આજે પણ સચવાયેલો પડ્યો છે અને હેમરાજભાઈના અથાક પરિશ્રમ, આત્મભોગ, દૂરંદેશી તથા જ્ઞાનસાધનાની મૂક ગાથા ગાઈ રહ્યો છે. હેમરાજભાઈનાં કાર્યોને તત્કાલીન સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં તપાસીએ તો જ તેની ખરી મહત્તા સમજાશે. તેમના વિચારો ત્યારના સમાજ માટે નવા હતા. અનેક પ્રકારના અવરોધો વચ્ચે તેમણે કામ કરવાનું હતું. સમાજની અંદર દઢમૂળ થઈ ગયેલી રૂઢિઓ અને અજ્ઞાનતાની સામે તેમને લડવું પડ્યું. તેમની વાતોને ધર્મ વિરુદ્ધ ગણી લઈને લોકો તેમનો વિરોધ કરતા. પરંતુ ઊંડી વિચારણા અને આંતરિક સુઝના બળે હેમરાજભાઈ સમાજને નવો વળાંક આપવામાં સફળ થયા. તેમની સફળતામાં તેઓની સત્યશોધક દૃષ્ટિ અને વિનમ્ર વિદ્ધતાના સુંદર દર્શન થાય છે. કચ્છના ધર્મક્ષેત્રે આજથી સો-સવાસો વર્ષ પૂર્વે ઐતિહાસિક યોગદાન કરનાર આ ધર્મવીર પુરુષ બહુ નાની વયે અવસાન પામી ગયા. સં. ૧૯૪૪ માં સંસ્થાના કામે વડોદરા ગયેલા, ત્યાં જ તેમનું અવસાન થયું. દોઢસો વર્ષ પૂર્વે ધર્મક્ષેત્રે આવેલી નવજાગૃતિના સંદેશવાહક તરીકે શ્રી હેમરાજભાઈનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થની અનોખી ગાથા સંભળાવી જાય છે. આવા ધર્મપ્રાણ પુરુષો ધર્મની સાચી સેવા કોને કહેવાય તેનો દાખલો પૂરો પાડે છે. [–મુનિજી ભુવનચંદ્રમહારાજ) ( દાનેશ્વરી પ્રેમચંદ રાયચંદ ) આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાંના એ જમાનામાં આખા ને આખા મુંબઈ ઇલાકાને (તે વખતે મુંબઈ ઇલાકો કહેવાતો) પોતાના અર્થકારણની રમતમાં રમાડનાર હતા એક મહાન સાહસિક ગુજરાતી વેપારી. નામ એમનું પ્રેમચંદ. તેમના પિતાનું નામ રાયચંદ દીપચંદ, મૂળ વતની સુરતના અને જ્ઞાતિએ દશા ઓસવાળ જૈન. પિતા રાયચંદ દીપચંદના કુટુંબનો મોટો મોભો અને મોટી શાખ. દાદા ઝવેરીનો ધંધો કરતા અને તેમના મૃત્યુ બાદ પિતા રાયચંદ રૂ તથા બીજી ચીજોનો વેપાર કરતા. આમ બાપ-દાદા મોટા વેપારીઓ હતા એટલે ગળથુથીમાં જ વેપાર વણાયો હતો. પ્રેમચંદ શેઠે મુંબઈની ખાનગી નિશાળમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. તે અરસામાં પિતા રાયચંદ શેઠ તેમના એક સગા રતનચંદ લાલા સાથે ભાગીદારીમાં દલાલીનો ધંધો કરતા હતા. ઇ. સ. ૧૮૫૨–૫૩ ની સાલમાં તેમનો ધંધો અને બજારમાં વગ સારાં એવાં વધ્યા એટલે તેમને વહીવટમાં કોઈ અંગ્રેજી ભાષા જાણકારની જરૂર પડી. આથી પોતાના ભાગીદારની સંમતિથી રાયચંદ શેઠે પ્રેમચંદને પોતાની સાથે ધંધામાં જોતર્યા. આમ, પ્રેમચંદ શેઠે ધંધાનો એકડો ઘૂંટવાની શરૂઆત કરી. એ જ ગાળામાં ઈ. સ. ૧૮૫૩માં તેમનાં લગ્ન થયાં. પ્રેમચંદનું વ્યક્તિત્વ તરવરાટવાળું હતું. તેઓ ભારે ચંચળ અને ચાલાક હતા. પોતાના ધંધાના વહીવટના એક ભાગ તરીકે બેન્કો સાથે તેમનો સતત સંપર્ક રહેતો. પ્રેમચંદ શેઠે બેન્કર્સ, શેરબજાર ઉપરાંત રૂબજાર અને અફીણબજારમાં પણ ઝંપલાવ્યું. અમેરિકામાં , લડાઈ જાગતાં તેમનો સિતારો બુલંદ થયો. મુંબઈ રાજ્યના અનેક ગામોમાં આડતિયાઓ મારફતે રૂ / To e Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ [ જૈન પ્રતિભાદર્શન કે ખરીદીને તેઓ ઇંગ્લેન્ડ મોકલતા હતા. લંડનમાં તેમના વેપારનું ધ્યાન રાખવા કોઈકની જરૂર હતી. પ્રેમચંદ શેઠ જાતે તો લંડન રહી શકે તેમ ન હતા, તેથી તેમણે આ કામ સંભાળવા જમશેદજી ટાટાને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા હતા. રૂના ધંધામાં તેમને અઢળક ધન મળ્યું. તેમનામાં સાહસ તો હતું જ. તે ઉપરાંત વગ એટલે કે સત્તાનો પણ વધારો થયો એટલે તેમણે મોટા પાયે ધંધો ખેડવા માંડ્યો. નાણાંની તો એમને ત્યાં ટંકશાળ જ પડવા લાગી. ઈ. સ. ૧૮૬૪ માં તેમનો સૂર્ય સોળે કળાએ પ્રકાશવા લાગ્યો હતો. મુંબઈમાં તેમની હાક વાગતી. પ્રેમચંદ શેઠની ગણના હવે મુંબઈના ગણ્યાગાંઠ્યા કરોડપતિઓમાં થવા લાગી હતી. તેઓ શેરબજારમાં આવે ત્યારે દલાલો છત્રી ધરીને તેમની આજુબાજુ ચાલતા અને એક રાજા જેટલું તેમને માન આપતા. શેઠ પ્રેમચંદ રાયચંદની આપણે આ છબિ એક સાહસિક વેપારી તરીકેની જોઈ, પરંતુ તેમણે પોતાની ધન-સંપત્તિનો સમાજના કલ્યાણ અર્થે પણ ખાસ્સો ઉપયોગ ર્યો હતો. મુંબઈનું ચર્ચગેટ રેફલેમેશનનું આયોજન કરીને તેમને કદાચ પોતાને પણ ખ્યાલ નહીં હોય તે રીતે પછીના દાયકાઓ અને સૈકાઓ સુધી લોકોપયોગી ગણાય તેવું કાર્ય કર્યું. તેઓ પોતે જૈન હતા, આમ છતાં તેમનું દાન ધાર્મિક પ્રવૃત્તિઓ, દેરાસર-ઉપાશ્રય સુધી સીમિત ન રહેતાં તેમણે કેળવણી પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મુંબઈ યુનિવર્સિટી કેમ્પસમાં અડીખમ ઊભેલો રાજાબાઈ ટાવર તેમણે પોતાની માતા રાજાબાઈને નામે બંધાવ્યો હતો, જે આજે મુંબઈના કોટ વિસ્તારનું એક ઘરેણું ગણાય છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીને તેમ જ કલકત્તા યુનિવર્સિટીને બબ્બે લાખ રૂપિયાનાં દાન આપ્યાં હતાં. આજે પણ મુંબઈ યુનિવર્સિટી કેમ્પસમાં અડીખમ ઊભેલો રાજાબાઈ ટાવર તેમણે પોતાની માતા રાજાબાઈને નામે બંધાવ્યો હતો, જે આજે મુંબઈના કોટ વિસ્તારનું એક ઘરેણું ગણાય છે. કલકત્તા યુનિવર્સિટીમાં તેમણે ઇતિહાસ-સંશોધન માટે મોટી રકમની પ્રેમચંદ રાયચંદ સ્કોલરશિપ શરૂ કરી હતી. અંગ્રેજી વિષય સાથે એમ. એ. થયેલા સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ જદુનાથ સરકારે આ સ્કોલરશિપ મેળવીને અભ્યાસ કર્યો હતો. અમદાવાદમાં તેમના ધનરાશિથી રાયખંડ વિસ્તારમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજ શરૂ થઈ હતી, જે આજે પણ ચાલી રહી છે. સુરતમાં તેમણે રાયચંદ દીપચંદ કન્યાશાળા અને ભરૂચમાં રાયચંદ દીપચંદ પુસ્તકાલય માટે મોટું દાન આપી તેની સાથે પોતાના પિતાનું નામ જોડ્યું હતું. અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઇ. સ. ૧૮૬૫ માં રૂપિયા દસ હજારનું દાન આપ્યું હતું. આ અગાઉ વર્નાક્યુલર સોસાયટીને મળેલાં દાનોમાં તે સૌથી મોટું દાન હતું. આ ઉપરાંત તેમણે સુરતના ગોપીપુરાના મુખ્ય માર્ગ પર પિતાને નામે જૈન ધર્મશાળા બંધાવી હતી. ધર્માદા અને જીવદયામાં પણ મોટી રકમો આપેલ. અમદાવાદ, સુરત તેમ જ ભરૂચમાં નિશાળો અને ધર્મશાળાઓ બંધાવી હતી. ધોલેરામાં એક હોસ્પિટલ બંધાવી હતી. આ ઉપરાંત તેમણે કરેલાં નાનામોટા દાન તો અસંખ્ય હતાં. થોડા સમય બાદ એમના પુત્ર કીકાભાઈ પ્રેમચંદ પણ વેપારધંધામાં આગળ આવી ગયા અને ઘણું ધન કમાયા. એમના દાનથી સુરતમાં સર કીકાભાઈ પ્રેમચંદ કોમર્સ કોલેજ અને લેડી કીકાભાઈ પ્રેમચંદ લાઈબ્રેરીની સ્થાપના થઈ હતી. [રજની વ્યાસ) Page #760 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૧ ૧ ( ડૉ. મધુસુદન ઢાંકી ) સ્થાપત્યકલાવિદ્, ઇતિહાસકાર અને કલાવિવેચક તરીકે વિશ્વસ્તરે જેમનું નામ અહોભાવપૂર્વક સ્મરણ કરાય છે એવા ડો. મધુસૂદન ઢાંકી જૈન ધર્મના ભવ્ય વારસાના સાક્ષરોની પંક્તિમાં પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. - ઈ. સ. ૧૯૨૭ની ૩૧ જુલાઈએ જન્મેલા મધુસૂદનભાઈએ ભૂસ્તરશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના વિષયમાં બી. એસ .સી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૫૫માં જૂનાગઢ અને જામનગરના મ્યુઝીયમમાં ક્યુરેટર તરીકે સેવા આપી--જામનગરથી અમેરિકન એકેડેમી બનારસમાં રીસર્ચ એસોસીએટ તરીકે ડેપ્યુટેશનમાં ગયા હતા. એલ. ડી. ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજીમાં પણ છ મહીના કામ કર્યું. વિજ્ઞાનની ડીગ્રી હોવા છતાં શિલ્પ સ્થાપત્યના વિષયમાં જ્ઞાનવૃદ્ધિ કરી. શિલ્પ વિષયક અભ્યાસ માટે ભારત ઉપરાંત શ્રીલંકા, ઈન્ડોનેશિયા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડનો પણ વ્યાપક પ્રવાસ કર્યો. દિલ્હી, વારાણસી, અમેરિકા અને જર્મનીમાં આ વિષયના સેમિનારોમાં પ્રતિનિધિત્વ કર્યું. પૂના, કર્ણાટક, ગુજરાત અને વડોદરાં યુનિવમાં પી.એચ.ડી.ના એક્સટર્નલ રેફરી છે. બર્લિન અને લંડનની યુનિવમાં આર્ટ હિસ્ટ્રીના વિષયમાં એડવાઈઝર અને કો–સુપરવાઈઝર છે. શારદાબેન ચીમનભાઈ એજ્યુ. ટ્રસ્ટ તરફથી તેઓશ્રી જૈનધર્મના ઇતિહાસ વિષયના પ્રોજેક્ટમાં કામ કરે છે. એન્સાઈક્લોપીડીયા ઓફ ઇન્ડીયન ટેમ્પલ આર્કિટેક્ટરમાં ત્રણ દાયકા સુધી સફળ કામગીરી બજાવી છે જે પુસ્તકના બાર ભાગ પ્રગટ થયા છે. નંગ, મોતી અને રત્નોના પણ વિશિષ્ટ જાણકાર છે. સંગીતનો પણ ગજબનો શોખ ધરાવે છે. કર્ણાટક સંગીતના ગીતો ગાવામાં ખૂબ જ રસિક છે. પંકજમલિક, હેમંતકુમાર, સાયગલ અને જગમોહનના ગીતો મધુર કંઠે ગાઈને ભાવવિભોર બની શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. આ પ્રતિભાનો વિસ્તાર માત્ર શિલ્પ સ્થાપત્ય જ નહિ પણ ખેતીવાડી, ધર્મદર્શન, ઇતિહાસ, કલા અને સંગીત જેવા વિષયોમાં પણ નિપુણતા મેળવી છે. અમેરિકન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ તરફથી બે એવોર્ડ, કેમ્બલ મેમોરિયલ ગોલ્ડ મેડલ, હેમચન્દ્રાચાર્ય એવોર્ડ, પ્રાકૃત ભારતી અને કુમારચંદ્રક પણ પ્રાપ્ત કરીને તેમની અસાધારણ પ્રતિભાનો આપણને પરિચય થાય છે. (સંકલન : ડૉ. કવિન શાહ) Page #761 -------------------------------------------------------------------------- ________________ ભકિત અબે કળાનું સંગમ તીર્થ શ્રીરાણકપુરજી " : A ww. મકર : 1 ts - t :- s e . . :- - - - રાજા -- - - * - - - - ક સ્વર્ગ લોકનું સર્વાગ સુંદર દેવ વિમાનનું નામ છે “નલિની ગુલ્મ વિમાન મંત્રીશ્રી ધરણા શાહે પોતાના જીવનનું સાર સર્વસ્વ પરમાત્માને ચરણે ધરીને એ નલિની ગુલ્મ વિમાન જાણે પૃથ્વીલોક ઉપર ઉતાર્યું ન હોય? સાચેજ રાણકપુરનું આ જગપ્રસિદ્ધ જિનપ્રસાદ “નલિનીગુલ્મ વિમાન’ નામ પણ ધરાવે છે. તેના મેઘનાદ મંડપો, તોરણો, વિપુલ સંભાવલી જાણે એક એકથી ચઢીયાતું અદ્દભૂત સર્જન છે. " ગ " “આબુની કોતરણી અને રાણકપુરની બાંધણી, તારંગાની ઉંચાઈ અને શત્રુજ્યનો મહેમા” એવુ કવિઓએ મુક્તકંઠે ગાયુ છે. આવા વિનવ્ય તીર્થના દર્શન દરેક જૈનોએ કરી લેવા જોઈએ, જીવનનો કોઈ ભરોસો નથી. સુખી સંપન્ન માનવીએ ભક્તિપાત્ર સાધર્મિકોને આવી તીર્થયાત્રા કરાવી નાશવંત ધનને ધન્ય બનાવી દેવું જોઈએ. થી કરજો . પરમાર- - - સરકારના પાક મા મારા નાના નગર ના નવા નકા કકકરના કમર Page #762 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૭૧૩ 'શાસનસમ્રાટશ્રીના પરમભક્તો શ્રમણોપાસકો પરમપૂજ્ય તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્યભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વિક્રમની વીસમી શતાબ્દીના ઉતરાર્થના જિનશાસનના મહાન યુગપ્રધાન પુરુષ હતા. તેમને વચનસિદ્ધિનું વરદાન હતું અને તે તેઓશ્રીના નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પરિણામ હતું. આવા વચનસિદ્ધ પુરુષના ભક્ત શ્રમણોપાસકવર્ગ વિશાળ હોય તેમાં કોઈ આશ્ચર્ય નથી.. એમના ભક્ત શ્રાવકોમાં મોટા ઉદ્યોગપતિઓ, નગરશ્રેષ્ઠીઓથી લઈને સામાન્યવર્ગના શ્રાવકો પણ હતા, જેઓ પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભા, કડક અનુશાસન જેવા ગુણોથી પ્રભાવિત થયા હતા. આ ભક્તગણમાંથી કેટલાનો ટૂંકો પરિચય કરાવે છે પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ. ' પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામના પૂ. નગીનદાસ દલસુખભાઈના સંસારીપત્ર. સં. ૨૦૩૦માં સંયમપંચ સ્વીકારી પ્રવચનપ્રભાવક પૂ. આ શ્રી સૂર્યોદયસૂરિજી મ.ના શિષ્ય બન્યા. જૈન દર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. પૂ. આ. શ્રી શીલચન્દ્રસૂરિજી મ. પાસેથી સંસ્કૃત અને વ્યાકરણ સંબંધી માર્ગદર્શન મેળવ્યું. સમય જતાં તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના તુલનાત્મક અભ્યાસ દ્વારા) પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી, સંશોધનક્ષેત્રે એક મુનિરાજ તરીકે ભવ્યોવલ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરીને આત્મકલ્યાણની પ્રવૃત્તિ સાથે જિનશાસનના અર્વાચીન સંયમમાર્ગમાં અભૂતપૂર્વ પ્રભાવના કરી છે. ત્યાગ અને વૈરાગ્યને વરેલા સાધુ વૈજ્ઞાનિક સંશોધનના વિચારોને જૈનદર્શનના વિચારો સાથે તુલનાત્મક અભ્યાસ કરી નવા મૌલિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરી તે ખરેખર ગૌરવ અને ઉન્નતિ જ સમજવી ને! મુનિશ્રીની ચિંતન-મનન કરવાની લાક્ષણિક સાધુજીવન શૈલી સાચે જ સાધુવેશમાં એક પ્રખર વૈજ્ઞાનિકનું દર્શન કરાવે છે. આ પૂ૦ મુનિશ્રીની વિજ્ઞાનક્ષેત્રે મૂલ્યવાન કામગીરીની કદરરૂપે અમેરિકન બાયોગ્રાફીકલ ઈન્સ્ટીટયુટ ઈન ફોરપોરેન્ડ તરફી આ દાયકાના અગ્રણી o International Page #763 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન વૈજ્ઞાનિકોની યાદીમાં પૂજ્ય મુનિશ્રીનું નામ ગૌરવપૂર્વક નોંધવામાં આવ્યું છે. પૂજ્યશ્રીની સિદ્ધિઓને બિરદાવતો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ આવૃત્તિમાં (તા. ૨-૮-૯૭ના) પ્રગટ થયેલો લેખ તેમની સાધુ પ્રતિભાની સાથે વૈજ્ઞાનિક પ્રતિભાનું દર્શન કરાવીને સાચે જ જિનશાસનના શણગાર સમા આ અણગાર શાસનપ્રભાવક મુનિ તરીકેનું સ્થાન પામ્યા છે. રસ ધરાવનારાઓએ પૂજ્યશ્રીનાં અંગ્રેજી-હિન્દી ભાષામાં પ્રગટ થયેલાં પુસ્તકો નજર કરી જવા જેવાં છે. એમના સંશોધનની લોકપ્રિયતા, તાર્કિક સુસંગતતા અને અભિનવ મત દર્શાવવાની તેમની હિંમત દાદ માંગી લ્ય છે. ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કરનાર આ પ્રતિભાવંત મુનિશ્રી જૈન અને જૈનેતર વિશ્વમાં ખરેખર ગૌરવપ્રદ છે. -સંપાદક પરમપૂજ્ય શાસન સમ્રાટ આચાર્યશ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પરમ ભક્ત શ્રમણોપાસકો --મુનિશ્રી નંદીઘોષવિજયજી ભાવનગરના શેઠશ્રી જસરાજભાઈ, તેમના પૂત્ર શેઠશ્રી અમરચંદભાઈ અને પૌત્ર શ્રી ખાન્તિભાઈ વોરા વિશિષ્ટ શ્રાવક હતા. મહુવાથી ભાવનગર આવ્યા ત્યારે ગૃહસ્થપણામાં તેઓશ્રી શાસનસમ્રાટશ્રી જસરાજભાઈને ત્યાં જ રહ્યા હતા અને પૂજ્ય ગુરુભગવંત શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની પાસે અભ્યાસ કરતા હતા. આ ત્રણેય શ્રાવકો પૂજ્યશ્રીના અનન્ય ભક્ત હતા, સાથે સાથે શાસ્ત્રપદાર્થોના જ્ઞાતા તથા બાવ્રતધારી હતા. ભાવનગરના જ શ્રી કુંવરજી આણંદજી જેઓએ ઘણાં ઘણાં પુસ્તકોના અનુવાદો કરી છપાવ્યા છે, તેઓ પણ શાસનસમ્રાટશ્રીના પરમભક્ત હતા, અને પૂજ્યશ્રીના પ્રત્યેક વચનને તહત્તિ” કહી સ્વીકારતા હતા. પૂજ્યશ્રી દાનવિજયજી મહારાજે પાલીતાણામાં એક સંસ્કૃત પાઠશાળા સ્થાપેલી, જેમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ મુનિપણામાં અભ્યાસ કરેલ, તે પાઠશાળાની સ્થાપનામાં મુર્શિદાબાદના ધર્મનિષ્ઠ ધનકુબેર બાબુ બુદ્ધિસિંહજીએ પોતાના તરફથી શરૂઆતના ત્રણ વર્ષનો સંપૂર્ણ ખર્ચ આપેલ. તે વખતે ત્યાં હાજર રહેલ ભાવનગરના શ્રેષ્ઠી શ્રી જસરાજ સુરચંદ વોરા અને શાહ આણંદજી પુરુષોત્તમે પણ સારી એવી રકમ પાઠશાળા માટે આપેલ. Page #764 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] / 9૧૫ ભાવનગર-શ્રીસંઘના પ્રમુખ શેઠશ્રી ભોગીલાલ મગનલાલ પૂજ્યશ્રીના પરમ ભક્ત હતા. પૂજ્યશ્રીના આદેશથી તેઓએ તળાજા તીર્થનો વહીવટ સંભાળ્યો હતો અને તેમની સાથે શ્રી અમરચંદ જસરાજના પુત્ર શ્રી ખાન્તિભાઈ વોરા પણ હતા. - ભાવનગરનરેશ શ્રીકૃષ્ણકુમારસિંહજી તથા ભાવનગર સ્ટેટના દિવાન શ્રી પ્રભાશંકરભાઈ પટ્ટણી અને અધિકારીઓ શ્રી અનંતરાય પટ્ટણી, પોલીસ અધિકારી શ્રી છેલશંકરભાઈ પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના અનન્ય ભક્ત હતા. પૂજ્યશ્રી મહુવા-પાલીતાણા-ભાવનગર-વલભીપુર વિસ્તારમાં વિચરતા હોય ત્યારે આ બધાં પૂજ્યશ્રીને અવારનવાર વંદન કરવા આવતા; એટલું જ નહિ, પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં અંજનશલાકા--પ્રતિષ્ઠા મહોત્સવો, સંઘો વગેરેમાં જરૂરી સામગ્રી પણ ભાવનગર સ્ટેટ તરફથી તેઓ આપતા હતા. માકભાઈ શેઠના સંઘમાં તથા શ્રી કદંબગિરિ તીર્થમાં સૌ પ્રથમવાર પજ્યશ્રીની નિશ્રામાં કરવામાં આવેલ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવમાં તંબઓ. રાવટીઓ, શાં વગેરે ઘણી બધી સામગ્રી ભાવનગર સ્ટેટ તરફથી વિના મૂલ્ય પૂરી પાડવામાં આવી હતી. પ. પૂ. શાસનસમ્રાટશ્રી સૌ પ્રથમવાર અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદના વિદ્વાન શ્રાવકો પૂજ્યશ્રીનાં વ્યાખ્યાન સાંભળી તેઓના પરમ ભક્ત બન્યા. તેઓનો પરિચય નીચે પ્રમાણે છે. ( શ્રાદ્ધવર્ય પાનાચંદ હકમચંદ ) તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. પં. શ્રી પદ્મવિજયજી, પં. શ્રી રૂપવિજયજી, પં. શ્રી વીરવિજયજી વગેરે આગમધર મહામુનિઓ પાસે તેમણે ઘણાં વર્ષો પર્યન્ત આગમોનું શ્રવણ કરેલું. આગમોમાં શ્રમણોપાસકને તહg-દિવા” વગેરે વિશેષણો આપ્યાં છે. તેવા જ બહુશ્રુત આ શ્રાવક હતા. તેમની સહાયથી કેટલાક સાધુઓ શ્રી પન્નવણા આગમ વાંચતા, તો શ્રી કેશવલાલ પ્રેમચંદ મોદી જેવા શ્રાવકો “શ્રી લોકપ્રકાશ” વગેરે ગ્રંથો વાંચતા હતા. તેઓ હંમેશાં મુનિભગવંતોના મુખેથી જિનવાણીનું શ્રવણ કરતા અને મુનિભગવંત ન હોય તો શ્રીપૂજ્યની પાસેથી પણ જિનવાણીનું શ્રવણ કરવામાં સંકોચ નહોતા રાખતા. કોઈક વાર વ્યાખ્યાન શ્રવણ ન થાય તો હોંશિયાર છોકરાને બોલાવી ધાર્મિક પુસ્તકનું વાચન કરાવી તે સાંભળતા. વ્યાખ્યાન વગેરેમાં પૂ. શાસનસમ્રાટશ્રીએ “અવધિદર્શન'નું નિરૂપણ કરતાં કહ્યું કે અવધિદર્શન નિયમો સમ્યક્ત્વીને જ હોય, મિથ્યાત્વીને ન હોય. આ સાંભળી શ્રી પાનાચંદભાઈએ પ્રશ્ન કર્યો : “સાહેબ! જો અવધિદર્શન સમ્યકત્વને જ હોય તો આગમમાં અવધિદર્શનનો કાળ ઉત્કૃષ્ટ બે “કક' સાગરોપમ કહ્યો છે તે કઈ રીતે? કારણ કે સમ્યકત્વનો ઉત્કૃષ્ટ કાળ ફક્ત એક “કક” સાગરોપમ જ છે. જવાબમાં શાસનસમ્રાટશ્રીએ કહ્યું : “ભાઈ! શ્રીભગવતીજી, શ્રી પન્નવણાજી વગેરે આગામોમાં વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય એમ કહ્યું છે, તેથી વિર્ભાગજ્ઞાનના “કક' અને અવધિજ્ઞાનના “કક' એમ બે કક’ સાગરોપમ સુધી અવધિદર્શન હોય. પરંતુ તત્ત્વાર્થવૃત્તિકારનો મત એવો છે કે સમ્યગ્દષ્ટિને જ અવધિદર્શન હોય. ભિન્ન ભિન્ન વાચનાની અપેક્ષાએ આ બન્ને મત આપણા માટે તો પ્રમાણ અને યથાર્થ જ છે. - તે વખતના શ્રાવકો પણ કેવા જ્ઞાની હતા! Page #765 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ ] [ જૈન પ્રતિભાદર્શન શેઠશ્રી ધોળશાજી ) લોકપ્રિય જૈન નાટ્યકાર શ્રી ડાહ્યાભાઈના તેઓ પિતાજી હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વૃત્તિના હતા. પોતાનો પુત્ર મોહનીય કર્મની વૃદ્ધિ કરનાર નાટ્યકલાનો વ્યવસાય કરે, તે જરાય પસંદ નહિ હોવાથી અલગ રહેતા અને ઝવેરાતનો ધંધો કરતા. ઘણાં કરોડપતિ શ્રેષ્ઠિઓ સાથે અંગત સંબંધો હતા તેઓ કદી પણ ઝવેરાત તેમની પાસે વેચવા લઈ જતા નહિ. તેઓ હંમેશાં પૂજ્યશ્રીનાં વ્યાખ્યાન સાંભળવા આવતા. અમદાવાદના કરોડપતિ શેઠીયાઓ તેમના દ્વારા ગરીબોને લાખો રૂપિયાનું દાન આપતા. શેઠ હઠીસિંહ કેસરીસિંહ તરફથી ત્યાં સુધી હુકમ હતો કે પ્રથમ જૈન અને ત્યારબાદ અન્ય અઢારે વર્ણમાંથી કોઈપણ માણસ ભૂખ્યો ન રહેવો જોઈએ. એ માટે તેઓ શેઠ ધોળશાજીને લાખો રૂપિયા આપતા. શેઠ મનસુખભાઈ ભગુભાઈ પણ દર મહિને હજારો રૂપિયા તેમને દાન માટે આપતા. શેઠ ધોળશાજી પોતાની ખાનગી ડાયરીમાં એ બધા જ રૂપિયાનો પાઈએ પાઈનો હિસાબ રાખતા, જેથી કોઈને શંકા જાય તો તે હિસાબ બતાવી દેવાય. એક વખત સ્વાભાવિક વાત નીકળતાં શેઠ મનસુખભાઈને એ ડાયરી બતાવવા ગયા, તો શેઠે એ જોવાની સ્પષ્ટ ના કહી દીધી અને કહ્યું : “તમારા જેવી ગંભીરતા હજુ અમારામાં નથી, તેથી કદાચ કોઈની સાથે વિરોધ થઈ જાય તો આવેશમાં મારાથી કરેલા ઉપકારો સંબંધી કાંઈ કહેવાય જાય તો કર્યા-કારવ્યા ઉપર પાણી ફરી વળે.” શેઠ મનસુખભાઈનો ધોળશાજી ઉપર કેવો વિશ્વાસ! અને પોતાની કેવી સરળતા અને લઘુતા! ધોળશાજી આગમોના પણ જાણકાર હતા તેથી નગરશેઠ પ્રેમાભાઈના કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ આપવાનું કામ પૂ. શ્રીમૂળચંદજી મહારાજ જેવા પણ તેમને ભળાવતા હતા; અને તેઓ પણ સારી રીતે સંતોષકારક જવાબ આપતા. પૂજ્ય શાસનસમ્રાટશ્રી પાસે ન્યાય-વ્યાકરણના ગ્રંથો તથા આવશ્યક સૂત્ર (૨૨ હજારી), કલ્પસુબોધિકા, બારસાસૂત્ર, મહાનિશીથ, અષ્ટકજી વગેરે જરૂરી થોડાક ગ્રંથો (હસ્તપ્રતો) હતા. એ સમયે પુસ્તકો હજુ હસ્તિલિખિત સ્વરૂપમાં જ હતાં; પુસ્તકોનું મુદ્રણ જૈન સમાજમાં સ્વીકાર્ય બન્યું નહોતું. આથી લગભગ બધાં જ ગ્રંથો હસ્તલિખિત મેળવવા પડતા, અને ખૂબ જરૂર હોય તો લહિયા દ્વારા તેની પ્રતિલિપિ (કોપી) કરાવી લેવી પડતી હતી. એટલે એક વખત શેઠ ધોળશાજીએ પૂજ્યશ્રીને વિનંતિ કરી કે, “કૃપાળુ! આપ મહા વિદ્વાન છો, આપને અનેક ગ્રંથોની વારંવાર જરૂર પડે, માટે આપ પુસ્તક રાખો.” આ સાંભળી પૂજયશ્રીએ કહ્યું : “હું મારે માટે આ બાબતમાં કોઈને ઉપદેશ આપવા ઇચ્છતો નથી. ત્યારે ધોળશાજીએ કહ્યું : “ગુરુદેવ! આપને એ માટે કોઈ વિચાર કરવાનો નથી તેમ જ કોઈનેય કહેવાની જરૂર નથી. હું મારી શક્તિ અનુસાર આપને ઉપયોગી સર્વ ગ્રંથોનો પ્રબંધ કરી આપીશ.” ત્યારબાદ શેઠ ધોળશાજીએ યતિઓ વગેરે પાસેથી કેટલાંક અપૂર્વ હસ્તલિખિત ગ્રંથો ખરીદ્યા, કેટલાંક ગ્રંથો લહીયાઓ પાસે લખાવ્યા. અને એ બધાં પૂજ્યશ્રીને અર્પણ કર્યા. એટલું જ નહિ એ પુસ્તકો અન્યત્ર મોકલવાની વ્યવસ્થા પણ તેઓએ કરી. તેઓએ એ પુસ્તકો પ્રથમ કપડવંજ મોકલી આપ્યાં ત્યાંથી ખંભાત મોકલ્યાં. આ બધાં પુસ્તકો (હસ્તલિખિત પ્રતો) હજુ આજે પણ ખંભાતમાં શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં સુરક્ષિત છે. Page #766 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ( 9૧૭ શ્રી ડાહ્યાભાઈ દેવતા ) તેઓ ફતાસા પોળમાં રહેતા અને વિદ્યાશાળામાં તેઓ કાયમ રાસનું વાંચન કરતા. શેઠ મનસુખભાઈ પણ તેઓને પ્રતિદિન પોતાને ત્યાં બોલાવતા અને રાસ સાંભળતા. ( શેઠ છોટાલાલ લલુભાઈ ઝવેરી ) તેઓ વિદ્યાશાળાના આગેવાન ટ્રસ્ટી હતા અને તત્ત્વજ્ઞાનના ભારે રસિયા, બહુશ્રુત શ્રાવક હતા. તેઓએ પૂજ્યશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૫૮ના ચાતુર્માસ બાદ વિ. સં. ૧૯૫લ્માં અમદાવાદથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢ્યો હતો. તેમાં બે હજાર યાત્રિકો હતા. વિ. સં. ૧૯૫૮નું પૂજ્યશ્રીનું ચાર્તુમાસ પરાવર્તન પણ પોતાને ઘરે કરાવ્યું હતું. ( ઝવેરી મોહનલાલ ગોકળદાસ ) તેઓ વિદ્યાશાળાના આગેવાન ટ્રસ્ટી હતા અને પ્રતિષ્ઠાદિ વિધિવિધાનો કરાવતા હતા. શ્રી છોટાલાલ લલુભાઈ પણ તેઓની સાથે વિધિવિધાનો કરાવતા. ( નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈ , તેઓ સાધુઓ પ્રત્યે બહુમાન ધરાવતા અને ઉચ્ચકક્ષાનું પાશ્ચાત્ય જ્ઞાન પણ ધરાવતા શ્રી મણિભાઈ નભુભાઈ દ્વિવેદી જેવા સાક્ષરોના પરિચયથી તેમને વેદાન્તના ગ્રંથોનું પણ જ્ઞાન હતું. આથી તેમના મનસંતોષ થાય એવું વ્યાખ્યાન કયાંય સાંભળવા મળતું નહિ. તેમના મનમાં એવો પૂર્વગ્રહ બંધાઈ ગયેલો કે વ્યાખ્યાનમાં તો કથા-વાર્તા જ આવે, તત્ત્વજ્ઞાન તો કાંઈ આવે જ નહિ. તેથી કોઈના પણ વ્યાખ્યાનમાં તેઓ જતા નહિ. શેઠ ધોળશાજી તેમની આ મનોવૃત્તિને સારી રીતે જાણતા હતા. તેથી પૂજ્ય શાસનસમ્રાટશ્રીનું વ્યાખ્યાન સાંભળ્યા પછી નગરશેઠની રુચિને અનુકૂળ લાગવાથી તેઓએ નગરશેઠ મણિભાઈને પ્રેરણા કરી. પરંતુ શેઠ ગમે તે બહાના બતાવી વ્યાખ્યાનમાં આવતા નહિ, છેવટે ધોળશાજીના મુખે પૂજ્યશ્રીના વ્યાખ્યાનની વારંવાર ખૂબ ખૂબ પ્રશંસા સાંભળ્યા પછી ધોળશાજીની સાથે એક વખત વ્યાખ્યાન સાંભળવા આવ્યા. અને વ્યાખ્યાન સાંભળ્યા પછી એમનો પૂર્વગ્રહ પણ છૂટી ગયો એટલું જ નહિ ત્યાર પછી દરરોજ નગરશેઠ વ્યાખ્યાન બેસવાને ૧-૧૫ મિનિટની વાર હોય, ત્યાં જ હાજર થઈ જતા અને પૂરી તન્મયતાથી વ્યાખ્યાનનો એક એક અક્ષર સાંભળતા અને પૂજ્યશ્રી પણ શ્રીનન્દીસૂત્રમાં આવતા વિવિધ દાર્શનિક વિષયોનું તર્કબદ્ધ વિવેચન કરતા, જે સાંભળી નગરશેઠના મનમાં ઉદ્ભવેલા અનેક સંદેહો દૂર થઈ ગયા. નગરશેઠને પૂજ્યશ્રી પ્રત્યે ખૂબ જ અહોભાવ અને અનુરાગ હતો, તેથી જ્યારે જ્યારે પૂજ્યશ્રી વિહારની વાત કરે ત્યારે ત્યારે નગરશેઠ અત્યાગ્રહ કરીને વિહાર કરવા ન દેતા. તેથી એકવાર નગરશેઠ મુંબઈ ગયા ત્યારે પૂજ્યશ્રી અમદાવાદથી વિહાર કરી કપડવણજ આવી ગયા. - નગરશેઠ શ્રી મણિભાઈ પ્રેમાભાઈના અવસાન બાદ શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ નગરશેઠ Page #767 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮) [ જૈન પ્રતિભાદર્શન બન્યા હતા. તેમની વિનંતિથી પૂજ્યશ્રીએ વિ. સં. ૧૯૫૬નું ચાતુર્માસ અમદાવાદ-પાંજરાપોળ ઉપાશ્રય કર્યું. આ ચાતુર્માસમાં અમદાવાદમાં અબોલ પશુઓ માટે પાંજરાપોળના નિર્વાહ માટે આજથી ૧00 વર્ષ પહેલાં રૂ. બે લાખનું માતબર ફંડ કરાવ્યું. સાથે સાથે જૈનધર્મનું મહાન તત્ત્વજ્ઞાન લોકો ભણે-જાણે તે માટે “જૈન તત્ત્વવિવેચક સભા'ની સ્થાપના કરાવી. તેમાં મુખ્ય વહીવટકર્તા તરીકે નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ પણ હતા. ( શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ શેઠશ્રી મનસુખભાઈ શ્રી માકુભાઈ (માણેકભાઈ)ના પિતાજી હતા. શેઠશ્રી મનસુખભાઈના બીજા ભાઈ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ હતા. ઈ માં આ બંને ભાઈઓ વિ. સં. ૧૯૫૩-૫૪ની સાલમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રી સૌ પ્રથમવાર અમદાવાદ પધાર્યા ત્યારથી તેઓના અનન્ય ભક્ત બની ગયા હતા. તેઓ દરરોજ પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવતા હતા. વિ. સં. ૧૯૫૭ના વર્ષમાં શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ તરફથી વાઘણપોળના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય તથા ઝવેરીવાડના શ્રી સંભવનાથની ખડકીવાળા શ્રી સંભવનાથ પ્રભુના જિનાલયની પ્રતિષ્ઠા પૂજ્ય શેઠ મનસુખલાલ ભગુભાઈ | શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કરાવવામાં આવી. આ પ્રતિષ્ઠા પછી શ્રી મનસુખભાઈ શેઠની જાહોજલાલી અને ઉન્નતિ ઉદીયમાન બીજના ચંદ્રની કળાની જેમ સોળે કળાએ વૃદ્ધિ પામવા માંડી. વિ. સં. ૧૯૫૭ના–પાંજરાપોળ ચાતુર્માસમાં–પાંજરાપોળની પાઠશાળામાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ધાર્મિક શિક્ષણની સાથે વ્યાવહારિક શિક્ષણ આપવાની શરૂઆત કરી. તેમાં શેઠશ્રી મનસુખભાઈ તરફથી સર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિ. સં. ૧૯૫૯ના ભાવનગર ચાતુર્માસમાં પૂ. પંન્યાસપ્રવરશ્રી ગંભીરવિજયજી મહારાજે પૂજ્ય શાસનસમ્રાટશ્રીને “શ્રીભગવતી સૂત્ર'ના યોગમાં પ્રવેશ કરાવ્યો. અને બે મહિનામાં ભાવનગરમાં પ્લેગનો ઉપદ્રવ (રોગચાળો) ફાટી નીકળ્યો. સૌ સાધુ ભગવંત-વરતેજ આવી ગયા. ત્યાં ત્રણ મુનિરાજને પ્લેગની ગાંઠે દેખા દીધી. પૂજ્યશ્રીના માર્ગદર્શન અનુસાર સેવા-સુશ્રુષા અને ઔષધોપચારથી સારું થઈ ગયું પરંતુ પૂજ્ય શાસનસમ્રાટશ્રીને તાવ આવવો શરૂ થયો. બે-ત્રણ દિવસ થયા એટલે પૂ. શ્રીમણિવિજયજી મ.એ શેઠ મનસુખભાઈને એ સમાચાર જણાવ્યા. એટલે તુરત શેઠશ્રીએ ભાવનગર પોતાના પરિચિત ડોકટરને તાર કરી પૂ. મહારાજશ્રીની સારવાર કરવા વરતેજ મોકલ્યા. અને તુરત વરતેજ પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મ. ઉપર પૂજયશ્રીની તબિયતના સમાચાર જાણવા ઉપરા-ઉપરી તાર કરવા માંડ્યા. એક જ દિવસમાં તેઓએ ૮૦ ઉપર તાર કર્યા હતા. પરંતુ પૂજયશ્રીને તાવ નોર્મલ થતો ન હતો, તેથી કોઈ જવાબ આપી શકાયો નહિ. એટલે શેઠશ્રીના એકના એક માંદા પુત્રની સારવાર કરનાર તેમના પોતાના ડૉ. જમનાદાસભાઈને વરતેજ જવા કહ્યું. ડૉકટરે કહ્યું : શેઠ! માણેકભાઈની તબિયત બરાબર નથી, તેમની સારવાર હું કરું છું, તે છોડીને હું કઈ રીતે જઈ શકું?' Page #768 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] L[ ૭૧૯ આ સાંભળી શેઠે કહ્યું : “ડૉકટર! ધર્મના પ્રભાવથી મારા માણેકને સારું થઈ જ જશે; પણ કદાચ સારું ન થાય અને મારી એની સાથે લેણાદેણી ઓછી નીકળે તો ફક્ત મારા કુટુંબને જ દુઃખ થશે પરંતુ પૂજ્ય મહારાજશ્રીને કાંઈ થાય તો સમગ્ર હિન્દુસ્તાનના જૈન સંઘને દુઃખ થશે, ખોટ પડશે માટે જવાબ આપ્યા વિના તો અત્યારે જ જરૂરી દવા વગેરે લઈ વરતેજ જાવ.” | ડૉકટર પણ તત્કાલ વરતેજ ગયા અને પૂજ્યશ્રીની તબિયત સારી થયા પછી અમદાવાદ પાછા આવ્યા. આવી અસાધારણ ગુરુભક્તિ શેઠની હતી. ચાતુર્માસ વરતેજમાં પૂર્ણ કરી પૂ. પં.શ્રી ગંભીરવિજયજી મ. આદિ સૌ વળા–વલભીપુર પધાર્યા. ત્યાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીના શ્રી ભગવતી સૂત્રના જોગ પૂર્ણ થતા હોવાથી તેઓને ગણિ અને પંન્યાસ પદવી આપવાનો મહોત્સવ ઉજવવાનો હતો. આ પ્રસંગે સંપૂર્ણ અઢાઈ મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, સમવસરણ વગેરેની રચના વગેરે બધું શેઠશ્રી મનસુખભાઈ તરફથી કરવાનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ પંન્યાસપદવીના દિવસની નવકારશીનો આદેશ લેવાનો રહી ગયો હતો, તે આદેશ ભાવનગરવાળાને આપ્યો. આ વાતની ખબર પડતાં-–શેઠે સંઘને નવકારશીનો લાભ આપવા વિનંતિ કરી. પરંતુ સંઘે ના કહી. એટલે બપોર-સાંજ બે ટંકની નવકારશીની માગણી મૂકી, એ લાભ શેઠે લીધો. કેવી અજોડ ગુરુભક્તિ! શેઠશ્રી મનસુખભાઈ વિ. સં. ૧૯૬૪માં ભાવનગરમાં, અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. પૂ. કોન્ફરન્સના પ્રમુખ તરીકે આવ્યા. આ કોન્ફરન્સમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ દરરોજ શ્રીસમેતશિખરજી, શ્રીગિરનારજી, શ્રી શત્રુંજય વગેરે તીર્થોની રક્ષા માટે સચોટ ઉપદેશ આપ્યો. આ વ્યાખ્યાનોમાં ભાવનગર સ્ટેટના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી, નડિયાદના ગાયકવાડી સૂબા શ્રીનાનાસાહેબ, જૂનાગઢના દિવાન વગેરે પણ આવતા હતા. પૂજ્યશ્રીની આચાર્યપદવી વિ. સં. ૧૯૬૪, જેઠ સુદ ૫ ના ભાવનગરમાં થઈ, ત્યારે પણ શેઠશ્રી મનસુખભાઈ આવ્યા હતા અને તેમની તરફથી આંગી, શ્રીફળની પ્રભાવના વગેરે થયાં હતાં. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટદાર હતા. અને તીર્થરક્ષા માટે પૂજ્યશ્રીના ઉપદેશ અનુસાર સતત કાર્યશીલ રહેતા હતા. એક વખત પૂજ્ય શાસનસમ્રાટશ્રીના વિદ્વાન શિષ્ય મુનિશ્રી ઉદયવિજયજીની તબિયત એકાએક બગડી, ડબલ ન્યુમોનિયા અને સન્નિપાતની ભયંકર બિમારી થઈ ત્યારે પણ અમદાવાદથી શેઠ શ્રી મનસુખભાઈએ પોતાના ફેમિલી ડૉકટર શ્રી ઝવેરભાઈને ખાસ સારવાર કરવા મોકલ્યા હતા. માંદગી પ્રાણઘાતક હતી પરંતુ ડૉ. ઝવેરભાઈની સારવારથી ભયમુક્ત થયા અને થોડાક જ દિવસોમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. શેઠશ્રી મનસુખભાઈને ભાવનગર સ્ટેટના મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી, દિવાન સર પ્રભાશંકર પટ્ટણી, લીંબડી સ્ટેટના મહારાજા નામદાર શ્રી દોલતસિંહજી બહાદુર વગેરે સાથે ખૂબ ધનિષ્ઠ સંબંધો હતા. અને તેમના દ્વારા લીંબડી નરેશ શ્રી દોલતસિંહજીએ પૂજય શાસનસમ્રાટશ્રીને લીંબડી પધારવા વિનતિ કરી. અને પૂજયશ્રી લીંબડી પધાર્યા ત્યારે મહારાજાએ અભૂતપૂર્વ ભવ્ય સામૈયું કર્યું હતું. Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ ] L[ જૈને પ્રતિભાદર્શન વિ. સં. ૧૯૬૮માં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે જીવદયાના જ્યોતિર્ધર પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ છે લાખ રૂપિયા એકત્ર કરાવ્યા, તેમાં શેઠશ્રી મનસુખભાઈએ રૂ. ૨૫૦૦૧ આપ્યા હતા. શેરીસા તીર્થના ઉદ્ધારમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી શેઠશ્રી મનસુખભાઈએ શરૂઆતમાં તત્કાલ રૂ. ૨૫OO૧ આપ્યા હતા. ( શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ તરફથી વિ. સં. ૧૯૬૪માં કલોલમાં જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને મહા સુદ પના શુભદિને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. શેઠશ્રી મનસુખભાઈને દેશી રજવાડાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો હોવાથી, તેમના નિમંત્રણથી વડોદરાનું ગાયકવાડી રાજકુટુંબ પણ આવેલ. આવો પ્રતિષ્ઠા મહોત્સવ તે સમયમાં કયાંય થયો નહોતો. ત્યારબાદ પૂજ્ય શાસનસમ્રાટશ્રી ભોયણી પધાર્યા. ત્યાં મહા સુદ ૧૦, વર્ષગાંઠના દિવસે, શ્રી મનસુખભાઈ તથા શ્રી જમનાભાઈ તરફથી નવકારશી કરાવવામાં આવી હતી. શેઠશ્રી જમનાભાઈએ રૂ. ૪ લાખ ખર્ચો પૂજ્યશ્રીના ઉપદેશથી માતરના શ્રી | શેઠ જમનાભાઈ ભગુભાઈ સમતિનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈએ પૂ. શાસનસમ્રાટશ્રીના ત્રણ શિષ્યો પૂ. મુનિશ્રી દર્શનવિજયજી, પૂ. મુનિશ્રી ઉદયવિજયજી, પૂ. મુનિ પ્રતાપવિજયજી મહારાજને કપડવણજમાં ગણિપદ-પંન્યાસપદ આપવામાં આવ્યાં ત્યારે પણ સારો એવો લાભ લીધો હતો. ત્યારબાદ–ચોમાસા પછી અમદાવાદમાં પોતાના પુત્ર શેઠ માણેકભાઈ (માકુભાઈ ના લગ્ન નિમિત્તે પ૧ છોડનાં ભવ્ય ઉજમણાં સહિત અઢાઈ મહોત્સવ કર્યો હતો. શેઠશ્રી મનસુખભાઈએ કુંભારિયાજી તીર્થમાં ધર્મશાળા બંધાવી હતી. ( શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ ) શેઠશ્રી લાલભાઈ શ્રી શાંતિદાસના વંશજ હતા. તેથી તેઓ શેઠ | આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ હતા. પૂજય શાસનસમ્રાટશ્રી જ્યારે વિ. સં. ૧૯૫૨-૫૩માં સૌ પ્રથમવાર અમદાવાદ આવ્યા ત્યારથી શ્રી લાલભાઈ દલપતભાઈ તેઓશ્રીના પરમ ભક્ત હતા. તેઓ દરરોજ પાંજરાપોળ ઉપાશ્રયે પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા. વલ્લભીપુરમાં જયારે પૂજ્ય શાસનસમ્રાટશ્રીને ગણિપદ અને | પંન્યાસપદ આપવામાં આવ્યાં ત્યારે શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ પણ હાજર રહ્યા હતા અને શ્રી શત્રુંજય મહાતીર્થના રક્ષણ માટે સંઘ-પેઢી અને શેઠશ્રીલાલભાઈદલપતભાઈ થસ્ટેટ વચ્ચે વાટાઘાટો થતી હતી ત્યારે શેઠશ્રીની વિનંતિને માન આપી, પોતાનો સુરત તરફનો વિહાર બંધ રાખ્યો અને તેમાં શેઠશ્રીને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. અને વિ. સં. ૧૯૬૩ના ખંભાત ચાતુર્માસમાં શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ વગેરે અગ્રણી શ્રેષ્ઠિવર્યો પ્રાયઃ દર રવિવારે Page #770 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૨૧ ( શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટ, કાયદાકીય, શાસ્ત્રીય વગેરે માર્ગદર્શન માટે આવતા હતા. શેઠશ્રી લાલભાઈ વિ. સં. ૧૯૬૮, જેઠ વદિ ૫ ના અવસાન પામ્યા ત્યારબાદ શેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ પેઢીના પ્રમુખ તરીકે આવ્યા અને તેઓ ફક્ત બે માસ જ પ્રમુખ તરીકે રહ્યા અને પોતાની ૨૮ વર્ષની લઘુ વયે અવસાન પામ્યા. તેઓ પણ પૂજ્ય શાસનસમ્રાટ શ્રીના પરમ ભક્ત હતા. ( શેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈ ) શેઠશ્રી ચીમનભાઈ લાલભાઈના અવસાન બાદ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ શેઠ આ. ક. પેઢીના પ્રમુખ તરીકે વિ. સં. ૧૯૬૮માં | આવ્યા. એ પહેલાંથી જ નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ પૂજ્ય | શાસનસમ્રાટશ્રી પ્રત્યે અનુરાગ ધરાવતા હતા અને તેમના પરમ ભકત હતા. તિઓમાં અપૂર્વ કુનેહ અને બુદ્ધિ હતાં, છતાં પૂજય શાસનસમ્રાટેશ્રીની બુદ્ધિમાં એમને પૂરી શ્રદ્ધા હતી તેથી તેમની સલાહ લીધા વિના નગરશેઠ | પેઢીનું કોઈ કાર્ય કરતા નહિ. અને એટલા માટે જ જયારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ચાલુ બંધારણની પુનરચના કરવાની હતી ત્યારે શેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈઅમદાવાદના સકળ શ્રીસંઘ અને નગરશેઠની વિનંતિથી પૂજ્યશ્રીને પુનઃ અમદાવાદ આવવું પડ્યું. નગરશેઠ શ્રી કસ્તરભાઈ મણિભાઈના પ્રમુખપણા હેઠળ અમદાવાદમાં સમગ્ર ભારતમાંથી લગભગ એક હજાર પ્રતિનિધિઓ પેઢીની આ બંધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્યશ્રીના માર્ગદર્શન અનુસાર વિ. સં. ૧૯૬૯, માગશર વદ ૫-૬-૭ના પેઢીના બંધારણની પુનર્રચના કરવામાં આવી. વિ. સં. ૧૯૮૨ સુધી નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ શેઠ આ. ક. પેઢીના પ્રમુખ તરીકે રહ્યા. ત્યારબાદ તેઓ નિવૃત્ત થતા હોવાથી, કોને પેઢીના પ્રમુખ બનાવવા, તેનો વિચાર કરવા નગરશેઠ ચાણસ્મા પૂજ્યશ્રી પાસે આવ્યા અને તેઓશ્રી સાથે થયેલ ચર્ચા-વિચારણાના અંતે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને પેઢીના પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો. ( શ્રી ગોકળદાસ અમથાશા ) શ્રી ગોકળદાસ શેઠશ્રી મનસુખભાઈના મામા થતા હતા. તેઓ માત્ર મેટ્રિક સુધી જ ભણેલા પરંતુ અંગ્રેજી ભાષા ઉપર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. એક વખત શ્રીસિદ્ધગિરિના કેસ માટે અપીલો લખવા શેઠશ્રી મનસુખભાઈએ સારો સોલીસીટર રોકવાની પૂજ્યશ્રીને સૂચના કરી. એટલે પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ કેસના બધા કાગળો મંગાવીને શ્રી ગોકળદાસભાઈને સોંપ્યા. પૂજ્યશ્રીની સૂચના પ્રમાણે કેસનો સંપૂર્ણ અભ્યાસ કરી, રાતે બેથી પાંચ સુધી બેસી અપીલ તૈયાર કરી. અને પછી પૂજ્યશ્રીને સોંપી પોતે સૂઈ ગયા. સવારે શેઠ મનસુખભાઈ આવ્યા, પૂજ્યશ્રીએ તેઓને અપીલ બતાવી. શેઠશ્રી અપીલ વાંચી તાજુબ થઈ ગયા. બાહોશ સોલીસીટરને પણ ટાંપી જાય તેવી બુદ્ધિ અને લખાણશક્તિ જોઈને શેઠને Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ ] / જૈન પ્રતિભાદર્શન તેમના પ્રત્યે ખૂબ માન થયું. આ પછી તીર્થરક્ષા અંગેના લગભગ બધા કેસોમાં અપીલો તૈયાર કરવાનું કામ શ્રી ગોકળદાસભાઈને જ સોંપવામાં આવતું. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી હસ્તક ગિરનારજી તીર્થના વિવાદના કેસની અપીલો પણ શ્રી ગોકુળદાસભાઈએ જ તૈયાર કરેલ. શ્રી ગોકળદાસભાઈ એક જૈન એડવોકેટ' નામનું છાપું પણ ચલાવતા હતા. જૈન સમાજને સ્પર્શતા વિભિન્ન પ્રશ્નો, વિવિધ તીર્થોના વિવાદના સમયે સ્ટેટ વિરુદ્ધ જોરદાર અગ્રલેખો લખતા. તેમાંય શ્રી સિદ્ધાચલજી અંગે પાલીતાણા સ્ટેટના દરબાર સાથે વાંધો પડ્યો ત્યારે વિ. સં. ૧૯૮૨-૮૩-૮૪ માં તેઓએ જૈન એડવોકેટ' છાપાના માધ્યમથી સમગ્ર જૈન સમાજને ચેતનવંતો બનાવી મૂક્યો હતો. અને પાલીતાણા સ્ટેટના દરબાર સામે જૈન સમાજમાં જબરદસ્ત વિરોધ પેદા કર્યો હતો પરિણામે પાલીતાણા દરબારે એમની સામે–એમના માથા માટે રૂ. ૫૦OOનું ઇનામ પણ જાહેર કરેલ. આજે પણ અમદાવાદમાં-ઘીકાંટા રોડ ઉપર આવેલ શેઠ જેસીંગભાઈની વાડીમાં “જૈન એડવોકેટ પ્રેસછે. આવા બાહોશ શ્રીગોકળદાસભાઈએ પૂજ્ય શાસનસમ્રાટશ્રી પાસે પાછળથી દીક્ષા લીધી હતી. તેમનું નામ હતું. મુનિશ્રી સુભદ્રવિજયજી. તેમના પુત્ર શ્રી ચીમનભાઈ પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના અનન્ય ભક્ત શ્રાવક હતા અને પૂજયશ્રીની પ્રેરણાથી શ્રીકદંબગિરિ, મહુવા રોહિશાળા વલ્લભીપુર વગેરે તીર્થના જીર્ણોદ્ધાર, વિકાસ અને દેખરેખ માટે સ્થાપવામાં આવેલ શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીના વર્ષો સુધી પ્રમુખ તરીકે રહ્યા હતા. અને એ ભક્તિનો વારસો પોતાના દીકરા-દીકરીને પણ આપ્યો હતો. શેઠ શ્રી ચીમનભાઈના દીકરા શ્રી સુરેન્દ્રભાઈ નાની વયમાં જ અવસાન પામ્યા પરંતુ તેમનાં દીકરી શ્રી શાંતાબેનના પુત્ર શ્રી અશોકભાઈ રમણલાલ ચંદુલાલ ગાંધી અને સમગ્ર કુટુંબ આજે પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રી અને તેમના સમુદાયનું પરમ ભક્ત છે. પ. પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રીવિજયોદયસૂરીશ્વજી મહારાજના પટ્ટધર પ. પૂ. આ. શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિમાં તેમના સ્વર્ગગમન સ્થળ તગડી ગામે નિર્માણ પામેલ શ્રીનંદનવનતીર્થમાં તેઓ સક્રિય કાર્યકર છે અને તન-મન-ધનથી અપૂર્વ લાભ લઈ રહ્યા છે. ( શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈના પુત્ર તે શેઠશ્રી માણેકલાલભાઈ, તેઓને લોકો માકુભાઈ શેઠના નામે ઓળખતા હતા. પિતાની માફક પુત્ર પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના પરમભક્ત હતા. શાસનપ્રભાવનાના કાર્યોમાં દાનનો પ્રવાહ પણ તેઓ પિતાની માફક જ વહેવડાવતા હતા. પૂજય શાસનસમ્રાટશ્રી મેવાડ તરફ વિહાર કરતા કુંભારિયાજી તીર્થે આવ્યા ત્યારે અમદાવાદથી શેઠશ્રી પ્રતાપસિંહ મોહોલાલ, શેઠશ્રી ચીમનભાઈ લાલભાઈ, શેઠશ્રી જગાભાઈ ભોગીલાલ, શેઠશ્રી લાલભાઈ ભોગીલાલ (બંને ભાઈઓ)ની સાથે શેઠશ્રી માણેકલાલભાઈ પણ આવ્યા હતા અને પૂજ્યશ્રીના ઉપદેશથી અહીં તેઓએ એક ધર્મશાળા બંધાવી. પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ શેઠશ્રી માણેકલાલભાઈને પ્રેરણા કરતાં તેઓએ કાપરડાજી તીર્થના ઉદ્ધાર માટે તત્કાળ રૂ. ૩OOO આપ્યા. જ્યારે પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રીની તબિયત નરમ થાય ત્યારે પૂજયશ્રી જ્યાં હોય ત્યાં શેઠશ્રી મનસુખભાઈ અને તે પછી તેમના પુત્ર શેઠશ્રી માણેકભાઈ ડોકટરોને લઈને જતા અને સારવાર કરાવતા. Page #772 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૨૩ કાપરડાજી તીર્થમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો ત્યારે શેઠશ્રી માણેકભાઈએ રૂ. ૩૦ હજાર ખર્ચ્યા હતા. એ સિવાય એક મોટા ચબુતરાનો જીર્ણોદ્ધાર, એક બંગલો, એક નવી ધર્મશાળા પણ બંધાવી તથા પ્રતિષ્ઠા પછી ૨૦ વર્ષ સુધી વરસગાંઠના મેળા-મહોત્સવનો લાભ પણ તેઓએ લીધો હતો. શેઠશ્રી માકુભાઈએ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના ઉપદેશથી ખંભાતની પાસે આવેલ શકરપુર ગામના બે જિનાલયો (૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય અને (૨) શ્રી સીમંધરસ્વામી જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો તેમના મુનીમ પેથાપુરવાળા શા. અમથારામ ઝુમખરામ અને શેઠશ્રી દલસુખભાઈ કસ્તૂરચંદ તરફથી શકરપુરમાં જ ધર્મશાળા પણ બાંધવામાં આવી હતી. આ વખતે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં તીર્થસ્વરૂપ ખંભાત નગરનાં ભવ્ય પ્રાચીન જિનાલયો--જે જીર્ણ થયાં હતાં, તેનો ઉદ્ધાર-નવનિર્માણ કરવાનું કામ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ વગેરે શ્રાવકોએ ઉપાડી લીધું. આ જીર્ણોદ્વારમાં-ખંભાતના માણેકચોકમાં આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી આદીશ્વર (ભોંયરાવાળા) પ્રભુનું દેરાસર, બોળ પીપળાનું દેરાસર તથા સંઘવીની પોળના દેરાસરનો સમાવેશ થતો હતો. ખંભાતમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રી પાસેનાં અલભ્ય હસ્તલિખિત પ્રતો અને પુસ્તકોના રક્ષણ માટે ખારવાડામાં બંધાવવામાં આવેલ ‘શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા' તથા જીરાવલા પાડામાં બંધાવવામાં આવેલ ‘શ્રીવૃદ્ધિનેમ્યુદયયશઃકીર્તિશાળા'માં શેઠશ્રી માકુભાઈએ સારો એવો ફાળો આપેલ હતો. એ જ રીતે વિ. સં. ૧૯૮૦માં, અમદાવાદ-પાંજરાપોળમાં બંધાયેલ શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળામાં તેઓએ અમૂલ્ય સહકાર આપ્યો હતો. આવા કરોડપતિ શ્રેષ્ઠિ શ્રી માણેકલાલભાઈ માત્ર પૈસા ખર્ચીને જ પુણ્ય નહોતા પ્રાપ્ત કરતા પણ સાથે સાથે શ્રાવકધર્મને યોગ્ય બાવ્રત આદિનું પાલન તથા નિત્ય પ્રભુપૂજા, ગુરુભક્તિ-વંદન અને તપજપ વગેરે અનુષ્ઠાનો પણ કરતા હતા. વિ. સં. ૧૯૮૩માં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં શેઠશ્રીએ પોતાના બંગલે અન્ય ભવ્યાત્માઓની સાથે વિધિપૂર્વક શાશ્વતી ચૈત્રી ઓળીની આરાધના કરી. ત્યારબાદ તેઓનાં કાકી, માણેકબેન (શ્રી જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની)એ, ગિરધરનગર શાહીબાગમાં આવેલ પોતાના બંગલે પોતે કરેલી વીશસ્થાનક, નવપદ અને જ્ઞાનપંચમીની આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે--૨૦-૯-૫ એમ કુલ ૩૪ છોડનું ભવ્ય ઉજમણું પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કર્યું. આ બધા છોડ તથા તેની સાથે મૂકવામાં આવેલ દેરાસરની સામગ્રી અર્થાત્ દર્શનનાં ઉપકરણો સંપૂર્ણ ચાંદીનાં ભરાવવામાં--બનાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે શ્રીસિદ્ધાચલજી, શ્રીગિરનારજી, મેરુપર્વત, સમવસરણ તથા પાવાપુરીની સ્થાયી સુંદર રચનાઓ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં સર્વપ્રથમવા૨ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું. તે માટે ખાસ ચાંદીનું વિશાળ સિદ્ધચક્ર યંત્ર તેમજ સાચા રત્નોથી જડિત ચાંદીના નવ કળશો વગેરે પણ બનાવવામાં આવ્યાં હતાં. આજે પણ કાર્તિકી પૂર્ણિમાં, ચૈત્રી પૂર્ણિમા, અખાત્રીજ, ફાગણ સુદ ૧૩ વગેરે સિદ્ધાચલ સંબંધિત પવિત્ર દિવસોમાં અમદાવાદના જૈનો શેઠશ્રી જમનાભાઈના બંગલે આવેલી શ્રી સિદ્ધગિરિરાજની રચનાના દર્શનનો લાભ લે છે. આ જ મહોત્સવમાં વૈ. સુ. ૭ના દિને પૂ. આચાર્ય શ્રીવિજ્યોદયસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્ય પં. શ્રીનન્દનવિજયજીને ઉપાધ્યાયપદ અને વૈ. સુદ ૧૦ના દિવસે આચાર્યપદ આપવામાં આવ્યું હતું. Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન વૈશાખ સુદ ૧૧ના અષ્ટોત્તરી શાંતિસ્નાત્રમાં દરેક ગાથાએ સોનામહોર મૂકવામાં આવી હતી, અને જીવદયામાં રૂ. ૫૧૦૦૦ અમદાવાદ-પાંજરાપોળને આપવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં એ જમાનામાં રૂ. બે લાખ ઉપર ખર્ચ કર્યો હતો. સં. ૧૯૮૩ની ભયંકર જળહોનારત વખતે પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ જળહોનારતનો ભોગ બનેલ સેંકડો મનુષ્ય માટે રોકડ રકમ તથા અનાજ, કપડાં વગેરે જીવનજરૂરી સામગ્રી ભેગી કરાવી અપૂર્વ માનવરાહત રૂપ સેવા કરાવી હતી. રૂ. ત્રણ લાખની રોકડ રકમની સહાય કરાવી તેમાં શેઠશ્રી માણેકલાલભાઈએ રૂ. ત્રીસ હજાર આપ્યા હતા. જ્યારે અમદાવાદમાં જૈનો માટે એક પણ ભોજનશાળા નહોતી, એ માટે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં શેઠશ્રી માણેકલાલભાઈએ નજીવા ભાડેથી આપેલ જમીનમાં મકાન બંધાવી, અલ્પ ચાર્જથી જૈન ભોજનશાળા ચાલુ કરવામાં આવી. આજે પણ આ ભોજનશાળા ચાલુ છે. આ જ વર્ષે સ્વ. શેઠશ્રી જમનાભાઈએ શરૂ કરાવેલ માતરતીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થવાથી શેઠશ્રી માણેકભાઈ તથા તેમના ફોઈ શ્રી માણેકબેન તરફથી શ્રી સુમતિનાથ જિનાલયની પુનઃ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ કરવામાં આવ્યો. ધંધુકા પાસે ખરડ ગામમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી શેઠ માકુભાઈએ ઉપાશ્રય બંધાવ્યો હતો. આજે પણ ખરડ ગામમાં જૈનોના ઘર નથી પરંતુ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કરેલ શ્રી ભીમજીભાઈ રાઠોડ (રાજપૂત)નું કુટુંબ દેરાસર-ઉપાશ્રય બંને સાચવે છે અને આવતાં જતાં સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરે છે. એ જ વર્ષે ધોળકા--કોઠ વચ્ચે આવતા સરંઢી ગામમાં પણ શેઠ માકુભાઈએ એક મકાન ખરીદી ઉપાશ્રય તરીકે સોંપ્યું હતું. વિ. સં. ૧૯૮૭ના વર્ષે સિદ્ધગિરિના મૂળનાયકશ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠાને ૪૦૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે પૂજ્યશ્રીની પ્રેરણાથી સમગ્ર અમદાવાદના જૈનોની નવકારશી કરવામાં આવી. આમાં પણ શેઠશ્રી માકુભાઈએ સારો એવો લાભ લીધો હતો. શેઠશ્રી માકુભાઈને કદંબગિરિ તીર્થના મૂળનાયક શ્રી મહાવીરસ્વામી જિનાલયનો આદેશ લેવો હતો પરંતુ અમદાવાદના વતની શા. કરમચંદ ફૂલચંદની ભાવના પહેલાં ‘વામજ'માં પ્રગટ થયેલાં પ્રાચીન જિનબિંબો માટે વામજમાં જ દેરાસર કરવાની હતી પરંતુ, એ ભાવના સાકાર બને એ પહેલાં તેઓનો સ્વર્ગવાસ થયો. એટલે તેમની અધુરી ભાવના તેમનાં પુત્રી પુંજીબેન જેઓ સુરદાસ શેઠની પોળમાં રહેતાં હતાં, તેઓ પૂર્ણ કરવાની તક શોધતાં હતાં. કદંબરમાં દેરાસર નિર્માણની વાત સાંભળી તેઓ તરત મહુવા પહોંચી પૂજ્ય શાસનસમ્રાટશ્રી પાસે દેરાસરનો આદેશ પ્રાપ્ત કર્યો. એટલે શેઠ માકુબાઈની ભાવના અધુરી રહી ગઈ. કદંબગિરિમાં બોંતેર જિનાલયમાં તેઓએ પ્રભુજી પધરાવી લાભ લીધો હતો. વિ. સં. ૧૯૯૦ના ચાતુર્માસ બાદ શેઠશ્રી માકુંભાઈએ અમદાવાદથી ગિરનાર થઈ સિદ્ધિગિરિનો અભૂતપૂર્વ સંઘ કાઢ્યો હતો. આ સદીનો શ્રેષ્ઠ અને વિશાળ, ખૂબ શાસનપ્રભાવના પૂર્વકનો એ સંઘ હતો. સંઘપ્રયાણના વરઘોડામાં હજારો ભાવિકો જોડાયા હતા. ભાવનગર સ્ટેટના દિવાન સર પ્રભાશંકર Page #774 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] . [ ૭૨પ પટ્ટણી ખાસ મહેમાન તરીકે બે કલાક સુધી વરઘોડામાં શ્રી માકુભાઈ શેઠ સાથે ફર્યા હતા. એટલું જ નહિ સંઘ માટે તંબૂઓ, રાવટીઓ વગેરે ઘણી સામગ્રી ભાવનગર સ્ટેટ તરફથી વિના મૂલ્ય વાપરવા આપી હતી. ચાર લાખ જૈન-જૈનેતરો આ મહાન સંઘના પ્રયાણના દર્શન કરવા ઉમટેલ એટલું જ નહિ અંગ્રેજ સરકાર પણ ચાર કલાક સુધી સમગ્ર શહેરનો વાહનવ્યવહાર (ટ્રાફિક) બંધ રખાવ્યો હતો. આ સંઘમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રી સાથે પૂ. સાગરજી મ0, પૂ. શ્રી મોહનસૂરિજી, પૂ. શ્રી મેઘસૂરિજી આદિ ૨૭૫ જેટલા સાધુ મહારાજ અને ૪૦૦ ઉપરાંત સાધ્વીજી, ૧૩OOO ઉપર યાત્રિકો, ૮૫૦ બળદગાડી. અનેક મોટરો-ખટારા સહિત ૧૩૦૦ જેટલાં વાહનો, ચાંદીનો ઇન્દ્રધ્વજ, સવર્ણો રસેલે રથ, ચાંદીનો મેરુપર્વત, ચાંદીનું જિનમંદિર, ચાંદીની મનોરમ અંબાડી, ભાવનગર અને ધ્રાંગધ્રા સ્ટેટના બે મહાકાય ગજરાજો વગેરે જોડાયાં હતાં. ગામે ગામ અને જુદાં જુદાં રજવાડાઓના મુખ્ય શહેરોમાં રોજે રોજ સંઘનાં શાહી સ્વાગત થતાં હતાં. સંઘમાં દરરોજ ૧૭ થી ૨૦ હજાર લોકો નવકારશીમાં લાભ લેતા હતા. સંઘના રસોડે દરરોજ ૩00 મણ પકવાન, ૪૦૦ મણ ફરસાણ, ૪૫ મણ ભાત, ૨૦ મણ દાળ, ૬૦ મણ શાક થતાં હતાં. ગામે ગામના સંઘો, મહાજનો, રાજા, મહારાજાઓ, નવાબો સંઘવી શ્રી માકુભાઈ શેઠનું સન્માન કરતા અને શેઠ પણ પોતે ઉદાર હાથે સામાજિકધાર્મિક સંસ્થાઓમાં દાનની સરિતા વહેવડાવતા હતા. ગિરનારમાં શ્રી માકુભાઈએ રૂ. ૩0000નો હાર શ્રી નેમિનાથ પ્રભુને ચડાવ્યો હતો અને તેમનાં કાકી શેઠાણી માણેકબેનને સંઘમાળ પહેરાવી હતી. આ સંધે પાલીતાણામાં પ્રવેશ કર્યો ત્યારે સંઘના દર્શન માટે બહારગામથી ૪OOOO ઉપરાંત ભાવિકો આવ્યા હતા. આ માટે છેક મદ્રાસથી એક ખાસ સ્પેશ્યલ ટ્રેઈન આવી હતી. તીર્થમાળા-સંઘમાળાના કાર્યક્રમ માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓ પ્રમુખશ્રી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ, શેઠ પ્રતાપસિંહ મોહોલાલ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ ચીમનભાઈ લાલભાઈ, શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા ખાસ આવ્યા હતા. અને પેઢી તરફથી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાવવામાં આવેલ સાચા હીરા અને રત્નોથી જડિત મુગટ, તિલક, હંસ, બાજુબંધ, શ્રીફળ વગેરે આભૂષણો માળારોપણના દિવસે પ્રથમવાર દાદાને ચઢાવવામાં આવ્યાં હતાં. આ બધાં આભુષણો ચડાવવાની ઉછામણી બોલાઈ હતી. સંઘવી શ્રી માકુભાઈ શેઠ તથા તેમનાં ધર્મપત્ની શ્રી સૌભાગ્યલક્ષ્મીબહેને પોતાના ખર્ચે તૈયાર કરાવેલ રૂ. પ0000ની કિંમતનો હીરા-રત્નજડિત હાર પ્રભુજીને કંઠે પહેરાવ્યો હતો. આ સંઘ જે જે રાજ્યમાંથી પસાર થયો તે તે રાજ્યોએ સંઘ જ્યાં સુધી તેમના રાજ્યમાં રહ્યો ત્યાં સુધી અથવા મહિના સુધી જીવદયા–અમારિ પળાવી હતી. સંઘવીજીને આ સંઘમાં આઠ લાખ કરતાં વધુ ખર્ચ થયો હતો. આ સિવાય નાના નાના શ્રેષ્ઠિઓને પણ ૪૦-૪૦ હજાર જેવો ખર્ચ થયો હતો. આવા કાળમાં પણ આવો મહાન સંઘ કાઢવાનું અને તેને હેમખેમ પાર પાડવાનું આ યુગનું ભગીરથ કામ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના આશીર્વાદથી શેઠ માકુભાઈએ પાર પાડી બતાવ્યું હતું. શેઠશ્રી માકુભાઈ તથા શેઠશ્રી ચીમનભાઈએ વિ. સં. ૧૯૯૬માં પાલીતાણામાં સૌ પ્રથમવાર પ્રાચીન વિધાન અનહાપૂજન (શાંતિવિધાન) કરાવ્યું હતું. ૭૯. Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ / [ જૈન પ્રતિભાદર્શન પૂજ્ય શાસન સમ્રાશ્રીના ભકતશ્રાવકો આસરા કર માન. નાના નાના પૉટા ૧. શેઠશ્રી મૂળચંદ હીરાચંદ, એકસી, ૨. શેઠશ્રી હીરાલાલ બુલાખીદાર શેઠ, ૩. શેઠશ્રી ચીમનલાલ અંબાલાલ ચોકસી, ૪, શેઠશ્રી અંબાલાલ જેઠાલાલ શાહ, ૫. શેઠશ્રી ચીમનલાલ ખુશાલદાસ કાપડિયા (સુરિસમ્રાટની જંગમ પાઠશાળાના વિદ્યાર્થીઓ (વિ. સં. ૧૯૮૯, ખંભાત) ( ડો. ત્રિકમલાલ અમથાશા, ડૉ. ત્રિકમલાલ એટલે ગોકળદાસના અર્થાત મુનિશ્રી સુભદ્રવિજયજી મહારાજના સગાનાના ભાઈ. તેઓ અમદાવાદના પ્રખ્યાત હોમિયોપેથી ડોકટર હતા. તેમણે અમેરિકા જઈ એમ. ડી ની ડીગ્રી મેળવેલી. બે વખત તો યુરોપનો પ્રવાસ કરેલો. અમદાવાદની બહાર કોઈ વીઝીટે બોલાવે તો, તેમની ફી રૂ. ૨૦૦ હતી. પોતાના બંગલેથી દવાખાના સુધી પણ તેઓ મોટર વિના જતા ન હતા. જમીન ઉપર તો ખુલ્લા પગે કદી ચાલ્યા જ નહોતા. એકદમ સુકોમલ માણસ હતા. પરંતુ જ્યારે તેમના મોટાભાઈ મુનિશ્રી સભદ્રવિજયજી સં. ૧૯૮૮માં કાળધર્મ પામ્યા ત્યારે તેમની સમાધિ-સમતા જોઈને ડૉકટરના હૈયામાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો અને તત્કાળ તેનો અમલ શરૂ થયો. સં. ૧૯૮૯માં તેઓએ સજેડ ઉપધાન કર્યો અને પ્રથમ માળ પહેરી. તે સમયે તેઓએ ઘણો ધનવ્યય કર્યો હતો. ત્યારબાદ પૂજ્ય શાસનસમ્રાટશ્રીને વિનંતિ કરી, મહુવાથી અમદાવાદ બોલાવી સજોડે શાસનપ્રભાવના પૂર્વક દીક્ષા લીધી. આ વખતે સેંકડો શિક્ષિતો, શેઠિયાઓ, ડોકટરો આશ્ચર્યપૂર્વક ડૉકટર ત્રિકમભાઈના સર્વસ્વ ત્યાગના આ પ્રસંગને નીહાળી Page #776 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૨૭ રડી પડ્યા હતા. ડોકટરનું નામ મુનિશ્રી રત્નપ્રભવિજયજી અને તેમનાં ધર્મપત્ની રતનબેનનું નામ સાધ્વીશ્રી રાજુલાશ્રીજી રાખ્યું હતું. દીક્ષા લીધા પછી સંસ્કૃત-પ્રાકૃતનો સારી રીતે અભ્યાસ કરી તેઓએ પોતાની આગવી શૈલીથી અગ્રેજીમાં “શ્રમણ ભગવાન મહાવીર પ્રભુનું જીવનચરિત્ર આઠ ભાગમાં લખ્યું અને પ્રકાશિત પણ કર્યું. ૧૨ વર્ષ પહેલાં એનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું. પરદેશમાં તે ખૂબ આવકાર્ય બન્યું છે. ( શેઠશ્રી વાડીલાલ સારાભાઈ ) શેઠશ્રી વાડીલાલ સારાભાઈ, જેઓના નામથી અમદાવાદમાં વી. એસ. હોસ્પીટલ છે. પૂજય શાસનસમ્રાટશ્રીના તેઓ પરમ ભક્ત હતા. ‘જૈન તત્ત્વવિવેચક સભા'ના તેઓ સભ્ય હતા અને આ સંસ્થા દ્વારા શાસનપ્રભાવના તથા સમ્યજ્ઞાનના પ્રસાર-પ્રચાર અને પ્રકાશનનાં જેટલાં કાર્યો થયાં તે સૌમાં તેઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. અમદાવાદમાં-પાંજરાપોળમાં આવેલ શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા’ની જમીન તેઓ તરફથી આપવામાં આવેલી અને આ મકાન પૂજ્ય શાસનસમ્રાટરશ્રી તથા તેઓશ્રીના શિષ્યપ્રશિષ્યોના પુસ્તક સંરક્ષણ માટે ખાસ બાંધવામાં આવ્યું. શેઠશ્રી વાડીલાલ સારાભાઈ આમ તો સુધારાવાદી વિચારના હતા એટલે ધાર્મિક વિધાનોમાં ખાસ રસ ન લેતા. પરંતુ સામાજિક કાર્યોમાં પૂજયશ્રીની સલાહ લઈને અનુકંપા બુદ્ધિથી એ સમાજોપયોગી કાર્યો કરતાં. ( શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ , શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ ‘જૈન તત્ત્વવિવેચક સભાના સભ્ય હતા. વિ. સં. ૧૯૫થી પૂજય શાસનસમ્રાટશ્રીના પરમભક્ત શ્રાવક હતા. વિ. સં. ૧૯૭૬માં તેઓએ અમદાવાદથી કેસરિયા)નો છ'રીપાલિત સંઘ પુજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કાર્યો હતો. શરૂઆતમાં શેત્રી સારાભાઈ ડાહ્યાભાઈ તથા શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ તરફથી શેરીસામાં ભવ્ય જિનાલય બંધાવવાનું હતું પરંતુ શેઠશ્રી સારાભાઈની ભાવના વધતાં તેઓએ જ રૂ. સાડા ત્રણ લાખ ખર્ચે સંપૂર્ણ જિનાલયનું નિર્માણ કરાવ્યું. ( શેઠશ્રી અંબાલાલ સારાભાઈ) શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, વર્તમાનયુગના મહાન અવકાશ વિજ્ઞાની ડો. વિક્રમભાઈ સારાભાઈના પિતાજી હતા. અમદાવાદની કેલિકો મીલના માલિક અને મહાન ઉદ્યોગપતિ હતો. તેઓ પૂજય. શાસનસમ્રાટશ્રીના પરમ ભક્ત હતા અને પૂજ્યશ્રીના વચને ખાતર પોતાની મે તેવી પક્કડ છોડી દેતા, હતા. તેઓ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં ઘણીવાર આવતા હતા. તેઓ દશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ હતો , તેમણે પોતાની એક બહેન એક સ્થાનકવાસી સાથે જ્ઞાતિબહાર પરણાવી હતી. અલબત્ત, એ ભાઈની ' એ સાધારણનો ૧ રૂપિયો ભરાવી, પૂજા. ભણાવરાવી મૂર્તિપૂજક બનાવ્યા અને ધનાસુથારની પોળના પંચમાં દાખલ કરાવ્યા. રાયપુર--કામેશ્વરની પોળમાં શેઠશ્રી અંબાલાલ સારાભાઈના વડીલોએ બંધાવેલ અને શેઠશ્રીએ જીર્ણોદ્ધાર કરાવેલ જિનાલયમાં પૂજ્યશ્રીના શુભહસ્તે શેઠશ્રી તરફથી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮] [ જૈન પ્રતિભાદર્શન છે થયો. આ પ્રસંગે નવકારશી પણ કરવામાં આવી હતી. ઘીકાંટા રોડ ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય શેઠશ્રી તરફથી બંધાવવામાં આવેલ. એક વખત અમદાવાદથી રાજસ્થાન તરફ વિહાર કરતાં શેઠશ્રી અંબાલાલભાઈના અત્યન્ત આગ્રહના કારણે પૂજ્યશ્રી શેઠના નિવાસસ્થાને શાહીબાગમાં પધાર્યા. ત્યાં પજ્યશ્રીના એક શિષ્યને તાવ આવતાં થોડા દિવસ ત્યાં જ સ્થિરતા કરી. અને શેઠશ્રીએ પણ સંપૂર્ણ ભક્તિ વૈયાવચ્ચ કરી હતી. ( શેઠશ્રી માણેકલાલ જેઠાલાલ તથા શ્રી ભોળાભાઈ જેઠાલાલ) બંને શ્રેષ્ઠિઓ આમ તો સુધારાવાદી હતા, પરંતુ ધર્મની એટલી જ શ્રદ્ધા હતી. તેઓને પૂજયશાસન સમ્રાટશ્રી તરફ અત્યંત બહુમાન હતું અને પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભાથી પ્રભાવિત થયેલા. તેઓ લગભગ વિ. સં. ૧૯૯૦ આસપાસમાં પૂજ્યશ્રી પાસે કદંબગિરિ તીર્થમાં એક સંસ્કૃત વિશ્વવિદ્યાલય (પાઠશાળા) ખોલવા માટેની યોજના તથા એ માટે પોતાના તરફથી દાન આપવાની ભાવના લઈને આવેલા, પરંતુ દીર્ઘદૃષ્ટા પૂજ્યશ્રીને એ માટે આ જગ્યા યોગ્ય ન લાગવાથી એ માગણી સ્વીકારી નહિ પરંતુ અમદાવાદમાં જ આવું કાંઈક કરી શકાય એવું માર્ગદર્શન આપ્યું. પરિણામે અમદાવાદમાં એમ. જે. લાયબ્રેરી તથા ભો. જે. વિદ્યાભવનનું નિર્માણ થયું. ( શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ) વિ. સં. ૧૯૮૨માં નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ તરીકે નિવૃત્ત થતાં, પૂજયશ્રીના માર્ગદર્શન અનુસાર તેમના અનુગામી તરીકે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની નિમણૂંક કરવામાં આવી. ત્યારથી લઈને વિ. સં. ૨૦૩૬માં શેઠશ્રી સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી જૈન શ્વે. મૂ. તપગચ્છ સંઘની અખંડ સેવા કરી છે. તેઓને જયારે જ્યારે માર્ગદર્શનની જરૂર પડતી ત્યારે ત્યારે તેઓ પૂજ્ય શાસનસમ્રાટશ્રી તથા તેમના પટ્ટધર પ. પૂ. ગીતાર્થશિરોમણિ આચાર્યશ્રી વિજયોદયસૂરિજી મ. અને તેમના પટ્ટધર ૫. પૂ. વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મ. પાસે અવાર નવાર આવતા હતા. વિ. સં. ૧૯૯૦ ના મુનિ સંમેલનમાં નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈની સાથે તેઓએ પણ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. વિ. સં. ૧૯૯૨માં ઉપસ્થિત થયેલ તિથિ વિવાદ-સંવર્ચ્યુરી વિવાદને ઉકેલવા માટે તેઓએ ખૂબ મહેનત લીધી હતી. શ્રી શત્રુંજય પર શ્રી આદીશ્વર દાદાની ટૂંકમાં પૂર્વે અવ્યવસ્થિત રીતે પધરાવવામાં આવેલ પ્રભુ પ્રતિમાઓનું ઉત્થાપન કરી, બાજુમાં જ એક સુંદર બાવન જિનાલય (નવી ટૂંક)નું નિર્માણ કરવામાં તેઓને પૂ. આ. શ્રી ઉદયસૂરિજી મ. તથા પૂ. આ. શ્રી નંદનસૂરિજી મ.નું સંપૂર્ણ માર્ગદર્શન અને પીઠબળ હતું. શ્રમણ ભગવાને શ્રી મહાવીરસ્વામીની ૨૫મી નિવાર્ણ શતાબ્દીની રાષ્ટ્રીય સ્તરે સરકાર દ્વારા થયેલા ઉજવણીમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય વતી ચારે ફિરકાની સંયુક્ત મહોત્સવ સમિતિમાં એઓએ મોખરાનું પ્રતિનિધિત્વ કરી ઉજવણીને સફળ બનાવી હતી. આ રીતે લગભગ ૪૨-૪૩ વર્ષ સુધી તેઓએ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજનું સફળ નેતૃત્વ કર્યું Page #778 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] શ્રી ફુલચંદભાઈ છગનલાલ સલોત બોટાદના વતની અમદાવાદમાં લાલાભાઈની પોળે નિવાસ કરતા શ્રી ફુલચંદભાઈ છગનલાલ સલોત અને તેમના કુટુંબીઓ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના પરમ ભક્ત રહ્યા છે. વિ. સં. ૧૯૮૯ના શ્રી કદંબગિરિ તીર્થમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલ શ્રી મહાવીરસ્વામિ જિનાલયની ભવ્ય અંજનશલાકા--પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી ફૂલચંદભાઈ દોઢ મહિનો સળંગ પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કદંગિરિ રહ્યા હતા અને શ્રી વીરચંદભાઈ વકીલ ચોકવાળા તથા શ્રી અમરચંદભાઈ કામદાર સાથે રહી સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી. પૂર્વે બોટાદમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીનું ચોમાસું પોતાના ઘરે બદલાવ્યું હતું. ત્યારપછી સં. ૧૯૯૦ના મુનિ સંમેલનમાં તથા સં. ૧૯૯૧માં શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈના સંઘમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની સાથે રહ્યા અને પૂજ્યશ્રીની દરેક આજ્ઞાનું પાલન કરવાપૂર્વક ભક્તિ--વૈયાવચ્ચ કરી. વિ. સં. ૧૯૯૨માં પૂજય શાસનસમ્રાટશ્રી પાસે વિધિપૂર્વક નાણ મંડાવી સજોડે ચતુર્થવ્રત અંગીકાર કર્યું. [ ૭૨૯ વિ. સં. ૨૦૦૩માં શ્રી વલભીપુરમાં હાઈવે ઉપર નિર્માણ પામેલ તીર્થસ્વરૂપ જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુનો તેમણે આદેશ લીધો. પોતાની દીકરીને અમદાવાદ-પાંજરાપોળ ઉપાશ્રયે દીક્ષા અપાવી. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને જ્ઞાનપંચમીની પ્રતો વહોરાવી. વિ. સં. ૨૦૦૪માં પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ છેલ્લી અવસ્થામાં સાબરમતીથી વઢવાણ તરફ વિહાર કર્યો ત્યારે છેક સુધી શ્રી ફૂલચંદભાઈ વિહારમાં સાથે રહ્યા અને પૂજ્યશ્રીની સુંદર ભક્તિ વૈયાવચ્ચ કરી. એ પહેલાં સાબરમતીથી શેરીસાનો છ'રીપાલિત સંઘ પણ પૂજ્યશ્રીની પ્રેરણાથી કાઢ્યો. વિ. સં. ૨૦૦૫માં સુરેન્દ્રનગર-વઢવાણથી બોટાદ--પાલીતાણા-મહુવા વિહાર કરીને ગયા ત્યાં દરેક વિહારમાં તેઓ પૂજ્યશ્રી સાથે રહ્યા. વિહારમાં મીણાપુર ગામે સંઘ-સ્વામિવાત્સલ્ય કર્યું. વિ. સં. ૨૦૦૫માં મહા સુદ ૬ના દિવસે પૂજ્ય શાસનસમ્રાટશ્રીના આદેશ અનુસાર બોટાદ સંઘ દ્વારા નવનિર્મિત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયના ભોંયરામાં શ્રી નેમિનાથ પ્રભુ અને અંજનવિધિના શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન ભરાવવાનો તથા શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવવાનો અપૂર્વ લાભ લીધો. મહાસુદ-૭-૮ના શ્રી અર્હમહાપૂજન શાંતિવિધાન કરાવ્યું. પૂજ્ય શાસનસમ્રાટશ્રીની તબિયતના સમાચાર સાંભળી આસો વદ-૭ના દિવસે મહુવા ગયા. ત્યાંથી અનિવાર્ય કારણોસર મુંબઈ ગયા પરંતુ આસો વદ-૧૪ના મુંબઈથી પ્લેનમાં ભાવનગર થઈ મહુવા આવ્યા. અમાસના દિવસે પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. વિ. સં. ૨૦૦૬માં પૂજ્યશ્રીના કાળધર્મ નિમિત્તે મહોત્સવ કરાવ્યો તથા ફાગણ વદ ૭ના મહુવામાં કાળધર્મના સ્થાન ઉપર પગલાં પધરાવ્યાં. વૈશાખ મહિનામાં કદંબગિરિમાં અન્ય જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી તેમાં લાભ લીધો. પૂજ્ય શાસનસમ્રાટશ્રીના પરમ વિશ્વાસુ હોવાથી શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીનો વહીવટ ઘણાં વર્ષો સુધી સંભાલ્યો.--અને પેઢી દ્વારા થતા પ્રત્યેક મહોત્સવો વગેરેમાં સંપૂર્ણ વહીવટ તેઓનો રહેતો. Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મ.ની નિશ્રામાં શ્રી શત્રુંજય વિહારમાં શેઠશ્રી સવાઈલાલ કેશવલાલ દ્વારા કરાવવામાં આવેલ અંજનશલાકા, વિ. સં. ૨૦૨૮માં શ્રી શત્રુંજય ડેમની અંજનશલાકા-પ્રતિષ્ઠા, અમદાવાદ–લાલાભાઈની પોળના દેરાસરનો જીર્ણોદ્ધાર અને પુન:પ્રતિષ્ઠા તથા વિ. સં. ૨૦૩૨માં શ્રી શત્રુંજય મહાતીર્થમાં નવી ટૂંકની પ્રતિષ્ઠા, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મ. તગડી મુકામે કાળધર્મ પામતાં પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરિજી મ.ની નિશ્રામાં થઈ, તેમાં સંપૂર્ણ વિધિવિધાનની વ્યવસ્થા તેઓએ કરી હતી. આ રીતે પૂજ્ય શાસનસમ્રાટ અને પૂજ્યશ્રીના સમુદાય સાથે તેઓ તથા તેઓનું કુટુંબ ધનિષ્ઠ રીતે સંકળાયેલું છે અને શાસનપ્રભાવનાના કાર્યોમાં અપૂર્વ સહયોગ આપે છે. જ, Hig law કાકા કાતર , તે R અમદાવાદના હઠીસિંગ જૈનમંદિરનું સન્મુખ દર્શન શેઠશ્રી જેસીગભાઈ : શેઠશ્રી હઠીસિંહ કેસરીસિંહનું સમગ્ર કુટુંબ, પૂજ્ય શાસનસમ્રાટશ્રી, સૌ પ્રથમવાર વિ. સં. ૧૯પરમાં અમદાવાદ-પાંજરાપોળે પધાર્યા ત્યારથી, તેઓશ્રીનું પરમ ભક્ત બની ગયું હતું. શેઠશ્રી જેસીંગભાઈ, શેઠશ્રી સારાભાઈ હઠીસિંહ વગેરે સૌ પાંજરાપોળ ઉપાશ્રયે પૂજયશ્રીનો વ્યાખ્યાનમાં નિયમિત આવતા હતા. શેઠશ્રી જેસીંગભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી ઘીકાંટા રોડ ઉપર આવેલી જેસીંગભાઈની વાડીની મધ્યમાં વિશાળ ચોકવાળું નાનું પરંતુ સુંદર, નાજુક અને નમણું દેરાસર કરાવી, તેમાં શ્રીઆદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. “જૈન તત્ત્વવિવેચક સભા'ના તેઓ સભ્ય હતા. શેઠશ્રી પ્રતાપસિંહ મોહોલાલ : શેઠશ્રી પ્રતાપસિંહ મોહોલાલ પણ શેઠશ્રી હઠીસિંહ કેસરીસિંહ પરિવારની પરંપરામાં આવે છે. તેઓ પજ્ય શાસનસમ્રાટશ્રીના અનન્ય ભક્ત હતા. પૂજય શાસનસમ્રાટથી અમદાવાદમાં હોય તો દિવસનો ઘણો ખરો ભાગ તેઓ પૂજ્યશ્રી પાસે જ રહેતા. કોઈપણ વ્યક્તિની દીક્ષા લેવાની ભાવના હોય તો શેઠશ્રી પ્રતાપસિંહભાઈ અવશ્ય તેને પ્રેરણા આપતા અને પૂજયશ્રી પણ તેમના અભિપ્રાયને ધ્યાનમાં લેતા. પૂજયશ્રી બહારગામ હોય ત્યારે પણ શેઠશ્રી મનસુખભાઈ કે શેઠ માણેકલાલભાઈ વગેરે શ્રેષ્ઠિ-શ્રાવકો સાથે અવાર નવાર પૂજ્યશ્રી પાસે જતા અને પૂજયશ્રીની સેવા-ભક્તિ Page #780 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૩૧ વૈિયાવચ્ચ કે એવું કોઈપણ કામ હોય તો ઉલટભેર કરતા. “જૈન તત્ત્વવિવેચક સભાના સભ્ય હોવાના કારણે પણ તેઓ અવાર નવાર આવતા. પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલા શેઠશ્રી માકુભાઈના સંઘમાં અને શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈના--જામનગરથી ગિરનાર અને પાલીતાણાના સંઘમાં સ્તુત્ય સેવા આપી હતી. પૂજ્યશ્રીની વલભીપુરમાં થયેલી ગણિ-પંન્યાસ પદવી, ભાવનગરમાં આચાર્યપદવી વગેરે પ્રસંગોમાં તેઓ ખાસ હાજર રહ્યા હતા. પૂજ્યશ્રીના એક વિદ્વાન શિષ્ય પ્રવર્તક મુનિશ્રી યશોવિજયજી મહારાજની અંતિમ અવસ્થાની નાદુરસ્ત તબિયતમાં શેઠશ્રી પ્રતાપસિંહભાઈએ સારી એવી વૈયાવચ્ચ કરી હતી. આ રીતે શેઠશ્રી પ્રતાપસિંહ મોહોલાલ જૈન સંઘના અગ્રણી શ્રેષ્ઠિ હતા અને પૂજયશ્રી તથા અન્ય ડ. ગ્રણી શ્રેષ્ઠિઓ સાથે રહી સંઘના ઘણા મહત્ત્વનાં કાર્યોમાં પોતાનો સાથ અને સહકાર આપ્યા હતા. શેઠશ્રી જગાભાઈ ભોગીલાલ અને શેઠશ્રી લાલભાઈ ભોગીલાલ : બંને સગા ભાઈ હતા અને “જૈનતત્ત્વ વિવેચક સભાના સભ્ય હતા. વિ. સં. ૧૯૮૬માં આપાભાઈ કોળીની જગ્યાના દસ્તાવેજમાં શ્રી જગાભાઈનું નામ હતું. તે રીતે શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસ શેરદલાલ પણ “જૈન તત્ત્વવિવેચક સભાના સભ્ય હતા. તેઓએ પૂજ્યશ્રી દ્વારા પ્રકાશિત પ્રાચીન સાહિત્યમાં સારો એવો આર્થિક સહયોગ આપેલ અને તે રીતે શ્રુતજ્ઞાનના પ્રચાર અને પ્રસારનું ઉત્તમ કાર્ય કર્યું હતું. શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસે રોહિશાળામાં અંજનશલાકામાં ત્રણ-ચાર પ્રભુપ્રતિમાઓ ભરાવવાનો લાભ લીધો હતો. કદંબગિરિ તીર્થમાં તેઓએ દેરીઓમાં પ્રભુ પ્રતિષ્ઠા કરવાનો લાભ લીધો હતો. પ્રતિવર્ષ પાંજરાપોળેથી ભ. મહાવીરસ્વામીના જન્મકલ્યાણકનો વરઘોડો શેઠશ્રી જેસીંગભાઈ કાળીદાસ તરફથી નીકળે છે. રીતે કરી . જેમ કે, શેઠશ્રી દલપતભાઈ મગનભાઈ : શેઠશ્રી દલપતભાઈ મગનભાઈ શેઠ હઠીસિંહ કેસરીસિંહ પરિવારમાં આવે અને શ્રી લક્ષ્મીભાભુ તેમનાં શ્રાવિકા થાય. તેઓએ તાલધ્વજ તીર્થે શ્રી સુમતિનાથ જિનાલયના જીર્ણોદ્ધારનો લાભ રૂ. એકલાખ ત્રણ હજાર ખર્ચાને લીધો હતો. એ સિવાય પાલીતાણાથી કદંબગિરિનો છ'રીપાલિત સંઘ કાઢેલો અને રોહિશાળામાં જિનાલય-ધર્મશાળા-ભોજનશાળા Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન વગેરેના નિર્માણ માટે તેઓએ પૂજ્યશ્રીના ઉપદેશ ૧૬ વીઘા જમીન ત્યાંના ગરાસદારો પાસેથી વેચાણ લઈ રાખી હતી. વિ. સં. ૧૯૭પમાં લક્ષ્મીભાભુએ ઉપધાનતપની સામુદાયિક આરાધના શેઠ હઠીસિંહની વાડીમાં પૂજ્યશ્રીની નિશ્રામાં કરાવી હતી. વિ. સં. ૧૯૭૦થી પ્રતિ વર્ષે અમદાવાદ-પાંજરાપોળ ઉપાશ્રયેથી પ્રભુ શ્રી મહાવીરસ્વામીના દીક્ષા કલ્યાણકનો વરઘોડો લક્ષ્મીભાભુ તરફથી નીકળે છે. શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ : શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના દાદા થાય. અને તેમનાં ધર્મપત્નીનું નામ ગંગાભાભુ હતું. શ્રી સમેતશિખર તીર્થની રક્ષા માટે ગંગાભાભુ અને તેમના પુત્ર શેઠશ્રી લાલભાઈ દલપતભાઈએ સારું એવું યોગદાન આપ્યું હતું. પ્રતિવર્ષ પાંજરાપોળ ઉપાશ્રયેથી શ્રી મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ કલ્યાણકનો વરઘોડો દિવાળીના દિવસે તેઓ તરફથી નીકળે છે. ગંગાભાભુ હંમેશ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના વ્યાખ્યાનમાં આવતાં હતાં. શેઠશ્રી ઈશ્વરદાસ મુળચંદ : શેઠશ્રી ઈશ્વરદાસ મુળચંદ અમદાવાદ-કીકા ભટ્ટની પોળમાં રહેતા હતા. તેઓએ વિ. સં. ૧૯૯૭માં ભાવનગરમાં દાદા વાડીમાં નાણ મંડાવી ચતુર્થ વ્રત અંગીકાર કર્યું હતું. અમદાવાદ--પાંજરાપોળમાં આવેલી શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના મકાન બાંધકામમાં સહકાર આપેલ તથા પ્રકાશિત પુસ્તકો અને હસ્તલિખિત પ્રતો વગેરેના સંરક્ષણ માટે લાકડાના સુંદર કબાટો પણ ભેટ આપ્યા છે. તેઓ શ્રી જિનદાસ ધર્મદાસની પેઢીના અને શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા-પાંજરાપોળના વહીવટદાર હતા. શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ જે. પી.એ શ્રી કદંબગિરિ તીર્થમાં શ્રી નેમિનાથ પ્રભુના પ્રાસાદનો આદેશ લીધો હતો. વિ. સં. ૧૯૯૪ના વૈશાખ સુદિ-૭ના શ્રી ઋષભવિહાર પ્રાસાદના મૂળનાયક શ્રી ઋષભદેવ પ્રભુની અંજનશલાકા થઈ એ દિવસે શેઠશ્રી માણેકચંદ જેચંદ જાપાન તરફથી ગામ ઝાંપે ચોખા યુક્ત નવકારશી થઈ હતી. તે જ રીતે પ્રભુની પ્રતિષ્ઠાના દિવસે શ્રી તારાચંદજી મોતીજી K જાવાલવાળા તરફથી ગામ ઝાંપે ચોખા યુક્ત નવકારશી થઈ હતી. Page #782 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7. [ ૭૩૩ સલોત ગોરધનદાસ ઝવેરચંદ વકીલ ચોકવાળા અને શ્રી પાનાચંદભાઈ કાળીદાસ વાસા કામદાર જેસરવાળા : વિ. સં. ૧૯૬૬માં પૂજયશ્રીએ કદંબગિરિ– બોદાનાનેસના દરબારોને ઉપદેશ આપી વ્યસન મુક્ત કર્યા એના બદલામાં એ દરબારોએ પૂજ્યશ્રીએ પસંદ કરેલા નવ પ્લોટો (જમીનના) ભેટ આપવાની ઇચ્છા દર્શાવી ત્યારે, ઉપરોક્ત બંને શ્રાવકોએ અમદાવાદથી શેઠ આ. ક. ની પેઢીના ટ્રસ્ટીઓને બોલાવી, એ જગ્યાનો વેચાણ દસ્તાવેજ નજીવી કિંમતમાં કરાવ્યો. ત્યારથી આ બંને શ્રાવકો તથા તેમના પુત્રો શ્રી વીરચંદભાઈ વકીલ અને શ્રી અમરચંદભાઈ કામદાર શ્રીકદંબગિરિ તીર્થના ઉદ્ધારના મુખ્ય કાર્યકર્તા રહ્યા. ૨૦ વર્ષ બાદ સં. ૧૯૮૬માં પૂજયશ્રી પુનઃ કદંબગિરિ પધાર્યા ત્યારે નીચે તળેટીમાં એક ભવ્ય જિનાલય કરાવવાનું નક્કી કર્યું. એ માટે પૂજ્યશ્રીએ એક જમીન પસંદ કરેલી પરંતુ એ જગ્યામાં એક, બે નહિ પણ પૂરા ૧૯ ભાગીદારો હતા અને તે ય કાઠી દરબારો હતા. એમાં એક આપાભાઈ કામળિયા પૂજ્યશ્રીના ભક્ત હતા. તેમની સહાયથી ચોકના થાણેદાર શ્રી નરભેરામ દ્વારા એક બીજી જગ્યા શ્રી વીરચંદભાઈ વકીલ તથા શ્રી અમરચંદભાઈ કામદારે વેચાતી લીધી. અને એ જમીનના બદલામાં એક દરબારને ૨૦ મણ જાર અને બીજા અઢાર દરબારોની માગણી પ્રમાણે ગામમાં એક ચોરો બંધાવી આપ્યો, જેનો ખર્ચ તે વખતે રૂ. ૪00 થયો હતો. આમ, આ તીર્થના ઉદ્ધારની છેક શરૂઆતથી આ બંને શ્રાવકો પૂજ્યશ્રી સાથે સંકળાયેલા હતા. વિ. સં. ૧૯૮૯માં પૂજય શાસનસમ્રાટશ્રીના માર્ગદર્શન પ્રમાણે કદંબગિરિ તીર્થના ઉદ્ધાર અને વિકાસ માટે ત્યાં એક સ્થાનિક પેઢીની સ્થાપના કરી, તેનું નામ રાખવામાં આવ્યું “તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસની પેઢી.” મુખ્ય ટ્રસ્ટીઓ અમદાવાદના શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ વગેરે હતા જ્યારે સ્થાનિક ટ્રસ્ટી તરીકે પૂજ્યશ્રીએ શ્રી વીરચંદભાઈ વકીલ અને શ્રી અમરચંદભાઈ કામદારને રાખ્યા. વિ. સં. ૧૯૮૯માં મહા સુદિ-૧૩થી ફાગણ સુદ ૩ સુધી બાવીસ દિવસ મહોત્સવ ચાલ્યો ત્યાં સુધી લોકોને રહેવાની, જમવાની સર્વ વ્યવસ્થા આ બે સ્થાનિક ટ્રસ્ટીઓ તથા અમદાવાદના ટ્રસ્ટીઓએ સાથે મળીને કરી હતી. આ રીતે શ્રીકદંબગિરિ તીર્થના ઉદ્ધાર અને વિકાસમાં જીવનના અંતિમ શ્વાસ સુધી આ બંને શ્રાવકોએ પૂરેપૂરી ફરજ બજાવી ઘણું જ પુણ્ય ઉપાર્જન કર્યું. શેઠશ્રી નગીનદાસ કરમચંદ સંઘવી : શેઠશ્રી નગીનદાસભાઈ પાટણના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠિ હતા. તેઓએ પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં પાટણથી ભદ્રેશ્વર તીર્થનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. ત્યારબાદ વિ. સં. ૧૯૮૬માં પૂજ્યશ્રી કદંબગિરિ પધાર્યા ત્યારે એ પ્રાચીન તીર્થના ઉદ્ધાર અને વિકાસ માટે શેઠશ્રી નગીનદાસભાઈએ અંગત રૂ. ૨000 તથા પોતાના ઘર દેરાસરમાંથી બીજા રૂ. ૨OOO આપ્યા હતા. કદંબગિરિમાં આપાભાઈની જગ્યાનો દસ્તાવેજ શેઠ નગીનદાસ તથા અમદાવાદના શેઠશ્રી જગાભાઈ ભોગીલાલના નામનો કરવામાં આવ્યો હતો. • વિ. સં. ૧૯૮૯ના ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના તેઓ તરફથી પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં તળાજા તીર્થમાં કરાવવામાં આવી હતી. તેઓ “શ્રી નવપદ આરાધક સમાજ' ના પ્રમુખ હતા. Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન શેઠશ્રી અમરચંદ પ્રેમચંદ તથા તેમના પુત્ર શેઠશ્રી પોપટભાઈ ખંભાતના આગેવાન શ્રાવક હતા. તેઓએ વિ. સં. ૧૯૫૬માં શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રથમ પ્રતિષ્ઠા પૂજય શાસનસમ્રાટશ્રીના હસ્તે કરાવી હતી. પૂજયશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંસ્કૃત પાઠશાળામાં શ્રી અમરચંદ પ્રેમચંદભાઈએ રૂા. ૧૦,000 આપ્યા હતા. શ્રી અમરચંદભાઈનું જીવન-શુદ્ધ દેશવિરતિધર શ્રાવકનું જીવન હતું. તેમણે જીવનમાં ઘણાં ધાર્મિક કાર્યો કર્યા હતાં. તીર્થયાત્રાના છ'રી પાળતા કુલ આઠ સંઘો તેઓએ કાઢેલા. તેમાં સિદ્ધગિરિના પાંચ. આબુની પંચતીર્થીનો એક, કેસરિયાજીનો એક અને એક અજમેરથી સમેતશિખરનો સંઘ કાઢેલ. તેમાં છેલ્લો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં ખંભાતથી સિદ્ધગિરિનો કાઢ્યો, તેમાં આઠસો યાત્રિકો જોડાયા હતા. આ ઉપરાંત તેઓએ પાંચ ઉજમણાં અને સંખ્યાબંધ અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યાં હતાં. તેઓ ઘરમાં દીકરા-દીકરી ઉંમરલાયક થાય એટલે તેઓને ઉપધાન કરવાની પ્રેરણા કરતા એટલું જ નહિ દીકરા-દીકરીમાંથી કોઈ ઉપધાન કરવા તૈયાર થાય તો સંઘમાં તેઓ પોતે જ ઉપધાનતપ કરાવતા. આથી તેઓએ લગભગ સાત વખત ઉપધાન કરાવ્યાં હતાં. અમરચંદભાઈ તથા પોપટભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી ખંભાતના જિરાળાપાડામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને જુદા જુદા ૧૯ જિનાલયોનું એક ભવ્ય જિનાલય નિર્માણ થયું. તેમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની સંપૂર્ણ પ્રેરણા તથા માર્ગદર્શન મળ્યું હતું અને શેઠ પોપટભાઈ વગેરે આગેવાન શ્રાવકોની વિનંતીથી એ જિનાલયની પ્રતિષ્ઠા પણ પૂજય શાસનસમ્રાટશ્રીએ જ કરાવી હતી, એ વર્ષ હતું વિ. સં. ૧૯૬૩નું. આ વર્ષે જ શેઠ પોપટભાઈ અમરચંદ તરફથી ઉપધાનતપ થયાં. આ સિવાય પૂજ્ય શાસનસમ્રાટશ્રીનું જન્મસ્થળ, જ્યાં એક ડોશીમા રહેતાં હતાં, તે મકાન પૂ. શ્રી ઉદયસૂરિજી મહારાજની પ્રેરણાથી શેઠ પોપટભાઈના પુત્ર પુરુષોત્તમભાઈએ ખરીદી, શ્રી મહુવા સંઘને અર્પણ કર્યું. જ્યાં ત્યારબાદ શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાનું નિર્માણ થયું. પૂજ્ય શાસનસમ્રાટશ્રીના ત્રણ શિષ્યો પૂ. મુનિશ્રી દર્શનવિજયજી, પૂ. મુનિશ્રી ઉદયવિજયજી, પૂ. મુનિશ્રી પ્રતાપવિજયજીને કપડવણજમાં ગણિપદપંન્યાસપદ આપ્યાં ત્યારે શેઠ અમરચંદ પ્રેમચંદ તરફથી નવકારશી કરવામાં આવી હતી ટૂંકમાં શેઠ અમરચંદ પ્રેમચંદભાઈ પોતે અને તેમના પાંચેય પુત્રો અને તેમના પણ પુત્રો વગેરે સમગ્ર પરિવાર પૂજ્ય શાસન સમ્રાટશ્રીના શ્રી હરખચંદ વીરચંદ ગાંધી અનન્ય ભક્ત શ્રાવકો હતા. સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવા શહેર (શાસનસમ્રાટશ્રીની જન્મભૂમિ)માં નેમિવિહાર જૈન દેરાસરજીની પ્રતિષ્ઠા થઈ તેમાં હરખચંદ વીરચંદ ગાંધીનું ભારે મોટું પ્રદાન હતું. ખંભાતના શ્રી બુલાખીદાસ નાનચંદના પુત્રો શ્રી નેમચંદભાઈ, શ્રી હીરાભાઈ શ્રી મૂળચંદભાઈ, શ્રી કેશવલાલ વગેરે પણ પૂજ્યશ્રીના પરમ ભક્ત શ્રાવકો હતા. તેઓએ શ્રી કદંબગિરિ તીર્થમાં શ્રી Page #784 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૭૩૫ સીમંધરસ્વામી આદિની પ્રતિષ્ઠા કરાવી હતી તો લાડવાડા-ખંભાતના શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘમાં ] ઉપાશ્રયનો વ્યાખ્યાન હોલ પણ કરાવ્યો હતો. શ્રી મૂળચંદભાઈ બુલાખીદાસે પોતાનું મોટા ચોકાવાડાખંભાતનું મકાન ઉપાશ્રય તરીકે ભેટ આપેલ; શેઠ શ્રી સોમચંદ પોપટભાઈ પણ પૂજયશ્રીના પરમ ભક્ત શ્રાવક હતા અને તેઓએ શ્રીરતંભતીર્થ તપગચ્છ જૈન સંઘના ઉપાશ્રય માટે જમીન ભેટ આપેલી અને શ્રીરત્નચિંતામણિ પાર્શ્વનાથનું નાનું જિનમંદિર કરાવ્યું. શ્રી ચીમનલાલ ચોકસી, શ્રી મૂળચંદ હીરાચંદ ચોકસી, શ્રી અંબાલાલ જેઠાલાલ, શ્રી ચીમનલાલ ખુશાલદાસ કાપડિયા વગેરે ખંભાતના શ્રાવકો પૂજય શાસનસમ્રાટશ્રીએ સ્થાપેલ જંગમ પાઠશાળાના વિદ્યાર્થીઓ હતા. આ પૂર્વે શ્રી દલસુખભાઈ પોપટભાઈ, શ્રી સોમચંદભાઈ પોપટભાઈ, શ્રી ઉજમસી છોટાલાલ ઘીયા (પૂજ્ય શ્રી ઉદયસૂરિજી મહારાજ), શ્રી ભોગીલાલ પોપટચંદ, શ્રી વાડીલાલ બાપુલાલ કાપડિયા, શ્રી આશાલાલ દીપચંદ, શ્રી દલસુખભાઈ કસ્તુરચંદ, શ્રી પુરુષોત્તમદાસ છગનલાલ શ્રોફ, શ્રી મોહનલાલ પોપટલાલ વગેરે વિદ્યાર્થીઓ હતા, જેઓ પરમ શ્રાવક બન્યા. જામનગરના શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ તથા તેમના ભત્રીજા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ પૂજ્ય શાસન સમ્રાટશ્રીના અનન્ય ભક્ત હતા. શેઠ ચુનીલાલભાઈએ પૂજ્યશ્રીની નિશ્રામાં ભવ્ય ઉજમણું કર્યું હતું, અને શેઠ પોપટલાલ ધારશીભાઈએ શેઠ માકુભાઈના સંઘમાં, જૂનાગઢમાં સંઘજમણ કર્યું ત્યારે જામનગરથી સિદ્ધગિરિનો સંઘ કાઢવાનો અભિગ્રહ કરેલ. તેની પૂર્ણાહુતિ સ્વરૂપ જામનગરથી પાલીતાણાનો ભવ્ય સંઘ કાઢ્યો. આ સંઘમાં ૫. સાગરજી મહારાજ તથા પૂ. મોહનસુરિજી મ સાથે હતા. આ સંઘની વિસ્તૃત નોંધ આ ગ્રંથમાં જ અલગ રીતે પ્રગટ થયેલી છે. શ્રી પોપટભાઈના પિતાજી શ્રી ધારશીભાઈ વિ. સં. ૧૯૫૦માં પૂજ્યશ્રીએ જ્યારે સ્વતંત્ર પ્રથમ ચાતુર્માસ જામનગરમાં કર્યું ત્યારથી પૂજ્યશ્રીના પરમ ભક્ત હતા. એ સિવાય પંડિત હીરાલાલ હંસરાજના પિતાજી પ્રજ્ઞાચક્ષુ શ્રી હંસરાજભાઈ, ઝવેરી ઝવેરભાઈ (જબાભાઈ), દ્રવ્યાનુયોગના અભ્યાસી શા. કાળીદાસ વીરજી, શા. કપૂરચંદે, અજરામરવાળા, શા. સાંકળચંદ નારણજી, શા. સૌભાગ્યચંદ કપૂરચંદ ટોકરશીભાઈ તથા ડાહ્યાભાઈ વગેરે જેમાંથી ડાહ્યાભાઈ દીક્ષા લઈ મુનિશ્રી સુમતિવિજયજી નામે પૂજ્ય શાસનસમ્રાટશ્રીના શિષ્ય બન્યા, તો સૌભાગ્યચંદ કપુરચંદે વિ. સં. ૧૯૫૧માં પૂજ્યશ્રીની નિશ્રામાં જામનગરથી સિદ્ધાચલજીનો છ'રી પાલિત સંઘ કાઢ્યો હતો, તથા મહુવામાં પાઠશાળાના નિભાવ માટે સારી એવી રકમનું દાન કર્યું હતું. શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ તરફથી ચાણસ્મામાં શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળાનું મકાન બાંધવામાં આવ્યું હતું. આ સિવાય શેઠશ્રી પોપટભાઈ તથા શેઠશ્રી ચુનીભાઈએ જામનગરમાં આયંબિલશાળા તથા ભોજનશાળા પણ બંધાવી આપી, તો શ્રી કદંબગિરિ તીર્થમાં ઉપાશ્રયનો આદેશ લીધો તથા માતર પાસે દેવા ગામમાં એક મકાન ખરીદી ઉપાશ્રય માટે સંઘને ભેટ આપ્યું હતું. સંઘમાં સંઘવીજી પોપટભાઈએ ગિરનાર તીર્થમાં રૂ. ૧૦OOGની કિંમતનો રત્નજડિત હાર પ્રભુજીને ચડાવ્યો અને તીર્થમાળ પહેરી હતી, પાલીતાણામાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુને રૂ. ૨૧૦OOનો રત્નજડિત હાર ચડાવ્યો તથા પાલીતાણામાં ક્ષયના દર્દીઓને રહેવા માટેનું સેનેટેરીયમ બાંધવા માટે રૂ. ૨૫OO0નું દાન આપ્યું હતું. Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન - - -૨ ---- . - --- ----- - 1 et ITI A S = ૬ - ઉપર બતાવ્યા એ સિવાય પૂજય શાસનસમ્રાટકી મભૂમિ - રાજસ્થાનમાં વિચર્યા અને શ્રીકાપરડાજી, શ્રીરાણકપુરજી વગેરે તીર્થોના ઉદ્ધાર કરાવ્યા અને શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયનો મહિમા વધાર્યો ત્યારે ત્યાંના પ્રત્યેક ગામના અગ્રણી શ્રાવકો પૂજયશ્રીના અનન્ય ભક્ત બન્યા હતા. તેઓનો ફક્ત નામોલ્લેખ જ અહીં કરવામાં આવે છે. રાજસ્થાનમાં પાલડી ગામના શા. અમીચંદજી અને | શા. ગુલાબચંદજી--બે ભાઈઓએ પાલડીથી જૈિસલમેરનો છે” રીયાલિત સંઘ પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કાઢેલો અને તેમાં રૂ. સાડાત્રણ લાખ ખર્ચા કાપરડાજીનું ભવ્ય મંદિર હતા. ફલોધીમાં માણેકલાલ કોચરે તળાવ કિનારે શ્રી મહાવીર સ્વામીનું નૂતન જિનાલય પૂજયશ્રીની પ્રેરણાથી બંધાવેલ, શ્રી શિવલાલ કોચરે તપગચ્છનો ઉપાશ્રય બંધાવેલ અને શ્રી શિવદાનજી કાનુગાએ એક ધર્મશાળા બંધાવી હતી. કાપરડાજીના ઉદ્ધારમાં બિલાડાના આગેવાન પનાલાલજી શરાફ, પાલીના શ્રી મૂળચંદજી જાવંતરાજજી, શા. કિશનલાલજી સંપતલાલજી (ફલોધીવાળા), શ્રી ચાંદમલજી (પાલીવાળા), પાલડીના સંઘવી શેઠશ્રી ગુલાબચંદજી વગેરેએ ખાસ લાભ લીધો હતો. સંઘવી શ્રી ગુલાબચંદજીએ તો કાપરડાજીના પ્રતિષ્ઠા મહોત્સવના બારે બાર દિવસની ૨૩ ટંકની નવકારશીનો લાભ લીધો. ઉદયપુરના મહારાણા શ્રી ફત્તેહસિંહજીના અંગત મંત્રી શ્રાવક શ્રી ફત્તેહકરણજી પૂજ્યશ્રીના ભક્ત હતા. તેઓને પૂજયશ્રીની સૂચનાથી પૂ. ઉપાધ્યાયશ્રી ઉદયવિજયજીએ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ધર્મસંગ્રહણી' ગ્રંથનું અધ્યયન કરાવ્યું હતું. | ! ભાઈઓએ : ધ R | T * T T T} - I - - - Page #786 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૩૭ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના કુલપતિ પંડિત મદનમોહન માલવિયાજી, પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુ વગેરે પણ પૂજય શાસનસમ્રાટશ્રી પાસે આવીને શાસ્ત્રીય ચર્ચાઓ કરતા હતા. પંડિત માલવિયાજી પૂજ્યશ્રીને “ગુરુજી' શબ્દથી સંબોધતા હતા. આ રીતે પૂજ્ય શાસનસમ્રાટશ્રીના ભક્ત માત્ર શ્રાવકો જ નહોતા પણ અન્ય ધર્મ ગણાતા મહાન વિદ્વાનો તથા ભાવનગર, વલભીપુર, ધ્રાંગધ્રા, લીંબડી વગેરે રાજ્યના દરબારો-રાજાઓ અને તેમના દીવાનો પણ પૂજ્યશ્રીના પરમ ભક્ત હતા. Tattvartha Sutra 15 ૨ ઉણોદરી THAN J, વૃત્તિ સંક્ષેપ . - - વિનય અર્ચતર કામ Page #787 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વરમાં ૧૦૮ વાળા ભક્તિવિહારના પ્રેરક શ્રી ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ. ના આજ્ઞાવર્તિ થરાવાળા શ્રી દયા-દર્શનાશ્રીજી મ. ના શિષ્યા પૂ. પ્રવર્તિની સા. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ. (ચંડીસરવાળા) નો જન્મ ઉત્તમચંદ બાદરમલ સોમાણી પરિવારમાં સં. ૧૯૮૨ નો કા. શુ ૭ ના રોજ થયો. બાળપણથી જ કોઈ અગમ્ય પુણ્ય સાથે વિરાગ દશા લઈને અવતરેલ આ આત્માને બહારથી રળીયામણા દેખાતા સાંસારિક સુખો મૃગજળ જેવા લાગ્યા, ધર્મમય જીવન જ ગમતું. સં. ૨૦૦૭ માં વૈ. શુ. ૧૧ દીક્ષા અંગીકાર કરી પૂ.સા. શ્રી દર્શનશ્રીજી મ.સા. ના શિષ્યા બન્યા. વડીલોની સેવા નાનાની સારણા વારણા ગોચરી પાણી શાન ધ્યાન સદા તત્પરતા એજ એમનું સંયમસૂત્ર બન્યું. અને અભ્યાસ સાથે ગુરુની આજ્ઞાપાલનમાં પચાસ વર્ષ પહેલા ધર્મનું જ્ઞાન જ્યાં અલ્પાંશે હતું તેવા કાંકરેચી, થરા વગેરે ગામો ધર્મધ્યાનમાં આજે મોખરે છે જે પૂજ્યશ્રીનો પ્રભાવ અને પ્રતાપ છે. તપ ત્યાગ ધર્મની ઉપાસના અને વિશુદ્ધ સંયમયાત્રાથી પોતાનું સમ્યગ દર્શન નિર્મળ કરનારા સાદા અને સામાન્ય દેખાતો આ આત્મા કોઈ અજબ કોટિનો જણાય છે. વર્તમાનમાં પોતાના ૫૬ ઠાણા સાધ્વીજીઓ ને સંયમમાં સ્થિર કરી જ્ઞાન અને તપશ્ચર્યાથી આદર્શ જીવન વ્યતીત કરી રહ્યાં છે. પૂજ્યશ્રીના દીક્ષા પર્યાયને પચાસ વર્ષ પૂરા થયા છે ત્યારે અમારા એ અધ્યાત્મ ગુરુવર્યાને કોટિ કોટિ વંદન હોજો! પૂ. ગુરુદેવ શાસનના કાર્યો માટે લાંબુ દીર્ઘાયુષ પ્રાપ્ત કરે એવી મંગલ કામના. પ્રેરણાદાયી સાધ્વી વિદ્યુત શિષ્યા : સા. અમીરસાશ્રીજી મ., સુયશપ્રશાશ્રીજી મ. સા., સા. રાજરત્નાશ્રીજી મ., સા. ગુણરત્નાશ્રીજી મ., સા. અમીવર્ષાશ્રીજી મ., સા. સૌમ્યપ્રભાશ્રીજી મ., સા. રાજપ્રજ્ઞાશ્રીજી મ. આદિ. ૫૫ ઠાણા. વિશુદ્ધ સંયમી નિષ્પરિગ્રહી, પ્રવર્તિની પૂ.સા.શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ.સા. ના ૫૦ વર્ષના દીક્ષા પર્યાયની હાર્દિક અનુમોદનાર્થે E Page #788 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૭૩૯ (ગુણ-ગણસમ્પન્ન મહાનુભાવો –શ્રી રમણલાલ ચી. શાહ વર્તમાન સમયમાં જમાનાની દૂષિત હવાએ સમગ્ર માનવજાત પર ઝેરી ભરડો લીધો છે. ત્યારે પણ સાધુ જેવું સંયમી જીવન જીવતા હોય તેવા વર્તમાન સમયના કેટલાક ઉત્તમ મહાનુભાવોના પારદર્શી પરિચયો જાણ્યા પછી ખરેખર અંતરથી અનુમોદના કરવા જેવું જણાય છે. પોતાની લાંબી સાહિત્યયાત્રા દરમિયાન જેમને જેમને બહુ નજીકથી જોયા હોય તેવા કેટલાક મહાનુભાવોના પરિચયો શ્રી રમણભાઈ શાહે અત્રે રજૂ કર્યા છે. શ્રી રમણભાઈ ઘણા વર્ષોથી અમારી ગ્રંચશ્રેણીના માર્ગદર્શક બની રહ્યા છે, મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકેની, મુંબઈ જૈન યુવકસંઘ અને બીજી અનેક સંસ્થાઓના મોભી તરીકેની તેમની વર્ષોની સેવા નોંધપાત્ર બની છે. માનવસેવાનાં અનેક સત્કાર્યો અને મંગલ આયોજનોમાં મિત્રોને સાથે રાખીને સફળ બનાવવામાં તેમનું ભારે મોટુ યોગદાન રહ્યું છે. તેમનું વિપુલ સાહિત્યસર્જન ખરેખર દાદ માંગી લે છે. સંખ્યાબંધ ગ્રંથોનું--સંશોધન-સંપાદનકાર્ય કરીને જૈનત્વનું ભારેમોટું ગૌરવ વધાર્યું છે. જૈનધર્મના તત્ત્વને વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવામાં, તેમનો નમ્ર પ્રયાસ પ્રશંસાપાત્ર રહ્યો છે. તેમના સાહિત્યનો રસ માણવો અને તેમને સાંભળવા એ પણ જીવનનો એક લ્હાવો છે. ---સંપાદક મારા પિતાશ્રી મારા પૂજ્ય પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ વિસં. ૨૦૫પના મહા વદ અમાસના દિવસે (તા. ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ) ૧૦૩માં વર્ષમાં પ્રવેશ કર્યો. ચિત્તની સ્વસ્થતા અને સમતા, નિર્વ્યસનીપણું, કાયમ ઉણોદરી વ્રત અને પ્રભુભક્તિ એ એમના દિર્ધાયુનું રહસ્ય છે. દિવસે ઊંઘતા નથી. પાચનક્રિયા બરાબર ચાલે છે. રાતના સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય છે. - રોજ સવારે સાડા પાંચ કે છ વાગે ઊઠતાંની સાથે પથારીમાં બેઠાં બેઠાં જ તેઓ એક કલાક ઉચ્ચ સ્વરે પ્રભુભક્તિ કરે છે. આત્મરક્ષા મંત્ર. નવકાર મંત્રનો છંદ. ગૌતમસ્વામીનો છંદ, રત્નાકર પચ્ચીશી. કેટલાંક પદો તથા સ્તવનો તેઓ રોજ બોલે છે. સવારે ભોજન પછી તેઓ આખો દિવસ જુદા જુદા મંત્રના જાપ તથા લોગ્ગસ્સ સૂત્રનું રટણ કરે છે. સરેરાશ બસો વખત લોન્ગસ બોલતા હશે. પિતાશ્રીનો જન્મ ઇ. સ. ૧૮૮૯માં પાદરામાં થયો હતો. ભણવામાં પણ હોંશિયાર હતા. પરંતુ ઘરનો વેપારધંધો મોટા પાયે ચાલતો હતો એટલે ભણવાનું છોડી નાની વયે વેપારધંધામાં લાગી ગયા હતા. |સાંજને વખતે તેઓ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરતા. એમના વખતમાં પાઠશાળામાં શિક્ષક તરીકે Page #789 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪o [ જૈન પ્રતિભાદર્શન ચોટીલાથી આવેલા ઊજમશી માસ્તર સંગીતના સારા જાણકાર હતા. બુલંદ સ્વરે હાર્મોનિયમ સાથે સ્તવનો ગાતા અને શીખવતા. પિતાશ્રીને એ રીતે પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેની ગાથાઓ તથા દોઢસો જેટલાં સ્તવનો કંઠસ્થ થયાં તે આ ઊજમશી માસ્તરના પ્રતાપે. એ ઊજમશીભાઈએ પછી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને મુનિ ઉદયવિજયજી અને પછી ઉદયસૂરિ થયા હતા. (શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિના શિષ્ય ઉદયસૂરિ તે જુદા.) એક ઐતિહાસિક સ્થળ તરીકે તથા એક સંસ્કારકેન્દ્ર તરીકે પાદરાનું નામ ત્યારે ઘણું મોટું હતું. - વડોદરાથી બારેક કિલોમીટર દૂર આવેલું પાદરા ગામ ઐતિહાસિક છે. અંગ્રેજો સામે ૧૮૫૭ના બળવામાં ભાગ લેનાર ક્રાંતિવીરોમાંના એક તાત્યા ટોપેની એ જન્મભૂમિ છે. એક બાજુ વિશ્વામિત્રી નદી અને બીજી બાજુ મહીસાગર નદીની પાસે પાદરા આવેલું છે. ' ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ત્યારે પાદરા મોખરે હતું. પાદરામાં શાંતિનાથ અને સંભવનાથનાં જિનમંદિરો છે. જૈન સાધુઓનું વિહાર અને ચાતુર્માસનું મોટું ક્ષેત્ર ત્યારે પાદરા ગણાતું. ત્યારે પાંચ દાયકામાં પચાસથી વધુ વ્યક્તિઓએ પાદરામાંથી દીક્ષા લીધી હતી. ગાયકવાડી ગામ વિજાપુરના વતની પટેલ બહેચરભાઈ પછીથી રવિસાગર મહારાજના શિષ્ય સુખસાગર મહારાજ પાસે દીક્ષા લઈ બુદ્ધિસાગરસૂરિ થયા હતા. ગુજરાત તથા ગુજરાત બહાર યોગનિષ્ઠ આચાર્ય તરીકે એમનું નામ પંકાયેલું. બુદ્ધિસાગરસૂરિના વિહાર અને ચાતુર્માસના પ્રિય ગામોમાં પાદરાનું નામ પણ આવે. સમગ્ર પાદરા બુદ્ધિસાગરસૂરિનું અનુરાગી હતું. પાદરાના વકીલ મોહનલાલ હીમચંદ શાહ બુદ્ધિસાગરસૂરિના પરમ ભક્ત હતા. એમના તમામ ગ્રંથોનું સંકલન, સંપાદન, પ્રકાશન, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના ઉપક્રમે વકીલ મોહનલાલ હીમચંદ કરતા. એ જમાનામાં રૂ અને અનાજના વેપારમાં પાદરાને ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવનાર અમૃતલાલ વનમાળીદાસ, એટલે કે મારા પિતાશ્રીના પિતા હતા. અમૃતલાલ બાપાએ પોતાના પિતાના ખાદી વણાટના વેપારને વિકસાવ્યો. પાદરામાં કાપડની દુકાન ચાલતી હતી. પરંતુ તે ઉપરાંત રૂના વેપારમાં એમણે ઝંપલાવ્યું. એમનો એ વ્યવસાય વિકસતો ગયો અને આખા પાદરા તાલુકામાં પ્રથમ નંબરના શ્રીમંત તેઓ બની ગયા. અમૃતલાલ બાપાને ત્યાં લોકો પરાણે વ્યાજે રકમ મૂકી જતાં. બધાને નિયમિત વ્યાજ ચૂકવાતું. તેઓ ગરીબોને અને સાધારણ સ્થિતિના માણસોને ઘણી આર્થિક સહાય ગુપ્ત રીતે કરતા રહેતા હતા. કોઈ માણસ મુશ્કેલીમાં હોય અને એમની પાસે આવ્યો હોય તો તે ખાલી હાથે પાછો ફરે જ નહિ. કચવાતે મને નહિ પણ પ્રેમથી પ્રસન્નતાપૂર્વક તેઓ મદદ કરતાં. દેવાદારોના દેવાં તેઓ માફ કરી દેતાં અને કોઈને ખબર પડવા દેતા નહિ. વ્યાજે રકમ મૂકવા આવનાર કેટલાયને તેઓ આડકતરી રીતે તેની મુદ્દલ રકમથી પણ વધુ સહાય કરતાં કે જેથી તેઓ નિશ્ચિત રહી શકે. આથી જ તેમનું નામ લહેરી શેઠ” પડી ગયું હતું. લહેરી શેઠ એટલા બધા ભલા અને દયાળુ હતા અને એમનું જીવન એવું પવિત્ર હતું કે તેઓ સામા મળે તેને લોકો શુકન માનતા. સારા શુકન માટે લોકો તેમના નીકળવાની રાહ જોતા. જ્ઞાતિના આગેવાન તરીકે એમનું ઘણું માન રહેતું. દરેક બાબતમાં તેઓ તન, મન, ધનથી ઘસાવા તૈયાર રહેતા. તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. Page #790 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] L[ ૭૪૧ પિતાશ્રીએ ઘણા વર્ષોથી અપનાવેલી સાદાઈ પ્રમાણે એમની પાસે તો બે જોડ વસ્ત્રથી વધુ પરિગ્રહ હોતો નથી. સંતાનો સ્વતંત્ર થયા પછી લગભગ પંચાવનની ઉંમરે ધન કમાવામાંથી એમણે રસ છોડી દીધો હતો. પોતાના નામે બેન્કમાં ખાતું કે મિલ્કત નથી. - પિતાશ્રીનું જીવન એટલે ચડતી-પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો છે. એમના સરળ, નિરભિમાની, નિઃસ્પૃહ, ધર્મમય શાંત પ્રસન્ન જીવનમાંથી અમને હંમેશાં સતત પ્રેરણા મળતી રહી છે. ( સ્વ. જોહરીમલજી પારખ) કેટલાક સમય પહેલાં જૈન સમાજની એક મહાન વિભૂતિ શ્રી જોહરીમલજી પારખનો જોધપુરમાં ઈકોતેર વર્ષની વયે સ્વર્ગવાસ થયો. આ કાળમાં અદ્વિતીય એમનું ગૃહસ્થ અદ્વિતીય જીવન હતું. તેઓ ગૃહસ્થ હતા, દીક્ષિત થયા નહોતા, છતાં છેલ્લાં બાવીસેક વર્ષથી સ્વેચ્છાએ ત્યાગી સાધુ જેવું કઠિન જીવન તેઓ જીવતા હતા. પોતાના માનકષાયને જીતવાનો એમણે ઘોર પુરુષાર્થ કર્યો હતો. ઉપસર્ગો અને પરીષહ સહન કરવાનું અસાધારણ આત્મિક બળ તેમણે પ્રાપ્ત કર્યું હતું. કેટલાંક વર્ષો પહેલાની વાત છે. ભરઉનાળામાં ઉઘાડા પગે ડામરના રસ્તા પર દસ ડગલાં ચાલતા પણ પગ શેકાઈ જાય ત્યાં તેઓ ચાર-પાંચ કિલોમીટર ચાલતા આવ્યા હતા. જોહરીમલજી વાહન અને એક વસ્ત્રના ઉપયોગ સિવાય અન્ય રીતે દિગંબર સાધુ જેવું જીવન જીવતા હતા. તેઓ જોધપુરના વતની; પણ મુંબઈમાં રહેતા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ઘણી સારી પ્રેક્િટસ ચાલતી હતી. શ્રીમંત હતા. ધીકતી કમાણી હતી. પત્ની-સંતાનો સાથે અત્યંત સુખી જીવન જીવતા હતા. મોટો ફલેટ, ઓફિસ, મોટરગાડી બધુ હતું. પરંતુ અંતરમાં ત્યાગ-વૈરાગ્ય ભારોભાર ભર્યો હતો. ઘરનાની બધાની સંમતિ લઈ લગભગ પચાસ વર્ષની વયે બધુ છોડી દઈ સાધુ જેવું જીવન સ્વીકારી લીધું. પોતે સ્થાનકવાસી સંપ્રદાયના હતા, પરંતુ તેઓ બધા સંપ્રદાયોથી પર થઈ ગયા હતા. સાધુની જેમ તેમણે સ્નાનનો ત્યાગ કર્યો હતો. જાડી ખાદીનું પોતડી જેવું વસ્ત્ર પહેર્યું તે પહેર્યું. એ ફાટે નહિ ત્યાં સુધી બીજું વસ્ત્ર ધારણ કરવાનું નહિ. એમણે વાહનની છૂટ રાખી હતી, પરંતુ તે છૂટ નિસ્પ્રયોજન કે માત્ર હરવાફરવા અર્થે ન હતી, પણ ધર્મકાર્ય નિમિત્તે, જ્ઞાનના પ્રચારાર્થે કે ધાર્મિક સંમેલનો, પરિસંવાદો પૂરતી હતી. - ત્યારપછી દિલ્હીમાં વલ્લભસ્મારકમાં મારે એમને મળવાનું થયું હતું. એક પરિસંવાદમાં મારે ભાગ લેવાનો હતો. જોહરીમલજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં પણ કાયમ જમીન ઉપર સુઈ જવું, કશું ઓઢવુંપાથરવું નહિ. એ રીતે જોહરીમલજીએ દિગંબર મુનિ જેવું જીવન જીવવાનું ચાલુ કરી દીધું હતું. જોહરીમલજી પોતાની રોજિંદી આવશ્યક ધર્મક્રિયા--સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે નિશ્ચિત સમયે અવશ્ય કરી લેતા. તેઓ રોજ એક વખત આચારાંગ સૂત્રનું પઠન કરતા. તેઓ દિવસે કદી સૂતા નહિ. સૂર્યાસ્ત પછી બીજા દિવસની સવાર સુધી તેઓ મૌનમાં રહેતા. ગૃહસ્થજીવનના ત્યાગ પછી એમણે સંસ્કૃત, પ્રાકૃતનો અભ્યાસ કર્યો અને બધા આગમગ્રંથોનું સારી રીતે પરિશીલન કર્યું. હસ્તપત્રો વાંચતા તેને આવડી ગયું હતું. પ.પૂ. શ્રી જેબૂવિજયજી મહારાજ પાસે તેઓ વારંવાર જતાં અને તેમના કામમાં મદદરૂપ થતાં. Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ ) [ જૈન પ્રતિભાદર્શન જોહરીમલજીએ ધીમે ધીમે આહાર ઉપર વિજય મેળવ્યો હતો. તેમણે આરંભમાં નવકારશી તથા ચોવિહાર ચાલુ કરી દીધા હતા. ત્યાર પછી બે ટંક આહાર સિવાય કશું જ ન લેવું, એ રીતે કાયમનાં બેસણાં જેવું વ્રત અંગીકાર કર્યું હતું. પછી તેમણે એક ટંક આહાર લેવાનું ચાલુ કર્યું. એક ટંક આહાર પણ તેમણે એક પાત્રમાં જ થોડી વાનગીઓ લઈ, તે બધાનું મિશ્રણ કરી દિગંબર સાધુની જેમ ઊભાં ઊભાં લેવાનું ચાલુ કર્યું. પોતે પ્લાસ્ટિકનું મોટા ટંબલર જેવું એક સાદું વાસણ રાખે. એમાં બધું ભેળવી આ આહાર વાપરી લે અને એમાં જ પાણી લઈને પીએ. આ રીતે વર્ષો સુધી તેઓ એક ટંક જ આહાર લેતા, છતાં તેમની શક્તિ સચવાઈ રહેતી. વસ્તુતઃ ઓછા આહારથી એમને ક્યારેય અશક્તિ વરતાઈ નહોતી. પાંચ-પંદર માઈલ ચાલવું એ એમને મન રમત વાત હતી. સિત્તેરની ઉંમરે તેઓ પહોંચ્યા હતા ત્યારે પણ એકવડા સુકલકડી શરીરને લીધે તેઓ ઝડપથી ચાલી શકતા. શરીરમાં સંધિવા કે બીજો કોઈ રોગ નહોતો. સમેતશિખરમાં તેઓ અમારી સાથે હતા. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં શિયાળાની કડકડતી ઠંડીમાં આ રીતે રહેતા એમને શરીરે ઠંડી ચડી ગઈ. તાવ આવ્યો. ન્યુમોનિયા થયો હતો. ઔષધ લેવાની કે હોસ્પિટલમાં જવાની એમણે ના પાડી; દેહ છોડવાનું થાય તો ભલે થાય. એ માટે પોતે સ્વસ્થ ચિત્તે તૈયાર હતા. ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં એમના સ્વજનો મુંબઈથી જોધપુર પહોંચે તે પહેલાં તેમણે દેહ મૂકી દીધો. ( સ્વ. લાડકચંદભાઈ વોરા ) સાયલાના “રાજસોભાગ આશ્રમની સ્થાપનાના પ્રેરક, અનેક મુમુક્ષુઓના ગુરુદેવ, “બાપુજી'ના નામથી ભક્તોમાં પ્રિય અને આદરણીય, સાયલાના સંત તરીકે ખ્યાતિ પામેલા એવા સ્વ. લાડકચંદભાઈ માણેકચંદ વોરાનો મંગળવાર, તા. ૯મી ડિસેમ્બર ૧૯૯૭ના રોજ ૯૩ વર્ષની વયે દેહવિલય થયો. એમના સ્વર્ગવાસથી અનેકને અધ્યાત્મમાર્ગના એક અનુભવી પથપ્રદર્શક “બાપુજી' ની ખોટ પડી છે. - આ આશ્રમ એક એવું સ્થળ છે કે જ્યાં ફરી ફરી આવવાનું મન થાય. આશ્રમની જે કેટલીક વાત મને વધુ ગમી છે તેમાં એક છે સ્વતંત્ર શિખરબંધી જિનમંદિર અને નિત્યના ક્રમમાં ચૈત્યવંદનને સ્થાન. આ આશ્રમમાં તીર્થંકર પરમાત્માને ગૌણ કરવામાં આવ્યા નથી અથવા “કૃપાળુ દેવ એ જ અમારે મન તીર્થકર, બીજા તીર્થંકરની અમારે જરૂર નથી, એવી માન્યતા પ્રવર્તતી નથી. વળી આ આશ્રમમાં નવકારમંત્રનું વિસ્મરણ થવા દીધું નથી. રોજે રોજ પ્રાર્થના, ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરેમાં નવકારમંત્ર બોલાય છે અને ચૈત્યવંદન પહેલાં નવકારમંત્રની એક માળા ગણાય છે. આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી વગેરેનાં સ્તવનો, સજઝાયો, પદોના અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મોટી પૂજામાં આત્મસિદ્ધિની પૂજા ઉપરાંત પંચકલ્યાણકની પૂજા, અંતરાયકર્મની પૂજા, સ્નાત્ર પૂજા વગેરેને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ બધામાં સૌથી મોટું આકર્ષણ તે બાપુજીના સાંનિધ્યનું હતું. એમનું જીવન ખૂબ સભર અને સુવાસમય હતું. બાપુજીનો જન્મ વિ. સં. ૧૯૬૧ના ફાગણ સુદ બીજ તા. ૮મી માર્ચ ૧૯૦૫ના રોજ સાયલા તાલુકાના ચોરવીરા નામના એક નાનકડા ગામમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ માણેકચંદ અને માતાનું નામ હરિબાઈ હતું. ચોરવીરાનું આ સંસ્કારી જૈન કુટુંબ એની ઉદારતા, દયાભાવના, પરગજુવૃત્તિ માટે જાણીતું હતું. વિ.સં. ૧૯૫૬ના એટલે કે છપ્પનિયા દુકાળ વખતે ભૂખે Page #792 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૪૩ ટળવળતા દુકાળિયાઓની એમના આંગણે લાઈન લાગતી અને તેઓ સૌને ખાવાનું આપતા. બાળક લાડકચંદમાં ધર્મના સંસ્કાર પડેલા. એમનો કંઠ પણ બુલંદ હતો. વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. તેમણે પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણનો પણ સંગીન અભ્યાસ કર્યો હતો અને તેની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી રાજકોટમાં બહુમાન પણ મેળવ્યું હતું. આગળ વધતાં સાયલા રાજ્યના ન્યાયાધીશની પદવી સુધી પહોંચ્યા. બાપુજીનું જીવન નિર્વ્યસની, સદાચારી અને ધર્મપરાયણ હતું. આગમોદ્ધારક પૂ. આ.શ્રી સાગરાનંદસૂરિ (સાગરજી મહારાજ)ના એક મુખ્ય શિષ્ય શ્રી માણેકસાગરસૂરિ જેવા આચાર્ય ભગવંતે સાયલા જેવા નાના ગામની ચાતુર્માસ માટે પસંદગી કરી હતી, તેનું મુખ્ય કારણ તે સાયલાના અધ્યાત્મરુચિ ધરાવતા યુવાનો હતા, અને એ યુવાનોના અગ્રેસર તે બાપુજી હતા. બાપુજીને આનંદઘનજીની ચોવીસી કંઠસ્થ હતી અને મધુર બુલંદ કંઠે તેઓ ગાતા સાધનામાં સતત પુરુષાર્થ કરી બાપુજીએ આત્મસાક્ષાત્કાર કર્યો હતો. બાપુજીનું મનોબળ ઘણું મોટું હતું. પોતાની શારીરિક અસ્વસ્થતા હોય તો પણ અગાઉ જો નિર્ણય કર્યો હોય તો તેનો અમલ કરવા-કરાવવા માટે તેઓ સ્વસ્થ થઈ જતા. તેમનો પુણ્યોદય એટલો પ્રબળ હતો કે પોતાની ઇચ્છાનુસાર બધી પ્રવૃત્તિઓ ગોઠવાઈ જતી. નિરામયતા, ચિત્તની સ્વસ્થતા તથા યોગાદિ સાધના માટે કાયાની નિયમિતતા પર તેઓ બહુ ભાર મૂકતા. પોતાના આહાર, નિહાર, વિહાર, સ્વાધ્યાયના રોજિંદા કાર્યક્રમ માટે યથાશક્ય સમયની નિયમિતતા તેઓ જાળવતા કે જેથી કાયાની નિયમિતતા જળવાય. ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણકાળની માળા રાતના બાર પછી અને ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના સમયની માળા સવારે પાંચ-છ વાગે કરતા. બાપુજી આ ઉંમરે પણ રાતનો ઉજાગરો વેઠતા અને બધા કાર્યક્રમોમાં ઉલ્લાસપૂર્વક ભાગ લેતા. ભગતના ગામ તરીકે ઓળખાતા એવા સાયલાના અપકીર્તિત નામને લૌકિક દૃષ્ટિએ પુનર્પ્રતિષ્ઠા અપાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી જાણીતું કરવામાં અને કેટલાયે રૂડા જીવોને મોક્ષમાર્ગની સાધના તરફ વાળવામાં, જીવનની ઉત્તરાવસ્થામાં ભારે પુરુષાર્થ કરીને બાપુજીએ પોતાના દીર્ઘાયુષ્યને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે. પૂજ્ય બાપુજીનો દેહવિલય થયો, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે તેઓ અનેકના હૃદયમાં બિરાજમાન છે. એમના પુણ્યાત્માને નતમસ્તકે વંદન કરીએ છીએ! સ્વ. વસનજી લખમશી શાહ જૈન સમાજના એક આગેવાન તથા સંનિષ્ઠ કાર્યકર શ્રી વસનજી લખમશી શાહનું ૬૯ વર્ષની વયે તા. ૧૨મી ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ મુંબઈમાં અવસાન થયું. વસનજીભાઈએ માતાપિતા અને ભાઈઓની સંમતિથી પારિવારિક વ્યવસાય છોડી જાહેર જીવનમાં, સેવાકાર્યના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ત્યારપછી અમારો પરિચય થયો હતો. તેઓ પરિપૂર્ણ વ્યાખ્યાનમાળામાં આવતા. અનેક જાહેર કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત હોય. એ રીતે એમને વારંવાર મળવાનું થતું. તેમના Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન સરળ, નિખાલસ અને મળતાવડા સ્વભાવનો આ રીતે સરસ પરિચય થયો હતો અને ઉત્તરોત્તર એ વિકસતો ગયો હતો. વસનજીભાઈમાં સૂઝ, કાર્યદક્ષતા, આયોજનશક્તિ અને દીર્ઘદૃષ્ટિ તો રહેલાં હતાં જ, પણ એ બધાથી વધુ તો એમની મહેંકતી સુવાસ હતી. એમનું કામ કરવા સૌ તત્પર અને રાજી થતાં. સંઘર્ષ, વિવાદ, કલહ, હુંસાતુંસી વગેરે વસનજીભાઈને ગમતાં નહિ. એ એમની પ્રકૃતિમાં નહોતાં. બધાની સાથે સ્નેહભાવ જાળવવો, બધા રાજી રહે એવું કાર્ય કરવું એ એમની નીતિરીતિ હતી. માલમિલ્કતના ઝઘડા હોય, લગ્ન વિચ્છેદના પ્રશ્નો હોય, ભાગીદારીની સમસ્યાઓ હોય, કેટલાંયે કુટુંબો વસનજીભાઈને વિષ્ટિકાર તરીકે નિમતા અને એમનો નિર્ણય સ્વીકારતાં. ‘કજિયાનું મોં કાળું’ એવું માનનારા, ચારેય ઊંચે સાદે ન બોલનારા, કોઈને કડક શબ્દોમાં ઠપકો ન આપનારા વસનજીભાઈ સૌની સાથે હળીભળી જતા, એથી એમના ચાહકો સ્વાભાવિક રીતે એમના પ્રત્યે આદરભાવ ધરાવતા. વસનજીભાઈ મિલનોત્સુક પ્રકૃતિના હતા. બધાને મળે. સામેથી બોલાવે. ખબર અંતર પૂછે. તેઓ વ્યવહાર બહુ સાચવતા. એમના સગા-સંબંધીઓ એટલા બધા, મિત્રવર્તુળ પણ એટલું મોટું અને વિવિધ સંસ્થાઓના સહકાર્યકર્તાઓ સાથેની દોસ્તી પણ વિશાળ. દરેકને ત્યાં સગાઈ, લગ્ન, માંદગી, મરણ વગેરે પ્રસંગે વસનજીભાઈ પહોંચ્યા જ હોય. એ બાબતમાં જરાપણ આળસ તેમનામાં જોવા ન મળે. નાના મોટા સૌની સાથે એક બનીને રહે અને દરેકને જાતે મદદ કરવાનો અથવા બીજા દ્વારા મદદ કરાવવાનો પ્રામાણિક પ્રયાસ કરી છૂટે. એથી સમાજમાં એમનો મોભો ઘણો ઊંચો થયો હતો. વસનજીભાઈ ધર્મપ્રિય હતા. સાધુ-સાધ્વીઓ પ્રત્યે એમને અત્યંત આદરબહુમાન હતા. અમે ઘણે ઠેકાણે સાથે પ્રવાસ કર્યો છે. વસનજીભાઈએ પાર્થિવ દેહ છોડ્યો, પણ એમની સૌરભ ચારે તરફ પ્રસરી રહી. એમના અવસાનથી સમાજે એક સંનિષ્ઠ, સખાવતી, સેવાભાવી કાર્યકર ગુમાવ્યો છે. અગરચંદજી નાહટા શ્રી અગરચંદજી નાહટા રાજસ્થાનમાં આવેલા બીકાનેરના વતની હતા. જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા અને ઇતિહાસના તેઓ પ્રખર અભ્યાસી હતા. અન્ય ધર્મના સાહિત્યના અભ્યાસ સાથે તેમણે મુખ્યત્વે પ્રાચીન જૈન સાહિત્યનો, એની હસ્તપ્રતોની જાણકારી સહિત ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. આવા બહુશ્રુત વિદ્વાનનું ૭૩ વર્ષની વયે એમના વતન બીકાનેરમાં અવસાન થયું. કેસરી સાફો, સફેદ ડગલો તથા ધોતિયું પહેરેલા નાહટાજી પસાર થાય તો કોઈને ખ્યાલ ન આવે કે ભારતના આ એક મૂર્ધન્ય સારસ્વત છે. શ્રી અગરચંદજી નાહટા એટલે જૈન સાહિત્યના સંશોધન માટેની જાણે કે એક જીવતીજાગતી સંસ્થા. ભારતભરમાં અને ભારત બહાર કેટલાય વિદ્વાનોને એમના તરફથી જરૂરી માહિતી ઓછા શ્રમે તરત સાંપડી જતી. પ્રાચીન જૈન સાહિત્યના તેઓ જાણે કે જીવંત જ્ઞાનકોશ જેવા, વોકિંગ એન્સાઇકલોપીડિયા જેવા હતા. એ વિષયમાં કોઈ કૃતિ વિશે, કોઈ કર્તા વિશે કે Page #794 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૪પ કોઈ કૃતિની રચનાતાલ વિશે પૂછીએ તો નાહટાજીને એ બધી વિગતો મોઢે હોય. સ્તવન-સજઝાયની હજારો પંક્તિઓ એમને કંઠસ્થ અને ગાય પણ બુલંદ સ્વરે. અગરચંદજી નાહટાનો જન્મ બીકાનેરમાં શ્રીમંત નાહટા પરિવારમાં ઈ. સ. ૧૯૧૧ના માર્ચ મહિનાની ૧૯મી તારીખે થયો હતો. એમણે શાળામાં માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કુટુંબના વેપારને કારણે કિશોરાવસ્થામાં જ નાહટાજીને વેપારમાં લાગી જવું પડ્યું હતું. તેઓ કલકત્તામાં પોતાની પેઢીમાં કામ કરતા થઈ ગયા. પરંતુ ૧૭ વર્ષની ઉંમરે તેઓ બીકાનેરમાં કૃપાચંદ્રસૂરિ નામના આચાર્યભગવંતના સંપર્કમાં આવ્યા અને ત્યાર પછી પૂ. ભદ્રમુનિ (હપીવાળા પૂજય સહજાનંદ મુનિ)ના સંપર્કમાં આવ્યા ત્યારથી તેમના જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવી ગયું. તેમની ભાવના તો દીક્ષા અંગીકાર કરીને જૈન મુનિ બનવાની હતી, પરંતુ કુટુંબના આગ્રહને કારણે તેઓ તેમ કરી શક્યા નહીં. તેમનાં લગ્ન થયાં, ગૃહસ્થ જીવનમાં પ્રવેશ થયો, પરંતુ એમણે સંકલ્પ કર્યો કે વર્ષમાં લગભગ આઠ મહિના જેટલો સમય સ્વાધ્યાય, આરાધના વગેરેમાં આપવો. યૌવનમાં આરંભાયેલો આ એમનો જીવનક્રમ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. પછી તો વેપાર માટેનો સમય ઘટીને એક-બે મહિના પૂરતો મર્યાદિત થઈ ગયેલો અને છેલ્લાં પંદરેક વર્ષથી તો તેઓ વેપારમાંથી સાવ નિવૃત્ત થઈ ગયા હતા. આખું વર્ષ તેઓ સ્વાધ્યાયમાં પસાર કરવા લાગ્યા હતા. શ્રી નાહટાજીનો રોજનો કાર્યક્રમ વિશિષ્ટ પ્રકારનો હતો. રોજ સવારે ત્રણ વાગ્યે ઊઠીને તરત જ તેઓ સ્વાધ્યાય, ધ્યાન, જાપ વગેરેમાં લાગી જતા. સવારમાં નિયમિતપણે તેઓ આ રીતે પાંચ સામાયિક કરતા. ત્યાર પછી સ્નાન વગેરે કરી, દેરાસરે પૂજા કરી આવીને દૂધ-નાસ્તો લઈને પોતાના ઘરની સામે અભય જૈન ગ્રંથાલયના મકાનમાં જઈ ફરી પાછા સ્વાધ્યાયમાં લાગી જતા. જમીને બપોરે ગ્રંથો, સામયિકો વગેરે વાંચતા, ટપાલો લખતાં અને જે વિષય પર લેખ લખવાનો હોય તેને લગતું વાંચન-મનન કરી લેતા. સાંજ જમ્યા પછી લેખો લખતા. આ રીતે વર્ષમાં સહેજે તેઓ નાનામોટા સો-દોઢસો લેખો લખતા. તેમની કામ કરવાની ઝડપ ઘણી હતી. લગભગ છ દાયકા જેટલા સમયમાં એમણે છ હજારથી વધુ લેખો લખ્યા છે. - નાહટાજીએ પોતાના નાનાભાઈ અભયરાજની સ્મૃતિમાં ‘અભય જૈન ગ્રંથમાળા નામની સંસ્થા પોતાના પૈસે સ્થાપી અને તેમાં હસ્તપ્રતો, ગ્રન્થો, સામયિકો, પ્રાચીન ચિત્રો, કલાકૃતિઓ વગેરે વસાવવાનું કાર્ય એકલે હાથે શરૂ કર્યું. પ્રતિ વર્ષ તેમાં ઉમેરો થતો જ રહ્યો. એમાં અત્યાર સુધીમાં ૬૫ હજારથી વધુ હસ્તપ્રતો એમણે એકત્ર કરી હતી અને એવી જ રીતે પચાસ હજારથી વધુ મુદ્રિત ગ્રંથો તથા પ્રાચીન અનેક ચિત્રો, સિક્કાઓ, પટ્ટાવલીઓ ઇત્યાદિ એકત્રિત કર્યા હતાં. કોઈ મોટી સંસ્થા કરી શકે એવું કામ નાહટાજીએ એકલે હાથે કર્યું હતું. નાહટાજીએ મેટ્રિક સુધીનો પણ અભ્યાસ નહોતો કર્યો, પણ આપસૂઝથી એમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિંદી, જૂની ગુજરાતી, અર્વાચીન ગુજરાતીના અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. વળી તેઓ અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો પણ સમજાય તેટલા વાંચીને તેનો સાર ગ્રહણ કરી લેતા. ઘણી જુદી જુદી યુનિવર્સિટીઓના પીએચ. ડી.ના પરીક્ષક તરીકે તેમણે કામ કર્યું છે અને તેમના હાથ નીચે કેટલાય વિદ્યાર્થીઓએ પીએચ. ડી.ની પદવી માટે માર્ગદર્શન મેળવ્યું છે. તેમણે ઘણી યુનિવર્સિટીઓના ઉપક્રમે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે. નાહટાજીનું સમગ્ર જીવન આ રીતે વિદ્યોપાસનામાં સફળતાપૂર્વક પસાર) Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન થયું હતું. દુર્લભ એનો શ્રી અને સરસ્વતીનો સુભગ સમન્વય એમના જીવનમાં થયેલો. નાહટાજી સરળ પ્રકૃતિના હતા. કોઈ વાતે એમને માઠું લાગતું નહીં. તેમનો પહેરવેશ સાદો હતો. તેમની જીવનજરૂરિયાતો ઓછી હતી. કયારેક રેલવેના બીજા વર્ગના ડબ્બામાં બેસવાની જગ્યા ન હોય અને પેસેજમાં નીચે બેસવું પડે ત્યારે પણ અત્યંત પ્રસન્ન ચિત્તે નહાતાજી પ્રવાસ કરતા હોય. કોઈને ઘરે ઊતર્યા હોય ત્યારે સગવડની બહુ અપેક્ષા તેઓ ન રાખે. ખાવાપીવાનો સમય વીતી જાય તો પણ ચહેરા ઉપર વ્યગ્રતા ન જણાય. જૈન સાહિત્યમાં પણ નાહટાજીના રસના વિષયો વિવિધ પ્રકારના રહ્યા હતા. મધ્યકાલીન રાસાસાહિત્ય અને ફાસાહિત્યના સંશોધનના ક્ષેત્રે એમનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. એમણે સંશોધન કરીને સંપાદિત કરેલા એવા સંખ્યાબંધ ગ્રન્યો છે. જૈન સાહિત્યના સંશોધનક્ષેત્રે, ખાસ કરીને હસ્તલિખિત પ્રતિઓની દૃષ્ટિએ નાહટાજી જેટલું મોટું કાર્ય કરનાર અત્યારે બીજી કોઈ વ્યક્તિ નથી. હવેના સમયમાં પ્રાચીન સાહિત્યના સંશોધનકાર્યમાં એકંદરે રસ ઓછો થતો જાય છે ત્યારે નાહટાજીએ કરેલી સાડાપાંચ દાયકાની સેવાનું મૂલ્ય ઘણું મોટું લાગે છે. એ ક્ષેત્રમાં કામ કરનારાઓને એમની ખોટ વર્ષો સુધી લાગ્યા કરશે. ( ચીમનલાલ ચકુભાઈ શાહ ) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ એટલે આપણા રાષ્ટ્રસ્થવિરોમાંના એક. તેઓ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના એક સેનાની, ભારતના બંધારણના ઘડનારાઓમાંના એક, ભારતની લોકસભાના સભ્ય, જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા, એક નામાંકિત સોલિસિટર, અનેક સામાજિક-શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, વિચારશીલ લેખક અને સમર્થ તત્ત્વચિંતક હતા. ચીમનભાઈ એટલે સેલ્ફ મેઈડ મેન, એમનું જીવન એટલે શૂન્યમાંથી સર્જન. એમનું જીવન એટલે પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં લીમડી પાસે પાણસીણા ગામમાં ઇ. સ. ૧૯૦૨ના માર્ચની ૧૧મી તારીખે સ્થાનકવાસી જૈન કુળમાં થયો હતો. એમના પિતા ચકુભાઈ મુંબઈ આવી વસ્યા હતા. આથી ચીમનભાઈ પણ માધ્યમિક શિક્ષણ ઉપરાંત મુંબઈમાં જ બી. એ., એમ. એ. ને એલ. એલ. બી. થયા. ઘણું ખરું પહેલો નંબર મેળવતા. તેમણે તેલંગ સુવર્ણચંદ્રક તથા બીજા ચન્દ્રકો પણ મેળવ્યા હતા. કૉલેજમાં હતા ત્યારથી જ ચીમનભાઈને જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં રસ હતો. પોતાને પડ્યાં તેવાં કષ્ટો બીજાઓને ન પડે તે માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ એવી એમની ભાવના હતી અને એ માટે ધગશપૂર્વક કામ કરવા તેઓ ઉત્સુક હતા. ૧૯૩૦ની સાલથી એમણે કૉન્ગ્રસની લડતમાં ભાગ લેવો શરૂ કર્યો હતો. એક ધારાશાસ્ત્રી તરીકે ચીમનભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેમણે બ્રિટિશ સરકારના પ્રથમ હિંદી સોલિસિટર તરીકે પણ કાર્ય કર્યું હતું. આથી જ ૧૯૪૮ માં બંધારણ સભા (Constituent Assembly)ની જ્યારે રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે ચીમનભાઈની નિમણૂક થઈ હતી. ચીમનભાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જૈન કિલનિક, મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘ, Page #796 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૪૭ જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, ભારત જૈન મહામંડળ, ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવની સમિતિ વગેરે પચીસથી વધુ સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે ટ્રસ્ટીનો હોદ્દો ધરાવતા હતા. ચીમનભાઈ ચિંતનશીલ લેખક હતા તેમ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. લેખનમાં તેમ વક્તૃત્વમાં ગુજરાતી તેમજ અંગ્રેજી એ બંને ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેઓ કોઈ એક વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપતા. એમના વક્તવ્યમાં હમેશાં ગહનતા, મૌલિકતા, નવો અભિગમ અને તાજગી રહેતાં. તેમની વાણી સ્પષ્ટ ને સચોટ હતી. શ્રોતાઓ પર તેનો ઊંડો પ્રભાવ પડતો. તેઓ સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય આગેવાન હતા, પરંતુ સંકુચિત સંપ્રદાયપરસ્તી એમનામાંથી નીકળી ગઈ હતી. એથી જ એમણે લંડનના જૈનોને મંદિર બાંધવા માટે ખાસ ભલામણ કરી હતી અને અમારી સાથે શત્રુંજ્યની યાત્રાએ આવવાની ઇચ્છા દર્શાવી હતી ચીમનભાઈનો અંતકાળ એક બહુશ્રુત તત્ત્વચિન્તકને શોભે તેવો હતો. પોતે હોસ્પિટલમાં દાખલ થયા, ઓપરેશન કરાવ્યું. ઘરે પાછા આવ્યા અને દેહ છોડ્યો ત્યાં સુધીના લગભગ પચાસ દિવસના ગાળાના એમના જીવનને વારંવાર નજીકથી નિહાળવાનું મારે બન્યું હતું અને તેનો પ્રભાવ ચિત્તમાં સુદૃઢપણે અંકિત થયો હતો. ચીમનભાઈ સાચા અર્થમાં તત્ત્વચિંતક હતા તેની પ્રતીતિ એમના આ અંતકાળમાં વિશેષપણે થઈ હતી. આ દિવસો દરમિયાન એમનું ધર્મચિંતન સવિશેષપણે ચાલ્યું. આ વિશ્વના તમામ ગૂઢ રહસ્યોનો તાગ મેળવવાનું ગજુ મનુષ્યની બુદ્ધિમાં નથી, અને એથી પરમ તત્ત્વ પ્રત્યેની શરણાગતિનો ભાવ જ મહત્વનો છે, એ વાત ઉપર તેઓ ભાર મૂકવા લાગ્યા; અને ‘હે અરિહંત ભગવાન! હું તમારે શરણે છું’ એવું રટણ પણ તેઓ વારંવાર કરવા લાગ્યા. છેલ્લા દિવસોમાં રોજ મુજબ પૂ. મહાસતી ધર્મશીલાશ્રીજી આવ્યા. તેઓ પરિસ્થિતિ ગંભીર જોઈ બોલ્યા : ‘ચીમનભાઈ! તમને બધાં પચ્ચક્રૃખાણ સાથે સંથારો લેવડાવું?' ચીમનભાઈ સંમતિ દર્શાવતાં પથારીમાંથી બેઠા થયા અને બે હાથ ઊંચા કરી જોડ્યા. તેમનામાં હાથ-પગ ઊંચાનીચા કરવાની શક્તિ જ રહી ન હતી, ને અચાનક આટલી બધી શક્તિ ક્યાંથી આવી ગઈ? મહાસતીજીએ સંથારો ઉચ્ચાર્યો. ત્યાર પછી થોડી વારે ચીમનભાઈએ પોતાનો દેહ છોડ્યો. મૃત્યુના સંદર્ભમાં પ્રજ્ઞાશીલ મનુષ્યની જીવનદૃષ્ટિ ઉત્તરોત્તર કેવી પરિમાર્જિત થતી જાય છે તેનું નિદર્શન ચીમનભાઈનો અંતકાળ બની રહે છે. ચીમનભાઈ દૃષ્ટિસંપન્ન મહાપુરુષ હતા. એમની વિચારણા હંમેશાં વિશદ અને તર્કપૂર્ણ રહેતી. તેઓ સંયમી અને મિતભાષી હતા. વિવિધ પ્રવૃત્તિઓ અંગે ઘણી વ્યક્તિઓને ઘણી બાબતોમાં સૂચના કે માર્ગદર્શન તેઓ આપતા. તેઓ ત્વરિત નિર્ણય લેતા, અને વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને એટલી ઝડપથી સમજી લેતા કે સામાન્ય રીતે એમનો નિર્ણય ક્યારેય ખોટો ઠરતો નહિ. એમનો પ્રભાવ એવો મોટો હતો કે એમના કહેવા માત્રથી કેટલાય લોકો વિવિધ પ્રવૃત્તિઓ માટે પુષ્કળ દાન આપતા. લોકોનો એમના ઉપર અપાર વિશ્વાસ અને પ્રેમ હતો. Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન સ્વ. ચીમનભાઈના જીવનકાર્ય અને સગુણોનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને તેમાંથી કંઈ નવી જ પ્રેરણા સાંપડી રહે છે. એમનું સમગ્ર જીવન પ્રેરણાસ્રોત સમું હતું. ( પંડિત ધીરજલાલ ટોકરશી શાહ શતાવધાની પંડિત' તરીકે વર્તમાન જૈન સમાજમાં જેમના વિશે ઉલ્લેખ થાય છે એ છે પંડિત ધીરજલાલ ટોકરશી શાહ. એંસી વર્ષની વયે મુંબઈમાં એમનું અવસાન થયું હતું. ૫. ધીરજલાલ ટોકરશી સમર્થ જૈન સાહિત્યકાર અને લેખક હતા. તેમની સ્મરણશક્તિ, ગણિતશક્તિ, મંત્રશક્તિ તેમજ આયોજનશક્તિ અદ્દભુત હતી. અભ્યાસકાળ પછી તેઓ મુંબઈમાં આવીને વસ્યા હતા અને વ્યવસાયમાં લેખનપ્રવૃત્તિ સ્વીકારી હતી. દર વર્ષે એમનાં એક--બે કે વધુ પુસ્તકો પ્રગટ થતાં. છ દાયકામાં તેમનાં નાનાં-મોટાં મળીને સાડા ત્રણસોથી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે. આ કંઈ જેવીતેવી સાહિત્યોપાસના ન કહેવાય. વીસ-બાવીસ વર્ષની વયે એમણે લેખન-પ્રવૃત્તિ આરંભી દીધી હતી. અને જીવનના અંત સુધી એમની એ પ્રવૃત્તિ ચાલુ રહી હતી. લેખન માટેનો કેટલો જબરો એમનો પુરુષાર્થ! એમની કેવી અનન્ય સાહિત્યપ્રીતિ! કેવી ખુમારી અને કેવી ધગશ! નમસ્કાર મહામંત્ર, ભક્તામર સ્તોત્ર, ઋષિમંડલ સ્તોત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, પ્રતિક્રમણ પ્રબોધ ટીકા લોગસ્સ સૂત્ર વગેરે ઉપરનાં એમનાં પુસ્તકો ઘણાં મહત્ત્વનાં છે. “મહાવીર વાણી”, “જિનોપાસના', “સામાયિક વિજ્ઞાન”, “સિદ્ધચક્ર', “જૈન ધર્મનું પ્રાણી-વિજ્ઞાન”, “નવતત્ત્વદીપિકા' વગેરે સંખ્યાબંધ પુસ્તકો એમના પાંડિત્યનાં ઘોતક છે. પંડિતજી મંત્રવિદ્યાના પ્રખર જાણકાર હતા. એ ક્ષેત્રમાં એમની ઉપાસના પણ ઘણી મોટી હતી. યંત્રો સહિત વિવિધ પ્રકારની ક્રિયાઓ સાથે તેઓ અનુષ્ઠાન કરતા કે કોઈને માટે કરાવી પણ આપતા. એના પ્રભાવથી પોતે સંક્ટ કે આપત્તિમાંથી બચી ગયા હોય એવી સ્વાનુભવની વાતો પંડિતજી પાસેથી તથા બીજા કેટલાકને મોઢેથી સાંભળી પણ છે. એમણે મંત્રવિદ્યા વિશે મંત્રવિજ્ઞાન”, “મંત્ર-ચિંતામણિ' અને મંત્ર-દિવાકર' નામના ત્રણ મૂલ્યવાન ગ્રન્થો આપ્યા છે. તે ઉપરાંત એમના અન્ય ગ્રંથોમાં મંત્ર, યંત્ર અને તંત્રની ઉપાસના વિશે વિદ્વત્તાપૂર્ણ ઘણી આધારભૂત માહિતી સાંપડી રહે છે. પંડિતજીની અવધાન-શક્િત આશ્ચર્યચકિત કરી નાખે એવી હતી. સો અવધાનના પ્રયોગ એમણે ઘણી વાર કર્યા હતા. કેટલાક સાધુઓ અને ગૃહસ્થોને એમણે આ પ્રકારની અવધાન-શતિની તાલીમ આપી હતી. પંડિતજીની ગણિતશક્િત પણ અદ્ભુત હતી. જાદુકલામાં પણ તેઓ નિષ્ણાત હતા. કુશળ આયોજક પણ હતા. પુસ્તકોના ઉદ્ઘાટન સમારંભ, શતાવધાનના પ્રયોગો અને અન્ય અનેક પ્રકારના કાર્યક્રમો એમણે મુંબઈ અને અન્યત્ર વારંવાર યોજ્યા હતા. એમાં એમની સૂઝ, ચપળતા વ્યવસ્થાશક્તિનાં દર્શન થતાં. પંડિતજીનું કૌટુંબિક જીવન સાદું, સંયમી અને સુખી હતું. એમના અનુષ્ઠાનથી જેમને લાભ થયો છે એવા એક ભાઈના નિમંત્રણથી તેઓ બે વખત અનુષ્ઠાન માટે લંડનની સફર પણ કરી આવ્યા હતા. જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ આર્થિક દૃષ્ટિએ સાવ નિશ્ચિત બન્યા હતા, એટલું જ નહિ પણ પોતાના Page #798 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૪૯ = વતનમાં અને અન્યત્ર એમણે દાનમાં સારી રકમ પણ આપી હતી. પંડિતજીએ નિરામય દીર્ધાયુ ભોગવ્યું અને સરસ્વતીદેવીના પ્રસાદ વડે પોતાના જીવનને ધન્ય બનાવ્યું. પંડિતજીનું જીવન એટલે વિદ્યાના ક્ષેત્રે પુરુષાર્થની અને પ્રાપ્તિની એક અનોખી ગાથા! ( મનસુખલાલ તારાચંદ મહેતા) સદગત શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા સાથેનો મારો સંબંધ પંદરેક વર્ષનો હતો. તેઓ ઉંમરમાં મારાથી લગભગ અઢાર વર્ષ મોટા, પરંતુ મારી સાથે તેઓ વડીલ ઉપરાંત મિત્રની જેમ સ્નેહ રાખતા. આથી જ તેમના સૌજન્યની સુવાસ મારા ચિત્ત પર હંમેશાં અંકિત રહેશે. મુંબઈમાં જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, જેન ધાર્મિક શિક્ષણ સંઘ, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ વગેરે સંસ્થાઓના અને ભાવનગરમાં આત્માનંદ જૈન સભા અને બીજી સંસ્થાઓના તેઓ સક્રિય કાર્યકર હતા. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના તો તેઓ સૂત્રધાર હતા. ઘણાં વર્ષ તેના પ્રમુખપદે હતા. આ સંસ્થામાં હું જોડાયો ત્યારથી એમના નિકટના સંપર્કમાં આવવાની મને તક મળી હતી અને તેમની સા ધાર્મિક્તા, ત્યાગવૃત્તિ, સાદાઈ, સ્વભાવની સરળતા, નિઃસ્વાર્થ લોકસેવાની ભાવના, નવી પેઢીનું સાંસ્કારિક ઘડતર કરવાની ધગશ વગેરેની મારા મન ઉપર ઊંડી છાપ પડી હતી. - ધાર્મિક બાબતોમાં, આચાર અને વિચાર બંનેનો સમન્વય તેમણે સાધ્યો હતો. જીવનમાં અનેકાંતવાદને યથાશક્િત ઉતારવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેઓ નિયમિત દેરાસરે જતા, દર્શન-પૂજા વગેરે કરતાં, આનંદઘનજી, યશોવિજયજી વગેરેનાં સુંદર ભાવવાહી સ્તવનો તેઓ ચૈત્યવંદનમાં ગાતા, વખતોવખત તીર્થયાત્રાએ જતા, પરંતુ તેઓ માત્ર ક્રિયાજડ ક્યારેય બન્યા નહોતા. બીજી બાજુ તેઓ માત્ર આચારહીન ચિંતક પણ નહોતા. જે કંઈ અમલમાં મૂકવા જેવું લાગે તેને તેઓ તરત જ આચરણમાં મૂકતા. સાધુ સંસ્થા કે જૈન સમાજમાં જે કંઈ ત્રુટિઓ જણાય તે માટે નિર્ભયપણે પણ પ્રેમથી કહેતા, ક્યારેક તે તે વ્યક્તિઓને મળીને તેઓ કહેતા, અને તેમની વાત સ્વીકારાતી, કારણ કે તેમાં અંગત સ્વાર્થ ન રહેતો, પરંતુ તેમાં વ્યક્તિના હિતની ભાવના રહેતી. તેમની વિનમ્ર સજ્જનતાનો તો ઘણાને અનુભવ થયો હશે. અહંકાર તો તેમનામાં કયાંય જોવા ન મળે, આત્મપ્રશંસા કે આત્મપ્રસિદ્ધિ માટે તેઓ ઉદાસીન રહેતા. તેઓ જૈનધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. કથાસાહિત્ય તો એમણે પુષ્કળ વાંચેલું અને ભિન્ન ભિન્ન સામયિકોમાં તેઓ નિયમિત રીતે જૈન કથાઓ લખતા. તેમની રજૂઆત સરળ, રસિક અને અને સાધારણ વાચકોને રસ અને સમજ પડે તેવી હતી. તેમણે “શીલધર્મની કથાઓ'ના બે ભાગ પ્રગટ કર્યા હતા, અને ત્યાર પછી પણ ઘણીબધી કથાઓ એમણે લખી હતી. તેઓને પોતાનો મૃત્યુકાળ નજીક હોવાનું સુસ્વાથ્યમાં જ ભાસી ગયું હતું અને એ જ કારણે કેટલીક બાધાઓ તેઓએ જાવજીવની લઈ લીધી હતી. અને બન્યું પણ એવું જ. શ્રી મનસુખલાલભાઈના અવસાનથી જૈન સમાજે એક સંનિષ્ઠ સાહિત્યકાર અને સૌજન્ય મહાનુભાવ ગુમાવ્યો છે. તેમણે શ્રીમંતાઈ ભોગવી હતી, પરંતુ તેમના હૃદયમાં ત્યાગ અને વૈરાગ્યના ભાવો જ રમતા. તેઓ ગહન તત્ત્વચિંતનમાં Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ ] [ જૈન પ્રતિભાદર્શન રસ લેતા. ‘બ્રહ્મચર્ય’ અને ‘અપરિગ્રહ’ વિશેના તેમના લેખો સાચી અનુભૂતિમાંથી જન્મ્યા હતા. તેઓ કથાઓ લખતા, પરંતુ કથાના રહસ્યને પોતાના જીવનમાં પ્રથમ ઉતારતા. તેઓ ઊંડી આધ્યાત્મિક ખોજમાં લીન રહેતા. તેઓ જીવન અને મૃત્યુની બાબતમાં સ્વસ્થ અને સમદર્શી રહેવાનો પ્રયાસ કરતા. મૃત્યુ એ એક સ્વાભાવિક ઘટના તેમને માટે હતી અને એથી જ તેઓ તેને માટે સજ્જ રહેતા. તેમના જીવનમાં વિવિધ આધ્યાત્મિક પાસાંઓનો તેમના અંગત સંપર્કમાં આવનારને પરિચય થતો. વ્યવહારમાં તેઓ સૌજન્યની મૂર્તિ હતા, અને તેમના સંપર્કમાં થોડા સમય માટે પણ જેઓ આવ્યા હશે તેમને એમના સૌજન્યની સુવાસનો પરિચય થયા વગર રહ્યો નહિ હોય. આવા એક ઊર્ધ્વગામી આત્માએ જીવન પૂર્ણ કરી, દેહ છોડી ઊર્ધ્વગમન કર્યું. રંભાબહેન ગાંધી આપણી ગુજરાતી લેખિકાઓમાં શ્રીમતી રંભાબહેન ગાંધીનું વ્યક્તિત્વ અનોખું હતું. લેખન અને વક્તવ્યમાં તેઓ અત્યંત વિલક્ષણ હતાં. ૭૪ વર્ષની વયે કેન્સરની બીમારીથી એમનું અવસાન થયું હતું. એમની ઇચ્છાનુસાર અવસાન પછી એમના દેહનું હોસ્પિટલને દાન કરવામાં આવ્યું હતું. એમની સ્મશાનયાત્રા કાઢવામાં આવી નહોતી; તેમજ સાદડી કે ઊઠમણાની પ્રથા રાખવામાં આવી નહોતી. રંભાબહેનમાં જેવી લેખનશક્તિ હતી એવી જ વાક્પટુતા હતી. રંભાબહેન બોલે એટલે નીડરતાથી બોલે, કોઈની શેહમાં તણાય નહિ. જે સાચું લાગે તે જરા પણ સંકોચ રાખ્યા વગર, સ્પષ્ટ શબ્દોમાં કહી દે. ચર્ચાસભાનો વિષય ગંભીર હોય કે હળવો, બંનેમાં રંભાબહેન ખીલતાં. એમના બુલંદ અવાજમાં નર્મમર્મનો જુદો રણકો સંભળાતો. રંભાબહેનનો જન્મ સૌરાષ્ટ્રના એક ગામડામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ એમણે ત્યાં જ લીધું હતું. એમનાં લગ્ન નાની ઉંમરે થયાં હતાં, પરંતુ એમના પતિ શ્રી મનમોહનભાઈ ગાંધી અત્યંત તેજસ્વી યુવાન હોવાથી રંભાબહેનના વિકાસમાં એમણે ઘણો બધો ફાળો આપ્યો હતો. રંભાબહેને રેડિયો-નાટિકાના ક્ષેત્રે લેખન અને અભિનય બંનેની દૃષ્ટિએ સંગીન કાર્ય કર્યું હતું. રંભાબહેન ઘણાં પ્રેમાળ હતાં. એમના સ્નેહની હૂંફનો સરસ અનુભવ તો જે એમના નિકટના સપર્કમાં આવ્યાં હોય તેમને થયા વગર રહે નહિ. રંભાબહેન અને મનમોહનભાઈ સાધનસંપન્ન હોવા છતાં તેમના નોકરચાકર પ્રત્યેના વર્તમાનમાં પણ સદ્ભાવ દેખાતો. તેમના ઘરે જે નોકરો ઘરકામ કરે તે પણ જાણે કે કુટુંબના સભ્યો હોય તેવું લાગે. રંભાબહેન અને મનમોહનભાઈનું દામ્પત્યજીવન અત્યંત ઉષ્માભર્યું હતું. સંતાન નહિ છતાં ક્યારેય તેમને સંતાનની ખોટ જણાઈ નહોતી. ગ્રન્થોરૂપી માનસસંતાનથી રંભાબહેનને ઘણો સંતોષ હતો. નાટિકાઓ, વાર્તાઓ, લેખો, ટુચકાઓને લગતાં સંખ્યાબંધ પુસ્તકો રંભાબહેનનાં પ્રગટ થયાં છે. જીવનના છેલ્લા એક વર્ષમાં દસ જેટલાં એમનાં પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. મનમોહનભાઈએ ચીવટપૂર્વક એ કાર્ય સંભાબહેનની હાજરીમાં જ પાર પાડી આપ્યું હતું. રંભાબહેનની સાહિત્યિક પ્રતિભાના પોષણમાં મનમોહનભાઈનો ફાળો ઘણો મોટો હતો. જુદાં જુદાં પુસ્તકાલયોમાંથી નવાં નવાં અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો Page #800 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૫૧ લઈ આવતા અને એના વાંચનથી રંભાબહેનને અનેક નવા નવા વિષયો લેખન માટે સૂઝતા હતા. વ્યવસ્થિત, નિયમબદ્ધ, સહકારમય અને ઉષ્માભર્યું દામ્પત્યજીવન જીવવાની તેમની પાસે વિશિષ્ટ કળા હતી. કેન્સર જેવી જીવલેણ બીમારીથી પોતાને દેહ છોડવાનું થયું એથી રંભાબહેને પોતાની મિલકતમાંથી માતબર રકમ કેન્સરના દર્દીઓ માટે અને કેન્સરના સંશોધન માટે ખર્ચવાની ભાવના રાખી હતી જે એમના અવસાન પછી શ્રી મનમોહનભાઈ ગાંધીએ પાર પાડી હતી. ( પંડિત હીરાલાલ દુગ્ગડ ) જૈન ધર્મના વિદ્વાન પંડિત હીરાલાલ દુગ્ગડનું ૮૭ વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું. પં. હીરાલાલ દુગ્ગડનું નામ દિલ્હી, ઉત્તર ભારત અને પંજાબના જૈનોમાં જેટલું જાણીતું છે એટલું ગુજરાતમાં કે ભારતનાં અન્ય રાજ્યોના જૈનોમાં જાણીતું નથી. ૫. હિરાલાલ દુગ્ગડ એક વિરલ પ્રતિભા ધરાવનાર પ્રાચીન પરિપાટીના, ગઈ પેઢીના વિદ્વાન હતા. પંડિત હીરાલાલ દુગ્ગડનો જન્મ ઇ. સ. ૧૯૪૦માં (વિ. સં. ૧૯૬૧, જેઠ વદ ૫) પંજાબમાં ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન)માં થયો હતો. ૫. પૂ. આત્મારામજી મહારાજની સ્વર્ગારોહણની એ ભૂમિ છે. પં. હિરાલાલ દુગ્ગડના પિતાનું નામ ચૌધરી દીનાનાથ હતું. એમની માતાનું નામ ધનદેવી હતું. પુત્ર હીરાલાલને જન્મ આપ્યા પછી નવમે દિવસે માતા ધનદેવીનું અવસાન થયું હતું. કુટુંબ ઉપર એથી એક મોટી આપત્તિ આવી પડી હતી. કપરા સંજોગોમાં પણ દીનાનાથ અને હીરાલાલની દાદીમાએ હીરાલાલને મેટ્રિક ઉપરાંત સ્નાતક સુધીનો અભ્યાસ કરાવ્યો. હીરાલાલે ગુજરાનવાલાની આત્માનંદ જૈન કોલેજમાં સંસ્કૃત ભાષા-સાહિત્ય, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કરી સ્નાતકની પદવી મેળવી. ઉપરાંત એમણે જૈન આગમ--સાહિત્યનો અભ્યાસ કર્યો, ‘વિદ્યાભૂષણ” અને “ન્યાયતીર્થ'ની ઉપાધિ પ્રાપ્ત કરી, વસ્તૃત્વમાં ઝળકી “વ્યાખ્યાન દિવાકર'નું બિરૂદ મેળવ્યું તથા સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ઉર્દુ, અંગ્રેજી વગેરે ભાષાઓનો પણ સરસ અભ્યાસ કર્યો. શરૂઆતમાં હીરાલાલ પોતાના પિતાની વાસણની દુકાનમાં જોડાયા હતા. પણ તેમનું મન વાસણના કે અનાજના વેપારમાં રહ્યું નહિ. એટલે તે છોડીને પોતાની ગમતી લેખનપ્રવૃત્તિમાં જોડાઈ ગયા. તેઓ જાણતા હતા કે વિદ્યાના ક્ષેત્રે અર્થપ્રાપ્તિ ખાસ થવાની નથી. ઊગતી યુવાનીમાં ધન તરફ ન આકર્ષાવું એ સરળ વાત નથી. જ્ઞાનસંપત્તિનો સાચો પરિચય જેને હોય તે જ વ્યક્તિ ભૌતિક સંપત્તિ પ્રત્યે ઉદાસીન રહી શકે. એ જમાનામાં આ રીતે જીવનનિર્વાહ કરવો એ ઘણી કપરી વાત હતી. એમ છતાં પં. હીરાલાલ પોતાના સંકલ્પમાંથી જીવનભર ચલિત થયા નહોતા. સાધારણ આવકને કારણે પોતાની જીવનશૈલી પણ એમણે એટલી સાદાઈભરી કરી નાખી હતી. હાથે ધોયેલાં સાદાં વસ્ત્રો તેઓ પહેરતા. કરકસરભર્યું જીવન તેઓ ગુજારતા. પોતાના લેખો, ગ્રંથો, વ્યાખ્યાનો વગેરેમાંથી જે કંઈ નજીવી કમાણી થાય તેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. Page #801 -------------------------------------------------------------------------- ________________ ઉપર ] [ જૈન પ્રતિભાદર્શન પંડિત હીરાલાલને ધાર્મિક વારસો એમના દાદા મથુરાદાસજી શાસ્ત્રી પાસેથી તથા વિશેષતઃ દાદાના મોટાભાઈ કર્મચંદ્ર (કરમચંદ) શાસ્ત્રી પાસેથી મળ્યો હતો. પંજાબમાં એ દિવસોમાં જૈનધર્મ અને શાસ્ત્રજ્ઞાનના ક્ષેત્રે કર્મચંદ્ર શાસ્ત્રીનું નામ ઘણું જ મોટું હતું. ગુજરાનવાલાના બધા જ જૈનો સ્થાનકવાસી માર્ગ ઢંઢક મત)ને અનુસરતા હતા. કર્મચંદ્રજી પણ સ્થાનકવાસી હતા. એમણે બત્રીસ આગમનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ સાધુ-સાધ્વીઓને સેવાની ભાવનાથી અધ્યયન કરાવતા હતા. પંજાબમાં એ વખતે સ્થાનકવાસી અગ્રણી સાધુઓમાં શ્રી બુટેરાયજી મહારાજનું નામ ઘણું પ્રખ્યાત હતું. તેઓ પણ કર્મચંદ્ર શાસ્ત્રી પાસે ઘણી વાર અધ્યયન કરવા અથવા પોતાની શંકાઓનું સમાધાન કરવા માટે આવતા. શાસ્ત્રોના ઊંડા અધ્યયનને લીધે કર્મચંદ્ર શાસ્ત્રીને એવી ખાત્રી થઈ ગઈ હતી કે જિનપ્રતિમાઓનો નિષેધ સ્થાનકવાસી પરંપરા દ્વારા ખોટી રીતે થયો છે. આ અંગે એમણે તટસ્થ ભાવે બધા આગમોનો અને અન્ય ગ્રંથોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. એથી એમને દઢ શ્રદ્ધા થઈ કે જિનપ્રતિમા અને તેની પૂજા જૈનધર્મને સંપૂર્ણ માન્ય છે. આ વિષયમાં એમણે શ્રી બુટેરાયજી મહારાજ સાથે નિખાલસતાથી ચર્ચા કરી. બુટેરાયજી મહારાજને પોતાને પણ કેટલાક સંશયો થયા હતા. એથી જ બુટેરાયજી મહારાજને જિનપ્રતિમાની પૂજા તરફ વાળવામાં મુખ્યત્વે કર્મચંદ્ર શાસ્ત્રીનો ફાળો હતો. - પૂ. બુટેરાયજી મહારાજ ગુજરાતમાં જઈ શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી જ્યારે પંજાબમાં પાછા ફર્યા અને મૂર્તિપૂજાનો ઉપદેશ આપવો શરૂ કર્યો ત્યારે સ્થાનકવાસીમાંથી બુટેરાયજી મહારાજના પ્રથમ અનુયાયી કર્મચંદ્ર શાસ્ત્રી બન્યા હતા. કર્મચંદ્ર શાસ્ત્રીએ જાહેરમાં કરેલા મૂર્તિપૂજાના સ્વીકારથી ઘણો મોટો પ્રભાવ પડ્યો. પંજાબના અસંખ્ય સ્થાનકવાસી કુટુંબોએ મૂર્તિપૂજા સ્વીકારી. વખત જતાં શ્રી આત્મારામજી તથા શ્રી વલ્લભસૂરિ મહારાજના સદુપદેશથી સમગ્ર પંજાબમાં જૈન કોમમાં ઘણી મોટી ક્રાંતિ થઈ હતી. આ ક્રાંતિના આદ્ય પ્રણેતાઓમાં સાધુઓમાં જેમ બુટેરાયજી મહારાજ હતા તેમ શ્રાવકોમાં કર્મચંદ્ર શાસ્ત્રી હતા. આવા પ્રખર અભ્યાસી કર્મચંદ્ર શાસ્ત્રી પાસે નિયમિત બેસીને પં. હીરાચંદજીને જૈનધર્મનું અધ્યયન કરવાની સારી તક સાંપડી હતી. સને ૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટ હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા. દીનાનાથ દુગ્ગડ ૧૯૪૭ના સપ્ટેમ્બરમાં પાકિસ્તાનના ગુજરાનવાલા નગરથી હિજરત કરી અમૃતસર અને ત્યાંથી આગ્રા આવ્યા. પં. હિરાલાલને આગ્રામાં પોતાના ભાઈઓ સાથેના સોનાચાંદીના વેપારમાં એટલો રસ પડ્યો નહી, એટલે તેઓ પોતાના કુટુંબ સાથે ગ્વાલિયર રાજ્યનાં ભિડ નામના ગામે રહેવા ગયા. ત્યાં તેમણે પાઠશાળામાં શાસ્ત્રી તરીકે વ્યવસાય ચાલુ કર્યો. ભિંડમાં કેટલાંક વર્ષ રહ્યા પછી દિલ્હીમાં શાસ્ત્રી તરીકે નોકરી મળતાં તેઓ પોતાના પરિવાર સાથે દિલ્લી રહેવા ગયા, અને જીવનપર્યન્ત ત્યાં રહ્યા. પં. હીરાલાલે જૈન તથા હિન્દુ અને બૌદ્ધ ધર્મગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું હતું. જૈનધર્મમાં પણ શ્વેતામ્બર અને દિગમ્બર એમ બંને પરંપરાના સાહિત્યનો તેમનો અભ્યાસ ઘણો ગહન હતો. તેઓ મધ્યસ્થ દૃષ્ટિના હતા. દિગમ્બર પરંપરા પ્રત્યે તેમને કોઈ પૂર્વગ્રહ નહોતો. પં. હીરાલાલે અજમેરથી પ્રગટ થતા જૈનધ્વજ' નામના સાપ્તાહિકમાં ચાલીસ પ્રશ્નોના એવા સચોટ | તકેયુક્ત અને આધારસહિત ઉત્તરો આપ્યા હતા કે જેથી એ દિગમ્બર વિદ્વાન નિરુત્તર થઈ ગયા હતા. પં. Page #802 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૩ ‘ ક હીરાલાલે એ પ્રસંગે પોતાની જે વિદ્વત્તા અને તર્કશક્િતનો પરિચય સમાજને કરાવ્યો તેથી પ્રભાવિત થયેલા જૈન અને જૈનેતર વિદ્વાનોની ભલામણથી અયોધ્યા સંસ્કૃત કાર્યાલય તરફથી “ન્યાયમનીષી'ની પદવી આપીને એમનું મોટું સન્માન કરવામાં આવ્યું હતું. ઇ. સ. ૧૯૬૬માં પં. હીરાલાલનાં ધર્મપત્ની કલાવતી રાણીનો સ્વર્ગવાસ થયો. વિધુર થયેલા પ. હીરાલાલે ત્યારપછી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ પાસે જઈને આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું હતું. તદુપરાંત તેઓ નિયમિત પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક, અભક્ષ્યત્યાગ, રાત્રિભોજનત્યાગ વગેરે નિયમો સ્વીકારીને એક સાધુ જેવું જીવન જીવવા લાગ્યા હતા. પં. હીરાલાલ દુગ્ગડના ચાલીસેક જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે. એમાંના કેટલાક પોતાના મૌલિક સંશોધનના પ્રકારના છે, કેટલાક સંપાદનના પ્રકારના છે, કેટલાક અનુવાદના પ્રકારના છે. 'નિર્ઝન્થ ભગવાન મહાવીર તથા માંસાહાર પરિહાર”, “વલ્લભજીવન જ્યોતિ ચરિત્ર', 'વલ્લભકાવ્ય સુધા (સંપાદન), “હસ્તિનાપુર તીર્થકા ઇતિહાસ,” અજમેર નિવાસી એક દિગમ્બર વિદ્વાને શ્વેતાંબર પરંપરા વિરુદ્ધ ચાલીસ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. તે વખતે “સદ્ધર્મ રાંરક્ષક મુનિ બુદ્ધિવિજયજી”, “મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈન ધર્મ' વગેરે ગ્રંથોમાં એમની અભ્યાસનિષ્ઠ સંશોધન દૃષ્ટિ જોવા મળે છે. મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈનધર્મ' નામનો એમનો દળદાર ગ્રંથ તો એમની તેજસ્વી વિદ્વદ્ પ્રતિભાનો સરસ પરિચય કરાવે છે. બહુ જ પરિશ્રમપૂર્વક ઘણી માહિતી એકત્ર કરીને એમણે આ ગ્રંથની રચના કરી છે. એમાં ઘણી ઘણી બાબતો ઉપર એમણે નવો સુંદર પ્રકાશ પાડ્યો છે. ભગવાન મહાવીરના જીવન વિશે એમણે બીજા બે ગ્રંથોની રચના કરી છે. એકમાં ભગવાન મહાવીરના જન્મસ્થાનની વિચારણા કરવામાં આવી છે. બીજા એક ગ્રંથમાં એમણે ભગવાન મહાવીર વિવાહિત હતા કે નહિ એની ચર્ચા-વિચારણા કરી છે. આ વિષયમાં સંશોધન કરીને, પ્રમાણો આપીને એમણે બતાવ્યું છે કે ભગવાન મહાવીર વિવાહિત હતા. આ બંને ગ્રંથોમાં એમણે ભગવાન મહાવીર વિશેના દિગમ્બર મતનો પરિહાર કરીને શ્વેતામ્બર મતનું સમર્થન કર્યું છે. પં. હીરાલાલ દુગ્ગડે “પંચપ્રતિક્રમણ સૂત્ર', “નવસ્મરણ', “નવતત્ત્વ', “જીવવિચાર', “આત્મજ્ઞાન પ્રવેશિકા' વગેરે પ્રકારના શાસ્ત્રગ્રંથોનું સંપાદન-સંકલન પણ કર્યું છે. એમણે “જિનપૂજાવિધિ' તથા જિનપ્રતિમા પૂજા-રહસ્ય' વગેરે વિશે પણ શાસ્ત્રીય ગ્રંથો લખેલા છે. - પ. હીરાલાલ દુગ્ગડે શાસ્ત્રીય પ્રકારના અન્ય કેટલાક જે પ્રથા રચના કરી છે તેમાં ‘શકુ વિજ્ઞાન”, “સ્વરોદય વિજ્ઞાન”, “સ્વપ્ન વિજ્ઞાન”, “જ્યોતિષ વિજ્ઞાન”, “સામુદ્રિક વિજ્ઞાપન', “પ્રશ્નપૃચ્છા વિજ્ઞાન”, “યંત્ર મંત્ર તંત્ર કલ્પાદિ સંગ્રહ', “ઔષધ, ઔર તોટકા વિજ્ઞાન' વગેરે પ્રકારના ગ્રંથો છે. એમના ગ્રંથો પરથી જોઈ શકાય છે કે પંડિત હીરાલાલ દુગ્ગડ જ્યોતિષ, આયુર્વેદ, યોગવિદ્યા, મંત્ર તંત્ર, સ્વપ્નશાસ્ત્ર વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. પ્રાચીન ભારતીય શાસ્ત્રોની વિભિન્ન શાખાઓના તેઓ ઘણા સારા જાણકાર હતા. એમની સાથે વાતચીત કરતાં આ વાતની તરત ખાત્રી થતી. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો એ વિષય ઉપર અભ્યાસપૂર્વક અને અધિકારપૂર્વક તેમને કશુંક કહેવાનું હોય જ. એમની સાથે ગોષ્ઠી કરવાથી ઘણી નવી નવી વાતો જાણવા મળતી. જન્મથી જીવનના અંત સુધી પં. હીરાલાલ દુગ્ગડનું જીવન એટલે એક આર્થિક સંઘર્ષમય જીવન. Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન ઓછી કમાણીને કારણે અને પછી તો સ્વભાવગત બની ગયેલી ટેવને કારણે તેમનો પહેરવેશ અને તેમની રહેણીકરણી અત્યંત સાદાઈભર્યાં હતાં. હાથે ધોયેલાં, ઇસ્ત્રી વગરનાં સાધારણ કપડાં પહેરેલાં એ સજ્જનની પહેલી વાર જોનારાના મન ઉપર એ બહુ મોટા વિદ્વાન છે એવી તરત છાપ ન પડે. બાલ્યકાળમાં અને યુવાનીમાં ગરીબીને કારણે કેટલીક બાબતમાં જે લઘુતાગ્રંથિ જીવનમાં આવી તે એમન જીવનના અંત સુધી રહી હતી. પરંતુ સ્વભાવે તેઓ અત્યંત ભલા, ભોળા, સરળ અને નિખાલસ હતા એમની સાથે નિરાંતે બેસીને વાતો સાંભળીએ તો જ ખબર પડે કે તેમની પાસે વિવિધ પ્રકારની માહિતીનો અને શાસ્ત્રીય જ્ઞાનનો કેટલો મોટો ખજાનો છે! એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. ચંચળબહેન મહાત્મા ગાંધીજી, પંડિત મદનમોહન માલવિયા, જમનાલાલ બજાજ, રવ. વિદ્યાવિજયજી મહારાજ, સંતબાલજી મહારાજ વગેરે દિવગંત મહાપુરુષોએ જેમનાં કઠિન વ્રત, સેવાકાર્યો, ત્યાગ, સંયમ, ધૈર્ય, પરગજુપણું અને નીડરતાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી એવાં સંનિષ્ઠ કાર્યકર સેવામૂર્તિ શ્રીમતી ચંચળબહેન ટી. જી. શાહનું ૯૨ વર્ષની વયે તા. ૩૦મી ડિસેમ્બર ૧૯૮૩ના રોજ મુંબઈમાં અવસાન થયું. એમના અવસાનથી ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સમાજસેવાની તાલીમ પામનાર અને પૂજ્ય સ્વ. સંતબાલજીની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં સમાજસેવાનાં કાર્યો હાથ ધરનાર એક સંનિષ્ઠ મહિલા કાર્યકરની સમાજને મોટી ખોટ પડી છે. એમણે મુંબઈમાં સ્થાપેલી “માતૃસમાજનામની સંસ્થાની બહેનોને તો જાણે પોતાની સગી માતા ગુમાવ્યાં જેવું દુઃખ થયું છે. મુંબઈ જૈન યુવક સંઘને તેની કાર્યવાહક સમિતિમાં જોડાઈને આર્થિક રીતે સબળ બનાવવામાં ચંચળબહેને વર્ષો સુધી ખૂબ ઉત્સાહ અને તમન્નાથી કાર્ય કર્યું હતું. - સ્વ. ચંચળબહેન અને સ્વ. ટી. જી. શાહનું નામ મુંબઈના જૈન સમાજમાં એમના જમાનામાં બહુ મઘમઘતું રહ્યું હતું. પાયધુની વિસ્તારમાં ટી. જી. શાહ બિલ્ડિંગ' નામનું મકાન ત્યારે એની કેટલીક વિશિષ્ટતાને કારણે ઘણું જાણીતું રહ્યું હતું. આ શાહદંપતી વ્યસનમુક્તિ અને સંયમના પ્રચાર માટે ખૂબ પ્રશંસા પામેલું. પોતાની માલિકીના પાંચ માળના આ ઊંચા મકાનની એક આખી દીવાલ ઉપર ત્યારે ચા, બીડી, પાન, તમાકુ વગેરે વ્યસનોથી મુક્ત રહેવા માટેની ઉપદેશાત્મક કવિતા ઘણા મોટા અક્ષરે લખેલી રહેતી, જે જતા-આવતા રાહદારીઓ કે બસસ્ટોપ પર ઊભેલા માણસો દૂરથી વાંચી શકતા. એવા કેટલાયે માણસો આ કવિતા વાંચીને પોતાના જીવનમાં થયેલા પરિવર્તનનો એકરાર સ્વ. ટી. જી. શાહ અને સ્વ. ચંચળબહેન પાસે આવીને કરી ગયા હતા. ઇ. સ. ૧૯૫૮માં ટી. જી. શાહનું અવસાન થયું ત્યારે ચંચળબાએ જે ધૈર્ય અને સમતા બતાવ્યાં છે તેનું દૃશ્ય નજર સામેથી ક્યારેય નહિ ખસે. ટી. જી. શાહની સૂચનાનુસાર શોકમય પ્રસંગે કોઈ રોકકળ કરવાની નહોતી. સાદડીમાં બેસવા આવનાર દરેકને તરત માળા આપવામાં આવતી. એ ગણીને જેને જ્યારે જવું હોય ત્યારે જાય. કોઈ વાતચીત નહિ કે દુઃખ કે શોકના કોઈ ઉદ્દગારો નહિ. શાંત, સહજ, નિર્મળ વાતાવરણનો સૌને અનુભવ થતો. સ્વ. ટી. જી. શાહના અવસાન પછી ચંચળબહેન પોતાનો બધો સમય લોકસેવાનાં કાર્યોમાં આપવા લાગ્યાં. પૂ. સંતબાલાજીના ઉપદેશથી જેમણે મુંબઈમાં મધ્યમવર્ગની બહેનોને રોજી મળી રહે એ આશયથી, - -- - - Page #804 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ) [ ૭૫૫ “માતૃસમાજ' નામની સંસ્થા સ્થાપી. આરંભમાં ચાર બહેનો સાથે ખાદ્યસામગ્રી બનાવી વેચવાનું કામ શરૂ કર્યું. ચંચળબેનની નીતિમત્તાના કારણે દિવસે દિવસે માંગ વધવા લાગી. આથી વધુ બહેનો જોડાતી ગઈ અને પોતાની આજીવિકા મેળવવા લાગી. માતૃસમાજ એટલે ચંચળબાનું સાકાર થયેલું સ્વપ્ન. તેઓ સવારથી તે રાતના નવ-દસ વાગ્યા સુધી આ પ્રવૃત્તિ માટે કામ કરતાં રહ્યાં. એના આનંદ અને ઉત્સાહથી એમની તબિયત પણ સારી રહી. ચંચળબહેન લગભગ નેવું વર્ષની ઉંમરે પણ “માતૃસમાજની પ્રવૃત્તિ માટે પોતાના મકાનમાં પાંચ ઊંચા દાદરની રોજ ચઢઊતર કરતાં હતાં. “માતૃસમાજની પ્રવૃત્તિઓનો વિકાસ જોઈને શરીરબળની સાથે એમનું આત્મબળ પણ ખીલ્યું હતું. - સ્વ. ચંચળબાના જીવનમાં ત્યાગ અને સંયમની અનોખી સુવાસ હતી. યુવાન વયે એમણે શ્વેત ખાદીનાં વસ્ત્ર ધારણ કરવાનું અને ઘરેણાં નહીં પહેરવાનું વ્રત લીધું હતું. આજીવન પગમાં ચંપલ ન પહેરવાના વ્રત ઉપરાંત પોતાના ભાઈના અવસાન પ્રસંગે કાયમને માટે એમણે કેરી છોડી દીધી હતી. પોતાના પતિના અવસાન વખતે એમણે હંમેશને માટે દૂધનો ત્યાગ કર્યો હતો. તદુપરાંત વિવિધ પ્રસંગોને નિમિત્તે ઉપવાસ, આયંબિલ વગેરે પ્રકારની તપશ્ચર્યાઓ તો એમના જીવનમાં ચાલ્યા જ કરતી હતી. રોજ ચોવિહાર તથા પવતિથિના નિયમો તો પહેલેથી જ ચાલુ હતા. સ્વ. ચંચળબહેનનું જીવન એટલે ત્યાગ, સંયમ અને સેવાની સાધનાનું જીવન. એમનું પવિત્ર જીવન અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે! ( કાન્તિલાલ કોરા ) જૈન સમાજની ખ્યાતનામ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ મહામંત્રી શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાનું તા. ૨૧મી મે ૧૯૯૧ના રોજ મુંબઈમાં અવસાન થતાં વિદ્યાલયે પોતનો એક આધારસ્તંભ અને જૈન સમાજે એક વિશિષ્ટ સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે. જીવનના પાંચ દાયકાથી વધુ સમય એક જ સંસ્થાના વિકાસમાં પોતાનાં સમય અને શક્તિ આપવાં એ વિરલ ઘટના છે. વળી પાંચ દાયકા સુધી કામ કરવાની શક્તિ ટકી રહેવી એ પણ સદ્ભાગ્યની વાત છે વિદ્યાલય એ કોરાસાહેબનું જીવનક્ષેત્ર બની ગયું હતું. પાંચ દાયકામાં હજારો વિદ્યાર્થીઓના સંપર્કમાં તેઓ આવ્યા અને તેમના માર્ગદર્શક બન્યા. તેમની વત્સલ છત્રછાયા નીચે હજારો વિદ્યાર્થીઓએ ધર્મ, સંસ્કાર અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉન્નતિના શિખરો સર કર્યા છે. વકીલો, દાકતરો, ઇજનેરો, ચાર્ટડ એકાઉન્ટન્ટો, અધ્યાપકો વગેરે જૈન સમાજનાં ઉચ્ચતર સ્તરની અનેક નામાંકિત વ્યક્તિઓ દેશ-વિદેશમાં કોરાસાહેબને ભાવપૂર્વક યાદ કરે છે. - શ્રી કાંતિલાલ કોરાનો જન્મ ખેડાના સુખી અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. તેમના પિતા શ્રી ઈ કોરા જામનગર સ્ટેટના એજીનિયર હતા. જામનગરની સુઘડ અને સુંદર નગર રચનામાં તેમનું આગવું પ્રદાન રહ્યું છે. શ્રી કાંતિલાલ કોરા મુંબઈ–ઝેવિયર્સ કોલેજમાં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના વિષય સાથે એમ. એ. થયા અને ઇ. સ. ૧૯૩૭માં યુવાનવયે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ગૃહપતિ તરીકે જોડાયા. તેઓ શરૂઆતથી જ વિદ્યાલયના દરેક કાર્યો ઝીણવટથી ખંત, નિષ્ઠા અને દક્ષતાપૂર્વક કરતાં હતાં. તેઓ વિદ્યાલયમાં જોડાયા ત્યારે વિદ્યાલયની ગોવાલિયા ટેન્ક સિવાય કોઈ શાખા ન હતી. Page #805 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન [ સમય જતાં અમદાવાદ, વડોદરા, પુના, વિદ્યાનગર, ભાવનગર, અંધેરી વગેરે સ્થળે વિદ્યાલયની શાખાઓ સ્થપાઈ. તેમાં પણ તેમનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. સાત શાખાઓના કેન્દ્રીય વહીવટની જવાબદારી મુખ્ય સૂત્રધાર તરીકે તેઓ ઘણી રીતે વહન કરતા. વખતોવખત સમિતિના સભ્યો અને હોદ્દેદારોમાં ફેરફારો થયા કર્યા, પણ મુખ્ય સૂત્રધાર તરીકે તો પૂરા પાંચ દાયકા સુધી કોરાસાહેબ જ રહ્યા. આવી એકધારી સેવા વિદ્યાલયના અત્યાર સુધીના વિકાસના ઇતિહાસમાં અજોડ રહેશે. વિદ્યાલયની લાયબ્રેરી એ મુંબઈ શહેરની એક અત્યંત સમૃદ્ધ લાઈબ્રેરી છે. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ વિવિધ ભાષાઓમાં હજારો ગ્રંથો કયાંયથી ન મળે તેવા વિદ્યાલયની લાઈબ્રેરીમાં છે. કેટલાય જૂના દુર્લભ, ગ્રંથો વિદ્યાલયની લાઈબ્રેરીમાં સચવાયેલા છે. તદુપરાંત હસ્તપ્રતોનો પણ મોટો ભંડાર વિદ્યાલય પાસે છે. વિદ્યાલયના આ સમૃદ્ધ ગ્રંથાલયનો યશ મુખ્યત્વે કોરા સાહેબના ફાળે જાય છે. કોરા સાહેબમાં સારી એવી લેખનશક્તિ અને કલાદૃષ્ટિ હતી. તેના ઉત્તમ ઉદાહરણરૂપ વિદ્યાલયના વાર્ષિક રિપોર્ટ છે. ભૂલચૂક વગરના, સુઘડ મુદ્રણકલાવાળા, વ્યવસ્થિત ક્રમાનુસાર માહિતીવાળી વાર્ષિક રિપોર્ટ કલાની દૃષ્ટિએ પણ નમૂનેદાર અને સાચવી રાખવા ગમે એવા પ્રગટ થતા. કોરાસાહેબના જૈન સાહિત્ય, ઇતિહાસ અને કલાના રસને કારણે જ “જૈન યુગ' નામનું સામયિક ફરીથી પ્રકાશિત કરવા માટે પ્રબંધ થયો હતો. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી પ્રગટ થતું આ સામયિક આર્થિક સંજોગોને કારણે જ્યારે બંધ થયું ત્યારે તેના પુન:પ્રકાશન માટે કોરાસાહેબે ભારે જહેમત ઉઠાવી હતી અને એના સંપાદક તરીકે એનું સંગીન કાર્ય ઘણાં વર્ષ કર્યું હતું. એ જ રીતે વિદ્યાલયના રજત જયંતિ પ્રસંગે એક દળદાર સ્મારક ગ્રંથ પ્રગટ થયો હતો, જેનું સંપાદન કોરા સાહેબે કર્યું હતું. તેમાં ઉચ્ચ ધોરણના એટલા સરસ લેખો હતા કે વિદ્યાલયનો એ રજત જયંતિ ગ્રંથ સાહિત્યનો એક સંદર્ભગ્રંથ બની ગયો. વિદ્યાલય તરફથી ત્યારપછી સુવર્ણ જયંતિ ગ્રંથ અને વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જેવા દળદાર ગ્રંથો પ્રગટ થયા. એ પણ અમૂલ્ય સંદર્ભગ્રંથની ગરજ સારે એવા બન્યા છે. વિદ્યાલય તરફથી બીજા પણ વિશિષ્ટ, દળદાર, મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ અનેક ગ્રંથો પ્રગટ કરવામાં આવ્યા છે. ઉપરાંત વિદ્યાલય દ્વારા વખતોવખત જૈન સાહિત્ય સમારોહ યોજવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. આ બધાનો યશ કોરાસાહેબને ફાળે જાય છે. વિદ્યાલયની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર આગમ પ્રકાશનની યોજનાને નિમિત્તે કોરાસાહેબને પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ અને ત્યારપછી પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજના નિયમિત સંપર્કમાં રહેવાનું બનતું. આગમ પ્રકાશન શ્રેણીમાં જે દળદાર ગ્રંથો પ્રકાશિત થયા છે તેના વહીવટી કાર્યમાં કોરાસાહેબનું યોગદાન ઘણું મોટું છે. પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજે આ આગમ પ્રકાશનના એક ગ્રંથ જ્ઞાતાધર્મકથાંગસૂત્ર'ની પ્રસ્તાવનામાં શ્રી કાંતિલાલ કોરા વિશે લખ્યું છે કે, “ગ્રંથની વિષમતા તથા મારા તરફથી થતા ઘણા સુધારા-વધારાને કારણે પ્રેસના કાર્યવાહકો પણ કંટાળી જાય, ત્યારે અત્યંત સૌજન્યતાથી બધા સાથે તેમણે જે કામ લીધું છે તે આશ્ચર્યજનક છે. આ ગ્રંથના સંપાદન-મુદ્રણ-પ્રકાશનમાં ખરેખર તેઓ પ્રાણભુત બન્યા છે. આ જૈન આગમ ગ્રંથમાળાના પ્રકાશનમાં તેઓ અજોડ સહાયક બન્યા છે. વિદ્યાલય ઉપરાંત જૈન કોન્ઝરન્સ, વલ્લભસ્મારક તથા બીજી અનેક સંસ્થાઓને તેમની સેવાનો લાભ મળ્યો છે, પોતાનું જીવન કૃતાર્થ કર્યું. * * Page #806 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 | ૭૫૭ 'જિનશાસનની પ્રભાવનામાં કાર્યનિષ્ઠ અર્વાચીન શ્રાવકરત્નો ---૫.પૂ. આ.શ્રી વિજયરત્નભૂષણસૂરિજી મ. સા. [ આસનોપકારી ચરમ તીર્થપતિ દેવાધિદેવ મહાવીર પરમાત્માએ સ્થાપેલ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપે ચતુર્વિધ સંઘસ્વરૂપ એવા જિનશાસનનાજૈનસંધના જ એક અંગસ્વરૂપ શ્રાવકો પણ છે. આરાધક અને જિનશાસનની સેવારત શ્રાવકરત્નોના સદ્ગુણો આજે પણ ઘર ઘરમાં ગુંજન કરતા કાનને પાવન કરી રહ્યા છે. દઢ શ્રદ્ધાસંપન, કળવકળના જાણકાર, ધીંગી ધીરજના ધણી, આશ્ચર્યજનક કોઠાસૂઝ ધરાવનાર એવા પ્રાચીનકાળમાં અને નજીકના ભૂતકાળમાં પણ અનેક શ્રાવક શ્રેષ્ઠીઓ થઈ ગયા અને અત્યારે પણ એવા અનેક શ્રાવકો છે જેમાંથી કેટલાંક શ્રાવકરત્નોના જીવનની આછેરી અલપ-ઝલપ ઝાંખી પ.પૂ. આ શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજશ્રી કરાવે છે. આ દરેકના નામ અને કામ એવા છે કે એક એકના પરિમલ ગુલાબી જીવન સ્વતંત્ર વિસ્તૃત લેખમાળામાં લખી શકાય. એમના પૂર્વજો, જ્ઞાતિ, એમનું ઘડતર અને ઉછેર, પરિવારની પ્રભાવકતા વગેરેની વિશેષ માહિતીના અભાવે જે ફક્ત સ્મૃતિના સહારે...સહારે..પૂજ્યશ્રીને જે કાંઈ યાદ આવ્યું તે મુખ્ય બાબતો જ આ લેખમાં દર્શાવી છે. તે ઘણા વર્ષોથી પ્રાચીન સાહિત્યના સંશોઘન અને સંવર્ધનકાર્યોમાં ગળાડૂબ વ્યસ્ત રહેનાર પૂજય આચાર્યશ્રીએ અહોભાવ ઉત્પન્ન થાય તેવા અર્વાચીન દૃષ્ટાંતો રજૂ કરીને અનેક આત્માઓને જીવંત પ્રેરણાનો લાભ અપાવ્યો છે. પૂજ્યશ્રી વર્તમાનમાં વિવિધ ધર્મકાર્યો દ્વારા સારી એવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યાં છે. પ્રાચીન સાહિત્ય ઉપરાંત હસ્તલિખિત પ્રતો વગેરેની સુરક્ષા માટેના તેમના શકય સવગી પ્રયત્નો ખરેખર દાદ માંગે છે. જ્ઞાન દ્વારા, ઘર્મપ્રભાવના દ્વારા અને તીર્થભક્તિના-જાગૃતિના અનેક કાર્યો દ્વારા પૂજયશ્રીનું યોગદાન ઘણું મૂલ્યવાન બની રહેશે. કલકત્તા અને શિખરજીમાં પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયેલા અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવો ખરેખર યાદગાર બની ગયા છે. છરિપાલિત સંઘમાં નવાણુયાત્રા, છ ગાઉની યાત્રા વરસીતપ, અઠ્ઠાઈ આદિ તપમાં પૂજ્યશ્રી મોખરે રહ્યાં છે. - સંપાદક (3 , Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( ભરુચના શ્રી અનુપચંદ મલકચંદ શાહ ઝગમગતી શ્રદ્ધાનો અનુપમ ગુણ ધરાવનાર, તત્ત્વજ્ઞાનના ડા અભ્યાસી અને તેના મર્મ સુધી પહોંચનાર, સાધુ-સાધ્વીજીઓને પણ કમ્મપયડાં વગેરે ભણાવનાર, સંપ અને તીર્થરક્ષાને પોતાનું કર્તવ્ય સમજીને તેનું પાલન કરનાર, વર્ષો સુધી ભરુચ તીર્થની - પેઢીનું સફળતાપૂર્વક સુકાન સંભાળનાર, અનુપમ વિનય અને નમ્રતાના ધારક, તાત્ત્વિક અને ફરાર છે ‘તમાં કે કંઈ શંકા પડે તેનું સમાધાન પૂજ્યો પાસેથી મેળવનાર, ગુજરાતી ભાષામાં પ્રશ્નોત્તર..?' 'ડેથની રચના કરનાર (આ ગ્રંથ છપાઈ ગયેલો છે), આવી રીતે જ્ઞાનની અને તેની સાથે તપની પણ સુંદર આરાધના કરનાર એવા આ ભાગ્યશાળી ઊંચ આત્માની ભાવભરી યાદી સાથે એમના સાત્ત્વિક જીવનની અને ગુણોની અનુમોદના.... (બાબુ શ્રીમાન્ કનૈયાલાલજી બદ ) બીકાનેર (રાજ.)ના મૂળ વતની અને ધંધાર્થે કલકત્તામાં સ્થાયી થયેલ, અખંડ બ્રહ્મચર્યવ્રતના ધારક, જિનભક્તિમાં ગાંડાઘેલાં થઈ જનાર, પંડિતજી પ્રભુદાસભાઈ પારેખ પાસે જૈન શાસનનો અને તત્ત્વોનો ઊંડો અભ્યાસ કરનાર, સંગીતના માહેર, નવા નવા સંગીતકારો પાસે પૂજા ભણાવવાનો સુંદર શોખ ધરાવનાર, ક્ષત્રીયકુંડ-લછવાડમાં ખભેખભા મિલાવીને કામ કરનાર, એ તીર્થની રમણીયતાને ચાર ચાંદ લગાડનાર. એક જ છોડ ઉપર ચાર ચાર રંગની એકેક ફટનો વ્યાસ ધરાવનાર એવા ગુલાબના છોડો ઉપરાંત નયનરમ્ય બગીચાનું સર્જન કરનાર, લાખોની સંપત્તિનો ધર્મમાં સવ્યય કરનાર, ત્યાંનો રસ્તો, ત્યાંની ધર્મશાળા, ત્યાંનું મંદિર આદિમાં જે કંઈ કાર્ય કર્યું એ બધું પોતાના જ દ્રવ્યથી, ત્યાંના મજુરો અને રટાફના માણસોનું પણ પરિવારની જેમ જતન કરનાર, એવા મહાનુભાવના ગુણોની ભાવભરી અનુમોદના. ( રાવબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ ) ધર્મનગરી રાધનપુરના મૂળ વતની, ધંધાર્થે મુંબઈમાં વસવાટ કરનારા, પડછંદ શરીર, ગૌરવર્ણ, શાસનના પ્રશ્નોમાં અને તીર્થરક્ષાના કામમાં ખડેપગે સેવા આપનાર, સાધુ-સાધ્વીઓને દરેકને વિધિપૂર્વક વંદન કરનાર, તેની સુંદર વૈયાવચ્ચ કરનાર, અનેક સંસ્થાઓમાં જવાબદારીભર્યું સ્થાન મળવા તેને શોભાવનાર, જીવનમાં સાદાઈ--સંયમ-ઉદારતા–જિનભક્તિ--સાધર્મિક ભક્તિ આદિ ગુણોના ધારક, ગમે તેવા વિકટ અને વિષમ સંયોગોમાં પણ હિંમતપૂર્વક ઝઝૂમનાર અને સફળતા મેળવનાર એવા આ નરશાર્દુલના જીવનના પરાક્રમી અને યશસ્વી ગુણોની ભાવસભર અનુમોદનાં. ( તીર્થરક્ષક મહારાજા બહાદુરસિંહજી દુગડ ) પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જીલ્લામાં “કીંગ ઓફ બલુચર સ્ટેટતરીકે જન્મીને પાછળથી ! કલકત્તામાં સ્થાયી થનાર, પ્રભાવશાળી પ્રતિભાના ધારક, શાસનના અવિહડ હામી, આજથી લગભગ એકસો વરસ પહેલાં તે સમયમાં બધું મળીને લગભગ ધર્માદામાં ૫૦ કરોડનો વ્યય કરનાર, દેઢ શ્રદ્ધાળ, દિગંબરો અને બ્રીટીશ સરકાર સામે પણ અડીખમ રહીને ટક્કર ઝીલનાર અને તીર્થરક્ષા કરનાર Page #808 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૭૫૯ = બહાદુરસિંહજી દુગડ જૈન સમાજના એક અગ્રીમ શ્રેષ્ઠીરત્ન હતા. તેઓની અસાધારણ બુદ્ધિપ્રતિભાનો એક દાખલો જોઈએ. ભારત સ્વતંત્ર થયા પછી અને રાજાઓના રજવાડાં ગયા પછી બિહાર રાજ્ય સરકારે જમીનદારી નાબુદીનો કાયદો કર્યો અને એ કાયદા હેઠળ બિહારમાં આવેલી એમની જમીન-જાગીર જપ્ત કરવાની બિહાર સરકારે કાર્યવાહી શરૂ કરી. તે વખતે પહેલાં તો એમણે તેના ઉપર સ્ટે મેળવી લીધો અને સરકારને આવી રીતે જમીન જપ્ત કરવાની સત્તા જ નથી, એ મુદ્દા ઉપર કેસ કર્યો. એમાં તેમણે એવા એવા જટિલ મુદ્દાઓ ઊભા કર્યા કે સરકારી વકીલ એનો જવાબ જ ન આપી શક્યો. છેવટે એમની જમીન અકબંધ રહી ગઈ. તે પછી તેમણે સામેથી બિહાર સરકાર ઉપર બદનક્ષીનો કેસ કરીને તેની પાસેથી પોતાને થયેલ નુકશાનીનું વળતર પણ મેળવ્યું. આવા તો અનેકવાર એમણે પોતાની બુદ્ધિના ચમકારા તીર્થરક્ષાના કામમાં પણ બતાવ્યા છે. વિ. સં. ૨૦૧૧માં દિગંબરોએ આપણા સમેતશિખરજી તીર્થ પરના હક્કો ઉપર તરાપ મારી ત્યારે પણ તેમની સામે ઝીંક ઝીલીને તેમાં સફળ થવાની એમના હૈયે પૂરી હામ હતી. પરંતુ શરીરનો સાથ ન હતો અને એના ખર્ચા માટેની પોતાની પહોંચ ટૂંકી પડતી હતી. એટલે તેઓ એ કામ કરી શક્યા નહીં. એનું દુઃખ એમને જીવનના અંત સુધી રહ્યું. આવા દાની, પરાક્રમી, ભાગ્યશાળી પુરુષની ગુણગરિમાની અનુમોદના જેટલી કરીએ એટલી ઓછી છે. ( દાનવીર માણેકલાલ ચુનીલાલ શેઠ ) અમદાવાદ (રાજનગર)ના મૂળ વતની, ધંધાર્થે મુંબઈમાં વસવાટ, મુંબઈ જે એમને માટે ધર્મભૂમિ-કર્મભૂમિ બની. પુજાઈ પણ એમની ગજબની, એક સરખો ચડતો સિતારો જીવનના અંત સુધી ટકી રહ્યો. જેવી પૈસાની રેલમછેલ એવી જ એમની ઉદારતાની પણ રેલમછેલ. પોતાના ધર્મદાતા અને પરમ ઉપકારી એવા ગુરુદેવ પૂ. આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં અંધેરી-ઇરલામાં ઉપધાન તપની એવી તો સુંદર આરાધના કરાવી કે એનો જોટો ઇતિહાસમાં મળે તેમ નથી. મુંબઈમાં કોઈપણ ફંડફાળો હોય તો એમાં પહેલું નામ એમનું હોય. વર્ષો સુધી આ શિરસ્તો ચાલુ રહ્યો. મુંબઈ ગોડીજીમાં વર્ષો સુધી પ્રમુખ ટ્રસ્ટી તરીકે રહ્યા. સાહિત્યપ્રસારના પણ એવા જ પ્રેમી. કોઈપણ સાત્ત્વિક અને ઉપયોગી પ્રકાશન હોય તો એમાં એમનું યોગદાન હોય જ. શાસનના પ્રશ્નોમાં પણ ઊંડી ચિંતા ધરાવનાર. સાદાઈ અને નમ્રતાની જીવંતમૂર્તિ. એમના ધર્મજીવનની હૈયાના ઊછળતા ઉમળકા સાથે અનુમોદના. (વઢવાણના રતિલાલ જીવણભાઈ શાહ ) દઢ મનોબળ ધરાવનાર, જીવદયાના પ્રખર હિમાયતી, જીવદયા માટે પોતાના પ્રાણની પણ પરવા ન કરનાર, અવસર આવ્ય જીવસટોસટનું જોખમ ખેડનાર, વઢવાણના ભોગાવામાં અને આજુબાજુના પ્રદેશોમાં સંપૂર્ણપણે માછલાં પકડવાનું બંધ કરાવનાર, તે માછીમારોને આર્થિક સહાય આપીને અન્ય કામે લગાડનાર, ધર્મનાં અનેક કાર્યો કરનાર, વઢવાણ સંઘના મોભી, એવા આ પુરુષને રૂબરૂ મળવાનું તો થયું નથી પરંતુ પૂજ્ય ગુરુદેવ આદિના મોઢે એમના ગુણોનું વર્ણન જે સાંભળેલ છે તે રજૂ કરેલ Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ ] | જૈન પ્રતિભાદર્શન , છે. શાસ્ત્રોમાં કહ્યા મુજબના સાધુ-સાધ્વીઓ માટેના સાચા મા-બાપ જેવાં, એટલે જ ઉદારતાથી અને ભક્તિભાવપૂર્વક તેઓની વૈયાવચ્ચ-સેવા-ભક્તિ કરનાર, એવા આ ધર્મવીર પુરુષના ગુણોની ભાવસભર અનુમોદના. ( ખંભાતના રમણલાલ દલસુખભાઈ શ્રોફ ) આજાનબાહુ, પડછંદ કાયા, પ્રભાવશાળી વ્યક્તિત્વ, ધર્મચુસ્ત, દેઢ શ્રદ્ધાળુ, કણાભાવથી ભરપૂર હૈયું, ગર્ભશ્રીમંત, ખંભાતના વતની, ધંધાર્થે મુંબઈમાં વસવાટ, શેઠ કુટુંબના નબીરા, તીર્થરક્ષા અને શાસનસેવાના કામમાં તન-મન-ધનથી અનુપમ સેવા આપનાર, એવા શ્રી રમણભાઈને લગભગ સૌ કોઈ ઓળખે. શિખરજી તીર્થનો કેસ, રતલામનો કેસ, અંતરીક્ષજીનો કેસ, બાલદીક્ષા પ્રતિબંધક બીલ, આવી રીતે જ્યારે જ્યારે શાસનનાં કે તીર્થરક્ષાનાં કાર્યો આવી પડ્યાં ત્યારે તેઓ હોંશભેર બાજી સંભાળી લે અને તે તે કામમાં સફળતાને વરે. જૈન સંઘ તરફથી એમને ગૌરવભેર જૈનરત્નનું બિરુદ આપવામાં આવેલ. પરિગ્રહ પરિમાણનો એમનો નિયમ તો આપણને અચંબો પમાડે તેવો. પોતાનો વસવાટ મુંબઈમાં હોવા છતાં ખંભાતમાં એમના તરફથી કાયમ માટે દરેક સમુદાયના સાધુ-સાધ્વીઓ માટે ભક્તિ અને બહુમાનપૂર્વક રસોડું ચાલુ. પોતાની સરળતા અને ખેલદિલીથી ભલભલાને પ્રભાવિત કરવાની અનેરી કુનેહ તથા પંચાઈ ધરાવનાર, પોતે સંગીતના જાણકાર, કંઠ પણ મધુર અને પોતે ભક્તિરસમાં ઝીલે તથા બીજાઓને પણ રસથી તરબોળ કરી દે. સંગીતકારોને અને સંગીતકળાને પ્રોત્સાહન આપનાર, ધર્મમાં લાખોનું દાન કરનાર, એવા આ મહાનુભાવ નરપુંગવની અંતરના ઉમળકાપૂર્વક અનુમોદના. ( ધર્મવીર શેઠ શ્રી વેણીચંદ સુરચંદ શાહ શાસનસેવાનાં કે ધર્મનાં કામો પૈસાથી જ થાય એવા ભ્રમને દૂર કરીને પોતાની જે પરિસ્થિતિ હતી તેમાં પણ આજીવિકા પૂરતું થોડું ઘણું જે કંઈ મળી જાય તેમાં સંપૂર્ણ સંતોષ માનીને બાકીનો બધો જ સમય પ્રભુભક્તિમાં-ધર્મની આરાધનામાં અને ધર્મ સંસ્થાઓના કામમાં આપનાર, અનેક પૂજયોના ઉપાસક, ભગવાનની ભક્તિમાં કેટલીયે વાર ટ્રેન ચૂકી જનાર, એવી એક મહાસત્ત્વશાળી વિભૂતિ. આગમોદય સમિતિમાં વર્ષો સુધી સેવા આપી. મહેસાણામાં “શ્રી જૈન શ્રેયસ્કરમંડળ’ અને ‘શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા'ની સ્થાપના કરી. એમાં અભ્યાસ કરીને ઘણાંએ દીક્ષા લીધી યાવતું આચાર્યપદે આરૂઢ પણ થયા; અનેક ધાર્મિક પંડિતો અને શિક્ષકો તૈયાર થયા, જેઓએ જ્ઞાનની ગંગા વહાવી. તાજેતરમાં એ સંસ્થાનાં એકસો વર્ષ પૂરાં થયાં. તેની સુંદર ઉજવણી થઈ. સદરહુ સંસ્થાની પેટા ઓફિસ પાલીતાણામાં શરૂ કરીને તેના દ્વારા સાધુ-સાધ્વીઓના અભ્યાસ માટે પાઠશાળા ચાલુ કરી. વર્ષો સુધી એ કાર્ય ચાલ્યું. એવી જ રીતે સિદ્ધગિરિજી ઉપર નવેનવ ટૂંકમાં કાયમ માટે ધૂપ-દીપ દરેક ભગવાનને થાય એવું આયોજન કર્યું. ચતુર્વિધ સંઘની સેવા માટે ફ્રીમાં આયુર્વેદિક દવાખાનું પણ ચલાવ્યું. ધર્મવીર શેઠ વેણીચંદભાઈ” એ નામથી એમનું જીવન ચરિત્ર છપાયેલ છે. હૈયાના ઊછળતા ઉમંગે એમના ગુણોની અનુમોદના. Page #810 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા સુરતના મૂળ વતની, જૈન કૂળમાં જન્મ, પ્રોફેસર તરીકે જુદી જુદી કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. સાથે સાથે પુના ભાંડારકર ઑરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા સોંપવામાં આવેલી કામગીરીના અન્વયે લગભગ ૯ હજાર હસ્તલિખિત પ્રતોનાં વર્ણનાત્મક સૂચિપત્રો તૈયાર કર્યાં, જેમાંથી ૧૮ વોલ્યુમ છપાયાં છે અને બાકીનું અમુદ્રિત છે. એ જ રીતે એમણે જીવન દરમિયાન ૧૫૦૦ જેટલા સંશોધનાત્મક લેખો લખેલ છે, જેમાંથી ૭૫૦ જેટલા છપાયેલ છે અને બાકીના અમુદ્રિત છે; જે છપાયેલ છે તેની ‘હીરક સાહિત્ય વિહાર'માં નોંધ છે. તે ઉપરાંત નાનાં-મોટાં ૨૫ જેટલાં પુસ્તકો લખેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અને સાથે જ અંગ્રેજીના પણ વિદ્વાન--આવો ત્રિવેણી સંગમ એમના જીવનમાં હતો. એમણે અનેક ગ્રન્થોનું સુંદર સંપાદન કર્યું છે. કેટલાયે ગ્રંથોમાં માહિતીસભર અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી છે. જીવતા-જાગતા સંદર્ભગ્રંથ જેવા હોવાથી દેશ-વિદેશના અનેક સ્કોલરો એમના સંપર્કમાં રહેતા અને જિજ્ઞાસાપૂર્તિ કરતા. નિવૃત્તિકાળ પછી પહેલાં સુરતમાં અને છેલ્લે મુંબઈ-વરલીમાં સ્થિર થયેલ. જીવનનો અંતિમ શ્વાસ પણ ત્યાં જ લીધો. એમની જ્ઞાનોપાસનાની ધુરંધર આચાર્યભગવંતોએ પણ ભાવભરી અનુમોદના કરી છે. આપણે પણ એમાં સાથ પૂરાવીએ... | ૭૬૧ કલકત્તાના બાબુ બદ્રીદાસજી અને સુમેરમલજી સુરાણા જગત્ શેઠનું બિરૂદ પામેલ અને સાત સાત પેઢી સુધી અઢળક સંપત્તિના સ્વામી એવા જગતશેઠ તથા કલકત્તાના રાયબહાદુર બાબુ બદ્રીદાસજી, જેમણે શીતલનાથ ભગવાનનું સુંદર કલાત્મક--બગીચો તથા તળાવ સહિતનું જિનમંદિર કલકત્તા માણેકતલ્લામાં બંધાવેલ છે, જે આજે બાબુ બદ્રીદાસજી ટેમ્પલ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત કલકત્તાના બાબુ સુમેરમલજી સુરાણા કે જેમણે પોતાની દૃઢ શ્રદ્ધા, જ્ઞાનની ઉત્તમ આરાધના, અજબની કોઠાસૂઝ વગેરેના પ્રભાવે અનેકને ધર્મમાં જોડ્યા અને સ્થિર કર્યાં છે. પંડિતપ્રવર શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ પંડિતજીના હુલામણા નામથી પ્રસિદ્ધ થયેલા પંડિતપ્રવરશ્રી પ્રભુદાસભાઈનો જન્મ રાજકોટ પાસેના ખેઈડી ગામમાં વિ.સં. ૧૯૪૯ના માઘ માસમાં થયો હતો. જન્મ પછી થોડા જ સમયમાં પિતાશ્રીને ધંધા માટે સરધાર પાસેના રાજકોટના જાડેજા ઠાકોરશ્રીના ભાયાતી ગામ (પાધરાના) સમઢિયાળા રહેવા જવાનું થવાથી કિશોરાવસ્થા સુધી ઊછેર ત્યાં જ થયો. ગામમાં જ ગુજરાતી ચાર ચોપડી સુધીનો અને અંગ્રેજી બે ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. મહેસાણાની પાઠશાળામાં ધાર્મિક-સંસ્કૃત-પ્રાકૃત-કાવ્ય-ન્યાયવ્યાકરણ-સાહિત્ય આદિનો સારો એવો અભ્યાસ કર્યો. વિ. સં. ૧૯૮૯માં મહેસાણા પાઠશાળામાં જ મેનેજર તરીકે જોડાયા. સાથે સાથે કર્મગ્રન્થ વગેરેના અને સંસ્કૃત વ્યાકરણના તેઓ પંડિત હતા. દિન-પ્રતિદિન અવિરત પરિશ્રમ Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ ] છે જેને પ્રતિભાદર્શન == [ લઈને તેમણે મહેસાણા પાઠશાળાને ઉત્તમોત્તમ વિદ્યાઘામ બનાવ્યું. અનેક અભ્યાસીઓને તથા અનેકાનેક | મુનિ મહાત્માઓને તેમણે પોતાની ભણાવવાની અજોડ કળાથી અભ્યાસ કરાવીને તૈયાર કર્યા છે. - આર્ય સંસ્કૃતિના પાયાના તત્ત્વો અને ટોચની મહાસંસ્કૃતિ (જન સંસ્કૃતિ-જૈન શાસન)ના તેઓ માર્મિક, કુશળ, ઊંડા અને સૂક્ષ્મ જાણકાર અને વિવેચક હતા. એમના અનેક ગ્રંથોમાં “કરેમિભૂતે” અને ! પંચ પ્રતિક્રમણ”નો હજાર પાનાનો ગ્રંથ અદભૂત જ્ઞાનનો ખજાનો છે. રાજકીય, રાષ્ટ્રીય અને નૈતિક પ્રકરણો સાથે છેલ્લાં પાંચસો વરસમાં આર્ય દેશની ભવ્ય સંસ્કૃતિનો મૂળમાંથી નાશ કરવા માટે રચાયેલા પત્રોનો હૂબહૂ ચિતાર તેમણે ૬૫ વરસ પહેલાં આલેખેલ છે, જે આજે ભારત વર્ષની પ્રજા પ્રત્યક્ષ અનુભવી રહેલ છે. તે ઉપરાંત “તત્ત્વાર્થસૂત્ર' જેવા મહાન તાત્ત્વિક ગ્રંથ ઉપર પણ તેમણે વિશદ્ વિવેચન અને પ્રાસંગિક લાલબત્તી ધરવામાં કમાલ કરી છે. ૧૮ વરસ સુધી ચાલેલાં તેમનાં માસિક ““હિત-મિત-પથ્યસત્યમ્'માં છપાયેલા અનેક લેખો અને તે સિવાય અન્ય પાંચ હજાર જેટલા અપ્રગટ લેખો વર્તમાન સંજોગોમાં આપણે માટે માર્ગદર્શક બની રહ્યા છે. આયુર્વેદના પણ તેઓ કુશળ જ્ઞાતા હતા. આવા શાસન સમર્પિત શ્રાવકરત્નને ભાવપૂર્વક પ્રણામ સાથે વિરામ... જામનગરના ફુલચંદભાઈ તંબોલી ) મૂળ જામનગરના વતની જ્ઞાતિએ વીસા શ્રીમાળી. પૂર્વની પુજાઈ જોરદાર. એમનું પૂરું નામ તો ફુલચંદભાઈ પુરુષોતમભાઈ તંબોલી. જૈનશાસનના શિરતાજ એવા પૂ. આ. વિ. રામચંદ્રસૂરિશ્વરજી મા. સા.ને એમણે પોતાના ગુરુ તરીકે સ્વીકારેલાં પોતાના જીવનમાં એમણે કેટકેટલાં સુકૃતો કરીને લક્ષ્મીનો સદ્વ્યય કર્યો એનો તો કોઈ હિસાબ જ કરી શકાય તેમ નથી. આજથી લગભગ એંશી વરસ પહેલાંના તે વખતના કરોડપતિમાં જેમની ગણના થતી હતી; એવા એમના ઘરે જે કોઈ પણ આશા ધરીને ગયો હોય તે કદી પણ ખાલી હાથે પાછો ફરેલ નથી. એમને ત્યાં કામ કરનારાં એમનાં માણસોઘોડાગાડીવાળાઓ વિગેરે પણ સોનાના ઘરેણાં પહેરતાં થઈ ગયેલાં. એમના દાનની ગંગોત્રીમાં કોઈ જાતનો ભેદભાવ નહીં, હિંદુઓ તો ઠીક, પરંતુ મુસલમાનો પણ એમનાં દાનની ગંગોત્રીમાં પાવન થતાં અને એમની આપણે માની ન શકીએ એવી અદબ જાળવતા. એમનો એક પ્રસંગ :---કર્મના ફળ મુજબ જીવનમાં ચડતી-પડતી તો દરેકના જીવનમાં આવે જ છે. એવા જ એક નબળાં અવસરમાં જે વખતે આર્થિક મુશ્કેલી હતી તે વખતે દુરદુરના એક સંઘન કાર્યકર્તાઓ એમની પાસે દાન માટે આવ્યાં. ભગવાન જિનેશ્વરદેવનું મંદિર-ઉપાશ્રય આદિનું આયોજન હતું. આવનાર લોકોને ઘરમાં પેસતાં જ પરિસ્થિતિનો હેજ અણસાર આવી ગયેલ. એટલે તેઓ વાત કરતાં અચકાતા હતા. પરંતુ ભાઈના આગ્રહથી તેઓએ પોતાની રજુઆત કરી. તે સાંભળીને તેમણે કહ્યું કે--‘તમો મોડાં પડ્યાં, છ મહીના પહેલાં આવ્યા હોત તો તમારું કામ થઈ જાત.” એવામાં ટપાલી રજીકવર લઈને આવ્યો. તે કવર લીધું, તે જોતાં જ તેઓ સમજી ગયા કે જે રકમ આવવાની કોઈ સંભાવના ન હતી તેનો ચેક આવ્યો લાગે છે. એટલે તે કવર ખોલતા પહેલાં જ તેમણે મહાનુભાવોને જણાવ્યું કે [ આમાંથી જો ચેક નીકળશે તો તે જેટલા રૂ. નો હોય એ બધું જ તમોને દાનમાં. તે પછી તેમણે તે કવર , T Page #812 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ' ખોલ્યું તો તેમાં રૂ. ૧૭ હજારનો ચેક હતો. પોતાની આવી કટોકટીમાં પણ તેમણે ચઢતા પરિણામે ઉલ્લાસથી તેનું દાન કરી દીધું. જોકે એમનાં જીવનમાં થોડા જ સમયમાં વળતાં પાણી થઈ ગયાં અને પાછી જાહોજલાલી આવી ગઈ. છેલ્લે એમનો સ્વર્ગવાસ થયાં પછી એમની સ્મશાનયાત્રા પણ એવી જ (મુબે નીકળી હતી. એમનાં પુત્ર-પરિવારને પણ એમના સ્વર્ગવાસ પછે જ પોતાના પિતાજીનું જીવન શું હતું? એની વાસ્તવિક ખબર કેટલાંય વરસો પછી પડી હતી. - જિનભક્તિ અને ગુરુભક્તિથી ઓતપ્રોત, ભરપૂર સાધર્મિક ભક્તિ, કરૂણાભાવથી ભરપૂર અને દીન-દુખીયાના સાચા બેલી એવા આ નરપુંગવના સુકૃતોની હૈયાના ભાવથી આપણે પણ અનુમોદના કરીએ અને પાવન થઈએ. એ ગૌરવભર્યો ધર્મવારસો ભાવનગરમાં શ્રી મનમોહનભાઈએ જાળવી રાખ્યો છે. તેઓ જૈનસંઘ સહિત ભાવનગરની અનેક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહીને સુંદર સેવા આપી રહ્યાં છે. ( પ્રજ્ઞાચક્ષુ પંડિતપ્રવર પુખરાજજી સાહેબ ) મૂળ રાજસ્થાનના વતની; અભ્યાસ અર્થે મહેસાણામાં શ્રી જૈન શ્રેયસ્કર મંડળમાં દાખલ થયા. અભ્યાસ પૂરો કરીને ત્યાં જ શિક્ષક તરીકે જોડાઈ ગયાં. એમની આવડત અને લગની જોઈને તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સંસ્થાએ એમને ગૃહપતિની જવાબદારી પણ સોંપી. જે એમણે પોતાના જીવનના અંત સુધી ખૂબ જ કુશળતાપૂર્વક નિભાવી. એમના હાથ નીચે ભણેલાં કોઈ કોઈ સાધુ બન્યાં તો કોઈ વળી આચાર્ય પદ સુધી પણ પહોંચી ગયાં. કોઈ કોઈ વિદ્યાર્થીઓ પંડિત તરીકે અનેક જગ્યાએ સેવા આપી રહ્યાં છે; અને પૂજ્ય સાધુ-સાધ્વીઓને ભણાવી રહ્યાં છે. તેઓ પોતે પ્રકરણગ્રંથોમાં અને કર્મ સાહિત્યમાં ફક્ત વિદ્વાન જ નહિ પરંતુ નિષ્ણાંત પણ હતાં. ભલભલા અભ્યાસીઓની કમ્મપયડી જેવા ગહન વિષયમાં આંટીઘૂંટીવાળી શંકાઓનું સમાધાન કરી શકતાં. એનો એક જ દાખલો કર્મ સાહિત્યમાં શિરમોર એવા પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સાધુઓએ વિપુલ કર્મસાહિત્યની રચના કરી. એમાં કયાંય કચાશ ન રહી જાય કે ભૂલભાલ ન રહી જાય એ માટે પૂજ્યશ્રીએ મહેસાણામાં ખાસ બે મહિનાની સ્થિરતા કરીને તે વિશાળ કર્મ સાહિત્યનો ખૂબ જ ગહન અને આંટીઘૂંટીવાળો ભાગ એમને પોતાની સાથે બેસાડીને ચોક્સ કરાવ્યો હતો. . એક તો પોતે પ્રજ્ઞાચક્ષુ-એમાં વળી સંસ્થાનાં ગૃહપતિની જવાબદારી, અને તેની સાથે સાથે | કમ્મપયડી જેવા ગહન અને તાત્ત્વિક વિષયો ભણાવવાનાં. આ બધી જવાબદારીઓ એવી કુશળતાથી તેમણે નિભાવી છે કે આપણે તો વિચાર કરતાં જ રહી જઈએ. જ્ઞાનપૂજા અને ચારિત્રપૂજા અખંડ બ્રહ્મચર્યધારક એવા એમના આત્મિક-સાત્ત્વિક ગુણોની ભાવભરી અનુમોદના. ( સુરતના શ્રાવક સંગીતરત્ન મોહનભાઈ ) વિ. સં. ૧૯૯૦નો સમય. સ્થળ કલકત્તા કેનીંગ સ્ટ્રીટનું દહેરાસર, આ લખનાર તે વખતે Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ ] [ જૈન પ્રતિભાદર્શન છે ગૃહસ્થપણામાં. ત્યાં સંગીત મંડળ ચાલતું એનો સભ્ય પણ ખરો. તે વખતે નવપદજીની આરાધના માટે સામુદાયિક ઓળીનું મોટા પાયા ઉપર આયોજન થયેલું. નિશ્રા પણ પૂ. દાદા ગુરુદેવ આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ની. એ વખતે પહેલી જ વાર મોહનભાઈને ત્યાં પૂજા ભણાવતાં જોયા, સાંભળ્યા અને કોઈ અનેરા આનંદનો અનુભવ કર્યો. પોતાને આયંબિલની ઓળી ચાલુ હોય અને પાંચ-પાંચ કલાક સુધી શાસ્ત્રીય સંગીતના રાગ-રાગિણીથી પ્રભુ ભક્તિમાં મસ્ત બનીને પોતે ડોલતા જાય અને સાથે સૌને ડોલાવતા જાય. બધાંને ભક્તિરસમાં એવાં તો તરબોળ કરી દે, કે-કલાકો ક્યાં વીતી જાય એની આપણને પણ ખબર ન પડે. તે પછી જ પોતે આયંબિલ કરવા બેસે. હાથમાં તો ફક્ત ખંજરી જ હોય અને સાંજીદાઓનો સાથ હોય, પોતે ખંજરી વગાડતાં જાય અને જુદાજુદા શાસ્ત્રીય રાગોમાં પૂજાઓ ભણાવતા જાય. એમ છતાંય સાંભળનારને જરા ય કંટાળો ન આવે એવી એમની સંગીતમાં નિપુણતા હતી. પોતે સંગીતમાં પારંગત હોવા છતાં જરા પણ અભિમાન નહિં. સાદાઈ અને નમ્રતાની મૂર્તિ. સુપ્રસિદ્ધ સંગીતકાર હીરાલાલભાઈ ઠાકુરના તેઓ સંગીતના વિષયમાં ગુરુ થાય. એમની પાસે બીજાઓએ પણ સંગીતકળાનો અભ્યાસ કર્યો છે. એમના પરિવારમાં એમનો થોડો થોડો વારસો સચવાયો છે. એમણે જીવનમાં સંગીતને આજીવિકાનું સાધન બનાવ્યું ન હતું. એ એમની વિશિષ્ટતા હતી. પ્રાસંગિક આપણે ત્યાં પૂજાઓ જે વખતે રચાયેલી તે વખતની તેની મૂળભૂત દેશીઓનું જ્ઞાન હવે લગભગ વીસરાઈ ગયું છે. વર્તમાન કાળમાં મોટે ભાગે સંગીતકારો તાણી-તૂણીને પૂજાની ઢાળો પૂરી કરે છે. આવી પરિસ્થિતિમાં અસલ રાગ-દેશી વિગેરેમાં વારસો જળવાઈ રહે તે માટે કંઈક થવું જ જોઈએ, એવી હિત ચિંતકોની ભાવના હતી. આપણા આ મોહનભાઈને અસલ દેશીઓનું અદભુત જ્ઞાન હતું. એમની પાસેથી એમના શિષ્ય ઠાકોર હીરાલાલભાઈમાં એનો વારસો આવ્યો. એમના જીવનકાળ દરમ્યાન એમની પાસેથી સંગીતનો આ વારસો ઝીલે એવું કોઈ તેમને ન મળ્યું. છેવટે ખંભાતના વતની પરંત વર્ષોથી ધંધાર્થે કલકત્તા વસતા બંસીલાલભાઈ કાપડીયા, ખંભાતને જ ભાણાભાઈ અને રમણભાઈ શ્રોફના તન-મન-ધનના સહકારથી મૂળભૂત અસલ રાગ-દેશીમાં હીરાલાલભાઈ ઠાકોરના કંઠથી ગવાયેલ દરેક પૂજાની કેસેટો ઉતારવામાં આવી છે, જે આજે ઉપલબ્ધ છે. આવા ઉત્તમ આત્માઓના પાવન જીવનની અને એમના ઉત્તમ કાર્યોની આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ અને ભવપાર ઉતરીયે. SE Page #814 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ [ ૭૬૫ 'શાસન પ્રભાવના વીરશાસનના અણનમ સેનાની, પરમ શાસનપ્રભાવક, યુગપુરુષ, પરમ ગીતાર્થ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પુણ્યનામચી જેન જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે? પ્રભુ શ્રી વર્ધમાનસ્વામિની ૨૫મી નિર્વાણ શતાબ્દીમાં પ્રાદુર્ભાવ પામેલી, પાંગરેલી અને લબ્ધ પ્રતિષ્ઠિત બનેલી તે એક જાજરમાન પ્રતિભા-આચાર્યકુલગુરુ શ્રીમદ્ વિજય- રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ. - ઘુરન્ધર ધર્માચાર્ય સંઘ સાર્વભૌમસૂરિ ચક્રચૂડામણિ આ સૂરિજીની તેજસ્વીની વાણી પર તો જાણે સાક્ષાત્ સરસ્વતી–ભગવતી પ્રસાદ વરસાવી રહ્યાં હતાં. ૧૨૧ જેટલા વિશાળ સંખ્યામાં શિષ્યોના અધિપતિપદે તેઓ બિરાજતા. તેમના હાથે શિષ્ય-પ્રશિષ્યો મળીને ૩૫૦થી વધુ મુનિઓએ અને ૫૦૦થી વધુ સાધ્વીઓએ દીક્ષા ગ્રહણ કરી છે. ખંભાતમાં એક સાથે ૨૪ અને અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ પૂજયશ્રી પાસે દીક્ષા લીધી એ વર્તમાન સમયની એક આશ્ચર્યકારક ઘટના ગણી શકાય. આ પુણ્યાત્માનું પુણ્યશ્લોક નામ જૈનજગતમાં સુદીર્ઘકાળ સુધી ગુંજતું રહેશે. અનુકંપા જેવા વિષયો માટેય પોતાની પ્રેરકવાણી હંમેશાં વહાવતા. આ - વિ. સં. ૧૯૬૯ થી ૨૦૪૭ સુધીના સમયમાં પૂજ્યશ્રીના ૭૯ જેટલા - ચાતુર્માસસ્થાનોમાં અને પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠાઓ, દીક્ષા મહોત્સવો, વડી દીક્ષા, પદવી પ્રદાન, જિનમંદિરોની વર્ષગાંઠ, છ'રીપાલક યાત્રા સંઘો, તીર્થંકર પરમાત્માના કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઉજવણી, ઉપધાન તપ આદિ દ્વારા પૂજ્યશ્રીની તેજસ્વી તવારીખ અસંખ્ય અને ભવ્ય બની હતી. . ૯૬ વર્ષની ઉમરે અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાડ વદિ ૧૪ (તા. ૯-૮૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. કાળધર્મ વખતે એક કરોડ કરતા અધિક રકમ ઉછામણીમાં બોલાઈ તે પૂજ્યશ્રીના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે. અત્રે પૂજ્યશ્રીના સમુદાયમાંથી તેમના શિષ્યો, પ્રશિષ્યો પાસેથી તેમ જ અન્ય સમુદાયની જે કેટલીક શાસન પ્રભાવનાની સંકલિત માહિતી મળી છે તે અત્રે રજુ થાય છે. પૂજ્યશ્રીને કોટિ કોટિ ભાવભરી વંદના. . --સંપાદક ( ૪. Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ ] L[ જૈન પ્રતિભાદર્શન પ. પૂ. આચાર્યપદનો ચિર-પર્યાય ધરાવનારા આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સુસમ્પન શાસનપ્રભાવક કાર્યોની ઝાંખી સંકલન : પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ હજારોના હૈયાના હાર અને સેંકડોના તારણહાર, શ્રી જૈનશાસનના શણગાર, આઠ આઠ દાયકાના શાસનપ્રભાવક, ચારિત્રના અપ્રતિમ અણગાર, શાસ્ત્ર અને સિદ્ધાંતનો જેના રોમેરોમમાં હતો રણકાર, શ્રી જૈનશાસનનું અજોડ નેતૃત્વ ધારણ કરી ૯૬ વર્ષની સમાધિભરી જીવનયાત્રા અને ૭૯ વર્ષની સંયમયાત્રાના મોક્ષમાર્ગસ્થ યાત્રિક, જિનશાસનશિરતાજ પ. પૂ. સ્વ. સુવિશાલગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અનેકાનેક વિશિષ્ટ શક્તિઓથી ભરપૂર જીવનમાં તેઓશ્રીના બાલ્યવયના જીવનપ્રસંગોમાં વિશિષ્ટ યોગ્યતા, તર્કશક્તિ, બુદ્ધિશક્તિ, નિર્ણય શક્તિનો ભરપૂર ખજાનો ભર્યો હતો. ઘણખરા પ્રસંગો તેઓશ્રીના સ્વમુખે સાંભળેલા છે. તેઓશ્રીના ઉચ્ચ જીવનના પાયાને સમજવા જે ખૂબ યાદ રાખવા જેવા છે. આ મહાપુરુષના કુટુંબ વર્તુળની માહિતી પણ આ લેખને અનુરૂપ બની રહેશે. તેઓશ્રીનો જન્મ સંવત ૧૯૫ર તા. ૩-૩-૧૯૯૬ ફાગણ વદ ૪ મંગળવારે દહેવાણ મુકામે રાત્રે ૧૦-૪૨ મિનિટે મોસાળમાં થયો, જ્યારે વતન હતું પાદરા. પૂજ્યશ્રીનું સંસારી નામ :--ત્રિભુવન પિતાશ્રીના દાદાનું નામ :--માનચંદભાઈ પાનાચંદભાઈ પિતાશ્રીનું નામ :--છોટાલાલ રાયચંદભાઈ પિતાશ્રીના દાદીમા :--રતનબેન માતુશ્રીનું નામ :--સમરથબેન પિતાશ્રીના બેનનું નામ :--પરસનબેન દાદાનું નામ : રાયચંદભાઈ માનચંદભાઈ - ત્રિભુવનને ઉછેરનાર ત્રિભુવનના પિતાના દાદીમા રતનબેનની ત્રિભુવનને સાધુ બનાવવાની ભાવનાથી જે ફળ આવ્યું, તે ભાગ્યે જ કોઈના જીવનમાં બની શકે. ત્રિભુવન પણ વર્ષનો હતો, ત્યારથી તેને વહેલો ઉઠાડી, કટાસણા ઉપર બેસાડી રતનબા પોતે પ્રતિક્રમણ કરાવતાં. કટાસમા ઉપર સૂઈ જાય તો સૂઈ જવા દે, પરંતુ પ્રતિક્રમણ કરવા તો નિયમિતપણે બેસાડી દેતાં હતાં. કોઈ સાધુ મહારાજ ઘેર ગોચરી વહોરવા આવે, ત્યારે ત્રિભુવનને કહેતાં “તારે આમના જેવા થવાનું છે. મારે તને સાધુ બનાવવો છે.” બાળકે ત્રણ વર્ષની ઉંમરથી કદી રાત્રિભોજન કરેલું નથી. નવ વર્ષની ઉંમરથી સ્વયં પ્રતિક્રમણ કરતાં અને ઉકાળેલું પાણી પીતા હતા. - ત્રિભુવને ધાર્મિક અભ્યાસ કરવા સાથે ત્યાંના ભંડારમાં જેટલા પુસ્તકો હતાં, તે બધા પુસ્તકો વાંચ્યા હતાં. તે લગભગ ઉપાશ્રયમાં જ રહેતો. કોઈ સાધુ આવે તેમને ગામમાં ગોચરીએ લઈ જતો અને અન્ય કાળજી પણ રાખતો હતો. - ત્રિભુવનના દાદીમાના અંતરમાં શાસનરાગ અને મોહરાગ વચ્ચે યુદ્ધ ચાલતું. ભાવના એવી હતી Page #816 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૬૭ કે ત્રિભુવન સાધુ બને, પણ મોહ એમ કહે કે, “મારી હયાતિ સુધી તો દીક્ષા ન લે તો સારું.” દીક્ષા ન લેવાય ત્યાં સુધી ઘેબર ત્યાગનો અભિગ્રહ બાર વર્ષના ત્રિભુવને લીધેલ અને દાદીમાએ અપાવેલ, પરંતુ જ્યારે દીક્ષા લેવાની વાત આવે ત્યારે દાદીમા મોહવશ બનીને કહેતાં હતાં કે “દીકરા ! આ રસોડે ૧૫૦ માણસોના કુટુંબને જમતું મેં જોયું છે. આજે તારા એક ઉપર બધો આધાર છે. તારે દીક્ષા જરૂર લેવાની પણ મારા મરણ પછી લેજે.” કિશોર ત્રિભુવન તો દાદીમાને સમજાવતો કે આ સંસારમાં વૃદ્ધ વહેલાં જશે અને બાલ યુવાન મોડા જશે તેનો કોઈ ભરોસો નથી. માટે વિલંબ કરવામાં કોઈ સાર નથી. નવ વર્ષની ઉંમરે ત્રિભુવને ભાગી જઈને દીક્ષા લેવાની તૈયારી કરી હતી, પણ તેમાં સફળતા ન મળી અને સગાવહાલાનું બંધન કડક બનવા લાગ્યું. પાદરા ગામે દરાપરા ગામમાં પૂ. મુનિશ્રી દાનવિજયજી મ. તથા તેમના શિષ્ય પૂ. મુનિશ્રી પ્રેમવિજયજી મ.નું ચાતુર્માસ હતું. ત્યાં વારંવાર જવાના કારણે ત્રિભુવનને તેઓનો ગાઢ પરિચય થયો અને ગુણાનુરાગ દઢ બન્યો. સત્તર વર્ષનો ત્રિભુવન સંયમ સામ્રાજ્ય પામવા થનગની રહ્યો હતો. તેમાં આવા સહાયક ગુરુ મળ્યા. દીક્ષા વડોદરા રાજ્યની હદની બહાર કરવાની યોજના વિચારાઈ. જંબુસર એ બ્રિટીશ સરહદમાં આવે. પૂ. ગુરુદેવની યોજના મુજબ આશીર્વાદ લઈ ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠો. રસ્તામાં પાદરા સ્ટેશન આવે. કોઈ જોઈ જાય અને તેથી દીક્ષામાં વિઘ્ન આવે એવું ન બને માટે પાટિયા નીચે સૂઈ ગયો. સાંજના માસર રોડ પહોંચી પગપાળા ચાલી તે રાતના સાડા અગિયારે જંબુસર પહોંચ્યો. ઉપાશ્રયમાં જઈને મોટા મહારાજને વાત કરી. બીજે દિવસે આમોદમાં દીક્ષા આપવા વિચાર્યું. ત્યાં ત્રિભુવનના દૂરના કાકી જોઈ ગયાં. એટલે ગંધારમાં આપવાનું નક્કી કર્યું. મુનિશ્રી મંગળવિજયજીએ હિંમત કરી અને મુનિશ્રી નયવિજયજી તથા મુનિશ્રી પ્રકાશવિજયજી સાથે ૧૯ માઈલનો વિહાર કરી ગંધાર પહોંચ્યા. પરિચિત શ્રાવક મારફત ઉપકરણો પહોંચી ગયા. દીક્ષાવિધિ શરૂ થઈ. મુંડન માટે હજામને આવતા વાર લાગી. મુનિશ્રી મંગળવિજયજીએ જાતે જ કાતરથી કેશ કાપવા શરૂ કર્યા. ત્યાં હજામ આવી પહોંચ્યો. પાંચ સાત જણાની હાજરી વચ્ચે દીક્ષા વિધિ થયો. સમાચાર પહોંચતાં સગાવહાલામાં ખળભળાટ થઈ ગયો. પરંતુ રતનબાની સાવચેતી ભરી દીર્ઘદૃષ્ટિને કારણે ધાર્યા મુજબનું વિઘ્ન આવ્યું નહિ. ઇતિહાસ પ્રસિદ્ધ સ્થાવરતીર્થસ્વરૂપ ગંધાર બંદર જાણે જંગમતીર્થનું ઉદ્ગમ સ્થાન બની ગયું. દીક્ષા વિધિ દરમ્યાન પવનના સૂસવાટા વચ્ચે હાલમ-ડોલમ થતાં દીવાઓ વચ્ચે દીક્ષાવિધિ પરિપૂર્ણ થતાં સુધી પવનના ઝપાટાને વશ થયા વિના રહસ્ય અને રોમાંચની ક્ષણો વચ્ચે દીવાની જ્યોત જલતી જ રહી. દીક્ષા ગુરુએ ઉદ્ગાર કાઢ્યો, “આ નૂતન દીક્ષિતના લક્ષણો મહાપ્રભાવકતાના છે. તેની સામે અનેક ઝંઝાવાતો જાગશે અને જાણે લાગશે કે હમણાં જ તેજ ક્ષીણ થઈ જશે પરંતુ આ દીવાઓની જેમ આનું ધર્મ તેજ અંત સુધી ઝળહળતું જ રહેશે.” કોઈ વ્યક્તિ જન્મથી જ મહાનું નથી હોતી, પણ તેની બુદ્ધિ, આવડત, ચતુરાઈ અને પુષ્પાઈ Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮] [ જૈન પ્રતિભાદર્શન પુરુષાર્થ તેને મહાનું બનાવે છે. ૯૬ વર્ષના જીવનકાળમાં ૧૨૧ પ્રભાવશાળી શિષ્યોના ગુરુ બનનાર શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના સૌથી વરિષ્ઠ આચાર્ય કાળધર્મ પામ્યા, એ વીસમી સદીના જૈન ધર્મની એક મોટામાં મોટી ઘટના ગણાવી જોઈએ. ૧૭ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરનાર આ આચાર્ય જીવનમાં ૭૮ વર્ષ સુધી ભારતભરમાં વિચરી કોઈપણ જાતના સ્વાર્થ વિના જિનધર્મનો પ્રચાર કર્યો. એક વખત તેમણે ખંભાતમાં એકસાથે ૨૪ અને અમલનેરમાં એકસાથે ૨૬ મુમુક્ષુઓને સાધુજીવનમાં પદાર્પણ કરાવ્યું હતું. વીસમી સદીના જૈન શાસનની આ સૌથી મહત્વની ઘટના હતી. ગચ્છાધિપતિશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે અમદાવાદમાં પાલનપુરી ઝવેરી કુટુંબના યુવાન અતુલ શાહને દીક્ષા આપી, એટલે લોકો તેમનો પરિચય અતુલ શાહના ગુરુ તરીકે આપતા. જેમને રામચંદ્રસૂરીશ્વરજીના વિરાટ વ્યક્તિત્વનો ખ્યાલ ન હોય, તેઓ જ આવી ભૂલ કરી શકે. અતુલ શાહને આટલી બધી પ્રસિદ્ધિ મળી, એટલે નવી પેઢીના લોકો રામચંદ્રસૂરિશ્વરજીને ઓળખતા થયા એ હકીકત છે, પણ તેમના વિના અતુલ શાહ જેવા સેંકડો યુવાનો કદી દીક્ષા લેવાનો વિચાર પણ ન કરત એ હકીકત છે. અતુલ શાહ કરતાં પણ ક્યાંય શ્રીમંત અને ધનાઢ્ય વ્યક્તિઓએ અગાઉ શ્રી રામચંદ્રસૂરિશ્વરજી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. સ્વ. આચાર્ય યશોદેવસૂરિશ્વરજી પણ તેમાંના એક છે. આજથી ૬૮ વર્ષ અગાઉ તેમણે દીક્ષા લીધી, ત્યારે તેઓ અમદાવાદના શાલિભદ્ર ગણાતા હતા. સાધુ બન્યા અગાઉ જેસીંગલાલ તરીકે ઓળખાતા શ્રી યશોદેવસૂરિ મોટા મિલમાલિક હતા. આવી રીતે મુંબઈની જસ્મિન મિલના એક વખતના માલિક પ્રાણલાલભાઈએ ૭૨ વર્ષની પાકટ વટે આચાર્યશ્રી રામચંદ્રસૂરિશ્વરજી પાસે દીક્ષા ગ્રહણ કરી. અત્યારે પુણ્યદર્શનવિજયજી તરીકે ઓળખાતા પ્રાણલાલભાઈએ સત્યાગ્રહની લડતમાં ભાગ લીધો હતો. તેઓ આઝાદીના જંગમાં જેલમાં પણ જઈ આવ્યા હોવા ઉપરાંત ગાંધીજીના એક નિકટના અંતેવાસી હતા. સ્વ. રામચંદ્રસૂરિશ્વરજીના શિષ્ય સમુદાયમાં જૈનો ઉપરાંત અનેક જૈનેતરોનો પણ સમાવેશ થાય છે. શ્રી રામચંદ્રસૂરિશ્વરજીના પોતાના શિષ્યો ૧૧૭ હતા, પ્રશિષ્યો બીજા દોઢસો હતા, પણ બીજા એવા સેંકડો શ્રાવકશ્રાવિકાઓ હશે, જેમણે રામચંદ્રસૂરિશ્વરજીનો ઉપદેશ સાંભળી કાયમ માટે સંસારનો ત્યાગ કરી સંયમજીવન સ્વીકાર્યું હોય. આઠ વર્ષના બાળકથી લઈ ૭૩ વર્ષના વૃદ્ધને પણ દીક્ષા આપતાં અગાઉ તેઓ આકરી કસોટીમાંથી પસાર કરતાં. તેમને ખાતરી થાય કે તે સાધુજીવન અને બ્રહ્મચર્ય બરાબર પાળી શકશે, તો જ દીક્ષા આપતા. બરાબર કસોટી માટે એક વર્ષ પોતાની સાથે વિહારમાં રાખતા. - અમદાવાદના ભદ્રકાળીના મંદિરમાં એ કાળે દશેરાને દિવસે બકરાનો વધ કરવાની ક્રૂર પ્રથા અમલમાં હતી. ધર્મના નામે ચાલતી આ હિંસાથી અનેક લોકો વ્યથિત તો હતા, પણ તેની સામે અવાજ ઉઠાવવાની કોઈમાં હિંમત નહોતી. એ વખતે રામવિજયજીનું ચાતુર્માસ અમદાવાદમાં હતું અને તેમના જોરદાર પ્રવચનો ચાલી રહ્યાં હતાં. પ્રવચન સાંભળવા આવતા કેટલાક જૈનેતરોએ જ રામવિજયજીને વિનંતી કરી કે, આ હિંસા અટકે તો સારું. રામવિજયજીએ ભદ્રકાળીના પૂજારીને બોલાવી ખૂબ સમજાવ્યો, પણ તે વધ બંધ કરવા તૈયાર ન થયો. પછી તો રામવિજયજીએ અમદાવાદની પોળપોળમાં સભાઓ ભરવા માંડી અને લોકોમાં આ હિંસા સામે વિરોધનો જુવાળ જગાવ્યો. રામવિજયજીના આ કાર્યમાં અમદાવાદના મુસ્લિમો પણ સાથે થઈ ગયા. દશેરાને દિવસે ૫૦ હજાર માણસોનો એક મોરચો કાઢી તેઓ ભદ્રકાળીના મંદિરે પહોંચી ગયા. અંદર છૂપાઈ ગયેલા પૂજારીને સંદેશો કહેવડાવ્યો કે બકરો Page #818 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૬૯ અમને સોંપી દે, નહિ તો તારું આવી બનશે. ગભરાયેલા પૂજારીએ બકરો તો સોંપી દીધો, પણ સાથે એવું વચન આપ્યું કે હવેથી આ હિંસા કાયમ માટે બંધ થઈ જશે. આનંદિત થયેલા ટોળાએ પછી એ બકરાને શણગારીને તેનું વિજય સરઘસ કાઢ્યું અને આખા અમદાવાદમાં ઉત્સવ મનાવ્યો એ ઘટના યાદગાર બની ગઈ. આચાર્યશ્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા તેમની શાસ્ત્રસજ્જ વિદ્વત્તાના કારણે રાષ્ટ્રપિતા ગાંધીજી અને પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ઉપરાંત પાકિસ્તાનના સ્થાપક કાઈદેઆઝમ મહમદલી ઝીણા પણ પ્રભાવિત થયા હતા. - આચાર્યશ્રીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સમગ્ર ગુજરાત અને મુંબઈમાંથી જે મળ્યું તે વાહન પકડીને સાબરમતી પહોંચવા ઘસારો થયો. મુંબઈમાં હીરાનો વેપાર કરતા છ આગેવાન વેપારીઓ ખાસ ચાર્ટર્ડ વિમાન કરીને અમદાવાદ પહોંચી ગયા હતા. પાલખીના નિર્ધારિત માર્ગે માનવમહેરામણ ઊમટી પડેલો નજરે પડ્યો હતો. ભારતીય જનતા પક્ષના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી યોગાનુયોગે અમદાવાદમાં હતા. તેમણે તથા ગુજરાતના મુખ્યમંત્રી ચીમનલાલ પટેલ તથા બીજા આગેવાનોએ આચાર્યશ્રીના અંતિમ દર્શન કર્યા હતા. આચાર્યશ્રીના અંતિમ સંસ્કાર માટે 1000 કિલો સુખડ-ચંદન કાષ્ઠની ચિતા તૈયાર કરી હતી. ઉપરાંત ૨૦ કિલોથી વધુ શુદ્ધ ઘી તૈયાર રાખ્યું હતું. ૨૫ કિલોમીટર લાંબી પાલખીયાત્રાને અંતિમ સંસ્કારના સ્થળે પહોંચતા સાત કલાક લાગ્યા હતા. સમગ્ર પાલખીમાર્ગ ગુલાબછાયો બની રહ્યો હતો. સાંજે સવા છ વાગ્યે આચાર્યશ્રીના નશ્વર દેહને અગ્નિદાહ અપાયો, એ પ્રસંગે હજારો લોકોની દૃષ્ટિ આંસુથી ધૂંધળી બની ગઈ હતી. આચાર્યશ્રીની વિદાય સાથે આઠ દાયકાની એક તેજસ્વી તપયાત્રા સમાપ્ત થઈ. સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટધર, વ્યાખ્યાનવાચસ્પતિ, સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિશ્વરજી મહારાજાના ઐતિહાસિક જીવનના ઐતિહાસિક કાર્યો અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવો ૧૯૯૧ હારીજમાં પૂ. આ.શ્રી | ૨૦૦૩–જામનગર શેઠના દેરાસરની વિજયદાનસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ફુલચંદ તંબોલી તરફથી પ્રતિષ્ઠા. ૧૯૯૪ લાલબાગ, મુંબઈ ૧૯૯૪ ૨૦૦૭--પાલીતાણામાં પ્રતિષ્ઠા કાચના જયસીંગપુરમાં પ્રતિષ્ઠા (બ. વ. ૧૧, ૨૫-૧-૩૮) | દેરાસરની પૂ. ગુરુદેવ સાથે (૧) વિ. સં. ૧૯૯૭––નિપાણી-દડુભાઈ ૨૦૦૭—માતરમાં સાચા સુમતિનાથ સુરેશભાઈ, શોભના ફેશન હાઉસ, નીપાણી દેરાસરની પ્રતિષ્ઠા પૂ. શ્રી બાપજી મ.ની નિશ્રામાં (૨) વિ. સં. ૧૯૯૭–કોલ્હાપુર માણેકચંદજી (૫) ૨00૮-પૂ. શ્રી બાપજી મ.ની નિશ્રામાં (૩) ૨૦૦૦-શેઠ છોટાલાલ હેમચંદ અરૂણ સોસાયટી (અમદાવાદમાં) નૂતન L (૪) ૨૦૦૨--જામનગર-શાંતિભુવન. Page #819 -------------------------------------------------------------------------- ________________ ૭૭0 | [ જેને પ્રતિભાદર્શન દેરાસરની અંજનશલાકા પ્રતિષ્ઠા. (૧૯) ૨૦૩૩-ચંદનબાલા-મુંબઈ (૬) ૨૦૦૯-કલકત્તા-કેનીંગ સ્ટ્રીટ (૨૦) ૨૦૩૪–ગિરધરનગર-અમદાવાદ (૭) ૨૦૧૨–ઝરીયા (૨૧) ૨૦૩૫--ખંભાત દેવાણનગર ૨૦૧૨–બેરમોમાં નૂતન મંદિરમાં પ્રતિષ્ઠા | (૨૨) ૨૦૩૫--રાજકોટ (હજૂર પેલેસ પ્લોટ, (૮) ૨૦૧૩–પાવાપુરી-સમવસરણ મંદિર | વર્ધમાન નગર) (૯) ૨૦૧૪–ઝાંસી | (૨૩) ૨૦૩૫–સુરેન્દ્રનગર ૨૦૧૫–સિદ્ધપુરમાં પ્રતિષ્ઠા ૨૦૩૫–પીંડવાડામાં પ્રતિષ્ઠા (૧૦) ૨૦૧૭–રાણપુર શ્રી નરોત્તમદાસ ૨૦૩૫–શ્રી આબુ-દેલવાડામાં પ્રતિષ્ઠા છગનલાલ મોદી તરફથી નિર્મિત કરાયેલા (૨૪) ૨૦૩૭--શ્રી ભીલડીયાજી તીર્થ મંદિરમાં | (૨૫) ૨૦૩૭–નવા ડીસા ૨૦૧૯–સૈજપુર-બોઘા (અમદાવાદ) નૂતન (૨૬) ૨૦૩૭–શ્રી હસ્તગિરિજી તીર્થ-અવન જિનાલયમાં પ્રતિષ્ઠા કલ્યાણક મંદિરમાં (૧૧) ૨૦૨૧–માટુંગા-મુંબઈ-ગોવિંદજી જેવત ૨૦૪૨-દમણમાં પ્રતિષ્ઠા ખોના ગૃહમંદિરમાં | (૨૭) ૨૦૪૩ –વિક્રોલી (વેસ્ટ) હજારીબાગ-મુંબઈ | (૧૨) ૨૦૨૧–શ્રી ચંદ્રપ્રભસ્વામી દેરાસર-પાર્લા-| (૨૮) ૨૦૪૩–શ્રીપાલનગર-મુંબઈ વેસ્ટ-મુંબઈ - ૨૦૪૩--ચંદનબાળા-મુંબઈમાં (ગોખલામાં) ૨૦૨૫–પાલીતાણા ગોવિંદજી જેવત પ્રતિષ્ઠા ખોનાએ તળેટીએ બંધાવેલ જિનાલયમાં પ્રતિષ્ઠા | (૨૯) ૨૦૪૫--બોરીવલી (વેસ્ટ) મુંબઈ ચંદાવરકર (૧૩) ૨૦૨૫–સાવરકુંડલા લેન, ૨૦૨૬--ભાંભણ (બોટાદ) ગામમાં પ્રતિષ્ઠા | ૨૦૪૫--ગંધાર ચંદુલાલ જેસીંગભાઈ ટ્રસ્ટ ૨૦૨૬--સુરેન્દ્રનગરમાં પ્રતિષ્ઠા (30) ૨૦૪૫-હસ્તગિરિજી તીર્થ ૨૦૧૭--અજાણીતીર્થમાં પ્રતિષ્ઠા (૩૧) ૨૦૪૬--શ્રી નેમીશ્વરતીર્થ-ડોળીયા (૧૪) ૨૦૨૭–ખેરોજ ૨૦૪૬--ચૌમુખજીનું મંદિર-ખંભાત ૨૦૨૮–શાંતિનગર (અમદાવાદ) પ્રતિષ્ઠા ૨૦૪૬-બોળપીપળે-મુનિસુવ્રત દેરાસર ૨૦૨૮–ખેડામાં (અમદાવાદ) પ્રતિષ્ઠા ચોક્સીની પોળ-શ્રેયાંસનાથ દેરાસર ૨૦૨૮–જૈનનગર (અમદાવાદ) પ્રતિષ્ઠા જીરાઉલા પાર્શ્વનાથ અમીજરા પાર્શ્વનાથ (૧૫) ૨૦૨૯-શ્રીપાલનગર, મુંબઈ શેઠના ગૃહમંદિર (૧૬) ૨૦૩૨–મુરબાડ (તા. ક. જ્યાં નંબર આપ્યા છે તે અંજન(૧૭) ૨૦૩૨–ભવાની પેઠ-પૂના શલાકા પ્રતિષ્ઠાના છે. અને જેને નંબર નથી (૧૮) ૨૦૩૨-બુધવાર પેઠ-પૂના આપ્યા તે માત્ર પ્રતિષ્ઠાના છે.) ૨૦૩૨-–યેરવડા-પૂના પ્રતિષ્ઠા Page #820 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ઉપધાન તપ (૧) ૧૯૮૭-મુંબઈ-અંધેરી (૨) ૧૯૯૪-પૂના કેમ્પ, ચાંદુર (રાજ.ના) શેઠ કસ્તૂરચંદજી ખેંગારજી (ઉપધાન માલારોપણનો અઢી માઈલ લાંબો વરઘોડો નીકળ્યો હતો) (૩) ૧૯૯૪--કરાડ (૪) ૧૯૯૫-કોલ્હાપુર (ઇલ), શેઠ (૫) ૧૯૯૮--મુંબઈ-અંધેરી માણેકલાલ ચુનીલાલ (૬) ૧૯૯૯-પાલીતાણા-કંકુબાઈની ધર્મશાળામાં ગઢશીવાણાવાલા આશુરામજી ત૨ફથી (૭) ૨૦૦૮-ગઢસિવાણા (૮) ૨૦૧૧--કલકત્તા-કેનીંગસ્ટ્રીટ (૯) ૨૦૧૯––ઉસ્માનપુરા (અમદાવાદ) (૧૦) ૨૦૨૫--(દહેવાણનગર) ખંભાત (૧૧) ૨૦૨૯–ચંદનબાળા--મુંબઈ (૧૨) ૨૦૪૧--હસ્તગિરિજી-પાલીતાણા (૧૩) ૨૦૪૫–પાલીતાણા (અરીસાભુવન) (૧) કોલ્હાપુર શાહપુરી શ્રી શાંતિનાથ જિનાલય પ્રતિષ્ઠા વિધિ કરાવવા આવેલ શ્રી ફકીરચંદભાઈએ પોતે ચઢાવો લઈ મૂળનાયકને પધરાવ્યા. પરમ તારક, ત્રિલોકનાયક પર્મેશ્વર શ્રી મહાવીર સ્વે સાડા બાર વર્ષ સુધી ધાર તપશ્ચર્યા કરી, કેવળ જ્ઞાન ઉપા. અને દેવત સમવસરણમાં બિરાજી, સસારમાં ભરતા હવાને શાāત સુખના અનુપમ માગ દર્શાવ્યા કે ઓનિક સુખના રોગ અને દુઃખનો દ્વેષ જાડા, સાડાબાર વર્ષ જમીન પર એ નથી. સિંહગર્જનાના સ્વામી, ‘લઘુરામ’ તરીકે પ્રખ્યાત ‘સૂરીરામ’ના પટ્ટપ્રભાવક, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચન્દ્રસૂરિશ્વરજી મહારાજાના જીવનના ઐતિહાસિક કેટલાક કાર્યો [ ૭૭૧ પાવાપુરી સમવસરણમંદિરના આદ્યપ્રણેતા આ. ભ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૨) અંજડ--મધ્યપ્રદેશ--પ્રતિષ્ઠા (૩) પિપાડ-રાજસ્થાન—પ્રતિષ્ઠા (૪) શ્રી કુમ્ભોજગિરિ તીર્થે ઉપધાનતપ આયોજન (૭) જે ઉપધાનમાં પૂ. મુનિરાજશ્રી પ્રભાકર વિજયજી મ.એ માસક્ષમણથી ય વધારે કરેલ ભીષ્મ તપશ્ચર્યા–તપની ભવ્ય ઉજવણી-ઉપજમાંથી થયેલ શ્રી સિદ્ધગિરિરાજની રચના. (૫) વાંકલી--રાજસ્થાન--ઉપધાન (૬) જોધપુર રાજસ્થાનમાં ચાતુર્માસ બાદ ભેરુબાગમાં ઉપધાન પાલી-નવલખાના પાર્શ્વનાથમાં જેવતરામજી હિરણ તરફથી ઉપધાન Page #821 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ ] [ જેને પ્રતિભાદર્શન [ (૮) કાપરડાજી મહાતીર્થમાં સામુહિક શ્રી નવપદ, વિજયશ્રેયાંસપ્રભસૂરિશ્વરજી મ. બન્યા. ઓળી (૧૯) અમદાવાદથી તારંગા તીર્થનો ભવ્ય (૯) સંગમનેર (મહારાષ્ટ્ર) શ્રી કુંથુનાથ ભ. છ'રીપાલક સંઘ આયોજક-ચીમનલાલ પ્રતિષ્ઠા મહોત્સવ નાથાલાલ રાંધેજાવાળા—(મનુભાઈ(૧૦) ભોયણી તીર્થે સામુદાયિક ચૈત્રી ઓળી, મંજુલાબેન) આરાધના (૨૦)વાસંદા-ગુજરાત અંજનશલાકા મહોત્સવ (૧૧) દાદા પાર્શ્વનાથ બેડા–રાજસ્થાન–સામુદાયિક,(૨૧) ઉદવાડા-(વાપી) ભવ્ય અંજનશલાકા ચૈત્રી ઓળી આરાધના | મહોત્સવ (૧૨) શ્રી શંખેશ્વર તીર્થ- સામુદાયિક ચૈત્રી ઓળી કેસરીચંદ મોતીજીએ પોતાની દીકરી અનુષ્ઠાન ઉદવાડામાં આપેલ--એને માટે સ્વદ્રવ્યથી હાઈવે રોડ (૧૩) અમદાવાદથી શંખેશ્વરનો ભવ્ય છ'રી પાલિત પર આરસ પાષાણનું ભવ્ય મંદિર બાંધી--સ્વપ્નમાં યાત્રા સંઘ આયોજક શ્રી અરવિંદ પનાલાલ,આવેલું આકૃતિ પ્રમાણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શેઠ-અમદાવાદ–રોજ ચાંદીની વાટકીભ.ની મૂર્તિની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. આજે તેઓના આદિની યાત્રિકોને પ્રભાવના--બધા યાત્રિકોને સુપુત્રો અશોકભાઈ-સુરેશભાઈ ઠાઠમાઠથી વર્ષગાંઠ પીરસીને પછી જ સંઘવી જમવા બેસે. ઉજવે છે. (૧૪) બેડા (રાજસ્થાન)માં ઉપધાનતપ (૨૨) વાધલધરા શ્રી સંભવનાથ પ્રતિષ્ઠા મહોત્સવચાલુ ઉપધાનમાં ઉપધાનતપ આયોજકના | નૂતન ઉપાશ્રય ઉદ્ઘાટન સગાભાઈએ કાઉસગ્ગ કરતા કરતા દેહ છોડ્યો (૨૩) વાસરડા-ભવ્ય દીક્ષા મહોત્સવ-દીક્ષાના દ્વારા છતાં શોક ન પાળતા ઉપધાન ચાલુ રાખ્યા. વાસરડામાં મુમુક્ષુ નવિનકુમારે ઉઘાડ્યા બાદ (૧૫) પાટણ પાસે ધારણોજ પ્રતિષ્ઠા દર બે વર્ષે એ કુટુંબમાંથી દીક્ષા ચાલુ જ છે. મુમુક્ષુ નવિન બન્યા મુનિરાજશ્રી (૧૬) કલોલમાં નવનિર્મિત જિનાલયમાં પ્રતિષ્ઠા-- યુગચન્દ્રવિજયજી પ્રતિષ્ઠાનો ચઢાવો લેનાર ભાઈએ પ્રતિષ્ઠા 1(૨૪) સમદડી (રાજસ્થાન) ભવદીક્ષા મહોત્સવ પૂર્વે બેન્કમાં જઈ રકમ લાવીને સંઘમાં જમા તથા નાકોડાનો છ'રી પાલિત સંઘ દીક્ષિત કરાવી પછી પ્રતિષ્ઠા કરાવી. થયેલ મુકનચંદજી--મુનિરાજશ્રી મુક્તિભદ્ર (૧૭) અમદાવાદ–શાંતિનગર–ભવ્ય ઉપધાન. વિજયજીએ વર્ધમાન તપની ૧OO ઓળી પૂર્ણ મહોત્સવ આયોજક શા. ચિમનલાલ કરી ઇતિહાસ સર્જ્યો. નાથાલાલ-રાંધેજાવાળા (૨૫) સમસી અમદાવાદ શહેરની ભવ્ય ચૈત્ય(૧૮) રાંધનપુરમાં મુમુક્ષુ શ્રીકાંત ચન્દ્રકાંતનો ભવ્ય પરિપાટી–પૂ. આચાર્યદેવે એ ચૈત્યપરિપાટીમાં દીક્ષા મહોત્સવ વર્ષીદાન માટે ત્યાંના નવાબે મૃત્યુની પૂર્વ તૈયારી રૂપે પૂર્ણ ??? માત્ર પોતાના ધર્મગુરુને બેસાડવા માટેની ભગવાનના દર્શન કર્યા. મોટર (કાર) આપી અને પોતે વરઘોડામાં , હાજરી આપી. જે પછીથી આચાર્યશ્રી (૨૬) રાંધેજા (મુક્તિનગર)માં ઉપધાનતપ Page #822 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | ریی આયોજક શા. મનુભાઈ ચીમનલાલ રાંધેજાવાળા-વ્યાખ્યાનમાં સમાધિની પૂર્વભૂમિકા રુપે ત્રિની શરુઆત--પૂ. આ. મિત્રાનંદસૂરિ મ.ની પધરાવલી–સાંજના વિહાર આચાર્યદેવે કહ્યું. આજ ! નહિ કાલે જજે--અને એજ રાત્રે ૧-૫ મિનીટે ચાલું ઉપધાને પંચકર્મગ્રંથનો સ્વાધ્યાય કરતા કરતા પૂજ્યશ્રીએ દેહ છોડ્યો. માલારોપણના ભવ્ય પ્રસંગે શિષ્યની ગેરહાજરી દૂર કરવા ગુરુ પોતે પધાર્યા. માલારોપણ પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂ. મહારાજાના શુભહરતે થયું. સિંહગર્જનાના સ્વામી, સ્વ. પૂ. આ. શ્રી મુક્તિચન્દ્રસૂરિશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક-શાસનપ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જયકુંજરસૂરિશ્વરજી મહારાજા તથા તેઓના પટ્ટપ્રભાવક, પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્રસૂરિશ્વરજી મહારાજ તથા પૂ. આ. ભ. શ્રીમદ્ | વિજયમુક્તિપ્રભસૂરિશ્વરજી મહારાજાના સાનિધ્યના યાદગાર મહોત્સવો (૧) સુરત-શ્રીચન્દ્રપ્રભસ્વામી જિનાલય પચ્ચીસ વર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે પાંચ મહાપૂજનો સાથેનો ભવ્ય મહોત્સવ (માત્ર પંદર દિવસમાં પ્રસંગ નિમિત્તે રાંધેજાથી સુરતનો ઉગ્ર વિહાર) (૨) નારોલી (નગરહવેલી) ધનરસા પરિવારના મુમુક્ષુ પ્રદીપકુમાર આદિનો ભવ્ય દીક્ષા મહોત્સવ પ્રદીપકુમાર બન્યા મુનિરાજશ્રી પુણ્યવૃજી વિજયજી અને પછી માતા-પિતા અને મોટાભાઈ પંકજભાઈએ પણ સંયમનો જ માર્ગ અપનાવ્યો. એ બન્યા મુ. ધર્મરક્ષિત વિજયજી, મુ. શ્રી પુણ્યરક્ષિત વિજયજી, સાધ્વીજી શ્રી હંસપ્રજ્ઞાશ્રીજી--આ પરિવારમાંથી તેર તેર દીક્ષાઓ થઈ છે. (૩) વાપી--મુમુક્ષુ વિજયકુમાર આદિનો ભવ્ય દીક્ષા મહોત્સવ. દીક્ષિત નામ : મુનિરાજશ્રી ધર્મદર્શન વિજયજી. (૪) નરોલી –શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ. (પ) નાસિક-શ્રી સુવિધિનાથ જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ--શ્રી ચિંતામણી પાર્શ્વનાથમાં પરિકર પ્રતિષ્ઠા વિધિ. મુંબઈ વિલેપાર્લાના બેન્ડનું આગમન–હેલીકોપ્ટરથી પ્રતિષ્ઠા સમયે પુષ્પવૃષ્ટિ (૬) સંકેદ––સર્વોદય તીર્થ–મહારાષ્ટ્ર શ્રી આદિનાથ જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ-- કોઈ જ તૈયારી વિના તીર્થમાળ વખતે વાંસદાના મુમુક્ષુ અંજુબેનની દીક્ષા–ગામમાં બે થી ત્રણ ઘર-છતાં લાખ્ખોની પ્રતિષ્ઠાની ઉપજ. (૭) નાસિકથી ટાંકેદ તીર્થનો ભવ્ય છ'રીપાલક સંઘ : આયોજક શા. મોતીલાલ હરિલાલ પરિવાર નાસિક ---સંપૂર્ણ વિહાર બેન્ડ સાથે--શિસ્તબદ્ધ વરઘોડાની જેમ સર્વે યાત્રિકોનો વિહાર. (૮) મંચર (મહારાષ્ટ્ર) પૂ. આ. ભ. શ્રીવિચક્ષણસૂરિશ્વરજી મહારાજા તથા પૂજ્યોની નિશ્રામાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ. Page #823 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન હિન્દુ-મુસલમાન અઢારે વર્ણ દ્વારા સ્વાગત--અઢારે વર્ણનું જમણ--મહોત્સવમાં ગામના તમામ ધર્મસ્થાનોમાં--મસ્જીદ ઉપર પણ સંઘ તપસ્વી લાઈટ રોશની-હેલીકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ-લાખ્ખોની ઉપજ. (૯) મુંબઈ-શ્રીપાળનગર-ચાતુર્માસ :---મહાપર્વમાં ૧૦૮ કરતાય વધુ અઠ્ઠાઈ તપ તપની પ્રેરણા બાલમુનિશ્રી હિતરક્ષિત વિજયજીનો અઢાઈતપની પૂર્ણાહૂતિ પ્રસંગે. (૧૦) કોલ્હાપુર--લક્ષ્મીપુરી શ્રી મુનિસુવ્રત જિનાલય અર્ધશતાબ્દિ મહોત્સવની ભવ્ય ઉજવણી મુંબઈ ગોડીજીનું બેન્ડ–-ભવ્ય વરઘોડો--સ્નાત્ર મહોત્સવ-ધરે ઘરે સુસ્વાગત પધરામણી. (૧૧) સુરત--સમરામપુરા--શ્રી આદિનાથ ભ. પ્રતિષ્ઠઃ મહોત્સવ. (૧૨) સુરત-શીતલવાડી-સૂરિપદ પ્રદાનનો ભવ્યાતિભવ્ય મહોત્સવ, (૧૩) પાલિતાણા : મહારાષ્ટ્ર ભુવનમાં ઐતિહાસિક ચાતુર્માસ :---તથા ઉપધાન :--- આરાધકો લગભગ ૪૦૦ આયોજક :--શા. કેશવલાલ પુનમચંદ પરિવાર (ઉંબરીવાળા) જયણા અને વિધિપાલનની અતિશય ચીવટ--ઉદારતાનો અપૂર્વ સંગમ પોતાના જ કુટુંબના કુલદીપકો પૂ. આ. ભ. શ્રી મુક્તિપ્રભસૂરિ મ.ના શિષ્ય બાલમુનિરાજશ્રી હિતરક્ષિત વિજયજી તથા સા. શ્રી ગુણજ્ઞાશ્રીજી મ.ના શિષ્યાઓ સા. શ્રી આત્મજ્ઞાશ્રીજી તથા સા. શ્રી ધૈર્યશાશ્રીજીની ઉપસ્થિતિ :---અશોકભાઈ તથા શૈલેષભાઈની આયોજન અને ઉદારતાનો સ્નેહસંગમ. ૫૨માત્મભક્તિનો અપૂર્વ આયોજનો ભવ્ય અંગરચનાઓ. રસોડામાં રાત્રિભોજનનો સદંતર ત્યાગ. માતુશ્રી ડાહીબેનની ભાવનાની ભવ્યમૂર્તિ. ઉત્કૃષ્ટ આરાધકો. ૫૧ છોડનું ઉદ્યાપન. (૧૪) કરાડ (મહારાષ્ટ્ર) શ્રી સંભવનાથ જિનાલય ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ દસે દિવસ અમદાવાદનું મિલન બેન્ડ ભવ્ય નગરીની રચના-અંજનશલાકા પૂર્વે ચાતુર્માસ, ચાતુર્માસમાં સૂરિમંત્ર પંચપ્રસ્થાનની સળંગ આરાધના-મુ. શ્રી શ્રેયાંસપ્રભ વિજયજી ગણીના પ્રવચનો મહાપુજા--યાદગાર ઉપજ તથા મુમુક્ષુ ભાનુબેન પૂનાવાળાની દીક્ષા (સા. શ્રી ભાગ્યજ્યોતિશ્રીજી) (૧૫) પૂના-ફાતિમાનગર શ્રી મુનિસુવ્રત જિનાલય ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આયોજક--શા. વીરચંદ હુકમાજી પરિવાર--રામલાલજી તથા છગનલાલજી આદિ રાજસ્થાનમાં રામસેન-પૂનામાં ટીમ્બર માર્કેટ. સ્વદ્રવ્યથી લાખ્ખોના ખર્ચે જિનમંદિરનું નિર્માણ--૮૦ રૂ.ની પત્રિકા--ભવ્ય મંડપ ડેકોરેશન ૩૧, નવકારશી--શહેરમાંથી બસની વ્યવસ્થા--ટીમ્બર માર્કેટ ઘર આંગણેથી ફાતિમાનગરની છ કિલોમીટરનો વષીદાનનો બવ્ય વરઘોડો--ઉદારતાનો રિસાળ નહિ. નમ્રતાનો પાર નહિ. પૂ. આ. ભ. શ્રી વિજય વિચક્ષણસૂરિ મ.ની મુખ્ય નિશ્રા) મુમુક્ષુ શિવાનીની દીક્ષા--મહારાષ્ટ્ર દેશોદ્ધારક પેઢીની સ્થાપના. (૧૬) ભાલુસણા (જી. મહેસાણા) શ્રી પાર્શ્વનાથ જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ--મુમુક્ષુ જયંતિલાલ આદિતરામની ભવ્યદીક્ષા-૩ દિવસ ગઢવાડાસંઘને આમંત્રણ. (૧૭) કુમઠે (કોરેગાંવ) શ્રી મુનિસુવ્રતસ્વામિ જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ વિજયરામચન્દ્રસૂરિ આરાધનાભવન સ્થાપના Page #824 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૭૭૫ (૧૮) મુંબઈ-લાલબાગ--શ્રી મહાવીર સ્વામિ જિનાલય પરિકર પ્રતિષ્ઠા (૧૯) મુંબઈ--શ્રીપાજીનગર-રાજસ્થાન બિજાપુર નિવાસી શ્રી મદનલાલ કુંદનમલજી જૈનને ત્યાં બનાવેલ શ્રી સુમતિનાથ ગૃહમંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. વાલકેશ્વરમાં રહેવા છતાં અને મદનલાલના સુપુત્રો અશ્વિન-સંદીપના લગ્ન થઈ ગયા હોવા છતાં નાના દીકરા નિતિનને ક્રિકેટનો ખૂબ જ શોખ હોવા છતાં હજુ ઘરમાં ટી. વી. નથી આવ્યું. અને સાધર્મિક ભક્તિ માટે શ્રીપાજીનગરમાં આ ઘર એટલું વખણાય છે કે વાત ન પૂછો. (૨૦) કોલ્હાપુર--શ્રી પ્રગટ્યભાવી પાર્શ્વનાથ ગૃહમંદિર-ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંઘવી ભુવનમલ સુરજમલ પરિવારે પર્ કોણાકાર ગ્રેનાઈટનું ગૃહમંદિર બનાવી સ્વદ્રવ્યથી અંજનશલાકા કરાવી ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. (૨૧) કોલ્હાપુર--બાબુલાલજીને ત્યાં ગૃહમંદિર પ્રતિષ્ઠા (૨૨) કોલ્હાપુર-ટેકચંદ ગુલાબચંદ જસાજીની સુપુત્રીઓનો ભવ્ય દીક્ષા મહોત્સવ મંડપ એટલો સુંદર બનાવેલ કે જાણે હાઈટ હાઉસ જોઈ લો. (૨૩) સતલાસણા--૪પ ઘરના ગામમાં ધર્મના અદ્ભુત સંસ્કારો. મુમુક્ષુ પરેશ-મનીષા ભાઈ-બેનનો ભવ્યદીક્ષા મહોત્સવ--નામ–મુનિરાજ શ્રી પાર્શ્વરક્ષિત વિજયજી પૂ. સાધ્વીજી શ્રી ધર્મપ્રિયાશ્રીજી દીક્ષા બાદ ૪૦ ઘરના ગામમાં ત્રણ આચાર્ય ભગવંતોનું ૧૭ ઠાણા સાથે અને સાધ્વીજી જયપ્રભાશ્રીજી ૧૦ ઠાણાનું સંઘ ભવ્ય ચાતુર્માસ કરાવેલ. (૨૪) કોઠાસણા--નાનકડા ગામમાં નવનિર્મિત શ્રી શ્રાવિકા આરાધના ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ગઢવાડા સંઘનું આગમન. (૨૫) વડાલી-શા. અમૃતલાલ ચુનીલાલ ભંડારીના સુપુત્રો પિયુષકુમાર તથા રાકેશકુમાર આદિએ કરેલ યાદગાર જીવંત મહોત્સવ. અમદાવાદ જ્ઞાનમંદિર ચાતુર્માસમાં જેટલા વંદનાર્થે મહેમાન આવતા તે સહુનો લાભ ભંડારી પરિવારે લીધેલ. ઘરના સંસ્કારો એટલા સારા છે કે ચિ. નિસર્ગ પાંચપ્રતિક્રમણ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, જ્ઞાનસાર યોગસાર આદિ ગ્રંથો નાની ઉંમરમાં જ કંઠસ્થ કરેલ છે. આ ઘરમાં પણ હજુ ટી. વી. આવેલ નથી. જ્યોતિષ-શિલ્પશાસ્ત્રવિશારદ પ.પૂ. આ. ભ. શ્રીપવિજયસોમચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના મહારાજાની દિવ્યકૃપા અને શુભાશિષ દ્વારા તેઓશ્રીના જ વિદ્વાનશિષ્યરત્ન શાસનપ્રભાવક પ.પૂ. આ. ભ. શ્રી સોમસુંદરસુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થયેલ અદ્ભુત શાસન પ્રભાવનાપૂર્ણ કાર્યો પ.પૂ. આ.શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મ.સા. નિશ્રામાં થયેલા શાસનપ્રભાવક કાર્યો વિ. સં. ૨૦૫રનું ચાતુર્માસ પૂજયશ્રી ભાભરતીર્થની ધન્યધરા પર અદ્વિતીય શાસનપ્રભાવનાપૂર્વક [ સંપન્ન થયું શ્રી સંધે લાઈટ-માઈક આદિ ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કર્યા વિના પ્રભુની અતિશુદ્ધ Page #825 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ ] [ જેને પ્રતિભાદર્શન છે આજ્ઞાપૂર્વક અભુત શતાબ્દિ મહોત્સવની ૯ દિવસની ભવ્ય ઉજવણી કરી. ધ્વજારોપણનાં શુભદિને સકલસંઘના ભાવિકોનો અદમ્ય ઉત્સાહ અને ઉમંગ પણ અવર્ણનીય હતો આ પ્રસંગે જીવદયાની ટીપ પણ કીસંઘના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રશંસનીય થઈ. ઉપધાનતપની અનુપમ આરાધના થવા પામી ૧૮૦ માળમાં આરાધકો માળમાં જોડાયેલ. માળારોપણ પ્રસંગ પણ અત્યન્ત ઉત્સાહભેર ઉજવાયેલ. ભાભરતીર્થનાં ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત એવો ભાભરતીર્થથી શાશ્વતતીર્થધામ પાલિતાણાનો ભવ્ય છે'રી પાલિત યાત્રાસંઘનું અદ્ભુત આયોજન થયું. ભાવિકો અને સંઘપતિશ્રીઓનો ઉત્સાહ અવર્ણનીય હતો. આશરે ૧૦OO આરાધકો જોડાયા, કયાંય પણ આધુનિકતાને પ્રવેશ નહિ ક્યાંય પણ લાઈટ-માઈકના ડેકોરેશને નહિ અને છતાંય કોઈને જરાપણ તકલીફ વિના નિર્વિઘ્નપણે સંઘયાત્રા ત્રીશ દિવસે પાલિતાણા મુકામે દાદાના ધામમાં પહોંચી. વિ. સં. ૨૦૫૩ મહા સુદ-૧૩ ના શુભ દિને માળારોપણનો પ્રસંગ પણ જબરજસ્ત દબદબાપૂર્વક શાસનને શોભનીય બની રહ્યો. પૂજ્યશ્રીની ભાભરતીર્થની પધરામણી સૌ માટે કાયમી સંભારણું બની ચૂકી. દાંતરાઈ (રાજસ્થાન માં ઉજવાયેલ ઐતિહાસિક પ્રસંગો જીરાવાલાજી મહાતીર્થની ગોદમાં આવેલું નાનકડું દાતરાઈ ગામ પૂજ્યશ્રીની પધરામણીથી ધન્ય ધન્ય બન્યું. * વિ. સં. ૨૦૧૩માં પૂજ્યશ્રીનું પ્રથમવાર યાદગાર ચાતુર્માસ થયું. શ્રી સંઘમાં અનેરો આનંદ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. પર્વાધિરાજ પર્યુષણામહાપર્વની આરાધના પણ અતિ અનુમોદનીય થઈ, તેમ જ ઉપધાનતપનું પણ આયોજન થયું. * ઉપધાનતપની પ્રતિદિનની પ્રત્યેક ક્રિયાઓ જાપ વગેરે આરાધના વિશુદ્ધમય થવા પામી. માલારોપણનો પ્રસંગ પણ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં રંગેચંગે થયો ત્યાં જ નવનિર્મિત રથાકાર જિનાલયમાં શ્રી મુનિસુવ્રતસ્વામી દાદાની અંજનશલાકા પ્રતિષ્ઠાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું જે ધન્યાતિધન્ય દિવસ હતો પોષ વદ-૧૩. * અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવના ચડાવાની ઉછામણી વિ. સં. ૨૦૫૪ ફાગણ સુદ-૧૧ના શુભદિને પૂજ્યશ્રીની શુભનિશ્રામાં શ્રીસંઘની જાજમ પાથરવા દ્વારા પૂજયશ્રીનાં મંગલાચરણથી શરૂ થઈ અને જોતજોતામાં અદ્ભુત કહી શકાય તેવો આંક વટાવી ગઈ. * અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીની સપરિવાર પધરામણી વિ. સં. ૨૦૫૪ વૈશાખ વદ-૭ ૧૮-૫-૯૮ સોમવાર સવારે શુભ મુહૂર્ત સામૈયા સહ અત્યન્ત ઉલ્લાસમય વાતાવરણમાં ધામધૂમપૂર્વક થઈ. * વિ. સં. ૨૦૫૪ વૈશાખ વદ-૧૧ થી શરૂ થયેલ પરમાત્મભક્તિનો જાજરમાન છે મહોત્સવ ૨૦૫૪ જેઠ સુદ-૧૧ તા. પ-૬-૯૮ શુક્રવાર સુધી પંદર દિવસનો પ્રશંસનીય શાસનપ્રભાવના પૂર્વક ઉજવાયો જેમાં કુંભ-દીપક સ્થાપના-માણેકસ્તંભારોપણ-તોરણસ્થાપના, જવારારોપણ, ક્ષેત્રપાલસ્થાપના, ૧૦૮ પાર્શ્વનાથઅભિષેકપૂજન, નંદાવર્તપૂજન, દશદિપાલપૂજન, ભૈરવપૂજન, સોળવિદ્યાદેવીપૂજન, Page #826 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ચંય | ૭૭૭ નવગ્રહઅષ્ટમંગલપૂજન, નવપદ-વીશસ્થાનકપૂજન, ૧૮ અભિષેક, ધ્વજદંડકળશ અભિષેક, સિદ્ધચક્રમહાપૂજન, નિર્વાણકલ્યાણકના ૧૦૮ અભિષેક, બૃહદ્અષ્ટોતરી શાન્તિસ્નાત્ર આદિ અનેક મહાપૂજનો વિવિધરચનાઓ કરવાપૂર્વક ભાવોલ્લાસ પૂર્વક ઉજવાયા. * અંજનશલાકા--પ્રતિષ્ઠાના પાવનદિને જૈન-જૈનેત્તર સહુનો આનંદ તેમજ બહારગામથી પધારેલ આમંત્રિત મહેમાનોના અને આજુબાજુના શ્રીસંઘોની હાજરી પણ અગણિત હતી. વહેલી પ્રભાતે ઉત્સાહ અને આનંદ વચ્ચે ૐ પુણ્યાહં ૐ પુણ્યાહ જય જય દાદા શીતલનાથ જય જય દાદા મુનિસુવ્રતસ્વામીના જયઘોષ નારાઓ વચ્ચે પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ. હજારો નર-નારીના હૈયા ગદ્ગદિત હતા. * મહોત્સવ દરમ્યાન-વિવિધ રચનાઓ ગજરાજ નગરના ઢોલીવાદો ભીનમાલાના ઢોલીઓ શહનાઈવાદકો, બેન્ડ, અશ્વો, પ્રભુજીના કલાત્મક રથ, ઇન્દ્રધજા આદિથી સુશોભિત ચ્યવન જન્મ-દીક્ષા કલ્યાણકના વરઘોડાનું પણ અદ્ભુત આયોજન કરવામાં આવેલ. આ મહોત્સવની સાથે ત્રણ-ત્રણ મુમુક્ષોની દીક્ષા પ્રસંગ પણ હોઈ તેમના વર્ષીદાનનો વરઘોડાનું આયોજન પણ સાથે જ કરવામાં આવેલ. * મહોત્સવની શોભાસ્વરૂપ મુંબઈના સુપ્રસિદ્ધ ગુણવંત માંજરેકર દ્વારા વિવિધ પ્રકારની અનેકવિધ રંગોલીઓ તેમ જ મહાપુરુષોના પ્રસંગોની હાલતા-ચાલતી સુંદર રચનાઓ આદિ પણ અત્યંત દર્શનીય બની રહી. * સુપ્રસિદ્ધ સંગીતકાર બળવંત ઠાકુર એન્ડ પાર્ટી દ્વારા પરમાત્માનાં અદ્ભુત કહી શકાય તેવા મનમોહક ગીતોની સુરાવલીઓ સાથે રાજગૃહીનગરના વિશાલ મંડપમાં વિશાલ સ્ટેજ ઉપર પંચકલ્યાણકોની ભવ્યાતિભવ્ય ઉજવણી પણ સહુને કર્મનિર્જરાનું કારણ બનવા પામી. * પદ્માવતી ભોજન મંડપ દરરોજના ત્રણે ટાઈમના (૪૫ ટંકના) સાધર્મિક ભક્તિનાં અદ્ભુત આયોજન અને પ્રતિષ્ઠા દિને ઝાંપા-ચુંદડીના આયોજન દ્વારા હૈયાનાં ભાવપૂર્વક સહુની પ્રશંસનીય ભક્તિ જૈન-જૈનેત્તર સહુના હૈયે શાસનપ્રભાવનાનો અદ્ભુત રંગ જમાવતી હતી. * અંતિમદિને બન્ને જિનાલયોમાં ભવ્યાતિભવ્ય મહાપૂજા અને સમુહ આરતિનું અદ્ભુત આયોજન સહુના ભાવમાં વૃદ્ધિ કરનારું બન્યું. * જૈનજગતના ખ્યાતનામ નૃત્યકારો વિવિધ પ્રસંગોએ પોતાના આગવા અભિનયો દ્વારા નૃત્યોની ઝાંખી કરાવીને સહુને મંત્ર-મુગ્ધ કરતા હતા. * પૂજા-પૂજનોમાં નયનરમ્ય ફળ-નૈવેદ્ય આદિની ગોઠવણો જાજરમાન દીપમાળાઓ અને સુગંધી ધૂપોની પમરાટ વચ્ચે ફુલોના દેદીપ્યમાન શણગારના સમુહ વચ્ચે શોભતા પરમાત્માની લાખેણી આંગીઓ કઈ જીવોનાં સમ્યગદર્શનનું નિમિત્ત બનવા પામી. * મુનિસુવ્રતસ્વામી દાદાની પ્રતિષ્ઠા સાથે ગામમાં સાધર્મિકભવનમાં શ્રી આદિનાથ પ્રભુજીની પણ પ્રતિષ્ઠા થઈ. * શ્રી સંઘમાં અનેકવિધ શાસનપ્રભાવક પ્રસંગો માટે ૧૭ ઈચના પંચધાતુના શાન્તિનાથ ભગવાન તૈયાર કરવામાં આવેલ જેના ઉપર ૨૫ તોલા સોનું ચડાવવામાં આવેલ. જેના શ્રી સંઘમાં જ દર્શન-પૂજન માટે જ રાખવામાં આવ્યા. Page #827 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન * પ્રભુજીની પ્રતિષ્ઠા પહેલા ગુપ્તભંડારમાં ભાવિક ભક્તજનોએ સોનુ-રજન-હીરા-માણેક આદિ તેમ જ કિંમતી અલંકારો દ્વારા મોટી સંખ્યામાં લાભ લીધો. * પ્રભુજીના માતા-પિતા બનનાર મહાનુભાવને પૂજ્યશ્રીએ સંસારની અસારતા આદિનો તેમ જ આ મહાન ચડાવાનો સાર માર્મિક રીતે સમજાવતા મહાનુભાવ યુગલ આજીવન ચતુર્થવ્રતનો સ્વીકાર કરી ધન્ય બન્યા. પ્રભુજીનો લગ્ન મહોત્સવ-દીક્ષા મહોત્સવ પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયા. સહુના હૈયા હિલોળે ચડ્યા. આનંદનો મહાસાગર હિલોળે ચડ્યો. આ પ્રસંગે ત્રણ કિલો સોનું અને આભૂષણ આદિ દઈને સહુએ ધનની મૂછ ઓછી કરી ધન્ય બન્યા અને પ્રભુજી વૈરાગી બની દીક્ષા સ્વીકારતા સહુના આંખે આંસુઓના તોરણ બંધાયા. વાહ પ્રભુનું શાસન-કેવી સુંદર પરમાત્માની ભક્તિ-કેવો પૂજ્યશ્રીનો પ્રભાવ. ધન્ય નરોલી ગામ–ધન્ય ધનરેશા પરિવાર સંકલન : પૂ. મુનિશ્રી પુથ્થરક્ષિત મહારાજ ગુજરાજ રાજ્યના એવા કેટલાક ગામો છે કે જે “દીક્ષાની ખાણ' તરીકે ઓળખાય છે. જેમાં વડોદરા નજીક આવેલું છાણી ! ઉત્તર ગુજરાતમાં આવેલું રાધનપુર! દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનું વાપી! તે પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે નામાંકિત એવા દાદરા નગરહવેલી' નામના સંઘ પ્રદેશમાં આવેલું નાનકડું એવું નરોલી ગામ પણ દીક્ષાની ખાણસમું બનવા પામ્યું છે. જે નરોલી ગામમાં જૈનોના માત્ર ૮-૧૦ ઘરો છે તેમાંથી ૧૩-૧૩ પુણ્યાત્માઓએ દીક્ષા-અંગીકાર કરી શ્રી નરોલી જૈન સંઘનું ગૌરવ વધાર્યું છે. આખે આખા એક કુટુંબે દીક્ષા અંગીકાર કરી નરોલીનું નામ જૈન જગતમાં રોશન કર્યું છે. શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું નવનિર્માણ પામી રહેલ શિખરબંધી જિનાલયથી શોભતા એવા નાનકડા નરોલી ગામમાં જૈનોના ૩ પરિવારના ૮ ઘરો છે. તેમાં શા. ધનરાજજી હીરાચંદજી ધનરેશા નામના એક જ પરિવારમાંથી ૧૩-૧૩ પુણ્યાત્માઓએ સંયમજીવન અંગીકાર કરેલ છે. ધર્મમાતા શ્રી ધાપુબેન ધનરાજજીના ધર્મસંસ્કારોનું પરિણામ એટલે જ નરોલીની ૧૩ દીક્ષા ! જો કે સમગ્ર સંઘ પ્રદેશમાંથી આજ સુધીમાં ૨૦-૨૦ જેટલી દીક્ષાઓ થઈ છે. કોઈને થશે કે અત્યંત જંગલ વિસ્તારમાં કે જ્યાં ૮૦ થી ૯૦ ટકા વસ્તી આદિવાસીની છે ત્યાં આટલી એટલે ૨૦-૨૦ દીક્ષા? હો, નરોલીમાં ૧૩ દીક્ષા, દાદરાની ૪ દીક્ષા! અને સેલવાસની ૩ દીક્ષા! આમ ૨૦ દીક્ષા થઈ છે. આ બધી દીક્ષાના મૂળમાં છે આજથી ૩૫ વર્ષ પહેલા નરોલીમાં સૌ પ્રથમ દીક્ષા ગ્રહણ કરનાર કુ. મંજુલાબેન. આ મંજુલાબેન એટલે જ સાધ્વીજી શ્રી મુક્તિપ્રજ્ઞાશ્રીજી મહારાજ! બસ તેમની દીક્ષાથી શરૂ થયેલો દીક્ષાનો સીલસીલો આજે પણ ચાલુ જ છે. આ વિસ્તારમાં ખાસ કરી દીક્ષા યુગપ્રવર્તક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાનો તથા તેઓના પ્રશિષ્યરત્નો શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજા તથા પ્રવચનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુકિતપ્રભસૂરીશ્વરજી મહારાજાનો વિશેષ ઉપકાર છે. તેઓના સદુપદેશે દીક્ષાઓ વિશેષ થઈ છે. એજ પ્રમાણે વર્ધમાનતપોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજા તેમ જ વર્ધમાન | તપોનિધિ તીર્થ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તેમ જ તીર્થપ્રભાવક પૂ. છે Page #828 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] આચાર્યદેવ શ્રીમદ્ વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનો પણ ઉપકાર રહ્યો છે. ૨૦૨૩ની સાલથી ચાલી આવતી આ દીક્ષા આજે પણ અવિરત ચાલુ છે. સંઘપ્રદેશના મુખ્ય ૩ ગામો--સેલવાર-દાદરા અને નરોલી છે. આ ત્રણે જગ્યાએ નયનરમ્ય ભવ્ય શિખરબંધી જિનમંદિરો, જૈન ઉપાશ્રયો શોભી રહ્યા છે. સંઘ પ્રદેશના વિસ્તારમાં ૨૦-૨૦ જૈનદીક્ષાઓ થઈ તે પણ એક ઇતિહાસ કહી શકાય. દાદરાનગર હવેલીમાંથી દીક્ષિત થયેલ પુણ્યાત્માઓ નરોલી પૂ. મુ. શ્રી પુણ્યપ્રભવિજયજી મ. સા. પૂ. મુ. શ્રી ધર્મરક્ષિત વિજયજી મ. સા. પૂ. મુ. શ્રી પુન્યરક્ષિતવિજયજી મ. સા. પૂ. મુ. શ્રી આત્મરક્ષિત વિજયજી મ. સા. પૂ. સા. શ્રી મુક્તિપ્રજ્ઞાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી જયણાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી બોધિરત્નાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી તત્ત્વદર્શનાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી વિરાગરસાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી અક્ષયરસાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી હંસપ્રજ્ઞાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી સિદ્ધિરસાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી પદ્મકીર્તિશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી વિગતમોહાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી જિનરત્નાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી વાત્સલ્યમાળાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી વિરતિતમાળાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી આગમરસાશ્રીજી મ. સા. (પ્રદીપભાઈ) (ખીમચંદભાઈ) (પંકજભાઈ) (અજયભાઈ) (મંજુલાબેન) (જ્યોત્સનાબેન) (પદ્માબેન) (બીનાબેન) (દક્ષાબેન) (બિન્દીબેન) (અલકાબેન) (હીરાબેન) (શિલ્પાબેન) દાદરા (પરસનબેન) (ઉમાબેન) (ચંદ્રિકાબેન) (જ્યોત્સનાબેન) સેલવાસ (પૂર્ણિમાબેન) (લીલાબેન) (અલ્પાબેન) તિથિ ફા. સુ. ૪ ફા. સુ. ૭. ફા. સુ. ૭ વૈ. સુ. ૬ વૈ. સુ. ૧૦ ચૈ. વ. પ મા સુ. ૪ ફા. સુ. ૪ ફા. સુ. ૪ જે. સુ. ૨ જે. સુ. ૨ ફા. સુ. ૭ મહા વ. ૭ વૈ. સુ. પ મા. સુ. ૧૨ વૈ. વ. પ મ. સુ. ૧૦ મ. સુ. ૧૦ વૈ. સુ. ૬ સંવત ૨૦૩૮ ૨૦૪૫ ૨૦૪૫ ૨૦૪૯ ૨૦૨૩ ૨૦૨૬ ૨૦૩૦ ૨૦૩૭ ૨૦૩૮ ૨૦૪૪ ૨૦૪૪ ૨૦૪૫ ૨૦૫૦ ૨૦૨૮ ૨૦૩૮ ૨૦૩૯ ૨૦૪૦ ૨૦૪૦ ૨૦૫૨ [ ૭૭૯ Page #829 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ ] [ જેને પ્રતિભાદર્શન નડીયાદના રત્નો ગુજરાતમાં ખેડા જિલ્લો પ્રાચીનતાની દૃષ્ટિએ, ખેતીવાડીની દૃષ્ટિએ, ધનદોલતની દૃષ્ટિએ કાંઈક ઠીક સમૃદ્ધ ગણાય છે એવા આ જિલ્લાનું નડીયાદ શહેર પણ વિવિધ અલંકારોથી શોભતુ જિલ્લાનું જાણીતું મુખ્ય શહેર છે. આ શહેરમાં દોઢસો વર્ષ પૂર્વે જોઈતારામ બેચરભાઈ જેવા ધર્મપ્રેમી શ્રાવક થઈ ગયા. તેમણે નડીયાદ શ્રીસંઘમાં મકાનોની સખાવત કરેલી, પાલીતાણા મોતીશા શેઠની ટૂંકમાં પણ એક દેરી બનાવરાવી છે. તે સમયમાં શ્રીસંઘે શ્રી શંખેશ્વરના જિર્ણોદ્ધારમાં ઉદાર સખાવત કરી હોવાના ઉલ્લેખો મળે છે. - વર્તમાનમાં નડીયાદ શહેરમાં સુતરીયા પટેલ પરિવારના પચાસેક પરિવારો બાપદાદાથી જૈનધર્મની આરાધના કરતા આવ્યા છે. તેમાં એક છોટાલાલ લલુભાઈના પુત્રરત્નશ્રી નવનીતભાઈ શ્રી સંઘમાં પ્રાય ત્રીસ વર્ષ સુધી ટ્રસ્ટી તરીકે સહીને શુદ્ધ જિનાજ્ઞાપૂર્વક-શ્રી સંઘના સુંદર વહીવટ સાથે દૈનિક જીવનમાં ચૌવિહાર, ઉકાળેલું પાણી, ચૌદનિયમધારક દરરોજ ઉપાશ્રયમાં ત્રણ ટાઈમ વ્યાખ્યાનમાં, બપોરે સામાયિકમાં, સાંજે પ્રતિક્રમણ ક્રિયા માનાભ્યાસમાં હાજરી આપીને, સાધુ સાધ્વીજીઓના વૈયાવચ્ચની કાળજી રાખીને શાસનસેવા કરી રહ્યાં છે. દિવ્ય અગરબતી તેમનો વ્યવસાય છે. ચીમનલાલ મગનલાલ : ભગતના હલામણ નામથી પરિચિત કરિયાણાની દુકાન ચલાવતા વૈરાગ્યનો રંગ લાગ્યો. નાનાભાઈ ચંદુભાઈને વેપાર, ઘર, મૂડી, મિલ્કત વગેરે સોંપીને પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ.ના પરિચયમાં આવતા સં. ૨૦૦૬માં ચારિત્ર લઈને ત્યાગી તપવાનું અને ૨૫૦ સાધુ સમુદાયમાં વૈયાવચ્ચનું આગવું સ્થાન મેળવી લીધું. સં. ૨૦૩૮માં ફાગણ વદી ૮ના દેવલોક થઈને જિનશાસનમાં ઉત્તમ શ્રાવક અને સાધુ થઈને જીવનને અજવાળી ગયાં. ચંદુલાલ મગનલાલ સંઘવી બહારથી ધંધાર્થે નડીયાદમાં આવી સ્થિર થયાં. સ્વપુણ્યબળે ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવા સાથે ઉચ્ચ કોટિના પુણ્યબળે તેમને ત્યાં મુમુક્ષુ આત્માઓ અવતર્યા અને તેથી આધ્યાત્મિક સંપત્તિ લખલૂટ પામ્યા. દરરોજ પચ્ચખાણ સાથે ૧૪ નિયમધારક અને પર્યુષણમાં ચોસઠ પ્રહરી, પૌષધ અને આયંબિલના આ આરાધકે જીવનમાં સ્વ પરિવારની ત્રણ ત્રણ પેઢીના દશેક પુણ્યાત્માઓને ચારિત્રપંથે લઈ જવામાં ઘર આંગણે ભારે મહોત્સવપૂર્વક-જહેમત લેવામાં સંઘરત્ન તરીકે નડીયાદમાં જગજાહેર થયા. અંત સમયે ૨૦૫૩માં ચારિત્રપદની ભાવનામાં રમણ કરતા સમાધિપૂર્વક દેવલોક પામ્યા તેમની પાલખી શ્રીસંઘે નડીયાદના રાજમાર્ગો ઉપર વાજતે ગાજતે વાસક્ષેપની વૃષ્ટિ સાથે કાઢીને નડીયાદ સંઘના ગૌરવને વધારનાર તરીકે કદર કરી નીચે મુજબના દશ પુણ્યાત્માને દીક્ષિત કર્યા. ધન્ય નડીયાદ શ્રી સંઘને. ૧. ચિમનલાલ મગનલાલ શાહ....સંસારીભાઈ ૬. વિલાસબેન બિપીનભાઈ શાહ..પુત્ર વધુ ૨. કિરીટભાઈ ચંદુભાઈ શાહ જયેષ્ઠપુત્ર ૭. કુમારપાળ કિરીટભાઈ શાહ પૌત્ર ૩. બિપીનભાઈ ચંદુભાઈ શાહ...પુત્ર ૮. અભયકુમાર કિરીટભાઈ શાહ.પૌત્ર ૪. દિવ્યાબેન ચંદુભાઈ શાહ પુત્રી ૯. પારુલબેન કિરીટભાઈ શાહ પૌત્ર ૫. નયનાબેન કિરીટભાઈ શાહ પુત્ર વધુ ૧૦. સેજલબેન કિરીટભાઈ શાહ.. પૌત્રી –સંકલન : . મુનિશ્રી કૈવલ્યબોધિ વિજયજી Page #830 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] | ૭૮૧ વાપીનો વાવટો : શ્રી અમૃતલાલભાઈ દક્ષિણ ગુજરાતની “કિષ્કિન્ધા' એટલે જ વાપી... પૂજનીય શ્રમણ સંસ્થા તેમ જ શ્રી જૈન સંઘોમાં તે નગરી બહુખ્યાત બનવા બડભાગી બની છે... વિશ્વની પ્રેરણામૂર્તિસમાં શ્રી જિનશાસનના ચરણયુગલોમાં આ ધરતીમાતાએ પોતાના એટલાં તો સંતાનો સમર્પિત કર્યા છે; કે જેનો સંખ્યાક સુમારે અર્ધશતક વળોટી જાય... દોઢેક શતાબ્દી પહેલા પ્રાદુર્ભાવ પામેલુ અને અંતિમ બે દશાબ્દીઓમાં સર્વક્ષેત્રે વાયુવેગે પ્રશંસાને પામેલુ તે નગર; બહુરત્ના”ની ઉક્તિને યથાર્થ કરે છે. વાપી નગરની પ્રતિષ્ઠા અને સંસ્કારિતા ત્યાં વસેલી જૈન પ્રજાની સ્તવના કરે છે. તો તે જૈનપ્રજાનો જાજરમાન ઇતિહાસ રચનારા શિલ્પી જો કોઈ બની ગયા હોય; તો વાપીસ્થિત નહાર કુટુમ્બના અગ્રગણ્યો..અપૂર્વ તેમની ધર્મશ્રદ્ધા અને અભિનન્દનીય તેમના માન અને મેલથી રહિત અનુદાનો...પોતાના પૂર્વજોનો પ્રશંસનીય વારસો ધરાવતા આ નહાર કુટુંબના સાંપ્રતકાલીન અગ્રગણ્યો” રહ્યાં છે. ડૉ. શ્રીયુત અમૃતલાલજી કસ્તુરચંદજી મહાર... વાપી સમેત સમગ્ર લાટદેશના પટ્ટામાં તેઓ ડૉક્ટર'ના નામે જનજીભે ખાસ્સા વિશાળ પ્રમાણમાં ગવાયા છે. પૂર્વજોની સામાજિક-વ્યાવહારિક-ધાર્મિક અગ્રતા શિરે આવતાં વેંત જ આ ધર્મપુરુષે એવું તો ધુરંધર કાર્યબળ દર્શાવ્યું કે સંઘમાત્ર માટે તેઓ આદરણીય બન્યા... વાપી જૈન સંઘમાં મેનેજીંગ ટ્રસ્ટીનું સ્થાન તેમણે ૧૦-૧૦ વર્ષ સુધી શોભાવ્યું.વ્યાધિઓની વ્યગ્રતાવશ તેઓએ રાજીનામુ આપવા છતાંય સંઘના ટ્રસ્ટીઓ તેમનો આદર કરતાં રહ્યા... વાપી જૈન સંઘનું સુકાન સંભાળ્યા બાદ ન માત્ર, સુકાની બનતા તેમણે સર્વસ્વનું સમર્પણ સંઘને કરી દીધું...વહીવટી માળખામાં ચુસ્તનીશી સાથે જિનાલય જિર્ણોદ્ધાર, નૂતન અતિથિગૃહ નિર્માણ-નૂતન રથ...જેવા-જેવા કાર્યો સ્વયંના સહકાર સાથે સાકાર કર્યા. સ્વદ્રવ્યથી તેમણે વાપી સંઘનું ચિરસ્મર” સંભારણું બની જાય તેવા ભવ્ય ઉપધાનતપ પણ આયોજ્યા. અરે! તેમના પ્રભુશાસન પ્રેમની પરાકાષ્ઠા તો ત્યાં સુધી પહોંચી કે તેમના જ ત્રણ સંતાનો પૈકી, જયેષ્ઠ પુત્ર ભરતભાઈ, યૌવનના મધદરિયે પોતાના પૂરા સંસાર સાથે પૂ. મ.શ્રી નયવર્ધન વિ. મ.સા. તથા પૂ. મુનિશ્રી નયદર્શનવિ. મ.સા.ની પાવન નિશ્રામાં સંયમિત બની ગયા.... અનુક્રમે દશ અને આઠ માત્ર વર્ષોની શિશુતા ધરાવતા પોતાના પ્રતિભાશાળી પુત્રો શ્રી મેહુલકુમાર અને શ્રી હેમલકુમારને પણ એવા તો ધર્મના ધાવણ પાયા કે શિશુવયમાં પણ સંયમના કાંટાળા રાહે ચઢી જવાનું પ્રભુશાસનનું સિદ્ધાંતોના શૌકત ભર્યું શૌર્ય તેઓમાં પ્રગટ્યું. ધર્મપત્ની શ્રી લતાબેન (ઉં. વ. ૩૨) સાથે બે સંતાનોને આંગળીએ તેડી જ્યારે જીવનની મઘમઘ પહોંચેલા શ્રી ભરતભાઈએ માત્ર ૩૫ વર્ષની અવસ્થાએ વિ. સં. ૨૦૪૫માં મહાભિનિષ્ક્રમણ કર્યું ત્યારે તો કુટુંબીઓના કાળજા ચોધાર બન્યા હતા. નાસ્તિકો પણ દ્રવીભૂત બન્યા હતા અને કાળમીંઢો પણ પલળી ગયા હતા... શ્રી અમૃતલાલભાઈએ પોતાના પુત્ર-પુત્રવધૂ અને પત્રોનો અતૂટપ્રેમ પણ ફગાવી પ્રભુશાસનની Page #831 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] [ જૈન પ્રતિભાદર્શન [ અવિહડ પ્રીતિ વ્યક્ત કરવા ત્યારે તે નરરત્નોનો એવો બહુમૂલ્ય દીક્ષા મહોત્સવ” રચી બનાવ્યો હતો કે ] વાપી સહિતનું પરિસર હજી તેને વાગોળી રહ્યું છે . પુત્ર-પરિવારના વિદ | મ ન કમી પ ! તો શ્રીયુતે અમલમ ઈના અભુત શાસે ને સમર્પણ છે પણ કીર્તિના રંગ સાથે ગગનગામ ની ઈ. હા ! ધર્મવીર ડૉ. શ્રીયુત અમૃતલાલજીના આ બહુસંખ્યક ધર્મક અને કાર્યધર્મ પુરુપા વેરાસ્થાન પણ બની રહ્યા એમનાં જ સુપુત્રી સાધ્વીરનો કુમારી શ્રી પ્રભા અને કુમારી શ્રી રારોજનો મીની જોડીએ વિ. સં. ૨૦૨૯ની સાલમાં જ્યારે પૂ. આ. ભ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વરદ હ. પૂ.રા.શ્રી હસશ્રીજી મ પાસે પ્રજાના પથ પર પ્રયાણ આદર્યું, તે ભગીનીઓને અસહકાર અને અવરોધો સામ મજબૂત મુકાબલો લેવો પડ્યો હતો ત્યારે અલબત્ત ! તેમની દીક્ષા સ્વીકૃતિ પછી તે પિતા જી અમૃતલાલ સહ પરિવાર સમસ્ત ધર્મપ્રાણ બની ગયો. જેની પ્રેરણામૂર્તિ ઉપરોક્ત પ્રવ્રજિત ભગીનીઓ જ બની. આ રીતે ડૉ. શ્રી અમિતભાઈએ પરિવારનો. છ-છ પુષ્પોથી પ્રભુ સન ૨૨ણની પૂજા કરી તેમ જ સંઘસવાનો આદર્શ રચી તમાનયુગને ધન્ય બનાવ્યો વજીવનને ધન્ય બનાવ્યું. (૨) સૂર્યના કિરણ તેજોમય જ રહે છે. સૂર્ય જો પ્રચંડ અને પ્રકાશપૂર્ણ બને છે, તો તેના કિરણોનો ઉત્સર્ગ પણ પ્રચંડકાય અને ઉષ્ણ જ રહે છે. સૃષ્ટિનો એ સનાતન કાનૂન છે. બસ! તેમ જ ઇતિહાસ પણ બોલે છે કે પિતા જ ધર્મવીર, દાનવીર અને શાસનના અગ્રસૈક થઈ ગયા હોય તો તેમની ઓલાદ શ્રેષ્ઠતાના આદર્શોને એથીય અધિક ઉજજવળ બનાવતી જ હોય છે, પૂરા પાંચ-સાત સૈકાઓનો નેપથ્ય જો પથ આ ગાથી દૂર કરીએ તો ઉપરોકો હડકતનો સાક્ષાત્કાર કરતા ઉદાહરણ મળી રહેશે. શ્રી દેદાશા. શ્રી પેથડશા અને શ્રી ઝાંઝણશાની રસપૂત-સખ્યાતસધર્મ કુળપરંપરા આજ વાતની ગવાહી પૂરે છે. બસ! વાપીના વર્તમાનકાલીન ઇતિહાસમાં પણ તેનું પુનરાગમન થતું જોવા મળ્યું. ડૉ. શ્રી અમૃતલાલભાઈના શેષ બે સંતાનોએ જીવનના ચઢતા ઉગતા આદિત્યના જ પ્રકાશ કિરણનો ઉત્સર્ગ એવો તો ઉષ્ણ અને ઉચ્ચ બનાવી વહાવ્યો કે પિતાના નામાંકન પર સુવર્ણના રસ રેડાય. શ્રી રોહિતકુમાર અને શ્રી હરીશકુમારની બાંધવ જોડીએ જીવનના પૂર્વાર્ધમાં જ ઠીક-ઠીક ધર્મકર્મો કરી વાપીના ઇતિહાસને પલ્લવિત કરી દીધો છે. પિતા-માતાનું શિક્ષણ, ભગીની સાધ્વીવૃન્દ્રની સતત પ્રેરણા, બંધમુનિરાજની કૃપા અને “સૂરિરામ'ના વેધક વાક્યોના પુણ્યપ્રતાપે બંને બંધુઓ પ્રારંભથી જ ધર્મપ્રેમ-સિદ્ધાંતશૌર્યના ઓજસને પામ્યા હતા. સદ્ભાગ્યના હોગે સાંપડેલી પંપત્તિ અને કીની મૂછ મમતા, બંને બંધુઓ બેહદ વેગળી કરી ! શકયાં. સર્વપ્રાયઃ શક્તિ-સમૃદ્ધિની સરવાણી એમણ કી જયવંતા જ ન શાસનના ૪રણે પ્રક્ષાલિત કરો. હું :લ બાંધ સાથે પરિવાર ઉપદેશ સ કર કે રાત (મણે પર્ણ | સંગેમરમરનું કોટીમૂલ્ય કી નાલય નિર્મિત કરાવ્યું તેમાં સોળમાં તીર્થપતિ . શાંતિનાથ પ્રભુની નુતન , ' ત, 'મા ' '; 'દt. ----------- --------- --- ----- - ------------------- ---- --- ---- = = = = Page #832 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૮૩ નયનાભિરામ પ્રતિમાને પ્રતિષ્ઠિત કરી. મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તેમ જ પ્રતિષ્ઠાનો ભવ્યતમ મહોત્સવ પૂ. આ. ભ.શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મ.શ્રી નયવર્ધનવિ મ.સા.ની પાવન નિશ્રામાં ઘર આંગણે ઉજવ્યો. વાપીના ઇતિહાસમાં આદ્ય અને અભૂતપૂર્વ અંજનશલાકા મહોત્સવ-સંપૂર્ણ સ્વદ્રવ્ય દ્વારા રચ્યો એમ જ નહિ પણ પુષ્કળ ડેકોરેટ, સાધર્મિકવાત્સલ્યો, દ્વારા તેને જાજરમાન પણ બનાવ્યો. હૃદયના ‘ધબ-ધબ’ ઉચ્ચારતા આનંદ સાથે પ્રભુ-પ્રતિષ્ઠા કરી. અને તે જ પળે અન્યપણ એક મહાસંકલ્પના શપથ ખાધા. ‘શ્રી’ની પરિભાવનાને પરિહારીને અને શાસનમાત્રની સદ્ભાવનાને ઘૂઘવતી કરી દઈને તે બંધુઓએ તળ-પાતાળ સ્વદ્રવ્ય દ્વારા બબ્બે આરાધના નિકેતનો વાપી-શાંતિનગરની ધીંગી ધરતી પર આવિર્ભૂત કરી દેવાનો સંકલ્પ કર્યો....જે સંકલ્પ એકાદ યુગ જેટલાં સમયમાં તો સાકાર બનીને રહ્યો. શ્રી શાન્તિનાથ જિનપ્રાસાદ જે વાપી--અલકાપુરી વિસ્તારના હૃદયસ્થાને રણઝણી રહ્યું છે. તેના પડછાયામાં જ એ દ્વિ-સ્તરીય આલીશાન-ઉત્તુંગ ઉપાશ્રય પ્રથમ નિર્મિત કરી તેની અનાવરણ વિધિ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી સૂરિરામના અનન્ય પટ્ટધર સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મ.સા., પૂ. આ.ભ.શ્રી વિજય હેમભૂષણસૂરિ મ.સા. આદિના સુભગ સાનિધ્યમાં સોલ્લાસ સંપન્ન કરી ઉપાશ્રયનું નામાભિધાન પણ પૂજનીય માતા-પિતાની સ્મૃતિને ચિરસ્થ બનાવવા ‘શ્રી કુસુમ-અમૃત આરાધના ભવન' પ્રસ્થાપિત કરવામાં આવ્યું. તો પ્રથમ ઉપાશ્રયના નિર્માણ બાદ શીઘ્રતયા સમીપના જ સ્થળ પર એ મહાકાય-પંચસ્તરીય-આલીશાન ઉપાશ્રયનું નવોતરું નિર્માણ પણ પ્રારંભ્યું અને ૧ વર્ષના અલ્પ સમયકાળામં જ તેના કાર્યની પૂર્ણાહૂતિ પણ નોતરી. સૂરિરામના વિનેયરત્ન પ્રભાવક પ્રવચનકાર પૂ.મુનિશ્રી નયવર્ધનવિ. મ.સા.ની શુભનિશ્રામાં જેની અનાવરણ વિધિ થઈ. જે આરસ-જડિત ઉપાશ્રયનું નામાંકન ‘અક્ષય-નિધિ' રત્નત્રયીધામ' રાખી પોતાના પુત્ર-પુત્રીઓની ધર્મપ્રેરણાને અવશ્યભાવિની બનાવી. આજે પણ વાપીની તે સાક્ષાત અલકાપુરીની ભૂમિ પર શ્રી શાંતિનાથ પ્રાસાદ સહ સંગેમરમરશાલીન બબ્બે તે આરાધના નિકેતનો અસંખ્ય આરાધકોને સ્મય-વિસ્મય અર્પી રહ્યાં છે. શ્રીયુત રોહિતકુમાર અને શ્રીયુત હરીશકુમારની આવી પ્રકાંડધર્મ પરિભાવના સાચે જ પ્રશસ્ય અને અનુકરણીય ગણાય. (૩) નહાર કુટુમ્બના આદ્ય સંઘપતિ કુદરતની એ કરામત હોય છે કે તે કૃપાના સ્રોત વહાવે છે ત્યારે તે અનરાધારનું જ સ્વરૂપ ધરાવતા હોય. ચાહે તે આદર્શના નીરથી ભર્યા હોય કે આક્રંદના નીરથી. બસ! વાપીની ધરતી પર તો ઉપર્યુક્ત ઉક્તિ શતશઃ સત્ય સાબિતસાર બની ગઈ છે. ગ્રામોન્નતિ, સંઘસેવા, અગ્રનેતૃત્વ જેવા વિષયોનો આદર્શ જાણે બડભાગી નહા૨ કુટુંબથી જ આરંભાવાનો હોય તેમ બહુવિષયોમાં નહારપરિવારની બહુમુખીઓ આગેવાન બની છે. ડૉ. અમૃતલાલજી અને તેમના સુપુત્રો જેમ જિનાલય પ્રમુખ બહુવિષયક સુકૃતોના આદ્યપ્રણેતા બન્યા વાપીના પરિસરમાં તો તેઓના જ લઘબંધુ શ્રીયુત જયંતિલાલજી પણ સંઘ અને સિદ્ધાંતોની સેવા તથા Page #833 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન સલામતીના સત્કર્મોમાં પોતાનો સિંહફાળો નોંધાવતા રહ્યા. દુર્દેવ યોગે વિક્રમની ૨૦૫૪ના ઉઘડતા પ્રભાતે જ તેમની જયેષ્ઠ પુત્રી એ. સી. મિલન બહેન શાશ્વત તીર્થાધિરાજની યાત્રા કરી પરાવર્તન પામતાં જ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા. જે અકસ્માત જીવલેણ બન્યો તેમના માટે. શ્રીયુત જયંતીલાલજની વ્હાલસોયી જયેષ્ઠપુત્રીના આયુષ્યનો આદિત્ય, ચઢતા મધ્યાહુને જ સંધ્યાએ ખરી પડ્યો. અત્યંત આઘાતજનક આ પ્રસંગથી અતિ વ્યથિત-વ્યગ્ર અને આઝંદાતુર બની બેસેલા શ્રી જયંતીલાલજીને ત્યારે પરિવાર સહિત પોતાના સુકુમારી-સાધ્વીવર્યાશ્રી રાજદર્શનાશ્રીજી મ.સા.ની હિતશીખ મળતાં શ્રી શાશ્વત તીર્થાધિરાજની છરીપાલક પદયાત્રા વિશાળફલક પર યોજવાના ઓરતા જાગ્યા. તદનુસાર જ વિક્રમની ૨૦૫૫ સાલમાં તેઓએ શ્રી દાઠાતીર્થથી શ્રી શત્રુંજય મહાગિરિનો જાજરમાન સંઘ પ્રશાંતમૂર્તિ પૂ. આ. ભ.શ્રી વિજય રવિપ્રભસૂરીશ્વરજી મ.સા. તેમ જ પ્રભાવક પ્રવચનકાર પૂ. મુનિશ્રી નયવર્ધનવિ. મ.સા. આદિની શુભનિશ્રામાં આયોજિત કર્યો. જે સંઘને અંતરના મૂળધ્યેય અનુસાર શાશ્વત મિલન પદયાત્રા સંઘ'' એવા અર્થગંભીર નામાંકનથી આર્દ્ર બનાવી દેવામાં આવ્યો. તો જીવનના અસ્તાચલ પર આવી પહોંચી વધુને વધુ વિકાસ પામેલા તે શ્રીયુત જયંતીલાલજી ૨૦૧પના વિક્રમ સંવત્સરમાં તો અખંડ પૂરા ૫૦ દિવસો સુધી નિયમિત આયંબિલ તપ અને તેય માત્ર એક દ્રવ્યનું જેવી ભિખાતિભિષ્મ તપશ્ચર્યા આદરી સાચ્ચે જ તપસ્યા-જગતમાં પણ નરબંકા બની ગયા. તેમની સૌથી નાની નંદના શ્રી રાજુલ કુમારીએ કેવળ ૧૪ વર્ષની સ્નિગ્ધ-અવસ્થામાં શ્રી અરિહંતના અણગારનો યાવજીવ ભેખ ધર્યો હતો. વાપી નહારકુટુંબના દીક્ષિત પુણ્યવાનો : ક્રમ સાંસારિક નામ દીક્ષા સ્વીકાર વય દિક્ષિત અભિધાન ૧. મુમુક્ષુ શ્રી ભરતકુમાર મુનિ ભવ્યવર્ધન વિજયજી મ. ૨. બાળમુમુક્ષુ શ્રી મેહુલકુમાર ૧૦ મુનિ મંગલવર્ધન વિજયજી મ. ૩. બાળમુમુક્ષુ શ્રી હેમલકુમાર મુનિ હિતવર્ધન વિજયજી મ. ૪. મુમુકુમારી પ્રભાબહેન સાધ્વીજી શ્રી પુન્યદર્શનાશ્રીજી મ. ૫. મુમુક્ષુકુમારી સરોજબહેન સાધ્વીજી શ્રી સમ્યગ્દર્શનાશ્રીજી મ. ૬. મુમુક્ષુકુમારી રાજુલબહેન સાધ્વીજી શ્રી રાજદર્શના શ્રીજી મ. ૭. મુમુક્ષુ શ્રીમતી લતાબહેન સાધ્વીજી શ્રી સંવેગવર્ધનાશ્રીજી મ. –સંકલન : પૂ. મુનિરાજશ્રી ધર્મતિલક વિ. મ. ( એ મુમુક્ષનો મહાભિગ્રહ ) ચારિત્ર જ નહિ, આકાશમાંથી અવનિપર ખરી પડેલો તે એક ચાંદનો ટુકડો હતો તેનું પરમ પવિત્ર શુભાભિધાન પંન્યાસ શ્રી કાન્તિવિજય' જેવા શબ્દ સમૂહને શોભાવી રહ્યું હતું. ચારિત્ર્ય એમનું એવું તો અત્યુજ્જવલ હતું, કે ચંદ્રમાની ધવલતાને જેમ આકાશના કોઈ તરંગો ખરડી શકે નહિ, તેમ જ ૩૫ Page #834 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૮૫ આમના અન્તરમાં આશા-અપેક્ષા જેવી કોઈ ચીજ દેખા દઈ શકતી નહિ. અલબત્ત! “સૂરિરામ'ના આ પ્રભાવી-મહાપ્રભાવી શિશુરત્નની ચાંદશી ચારિત્રોજ્જવલતા એ સૌરાષ્ટ્રના ભવ્ય સમૂહને એવું તો આકર્ષણનું ઘેલું લગાડયું હતું કે તે વિરલવિભૂતિ દૂર ભાગે તોય શિષ્યોની સંપદા તેમને પ્રદક્ષિણા દેતી ફરે.... હળવદ ગ્રામ ઝાલાવાડની ધરતી પર વસ્યું છે. માદરે હળવદના એક પ્રખ્યાત પરિવારના નરરત્નના તન-મન પર આ “ચારિત્ર્યચંદ્રનું તેજોમંડલ છવાઈ ગયું....તેના જ પ્રતાપે તે નરરત્ન મુમુક્ષુ બની ગયો. “આ પંન્યાસજીના પદતલમાં જીવન સમર્પણ કરવા તેનું માનસ લાલયિત બની ગયું.... સબૂર! પણ સ્નેહીઓ, સ્વજનોનો અત્યન્ત સ્નેહ આ બાળકને પોતાની “નેમ’ સામેનો શત્રુ જણાઈ આવ્યો. અલબત્ત આ નરબંકાની શિષ્યવૃત્તિ બે-જવાબ હતી.... તેણે ચોપાસ ઘેરાયેલા પોતાના મનના વિરોધ વાદળોને વિખેરવા સત્યાગ્રહના મંડાણ કર્યા.... દીક્ષાના મહામૂલ પ્રતીક સમા રજોહરણનો હસ્ત સ્વીકાર ન કરું ત્યાં સુધી આયંબિલ તપ નહિ જ છોડું.' - દીક્ષાર્થીની ઉપરોક્ત પ્રતિજ્ઞાએ ચોપાસ જાદુસમેતનો સન્નાટો ફેલાવ્યો. અને વિરોધો મૂકી પડ્યા...સ્નેહીજનો સંમત થયા....અને આ દીક્ષાર્થીએ પંન્યાસશ્રી કાંતિવિજય મ.ના ચરણે જીવન સમર્પિત કર્યું. તે સંયમિત બન્યો. બેશક! તે નરબંકો એટલે જ મુમુક્ષુ નગીનકુમાર જે આજે પૂ. આચાર્ય વિજય નરચંદ્રસૂરીશ્વરજી મ.ના નામ સાથે ગુરુનું નામ રોશન કરી રહ્યા છે. પૂ. મુનિરાજશ્રી હિતવર્ધન વિ.મ. N૪ નળે છે લિન IA AસYAો : तीनमो तवस्स ને અEJતી ૪ वहीमको कोसाय दसणस्स ફી ની મા ) WAARAAZ ©©©©© ઈ अडानमाआयर्षियान श्रीनमो बारितस्स ) Gani (A). S ' DDO te jષ્ટ્ર माउवाया Page #835 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણ, અધ્યાત્મ અને સંસ્કારની અનેરી સુવાસ : શ્રી સંસ્કાર અધ્યયન સત્ર દ્વારા કન્યા શિબિરો. માનવ મૂલ્યોની કટોકટીના સમયમાં માનવજીવનને સત્ય, નિષ્ઠા અને શ્રધ્ધાવિહોણા પરીબળોથી ઉગારવા માટે વ્યકિતના સંસ્કાર ઘડતરની સૌથી મોટી આવશ્યકતા ઉભી થઈ છે. આજનો માનવી અઢળક ભૌતિક સુખસગવડ પામવા છતાં આધિ, વ્યાધિ અને ઉપાધીઓથી વધુ ઘેરાવા લાગ્યો છે. નિરાશા, હતાશા અને નાસ્તિકતાથી વધુને વધુ અકળાતો રહયો છે. આવા સમયે કન્યાશિબિરો દ્વારા નારી ઘડતર અને નારી જાગૃતિનું કાર્ય શરૂ કર્યું. સંસ્કારવૃક્ષ ધર્મની ધરતી પર ખીલે છે અને એને જ્ઞાનનું ખાતર જોઈએ. કન્યાશિબિરોમાં ધર્મક્રિયાઓ પાછળની ભાવનાઓ દર્શાવીને ધર્માચરણ શીખવવામાં આવે છે. અને એ રીતે નારી વ્યક્તિત્વની સર્વાગી જીવનસાધના લક્ષમાં રાખવામાં આવે છે. માનવીના સંસ્કાર ઘડતર માટે આવી કન્યા શિબિરો ખરેખર અનુમોદનીય છે. આ કન્યાશિબિરોના આયોજનના પાયામાં છે સંસ્કાર સેવાના એક અનોખા ભેખધારી પૂ.સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી મહારાજ જેમણે આજ સુધીમાં ચૌદથી વધુ કન્યાશિબિરો યોજીને બે અઢી હજાર બહેનોના જીવનમાં ધર્મસંસ્કારના બીજ રોપ્યા છે. જે આજે કેટલાએ કુટુંબોને જાણે અજાણે પણ સુવાસીત કરી રહયાં હશે. આ શિબિરનું સઘળું સંચાલન કલકત્તાનિવાસી શ્રી પારસકાન્તભાઈ શાહના પુત્રી કુ. પન્નાબહેન શાહે સંભાળ્યું અને આ કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતી થતી રહી. આજે પણ નવી પેઢીની આશા આકાંક્ષા અને સંસ્કાર સિંચનનો મહાયજ્ઞ ચાલુ છે. યુવાપેઢીના નવજાગરણનું આ એક ઐતિહાસિક સુવર્ણ પ્રકરણ બની ગયું છે. આધુનિક યુગની જે એક અનિવાર્ય આવશ્યકતા હતી જે આ શિબિરો દ્વારા અમલી બને છે. પૂ.સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ડંખ મહેતાના પાડાના ઉપાશ્રયની બહેનો તરફથી પાટણ[ ઉત્તર ગુજરાત ] * * * * * * iાક કોઈ ને " . = R તા. આ મામલામાં રંગમંડપ, પૂર્વ દર્શન, હઠીસિંગ જેન મદિ ૨, અમદાવાદ Page #836 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૭૮૭ 'ધમત્યાનમાં યોગદાન આપનાર સંસ્કારમૂર્તિઓ મૂઠી ઊંચેરા માનવ તરીકે જેઓએ પોતાનું જીવન જીવીને જગતના ચોકમાં જૈનશાસનની ગરિમાને ચાર ચાંદ લગાડ્યાં છે. તેઓના જીવનમાં આપણને વિલક્ષણ બુદ્ધિ-પ્રજ્ઞાનો, અપ્રતીમ પુરુષાર્થનો અને જાજરમાન પ્રતિભાનો ત્રિવેણી સંગમ અવશ્ય જોવા મળે. આ વિલક્ષણ બુદ્ધિના પ્રભાવે ભલભલા માથાભારે તત્ત્વોને રમતાં રમતાં અંકુશમાં લઈ શકે, પુરુષાર્થીના પ્રભાવે યુદ્ધભૂમિમાં-રણમેદાનમાં ભલભલા યોદ્ધાઓના છક્કા છોડાવી દે, પોતાની પ્રતિભાના પ્રભાવે ગમે તેવી આંટી-ઘૂંટીમાં પણ સ્વસ્થતા જાળવી રાખે' વિકટ અને વિષમ પ્રસંગમાં પણ જરા યે વિચલિત થયા વિના કુશળતાથી રસ્તો કાઢે. એનું વર્તન એવું તો વિલક્ષણ હોય કે કોઈ તે અંગેનો કયાસજ કાઢી ન શકે. સમયાંતરે થયેલા જુદા જુદા દેશના અને જુદા જુદા રાજ્યના મહામંત્રીઓ આ અદ્દભુત ત્રિવેણી સંગમનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે. જેમના જીવનના પ્રભાવે જેન શાસનની અનેરી ગૌરવગાથાઓ રચાઈ છે એટલું જ નહિ જેનેતરોએ પણ જૈન શાસનની ગૌરવગાથા ગાઈ છે. જૈન શાસનનું ગૌરવ વધારનાર એવા નામી-અનામી-પ્રજ્ઞા-પુરુષાર્થપ્રતિભાના ત્રિવેણી સંગમ સ્વરૂપ સૌ ભાગ્યશાળી મહાનુભાવોને હૈયાના ભાવપૂર્વક નમસ્કાર. - સંપાદક મુંબઈનું એક અતિદર્શનીય સુંદર અને ભવ્ય મંદિર શ્રી આદિશ્વરજી જિનાલયના સર્જનહાર શેઠશ્રી બાબુ અમીચંદજી પનાલાલજી તથા જિનાલયના પ્રેરણાદાતા શેઠાણીશ્રી કુંવરબાઈ અમીચંદજી મુંબઈ ભારતનું એક મહાનગર અને વ્યાપાર ધંધા ઉદ્યોગનું મોટું મથક છે. જ્યાં આજથી સીત્તેર વર્ષ પહેલાં ધર્માત્મા સુશ્રાવક બાબુ અમીચંદ પનાલાલે વાલકેશ્વરના રીજ રોડ ઉપર પોતાના પરિવારના અને શ્રીસંઘના આત્મકલ્યાણાર્થે અને જૈન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે શિખરબંધી ભવ્ય Page #837 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન જિનાલય બંધાવ્યું. મંદિરનું બાંધકામ અને શિલ્પ આકર્ષક છે. મૂર્તિઓ પ્રાચીન, ભવ્ય અને દર્શનીય છે. આ મંદિરમાં જમણી બાજુની ચોકી ઉપરના ભાગે સુંદ૨ દેરીનું નિર્માણ થયું, જેમાં નૂતન પ્રકારની અનુપમ અને અજોડ શ્રી પદ્માવતીજીની શિલ્પ મૂર્તિને ધામધૂમથી બિરાજમાન કરવામાં આવી. જ્ઞાનાધિષ્ઠાત્રી સરસ્વતીજી અને ધનદાત્રી લક્ષ્મીદેવીની પણ પ્રતિષ્ઠા થઈ. આ બધા કાર્યોમાં અનન્ય ઉપકારી પૂજ્ય ગુરુદેવો આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ, વિજયધર્મસૂરિજી મહારાજ અને મહાપ્રભાવક શ્રી પદ્માવતીજીના કારણે આ મંદિરને વિશ્વ પ્રસિદ્ધિ અપાવનાર શિલ્પકલાવિજ્ઞ, અને શ્રીસંઘના પરમ ઉપકારી પૂજ્ય આચાર્યશ્રી યશોદેવસૂરિજી મહારાજશ્રીનું ભારે મોટું યોગદાન રહ્યું છે. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન મુનિશ્રી જયરક્ષિતવિજયજી મ.સા.ના સંસારી જીવનના ઝગમગલા સંસ્મરણો : અનંત અનંત વંદન હો જિનેશ્વરોને! અનંત ઉપકારી પ્રભુના ધર્મશાસનને પામીને આત્માઓ જન્મજરા-મૃત્યુથી સદા માટે છૂટી ગયા. છૂટી રહ્યા છે અને છૂટશે. શ્રી જિનેશ્વર દેવનું શાસન જે કોઈ ભવ્યાત્માના આત્માને સારી રીતે સ્પર્શી જાય છે તેવા આત્માઓની અંદર અકલ્પ્ય શક્તિઓ ખીલી ઉઠે છે. ધર્મ પ્રાપ્તિ ત્યારબાદ ધર્મ તરફ આગેકૂચ અને મુકિતની પ્રાપ્તિ. આવા અંતિમ લક્ષને પામવા ભવ્યાત્માઓ પુરૂષાર્થ કરતાં હોય છે. અહીં આપણે થઈ ગયેલ એક મુનિરાજશ્રી જયરક્ષિતવિજયજી મહારાજની જીવનની ઘટનાઓ રોમાંચક છે. તે આત્મા કેવા સંજોગોમાં ધર્મશાસન પામ્યા અને આરાધી ગયો તે ઘણી જ વિસ્મય જનક બાબત છે. જૈન કુળમાં જન્મ મળવો એ જુદી વાત, પણ સાચા જૈન બનવું અનોખી વાત છે. આ જયંતિભાઈ ગત જન્મની અંદર સુંદર આરાધના કરી હશે એટલે આ ભવની અંદર પણ માતાપિતાની છત્રછાયા પામ્યા. બાલ્યવય પરિપુર્ણ કરી થોડી સમજશક્તિ વધતી ગઈ, તેમ તેમ દેવ-ગુરુ-ધર્મ તરફ આકર્ષણ વધતું ચાલ્યું. દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનભંડારો આ બધું દુનિયાની કોઈપણ ચીજ કરતાં વધુ કિમતી છે. એવી બુદ્ધિને ધારણ કરનાર બન્યા. આ જયંતિભાઈને જિનવાણી શ્રાવણ-મનન-ચિંતનનું જબ્બર આકર્ષણ હતુ. પ્રભુની તમામ વાતો બરાબર સમજવા-જીવનમાં ઉતારવા પ્રયત્ન કરતાં. જે ધર્મ અનુષ્ઠાન, આરાધના ચાલુ કરી તે બરાબર આરાધતા. બાલ્યવયથી કંદમૂળ-અભક્ષ્ય-રાત્રિભોજન વિગેરે ત્યાગ હતું. જિનપૂજા અષ્ટપ્રકારી ભાવપૂર્વક વિધિ સહિત કરતા હતા. સુંદરલાલ કાપડીયા [એમ.એ.સંસ્કૃત સાથે] તેઓની પાસે સમ્યજ્ઞાનનો અભ્યાસ સાથે સાથે સૈદ્ધાંતિક સમજ મેળવતા. સુંદરલાલ કાપડીયા પણ સંસારનો ત્યાગ કરી સુવિશાલ ગચ્છાધિપતિ-અજોડ શાસન પ્રભાવક-હજારો ભવ્યાત્માઓના ધર્મદાતા પ.પૂ.આ દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી ભુવનચંદ્રવિજયજી બન્યા. રત્નત્રયીની સુંદર આરાધના કરી તેઓની પાસે સંસારીપણામાં અભ્યાસ કરનાર મોટે ભાગે સંયમધર બન્યા અથવા સમ્યકત્વધારી બાતધારી શ્રાવક બન્યા. Page #838 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૭૮૯ દુકાનમાં ગમે તેવું કામ હોય છતાંય રાત્રે સુતા પહેલાં પાંચ બાંધી નવકારવાળી ગણવાનું ચૂકતા નહિ. એક વખત રાત્રે નવકારવાળી ગણતા હતા. જરાક જોકું આવ્યું, નવકારવાળી નીચે પડી ગઈ. તેમના શ્રાવિકા તારાબેન બોલ્યા, હવે સુઈ જાવ. નવકારવાળી નીચે અડી જાય છે. ત્યારે આ જયંતિભાઈ બોલ્યા : તું બોલતી રહેજે હું મારી પાંચ બાંધી નવકારવાળી ગણ્યા વગર સુવાનો નથી. દીક્ષા પહેલાં જ ઘેર ૨૭ લાખ નવકાર તેઓએ પૂર્ણ કર્યા હતા. સર્વિસ કયારેક કરવી પડે ત્યારે ૨-૦૦ કલાક રજા મળે ત્યારે સામાયિક કરી લેતાં. ધર્મ સમજાયા પછી નિયમિત એક સામાયિક કરવાનું તેઓ ચૂકતા ન હતા. આમ સંસારીપણામાં ધર્મ લાગણી ખૂબ હતી. સંયમ લેવાની અને શાસનસેવા કરવાની દઢ ભાવના હતી. ચારિત્ર પામવાના મનોરથો જે હૈયામાં પ્રગટ થયા છે તે સાધી લેવા જેવા છે. ક્ષણભંગુર જીવનનો કાંઈ ભરોસો નથી. સૂર્યોદય-સૂર્યાસ્તની ખબર પડે પરંતુ જીવન ક્યારે અસ્ત પામી જશે તેની ખબર પડતી નથી. જેમ બને તેમ જલદી ચારિત્ર જીવન સાધી લેવાની ભાવના દેઢ બનતી ગઈ. અનેક મુશ્કેલીઓ અને તાણાવાણામાંથી પ્રસાર થઈ સંયમનો માર્ગ સ્વીકાર્યો. મુનિ બન્યા. પછી તો વડી દીક્ષા ધામધૂમપૂર્વક થઈ. મુનિરાજ શ્રી જયરક્ષિતવિજયજી એ પોતાની વર્ષોની ભાવનાને સફળ બનાવી. અનંતા અરિહંતોએ સ્વયં જીવનમાં આરાધેલું અને ભવ્યાત્માઓને ભવસાગર તરી જવા પ્રરુપેલું ચારિત્રજીવન મુનિરાજશ્રી જયરક્ષિતવિજયજી મ.સા.એ પ્રાપ્ત કર્યું - જીવી જાણું - સફળ કર્યું. તેઓના યશસ્વી જીવનનો પ્રકાશ સૌના જીવનમાં ધર્મરાગ વૃદ્ધિ કરનારો બની રહો. શ્રીમતિ ગજરાબેન દોલતરામ વકીલ [પહેલાં જૈન ગ્રેજયુએટબાનું શ્રીયુત દોલતરામ ઉમેદરાજ વકીલના પુત્રી શ્રીમતી ગજરાબેનનો જન્મ સં.૧૯૫૧ના ફાગણ સુદ ૧૧ ને ગુરુવાર સને ૧૯૮૫ના માર્ચ માસની ૮ મી તારીખે અમદાવાદ શહેરમાં થયો હતો. અમદાવાદના પ્રસિદ્ધ ગૃહસ્થ શેઠ અંબાલાલ સારાભાઈનાં ધર્મપત્ની શ્રીમતી સરલાદેવી અને શ્રીમતી ગજરાબેન બાળપણમાં સ્નેહી હોવાથી તેઓ બન્નેએ એક જ દિવસે તેમની પ્રાથમિક કેળવણી શાહપુર મિશન સ્કૂલમાં શરૂ કરી હતી. ગુજરાતી ત્રણ ચોપડી પુરી કરી તેઓ બન્ને એક જ દિવસે અંગ્રેજી શિક્ષણ માટે મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજની હાઈસ્કૂલમાં દાખલ થયા હતા. એ બન્ને બહેનોના પિતાને પ્રથમથી જ પોતાની પુત્રીઓને યોગ્ય કેળવણી આપવાનો ઈરાદો હતો, તેથી તે મુજબ તેમણે શરૂઆત પણ કરી હતી, પરંતુ બહેન સરલાદેવીના લગ્ન અંબાલાલ શેઠ સાથે થવાથી તેમને પોતાનો અભ્યાસ બંધ કરવો પડ્યો હતો, પરંતુ બહેન ગજરાનો અભ્યાસ ચાલુ રહ્યો હતો. તેમણે સને ૧૯૧૧ માં પોતાની સોળ વરસની ઉંમરે પહેલે જ વરસે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી અને ત્યાર બાદ ગુજરાત કોલેજમાં દાખલ થઈ દરેક પરીક્ષા પહેલે જે વરસે પસાર કરી સને ૧૯૧૬માં પોતાની વીસ વરસની વયે બી.એ.ની પરીક્ષા પસાર કરી હતી. લોકોની નિંદા તથા ચર્ચાની દરકાર રાખ્યા વગર ઉત્સાહપૂર્વક પોતાનો અભ્યાસ જારી રાખી શ્રીમતી ગજરાબેન આખા હિંદુસ્તાનમાં જૈન કોમમાં પહેલા ગ્રેજયુએટ તરીકે બહાર પડયા. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) ( . Page #839 -------------------------------------------------------------------------- ________________ ૭૯૦ ] [ જૈન પ્રતિભાદર્શન ( શ્રી મુળચંદ આશારામ ઝવેરી : શ્રી મુળચંદભાઈ જ્ઞાતે વીસા ઓસવાળ શ્રાવક. સં.૧૯૪૧ના કારતક સુદ પાંચમના રોજ ધોળકા મુકામે તેમનો જન્મ થયેલ. તેમના પિતાશ્રીનું નામ આશારામભાઈ અને માતુશ્રીનું નામ ઇચ્છાબાઈ હતું. પોતાનો ઘણો વખત વ્યાપારમાં વ્યતિત થતો હોવા છતાં ધર્મ તરફનો તેમનો અનુરાગ જરા પણ કમી થવા પામ્યો ન હતો, કેટલીક ધાર્મિક સંસ્થાઓનો વહિવટ પણ તેઓ કરતા હતા. સં. ૧૯૫૭ની સાલમાં તેમણે ધંધાની શરૂઆત કરી અને પ્રથમ મુંબઈ જઈ ઝવેરાતના દલાલ તરીકે ટુંક સમયમાં જ તેમણે બજારના જાણીતા વેપારીઓનો સંપૂર્ણ વિશ્વાસ મેળવી લીધો. ધંધાની શરૂઆતની સાથે સમાજસેવાનું શિક્ષણ પણ તેમણે શરૂ કરેલું હતું. મુંબઈમાં ભરાતી ઘણી ખરી સામાજિક તથા દેશહિતની મિટીંગોમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. તે વખતે તેમણે “જૈન મિત્ર મંડળ” અને “વકતૃત્વ કલા પ્રસારક” નામની સંસ્થાઓ સ્થાપવા સાથે તેને સારા પાયા પર લાવવા માટે આગેવાની ભર્યો ભાગ લીધો હતો. એ જ અરસામાં ભરાયેલ “જૈન શ્વેતાંબર કોન્ફરન્સ''માં સ્વાગત કમિટિના સભાસદ તરીકે તથા વોલન્ટીયર સુપ્રીટેન્ટન્ટ તરીકે કામ કરીને તેમણે જ્ઞાતિની સારી સેવા બજાવેલી હતી. તેમની એ સેવાની કદર કરીને પ્રમુખ સાહેબે તેમને રૂપાનો ચાંદ અને પ્રમાણપત્ર આપેલું હતું. પોતાની જ્ઞાતિનું હિત લક્ષમાં રાખીને એમણે અમદાવાદ આવ્યા બાદ “ઓસવાળ કલબ” સ્થાપવામાં પણ સારી મહેનત કરેલી છે અને એ કલબ થાપાઈ ત્યારપછી બે મહિનાથી તેઓ તેના સેક્રેટરી નિમાયા હતા, જે કામ તેઓ હજુ સુધી કરતા હતા. મુળચંદભાઈ પોતાના ધર્મ તરફ સારી લાગણી ધરાવતાં હતા. સામાયિક-સેવા તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન તેઓ હંમેશાં નિયમિત રીતે કરતા. તેઓ સ્વભાવે શાંત, મિલનસાર અને દયાળુ વૃત્તિ ધરાવતા હતા. તેઓ પ્રતિ વરસે તીર્થસ્થાનોમાં સહકુટુંબ યાત્રા માટે જતાં અને ત્યાં બનતું દાન-પુન્ય કરતાં સં. ૧૯૬રમાં જયારે વાલી પાસેથી તેમને પિતાનો વારસો સોંપવામાં આવ્યો તેજ વખતે તેમણે પચાસ વીઘા જમીન પાંજરાપોળ તથા બીજાં જુદ-જુદે ઉપયોગી ખાતાને બક્ષીસ કરી હતી. તે સિવાય પ્રસંગે પ્રસંગે તેઓ દીન-દુઃખી માનવોને યથાશક્તિ સહાય કરતાં હતા. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) સ્વ. શેઠ હઠીસીંગ કેસરીસીંગ : જે પ્રતાપી અને પુણ્યશાળી નરરત્નોના પ્રભાવે અમદાવાદ રાજનગર કહેવાયું છે તે નરરત્નોમાં સ્વ. શેઠ હઠીસીંગભાઈ મુખ્ય છે, એમનો જન્મ અમદાવાદ શહેરમાંજ સં. ૧૮૫૨માં થયો હતો. એમના પિતાશ્રી રેશમનો ધંધો કરતાં હતા. - હઠીસીંગભાઈ શેઠે સખાવતના ઘણાં કાર્યો કરેલાં છે અને પરોપકારનાં કાર્યોમાં લાખો રૂપિયા સવ્યય કરેલા છે. અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં, ઘર આગળ દેરાસર બંધાવવામાં તથા દિલ્હી દરવાજા બહાર પાડી બંધાવવામાં, મોટા મોટા સંઘો કાઢવામાં, સંપત્તિનો વ્યય કરી સાધર્મિક બંધુઓને સહાયરૂપ થયા છે. તેમના વરદ્ હસ્તે જાહેર સખાવતની નોંધ લગભગ પચીસ લાખ રૂ. (તે સમયના) Page #840 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૭૯૧ ' l રાજા ,* , શેઠશ્રી હઠીભાઈની વાડીના દેરાસરનું મનોહર ચિત્ર થવા જાય છે. તે ઉપરાંત જ્ઞાતિમાં, સંઘમાં તથા કુટુંબમાં આપવામાં લાખો રૂા. સદ્વ્યય કરેલા તે અલગ દેશાવરથી જાત્રા માટે નિકળેલા જેટલા સંઘ અમદાવાદ શહેરમાં આવતા તે તમામ સંઘને શેઠ હઠીસીંગ કેસરીસીંગ, હિમાભાઈ તથા શેઠ કરમચંદ પ્રેમચંદ જમાડતાં, નવકારશીમાં શ્રાવક ભાઈઓને જમવાની થાળીઓ પણ એ ત્રણ શેઠશ્રીઓએ બનાવી આપી હતી. જે હજુ પણ વપરાય છે. હઠીસીંગ શેઠનું સરકારમાં પણ ઘણું જ માન હતું, તે વખતના અમદાવાદના કલેકટરસાહેબની સાથે તેમને પ્રીતિ હતી અને તેથી તેમણે જાતે આવીને શેઠની બહારની વાડીના બંગલાનો પાયો નાખેલો હતો; એટલું જ નહિ પણ એક વખતે તેઓ મુંબઈ ગયેલા ત્યારે મુંબઈના ગવર્નરે પણ તેમની મુલાકાત લીધી હતી. - હઠીસીંગ શેઠે દિલ્લી દરવાજા બહાર જે વાડી બંધાવેલ છે, તે ઘણી જ ભવ્ય અને જોવા લાયક છે, એ વાડીમાંના દેરાસર પાછળ લગભગ ૧૨ લાખ તથા બંગલો, હઠીપરૂ અને ધર્મશાળા વિગેરેની પાછળ ત્રણ લાખ તથા અંજનાકા નામની ધાર્મિક ક્રિયા કરવામાં રૂા. છ લાખનો ખર્ચ થયાનું કહેવાય છે, એ અંજનશલાકા થઈ તે વખતે દોઢ લાખ માણસ એકઠું થયું હતું અને જમણનો શીરો ભરવા માટે વાસણોની સગવડ નહિ થવાથી મોટા મોટા હવાડા કરીને તેમાં શીરો ભરેલો હતો. આ પ્રતાપી અને પરોપકારી પુરૂષ પોતાની પાછળ કાંઈ પણ સંતતિ મુકયા સિવાય સં. ૧૯૦૧ના શ્રાવણ સુદ ૫ ને શુક્રવારે લગભગ ૫) વરસની વયે સ્વર્ગવાસી થયા હતા. [રાજનગરના રત્નો' પુસ્તકમાંથી સાભાર) સ્વ. શેઠાણી હરકુંવરબાઈ : સ્વ. હરકુંવર શેઠાણી મૂળ ઘોઘાના વતની હતા. દંતકથા એવી છે કે અમદાવાદના શેઠ હઠીસીંગ સંઘ સાથે જાત્રાએ ગયેલા ત્યારે તેમણે હરકુંવરબાઈને છાણા થાપતાં તેમના પગમાં પદ્મ જોઈ તેમની સાથે | લગ્ન કર્યા હતા. Page #841 -------------------------------------------------------------------------- ________________ ૭૯ર ] [ જૈન પ્રતિભાદર્શન હઠીસીંગ શેઠ ગુજરી ગયા ત્યારે પોતાની પાછળ ૪૦ લાખ રૂ.ની મિલકત મુકી ગયા હતા, જે તેમની બૈરીઓને ભાગે વહેંચતા હરકુંવર શેઠાણીના ભાગમાં લગભગ તેર લાખ રૂ. આવ્યા હતા, એ બધા રૂા. તેમણે ધર્માદામાં વાપરી નાખ્યા હતા. તેમના નામની કન્યાશાળા ટંકશાળમાં હજુ ચાલે છે, ઉપરાંત માંડવીની પોળમાં તેમણે એક દેરાસર બંધાવેલ છે. તેમ જ પતાસાની પોળ આગળ આવેલ મકાનમાં એક ચાંદીનું દેરાસર બંધાવેલ છે. સં. ૧૯૦૫માં પંચ તીર્થનો સંઘ કાઢી ગામોગામ થાળીસાકરનું લ્હાણું આપવામાં લગભગ રૂ. ૮૫000 તેમણે ખરચ્યા હતા, તે સિવાય બીજા પણ એવાં લ્હાણાં તેમણે કરાવ્યાં હતા. સં. ૧૯૧૬માં મોટો સંઘ કાઢી તેઓ પાલીતાણા ગયા હતા, તે વખતે પાલીતાણાના ઠાકોર સાહેબ સુરસિંહજીના લગ્ન હોવાથી પોતે મોસાળુ કરી ૮૦ મણ ધી વાપરી ગામ જમાડયું હતું તથા એક મોતીની કંઠી ઠાકોર સાહેબને ભેટ આપી હતી, જે કંઠી આજ પણ ફઈબાની કંઠી તરીકે પાલીતાણાના દફતરે નોંધાયેલ છે, અને તેની કિંમત લગભગ રૂ. ૧૫000/- અંકાય છે, શત્રુંજય પર્વત પર ચડતાં હીંગળાજના હડાનું ચઢાણ બહુ મુશ્કેલ હોવાથી ઘણો જ ખર્ચ કરી ત્યાં આગળ તેમણે પગથીયાં બંધાવેલ છે, અને પરબની સ્થાપના પણ કરેલી છે. સં. ૧૯૭૪માં ટંકશાળામાં મોટું દેરાસર બંધાવેલ છે. પતાસાની પોળમાં શ્રી હંસનાથના દેરાનો જિર્ણોદ્ધાર સં. ૧૯૧૯માં રૂા. પોણાલાખના ખર્ચે કરાવ્યો હતો તેમ જ સં. ૧૯૨૦માં મોટો સંઘ કાઢી સમેતશિખરની યાત્રાએ ગયેલા અને ત્યાં આગળ ધર્મશાળા બંધાવવા સાથે તે તીર્થમાં ૨૦ તીર્થંકરો મોક્ષે ગયા તેની દેરીઓ ખારા પત્થરની હતી તે ટીપ કરી આરસપહાણની બંધાવી હતી. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે એક ચાંદીનો રથ તેમણે બનાવેલ છે. આબુના ડુંગરપર દેલવાડે રૂા. ૪OOOO/ ખરચી એક ધર્મશાળા બંધાવેલ છે. સં. ૧૯૨૧માં દુકાળ વખતે સસ્તા અનાજની દુકાન શરૂ કરી રૂ. ૭OOOO/-ખરચ્યા હતા. આવી રીતે સખાવતના અનેક કાર્યો એમણે કરેલા હતા, તેમની સખાવતોથી પ્રસન્ન થઈ સર્વ કોઈ સગૃહસ્થો તથા રાજવંશીઓ તેમને માન આપતા હતા, જામસાહેબથી શિરપાવ, ગાયકવાડ સરકાર તરફથી પાલખી, મસાલ છત્ર તથા ચાબદારનો શિરપાવ અને રૂ. ૨000 નું વર્ષાસન તથા નામદાર બ્રિટીશ સરકાર તરફથી એક નામદાર સખાવતે બહાદુરનો સોનાનો ચાંદ તેમને મળેલો હતો. આવી પરોપકારી, હિંમતવાન, ઉદાર અને બાહોશ સ્ત્રી ગુજરાતમાં બીજી ભાગ્યે જ થઈ હશે. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) સ્વ. શેઠ મનસુખભાઈ ભગુભાઈ : સ્વ. શેઠ મનસુખભાઈ જ્ઞાતે વીસા પોરવાડ શ્રાવક હતા. એમનો જન્મ સં.૧૯૧૧ના શ્રાવક સુદ ૧૧ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો, એમના પિતાની શરાફની પેઢી હતી અને તેઓ ધર્મચુસ્ત તથા પરોપકારી ગૃહસ્થ હતા. મિલ ઉદ્યોગમાં લક્ષ આપી પુષ્કળ પૈસો પેદા કરવાની સાથે મનસુખભાઈ શેઠે ધર્મના, પરોપકારના અને જ્ઞાતિહિતનાં પણ ઘણાં કાર્યો કર્યાં હતાં. પોતાના ધર્મના કેટલાય સ્થાનકો તેમણે નવા બંધાવ્યાં હતાં, કેટલાકનો જિર્ણોદ્ધાર કરાવેલ હતો અને કેટલાકના વહીવટમાં સુધારો કરાવ્યો હતો. ૧૯૫૬ના ભયંકર દુકાળ વખતે અત્રેની પાંજરાપોળના ઢોરોની પણ તેમણે સારી સેવા બજાવી હતી, તે ઉપરાંત પોતાના Page #842 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૯૩ ધર્મના પુસ્તકોનો પણ ઉદ્ધાર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, કેળવણીને સારુ ઉત્તેજન આપ્યું હતું અને ઘર્માદા દવાખાનું પણ સ્થાપ્યું હતું. પાલીતાણા સ્ટેટ અને જૈન કોમને વાંધો પડેલો તેમાં પણ એમણે આગળ પડતો ભાગ લઈ સમાધાન કરાવવા માટે બનતો પ્રયત્ન કર્યો હતો, તેમની અનેક પ્રકારની જ્ઞાતિ સેવાઓ લક્ષમાં લઈને તેમની જ્ઞાતિ તરફથી ઇ.સ. ૧૯૦૮માં ભાવનગર મુકામે ભરાયેલી છઠ્ઠી જૈન કોન્ફરન્સના પ્રમુખ તરીકે તેમને નિમવામાં આવ્યા હતા, આ પ્રખ્યાત અને પરોપકારી ગૃહસ્થ સં. ૧૯૬૯માં ૫૮ વરસની વયે સ્વર્ગવાસી થયા હતા. [ “રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) શેઠ અંબાલાલ સારાભાઈ : શ્રી અંબાલાલભાઈ જ્ઞાતિએ દશા શ્રીમાળી શ્રાવક. એમનો જન્મ સં. ૧૯૪૬માં થયો હતો. એમના પિતામહ રા.બ.મગનભાઈ કરમચંદ પોતાના કન્યાશાળા, ધર્મશાળા, દેરાસર વિગેરે લોકોપયોગી કાર્યોને માટે અમદાવાદમાં બહુ જ પ્રખ્યાત અને લોકપ્રિય હતા. અંબાલાલભાઈએ મેટ્રિક સુધી અભ્યાસ કરીને અઢાર વરસની કુમાળી વયે ધંધાની શરૂઆત કરી હતી અને પોતાના પિતાના પિતામહે સ્થાપેલ પેઢીનો તથા જયુબિલી અને કેલીકો નામની બે મિલોનો વહીવટ તેમણે સંભાળી લીધો હતો. પોતાની પાસે પુષ્કળ ધન અને સંપત્તિ હોવા છતાં વેપાર અને ઉદ્યોગની ખીલવણીને અર્થે તેઓ સને ૧૯૧૨માં સકુટુંબ વિલાયત ગયા હતા. ત્યાં તેઓ થોડા વખત રહ્યા પણ હતા. ત્યાંથી સ્વદેશ પાછાં ફરતાં કેટલીક પ્રખ્યાત વ્યાપારી કંપનીઓની એજન્સીઓ તેઓ લાવ્યા હતા. [ “રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) સ્વ. નગરશેઠ પ્રેમાભાઈ હિંમતભાઈ અમદાવાદના પ્રખ્યાત અને પ્રતાપી નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ જ્ઞાતે શ્રાવક ઓશાવાળ વાણિયા હતા, એમનો જન્મ સં.૧૯૭૧ ઇ.સ. ૧૮૧૫માં થયો હતો. એમના વડવાઓ તે વખતના પોતાના રાજકર્તાઓની સાથે મિત્રાચારીને લીધે, તેમજ કરેલા પરાક્રમના અને સખાવતનાં કાર્યોને માટે બહુ જ પ્રખ્યાત છે. શેઠ પધાશાના વંશના ત્રીજા અને પ્રેમાભાઈ શેઠથી છઠ્ઠી પેઢીએ થયેલા શેઠ શાંતિદાસે પ્રથમ નગરશેઠનો ઇલ્કાબ જહાંગીર બાદશાહ તરફથી મળ્યો હતો, જે ઇલ્કાબ હજુ તેમના વંશ વારસો ભોગવે છે. મરાઠાના ત્રાસમાંથી અમદાવાદને બચાવવાનું માન શાંતિદાસ શેઠના મોટા પુત્ર ખુશાલચંદભાઈને ઘટે છે. તેમની એ બહાદુરીથી અમદાવાદની ઓકટ્રોઈ ડ્યુટી (હાંસલ) પોતાને માટે એકત્ર કરવાનો હક્ક તેમને અપાયેલો હતો, હવે એ હક્કના બદલામાં તેમના વંશ વારસોને રૂા. ૨૧૩૩નું પેન્શન ગવર્નમેન્ટ તરફથી મળે છે. નગરશેઠ પ્રેમાભાઈએ સખાવતના ઘણા જ જાણવા જેવા કાર્યો કરીને પોતાની તથા પોતાના વડીલોની પ્રતિષ્ઠામાં ઘણો જ સારો એવો વધારો કરેલ છે, તેમનું પહેલું અને મુખ્ય કર્તવ્ય ૧૮૫૭ના બળવામાં સરકારને મદદ કરવાનું હતું. એ બળવા દરમ્યાન બળવાખોરો તારનાં દોરડા કાપી નાખતા Page #843 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન હોવાથી સેન્ટ્રલ ઈન્ડિયાના સમાચાર મળવામાં બહુજ વિટંબણા પડતી હતી તે વખતે પ્રેમાભાઈ શેઠે ઇંદોર અને અમદાવાદ વચ્ચે ડાકની સગવડ કરી આપવાથી તે વખતના કલેકટર મા. હેડો અને જડ્જ મા. વોર્ડનને દ૨૨ોજ નિયમિત સમાચાર મળવા લાગ્યા અને તેથી તેઓ બહુજ ખુશી થયા. તે સિવાય ધાયલ થયેલાઓ માટે તે વખતે ઠામ-ઠામ દવાખાના થતાં હતાં, તે જોઈને પ્રેમાભાઈ શેઠે રૂા. ૨૨૧૫૦/ તથા તેમના બનેવી શેઠ હઠીસીંગ કેસરીસીંગે પણ તેટલા જ રૂા. ઉમેરીને અમદાવાદમાં એક દવાખાનું સ્થાપ્યું હતું, એ દવાખાનું અમદાવાદમાં હઠીસીંગ પ્રેમાભાઈ હૉસ્પિટલ(સિવિલ હૉસ્પિટલ) નામથી ચાલે છે. ત્યાર પછી તેમણે રૂા. ૭૨૫૦ના ખર્ચે એક લાયબ્રેરી સ્થાપી, જે હાલ ‘‘હીમાભાઈ ઇન્સ્ટીટયુટ''ના નામથી ઓળખાય છે અને સમયના પ્રમાણમાં તેનો ઘણો જ સુધારો વધારો ક૨વામાં આવેલો છે, અમદાવાદમાં હાલ એ પ્રથમ પંક્તિની લાઇબ્રેરી લેખાય છે. ત્યાર પછી ગુજરાત કોલેજ સ્થાપવામાં પણ તેમણે રૂા. ૧૦૦૦૦/ ની રકમ આપી હતી. તે સિવાય મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજમાં પહેલે નંબરે પાસ થનારને ચાંદ આપવાની પણ તેમણે ગોઠવણ કરી હતી. ૧૮૬૩માં મુંબઈમાં વિકટોરીયા ગાર્ડન અને આલબર્ટ મ્યુઝીયમની સ્થાપના થઈ તેમાં પણ પ્રેમાભાઈ શેઠે રૂા. ૧૩૫૦ની મદદ કરી હતી અને પાછળથી મકાનની આજુબાજુ બગીચો તથા રેલીંગ બનાવવા માટે બીજા રૂા. ૧૦,૦૦૦/ આપ્યા હતા. - સં.૧૯૩૪માં ભયંકર દુકાળ પડેલો તેમાં પણ રૂા. બે લાખની ગંજાવર ૨કમ તેમણે ધર્માદા માટે કાઢી હતી. તે સિવાય વિદ્યાવૃદ્ધિના તથા કેળવણીના કાર્યોમાં પણ તેમણે સારી મદદ આપી હતી. ગુજરાત વર્નાકયુલર સોસાયટીને મદદ તરીકે રૂા. ૨૦૦૦/ તેમણે આપ્યા હતા. નરોડા, સરખેજ, બરવાળા, ગુંદી, માતર અને ઉમરાળા વિગેરે સ્થળોએ ધર્મશાળા બાંધવા માટે તેમણે રૂા. ૨૩૦૦૦/ ખર્ચેલા હતા. કાઠીયાવાડમાં આવેલ પવિત્ર શત્રુંજય પર્વત ઉપર એક સુંદર અને ભવ્ય દેવાલય તેમણે રૂા. પાંચ લાખના ખર્ચે બંધાવેલ છે, પાલીતાણા નગરમાં ધર્મશાળા તેમજ પાંજપાપોળ પણ સ્થાપેલ છે. સં. ૧૯૦૫માં શત્રુંજય તીર્થનો સંઘ કાઢયો હતો. વળી કેશરિયાજી પંચતીર્થના સંઘ કાઢયા. સર્વ તીર્થસ્થળોના રક્ષણ અને વહીવટ કરવા માટે ‘શેઠ આણંદજી કલ્યાણજી પેઢી'ની સ્થાપના અને તેના કાયદા-બંધારણ તેમના સમયમાં થયાં. આવા આવા અનેક પરોપકારી કાર્યો તેમણે કરેલા છે અને એવા શુભ કાર્યોમાં જ પોતાનું જીવન વ્યતીત કરી સારી એવી કીર્તિ સંપાદન કરેલ છે. રાજકીય બાબતોમાં તેમણે વિશેષ ભાગ લીધેલ નહોતો, તો પણ લેજીસ્લેટિવ કાઉન્સીલના તેઓ મેમ્બર થયા હતા. આ પ્રતાપી અને પરોપકારી શેઠ સાહેબ પોતાની પાછળ મયાભાઈ, મણિભાઈ અને લાલભાઈ નામના ત્રણ પુત્રરત્નો મુકીને ઇ.સ. ૧૮૮૭માં બાસઠ વરસની વયે સ્વર્ગવાસી થયા હતા. આવા લોકપ્રિય અને પ્રભાવશાળી પુરૂષના નામનું સ્મરણ કાયમ રાખવા માટે તેમજ તેમના પ્રત્યેની પોતાની લાગણી અને દિલસોજી બતાવવા માટે અમદાવાદ શહેરની પ્રજાએ તેમના નામ પરથી ‘‘પ્રેમાભાઈ હોલ’’ એ નામનું એક સ્થળ સ્થાપન કરેલ છે, જે તે વખતથી આજ સુધી જાહેર ભાષણો Page #844 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૯૫ કરવાના ઉપયોગ માટે વપરાય છે અને પ્રસંગોપાત પ્રેમાભાઈ શેઠના પ્રતાપી નામની જાહેર પ્રજાને યાદી આપે છે. [“રાજનગરના રત્નો” પુસ્તક માંથી સાભાર) સ્વ. શ્રીયુત મણિભાઈ પ્રેમાભાઈ ? પ્રતાપી નગરશેઠ પ્રેમાભાઈના પુત્ર મણિભાઈનો જન્મ સંવત ૧૯૧૯ ઈ.સ. ૧૮૬૩માં થયો હતો, જરૂરિયાત પુરતો ગુજરાતી અભ્યાસ કરી તેઓ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં દાખલ થયા હતા અને ત્યાં કેટલોક અંગ્રેજી અભ્યાસ કર્યા બાદ અઢાર વરસની નાજુક ઉંમરે તેઓ પોતાના બાહોશ પિતાના હાથ નીચે વ્યાપારમાં સામેલ થયા હતા. તેમની સત્તાવીસ વરસની ઉંમરે તેઓ ગવર્નમેન્ટ તરફથી મ્યુનિસીપલ કાઉન્સીલર નિમાયેલા હતા, અને પોતાની કાર્યદક્ષતા તથા બાહોશીથી તેઓ વાઇસ પ્રેસીડન્ટના હોદા સુધી પહોંચ્યા હતા. અમદાવાદના મિલ ઉદ્યોગના પિતા શ્રીમાન સ્વ.રા.બ. રણછોડલાલ છોટાલાલ તે વખતે મ્યુનિસીપાલિટીના પ્રમુખ હતા અને શેઠ મણિભાઈ ઉપર તેમને ઘણો જ પ્રેમ હતો, તેમના હાથ નીચે અને અને તેમની જ ઉત્તમ લાગણીથી શ્રીયુત મણિભાઈએ મ્યુનીસીપાલિટીના કામનો સંગીન અનુભવ મેળવેલ હતા, અને એ કામમાં તેઓ એટલા બધા બાહોશ બન્યા હતા કે ઈ.સ.૧૮૯૮માં રા.બ. રણછોડલાલભાઈ સ્વર્ગવાસી થયા ત્યારે તેમની જગ્યાએ તેઓ પ્રમુખ તરીકે નિમાયા હતા, જે હોદો તેમના સ્વર્ગવાસ સુધી તેમણે નિભાવ્યો હતો. મ્યુનીસીપાલિટીના પ્રમુખ હતા તે દરમ્યાન લોકહિતના બનતાં કાર્યો તેમણે કરેલાં હતાં, તેમજ જાહેર સખાવતના પણ બનતાં કાર્યો કર્યા હતાં. સંવત ૧૯૫૬ ના દુષ્કાળ પ્રસંગે તેમણે પુઅર હાઉસ અને કેટલ કેમ્પ જેવી ઉપયોગી સંસ્થાઓ સ્થાપવામાં ઘણી જ મદદ કરી હતી, એટલું જ નહિ પરંતુ ગાયોની સેવા કરવામાં પોતે જાતે આગેવાની ભર્યો ભાગ લીધો હતો અને એ પ્રસંગે તેમણે આર્થિક મદદ પણ સારી રીતે કરીને પોતાની ઉદારતા દર્શાવેલી. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) શ્રીયુત મોહનલાલ મગનલાલ ઝવેરી : રા.રા. મોહનલાભાઈ જ્ઞાતે વીસા ઓસવાળા શ્રાવક વાણીયા. એમનો જન્મ સં. ૧૯૦૬ના અષાડ વદ ત્રીજના રોજ થયો હતો. તેમના પિતાનું નામ મગનલાલભાઈ અને માતાનું નામ દેવકોરબાઈ હતું. સં. ૧૯૪૦થી તેમણે પોતાનો વ્યવસાય ઘણો જ ખીલવ્યો હતો અને દેશ-પરદેશની અંગ્રેજી પેઢીઓ સાથે કામ શરૂ કર્યું હતું. પાલીતાણામાં શ્રાવકોના કોઈ પ્રશ્ન મુંબઈ તરફના ડેપ્યુટેશનમાં સંઘ તરફથી નિમાઈને તેઓ પાલીતાણા ગયા હતા. તે સિવાય મક્ષીજી કેસમાં પાંચ-સાત વખત મક્ષી, ઉજજૈન તથા ગ્વાલીયર વિગેરેના ડેપ્યુટેશનોમાં પણ તેઓ ગયા હતા. તે ઉપરાંત સમેતશિખરજીના કેસમાં પણ તેઓ મુંબઈના સંઘ તરફથી ડેપ્યુટેશનમાં ગયા હતા. આ રીતે જૈન કોમના હિતની દરેક હિલચાલોમાં સંઘ તેમનો પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ ) Page #845 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ ] L[ જૈન પ્રતિભાદર્શન કર્યા હતા, એ હકીકત તેમની બાહોશી તથા તેમના પ્રત્યે સમસ્ત જ્ઞાતિની ઉત્તમ લાગણી બતાવવાને માટે પુરતી છે. આબુના દેરાસરમાં અંગ્રેજો વિગેરે બુટ પહેરીને જતા હતા તે બંધ કરાવવાના ડેપ્યુટેશનમાં મુંબઈ તથા અમદાવાદના ગૃહો ગયેલા તેમાં તેઓ પણ સામેલ હતા. તે ઉપરાંત ડોકટર દીનશાજી જીવાજી એદલ બહેરામે સ્થાપેલ ““જીવદયા પ્રબોધક નીતિવર્ધક મંડળ'' ના તથા ““અશકતાશ્રમ'' ના પણ લાઈફ ચેમ્બર થઈને, તેમજ મુંબઈ વિગેરે શહેરોમાં તે સંબંધે ઉપદેશ કરીને તે ખાતાને પૈસા સંબંધી મદદ અપાવી હતી. તે સિવાય કલ્લોલમાં શેઠ ગોરધનદાસ અમુલખદાસના હાથ નીચે ચાલતા જીવદયા ખાતાને ફંડ કરી પૈસા સંબંધી મદદ અપાવી હતી, જેના પ્રતાપે દેવીઓના નામે ચડતા લગભગ ૩૫૦ થી ૪00 પાડા તેમ જ સેંકડો બકરાઓનો બચાવ થયો હતો. વળી એ સમયે, હાજીપર ભોયણ ટીંટોડા તથા પીરના વિગેરે ગામોમાં હિંસા ન કરવા તથા જીવદયાના નિયમો પાળવા બંદોબસ્ત કર્યા હતો તે હજુ પણ પળાયા છે. મુંબઈમાં ચાલેલા પ્લેગના વખતમાં તેમણે લોકોને મદદ કરવા માટે આગેવાની ભર્યો ભાગ લીધો હતો. તેમને ઓનરેબલ મી.ન્યુજંટ, નવાબ ફયાજ અલીખાન તથા નવાબ કાઝિમ અલીખાન વિગેરેએ સર્ટીફિકેટો આપેલા છે. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) (શ્રી સંઘપૂજન : એક દુર્લભ લ્હાવો વિશ્વની તમામ શ્રેષ્ઠ ઉપમાઓ શ્રી સંઘને આપવામાં આવી છે સંઘ રત્નાકર છે, સંઘ ગુણનિધિ છે. આ સંઘની ભક્તિથી તીર્થકર નામકર્મ બંધાય છે. પરમ કૃપાળુ પરમાત્માનો આ સંઘ અત્યંત ઝળકતા રત્નોની ખાણ છે. તેમાં અનેક ભાવિ આત્મા અરિહંત, ગણધર, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતોના આત્મા રહેલા છે. ખુદ પરમાત્મા પણ ‘નમો તિથલ્સ' કહીને શ્રી સંઘને વંદી પછી જ દેશના આપે છે. આવા પુણ્યવંતા સંઘના સંઘપૂજનનો લાભ મેળવવો દુર્લભ છે. સંઘપૂજન એટલે સાધર્મિકનું બહુમાન!સંઘપૂજન એટલે આવા ઉત્કૃષ્ટ આત્માની અંતરના સદભાવથી અનુપમ ભક્તિ. આ સંઘની પૂજા કરવાથી તમામ તીર્થકરોની પૂજાનો લાભ મળે છે. કારણ કે આ સંઘમાંથી જ અનંતા તીર્થકરો બન્યા છે અને બનશે. અનંતા ગણધરો બન્યા છે અને બનશે. અનંતા આચાર્યો, ઉપધ્યાયો અને સાધુઓ બન્યા છે અને બનશે. માટે આ સંઘની આરાધના પૂજા ખૂબજ ઉછળતા હૈયે અપૂર્વ ઉલ્લાસથી કરવી જોઈએ. સૌજન્ય: શ્રી કુમારપાળ વી. શાહ વર્ધમાન સેવા કેન્દ્ર, ધોળકા (જિ. અમદાવાદ) Page #846 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૭૯૭ જિનભક્તિ-પરાયણ પ્રભાવક પરિવાર અનન્તા સિદ્ધ પરમાત્માઓના સ્થાનરૂપ અને આપણે પણ જ્યાં જવું છે, જે આપણી મંઝીલ છે, એ મુકિતની દૂતીસ્વરૂપ જિનભકિત છે, આવી જિનભકિતમાં લીન બનવાનું સૌ કોઈને ગમે, ગમે અને ગમે જ, | ભૂતકાળમાં જિનભકિતમાં પરાયણ એવા પણ શ્રાવકો મંત્રીઓ થઈ ગયા કે-રાજાનો હુકમ હોવા છતાં પોતાની જિનભકિત પૂરી ન થાય ત્યાં સુધી તેઓ રાજાની પણ આજ્ઞાને કોરાણે મૂકી દે; શરીરે સાપ કરડે છતાં અને તેનું ઝેર ચડવા માંડે તે વખતે પણ જિનભકિત અધૂરી ન મૂકે, અખંડપણે ચાલુ જ રાખે. એ જ રીતે અત્યારે પણ ભગવાનની ભકિતમાં દરરોજ પાંચ-પાંચ કલાક લીન એવા શ્રાવકો તથા ઘરના એકેએક સભ્યો દરરોજ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા અને ઉલ્લાસભેર ભાવપૂજા કરનારા એકાદ-બે નહિ પરંતુ અનેક પરિવારો આપણી નજર સામે છે; અને એ જાણતાં આપણું મન ભાવવિભોર બની જાય છે. પોતાના સંપૂર્ણ પરિવાર સાથે જિનભકિતના ફળસ્વરૂપ સંયમપંચે સંચરનારા પરિવારો પણ આપણી નજર સામે છે. . ભગવાનની ભકિતસ્વરૂપ નાત્ર મહોત્સવો, વિવિધ મહાપૂજનો, મહોત્સવો, છ'રી પાલિત સંઘો વગેરેની તો હારમાળા ચાલુ જ છે, પારાવાર તકલીફો વેઠીને પણ હજારોની કે લાખ-લ્લાખની સંખ્યામાં જિનભકિતભાવિત એવા ભાવિકોને છ–ગાઉની યાત્રા હોંશે હોંશે કરતાં જોઈને આપણી આંખડી ઠરે છે; હૈયું આપણું તૃપ્ત થાય છે. સહજપણે જ અંદરથી ઉમળકાભેર નાદ ઊઠે છે કે કેવી સુંદર-અનુપમ-ઉદાર જિનભકિત કોટિ કોટિ પ્રણામ એ જિનભકિતના એ જિનભકિત કરનાર ભાવિકોને પણ કોટિ કોટિ નમસ્કાર... (સુરતનું સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબ ) [પતિદેવ, ચાર સુપુત્રો, પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી સંયમધર બન્યા એવા કમળાબાની જાજરમાન જીવનગાથા]. દુનિયામાં દાનથી કે તપથી તો કુટુંબ પ્રસિદ્ધિ પામી શકે છે, પણ સંયમથી પ્રસિદ્ધિ પામતું કુટુંબો તો ક્વચિત જ જોવા મળે છે. ગાથા તો ઘણાની ગવાય છે, વર્ણન થાય છે, પણ ગૌરવગાથા તો કો'ક કુટુંબની = Page #847 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન = જ. ધન્ય ભૂમિ સુરતના અનેક કુટુંબમાંથી શ્રી સેનસૂરીશ્વરજી મહારાજથી લઈ આજદિન સુધી અનેક પુણ્યવંત જીવો સંયમના માર્ગે ચાલી નીકળ્યા છે. તેમાં ધર્મભૂમિ ગોપીપુરામાં સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબ સંયમ, સાધના, સાહિત્ય, સંગીત, શિક્ષા અને સોશ્યલ કામોમાં મોખરે રહેલ છે. મા કમળાબાની જાજરમાન જીવનગાથા: અલબેલી આ નગરી સુરતમાં લગભગ સો વરસ પહેલાં ભૂરીયાભાઈના કુળમાં એક બાળકીનો જન્મ થયો. અઢી-ત્રણ વર્ષની ઉંમરે માતાનો વિયોગ થયો. દીકરી એકલી પડી. સહુને ગમી જાય એવી આ બાળકીને માની માસીઓ પોતાના ઘેર લઈ ગયાં. માને બદલે બે-બે માસીઓ (૧) મણીબેન અને (૨) પાલીબેનના ખોળામાં ઉછરતી આ બાળકીમાં ગત જન્મના અને માસીઓના સસંસ્કારના પ્રભાવે નાની ઉંમરથી જ ધર્મરુચિ વધવા લાગી. સુરતના જ સંઘવી કુટુંબના સંસ્કારીઓનાં મિલન થયા પછી શું બાકી રહે! પોતાનાં છ સંતાનો (૧) શાંતિભાઈ (૨) બાબુભાઈ (૩) કુસુમભાઈ પૂ. કમળાબા (૪) અમરચંદભાઈ (પ) સુરવિંદચંદ (૬) જયંતમાં સુસંસ્કારોનાં સિંચન કર્યાં. સેંકડો વરસોથી ચાલી આવેલા ગૃહચૈત્યમાં રોજ જિનપૂજા, પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ, સામાયિક, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ વગેરેના સુસંસ્કારો સંતાનોમાં ગળથૂથીથી જ પાયાં. ઘરથી સામે શ્રાવિકાનો ઉપાશ્રય હતો. કમળાબેનને સામાયિક કર્યા વગર ચેન પડે નહિ. ઉપાશ્રયમાં જ ઘોડીયું રાખેલું. કમળાબાનું સામાયિક ચાલતું હોય અને ઘોડિયામાં છોકરું રડે તે વખતે ઉપાશ્રયમાં જતી આવતી બેનો બાળકને હીંચકો નાંખે. અને આમ કમળાબાનું સામાયિક થતું. ઉપાશ્રયના શુદ્ધ પરમાણુથી પોષાયેલા આ દીકરાઓ ભવિષ્યકાળના શાસનના ધોરી બન્યા. સમય વીતતો જાય છે. અમદાવાદમાં ૫.પૂ. બાપજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપમાં જોડાયાં. ઉપધાનમાં તબિયત ઘણી લથડી ગઈ. ડબલ ન્યુમોનિયામાં સપડાયાં. બે-ચાર નીવિ તો ફક્ત મગનું પાણી વાપરીને કરી. શરીર વધારે ને વધારે અશક્ત થતું ગયું. ડોકટરોએ અને પૂજય મહારાજશ્રીએ પૌષધ પરાવવાની વાત કરી. પણ મક્કમ મનનાં કમળાબા એકના બે થયા નહીં. છની સાતમ કોઈ કરનાર નથી, પૌષધ પારીને ઘેર જઈશ પણ જો આયુષ્ય પૂરું થયું હશે તો ત્યાં પણ મરવું તો પડશે જ. એના કિરતાં વિરતિમાં રહીને મૃત્યુને આવકારવું શું ખોટું? વિરતિમાં જઈશ તો મારા નામે “જય જય નંદા - જય જય ભદ્રા''નો નાદ ગવાશે, મૃત્યુ મહોત્સવ બનશે. એની મક્કમતાને સહુ વંદી રહ્યા; અને ઉપધાન તપ ચડતા પરિણામે પૂર્ણ કર્યા. સંસારી જીવનમાં પણ વયોવૃદ્ધ સાસુ-સસરાની સેવા-ચાકરી સંપૂર્ણ આદરભાવથી કરતાં અને રોજ નિર્ધામણા કરાવી સમાધિ આપતાં. સાસુ-સસરાની સેવા કરી અંતરના આશીર્વાદ મેળવ્યા. એના ભલાભોળા સ્વભાવ અને સદાચારની સુવાસ એવી ફેલાઈ હતી કે આજુબાજુમાં રહેતી બેનો પોતાની બચતની રકમ કમળાબાને સાચવવા આપી જતી. ઘરના અને બહારના વ્યવહારમાં કમળાબાની વાતનું વજન પડતું, એના બોલનો તોલ થતો. Page #848 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૯૯ હૉસ્પિટલના બિછાનેથી પણ કમળાબા પોતાના દીકરાઓને સ્તવન અને સજ્ઝાય શીખવતાં. અત્યારે સંઘવી કુળમાં જે સ્તવનો અને સઝાયોનો વારસો ઊતરી આવ્યો છે તે કમળાબાની દેણ છે. બધી જ વાતનું સુખ છે. પણ એક વાતે એને ચેન નથી. એનું મન બેચેન છે. પોતે સંયમ લઈ શકી નહીં એનું એના હૈયે ભારે દુ:ખ છે. હું તો હવે સંયમ લઈ શકવાની નથી, પરંતુ મારા છ સંતાનોમાંથી એકાદને પણ હું સાધુવેશમાં જોઉં તો જીવતર ધન્ય બની જશે; મારું જીવ્યું લેખે લાગશે. જોગાનુજોગ, પોતાના પાંચમા દીકરા શ્રી સુરવિંદચંદ (હાલના પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી)ને સોળ વરસની ભર યુવાનવયે સંયમ પંથે જવાના કોડ જાગ્યા. મા તો રાજી રાજી થઈ ગયા. પણ રાજકુંવર જેવા દીકરાને ઘરના સૌ દીક્ષાની રજા કેમ આપે? પરંતુ પૂર્વભવમાં જબરદસ્ત આરાધના કરીને આવેલો એ દીકરો એકનો બે થતો નથી. જ્યોતિષીઓનું માર્ગદર્શન લેવાનું નક્કી થયું. મોટા જ્યોતિષીઓને તેડાવ્યા. કુટુંબ આખું ભેગું થયું છે. એક બાજુ મા અને એનો દીક્ષાર્થી દીકરો છે, બીજી બાજું આખું કુટુંબ છે. જ્યોતિષીઓનું એક એક વચન લાખેણું ગણવાનું હતું. જ્યોતિષીઓના કથનથી દીક્ષાની ગતિવિધિ નક્કી થવાની હતી. જયોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે આ છોકરાના નસીબમાં દીક્ષા નથી, તેમ છતાં પણ જો એ દીક્ષા લેશે તો દસ વરસમાં સંસારમાં પાછા આવી જશે. વળી, આ વર્ષ તો વિ. સં. ૨૦૦૦ની સાલનું છે એટલે કે ત્રણ મીંડાનું વરસ છે. દીક્ષા લેશે તો મીંડું વાળી દેશે. ઘરવાળાને તો આવો જવાબ જોઈતો હતો. હવે તો કમળાબા સમજી જશે અને દીક્ષાની વાત પર પૂર્ણ વિરામ મુકાઈ જશે. પણ શાસન અને ધર્મ જેની રગેરગમાં વ્યાપેલાં હતાં તેવાં કમળાબા આટલી વાતથી ઢીલા શું કામ પડે? એણે તો જવાબ આપ્યો, ‘‘મારો દીકરો દસ વરસે પાછો આવશે ત્યાં સુધી તો દીક્ષા પાળશે ને? એક દિવસનું પણ ચારિત્ર અને સાધુવેશ ક્યાં છે? મારા સંસ્કાર પામેલો દીકરો પાછો આવશે જ નહીં અને છતાં કર્મવશ કદાચ આવશે તો મારો ખોળો મોટો છે. મારા પાછા ફરેલા દીકરાને મારા ખોળામાં સમાવી લઈશ.’’ કમળાબાની મક્કમતા પર સહુ ઓવારી ગયા, અને મનોમન એની ભાવનાને વંદી રહ્યા. અને સોળ વરસના સુરવિંદચંદને કુટુંબીજનોએ ભારે હૈયે દીક્ષાની રજા આપી. વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો. કમળાબાને ૧૦૨ ડીગ્રી તાવ હતો. શરીરમાં તાવ ધખે છે, મનમાં હોંશની ધુણી ધખે છે. આવા તાવવાળા શરીરે પણ દીકરાના સંયમવેશની છાબ હોંશે હોંશે લઈ વરઘોડામાં ફરી બધાને કહેતી ફરે છે કે લગ્નટાણે દીકરાના રામણદીવા તો ઘણા લીધા, પરંતુ છાબ લેવાનું સદ્ભાગ્ય ક્યારે મળવાનું હતું? હું તો છાબ લઈ ધન્ય બની ગઈ! મારું જીવન પાવન થઈ ગયું! ! સુરતના રાજમાર્ગ પરથી દીક્ષાનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. રૂપ રૂપના અંબાર જેવો દેવાંશી દીકરો દીક્ષા લેવા જઈ રહ્યો છે. માતા અને દીકરાને હરખનો પાર નથી. જોનારા જોઈ શકતા નથી. અરે રે! આવા દીકરાને કેમ છોડાતો હશે? હજારો આંખો અશ્રુભીની છે. ભોળા-ભદ્રિક પૂ. શ્રી વિજ્ઞાનસૂરિજી મ. અને ધર્મરાજા શ્રી કસ્તુરવિજયજી મ.ના ચરણે દીકરાને સોંપી માતા-પિતા ધન્ય બને છે. દીકરાના રૂપને અનુરૂપ એવું શ્રી ચંદ્રોદયવિજયજી નામ પાડ્યું. એ ધન્ય દિવસ હતો સં. ૨૦૦૦ Page #849 -------------------------------------------------------------------------- ________________ ૮00 ] [ જૈન પ્રતિભાદર્શન માગસર વદ એકમનો. કમળાબાને ટી.બી.નો રોગ ત્રીજા તબક્કામાં પ્રવેશી ચુક્યો હતો. મોત ઉંબરે આવીને બેઠું હતું. દીકરાની વડીદીક્ષા થઈ ગઈ હતી. માતાએ ગુરુદેવને વિનંતી કરી, “ગુરુદેવ! મારા આ દીક્ષિત દીકરાએ કોઈ દી મોત જોયું નથી. શેરીનો કૂતરો મરી જાય તો દિવસો સુધી સૂનમૂન રહેતો. આ પોચા દિલના દીકરાથી માનું મોત કેમ જીરવાશે? માટે ગુરુદેવશ્રી, એને લઈને આપશ્રી દૂર નીકળી જશો.” વિહાર નક્કી થયો. મા-દીકરાનું છેલ્લું મિલન થયું. વિહાર કરીને જતા દીકરાને મા અપલક આંખથી જોતી જ રહી-જોતી જ રહી. અંતરના અનરાધાર આશીર્વાદ દીકરા ઉપર વરસાવતી રહી : “જા-દીકરાજા. મારું, સંઘવી કુળનું, શ્રીમાળી જ્ઞાતિનું, સુરત શહેરનું અને જિનશાસનનું નામ ઉજાળજે. દીકરા! દુનિયાનો સામાન્ય નિયમ છે કે મરણ વેળાએ માતા પોતાના બધા દીકરાઓને પાસે બોલાવે. પરંતુ હું મારી જાતે જ તને મારાથી દૂર મોકલું છું. મારા મરણનું દુઃખ દીકરા, તું ન જીરવી શકે એટલે જ તને દૂર દૂર કરું છું. કોઈ જનમમાં કદાચ પાછો ભેગો થાય ત્યારે તારી આ માને સંયમ આપી તારી લેજે.” હે મા ચક્રેશ્વરી, મારા આ લાડલાના રખોપા કરજે.” આમ મા અને દીકરો છૂટા પડ્યા. માંદગીની ગંભીરતા વધતી ચાલી. મોત પણ સરકતું સરકતું ખૂબ નજીક આવતું ગયું. દીકરાઓની ચાકરી પણ બેનમૂન હતી. તે જમાનામાં ન હતી હીલચેર, ન હતું સ્ટ્રેચર. દીકરાઓ પોતાના ખભાને વહીલચેર બનાવી કે ચાદરની સ્ટ્રેચર બનાવી માતાને એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જઈ શાતા પમાડતા. ઘોર અશાતા વચ્ચે પણ મા મરણ ઈચ્છતી નથી. “દુઃખ આવે મરણ વાંચ્છવું” એ વાત માને સ્વીકાર્ય નથી. અપાર અશાતા વચ્ચે પણ મા કહેતી કે આ ભવમાં છું તો ચોવિહાર, નવકારશી, નવકાર મહામંત્રનો લાભ મળશે. અહીંથી ગયા પછી કોણ જાણે ક્યાં જન્મ મળશે? મૃત્યુના બે દિવસ અગાઉ બેભાન અવસ્થામાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા દાદાશ્રી સીમંધરસ્વામી અને સમવસરણનું આબેહૂબ વર્ણન કર્યું. આ સમવસરણ દેખાય છે. ત્રણ ગઢ, પગથિયાં બધું જ દેખાય છે. સંવત ૨૦OOના વૈશાખ સુદ બારસની સવારે પચ્ચક્ખાણ પાર્યા વગર વિરતિમાં જ જીવ છોડ્યો. ગુરુ વિહારમાં હતા. મા અને દીકરાને પાંચ મહિનાનું છેટું પડ્યું! ઘરનો દીવો બુઝાયો. ઘરમાં રોકકળ ચાલુ છે. કોણ કોના આસું લૂછે? બધા જ સમદુઃખિયા હતા કોણ કોને આશ્વાસન આપે? સામે જ બેનોના ઉપાશ્રયમાં રહેતાં અમારા કુટુંબના પરમ ઉપકારી સાધ્વીજી શ્રી તારાશ્રીજી મ. જાતે આશ્વાસન આપવા આવ્યાં. અલ્યા ગાંડાઓ! આવી માની પાછળ રડવાનું હોય? એના મૃત્યુનો મહોત્સવ માનવાનો હોય. તો આવા હતા કમળાબા અને આવી હતી એની જાજરમાન જીવનગાથા. આ વાતને સાત વરસનો સમય વીતી ગયો. શાસનપ્રભાવના કરી રહેલા પોતાના ભાઈ મહારાજ ચંદ્રોદયવિજયજીને જોઈ કમળાબાના ચોથા નંબરના દીકરા શ્રી અમરચંદભાઈ (હાલશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી)નું મન સંસારમાંથી ઊઠી ગયું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયની ૧૬ પંન્યાસપદવી પ્રસંગના બહાને છાનામાના અમદાવાદ ભાગી જઈ પૂજય કસ્તૂરસૂરીશ્વરજી મ.ના ચરણે જીવન સોંપી શ્રી ( અશોકચંદ્રવિજયજી બન્યા. ગામ હતું બારેજા. ધન્ય દિવસ હતો સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમનો. Page #850 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૦૧ જ્ઞાન-ધ્યાનમાં રંગાયેલા તે મુનિરાજ મુંબઈ-મુલુંડમાં સંવત ૨૦૩૪માં સૂરિપદવી પામ્યા. તે જ વરસથી સૂરિમંત્રની આરાધના શરૂ કરી. સળંગ વીસ વરસોથી તે આરાધના કરી રહ્યા છે. એમનાં આપેલાં મુહૂર્તો અજોડ અને સર્વમાન્ય ગણાય છે. દેશ-વિદેશમાં હવે એમનાં મુહૂર્તો જાય છે. એમના આપેલ મુહૂર્ત થયેલા શાસન કાર્યો અજોડ અને અદ્ધિતીય બન્યાં છે. ભોળા-ભદ્રિક, સમતાના સાગર આ મહાત્માને ચોથા આરાના સાધુનું બીરુદ મળ્યું છે. બધા એમને દાદાના હુલામણા નામે બોલાવે છે. સદાયે હસતા આ મહાત્મા બધાના પ્રીતિપાત્ર બન્યા છે. બધા જ એના પૂજક છે. સંયમી બનેલા બે પુત્રોની સંયમ સાધના દેખી પિતાશ્રી ચીમનભાઈનું હૈયું આનંદ પામે છે. અને એમનું મન સંસારથી વિરક્ત બને છે. દીકરાઓએ સંયમ લીધું તેમાં મારા આત્માનું શું? મારે મારા આત્માનો ઉત્કર્ષ કરવો હોય તો મારે જાતે જ સંયમી બનવું જોઈએ. વિરાગી બનેલા ચીમનભાઈ ચોસઠ વરસની જૈફ વયે મુંબઈ મુકામે પૂજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી પ્રસન્નચંદ્રવિજયજી બન્યા. ધન્ય દિવસ હતો સંવત ૨૦૧૪ અષાડ સુદ ત્રીજનો. નામ જેવા જ ગુણો ધરાવતા સદાયે પ્રસન્નચિત્ત રહેતા તે મુનિરાજ સમગ્ર સમુદાયના પ્રીતિપાત્ર બન્યા. જીવનની ઢળતી સંધ્યાએ મળેલા મહામૂલા સંયમને ખૂબ વફાદાર રહ્યા. સંયમ સાધના તો સાત જ વરસ ચાલી પરંતુ જાણે સીત્તેર વરસના સંયમધર હોય એ રીતે જીવ્યા. મૃત્યુની છેલ્લી મિનિટ સુધી પૂરેપૂરી સમતા અને સાધનામાં લીન રહ્યા. અપાર અશાતાની વચ્ચે ભરપૂર સમતામાં રમતા રહ્યા. જોનારા ઓહો! થઈ જતા. મૃત્યુશગ્યા પર પોઢેલા મહાત્માની સહુ અનુમોદના કરતા. અને બોલતા, ધન્ય મુનિ! ધન્ય તમારું જીવન!! હે પ્રભુ! અમને પણ આ મહાત્મા જેવું સમાધિમૃત્યુ આપજે.” અપાર સમતા અને સમાધિ વચ્ચે પિતામુનિએ જીવનલીલા સંકેલી લીધી. આ મુનિરાજ જગતને જીવવાની અને મરવાની રીત શીખવી ગયા. દિવસ હતો સંવત ૨૦૨૧ મહાવદ ૧૧નો. ગામ હતું ખંભાત. - ત્યારબાદ સંવત ૨૦૨૫માં પ. પૂ. આચાર્યદેવશ્રી કસ્તુરસૂરીશ્વરજી મ. સા. તથા સંયમી બંધુબેલડી શ્રી ચંદ્રોદયવિજયજી તથા શ્રી અશોકચંદ્રવિજયજી સુરત પધાર્યા. કુટુંબના વડીલ શ્રી શાંતિભાઈના દીકરા હેમંતકુમાર ઉ.વ.૧૨ તથા દીકરી નયના ઉ.વ.૧૪ ને કાકામહારાજના પગલે પગલે ચાલવાના કોડ જાગ્યા. હજી તો માનું દૂધ હોઠ પરથી સુકાયું નથી એવા નાના નાના બાલુડાઓને દીક્ષાની રજા કેમ અપાય? પરંતુ જન્માંતરના આરાધક બંને ભાઈ-બહેનની મક્કમતા જોઈ કુટુંબીજનોએ પ્રેમથી રજા આપી. ખૂબ જ ધામધૂમપૂર્વક દીક્ષા થઈ. ભાઈ બન્યા મુનિરાજ શ્રી અશોકચંદ્રવિજયજીના શિષ્ય મુનિરાજશ્રી સોમચંદ્રવિજયજી અને બેન પ.પૂ. સાગરનંદસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તિની સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મ.સા.ના શિષ્ય સાધ્વીશ્રી અગેન્દ્રશ્રીજીના પ્રથમ શિષ્યા ૫. સંવેગશ્રીજીના શિષ્યા ૫. પ્રશમશ્રીજીના શિષ્યા પૂ. નિર્વેદશ્રીજીના શિષ્યા પૂ. પ્રશાંતશ્રીજીના ગુરુબેન પૂ. યશસ્વિનીશ્રીજી બન્યા. સંવત ૨૦૨૫ના માગશર વદ ત્રીજનો એ દિવસ ધન્ય બન્યો. મુનિરાજશ્રી સોમચંદ્રવિજયજી અગિયાર વરસથી સંયમ સાધનાના અંતે વ્યાકરણાચાર્ય બન્યા. સંવત ૨૦૫રમાં પોતાની જન્મભૂમિ સુરતમાં આચાર્ય પદવી પામ્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા તે સૂરિરાજે જિનશાસનમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બે દીક્ષા થયા પછી એમ લાગતું હતું કે સંઘવી પરિવારમાં હવે સંયમના દ્વાર બંધ થઈ ગયા Page #851 -------------------------------------------------------------------------- ________________ ૮૦ર / L[ જૈન પ્રતિભાદર્શન છે. અઠ્ઠાવીસ વરસોના વહાણા વાયા. પણ સંઘવી કુટુંબમાંથી કોઈ દીક્ષાર્થી નીકળ્યો નહિ. ત્યાં જ અચાનક કમળાબાના સહુથી નાના દીકરા જયંતીભાઈને (ઉ.વ.૬૮) સંયમના કોડ જાગ્યા. કુટુંબીઓને વાત જણાવી ધર્મપત્ની શ્રીમતિ મંજુલાબહેને રડતી આંખે પણ મક્કમ મનથી રજા આપતા બોલ્યા કે પતિના પગલે ચાલવું એ આર્યનારીનો ધર્મ છે.–પરંતુ તમને સંયમ માર્ગે જતાં મારાથી અંતરાય કેમ થાય? “ભલે પધારો! સ્વામિનાથ.” ભલે પધારો સ્વામિનાથ! કોઈ જનમમાં ભેગા થાવ તો મને તારી લેજો.” એકનો એક લાડકો દીકરો નીકેશ – પ્રેમાળ પુત્રવધૂ રાગિણી અને ખૂબ જ સમજુ અને શાંત દીકરી મીનાએ પિતાના માર્ગમાં અંતરાય ન કરતાં રડતી આંખે પણ મક્કમ મને રજા આપી. જયંતીભાઈની દીક્ષાની વાતને વા લઈ ગયો. આખા સુરતનું વાતાવરણ દીક્ષામય બની ગયું. એમના સાસરાપક્ષના પરિવાર તરફથી વરસીદાનનો વરઘોડો નીકળ્યો. ફરતો ફરતો મોટાભાઈ શાંતિભાઈના આંગણે આવ્યો. મોટાભાઈ નાનાભાઈને ભેટી પડ્યા અને ખૂબ રડ્યા : “વીરા, તું ફાવી ગયો અને હું રહી ગયો.” પરંતુ દીક્ષાને હજી પંદર દિવસની વાર હતી. તેમનાં દીક્ષિત સંતાનો શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી તથા સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રીજી સુરતમાં બિરાજમાન હતાં. તેઓ બંનેને વર્ષોથી “બા” મહારાજ અને “પિતા” મહારાજ કહેવાની હોંશ હતી તેથી એમણે જોર લગાવ્યું. શાંતિભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતિ વીરમતીબેન સંયમમાર્ગે જવા તો તૈયાર જ હતાં. પરંતુ ઉંમરને હિસાબે થોડી અકળામણ થતી હતી. એવામાં આ નિમિત્ત મળી ગયું અને તૈયાર થઈ ગયા. પુત્ર અશ્વિનભાઈ, પુત્રવધૂ અ.સૌ. ગીતા, દીકરીઓ જયણા-વર્ષા તથા કુટુંબીજનોએ રજા આપતાં એક જ કુટુંબની ત્રણ દીક્ષા એકી સાથે નક્કી થઈ. ચોર્યાસી વરસના શ્રી શાંતિભાઈની દીક્ષા જિનશાસનના સેંકડો વરસના ઇતિહાસમાં વિક્રમ સ્વરૂપ ગણાઈ. બીજા પણ બે બેનોની દીક્ષા નક્કી થઈ. આમ એકજ દિવસે એક જ મંડપમાં પાંચ-પાંચ દીક્ષાનો મહોત્સવ ઉજવાયો. માનવ મહેરામણ ઉમટ્યો અને બાકી હતું તેમ ટી.વી.ની સુરત ચેનલ પરથી દીક્ષાવિધિનું જીવંત પ્રસારણ પણ થયું. જૈન-જૈનેતરોએ કલાકો સુધી દીક્ષાવિધિ જોઈ. જિનશાસનની ખૂબ ખૂબ પ્રભાવના થઈ. ટી.વી. પર દીક્ષાવિધિ જોતા મુસ્લીમ બિરાદરોની પણ આંખો ભીની થઈ અને બોલ્યા “વાહ રે! વાણિયા વાહ! તમને સંસાર ભોગવતા અને છોડતા પણ આવડે.” જૈન-અજૈન ભાઈઓએ દીક્ષાવિધિ જોઈ, નાના-મોટા નિયમો લીધા. દીક્ષાનો આખો પ્રસંગ ચિરંજીવ બની ગયો. - શ્રી શાંતિભાઈ બન્યા મુનિરાજશ્રી સંવેગચંદ્રવિજયજી (પૂ.આ.શ્રી દેવસૂરિજીના શિષ્ય). શ્રીમતી વીરમતીબેન બન્યા સાધ્વીશ્રી ઉપશાંતશ્રીજી (પૂ.પ્રશાંતશ્રીજીના શિષ્યા). શ્રી જયંતીભાઈ બન્યા મુનિરાજ શ્રી નિર્વેદચંદ્રવિજયજી (પૂ.આ.શ્રી અશોકચંદ્રસૂરિના શિષ્ય). આમ કમળાબાએ પ્રકટાવેલી સંયમધરની એક જયોતિમાંથી બીજી સાત સાત દિપશિખા પ્રકટ થઈ. તેમાં પણ પરમ પૂજ્ય આ.શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી અને આ.શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની બંધુબેલડીએ તો કમાલ જ કરી છે! ગુરુ આશીર્વાદ અને વિશુદ્ધ સંયમના બળે એમની શુભ નિશ્રામાં સેંકડો અંજનશલાકા-પ્રતિષ્ઠા-દીક્ષા-છ'રી પાલિત સંઘ વગેરે શાસનપ્રભાવનાના અનેકવિધ કામો થયાં અને થઈ રહ્યાં છે. કેટલાયે સંઘોની એકતાના શિલ્પી તેઓ બન્યા છે. જ્યાં જયાં પૂજયોના હસ્તે પ્રતિષ્ઠા થઈ તે તે બધા સંઘોમાં લીલાલહેર વરતાઈ રહ્યા છે. આ ઉપરાંત પાલીતાણામાં સમગ્ર વિશ્વનું એક અને અજોડ Page #852 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] L[ ૮૦૩ ૧૦૮ શ્રી સમવસરણ મહામંદિર, સુરત અને ભાવનગરમાં વિક્રમ સ્વરૂપ ચારસો અને આસો સિદ્ધિતપ, ગિરિરાજના મહા અભિષેક વગેરે તેઓશ્રીની નિશ્રામાં થયાં છે. અને એવી જ નોખી-અનોખી વાત પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરિજી મ.સા.ની છે. એમને ગુરુદેવશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની અખંડ સેવા કરી ગુરુજીના પડછાયા જેવા બની ગયા છે. ગુરુજીના અંતરના આશિષ મેળવી રહ્યા છે. સંયમના અગિયારમાં વરસે મુંબઈ ભારતીય વિદ્યાપીઠની સંસ્કૃત અને બીજા વિષયોની પરીક્ષામાં બધા જ વિષયોમાં સહુથી વધારે માફર્સ લાવી વિદ્યાપીઠનો વિક્રમ તોડ્યો. જૈન અને અજૈન પંડિતોની સભામાં તેઓશ્રીને વ્યાકરણાચાર્ય'ની પદવીથી વિભુષિત કર્યા. સદાય હસતા ગુરુદેવને ક્રોધથી બાર ગાઉનું છેટું છે. તા.ક.---કમળાબાના ત્રીજા નંબરના દીકરા શ્રી કુસુમભાઈ પણ નાની ઉંમરમાં દીક્ષા લેવા માટે છાનામાના પૂ. આ. શ્રી દર્શનસૂરીજી મ.સા. પાસે ભાગીને ગયા હતા. પરંતુ મોહવશ કુટુંબીજનો સમજાવી તેમને પાછા લાવ્યા હતા. અને બીજા નંબરના દીકરા શ્રી બાબુભાઈ પણ સંયમના ખૂબ જ પ્રેમી હતા. પરંતુ નસીબ અને આયુષ્ય ઓછા પડ્યા અને સંયમ માર્ગે જઈ ન શક્યા. - જો બધા જ સંયમી બન્યા હોત તો એક નવો વિક્રમ સર્જાત! આમ પણ, એક જ માતાના ચારચાર દીકરાઓ સંયમી બન્યા હોય અને એમાંના બે શાસનપ્રભાવક આચાર્ય બન્યા હોય એવા દાખલા શાસનમાં બહુ ઓછા જોવા મળે છે. કમળાબાનું જીવન નંદનવન હતું. --શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી પરિવારના સૌજન્યથી. ( કુબડીયા પરિવાર ) કુબડીયા પરિવારના વંશજો રાજા હતા અને તેઓને સાતમા સૈકામાં પૂજય ધર્મઘોષસૂરિજી મ.સા.એ પ્રતિબોધ કરી જૈન બનાવેલા. ત્યારથી વિશાશ્રીમાળી કહેવાય છે અને કુળદેવી શ્રી ચામુંડા માતાજી છે. કુબડીયા પરિવારનું નામ કુબડીયા ગામ ઉપરથી પડેલ છે. જે હાલ નગર પારકર (પાકીસ્તાન)માં આવેલ છે અને વાવ (જિ.બનાસકાંઠા) લગભગ ૬૦ કિ.મી. દૂર છે. તેઓને અગાઉ વાવ સાથે સંબંધ હતો. તેમજ બીજા કુબડીયા કુટુંબો પણ વાવમાં વસતા બતા. કુબડીયા પરિવારના અનેક કુટુંબો કચ્છમાં લાકડીયા મુકામે વસેલા છે. તેમાંના ઘણા મુંબઈમાં વસેલા છે અને તેઓ ખૂબ જ સુખી છે. તેમજ નંદાસણ-ઘોળાસણ આજુબાજુમાં પણ વસેલ છે. તેઓ શેઠ તરીકે ઓળખાય છે. સરૂપચંદ ગુલાબચંદનું કુટુંબ તથા દેવશીભાઈ ગણેશભાઈનું કુટુંબ સં.૧૯૯૪ના આસો માસમાં વાવ આવીને વસેલા હતા. બીજા પણ ઘણા કુટુંબો આ અરસામાં વાવ આવીને વસેલા હતા. આઝાદીના વીસ વર્ષ પહેલાં બધા કટુંબો વાવ તેમ જ આજુબાજુ આવેલા છે. મૂળ વતન નગર પારકર છે. ત્યાં સુંદર જૈન મંદિર, ઉપાશ્રય પાંજરાપોળ આદિ હતા. ત્યાંથી થોડે દૂર ગોડીજી નામે ગામ હતું અને ત્યાં ગોડીજી પાશ્વનાથ બિરાજમાન હતા. જે હાલ લગભગ વાવમાં બિરાજમાન છે. ભાગલા પછી નગર પારકર, વીરાવાવ આદિ જગ્યાએથી જિનપ્રતિમાઓ વાવ લાવેલ છે. તેમાં અજિતનાથ ભગવાનના નૂતન જિનમંદિરમાં બિરાજમાન ધર્મનાથ ભગવાન તેમ જ બીજી પાંચ પ્રતિમાઓ તેમ જ ધાતુની બત્રીસ પ્રતિમા નગર પારકરથી લાવેલ છે. વાવના કુબડીયા કુટુંબમાંથી સર્વ પ્રથમ દિક્ષીત થયેલ સેવંતીભાઈ ભુદરમલ, હાલમાં આચાર્યશ્રી Page #853 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન નરદેવસાગર સૂરિજી મ.સા.ના. નામે પ્રસિદ્ધ છે. તેઓશ્રીની દીક્ષા સં.૨૦૧૨ વૈશાખ સુદ ત્રીજના રોજ પાલીતાણા મુકામે થયેલ. તેઓશ્રીને આચાર્ય પદવી પાલીતાણા મુકામે સં.૨૦૪૯ ના વૈશાખ સુદ છઠના રોજ અગિયાર દિવસના ભવ્ય મહોત્સવ દ્વારા કુબડીયા પરિવારે ઉજવેલ. આ મહોત્સવનો લાભ વાવના કુબડીયા પરિવારે લીધો હતો. લીલાધર દેવસીભાઈના સુપુત્ર સુરેશભાઈએ દીક્ષા લીધેલ. તેઓશ્રીનું દીક્ષાર્થી નામ સોમસુંદરવિજય છે. કુબડીયા કુટુંબમાં દિક્ષીત થયેલ આચાર્યશ્રી ચકચંદ્રસૂરિજી મ.સા. આદિ વિચરે છે. સરૂપચંદ ગુલાબચંદના બે પુત્રો અનુપચંદભાઈ તથા ઓતમચંદભાઈ તેમાં અનુપચંદભાઈની સુપુત્રી શિલ્પાબેન દીક્ષા લીધેલ. તેમનું દીક્ષાર્થી નામ સા.શ્રી દિવ્યનિધિશ્રીજી છે. વાવથી સાંચોર તેમજ ભારોલ તીર્થનો છ'રી પાલિત સંઘ પૂજયશ્રી નરદેવસાગરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ હતો. દેવસીભાઈ ગણેશભાઈના પરિવારમાંથી દુદાચંદભાઈ તથા લીલાધરભાઈના સુપુત્રોએ વાવથી પંચતીર્થી તેમજ સુરતથી જીરાવલા, રાણકપુર, સૂંઢામાતાજી સુધીનો સમગ્ર કુબડીયા પરિવારને બસ યાત્રા પ્રવાસ કરાવી લાભ લીધો હતો. વાવમાં સં. ૨૦૫ની સાલમાં પ્રતિષ્ઠા થયેલ તેમાં નૂતન જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાન આદિ જિનબિંબોની પ્રતિષ્ઠાનો પણ લાભ લીધેલ. -- શ્રી જયંતીભાઈ કુબાડીયા તથા હસમુખભાઈ કુબડીયા. (ધર્મ સંસ્કારોથી મઘમઘતું સ્વ. કંચનબેન શાંતિલાલ શાહ પરિવાર) કંચનને કસોટીએ ચડી પોતાની ઉત્તમત્તાનો પરિચય આપવો પડે ન | કેકથીર-કદમ ને. સ્વ. કંચનબેન શાંતિલાલ શાહનો જન્મ થયો રંગૂન જેવા | વિદેશમાં, ઉછેર થયો સ્વદેશ જેવા ભારતના વિવિધ ક્ષેત્રોમાં અને જન્મ| જીવન સાથે જોડાયેલું મરણ મેળવ્યું બેંગલોર શહેરમાં સૌને પોત-પોતાના નાના-મોટા ઇતિહાસો – અનુભવો હોય જ છે, | છતાંય “અણોરપાર સંસાર” સમુદ્રના બિંદુ જેવા પ્રત્યેક જીવોના જીવન કવનને કંઈ સ્મૃતિની અંજલિઓ પણ નથી અપાતી. પણ તે જીવાત્માઓને - જરૂર યાદ કરે છે. જેઓ જન્મ લઈ જીવી જ નથી જતાં પણ જીવી જાણે | કંચનબેન શાંતિલાલ શાહ છે. બિંદુઓનું સામટું અસ્તિત્વજ સિંધુના સ્વરૂપનું કારણ હોય છે. જન્મ પછીનું જીવન જાણે ઉપવન હોય તેમ ગુણોથી મઘમઘતું હોય છે. અને મરણ પણ એવું મહોત્સવ જેવું બને છે કે સૌને તે વ્યકિતની પ્રતિકૃતિ-મૂર્તિ પ્રસંગે પ્રસંગે સ્મરણમાં આવે. વિદેશમાં જન્મ એટલે જૈન ધર્મને પણ જાણવો - માણવો દુર્લભ બને, પણ ભાગ્યશાળીને ભૂત રળી આપે” ના ન્યાયે જેનું ભાગ્ય જ બે ડગલાં આગળ આગળ ચાલતું હોય તેને ફિકર શી કરવી પડે? રંગૂનમાં નિર્દોષ બચપણના વરસો વીતી રહ્યાં હતા તેટલામાં આઝાદ હિંદ ફોજના નેતા દ્વારા થયેલ L. હિંદુસ્તાન સ્વાતંત્ર્ય સંગ્રામના પડઘોષ પડ્યા અને નેતાજી સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોની હુકૂમતનો હુરિયો Page #854 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૦૫ બોલાવવા માથું બહાર કાઢયું. હુલ્લડોએ હવામાન તથા જનજીવન ઉપર પણ પ્રભાવ પાડ્યો. ડરના માર્યા અને અંગ્રેજોની બોમ્બાર્ડીંગથી બચવા રંગૂનવાસી હિંદુસ્તાની લોકોએ સ્ટીમરો અને જે જે સાધનો તેના વડે વિદેશ–વસાવાટનો મોહ જતો કરી સ્વદેશ તરફ ભાગદોડ મચાવી દીધી. સ્વ. કંચનબહેન પણ ત્રણ ભાંડુ અને ત્રણ ભગિનીઓ તથા માતા-પિતાના મધ્યમ કદના પરિવારના સદસ્ય હતા, તે આખોય પરિવાર ભીતિના ઓછાયા હેઠળ સરસામાન અને માલમિલકત સાથે ભારત ભણી રવાના થયું. સ્ટીમરની સફરની શરૂઆત જ કસોટી જેવી થઈ. સૌથી મોટા ભાઈ કોઈક અગત્યના કાર્યમાં વ્યસ્ત હતા ત્યાં સ્ટીમર ઉપડી ગઈ. તેઓ ઘરના સૂત્રધાર જેવા હતા, છતાંય સૌથી વિખુટા પડી ગયા. મધદરિયે વજન વધુ જણાતા મુસાફરોને દર-દાગીનાઓની પેટી વગેરે ભરદરિયે પધરાવી દેવું પડયું. છતે પૈસે પરિવાર પાયમાલ થયો અને વડીલ બંધુ તો તે પછી ભારત આવવા કોઈ સાધન ન મળતાં ડુંગરાઓનો પગ પ્રવાસ કરી કેટલાય દિવસો પછી આવ્યા. ત્યાં સુધીમાં સુખી પરિવાર દુઃખી બની ગયો હતો. અને સ્વજન સૌ વેરણછેરણ થતાં ઘણુંય અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જન્મ ઇ.સ. ૧૯૩૨માં થયેલ અને સ્થાળાંતર કિશોરાવસ્થામાં તેથી સ્કૂલનો અભ્યાસ વગેરે પણ ઘણા જ ડહોળાયા. છતાંય સમગ્ર પરિવાર સ્વદેશ આવી ધર્મના પસાયે કઈક સ્થિર થવા લાગ્યો અને હસ્ત ઉદ્યોગ-ગૃહ ઉદ્યોગ તથા નાની-મોટી હુન્નરકળાના સથવારે સ્વાવલંબી સ્થિતિ સુધી પહોંચ્યો. કઠણાઈના દિવસોમાં કમાણી કરાવનાર કંચનબહેનનું ભાગ્ય કંઈક ન્યારૂ જ હતું. તેથી ૨૩ વરસની આસપાસની ઉંમરે લગ્નગ્રંથીથી જોડાણા. તે પૂર્વે રંગૂન પછી, કચ્છ (મુદ્રા), મદ્રાસ જેવા ઉજજવળ ગામ-શહેરમાં રહેવાનું થયેલ. તેથી ઉતાર-ચઢાવના પ્રસંગોથી તેઓ ખાસ્સા અનુભવી બની ગયા હતા. લગ્ન પછી પ્રથમ પુત્રની પ્રાપ્તિ મદ્રાસમાં થઈ, તે પછી પુત્રીની પ્રાપ્તિ ઝરિયાનગરના (શ્રી સમેતશિખરજીની નિકટનું નગર) વસવાટમાં થઈ. અત્યાર સુધી ચિત્ર-વિચિત્ર જોગ-સંજોગમાં યુવાની સુધી પહોંચવાનું થયું હતું તેથી ધર્મસંસ્કારોનું વાવેતર નજીવું હતું. મૂળ સ્થાનકવાસી કુટુંબના હતા અને પતિ મળ્યા દેરાવાસી. તેથી કુદરતે દુ:ખ ગર્ભિત આછો વૈરાગ્ય તેમના મન-માનસમાં પ્રભુ ભક્તિ, જિનાલયે દર્શન-વંદન અને સાધુસાધ્વીઓના દર્શન તથા વ્યાખ્યાન શ્રવણનો પ્રેમ વિકસાવવામાં કારણભૂત બન્યો. તે પછી તો સંતાનોનું સંસ્કારણ પણ પોતાની જીમેદારી હોવાથી ક્રમશ : ધર્મભાવના વધતી જ ચાલી, જેના પ્રતાપે “ઘર્મો રક્ષતિ રક્ષિતઃ” ના ન્યાયે બધુંય અનુકૂળ બનવા લાગ્યું. પૂર્વ ભવના સંસ્કારો ઉદયમાં આવતાં સહનશીલતા, સમતા, સૌજન્યતાના સથવારે મૃદુતા તથા પરાર્થકરણ પ્રગટ થયા. સ્ત્રીસહજ ઇર્ષાવૃત્તિ, નિંદા-કુથલી અને ક્ષુદ્રતાદિ દોષો તેમને પીડી ન શકયાં. ગીત-સંગીત, વેશભૂષા, ભ્રમણ શોખ વગેરેનો પલટો પ્રથમ પુત્ર પ્રાપ્તિ પછી થતાં તે જ શોખ પ્રભુ ભક્તિના સ્તવન-સજઝાયો ગાવામાં, સાદગી-સુચ્ચાઇ અને સંતોષનો પહેરવેશ પહેરવામાં અને તીર્થયાત્રાએ ગમન કરવામાં વિકસી ગયો. જીવનમાં સરળતા એ જ એમની સફળતાનું કારણ બનતા ચાલ્યા, તેમાંય વિષય-વાસનાથી વિમુખ થયા હોય તેમ સદાચાર તો તેમની નસેનસમાં વહેતો હતો. પુત્રોમાં પ્રથમ પુત્ર (જતીનકુમાર-હાલ મુનિશ્રી જયદર્શનવિજયજી મ.) ઉપર વધુ મોહ હતો, છતાંય રાત્રિએ અવનવી ધાર્મિક વાર્તાઓ કરવી, મધુર કંઠમાં પ્રભુની સ્તવનાઓ કરવી તથા પરિવારમાં પણ ધર્મ ( ભાવના જાગૃત રહે તેવી ધર્મકરણીઓ તેમના જીવનની સ્વાભાવિક સ્થિતિ હતી. પતિદેવ પણ ન્યાય-નીતિના Page #855 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ ] [ જૈન પ્રતિભાદર્શન કટ્ટર આગ્રહી મળ્યા હતા, જેથી તેમના ગુણોનો વારસો સંતાનોમાં ઉત્તરે તે પણ સ્વાભાવિક જ હતું. એક પુત્ર-એક પુત્રી પછી ઘણાં જ લાંબા સમયે ત્રીજા સંતાનની પ્રાપ્તિ થઈ, પણ તે દરમ્યાન એક કસુવાવડને કારણે શારીરિક પ્રત્યાઘાત ખૂબ થયો અને નાની-મોટી વ્યાધિઓ દેહના દરવાજા ખખડાવા લાગી. પોતે આયુવેર્દિક તથા નિઃસર્ગોપચારના નિષ્ણાત જેવા હતા, તેથી શકય તેટલું સહન કરી ઔષધોપચાર ટાળતા રહ્યા, પણ અશાતા વેદનીય કર્મો જાણે સુખનો દાયકો વીતતા જ ઉદયમાં આવતા લાગ્યા. તેથી ના છૂટકે એલોપથી ઉપચારો ચાલુ થયા, પણ “ત્રણ સાંધો ત્યાં તેર તૂટે' જેવી કાયાની કફોડી હાલત કર્મોદયે થતી ચાલી. દવા કે ઉપચારો પણ નાકામયાબ થતાં ચાલ્યા, જેથી કયારેક મોટું આવી જવું, ક્યારેક સોજા ચડી જવા, કયારેક શક્તિઓ જ ખેંચાઈ જવી, વગેરે અનુભૂતિઓ થતી રહી. છતાંય સહનશીલતા ગુણ જ એવો વિકસેલો હતો કે અન્યને તો તેમની રોગગ્રસ્ત કે દુઃખત્રસ્ત પરિસ્થિતિનો ખ્યાલ પણ ન આવે. તેમણે જાણે જીવનમંત્ર બનાવ્યો હતો કે “વાસના એવ સંસારો” જેથી જેમ જેમ શારીરિક નાંદુરસ્તી વધવા લાગી તેમ તેમ માનસિક તંદુરસ્તી જાળવવા ધર્મજાગૃતિ પણ વધારવા લાગ્યા. પ્રથમ પુત્ર કિશોરાવસ્થા વટાવી યુવાવસ્થામાં આવી ચૂક્યો હતો તેથી મા તરીકે આટલા વરસોના જતન પછી એક છૂપી ઝંખના રાખેલ કે પુત્ર હવે પરણે તો સારું, જેથી તેમને પણ રાહત મળે. પણ પ્રથમ પુત્રને તો જાણે પારણેથી પૂર્વભવના સંસ્કારોને કારણે અદ્દભૂત વૈરાગ્ય હતો. તેથી માતા-પિતાના સદાચાર - સંસ્કારોનું સિંચન મળતાં જ વિરાગનો રાગ ખીલી ગયો. તે એટલી હદે વધ્યો કે લગ્નગ્રંથીથી બંધા શ્રાવક તરીકે જીવવું ન પડે અને વહેલી તકે શ્રમણ બની જવાય તેવી ઊંડી ઝંખનાના કારણે પ્રભુલગનને મુખ્ય બનાવી. વ્રત-નિયમો માતા-પિતાની જાણ વગર જ સ્વયં સંતોના શ્રીમુખે લઈ લીધા. કન્યાઓના માંગાનો અસ્વિકાર થતો જોઈ કંચનબહેનને ખ્યાલ આવી ગયો કે તેમના અરમાન પૂરા થાય એમ નથી. છતાંય પોતે દીર્ધદષ્ટિ વાપરી પોતાની વધતી વ્યાધિ વચ્ચે સમાધિ અખૂટ રાખવા છાની-છપની રીતે કોઈ ધાર્મિક કન્યા માટે શોધ ચલાવવા લાગ્યા. અત્યાર સુધી થયેલ પરાર્થકરણ તથા પરમાર્થના જીવન યાપનનું પુણ્ય આડે આવ્યું, જેથી પોતે કચ્છના છતાંય કાઠિયાવાડના કુટુંબી ઈદુબેન લક્ષ્મીચંદ સંઘવીની સુપુત્રી ભારતીની ઉત્તમ ધર્મકરણી દેખી તેની સાથે પુત્રને પારિવારિક બંધનથી બાંધવા પુત્રની રજા કે ઇચ્છા વગર જ વાત વધારી અને બેઉ પક્ષના સ્વજનોની સહમતી મેળવવામાં સફળતા મેળવી પ્રથમવાર જ પોતાના દેહદર્દને પ્રગટ કરી પુત્રને પોતાની કથળેલી કાયા તથા મોતના ઓછાયાની વાત કરી. છતાંય પુત્ર જયારે ગૃહસ્થ બનવા તૈયાર ન થયો ત્યારે તેમની સમતા ખૂબ કસોટીએ ચડી અને ધીરજ તુટતાં મા તરીકેની મમતા અનરાધાર આંસુઓથી અભિવ્યકત થવા લાગી, જેણે ઘરના સૌને અને છેલ્લે પુત્રને પણ કરૂણાથી ભીંજવી દીધો. ““મરણ સમે નત્યિ ભય'; જયારે જીવન મોત માથે આવતું દેખાય ત્યારે તે જો ધર્માત્મા હોયતો સાવધ બની જાય છે. અગમચેતી વાપરી સ્વ-પર-હિતની સાધના-સમાધિનો વિચાર કરવા લાગે છે. અન્યને એટલો ઊંડો અણસાર આવ્યો ન હતો પણ સ્વયં કંચનબહેને પોતાની વ્યાધિ-વેદનાની સાક્ષીએ પુત્રને પોતા માટે કરતાંય પિતાના હિતના રક્ષણ માટે તથા નાનાભાઈના સંરક્ષણ-સંસ્કાર માટે સંસાર સંબંધમાં જોડાઈ જેટલી થાય તેટલી ધર્મારાધના કરવા દેવાની ઉદારતા દાખવી પગલું ભર્યું હતું. ઋણાનુબંધનના કારણે પુત્રના લગ્ન થયા અને કંચનબહેને નિરાંતનો શ્વાસ લીધો. પોતાના પુણ્યોદયે , પુત્રવધૂ પણ એવા પરગજુ પ્રાપ્ત થયા હતા કે તેના પગલે જ ઘરમાં સુખ-સમૃદ્ધિઓ વધવા લાગી, શાંતિ- Page #856 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૦૦ સમાધિ પણ. પુત્રે પણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી''ના નીતિ વાકયને પ્રધાનતા આપી. મન મારીને પણ માતાની સેવાને મુખ્ય રાખી જીવન-જીમેદારીઓ સ્વીકારી, પણ આ તરફ કંચનબહેને પણ કાયાને કંપાવતી કિડનીની જીવલેણ બિમારી જે ૪૫ વરસની ઉમ્ર પછી વધુ ઘેરી બનવા લાગી હતી તેને ખાળી જઈ મનોમન મન સાથે સમાધાન ચાલુ કરી દીધા. જો કે શાસ્ત્રાભ્યાસ ઓછો જ હતો, છતાંય ધર્મસંસ્કારો એવા ઝગમગતા હતા કે શાસ્ત્રોક્તિઓ જાણે આત્મસાત જ હતી કે મનનું મારણ=ભવોનું મરણ. मणमरणे इंदिदमरणं, इंदियमरणे मरंति कम्माई! कम्ममरणे मुक्खो, तम्हा मनमारंणं विति!! પરાર્થ પ્રેમીને પરાર્થપ્રેમી પુત્રવધૂ મળી ગઈ હતી. તેથી એક પછી એક ઘરની બધીય જવાબદારીઓ તેને ભળાવી પોતાના સ્વાર્થનો સંક્ષેપ કર્યો. હવે ફકત જ્ઞાતા-દષ્ટા જેવી સ્થિતિ થવા લાગી હતી, કારણકે ડાયાલીસીસ ઉપર જીવવાનું હતું. જોકે તેમના અમેરિકાસ્થિત ભાઈથી લઈ પરિવારના અન્ય સદસ્યો પણ કિડનીનું દાન લઈ તેમની આયુષદોરી અકાળે ન તૂટવા દેવા ઇચ્છતા રહ્યા, પણ તુટીની બૂટી ન હોય.” | કિડની એકદમ ફેઇલ થવા લાગી, મોઢે ને શરીરે વિકારી સોજા, લોહીની ઉલ્ટીઓ,નાક વાટે લોહીનું વહેવું અને વારંવાર હોસ્પિટલના ચક્કર જાણે નિત્યક્રમ થઈ ગયા. આવી ભયંકર વેદના વચ્ચે પણ સમતાની સાધના અજબ-ગજબની સાધી. તા.૨૬ ડીસેમ્બરે જયારે બિમારીએ પૂરો ભરડો લીધો ત્યારે કુદરતી પુત્ર તથા પુત્રવધૂની પાસે પોતાની જીવન લીલા સમાપ્તિની ઘડીઓ જણાવી ધર્મનું શરણું ઝખ્યું. સમાધિ મરણને ઝંખતા હતા, તેના પ્રભાવે જ તે દિવસે સવારના પ્રથમ પ્રહોરે જ પરાર્થ પ્રેમી સાધ્વીજીશ્રી દિનમણિશ્રીજી મ.સા. (પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની) હૉસ્પિટલે પધાર્યા અને તેમના જ શ્રી મુખે વ્રત-નિયમો ઉચ્ચરી આશા-અપેક્ષાઓનું સંવર કર્યું, સઘળુંય સાગારિક રીતે વીસરાવી દીધું. પુત્રવધૂને ખાનગીમાં બોલાવી પારાવાર પ્રેમથી પીગળાવી પોતાના સસરાની સેવાનો ધર્મ સમજાવ્યો, તેનો હાથ પોતાના હાથમાં લઈ જાણે સઘળુંય સોપી દીધું. પુત્રવધૂએ પણ અવસરોચિત કર્તવ્ય બજાવવા ને તેમને સમાધિ અપાવવા દીક્ષાવિલંબથી લેવા વચન આપી તેમને સતાવતી ચિંતાથી મુક્ત કર્યા. વ્યવહાર કુશળ ભારતીદેવીની (હાલ સાધ્વીશ્રી ભવ્યગુણાશ્રીજી મ.સા.) સમયસૂઝે બેઉ પક્ષના સમાધાન થઈ ગયા. બસ બીજે જ દિવસે જીજીવિષાનું વિષ પણ વમી નાખી, આશા-અરમાનોની માયાજાળથી મુકત થઈ પોતે કરેલ આગાહી મુજબ તા.૨૭-૧૨-૮૩ બુધવારની રાત્રિએ (વિ.સં.૨૦૩૯) બેંગલોર મધ્યે પ૧ વરસની પ્રૌઢવયે ક્ષણભંગુર દેહપિંજર છોડી દીધો. જન્મ કરતાંય જીવનની અને જીવન કરતાંય સમાધિમરણની કિંમત ક્રોડ ગણી કહેવાય છે. આખાય જીવનમાં નાના-મોટા નિમિત્તોને કર્મોનો કાટમાળ માની ધર્મભાવનાને આત્મસાત કરનાર જીવાત્મા જ મરણને મહોત્સવ બનાવી શકે. પુત્ર-પુત્રી-પરિવારને પવિત્ર સંસ્કારોથી વાસિત કરી શકે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ બન્યા સ્વ. કંચનબહેન. જાણે તેઓ કહી ગયા કે મધુર પણ સંસારનું સુખ સદાય અધૂરું હોય છે. માટે Live For The Best But Be Ready For The Worst. અનંત સંસારના સંસરણમાં “સુ” તત્વોનું સંસ્કરણ જો મરણને સાથ Page #857 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ / [ જૈન પ્રતિભાદર્શન જ આપે તો પરંપરાએ પણ ભવોભવના જન્મ-મરણનું જ મરણ થઈ જાય. જાણે તેઓએ પોતાની આંખો બંધ છે એટલે કરી કે પરિવાર પ્રમાદમાં ન પડી આંખો ઉઘાડી રાખે. સનો સ્વીકાર કરે ને અસનો ધિક્કાર. સંકલન : શ્રી અમિતભાઈ શાંતિલાલ શાહ-બેંગલોર શ્રી દીનાબેન પંકજભાઈ ભણસાલી-હૈદ્રાબાદ ( પટ્ટણી પરિવાર : [મહામોહમયી મુંબઈનગરથી મુક્તિનગરીના પંથે પ્રયાણ ) ભારત વર્ષ એટલે સંસ્કૃતિ પ્રધાન દેશ. જે દેશમાં આત્માની વાતો તો ઘર ઘર ઘુમરાતી. એ ભોમકાની રજેરજ પણ ધર્મભાવનાથી વાસિત હતી. આવા ભારત વર્ષની અંદર મોહમયી મુંબઈ નગરીમાં એક પટ્ટણી પરિવાર વસે. તેના અગ્રણી પિતાશ્રી પ્રવીણભાઈ અને માતુશ્રી મધુબેન. પાંચ સંતાનો મલાબેન, દિપકભાઈ, રાકેશભાઈ, હિતેશભાઈ, પ્રવીણભાઈની પ્રવીણતા અને મધુબેનની મધુરતાની અનુભૂતિ કરતાં સંતાનો દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. ‘એક સંસ્કારી માતા સો શિક્ષકની ગરજ સારે” તેમ જન્મદાત્રી માતા અને પાલક પિતાની છત્રછાયામાં જીવનમાં અનેક પ્રકારના દ્વન્દો સુખનો છાંયડો તો દુઃખનો તડકો, હર્ષ-શોકાદિમાંથી પસાર થવા છતાં પોતાના બાળકોનું ભાવિ સુઘડ અને સ્વચ્છ બને તે માટે માતા-પિતા વેકેશન પડતાં બાળકોને ભોંયણી કે પાનસર જેવા તીર્થમાં લઈ જાય, તો કોકવાર અગાસી જેવા તીર્થમાં ૮ થી ૧૦ દિવસ રહી પ્રભુભકિત કરતા કરાવતા. મુંબઈ શહેરમાં પધારતા અનેક ગુરુ ભગવંતોના સંપર્કમાં આવતા જ્ઞાનોપાસનાના મંડાતા જ્ઞાનયજ્ઞમાં બાળકો દોડી જતા, જ્ઞાનપિપાસાની જિજ્ઞાસાથી જીવનમાં ધર્મમાર્ગે સવિશેષ જાગૃતિ આણી અને તેમાં મુંબઈ-શ્રીપાલનગર ખાતે એક પ્રસંગે ઉપધાનતપના મંડાણ થયા. આ માતાને તો ત્રણે-ત્રણ ઉપધાન થઈ ગયેલા છતાં શ્રાવકકુળમાં જન્મેલા મારા આ બાળકો લઘુવયમાં માળા પહેરે તો કેવું સારું. રોજની પ્રેરણા મળે છતાં ઉગતી જુવાનીના જોમમાં આટલા બધા દિવસો ઉપાશ્રયમાં ગોંધાઈ રહેવાનું. આ વાત કેમ શકય બને? પરંતુ ધર્મી મા હતી ને! પોતાના આ તેજસ્વી બાળકો, જેઓ શિબિર, પરીક્ષા વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય એમને ઉપધાન જેવી શ્રાવક જીવનમાં સાધુ જીવનની ટ્રેનીંગ સમી આ આરાધનામાં જોડાવા સતત પ્રેરતા. પહેલું મુહૂર્ત તો ચાલી ગયું છતાં મધુબેનના મનોરથ તો આગેકૂચ કરી રહ્યા. મારા પુત્રો ઉપધાનામાં જોડાય. હું તેમની માળનો વરઘોડો અને માળારોપણના પ્રસંગને જોઈ કૃતાર્થ થાઉ! આ હતી ધર્મીમાતાની મનોરથ માળ! ખરેખર, પરમાત્માનું શાસન કેવું છે! તેની ઝાંખી કરાવે છે. સાધુનો સાયકગુણ, ઉપાધ્યાયનો જ્ઞાનદાનગુણ અને આચાર્યશ્રીનો આચારગુણ પૂજયશ્રીમાં નિહાળ્યો સુશ્રાવિકા મધુબેને જઈને કહ્યું: સાહેબજી મારા આ બન્ને બાલુડાને ઉપધાનમાં પ્રવેશ કરાવવાની મારી ભાવના થઈ છે. તો હવે પ્રવેશ માટેનું મુહૂર્ત છે? “કાલનો જ દિવસ સારો છે. તેમ જરા પણ ચિંતા કર્યા વિના બન્નેને પૂજા કરાવી તમે પ્રવેશ માટેની સામગ્રી ચોખા, શ્રીફળ આદિ સાથે લાવી મૂકી જજો. પછીની બધી જવાબદારી અમારી. Page #858 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૮૦૯ મધુબેન તો રાજી થતાં થતાં ઘરે આવ્યા, પણ અહીં તો બન્ને બાળકો ના પાડવા લાગ્યા. આટલા દિવસો ત્યાં કેવી રીતે રહીએ. અમારી સ્કૂલ બગડે. મધુબેન કુશળ શિલ્પી હતા. બાંધછોડ કરતાં છેવટે તૈયાર કર્યા. રાકેશ-હિતેશનું નક્કી થતાં રાતો-રાત તેના ત્રણ મિત્રો પણ તૈયાર થઈ ગયા. રાત્રે ૧૨-૩૦ કલાકે બધી તૈયારી સાથે જયારે મધુબેને વિદાય કર્યા ત્યારે તેમને હાશ ! થયું. ધન્ય છે તે માતાને! જન્મદાત્રી જ નહિ પરંતુ સંસ્કારદાત્રી! પ્રભાતે હૈયાના હેતથી, નયનના નેહથી, બન્ને બાળકોને ઉપધાનમાં પ્રવેશ કરાવી માતા ખૂબ જ આનંદ વિભોર બની ગઈ. બન્ને બાળકોએ ભાવોલ્લાસપૂર્વક ઉપધાન પૂર્ણ કરી મુકિતની વરમાળા પહેરી માતાની ભાવના પૂર્ણ કરી, માતાને પૂર્ણ આનંદ થયો. તે પછી પૂ. મહાત્માઓની પ્રેરણા અને ઉપકારી માતાની પ્રેરણાથી ધર્મના રંગે બન્ને બાળકો ખૂબ રંગાયા. યાવતું ચારિત્ર ધર્મની ટ્રેનીંગ ઉપધાન કરવા દ્વારા લીધી હતી તે બીજ હવે અંકુર થઈ ફૂટી નીકળ્યું. ત્યારે ધર્મીમાતાની મમતા આડે આવી. એક પણ પુત્ર સંયમના પંથે જાઓ એવું કહેનારી માતા મધુબેનના લાડકડા હિતેશની થોડી ઘણી ભાવના થઈ. તેમાં રામ-લક્ષ્મણની જોડી જેવી મોટાભાઈ રાકેશને પણ પૂજયયાદ ગચ્છાધિપતિ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ધર્મદેશનાએ ઢંઢોળ્યો. તેનો માહ્યલો જાગી ગયો અને એક દિ બન્ને દીકરા તૈયાર થઈ ગયા. પિતા પ્રવીણભાઈ અત્યંત ભદ્રિક, કર્મફિલોસોફી સમજનારા, તેમણે તો પુત્ર પ્રત્યેનો પ્યાર મુંઝવી ન છે શકયો પણ મધુબેનને મમતાએ ખૂબ છંછેડયો. ના-હા-ના-હા કરતાં મોહ સાથે યુદ્ધ કરતાં એમાં કોઈ ધન્યપળ, ઘડીએ મધુબેને મનને મક્કમ બનાવી સહર્ષ અનુમતિ આપી અને બન્ને ભાઈઓની વાપી મુકામે સં. ૨૦૪૨ વૈ.સુ ૫ ના શુભ દિને પ્રવજયાનો સ્વીકાર કરી પૂજયપાદ સુવિશાલ ગચ્છાધિપતિશ્રીના શિષ્ય મુનિરાજશ્રી તત્વરત્નવિજયજી મ.સા. તથા મુનિરાજ શ્રી હિતરત્નવિજયજી મ.સા. તરીકે જાહેર થયા. ધન્ય છે એ માવડી મધુબેનને જેમણે પોતાના કાળજાની કોર જેવા, આંખની કીકી જેવા બે સંતાન રત્નોને જૈનશાસનના પૂજયપાદ ગુરુભગવંતના ચરણોમાં સમર્પિત કરી દીધા તે કાળ અને તે સમયે આ બંધુ બેલડીએ મોહમયી મુંબઈ નગરને ત્યાગી મુક્તિનગરીના પંથે પ્રયાણ આદર્યું. ( સત્યપુર નિવાસી શેઠશ્રી લીલાજી દીપાજી મુણોત પરિવાર ) નરૂધર દેશમાં આવેલા (સાંચોર) સત્યપુર નગરમાં શા લીલાજી દીપાજી મુણોત પરિવાર દાનવીર અને ધર્મવીર પરિવાર ગણાય. આ મુણત પરિવારે સં. ૨૦૫૫ની સાલમાં સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખર સુરીશ્વરજી મ.સા.ના. શિષ્યરત્ન આચાર્યદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સાના ચાતુર્માસ દરમ્યાન ચારે મહિના સુધી સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ. જે મહેમાન આવતા તે દરેકને ભક્તિપૂર્વક ભોજન કરાવી સંઘપૂજન કરતાં. ઉપધાનતપની વિશિષ્ટતાઓ : આ પરિવારે આસો સુદ ૧૧ ના દિવસે સાંચોરનગરમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં ઉપધાનતપનો પ્રવેશ કરાવેલ. ૩૪૦ આરાધકોએ ઉપધાન તપમાં ( પ્રવેશ કરેલ. જેમાં ર૯૦ આરાધકો માળવાળા હતા. મુણોત પરિવાર તરફથી દરેક તપસ્વીને ૮00 રૂા.ના , == == Page #859 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ / [ જૈન પ્રતિભાદર્શન ઉપકરણો ભેટ આપવામાં આવેલ. દરેક તપસ્વીએ તન અને મનપૂર્વક સુંદર આરાધના કરેલ. ચૌદ નિયમ, ભવ આલોચના, બારવ્રત આદિ ગ્રહણ કરેલ. અને પુદ્ગલ પરિમાણ વોસિરાવાની ક્રિયા કરેલ. ૫૦ દિવસમાં કુલ ૪૩0 રૂ.નું સંઘપૂજન થયેલ. ૨૯૦ માળાઓનો ભવ્ય વરઘોડો નીકળેલ. જેમાં પાંચ હાથી, સાત ઘોડાવાળી, સાત બગી, પાંચ ઘોડા, રથ, ઇન્દ્રધ્વજા, ૫૦ માણસનું બેન્ડ, શરણાઇ, ઢોલ, છડીદાર સાથે સુંદર વરઘોડો સાંચોરના રાજમાર્ગ ઉપર ઉત્સાહ અને આનંદ સાથે નીકળેલ. મુણોત પરિવારે દરેક તપસ્વીને સોનાની ચેઈન પહેરાવેલ અને તપસ્વીઓ તરફથી દરેકને ચાંદીના ચૌદ સ્વપ્ના અને ગરમ શાલ અર્પણ કરેલ. તપગચ્છ સંઘ તરફથી તથા તપસ્વીઓ તરફથી મુણોત પરિવારનું સુંદર બહુમાન થયેલ અને એમના શ્રી સાંચોરી સમાજ તરફથી તાંબાપત્ર અર્પણ કરેલ. મુણોત પરિવારે પણ સાંચોરની ગોડીજી પેઢી તથા તપગચ્છની પેઢીને સાધારણ ખાતામાં સારી રકમ લખાવેલ તથા દરેક દેરાસરો તથા પાઠશાળા, દાદાવાડી વગેરેમાં પણ સારી રકમ લખાવેલ. વરઘોડાના ચઢાવા તથા જીવદયાની ટીપ સારામાં સારી થયેલી જે આજ સુધી રેકર્ડરૂપ બની. મુણોત પરિવાર તરફથી ૧૧ છોડ તથા તપસ્વીઓ તરફથી ૧૪૦ છોડનું ઉદ્યાપન થયેલ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી શિબિરના બાળકોએ માંડવગઢના ભેંસાશેઠ, દીક્ષાર્થી સંવાદ, વીરપ્રભુના દશ શ્રાવકોનો સુંદર નાટક ભજવેલ તથા સૌધર્મેન્દ્ર બની ૬૪ ઇન્દ્રો સાથે હાથમાં પરમાત્માને લઈ જન્મ મહોત્સવ ઉજવવા માટે સાંચોરના સમસ્ત રાજમાર્ગ ઉપર ફરી ભવ્ય સ્નાત્ર પૂજા નૃત્ય સાથે ભણાવેલ. ઉપધાનમાં છેલ્લા આઠ દિવસ અઠ્ઠાઇ મહોત્સવ કરેલ, જેમાં પૂજા અને ભાવનામાં માણસોની પડાપડી થતી. અશોક ગેમાવતે સુંદર રંગ જમાવેલ. આઠ દિવસ છએ જિન મંદિરમાં આંગી, ભવ્ય રંગોલી, હાલતા-ચાલતી ભજન મંડળી તથા જગદ્ગુરુ હરસુરિજીની રચના થયેલ. સં. ૨૦૫૫ માગ. સુદ ૩ તા.૨૨-૧૧-૯૮ ના દિવસે વિશાળ સ્ટેજ ઉપર ૭TOO માણસોની વચ્ચે ૨૯૦ આરાધકોએ ઉલ્લાસપૂર્વક મોક્ષમાળા ગ્રહણ કરી. ધન્ય છે એ મુણોત પરવારને. સત્યપુર (સાંચોર) નગરના દાનવીર મહેતા છગનલાલ હરજીવનદાસ છાજેડ-પરિવાર મરૂધર દેશમાં આવેલ સત્યપુર (સાંચોર) તીર્થ ભૂમિકામાં જન્મ ધારણ કરનાર મહેતા છગનલાલ હરજીવનદાસનું જીવન સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર તેમજ દાનથી ભરપૂર છે. જૈન શાસનમાં આયંબિલતપ, નવકાર મંત્રનો જાપ અને બ્રહ્મચર્યનો ખપ આ ત્રિવેણી સંગમને મહત્વપૂર્ણ ગણેલ છે. ત્રિવેણી સંગમને મહત્વપૂર્ણ જાણીને આ મહેતા પરિવારે પોતાની જન્મભૂમિ સાંચોરમાં વર્ધમાનપ, આયંબિલખાતાનો નિર્માણ કરી મહાન પુણ્ય ઉપાર્જન કરેલ. જે પાઠશાળામાં કુવાળા નિવાસી અધ્યાપકશ્રી દિનેશભાઈ લોલાડીયા ૨૫ વર્ષથી સતત બાલક-બાલિકાઓને ધાર્મિક અભ્યાસ કરાવી રહ્યા છે. | તેમજ સંઘમાં પણ કોઈ પણ ગચ્છના ભેદભાવ માન્યા વિના, દીક્ષા, પ્રતિષ્ઠા, ઉજમણા તથા દરેક પ્રસંગે Page #860 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૧૧ દિનેશભાઈએ સેવા આપી છે. એમના હાથ નીચે લગભગ ૧૫ બાલિકાઓ સંયમ માર્ગે જોડાણી. અત્યાર સુધીમાં ૫૦૦ થી ૬૦૦ બાલિકાઓ અભ્યાસ કરી આગળ વધી પાંચ પ્રતિક્રમણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રન્થ અર્થ સાથે અભ્યાસ થાય છે. દરેક લાભ આ મહેતા પરિવારને મળી રહ્યો છે. મહેતા પરિવારે પોતાના જીવનમાં કરેલ સુકૃત :--વર્ધમાન તપ આયંબિલ ખાતું-સાંચોર, શ્રી ચંપાબેન શ્વે. મૂ.પૂ. પાઠશાળા-સાંચોર, શ્રી મહાવીર જૈન મહિલા મંડળ-સાંચોર, શ્રી ગોડજી દેરાસરની પ્રતિષ્ઠા વખતે મોટી બોલ દ્વારા ધ્વજારોપણ, શ્રી જૈન શ્વે.મૂ.પૂ. પાઠશાળા-હાડેચા, શ્રી શૉંતિનગર જૈન ધર્મશાળા-સાંચોર, શ્રી નાગેશ્વર તીર્થ જૈન ધર્મશાળા-સાંચોર. આ મહેતા પરિવારે પોતાની જન્મભૂમિ જ નહિ પરંતુ અન્ય સ્થાનોમાં પણ સારા ધર્મ સ્થાનો ઉભા કર્યા, જેમાં ઘણા ભવ્ય જીવો આરાધના કરી મોક્ષમાર્ગના અધિકારી બન્યા. અમો શાસન દેવ પ્રત્યે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આ મહેતા પરિવાર હજી વધુ ને વધુ શાસન પ્રભાવના તેમ જ સુકૃતના મોટા કાર્ય કરી પોતાનું જીવન ધન્ય બનાવે. સૌજન્ય : શ્રી ચંપાબેન જૈન શ્વે.મૂ.પૂ. પાઠશાળા-સાંચોર હ. અધ્યાપક દિનેશ લોલાડીયા. શા ઉમેદમલજી સરદારમલજી ભંસાલી પરિવાર-ઝાબ મરૂધર દેશમાં આવેલા જાલોર જિલ્લામાં સત્યપુર નજીક ઝાબનગરમાં શા ઉમેદમલજી સરદારમલજી ભંસાલી પરિવાર ધર્મ સંસ્કારી, સ્વભાવે સરલ તથા દાનેશ્વરી છે. શા ઉમેદમલજી ભંસાલી પૂર્વ ભાવના પુણ્યોદયથી જેમને જીવનમાં સંપત્તિની પ્રાપ્તિ હોવા છતાં પરિવારના દરેક સભ્યમાં સરળતા તેમજ નમ્રતા આદિ ગુણો રહેલા છે. સમયે સમયે તેમની પોતાની લક્ષ્મીનો સદુપયોગ સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રોમાં ઉદારતાપૂર્વક કરેલ છે. પોતાની જન્મભૂમિ ઝાબનગરમાં ચરમ તીર્થપતિશ્રી મહાવીર સ્વામીનું શિખરબંધી જિનાલય સંપૂર્ણ મારબલનું બનાવીને સંઘને અર્પણ કરેલ. ભોજન તથા મહોત્સવ વિગેરેની સુવિધા માટે પોતાના દ્રવ્યથી ન્યાતિનોહરાનું પણ નિર્માણ કરેલ. સાર્વજનિક જન સમુદાયના હિત માટે પાણીની પરબ, પોસ્ટ ઓફિસ તથા હૉસ્પિટલની વ્યવસ્થા કરેલ. કલિકુંડ તીર્થ ધોળકામાં મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની કાયમી ધજા ચઢાવવાનો લાભ તથા પેઢીની બાજુમાં ધર્મશાળા બનાવવાનો લાભ આ ભંસાલી પરિવારને મળેલ. શાશ્વતા તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજની પવિત્ર છાયામાં કલિકુંડ તીર્થોદ્વારક આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ૧૦૦ સાધુ-સાધ્વીજી તથા ૬૦૦ આરાધકોને તન-મન-ધન ત્રણેયનો ભોગ આપી સુંદ૨ ચાતુર્માસની આરાધના કરવવાનો લાભ વિ.સં. ૨૦૪૬માં આ ભંસાલી પરિવારને મળેલ. તેજ ચાતુર્માસની અંદર શત્રુંજયની શીતલ છાયામાં ઉપધાનતપની આરાધના કરાવવાનો લાભ આજ પરિવારને મળેલ. મહેસાણાની નજીક શ્રી જય ત્રિભુવન તીર્થ - નંદાસણમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાનો લાભ આજ પરિવારને મળેલ. ઉંઝાનગરની શાંતિનગર સોસાયટીમાં આવેલા જિનાલયની ચોવીસ દેરીઓમાં એક ભગવાનનો લાભ પણ આ ભંસાલી પરિવારને મળેલ. આ ભંસાલી Page #861 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન પરિવારમાં શ્રીમાન ઉમેદમલજીના ત્રણ પુત્રો શા પારસમલજી, દલીચંદજી, બાબુલાલજી તથા પૌત્રો વગેરે સમસ્ત પરિવાર સંસ્કારી તથા ધર્મ પ્રત્યે આદરભાવ રાખનારો છે. ભંસાલી પિરવારના વિડલોએ પોતાના જીવનમાં ત્રણે ઉપધાનની આરાધના, બંને ટાઈમ પ્રતિક્રમણ સામાયિક, નિયમિત પૂજા વગેરે આરાધનાઓ કરી શકયા છે. ભવિષ્યમાં આ ભંસાલી પરિવાર શાસન પ્રભાવના અને જૈન ધર્મની આરાધના કરાવવામાં વિશેષ સંપત્તિનો સદ્ઉપયોગ કરે. સૌજન્ય : અશોકકુમાર પારસમલજી ભંસાલી સાંચોરના શા પારસમલજી હંજારીમલજી બોહરા પરિવાર મરૂધર દેશમાં આવેલા સત્યપુર (સાંચો) ગામમાં બોહરા પરિવારમાં શા પારસમલજી હંજારીમલજીનું જીવન સાદગી અને સરળતાથી પરિપૂર્ણ છે. જે બોહરા પરિવારે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિની સાથે શાસન સેવામાં સમર્પિત બનીને સંપત્તિનો સદુપયોગ કરી જીવનમાં આરાધના અને શાસન પ્રભાવનાના કાર્યોમાં આગળ વધી રહ્યા છે. આ બોહરા પરિવારે સામાજિક ક્ષેત્રમાં જ્ઞાનપ્રાપ્તિહેતુ સાંચોરમાં વિદ્યાલય બનાવીને સમાજને સમર્પિત કરેલ. સાંચોર તપાવાસમાં આવેલ કેસ૨કંચનભવનનું ઉદ્ઘાટન માટે ઉદારતાપૂર્વક દ્રવ્યની ઉછામણી બોલીને લાભ લીધેલ. મુંબઈથી સમેતિશખરજી તીર્થનો ટ્રેઈન દ્વારા યાત્રા પ્રવાસમાં મુખ્ય સહયોગી બની ઉદારતાપૂર્વક સંપત્તિનો સદુપયોગ કરીને પુણ્યબંધ સાથે લોકપ્રિયતા પ્રાપ્ત કરેલ. શ્રી સમેતશિખરજી તથા રાજગૃહી આદિ પ્રાચીન ક્લ્યાણભૂમિમાં તીર્થ વિકાસ હેતુ આર્થિક યોગદાન આપેલ. પ્રાચીન તીર્થ શ્રી કેસરિયાજીમાં ધર્મશાળા પ્રવેશદ્વારનો લાભ પણ ઉદારતાપૂર્વક લીધેલ. અમદાવાદ શાહીબાગમાં ૫.પૂ. આચાર્યદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી પારસ-ગંગા જ્ઞાનમંદિરની સ્થાપના કેદાર ટાવરમાં કરેલ. જ્યાં આગળ પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી તથા પૂ. મુનિશ્રી રત્નજ્યોતવિજયજી મ.સા. દ્વારા સંપાદિત તમામ પુસ્તકો મળે છે. પાલનપુર - ડીસા હાઈ વે પર પાલનપુરથી ૮ કી.મી. દૂર સુંદર રમણીય તીર્થ બનાવવાની ભાવના ભાવી રહ્યા છે. પારસમલજીના ધર્મપત્ની ગંગાબેને પોતાના જીવનમાં નિયમિત અષ્ટપ્રકારી પૂજા, ઉભય પ્રતિક્રમણ, સામાયિક તથા નવપદની ઓળી વિગેરેની સુંદર આરાધના કરેલ. શા પારસમલજીના સુપુત્રો બાબુલાલ, ઘેવરચંદ, મોતીલાલ આદિ સમસ્ત બોહરા પરિવાર શાસનની સેવા તન-મન-ધનથી શક્તિનો સદુપયોગ કરી રહ્યા છે. આ બોહરા પિરવાર ઉત્તરોત્તર હજી પણ પોતાના જીવનમાં જ્ઞાનની ગંગા વહાવ્યા કરે એ જ શાસનદેવ પ્રત્યે પ્રાર્થના છે. સૌજન્ય : શા પારસમલજી હંજારીમસજી બોહરા પરિવાર (સત્યપુર) ધર્મનિષ્ઠ અને દાનવીર શા પુનમાજી મોતીજી ગજાણી પરિવાર-માલવાડા મરૂધર દેશના જાલોર જિલ્લામાં આ પરિવાર ઠીક રીતે ખ્યાતિ પામ્યું છે. આ પરિવારને ત્યાં બે પુત્ર અને ચાર પુત્રીનો જન્મ થયેલ. મોટા પુત્રનું નામ ઉત્તમચંદ અને નાનાનું નામ રાજમલ. ઉત્તમચંદના ધર્મપત્નીનું નામ રંગુબેન. રંગુબેને ચાર પુત્રોને જન્મ આપેલ. જેમના નામ પોપટલાલ, મણિલાલ, ખુશાલચંદ અને ધનપાલ. ચાર પુત્રોમાંથી બે મોટા પુત્રો સંસારમાં રહ્યા અને બે નાના પુત્રો સંયમ માર્ગે સંચર્યા. માલવાડાના જ વતની સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખરસૂરિ પાસે માલવાડમાં જ બંને પુત્રોએ સંયમ Page #862 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 (૮૧૩ સ્વીકારેલ. ખુશાલચંદ-મુનિ રત્નન્દ્રવિજયજી બન્યા. ધનપાલ-મુનિ રત્નત્રયવિજયજી બન્યા. પૂ.રત્નશેખરસૂરિ સ્વર્ગે સીધાવ્યા પછી કલિકુંડ તર્થમાં ગણિપદવી, પંન્યાસ પદવી તથા આચાર્ય પદવી પામી, આચાર્ય રત્નાકરસૂરિ બન્યા. પ.પૂ. આ.શ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં | ઉત્તમચંદભાઈએ પોતાના જીવનમાં ત્રણ ઉપધાન, બે વર્ષીતપ, દર વરસ આસો ચૈત્રમાસની ઓળી, બન્ને ટાઇમ પ્રતિક્રમણ સામાયિક, નિયમિત પ્રભુપૂજા, ગરમ પાણી વિગેરે સુંદર આરાધનાઓ કરી. લગભગ ૬૦ વર્ષની Jઉંમરે સ્વર્ગે સીધાવેલ. તેમના પુત્રે કલિકુંડતીર્થમાં મીની શત્રુંજયમાં ભગવાન | શા ઉત્તમચંદજી પૂનમાજી ભરાવી ધ્વજ દંડ, કળશની પ્રતિષ્ઠા કરેલ. રાજમલભાઈના ધર્મપત્ની દીવાળીબેન એમને બે પુત્રો અને પાંચ પુત્રી હતી. રાજમલભાઈએ પોતાની લક્ષ્મીનો સદુપયોગ ધર્મકાર્યમાં ઘણો કરેલ. નવ છોડનું ઉદ્યાપન કરાવેલ. માલવાડામાં ખ્યાતિ નોહરાનો આદેશ એમને મળેલ. ધ્વજદંડની પ્રતિષ્ઠા વખતે ઝાંપે ચુંદડીનો લાભ લીધેલ. કલિકુંડ તીર્થની ભમતીમાં ત્રણ ભગવાન ભરાવેલ અને પાલીતાણા તીર્થમાં આ.શ્રી રત્નાકરસૂરિજી મ.સા.ની નિશ્રામાં ચૈત્રી ઓળીનો લાભ લીધેલ, જેમાં ૫OO આરાધકોને આવવા-જવાની સુવિધા સાથે ચાંદીની થાળી, વાટકી, ડબી દ્વારા દરેક આરાધકોનું બહુમાન કરેલ. અનેક પ્રકારની સામગ્રી સાથે દાદાના દરબારમાં વિધિપૂર્વક ચૈત્રી પૂનમના દેવવંદન કરાવેલ. સિદ્ધક્ષેત્રમાં સિદ્ધચક્રપૂજન તથા શાંતિસ્નાત્ર ભણાવેલ. માલવાડા સંઘમાં પણ રાજમલભાઈ આગળ પડતી વ્યકિત તથા સંઘના ટ્રસ્ટી છે. વિલે પાર્લા મુંબઈમાં પણ જિનાલયના મુખ્ય શિલા સ્થાપનાનો લાભ લીધેલ. તથા ત્યાંના ટ્રસ્ટી છે. માલવાડા ગામમાં શાંતિનાથ ભ.ની પ્રતિષ્ઠાનો લભ લઈ ફુઆ બનવાનો લાભ તથા માલવાડામાં ૨૩૦ ઘરમાં ચાંદીના સિક્કા અર્પણ કરેલ. દરેક પ્રસંગે પોતાની લક્ષ્મીને સદ્વ્યય અવશ્ય કરે છે. શાસનદેવ પ્રત્યે એ જ પ્રાર્થના છે કે આ સંપૂર્ણ ગજાણી પરિવાર વધારેમાં વધારે સંપત્તિનો સદુપયોગ કરી પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરે. સૌજન્ય : ગૌતમકુમાર મણિલાલ શાહ-માલવાડા-હાલ મુંબઈ ( હિંગોલીના હેમરાજ પ્રેમરાજ સોની પરિવાર ) ચમત્કારી શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જે તળાવ અને કૂવામાંથી જયાંથી મળેલ તે નગરી હિંગોલીની પુણ્યભૂમિમાં માતા ભવરીબાઇની કુક્ષીએ પ્રેમરાજજી સોનીના કુલરત્ન સમાન કા.૪.૧૯૨૧માં હેમરાજજી સોની તરીકે જન્મ શોભાવ્યો ને ૧૪ વર્ષની ઉમરથી ન્યાય-નીતિને દયાભાવથી વ્યાપારમાં જોડાયા. માતા-પિતાના ધર્મ સંસ્કારે પૂજા-ભક્તિ પરોપકારમાં પરાયણ થયા. ધર્મપત્ની ચાંદાબાઇ સોની સાથે પાણી ગ્રહણ કરીને સંસાર શોભાવ્યો ને તા. ૨૩-૩-૭૦ ની આજીવન બ્રહમચર્યવ્રત ધારણ કર્યું ને લાખો રૂા.ના દ્રાક્ષના ખેતરો-બગીચાને જીવદયા પાલન માટે ત્યાગ કરીને લક્ષ્મીને સન્માર્ગે વાપરી. તપસ્વી આ.શ્રી વારિષેણસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘના સહયોગથી નવપદજી ચૈત્રી ઓળીની આરાધના કરાવાઈ અને સંઘે ઉત્સાહથી આરાધના કરી. પૂ. ત્યાગમૂર્તિ આ.શ્રી કૈિલાસસાગરસૂરિજી મ.ના શિષ્ય સંયમી મુનિશ્રી કંચનસાગરજી મ.થી પ્રતિબોધ પામી વતધારી બન્યા. રેગ્રહ પરિમાણ કરી વ્યાપાર ત્યાગ કર્યો. ૧૯૭૫માં આકોલા તથા વિલેપાર્લા (મુંબઈ), , ૦. Page #863 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન ભાઇંદરમાં ઉપધાન તપ કરાવવામાં લાભ લીધો. જૈન ધર્મના મહાન તીર્થોની દૂર દૂર જઈને તીર્થયાત્રા કરવા સજોડે ભાગ્યશાળી બન્યા. આયંબિલ ખાતા, પાઠશાળા, અખંડદીપક, સ્વામીભક્તિ, વૈયાવચ્ચમાં વિવિધ બોર્ડમાં તેમનું નામ શોભે છે. પૂ. પિતાશ્રી પ્રેમરાજજીની અંતરિક્ષજી ની પદયાત્રા સંઘની ભાવના પૂ.આ.શ્રી વારિષણસૂરિજી મ.સા.ની નિશ્રામાં સ્વયં ભોગ આપી બંધુઓના સહયોગથી પૂર્ણ કરાવી. પતિ-પત્ની બન્ને ધાર્મિક વિચારોના હોવાથી ત્રણ ઉપધાન, ઓળીઓ, બન્ને સમય આવશ્યક ક્રિયાઓ, વ્રત-પચ્ચકખાણથી જીવનને નંદનવન સમુ શોભાવ્યું હતું. બન્નેએ સેવા ટ્રસ્ટ બનાવીને કાયમ દાન-પૂન્ય-પરોપકારના પુષ્પ ખીલતા રહે અને અનુમોદનાની સુવાસથી પુણ્ય મળતું રહે તેમ કર્યું છે. તા. ૬-૩-૮૫ના ચાંદાદેવીએ સમાધિપૂર્ણ ચારિત્રના ભાવોમાં મોક્ષ પ્રતિ પ્રયાણ કર્યું. ૧૯૯૦માં મૈરઠવાળા ઉદ્ઘાટક નળકુમાર આયંબિલ સાધક આચાર્યશ્રી વારિષણસૂરિજી મ.સા., પં.શ્રી વિમયસેનવિજય મ.૨૫૦૦ એકંતા આયંબિલ સાધક મુનિશ્રી વજ્રસેનવિજયજી મ., પ્રવચનકાર મુનિશ્રી વલ્લભસેનવિજયજી ઠા.૪ ના હિંગોલીના ચાતુર્માસમાં વિવિધ તપાનુષ્ઠાનો ઉપધાન, ઉજમણા, છ'રી પાલિત સિદ્ધગિરિ સંઘ, જિનાલય જિર્ણોદ્ધારમાં પૂજયશ્રીની પ્રેરણા પામી રેકોર્ડ બ્રેક ઐતિહાસિક ધર્મનગરી બનેલ છે હિંગોલીનગર. આગળ ઉપર હિંગોલીનગરમાં મહાન પરોપકાર, ત્યાગ, તપ, ભક્તિભાવના, શ્રી શાંતિનાથ પ્રભુજીની શીતળ છાયામાં ઉત્તરોત્તર વધતી રહે તે પ્રભુ પ્રાર્થના. દર વરસે તેમના ટ્રસ્ટ દ્વારા જ્ઞાન-ભક્તિવૈયાવચ્ચ આદિ સાતક્ષેત્રમાં ટ્રસ્ટ તરફથી લાભ લેવાય છે. શ્રી હેમરાજ પ્રેમરાજ તથા અ..સૌ. ચાંદાદેવી હેમરાજ સોની જૈન શ્વે. મૂ.પૂ.સેવા ટ્રસ્ટ હિંગોલી (જિ.પરભણી, મરાઠાવાડા, મહારાષ્ટ્ર) ના ટ્રસ્ટીઓ શ્રી ઇંદરચંદ પૂ. સોની, શ્રી દગડુલાલ પૂ. સોની, શ્રી પ્રકાશચંદ એસ. સોની, શ્રી લખમશીભાઈ શાહ, શ્રી નિર્મલચંદ રૈદાસની, શ્રી પ્રફૂલચંદ સિંધવી-અમલનેર, શ્રી ચંદનમલજી બડિયા સારી સેવા આપી રહ્યાં છે. લબ્ધિ-ભુવન-તિલક-ભદ્રંકર-પુણ્યાનંદસૂરિજી મ.ની. કૃપા પામી, ૐકાર તીર્થ-છાણી તથા શ્રાવસ્તિ તીર્થ યુ.પી.માં પણ સારો લાભ લીધો છે. દાનવીર શેઠશ્રી હેમરાજજી સોનીએ તેમના સ્વર્ગવાસ પૂર્વે જ એક ટ્રસ્ટ શ્રીહેમરાજ પ્રેમરાજ તથા અ.સૌ. ચાંદીદેવી હેમરાજ સોની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સેવા ટ્રસ્ટ-હિંગોલીની સ્થાપના કરી હતી. પોતાના સ્વર્ગવાસ બાદ બધી જ સંપત્તિ ઉપરોકત ટ્રસ્ટમાં દાન કરી ટ્રસ્ટના વિધાન અનુસાર તેનો ઉપયોગ સાત ક્ષેત્રોમાં કરતાં રહેવો એવું મહાન ધાર્મિક કાર્ય કરીને તેઓએ પોતાનું નામ અજર-અમર કરી ગયા છે. સ્થંભનપુરના વિશા ઓસવાલ જ્ઞાતિના અગ્રગણ્ય ગણાતા શ્રી મૂળીબહેન અંબાલાલ રતનચંદ પરિવાર રત્નોની તેજસ્વીતાને ધારણ કરનારા એ રતનચંદ સંઘવીના ધર્મપત્ની ચુનીબાની કુંક્ષીમાંથી આંબા સરખી મીઠાશને ધારણ કરનારા અંબાલાલભાઈ અવતર્યા. સુવર્ણમાં જયારે સુગંધ ભળે છે ત્યારે તેની શોભા કાંઈ અનેરી જ હોય છે, તેમ શ્રદ્ધાવાન, ધર્મિષ્ઠ એવા અંબાલાલભાઈના લગ્ન ગર્ભશ્રીમંત Page #864 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૧૫ દલપતભાઈ ઝવેરીની સુપુત્રી મૂળીબેન સાથે થયા. જાણે ‘‘સુવર્ણમાં સુગંધ ભળી. !'' શારીરિક બિયતથી નાજુક કાયાવાળા અંબાલાલભાઈની આર્થિક સ્થિતિ નબળી હતી. પણ ધર્મશ્રદ્ધાની આધ્યાત્મિક મૂડીથી અબજોપતિને પણ ટપી જાય તેવી શ્રીમંતાઈને વરેલા હતા. જીવદયા તો જીવનમાં જાણે વણાઈ જ ગઈ હતી... પથારીમાં બેઠા-બેઠા ય નાના નાના પારેવા, ચકલી, ખીસકોલી વિગેરેના બચ્ચાં પડી ગયા હોય તો હાથમાં લઈ દાણા-પાણી પીવડાવતા. શાશ્વત તીર્થ શત્રુંજયમાં જઈ સુપાત્રદાનનો લાભ લેવા ધર્મપત્નીને રસોઈ કરવાની પ્રેરણા કરી પોતાની પુત્રી ચંપાબેન તથા પુત્ર તારાચંદ વિગેરેને પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતને બોલાવવા બહાર ઉભા રાખતા. બંને બાળકો દરેક ગુરુમહારાજને આગ્રહ કરી લઈ આવતા અને ઉત્સાહથી વહોરવવા માટે પોતે સ્વયં પણ બેસી જતાં. જાણે ફેકટરી ચાલી સુપાત્ર દાનની... ! સાક્ષાત પંચ પરમેષ્ઠીનું સમર્પણ : નમો અરિહંતાણં નમો સિદ્ધાણં વર્ધમાન તપોનિધિ પૂ.પા.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરિ મ.ની. નિશ્રામાં એકી સાથે ૨૮૯ જિનબિંબોની સ્વદ્રવ્યના સર્વ્યય કરવાપૂર્વક ભવ્યાતિભવ્ય. અંજનશાલાકા મહોત્સવ...તેમજ બીજી પણ અનેક પ્રતિમાઓ ભરાવી પ્રતિષ્ઠા કરાવી શાસનને અરિહંત તથા સિદ્ધિપદની ભેટ ધરી. નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં પોતાના પાંચ પુત્રોમાંથી ત્રીજા નંબરના તેજસ્વી, પુન્યશાળી, પ્રખર વિદ્વત્તાને ધારણ કરનાર કોહિનૂર હીરા સમા હીરાભાઈને સિદ્ધાંત મહોદધિ પૂ.પાદ આ.ભ. શ્રી પ્રેમસૂરિજી મ.સા.ના વિનયી શિષ્ય રત્ન સંઘહિતચિંતક પૂ. પાદ આ.ભ.શ્રી ભુવનભાનું સૂરિજી મ.સા.ના. ચરણોમાં સમર્પિત કરી સાધુ પદની પ્રેમ ભેટ ધરી. ઉપાધ્યાય-આચાર્યપદની ભેટ કરાવી હતી. પણ પુત્ર મ.સા.ના જોગ થતાં ન હતા. માતા (મૂળીબા) નો જીવન દીપક બુઝુ બુઝુ થઈ રહ્યો હતો પણ...મારે પરમેષ્ઠીના બે પદની શાસનને ભેટ ધરવાની બાકી છે તેવી તીવ્ર ઝંખના ધારણ કરતી માતાનો જીવન દીપક પાછો ઝગમગ થતો જોઈને જ... જયારે અંતિમ ઘડીઓ ગણાતી હતી. શત્રુંજયના પવિત્ર ધામમાં ત્યારે શાસન પ્રભાવક પૂ. પાદ આ.ભ.શ્રી ચંદ્રોદયસૂરિજી મ.સા. (શાસન સમ્રાટ સમુદાયના) પધાર્યા હતા. પૂજયશ્રીએ કહ્યું કે ‘‘મૂળીબા હજી વાર છે. ઉતાવળ ન કરો. હેમચંદ્રવિજયને પદવી આપવાની હજુ તો બાકી છે અને દિલની ભાવના ફળીભૂત થઈ.’’ પૂ. ગુરુદેવો વડે અનુજ્ઞા અપાતા મહામહોત્સવપૂર્વક ભાયખલામાં આચાર્ય પદવીના પ્રસંગને ઉજવી જિન શાસનને ઉપાધ્યાય-આચાર્યપદની સહર્ષ ભેટ ધરી. ધન્ય માતા અને ધન્ય પિતા કે જેણે પંચપરમેષ્ઠિને જન્મ આપ્યો. ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ.શ્રી ગુણાનંદસૂરિજી મ.સા. વડે મહાશ્રાવિકાનું બિરૂદ પામેલા મૂળીબાએ જિનશાસનના સાત ક્ષેત્રોમાં સ્વદ્રવ્યનો સદ્યય તો કર્યો એ તો બહુ નાની વાત છે. પણ મહત્વનું તો એ છે કે એમણે શાસનને જીવંત સાત ક્ષેત્રોનું અર્પણ કર્યું છે તે કર્યાં છે તે જાણવું છે? તો લો વાંચો એ પ્રેરણાદાઈ હકીકતો. સાત ક્ષેત્રમાં જિન પ્રતિમા, જિન મંદિર, જિનાગમ આવે...એ ક્ષેત્રોમાં દ્રવ્ય ખર્ચવા તે તો તેમની ભક્તિ છે પણ અંબાલાલ રતનચંદભાઈના કુટુંબે તો ૨૮૯ જિનબિંબોની સ્વદ્રવ્યથી ભવ્ય અંજન શલાકા Page #865 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ ] [ જૈન પ્રતિભાદર્શન મહોત્સવ કરી, બીજા પણ અનેક જિનબિંબો ભરાવ્યા. નડિયાદ, હરતગિરિ, વાલકેશ્વર (વિમલ સોસા.). ભરતપુર, વિરમગામ (ધર્મશાળા સહિત) આદિ અનેક જિનમંદિરોના નિર્માણ-પ્રતિષ્ઠા કરાવી સાક્ષાત જિન પ્રતિમા–જિન મંદિરની ભેટ ધરી આગમજ્ઞાતા વિદ્વાન પુત્રને શાસનને સમર્પણ કર્યો. એટલું જ નહિ પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને પંડિતો દ્વારા ભણાવી આગમજ્ઞાતા બનાવી મૂર્તિમંત આગમોનું પ્રદાન કર્યું. અનેક જ્ઞાન ભંડારોના નિર્માણ કર્યા. - હવે સાધુ-સાધ્વીક્ષેત્રે : શાસનપ્રભાવક, જિનશાસનમાં અગ્રેસર ગણાતા, પૂ.આ.ભ.શ્રી એમાં પણ અનોખું સ્થાન ધરાવનાર પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. એટલે ઝળહળતું સાધુક્ષેત્ર છે. તો દોઢ વર્ષ લગ્નજીવનમાં રહેવા છતાંય કમળની જેમ નિર્લેપ રહી વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાની સાત્વિકતાને ધરાવનારી પુત્રી (વિજયા)પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. સાધ્વી ક્ષેત્રે છે. નેમ - રાજુલના દષ્ટાંતને યાદ કરવતાં પુત્રવધૂ પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા., શ્રી દિવ્યયશાશ્રીજી મ.સા. તથા પૌત્રીની પુત્રી સા.શ્રી દર્શનયશાશ્રીજી મ. આદિ સાધ્વી ક્ષેત્રમાં છે. શ્રાવક ક્ષેત્રમાં : જયેષ્ઠ પુત્ર તારાચંદભાઈએ ગળથુથીમાં મા તરફથી અપાયેલા નમસ્કાર મહામંત્રના સ્મરણના બીજને કેવું વિકસાવ્યું તે તો જુઓ! !! પ્રથમ તો સમસ્ત કુટુંબ સહિત મહારાષ્ટ્ર કેસરી પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મ.સા. પાસે જઈ પોતે એક કરોડ નમકારનો જાપનો અભિગ્રહ લીધો. બીજા અનેક ભાવુકોને નવકાર મંત્રના નવ લાખના જાપ કરાવી નરકના દ્વારા બંધ કરાવ્યા. પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. દ્વારા પ્રેરણા કરાવી અભિગ્રહ લેનારના રસથી બહુમાન કર્યા અને જાપનોંધની પુસ્તિકા અર્પણ કરી. આવા ભાવુકોની સંખ્યા લગભગ ૫OOOO થઈ. આ નવકાર મંત્રનું રટણ કરતાં કરતાં ૩ કરોડ નવકાર મંત્રના જાપક બન્યા તારાચંભાઈ...! એકલાખ લોગસ્સના જાપક. અંતિમ સમયે આવેલા સાધર્મિકોને નિર્ધામણા કરાવવામાં કાબેલ નીતનવી નાની પ્રતિજ્ઞાઓ દ્વારા સમસ્ત કુટુંબને ધર્મમાં જોડવામાં ઉત્સાહી, સાધર્મિકોને આર્થિક રીતે સદ્ધર કરવા, બીજાના ગુણોની અનુમોદના કરવી, જ્ઞાનપ્રાપ્તિની ઝંખના વિગેરે ગુણોને ધારણ કરનારા આ મૂળીબાના જયેષ્ઠ પુત્ર છે. દ્વિતીય પુત્ર છે બી.એ. શાહના હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા બંસીભાઈ. ૫૭ વર્ષની નાની વયમાં જ યમરાજાના મહેમાન બની ગયા. પણ ટુંકી જિંદગીમાં પણે શાસનના મહાન કાર્ય કરનારા હતા. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટી થઈ અનેક સુકૃતો પોતાના સ્વદ્રવ્ય દ્વારા કર્યા. પૂ. સાધુ - સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ ખડે પગે રહી કરતાં તે ઉપરાંત સાધર્મિકોના ઉદ્ધાર-ઉદારતા-કોટુંબિક પ્રેમદેવ-ગુરુ-ધર્મ ઉપર અદ્દભૂત શ્રદ્ધા તથા પાપભીરુતા વિગેરે ગુણોને ધારણ કરનારા તેમજ તેમના આત્મશ્રેયાર્થે તેમના સુપુત્ર મુકેશભાઈએ (એમ.બી.શાહ) એક ઐતિહાસિક, ભવ્યાતિભવ્ય મેરૂ-અભિષેક મહોત્સવનું આયોજન કર્યું હતું એવા પુન્યશાળી અંતિમ દિવસે પણ ચૌદ નિયમોધારી દેશવિરતિને ધારણા કરી પ્રાણને છોડનારા બંસીભાઈ પણ જૈન સમાજમાં, શ્રાવક સંસ્થામાં આગવું સ્થાન ધરાવતા સુશ્રાવક હતા. આ બીજા પુત્રરત્નની વાતો પણ અદભૂત છે. ટૂંકમાં છે આ તો બધુ....! ચોથા પુત્ર ધરણેન્દ્રભાઈ...! મોટા ભાઈના માનબહુમાનને ધારણ કરનાર, શોખીન હોવા છતાંય ધર્મપ્રત્યેની આસ્થાને રગેરગમાં વસાવી રહેલા આ ધરણેન્દ્રભાઈએ પણ મંદિર-ઉપાશ્રયાદિના નવનિર્માણ, જિર્ણોદ્ધારના કાર્યો પૂ.પાદ [ આ.શ્રી ભુવનભાનુસૂરીજી મ.સા.ની. ૧૦૮ મી વર્ધમાનતપની ઓળીના પારણાની ઉછામણી દ્વારા તપના Page #866 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૧૭ પારણા વિગેરે અનેક સુકૃતો કરી રહ્યા છે. પૂ. ભાઈ મહારાજ, પૂ. બેન મહારાજ આદિ પ્રત્યેની અડગ શ્રદ્ધાને ધારણ કરનારા, એટેકનો હુમલો આવ્યા પછી પણ શત્રુંજયમાં ચાતુર્માસ - ઉપધાનાદિ કરનાર ધરણેન્દ્રભાઈની દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા પ૨ ઓવારી જવાય છે. ! ! ! નાનપણમાં જ પિતાની છત્રછાયાને ગુમાવવાના કારણે માતા પ્રત્યેની અનન્ય ભક્તિને ધારણ કરનાર, આ મૂળીબાનો સૌથી નાનો લાડકવાયો દિકરો એટલે જ પુંડરિક ! ! ! જથ્થાબંધ જિન પ્રતિમાઓ ભરાવનાર, હસ્તગિરિ, વિમલ સોસા., વિરામગામમાં સ્વદ્રવ્યથી મંદિરોના નિર્માણ કરનાર, માતૃભક્તિના ઋણને યત્કિંચિત અદા કરવાના સ્વરૂપે મૂળીબેન અંબાલાલ' નામની ધર્મશાળાં બંધાવી અનેક યાત્રાળુઓને જિન-પૂજા, ઉકાળેલા પાણીની સગવડ કરી આપનાર આ પુંડરિકભાઈ એટલે પૂ.ભાઈ મહારાજના અનન્ય ભક્ત! વર્ષોથી પૂજયશ્રીની નિશ્રામાં થતાં સીમંધરસ્વામીના અક્રમ તપના અત્તરવાયણા કરાવી રહ્યા છે. શત્રુંજય તીર્થમાં પૂ. પાદશ્રીની નિશ્રામાં ૧૪ સાધુ ભગવંત અને ૪૬ સાધ્વીજી ભગવંત સહિત ૨૭૫ આરાધકોને ઐતિહાસિક ચાતુર્માસ - ઉપધાનાદિ વિગેરે કરાવ્યા. માસક્ષમણ જેવા મહાન તપના તપસ્વી પુંડરિકભાઈની ઉદારતા - નમ્રતા અને દાક્ષિણ્યતા, વડીલો પ્રત્યેનો સદ્ભાવ, દેવ-ગુરુ પ્રત્યેની અડગ શ્રદ્ધાદિ ગુણો એમના મહાન શ્રાવકપણાની ચાડી ખાઈ રહ્યા છે...!! શ્રાવિકાક્ષેત્રે પુત્રી ચંપાબેન ઃ સુપાત્રદાન અને જીવદયાના સંસ્કારો જેમની રગેરગમાં વ્યાપી ગયા હતા. પુત્રી જયાબેન ઃ સંસારના કાદવમાં પડવા છતાંય શારીરિક કમજોરીના કારણે સંયમ ન લેવા બદલ ભારોભાર પસ્તાવો કરવા પોતાના દિકરા-દિકરીને નાનપણથી જ સંયમ માટેની પ્રેરણા કરવા છતાંય કો'ક ચારિત્ર મોહનીયના ઉદયથી દિકરા-દિકરી સંયમ માર્ગે ન વળ્યા તેના અત્યંત દુઃખને ધારણ કરી રહેલ છતાંય ‘કરતાં જાળ કરોળિયા' ની ઉક્તિ અનુસાર હજુ પોતાના પૌત્ર-પૌત્રીને પણ સાચો માર્ગ આ જ છે એવી સદાય પ્રેરણા કરી રહેલા. પરમાત્મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા, સંયમ જીવનની ઝંખના અને મળેલ ભૌતિક સુખની અશાશ્વતતાને દિલમાં જડબેસલાક રીતે ધારણ કરતી પુત્રીઓ. એ પણ ખરેખર શાસનનું જવલંત શ્રાવિકા ક્ષેત્ર છે. આમ પંચ પરમેષ્ઠ-સાક્ષાત-સાતક્ષેત્રો અને ઝળહળતા નવપદોની જિનશાસનને અદ્ભૂત ભેટ ધારણ કરનાર જૈનશાસનના વિરલ-શાનદાર-ઓજસ્વી વડીલોનું ગોરવવંતું કુટુંબ એટલે જ સ્થંભનપુરના વિશાઓસવાળ જ્ઞાતિના અગ્રગણ્ય ગણાતા. મૂળબેન અંબાલાલ રતનચંદનું કુટુંબ. થાણાના સંધવી કુંદનમલ ભુતાજી પરિવાર આહોરિનવાસી દ્વારા થયેલ શાસન પ્રભાવનાઓના અનુમોદનીય કાર્યોની એક ઝલકઃ (૧) વિ.સં. ૨૦૩૩ ફા.સુ.૩ ના રાષ્ટ્ર સંત જૈનચાર્ય શ્રીમ્ન વિજય જંયતસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં આહોરના ઇતિહાસમાં પ્રથમ વખત આહોરથી શ્રી ચિદ્ધાચલજી તીર્થનો છ'રી પાલિત ૪૫ દિવસીય યાત્રા સંઘ. (૨) વિ.સં.૨૦૩૪માં કાંતિભાઈ પટ્ટણી સંચાલિત સમેતશિખરજીપાવાપુરી સ્પેશ્યલ ટ્રેઈન યાત્રા સંઘમાં સંઘપતિ બનવાનો લાભ પ્રાપ્ત કરેલ. (૩) વિ.સં.૨૦૪૮ મહા સુદ ૧૩ રવિવાર તા.૧૬-૨-૯૨ના આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની સાધ્વીશ્રી દિનમણિશ્રીજી, સા.શ્રી દિવ્યકિરણાશ્રીજી આદિની શુભ નિશ્રામાં થાણા સ્થિત માનપાડામાં નિર્માણાધીન શ્રી શાંતિનાથ જૈન મંદિરનું ખાતમુહૂર્ત. (૪) વિ.સં. ૨૦૪૮ વૈ.સુદ ૫ ગુરુવાર તા. ૬-૫-૯૨ના થાણા સ્થિત માનપાડામાં રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ.સા. દ્વારા કાઢવામાં આવેલ Page #867 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ ] [ જૈન પ્રતિભાદર્શન મુહૂર્ત મુજબ શ્રી શાંતિનાથ, શ્રી સુમતિનાથજી, પાર્શ્વનાથજી જિનબિંબો તેમ જ ગણધરશ્રી ગૌતમસ્વામીજી, ગુરુદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રતિમાઓનો મંગલ પ્રવેશ તથા સ્વામી વાત્સલ્યનું આયોજન. (૫) માનપાડા-થાણામાં શ્રી શાંતિનાથ જૈન મંદિર, શ્રી રાજેન્દ્રસૂરિ જૈન જ્ઞાનમંદિરનું નિર્માણ તથા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની. નિશ્રામાં અષ્ટાલિકા મહોત્સવ સાથે ભવ્ય પ્રતિષ્ઠા સં.૨૦૪૯ મહા સુદ ૧૩ તા. પ-૨-૯૩ (૬) સંવત ૨૦૫૦ મહા સુદ ૧૦ ના થાણાના આદિનાથ જૈન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં પુંડરિકસ્વામીજી તેમજ પંચધાતુના શ્રી શાંતિનાથજી તથા મહાવીરસ્વામીની પ્રતિમાઓ ભરાવવાનો તેમજ કુંભ સ્થાપના, પૂજન, આંગી તથા ભગવાનની બંદોલીમાં ગજરાજ ઉપર બંસીને પુષ્પવૃષ્ટિ કરવા વિગેરેના ચઢાવાઓનો લાભ. (૭) વિ.સં. ૨૦૪૯ માં રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયેતસેનસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની સાધ્વી શ્રી પ્રેમલત્તાશ્રીજી, પૂર્ણકિરણાશ્રીજી તથા કલ્પરેખાશ્રીજીને માનપાડામાં ચાતુર્માસ કરાવવાનો લાભ. (૮) વિ.સં. ૨૦૪૦ આસો સુદ ૧૦ના થાણાતીર્થમાં શ્રીમદ્ વિજય કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં આયોજિત ઉપધાન તપ (તા. ૪-૧૦-૮૪)માં સંયુક્ત સહભાંગી. (૯) તા.૧૩-૩-૮૬ના શ્રીભાંડવપુર તીર્થથી મોહન ખેડા તીર્થ ૬૬ દિવસીય છ'રી પાલિત સંઘના સંયુકત સહભાગી. (૧૦) તા. ૨૪-૪-૮૬ના સ્વર્ણગિરિ તીર્થ જાલોરથી દુર્ગપર મેળાનું આયોજન તથા સ્વર્ણગિરિ તીર્થ જિર્ણોદ્ધારમાં સહયોગી. (૧૧) તા. ૧૩-૯-૮૬ ના મુનિશ્રી યશોભદ્રવિજયજી મ.સા.ની નિશ્રામાં થાણાથી મુલુન્ડ ચૈત્યપરિપાટીનું આયોજન ૧૨) તા.૨૦-૯-૮૭ ના પૂ. પં.શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણ)મ.સા.ની નિશ્રામાં થાણાથી કાલ્લેર ચૈત્યપરિપાટીનું આયોજન (૧૩) આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તા.૧૩-૯-૮૯ના થાણાથી કલવા. ચૈત્યપરિપાટીનું આયોજન. (૧૪) તા.૧૬-૯-૯૦ના મુનિશ્રી વિશ્વાનંદવિજયજી મ.સા.ની નિશ્રામાં થાણાના જૈન મંદિરોની ચૈત્ય પરિપાટીનું આયોજન. (૧૫) તા.૬-૯-૯૨ આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની સાધ્વીશ્રી સુધાંશુયશાશ્રીજી આદિ ઠાણાની નિશ્રામાં માનપાડામાં શ્રી શાંતિનાથ જૈન મંદિર દર્શનાર્થે ચૈત્ય પરિપાટી. (૧૬) સં. ૨૦૫૦માં તા. ૧૯-૯-૯૪ ના થાણામાં વિશિષ્ટ તપસ્વીઓને શ્રી મોહનખેડા, શ્રીલક્ષ્મણીજી, પાવાગઢ આદિ તીર્થોની યાત્રાનું આયોજન. (૧૭) આહીરસ્થિત બાવન જિનાલયના ભવ્ય ગોડી પાર્શ્વનાથ મંદિરમાં એક દેરીનો જિર્ણોદ્ધાર. (૧૮) જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ.સા.દ્વારા ભગવાન મહાવીરના ૨૫OO માં નિર્વાણ મહોત્સવના ઉપલક્ષમાં લિખિત “ભગવાન મહાવીરે શું કહ્યું?' પુસ્તકના બે સંસ્કરણો તથા સ્તવન સુધા, વંદના, તીર્થવંદના, શાંતિનાથ પંચ કલ્યાણક પૂજા, શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી અષ્ટ પ્રકારી પૂજા, પ્રકાશનમાં સહયોગ. (૧૯) સ્વર્ણગિરિ તીર્થ ઉપર ભગવાન મહાવીરના પગલાઓ ઉપર છત્રીનું નિર્માણ. (૨૦) આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં થાણા તીર્થમાં સિદ્ધિતપના તપસ્વીઓની વિશિષ્ટ પ્રભાવના દ્વારા ભક્તિ (૨૧) કોંકણ શત્રુંજય થાણા તીર્થમાં સતત પાંચ સાલ ભોજનશાળા તથા ત્રણ સાલ પાઠશાળા સંચાલનનો લાભ. (૨૨) પાલસોડામાં મૂળનાયકની મૂર્તિ ભરાવવાનો લાભ. (૨૩) શંખેશ્વરમાં નવકાર મંદિર, ભરતપુરમાં રાજેન્દ્રસૂરિ કીર્તિ મંદિર રાજેન્દ્ર તીર્થ દર્શનમાં સહયોગ. (૨૪) વિ.સં. ૨૦૪૧ માં માતુશ્રીના જીવન ૯૫ વર્ષ દરમ્યાન કરવામાં આવેલ વિવિધ તપ-જપાદિની અનુમોદનાર્થે અણદ્વિકા મહોત્સવ સહ જીવીત મહોત્સવ. (૨૫) વિ.સં. ૨૦૪૯ માં ૯ છોડનું ભવ્ય ઉધાપન. (૨૬) વિ.સં.૨૦૩૩ માં પાલીતાણા-તીન્દ્ર ભુવન ધર્મશાળામાં ઉદ્ઘાટન તથા સહયોગ. (ર૭) લક્ષ્મણી તીર્થ પાવાપુરીમાં છે Page #868 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૮૧૯ ST 'નિર્માણાધીન નૂતન ધર્મશાળામાં રૂમોનું નિર્માણ. (૨૮) તાલનપુર તીર્થમાં સહયોગ તથા લક્ષ્મણીતીર્થના ગુરુમંદિરમાં સહયોગ. (૨૯) વિ.સં. ૨૦૫૦ તા. ૧૮-૯-૯૪મા નૌપાડા સ્થિત શ્રી અજિતનાથ શ્રી ચંદ્રપ્રભુ જિનાલય દર્શનાર્થે ચૈત્ય પરિપાટીનું આયોજન. (૩૦) શાકાહાર પ્રચારાર્થે વિવિધ સાહિત્ય પ્રકાશનમાં સહયોગ. (૩૧) “શાશ્વત ધર્મ” માસીક પ્રકાશનના સંરક્ષક બનીને સમ્યગુ જ્ઞાનના પ્રચારમાં સહયોગ. (૩૨) થાણાના કલવા ઉપાશ્રયમાં રૂમોનું નિર્માણ. (૩૩) આહોરના મહાવીર વિદ્યાલયમાં રૂમોનું નિર્માણ. (૩૪) આહોરના ઉપાશ્રયમાં બિરાજમાન શ્રી માણિભદ્રજીની દહેરીના ચાંદીના દરવાજાનું નિર્માણ. (૩૫) વિવિધ મંદિરો, ઉપાશ્રયો, હોસ્પિટલો, સ્કૂલો, ગૌશાળાઓ તેમજ સાધર્મિક ભાઈ-બહેનોને યથાશક્તિ સહયોગ. (૩૬) વિ.સં. ૨૦૫૧ કારતક સુદ ૫ ના સમેતશિખરજી-પાવાપુરી-નાગેશ્વરમોહનખેડા-આદિ તીર્થોના કલુમનાલી સહિત યાત્રા સંઘમાં, ૧૦૮ સાધર્મિક ભાઈ-બહેનોને યાત્રા કરાવવાનો લાભ. શ્રી સિદ્ધિચક્ર મંડળ થાણા દ્વારા આયોજિત આ સંઘમાં દરેક તીર્થોમાં સાધર્મિક ભક્તિનો લાભ તેમ જ સંઘપતિ બનવાનો લાભ. ( મુઠી ઉંચેરા માનવી શ્રી પ્રેમજીભાઈ નાગસી શાહ પ્રેમજીભાઈ પ્રેમથી સર્વેને જીતનાર એક બહુ પ્રતિભા ધરાવતી વ્યકિત ભારતના મધ્યમાં આવેલ નાગપુર શહેરમાં એક જીવતી જાગતી સંસ્થા હતી. ધનતેરસના દિવસે માતા હીરબાઈની કુક્ષિએ જન્મ લીધો. પિતા નાગસીભાઈ અને માતાના ધાર્મિક સંસ્કારનાં બીજ નાનપણથીજ એમનામાં રોપાયા. મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના લાખાપુરા ગામના રહેવાસી. એ જમાનામાં કચ્છીઓમાં શિક્ષણનું પ્રમાણ બહુ જ ઓછું હતું. એમના મોટાભાઈ કચ્છી સમાજના સૌ પ્રથમ ઇજનેર બન્યા, અને પ્રેમજીભાઈ એલ.એલ.બી. થયા. અભ્યાસની સાથે સાથે પિતાના અનાજના વ્યાપારમાં જોડાયા અને એમની ફર્મ શાહ નાનજી નાગસીને એટલી આગળ વધારી કે મધ્ય ભારતમાં અગ્રસ્થાન પામી. આર.એસ.એસ. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પણ એક મૂક પણ મુખ્ય કાર્યકર્તા હતા. છતાં પણ રાજનીતિ અને કોમવાદથી પર રહ્યા. પણ આર.એસ.એસ. ના સાચા ગુણો એમનામાં રહ્યા. જૈન ધર્મ તથા શાસ્ત્રોનું એમને ખૂબ જ ઊંડ જ્ઞાન હતું. તેઓ એક નીડર અને સાચા શ્રાવક હતા. નાગપુર મધ્ય ભારતનું મોટું શહેર હોવાથી તથા હોસ્પિટલ અને ડોકટરની સગવડ હોવાથી ઘણા સાધુ-સાધ્વી બિમારી દરમ્યાન અહીં પધારતાં ત્યારે તેમની બિમારીના ઈલાજ માટે તેમની સાથે પગે ચાલીને ડોકટરો પાસે જતાં અને તેમની સસેવા કરતાં. સાધુ-સાધ્વીને દરેક રીતે સુખશાતા ઉપજે અને કોઈ પણ પ્રકારે અગવડ ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખતા. સાધુ-સાધ્વી પોતાના સંયમમાં દઢ થાય ને આગળ વધે એવી સદાય એમની ભાવના રહેતી. તે છતાં આ પંચમકાળમાં ક્યારેક જો કોઈ સાધુ-સાધ્વીના આચરણમાં ઢીલાશ જોતા તો અનુસારે તેમનું ધ્યાન દોરતા. તેવી જ રીતે સ્થાનકવાસી જૈન સંઘમાં સૌ સંઘભાઈઓ સાથે હળીમળીને કામ કરી સંઘની એકતા બનાવી રાખતા અને એટલે જ નાગપુર સ્થાનકવાસી જૈન સંઘનું નામ સદાય મોખરે રહેતું. નાગપુરના વર્ધમાન જૈન શ્રાવક સંઘના પહેલા મંત્રી અને પછી પ્રમુખ બની સંઘનું સુકાન ખૂબ જ વ્યવસ્થિત સંભાળીને સંઘની પ્રવૃત્તિઓને વિસ્તારી. અખિલ ભારતીય સ્થાનકવાસી શ્રમણ આચાર્યશ્રી Page #869 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ ] [ જૈન પ્રતિભાદર્શન આનંદઋષિ મ.સા.એ પુનામાં જાહેર વ્યાખ્યાનમાં કહેલું. કે જે કોઈને સંઘના પ્રમુખ કે સંઘર્ષાત બનવું હોય તે નાગપુરના પ્રેમજીભાઈ પાસેથી બે મહિના ટ્રેનીંગ લઈ આવે. એવી જ રીતે નાગપુર અને વિદર્ભના કચ્છી ભવનનું નિર્માણ કરાવી આપ્યું. નાગપુર ગુજરાતી કેળવણી મંડળમાં પણ એમનું અનુદાન ખૂબ જ મોટું. નાગપુર ચેમ્બર ઓફ કોમર્સ, નાગપુર ગ્રેઈન મરચન્ટ એઓસિએશન જેવી સંસ્થાના એ સક્રિય કાર્યકર્તા હતા. નાગપુર નાગરિક બેંકની સ્થાપના કરીને એ રીતે એનું સંચાલન કર્યું કે આજે આ બેંક નાગપુરમાં બીજે નંબરે આવે છે. જૈન ધર્મના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાચા સિદ્ધાંતો એમણે જીવનમાં ઉતારેલા. અપરિગ્રહ માટે એટલું જ કહેવાનું કે પોતાનાં જરૂર પુરતાં જ ખાદીના કપડાં રાખતા. એમની પેન, ચશ્મા, ઘડિયાળ અને ઝભ્ભાના બટનો વર્ષોથી એક જ રહ્યાં. છતાં લાખોના દાન કરતાં. જૈન ધર્મનો બીજો સિદ્ધાંત અચૌર્ય. નાગપુર આખામાં સંભવત : એમની ફાર્મ શાહ નાનજી નાગસી એક એવી ફર્મ છે કે લાખોનો ટર્ન ઓવર હોવા છતાં એક પૈસાની પણ કરચોરી નહીં કરવી અને એ માટે નાગપુર અને વિદર્ભમાં આ ફર્મ પ્રખ્યાત છે. એમના સ્વમુખે પ્રતિક્રમણ કે સ્તવનો સાંભળવા એ પણ એક લ્હાવો હતો. ઉચ્ચાર હંમેશા શુદ્ધ અને અવાજ કર્ણપ્રિય હતો. નાગપુરની લગભગ બધી જ સંસ્થાઓમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ એમનો ફાળો રહેતો જ. ---છતાં હોદ્દાથી તેઓ હંમેશા દુ૨ ૨હેતા. માણસો સામેથી એમનો હોદો આપવા તૈયાર રહેતા. પણ એ કયારેક હોદાનો સ્વીકાર નહી કરતાં. છતાં શકય હોય તે રીતે તન-મન અને ધનથી સેવા કરતાં. તેઓ ગરીબોના બેલી અને નિરાધારોના આધાર હતા. એમણે દાન પાછળ નામની લાલસા કયારેક નહોતી રાખી. નાગપુરની અનેક સંસ્થાઓમાં માતબર રકમનું દાન આપ્યા છતાં કયારે પણ નામની ખેવના કરી નહીં. તેમજ જે જે સંસ્થાઓમાં તેઓ સક્રિય હતા, તે સંસ્થાને મળતા દાનની રકમનો પુરે પુરો સદુપયોગ થાય અને ક્યાંક ખોટી રીતે વેડફાઈ ન જાય તેની પૂરે પૂરી તકેદારી રાખતા. એમની કાર્યપદ્ધતિ જ નિરાળી હતી. નાનામાં નાનું કામ ચીવટપૂર્વક અને જાતે જ કરતાં. છેલ્લી ઘડી સુધી સ્વાવલંબી રહ્યા. કોઈ દિવસ પોતાનું કામ બીજાને ચીંધતાં નહીં અને કોઈ પણ કામ કરવામાં નાનપ રાખતાં નહિં. નાગપુરમાં ગરીબથી લઈ તવંગર એમનાં સલાહ-સુચનો અને મદદ માટે ગમે ત્યારે આવતાં અને સંતોષ સાથે પાછાં ફરતાં. લોકોની ભલાઈ માટે પોતાની જાત ઘસી નાખતા. જૈન સમાજની બેનો એમને પુત્ર, પિતા કે ભાઈ સમજી પોતાની સમસ્યાઓ રજૂ કરતી અને હંમેશા એનું નિરાકરણ મેળવતી. સ્ત્રીનું સન્માન અને આદર થવો જ જોઈએ અને સ્ત્રીનું સ્થાન પણ સમાજમાં હોવું જોઈએ, એમ તેઓ માનતા. એ એક નીડર વ્યકિત છતાં અત્યાચાર સામે હમેશાં અવાજ ઉઠાવતા. કાયદા-કાનૂનની ખૂબ જ ઊંડી જાણકારી ધરાવતાં એટલે સ૨કા૨ પણ જ્યારે ખોટી રીતે કનડગત કરતી, વ્યાપારીઓ સામે કે બીજી કોઈ રીતે, તો તરત અવાજ ઉઠાવતા. એમની દિનચર્યા એટલે સવારના પાંચ વાગે ઊઠી આસન-પ્રાણાયમ કરી આર.એસ.એસ.માં જવું ; ત્યાર પછી ઘરે આવી નિત્યક્રમ પતાવી સ્થાનકમાં જઈ સામાયિક અને સ્વાધ્યાય કરતાં. તે પછી સંઘ દ્વારા ચાલતી દરેક પ્રવૃત્તિઓની દેખરેખ રાખતા. ખાવા-પીવામાં પણ અતિ સાદગી. ‘‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર'' એ સિદ્ધાંતને તેમણે જીવનમાં વણી લીધો હતો. Page #870 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૨૧ ઓગષ્ટ ૮૮માં એમનું નિદાન થયું કે એમને ફેફસાનું કેન્સર છે. છતાં પૂર્વના કોઈ કર્મોનો ઉદય થયો છે. એમ સમજીને છેલ્લી ઘડી સુધી હસતાં હસતાં દર્દ સહન કર્યા. એલોપથીને હાથ ન લગાડતાં મૂત્ર-ચિકિત્સા અને ઘઉંના જવારા અને કુદરતી ઉપચારો કર્યા. એનાથી એમને ઘણી જ શાતા રહી. પોતાની બિમારી દરમ્યાન પણ છેલ્લા દિવસ સુધી સ્વાવલંબી રહ્યા. જેમ જેમ બિમારી વધતી ગઈ તેમ તેમ વધુ ને વધુ ધર્મમાં ઊંડા ઉતરતા ગયા. તા. ૧૦ માર્ચ ૧૯૮૯ને શુક્રવારનો દિવસ જ વાદળોથી છવાયેલો હતો. સવારના જ સ્નાન કરતી વખતે નોકરને કહ્યું કે આજે મારો છેલ્લો દિવસ છે. બપોરના ત્રણ વાગ્યાથી શ્વાસમાં તકલીફ વધી. ઘરમાં જ ઓકસીજન ઉપર રહ્યા છતાં ‘‘પચ્ચક્ખાણ’’ અને છેલ્લે નવકાર મંત્રના જાપ ચાલુ રહ્યા. છેલ્લી ઘડી સુધી સંપૂર્ણ ભાનમાં હતા અને રાત્રે ૯=૪૫ કલાકે આત્માએ સ્થૂળ દેહનો ત્યાગ કર્યો. એમની અંતિમ યાત્રામાં ઉભરાયેલ માનવ મહેરામણ જ એમની લોકપ્રિયતા દર્શાવતી હતી. ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ. એમના ગુણો એમની મહાનતાને આજે પણ લોકો યાદ કરે છે. સમ્યષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતરસે ન્યારે રહે, જયોં ઘાવ ખિલાવે બાળ : એ એમનો મનગમતો દોહો હતો અને પોતે પણ એ રીતે જીવન જીવ્યા. કર્મના સિદ્ધાંતને માનતા અને હંમેશા કોઈ પણ કર્મમાં રાગ-દ્વેષ કે માન મળ્યેથી દૂર રહેવાનો પ્રયત્ન કરતાં. ક્યારે પણ કોઈની સાથે મન દુઃખ થાય; ભલે પોતાનો વાંક ન હોય તો પણ સામેથી જઈને ક્ષમા માગી આવતા. સિદ્ધાંતથી ભલે લોકોથી પર રહેતાં. પણ કયારે પણ હૃદયમાં કોઈ કડવાશ રાખતા નહિ. હંમેશાં જે હોય તે સત્ય કહેતાં. સ્વાવલંબી, સહનશીલતા, સ્વાભિમાન, સંયમ, સાદગી, શ્રાવકપણું, સિદ્ધાંતવાદી, શીલ-સદાચાર ; સદા હસમુખ, શાંતિ, સંતોષી, નિરાભિમાની, મૃદુભાષી, નીડર જેવા એમના અનુમોદનીય ગુણો હતા. નાગપુરના જૈન સમાજ-કચ્છી સમાજ અને ગુજરાતી સમાજ માટે નહિ પણ નાગપુરના કોઈપણ માણસ માટે તેઓ એક વટવૃક્ષ સમાન હતા. જે કોઈ એમની પાસે આવતાં તેમને તેઓની શીતળ છાયા મળતી. તેઓ સાચા અર્થમાં એક મુઠી ઉંચેરા માનવી હતા. શાહ દલપતલાલ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર શાહ દલપતલાલ પ્રેમચંદ, વતનઃવડગામ (પાલનપુર-જિ.બનાસકાંઠા), જન્મ દિન : વિ.સં. ૧૯૮૮ આસો સુદ ૧૪ ગુરુવાર તા. ૧૩-૧૦૧૯૩૨. છેલ્લે કેટલાક વર્ષોથી ધંધાકીય પ્રવૃત્તિથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે યથાશક્તિ પ્રવૃત્તિ ચાલુ છે. વિ.સં. ૨૦૦૩ માં નિશાળમાંથી છઠ્ઠી ગુજરાતી ચોપડીનો અભ્યાસ અધૂરો છોડી ગોળ-ખાંડ અને કરીયાણાની દુકાન શરૂ કરી. વિ.સં. ૧૯૯૯ થી પૂ.આ.શ્રી કસ્તુરસૂરિજી મ.સા.ના વ્યાખ્યાન શ્રવણથી તિવિહારનું પચ્ચક્ખાણ શરૂ કરવાની ભાવના થઈ. વિ.સં. ૨૦૧૦થી કંદમૂળનો સદંતર ત્યાગ તથા દલપતભાઈ પ્રેમચંદ | ચોવિહારના પ્રત્યાખ્યાનની શરૂઆત. વિ.સં. ૨૦૧૩ (ઇસ્વીસન ૧૯૫૧)થી સમાજના વિવિધ કાર્યોમાં આગેવાની પૂર્વક કામગીરી શરૂ કરી સમયની સમાજની આર્થિક સ્થિતિને -૧, Page #871 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ ] [ જૈન પ્રતિભાદર્શન ધ્યાનમાં લઈ આર્થિક કારણોસર અભ્યાસ ન કરી શકતા બાળકોની કેળવણી માટે સમાજના ભાઈઓએ સાથે મળીને રૂ. ૪૦,000 (ચાલીસ હજાર પુરા)ની રકમ એકત્ર કરી. વહીવટ કરવા સમાજના ભાઈઓએ એક કમિટિ બનાવીને પ્રમુખપદ સંભાળવાથી જવાબદારી પોતાના શિરે આવી. આશરે ૧૬ વર્ષ સુધી પ્રમુખ તરીકે ફરજ બજાવી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જૈન બોર્ડીગની ફી પણ આપવામાં આવતી. આ રીતે અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા કોટયાધિપતિ છે. - વિ.સં. ૨૦૧૭ કુટુંબના અન્ય સભ્યસહિત અઢાઇતપની આરાધના (વડગામ મુકામે) વિ.સં. ૨૦૨૦ કારતક વદ ૧૦ ના ઉસ્માનપુરા-અમદાવાદ મુકામે ઉપધાનતપ ડીસા રાજપુર મુકામે ઉપધાન બીજું પાંત્રીસ પાલનપુર મુકામે ઉપધાન ત્રીજું-અઢાવીસું પાલીતાણા મુકામે સંજોડે વરસીતપનું પારણું. નવપદજીની ઓળી, ક્રિયા સહિત પંચમી તપ, મૌન એકાદશી તપ, ચૈત્રી પૂર્ણિમા તપ, કાર્તિક પૂર્ણિમા તપાદિની આરાધના. ઉપધાન કર્યા પછી ૨૧ વરસ બયાસણાનો તપ, ૨૦૪૦ માં પાલીતાણા પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ કર્યા પછી કાયમી એકાસણાનો તપ ચાલુ છે. લગભગ સતત ૨૦ ચાતુર્માસ વર્ષથી પર્યુષણ પર્વમાં ચોસઠ-પ્રહરી પૌષધની આરાધના આશરે ૨૦ વર્ષથી પૂર્ણિમાના દિને કોઈ પણ તીર્થની સ્પર્શના યાત્રા. ખંભાતથી-પાલીતાણાના સજોડે છરી પાલિત તીર્થયાત્રા. સ્વર્ગસ્થ પિતાજીની ભાવનાનુસાર શ્રી પ્રેમચંદ ઇશ્વરલાલ પરિવારના ઉપક્રમે યુગપુરૂષ આચાર્ય દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુણ્ય નિશ્રામાં સુરતથી સિદ્ધગિરિ (પાલીતાણા)ના ૪૭ દિવસીય છરી પાલિત શ્રીસંઘનું વિ.સં. ૨૦૩૪ના કારતક વદ પના શુભદિને પ્રયાણ-પોષ સુદ ૬ના શુભ દિને પાલીતાણામાં પ્રવેશ. પોષ સુદ ૮ના પાવન દિને શ્રીઆદીશ્વર દાદાના દરબારમાં આચાર્યદેવશ્રી ના શુભ હસ્તે સંઘમાળાનો મંગળ પ્રસંગ. કુળને ચાર ચાંદ નહિ. પરંતુ ચૌદ ચાંદ લગાવી દે તેવો કુલ દીપક પુત્રપત્ન અતુલકુમારનો પરમ ઉપકારી આચાર્ય દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડીયમાં વિ.સં. ૨૦૪૭ ના વૈશાખ વદ ૫ને રવિવાર તા. ૨-૬-૯૧ ના મંગળદિને વડલા જેવા ઘેઘૂર શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર તરફથી આયોજિત ભવ્ય દીક્ષા સમારંભ. વિવિધ ક્ષેત્રની નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે : પ્રમુખશ્રી આબુ તળેટી તીર્થમાનપુર-આબુરોડ (રાજસ્થાન), શ્રી અલૌકિક પાશ્વનાથ તીર્થ-ઉજજૈન (એમ.પી), શેઠ આણંદજી કલ્યાણજી પેઢ-અમદાવાદ, શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સ-મુંબઈ, શ્રી વડગામ તાલુકા વેપારી એસોસીએશન-વડગામ (ઉ.ગુજરાત), શ્રી વડગામ માધ્યમિક કેળવણી મંડળ વી.જે.પટેલ હાઈસ્કૂલવડગામ. ટ્રસ્ટી : શ્રી વાલમ જૈન તીર્થ, શ્રી રાંતેજ જૈન તીર્થ, શ્રી મેત્રાણા જૈન તીર્થ, શ્રી પાલનપુર જૈન મિત્ર મંડળ, શ્રી વડગામ જૈન સંઘ, શ્રી જૈન મિત્રમંડળ-પાલનપુર-પ્રમુખ ૬ વર્ષ, ટ્રસ્ટી ૭ વર્ષ. શ્રી વડગામ ગ્રામ પંચાયત – વડગામ - સરપંચ ૫ વર્ષ. શ્રી પાલનપુર – વડગામ – દાંતા મારકેટ કમિટિ - પાલનપુર - ૧૫ વર્ષ. શ્રી બનાસકાંઠા જિલ્લા વેપારી મહામંડળ - પાલનપુર – ૫ વર્ષ. શ્રી પાલનપુર ગંજબજાર એસોસીએશન – પાલનપુર – ૫ વર્ષ. શ્રી ધાણધાર કેળવણી મંડળ – પ્રમુખ – ૧૭ વર્ષ. શત્રુંજય, ગિરનાર, સમેતશિખરજી, પાવાપુરી આદિ લગભગ ૯૦ તીર્થોની યાત્રા. પિતાશ્રી : ૫૧ વર્ષની ઉમરે વિ.સં. ૨૦૧૩ના કારતક સુદ ૭ના દિવસે સમાધિમય રીતે પરલોક / Page #872 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૨૩ સિધાવ્યા. માતુશ્રી : હાલ ૮૦ વર્ષની ઉંમરે પણ પૂજા કરી શકે છે. ભાઈઓ : છોટાલાલ, રમણીકલાલ, સેવંતીલાલ – સુરત – મુંબઈમાં વેપાર – કારોબાર સંભાળે છે. દીકરા : ચિ. અતુલ (અમદાવાદ મુકામે વિ.સં. ૨૦૪૭ ના વૈશાખ વદ ૫ ના રવિવારના મંગલ દિવસે પ્રવજયા ગ્રહણ કરી મુનિશ્રી હિતરુચિવિજયજી તરીકે સુંદર આરાધના આરાધી રહ્યા છે. ચિ. અનિલ - મુંબઈ ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા છે. ભત્રીજા : સુધીર, રાજેશ, નિલેષ, હિતેશ, રૂપેશ પાંચેય મુંબઈ-સુરતમાં ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા છે. દીકરી-ત્રણ, ભત્રીજી-પ છે. દેવગુરુની ભક્તિ અને કૃપાથી જિનવાણી, શ્રવણથી સવિચારોનું મનન-સિંચન થયું. સારા સંસ્કારોથી જીવનમાં તન-મન અને ધનનો સદુપયોગ શક્ય હોય તેટલો કરી શકાયો. આ કુટુંબે સંયુકતપણે શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર અને માતુશ્રી ચંપાબહેનના નામે સંપત્તિનો નીચે દર્શાવ્યા મુજબ સદ્વ્યય કરેલ છે. વાલમ જૈન તીર્થમાં-શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ જૈન ભોજનશાળા. રાંતેજ તીર્થમાં-શાહ ચંપાબેન જૈન ભોજનશાળા, આબુ તીર્થમાં - આબુ - દેલવાડા તીર્થમાં મુખ્ય મંદિર મહાવીરસ્વામી ભગવાનના દેરાસરમાં મૂળનાયકજીની પ્રતિષ્ઠા તથા નેમીનાથ ભગવાનના દેરાસરજીમાં એક દેરીની પ્રતિષ્ઠા. પાલન પુરમાં - મહાવીર સ્વામીજી દેરાસરજીમાં શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિષ્ઠા. સિદ્ધગિરિ પાલીતાણામાંગિરિરાજ ઉપર નૂતન બનેલ આદીશ્વર ભગવાનના દેરાસરજીમાં શ્રી સંભવનાથ, શ્રી અજિતનાથ તથા શ્રી અભિનંદન સ્વામીજીની પ્રતિષ્ઠા. વિસનગરમાં - કાજીવાડના નૂતન દેરાસરજીનું ખાતમુહૂર્ત - મહાવીર સ્વામીજી પ્રતિષ્ઠા. રાંતેજમાં - રાંતેજ તીર્થમાં એક દેરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા. વિસનગરમાં – શ્રાવક – પૌષધશાળા (ઉપાશ્રય) નું ખાતમુહૂર્ત તથા ઉદ્ઘાટન. વિસનગરમાં – શ્રાવિકા ઉપશ્રયનું ઉદ્દઘાટન. પૂણી તીર્થમાં – ઉપાશ્રયનું ઉદ્ઘાટન. ઈડર તીર્થમાં – જ્ઞાન મંદિરનું ખાત - મુહૂર્ત આબુ તળેટી તીર્થમાં – માનપુરમાં ૨૪ દેરીમાં ૧ દેરી. વડગામમાં - શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની દેરાસરજીના ધ્વજ દંડનો લાભ. પાલનપુરમાં - આસો માસની નવપદજીની કાયમી ઓળી તથા પારણાં કરાવવાનું ચાલુ છે. તારંગામાં - (નવીન ધર્મશાળા) શાહ ચંપાબેન પ્રેમચંદ ઈશ્વરલાલ પામી ભવન, વડગામમાં – સેવંતીભાઈના લગ્ન પ્રસંગે ઝાપા ચૂંદડી (ગામ જમણ), શેઠ પ્રેમચંદ ઈશ્વરલાલ હાઈસ્કૂલ ભવન, દુષ્કાળમાં વડગામ મુકામે કેટલ કેમ્પ અને દર વર્ષે અનેક પાંજરાપોળમાં દાન. આ સિવાય દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ભોજનશાળા, આયંબિલશાળા, ધર્મશાળા, સાધર્મિક ત, પાંજરાપોળ, અનુકંપા આદિ વિવિધ કાર્યોમાં સમયે - સમયે યથાયોગ્ય અનુદાનનો લાભ મેળવાય છે. દેવગુરૂની ભક્તિ, સાધર્મિક ભક્તિ, જ્ઞાન, જીવદયા, અનુકંપામાં અનુદાન અને ધાર્મિક ક્ષેત્રોનો વહીવટ, એ તેમની ખાસ રૂચિ છે. શુભ વિચારો ગ્રહણ કરવાનું, અશુભ વિચારો દુર કરવાનું અને સમાધિમરણ મેળવાનું મન છે. (ઉદયપુરના સમાજસેવી શ્રાવકરત્ન શ્રીમાન દિવાનસિંહજી બાફના પરિવાર) મેવાડની પુણ્ય ધરતી ઉપર આપ જેવા પુણ્યવાન પુરૂષ તેનું અમોને ગૌરવ છે. આપની સૌથી વધુ વિશેષતા એ છે કે આપ સહિષ્ણુતાની પ્રતિમૂર્તિ છો. આપનું હતુખિલતું મુખારવિંદ દરેકને આકર્ષિત કરી લે છે. Page #873 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન આપના પૂ. પિતાશ્રી સ્વ. બોહતલાલજી બાફના પણ અત્યંત સરળ મનના હતા. તેમ જ આપના માતુશ્રી છગનબાઈજી પણ એક ધર્મપરાયણ નારી છે. ખરેખર આપે સેવા અને ધાર્મિક રુચિઓથી આપના કુળનું ગૌરવ વધાર્યું છે. ઉદયપુર શરાફ સંઘ, રાજસ્થાન શરાફ સંઘ તથા કરેડા તીર્થ કમિટિના અધ્યક્ષ પદને સંભાળીને એક વધુ આપે વ્યાપાર જગતમાં કીર્તિ ઉપાર્જિત કરી છે. તેવી જ રીતે ધાર્મિક ક્ષેત્રમાં પુણ્ય લાભ પ્રાપ્ત કર્યો છે. આયંબિલશાળા, ઉદયપુરના મંત્રીપદે રહીને આપ જે આયંબિલ ખાતાની સુંદર વ્યવસ્થા કરી રહ્યા છો તે અનુકરણીય અને અનુમોદનીય છે. આપશ્રી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના મંત્રીપદ પર આરૂઢ રહીને ધર્મ - સંઘની જે સુંદર સેવા કરી છે તે ભૂલી - ભૂલી શકાય તેમ નથી. (માલેગાંવના નરરત્ન ડો. રાજેન્દ્ર રમણલાલ મહેતા પરિવાર ) મહારાષ્ટ્ર રાજયના માલેગાંવ (જિ.નાસિક) માં એક નરરત્ન છે એનું નામ ડો. રાજેન્દ્ર રમણલાલ મહેતા છે. પોતે ડોકટર હોવા છતાં ધાર્મિક સંસ્કાર ગજબના છે. એમના ધર્મપત્ની શ્રીમતિ ઉર્મિલાબેન એમના પ્રત્યેક અનુષ્ઠાનોના સહાયક અને ઉર્મિદાતા છે. આ શ્રાવક રત્ન સવારે ભાવપૂર્વક સૂત્ર-અર્થ તટુભય પ્રતિક્રમણ કરે છે. પ્રત્યેક સૂત્રમાં ભાવ સામે લાવી હૃદયપટલ ઉપર ચિત્ર દોરી પ્રતિક્રમણ સાદર-સાળંદ રોજ કરે છે. પરિગ્રહનું માપ ખૂબ અલ્પ છે. હમણાં જ પૂ. વર્ધમાન તપોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયપ્રભાકારસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં બાવ્રત વિધિસહિત ગ્રહણ કર્યા. પોતે ખૂબજ સંતોષી છે. પોતાને એક સવ્યસન છે કે, પ્રભુ પ્રતિમા ભરાવવી. અત્યાર સુધીમાં ૧૦૮ પ્રતિમા ભરાવી છે. અને આ વારસો પોતાના બે પુત્રરત્નો શ્રી રશિમન તથા સત્યનને પણ આપ્યો છે. જયારે પણ નૂતન દેરાસરની વાત સાંભળે તો ખૂશ થઈ જાય અને પૂ. ગુરુ મહારાજને વિનંતી કરે કે મને પ્રતિમા ભરાવાનો લાભ આપો. પોતાના ઘરમાં ગૃહજિનાલય છે. બે વખત છરી પાલિત સંઘ કાઢી લાભ લીધો છે. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચના ખૂબ પ્રેમ છે. જીવદયાના પણ અજોડ પ્રેમી છે. પ્રભુ મહાવીરના કલ્યાણક દિવસે અથવા અન્ય બીજા વિશેષ દિવસે પોતે પક્ષીઓ આદિને અભયદાન આપે છે. પોતાના નામની કે કામની અપેક્ષા રાખતા નથી. તેમના ધર્મપત્ની શ્રી ઉર્મિલાબેન માલેગાવ-વર્ધમાનનગરમાં પાઠશાળામાં બાળકો અને બહેનોને નિઃસ્વાર્થતા પૂર્વક ભણાવે છે, અને સુંદર સંસ્કારોનું સિંચન કરે છે. પુ.ગુરુભગવંતશ્રીના ઉપદેશામૃત સાંભળતાં કંઈ નવું સાંભળતા તરત આચરણમાં મૂકે છે. અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ, પિપલોનકલાના આધાર સ્તંભ જિનશાસનરત્ન શ્રી મનોજકુમાર બાબૂમલજી હરણ પરિવાર જો દુઃખો મેં મુસ્કરા દિયા યહ તો એક ગુલાબ બન ગયા, દુસરો કે હક મેં જો મિટા પ્યારકી કિતાબ બન ગયા. આદર્શ જીભ સુધી ન આવવો જોઈએ, પરંતુ જીવનમાં દષ્ટિગોચર હોવો જોઈએ. જીભનો [ અવાજ તો કાનો સુધી પહોંચે છે. પરંતુ જીવન જયારે બોલવા લાગે છે તો તેનો અવાજ હૃદય સુધી Page #874 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 / ૮ર૫ ' | પહોંચે છે. ભાઈશ્રી મનોજકુમાર હરણ ઉપરોકત પંકિતઓને સાર્થક કરે છે. પરિષ્કૃત દૃષ્ટિકોણ, ઉજજવલ ચારિત્ર, ધર્મ અને સેવા-સાધનાથી ભરપુર જીવન જીવનારા મનોજભાઈ ધરતીના દેવતા જેવી સ્થિતિ પ્રાપ્તિ કરી પોતાની ચારે તરફ ધર્મનું સ્વર્ગ બિછાવું દીધું છે. જોવામાં આવે તો જીવનનું લક્ષ અને આનંદ આ જ છે, આ વિભૂતિવૈભવ તેમને જ પ્રાપ્ત થાય છે જેઓ આદર્શો માટે સમર્પિત થઈને ધર્મધરણા અને લોકસાધનાની ગતિવિધિઓને અપનાવે છે. આ ઉત્કર્ષ, અભ્યદય પ્રાપ્ત કરવો એ દરેકના વિશની વાત નથી. વિભૂતિઓ દ્વારા સર્જિત વિશ્વ વિધાનને ધર્મના ફૂલ શ્રી મનોજકુમારજી હરણ વિકસિત કરી સુરમ્યતા પ્રદાન કરનાર ભાઈ મનોજકુમારજી હરણ (આંતર રાષ્ટ્રીય વિધિકારક) નું આ ધરતી ઉપર પર્દાપણ ૨૩ જુન ૧૯૫૬ના અરાવલી પર્વત શૃંખલાના કિનારે વસેલું ભારતના રાજસ્થાન રાજયના અર્ધ શત્રુંજય તીર્થના નામથી વિશ્વ વિખ્યાત આબૂ-દેલવાડા તીર્થની નજીક સિરોહી નગરમાં થયું હતું. જન્મદિન જેઠ સુદ ૧૪ હતો. માતુશ્રીને તે દિવસે ઉપવાસ હતો. પ્રખર પ્રતિભા ધરાવતા ભાઈ મનોજજી હરણનો જન્મ ધર્મક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રયોજનોને પૂર્ણ કરવા માટે જ થયો છે. આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણની ભૂમિકા ભજવનાર ભાઈ મનોજજી હરણે જે ઉપલબ્ધિઓનું ઉપાર્જન કરેલ છે તેને પ્રાપ્ત કરવા માટે ભાઈ મનોજજીએ પોતાની જે જીવન સંપદાનો ઉપયાગ કર્યો તેને પરિપૂર્ણ કરવામાં તેમના માતુશ્રી દિવાળીબહેન તથા પિતાશ્રી બાબુલાલજી હરણના સુસંકત્કારોનો ઊંડો પ્રભાવ છે. અનુકરણીય અને અભિનંદનીય કાર્યો કરી પરલોકની દૃષ્ટિથી અનંતકાળ સુધી સદ્ગતિ પ્રાપ્ત કરતા રહેવાની પરમ મંગળમય પરિસ્થિતિઓ પોતાના સુકૃત્યોથી બનાવનાર ભાઈશ્રી મનોજજી હરણના ચાર ભાઈ અને પાંચ બહેનોને સંસ્કારોથી ભરપુર સમૃદ્ધ પરિવાર છે. જીવનના ઉદેશની પૂર્તતા માટે તેમણે પ્રાથમિક સ્તરનું શિક્ષણ સિરોહીમાં પ્રાપ્ત કરી. સિરોહીમાં રહીને તેમણે રાજસ્થાન વિશ્વ વિદ્યાલયમાં એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યો. આજે જીવનદ્ધારામાં પરિવર્તન આવ્યું છે વ્યાપાર દ્વારા ઉત્કૃષ્ટતાના શિખર ઉપર પહોંચવા માટે તેમણે પોતાનું કાર્યક્ષેત્ર મંડગાંવ (ગોવા) ને બનાવ્યું. ઉષા ફાઈનાન્સના નામથી જીવન કાર્યની શરૂઆતનો આરંભ કર્યો. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી એમને આમાં ઘણી જ સફળતા મળી. સંયુકત પરિવારમાં રહેવાવાળા મનોજજી હરણના અન્ય ભાઈ ઉજજૈન તેમજ ગોવામાં વ્યાપાર કરી રહ્યા છે. ધર્મધારણા અને સેવાભાવનાને ચરિતાર્થ કરવાથી પૂર્વ જન્મના સુસંસ્કાર તેમજ જન્મભૂમિના ધાર્મિક વાતાવરણે એમના જીવન ઉપર ઊંડો પ્રભાવ પાડયો. અંતઃકરણમાં છૂપાયેલા આદર્શવાદી સંસ્કારોને જીવંત કરનાર નિમિત્તની જરૂરિયાત હતી. પુણ્યોદયનો સમય આવી ગયો હતો. પૂ. આચાર્યશ્રી સુશીલસૂરીશ્વરજી મ.સા.ના વિ.સં.૨૦૨૩માં સિરોહી ચાતુર્માસે તેમના જીવનની ધારાને ધર્મથી પૂર્ણરૂપે જોડી દીધા. સ્વાધ્યાય સત્સંગનું વાતાવરણ પ્રાપ્ત થતાં જ અંતઃકરણની પ્રેરણાઓ ઉભરીને બહાર આવી ગઈ. પૂજયશ્રીને ગુરુદેવના રૂપે સ્વીકારી તેમણે આ સુદુર્લભ અવસરનો લાભ ઉઠાવી પોતાના અંતરને ધર્મથી તરબોળ કરી દીધું. જોધપુર (રાજ.)માં જિનમંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગે ઉપસ્થિત થતાં ગુરુદેવે આજ્ઞા આપી કે આ સમારોહના દરેક વિધિવિધાન તમારે કરવાના છે. ગુરુઆજ્ઞા મુજબ તેમણે હૃદયથી દરેક કાર્યોને Page #875 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ ) [ જૈન પ્રતિભાદર્શન સફળતાપૂર્વક પાર પાડ્યા, આ પ્રતિષ્ઠામાં થયેલ અમીઝરણાએ મહોત્સવને યાદગાર બનાવી દીધો. ધાર્મિકતા પોતાના લક્ષને પ્રાપ્ત કરવા જરૂર હતી. મેવાડ દેશોદ્ધારક જૈનાચાર્ય શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના સંપર્કમાં આવવાથી પૂજયશ્રીએ સંકલ્પ કરાવ્યો કે મનોજ તું ૨૫ વર્ષની ઉંમર સુધી અવિવાહિત રહીને દેશ-વિદેશમાં જૈનત્વનો પ્રચાર-પ્રસાર કર. તેમજ ૧OO૮ પ્રભુ પૂજન કરાવીને લોકોમાં ભક્તિભાવનો પ્રચાર કર. લક્ષ પ્રાપ્તિ સુધી સતત પ્રયત્નશીલ રહીને તેમણે ગુરુનું આપેલ લક્ષ દેશ-વિદેશ જઈને પૂર્ણ કર્યું. લોકકલ્યાણ અને આત્મકલ્યાણના આદર્શોની પૂર્તિના લક્ષની પૂર્ણાહુતિના પ્રસંગે ખાપર, નાગેશ્વર, ચાપડા તેમજ સિરોહીમાં ભવ્ય ધાર્મિક મહોત્સવસહ હજારો લોકોની ધર્મસભામાં તેમનું બહુમાનપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું. સાથે સાથે શાસનરનની ઉપાધિથી અલંકૃત કરવામાં આવ્યા. ૨૫ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ તેમના પરિવારે સાંસારિકતાની પરિપૂર્ણતા પ્રદાન કરવા માટે તેમના વિવાહ ઉદયપુર (રાજ.) ના શ્રી મંગલસિંહજી ચપલોતની સુપુત્રી સૌ. ઉષા સાથે કર્યા. ઉષા હરણને જીવનસાથી બનાવી તેમણે જીવનને આગળ વધાર્યું. સંસ્કારિત, સુશીલ, ધર્મનિષ્ઠ ધર્મપત્ની મનોજજીના દરેક ધાર્મિક આયોજનમાં પોતાનું પૂરે પૂરું યોગદાન આપી રહી છે. મનોજજી હરણે જે ઉંચાઈએ સન્માન જીવનમાં પ્રાપ્ત કર્યા છે તેમાં સૌ. ઉષા હરણનો મહત્વપૂર્ણ સહયોગ છે. સુંદર, સુશીલ, સંયમશીલ જીવન જીવવાવાળા સુસંસ્કારી સુપુત્ર પ્રવેશ હરણ તેમજ માતુશ્રીના ચરણ કમલ પર ચાલનારી સુસંસ્કારવાન સુપુત્રી ખૂબુ હરણે મનોજજી હરણને ખુશીઓથી ચકચૂર કરી દીધા. બન્ને બાળકો ગોવામાં અભ્યાસ કરી રહ્યા છે. તેમજ પિતા જેવી પ્રખર પ્રતિભા ધરાવે છે. બન્ને બાળકો માતા-પિતાના સંસ્કારો ગ્રહણ કરી જીવનને સર્વ કલ્યાણક બનાવવા પ્રયત્નશીલ છે. - દેવલોકમાંથી વિશિષ્ટ ક્ષમતા લઈને આવનાર વ્યકિત જ તે કાર્ય કરી શકે છે જે હજારો-લાખો લોકો માટે જીવન સફળ બનાવવાનું કારણ બની શકે છે. શ્રી મનોજભાઈ હરણે પોતાના સામાજિક અને ધાર્મિક જીવનમાં જે કાર્યો કર્યા છે તે આ કહાની કહે છે. તેમાંથી સહેજેય સંયમશીલ તેમજ ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી શકાય. ૧OO લગભગ જિનાલયોના નિર્માણ તેમજ જિર્ણોદ્ધાર કરવાની સાથે સાથે ૩૦૧ જિનમંદિરોમાં પ્રભુ પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર શ્રી મનોજભાઈ હરણે તેની સાથે સાથે ૬000 મહાપૂજનનો કાર્યક્રમ દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ કરાવી તેમજ વિશિષ્ઠ ધાર્મિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી અધ્યાત્મને ઉલ્લાસમય મહોત્સવ બનાવીને પોતાના જીવનને સફળ બનાવ્યું છે. તેમની પ્રતિભાની પ્રખરતા સાથે સાથે તેમની વિશિષ્ઠ ઉપલબ્ધિથી પ્રાપ્ત ધાર્મિક શક્તિ એ આજે ચારે તરફ અનુભવ કરી શકાય છે. બેંગકોકમાં ગૃહમંદિરની સ્થાપનાની સાથે હોંગકોંગ, સિંગાપુર, નેપાળ આદિ દેશોમાં જઈને પ્રતિષ્ઠા મહાપૂજન સંપન્ન કરાવીને જૈનધર્મની ધજાને વિદેશોમાં લહેરાવી લોકોને પ્રભુભક્તિનો સ્વાદ ચખાડયો છે. તેની સાથે કાંઠમાંડુ, બેંગકોક, હોંગકોંગ, લેસ્ટર આદિ સ્થાનોએ જઈને પ્રવચન દ્વારા લોકોની ધર્મભાવના જાગૃત કરી છે. નેપાલ દેશમાં થયેલ પ્રતિષ્ઠાનો પ્રસંગ આજે પણ લોકો યાદ કરે છે. અનેક સ્થાનોએ ઉપાશ્રય, દાદાવાડી, જૈનભવન, ધર્મશાળા, હોસ્પિટલ, સ્કૂલ આદિના નિર્માણમાં પ્રેરણાત્મક રૂપે કાર્ય કર્યા છે. નિકટના ભવિષ્યમાં તેઓશ્રી અમેરિકાની યાત્રાએ જઈ રહ્યા છે જયાં અનેક જિનશાસનના ઉદ્ધારક કાર્યો તેઓશ્રી દ્વારા કરવામાં આવનાર છે. તેઓ સહજ, સરળસ્વભાવ અને મિલનસાર સ્વભાવના પ્રતિકરૂપ છે. શ્રી મનોજજી હરણ માટે કહી શકાય કે : Page #876 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૮૨૭ કાવ્ય ચમત્કાર કે સિયે અલંકાર ચાહિયે, વિદ્યુત ચમત્કાર કે લિયે અંધકાર ચાહિયે, ધર્ણોદ્ધાર ઔર સમાજ ઉદ્ધાર કે લિયે, મનોજ હરણ જૈસા વ્યકિત ઔર ઉંચ વિચાર ચાહિયે. નાના એવા શુભારંભથી સિદ્ધિની ચરમ શિખર સુધી મનોજભાઈ હરણ સહેલાઈથી પહોંચી ગયા છે. તેમના માટે નિઃસ્વાર્થ પ્રભુભક્તિ, સેવાનું લક્ષ તેમ જ તેમની વાણીના જાદુનો ચમત્કાર છે. યુવાવસ્થાના મહત્વપૂર્ણ વર્ષ પરમાર્થમાં વિતાવી દેનાર અને ઉજજવળ ભવિષ્યની સંરચના માટે સમર્પણ કરનાર વ્યકિત મનોજભાઈ હરણે એક અનુકરણીય આદર્શ યુવાનોની સામે રાખ્યો છે. તેમની પ્રવચન શૈલીમાં એવી આદર્શવાદી પ્રેરણા રહેલી છે કે સાંભળનાર સહજમાં જ આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરી લે છે. આ અનુદાનના બદલા પ્રતિદાનની ઇચ્છા કર્યા વગર તેઓ લોકોના લાખો-કરોડો રૂપિયા ધર્મક્ષેત્રમાં સદ્વ્યય કરાવી દે છે. દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિની સેવા કરનાર ઉદાર મનના વ્યકિત છે જ કેટલા? જિનશાસનની ઉત્કૃષ્ટ સાધનામાં મગ્ન મનોજભાઈ હરણ પોતાના સકાર્યોથી લોકોનો જે કાયાકલ્પ કરી દરેકને માટે મુકિતનો પથ પ્રશસ્ત કરી રહ્યા છે. તેમાં એ લોકો આગળ વધે અને પોતાના જીવનમાં સુકૃતોની શ્રેણીઓ ઊભી કરે એ જ મંગળકામના. તેમના દ્વારા દેવામાં આવેલ પ્રેરણા માટે કહી શકાય કે પ્રેરણા અગતિ કો અભિયાન બના સકતી હૈ, પ્રેરણા મનુજ કો ભગવાન બના સકતી હૈ. શ્રી મનોજજી હરણના સત્કાર્યોની ઝલક : ૧. તેઓશ્રી દ્વારા મધ્યપ્રદેશમાં ૨૨, રાજસ્થાનમાં ૬, આંધ્રપ્રદેશમાં ૨૦, બિહારમાં ૨૨, મહારાષ્ટ્રમાં ૬, કર્ણાટકમાં ૪, ગુજરાતમાં - ૮, તામિલનાડુમાં ૬, બંગાળમાં ૪, તથા પોંડીચેરી, ગોવા, અમૃતસર, પોરીસા, દિલ્લી આદિમાં ૮, આસામમાં ૪ મંદિરોના નિર્માણ તેમ જ જિર્ણોદ્ધાર થયા છે. ૨. બેંગકોક (થાઈલેન્ડ), ખટમંડ (નેપાલ) આદિમાં મંદિર નિર્માણમાં યોગદાન. ૩. લેસ્ટર (લંડન), બેંગકોક (થાઈલેન્ડ), ખટમંડ (નેપાલ)માં પ્રભુ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. ૪. બેંગકોંક, હોંગકોંગ, લેસ્ટર, ખટમંડુ, સિંગાપુરમાં પ્રભુ ભક્તિના કાર્યક્રમો કરાવ્યા તેમ જ પ્રવચનોનાં આયોજનો થયા. ૫. દેશ-વિદેશમાં ૩૦૧ જિનમંદિરોની પ્રાણપ્રતિષ્ઠાઓનું વિધિવિધાન કરાવ્યું ૬. દેશભરમાં ૨૫ જગ્યાએ ઉપાશ્રય, ૨૫ ધર્મશાળા, ૨૦ દાદાવાડી આદિનું નિર્માણ તેમની પ્રેરણાથી થયા. ૭. તેમની પ્રેરણાથી અનેક જગ્યાએ ધાર્મિક પાઠશાળાઓ ખુલી છે. ૮. તેમની પ્રેરણાથી માનવસેવા હેતુ હોસ્પિટલ, સ્કૂલ, પાણીની પરબોનું નિર્માણ થયું છે. ૯. તેમની પ્રેરણાથી માનસિક શાંતિ હેતુ ભારતભરમાં ૮ તીર્થોની સ્થાપના થઈ છે. સાથે સાથે જ્ઞાન ભંડાર પણ બન્યા છે. ૧૦. તેમની પ્રેરણાથી ઘણા પદયાત્રા સંઘ નીકળ્યા છે. ૧૧. તેમની પ્રેરણાથી અનેક સંસ્થાઓ ખુલી છે જે જરૂરિયાતમંદ લોકોને સહાયતા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી રહી છે. આ રીતે તેમના દ્વારા અનેક લોકોપયોગી કાર્યો થઈ રહ્યા છે. આ બધા કાર્યોના ફળ સ્વરૂપે વિશ્વ | હિંદુ પરિષદ-ખટમંડ (નેપાલ) તેમને વિશ્વમાં જૈન ધર્મના ઉલ્લેખનીય સેવાઓ માટે નેપાલ-ખટમંડ ] Page #877 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ ] [ જૈન પ્રતિભાદર્શન મહારાણીના હસ્તે તીર્થ પ્રદત્ત પ્રશસ્તિ પત્ર, નાગેશ્વર તીર્થે ચૈત્રી પૂર્ણિમાએ પૂ.આ.શ્રી નવરત્નસાગર સૂરિજી મ.સા.ની નિશ્રામાં ભવ્ય સમારોહમાં પ્રદાન કરવામાં આવેલ. આ સુઅવસરે નેપાલ સંઘના શ્રી કંવરલાલજી ગુલેછા પધાર્યા હતા. પિપલોનમાં તેમના હસ્તે ૩૦૧ પ્રતિષ્ઠાઓ પૂર્ણ થઈ અર્થાત ત્રણ સેન્ચ્યુરી પૂરી થઈ ચોથીમાં પ્રવેશ કર્યો છે. પિપલોનમાં તેમની પ્રેરણાથી આયોજિત ૨૦૮ જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા, ૧૦૮ છોડનું ઉદ્યાપન ઐતિહાસિક રહ્યું છે. લક્ષ્મીને સાર્થક કરી સુકૃતમાં લાભ લેનાર દાનગંગાના વાહક શ્રીમાન રતનલાલ મગનલાલ દેસાઈ સૌરાષ્ટ્રની ધરતી પર છત્રાસાનગરમાં જન્મ પ્રાપ્ત કરનાર શ્રી મગનભાઈ દેસાઈ તથા માતુશ્રી મંગળા દેવીના લાડકવાયા રતનસમાં રતનલાલભાઈ વ્યાપાર્થે મહાનગરમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. વ્યાંપાર અર્થે દેશ-વિદેશમાં વ્યસ્ત રહેવા છતાં જીવનમાં ધાર્મિકતાને સદા મહત્વ આપ્યું છે. કલકત્તા-કેનીંગ સ્ટ્રીટ જૈન ગુજરાતી તપાગચ્છ સંઘના પ્રમુખપદે રહીને સંધની અનેક રીતે પ્રગતિ સાધી છે. ઉપરાંત ૐ શાંતિ ટ્રસ્ટ-પાલીતાણા, પૂર્વ ભારત શરાક જિણોદ્ધાર જૈનોદ્વાર સંઘ, વિમલનાથ જૈન મૂ. પૂ. સંઘ-દુર્ગાપુર, પદ્મજૈન ફાઉન્ડેશન અજીમગંજ આદિમાં અધ્યક્ષપણે સેવા આપી રહ્યા છે. સમવસરણ દહેરાસર- પાવાપુરી, પાર્શ્વનાથ જન્મસ્થાન-બનારસ, ઉવસગ્ગહેર તીર્થ-દુર્ગ, શ્રી વિમલનાથ સંઘ-રાયપુર, શ્રી ગોડીજી પાર્શ્વનાથ ટ્રસ્ટ કારવાન-હૈદ્રાબાદ, મહાવીર પૂરમ-રાજકોટ આદિમાં ટ્રસ્ટી તરીકેની અમૂલ્ય સેવા આપેલ છે. તેમના ધર્મપત્ની શ્રીમતી ઉર્મિલાબેન દેસાઈ, પુત્ર મલ્લીકભાઈ દેસાઈ તથા પુત્રી હેમાબેન ભણસાલી પોતાના પરિવારના સભ્યો છે. આ સભ્યો આદિ દ્વારા તેમની ધર્મભાવનામાં અને ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે. જિનવાણીના શ્રવણથી આ પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સર્વ્યય સદા કરતાં રહે છે અને જયાં પણ સુવર્ણ તક મળે ત્યાં સ્વતઃ પહોંચીને પણ લાભ લઈ રહ્યા છે. શ્રી રતનલાલ મગનલાલ દેસાઈ પરિવાર દ્વારા થયેલ સુકૃતો : કલકત્તાનગરમાં કેનીંગ સ્ટ્રીટમાં ભાઈ રોહિત સ્મૃતિ ભવનનું નિર્માણ, જિનેશ્વર સૂરીભવન ભવાનીપુરમાં જિનબિંબ ભરાવી પ્રભુ પ્રતિષ્ઠાનો લાભ. * સમેત શિખરજી તીર્થ ૫૨ શામળીયા પાર્શ્વનાથ મંદિરમાં પ્રભુ પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠાનો લાભ. ભોમિયાજી ભવન - શિખરજીમાં ભકતામર મંદિર તથા શાંતિનાથ મંદિરમાં પ્રતિષ્ઠાનો તથા તે દિવસે મોટી નવકારશીનો લાભ. * ઉવસગ્ગહંર તીર્થમાં પ્રભુ પ્રતિમા ભરાવવાનો અને પ્રતિષ્ઠાનો ખનન, શિલા સ્થાપન, ધર્મશાળા, હૉસ્પિટલ, દાદાવાડી આદિ અનેક કાર્યોમાં યોગદાન કરેલ. ** કુંડલપુર તીર્થમાં સુધર્મા સ્વામીજી પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠાનો લાભ તેમ જ અજીમગંજમાં પ્રભુ પ્રતિષ્ઠાનો લાભ. * બલિપુર બંગલોમાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી. મૂળનાયકશ્રી સંભવનાથ પ્રભુની પ્રતિષ્ઠા મુખ્ય શિલાન્યાસ કરેલ. દુર્ગાપુર (બંગાલ)માં મૂખ્ય જિનમંદિરમાં મુખ્ય શિલાન્યાસનો લાભ. * શત્રુંજય તીર્થ (પાલીતાણા) ઘેટી પગલા ૫૨ શ્રી ગૌતમ સ્વામી પ્રતિમા ભરાવી અને પ્રતિષ્ઠાનો લાભ. ૐ શાંતિ ભવનનો ભૂમિપૂજનનો લાભ મળેલ. * પાટણમાં મૂળનાયક ભરાવવાનો તથા મોટી નવકારશી લાભ. * કૈવલ્યધામ (રાયપુર), સુજાનપુર, કાલાકવા. અલવર, Page #878 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૨૯ ફાફરડીહ, રાયપુર, કારવાન, શાહ, આલોટ (મ.પ્ર.) નાકોડા, અવંતિ તીર્થ, દેવનહલ્લી આદિ અનેક સ્થળોએ મુખ્યશીલા અને શિલા સ્થાપનનો અમૂલ્ય લાભ મળેલ. * કુલપાકજી તીર્થમાં શ્રી સુધર્માસ્વામી પ્રતિષ્ઠા અને ભદ્રાવતી તીર્થમાં ધર્મશાળા નિર્માણનો લાભ મળેલ. * મડગાંવ (ગોવા), માંગડી રોડ – બેંગલોર, કાલાકુઆ, અલવર, શિવપુરી, શોકલીયા, ખીરીયા, આદિ સ્થળ ઉપર ઉપાશ્રય નિર્માણમાં મુખ્ય સહયોગ આપેલ. * ખીરીયા, શોકલીયામાં પ્રભુ પ્રતિષ્ઠાનો, સુજાનપુર, અલવરમાં ભકતામર મંદિરમાં એક દેરી નિર્માણ. * રાજકોટ, નગરી રાયપુર (મ.પ્ર.), નરસિંહ ગઢ, કલમનુરીમહા સરાકક્ષેત્રમાં મંદિરમાં પ્રભુ પ્રતિમા પરિકર ભરાવીને. * પેહરી (મ.પ્ર.) માં દાદાવાડી નિર્માણમાં સહયોગ અને ગુરુમૂર્તિ ભરાવવાનો લાભ. * શૌરીપુર તીર્થ પર ચ્યવન કલ્યાણક મંદિરમાં મૂળનાયક પ્રભુજી ભરાવવાનો લાભ * પૂ.આ.શ્રી રાજયશસૂરીજી મ.સા. સંપાદિત ભકતામર ગ્રંથમાં સહયોગ મદ્રાસ જૈન ફેરમાં પણ લાભ મળેલ. * પૂ.આ.શ્રી પાસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં ખટમંડ (નેપાલ) માં ગુરુવાણી ગ્રંથને ગુરુ મહારાજને સમર્પિત. * ઔરંગાબાદ – શિખરજી છ'રી પાલિત સંઘ, ધનબાદ - શિખરજી સંઘયાત્રામાં સંઘપતિ બનવાનો લાભ મળેલ. * જયપુર (રા.જ.) જવાહરનગરમાં મૂળનાયક પ્રભુ ભરાવવાનો. રાજગૃહીમાં પહાડપર મંદિરમાં પ્રભુ પ્રતિમા ભરાવવાનો લાભ મળેલ. * રાજકોટમાં પૂ. આ.શ્રી વારિષણસૂરિજી મ.સા.ની નિશ્રામાં ચૈત્રી ઓળીની આરાધના. નાગેશ્વર તીર્થમાં ૫૦૦ આરાધકોને ચૈત્રી ઓળી કરાવવાનો લાભ મળેલ. નાગેશ્વર તીર્થમાં પ્રાચીન મહાવીર પ્રભુની પ્રતિષ્ઠાનો. પાલીતાણામાં પૂ.આ.શ્રી વારિષેણસૂરિજી મ.સા.ના ચાલુ વર્ષના ચાતુર્માસમાં મૂખ્ય લાભ. ઉપધાનમાં, નવાણું યાત્રામાં, હિમત વિહાર અંજનશલાકા પ્રતિષ્ઠામાં (આ.શ્રી પ્રધુમ્નસૂરીજી મ.સા.ના શુભાશિષથી). * પૂ.આ.શ્રી અશોકચંદ્રસૂરિ આરાધના ભવનમાં તથા હિમત વિહાર પ્રતિષ્ઠામાં તેમજ લાઠી અંજનશલાકામાં મૂખ્ય સહયોગ પ્રાપ્ત થયેલ. * * * * * * ( શ્રી ગૌતમચંદજી ચોપડા પરિવાર-હૈદ્રાબાદ ) નિર્મળ મન તથા ધર્મ સંસ્કારોથી સુવાસિત વ્યકિતત્વ ધરાવનાર બિલાડાનગરના સુપુત્ર, બહુમુખી પ્રતિભાથી સંપન્ન શ્રી ગૌતમચંદજી ચોપડાનો જન્મ કોસાણી (રા.જ.)માં થયેલ. તેમના પિતાશ્રી ઈદરમલજી ચોપડા તથા માતુશ્રી સૌ. મીનાબાઈ ચોપડાના સુસંસ્કારોથી બાલ્યાવસ્થાથી જ જીવનમાં ધાર્મિકતાએ રંગ લાવ્યો. તેઓ વ્યવસાય હેતુ ગુન્ટર (એ.પી) હૈદ્રાબાદમાં આવી વસવાટ કર્યો. પોતાની પ્રતિભા અને કાર્ય સૂઝથી તેમણે વ્યાપારમાં અગ્રસ્થાન પ્રાપ્ત ક્યું. તેઓશ્રી નામ, કીર્તિ, યશ, બહુમાનથી કાયમ માટે દુર રહે છે. તેમના મનમાં એક જ ભાવના રહે છે કે, જયાં આગળ કોઈ પણ કાર્ય કરનાર ન હોય તે કાર્ય પૂર્ણ કરવામાં પોતાની લક્ષ્મીનો સદ્વ્યય કરવો. તેમની સરળતા અને સાદગી આજના યુવાનો માટે આદર્શરૂપ છે. તેઓશ્રી પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં નિયમિત પરમાત્માની પૂજા અને રાત્રિ ભોજનના ત્યાગનો નિયમ પાળે છે. તેમના દરેક કાર્યમાં તેમના ધર્મપત્ની સૌ. પુષ્પાબાઈનો સંપૂર્ણ સહકાર હોય છે. તેણી પણ એક ધર્મપરાયણ સુસંસ્કારી નારી છે. તેમના ભાઈશ્રી મહાવીરચંદજી તથા સુરેશચંદજી ચોપડાનો તેમને દરેક ધાર્મિક કાર્યમાં સંપૂર્ણ | દ Page #879 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન સહયોગ હોય છે. તેમને જોઈને રામ, લક્ષ્મણ અને ભરતની ત્રિપુટી બંધુઓની યાદ આવે છે. તેમણે સેધવા પિપલોન કલા, જલગાંવ, જામોદ તથા બિલાડામાં અંજનશલાકામાં મુખ્યરૂપે લાભ લીધો. ગુજુર, શિખરજી, સરાકના મંદિર બિલાડા, અમરાવતી, અલવર, સુજાલપુર, કામારેલી, ગોવા, નગરી, શિવપુરી, નાગેશ્વર તીર્થ, બાવરા, ખીરીયા, શોકલીયા, સેલૂ આદિ અનેક સ્થળોએ પ્રતિમાજી ભરાવી, પ્રભુ પ્રતિષ્ઠા, મંદિર, ઉપાશ્રય, ખનન, શિલાન્યાસ આદિનો અનુપમ લ્હાવો લીધો છે. તેમના હૃદયમાં માતૃભૂમિ બિલાડામાં શ્રીસુમતિનાથ ભગવાનના મંદિરનો જિર્ણોદ્ધાર કરાવવાની ઘણા સમયથી ભાવના હતી તેને પુર્ણ કરવામાં તન-મન-ધનથી સહયોગ આપી અલ્પ સમયમાં જ વિશાળ જૈન મંદિર તૈયાર થઈ ગયું જેની તા. ૬-૨-૬૮ ના પૂ. ગણિશ્રી મણિપ્રભસાગરજી મ.સા.ની શુભ નિશ્રામાં ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમણે નાગેશ્વર મહાતીર્થમાં ૫00 આરાધકોની મૈત્રી ઓળી, ૧૦0 તપસ્વીઓ દ્વારા અઠ્ઠમતપની આરાધના ધૂમધામપુર્વક કરાવી સાથે સાથે મક્ષીજીથી દેવાસનો પૂ.આ.શ્રી રાજતિલકસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘ કાઢી સંઘમાળ પહેરી. આવા વ્યકિતત્વ ધરાવનાર શ્રી ચોપડાજીનું પૂ.આ.શ્રી નવરત્નસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં પિપલોન નગરમાં આયોજિત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અભિવાદન સમારોહ યોજાયો હતો. શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે ભવિષ્યમાં તેમના હસ્તે અનેક શાસનના કાર્યો થાય એવી શુભકામના. ( ધર્માનુરાગી શ્રી પ્રકાશચંદ ચોપડા–બિલાડાવાળા (હૈદરાબાદ) ) નિર્મળ મન અને ધર્મ સંસ્કારોના સ્વામી, સુવાસિત વ્યકિતત્વ ધરાવતા શ્રીમાન રત્નચંદજી બિલાડાનગરના વતની છે. તેમના ધર્મપત્ની પરસીબાઈના સંસ્કારોથી સંચિત શ્રીમાન પ્રકાશચંદજી ચોપડાજી જેઓએ સ્વયં બળે વ્યાપારમાં પ્રગતિ કરીને ગુજુર-આંધ્ર-મુડા-વર ગામે વ્યાપારમાં સફળતા મળતા પ્રતિદિન પ્રભુપૂજા-જાપ સ્તોત્રપાઠ ઉત્સાહથી કરનારા પ્રકાશચંદજી ચોપડાને ધર્મપત્ની સૌ. કિરણબાઈએ ધર્મમાં ઉત્સાહ વધારીને સદા પ્રાપ્ત પૂણ્યની લક્ષ્મીને સદ્વ્યય કરવામાં સદા અગ્રેસર રહીને સરાક જાતિના શિખરજી પાસેના ૧0 નગરમાં જિનબિંબો ભરાવીને તેણે જિનભક્તિનો તથા બિલાડા પિપલોન નગરો માટે નરસિંદગા સુજાલપુર, અલવર, શવપુરી, પાશ્રીતાભા વિગેરે નગરોમાં જિનબિંબ ભરાવી જિનાલયોમાં પ્રભુ પ્રતિષ્ઠાઓનો લાભ પ્રાપ્ત કર્યો છે. તેમના અભિવાદનથી સંઘ ગૌરવ અનુભવે છે. ગૌતમચંદજી ચોપડા આપના પરિવારમાં વ્રત-નિયમની દઢતા સાથે માતુશ્રી મીનાબાઈ ચોપડા અને પિતાશ્રી ઇન્દરચંદજી ચોપડાના સંસ્કારોથી સારી એવી દાન ગંગા વહાવી છે. તેઓ નામ-કીર્તિયશ Page #880 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૩૧ બહુમાનથી દુર રહીને ધર્મપત્ની પુષ્પાબાઈની ભાવનાની પુર્ણતા કાજે આચાર્યશ્રી વારિષણસૂરિજી મ.સા.ની નિશ્રામાં જલગાંવ-નીમોહ-આદોની-સેદાવા-પાલીતાણા-લાઠી આદિ નગરોમાં અંજનશલાકા કરાવવામાં મુખ્ય લાભ લીધો છે. ગુન્ટુર-અમરાવતી સરાક જિનાલયો ગોવાનગરી-નાગેશ્વર તીર્થ-ખીરીયા શેલુ આદિ સ્થળોએ પ્રભુ પ્રતિમાઓ ભરાવાનો તથા પ્રતિષ્ઠા જિનાલય ઉપાશ્રયના ખનન શિલારોપણનો અનુપમ લાભ લીધો છે. નાગેશ્વર તીર્થમાં ૫૦૦ આરાધકોની આયંબિલ ઓળી ૧૦૮ અઠ્ઠમ તપ કરવા કે છ'રી પાલિત સંઘ કાઢીને આ.શ્રી રાજતિલકસૂરિજી મ.સા.ના કરકમલોથી સંઘમાળા પહેરી છે. શ્રી મનોજકુમારજી હરણની પ્રેરણા પામી પાલીતાણા-હિંમતવિહારમાં ચાતુર્માસ, ઉપધાન, નવ્વાણું યાત્રા, અંજનશલાકા પ્રતિષ્ઠા ઉત્સવના સદ્ભાગી બન્યા હતા. લાઠીનગર, ઉપલેટા નગરમાં આ.શ્રી વારિર્ષણસૂરિજી મ.સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા ઉત્સવ અભિનંદન કરતા સંઘે આનંદ અનુભવ્યો હતો. ત્રિસ્તુતિક સમાજસેવક શ્રી તગરાજ હીરાણી પરિવાર મરુધર ભૂમિના જાલોર જિલ્લાના ખેતડા ગામના મૂલ્યવાન શ્રાવક રત્ન હતા. પ્રાથમિક શિક્ષણ વતનમાં જ લીધું. જીવનના અનુભવોને આધારે તેમના વ્યક્તિત્વમાં અને વાતચીતમાં રાજસ્થાનના આશાશાન સ્પષ્ટ દૃષ્ટિગોચર થતાં હતા; સ્વભાવની સરળતા, રહેણી-કહેણીમાં બિલકુલ આડંબર નહીં. વ્યવહારમાં નિષ્કલંક અને નિર્મળતા. સમર્પણ, સંતોષ. સ્નેહ અને ત્યાગને લીધે સમગ્ર પરિવારના સઢ્યો સૌના પ્રીતિપાત્ર, જાહેરજીવનમાં-રાજકીયક્ષેત્રે જનસંઘમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું, તેમનો માનવતાવાદી દૃષ્ટિકોણ તથા વિચારો સર્વોદયી હતા. ભારતીય સંસ્કૃતિના પોષક હતા. ૧૯૬૩માં સુમેરપુરમાં જૈન પ્રગતિશીલ મંચની સ્થાપના થઈ તેના પોતે અધ્યક્ષ બન્યા. સુમેરપુરમાં જૈન મંદિરના ટ્રસ્ટી ઉપરાંત જીવદયા, ગૌશાળા, વૃદ્ધાશ્રમમાં મહત્વની સેવા બજાવી, પાલીતાણા સૌધર્મ જૈન ધર્મશાળામાં પણ તેમનું યોગદાન હતું કેટલોક સમય મહાવીર રાજેન્દ્ર જૈન શ્વેતાબંર મંદિરબેંગલોરના ટ્રસ્ટના મંત્રી હતા. અનેક તીર્થ સ્થાનોની યાત્રા કરી, પોતાની સંપત્તિનો ધર્મકાર્યોમાં સદ્ભય કર્યો. ત્રિસ્તુતિક સમાજની સેવા અને સંગઠન માટે ઘણો બધો શ્રમ અને પુરુષાર્થ કર્યો. કેટલાક સમય શાશ્વતધર્મ (માસીક પત્ર) નું સંપાદન કર્યું. દયા, કરુણા અને મમતાનો ત્રિવેણી સંગમ એટલે તગરાજ હીરાણી. રાજસ્થાનની સંખ્યાબંધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ઉપર બિરાજતા તેમનું ભારે મોટું યોગદાન અને તેમનું સમર્પિત જીવન અનેકોને પૂણ્ય સ્મરણ સાથે પ્રેરણાદાઈ બની ગયું તેમની ગુરુભક્તિ, તપોમય જીવન દૃષ્ટિ અજોડ હતા. તગરાજજી વ્યકિત નહી પરતું સંસ્થા હતા. સેવા-ત્યાગ અને સમર્પણની ભાવના સાથે ત્રિસ્તુતિક સમાજનું નેતૃત્વ સંભાવ્યું અને તેમણે કરેલા કાર્યોથી હીરાણી પરિવારને ઘણી મોટી યશકલગી પ્રાપ્ત થઈ. Page #881 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન ( અપૂર્વ શ્રદ્ધાળુ સોહનલાલ મલકચંદ પરિવાર) રાજસ્થાન-ગુજરાતની સરહદ પર આવેલા વાંકડિયા વડગામ નગરમાં શા મલકચંદ મગાજી મુણાણી નામક સંસ્કારી કુટુંબ વસતું હતું. તેમના ધર્મપત્નિ ભકુબેનમાં રહેલાં ધર્મસંસ્કારને કારણે ત્રણેય પુત્રોમાં ધર્મભાવના સહજ હતી. મોટા બન્ને પુત્રો નવલમલજી અને જવાનમલજી બાવ્રતધારી શ્રાવક બન્યા હતા. સૌથી નાના પુત્ર સોહનલાલ માતાની પ્રેરણાથી વિ. સં. ૧૯૯૭ની સાલે ૧૦-૧૧ વર્ષની ઉંમરમાં જ દીક્ષા લેવા ભાગી ગયા હતા. પણ તે કાળે દીક્ષા લેવી કપરી હતી. સ્વજનોએ તેમને પાછા પકડી લાવી મરુધરભૂમિમાં આવેલાં નાનકડા રાયપુર ગામમાં જન્મેલ રંગીલાબેન સાથે લગ્નબંધનથી બાંધ્યા. માતાના સંસ્કારના કારણે સોહનલાલભાઈમાં ગુણોનો વિકાસ પણ સારો થયેલો. પૂ.આ.ભ. શ્રી રામચન્દ્રસૂરિ મ.સા.ના પુણ્યપરિચયે શ્રદ્ધા પણ દઢ બનેલી. ધંધામાં ખોટું ક્યારેય ન કરતાં. કોક પાર્ટીએ માલ પચાવી પાડ્યો અને દેવું આવ્યું. બધાંએ સલાહ આપી કે એને ત્યાં ભૂખ્યા બેસીને પૈસા પાછા મેળવો છતાં એમણે તો પાર્ટી પ્રત્યે પણ ક્ષમાભાવ રાખી “મારા કર્મના ઉદયે આ બન્યું છે, તે મારે ભોગવવું જોઈએ, કર્મ વિના મારો વાળ પણ વાંકો કોઈ ન કરી શકે. કર્મના સિદ્ધાંત પ્રત્યે અવિહડ શ્રદ્ધાના પ્રભાવે એવી વ્યક્િતને પણ ક્ષમા આપી. પ્રેમસંબંધ ટકાવી રાખ્યો તો એ પાર્ટીએ લીધું હતું તેનાથી પણ વધારે બદલામાં આપ્યું. - નમ્રતા પણ એવી કે ધર્મનું કાર્ય કોઈ પણ બતાવે પછી નાનો હોય કે મોટો હોય, સંપત્તિવાળો હોય કે ગરીબ હોય, તો પણ પોતાના મોટાપણાનો એહસાસ રાખ્યા વગર દરેક કાર્ય સહજભાવે કરી આપતા. કણા પણ અજબ-ગજબની ગમે તે વ્યક્તિને પૈસાની કે કંઈપણ જરૂર હોય અને પોતાની સ્થિતિ સામાન્ય હોવા છતાં કોઈને કાંઈ આપ્યા વગર નહોતાં રહેતાં. પોતે જ્યાં આરાધના કરતાં હતાં તે મોતીશા લાલબાગ જૈન દેરાસર (મુંબઈ)ના સ્ટાફના માણસોને પણ જરૂર પડ્યે વગર વ્યાજે પૈસા આપતા. પાછા આવી જાય તો ઠીક પણ માંગવાના નહિ, એ તો દીક્ષા લીધી ત્યારે ઘરનાને ખબર પડી કે ૨૫ હજાર રૂપિયા દેરાસરના સ્ટાફને આપેલા છે. સંતોષ પણ એવો કે નાની ઉંમરમાં જ ૨૫OOO=00 રૂા.ની લિમિટનું પરિગ્રહ પરિમાણ લીધું હતું અને પૈસા વધવા લાગ્યા તો ઘર ખર્ચ જેટલી આવક ઊભી કરી કમાવવાનું બંધ કર્યું. વધારાના પૈસા બધાં ધર્મમાર્ગે ખર્ચી દીધા. નિયમને અકબંધ સાચવ્યો. ધર્મ પ્રત્યેનો પ્રેમ એવો કે દરરોજ સ્નાત્ર ભણાવે, પછી નોકરીએ જાય. આમ ટેકપૂર્વક જાળવેલા સ્નાત્રમાં આવતી પતિ “જો હોવે મુજશક્તિ ઇસી, સવિ જીવ કરું શાસનરસી” અને “દીક્ષા-કેવળને અભિલાષ” એ બે પંક્તિઓને ઉચ્ચારતી વખતનો ભાવોલ્લાસ એમને અધ્યાત્મના પંથે કર્યાયનો ક્યાંય ખેંચી ગયો. રંગીલાબેન સ્વભાવે કડક, હૈયે કરુણાલુ. કંદમૂળ કે રાત્રિભોજનનો પણ ત્યાગ નહિ, પૂજા કરતાં પણ શરમ આવે. ૧૪ વર્ષની ઉંમરે લગ્ન થયા. નાનપણથી જ હાર્ટના વાલ્વની બિમારીથી પીડિત, આર્થિક પરિસ્થિતિ પણ સામાન્ય. આર્થિક લાભ પ્રાપ્ત કરવા સોહનલાલભાઈ મુંબઈ ગયા. વિશિષ્ટ પુણ્યોદયે ધર્મરૂપી વૃક્ષ માટે | ફળદ્રુપ એવી લાલબાગ (મુંબઈ)ની ભૂમિ પ્રાપ્ત થઈ અને યોગાનુયોગ વિશિષ્ટધર્મપ્રભાવક શ્રીમદ્ Page #882 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ૮૩૩ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો સંગમ થયો. તેઓશ્રીના પ્રવચનથી ધર્મમાં શ્રદ્ધા દઢ બની. પણ શાંત અને સરળ પ્રકૃતિના હોવાથી કટુંબમાં ધર્મના સંસ્કાર સિંચવાનું એમના માટે કપરું કામ હતું. તેથી વિચાર્યું કે, “જો મારા ધર્મપત્નિ ધર્મને સમજે તો મારું કુટુંબ ધર્મ પામી શકે.” એ જ અરસામાં વિ. સં. ૨૦૨૧માં પૂજ્યશ્રીનું લાલબાગ ચાતુર્માસ થયું. સોહનલાલભાઈએ પોતાના કુટુંબને મુંબઈ લઈ આવ્યા. રંગીલાબેનને વિશેષ વાંચતાં કે લખતાં પણ ન આવડે. પણ જાણે ચમત્કાર સર્જાયો. પૂજ્યશ્રીના એક ચોમાસાના સરળ અને સચોટ ભાષામાં આપેલા પ્રવચનથી એમના હૈયાનું પરિવર્તન થઈ ગયું. હૈયામાં સંસારની જગ્યાએ ધર્મનો વાસ થઈ ગયો. જિનપૂજા-આવશ્યકક્રિયાદિનો તો નિત્યક્રમ થઈ ગયો. કંદમૂળ ઘરમાંથી નીકળી ગયું. અને પરણેલા હોવા છતાં પણ નવકારથી ભણવાનું ચાલુ કરી પંચપ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેનો પાઠશાળામાં જઈ અભ્યાસ કર્યો. સ્વયં તો રાત્રિભોજન ન કરે પણ સ્વજન કે સંબંધીઓને પણ રાત્રે ચા-પાણી ન પીવડાવે એવી મક્કમતા હતી. શારીરિક બિમારી અસહ્ય હોવા છતાં પણ રંગીલાબેને જે ધર્મ આરાધ્યો છે તે અપૂર્વ કોટિનો હતો. ૨૪ વર્ષની ઉંમરે ડોક્ટરે કહ્યું હતું કે, “વાલની ખરાબીને કારણે ૧૦-૧૨ વર્ષ પછી પથારીમાંથી ઉઠી નહિ શકે” ટુંકી જિંદગી છે એવું જણાતાં તપ-જપાદિ વિશેષ ચાલુ કર્યા. સંસારના વ્યવહારમાં શરીરને તકલીફ ન આપે પણ ધર્મ માટે શરીરને તકલીફ આપવામાં કાંઈ બાકી ન રાખ્યું. બે વર્ષીતપ, ઉપધાન તપ, ચત્તારિ-અદ્ભ-દસ-દોય, નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી, છેલ્લે વીશસ્થાનક તપની ઓળી ચાલુ હતી. બે માળના દાદરા ચડતાં પણ જેને વાલ્વના દર્દને કારણે શ્વાસ ચડે તેવા રંગીલાબેને એકાસણાથી વિધિપૂર્વક શ્રી શત્રુંજયગિરિરાજની ૯૯ યાત્રા કરીને તથા શ્રી સમેતશિખરજીની યાત્રા સાથે રાખેલી ડોળીમ બેસ્યા વિના બે વખત કરીને તો ડોક્ટરને પણ દંગ કરી દીધા. શ્રદ્ધા હોય ત્યાં ચમત્કાર થાય તે આનું નામ. એમણે તો વિશિષ્ટ ધર્મ આરાધ્યો. પણ સાથે-સાથે પોતાના સંતાનો માટે પણ ખૂબ પ્રયત્ન કર્યો. જ્યારે રંગીલબેને પોતાના પુત્રો પ્રત્યેની ભાવદયાથી ધર્મ કરાવ્યો. ભાવપૂર્વક સમ્યફજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. કોઈ દિવસ એમણે ખોટા કામમાં અનુજ્ઞા આપી નથી. છેવટે ના પાડી શકાય તેમ ન હોય તો મૌન સેવ્યું છે. પોતાનો સૌથી મોટો પુત્ર ધર્મ ન કરે. ઉંમર મોટી એટલે દબાણથી ધર્મ કરાવી શકાય નહિ. તેથી તે દિકરો ધર્મ કરતો થાય તે માટે પોતે જ વસ્તુઓનો ત્યાગ કરતાં. “પ્રજા નહિ કરે ત્યાં સુધી હું જમીશ નહિ'. માતા પ્રત્યેના પ્રેમની ખાતર પણ દીકરો ધર્મ કરતો. પરિણામ મોટો દીકરો-પ્રવિણભાઈના જીવનમાં ધર્મ પ્રવેશી ગયો. સંયમલેવાની તીવ્ર ભાવના હોવા છતાં શારીરિક પરિસ્થિતિને કારણે ન લઈ શકયા, પણ પોતાના સંતાનો ચારિત્ર પામે, તે માટે દરેકને સાધુ-સાધ્વીઓ પાસે ભણવા મૂકયા. પરિણામ દીકરીને સંયમ લેવાની ભાવના જાગી. બીજા સંતાનોને છેવટે સંયમના આસ્વાદ સ્વરૂપ સામાયિક કરવાની ફરજ પાડતા. પોતાના સંતાનો રોજ સામાયિક કરતાં થાય એ માટે બિમારીમાં અનિવાર્ય હોવા છતાં સર્વ ફુટનો ત્યાગ કરેલો હતો. એ ત્યાગમાં જ બીજા દિવસની સવાર પડતાં પહેલાં જ સ્વર્ગે સીધાવ્યા. એમના Page #883 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન જીવનનો (નશ્વર દેહનો) ત્યાગ માત્ર સામાયિક નહિ પણ સંતાનોને સંયમમાર્ગ સુધી લઈ ગયો. રંગીલાબેનના કાળ પછી તેમને સૌથી નાની દીકરી મમતાબેને સંયમમાર્ગે જવાનો નિર્ણય કર્યો અને સોહનલાલભાઈની નાનપણથી જ હૈયામાં ધરબાયેલી સંયમ લેવાની ભાવના પ્રબળ બની. મમતાબેનનું મુહૂર્ત લેવાનું હતું. એ દિવસે પ. પૂ. પરમોપકારી આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વજી મહારાજાને ઘેર પધારવા માટે સોહનલાલભાઈના બીજા દીકરા દિનેશભાઈ વિનંતી કરવા ગયા. પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયત હોવા છતાં તુરત જ વિનંતીનો સ્વીકાર કરી ઘેર પધાર્યા. વિનંતી વખતના પૂજ્યશ્રીના ઉદ્ગારો હતાં. “આ બધાં રત્નો છે એક પણ સંસારમાં રહેવાના નથી. માટે એમને ત્યાં જવાનું છે.” આ વચનો ટુંકા ગાળામાં જ સાચા પડતાં દેખાયાં. પૂજ્યશ્રી ઘેર પધાર્યા ત્યારે સોહનલાલ ભાઈએ પોતાના હૈયાની વાત કરી. “પૂજ્યશ્રી! મારા મોટા બન્ને પુત્રો સંસારમાં પડી ગયા છે. આ સૌથી નાનો નીતિન બાકી છે. મારી ઉંમર મોટી થઈ છે. તેથી આપશ્રીજી એવા આશીર્વાદ આપો કે જેથી એને સંયમ લેવાની ભાવના થાય. તો હું પણ છેલ્લે-છેલ્લે સંયમ પામી શકું” પૂજ્યશ્રીએ વાસક્ષેપ નાખ્યો અને જાણે ચમત્કાર સર્જાયો... “સાચા હૈયાથી (નિ:સ્વાર્થભાવે) દેવ-ગુરુ પાસે કરેલી માગણી તત્કાળ ફળે છે.” પૂ. સા.શ્રી હિતરક્ષાશ્રીજી મ. પૂ.સા.શ્રી પ્રશમરક્ષાશ્રીજી મ. માત્ર મહિનામાં જ-વર્ષ પહેલાં જ બી.કોમ. તથા સી.એ.ની ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરીને જેણે એરકન્ડીશન ઓફિસ શરૂ કરી હતી. તેવા નીતિનભાઈએ એક દિવસ પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળીને ઘેર આવીને ૧૦-૩૦ કલાકે પ્રથમ વાર જ દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી. આ વાત મોટાભાઈએ પિતાજીને કરી અને ૧૧-૩૦ કલાકે તો ગુરુ ભગવંત પાસે મુહૂર્ત કઢાવવા ગયા. ભાઈઓની પણ ધર્મ પ્રત્યેની કેવી લાગણી કે પ્રતિકૂળ સંયોગોમાં પણ તુરત દીક્ષા લેવાની રજા આપી દીધી. અને મમતાબેને લીધેલા મુહૂર્ત જ વિ. સ. ૨૦૪૪માં સોહનલાલભાઈ (ઉ. વ. ૧૮), દીકરો નીતિનકુમાર (ઉ. વ. ૨૩) અને દીકરી મમતાબેન (ઉં. વ. ૧૮)ની દીક્ષા થઈ ગઈ. તેઓના પગલે-પગલે પ્રવિણભાઈએ પણ પોતાનો એકનો એક દીકરો અમિષકુમાર અને દીકરી પ્રિયમબેનને ગુરુ ભગવંત પાસે અભ્યાસાર્થે મોકલ્યા. નાનપણથી જ જેઓને દીક્ષા લેવાના જ સંસ્કાર આપ્યા. એક વખત પાંચેક વર્ષની ઉંમર હશે અને આ નાના અમિષબાળને રાત્રે ચાર ડીગ્રી તાવ આવ્યો Page #884 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૩૫ ત્યારે મક્કમતાપૂર્વક બાળ કહે કે ‘‘આપણાથી રાત્રે દવા ન લેવાય.’' અને ન જ લીધી. તાવ ઉતરી ગયો. બન્ને નાના ભાઈ-વ્હેન અભ્યાસ કરી વિ. સ. ૨૦૪૯ની સાલમાં અમિષ (ઉ. વ. ૧૧), પ્રિયમે (ઉ. વ. ૧૦) દીક્ષા લીધી. હજુ પણ પરિવારની એ જ ભાવના છે કે સૌ સંયમમાર્ગે વળે. ધન્ય છે આવા મા-બાપને જેમણે પોતાના એકના એક દીકરાને સંયમ આપ્યું. ધન્ય છે આવા પરિવારને! જેના હૈયામાં ધર્મ પ્રત્યેની આવી અવિહડ શ્રદ્ધા છે, ધર્મ પ્રત્યેનો પ્રેમ છે. આજે એ પરિવારના પાંચેય આત્માઓ પૂ. પં. શ્રી સંયમરતિવિજયજીગણિ, પૂ. પં. શ્રી યોગતિલકવિજયજીગણિ, પૂ. મુ.શ્રી આર્યતિલકવિજયજી મ.સા.,સા.શ્રી હિતરક્ષાશ્રીજી મ., સા.શ્રી પ્રશમરક્ષાશ્રીજી મ.ના નામે સંયમજીવનની સુંદર આરાધના કરી રહ્યા છે. શાસનદેવ આ પિરવારને સહાય કરે એવી પ્રાર્થના.’’ દાઠાવાળા પરિવારે સાતમાંથી છ સભ્યો શાસનને સમર્પિત કર્યા તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની પંચતીર્થીમાં આવેલું, ચાંદીની કટારીઓ અને કાચની સુંદર કલાકૃતિથી સુશોભિત શ્રી શાંતિનાથ ભગવાનનું જ્યાં ભવ્ય જિનાલય છે એવા દાઠાતીર્થ ગામમાં જન્મ લઈને વ્યવસાય અર્થે ભોગી ભાઈ શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિદાદાની દીક્ષા વડે તથા વૃદ્ધિચંદજી મ.સા.ના વિચરણ વડે પાવન થયેલી ભૂમિ ભાવનગર આવ્યા ત્યારબાદ મનુષ્યજન્મની સફળતા ચારિત્રમાં જ છે એવું બી. કોમ. ભણેલા મોટા પુત્રને તથા નાના પુત્રને રાજેશને તથા પુત્રી પ્રતિભાકુમારીને સમજાવીને સંયમના માર્ગે વાળ્યા પછી સ્વયં ધંધામાંથી નિવૃત્તિ લઈ દીક્ષાની ટ્રેઈનીંગ લઈને નાની દીકરી હર્ષાકુમારી તથા પત્ની ગુણવંતીબહેન સાથે ત્રણેએ દીક્ષા અંગીકાર કરી જ્યારે પુત્ર વિક્રમભાઈએ શ્રાવકધર્મ અપનાવ્યો, છએ પુણ્યાત્માઓ ક્રમશઃ ૫. પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ના શિષ્ય (૧) પૂ. મુનિશ્રી રત્નવિજયજી મ.સા. (૨) પૂ. જિવેશરત્નવિજયજી મ.સા. (૩) પૂ. ભાગ્યેશરત્નવિજયજી મ.સા. (૪) પ્રવર્તિની સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મ.ના. શિષ્યા સા. પ્રમોદરેખાશ્રીજી (૫) પૂ. સા. ગીર્વાણરેખાશ્રીજી (૬) પૂ. સા. હિતજ્ઞરેખાશ્રીજી મ. ભાવનગરમાં વિ. સં. ૨૦૫૫ના ચાતુર્માસમાં પધારી ધાર્મિક શિબિરો, અનુષ્ઠાનો કરાવવાપૂર્વક સુંદર આરાધનાઓ કરાવી છે. શાસનદેવ તેમને દીર્ઘ આયુ બક્ષે એ જ અભ્યર્થના. Page #885 -------------------------------------------------------------------------- ________________ - સ્મૃતિ - શ્રદ્ધાંજલિ તથા ગુણાનુમોદના શ્રી કંચનબેન શાંતિલાલ શાહ - બેંગ્લોરના તા. ૨૭/૧૨/૮૩ બુધવાર વિ.સં. ૨૦૩૯ ના રોજ સમાધિમય સ્વર્ગવાસ નિમિત્તે (ઉમ્ર વર્ષ ૫૧) અંજુબેન - અમિતભાઈ શાહ - બેંગ્લોર તરફથી શ્રદ્ધાંજલિ માતા - પિતાતા ઋણ તે તો ફેડયા ફેડાશે નહિ, ફક્ત શ્રદ્ધાંજલિઓ અને આંસુઓ પાડી છૂટાશે નહિ. ગુણો પૂર્વજોતા જો ગ્રહણ કરીએ તો જ થશે સુપ્રગતિ, ગુણાનુરાગને ગુણાતુવાદથી ટકી રહેશે સંસ્કૃતિ. શ્રી લક્ષ્મીચંદભાઈ એમ. સંઘવી - બેંગ્લોરના તા. ૨૭/૨/૦૯ શનિવાર વિ.સં. ૨૦૧૫ ના રોજ સમાધિપૂર્ણ સ્વર્ગવાસ નિમિત્તે (ઉમ્ર વર્ષ દ૯) રાજેશકુમાર તથા પ્રકાશ એલ. સંઘવી -પરિવાર બેંગ્લોર તરફથી શ્રદ્ધાંજલિ. Page #886 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૩૭ વિવિધ ક્ષેત્રના 'વર્તમાનકાલીન જૈન અગ્રેસરો --- શ્રી મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા કર્ણાવતી નગરીનો જૈન સમાજ જેનું ગૌરવપૂર્વક નામ લઈ શકે તેવી બે સંસ્થાઓ શ્રી મહાવીર શ્રુતિમંડળ અને શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળે છેલ્લાં ઘણાં વર્ષોથી માનવસેવા, કેળવણી, સાધર્મિક ભક્તિ, જીવદયા અને તીર્થયાત્રાના ક્ષેત્રે અનન્ય અને અદ્ભુત કાર્ય કરી ચોગરદમ સેવાની સુવાસ ફેલાવી છે. આ બને સંસ્થાઓને સમૃદ્ધ અને સુદઢ બનાવવામાં કર્ણાવતીના ઘણા મહાનુભાવો સતત કાર્યરત રહ્યા છે તેમાંના કેટલાક શ્રેષ્ઠીરત્નોનો પરિચય શ્રી મહેન્દ્રભાઈ ગોળવાળા દ્વારા અત્રે રજૂ થાય છે. શ્રી મહેન્દ્રભાઈ મહાવીર સ્મૃતિમંડળના સંનિષ્ઠ અને સેવાભાવી કાર્યકર છે. નાનપણથી જ તેમના માતુશ્રી હીરાબેન તરફથી ધાર્મિક સંસ્કારવારસો મળ્યો છે. તેઓ સંગીત, સાહિત્ય, ચિત્રકળા વગેરેનો શોખ ઘરાવે છે. - રાજનગરની શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સિવાયની ભાગ્યે જ એવી કોઈ સંસ્થા હશે કે જેની પાસે ભારતના મુખ્ય જૈન તીર્થોનાં દર્શન કરાવતી શિલ્પસ્થાપત્ય ચિત્રશાળા હોય, જૈનમૂર્તિઓ અને જ્ઞાનભંડાર વગેરેની વિપુલ સામગ્રી હોય, આરોગ્યના ક્ષેત્રે માંદાની માવજતનાં સાધનો હોય, જેનપરિવારના બાળકોને ઘાર્મિક સંસ્કારો આપતી પાઠશાખાઓ હોય, બહેનો માટે સંગીતના ક્લાસો હોય. આ સંસ્થાને સમૃદ્ધ બનાવવામાં સહયોગી બનનાર ભાગ્યશાળીઓ ખરેખર અભિનંદનના અધિકારી બને છે. પાલડી પાસે તથા વિકાસગૃહ રોડ ઉપર શિખર એપાર્ટમેન્ટમાં ચાલતી આ સંસ્થાની સુંદર પ્રવૃત્તિઓના સફળ સંચાલન માટે કર્મઠ કાર્યકર્તા શ્રી મહેન્દ્રભાઈ ગોળવાળા પણ એટલા જ અભિનંદનને પાત્ર બને છે. સંસ્થાએ જૈન તીર્થોના દર્શન કરાવતી બાવીશ વીડીઓ કેસેટોનું અને પુસ્તકનું યશસ્વી પ્રકાશન કર્યું. તેમાં જૈનશાસન પરત્વેની નિષ્ઠા અને સંઘભક્તિનું દર્શન થાય છે. અને સંસ્થા દ્વારા જે ધર્મપ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમાં પણ અનેક પ્રકારની શક્તિઓનો સંયોગ ઉભો થયો છે. અને તેથી જ સમય જતાં આ સંસ્થા ધર્મસંસ્કારનું વટવૃક્ષ બની અનેક પરિવારોને શિતલતા બક્ષવાનું ભગીરથ કાર્ય કરશે એવી શ્રત છે, દર ---સંપાદક 3. Page #887 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન | શ્રી અરવિંદભાઈ પનાલાલ શેઠ સમગ્ર દેશમાં ગુજરાતની મહાજન પરંપરા વિરલ ગણાય છે. અને એ પરંપરામાં ગુઘાતના શ્રેષ્ઠિઓએ પોતાની પ્રતિભા અને પ્રમાણિકતાથી આગવું પ્રદાન કર્યું છે. શ્રી અરવિંદભાઈ પનાલાલ આવી ઉત્તમ અને ઉમદા પરંપરાના યોગ્ય ધારક છે અને તેમના દ્વારા અનેકવિધ ધર્મકાર્યો થયાં છે. ૧૯૧૮ની છઠ્ઠી ઓગસ્ટે ગુજરાતના ગૌરવશાળી કુટુંબમાં શ્રી અરવિંદભાઈનો જન્મ થયો. શેઠ હઠીસિંહ કેસરીસિંહ અને હરકુંવર શેઠાણીના જેવી સમર્થ વ્યક્તિઓના એ પ્રપૌત્ર થાય. શ્રેષ્ઠીવર્ય હઠીસિંહ કેસરીસિંહે અમદાવાદમાં હઠીભાઈની વાડી તેમ જ અન્ય પાંચ જિનાલયોનું નિર્માણ કર્યું, એ પછી એમનાં પત્ની હરકુંવર શેઠાણીએ ગુજરાતની નારીની બાહોશી, કાર્યદક્ષતા અને તેજસ્વિતાનો પરિચય આપ્યો. આ હરકુંવર શેઠાણીએ અમદાવાદના ઉત્કૃષ્ટ જિનાલય હઠીભાઈની વાડીના અનુપમ અને કલામય જૈન દેરાસરનું નિર્માણ-કાર્ય પૂર્ણ કર્યું. જેમની પૂજાઓ આજે પણ સમગ્ર સમાજના કંઠે વસે છે તેવા પૂ. શ્રી વીરવિજયજી મહારાજની નિશ્રામાં હરકુંવર શેઠાણીએ અમદાવાદથી શ્રી સમેતશિખર મહાતીર્થનો છ'રી પાળતો સંઘ કાઢીને નૂતન ઇતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત તેઓએ અમદાવાદથી શ્રી શત્રુંજય તીર્થનો પણ સંઘ કાઢ્યો હતો. એમણે વિદ્યાક્ષેત્રે અમદાવાદમાં પ્રથમ મ્યુનિસિપલ સ્કૂલ બનાવવામાં અને માનવસેવાના ક્ષેત્રે અમદાવાદની સિવિલ હોસ્પિટલના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન કર્યું. એમની આવી યશસ્વી અને બહુવિધ સેવાઓ જોઈને રાણી વિક્ટોરીયાએ “નેક નામદાર સખાવતે બહાદુર'નો ખિતાબ અને મેડલ આપ્યો હતો. - શ્રી અરવિંદભાઈના પિતા શ્રી પનાલાલ ઉમાભાઈ શેઠ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. તેઓ એવું કડકડાટ સંસ્કૃત બોલી શકતા હતા કે એમની સંસ્કૃત-વાણી સાંભળીને સહુ કોઈ આનંદવિભોર બની જતા હતા. શ્રી શત્રુંજય તીર્થના આગમ મંદિરની તથા નવરંગપુરા જૈન દેરાસરની શિલા સ્થાપનવિધિ એમના શુભહસ્તે થઈ હતી. તેઓ શ્રી જીવદયા મંડળી (મુંબઈ)ના અમદાવાદના સ્થાપક પ્રમુખ બન્યા હતા. એમની જીવદયા, અનુકંપા અને જ્ઞાન પ્રસારની ભાવના શ્રી અરવિંદભાઈને વારસામાં મળી. શ્રી અરવિંદભાઈનાં માતા મહાલક્ષ્મીબહેન અત્યંત ધાર્મિક મનોવૃત્તિવાળા હતાં. પર્વોમાં તો એમની તપશ્ચર્યા ચાલતી, પરંતુ અન્ય દિવસોમાં પણ વિવિધ તપશ્ચર્યાઓ ચાલ્યા કરતી હતી. શ્રી અરવિંદભાઈના નાના છોટુભાઈ લલ્લુભાઈ ઝવેરી વિદ્યાશાળાની ધર્મપ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહેતા હતા અને શ્રી અરવિંદભાઈને ધર્મપ્રવૃત્તિના પ્રારંભિક સંસ્કાર એમની પાસેથી મળ્યા. શ્રી અરવિંદભાઈના લગ્ન શ્રી શેરિસા તીર્થનું નિર્માણ કરનાર શ્રી સારાભાઈ ડાહ્યાભાઈનાં સુશીલ અને ધર્મપરાયણ પુત્રી પદ્માબહેન સાથે ૧૯૪૧ ની બીજી ફેબ્રુઆરીએ થયા. તીર્થોના સુચારૂ વહીવટના અનુભવમાં શ્રી અરવિંદભાઈને શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળ્યું હતું અને એ જ રીતે તીર્થોના વિકાસ-વિસ્તાર અને જીર્ણોદ્ધાર અંગે કઈ રીતે આયોજન કરવું--એ બધી બાબતોનો મૂલ્યવાન અનુભવ પણ શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ પાસેથી પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થયો હતો. તેમ જ પ. પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજી મ. પાસેથી દેરાસરનો વ્યવસ્થિત વહીવટ કઈ રીતે કરવો તેની ઊંડી સમજ મળી હતી અને જીર્ણોદ્ધારના કાર્યમાં પણ મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અરવિંદભાઈએ ગંધાર તીર્થનો જીર્ણોદ્ધાર પૂરો કરાવ્યો અને Page #888 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૮૩૯ તેઓની આજ્ઞાથી હસ્તગિરિ તીર્થના કાર્યમાં ઊંડો રસ લીધો અને જ્યાં આવશ્યકતા થઈ ત્યાં આ ] તીર્થનિર્માણમાં શ્રી કાંતિભાઈ ઝવેરીને સાથ પૂરો પાડ્યો. આજથી ચાલીસ વર્ષ પહેલાં પોતાના મામા જીવણલાલ છોટાલાલ સંઘવીની સાથે રહીને માતર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અમદાવાદના લાવણ્ય સોસાયટીના જિનાલયના નિર્માણમાં એમનો અપૂર્વ સહયોગ મળ્યો. બનારસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક સ્થળે નિર્મિત જિનાલયમાં અને દક્ષિણ ભારતના શ્રી કુલપાકજી તીર્થના જિનાલયના જીર્ણોદ્ધારમાં સક્રિય ફાળો આપ્યો. આવી રીતે રાંતેજનું શ્રી બાવન જિનાલયનું કાર્ય એમના સાથને પરિણામે શક્ય બન્યું. દિલ્હી-હસ્તિનાપુર પાસે નિર્માણ થઈ રહેલા અષ્ટાપદજીના મંદિરની શિલા સ્થાપનવિધિ શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની સાથે રહીને કરી હતી. મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં ચંદનબાલાનું સફેદ આરસનું જિનાલય એમની દેખરેખ હેઠળ તૈયાર થયું. આમ ભારતનાં ઘણાં જિનાલયના નિર્માણમાં શ્રી અરવિંદભાઈએ તન, મન, અને ધનથી સહયોગ આપ્યો છે. ભારતના દોઢસોથી વધુ તીર્થો કે જિનાલયોના જીર્ણોદ્ધાર અંગે તેઓએ માર્ગદર્શન અને સહયોગ આપ્યાં છે. - ઈ. સ. ૧૯૭૪માં અમદાવાદથી શ્રી શેરિસા તીર્થ, શ્રી વામજ તીર્થ, શ્રી ભોયણી તીર્થ અને શ્રી શંખેશ્વર તીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો. શ્રી ભોયણી તીર્થમાં માતુશ્રી મહાલક્ષ્મીબેનના શ્રેયાર્થે ઉપધાન તપની આરાધના કરાવી. તેઓ શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસર (અમદાવાદ : ફતાસા પોળ), શ્રી શ્રેયાંસનાથ જૈન દેરાસર (અમદાવાદ : ફતાસા પોળ), ડહેલાનો ઉપાશ્રય, શ્રી ગંધાર જૈન ટ્રસ્ટ (ગંધાર), શેઠાણી હરકુંવરબા સરકારી ઉપાશ્રય (અમદાવાદ), શ્રી સરસ્વતીબેન જૈન પાઠશાળા ટ્રસ્ટ (અમદાવાદ), શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસર (રામજીમંદિર પોળ : અમદાવાદ), શ્રી હરિપુરા સુમતિનાથજી ટ્રસ્ટ (હરિપુરા) જેવી સંસ્થાઓના અને વિશેષ કરી શ્રી શંખેશ્વર તીર્થના પ્રમુખપદે સ્તુત્ય કામગીરી બજાવે છે. ભારતમાંથી વિદેશમાં ગયેલા જૈનો પોતાની ધર્મસંસ્કૃતિ સાથે લઈને પરદેશ ગયા હતા. આ જૈનોએ એમના જૈન સેન્ટરો દ્વારા ધર્મ આરાધના માટે દેરાસરો તૈયાર કર્યો. અમેરિકાના હ્યુસ્ટન, લોસ એજલિસ અને ડેટ્રોઈટ જેવા શહેરોમાં નિર્મિત થયેલાં જિનમંદિરોમાં શ્રી અરવિંદભાઈ પનાલાલની પ્રેરણા, માર્ગદર્શન અને સાથ નોંધપાત્ર બની રહ્યા. આમાં પણ અમેરિકામાં જમીન ખરીદીને સર્વપ્રથમ તૈયાર થયેલા લોસ એંજલિસના જિનાલયમાં તેઓએ પોતે પ્રભુજીની પ્રતિમાઓ મોકલી હતી. શ્રી અરવિંદભાઈ એમના અપાર ઉત્સાહ અને કાર્યશક્તિના બળે અનેક સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. તેઓ શ્રી શંખેશ્વર તીર્થ, શ્રી ભોયણીજી તીર્થ, શ્રી જેસલમેર તીર્થ, કરેડા પાર્શ્વનાથ દેરાસર, કલોલ જૈન દેરાસર, હસ્તગિરિ જૈન દેરાસર ટ્રસ્ટ, વર્ધમાન તપ આયંબિલ સંસ્થા અને પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. શ્રી દીપચંદભાઈ ગાર્ડી દાનવીર છતાં નમ્ર, જ્ઞાની અને સૌજન્યશીલ એવા શ્રી દીપચંદભાઈ ગાર્ડી બાર. એટ. લો. થયા છે. પરંતુ આજે એમનું જીવન લોકસેવા અને મૂંગા પ્રાણીઓની સેવામાં એમણે સમર્પી દીધું છે. બાર વર્ષની ઉંમરે પોતાના કુળદેવતા શ્રી માંડવરાયના દર્શન કરવા મૂળી ગયા હતા અને ત્યારે એમણે Page #889 -------------------------------------------------------------------------- ________________ ૮૪o 7 [ જૈન પ્રતિભાદર્શન પ્રસન્નતા સાથે એવી પ્રાર્થના કરી હતી કે હું રોજના એક હજાર રૂપિયા દાનમાં આપી શકું એવી સ્થિતિ મને આપજો. આજે તો રોજના આનાથી | ઘણા વધારે રૂપિયા સખાવતમાં આપી રહ્યા છે. તેમ છતાં પોતાની જાતને દાનવીર કે ધનેશ્વરી કહેવાને બદલે માંડવરાય દાદાનો મુનિમ છું એમ કહે છે. જાહેર જીવનમાં પ્રારંભથી જ રસ લેતા અને શૈક્ષણિક તેમ જ | સામાજિક સંસ્થાઓમાં સતત ફાળો આપતા રહ્યા છે. અનેક સ્કૂલો, | ગૌશાળા, પાંજરાપોળ, મેડીકલ કેમ્પસ અને પ્રસુતિગ્રહો એમની આર્થિક | સહાયથી આજે આકાર લઈ રહ્યા છે. શ્રી દીપચંદ એસ. ગાર્લી ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી દીપચંદ એસ. ગાર્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા તેઓની અનેક પ્રવૃત્તિઓ છે. ૧૯૭૨માં તેઓ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ૨૨મા અધિવેશનમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. એ પછી ૧૯૭૯માં દિલ્હીમાં થયેલા ૨૩મા અધિવેશનમાં પણ પ્રમુખ તરીકે ચૂંટાયા અને આજે પણ તેઓ આ કામગીરી બજાવી રહ્યા છે કેટલાંક વર્ષ અગાઉ મુંબઈમાં ભારત જૈન મહામંડળનું અધિવેશન ભરાયું, ત્યારે તેના અધ્યક્ષ તરીકે શ્રી દીપચંદભાઈ ગાર્ડીની વરણી થઈ હતી. આજે તેઓ માનવસેવાનું કાર્ય તો કરે જ છે, પણ જીવમાત્રની સેવા કઈ રીતે થઈ શકે તેને માટે હાલમાં ગુજરાત અને ભવિષ્યમાં સમગ્ર દેશની ગૌશાળા અને પાંજરાપોળનું ફેડરેશન રચી મૂંગા પ્રાણીઓની સેવા કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તેઓશ્રી માને છે કે પશુ-પક્ષીને દાણા નાંખવામાં અને ખવડાવવામાં મોટું પુણ્ય છે. જૈન ધર્મની સંસ્થાઓ તેમ જ જૈનેતર સંસ્થાઓને પણ તેઓના દાનનો લાભ વખતોવખત મળ્યો છે. માનવસેવાનાં કાર્યોમાં તેઓ ઊંડો રસ ધરાવે છે. આશરે ૮૦ વર્ષની ઉંમરે નિરોગી શરીર સાથે તેઓશ્રી યુવાનની માફક કાર્ય કરી રહ્યા છે. જૈન સમાજના કોઈપણ અગત્યના કામમાં તેઓ તત્પર સેવા આપી રહ્યા છે. શ્રી યુ. એન. મહેતા તથા શ્રીમતી શારદાબેન મહેતા સામાન્ય રીતે વ્યક્તિનું જીવન આસપાસના અનુકૂળ સંજોગોને પરિણામે ઘડાતું હોય છે. કેટલીક વ્યક્તિ કપરા સંજોગોનો સામનો કરીને પણ આગળ વધે છે. આવી વ્યક્તિઓમાં એક તે સાહસિક ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતા છે. શ્રી યુ. એન. મહેતાને માત્ર “સાહસિક ઉદ્યોગવીર' તરીકે જ ઓળખાવી શકાય નહિ, બલ્લે તેઓ સાચા અર્થમાં “સાહસિક જીવનવીર” છે. આનું કારણ એ કે એમણે જીવનમાં એક નહિ પણ અનેક અવરોધોનો સામનો કરીને અસાધારણ સિદ્ધિ મેળવી છે. શ્રી યુ. એન. મહેતા-ઉત્તમલાલ એન. મહેતાનો જન્મ ૧૯૨૪ની ૧૪મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામમાં થયો. માતા કંકુબેન અને પિતા નાથાભાઈ પાસેથી ધર્મના સંસ્કાર મળ્યા. પાલનપુરમાં હાઇસ્કૂલનો અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ અર્થે મુંબઈ ગયા. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન કોલેજમાં ભણ્યા. બી. એસ. સી. થયા પછી | ૧૯૪૫થી ૧૯૫૮ સુધી અમદાવાદમાં વિખ્યાત દવા બનાવનારી કંપની “મેસર્સ સેન્ડોઝ લિમિટેડની Page #890 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૪૧ શાખામાં કામ કર્યું. ૧૯૫૯માં “ટ્રિનિટી લેબોરેટરીઝ' નામે પોતાની સ્વતંત્ર દવા કંપની શરૂ કરી. ૧૯૭૬માં એમણે “ટોરન્ટ લેબોરેટરીઝ”ની સ્થાપના કરી. “ટોરેન્ટ” એટલે “ધોધ, હકીકતમાં શ્રી યુ. એન. મહેતાની રાહબરી હેઠળ જુદા જુદા પ્રકારની દવાઓ અને તેના અવિરત વિકાસનો એક ધોધ શરૂ થયો. માનસિક રોગોની દુનિયામાં “ટોરેન્ટનું નામ સર્વત્ર છવાઈ ગયું. એમણે રોગોની ઉપચાર પદ્ધતિમાં નવી ક્રાંતિ કરી અને આ વિશિષ્ટ ક્ષેત્રમાં યાદગાર સિદ્ધિ મેળવી. જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જ્વલંત ઇતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળ-તેજપાળ તથા મહારાજા કુમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા વહેવડાવી હતી. એમના આ શુભકાર્યોમાં એમની પત્ની શ્રીમતી શારદાબેન મહેતાનો હંમેશા સબળ સાથ મળતો રહ્યો છે. આજે તો “ટોરન્ટ લેબોરેટરીઝ' એક વિશાળ વડલા જેવી બની ગઈ છે. આ વ્યવસાયમાં શ્રી યુ. એન. મહેતાના બાહોશ અને વિનયશીલ પુત્રો શ્રી સુધીર મહેતા અને શ્રી સમીર મહેતાના આવતા, કંપનીના વિદેશ વ્યાપારની ઘણી નવી ક્ષિતિજો ઉઘડી ગઈ. આજે જગતના મોટા ભાગના દેશોમાં ટોરેન્ટ લેબોરેટરીઝની દવાઓ નિકાસ થાય છે. અનેકવિધ ઉદ્યોગોમાં, અપૂર્વ સિદ્ધિ મેળવનાર, “ટોરેન્ટ’ ગ્રુપના ચેરમેન તરીકે શ્રી યુ. એન. મહેતા આજે વિશ્વભરમાં નામના ધરાવે છે. એમણે માત્ર સંપત્તિ એકત્રિત કરી નથી, બલ્ક એ સંપત્તિનો પ્રવાહ જનકલ્યાણકના માર્ગે વહેવડાવ્યો છે. માનવસેવાનું કોઈપણ ક્ષેત્ર એવું નહિ હોય, કે જ્યાં એમની દાનગંગાનો પ્રવાહ પહોંચ્યો ન હોય. છાપીમાં આવેલી સ્કૂલમાં એમણે ઉદાર સખાવત કરી છે. તેઓની આગેવાની હેઠળ શાંતિચંદ્ર સેવા સમાજે અનેક લોકકલ્યાણનાં કાર્યો કર્યા. શ્રી ભારત જૈન મહામંડળના અધ્યક્ષ તરીકે એમણે સમાજની એકતા માટે ભગીરથ પ્રયત્ન કર્યો. તેઓશ્રી આજે અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શ્રી યુ. એન. મહેતા શ્રી મહાવીર શ્રુતિ મંડળ અને શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ચેરમેનપદે છે. તેમનાં મોટી રકમના દાનથી સંસ્થાનું મકાન થયું છે. અમદાવાદમાં મહાવીર જૈન વિદ્યાલયનું સર્વ પ્રથમ કન્યા છાત્રાલય સ્થપાયું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક કરોડથી વધારે રૂપિયાનું દાન આપ્યું. જ્યારે નવસારીમાં મકાનોની તંગીનો અનુભવ કરતાં સાધર્મિકો માટે એમણે રાહતના દરે ૪૦ આવાસ બનાવ્યાં. આમ તેઓશ્રીની દાન-ગંગા રૂપિયા છ કરોડથી વધુ છે. જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જવલંત ઈતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળ-તેજપાળ તથા મહારાજા કમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા વહેવડાવી હતી. એમના આ શુભકાર્યોમાં એમની પત્ની શ્રીમતી શારદાબેન મહેતાનો હંમેશા સબળ સાથ મળતો રહ્યો છે. આજે રાષ્ટ્ર, સમાજ, કેળવણી અને ધર્મક્ષેત્ર શ્રી યુ. એન. મહેતા પરિવાર પાસે ઘણી અપેક્ષા રાખે છે. કહેવાય છે કે તેમના જીવન દરમ્યાન આશરે દશ કરોડ જેવી માતબર રકમ તેમણે દાનમાં આપી હતી. જૈન સમાજનું તેઓ મૂલ્યવાન રત્ન હતા. Page #891 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ ] [ જૈન પ્રતિભાદર્શન સ્વ. શેઠશ્રી શાહ કાંતિલાલ ચીમનલાલ કોલસાવાળા - તેઓશ્રીનો જન્મ સંવત ૧૯૫૮ જેઠ વદિ-૩ ના ધોળકા ખાતે સંસ્કારસંપન્ન, ધાર્મિકવૃત્તિના, વાત્સલ્યપૂર્ણ સ્વભાવના અને માયાળુ એવાં કંકુબાની કુખે થયો હતો. તેઓશ્રીના પિતા સ્વ. શેઠશ્રી ચીમનલાલ જમનાદાસ રેલ્વે કોન્ટેક્ટ અને સ્ટીમ કોલના વ્યવસાયમાં હતા. તેઓ ખૂબ જ વગદાર વ્યક્તિ હતા. તેઓ નીતિનિયમ અને સદાચારનું કડક પાલન કરનાર હતા. તેઓશ્રીનાં માતુશ્રી કંકુબાએ પવિત્રતા, ભક્તિભાવ, ઇશ્વરશ્રદ્ધા અને સંતોષના ગુણોનું સિંચન ગળથૂથીમાં જ કર્યું. પરિણામે સુપુત્ર કાંતિલાલની ઉમદા સેવાઓ સમગ્ર સમાજને સાંપડી. તેમનો સમગ્ર પરિવાર ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલ છે. સુશીલ સ્વભાવના તેમનાં ધર્મપત્ની-સુશીલાબહેન તથા પાંચ પુત્રો અને પુત્રીઓ પણ ઉપર્યુક્ત પ્રવૃત્તિઓમાં રસ લે છે તે એક ગૌરવની વાત છે. સ્વર્ગસ્થશ્રી “નીટેક્ષ હોઝીયરી'ના આદ્યપ્રણેતા હતા. આ ઉપરાંત તેઓશ્રી તેમના પિતાશ્રીના રેલ્વે કોન્ટેક્ટ અને સ્ટીમ કોલના વ્યવસાયમાં પણ જોડાયેલા હતા. અને તેઓના પિતાશ્રીના વ્યાવસાયિક ગુણો જેવા કે, નીતિનિયમ અને સદાચારના કડક પાલનના ચુસ્ત હિમાયતી હતા. વિદ્યાદાનમાં સ્વર્ગસ્થશ્રીએ ધોળકા એજ્યુકેશન સોસાયટીને તેમના પિતાશ્રી શાહ ચીમનલાલ જમનાદાસ કોલસાવાળાના નામે માતબર દાન આપી ધોળકાના શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્ત્રી અધ્યાપન મંદિર છાત્રાલય, શ્રીમતી રાજુલબહેન શાહ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ વગેરે શૈક્ષણિક સંસ્થાઓના વિકાસમાં તેમણે માતબર દાન આપ્યાં છે. | સ્વર્ગસ્થશ્રી ધોળકા એજ્યુકેશન સોસાયટીના પેટ્રન, પ્રમુખ તથા ટ્રસ્ટી હતા તેમજ શાહ સી. જે. કોલસાવાળા હાઈસ્કૂલ-ધોળકાના તેઓ અધ્યક્ષ તરીકે હતા. આ ઉપરાંત તેઓશ્રીએ શ્રી વિદ્યાપ્રચારક મંડળ, ધોળકા તથા નહેરૂ એજ્યુકેશન સોસાયટી ત્રાંસદ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનાં વિકાસ અર્થે પણ માતબર રકમનાં દાન આપ્યાં છે. તેઓએ શાહ સી. જે. કોલસાવાળા હાઈસ્કૂલ, ધોળકામાં સ્કોલરશીપ, ઇનામો વગેરે આપી વિદ્યાદાનની પાવનધારા વહેવડાવી હતી. તેઓ પોતાના શરીરની પણ દરકાર રાખ્યા વિના આ સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં કોઈપણ પરિસ્થિતિમાં અચૂક હાજર રહેતા હતા. સ્વર્ગસ્થશ્રીએ સામાજિકક્ષેત્રે ઝાલાવાડ જ્ઞાતિમાં સ્વ. ઈન્દુમતીબહેનના સ્મરણાર્થે આપેલાં દાન, સ્વ. ભાઈશ્રી સારાભાઈના નામે સ્થાપેલી ડેન્ટલ હોસ્પિટલ તથા કાકાશ્રી છોટાલાલ જમનાદાસ હોસ્પિટલ (સુરેન્દ્રનગર). વગેરે માનવસેવાના ઉત્તમ નમૂનાઓ છે. જૈન સમાજમાં સ્વર્ગસ્થ શ્રીની પ્રતિભા અનોખી અને અનન્ય હતી. તેઓશ્રી વસ્તુપાળ તેજપાળ જૈન ટ્રસ્ટ-ધોળકા (શ્રી કલિકુંડ તીર્થ)ના પ્રમુખ હતા. શ્રી કલિકુંડ તીર્થમાં તેમના પિતાશ્રીની સ્મૃતિમાં ભોજનશાળામાં ચીમનલાલ જમનાદાસ હોલ તથા માતુશ્રીના નામે કંકુબા ધર્મશાળા બાંધી આપી છે. દહેરાસરના શિલ્ય તેમજ નવા તીર્થના આયોજન માટે ખૂબ જ તન-મન-ધનથી સેવા આપતા હતા. શ્રી Page #892 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૮૪૩ કલિકુંડ તીર્થના વિકાસમાં સ્વર્ગસ્થનો મહત્ત્વનો ફાળો છે. તેઓશ્રી જીવનની અંતિમ ઘડી સુધી કલિકુંડતીર્થના વિકાસમાં શ્વાસોચ્છવાસ પરોવતા રહ્યા. જીવનના આ શિલ્પીએ અનાસક્ત, નિસ્વાર્થ બનીને મમતાનાં બંધનોથી મુક્ત થઈ સેવાની અનન્ય ઉદાહરણરૂપ “આલેક જગાવી હતી. ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રીએ કરાવેલ ધોલેરા દહેરાસરનો જીર્ણોદ્ધાર નોંધપાત્ર છે. ઉપરિયાળાજીમાં મોટું દાન આપી તેઓશ્રીએ તેમનાં માતુશ્રી સ્વ. કંકુબાનું નામ જોડ્યું. તેઓશ્રીએ અમદાવાદ પાંજરાપોળ, ભોજનશાળા વિ. માટે મોટું દાન આપી માતુશ્રી સ્વ. કંકુબાનું નામ જોડ્યું. અમદાવાદમાં સ્વ. માતુશ્રી કંકુબાના સ્મરણાર્થે કંકુબા ઉપાશ્રય, કંકુબા ભોજનશાળા, કંકુબા વ્યાખ્યાન હોલ તથા સ્વ. કાકીશ્રી શણગારબા વ્યાખ્યાનહોલ, સ્વ. કંચનબહેન લાયબ્રેરી હોલ, તપોવન સંસ્કારધામ, અખિલ ભારતીય રક્ષકદળ સંસ્થામાં ગુરૂકુળભવન પૈકી “વિનીતા ગુરુકુળભવનમાં માતબર દાન આપ્યું છે. તેઓશ્રીએ અનેક તીર્થ સ્થળોમાં ઉદાર હાથે દાન આપી જૈનશાસનની જે સેવા કરી છે તે તેમની ધાર્મિક અને સાત્ત્વિક વૃત્તિઓનો પરિપાક છે. સ્વર્ગસ્થશ્રી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપરિયાળા તીર્થ, નવરંગપુરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ–અમદાવાદમાં મેનેજીંગ ટ્રસ્ટી હતા, સ્વર્ગસ્થશ્રી અમદાવાદ પાંજરાપોળ, ધર્મશાળા, ઝવેરીવાડ આયંબિલશાળા, ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવાસમાજ, શાંતિચંદ્ર સેવાસમાજ, મહાવીર આરાધકમંડળ વગેરે અન્ય સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દે હતા. સ્વર્ગસ્થ શ્રી જૈનધર્મ અને જૈન સમાજની સેવામાં શ્રદ્ધા રાખી જીવન જીવતા હતા, છતાં પણ માનવસેવા, બહુવિધ સમાજ તરફની ઉદારતા, કણા અને સેવાભાવ દાખવી તેઓ ઉત્તમ સેવાના નિમિત્ત બન્યા હતા. તેઓશ્રીનો શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક સંસ્કારનો વારસો તેમના પરિવારમાં ઊતર્યો છે, જે ઇશ્વરની કૃપાનું સુમધુર ફળ અને સુભગ સમન્વય છે. શ્રી લાલભાઈ દેવચંદ શાહ શ્રી લાલભાઈ દેવચંદ શાહનો જન્મ તા. ૧-૧૨-૩૦ના રોજ મહેસાણા જિલ્લાના માંકડજ ગામે થયો હતો. માતાનું નામ ડાહીબેન હતું. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમની ૨૩ વર્ષની ઉંમરે પિતાશ્રી દેવચંદભાઈનું અવસાન થયું. તેથી કુટુંબની જવાબદારી એમના માથે આવી. સખત પરિશ્રમ કરી તેઓ ધંધાકીયક્ષેત્રે આગળ આવ્યા. શૂન્યમાંથી સર્જન કર્યું. આજે તેઓ જાણીતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાપડના ગુજરાત ખાતેના એજન્ટ છે. તેમ જ પોતાની ટુવાલની ફેક્ટરી ધરાવે છે. - ધાર્મિકક્ષેત્રે તેઓશ્રી મોટાભાગના આચાર્ય ભગવંતોના સંપર્કમાં આવ્યા છે. જૈન ધર્મના અનેક કાર્યક્રમોમાં તેઓશ્રીએ મુખ્ય મહેમાનપદ શોભાવ્યું છે તેમ જ ઉદ્ઘાટન કર્યા છે. જૈનધર્મની અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. (૧) પાલિતાણામાં શ્રી જંબૂઢીપમાં તથા સાબરમતી યાત્રિકભુવનમાં, (૨) શંખેશ્વરમાં શ્રી આગમ મંદિરમાં અને (૩) શ્રી માંગલ્ય સેવા મંડળના તેઓશ્રી વાઈસ ચેરમેન છે. જૈનધર્મના ચાર ફીરકાઓ–(૧) શ્વેતાંબર (૨) દિગંબર (૩) સ્થાનક્વાસી (૪) તેરાપંથી એ ચારેય ફીરકાઓ ભેગા મળી જૈનશાસનના અનેકવિધ કાર્યક્રમો કરી શકે અને જૈનશાસન પ્રગતિ કરી શકે Page #893 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ ] [ જેને પ્રતિભાદર્શન તે માટે તેઓશ્રીએ અથાગ પ્રયત્ન કર્યો. શ્રી સમસ્ત જૈન સેવા સમાજની સ્થાપના કરી. ચૈત્ર સુદ-૧૩ શ્રી મહાવીર જન્મકલ્યાણકના દિવસે પાંચ વર્ષ સુધી શોભાયાત્રા કાઢી. શ્રી કર્ણાવતી હોસ્પિટલ તથા શ્રી પોખરાજ હોસ્પિટલ સાથે પણ તેઓ જોડાયેલા છે. કેળવણી ક્ષેત્રે તેઓશ્રી રામબલી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી છે. રાજકીય ક્ષેત્રે તેમને સારા સંબંધો કેળવ્યા છે. જેથી તેઓ ગુજરાત સરકાર દ્વારા ગૌવંશ બંધ કરાવી શક્યા છે. તેમજ પર્યુષણ મહાપર્વમાં આઠ દિવસ કતલખાના બંધ કરાવી શક્યા છે. ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રીએ સરસ્વતી છાત્રાલયમાં દેરાસરની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. શ્રી નંદાસણ તીર્થમાં ધ્વજારોપણનો લાભ લીધો છે. છાણી તથા સોલામાં ઉપાશ્રયના હોલ માટે દાન આપ્યું છે. તપોવનમાં દવાખાના માટે મોટી રકમનું દાન આપ્યું છે. ૭૦ વર્ષની ઉંમરે તેઓ યુવાનને શરમાવે તેવી રીતે જૈનશાસનનાં કામો કરી રહ્યા છે. જૈનશાસનના કોઈપણ કામ માટે તેઓ સદા તત્પર રહે છે. શ્રી કુમારપાળ દેસાઈ - અમદાવાદથી માંડીને લંડન અને છેક અમેરિકા સુધી જૈન ધર્મના મૂળભૂત અને મૂલ્યવાન વિચારોનો ફેલાવો કરનાર કુમારપાળ દેસાઈએ એમના પ્રવચનો અને પુસ્તકોથી ઘણું મૂલ્યવાન પ્રદાન કર્યું છે. દેશવિદેશમાં ફરીને તેઓએ જૈનધર્મનો ખૂબ જ પ્રચાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી વ્યક્તિ છે. જૈન ધર્મના સૌથી રહસ્યવાદી કવિ આનંદધનજી વિશે મહાનિબંધ લખ્યો છે અને અનેક કોન્ફરન્સમાં જૈન ધર્મ વિશે સંશોધન લેખો રજૂ કર્યા છે. એમના પાંચ પુસ્તકને ભારત સરકારના અને ચાર પુસ્તકને ગુજરાત સરકારનાં પારિતોષિકો એનાયત થયાં છે. “ઓલ ઇન્ડિયા જેસીસ” સંસ્થા દ્વારા “ટેન આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા” તરીકે પસંદગી પામેલ કુમારપાળ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક છે. તો ગુજરાત સમાચારની “ઇટ અને ઇમારત”, “ઝાકળ બન્યું મોતી' ને જન્મભૂમિની “ગુલાબ અને કંટક' જેવી લોકપ્રિય કોલમના લેખક છે. રમતગમતના નિષ્ણાત તરીકે પણ એમનાં પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, પ્રાકૃત વિદ્યા મંડળ અને યશોવિજયે જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે તેઓ અનેકવિધ સેવાઓ આપી રહ્યા છે. તેઓ શ્રી મહાવીર શ્રુતિમંડળ તથા શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે. ડો. મનહરભાઈ સી. શાહ ડૉમનહરભાઈ સી. શાહનો જન્મ તા. ૧૦-૮-૧૯૨૬ના રોજ પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામે થયો હતો. માતુશ્રી લલિતાબેન તરફથી ધાર્મિક સંસ્કારોનો વારસો મળ્યો. તેમના પિતાશ્રી ચંદુભાઈ નાડીવૈદ્ય તરીકે જાણીતા હતા. આયુર્વેદિક દવાના જાણકાર અને અનુભવી હતા. શ્રી મનહરભાઈએ દિલ્હી યુનિવર્સિટીમાંથી આયુર્વેદિક અને એલોપેથિકની ડિગ્રી મેળવી હતી. ૧૯૪૬થી દહેગામમાં પ્રેક્િટસ શરૂ કરી હતી અને આશરે ૫૦ વર્ષ સુધી ડૉકટરી પ્રેક્િટસ કરી. પોતે બે ઘોડાઓ રાખતા હતા અને આજુબાજુનાં ગામોમાં ઘોડા ઉપર બેસીને દર્દીની સારવાર કરવા જતા હતા. રાત કે દિવસ જોયા વગર તેઓ દર્દીઓની સારવાર કરતા હતા. રાજકારણમાં દાખલ થયા. ૧૯૬૭ થી ૧૯૭૨ સુધી ધારાસભ્ય તરીકે રહ્યા. એક શુદ્ધ રાજકીય Page #894 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૪૫ નેતા તરીકે કાર્યો કર્યા. તેઓશ્રી સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા હતા અને ભ્રષ્ટાચારના વિરોધી હતા. તેઓ કદી ખોટાં કામો કરતા નહિ અને કરાવતા નહિ. ધાર્મિકક્ષેત્રે તેઓશ્રી છેલ્લા ૧૫ વર્ષથી ““ધર્મધારા'' નામનું માસિક ચલાવે છે. તેઓ તેના માનદ્ મંત્રી છે. ધર્મધારા એ જૈન ધર્મના પ્રતિષ્ઠિત માસિક પૈકીનું તેઓશ્રી જૈનધર્મ વિષે દેશ-પરદેશમાં પ્રવચનો આપવા જાય છે. ૧૯૮૬માં અમેરિકામાં શિકાગો. લોસ એન્જલિસ, ટેટ્રોઈડ, ન્યૂયોર્ક, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે શહેરોમાં પર્યુષણના વ્યાખ્યાનો આપવા ગયા હતા. ૧૯૯૩માં પણ ફરીથી પર્યુષણના વ્યાખ્યાનો આપવા ગયા હતા. ધર્મધારામાં તેઓ અંતરધારા નામની કટાર લખે છે. અંતરધારાનાં બે પુસ્તકો તેઓએ પ્રગટ કર્યા. તેઓશ્રી માનવતાવાદી વિચારો ધરાવે છે. આજે ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ સક્રિય છે. અને પ્રવચનો આપવા જાય છે. તેમ જ જૈનશાસનનાં અનેક કાર્યો કરી રહ્યા છે. શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધીનો જન્મ તા. ૨૩-૭-૩૭ના રોજ થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ જાસૂદબેન છે. તેઓશ્રીને બાળપણથી જ ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. તેઓ સિવીલ એજીનીયર છે તેમજ અમદાવાદમાં જાણીતા બિલ્ડર્સ તરીકે તેમનો વ્યવસાય છે. ભારતમાં હજુ સુધી કોઈએ ના કર્યું હોય તેવું ધાર્મિક તપ તેઓએ કરાવ્યું છે. તા. ૭-૯-૮પના રોજ પૂજય આચાર્ય શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સામુદાયિક ચોવીશ હજાર સામાયિક મહાકાન્ત બિલ્ડીંગમાં કરાવી હતી તેમજ તા. પ-૧૨-૯૬ના રોજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ. આ.શ્રી હેમરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં એકલાખ સામાયિકનું વિશિષ્ટ તપ, વાસણા, અમદાવાદમાં કરાવ્યું હતું. - તેઓશ્રીએ શ્રી સમવસરણ મંદિર-પાલિતાણા, શ્રી સરખેજ જૈન દેરાસર, શ્રી થલતેજ જૈન દેરાસર તેમજ શ્રી શાંતિલાલ ભાઈચંદ ગાંધી જૈન ઉપાશ્રયના નિર્માણમાં ઊંડો રસ લીધો છે. તેમજ સારું એવું દાન આપ્યું છે. સાહિત્યક્ષેત્રે તેઓશ્રીએ જિનશાસનની કીર્તિગાથા, ૧૦૮ તીર્થદર્શનાવલિ તેમજ જૈનિઝમ ઉપર અંગ્રેજી પુસ્તકો પ્રગટ કર્યા છે. તેઓશ્રી અનેક ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી, પ્રમુખ કે ચેરમેન તરીકે જોડાયેલા છે. (૧) શ્રી ૧૦૮ જૈનતીર્થ દર્શન ભવન-પાલિતાણા, (૨) શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ, (૩) શ્રી સમસ્ત જૈન સેવા સમાજ, (૪) શ્રી ધર્મધૂરંધર ટ્રસ્ટ, (૫) શ્રી વાસુપૂજ્ય જૈન દેરાસર-સરખેજ, (૬) શ્રી ઝાલાવાડ વિશાશ્રીમાળી જૈન સંઘ, (૭) શ્રી ભારત જૈન મહામંડળ, (૮) મહાવીર હાર્ટ ફાઉન્ડેશન-મુંબઈ, (૯) શ્રી મહાવીર જૈન વિદ્યાલય મંદિર, (૧૦) શ્રી શાંતિપ્રભ હોસ્પિટલ પ્રાઈવેટ લિમિટેડ, (૧૧) યુનિવર્સલ હેલ્થ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓમાં અને ધંધાકીય ક્ષેત્રે પણ અનેક કંપનીમાં તેઓ જોડાયેલા છે. દર વર્ષની ઉંમરે. તેઓશ્રી ધર્મના કાર્યોમાં ઊંડો રસ લઈ રહ્યા છે. શ્રી હસમુખભાઈ કસ્તુરચંદ શાહ શ્રી હસમુખભાઈ કસ્તુરચંદ શાહ ૧૯૫૭માં અભ્યાસ પૂર્ણ કરીને મોટાભાઈ સાથે કાપડના ધંધામાં દાખલ થયા. ૧૯૭૧માં સ્વસ્તિક કોર્પોરેશનના નામથી બાંધકામનું કામકાજ શરૂ કર્યું. તેઓની કંપની ૪. Page #895 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન હાલમાં અમદાવાદની અગ્રગણ્ય Building construction co. તરીકે જાણીતી છે. ૧૯૭૬થી અમદાવાદની જાણીતી જનરલ કો. ઓ. બેન્કમાં દાખલ થયા. પોતાની આગવી સૂઝથી ૧૯૮૭ સુધી બેંકમાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે વહીવટ સંભાળ્યો, અને બેંકે અમદાવાદમાં આગવું સ્થાન મેળવ્યું. હાલમાં તેઓ બેંકના ચેરમેન તરીકે વહીવટ સંભાળી રહ્યા છે. તેઓ અમદાવાદમાં સ્થાનકવાસી જૈનસમાજમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. તેઓએ સોલામાં તથા નારણપુરામાં મોટા ધર્મસ્થાનક બંધાવ્યાં છે. દરિયાપુરના સંઘના પ્રમુખ છે સાથે સાથે તારાબાઈ આર્યાજી સિદ્ધાંત શાળાના હાલમાં પ્રમુખ છે. વિકલાંગ દર્દીઓ માટે શ્રી જયપુર ફૂટ એન્ડ લીમ્બ કેમ્પ માટે મોટી રકમનું દાન આપેલ છે. તેઓશ્રી શ્રી મહાવીર સ્મૃતિ મંડળના ટ્રસ્ટી છે, અને તેઓની મોટી રકમના દાનથી શ્રી મહાવીર શ્રુતિ મંડળે ભારતના મુખ્ય જૈનતીર્થોની આર્ટગેલેરી બનાવી છે. તેઓએ અનેક સંસ્થામાં દાન આપ્યું છે. સ્વ. શ્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રી સી. સી. ગાંધીએ ચિરસ્મરણીય સેવા બજાવી હતી. અમદાવાદ નગરપાલિકાના ડેપ્યુટી મેયર અને મેયર તરીકેની કામગીરી હજી સહુ કોઈ યાદ કરે છે. ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં એમણે ભાગ લીધો અને છ મહિનાનો કારાવાસ પણ વેઠ્યો હતો. આણંદજી કલ્યાણજી પેઢીના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તરીકે તેઓએ સક્રિય સેવા આપી હતી. અપંગ, અનાથ અને અંધજનો માટે ચાલતી અનેક સંસ્થાઓમાં તેઓનો સતત સહયોગ રહ્યો હતો. આ જ રીતે શ્રી વર્ધમાન તપ આયંબિલ સંસ્થા, જૈન દશાશ્રીમાળી મંડળ, શેઠ જમનાદાસ ભગુભાઈ ટ્રસ્ટ તેમજ બીજા પંદરેક જેટલા પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટમાં તેઓ માનવંતો હોદ્દો ધરાવતા હતા. જ્યારે આઠ જેટલી મિલો અને પબ્લીક લિમિટેડ કંપનીઓના તેઓ ડાયરેક્ટર હતા. એટલું જ નહીં પણ એમણે ધર્મશાળા, હોસ્પિટલ, અંધજન-કલ્યાણ જેવી અનેકવિધ સંસ્થાઓમાં ઉદાર હાથે સખાવત કરી હતી. તેઓના શુભહસ્તે શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળની સ્થાપના થઈ હતી. આ તેમ જ શ્રી મહાવીર શ્રુતિમંડળ વગેરે સંસ્થાની પ્રવૃત્તિઓમાં તેઓ ઊંડો રસ ધરાવતા હતા. સ્વ. શ્રી આત્મારામ ભોગીલાલ સુતરિયા - અમદાવાદ શહેરની શૈક્ષણિક, ધાર્મિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં શ્રી આત્મારામભાઈ સુતરિયાનું પ્રદાન કદી નહીં ભૂલાય. ૧૯૬૨માં તેઓ મસ્કતી મહાજનના પ્રમુખ હતા અને ન્યૂ ફલોથ માર્કેટનું સ્વપ્ન સાકાર કરનારા તેઓ શિલ્પી હતા. એના આરંભથી વર્ષો સુધી એના સેક્રેટરી તરીકે રહીને આત્મારામભાઈએ માત્ર કાપડ ઉદ્યોગમાં જ નહીં પણ અનેકવિધ સામાજિક સંસ્થાઓ અને સરકારી કમિટિઓમાં પોતાના અનુભવનો લાભ આપ્યો હતો. ૧૯૬૬ થી ૧૯૬૮ દરમિયાન એમણે ઓલ ઇન્ડિયા ક્લોથ મરચન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે કામ કર્યું. કેન્દ્ર સરકારે નીમેલી કાપડ અંગેની કમિટિઓમાં એમની નિમણૂંક થયેલી. અમદાવાદની આગવી પાંજરાપોળ સંસ્થાના તેઓ મેનેજીંગ ટ્રસ્ટી હતા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના તેઓ ટ્રસ્ટી હતા. મહિપતરામ આશ્રમ, અપંગ માનવસેવા મંડળ, કેન્સર સોસાયટી, ગુજરાત રિસર્સ સોસાયટી, સમાજ સુરક્ષા સમિતિ, સંકટ નિવારણ Page #896 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] સમિતિ, જેવી અનેક સમિતિઓમાં તેઓએ સક્રિય અને સ્મરણીય યોગદાન આપ્યું હતું. સ્વ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ શ્રી રતિલાલ દેસાઈનું જીવન એક સંશોધક, સાધક અને કર્મનિષ્ઠયોગીનું જીવન હતું. એમની સાહિત્ય-સાધનાએ જૈન સાહિત્યની વિપુલતામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓશ્રીની કલમે કોઈ એક ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતાં, સાહિત્યનાં બધાં જ ક્ષેત્રને આવરી લીધી હતી. તેઓએ ચરિત્રો લખ્યાં છે; વાર્તાઓના સંગ્રહનું ક્ષેત્ર ખેડ્યું છે. તેઓએ પત્રકાર, સાહિત્યકાર, સંશોધનકાર, વાર્તાકાર તરીકે સારી એવી નામના મેળવી છે. આ અભિગમમાં તેઓએ ધર્મ અને કર્મનો સુમેળ સાધેલ હતો. જે એમના જીવન સાથે વણાયેલ સંસ્કારની પ્રતીતિ કરાવે છે. તેઓએ પોતાની નિષ્ઠા પર દૃઢ રહીને પોતાના જીવનકાર્યને આદર્શરૂપે આગળ ધપાવ્યું હતું. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ઇતિહાસનું એમણે કરેલું સંપાદન એ જૈનશાસનની સૌથી મોટી સેવા છે. શ્રી રતિભાઈએ ગુરુ ગૌતમસ્વામિ નામનું આધારભૂત ચિરત્ર લખ્યું છે તો ભદ્રેશ્વરનો સવિસ્તર, સચરિત્ર ઇતિહાસ લખ્યો છે અને દસ જેટલા વાર્તાસંગ્રહો આપ્યા છે. એમની આ સાહિત્યસેવા અને આદર્શમય જીવન સૌકોઈને અનુમોદનીય અને ચિરસ્મરણીય બની રહેશે. [ ૮૪૭ સ્વ. શ્રી બાબુભાઈ વાસણવાળા આજના સમયના રાજકારણમાં વિરલ કહી શકાય તેવી નિષ્ઠા, પ્રામાણિકતા અને પ્રજા સેવાની ભાવનાને ચરિતાર્થ બનાવનાર શ્રી બાબુભાઈ વાસણવાળાએ ૧૯૪૨થી આઝાદીની લડત વખતે કોંગ્રેસમાં કામ શરું કર્યું. ૧૯૬૯ થી ૭૨ સુધી શહેર કોંગ્રેસના મંત્રીપદે રહ્યા. દેશમાં ગમે તે જુવાળ આવ્યો પરંતુ એમની લોકચાહનાને કારણે ૧૯૭૫થી વિધાનસભામાં સતત ત્રણ વખત તેઓ વિજયી બનેલ. ત્રીસ વર્ષથી વધુ ભારત સેવક સમાજ દ્વારા લોકસેવાનું કાર્ય કરેલ તો અધ્યયન મંડળ દ્વારા રાજકારણમાં નિષ્ઠાવાન અને પ્રામાણિક કાર્યકરોને આગળ લાવવાનો પ્રયાસ કરેલ. જૈનસમાજ અને જૈનશાસન અંગેના જરૂરી પ્રશ્નને રાજ્યસ્તરે હલ કરવામાં તેઓ હંમેશાં આગળ રહ્યા હતા. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ ગુજરાતની મહાજન પરંપરાના મહાન જ્યોતિર્ધર અને સમગ્ર જૈનસમાજના કર્ણધાર એવા શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું જીવનકાર્ય સફળપણે આગળ ધપાવી રહેલા શ્રી શ્રેણિકભાઈએ એમનો ઔદ્યોગિક વારસો તો દીપાવ્યો છે, પરંતુ એમનો સાંસ્કારિક દાન-સેવાદિના ગુણનો વારસો પણ દીપાવી જાણ્યો છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકેની શ્રી શ્રેણિકભાઈની કામગીરી અવિસ્મરણીય બની રહેશે. અનિલ સ્ટાર્ચ પ્રોડક્ટ્સ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે તેમજ અનેક કંપનીના ચેરમન તરીકે એમણે સુંદર કામગીરી બજાવી છે. ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી, અટીરા, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વગેરે સંસ્થાઓની કારોબારીના સભ્ય છે. ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના મેનેજીંગ ટ્રસ્ટી છે. જ્યારે લાલભાઈ ગ્રુપની બધી જ કંપનીઓની જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં એમ.બી.એ. થનાર શ્રેણિકભાઈને વાંચન અને ફોટોગ્રાફીનો ભારે શોખ છે. એમનું નમ્ર, સ્નેહાળ અને સૌજન્યશીલ વ્યક્તિત્વ સહુ કોઈને સ્પર્શી જાય એવું છે. Page #897 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન આજે તો મોટાભાગનો સમય જૈન સમાજના કાર્યોમાં અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટ પાછળ આપી રહ્યા છે. આપણા પ્રાચીન જૈન તીર્થોના જીર્ણોદ્ધારમાં તેઓશ્રીને ઊંડો રસ છે. તેઓશ્રીના નેતૃત્વ નીચે જૈનસમાજે ઘણી પ્રગતિ કરી છે. શ્રધ્ધયશ્રી આત્માનંદજી (પૂજ્ય સોનેજી) દેહના ડૉકટરમાંથી આત્માના ડૉક્ટર બનેલા શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ ડૉ. મુકુન્દ સોનેજી તરીકે એમ. બી. બી. એસ.નો અભ્યાસ કર્યા બાદ એડિનબરોમાં એમ. આર. સી. પી.ની ડીગ્રી પ્રાપ્ત કરી. પરંતુ બાળપણથી જ રહેલા ધર્મસંસ્કારો સતત પ્રબળ થતા રહ્યા. ઇ. સ. ૧૯૫૪માં શ્રીમદ્ રાજચંદ્રના દર્શનની અને ૧૯૫૭માં એમના વચનામૃતની પ્રાપ્તિ થઈ અને પરિણામે શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું. જે કંઈ વાંચ્યું, જાણ્યું તે જીવનમાં ઉતાર્યું. ૧૯૭૫માં અમદાવાદમાં સતશ્રુત સેવા સાધના કેન્દ્રની સ્થાપના કરી. ૧૯૮૧માં અમદાવાદથી ૧૬ કિ.મી. દૂર આવેલા કોબામાં આધ્યાત્મિક સાધના કેન્દ્રની સ્થાપના કરી અને આજે તો એની પ્રવૃત્તિઓ વિસ્તરતા દેશ-વિદેશના અનેક મુમુક્ષુઓ તેમાં ભાગ લે છે. ૧૯૮૪માં ત્યાગમાર્ગની દિશામાં આગળ વધવા માટે એમણે કેટલાક વિશેષ વ્રત-નિયમો લીધા. વિદેશની પણ ધર્મયાત્રા કરી. તેઓશ્રીએ સરળ ભાષામાં સહુને ઉપયોગી થાય તેવું સુંદર આધ્યાત્મિક સાહિત્ય આપ્યું છે અને આજે વ્યક્તિગત આત્મ-સાધના, એકાંતવાસની પ્રબળ ઇચ્છા અને સતશ્રુતની સેવા એ એમના જીવનનું મુખ્ય લક્ષ્ય છે. શ્રી દલસુખભાઈ માલવણિયા પંડિત દલસુખભાઈ માલવણિયાએ સમગ્ર ભારતમાં જૈન દર્શનના મહાવિદ્વાન તરીકે નામના પ્રાપ્ત કરી છે. પં. સુખલાલજીના કહેવાતા આ શિષ્યમાં પંડિતજીનું જ્ઞાન, નિર્ભયતા અને સચ્ચાઈ ઊતરી આવ્યાં છે. તાજેતરમાં જ ભારતમાં રાષ્ટ્રપતિએ એમને ‘સર્ટિફિકેટ ઓફ એનર'નું બહુમાન એનાયત કર્યું હતું. ૧૯૪૪થી ૧૯૫૯ સુધી તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન દર્શન વિભાગના વડા તરીકે રહ્યા હતા. પ્રાકૃત ટેક્ષ સોસાયટી સ્થાપી અને તેના દ્વારા પ્રાકૃત વિદ્યા વિષે મહત્વનું કાર્ય કર્યું. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક તરીકે અને હાલ સલાહકાર તરીકે એમણે મહત્ત્વની કામગીરી બજાવી. કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીમાં ભારતીય દર્શન અને બૌદ્ધ દર્શનના અધ્યાપન માટે વીઝીટીંગ પ્રોફેસર તરીકે ઘણો સમય રહ્યા. ધાર્મિક આવેશો કે સંપ્રદાયના ગત મનોભાવો તેઓની પ્રજ્ઞાની ચાળણીમાં ચળાઈ ગયા હતા. અને સર્વ કોઈ દર્શનોમાં જે આદરપાત્ર હતું તે તેમણે પ્રાપ્ત કર્યું હતું. સૌજન્યશીલ સારસ્વત દલસુખભાઈનું જીવન આજની પેઢીને પ્રેરણારૂપ બની રહે તેવું છે. ૧૯૭૪માં તેમને ભારત જૈન મહામંડળ તરફથી “સમાજ ગૌરવ”ની પદવી મળી હતી. ૧૯૭૮માં એમને જૈનસાહિત્યની વિશિષ્ટ સેવા બદલ “શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણ ચંદ્રક' એનાયત થયો હતો. શ્રી પ્રમોદભાઈ બી. શાહ શ્રી પ્રમોદભાઈ શાહ અમદાવાદમાં સમગ્ર જૈન સમાજની જાણીતી વ્યક્તિ છે. સતત છેલ્લાં ૨૨ વર્ષોથી આપણને શ્રી ગુજરાત યુવકકેન્દ્ર સંચાલિત શ્રી પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા ભગવાન શ્રી મહાવીરની વાણીથી પરિચિત બનાવે છે. વ્યાખ્યાનમાળા વર્ષોવર્ષ પ્રગતિ કરતી રહી છે. શ્રી મહાવીર શ્રુતિમંડળની પ્રગતિમાં તેઓનો પ્રશંસનીય ફાળો છે. તેઓ આજે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને સક્રિય રીતે કામ કરે છે. Page #898 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૮૪૯ ‘ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ ---પંડિત શ્રી ધનંજયભાઈ જે જૈન-પ્રેમકેતુ' જિનશાસનનો આ જગત ઉપર અવર્ણનીય ઉપકાર છે. આ ઉપકારની પરંપરાને જગતના ભવ્ય જીવો સુધી પહોંચાડવામાં પ્રધાન ફાળો જિનેશ્વરદેવની આજ્ઞાને નિજજીવનમાં ચરિતાર્થ કરનાર પૂ. સાધુભગવંતોનો તથા પૂ. સાધ્વીભગવંતોનો છે. તે જ રીતે ચતુર્વિધ સંઘમાં જેમનું સ્થાન-માન અત્યંત આદરણીય છે તેવા શ્રાદ્ધરત્નો અને શ્રાવિકાઓનો ફાળો પણ કાંઈ નાનો-સૂનો તો નથી જ. જેમ પંચાચારની પાલકતા અને પ્રભાવકતા દ્વારા પૂ. શ્રમણ-શ્રમણી ભગવંતોએ જિનશાસનની દિવ્ય પરંપરાને આદર્શરૂપે આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે તેમ જિનશાસનની શ્રાવકોચિત સમ્યમ્ આચારપરંપરાને આપણા સુધી પહોંચાડનારાં ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓ પણ તેટલાં જ વંદનીય અને અભિનંદનીય છે. શ્રાવકાચારની સુરભિચી સુવાસિત એવા વર્તમાનકાલીન કેટલાક ઉત્તમ શ્રદ્ધાસંપન શ્રાદ્ધવર્યની અનુમોદનીય કથાગાથાઓ અત્રે સંક્ષેપમાં રજૂ કરી છે. જેઓમાંથી કેટલાકમાં સમ્યગદર્શનનાં અજવાળાં વેરાતાં જણાય છે તો કેટલાકમાં સમ્યગુજ્ઞાનના તેજ લીસોટા પ્રસરાતા જણાય છે. તો કેટલાક સમ્યક્રચારિત્રની (દેશવિરતિ ધર્મની) આરાધનાથી આતમના ઓરડાને અજવાળતા દેખાય છે. આવા એ ઉત્તમ શ્રાદ્ધવર્યોની અનુમોદનીય વાતોને જાણીને અનુમોદનાની સુગંઘથી આપણા અંતરને પણ તરબતર બનાવી દઈએ... - આ પાત્રોનો પરિચય કરાવનાર પંડિતશ્રી ધનંજયભાઈ જશુભાઈ જૈન મૂળ ડભોઈ (વડોદરા)ના વતની છે. જૈનધર્મ-જેનદર્શનના તલસ્પર્શી જ્ઞાતા હોવા સાથે સંસ્કૃત, વ્યાકરણ અને ન્યાયદર્શનના સારા વિદ્વાન પણ છે. આ પંડિતજીની અધ્યાપન પદ્ધતિ ખૂબ જ સરળ, સુંદર અને રસાળ છે. સિદ્ધચક્રપૂજન આદિ જૈનધર્મના લગભગ તમામ પૂજનો ખૂબ સરસ રીતે ભણાવે છે. મુંબઈના વિશિષ્ટ વિધિકારોમાં પંડિતજીનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય છે. શાસ્ત્રોના રહસ્યોને આધુનિક શૈલી દ્વારા રજૂ કરવાની તેમની પ્રવચનકળા ભારે લોકપ્રિય બની છે. પર્યુષણ દરમ્યાન દેશમાં અને પરદેશમાં તેમનાં પ્રવચનો ભારે લોકોદર પામ્યાં છે. Page #899 -------------------------------------------------------------------------- ________________ ૮૫o | [ જૈન પ્રતિભાદર્શન વઢવાણથી પ્રગટ થતાં કલ્યાણ' માસિકમાં છેલ્લા લાંબા સમયથી બાલમહાભારતની તેમની સળંગ કથાશ્રેણી પ્રગટ થઈ રહી છે જે લોકપ્રિય બની છે. - પંડિતજીએ પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની પ્રેરણાથી લખેલાં ચાર પુસ્તકો તપોધન-સંસ્કારઘામ (નવસારી) સંસ્થામાં બાળકોને ઘાર્મિક પાઠયક્રમ રૂપે ભણાવાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી જયપ પ્રકાશનના ઉપક્રમે પંડિતજીનાં ત્રણ પુસ્તકો ચિત્રો સહિત પ્રગટ થઈ ચૂકયાં છે. પ્રસિદ્ધ વક્તા પૂ. પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.નો તેમના ઉપર અસીમ ઉપકાર છે. શ્રી ધનંજયભાઈના પિતાશ્રીએ ૩૩ વર્ષથી દીલાજીવન સ્વીકાર્યું છે. માતાજીએ પણ સ્વ. આ. દેવ શ્રી લબ્ધિસૂરિજી મ.ના સમુદાયવતી પૂ. સાધ્વી પાયશાશ્રીજી તરીકે સંયમજીવન સ્વીકાર્યું. નિર્મળ સંયમજીવન આરાધીને સાધ્વીમાતા કાળધર્મ પામ્યા. પંડિતજીના પરિવારમાં પણ ઘર્મપત્ની, પુત્ર, પુત્રી સૌ ધર્મકાર્યોમાં સહાયક બન્યાં છે – નવકારમંત્રના આરાઘકો પણ છે. 'પ્રેમકેતુ' ઉપનામધારી શ્રી ધનંજયભાઈને તેમની યશસ્વી સિદ્ધિઓ બદલ ધન્યવાદ. સંપાદક સ્વ. જીવતલાલ પરતાપસી (રાવબહાદુર) - સ્વ. શેઠશ્રી જીવતલાલ પરતાપસી મૂળ રાધનપુરના પણ પોતાની સત્તર વર્ષની ઉંમરથી મુંબઈમાં આવીને વસેલા. તે જમાનાના કરોડપતિ છતાં એટલા જ ધર્મનિષ્ઠ અને મહાન શ્રાવક. પૂ. સિદ્ધાન્ત મહોદધિ સ્વ. આ.દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના અને તેમના સમુદાયના પરમ ભક્ત. છતાં સાચા સાધુઓના અને તેમની સાધુતાના પરમ પ્રેમી. વર્તમાનમાં સુપ્રસિદ્ધ પ્રવચનકાર પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજના સંસારી મોટાકાકા. આખા કુટુમ્બમાં તેઓ “બાપાજી'ના નામે જાણીતા. તેમનું વચન એટલે કુટુમ્બ માટે આખરી વચન. ઇન્દ્રવદન કાંતિલાલ પરતાપસી (પૂ.પં.શ્રી ચન્દ્રશેખરવિજય મ.નું સંસારી નામ)ને દીક્ષા માટે સખત | બાદ તેમણે રજા આપી હતી. “પૂ. પં. ચન્દ્રશેખરવિજયજી મ. અને તેમના નાના બેન સાધ્વીશ્રી મહાનંદાશ્રી અને તેમણે દીક્ષા અપાવી.” તે સુકૃતને જીવનભર યાદ કરીને તેની ખૂબ ખૂબ અનુમોદના કરતા. પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. જેવા મહાન શાસનપ્રભાવક શ્રમણરત્નની ભેટ જિનશાસનને મળી, તેમાં જેમ તેઓના ગુરુદેવ પૂ. સિદ્ધાંતમહોદધિ આ.દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.નો અવર્ણ ઉપકાર હતો તેમ શેઠશ્રી જીવાભાઈનો ફાળો પણ અતિ મહત્ત્વનો ગણી શકાય. (તે સમયની અંગ્રેજ સરકારે જીવાભાઈને “રાવબહાદુર”નો ઈલકાબ આપ્યો હતો.) તે જમાનામાં શ્રી જીવાભાઈ આધેડ વયના, ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રી જાસુદબેનનું અવસાન થયું. પૂ. આ.દેવ શ્રી પ્રેમસૂરિદાદાએ કહ્યું : “જીવાભાઈ! હવે બીજીવાર લગ્ન ન કરતાં. બ્રહ્મચર્ય પાળવાનું રાખજો.” જીવાભાઈએ ગુરુવચન તહત્તિ કરીને બ્રહ્મચર્ય સ્વીકારી લીધું. શેઠ શ્રીમંત તથા શરીરથી પણ Page #900 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૫૧ હૃષ્ટ-પુષ્ટ અને તંદુરસ્ત. ફરી લગ્ન કરવા માટે ઘણાં માંગાં આવવા લાગ્યાં. પણ જીવાભાઈ પોતાના વ્રતમાં અડગ રહ્યા અને લગ્ન ન જ કર્યા. એટલું જ નહિ, સાધુઓના વ્યાખ્યાનમાં જ્યારે પણ બ્રહ્મચર્ય સંબંધી વિવેચન આવે ત્યારે ખાસ બહુમાનપૂર્વક સાંભળતા. બ્રહ્મચર્યનો પ્રેમ અને બ્રહ્મચર્યની નવવાડપાલન માટેની જાગૃતિ કેવી કે પોતાની ઓફિસમાં બેસતા ત્યારે કોઈ પણ બેન શાસનના કે સાધર્મિક તરીકે કાંઈક લેવાના પ્રશ્ન આવે તો ય “એકલી સ્ત્રીએ આવવાનું નહિ જ.” આવો કડક નિયમ તેમણે સાચવ્યો હતો. તેઓ લાંબુ આયુષ્ય ભોગવી શક્યા તેમાં બ્રહ્મચર્ય-પાલન એક મહત્વનું બળ ગણી શકાય. ૯૧ વર્ષે અવસાન પામ્યા ત્યારે ય મોં ઉપર તેજસ્વીતા સ્પષ્ટપણે તરવરતી હતી. જીવાભાઈ પ્રત્યેક ચૌદસે અચૂકપણે ઉપવાસ કરતા. શાસનના કાર્યોમાં તેઓ પૂ. આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. અને પૂ. આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ. વગેરેની સાથે અડીખમ ઊભા રહેતા હતા. તે સમયની અંગ્રેજ સરકારે જીવાભાઈને “રાવબહાદુર”નો ઇલકાબ આપ્યો હતો. શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના તેઓ જીવનપર્યન્ત સભ્ય હતા. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ શ્રી જીવાભાઈને ભારે આદર-માન આપતા અને જૈન સંઘના મહત્ત્વના પ્રશ્નોમાં તેમની સલાહ-સૂચના અવશ્ય લેતા હતા. શેઠશ્રીના અન્ય જીવનપ્રસંગો આ ગ્રંથમાં અન્યત્ર પ્રગટ થયેલ છે. સ્વ. દાનવીર શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ : મુંબઈમાં રહેતા સુપ્રસિદ્ધ દાનવીર શેઠશ્રી માણેકલાલ ચુનીલાલનું નામ આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં અતિ જાણીતું હતું. જૈનશાસનમાં આ પુણ્યવાનને દાનવીર કર્ણ કહીએ તો ય ખોટું નથી જ. તેમની દાનવીરતાના કેટલાંક પ્રસંગો : પહેલો પ્રસંગ : વિ. સં. ૧૯૬રમાં પૂ. સિદ્ધાન્ત મહોદધિ સ્વ. આ.દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ. અને તેમના પટ્ટપ્રભાવક શિષ્યરત્ન પુ. ૫. પ્રવરશ્રી ભાનવિજયજી ગણિવરની નિશ્રામાં ઉનાળાના વેકેશનમાં ૨૧ દિવસની ધાર્મિક શિક્ષણ શિબિરનું આઓજન થયું હતું. તેના માટે એક લાખ રૂ.ની આવશ્યકતા હતી. શિબિર-સંચાલકો શ્રીયુત ભાણાભાઈ, શ્રી કેશવલાલ મોહનલાલ વગેરે ચાર પુણ્યવાનો માણેકલાલ શેઠના ઘરે આવ્યા. સંચાલકોએ નક્કી કરેલું કે દરેક શ્રીમંતના એક-એક હજાર રૂા. લેવા. તેમણે અપેક્ષા રાખેલી કે માણેકલાલ શેઠ ૧૦૦૧ રૂા. આપે. પણ શેઠે પૂછ્યું : તમે જે આશા લઈને આવ્યો હો, તેનાથી થોડું વધારે મારે આપવું છે.” આથી સંચાલકોએ અરસ-પરસ ઈગિતાકારથી પાંચ હજારનો આંકડો કહેવો, તેમ વિચાર્યું. શેઠે ફરી પૂછ્યું : “મારા ઘરનો દાદરો ચઢતા તમે મારા માટે શી અપેક્ષા રાખી છે તે કહો.' એટલે એક સંચાલકભાઈ બોલી ઉઠ્યા : ““શેઠ! અમારે તો તમારું જ નામ પહેલું લખવાનું છે. આપ દસ હજાર રૂા. આપો તો ઉત્તમ.' શેઠે કહ્યું : “લખી લો, મારા ૧૧૦૦૧ રૂા.” અને તરત રોકડા રૂપિયા ગણી આપ્યા. તે જમાનામાં અગિયાર હજારની ઘણી કિંમત ગણાતી. સંચાલકોને વિદાય આપતાં શેઠે ખભા પર હાથ મૂકીને કહ્યું : “આવતા વર્ષે ફરીવાર આવી ધાર્મિક શિક્ષણ-શિબિર કરજો. અને ફરીવાર મને જરૂર લાભ આપજો.' સંચાલકોની આંખો શેઠને અહોભાવથી વંદન કરી રહી. બીજો પ્રસંગ : વિ. સં. ૨૦૧૦ની સાલમાં એક મુમુક્ષુનો દીક્ષાનો સન્માન-સમારંભ દાદર Page #901 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨ ] [ જૈન પ્રતિભાદર્શન જ્ઞાનમંદિરમાં હતો. પ્રમુખસ્થાને હતા શેઠશ્રી માણેકલાલ! ચાલુ સભા દરમિયાન પણ જરૂરિયાતવાળા માણસોની ધનની અપેક્ષાએ ચિટ્ટીઓ આવતી ગઈ. શેઠ ચિટ્ટીઓને ગજવામાં મૂકતાં ગયા. સમારંભ પૂરો થતાં શેઠ બહાર નીકળ્યા. જરૂરિયાતવાળા સાધર્મિકો બહાર ઊભા હતા. તેમાંના એક જણે કહ્યું : “શેઠ! કાલે તમારે ત્યાં આવ્યો, પણ તમે ન મળ્યા.' શેઠે કહ્યું : “શેરબજારની મારી ઓફિસે બપોરે ૨ થી ૪ હું તમારા જેવા સાધર્મિકો માટે જ આવું છું. (તે સમયે શેઠે ધંધો બંધ કરી દીધો હતો.) માટે ત્યાં જરૂર આવજો. અને મને તમારી ભક્તિનો લાભ અવશ્ય આપજો.' સાધર્મિકો પ્રત્યે કેવી નમ્રતા અને સાધર્મિક ભક્તિનો લાભ લેવાની કેવી ઉત્કંઠા! - ત્રીજો પ્રસંગ : મરીન ડ્રાઈવ ખાતે આવેલી શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ હાઈસ્કૂલ નાની પડતી હતી. તેનો એક માળ વધારવો જરૂરી હતો. તેનું એસ્ટીમેટ હતું. તે સમયે સાઈઠ હજાર રૂપિયા ! આ સમયે શેઠ માણેકલાલને થોડી તકલીફ આવી હતી. શેરબજારમાં વલણ ચૂકવવા માટે પૈસાની સખત તંગી. અને શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ માણેકલાલ શેઠ પાસે આવ્યા. હાઈસ્કૂલના નવા માળ માટે યોગ્ય દાન આપવા વાત કરી. માણેકલાલ શેઠે કહ્યું : ““કાંતિભાઈ! હાલમાં શેરબજારમાં સખતે મંદી ચાલે છે. માટે હું તમને રકમ લખાવીશ, તો ય તમારું ફંડ આગળ નહિ ચાલે. માટે હમણાં થોડો વખત થોભી જાઓ.” કાંતિભાઈને લાગ્યું કે માણેકલાલ શેઠને આપવાની ઇચ્છા નહિ હોય, માટે આવું કહે છે. તેથી કાંતિભાઈ બોલ્યા : ““શેઠ! તમારી જે ઈચ્છા હોય તે આપો. એકહજાર, પાંચ હજાર, પણ પહેલું નામ તમારું જ લખીશ. અને બાકીની રકમને હું ભેગી કરી લઈશ. આપ ચિંતા ન કરો.” શેઠ માણેકલાલ થોડા વિચારમાં પડ્યા. પછી કાંતિભાઈને કહે : “કાંતિભાઈ! આખો માળ બનાવવા કેટલી રકમ જોઈએ?' કાંતિભાઈ કહે : ““સાઈઠ હજાર રૂપિયા.' માણેકલાલ શેઠ બોલ્યા : “ “કાંતિભાઈ! તમામ રૂપિયા મારા તરફથી અને નામ આપી દો–કમલાબેન માણેકલાલ ચુનીલાલ હોલ.' માણેકલાલ શેઠની આ ઉદારતા જોઈને કાંતિભાઈ સ્તબ્ધ બની ગયા. - ચોથો પ્રસંગ : માણેકલાલ શેઠ મૂળ અમદાવાદની કાળુશીની પોળના. કાળુશીની પોળના દેરાસરમાં પાણી મળતું હતું. જીર્ણોદ્ધારની સખત જરૂરિયાત હતી. ત્યાંના ચાર ટ્રસ્ટીઓ મુંબઈ આવ્યા. માણેકલાલ શેઠને મળ્યા. વાતચીત કરી : “શેઠ! આપણી પોળના દેરાસરનો જીર્ણોદ્ધાર કરવાનો છે. તેથી આપની પાસે સારી આશાએ આવ્યા છીએ.” શેઠ બોલ્યા : “અમદાવાદમાં ઘણા મિલ-માલીક જૈનશ્રેષ્ઠીઓ છે, તો ય તમારે દેરાસરના જીર્ણોદ્ધારના માટે મુંબઈ આવવું પડ્યું?' ટ્રસ્ટીઓને લાગ્યું કે, “શેઠની આપવાની ભાવના મોળી લાગે છે.” છતાં એક ટ્રસ્ટી બોલ્યો : “સાહેબ! તે અમદાવાદ છે...અને આ મુંબઈ છે. મુંબઈની ઉદારતા અનોખી છે.' શેઠે કહ્યું : “સારું! કાલે મારે ત્યાં તમે જમવા આવો. પછી આપણે વિચારીશું.” બીજે દિવસે ચારે ટ્રસ્ટીઓ આવ્યા. શેઠે પ્રેમપૂર્વક જમાડ્યા. પછી કહે : “આ તમારી ચારેય જણની અમદાવાદ પાછા Page #902 -------------------------------------------------------------------------- ________________ ભવાદન ગ્રંથ) [ ૮૫૩ જવાની ટિકિટો તૈયાર છે.” પેલા ટ્રસ્ટીઓ કહે : “સાહેબ! આપ જે રકમ લખાવો, તે પછી બીજા ઘણાં શ્રીમંતો પાસે અમારે ફરવું પડશે. કુલ લાખ રૂપિયાની જીર્ણોદ્ધાર માટે જરૂર છે.” માણેકલાલ શેઠ ઊભા થયા અને લાખ રૂપિયાનો ચેક લખીને ટ્રસ્ટીઓને અર્પણ કરી દીધો. ટ્રસ્ટીઓ શેઠની ઉદારતા જોઈને ધન્ય બની ગયા. - પાંચમો પ્રસંગ : લાલબાગના સુશ્રાવક શ્રી જેઠાભાઈ ઘીવાળા એક વાર શેઠશ્રી માણેકલાલ પાસે આવ્યા. શેઠે પૂછ્યું : “બોલો! જેઠાભાઈ! મને લાભ મળે એવી શી ઓફર લાવ્યા છો?” - જેઠાભાઈ કહે : “શેઠ! આજ સુધીમાં હું તમારા ઘરે પચાસવાર આવ્યો છું. અને દરેક વખતે કાંઈક ને કાંઈક કામ લઈને જ આવ્યો છું. પણ આજે તો ખરેખર કશું જ કામ નથી. તમારી તબિયત અસ્વસ્થ હોવાથી તબિયતના ખબર-અંતર પૂછવા જ આવ્યો છું. બાકી, આજે મારે કશું જ “કામ” નથી.” જેઠાભાઈ! તમારે કામ ભલે ન હોય, પરંતુ મારે કામ છે. તમે મને લાભ મળે તેવું કોઈ કામ જરૂર બતાવો. હવે હું કેટલા વર્ષ જીવીશ તેનો ભરોસો નથી.” શેઠના શબ્દોમાં લાભ મેળવવાની આરઝુ હતી. શેઠના અતિ આગ્રહ બાદ, જેઠાભાઈ બોલ્યા : “શેઠ! કાંતિભાઈ નામના સુશ્રાવકે હસ્તગિરિ તીર્થના ઉદ્ધારનું મોટું કામ ઉપાડ્યું છે. પૈસા ઘણા ભેગા થયા છે, છતાં ઘણી વધુ જરૂરત છે. તો આપ તેમાં કાંઈ આપો તો સારું.” તરત જ શેઠ બોલ્યા : “મારું સ્વસ્તિક થિયેટર વેચવા કાર્યું છે. તેની જે કિંમત આવવાની સંભાવના છે, તેમાંની ઘણી બધી રકમ અલગ અલગ સત્કાર્યોમાં વાપરવાની સૂચના મેં વલમાં લખી છે. છતાં હજી વધુ ૩-૩ લાખ જેવી રકમ હજી બચશે. તે તમામ રકમ હસ્તગિરિ તીર્થના જીર્ણોદ્ધારમાં આપવામાં આવશે, તેવું સૂચન હું ‘વીલ”માં ઉમેરી દઈશ.' અને તે જ રીતે લગભગ ૩ લાખ રૂપિયાને શેઠ માણેકલાલ તરફથી હસ્તગિરિ તીર્થના જીર્ણોદ્ધારમાં આપવામાં આવ્યા. શેઠ માણેકલાલના જીવનની આ અદ્ભુત ઉદારતાને આપણા અંતરના વંદન. સ્વ. પંડિતવર્ય શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધી સ્વ. પંડિતવર્યશ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધી મૂળ ધ્રાંગધ્રાના વતની અને પોતાની યુવાનીમાં મુંબઈ આવીને વસ્યા હતા. તેઓશ્રી જૈન તત્ત્વજ્ઞાનના અને આત્મસ્વરૂપની વિચારણા કરનારા વીસમી સદીના ઉત્તમ કક્ષાના પંડિત હતા. આ વિષય ઉપર તેમના ત્રણ શ્રેષ્ઠ ગ્રન્થો પ્રગટ થયા છે. “સૈકાલિક આત્મવિજ્ઞાન”, “સ્વરૂપમન્ન” અને “કેવળજ્ઞાન-સ્વરૂપ ઐશ્વર્ય.' આ ત્રણ ગ્રંથોમાં પન્નાભાઈએ જે અદ્ભુત તત્ત્વચર્ચા કરી છે તે જૈન તત્ત્વદૃષ્ટિને રજૂ કરવાની તેમની મૌલિક અને અનુપમ કળાની પ્રતીતિ કરાવે છે. - પન્નાભાઈએ સમ્યજ્ઞાન યોગની અદ્ભુત સાધના કરી હતી. જીવનમાં બાહ્યધન વિશેષરૂપે નહિ કમાયેલા પન્નાભાઈનું અત્યંતર જ્ઞાનધન ભલભલા આચાર્યોને પણ આશ્ચર્યમુગ્ધ કરે તેવું હતું. મુંબઈમાં તેમનો શ્રોતાવર્ગ અને ચાહકવર્ગ ઘણો વિશાળ હતો. ધ્રાંગધ્રામાં વિ. સં. ૧૯૭૬ના મહા વદ ૪ના દિવસે જગજીવનદાસ સોમચંદ ગાંધીના અને ૯૫, Page #903 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન પાર્વતીબેનના સુપુત્રરૂપે જન્મેલા પન્નાભાઈ, વિ. સં. ૨૦૫૪ના મહા વદ ૭ના દિવસે ૭૭ વર્ષની ઉંમરે ધ્રાંગધ્રામાં જ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. ૭૭ વર્ષની આ જીવનયાત્રામાં પન્નાભાઈએ સમ્યજ્ઞાનયોગની અદ્ભુત સાધના કરી હતી. જીવનમાં બાહ્યધન વિશેષરૂપે નહિ કમાયેલા પન્નાભાઈનું અત્યંતર જ્ઞાનધન ભલભલા આચાર્યોને પણ આશ્ચર્યમુગ્ધ કરે તેવું હતું. મુંબઈમાં તેમનો શ્રોતાવર્ગ અને ચાહકવર્ગ ઘણો વિશાળ હતો. તેમની વાણીને સમજવી તે માટે સામાન્ય માણસનું કામ નહીં. તે માટે જૈન દર્શનનું પ્રાથમિક તત્ત્વજ્ઞાન મેળવવું જરૂરી બનતું, તો જ શ્રોતા તરીકે તેમની વાતો સમજવી સરળ બનતી. મુંબઈમાં પન્નાભાઈ પચાસ વર્ષ સુધી રહ્યા. આ દરમિયાન ભલભલા ધુરંધર સાધુભગવંતો, જેવા કે પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરિજી મ. (પૂ.શ્રી ભક્તિસૂરિજી મ.ના), પૂ.આ.શ્રી રવિચંદ્રસૂરિજી મ., પૂ.આ.શ્રી જયઘોષસૂરિજી મ., પૂ. પં. પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મ., પૂ. મુનિવર્યશ્રી જંબૂવિજયજી મ. અને પૂ. પં.શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. આદિ અનેક બહુશ્રુત અને પરમવિદ્વાન પૂજ્યવર્યો પણ પન્નાભાઈને બહુ પ્રેમપૂર્વક સાંભળતા. પૂ પાદ સ્વ. કવિકુલકિરીટ આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. તથા પૂ. પાદ સ્વ. સિદ્ધાન્ત મહોદધિ આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ની સારી કૃપા પન્નાભાઈને પ્રાપ્ત થઈ હતી. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ. સા.ને તેઓ પોતાના ‘ગુરુ’ તરીકે માનતા હતા. અને તેમની પાસેથી માર્ગદર્શન પણ મેળવતા હતા. પન્નાભાઈ સ્વરૂપજ્ઞાન કે આત્મજ્ઞાન, ગુણસ્થાનક કે પંચાસ્તિકાય વિશે, શ્રીનવકાર મહામન્ત્ર કે પદ્રવ્ય વિષે અત્યંત પ્રવાહબદ્ધ અને તર્કબદ્ધ રીતે બોલી શકતા. પદાર્થોને જુદા જુદા નયથી તેમની ઘટાવવાની મૌલિક શક્તિ અદ્ભુત હતી. જ્ઞાનાવરણીય કર્મના કોઈ અસાધારણ ક્ષયોપશમના કારણે પન્નાભાઈ સ્વરૂપજ્ઞાન કે આત્મજ્ઞાન, ગુણસ્થાનક કે પંચાસ્તિકાય વિશે, શ્રીનવકાર મહામન્ત્ર કે દ્રવ્ય વિષે અત્યંત પ્રવાહબદ્ધ અને તર્કબદ્ધ રીતે બોલી શકતા. પદાર્થોને જુદા જુદા નયથી તેમની ઘટાવવાની મૌલિક શક્તિ અદ્ભુત હતી. સમ્યજ્ઞાની હોવા છતાં પન્નાભાઈના જીવનમાં કોરો જ્ઞાનયોગ જ ન હતો. જ્ઞાન-ક્રિયાનો સુભગ સુમેળ પન્નાભાઈમાં સુંદર રીતે જોવા મળતો હતો. પન્નાભાઈ આજીવન બાળબ્રહ્મચારી હતા. તેમની યોગસાધના ઉચ્ચ કક્ષાની હતી. પદ્માસનમાં તેઓ કલાકો સુધી બેસી શકતા. તેમણે ઉપધાન તપ કર્યા હતા. દસ વર્ષ સુધી સળંગ એકાસણાં કર્યાં હતાં. પર્યુષણમાં તેઓ ચોસઠ પ્રહરી પૌષધની આરાધના કરતા. તેમણે ‘અર્હમ્’ પદનો સળંગ જાપ સુદીર્ધકાળ સુધી કર્યો હતો. અવાર-નવાર આયંબિલ પણ કરતા રહેતા. નિયમિત જિનપૂજા કરતા, તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુનો, શ્રી પદ્મવતીદેવીનો અને શ્રી માણિભદ્રવીરનો નિયમિત જાપ કરતા. પન્નાભાઈ જ્યોતિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના પણ સારા જાણકાર હતા. દક્ષિણાવર્તી શંખ અને રુદ્રાક્ષમાળા સંબંધી તેમનું જ્ઞાન આશ્ચર્ય પમાડે તેવું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી પન્નાભાઈ દર પૂનમે શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરતા. બે દિવસના ત્યાંના રોકાણ દરમિયાન તેઓ જિનપૂજા તો કરતા જ, ઉપરાંત જિજ્ઞાસુઓને સ્વાધ્યાય પણ કરાવતા. જીવનના છેલ્લાં વર્ષોમાં ધ્રાંગધ્રાના નિવાસ દરમિયાન તેઓ વધુ ને વધુ આત્મચિંતન કરતા. તે સમયે તેમણે કેવળજ્ઞાન ઉપર જે અદ્ભુત-ચિંતન-મનન કર્યું હતું, તેના મુદ્દાઓ ઉપરથી પન્નાભાઈના Page #904 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [[ ૮૫૫ ( પરમ પ્રેમી અને ભક્ત શ્રી સૂર્યવદનભાઈ ઠાકોરદાસ ઝવેરીએ અદ્ભુત સંકલન તૈયાર કર્યું છે. ] તત્ત્વજિજ્ઞાસુઓએ એમના ત્રણ ગ્રંથોનું મનન-અધ્યયન કરવા જેવું છે. એમના ચિંતનની કાંઈક ઝલક આ પ્રમાણે છે : * શૂન્યત્વ એટલે કાંઈ વસ્તુ અભાવ કે જીવત્વ અભાવ નહિ, પરંતુ અસર-અભાવ. પાંચે અસ્તિકાય સાથે સિદ્ધ પરમાત્માઓ એકક્ષેત્રી વિદ્યમાન હોવા છતાં જે નિર્લેપતા છે, તે જ અસરઅભાવશૂન્યત્વ. શૂન્યત્વ એટલે સિદ્ધત્વ. * આત્માનું સ્વરૂપ કેવળજ્ઞાન એ માત્ર જ્ઞાન અને ઉપયોગરૂપ છે. જ્યારે મતિજ્ઞાન જ્ઞાન, ધ્યાન અને વિકલ્પરૂપ ત્રણ પ્રકારે છે. કેવળજ્ઞાનના ધ્યાન વડે મતિજ્ઞાન કેવળજ્ઞાનમાં પરિણમે છે. ધ્યાન-સમાધિ એ મતિજ્ઞાનને અને કેવળજ્ઞાનને જોડવારૂપ કડી-મધ્યાવસ્થા છે. ધ્યાન-સમાધિ એ સ્વરૂપ નથી પણ સાધના છે. સુશ્રાવક ભાણાભાઈ (ખંભાતવાળા) સુશ્રાવક શ્રી ભાણાભાઈ ખરેખરા અર્થમાં સુ(=ઉત્તમ) શ્રાવક છે. મૂળ ખંભાતના વતની. તેમનું સાચું નામ શ્રી શાંતિલાલ સોમચંદ ચોક્સી, પરંતુ તેઓ ખંભાતના પ્રસિદ્ધ સુશ્રાવક શ્રેષ્ઠીવર્યશ્રી (હાલસ્વ.) રમણલાલ દલસુખભાઈ શ્રોફના સગા ભાણિયા થતા હોવાથી તેમનું નામ જ “ભાણાભાઈ” તરીકે પ્રસિદ્ધ થઈ ગયું. તેમની ધર્મનિષ્ઠા, જિનશાસન અનુરાગ, શાસનસેવાની ધગશ, આત્મચિંતન અને શાસ્ત્રીય પદાર્થોની સમજણ, તેની સુંદર રજૂઆત વગેરે ગુણો અદ્ભુત છે. પૂ. સિદ્ધાન્તમહોદધિ સ્વ. આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પુણ્યનિશ્રામાં વિ. સં. ૨૦૨૦માં અને ૨૦૨૧માં આબુ-દેલવાડા અને અચલગઢ ખાતે, ભાણાભાઈ અને શ્રી કેશવલાલ મોહનલાલ શાહના સંચાલન હેઠળ ““શ્રી ધાર્મિક શિક્ષણ શિબિર'નું સફળ આયોજન થયું હતું. તેમાં ભાણાભાઈની આયોજન-કુશળતાનાં સુચારુ દર્શન થયાં હતાં. આ શિબિરના વાચનદાતા હતા : ૫. વર્ધમાનતપોનિધિ પં. પ્રવરશ્રી ભાનુવિજયજી મહારાજ. (પાછળથી પૂ. આ.દેવ શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.) ભાણાભાઈ અત્યંત બુદ્ધિશાળી, ઉત્તમ સૂઝ ધરાવનારા અને અદ્ભુત ખુમારીવાળા ધર્મપુરુષ છે. ભાણાભાઈએ વર્ષો પહેલાં પાંચ લાખ રૂપિયાના પરિગ્રહ પરિમાણનો નિયમ લીધો હતો. તે પૂરો થઈ જતાં તેમણે વાલકેશ્વરનો ફલેટ પોતાના પુત્રને નામે કરી દીધો. ધંધામાંથી નિવૃત્તિ લઈ લીધી. અને પોતાના પાંચ લાખ રૂપિયા પોતે જ સ્થાપેલી અને હવે પોતાના ભાઈઓના હાથ નીચે ચાલતી. –પેઢીમાં ૧% વ્યાજે મૂક્યા હતા. ઘણાં વર્ષો બાદ, પેઢીએ વ્યાજના દર વધાર્યા ત્યારે ભાણાભાઈને હવેથી ૧.૫૦ % લેખે વ્યાજ આપવામાં આવશે તેમ જણાવ્યું ત્યારે ભાણાભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી કે, “મારે ૧ % વ્યાજથી વધારે જોઈતું જ નથી. આટલામાં મારો ગુજારો આરામથી થાય છે.' તેમનાં ધર્મપત્નીનું વર્ષ પૂર્વે મૃત્યુ થઈ ગયા બાદ ભાણાભાઈ છેલ્લા વર્ષથી એકલા જ ખંભાત રહે છે અને ખૂબ સાદગીપૂર્વક જીવે છે. રોજ રાત્રે ત્રણ વાગે ઊઠી જાય છે. ચાર કલાક સામાયિકમાં બેસીને Page #905 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન આત્મચિંતન અને પરમાત્મધ્યાન કરે છે. પછી સાદી નવકારશી કરીને દહેવાણનગરના જિનાલયમાં ચાર કલાક સુધી અશ્મકારી પૂજા--તેમાં ૧૨૦ તીર્થકર ભગવંતોની જિનમૂર્તિઓની પ્રક્ષાલ-જંગલુછણા જિનપૂજા વગેરે કરે છે. તે પછી બપોરે ભોજન-આરામાદિ કરીને ત્રણ-ચાર કલાક સુધી સાધુસાધ્વીજીઓને પોતાના અનુપ્રેક્ષાત્મક ચિંતનનો સ્વાધ્યાય સંભળાવે છે. આ રીતે આખો દિવસ ધર્મધ્યાનચિંતન-મનનમાં પસાર કરે છે. સમ્યગ્દષ્ટિ શ્રાવકના જીવનમાં શમ (ક્ષમા), સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા (જિનવચનનો અટલ વિશ્વાસ) આ પાંચ લક્ષણો જોવા મળે છે. ભાણાભાઈની અનુકંપા (કણા)નો વીસ વર્ષ પૂર્વેનો એક સુંદર પ્રસંગ આ પ્રમાણે છે : એકવાર તેઓ શાંતાક્રુઝ સ્ટેશને લોકલ ટ્રેનમાંથી નીચે ઉતર્યા. પ્લેટફોર્મ ઉપર બે માણસો લડી રહ્યા હતા. ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. ભાણાભાઈ વચ્ચે પડ્યા. તેમણે એક જણને પૂછ્યું–‘તું આને શા માટે મારી રહ્યો છે?” પેલાએ જવાબ આપ્યો : “હું ભેળ વેચનારો છું. આ માણસે મારી ભેળનો આખો ટોપલો ઢોળી નાખ્યો. તેથી હું તેને મારી રહ્યો છું.” ભાણાભાઈએ એને પૂછયું : ““તારા આખા ટોપલાની કિંમત શું?'' પેલાએ કહ્યું : ““૨00 રૂપિયા.' તરત ભાણાભાઈએ ૨૦૦ રૂ. પેલાને આપી દીધા. અને બન્નેને છૂટાં પાડીને રવાના કર્યા. પાછળથી આ વાતની તેમણે મને વાત કરતાં જણાવ્યું હતું કે, “૨૦૦ રૂા.માં જો આપણે કોઈના ક્રોધનો ઉપશમ કરાવી શકતાં હોઈએ તો આ રૂપિયાનો આનાથી શ્રેષ્ઠ સદુપયોગ બીજો શો હોઈ શકે?” કેવી અનુપમ વિચારધારા! પ્રશમભાવનો કેવો સુંદર રાગ !! ભાણાભાઈની કણાભાવનાનો બીજો એક સુંદર પ્રસંગ : તેઓ સવારે (મોર્નિંગ) વોક કરવા જતા. તે મેદાનમાં પ્રવેશદ્વારે એક વૉચમેન બેસતો હતો. તે રોજ “સાહેબજી! સલામ' કરે. બસ આટલો તેની સાથે ભાણાભાઈનો સંબંધ. એકવાર સવારે ભાણાભાઈએ તે વૉચમેનને ન જોયો. તે કેમ ન દેખાયો, તેની તપાસ કરવા ભાણાભાઈ નજદીકમાં રહેલી તેની ઝૂંપડીમાં ગયા. વૉચમેન બેઠા બેઠા રડતો હતો. ભાણાભાઈએ પૂછ્યું–‘ભાઈ! કેમ રડે છે?” પેલાએ કહ્યું : “શેઠ! દેશમાં મારું મકાન પડી ગયું છે. તેનું રીપેરીંગ કરાવવાના મારી પાસે પૈસા નથી.” ભાણાભાઈએ પૂછ્યું – “કેટલા રૂપિયા થાય, રીપેરીંગ કરાવવાના?' પેલાએ જવાબ આપ્યો : ‘ત્રણ હજાર રૂપિયા.' ભાણાભાઈ કહે : “આવતી કાલે તને રૂપિયા મળી જશે. હવે તું રડતો નહિ.'' બીજા દિવસે ભાણાભાઈ આવ્યા. તેમણે ત્રણ હજાર રૂપિયા પેલા વૉચમેનને આપી દીધા. સહજભાવે! આપ્યાનો ભાર પણ મનમાં રાખ્યા વગર! કેવી અપાર નિઃસ્વાર્થકરુણા...!! સંપત્તિનો સદુપયોગ ભાણાભાઈએ છૂટે હાથે કર્યો. છેલ્લે હવે ભાણાભાઈની મૂડી માત્ર ચાર લાખ રૂપિયા જ રહી. તેના એક ટકા લેખે તેઓ માસિક માત્ર ચાર હજાર રૂપિયા જ મેળવે છે. અને અતિ આશ્ચર્યની વાત તો એ છે કે ચાર હજાર રૂપિયામાંથી ત્રણ હજાર રૂપિયા તો ભાણાભાઈ આજે ય સાધર્મિક ભક્તિ અને અન્ય સત્કાર્યમાં વાપરી નાંખે છે અને પોતે માત્ર એક હજાર રૂપિયામાં જ પોતાના એક મહિનાનો ગુજારો કરી લે છે. ખંભાતમાં અતિ સાદગીથી જીવતા આ સુશ્રાવકને આપણે કળિયુગનો પુણિયો શ્રાવક' કહીએ તો ય તેમાં અતિશયોક્તિ ન જ ગણાય ને? Page #906 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ભગવાનની ભક્તિના પ્રતાપી પુણ્યવંતો —વર્ધમાન તપોનિધિ-પ્રવચન પ્રભાવક પ.પૂ. આ. કે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા. વર્ધમાન તપોનિધિ, વ્યવહારદક્ષ, પ્રવચનપ્રભાવક ૫. પૂ. આ... શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ આ લેખના લેખક છે. સત્તર વર્ષની ઉંમરે દીક્ષિત બની પ.પૂ.આ.દે. શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા. ત્રીશથી વધુ પુસ્તકોના સંપાદનમાં તેમની અગાધ શક્તિના દર્શન ચાય છે. જ્યાં જ્યાં તેમનાં ચાતુર્માસ થયાં ત્યાં ત્યાં આરાધનાનાં ઘોડાપૂર ઊમટચાં છે અને વિવિધ તપોમાં અનેકોને જોડ્યા છે. શૂન્યમાંથી સર્જન કરવાની અદ્ભુત કળા તેમને વરેલી છે. અનેક દહેરાસરો, ઉપાશ્રયો, પાઠશાળાઓ તેમની પ્રેરણાથી બનેલાં છે, નાનામોટા છ'રીપાલિત સંઘો તેમની પાવન નિશ્રામાં નીકળ્યા છે. ઔરંગાબાદમાં ઉપધાન, ચાતુર્માસ, મહોત્સવો સુંદર ચયાં. તેઓશ્રીના સુહસ્તે નિર્માણ પામેલાં જિનમંદિર, ઉપાયોની પાસે જ્યાં જૈનોના ૧૫ ઘરની વસ્તી હતી તે આજે ૧૫૦૦ ઘર સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં કૃષ્ણનગર, સમ્રાટનગર, ઈશનપુર, રંગસાગર ફ્લેટ, બાપુનગર, મંગલમૂર્તિ અપાર્ટમેન્ટ વગેરે સ્થળોએ શરૂથી જ સુંદર માર્ગદર્શન આપી ધર્મસ્થાનનું નિર્માણ કરાવ્યું. અનેક સંઘો આજે તેઓશ્રીના ઉપકારને યાદ કરી રહ્યા છે. [ ૮૫૭ ‘“ધન ડુબાડનારું છે, ને ધર્મ તારનારો છે”, ‘‘લોભનો છેડો નહિ છોડો તો તે તમારો છેડો છોડશે નહિ’, ‘‘લોભ કષાય તમને દુર્ગતિના ઝાડા કરાવશે.'' હૈયું હચમચી જાય અને અંતરમાં આનંદનો ઝબકાર થાય તેવા ચિંતનના ચમકારા તેમના લેખોમાં અને પ્રવચનોમાં અવારનવાર વાંચવા અને સાંભળવા મળતા જ રહ્યા છે. પૂજ્યશ્રીએ પૂર્વકાલીન અને વર્તમાનકાલીન પુણ્યવંતા પુરુષોની ધર્મશ્રદ્ધાની આ લેખમાં ઝાંખી કરાવી છે. પૂજ્યશ્રીના પ્રતાપી વ્યક્તિત્વને અનંત અનંત વંદના! – સંપાદક ★ શ્રી જૈનશાસનના ગગનમાં અનેક તારાઓ ઊગે છે અને પ્રકાશ આપતા વેરાય છે. ૧૫૦-૧૭૫ વર્ષ પહેલાં એક પ્રતાપી પુરુષ થઈ ગયેલ, જેનું નામ મોતીશાહ શેઠ. મોતી-મણિ જેવા એ શેઠ હતા. મોતી-મણિ સંગ્રહ કરીને રાખે તેમ ઇતિહાસકારો મોતીશાહ શેઠને નહિ ભૂલે. Page #907 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન O જીવદયાના તે કટ્ટર રાગી હતા, એના માટે એ ફાંસીએ ચઢવા પણ તૈયાર હતા. “રામ રાખે તેને કોણ ચાખે' એ કહેવત અનુસાર તે અનેક કસોટીમાંથી ઉત્તીર્ણ થઈ ગયા હતા. મોતીશાહ શેઠની ભક્તિ અને ઉદારતા નોખી-અનોખી હતી. મોતીશાહ શેઠના રહેઠાણ પાસેથી કસાઈ લોકો કતલ માટે ગાયો લઈ નીકળતા. આ દયાળુ હૃદય આ જોઈ શકતું ન હતું. મો-માગ્યાં દામ આપીને જીવોને અભય આપી આ જિનભક્ત અઢળક આનંદ લૂંટતો. દયાની સરિતાને ખળખળ વહાવતો. વારંવાર તે કસાઈને કહેતા : આ બાજુથી જીવો લઈને ન નીકળો, મારાથી આ જોવાતું નથી. આવા હતા એ જીવદયાના કટ્ટર રાગી! હજારો ગુણોનો સાર ભગવાનની ભક્તિ છે. લોહચુંબક જેમ લોખંડને ખેંચે તેમ જિનભક્તિ સર્વ સુખોને પમાડી મુક્તિસુખને પ્રાપ્ત કરાવે છે. એક કવિએ તો ત્યાં સુધી લખ્યું છે કે ભગવાન તારી ભક્તિથી મુક્તિ મળશે તે શંકા વગરની વાત છે; પણ ભગવાન મુક્તિમાં ગયા પછી ભગવાન તારી ભક્તિ નહિ થાય તેનું મને મહાન દુઃખ છે. લીંચના હઠીભાઈ ભગવાનની ભક્તિમાં એવા મસ્ત બની જતા કે ગાડીનો ટાઈમ દશ વાગે જવાનો હોય તો પોતે સ્ટેશને સાડાદશ નીકળી ગાડું જોડી જગુદણ સ્ટેશને જાય ત્યાં સુધી ગાડી તેમના માટે મોડી પડી હોય અને હાજર હોય. આમ અશક્ય વસ્તુ ભક્તિ દ્વારા શક્ય બને છે, કુદરત અનુકૂળ પડે છે. ભીમા કુંડલિયાની ભગવાનની ભક્તિ અને તેના માટે પોતાની સઘળી મૂડી સાત દ્રમકનું દાન કર્યું. પરિણામે કજિયાળી પત્ની શાંત બની ગઈ. પત્નીએ ભગવાનની ભક્તિની ખૂબ અનુમોદના કરી. પતિ માટે દૂધ લેવા જતાં ગાયને દોહતી ત્યાં ખીલો નીકળી જતાં સોના-હીરા-મોતીનો ચરુ નીકળ્યો. તે ચરુ સંઘને દાનરૂપે આપવા જાય છે. દેવે આવી સંઘને કહ્યું, આ દાન લેશો નહિ. દેવ પણ આવા આત્માની ચિંતા કરતાં હતાં. રાધનપુરના એક બહેન. એમની આંખ ચાલી ગઈ. અક્રમ કરી ભગવાનનું નમન ચક્ષુએ લગાડતાં આંખ ઊઘડી ગઈ. * કલકત્તાના એક આરાધક બહેન. દરરોજ ત્રણ કલાક સ્વાધ્યાય કરતાં. આંખ ચાલી જતાં પાલીતાણા યાત્રાએ જઈ ભગવાનને પ્રાર્થના કરી : હે પ્રભુ! તારા દર્શન અને સ્વાધ્યાય બંધ થઈ ગયાં. પ્રભુ! તારી કૃપાથી શું ન બને? અંતરની સાચા ભાવની પ્રાર્થના હતી. નમન ચક્ષુએ લગાડ્યું, આંખ બરાબર થઈ ગઈ. લીચના હઠીભાઈને કસાઈ સાથે ઝપાઝપી થતાં ધારિયું પેટમાં વાગતાં બચી ગયા. લીચની પાંજરાપોળ તેઓની જય. સુરાવલી બોલતી આજે મોજૂદ છે. * પ્રવરદેવ ભગવાનની આજ્ઞા મુજબ ત્યાગ જીવનની આરાધનાના બળે પછીના ભવમાં તેના પુણ્ય પ્રભાવે બાર વર્ષીય દુષ્કાળ બંધ રહ્યો. હજારો પંચેન્દ્રિય પ્રાણીને અભયદાન મળ્યાં. * રબારી દેવવાળનો શેઠના નોકર તરીકે દરજ્જો હતો. ભગવાનની ભક્તિ કરતાં કરતાં રાજાપણું પામ્યો અને તીર્થંકર ગોત્ર ઉત્પાદન કર્યું. Page #908 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૮૫૯ S * જંબૂદ્વીપના આરાધકોની ભગવાનની ભક્તિ અને આરાધનાના બળે ૧૭૦ લાખ વેલંધર દેવો રોજ બે વાર લવણસમુદ્રની ભરતીને પાછી વાળે છે. ભક્તામર સ્તોત્રના રચયિતા આ. શ્રી માનતુંગસૂરિ ભગવાનની ભક્તિના બળે તાળાવાળી કેદમાંથી હેમખેમ બહાર આવ્યા. ૪૪ બેડીઓ તૂટી ગઈ. પારસમણિ તો લોખંડને સોનું બનાવે પરંતુ ભગવાનની ભક્તિ પથ્થરને પ્રતિમા નહિ ભગવાન બનાવે છે. શ્રીપાળ અને મયણાની અદ્ભુત જિનભક્તિનો પ્રભાવ એવો વિસ્તાર પામ્યો કે સકલ સંઘ દર વર્ષે બે વખત તેનું જીવનચરિત્ર સાંભળી પરમાત્મા બનવા પુરુષાર્થી બને છે. શ્વાસ-શ્વાસે અનંત અનંત વંદન તે શ્રી જિનશાસનના મહાન પુરુષોને સ્વ અને સર્વના હિત કાજે સર્વસ્વનું દાન કર્યું. શું આવું બની શકે? જયવંતું શ્રી જિનશાસન આ વિશ્વની અંદર ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવે છે. જ્યારથી ભવ્યાત્મા જિનવચનનો બહુમાન-આદર-અહોભાવ પ્રગટાવનારો બને છે, ત્યારથી જીવનમાં જબરજસ્ત પલટો શરૂ થાય છે. તેની જીવન જીવવાની ચાલચલગત બદલાઈ જાય છે, ખાવાનો રસ ઘટીને તપ-ધર્મનો પ્રેમ વધે છે. ધનનો સંગ્રહ ઘટીને દાનધર્મની રુચિ પ્રગટે છે. સંસારરસ ઘટે છે, સંયમરસ વધે છે. ઘર કરતાં જિનમંદિર વધુ પ્રિય લાગે છે. પેઢી-ઓફિસ-ફેક્ટરી કરતાં ઉપાશ્રય વધુ કલ્યાણકારી લાગે છે. તુચ્છ-નાશવંત-ક્ષણિક-દુઃખદાયી સુખ તરફથી દષ્ટિ બદલાઈ શાશ્વત-અજર-અમર-અક્ષયસુખ તરફ મન દોડે છે. આવા આત્માઓ ધર્મ પામ્યા પછી મુક્તિ ન મળે ત્યાં સુધી ગુણવૈભવને વિસ્તારતા હોય છે. આવો ગુણવૈભવ જાણવા-માણવો તે પણ એક જીવનનો લહાવો છે. * રાધનપુરની આ ઘટના છે : સંસારી નામ જયંતિભાઈ હતું. તેઓ ભગતના હુલામણા નામથી ઓળખાતા હતા. લાંબાં લાંબાં સ્તવનો સ્તુતિઓ-સઝાયો તેમના શ્રીમુખે સાંભળવાં તે પણ એક સુવર્ણ અવસર જેવું મનાતું. સંસારીપણામાં જ આ જયંતિભાઈએ વર્ધમાન તપની ૧૦૮ ઓળીઓ પૂર્ણ કરી હતી. જયંતિભાઈનાં માતુશ્રી તેમના પતિની સેવા માટે જ ઘરમાં રહ્યાં હતાં. કારણ, પતિ આંખે અંધ હતાં. માતુશ્રીએ ચોથું વ્રત લીધેલું હતું. જયંતિભાઈનાં મોટી બેનનાં લગ્ન પ્રસિદ્ધ લેખક શ્રી પનાલાલ મશાલિયા સાથે થયાં હતાં. આ બંને પતિની અને પિતાશ્રીની સેવાનું બીડું ઝડપી લીધું. જયંતિભાઈએ પણ નક્કી કર્યું કે જ્યાં સુધી પિતાશ્રીનો સ્વર્ગવાસ ન થાય ત્યાં સુધી ઉત્તમ પ્રકારે શ્રાવક જીવન જીવવું અને પિતાશ્રીની આજીવિકા કરવી. શ્રી જયંતિભાઈએ માતા અને નાની બેનને કહ્યું, “તમારે સંયમપંથે જવું હોય તો હું બધું સંભાળી લઈશ.” આમ માતા અને બેનને દીક્ષાના પંથે જવા હસતે મુખે રજા આપી. માતા અને બેને કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂ. આ.શ્રી કનકચંદ્રસૂરિજી મ.સા. પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ રત્નત્રયી અને તત્ત્વત્રયીની ખૂબ સુંદર આરાધના કરી. વર્ધમાનતપની ઓળીઓ ખૂબ કરી. સંસારીપણામાં ભયંકર માંદગીમાં પણ નવપદજીની ઓળી મૂકી નહિ. બીમારીમાં સૂતાં-સૂતાં પણ સુંદર માયંબિલની આરાધના કરી હતી. Page #909 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રી જયંતિભાઈના પિતા સ્વર્ગવાસ પામ્યા અને શ્રી જયંતિભાઈએ પ.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી પાસે સંયમ ગ્રહણ કર્યું. વર્ધમાન તપની ૧૭૦ ઓળી પૂર્ણ કરી. મોટેભાગે દાળ-રોટીનું જ આયંબિલ કરતા. સ્વાધ્યાય, જાપ, વિનય, વૈરાગ્ય, વૈયાવચ્ચ, જિનભક્તિ અજોડ કરતા. દરેક દેરાસરે જિનપ્રતિમાને ત્રણ ખમાસમણાં આપતા. ઉપાધિ સાવ મામૂલી રાખતા. પોસ્ટકાર્ડ-કવર-ટિકિટ આવું કાંઈ તેમની પાસે જોવા મળતું નહિ. ઘર હોય તો વાસણ ખખડે પણ ખરાં! સંયમી જીવનમાં એક સૌરાષ્ટ્રના હોય, એક રાજસ્થાનના હોય, એક ગુજરાતના હોય---બધાની અલગ અલગ પ્રકૃતિ હોય. ક્યારેક કોઈ ઊંચા સાદે બોલી જાય તો આ તુરત કહે : આ તો પ્રભુ વીરના સાધુ છે. સંયમના આરાધક છે. તે બોલે તે બધું આપણા હિત માટે જ હોય. ઘણીવાર તો બોલતા કે “સારું થયું સૂળીની સજા સોટામાં પતી ગઈ.” બધુ સીધું જ ખતવતા. દીક્ષા પછી તેઓનું નામ મુનિ જયંતભદ્રવિજયજી મ.સા. હતું. સંસારીપણામાં પાઠશાળા ચલાવવાનું કામ તેમને સોંપાયું. છોકરાઓ તોફાન-મસ્તી કરે. આ કાંઈ બોલે નહિ. ત્યારે સંઘના અગ્રણીઓ કહેતા, તમે કાંઈ બોલશો નહિ, ગુસ્સો કરશો નહિ તો આ છોકરાઓની પાઠશાળા કેવી રીતે ચાલશે? ત્યારે આ જયંતિભાઈ કહેતા : ગુસ્સો શું છે તે મને ખબર નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓનો સમતાભાવ વિશિષ્ટ હતો. અનેક પુણ્યવાનો તેમનાં દર્શન-વંદન કરી પાવન બનતા. એક પરિવારના ત્રણ–ત્રણ પુણ્યવાનો સંયમજીવનને કેવી રીતે પામ્યા? શ્રી જિનશાસનને બે શ્રમણરત્નો કેવી રીતે મળ્યાં? ભાગ્યશાળી આત્માઓએ કોઈપણ આત્માને ધર્મ સાધવામાં અંતરાય થતો હોય અને પોતાનાથી સહાય કરવાની શક્તિ હોય તો ચૂકવું જોઈએ નહિ. આપણે કોઈને ધર્મ કરવા– કરાવવામાં સહાયક બનીશું તો આ ભવમાં કે ભવાંતરમાં આપણને પણ ધર્મમાં કોઈ સહાયક બનશે. ગુણની સુવાસ માનવી ગયા પછી પણ દશે દિશામાં ફેલાતી રહે છે. તેનો પ્રકાશ પામી આરાધક આત્માઓ પણ ગુણોને પ્રાપ્ત કરનાર બને છે. ચંદનબાળાજી, રાજીમતીજી, તુલસા, મયણાસુંદરી, અનુપમાદેવી, દમયંતી, સીતા, સુભદ્રાના ભવ્ય જીવનની સ્મૃતિ માનવીના જીવનમાં પવિત્રતાનો સંચાર પેદા કરે છે. ધન્ય છે તે રત્નોને : સ્વર જીવન જીવી ગયાં, અનેકોને ઉત્તમ આદર્શ આપી ગયાં. * બુદ્ધિ મળો તો ધર્મની જ મળજો : ખંભાતના વતની વિજયાબેન. પૂજ્ય ગુરુદેવોના મુખે જિનવાણી શ્રવણ કરતાં હૈયામાં થઈ ગયું : આ સંસારમાં રહેવા જેવું નથી. સંયમ જ લેવા જેવું છે. મોશે. જ જવા જેવું છે. અનંતી પાપરાશિ ભેગી થાય ત્યારે સ્ત્રી તરીકે જન્મ લેવો પડે. ધન્ય તે જિનની માતાઓ! તારક તીર્થંકરદેવોની માતા બનવાનું સૌભાગ્ય પામ્યાં. વિશ્વની અંદર ધર્મતીર્થની સ્થાપના કરનાર અરિહંત પરમાત્માની માતાઓ બની. આવું ધર્મશાસન પામ્યા પછી ધર્મ ૨૪ કલાક કરવો હોય, જિનાજ્ઞા પાળવી હોય તો દીક્ષા વિના ઉદ્ધાર નથી. પ.પૂ. આ.દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે બ્રહ્મચર્યવ્રત લઈ લીધું. માતાનો મોહ, ભાઈની મમતા-લાગણીએ સંયમપંથે ન જવા દેતાં સંસારીપણામાં લગ્ન થઈ ગયાઘેર આવ્યા–પતિને કહ્યું : “મારો અને તમારો સંબંધ ભાઈબેન તરીકે રહેશે, પતિ-પત્ની તરીકે નહિ.” || પુણ્ય જોર કરતું હશે. પતિએ પણ પૂરેપૂરી સહાય કરી. Page #910 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૬૧ વિજીયાબેને વાત કરી : મારે તો દીક્ષા લેવી છે. પતિએ બાઈની નિર્મળતા, પવિત્રતા, ધર્મભાવનાને જાણી રજા આપી. વિજીયાબેને દીક્ષા લીધી. આજે ૨૫ કરતાં વધુ શિષ્યાઓના ગુરુણીપદે બિરાજે છે. વિજીયાબેન પોતે પણ સંયમજીવન બાદ આયંબિલની ઓળીઓ કરે છે. તેઓના પતિ પણ અવાર-નવાર સુખશાતા પૂછવા આવે છે. કેવું અદ્ભુત––અજોડ––અદ્વિતીય છે આ પ્રભુશાસન! કોને કયારે પાવન કરે તે ન કહી શકાય! ઇતિહાસ વાંચીએ છીએ પણ ઇતિહાસ સર્જન થાય તેવું કામ સત્ત્વશાળી આત્માઓએ કરવું જોઈએ. પ.પૂ. આ.દેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના સંસારીપણે સગા બેન વિજીયાબેન હતાં. પૂ. આ. ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. માટે કહેવાતું કે તેમનો હાથ સુયોગ્ય આત્મા ઉપર પડે કે વેધક દૃષ્ટિ પડે તે સંસારનો મટી સંયમનો બની જતો. અણગાર મટી શ્રી જિનશાસનનો શણગાર બની જતો. * સંયમશૂરા બનજો ઃ જિનેશ્વરદેવો. વિશ્વમાં વહેતી જિનવાણી. તેનો રંગ લાગે કેવું શૂરાતન પ્રગટે? જ્યારે ટી.વી., વીડિયો, સહશિક્ષણ, મર્યાદાઓનો લોપ, જીવનનું સત્યાનાશ કાઢી નાખે તેવા સાહિત્યોએ માતેલા સાંઢની જેમ વીફરી પવિત્રતાઓ ઉપર આગ ચાંપી છે, તેવા સમયમાં આ પ્રસંગ પવિત્ર જીવન જીવી જવા માટેની સાયરન સમો બની રહેશે. ભવ્યાત્માઓના અંતરનાં દ્વાર ખોલનાર બનશે. અજ્ઞાન, વિષયકષાય, મોહ જીવને ક્ષણે ક્ષણે પાપના પંથે ચઢાવે છે; જ્યારે શ્રી જિનશાસન ક્ષણે ક્ષણે ભવ્યાત્માઓને અજ્ઞાન દૂર કરી, જ્ઞાની બનાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. વિષયકષાયની આગમાંથી દૂર કરી સંયમના સિંહાસને બેસાડે છે. મોહના મિટાવી મોક્ષના પ્રેમી બનાવે છે. * આ છે બિહાર સ્ટેટમાં આવેલ ઝરિયા ગામની ઘટના : એક ભાઈ અને બેન લગ્નના બંધનથી બંધાયાં; પરંતુ વિજય શેઠ-વિજયા શેઠાણી, સ્થૂલભદ્રજી, નેમ-રાજુલ, સુદર્શન શેઠ તથા મહાન પુરુષોના મઘમઘતા જીવોને જાણી આત્માને સંસારની ખીણમાં પાડવાને બદલે મુક્તિના શિખરે કેમ પહોંચાડવો તે વિચારતાં, નક્કી કરી દીધું. આજીવન ‘બ્રહ્મચર્યવ્રત’ પાળવું. સાથે રહેવું અને બ્રહ્મચર્યવ્રત પાળવું. ટાટાની ધગધગતી સગડીમાં હાથ નાખવો અને બળવું નહિ. પરંતુ સત્ત્વશાળી આત્મા માટે બધું શક્ય છે. ઝરિયામાં રહેતા ત્યાં શ્રીસંઘનો જ્ઞાનભંડાર સંભાળતા. સંસારમાં સમય મળે ત્યારે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે ધૂણી ધખાવતાં. સંસાર માંડવાની જરાય ઇચ્છા ન હતી, પણ કર્મસંયોગે માંડવો પડ્યો હતો. દેવ--ગુરુ--ધર્મની અનરાધાર કૃપા વર્તી રહી હતી. સંયોગો પલટાયા. ઝરિયા છોડી બેંગ્લોર જવાનું થયું. પૂજ્ય ગુરુ ભગવંતોના મુખે વિષય--કષાયની આગને ઠારતી, વૈરાગ્યના પાવર હાઉસને પ્રગટાવતી જિનવાણી સાંભળવાના સંયોગો મળ્યા. રાગની હાર થઈ. વિરાગની જીત થઈ. વીતરાગ પંથે જવાનાં ઘોડાપૂર ઊમટ્યાં. સંસારમાં રહેવા છતાં સુંદર બ્રહ્મચર્યનું પાલન કર્યું. આજે બન્ને સંયમપંથે આગળ વધી સ્વ અને સર્વના કલ્યાણની ભાવના સાથે મુક્તિપંથે આગળ વધી રહ્યાં છે. શ્રી જંબૂસ્વામીજી, શાલિભદ્રજી, ધન્નાજી જેવા મહાન પુરુષો દ્વારા આરાધાયેલો સંયમપંથ વિશ્વના સર્વ જીવોને ધર્મરસ પેદા કરનારો બનો. ૬. Page #911 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ ] [ જૈન પ્રતિભાદર્શન * મારું શું થશે? : કોઈ એક ગામની અંદર સાધ્વીજી ભગવંતનું ચાતુર્માસ થયું. સાધ્વીજી ભગવંત જયણા-જાપ–જિનભક્તિમાં વિશેષ ઉપયોગવાળાં હતાં. સંયમની સુવાસે સમગ્ર ગામનાં સંઘનાં આરાધક ભાઈ--બેનોના જીવનમાં સુંદર છાપ ઊભી થઈ. એક પરિવારના સભ્યો અવારનવાર સાધ્વીજી ભગવંત પાસે જતા. જીવનમાં ધર્મની કાંઈ ઊંડી સમજ ન હતી. પરંતુ સાધ્વીજી ભગવંતનું વાત્સલ્ય. સમજાવવાની કળાએ આ પરિવારની અંદર ધર્મનો પ્રકાશ પાથર્યો. નાનામોટા સૌ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, સમ્યગ્રજ્ઞાનની રુચિવાળાં બન્યાં. સમગ્ર પરિવારમાં જબરજસ્ત પલટો આવ્યો. ઘરમાંથી રાત્રિભોજન--કંદમૂળ-દ્વિદળ રવાના થયું. સૌના જીવનમાં અવિરતિ દૂર થઈ. વિરતિનાં પરિણામ ઊભરાયાં. આ કુટુંબના વડીલ મોટી ઉંમરના હતા. કંદોઈની દુકાન હતી. ઉંમર પણ ખાસી થઈ હતી. સમગ્ર પરિવાર ધર્મ પામી ગયો તેનો આનંદ તેમના હૃદયમાં સમાતો ન હતો. મનમાં વિચાર કરતા હતા, મારી આખી જિંદગી ભઠ્ઠા સળગાવવામાં પૂરી થઈ ગઈ. જીવનમાં હું તો ધર્મ ન કરી શક્યો પરંતુ મારો પરિવાર તો ધર્મ પામી ગયો. રોજ દુકાને જતાં રસ્તામાં સાધ્વીજી મહારાજનો ઉપાશ્રય આવે. મોટેથી બૂમ મારે, “મયૂએણ વંદામિ'. સાહેબજી-મારા લાયક કામ-સેવા હોય તો જરૂર કહેજો. આમ રોજ દુકાને જાય, બુમ પાડતા જાય. સાધ્વીજી મહારાજ એક જ જવાબ આપતાં—કાંઈ ખપ નથી, કામ હશે તો કહીશું. - ચાતુર્માસ પૂર્ણ થવાને થોડા દિવસ રહ્યા. આ વડીલ વિચારે છે, મારા સમગ્ર પરિવારને આ સાધ્વીજી ભગવંતે ધર્મ પમાડી દીધો. તેમની કોઈ સેવાનો મને લાભ ન મળે તો ઓ ઉપકારનો બદલો યત્કિંચિત પણ કેવી રીતે વાળી શકાય? એક દિવસ સાધ્વીજી ભગવંતના ઉપાશ્રય પાસેથી નીકળી રહ્યા હતા. “મન્થણ વંદામિ’ બોલ્યા અને કહ્યું, સાધ્વીજી ભગવંત! ઉપર અવાશે? સાધ્વીજી મહારાજે હા પાડી. આ ભાગ્યશાળી ઉપર ગયા. હૈયામાં ચાલતા ભાવોને શબ્દોમાં રજૂ કરતા ગયા: સાધ્વીજી મહારાજ! તમોએ મારા સમગ્ર પરિવારને ખૂબ-ખૂબ ધર્મમાં જોડી અસાધારણ ઉપકાર કર્યો છે. હું તો ૫૫ વર્ષની ઉંમરે પહોંચી ગયો છું. ભગવાનનાં દર્શન સિવાય કાંઈ જ કરતો નથી. સવારના પાંચથી રાતના બાર સુધી દુકાનમાં જ ગૂંથાયેલો રહું છું. હું રોજ અહીંથી નીકળું છું, “મથેણ વંદામિ' કહું છું. કાંઈ કામ-સેવા માટે પૂછું છું. આપ એક જ જવાબ આપો છો, કાંઈ ખપ નથી. કાંઈ કામ હશે તો જરૂર કહીશું. હવે ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું છે. મને સેવાનો કાંઈ લાભ ન મળે તો આપના ઉપકારમાંથી કેવી રીતે ઋણમુક્ત બનું? - સાધ્વીજી ભગવંત વિચક્ષણ હતાં. વિચાર્યું, હવે બરાબર ઘાટ ઘડવાનો અવસર આવ્યો છે. તેમણે પૂછયું, તમારી દુકાને તમે કંદમુળ બનાવો ખરા? સાધ્વીજી ભગવંત! કંદમુળ બનાવ્યા વગર એક દિવસ પણ જતો નથી, ગમે તેવી મોટી તિથિ હોય તો પણ. વખારમાં કંદમૂળની બોરીઓ ભરેલી જ હોય. સાધ્વીજી મહારાજે કહ્યું, મહિનામાં એક દિવરા. તમાર ભટ્ટી ઉપર કંદમૂળ ન બનાવો તો ચાલે કે નહિ? ભાગ્યશાળીએ જવાબ આપ્યો કે હું કોરીગર માણસ છું. મને ઘણી વસ્તુ બનાવતાં આવડે છે. ગ્રાહક તો જે તૈયાર હોય તે ખાઈને રવાના થઈ જાય. એટલે મહિને એક દિવસ નહિ પણ જિંદગીભર હું કંદમૂળ, છે ન બનાવું તો કોઈ વાંધો ન આવે. હું મારા દીકરાને પણ બોલાવી દઉં અને સાથે જ નિયમ લઈ લઈએ. ! છે કે જિંદગીમાં કદી પણ દુકાનમાં કંદમૂળવાળી વસ્તુ બનાવવી નહિ. દીકરાને બોલાવ્યો. બધી વાત છે Page #912 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૬૩ સમજાવી. મારા જીવતાં અને મારા ગયા પછી પણ કયારેય દુકાનમાં કંદમૂળ બનાવવું નહિ. અગણિત જીવોને ઘણા સમય સુધી અભયદાન મળી ગયું. - સાધ્વીજી મહારાજે કહ્યું, તમને સુંદર આ લાભ મળી ગયો. પેલા ભાગ્યશાળી કહે, આપે મને પાપથી બચાવ્યો પરંતુ આમાં આપની સેવાનો ક્યાં લાભ મળ્યો? સાધ્વીજી મહારાજે કહ્યું, આ મહાન કામ થઈ ગયું. પેલા ભાગ્યશાળી કહે, આમાં મને કોઈ મનને સંતોષ થતો નથી. સાધ્વીજી મહારાજે કહ્યું, જુઓ, દાદાની પ્રતિષ્ઠા થવાની છે. તમારી ભાવના હોય તો દાદાની ધજા લેવાનું ચૂકશો નહિ. વર્ષોવર્ષ આ પરિવાર ધજા ચઢાવી પુણ્યના ભંડાર ભરશે. આ ભાગ્યશાળીએ કહ્યું, આ આપે સુંદર વાત કરી. મારી શક્તિ પહોંચશે તો ધજા હું જ ચઢાવીશ. પ૧ હજારની બોલી બોલીને ધજાનો લાભ લીધો. સાધ્વીજી ભગવંતનો સંપર્ક આ પરિવારને કેવો ફળ્યો! આવા તો કંઈક સુંદર બનાવો બનતા હશે. હળુકર્મી આત્માઓને માટે નાની તક મહાન લાભ કરનારી બની જાય છે. * આજથી હું અભિગ્રહ ધારણ કરું છું : એક શ્રાવકભાઈ ધર્મ સમજાયા પછી વિચારવા લાગ્યા, કે આ ભવમાં એવું શું કરી લઈએ કે આપણી મુક્તિ થાય તેવું બીજ આત્મામાં પડી જાય. બહુ વાંચન-શ્રવણ કરતાં કરતાં નક્કી કર્યું કે જિનેશ્વરદેવોએ ૧૨ પ્રકારનો તપ બતાવ્યો છે. તેમાંય વૈયાવચ્ચને પણ તપમાં અપ્રતિપાતિ ગુણ કહ્યો છે. એટલે હવે શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી બની શકે તેટલી વૈયાવચ્ચ કરી જીવન સફળ કરવું. જ્યારે જ્યારે સમય મળે ત્યારે પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતને ઉપયોગી અણાહારી દવાઓ, આયુર્વેદિક દવાઓ, બીજી પણ ઉપયોગી અનેક વસ્તુઓ લઈ પહોંચી જાય. ખૂબ ભાવથી વસ્તુઓ વહોરાવતાં ખૂબ આનંદ લૂંટતા. એક વખત એક સાધ્વીજી ભગવંત પાસે ગયા. સાધ્વીજી ભગવંતે બધી વસ્તુ અડધો કલાક જોઈ પછી કહ્યું અમારે કાંઈ ખપ નથી. આ ભાઈ જરા ગુસ્સામાં આવી ગયા અને બોલ્યા : અમારી દુકાને કોઈ આવીને આવું કરે તો અમે શું કહીએ તે અહીં બોલાય તેવું નથી. પછી કહ્યું, સાધ્વીજી મહારાજ! કાંઈક તો લાભ આપો. ત્યારે સાધ્વીજી ભગવંતે કહ્યું, એક સોયનો ખપ છે. આ ભાઈએ કહ્યું, સોયનું પાકીટ રાખો. સાધ્વીજી મહારાજે કહ્યું, અમારી સોય ખોવાઈ જાય તો અમારે પ્રાયશ્ચિત્ત કરવું પડે. આ ભાઈ તો વિચારમાં પડી ગયા. સંસારમાં કેટલી વસ્તુ ખોઈ નાખીએ છીએ, ફેંકી દઈએ છીએ. કાંઈ વિચાર પણ કરતાં નથી. આ ત્યાગી આત્માઓ કેવું ઉપયોગવંત જીવન જીવે છે! ધન્ય છે. ભાઈએ કહ્યું, એવું હોય તો આપ એક જ સોય લો. શી ખબર સાધ્વીજી ભગવંતને શું વિચાર આવ્યો ને ભાઈને પ્રશ્ન કર્યો, તમે કેટલો અભ્યાસ કર્યો? આ ભાઈએ કહ્યું, ગ્રેજ્યુએટ, સાધ્વીજી મહારાજે કહ્યું, હું તમને સ્કૂલના અભ્યાસનું નથી પૂછતી પરંતુ ધાર્મિક અભ્યાસનું પૂછું છું. પેલા ભાઈએ કહ્યું, કાંઈ પૂછવા જેવું નથી. સાધ્વીજી મહારાજે કહ્યું, તોય ક્યાં સુધી અભ્યાસ કર્યો? પેલા ભાઈએ કહ્યું, નાનો હતો ત્યારે પાઠશાળાએ જતો હતો. લોન્ગસ્ટ સુધી અભ્યાસ કરેલ પરંતુ યાદ કરવામાં બહુ શ્રમ કર્યા પછી પણ યાદ ન રહેતું. બધું ભુલાઈ જતું એટલે પછી Page #913 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ ] [ જૈન પ્રતિભાદર્શન | ધાર્મિક અભ્યાસ કરવાનું બંધ કરી દીધું હતું. સાધ્વીજી મહારાજે કહ્યું, હવે તમે બે ટાઈમ પ્રતિક્રમણ ન કરો ત્યાં સુધી હું અભિગ્રહ ધારણ કરું છું. આ ભાઈએ કહ્યું, મારી જિંદગી પૂરી થશે ત્યાં સુધી હું બે ટાઈમ પ્રતિક્રમણ નહીં કરી શકું. તમો આવો અભિગ્રહ ન કરો. મેં પણ ઘણાં વ્યાખ્યાન સાંભળ્યાં છે. ભગવાને ઉપદેશ આપવાનું કહ્યું છે, કોઈને જબરજસ્તી ધર્મ કરાવાનું કહ્યું નથી. આવું કરવાથી તો ઉપાશ્રયે આવતા લોકો બંધ થઈ જાય છે. - સાધ્વીજી મહારાજે કહ્યું, તમારા કરતાં વધુ વ્યાખ્યાન મેં સાંભળ્યા છે. ઘણા અભ્યાસ કર્યો છે. શું કરવું અને શું ન કરવું તે વધારે સમજું છું. તમારે શું કરવું તે તમે વિચારજો. મારો અભિપ્રહ પથ્થરની શીલા ઉપર કોતરાય તેમ અંતરમાં કોતરાઈ ગયો છે. તમો જઈ શકો છો. આ ભાઈ ઘેર ગયા. વિચારે ચડ્યા, રડી પડ્યા. આજે હું ઉપાશ્રયે ક્યાં ગયો? પ્રતિક્રમણ મને - આવડતું નથી. સૂત્રો મોઢે થાય તેવા કોઈ સંયોગો નથી. મારા નિમિત્તે સાધ્વીજી ભગવંતને અભિગ્રહ કરવો પડ્યો. કોણ જાણે કયા ભવમાં પૂર્ણ થશે? વિચારો ચાલતા હતા ત્યાં અંતરમાંથી વિચારો આવ્યા. ખાનદાન છું. કુળવાન છે. ઉત્તમ માતાપિતાનો સંતાન છું. સાધ્વીજી ભગવંતે મારા આત્માના હિત માટે મને ધર્મમાર્ગે ચઢાવવા માટે ને જિનેશ્વર ભગવંતે અવશ્ય બે ટાઈમ કરવા માટે પ્રતિક્રમણ કર્યું છે. મારે જરૂર કરવું જોઈએ. બસ, પછી તો વિધિ સહિત ચોપડી લાવી બે ટાઈમ જોઈ-જોઈને પ્રતિક્રમણ ચાલુ કર્યું. બે મહિના એક પણ દિવસ ખાડા વગર પ્રતિક્રમણ કર્યું. સાધ્વીજી ભગવંતને જઈને કહ્યું બે મહિના પ્રતિક્રમણ એક પણ ખાડા વગર કર્યું છે. સાધ્વીજી ભગવંતે કહ્યું, બોલો થયું કે નહિ? પેલા ભાઈએ કહ્યું, મને ૨૪ કલાક પ્રતિક્રમણના જ વિચારો આવતા, સાથે સાથે એ પણ વિચાર આવતો કે જો હું સાધ્વીજી ભગવંતનો અભિગ્રહ પૂર્ણ ન કરું અને તેમને કાંઈ થઈ જાય તો મને પાપ લાગે. કૃપા કરી હવે આપ અભિગ્રહ છોડી દો. સાધ્વીજી ભગવંતે કહ્યું, હવે રોજ પ્રતિક્રમણ ચાલુ રાખશો? પેલા ભાઈએ જવાબ આપ્યો, હું કરવા માટેના બધા જ પ્રયત્ન કરીશ; પરંતુ ખાત્રી આપતો નથી. સંસારની અનેક મજબૂરીમાં ખોટો અટવાયો છું. - સાધ્વીજી ભગવંતે કહ્યું, મારો અભિગ્રહ તમે પૂર્ણ કર્યો છે. તમે રોજ પ્રતિક્રમણ કરવા ઉપયોગ રાખજો. આ ભાઈએ શક્ય ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યું. એક દિવસ સાત લાખ સૂત્ર અને પ્રાણાતિપાત સૂત્ર બોલતા હતા ત્યાં આંખમાંથી અનરાધાર આંસુ વહેવા લાગ્યાં. આત્મા વિચારે ચઢ્યો, રોજ સવાર-સાંજ ભગવંતે આ સૂત્ર બોલવાનું કેમ કહ્યું? અંદરથી જવાબ આવ્યો, આ સંસાર એ પાપનો અખાડો છે. તેમાં ઇચ્છાએ કે અનિચ્છાએ પાપો કરવો પડે છે. કરેલા પાપના વિપાકો જીવે પોતે ભોગવવા પડે છે. આ બધાથી બચવા માટે સંયમ-દીક્ષા વિના ઉદ્ધાર નથી. દઢ સંકલ્પ કર્યો, જેમ બને તેમ જલ્દી દીક્ષા લેવી. આજે એ ભાઈ દીક્ષા લઈ સુંદર સંયમજીવનનું પાલન કરી રહ્યા છે. સાધ્વીજી ભગવંતે અભિગ્રહ ન કર્યો હોત તો સંયમ મળત? Page #914 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૬૫ જૈન પ્રતિભાની શાશ્વત સૌરભ ---રોહિત શાહ ચારિત્ર્ય એ માનવજીવનની સુગંધ છે જૈન શાસનમાં એવી અગણિત પ્રતિભાઓ જોવા મળે છે, જેને કારણે સમગ્ર સમાજ ચારિત્ર્યની સુગંધનો સાક્ષાત્કાર સદીઓ પર્યત કરતો રહેશે. પ્રતિભા પ્રતિભા હોય છે. અતીત, વર્તમાન કે ભવિષ્યની ભેદરેખાઓ તેને સ્પર્શતી નથી. સુગંધને કદી ય સીમા હોય ખરી? સરી જતા સમયને પણ બે ઘડી થોભીને સલામ કરવાની સ્પૃહા જાગે એવી વિરલ, કેટલીક જૈન પ્રતિભાઓને યાદ કરીને આવો, એમાંથી પ્રેરણા અને પ્રોત્સાહનનું પાથેય પામીએ... પ્રસ્તુત લેખના લેખકશ્રી રોહિતભાઈ શાહ એક ' જાણીતા લેખક છે. તેઓ ‘ધર્મધારા' માસિકના સંપાદક અને “જૈન સમાચાર' પત્રના તંત્રી છે. તેઓની સિદ્ધહસ્ત કલમે નવલકથાઓ, નવલિકાઓ, ચરિત્રાદિ વિષયે ૪૫ - થી ૫૦ જેટલા પુસ્તકો પ્રગટ થયા છે તેમજ તેઓના અનુવાદ ગ્રંથો પણ ૪૫ જેટલા પ્રસિદ્ધ થયાં છે તેઓ લેખક તેમજ જાણીતા પ્રવચનકાર પણ છે. જૈન સમાજને તેમની સેવા વધુને વધુ પ્રાપ્ત થાય તેવી અભિલાષા સેવું છું. તે ---સંપાદક દાનવીર શ્રી માણિકચંદ (જે. પી.) ) વિ. સં. ૧૯૦૮માં આસો વદ ૧૩ (ધનતરેશ)ના દિવસે જન્મ. માતા વીજળીબાઈ. પિતા હીરાચંદજી. આઠ વર્ષની વયે માતાનું વત્સલછત્ર ગુમાવ્યું. પાંચ ધોરણ સુધીનું શિક્ષણ લઈને, બાર વર્ષની ઉંમરે સુરત છોડીને મુંબઈમાં જઈ વસ્યા. સંઘર્ષો સામે સૂઝ વાપરી, સમસ્યાઓ સામે સમતા ધરી. વ્યવસાય વિસ્તરતો ગયો. વૈભવમાં વૃદ્ધિ થતી ગઈ. વિ. સં. ૧૯૩૫માં પિતાના અવસાન પછી તેમની સ્મૃતિ અખંડ રાખવા માટે તેમણે દાન-ધર્મની દિશા ગ્રહણ કરી. (૧) “જ્યુબિલી બાગ” નામનું ભવ્ય ભવન તેમણે સમાજને દાનમાં આપેલું, જેની કિંમત તે સમયે લગભગ અઢી લાખ રૂપિયા હતી! (૨) શેઠ હીરાચંદ ગુમાનચંદ ધર્મશાળા (હીરાબાગ) માટે સવા લાખ ( રૂપિયાનું દાન આપ્યું. (૩) સુરતમાં ચંદાવાડી ધર્મશાળા માટે ઓગણીસ હજાર રૂપિયા (૪) પાલિતાણામાં Page #915 -------------------------------------------------------------------------- ________________ ૮૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન જિનાલય તથા ધર્મશાળા માટે ઓગણીસ હજાર રૂપિયા (૫) કોલ્હાપુરમાં હરાચંદ ગુમાનજી વિદ્યામંદિર માટે બાવીસ હજાર રૂપિયા (૬) જબલપુર બોર્ડિંગ માટે ચોવીસ હજાર રૂપિયા (૭) રતલામમાં બોર્ડિંગ માટે પચીસ હજાર રૂપિયા (૮) દિગંબર જૈન ડિરેક્ટરી માટે દોઢ હજાર રૂપિયા (૯) છપ્પનિયા દુકાળ વખતે આફતગ્રસ્તો માટે પાંચ હજાર રૂપિયા. આ ઉપરાંત અનેક ક્ષેત્રે ઉદાર સખાવતો દ્વારા તેમણે છલોછલ સમાજસેવા કરી હતી. તા. ૧૪-૩-૧૯૦૬ના રોજ બ્રિટીશ સરકારે તેમને “જે. પી.’ની માનદ્ પદવી દ્વારા અને તા. ૧૦-૨-૧૯૧૦ના રોજ જૈન સમાજે તેમને “જૈન કુલભૂષણ' પદવી દ્વારા સન્માન્યા હતા. તા. ૧૭-૪-૧૯૧૪ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું. શ્રી માણિકચંદ વિદ્યાપ્રેમી અને ધર્મપ્રેમી હતા. તેમનો દાનપ્રવાહ છાત્રાલયો અને જિનાલયો ઉપરાંત ધર્મશાળા તરફ વિશેષ રહ્યો હતો. ( જૈન ધર્મભુષણ શ્રી શીતલપ્રસાદ ) ઈ. સ. ૧૮૭૯માં, લખનૌ નગરમાં જન્મ. માતા નારાયણીદેવી પિતા લાલા મખ્ખનવાલજી. અઢાર વર્ષની વયે સરકારી નોકરીમાં જોડાયા. ઇ. સ. ૧૯૦૪માં પત્નીનું અવસાન થયું. ત્યારપછી એક જ માસમાં માતા અને નાનાભાઈના અવસાનનો આઘાત મળ્યો. ૧૯૦૫માં સરકારી નોકરી છોડીને તેમણે સમાજસેવા અને શાસ્ત્ર-અધ્યયનનો માર્ગ અપનાવ્યો. શ્રી શીતલપ્રસાદજીએ જૈનમિત્ર', જૈન ગેઝેટ’, ‘વીર', “સનાતન જૈન' જેવાં સામયિકોનું સંપાદન કર્યું હતું. આ ઉપરાંત તેમણે વિવિધ વિષયક સિત્યોત્તેર જેટલા ગ્રંથોનું લેખન-સંપાદન કર્યું હતું, જે પૈકી (૧) અધ્યાત્મ વિષયક ૨૬, (૨) જૈનદર્શન વિષયક ૧૮, (૩) નીતિ વિષયક ૭, (૪) ઇતિહાસ વિષયક ૬, (૫) તારણસ્વામીનું સાહિત્ય ૯, (૬) જીવનચરિત્રો પ, અને (૭) અન્ય ૬. આ ગ્રંથોમાં તેમની માત્ર વિદ્વતા જ નથી, પરંતુ તેમના અનુભવો, ચિંતન-મનન, ભાષાજ્ઞાન, સિદ્ધાંતનિષ્ઠા, પરિશીલનવૃત્તિ, અવિરત અધ્યયનપ્રકિયા વગેરેનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય છે. આ ઉપરાંત તેમણે બનારસમાં સ્યાદ્વાદ વિદ્યાલય, હસ્તિનાપુરમાં શ્રી ઋષભ બ્રહ્મચર્યાશ્રમ, મુંબઈમાં જૈન શ્રાવિકાશ્રમ, આરામાં જૈન બાળા-આશ્રમ, દીલ્હીમાં શ્રી જૈન વ્યાપારિક વિદ્યાલય તથા અનેક જૈન બોર્ડિંગ્સ અને પાઠશાળાઓની સ્થાપના પણ કરી હતી. તેમની બહુમુખી સમાજસેવાના સંદર્ભમાં તા. ૨૮-૧૨-૧૯૧૩ના દિવસે બનારસમાં ડૉ. હર્મન જેકોબીના સાંનિધ્યમાં “જૈન ધર્મભૂષણ'ની પદવી દ્વારા તેમને સન્માનવામાં આવ્યા હતા. તા. ૧૦-૨-૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું હતું. ( કર્મયોગી અને જ્ઞાનયોગી શ્રી મોતીલાલ કાપડિયા ) ઈ. સ. ૧૮૭૯ની સાતમી ડિસેમ્બરે ભાવનગરમાં જન્મ અને ત્યાં જ બી. એ. સુધીનો અભ્યાસ. ત્યારબાદ મુંબઈ જઈને ઇ. સ. ૧૯૧૦માં સોલિસીટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ, દેવીદાસ દેસાઈ નામના મિત્ર સાથે “મોતીચંદ એન્ડ દેવીદાસ' પેઢી શરૂ કરી. Page #916 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૮૬૭ કારોબારની સાથે સાથે લોકકલ્યાણની કેડીએ મક્કમ કૂચ કરતા રહ્યા. ઇ. સ. ૧૯૧૬માં મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય'ની તેમણે અનેકની સાથે રહી સ્થાપના કરી. ‘શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક કોન્ફરસને ટકાવી રાખવા તેમણે અથાગ જહેમત ઉઠાવી હતી. તેઓ કર્મયોગી અને જ્ઞાનયોગી હતા. આચાર્ય મુનિસુન્દરસૂરિલિખિત “અધ્યાત્મકલ્પદ્રુમ' વિશે ઇ. સ. ૧૯૦૯માં તેમણે વિવેચન પ્રગટ કર્યું. ત્યાર પછી “આનંદઘન પદ્યરત્નાવલિ', “શાંતસુધારસ” ગ્રંથનું વિવેચન વગેરે ગ્રંથો પ્રગટ થયા. ડૉ. બુલર દ્વારા લિખિત શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો. “પ્રશમરતિ' ગ્રંથ ઉપરનું તેમનું વિવેચન પણ સવિસ્તર છે. અઢળક પ્રકાશિત સાહિત્ય ઉપરાંત તેમણે લખેલું કેટલુંક સાહિત્ય હજીય અપ્રગટ પણ છે. તેઓ આશાવાદી અને સૌજન્યશીલ હતા. નમ્રતા અને સહૃદયતા તેમના વ્યક્તિત્વની આગવી ઓળખ સમાન હતાં. અવિરત ઉદ્યમ, સમાજ પ્રત્યે ઉત્કટ નિષ્ઠા અને છતાં કોઈકનું સાચુકલું અનુકરણ કરવામાં તત્પર રહેતા. ૬૯મા વર્ષે તેમનું અવસાન થયું હતું. ( મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર શ્રી જયભિખ્ખ ઇ. સ. ૧૯૦૮ની ૨૬મી જૂનના દિવસે સૌરાષ્ટ્રના વિંછીયા ગામે જન્મ. માતા પાર્વતીબાઈ. પિતા વીરચંદભાઈ. ચાર વર્ષની વયે માતાનું અવસાન થયું. પ્રાથમિક અભ્યાસ વિજાપુર પાસેના વરસોડા ગામે, માધ્યમિક અભ્યાસ અમદાવાદમાં કર્યો. તા. ૧૩-૫-૧૯૩૦ના રોજ વિજયાબહેન સાથે લગ્ન થયાં. શ્રી જયભિખ્ખનું મૂળ નામ બાલાભાઈ, પરિવારમાં સૌ તેમને ભીખાભાઈ કહીને બોલાવે. સાહિત્યક્ષેત્રે તેમણે પત્નીના નામ વિજયામાંથી “જય” અને ભીખાભાઈમાંથી “ ભિખુ” લઈને જયભિખ્ખું ઉપનામથી અઢળક ગૌરવવંતી કૃતિઓ આપી. તેમણે જીવન દરમિયાન ત્રણ પ્રતિજ્ઞાઓ પાળી હતી : (૧) કોઈ જગાએ નોકરી કરવી નહિ. (૨) પિતાની વારસાગત સંપત્તિ લેવી નહિ. (૩) માત્ર કલમના ખોળે જીવવું. પ્રારંભે પત્રકાર તરીકે જૈનજ્યોતિ', વિદ્યાર્થી સામયિકોમાં તેમણે લેખો લખ્યા. ત્યારબાદ ગુજરાત સમાચાર' અખબારમાં ‘ઈટ અને ઇમારત', “ગુજરાત ટાઇમ્સ' સાપ્તાહિકમાં “પાંદડું અને પિરામિડ' જેવી લેખમાળાઓ ઉપરાંત “અખંડ આનંદ”, “જનકલ્યાણ” જેવાં સામાયિકો ઉપરાંત ‘ઝગમગ” બાળ સાપ્તાહિકમાં ઉત્કૃષ્ટ, મૂલ્યપ્રેરક લેખો–વાર્તાઓ લખ્યાં. શ્રી જયભિખુને તેમની રસપ્રદ, ભાવવાહી શૈલી તથા શિષ્ટ સાહિત્ય બદલ ભારત અને ગુજરાત સરકાર તરફથી અનેક પારિતોષિક મળ્યાં હતાં. કથા--સાહિત્ય દ્વારા તેમણે જૈન ધર્મની પ્રભાવનાનું જે કાર્ય કર્યું છે, તે બેમિસાલ છે. આશરે ત્રણ સો જેટલાં પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમનું અવસાન તા. ૨૪-૧૨-૧૯૬૯ના રોજ થયું હતું. ( શ્રી ઉત્તમભાઈ એન. મહેતા ) ઈ. સ. ૧૯૨૪ની ૧૪મી જાન્યુઆરીના રોજ જુન. સામાન્ય ક્લાર્કથી શરૂ થયેલી તેમની કારકિર્દી ભારતના સફળ ઉદ્યોગપતિ તથા જૈન અગ્રણી છે Page #917 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન તરીકેના શિખર સુધી પહોંચી હતી. સાહસ, સંઘર્ષ અને સૂઝમાંથી તેમણે પોતાનો પંથ કંડાર્યો. ઓછી કિંમતે મૂલ્યવાન દવાઓ બજારમાં મૂકીને, “ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ'નું નામ એમણે ઇતિહાસમાં અમર કરી દીધું. ઊર્જા ક્ષેત્રે બીમાર પડેલી સ્કેબલ કંપની હસ્તગત કરીને ‘ટોરેન્ટ કેબલ' તરીકે તેને પ્રતિષ્ઠા અપાવી. ત્યારબાદ ગુજરાત લીઝ ફાયનાન્સ કંપની હસ્તગત કરીને, તેને ભારતની પ્રથમ પાંચ ફાઇનાન્સ કંપનીમાં સ્થાન અપાવ્યું. “હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી સાથે ટોરેન્ટનું જોડાણ, ગુજરાત બાયોટેક'ની સ્થાપના જેવી અનેક સિદ્ધિઓ તેમણે મેળવી. ઇ. સ. ૧૯૯૬-૯૭ના વર્ષમાં ‘બિઝનેસમેન એવોર્ડ ગુજરાત વેપારી મહામંડળ તેમને અર્પણ કર્યો. ભારત જૈન મહામંડળ જેવી અનેક જૈન સંસ્થાઓને ઉમદા નેતૃત્વ અને ઉદાર સખાવતો દ્વારા પોષીઉછેરી. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું કામ હોય કે મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવાનો હોય–દરેક પ્રસંગે શ્રી ઉત્તમભાઈ મહેતાનું પ્રોત્સાહન મળતું. તેઓ ઉત્તમ વસ્તુ, ઉત્તમ વિચાર, ઉત્તમ આયોજનના પુરસ્કર્તા હતા. તા. ૩૧-૩-૧૯૯૮ના રોજ તેમનું અવસાન થયું હતું. ( સહૃદયી શ્રાવક સાહૂ શ્રી શાંતિપ્રસાદજી ) ઈ. સ. ૧૯૧૧માં ૨૨મી મે ના રોજ, નજીબાબાદમાં જન્મ. માતા મૂર્તિદેવી. પિતા દીવાનસિંહજી. પ્રારંભે નજીબાબાદમાં શિક્ષણ, પછી મેરઠમાં અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં કોલેજનું શિક્ષણ લીધું. ૧૯૪૦ થી ધીમે ધીમે જાહેરજીવનમાં પગલાં પાડ્યાં. જૈન એકતા, બે પેઢી વચ્ચેનું અંતર, દહેજનિવારણ વગેરે ક્ષેત્રે તેમણે પારાવાર પુરુષાર્થ કર્યો. ૧૯૭૪માં તેમણે દિગંબર જૈન મહાસમિતિની સ્થાપના કરી. તે પૂર્વે (૧) ૧૯૨૧માં મૂર્તિદેવી કન્યાવિદ્યાલયની નજીબાબાદમાં સ્થાપના (૨) તા. ૧૮-૨-૧૯૪૪ના રોજ તેમણે ભારતીય જ્ઞાનપીઠ તથા મૂર્તિદેવી ગ્રંથમાળા' જેવી સંસ્થાઓની સ્થાપના કરી. (૩) “નવભારત ટાઈમ્સ'નું પ્રકાશન વગેરે ઉપરાંત શિષ્યવૃત્તિઓ, જ્ઞાનપીઠ એવોર્ડ વગેરેનો વ્યાપક લાભ જગતને આપ્યો. તેમણે નીચે મુજબની કેટલીક ધાર્મિક-સાંસ્કૃતિક સંસ્થાઓની સ્થાપના કરી અથવા તો એ સંસ્થાની પ્રવૃત્તિઓમાં ગતિ બક્ષી. (૧) પ્રાકૃત શોધસંસ્થાન-વૈશાલી, બિહાર (૨) સ્યાદ્વાદ મહાવિદ્યાલય, બનારસ (૩) અહિંસા પ્રચારક સમિતિ, કલકત્તા (૪) વર્ણી સંસ્કૃત વિદ્યાલય, સાગર (૫) સાહૂ જૈન કોલેજ, નજીબાબાદ (૬) ભારતીય કલાવિદ્યા જૈન શોધ સંસ્થાન, મૂડબિદ્રી-કર્ણાકટ (૭) ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટિ, મુંબઈ (૮) સાહુ પુરાતત્ત્વ મ્યુઝિયમ, દેવગઢ (૯) એસ. પી. જૈન કોલેજ, સાસારામનગર-બિહાર. તા. ૨૭-૧૦-૧૯૭૭ના રોજ તેમનું અવસાન થયું. Page #918 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૬૯ વર્તમાનકાલીન આદર્શ શ્રાદ્ધવર્યોનાં નેત્રદીપક કાર્યોની વલંત યશોગાથા -પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ પરમ પાવન વીરશાસનની યશોવુલ પરંપરામાં અગણિત શ્રાદ્ધરત્નોએ તેને કાળને ઉચિત શ્રેષ્ઠતમ પ્રભાવક કાર્યો કરીને શાસનની તેજ પ્રથાને દશે દિશામાં પ્રસરાવી છે. કુમારપાળ, વસ્તુપાળ, નેપાળ, ઉદયન, શ્રેણિક, સુદર્શન, પેથડ, બાહs, અંબડ, વિજાલ, શ્રીપાળ, મયણા, સંપ્રતિ.....કેટકેટલાં અહતુરત્નો અને સતીઓના નામો અને કામોને યાદ કરીએ! આ ઊચ્ચ આદર્શો આપણી સામે છે છતાં ચાલબાજ મન તર્ક-વિર્તકોની જાળમાં જાણીબુઝીને ફસાય છે. મનમાં ચાય કે, “તે કાન જુદો, એ શરીરની શક્તિ જુદી, એ વખતની ધાર્મિક-ભૌતિક સ્થિતિ-પરિસ્થિતિ જુદી, એ વખતની સમૃદ્ધિ અને સંસ્કારો જુદાં. એ સુકાળ હતો. મનોબળ લોખંડી હતાં. તનબળ પોલાદી હતાં.” - “આજે ૨૧મી સદીમાં આ શકય કેમ બને? મન માયકાંગલાં, તન ખખડી ગયેલાં, જીવન ખરડાઈ ગયેલાં, વાતાવરણ વિકૃતિથી ભરાયેલ-આવા સંયોગોમાં સાધના શું થઈ શકે? મનના આ તરંગી વિકલ્પોનો જડબાતોડ જવાબ છે : કાળ ભલે વિકરાળ હોય, આજના કાળમાં પણ ૨૧મી સદીના કોમ્યુટરાઈઝ વર્લ્ડમાં પણ સર્વતો, મુખી-સર્વક્ષેત્રિય, શ્રેષ્ઠ સાધના કરનારાઓનો તોટો નથી. લો અ..ધ..ધ..ધ થઈ જાય એવી સાધના કરનારા પણ આજે છે. કાળને દોષ દેવો વ્યર્થ છે. શરીર સંઘયણની વાતો નિષ્ફળ બહાના છે. સાધના કરવી હોય તેના માટે કોઈ જ બાઘક તત્ત્વ નથી. વર્તમાનકાળનાં શ્રેષ્ઠ શ્રાદ્ધરત્નો, સતીઓની નેત્રદિપક સાધના જાણી છાતી ગજગજ ફૂલી જાય છે. આરાધનાનું નવું જોમ અને જુસ્સો પ્રગટે છે. આજે આપણે જે સૌંદર્ય અને સંસ્કૃતિ માણી રહ્યાં છીએ તેની ઈમારતના પાયામાં ધરબાયેલા સાધકભાવનાનાં હૃદયસ્પર્શી દષ્ટાંતો આપણને શુભભાવમાં ખેંચી જાય છે. પ્રાચીન સમયકાળના અનોખા માનવનો એ સમયકાળ અનોખો ૯ છે, Page #919 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦] [ જૈન પ્રતિભાદર્શન છે અને જુદો જ હતો આજે જયારે જમાનાની દુષિત હવાએ માનવજાતને બધી રીતે ભરડામાં લીધી છે. અને માનવીનું સાંસારિક જીવન વધુ ને વધુ કલુષિત બનતું રહ્યું છે એવા કઠણ-કપરા કાળમાં પણ કેટલાક ભક્તિવંત દીવડાઓ જે રીતે ટમટમે છે. તેનો પ્રકાશ પુંજ આપણને ઘણી બધી પ્રેરણા અને બોધ આપી જાય છે. - પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ.ની આ લેખમાળામાં રજૂ થયેલા પ્રસંગો ખરેખર હૈયાંના ભાવોને કોઈ નવી જ દુનિયામાં લઈ જાય છે. પૂજ્યશ્રીની કલમમાં જૈનત્વની ખુમારી અને વિશદ્ દષ્ટિમાં વ્યાપક દર્શન થાય છે. જ્ઞાનસંપદાનું અતલ ઊંડાણ જોવા મળે છે. પૂજ્યશ્રીનું અધ્યયન વ્યાપક અને ચિંતનાત્મક છે. તપ-જપમાં અને વિવિધ આરાધનાઓમાં પણ ખૂબ જ આગળ વધ્યા છે. જૈન સંસ્કૃતિ, જ્ઞાનપ્રસાર માટે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવાનાં કાર્યોમાં તેમના ગુરુ પ. પૂ. આ.શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મ. સા. સાથે હમેશાં રહ્યાં છે. જો તેઓ સંયમયાત્રામાં નિરંતર આગે ધપતા રહે એવી શુભેચ્છા સાથે પૂજ્યશ્રીને ભૂરિ ભૂરિ વંદનાઓ! - સંપાદક શ્રી જિનશાસનના ઉદ્યાનને સદાબહાર નવપલ્લવિત અને મઘા-મઘાયમાન રાખવામાં જૈનાચાર્યો, સાધુ-સાધ્વીજીની જેમ શ્રાવક અને શ્રાવિકાઓનું યોગદાન પણ કાંઈ નાનુસુનું નથી. સાધુ અને શ્રાવકનો શુભ-સમાગમથી જ શાસનની રક્ષા-પ્રભાવકતામાં વિકાસ સાધી શકાય છે. મુખ્યત્વે સાધુ પાસે મનબળ છે. મનથી શુદ્ધિ ને પવિત્રતાની સાધના દ્વારા સ્વ અને શાસનની ઉન્નતિ અને આબાદી વધારવામાં સાધુ પ્રેરક નિમિત્ત બને છે. તો શ્રાવક વર્ગ વિશેષતયા તનબળ અને ધનબળ દ્વારા શાસનોન્નતિના ટેકારૂપ બને છે. જાણ બહાર તો આવાં નેત્રદિપક શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા અને તેમનાં કાર્યો અગણિત ને કલ્પનાલીત હશે. જાણમાં હોય તેવા જુજ શ્રાદ્ધવર્યોના આદર્શ કાર્યોને સ્મૃતિપથ ઉપર લાવી કૃત્યજ્ય બનીએ તોય ઘણું. ( પહેલા ચુકવણી પછી ઉજવણી ) મુંબઈ-પાર્લા મુકામે થયેલાં ઉપધાનમાં એક સુશ્રાવક કલ્પેશભાઈ જરીવાલા પ્રથમ માળા પહેરવાની ઉછામણી ૨૨ લાખ રૂપિયા બોલ્યા. માળાપરિધાન કરતાં પહેલાં જ ૨૨ લાખનો ચેક આપી પછી માળા પહેરી. દુનિયાના તમામ ક્ષેત્રમાં “પહેલાં પૈસા પછી કામ' આ નિયમ લાગુ પડતો હોય તો ધર્મક્ષેત્રમાં પહેલાં કામ પછી પૈસા તે નિયમ કેમ ચાલે?'' લાભ લેતાં પહેલાં જેટલી રકમ ચુકવવાની તાકાત હોય એટલી જ બોલી બોલવી. અન્યથા કયારેક લાભ કરતાં નુકશાની મોટી થવાની સંભાવના છે. ધંધામાં મંદી Page #920 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૮૭૧ આવે, ભાવોમાં મંદી આવે. પરિસ્થિતિ પલટાઈ જાય, આર્થિક તંગી ઉભી થાય, આવા સંયોગોમાં બોલેલી બોલી ન ચૂકવી શકીએ તો? ભગવાનના દેવાદાર થઈએ, ઘોર પાપબંધ થાય, ભવિષ્યમાં કાળી મજુરી કરીને, કાતીલ કષ્ટ વેઠીને દેવાં પુરાં કરવાં પડે. એટલે “પહેલાં ચૂકવણી પછી ઉજવણી'' આ સિદ્ધાંતનું અમલીકરણ ઝડપથી ઊથલ-પાથલ થતાં આજના કાળે અત્યંત જરૂરી છે. ( વૃદ્ધ શરીર–યુવા આસ્થા ) ગિરિરાજ ચઢતાં એક ડોસીમાની વાત જાણવા મળી. ઉંમર વર્ષ ૮૦, એકાસણાથી વર્ષીતપ ચાલે. વર્ષીતપમાં ૯૯ યાત્રા ચાલે. ૯૯ યાત્રામાં ચોવિહારો અટ્ટમ કરી ૧૨ યાત્રા કરી. પારણે ૧૩મી યાત્રા કરી. ૨ વાગે એકાસણું કર્યું. આ પ્રસંગ પુરવાર કરે છે કે ઘડપણમાં પણ શરીર શક્તિથી નહિ પણ શ્રદ્ધાથી ચાલે છે. ગિરિરાજની પાવનતા અસીમ છે. આદિશ્વર દાદાનો પ્રભાવ અજબગજબનો છે. ૯૯ યાત્રાનો આ સ્વાદ જીવનમાં એકવાર તો માણવા જેવો છે. અહીં શરીરશક્તિ કામ નથી લાગતી. અહીંના પવિત્ર પરમાણુપુંજમાં જ ગજબનું આકર્ષણ છે. તમારે એક પગથિયું જ ચઢવાનું છે બાકીની બાજી દાદા સંભાળશે. સં. ૨૦૫૧માં આંબાવાડીમાં ચાતુર્માસ હતું. ૮૫ વર્ષના એક માજીને સળંગ ૨૨ વર્ષથી વર્ષીતપ ચાલતો હતો. દર પર્યુષણમાં ચાલુ વર્ષીતપમાં અઠ્ઠાઈ કરતાં હતાં. ( મેરુ-અભિષેક મહોત્સવ ) મુકેશભાઈએ ખંભાતમાં પ્રભાવક ત્રિદિવસીય મેરુ મહોત્સવ કરાવેલ. પ્રથમ દિવસે મેરુ મહોત્સવ, બીજે દિવસે ૭૨ જિનાલયમાં એક સાથે ૧૮ અભિષેક, ત્રીજે દિવસે શાનદાર રથયાત્રા. ધારણાતીત માનવમેદની ઐતિહાસિક મેરુમહોત્સવ માણવા ઊમટી પડેલ. છેલ્લા દિવસે આખા ખંભાતનો જમણવાર રાખેલ. ૧૮ આલમ અને બધી જ કોમ હર્ષિતહેયે જમી. મજીદો ઉપરથી મુસલમાનોએ પુષ્પવૃષ્ટી કરી. મુસલમાનોએ મજીદોમાં બહુમાન સમારંભો યોજ્યા. નક્કર ફળશ્રુતિ એ હતી કે, અન્ય ધર્મીઓ દ્વેષબુદ્ધિના સ્થાને આપણા તરફ આદર ધરાવતા, શાસનના અનુરાગી થયા. કાળે કરવટ બદલી નાંખી છે. ગામડા શ્રાવકોથી ખાલી થતાં જાય છે. તેથી ત્યાંનાં ગગનચુંબી જિનાલયો ને રાજમહેલ સમા ઉપાશ્રયો ખંડેર બનતાં જાય છે. હજારો શ્રદ્ધાળુઓથી ધમધમતા મંદિરમાં દર્દ ભર્યો સૂનકાર છવાઈ ગયો છે. ત્યારે જૈનેતર ગ્રામ્યજનોને કુનેહબુદ્ધિથી જે રીતે થાય તે રીતે શાસનના અનુરાગી બનાવવાનો સમય પાકી ગયો છે. તો જ વિરાટ ધાર્મિક સંકુલોની રક્ષા શક્ય બનશે. અજૈનના અંતરમાં સત્યધર્મના વાવેતર માટે આવી રથયાત્રાઓ, મહાપૂજા, સ્નાત્ર મહોત્સવો વિ. પ્રભાવક અનુષ્ઠાન કરાવવાનું શાસ્ત્રીય ફરમાન છે. સંપન્ન અને સમૃદ્ધ શ્રાવકોએ સંપત્તિનો સદ્ભય કરી આ રીતે પણ શાસનપ્રભાવના કરવી રહી. Page #921 -------------------------------------------------------------------------- ________________ ૮૭૨ ] [ જૈન પ્રતિભાદર્શન ( સેવા સાધનાનો સુભગ સમાગમ ભાવનગરના શ્રાવક, અંતુભાઈ ઘેટીવાળા જાણે મૂર્તિમંત સેવામૂર્તિ જોઈ લ્યો. સાધુ-સાધ્વીજી ભગવંતની અજોડ સેવાભક્તિ કરી રહ્યા છે. છેલ્લાં ૫૪ વર્ષથી પર્યુષણ પર્વમાં મૌનપૂર્વક ચોસપ્રહરી પૌષધ સહિત અઠ્ઠાઈ તપ કરી રહ્યા છે. (એકપણ વર્ષ ખાડો નથી પડ્યો.) તેમનું કહેવું છે કે– “સાધુ-સાધ્વીજી મહારાજ વિશ્વની અજાયબી છે. તેમની ભક્તિ કરવા માટે કરોડો ભવની પુણ્યની મુડી જોઈએ. તેમની સેવામાં જ જીવનની સાર્થકતા છે.” ખરેખર! આ સેવાના પુન્યથી જ તેઓ ૭૦ વર્ષે ય ૩૫ વર્ષના યુવાનને શરમાવે એટલી દોડાદોડ કરે છે. આ ઉંમરે દર વર્ષે લગભગ ૨૦૦ જેટલા સાધુઓના લોચ કરે છે. કોક પાર્ટી ફેઈલ જતાં તેમના થોડાં રૂપિયા ખોટા થયા. ત્યારે પ્રતિભાવ આપતા હસતા-હસતા એટલું જ કહ્યું, ““આપણું હોય તે જાય નહિ, જાય તે આપણું નહિ.” નવપદની ઓળી દર વર્ષે અચૂક કરવાની, તેમાં પણ આયંબિલ સાત મિનિટમાં પુરું કરવાનું, બે દ્રવ્ય જ લેવાનાં, તે પણ રોટલી અને કરિયાતુ. જીભડીને કહી દે, “ખાવું હોય તો ખા, નહિ તો ઊભો થઈ જઈશ.” જીભડીને વશ કરવા આવા કીમિયાઓ અજમાવ્યા સિવાય છુટકારો નથી. ( સેવાની સુવાસ-ભક્તિની ભીનાશ અમદાવાદ-પાલિતાણા વિહારમાર્ગમાં ફેદરા' ગામ આવે છે. તેમાં જૈનનું એક જ ઘર. તેમાંય એકલાં ડોશીમા રહે. સાધુ-સાધ્વીજી ભગવંતોનો દરરોજનો વિહાર ચાલુ. કોઈક દિવસ ૧૫ ઠાણા, તો કોઈક દિવસ ૫૦ ઠાણા. ગોચરી-પાણીનો સર્વ લાભ ડોશીમા એકલા હાથે લે. સાથે રહેલા માણસને હેતથી જમાડે. રસોઈ, પાણી ઉકાળવાનું બધું જાતે જ કરવાનું. આઠ માસમાં લગભગ ૧૫૦૦થી ૨000 સાધુ-સાધ્વીજી ભગવંતોને હોરાવવાનો સંપૂર્ણ લાભ મળે ૪૦-૪૫ વર્ષ તો એકસરખો લાભ લીધો. ૪ મહિના ચોમાસાના દીકરાને ત્યાં મુંબઈ-ઘાટકોપર આવી જાય. આઠ મહિના ભક્તિ કરવા ફેદરા રહે. જીવનમાં પચાસથી સાઠ હજાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને હોરાવવાનો લાભ લીધો હશે. કોઈપણ ગચ્છ-પક્ષ કે સમુદાયના સાધુ ફેદરા ન આવ્યા હોય એવું ભાગ્યે જ બને. કલ્પના તો કરો! શું માજીના ભાવ હશે? કેટલું લખલૂટ પુન્ય તેમણે આ ભક્તિ દ્વારા ઉપાર્જન કર્યું હશે? વર્તમાનમાં મળતો સુપાત્રભક્તિનો આવો અપૂર્વ લાભ ભૂત-ભાવિના અઢળક પુન્યનું સૂચક છે. ( પ્રેમ છે પણ મોહ નથી ) મુંબઈના એક પરિચિત સુશ્રાવિકા બહેન કહે, “મારા ચારમાંથી એક પણ દીકરાના લગ્નમાં મેં Page #922 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૮૭૩ હાજરી આપી નથી. લગ્નના દિવસે આયંબિલ કરવાનું, ઘરે બેસી સાત-આઠ સામાયિક કરવાનાં. લગ્નમાં જવાથી રાગ-દ્વેષ વધે. સંસારનાં પાપોની અનુમોદના થાય. દીકરાઓ સંસાર વધારે તેમાં આનંદ પામવાનુ? દીક્ષા લીધી હોત તો રાજી થાત. પણ એટલી પુણ્યાઈ ઓછી. દીકરાઓ સંસારની ઊંડી ખાઈમાં પડે, એના જેવો રોવાનો બીજો પ્રસંગ કયો હોય? જોઈ! આત્માર્થી શ્રાવિકાની પરમોચ્ચ તત્ત્વદૃષ્ટિ! સગા દીકરાના લગ્નમાં ગેરહાજરી. લગ્ન તો સંસાર વધારનારી પ્રક્રિયા છે. તેની અનુમોદના ન થાય. નિકટના સ્નેહીજનોના લગ્નમાં જવું પડે તોય રડતા હૃદયે જવાય. રાજીખુશીથી રાચીમાચીને તો નહિ જ. અન્યથા તે કપલ જીવનભર જે પાપો કરે તેનો વગર ફોગટનો ચાંદલો હાજરી આપવા માત્રથી આપણા કપાળે ચોંટી જાય. ( સાધર્મિક પ્રેમ એ જ પ્રભુપ્રેમ ) સં. ૨૦૪૨માં ઘાટકોપરમાં ચાતુર્માસ હતું. એક સુશ્રાવિકાએ રથમાં બેસવાનો ચઢાવો રૂપિયા ૧૦,000માં લીધો. લાભ મળ્યાના આનંદ સાથે બેન ઉપર આવીને કહે, “મ. સા.! રથમાં બેસવાનો ચઢાવો બોલી છું. લાભ મળ્યો છે. એક સદ્દગૃહસ્થ” તે જ રીતે નામ લખાવ્યું છે. ચઢાવો કોનો છે કોઈને ખબર નથી. હવે મારે આપને એટલું જ કહેવું છે કે આપને ઠીક લાગે તે સાધર્મિક કુટુમ્બને રથમાં બેસવાનો લાભ આપી દેશો. રકમ જમા કરાવી દીધી છે. “ભગવાને મને ઘણું આપ્યું છે. ભવિષ્યમાં લક્ષ્મીયોગે મને ઘણા લાભ મળશે, પણ જિંદગીમાં જેમને રથમાં બેસવાની સ્વપ્નમાંય કલ્પના નથી એવા બંધુઓને આપ બેસવાનું જણાવી દેશો તો અમારા આનંદનો પાર નહિ રહે. અને એમ જ થયું.” સાધર્મિક પ્રત્યે આવો હાર્દિક પ્રેમભાવ હૃદય-હૃદય છલકાઈ જાય તો શાસન આબાદીના આસમાને પહોંચી જાય એમાં શંકાને સ્થાન નથી. સંઘ-શાસનની દેદીપ્યમાનતા સાધર્મિકના ઉત્થાનને આભારી છે. અન્ય ધર્મને ગૌણ કરીને પણ આજના ભીષણ કાળ જૈન બંધુઓની ઉત્ક્રાંતિના કાર્યમાં લાગવા જેવું છે. એક સમર્થ જૈન અન્ય એક નબળા જૈન કુટુમ્બને દત્તક લઈ લે, પ્રેમ-લાગણીથી બધી રીતે સહાયક બને તો આવતા ૨૫ વર્ષમાં જૈન સમાજ ઉન્નતિના શિખરે પહોંચી જાય. શાસનને જો આત્મા કહેવો હોય તો સાધર્મિકને મુખના સ્થાને જ રાખવો પડે. ( ૧૦૮ દીક્ષાર્થીઓનો ઐતિહાસિક વરઘોડો ) પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં માર્ગદર્શન ને પ્રેરણાથી સં. ૨૦૩૩માં ચોપાટી ઉપર ૧૦૮ દીક્ષાર્થીઓનો ઐતિહાસિક વરઘોડો નિકળ્યો હતો. સુશ્રાવક ચંદ્રકુમારભાઈ, બંસીભાઈ, નવિનભાઈ આદિ શ્રાવકવર્ગે મહિનાઓ સુધી તન-મન-ધનનો સખત ભોગ આપી પ્રસંગને સુવર્ણપૃષ્ઠમાં અંકિત થાય એવો બનાવ્યો હતો. * ચોપાટીના મેદાન પર ૬૦,OOO ની માનવમેદની + દરેકની સાધર્મિકભક્તિ * ભારતભરના | ૧૦૮ દીક્ષાર્થી કે લખલૂટ વર્ષીદાન * ટ્રાફિકથી ધમધમતા સર્વ રસ્તા બંધ * મુમુક્ષુઓનો સત્કાર Page #923 -------------------------------------------------------------------------- ________________ ૮૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન : સમારંભ * સેંકડો સાધુ-સાધ્વીજીની ઉપસ્થિતિ * કયારેય ભૂલી ન શકાય એવો અને વાગોળીએ એટલો વધુ ને વધુ આનંદ આપે એવો પ્રભાવક પ્રસંગ શાસનના પાને જ નહિ હજારોનાં હૈયાંમાં ગૂંથાઈ ગયો. દીક્ષા પ્રસંગનો પમરાટ મુલુન્ડમાં આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. પાસે રોહિતભાઈની દીક્ષા હતી. તે સમયે (સં. ૨૦૪૯માં) તેમના પિતાશ્રીએ ઝૂંપડપટ્ટીમાં ખૂબ દાન કર્યું. આજે પણ તે ઝૂંપડપટ્ટીવાસીઓ દીક્ષા પ્રસંગને યાદ કરી પૂછે છે “વો રોહિતભાઈ કહા હૈ? કૈસે હૈ?' આજના કાળે જૈનેતરોના હૈયામાં જૈનધર્મ પ્રત્યે બહુમાનભાવ જાગે તે અત્યંત જરૂરી છે. સંઘના કે વ્યક્તિગત ધાર્મિક પ્રસંગોએ જૈનેતરોમાં દાન-પુન્ય કરી તેના અંતરને આવર્જિત કરવાનું ચૂકવા જેવું નથી. જૈનેતરોના પેટમાં બે દાણા જવા જરૂરી છે, જેનાથી તેઓની આંતરડી ઠરશે. ધર્મ પ્રત્યે અનુરાગવાળા થશે અને તેઓ જ ધર્મની રક્ષા પણ કરશે. ( રજનીનો ઊજાસ ) જે ઉદાર અને ઉદાત્ત ભાવનાથી રજનીભાઈ દેવડીએ અને શાંતિચંદ બાલુભાઈ ઝવેરીએ ગિરિરાજના ઐતિહાસિક અભિષેક કરાવ્યા તેની યાદ લોકહૃદયમાંથી ક્યારેય ભુસાશે નહિ. આદીશ્વરદાદા પ્રત્યે રજનીભાઈનો એટલો અનહદ ભક્તિભાવ હતો કે ન પૂછો વાત! દાદાનાં શિખરોને સોનાથી મઢી દેવાની ઇચ્છા હતી. આદીશ્વરદાદાના દર્શન કરતા તેમની આંખમાંથી અનરાધાર-અશ્રુધારા સહજ વહેવા લાગતી. આ દશ્ય જોનાર આ. પ્રદ્યુમ્નસૂરિ મ. સા. કહે, દાદાને જોયા કરીએ કે દેવડી ને? એ જ સમજાતું ન હતું'. પાલીતાણાના ઘોડાગાડીવાળા અને ડોળીવાળા જેવા પણ આજે કહી રહ્યા છે : “દેવડી જેવો દાનવીર બચ્ચો આજ સુધી નથી જોયો.” શું ઉમદા ભાવના હશે કે શાસનનું આવું નક્કર શાસન પ્રભાવક કાર્ય કરી શક્યા. આપણે ધંધામાં ખોટ જતાં ખૂબ રડ્યા. સ્વજનના મોત સમયે ખૂબ રડ્યા. અસાધ્ય રોગની પીડામાં ખૂબ રડ્યા. દુઃખ-ત્રાસ ને યાતનામાં ખૂબ રડ્યા, પણ પ્રભુનાં દર્શન કરતાં ક્યારેય આંખ ભીની થઈ ખરી? પ્રભુના વિરહ પાછળ ક્યારેય આંસુ પડ્યાં છે? પ્રભુના દર્શનથી જેની આંખો ભીની થાય તેવા પ્રભુભક્તને ક્યાંય રડવાનો વખત આવતો નથી. ( અહો! ઔદાર્ય ) પૂ. ભાનુવિજયજીના શિષ્ય પદ્મવિજયજીને કેન્સર હતું. કોઈક વૈદ્યરાજે હીરાની ભસ્મમાં દવા લેવા જણાવ્યું. તે વખતે પાંત્રીસેક વર્ષ પૂર્વે જરૂરી ભસ્મની કિંમત ૬0,000 રૂપિયાની હતી. જીવતલાલ પ્રતાપસીભાઈને ખબર પડતાં તેઓ આ.શ્રી પ્રેમસૂરિ મ. સા.ને કહે, “આપ ચિંતા ન [ કરતા. હીરાની ભસ્મનો બધો લાભ મને આપજો. પદ્મવિજયજીને કેન્સરમાં રાહત થતી હોય તો એ કાંઈ | Page #924 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૭૫ બહુ મોટી વાત નથી. પણ વૈદ્યની બરાબર તપાસ કરાવી લેશો. જરૂર પડે જણાવશો તો ભસ્મ તુરત મોકલી આપીશ.' જો કે પાછળથી તપાસ કરતા માલુમ પડેલ કે વૈદ્ય બોગસ હતો. એક સાધુની સારવાર માટે જીવતલાલભાઈની કેવી ઉદારતા તેમ જ દીર્ધદર્શિતા! (જીવદયા ધર્મસાર) અંધેરીમાં રહેતા ચંપાબાએ મોતના આગલા દિવસે કુટુમ્બને ભેગું કરી એક ઇચ્છા વ્યક્ત કરી, મારું માથું ધોઈ નાંખજો. માથાની એક-એક “જૂ' વીણી લેજો. રખેને એકાદ જૂ પણ ચિતામાં કમોતે બળી ના જાય. ચિતાના એક-એક લાકડા ખંખેરી-ખંખેરીને ગોઠવજો, જેથી નાના જીવ-જંતુઓ અકાળે મોતને ના ભેટે.' જોયું! મોતની ચિંતા કરતાં જીવો ન મરવા જોઈએ, તેની ચિંતા વિશેષ છે. જેનું હૃદય કુણાસવાળું સંવેદનશીલ છે, જેનું જીવન દયાપ્રધાન છે, જીવનભર જેણે જીવો પ્રત્યે પ્રેમ કેળવ્યો છે, જયણા પાળી છે, જીવોને રક્ષવાના પ્રયાસ કરી શુભ સંસ્કારોની મુડી ઊભી કરી છે, એવા આત્માઓને મોત સમયે પણ જીવો ઉપર પ્રેમ ઉભરાય, પોતાના મોત કરતાં અન્ય જીવોની રક્ષાની ચિંતા જ તેમના મનમાં રમતી હોય. જીવરક્ષાનો આવો ઉચ્ચતમભાવ પરલોકમાં સુંદર ગતિ, સુંદર સ્વસ્થતા, સુંદર ભોગો આપી પરંપરાએ મુક્તિ અપાવવા સક્ષમ છે. મોત કોઈને ગમતું નથી. નાના જીવોનો કચ્ચરઘાણ બોલાવી હૃદયને કઠોર ના કરો. મનને નિર્દય ના કરો. નાના જીવોને જે રીતે થાય તે રીતે બચાવી અઢળક પુન્ય ઉપાર્જન કરો. ( આદર્શ ત્રિપુટીરત્ન ) પ. પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ની કૃપાદૃષ્ટિ અને પ્રયત્નથી તૈયાર થયેલ ત્રિપુટી એટલે કુમારપાળ વી. શાહ, જયેશભાઈ ભણશાલી, કલ્પેશ વી. શાહ. કુમારપાળભાઈ જૈનશાસનનાં તમામ ક્ષેત્રે જે સૂઝ-બૂજથી કાર્યો કરી રહ્યા છે, તે સાંભળતા છાતી ગજ-ગજ ફૂલી જાય. તેની અનુમોદના કરવા શબ્દો પણ ઓછા પડે. ૧૩૫ જિનાલયના જીર્ણોદ્ધારો આજેય હાથમાં છે. ભૂતકાળમાં થયા તે જુદા.) આ સિવાય કે નુતન જિનાલયો, ઉપાશ્રયોના નિર્માણ * સાધુ-સાધ્વીજીની વિહારવ્યવસ્થા * તમામ પ્રકારની ભક્તિ કે જીવદયા, પાંજરાપોળનાં વિરાટ કાર્યો કે સાધર્મિકોની અવિરતપણે ભક્તિ * પૂજારીઓ તૈયાર કરવા * પંડિતો અને ધાર્મિક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા * દુષ્કાળના સમયમાં જાયન્ટ કેટલ કેમ્પો કરવા * પૂરધરતીકંપ કે વાવાઝોડા જેવા કુદરતી પ્રકોપ સમયે આયોજનસભર રાહત કેમ્પો કરવા કે તીર્થરક્ષાનાં કાર્યો કરવાં ક દેવદ્રવ્યની રકમનો સફળ ઉપયોગ કરવો-કરાવવો કે યુવાનોને ધર્મમાં સ્થિર કરતી “શિબિર'નાં આયોજનો કે પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વૈરાગ્યસભર સાહિત્યગ્રંથોનો પ્રચાર-પ્રસાર. * - અનુકંપાનાં કાર્યો કે દવા, દવાખાના, હોસ્પિટલ વિ.માં ઉચિત યોગદાન કે રાજકારણ દ્વારા શાસનનાં 4 Page #925 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન કાર્યો કરાવવાં * જૈન વિદ્યાર્થીને સ૨કા૨ી સત્તાસ્થાનોમાં જવા પ્રેરણા, પ્રોત્સાહન ને વ્યવસ્થા......વગેરે અનેકવિધ કાર્યશૃંખલા દ્વારા શાસનની અદ્ભુત પ્રભાવના કરી રહ્યા છે. તેમાં પણ સં. ૨૦૫૩માં અમદાવાદ-વાસણા મુકામે ‘પૂ. ભુવનભાનુ સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ’ ઊજવાયો, તેમાં આ ત્રિપુટીનું યોગદાન અમૂલ્ય હતું. છેલ્લાં કેટલાય વર્ષોના ઇતિહાસમાં ન થયો હોય, ન જાણ્યો, ન માણ્યો હોય એવો આ એક અલોકિક ઐતિહાસિક અજોડ મહા-મહોત્સવ ઊજવાયો જેમાં—— * પક્ષ-ગચ્છ-સંપ્રદાયના ભેદભાવ વગર પધારેલાં ૧૩૦૦થી અધિક પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો * ભક્તિ-ઉષા, ભક્તિ સંધ્યા × ૪૦,૦૦૦ બહેનોનાં સામાયિક * લાખો શ્રાવકોની ઉપસ્થિતિ * બે લાખ ભાવુકો સહિતની ઐતિહાસિક રથયાત્રા * લાખો પુન્યાત્માઓની સાધર્મિકભક્તિ. * જૈનેતર વર્ગમાં થયેલ અભૂતપૂર્વ પ્રભાવના * જૈન ધર્મના મર્મની ઝાંખી કરાવતાં જીવંત પ્રદર્શનો * આહાર શુદ્ધિ, સાત ક્ષેત્રની મૌલિકતા-વ્યસન મુક્તિ વિ.નાં પ્રદર્શનો * સ્વર્ગીય નગરીની રચના * રાત્રિભાવનામાં ઊમટી પડતો ૫૦,૦૦૦ જેટલો માનવ-મહેરામણ * પૂ. સાધુ-સાધ્વીજી ભ.ની વાચના * દીક્ષાઓ, પદવીઓ * મોટા તપના આરાધકો * ભારતભરના ખૂણે ખાંચરેથી મહોત્સવને માણવા આવેલા માનવંતા મહેમાનો વગેરે વગેરે... આવી મૌલિકતાથી સભર સમસ્ત પ્રસંગ જન-જનના હૃદયમાં અંકિત થઈ ગયો. ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠ ઉપર આલેખાઈ ગયો. કલિકાલ સર્વજ્ઞ આ. શ્રી હેમચન્દ્રસૂરિના કાળે કુમારપાળ થયા. તેમણે કરેલ ધર્મપ્રભાવનાની સુવાસ આજે પણ મઘ-મઘાયમાન છે. એક કુમારપાળ આજના વિષમકાળમાં આટલું કાર્ય કરે, તો શાસનને આવા સમર્પિત ૨૫-૫૦ કુમારપાળ મળી જાય તો શાસનની રોનક અચૂક વધી જાય. શાસનરક્ષક તેજસિતારા મુંબઈ-બોરીવલી ‘વિનિયોગ પરિવાર’’ નામની સંસ્થાના અન્વયે છેલ્લાં કેટલાંએ વર્ષોથી અરવિંદકાકા—જીવદયા આદિનાં ગજબનાં કાર્યો કરી રહ્યા છે. મુંબઈમાં ૪૦૦-૫૦૦ યુવાનિયાઓનું એક સજ્જડ જૂથ શાસનપ્રેમના રંગે રંગાઈ ગયું છે. તેમાં તેમનો અસાધારણ ફાળો છે. સાથે અતુલ વી. શાહ, જીતુભાઈ, અનિલભાઈ, ગિરીશભાઈ, દીપેનભાઈ, પ્રકાશભાઈ (દાઢી) વિ. અનેક સમર્પિત શાસનપ્રેમીઓ પુન્યાત્માઓ આ કાર્યમાં સક્રિય રસ લઈ શાસનના વૃક્ષ ઉપર થતા કુઠરાઘાતને અટકાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જૈનશાસનના રથને અવિચ્છિન્નપણે હંકારવા આવી સેંકડો સેવાભાવી સંસ્થાઓ અને હજારોલાખોની સંખ્યામાં શાસનરસિક નવયુવાશક્તિની જરૂર છે. આપણાં બાળકોને તેને રૂચિકર હોય એવા શાસનસેવાના એકાદ કાર્યમાં અવશ્ય જોડવાં જોઈએ. શાસનસેવાથી અઢળક પુણ્ય ઉપાર્જન થશે. જીવન ઊર્ધ્વગામી બનશે. સામુદાયિક યુવાશક્તિના સંગઠ્ઠનથી શાસનનો અપ્રતિમ જય-જયકાર થશે. Page #926 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] હસ્તગિરિનો સર્જક શિલ્પી સંપૂર્ણ તન-મન-ધન, ફલેટ પણ સમર્પિત કર્યો અને જીવન પણ સમર્પિત કરી હસ્તગિરિ તીર્થનું નવનિર્માણ કરનાર કાંતિભાઈ એક અજોડ વ્યક્તિ કહી શકાય. એકલપંડે આવા વિરાટ કાર્યને સફળતાના શિખરે પહોંચાડવું અશક્ય પ્રાયઃ લાગે. આજના કાળે એક અજાયબી કહી શકાય એવું સર્જન, કાંતિભાઈને જૈનશાસનના ઇતિહાસમાં અમર બનાવી દેશે. [ ૮૭૭ મુખ્ય પહાડ ઉ૫૨ ૧૨૫૦ ફૂટ ઉપર ૧,૦૨,૪૦૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં ગુલાબી સંગેમરમરના પથ્થરમાં સમવસરણ આકૃતિરૂપ, ચાર દિશામાં ચાર મેઘનાદ મંડપયુક્ત, ૭૨ દેવકુલિકાથી જાજરમાન, ૧૪૫ ફૂટની ઉંચાઈવાળા શિખરથી શોભાયમાન, દેવલોકના શાશ્વત વિમાનની ઝાંખી કરાવતું જિનાલય એટલે જ હસ્તગિરિ તીર્થ. છેલ્લાં ૨૫ વર્ષોથી એકધાર્યું-અવિરતપણે કાર્ય ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાનો સદ્યય થયો છે. આ સિવાય જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકના મંદિર, ભોજનશાળા, ઉપાશ્રય, પૌષધશાળા વિ. પણ ભવ્ય છે. આ તીર્થનું સર્વસ્વ કહી શકાય; પાયો કહી શકાય એવી વ્યક્તિ એટલે કાંતિભાઈ ઝવેરી. કાળા માથાનો એક માનવી ધારે તો શું ન કરી શકે! જરૂર છે હામભર્યા હૈયાની! કાંતિભાઈનું હસ્તગિરિનું હીરલું સર્જન આપણને સદા સાહસ-હિંમત-ભક્તિ અને ધીરજની પ્રેરણાવૃષ્ટિ કરતું રહેશે. શાસન-રંગ લાગ્યો બરોડાના જે. બી. પરીખ. સમસ્ત બરોડા જૈન સંઘ ફેડરેશનના પ્રમુખ - માજી ડેપ્યુટી કલેક્ટર. ૭૦ વર્ષે બીજા વર્ષીતપની તપશ્ચર્યા સાથે બરોડા જૈન સંઘને સર્વક્ષેત્રે આગળ વધારવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. સંઘના-શાસનના-જીવદયાના-સાધર્મિકભક્તિનાં અનેકવિધ કાર્યમાં તેમનું તન-મન-ધનનું યોગદાન અનુમોદનીય છે. ‘શાસનની ઉન્નતિ કરતા પણ સંઘશાસનની રક્ષા અનેકગણી ચઢિયાતી છે. બોડી બામણીના ખેતર જેવી દયનીય સ્થિતિમાં રહેલા શાસનની રક્ષા આજના કાળે અત્યંત જરૂરી છે. તે માટે સંપન્ન કાર્યકર્તાઓની જરૂર છે. આ કાર્યકર્તા સેવાભાવની ભાવનાથી ભીંજાયેલા જોઈએ. પ્રમાણિકતાની ટેકવાળા જોઈએ ને વહીવટી કાર્યમાં કુશળતાસંપન્ન જોઈએ. સંપત્તિનું દાન કરનારા ઘણા મળે છે; પણ સમજશક્તિ અને સમયશક્તિનું દાન દેનારાનો ઘણો તોટો છે, તે પુરો થાય તે ઇચ્છનીય છે. પારસનાથ આધાર મેરો પ્રભુ... ઘોઘા પોષદશમીના અઠ્ઠમની આરાધના કરાવવા ગયા. એક બહેન, સાડલામાં ૧૦ થીંગડા, તદ્દન ગરીબ અવસ્થા, અક્રમ કરવા આવ્યાં. નામ પ્રભાબહેન, ગામ દિહોર. →→ Page #927 -------------------------------------------------------------------------- ________________ ૮૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન પારણાના દિવસે કાર્યકરોએ બધાને કાયમી અઠ્ઠમના આયોજનમાં લાભ લેવા અપીલ કરી. પ્રભાબહેને કીધું કે મારે પણ લાભ લેવો છે. ટ્રસ્ટીઓએ ૧૫૧, ૨૫૧ વિ. સ્કીમ બતાડી. તેમનો દેદાર જોતાં એમ લાગે કે તેમને ૨૦૦-૫૦૦ની મદદ કરવા જેવી છે. પ્રભાબેન કહે, “અઠ્ઠમના કાયમી અનામત ફંડમાં મારા રૂ. ૨૫OOO લખી લ્યો. આગળ પાછળ કોઈ નથી. જીવનભર કામ કરીને ભેગી કરેલી આ પૂંજી જ મારું સર્વસ્વ છે. તે પાર્શ્વનાથ દાદાના ચરણે ધરી દઈ મારે કૃત્યકૃત્ય થાવું છે. હાથ પગ ચાલે છે ત્યાં સુધી કામ કરીને પેટ ભરી લઈશ. બાકી દાદા બેઠા જ છે!'' ખરેખર! જીવનની તમામ પૂંજી નવખંડા પાર્શ્વનાથદાદાના ચરણમાં ધરી દીધી. દશ્ય જોનાર બધાની આંખમાંથી હર્ષાશ્રુઓ ટપકતાં હતાં. તીર્થરક્ષામાં સર્વસ્વનું દાન કરનાર પૂર્વકાલીન ભીમા કુંડલિયાની વાત આપણે જાણીએ છીએ. આજનો કાળ કેવો ભયંકર છે તે પણ આપણે જાણીએ છીએ. * મોંઘવારી બધા સીમાડા વટાવી ગઈ છે. * સંયોગો-સ્થિતિ પ્રતિસમય બદલાયા કરે છે. * આપત્તિના કાળમાં સગો ભાઈ કે દીકરો હાથ ઝાલે એવી શકયતા નથી. * વિશ્વના ખૂણે-ખૂણે સ્વાર્થનું સામ્રાજય નક્કર રૂપે સ્થપાયું છે. આવા કાળમાં પ્રભુચરણમાં સર્વસ્વનું દાન કરવું એ પ્રભુભક્તિની પરાકાષ્ઠાનું પ્રતિક છે. કેટલું આપીએ છીએ? એની બદલે કેટલું રાખીએ છીએ? એની ઉપરથી પરમાત્મ-પ્રેમનું પાપ નીકળે છે. આપણે પણ પ્રભુચરણમાં વધુમાં વધુ સમર્પણ કરી શકીએ એવી ભાવના સાથે પ્રભાબેનને ધન્યવાદ દઈએ. તેમના દાનનું અનુમોદન કરીએ. ( અહિંસક સારવારનો સમુચિત પ્રસાર ) એક્યુપ્રેશરની દુનિયામાં જેમનું નામ મોખરે છે તે દેવેન્દ્રભાઈ વોરા ચુસ્ત છે. મૂ. જૈન શ્રાવક છે. એક્યુપ્રેશરનું ઊંડું ખેડાણ, ગમે તેવા નાના-મોટા રોગો માટેના સચોટ ઉપાયરૂપ નુસખાઓ તેમની પાસે છે. વગર પૈસે, વગર હિસાએ, વગર હાડમારીએ રોગોને મટાડવાની આગવી સૂઝ-બૂઝ છે. સાધર્મિકોને નિર્દોષ ઔષધ સંબંધી એક્યુપ્રેશરનું જ્ઞાનદાન કરી પગભર કરી રહ્યા છે. પ્રશિક્ષણ કેમ્પોનું આયોજન કરી હજારોને નિર્દોષ ઉપચારોનું સચોટ માર્ગદર્શન આપે છે. સાથે સાથે હજારો દર્દીને વ્યસનમુક્ત કરી રહ્યા છે. એક્યુપ્રેશર દ્વારા ભગવાન મહાવીરના અહિંસાવાદની જ્યોત ઘર-ઘરમાં અને ઘટ-ઘટમાં જલાવવાનો સ્તુત્ય પ્રયાસ કરી રહ્યા છે. જૈનધર્મની પ્રભાવનાનું આ એક વિશિષ્ટ અંગ છે. દેશ-વિદેશના ખૂણે ખાંચરે જઈ આ અહિંસક છતાં સચોટ સારવારનો પ્રસાર-પ્રચાર કરી માનવસેવાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યા છે. રાંકડ સાધુ-સાધ્વીજી ભગવંતો તેમની પાસેથી એક્યુપ્રેશરનું જ્ઞાન મેળવી, રોગમુક્ત થયા છે. પોતે જ પોતાના | Page #928 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૮૭૯ (ડૉટર બની એલોપથી દવાના ભરડામાંથી છુટકારો પામી સંયમધર્મની સુવિશુદ્ધ સાધના કરી રહ્યાં છે. જૈન ધર્મની પ્રભાવનાનું આ એક વિશિષ્ટ અંગ છે. ( દાન હો તો એસા! ) વિહાર કરતાં ચારૂપ પહોંચ્યા. વાતવાતમાં મેનેજર કહે છે : ભોજનશાળા, ધર્મશાળા વગેરે કરવાનો લાભ એક ભાગ્યશાળીએ લીધો છે. ૪૦થી ૫૦ લાખ તો વપરાઈ ગયા. લાભ લેનારની એક શરત હતી, ક્યાંય પણ કોઈપણ ઠેકાણે મારું નામનિશાન આવવું ન જોઈએ.” એ ભાગ્યશાળીનું નામ છે જનકભાઈ એન લઠ્ઠા. - ભાવનગર કૃષ્ણનગરમાં પણ આવો જ ભવ્ય ઉપાશ્રય ૩૫-૪૦ લાખના ખર્ચે (સંપૂર્ણ સ્વદ્રવ્યથી) જાતે ઊભા રહીને, ભોગ આપીને વિનુભાઈ ભગતે બંધાવી આપ્યો છે. શ્રીસંઘના આ ભવ્ય અને વિશાળ ઉપાશ્રયની વિશેષતા એ છે કે ક્યાંય દાતાનું નામ-નિશાન, તકતી કે શિલાલેખ ગોત્યો જડે નહીં! ૧૦૦-૨૦૦ રૂપિયાની દીવાલ ઘડિયાળ જેવી ક્ષુલ્લક વસ્તુઓ ઉપર ચીતરાયેલાં મોટાં મોટાં નામો જોવા મળે ત્યારે દુઃખ થાય છે. દાન થોડા ઔર નામ બડા માન કષાયની પ્રબળતા જોઈને દયા આવી જાય છે. નામ માટે જ કરાતુ દાને દાનના ફળને સાફ કરી નાખે છે. દાન એ, જે અજ્ઞાત હોય, પરહિતાર્થે હોય, જમણો હાથ આપે તો ડાબો હાથ પણ ન જાણે. નામનાની કામના વિનાનું દાન ચિરસ્થાયી કીર્તિ ઊભી કરી આપે છે. લોકહૃદયના સિંહાસને શાશ્વત પ્રતિષ્ઠાન સ્થાપિત કરી આપે છે. અપૂર્વ મુખ્યબંધના થોકે થોક ઊભા કરાવી દિવ્ય સુખના ભોક્તા બનાવે છે. ( સફળતાની માસ્ટર કી : આયંબિલ મુંબઈમાં હરખચંદ ગડા નામના વકીલ છે, જૈન છે, શ્રદ્ધાળું છે. ખાસિયત એ છે કે કોર્ટમાં Final hearing હોય તે દિવસે આયંબિલ કરે, પોતાના અસીલને પણ આયંબિલ કરાવરાવે. એક ખ્યાતનામ વકીલને આયંબિલ પર કેવી ગજબની શ્રદ્ધા.! આયંબિલના પ્રભાવે કેસ અવશ્ય જીતે. મનના રોગો અને શરીરના રોગો આયંબિલના પ્રભાવે સહજ દૂર હડસેલાઈ જાય છે. આહાર એવો ઓડકાર, “અન્ન એવું મન” આ બધી ઉક્તિઓ સત્ય છે, મર્મપૂર્ણ છે. શરીરની વિકૃતિઓ અને મનના વિકારો દૂર કરવાનું પરમ સામર્થ્ય આયંબિલમાં છે. આયંબિલના આહારમાં ધાતુને ઉત્તેજીત કરતી છએ વિગઈઓનો સદંતર ત્યાગ હોય છે એટલે શાસ્ત્રોમાં આયંબિલ તપને પરમ મંગલ કહેવાયો છે. ગમે તેવી વિનોની ભરમાળ આ તપના પ્રભાવે સહજતાથી દૂર થઈ જાય છે. ગમે તેવા કાર્યની સિદ્ધિ, જાપ-ધ્યાનથી સિદ્ધિ, સાધનાસિદ્ધિ વગેરે માટે મંગલ સ્વરૂપે આયંબિલ એ શ્રેષ્ઠ તપ છે. Page #929 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન આયંબિલનો એ પ્રભાવ છે કે તન સંદા સ્વસ્થ રહે, મન સદા નિર્મળ અને પ્રસન્ન રહે, જીવન સદા પવિત્ર રહે, આત્મા સદા ઉજજવળ રહે. નવાંગી ટીકાકાર પૂ. અભયદેવસૂરિ મહારાજે બાર બાર વર્ષનાં આયંબિલ કર્યાં હતાં. પૂ. ગચ્છાધિપતિ ભુવનભાનુસૂરિજી મહારાજે શાસનના અનેક કાર્યોની સાથે વર્ધમાનતપની ૧૦૮ ઓળી કરી હતી. વિરમગામના રતિભાઈએ સળંગ એકસો ઓળી કરી હતી. પૂ. હિમાંશુસૂરિજી મહારાજે જીવનભરના આયંબિલની પ્રતિજ્ઞા કરી છે. ૯૨ વર્ષની જૈફ વયે સળંગ સોળ વર્ષથી આયંબિલ કરી રહ્યા છે. આવા તો ઢગલાબંધ દષ્ટાંતો છે. - રોગોથી મુક્ત થવા હવે ડૉક્ટરો જ મીઠું-મરચુ ને ઘી-તેલ બંધ કરવાની અને મોળી રસોઈ ખાવાની સલાહ આપે છે. ડૉક્ટરના કહેવાથી મોળું ખાવાથી નથી કોઈ લાભ કે નથી કોઈ પુ બંધ. જ્ઞાનીના કહેવાથી કરાતું એક આયંબિલ અપૂર્વ કર્મનિર્જરા અને પુન્યબંધનું કારણ બને છે. વિપ્નો, વિકારો, અપમંગલો અને અનારોગ્ય દૂર કરવા, આત્મશુદ્ધિની ઊંચાઈ આંબવા ઘરઘરમાં આયંબિલતપના મંગલદિપક પ્રગટાવવા જરૂરી છે. ( સંયમ કબ હી મિલે ) પાલિતાણામાં સં. ૨૦૧૩માં દાદાવાડીમાં ચાતુર્માસ હતા. ૭પ વર્ષના એક પતિ-પત્ની આરાધક તરીકે હતાં. ચારિત્રની નાનપણથી ઉત્કૃષ્ટ ભાવના હતી. પણ તેમનાં માતાજી કહે, “જો તું ચારિત્ર લઈશ તો બીજે દિ હું દરિયામાં ડૂબી મરીશ.” (મોહ હશે કે ધમકી તે તો ભગવાન જાણે !) માતા ચારિત્ર માટે હા પાડે તે માટે અંતરાય તોડવા તપસાધના શરૂ કરી. ૨૧ વર્ષીતપ, છઠ્ઠ-અમથી વર્ષીતપ, સળંગ ૫OO આયંબિલ, સિદ્ધિતપ, શ્રેણિતપ, સમવસરણ તપ, ધર્મચક્રતપ, ભદ્રતપ, સિંહાસનતપ. ૩ માસક્ષમણ. ૪૫-૫૧ ઉપવાસ વિ. અનેકવિધ તપ દ્વારા લ કર્મનિર્જરા કરી. ચાતુર્માસમાં ભવાંતરમાં ચારિત્ર જલ્દી ઉદયમાં આવે એ માટે ચાલુ વર્ષીતપમાં ૧૭ ઉપવાસ કર્યા. મોટાભાગનાં લગભગ બધાં તો જીવનમાં કરી લીધાં છે. વસ્તુ જેટલી કિંમતી હોય છે એટલી જ તેની પ્રાપ્તિ દુર્લભ હોય છે. સંયમ દુષ્કર છે. દુ:સાધ્ય છે. દેવતાઓ પણ સંયમને ઝંખે છે માટે જ તે દુપ્રાપ્ય છે. પૂર્વની પ્રચંડ પુજાઈ વિના ચારિત્ર મળતું નથી. એક ભાઈનો પ્રસંગ જાણવા મળ્યો. દીક્ષા નક્કી થઈ, મુહૂર્ત નિકળ્યું. વાયણાં ચાલુ થયાં. દીક્ષાના જૂજ દિવસો બાકી હતા. ગાડીમાં જતા તે ભાઈના અલંકારો લૂંટવા ચોરોએ તેમને ગાડીમાંથી ધક્કો માર્યો. જીવ બચ્યો, પણ લોહીલુહાણ થઈ ગયા. હાડકાં ભાંગી ગયાં, મહિનાનો ખાટલો થયો. શરીર અસમર્થ થતા મનની મનમાં રહી ગઈ... જ્યાં એક પણ જીવની હિંસા નથી, જ્યાં એક પણ પાપની શકતા નથી, કોઈના પ્રત્યે દ્વેષ કે દુશ્મનાવટનો ભાવ નથી, કોઈ કનિમિત્ત કે કુવિકલ્પ નથી એવાં નિર્દોષ, નિષ્પા૫ અને નિર્મળ જીવન | માણવાની મસ્તી ભવોભવની સાધના અને પુન્ય વિના મળતી નથી. Page #930 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૮૧ ( યોવનનો સાર–સમાજને પડકાર ) અમારા પરિચયમાં આવનાર એક યુવાને પરણતાં પૂર્વે મા-બાપ અને ભાવિ પત્નીને સાફ શબ્દોમાં કહી દીધું : “લગ્ન બાદ જીવનમાં ક્યારેય રાત્રિ-ભોજન કરીશ નહિ. કંદમૂળ, અભક્ષ્ય ખાઈશ નહિ. હોટલમાં કદાપી જઈશ નહિ. આઈસ્ક્રીમ, બટરચીઝને અડીશ નહિ. ઘરમાં ટી. વી., ફ્રીઝ, વી. સી. આર. લાવીશ નહિ. હિંસક સાધનોનો ઉપયોગ કરીશ-કરાવીશ નહિ. મારી ધર્મસાધનામાં બાધક બનનારનું સાંભળીશ નહિ.' છોકરી અને તેનાં માતા-પિતાએ અનહદ આનંદ સાથે બધું મંજુર રાખ્યું. “લાખો મેં એક” જેવો આવો પતિ મારા નસીબમાં ક્યાંથી? પત્ની મનોમન બોલી ઊઠી. યુવાનવયમાં, મોહમયી મુંબઈ નગરીમાં, સંસારમાં રહીને ધર્મમાર્ગનો ચુસ્ત અમલ કરનારા આજે પણ છે. આજે લગ્ન પછી પણ એ યુવાન તમામ વાતનું મક્કમપણે પાલન કરી રહ્યો છે. ( દિલની અમીરાત ) ખંભાત મેરુ-મહોત્સવ વખતે ત્યાંના ભરવાડોએ ૪૦ મણ દૂધ આપેલ. પૈસાની વાત નિકળતાં કહે, પરમાત્માના આવા મહાન અભિષેકમાં અમારું દૂધ વપરાય એ અમારું કેટલું પરમ સૌભાગ્ય! એ દૂધના તે વળી રૂપિયા લેવાતા હશે! ભગવાન તમારા છે તો અમારા નથી શું?' ખરેખર ભરવાડોએ એકેય રૂપિયો ન લીધો. ધર્મના કાર્યમાં એક પાઈ ઓછી કરવાની વાત તો દૂર રહી પણ સવાયા પૈસા લઈને પણ જાણે ઉપકાર કરતા હોય એવું વલણ-વર્તન દાખવનાર જન્મજાત જૈનો માટે આ પ્રસંગ નજર સમક્ષ રાખવા જેવો છે. (પશુપંખી જે ઇણગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે) નવ્વાણું યાત્રા કરાવનાર એક રાજસ્થાની ભાઈને ઘોડાઓનું બહુમાન કરવાનો વિચાર આવ્યો. શુભ દિવસે પાલિતાણાના તમામ ઘોડાનો બહુમાન સમારંભ ગોઠવાયો. કપાળે તિલક, ગળામાં હારતોરા, અક્ષતોથી વધામણાં. મોટા ચણા, ગોળ-ધાણા, ખોળ વિ. મોંઘી ડીશનો જમણવાર. વગેરે સ્નાન, પાન, નૂતન વસ્ત્રોનું પરિધાન વગેરે દ્વારા ઘોડાનાં બાદશાહી સન્માન થયાં.” કોઈકે આનું કારણ પૂછતાં ભાઈ કહે, “આજ સુધી હજારો ભક્ત યાત્રિકોને દાદાની તળેટીની આરામદાયક સ્પર્શના કરાવનાર આ ઘોડાઓ જ છે. તળેટી પવિત્ર હોય, ભક્તોની ભાવના પવિત્ર હોય તો ભક્તને ભગવાનનું મિલન કરાવનાર આ ઘોડાઓ કેટલા પવિત્ર હશે? એ વિચારજો.... બીજું મેં ને તમે દાદાની યાત્રા કેટલી કરી હશે? 100-200 ને આ ઘોડાઓએ તળેટીની યાત્રા કેટલી કરી? ગણી ગણાય નહીં એટલી... અવતાર ભલે ઘોડાઓનો છે. પણ સ્પર્શના તળેટીની છે. તેય દિવસમાં ૧૦-૨૦ વાર. ઘોડાઓ | કેટલા પુન્યશાળી કહેવાય? પાવન તળેટીની સ્પર્શના માટે કાંઈક ભવોની પુષ્પરાશી જોઈએ. સમજ્યા?” Page #931 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ ] | જૈન પ્રતિભાદર્શન પછી તો ઘોડાગાડીવાળાનું પણ સન્માન કર્યું. ઘોડાગાડીવાળાઓનાં હૃદયમાં એ રાજસ્થાની ભાઈ કાયમ માટે અંકિત થઈ ગયા. જાનવર ભલે અજ્ઞાત છે પણ ભૂમિ તો પતિતપાવન છે ને! અજ્ઞાતપણામાં પણ ફરી ફરી થતી આ પાવન સ્પર્શના ઉત્થાનનું બીજ બનીને ભાવીને પ્રકાશમાન બનાવે છે. આદીશ્વરદાદાતો પૂજનીય છે જ, દાદાને પૂજનારા ભક્તો પણ પ્રશંસનીય છે અને સિદ્ધાચલની સ્પર્શના કરનારા તમામ આત્માઓ પણ સરાહનીય છે. ચાહે પછી તે જૈન હોય કે અજૈન, માનવ હોય કે જાનવર. United you wins, Divided you Ruins. સં. ૨૦૫૪માં ભાવનગર ચાતુર્માસ દરમિયાન વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રાર્થનામંડળ દ્વારા એક અભૂતપૂર્વ કાર્ય થયું. ભાવનગર જિલ્લાના સમસ્ત તાલુકાગામના યુવા-કાર્યકર્તાઓના આ મહાસંમેલનમાં ૨000થી અધિક કાર્યકર્તાઓની ઉપસ્થિતિ હતી. જીવદયા, તીર્થરક્ષા, સંસ્કૃતિરક્ષા, શાસનરક્ષા, સાધર્મિકોના ઉત્થાન, રાજકારણનો ઉપયોગ, ધર્મવિરોધી તત્ત્વનો પ્રતિકાર, ધાર્મિક જ્ઞાનવિકાસ વગેરે અનેક વિષયો ઉપર વિશદ થઈ હતી. આ તમામ ક્ષેત્રે નક્કર પાયે કામ કરવાનો દૃઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને શત્રુંજયાદિ તીર્થની રક્ષા અને વિશિષ્ટ દિવસોમાં યાત્રાના પ્રબંધને વિશેષ મહત્વ અપાયું હતું. ભાવનગર જિલ્લાની વેરવિખેર યુવાશક્તિનું એક તાંતણે જોડાણ થતાં અપૂર્વ એકતાનાં દર્શન થયાં હતાં. વર્તમાન અને ભાવિમાં આવી પડનારી આફતોમાં સંગઠિત બની સજજડ કાર્ય કરવા માટે આ સંમેલનમાં બીજ રોપાઈ ગયાં હતાં. પ્રત્યેક જિલ્લાવાર જૈનોના યુવા-કાર્યકર્તાઓના આવા એકતાપૂર્વકના સંગઠનની આજના કાળે તાતી જરૂર છે. આવા સંગઠન દ્વારા થતી નક્કર એકતા મહાશક્તિથી બને છે. મજબૂત સંગઠનનું અસ્તિત્વ જ બધાંને નમાવી શકશે. જ્યાં સંગઠન છે ત્યાં વિજય છે. આજે વિશ્વનો રાજકીય રંગ જોતા લાગે છે કે સહકાર અને સંગઠનનું શસ્ત્ર જેની પાસે નથી તેની બાદબાકી થતી જાય છે. શુભ પાત્રદાનમ્ રમણલાલ દલસુખભાઈ એક શ્રેષ્ઠ અવ્વલ શ્રાદ્ધરત્ન હતા. સમેતશિખરજી, અંતરિક્ષજી આદિ તીર્થોની રક્ષામાં તેમનો ફાળો યશસ્વી હતો. ખંભાતમાં તેમનું રસોડું ચાલતું હતું. વર્ષો સુધી ચતુર્વિધ સંઘનો લાભ લીધો. તેમના દાદા કસ્તુરભાઈ અમરચંદભાઈએ રસોયાને કહી દીધું હતું કે, “ઘીના ડબ્બા જેટલાં વધુ વપરાશે તેટલો પગાર વધશે.” મુનીમો ચતુર્વિધ સંઘની ભક્તિમાં ઘીના ડબ્બા ઊંધા કરવા લાગ્યા. શું ભક્તિ! શું બુદ્ધિ! શું સંઘવાત્સલ્ય! Page #932 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૮૩ ( તપસ્વી અમર રહો ) ભાયંદરના નવીનભાઈએ અઝાઈના પારણે અઠ્ઠાઈથી વર્ષીતપ કરી એક અદ્દભૂત આદર્શ પૂરો પાડ્યો છે. મૂળ ખીમાડાનાં મુંબઈ-પરેલ રહેતાં કંચનબેનની જાણેલી અજોડ તપશ્ચર્યા... * સેંકડો અઠ્ઠમ * ૧૪૦ અઠ્ઠાઈ : ૪ સમવસરણતપ * ૨ શ્રેણીતપ * ૨ સિદ્ધિતપ * ૪ માસક્ષમણ * ૩૩ ઉપવાસ * ૬૧ ઉપવાસ * ૭ છ'રી પાલીત સંઘ, તેમાં ૨ સંઘમાં ૨૦ ઉપવાસ સુધી રોજ ચાલવાનું. આટલી તપશ્ચર્યાની શક્તિ ક્યાંથી આવી તેમ પૂછતા જવાબ મળ્યો, “માતા-દાદી અને કેન્સરના રોગથી પીડાતાં સાસુની દિલ દઈને સેવા કરી તેનો પ્રભાવ છે.' તપપ્રભાવક મહાશ્રાવિકાને ધન્યવાદ. મુંબઈ-ભાંડુપથી પ્રદીપભાઈ મુલુન્ડ ઓળી કરવા આવે. બે કલાક તો સર્વેની ભક્તિ કરે. ત્યારબાદ છેલ્લે બે દ્રવ્ય-ભાત અને કરિયાતોથી આયંબિલ કરે. જીભડીને ઠેકાણે રાખવી સરળ નથી. આવા કિમિયાથી જ સખણી ચાલે. ( સિદ્ધચક્ર વર સેવા કીજે નવપદ ધ્યાન ધરીને ) ભંવરલાલભાઈને ૧૫ વર્ષથી કોઢનો રોગ હતો. કોઈને મોટું બતાવતાં શરમાવું પડે તેવી સ્થિતિ. કોઈક મિત્રના કહેવાથી પૌષધ સહિત નવપદની ઓળીની વિધિપૂર્વક અત્યંત શ્રદ્ધા અને ભાવોલ્લાસ સાથે આરાધના કરી. નવપદના નવ આયંબિલના પ્રભાવે ચમત્કાર સર્જાયો. હજારો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ન મટે તેવો કોઢ રોગ એકાએક ગુમ થઈ ગયો. શ્રીપાળના કાળે તેનો કોઢ નવપદના પ્રભાવે ગયો. આજના કાળે પણ નવપદનો એટલો જ જીવતો જાગતો પ્રભાવ જોવા મળે છે. જરૂર છે શ્રદ્ધાની... સુશ્રાવક હિંમતભાઈ બેડાવાળા, ઉંમર ૭૦ ઉપર. વર્ષમાં ૧૦ મહિના આયંબિલ કરવાનાં. તે પણ ૨-૩ દ્રવ્યનાં. પારણે એકાસણાં. તેમાંયે ૫ વિગઈનો ત્યાગ. રોજ લઘુસિદ્ધચક્રપૂજન ભણાવવાનું. રાત્રે ૧-૨ વાગે ઊઠીને સવારમાં ૭-00 વાગ્યા સુધી એક જ બેઠકે નવપદના નવે પદની તમામ સાધના (કાયોત્સર્ગ જાપ-ખમાસણા વગેરે) નિત્ય કરવાનાં. ( રંગ લાગ્યો મને જિનશાસનનો ) પૂનાના સુશ્રાવક શ્રી શાંતિલાલ હેમાજી મુથા. પાલિતાણામાં તેમની ધર્મ-શાંતિ નામની ધર્મશાળા છે. મનની ઉદારતાની કોઈ સીમા નથી. સેંકડોની સંખ્યામાં પ્રતિમાજી ભરાવ્યાં છે. સંઘ-ઉપધાન-ઉજમણા-જિનાલયો-ઉપાશ્રય તથા શ્રત અને સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ | વગેરે અનેકવિધ ક્ષેત્રમાં અઢળક સંપત્તિનો સદ્વ્યય કરી જીવનને ધન્ય બનાવી રહ્યા છે. Page #933 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન દોમદોમ સંપત્તિ વચ્ચે વ્યક્તિગત આરાધના પણ જિનાજ્ઞા મુજબ ચુસ્તપણે કરવાની. ક્યારેય તેમના મોઢામાંથી ‘ના'' શબ્દ નીકળે નહિ એવી અવ્વલ ઉદારતાથી શાસનનાં અનેક કાર્યો કરી રહ્યા છે. કે. પી. સંઘવી, સંઘવી ભેરૂમલજી આ બન્ને દાનવીરો પુણ્યયોગે મળેલી અપાર સમૃદ્ધિને શાસનના ફળદ્રુપ ક્ષેત્રમાં વાવી જબરજસ્ત શાસનપ્રભાવના કરવાની સાથે ‘‘પુણ્યાનુબંધી પુણ્ય’’ ઉપાર્જન કરી રહ્યા છે. આજ સુધી કરેલાં તેમનાં યાદગાર ઐતિહાસિક સુકૃત્યોની યાદીનું લાંબુ લીસ્ટ થાય તેમ છે. આ કાળમાં જગડુશાહ જેવાં કહી શકાય એવાં શ્રાદ્ધરત્નોની અનુમોદના કરીએ એટલી ઓછી છે. નવપદ મહિમા અપરંપાર એ છે નવનિધીનો દાતાર ભાવના ભવનાશિની પાર્લાના કાંતિભાઈ પરિખ. સમ્મેતશિખરજી પર બેહદ લગાવ. અનેકવાર શિખરજીની યાત્રા કરી. પોતે ભાવના ભાવતા કે મોત શિખરજી ઉપર થાય તો સારું. સાચે જ, ૭૫મા વર્ષે યાત્રા કરવા ડુંગર ચઢતા જ શિખરજીની યાત્રા કરી. પાછા ઊતરતાં જ શ્વાસની મૂડી ખલાસ થઈ ગઈ. ભાવનાનો કેવો જવલંત વિજય ! કામિતપૂરણ કરિયાવર પિતાજીએ દીકરીને ઉદવાડા પરણાવી. સાસરે આવ્યાં પછી દિકરીએ પિતાજીને કાગળ લખ્યો : ‘‘પિતાજી બધુ ક્ષેમકુશળ છે, કોઈ કચાશ નથી. પણ પરમાત્માની ભક્તિ કરવા માટે જિનાલય નથી.’’ પુત્રી મન મૂકીને પ્રભુભક્તિ કરી શકે એ માટે પત્ર મળતાં જ પિતાજીએ ત્યાં ભવ્ય જિનાલય બનાવવાનો નિર્ધાર કર્યો. હાઈવે રોડ. સોનાના ટુકડા જેવી જગ્યા લીધી. કારીગરોને કામ સોંપ્યાં. ટાંકણાંઓના અવાજથી વાતાવરણ ગુંજ્યું. જોતજોતામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિરાટકાય તીર્થસમુ જાજરમાન જિનાલય ઊભું થઈ ગયું. હજારો આત્માઓ દર્શન-વંદન-પૂજન કરી પાવન થઈ રહ્યા છે. પિતાના પુત્રીપ્રેમ અને પુત્રીના પરમાત્મ-પ્રેમને પ્રગટ કરતું આ પાવન જિનાલય અનેક મૂક સંદેશા રેલાવી રહ્યું છે. ઉજમફઈની ટૂંક, લુણિકાવસહી, સાસુવહુનાં કાવીનાં દેરાં—આ બધાનું નિર્માણ આવાજ કોક નાના નિમિત્ત—બીજમાંથી થયું છે. ઉદવાડાનું જિનાલય પણ પિતા-પુત્રીની યશોગાથાને જૈનશાસનના ઇતિહાસમાં અમર રાખશે. તપ-ત્યાગનું મિલન આ. શ્રી વારિષણસૂરિ મહારાજ આજે હયાત છે. વર્ધમાનતપની ૯૮ ઓળી એકદત્તી અને ઠામચોવિહારથી કરી. એકદત્તી એટલે એકવારમાં જેટલું આવે એટલું જ વાપરવાનું, બીજી વખત વ્હોરવાનું નહીં. ઠામ ચૌવિહાર એટલે આયંબિલ કરતી વખતે જ પાણી વાપરવાનું, પછી પાણીનું ટીપુંય મોઢામાં નાંખવાનું નહિ. ૯૮ ઓળી એટલે લગભગ પ૦૦૦ જેવા આયંબિલ. આવા કઠિન અભિગ્રહ સાથે આયંબિલ કરવાં ખરેખર ઉચ્ચ-સાધના કહેવાય. રેકર્ડબ્રેક આરાધના કહેવાય. Page #934 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૮૫ ગિરિરાજ કુ સદા મોરી વંદના, મુનિરાજ કુ સદા મોરી વંદના મારા ગુરુભાઈ મુનિ હમદર્શનવિજયજીએ વૈશાખ મહિનાની ૪૪-૪પ સેલ્સીયસ ડિગ્રી જેવી કાળઝાળ ગરમીમાં ચોવિહારો છઠ્ઠ કરી શત્રુંજયની સાત યાત્રા કરી. જે સમયે ૭-૮ વાગ્યાથી પગથિયાં તપવા માંડે, ગળું શોષાવા લાગે એવા સમયે ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરવી એટલે? સાંભળીને તમ્મર આવી જાય એવી બીના છે. પણ શાસન જયવંતુ છે. કેવું ગજબનું આત્મ-પરાક્રમ કહેવાય! ( નમસ્કાર મહામંત્રના આરાધકો ) રાજકોટના શશીકાંતભાઈ મહેતા, બાબુભાઈ કડીવાળા વગેરે જેવાં શ્રાદ્ધરત્નો નમસ્કાર મહામંત્રની આરાધના વિશેષરૂપે જીવનમાં આચરવા સાથે અનેકના હૈયામાં નવકારમંત્રનો નાદ ગુંજતો કરવાનું સુભગ કાર્ય તન-મન-ધનથી કરી રહ્યા છે. ( ધરતીનું ખમીર ) સોરઠનો ખુંખાર બહારવટિયો જોગીદાસ ખુમાણ ઘોડેસવારીએ પરગામ જતો હતો. રસ્તામાં ભરબપોરે એકલી ખેતરમાં કામ કરતી રૂપાળી કન્યા જોઈ. ઘોડો ત્યાં લઈ તેની પાસે જઈ ઊભો. કન્યાનું તેજ-રૂપ જોઈ ડઘાઈ ગયો. પૂછ્યું, “બહેન! એકાંત નિર્જન ખેતરમાં એકલી કામ કરતાં ભય નથી લાગતો?” કન્યા બોલી, “જે ભાવેણાની સીમમાં જોગીદાસની હાક વાગતી હોય ત્યાં એકલી ફરતી માબહેનોને વળી ભય શેનો?” જોગીદાસ આ રણકારને સાંભળતો જ રહ્યો. આ દેશના ધાડપાડુ બહારવટિયાઓ કેટલા સદાચારી, પરનારી સહોદર હતા તેનો ખ્યાલ આ સત્ય પ્રસંગ ઉપરથી સમજી શકાય છે. આજે સજ્જનતાના લેબાસમાં છુપાયેલા વ્યભિચારી બહારવટિયાઓ બિલાડીના ટોપની જેમ ફાટ્યા છે. એટલે જ ધરતીના સ્વજનોથી ઘરની મા-બહેનો અસુરક્ષિતતાના ભયથી થરથરે છે. અહો! કલિકાલ.. ( જીવદયાપ્રેમી ઝિંદાદિલ શ્રાવકો ) અબોલ નિર્દોષ પ્રાણીઓના પ્રાણની રક્ષા કરવાનો ભેખ લેનાર ભરત કોઠારી. પોતાના પ્રાણની પરવા કર્યા વગર ખુંખાર કસાઈઓની સામે પડકાર ફેંકી બાથ ભીડે છે. ધિંગાણાંઓ ખેલાય. શરીર પર હથિયારના ઘા ઝીંકાય લોહીની ધારાઓ છૂટે. તેની કોઈ પરવા નથી. મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા આ નરવીરે આજ સુધી હજારો-લાખોની સંખ્યામાં જીવોને મોતના મુખમાંથી ઉગારી લીધા છે. ૯૯ Page #935 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ ] L[ જૈન પ્રતિભાદર્શન જીવદયા ક્ષેત્રના આવા જ બીજા ભડવીર રખોપા માલેગામના કેસરીચંદ મહેતા. બકરી ઈદના દિવસે મુસલમાનોના ઘરમાં જઈને પશુઓને છોડાવી લાવવાની જવામર્દી આ અહિંસાપ્રેમી જૈન બતાવી રહ્યા છે. ખાટકીઓએ તેમનો જાન લેવા ધારિયાં-તલવાર લઈને કેટલીયવાર પીછો કર્યો છે પણ જીવરક્ષાના ભાવ, બચાવેલા જીવોના આશિષ અને દેવગુરુકૃપાનું રક્ષાકવચ તેમની રક્ષા કરી રહ્યું છે. કળ-કુનેહ-કાયદાઓ-કીમિયાઓ બધા જ દાવ અજમાવી તેમણે કતલખાને જતાં લાખો જીવોની રક્ષા કરી છે. કફન બાંધી, માથે લટકતી મોતની તલવારની પરવા કર્યા વગર અહિંસાક્ષેત્રમાં જીવરક્ષાનું તુમુલયુદ્ધ ખેલનાર આવા ભડવીરોને આપીએ એટલા ધન્યવાદ ઓછા છે. ( જૈન તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી જન્મ અજૈન છતાં જૈન ધર્મના પ્રખર અભ્યાસી હર્મન જેકોબી કહે છે કે, “જૈન દર્શન મૌલિક ધર્મ છે. સર્વ ધર્મથી પૃથક સ્વતંત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે ઘણો જ અગત્યનો ધર્મ છે.” ( ધર્મસંસ્કારનો વારસો ) અમદાવાદ-વાસણાના દિનેશભાઈ પટવા. છોકરાઓના સંસ્કારનો ખુરદો ના બોલાય એ હેતુથી ઘરમાં ટી. વી. ન વસાવ્યું. છોકરા ઊંમરલાયક થયા. ઇન્ટરવ્યુમાં વેવાઈ તથા છોકરીને પહેલાં જ કહી દેતા કે, “અમારા ઘરમાં ટી. વી. છે નહીં અને આવશે પણ નહિ. વિચાર કરીને આવજો.' બન્ને છોકરાંઓને સારામાં સારી ધર્મ સંસ્કારી કન્યાઓ મળી ગઈ. ટી. વી.ના રાક્ષસી રોગથી તેઓ મુક્ત છે, એનો અનહદ આનંદ છે. ટી. વી. વગર પણ સમાજમાં મસ્તીથી રહે છે. આને કહેવાય આદર્શ ઘર. ઘરમાં દેરાસરનું નિર્માણ કરવું કે પરમાત્માની પધરામણી કરવી સરળ છે, પણ ટી. વી.ના દૈત્યને પ્રવેશ ન આપવો ઘણું કઠણ છે. ( સુરતના જળસંકટમાં જૈનોનું જીગરદાન ) સં. ૨૦૫૪, સુરતમાં ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૩૫૦ માસક્ષમણ સહિત રેકર્ડબ્રેક આરાધના થઈ. પર્યુષણ બાદ ભારે જલસંકટ આવ્યું. અબજોનું નુકશાન. બે-બે માળ સુધી પાણી. લોકોના જાન અદ્ધર, ઘરવખરી સાફ. ઘરસામગ્રીઓનો નાશ. હજારો બેઘર. આવા કટોકટીના સમયમાં જૈન સંઘના એક ઉપાશ્રયમાં પુરી-મગ મોટા પ્રમાણમાં તૈયાર કરાવી ફૂડપેકેટો બનાવી સમસ્ત સુરતના જૈન-જૈનેતર લોકોના ઘરમાં જૈન કાર્યકર્તાઓએ ફૂડપેકેટો પહોંચતાં કર્યાં. જાનની પરવા કર્યા વગર જૈન યુવા કાર્યકર્તાઓએ જે જહેમત ઉઠાવી તે જોઈ સરકાર અને સુરતની પ્રજા | Page #936 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૮૭ મોઢામાં આંગળાં નાંખી ગઈ. જૈનોની દયા-ભાવનાના ચોમેર વખાણ થયાં. દાનની ગંગા વહેવડાવવામાં જૈનો અગ્રેસર રહ્યા. જેની નોંધ અબાધિતપણે સુરત સહિત બધે જ લેવાઈ છે. જેનેતરોમાં જૈનો પ્રત્યે પારાવાર અહોભાવ વધી ગયો છે. ભયાનક જલ-પ્રલયમાં મૃત્યુ તરફ ઘસડાઈ જવાના ભયથી થર-થર કાંપતાં લોકોને પેટનો ખાડો પૂરવા ૮-૧૦ પુરી ને થોડા મગ મળી જાય તેની કિંમત તો તેઓ જ કરી શકે. કરોડપતિ-શ્રીમંતોએ પણ આ ફૂડપેકેટો મેળવી રાહતનો દમ ખેંચ્યો છે. આશીર્વાદની હેલીઓ વરસાવી છે. ધન્ય છે જૈનોની કષ્ણાસભર ઉદાત્ત મનોભાવનાને! ૩૫૦ માસક્ષમણથી જૈન સમાજમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. જલપ્રલયમાં જાન ઉપર જઈને તમામ સ્તરીય રાહતકાર્ય કરવાથી જૈનેતર સમાજમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. જૈનો ધર્મ ખાતર લાખો રૂપિયા ન્યોછાવર કરી શકે છે તેમ સંકટના સમયે જાનની બાજી પણ લગાવી શકે છે, એવી નિશ્ચિત પ્રતીતિ જૈનેતર સમાજને પણ થઈ ગઈ. મંદિરમાં મૂર્તિઓની મન મૂકીને પ્રતિષ્ઠા કરાવનાર જૈનો માનવતાની પ્રતિષ્ઠામાં પણ સદા અગ્રેસર જ રહ્યા છે. ઇતિહાસ પણ એનો સાક્ષી છે. ( નવકારનો પ્રભાવ ) પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ કલકત્તામાં બિરાજમાન હતા. વર્ધમાનતપની ૧૦મી ઓળી ચાલુ હતી. અચાનક વેસ્ટબંગાલમાંથી ભયાનક વાવાઝોડું તૂટી પડ્યું. ભયથી ભાગા-ભાગીથી અડધું કલકત્તા ખાલી થઈ ગયું. - ગુરુદેવશ્રીએ શ્રીસંઘને ભેગો કર્યો. નિર્ભય બની દેવ-ગુરુના અચિંત્ય પ્રભાવ ઉપર શ્રદ્ધા રાખી સામુદાયિક નમસ્કાર મહામંત્રનો જાપ કરવાનું સમયોચિત સૂચન થયું. ઉપાશ્રયમાં હજારોની માનવમેદની એકઠી થઈ. માલકૌંસ રાગમાં નવકારના ભાષ્ય જાપ શરૂ થયા. લયબદ્ધ ધારા વહેતી રહી. ૩ કલાક અખંડ જાપ ચાલ્યો. ત્યાં જ સમાચાર મળ્યા કે હવે ભય ટળી ગયો છે. વાવાઝોડું બીજી દિશામાં ફંટાઈ ગયું છે. ગુરુદેવશ્રીના તપ અને નવકારના જાપના પ્રભાવે ભયાનક કુદરતી આફતમાંથી કલકત્તા હેમખેમ ઊગરી ગયું. નમસ્કાર મહામંત્રનો પ્રભાવ આજે ય એવો જીવંત જ્વલંત છે. જરૂર છે શ્રદ્ધાના મન-પ્રાણ પૂરવાની. ( સંબંધ હો તો ઐસા ) એક બહેન આયંબિલનું પચ્ચખાણ લેવા આવ્યાં. પૂછ્યું, આજે આડે દિવસે આયંબિલ કેમ? કોઈ તીથિ નથી, કોઈ પ્રસંગ નથી. બહેન કહે, “આજે મારાં સાસુજીની પુણ્યતિથિ છે. તેમનો આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ મળે એ Page #937 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન - હેતુસર આયંબિલ કર્યું છે. સાસુજીની દર માસિક તિથિએ આયંબિલ કરું છું.' મર્યા પછી પણ સાસુને શાંતિ આપવા ઝંખતી પુત્રવધૂએ જીવતા સાસુજીને કેવી રીતે રાખ્યા હશે? તે સમજી શકાય તેમ છે. ધર્મ-પ્રશંસાની સુવાસ પ્રસરાવતો કેવો નિર્મળ પ્રેમ સાસુ-વહુ વચ્ચે હશે! ઘરેઘરમાં આ વાતાવરણ ખડું થઈ જાય તો સ્વર્ગમાં જવાની કામના-જરૂરત નહિ રહે. કેટલો પ્રભાવક પ્રસંગ કહી શકાય! ( આસને પાપ-નાસને ) મુંબઈ (સાંઘાણી)ના સુશ્રાવક નગીનભાઈ જસાણી, નેક-ઇમાનદાર, પૂર્ણ પ્રામાણિક, ધર્મભાવનાભાવિત. સાધુઓને વંદન કરવાની ટેક. સાધુ આસન ઉપર બિરાજમાન હોય તો તેમને વંદન કરે. ન હોય તો તેના આસનને વંદન કરે. પૂછ્યું. “ખાલી આસનને વંદન કરવાનું કારણ?” પ્રેરક ઉત્તર મળ્યો, “સાધુ જેટલું જ તેમનું આસન પવિત્ર છે. આ આસન ઉપર બેસી આખો દિવસ મહાત્મા દર્શન-જ્ઞાન અને ચારિત્રની અવ્વલ આરાધના કરે છે. આરાધનાના પાવન કણો આસનના તાંતણે તાંતણે પ્રાપ્ત છે. સાધુ ભલે ગેરહાજર હોય, તેમનું તેજ-પુંજ તેમનું પુનિત આભામંડલ તેમનો સાધકપીંડ અહીં હયાત જ છે. “આ આસનને કરેલો નમસ્કાર પણ એક દિવસ આપણાં ચારિત્ર-બાધક કર્મોના ભુક્કા અચૂક બોલાવશે. આ જ કારણ છે મારું મહાત્માના ખાલી આસનને પણ નમવાનું, સ્પર્શવાનું.” ( સાધુનાં દર્શનનો પુન્યપ્રભાવ ) અમદાવાદના પરમ સુશ્રાવક લાલભાઈ ત્રિકમભાઈ શાહ. વર્ષોથી સાધુ-સાધ્વીજી ભગવંતોની અજોડ સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરી રહ્યા છે. નબળા સાધર્મિકોનું પણ એટલું જ ધ્યાન રાખે છે. સામાજિક વ્યવસ્થાના પ્રવાહથી પ્રેરાઈને ઘરવાળા બધાંએ નક્કી કર્યું કે, હવે શહેરનું ઘર છોડી સોસાયટીમાં રહેવા જવું. લાલભાઈની ઇચ્છા નહિ, પણ ઘરવાળા સમજે નહિ. છેવટે કશું બોલી ન શક્યા. સવારે ઓટલા ઉપર દાંતણ કરવા બેઠા. દર્શન કરવા આવતાં જતાં ૭૦-૮૦ સાધુ-સાધ્વીજી ભ.નાં દર્શન થયા. હૈયું પુલકિત થઈ ગયું. વ્યથિત પણ થઈ ગયું. વિચાર્યું, અહીં ૧૦-૧૫ મિનિટમાં આટઆટલાં ગુરુભગવંતના દર્શન મળ્યાં. સોસાયટીમાં આખા વર્ષમાંય કદાચ આટલાનાં દર્શન ન થાય. અહીં મળતાં સેંકડો ગુરુઓના દર્શન, ચોતરફ છવાયેલાં જિનમંદિરો, પ્રાચીન પ્રતિમાઓ, ભક્તિ, વૈયાવચ્ચનો લાભ, સુપાત્રદાનનો અપૂર્વ લાભ, જિનાલયોને સાચવવાનું પુન્ય. આ બધું સોસાયટીઓના ગુપ્તવાસમાં કયાં મળવાનું? ઘરમાં કહી દીધું, “જેને જવું હોય તે પ્રેમથી જાય. આ ઘર અને આ લાભો છોડવાની મારી કોઈ તૈયારી નથી.” પુણ્યોદય એવો કે, કૌટુંબિક ક્લેશ Page #938 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] L[ ૮૮૯ થવાને બદલે બધાએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. દેવગુરુના પુચ પ્રભાવે સામાજિક પ્રસંગોમાંય ક્યાંય ઉણપ લેશમાત્ર ય અનુભવાતી નથી. કેવો ધર્મરાગ! શાસનપ્રેમ! ( પૂર્વના સંસ્કારનું પુનરાવર્તન ) એક બાળક નામ મિતેશ. પૂર્વભવની આરાધનાના જોરદાર સંસ્કાર સાથે લઈને આવેલો.. પૂર્વના નાગકેતુએ જન્મતાની સાથે અઠ્ઠમ કર્યો, એવી અનેક વાતો આપણે સહુકોઈ જાણીએ છીએ. પણ આ તો આ કાળની વાત છે. જન્મતા માત્ર સાડા ત્રણ વર્ષનો થયો, તેને ઉપવાસ કરવાની ભાવના થઈ...મા-બાપની ના છતાં પરાણે કર્યો....બીજા ઉપવાસની ભાવના થઈ...કર્યો..ત્રીજો કર્યો.. મા-બાપ ગભરાયા...ગુલાબના ગોટા જેવો છોકરો ચીમળાઈ ન જાય તેની ચિંતા વડીલોને હતી. બાળકનું શરીર કોમળ હતું. મન મક્કમ હતું. હજી આગળ વધવું હતું. પર્યુષણના દિવસોમાં એકએક કરતા ૮ ઉપવાસ પૂર્ણ કર્યા. ૩૦-૪૦ હજાર માણસોએ તેનાં દર્શન કર્યા. આ જ બાળકે ફરી ૫ વર્ષની ઉંમરે ૧૦ ઉપવાસ કર્યા. આજે પણ ૮ વર્ષની ઉંમરે મહિનામાં ૨૩ ઉપવાસ, ૪-૬ એકાસણાં, બિયાસણ, લીલોતરીત્યાગ વિ. સુંદર તપધર્મની આરાધના કરી રહ્યો છે. ધન્ય છે આ બાળ તપસ્વીને! ( કભી ઐસા ભી હોતા હૈ!) મુલુન્ડના રહેવાસી માવજીભાઈ એમનું નામ. ૮૨ વર્ષની ઉંમર. સ્થાનકવાસી જૈન. જેણે જિંદગીમાં એકાસણું પણ નથી કર્યું. એકદા પેરેલીસીસનો હુમલો થયો. સ્વન આવ્યું કે અણસણ કરું. મન મક્કમ કરી બીજા દિવસથી જ ઉપવાસ શરૂ કર્યા. સ્વજનોને એમ કે બે-ચાર ઉપવાસમાં થાકી જશે. ૧૦મા ઉપવાસે વગર દવાએ ચમત્કારિક રીતે શરીર સારું થઈ ગયું. ઉપવાસ ચાલુ રહ્યા. ૨૨મા ઉપવાસે ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિ મ.સા. સાથે અમે તેમનાં દર્શન કર્યા. સમાધી રહે ત્યાં સુધી ૧-૧ ઉપવાસના પચ્ચખાણ રોજ આચાર્યશ્રી આપતા રહ્યા. અંતિમ આરાધના નિર્ધામણા કલાકો સુધી ગુરુભગવંતો કરાવતા રહ્યા. હજારો માણસો તેમના દર્શનાર્થે પધારતા. ઉપવાસ દરમિયાન અનેક ચમત્કારોનાં દર્શન સૌ કોઈને થયાં છે. જેમકે, * શરીરમાંથી સુગંધ છૂટવી. * દીવાની જયોતમાંથી કેસર છૂટવું. * રાત્રે દેવ-વિમાન અને દેવદેવીઓ દેખાવા.... * ૫૦ ઉપવાસ પછી પણ કલાકો સુધી સ્વસ્થતાથી બેસવું. આચાર્ય મ. સાથે કલાકો સુધી ધર્મચર્ચા કરવી. દર્શનાર્થીઓને આશીર્વાદ દેવા. * સીમંધરસ્વામિના સાક્ષાત્ દર્શન થવા. * લાંબા ઉપવાસે બી. પી. નોર્મલ થવું. અન્ય ઘણી ઘણી ઘટનાઓ બની. જે અમે પણ સાક્ષાત અનુભવી છે. આમ ને આમ આગળ વધતા આ માવજીભાઈએ ૮૨ વર્ષની ઉંમરે ૯૨ ઉપવાસે દેહત્યાગ કર્યો. ભારે ઠાઠ સાથે મુલન્ડના રાજમાર્ગો પર હજારો માણસોની ઉપસ્થિતિમાં તેમની પાલખી નિકળી. આ ઘટના આ કાળની અજાયબી જ ગણાય. Page #939 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ ] [ જૈન પ્રતિભાદર્શન ( બુદ્ધિ કોના બાપની ) ૧૦ વર્ષનો ઘાટકોપરનો ઋષભ નામનો બાળક. ભણે કોન્વેન્ટ સ્કુલમાં. ઈગ્લીશ મીડીયમ. ગુજરાતી વાંચતા આવડે એટલું જ. પરંતુ મગજ એટલે જીવતું જાગતું કોમ્યુટર જોઈ લો. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોરદાર. પૂર્વભવમાં જ્ઞાન-શ્રુતની વિશિષ્ટ આરાધના કરી આવ્યો હશે! એકવાર કંઈપણ વાંચે ને યાદ રહી જાય. તેની શક્તિની પરીક્ષા કરવા એક મહાત્માએ તેને ભક્તામર જેવું કઠીન સ્તોત્ર ગોખવા બેસાડ્યો. - સવારે ૮ થી ૯-૩૦ સુધીમાં ૨૫ ગાથા કંઠસ્થ કરી. થાકી ગયો. કમનસીબે આંખ આવી. ૧૦ થી ૪-00 એકધારો સૂઈ રહ્યો. ૪-00 વાગ્યા. હવે મમ્મીએ ઉપાશ્રય મોકલ્યો. દુઃખતી આંખે ૪ થી ૫ એક કલાકમાં બીજી ૧૦ ગાથા ગોખી. મહાત્મા કહે આજે આખું ભક્તામર પૂર્ણ કરવાનું છે. પણ આંખ ના પાડતી હતી. છતાં મન મક્કમ કરી રાત્રે ૯-00 વાગે બાળક આવ્યો. ૯ થી ૧૦માં બાકીની ૯ ગાથા ગોખી એક અનોખી શક્તિનું પ્રદર્શન કરાવી આપ્યું. ૧૦ વર્ષના અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાએ માત્ર સાડા ત્રણ કલાકમાં આખું ભક્તામર કંઠસ્થ કરી લીધું. અનેક સંઘો અને શ્રુતપ્રેમીઓએ તેનું સન્માન કર્યું. જાહેરમાં આડીઅવળી ગાથાઓ પૂછી તેની પરીક્ષા પણ લીધી. ધન્ય છે એ બુદ્ધિશાળી બાળકને! ( ભક્તામરમ્ ) કોલ્હાપૂરના સ્થાનકવાસી કુળમાં જન્મેલ શેષમલજી કહે, “અમારા કુળમાં વંશપરંપરાથી ૨૨૦ વર્ષથી ભક્તામરનો નિત્ય પાઠ ચાલે છે. અમને ભક્તામર ઉપર અચિંત્ય શ્રદ્ધા છે. ઋષભદેવ પરમાત્માની સ્તવના સ્વરૂપ આ સ્તોત્રના પ્રભાવથી અમારા કુટુંબમાં આજ સુધી કોઈ અકાળ મૃત્યુ થયું નથી. બાપાએ કોઈ દીકરાનાં મરણ જોયાં નથી. કોઈ એકસીડન્ટ જેવા આઘાતજનક પ્રસંગ બન્યા નથી કે કોઈ મોટા રોગ પણ આવ્યા નથી.' આ સ્તોત્રની રચના કરતા કરતા માનતુંગસૂરિ મ.ની બેડીઓ તો તૂટી હતી. આજે પણ આ ભક્તામર સ્તોત્રની ગજબ તાકાત છે. ચારે બાજુથી ભયંકર ભીંસમાં ફસાએલા આજના કુટુંબ માટે ભક્તામર એક સુખશાંતિનો સરળ ઉપાય છે. વિપ્નોની વણજાર, અંતરાયોના વાદળો અને આફતોના કાફલાને ખાળવાની તાકાત આ સ્તોત્રમાં છે. ઘર ઘરમાં આ સ્તોત્રનો સામુદાયિક પાઠ થાય તો સંઘર્ષોની જવાળા શાંત થાય. ઘરમાં શાંતિ અને પ્રસન્નતાનું સ્વર્ગીય વાતાવરણ ઊભું થઈ જાય. પ્રત્યેક સંઘમાં સવારે સાડા છ કે સાત વાગે એક જ સમયે ભક્તામર સ્તોત્રનો સામુદાયિક પાઠ થાય તો સંઘો ઉપર આવતા ઉપદ્રવો ટળી શકે. સંઘ આબાદીના શિખરે પહોંચી શકે. Page #940 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૮૯૧ 'ધર્મકુંજના ઓજસ્વી દીવડાઓ –પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ. સા. નિત્યપ્રકાશી સૂરજ સમા જિનશાસનની સર્વકાલીન, સર્વતોવ્યાપી આબાદી અને ઉત્થાનમાં શ્રાવક અને શ્રાવિકારત્નોનું યોગદાન જરા પણ નાનુંસૂનું તો નથી જ. શાસનની દેદીપ્યમાન ઈમારત ત્યાગ અને સમર્પણના પાયા ઉપર ઊભી છે. અહીં બધા માટે ત્યાગની અને છોડવાની જ વાત કેન્દ્રમાં છે. તેને અનુલક્ષીને કોકે શરીર ઘસી નાખ્યું, કોકે ઈચ્છાઓને દફનાવી દીધી, કોકે સ્વાર્થી મનોકામનાનો નાશ કર્યો, કોકે સંપત્તિની મૂછને મૃતપ્રાય: બનાવી દીધી, કોકે સ્વજનોના રાગને ઠુકરાવ્યો–ટૂંકમાં પોતાની જાતને ઘસીને શાસનને આબાદ કર્યું છે. કલ્પનાતીત વિવિધ સ્તરીય આરાધના-સાધનાનાં પાણી સીંચી શાસનના ઉદ્યાનને મધમધતો-નવપલ્લવિત રાખનાર અગણિત ધન્ય શ્રાવકરત્નો ઇતિહાસના પાને ખરેખર અંકિત થઈ ગયાં છે. વર્તમાનમાં પણ એવા ઓજવી દીવડાઓ જોવા મળશે, જેમના ઉચ્ચ આદર્શોનું અનુમોદન, આલંબન આપણને ધર્મપથ ઉપર આગળ વધવામાં સફળ પ્રેરક નિમિત્ત બની રહે તેમ છે. " એક દીવડો હજારો દીવડા પ્રગટાવે એમ એક એક સાધકની સાધનાનો દીવડો હજારોનાં અંતરમાં વાસ્તવિકતાની જ્ઞાનસંપદાનો ઉજાસ પાથરે એ સહજ છે. જિનશાસન અનેકાનેક આરાધક ચૈતન્યરત્નોની મોટી ખાણ છે. તેમની અનુમોદનાર્થે હજુ હમણાં જ થોડા સમય પહેલાં અચલગચ્છીય પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજશ્રીએ શંખેશ્વર તીર્થસ્થાનેથી ‘બહુરત્ના વસુંધરા' ભાગ-૨ નામનું સુંદર પ્રેરણાત્મક પુસ્તક પ્રગટ કર્યું. તેમાંથી કેટલાંક દૃષ્ટાંતો ટૂંકાવીને સારભાગ રૂપે અત્રે પ્રગટ કર્યા છે. આવો, ધર્મકુંજના એ ઓજસ્વી દીવડાઓની સાધનાનો ઉજાસ માણી આપણે પણ ધન્ય બનીએ! -સંપાદક * એક જ વારના પ્રવચન-શ્રવણથી ૨૪ વર્ષની વયે યાવજીવ સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકારતાં દંપતી દક્ષાબેન-દિલીપભાઈ :– ચારિત્રસંપન્ન વક્તા અને શ્રદ્ધાસંપન્ન શ્રોતાનો સુભગ સુમેળ સધાય તો કેવું ચમત્કારિક પરિણામ નીપજી શકે છે તે આપણે દક્ષાબેનના દૃષ્ટાંતમાંથી જોઈશું. કચ્છ-માંડવી શહેરમાં સ્થાનકવાસી જૈન પરિવારમાં જન્મ પામેલાં અને કચ્છ-મુન્દ્રાના મૂર્તિપૂજક વીર | Page #941 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ ] L[ જૈન પ્રતિભાદર્શન $ સૈનિક દિલીપભાઈ નામના યુવાન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં દક્ષાબેન હાલ મુંબઈ પાસે આવેલા દહાણું ગામમાં રહે છે. હાલ તેમની ઉંમર ૩૫ વર્ષની છે. ૨૧ વર્ષની વયે તેમના લગ્ન થયેલા. ૩ વર્ષના લગ્નજીવન દરમિયાન તેમને ત્યાં એક સુપુત્રનો જન્મ થયેલ છે. તેમના પતિ દિલીપભાઈ સુપ્રસિદ્ધ યુવા પ્રતિબોધક પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના ખાસ ભક્ત છે. - ૨૪ વર્ષની વયે દક્ષાબેન એકવાર પ.પૂ. ચંદ્રશેખરવિજયજી મ.સા.નું પ્રવચન શ્રવણ કરવા ગયેલ. એ પ્રવચનમાં પૂજ્યશ્રીએ બ્રહ્મચર્યનો મહિમા વર્ણવી એક જ વારના અબ્રહ્મસેવનમાં ૨ થી ૯ લાખ જેટલા ગર્ભજ મનુષ્યો, અસંખ્ય સંમૂછિત મનુષ્યો તથા અગણિત બેઈન્દ્રિય જીવોની હિંસાનું કેવું ભયંકર પાપ લાગે છે તેનું અસરકારક શૈલીમાં વર્ણન કરેલ. તે સાંભળીને હળુકર્મી એવાં દક્ષાબેનનો આત્મા ચોકી ઊઠ્યો અને એ જ પ્રવચનના અંતે તેમણે દઢ સંકલ્પ કરી લીધો કે હવેથી કોઈપણ સંયોગોમાં ક્ષણિક સુખાભાસની ખાતર આવું ઘોર પાપ મારે નથી જ કરવું. - ત્યારબાદ દક્ષાબેન જિનમંદિરમાં ગયાં અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક, એકાગ્ર ચિત્તે પ્રભુપ્રાર્થના કરી અને કહ્યું કે– હે પ્રભુ! જો મારી ભાવના સાચી છે તો મને તમે જરૂર સહાય કરજો અને તેની પ્રતીતિ તરીકે હમણાં જે ૩ ફૂલ આપના મસ્તકે ચઢેલાં છે તેમાંથી વચલું ફૂલ હમણાં જ મારી સમક્ષ નીચે પડો!....” અને ખરેખર ચમત્કાર સર્જાયો હોય તેમ તરત જ વચલું ફૂલ નીચે પડ્યું!..... દક્ષાબેનના આનંદનો પાર ન રહ્યો. તેમનું મનોબળ હવે એકદમ વધી ગયું. તેમને થયું કે પ્રભુ મારી સાથે છે પછી મારે શી ચિંતા!..... ... અને ખરેખર અલ્પ સમયમાં જ તેમના પતિ પણ વ્રત સ્વીકારવા માટે સંમત થઈ ગયા અને બંને જણાંએ શુભ મુહૂર્ત યાવજીવ બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો ત્યારે પ્રભાવના તરીકે પ.પૂ. ચંદ્રશેખરવિજયજી મ.સા. દ્વારા લિખિત બ્રહ્મચર્ય વિષયક મનનીય પુસ્તક “જોજે અમૃતકુંભ ઢોળાય ના આપેલ. આવાં દષ્ટાંત સાંભળતાં ખરેખર વિચાર થાય કે અબળા ગણાતી નારી પણ જો ધારે તો પોતાના જીવનની પવિત્રતા દ્વારા પરિવારમાં પણ કેવું સુખદ ધર્મમય વાતાવરણ સર્જી શકે છે! તે માટે જરૂર છે કુસંગથી દૂર રહેવાની અને શ્રદ્ધાપૂર્વક સત્સંગ કરવાની. * કચ્છની અધ્યાત્મનિષ્ઠ, અજાતશત્રુ બાંધવબેલડી દેવજીભાઈ તથા નાનજીભાઈની અનુમોદનીય ગુણવેલડી : માતા પૂરીબાઈ તથા પિતા ચાંપસીભાઈ પદમશી દેઢિયા તરફથી ઉદારતા, ભદ્રિકતા, ધીરતા, ગંભીરતા, નીતિમત્તા, જિનભક્તિ, જીવમૈત્રી, ગુરુભક્તિ, સાધર્મિકભક્તિ, વિનય, વૈયાવચ્ચ, સાદગી, સેવા, સમર્પણ આદિ અગણિત ગુણસમૃદ્ધિ એમને વારસામાં જ મળી છે. એક વખત કટોકટી ભરેલ તદ્દન સામાન્ય આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈને પ્રારબ્ધ અને નીતિપૂર્વકના પુરુષાર્થના બળે કોટ્યાધિપતિ બની ગયા હોવા છતાં પોતાના વયોવૃદ્ધ પિતાની પગચંપી જાતે કરતા મેં એમને નજરે નિહાળ્યા ત્યારે એમનો વિનય અને કૃતજ્ઞતાનો ગુણ જોઈને અહોભાવથી મસ્તક ઝૂકી ગયું! માતાપિતાની સેવા દ્વારા પ્રાપ્ત કરેલ એમના ભરપૂર આશીર્વાદોને લીધે જ આજે તેઓ લાખોના લાડીલા બની શક્યા છે. Page #942 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૯૩ વર્ષો સુધી નિયમિત રીતે શ્રી સિદ્ધચક્રલઘુપૂજન જેઓ ખૂબ જ ભાવપૂર્વક કરતા–પરિણામે આજે સિદ્ધચક્રના સારભૂત અહં સ્વરૂપી નિજ આત્મસ્વરૂપમાં જેઓ સ્વયં સુસ્થિર થઈ ગયા છે !..... મોટાભાઈ દેવજીભાઈ તો જાણે જન્મતાં જ યોગી જેવા. બાલ્યાવસ્થાથી જ તેઓ ખૂબ જ શાંત પ્રકૃતિવાળા તેમ જ અંતર્મુખવૃત્તિવાળા સ્વાભાવિક રીતે જ હતા. વ્યવસાયાર્થે ઓફિસમાં બેઠા હોય ત્યારે પણ એમની સ્થિતપ્રજ્ઞતા અલગ જ તરી આવતી હતી. વર્ષો સુધી (આજીવન) ગાંધીધામ જૈન સંઘના સર્વાનુમતે વરાયેલા પ્રમુખ તરીકે તેમણે અમૂલ્ય સેવાઓ આપી છે. શાસ્ત્રમાં વર્ણવેલ સમ્યગ્દષ્ટિ જીવનાં લક્ષણો શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય આ બાંધવબેલડીમાં સારી રીતે આત્મસાત્ થયેલાં જોવા મળે. તેમ જ ગંભીરતા, રૂપ, સૌમ્ય પ્રકૃતિ, લોકપ્રિયતા, અક્રૂરતા, પાપભીરુતા, સરલતા, દાક્ષિણ્ય, લજ્જા, દયા, મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ, ગુણાનુરાગ, સત્કથાપ્રિયતા, સારો પરિવાર, દીર્ધદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનય, કૃતજ્ઞતા, પરોપકાર અને લબ્ધલક્ષ્યતા–આ શ્રાવકના ૨૧ ગુણો પૈકી બધા જ ગુણોથી અલંકૃત આદર્શ શ્રાવકપણાનું પ્રત્યક્ષ દૃષ્ટાંત આ બંધુયુગલ છે. - આત્મસાધનાના પ્રારંભકાળમાં તેઓ આત્માનુભવી સદ્ગુરુની શોધ માટે કેટલેક ઠેકાણે ગયા પરંતુ ક્યાંય સંતોષ ન થતાં છેવટે જગદ્ગુરુ અને પરમ ગુરુ એવા અરિહંત પરમાત્માની જ શરણાગતિ સ્વીકારીને તેમના અનુગ્રહથી જે કાંઈ અંતઃસ્કુરણા થતી તે મુજબ પ્રાર્થના-મૌન આદિ દ્વારા તેઓ સાધના કરતા રહ્યા. આત્માર્થી જીવોએ નાનજીભાઈનો સત્સંગ ખાસ કરવા જેવો છે. સબ્સષ કિં બહના! જૈફ વયે સાધનાનો પ્રારંભ કરીને વિશિષ્ટ આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત કરનાર આત્મસાધક ખીમજીભાઈ વાલજી વોરા :– ખીમજીભાઈના જીવનમાં બાલ્યાવસ્થામાં નમ્રતા, સરલતા આદિ સગુણો સાથે ધર્મની રુચિ હતી. પાંચ પ્રતિક્રમણ, ૪ પ્રકરણ, કર્મગ્રંથ તથા સંસ્કૃત બે બુકોનો અભ્યાસ કરેલ. પ૭ વર્ષની ઉંમરે તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યું. કાંઈક વ્યાવહારિક પ્રસંગ ઉપરથી તેમને સંસારની અસારતા અને સ્વાર્થમયતાનું ભાન થયું. વૈરાગ્યની જ્યોત પ્રજવલિત બની અને ૬૦ વર્ષની વયે તેઓ નોકરીમાંથી રાજીનામું આપીને મુંબઈ છોડીને કચ્છ નારાણપુરા આવી ગયા. સુષુપ્ત રીતે પડેલી અધ્યાત્મરુચિ પુનઃ જાગૃત થઈ. તેથી આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન-મનન, એકાંતવાસ, મૌન, નવકાર મહામંત્રનો તેમ જ ૐ હ્રીં અહં નમઃનો તાલબદ્ધ જાપ તેમ જ શ્રી સીમંધરસ્વામી પરમાત્માને ગગદ હૈયે પ્રાર્થનાને પોતાની સાધનાનાં અંગો બનાવ્યાં. રોજ રાા કલાક ખેતરમાં જઈને સવારે અને રાત્રે ત્યાં એકાંતમાં નવકાર મહામંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરવા લાગ્યા. તેઓ સ્વાનુભવના આધારે કહે છે કે– “આપણો પોકાર જો સાચો હોય, અંતરના ઊંડાણમાંથી આવતો હોય તો પ્રભુદર્શન માટે ક્ષેત્ર કે કાલનું વ્યવધાન નડતું નથી. આજે પણ અહીં બેઠાં બેઠાં શ્રી સીમંધરસ્વામી ભગવંતના દર્શન અશકય નથી જ!'' સાધનાના વિવિધ ઘણા અનુભવો થયા જે અંતઃકરણની ખૂબ શુદ્ધિને દર્શાવે છે. આત્મા ખૂબ ૧૦0. Page #943 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન હળુકર્મી બન્યો છે. નિરંજન-નિરાકાર પરમાનંદમય આત્માનુભવની ખૂબ જ નજીકની ઉત્તમ અવસ્થા સૂચવે છે. * હજાર યાત્રિકોને ૧૦૦ દિવસપર્યત ૯૯ યાત્રા કરાવતા બંધુયુગલ સંઘવી, સંઘરત્ન શ્રી શામજીભાઈ તથા મોરારજીભાઈ ગાલા : દર વર્ષે પાલીતાણામાં જુદી જુદી ૧૨-૧૩ ધર્મશાળાઓમાં જુદા જુદા સંઘપતિઓ તરફથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની સામૂહિક ૯૯ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. દરેકમાં પ્રાયઃ ૩૦૦૪૦૦ આસપાસની સંખ્યામાં યાત્રિકો હોય છે અને લગભગ બે કે અઢી મહિનામાં આ આયોજન પરિપૂર્ણ થતું હોય છે. જ્યારે સં. ૨૦૩૫માં કચ્છી સમાજના સેંકડો વર્ષોના ઇતિહાસમાં પ્રથમ વાર કચ્છ-મોટા આસબીઆના સંઘવી સંઘરત્ન શ્રી શામજીભાઈ જખુભાઈ ગાલા અને તેમના લઘુબંધુ શ્રી મોરારજીભાઈ ગાલાએ ૧ હજાર જેટલા યાત્રિકોને ૯૯ યાત્રા કરાવવાનો મહાન લાભ લીધો હતો. ૮ વર્ષથી માંડીને ૭૮ વર્ષની ઉંમરના યાત્રિકો તેમાં જોડાયા હતા. તેઓ બધા નિરાંતે રોજની એકેક યાત્રા કરીને સારી રીતે યાત્રા તથા પ્રભુભક્તિ કરી શકે તે માટે આ આયોજન ૧૦૦ દિવસનું ગોઠવવામાં આવેલ. સં. ૨૦૩૩માં તીર્થપ્રભાવક, અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની તારક નિશ્રામાં કચ્છ-ગોધરાથી પાલિતાણાના ૪૫ દિવસના છ'રી પાલક સંઘમાં ૩ સંઘપતિઓ પૈકી એક સંઘપતિ તરીકે તેમણે લાભ લીધો હતો. સં. ૨૦૩૭ માં તપસ્વીરત્ન ( હાલ અચલગચ્છાધિપતિ) પ.પૂ.આ.ભ.શ્રી. ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ૧૦૮ જિનબિંબોની અંજનશલાકા મોટા આસંબિયામાં કરાવવાનો મહાન લાભ પણ તેમણે લીધો હતો. તેમાંનાં ઘણાં જિનબિંબો ગુજરાત, મુંબઈ તેમ જ અન્ય ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત થયેલ છે. બાકીનાં જિનબિંબો મોટા આસંબિયાના જિનાલયમાં પરોણા તરીકે બિરાજમાન છે. એ બધા જ પ્રભુજીની પ્રક્ષાલ તથા નવાંગી પૂજા તેઓ જાતે દરરોજ કરે છે. ખરેખર આવા ધર્માત્મા શ્રાવકરત્નોથી સંઘ–શાસન અને સમાજ પણ ગૌરવવંતા બને છે * અનેક સગુણોથી મધમધાયમાન, દરિયાદિલ સુશ્રાવક શ્રી બાબુભાઈ (ખીમજીભાઈ) મેઘજી છેડા :– નિઃસ્વાર્થ સેવા જેમનો જીવનમંત્ર છે, શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે જેમની ભક્તિ અભુત છે, જિનાજ્ઞાપાલક સાધુ-સાધ્વી ભગવંતો પ્રત્યે જેમના અંતરમાં અનન્ય શ્રદ્ધા અને અહોભાવ છે, નવકાર મહામંત્ર જેમનો શ્વાસપ્રાણ છે, ક્રોડપતિ હોવા છતાં વિનમ્રતા, સરળતા, સૌજન્ય, સાદગી, સેવા, સંયમપ્રેમ, સદા પ્રસન્નતા, ઉદારતા વગેરે અનેકાનેક સદ્ગુણોએ જેમના અંતરમાં સદાને માટે પોતાના ડેરા-તંબુ તાપ્યા છે, લાખો લોકોના લાડીલા, અનેક સાધુ-સંતોના અનુગ્રહપાત્ર, સર્વવિરતિ ધર્મ (સાધુપણું) સ્વીકારવા માટે સદા તલસતા એવા શ્રાવકશ્રેષ્ઠ શ્રી બાબુભાઈ મેઘજી છેડાના ગુણોને વર્ણવવા માટે આ કલમ ખૂબ જ વામણી ભાસે છે. Page #944 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૯૫ મૂળ કચ્છ–કાંડાગરાના અને હાલ મુંબઈ–ચર્ચગેટમાં રહેતા બાબુભાઈ છેડા (ઉં. વ. ૬૦ લગભગ) | કોઈ નિકટ મોક્ષગામી જીવ હોય એમ એમનું જીવન જોનાર કોઈને પણ લાગ્યા વિના નહિ રહે. દરરોજ સવારે ૪ વાગ્યે ઊઠીને ૨ કલાક સુધી નવકાર મહામંત્રનો એકાગ્રચિત્તે જાપ તેમ જ શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન ધરે છે. ત્યારબાદ જિનાલયમાં જઈને પ્રભુપૂજા ભાવપૂર્વક કરે છે. જિનવાણી શ્રવણનો યોગ હોય તો અચૂક લાભ લે. પોતે નિત્ય ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચકખાણ કરે છે. તેમાં પણ ફક્ત પાંચ જ દ્રવ્યથી વધારે વાપરતા નથી. ઘી-દૂધ તથા ફૂટ અને મેવાનો સદાને માટે ત્યાગ છે; પરંતુ સાધુ-સાધ્વીજી ભગવંતોને આ બધી ચીજો ખૂબ જ ભાવપૂર્વક વહોરાવે છે. બે-ત્રણ વનસ્પતિ સિવાય અન્ય બધી લીલોતરીના શાકનો પણ ત્યાગ છે. શાક પણ બાફેલું જ વાપરે છે. નવપદજીની શાશ્વતી ઓળીની આરાધના પોતાની જન્મભૂમિ કાંડાગરામાં જઈને કરે છે ત્યારે ધર્મભાવનાશીલ અનેક ગામાઈઓ તથા પરિચિતોને પોતાની સાથે તેડી જઈને પોતાના ઘરે જ આયંબિલ કરાવવાનો લાભ લે છે. રોજ સંઘપૂજન કરે તથા પારણાં કરાવીને વિશિષ્ટ કોટિની પ્રભાવના કરે. પોતે ઉત્સાહથી નવપદની આરાધના કરે અને અનેકને નવપદની આરાધનામાં જોડે, જેથી કાંડાગરા જેવા નાના ગામમાં પણ ખૂબ જ સુંદર ધર્મજાગૃતિ જોવા મળે છે. અધ્યાત્મયોગી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. તથા વિશિષ્ટ નવકારસાધક પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા.ની નિશ્રામાં રહીને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ બાબુભાઈએ નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના કરી છે અને આજે પણ એમની સાધના ચાલુ જ છે. તેના પરિણામે એમને અનેક અવનવા અનુભવો પણ થયા છે. તેથી જ તેઓ અસીમ લોકચાહના વચ્ચે પણ અનાસક્ત કર્મયોગી જેવું જીવન જીવી રહ્યા છે. એમની સેવાકીય પ્રવૃત્તિઓ તેમ જ સાધનામાં તેમનાં ધર્મપત્ની શાંતાબેન તેમ જ સુપુત્ર મહેન્દ્રભાઈ વગેરેનો પણ સુંદર સહયોગ છે. * નવકાર મહામંત્રના બળે કેન્સરને કેન્સલ કરાવતા ધીરજલાલ ખીમજી ગંગર:– અનાદિકાલીન મહાભયંકર ભવરોગને મટાડવા માટે મહા ધવંતરી સમાન નવકાર મહામંત્રના પ્રભાવથી કેન્સર જેવા અસાધ્ય ગણાતા બાહ્ય રોગો કેન્સલ થઈ જાય તેમાં કશું આશ્ચર્ય નથી. પરંતુ તે માટે જરૂરી છે સાધકના હદયની ભદ્રિક પરિણામિતા અને એકાગ્રતાપૂર્વકની નવકાર મહામંત્ર પ્રત્યેની સાચી શરણાગતિ. આવી ભદ્રિકતા, એકાગ્રતા અને શરણાગતિ દ્વારા નવકાર મહામંત્રને સિદ્ધ કરી અવનવા આંતરિક અનુભવોના આનંદમાં અહોનિશ મસ્ત રહેતા સુશ્રાવક શ્રી ધીરજલાલભાઈ ખીમજી ગંગર (ઉં. વ. ૨૦) દશેક વર્ષ પહેલાં સંસારપક્ષે તેમના ગામના (કચ્છ-મેરાઉના) તેમ જ સંબંધી એવા મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા.ની પ્રેરણાથી ધર્મમાં જોડાયા. ગુરુમુખેથી નવકાર મહામંત્રને ગ્રહણ કરીને વિધિપૂર્વક તેનો જાપ શરૂ કર્યો. હૃદયની સાહજિક ભદ્રિકતા-સરલતા અને શ્રદ્ધાના કારણે જાપમાં એકાગ્રતા પણ સારી થતી. પરિણામે થોડા સમયમાં જ અવનવા આંતરિક અનુભવોની શરૂઆત થઈ. સં. ૨૦૪૯માં રોષકાળમાં પંતનગર (મુંબઈ-ઘાટકોપર)ના તપાગચ્છીય ઉપાશ્રયમાં વર્ધમાનતપોનિધિ પ. પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ. પૂ. પં. શ્રી Page #945 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન જયતિલકવિજયજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિરાજશ્રી ત્રિભુવનતિલકવિજયજી મ.સા. પધાર્યા. તેમને ગળામાં બીજા સ્ટેજનું ભયંકર કેન્સર હતું. તેમની સુશ્રુષા માટે પૂ. મુનિશ્રી હંસરત્નવિજયજી મ.સા. (પૂ. મુનિશ્રી તત્ત્વદર્શનવિજયજી મ.સા.ના ભાઈમહારાજ) સાથે હતા. કેન્સરની ભયંકર પીડા હોવા છતાં પૂ. મુનિશ્રી ત્રિભુવનતિલકવિજયજી મ.સા કોઈપણ જાતની દવા લેવા તૈયાર ન હતા. તેમના ગુરુ મહારાજ તેમ જ સંસારી સંબંધીઓ તથા સંઘના અનેક આગેવાનોની સમજાવટ તથા આગ્રહભરી વિનંતી હોવા છતાં તેઓ દવા લેવા સંમત થતા ન હતા. વધુ જીવવાની આશા તેમણે છોડી દીધી હતી. પરંતુ ધીરજલાલભાઈ તથા તેમનાં ધર્મપત્ની દિવ્યાબેનની નવકાર મહામંત્રની આરાધનાના પ્રભાવે પૂજ્યશ્રીએ દવાઓ લેવાની હા ભણતાં નવેક મહિનામાં આ કેન્સરની ગાંઠ મટી ગઈ. સં. ૨૦૫૧ના અક્ષયતૃતીયાના દિવસે ડૉ. અજય શાહ મ.સા.ને તપાસવા આવ્યા અને કેન્સર તદ્દન કેન્સલ થઈ ગયું છે એવું નિદાન લખી આપ્યું! એટલે આવા અનુભવોનો સમન્વય એ રીતે વિચારી શકાય કે મહામંત્રના જાપ તેમ જ સાધકની હૃદયની શુદ્ધિ આદિથી આકર્ષાયેલા કોઈ શાસનદેવ સાધકની શ્રદ્ધાને સુદૃઢ બનાવવા માટે તેમ જ મહામંત્રનો પ્રભાવ ફેલાવવા માટે તેવાં તેવાં દૃશ્યો—પ્રસંગો સાધકને દેખાડે અને વિવિધ રીતે સાધકને સહાય કરતા હોય તેથી આવું બની શકે. ધીરજભાઈના ઘરના બધા સભ્યો નવકારની આરાધનામાં લીન છે. એટલું જ નહીં પણ ધીરજભાઈ જ્યાં પણ જાય ત્યાં અનેકાનેક આત્માઓને વિધિપૂર્વક નવકાર મંત્રના જાપનો મહિમા સમજાવી નવકા૨ મહામંત્રની આરાધનામાં જોડતા રહે છે. * એક વાર તો ધીરજભાઈને રૂબરૂ મળીને તેમના શ્રીમુખે જ નવકારના અનુભવો સાંભળવા જેવા છે. ૨૧૧ ઉપવાસની તપશ્ચર્યા કરનાર હીરાચંદભાઈ રતનશી માણેક: અધ્યાત્મની ઝંખના માનવીને અંતરની કેડીએ દોરી જાય છે. ઘણીવાર આખી દુનિયામાં ભમતો માનવી પોતાના ભીતરથી અજાણ હોય છે. તપ કરનાર ઇચ્છાઓ ઉપર અંકુશ પામે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓને એ સમભાવથી સહન કરી શકે છે. એનાં અશુભ કર્મોને તપ દ્વારા બાળી શકે છે. અધ્યાત્મને માર્ગે ચાલતી વ્યક્તિ તપ દ્વારા આત્મશુદ્ધિ સાધે છે. જગતના પ્રત્યેક ધર્મમાં એક યા બીજી રીતે આ તપનો મહિમા ગવાયો છે. એમાં આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ બંને એકસાથે જોડાયેલાં છે. કચ્છના સુજાપુર ગામના વતની શ્રી હીરાચંદભાઈ રતનશીભાઈ છેડા વ્યાપાર અર્થે છેક કેરાલાના કલિકટમાં જઈને વસ્યા. કચ્છથી સેંકડો માઈલ દૂર રહેતા હોવા છતાં હીરાચંદભાઈના હૃદયમાં જૈન ધર્મની ઉન્નત ભાવનાઓ એટલી જ જળવાયેલી રહી. ઇ.સ. ૧૯૩૭ની ૧૨મી સપ્ટેમ્બરે જન્મેલા હીરાચંદભાઈને પિતા રતનશીભાઈ પાસેથી ધર્મના સંસ્કારો મળ્યા. ગુજરાતથી આટલે દૂર વસ્યા હોવા છતાં આ ખમીરવંતા ધર્મનિષ્ઠ માનવીએ ધર્મ-આરાધના ચાલુ રાખી. ઇ. સ. ૧૯૭૪થી દર વર્ષે પર્યુષણમાં આઠ Page #946 -------------------------------------------------------------------------- ________________ ક અભિવાદન ગ્રંથ 7 [ ૮૯૭ ઉપવાસથી માંડીને ૯, ૧૧, ૧૬, ૩૨, ૩૫ ઉપવાસ સુધી તપશ્ચર્યા કરી. ૧૬ મહિના સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા. ૨૫ જેટલી આયંબિલની ઓળીઓ કરી. જીવનમાં તપ દ્વારા અંતરની કેડીએ આગળ વધતા જાય અને બીજી બાજુ જીવનનિર્વાહ કરતા જાય. એમાં પણ ગયા વર્ષે ચોથી માર્ચે ઋષીકેશની પાવન ભૂમિ પર એમને કોઈ યોગસિદ્ધ મહાપુરુષનાં દર્શન થયાં. હૃદયમાં તપનો પ્રકાશ હતો. ગુરુઓના પરમ પાવન આશીર્વાદ હતા. એમાં આધ્યાત્મિક પુરુષનાં દર્શન થયાં અને તપશ્ચર્યાના માર્ગે અધ્યાત્મની ઊંચાઈ પામવાનો અભિલાષ જાગ્યો. આ સમયે ૨૦૧ ઉપવાસ કર્યાની પૂ. સહજ મુનિ નામના સંતની વાત સાંભળી. અત્યાર સુધીમાં ૩૫ ઉપવાસ કરી ચૂકેલા હીરાચંદભાઈને પોતાનું હીર કસવાનો વિચાર થયો. પહેલાં તો ૨૧૧ ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો, પરંતુ ૪૦ ઉપવાસે એમની તબિયત બગડી. ચારેક દિવસ તબિયત અસ્વસ્થ રહી પણ ફરી આત્મબળથી દેહ પર વિજય મેળવ્યો અને પોતાની તપયાત્રા ચાલુ રાખી. અધ્યાત્મ અને વિજ્ઞાનના વિરલ સમન્વયની સાથે હિરાચંદભાઈએ ઉગ્ર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. છેલ્લાં ૩૦ વર્ષોથી દર પર્યુષણ પર્વમાં ૮ કે તેથી વધુ ઉપવાસ કરનાર હિરાચંદભાઈએ તપ દ્વારા મનોવિજય મેળવવાનો પુરુષાર્થ કર્યો. આત્મબળની વૃદ્ધિનો પ્રયાસ કર્યો. અપરિગ્રહથી આત્મકલ્યાણનો આશય રાખ્યો. તપને પરિણામે એમના આધ્યાત્મિક જીવનમાં જાગેલી શ્રદ્ધા અને ઇચ્છાશક્તિનો તેઓ અનુભવ કરાવે છે. આજે તેઓ સર્વ ચિંતાઓથી મુક્ત છે. એમના કહેવા પ્રમાણે માનવી ખોરાક વિના દિવસો સુધી, સૂર્ય પાસેથી શક્તિ મેળવીને જીવી શકે છે. પોતે સૂર્ય પાસેથી આ શક્તિ મેળવે છે. આજ સુધીના ઇતિહાસમાં કોઈ વ્યક્તિએ ૨૫૧ ઉપવાસ કર્યા નથી. હીરાચંદભાઈની આ ઉગ્ર તપશ્ચર્યા અજોડ વિક્રમરૂપ બનશે. ઉગ્ર તપને પરિણામે એમના અધ્યાત્મજગતમાં પ્રશાંત અને પ્રગાઢ વિચારશૂન્યત્વનો અનુભવ કરે છે. ધીરે ધીરે જીવન પ્રત્યે અલિપ્તભાવ અને વૈરાગ્યભાવ જાગે છે. ૨૦૭મા ઉપવાસે હીરાચંદભાઈએ શત્રુંજય ગિરિરાજ ઉપર પગે ચડીને યાત્રા કરી હતી અને ૧૬મી જાન્યુઆરીએ કચ્છમાં અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સ્થપાયેલ ૭૨ જિનાલય તીર્થમાં તેઓશ્રીના પટ્ટઘર સળંગ ૨૮ વર્ષીતપના આરાધક તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૨૧૧ ઉપવાસનું પારણું થયું ત્યારે હજારોની જનસંખ્યા ત્યાં ઉપસ્થિત રહીને આ મહાતપસ્વી આત્માને ભાવથી વંદી રહી હતી. અદ્દભુત શાસન-પ્રભાવના થઈ હતી. ડોકટરોથી અસાધ્ય હજારો કેસોને વગરદવાએ અને વિનામૂલ્ય સાજા કરતા સેવાભાવી રતિલાલભાઈ પદમસી પનપારિયા – કેટલાક વિરલ માનવોનું જીવન કેટલાક વિશિષ્ટ સદ્ગુણો અને તદ્દન નિઃસ્વાર્થ સેવાવૃત્તિના કારણે સમગ્ર માનવસમાજ માટે ભારે આશીર્વાદરૂપ હોય છે. આવી વિરલ સેવાશીલ વ્યક્તિઓમાં રતિલાલભાઈનો સમાવેશ થાય છે. મૂળ કચ્છ-નાગ્રેચા ગામના Page #947 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન વતની પરંતુ હાલ વડોદરામાં રહેતા કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના ગૌરવ સમાન રતિલાલભાઈને પૂર્વના કોઈ વિશિષ્ટ પુણ્યોદયે તેમના મામા શ્રી નરસીભાઈ ધરમસી રામૈયા (કચ્છ-સાંયરા) પાસેથી એવી વિશિષ્ટ કળા કે કુદરતી બક્ષિસ પ્રાપ્ત થઈ છે કે છેલ્લાં ૫ વર્ષમાં ડૉકટરોથી અસાધ્ય એવા ચારેક હજાર દર્દીઓને વિનામૂલ્યે અને પ્રાયઃ વગરદવાએ અલ્પ સમયમાં સાજા કરી આપ્યા છે! ખાસ કરીને કરોડરજ્જુના મણકાના જ્ઞાનતંતુઓ કામ કરતા બંધ થઈ ગયા હોય કે હાડકામાં ટ્રૅક્ચર થયેલ હોય એવા કેસોમાં તો તેઓની ખાસ ‘માસ્ટરી' છે. ડૉકટરોએ જેમને ઑપરેશન કરાવવાનું અનિવાર્ય જણાવ્યું હોય તેવા ૧૫૦થી વધુ હાડકાના દર્દીઓને વગર ઑપરેશને તેમણે સાજા કર્યા છે. લકવાના ૨૫થી વધુ કેસો તેમણે સાજા કર્યા છે. તેમાં ઠેઠ લંડન અને અમેરિકાથી રતિલાલભાઈની ટ્રીટમેન્ટ લેવા માટે વડોદરા આવેલા કેટલાક ભારતીયોને તેમણે લકવાથી મુક્ત કર્યા છે!.... ૫-૭ વર્ષ જૂની કાનની બહેરાશવાળા પાંચેક કેસો તેમની ટ્રીટમેન્ટથી બરાબર સાંભળતા થઈ ગયા છે. ડાયાબિટીઝના કેટલાક કેસ તેમણે ભીંડાના પ્રયોગથી સાજા કર્યા છે. અસાધ્ય બનેલા ડાયાબિટીઝના કારણે ઑપરેશન અટકતું હતું તેવા કેશ પણ ભીંડાના પ્રયોગથી ઠીક કરેલ છે. હરસ માટે તેઓ એક પડીકી આપે છે. ગમે તેવા દૂઝતા હરસ એક જ પડીકીથી માત્ર ૬ કલાકમાં મટાડે છે. હાઈ તથા લો બ્લડપ્રેશરના કેટલાય કેસ તેમનાથી સાજા થયા છે. દિવસે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં વ્યસ્ત હોવાથી તેઓ રોજ સાંજે ૭ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં સંખ્યાબંધ દર્દીઓને પોતાના ઘરે જ સારવાર આપે છે અને ખાસ નોંધનીય બાબત તો એ છે કે સારવાર બદલ તેઓ એક નયો પૈસો પણ ફી રૂપે કે ભેટ તરીકે પણ સ્વીકારતા નથી ! ! !..... તેઓ ધારે તો આજે લાખો-ક્રોડો રૂપિયા આ સારવાર દ્વારા કમાઈ શકે તેમ છે; પરંતુ આવી ઉમદા કુદરતી બક્ષિસને આજીવિકાનું સાધન બનાવવામાં તેઓ પાપ માને છે. ખરેખર તો આવી નિઃસ્વાર્થ વૃત્તિ હોય ત્યાં સુધી જ આવી કુદરતી બક્ષિસ ટકી શકે છે. * અઠ્ઠમના પારણે અઠ્ઠમથી ગિરિરાજની ૯૯ યાત્રા કરનાર અપ્રમત્ત આરાધક, દંપતી અ. સૌ. બચુબેન ટોકરશીભાઈ દેઢીયા:— કચ્છ-લાયજાના આ દંપતીએ નીચે મુજબની અનુમોદનીય આરાધનાઓ સજોડે કરી છેઃ (૧) ૪ વર્ષીતપ એકાંતરા ઉપવાસ-બિયાસણાથી (૨) ૧ વર્ષીતપ છઠ્ઠના પારણે છથી (૩) ૧ માસક્ષમણ (ટોકરશીભાઈનું) સિદ્ધિતપ (બચુબેનનું) (૪) શત્રુંજય ગિરિરાજની ૧૬ વખત ૯૯ યાત્રા (૫) તેમાં છઠ્ઠના પારણે છઠ્ઠથી ૨ વખત ૯૯ યાત્રા કરી. આમાં પ્રથમ ઉપવાસે ૬ યાત્રા + બીજા ઉપવાસે ૬ યાત્રા + તથા પારણાના દિવસે ૨ યાત્રા એમ કુલ ૧૪ યાત્રા કર્યા પછી જાતે રસોઈ કરીને પારણું કરતાં. (૬) અઠ્ઠમના પા૨ણે ૯૯ યાત્રા. તેમાં ત્રણે ઉપવાસમાં રોજ પાંચ પાંચ યાત્રા એટલે કુલ ૧૫ યાત્રા કર્યા પછી જ જાતે રસોઈ કરી, સુપાત્રદાન કર્યા બાદ પારણું કરતાં. (૭) એક જ વર્ષમાં સમેતશિખરજી-શત્રુંજય તથા ગિરનારજી—આ ત્રણે તીર્થોની ૯૯ યાત્રાઓ કરી. (૮) ૧૦૮ પાર્શ્વનાથ Page #948 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૯૯ ભગવંતના સળંગ ૧૦૮ અઠ્ઠમ કરી દરેક અક્રમમાં તે તે પાર્શ્વનાથ ભગવંતના નામમંત્રની ૧૨૫ માળાનો જાપ કરતા. ટોકરશીભાઈ રોજ રાત્રે ૮૫ વાગ્યે સૂઈને ૧૨ા વાગ્યે ઊઠી જાય. પછી જાપપ્રતિક્રમણાદિ આરાધનામાં જ બાકીની રાત્રિ પસાર કરે. દિવસે પણ સૂએ નહિ. દર અઠ્ઠમના ત્રીજા દિવસે લગભગ આખી રાત જાગરણ કરે. આવી વિશિષ્ટ આરાધનાના પ્રભાવે તેમને ઘણીવાર સુંદર સ્વપ્નો આવે. દાદાનાં દર્શન થાય. અદ્ભુત આનંદ અનુભવાય. (૯) ત્રણે ઉપધાન સજોડે કર્યા છે. (૧૦) વીશસ્થાનકની ૧૮મી ઓળી ચાલુ છે. (૧૧) સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલ છે. (૧૨) ભવ આલોચના લીધેલ છે. ખરેખર પાંચમા આરામાં પણ ચોથા આરાની વાનગી જેવા આવા ધર્માત્માઓથી શ્રી જિનશાસન સદાય જયવંતુ વર્તે છે. * ૧૧ વર્ષની વયે શ્રી સિદ્ધચક્રમહાપૂજન મોઢે ભણાવતા તેજસ્વી બાળ-વિધિકાર કયવન્તકુમાર નરેન્દ્રભાઈ નંદુ તેજસ્વી બાળ-વિધિકાર શ્રી કયવન્તકુમારના પિતાશ્રી નરેન્દ્રભાઈ નંદુ મૂળ કચ્છ-માંડવી તાલુકાના વાંઢ ગામના વતની પરંતુ હાલ મુંબઈ-જોગેશ્વરીમાં રહે છે. તેઓ માત્ર કચ્છી સમાજ કે અચલગચ્છ માટે જ નહિ પરંતુ સમસ્ત જૈન શાસન માટે ગૌરવરૂપ એક પ્રતિભાવંત આદર્શ વિધિકાર અને ઉત્તમ આરાધક યુવા શ્રાવકરત્ન છે. જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં નવકાર મહામંત્રની ગણના ચાલુ જ હોય. એક મિનિટ પણ તેઓ નિરર્થક જવા દેતા નથી. પોતે અપ્રમત્તપણે ક્રોડ નવકારની આરાધના કરતા હોવાથી અનેક આત્માઓને તેઓ ક્રોડ નવકારના જાપમાં જોડતા રહ્યા છે!..... ક્યાંક છૂટક પૂજન ભણાવવું હોય કે અંજનશલાકા પ્રતિષ્ઠા જેવાં મહાન વિધિ-વિધાનો કરાવવાં હોય તો પણ તેઓ એક નવો પૈસો પણ લેતા નથી. બહુમાન પણ ન સ્વીકારવાની તેમની પ્રતિજ્ઞા છે. આવી નિઃસ્પૃહવૃત્તિ અને ઉત્તમ આરાધનાના પરિણામે તેમના જીવનમાં એવી સૂક્ષ્મની તાકાતનું પ્રચંડ બળ નિર્માણ પામેલ છે કે તેઓ ભારતભરમાં જ્યાં પણ જાય ત્યાં એમનો પડ્યો બોલ ઝીલાય છે! હૈદ્રાબાદ (ચૈતન્યપુરી), ગાડરવાડા, જબલપુર, વગેરે અનેક ઠેકાણે તેમની પ્રેરણાથી જિનાલયોનાં નિર્માણ થયાં છે. જેમાં તેમણે સ્વયં પણ સારો એવો આર્થિક સહયોગ આપ્યો છે! પોતાના ઘરે ગૃહમંદિર માટે તેમણે ખાસ સુવર્ણનું જિનબિંબ પણ ઉત્કૃષ્ટ જિનભક્તિના પરિણામે ભરાવેલ છે! જિનભક્તિ અને ધાર્મિક વાર્તાલાપ માટે પરદેશથી પણ તેમને આમંત્રણ મળી રહ્યાં છે. તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા શ્રી દમયંતીબેન પણ નવકાર મહામંત્રના વિશિષ્ટ આરાધક અને ધર્મના રંગે રંગાયેલાં છે. માતા-પિતાના પગલે પગલે કયવન્તકુમાર પણ ક્રોડ નવકારની આરાધનામાં અત્યારથી જ જોડાઈ ગયેલ છે. એના હાથમાં પણ જ્યારે જુઓ ત્યારે નવકારની ગણના ચાલુ જ હોય!...... નવકાર મહામંત્ર પ્રત્યે તેને ગળથૂથીથી એવી જ અતૂટ શ્રદ્ધા કોઈ પણ કાર્ય ક૨વામાં જો જરાપણ અંતરાય કે વિલંબ થતો જોવાય તો તરત જ નવકાર મહામંત્રનું સ્મરણ કરે, ને તુરત કાર્ય સિદ્ધ થયા વિના રહે નહિ! Page #949 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ ] [ જૈન પ્રતિભાદર્શન રોજ સવારે માતા-પિતાને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવે છે. પાંચેક વર્ષની ઉંમરથી જ એ પોતાના પિતાશ્રી સાથે સ્કૂલમાં રજા હોય ત્યારે પૂજનમાં બેસતો. આજે ૧૧ વર્ષની ઉંમરે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તેમ જ શ્રી બૃહત્ શાંતિસ્નાત્ર જેવાં પૂજનો પણ પુસ્તક કે પ્રતના આધાર વિના જ અત્યંત શુદ્ધ ઉચ્ચારપૂર્વક તે મોઢે ભણાવી શકે છે!!! પૂજનો દરમિયાન અભિષેક વખતે પ્રભુજીના જન્મકલ્યાણકની ઉજવાણી પ્રસંગે હરણેગમેષી દેવનું પાત્ર તે ખૂબ જ અદ્ભુત રીતે ભજવે છે. રોજ સવારે ૨-૨ કલાક સુધી દેરાસરમાં સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી જિનપૂજા કરે છે. ત્રીસેક જેટલાં સ્તવનો તથા બે પ્રતિકમણ સૂત્રો કંઠસ્થ કરેલ છે. મહિનામાં પંદરેક દિવસ સાંજે માતા-પિતા સાથે પ્રતિક્રમણ પણ કરે છે. કંદમૂળ તો કદી પણ તેના કોઠામાં ગયું જ નથી ! * રોજ ૯ કલાક પદ્માસનમાં નવકાર મહામંત્રનો જાપ કરતા અપ્રમત્ત ‘શ્રાવક શિરોમણિ'' દલીચંદભાઈ ધર્માજીની અજોડ આરાધના :—— અપ્રમત્તપણે અજોડ અનુપમ આરાધના દ્વારા કર્મદલિકોને દળી નાખનારા ‘‘શ્રાવક શિરોમણિ'' શ્રી દલીચંદભાઈની અજોડ ધર્મચર્યા જાણીને મુનિવરો પણ તેમની શતમુખે પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી. કર્મસાહિત્ય નિષ્ણાત, સુવિશુદ્ધસંયમી પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સત્સંગથી ધર્મ પામેલા આ સુશ્રાવક હાલ ૮૫ વર્ષની જૈફ વયે પણ જે અદ્ભુત આરાધના કરી રહ્યા છે તે જાણીને મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે!..... રોજ રાત્રે ૯ વાગ્યાથી માંડીને સૂર્યોદયપર્યંત લગભગ ૯ કલાક સુધી પદ્માસનમાં બેસીને સામાયિકપૂર્વક નવકાર મહામંત્રનો જાપ તથા અરિહંત પરમાત્માનું ધ્યાન ધરતા આ સુશ્રાવકને જોઈને ભગવાન મહાવીરસ્વામીના સમયમાં થઈ ગયેલા પુણિયા તથા આનંદ વગેરે સુશ્રાવકોની યાદ તાજી થયા વગર રહે નહિ!..... અત્યાર સુધીમાં બે લાખથી અધિક સામાયિક કરનારા આ શ્રાદ્ધવર્યને પ્રતિદિન ૧૫ સામાયિક (પ્રતિક્રમણ સહિત) કરવાનો નિયમ છે! પર્યુષણના ૮ દિવસ તેમ જ દ૨ ચૌદશે સાધુજીવનની નેટ પ્રેકિટસ સ્વરૂપ પૌષધ જેવા પવિત્ર અનુષ્ઠાન દ્વારા આત્મગુણોની પુષ્ટિ કરનારા આ સુશ્રાવકશ્રીએ અત્યાર સુધીમાં ૨૦૦૦થી પણ અધિક પૌષધ કર્યાં છે. દરરોજ ૫૦૦૦ ઉપરાંત નવકાર મહામંત્ર (૫૦ બાંધી નવકારવાળી)નો જાપ કરનારા આ આરાધકરત્ને અત્યાર સુધીમાં પાંચ ક્રોડથી અધિક નવકાર જાપ દ્વારા પંચ પરમેષ્ઠિઓને પ્રણિધાનપૂર્વક પ્રણામ કરીને પોતાના આત્માને નખ-શિખ ભાવિત કરી દીધો છે! [આ વાંચીને આપણે પણ કમસે કમ રોજ ૧ બાંધી નવકારવાળી નિયમિતપણે ગણવાનો દૃઢ સંકલ્પ તો અચૂક કરીએ. અઠ્ઠમથી વર્ષીતપ તથા પારણે ઠામ ચોવિહાર એકાસણાપૂર્વકના વર્ષીતપ સહિત કુલ ૨૫ વર્ષીતપ, ૧૦ અઠ્ઠાઈ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ચત્તારિ અન્નદશ દોય તપ, ધર્મચક્ર તપ, સ્વસ્તિક તપ જેવાં મોટાં મોટાં તપ સહિત કુલ ૬ હજાર જેટલા ઉપવાસ, હજારો આયંબિલ-એકાસણાં તેમ જ ૨૨ વર્ષથી બિયાસણા, માત્ર ૬ વર્ષની વયથી રાત્રે ચોવિહાર તથા ૧૬ વર્ષની વયથી ઉકાળેલું પાણી વાપરનાર આ મહાતપસ્વી Page #950 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૦૧ શ્રાવકરત્નની તપશ્ચર્યાનું વર્ણન વાંચીને તે ધર્મપ્રિય વાચક! કમસે કમ પાવજીવ નવકારશી-ચોવિહારનો દઢ સંકલ્પ તો અચૂક કરજો. સાત લાખથી અધિક રૂપિયાનો સાત ક્ષેત્રોમાં સદ્વ્યય કરવા દ્વારા દાનધર્મને આરાધતા, ૪૦ વર્ષની વયથી બ્રહ્મચર્ય તથા શ્રાવકનાં ૧૨ વ્રતોનો સ્વીકાર કરવા દ્વારા શીલધર્મની સુંદર સાધના કરનારા, ત્રણ ઉપધાન તપ સહિત અગાઉ વર્ણવ્યા મુજબ અનેકવિધ તપશ્ચર્યાનાં તોરણોથી જીવનને અલંકૃત કરનારા, છરી પાલક સંઘો દ્વારા અનેક તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરનારા, વર્ષોથી પૂનાના ખડકી જૈન સંઘના જિનાલયમાં તેમ જ આબુ નજીક આવેલ શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ તીર્થમાં ટ્રસ્ટી તરીકે નિષ્ઠા અને ખંતથી સેવા આપનાર આ ધર્મસપૂતને ધર્મચક્ર તપના બહુમાન પ્રસંગે ધર્મચક્તપ પ્રભાવક પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ.સા.એ સકળ સંઘની ઉપસ્થિતિમાં તા. ૮-૧૦-૯૪ ના રોજ “શ્રાવક શિરોમણિ' બિરુદથી નવાજ્યા એ ખરેખર અત્યંત યોગ્ય જ છે. મૂળ મારવાડના પરંતુ વર્ષોથી પૂનામાં ખડકી જૈન સંઘમાં રહેતા અને દેશ-વિદેશના લાખો લોકોના લાડીલા આ સુશ્રાવકશ્રીની જિનશાસનને મળેલી ભેટની કથા પણ એટલી જ રોમાંચક છે. જ પ્રતિદિન પંચકલ્યાણકની ઉજવણી તથા ૫૦૦ રૂ.નાં પુષ્પો વગેરેથી પાંચેક કલાક અદ્ભુત પ્રભુભક્તિ કરતા ગિરીશભાઈ તારાચંદ મહેતા :– જેવી રીતે અગ્નિનું યથાયોગ્ય રીતે સેવન કરવાથી ઠંડીની પીડા દૂર થઈ જાય છે, તેવી રીતે વીતરાગ પરમાત્માની બહુમાનપૂર્વક પર્યાપાસના કરવાથી રાગાદિ દોષોની કાતિલ પીડા અચૂક શાંત થાય છે. ભાવોલ્લાસપૂર્વક નિષ્કામ પ્રભુભક્તિથી પ્રચંડ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે અને અશુભ કર્મોની વિપુલ પ્રમાણમાં નિર્જરા થવાથી વિપ્નો-આપત્તિઓ દૂર થવા માંડે છે. અનુકૂળતાઓ પ્રાપ્ત થવા માંડે છે. સુખમાં અલીનતા તથા દુ:ખમાં અદીનતાની પ્રાપ્તિ થાય છે. ભક્તિની મસ્તીમાં મસ્ત બનેલા સાચા ભક્તને સાંસારિક સુખોની સ્પૃહા પણ રહેતી નથી. એ આત્મતૃપ્ત બની જાય છે. આ વાતની પ્રતીતિ આપણને ગિરીશભાઈ મહેતાના દષ્ટાંત દ્વારા થાય છે. હાલ મુંબઈમાં કાલબાદેવી રોડ ઉપર ૫૪/૫૬ રામવાડીમાં ચોથા માળે રહેતા ગિરીશભાઈ તારાચંદ મહેતા (ઉં. વ. ૪૦)ને આજથી લગભગ ૧૨ વર્ષ પહેલાં પાયધુનીમાં ગોડી પાર્શ્વનાથ જિનાલયમાં ઠાઠમાઠથી અદ્ભુત પ્રભુભક્તિ કરતા જોયા ત્યારે અમને પણ એમની પ્રભુભક્તિનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં સુધી ત્યાંથી બહાર નીકળવાનું મન ન થયું. ચારેક કલાક પ્રભુભક્તિમાં જાણે ક્ષણવારમાં પસાર થઈ ગયા હોય તેમ લાગ્યું. લગભગ અઢી લાખ રૂપિયાનાં ચાંદીનાં ઉપકરણો પ્રભુભક્તિ માટે તેમણે બનાવરાવેલ છે. એક્રેલિકના આકર્ષક સમવસરણમાં પ્રભુજીને બિરાજમાન કરીને ઉત્તમ પ્રકારનાં પંચરંગી વિવિધ જાતિનાં પુષ્પો વગેરેથી એવી નયનરમ્ય અંગરચના કરે કે આપણે જોતાં જ રહી જઈએ. અગ્રપૂજા માટે પણ પાંચ પ્રકારનાં ઉત્તમ ફળ, પાંચ પ્રકારના ઘીનાં નૈવેદ્ય ઈત્યાદિ રોજ લગભગ ૫00 રૂા.નાં પુષ્પ આદિથી તેઓ પ્રભુપૂજા કરે છે. ચાંદીના ૧૦૮ કળશથી એક કલાક સુધી પ્રભુજીની અભિષેક પૂજા કરે છે. દરરોજ પ્રભુજીના પાંચ કલ્યાણકની ભાવપૂર્વક ઉજવણી કરે છે. દ્રવ્યપૂજા ઠાઠમાઠથી કર્યા બાદ ચૈત્યવંદન રૂપ . ૧૦૧ Page #951 -------------------------------------------------------------------------- ________________ 0 | [ જૈન પ્રતિભાદર્શન ભાવપૂજા કરે ત્યારે હાથમાં ઘૂઘરા બાંધી ઢોલક જાતે વગાડતા વગાડતાં આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ વગેરે દ્વારા રચિત ૧૦-૧૨ સ્તવનો ખૂબ જ ભાવવિભોર બનીને ગાય. આ રીતે રોજ ૪-૫ કલાક પ્રભુભક્તિ કરીને ઘરે જાય. ઘરમાં પણ સુખડ વગેરેનાં અનેક આકર્ષક પ્રભુજીને પધરાવેલ છે. તેમની સમક્ષ બપોરે સામાયિક લઈને જાપ કરે તથા જૈન ધર્મનાં પુસ્તકો વાંચે છે. આ રીતે વિશિષ્ટ પ્રભુભક્તિ કરવાથી એવી અદ્દભુત ચિત્ત પ્રસન્નતા અને સાત્ત્વિક આનંદની અનુભૂતિ તેમને થાય છે કે મોહમયી મુંબઈ નગરીમાં રહેવા છતાં, ભર યુવાવસ્થામાં ભરપૂર અનુકૂળતામાં પણ તેમને લગ્ન કરવાની ઇચ્છા જ નથી થઈ. લગ્ન માટે આગ્રહ કરતાં વડીલોને તેમણે વિનયપૂર્વક જણાવી દીધું કે મારા પરમાત્મા સાથે લગ્ન થઈ ચૂક્યા છે, જેથી મારે બીજા કોઈ સાથે લગ્ન કરવાં નથી. તેમનાં એક બહેને નિત્ય ભક્તામરસ્તોત્ર પાઠી, તીર્થપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયમાં દીક્ષા લીધી છે તથા એક ભાણેજ પણ દીક્ષા લઈને ઉપરોક્ત આચાર્ય ભગવંતના શિષ્યરત્ન મુનિરાજશ્રી અજિતયશવિજયજી તરીકે દરરોજ અદ્ભુત પ્રભુભક્તિ કરી-કરાવી રહ્યા છે. તેમની તથા તેમના ગુરુભાઈ મુનિરાજ શ્રી વીરયશવિજયજી મ.સા.ની સ્મરણશકિત એટલી તીક્ષ્ણ છે કે બંને જણા બારસાસૂત્ર મોઢે જ સંભળાવે છે. લગભગ ૩૫૦ ગાથા પ્રમાણ પફખીસૂત્ર પણ એક દિવસમાં કંઠસ્થ કરી લીધું હતું. તેઓ બંને આજે સુપ્રસિદ્ધ પ્રવચનકાર પ. પૂ. આ. ભ. શ્રી વિજયયશોવર્મસૂરીજી મ.સા.ની સાથે વિચરે છે. ગિરીશભાઈએ પોતાના ઘરે નાજુક પણ ભવ્ય ઘરદેરાસર બનાવી તેમાં શ્રી સીમંધરસ્વામી આદિ પ્રભુજીને પધરાવેલ છે. જે ભવ્યાત્માઓ ત્યાં શુદ્ધ ભાવથી પ્રભુભક્તિ કરે છે તેમને વિશિષ્ટ અનુભવો પણ થાય છે. * રોજ ત્રિકાળ ૩૪૬ લોગસ્સનો કાઉસ્સગ્ન કરતા ઉત્કૃષ્ટ આરાધક શ્રાદ્ધવર્ય હિંમતભાઈ બેડાવાળા – ‘એ તો લગભગ સાધુ જેવું જીવન જીવે છે?—આવા શબ્દો કેટલાયના મુખેથી એમના માટે બોલાય છે. એવા શ્રાદ્ધવર્ય શ્રી હિંમતભાઈ વનેચર બેડાવાળા (ઉં. વ. ૭૦ લગભગ) અધ્યાત્મયોગી પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના વિશિષ્ટ કૃપાપાત્ર અને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ આત્મસાધનાના પંથે હરણફાળ ગતિએ આગેકૂચ કરી રહેલા મહાન સાધક આત્મા છે. અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ-સમ્યગદર્શન-સમ્યકજ્ઞાન-સમ્યફચારિત્ર અને સમ્યક્તપ-આ નવપદજીની આરાધના જાણે કે તેમના રોમરોમમાં વણાઈ ગઈ હોય તેમ તેઓ નવપદજીના ૩૪૬ ગુણો પ્રમાણે ૩૪૬ લોગસ્સનો કાઉસ્સગ્ગ રોજ ત્રિકાળ કરે છે!!! લગભગ છ વિગઈનો ત્યાગ, પાંચ દ્રવ્યોથી વધુ દ્રવ્યો ન વાપરવાં, વર્ધમાન તપ તથા નવપદજીની આયંબિલની ઓળીઓ કરવી, મોટા ભાગનો સમય સામાયિકમાં જ વિતાવવો, પર્વતિથિએ પૌષધ કરવાં, મસ્તક તથા દાઢી-મૂછના વાળનો લોચ કરાવવો, જીવ-વિરાધનાથી બચવા માટે ચોમાસામાં કયાંય બહાર જવું નહિ, શેષકાળમાં સિદ્ધચક્રપૂજન ભણાવવા માટે મુંબઈ બહાર જવાનું થાય તો બહારનું પાણી પણ Page #952 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૦૩ પીવું નહીં, રોજ સંક્ષેપમાં સિદ્ધચક્રનું પૂજન કરવું, પંચપરમેષ્ઠીને ખમાસમણ આપવા વગેરે અનેકવિધ આરાધનાઓથી મઘમઘતું તેમનું જીવન ખરેખર ખૂબ જ અનુમોદનીય તથા અનુકરણીય પણ છે. * રોજ સિદ્ધચક્રપૂજન કરતા, સ્વાનુભૂતિસંપન્ન શ્રાદ્ધવર્ય શ્રી બાબુભાઈ કડીવાલા : દરરોજ સિદ્ધચક્રપૂજન ન થાય ત્યાં સુધી મુખમાં પાણી પણ નહિ મૂકતા બાબુભાઈ સિદ્ધચક્ર મહાપૂજન ઉપરાંત ત્રિદિવસીય અર્હત્ મહાપૂજન ભણાવનાર વિધિકા૨ક તરીકે જૈન સંઘોમાં સુપ્રસિદ્ધ છે. સાવલંબન ધ્યાન પ્રયોગ, મહાવિદેહની ભાવયાત્રા, શ્રીપાળ-મયણા રાસનાં આધ્યાત્મિક રહસ્યો, દિવ્ય જીવન જીવવાની કળા શ્રી નવકાર....આ વિષયો ઉપર તેમણે મનનીય પુસ્તકો લખ્યાં છે તથા જૈન સંઘોમાં પણ પૂજન વખતે વિવેચન કરીને શ્રોતાઓને રસતરબોળ બનાવે છે એટલું જ નહિ; પરંતુ આ વિષયો તેમની દૈનિક આત્મસાધનામાં સારી રીતે વણાયેલા છે. હાલ પ્રાયઃ દર વર્ષે પર્યુષણ કે નવપદજીની ઓળીની આરાધના કરાવવા માટે અથવા ઉપરોક્ત વિષયો ઉપર આધ્યાત્મિક વાર્તાલાપ માટે તેમને અમેરિકા વગેરેના જૈન સંઘોના આમંત્રણથી વિદેશ જવાનું થાય છે. ત્યારે ૩૦ કલાક સુધી સળંગ પ્લેનની મુસાફરીને કારણે સિદ્ધચક્ર પૂજન ન થઈ શકે ત્યાં સુધી તેઓ પાણી પીતા નથી. કેવી અદ્ભુત ભક્તિનિષ્ઠા ! રોજ રાત્રે ૨૫ થી પાા સુધી સામાયિકપૂર્વક જાપ અને અરિહંત પરમાત્માનું સાવલંબન ધ્યાન કર્યા બાદ સવારે ૭ થી ૧૦ સુધી દેરાસરમાં લઘુસિદ્ધચક્ર પૂજન કરીને રોજ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ ઉપર પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્ર અર્પેલ, અરિહંત પરમાત્માના ૨૭૩ વિશિષ્ટ વિશેષણ ગર્ભિત, મહાપ્રભાવશાળી શ્રી વર્ધમાન શક્રસ્તવનો પાંચ વખત પાઠ કરે છે. તથા તેના મૂળ મંત્ર ‘ૐ હ્રીં શ્રીં અર્ધું નમ:''ની ૨૫ માળાનો જાપ કરે છે. તેમના ઘરના દરેક સભ્યો પણ શ્રી વર્ધમાન શક્રસ્તવનો આ પાઠ નિયમિત કરે છે. આજીવન બિયાસણા કરવાની તેમની પ્રતિજ્ઞા છે. વિશિષ્ટ આત્મસાધના માટે તેઓ વર્ષમાં એકાદ મહિના સુધી ગિરનારજી મહાતીર્થમાં સેસાવનના પવિત્ર શાંત વાતાવરણમાં રહે છે. * ૪ લાખના સોના-હીરાનાં ઉપકરણો તથા ૧૦૮ ચાંદીના ચોખાથી નિત્ય પ્રભુભક્તિ કરતા વિમલભાઈ સિંધવી :~ મગધસમ્રાટ શ્રેણિક મહારાજા દરરોજ ભગવાન શ્રી મહાવીરસ્વામી જે દિશામાં વિચરતા હોય તે દિશા સન્મુખ સોનાના નૂતન ૧૦૮ જવલા દ્વારા અષ્ટમંગલ આલેખી પરમાત્મા પ્રત્યેની પોતાની અદ્ભુત ભક્તિને અભિવ્યક્ત કરતા હતા. આ શાસ્ત્રોક્ત દૃષ્ટાંતમાં કોઈને અતિશયોક્તિ જણાતી હોય તેમણે મુંબઈ પાસે ભીવંડીમાં ગોકુળનગરમાં રહેતા વિમલભાઈ સિંઘવી નામના મારવાડી યુવાનની પ્રભુભક્તિનાં દર્શન ખાસ કરવા જેવાં છે. જોશીલા પ્રવચનકાર મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.ના એક જ પ્રવચન-શ્રવણથી જીવનમાં ‘ટર્નિંગ પૉઈન્ટ’ આવતાં ‘કમ્પે સૂરા સો ધર્મો સૂરા' એ ઉક્તિને ચરિતાર્થ કરતા વિમલભાઈએ સંગદોષથી પ્રવેશી ચૂકેલાં વ્યસનાદિ પાપોને પશ્ચાત્તાપપૂર્વક એક જ ધડાકે ત્યાગી દઈને ઉત્તરોત્તર વધુ ને વધુ ધર્મમય જીવન જીવવાનો નિર્ધાર કર્યો. રોજ જિનપૂજા શરૂ કરી અને જિનવાણી શ્રવણ કરતા કરતા Page #953 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન ભાવોલ્લાસમાં અભિવૃદ્ધિ થતાં અષ્ટપ્રકારી પ્રભુપૂજા માટે હીરાજડિત સુવર્ણકળશ વગેરે સામગી સોનાની રૂા. ૪ લાખનો સદ્ભય કરીને તૈયાર કરાવી!.... દેવ-મનુષ્ય-તિર્યંચ અને નરક—આ સંસારની ચાર ગતિમાંથી છોડાવીને પંચમગતિ મુક્તિમાં પોતાનો શીઘ વાસ કરાવવાની પ્રભુપ્રાર્થના કરવા માટે દરરોજ ચાંદીના નૂતન ૧૦૮ ચોખાનો સાથિયો આલેખે. તે માટે વાર્ષિક એક લાખ રૂ.નો સવ્યય તેઓ કરે છે. સાથિયાની ઉપર જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રતીક તરીકે રોજ ચાંદીની ત્રણ ગીની તથા દર મહિને સોનાની ૩ ગીની મૂકે છે!....આટલી આર્થિક અનુકૂળતા હોવા છતાં પોતે સોનાનાં આભૂષણો કે રંગીન કપડાં પણ પહેરતા નથી; વહાઈટ એન્ડ વ્હાઈટ (સફેદ) કપડાં જ પહેરે છે. દરરોજ બે ટાઈમ પ્રતિક્રમણ તથા સામાયિક કરે છે. સજોડે વર્ષીતપ કર્યું તે દરમિયાન બ્રહ્મચર્યવ્રતનું પાલન પણ કરવા લાગ્યા. દીક્ષાની ભાવના ભાવતાં ભાવતાં તેઓ ઉત્તમ કોટિનું શ્રાવક જીવન જીવી રહ્યા છે. ભાવોલ્લાસમાં અભિવૃદ્ધિ થતાં તેમણે એક વખત પોતાના ઉપકારી ગુરુ મહારાજને વિનંતી કરી કે તિજોરીની ચાવી આપને આપી દઉં. મારા હિત માટે આપ કહો તે સ્થાનોમાં, કહો તેટલો લાભ લેવા તૈયાર છું!!” પ્રવચન-શ્રવણનું એક શુભ નિમિત્ત જીવનમાં કેવું ચમત્કારિક સુખદ પરિવર્તન લાવી શકે છે તે પ્રસ્તુત દૃષ્ટાંતથી સમજીને શ્રાવકજીવનના મહત્ત્વના દૈનિક કર્તવ્ય “જિનવાણી શ્રવણ દ્વારા સહુ આત્મહિતને સાધો અને વિમલભાઈની માફક વિશિષ્ટ જિનભક્તિ દ્વારા આત્માને કર્મમેલથી મુક્ત-વિમલ બનાવો એ જ શુભભાવના. * સામાયિક કે પૂજા ન થાય તો ૧૦-૧૦ હજાર રૂા. દેરાસરના ભંડારમાં નાખવાનો અભિગ્રહ ધારણ કરતા સુરતના યુવા શ્રાવકરત્ન ધીરૂભાઈ ઝવેરી : શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ મગધસમ્રાટ શ્રેણિક રાજાને કહ્યું કે હે રાજ! તારા આખા મગધ દેશનું સામ્રાજ્ય પુણિયા શ્રાવકને આપી દે તો પણ એના એક સામાયિકના પુણ્યને ખરીદી ન શકાય!!! ” પુણિયા શ્રાવકનું દષ્ટાંત અનેકવાર વ્યાખ્યાનાદિમાં સાંભળવા-વાંચવા છતાં એ સામાયિકને આત્મસાત્ કરવાનો નિયમિત પુરુષાર્થ કરનારા કેટલા હશે? કદાચ ધંધાથી કે ઘરકામથી નિવૃત્ત થયેલા કેટલાક વડીલો રોજ ૩-૪ કે તેથી વધુ સામાયિક કરતા પણ હશે; પરંતુ યુવાવસ્થામાં ધંધાની જવાબદારી નિમિત્તે અવારનવાર પરદેશ જવું પડતું હોવા છતાં પણ રોજ એક સામાયિક અચૂક કરવાનો અભિગ્રહ ધારણ કરનાર સુરતના યુવા શ્રાવકરત્ન ધીરુભાઈ ઝવેરી (પૂ. આ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી મ.સા. તથા પૂ. પ્રવર્તક ધર્મગુપ્તવિજયજી મ.સા.ના સંસારી ભાણેજ)નું દષ્ટાંત ખરેખર અત્યંત અનુમોદનીય અને અનુકરણીય છે. વ્યાખ્યાનમાં સામાયિક તથા જિનપૂજાનો મહિમા જાણ્યા પછી તેમણે નિયમિત જિનપૂજા તથા એક સામાયિક કરવાનો સંકલ્પ કર્યો. પરંતુ હીરાના ધંધાર્થે તેમને અવારનવાર એન્ટવર્પ વગેરે પરદેશનાં ક્ષેત્રોમાં જવું પડતું જેથી અવારનવાર ઉપરોક્ત સંકલ્પ તૂટી જતો. મુસાફરીમાં સમય તેમ જ Page #954 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૦૫ જિનાલયાદિના અભાવે સામાયિક તથા પૂજામાં ખાડા પડવા લાગ્યા. સાચા ધર્માત્મા એવા ધીરુભાઈના હૃદયમાં આ વાત ખૂબ ખટકવા લાગી. આથી તેમણે પૂ. રત્નસુંદરવિજયજી મ.સા. (હાલ આચાર્ય) પાસે ૧૨ વર્ષ પહેલાં અભિગ્રહ લીધો કે જે દિવસે સામાયિક કે જિનપૂજન ન થાય તે દિવસે ૧૦૦ રૂા. દેરાસરના ભંડારમાં દંડ તરીકે નાખવા. પહેલા વર્ષે ૨૫૦ ખાડા પડ્યા. બીજા વર્ષે ૧૦૦૦ રૂ.નો દંડ નક્કી કરતા ૨૫ જ ખાડા પડ્યા. ત્રીજા વર્ષથી ૧૦ હજાર રૂા.નો દંડ નક્કી કરતા ત્રણ જ ખાડા પડ્યા. તેમનાં ધર્મપત્ની વર્ષાબહેને સામાયિક ન થાય તો અઠ્ઠમનો અભિગ્રહ પૂ. આ.શ્રી યશોવર્મસૂરિજી મ.સા. પાસેથી લીધેલ છે. હવે તેઓ એટલી કાળજી રાખે છે કે મુસાફરીની ટિકિટ પણ એવી રીતે કઢાવે છે કે જેથી વચ્ચેના સ્ટેશને ઊતરીને પ્લેટફોર્મ ઉપર બેસીને પણ સામાયિક કરી લે તથા સાથે રાખેલા જિનબિંબની પૂજા કરી લે પછી જ આગળ મુસાફરી કરે!!!..... તેમનાં બહેન હાલ સા.શ્રી કલ્પજ્ઞાશ્રીજી તરીકે પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ.સા.ના સમુદાયનાં સા.શ્રી સુભદ્રાશ્રીજીના પરિવારમાં સુંદર સંયમ પાળે છે. ધીરુભાઈના અદ્ભુત દૃષ્ટાંતમાંથી પ્રેરણા લઈને સહુ કોઈ સામાયિક અને પ્રભુભક્તિને જીવનમાં આત્મસાત્ કરે એ જ હાર્દિક અભિલાષા. * એક અજોડ પ્રેરણાદાયી વ્યક્તિ કુમારપાળભાઈ વિ. શાહ : એ શાસન પ્રભાવક, દયા-કરુણા અને પવિત્રતાના અવતાર, દીર્ઘદ્રષ્ટા આયોજક, આપત્તિમાં આંસુ લૂછનાર, યુવાનોના રાહબર અને પ્રેરણાના સ્રોત વ્યક્તિનું નામ છે..... કુમારપાળ વિમળભાઈ શાહ. આજે એમની ઉંમર ૪૯ વર્ષની છે. તેઓ મૂળ વીજાપુર (જિ. મહેસાણા-ઉ. ગુજરાત)ના પણ વરસોથી મુંબઈમાં સ્થિર થયા હતા. વરસો સુધી તેઓ હીરાના વ્યાપારમાં જોડાઈ રહ્યા...પણ હાલ કલિકુંડ-ધોળકા (જિ. અમદાવાદ) એમની ધર્મકાર્યભૂમિ છે. હીરાનો ધીકતો વ્યાપાર છોડી દેશના-સમાજના ને ધર્મના પુણ્યકાર્યમાં તન-મન-ધન, મન-વચનકાયા અને સમય-શક્તિનું સમર્પણ કરી રહ્યા છે. ખાનદાન માતા-પિતાના આ સંતાનને બાળપણથી ધર્મના સુસંસ્કારો હતા જ; પણ ઇ.સ. ૧૯૬૪ના ઉનાળામાં ૧૭ વર્ષના કુમારપાળ મિત્રો સાથે આબુ પર્વતના અચલગઢ શિખર પર જૈન ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા જૈન આચાર, જૈન તત્ત્વજ્ઞાન, માર્ગાનુસારી જીવન, જૈન ઇતિહાસ, સૂત્રોના રહસ્યો આદિ ભણવા ગયા. આ જૈન ધાર્મિક શિક્ષણ શિબિરમાં યુવાનોને માર્ગ ચિંધાડનાર અને માર્ગદર્શક હતા.....વર્ધમાન તપોનિધિ, ન્યાય વિશારદ, ધાર્મિક શિબિર દ્વારા આધ્યાત્મિક ક્રાંતિ લાવનારા આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ. ધાર્મિક શિક્ષણના જ્ઞાન દ્વારા પોતાના આત્માને અતિ ભાવિત કરી રહેલા કુમારપાળના જીવનમાં એક વાવાઝોડું આવ્યું અને ટર્નિંગ પૉઈન્ટ લાવ્યું. Page #955 -------------------------------------------------------------------------- ________________ ૯૦૬ ] [ જૈન પ્રતિભાદર્શન બન્યું એવું કે માઉન્ટ આબૂના એ ઊંચા શિખર અચલગઢમાં વરસાદ સાથે ભયંકર પવન ફૂંકાયો. એ વિનાશક વાવાઝોડામાં શિબિરના ટેન્ટ ઊડી ગયા તો સાધુની પાણી ઠારવાની પરાતો પણ ઊડી. મકાનનાં નળિયાં ઊડ્યાં તો વિશાળકાય વૃક્ષો પણ ઊખડ્યાં. આવા વખતે ૧૭ વર્ષના નવયુવાને એક પવિત્ર સંકલ્પ કર્યો : જો આ વાવાઝોડું શાંત થાય તો મારે આજીવન બ્રહ્મચર્યવ્રત લેવું.” અને આશ્ચર્ય થયું. ડરામણું ને બિહામણું ભયંકર વાવાઝોડું ક્ષણવારમાં શાંત થઈ ગયું અને કુમારપાળે શિબિર જ્ઞાનદાતા, ગુરુદેવ પૂ. આ.શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને પોતાના શુભ સંકલ્પની વાત કહી. પૂજ્ય ગુરુદેવશ્રી અપાર ખુશ થયા અને આશીર્વાદના ધોધ વહાવવાપૂર્વક પોતાના આ લાડલા શિબિર-શિષ્યને આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરાવ્યું. સર્વત્ર આનંદની લહેરો ઊછળી. પછી તો “મારે ચારિત્ર ન લેવાય ત્યાં સુધી મૂળથી ઘી ત્યાગની કુમારપાળે પ્રતિજ્ઞા કરી. કુમારપાળની ભીખ પ્રતિજ્ઞા અને ભવ્ય સંકલ્પ જૈનશાસનમાં એક ઇતિહાસ સર્યો. તેમાં ગુરુકૃપા બળે ચાર ચાંદ લગાવ્યા. અનેક શાસનપ્રભાવક કાર્યો થયાં. સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, દેરાસરોનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, પાઠશાળા, ઉપાશ્રયોનાં નિર્માણ, જૈન ધાર્મિક શિક્ષણ શિબિરો, સંઘોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન, સત સાહિત્યનું પ્રકાશન, જૈન સંસ્કારોનો પ્રચાર-પ્રસાર, કુદરતી હોનારતોમાં સહાય, પાંજરાપોળ-જીવદયાના કાર્યો ઇત્યાદિ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કુમારપાળભાઈ મૂકપણે નિત્ય કરતા જ રહે છે. ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નું મનનીય ચિંતન ‘દિવ્યદર્શન' હિન્દી અને ગુજરાતી પાક્ષિક અને સાપ્તાહિક પત્રોનું વરસો સુધી સંપાદન કરી કુમારપાળભાઈએ સત્ સાહિત્ય લોકો સુધી પહોંચાડ્યું છે. વળી જિનપૂજા, સામાયિક, શાસ્ત્ર સ્વાધ્યાય-મનન-ચિંતન આ બધાં નિત્યનાં આત્મજાગૃતિ કરનારાં કર્તવ્યો તો કુમારપાળભાઈના જીવનમાં ખરા જ ખરા; તેઓ ખૂબ જ ઉદાર, પ્રેમાળ, સહાનુભૂતિપૂર્ણ દિલવાળા ઉત્તમ વિચારક અને આચારસંપન્ન છે. કુમારપાળભાઈના અનેકવિધ સદ્ગુણોમાંથી આપણે સૌ ઉત્તમ પ્રેરણા લઈએ એવી શુભાભિલાષા * નિ:શુલ્ક જ્ઞાનદાનનો સેવાયજ્ઞ માંડતા આદર્શ શિક્ષક શ્રી જસવંતભાઈ ડી. દફતરી મૂળ સૌરાષ્ટ્રના મોરબી શહેરના વતની અને હાલ ઘણાં વર્ષોથી મુંબઈ-મલાડમાં રહેતા, જસુભાઈના હુલામણા નામથી હજારો વિદ્યાર્થીના લાડીલા શ્રી જસવંતભાઈ (ઉં. વ. ૬0)એ ખરેખર જૈનસમાજ માટે ગૌરવરૂપ છે. તેમણે અત્યાર સુધીમાં ૧૩૦ જેટલાં સાધુ-સાધ્વીજીઓને તથા મુમુક્ષુઓને બી. એ. તથા એમ. એ. સમકક્ષ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાના જુદા જુદા વિષયોનું નિઃશુલ્ક અધ્યયન કરાવેલ છે. એટલું જ નહીં પરંતુ ૧૦૮ ગરીબ વિદ્યાર્થીઓને પણ વિનામૂલ્ય જ્ઞાનદાન કરેલ છે. ૬૦ ટકાથી વધુ માર્કસ મેળવેલ હોય તેવા અનેક મધ્યમવર્ગીય તથા શ્રીમંત વિદ્યાર્થીઓને વિનામૂલ્ય જ્ઞાનદાન કરેલ છે. આવા તેજસ્વી શ્રીમંત વિદ્યાર્થીઓ પાસેથી પોતાના માટે તેઓ કશું જ લેતા નથી, પરંતુ એક Page #956 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૦૭ છે ગરીબ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે ફી ચૂકવવાની તેઓ ભલામણ જરૂર કરે છે. મલાડ સેન્ટ્રલ સ્કૂલમાં | આદર્શ શિક્ષક તરીકે તેમની છાપ સહુના માનસપટ ઉપર અંકિત થયેલી છે. ૨૯ વર્ષની ભર યુવાવસ્થાથી જ સજોડે બ્રહ્મચર્યવ્રતનું સ્વેચ્છાએ પાલન કરતા તેમણે ૩૫ વર્ષની ઉંમરે મલાડમાં નરેન્દ્રમુનિ પાસે જાહેરમાં બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરેલ છે! આ વ્રતનું સુવિશુદ્ધ રીતે પાલન થાય તે માટે તેમણે દૂધ તથા ઘી અને તેની તમામ બનાવટ (મિષ્ટાન વગેરે)નો સદાને માટે ત્યાગ કરેલ છે! ઉપવાસથી. આયંબિલથી તથા એકાસણાથી એમ ત્રણ રીતે વીસસ્થાનક તપની આરાધના કુલ ત્રણ વાર કરી છે!... સળંગ ૧૧ ઉપવાસ, સળંગ સાત છઠ્ઠ, તથા ૨૪ તીર્થકરોનાં ચડતા-ઊતરતા ક્રમે ૬૨૫ એકાસણાં વગેરે અનેક પ્રકારની તપશ્ચર્યાથી તેમનું જીવન દેદીપ્યમાન બની રહ્યું છે. મહિનામાં ૧૦ તિથિ પ્રાયઃ એકાસણાં હોય જ. તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા શ્રી નીતાબેને પણ એકાંતરે ૫OO આયંબિલ તેમ જ વર્ષીતપની આરાધના કરી છે. - જસવંતભાઈનો જન્મ સ્થાનકવાસી (ગોંડલ સંપ્રદાયનો પેટાવિભાગ નાનો સંઘાણી સંપ્રદાય) પરિવારમાં થયો હોવા છતાં તેઓ તીર્થસ્થાનોમાં વાસક્ષેપથી જિનપૂજા કરે છે. રોજ દેરાસર જઈને પ્રભુદર્શન કરે છે. તિથિના દિવસે પાંચ દેરાસરોમાં દર્શન કરે છે. શત્રુંજય મહાતીર્થની ૨ વાર ૯૯ યાત્રા કરી છે. તેમ જ તેની તળેટીની ૩ વાર ૯૯ યાત્રા કરી છે. મુંબઈ વગેરેથી કુલ ૧૦૮ વખત પાલિતાણા આવવાની ભાવના રાખે છે. તેમાંથી ૧૦૪ વખત તેઓ પાલિતાણા આવી ચૂક્યા છે! પોતાના ખર્ચ ૩૧ જણાને પાલિતાણાની યાત્રા તેમણે કરાવી છે! ૩૫ વર્ષથી રોજ સામાયિક કરવાનો તથા તિથિના દિવસે પ્રતિક્રમણ કરવાનો નિયમ છે. રોજ એક કલાક ધાર્મિક સૂત્રોનો સ્વાધ્યાય કરવાનો પણ નિયમ છે. આવી રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપના સુભગ સંગમ સમા શ્રી જસવંતભાઈ સર્વવિરતિ ચારિત્ર સ્વીકારવાની ભાવનામાં રમે છે. તેમની આ ઉત્તમ ભાવના શીધ્ર સાકાર બનો એવી હાર્દિક શુભેચ્છા સહ શાસનદેવને પ્રાર્થના. * શ્રી શત્રુંજય મહાતીર્થના અભિષેકનો મહાન લાભ લેનાર, ઉદાર દિલ શ્રાદ્ધવર્ય શ્રી રજનીભાઈ દેવડી : રજનીભાઈ દેવડી મુંબઈના હતા. તેમને ઘણા સાધુ અને શ્રાવકો સારી રીતે ઓળખે છે. શાસન પ્રત્યે તેમને ગાઢ શ્રદ્ધા હતી. અતિ ઉદારતાથી શાસ્ત્રીય વિધિપૂર્વક હજારો સાધુ-સાધ્વી અને શ્રાવકોની સમક્ષ આ ધર્માત્માએ ૨૦૪૭માં પોષ વદિ ૬ના લાખો રૂપિયા ખર્ચી સિદ્ધગિરિજીનો અભિષેક કરાવ્યો! સેંકડો વર્ષો પછી અત્યંત ધામ-ધૂમથી ઊજવાયેલો આ અનુમોદનીય પ્રસંગ જોઈ, સાંભળી વિશ્વભરના જૈનોનાં હૈયામાં વાહ-વાહના ઉદ્ગારો નીકળી ગયા. આ અદ્દભુત પ્રસંગને વિધિપૂર્વક ઊજવવા પૈસો પાણીની જેમ વાપર્યો.....! બધે જ વ્યવસ્થા વગેરે શ્રેષ્ઠ. બધાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા આ પ્રસંગે પધારે તે માટે બધે જાતે આગ્રહભરી વિનંતી કરી. સકલ સંઘની ખરા દિલથી-ભાવથી સુંદર ભક્તિ કરી. પધારેલા બધા સંયમીઓ અને સુશ્રાવકો રજનીભાઈના ભક્તિભાવ, ઉદારતા વગેરેની એકી અવાજે પ્રશંસા અને અનુમોદના કરતા હતા. તેમણે અનંત કર્મની નિર્જરા કરી. વળી ત્યારે પધારેલા કે ન આવી Page #957 -------------------------------------------------------------------------- ________________ ૯૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન [ શકેલા લાખો ધર્મીઓએ પણ ત્યાં યથોલ્લાસ ભક્તિ કરવા ઉપરાંત પ્રશંસા અને અનુમોદનાથી ભારે નિર્જરા અને પુણ્યોપાર્જન કર્યું. એ આખા પ્રસંગનું વર્ણન ઘણી પત્રિકા વગેરેમાં છપાઈ ગયું છે. એકવીસમી સદીના ઉત્તમ શ્રાવકે આવા અનેકાનેક ધર્મપ્રસંગોથી ઘણું ઘણું આત્મહિત સાધ્યું છે. એમના આવા અનેક મનોરથ તથા ધર્મારાધના સકલ સંઘે જાણવા જેવા છે. આવા કરોડપતિને પણ દીક્ષા લેવાની ભાવના સતત થતી હતી! ઘણાંને કહેતા કે મને દીક્ષા ક્યારે મળશે. એમનું પુણ્ય પણ જોરદાર. આખો પ્રસંગ રંગેચંગે સફળ થયા પછી સકલ સંઘની હાજરીમાં તેમના બહુમાન પ્રસંગે જ તેઓ સદ્ગતિમાં ચાલ્યા ગયા! એમનું સમાધિ-મૃત્યુ સાક્ષાત્ જોઈ ઘણાએ દિલમાં ભાવના ભાવી કે અમને પણ આવું મોત મળે! જગત જેનાથી ખૂબ ડરે છે એ મોત પણ ઘણાએ માંગ્યું ! ધર્માત્માઓ! શાસન, સંઘ અને ધર્મ પ્રત્યે ઊછળતા ભાવોથી જીવનમાં શક્તિ પ્રમાણે આવું એકાદ પણ સત્કાર્ય કરી તમે પણ મોહનીયને મારી સદ્ગતિ પામો. ત્યાં પણ ઉત્કૃષ્ટ આરાધના કરી શાશ્વત સુખ પામો એ જ એકની એક શુભાભિલાષા. - રજનીભાઈ દેવડી ખૂબ ધર્મપ્રેમી હતા. એક વાર એમને શુભ ભાવ જાગ્યો. તે અનુસાર સંકલ્પ કર્યો કે સાધર્મિક ભક્તિ કરવી. પોતે તપાસ કરી. મધ્યમવર્ગના ૨૨ જૈન પરિવારોને સ્વયં એક-એક લાખ રૂપિયાનું ગુપ્તદાન કર્યું! આવી માતબર છતાં ગુપ્ત ભક્તિ કરનારા આવા હીરલા આ કલિકાળમાં પણ છે! ભલે વિરલા હોય. શત્રુંજયના અભિષેક પ્રસંગે રજનીભાઈ તરફથી ચતુર્વિધ શ્રીસંઘની ખૂબ જ ઉદારતાથી ભક્તિ ચાલુ હતી. ત્યારે રસોડાની બાજુમાં તેમના એક સંબંધી હતા. તેઓ કહે કે રસોડામાં ગેરવહીવટ ઘણો છે..વગેરે. રજનીભાઈએ તેમને તરત કહ્યું કે મહેરબાની કરીને તમે તમારી જગ્યા બદલી નાખો. મારે કોઈની પણ ટીકા સાંભળીને મારા ભાવ બગાડવા નથી. મને તો પ્રત્યેક સાધુમાં ગૌતમસ્વામી અને પ્રત્યેક સાધ્વીજીમાં ચંદનબાળાનાં દર્શન થાય છે!!! એકવાર રજનીભાઈ દેવડી શ્રેણિકભાઈને કહે કે “શેઠશ્રી! શત્રુંજય પર ચૌમુખજીની ટૂકનાં શિખરો પરના કળશો સોનાના કરાવવા છે, મને લાભ આપો.” શેઠે રજનીભાઈને કારણ પૂછતાં કહ્યું કે એ સુંદર કળશોના બધા યાત્રાળુ દૂરથી દર્શન કરે છે. એ સોનાના હોય તો દર્શન કરનારના ભાવ ખૂબ વધે. ઘણા સમકિત પણ પામે. એ બધા લાભમાં હું નિમિત્ત બનું.” કેવી ઉત્તમ ભાવના! હે હિતેચ્છુઓ! તમે પણ શુભ ભાવોને પ્રગટાવો અને મહાન પુણ્ય પ્રગટેલા શુભ મનોરથોને શક્તિ પ્રમાણે સફળ કરો. * શશિકાંતભાઈ કીરચંદ મહેતા-રાજકોટવાલા : અધ્યાત્મયોગી પ. પૂ. પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મ. સા.ની કૃપાથી નવકારમહામંત્રની વિશિષ્ટ સાધનાને વરેલા શશિકાંતભાઈ (ઉં.વ.૬૭) સુમધુર વક્તા તરીકે ખૂબ જ સુપ્રસિદ્ધ છે. તેઓ પોતે ઉદ્યોગપતિ હોવા છતાં ખૂબ જ વિનમ્ર અને ઉદારદિલના છે. રાજકોટમાં પ્રલાદ પ્લોટ જૈન સંઘના પ્રમુખ તરીકે ઘણાં વર્ષો સુધી સુંદર સેવા બજાવી છે. મહાવીર જન્મકલ્યાણક તેમ જ સાંવત્સરિક ક્ષમાપના જેવા પ્રસંગો શશિકાંતભાઈની કુનેહભરી રાહબરી હેઠળ રાજકોટના તમામ સંઘો સાથે મળીને ઊજવે છે. Page #958 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૦૯ દરરોજ લઘુસિદ્ધચક્રપૂજન ભણાવ્યા પછી જ તેઓ ભોજન ગ્રહણ કરે છે. અનેક ઠેકાણે તેમણે સામૂહિક નવકાર મહામંત્રની સુંદર આરાધનાઓ કરાવી છે. નવકારનાં રહસ્યોને ખોલતા તેમના વાર્તાલાપો સાંભળવા એ પણ જીવનનો એક લહાવો ગણાય છે. સૌરાષ્ટ્રનાં અનેક વિહારક્ષેત્રોમાં જ્યાં સાધુ-સાધ્વીજી ભગવંતોનું આવાગમન ઠીક ઠીક પ્રમાણમાં થવાની શક્યતા હોવા છતાં સાધર્મિકોનો વસવાટ નહીંવત્ હોય છે ત્યાં પૂજ્યોની વૈયાવચ્ચની વ્યવસ્થા સંભાળતાં “સૌરાષ્ટ્ર વિહાર ભૂમિ ભક્તિ ટ્રસ્ટ''ના તેઓ મુખ્ય માર્ગદર્શક છે. સરનામું : ૩૪, કરણપરા, “ભદ્રકર', રાજકોટ-૩૬૦ ૦૦૧ ફોન : ૨૨૩૭૮૦ ઘર, ૪પ૭૭૫૬, ૪પ૭૭૫૭ ઑફિસ. * સળંગ અઠ્ઠમ તપ સાથે સાત છરી સંઘોમાં પાદવિહાર કરતા મહાતપસ્વી કંચનબેન ગણેશમલજી અમીચંદજી શામગોતા સં. ૨૦૧૩માં ફાગણ સુદિ ૩નો શુભ દિવસ હતો. રાજસ્થાનમાં આવેલ નાડલાઈ તીર્થથી પ્રયાણ કરીને શંખેશ્વરજી મહાતીર્થ તરફ જઈ રહેલ છ' રીપાલક યાત્રા સંઘ અનુક્રમે ઉપરોક્ત દિવસે ઉત્તર ગુજરાતમાં આવેલ વિસનગર શહેરમાં પધાર્યો. સંઘવી શ્રી તારાચંદજી રતનચંદજી પરિવારના સૌજન્યથી નીકળેલ આ યાત્રાસંઘમાં યુવા જાગૃતિ પ્રેરક વિશ્વધર્મ સુસંયમી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મ.સા. નિશ્રાદાતા તરીકે બિરાજમાન હતા. આ સંઘમાં અમને એક મહાન તપસ્વી સુશ્રાવિકાનાં દર્શન થયાં. જેમનો પરિચય નીચે મુજબ છે. રાજસ્થાનમાં પાલિ જિલ્લામાં આવેલ ખીમાડા ગામના વતની આ શ્રાવિકા હાલ મુંબઈ-પરેલમાં રહે છે. નાનપણથી જ તેમના દાદીમાની પ્રેરણા અને આશીર્વાદથી તેમને ધર્મનો રંગ લાગ્યો હતો. ત્યારબાદ લગ્ન પછી પણ પોતાના બીમાર માતુશ્રીની સાત વર્ષ સુધી ખૂબ સેવા કરવાથી તેમના પણ ખૂબ આશીર્વાદ મળ્યા. અને પછી કેન્સરથી ઘેરાયેલાં બીમાર સાસુની દોઢ વર્ષ ખડે પગે સેવા કરવાથી તેમના પણ ભરપૂર આશીર્વાદ મળ્યા હતા. આ ત્રણેય આત્માઓની સેવાથી મળેલા અંતરના આશીર્વાદોને જ તેઓ પોતાની આધ્યાત્મિક પ્રગતિમાં મુખ્ય કારણ તરીકે વિનમ્રભાવે જણાવે છે. અને જેમને પણ આત્મવિકાસ સાધવો હોય તેમણે પોતાના ઉપકારી વડીલોની ખાસ સેવા કરીને તેમના અંતરના આશીર્વાદ પ્રથમ મેળવવા જ જોઈએ એમ તેઓ ભારપૂર્વક જણાવે છે. વડીલોની આંતરડી કકળાવીને કોઈ ગમે તેટલી આરાધના કરે તો પણ તેમને સાચી શાંતિ અને સફળતા મળતી નથી. કંચનબેને પોતાના જીવનમાં નીચે મુજબ આરાધનાઓ કરેલ છે. (૧) અત્યાર સુધીમાં સાત છ'રીપાલક સંઘોમાં અટ્ટમના પારણે અટ્ટમથી પાદવિહારપૂર્વક તીર્થયાત્રાઓ કરી છે. ત્રીજો ઉપવાસ હોય કે પારણાનો દિવસ હોય તો પણ તેમણે કદી વાહનનો ઉપયોગ કર્યો નથી!...... (૨) ચાર માસક્ષમણ કર્યા. તેમાંથી બે માસક્ષમણ તો છ'રીપાલક સંઘમાં કર્યા છે. તેમાં પણ ૨૦ ઉપવાસ સુધી તો ચાલીને જ યાત્રાઓ કરી. પછી સકલ સંઘના ખૂબ આગ્રહથી ભગવાનના રથમાં પૂજાનાં | વસ્ત્રોમાં પ્રભુજીને લઈને તેઓ બેસતાં....પરંતુ યાંત્રિક વાહનમાં બેસતાં નહિ. ૧૦૨, Page #959 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦] L[ જૈન પ્રતિભાદર્શન * અઠ્ઠાઈ તથા સોળ ભત્તાથી વર્ષીતપ કરનાર મહાતપસ્વી સરસ્વતીબેન જસવંતલાલ કાપડિયા : મૂળ સુરત પાસે કઠોર ગામના વતની પરંતુ વર્ષોથી સુરતમાં રહેતાં મહાતપસ્વી સુશ્રાવિકા શ્રી સરસ્વતીબેન જસવંતલાલ કાપડિયા (ઉં. વ. ૭૦)એ પોતાના જીવનમાં કરેલી અત્યંત અનુમોદયનીય તપશ્ચર્યાનું લિસ્ટ વાંચતાં કોઈ પણ સહૃદયી વાચકનું મસ્તક અહોભાવથી ઝૂક્યા વિના અને બંને હાથ જોડાયા વિના ન જ રહી શકે. આ રહ્યું તેમણે કરેલી તપસ્યાનું લિસ્ટ :–ઉપવાસ ૧૦૮, ૭૦, ૬૮, ૬૦, ૫૮, ૪૫ (છ'રી પાળતા સંઘમાં) ૩) પાંચવાર, ૧૬, ૧૫, ૧૦, ૮ ત્રીસ વખત, છત૫-૨૨૯ વાર (ભગવાન મહાવીરસ્વામીના છઠ્ઠ), સોળભત્તા (૧૬ ઉપવાસથી) વર્ષીતપ-૧ વાર, અઢાઈ (૮ ઉપવાસથી) વર્ષીતપ, છથી વર્ષીતપ, ૧ ઉપવાસથી વર્ષીતપ ૨ વાર કુલ ૫ વર્ષીતપ), સિદ્ધિતપ, ભદ્રતપ, ચત્તારિ-અઢ-દશદોય તપ, ક્ષીરસમુદ્ર તપ ઇત્યાદિ. * અપ્રમત્ત તપસ્વિનીરત્ન ઝમકુબેન લાલજી ખોના : પૂર્વના મહા મુનિવરો મા ખમણના પારણે માસખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યાઓ અપ્રમત્તપણે કરી શકતા હતા. આ વિધાનમાં આધુનિક જમાનામાં જો કોઈને જરાપણ અતિશયોક્તિ જેવું લાગતું હોય તેમણે મહાતપસ્વિની સુશ્રાવિકા શ્રી ઝમકુબેન (ઉં. વ. ૬૦ લગભગ)નાં દર્શન કરવા જેવાં છે. મૂળ કચ્છ-નલિયા ગામના અને હાલ મુંબઈ-મુલુન્ડમાં રહેતાં ઝમકુબેને કરેલી અપ્રમત્ત તપશ્ચર્યાનું વર્ણન સાંભળતાં, ભલભલા નાસ્તિકનું મસ્તક પણ અહોભાવથી ઝૂક્યા વિના રહે નહિ. ઉગ્ર તપશ્ચર્યાની સાથે તેમની અપ્રમત્તતા પણ ખરેખર અનુમોદનીય છે. અઢાઈના પારણે અઢાઈ ચાલતી હોય છતાં આઠમા ઉપવાસે પણ તેઓ ખડે પગે બધાની સેવા કરતા હોય. નવા આગંતુકને કલ્પનામાં પણ ન આવે કે ઝમકુબેનનો આજે આઠમો ઉપવાસ હશે, એટલી બધી પ્રસન્નતા સદેવ તેમના મુખ ઉપર છવાયેલી હોય. જો છેવટ્ટા સંઘયણના એકવડા બાંધાના સૂકલકડી શરીરથી પણ આવી મહાન તપશ્ચર્યા અપ્રમત્તપણે અને પ્રસન્ન ચિત્તે થઈ શકતી હોય તો વજઋષભ નારાચ વગેરે મજબૂત સંઘયણવાળા પૂર્વના મહાત્માઓ મા ખમણના પારણે માસખમણ જેવી તપશ્ચર્યા કરી શકે તેમાં અતિશયોક્તિ કે અસંભવોક્તિ માનવાને કોઈ કારણ રહેતું નથી. છેલ્લાં ૩૫ વર્ષમાં એકાંતરા ઉપવાસથી ઓછું તપ તેમણે કરેલ નથી. અર્થાત્ સળંગ બે દિવસ કદી વાપર્યું નથી! આજે પણ તેમના એકાંતરા ઉપવાસ ચાલુ છે. ધન્ય છે આવા તપસ્વી આત્માઓને. શ્રી જિનશાસન આવા તપસ્વી આરાધક આત્માઓથી ગૌરવવંતું છે. આપણે પણ આવા તપસ્વી આત્માના જીવનમાંથી કંઈક પ્રેરણા મેળવીને. આહારસંજ્ઞા ઉપર કાબૂ મેળવી, દેહાધ્યાસથી મુક્ત બની, આત્માના અણાહારીપદને પ્રાપ્ત કરવા કટિબદ્ધ બનીએ એ જ મંગલ ભાવના. * મહા તપસ્વી કમલાબેન :–મુંબઈ-ખારમાં રહેતાં સુશ્રાવિકા શ્રી કમલાબેન ૧૦૮ અક્રમ તપની આરાધના કરી રહ્યાં હતાં. સંઘમાં જિનાલયનું ખાતમુહૂર્ત કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થયો ત્યારે આગેવાનોને ભાવના થઈ કે Page #960 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૧૧ (આવા તપસ્વી સુશ્રાવિકાના હસ્તે ખાતમુહૂર્ત થાય તો સારું. તેથી તેમણે કમલાબેનને તે માટે વિનંતી કરી.] કમલાબેને તેમની વિનંતીનો સ્વીકાર તો કર્યો પરંતુ જિનાલયના ખાતમુહૂર્તનો મહાન લાભ વગર ચડાવો બોલાવ્યે પોતાને મળ્યો તે બદલ બીજીવાર ૧૦૮ અટ્ટમ કરવાની પોતાની ભાવના તેમણે સંઘ સમક્ષ વ્યક્ત કરી. સહુ તેમની આવી ઉત્તમ ભાવનાની અનુમોદના કરવા લાગ્યા. પછી તો અધ્યવસાયોમાં શુભ ભાવોની અભિવૃદ્ધિ થતાં તેમણે ૧૦૮ અઢાઈ (૮ ઉપવાસ) કરેલ. શ્રીસંઘે તેમનું યથોચિત બહુમાન કરેલ. ધન્ય છે આવા તપસ્વી સુશ્રાવિકાને અને તેમની સ્તુત્ય અનુમોદના કરનાર શ્રીસંઘને! * રત્નકુક્ષિ આદર્શ શ્રાવિકાર પાનબાઈ રાયશી ગાલા (ચાંગડાઈવાલા) શાસ્ત્રમાં મદાલસા સતીની વાત સાંભળી છે? એવી જ વાત રત્નકુક્ષિ આદર્શ શ્રાવિકા પાનબાઈ (ઉં. વ. ૬૮)ની છે. મહાસતી મદાલસા જેમ પોતાના દરેક સંતાનને પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં “શુદ્ધોડસિ બુદ્ધોડસિ નિરંજનોડસિ, સંસારમાયા પરિવર્જિતોડસિ' ઇત્યાદિ હાલરડાં દ્વારા વૈરાગ્યના સુસંસ્કારોનું સિંચન કરી સંયમના પંથે વાળતી. તેવી જ રીતે સુશ્રાવિકા શ્રી પાનબાઈએ પોતાના દરેક સંતાનને નાનપણથી જ સંસારની અસારતા દૃષ્ટાંતો દ્વારા સમજાવીને વૈરાગ્યમાર્ગે વાળ્યા છે. (૧) મહાવીર જૈન વિદ્યાલય (ગોવાલિયા ટેન્ક-મુંબઈ)માં રહીને એલ્ફિન્સ્ટ કૉલેજમાં ઇન્ટર સાયન્સ Int.sc.)નો અભ્યાસ કરતા સુપુત્ર મનહરલાલને પત્રો દ્વારા તથા વેકેશનમાં પ્રત્યક્ષ હિતશિક્ષા દ્વારા સદા પ્રભુભક્તિ તથા સત્સંગની પ્રેરણા આપી. તેની ફલશ્રુતિ સ્વરૂપે જ્યારે એને ધર્મનો મર્મ જાણવાની, પામવાની અને સંયમ સ્વીકારવાની ભાવના જાગ્રત થઈ ત્યારે માતા પાનબાઈએ આશીર્વાદ સહ સહર્ષ સંમતિ આપી. પોતાનો પુત્ર મોટો થઈને નામાંકિત ડોકટર કે એન્જિનિયર બનીને પોતાને સંપત્તિ સાથે ગૌરવ અપાવશે એવી મોહગર્ભિત વિચારણા ધરાવતા પતિ રાયશીભાઈ દ્વારા ૫-૫ વર્ષ સુધી રાહ જોવા છતાં સંયમ માટે સંમતિ ન મળતાં આખરે હિંમત કરીને માતા પાનબાઈએ પોતાના સુપુત્ર મનહરલાલને (અર્થાત્ આ લેખના લેખકને) પાંચ વર્ષ સુધી પં. શ્રી હરિનારાયણ મિશ્ર (વ્યાકરણ-ન્યાય-વેદાન્તાચાર્ય) પાસે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ તેમ જ પર્દર્શન આદિનો અભ્યાસ કરાવીને આશીર્વાદપૂર્વક સં. ૨૦૩૧ના મહા સુદિ ૩ના કચ્છ-દેવપુર ગામમાં સંયમપંથે પ્રસ્થાન કરાવ્યું! જેઓ આજે અચલગચ્છાધિપતિ પ.પૂ. આ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન તરીકે ૪૫ આગમોનો અભ્યાસ કરી, સળંગ પ તથા ૪ મહિનાના મૌન સહ નવકારજાપ વગેરે દ્વારા આત્મસાધના સાથે તાત્ત્વિક પ્રવચનો, વાચનાઓ તથા જેનાં હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર?” તેમ જ ‘બહુરત્ના વસુંધરા” વગેરે પુસ્તકોનાં સંપાદનલેખન દ્વારા સુંદર પરોપકાર તેમ જ શત્રુંજય તથા ગિરનારની સામૂહિક ૯૯ યાત્રાઓ, અનેક છ'રીપાલક સંઘો વગેરેમાં નિશ્રા આપવા દ્વારા અનુમોદનીય શાસન-પ્રભાવના કરી રહ્યા છે. (૨) સુપુત્રી વિમળાબેનને પણ ૫ વર્ષ સુધી યોગનિષ્ઠા, તત્ત્વજ્ઞા પ. પૂ. વિદુષી સા. શ્રી ગુણોદયાશ્રીજી મ.સા. પાસે તેમ જ પં. શ્રી હરિનારાયણ મિશ્ર પાસે ૬ કર્મગ્રંથના અર્થ તેમ જ પર્દર્શન આદિનો અભ્યાસ કરાવીને, સુપુત્ર મનહરલાલની સાથે જ દેવપુર ગામમાં દીક્ષા અપાવી. જેઓ હાલ સા. શ્રી ભુવનશ્રીજીના શિષ્યા સા. શ્રી વીરગુણાશ્રીજી તરીકે ઉલ્લસિત ભાવથી તપ-જપની સુંદર આરાધના Page #961 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન સાથે અનેક જિજ્ઞાસુઓને સમ્યકજ્ઞાનની લ્હાણી ઉદાર દિલે કરી રહ્યાં છે. (૩) સુપુત્ર દીપકકુમાર (હાલ ઉં. વ. ૪૦)ને પણ કચ્છ-મેરાઉમાં અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સ્થપાયેલ જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ચાર વર્ષ સુધી ધાર્મિક તેમ જ સંસ્કૃતનો અભ્યાસ કરતી ધર્મમાં નિપુણ બનાવેલ છે. તેમની પણ સંયમ સ્વીકારવાની ખૂબ જ ભાવના હોવા છતાં પોતાના વડીલો (પિતાશ્રી રાયશીભાઈ, વયોવૃદ્ધ નાનીમા દેવકાબાઈ તથા માતુશ્રી પાનબાઈ)ની સેવા માટે સંસારમાં જલકમલવત્ નિર્લેપભાવે રહીને પોતાના પ્રભુભક્તિમય બ્રહ્મચારી જીવન દ્વારા તેમ જ દેવગુરુકૃપાથી સ્વયંસ્કૃર્તિ સદ્ધોધ દ્વારા અનેકાનેક આત્માઓના જીવનમાં સમ્યફજ્ઞાનનો પ્રકાશ રેલાવી પોતાના નામને સાર્થક બનાવી રહ્યા છે. પાનબાઈને બાલ્યાવસ્થાથી જ સત્સંગ દ્વારા તેમ જ કચ્છડુમરામાં કબુબાઈની જૈન પાઠશાળામાં ધાર્મિક-સંસ્કૃતનો અભ્યાસ કરવા દ્વારા સંયમની ભાવના જાગી હતી. પરંતુ માતા-પિતાનું પોતે એક જ સંતાન હોવાથી સંયમ માટે અનુમતિ મેળવી ન શક્યાં પરંતુ ઉપર મુજબ પોતાના દરેક સંતાનને વૈરાગ્યના પંથે વાળીને રત્નકુક્ષિ બન્યાં છે. આદર્શ શ્રાવિકા પાનબાઈએ પોતાની જબરી કોઠાસૂઝથી વયોવૃદ્ધ માતા-પિતાને ધર્મમાર્ગે વાળીને વર્ષીતપ વગેરે તપ કરાવી શ્રાવકનાં વ્રતો સ્વીકારાવ્યાં. માતા-પિતાની દ્રવ્યભાવ સેવા કરી તેમને અંત સમયે પણ સુંદર નિર્ધામણા કરાવી સમાધિ પમાડી. પોતે પણ નિયમિત પ્રભુપૂજા, ઉભય ટેક પ્રતિક્રમણ, શ્રાવકનાં ૧૨ વ્રતોનો સ્વીકાર, સત્સંગ, સ્વાધ્યાય-સદ્વાંચન, વરસીતપ, વીશસ્થાનકતપ, વર્ધમાનતપની ૪૫ ઓળી, નવપદની ઓળીઓ વગેરે તપશ્ચર્યા, સાધુ-સાધ્વી ભગવંતોની ઉલ્લાસપૂર્વક વૈયાવચ્ચ, વ્યાખ્યાનશ્રવણ, પ્રભુભક્તિ, જાપ વગેરે દ્વારા તત્ત્વત્રયી (સુદેવ-સુગુરુ-સુધર્મ)ની અનુમોદનીય ઉપાસના તેમ જ રત્નત્રયી (સમ્યક્દર્શન-સમ્યફજ્ઞાનસમ્યફચારિત્ર)ની સુંદર આરાધના દ્વારા અને સંયમના મનોરથ દ્વારા જીવનને ધન્ય બનાવી રહ્યાં છે. આ દષ્ટાંતમાંથી પ્રેરણા મેળવીને અન્ય શ્રાવિકાઓ-માતાઓ પણ પોતે ધર્મમય જીવન જીવીને પોતાનાં સંતાનોને ધર્મના સુસંસ્કારોનું સિંચન કરે એ જ અભિલાષા. (આ દૃષ્ટાંતના લેખક મુનિશ્રી દેવરત્નસાગરજી છે.) * અહિંસાની દેવી સ્વ. ગીતાબેન બચુભાઈ રાંભિયા : અબોલ જીવોની રક્ષા કાજે કેટલાક વિરલ નરબંકાઓ અને નારીરત્નો આજે પણ પોતાના પ્રાણની પરવા કર્યા વિના ઝઝૂમી રહ્યાં છે. તે પૈકી ૩ વર્ષ પહેલાં જ પશુરક્ષા કાજે પોતાની જાતનું બલિદાન આપનાર ગીતાબેન રાંભિયાની ઝિંદાદિલી ખરેખર દાદ માગી લે તેવી અત્યંત અનુમોદનીય છે. મૂળ કચ્છ–મુન્દ્રા તાલુકાના રામાણીઆ ગામમાં જન્મેલા ગીતાબેન વર્ષોથી પોતાના પતિ સાથે અમદાવાદમાં માંડવીની પોળમાં રહેતાં હતાં. અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિમાં ઊછરેલાં અને સાદગીભર્યું જીવન જીવતાં ગીતાબેનનું હૃદય નિર્દોષ અબોલ પ્રાણીઓ ઉપર ગુજારાતો અમાનુષી અત્યાચાર જોઈને કકળી ઊઠતું હતું અને મર્દાનગીભર્યું દિલ ધરાવતાં તેઓ પોતાના જાનના જોખમે કસાઈઓને દમદાટી આપીને તેમને ત્યાં વેચાવા માટે આવેલાં અનેક પશુઓને છોડાવતાં અને પાંજરાપોળોમાં એ પશુઓને Page #962 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૧૩ છે જમા કરાવી રસીદ મેળવી લેતા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી તેમ જ આજુબાજુના બીજા પણ અનેક ઠેકાણેથી તેમણે આ રીતે હજારો ગાય, ભેંસ, વાછરડાં, બળદ, પાડા, ઘેટાં, બકરાં વગેરેને બચાવીને જબરદસ્ત પુણ્ય ઉપાર્જન કરેલ છે. કસાઈઓને પૈસા આપીને પશુઓ છોડાવવા કરતા આ રીતે ગેરકાયદેસર કતલ થતાં પશુઓને બચાવવામાં અનેકગણી હિંમતની જરૂર પડે છે. પૈસા દ્વારા કસાઈઓ પાસેથી પશુઓ ખરીદવા જતાં કસાઈઓ પણ પુષ્કળ પૈસા માગે છે. અને પછી એ જ રકમમાંથી વધારે પશુઓ તથા શસ્ત્રો ખરીદીને વધુ જીવહિંસા કરે છે. આવી સમજ ધરાવતાં ગીતાબેન પશુરક્ષા માટે શ્રી અખિલ ભારત હિંસા નિવારણ સંઘમાં માનદ ઇન્સ્પેક્ટર તરીકેનો હોદ્દો ધરાવતાં હતાં અને ઇન્સ્પેક્ટર તરીકે પુરુષના વેશમાં સજજ બનીને સાથે હન્ટર તથા લાકડી લઈને પોતાના સાગરીતોની સાથે શંકાસ્પદ સ્થળે અચાનક ગમે તે સમયે છાપો મારતાં. કેટલીકવાર ઝપાઝપીમાં શારીરિક ઇજા પણ થતી, છતાં તેની તેઓ પરવા કરતાં ન હતાં અને જીવોને બચાવ્યાનો ઊંડો આત્મસંતોષ અનુભવતાં હતાં. સિદ્ધાચલજીમાં ભવપૂજા કરનાર ધીરજબેન રતિલાલ સલોત : સૌરાષ્ટ્રમાં મહુવાની પાવન ધરતી પર સં. ૧૯૭૮માં જન્મ પામેલા અને દાઠાનિવાસી રતિલાલભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં સુશ્રાવિકા શ્રી ધીરજબેન (ઉં. વ. ૭૩)ની મોટી સુપુત્રી રમા (હાલ સા.શ્રી રયણયશાશ્રીજી)એ સં. ૨૦૧૬માં દીક્ષા લીધી ત્યારથી ધીરજબેનનું જીવન ધર્મથી રંગાવા લાગ્યું. તેમણે અત્યાર સુધીમાં નીચે મુજબ અનુમોદનીય આરાધના કરી છે : (૧) પૂ. આ. ભ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં છરીના નિયમપાલનપૂર્વક સિદ્ધગિરિની ૯૯ યાત્રા દરમ્યાન ગિરિરાજ ઉપર બિરાજમાન નવે ટૂંકના દરેક ભગવાનની નવે અંગે પૂજા કરીને ભવપૂજા કરી હતી. રોજ લગભગ ૧૦૦ ભગવાનની પૂજા કરી, સાંજે ચાર વાગ્યે નીચે આવીને એકાસણું કરતાં (૨) ૨૦ દિવસ સુધી રોજ ખીરનાં એકસણાં કરીને દરરોજ ૫૦ બાધી નવકારવાળીનો જાપ કરવાપૂર્વક એક લાખ નવકાર મહામંત્રનો જાપ વિધિપૂર્વક પૂર્ણ કર્યો. (૩) નવપદજીની ૭૫ ઓળી પૂર્ણ કરી છે. તેમાં ૧૦ ઓળી એક જ ધાન્યની અલૂણી કરી છે. (૪) ૨૫ વર્ષથી ઓછામાં ઓછું બેસણાનું તપ ચાલુ છે. ગમે તેવા પ્રસંગે પણ બેસણું છોડતાં નથી. (૫) ૨૦ વર્ષથી રોજ સવારે પ્રતિક્રમણ સાથે સામાયિક કરીને અરિહંતપદની ૨૦ નવકારવાળીનો જાપ કરી, પ્રભુપૂજા કર્યા પછી જ બેસણું કરે. અરિહંતપદનો બે ક્રોડનો જાપ થયો છે. (૬) ૩૫ વર્ષથી શ્રાવકનાં ૧૨ વ્રતોનું સંપૂર્ણ પાલન કરે છે. (૭) ત્રણ ઉપધાન તથા વર્ષીતપની આરાધના કરી છે. દરેક તપનું ઉદ્યાપન પણ કર્યું છે. (૮) ૨૫ વર્ષથી દર વર્ષે ચોમાસામાં પાલિતાણા આવીને દાદાની છત્રછાયામાં આરાધના કરે છે. (૯) પ્રભુભક્તિ એમનો પ્રાણ છે. અત્યાર સુધીમાં આરસ તથી ધાતુના ૧૫ ભગવાન જુદા-જુદા સ્થળે પધરાવ્યા છે. શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં નવખંડા પાર્શ્વનાથ ભગવંતની દેરીનો લાભ પણ લીધો છે. (૧૦) તેમની ગુરુભક્તિ પણ ખૂબ જ અનુમોદનીય છે. ૧૦૮ ઓઘા બને તેવાં ૧૦૮ ઊનનાં પેકેટ સાધુ-સાધ્વી ભગવંતોને વહોરાવ્યાં છે. (૧૧) આગમગ્રંથો છપાવવામાં પણ દ્રવ્યનો સદ્વ્યય કરીને શ્રુતભક્તિ કરે છે. (૧૨) ગમે તેવા પ્રસંગે [ પણ રોજ બંને ટાઈમ પ્રતિક્રમણ તથા રોજ પ-૬ સામાયિક અચૂક કરે છે. Page #963 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન ધીરજબેનના જીવનમાંથી પ્રેરણા મેળવીને સહુ સુદેવ-ગુરુ-ધર્મરૂપ તત્ત્વત્રયીના ઉપાસક તેમ જ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયીના આરાધક બનો એ જ હાર્દિક શુભાભિલાષા. * હિમાલયના સિદ્ધયોગી મહાત્માના માર્ગદર્શન મુજબ નવકાર મહામંત્રની સાધના કરતા દામજીભાઈ જેઠાભાઈ સુથરીવાલા :— દામજીભાઈના પિતાશ્રી જેઠાભાઈ ઉજ્જૈન (મ.પ્ર)માં કપાસ (રૂ)નો વેપાર કરતા હતા. તેથી ઉજ્જૈનમાં ગ્રેજ્યુએટ થયેલા દામજીભાઈ તેમના કાકા શ્રી વાલજીભાઈ લધાભાઈની મુંબઈમાં કપાસની મોટી પેઢી ચાલતી હતી તેમાં ભાગીદાર તરીકે જોડાયા. દામજીભાઈએ પોતાના કાકાશ્રીને સટ્ટો ન કરવાની વિનંતી કરવા છતાં ભવિતવ્યતાવશાત્ બીજા ત્રણેક વેપારીઓના આગ્રહથી પોતાની કંપનીના નામે તેમણે મોટો સટ્ટો કર્યો અને કર્મસંયોગે તેમાં ૯૦ લાખ રૂપિયાની ખોટ ગઈ. બીજા વેપારીઓ છટકી જતાં આટલી મોટી રકમ વાલજી લધાભાઈ કંપનીને ભરપાઈ કરવાની જવાબદારી આવી પડતાં તેના આઘાતથી વાલજીભાઈનું હૃદય બંધ પડી જવાથી અવસાન થયું. તેથી આ રકમ ભરપાઈ કરવાની જવાબદારી દામજીભાઈ ઉપર આવી પડતાં તેઓ ખૂબ ચિંતાતુર બની ગયા. તેમને ચિંતામગ્ન જોઈને એક શ્રાવક તેમને દાદરમાં કબૂતરખાના પાસે આવેલ શાંતિનાથ જિનાલયના ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન પ. પૂ. આ. ભ. શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.સા. પાસે લઈ ગયા. તે વખતે દામજીભાઈ નાસ્તિક જેવા હતા. ધર્મ પ્રત્યે તેમને જરા પણ શ્રદ્ધા ન હતી. એ જાણીને આચાર્ય ભગવંતે તેમને કહ્યું કે : ‘‘નાસ્તિકતાને ભૂલી જાઓ. જૈન ધર્મમાં ઘણા ઉત્તમ મંત્રો છે. તમને એક મંત્ર આપું છું. ત્રણ દિવસ સુધી કાંઈ પણ ખાધા-પીધા વિના એટલે કે ચોવિહાર અક્રમ તપ કરીને આ મંત્રનો જાપ કરવાનો છે. હું જાણું છું કે તમે નાસ્તિક હોવાથી તમારી પાસે કટાસણું, દીપક, અગરબત્તી વગેરે કંઈ પણ નહીં હોય. તેથી ખુરસી ઉપર બેસીને પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને આ મંત્રનો જાપ કરજો. રાતના ફક્ત ૨-૩ કલાકથી વધારે સૂવું નહીં. આ રીતે મંત્રજાપ કરતા જો ત્રણ દિવસમાં ૯૦ લાખ રૂપિયા મળી જાય તો મારી પાસે આવજો. હું તમને ધર્મમાં જોડી આપીશ!!!'' (એ મંત્ર હતો—‘ૐ પરમ ગુરુ-ગુરુભ્યો નમઃ સ્વાહા'') ડૂબતો માણસ તણખલું પણ પકડે. એ ઉક્તિ મુજબ દામજીભાઈ આ અનુષ્ઠાન કરવા તૈયાર થઈ ગયા અને ત્રીજે દિવસે ખરેખર ચમત્કાર સર્જાયો હોય તેમ એક મારવાડી ભાઈએ તેમને ફોન દ્વારા ઘરે બોલાવીને એક ક્રોડ રૂપિયા સામેથી ભેટ તરીકે આપી દીધા!!! બન્યું એવું હતું કે એક વર્ષ અગાઉ ઉપરોક્ત મારવાડી ભાઈને રૂના સટ્ટામાં ૩ કરોડ રૂપિયાની નુકસાની થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે એ ભાઈ દામજીભાઈ પાસે આવીને કહેવા લાગ્યા કે : ‘અંગ્રેજ ગવર્નર સાથે તમારી સારી દોસ્તી છે. તો તેમને મળીને સમજાવો કે રૂનો સટ્ટો બંધ કરવાનો વટહુકમ બહાર પાડે અને રૂનો ભાવ પણ ઘટાડી નાખે જેથી હું મોટી નુકસાનીમાંથી બચી શકીશ અને તમારો ઉપકાર કદાપિ નહીં ભૂલું.'' એમની વાત સાંભળીને દામજીભાઈએ તેમના કહેવા મુજબ કર્યું. પરિણામે ૩ ક્રોડ રૂા. તેમના બચી ગયા. Page #964 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૧૫ તે વખતે એ મારવાડી ભાઈએ પોતાના મનમાં જ નિર્ણય કર્યો હતો કે જો આ ૩ ક્રોડનું નુકસાન અટકી જશે તો ૧ ક્રોડ રૂપિયા દામજીભાઈને આપીશ. આ નિર્ણયની વાત તેમણે દામજીભાઈને કહી ન હતી. પરંતુ દામજીભાઈની આર્થિક મુશ્કેલીના સમાચાર મળતાં જ એ ભાઈએ સામેથી ફોન કરીને દામજીભાઈને ૧ ક્રોડ રૂપિયા રોકડા આપી દીધા! તેથી તેઓ દેવાદાર તરીકે મટી ગયા અને રૂના મોટા વેપારીઓ દામજીભાઈને ખૂબ જ આદરની દૃષ્ટિથી જોતા થઈ ગયા. દામજીભાઈને તો જાણે અમૃતભોજન મળ્યું હોય તેટલો આનંદ થયો અને તેઓ ઘરે આવીને મહાત્માજીના માર્ગદર્શન મુજબ નિયમિત રીતે રાતના અને વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તમાં કલાકો સુધી નવકાર મહામંત્રની સાધના કરતા રહ્યા. જ્યારે જ્યારે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે દામજીભાઈને ટેલિફોનની માફક મહાત્માજીનો અવાજ સંભળાય અને દૂર બેઠાં બેઠાં પણ તેઓ પોતાના શિષ્યની સંભાળ રાખતા રહ્યા છે. નવકાર મહામંત્રનો શુદ્ધ ઉચ્ચાર કરવા ઉપર તેઓ ખૂબ જ ભાર મૂકે છે. શુદ્ધ તથા અશુદ્ધ ઉચ્ચાર કરવાથી વિશ્વના પાંચ મહાભૂત (પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ) ઉપર તેની કેવી અલગ અલગ અસર થાય છે તે તેમણે વિદેશના વૈજ્ઞાનિકોના સહયોગથી પ્રયોગ કરીને સાબિત કર્યું છે. * સિદ્ધચક્ર મહાપૂજનના અજોડ વિધિકાર શ્રાદ્ધવર્ય શ્રી હીરાલાલભાઈ શાહ :– આજે નવાં નવાં પૂજનો ઘણાં ભણાવાય છે પરંતુ પ્રાચીનકાળમાં મુખ્યત્વે સિદ્ધચક્ર મહાપૂજન તેમ જ શાંતિસ્નાત્ર જ ભણાવવામાં આવતાં. વિવિધ પૂજન ભણાવનાર વિધિકારો પણ આજે અનેક છે, પરંતુ જેમનું સિદ્ધચક્ર મહાપૂજન એકવાર ધ્યાનપૂર્વક જોયા-સાંભળ્યા પછી જિંદગીભર યાદ રહી જાય એવા સિદ્ધચક્ર મહાપૂજનના અજોડ વિધિકાર શ્રાદ્ધવર્ય શ્રી હીરાલાલભાઈ મણિલાલભાઈ શાહ (ઉં. વ. ૭૦ લગભગ) પણ નવકાર, સામાયિક અને મૈત્રીભાવનાના મહિમાને જૈન સંઘમાં ગુંજતો કરનાર પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના એક વિશિષ્ટ કૃપાપાત્ર સુશ્રાવક છે. - દરરોજ સિદ્ધિચક્ર પૂજન કરનાર, વર્ષોથી ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચખાણ કરનાર, ચારેક વિગઈના પ્રાય: ત્યાગી, શ્રીમંત હોવા છતાં સાદગીપ્રિય, ઉભય ટંક પ્રતિક્રમણ આદિ શ્રાવકાચારોનું ચીવટ પૂર્વક પાલન કરનાર એવા તેઓ વર્ષોથી અમદાવાદમાં ગિરધરનગર જે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘના પ્રમુખ તરીકે સંઘનો વહીવટ ખૂબ જ કુનેહપૂર્વક કરી રહ્યા છે. “જિનભક્તિ અને જીવમૈત્રી આ બે સંસારસાગરને તરવા માટેનાં અજોડ તુંબડાં છે.” આ તેમના વાર્તાલાપનો તેમ જ આચરણનો મુખ્ય વિષય છે. ગચ્છ કે સમુદાયના ભેદભાવ વિના તેઓ દરેક સાધુ-સાધ્વીજી ભગવંતોની સુંદર ભક્તિ કરે છે. તેમના વિશિષ્ટ નેતૃત્વ હેઠળ શ્રી ગિરધરનગર સંઘમાં ખૂબ જ ઐક્યભાવના છે. Page #965 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ ] આદર્શ શ્રાવકોના આદર્શ પ્રસંગો —પંન્યાસી ભદ્રેશ્વરવિજયજી ગણિવર્ય ગુલાબ અને અત્તરની જેમ મઘમઘતા આ વર્તમાનકાલીન સત્ય પ્રસંગો અવર્ણનીય, અદ્ભુત અને અનોખા આનંદને અર્પે છે. ઘટનાઓ જ્યારે વર્તમાનકાલીન હોય અને સત્ય હોય તો વાંચનાર એમાં ખરેખર લીન બની જાય છે અને ચિંતાઓ, ઉપાધિઓ અને સઘળાં દુ:ખોને ભૂલી જાય છે. તેમાંયે જો દૃષ્ટાંતો ધાર્મિક અને સાત્ત્વિક હોય તો તો એ વાંચકોને કાંઈક ઊંચું જીવવાનો ઉલ્લાસ ઉત્સાહ અને બળ આપી રહે છે. એવું પ્રેરક સાહિત્યવાંચન શરૂ કર્યાં પછી વાંચનારને મૂકવાનું મન થતું નથી. [ જૈન પ્રતિભાદર્શન પ્રેરક પ્રસંગો આબાલવૃદ્ધ સહુને ગમે છે. આ લેખશ્રેણી લખનાર પૂ. પં. શ્રી ભદ્રેશ્વરવિજયજી મહારાજશ્રીને પણ અવનવા અદ્ભુત અલબેલા પ્રસંગો જાણવાસાંભળવા મળ્યા તેથી આનંદ સાથે તેમની પણ શ્રદ્ધા વધી અને તેમની આરાધનામાં પ્રાણ પુરાયો!!! પૂજ્યશ્રીને એ વાતની પાકી અનુભૂતિ થઈ છે કે આજના હડહડતા કળિયુગમાં પણ શ્રદ્ધાથી ધર્મારાધના કરનારા ઘણાએ ચમત્કારો સાક્ષાત્ અનુભવ્યા છે! જિનશાસન અને મહાપુરુષોનો એ જબ્બર પ્રભાવ રહ્યો છે કે આજના વિલાસી વાતાવરણમાં પણ કેટલાક દિવ્ય માનવો દિલથી ઊંચો ધર્મ આચરી રહ્યા છે. જૈન સમાજ એ ગુણગ્રાહી સમાજ છે~~~ઊંડે ઊંડે પણ ગુણો, સદાચાર વગેરે આપણને ખૂબ જ ગમે છે. તેથી જ ખૂબ જ સાદી ભાષામાં ટૂંકાં છતાં અજોડ દૃષ્ટાંતો ઘણાને ખૂબ જ ગમી ગયાં. જૈન આદર્શ પ્રસંગોના પુસ્તકના ચાર વર્ષમાં ચાર ભાગ પ્રગટ કર્યા———પ્રથમ ભાગની આઠ આવૃત્તિ સાથે હજારો નકલો છપાઈ!!! વાંચકોને આ બધા પ્રસંગો એટલા ગમ્યા છે કે કેટલાકે તો વ્યાખ્યાન, સ્નાત્ર વગેરેમાં પુસ્તિકાની પ્રભાવનાઓ કરી. પૂજ્યશ્રીનું આ મોટામાં મોટું યોગદાન ગણી શકાય. વાણિજ્યની સ્નાતક પદવી પામેલા આ પૂજ્યશ્રીએ સં. ૨૦૨૫ના માગસર વદિ ૩ના દીક્ષા અંગીકાર. કરી. સંસારી વતન અમદાવાદ. પોતાને મોક્ષરુચિ પ્રગટવાથી અને બહોળાં ધાર્મિક વાંચનથી અનેકોને આવું સુંદર વાંચન કરાવી પુણ્ય અને ધર્મમાં અનેકોને આગળ વધાર્યા છે. પૂજ્યશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. આવી આદર્શ કથાઓ સાથે જ અનેકોને ઊંડી અસર કરી જાય છે. -સંપાદક Page #966 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૧૭ પૂજાનો મનોરથ જયવંતા શ્રી જિનશાસનમાં આજે પણ કેવાં ઉત્તમ શ્રાવકરત્નો મળે છે! શ્રી સિદ્ધાચલથી થોડે દૂર ટીમાણા નામનું ગામ છે. ત્યાં એક યુવાન દંપતી રહેતાં હતાં. કારતકી પૂનમે પાલિતાણા યાત્રા કરવા ગયાં. ધર્મપત્નીને દાદાની પહેલી પૂજા કરવાનો શુભ ભાવ થયો. પતિને વાત કરી. ૫૦૦ મણ સુધી પતિ ચડાવો બોલ્યો પણ પાલીતાણામાં તો ભારતભરમાંથી હજારો યાત્રાળુ આવે. લાભ ન મળ્યો. પત્ની કહે આપણું પુણ્ય નથી, કાલે લાભ અપાવજો.' બીજે દિવસે પણ ૫૦૦ મણ બોલવા છતાં ચડાવો ન મળ્યો. પત્નીએ નક્કી કર્યું કે આપણે રોજ આવવું અને પૂજાનો ચઢાવો બોલવો. પણ, રોજ કોઈ ને કોઈ ભાવિક આવી જાય છે અને વધુ ચડાવો બોલીને પૂજાનો લાભ લે છે. એમ પોષ સુદ ૫ સુધી ૫૦૦ મણ બોલવા છતાં લાભ મળતો નથી. બેન રડે છે કે મેં કેવા પાપ કર્યો હશે કે આટલા બધા દિવસ થવા છતાં મારી ભાવના સફળ થતી નથી. પતિને તે કહે છે કે હવે કોઈ પણ હિસાબે કાલે તો પૂજા કરવી જ છે. યુવાને પણ મૂડી વધુ ભેગી કરીને નક્કી કર્યું કે ૧૫00 મણ સુધી બોલીને પણ શ્રાવિકાની શુભ ભાવના પૂરી કરીશ. છઠ્ઠના દિવસે ઉપર પહોંચ્યાં. ચડાવો બોલાવા માંડ્યો. તે દિવસે એક સંઘ આવેલો. એ સંઘપતિએ પણ પહેલી પૂજા કરવાનું નક્કી કરેલું. ક્રમશઃ તે ૧૫૫૧ મણ બોલ્યા. ચડાવો તેમને મળ્યો. પત્ની પતિને પ્રાર્થના કરે છે કે આ શેઠને વિનંતી કરી કે મને પહેલી પૂજા કરાવે. યુવાન કહે છે કે ઘી એમનું છે, આપણે કેવી રીતે કહેવાય? પણ પત્ની માનતી નથી. અતિ આગ્રહને કારણે યુવાને સંઘપતિને પ્રાર્થના કરી કે કૃપા કરી મારી પત્નીની ઘણા દિવસોની ઇચ્છા પૂર્ણ કરાવો.બધી વાત કરી. એટલામાં પત્ની ત્યાં દોડતી આવી. સંઘપતિને હાથ જોડીને કહે છે કે “શેઠજી! આપ કહો તે કરીશ પણ આજે પહેલી પૂજા મને કરવા દો.......” શેઠે કહ્યું કે એક શરતે હા પાડું. યુવાન કહે કે અમે સામાન્ય માણસો છીએ. અમારી શક્તિ હશે તો શરત પૂર્ણ કરીશું. શેઠે કહ્યું કે જીવનભર બ્રહ્મચર્ય વ્રત લો તો લાભ તમને આપું. યુવાન વિચારમાં પડી ગયો. પણ પત્નીને પૂજાનો જોરદાર ભાવ. પતિને વિનવણી કરી કે તમે હા પાડી દો. ભાગ્યશાળીઓ! જુવો, તે કેવી શ્રાવિકા કે પૂજાનો લાભ લેવા ભરયુવાનીમાં ચોથું વ્રત લેવા તૈયાર થઈ ગઈ! અને પતિને પણ ખૂબ આગ્રહ કરે છે. પત્નીની અતિ આજીજીને કારણે પતિ સંમત થયો. દાદા પાસે દંપતીએ અભિગ્રહ લીધો. - હવે શેઠ કહે છે કે હવે તમે પૂજા કરો પણ મારી તમને એક પ્રાર્થના છે. યુવાન કહે છે કે આટલું કઠિન વ્રત સ્વીકાર્યું, હવે પાછું શું બાકી રહ્યું છે? ત્યારે શેઠે કહ્યું કે પહેલી પૂજાની મારી ઇચ્છા હતી, તેથી સોનાની વાડકી અને થાળી બનાવરાવી સાથે લાવ્યો છું. તેનાથી પૂજા કરો. પત્ની કહે છે કે મારી શરત સ્વીકારો તો તમારી થાળી-વાડકીથી પૂજા કરું. શેઠ ચિંતામાં પડ્યા. પણ થાળી-વાડકીથી પૂજાનો લાભ લેવરાવો હતો તેથી તે બહેનને ઇચ્છા પૂછી. બહેને કહ્યું કે સંઘ સાથે મારા ઘરે પગલાં કરો, તો તમારી વાડકીથી પૂજા કરું! લાભ લેવા શેઠે હા પાડી. બહેને ખૂબ ભાવથી દાદા આદિનાથજીની પૂજા કરી. સંઘ પધારવાનો છે તેથી દંપતી સીધાં ઘરે જાય છે. આંગણામાં ગાય કૂદવા માંડી. પત્નીના કહેવાથી | પતિ ત્યાં ગયો. જોયું : ખીલો ઉખડી ગયો છે ને ત્યાં કોઈ વસ્તુ ચમકે છે. તપાસ કરતાં જમીનમાંથી ચરુ ૧૦3 Page #967 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ ] [ જૈન પ્રતિભાદર્શન નીકળ્યો! યુવાનને થયું કે આ ઘરમાં વર્ષોથી રહીએ છીએ, તો ચરુ કયાંથી આવ્યો? ખૂબ ઉદાર ભાવે સંઘનાં પગલાં કરાવ્યાં. પછી પાલીતાણા જઈ આણંદજી કલ્યાણજીની પેઢીમાં મુનીમને કહે છે કે પૂજાના ચડાવાના પૈસા લો. મુનીમે કહ્યું કે પૈસા ભરાઈ ગયા છે. દંપતીએ કહ્યું કે પૂજા અમે કરી છે, તમારે પૈસા લેવા પડશે. મુનીમે કહ્યું કે સંઘપતિ શેઠ ચૂકવી ગયા છે, હવે નહીં લેવાય. બહેન કહે છે કે પૈસા નહીં લો ત્યાં સુધી અહીંથી ઊઠીશું નહિ અને ખાવું-પીવું બંધ. મુનીમે આગેવાનોને બોલાવ્યા. બેનનો અતિ આગ્રહ જોઈ પૈસા લીધા. પેઢીના ઇતિહાસમાં એક જ ચડાવાના ડબલ પૈસા આ એક જ પ્રસંગે લેવાયા છે. લગભગ ૭૫ વર્ષ પહેલાંની આ સત્ય ઘટના છે. બહેનના ઊછળતા શુભ ભાવથી પુણ્ય વધી ગયું. ચરુ મળ્યો અને અનંતા કર્મો ખપાવી દીધાં હશે. ભાગ્યશાળીઓ! તમે પણ પૂજા વગેરે ધર્મ ખૂબ ભાવથી વિધિપૂર્વક કરી ખૂબ જ આત્મહિત સાધો. જીવનભર બ્રહ્મચર્યપાલન વગેરે કઠિન નિયમ આપણે કદાચ ન કરી શકીએ તો પણ આવી રીતે શુભ મનોરથ કરીએ અને આપણી શક્તિ પ્રમાણે મહાન લાભ લઈએ એ જ શુભેચ્છા. (દઢધર્મી સુશ્રાવક) રતિભાઈ જીવણદાસ ધર્મમાં ખૂબ શ્રદ્ધાળુ હતા. તે વઢવાણના હતા. ચુસ્ત શ્રાવક હતા. જિનપૂજા રોજ કરે. તેમને માથાનું ઓપરેશન કરાવવું પડે તેમ હતું. ડોકટરે કહ્યું કે “સંપૂર્ણ આરામ કરવો પડશે.” રતિભાઈ કહે કરીશ, પણ માત્ર પૂજાની છૂટ આપો. ડૉકટર : ““છૂટ ન અપાય. હલનચલનથી ટાંકા તૂટી જાય ને તમને ખૂબ હેરાનગતિ થાય.' રતિભાઈ : “ગમે તે થાય પણ મારા ભગવાનની પૂજા કર્યા વિના મને ! ચેન ન પડે.ડૉકટર પરસ્પર ઇંગ્લિશમાં વાતો કરે છે કે, “આ જિદ્દી છે. વેદિયા છે. આપણે એમને એનેસ્થિસિયા આપીશું, તેથી ઘેનમાં રહેશે ને કાંઈ ઉપાધિ નહીં થાય.” રતિલાલ ધોતિયું પહેરે. તેથી ડોકટરને લાગ્યું કે આમને ઈગ્લિશ આવડતું નહીં હોય. પણ રતિભાઈ ઈગ્લિશ જાણે. ડોકટરની વાત સમજી ગયા. ઓપરેશન વખતે એનેચિસિયા લેવાની ના પાડી દીધી. ડૉકટરે દબાણ કર્યું પણ રતિભાઈ કહે “હું ચૂં કે ચા નહીં કરું. બધી વેદના સહન કરીશ.” ઑપરેશન થયું. બીજે દિવસે નર્સને પૈસાની બક્ષિસ આપી પૂજા માટે રજા માંગી. નર્સે રજા ન આપી. રતિભાઈ પાછલી બારીથી ઊતરવા ગયા. ગભરાઈને નર્સે કોઈને ન કહેવાની શરતે રજા આપી. આમ બીજે દિવસે પૂજા કરી. ડૉકટર કહે “કેમ રતિભાઈ? પૂજા કરી હોત તો કેટલા રિબાત? ધર્મનું ગાંડપણ ન કરવું જોઈએ.” રતિભાઈ કહે : ““ડૉકટર! પૂજા સવારે કરી છે. મારા ભગવાનની પૂજાથી જ બચ્યો છું. ટાંકા પણ તૂટ્યા નથી. પ્રભુકૃપાથી જ બધું સારું થાય. ધર્મ કરવાની કદી કોઈને ના ન પાડવી...” રતિભાઈનું દઢ ધર્મીપણું કેવું અનુમોદનીય! ( ધર્મપ્રેમી આજના સુશ્રાવકો ) આ જ રતિભાઈનો બીજો એક સુંદર પ્રસંગ. એમની સુપુત્રીના લગ્ન હતાં. જાન ઘરે આવવાની હતી. અણધારી આફતથી રસ્તામાં સમય બગડવાથી ઘરે જાન આવી ત્યારે સૂર્યાસ્તની થોડીક જ વાર હતી. રતિભાઈએ વેવાઈ પક્ષને કહ્યું કે “તમે જાણો છો કે રાત્રે હું ખાતો નથી અને કોઈને ખવરાવતો નથી. ચા તૈયાર કરાવી દીધી છે. બધાં ચા-નાસ્તો જલદી કરી લો. રાત્રિભોજનનું પાપ કોઈને પણ હું કરવા નહીં દઉં.' Page #968 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૧૯ આ રતિભાઈ ઈદોરના હકમીચંદજીનો માલ લાવી વેપાર કરે. હકમીચંદજી કરોડપતિ. તેમને વઢવાણમાં એક પ્રસંગે આવવાનું હતું. રતિભાઈએ પોતાને ત્યાં ઊતરવાની વિનંતી કરી, સાથે કહ્યું કે “શેઠજી! સૂર્યાસ્ત પછી હું કોઈને પાણી પણ પિવરાવતો નથી.” વિમાન લેટ થવાથી વઢવાણમાં સૂર્યાસ્ત પછી એ આવ્યા. રતિભાઈએ જમાડવાની ના પાડી. ભાઈઓ વગેરેએ ખૂબ દબાણ કર્યું કે “શેઠ ગુસ્સે થશે, માલ નહીં આપે, માટે આ એકવાર આમને ખવડાવી દો.” ન માન્યા. કહે “ભલે ધંધો બંધ કરવો પડે; પણ હું રાત્રિભોજન નહીં કરાવું.” હકમીચંદજી કહે કે “રતિભાઈ! લવિંગ તો આપો.” (તમને લવિંગની આદત હતી) રતિભાઈ કહે કે ““શેઠજી! માફ કરો, રાત્રે કશું પણ મારાથી નહીં અપાય. આમાં મારો આત્મા ના પાડે છે.” રાત્રે જાહેર સભામાં રતિભાઈ વગેરે બધા ખૂબ ડરતા હતા કે શેઠ જરૂર ખૂબ નિંદા કરશે....પણ હકમીચંદજીએ તો રતિભાઈને જાહેર સભામાં પાસે બોલાવી ખૂબ ધન્યવાદ આપ્યા! આવા પ્રસંગો જાણીને આપણે રાત્રિભોજન વગેરે ભયંકર પાપોને તિલાંજલિ આપવાનો દઢ નિશ્ચય કરવો જોઈએ. કેટલાકને લાગે કે આ તો વેવલાપણું કહેવાય. નિષ્પક્ષપાતબુદ્ધિથી વિચાર કરનાર સમજી શકે કે પૈસા, પત્ની વગેરેના રાગી તે મેળવવા અને ભોગવવા કેવાં કેવાં સાહસો કરે છે. એમ સત્ત્વશાળી ધર્મપ્રેમી જીવો પાપ કરી જ ન શકે, ભલે ને દુઃખોના પહાડ તૂટી પડે! આપણે પણ આવા વિરલ દેઢ ધર્મીઓની હૃદયથી અનુમોદના કરવાનો મહાન લાભ લેવો, પણ નિંદા તો કદી ન કરવી. ( ધર્મીને થયેલ ચમત્કાર ) એ જ રતિભાઈ ટ્રેનમાં જતા હતા. રસ્તામાં ચેકર આવ્યો. ટિકિટ બતાવી છતાં કહે ઊતરી જાવ. કરગર્યા, જીવદયાના જરૂરી કામે ઈદોરથી મક્ષીજી જતા હતા. ટિકિટ ચેકરે પરાણે ઉતારી મૂક્યા. એ ટ્રેનને જરાક જ આગળ અકસ્માત થયો! અને એમના ડબાના બધા મરી ગયા. ત્યારે રતિભાઈને થયું કે ધર્મે મને બચાવ્યો! સેવેલો ધર્મ કોઈ પણ રીતે જીવને સહાય કરે છે. તમને મળેલા શ્રેષ્ઠ ધર્મને ઓળખી આરાધના કરો એ જ અભ્યર્થના. ( ધર્મરાગ ) મયણાબહેનનાં ખરેખર દર્શન કરવા જેવા છે. બારામતી (મહારાષ્ટ્ર)માં રહે છે. આજે ઉંમર ૨૫ વર્ષ છે. વિલાસભાઈ દીપચંદનાં સુપુત્રી છે. ઘણો પૈસો છે. ખાનદાન કુટુંબ છે. આટલા બધા પુણ્યોદય વચ્ચે પણ પૂર્વે બાંધેલા કોઈ વિચિત્ર કર્મને કારણે અસામાન્ય દુઃખો ભોગવી રહ્યાં છે. મોટું યુવાન કન્યા જેવું સપ્રમાણ; પણ બાકીનું શરીર માત્ર ૨–રા ફૂટનું. હાથ-પગ ખૂબ નાના. સ્વયે ચાલી ન શકે. વધારે બેસી પણ ન શકે. ઘણીવાર સૂતા જ રહેવું પડે. થોડે દૂર પણ જવું હોય તો નાના ટેણિયાની જેમ દડીને, આળોટીને! વધારે દૂર જવું હોય તો કોઈ ઉપાડીને મૂકવા આવે તો જઈ શકે. ઘણી બધી પરવશતા. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં રોજ અપ્રકારી પૂજા કરે છે. જો કે બીજા કોઈ ઉઠાવીને દેરાસરે મૂકી જાય ત્યારે પૂજા થઈ શકે. આના કરતાં પણ અનેકગણું અનુમોદનીય એ છે કે ધર્મનો અભ્યાસ ઘણો ઘણો કર્યો છે. હે પુણ્યવાનો! ધ્યાન દઈને વાંચો. પંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સંસ્કૃત, પ્રાકૃત, તત્ત્વાર્થસૂત્ર આદિ ઘણું બધું એ ભણી ગયાં છે. આજના ઘણા આરાધક શ્રાવકોએ આ Page #969 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦] L[ જૈન પ્રતિભાદર્શન વાંચી ધડો લેવા જેવો છે. ઉદ્યમ કરો તો પૂજા, અભ્યાસ વગેરે તમે પણ જરૂર કરી શકો. આગળ વધુ જાણવું છે : ટી. વી. અને સિનેમા જોતાં નથી. આજે બીજાં બધાં મનોરંજનો માણવા છતાં લોકોને ટી.વી. વિના ચેન પડતું નથી, જ્યારે આ ધર્મદેઢ શ્રાવિકા આટલા બધાં દુઃખો વચ્ચે આવા મનોરંજનને ઇચ્છતાં પણ નથી. બીજા આવા દુ:ખી જીવો તો કદાચ ૧૦, ૧૨ કલાક ટી. વી., વીડિયો જોઈને પોતાનાં દુ:ખો ઓછાં કરતા હશે. તેમના પ્રેમાળ પિતાએ દીકરીના આનંદ માટે બેબીસીટર લાવી આપ્યું છે. છતાં તેમને ફરવા જવાની ઇચ્છા જ થતી નથી. કેવા અંતર્મુખ! એમની શેષ પ્રવૃત્તિઓ પણ જાણવા જેવી છે. સંસ્કૃત પ્રતો વાંચવી, બાળકોને પ્રતિક્રમણનાં સૂત્રો શીખવવા, નવકારવાળીના પારા ગૂંથવા, વાંચવું વગેરે. ગામમાં સાધુ મહારાજ ચોમાસુ હતા તે વર્ષે ચાર મહિના સાધ્વીજીના ઉપાશ્રયમાં રહ્યાં. બેસણાં કર્યા. રોજ સામાયિક, સ્વાધ્યાય, શાસ્ત્રવાંચન આદિ શુભ પ્રવૃત્તિઓ કર્યા કરે. જિનશાસન એ ભાવથી પામ્યાં છે. આથી ઘણી બધી આપત્તિઓ છતાં દુઃખી, દીન, હતાશ નથી બન્યાં. ઉપરથી ધર્મપ્રવૃત્તિઓથી જીવનને મઘમઘતા બાગ જેવું સુવાસિત કર્યું છે. જિનવચનોથી સંસાર અને કર્મની વિચિત્રતાઓ ઓળખી લઈને મજેથી જીવન સફળ કરે છે! જે આત્મામાં ભાવધર્મ આવે તે સદા સુખી હોય એ જ્ઞાનીની વાતોનું આ જીવતું જાગતું દષ્ટાંત છે. ઘણી બધી અનુકૂળતા છતાં આપણે કદાચ દુઃખી હોઈશું. - સાધુ, સાધ્વીને જોઈ એ ગદ્ગદ બની જાય છે. કહે છે કે, “આપ અનંત પુણ્યના સ્વામી છો. દુર્લભ ચારિત્રને પામી સાધના કરો છો. ઇચ્છા છતાં હું લઈ શકતી નથી. આપનું શીઘ કલ્યાણ થાઓ.” હે પુણ્યસમ્રાટ સુશ્રાવકો! તમને બધાને પણ દિલથી આ તમારી બેન બે શબ્દો કહેવા ઇચ્છે છે. સાંભળશો? એ કહે છે : “હે મારા પ્રિય સાધર્મિકો! અનંત પુણ્યોદયે તમને હાથ-પગ આદિ બધું મળ્યું છે. અશ્મકારી પૂજા, ધર્માભ્યાસ, સંયમી અને સાધર્મિકની ભક્તિ, તપ આદિ ધર્મ ખૂબ કરો. કદાચ ભવાંતરમાં કોઈ પાપોદયે મારી જેમ પરાધીન બનશો તો ઇચ્છા કરશો તો પણ નહીં કરી શકો.” ( જિનવાણીથી વ્યસની સદાચારી એ યુવાન રોજની ૭૦ સિગારેટ પીતો હતો. પૂ. પં. શ્રી રત્નસુંદરવિજયજી મ. વડોદરા પધાર્યા. તેમનાં વ્યાખ્યાન ગમવાથી બીજા યુવાને આ ચેઈન સ્મોકરને રાત્રિના વ્યાખ્યાન સાંભળવાની પ્રેરણા કરી. આ વ્યસની કહે કે મારે ૧૫-૨૦ મિનિટે સિગારેટ પીવા જોઈએ. મારાથી નહીં અવાય. મિત્રે કહ્યું કે ભલે સિગારેટ પીજે, પણ તું વ્યાખ્યાનમાં આવે. સેંકડો યુવાનો આવે છે. તું પાછળ છેલ્લો બેસજે. ત્યાં અંધકારમાં કોઈને ખબર નહીં પડે. આગ્રહને કારણે રાત્રે વ્યાખ્યાનમાં ગયો. ભવિતવ્યતાયોગે એ વ્યાખ્યાનોમાં પ્રસંગોપાત્ત સિગારેટની ભયંકરતા મહારાજશ્રીએ સમજાવી. “૩ ઈચની સિગારેટ ૬ ફુટના આવા મહાન આત્માને કેવી નચાવે છે!'' એવી માર્મિક વાતો સાંભળીને યુવાનને સત્ય સમજાયું. પૂજ્યશ્રી પાસે જીવનભરનો અભિગ્રહ માંગ્યો! તેના વ્યસનની વાત જાણી પંન્યાસશ્રી વિચારમાં પડી ગયા. યુવાને દેઢ અવાજમાં કહ્યું કે ““ગુરુદેવ! ડરો નહીં. 100 ટકા પાળીશ.' ખાત્રી થતાં નિયમ આપ્યો. પછી તો એ યુવાન જિનવાણી સાંભળતાં શ્રાવક બન્યો. સામાયિક, પૌષધ, ઉપવાસ આદિ ધર્મ વારંવાર કરવા માંડ્યો. જિનવાણીની શ્રેયસ્કરતા મુસલમાન એવા અકબર બાદશાહને પણ સમજાઈ ગઈ | Page #970 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૨૧ હતી. તે પણ રોજ વ્યાખ્યાન સાંભળતો. હે મહાનુભાવો! તમે બધા રોજ જિનવાણી રૂપ અમૃતનું પાન કરી આત્માનું હિત સાધો એ જ શુભાભિલાષા. ( શુભ સંકલ્પ ) અમદાવાદના દીપકલાવાળા દીપકભાઈને ઘણા ઓળખે છે. એક સદ્ગુહસ્થ સંસારનિવૃત્તિનો સંકલ્પ કરી નિવૃત્તિ લીધી. તે લેખ વાંચી પપ વર્ષે એમણે દઢ સંકલ્પ કર્યો કે મારે ૬૦ વર્ષે સાંસારિક પ્રવૃત્તિઓ છોડી દઈ ધર્મ કરવો! એ ૬૦ વર્ષે ખરેખર નિવૃત્ત થઈ ગયા. આ પુણ્યાત્મા પૂર્વે આરાધના કરીને આવ્યો છે. તેથી જે સારું જુવે, સાંભળે, વાંચે તે કરવાનું મન થઈ જાય. કોઈ ધર્મીએ પ્રેરણા કરી કે રજાને દિવસે તો પૂજા કરો—તો શરૂ કરી દીધી. બાળપણમાં દીક્ષા લેનારને જોઈને પોતે પણ ભાવના ભાવતા કે આમ મારે પણ ઘોડે ચડી સંયમ સ્વીકારવું! ૬૦ વર્ષ પછી ધર્મ કરતાં દીક્ષાની ભાવના વધતી ગઈ. કેટલાક કાળે નિશ્ચય કરી પરિચિત આચાર્ય ભગવંત વગેરેને પ્રાર્થના કરી પણ વૃદ્ધાવસ્થાને કારણે તેઓએ ના પાડી, છતાં અંતરની ભાવના કેવી દઢ કે અપરિચિત પ. પૂ. આ. ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. પાસે ગયા, રહ્યા, નિશ્ચય કર્યો. પૂ. આ. શ્રીને વિનંતી કરી. પૂ. શ્રીએ ઉદારતાથી હા પાડી. પણ પાપોદયે શારીરિક તકલીફો વધતાં ડોકટરોએ તથા કુટુંબીઓએ ના પાડી. છતાં પોતે હિંમત કરી ૬૮ વર્ષની જૈફ વયે સાધુ બન્યા! ૪ વર્ષથી સુંદર સાધના કરી રહ્યા છે. હે ભવ્યો! આજના કલિયુગમાં પણ આવા કરોડપતિ અને વૃદ્ધ આત્માઓ હિંમતથી સ્વહિત સાધે છે તે સાક્ષાત્ જોવા મળે છે. તમે પણ મન મક્કમ કરી યથાશક્તિ ધર્મ કરી આત્મહિત સાધો. આ દીપકભાઈ ૪૨ વર્ષે તો ઉપાશ્રયનાં પગથિયાં ચડ્યા છે. છતાં જો આટલી પ્રગતિ કરી શક્યા હોય તો તમે બધાં બાળપણથી ધર્મ કરનારા ડરીને કેમ શક્તિ જેટલો પણ ધર્મ કરતા નથી? હિંમત કરો. સફળતા જરૂર મળશે જ. શુભ ભવતુ. ( શિબિરથી સંયમયાત્રા ) એ કૉલેજિયન યુવાન વર્તમાન વાતાવરણના કુસંગે ધર્મથી વિમુખ હતો. વેકેશનમાં શિબિર જાણી આબુમાં હરવા-ફરવાનો આનંદ મેળવવા આવ્યો. પ. પૂ. આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.નું મુખ જોઈ વિચારે છે કે આ સાધુની મશ્કરી કરવાની મજા આવશે. છતાં અનંતાનંત ધન્યવાદ છે આ જિનવાણીને! શિબિરમાં આ પ્રભુવચનો સાંભળતાં સાંભળતાં સંસાર, શાસન વગેરે તત્ત્વોનું અંશે અંશે સમ્યજ્ઞાન થયું. ધર્મમાં આગળ વધતો ગયો. અંતે ભરયુવાન વયે ચારિત્ર પણ લીધું! એમનું નામ ગણિવર શ્રી ભુવનસુંદરવિજયજી. આજે તેઓ સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. અનેક યુવાનો આ શિબિર, જિનશાસન, પ્રભુવાણીથી સાધુ, શ્રાવક કે સજ્જન બની ગયા. એમાંના કેટલાક હાલમાં પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસૂરિ મહારાજ, પૂ. આચાર્યશ્રી જયસુંદરસૂરિ મહારાજ બની સુંદર સાધના અને પ્રભાવના કરી રહ્યા છે. પ્રધાનો, ડોકટરો, ભણેલાઓ વગેરે ઘણાખરા લોકો જ્યાં સ્વાર્થ અને સ્વસુખમાં જ ડૂબેલા છે, એવા અધમાધમ હડહડતા આ કલિકાળમાં પણ શ્રી મહાવીરના જિનશાસનને અનંતાનંત ધન્યવાદ કે આવા હજારો આત્માઓને સાચા માર્ગે લાવી તેમનું અપૂર્વ આત્મહિત કરે છે! ભાગ્યશાળીઓ! તમે પણ પુણ્યોદયે આવું ઉત્તમોત્તમ જિનશાસન પામ્યા છો. તો આ શાસનને Page #971 -------------------------------------------------------------------------- ________________ ૯રર ? [ જૈન પ્રતિભાદર્શન LLLLLLL 9THUI ઓળખી હિંમત ને ઉલ્લાસથી એવી સુંદર આરાધના કરો કે શીધ્ર શિવગતિ સાંપડે, એ જ સદા માટે શુભાભિલાષા. આજન્મ ચઉવિહાર કરનારાં બાળકો ) નવસારીમાં જન્મેલ એ બાળક એટલું પુણ્યશાળી છે કે એનાં મમ્મી અને રાત્રે દૂધ પણ ન આપે. એ ધર્મી કુટુંબમાં કોઈ રાત્રિભોજન ન કરે. એમને થયું કે જન્મેલાં બાળકોને પણ આ પાપ ન કરાવવું. તેથી સ્તનપાન માત્ર દિવસે જ કરાવે......! મલાડમાં પણ આવું બાળક છે. આ બાળકોએ કેવું પુણ્ય કર્યું હશે કે નરકમાં લઈ જનાર મહાપાપી રાત્રિભોજનથી જન્મથી જ બચી ગયાં. આ કાળમાં કરોડપતિ ને અબજપતિ ઘણા છે; પણ આજન્મ ચઉવિહાર કરનાર પુણ્યસમ્રાટ કેટલા? બીજાં પણ આવાં કેટલાંક બાળકો છે, પણ બધાં મળીને વિશ્વમાં કેટલા નીકળે? કદાચ ૨૫-૩૦ હશે. આવા ઉગ્ર પુણ્યશાળીનું દર્શન કરવાનું મન થાય છે? જેમ ગીનીઝ બુકમાં જગતશ્રેષ્ઠો નોંધાય છે, એમ આ બાળકો તો ગીનીઝ બુકમાં નહીં પણ ધર્મરાજાના ચોપડે નોંધાઈ ગયાં હશે! તમે કદાચ જન્મતી વખતે તો અજ્ઞાત હતા. વળી પુણ્ય પણ શ્રેષ્ઠ કોટિનું નહીં, જેથી મા-બાપ મહાધર્મી ન મળ્યાં. પણ છતાં હે જૈનો! તમે પણ અનંત પુણ્યના સ્વામી છો. વળી તમે ખૂબ ભણેલા અને સમજુ છો. દઢ નિશ્ચય કરો કે હવે તો જાવજીવ રાત્રિભોજન ન કરવું. મુંબઈ વગેરેમાં એવા અનેક ધર્માત્માઓ છે કે જેઓ ટિફિન મંગાવી, ઘેરથી સાથે લાવી કે કોઈપણ વ્યવસ્થા કરી ચઉવિહાર કરે છે. એવા પણ ધર્મપ્રેમી છે કે શેઠને વિનંતી કરી ઓછા પગારે પણ રાત પહેલાં ઘેર પહોંચી ચઉવિહાર કામ કરે છે! તમે તો જરા પણ તકલીફ વિના મહાપાપથી બચી શકો છો. આજે તો વિશ્વમાં હજારો એવા સાહસિકો છે કે જેઓ બાળ, યુવાન કે પ્રૌઢ વયે રમત-ગમત, રેસ, પર્વતારોહરણ, ધ્રુવ-સંશોધન આદિ અનેકવિધ ક્ષેત્રોમાં જીવસટોસટનાં સાહસો કરી જગપ્રસિદ્ધ બને છે. તો તમે આવા નાના ધર્મકાર્યમાં કેમ પાછા પડો છો? ભાવ ઊંચે ઉઠાવો ને આત્મહિતને સાધો. અમારા અંતરના આશીર્વાદ છે. જેમ શ્રી વજસ્વામીએ જન્મથી દીક્ષાના મનોરથો ને પ્રયત્ન કર્યા તેમ આ બાળકો પણ અમુક અપેક્ષાએ કેવાં ઉત્તમ કે જન્મથી રાત્રિભોજનના મોટા પાપથી બચી ગયાં! ( સારા વાતાવરણથી દુરાચારી દિવ્ય પંથે ) આ સત્ય ઘટના લગભગ ૮૦-૧૦૦ વર્ષ પહેલાં બની છે. એ જેનનું નામ સૌભાગ્યચંદ હતું, પણ આચારોથી મહાદુર્ભાગી હતો. એકલો છતાં બધી કમાણી જુગાર, દારૂ, કુલટાસંગમાં વેડફી નાખતો. તે કાળમાં જૈનો પ્રાયઃ આવાં પાપ ન કરતા. એના ગામમાં માનચંદ જૈન લાખોપતિ હતો. એને ૨ પુત્ર હતા. પ્રભુભક્તિ, ગુરુભક્તિ વગેરે ધર્મ કરે. એક વાર સૌભાગ્યચંદને માનચંદે વાતવાતમાં કહ્યું કે “જો તું એક વર્ષ માટે તારા બધા દુરાચારો છોડે તો લાખ રૂપિયા ઇનામ આપું.' સૌભાગ્યચંદે પણ સાહસિક બની શરત સ્વીકારી. માનચંદ કહે કે “તું આવાં બણગાં ન ફૂંક. તું તો દુરાચારોનો વ્યસની છે. કાયર છે. તારાથી નહીં થાય.” સૌભાગ્યચંદને આ આક્ષેપોએ પાણી ચડાવ્યું. તેણે કહ્યું કે “આજથી જ એક વર્ષ માટે બધું બંધ. તું લાખ રૂપિયા તૈયાર રાખજે.” બોલી તો નાંખ્યું પણ Page #972 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૨૩ સૌભાગ્યચંદને તો આ બધાં વ્યસનો વર્ષોથી હતાં. તે બધાંનો ત્યાગ કરવો ખૂબ જ અઘરો લાગ્યો. પણ કેટલીકવાર કેટલાક જીવો અભિમાનને કારણે પણ અતિ કઠિન વાતો કરી બતાવે છે. શરત જીતવા સૌભાગ્યચંદે કુમિત્રોનો ત્યાગ કરવા માંડ્યો. દેરાસરે અને ઉપાશ્રયે ઘણો સમય વિતાવવા માંડ્યો. કુવ્યસનોથી બચવા સારા નિમિત્તોને શોધવા જ પડે. ધીરે ધીરે ગુરુ મહારાજનો સત્સંગ વધતો ગયો. જિનવાણી સાંભળતાં તેનો ધર્મપ્રેમ વધતો ગયો. સંસારની અસારતા સમજાવા માંડી. ૮-૧૦ માસમાં તો તે આખો બદલાઈ ગયો. તેને થયું કે આ દુર્લભ ભવને મેં વેડફી નાંખ્યો. ધર્મ તો ન કર્યો પણ જૈનને ન છાજે તેવાં બધાં પાપથી મારા આત્માને ખરડી નાખ્યો. વૈરાગ્ય વધતો ગયો. એક વરસ પૂરું થયું. માનચંદને અત્યંત આશ્ચર્ય થયું. શરત પ્રમાણે લાખ રૂપિયા આપવા આવ્યો ત્યારે સૌભાગ્યચંદ કહે કે “ મિત્ર! તું મહા ઉપકારી છે. મારા આ દુર્લભ માનવભવને તે સફળ બનાવી દીધો. તારો ઉપકાર ભવોભવ ભુલાય એવો નથી. પૈસો તો પાપ કરાવે. મારે લાખ ન જોઈએ. તારા ઉપકારના બદલામાં લાખો રૂપિયા આપું તો પણ ઋણ ન ચૂકવાય. મેં તો બે માસ પછી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે!” પછી ખરેખર સૌભાગ્યે દીક્ષા લીધી. માનચંદે તેના દીક્ષા મહોત્સવમાં લાખ રૂપિયા ખર્ચા. દીક્ષા પછી તે મહાત્મા યુવાનો વગેરેને વ્યસનની ભયંકરતા સમજાવતા, પોતાનો જાત-અનુભવ કહેતા અને ઘણાને સન્માર્ગે લાવ્યા. દીક્ષા ખૂબ સુંદર પાળી. આ સાચો પ્રસંગ બધાંએ ખુબ વિચારવા જેવો છે. દીક્ષાની ભાવના છતાં ઘણા ખોટા ડરથી દીક્ષા લેતા નથી. જો આવા ભયંકર વ્યસનથી ઘેરાયેલો પણ દીક્ષા લઈને સુંદર પાળે છે તો તમે તો ખૂબ ધર્મી છો. ખોટા ડરથી શા માટે આત્મહિતથી પાછા પડો છો? વળી બધાએ સુખી થવા માટે દુષ્ટો અને ખરાબ વાતાવરણનો કાયમ ત્યાગ કરવો જોઈએ. ખરાબ નિમિત્તો સારા સારા આત્માઓને પણ ભયંકર પાપો કરાવે છે. વળી બધાંએ સત્સંગ અવશ્ય કરવો જોઈએ. તેનાથી આપણું હિત, અહિત વગેરે બધું જાણવા મળે, અને આપણા આત્માને અપરંપાર લાભો થાય. ( ધર્મપ્રેમી એ નરબંકાને અભિનંદન રાજનગર-અમદાવાદના એ લાખોપતિ જેસિંગભાઈના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે. લગભગ ૭૫ વર્ષ પહેલાં અમદાવાદમાં લાખોપતિ ગણ્યાગાંઠ્યા હતા. આ જેસિંગભાઈ માત્ર લાખોપતિ ન હતા પણ તેમના ઘરની ખાનદાનીના ચારેબાજુ ગુણગાન ગવાતા! એમની હીરાચંદ રતનચંદ નામની ખૂબ પ્રસિદ્ધ પેઢી ચાલતી હતી. તે કાળમાં તેમનો રાજાશાહી વૈભવ હતો. છતાં સાધુ-સાધ્વીની ભક્તિ કરે, વ્યાખ્યાનો પણ સાંભળે, બાળકોને પણ ધર્મના સંસ્કાર આપે. તેમના મોટા સુપુત્ર સારાભાઈનાં લગ્ન હતાં. તે કાળે શેઠિયાઓ લગ્ન ખૂબ ધામધૂમથી કરે. પણ આ પાપભીરુ જેસિંગભાઈએ લગ્નદિવસે વિદ્યાશાળામાં દિવસનો પૌષધ કર્યો! લગ્ન તો રાત્રે છે માટે લાવ મારો દિવસના વખતનો સદુપયોગ કરી લઉં, એમ સમજી દિવસે પોતે પૌષધમાં બેસી ગયા. - પ. પૂ. આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી (ત્યારે મુનિ પ્રેમવિજયજી) મહારાજે તે દિવસે કેટલાય શ્રાવકોને દીક્ષા લેવા પ્રેરણા કરી. તેઓએ છટકવા કહ્યું કે “આ જેસિંગભાઈ લે તો અમારે લેવી.” પૌષધમાં રહેલા જેસિંગભાઈને બોલાવી પૂ. શ્રીએ પ્રતિબોધ કરી કહ્યું કે “તમે હિંમત કરો તો પાછળ આ શ્રાવકોને પણ આવો સર્વોત્કૃષ્ટ ધર્મ કરાવવાનું પુણ્ય પણ તમને મળશે.'' જો કે એ શ્રાવકોને તો Page #973 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન મનમાં એમ હતું કે આ જેસિંગભાઈ આવી સાહ્યબીમાં દીક્ષા લેશે જ નહીં. અને તેથી આપણે લેવાની વાત પણ ઊડી જશે. જેસિંગભાઈને પણ આવો કોઈ પરિણામ ન હતો. પણ એ ધર્મના પ્રેમી હતા. બીજા ઘણાનું કલ્યાણ પણ થશે એમ વિચારી તાત્કાલિક નિર્ણય કરી પૂ. શ્રીને કહે કે, “સાહેબજી ! જોડાવો બધાને હાથ. આપો દીક્ષાનો અભિગ્રહ! નિયમ એવો આપો કે આ વર્ષમાં અષાઢ સુદિ ચૌદશ સુધીમાં દીક્ષા ન લેવાય તો પછીથી લેવાય ત્યાં સુધી ચવિહારા ઉપવાસ કરવા.'' અણધાર્યું બની ગયું. તેથી કેટલાક ખસી ગયા. છતાં ત્રણ શ્રાવકે સાથે અભિગ્રહ લીધો! એ કેવા શ્રાદ્વરત્ન કે આવો કઠિન નિયમ એકાએક લઈ લીધો! પછી તો ૩૮ વર્ષની યુવાન વયે ખરેખર દીક્ષા લીધી! એમની દીક્ષા થઈ ત્યારે ભારતભરમાં જિનશાસનનો જયજયકાર થઈ ગયો. પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મ. વગેરે ઘણા બોલી ઊઠ્યા કે આ કાળના શાલિભદ્રે દીક્ષા લીધી! હે ભવ્યો! તમે પણ યથાશક્તિ સાધુપણું કે શ્રાવકપણું આરાધી આત્મશ્રેય કરો એ જ શુભાભિલાષા. પુત્રહિતેચ્છુ સુશ્રાવક એ સુશ્રાવિકાએ પોતાના યુવાન પુત્રનું આત્મહિત થાય એ માટે સમજાવ્યો કે મહારાજ સાહેબ પાસે થોડો સમય રહે. ભાવના એવી કે દીક્ષા લે તો તેનું કલ્યાણ થાય. શ્રાવિકા ગુજરાતનાં હતાં. વર્ષો સુધી સાધુ સાથે રહેવા છતાં એ યુવાનને ભાવ ન થયો. પછી માએ પરણાવવો પડ્યો. માની મહેનત નકામી ગઈ? ના. એને દીક્ષા ગમી તો ગઈ પણ દીક્ષાનો ઉલ્લાસ ન થયો. છતાં એમણે પોતાના પુત્રને નાનપણથી દીક્ષાની પ્રેરણા કરી. અને અંતે અપાવી! આ મહાત્મા આજે પણ સાધુપણું પાળી રહ્યા છે. આવા કાળમાં પણ કેવા ઉત્તમ જૈનો કે પોતાના પ્રાણપ્યારા પુત્રો શાસનને સમર્પી દે છે! પ. પૂ. આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મ. આદિના પ્રયત્નોથી આજે તો આવાં કેટલાંય શ્રેષ્ઠ શ્રાવક-શ્રાવિકાઓ છે કે જેઓ પોતાનાં સંતાનોને તૈયાર કરી દીક્ષા અપાવે છે! કેટલાંય અભિગ્રહ કરે છે કે અમારે દીક્ષાની ના ન પાડવી. જો સંતાન મક્કમ હોય તો કેટલાંય પછીથી સ્વયં રાજીખુશીથી દીક્ષા અપાવે છે. હે સ્વહિતચિંતકો! તમે પણ સંતાનો તથા આશ્રિતોને સંસ્કાર સીંચી સ્વપરહિત સાધનારા બનાવો તો અનંતાનંત પુણ્ય બંધાશે. બાકી તો આ કાળ એવો ભયંકર છે કે સંસ્કાર નહીં સીંચ્યા હોય તો વર્તમાનકાળના વિષમ વાતાવરણના પ્રભાવે ધર્મ તો નહીં કરે, પણ કદાચ તમને પણ ત્રાસ ને દુઃખ આપશે. તેથી એવું પણ બને કે અસમાધિને કારણે તમારે પણ ઘણા ભવો દુર્ગતિ વગેરેનાં દુ:ખો ભોગવવા પડે. તેથી દીક્ષા લેવી હોય તો અંતરાય કરવાનું ભયંકર પાપ તો ન જ કરવું. આ કાળના આદર્શ સુશ્રાવક એ સુશ્રાવકનું નામ હિંમતભાઈ બેડાવાળા. મુંબઈ વાલકેશ્વરમાં રહે છે. ખૂબ ઊંચા આરાધક તરીકે એમને ઘણા બધા જાણે છે. તેમની ધર્મદઢતાના કેટલાક પ્રસંગ જોઈએ. ૪-૫ વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં અહમદનગર ગામે એ સિદ્ધચક્રપૂજન ભણાવવા ગયેલા. મુંબઈથી કૉલ આવ્યો કે ‘‘હમણાં જ પાછા આવો. તમારાં ધર્મપત્ની સિરિયસ છે.’' છતાં આ ધર્મશ્રદ્ધાળુ કહે કે ‘‘સિદ્ધચક્રપૂજન છોડીને ન જવાય. ભાવિ જે હશે તે થશે. વળી આ પ્રભુભક્તિથી જ તેને સારું થઈ જવું જોઈએ.'' એમણે તો જરા પણ Page #974 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ચિંતા કર્યાં વિના ભાવથી પૂજન ભણાવ્યું. ત્યાં ખરેખર પત્ની પણ સારી થઈ ગઈ! હિંમતભાઈ રોજ કાઉસ્સગ્ગ આદિ ઘણી આરાધના કરે છે. લગભગ છ વિગઇત્યાગ, પાંચથી વધુ દ્રવ્ય ન વાપરવા વગેરે વર્ષોથી ચાલુ છે. ઘણા કહે છે કે આ હિંમતભાઈ સાધુ જેવું જીવન જીવી રહ્યા છે. હે ભાગ્યશાળીઓ! કરોડો રૂપિયા હોવા છતાં તેઓ જો આવું ઉત્તમ જીવન જીવતા હોય તો તમે પણ મનને દૃઢ કરી યથાશક્તિ ધર્મ-આરાધના કરો. આવા ધર્મીને આપત્તિમાં દૈવી સહાય મળે છે એ આ કાળમાં પણ અનુભવાય છે! એકવાર એમના ઘરમાં રેડ પડી. પોતે ધર્મશ્રદ્ધાથી ચાવીઓ સોંપી દઈ નવકારમંત્ર ભાવથી ગણવા માંડ્યા! અધિકારીઓ કબાટમાં તપાસ કરે છે. ઘણા રૂપિયા હોવા છતાં તેઓને દેખાતા નથી! કાંઈ ન મળતાં ચાવી આપી પાછા ગયા! અનંત પુણ્ય મળેલા આવા ધર્મને ઓળખી, આરાધી, આત્મસુખ પામો એ જ શુભેચ્છા. શરણે આવનારનું ધર્મથી રક્ષણ જીવતલાલ પ્રતાપશીને ઘણા જાણે છે. પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.ના એ સંસારી કાકા હતા. તે દિવસોમાં હિન્દુ-મુસ્લિમોનું હુલ્લડ ચાલતું હતું. જીવાભાઈને અતિ જરૂરી કામે અમુક જગ્યાએ ગયા વિના છૂટકો ન હતો. રસ્તામાં મુસ્લિમ લત્તો હતો. જોખમ ઘણું હતું. જવું પડ્યું. ડ્રાઈવરને કહી દીધું કે તે લત્તામાં ગાડી મારી મૂકજે. ત્યાં પહોંચ્યા તો ઘણે દૂર સેંકડો લોકો ભેગા થયેલા દેખાયા. ડ્રાઈવરે ગાડી ફુલ સ્પીડે દોડાવી. જોરથી હૉર્ન માર્યા, ટોળું ખસ્યું નહીં. જીવાભાઈ સમજી ગયા કે હવે મોત સામે જ છે. આ તો મહાન શ્રાવક! મોતથી ડર્યા વિના સદ્ગતિ મળે એ માટે એકાગ્રતાથી નવકાર ગણવા માંડ્યા. પાસે જઈ ડ્રાઈવરે ન છૂટકે ગાડી રોકી. ટોળાએ ગાડીને ઘેરી લીધી. હતા બધા મુસલમાન. હિન્દુ હોય તો મારી નાખવા જ ભેગા થયેલા. તેમના આગેવાને અંદર કોણ છે એ જોવા ગાડીના બારણામાંથી તપાસ કરી. પણ ધર્મનો અચિંત્ય પ્રભાવ કેવો કે પેલાને જીવાભાઈ મુસલમાન દેખાયા. તેથી એણે બૂમ પાડી કે શેઠ કો જાને દો. અપનેવાલે હૈં.'' લોકો ખસી ગયા. ડ્રાઈવરે ગાડી ભગાવી. જીવાભાઈને ધર્મે બચાવ્યા! ધર્મીને ગેબી સહાય પ્રાયઃ મળે છે. [ ૯૨૫ પૂ. શ્રી હેમરત્નવિજયજી ગણિવરને આ જીવાભાઈએ બોલાવરાવ્યા. પોતે ખૂબ બીમાર હતા. પૂજ્યશ્રી ગયા ત્યારે જીવાભાઈ પૌષધમાં હતા. પૂ.શ્રીએ પૂછતાં કહ્યું કે સાહેબ! બીમારી હતી પણ આજે ચૌદશ છે. પૌષધ ન છોડાય તેથી કર્યો. આપ મને ધર્મ સંભળાવો જેથી બીમારીમાં સમાધિ વધે.’’ હે ધર્મપ્રેમીઓ! તમને તો માંદગી નથી ને? નક્કી કરો કે પર્વ દિવસે પૌષધ વગેરે આરાધના કરવી જ. બ્રહ્મચર્યનો અદ્ભુત ગુણ બેંગ્લોરના જતીનભાઈ. યુવાન વય. સફારી બૅગ કંપનીના એજન્ટ તથા તે જ કંપનીમાં મોટી પોસ્ટ. પણ લગ્નની ઇચ્છા બિલકુલ નહીં! માતુશ્રીની માંદગીને કારણે એક કન્યા સાથે લગ્ન કરવા પડ્યા. લગ્ન પહેલાં તે કન્યા સાથે પોતાની ભાવના વગેરે કહેલાં. પિકચરો જોતી એ કોડીલી કન્યાએ આવી મુશ્કેલ વાત પણ વધાવી લીધી! કેવું આશ્ચર્ય! લગ્ન કરવાં અને બ્રહ્મચર્ય પણ પાળવું! લગ્નથી માંડી દસ વર્ષ બંનેએ બ્રહ્મચર્ય પાળ્યું! ઘણા એમને આ કાળના વિજય શેઠ, વિજયા શેઠાણી તરીકે ઓળખાવે છે! જો ૧૦૪. Page #975 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન કે વિજય શેઠની સાથે આપણે તેમની સરખામણી ન કરીએ, છતાં આવા કાળમાં આવો શ્રેષ્ઠ ગુણ આશ્ચર્યભૂત લાગે. આજે જ્યારે મિત્રો, પડોશીઓ, સગા, સ્નેહીઓમાં વિજાતીઓના સંબંધો પાછળ ઠેર-ઠેર વિષયની લાલસા દેખાય છે, અને કુંવારા, પરણેલા, પ્રૌઢો એમ લગભગ ઘણા મનુષ્યો અબ્રહ્મચર્યના વિષયમાં ઘણા પાપો, દુરાચારો કરતાં સંભળાય છે, એવા આ કલિકાળમાં દંપતીનો આવો બ્રહ્મચર્યપ્રેમ કેવો અજોડ ગણાય! મૈથુન સંજ્ઞાને કારણે ઘણા જીવો કેવા કેવાં ભયંકર દુષ્કાર્યો કરે છે એ જ્ઞાનીઓ આપણને કહે છે. જેઓ બ્રહ્મચર્ય પાળે એ અડધા સાધુ જેવા ગણાય. જતીનભાઈના ભાવ વધતાં દીક્ષા પણ સજોડે લીધી! આજે જ્ઞાનનો અભ્યાસ, નિર્દોષ સંયમપાલન વગેરે સુંદર આરાધના કરે છે. ભારતીબેન પણ દીક્ષા લઈ અભ્યાસ, માસક્ષમણ વગેરે સુંદર આરાધના કરે છે. બંનેમાં બીજા પણ ઘણા ગુણો છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. આ અને આવા બીજા બ્રહ્મચર્યના પ્રસંગો જાણી તમે પણ મન મક્કમ કરી દઢ સંકલ્પ કરો અને યથાશક્તિ નીચેના ગુણ લાવવા ખૂબ ઉદ્યમ કરો. જાવજીવ બ્રહ્મચર્ય, પરસ્ત્રીગમન ત્યાગ, સ્વસ્ત્રી વિષે વધુ ન બને તો પણ પર્વ દિવસો, ૧૨ તિથિ કે ૫ તિથિ બ્રહ્મચર્યપાલન તથા જાવજીવ અનંગક્રીડા ત્યાગ વગેરે. વળી આવા પાપ-વિચારોના કારણભૂત વીડિયો, ટી. વી., સિનેમા, અશ્લીલ વાંચન અને વાતો વગેરે ત્યાગ. આવા આ ભવના સુસંસ્કારોથી આત્માને એવો યોગ્ય બનાવો કે જલદી આત્મહિત થાય એ જ શુભાભિલાષા. ( શીલરક્ષા ) કેટલાંક વર્ષો પહેલાંની વાત છે. ડૉકટર હતા મૂળ પાલનપુરના. યુવાન વય, રૂપાળા. વધુ ભણવા ઈગ્લેન્ડ ગયા. ડિગ્રી મેળવી. મોટી હોસ્પિટલમાં સારી નોકરી મળી. પોતાની ડ્યુટી મુજબ એક રાત્રે રાઉન્ડ લગાવી પોતાની રૂમમાં આવ્યા. ડોકટરને ખબર નહીં ને પાછળથી એક રૂપવતી નર્સે રૂમમાં આવી બારણાં અંદરથી બંધ કર્યા. યુવતીએ મીઠી વાતો કરવા માંડી. પછી કામના હાવભાવ શરૂ કર્યા. પછી તો ઉપરના વસ્ત્રો ઉતારવા લાગી. સમજાવવા જતાં બૂમાબૂમ કરી બેઆબરૂ કરે એમ વિચારી ડૉકટરે બારી ખોલી નવકાર ગણતાં નીચે ભૂસકો માર્યો. ડૉકટર બચી ગયા. આજે પણ એ ડૉકટર શીલરક્ષાનો પ્રસંગ યાદ કરી આનંદિત બની જાય છે. કશીલ સેવનારને તો જિંદગીભર પાપડંખ ખુબ દુઃખી કરે છે. આજે એ ડોકટર અમદાવાદમાં જ રહે છે. ખૂબ ધન્યવાદ! ( શીલરક્ષા માટે પતિનો ત્યાગ ) જિનશાસનના ગૌરવ સમી શીલપ્રેમી એ યુવતી આજે પણ ગુજરાતની ભૂમિને પાવન કરી રહી છે. આ સુશ્રાવિકા અમારા સમુદાયના એક મહાત્માનાં સગાં થાય છે. લગ્નના થોડા સમય પછી આ બેન પતિને સંસ્કારી ભાષામાં કહે છે કે, “દુકાને તમારા ગયા પછી આજે પિતાજી રસોડામાં આવી હસતા હતા. અશિષ્ટ ચાળા કરતા હતા......સમજાવીને આ બંધ કરાવો.” પતિએ જવાબમાં કહ્યું કે ““તું ડરીશ નહિ. પરણીને તાજી આવેલ તને એકલવાયું ન લાગે તે માટે પિતાજી આમ કરે છે...” પછી પણ ૩-૪ દિવસ અશિષ્ટ વર્તન ચાલુ રહ્યું. પતિને ફરી ફરિયાદ કરી, Page #976 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૨૭ પણ પતિએ વાતને ધ્યાનમાં ન લીધી. પણ આ શીલસંપન્ન યુવતી પોતાની નારાજગી છુપાવી પોતાની પથારીમાં સૂવા ગઈ. ઊંઘ આવતી નથી. શીલનાશના જ્ઞાનીઓએ કહેલા અપરંપાર દુઃખો વિચારતી એ પતિ અને સસરાના સૂઈ ગયા પછી ઘરેથી નીકળી પિયર પહોંચી ગઈ. અચાનક આવેલ પુત્રીને જોઈ માતા-પિતાએ ઘણા પ્રશ્ન પૂછડ્યા. તેણે જવાબમાં કહ્યું કે, “હમણાં આપના ઘરે જ રહેવાની છું. નોકરી શોધી લઈશ. તેથી આપને ભારરૂપ નહિ બનું. સદાચારથી જીવીશ. અત્યારે વધુ ન પૂછતા.” પિયરમાં રહી. શિક્ષિકાની નોકરી મળી ગઈ. પતિએ અવારનવાર પત્રો લખી તેડાવી. ન ગઈ. રૂબરૂ તેડવા આવ્યા પણ ન માની. લગભગ ૧૮ વર્ષ બાદ પતિ જાતે લેવા આવ્યા. ઘણી દલીલો કરી. ન સ્વીકાર્યું. આખરે પતિએ કહ્યું કે, “પિતાજી તો દેવલોક થઈ ગયા છે. હવે નિર્ભયપણે આવ....” ત્યારે પતિના પરિચિત બે સંબંધીને વચમાં રાખીને સાસરે સિધાવી. તાજું લગ્ન, યુવાન વય, પતિસુખ છોડીને નોકરી કરીને પણ શીલભંગ ન જ કર્યો! શીલ સુગંધને અનુમોદતી એ આજે પણ માનવભવ આનંદથી સફળ કરી રહી છે. અનંતાનંત વંદના હો આવી વર્તમાન સતીઓને. આ વાંચી તમે બધાં પણ હિંમતપૂર્વક શીલની રક્ષા કરતાં સ્વહિત સાધો એ જ શુભાભિલાષા. ( સંયમ માટે સાહસ અમદાવાદના રસિકભાઈ લગભગ ૨૫ વર્ષથી ધર્મ આરાધના કરે. નિવૃત્તિ પણ લઈ લીધી. ધાર્મિક ભણાવે. વ્યાખ્યાનશ્રવણ વગેરે નિત્ય આરાધના કરે. દીક્ષાનું મન થાય પણ ઉંમર થવાથી ડરે. દીપકલાવાળા દીપકભાઈ અને ચાવાળા રતિભાઈની દીક્ષા નક્કી થઈ. બંનેએ રસિકભાઈને ઉત્સાહિત કર્યા. હિંમત કરીને એકદમ સંયમમાર્ગે સિધાવ્યા! લગભગ ૩ વર્ષથી સુંદર આરાધના, કલાકો સુધી સ્વાધ્યાય વગેરે કરે છે. પ્રવચન આપે છે. તે ભાગ્યશાળીઓ! આવા વૃદ્ધો હિંમત કરે છે, તો આત્મહિત કરવું હોય તો તમે પણ હિંમત કરી સંયમસાધના કરો. દીક્ષાથી ડરો છો? દુર્ગતિ અને સંસારનાં દુઃખોનો ડર નથી લાગતો? દીક્ષા ન લેવાય તો પણ સામાયિક, સ્વાધ્યાય, ભવ આલોચના, ચૌદ નિયમ, પ્રવચનશ્રવણ, પચ્ચકખાણ, કાયમનાં ૧૨ વ્રત વગેરે આરાધના તો કરો. અચિંત્ય લાભ લેવાનો આ અવસર એળે ન જવા દો. ( સાધર્મિકને સાચા ભાઈ રૂપે જોનારા ) સાધર્મિક સહાય કરી કાયમ પાપથી બચાવનાર સુશ્રાવકો આજના પડતા કાળમાં પણ છે. જિનશાસન આજે પણ ઝળહળતું છે. ધ્રાંગધ્રામાં ધીરુભાઈ શાહ પાસે એક શ્રાવક પોતાને માથે પડેલી મુસીબતને રડતાં કહે છે કે “શેઠ સાહેબ! ૮ દિવસ પહેલાં શેર ખરીદ્યા હતા. એના ભાવો ગગડી ગયા છે. ૫ હજારનું વલણ ચૂકવવાનું છે. ૧૫00 ચૂકવ્યા. હવે કાંઈ બચ્યું નથી. મુસીબતમાં ફસાઈ ગયો છું. પૂરું દેવું નહીં ચુકવાય ત્યાં સુધી ભયંકર માનસિક દુઃખ સહેવું પડશે.” ધીરુભાઈ : “પાંચ હજાર ચૂકવી દઉં છું; પણ ફરી આવું થશે ત્યારે શું કરશો?” “આપ જ બતાવો.” “શેર સટ્ટાનો નિયમ લઈ લો.” તરત જ તેણે શેઠ સમક્ષ જ નિયમ લીધો. આમ તે સાધર્મિકને ધીરુભાઈએ દુઃખથી કાયમ માટે બચાવી લીધા. શક્તિ પ્રમાણે સાધર્મિકની ભક્તિ કરો અને આવાં દુઃખોથી તથા તે પાપોના વિપાકોથી બચવા પ્રભુએ Page #977 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ ] [ જૈન પ્રતિભાદર્શન 'નિષેધેલા આવા અનર્થદંડ વગેરે પાપના ધંધા ત્યજો અને આશ્રિતો, મિત્રો વગેરેને પણ પ્રેરણા કરો. ( તપસ્યા કરતાં કરતાં રે ડંકા જોર બજાયા હો ). મહારાષ્ટ્રના ધૂળિયા શહેરના સુશ્રાવક શિવલાલભાઈ કોટેચા. પ. પૂ. આચાર્યદેવ શ્રી રવિચંદ્રસૂરીશ્વરજી મ.ના ચાતુર્માસમાં વ્યાખ્યાન સાંભળતાં એમને આરાધના કરવાનો ઉલ્લાસ થયો. ૩૫ વર્ષની તેમની ઉંમર હતી. નિત્ય એકાસણાં કરવા માંડ્યા. કાપડની ફેરી આજુબાજુનાં ગામોમાં કરે. કયારેક ૩-૪ વાગે આવે, છતાં એકાસણું જ કરે. પછી તો એકાસણાં ઠામ ચઉવિહાર કરવા માંડ્યા. અંત સુધી છોડ્યા નહીં. માસક્ષમણથી સંકલ્પ કર્યો કે અઠ્ઠમ તપ સુધી કાયમ ચઉવિહાર જ કરવો. ઘણા વર્ષ પાંચ તિથિ ચઉવિહાર ઉપવાસ કર્યા. લોકસેવા કરતાં પણ તપ ચાલુ. મરાઠાવાડામાં દુષ્કાળમાં સરકાર પશુનો ખોળ લોકોને આપતી. શિવલાલભાઈને સેવા વખતે દાળરોટલી મળતી. છતાં ખોળ ખાઈ એકાસણાં કર્યાં! દીક્ષા લીધી. ૬ વર્ષે દેવલોક પામ્યા. છેક સુધી તપનો રાગ જબરો! છેલ્લાં ૨૫ વર્ષ મૂળથી ગોળ, ઘી અને ખાંડનો ત્યાગ કર્યો! વર્ધમાનતપની ૪૨ ઓળી કરી. તપસ્વીજીને લાખ લાખ ધન્યવાદ. તપથી અનંતા કર્મ ખપે છે. તમારે પણ યથાશક્તિ તપ સાથે કાયમ અભક્ષ્ય, રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરવા કમર કસવી જોઈએ. અમલનેરના મણિભાઈ. ઉમ્મર ૭૦. ચા-બીડીના ભયંકર બંધાણી. છતાં પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.નો ઉપદેશ પામી પૌષધપૂર્વક માસક્ષમણ કર્યું, પછીથી વર્ધમાન તપની ઓળીને પાયો નાખ્યો. પછીથી ઉપધાન કર્યાં. બીડી-ચા તો બિચારાં ક્યાંય પલાયન થઈ ગયાં. (ધર્મપ્રભાવે રોગ ગાયબ) ઇરલાના વિનોદભાઈને દેહમાં ગાંઠ થઈ. નિદાન કરાવી જરૂરી લાગતાં ઓપરેશન કરાવવું પડ્યું. ફરી ગાંઠ નીકળી. ડૉકટરે બીજીવાર ઓપરેશનની સલાહ આપી. ન છૂટકે કરાવ્યું. થોડા સમય બાદ ફરી પાછી ગાંઠ થઈ. ડોકટરની ઑપરેશનની સલાહ સાંભળી ધર્મપ્રેમી જૈન સુશ્રાવકે વિચાર્યું કે પુણ્યથી મળેલી લક્ષ્મી વેડફવા કરતાં પ્રભુશરણે જઉં! લાખોપતિ એ શ્રદ્ધાળુએ પ્રભુદેરે ઘણા રૂપિયા રોકડા મૂકી પ્રાર્થના કરી કે હવે તો તારા જ શરણે આવી ગયો છું. ડૉકટરોને મારે હવે રૂપિયા નથી દેવા. ઓપરેશન-ખર્ચ તારે ચરણે ધરી પ્રાર્થના કરું છું કે હવે તો આ ગાંઠ તું જ મટાડ. નહીં મટે તો પણ હવે તો ઓપરેશન કરાવવું નથી. ગાંઠ મટી ગઈ! ૪ વર્ષ થયાં. હવે એ ગાંઠ આ ધર્માત્માને ત્યાં આવવાની હિંમત પણ કરી શકતી નથી. આવા ભયંકર કાળમાં પણ ધર્મનો આવો ચમત્કાર જાણી ધર્મ ખૂબ કરો. પુષ્ય ન હોય તો ડોકટર અને દવા પરની શ્રદ્ધા નિષ્ફળ જશે. ઉપરથી નવાં પાપ બંધાવી લાખો કાળ ઘણું દુઃખ આપશે. જ્યારે મહાપ્રભાવી ધર્મ આપણને સર્વત્ર સુંદર સાચું સુખ આપશે. (ધર્મદેઢ સુશ્રાવિકા ) ધર્મપ્રેમી એ શ્રાવિકાએ બીજા ગર્ભાધાન પ્રસંગે નિર્ણય કર્યો કે મારા એક પુત્રને સાધુ બનાવીશ! | Page #978 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૨૯ પછી તો એ માતાએ ૨-૨ પુત્રોને શાસનને સમર્પી દીધા! મુંબઈના એ બહેનના બીજા અનેક પ્રસંગો આપણને ખૂબ પ્રેરણા કરે તેવા છે. એ ધર્માત્મા પરણીને સાસરે ગયાં પછી કંદમૂળ ખાતા કાકાજી વગેરેને કહેલું કે તમારું એઠું પવાલું માટલામાં ન નાંખવું. આટલી મારી વિનંતી નહીં સ્વીકારાય તો આ ઘરનો ત્યાગ કરીશ. સંયુક્ત કુટુંબમાં એકે મજાકમાં એકવાર એઠું પવાલું ઘડામાં નાંખ્યું. દેઢધર્મી એ શ્રાવિકા તરત જ ઘરની બહાર નીકળી ગઈ! પુણ્યોદયે સરળ પતિએ જુદું ઘર લીધું. પુત્રોને કહેલું કે આ ઘરમાં ટી. વી. આવશે તો ગૃહત્યાગ કરી દઈશ. એક દીકરાએ ઘરમાં ટી. વી. લાવતાં તે જ મિનિટે ઘરની નીચે ઊતરી ગયાં! મમ્મીની ધર્મદઢતા જોઈ સુપુત્રે ટી. વી.ને ઘરમાંથી રવાના કરી દીધું. આ કલિકાળમાં પણ જિનશાસન કેવું જયવંતું છે કે આવી અનેક શ્રાવિકા સુંદર આરાધના કરે છે અને કુટુંબ પાસે કરાવે છે! ( નવકાર-પ્રતાપે મોતથી બચાવ ) લગભગ ૨૧ વર્ષ પહેલાં અમે પાંચ સાધુ કાવી જવા ધુવારણના આરાથી હોડીમાં બેઠા. લગભગ અધવચ્ચે નાવિકે બૂમ પાડી : “અરે! આપણે બધા હવે ડૂબી મરવાના....' પૂછતાં તેણે બધાને કહ્યું હું વર્ષોથી નાવ ચલાવું છું. અહીં ભૂલથી આપણે આવી ગયા. અહીં ધોધની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે. આ પ્રવાહ હોડીને સડસડાટ સીધી સામે જ ખેંચી જશે. આજુબાજુમાં સરકવું હવે અશક્ય છે. દૂર આગળ મોટા થાંભલા દેખાય છે ત્યાં પહોંચી હોડી અથડાશે, તૂટશે. પાણી ભરાશે, ડૂબશે. બધા મરશું. તરનારા અમે પણ ધસમસતા પાણીપ્રવાહમાં તરી નહીં શકીએ. અમે પણ ડૂબશું. બચવાનો હવે કોઈ રસ્તો નથી...” સાંભળી બધા રડારડ ને ચીસાચીસ કરવા માંડ્યા. નાવમાં ૩૦-૩૫ મુસાફરો પણ હતા. જ્ઞાનીઓનાં વચનોને યાદ કરી સમાધિમૃત્યુની આરાધના માટે મેં બધાને ખમાવી અંતિમ આરાધના માટે સાગારી અણશણ સ્વીકારી નવકાર ગણવા માંડ્યા. થાંભલા પાસે પહોંચતાં બધાંને મોત નજીક દેખાય છે. મરવાનું ભયંકર દુઃખ છે; પણ નવકાર પ્રતાપે હોડકું થાંભલાની બાજુમાંથી નીકળ્યું! હોડી સહીસલામત કિનારે પહોંચી ગઈ. અનંતા જીવોને મોક્ષ આપનાર નવકારના આવા સેંકડો ચમત્કારો તમે પણ જાણ્યા હશે. બુદ્ધિશાળી તમે પણ આ જાણી આંખો બંધ કરી આના ઉપર ઊંડું ચિંતન કરી અનંત પુણ્ય મળેલા આ મહાપ્રભાવી જૈન ધર્મ પર દઢ શ્રદ્ધા પ્રગટાવી ધર્મને યથાશક્તિ સેવી સદા સર્વત્ર સુખ પામો એ જ શુભેચ્છા. ( લાખો ધન્યવાદ એ સાધુ જેવા સુશ્રાવકને એ પુણ્યશાળીનું નામ પણ કેવું પવિત્ર! નામ એમનું વીરચંદ ગોવિંદજી. એમની વિશિષ્ટ આરાધનાઓ કહું ? જાણવી છે ? ખૂબ ધ્યાનથી વાંચો : ૧. દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ અને આઠ (રિપીટ પાઠ) સામાયિક. ૨. રોજ લગભગ એકાસણું. - ૩ ત્રણ લીલોતરી સિવાય બધી જ લીલોતરીનો ત્યાગ. ૪. વરસાદ પડતો હોય તો પ્રાયઃ વરસાદમાં બહાર ન જાય. Page #979 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦] [ જૈન પ્રતિભાદર્શન કાળવેળાએ ખુલ્લામાં જાય તો સાધુની જેમ કામળી ઓઢીને જાય. પૂજા માટે સ્નાન ખુલ્લામાં કરે. ૭. સંડાસ-બાથરૂમ સાધુની જેમ બહાર ખુલ્લામાં જાય. સાધુની જેમ ઘણાં બધાં પાપો ગૃહસ્થવેશમાં પણ છોડનાર આવા સાધકો આ કાળમાં ગણ્યા-ગાંઠ્યા હશે. લગભગ દશ વર્ષ પહેલાં દેવલોક પામેલ આ શ્રાવક બારડોલી પાઠશાળામાં શિક્ષક હતા. તમે બધાં પણ આ શ્રેષ્ઠ સાધકની દિલથી અનુમોદના કરી યથાશક્તિ ધર્મ-આરાધના કરો એ જ શુભેચ્છા. ( મહાવૈરાગી યુવતી ) યુવાન કન્યાને જોવા બોલાવેલા બધા છક થઈ ગયા. ફાટેલાં કપડાં, વીખરાયેલા વાળ. લઘરવઘર કપડાંમાં યુવતીને જોઈ મુરતિયાએ ના પાડી દીધી. એ દઢ વૈરાગી સાણંદની કુમુદબેન કેશવલાલ સંઘવીએ દીક્ષાર્થી છતાં કુટુંબીઓના આગ્રહથી મુરતિયા સમક્ષ જવું પડ્યું ત્યારે લગ્નપાપથી બચવા ને દીક્ષા મેળવવા આવું સાહસ કર્યું! રૂપ-ગુણ સંપન્ન કુમુદે ભાવના સફળ કરવા તપ આદિ અનેક આરાધના કરવા માંડી. રોજ પ્રાયઃ માત્ર રોટલી, પાણી કે દાળ જ જમતી! ને છ-છ માસ એક જ સાડી પહેરતી! એ કુમુદે ભાઈના લગ્નપ્રસંગે પણ માત્ર દાળભાત જ ખાધાં! કુટુંબીઓને દઢ વૈરાગ્યની ખાત્રી થઈ. દીક્ષા માટે ભાગેલી એને દીક્ષા અપાવશું એ ખાત્રી મળ્યા પછી જ એ પાછી આવી. અંતે પિતા વગેરેએ અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. આવા દઢ વૈરાગી (હાલમાં શ્રી પદ્મલતાશ્રીજી નામધારી)એ સાધ્વીએ ૫૦ વર્ષના નિર્મળ સંયમને પાળી ઘણી શાસન-પ્રભાવના કરી છે. ( સિદ્ધગિરિથી પોપટને જૈન ધર્મની પ્રાપ્તિ ) આ સત્ય પ્રસંગ લગભગ ૮૭ વર્ષ પહેલાં બની ગયો છે. સમેતશિખરજી માટે લડતા વકીલના સ્વમુખે આ વાત સાંભળીને ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા પેદા કરવી જોઈએ. ૧૧ દિવસનો એ બાળક ખૂબ રડે છે! ઘણા ઉપાયે શાંત ન રહેતાં “ક્યું ન ભયે હમ મોર.....' એ સ્તવન ગાવા માંડ્યું. રડવાનું છોડી રો ધ્યાનથી સાંભળવા લાગ્યો! પછી જ્યારે રડે ત્યારે આ સ્તવન સંભળાવી શાંત રાખે. સિદ્ધાચલજીની તાજી યાત્રાની યાદરૂપે તેનું નામ સિદ્ધરાજ પાડ્યું. ૩ વર્ષના તેને સોનાકાકી વાલકેશ્વર દર્શને લઈ ગયાં ત્યારે બોલી ઊઠ્યો : “પેલા આદિનાથ તો મોટા છે.” પૂછતાં તેણે જણાવ્યું સિદ્ધાચલજીના આદેશ્વર દાદાની મેં ગયા (પોપટના) ભવમાં પૂજા કરી છે. ' એને કદી પાલીતાણા લઈ ગયાં ન હતાં. તે સિદ્ધગિરિના દર્શન કરાવવાની જીદ કરવા લાગ્યો. ૩ વર્ષના તેને પાલીતાણા લઈ ગયા. સોનગઢ અને શિહોર ગામેગિરિરાજ દેખાડી સિદ્ધરાજ કાકાને કહે છે—-“આ જ સિદ્ધાચલજી.” પાલીતાણા પહોંચી યાત્રા માટે તેને ડોળીમા બેસવા કહ્યું પણ તે કાકાની આંગળી પકડી ચડવા માંડ્યો! બાઈ ઉપાડીને લઈ જાય તે માટે સમજાવ્યો પણ ન માન્યો. વચ્ચે ક્યાંય પણ બેઠા વિના ઉપર પહોંચી ગયો! તેની ભાવના જાણી પહેલી પક્ષાલ પૂજા વગેરે કરાવ્યાં. ઘરનાં ચૈત્યવંદન કરતાં હતાં ત્યારે તે અર્થે કલાક દાદા સામે ધ્યાનમાં બેસી ગયો. યાત્રા પછી અત્યંત આનંદ દેખાયો. તે ગિરિરાજ ઉપર પાણી પણ પીતો નહીં! એક-બે વાગે નીચે ઊતરી જમતો. તેનું પ્રિય સ્થાન (સિદ્ધવડ) તેણે બધાંને બતાવ્યું. પૂછતાં Page #980 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૯૧ તેણે કહ્યું કે યાત્રાએ આવેલાં આ ઢસૂઢાજી અને તેમનાં માતુશ્રીને જોઈ મને એમને ત્યાં જનમવાનું મન થયું હતું. ૪ વર્ષના આ બાળકને તેના ઘરનાં મ.સા. પાસે લઈ ગયાં. તેના સાથે વાતો કરી. પૂ. મુનિ શ્રી કપૂરવિજયજી મ. આદિએ કહેલું કે આને જાતિસ્મરણ થયું લાગે છે. હજારો યાત્રાળુ એના દર્શને આવતાં. આ બાળક મોટો થઈ કલકત્તા વેપારી ચેમ્બરમાં મોટા હોદ્દા ઉપર આવેલ. ( તપસ્વીરત્ન ) મદ્રાસના તપસ્વીરત્ન શેષમલજી પંડ્યા. વર્ધમાન આયંબિલની ૧ થી ૯૪ ઓળીઓમાં એકાંતરે ઉપવાસ કરતા. બધી ઓળીનાં બધાં આયંબિલ પુરિમઢ, ઠામ ચોવિહાર સાથે અલ્પ દ્રવ્યથી ક્ય! ૬૮મી ઓળી આખી માત્ર ભાત અને પાણીથી કરી ! ૧00મી ઓળી એક જ ધાનથી કરી. આમને તપનો કેવો પ્રેમ કે ઓળીઓમાં પણ વિવિધ પ્રકારનાં તપ કરે! જેમ વૈજ્ઞાનિક નવી નવી શોધખોળ કરે તેમ આ તપસ્વીજી આયંબિલોમાં પણ શુદ્ધ આયંબિલ, એક ધાન વગેરે વિશિષ્ટ નવી નવી સાધના કરે. તપ ઉપરાંત દયા વગેરે ગુણો પણ એવા કે મદ્રાસમાં ગરીબો અને ભૂખ્યાને નિત્ય ભોજનની વ્યવસ્થા કરી શાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. ( પુત્રવધૂઓ કે પુત્રીઓ? અમે પૂ. માતાપિતાની સેવા સુંદર કરતા હતા. પણ માતા-પિતાજી મુંબઈની ધમાલ, હવામાનની પ્રતિકૂળતા વગેરે કારણે કાયમ માટે દેશમાં ગયાં છે. અમે બંને ભાઈ લગભગ ૨૦ વર્ષથી મુંબઈમાં રહીએ છીએ. ધંધા, પરિવાર, બાળકોને ભણવાનું વગેરે કારણે મુંબઈ છોડવું શક્ય નથી. તેમ કર્તવ્યભૂત મા-બાપની સેવાથી વંચિત પણ કેમ રહેવાય? હું તો મોટી મુશ્કેલીમાં મુકાયો છું. બોલ! શું કરશું! ” સૌરાષ્ટ્રના જૈને પત્નીને દિલનું દર્દ જણાવ્યું. સંસ્કારી પત્નીએ કહ્યું : “ચિંતા ન કરશો. ભાભી અને હું વિચારી રસ્તો કાઢીશું.” દેરાણી જેઠાણીએ વિચારી વારાફરતી છ-છ માસ દેશમાં સેવા કરવાનું નક્કી કર્યું! મુંબઈમાં રહેનાર બંને કુટુંબોને સાચવે એ પણ નિર્ણય કર્યો! જુદા રહેતા બન્ને ભાઈઓના પૂરા પરિવારને છ મહિના જમાડવા વગેરે બધી જવાબદારી ઉપાડનાર અને સાસુ-સસરાની સેવા માટે છ માસ પતિવિયોગનું દુઃખ સહર્ષ સ્વીકારનાર આ બે સિંહણોએ કેટલાં બધાં કર્મ ખપાવ્યાં હશે એ જ્ઞાની જાણે! હે સુખવાંછુઓ! માતા-પિતાને સુખ આપશો તો સુખ જરૂર તમારા પગ ચાટશે. શાસ્ત્રકારો કહે છે કે માતા-પિતાની સેવા કરનારને પ્રાયઃ સુગુરુ અને પરમ ગુરુની પ્રાપ્તિ થતાં બીજાં ઘણાં ફળ મળે છે. ( ધર્મમાર્ગના આરાધક અને પ્રોત્સાહક બનો) થોડાં વર્ષો પહેલાં બનેલી આ સત્ય ઘટના આપણને આનંદ, આશ્ચર્ય આદિ અનેક ભાવો પેદા કરે તેવી છે. અમદાવાદ શહેરમાં એ છોકરી ખૂબ ધર્મી કુટુંબમાં જન્મ પામવાનું જબ્બર પુણ્ય લાવેલી. આપણે એને ભવ્યા તરીકે સંબોધીએ. દાદા વગેરેએ દીક્ષા લીધેલી. ઘરના સંસ્કારોથી પૂર્વજન્મમાં સાધના કરેલ ભવ્યાને બાળપણથી ધર્મ ગમતો. ૧૧ વર્ષની ઉંમરે ઉપધાન કર્યા! પૂજા, ચોવિહાર, તપ વગેરે નિત્ય આરાધના સાથે નૃત્ય-ગીત વગેરે કળામાં હોંશિયાર હતી. દીક્ષાની ભાવના થઈ. તેની બા પણ દ K સાથે દીક્ષા લઈશું એવી એમની ભાવના છતાં કોઈ વિચિત્ર કર્મસંયોગે ૧૯ વર્ષે તેને લગ્ન કરવા પડ્યા. તે Page #981 -------------------------------------------------------------------------- ________________ ૯૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન ભવ્યા ખરેખર ધર્મરાગી કે લગ્ન પછી પણ યુવાન વય છતાં અમનચમન કરવાને બદલે ચોવિહાર વગેરે ઘણી આરાધના ચાલુ રાખી. પતિ અભ્યાસ કરતો હતો. એમની ખાનગી વાતો છોડી દઈએ. પણ ભવિતવ્યતાએ ૨૩ વર્ષની ભરયુવાન વયે ભવ્યા પરલોકમાં સાધના કરવા ઊપડી ગઈ. ડોકટરના રિપોર્ટ પ્રમાણે તે બ્રહ્મચારી જ રહી હતી. એને કોઈએ ઝેર આપ્યું હશે. જે બન્યું હોય તે, પણ જ્ઞાનીઓનાં વચનો પ્રમાણે ભવ્યાએ સાચા ભાવથી કરેલો ધર્મ જરૂર તેના આત્માને છેવટે મોક્ષમાર્ગની ઉચ્ચ સાધના કરાવી શિવસુખ મેળવી આપશે. આ પ્રસંગ વાંચી જૈનોએ ખૂબ વિચારવા જેવું છે. સૌપ્રથમ તો ધર્મ ગમતો હોવા છતાં મોહ વગેરે કારણે, તમે સગા-સ્નેહીઓને ધર્મ-આરાધનાનો વિલંબ કે નિષેધ કરો તો એમાં તમારું તો અહિત જરૂર થાય છે, વળી એના ભાવ પડી જાય તો આરાધનાથી એ આત્મા પણ વંચિત રહે છે. વળી, આજના સ્વચ્છંદ સમાજમાં ઘણા બધાં અનિચ્છનીય આચાર, દોષો તમારી પત્ની, પુત્રો વગેરે સેવે છે તે તમે ચલાવી લો છો. અને હજારોમાં એકાદ સાધક જીવ નાનો ધર્મ કરે તેમાં તમે પથરા નાંખો તે જૈન એવા તમને શોભે? એથી બંધાયેલ પાપ ભયંકર દુ:ખો તો કદાચ આપશે પણ અનેકાનેક ભવે ધર્મ પણ નહીં મળે તે તમને પસંદ છે? તેથી દઢ નિશ્ચય કરો કે ધર્મ કરતાં કોઈને પણ રોકવો નહીં, ઉપરથી ધર્મની પ્રેરણા કરવી. બીજું, આ સુશ્રાવિકા તો ખૂબ આરાધક ધર્મી છે. મને કહ્યું “આપને ઠીક લાગે તો નામ વગેરે બધું છાપજો. બીજાઓને તો મારી જેમ ભૂલ કરી પસ્તાવો કરવો નહીં પડે...' છતાં કોઈ કષાયવશ નિંદાનું પાપ ન કરે માટે નામ છાપ્યું નથી. દાનપ્રેમી બીજા એક ભાઈના પ્રસંગ અહીં લેવા હતા; પણ કેટલાંક કારણે તેમણે ના પાડી તેથી છોડી દીધા. જ્યારે આ ધર્મી શ્રાવિકા નામ સાથે છાપવાનું કહે છે! કોલેજ ભણતરમાં આજના વાયરા વિષે એક આધુનિક ચિંતકે કટાક્ષ કરતા કહ્યું છે : બી. એ. કિયા, નોકર હુએ, પેન્શન મિલી, ફિર મર ગયે! સંસારનો અંજામ ભયંકર દુઃખો. ધર્મના ફળમાં સર્વત્ર સુખ. તેથી તમે ને તમારા સ્વજનો ધર્મ કરો ને શાશ્વત સુખ પામો એ શુભેચ્છા. ( ના! રાત્રે પાણી ન પિવાય ) કેમ ચિનુ? અત્યારે અડધી રાત્રે ઊઠી ગયો છે? શું ઊંઘ નથી આવતી! સૂઈ જા!” “સાહેબ! પાણીની ખૂબ તરસ લાગી છે, રહેવાતું નથી. ગળું સુકાઈ ગયું છે. ઉંઘ આવતી નથી. ક્યારનો સંથારામાં તરફડિયાં મારી રહ્યો છું.” પાંચ વરસની નાનકડી ઉંમરના ચિનુનો ઉપાધ્યાય મહારાજશ્રી પ્રેમવિજયજી ગણિવરને જવાબ મળ્યો. જ્ઞાનપાંચમના કારણે ચિનુએ એ દિવસે એકાસણું કરેલું. પૂ. ઉપાધ્યાય મહારાજ આદિનું ચાતુર્માસ વઢવાણ શહેરમાં થયેલું. ચિનુ પૂજયોની સાથે ઉપાશ્રયમાં જ રહી અભ્યાસ આદિ કરી રહ્યો હતો. નિત્ય નવકારશી, રાત્રિભોજન ત્યાગ, જિનમંદિરે ભગવંતના દર્શન બાદ જ નવકારશી પારવાની વગેરે સંસ્કારો એને ધર્મી મા-બાપ તરફથી જ મળેલા હતા. Page #982 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૩૩ અપ્રમત્ત આરાધક તરીકે સુખ્યાત પૂ. ઉપાધ્યાય મહારાજ બાળક ચિનુના સંથારા પાસે ગયા. હેતભર્યા હૈયાથી એમણે ચિનુને પંપાળ્યો. ‘તૃષા લાગી હોય તો જો પેલા તપેલામાંથી ચૂનાનું પાણી વાપરી લે.' ચિનુની પરીક્ષા કરવા ઉપાધ્યાય મહારાજશ્રી બોલ્યા. ‘સાહેબ! અત્યારે રાત્રિ છે, મારે એકાસણું છે, રાત્રે પાણી ન પિવાય.' ઉપાધ્યાય મહારાજના અનેક વખતનાં વચનોનો બાળક ચિનુ પાસે આ એક જ જવાબ હતો! વ્રતર્દઢતા-સત્ત્વની પરીક્ષામાં ચિનુ સારી રીતે ઉત્તીર્ણ થયો. મહેસાણા જિલ્લાના માણેકપુર ગામના હીરાભાઈનો એ ચિનુ ૭ વર્ષ ૪૫ માસની ઉંમરમાં જ બાળમુનિ નરરત્નવિજયજી બન્યા, પૂ. પં. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય થયા. સરળતા-નમ્રતા-વિનય-વૈયાવચ્ચ-અષ્ટ પ્રવચનમાતાના પાલનની ચુસ્તતા-ઔચિત્ય-પાપભીરુતા આદિ અનેક ગુણના સ્વામી એ મુનિવર અનુક્રમે આચાર્ય શ્રી વિજયનરરત્નસૂરીશ્વરજી મ. બન્યા. ૬૨ વર્ષના નિર્મળ ચારિત્રના પાલન દ્વારા તેઓ પોતાનું જીવન સફળ બનાવી ગયા. ૫ વર્ષનો ટેણિયો આવી ભયંકર તરસ છતાં અને ગુરુવર જ પાણી આપતા હોવા છતાં એકાસણું દૃઢતાથી પૂર્ણ કરે, આ વર્તમાન સત્યકથાથી તમે શો સંકલ્પ કર્યો? નિયમ શક્તિ મુજબના લેવા અને અડગપણે પાળવા એ જરૂરી છે. એનો અદ્ભુત લાભ છે. વળી સંતાનો ભાવ થવાથી ઉપવાસ વગેરે પર્યુષણમાં કરે તો આજે કેટલાંક મા-બાપ પછી એકાસણું વગેરે કરાવે છે. એમાં ઉભયને કેટલું પાપ બંધાય? પચ્ચક્ખાણ લીધાં પછી એનો ઉલ્લાસ વધારી, પ્રેમ આપી સારી રીતે તપ વગેરે પૂરા કરાવવા. છતાં કદાચ ન થાય તો એને અસમાધિ થતી હોય તો ગુરુદેવને પૂછી અપવાદિક ઉપાયો લઈ પ્રાયશ્ચિત્ત કરાવીએ તો તેને કે તમને પાપ ન બંધાય પણ લાભકર્તા થાય. પછી પ્રેમથી એને સમજાવાય કે બેટા ! હવે મન થાય ત્યારે એકાસણું વગેરે કરજે. પછી શક્તિ આવે ત્યારે ઉપવાસ કરે તો નિયમભંગનું પાપ ન લાગે. સાથે આજે ઘણા વૃદ્ધો પણ બારે માસ તિવિહાર જ કરે છે. તેઓએ મનને મક્કમ કરવા જેવું છે કે આવાં બાળકો જન્મથી કે નાની ઉંમરે ચોવિહાર કરતાં હોય તો મારાથી કેમ ન થાય? અને છતાં અસહ્ય ગરમીમાં કદાચ તિવિહાર કરો તો પણ શિયાળા-ચોમાસામાં કેમ ચોવિહાર ન કરવો? વિશેષમાં આવા સત્ય પ્રસંગો જાણી બિનજરૂરી રાત્રિભોજન આદિ પાપ કરતા હો તો તમારે તમારા આત્માને સમજાવવું કે આવાં સાવ નાનાં બાળકો ચોવિહાર કરતાં હોય તો મને તો જરા પણ મુશ્કેલી નહીં પડે. એમ મન મક્કમ કરી રાત્રિભોજન, કંદમૂળ વગેરે શક્ય પાપોથી બચવું જોઈએ. આજથી જ પ્રયત્ન કરો ને સફળતા મેળવી આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા. દીક્ષાપ્રસંગે વ્રત-નિયમો ઝીંઝુવાડા ગુજરાતનું સંસ્કારી ગામ છે. પ. પૂ. આ. ભ. શ્રી દાનસૂરિજી મ.સા., પ. પૂ. આ. ભ. શ્રી ઓસ્કારસૂરિજી મ.સા. વગેરે ઘણા ધર્મીરત્નોની શાસનને આ ગામે ભેટ ધરી છે. આ ધર્મનગરી ઝીંઝુવાડામાં કાંતિભાઈ રહેતા હતા. રોજ ૫૦-૫૫ બીડી પીવે, રાત્રિભોજન ચાલુ, બીડી રાત્રે પણ પીવે. ૧૦. Page #983 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન તેમના ભત્રીજા (પ. પૂ. આ. શ્રી યશોવિજય મ.)ની દીક્ષા થઈ ત્યારે એમને સ્વયં મનોરથ થયો કે મારો ભત્રીજો દીક્ષા લે અને હું આવાં પાપ કરું? ન ચાલે. દીક્ષા વખતે જ આજન્મ બીડી ત્યાગ, રાત્રિભોજનત્યાગની પ્રતિજ્ઞા લીધી! માનવને વ્યસન પડ્યા પછી બીડી વગેરે વધતાં જાય, તેનો ત્યાગ કરવો હોય તેને પણ બહુ આકરું પડે. અરે! થોડી સંખ્યા ઘટાડવાની મ.સા. પ્રેરણા કરે તોપણ તેને સાત-પાંચ થઈ જાય. જ્યારે આ સત્ત્વશાળીએ આવો નિયમ લઈ અણીશુદ્ધ પાળ્યો! પૂર્વે દીક્ષા સાંભળી ગામ-પરગામનાં ઘણા દીક્ષા લેતાં. શાસ્ત્રોમાં ઘણા પ્રસંગો સાંભળવા મળે છે. આજે પણ કેટલાય સગા-સ્નેહી દીક્ષા પ્રસંગે વિશેષ નિયમો લે છે. હે ભવ્યાત્માઓ! તમે જૈન છો. તમે પણ સગા-સ્વજન વગેરેની દીક્ષા પ્રસંગે મળેલ દુર્લભ મનને જ્ઞાનથી ભાવિત કરી સત્ત્વ ફોરવી ઉલ્લાસથી શય વ્રત-નિયમો સ્વીકારી આત્મહિત સાધો. માસક્ષમણ-પ્રભાવે અલ્સરનો નાશ ઝીંઝુવાડામાં આ જ કાંતિભાઈને અલ્સરની બીમારી થઈ. ડૉકટરે દવાઓ સાથે ખાસ સૂચના કરી કે તમારે તમારી પાસે ચોવીસે કલાક દૂધ અને બિસ્કીટ રાખવાં અને બળતરા થાય કે તરત તે વાપરવાં. કાંતિભાઈએ કહ્યું : ‘ડૉકટર! રાત્રિભોજન તો હું નહીં જ કરું.' ડૉકટરે સ્પષ્ટ કહ્યું, ‘રાત્રે પણ તમારે લેવું જ પડશે, નહીં તો આ તકલીફ ખૂબ વધી જશે.' સત્ત્વશાળી કાંતિભાઈએ શુભ પરિણામો વધતાં માસક્ષમણનો નિર્ધાર કર્યો! સગા-સ્નેહી ઘણાએ ખૂબ સમજાવ્યા. ન માન્યા. છેવટે કહ્યું કે પચ્ચક્ખાણ ૧૧ ઉપવાસનું લેજો. તો કહે મારે તો એકસાથે ૩૦નું લેવું છે પણ ગુરુદેવ આપે નહીં. તેથી ૧૬ નું લઈશ. પછી ૧૪નું લઈ માસક્ષમણ સારી રીતે પૂર્ણ કર્યું. પારણું પણ સારું થયું. પછી તે મરચાંની વાનગી વગેરે બધું જમતા. ડૉકટરને બતાવવા ગયા, તપાસી કહે, ‘તમને સારું થઈ ગયું છે. દવા વગેરે કરી તો કેવું મટી ગયું!' કાંતિભાઈ કહે : ‘દવા, દૂધ વગેરે કાંઈ લીધું નથી. માસખમણ કર્યું.' ડૉકટરને પણ આશ્ચર્ય થયું. આ વાંચી તમારે માત્ર તાલીઓ પાડવી છે કે તેમની જેમ તમારા આત્માને આગળ વધારવો છે? એટલું સત્ત્વ ન હોય તો નાના રોગોમાં ડૉકટર કહે તે અભક્ષ્ય દવાનું સેવન, રાત્રિભોજન વગેરે પાપો તો ન જ કરવા. વિશેષમાં રોગના કારણ વિના તો રાત્રિભોજન, કંદમૂળ વગેરે મોટાં પાપો તો કદી ન કરવા. છેવટે તમારામાં એટલું મનોબળ ન હોય તો પણ સગા વગેરે જે કોઈ નાનીમોટી આરાધના કરતા હોય તેમને કંદમૂળ વગેરે ત્યાગની ભાવના થાય તો તેમની ભાવના વધારવી. કોઈની શુભ ભાવનાનો નાશ કરવાનું કે ખોટી-ઊંધી સલાહ આપવાનું પાપ તો કદી ન કરવું એટલો નિયમ તો લેશો ને? આયંબિલથી મૃત્યુ પર વિજય રાજસ્થાનવાસી એક બહેનને પેટમાં સોજો થયો. સોજો વધતાં પેટ ખૂબ વધી ગયું. ડૉકટરે તપાસી કહ્યું : ‘આનો કોઈ ઈલાજ નથી. બચશે નહીં.' કોઈએ આયંબિલનો મહિમા વર્ણવ્યો. શ્રદ્ધા નહીં છતાં મોતથી બચવા માણસ બધું કરવા તૈયાર થાય એ ન્યાયે એમણે આયંબિલ શરૂ કર્યાં. પહેલે દિવસે જરાક જ મગનું પાણી લેવાયું. બીજું કશું નહીં. છતાં આયંબિલ ચાલુ જ રાખ્યાં. થોડા મહિનામાં પેટનો બધો જ સોજો ઊતરી ગયો! ચમત્કારી આયંબિલની પ્રભાવના. આજે આવા અનેક ચમત્કારો જોવા-સાંભળવા Page #984 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૯૩પ મળે છે. કર્મનાશકારક આ મહામંગળકારી આયંબિલ યથાશક્તિ ખૂબ કરો એ જ શુભેચ્છા. ( ધર્મની નિંદાનું ઈન્સ્ટન્ટ ફળ ) ૫-૭ વર્ષ પહેલાંની આ સત્ય હકીકત છે. સુરતથી લગભગ ૧૫૦ કિ.મી. દૂર એક ગામ છે. ૨૮ વર્ષનો યુવાન આજની હવાથી ધર્મવિરોધી હતો. સંઘ દર મહિને અંગલૂછણાં નવાં કાઢતો હતો. આવી સામાન્ય બાબતમાં પણ તે નિંદા કરે કે ભગવાનને અંગલૂછણાં નવાં સારાં જોઈએ વગેરે ક્યાં જરૂરી છે? આમ ધર્મનાં ઘણા કામમાં વિરોધ કર્યા કરે. ભરયુવાનવયે એને આંતરડાનું કેન્સર થયું. ખૂબ હેરાનપરેશાન થાય છે. કારણ સમજી ગયો. ઘરના મારફત ટ્રસ્ટીઓને બોલાવી તેણે કહ્યું : “મેં સંઘની ને ધર્મની ખૂબ આશાતના કરી છે. તેનું ફળ ભોગવી રહ્યો છું. છતાં મને એ આશ્વાસન છે કે અહીં જ પાપફળ મળી રહ્યું છે. એટલાં મારા પાપ ઓછાં થાય છે. વેદના ને મોતનો મને ડર નથી; પણ સર્વત્ર સર્વને મારો દાખલો આપી મારા વતી કહેશો કે ધર્મ, સંઘ વગેરેની નિંદા, આશાતના કદી ન કરતા...” હે દુઃખભીરુઓ! થાય એટલો ધરમ કરજો પણ દેવ, ગુરુ, ધર્મ વગેરેની નિંદા, અવહેલના વગેરે કદી ન કરશો. ( અમદાવાદ-ગિરધરનગરની અફલાતૂન ભક્તિ ) એક સાધ્વીજી મ.ને બરોળની બીમારી હતી. પાંચ ઈજેક્શન લેવાં પડશે એમ ડૉકટરે તપાસીને કહ્યું. પાંચનો ચાર્જ ૭૦ હજાર થાય તેમ હતો. ગિરધરનગર સંઘે વિનાવિલંબે કહી દીધું, “જેટલો થાય તેટલો ભલે થાય. અમે લાભ લઈશું.” શ્રી ગિરધરનગર સંઘ સર્વે સમુદાયના સર્વે સાધુ-સાધ્વીજી મ.ની બીમારી આદિમાં બધી ભક્તિ કરે છે. ત્યાં રહેવાની, દવા વગેરેની પણ વ્યવસ્થા કરી આપે છે. ગિરધરનગરમાં ચત્રભુજ રાજસ્થાની હોસ્પિટલ સિવિલ પાસે બંધાઈ. તેના ટ્રસ્ટીઓ સાથે સુશ્રાવકોએ વાતચીત કરી. ધર્મબુદ્ધિથી કરાર કર્યો કે હોસ્પિટલ કાયમ માટે જૈન સાધુ-સાધ્વીજીની ચિકિત્સા ફ્રી કરે. તેને માટે શ્રી જૈન સંઘ ૫ લાખ જેટલી માતબર રકમનું દાન હૉસ્પિટલને કરે. તે પછી મોંઘવારી ને ખર્ચો વધતાં ટ્રસ્ટીઓની વિનંતીથી બીજા છ લાખનું પણ જૈન સંઘે હોસ્પિટલને દાન આપ્યું! આ સારવારની ભક્તિ તેમજ સાધુસાધ્વીઓની ગોચરી-પાણી આદિ બધી ભક્તિ શ્રીસંઘ સદા કરતો આવ્યો છે. લગભગ બારે માસ મોટી સંખ્યામાં સાધ્વીજી ભગવંતો ત્યાં મુકામ કરે છે અને શ્રીસંઘ ઉદારતાથી બધો લાભ લે છે. આ વર્ષનું ચાતુર્માસ સંઘે પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા.નું કરાવ્યું છે. સાથે વિદ્વાન મુનિ શ્રી અભયશેખરવિજયજીને ભણાવવા રાખ્યા છે. લગભગ સવાસો સાધ્વીજીઓની અભ્યાસ આદિ માટે ત્યાં ચોમાસુ કરવાની ભાવના સંઘે ભક્તિથી પૂર્ણ કરી! ઉપરાંત ત્યાંના પ્રમુખ શ્રી હીરાભાઈ આદિ પ.પૂ. ગચ્છાધિપતિશ્રીને વિનંતી કરે છે કે અભ્યાસ માટે હજી વધારે સાધ્વીજી ભગવંતોની ઇચ્છા હોય તો સંઘ તેમનો બધો લાભ લેવા તૈયાર છે! ટ્રસ્ટીઓ કહે છે કે સાહેબજી! અમે સંઘ સમક્ષ વૈયાવચ્ચ, જીવદયા, સાધારણ આદિ કોઈપણ કાર્ય માટે ટહેલ મૂકીએ છીએ તો શ્રીસંઘ સદા ઉદારતાથી પૂરી કરે છે. વિશેષ અનુમોદનીય બાબત એ છે કે આખા સંઘમાં ઐકય છે! ક્લેશ, મતભેદ ત્યાં નથી. ૨૦ Page #985 -------------------------------------------------------------------------- ________________ ૯૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન જેટલા ભાવિકોની એવી ઉત્તમ ભાવના છે કે ૨૦ વર્ષ સુધી સામુદાયિક નવી નવી આરાધના કરાવવી. શ્રી શંખેશ્વરજીનો અને શ્રી સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો. બીજા અનેક આયોજનો હાથ ઉપર લીધા છે. ( ટી.વી.નાં ભયંકર નુકસાન ) ધોળકામાં તા. ૨૦-૨-૮૮એ સારા ઘરની ૧૭ વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી. બનાવની વિગત એવી છે કે સામસામે ૨ ઘર હતાં. બંને સુખી, ખાનદાન, સંસ્કારી ઘર. બંને વચ્ચે ઘર જેવો સંબંધ થયેલો. છોકરી હાઈસ્કૂલમાં ભણતી હતી. સામેના છોકરા સાથે ભાઈ જેવો સંબંધ હતો. ૨૦મી તારીખે છોકરી ઘેર એકલી હતી. ટી. વી. જોતાં મન વાસનામય બની ગયું. સામે છોકરાને ઘેર ગઈ. છોકરો પણ ઘરે એકલો હતો. ન બનવાનું બની ગયું. થોડી વાર પછી છોકરીને તેના ઘરના ગામમાં શોધવા માંડ્યા. છોકરાને ખબર પડી. ડરથી ઘરને બહારથી તાળું મારી મોટાભાઈને બધી વાત કરી. ભાઈએ છોકરીના ઘરે કહ્યું : અમારા ઘરમાં છે” ઘરનાં નિશ્ચિત બન્યાં. તેના ઘરે જઈ ખોલતાં દોરડું ગળે બાંધી છોકરીએ આત્મહત્યા કરેલી. હાથમાં ચિઠ્ઠીમાં લખેલું –“આમાં મારો જ દોષ છે. જે પાપને હું ખૂબ ધિક્કારતી તે મેં જાતે જ કર્યું છે. તેનું દુષ્ટ ફળ ભોગવું છું. આ પ્રસંગ આપણને ઘણું કહી જાય છે. અત્યારે ટી. વી.થી ભયંકર નુકસાન થયાના આવા ઘણા દાખલા સંભળાય છે. સ્વપરને આલોક અને પરલોકમાં લાંબો કાળ અહિત કરનાર ટી. વી.ની ભયંકરતાને બરાબર સમજી તેનો સંપૂર્ણ કે શક્ય ત્યાગ કરી આત્મહિત કરો એ જ શુભેચ્છા. કામમાં રેડી, નામનાથી રડે! ) રાધનપુર ધર્મપુરી છે. તેણે ઘણા સાધુ અને સુશ્રાવકોની જિનશાસનને ભેટ ધરી છે. ત્યાં કરમશીભાઈ નામના ધર્મરાગી સુશ્રાવક હતા. પાટણના શ્રેષ્ઠી નગીનદાસ કરમચંદે ઠાઠમાઠથી મોટો સંઘ કાઢેલ. તેની બધી વ્યવસ્થા કરમશીભાઈને સોંપેલી. ખૂબ સુંદર વ્યવસ્થાથી સંઘવીની કીર્તિ ખૂબ વધી. નગીનભાઈએ તેમનું બહુમાન કરવા ઘણીવાર પ્રયત્ન કર્યો, પણ ખબર પડતાં કરમશીભાઈ છૂ થઈ જાય! છેવટે કરમશીભાઈના ઘેર પુત્રના લગ્ન હતા એ નિમિત્તે પોતાની હોંશ પૂરી કરવા નગીનભાઈ પહેરામણીના બહાને આવ્યા. નિસ્પૃહી કરમશીભાઈ તેમને કહે, “આપ તો હવે સંઘવી થયા, આપને લગ્ન જેવા આવા પાપના પ્રસંગોમાં હાજર કેમ રહેવાય?.” આમ શેઠને રવાના કરી દીધા! કેવા નિઃસ્પૃહી!! એક વાર દેરાસરમાં પૂજા હતી. ગવૈયો પેટી વગાડવા ખુરશી પર બેઠો. ત્યારે પગની વાજાપેટી હતી. પૂજામાં મ.સા. જમીન પર બેઠા હતા. કરમશીભાઈ સાધુ પ્રત્યે આદરવાળા. આ અવિનય એમને યોગ્ય ન લાગ્યો. ફરી આવું ન થાય માટે વિચારી ઉપાય શોધી કાઢ્યો. ગવૈયાની બેઠક સામે પેટી જેટલો ઊંડો ખાડો ખોદાવ્યો. પૂજા હોય ત્યારે પેટી ખાડામાં મૂકી પૂજા ભણાવવાની અને ગવૈયાએ જમીન પર બેસીને જ પૂજા ભણાવવાની! ધર્મમાં કેવા ચુસ્ત! પૂજ્યો પ્રત્યે અનહદ અહોભાવ!! એમનાં માતુશ્રી અંતિમ અવસ્થા વખતે કહે, “મારા દાગીના તારી ધર્મપત્નીને આપજે.' આ ધર્મપ્રેમી પુત્રે માતાજીને આદરથી કહ્યું : “ધર્મમાં દાન કરી મહાન લાભ તું લઈ લે. તારી વહુને તો પછી Page #986 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૩૭ પણ હું ક્યારેક કરાવી શકીશ....” ઘરેણાં લગભગ ૫૦ તોલાનાં હતાં. માતુશ્રી સમજી ગયા. ઘરેણાં સુકૃતોમાં વાપર્યા. ઘણા જૈનો પણ વડીલો મિલકત પોતાને જ આપે એવી ઇચ્છાવાળા હોય છે, જ્યારે આ સાચા ધર્મી સુશ્રાવકે પોતાને સામેથી મળતા દાગીનાનો ત્યાગ કરી માતાજીના આત્માના હિતનો વિચાર ! કેવા નિર્લોભી! પત્નીને દાગીના વિના ચાલે પણ માતાનું અંતિમ સમયે અહિત થાય એ કેમ નભાવાય? આવી શ્રેષ્ઠ ભાવના હતી. (શાસનરાગી સુશ્રાવક) ૨૩ વર્ષ પહેલાં સુશ્રાવક રતિભાઈ જીવણલાલનો શાસનરાગ જોઈ ખૂબ અનુમોદના કરું છું. વઢવાણમાં મારું ચોમાસું હતું. એક દિવસ સવારે અજવાળું થયા પછી પડિલેહણ કરતો હતો. વઢવાણનો ઉપાશ્રય અંધારિયો છે. અંદર અંધારું હોવાથી અજવાળા માટે પડિલેહણ ઉપાશ્રયના દ્વાર પાસે પગથિયે કરતો હતો. એટલામાં તે વંદન કરવા આવ્યા! પડિલેહણ કરતો જોઈ મને પૂછે : “કોણ છો? શું કરો છો?' હું તેમને ઓળખું નહીં. મને થયું કે આ કોઈ પંચાતિયા શ્રાવક હશે. પડિલેહણ કરતાં બોલવું ન હતું. થોડીવારે પાછા આવી મને પૂછ્યું. પછી કહે, “મ.સા.! આવો આચાએમ ઘણા જીવોને લાભ કરે. મારો અનુભવ આપને કહું. એક વાર સ્નેહી સાથે જતો હતો. રસ્તામાં જતાં મ.સા.ને જોઈ સાથેના ભાઈએ વંદન કર્યું. મ.સા.ના ગયા પછી મેં એ ભાઈને પૂછ્યું. “તમે કદી હાથ પણ ન જોડો. અને આમને વંદન કર્યું?' ત્યારે તેમણે આપેલો જવાબ મારા હૈયામાં કોતરાઈ ગયો. જવાબ આ હતો : “રતિભાઈ! તમે જોયું નહીં કે નીચે જોવાપૂર્વક સુસાધુની જેમ વિહાર કરતાં આ મહાત્મા ચાલતા હતા. એમની વિશુદ્ધ સંયમચર્યા જોઈ મને દિલમાં અત્યંત આદર પેદા થઈ ગયો.” આ સાંભળી રતિભાઈને થયું કે આચારોની શિથિલતાથી સાધુથી દૂર ભાગતા આવા ધર્મપ્રેમી આત્માઓને આચારદઢ સાધુઓને જોઈ કેટલો બધો લાભ થાય. તેમને સાંભળી મને પશ્ચાત્તાપ થયો કે મેં આ શાસનરાગી સુશ્રાવકને પંચાતિયા કહ્યા. આ રતિભાઈને શાસન હૈયામાં ઊંડું વસી ગયેલું કે વધુ ને વધુ જીવો શાસનરાગી બને એવું ઈચ્છતા હતા! નાના અને અજાણ્યા એવા મારી પણ એક નાની ક્રિયામાં થોડી વિધિ જોઈ તો તેમને ખૂબ આનંદ થયો! હે કલ્યાણકામી ભવ્યો! તમે પણ કયાંય જિનાજ્ઞાપાલન વગેરે જોઈને આનંદ પામશો તો અનુમોદના વગેરેનો ઘણો લાભ થશે. ( અજેન પણ જૈન આચારમાં અડગ ) વિરમગામ પાસે લગભગ ૧૫ કિ.મી. દૂર દ્ર” નામનું ગામ છે. ત્યાં લાલુભાઈ રહે. બીડીઓનું ભારે વ્યસન. જાતના રજપૂત. એકવાર બીડી પીતા હતા ને પ.પૂ. મહાયશસાગર મ. સાહેબે તેના ત્યાગની પ્રેરણા કરી. હળુકર્મી જીવ. તેથી આત્મહિતની વાત ગમી. સ્વીકારી. પછી અવારનવાર મ.સા.ના દર્શને જાય. તે અજૈન છતાં તેમની યોગ્યતા જોઈ મ.સા. ધર્મની પ્રેરણા કરે. એમ સત્સંગથી નવકારવાળી, સામાયિક, ચોવિહાર, ૬૪ પ્રહરી પૌષધ વગેરે આરાધના કરતા થઈ ગયા. (આ વાંચી તમને તમારા ભારે કર્મીપણાનું દુઃખ થાય છે?) નાના ગામના આ અજૈનને એકવાર એક સાધુ મળ્યા ને આટલી બધી આરાધના કરી. તેમને બારે માસ ને ઘણીવાર વિદ્વાન, વક્તા, સંયમી મહાત્માઓ મળે છે. તમે આરાધના A કેટલી વધારી? ખામી કયાં? ૪, ૬ જણને એક જ સ્કૂટર પર બેસાડી સ્કૂટરનો કસ કાઢનાર) Page #987 -------------------------------------------------------------------------- ________________ ૯૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન અમદાવાદવાસી પુણ્યથી મળેલ જિનશાસનનો કસ કાઢે? અર્થાત્ વધુ આરાધના કરવાનો મોકો મળે ત્યારે વધારી લે? આ લાલુભાઈને સગાસંબંધી રજપૂતોના લગ્ન વગેરેમાં જવું પડે. બધા રાત્રે જમે. આમને પણ સગાસ્નેહી દબાણ કરે. ચોખ્ખી ના પાડે. રજપૂતો કહે કે આ તો વાણિયો જ થઈ ગયો છે. છતાં લાલુભાઈ ચોવિહારના નિયમમાં મક્કમ રહે. નવકાર પર દૃઢ શ્રદ્ધા. રોજ ગણે. એમને ગામલોકો અને બાજુના ગામના ભગત કહે. કોઈને કંઈ મુશ્કેલી આવે તો આ બાપુ ભગત પાસે આવે. એકવાર એક જણને રાત્રે પાણી પીતાં લોટામાં રહેલ વીંછીએ તાળવે ડંખ દીધો. ખૂબ સોજો આવ્યો. મોઢું ખૂલે જ નહીં. લાલુભાઈ પાસે લાવ્યા. ધર્મશ્રદ્ધાળુ એમણે નવકાર ગણી પાણીનાં ટીપાં મોમાં નાંખ્યાં. થોડું ખૂલ્યું. વધુ પાણી મંત્રીને પાયું. સારું થઈ ગયું. આમ ઘણાના ઘણા રોગ શ્રદ્ધાબળથી નવકારથી મટાડે. એકવાર સામાયિકમાં બેઠેલા. ૪-૫ મિનિટની વાર હતી. મોટો સાપ આવ્યો પણ સામાયિક ભાંગવાના ડરથી ખસ્યા નહીં! ફેણ ડોલાવી સાપ અદૃશ્ય થઈ ગયો. અજૈનો સ્વસમાજ સામે પડી તથા આપત્તિમાં પણ જૈન ધર્મપાલનમાં દૃઢ રહે છે. તો તમારે જૈનોએ તો નાની નાની મુશ્કેલીમાં કંદમૂળ ત્યાગ વગેરે પાયાના આચારો પાળવા ન જોઈએ? બાળકોના દેવદૂતો અમદાવાદ શાંતિનાથની પોળના સુશ્રાવક લાલભાઈ ત્રિકમભાઈ વર્ષોથી બાળકોને ધર્મ-આરાધના માટે ખૂબ પ્રોત્સાહનો આપે છે. દા. ત. જે પૂજા કરે તેને, સાંજે કપાળમાં ચાંલ્લો બતાવે તેને પેન્સિલ, નોટ વગેરે કાંઈ ને કાંઈ પ્રભાવના કરે. રોજ ૨૦૦ થી વધુ બાળકો ચાંલ્લો બતાવી જાય. પ્રભુપ્રાર્થનાઓ ગોખી લાવે તેને પ્રભાવના કરે. પાદશાહની પોળના ચંપકભાઈ વૅકેશનમાં રોજ પૂજા કરે તે બાળકોને પ્રભાવના કરે છે! અલગ અલગ વસ્તુ આપે. હમણાં તો એટલી નાની પોળમાં ૬૦ બાળરાજાઓ પૂજા કરતા થઈ ગયા. (આ વાંચી તમને શા ભાવ જાગ્યા? ગામનાં, સંઘનાં, પડોશનાં અને પોતાનાં બાળકોને પૂજા, ગાથા વગેરે ધર્મ કરે તે માટે પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ કર્યો? વધુ શક્ય ન હોય તો પોતાનાં બાળકોને રોજ અને વેકેશનમાં વિશેષપણે ધર્મ કરે તે માટે પ્રેરણા, પ્રોત્સાહન, પૃચ્છા, પ્રશંસા કરશો?) તમારાં સંતાનોના સ્કૂલ-કૉલેજના અભ્યાસ માટે તમે ખૂબ કાળજી કરો છો; પ્રોત્સાહન આપો છો. તો ધર્મ-આરાધના માટે અવારનવાર પ્રેરણા કરવી એથી પણ વધુ જરૂરી નથી? છે જ. વંદિત્તુ, અતિચાર વગેરે તું ગોખી લાવે તો આબુ ફરવા લઈ જઈશ વગેરે પ્રોત્સાહન આપવાથી તેઓ કરશે. પુણ્યથી તેમણે જૈન કુળ મેળવ્યું છે. શક્તિ પણ ઘણી છે. ખામી પ્રાયઃ તમારી કાળજી નથી એ છે. સ્કૂલ-કૉલેજમાં સારા માર્ક્સ લાવે તે તમારાં સંતાનને લોગસ્સ વગેરે પણ ના આવડે તે તમારા માટે શરમજનક નથી? ધર્મનું ન ભણે તો પાપ તમને ન લાગે? આ બાબત ખૂબ વિચારજો. તમારાં સંતાનોને સારા સંસ્કાર આપશો તો પુણ્ય તો જરૂર બંધાશે; પાછલી ઉંમરે તેઓ તમને સેવા, સમાધિ વગેરે આપશે અને બીજા પણ ઘણા લાભ થશે. સંતાનને સતિગામી ને સુખી બનાવવાનું પ્રત્યેક માબાપનું મહત્ત્વનું કર્તવ્ય છે. Page #988 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૩૯ ( આદર્શ પુત્ર ) એકવાર એક ડૉક્ટરને મળવા ગામના પ્રતિષ્ઠિત માણસો તેમના ઘરે આવેલા. વાતો ચાલતી હતી. ચાલુ વાતમાં એકાએક ડૉકટર ઊઠ્યા. મુલાકાતીને અત્યંત આશ્ચર્ય થયું; પણ હકીકત જાણીને આશ્ચર્ય સાથે આનંદ અનેકગણો વધી ગયો. સાક્ષાત જોયું કે થોડે દૂર ડોસીને અચાનક ઉધરસ આવેલી. વૃદ્ધા ગળફો ઘૂંકવા ઊઠતી હતી એટલામાં તો આ ડૉકટરે દોડીને પોતાની હથેળી ધરી વૃદ્ધાને કહ્યું : “મા! આ હથેળીમાં ઘૂંક !' માએ વાત્સલ્યથી ડોકટરને નવરાવી નાંખ્યો. ડૉકટરે ગળફો દૂર કરી, હાથ ધોઈ માના બરડે હાથ ફેરવવા માંડ્યો! મહેમાનને આ જોતાં જુગુપ્સા ને આશ્ચર્ય થયાં. થોડીવારે પાછા આવેલા ડોકટરને પૂછતાં ખુલાસો કર્યો. “આ મારાં પૂજય ને પરમ ઉપકારી માતુશ્રી છે. મારી ૧ વર્ષની અતિ નાની ઉંમરે પિતા સ્વર્ગવાસી થયા. ગામમાં ઘાસ વગેરે લાવી મજૂરી કરી મને ઉછેર્યો. મા કામ કરે. મને ભણવા મૂક્યો. દરેક ધોરણમાં પહેલે નંબરે પાસ થતો. મૅટ્રિક થયો. નોકરી કરી હવે માને આરામ આપું, સુખ આપે એવી મારી ઇચ્છા હતી; પણ માએ ચોખ્ખી ના પાડી અને આગ્રહપૂર્વક મને કહ્યું : “તું ખૂબ ભણ. હું મજૂરી કરીશ. તું ભણીને ખૂબ સુખી થા એવી મારી અંતરની ઇચ્છા પૂર્ણ કર!” અનિચ્છા છતાં માતાની જીદને કારણે ભણવાનું ચાલુ રાખ્યું. માના આશીર્વાદથી ડૉકટર બન્યો. માતુશ્રીની કૃપાથી થોડાં વર્ષમાં મોટો પ્રસિદ્ધ સર્જન થઈ ગયો. સુખ, સમૃદ્ધિ ખૂબ મળ્યાં. કરોડ રૂપિયાનો બંગલો પણ મળી ગયો છે. આજે જે અઢળક વૈભવ મળ્યો છે તેના મૂળમાં માના આશીર્વાદ, વાત્સલ્ય, મજૂરી વગેરે ઘણું ઘણું છે. આ માનો ઉપકાર આંખ સમક્ષ સતત તરવરે છે. ભક્તિ-સેવાની તક મળે ત્યારે થોડું ઋણ ચૂકવાય એ ભાવથી અવસર ચૂકતો નથી. માની ઉંમર થઈ. થોડીઘણી બીમારી આવે, ઉધરસ આવે ત્યારે માને તકલીફ ન પડે માટે સતત દોડું છું. ઘૂંકદાની લેવા જઉં ત્યાં સુધી માને ગળફો રાખી મૂકવો પડે, તકલીફ પડે, માટે મારા હાથમાં ઝીલી લઉં છું! આ માએ તો મારા મળમૂત્ર વગેરે સાફ કર્યા છે! હું તો એણે જે કર્યું છે તેના લાખમા ભાગનુંય કરતો નથી. પ્રભુકૃપાથી પત્ની પણ ખૂબ સારી મળી છે.” ' ડૉકટરની ઉચ્ચ કોટિની માતૃભક્તિ જોઈ, સાંભળી મુલાકાતીઓએ મોંમાં આંગળી નાખ્યાં! મહેમાનની જુગુપ્સા કયાંય ભાગી ગઈ! ડૉકટર પ્રત્યે ખૂબ અહોભાવ થઈ ગયો! આ વાંચી તમને ડોકટર કેવા લાગ્યા? મહાન માણસ? તેમની અદ્વિતીય માતૃભક્તિને કારણે? તમે પણ તમારાં ઉપકારી તાની ભક્તિ કરશો તો લોકો તમને ખૂબ સારા માણસ જરૂર માનશે. નહીં કરો અને વડીલોને ત્રાસ આપશો તો પૈસા વગેરેને કારણે તમારી સમક્ષ તમારી નિંદા નહીં કરે, પણ તમારી પાછળ તો દિલના સાચા ભાવો વ્યક્ત કરશે. વળી તમારાં સંતાનો પણ તમને ત્રાસ આપશે. ઉપરાંતમાં પાપ ને દુઃખ આવશે. એ બધાં જ્ઞાનીકથિત ફળ તો તમારે ભોગવવાં જ પડશે. ત્યાં હાજર ડૉકટરનાં ધર્મપત્નીને પૂછતાં કહ્યું : “મારાં સાસુ ખૂબ રૂપાળાં હતાં. વિધવા બન્યાં ત્યારે ખૂબ નાની વય હતી. પોતાના પુત્રના સુખ ખાતર પોતે બધાં સુખોને લાત મારી, પુનર્લગ્ન ન કર્યા! ઘણા કષ્ટો વેઠી ભણાવી-ગણાવી આટલા મોટા ડૉકટર બનાવ્યા. તેમનો તો અમારી ઉપર અસીમ ઉપકાર છે. 4 દિવસરાત અમે બંને તેમનું ઋણ ચૂકવાય એટલું ચૂકવીએ છીએ. રાત-મધરાતે પણ માતાજીને ઉધરસ / Page #989 -------------------------------------------------------------------------- ________________ ૯૪૦) [ જૈન પ્રતિભાદર્શન આવે, ગળફાનો અવાજ સંભળાય તો અમારા બેમાંથી જે જાગે તે ત્યાં દોડીને તેમની યથાયોગ્ય સેવા કરીએ. આ માએ મારા પતિને હથેળીનો છાંયો આપ્યો છે. જરાય દુઃખ પડવા દીધું નથી. અમે તો માત્ર એનું પ્રતિબિંબ પાડીએ છીએ.” મહેમાનના હૃદયમાં ડૉકટર ને તેમનાં પત્નીના આ ભક્તિભર્યા શબ્દો કોતરાઈ ગયા. ત્રણેયની મહાનતા જોઈ-જાણી એમનું અંતર જાણે અતિ સુગંધી અત્તરથી ન હોય તેમ સુવાસિત થઈ ગયું. હે પુણ્યશાળીઓ! તીર્થકરો, મહાપુરુષોએ માતા વગેરે ઉપકારીઓની અનુકરણીય અદ્ભુત ભક્તિ કરી છે. જમાનાની કહેવાતી ખોટી અસરોથી અળગા રહી તમે પણ અનંત ઉપકારી માતાપિતા વગેરેની યથાશક્તિ ભક્તિ કરી આત્મહિત સાધો. કદાચ સંયોગો આદિને કારણે સેવાભક્તિ ઓછી વધતી થાય તો પણ માના પ્રત્યે આદરભાવ-બહુમાન તો ખૂબ રાખવા. તેના હૈયાને આપણાં કઠોર વચનોથી ઠેસ ન પહોંચે તેટલી કાળજી તો બધા રાખી શકે. ( ગુરુવંદને ગુરુ બનાવ્યા.) કૃષ્ણ મહારાજાએ ૧૮૦OO સાધુવંદનથી નરક નિવારી.' આ વાત સાંભળી એક સુશ્રાવકે નક્કી કર્યું કે ચારિત્ર મોહનીય ખપાવવા માટે ૧૮OOO સાધુને વંદન કરવું! અને ઘણા ઉપાશ્રયે બધા સાધુને વંદન કરવા માંડ્યું! ડાયરીમાં નોંધ કરે. અજાયબી એ થઈ કે ૧૮OOO સાધુને વંદન થયાં અને ચારિત્ર મોહનીય નાઠું. દીક્ષા મળી! ચારિત્ર મોહનીયનો ખાતમો બોલાવનાર આ ગુરુવંદન તમે રોજ સર્વ સાધુઓને કરો એ શુભેચ્છા. બધા મહારાજને વંદનની અનુકૂળતા ન હોય તો છેવટે બધા સાધુઓની પાસે જઈ હાથ જોડી મર્થીએણ વંદામિ' કરવાનો લાભ તો અવશ્ય લેવો જોઈએ. ઉપાશ્રયમાં વંદન કરવા જાય ને બીજા અપરિચિત મહારાજ હોય તો ઘણા વંદન કર્યા વગર પાછા જાય છે. તેને બદલે તમે બધા નિર્ણય કરો કે ભલે આપણા પરિચિત મહાત્મા ન હોય તો પણ જે સાધુ ત્યાં બિરાજમાન હોય તેમનાં વંદનનો લાભ આપણે ગુમાવવો નથી. જિનપૂજાની જેમ ગુરુવંદન દરરોજ દરેક શ્રાવકે કરવું જોઈએ. વિશેષમાં ઉપાશ્રય પાસેથી નીકળવાનું થાય ત્યારે પણ ગુરુવંદન કરવું જોઈએ. અને જ્યારે પણ સાધુ-સાધ્વીજી મળે ત્યારે હાથ જોડવા જોઈએ. ( વ્યાખ્યાને ધર્મી શ્રાવક બનાવ્યા દિલીપભાઈ લંડન રહેતા હતા. પુણ્યોદયે એકવાર તેમણે ભારતમાં ગુરુદેવ પ.પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સાનું પ્રવચન સાંભળ્યું. આત્મા જાગી ગયો. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. લંડનમાં ખૂબ કમાણી. છતાં નક્કી કર્યું કે હવે તો ધર્મ જ કરવો અને અનાર્ય દેશમાં થતાં અનેક પાપોથી આત્માને બચાવવો. લંડન કાયમ માટે છોડી ૩૦ વર્ષની–કેટલી? માત્ર ૩૦ વર્ષની ભરયુવાન વયે જામનગરમાં રહેવા આવ્યા. ભારતમાં નિવૃત્ત જીવન જીવવાનું નક્કી કર્યું. મૂડીના વ્યાજમાં ગુજરાન ચલાવે છે. તેમાંથી સાત ક્ષેત્રમાં દાન વગેરે ધર્મ કરે છે. Page #990 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] / ૯૪૧ લાખો રૂપિયા ખર્ચી પાલીતાણા છ'રી પાલિત સંઘ કાઢ્યો. ભવ્ય રથયાત્રા કાઢી. લાખો ખર્ચી ધાર્મિક પુસ્તકો છપાવ્યાં. અંજનશલાકાથી અનુકંપા સુધીનાં અનેક ધર્મકાર્યો કર્યાં. વ્યાખ્યાનથી આત્મહિતની ભાવના થઈ. ઘણાં પાપ, અનાર્યદેશ, પાપરુચિ વગેરે આત્મ-મલ દૂર કર્યા અને અનેક ધર્મકાર્યો કરી અનેક ભવમાં ધર્મ, સુખશાંતિ વગેરે રિઝર્વ કર્યા. આ બધો પ્રભાવ ધર્મશ્રવણનો જ ને? મહામહિમાવંતા વ્યાખ્યાનનું શ્રવણ તમે પણ સદા કરો. શુભ આલંબનનો સુંદર પ્રભાવ સમજી તમે પણ વ્યાખ્યાન-શ્રવણ વગેરે ધર્મ કરો એ જ હિતશિક્ષા. (ધર્મપ્રભાવ જાણી ધર્મ વધારો ) એક નાના માણસની સામાન્ય પ્રસંગે મોટાઈ જાણવા જેવી છે. જૈનનગર વગેરેની પાઠશાળામાં રાજુભાઈ ભણાવે છે. પગારના ૮૦૦ રૂપિયા ખીસામાંથી પડી ગયા. મળેલ પ્રામાણિક માણસે પાછા આપ્યા. મેલાં કપડાં વગેરેથી તેની ગરીબી દેખાતી હતી છતાં તેની પ્રમાણિકતા વિચારી રાજુભાઈએ અત્યંત આનંદ પામી બક્ષિસ આપી! મને રાજુભાઈ કહે, ““સાહેબજી! પેલા સજ્જને પાછા ન આપ્યા હોય તો મારા તો આઠસો ગયા હોત. ધર્મપ્રભાવે પાછા મળ્યા તો મારે ધર્મમાં ખર્ચવા છે. આ જૈન આદર્શ પ્રસંગો’ પુસ્તકોની પાઠશાળામાં બાળકોને પ્રભાવના કરીશ.” મેં કહ્યું, “રાજુભાઈ! તમારી ભાવના સારી છે પરંતુ તે ગુણવાનની જ વધુ કદર કરો. પુસ્તકની પ્રભાવના આ નિમિત્તે કરવાની જરૂર નથી.' રાજુભાઈ કહે, “તે ભાઈને ઘણો આગ્રહ કર્યો પણ તેમણે પરાણે માત્ર રૂપિયા અગિયાર જ લીધા. તેથી જ આ સુંદર પ્રેરક પુસ્તક બાળકો વાંચી ધર્મ વધારે એ ભાવના છે અને ઉત્તમ ભાવ થયા પછી ધર્મ તરત જ કરી લેવો એવી મારી માન્યતા છે. તેમણે ૫૦ પુસ્તકની પ્રભાવના કરી! હે ભાગ્યશાળીઓ! ગુણીજનની કદર ખાસ કરવી જ જોઈએ જેથી ગુણીના ગુણની સ્થિરતાવૃદ્ધિ કરવાનું પુણ્ય મળે. અને પરિણામે આપણામાં પણ ગુણો આવવા માંડે! સાથે આપત્તિમાંથી બચીએ તો ધર્મ વધુ કરવો જોઈએ. રાજુભાઈની વાત કેટલી બધી અનુકરણીય છે કે ગુમાવેલ પૈસા ધર્મપ્રતાપે પાછા મળ્યા તો મારે થોડા પૈસા ધર્મમાં વાપરવા!!! સૌથી મહત્ત્વની વાત તો એ છે કે શુભ ભાવ જલ્દી આવતા નથી. તો જ્યારે પણ ભાવ આવે કે શીધ્ર તેનો અમલ કરવો જેથી પુણ્ય સફળ થાય. ( ઝગમગતું જિનશાસન લાખ લાખ ધન્યવાદ આ જિનશાસનને કે જેના પ્રભાવે નાનો બાળક પણ આત્મહિતને ઓળખી સ્વ-પરહિત કાજે આચાર્ય બની જાય છે! પૂજય ભાનુવિજયજી મ. શિબિરમાં અનેકોને તત્ત્વ ને સત્ય સમજાવતા હતા. આરાધનાપ્રેમીઓની આરાધના વધારવા સૌથી વધુ સામાયિક કરનારને ઇનામની જાહેરાત કરાવી. એક બાળકે વિચાર્યું, “આ ઇનામ તો સહેલું છે. સામાયિક તો ઘણી થઈ શકે. શિબિર સિવાય પણ તેણે સામાયિક કરવા માંડી. પૂજ્યશ્રીએ ઉપાશ્રયમાં અજાણ્યા કિશોરને ઘણી સામાયિક કરતો જોઈ પૂછવું. સાધુએ કહ્યું, “આખો દિવસ સામાયિક કર્યા કરે છે.” તેની યોગ્યતા જાણી પૂજ્યશ્રીએ તેને કહ્યું કે તારે વધુ સામાયિક કરવી ૧૦૬ Page #991 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ | [ જૈન પ્રતિભાદર્શન હોય તો રાત્રે પણ ઉઠાડું. ટેણિયો ખુશ થઈ ગયો. પૂ. શ્રીએ ઉઠાડી સામાયિક કરાવી. સરળ ભાષામાં વ્રત આદિની શ્રેષ્ઠતા સમજાવતાં આ નાના બાળે હિમાલય જેવું કઠિન બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું! પછી તો શિબિર અને સાધુ સંગે ગજબનો ચમત્કાર કરી દીધો! શાસનની દિવ્યતા ઓળખી આ બાળકે સંયમ સ્વીકારી ઉત્તમ સાધના કરવા માંડી! ગુરુકૃપા મેળવી અનેક સાધુ-શ્રાવકોને પણ આરાધનામાં સદા સહાય કરતા. આજે તો તેઓ પ.પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસૂરિ બની ખૂબ ખૂબ શાસન-પ્રભાવના કરી રહ્યા છે. કેવું આ જયવંતું જિનશાસન કે જે એક નાના નિમિત્તે આવા અનેક ભવોના અનેક સાધક આત્માઓને ઠેઠ ટોચે પહોંચાડી દે છે!!! હે ધર્મપ્રેમીઓ! તમારામાં પણ આવી કોઈ યોગ્યતા છુપાયેલી પડી હશે. ધર્મની આરાધના વધારતા રહેશો તો કયારેક તમે પણ શિખરે પહોંચી જશો! ( આચાર્ય–આદરથી અશક્ય શક્ય ) એક શ્રાવકે પરીક્ષામાં ઝંપલાવ્યું. પણ પુસ્તક વાંચતાં ખૂબ કઠિન લાગ્યું. “જૈનધર્મનો સરળ પરિચય'ના લેખક પૂ. આચાર્યશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.ની તેણે કલ્પના કરી, ભાવથી વંદન કરી, પ્રાર્થના કરી ફરી પુસ્તક વાંચી જવાબો લખવા માંડ્યા. પુસ્તક હવે ઘણું સમજાયું અને ઘણા જવાબ પણ આવડી ગયા!! આપણે એ બોધ લેવા જેવો છે કે મહાપુસ્તકોના વાંચન પહેલાં એમની માનસમૂર્તિ રચી અત્યંત આદરથી વંદન આદિ કરી આ પુસ્તકથી મને તારકશાસ્ત્ર જ્ઞાન, તત્ત્વજ્ઞાન અને સબુદ્ધિ મળો, એવી તેમને પ્રાર્થના કરીએ. આપણને પણ પુસ્તક જરૂર પરિણામ આપે! ( પુસ્તકે અજૈન નારીને જૈન બનાવી દીધી! ) એક બ્રાહ્મણ છોકરી જૈનને પરણી. સાસરાના જૈન આચારો તે પણ આચરતી. અમદાવાદમાં સ્વ. પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના “જૈન ધર્મનો સરળ પરિચય' પુસ્તક પર પરીક્ષા રખાઈ. આ બહેને પણ પરીક્ષા આપવા એ પુસ્તક અનેકવાર વાંચ્યું. એ બહેન જાતઅનુભવ વર્ણવે છે કે હું મનથી જૈન બની ન હતી, પણ આ પુસ્તક વાંચતાં જૈન ધર્મની મહાનતા સમજાઈ. અને ખરેખર હવે જૈનધર્મ દિલથી સ્વીકારું છું. બ્રાહ્મણને દ્વિજ અર્થાત્ ૨ વાર જન્મનાર કહે છે. બ્રાહ્મણ એવી મારા ત્રણ જન્મ થયા. જૈન ધર્મની પ્રાપ્તિ એ મારો ત્રીજો જન્મ. એક ઉત્તમ પુસ્તક કયારેક જીવોને કેટલો બધો મોટો લાભ કમાવી આપે છે તે આ વર્તમાનકાળની સત્ય ઘટના સિદ્ધ કરે છે. અજૈન એવી સ્ત્રીને પણ એ સુંદર પુસ્તક પરીક્ષાના ઇનામનું લક્ષ્ય હોવા છતાં હૃદયપરિવર્તન કરી દે તો જૈન શ્રાવક એવા તમને માત્ર આત્મહિતની ભાવનાથી ધ્યાનથી ધાર્મિક વાંચન કેટલો બધો લાભ કરી આપે તે વિચારી શાસ્ત્રાભ્યાસ ખૂબ ખૂબ વધારો. હે પુસ્તકપ્રેમીઓ! ટી. વી.ના આજના માહોલમાં પણ તમારો પુસ્તકપ્રેમ એ તમારી એક વિશિષ્ટ યોગ્યતા સૂચવે છે. તમે આ લાયકાતને વધુ ને વધુ વાંચન દ્વારા વિકસાવી અન્ય ફાલતુ સાંસારિક અને પાપી પ્રવૃત્તિઓની રુચિને નષ્ટ કરવાની એક મહત્ત્વની સાધના કરી ખૂબ જ આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા. Page #992 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [Era તીર્થની આશાતના તજો વઢવાણના જીવણભાઈ અબજીભાઈ ધાર્મિક, સુખી અને પ્રતિષ્ઠિત હતા. તેમના સુપુત્ર રતિભાઈ પાલીતાણામાં સ્વદ્રવ્યથી ગિરિવિહાર ધર્મશાળા બંધાવતા જાતે દેખરેખપૂર્વક ખૂબ જયણા પાળતા. ૬ માસ રોકાયેલા પાણી બધું ગળાયા પછી જ વપરાય તેનું ખાસ ધ્યાન રાખતા. તેમને પેસાબની તકલીફ. તેથી આશાતનાથી બચવા યાત્રા કરતા ન હતા. પણ ઘણાએ કહ્યું, “રતિભાઈ! પાલીતાણામાં હોવા છતાં યાત્રાનો લાભ ગુમાવો છો. એકવાર તો દાદાની પૂજા કરી આવો.” રતિભાઈને પણ ઉલ્લાસ આવી ગયો. હિંમતથી ચડવા માંડ્યા પણ પહેલા હડે પહોંચતા જ પેશાબની શંકા થઈ. રોકાશે નહીં એમ લાગતા આ અનાદિ પવિત્ર શાશ્વતગિરિની આશાતનાના ઘોર પાપથી બચવા નિર્ણય કર્યો. ઉપાય વિચારી એકાંતમાં જઈ પોતાના ખેસ પર પેશાબ કરી એક ટીપું પણ ન પડે તેમ ડૂચો વાળી નીચે ઉતરી ગયા. લાખ-લાખ ધન્યવાદ તેમની દઢ શ્રદ્ધાને અને તીર્થભક્તિને ! હે જિનભક્તો! તારક પ્રભુભક્તિ ખૂબ કરવા સાથે મોટી અને નાની સઘળી આશાતનાથી બચો. એના કડવા વિપાક અતિ ભયંકર છે. આપણને લોહીનાં આંસુ પડાવશે. તીર્થોમાં જુગાર, વિષયવાસના, અભક્ષ્ય-અનંતકાય આદિ ઘોર આશાતના કદિ કરશો નહીં. ( શંખેશ્વર પાર્શ્વનાથે હેમખેમ પહોંચાડ્યા! આશરે ૭૨ વર્ષ પહેલાં વઢવાણથી લક્ષ્મીચંદ ગુલાબચંદ પરિવારના બીજા ૪ જણ સાથે શંખેશ્વર યાત્રાએ ગયા. રસ્તામાં હારીજ ડોસાભાઈને ત્યાં ઉતર્યા. એમણે શંખેશ્વર પહોંચવા બળદનો એક્કો કર્યો. સમયસર નીકળ્યા, જેથી અજવાળામાં શંખેશ્વર પહોંચાય. રસ્તાનો અજાણ એક્કાવાળો પૂછી પૂછીને જતો હતો. પણ ભૂલો પડ્યો. ૭ વાગ્યા. રાત પડી. કોઈ મળતું નથી. છતાં આગળ વધી રહ્યાં છે. ૮ વાગ્યા. રેતી આવી પડી. બળદ ફસાયા ચાલી શકતા નથી. અંધારું ઘનઘોર થઈ ગયું હતું. વડીલોએ નિર્ણય કર્યો કે હવે કોઈ ઉપાય નથી. અહીં જ સૂઈ જઈએ. સવારે વાત. બધા નવકાર ગણવા લાગ્યા. નવકારના પ્રતાપે સામે દૂર ત્રણ બત્તી થઈ. તારાની શંકા પડી. પણ વિચારતા લાગ્યું કે કદાચ સ્ટેશન હોય. એક્કાવાળાને કહ્યું કે આ ઝબકારાની દિશામાં ગાડું હંકાર. સ્ટેશન સુધી પહોંચી જઈશું. ગયા. નાનાં મકાનો આવ્યાં. બહાર સૂતેલ ડોસાને પૂછતા કહે, “શંખેશ્વર છે,” નિરાંત થઈ. ધર્મશાળે પહોંચ્યા. માંગલિક દેરાસરના બહારથી દર્શન કરીને સૂતા. કલિકાળમાં ઘણાને ચમત્કાર દેખાડનાર આ મહામહિમાવંત નવકારને શ્રદ્ધાપૂર્વક ભાવથી વિધિ સહિત આરાધી છે શ્રાવકો! તમે પણ તમારું આત્મહિત કરો. ( ઉદારતા દિલની) સાણંદના ચુનીલાલ પદમશીભાઈથી આખુ સાણંદ પરિચિત છે. એકવાર એક યાચકે ખમીસ માંગ્યું. દયાળુ ચુનીલાલભાઈએ ત્યાં હાજર નવું જ સીવડાવેલ પહેરણ આપી દીધું! ઘરનાએ કહ્યું. “ભલે આપો, પણ અંદર સોનાનાં બટન છે તે તો કાઢી લો.” પણ દાનવીર આપેલું પાછું લઈ શકે? ચુનીભાઈએ કહ્યું Page #993 -------------------------------------------------------------------------- ________________ ૯૪૪ ] [ જેને પ્રતિભાદર્શન કે તેમના ભાગ્યનું છે. ભલે લઈ જાય. મારે કાઢવાં નથી. માંગનારને નવું ખમીશ ને સોનાનાં બટનની તો આશા જ ક્યાંથી હોય? પણ સ્વાભાવિક ઉદારતાના ગુણ કેવાં અભૂત કામો કરાવે છે! હે આત્માર્થીઓ! તમે એટલું નક્કી કરો કે જરૂરતમંદને આપવું તો ખરું. પણ ત્યારે કે પછી તે પાછું તો ન જ લેવું. પાછું લેવું એટલે મેળવેલ પથ્યને લાત મારીને ભગાડી દેવ, આવું કામ ડાહ્યો માણસ ન કરે. ( પાઠશાળાના પંડિત બનો ) એક મહારાષ્ટ્રનો નાનો છોકરો મહારાજશ્રી પાસે જતો-આવતો. તે મરાઠી અજૈન હતો, છતાં પૂર્વના સંસ્કારથી જતો હતો. એક મહારાજ સાહેબ સાથે પરિચય થયો. તેમની સલાહ મળવાથી તે તપોવન સંસ્કૃત પાઠશાળામાં જોડાયો. બે વર્ષમાં તેની બહુમુખી પ્રતિભા વધી જતાં તે પાઠશાળામાં શિક્ષક તરીકે જોડાયો. ચાર કર્મગ્રંથ સુધી ભણીને તૈયાર થયેલો. વિદ્યાર્થી પંડિત બનીને હવે મહારાષ્ટ્રના એક શહેરમાં જૈન પાઠશાળા દ્વારા જૈનશાસનની પ્રભાવના કરે છે. પોતે ઉકાળેલું પાણી, રાત્રિભોજન-ત્યાગ તથા અષ્ટપ્રકારી જિનપૂજા રોજ ખૂબ જ ઉલ્લાસભેર કરે છે. જૈનો પણ આવી રીતે તૈયાર થાય તો ખૂબ જ ફાયદો પાઠશાળાને થાય. ધાર્મિક જાણવાની ઇચ્છા કેળવીને પાઠશાળાના પંડિત બનવું શ્રેષ્ઠ છે. નિષ્પાપ જીવન જીવવા માટે આ ક્ષેત્રમાં ઝંપલાવવા જેવું છે. ( પૂજા-પૂજનો વિનામૂલ્ય ભણાવનાર શ્રાવક ધન્ય છે એમની ધર્મભાવનાને. ગુજરાતના એ રમેશભાઈ વર્ષોથી પૂજા-પૂજન ભણાવવા જાય છે, પણ માત્ર ભક્તિભાવથી. ચાર્જ કાંઈ નહીં. કોઈ ભેટ આપે તો તેની પણ સ્પષ્ટ ના! એકવાર પૂજા ભણાવવા ગયેલા. તેઓને ખબર પડી કે આ રમેશભાઈ આર્થિક મુશ્કેલીમાં છે. આથી ભેટનો અતિ આગ્રહ કર્યો છતાં ના જ લીધી. ત્યારે કહ્યું કે બાળકોને માટે દૂધ લેવા પૈસા પણ નથી તો શા માટે સ્વીકારતા નથી? તેમણે કહ્યું કે “મારે ધર્મ વેચવો નથી. હું નહીં લઉં.” આમ વર્ષો સુધી ઘણી મુશ્કેલી વેઠી પણ પૂજા-પૂજનોમાં એક પાઈ પણ ન લીધી! આ બધું સાંભળી તેમના મહારાજે કહ્યું : “આટલી બધી તકલીફ છે, તો બીજાની જેમ વધુ ચાર્જ ન લો પણ થોડો ચાર્જ લો. કુટુંબને રાહત થઈ જાય.” છતાં ન જ માન્યા. કેવો ઊંચો ભાવ! કેવી સહન કરવાની વૃત્તિ! આવા બીજા પણ હિરાભાઈ વગેરે ભક્તિરાગી સુશ્રાવકો છે. આવા દષ્ટાંતોથી જૈન ગાયકો અને પૂજા ભણાવનારાઓએ કશું ન લેવાનો નિર્ણય કરવા જેવો છે. પૂજન કરાવનાર શ્રાવકો ફળ, નિવેદ્ય વગેરેની ભક્તિના બધા લાભ લે છે, તો તમે મફત ભણાવો. તમારા કંઠ વગેરે પ્રભુભક્તિમાં સફળ કરવાથી કેટલું બધું અનંત પુણ્ય તમને મળશે તે શ્રદ્ધા રાખી લાભ લો. કદાચ ખૂબ આર્થિક મુશ્કેલી હોય તો અલ્પ રકમ લેવી પણ પ્રભુને પ્રાર્થના એવી કરો કે, મારે પાઈ પણ લેવી ન પડે એવો દિવસ જલદી દેખાડ. --પ્રભુ, તારી ભક્તિનો અમૂલ્ય લાભ લેવા ભાગ્યશાળી બને એવી ભાવના સફળ કરો. Page #994 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૯૪૫ 'તેહ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે. ---પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્ય પૂ. પંન્યાસશ્રી ગુણસુંદરવિજયજી ગણિ [અજબ છે શ્રી જિનશાસન, અલૌકિક છે એની વાતો. એ જણાવે છે કે શુભ કાર્ય કરનારને તો શુભ ફળ મળે જ છે, પણ એ કરાવનારને પણ એટલો જ લાભ પ્રાપ્ત થાય છે, અને એને સારા માનનારને પણ આ બંનેના સમાન જ ફળ મળે છે. શાસ્ત્રના આ ટંકશાળી શબ્દો છે – “કરણ-કરાવણ ને અનુમોદન સરિખા ફળ નિપજાવ્યો. માટે જ ઘોર તપસ્વી બળદેવ બળભદ્ર મુનિને જે ફળ મળ્યું તેના સમાન જ એમને ગોચરી વહોરાવનાર રથકારને અને એ બનેની અનુમોદના કરનાર પૂગલાને ફળ મળ્યું. ત્રણે જણા ફળની સમાનતાથી પાંચમા દેવલોકમાં દિવપણુ પામ્યા. પંચસૂત્રકાર શ્રી ચિરંતનાચાર્ય મહારાજશ્રીએ ભવસ્થિતિ પકાવવાના ત્રણ સાધનો પૈકી એક મહત્ત્વના સાધન તરીકે આ સુકૃત અનુમોદનાનો ઉલ્લેખ ખૂબ જ વાજબી રીતે કર્યો છે. ધર્મકરણીને ઘર્મ સ્વરૂપ બનાવવા માટે મૈત્રી, પ્રમોદ આદિ ચાર ભાવનાને શાસ્ત્રકાર ભગવંતોએ ખૂબ જ અગત્યની અને અનિવાર્ય બતાવેલ છે. આ પ્રમોદ ભાવના સુકૃત અનુમોદના અંતર્ગત જ છે ને! “થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે' વાળી પૂ. - ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.ની વાત પણ આ વાતની તુષ્ટિ કરે છે. વર્ધમાન આયંબિલતપની ૧૦૮ ઓખીના આરાધક ગચ્છાધિપતિ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી ગુણસુંદરવિજયજી ગણિવરે આવી અનુમોદના માટે ખૂબ સુંદર રસથાળ અને આપણી સોની સમક્ષ તૈયાર કરેલ છે. અહીં જૈનાગમમાંચી સુંદર દૃષ્ટાંતો તો ચૂંટી કઢાયો છે જ, સાથે સાથે આપણા જ કાળના, લગભગ આપણા જેવા જ સંયોગોમાંથી પસાર થતા ભવ્ય જીવોના સત્વ, વૈર્ય અને આત્મ પરાકમમાંથી પ્રગટેલા અદ્ભૂત જીવનપ્રસંગો સુંદર શૈલીથી રજૂ કરાયા છે. આપણે સૌ આ રસથાળ માણીએ અને આત્મિક ગુણો પ્રગટ કરવા-દોષોને દેશનિકાલ કરવા કટિબદ્ધ બનીએ એ જ શુભાભિલાષા સાથે. - સંપાદક Page #995 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન ( સાચા હીરાનો વેપારી ) થનગનતી યુવાનીમાં ઉંબરે આવેલો એ યુવાન. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અતિ હોશિયારી માગતી પરીક્ષામાં એણે પ્રથમ દશમાં સ્થાન પ્રાપ્ત કર્યું, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટીસ શરૂ કરી. પ્રથમ કેઈસમાં જ એણે પોતાના અસીલને મનગમતો ચૂકાદો અપાવી પોતાની કાબેલિયત પ્રગટ કરી. પણ ન્યાયપ્રિયત્ન ધર્મપ્રિય સંસ્કારી મા-બાપના આ સંતાનને ચૂકાદો મેળવવામાં અપનાવાયેલ અનીતિપૂર્ણ અન્ડર ટેબલ સીસ્ટમ ખૂબ જ ખટકી. એણે ખૂબ સુંદર આશાસ્પદ આવકવાળા ધંધાને તિલાંજલી આપી. શિક્ષણક્ષેત્રે કામગીરી બજાવવા એ ઈન્ટરવ્યુ આપવા ગયો. બધી રીતે સિલેક્શન-પાત્ર એને છેલ્લે પૂછવામાં આવ્યું, “તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સુંદર પ્રેક્ટીસ છોડી આવી શૈક્ષણિક સેવા માટે શા માટે તૈયાર થયા છો?' પ્રેક્િટસમાં અપનાવવા પડતાં અનૈતિક-અપ્રમાણિક વ્યવહારની વાત જ્યારે એણે સ્પષ્ટ કરી ત્યારે ઇન્ટરવ્યુમાં નપાસ કરવામાં આવ્યો. એ પછી એ યુવાન હીરાના વ્યાપારમાં પડ્યો. દેશ-વિદેશના વ્યાપારીઓ સાથેના વ્યાપારમાં એની પ્રામાણિક નીતિમાન તરીકેની વાસ્તવિક છાપ ઉપસી આવી. એમાં એણે કમાણી પણ સારી થઈ. પણ માત્ર પૃથ્વીકાયના હીરા વેચવામાં સંતોષ માને એવું એનું દીલ નહોતું. મૂલ્યવાન જિનશાસનની સેવા દ્વારા આત્મિક ગુણવૈભવ પ્રાપ્ત કરવા એ આતુર હતો જ. શત્રુંજયની મોતીશા શેઠની ટૂંકના માનદ્ કાર્યકર તરીકે એ આજે અભૂત શાસનસેવા કરી રહ્યા છે તો સાથે જ શ્રી બૃહદ્ મુંબઈ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ મહામંડળ સંસ્થાના સક્રિય માનદ્ હોદ્દેદારની રૂએ એ પોતાનો મોટા ભાગનો સમય તીર્થ સેવા-શાસન સેવામાં કાઢવા ખૂબ જ પ્રયત્નશીલ છે. એમનું નામ પ્રકાશભાઈ ઝવેરી. આ એ પિતાના પૂત્ર છે જેમણે વિદેશની માત્ર નવકાર જાણતી કન્યાને વેવિશાળ બાદ સ્પષ્ટ જણાવી દીધેલું કે લગ્ન ત્યારે જ થશે, જ્યારે તેણી જીવવિચાર-નવતત્ત્વદંડક-સંગ્રહણી-તેસ્વાર્થ સૂત્ર સુધીના શાસ્ત્રોનો સાથે અભ્યાસ કરશે. એમનું નામ પ્રવિણભાઈ. ભગવાનના તત્ત્વજ્ઞાનના અભ્યાસના ગજબ રસિયા. એમણે એ કન્યાને ભણવાની બધી જ વ્યવસ્થા કરી ભણાવ્યાં બાદ જ લગ્ન કરેલાં. શાસન આવા આરાધક રત્નોથી આજે પણ પ્રકાશમાન છે. ધન્ય! ( પૈસા ખર્ચાયા કે રોકાણ થયું? ) ગરીબાઈના કારણે એ શ્રાવક કાપડની ફેરી કરે. દેવ-ગુરુવરની અનન્ય શ્રદ્ધાથી પૂજાભક્તિવૈયાવચ્ચ-પ્રતિક્રમણ આદિ કરે. પોતાની માતાની ઇચ્છાથી અને ખુદના અતિ ઉત્સાહથી એણે કારતકી પૂનમના રોજ ચોમાસું રહેલ સદ્ગુરુઓના ચાતુર્માસ પરાવર્તનનો લાભ લીધો. અલબત્ત એ ભાડાના જ ઘરમાં રહેતો હતો. સદ્ગુરુઓએ એને છ'રીપાલિત સંઘ કાઢવા સુંદર પ્રેરણા–ઉપદેશ કર્યો. એણે પોતાની આર્થિક પરિસ્થિતિ સ્પષ્ટ કરી. છતાં સદ્ગુરુઓની આત્મકલ્યાણક હિતશિક્ષા સ્વીકારી; “જ્યાં સુધી સંઘ ન કાઢે | ત્યાં સુધી બે મનગમતી (નામ પૂર્વકની) મીઠાઈનો ત્યાગ' એવો અભિગ્રહ હોંશભર એણે સ્વીકાર્યો. Page #996 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૪૭ પોતાના માથા પરનું આ ઋણ જલદીથી ફેડવા એ ઉત્સાહિત હતો. પોતાની પાસે હાથ પર ૧ લાખ રૂ.ની ઉઘરાણી અને એક લાખ રૂ.નો સ્ટોક હતો અને માથા પર એક લાખનું દેવું હતું. એની માનસિક તૈયારી નહિ છતાં પોતાના આ સુકૃતમાં એક અન્ય સુખી શ્રાવકની ભાગીદારી સ્વીકારવી પડી. એણે સુખી શ્રાવકને સ્પષ્ટ કહી દીધું, “મારી આર્થિક સ્થિતિનો જરા પણ વિચાર કર્યા વગર તમો સંઘનું આયોજન સારામાં સારી રીતે પાર પાડશો. હું આર્થિક ક્ષેત્રમાં માથું મારનાર પણ નથી.’’ ખૂબ જ શાસન-ધર્મપ્રભાવનાપૂર્વક નડિયાદથી શત્રુંજયનો સંઘ સારી રીતે સંપન્ન થયો એનો એને ખૂબ જ ઉલ્લાસ હતો. એના દેવામાં દોઢ લાખ રૂ.નો વધારો થયો હતો, એ તેણે ખૂબ ટૂંક સમયમાં ઇમાનદારીના ધંધાની કમાણીથી ચૂકાવી પણ દીધું. નડિયાદના એ સુશ્રાવક મુક્તિલાલ શીવલાલ શાહ હાલ તો મોટા કાપડના વેપારી સુખી ધનાઢ્ય બન્યા છે. એમનો ધર્મપ્રેમ ઊછળતો જ રહેલ છે. વહેલી સવારે અનેક શ્રાવકોને ઘેર જઈ, નિંદમાંથી જગાડીને સામુદાયિક પ્રતિક્રમણમાં જોડે છે. સદ્ગુરુની પ્રેરણાથી એ દર વરસે જુદાં જુદાં ગામોમાં પર્યુષણાની આરાધના કરાવવા જાય છે. પર્યુષણપર્વમાં પ્રેરણા ઉત્સાહ જગાડી ગામના ૮૦ ટકાથી ૯૦ ટકા આરાધકોને એ ભવ-આલોચના કરાવરાવી અઢળક નિર્જરાના ભાગી બનાવી રહ્યા છે. એમને છ'રીપાલક સંઘનો સદુપદેશ આપનાર સદ્ગુરુઓ છે વર્ધમાન ૧૧૪ આયંબિલ ઓળી આરાધક તપસ્વીરત્ન મુનિરાજશ્રી મણિપ્રભવિજયજી મ. અને પ્રભાવક પ્રવચનકાર મુનિરાજશ્રી જગવલ્લભવિજયજી મ. (હાલ શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવશ્રી વિજયજગવલ્લભસૂરીશ્વરજી મ. સા.) ‘દરિદ્રતામાં અલ્પ પણ દાન મહાન લાભ માટે થાય છે’” આ શાસ્ત્રપંક્તિ ચરિતાર્થ કરનાર એ શ્રાવકની શ્રદ્ધાયુક્ત આચરણાને ભાવાંજલિ ! ન્યાય સંપન્નતા એમનું નામ શાંતિલાલ એસ. શાહ--અમદાવાદના બાંધકામખાતામાં નાયબ ઇજનેરની ગેઝેટેડ કક્ષાના ઘણા અધિકારયુક્ત અધિકારી. એમનો પ્રામાણિકતા ગુણ ખૂબ જ અનુમોદનીય. દુષ્કાળ રાહતમાં લાખ્ખો રૂપિયાની કમાણી આસાનીથી થઈ શકે એવાં પ્રસંગોમાં પણ, ન્યાયસંપન્નતા પ્રિય એવા એમણે, લોકો જેને ઉપલી આવક કહે છે એના પર નજર પણ ન નાખી. પછીથી ગુજરાતના બાંધકામના ગોટાળા વિષયક ફરિયાદની સત્યાસત્યતાની જાંચ કરવા માટેના અતિ મહત્વના જિલ્લા બાંધકામ અધિકારી કક્ષાની પોસ્ટ પર પ્રમોશન મળવા છતાં એમણે અન્યાયઅનીતિના પૈસાનું પ્રલોભન ન જ સ્પર્યું. એમને પોતાનાં ધર્મપત્ની ઉપરાંત પાંચ બાળકોના ઉચ્ચ શિક્ષણની જવાબદારી પણ ન્યાયયુક્ત રહીને જ અદા કરી. આવી ઊંચી જગા પર કામગીરી છતાં જૈનત્વના નિત્ય નિયમો જિનવરપૂજા, નવકાર જાપ વગેરે ઘણું બધું જ આચરણ કરવાનું. નોકરીમાંથી નિવૃતિ બાદ એમણે શ્રુતભક્તિનું ખૂબ સુંદર કામ સ્વીકાર્યું છે; અને એ દ્વારા ખૂબ સુંદર શાસનસેવા કરી રહ્યા છે. શ્રી જિનશાસન આવાં આરાધક રત્નોથી ઉજ્જવળ છે. Page #997 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮) [ જૈન પ્રતિભાદર્શન બહુરત્ના વસુંધરા ) નડિયાદના એ લોકમાનીતા સુશ્રાવક. લગભગ ૭૫ આસપાસની ઉંમર. “ગ્રાહક ભૂલથી પણ મારી દુકાને છેતરાવો ન જોઈએ’ આ તેમનો સિદ્ધાંત. આર્થિક મુસીબતવાળા ગરીબ લોકોની પરિસ્થિતિનો સતત ખ્યાલ રાખી કિલોના ભાવે ૨૫ ગ્રામ માલ આપવામાં પણ માનસિક હિચકિચાટ નહિ, છો એમાં મહેનત ઘણી અને નફો નહિવત હોય. એક પુત્રીને દીક્ષા પ્રદાન કરી. નિત્ય જિનપૂજા, ઉભય ટાઈમ આવશ્યક પ્રતિક્રમણ, ગ્રાહકોની સાથે અત્યંત પ્રામાણિકતા, શ્રીસંઘનો અનેક પ્રકારનો અત્યંત કુનેહ–નીતિમયતાથી વહિવટ, શ્રીસંઘના જમણવારમાં ચાખવાની પણ છૂટ ન રાખે, ભાથું ઘેર લઈ ન જ જવાનું, શાસ્ત્રશ્રવણનો અભુત રાગ આદિ અનેક ગુણોના ગુણીજન. એમનું નામ દલસુખભાઈ પોપટલાલ દોશી. ( મોત મંજૂર પણ સદાચાર ભંગ તો નહિ જ ) એમ. બી. બી. એસ.ની ડિગ્રી લઈ એ યુવાન ભારતમાંથી ઈંગ્લેન્ડ ગયો. પરમ શ્રદ્ધાળુ માતાએ એને વિદેશ મોકલતા પહેલા સદ્ગુરૂ પાસે મોકલ્યો. સદ્ગુરૂએ માંસ, દારૂ, પરસ્ત્રી ત્યાગનું મહત્ત્વ સમજાવી યુવાનને એ ત્રણે બાબતોનો નિયમ આપી એકદમ દઢ બનાવ્યો. ઇંગ્લેન્ડમાં અભ્યાસની સાથે જ એને એક મોટી હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસરની પદવી મળી ગઈ. એક રાત્રે પોતાની ફરજ બજાવવા એ હોસ્પિટલમાં રાઉન્ડ મારી પોતાની કેબીનમાં આવ્યો. થોડી જ વારમાં નર્સની નોકરી બજાવતી એક અંગ્રેજ લેડી એની કેબીનમાં આવી. એણીએ કેબીનનો દરવાજો બંધ કર્યો. યુવાન સાથે મીઠી મીઠી વાતો કરવાપૂર્વક એણે પોતાના ઉપરના ભાગનાં કપડાં શરીર પરથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી. યુવાન વસ્તુસ્થિતિ પામી ગયો. કેબીન ખોલીને ભાગવામાં યુવતી સાથે ઝપાઝપીની શક્યતા અને એણી દ્વારા ખોટી બદનામીની પણ શક્યતા જોઈ. સાથે જ સદાચાપ્રેમી એ યુવાનને પોતાના પ્રાણથી પણ અધિક પ્યારી સદાચાર પાલનની પ્રતિજ્ઞાના રક્ષણની ચિંતા હતી. યુવતીને અનુકૂળ વાતો અને હાવભાવથી વિશ્વાસમાં લઈ યુવકે ધીરેથી બહારની રસ્તા પરની બારી ખોલી અને ત્યાંથી એ સીધો જ બહાર કૂદી પડ્યો. જાનના જોખમે પણ પોતાના સદાચાર વ્રતની અખંડિતતાને એ જાળવી શક્યો. પછીથી એ ડૉકટર ભારતમાં આવ્યા. જીવદયાનાં મહાન કાર્યો કરતી સંસ્થાના માનદ્ અગ્રેસર કાર્યકર બની એમણે હજારો મૂંગા અબોલ પ્રાણીઓની દુઆ મેળવી. એ છે હાલ સુરતમાં રહેતા ડૉ. સુરેશ એસ. ઝવેરી. ( તપસ્યા કરતાં હો કે ડંકા જોર બજાયા હો ) ભગવાન મહાવીરસ્વામીનું આયુષ્ય હતું ૭૨ વર્ષનું. આ આયુષ્યને અનુલક્ષી એ શ્રાવકવર્ષે ૭૨ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. ઉપવાસ શરૂ કરવા પૂર્વે એમણે પોતાના ત્રણ પુત્રોને બોલાવી પોતાના અંતરની વાત કરતાં કહ્યું, “મારા આયુષ્યનો ભરોસો નહિ, કદાચ આયુષ્ય પૂર્ણ થાય તો આહાર, ઉપધિ, દેહ બધું જ વોસિરાવું છું. તમો ત્રણેને એક એક દુકાન અને એક એક મકાન સોંપેલું છે. તમો સંપીને Page #998 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૪૯ [ રહેજો. આપણી કાપડની દુકાનની ઉઘરાણી રૂ. ૨૫ લાખની છે. દેણદારો એ રકમ આપવા આવે તો લેજો, એ માટે દુકાનનું પગથિયું નીચે ઊતરી ઉઘરાણી કરવા જશો નહિ.' એમણે સંકલ્પ મુજબ ૭૨ ઉપવાસની તપસ્યા શાતાપૂર્વક પૂર્ણ કરી. આ ઉગ્ર તપસ્યામાં પણ દેરાસર-ઉપાશ્રયે ચાલતા જ જવાનું-કોઈનો પણ શારીરિક ટેકો લીધા વગર જ ચાલવાનું. આવી સુંદર તપસ્યા કરનાર થરાદ નિવાસી સુશ્રાવકનું નામ છે : કેશવલાલ વીરચંદ સંઘવી. એમની આ ઉત્કૃષ્ટ તપસ્યાની નક્કર અનુમોદના નિમિત્તે એમના કુટુંબીજનોમાં ધર્મપત્નીએ ૬૭ ઉપવાસ, બેન મોંઘીબેન મોરખિયાએ ૬૭ ઉપવાસ, ભત્રીજા મહેન્દ્રભાઈ નરપતલાલ સંઘવીએ ૬૭ ઉપવાસ, ભાઈ સેવંતીલાલ વીરચંદે પ૧ ઉપવાસ, ભાઈનાં પત્ની બચીબેન સેવંતિલાલે પણ ૫૧ ઉપવાસની સુંદર ભવ્ય તપસ્યા દ્વારા સ્વજનપ્રેમનું નક્કર દષ્ટાંત પુરું પાડ્યું. સેવંતિભાઈએ તપસ્યાનું ઉજમણું પણ માસક્ષમણ અને ઉપરના તપસ્વીઓના સુંદર બહુમાન દ્વારા સારી રીતે કર્યું. દુકાનમાં અનીતિ નહિ-નફો ગેરવ્યાજબી નહિ આવી સાચી સુખ્યાતિ પામેલા એ શ્રાવકની ન્યાય-નીતિ અને ધર્મ-પરિણતિને ભાવાંજલિ. ( સુકૃતની તક ઝડપી લો! ) દેવદ્રવ્યનું દેવું તત્કાળ ચૂકવી દેવું જોઈએ, પેથડશાએ ગિરનારજી તીર્થની માળ પહેરવા માટે પ૬ ઘડી (આશરે ૫૭૦ શેર) સોનું ભરપાઈ ન થાય ત્યાં સુધી અન્ન-જળ ત્યાગ્યાં હતાં વગેરે વાતો પર્યુષણના વ્યાખ્યાનમાં ચાલી. વ્યાખ્યાન બાદ એક પાપભીરૂ શ્રાવક મારા આસને આવ્યા. પોતાની સાચી હીરાની વીંટી એમણે મારી પોથી પર મૂકી. એ કહે : “સાહેબ આ મારી વીંટી! પેઢીના કાર્યકરોને બોલાવીને આપી દો. મારાં દેવદ્રવ્યનાં દેણાં કરતાં આ વીંટીની કિંમત ઘણી વધારે છે.” એ ગયા પછીથી બે શ્રાવકો મારી પાસે આવ્યા. મેં એમને પેઢીમાં વીંટી જમા કરાવવા જણાવ્યું. બધી સમજ આપી. ઉદારદિલ એ શ્રાવક કહે : “સાહેબ! આવું કરવાની કોઈ જ જરૂર નથી. આ લાભ અમને આપો. અમો એ ભાઈનું દેવું એમના જ નામે પેઢીમાં ભરીને હમણાં પાવતી આપ પૂજ્યશ્રીને આપી જઈએ છીએ. આ વીંટી અને અમે લાવીએ તે પાવતી આપ એ શ્રાવકભાઈને અમારા નામ વગર જ આપજો.” થોડીવારમાં પાવતી લઈને એ ભાઈ આવ્યા. અને સ્પષ્ટતા કરતાં કહ્યું : “સાહેબ! આ રકમ પાછી ન મળે તો પણ અમને જરાય વાંધો નથી.” દેવદ્રવ્યના દેવાદારપણાના ભીરૂ એ સુશ્રાવકનું નામ જવાહર ભગવાનજી, બોરીવલી-વેસ્ટ, મુંબઈ. ધન્ય પાપનો ડર! ધન્ય સાધર્મિક ભક્તિ ( મનસ્વી કાર્યોથી દુઃખને ગણકાર નહિ ) પૂર્વના કર્મના ઉદયે શ્રાવકની એ દીકરીને બાળપણમાં જ વૈધવ્ય આવ્યું. જીવન રડતાં પણ પૂરું થઈ શકે ને હસતાં હસતાં પણ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવાપૂર્વક. સમજું શાણી એ યૌવનાએ શ્રી જિનેશ્વર ભગવંતના તપધ” પર દિલ વાળ્યું. ઘરની જવાબદારીનો ખ્યાલ રાખવાપૂર્વક એણે વર્ષીતપ કર્યો. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, શક્તિ, સમય અનુસાર દેહથી ચારિત્રધર્મની આરાધનાપૂર્વક વર્ષીતપ સારી રીતે ૧૦૭ Page #999 -------------------------------------------------------------------------- ________________ ૯૫o | [ જેના પ્રતિભાદર્શન પૂર્ણ કર્યો. તેણીને હવે બાહ્ય તપધર્મ સાથે જ શક્ય આવ્યેતરપની લગની લાગી. તેણીએ ઉપવાસથી ૨૦ વર્ષીતપ કર્યા, છઠ્ઠથી ૨૦ વર્ષીતપ, અક્રમથી બે વર્ષીતપ, ચાર ઉપવાસથી બે વર્ષીતપ, પાંચ ઉપવાસથી, છ ઉપવાસથી, સાત ઉપવાસથી એકેક વર્ષીતપ એમ કુલ્લે ૪૭ વર્ષીતપ પૂર્ણ કર્યા. સાથે જ ગુરૂઓના સંપર્ક-સાંનિધ્યથી સંયોગ અનુસાર શ્રેણિતપ, ચત્તારિ અટ્ટ દસ દોય તપ, સમવસરણ તપ, સિંહાસન તપ, છ વખત માસક્ષમણ (મૃત્યુંજય તપ), ૨૫ અઢાઈ, પ૧-૪૫-૪૪-૩૨૨૧ ઉપવાસ, પંચ પરમેષ્ઠીના ૧૦૮ ઉપવાસ, ૨૪ ભગવાનના કુલ ૩© ઉપવાસ, મહાવીરસ્વામી ભગવાનના ૨૨૯ છઠ્ઠ, શ્રી પાર્શ્વનાથ-મહાવીર ભગવાનના ૨૧ ગણધરના ૨૧ છટ્ટ વગેરે તપ કર્યા. અનેક તીર્થોની યાત્રા-છ'રીપાલિત યાત્રા સાથે કરી અને જ્ઞાનાર્જન પણ કર્યું. છેલ્લે તેણીએ અઠ્ઠાઈના પારણે અઢાઈથી વર્ષીતપ પ્રારંભ્યો. તપના ૪ માસ બાકી હતા ત્યારે તપપ્રિયા એ ઉત્તમ શ્રાવિકાએ એ તપમાં જ દેહ છોડ્યો: તપનો એક જબ્બર અભ્યાસ અનેક ભવ્યોના આલંબનરૂપ દેખાડીને જીવન સુધાર્યું. (મૃત્યુ તપમાં તપથી નહિ પણ અકસ્માતના કારણે થયું હતું.). એ મહાન શ્રાવિકરત્નનું નામ સરસ્વતીબેન કાંતિલાલ શાહ, વતન રાધનપુર, જિ. બનાસકાઠા. ( તપ–ધર્મના ચમકારા ) વઢવાણ શહેરના શ્રાવકરત્ન વીરપાળ ગાંધી એમણે સાણંદમાં રહી પ૧ ઉપવાસની ભવ્ય વિરલ તપસ્યા કરી. તપના છેલ્લા દિવસે પ૧મા ઉપવાસે એમની તબિયત ઢીલી થઈ. ઉચિત બાહ્ય ઉપચારો કરવા છતાં શરીરમાં સ્વાસ્થ ન આવ્યું. કોઈએ એમને કહ્યું : “હમણાં ભોજન-ઔષધ આદિ લઈ લો, પછીથી સદ્દગુરુ પાસે આલોચના કરી પ્રાયશ્ચિત લઈ લેજો.” મક્કમ મનના સમાધિસ્થ શ્રાવકજીને આ પસંદ નહોતું. એ જ દિવસે પારણા પૂર્વે કર્મના ભારથી હળવો બનેલો એમનો આત્મા નાશવંત દેહ છોડી ગયો. એમની વ્રતર્દઢતાના પરિણામની સુંદર અનુમોદના થઈ. ( સદ્ગુરુજી અમને રાહ બતાવો ) સાહેબ! આપ ગમે તેટલું સમજાવો; પણ હું જુગાર રમવાનું તો છોડી શકું તેમ નથી. અત્યારે પણ ૪-૬ દિવસ માટે જુગાર રમવા લોનાવાલા જાઉં છું. આપ બીજું જે કહેશો તે કરવા હું તૈયાર છું.” સારૂં, લોનાવાલામાં રાત્રિભોજન ત્યાગ કરજે. ચોવિહાર ન બને તો છેવટે તિવિહાર કરજે.” ગુવચનનો સ્વીકાર કરી યુવાન રવાના થયો. બીજે દિવસે એને ઉપાશ્રયમાં આવેલો જોઈ ગુરુજીએ આશ્ચર્ય સહિત એના આગમનનું કારણ પૂછ્યું તો યુવાન કહે : ““સાહેબ, આપે તો કમાલ કરી. તિવિહારના પાલનપૂર્વક આખી રાત્રિએ કલબમાં જુગાર રમવાનું કોઈ રીતે શક્ય જ નહોતું. આપે ચતુરાઈપૂર્વક મને પાપથી ઉગારી લીધો. મારા પર મહાન ઉપકાર કર્યો. ( દાનરૂચિ ) સૌરાષ્ટ્રના એક શહેરના એ યુવાને પાલીતાણામાં સદ્ગુરુઓ પાસે ત્રીજું ઉપધાન–અઠ્ઠાવીસું | Page #1000 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] / ૫૧ મૂળવિધિથી (પ્રથમ અક્રમ પછીથી બધા આયંબિલ) કર્યું. પ્રભાવનામાં મળેલા ઢગલાબંધ વાસણો એ પોતાના ઘેર ન લઈ ગયો પણ શહેરના આયંબિલખાતામાં દાનરૂપે આપી દીધા. ધન્ય દાનરૂચિ! સદાચાર–ન્યાયપ્રિય એ યુવાને પછીથી ચારિત્ર લીધું અને હાલ સુંદર રીતે એનું પાલન કરે છે. ( દઢ ધર્મરાગ ) નાસિકના બોરા વકીલ, દઢ ધર્મપ્રેમી. સદ્દગુરુઓ પાસેથી એમને રાત્રિભોજનના પાપની ભયંકરતા જાણવા મળેલી...પોતાની પુત્રી સુનંદાના લગ્નની કંકોત્રીને એણે જાણે ધર્મપ્રસંગની કંકોત્રીમાં ફેરવી નાખેલી. પાંચ પાનાની સુંદર એ કંકોત્રીમાં એમણે પોતે સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકારશે, જિનેન્દ્ર ભક્તિ સ્વરૂપ પંચાહ્નિકા મહોત્સવ, કાંતિભાઈ વકીલ, ૩ૐકારમલજી નેમિચંદજી આદિ દીક્ષાર્થીનું પોતાના આંગણે સન્માન વગેરે લખાણથી ભરી દીધી; માત્ર છેલ્લે પાને લગ્નની વિગત ટૂંકમાં જણાવી દીધી. - નાસિકમાં ૨૦૩૩ની સાલમાં ઉજવેલા આ પ્રસંગમાં એમણે લગ્નવિધિના મંડપને જાણે ધર્મ મહોત્સવના મંડપમાં ફેરવી નાખેલો. પોતે ચતુર્મુખ ભગવાન સમક્ષ સજોડે વિધિપૂર્વક સંપૂર્ણ ચોથું વ્રત ઉચ્ચર્યું. પોતાને ત્યાંના ભોજન સમારંભમાં મોટા મેજિસ્ટ્રેટ-જો-વકીલોને આમંત્રણ છતાં કોઈને રાત્રિભોજન નહિ કરાવેલું. બોરા વકીલે પોતાને ત્યાં ગૃહમંદિર બનાવ્યું અને ત્યાં ખૂબ ભાવપૂર્વક પૂજાદર્શન આદિ પણ કરતાં. ( નવકાર મહામંત્ર આરાધક ) એમનું નામ પ્રાણલાલ લવજીભાઈ શાહ (અજારિયા), ઉંમર વર્ષ-૬૨, ધ્રાંગધ્રા. સદ્ગુરુની પ્રેરણા-ઉપદેશ પામી એમણે નવકારમંત્ર અધિકાધિક ગણવાનું શરૂ કર્યું. ઇતર સવિશેષ કામ ન હોય તો એ દિવસમાં લગભગ ૧૩ કલાક નવકાર મહામંત્રનો જાપ કરે છે. અત્યાર સુધીમાં સાડાદસ કરોડ નવકાર મંત્ર ગણ્યા છે. નિત્ય જિનપૂજા, અવસરે આયંબિલ તપ, ચોમાસામાં દેવસી પ્રતિક્રમણ આદિ. એમની સાધનામાં એ મસ્તીથી જીવન વ્યતિત કરે છે. ( મુક્તિ સુખરાગ ) એમનું નામ ડાહ્યાભાઈ પ્રભુભાઈ સથવારા (દલવાડી-જૈનેતર), ઉંમર વર્ષ ૮૦ ધ્રાંગધ્રા. જન્મ જૈન નહિ છતાં તેઓ ૧૫ વર્ષથી નવકારમંત્ર પામ્યા છે, અને ગણે છે. સામાયિક કરે છે. અત્યાર સુધીમાં ચૌદ લાખ નવકારમંત્ર ગણાય છે. ભદ્રેશ્વર, શંખેશ્વર આદિ અનેક તીર્થોની અનેકવાર યાત્રા કરી છે. નવકારમંત્ર પામ્યા પછી એમને એક મહાન ધર્માચાર્ય મળ્યા તો સુબુધ એ કહે : “મારે સંસારના સુખ સગવડ નથી માગવા.” “મારા આત્માને આપ સુધારો-તારો-સંસારના જન્મ મરણથી ઉગારો.'' * નડિયાદના સુશ્રાવક મનુભાઈ સુતરિયાના દાદા દર પૂનમે નડિયાદથી માતરની યાત્રા કરવા જાય. એ વખતે મહિનામાં આ એક જ વાર પોતાના ગાડા માટે બળદોની સેવા લે, બાકીના દિવસોમાં બળદોને ફક્ત ખવરાવવાનું જ કરે, બીજું કોઈ કામ ન કરાવે. Page #1001 -------------------------------------------------------------------------- ________________ ૯૫૨ ] [ જૈન પ્રતિભાદર્શન * સૌરાષ્ટ્રમાં ત્રણ લાખના ખર્ચે એક શ્રાવકે પોતાના ટ્રસ્ટ મારફત ઉપાશ્રય બંધાવ્યો. એમણે ઉપાશ્રયમાં સાવરણીથી માંડી તમામ ઉપકરણોનો પણ પોતાને જ લાભ મળવો જોઈએ એવું પ્રથમથી જ નક્કી કરાવી લીધેલું. ધન્ય ભાવના! * પોતાને ઘેર પરમ ઉપકારી ગુરુજીની પધરામણી થઈ એની ખુશાલીમાં ચાલીશ વર્ષના એ સુખી યુવાને સજોડે યાવજ્જીવ ચતુર્થવ્રત સ્વીકારી લીધું. એમણે ગુરુજી પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના સંસ્મરણમાં ઘર મંદિર અને ગુરુ પ્રતિમા સ્થાપન કરાવ્યાં. એ છે અમદાવાદના લાવણ્ય સોસાયટીના સુશ્રાવક રોહિતભાઈ શાહ તથા સુશ્રાવિકા જ્યોતિબહેન શાહ. * મારા--પરાયાનો ભેદ નહિ : બોરીવલીનાં એક જૈન બહેન દીક્ષાની ભાવના પણ દીક્ષા તો ન મળી; બીજવર સાથે લગ્ન થયાં. સાધ્વીજી ગુરૂણીએ કહેલું કે પૂર્વની પત્નીના બાળકોને તારા બાળક કરતાં પણ સવાયા સાચવજે. ગુરૂણીનું વચન સ્વીકારી એણે એનો શબ્દશઃ અમલ કર્યો. * હરામનું ધન ન જોઈએ : સૌરાષ્ટ્રના એક સરકારી ગેઝેટેડ કક્ષાના અધિકારીને તેનાં ન્યાય-નીતિપ્રિયા પત્ની કહે : ‘‘તમારી પોસ્ટ ખૂબ જ મહત્ત્વની છે, તમે ધારો તો લાંચના ખૂબ પૈસા કમાઈ શકો છો; પણ હું તમને ખાસ જણાવું છું કે તમો આપણા ઘરમાં એક રાતી પાઈ પણ હરામની ન લાવતા. મારે હીરાની બંગડી નથી પહેરવી. ન્યાયનું ધન એ જ સાચા હીરા છે'' કલ્યાણમિત્ર પત્નીની સુંદર વાતનો અમલ થયો. ધન્ય શ્રાવિકારન! હા, ધર્મ રક્ષણહાર છે જ તમો દર્દીના નજીકના સગા છો એટલે તમોને સ્પષ્ટ જણાવું છું કે દર્દીને અન્નનળીનો લકવા છે. અમારા ડોકટરી વિજ્ઞાન મુજબ દર ૧૦૦૦ મનુષ્યમાં એક મનુષ્યને આવું દર્દ થાય છે અને આવા ૫૦૦ દર્દીઓમાંથી માત્ર એક દર્દી જીવતો રહે છે. અમો દદીને જીવાડવા બધા જ પ્રયત્નો કરીશું પણ આખરે તો બધુ કુદરતના હાથમાં છે. ડોકટરે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. અને ખરેખર ડોકટરને આશ્ચર્ય થયું કે પોતાના ઇલાજો કારગત નીવડ્યા છે અને દર્દી આબાદ મોતના મુખમાંથી પાછો આવ્યો છે. દર્દી બચી જતાં તેના સ્નેહીઓમાં હર્ષની લાગણી પ્રસરી વળી. તમે ભયંકર મોતનાં કારણો વચ્ચેથી પણ શી રીતે બચ્યા એવા પ્રશ્નના જવાબમાં દર્દી કહે : ‘‘મારો પહેલેથી જ પ્રાણીદયા--જીવરક્ષાની પ્રવૃત્તિમાં રસ, એટલે અત્યાર સુધી પાંજરાપોળ આદિની અનેકવિધ પ્રવૃત્તિમાં અબોલ પ્રાણીઓને સહાયક થવા સેવા આપી છે. પાપરહિત જીવન જીવતાં સાધુ-સાધ્વીની સેવા-વૈયાવચ્ચનો ખૂબ શોખ એટલે તન-મન-ધન, વચનથી થાય એટલી એમની ભક્તિમાં ભીંજાયેલો રહ્યો છું. વળી, ઘણી વખત એવી શક્તિ ન પહોંચતી હોય તો પણ ગરીબ માણસોને મદદ કરવા પાછી પાની નથી કરી. આ સાથે જ જિનપૂજા—જિનદર્શન—નવકાર મહામંત્ર આદિના જાપ પણ સમય—સંયોગ અનુસાર કર્યા છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ અર્થાત્ રક્ષણ કરાયેલો ધર્મ રક્ષણ કરનાર બને છે. આ શાસ્ત્રની વાત મારા માટે અક્ષરશઃ સાચી ઠરી છે. બસ, આવા ધર્મના અને જીવદયાના વિચારો ટકે એટલે મારો બેડો પાર.’' એ ભવ્યાત્માનું નામ ભરતકુમાર શાહ. મૂળ ગરજ ગામના વતની અને હાલ વર્ષોથી સાણંદમાં રહે છે. Page #1002 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૫૩ = ( સત્ય હો તો આવું ) શહેરમાં રહેતી એ નવયૌવનાને આપણે ધર્મપ્રિયા કહીશું. પૂર્વના પુણે તેણીને રૂપાળું નમણું લાવણ્યમય નિરોગી મહેનતું શરીર આપેલું. એના વેવિશાળ માટે એ પોતાના કાકાની સાથે બહારગામ ગઈ. મુરતિયાના પક્ષ દ્વારા તેણીને પસંદ કરવામાં આવી. પોતાને બધી રીતે અનુકૂળ અને પોતાનાથી ઘણું ધનાઢ્ય ઘર મળવાથી કાકા પણ વેવિશાળ નક્કી કરવા સુધી પહોંચી ગયેલા. એમણે ધર્મપ્રિયાનો અભિપ્રાય પૂક્યો તો કન્યા રડી પડી. રોતાં રોતાં જ એ બાલી : “મુરતિયો અને એનું સંપૂર્ણ ઘર બટેટા આદિ કંદમૂળ ખાય છે. શું મારે જીવનમાં કંદમૂળ રાંધી આપવાનાં? કદાચ આગ્રહ થાય તો ખાવાના પણ? ' કન્યાનો આ સ્પષ્ટ સવાલ હતો. એણી નાનપણથી જ સાધ્વીજી મ.ના પરિચયથી અને જિનાલયના નજીકપણાથી ધર્મમાં અતિ સંસ્કારિત બનેલી હતી. ભળતું બહાનું બતાવી એઓ વેવિશાળ કર્યા વગર જ પોતાના શહેરમાં પાછા ફર્યા. કન્યાની માતા તેણી પર ખૂબ જ ક્રોધાન્વિત થઈ, પણ સમજુ પિતા અને કાકા કન્યાના પક્ષમાં રહ્યા. અવસર પામી કુટુંબની સંમતિ મેળવી એણી વૈરાગ્યથી પૂર્ણ રંગાઈ સાધ્વીજી પાસે ભણવા પહોંચી ગઈ; આર્યા ચંદનબાળા જેવું ચારિત્ર મેળવવા માટે જ તો! ( આપણા કાળનું જીવતું-જાગતું આશ્ચર્ય ) અબ્રહ્મના સ્તરે સ્ત્રી-પુરુષ સંબંધી અધિકાધિક ભોગ ભોગવનારનું નામ કદાચ વર્લ્ડ રેકોર્ડઝ નોંધતી ગ્રીનીસ બુકમાં નોંધાય, પણ ત્યાગના સ્તરે આવા રેકર્ડ હજી ત્યાં નોંધવાનું વર્તમાન દુનિયા શીખી નથી. બ્રહ્મચર્યનું અત્યંત મહત્ત્વ સમજતી વ્યક્તિને માવજજીવ બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા કરતાં અને એ બાદ એનું સુંદર પાલન કરતાં આપણે જોયા છે, જાણ્યા છે. અહીં આપણે એક એવા યુગલનું વર્ણન કરવું છે જેમણે લગ્નજીવન સાથે જ માવજીવ બ્રહ્મચર્યના આકાશમાં ઉડ્ડયન કરવાનું નક્કી કરેલું છે, અબ્રહ્મના રન–વે પર દોડવાની ઇચ્છાઓ માટે સદા નિગ્રહ કર્યો છે. વેવિશાળ કરતાં જ બન્નેએ જિંદગીભર સિનેમા–ફિલ્મ ન જોવાની કડક પ્રતિજ્ઞા સ્વીકારી. વેવિશાળ બાદના એક વર્ષના સમય દરમ્યાન બન્નેએ બ્રહ્મચર્યપાલનના સુગમ ઉપાયોની આપ લે કરી, અબ્રહ્મ ટાળવા કઈ કઈ કિલ્લેબંધી શક્ય છે એ પણ વિચારી લીધું. ભરયૌવનમાં બન્ને લગ્નગ્રંથીથી જોડાયાં. લોકો જેને સુહાગરાત (હનીમુન) કહે છે એ ઘડીથી જ બ્રહ્મચર્યપાલનના પોતાના નિર્ધારનો અમલ શરૂ કરી દીધો. બહારથી પતિ-પત્નીના વ્યવહારનું નાટક કરતાં પણ એ બન્ને અલગ શયનખંડમાં ભાઈ-બહેનના પવિત્ર વ્યવહારનું પાલન કરવા સદૈવ જાગૃત રહ્યાં. અરે વાચિક સંબોધન પણ એક બીજાને ભાઈ! બહેન! નું રહ્યું. જિનભક્તિ-રસિક બન્નેએ સાથે જ જિનઅર્ચનાનો લ્હાવો લીધા. સતત ૧૦ વર્ષ સુધી લગ્નજીવનમાં સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનનું કુદરતે એમને સુંદર ઇનામ આપ્યું. એમને બન્નેને સદ્ગુરુનો યોગ મળ્યો....ચારિત્ર મોહનીય કર્મ પાતળું પડ્યું. સર્વવિરતિ સામાયિક મળ્યું. એ પવિત્ર ધન્ય યુગલનું નામ જતીનભાઈ શાંતિલાલ શાહ-બેંગલોરવાળા અને ભારતીબહેન. સંસારી 4 Page #1003 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ ] અવસ્થામાં જ આ દંપતીએ સ્વદ્રવ્યથી બસ દ્વારા અનેક યાત્રિક સંઘનું સુંદર સંચાલન કરેલ. નવકાર પર પરમ શ્રદ્ધાવાન જતીનભાઈએ નવ લાખ નવકાર મંત્રના જાપનો નિયમ લીધેલ. નવકાર મંત્રના ચાલુ જાપમાં જ એમનો ચાર વખત એક્સિડન્ટ વગેરે જીવલેણ પ્રસંગોમાંથી આબાદ ગેબી આશ્ચર્યયુક્ત બચાવ થયો હતો. જતીનભાઈએ ખૂબ સારી કમાણી છતાં કદી કરચોરી કરી નથી. ભારતીબેનની વાક્છટા અજબગજબની. જબ્બર અસરકારક શબ્દોમાં નાટ્યલેખિકા અને આબેહૂબ અભિનય દ્વારા એમણે અનેક ભવ્યોને ધર્મની નજીક લાવવાનાં કાર્યો કર્યાં છે. * પાળે તેનો ધર્મ : (૧) અમરેલી (સૌરાષ્ટ્ર)ના એ કોળી દંપતી. નામે નારણદાસ મૂળજીભાઈ સોલંકી અને ગોમતીબેન. સદ્ગુરુના સંપર્કથી જૈન બન્યાં, પરમ શ્રાવક-શ્રાવિકા બન્યાં. શત્રુંજયની ૯૯ યાત્રા વિધિપૂર્વક કરી. ઉભય ટાઈમે પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક વગેરેની દૈનિક આરાધના. કમાણી એવી ખાસ નહિ પણ દાનપ્રિય ખૂબ એટલે દાનના પ્રસંગે શક્તિને જરા પણ છૂપાવ્યા વગર લક્ષ્મીના સર્વ્યયનો લ્હાવો લઈ લે. [ જૈન પ્રતિભાદર્શન નારણભાઈને સંયમની તીવ્ર ઇચ્છા પણ સંજોગવશાત એ પાર ન પડી. એમણે ઉપધાન કર્યાં બન્નેએ નાની ઉંમરમાં ચોથુવ્રત સંપૂર્ણ લીધું. બન્નેનો સ્વભાવ શાંત--મિલનસાર. નારણભાઈ ચૈત્યવંદન કરે ત્યારે જિનગુણગાનમાં જાણે મગ્ન બની જાય. ધન્ય જીવન! * અમરેલી શહેરના બાલાભાઈ દૂધવાળા—જીવોની પીડા જોઈ એમનું દયાળુ દિલ દ્રવી જાય. ગડગૂમડવાળા, ખસિયેલ, ગંધાતા, સડી ગયેલ અનેક કૂતરાંઓની દવા વગેરે કરી એમણે એમની દુવાઓ લીધી છે. પાડોશની એક યુવાન છોકરી. કર્મસંજોગે એના માથામાં ભયંકર કીડા ઉત્પન્ન થયા. સ્વજનો પણ પાસે ન જઈ શકે એવી ભયંકર દુર્ગંધથી શરીર વ્યાપ્ય બની ગયું. બાલાભાઈએ એ બાળાની જબ્બર સેવા કરી. દુર્ગંધની ઐસી તૈસી કરી બાળાની વૈદકિય સારવાર મહિનાઓ સુધી જાતે જ કરી અને બાળાને સંપૂર્ણ રોગમુક્ત કરી. એમણે અનેક ગાય માતાની પણ આવી જ સેવા કરેલી. * ઇસિકો ‘માઁ' કહતે હૈ : પોતાની સ્પષ્ટ ના અને અનિચ્છા છતાં પુત્રે ઘરમાં ઇડિયટ બોક્ષ--ટી. વી. દાખલ કર્યો. માતાએ શાંતચિત્તે ગૃહત્યાગ કર્યો. પુત્રે જીવનમાં ટી. વી.ની અનિવાર્યતા તો માતાએ ટી. વી.નાં આત્મિક અને શારીરિક નુકશાનો ગણી બતાવ્યાં. અંતે કલ્યાણમિત્ર માતાની જીત થઈ. ઘરમાંથી ટી. વી.ની વિદાય થઈ અને માતાનું પુનઃ આગમન. * પુત્રોને—પુત્રીઓને નાનપણથી જ સુસંસ્કારિત કરવા આ માતા સતત જાગરૂક. બાળકો દેરાસરે ન જાય ત્યાં સુધી સવારનું દૂધ એમને ન જ આપે. બાળકો ગુરુ પાસે કે પાઠશાળામાં ન જાય એ ચાલે જ નહિ. કલ્યાણમયી આ આદર્શ માતાએ ટીનએજર્સ પોતાના બે બાળકોને સમ્યક્ શિક્ષા માટે સદ્ગુરુને સોંપી દીધાં અને પછીથી ટીનેજમાં એ બન્નેના ચારિત્રના માર્ગે રંગેચંગે વિદાય આપી. પુત્રોને વંદન કરવા આવે ત્યારે ચારિત્રમાં જ સુસ્થિરતા અને રમણતાની આ માતા હિતશિક્ષા આપે. શાસનપ્રભાવક—સારા પ્રવચનકાર—લેખક બે સંયમધર અણગારની કુક્ષીદાત્રી એ માતાની કલ્યાણમૈત્રીને ભાવાંજલિ ! Page #1004 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૫૫ ( પરિણતિ જીવદયાની ) * એમનું નામ બાપુલાલ મોહનલાલ શાહ. પાલનપુર જિલ્લાના કાંકરેજ તાલુકાના ચીમનગઢ ગામના એ રહેવાસી. ખાનદાન શ્રાવકકુળમાં જન્મ અને ઉછેર પામેલા. એમની જીવદયાની પરિણતિ અજબ ગજબની. જીવોની કતલની વાતથી પણ એમનું કાળજું કંપી ઊઠે. કસાઈખાને જતાં જીવોના પ્રાણ બચાવવા એ તન-મન-ધન બધાનો ભોગ આપવા સદૈવ તત્પર. ચીમનગઢ આજુબાજુના ગામડાઓના કસાઈઓને જીવો વેચતા માણસો પાસેથી દર મહિને એક સો જેટલા જીવોને છોડાવી અભયદાન દેવડાવવાનાં કામો એ કરે. જીવદયાના કાર્યમાં અન્ય જીવદયાપ્રેમી માણસો, જૈનસંઘ-સંસ્થાઓ આદિની મદદ પણ લે. પોતે ચીમનગઢમાં શ્રી જૈન સંઘ હસ્તકની પાંજરાપોળ પણ ચલાવે છે. આ બધાં કામો વચ્ચે પણ એને નિત્ય એકાસણાનો તપ તો ખરો જ. એક વખતની વાત છે. માતાજીની સમક્ષ જીવતા લાકડાનો ભોગ ધરવા માતાજીનો ભૂવો તૈયારી કરી રહ્યો હતો. ખબર મળતા જ બાપુલાલભાઈ એ ભૂવા પાસે પહોંચી ગયા. શામ-દામ આદિ અનેક પ્રકારે બોકડાને ન મારવા માટે સમજાવ્યો પણ ભૂવો એકનો બે ન થયો. પણ નિરાશ થઈ કાર્ય છોડી દે એ બીજા. શ્રાવક પહોંચી ગયા ભૂવાની પત્ની પાસે. એમને પ્રાથમિક સમજ આપ્યા બાદ મીઠી મધુરી ભાષામાં કહે : “તું મારી ધરમની બોન! તારાં પુત્ર-પુત્રીના લગનમાં મામો બનીને એકેએક પ્રસંગે રૂા. પ૦૦-૫૦૦નું મામેરું કરીશ. ગમે તેમ કર બોન! પણ આ નિર્દોષ અબોલ બોકડાને બચાવ.” ધર્મની બહેન' શબ્દ સાંભળતાં જ ભૂવાની પત્ની કૂણી બની. એણે ભૂવાને સમજાવ્યું. શ્રાવકે મનોમન અઠ્ઠમ તપ કરવાની તૈયારી લીધી. માતા અને બોકડા તરફથી પોતાને ગમતા અનુકૂળ સંકેત મળતા ભૂવો બોકડાને અભયદાન દેવા કબૂલ થયો. એક પંચેન્દ્રિય જીવ બચાવ્યાના મહાન કાર્યથી બાપુલાલભાઈનો મન મયૂર નાચી ઊઠ્યો. કતલખાના-પોસ્ટ્રીફાર્મ-મત્સ્ય ઉદ્યોગથી કલંકિત બનેલી ભારતભૂમિમાં આવા પણ માનવતાના દીવાઓ ટગમગી રહ્યા છે એ આપણી આ ભૂમિનું કેટલું સદ્ભાગ્ય! * એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે : સૌરાષ્ટ્રના એક નગરમાં ૩૨ વર્ષની શ્રાવિકા રહે. આપણે એમને સૂર્યમતીબેન કહીશું. એમનો એક પુત્ર પંચતત્ત્વ પામ્યો. જિનેશ્વર ભગવાનના વૈરાગ્યતત્ત્વ પર શ્રદ્ધાવંત આ શ્રાવિકાબેને પોતાના પતિને પ્રણામ જણાવ્યું : “મારા ભાગ્યમાં પુત્ર નહિ જ હોય એથી એ નાની ઉંમરમાં જતો રહ્યો. મારે હવે બીજા પુત્ર જોઈતો નથી. તમો જો રાજીખુશીથી સંમતિ આપો તો આપણે સદ્ગુરુ પાસે ભગવાનની સમક્ષ સંપૂર્ણ ચતુર્થવ્રત સ્વીકારીએ.'' એમના ધર્મી પતિએ એ વાતને હર્ષથી સાંભળી. ત્યાગની તૈયારીની એમણે મનોમન અનુમોદના કરી. પુત્ર મરણ બાદ ત્રણેક માસમાં જ બન્ને યુવાન દંપતી સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતધારી બન્યાં. પછીથી આ શ્રાવિકાબેન પોતાના ઘરની ચાવી પોતાના ધણીને આપવાની હોય તો પણ અડ્યા વગર ઊંચેથી જ આપતાં. બ્રહ્મચર્યની વાડના કડક પાલન માટે સતત સાવધાન રહેતાં. ધન્યશ્રી જિનશાસન, જ્યાં આવા સ્ત્રીરત્નો પાકયા કરે છે. Page #1005 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ ] _| જૈન પ્રતિભાદર્શન ( અશ્રદ્ધાળુ કોલેજિયન જ્યારે જૈન મુનિ બને છે ) કોલેજમાં બી. એસ. સી. ફર્સ્ટ ક્લાસ પાસ થયેલો એ યુવાન શિબિરના આદ્યપ્રણેતા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ની શિબિરમાં ગયો. સાયન્સનો વિદ્યાર્થી. ધર્મમાં નવો જ પ્રવેશ કહી શકાય. ““બટેટાના એક કણમાં અનંત જીવો શી રીતે રહી શકે? દૂરબીનથી દેખાતા કેમ નથી? બરફ જો અભક્ષ્ય તો પાણી કેમ નહિ?” વગેરે અનેક પ્રશ્નો પૂછે. તર્કનિપૂર્ણમતિ પૂ. પાદશ્રી સુંદર ખુલાસા કરે. યુવાન પૂ. પાદશ્રી તરફ ભક્તિભાવ પૂર્વક ઝૂકી ગયો. ત્રણેક શિબિરમાં હાજરી આપવાથી એને જૈનશાસન ઉપર અતૂટ શ્રદ્ધા થઈ ગઈ. એણે પૂ. આચાર્યદેવશ્રીના શરણોમાં જીવન સમર્પિત કરી દીધું. આજે એ સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. તે પૂજયશ્રીનું શુભનામ પૂ. પંન્યાસપ્રવરશ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર. ( બે કંદોઈની લાડુથી લડાઈ પણ લાભદાયી ખંભાતમાં વ્યાપાર અર્થે વસતા વડનગરના વતની લાડુક શેઠના પુત્ર બાહ્ક શેઠ જિનેશ્વર દેવના પરમ ભક્ત. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ કાવી તીર્થ યાત્રા માટે આવ્યા. અત્રેનું જિનાલય ઘણું જ જીર્ણ થઈ ગયેલું જોઈ શેઠ અને શેઠાણી હીરાબાઈનું ભક્ત હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે બન્નેએ વિ. સં. ૧૬૪૯માં દેરાસરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો, લક્ષ્મીનો લ્હાવો લીધો. અસલ જે હતા તે જ શ્રી સંપ્રતિ મહારાજના વખતના અતિ મનોરમ્ય આલ્હાદૂક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમાજીની પ્રતિષ્ઠા આચાર્યદેવશ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.ના પવિત્ર કરકમળો દ્વારા કરાવી. જીર્ણોદ્ધાર કરેલા જિનાલયનું નામ “સર્વજિ” પ્રાસાદ રાખવામાં આવ્યું. થોડા સમય બાદ બાટુક શેઠનાં ધર્મપત્ની હીરાબાઈ પોતાની ધર્મપ્રિયા પુત્રવધૂ વિરાબાઈ સાથે યાત્રાર્થે પધાર્યા. બન્નેએ ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી જિનેશ્વરની ખૂબ સુંદર પૂજા–ભક્તિનો લ્હાવો લીધો. નવા દેરાસરજીમાં દર્શન–પૂજા કરવા જતાં પુત્રવધૂ વીરાબાઈના માથામાં બારસાખ વાગી. એ ખિન્ન થઈ. એણીએ ધીરેથી વિવેકપૂર્વક પોતાની સાસુને કહ્યું : “બાઈજી! દેરાસરજી તો આપે ઘણું જ ઉત્તમ બનાવ્યું છે પણ બારણાં નીચાં કેમ કરાવ્યાં? આનાથી મંદિરજીની શોભામાં ન્યૂનતા આવી છે.” પુત્રવધૂની ટકોર સાંભળી સાસુજી સમસમી ઊઠ્યાં “વહૂબા! બોલવું સહેલું છે, કરવું અઘરું છે. તમારા પિતાજીને ત્યાંથી દ્રવ્ય મંગાવી બીજું સુંદર મંદિર બંધાવો અને એમાં બારસાખ ઊંચી રાખજો.” તેજીને ટકોર કાફી છે. પુત્રવધૂએ સાસુના શબ્દોથી શકુનની ગાંઠ બાંધી. કટાક્ષ યુક્ત શબ્દોથી પણ સુકૃત કરવાની મહાનતા મળતી હોય તો કોણ બુદ્ધિમાન જતી કરે પાંચ જ વરસમાં દેવના વિમાન જેવું મનોરમ્ય બાવન દેરીવાળું જિનાલય તૈયાર થઈ ગયું. એ જ આચાર્યદેવશ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.ના વરદ્ કરકમળો દ્વારા નૂતન શ્રી ધર્મનાથ ભગવાનની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવાઈ. મંદિરનું નામ રત્નતિલક' પ્રાસાદ રાખવામાં આવ્યું. સાસુ-વહુના મીઠા ઝઘડાથી શ્રી જિનશાસનને અભૂત જિનાલયની ભેટ મળી. Page #1006 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 ૫૭ 'જિન શાસનના સમર્પણશીલ શ્રાવકરનો દોમ દોમ સુખ સંપત્તિ કે વિશાળ ધનવૈભવની સાથે દેવ-ગુરુ-ધર્મ પરત્વેની સંનિષ્ઠતા અને શાસનસેવા, નીતિમત્તા અને નમ્રતા, ઉદારતા અને પરમાર્થની ભાવના માનવીના વ્યકિતત્વમાં ઘરેણાની માફક શોભી ઉઠે છે. કાર્યનું ક્ષેત્ર વેપારવાણિજયનું હોય કે પછી જીવદયાનું હોય, ઘર્મસાધનાનું હોય કે સમાજસેવાનું હોય એ બધામાં જેમની પ્રતિભા હંમેશા ઝળહળતી ગોચર થઈ છે. એવા સમર્પણશીલ શ્રેષ્ઠિઓ સમયે સમયે જૈનશાસનને મળતા રહ્યા છે તેઓ ગૌરવ અને આનંદની વાત છે. જેમના જીવન ઉઘાડી કિતાબ જેવા જોવા મળ્યા, જેમના જીવનમાંથી નવી યુવાન પેઢીને પ્રેરણાનું પુષ્કળ ભાયુ મળી રહે તેવા પરોપકારી, સૌજન્યશીલ પ્રગતિશીલ શાસનરનોની આછી પાતળી જે રૂપરેખા અમે પ્રાપ્ત કરી શકયા છીએ તે અત્રે સાદર રજુ કરીએ છીએ. જેમણે બાળપણમાંથી જ જીવનસંઘર્ષ આરંભીને આત્મશ્રદ્ધા અને આવડતના લક્ષણો વડે વિકાસના પંથે આગળ વધી અઢળક દોલત કમાઈને સમાજને જ પાછું આપવાનો અપનાવેલો વિશિષ્ટ અભિગમ સૌ કોઈને નવો રાહ બતાવે છે. અત્રે એવા પરિચયો પણ છે કે ઘન, સત્તા અને યશકીર્તિની ટોચે પહોંચેલા મહાનુભાવોએ પણ જૈનાચાર્યોના એક માત્ર સદુપદેશથી સંસારની અસારતાનો ખ્યાલ આવી જતાં સર્વસ્વનું સમર્પણ કર્યું છે. આ બધા પરિચયોમાંથી કાંઈકને કાંઈક જાણવા માણવા જે આ ભૂતકાળમાં ઝંઝાવાતો સામે ઝીંક ઝીલનાર, તીર્થરક્ષા અને શાસનરક્ષા માટે જીંદાદીલ જવામર્દો, વર્તમાનકાળમાં પણ આપણી વચ્ચે પોત-પોતાનું કાર્ય કરી રહ્યા છે. બીજી બાજુ લાખોની-કરોડોની સંપત્તિ, હર્યોભર્યો સંસાર, ધૂમ કમાણી કરતી પેઢી એ બધાંનો સાપની કાંચળીની જેમ ત્યાગ કરીને સર્વવિરતિ પંચે પ્રયાણ કરનારાઓ પણ અત્યારે આપણને જોવા મળે છે. આપણાં આવા જૈન શાસનનું ભાવિ ફકત ઉજળું જ નહિ, સોનેરી હશે–એવું માનવું જ પડે એમ છે. જિન મંદિરોના નિર્માણકર્તાઓ કે છ'રીપાલક યાત્રા સંઘોના સંઘવીઓની ભવ્ય ભાવનાના ઉભરાતા સાગરને જોઈએ છીએ ત્યારે એ સૌને મન ઝૂકી ઝૂકી ( વંદે છે. ---સંપાદક Page #1007 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી) જાણીતા દાનવીર, કર્મઠ, કાર્યકર્તા, કળવકળના જાણકાર અને | જૈન સમાજના અગ્રેસરોમાં જેમનું નામ પ્રથમ હરોળમાં છે તે મૂળ સુરતના વતની હાલ મુંબઈનિવાસી શ્રી અમરચંદભાઈ પાંચમી અંગ્રેજી સુધી મુંબઈમાં જ ભણ્યા. તેમણે ભારતનાં બધાં તીર્થોની યાત્રા કરેલી છે અને અનેક સંસ્થાઓમાં નાનું-મોટું દાન આપેલું છે. તેમના પિતા અને દાદા | ધાર્મિક હતા અને તેથી એમનામાં પણ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું છે. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી તેઓ ૧૯૪૪-૪૫ પછી નીચે મુજબની બધી જ સંસ્થાઓ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા છે અને યથાયોગ્ય સેવા આપી રહ્યા છે–(૧) ગોડીજી જૈન દેરાસર-- પાયધુની (મેનેજિંગ ટ્રસ્ટી તરીકે), (૨) પાલીતાણા આગમમંદિર–મેનેજિંગ ટ્રસ્ટી, (૩) શંખેશ્વર આગમમંદિર, (૪) સુરત આગમમંદિર, (પ) સુરત જૈન આનંદ પુસ્તકાલય, (૬) શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકાલય, સુરત (૭) શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસર, (૮) શ્રી આત્માનંદ જૈન સભામાં ઉપપ્રમુખ, (૯) જૈન કોન્ફરન્સ, (૧૦) ગોડીજી જૈન દવાખાનું, (૧૧) પરમાર ક્ષત્રિય જૈન પ્રચારક સભા, બોડેલી (૧૨) શ્રી સુરત સેવા સંઘના પ્રમુખ, (૧૩) શ્રી આરામોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ, (૧૪) જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળી લિ., (૧૫) શ્રી સુરત વસા ઓસવાલ જૈન જ્ઞાતિ, (૧૬) શ્રી ડી. કે. મોદી જૈન ભોજનશાળા, લાલબાગ, મુંબઈ. પૂનામાં આગમ મંદિર અંગેની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. શિલા સ્થાપન વગેરે થઈ ગયું છે. તેના ટ્રસ્ટી છે. શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા, ગોડીજી, શ્રી વર્ધમાન જૈન પેઢી. શ્રી જંબદ્વીપ યોજના--પાલીતાણા. શ્રી જૈન આગમ ટ્રસ્ટ સુરત, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ સંસ્થામાં જોડાયેલા છે. તેઓ મુંબઈ-ગોડીજીમાં સોળ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત સર હરકિશનદાસ હોસ્પિટલ અને શ્રી શાન્તિચંદ ઝવેરી દ્વારા વડોદરાની હોસ્પિટલમાં પણ એમનું સારું એવું પ્રદાન રહ્યું છે. તેઓ સુરત સેવા સમાજનાં પ્રમુખ તરીકેની કામગીરી પણ કરે છે અને દર રવિવારે માનવસેવાની પ્રવૃત્તિ કરે છે. આવાં બધાં સત્કાર્યોની પ્રેરણા તેમને શ્રી હેમસાગરસુરીશ્વરજી પાસેથી મળી હતી. આ પરિવાર તરફથી ત્રણ વર્ષમાં યાત્રાસંઘો પૂજયોની નિશ્રામાં નીકળ્યા હતા શત્રુંજયથી ગિરનારનો છ'રી પાળતો સંઘ. શત્રુંજય ગિરિરાજ ઉપર અષ્ટપ્રકારી પૂજા ભણાવી હતી. ઉપરાંત ક્ષત્રીયકંડથી સમેતશીખરજીનો છ'રી પાળતો સંઘ કાઢયો હતો. આ બધા ધાર્મિક આયોજનમાં શ્રી અમરચંદભાઈ તથા તેના નાનાભાઈ પ્રવિણભાઈ ઝવેરી સાથે રહ્યા હતા. ( શ્રી અમૃતલાલ પોપટલાલ મણિયાર ) અપ્રતિમ કાર્યકૌશલ, અદમ્ય ઉત્સાહ અને પ્રબળ પુરુષાર્થથી ઉદ્યોગ ક્ષેત્રમાં તેમ જ સામાજિક [ ક્ષેત્રમાં આદરપાત્ર સ્થાન સંપ્રાપ્ત કરનાર વઢવાણનિવાસી શ્રી અમૃતલાલભાઈ પી. મણિયાર તેમનાં Page #1008 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] 2 [ ૯૫૯ અનેકવિધ સુંદર કાર્યો માટે આજે સમાજમાં એક અગ્રગણ્ય વ્યકિત રહ્યાં છે. શૂન્યમાંથી સર્જન કરનાર શ્રી અમૃતભાઈએ મુંબઈમાં સુખ્યાત ઉદ્યોગગૃહ મેસર્સ મહાવીર રિફેકટરીઝ કોરપોરેશન તેમ જ વાંકાનેરમાં મેસર્સ સૌરાષ્ટ્ર સીરેમિક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી પ્રબળ અને સફળ પુરુષાર્થની પ્રતીતિ કરવી આપી છે. સોનામાં સુગંધ ભળે તેમ પોતાના બે સુપુત્રો શ્રી રસિકભાઈ તથા શ્રી નવીનભાઈને સાથે રાખી સાહસવૃત્તિ જ નહિ પરંતુ એ સાહસને અડગતાથી વળગી રહેવાનું નિશ્ચયબળ, તેમાં આવતી મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની હિંમત અને તેમાંથી માર્ગ કાઢવાની અમૃતલાલ પોપટલાલ મણિયાર કુનેહ વાપરીને આજે અનેક સોપાન સર કર્યાં છે. એથી જ વ્યાપારઉદ્યોગના સમર્થ સર્જક અને સૂત્રધાર તરીકે તથા સમાજના સિદાતા અને જરૂરિયાતવાળાના દુઃખ ભાંગનાર તરીકે તેઓશ્રીનું જીવન અવિરામ પ્રેરક તરીકે પ્રોજ્જવલ રહ્યું છે. સમાજના સાંસ્કૃતિક વિકાસાર્થે સંપત્તિનો સદ્યય કરવામાં સાર્થકતા પ્રમાણ કરનાર શ્રી અમૃતલાલભાઈના સ્વભાવમાં રહેલી માનવસૌરભ સમાજને સ્પર્શ્વ વિના રહી નથી. પાલીતાણા તીર્થમાં શ્રી શત્રુંજય હોસ્પિટલ અને આરોગ્યધામ, મુંબઈમાં વાડિયા ચીલ્ડ્રન હોસ્પિટલમાં ઇન્ટેન્સીવ કેર યુનિટ, મહાવીર વેલફેર ટ્રસ્ટ, હિન્દુ રિલીફ કમિટી, મહાવીર હાર્ટ રીસર્ચ ફાઉન્ડેશન, મહાવીર કલ્યાણ કેન્દ્ર, મહાવીર જૈન વિદ્યાલય, રતનપરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સુંદર અને ભવ્ય જિનાલય, શ્રી રસિકલાલ અમૃતલાલ મણિયાર પ્રાથમિકશાળા-સુરેન્દ્રનગર, કાન્દીવલી ઇસ્ટમાં એક પાઠશાળા, અમૃતલાલ પોપટલાલ મણિયાર પાઠશાળા-આરાધના ભવન-ગોવાલીયા ટેન્ક-મુંબઈ મંગળાબેન અમૃતલાલ પોપટલાલ ગૌશાળા, કોઠારીયા--વઢવાણ વગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમ જ નિર્માણ કરનાર શ્રી અમૃતલાલભાઈ જડ રૂઢીઓનો સામનો કરનાર ઉદાર હૃદયના દાતા બન્યા છે. સાધર્મિકસેવા સાથે અન્ય સમાજના જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને પુસ્તક, ફી, સ્કોલરશિપ; ગરીબોને અનાજ તથા દવા આપી સેવા કરવી; બિનવારસી મૃતદેહના અગ્નિસંસ્કાર કરાવી આપવા, મૂગાં પ્રાણીઓને કતલખાનેથી છોડાવવાં વગેરે અનેક પ્રવૃત્તિમાં તેઓ ઓતપ્રોત છે. તેઓશ્રી ઉત્તરોત્તર ઉદ્યોગ-ઉત્કર્ષ અને સમાજસેવા સાધતા રહે, દીર્ઘાયુ બને એવી શુભેચ્છા વ્યકત કરીએ છીએ. પુરુષાર્થ, સૌજન્ય અને ઉદારતાના ત્રિવેણીસંગમ સમા શ્રી અમૃતલાલભાઈના હાથે શાસનનાં આથીયે વધુ કામો થાય તેવી શુભેચ્છા. શ્રી કાન્તિલાલ સોમચંદ ગાંધી સંઘ અને શાસનને છેલ્લી સદીમાં જે ગૌરવશાળી કર્મઠ કાર્યકરો મળ્યા તેમાં ધ્રાંગધ્રાના ધર્મપરાયણ શેઠશ્રી કાંતિલાલ સોમચંદભાઈ ગાંધીનુ પણ યોગદાન યાદ કર્યા વગર રહી શકાતું નથી. સંવત ૧૯૬૮માં ગાંધી સોમચંદ રાજપાળને ત્યાં ગંગાબહેનની કુખે કાંતિલાલભાઈનો જન્મ થયો. પિતાશ્રી સોમચંદભાઈ દશાશ્રીમાળી જૈન જ્ઞાતિમાં, જૈન સંઘમાં, ધ્રાંગધ્રા રાજયમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા. જ્યારે માતુશ્રી ગંગાબહેન સરળ, સાદા અને ધાર્મિક ભાવનાથી રંગાયેલાં હતાં. બિલોરી Page #1009 -------------------------------------------------------------------------- ________________ ૯૬૦ ] [ જૈન પ્રતિભાદર્શન કાચ જેવા નિર્મળ જીવન જીવતા કુટુંબમાં બાળક કાન્તિભાઈનો ધાર્મિક વાતાવરણમાં ઉછેર થયો. શિક્ષણમાં મન બહુ ન લાગ્યું અને ૧૯ વર્ષની ઉંમરે નોન-મેટ્રીક સુધીનો અભ્યાસ કરીને ધંધાર્થે મુંબઈ-કલકત્તા સ્થળોએ થોડાં વર્ષો ગાળ્યાં; પણ ધંધામાં સ્થિર થવાને બદલે ધર્મમાં વધુ ને વધુ સ્થિર થતા રહ્યા. ધ્રાંગધ્રા તપાગરછ સંઘના ઉપાશ્રય જે તદ્દન ખંડિયેર હાલતમાં હતો તેિને નવેસરથી બાંધવાનું નક્કી થયું. શ્રી કાન્તિભાઈએ પોતાની | શ્રી કાંતિલાલ સોમચંદ ગાંધી જાતદેખરેખથી ઉપાશ્રયનું કામ પુરૂ કરાવ્યું. શ્રી કાન્તિભાઈના સેવાકાર્યમાં 'સહયોગ આપનાર તેમનાં ધર્મપત્ની કાન્તાબહેન, જેની ઉંમર ૮૨ વર્ષની છે, ખાનદાન ઘરની સુખી દીકરી છતાં સાદુ સેવાભાવી જીવન, પરોપકારકવૃતિ ધરાવનાર છે, પરિવારમાં કાન્તિભાઈને એક જ દીકરી સરોજબહેન, જેમણે માતાપિતાની સેવા ખાતર આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરેલ છે. તેઓ હાલ શિક્ષણ સંસ્થામાં સેવા આપી રહ્યાં છે. માતાપિતાનો ધર્મસંસ્કાર વારસો સરોજબહેને બરાબર જાળવી રાખ્યો છે. શ્રી કાન્તિભાઈની ૮૬ વર્ષની ઉંમરે તંદુરસ્તી ઘણી જ સારી છે. સંઘ અને શાસનના દરેક કાર્યોમાં તેમનું મોખરાનું સ્થાન છે. આખું ગામ તેમને દાદા કહીને બોલાવે અને સન્માને છે. ધ્રાંગધ્રા-શ્રીસંઘનો અભ્યદય સમય શરૂ થયો ત્યારે સાધુસાધ્વી મહારાજોનો આવાગમન અને ચોમાસા થવાં લાગ્યાં, સંઘમાં ધાર્મિક ક્રિયાઓ અને મહોત્સવો વધવા લાગ્યા, દીક્ષાઓ પણ થવા લાગી, દોઢ દાયકા સુધી દરેક કાર્યોમાં સક્રિય સેવા આપી. મહેસાણા જૈન પાઠશાળાના સંચાલન દ્વારા પણ સૌને પ્રેમ સંપાદન કર્યો હાલાર આદિ વિવિધ સ્થળોએ રહીને નૂતન જૈન મંદિરો, ઉપાશ્રયો, ધાર્મિક શિક્ષણનો પ્રચાર-પ્રસાર વગેરે કાર્યો કર્યા. ફરી વતનમાં આવતા ઉપાશ્રયનું વિસ્તૃતિકરણ શ્રીસંઘે તેમના હાથે કરાવ્યું. આફ્રિકા વગેરે દેશોમાં પણ પૂ. આ.શ્રી કુંદકુંદસૂરિજીના ધાર્મિક સાહિત્યનો પ્રચાર કરી ધર્મની પ્રભાવનાના કાર્યમાં સૌનો વિશ્વાસ અને આદર પામ્યા. સુરેન્દ્રનગરની જૈન બોર્ડિંગના સંચાલનમાં પણ ઘણી મોટી સેવા આપી. પાલીતાણાની મુકિતનિલય ધર્મશાળા, હસ્તગિરિ તીર્થોદ્ધારનું કામ વગેરેમાં સુંદર કામગીરી બજાવી. જૈન સંસ્થાઓનો લાખો રૂપિયાનો વહીવટ તેમને સોંપાતો રહ્યો અને યશસ્વી કાર્ય કર્યું. ૨૦૪૦માં શ્રી ધ્રાંગધ્રા તપગચ્છ સંઘની વિનંતીથી વાડીનું મોટું કામ કરી આપ્યું. તદુપરાંત ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘના ભાઈઓ તથા બહેનોના બંને ઉપાશ્રયોનું વિસ્તૃતિકરણ પણ તેમના હાથે થયું. તેમજ કુમાર પાઠશાળાનું મકાન નવેસરથી તૈયાર કરવામાં તેમનું યોગદાન રહ્યું. હાલમાં ધ્રાંગધ્રા પેઢી સંચાલિત શ્રી અજિતનાથ જૈન દેરાસરના વિશાળ રંગમંડપનું કામ પણ નવેસરથી તૈયાર થઈ રહ્યું છે. શ્રી કાન્તિભાઈએ કયારેય ધનની કે માનપાનની ઇચ્છા રાખી નથી. એમની પ્રામાણિકતા, નિસ્વાર્થતા અને ભકિતએ સૌના પ્રીતિપાત્ર બન્યા. કાનપુરમાં વિવિધ ફિરકાઓના વિસંવાદો દૂર કરવાની તેમની ઉત્તમ કામગીરીની આજે પણ સૌ મુક્તકંઠે પ્રશંસા કરે છે. Page #1010 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ૯૬૧ અમદાવાદ, જામનગર વગેરે અનેક સ્થળોએ તેમણે આપેલી સેવા ચિરંજીવ બની રહેશે. અનેક સન્માનોથી કાન્તિભાઈને વિભુષિત કરવામાં આવ્યા છે. સુકલકડી કાયા પણ હદયમાં ભારે શ્રદ્ધાનો દિવડો હમેશાં ઝળહળી રહ્યો છે. શ્રી કાન્તિભાઈના પિતાશ્રી સોમચંદભાઈ પણ એવા જ પ્રતાપી પુરુષ હતા. સાધુ-સાઘવીઓની વૈયાવચ્ચ હોય કે પાંજરાપોળનો વહીવટ હોય. સમાજના દરેક કાર્યમાં પિતાપુત્રએ આપેલી સેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અનુમોદના. સમ્યગજ્ઞાનના પ્રચાર તથા પસાર માટે તેમની પ્રેરણાથી શ્રી ધ્રાંગધ્રા તપગચ્છ સંઘ દ્વારા આલભ્ય–અમૂલ્ય પુસ્તકો સ્વ. પંડિત શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી દ્વારા ચિંતન કરેલ પુસ્તકો (૧) સ્વરૂપ મંત્ર (૨) સૈકાલિક આત્મવિજ્ઞાન (૩) સ્વરૂપ ઐશ્વર્ય વગેરે પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમજ પાલીતાણામાં હિંમતવિહાર જૈન ધર્મશાળામાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવા માટે ચાલતી પાઠશાળાના કાર્યમાં દર વર્ષ ૬૦ હજાર રૂપિયા શ્રી ધ્રાંગધ્રા તપગચ્છ સંઘ તેમના માર્ગદર્શનથી આપે છે, જે તેમની સમ્યગજ્ઞાનની ભકિત-રુચિ દર્શાવે છે. શ્રી કાંન્તિભાઈની પ્રેરણાથી અને તેમના માર્ગદર્શન નીચે શાહ મગનલાલ ચકુભાઈ પરિવારે ધ્રાંગધ્રામાં અંજનશલાકા--પ્રતિષ્ઠા મહોત્સવ કરાવેલ. ( શ્રી કાંતીલાલ મણિલાલ ઝવેરી શ્રી હસ્તગિરિ મહાતીર્થના નામની સાથે જેમનું નામ સંકળાઈ ગયું છે એવા તીર્થોદ્ધારના પ્રાણપૂરક કાર્યકર્તા શ્રી કાંતીભાઈનું પોતાનું મૂળ વતન પાટણ (ઉત્તર ગુજરાત) અને વ્યવસાયી ક્ષેત્ર મુંબઈને છોડીને તેમણે શ્રી હસ્તગિરિને જ છેલ્લા ૧૫ વર્ષથી પોતાનું ધામ બનાવ્યું. પોતાની ધનસંપત્તિ તેમ જ શારીરિક, માનસિક અને બૌદ્ધિક સર્વ શક્તિઓનું મુખ્ય કાર્યક્ષેત્ર તેમણે હસ્તગિરિને જ બનાવ્યું. ભક્તિમાં સઘળું ન્યોચ્છાવર કરવામાં તેમણે ધન્યતા અનુભવી છે. હસ્તગિરિ તીર્થ તેમનો પ્રાણ છે. . આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ, પૂ. પાદ અધ્યાત્મયોગી સ્વ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિ તથા આગમદિવાકર પૂ. પાદ સ્વ. આ. શ્રીમદ્ વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ શાસનપ્રભાવક ગુરુભગવંતોના નિકટના પરિચયમાં આવતા ગયા. ઉપદેશામૃતનું પાન કરતા ગયા તેમ તેમ તેમના જીવનમાં અધ્યાત્મગુણસમૃદ્ધિ વધતી ચાલી. શ્રાવકનાં બાર વ્રતો, ઉપધાન તપની આરાધના, વર્ધમાનતપની ૬૧ ઓળી, નવકાર મહામંત્રપૂર્વકના જાપનાં અનુષ્ઠાનો, કાયમી બિયાસણથી ઓછો તપ નહિ, મૂળમાંથી કાયમી એક વિગયનો ત્યાગ, પ્રમાદા ચરણરૂપ અનર્થદંડનો ત્યાગ એમ વિવિધ પ્રકારનાં તપ, ત્યાગનાં રત્નભૂષણોથી તેમના શ્રાવકજીવનની શોભા વધવા લાગી. તેમનાં માતુશ્રી, ભગિનીઓ, ફઇબા, ભાણેજો, બનેવી આદિ કુટુંબની દશ વ્યક્તિઓ દીક્ષિત થયેલ છે. તેમનાં ધર્મપત્ની અ. સી. કંચનબેન દરેક ધર્મકાર્યમાં તેમની સાથે કદમ કદમ મિલાવીને તન અને મનથી એટલો તો સહકાર આપ્યો છે કે, તેમના નામોલ્લેખ વગરનું કાન્તિભાઈનું ચરિત્રવર્ણન અપૂર્ણ જ બની રહે, એટલો મહત્ત્વનો તેમના ધર્મકાર્યમાં તેમણે ભાગ લીધો છે. અનેક તીર્થયાત્રાઓ, સાધર્મિકવાત્સલ્યો, સુપાત્રદાન, ગુરુભક્તિ, સંઘભક્તિ, તીર્થભક્તિ, 4 Page #1011 -------------------------------------------------------------------------- ________________ ૯૬૨ ] [ જૈન પ્રતિભાદર્શન જૈનાગમભક્તિ, એમ વિવિધ પ્રકારે અવસરે અવસરે સાત ક્ષેત્રોમાં અને આઠમા અનુકંપા ક્ષેત્રમાં તેમણે પોતાની લાખોની સંપત્તિનું વાવેતર કરેલું છે. પૂ.પાદ સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્ વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજની પુન્યનિશ્રામાં તેમણે લગભગ ૧૫૦ સાધર્મિકબંધુને ચાતુર્માસ અને ૨૦૦ સાધર્મિક બંધુને નવ્વાણુયાત્રા કરાવવાનું પુણ્ય ઉપાર્જિત કર્યું છે. પાલીતાણામાં મુક્તિનિલય ધર્મશાળા, અમારિવિહાર પૌષધશાળા તથા શેઠશ્રી સરદારમલજી પૌષધશાળાના તેઓ પ્રણેતા છે. પોતાની જન્મભૂમિ પાટણમાં ધર્મશાળાઓ વગેરેમાં તેમણે તન-મન-ધનથી પોતાની સેવા આપી છે. તેમણે જ્યારથી શ્રી હસ્તગિરિ તીર્થોદ્ધારના કાર્યનો પ્રારંભ કર્યો ત્યારથી બધાં જ ક્ષેત્રોમાંથી પોતાને ખેંચી લઈને, પોતાની શક્તિનો સંચય તેમણે એકમાત્ર હસ્તગિરિમાં જ કેંદ્રિત કર્યો છે. શ્રી હસ્તગિરિ તીર્થની ભક્તિ એ તેમના જીવનના સઘળાં ધર્માનુષ્ઠાનોમાં શિખર ઉપરના કળશ સમાન છે. શ્રી હસ્તગિરિ તીર્થોદ્વારક સ્વ. પૂ. આ. માનતુંગસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અને પ્રવચનપ્રભાવક પૂ. આ.શ્રી રામચન્દ્રસુરીશ્વરજી મહારાજના આશીર્વાદથી તેમણે જ્યારે આ તીર્થોદ્વારના કાર્યની શરૂઆત કરી ત્યારે આ મહાન કાર્યની આટલી બધી કષ્ટસાધ્યતાની કદાચ તેમણે કલ્પના પણ નહીં કરી હોય! જેમ જેમ કાર્યમાં ઊંડા ઊતરતા ગયા તેમ તેમ કાર્યની ભગીરથતાનો ખ્યાલ આવતો ગયો. તેમની કાર્યક્ષમતા કસોટીએ ચડી, ધૈર્યનાં પારખાં થવા માંડ્યાં અને સત્ત્વશીલતા સામે પડકાર ઊભો થયો. વિઘ્નોની ઝડીઓ વરસવા માંડી, પણ પોતાની અખૂટ ધીરજ, સત્ત્વ, શ્રદ્ધા, વ્યવહારકુશળતા, દૂરંદેશી આદિ ગુણોના બળે અને સૌથી વધારે તો ગુરુભગવંતોના આશીર્વાદ, તીર્થનું અપૂર્વ માહાત્મ્ય, શાસનદેવની કૃપા અને શ્રી ચતુર્વિધ સંઘના સંપૂર્ણ સહકારથી એક પછી એક વિઘ્નાઁથી પાર ઊતરતા ગયા અને પરિણામે કલ્પનાતીત અજોડ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. આ તીર્થોદ્ધારના કાર્યમાં તેમણે પોતાની સંપત્તિનો સદ્યય કર્યો છે. ભૌતિક સુખોને લાત મારી છે. ભોજન અને નિદ્રાને પણ અવસરે હરામ કર્યા છે. અજોડ શ્રદ્રાબળ, અપૂર્વ કાર્યક્ષમતા અને અનન્ય • કોટીનું આત્મસમર્પણ! આ ગુણોનો ત્રિવેણી સંગમ, જગતને ચરણે કેવી મહામૂલી ભેટ ધરી શકે છે એ જોવું-જાણવું હોય. તેમણે હસ્તગિરિ તીર્થની મુલાકાત લેવી જ રહી. હાથીની અંબાડી હાથી જ ઉપાડી જાણે, ધુરા વૃષભ જ વહન કરી શકે, તેમ આ પંચમકાળમાં આવુ ભગીરથ તીર્થોદ્ધારનું કાર્ય કાન્તિભાઈ જેવા શાસનભક્ત કાર્યકર્તાઓ જ કરી શકે, એ પ્રશસ્તિ જ તેમનાં કાર્યોનું સાચું મૂલ્યાંકન છે. ઉદારચરિત પુણ્યાત્મા સ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ વર્તમાન જૈનશાસનના ઇતિહાસમાં મંડાર-રાજસ્થાનનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણિય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈન સમાજનું ગોરવશાળી રત્ન છે. મંડાર એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં એમનું આગમન થયું. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબા-પિત્તળની દુકાન પોતાની હૈયાસૂઝ અને દીર્ઘદષ્ટિથી વિકસાવી, ઉત્તરોત્તર ઘણો વિકાસ થતો રહ્યો. પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે નામના મેળવી છે, જે એમના પ્રચંડ પુરુષાર્થની સાક્ષી પૂરે છે. Page #1012 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૬૩ શ્રી ખુમચંદભાઈએ પાપારમાં જે રસ લીધો તે કરતાં વિશેષ રસ એમણે નાની વયે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડ્યો અને કહેવાય છે કે જૈનધર્મના આચાર-વિચારને નાની ઉંમરથી જીવનમાં પચાવ્યો. જિંદગીમાં કયારેય અભક્ષ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો નથી તેમ કયારેય તેમનું મોઢું છૂટું નથી. સં. ૨૦૧૩ની સાલથી બારે મહિના ઉકાળેલું પાણી વાપરે છે. દેવગુરુધર્મ પરત્વે એમની અનન્ય શ્રદ્ધા અને ભકિતભાવ રહ્યા છે. આ પુણ્યશાળી આત્મા હમેશાં આરાધનામાં આગળ વધતા રહ્યાં. સંપત્તિને પોતાની પાછળ ચલાવનારા આ ગુણસંપન્ન શ્રેષ્ઠીએ આજની તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસ્કયામતો છે તેમાંથી વિશેષ રકમ તેમણે ધર્મને ક્ષેત્રે અર્પણ કરી. દાનસરિતાનો આ આંકડો ઘણો મોટો થવા જાય છે. આવા ઉદારચરિત પુણ્યાત્માના જીવનનું મૂલ્ય આંકવું ઘણું જ કઠીન છે. શ્રીમંતાઈનો દોમદોમ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરાભિમાનપણ સૌની પ્રશંસા અને દાદ માંગી લે છે. - જિનભકિતના રસિક આ પુણ્યાત્માએ પોતાના ગર્ભશ્રીમંતાઈભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ આકર્ષણોને તિલાંજલિ આપી, “સર્વવિરતિ ધર્મ'ની ઉપાસના કરવાની તીવ્ર ઝંખના સાથે દેશવિરતિ જીવનથી આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાપૂર્વક સ્તવન, છંદ, સજઝાય આદિ કંઠસ્થ કરી યથાસમયે મધુરકંઠે તેનો ઉપયોગ કરી આત્મમસ્તી માણતા. શેઠશ્રીને દ્રવ્યાનુયોગાદિ ગ્રંથોના અભ્યાસની પણ તીવ્ર ઉત્કંઠા જેથી સામાયિકમાં સ્વાધ્યાય, વાંચન, તેમજ ઓફિસમાં બેઠા હોય તો પણ ધર્મ-વાંચન ચાલુ જ હોય. આ રીતે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપડી, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી આદિનો અભ્યાસ કરી તે તે સૂત્રોની અનુપ્રેક્ષા કરી તત્ત્વજિજ્ઞાસુઓ સાથે ચર્ચા કરતા શ્રી ખુમચંદભાઈના ધર્મપત્ની સ્વ. ચુનીબહેનનું જીવન પણ એક શ્રાવિકાને શોભતું હતું ને તેમના પરિવારમાં છ પુત્રો છે. અને તે દરેકને ધર્મસંસ્કારો આપવાનું તેઓ ચૂક્યા નથી. જેના પરિણામે આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં ધર્મશ્રદ્ધા સારી છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરતવાળા સાધર્મિક ભાઈ, બહેનો તરફ હમેશાં માયાળુ અને નમ્ર રહ્યાં છે. જૈનેતર પણ એમના આંગણેથી કયારેય પાછા ગયા નથી. અર્થાત આંગણે આવેલાનો પ્રેમભાવથી આદર-સત્કાર કર્યો છે. સાદુ જીવન જીવતા આ દાનેશ્વરી લાખોની સખાવતોનો પ્રવાહ વહેવડાવવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્થંભ બનીને રહ્યાં છે. દાન, શીલ, તપ અને ત્યાગ ભાવનાથી એમનું વ્યકિતગત જીવન અનેકોને ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું છે. ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી ખુમચંદભાઈએ આચાર્યભગવંતોની નિશ્રામાં સંઘયાત્રા પણ કાઢેલ છે. ભારતભરના નાનામોટા અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ઉપાશ્રયો અને મંદિરોનાં શિલાસ્થાપન કરેલ છે. સંખ્યાબંધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ હતી અને આજે પણ પરિવાર તરફથી થતી રહી છે. નવ્વાણુ યાત્રાઓ કરી. ઉપધાન કરાવ્યા, ત્રણ વખત ૫૦૦ યાત્રિકોની સ્પેશ્યલ ટ્રેઈન લઈ ગયા. જૈન દેરાસરો, ભોજનશાળાઓ જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમો, પાઠશાળાઓ અને નાની મોટી અનેક સંસ્થાઓને તેમણે નવપલ્લવિત કરી હતી. Page #1013 -------------------------------------------------------------------------- ________________ ૯૬૪ / || જૈન પ્રતિભાદર્શન પ્રતાપી પિતાના આ પ્રતાપી પુત્રે કુળ અને કુટુંબને ઉજજવળ કર્યું. તેમનાં પુત્ર, પૌત્રો, પુત્રવધૂઓએ પણ મંગલધર્મની પગદંડી ઉપર એ જ રાહ અપનાવ્યો છે. આવા પુણ્યશાળી આત્માઓની ભૂરિ ભૂરિ અનુમોદન કર્યા વગર રહી શકાતું નથી. પરિવારના સભ્યો ધર્મભાવનામાં આગળ વધે એ જ મંગલકામના. (સ્વ. શ્રી ખાંતિલાલ ફતેચંદ શાહ, ભાવનગર) ત્રણ ત્રણ વર્ષનાં કારમાં દુષ્કાળમાં મૂંગા જાનવરો પ્રત્યે દયાની | લાગણીથી શ્રી ભાવનગર પાંજરાપોળ-સમઢિયાળાના મંત્રી તરીકે જોડાઈને મહામૂલાં કાર્યો કરી નિઃસ્વાર્થ ભાવે તન-મન અને ધનનો ભોગ આપી લાખો અબોલ જાનવરોને મોતના મુખમાંથી બચાવવાનું ભગીરથ કાર્ય કરી પુણ્યનાં પોટલાં બાંધ્યાં છે. ઘણી સંસ્થાઓના માર્ગદર્શક તરીકે, કોઈ હોદ્દા વગર, ઘણાં હિતકારી શ્રી ખાંતિલાલ ફતેચંદ શાહ | શાર્ણ ] કાર્યો કર્યા છે. ભાવનગર જૈન સંઘે મહત્ત્વની પદવી, મંત્રીની જવાબદારી, ય છે. ભાવનગર તેમને સોંપી સર્વાનુમતે નિમણૂંક કરી, યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન આપેલ. ધાર્મિક કાર્યોમાં પણ વડીલોના નામને ઉજજવળ કરાય તેવું મહામૂલું ઉપધાનતપ શ્રીમતી વિજ્યાલક્ષ્મી ફતેચંદ સોમચંદ પરિવાર તરફથી પૂ. શાસનસમ્રાટ સમુદાયના પ. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં અનેરી રીતે યોજી. ભાવનગરમાં ભવ્ય મહોત્સવની ઉજવણી કરી અનેરી ભાત પાડી હતી. સં. ૨૦૧૩માં દાદાસાહેબ દહેરાસરમાં પ. પૂ. આ. વિજયદેવસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં નવી દહેરીમાં શામળા પાર્શ્વનાથની પ્રતિષ્ઠાનો અને કારોદ્ઘાટનનો અમૂલ્ય લાભ લીધો હતો. પ. પૂ. આ. મેરૂપ્રભસુરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ભાવનગરમાં સામુદાયિક ચૈત્ર માસની ઓળી કરાવી વિશિષ્ઠ લાભ લીઘો, જેમાં રેકર્ડરૂપ ૧૮00 આરાધકો જોડાયા હતા. શૂન્યમાંથી સર્જનની જેમ પ્રારબ્ધ અને પુરુષાર્થથી જૈનશાસનના અનેરા સત્કાર્યો કરી વ્યવહારકુશળ વેપારી તરીકે સારી નામના પ્રાપ્ત કરી છે. માતા વિજયાલક્ષ્મીની કુખ ઉજાળી છે. જૈન સોશ્યલ ગ્રુપ વેસ્ટના સ્થાપક પ્રમુખ તરીકે, ઘોઘારી જ્ઞાતિના પ્રમુખ તરીકે તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે તેમની સેવા જાણીતી છે. હમણાં જ થોડા સમય પહેલાં આ પુણ્યાત્માનો જીવનદીપ ટૂંકી બિમારીમાં બૂઝાઈ ગયો. ભાવનગર જૈન સંઘને તેમના સ્વર્ગવાસથી ઘણી જ મોટી ખોટ પડી છે. ( સ્વ. શ્રી ખીમજીભાઈ હેમરાજભાઈ છેડા ) જૈન સમાજના અડીખમ સ્થંભ, સામાજિક આગેવાન નેતા, યુગવીર આચાર્યશ્રી વિજયA વલ્લભસૂરિજીના અનન્ય ભક્ત, પ્રખર માનવતાવાદી, કચ્છ પ્રદેશની ગરીબ જનતાનાં આંસુ લૂછનાર, 4 Page #1014 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૬૫ મૂંગા પશુઓના સંરક્ષક શ્રી ખીમજીભાઈ છેડાનું ૫૮ વર્ષની વયે તા. ૧૨-૧૨-૭૭ના સમાધિમરણ થયું. શ્રી ખીમજીભાઈ છેડા છેવટની ઘડી સુધી કર્મયોગી રહ્યા. તેમની ખોટ જૈન સમાજને વર્ષો સુધી સાલશે. તેમની કર્તવ્યપરાયણતા તથા શ્રાવકોત્કર્ષ માટે બજાવેલી તેમની સેવાભક્તિ ઉપરાંત તેઓ કચ્છમાં સેંકડો પશુઓને પાળતા અને તેના દૂધની છાશ બનાવરાવી ગામડાંઓના ગરીબ પરિવારોને નિયમિત પહોંચાડતા. આ માટે તેમણે કોઈના પાસેથી નથી ફંડ એકઠું કર્યું તેમ ઊપજ પણ કરી નથી. સંવત ૨૦૦૮માં વિજયવલ્લભસૂરિજી મહારાજ મુંબઈ પધાર્યા ત્યારે શ્રાવકોત્કર્ષ માટે રૂપિયા પાંચ લાખની પૂ. આચાર્યશ્રીની ટહેલ શ્રી ખીમજીભાઈએ ભારે જહેમત લઈને પૂરી કરાવી આપી. મુંબઈ-શ્રી આત્માનંદ જૈન સભાને માટે ધનજી સ્ટ્રીટમાંથી પોતાની જગ્યા કાઢી આપી. સંસ્થા પ્રત્યેની તેમની ઔદાર્યતા અને આત્મીયતાના આ પ્રસંગથી દર્શન થાય છે. કોન્ફરન્સના અધિવેશનમાં તેમણે જે કામ કર્યું તેમાં તેમની કાર્યકુશળતાનાં દર્શન થાય છે. તેમ જ થાણામાં પૂ. આચાર્યશ્રીએ ઉપધાન કરાવેલાં ત્યારે મતમતાંતરોનું સમાધાન કરાવી ઉપધાનની ઊપજની રકમની ફાળવણીમાં નવી ક્રાંતિ લાવ્યા હતા. શ્રી ખીમજીભાઈને અંત સમયે કોઈ મમતા કે આસક્તિ રહી ન હતી. તેઓ સામાજિક, રાજકીય, ધાર્મિક ક્ષેત્રે પોતાની સેવા આપી જીવન સમર્પણ કરી ધન્ય બની ગયા છે. તેમના સમગ્ર પરિવારને સામાજિક પ્રવૃત્તિઓના અલભ્ય સંસ્કારો મળ્યા છે. કોઈપણ ઉપાડેલાં મંગળ કાર્યો માટે તેની જાગૃતિ, ઝડપ, કાર્યનિષ્ઠા વગેરે અનુભવો વિષેનું તેમનું જ્ઞાન વ્યાપક હતું. તેના પ્રભાવે અસંખ્ય કાર્યકરોનું વર્તુળ તેમની આસપાસ ઊભું કરી શકયા તે તેમની અગાધ શક્તિની પ્રતીતિ કરાવે છે. જે સમતાપૂર્વક તેમનો દેહાંત થયો એ જ સમભાવ વડે એમણે મૃત્યુને પણ પડકાર્યું. છેલ્લી ઘડી સુધી દરેક પ્રવૃત્તિ માટે સતત ચિંતા સેવી હતી. ધર્મ પરત્વે તો શ્રી ખીમજીભાઈને અનન્ય ભક્તિભાવ અને શ્રદ્ધા હતી. વિવિધ સામાજિક સંસ્થાઓના વિકાસ માટે પણ એટલો જ પ્રેમ અને લાગણી હતાં. કચ્છમાં જ્યારે જ્યારે દુષ્કાળ અને આપત્તિના ઓળા ઊતરી આવેલા ત્યારે ગામડે ગામડે ફરીને શ્રી ખીમજીભાઈએ દીનહીન કિસાનોની જે સેવા કરી છે, તન-મન-ધન ન્યોછાવર કરીને પણ ગરીબોનાં એમણે જે આંસુ લૂક્યાં છે તે ઘટના ચિરસ્મરણિય બની રહેશે. જૈન અને જૈનેતર પ્રજા કાયમ માટે આ ધર્મવીર મેધાવી પુરુષને યાદ કરશે. સેવાધર્મની અને શુભ માંગલિક પ્રવૃત્તિઓ પરત્વે તેમના પુત્રપરિવારે પણ એવું જ મમત્વ બતાવ્યા કર્યું છે. ( શ્રી ચુનીભાઈ લક્ષ્મીચંદ ) જામનગરમાં લગભગ પોણા લાખના ખર્ચથી તૈયાર થયેલ “શ્રી લક્ષ્મી આશ્રમ' તેમ જ તેના ઉપરના ભાગમાં વર્તતું જૈનાનંદ પુસ્તકાલય” આ બન્ને ધાર્મિક સંસ્થાઓ શ્રી ચુનીભાઈની ઉદારતાના ખરેખર યશ પુંજ છે. શ્રી વર્ધમાનતપ આયંબિલખાતામાં અર્પણ થયેલી ૩OOO૦ની રકમમાં પણ ૧.૭૯ Page #1015 -------------------------------------------------------------------------- ________________ ૯૬૬ [ જૈન પ્રતિભાદર્શન પોતાને અર્ધ લાભ આપવાની વડીલ પાસે કરેલી માગણી એ તેમના ઔદાર્યનો જબ્બર પુરાવો છે. પોતાના સુશીલ ધર્મપત્ની શ્રીમતી ચંચળબ્દને કરેલ શ્રી નવપદજી, વીશતિસ્થાનક વગરે તપશ્ચર્યા નિમિત્તે લગભગ એક લાખના ખર્ચે કરાવેલ ભવ્ય ઉદ્યાપન (ઉજમણ) મહોત્સવ અને તે સમયે ઠેઠ ગુજરાતમાં બિરાજમાન પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાદિ વિશાળ સાધુસમુદાયને વિજ્ઞપ્તિ | કરવાપૂર્વક વિહાર કરાવી જામનગરમાં કરાવેલા દબદબાભર્યા પ્રવેશોત્સવ એ પ્રસંગે શ્રી ચુનીભાઈએ કરેલું બાદશાહી સામૈયું જામનગરની જૈન-જૈનેતર | શ્રી ચુનીલાલ લક્ષ્મીચંદ Rપ્રજા આજે પણ સંભારે છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની તલાટીમાં તૈયાર થતાં શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરમાં સર્વપ્રથમ પચાસથી સાઠ હજારની ઉદાર સખાવત કરનાર તે બીજું કોઈ નહિ પણ આ દાનવીર સંઘપતિ શ્રી ચુનીભાઈ જ. શ્રી પોપટલાલ ધારશીભાઈના જામનગરથી શત્રુંજય તીર્થના નીકળેલા ઐતિહાસિક સંઘયાત્રાના કુલ ખર્ચમાં અર્ધા ભાગીદાર થઈ તીર્થંકર નામકર્મના હેતુભૂત શાસનોન્નતિ કરાવનાર પણ આ નાના સંઘપતિ જ છે. આવી હજારો અને લાખોની ઉદાર સખાવતો સિવાય નાની સખાવતો તેઓશ્રી તરફથી કેટલી આજસુધીમાં થઈ હશે તેની સંખ્યાના આંકડા તો તેઓ પોતે જ જાણતા હશે. આવી અસાધારણ ઉદારતાને અંગે જૈનસમાજ દાનવીર પુરુષોની પ્રથમ પંક્તિમાં તેઓને ગણે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આવું ભારે મોટું ઔદાર્ય છતાં આ પુશાલી વ્યક્તિમાં અભિમાનનો અંશ પણ જોવામાં આવતો નહીં. તેમની રહેણીકહેણી તદ્દન સાદી હતી. વડિલમર્યાદા તેમણે કોઈપણ વખત લોપી નથી. વડીલ શ્રી પોપટભાઈ જે કોઈ કાર્ય કરે તે હરકોઈ પ્રસંગે આપણા આ નાના સંઘપતિ ચુનીભાઈ સદાય તૈયાર જ હોય. સંઘયાત્રા પ્રવાસ દરમ્યાન ઘણી વખત અનુભવાયું છે કે, કોઈ કોઈ તેવા શુભ પ્રસંગમાં કોઈ કાર્યવિશેષ પરત્વે તેમને જ્યારે પૂછવામાં આવે ત્યારે તેઓ એક જ વસ્તુ જણાવે જે “વડીલને પૂછો, તેમની સલાહ લ્યો અને તેઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે કરો; મને આ બાબતમાં જરાપણ પૂછવાની જરૂર નથી. જે વાત તેમને મંજુર છે તે મને મંજુર હોય જ. સંપૂર્ણ લક્ષ્મીનો યોગ છતાં વડીલોનો આવો આમ્નાય (મર્યાદા) કોઈ ભાગ્યવાનમાં જ દ્રષ્ટિગોચર થાય છે. શ્રી ચુનીભાઈનું ગાંભીર્ય પણ જનતાને હેરત પમાડે તેવું હતું. કોઈ પણ કાર્યપ્રસંગે તેઓ કદી ઉતાવળા થતા નહીં. જે કાર્ય કરવા ધાર્યું હોય તેનો પ્રથમ સ્વયં સંપૂર્ણ વિચાર કરે, ત્યારબાદ વડીલોની સલાહ લે અને અનુમતિ મળ્યા બાદ કાર્ય પ્રારંભે. કાર્યનો પ્રારંભ થયા બાદ જો વિપ્નપરંપરા આવે તો ધીરજ રાખે; જરાપણ પાછા ન હઠે અને આરંભેલું કાર્ય ગમે તે ભોગે પાર ઉતારે, શ્રી ચુનીભાઈની આ સહજ પ્રકૃતિ હતી. એ ધીરતા અને ગંભીરતા તેમને કોઈ અજબ રીતે વરેલી હતી. શ્રી ચુનીભાઈમાં હદયની નિખાલસવૃત્તિ પણ અન્ય વર્ગને અનુકરણીય હતી. સાચું કહેવામાં તેઓ પ્રાયઃ કોઈની શરમ રાખતા નહીં, આમ છતાં તેમના મુખમાં એવી મીઠાશ રહેતી હતી કે તેઓની વાણી કોઈને પણ અપ્રિય થતી નહીં. હૈયામાં કાંઈ હોય અને મુખમાં કાંઈ હોય એ વૃત્તિ તેમને જરાપણ ઇષ્ટ નહોતી. મનમાં જે ઠીક લાગે તે પ્રમાણે જ તેઓ બોલનારા અને મિતભાષી હતા. Page #1016 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૬૭ શ્રી ચુનીભાઈમાં વ્યવહારદક્ષતા કાર્ય કરવાની કુશલતા પણ કાંઈ ઓછી નહોતી. એ વ્યવહારકુશલતાને અંગે જ તેઓ છેવટ સુધી વ્યવહારમાં એકસરખા શુદ્ધ રહ્યા હતા. ન્યાય—નીતિ ઉપર તેમને અથાગ પ્રેમ હતો; અને જેમ બને તેમ અનીતિ તથા પ્રપંચના પાસાઓથી દૂર રહેવાય તે માટે તેઓ સદા જાગૃત રહેતા. સૌજન્ય : શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ જૈન વિદ્યાર્થીભવન જામનગર સંઘવણ ચંચળબહેન ચુનીલાલ લક્ષ્મીચંદ આપણા આ સંઘપતિ ચુનીભાઈ જેવા ગુણીયલ છે, તેમનાં સહધર્મચારિણી સંઘવણ શ્રીમતી ચંચળબાઈ પણ તેવાં જ સદ્ગુણસંપન્ન છે. દાનગુણમાં તો શ્રી ચુનીભાઈથી પણ તેઓ ચઢી જાય તેમ છે. સંઘમાં જામનગરથી નીકળ્યા બાદ પાલીતાણા સુધી પ્રાયઃ તેઓ પાદચારી (પગે ચાલવાવાળાં) જ રહ્યાં હતાં. આ દરમ્યાન રસ્તે ચાલતા સંઘના દર્શનાર્થે ઊભેલા હજારો દર્શનાર્થીઓને જે હાથમાં આવ્યું તે છૂટે હાથે દાન આપી જૈનશાસનની લોકોત્તર પ્રભાવના કરનાર આ સંઘવણ શ્રીમતી ચંચળબાઈ જ છે. શિયળના સર્વશિરોમણિ ગુણ સાથે સામાયિક-પૌષથ-પ્રતિક્રમણ-તપ-જપ-વ્રત-પચ્ચક્ખાણમાં તેઓ ખુબ જ આગળ વધ્યા છે. આવાં ગુણીયલ છતાં પોતાના વડીલોની મર્યાદા સંપૂર્ણ સાચવવામાં તેઓ જરાપણ ઓછાં ઉતરે તેમ નથી. પંચમી, એકાદશી, ચતુર્દશી, વિંશતિસ્થાનક, શ્રી સિદ્ધચક્ર મહારાજ વિગેરે ઉત્તમ સ્થાનકોની તેઓએ અનુપમ આરાધના કરી છે. એટલું જ નહિ પણ એ આરાધના ઉપર શાસનોન્નતિકા૨ક ઉદ્યાપન મહોત્સવ કરી જિનમંદિરના શિખર ઉપર સુવર્ણ કળશ ચઢાવ્યો છે. સાધુસાધ્વીની ભક્તિ-વૈયાવચ્ચમાં સદા તેઓ તત્પર હોય છે. સંપત્તિનો વિપુલ પ્રમાણમાં યોગ છતાં ધર્માર્થે શરીરને કસવામાં ચંચળબાઈ જરાપણ હઠે તેમ નથી અને તેથી જ લગભગ ચારસો માઇલ જેટલી લાંબી પદયાત્રામાં તેમણે છ'રી પાળી છે. ૫-૬ માઈલ કે તેથી પણ વધુ ચાલીને આવેલા હોય તોપણ સાંજ પડે એટલે સંઘમાં સાથે આવેલાં પૂ. આચાર્ય મહારાજાદિ મુનિવરો અને પૂ. સાધ્વીજી મહારાજાઓને વંદન, સુખશાતા તથા કામકાજ માટે લગભગ હંમેશા પૂછવા નીકળે અને દેખાતી ખામી તૂર્ત જ પૂર્ણ થાય, એ ‘તેમની અંતરની કેટલી ધર્મભક્તિ છે' તે જણાવવા માટે બસ છે. સ્વ. શ્રી ચીમનલાલ અંબાલાલ નવાબ ધર્મ સંસ્કાર અને સમાજસેવાના ત્રિવેણી સંગમ સમા સ્વ. શ્રી ચિમનલાલભાઈ નવાબ ભારતભરના જૈનોમાં આગવું નામ ધરાવનાર સૌના સન્માનનીય પ્રેરણામૂર્તિ તરીકે દેશમાં અને વિદેશમાં સારી ખ્યાતિ પામ્યા હતા. મુંબઈમાં તેમનો જન્મ થયો. બી.એ. સુધીનો વ્યવહારિક અભ્યાસ કર્યો પણ જ્યોતિષવિદ્યા તેમનો પ્રિય વિષય હતો. નાની ઉંમરથી જ કાંઈક કરી છૂટવાની તમન્ના અને તરવરાટ હતો. એમની વિશિષ્ટ જીવનશૈલી ઉપર દૃષ્ટિપાત કરતા જણાય છે કે વિશ્વમાં ગણાતા પ્રખર-પ્રકાંડ જ્યોતિષીઓની પ્રથમ હરોળમાં તેમની ગણના થતી હતા. ભારતના પંતપ્રધાનો જવાહરલાલ નહેરૂ કે મોરારજી દેસાઈના ક્યારેક નિકટપણામાં રહીને એમણે કેટલીક સ્પષ્ટ આગાહીઓ પણ કરેલી, જેને કારણે તેઓ બહોળા જનસમૂહમાં નામ કમાયા. શેરબજારમાં તેમનો ધીકતો વ્યાપાર અને સમાજસેવાની Page #1017 -------------------------------------------------------------------------- ________________ ૯૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન વિવિધ પ્રવૃતિઓમાં પણ એટલા જ ગળાડૂબ રહ્યા છતાં પણ અબાલવૃદ્ધ સૌના અંતરમાં વસી શક્યા એ જ એમના સફળ જીવનની પારાશીશી છે. દેશમાં વસતા નાના-મોટા સમભાવી સજ્જનો હોય કે પછી મુંબઈ નગરીના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા મોટા ઉદ્યોગપતિઓ કે રાજકારણીઓ હોય, સૌકોઈ એમને સમાન આદરથી જોતાં એ જ એમની મોટી સિદ્ધિ હતી. માનવીના ઉચ્ચત્તમ ગુણવિકાસમાં વારસો અને ઉછેર મુખ્ય ભાગ ભજવતા હોય છે. શ્રી ચિમનલાલનો જન્મ અને ઉછેર પણ એવા જ સંજોગોમાં થયો કે એમણે માનવજીવનની વાસ્તવિકતાને બહુ જ બારીકાઈથી પીછાણી લીધી. ભવિષ્યની એમની નજર બહુ ઊંચે સુધી પહોંચી શકતી હતી. વ્રત, તપ અને ક્રિયાઓના પણ એટલા જ રસિયા બન્યા. જૈન સાધર્મિક ભકિત અને આધ્યાત્મિક પ્રવૃતિઓ તરફ એમનું વિશેષ ધ્યાન ગયું પરિણામે પુત્રો અને પુત્રીને પણ એ સંસ્કારવારસાનો ઠીક લાભ મળ્યો. પુત્રો ભદ્રિકભાઈ, વિજયભાઈ, દિલીપભાઈ અને હેમંતભાઈ તથા પુત્રી ભારતીબેન આ સૌ પણ ધર્મસંસ્કારના રંગે રંગાયાં. પુત્ર દિલીપભાઈએ સંયમયાત્રાનો કઠીન માર્ગ સ્વીકાર્યો, જેઓ હાલ શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પ.પૂ. આ. શ્રીમદ્ વિજયઅમૃતસુરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આ. શ્રી દાનસૂરિજી મ.સા. જેઓ પણ સારા જ્યોતિર્વિદ અને નિમિત્તવેત્તા છે. પિતાશ્રી ચિમનભાઈ નવાબના આશીર્વાદ પૂજ્યશ્રીના જીવન ઉપર સારી અસર કરનારા નિવડ્યા છે, શ્રમણ સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે સતત પણે ઝઝુમનાર પૂજયશ્રીએ સૂરિપદે આરૂઢ થઈ સાંસારિક પરિવારને એક મોટી યશકલગી જરૂર અપાવી છે એમ કહી શકાય. પંદરેક વર્ષ પહેલાં પુણ્યવંતા શ્રી ચિમનલાલભાઈનો સ્વર્ગવાસ થયો. તેઓ ઘણી મોટી સુવાસ મૂકતા ગયા. તેમનો સાંસારિક પરિવારનો મઘમઘાટ અમૃતનો જાણે વિશાળ ઝરો હોય તેવો અનુભવ અનેકોને થયો. જૈન સમાજનું તેઓ ગૌરવશાળી રત્ન હતાં. ( શ્રી ચીમનલાલ ખીમચંદ મહેતા ) સત્યને જેમ શણગારની બિલકુલ જરૂર નથી તેમ સંસારમાં કેટલાંક માનવરત્નો સ્વયં સત્યથી પ્રકાશી ઊઠે છે. જીવનમાં ઘણું બધું નક્કર કામ કર્યું હોવા છતાં કશું જ કર્યું નથી એવી નિરપેક્ષ વૃતિથી પોતાનું કર્તવ્ય બનાવ્યું જાય છે. આવા આ સમસ્ત માનવજાતના કલ્યાણઈરછુક શ્રી સી. કે. મહેતા સાહેબને વર્ષો પહેલાં એકવાર રૂબરૂ મળવાનું બન્યું ત્યારે પ્રથમ પરિચયે જ એમના ઋજુ હૃદયની છાપ અંકિત થઈ હતી. આવું મમતાળુ વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચિમનલાલભાઈએ પુરૂષાર્થ અને અપૂર્વ આત્મવિશ્વાસથી નાની વયમાં જ સ્વતંત્ર ધંધામાં ઝંપલાવ્યું. નીતિમત્તા અને ઊંડી સૂઝ-સમજને કારણે ધીરે ધીરે પણ પ્રગતિકારક રીતે ધંધાનો વિકાસ થતો ગયો. ૧૯૭૧માં દીપક નાઇટ્રાઈટ લિ.ની સ્થાપના કરી અને ૧૯૭૯માં દીપક ફર્ટીલાઇઝર્સ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારીક ક્ષેત્રે આગવું સ્થાન ઊભુ કર્યું. સાથે ધર્મશ્રદ્ધાના સિંચનથી સંસ્કારછોડને પણ ઊછેર્યો. મૂળભૂત રીતે ધર્મના સંસ્કારસિંચનથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ સમાજસેવા અને અનુકંપાદષ્ટિથી ઉત્તરોત્તર દાનધર્મનો સોપાનો ચડતા રહ્યા. Page #1018 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૬૯ પ્રબળ પુણ્યબળના યોગથી જ ધંધાની ઉન્નતિ અને ધાર્મિક-સામાજિક કાર્યોમાં પ્રગતિ સધાય છે, એવા એમના દઢ વિશ્વાસને લઈને ધંધામાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આત્મિક-આધ્યાત્મિક સંબંધોને ઉચ્ચપદ આપતાં રહ્યાં. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર ઉપરાંત સામાજિક ધાર્મિક ક્ષેત્રે પણ તેઓશ્રીને વિનમ્ર રીતે પોતાનો યશસ્વી કાળો આપ્યો છે. વડોદરા-નાંદેસરી ખાતે એક અદ્યતન હોસ્પીટલની સુંદર સગવડ ગ્રામીણ તેમજ ઔદ્યોગિક જનતા માટે એક ફાઉન્ડેશનની રચના કરી, જેનો લાભ સેંકડો લોકો લઈ રહ્યાં છે. દીપક મેડીકલ ફાઉન્ડેશન અને દીપક ચેરીટેબલ ટ્રસ્ટના લગભગ ૮૦ માણસોનો સેવાભાવી સ્ટાફ આજુબાજુના સંખ્યાબંધ ગામડાઓમાં સેવા આપી રહ્યો છે. તેઓ દાયણોની તાલીમનું તથા આ વિસ્તારની મહિલાઓમાંથી સગર્ભાઓને અલગ તારવવાનું, ગામડાઓમાં કિલનિકની શ્રેષ્ઠતમ સુવિધા પહોંચાડવાનું, રસીકરણનું તેમજ મહિલાઓ અને તણ-તણીઓ માટે માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર પૂરા પાડવાની સેવા આપે છે. આ બધી જ માનવસેવાની પ્રવૃત્તિના પાયામાં શ્રી ચિમનલાલભાઈની પરગજુ સેવાપરાયણતા ધરબાયેલી પડી છે. ધંધામાં અને સમાજસેવામાં તેમનું તેજસ્વી કાર્યકૌશલ્ય હમેશાં ઝળકી રહ્યું છે. ધંધાર્થે સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી છતાં ભારતમાં હોય કે અમેરિકામાં હોય; સુદેવ, સુગુરુ, સુધર્મ સાથે જ રહ્યા છે. એક આદર્શ શ્રાવક તરીકેના બધા જ સદ્દગુણોનું તેમનામાં દર્શન થાય છે. અને તેથી જ તેમનું વ્યકિતત્વ હમેશાં નિરાળુ ભાસે છે, કેમિકલ્સના વ્યાપાર ક્ષેત્રે વ્યાપક નામના મેળવીને બે દાયકાના કેમિકલ મારકેટના બહોળા અનુભવ પછી સને ૧૯૭૦માં ઉદ્યોગક્ષેત્રે ઘણું મોટું પદાપર્ણ કર્યું. સખ્ત પરિશ્રમ બાદ દીપક નાઈટ્રાઈટના ઉત્પાદન ક્ષેત્રેની દશાબ્દી ૧લી એપ્રીલ ૧૯૮૩માં શાનદાર રીતે ઉજવી. - ૧૯૮૨ની દિવાળી સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાના ઝંઝાવાતથી ખુબ જ કાજળઘેરી બની રહી ત્યારે દીપક ચેરીટેબલ ટ્રસ્ટની પણ ત્વરિત સ્થાપના કરી અને જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા પીડિત આત્મિકોને સાતા બક્ષી. રહેવાના ઘર, ખેડૂતો તેમજ માલધારીઓને હજારોની સંખ્યામાં પશુઓનું પુનઃસ્થાપન, ગામેગામ જઈને વાસણો, રેશન, વસ્ત્રો વગેરેનું વિતરણ લાખોને હિસાબે કર્યું. વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કુનેહ આપણા આ શ્રેષ્ઠીવર્યમાં જોવા મળે છે. સમાજને તેમની સેવાનો લાભ અહર્નિશપણે મળતો રહે એ જ અભ્યર્થના. ( શ્રી ચુનીલાલ રાયચંદ શેઠ ચુનીલાલ રાયચંદ એ શેઠ અનુપચંદભાઈના જમાઈ થાય અને તેમના અવસાન બાદ ભરૂચ દેરાસરોનો વહીવટ તેમણે સંભાળ્યો. તેઓ જીવનપર્યત જૈન ધર્મ ફંડ પેઢી (ભરૂચ) તથા મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી-ભરૂચના પ્રમુખ રહ્યા. ગંધાર જૈન તીર્થ તથા ભરૂચની પાંજરાપોળના પણ તેઓ પ્રમુખ અને મુખ્ય વહીવટકર્તા રહ્યા હતા. ભરૂચ સદાવ્રત સંસ્થાના પણ તેઓ પ્રમુખ હતા. શેઠશ્રી ખૂબ જ પ્રેમાળ અને નમ્ર સ્વભાવના હતા. જીવદયાના ખાસ પ્રેમી હતા. તેઓ ચુસ્ત વ્રતધારી શ્રાવક હતા. બન્ને સમય પ્રતિક્રમણ, સામાયિક, દેવસેવા અને તિથિએ પૌષધ અવશ્ય કરતા. Page #1019 -------------------------------------------------------------------------- ________________ ૯૭૦ ] [ જૈન પ્રતિભાદર્શન ==ા તેઓ કદી છૂટુ મોઢુ રાખતા નહિ; કાયમ વ્રત પચ્ચકખાણ કરતા. જ્યાં તેઓ વહીવટ કરતા તે બધી જ સંસ્થાનો વહીવટ ખબ જ કરકસરથી ચાલતો. તેમની દેખરેખમાં ઉપરોક્ત સંસ્થાઓનો ખૂબ રિ થયો. તેમણે ભરૂચમાં દેરાસરોની સામેની જમીન અગમચેતીપૂર્વક લઈને ત્યાં સુંદર ઉપાશ્રય તથા ધર્મશાળા બંધાવી. આજે એ જમીન ભરૂચ સંઘને ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ થઈ પડી છે. તે જ જગ્યામાં હવે નવી ધર્મશાળાઓ વિ. બંધાશે. તેઓ લગભગ વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને માત્ર સંસ્થાઓની સેવાની પ્રવૃત્તિ કરતા હતા. સાધુ-સંતોની ખૂબ જ ભક્તિ કરતા તથા સાધુ-ભગવંતોના ખૂબ જ પરિચયમાં રહેતા. પ. પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજીના તેઓ અનન્ય ભક્ત હતા. સં. ૨૦૨૪માં તેઓ દેવલોક પામ્યા. ઘરેથી બપોરે ૩ વાગે વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં આવતાં નીકળ્યા. ઉપાશ્રય પાસે જ ઠોકર વાગતાં પડી ગયા અને બેહોશ થઈ ગયા. ઉપાશ્રય નીચે જ્ઞાનમંદિરમાં તેમને સુવડાવ્યા. સાધુ-ભગવંતોએ ખૂબ આરાધના કરાવી. ચતુર્વિધ સંઘ ભેગો થયો. શ્રીસંઘની હાજરીમાં જ સમાધિપૂર્વક દેવલોક પામ્યા. શ્રીસંઘે બેન્ડવાજા સહિત તેઓની સ્મશાનયાત્રા કાઢી. શેઠ અનુપચંદ તથા શેઠ ચુનીલાલના ફોટાઓ ભરૂચ સંઘની પેઢીમાં સ્મૃતિરૂપે મુકાયા છે. તથા તેમની આરસની પ્રતિમાઓ પણ બનાવીને મૂકી છે. આજે પણ સાધુ ભગવંતો તથા ભરૂચનો શ્રીસંઘ તેમને આદરપૂર્વક યાદ કરે છે. ( શ્રી ચંદ્રકાન્ત મૂળચંદ શાહ ) શ્રી ચંદ્રકાન્તભાઈ મૂળચંદ સિહોર પાસે અગિયાળીના વતની છે, હાલ મુંબઈમાં વસવાટ કરે છે. પિતાશ્રીનું વાત્સલ્ય નાની ઉંમરમાં ગુમાવેલું. સાધારણ પરિસ્થતિમાં માતાએ ત્રણેય બાળકોને ઉછેર્યા. ચંદ્રકાંતભાઈએ મેટ્રિકનો અભ્યાસ સિહોર મુકામે કરી ૧૮ વર્ષની ઉંમરે મુંબઈમાં આવી સર્વીસ ચાલુ કરી. ૮ વર્ષ સર્વીસ કરી ત્યાર બાદ ઇલેકટ્રીક લાઇનનો ધંધો તથા મેન્યુફેકચરીંગ શરૂ કરી આગળ આવ્યા. પ્રભુએ સારી યારી આપી. ૧૯૭રમાં નવા ધંધાનું સાહસ કન્સ્ટ્રકશન લાઈનમાં કર્યું. તેમાં આજે એક બિલ્ડર્સ તરીકે નામના મેળવી. શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની દરેક સંસ્થાઓમાં તન-મન-ધનનો ભોગ આપી અગ્રપણે ભાગ લે છે. તેમણે પોતાના વતન સિહોરમાં માતુશ્રી ગજરાબહેન મૂળચંદના નામે દરેક ભાઈઓને ભેદભાવ વગર ફકત ૨૦ પૈસામાં દવા મળે તે માટે સાર્વજનિક દવાખાનું ચાલુ કરાવ્યું છે. સિહોરમાં ચાલતી આયંબિલશાળામાં કાયમ માટે ચાલુ રહે તે માટે સારી રકમ આપી ભંડોળ પૂરું કરી આપ્યું મહાવીર જૈન વિદ્યાલયની અંધેરી શાખામાં ભોજનગૃહમાં પોતાના પિતાશ્રીના નામે સારી રકમ આપી છે. મુંબઈમાં સાયનમાં ચાલતી આયંબિલશાળામાં આસો માસની શાશ્વત ઓળીનો કાયમ માટે રૂ. ૮૭૭૭૭ જેવી સારી રકમ આપી પોતાનાં માતુશ્રી ગજરાબેન મૂળચંદના નામે આદેશ લીધેલ છે. પાલીતાણા કેશરિયાજી ભોજનગૃહમાં પોતાનાં માતુશ્રી ગજરાબેન અને કુટુંબીજનોના નામે આદેશ લીધેલ છે. પાલીતાણા ડેમ ઉપર સેનેટરીયમમાં પણ સારી રકમ આપેલ છે. તે ઉપરાંત યશોવિજય જૈન ગુરૂકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહ-કન્યા છાત્રાલય, મહાવીર વિદ્યાલય વડોદરા શાખા, મહુવા બાલાશ્રમ જેવી અનેક સંસ્થાઓમાં સ્કોલર, ભોજનતિથિ વગેરમાં સારી રકમનું દાન આપેલ છે. એ ઉપરાંત સંવત ૨૦૩૭માં પોતાના વતન સિહોરમાં પ. પૂ. આ.શ્રી Page #1020 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૭૧ કૈલાસસાગરસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં થયેલા ઉપધાનતપમાં સારો એવો હિસ્સો આપી લાભ લીધેલ. એ જ રીતે ૨૦૩૭માં કદમ્બગીરીમાં પ.પૂ. આચાર્યશ્રી મેપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વિધિ સહિત યોજાયેલ આયંબિલની ઓળીમાં પણ સારો હિસ્સો આપી અમૂલ્ય લાભ લીધેલ. વતન અગિયાળીમાં પોતે પ્રતિષ્ઠા કરાવી સારી રકમ વાપરેલી. અભ્યાસ ઓછો હોવા છતાં ખુબ જ સૂઝસમજ છે. આજે દરેક કાર્ય પૂરી ધગશથી ( જે કાર્ય લે તે ચીવટથી) કરે છે. દરેક જગ્યાએ ભોજનગૃહ, તિથિ આદિમાં સારુ દાન કરવાની ભાવના ધરાવે છે. સમાજમાં અગત્યનું સ્થાન ધરાવે છે. ઘોઘારી વિશાશ્રીમાળી સહાયક ટ્રસ્ટમાં એડવાઈઝરી બોર્ડમાં છે. સિહોરમાં અને અન્ય સ્થળે બીજા શુભ કાર્યો – (૧) પિતાશ્રીના નામે એક્ષ-રે વિભાગ no profit - no lossના ધોરણે શિહોરમાં (૨) ઉકળેલાં પાણીનો કાયમી આદેશ-સિહોર (૩) વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય (૪) અમદાવાદ પાલડીમાં પિતાશ્રીના નામે આયંબિલ હોલ તેમજ ચૈત્ર અને આસો માસની શાશ્વતી કાયમી ઓળી અને અષાઢ સુદ ૧૪ થી કારતક સુધી કાયમી આયંબિલ. (૫) સાવરકુંડલામાં વિદ્યાર્થીગૃહમાં એક રૂમ (૬) તપોવનમાં એક સ્કુલ (૭) તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. (૮) પ.પૂ. આચાર્ય મેપ્રભસૂરીશ્વરજી મ. અમીયાપુરમાં (સાબરમતી) સ્મારકમાં સેનેટરી ૧માં બ્લોક (૯) શ્રી નંદલાલ મૂળજી ભુતા ચેરીટેબલ હોસ્પિટલ - સિહોરમાં નર્સીસ કવાટર્સ ભાઈશ્રી સેવંતીલાલ મુળચંદના નામે (૧૦) કરમબેલી (વાપી નજીક ) હાઇવે ઉપર પ.પૂ. મહિમાપ્રભસૂરીશ્વરજીના “મહિમાપ્રભ ઉપાશ્રય' માં સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ માટે કાયમી માગશર માસનો ખર્ચ (૧૧) અમદાવાદ:--શ્રી ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલ સર્જિકલ ઓ.પી.ડી., શ્રી સેવંતીલાલ મુળચંદના નામે ઘણા દાનો કર્યા છે. ( શ્રી જયંતિલાલ વીરચંદભાઈ શાહ ૧૮ ઓકટોબર ૧૯૯૪ની ગોઝારી પળે બનાસકાંઠા જિલ્લાની એક એવી વિરલ વ્યક્તિનું અકસ્માતમાં અવસાન થયું કે જેણે સહકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરીને બનાસકાંઠા જિલ્લા ઉપર સેવાની સુવાસ પથરાવી દીધી. શ્રી જે. વી. શાહના ટૂંકા નામે લોકપ્રિય બનેલા જયંતિલાલ વીરચંદ શાહનો જન્મ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડા ગામે ૨૫ ડીસેમ્બર ૧૯૨૮ના રોજ થયો હતો. નિખાલસતા, નિડરતા છતાં નમ્રતાના ઉમદા ગુણો સાથે જાહેર જીવનમાં પ્રવેશ કર્યા પછી ચાર દાયકામાં તેમણે સહકારી તેમજ રાજકીય ક્ષેત્રે કદમ ભરી રાજ્ય અને દેશકક્ષાએ આગવી પ્રતિભા ઊભી કરી દીધી. બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે શ્રી જયંતિભાઈ અજોડ સાબિત થયા. ગ્રામકક્ષાએ વડા સેવા સહકારી મંડળીના ચેરમેન, જિલ્લાકક્ષાએ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના, ગુજરાતરાજ્યકક્ષાએ ગુજકોમાસોલના અને કેશકક્ષાએ નાફેડના ચેરમેન તરીકે એક સાથે રહીને એમણે સેવાઓ આપી છે અને ખોટમાં જતાં કે નબળી ગણાતી સહકારી સંસ્થાઓને અસરકારક નફો કરતી અને ધમધમતી બનાવી છે. સહકારી ક્ષેત્રના વિવિધ પાસાંઓનો તલસ્પર્શી અનુભવ અને અભ્યાસ કરી અનેકને માર્ગદર્શક બનેલા શ્રી જયંતિભાઈએ સહકારી ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે વિદેશ પ્રવાસ પણ ખેડયો હતો. Page #1021 -------------------------------------------------------------------------- ________________ ૯૭૨ ] [ જૈન પ્રતિભાદર્શન રાજકીય ક્ષેત્રે પણ શ્રી જયંતિભાઈની સિદ્ધિ નાનીસૂની નથી. કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈને રાજકીય કારકીર્દિની શરૂઆત કરનાર શ્રી જયંતિભાઈ જિલ્લા પંચાયતના સભ્ય તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા. ૧૯૮૫માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ૧૯૮૯માં અઢી લાખ મતની જંગી બહુમતીએ લોકસભામાં ચૂંટાયા. ૧૯૯૦માં કેન્દ્રના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના ખેતી અને સહકાર ખાતાના મંત્રી બન્યા અને છેલ્લે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે જાગૃતિ કાર્યકરની અદાથી કામ કર્યું. બનાસકાંઠાના હજારો લોકોને રોજગારી આપવામાં અગ્રેસર રહેનાર શ્રી જયંતિભાઈએ જિલ્લા ખેડૂત મંડળના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય ખેતીવાડી પેનલના ચેરમેન તરીકે તેમજ બનાસ બેંકના ચેરમેન તરીકે રહીને ખેડૂતોના વીજળી તેમજ અન્ય પ્રશ્નો પોતાની આગવી કોઠાસૂઝથી ઉકેલી, ખેડૂતોમાં પ્રિય બન્યા હતા. એવી જ કોઠાસૂઝ અને જાગૃતિથી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એક જ વર્ષના ગાળામાં ચાલીસ હજાર વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરીને અને ત્રણ વર્ષના ગાળામાં છ હજાર નવા શિક્ષકોની ભરતી કરીને શિક્ષણ ક્ષેત્રે વિક્રમ સ્થાપ્યો હતો. ધાર્મિક ક્ષેત્રે જૈનોના મહાતીર્થ શ્રી શંખેશ્વરમાં નવીન ૧૦૮ પાર્શ્વનાથનું ભવ્ય મહાપ્રાસાદ-જિનાલય આકાર પામ્યું તેમાં તેમની સેવા નોંધપાત્ર રહી છે. રૂની ખાતે આકાર પામતા નવીન જિનાલયમાં પણ એમણે સેવા આપી છે. ધાર્મિક વિચારસરણી ધરાવતા શ્રી જયંતિભાઈ સવારે બે કલાક મૌન અને રાત્રીભોજનનો ત્યાગ રાખતા, જે કેન્દ્રના મંત્રીમંડળમાં સ્થાન પામ્યા ત્યારે સતત પરિશ્રમ અને પ્રવૃત્તિ વચ્ચે પણ પાળતા. સહકાર, રાજકારણ અને ધર્મ ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર શ્રી જયંતિભાઈએ બનાસ બેંકના ચેરમેન તરીકે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ઢોરવાડો ચલાવી, પ્રદેશ ઉપપ્રમુખ તરીકે મહારાષ્ટ્રના ભૂકંપ પીડિતો માટે જિલ્લામાં ફરી ફાળો ઉધરાવી તેમજ કોમી તંગદિલી સમયે પાલનપુર શહેરમાં હિંદુ-- મુસ્લિમ વિસ્તારમાં પગપાળા ફરી કોમી એકતા અને ભાઈચારાની ભાવના સ્થાપવામાં ઉમદા સેવા વાપી છે. શ્રી જયંતિભાઈના કાર્યોની સુવાસ બનાસકાંઠામાં સદાકાળ માટે ફેલાયેલી રહેશે. ( શ્રી જગજીવનદાસ માવજીભાઈ કપાશી ) હ, સુરેન્દ્રનગર અને લીબડી જેવા શહેરની નજીકમાં આવેલા ચૂડા | 31મનું ઐતિહાસિક અને સામાજિક પ્રદાન જો નજર અંદાજ કરવામાં | આવે તો ચુડાને ચૂડામણિ તરીકે બિરદાવવાનું મન થયા વિના ન જ રહે. ચૂડામણિ સમા ચુડાનો હજી નજીકનો જ ભૂતકાળ પણ ઘણોઘણો ભવ્ય અને ગૌરવ લેવા જેવો હતો, એની થોડીક પ્રતીતિ શ્રી જગજીવનદાસ કપાસીનું જીવન પણ કરાવી જાય છે. જેમના જન્મનું શતાબ્દી વર્ષ હાલમાં ચાલી રહ્યું છે એ શ્રીયુત કપાશી ઐતિહાસિક ધાર્મિક કથાઓના સફળ લેખક હતા, ચુડાની ધાર્મિક-સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી જગજીવનદાસ કપાશી હતા. એમની ધર્મ તરફની શ્રદ્ધા-ભક્તિ પણ અનુમોદનીય હતી. શ્રી જગજીવનભાઈનો જન્મ વિ. સં. ૧૯૫૨ કારતક સુદ ૮ તા. ૧૨-૧૧-૧૮૯૬ના સાયલામાં Page #1022 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૭૩ થયેલો. માતુશ્રીનું નામ કેસરબેન. કુટુંબ દશાશ્રીમાળી જૈન. વતન ચુડા (સૌરાષ્ટ્ર) માધ્યમિક કેળવણી મેટ્રિક સુધી લીધેલી. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન તેમના ખાસ વિષયો હતા. વ્યવહારિક જીવનની શરૂઆત ૧૯ વર્ષની ઉંમરે ચુડા રાજ્યની નોકરીથી કરેલી અને ઉત્તરોત્તર રાજયના ઉચ્ચ હોદ્દા ઉપર રહી રાજ્ય અને પ્રજામાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ. ઇતિહાસના શોખને કારણે રાજયની નોકરીની સાથોસાથ ઐતિહાસિક નવલકથાઓ લખવાનું શરૂ કરેલું. આ માટે તેમણે ઘણા ઘણા ગ્રંથોનો અભ્યાસ કરેલો. ૨૧ વર્ષની ઉમરે લખવાની શરૂઆત કરેલી, “વિમળમંત્રીનો વિજય” નામની સુંદર ઐતિહાસિક નવલકથા વિ.સં. ૧૯૭૫માં પ્રગટ થયેલી. ત્યારબાદ મેવાડનો પુનરુદ્ધાર ભાગ્યવિધાયક ભામાશા, વીર શિરોમણિ વસ્તુપાળ (ત્રણ ભાગ) આદિ પુસ્તકા પ્રગટ થયેલાં. ભામાશા પુસ્તક માટે તો તે સમયે વિદ્યમાન તેમના વંશજોએ કપાશીની ખૂબ જ પ્રશંસા કરેલી. આ સિવાય “જોગીની વાણી' તરીકે લેખો લખેલા, જે મુંબઈ ઝાલાવાડ જૈન દર્શનમાં પ્રગટ થયેલા. મોટી ઉંમરે લખેલ સુંદર નવલિકાઓ “નારી રત્ન અનુપમાદેવી' પુસ્તિકા રૂપે તેમના સુપુત્ર શ્રી નગીનદાસભાઈએ સને ૧૯૯૨માં વડોદરાથી પ્રકાશિત કરેલ, તે કથા એટલી ઉત્તમ છે કે તેની માંગ લંડનથી આવતા ફરી સને ૧૯૯૩માં પ્રગટ કરવામાં આવી. - શ્રી કપાસીનું પ્રથમ લગ્ન વિ.સં. ૧૯૭૪માં થયેલું, પરિવારમાં સુપુત્ર રમણીકભાઈ તથા સુપુત્રી સ્વ. ગજરાબેન; બીજું લગ્ન વિ. સં. ૧૯૮૫માં થયેલું, પરિવારમાં સુપુત્રો નગીનદાસ, જશુભાઈ, વિનુભાઈ, સુપુત્રી વિમળાબેન આદિ છે. તેઓનું જીવન ધર્મમય હતું. તેમનું મંડળ અને તેઓ પોતે પૂજા એટલા ભાવથી ભણાવતા કે, સી ભક્તિમાં એકાકાર થઈ જાય! આજના જેવાં વાજિંત્રો એ યુગમાં હતાં નહિ. નગારા ઉપર તેમના હાથની દાંડી એટલા ભાવથી પડતી કે, સૌ ભક્તિમાં તરબોળ બની ગયા વિના ન રહેતા. તેઓએ શ્રી ઋષભદેવ પ્રભુનો ચાંદીનો મોટો ચોવીસ વટો શ્રી ચુડા દેરાસરજીમાં પધરાવેલ છે. તેઓ શ્રી શાસનરક્ષક દેવ શ્રી માણિભદ્રના ઉપાસક હતા. તેમના પિતાજી માવજીભાઈએ શ્રી માણિભદ્રની મૂર્તિ જે જૂના ઉપાશ્રયે હતી, તે શ્રીસંઘ મારફત ચુડા દેરાસરજી પાસેની ભવ્ય દેરીમાં પધરાવેલ છે. તથા જગજીવનભાઈએ પણ માણિભદ્રની એક બીજી મૂર્તિ બનાવરાવી દેરીમાં પધરાવેલી છે. ચોવીશ વટો અને આ બંને મૂર્તિ ચમત્કારિક મનાય છે. શ્રી જગજીવનભાઈ કપાશી સામાજિક, ધાર્મિક અને સાહિત્યિક ક્ષેત્રે આગવું પ્રદાન કરી વિ. સં. ૨૦૪૦માં સ્વર્ગવાસ પામયા. વિ. સં. ૨૦૫રના તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે, તેમના સાહિત્યનો વધુ ને વધુ પ્રસાર થાય તેવા સવિશેષ પ્રયત્નો તેમના સુપુત્રો નગીનભાઈ આદિ દ્વારા કરવામાં આવ્યા નગીનભાઈ. જેઓ હાલ વડોદરા રહે છે, જ્યારે કપાશીના એક સુપુત્ર વિનુભાઈ લંડન વસે છે. “ગરવી ગુજરાત' સામયિકમાં તેમનાં લેખો અને પુસ્તક-સમીક્ષાઓ પ્રગટ થાય છે. તેમના જૈનધર્મ અંગેના પુસ્તકોનો બ્રિટનની ધાર્મિક શિક્ષણ સમિતિએ અભ્યાસ ગ્રંથો તરીકે સ્વીકાર કર્યા છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નવમી શતાબ્દીના ઉપલક્ષમાં તેમણે લખેલા “હેમસિદ્ધિ'' પુસ્તકનો ઈંગ્લેન્ડમાં વિમોચન વિધિ થયો હતો. આમ, કપાશી-પરિવાર આજેય વિવિધ ક્ષેત્રે સુંદર સેવા આપી રહ્યો છે. Page #1023 -------------------------------------------------------------------------- ________________ ૯૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન (સ્વ. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા ભંડારિયાવાળા (કામળિયાના)) પ્રારબ્ધ અને પુરુષાર્થનો સમન્વય સાધી જીવનબાગને મઘમઘતો બનાવનાર શ્રી દેવચંદભાઈ મહેતા મૂળ સૌરાષ્ટ્રના પાલીતાણા પાસે ભંડારિયાના વતની. સાઘારણ અભ્યાસ પણ આત્મબળ ગજબનું હતું. આજથી પંચોતેર વર્ષ પહેલાં જીવનમાં કાંઈક કરી છૂટવાના દઢ મનસૂબા સાથે મુંબઈમાં આગમન થયું. મુંબઈ આવીને નરોત્તમભાઈ ઝવેરીની કંપનીમાં નોકરીથી જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ચીવટ, પ્રામાણિકતા અને કાર્યકુશળતાને કારણે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી અને આશા-ઉત્સાહ સાથો આગળ વધતા રહ્યા. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા શ્રી વિજયાબેન દેવચંદ મહેતા ૧૯૫૬માં તેમના પુત્રોએ સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો. ધંધામાં પણ યારી મળી. આ પ્રગતિ પાછળ તેમના જીવનના ઉચ્ચતમ સંસ્કારોનું બળ હતું. સરળતા, ઉદારતા, દેવભક્તિ, ગુરુભક્તિ, તાર્થયાત્રા આદિ અનેક ગુણોના સતત ઉદ્યમ વડે એમણે પોતાનું જીવન સફળ કર્યું. પાંચ દીકરા, બે દિકરી અને ૨૧ પૌત્રોનો વિશાળ પરિવાર ભગવાનના અણમોલ શાસન અને તેની શીતળ છાયામાં સુંદર આધ્યાત્મિક વિકાસ સાધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તેમના પરિવાર તરફથી ઘણી જગ્યાએ નાનાંમોટાં દાન અપાયેલાં છે. શ્રી વિજયાબેન દેવચંદભાઈએ ભારતના લગભગ બધા જ તીર્થોની યાત્રા કરી છે. શ્રદ્ધાસંપન્ન અને ગુણાનુરાગી આ આત્માએ પણ જીવનમાં ઘણી જ તપશ્ચર્યા કરી છે. આવા ધર્મસંસ્કારી પરિવારમાં શ્રી નવનીતભાઈ અને બીજા ભાઈઓએ પૂ. પિતાશ્રીનો ધર્મનો વારસો બરાબર જાળવી રાખ્યો છે. - વતન ભંડારિયામાં પણ જૈન દેરાસરનાં માંગલિક કાર્યોમાં પરિવાર સાથે ભાવપૂર્વક રસ લીધો છે. આજે ભંડારિયા પણ એક તીર્થ જેવું બની ગયું છે. પુણ્યથી મળેલી લક્ષ્મીનો ધર્મનાં કામોમાં પ્રસંગોપાત સદુપયોગ થઈ રહ્યો છે. સામાજિક ક્ષેત્રે પણ સમૂહ લગ્નમાં સહયોગ, વતનમાં બસ સ્ટોપ, ચબૂતર, પાણીની પરબ માતુશ્રીના નામે; કાનજી ખેતશીની વાડીમાં સમૂહ લગ્ન ડેકોરેશન વગેરે લોકકલ્યાણનાં કામોમાં સારો લાભ લીધો છે. મુંબઈની ઘોઘારી જ્ઞાતિમાં પણ એમનું અનમોલ દાન રહ્યું છે. Page #1024 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૭૫ ( સમાજસેવક શ્રી જાદવજી સોમચંદ મહેતા ) જાદવજી સોમચંદ મહેતાનો જન્મ તા. ૨૧-૧૨-૧૯૧૪ના | ભાવનગર જિલ્લાના કુંડલા તાલુકાના વંડા ગામમાં થયો હતો. તેઓ ત્રણ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમની માતાએ તેમનામાં સંસ્કારનું સિંચન કર્યું. પોતાના ગામ વંડામાં તેમણે છ ગુજરાતી સુધી અભ્યાસ કર્યો. ત્યાંથી પાલીતાણામાં જૈન બાલાશ્રમમાં અભ્યાસ | કર્યો. ૧૯૩૪માં મેટ્રિક પાસ કરી. બાલાશ્રમમાં અભ્યાસ દરમ્યાન | જાહેરસેવાની તાલીમ મળી. સ્વાવલંબન, નિડરતા, શારીરિક તંદુરસ્તી, શિસ્તપાલનની સાથેસાથે અભ્યાસ ર્યો. મેટ્રિક પાસ કરી તેઓ બર્મા શ્રી જાદવજી સોમચંદ મહેતાટકામાં ગયા ત્યારે ભારતની સ્વતંત્રતાન તા]દેશમાં ગયા ત્યારે ભારતની સ્વતંત્રતાની લડતમાં ભાગ નહિ લઈ શકવાના સંજોગો ઊભા થયા તેની ગ્લાની થઈ. બર્મામાં સાત વર્ષ રહ્યા. દરમ્યાન સામાજિક સેવાનાં નાના-મોટાં કામો કરવાની શરૂઆત કરી. પંડિત નહેરુએ બર્માની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે હિન્દીઓના પ્રતિનિધિ તરીકે જવાની વરણી થયેલ. ૧૯૪૨ સુધી તેમની કંપનીનો વહીવટ સંભાળ્યો. જ્યારે જાપાનીઓએ બર્મામાં પ્રોમ કબજે લીધું ત્યારે પગે ચાલીને આરકોન પર્વત, ઓળંગીને માર્ચ મહિનામાં ભારતમાં આવ્યા. પ્રોમમાં વોરકાઉન્સીલની, રચના થયેલ તેમાં પ્રોમ ડીસ્ટ્રીકટના મોટા વેપારી તરીકે તેમની વરણી કરવામાં આવેલી. બર્માથી પાછા ફરતી વખતે સ્ટાફના તથા તેમના કુટુંબીઓ મળી ૪૧ જણા તેમની સંગાથે આવ્યા હતા. કોઈ અગમ્ય સહાયથી જ તેઓ બર્મામાં હિન્દીમાં પહોંચ્યા તેમાં તેમની નિઃસ્વાર્થ સેવાનો જ ઉપહાર હતો. - ૧૯૪૨માં વંડા માદરે વતનમાં એક વર્ષ ગાળ્યું. તેઓ જાતે ખેતરમાં કામ કરતા. નાનાં-મોટાં કામોમાં કયારેય શરમ અનુભવી નહોતી. એટલે ગામડામાં રહેવાની તથા સેવા પ્રવૃતિ કરવાની તેમની ભાવના હતી. સંજોગ કાંઈક જુદા જ ઊભા થયા.૧૯૪૩-૪૪માં ધંધાર્થ મુંબઈ ગયા. પાસે કોઈ જ જાતની મૂડી નહોતી. કોઈ ધંધામાં ફાવટ આવી નહિ. મનમાં ગડમથલ ચાલતી હતી કે નોકરી કરવી કે ન કરવી? તે દરમ્યાન મિત્ર-સ્નેહીનો મેળાપ થઈ ગયો. તેમાંથી ધંધાની શરૂઆત થઈ. આરંભમાં સફળતા મળી; પણ ત્યારબાદ ધંધામાં અતિવિશ્વાસને લીધે પીછેહઠ થઈ. જો કે તેમાંથી આસ્તે-આસ્તે બહાર નીકળ્યા. આ બધા સમય દરમ્યાન સામાજિક સેવાનાં કામો તો ચાલુ જ હતાં. મુંબઈના લગભગ ૪૦ વર્ષના સમય દરમ્યાન સદ્ગત પરમાનંદભાઈ કાપડિયાના સંપર્કમાં આવેલા, અને એટલે જ પરમાનંદભાઈના નામ સાથેના કામમાં સહભાગી થવાની ઉત્સાહપૂર્વક હા પાડી. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલીતાણા સ્થિત સંસ્થામાં ૧૯૪૪-૪૫થી જોડાયા. આજથી ૫૦ | વર્ષ પહેલાં શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહની શરૂઆતથી જ તેના મંત્રી તરીકે કામગીરી કરી. આજે Page #1025 -------------------------------------------------------------------------- ________________ ૯૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન બન્ને સંસ્થામાં પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. વઢવાણ સ્થિત વિકાસ વિદ્યાલય તથા સુરેન્દ્રનગર સ્થિત અનાથ આશ્રમ આદિ સંસ્થાઓ સાથે તન-મન-ધનથી સંલગ્ન રહ્યા. આજથી ૩ વર્ષ પહેલાં સુરેન્દ્રનગરમાં શ્રી મનસુખભાઈ દોશી લોકવિદ્યાલયની સ્થાપના કરી. વંડામાં શ્રી ઘનશ્યામભાઈ તથા શ્રી રતુભાઈ અદાણીની પ્રેરણાથી પોતાનાં માતુશ્રીની યાદમાં પ્રાથમિક શાળા બંધાવી. આજે તેમાં આઠસો બાળકો અભ્યાસ કરે છે. વંડામાં હાઈસ્કુલ શરૂ કરવાની પ્રેરણા સદ્ગત શેઠશ્રી લલ્લુભાઈએ આપી શ્રી જાદવજીભાઈએ સાવરકુંડલામાં બે હરિજન છાત્રાવાસો, બંગલાવાડી, બે આશ્રમશાળા વગેરેના નિર્માણમાં નોંધપાત્ર ફાળો આપ્યો. - હવે જીવન સંધ્યા વખતે, આજથી પાંચ વર્ષ પહેલાં વિચાર આવ્યો કે મુંબઈમાં ૧૯૪૮થી જયાં રહેતા હતા તે મરીનડ્રાઈવ પરની ખૂબ મોકાની આખી જગા સમાજની જ છે, તે જગાની આવેલી રકમમાંથી પણ સમાજલક્ષી કામો શરૂ કરવા અને નિવૃત્તિ થઈ વંડા, કુંડલા કે વડોદરામાં સ્થિર થઈ મુંબઈ છોડી દેવું. આ બધા કામોની સફળતામાં તેમની માતાનો પ્રેમ અને તેમનાં પત્ની કે જેમણે ગમે તેવા સંજોગોમાં પણ હસ્તે મોઢે ત્યાગ, સ્વાર્પણ સાથે માત્ર સાથ-સહકાર જ નહિ પણ પ્રેમ-મમતાભરી હૂંફ આપી તે છે. તેમણે ગરીબી જોઈ છે. આજે પણ તેની સંવેદના રાત્રિ-દિવસ થયા જ કરે છે. વડોદરામાં નાનાં-મોટાં સમાજસેવાનાં કાર્યો હાથ ધર્યા છે. સાવરકુંડલા અને વઢવાણમાં પણ યત્કિંચિત યોગદાન આપે છે. તેઓએ સ્વામીશ્રી સચ્ચિદાનંદના ત્રણ દળદાર પુસ્તકોનો સંપુટ એવા ૫OO સંપુટોનું સસ્તા ભાવે તેઓશ્રીના વિચાર-પ્રચારાર્થે વિતરણ કર્યું છે. વણછરા પાદરા તાલુકાનું એક પછાત ગામ છે, ત્યાં સિવણકામ, બચત યોજના આદિ કામો કરે છે. તે ઉપરાંત પોતાનાં માતુશ્રી ઉજમબેન સોમચંદના નામે ટ્રસ્ટ કરીને આરોગ્યવર્ધક દેશી વનસ્પતિઓના ઉકાળા બનાવીને સમાજમાં તેનું વિસ્તૃત વિતરણ કરે છે. આમ સમાજના વિવિધ કામો સાથે તેમનો જીવંત સંપર્ક તેમની ૮૩ વર્ષની ઉંમરે પણ કાયમ રાખ્યો છે. સ્વ. શ્રી પરમાનંદભાઈ કાપડિયાની સ્મૃતિમાં સફાઈ પુરસ્કારની વાતને તેમણે પોતાની કરીને તેટલી જ રકમ ઉમેરીને આ પ્રવૃત્તિને ખૂબ પ્રોત્સાહન આપેલું છે. (સંકલન : સુર્યકાન્ત પરીખ) ( શ્રી ધીરજલાલભાઈ ટી. કાપડિયા શ્રી ધીરજલાલભાઈ આંધ્રની ભૂમિ ઉપર ગુજરાતી વ્યાપારી તરીકે | સારી નામના પ્રાપ્ત કરી ચૂકયા છે. તેઓના પિતાશ્રી ટોકરશીભાઈ લાલજીભાઈ કાપડિયા કચ્છી કર્મવીર તરીકે પ્રગતિ અને પ્રતિષ્ઠાનો પંથ અજવાળે છે. શ્રી ટોકરશીભાઈ પોતાના દાની વ્યક્તિત્વ, ગ્રામ્યજીવન | ઉદ્ધારની સત્ત્વશીલ વૃત્તિ, હસમુખા સ્વભાવ, પરોપકારી સેવાવૃત્તિ, ખાનદાની ગૃહસ્થી અને અનોખા શિક્ષણપ્રેમ માટે જાણીતા છે. આવા નિષ્ઠાવાન પ્રતાપી પિતાના પુત્ર હોવું એ ગૌરવની વાત છે. સુપુત્ર શ્રી શ્રી ધીરજલાલ ટી. કાપડિયા | ધીરજલાલભાઈ યોગ્ય દોરવણી અને અનુભવ-અભ્યાસને ધ્યાનમાં લઈ Page #1026 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૭૭ એ ગૌરવને ઉજાળી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ વ્યવસાયની સર્વાનુલક્ષી પ્રગતિ અને સામાજિક સેવા ] કરતા પિતાશ્રીની ગૌરવગાથાને ગતિશીલ બનાવી રહ્યા છે. ધીરજલાલભાઈ એક સારા વ્યવસાયકાર, કશળ વહીવટકર્તા ઉપરાંત એક ઉચ્ચ કક્ષાના વિચારક પણ છે. હૈદરાબાદ ખાતે મેસર્સ આંધ રી-રોલિંગ વક્સના નામે સ્ટીલ ઉદ્યોગ સ્થાપેલ છે. આ ઉપરાંત તેલ-તેલીબિયાંની મિલો, બિલ્ડિંગ કન્ટ્રકશન લાઇન, આયાત-નિકાસ તથા ખેતવાડી પણ ધરાવે છે. આમ બહુમુખી પ્રતિભા ધરાવનાર તેમજ વિવિધ ક્ષેત્રોના સફળ વેપારી, વિચારક અને સફળ અમલકર્તા પણ છે. શ્રી ધીરજલાલભાઈ એક સારા સમાજસેવક છે. સમાજોપયોગી એવી અનેક સંસ્થાઓને પોતાની અમૂલ્ય સેવા આપીને સમાજશ્રણ ચૂકવી રહ્યા છે અને પોતાની કારકિર્દીમાં યશકલગી ઉમેરતા રહ્યા છે. - શ્રી ધીરજલાલભાઈ એક નિષ્ણાત રમતવીર પણ છે. રમતગમત પ્રત્યેના શોખ અને ટેવને કારણે તેઓ હંમેશાં તાજગીસભર તેજસ્વિતા ધરાવે છે. શ્રી ધીરજલાલભાઈ પિતા ટોકરશીભાઈની જેમ સદેવ કાર્યવંત અને યશનામી બની રહે એવી શુભેચ્છા. ( જાણીતા દાનવીર શ્રી નવીનચંદ્ર છગનલાલ કંપાણી ) આજથી ૭૫ વર્ષ પહેલાં માંગરોળ-સૌરાષ્ટ્રની સંતભૂમિમાં શેઠશ્રી નવીનચંદ્રભાઈનો જન્મ થયો. મુંબઈમાં શૈક્ષણિક અભ્યાસ પૂરા કર્યા બાદ તેઓશ્રી જાણીતા શેરદલાલ શેઠશ્રી જમનાદાસ મોરારજી એન્ડ કું.માં ભાગીદાર તરીકે જોડાયા. શેઠશ્રી જમનાદાસ મોરારજીના અવસાન પછી તેઓશ્રી પર પેઢીની સઘળી જવાબદારી આવી પડી અને આજે કેટલાય વર્ષોથી પ્રમાણિકપણે ફરજ દીપાવી રહ્યા છે. શેઠશ્રી નવીનચંદ્રભાઈ પોતાની કુનેહ, નિસ્પૃહતા, પ્રામાણિકતા અને સેવા કરવાની ધગશને કારણે મુંબઈ તેમ જ માંગરોળની અનેક સંસ્થાઓમાં આગળ પડતું સ્થાન ધરાવી શ્રી નવીનચંદ્ર કંપાણી I રહ્યા છે. તેઓશ્રી માંગરોળ શ્રીમાળી સમાજ, શ્રી માંગરોળ વણિક દવાખાનું, શ્રી માંગરોળ નિરાશ્રિત ફંડ, શ્રી માંગરોળ પાંજરાપોળ, શ્રી માંગરોળ જૈન સંઘ, વણિક જ્ઞાતિ જૈન જ્ઞાનોત્તેજક સભા અને સૌરાષ્ટ્રની સુખ્યાત શિક્ષણ સંસ્થા શારદાગ્રામ આદિ અનેક સંસ્થાઓમાં પ્રમુખ-ટ્રસ્ટી પદે પોતાની સેવા આપી રહ્યા છે. બોમ્બે શેરબજારના ટ્રસ્ટી હતા તેઓ શ્રી મુંબઈ માંગરોળ જૈનસભામાં કાર્યવાહી કમિટીમાં રહી સેવા આપી છે. ઘણી સંસ્થાઓને આર્થિક સહાય પણ કરી છે. મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણ સંઘ તેમ જ સૌરાષ્ટ્ર વિકાસ મંડળની કારોબારી કમિટીના મેમ્બર છે. પૂજ્યમાતુશ્રી તથા પિતાશ્રી પાસેથી જીવનમાં યશભાગી બનવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. સકુટુંબ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, માળવા, સમેતશિખરજી, પાવાપુરી, રાજગ્રહ આદિ પવિત્ર તીર્થસ્થળો તેમજ દક્ષિણ ભારતનાં પવિત્ર સ્થળોની યાત્રા કરી લાભ લીધો છે. ચોરવાડના શ્રી પાર્શ્વનાથ મંદિરમાં આ પરિવારનો ઘણો મોટો કાળો રહ્યો છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી હીરાબહેને પણ પતિની સાથે ખભેખભા મિલાવી વ્યવહારિક તેમજ ધાર્મિક કાર્યોમાં સાથ આપ્યો હતો. બહેન હીરામણિબહેનનું પરગજુપણું અત્યંત અણમોલ હતું. તેમના મિલનસાર સ્વભાવને કારણે તેમના બારણેથી હરકોઈ અતિથિ હસતે મુખેથી વિદાય લેતા. શ્રી Page #1027 -------------------------------------------------------------------------- ________________ ૯૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન નવીનચંદ્રભાઈ શેરબજાર બોર્ડમાં ડિરેકટર તરીકે માનવંતુ સ્થાન શોભાવ્યું અને ઓનરરી ખજાનચી પણ હતા. ઉપરાંત શ્રી કોટ શાંતિનાથજી જૈન દેરાસરના મેનેજિંગ ટ્રસ્ટી તથા પ્રમુખ પણ હતા. આ દેરાસરને દેવદ્રવ્યના દેવામાંથી મુક્ત કરવા માટે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજીના આશીર્વાદથી તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. તેમણે એ અરસામાં જૈન સંઘ તરફથી રાષ્ટ્રીય સંરક્ષણ ફંડમાં માતબર ફાળો એકઠો કરી મહારાષ્ટ્રના નામદાર રાજ્યપાલ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતને અર્પણ કરેલ. આમ શેઠશ્રી દેશકાર્યોમાં પણ આગળ પડતો ભાગ લેતા. ૧૯૬૫માં ગોલ્ડ બોન્ડમાં ગવર્નમેન્ટને સારી એવી મદદ કરી છે. મોટી રકમનું સોનું સમાજમાંથી ઉધરાવી આપ્યું હતું. માંગરોળ દવાખાનામાં મોટી રકમનું દાન કર્યું. કોટ દેરાસરને પણ આયંબિલ ખાતામાં મોટી રકમ આપી. તેમના પુત્ર શ્રી મહેન્દ્રભાઈ કંપાણી શેરબજારના ડાયરેકટર છે. હિન્દુસ્તાનમાં આર્થિક ક્ષેત્રે તેમની ગણના થાય છે. શ્રી નવીનચંદ્રભાઈ કંપાણી જે. એમ. ફાયનાન્સના ચેરમેન છે. તે કંપનીમાં મહેન્દ્રભાઈ તથા શ્રી મહેન્દ્રભાઈ કંપાણી નિમેષભાઈનો પણ મહત્ત્વનો ફાળો છે. શ્રી મહેન્દ્રભાઈએ શેરબજારના વાઇસ પ્રેસીડેન્ટ પદે ઉમદા સેવા આપેલી. જૈનસમાજની એકતાના સ્વપ્નદૃષ્ટા શ્રી નારણજી શામજી મોમાયા ધર્મ એ માનવજીવનની દીવાદાંડી છે.” એ વિચારસરણીને વરેલા ધર્માનુરાગી શ્રી નારણજી શામજી મોમાયાનો જન્મ તા. ૨૦-૫-૧૯૧૩ના માયસોર રાજ્ય (હાલ કર્ણાટક)ના હુબલી ગામે થયો હતો. ફક્ત નવ માસના હતા ત્યારે જ પિતાની છત્રછાયા ગુમાવી પણ માતાની મમતા મળી. એમનું વતન કચ્છ-વરાડિયા અને કર્મભૂમિ મુંબઈ. સોળમા વર્ષે મુંબઈમાં બાબુ પનાલાલ હાઇસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. આઈ. સી. એસ. થવાની ખૂબ તીવ્ર ઇચ્છા હોવા છતાં આર્થિક સંજોગો અને માતાના આગ્રહથી આટલી નાની કુમારવયે રૂના ધંધામાં ઝંપલાવ્યું. તત્ત્વ-ચિંતક પિતાશ્રી શામજીભાઈ માણેકજી, ધર્માનુરાગી માતુશ્રી માનબાઈ તથા મોટાં બેન શ્રી લક્ષ્મીબાઈના આદર્શો શ્રી નારાણજીભાઈએ જીવનમાં સચોટ રીતે | ઉતાર્યા હતા. ઘરનો બોજો ઉપાડવાની સાથે તેમણે કાયદો, બેન્કીંગ, ટેક્ષેશન ઇત્યાદિનો ઊંડો અભ્યાસ કર્યો; ઘોડેસ્વારી તથા બંધુકબાજીમાં પણ શ્રી નારણજી શામજી મોમાયા નિપણતા મેળવી. સને ૧૯૪૨માં રૂનો વેપાર કરતી સુવિખ્યાત પેઢી મેસર્સ ખીમજી વિશ્રામની કુ.માં ભાગીદાર તરીકે જોડાયા અને પોતાની કુનેહ અને દીર્ઘદૃષ્ટિથી હિંદભરમાં રૂના ધંધાનો સારો એવો વિકાસ કર્યો. એમની પાસેથી રૂ ખરીદનાર મિલમાલિકોને રૂની જાત અંગે નિશ્ચિતતા પ્રાપ્ત થઈ. ભારતભરમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના રૂની પરખમાં અને રૂ ઉત્પાદનના આંકડાઓ મૂકવામાં તેમની નિષ્ણાત A તરીકેની થયેલ ગણના આગમી વર્ષોમાં પુરાય એવી નથી. Page #1028 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૭૯ રૂની જેમ જ તેઓશ્રી હીરા પારખવામાં પણ એટલા જ નિષ્ણાત હતા. ન્યાયપ્રિયતાના સિદ્ધાંતને વરેલા શ્રી નારાણજીભાઈને જયારે લાગ્યું કે મિલોને નુકસાન ન થવું જોઈએ, વ્યાપારીઓને પણ પૂરતું મળવું જોઈએ અને તે સાથે મહેનત કરી કપાસ ઉગાડનાર ખેડૂતોનું પણ શોષણ ન થવું જોઈએ; ત્યારે સને ૧૯૬૨માં હિન્દભરમાંથી બે લાખથી વધુ સહીવાળું મેમોરેન્ડમ ભારતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુને મોકલાવ્યું. આની અસરરૂપે સરકારશ્રીને તાત્કાલિક રૂના ભાવ વધારવાની ફરજ પડી અને ત્યારબાદ ભાવનિયંત્રણ પણ દૂર કરવાની ફરજ પડી. સને ૧૯૭૭-૭૮માં જનતારાજ દરમ્યાન તેઓએ ભારત સરકારના પ્લાનિંગ કમિશનને, ભારતમાં રૂનું ઉત્પાદન એક કરોડ ગાંસડી સુધી હાલમાં જે એકરેજ છે, એનાથી પણ ઓછા એકરમાં ફક્ત શુદ્ધ બિયારણ જ આપી કેમ વધારવું અને એ રીતે વધુ ઉત્પાદન મેળવી ભારતની મિલોને ઓછા ભાવે રૂ મળે, ખેડૂતોને સારા ભાવ મળે અને સરકારને નિકાસમાંથી કિંમતી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય એવી રજૂઆત કરી હતી. ખેતી ક્ષેત્રે આપણા ભાઈઓ ખેતી પ્રત્યે પોતાની માતૃભૂમિમાં આકર્ષાય એ હેતુથી સને ૧૯૬રમાં કચ્છમાં ““મોમાયા ખેતી કેન્દ્ર”ની સ્થાપના કરી અને હાઇબ્રીડ બાજરી, ઘઉં વગેરેનાં શુદ્ધ બિયારણો ખેડૂતોને અપાવ્યાં. શ્રી કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિનું પ્રથમ સંમેલન લગભગ ૪૦ વર્ષ પહેલાં ભરાયેલ. તેમાં જ્ઞાતિના શિક્ષણના પાયારૂપ શિક્ષણ પ્રસારક સમિતિની રચના થઈ ત્યારે એ ટ્રસ્ટનું પાયાનું બંધારણ અને ઉદ્દેશો શ્રી નારાણજીભાઈએ બે દિવસમાં તૈયાર કરી જ્ઞાતિને આપ્યાં. આજે એ બંધારણ અને ઉદ્દેશો સમાજના ઉત્થાન સારુ એટલા જ ઉપયોગી રહ્યાં છે અને સેંકડો ભાઈ-બહેનોને એનો લાભ મળ્યો છે. સને ૧૯૬૮માં શ્રી અચલગચ્છ સંઘનું પ્રથમ અધિવેશન કચ્છ-ભદ્રેશ્વર મુકામે ભરાયું, જેના તેઓશ્રી પ્રમુખ વરાયા અને શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતાંબર જૈન સંઘની સ્થાપના કરાઈ. એના પાયાનો મુસદ્દો બે દિવસમાં તૈયાર કરી સમસ્ત ચતુર્વિધ સંઘ સમક્ષ રખાયો. અન્ય કોઈ સંઘોમાં પ્રાય: અત્યાર લગી નથી થયું એવું સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ચતુર્વિધ સંઘનું સંગઠન ઊભું થયું. ૧૧ વર્ષ પ્રમુખ તરીકે રહી તેઓએ નોંધપાત્ર સેવાઓ આપી. માટુંગા મધ્યે “શ્રી નારાણજી શામજી મહાજનવાડી” એ એમની બુદ્ધિમત્તા, વ્યવહાર કૌશલ્ય અને દીર્ઘદૃષ્ટિનો જ્વલંત નમૂનો છે. ૨૫ વર્ષ પહેલાં સમાજના સામાન્ય માનવીને પણ ફક્ત રૂ. ૨૫૦માં લગ્ન સારુ વાડી અપાય એવી મહાન હેતુલક્ષી યોજના આની પાછળ હતી. વાડીની આવકમાંથી થતો ચોખ્ખો નફો ૫૦ ટકા દેરાસરજી અને ધાર્મિક કાર્યોમાં વપરાય અને ૫૦ ટકા સામાજિક કાર્યો માટે વપરાય એ યોજના મુકાવી. એમના વતન વરાડિયાના દેરાસરજી ટ્રસ્ટને પચાસ વર્ષ સુધી એમની એકધારી સેવાનો લાભ મળેલ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા શ્રી ભારત જૈન મહામંડળના ઉપપ્રમુખપદે રહી જૈન ફીરકાઓની એકતા સારુ હંમેશાં પ્રયત્નશીલ રહેતા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ ઉપરાંત તેઓશ્રી એના માનદ સલાહકાર પણ નિમાયા હતા. શ્રી મહાવીરસ્વામી ભગવાનના ૨૫OOમા નિર્વાણ મહોત્સવ પ્રસંગે જ્યારે મુંબઈમાં ભવ્ય Page #1029 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન વરઘોડો કાઢવાની વાત આવી ત્યારે જે કુનેહથી સેંકડો અવરોધો વચ્ચે પણ વરઘોડાનું આયોજન ભાતબજાર દેરાસરથી પ્રસ્થાનનું કર્યું તે સમગ્ર જૈન સમાજ કદીયે વીસરે એમ નથી. આજે પણ એ પ્રથા ચાલુ રહી છે. પેટી-ફંડ યોજનાના મુખ્ય આયોજક તરીકે એમણે આપેલી દીર્ઘદૃષ્ટિ સમાજના નાનામાં નાના માનવીને સ્પર્શી જાય છે. દરરોજના રૂ. ૧, ૨ અથવા પાંચ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સહેલાઈથી આપી શકે; આંકડાકીય દૃષ્ટિએ ખૂબ જ મોટી રકમો ભેગી થાય અને એમાંથી ૫૦ ટકા રકમ ધાર્મિક કાર્યો માટે અને ૫૦ ટકા રકમ સામાજિક કાર્યો માટે વપરાય. “પેટમાં મમ હશે તો જ ધર્મ સૂઝશે.” એ આજની પરિસ્થિતિને અનુસરીને આ યોજના ખૂબ જ વિચારણા બાદ સમાજ સમક્ષ મૂકી. શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘ, શ્રી શ્વેતામ્બર કોન્ફરન્સ તથા ભારત જૈન મહામંડળે અપનાવેલી આ પેટી યોજનાથી સેંકડો કુટુંબોને લાભ મળ્યો છે અને હજી વધુ ને વધુ મળતો રહેશે. સામાજિક ક્ષેત્રે એમની વિવિધ સેવાઓને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે એમને એસ. ઇ. એમ. (સ્પેશિયલ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ)નું બિરુદ આપેલ. એમના સદ્ગણો, સત્કર્મો તથા સુવિચારો થકી એમની સ્મૃતિ સૌના દિલમાં કાયમ રહેશે. જૈન ધર્મની ઉન્નતિ અને જૈન સમાજના ઉત્કર્ષ સાથે પોતાનું શેષજીવન પ્રભુચરણે ધરી દેવાની એમની ઉંડી અભિલાષાઓ હતી. આવા એક સ્વપ્નદૃષ્ટા, સ્થિતપ્રજ્ઞ, ધર્માનુરાગી ઉદારદિલ શ્રીમાનને ગુમાવીને સમાજે બહુ જ મોટી ખોટ અનુભવી છે. અનેક સંસ્થાઓના કીર્તિસ્થંભ સંઘપતિ શ્રી પોપટલાલ ધારશીભાઈ સોરઠ-ગોહિલવાડ-ઝાલાવાડ-હાલાર-કંઠાળ વગેરે અનેક વિભાગોમાં હેંચાએલ એ કાઠિયાવાડના લીલાછમ એવા હાલર પ્રાંતથી અને તેમાં આવેલ દેવનગર સરખા જામનગર-નવાનગરના વિખ્યાત નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. અમુક સૈકાઓ થયાં જ વસવાટ છતાં એક પછી એક થતા રાજ્યકર્તા રાજવીઓની બાહોશીથી આ શહેર દરેક બાબતમાં ઘણું જ આગળ વધ્યું છે. - જિનમંદિરાદિ ધર્માલયોથી સુશોભિત આ જામનગરમાં વસતા અનેક જૈનો પૈકી ઓસવાલ વંશ વિભૂષણ ધર્મપરાયણ શ્રેષ્ઠિવર્ય શ્રી પોપટલાલ ધારશીભાઈ | શ્રીમાન ધારશીભાઈ દેવરાજના ધર્મમૂર્તિ સમા સહધર્મચારિણી રળિયાતબાઈની રત્નકુક્ષિ દ્વારા સં. ૧૯૩૪ના પોપટભાઈનો જન્મ થયો. બાલ્યાવસ્થામાં પરિમિત વિદ્યાભ્યાસ છતાં પુત્રમાં બરાબર ઉતરેલા ધર્મસંસ્કારિતારૂપી અમૂલ્ય માતપિતાના વારસાએ અલ્પવિદ્યાભ્યાસમાં પણ ખૂબ વિકાસ કર્યો અને તેથી જ યોગ્ય વયે મુંબઈ જવાનું થતાં વ્યાપારાદિની ધમધોકાર ચાલુ પરિસ્થિતિમાં પણ દેવદર્શન-પ્રભુપૂજન-ગુરૂવંદન-વ્યાખ્યાનશ્રવણ-વ્રત-પચ્ચકખાણના Page #1030 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 L[ ૯૮૧ નિયમોથી વંચિત ન રહેતાં આપબળથી કરેલી લાખોની કમાણીમાં માતાપિતાએ અર્પણ કરેલા અને સદ્ગુરૂવરોના સંસર્ગથી પુષ્ટ થયેલા ધર્મવારસાને શ્રીમાન પોપટભાઈએ બરાબર સાચવી રાખ્યો. મોક્ષમાર્ગસમારાધક સુવિહિત સાધુ-મુનિવરોના સંસર્ગમાં આવતા જતાં, જૈન સમાજમાં જેઓનું દાર્શનિક વિજ્ઞાન અજોડ ગણાય છે, આગમના જેઓ અખંડ અભ્યાસી છે, જેની તલસ્પર્શિની તેમજ તત્ત્વનો નિષ્કર્ષ પ્રદર્શિત કરનારી મનમોહક વ્યાખ્યાનપદ્ધતિએ જૈન-જૈનેતર વિદ્વાનોને મુગ્ધ કર્યા છે, શાસન અને તીર્થોના સંરક્ષણાર્થે આજસુધીમાં જેઓએ પ્રાણાંત કસ્ટો પણ સહન કર્યા છે તે પરમતારક આગમોદ્ધારક પૂ. શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજનું શિષ્યાદિ પરિવાર સહિત સં. ૧૯૭૪માં મુંબઈમાં થયેલ ચાતુર્માસ દરમ્યાન શ્રીમાન પોપટભાઈએ સદ્દગુરૂવર્યના વિશેષ સમાગમમાં આવ્યા. વારંવાર થતા ધર્મશ્રવણથી શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક વિરતિમાં પણ આગળ વધ્યા. સંપૂર્ણ શ્રીમંતાઈ છતાં સાદાઇ, પ્રભુના શાસન ઉપર રોમરોમ રાગ, જ્ઞાનાભ્યાસમાં આગળ વધવાની ઉત્કંઠા અને યથાશક્તિ વિરતિનું આરાધન, તેમજ લક્ષ્મી ઉપરથી મૂર્છા ઓછી કરવા સાથે યોગ્ય ક્ષેત્રોમાં ખુલ્લો મૂકેલો દાનપ્રવાહ એ ચતુરંગી યોગ ભાગ્યે જ કોઈ પુણ્યશાલી વ્યક્તિમાં દષ્ટિગોચર થાય છે. સંઘપતિશ્રી પોપટભાઈ આ ચતુરંગી યોગનું સ્થાન હતું તેમ તેમના પરિચયમાં આવનારને આજે પણ અવશ્ય જણાય છે. - પાલીતાણા, રતલામ, જામનગરાદિ સ્થલોએ પૂ. શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી આદિની અધ્યક્ષતામાં હજારોના સવ્યયે કરાવેલા મહામંગલકારી શ્રી ઉપધાનતપની આરાધના તેઓને સમ્યગ્ગદર્શનાદિ રત્નત્રયીની સેવનામાં કેટલો અવિહડ રાગ છે તે બતાવી આપે છે. એ જ રીતે જામનગરમાં શ્રી વર્ધમાનતપ આયંબિલખાતુ-દેવબાગ-લક્ષ્મી આશ્રમ--જૈનાનંદ પુસ્તકાલય-જૈન વિધાર્થી ભુવન વગેરે ધાર્મિક સંસ્થાઓરૂપી કીર્તિસ્થંભો આજે પણ એ દાનવીરના યશોગાન ગાઈ કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે. - ઈ. સ. ૧૯૧૮માં આખાય હિંદમાં વિસ્તાર પામેલા ઈન્ફલુએન્ઝાના ઝેરી તાવે જામનગરમાં જ્યારે વિરાટ સ્વરૂપ લીધું તે અવસરે સ્થાનિક જૈન કોમની રાહત માટે દેશી વૈદ્યો તથા ડોક્ટરો મારફત દવા વગરેનું સાધન વિશાળ ખર્ચે પૂરું પાડનાર અને સ્વયંસેવકો દ્વારા દર્દીઓની સારવારશુશ્રુષા કરી અંતરના આશીર્વાદ મેળવનાર જો કોઈ હોય તો તે આ પુણ્યશાળી વ્યક્તિ જ હતી. તેમની સેવાથી સંતુષ્ટ થયેલા શ્રી જૈનસંઘે તેમને એ અવસરે હજારો માનવોની વિશાળ સંખ્યા વચ્ચે અભિનંદન પત્ર અર્પણ કરી. “સેવા ઘર્ષ પરમહિનો યોનિનામગામઃ' એ મહર્ષિની સૂક્તિનો અમલ કરનારની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી હતી. આ સિવાય ક્ષયની ભયંકર બીમારીથી પીડાતા દર્દીઓને રાહત મળે તે માટે જામનગર તથા પાલીતાણામાં તૈયાર થતાં સાર્વજનિક સેનીટોરીયમમાં રૂ. પOOOO તેમજ રૂ. ૨૫OOOની ગંજાવર રકમ અર્પણ કરી જૈન સમાજને શોભાવનાર પણ આ નરવીર હતા. શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી કદંબગિરિ તીર્થમાં ગિરિરાજ ઉપર તથા નીચેના જિનમંદિરોમાં સ્વતંત્ર દેવકુલિકાઓ તૈયાર કરાવી તેમાં અનંત ઉપકારી શ્રી જિનેશ્વર મહારાજના બિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ શેઠ પોપટભાઈએ કરાવી છે. તે ઉપરાંત રૂ. ૨૩000ના ખર્ચે આ તીર્થમાં જ વિશાલ ઉપાશ્રય બંધાવી શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીને તેઓએ અર્પણ કરેલ તું છે. સેલાણા (માળવા)માં ઉપાશ્રયની જરૂર જણાતાં તેનો અર્ધ ખરચ આપનાર પણ તેઓ જ હતા. ૧૧૬ , Page #1031 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ ] [ જૈન પ્રતિભાદર્શન પાટણનિવાસી સંઘપતિ શેઠ નગીનદાસ કરમચંદ તરફથી કાઢવામાં આવેલ મહાન સંઘને ધ્રાંગધ્રા મુકામે તેમજ અમદાવાદનિવાસી સંઘપતિ શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી કાઢવામાં આવેલ સમૃદ્ધિશાલી વિશાળ સંઘને જૂનાગઢ મુકામે સ્વામિવચ્છલના આમંત્રણ આપી સંઘભક્તિનો પણ પુણ્યશાલી પોપટભાઈએ લાભ લીધો છે. જામનગરમાં તો નવકારશી ને સ્વામીવચ્છલના પ્રસંગો કેટલીયવાર તેઓશ્રીએ ઉદાર દિલથી ઉજવ્યાં હતા. પોતાનાં સહધર્મચારિણી શ્રીમતી ઉજમબહેનના વરસીતપના પારણા પ્રસંગે સેંકડો સાધર્મિક બન્દુઓ સાથે શ્રી સિદ્ધક્ષેત્રની છાયામાં જઈ પારણાનો પ્રસંગ ઘણી ઉદારવૃત્તિથી ઉજવ્યો અને નવકારશીનું જમણ આપી જૈનશાસનનો ડંકો વગાડ્યો. સં. ૧૯૭૬માં આ ગિરિરાજની છાયામાં મહામંગલયમ શ્રી ઉપધાનતપની આરાધના કરાવી અને તે પ્રસંગે માળારોપણ મહોત્સવાદિ શુભ કાર્યોમાં આ ભાગ્યશાળીએ હજારો રૂપીયાનો ખર્ચ કર્યો ઉપરાંત સંવત ૧૯૯૨માં પૂ. શ્રીસાગરાનન્દસૂરિજી મહારાજના શુભ હસ્તે તેઓના શિષ્યો વગેરેને અપાયેલ આચાર્યપદવીના સુપ્રસંગે પણ અષ્ટાપદ-સમવસરણાદિ પંચતીર્થની રચનાપૂર્વક અઠ્ઠાઇ મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, નવકારશી વગેરે ધર્મકાર્યમાં અઢળક દ્રવ્ય શ્રેષ્ઠિ શ્રી પોપટભાઈએ વાપરેલ. શાસનરસિક ધર્માત્માઓ ધર્મક્રિયા શાંતિપૂર્વક કરી શકે, સાધુમહારાજોના વ્યાખ્યાનાદિનો સુખપૂર્વક લાભ લઈ શકે તે નિમિત્તે જામનગરમાં જૈન લક્ષ્મીઆશ્રમની જોડે લગભગ પચાસથી સાઠ હજારના ખર્ચે દેવબાગ નામની ધાર્મિક સંસ્થા ઊભી કરનાર આ ભાગ્યશાલી શેઠ જ હતા. મહાનિર્જરાનું કારણ શ્રી વર્ધમાનતપ-આયંબિલખાતામાં રૂ. ૩OOOO જેવી ઉદાર સખાવત કરનાર અને સાધર્મિકોની ભક્તિ નિમિત્તે હજારોની રકમ અર્પણ કરવા સાથે જૈન ભોજનશાળાના મંડાણ કરનાર આ ધર્મવીર સંઘપતિનું યુગલ જ ગણી શકાય. દાન-શિયલ-તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકારમાં દાનધર્મનું આરાધન કરવામાં પોપટભાઈની જેવી તત્પરતા દેખાય તે પ્રમાણે શીલધર્મની સેવનામાં તેઓ જરા પણ ઉતરતા નહોતા. પોતાને સંતાન નહિ છતાં પિસ્તાલીસ વર્ષની પ્રૌઢ ઉમ્મરમાં, સંપત્તિનું સર્વાગ સુંદર સાધન છતાં, આજીવન સજોડે બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરવું એ તેમનો મનોનિગ્રહ કેટલો મજબૂત હશે તે બતાવી આપે છે, એટલું જ નહિ પરંતુ સ્વયંગ્રહણ કરેલ સર્વશિરોમણિ બ્રહ્મચર્યવ્રતમાં માનસિક, વાચિક અને કાયિક અલના થવા ન પામે તેને માટે તેઓ સદા સાવધાન રહેતા. પોતાને અનુકૂલ સુશીલ ધર્મપત્નીનો સુયોગ થવો એ પણ તેમનો પરમ ભાગ્યોદય સૂચવે છે. દાન અને શિયલના ઉત્તમ સદ્ગુણો સાથે તપોગુણ પણ શ્રીમાન પોપટભાઈનો જાણવા યોગ્ય છે. ખાનપાનની સપૂર્ણ સામગ્રી છતાં અષ્ટમી, ચતુર્દશી, ઉજજવલ પંચમી વગરે પર્વતિથિઓના દિવસે ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કાંઈપણ તપસ્યા તેમને અવશ્ય હોય જ, શરીરની માંદગીમાં પણ તેઓ તપસ્યાની ભાવનાને ભૂલતા નહી. અરિહંત-સિદ્ધાદિ નવપદમય શ્રી સિદ્ધચક્રની ભગવંતની આરાધનામાં તેઓ એટલા ઉજમાળ કે એ આયંબિલની ઓળીના દિવસોમાં એક ધાન્યનાં આયંબિલની આકરી તપશ્ચર્યા અને તે પણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરી સર્વશિરોમણિ નવપદજી મહારાજના તેઓ આરાધક બન્યા. એ નવપદજીની ઓળી થયાં છતાં હજુ તે પ્રત્યેનો પૂર્ણ સભાવ તેવોને તેવો જ જોવા Page #1032 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૮૩ મળ્યો. તીર્થાધિરાજ શ્રી સિદ્ધિક્ષેત્રની યાત્રા કરવા માટે જ્યારે જ્યારે જે દિવસે તેઓ પાલિતાણામાં આવે અને ગિરિરાજની યાત્રા કરે તે પ્રથમ દિવસે તેમને ઉપવાસ જ હોય અને જ્યારે ત્યાંથી ઘર તરફ જાય ત્યારે પ્રાયઃ આયંબિલ જ હોય, એ તપોધર્મના મંગલપણામાં તેમનો સદ્ભાવાતિરેક જાણવા માટે બસ છે. દાન-શીલ અને તપ એ ત્રણેય ધર્મના પ્રકારો ભાવથી સંગત હોય તો જ સંપૂર્ણ ફળ આપનારાં શાસ્ત્રકારોએ કહ્યાં છે. આ સંઘપતિજી જે કાંઈ દાનાદિ ધર્મનું આરાધન કરવા કટિબદ્ધ થાય છે તેમાં તેમની સંપૂર્ણ ભાવનાનો સુયોગ જ હોય. કોઈની પ્રેરણાથી પરાણે ભાવના વિના કરવું એ તેમને ઓછું રૂચિકર છે, તે ઉપરાંત ભાવધર્મના બે ભેદ પૈકી ચારિત્રધર્મના પ્રથમ ભેદનું સ્વયં યદ્યપિ આરાધન કરી શકતા નથી તોપણ ઉમેદવારી તરીકે સમ્યક્ત્વ મૂળ બાવ્રત રૂપી દેશવિરતિ ધર્મનું આરાધન કરવામાં તેઓ હંમેશા તૈયાર રહ્યા. સદ્ગુરૂની અધ્યક્ષતામાં નાણ મંડાવીને તેઓએ બાર વ્રત ઘણાં વર્ષો થયાં ઉચ્ચરેલ; એટલુ જ નહિ, પરંતુ પોતે તેમ જ પોતાનાં ધર્મપત્નીએ કરેલાં પંચમી-નવપદજીની ઓળી વગેરે તપસ્યાની પૂર્ણાહુતિ પ્રસંગે ઘણા જ ઠાઠથી હજારોના ખર્ચે ઉજવેલ ઉદ્યાપન મહોત્સવ પ્રસંગે દેશિવરતિ ધર્મારાધક સમાજને પોતાને આંગણે નોતરી જનતાએ આપેલા સ્વાગતાધ્યક્ષપદને યથાર્થ સફલ કરેલ છે રાજનગર નિવાસી ધર્મરસિક શ્રીમાન્ શેઠ પનાલાલ ઉમાભાઈના પ્રમુખપણામાં તેમ જ આપણા સંઘપતિની સ્વાગતાધ્યક્ષતામાં ઉજવાયેલ એ ઉજ્જવલ ધર્મ પ્રસંગને જામનગરની જૈન-જૈનેતર પ્રજા હજુ અનેક વાર યાદ કરે છે. એમની યોગ્યતાને અનુરૂપ પાનસર અને મહેસાણામાં ઉજવાયેલ દેશવિરતિ ધર્મારાધક સમાજના અધ્યક્ષ તરીકે જૈન સમાજે તેમની વરણી કરી, અને તેઓએ પણ પોતાની કાર્યદક્ષતાથી સમાજે આપેલા સુકાનીના પદને ઘણું જ શોભાવ્યું. આ સંઘપતિજી અંગે જણાવ્યા મુજબ એકલા ધર્મકુશલ જ નહોતા, પરંતુ તેમની વ્યવહારકુશળતા પણ ઘણી અજબ હતી. ગમે તેટલાં કાર્યો હોય તો પણ તેમની કાર્યવ્યવસ્થાની શક્તિ સહુ કોઇને હેરત પમાડે છે. સ્વયં ચકોર-કાર્યદક્ષ અને દૂરંદેશી એટલું જ નહિ પરંતુ કોઈ પણ કાર્યનું સારુંમારું શું ફળ આવશે તેનું સાચું અનુમાન કરવાની તેમની સૂઝ અવર્ણનીય હતી. એમનું કહેવું હંમેશા દલીલપૂર્વક જ હોય છે. તેઓ બહુ પરિમિત બોલવાવાળા, પરંતુ જે બોલે છે તે ઘણો જ વિચાર કરીને બોલે. તેમની ભાષામાં એટલી મીઠાશ હોય છે કે તે બોલતા હોય ત્યારે હજુ શેઠ બોલ્યા જ કરે’ એમ સાંભળનાર સહુ કોઈની ચાહના રહે છે. પૂ. આચાર્ય મહારાજાઓ, ઉપાધ્યાય મહર્ષિઓ વગેરે અનેક સાધુઓના પરિચયમાં આવવા ઉપરાંત રાજા-મહારાજા, મહામાત્ય, શેઠ, શાહુકાર અને વિદ્વાન વર્ગના સંસર્ગમાં ઘણી વખત તેઓ આવેલા હોવાથી એમની કાર્ય કરવાની સૂઝ-સમજ અને શક્તિ ઘણી જ ખીલેલી છે. પ્રસંગોપાત તેઓ સારું ભાષણ પણ આપી શકતા. જામનગરના શાસનરસિક સંઘમાં શ્રી પોપટભાઈની આગેવાની પ્રત્યેક ધર્મપ્રેમી ભાઈઓ-વ્હેનોને ઘણી જ ઇચ્છનીય થઈ પડેલ છે. સરલ આત્માઓને ધર્મમાં જોડવાને માટે સદા તેઓ તૈયાર જ હોય છે. તેમના સમાગમમાં આવ્યા બાદ અનેક આત્માઓને ધર્મનો અવિહડ રંગ લાગેલો છે, અનેક વ્યક્તિઓ વ્રત-નિયમ-પચ્ચક્ખાણ ધારવાવાળા થયાં છે, કંઇક જીવો દુર્વ્યસનથી મુક્તિ મેળવી જીવનપલટો પામ્યા છે. જામનગરની યંગમેન્સ જૈન સોસાયટીના તેઓ પ્રાણ હતા. શ્રીમાન સંઘપતિનો Page #1033 -------------------------------------------------------------------------- ________________ ૯૮૪ ] [ જેને પ્રતિભાદર્શન સૌભાગ્યસૂર્ય એટલો ઉદયવંતો હતો કે જામનગરના સ્થાનિક જૈન સમાજ ઉપરાંત અમદાવાદ, પાટણ વગરે શહેરનો જૈન સમાજ તેની ખૂબખૂબ ચાહના રાખે. અને હુન્નર-ઉદ્યોગશાળાનું ઉદ્ઘાટન અથવા તેવા કોઈપણ મેળાવડાના શુભ પ્રસંગે આ પુણ્યશાલીને પ્રધાનપદ આપી પોતાની ભાવના વ્યક્ત કરે. સંઘવી પોપટભાઈ પાલીતાણા--આગમમંદિરમાં સ્વર્ગવાસ પામ્યા, આગમમંદિરના નિર્માણમાં તેઓ મુખ્ય સહયોગી હતા. તેની બાજુનું ગણધરમંદિર પણ તેઓએ પોતાના સ્વદ્રવ્યથી બનાવ્યું હતું. અ.સૌ. સંઘવણ ઉજમબેન ) સંસાર અટવી ઉલ્લંઘવા માટે ધર્મરથ કહ્યો છે, પુરુષ અને સ્ત્રી એ બે તેનાં પૈડાં છે. બન્ને સમાન ગુણધર્મી હોય તો સંસાર અટવી જલદી પાર પામી શકાય. સંઘપતિ પોપટભાઈની જેવી સધર્મભાવના આપણે જોઈ ગયા છીએ તે જ પ્રમાણે તેમનાં ધર્મપત્ની સંઘવણ ઉજમબહેન ધર્મભાવનામાં ઓછા ઉતરે તેવા નથી. શેઠાણીમાં ગુરુભક્તિ, તપશ્ચર્યા, વૈયાવચ્ચ અને વ્રતનિયમની આરાધના સગુણો વિશેષ ઝળકી ઉઠતા હોય એમ અનુભવાય છે. શ્રાવકોની કઠિન ગણાતી ત્રણે ઉપધાનની મંગલમય ક્રિયા સિદ્ધક્ષેત્ર, રતલામ અને જામનગરમાં અનુક્રમે કરવામાં તેઓ ભાગ્યશાળી થયાં. વરસીતપ જેવી ઉગ્રતપસ્યા પણ ઉજમબહેને કરેલ છે. હજારોને ખર્ચ કરેલું શ્રી નવપદજીનું તથા જ્ઞાનપંચનાં તપનું ઉજમણુ જામનગરની જૈન-જૈનેતર પ્રજા આજે પણ યાદ કરે છે. આ ઉપરાંત છ8, અટ્ટમ, આયંબિલ વગેરે તપસ્યા સાથે સામાયિક પ્રતિક્રમણ તેમજ પર્વતિથિએ પૌષધાદિ ધર્મકૃત્યો કરવામાં ઉજમબેન પૂરેપૂરા રંગાયેલા. સંતાન નહીં છતાં નાની વયમાં પતિદેવની ઇચ્છાનુસાર આજીવન વ્રતશિરોમણી બ્રહ્મચર્યનો સ્વીકાર અને તેના પાલનમાં નિરંતર જાગૃતિ એ ઉજમબેનની ઉચ્ચ ધર્મભાવના દર્શાવે છે. સૌજન્ય : શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ જૈન વિદ્યાર્થીભવન જામનગર ( સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી ) હમણાં જ, વિ. સં. ૨૦૫૪નો મહા વદી ૭ને બુધવાર; તા.૧૮-૨-૯૮ના રોજ પોતાના વતન ધ્રાંગધ્રાનાં ૭૭ વર્ષની ઉંમરે પંડિત પનાલાલ ગાંધીએ સમાધિપૂર્વક દેહ છોડ્યો, જૈનશાસને એક આત્મજ્ઞાની મહાત્મા ગુમાવ્યો. આજીવન બાલબ્રહ્મચારી પંડિત પનાભાઈ દીક્ષિત સાધુ થઈ ન શક્યા પણ એમની ઉચ્ચ આત્મદશાને લક્ષમાં રાખી શ્રી ધ્રાંગધ્રા તપગચ્છ સંધે એમની પાલખી કાઢી અને ભવ્ય ઉત્સવપૂર્વક એમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા. - શ્રી પનાભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં વાંકાનેરમાં વિ. સં. ૧૯૭૬ના મહા વદ ૪ના રોજ થયો હતો. પિતાનું નામ જગજીવન સોમચંદ ગાંધી અને માતાનું નામ પાર્વતીબહેન હતું. શ્રી પનાભાઈની યોગસાધના ઘણી જ ઊંચ કોટિની હતી. પદ્માસનમાં તેઓ ઘણા કલાકો સુધી બેસી શકતા. તેમણે ઉપધાનતપ કર્યા, દસ વર્ષ સુધી એકાસણાં કર્યા, પર્યુષણમાં ચોસઠ પહોરી પૌષધ કરતા એમણે અહમ્ પદનો સળંગ જાપ સુદીર્ઘકાળ સુધી કર્યો હતો તેથી એમની ચેતનાશક્તિ કુંડલિની જાગૃત થઈ હતી. એમના અસાધારણ ક્ષયોપશમને કારણે અંદરનો ઉઘાડ ઘણો મોટો હતો. સ્વરૂપજ્ઞાન વિષે કે આત્મજ્ઞાન વિષે, ગુણસ્થાનક વિશે, પંચાસ્તિકાય વિષે કે પદ્રવ્ય વિષે બોલવાનું ચાલુ કરે ત્યારે અમ્મલિત પ્રવાહ Page #1034 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૮૫ વહેતો જ રહે. તેમનું સમ્યગ્દર્શન વિશુદ્ધ હતું અને ઊંડુ સ્વરૂપચિંતન હતું; પદાર્થના જ્ઞાતા હતા. કિશોરાવસ્થા ધ્રાંગધ્રામાં વિતાવ્યા પછી યુવાવસ્થાથી માંડીને છેલ્લે સુધી તેમની કર્મભૂમિ મુંબઈ રહી. શ્રી પનાભાઈએ પોતાનો સંબંધ અધ્યપન અને અધ્યાપન સાથે જોડી દીધો હતો. ગજબની કોઠાસૂઝ હતી. મૌલિક વિચારધારા સાથે ધર્મને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પારખવાની તેમની શક્તિ ગજબની હતી. તેમના પ્રવચનોનું લગભગ ૮OOO પાનાનું લખાણ આજે પણ ઉપલબ્ધ છે. તેમના પ્રવચનોની ધ્વનિમુદ્રણ કરેલ કેસેટો આજે પણ તેમના અભ્યાસી ચાહકો પાસેથી મળી શકે છે. શ્રી પનાલાલભાઈની વિદ્વતા અને મૌલિક વિચારધારાનો લાભ અનેક શ્રમણભગવંતો અને સાધ્વી ભગવંતોએ પણ લીધેલ છે. તેમની વિશાળ જ્ઞાનગંગાનું આચમન કરનારમાં સ્થાનકવાસી સંપ્રદાયનાં મહાસતીજીઓ અને ખરતરગચ્છનાં સાધુ સાધ્વીઓનો પણ ઉલ્લેખ કરી શકાય. શ્રી પનાલાલભાઈ મૂર્તિપૂજાનો નિષેધ કરનારાઓ સમક્ષ મૂર્તિપૂજાની તાર્કિકતા અને વૈજ્ઞાનિકતા દર્શાવીને પ્રતિપક્ષીઓની પાસે બુદ્ધિગમ્ય દલીલોથી પોતાનો મત વ્યક્ત કરતા; અલબત્ત આમ કરવામાં તેમણે ક્યાંય ડંખ કે દ્વેષને સ્થાન આપ્યું નથી. પ્રબુદ્ધજીવન સામયિકમાં પ્રકાશિત થયેલા તેમના લેખો માટે શ્રી મુંબઈ જૈન યુવક મંડળ તરફથી તેમને પુરસ્કારો પણ મળ્યા છે. બુદ્ધિજીવીઓને ધર્માભિમુખ કરવાની તેમની શક્તિ ખરેખર દાદ માગી લે તેવી હતી. પનાલાલભાઈની બે બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ છે, તો પનાલાલભાઈ પણ દીક્ષાર્થી જેવા જ હતા. તેમની જાગરૂકતાનાં દર્શન તેમની નિકટના પરિચયમાં આવનાર વ્યક્તિએ કર્યા છે. તેમની પાસે એવી શૈલી અને દૃષ્ટિ હતી કે જેના દ્વારા શ્રી આનંદઘનજી મહારાજની ચોવીશી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની સમકિતના અડસઠ બોલની સજઝાય તેમજ શ્રીમદ્ રાજચંદ્રજીની આત્મસિદ્ધિ સમજાવવામાં તેમને ખરેખર સફળતા મળી હતી. જેમણે જેમણે આ બધો લાભ લીધો તે સૌ કોઈ પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા. તેમની દૃષ્ટિ અને જ્ઞાનગંગા કોઈ છીછરા-કુંડાળામાં બંધાઈ નહોતી. જે જે ઘર્મોમાંથી ઉત્તમ તત્ત્વો મળ્યાં તે સૌને અપનાવી લીધા હતાં. વેદાંત હોય કે ભગવદ્ગીતા હોય-અન્ય ધર્મોના આવા મહાન ચિંતનોને તેમણે જૈન દર્શનના સંદર્ભમાં મૂલવ્યા છે. આવી અદ્ભૂત સિદ્ધિએ તેમને સૌના આદરપાત્ર બનાવી દીધા હતા. જૈનધર્મના સૂક્ષ્મ ગહન તત્ત્વોના અભ્યાસી પંડિત પનાલાલભાઈ “સ્વરૂપ મંત્ર” પુસ્તક ધ્રાંગધ્રા જૈન છે. મૂ.પૂ. તપગચ્છ સંધે પ્રકાશિત કરી ગૌરવ લીધું છે. શ્રી ગાંધીએ નવકારમંત્ર વિષે લખેલા લેખોમાં નવકારમંત્રને યોગ્ય રીતે જે સ્વરૂપમંત્ર તરીકે ઓળખાવ્યો છે, જેમાં તેમની વિશિષ્ટ, મૌલિક છતાં શાસ્ત્રસંમત એવી દૃષ્ટિનો પરિચય થાય છે. નવકારમંત્રની આરાધના કરનાર પ્રત્યેક વ્યક્તિએ આ પ્રકાશનમાં જરૂર નજર કરવા જેવી છે. છેલ્લે તેમને કેન્સર થયું. મુંબઈમાં ઘણા ડોકટરો તેમના ભક્તો હતા. તેમણે ટ્રીટમેન્ટ ઘણી કરેલી; પણ દર્દ વધી ગયેલું. છ માસ સુધી દર્દ સહન કરી કોઈ જાતની પીડા તેમણે જણાવવા ન દીધી. | બોલતા અને વાર્તા કરતા નવકારમંત્રના સ્મરણમાં જ તેમણે દેહ છોડ્યો. ડોકટરોએ કહેલું કે એ દર્દ | Page #1035 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન સહન થાય જ નહીં, પણ પનાભાઈની સહનશક્તિ ઘણી કહો કે કોઈ દિવ્ય શક્તિની સહાય કહો! એમના અંતિમ સંસ્કાર વખતે એમને મળેલું માન જે ધ્રાંગધ્રામાં શિરમોર હતું. શ્રી પનાલાલભાઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાના આત્મસ્વરૂપમાં જ મસ્ત હતા. તેઓ રોજ અમુક નક્કી કરેલો મંત્રજાપ અચૂક કરતા. પાર્શ્વનાથ અને પદ્માવતીજીનો જાપ પણ કરતા. આ સાધુપુરુષની ચિંતનધારા હંમેશ માટે અમર રહેશે. ( શ્રી પ્રતાપરાય પ્રેમજીભાઈ) સંપૂર્ણ વૈભવની સગવડ હોવા છતાં સંપૂર્ણ સાદું જીવન જીવી જનાર જુની પેઢીના સ્વ. શેઠશ્રી પ્રેમજી ભીમજી મૂળ સૌરાષ્ટ્રના વેરાવળના વતની, જેઓ ઘણાં વર્ષોથી મુંબઈ આવીને વસ્યા, મુંબઈમાં જ સ્થિર થયા અને ઉજ્જવળ કારકિર્દીનો પાયો પોતાના વતન તેમજ મુંબઈમાં નાખ્યો. તેમના પુત્ર શ્રી પ્રતાપરાયભાઈ મૂળજી જેઠા માર્કેટમાં પિતાશ્રીએ સ્થાપેલી વર્ષોજૂની પ્રતિષ્ઠાસંપન્ન પેઢીનું સંચાલન કરે છે. મેટ્રિક સુધીનો જ અભ્યાસ પણ નીતિ અને પ્રમાણિકતા, સ્પષ્ટ હાજરજવાબી, હસમુખા અને મિલનસાર સ્વભાવથી તેઓ પેઢીનું ઉત્તમ શ્રી પ્રેમજી ભીમજી I સંચાલન કરી રહ્યા છે. તેમના પુત્ર જસ્મીનભાઈ ગ્રેજ્યુએટ થઈને સાથે રસ લઈ રહ્યા છે અને નામના વધારી રહ્યા છે. ધન-દોલત જે કંઈ કમાયા તે દૈવી સંપત્તિમાંથી ગામની અને પરગામની અનેક સંસ્થાઓને યથાશક્તિ આપી દાનગંગા વહેતી રાખે છે અને તન-મન અને ધનથી અનેક શુભ પ્રવૃત્તિઓને પ્રોત્સાહક બળ આપી રહ્યા છે. વતનમાં વેરાવળ ખાતે નૂતન ઉપાશ્રયમાં શા. પ્રેમજી ભીમજી વ્યાખ્યાનહોલ બંધાવીને એ સુંદર કામમાં યશભાગી બન્યા છે તેમજ પ્રભાસપાટણમાં નૂતન જિનાલયમાં શ્રી મુનિસુવ્રતસ્વામીજીની મૂર્તિ, પાલીતાણા ખાતે તીર્થાધિરાજ શત્રુંજયની તળેટીમાં કેસરિયાજીનગરમાં શ્રી સુવિધિનાથપ્રભુની મૂર્તિ અને આચાર્યદેવ શ્રી સ્વ. પ્રતાપ-સૂરીશ્વરજી મ.ની ગુસ્મૃતિમાં આચાર્યદેવના જન્મસ્થળ વેરાવળ પાસે આદ્રી ગામે પ્રતિષ્ઠિત કરાવવાનો અનેરો લ્હાવો લીધો છે. વેરાવળ ખાતે જૈન દવાખાનામાં પણ સારો રસ લઇ રહ્યા છે તેમ જ તેમના ભાઈ તરફથી વેરાવળમાં પ્રાથમિક શાળા ખૂલેલી છે. માટુંગા ખાતે પ્રથમવાર જ થયેલા ઉપધાન તપમાં પણ યથાશક્તિ લાભ લીધો અને માટુંગામાં પ્રથમવાર શ્રી જ્યાનંદસરિજી મ. સા.ની નિશ્રામાં શ્રી પાર્શ્વપદ્માવતી પૂજન ભણાવેલ છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘના પેટ્રન તેમ જ શ્રી પૂના જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં લાઇફ મેમ્બર તેમ જ બીજી પણ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના બહોળા મિત્ર-સમુદાયથી મુંબઈ તેમ જ વેરાવળમાં ઘણાં કાર્યો કરવાની તક મળ્યા જ કરે છે. તેમનાં માતુશ્રીએ અનેક તીર્થયાત્રાનો લાભ લીધો છે. તેમના ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેને પણ ભારતનાં ઘણાં તીર્થોની યાત્રાનો લાભ લીધો છે. જૈન સકળ સંઘના નાનામોટા ધાર્મિક પ્રસંગોમાં યથાશક્તિ પ્રદાન અર્પણ કરી પોતે ધન્યતા અનુભવે છે; અને આ બધું પૂજ્ય પિતાશ્રીની પુજાઈનું Page #1036 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૮૭ અને દેવ-ગુરુ-ધર્મના આશીર્વાદનું જ ફળ છે એમ સમજે છે. તેમના સ્વ. પિતાશ્રી પ્રેમજીભાઈ ખરે જ નિરાભિમાની, જૈનધર્મના ઊંડા અભ્યાસી, ધાર્મિક વૃત્તિવાળા, જૈનશાસન પ્રત્યે અવિચળ શ્રદ્ધાવાળા તેમ જ સંપૂર્ણ સાદું જીવન, પરોપકારવૃત્તિ એ તેમના વિશિષ્ટ ગુણો હતા વતનની પણ નાનીમોટી જૈન અને જૈનેતર સંસ્થાઓને હૂંફ આપતા. તે પ્રમાણે શ્રી પ્રતાપરાયભાઈ પણ યથાશક્તિ સંસ્થાઓને હૂંફ આપે છે. આ બધા કાર્યોમાં તેમના સ્વ. માતુશ્રી કંકુબેન, ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન, પુત્ર જમીનભાઈ અને પુત્રવધુ ભવ્યાબેનનો પણ હિસ્સો નાનોસૂનો નથી પુત્રીઓ ડો. કૌમુદીબેન દર્શનાબેન તથા જ્યોતિબેનનાં લગ્ન સારા ઠેકાણે કરેલાં છે. તેમનું બહોળું કુટુંબ પણ બધા મુંબઈમાં જ છે. વતનમાં પણ પોતાના ખેતરે ખેડૂત જેવું જીવન માણવા ઇચ્છે છે. વતનમાંથી આવેલ કોઇપણ વ્યક્તિને મળવાની અને ત્યાનાં ખબર-અંતર પૂછવાની ઇચ્છાઓ ધરાવે. દેશમાં પણ પ્રવૃત્તિઓ કર્યા કરવી; ત્યાંની સંસ્થાઓમાં પણ હોદ્દાનો મોહ રાખ્યા વગર, દરેક કાર્ય સંઘનું કે જ્ઞાતિનું કે સમાજનું સાથે રહીને ઉમંગથી કરવું તેમ જ અન્ય ભાઈઓ પણ કામમાં સલાહ-સૂચનો માટે જરૂર મળે, અને યોગ્ય વ્યવસ્થા કરવી, પિતાશ્રીની માફક ગુપ્તદાનની પ્રણાલિકા જાળવવી, એવી ઇચ્છા સતત રાખે. કોઈને પણ તેમની પાસે બેઠા પછી ઊઠવાનું મન ન થાય તેવી લાક્ષણિક વાતો કરવાની તેમની આગવી વિશેષતા છે. ( શેઠશ્રી પ્રાણજીવનદાસ રામચંદ દોશી શેઠશ્રી પ્રાણજીવનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા ગામે તા. ૩૦-૭-૧૯૧૧ના થયો હતો. તેમના પિતાશ્રી શેઠશ્રી રામચંદભાઈ દોશી ધાર્મિક વૃત્તિના હતા. તેમનાં માતુશ્રી લાડકીબાઈ પણ ખૂબ ધાર્મિક ભાવનાવાળાં હતાં અને તેમના નામથી એક ધાર્મિક પાઠશાળા સાવરકુંડલામાં ચાલે છે. આ રીતે શ્રી પ્રાણજીવનભાઈને ઉચ્ચ ધાર્મિક સંસ્કારો તેમનાં માતા-પિતા પાસેથી મળ્યા હતા. શ્રી પ્રાણજીવનભાઈ એક સામાન્ય સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિએ આવ્યા છે. સાત વર્ષ સુધી મુંબઈમાં નોકરી કર્યા બાદ એક વખત પરમ પૂજ્ય સિદ્ધિસૂરિદાદા (બાપજી મહારાજ) પાસે વાંદવા ગયા હતા ત્યારે બાપજી મહારાજએ કહ્યું કે તારી ફિકર ભગવાનને છે; તું નોકરી છોડી દે અને સ્વતંત્ર ધંધો શરૂ કર. એટલે તેમણે શ્રી કાંતિલાલ પ્રાણજીવનદાસના નામની કરિયાણા-કમિશનની સં. ૧૯૯૬માં પેઢી શરૂ કરી. ત્યાર પછી તેમની આર્થિક સ્થિતિમાં પલટો આવ્યો અને તેઓ દિન-પ્રતિદિન સમૃદ્ધિ મેળવતા ગયા. શ્રી પ્રાણજીવનદાસભાઈનાં ધર્મપત્ની શ્રીમતી રંભાબેન શ્રી પ્રાણજીવનભાઈને પુણ્યાનુબંધી પુણ્યથી ઉપાર્જન કરેલા દ્રવ્યનો શુભ માર્ગે વ્યય કરવામાં હંમેશાં સહાયરૂપ થયાં છે. - શ્રી પ્રાણજીવનભાઈને ગોડીજી જૈન ટેમ્પલમાં ટ્રસ્ટી તરીકેની સેવા કરવામાં પચીસ વર્ષ પૂરાં થયાં. સાયનમાં પણ સેવા આપી. વડોદરામાં પણ સેવા આપી. સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહમાં ચેરમેનપદે ૧૩ (તર) વર્ષ રહ્યા અને ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી. તેમનાં પત્ની સં. ૨૦૩૨માં સ્વર્ગવાસી થયાં. તેઓ ધર્મ-પરાયણ હતાં. અનેક તીર્થોની યાત્રા કરી. ઉપધાન, વરસીતપ અને બીજી ઘણી તપશ્ચર્યાઓ કરી. પાંચ દીકરા અને ચાર દીકરી-બધાં ખૂબ જ સુખી અને સંસ્કારી છે. Page #1037 -------------------------------------------------------------------------- ________________ ૯૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન ૮૩ વર્ષની જૈફ ઉમરે છેલ્લી ઘડી સુધી નવકાર મહામંત્રના સ્મરણ સાથે, પર્યુષણ પર્વમાં, ભ. મહાવીર જન્મવાચનના પવિત્ર દિવસે, એક તરફ સાયન (મુંબઈ)માં સુપનનો કાર્યક્રમ ચાલુ હતો અને બીજી તરફ આ ધર્માત્માએ દેહ છોડ્યો. ( સ્વ. શાહ મણિલાલ મગનલાલ ) સૌરાષ્ટ્રની ધરતી સંતો અને શ્રેષ્ઠીઓની જન્મભૂમિ તરીકે હંમેશાં ખ્યાતનામ બની છે. ઝાલાવાડ (હાલ સૂરેન્દ્રનગર) જિલ્લામાં ધ્રાંગધ્રાની બાજુમાં કોંઢ ગામમાં માતા ઉજમબાઈની કુખે મણિભાઈનો જન્મ થયો. માતા ઉજમબાઈ અને પિતા મગનભાઈ જેઓ ખૂબ જ ધાર્મિક અને ભદ્રિક હતાં; ગામડામાં રહેવા છતાં શુદ્ધ ધર્મ પાળવા સાથે નિયમિત પ્રભુભક્તિ, સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ વગેરે કરતાં. આવા વાતાવરણમાં મણિભાઈનો ઉછેર અને ભણતર થયું. એ જમાનામાં સાત ગુજરાતી ભણીને પિતાને મદદરૂપ થવા અને ભાવિ વિકાસ માટે તેઓએ વ્યાપારશ્રી મણિલાલ છગનલાલ શાહ ધંધામાં ઝંપલાવ્યું અને તેમાં કુદરતે યારી આપી. આ ધર્મનિષ્ઠ પરિવારે સંપત્તિનો ઘણો સદુપયોગ કર્યો. કોંઢ ગામે દેરાસર, ઉપાશ્રય વગેરેના જીર્ણોદ્ધાર કરાવ્યા. માતા-પિતાના નામે જૈન ભોજનશાળાનું નિર્માણ કરાવ્યું. કોંઢમાં હાઈસ્કુલ નિર્માણમાં સહાયરૂપ બન્યા. ધંધાના વધુ વિકાસ અર્થે ધ્રાંગધ્રામાં રહેવા આવ્યા. ગામડામાંથી શહેરમાં આવી સોનામાં સુગંધ ભળે તેમ સમસ્ત જૈન સમાજમાં ઉપયોગી બની સારી ખ્યાતિ પામ્યા. પ્રભુભક્તિ, જીવદયા, સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ, સાધર્મિક બંધુઓને સહાય અને ભોજનશાળામાં ખૂબ જ રસ લીધો. દરેક સંસ્થાને આર્થિક રીતે પગભર બનાવી, જે આજે પણ ખૂબ સારી રીતે ચાલે છે. સં. ૧૯૯૬ના કારમાં દુષ્કાળ સમયે સૌરાષ્ટ્રના પીઢ નેતા શ્રી ઢેબરભાઈ સાથે તથા ધ્રાંગધ્રાના નગરશેઠ શ્રી મોતીલાલ શેઠ સાથે રહીને ગામડે ગામડે ફરી લોકોને ખૂબ જ સહાયરૂપ બન્યા. જૈનશાસન પ્રત્યે અનહદ રાગ હતો તેથી ધ્રાંગધ્રા ઉપરાંત બહારના તીર્થક્ષેત્રે, મહેસાણાના સીમંધરસ્વામી તીર્થમાં, શંખેશ્વર-આગમ મંદિર નિર્માણમાં પોતે અગ્રીમ ભાગ લીધો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદમાં ધાંગધ્રાના પ્રતિનિધિ તરીકે રહી સેવા આપી. પાંજરાપોળમાં પણ સેવા આપી. ધ્રાંગધ્રામાં પોતાના નિવાસસ્થાનની બાજમાં કલબરોડ ઉપર કોંઢવિહાર-મહાવીરસ્વામી જૈન દેરાસર રંગમંડપ સાથે સં. ૨૦૧૮માં પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.ની પ્રેરણાથી ખનનવિધિ તથા સં. ૨૦૩૦માં પ્રતિષ્ઠાવિધિ કરાવી ભવ્ય જિનાલય બનાવ્યું. આજે આ દેરાસર-ઉપાશ્રયનો વહીવટ તેમના કુટુંબીજનો સુંદર રીતે કરી રહ્યા છે. શંખેશ્વર દાદાના તેઓ પરમ ભક્ત હતા. મહિનામાં બે-ત્રણ વખત શંખેશ્વર અચૂક જતાં. છેલ્લે અંતિમ સમયે પણ શંખેશ્વરની યાત્રા બાદ પ્રયાણ કર્યું. સં. ૨૦૩૬ના આસો વદ-૧૧ની સંધ્યાએ નવકારમંત્રની ધૂન વચ્ચે સમાધિમરણ પામ્યા. તેમના ધર્મપત્ની દિવાળીબહેન ધર્મકાર્યોમાં હંમેશાં પ્રેરણારૂપ હતા. તેમની પાછળ ચાર પુત્રો અને એક પુત્રીનો પરિવાર તેમાં આજે પણ બીજા Page #1038 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૮૯ નંબરના પુત્ર શ્રી મહેન્દ્રભાઈ શ્રી તપગચ્છસંઘ-ધ્રાંગધ્રાના પ્રમુખ, પાંજરાપોળના ટ્રસ્ટી, મહાવીરસ્વામી દેરાસરના ટ્રસ્ટી ઉજમબાઈ સાધર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટી, જૈન ભોજનશાળા તથા વૈદકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તથા અનેક સંસ્થાઓમાં પિતાશ્રીનાં પગલે પોતાની તન-મન-ધનથી ઉમદા સેવા આપી રહ્યા છે. ત્રીજા સેવંતીભાઈ તથા ચોથા સુરેશભાઈ પણ સાધર્મિક અને માનવસેવાનાં કાર્યોમાં ઉંડો રસ લે છે. પાલીતાણા કેસરીઆજી નગરમાં અને શત્રુંજય પહાડ ઉપર નવી પ્રતિમાઓ ભરાવી પ્રતિષ્ઠા કરાવી તથા તળેટી ઉપર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ દેરાસરમાં પણ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. આ બધી પ્રવૃત્તિઓ જૈનશાસન માટેની તેમની ભાવનાની પ્રતીતિ કરાવે છે. ( શ્રી માણેકલાલ કે. શાહ ) જૈન જાગૃતિ સેન્ટર જેવી અનોખી અને માતબાર સંસ્થાના સુકાની શ્રી માણેકલાલ કે. શાહ આજે આપણા જૈનસમાજના ગૌરવશાળી રત્ન છે. શ્રી માણેકલાલનો જન્મ ઉત્તર ગુજરાતમાં બેચરાજી પાસે ૫00 માણસોની વસ્તી ધરાવતા સણજના પરામાં તા. ૧૧-૩-૩૩ના દિવસે થયેલ. વતનમાં ૪ ધોરણ સુધી અભ્યાસ કરી જૈન વિદ્યાર્થીભવન-કડીમાં ૧૯૪૪ થી ૧૯૫૧ સુધી રહી એસ. એસ. સી. પસાર કરી. ત્યારબાદ મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહી સીડનહામ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૫૫માં બી. કોમ.ની ડિગ્રી મેળવી. ૧૯૫૮માં ચાર્ટડ એકાઉન્ટન્ટસની પરીક્ષામાં પ્રથમ પ્રયાસ સફળતા મેળવી. તે વખતના ત્રણ ટકાના રીઝલ્ટમાં આવી સફળતા શ્રી માણેકભાઈએ પ્રાપ્ત કરી તે સિદ્ધિ અલ્પ ન ગણાય. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હરીદાસ એન્ડ કું.ના સીનીયર પાર્ટનર છે. સનસેમ સરફેસ કોટીગ્સ પ્રા. લી.ના ચેરમેન અને ડાયરેકટર છે. અપોલો સ્ટ્રેસ પ્રા. લી.ના પણ ચેરમેન અને ડાયરેકટર છે. અગાઉ કલીક નીકસન લી. અને સ્નોસેમ ઇન્ડિયા લી.ના ડાયરેકટર તરીકે રહી ચૂકેલ છે. સમાજસેવા, જીવદયા, કેળવણી સહાય અને ધર્મ આરાધના તેમના જીવનમાં જોવા મળે છે. આવા અનુરાગના કારણે જ તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાએલા છે. તેઓ નીચેની સંસ્થાઓમાં સક્રિય સેવાઓ આપી રહેલ છે. ચેરમેન : જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ તથા જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ. પ્રમુખ : શ્રી જૈન છે. મુ.પૂ. વિદ્યાર્થીભવન અને કન્યા છાત્રાલય-કડી, જૈન જાગૃતિ સેન્ટર-અંધેરી તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમ્ની ફેડરેશન. ઉપપ્રમુખ : જૈન આધ્યાત્મ સ્ટડી સર્કલ–વિલેપાર્લા. મંત્રી : શ્રી વિલેપાર્લા ગુજરાતી મંડળ, નવિનચંદ્ર પોપટલાલ કાપડિયા (ઠક્કર) વિદ્યામંદિરવિલેપાર્લા, વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ-ગોવાલિયા ટેન્ક-મુંબઈ. ટ્રસ્ટી : જીવદયા મંડળી-પાયધૂની-મુંબઈ, જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમ્ની ફાઉન્ડેશન. પોતાના વતન બેચરાજીમાં તેમનાં માતુશ્રી છબલબેન કેશવલાલ શાહના નામની ધર્મશાળા , Page #1039 -------------------------------------------------------------------------- ________________ ૯૯૦ ] || જૈન પ્રતિભાદર્શન બનાવેલ છે. બેચરાજીના દેરાસરનું દ્વારોદ્ઘાટન તેમના હસ્તક થયેલ. કડીમાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત તેમના હસ્તક થયેલ, જ્યાં અત્યારે ૧૬૦ બાળાઓ ધોરણ પાંચથી કોલેજ સુધીનો અભ્યાસ કરે છે. પાલીતાણામાં આગમમંદિરમાં શ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા ભરાવેલ છે. કચ્છ ભદ્રેશ્વરની કુટુંબ યાત્રા તથા ભોયણી તીર્થમાં મહોત્સવ કરાવેલ છે. કુટુંબમાં ધર્મના સંસ્કારો હોવાથી તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રિકાબેને પણ અઠ્ઠાઈતપ, ક્ષીરસમુદ્ર તપ, શત્રુંજય તપ, ત્રણે ઉપધાન તપ, વરસીતપ અને સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસની આરાધના કરેલ છે. સૌજન્ય અને શીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા છે. શ્રી અને સરસ્વતીનો સમન્વય જેમનામાં જોવા મળે છે. પરમદયાળુ પરમાત્મા તેમને દીર્ધાયુષ બક્ષે અને તેઓ સેવા આપતા રહે, તેવી અભ્યર્થના. ( અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્વ. શ્રી માણેકલાલ સવાણી ) તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ, વતન ધાનેરા (જીલ્લો બનાસકાંઠા). અનિવાર્ય સંજોગોને કારણે ભણતર અધુરુ છોડી ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે “વાડીલાલ નભુભાઈ એન્ડ કું.'માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું ત્યાર પછી તેમણે કયારેય પાછળ ફરીને જોયા વગર અદમ્ય ઉત્સાહ અને દીર્ઘદૃષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને પોતાની જાતને આંતરરાજય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત રીતે સ્થાપિત કરી. સને ૧૯૫૩માં “વાડીલાલ નથભાઈ એન્ડ કું.”નું નામ બદલીને ““સવાણી ટ્રાન્સપોર્ટ કું.' કર્યું. ધંધાના વિસ્તરણને કારણે સને ૧૯૫૯માં કંપની પ્રા.લી. કંપની તરીકે સ્થાપિત થઈ. સને ૧૯૮૮માં કંપની સવાણી ટ્રાન્સપોર્ટ લીમીટેડ” બની, અને તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર બન્યા. - ધંધાની સિદ્ધિરૂપે ૧OO બ્રાંચો અને રૂ. ૧ કરોડના ટર્નઓવર સાથે કંપનીની રજત જયંતીની ઉજવણી કરી. પછીના ૧૦ વર્ષમાં જ ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી વધારે બ્રાંચો અને રૂ. ૩.૫૦ કરોડના ટર્નઓવર સાથે ઝડપથી વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ.૩૫ કરોડના ટર્નઓવર સાથે સુવર્ણ જયંતીની ઉજવણી કરી. ધંધાનું વિસ્તરણ બહુ જ ઝડપથી કરવાની સાથે આજે 800થી વધારે બ્રાંચો દેશભરમાં પ્રસરેલી છે. પોતાના ધંધાની સાથે સાથે તેમણે ધંધાના બીજા માર્ગો જેવાકે પેટ્રોલ પમ્પ, એકસપોર્ટ, નાણાકીય ધિરાણ, ગોદામો, બાંધકામ અને જાહેરાતના ધંધાના કામમાં પણ વિસ્તરણ કર્યું. એમની દોરવણીથી સવાણી ગ્રુપ''નો મજબુત પાયો નંખાયો. ગ્રુપનું ટર્નઓવર રૂ.૫૦ કરોડથી વધારે છે. અને તેના નેજા હેઠળ નીચેનાં ઔદ્યોગિક સાહસો પ્રગતિ કરી રહ્યાં છે. (૧) સવાણી ફાઈનાન્સીયલ લીમીટેડ (૨) સવાણી હોલ્ડીંગસ પ્રા.લી. (૩) સવાણી ઇમ્પક્ષ પ્રા.લી. (૪) સવાણી કેરીંગ પ્રા. લી. (૫) સવાણી એન્ટરપ્રાઇઝ (૬) અમૃત ટ્રાન્સપોર્ટ કંપની (૭) સ્વદેશી વેરહાઉસીંગ કોર્પોરેશન (૮) સવાણી સર્વિસ સ્ટેશન (૯) સવાણી બ્રધર્સ (૧૦) સવાણી Page #1040 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7. [ ૯૯૧ ફાઇનાન્સ કોર્પોરેશન (૧૧) પ્રેસ્ટીજ ડેવલોપર્સ. શ્રી એમ. વી. સવાણી “બોમ્બે ગુડસ ટ્રાન્સપોર્ટ એસોશીએશન'' સાથે ૧૯૫૦ની સાલથી જોડાયેલા હતા. ૧૯૫૮માં મેનેજિંગ કમીટીના મેમ્બર થયા અને ૧૯૭૩-૭૪માં પ્રમુખ બન્યા. સને ૧૯૫૯માં “સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ” (ઓલ ઈડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં મેનેજિંગ કમીટીના મેમ્બર થયા અને ૧૯૭૪-૭૬માં પ્રમુખ બન્યા. આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે મેનેજિંગ કમીટીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા. તેઓ “ઇંડિયન મરચંટ ચેમ્બર્સ'ના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કમીટીમાં પણ સક્રિય હતા. તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ યુવાનવયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા. તેઓ સને ૧૯૬૭થી ૧૯૮૦ સુધી “ધાનેરા આરોગ્ય સમિતિ'ના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન ધાનેરામાં જરૂરીયાતમંદ અને ગરીબ લોકોને સેવા આપવા માટે વિશાળ હોસ્પીટલ પ્રોજેકટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો. તેઓએ તેમના વતન ધાનેરામાં બંગલાઓ બાંધવાનો નવીન વિચાર આજથી ૩૦ વર્ષ પહેલાં વહેતો મૂકયો અને આ રીતે પારસ કો. ઓ. હાઉસીંગ સોસાયટી અસ્તિત્વમાં આવેલ, જેના તેઓ પ્રમુખ હતા. તેઓ ફક્ત ધાનેરાની જ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ન હતા પણ બનાસકાંઠા જીલ્લાનાં નગરો જેવાકે ખીમત, ડીસા, પાલનપુર વિ. નગરોની સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. તેઓએ બનાસકાંઠા જીલ્લામાં બહોળા પ્રમાણમાં સામાજિક સેવાઓ કરેલ છે. તેઓ પાલનપુર સમાજ કેન્દ્ર, આત્માનંદ જૈન સભા, માટુંગા ગુજરાતી ક્લબ, ઓમ જયાલક્ષ્મી કો. સો. અને લોનાવલા કો.ઓ.હા.સો.લી.ના પ્રમુખ હતા. તેઓ માનવસેવા સંઘ અને એમ. પી. કોલેજ ઓફ ગર્લ્સ (એસ.એન.ડી.ટી.)ના ઉપપ્રમુખ હતા અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેઓ સને ૧૯૬૮માં “રોટરી કલબ'માં જોડાયા અને ૧૯૮૮-૮૯ની સાલમાં પ્રમુખ તરીકે નીમાયા હતા. તેઓ “જાયન્ટ ગ્રુપ ઓફ સાયન” અને ઉત્તર ગુજરાત સોશ્યલ ગ્રુપના પ્રમુખ હતા. તેઓ સક્રિય રીતે ધી ઇન્ડિયન વેજીટેરીયન કોંગ્રેસ, ઇન્ડિયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલફેર, ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને શ્રી માટુંગા ગુજરાતી સેવા મંડળ સાથે જોડાયેલા. શૈક્ષણિક કાર્યોમાં તેમણે સ્કુલ અને કોલેજો બંધાવવામાં મદદ કરીને ફાળો આપેલ છે. તેઓ સક્રિય રીતે શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, એસ.એ. જૈન કોલેજ ઓફ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી અને શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ-પાલીતાણા સાથે સંકળાયેલ હતા. સવાણી સભાગૃહ (માનવસેવા સંઘ દ્વારા બનાવેલ ઓડીટોરીયમ) તેમની કાર્યશીલતા તેમજ સામાજિક કાર્યોના જીવંત સ્મારક તરીકે યાદગાર બન્યું છે. તેમણે જુદી જુદી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું Page #1041 -------------------------------------------------------------------------- ________________ ૯૯૨ ) L[ જૈન પ્રતિભાદર્શન યોગદાન ભોજનશાળા, ધર્મશાળાદિ માટે મકાન બાંધવા અંગે શંખેશ્વર, મહેસાણા, નાગેશ્વર, અંબાલા વિ. સ્થાનોમાં અંકિત થયેલ છે. તેઓ પ્રતિષ્ઠિત જૈન સંસ્થાઓ જેવી કે ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય, ઓલ ઈન્ડિયા શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ નિધિ, શ્રી આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. સને ૧૯૭૭માં તેઓએ ૫૦૦ યાત્રિકો સહિત સ્પેશિયલ ટ્રેન દ્વારા ઉત્તર, પર્વ અને પશ્ચિમમાં આવેલા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રા પ્રવાસનું આયોજન કરેલ હતું. તેમની અનેકવિધ સેવાની કદરરૂપે સને ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે તેમને “જસ્ટીસ ઓફ પીસ' અને પછી “સ્પેશ્યલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ (એસ. ઇ. એમ.) તરીકે નિમણૂક કરી હતી. તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં તેમની સેવાની કદર રૂપે સને ૧૯૮૫માં “ઉદ્યોગર’ તેમજ સને ૧૯૮૬માં “શિરોમણિ એવોર્ડ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી ગ્યાની ઝેલસિંહના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતો. સને ૧૯૮૯માં નહેરૂ સેન્ટીનરી એકસલન્સ એવોર્ડ અને સને ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઈડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો. તેઓના વિશાળ હૃદય તથા ઉત્તમ ગુણોના કારણે જ્ઞાતિ તથા સમાજમાં એક અજોડ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા છે. જરૂરીયાતમંદ તેમજ યોગ્ય વ્યકિતને મદદ કરવાના કારણે તેઓ સમાજના બધા વર્ગોમાં સન્માનીય બન્યા હતા. અંતે લાબી બિમારી બાદ તા.૧૨ જૂન ૧૯૯૩ના રોજ આ ઝળહળતો તારો ખરી પડતા જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી. તેમને વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર ““માનવ સેવા પુરસ્કાર” પણ આપવામાં આવ્યો હતો. શ્રી શત્રુંજયતીર્થ ઉપર મહા અભિષેકનો ભવ્ય અવસર ઉજવી જીવન ધન્ય બનાવનાર ( શ્રી રજનીકાંતભાઈ દેવડી ) સદીઓથી વેપાર અને ધાર્મિક પ્રવૃત્તિઓથી મહેકતા સુરતમાં ખમીરવંતી અને ધર્મનિષ્ઠ પ્રજાએ પૂર્વજોનો અમૂલ્ય ધાર્મિક વારસો જાળવી રાખ્યો છે, તેવા શહેરમાં સુરત વીસા પોરવાડ જ્ઞાતિમાં જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી માતા પદ્માવતીબેન (ભીખીબેન)ની કુક્ષીએ વિક્રમ સંવત ૧૯૮૯ વૈશાખ સુદ ૮ (તા. ૩-૫-૧૯૩૩)નાં રોજ શ્રી રજનીકાંતભાઈનો જન્મ થયો હતો. પિતાશ્રી મોહનલાલ કસ્તુરચંદ ઝવેરીની શીતળ છત્રછાયામાં શ્રી રજનીકાંતભાઈ દેવડી | લાડકોડથી બાલ્યવય સુરતમાં વિતાવી, કર્મભૂમિ મુંબઈ નગરીને બનાવી પિતાના મોતીના ધંધામાં ઝુકાવ્યું. • નીતિમત્તા અને પ્રમાણિકતાનું ઉચ્ચ ધોરણ જાળવી ધંધામાં પ્રગતિની વણથંભી કૂચ શરૂ રાખી | Page #1042 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંશ ] [ ૯૯૩ કીદ - કાકા E Cr = સાત સમંદર પાર ધંધાની વિકાસયાત્રામાં વૃદ્ધિ કરી. ખાનદાન પરિવારનાં શેઠશ્રી ચંપકલાલ ખૂબચંદ તથા ચંદ્રવતીબેનની સુપુત્રી હંસાબેન સાથે નાની વયમાં લગ્નગ્રંથીથી જોડાયા. એમના ઘરે હરેશ અને નિલેશ એમ બે પારણાં બંધાયાં. માતુશ્રી ભીખીબેનના અંતરાશિષ અને ધર્મપત્નીની સદૈવ સહયોગીવૃત્તિના કારણે પુણ્યોદય વધતો ચાલ્યો. જેના પરિણામે પોતાના ધર્મદાતા પ. પૂ. સંઘસ્થવિર આ. ભ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મહારાજ) તથા પ. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા તેઓશ્રીના ગુરૂબંધુ પ. પૂ. આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી પરિગ્રહ પરિમાણનું વ્રત લઈ અધિક સંપત્તિનો ધર્મના ક્ષેત્રે ખર્ચ કરવો એવો જીવનનો ધ્યેય બનાવી લીધો. મોટા પુત્ર હરેશનું યુવાનીના આંગણામાં પ્રવેશતા ફક્ત ૧૬ વર્ષની જુવાનવયે આકસ્મિક અકસ્માતમાં સને ૧૯૭૪માં દુઃખદ અવસાન થવાથી તેમના જીવનને જબરજસ્ત આંચકો લાગતા પોતે ધર્મના ઊંડાણમાં ઉતરતા ગયા અને નાના પુત્ર નિલેશમાં ધર્મના સંસ્કારો સીંચવામાં ઝર) ટોરી રે કશી જ ઉણપ ન રહે તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખી જતન કર્યું. 24887CAN HO દ DIST:DIUST ITS MEET : 11:' FT EL , , , અતિ શ્રીમંત ન હોવા છતાં દિલ SIMILY: SAF E LTS IT IS ISB.' , શ્રીમંતાઈના લક્ષણો ધરાવતું હતું તેથી ધર્મકાર્યમાં સારી એવી લક્ષ્મીનો સદ્વ્યય શરૂ ર્યો. તળિયું દેખાય છતાં લક્ષ્મીનો સદુપયોગ કરવામાં કદિ પાછી પાની ન કરી. # રાકે. ચોપાટી (મુંબઈ)ના બાબુલનાથ વિસ્તારમાં એક પણ જિનમંદિર ન હોવાથી જીવનદીપકને સદા પ્રકાશિત કરનાર મહાપુરૂષો અમરકીર્તિને વર્યા છે. જેની ઇતિહાસ અને સંસ્કૃતિ સાક્ષી પુરે છે. | ઘણા સમયની મહેચ્છાને પાર પાડવા wલીતાણા તળેટી રોડ ઉપરનું શ્રેષ્ઠિી રજનીભાઈ દેવડીબાબુલનાથ મંદિર પાસે જગ્યા સંપાદન કરી પુણ્યસ્મારક એ વાતને સમર્થન કરે છે. ભવ્ય જિનાલય બંધાવવા કમર કસી. તેમના બે મિત્રોનો સહકાર મેળવી દેદીપ્યમાન દહેરાસર પૂર્ણ થતાં મૂળનાયક માટે ભરૂચથી અલૌકિક સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમા મેળવી પ. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી તથા પ. પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની નિશ્રામાં ધામધૂમથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો. કલ્યાણમિત્ર શાંતિચંદ્ર બાલુભાઈ ઝવેરી તથા શ્રીમતી નલિનીબેનને ધર્મમાં પ્રવૃત્ત કરવા ભગવાનનાં માતા-પિતા બનવાનો લાભ આપી ધર્મમાં જોડ્યા. આવા મહાન કાર્યમાં પ્રવર્ત થવાથી શ્રી શાંતિભાઈ પણ ધર્મના રંગે રંગાયા અને ધંધા અલગ હોવા DGE : FA A s : F -1, છા દસ Page #1043 -------------------------------------------------------------------------- ________________ ૯૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન છતાં ધર્મના સુકાર્યોમાં ધર્મ ભાગીદારી શરુ કરી ધાર્મિક ક્ષેત્રે ડંકો વગાડ્યો. ધર્મકાર્યોમાં, પ્રતિષ્ઠાઓ, ઉપાશ્રયો, ધર્મશાળાઓમાં અનુદાનોની યાદી ખૂબ લાંબી થાય છતાં કોઈ યાદગીરી રાખી નથી. જ્ઞાતિજનો તથા સાધર્મિકોને આપ્તજન સમજી દરેકને સહાયરૂપ બની આગળ લાવવા સહયોગી બનતા હતા. આપીને ભૂલી જવું એ સિદ્ધાંત જાળવી રાખી ગુપ્તદાનોમાં પણ મોખરે રહ્યા હતા. પૂ. સાધ્વીજીઓની વૈયાવચ્ચને હરહંમેશાં ખૂબ જ મહત્ત્વ આપતા હતા. તળેટી પાસે વિશ્વમાં અજોડ એવા ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ-સમવસરણમાં અંજનશલાકામાં ભગવાનનાં માતા-પિતા બનવાનો અમૂલ્ય લાભ લીધો અને ઉપર સમવસરણમાં એક મૂળનાયકની સ્વપરિવાર સાથે પ્રતિષ્ઠા કરી. આ પ્રસંગ બાદ તેમની ચારિત્ર્ય લેવાની ભાવનાએ અતિવેગ આપ્યો. ભવ્યાતિભવ્ય હસ્તગિરિ તીર્થમાં સંગેમરમરના કલાત્મક જૈન દહેરાસરમાં મૂળનાયક (ચૌમુખજીમાં), ભરૂચમાં નવનિર્મિત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયમાં તથા ગોડીજી પાર્થ જિનમંદિરમુંબઈમાં, ૧૦૮ પાશ્વજિનાલય-શંખેશ્વરમાં, તેમજ કોબે (જાપાન) અને લેસ્ટર (લંડન) આદિ અનેક જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા પ્રસંગે યથાશક્તિ લક્ષ્મીનો સદ્વ્યય કર્યો. એમના પોતાના જ્ઞાતિજનોને સિદ્ધક્ષેત્રની પવિત્ર ભૂમિમાં મોટી સંખ્યામાં ચાતુર્માસ તેમજ નવાણું યાત્રા કરાવી હતી. રજનીભાઈને પાલીતાણાની પવિત્રભૂમિ અને યુગાદિદેવ આદિનાથ પરમાત્મા પ્રત્યે ગજબનું આકર્ષણ રહ્યું હતું. તેમની આદીશ્વરદાદા પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ-પ્રીત તો તેના મુખ ઉપર જેણે જોઈ હોય તેને જ ખબર પડે કે આ જીવને એવું તો શું થતું હશે! તેમને કોઈ પૂછે કે બીજા તીર્થો અને તીર્થકરો કરતાં અહીં વધુ કેમ ઉલ્લાસ અનુભવો છો? ત્યારે કહેતાં કે, મારે મન બધા જ પૂજ્ય છે. દાદા આદિનાથ ભગવાનનો વંશજ હોઉં તેવી અનુભૂતિ મને થયા કરે છે. ( શત્રુંજય તીર્થનો છ ગાઉ પ્રદક્ષિણા સાથે પવિત્ર ધરતી પર મહાભિષેક કરાવવાનો અણમોલ, અદ્વિતીય, અજોડ અવસર ઉજવી જીવનને ધન્ય બનાવ્યું. આ પ્રસંગે ૩૬ આચાર્યશ્રીઓ, પ્રાયઃ ૪૦૦૦થી અધિક સાધુ-સાધ્વીજીઓ તેમજ ભારતના અને વિદેશનાં એક લાખથી વધુ શ્રાવક-શ્રાવિકાઓની વિશાળ હાજરી હતી. એમનું મનોબળ અત્યંત મજબૂત હતું. તેઓએ જે કાર્ય હાથમાં લીધું તે પૂર્ણ કર્યું હતું. તેઓ એમનાં ધર્મપત્ની શ્રીમતી હંસાબેનને વર્ષીતપના પચ્ચકખાણ અપાવવા સાથે ગયા હતા અને પોતે પણ પચ્ચકખાણ લીધું હતું, કે જે થશે એ દાદાની કૃપાથી જોયુ જશે. આ પ્રસંગે તેમણે જ્ઞાતિજનો તથા સ્નેહી સ્વજનોને પાલિતાણામાં ગિરિરાજનો અભિષેક કરવા લઈ જવા એવો વિચાર કરી આ પ્રસંગ હાથ લીધેલો; પણ પાછળથી જબરજસ્ત જાહેરાતને લઈને આ પ્રસંગે મોટું સ્વરૂપ લીધું હતું અને તે પૂર્ણ કરવા તેમના કલ્યાણમિત્ર શાંતિચંદ્ર બાલુભાઈ પણ સાથે જોડાયા હતા. એમનાં માતુશ્રી પદ્માવતીબેનની સ્વર્ગતિથિને દીપાવવા પોષ શુ. ૬, તા. ૨૩-૧૨-૧૯૯૦ના દિવસે જીવનના શણગારરૂપ ભવ્યાતિભવ્ય શત્રુંજય તીર્થનો છ ગાઉ પ્રદક્ષિણા સાથે પવિત્ર ધરતી પર મહાભિષેક કરાવવાનો અણમોલ, અદ્વિતીય, અજોડ અવસર ઉજવી જીવનને ધન્ય બનાવ્યું. આ પ્રસંગે Page #1044 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૯૫ ૩૬ આચાર્યશ્રીઓ, પ્રાયઃ ૪OOOથી અધિક સાધુ-સાધ્વીજીઓ તેમજ ભારતના અને વિદેશનાં એક લાખથી વધુ શ્રાવક-શ્રાવિકાઓની વિશાળ હાજરી હતી અને સૌ પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા. પાલીતાણાના ઇતિહાસમાં છેલ્લાં સેંકડો વર્ષોમાં પ્રથમવાર આવો ભવ્ય પ્રસંગ ઉજવાયો હતો તેવા વૃદ્ધજનોના શબ્દ હતા. ચાલુ વર્ષીતપમાં અક્રમનાં બીજા ઉપવાસે ભવ્ય રીતે અભિષેક યાત્રા કરી પોષ સુદ ૬ના એ જ દિવસે સાંજે ૭ વાગે સુરતી વીસા પોરવાડ જ્ઞાતિના સત્કાર-સમારંભમાં તેઓ ઉપસ્થિત રહ્યા. નમસ્કાર મહામંત્રના અંતિમ પદ મંગલ' પૂર્ણ થતાં પોતે સંપૂર્ણ સંતુષ્ટ થયાના ભાવ સાથે “જંગજીયા''ના પરમ સંતોષ સાથે એક જ સેકંડમાં સદાય માટે આંખો મીંચી દીધી અને બાજુમાં રહેલ પુત્ર નિલેશના ખોળામાં ઢળી પડ્યા અને તેમનો જીવનદીપ બુઝાઈ ગયો. તા. ૨૪-૧૨-૯૦ના રજનીભાઈ દેવડીની અંતિમયાત્રામાં આચાર્યભગવંતોએ વાસક્ષેપથી આશીર્વાદ આપ્યા લાખો લોકો તેમાં જોડાયા. પાલીતાણાના ઇતિહાસમાં આવી વિશિષ્ટ અંતિમયાત્રા પ્રથમ હતી. આખુ શહેર માનવમેદનીથી ખીચોખીચ ભરાયું હતું. લોકોના મુખેથી “અભૂત”, “મહાન પુણ્યાત્મા” વગેરે શબ્દો સરી પડતા હતા. તેમનાં ધર્મનિષ્ઠ પત્ની હંસાબેન, પુત્ર નિલેશ, પુત્રવધૂ બીના, પૌત્રી ક્રીષ્ના, પૌત્ર અભિષેક પણ આ પવિત્ર આત્માનો, ધર્મના સંસ્કારોનો વારસો દીપાવે છે અને ખુબુના ખજાનાની જેમ શ્રી રજનીકાંતભાઈ દેવડીની ધર્મમય પ્રભુભક્તિ, આધ્યાત્મિક ભક્તિ, અનુકંપાદાન, જીવદયા તેમજ સાતે ક્ષેત્રોમાં સદ્ધપયોગ કરેલ લક્ષ્મીની સુવાસ પ્રસરાવે છે. (સંકલન : મનુભાઈ શેઠ) (સ્વ. શ્રી રતિલાલ જેઠાલાલ સલોત તથા શ્રી ધીરજબેન સલોત) ધર્મભાવનાના ઉમદા અને ઊંડા સંસ્કારોથી વિભૂષિત ધર્મ-સંપન્ન સલોત પરિવારના સુપ્રસિદ્ધ સાહસિક અને ઘર્માનુરાગી શ્રી રતિલાલભાઈનો જન્મ ભારતની પવિત્ર ભૂમિ સિદ્ધગિરિ (મોસાળ)માં થયો હતો. આ બાળકના હૈયામાં બચપણથી જ ત્યાગ-વૈરાગ્યની ઊર્મિઓ જેમ છલકતી હતી તેમ જીવન-ઉન્નતિની દિશામાં કાંઈક કરી છૂટવાની પણ પ્રબળ તમન્ના ધબકતી હતી. તળાજા અને ભાવનગરની શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ભાગ્ય અજમાવવા આંધ્રપ્રદેશમાં ગદગ (આદોની)માં નોકરીથી જીવનની કારકિર્દીનાં મંડાણ કર્યા. અવનવા અનુભવોની સરાણે ચડ્યા પણ પછી ફરી મુંબઈ આવવાનું બન્યું. ફાયર એકસ્ટીંગવિશરનો ધંધો શરૂ કર્યો અને સમય જતાં એક વિશાળ ફેકટરીના માલિક બન્યા. નાનપણથી જ અલબેલા અરમાનો અને પ્રબળ પુરુષાર્થ વડે જીવનને-કુટુંબને સંગીન સ્થિતિમાં મૂકતા રહ્યા. ધર્મ પરત્વેની શ્રદ્ધા-ભક્તિ પણ એટલા જ અણનમ રહ્યાં. દઢ મનોબળ અને ગજબની સંકલ્પશક્તિ હોવાને કારણે તેમના પુત્ર-પરિવારને પણ પ્રેરણા મળતી રહી. શ્રી રતિલાલભાઈને શાસનભક્તિમાં પણ સાધર્મિક ભક્તિ પરત્વે અપૂર્વ અને અનન્ય પ્રેમભાવ હતો. તેમની ધર્મભાવનાનાં સંસ્મરણો આજ જુદાજુદા સ્વરૂપે જોવા-સાંભળવા મળે છે. તેમના Page #1045 -------------------------------------------------------------------------- ________________ ૯૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન ધર્માનુરાગી સ્વભાવને અને ઉમદા આદર્શોને ભારે મોટું બળ આપવાનું સત્કાર્ય તેમનાં ધર્મપરાયણ ધર્મપત્ની શ્રી ધીરજબહેને કર્યું હતું. એ કથન સાચું જ છે કે પુરુષોની પ્રગતિ અને વિકાસમાં મોટું અને મહત્ત્વનું પ્રદાન તેમની અર્ધગનાનું હોય છે. શ્રાવિકાઓ ભણેલી, કેળવાયેલી અને ધર્મ-સંસ્કારોથી સંપન્ન હશે તો જ શાસન અને સમાજ ગૌરવભેર ટકી શકશે. શ્રી ધીરજબેન આવાં જ એક ગૌરવશાળી શ્રાવિકા તરીકેનું માનસન્માન પામ્યાં છે. શ્રી રતિલાલભાઈ તેમના છેલ્લા દિવસોમાં પણ સ્વસ્થતાપૂર્વક નમસ્કાર મહામંત્રના જાપમાં સતત લીન બની રહેતા. સમાધિપૂર્વક નવકારમંત્રનું રટન કરતાં કરતાં અચાનક હાર્ટ-એટેકથી કાળના વિરાટ પંજામાં તા. ૧૬-૩-૮૧ના રોજ સવારમાં ઝડપાઈ ગયા. તેમના શ્રેયાર્થે ત્રણ દિવસનો જિનેન્દ્રભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓને મોટી રકમનું દાન અર્પણ કર્યું. સ્વ. શ્રી રતિલાલભાઈએ પરિવાર સહિત ભારતનાં બધાં જ જૈન તીર્થોની યાત્રા કરી પોતાની લક્ષ્મીનો સવ્યય કર્યો હતો. સ્વ. રતિલાલભાઈએ જે પગદંડી ઊભી કરી એ જ રાહ અને એ જ વારસાને તેમના પુત્રોએ જાળવી રાખ્યો છે. શ્રી ધીરજબેન વિશાળ પરિવારને સાથે રાખી માંગલિક ધર્મનાં રૂડાં કાર્યોમાં વ્યસ્ત છે. છેલ્લાં બે દાયકાથી ગિરિરાજ શ્રી સિદ્ધાચલજીની શીતલ છાયામાં વર્ષમાં એકાદ-બે વખત આવીને સ્થિરતા કરી સુપાત્રદાન તેમ જ તીર્થભક્તિનો અપૂર્વ લ્હાવો લઈ રહ્યાં છે. સિત્તેર માણસના વિશાળ પરિવારનો વિશ્વાસ સંપાદન કરીને સૌનાં પ્રીતિપાત્ર બનેલાં શ્રી ધીરજબેને સૌને જૈસલમેરની યાત્રા કરાવી. સાધર્મિક ભક્તિ, જીવદયા, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા, ભોજનશાળા, પૂ. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ આદિ કાર્યોમાં મુક્ત મને દાનનો પ્રવાહ વહેવડાવ્યો. પરિવારના ધર્મપરાયણ વાતાવરણને લીધે તેમની સુપુત્રી રમાબહેને આજથી આડત્રીશ (૪૦) વર્ષ પહેલાં ભાગવતી પ્રવજયા અંગીકાર કરેલ. ચાર સંસ્કારી પુત્રો શ્રી ખાન્તિભાઈ, શ્રી જિતુભાઈ, શ્રી પ્રદીપભાઈ, શ્રી હરીશભાઈ, બે પુત્રીઓ શ્રી રમાબહેન (હાલમાં સાધ્વીશ્રી રણયશાશ્રીજી મ.) અને સરોજબેન, ચાર પુત્રવધૂઓ, પૌત્રો વગેરે એમનો પરિવાર ઘણો જ સુખી છે. - શ્રી ધીરજબેનને વરસીતપ અને ઉપધાન તપશ્ચર્યામાં વિશેષ રસ છે. ઘણાં વર્ષોથી બેસણાં ચાલે છે. કઈક નાનીમોટી તપશ્ચર્યા પણ ચાલુ જ હોય, તેમનું આ મોટું જમા પાસું છે. ખરેખર, શ્રી ધીરજબેને માતા-પિતા અને પરિવારના સંસ્કારોને દીપાવ્યા છે. ધીરજબહેને નીચે મુજબ અનુમોદનીય આરાધના કરી છે. (૧) પ. પૂ. વિક્રમસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં છ'રિનાં નિયમ પાલનપૂર્વક સિદ્ધગીરીની ૯૯ યાત્રા દરમ્યાન ગીરીરાજ ઉપર બિરાજમાન નવે ટૂંકમાં દરેક જિનપ્રતિમાઓની નવે અંગે પૂજા કરીને ભાવપૂજા કરી હતી. રોજ લગભગ ૧OO ભગવાનની પૂજા કરીને સાંજે ૪ વાગે નીચે આવીને એકાસણું કરતાં હતાં. (૨) ૨૦ દિવસ સુધી રોજ ખીરનાં એકાસણી કરીને દરરોજ ૫૦ બાંધી નવકારવાળીનો જાપ કરવાપૂર્વક ૧ લાખ નવકાર મહામંત્રનો જાપ વિધિપૂર્વક પૂર્ણ કર્યો. (૩) Page #1046 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | ૯૯૭ નવપદજીની ૭૫ ઓળી પૂર્ણ કરી છે, તેમાં ૧૦ ઓળી એક જ ધાનની અલૂણી કરી છે. (૪) ૨૫ ] વર્ષથી બેસણાંનો તપ ચાલુ છે. ગમે તેવા પ્રસંગે પણ છોડતાં નથી. (૫) ૨૦ વર્ષથી રોજ સવારે પ્રતિક્રમણની સાથે સામાયિક કરીને અરિહંત પદની ૨૦ નવકારવાળીનો જાપ કરીને પ્રભુપૂજા કર્યા પછી જ બેસણુ કરે છે. અરિહંત પદનો બે કરોડનો જાપ થયો છે. (૬) ૩૫ વર્ષથી શ્રાવકનાં ૧૨ વ્રતોનું સંપૂર્ણ પાલન કરે છે. (૭) પ્રભુભક્તિ તેમનો પ્રાણ છે. અત્યાર સુધીમાં આરસ તથા ધાતુનાં ૧૫ પ્રતિમાજી જુદા જુદા સ્થળે પધરાવ્યાં છે. તેમજ શંખેશ્વર તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં નવખંડા પાર્શ્વનાથ ભગવંતની દેરીનો લાભ લીધો છે. (૮) તેઓની ગુરુભક્તિ તેમજ શ્રુત જ્ઞાનભક્તિ પણ અનુમોદનીય છે. ( શ્રી રાજેન્દ્રભાઈ દલાલ ) વનમાં કે નંદનવનમાં ખીલી ઊઠેલા નયનરમ્ય, આકર્ષક, આહલાદક સુમનની સૌરભને ફેલાવનાર કોણ? સુમન-પુષ્પ સ્વયં જ છે. એ જ વાતાવરણને સુરભિમય બનાવે છે. તેવી રીતે સુશીલ-સંસ્કારી કુટુંબરૂપી ઉદ્યાનમાં અવતરેલા સુમન સમા સજ્જનની સૌરભ સર્વત્ર ફેલાઈ જ જાય છે. એવા અનેક પુણ્યાત્માઓ હતા, અને છે. જેમનો જન્મ અને જીવન જાણે પ્રભુશાસનની સેવા કાજે જ સર્જાયો ન હોય! શાસનમાં પોતાનું અણમોલ યોગદાન કરનારા અનેક ભાવિકાત્માઓમાંના એક છે “શ્રી રાજેન્દ્રભાઈ દલાલ.” જેમની જન્મભૂમિ અને શિક્ષણભૂમિ છે રાજનગર-અમદાવાદ, કર્મભૂમિ છે આંધ્રપ્રદેશની અત્રે ધર્મભૂમિ સિકંદ્રાબાદ છે. અનેક ક્ષેત્ર અતિગહન વ્યક્તિત્વ ધરાવતા રાજેન્દ્રભાઈના તમામ પાસાની ભવ્યતાનો ખ્યાલ ઘણાં ઓછાને હોય તે સહજ છે. માતુશ્રી જાસુદબેન અને પિતાશ્રી અમૃતલાલભાઈના શ્રેષ્ઠ સંસ્કારો તેમના જીવનની શ્રીમંતાઈ છે, સૌંદર્ય છે. રાજેન્દ્રભાઈમાં તેમના પિતાશ્રી જેવી ચતુરાઈ, બુદ્ધિમત્તા, પ્રમાણિક્તા અને સાહસિકતા છે તો માતુશ્રીના ધર્મસંસ્કારો રગેરગમાં વહી રહ્યા છે. બાલ્ય ઉંમરથી જ વડીલો અને ભાઈઓના સહવાસથી કાર્યમાં ચોક્સાઈ, વ્યવહારમાં સરળતા, વચનમાં ગુણાનુરાગ આદિ સદ્ગણો તેમના જીવનના આદર્શો બન્યા છે. કુટુંબ પ્રત્યે અતિ પ્રેમાળ હોવા છતાં વિષય વિલાસથી દૂર છે. વાત્સલ્યમય હૃદય હોવા છતાં વિવેકપૂર્ણ સત્યપ્રેરણા આપનાર છે. અનેક ભાઈ હોવા છતાં માતા-પિતાની અનન્ય પુત્રરુપે સેવા કરનાર સુપુત્ર છે. કુટુંબના પ્રત્યેક સભ્યોની સાથે પ્રેમ-સ્નેહસભર વ્યવહાર છે. સૌ તેમને ગૌરવભરી નજરે નિહાળે છે, વડીલ તરીકે સન્માને છે, નાના ભાઈ તરીકે વાત્સલ્ય વહાવે છે. કોલેજ જીવન પૂર્ણ કરી ૨૧ વર્ષની ઉગતી વયે વ્યવસાય માટે બેંગલોર થઈ સિકંદ્રાબાદ આવ્યા. વ્યાપારમાં સાહસિક બન્યા. ૨૫ વર્ષની વયે તો આંધ્રપ્રદેશમાં કાપડનો ધંધો ફેલાવી દીધો. આજે કરોડોનો ધંધો તેઓ કરી રહ્યા છે. પ્રીમીયર મીલ કોઈમ્બતુર, અરવિંદ જિન્સ ગારમેન્ટ જેવી મોટી કંપનીઓ સાથે સંકળાયેલા છે. અનેક દુકાનો તથા શો રૂમોની માલિકી ધરાવે છે. સાથે સાથે તેમના બંને સુપુત્રો સુનીલ, સંદેશ પણ સુસંસ્કારી છે. વ્યાપારક્ષેત્રે ઘણી નિપુણતા ધરાવે છે. - વ્યાપારક્ષેત્ર વિસ્તૃત હોવા છતાં પણ આંતરિક ધાર્મિક સંસ્કારની જ્યોતિ ઝગમગતી જ હોય છે. ૧૧.3. Page #1047 -------------------------------------------------------------------------- ________________ ૯૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન કર્મભૂમિ ધર્મભૂમિનું બીજ બની અને અનેક ધર્મકાર્યોરૂપ ફળની ભેટ ધરી. શ્રી સિકંદ્રાબાદ જૈન સંઘની સ્થાપનાના પાયાના કર્મઠ કાર્યકર્તા બની, શિખરબંધી જિનાલયના નિર્માણમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી સંઘના મંત્રી બન્યા. આજે ૨૭ વર્ષથી શ્રીસંઘના પ્રમુખ તરીકે સરાહનીય કર્તવ્ય બજાવી રહ્યા છે. સિકંદ્રાબાદથી શિખરજીના ૧૯૧ દિવસના અને કલકત્તાથી પાલીતાણાના ૨૧૦ દિવસના છ'રીપાલિત સંઘયાત્રાના સંયોજક-સંચાલક બની સાહસપૂર્ણ કાર્યમાં પોતાની આગવી સૂઝ, સજ્જનતા અને પ્રભુશાસનના પ્રેમે ખૂબ જ સફળતા મેળવી છે, જે જોઈને અનેક નવયુવાનોએ જીવનમાં અદમ્ય પ્રેરણા અને ઉત્સાહ મેળવ્યાં છે. તે સમયે અમદાવાદમાં હઠીભાઈની વાડીમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ હજારોની મેદની સમક્ષ તેમને યાત્રાસંઘના યશસ્વી સંચાલક તરીકે બિરદાવી રાજનગર સંઘ વતી સાફો પહેરાવી સન્માનિત કર્યા. બંને યાત્રાસંઘનો અનુભવ તેમના જીવનમાં અનેક મહાન કાર્યોનો જનક બન્યો--ઉત્સાહને અભિવર્ધિત કરનાર બન્યો. ત્યારબાદ તો વ્યવહારિક ક્ષેત્રે ધંધામાં કેટલીય ચડતી-પડતીની વચ્ચે તેમની ધર્મશ્રદ્ધા વધુ ને વધુ અટલ-અડગ બનતી જ રહી. પરિણામે છેલ્લાં ૧૫ વર્ષથી માત્ર વેપારમાં જ રસ ન ધરાવતા વિશેષતયા ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક કાર્યોની સંસ્થામાં સેવા આપી તન-મન-ધનથી જીવનને સફળ બનાવી રહ્યા છે. પિતાતુલ્ય પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની કૃપાએ તથા બંધુતુલ્ય પૂ. આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા અને માર્ગદર્શનથી તેઓ જીર્ણોદ્વાર આદિ ધર્મકાર્યોમાં પોતાનો સક્રિય ફાળો આપી રહ્યા છે. ગુરુવર લબ્ધિનો ગુણાનુરાગ સુપ્રસિદ્ધ છે. લબ્ધિસમુદાય રત્નોને પેદા કરી શાસનકાર્યોમાં સમર્પિત કરે છે. માટે જ રાજેન્દ્રભાઈએ પૂ. આ.દે. વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. વિજયભદ્રંકરસૂરીશ્વરજી મ. સા. તેમ જ પૂ. આ.દે. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. વિજયહિમાંશુસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ.દે. વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. આદિ સૂરિભગવંતો, મુનિભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. જીર્ણોદ્ધાર ક્ષેત્રે હસ્તગિરિના કાર્ય માટે ત્યાના કાર્યકર્તાઓ સાથે હૈદ્રાબાદ, કલકત્તા, મદ્રાસ આદિ સ્થળોએ સાથે ફરી મોટી રકમો અપાવી છે. પૂ. આ.ભ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ની. નિશ્રામાં વ્યાખ્યાનમાં સંઘને પ્રેરણા કરી બે દિવસમાં ૩૨ લાખ જેટલી માતબર રકમનો ફાળો કરાવી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આણંદજી કલ્યાણજીની પેઢી તેમ જ શંખેશ્વર પેઢીના પ્રમુખ સાથે ઘનિષ્ટ ધર્મસંબંધ, કુલ્યાકજી તીર્થના જીર્ણોદ્ધારમાં માતબર રકમની દ્રવ્ય સહાયના નિમિત્ત બન્યા છે. આજે કુલ્પાકજી તીર્થના ટ્રસ્ટી તરીકે સેવા સમર્પિત કરી રહ્યા છે. બનારસ તીર્થના જીર્ણોદ્ધારમાં ભારતના અનેક દાનવીરોને સાથે રાખીને કરોડો રૂ.ના કાર્યની જવાબદારી સાથે તન, મન, ધનથી કાર્યને આગળ વધારી ત્યાંના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. અમદાવાદમાં જમાલપુરના ૪૦૦ વર્ષના પ્રાચીન ગોડી પાર્શ્વતીર્થના જીર્ણોદ્વારમાં પ્રેરણારૂપ સાથે તીર્થના નૂતન જિનાલયના મેનેજિંગ ટ્રસ્ટી બની ઉત્સાહપૂર્ણ સાથ આપી રહ્યા છે. ભરૂચ તીર્થના જીર્ણોદ્વાર તીર્થ વિકાસ સમિતિના મંત્રી છે. આ ઉપરાંત અનેક જિનાલયો તથા ઉપાશ્રયોના ખાતમુહૂર્ત, શિલાન્યાસ આદિનો લાભ મેળવ્યો છે. આનાથી પણ અધિક પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.ની આજ્ઞાથી અંતરીક્ષજી તીર્થના ક્રિમીનલ Page #1048 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૯૯૯ ૧૭ કેસોને રમતમાં પતાવી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા.ના સાંનિધ્યમાં પૂ. આ.દે. રાજયશસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શન મુજબ પૂ. સાધ્વીશ્રી વાચંયમાશ્રીજી (બેનમહારાજ)એ તૈયાર કરાવેલ ભવ્ય પૂજનો અમેરિકાના મુખ્ય જૈન સેન્ટરોમાં ભણાવી અનેક આત્માઓને ભક્તિમાં તરબોળ કરી રહ્યા છે. સાથે ઈગ્લીશમાં સમજાવી માંસાહાર, દારૂ આદિનો સ્થાનિક જનતામાં ત્યાગ કરાવી પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્યાંની જનતાના ધર્મભાવની વૃદ્ધિ માટે ત્યાંના સ્થાનિક સંઘને શિખરબંધ દેરાસર બનાવવાની ઓફર આપી છે. આવી ભવ્ય ભાવનાઓ તેમની ધર્મનિષ્ઠાના દર્શન કરાવે છે. તપયોગમાં પણ યથાશક્તિ વીર્ય ફોરવ્યું છે. બે વર્ષીતપ, ૧૭) એકાસણાં, વર્ધમાનતપનો પાયો, લાગલગાટ બે વર્ષ બિયાસણા આદિ તપ કરેલ છે. તેમનાં સુશીલ ધર્મપત્ની મનોરમાબેનનો સંપૂર્ણ સહકાર તેમને યશસ્વી બનાવવામાં સહાયક છે. તેઓ હંમેશાં સાથે જ હોય છે. - પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજની પીઠિકાની પૂર્ણાહુતિ સમયે મદ્રાસમાં ૪૫ વર્ષની ઉંમરેથી આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલ છે. સ્વયંના ગૃહમંદિરમાં નિત્ય અપ્રકારી પૂજા, પાર્શ્વપદ્માવતી પૂજન, લઘુભક્તામર પૂજન આદિ અનુષ્ઠાન કરે છે. આવી ધાર્મિક વૃત્તિ-પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓ ગુજરાતી સ્કુલના જી. એસ.એમ. એજ્યુકેશન બોર્ડના ચેરમેન પદે કાર્ય કરી રહ્યા છે. બાલ્યકાળથી જ પરોપકારવૃત્તિ રગરગમાં વણાઈ ગઈ છે. તેઓ દાન, શીલ, તપ, ભાવરૂપ ચાર ધર્મને પાળતા, વીતરાગ પરમાત્માની ભક્તિ કરતા મુક્તિપદ પ્રાપ્ત કરે એવી શુભ ભાવના સાથે શાસનદેવને પ્રાર્થના... (સંકલનકર્તા શ્રી બાબુલાલ ખાંતીભાઈ સીકંદ્રાબાદ) શ્રી રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી આજથી ત્રીશ વર્ષ પહેલાં શ્રી રાજેન્દ્રભાઈએ પોતાના લઘુ-બંધુઓ | શ્રી દિલીપભાઈ તથા શ્રી શિરીષભાઈના સહયોગથી-સહકારથી વ્યવસાય શરૂ કર્યો અને “ઓટોક્લીન ફિલ્ટર્સ ઓફ ઇન્ડિયા” નામક | ઔદ્યોગિક એકમની સ્થાપના કરી. ઔદ્યોગિક એકમની શરૂઆતમાં મોટી મૂડી ન હતી, પણ ટેકનીકલ કાર્યદક્ષતા અને સાહસિકપૂર્ણતાની જ મૂડી હતી. કોઈ મશીનરી કે ફેકટરીનું નામનિશાન જ નહિ, પરંતુ જુદા જુદા ભાગોના સબ-કોન્ટ્રાક્ટ કરી તેઓ એમના ઘરમાં એસેમ્બલ કરી | આપતા. પ્રથમ વર્ષે સારું ટર્ન ઓવર કરવામાં સફળ થતાં. ૨૫૦ ચો. શ્રી રાજેન્દ્રભાઈ તેરી |ફીટની જગ્યામાં થોડાં લેટ્સ, ગ્રાઇન્ડર્સ, ડિલ્સ અને એ. પેઈન્ટિંગ યુનિટની જરૂરી મશીનરી ભેગી કરી શક્યા. ૧૯૭૨માં બીજી ૨૫૦ ચો. ફીટ જગ્યા અને ૧૯૭૩ના મે માસ સુધીમાં પાંચ હજાર ફીટની જગ્યા પર સાચા અર્થમાં “ઓટોક્લીલ એકમનો કાર્યારંભ થયો અને શ્રી રાજેન્દ્રભાઈની આગેવાની નીચે ચાલતા આ એકમે ક્રમશઃ ધારી સફળતા મેળવી. Page #1049 -------------------------------------------------------------------------- ________________ ૧000 ] [ જૈન પ્રતિભાદર્શન આજે સમર્થ સાધનસામગ્રી ધરાવતો “ઓટોકલીન” એકમ દરેક જરૂરિયાતને સરળતાથી પહોંચી વળે છે અને સાથે સાથે આયાત થતાં સાધનોની બરોબરીનાં ઘણાં સાધનો ઉત્પન્ન કર્યા છે અને તે દ્વારા કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવી રાષ્ટ્રભાવના દર્શાવી છે. “ઓટોક્લીન' દ્વારા છેલ્લાં ત્રીસ વર્ષમાં 100 વર્ષનું કાર્ય સિદ્ધ કરી બતાવીને શ્રી રાજેન્દ્રભાઈ અને તેમના બંધુઓએ વિક્રમ સજર્યો છે. એટલું જ નહીં, ઘણાં ક્ષેત્રોમાં પ્રથમતા”નું ગૌરવ પણ સર્યુ છે. તેઓશ્રીએ ઉદ્યોગ આલમમાં સુકીર્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. શ્રી રાજેન્દ્રભાઈ મેસર્સ ઝવેરી એન્ટરપ્રાઇઝ' કે જે મેસર્સ ઓટોક્લીન ફિલ્ટર્સ ઓફ ઇન્ડિયા ઉપરાંત વિદેશોનાં દસબાર વ્યવસાયગૃહોની વિતરણવ્યવસ્થા સંભાળે છે, તેના ભાગીદાર છે. વ્યવસાયવૃદ્ધિની સાથોસાથ શ્રી રાજેન્દ્રભાઈની સામાજિક સેવાની ઉચ્ચ ભાવનામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે તેઓશ્રી શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉદ્યોગશાળા-સુરતના મેનેજિંગ ટ્રસ્ટી છે. શેઠ છોટાલાલ ચીમનલાલ મુન્સફ એજ્યુકેશન ફંડના ટ્રસ્ટી તરીકે, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, કન્યા છાત્રાલય–વડોદરા તથા શ્રી સુરત જૈન ધાર્મિક શિક્ષણ સંધના પેટ્રન તરીકે તથા બોમ્બે એસ્ટ્રોલોજીકલ સોસાયટીના આજીવન સભ્ય તરીકે છે. લાયન્સ કલબ ઓફ જુહુના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત જૈન શ્વેતાંબર કોન્ફરન્સના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તથા ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોયસનેસના લાઇફ પેટ્રન તરીકે સંકળાયેલા છે. આ બહુવિધ સંસ્થાઓમાં પોતાનાં વિશાળ અનુભવ અને કાર્યનિષ્ઠાથી શ્રી રાજેન્દ્રભાઈ આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. ( શ્રી શાંતિચંદ બાલચંદ ઝવેરી ) - શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરીનો જન્મ સને ૧૯૨૯માં, સુરત શહેરમાં, વીસા પોરવાડ જ્ઞાતિમાં જાજરમાન ગણાતા પરિવારમાં ચંદ્રાવતીન્હનની કુક્ષીએ થયો હતો. માતુશ્રી ચંદ્રવતીબહેન બિમાર પડતાં સાત વર્ષની ઉમ્મરે શાંતિભાઈનો ઉછેર મામા મોહનલાલ સાકરચંદને ત્યાં થયો નાનીમા રૂક્ષ્મણીબહેને તથા મામી પ્રભાવતીબહેને ધર્મના સંસ્કારોનું સીંચન કર્યું. ધંધાની તક મામાના વડપણ નીચે મુંબઈમાં સાંપડી, માતૃભૂમિ સુરત પણ કર્મભૂમિ મુંબઈને બનાવી પ્રારબ્ધ અને પુરુષાર્થથી શૂન્યમાંથી સર્જન શ્રી શાંતિચંદ બાલચંદ ઝવેરી] કર્યું પ્રગતિની વણથંભી કુચ શેરબજારના વ્યાપારમાં જારી રાખી. પિતાશ્રીના આશીર્વાદ અને મામાના વાત્સલ્યની નાનપણથી શાંતિભાઈને હુંફ હતી. ભયંકર માંદગીના બિછાને હતા ત્યારે પોતાની જ માતૃભૂમિના વતની પ.પૂ. ગુરુદેવશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.નો સત્સંગ થયો. ધર્મનું જ્ઞાન મેળવવાની ઉત્કંઠા જાગી અને પ.પૂ. ગુરુદેવના આશીર્વાદથી જિંદગી નવપલ્લવિત થઈ. ખાનદાન પરિવારના શ્રી કેસરીચંદ સ્વરૂપચંદ ઝવેરીની પુત્રી નલિનીબૅન સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને સંસ્કારી નલિનીબ્દનના આગમનથી ગૃહ-આંગણું દીપી ઊઠ્યું. Page #1050 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૦૧ પૂ. સાધુ-સાધ્વીજીઓની ભક્તિ-વૈયાવચ્ચના વિશેષ રાગ અને સાધુ સંતોના પગલાંથી પરિવાર વધુ ધર્માનુરાગી બન્યો, કલ્યાણમિત્ર શ્રી રજનીકાન્ત મોહનલાલ ઝવેરી (દવડી)ના આગ્રહથી બાબુલનાથના પાર્શ્વનાથ જિનાલયના અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનનાં માતા પિતા બન્યાં અને ધર્મના રંગે વધુ રંગાયાં. જ્ઞાતિજનોને નવાણુ યાત્રા બધી જ સુવિધા સાથે કરાવી. અશકતો માટે ડોળી યાત્રિકો માટે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી, જરૂર હોય ત્યાં વાહન વગેરેની સુવિધા ખાસ કરી. સને ૧૯૮૮માં મહાતીર્થ શત્રુંજયમાં આદીશ્વરદાદાના અભિષેક કરાવ્યા. એ દુકાળિયા વર્ષમાં અભિષેક સાથે જ વરસાદની રેલમછેલ થઈ હતી. સેંકડો વર્ષ પછી તા. ૨૩-૧૨-૯૦ મહા શુદના શત્રુંજય ગિરિરાજના છ ગાઉની પ્રદક્ષિણા સાથે મહાઅભિષેક કરાવ્યા તે ઐતિહાસિક પ્રસંગ જૈનશાસનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે. જેમાં ૩૬ પૂ. આચાર્યશ્રીઓ તથા આશરે 8000 પૂ. સાધુ-સાધ્વીજીઓની હાજરી સાથે આશરે એક લાખ યાત્રિકો ભાવિકો ઉમટયા હતા. વર્ધમાન સંસ્કૃતિધામના ૧OOO સ્વયં સેવકો, ૮૦૦ જ્ઞાતિજનો અને પ00 માનવંતા મહેમાનોને ખાસ નિમંત્રણ આપેલ અને બધી જ સુવિધા કરેલ. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને ખાસ વિનંતિ કરી બધી જ વિહારની વ્યવસ્થા કરેલ. આટલી મોટી સંખ્યામાં પૂ. આચાર્યો, પૂ. સાધુ પૂ. સાધ્વીજીઓ પ્રથમ વખત સિદ્ધક્ષેત્રમાં પધારેલ. અભિષેકની તેમજ અભિષેક કરાવનારાની યાદગીરીમાં પાલીતાણા નગરપાલિકા તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સહ્યોગથી તલેટી રોડને “રજની-શાંતિ માર્ગ નામ આપવામાં આવેલ. પાલીતાણા ગિરિરાજની તલેટી ઉપર ૧૦૮ સમોવસરણના ભવ્ય જિનાલયની અંજનશલાકાપ્રતિષ્ઠાનો મહોત્સવ દેદીપ્યમાન રીતે પ. પૂ. આ.શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા. આદિ આચાર્યો–પૂ. મુનિમહારાજોની વિશાળ હાજરીમાં ઉજવાયો ત્યારે ઈન્દ્ર-ઈદ્રાણી બનવાનો અનેરો લ્હાવો લીધો અને મૂળનાયકની બાજુમાં અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો સમગ્ર પરિવારે લાભ લીધો. પૂ. પિતાશ્રી, પૂ. મામા મોહનલાલ સાકરચંદ તથા પૂ. નાનીમા રૂક્ષ્મણીબહેનની પ્રબળ ઇચ્છાથી મુંબઈ-પાલમાં ગૃહ-આંગણે જે ઘર-દહેરાસર હતું તેને બદલે બંગલામાં જ બાજુમાં સ્વદ્રવ્યથી સંગેમરમરનું ભવ્ય દહેરાસર, શિખરબંધી બનાવરાવી, ધામધુમથી અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઉપરોક્ત પ.પુ. બાંધવબેલડી આચાર્યોની નિશ્રામાં સં. ૨૦૪૯ મહા શ. ૬ના ઉજવ્યો. દરરોજ પૂજાદર્શને ભાવિકો મોટી સંખ્યામાં આવે છે. અને જિનાલય હાઈવે ઉપર હોવાથી કોલેજ જતાં યુવકયુવતીઓ પણ મોટી સંખ્યામાં નિત્ય દર્શનાર્થે આવે છે. ગૃહ-આંગણે દેરાસર હોવાથી સમગ્ર પરિવાર દરરોજ પૂજા કરી જીવન ધન્ય બનાવે છે. વિહારમાં વિચારતાં પૂ. આચાર્યો, પૂ. સાધુ સાધ્વીજી મહારાજો પણ દર્શનાર્થે પધારી ગૃહમાં પગલાં કરે છે, તેથી વૈયાવચ્ચ-ભક્તિનો સારો લાભ મળે છે. પૂ. પિતાશ્રી તથા પૂ. મામાશ્રીનું સ્વપ્ન હતું કે સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં અનુકૂળતાએ પણ ભવ્ય રીતે ચતુર્માસ કરાવવું અને દરેક પ્રકારની સંપૂર્ણ સુવિધા કરવી. તે મુજબ સંવત ૨૦૫૧માં શત્રુંજયની Page #1051 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૨ ] [ જૈન પ્રતિભાદર્શન શિતળ છાંયડીમાં પન્ના-રૂપા તથા તખતગઢ ધર્મશાળામાં આશરે ૪૫૦ ઉપરાંત તથા ભાવિકોને પ. પૂ. ગુરૂદેવ અશોકચંદ્રસુરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ. સોમચંદ્રસૂરિજી ત્યારે પંન્યાસજી હતા. (ની નિશ્રામાં, પ.પૂ. આ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી ભવ્યાતિભવ્ય ચતુર્માસ કરાવ્યું અને ૧૫૦ પૂ. સાધુ-સાધ્વીજી મ.ની ભક્તિનો લાભ લીધો, જેમાં ૭૫ જોગવાળા પૂજ્યશ્રીઓ હતા. ચાતુર્માસમાં ધાર્મિક સાથે માનવતાનાં કાર્યો પણ યાદ કરી પાલીતાણામાં જયપુર ફુટ કેમ્પ, નિદાન કેમ્પ, વગેરે કરેલ અને આ અનુસંધાને ભાવનગરમાં પોલીયો ઓપરેશન કેમ્પ અને હૃદયરોગનો નિદાન કેમ્પ મુંબઈના નિષ્ણાત ડોકટરોને બોલાવી કરેલ. જરૂરિયાતવાળા દર્દીઓને મુંબઈ બોલાવી આર્થિક સહાય પણ કરેલ. પાલીતાણામાં ચાતુર્માસ પ્રસંગે પૂ. આચાર્યશ્રી અશોકચંદસૂરીશ્વરજીના સદ્ઉપદેશથી પાલીતાણાથી જુનાગઢ (શત્રુંજયથી ગીરનાર) સુધીના ટૂંકા રસ્તે વિહારધામોની વ્યવસ્થા ન હોય તેવા સ્થળોએ પંદર ઉપાશ્રયો-પોતે-પોતાના સગા સ્નેહીજનો-મિત્રોમાંથી સૌરાષ્ટ્ર વિહારધામ સમિતિ દ્વારા બનાવરાવ્યા. શત્રુંજય-ગીરના૨-કદમ્બગીરી, પર્વતો ઉપર કલ્યાણમિત્ર શ્રી રજનીભાઈ દેવડીના ભાગમાં મોટી સખ્યામાં નવા ધજાદંડો ચઢાવ્યા. સેસાવન, ગીરનાર, કુલ્પાકજી, કદમ્બગીરી તીર્થસ્થાનોમાં પ્રતિષ્ઠાનો લાભ લીધો. મેરૂધામ સ્મારક સાબરમતી અમીયાપુરમાં તૈયાર થઈ રહેલા ભવ્ય દેરાસરમાં ૮૧ ઇંચના આદિનાથ ભગવાન આ. પૂ. મેરૂપ્રભસૂરિશ્વરજીના આશીર્વાદથી-પ.પૂ. આ. દેવસુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી જીનદાસ ધરમદાસ પેઢીના સહકારથી પ્રાપ્ત થયા તેને બિરાજમાન કરાવવાનો લાભ પણ પ્રાપ્ત થશે. સુરતમાં પૂ. પં.શ્રી સોમચંદ્રવિજયજી ગણિની આચાર્યપદવી પ્રસંગે ગુરુભક્તિનો તેમ જ ભક્તગણ સાથે વિશિષ્ટ સ્વામિવાત્સલ્યનો અને ગાઢ મિત્ર વજુભાઈ બારિયા સાથે તબીબી સારવારના વિવિધ કેમ્પો યોજી માનવસેવાનો સ્તુત્ય લાભ લીધો હતો. એ જ રીતે તેઓશ્રી તીર્થાદિ અનેક સ્થળોએ પ્રતિષ્ઠા, ઉપાશ્રયાદિ ધર્મકાર્યોમાં ઉદાર દિલે સ્વલક્ષ્મીનો સદ્ભય કરતા આવ્યા છે. જેમ તે--શત્રુંજયની તલેટી ઉપર સમોવસરણ જિનપ્રાસાદે, શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે, હસ્તગિરિ તીર્થે, ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થે, વડોદરામાં પ્રતાપનગરના જિનાલયે, ઉવસગ્ગહરં તીર્થે, બિહારના કુંડલપુર તીર્થે તથા પૂના-કાત્રજ આદિ અનેક તીર્થસ્થળોમાં પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. હસ્તિનાપુર તીર્થમાં જંગી ખર્ચે નિર્માણ થનાર અષ્ટાપદજી મંદિરનું સજોડે શિલારોપણ કરવાપૂર્વક અહીં ભગવાન શાંતિનાથજીની પ્રતિમા બિરાજમાન કરવાનો આદેશ પણ પ્રાપ્ત કર્યો છે. પ. પૂ. આચાર્ય શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી પાલીતાણા તલેટી પાસે બનતાં શ્રમણીવિહારમાં પૂ. નાનીમાં રૂક્ષ્મણીબાનું ઋણ અદા કરવા તેમના નામે સારૂ યોગદાન આપ્યું છે. સંસ્કારી પુત્ર હરેશભાઈએ ધંધામાં પ્રગતિ કરી શેરબજારના વ્યાપારીઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ધંધાનો વિકાસ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પ્રસરાવેલ છે. પુત્રીઓ શીલા તથા પ્રીતિ Page #1052 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૦૩ શ્વસુરગૃહના આંગણાં દીપાવે છે અને પિયરનો ધર્મવારસો શોભાવે છે. ખુબોના ખજાના જેવા પરિવારે--શ્રીમતી નલિનીબહેન, હરેશ તથા પુત્રવધુ દર્શન અને પત્રો કૃણાલ તથા કરન ધર્મના અને સંસ્કારવારસાને દીપાવે છે તેની સુવાસ સૌ માણે છે. શ્રી શાંતિભાઈ અને શ્રીમતી નલિનીબહેનની સાદાઈ વિનય-વિવેક, નમ્રતાથી પરિચયમાં આવનાર સહુ કોઈ પ્રભાવિત થાય છે. (સંકલનકર્તા-મનુભાઈ શેઠ) ( ડો. સુરેશભાઈ ઠાકોરલાલ મહેતા) આમોદમાં નાની વયમાં જ પૂ. ગુરુદેવોના પરિચયમાં આવતા તેઓની પાસે તથા પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ ચાલુ રહ્યો. અતિચાર સહિત પંચ-પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. ભરૂચમાં સ્થિર થયા બાદ ફરી ગુરુદેવોના પરિચયમાં આવતા ધર્મ પ્રત્યેની અભિરુચિ પુનઃ જાગૃત થઈ. ધાર્મિક ગ્રંથો, વૈરાગ્યપોષક ગ્રંથો વાંચવા પણ ખૂબ ગમતા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, શાંતસુધારસ યોગદષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, અધ્યાત્મકલ્પદ્રુમ અને એવા બીજા ઘણા ગ્રંથોના અનુવાદ વિ.નું વાંચન કર્યું. આજે પણ ધાર્મિક વાંચન ચાલુ છે. બાળપણથી પ્રભુપૂજા, સામાયિક, જાપ વિ. તથા અભક્ષ્યત્યાગ આદિ નિયમો ચાલુ છે. ગુરુભગવંતોનો સત્સંગ તથા જ્ઞાનચર્ચામાં ખૂબ જ આનંદ આવે છે. ઘણા ગુરુભગવંતોના અંગત પરિચયમાં છે અને તેમનો તેઓના પર અનહદ ઉપકાર છે. અત્યારે જે કંઈ છે તે ગુરુઓના પ્રતાપે છે. પૂ. ગુરુદેવની પ્રેરણાથી કાવી તીર્થમાં કાર્યકર તરીકે પ્રથમ ૧૯૬૮-૬૯માં જોડાયા. ત્યાંના ધર્મશાળા વિ.ના કામથી શરૂઆત કરી. તે દરમ્યાન ઝઘડિયા તીર્થમાં ટ્રસ્ટી તરીકે જોડાયા. ત્યારબાદ કાવીમાં પણ ટ્રસ્ટી તરીકે જોડાયા. બને તીર્થોમાં હજુ પણ ટ્રસ્ટી પદે ચાલુ જ છે. તેમના વતન સમનીના દેરાસરમાં પણ ટ્રસ્ટી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી સેવા બજાવે છે. કાવી લાં ૨૦ વર્ષમાં ખૂબ વિકાસ થયો. બન્ને દેરાસરોના જીર્ણોદ્ધાર થયા. જો કે કાવી તીર્થમાં મુખ્ય ફાળો શાહ જયંતિભાઈ અમીચંદનો છે; પરતું તે સત્કાર્યમાં તેઓ પણ સહભાગી છે. સને ૧૯૭૬થી ભરૂચ તીર્થમાં જૈનધર્મ ફંડ પેઢી તથા મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી–એ બન્ને પેઢીમાં નવું ટ્રસ્ટીમંડળ અસ્તિત્વમાં આવ્યું અને તેમાં તેઓ પોતે ટ્રસ્ટી તરીકે જોડાયા. છેલ્લાં ત્રણ વર્ષથી સેવાશ્રય હોસ્પીટલ તથા ભરૂચ પાંજરાપોળમાં ટ્રસ્ટી છે. જીવનમાં જિનભક્તિનાં કાર્યો--શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન, શિલાન્યાસ તથા પ્રભુપ્રતિષ્ઠા કરવાનો લાભ મળ્યો છે. દરેક વર્ષે પરમાત્મા મુનિસુવ્રતસ્વામી જન્મકલ્યાણક વૈશાખ વદ ૮ની નવકારશીનો લાભ પણ તેમના પરિવારને મળેલ છે. જયારથી ભરૂચમાં ટ્રસ્ટી તરીકે જોડાયા ત્યારથી અને કદાચ તે પહેલાંથી પણ જેવો કાવી તીર્થનો ઉદ્ધાર થયો તેવો જીર્ણોદ્ધાર-તીર્થોદ્ધાર થાય તેવી ભાવના તેમના મનમાં રમ્યા કરતી હતી. સાથી ટ્રસ્ટીઓએ પણ આ વાત સહર્ષ સ્વીકારી. સં. ૨૦૪૫ મહા સુ.૧૩ના રોજ પ.પૂ. આ.દેવ નવીનસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે આરસના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થઈ. ભરૂચ તીર્થની પ્રતિષ્ઠાનો પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ધામધૂમપૂર્વક સેંકડો સાધુ-સાધ્વીજીઓ તથા હજારો ભાવિક Page #1053 -------------------------------------------------------------------------- ________________ ૧oo૪ ) [ જૈન પ્રતિભાદર્શન ( ભક્તોની હાજરીમાં ઊજવાયો. ખુદ ભરૂચ શહેરમાં છેલ્લાં 200 વર્ષના ઇતિહાસમાં આવો ભવ્ય પ્રસંગ થયો નથી. ભરૂચ તીર્થનાં અન્ય કામો–અદ્યતન ભોજનશાળા, ધર્મશાળા વિ. પૂર્ણ થયાં છે. બીજાં પણ કામો કરવાની ભાવના છે. તેમના દરેક કાર્યમાં તેમનાં માતાના આશીર્વાદ તથા તેમનાં ધર્મપત્ની યશોમતીબેનનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે. ( શ્રી હસમુખરાય વનમાળીદાસ મહેતા ) અનન્ય શ્રદ્ધા અને અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા મૂળ સૌરાષ્ટ્ર-ગોંડલના વતની છે; પણ ઘણાં વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. અને તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચારશક્તિ અને કુશળ કાર્યશક્તિથી વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહી ખૂબ નામના મેળવેલ છે. ઉપરાંત સંસ્કાર અને સેવાપરાયણતાના સણોથી શોભતા શ્રી હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક શ્રી હસમુખરાય મહેતા Jઆયોજનોમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહ્યા છે. શ્રી હસમુખભાઈએ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ કયારેય સેવ્યો નથી. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશા નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. જૈન સંપ્રદાયોનાં બધાં જ સાધુસાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્યભાવ અને વૈયાવચ્ચ આદિનો ભક્તિભાવ જોવા મળે છે. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેરછાઓ છે. જીવનનાં સ્વપ્નાઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથોથી નહીં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે, એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી છે. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સન્માન પામ્યા છે. જૈન શાસન સેવાને ક્ષેત્રે જે પરિવારનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. | શ્રી ખુમચંદ રતનચંદ શાહ | શ્રી રાજેન્દ્રભાઈ દલાલ Page #1054 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૦૫ ધર્મ-ભક્તિમાં શ્રાવકો -વિદુષી પૂ. સા.શ્રી પ્રિયંવદાશ્રીજી મ.સા.નાં શિષ્ણારત્ન પૂ.સા.શ્રી ઘાયશાશ્રીજી મ.સા. જૈન દર્શનમાં આત્માની ભક્તિ વધારનારા કેટલાક શ્રદ્ધાસંપન્ન શ્રાવકોનાં શુભ ) નામો પોતાના વતન વિભાગમાં ઠીકઠીક પ્રસિદ્ધ પામ્યાં છે. જેઓ દેણગી અને દિલની અમીરાત દ્વારા ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે. જેમની ધર્મદષ્ટિ, કર્તવ્યપરાયણતા અને વ્યવહારકુશળતાને કારણે આપણા સૌની વંદનાના તેઓ ખરેખર અધિકારી બન્યા તા. સંસારની અસારતા, વિષયોની વિષમતા અને આત્માની નિત્યતા સંબંધી ઊંડી સમજણ જે શ્રાવક શ્રેષ્ઠીઓમાં જોવા મળી, જેમના જીવનબાગમાં સરળતા, વૈરાગ્યતા અને ઉદારતા જેવા સદગુણો જોવા મળ્યાં તેવા શ્રાવક-શ્રાવિકાઓ વિષે તથા પોતાના સંસારી પરિવારમાંથી સાઘર્મિક ભક્તિમાં જેમનું મન હંમેશાં સોળે કળાએ ખીલતું રહ્યું છે તેવા ઘર્મસંપન્ન પરિવારોનો પૂ. પાયશાથીજી મ.સા. પરિચય કરાવે છે. - નિરંતર ગુરુચરણે રહીને આત્મસાધનામાં હંમેશાં આગળ વધનાર, કરોડો મંત્રજાપના આરાધક, સરળસ્વભાવી જીવદયાપ્રેમી, શાસનપ્રભાવિક ૫. સા. શ્રી પદ્મયશાશ્રીજી મહારાજશ્રી સાડાચાર દાયકા પહેલાં ઝાલાવાડના ધ્રાંગધ્રા શહેરમાં ચારિત્રજીવન સ્વીકારી સાધ્વાચારનું ઉત્તમોત્તમ પાલન કરી રહ્યાં છે. અનેક પ્રકારની જીવલેણ અસહ્ય બિમારી સમતાભાવે સહન કરતાં પૂજ્યશ્રીમાં મનન, ચિંતન, લેખન, વાંચન અભુત જોવા મળે છે. ગુજરાતનાં અનેક શહેરો મોરબી, વાંકાનેર, જેતપુર, વીંછીયા, ચિતલ, અમરેલી, પાલીતાણા, છાપરીયાલી, ભાવનગર, સમઢીયાળા, ખાખરેચી, મુજપુર, રામપરા વગેરેમાં પૂજ્યશ્રીના ભક્તગણની બહુ મોટી સંખ્યા છે. અબોલ જીવો માટેય ઘાસ-પાણીની સતત ચિંતા સેવીને દાનગંગાની પ્રેરણા પૂજ્યશ્રી તરફથી નિરંતર થતી રહી છે. કા જૈન મંદિરો, ઉપાશ્રયો, ગૌશાળાઓ અને કૃત સાહિત્યને સમૃદ્ધ કરાવવાં પોતાના સંસારી પરિવારમાંથી આજ સુધીમાં લાખો રૂપિયાનાં દાન અપાવ્યા છે. પૂજયશ્રીના સત્સંગથી અનેક સુતેલા આત્માને જ્ઞાનનો પ્રકાશ લાધ્યો છે, અનેકો વૈરાગ્યના રંગે રંગાયા છે. નમ્ર, સરળ અને વિનયથી ભરેલાં પૂજ્યશ્રીએ પોતે કરેલી શાસનપ્રભાવનાનો બધો જ યશ પરમાત્માના અનુગ્રહને સોંપી દીધો છે. ધન્ય પૂજ્યશ્રીનું સંયમજીવન અને ધન્ય છે તેમનો ભક્તગણ. સંપાદક -૧૪ Page #1055 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૬ ] || જૈન પ્રતિભાદર્શન ધર્માત્મા પ્રભાકુંવરબેન નંદલાલ શેઠ : શુભ નિમિત્તો પામીને આત્મા કયારેક એવું દિવ્ય પરાક્રમ ફોરવે છે કે તેમની એક એક પ્રવૃતિ અજર અમર જેવી બની જતી હોય છે. સ્વ. નંદલાલ દેવચંદ શેઠના પરિવારનું ધાર્મિક જીવન જાણવા જેવું છે કલકતામાં લાખો રૂપિયા વાપર્યા છે! આસપાસમાં પ્રતિષ્ઠા કરાવી છે, ઉવસગ્ગહરતીર્થમાં લાખો રૂપિઆ ગર્ભગૃહ બારણાય (ચાંદિના) વગેરે માટે દાન આપેલ છે. હસ્તગિરિ ચૌમુખ અંજન વિધિ પાલીતાણા મહારાષ્ટ્ર ભુવનની બાજુમાં ૬૦ લાખની જગ્યા લીધી અને સ્વદ્રવ્યથી મંદિર નિર્માણ, ઉપાશ્રય ધર્મશાળાદિ (એક કરોડખર્ચ) જેતપુર ઉપાશ્રયમાં શ્રીપંચધાતુ પરિકર બાબત માતા પદ્માવતીની મૂર્તિ ભરાવી પૂજન મહોત્સવ, સંઘજમણ વૈયાવચ્ચખાતા પાઠશાળામાં હજારો રૂપીઆનું યોગદાન આપેલ છે. અમરેલીમાં અંજનશલાકા પ્રતિષ્ઠામાં પ0, હજાર ઉપરાંત અનુષ્ઠાનાદિમાં વ્યય કર્યા છે. ધ્રાંગધ્રા, રાજકોટ, અમદાવાદમાં પૂ. સાધુ, સાધ્વીજી મ. ઔષધાલયમાં સારી રકમ વાપરી છે, જીવદયામાં-મુંબઈ ભણશાલી કનૈયાલાલ પક્ષીચણઘર ત્રણ તથા શ્રી શાસન સંરક્ષક માણિભદ્રવીર-દેવ ની પ્રતિસાલ આરાધનામાં જાપ, સંઘપૂજન પ્રભાવના એકાસણદિમાં હજારો રૂપિયા વાપરે છે. પોતાની પાસે અભ્યાસ કરનાર બાળક, બાલિકાઓ, બેનોને હજારો રૂપીઆના ઇનામો ચાર વરસથી આપે છે પ્રાતઃકાળે શ્રી ભક્તામર સ્તોત્ર મુખ્ય કાયમ ૨૦, ભાઈ બેનો ૫૧, ૫૧, રૂ શ્રી ફળથી બહુમાન ૩૫ ઘર અમરેલીમાં છે, શ્રીફળ સોપારી સાકરપડા-પેડા, મોદક, પતાસા, ખાજાની પ્રભાવના કરેલ. જીથરી ટી.બી. હોસ્પિટલમાં પણ સારું યોગદાન છે! પાલીતાણા વલ્લભ વિહારમાં ભક્તિમાં ઘણું ઉત્તમકાર્ય કરે છે! સહધર્મીના પોષણમાં પણ...અધિક સહાય. - શ્રી શત્રુંજય માહાત્મય ગ્રંથનું વિમોચન પ્રાયઃ પાલીતાણામાં (પૂ. અમરેન્દ્રસાગરજી મ.સા.ની. નીશ્રામાં) કરેલ છે. (શ્રી આ.વિ.રામચન્દ્રસૂરી મ.સા-ના સદ્ધોધથી પામ્યા છે.) સ્વ. હરગોવિંદદાસ (ઉર્ફે બાબુભાઈ) શામજી મહેતા : અમરેલીમાં પ્રતિષ્ઠિત જૈન વણિક કુટુંબમાં જન્મ થયો હતો અને સને ૧૯૭૬ની ૨૦ મી નવેમ્બર - ૬૮ વર્ષની વયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા, શાંત સ્વસ્થ ચિત્તે, કુટુંબનો સર્વ સભ્યોની હાજરીમાં વિદાઈ લઈ, અંતિમ શ્વાસ લીધા હતા. શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવનો સ્વામી, અને વહીવટી સૂઝ ધરાવનાર એવા શ્રી મહેતા ત્યાગ અને મોક્ષની સાધના માટે - મહામંત્ર નમસ્કારનું રટણ, જાપ અવાર નવાર કરતા હતાં. તેઓનાં ધર્મપત્ની શ્રીમતી હરકુંવરબેનને ધાર્મિક પ્રવૃતિ કરવામાં, તપશ્ચર્યા, જાપ વિ. કરવામાં, તેઓની હંમેશા સંમતિ રહેતી અને સારો સહકાર આપતાં. ધાર્મિક પ્રવૃતિ સમાજનાં જીવનમાં સાદાઈ તેમજ પોતાની જરૂરીયાત બહુજ ઓછી હતી. નાની ઉંમરે પિતાશ્રીનાં ધંધામાં જોડાયા હતા અને સતત ૫૦-૫૦ વર્ષ સુધી સફળતાપૂર્વક સંચાલન કરી-વેપારની લાંબી કારકિર્દીમાં તેઓશ્રી અમરેલીમાં જ નહીં-પરંતુ આજુબાજુના ગામોમાં પણ અગ્રેસર રહ્યા હતા. આજે પણ તેઓનાં પુત્રોએ પિતાશ્રીનો વ્યવસાય ચાલુ રાખી–તેઓનું નામ જીવંત રાખેલ છે. નાના મોટા વેપારીઓ, ખેડુતવર્ગને સદાય માર્ગદર્શક, નબળા અને ગરીબના બેલી, કુટુંબ અને , સમાજના દરેક અંગે પ્રેમ અને આત્મીયતા સમજપૂર્વક અને દીર્ધદષ્ટિ પૂર્વક કાર્યો કરવાની પદ્ધતિ-વિ. 4 Page #1056 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૦0૭ ગુણોને લીધે તેઓ પ્રથમ હરોળનાં વેપારી અને કુટુંબ સમાજનાં વડા તરીકે સફળ રહ્યા હતા. ગમે તેવી ખરાબ – વિષમ પરિસ્થિતિઓને અડગ અને નિડર રહી શકતા હતા અને અને પરિસ્થિતિ એવી સફળતા પૂર્વક પાર કરી દેતા. હંમેશા હસમુખો-સૌમ્ય અને શાંત ચહેરો, નિડર અને સ્પષ્ટ વકતા અને સરળ સ્વભાવે એમના વ્યકિતત્વને વધારે મોહક બનાવ્યું હતું. આદર્શ શ્રાવિકા હરકુંવરબહેન : સૌરાષ્ટ્ર દેશનું વાણિજય - વેપારથી ધમધમતુ અમરેલી શહેર. મહેતા હરગોવિંદદાસ શામજીભાઈ, હુલામણા નામે બાબુભાઈથી ઓળખાય. સાદા-ગંભીર-અનુભવી-પીઢ-જૈન જૈનેતરના આદરપાત્ર. ધર્મના રંગે રંગાયેલા પત્ની નામ હરકુંવર બેન : જન્મથી જ માતાએ ગળથૂથીમાં સંસ્કારનું સિંચન કરેલ. લગ્નગ્રંથીથી જોડાયા-સંસાર રથ ચલાવતાં સાત પુત્રો અને એક પુત્રીને જન્મ આપેલ. એક શીલવતી નારી-આદર્શ શ્રાવિકા તરીકે જીવન જીવી રહ્યા છે. હરકુંવરબેનના જીવનમાં શ્રાવકના બારવ્રત ઉપધાનતપ શ્રી શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ પાંચસો આયંબિલ-દરેક પર્વતીથી-અટ્ટાઇતપ વીસસ્થાનકતપ વરસીતપ વર્ધમાન તપ- જપ તેમજ લાખોની સંખ્યામાં નકારાદિ મંત્રનો જાપ કરેલ. તપ-જપ-ત્યાગ જીવનમાં અદ્વિતીય છે. સમ્યગ દર્શનની પ્રાપ્તિમાટે કચ્છકાઠીઆવાડ, સોરઠ ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન-મારવાડ, મેવાડ-મધ્યપ્રદેશ-બિહાર સમેત શિખરાદિની પંચ તીર્થની સ્પર્શના કરી જીવનને ધન્ય બનાવેલ છે. જૈફ ઉંમરે પણ આવશ્યક વિધિ-પરમાત્માની અષ્ટ દ્રવ્યથી પૂજા-ગુરૂ ભક્તિ વૈયાવચ્ચે પણ અજોડ સુપાત્ર દાન ધર્મારાધના સુંદર કરે છે! સાત પુત્રો પૈકી છ પુત્રો વિનયી સંસ્કારી કોઈપણ જાતના વ્યસન નહિ! જીવન સાદા-સ્વભાવે સરલ-સાતેય ક્ષેત્રોમાં પોતાના દ્રવ્યનો સુંદર ઉપયોગ કરી રહ્યા છે. શ્રાવકને યોગ્ય અદકેરું જીવન જીવી રહ્યા. માતા-પિતાની ભક્તિ અદભૂત કરે છે. કોઈપણ ક્ષેત્રે તન-મન-ધનનો ભોગ આપવા અડીખમ ઊભા રહે છે. પુત્રી વિજયાબેન પણ એવા જ સુશીલ-ગુણીયલ છે સમાજમાં સંધમાં આ કુટુંબનો માન-મરતબો સારો પાત્ર છે પરમાત્માની કૃપા ગુરૂવર્યોના આશીર્વાદ વરસતા રહે! ધર્મારાધનાના પ્રભાવે કલ્યાણને પામે! શેઠ દેવચંદ તળશીભાઈ : - ગરવા ગઢ ગિરનારની ગોદમાં-ભાદર નદીના કિનારા પર કાઠી દરબારોનું જિનમંદિર-વાણિજય વેપારથી ધમ-ધમતું જેતપુર શહેર જિનમંદિર ઉપાશ્રયાદિથી દેરાવાસી શ્રાવકોના ગૃહો ૫00 | ની વસ્તીઓમાં શ્રાવકોના અનેક કુટુંબોમાં શેઠ કુટુંબ-નામ શેઠ દેવચંદ તળશીભાઈ, સુશીલ અને સંસ્કારી પત્ની દીવાળી બેનઃ સાંસરિક ક્ષેત્રેની તમામ જવાબદારી પૂરી કરતાં – કરતાં વાર્ધક્યતાના આરે પહોંચ્યા. બંનેના દેહાવસાન થયાં પાંચેયપુત્રીઓ શ્વસુર ગૃહે! તેઓ પણ ખુબ સંસ્કારી-ધર્મમય જીવન જીવી રહ્યા છે. તેનો પરિવાર ઘણોજ વિનયી-ગુણીયલ સંસ્કારી છે. માતા-પિતાની અનુપમ ભક્તિ કરે છે! સૌથી નાના પુત્રી - કાંતાબેન – જેઓએ સંયમ જીવન સ્વીકાર્યું છે. ઉત્તમોત્તમ સાધ્વાચારનું પાલન [ કરી રહ્યા છે! પાંચેય પુત્રોએ કલકતા શહેર ને ધંધાકિય ક્ષેત્રને કાયમી કર્યું છે અલબત ત્યાં જ વસવાટ, Page #1057 -------------------------------------------------------------------------- ________________ ૧૦0૮ ] [ જૈન પ્રતિભાદર્શન પોત-પોતાની કુશાગ્રતા, આગવી સૂઝ, શ્રાવકના કર્તવ્યો અને અનેક ગુણોથી જીવનમાં અનેક પ્રકારના સુકૃત્યો કરતાં-કરતાં પાંચેય પુત્રો અનંતની વાટે પહોચ્યાં. ત્રીજા નંબરના પુત્ર શેઠ નંદલાલ દેવચંદ ને ચાર પુત્રો-ત્રણ પુત્રીઓ છે. ચારેય પુત્રોને ત્યાં પૂર્વના પુણ્યોદયે શ્રી દેવીની અનહદ કૃપા છે! સાતેય ક્ષેત્રમાં મખલખ વાવણી કરે છે તદુપરાંત-જીવદયા ખાતે મહારાષ્ટ્ર-બિહાર-ગુજરાત-કચ્છ-કાઠીયાવાડમાં પશુઓને ઘાસચારો-કુતરાને રોટલા-કીડીયારું-જળપાન-પક્ષીચણ ઘર વગેરેમાં સારૂ દાન આપે છે! બિહારમાં કલકતા સમેતશિખર ચાસગામ-મધ્યપ્રદેશમાં નાગેશ્વર તીર્થ ગુજરાતમાં સૌરાષ્ટ્રપ્રદેશે શ્રી શત્રુંજય તીર્થમાં-હસ્તગિરિ ઉપર મહારાષ્ટ્ર ભુવનમાં અંજન શલાકા-પ્રતિષ્ઠાદિ કરાવે છે! પાલીતાણામાં સ્વદ્રવ્યથી અનુપમ અદ્ભુત શ્રીમહાવીરસ્વામીનું શિખરબદ્ધ-[ચૌમુખજીનું જિનાલય ભવ્ય બંધાવી રહ્યા છે! ચારેય પુત્રી - પુત્રવધૂઓ અને ત્રણેય પુત્રીઓમાં પૂર્વ ભવના સંસ્કારો દ્વારા-વિનય-ભક્તિ-શ્રાવકના કર્તવ્યનું પાલન - માર્ગાનુસારીના ગુણો! અને રગેરગમાં જિન શાસનની પ્રભાવના ધબકે છે નિયમિતકલતા-મુંબઈમાં પણ આવશ્યક વિધિ-જિનપૂજા દર્શન, ગુરૂવંદન, સામાયિક, પ્રતિક્રમણ, સાધર્મિક ભક્તિ આદિ અભુત સેવા કરે છે! સુપાત્રધન અપૂર્વ આપે છે. શેઠ કુટુંબના નામથી સારી નામના કાઢી છે. નાની ઉંમર છતાં ધર્મ પ્રત્યે રૂચી થવી એ ભવ્યત્વની છાપ છે. ત્રણ ભાઈઓ મુંબઈમાં રહે છે. વારંવાર પાલીતાણા આવે ગિરિરાજની સ્પર્શના કરે. ઉપર દાદાની ભક્તિમાં પાછી પાની ન હોય! જેતપુરનું ભક્તિવંત કુટુંબ : . ગરવાગઢ ગિરનારની ગોદમાં ભાદર નદીના કાંઠે કાઠીભાઈઓએ વસાવેલ જેતપુર શહેર પ્રાગ્વટપોરવાડ વિસા શ્રીમાળી કુટુંબ-વલભદાસ ફૂલચંદ, ઈશ્વરલાલ ફૂલચંદ બાંધવ બેલડી-બંને ભાઈઓને ત્યાં એક-એક-પુત્ર-ગળથુથીના સંસ્કાર જીવનમાં નીતિમત્તા પ્રામાણિકતા-દેવગુરૂની અનુપમભક્તિ ધર્મારાધનાથી હર્યોભર્યો સંસાર ચાલે છે! આ બહોળા પરિવારમાં કોકીલાબહેન નામે એક પુત્રી ધાર્મિક-વ્યવહારિક બંને અભ્યાસમાં ઝૂકાવ્યું આંખની તકલીફ છતાં શિક્ષકો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું! બી.એ. એફ. વાય. સુધી શાળાનો અભ્યાસ અને ધાર્મિકમાં પણ પ્રકરણ ભાષ્ય કર્મ-ઝભ્યાદિ સંસ્કૃત-પ્રાકૃત કર્યું! દીક્ષા લેવાની ભાવના કિંતુ આંખની તકલીફના કારણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી-પરમાત્માની અનુપમ ભક્તિ-ગુરુઓની સુશ્રષા. શાસનની અણમોલ પ્રભાવના સહ તપ-ત્યાગવરસીતપ. વર્ધમાનતપ-ઉપધાનતપ વગેરે કરેલ સમ્યગ્ દર્શનની શુદ્ધિ માટે ભારતભરની તીર્થ સ્પર્શના કરેલ. જેતપુર શ્રી આદિનાથ જૈન દેરાસર તપગરછ સંઘ સંચાલિત જૈન પાઠશાળામાં વેતન લીધા વિના નિઃસ્વાર્થ ભાવે નાના-મોટા-બાળક-બાળિકાઓ સંઘના બેનોને જ્ઞાનદાન આપેલ. અઢાર-અઢાર વરસ સુધીની સેવા-હજુપણ આ જીવનમાં ભેખ લીધો છે-શાસનમાટે-સંઘ માટે કંઈક કરી છૂટવું! આવી ઉમદા ભાવના છે સાદાઈ-સચાઈ અને નારીત્વના સાક્ષાત દર્શન થાય! સંઘમાં તેમનો બોલ દરેક ઝીલે. નાનીબેન ાળા-બાલ્યવયમાં આંચકાતાણ આવતા મગજશક્તિ સ્મરણશક્તિ ઓછી જેના કારણે અવિવાહિતા છે! તદ્દન નિર્દોષ-બચુભાઈને સૌ કોઈ બચુદાદા કહે, કોઈ નોકરી માટે આવે ગમે ત્યાં કામ ઉપર રાખે Page #1058 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧OOG કોઈ દવા લેવા તેને દવા અપાવે! કોઈ દિન ભૂખ્યો આવે તો પેટ ભરી ખવડાવે - ગૃહાંગણે સાધર્મિક આવે તો ભલા ભવથી જમાડે પછી તિલક કરે! રૂા બે આપે. હજુ સુધી ઘરના દરેક સભ્યોએ આ પ્રણાલિકા જાળવી રાખી છે. ઘરમાં ચાર થી છ દાયકા થયાં પાંચ થી છ સભ્યો નિયમિત ઉકાળેલું પાણી વાપરે છે! આઠ દસ મહિનાના બાળકને જિનદર્શન પૂજા-ગુરુવંદન અવશ્ય કરાવે જ! ઘરમાં સોળ સભ્યો છે સંપ ત્યાં જંપ આ ન્યાયે સત્ય-સાદાઈ સૌજન્યતા-સંસ્કારથી આ પોરવાડ કુટુંબ આનંદ કિલ્લોલ કરે છે અને સદાચારી ધર્મારાધનાથી જીવન જીવી રહ્યા છે સાતેય ક્ષેત્રોમાં જીવદયા-અનકમ્પાદાનમાં પણ તનમન-ધનનો સહયોગ - શક્તિ અનુસાર પોતાના સ્વદ્રવ્યથી કરી રહ્યા છે ખરેખર શ્રાવક રત્ન છે! પરમાત્માની કૃપા અવિરત વરસે! શુભ ભવતુ. ઊનાનું દોશી કુટુંબ : શ્રી અજાહરાતીર્થનું પડોશનું શહેર જૈનના આશરે સો ઉપરાંત ઘર - પાંચ જિન મંદિર-ઉપાશ્રયથી શહેરની ઝાક-ઝમાળ. વળી આચાર્ય હીરસૂરીશ્વરજી મ.સા.નો કાળધર્મ ઉન્નતપુરમાં ધર્મનિષ્ઠ દોશી કુટુંબ-મહાજનમાં જેની પ્રસિદ્ધિ એવા બાલુભાઈ શ્રેષ્ઠી વસે – તેમને ત્રણ પુત્રો-ત્રણ પુત્રીઓ! મોટા પુત્રનું નામ પુનમચંદ -પુનમના ચાંદ જેવા-શ્રેષ્ઠી મહેતા હરગોવિંદદાસ શામજીના પુત્રી વિજયાલક્ષ્મી જેનું નામ છે! લગ્નગ્રંથીથી જોડાયા પરસ્પર પતિ - પત્ની શ્રાવકના કર્તવ્યયોગ જીવન જીવી રહ્યા છે. સંતાન નથી! તપ-જપ-ત્યાગ-આવશ્યક ક્રિયા કાયમી અષ્ટ દ્રવ્યથી પરમાત્માની ભક્તિ-ગુરુ વૈયાવચ્ચ ખડે પગે કરે – ધર્મારાધનાનો - ઉલ્લાસ – ઉંમગ - ઉત્સાહ અનેરો – પતિ - પત્નીના મુખપર સદાય પ્રસન્નતા. સમ્યગુ દર્શનની પ્રાપ્તિ માટે મારવાડ-મેવાડ-રાજસ્થાન-બિહાર-મહારાષ્ટ્ર-ગુજરાત. કચ્છ – કાઠીઆવાડની અનેક નાની મોટી પંચ તીર્થની સ્પર્શના કરેલ છે સમ્યફ ચારિત્રની પ્રાપ્તિ માટે હૈયુ જખી રહ્યું છે! આદર્શ-શુશીલ – સન્નારી જેવું જીવન જીવી રહ્યા છે કચ્છના વિજય શેઠ – વિજયા શેઠાણી જોઈ લ્યો અન્યને અનુમોદના નું દૃષ્ટાંત પુરું પાડે છે શ્રી અજાહરા પાર્થપ્રભુની અનુપમ અદ્વિતીય અભૂત – સેવા - ભક્તિ – આરાધના – સાધના કરી રહ્યા છે અરે! આપણને આશ્ચર્યમાં ડૂબાડી દે છે. આ જગત પર બહુ રત્ના વસુંધરા કેટ-કેટલાય નર-નારી રત્નો-રત્નની ખાણમાં ચળકે છે! અનુમોદના કરતાં 1 કરતાં ય થાકી જવાય. પરમાત્માનું શાસન જયવંતુ વર્તે છે વોરા તલકચંદ કાનજીભાઈ : અમરેલીના માચીયાળાના વોરા તલકચંદ કાનજીભાઈ ખેતી-વાડીનો વ્યવસાય. ગ્રામીણજીવન-પત્ની માનકુંવરબેન આદર્શ, સશીલ. સંસ્કારી, ધર્મના રંગે-રંગાયેલ, બાળકોને શિક્ષણ સંસ્કારાર્થે ગ્રામ્ય જીવન છોડી અમરેલી આવેલા! વોરા તલકચંદભાઈ વ્યાપારર્થે કલકતા પહોંચ્યા, ત્યાં વસવાટ કર્યો! પુણ્યોદયે - પુરુષાર્થે બલ આપ્યું! આગળ વધ્યા. સમયના વહેણ પસાર થતાં વોરા તલકચંદભાઈએ-અનંતની વાટ પકડી-દેહાવસાન થયું! ત્રણે પુત્ર ધંધાકીય ક્ષેત્રે કાબેલ. સારું કમાયા. ત્રણેય લગ્નગ્રંથીથી જોડાયા-ત્રણેય પુત્રીઓ થસૂર ગૃહે છે. મોટા પુત્રી લગ્ન પહેલાંજ સંસારેથી છુટી મૃત્યુ પામ્યા. આ બાજુ માનકુંવર બેને આધ્યાત્મિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું! ત્રણેય ઉપધાનતપ, વરસીતપ, વીસ સ્થાનકતા-અટ્ટાઇ તપ, પર્વતીથીતપ Page #1059 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૦ ] [ જૈન પ્રતિભાદર્શન G સહસ્ત્રકુટતપ, વર્ધમાનતપ તેમજ નાની-મોટી અનેકવિધ તપશ્ચર્યા સિદ્ધગિરિમાં બેવાર ચાતુર્માસપૂર્ણીમાતપ, નવાણું યાત્રાદિ કરેલ. સમ્યગુ દર્શન પ્રાપ્તિ માટે-મારવાડ-મેવાડ-રાજસ્થાન બિહાર સમેત શિખર પંચતીર્થ-મહારાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ-કાઠીયાવાડની પંચ તીર્થની સ્પર્શના અમરેલીથી જુનાગઢ પદયાત્રા સંઘમાં પોતાના દ્રવ્યનો સહયોગ-કાયમ એકાસણા-પરમાત્માની ભક્તિ સ્નાત્ર-અસ્ત્રકારી પૂજા ગુરુ ભક્તિ-ધર્મારાધના જૈફ ઉંમરે કરી રહ્યા છે! લાગટ ૫OO આયંબિલ કરેલ-સમતા ભાવે ત્રણેય પુત્રો સાતેય ક્ષેત્રમાં સારો ધનનો વ્યય કરે છે સંસ્કારી-વિનેયી છે! પુત્રવધુઓ પણ એવા છે! માનકુંવરબેને કલકતામાં સ્વદ્રવ્યથી જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ-ઉવસગ્ગહર તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશભવ કોતરાવેલ. તેમના મોટા પુત્ર ત્રીજા નંબરના પુત્રે ઉપાશ્રયમાં આલીશાન વ્યાખ્યાન હોલ બંધાવેલ છે – બીજા નંબરના પુત્રે મા ભગવતીજી પદ્માવતી માતાનું ભવ્ય પૂજન સંઘ પૂજનાદિ કરાવેલા આ રીતે આખુંય કુટુંબ ધર્મનિષ્ઠ છે! સ્વાધ્યાયમાં ઓતપ્રોત પૂનાના પુષ્પાબહેન : પેશ્વારાજય મહારાષ્ટ્રનું પાટનગર પૂના. પૂણ્યનામધેય ઘરાવતી પૂણ્ય નગરી શાહ મણિલાલ સ્વરૂપચંદને પુષ્પનો ગુચ્છો એટલે એક બાળકીને માણેક બાએ જન્મ આપ્યો. માત પિતાઓ લાડ-કોડથી મોટા કર્યા. શૈશવકાળમાં ગળથુંથીના સંસ્કાર. ધાર્મિક, વ્યવહારરિક અભ્યાસમાં આગળ. તીવ્રબુદ્ધિ મેટ્રીક સુધી અભ્યાસ. - ધાર્મિક – રંચ પ્રતિક્રમણ, પ્રકરણ ભાષ્ય, કર્મગ્રંથ બૃહતસંગ્રહણી વીતરાગ સ્તોત્રાદિ કંઠસ્થ કરેલ. મૂળ ગુજરાત ગેરિલાગામના ચિમનલાલ શાહ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. સંસારયાત્રા સુખપૂર્વક ચાલી રહી હતી. સંસારના ભોગવટાસહ એક બાળકીને જન્મ આપ્યો! કુદરતને મંજુર ન હોય એકજ વરસમાં અનંતની વાટે ઉપડી ગઈ!. પુષ્પાબેનના જીવનમાં સંસાર પ્રત્યે ખુબ નિર્વેદ જાગ્યો! દાંપત્ય જીવનમાં તેમને ઉમંગ – ઉત્સાહ ન રહ્યો. આધ્યાત્મિક ક્ષેત્રમાં ઝૂકાવ્યું! પરમાત્માની અવિહડ ભક્તિ ગુરૂવર્યોની સુશ્રુષા ધર્મારાધના સહ તપશ્ચર્યાની હારમાળા ચલાવી ત્રણેય ઉપધાનતપ વર્ધમાનતપ પાંચશો આયંબિલતપ નવપદ ઓળી પર્વતીથીતપ છઠ્ઠ, તીર્થસ્પર્શના કરેલ-દ્વાદશવ્રત, તપ, જપ સ્વાધ્યાયાદિમાં ઓતપ્રોત બની કરી રહ્યા છે! વિશાશ્રીમાળી તથા વીર વનિતામંડળના સંસ્થાપક, ૨૦ વર્ષ સુધી લેડી કીકાભાઈ પ્રેમચંદ પાઠશાળાના મુખ્યાધ્યાપિકા વીર વનિતા ઉદ્યોગ વિભાગ સ્થાપના, ભીખુભાઈ રેવચંદ પાઠશાળાની સ્થાપના અને શિક્ષિકા પુના વિદ્યાપીઠ તત્વજ્ઞાનની પાંચેય પરિક્ષાઓમાં ઉતીર્ણ, વિસાશ્રીમાળી મહિલા મંડળના ઉપ પ્રમુખ, વીર વનિતામંડળના પ્રમુખ, ૧૯૭૫ પુણે મહાનગરપાલિકા તરફથી આદર્શ શિક્ષિકા પુરસ્કાર. શિક્ષણ મંડળ તરફથી આદર્શ શિક્ષિકા બહુમાન. પૂના શ્રી ગોડીજી પાર્શ્વનાથ સન્માન મંડળ તરફથી વિશેષ સન્માન પત્ર - બહુમાન, સ્વદ્રવ્યથી પૂનામાં-પાલિતાણામાં પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરાવેલ. સાતેય ક્ષેત્રોમાં જીવદયામાં, અનુકમ્પા દાનમાં અઢળક સંપતિનો વ્યય-જૈફ ઉંમરે પણ નારીત્વનું દર્શન કરાવે. સાધુ સાધ્વીજીની અખૂટ સુપાત્રદાનની ભક્તિ જ્ઞાન દાનમાં ત્રણેક પાઠશાળામાં બબ્બે કલાક વગર થાકે નાના 4 Page #1060 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૧૧ ભૂલકાઓને અભ્યાસ ધાર્મિક અભ્યાસ બાલિકોઓને કરાવી જિનશાસન ચરણે સમર્પિત કરેલ છે! મુખ્ય, સાગર સમુદાયના પૂ. કંચનસાગર મ.સા.ના સદુપદેશથી સંઘ-સમાજના કાર્યમાં આ શ્રાવિકારત્નનું શીલ. સદાચાર, સંસ્કાર અને શ્રાવકના કર્તવ્ય-માર્ગોનું સારીના ગુણો વડે જીવન શોભી રહ્યુ છે. શ્રાવિકા-નામ અનસુયાબેન જેઠાલાલ હીરાચંદ વસાના સહધર્માચારિણી, શ્રાવિકાના ગુણોમાં રંગે-૨ગમાં પરમાત્મભક્તિ પૂજન સ્તવન, કીર્તનમાં ઓળઘોળ થઈ જાય શરીર સૌષ્ઠવ, સૂઝ-બૂઝ-સમજાવટ એવી છે કે ધાર્મિક પ્રસંગોમાંગાવાનું-બોલવાનું એવું મધુર છે કે પૂજા ભાવનામાં માણસોને ભક્તિમાં તરબોળ કરી દે છે. જેતપુર સંઘ-સંઘમાં ૧૧૦ ઉપરાંત દેરાસરવાસીના ઘર છે સંઘમાં કોઈને કોઈપણ પ્રકારની ગૂંચ પડી હોય તે કાઢે, ભારત ભરના તીર્થોની સ્પર્શના, ઉપધાનતપ, વર્ધમાનતપ નવપદતપ-બીના નાના, મોટા તપ-જપમાં આગળ છે પતિ-જેઠાલાલભાઈ પણ સજોડે હોય છે! જેતપુર પોરવાડ-કુટુમ્બના કોકીલાબેન ગળથુંથીના માતાના પિતાના સંસ્કાર ગુજરાતી હિંદી-સંસ્કૃત શિક્ષણમાં સારા નંબરે ઉતીર્ણ થયા. સંસ્કૃતમાં-પ્રાકૃતની પરીક્ષામાં આચાર્યની પદવી મળેલી છે સાધ્વીજીવન સ્વીકારવાની મહેચ્છા કિંતુ શારીરિક સ્થિતિ અસ્વસ્થતાના કારણે જીવનભર અવિવિહિતા રહ્યા છે. તપ-જપ, તથા છ વિગયપણ ત્યાગ જેતપુર શ્વેતાંબર તપગરછ સંઘ-શ્રી સાંકળીબાઈ જૈન પાઠશાળામાં ધાર્મિક અભ્યાસાર્થે વીસ વરસ સુધી વેતન-પગાર લીધા વિના સેવા આપી બાળક-બાલિકાઓને સારા તૈયાર કર્યા છે સૂઝ, બૂઝથી સંઘનીશાસનની સેવા કરી રહ્યા છે. શ્રાવિકારત્ન છે. ઉપધાનતપ વર્ષીતપ, વર્ધમાનતપ-અનેક તપશ્ચર્યા-અનેક તીર્થોની સ્પર્શના કરેલ છે શાસન માટે કરી છુટવા ભાવના રાખે છે! ધ્રાંગધ્રા-(ઝાલાવાડ) વખારીઆ કુટુંબ અમુલખભાઈના પુત્રો બા મોટાનું નામ છગનલાલ ધ્રાંગધ્રાં ઢેબરીઆ ગરછ સંઘના ટ્રસ્ટી-૪૦ વરસથી સંઘની સેવા નિષ્ઠાપુર્વક કરી રહ્યા છે દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનશ્રીજી જ્ઞાનભંડાર, પાઠશાળા વગેરે સંસ્થા તન-મન-ધન દ્વારા સંભાળે છે સાધુ-સાધ્વીજીની મૂક ભાવે સેવા કરે, સંભાળ રાખે છે. શ્રાવક રત્ન છે. જીવનમાં સાદાઈ, સત્યતા-શ્રદ્ધા વગેરે અદ્ભૂત ગુણો છે! ઝાલાવાડમાં છગનભાઈનું નામ સહુકોઈ જાણે ! જુનાગઢ સૌરાષ્ટ્રના-ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢ શહેરમાં સંઘવી કુટુમ્બ-શ્રાવિકાનું નામ રસીલાબેનએક પુત્ર અને પાંચ પુત્રીઓ છે. દાંપત્યજીવનમાં સંસ્કાર, સાદાઈથી દેવ-ગુરૂની અવિરત ભક્તિ કરી રહ્યા છે અનેક રોગો છતાં જીવદયા, સુપાત્રદાન અનુકમ્પા દાન-પોતાની સમ્યક્ લક્ષ્મીદ્વારા શાસનના કાર્યો શીર દર્દ, દર્દના દુઃખો ગણકાર્યા વિના અનેક પૂ. આચાર્ય ભગવંતા-પદસ્થ મુનિઓ, સાધ્વીજી મ.સાધર્મિક અને સંઘ યાત્રિકો રસીલાબેનની ભક્ત્વાર્થે અનુમોદના કરે છે ધર્માશિષ આપે છે. Page #1061 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૨ ] પૂણ્યવંતી નગરી-પૂના (મહારાષ્ટ્ર) : શ્રી ગોડીપાર્શ્વનાથ ટેમ્પલ [પાંચ જિનાલય યુત સુંદ૨] છે જેમાં માં ભગવતી પદમાવતી દેવીનું મંદિર છે. પરિષહ યુકત ‘મા’ બિરાજમાન છે! બે દાયકા પહેલાં મારૂં ચાતુર્માસ હતું! એક રાજસ્થાની શ્રાવક-પ્રભુ પાર્શ્વનાથસહ પદ્માવતી દેવીની અદ્વિતીય-અનુપમ-અદ્ભૂત આરાધના-સાધના-જપ કરે ! [ જૈન પ્રતિભાદર્શન પ્રતિમાસે અવનવી વસ્રસાડી દ્વારા ભક્તિ કરે છે સવારના છ થી દસ સાંજના ચાર થી છ ધ્યાનમાં બેઠા હોય-એવા એકાકાર હોય છે ખુણામાં અલગ સ્થાન છે! ઉતાવળા આવનાર દર્શનાથીઓ ઠેબા મારી દે-છતાં નહિ ચલવાનું હલવાનું! પૂણ્યવંતી નગરી - પૂના (મહારાષ્ટ્ર) : ગુજરાતના શ્રાવક વ્યાપારાર્થે પૂનામાં વસવાટ પચાસેક વરસથી છે. પિરવારમાં પુત્ર-પુત્રવધૂઓપુત્રીઓ વગરે છે – શ્રીમંત ધનથી નથી -સંસ્કાર - સદ્ગુણ સદ્ભાવ - વગેરે ગુણોથી સમૃદ્ધ છે! અરે! સાચા ભાવથી સુખી છે. મારું ચોમાસું પચીસ વરસ પહેલાં પણ પુનામાંજ હતું! શ્રી જગવલ્લભ પાર્શ્વપ્રભુના બાજુમાં અલગ છે માં ભગવતી પદ્માવતી દેવીનું મંદિર, વચ્ચે મોટા જિનાલયની પ્રદક્ષિણા છે દર પ્રતિમાસે ત્રણ કોથળા શ્રીફળના ધરેલા હોય, આગલા દિવસે અમાસની સાંજે બઝારમાંથી નવા લઈ આવી મુકે–સાયંકાળે હું દર્શનાર્થે જાઉં-ત્યાં મોટા મુનીમજી નામે ભગવાનદાસ ભગવાનના દાસજ હતા ! જૈનેતર છતાં જૈનધર્મ પર શ્રધ્ધા ભગવાનની અનુપમ ભક્તિ, તપ જપ પણ કરે! મેં તેને પુછ્યું, આટલા બધા શ્રીફળ અહિં કેમ હોય છે? તેને મને વાત કરી ગુરુદેવ પ્રતિમાસે ૧૦૮ શ્રીફળ મૂકે છે! કેવી અનુપમ ભક્તિ ! રસપ્રદ સચિત્ર સાહિત્ય : વાંચો-વસાવો પૂ. મુનિરાજ શ્રી આત્મદર્શન વિજયજી મહારાજની કલમે સર્જિત-સંપાદિત-સંકલિત-પ્રાપ્યપુસ્તકોનો નીચેનો સેટ અવશ્ય વસાવો, પ્રાવાસિક-સાંસ્કૃતિક-આધ્યાત્મિક અને સાથે સાથે આબાલ-ગોપાલ ઉપયોગી સચિત્ર કથાઓનું આ સાહિત્ય ખરેખર તમારા ઘરનું એક અવિભાજ્ય અંગ અને મહેમાનો માટે નવલું નજરાણું બની રહેશે. પ્રાપ્ય-પુસ્તકોની જૂજ નકલો જ સ્ટોકમાં છે. માટે વહેલી તકે વસાવી લો. (૧) મહાન જીવન માઈલસ્ટોન (હિન્દી) અપ્રાપ્ય (૨) સફલ જીવન કે માઈલસ્ટોન (હિન્દી) અપ્રાપ્ય (૩) બ્રહ્મચર્ય કે માઈલસ્ટોન (હિન્દી) અપ્રાપ્ય (૪) સફળ જીવનનો સમ્રાટ (ગુજરાતી) અપ્રાપ્ય (૫) ઉંડા આકાશમાં (ગુજરાતી) અપ્રાપ્ય (૬) અનંત આકાશ મેં (હિન્દી) અપ્રાપ્ય (૭) ફ્રેશ ચિંતનો (ગુજરાતી) અપ્રાપ્ય (૮) અતીતની સફરે (સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય (૯) અતીતકા સફર (સચિત્ર) (હિન્દી) અપ્રાપ્ય (૧૦) દક્ષિણની સફરે (સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય (દળદાર) (૧૧) રાજધાનીની સફરે (સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય (૧૨) એક સફર રાજધાનીકા (સચિત્ર) (હિન્દી) અપ્રાપ્ય (૧૩) મહામંત્રના શરણે (દળદાર-સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય (૧૫) પ્રેમની આસપાસ (સચિત્ર) (ગુજરાતી) પ્રાપ્ય યુવાનો માટે ખાસ (૧૬) શોર્ટ એન્ડ સ્વીટ (ગુજરાતી) પ્રાપ્ય (૧૭) સાંભળજો (ગુજરાતી) પ્રાપ્ય. પ્રાપ્તિસ્થાન ઃ મહેતા જયંતકુમાર મોહનલાલ ઠે. જૈન ઉપાશ્રયની બાજુમાં, પોલિસ સ્ટેશન સામે, માંડવી ચોક, પો. ભચાઉ (કચ્છ) પીન નં. ૩૭૦ ૧૪૦. ડિસ્કાઉન્ટ સાથે પ્રાપ્ય પુસ્તકોનો સેટ રૂા. ૨૫૦ (અઢીસો) માં મેળવી લેવા આજે જ ઉપરના સરનામે સંપર્ક કરવો. ફોનઃ (૦૨૮૩૭) ૨૨૩૯૫. Page #1062 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૧૩ (અમરેલી-અમરવલ્લરીના જેનરત્નો - શ્રી રસિકભાઈ એ. શાહ - સંસ્કારધામ-શિક્ષણધામ અમરેલી-અમરવલ્લરીમાં સર્વ ક્ષેત્રે અને સર્વધર્મની ) સાથે સાથે જૈનધર્મના અનુયાયીઓ – જૈનો વસે છે. વ્યાપારી આલમમાં, સામાજિક વ્યવહારોમાં, કેળવણીક્ષેત્રે અને સંસ્કારધર્મે એમ દરેક ક્ષેત્રે જૈનોનું પ્રદાન ઠીક ઠીક ગણનાપાત્ર રહ્યું છે. તે ભોજાભક્ત અને મૂળદાસથી માંડીને કવિ હંસ અને આધુનિક કવિ રમેશ પારેખના અમરેલીમાં વસતાં જૈનોમાં વીસા-ઓશવાળ, વીસાશ્રીમાળી, પટણી, સ્થાનકવાસી, દશાશ્રીમાળી, ધર્મપ્રેમી અને શ્રદ્ધાળુ કુટુમ્બો હતાં અને આજે પણ છે. મારવાડ-રાજસ્થાનના ઓશિયા શહેરમાંથી સચ્ચાઈ માતાના ભક્ત ભૂપાળો ગુજરાત-કચ્છ સૌરાષ્ટ્રમાં આવી વસ્યા અને જૈન ઓશવાળો કહેવાયા એવા ઓશવાળ જ્ઞાતીય ભાવનગરના વતની શ્રી રસિકભાઈ બાલ્યવયથી જ માતાના ઘર્મનિષ્ઠ સંસ્કારોથી સેવાભાવનાને અનુરૂપ ઉછેરને લીધે સમગ્ર જીવન દરમ્યાન સેવાભાવી શિક્ષણપ્રદાતા બન્યા અને અનેક યુવાનોના માર્ગદર્શક રહ્યાં, સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં યોગદાન આપતા રહ્યાં. ગુરુકુળ હાઈસ્કુલ સોનગઢથી કારકિર્દીની શરૂઆત કરી સાહિત્ય, નાટકો, પ્રદર્શનો, ઉત્સવ આયોજનો સમાજસેવા આદિ પ્રવૃત્તિમાં નિષ્ઠાપૂર્વકની સેવા આપી. જ આપણા યુવાનો ભૌતિકવાદી ન બને, પ્રવૃત્તિલક્ષી માનવસહજ સદ્ગણો, સવિચાર, સદ્વર્તન આચરે જગતના જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ પ્રગટાવે એવી એક વિચારધારા અમલી બનાવવા જીવનભર જંગ ખેલ્યો. ઘણી જગ્યાએ સંપાદનકાર્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો. અમરેલીમાં ભારતનું પ્રથમ બાલભવન સંગ્રહાલય બન્યું તેમાં તેમની સૂઝ સમજથી સહાયક બન્યા. અમરેલીના સંભવનાથ જૈન દેરાસરના ટ્રસ્ટી સેક્રેટરી તરીકે તેમની સેવા પ્રશંસનીય છે. અમરેલીની શાળાઓના સંચાલન ઉપરાંત ગૌશાળા પાંજરાપોળની પ્રવૃત્તિઓમાં અને છેલ્લે વિકટ દુષ્કાળ વખતે પૂર્વભારતનાં શહેરોમાં કાર્યકર્તાઓ સાથે ફરીને જબરજસ્ત મોટું ફંડ એકઠું કર્યું. અમરેલીની ઘણી સંસ્થાઓના રાહબર બન્યા. તેમની વિનમ્રતા અને સરળતાના સગુણોએ જ તેઓ આજે સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. | જૈન જૈનેતર સમાજમાં તેમનું માનપાન આદરણીય બન્યું છે. - સંપાદક ૧૧પ. Page #1063 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન અમરેલીમાં પ્રાચીન જિનાલયમાં પોણા બસો વર્ષ પહેલાં પટણી-ઓશવાળ પરિવારોએ પ્રતિષ્ઠિત કરેલા શ્રી સંભવનાથજી ભ. અને શ્રી શાંતિનાથજી ભ. તથા નૂતન જિનાલયમાં શ્રી નેમિનાથજી ભ. બિરાજમાન છે, તે ગૌરવભર્યું છે. દિગંબરીય જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભ. અને વિદ્યાર્થીગૃહના ગૃહમંદિરમાં શ્રી પાર્શ્વનાથજી ભ. બિરાજે છે. જિનાલયની બાજુમાં બે શ્વેતાંબરી દેરાવાસી તેમ જ શ્વેતાંબરી સ્થાનક્વાસી ઉપાશ્રયો છે. - જિનાલયો-ઉપાશ્રયો આદિના સામાન્ય નિર્વાહ ખર્ચની કદી મુશ્કેલી પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં જૈનો આગવી સૂઝ ધરાવે છે. તેમ અહીં પણ સ્વ. વકીલ સુંદરજી ડાયાભાઈ શાહ, સ્વ. રામજીભાઈ હંસરાજ કમાણી, સ્વ. દલીચંદ કરસનજી કામદાર, સ્વ. હરગોવિંદદાસ શામજીભાઈ મહેતા જેવા મહાનુભાવોના વિશિષ્ટ પ્રદાનથી શ્રી સંઘનાં કાર્યો સરળતાથી ચાલે છે. - સામાજિક ક્ષેત્રે પણ કેળવણી અને સેવાનાં કાર્યો કરનારા સખી–સુખી સદ્ગૃહસ્થો થઈ ગયા. આજે પણ છે. જૈન છાત્રાલયો સ્વ. ખીમચંદ મૂળચંદ મહેતાના સુપુત્રી શ્રી રમણીકભાઈ અને શ્રી ચીમનભાઈ (-સી. કે. મહેતા-દીપકગ્રુપના ઉદ્યોગપતિ મેને. ડીરેક્ટર) તથા સ્વ. હરિલાલ કેશવજી ખેતાણી પરિવારના સ્વ. દુર્લભજીભાઈ ખેતાણીના વિશેષ યોગદાનથી સારી રીતે ચાલે છે. - ધર્મ-શિક્ષણ એક સિક્કાની બે બાજુ છે. ધર્મ-શિક્ષણનો સમન્વય સાધી દેશવિદેશમાં તેનો પ્રસારપ્રચાર કરવા અમરેલીના પ્રા. શ્રી પ્રતાપભાઈ ટોળિયાએ આજીવન ભેખ લીધો છે. તેવી જ રીતે અમરેલીએ અનેક યુવક-યુવતીઓને ભ. મહાવીરના મોક્ષમાર્ગે વિચરવા મોકલ્યાં છે. તેમાં કોરડિયા, ઓશવાળ, હેમાણી, ધ્રુવ, મહેતા પરિવારો મુખ્ય છે. તે અમરેલીના શ્રી સંઘ સમસ્ત માટે ગૌરવપ્રદ છે. અમરેલીમાં જૈન છાત્રાલયનો પ્રારંભ સ્વ. પ્રાણજીવનદાસ દેવચંદ કોરડિયાએ કરેલ તે જ છાત્રાલય શ્રી ખી. મૂ. જૈન વિદ્યાર્થી ગૃહ નામાભિધાનસહ આજે પણ સુપેરે વ્યવસ્થિત ચાલે છે. પોણા બસો વર્ષ પ્રાચીન તીર્થસ્વરૂપ શ્રી સંભવનાથજી જિનાલયનો જિર્ણોદ્ધાર આર્યસંસ્કૃતિના સમાર્જક અને પરમ પોષક પૂ. મુનિભગવંતશ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. (હાલ ગણિવર્ય) અને પૂ. શ્રી લમ્બિવિજયજી મ.સા. (હાલ આચાર્ય)ની નિશ્રામાં સ્વ. છોટાલાલ કરમચંદ શાહના સુપુત્ર શ્રી રસિકલાલભાઈ અને તેમના ભાઈઓના સહયોગથી થયો. સૌરાષ્ટ્રકેશરી પ.પૂ.આ.દે.શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં પુરુષાદાનીય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ભ.ની પ્રતિષ્ઠા ભાવનગર નિવાસી ઓશવાળ શ્રી અમૃતલાલ વેલચંદ શાહ પરિવારે કરાવી. નૂતન જિનાલયનું નિર્માણ અને જિનબિંબોની અંજનશલાકા–પ્રતિષ્ઠાનો મહોત્સવ પ.પૂ.આ.શ્રી ચંદ્રોદયસૂરીધરજી મ.સા. અને પ.પૂ.આ.દે.શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સાંનિધ્યમાં ઉજવાયો. નિર્માણકાર્યમાં મુખ્યતયા શ્રી ચંપકલાલ ગિરધરલાલ કાનજીભાઈ વોરા પરિવારે યોગદાન આપેલ. તે સરાહનીય છે. અમરેલી શ્રી જૈન સંઘમાં શ્વેતાંબર દેરાવાસી-સ્થાનકવાસી દિગંબર સમુદાયના સદગૃહસ્થોનો સમાવેશ થાય છે. સૌ આધ્યાત્મિક રીતે ભ. મહાવીરસ્વામીના અનેકાંત-અહિંસાના માર્ગે મોક્ષ પ્રતિ પ્રયાણની ભાવના રાખતા હોય છે. એટલે અમરેલીના પ્રત્યેક કુટુમ્બમાં વિશિષ્ટતા ધરાવતાં સેવાભાવી મહાનુભાવો થઈ ગયા છે. તેના કેટલાક મહાનુભાવોની જીવનઝલક રજૂ કરી આનંદ અનુભવું છું. Page #1064 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૧૦૧પ વિસા ઓશવાળ : મારવાડના ઓશિયાથી અનેકવિધ મુસીબતોના માહોલ વચ્ચે સતત સંઘર્ષ કરતાં રહ્યા અને અંતે ત્યાંના કેટલાક જૈનો-જૈન પરિવારોએ ઘણાં વર્ષો પહેલાં મહાભિનિષ્ક્રમણ કર્યું. આમ ઓશિયાથી નીકળેલા સચ્ચાઈમાતાના ભક્ત જૈનો “ઓશવાળ' કહેવાયા. ગુજરાત-કચ્છ-સૌરાષ્ટ્ર તરફ અને દેશને ખૂણે ખૂણે આ ઓશવાળ જૈનો વિખેરાયા. તેમાં બે બે ભાગ થતા ગયા. વીશા ઓશવાળો, દશા ઓશવાળો બન્યા. આવું એક પારિવારિક જુથ ગોહિલવાડ તરફ આવી વસ્યું. તે પૈકી કેટલાંક કુટુમ્બો ભાવનગર, શિહોર, વલ્લભીપુર, પાલીતાણા, અમરેલી આવી વસ્યાં. અમરેલી આવેલાં પરિવારોએ અમરેલીના શ્રી જૈન સંઘના પ્રાથમિક ઘટક તરીકે તેના ઉત્કર્ષ અને પ્રતિષ્ઠા માટે સારું એવું પ્રદાન કર્યું. ઓશવાળ પરિવારના મહાનુભાવોમાં સ્વ. સુંદરજી ડાયાભાઈ વકીલ, સ્વ. વીરચંદ જીવાભાઈ શાહ, સ્વ. ગુલાબચંદ હરિચંદ, સ્વ. જગજીવન હરિચંદ, સ્વ. રતિલાલ સુંદરજી શાહ વકીલ સૌએ શ્રીસંઘના અને શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીના નિભાવ અને ઉત્થાન માટે આજીવન સહયોગ આપ્યો છે. * સ્વ. સુંદરજી ડાયાભાઈ શાહ વકીલે અમરેલીના શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીની સ્થાવર-જંગમ મિલ્કતમાં વૃદ્ધિ કરવા માટે ખૂબ જ સરાહનીય એવા પ્રયત્નો કરવા માટે આજીવન ભેખ લીધેલો. શ્રી સંઘની કેટલીક મિલ્કતો કોઈ પચાવી ન પડે તે માટે ગાડા રસ્તે છેક સિદ્ધપુર પાટણ ગયેલા અને તે કાર્યમાં સફળતા મેળવેલી. જૈન સમાજ અને શ્રીસંઘના ઉત્કર્ષ માટે પોતાની પૂરી વગનો ઉપયોગ કરી જીવનભર કાર્યરત રહેલા. [જીવન ઝરમર અન્યત્ર મુદ્રિત છે.] * સ્વ. વીરચંદ જીવાભાઈ શાહ એક બાહોશ અને ધર્મપ્રિય કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ હતા. વ્યવસાયે સુતરના વ્યાપારી હતા. પુંડરિક સ્વામી શ્રી શાંતિનાથજી ભગવંતના જિનાલયના નિર્માણમાં સક્રિય રીતે કામગીરી બજાવી હતી. તેઓ સારા વૈદ્યકીય શાસ્ત્રજ્ઞ હતા. તેનો લાભ સામાન્ય પ્રજાજનોને પણ ઘણો મળતો. * સ્વ. ગુલાબચંદ હરિચંદ અને સ્વ. જગજીવન હરિચંદ બન્ને સ્વ. હરિચંદ રામજીભાઈ શાહ પરિવારના સરળ સ્વભાવી અને ધર્મભાવના ધરાવતાં સદ્દગૃહસ્થો કાપડના વ્યાપારી હતા. શ્રી સંભવનાથજી જૈન દેરાસરમાં પુનઃ પ્રતિષ્ઠા સમયે વિશિષ્ટ યોગદાન આપેલ. જૈન સમાજના અગ્રણી તરીકે સૌને ઉપયોગી થવાની ભાવના સદાય રાખેલી. * સ્વ. રતિલાલ સુંદરજીભાઈ શાહ વકિલ ખરા અર્થમાં સ્વાતંત્ર્ય સેનાની હતા. પરંતુ તે માટે સરકારશ્રી તરફથી મળતાં કોઈ પણ લાભ લેવાનો ઈન્કાર કરેલો. વકીલ તરીકે પચાસેક વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે દેશદાઝ દર્શાવી ઋણરાહત ધારાના કેઈસ માટે પાંચ આંકડામાં વકિલાત ફી મળતી હતી, પરંતુ તેના કોઈ કેઈસ લીધા ન હતા. અમરેલી જીલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ૧૫ વર્ષ સુધી શિક્ષકોના કામ સરળ થાય તેવું સતત આયોજન કરેલ. શિક્ષણના વિકાસ માટે અનેક યોજનાઓનો અમલ કરાવ્યો હતો. રાજકીય ક્ષેત્રે પ્રથમથી આઝાદીની|શ્રી 1 ગારીની શ્રી રતિલાલ સુંદરજી શાહ Page #1065 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૬ [ જૈન પ્રતિભાદર્શન ચળવળના સમયથી અને આરઝી હકૂમતની લડત વગેરે વખતે કોંગ્રેસના મંત્રી તરીકે અને પછી જનતાપક્ષના મંત્રી–પ્રમુખ તરીકે-વર્ષો સુધી કાર્યભાર સંભાળેલો. જૈન સમાજના ઉત્કર્ષ માટે જીવનભર પ્રયત્નશીલ રહેલા. તેમના પવિત્ર આત્માને ભાવભરી શ્રદ્ધાંજલિ! વીસાશ્રીમાળી : મારવાડ એ જૈનોનું ઉદ્ભવસ્થાન છે. જેમ ઓશવાલો ઓશિયા શહેરથી નીકળી ભારતભરમાં વિવિધ ક્ષેત્રે વસ્યા તેમ મારવાડના ભિન્નમાળ અને શ્રીમાળ મોટાં શહેરો અને પરગણામાંથી સંજોગોવશ ત્યાંના જૈનો બહાર નીકળી જુદાં જુદાં શહેરો અને પ્રાન્તોમાં જઈ વસ્યા. અને ““શ્રીમાળ” પરથી શ્રીમાળી” કહેવાયા. તેના વિભાગો થયા. જુદી જુદી જ્ઞાતિ વ્યવસાય પ્રમાણે રચાઈ. વીસાશ્રીમાળી, દશાશ્રીમાળી જૈનો સૌરાષ્ટ્ર-ગુજરાત અને અન્યપ્રાન્તોમાં ગયા. તેમ શ્રીમાળી સોની, શ્રીમાળી બ્રાહ્મણ વગેરે જ્ઞાતિઓ પણ આજે હસ્તિ ધરાવે છે. અમરેલીમાં આવી વસેલા જૈનો મૂર્તિપૂજક, સ્થાનકવાસી આદિમાં વહેંચાયેલા છે. વિશાશ્રીમાળી મૂર્તિપૂજકોએ શ્રી શ્વેતાંબર મૂ.પૂ. જૈન સંઘના વિકાસ અને ઉન્નતિ માટે સારો એવો હિસ્સો આપ્યો છે. તેવા મહાનુભાવો પૈકી કેટલાક સ્વ. પ્રાણજીવન દેવચંદ ત્રિકમ કોરડિયા, સ્વ. ભોગીલાલ તારાચંદ મહેતા (વકિલ), . હરગોવિંદદાસ શામજીભાઈ મહેતા, સ્વ. પ્રેમચંદ શામજીભાઈ મહેતા, સ્વ. મૂળચંદ રામજીભાઈ શાહ, સ્વ. દેવચંદ રૂગનાથભાઈ શાહ, સ્વ. મનસુખલાલ તારાચંદ મહેતા, સ્વ. ખાંતિલાલ છોટાલાલ કોરડિયા છે. સૌએ શ્રી સંઘ અને સમાજ માટે અનન્ય સેવા બજાવી છે. સ્વ. પ્રાણજીવન દેવચંદ કોરડિયા : અમરેલીના કોરડિયા કુટુમ્બમાં સ્વ. દેવચંદ ત્રિકમને ત્યાં સં. ૧૮૮૪માં જન્મ પામેલા સ્વ. પ્રાણજીવનભાઈ અમરેલીના જૈન પરિવારોમાં “પ્રાણજીવન બાપા” તરીકે જાણીતા હતા. તેમણે જીવનપર્યત સામાજિક સુધારણા, સામાજિક સેવા અને સવિનય ભંગની પ્રવૃત્તિઓ આદરી અને નિભાવી. સાદર વિરોધ એ એમનો જીવનમંત્ર બની ગયેલો. જૈન તીર્થ ભોંયણીમાં મુંડકાવેરો દૂર થાય ત્યાં સુધી ચોખાનો ત્યાગ કરેલો. અમરેલીમાં જૈન બોડીંગના નિર્માણ માટે જીવનભર પગરખાં છોડી દેવાની બાધા રાખેલી, બોડીંગ માટે મુંબઈ ફંડ કરવા ગયા ત્યાં પણ સૌની વિનંતી છતાંય પગમાં કંતાન વીંટ્યાં પણ પગરખાં પહેરેલાં નહીં. અમરેલી જૈન સંઘનાં બાળકોને ધાર્મિક સંસ્કારો મળે અને ધર્મસૂત્રોનો અભ્યાસ થાય તે માટે જિનશાળા વર્ષો સુધી ચલાવી. ધર્મ-અનુષ્ઠાનો, તપશ્ચર્યા આદિ ખૂબ ભાવથી શ્રદ્ધાપૂર્વક કર્યા. પ્રતિદિન પ્રભુપૂજા, આજીવન રાત્રિભોજન-કંદમૂળ ત્યાગ કરી દેરાસરજી માટે સેવા આપી. તેમની ત્યાગભાવના ઘણી ઉચ્ચ હતી. આવા ભવ્ય આત્માનું મૃત્યુ પણ ભવ્ય બની ગયું. મૂ. ના. ભ. શ્રી સંભવનાથજી દાદાની સાલગીરી નિમિત્તે ધ્વજારોહણ સમયે જ આ સંસાર ફાની દુનિયા છોડી સ્વર્ગે સીધાવ્યા. તેમના અજરઅમર આત્માને અભિવાદન! Ramamanaaaaaaaaaaa કદર કરનાર Page #1066 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૧૭ સ્વ. ભોગીલાલ તારાચંદ મહેતા : અમરેલીના મહેતા પરિવારના બાહોશ ધારાશાસ્ત્રી. લોકાગચ્છના અગ્રણી જૈન. વર્ષો સુધી જૈન સંઘની અને સમાજની સેવા કરી. જૈન દેરાસરજીના વિવાદોમાં સરકારશ્રી તરફથી રીસીવર-વહીવટદાર નીમાયેલ. કેટલાંક વર્ષો બાદ રીસીવર હઠાવવાના કાર્યમાં સ્વર્ગીય વકિલશ્રી રતિલાલ સુંદરજી શાહના સહયોગથી તેમણે પણ ભાગ લીધેલો. યોજના ઘડી અને પછી પોતે જ પ્રથમ સેક્રેટરી બન્યા. સ્વનામ ધન્ય ભોગીલાલભાઈની વકીલ તરીકે લોકોમાં સારી શાખ હતી. લોંકાગચ્છના નૂતન ગૃહમંદિર બનાવવામાં શરુ કરવામાં તેઓએ અગ્રીમ ભાગ ભજવેલો. જૈનધર્મ અંગે તેમનો અભ્યાસ પૂરતો હતો. જૈનોના વિકાસ માટે આતુર રહેતા. કૌટુંબિક ભાવનાથી સૌને એકસૂત્રે બાંધી રાખતા. સ્વ. હરગોવિંદદાસ શામજીભાઈ મહેતા : આગેવાન તરીકે વર્ષો સુધી જૈન સંઘની સેવા બજાવી. તેમની જીવન ઝરમર આ ગ્રંથમાં જ અન્યત્ર છપાયેલ છે. વિશેષ ન લખતાં માત્ર––તેઓ ધર્મભાવના, કુટુમ્બવાત્સલ્ય, સમાજને માર્ગદર્શન, વ્યાપારીઓમાં પ્રતિષ્ઠા અને આત્મીયતા ધરાવતા હતા. તેમની નિષ્ઠા, આવડત અને સૂઝબુઝ નવી પેઢી માટે માર્ગદર્શક નીવડે તેવી હતી. તેમના પવિત્ર આત્માને વંદના! સ્વ. પ્રેમચંદભાઈ શામજીભાઈ મહેતા : મહેતા પરિવારે અમરેલી સંઘને ઘણા ધર્મનિષ્ઠ આત્માઓની દેન કરી છે તેમાં પ્રેમચંદભાઈ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. બેઠી દડીના, ધોતી, લાંબો કોટ, પાઘડી અને ખેસ એ તેમનો સ્વચ્છ સાફ પહેરવેશ હતો. અગ્રણી નાગરિક તરીકે સારી રીતે કર્તવ્યનિષ્ઠાની છાપ ધરાવતાં. જૈન સમાજને વર્ષો સુધી માર્ગદર્શક તરીકે રહ્યા. કુટુમ્બ પરિવારમાં તેઓ સારી રીતે પ્રિય હતા. જૈન દેરાસરજીનાં ઘણાં કાર્યો સફળતાપૂર્વક પરિપૂર્ણ પાર પાડેલાં. સ્વ. મૂળચંદ શામજીભાઈ શાહ : આંબાના વતની વર્ષો સુધી અમરેલીના જૈન સંઘમાં ધર્મિષ્ઠ વ્યક્તિ તરીકે નામના મેળવેલી. બાહોશ વ્યાપારી કમીશન એજન્ટ તરીકે વ્યાપારીઓમાં ખૂબ પ્રિય અને વાદવિવાદના ઉકેલ લાવવામાં સદાય અઝીમ ભાગ ભજવેલો. અમરેલીમાં આવ્યા ત્યારે એક ભાગીદારી પેઢીની રચના કરી વર્ષો સુધી ચલાવીનિભાવી. મે. મૂળચંદ એન્ડ કંપનીના નામે બીજી ભાગીદારી જીવનપર્યત સાચવી. શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીના જિર્ણોદ્ધારના કાર્યમાં કુશળતાપૂર્વક ભાગ ભજવ્યો. સ્વભાવે નિખાલસ, ચપળ, બાહોશ અને પ્રત્યેક કાર્યમાં ચીવટ ધરાવતાં મૂળચંદભાઈ સૌને ગમે તેવા હતા. વિશાળ પરિવાર છોડી ગયા. તેમને શ્રદ્ધાંજલિ. ધન્યવાદ! સ્વ. દેવચંદભાઈ રૂગનાથ શાહ : અમરેલીથી ૧૪ કિ.મી. દૂરના નાનકડા શેડુભારમાં સ. ૧૯૨૨માં સ્વ. રૂગનાથ કલ્યાણજીને ત્યાં જન્મ. માત્ર છ ધોરણ સુધી ગુરુકુળ, પાલીતાણા ભણીને તેઓ ધંધાર્થે સુદાન ગયા. પરંતુ માતાના વિયોગથી કુટુંબની જવાબદારી નિભાવવા સ્વદેશ પાછા આવ્યા. અને સ્વ. રૂગનાથભાઈને અને નાના Page #1067 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૮ ] [ જૈન પ્રતિભાદર્શન ભાઈ-ભાંડુઓને માતાની ખોટ સાલવા ન દીધી ને ધંધો સંભાળ્યો. સમાજનાં સર્વ ક્ષેત્રે નિઃસ્વાર્થ સેવાપરાયણતાનાં તેમણે દર્શન સતત કરાવ્યાં. માદરે વતન શેડ્રભારમાં ઘણી વસ્તી ખેડૂતોની હોવા છતાંય પંચાયતના સરપંચ તરીકે પંદરેક વર્ષો સુધી લોકોના હૃદયસિંહાસને બેસી ગુપ્તભાવે જરૂરતમંદ માણસોને સહાય કરતાં રહ્યા. શિક્ષણ, સ્વાસ્થ, સામાજિક ન્યાય, પરોપકારભાવ માટે જીવનભર કાર્યરત રહેલા. રાજકારણીઓએ તેમને રાજકારણના આટાપાટામાં ખેંચવાના કરેલા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. પરંતુ દેવચંદભાઈ જરાપણ ડગ્યા નહીં. પોતાની આગવી રીતે સેવાભાવ વિકસાવતાં રહ્યા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની અમરેલી શાખાના આજીવન સભ્ય તરીકે આદર્શ સ્વયંસેવાની ફરજ નિભાવી. કુદરતી આફતને સમયે તન, મન, ધનથી ખડે પગે રહી પ્રસ્ત લોકોને આશ્વાસન મળે તેવી પ્રવૃત્તિઓ કરી. સમાજસુધારક દેવચંદભાઈએ દીકરાની જાનમાં વરની માતા જાય તો વરોઠી (જમણ) આપવાનો રિવાજ બંધ કરાવ્યો. અમરેલીના શ્રી ખીમચંદ મૂળચંદ જૈન વિદ્યાર્થીગૃહની સ્થાનિક સમિતિના મંત્રી તરીકે કરકસરયુક્ત છતાંય વિદ્યાર્થીઓની પ્રત્યેક સુવિધાને પૂર્ણ ન્યાય મળે તે માટે સતત ચિંતિત રહેતા. સહકાર્યકરો સાથે ખૂબ જ નિખાલસભાવે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેતાં અમે તેમને જોયા છે. છ'રી પાલિત સંઘની સેવાના આગેવાન તરીકે બધાની ચાહના મેળવેલી. આટલી વિશાળ હિતની કામગીરી સંભાળતાં છતાં જાહેર સન્માન કે જાહેર કીર્તિની કદી પણ જરાય એષણા કે ખેવના ન રાખનાર સ્વ. દેવચંદભાઈ શાહને હૃદયપૂર્વક નિવાપાંજલિ! સ્વ. મનસુખલાલ તારાચંદ મહેતા : તેમની જીવનઝાંખી અન્યત્ર પૂર્ણ મુદ્રિત છે. જૈન ધર્મના સાહિત્યના ઊંડા અભ્યાસુ, તત્ત્વચિંતક અને સંશોધનથી જૈનધર્મના કથાનકો લોકભાગ્ય બનાવવામાં તેમનો ઘણો મોટો ફાળો છે. ભાવપૂર્વક તેના કાર્યની અનુમોદના સહ ભાવભરી શ્રદ્ધાંજલિ! (તેમની વિશેષ નોંધ આ ગ્રંથમાં જ પ્રગટ થયેલ છે.) સ્વ. ખાંતિલાલ છોટાલાલ કોરડિયા : ઘણી નાની ઉંમરમાં સુઝસમજનો ખજાનો હોય તેવા ખાંતિલાલભાઈ પૂરા ધર્મિષ્ઠ હતા. ધંધો મુંબઈ કર્યો, ભાઈઓ સૌને ધંધામાં નિપુણ બનાવ્યા અને પોતે નિઃસ્વાર્થભાવે ધર્મપરાયણતાને વર્યા. નિવૃત્તિ લીધી અને આજીવન ધર્મનાં કાર્યો કરતાં રહ્યાં. તેમના પવિત્ર આત્માને હૃદયથી વંદન! સ્વ. ભાઈચંદ મૂળચંદ મહેતા : વિ. સં. ૧૯૬૬માં અમરેલીના સ્વનામધન્ય સુબા શ્રી માવજી હીરજી મહેતા પરિવારમાં તેમના પૌત્રશ્રી મૂળચંદ વચ્છરાજ મહેતાના ધર્મપત્નિ પૂ. હરિબેનની કુક્ષિએ ભાઈચંદભાઈનો જન્મ મહુવામાં થયેલો. બે વર્ષની ઉંમરે ભાઈચંદભાઈએ પિતાશ્રીની છત્રછાયા ગુમાવી. સત્યવક્તા, નીડર અને ધર્મભાવી માતાએ તેમને મોટા કર્યા. Page #1068 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૧૯ સને ૧૯૨૭માં મેટ્રિક પાસ કરી સને ૧૯૩૦માં ભાઈચંદભાઈએ પિતરાઈ ભાઈશ્રી મનસુખલાલ તારાચંદ મહેતાના સહયોગે માત્ર રૂા. ૨૦૦૦ની મૂડીથી નેપ્ચ્યૂન ઇન્સ્યુરન્સ કંપની સ્થાપી. ભારતભરમાં વીમા કંપનીના સ્થાપક ભાઈચંદભાઈએ આઝાદી પછી વીમાનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે રૂા. સવા કરોડનું ભંડોળ જીવનવીમા નિગમને સોંપેલું. વીમાના કામકાજ માટે તેઓ જાપાન ગયેલા. ત્યાંથી જીવનવીમાને અનુરૂપ ઘડિયાળની સ્કીમ લાવ્યા હતા. ઇન્સ્યુરન્સ કંપનીમાં હતા, ત્યારે ભાઈચંદભાઈએ કંપની વતી મુંબઈના હાર્દસમા મુંબાદેવી તળાવ ખરીદી ઊંચા મકાનો બાંધવાની સ્કીમ તૈયાર કરેલી. રાષ્ટ્રીયકરણ બાદ નિવૃત્તિ લઈને પોતાના પુત્રો સાથે ઓનરશીપની ઇમારતો બાંધવાનું શરું કર્યું. તેઓએ સર્વ પ્રથમ ઓનરશીપની શરુઆત કરેલી. તેમના પુત્રો શ્રી હસમુખભાઈ, જ્યોતીન્દ્રભાઈ, વિનોદભાઈ, જશવંતભાઈ સૌએ સારી રીતે મુંબઈમાં સ્થાયી થઈ ભાઈચંદભાઈ મહેતા પરિવારને ઉજ્જવલ બનાવવા નેત્રચિકિત્સા અને કીડનીના રોગો માટે ચેરિટેબલ ટ્રસ્ટ રચ્યું છે અને દર્દીઓને સહાય કરે છે. સને ૧૯૯૦માં ૮૧ વર્ષની જૈફ ઉંમરે ભાઈચંદભાઈએ સમાજ અને પરિવારને પ્રગતિ-પંથે પ્રવૃત્તિશીલની પ્રેરણા આપી સ્વર્ગગમન કર્યું. તેમના પવિત્ર આત્માને અનુમોદના સહ અનુવંદના ! પટણી પરિવાર પાટણ (સિદ્ધપુર)ના વતની સ્વર્ગીય કરમચંદ નારણભાઈ શાહ પરિવારે વ્યવસાય અર્થે અમરેલી વસાવ્યું. અમરેલીમાં વ્યાપાર અને જીનીંગ ફેક્ટરી શરુ કરી. ધમધોકાર વેપાર-ઉદ્યોગ કર્યાં. સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે પટણી પરિવારનું યોગદાન ઉત્તમ રહ્યું. તે પરિવારના બે સપુતોએ અમરેલી શ્રી જૈન સંઘની શાન વધે તે માટે સારો સહયોગ આપ્યો છે. સ્વ. બાબુલાલ ઉત્તમચંદ શાહે સં. ૧૯૯૭માં પ.પૂ.શ્રી જંબુવિજયજી મ.સા.ની નિશ્રામાં તેમની ઉપસ્થિતિમાં તેમના ભાઈ સ્વ. વસંતલાલની સ્મૃતિમાં શ્રી શાંતિનાથ ભગવંતની ધામધૂમથી પ્રતિષ્ઠા કરાતી. અને પ.પૂ. સૌરાષ્ટ્ર કેશરી શ્રી ભુવનવિજયજી મ.સા.ની નિશ્રામાં સં. ૨૦૦૭માં અમરેલીથી શ્રી સિદ્ધાચલજીનો છ'રી પાલિત સંઘ અનેક મહાનુભાવોના સહકારથી સંપન્ન કર્યો. સ્વ. રસિકલાલ છોટાલાલ શાહ અને ભાઈઓ વર્ષોથી મુંબઈ જઈ વસ્યા. સ્વપ્રયત્ને અનેક મુશ્કેલીઓ વચ્ચે મોટા વ્યાપારી-ઉદ્યોગપતિ બન્યા. નાગદેવીના સેનેટરીવેરના વ્યાપારીઓમાં તેમનું નામ ખૂબ જાણીતું બન્યું. ગોરેગાંવમાં પ્લાસ્ટિકની વિશાળકાય ફેક્ટરી ઊભી કરી. આજે પણ ચાલે છે. રોટરી ઇન્ટરનેશનલ મુંબઈના ચેરમેનની પદવી વર્ષો સુધી સુપેરે નીભાવી. શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીના શ્રી સંઘના કાર્યોમાં તેમણે ઉમદા ફાળો આપ્યો. જિર્ણોદ્ધાર-પુનઃ પ્રતિષ્ઠા અને ઉત્સવસમિતિની રચના કરવામાં તેમના સૌજન્યભર્યા સહયોગથી કાર્ય સરળતાથી પરિપૂર્ણ સંપન્ન થયું. આવા પટણી પરિવારના સપુતોને હાર્દિક વંદનાસહ ધન્યવાદ! સ્વ. દુર્લભજી કેશવજી ખેતાણી : અમરેલીના વિડયા તાલુકાના મોરવાડા ગામે શ્રી કેશવજીભાઈને ત્યાં રતનમાને ખોળે ત્રીજા સંતાન Page #1069 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦] [ જૈન પ્રતિભાદર્શન તરીકે એક તેજસ્વી પુત્રરત્ન સાંપડ્યું. પુત્રનાં લક્ષણ પારણામાંથી તેમ વિશાળ લલાટવાળું બાળક સોહામણું હતું. ફૈબાએ પાડેલું દુર્લભજી નામ દુર્લભજીભાઈએ સાર્થક કરી બતાવ્યું. - સાત વર્ષની વયે મોહમયી નગરી મુંબઈ એકલા ગયા. સાહસ-હિંમતથી કોલાબા સ્ટેશને ઉતર્યા. ટિકિટના પૈસા રતનમાએ તાંબાની મોટી ગોળી કોઈ પટોળિયા કણબીને ત્યાં રાખીને લાવેલા તે આપ્યા હતા. મુંબઈ એલ્ફિન્સ્ટન શાળામાં અભ્યાસ કરી પંદર વર્ષની ઉંમરે પિતૃભક્ત દુર્લભજીભાઈએ ધંધામાં ઝંપલાવ્યું. થોડાં વર્ષો અનુભવ લીધો. કલકત્તા જઈ આવ્યા. ચીન-જાપાનનો પ્રવાસ કર્યો. ટેક્ષટાઈલ્સ ઉદ્યોગમાં સમગ્ર ભારતમાં-વિદેશોમાં પણ નામના મેળવી. Bombay Industries Associa અને સિલ્ક મર્ચન્ટ એસો.ની સ્થાપના કરી. શ્રી દુર્લભજીભાઈ ખેતાણીએ સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી સુઝથી પ્રસિદ્ધિ મેળવી. કોઠાસૂઝ અને આત્મિક કુનેહથી સર્વત્ર સફળતા હાંસલ કરી. પત્રકારત્વમાં સ્વનામધન્યતા મેળવી, જન્મભૂમિ''ના સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, ધી સ્ટેટસ પીપલ (પ્રા.) લિ. સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા. ધર્મભાવના ઉત્કટ હતી. કર્મવીર તો હતા જ. ધર્મવીર બની રહ્યા. સંસ્કૃતિને સાચવવી તે તેમનું જીવનકાર્ય હતું. તેમણે વીરત્વમય જોશીલી ભાષામાં વક્તવ્ય આપતાં જોરથી કરેલા ઉદ્ગારો તેમના જીવનનું દર્શન કરાવે છે : નથી વાપરી પાઈ જો દેશ કાજે, નથી કર્યા કામ જો ધર્મ માટે, નથી ધરી દાઝ જો સંસ્કૃતિ માટે, વ્યથા જન્મ ખોયો, કરી શી કમાણી? જૈન સાહિત્યનું ખેડાણ અદ્દભૂત હતું. કેટલાંક જૈન ગ્રંથોનો ભાવવાહી ગુજરાતી અનુવાદ કર્યો અને લોકભોગ્ય રીતે પ્રસિદ્ધ કર્યો. તેમાં ઉત્તરાધ્યયનસૂત્ર, સમયસાર, જૈનધર્મકથાઓ ભ. મહાવીરની પ્રાચીન કથાઓ વગેરે મુખ્ય છે. “મ. આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, પં. સુખલાલજી, પં. ભારિત્નજી અને એવાં અન્ય ઘણાં પંડિતરત્નોના સંપર્ક દુર્લભજીભાઈએ તારવ્યું કે ધર્મનો પાયો વિવેકજન્ય છે. વિવેકી અભ્યાસ પણ જરૂરી છે. તેવું શિક્ષણ કન્યાઓને મળે તો સમાજનો વિશિષ્ટ ઉદ્ધાર-ઉન્નતિ થાય. તે માટે કન્યાકેળવણી આવશ્યક. શ્રી ન્યાલચંદ મૂળચંદ શેઠ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, કેવળચંદ અવિચળ શેઠ, ઝવેરચંદ સંઘરાજકા, દલીચંદ દોશી વગેરે મિત્રો સાથે રહી કન્યાકેળવણી માટે પોતાની માતા રતનબાની સ્મૃતિમાં ઘાટકોપરમાં શ્રી રત્નચિંતામણી જૈન કન્યાશાળાનો પ્રારંભ કર્યો. આજે સાતેક હજાર કન્યાઓ માટે ઐહિક-પારલૌકિક કેળવણીનું આ સમગ્ર સંકુલ શ્રી નવનીતભાઈ ન્યાલચંદ શેઠના વડપણ નીચે ચાલી રહ્યું જૈન યુવક સંઘની સ્થાપના દ્વારા શિસ્ત, નિયમિતતા, વ્યાયામના પાઠ યુવા પેઢીને ભણાવ્યા. સ્વયં વ્યાયામવીર હતા. ઘાટકોપરમાં બાલ્કન-જી-બારીની શાખા રચી નાના ભૂલકાંઓને સાહસિક બનાવવા પ્રયત્નો કર્યા. ખેતાણી ઇન્ડ. એસ્ટેટ, મે. ખેતાણી ટેસ્ટાઈલ ઈન્ડ. (પ્રા.) લિ.ના પ્રણેતા દુર્લભજીભાઈ સમાજના મોભી અને મહાજન શ્રેષ્ઠ ગણાયા. રાષ્ટ્રીય ચળવળ “ભારત છોડો આંદોલન સાથે જોડાયા. ખાદી જ Page #1070 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૨૧ અપનાવી. આરઝી હકુમત જૂનાગઢની સ્થાપના વખતે દુર્લભજીભાઈની નાયબ મુખ્ય પ્રધાન-નાણાં પ્રધાન તરીકે વરણી થયેલી. મુખ્યપ્રધાન શ્રી શામળદાસ ગાંધી. અમરેલીની ખેતાણી બોર્ડીંગ તેમના દાનથી તેમના ભાઈની સ્મૃતિમાં શરુ થયેલી. આજે પણ એ હરિલાલ કેશવજી ખેતાણી વિદ્યાર્થીગૃહનું નામ ઊભું છે. ઉપરાંત વડિયા, નાસિક વગેરે સ્થળોએ પણ વિદ્યાકીય સંસ્થાઓ સ્થાપી. પિપલ્સ મોબાઈલ હૉસ્પિટલની રચનાથી અનેક લોકોને રાહત થાય તેવી પ્રવૃત્તિ આદરી. સાતેક ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. સંગીતનો પણ એવો જ શોખ હતો. “મન અને શરીર એકબીજાના પૂરક છે. બન્ને તંદુરસ્ત રાખવા આવશ્યક છે.” એવું દુર્લભજીભાઈએ પ્રતિપાદિત કરેલું અને એ રીતે સમાજને ઉપયોગી થવાની ભાવના સાથે કાર્યરત રહ્યા. આવા પરમ હિતૈષી મહાજન દુર્લભજીભાઈને કોટિશઃ વંદના! સ્વ. ન્યાલચંદ મૂળચંદ શેઠ : અમરેલી જિલ્લાના અમરાપુર જેવા નાનકડા ગામમાં ન્યાલચંદભાઈએ ધર્મપરાયણ સંસ્કારી વ્યાપારી મૂળચંદભાઈને ત્યાં સંતોકબાની કુક્ષીએ જન્મ લીધો. માતાપિતાના પૂરા સંસ્કારો આત્મસાત કરીને ન્યાલચંદભાઈ ચૌદ વર્ષની નાની ઉંમરે માત્ર ગુજરાતી સાત શ્રેણીનો અભ્યાસ પૂરો કરી મુંબઈમાં નોકરીમાં જોડાયા. સમય જતાં પેઢીના માલિક બન્યા. વ્યાપાર વધાર્યો. દેશવિદેશમાં વ્યાપારી ક્ષેત્રે સારી નામના મેળવી. સંપત્તિનો સદુપયોગ શિક્ષણક્ષેત્રમાં કર્યો, મુંબઈ ઘાટકોપરમાં કન્યા વિદ્યાલય શરૂ કર્યું. ભારતીય સ્વાતંત્ર્યના ઇતિહાસમાં જૂનાગઢ આરજી હકુમતની મુંબઈમાં સ્થાપના થઈ તેના પ્રમુખસ્થાને તેઓ હતા. તેમના જીવનમાં સમાજસેવા, લોકોપયોગી પ્રવૃત્તિઓ અને વ્યવસ્થાશક્તિ ગજબના હતા. તેમની સાદાઈ, ઉદારતા અજોડ હતાં. આ સેવાભાવી સંસ્કારી પરિવારના વારસદાર સુપુત્ર મૂકસેવક શ્રી નૌનિતભાઈ શેઠ ધર્મભાવના સહ અપરિગ્રધ્વત ધારણ કરી શિક્ષણ સેવાનો ભેખ થઈ ઘાટકોપરની કન્યાકેળવણીનું સુપેરે બેનમૂન સંચાલનમાં પ્રવૃત છે. છેઆ જ કારણ = કાન see ! વિરાટ કરી TV I . પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયિકાદેવી || ગ્રંથસંપાદકની જીવનનૈયાના સુકાની અને શિરછત્ર ભગવતી શ્રી પદ્માવતી દેવી : 8 ૧૧૬ Page #1071 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૨ ] [ જૈન પ્રતિભાદર્શન જયવંતુ જિનશાસન પૂ. પંન્યાસશ્રી રવિરત્નવિજયજી મ. સા. પૂ. મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મ. સા. પરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રવર્તિત આ ઝળહળતું જિનશાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલવાનું છે. તેમના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીથી લઈને પાંચમા આરાના અંત સુધી અવિરત ગતિએ ચાલતા આ શાસનમાં વર્તમાનકાળે જિનેશ્વર, ગણધર, કેવલીના વિરહકાળમાં આચાર્યભગવંતો શાસનની ધૂરા સંભાળે છે. યુગપ્રધાન આચાર્યભગવંતોની પરંપરામાં જંબુસ્વામી, શäભવસૂરિ, ભદ્રબાહુસ્વામી, આર્યસ્થૂલભદ્ર આર્યવ્રજવાણી સુધી ૧૪ પૂર્વોનું જ્ઞાન હતું. સમયકાળે પૂર્વનું જ્ઞાન ધટતું ગયું..રોજની ૧૦૦૦-૨૦૦૦-૩૦૦૦ ગાથા સુધીની યાદ શક્તિવાળા મહાન ન્યાયાચાર્ય હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિ, હેમચંદ્રસૂરિ, હીરસૂરિ, ઉપાશ્રી યશોવિજયજી આદિ પણ આ શાસનની જ મૂલ્યવાન ભેટ છે. છેલ્લા વડગચ્છના પૂ. આ. શ્રી જગતચંદ્રસૂરિજી કે જેમણે જાવજીવ સુધી તપ કર્યો અને ચિત્તોડના રાજાએ તપા બિરૂદ આપ્યું ત્યારથી તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. આ તપાગચ્છની પરંપરામાં પણ અનેક મહાન આચાર્યો થયા છે. વર્તમાનકાલીન મણિવિજયજીદાદાના પરિવારમાં ખુટેરાયજી, મુલચંદજી વહિચંદજી, આત્મારામજી વગેરે કેટલાક તપસ્વી તારલાઓ નજરે ચડે છે. આત્મારામજીની પરંપરામાં પણ અનેક વચનસિદ્ધ ઉપાશ્રી વીરવિજયજી મ. સા. પૂ. આ. શ્રી દાનસૂરેજી, પૂ. મા. શ્રી પ્રેમસૂરિજી મ. સા. અને પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી જે બધા તપ ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિસમાં ત્રિવેણીસંગમ હતો. વર્તમાનમાં જયઘોષસૂરિજી મ. I સા. નવચેતન જ્ઞાનભંડારની ગરજ સારે છે. તપસમ્રાટ આચાર્ય હિમાંશુસૂરિજી કે જેમણે વર્ષોથી લાગલગાટ આયંબિલનો તપ ચાલુ છે. પૂર્વકાલિન કૃષ્ણર્ષિમુનિએ માત્ર એક વર્ષમાં છે. રવિરત્નવિજયજી મ.સા.1 ૩૭ દિવસ જ એકાસણા કર્યા બાકી બધા ઉપવાસ. આચાર્ય હિમાંશસૂરિજીએ પણ ૧૩૫ દિવસમાં માત્ર ૧૯ પારણા કર્યા અને ૧૧૬ ઉપવાસ જ કર્યા. તેમ જ ૧૭૦૦ આયંબિલ બીજી વખત ચાલુ કરી અપ્રમત્ત આરાધના કરી રહ્યાં છે. અને આ લેખના પાત્રોનો પરિચય કરાવનાર પૂ. પં. શ્રી રવિરત્નવિજયજી મહારાજે પણ જ્ઞાની, ધ્યાની, આરાધક આત્મા છે. તપ ત્યાગપૂર્વક ૫. વર્ધમાનતપની ઓલી આ બધુ ખરેખર ઉત્તમ સંયમનું પાલન કરી રહ્યાં છે. પૂજ્યશ્રીના સંસારી ત્રણ ભાઈ અને એક બહેન પણ દીક્ષા લઈ સુંદર ચારિત્રની આરાધના કરી રહ્યા છે. પોતે ૮-૧૦-૧૫-૧૬-૩૦ ઉપવાસ - જેવી કઠોર તપસ્યા કરી ૨૨ વર્ષથી નિત્ય એકાસણા તપ સાથે શુદ્ધ સંયમની સાધનામાં આગળ વધી રહ્યાં છે. મૂળ રાજસ્થાન આબુ જીરાવલા પાસે સિરોડીમાં ૨૦૩૪માં દીક્ષા લઈ પ. પુ. આ શ્રી ગુણરત્નસૂરિજી મ.ના શિષ્ય બની સર્વપ્રથમ આબુગોડ એરિયામાં દીક્ષા લીધી ત્યારપછી ૧૭ દીક્ષાઓ શિરોડીમાં થઈ. પૂજયશ્રીને શ્રુતસાહિત્યમાં ખૂબ જ રસ છે. - સંપાદક Page #1072 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંશ ] [ ૧૦ર૩ પ. પૂ. મેવાડ દેશોદ્ધારક આચાર્યદેવશ્રી જિતેન્દ્રસૂરિજી મ. સા. ફક્ત દોઢ વર્ષના પુત્રને છોડીને સંયમપંથે પ્રયાણ કરતા જેમ ૧ મહિનાના દશરથને છોડીને રાજાએ સંયમ સ્વીકાર્યો. તેમ આચાર્યદેવશ્રીએ રામાયણના આદર્શોને તાજા કર્યા. પૂ. આચાર્યશ્રીએ પોતાના જીવનમાં ૪00 અઠ્ઠમ તપ કર્યા છે. છેલ્લા ૩૦ વર્ષથી પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર મેવાડ મારવાડની કઠોર ધરતી છે. મેવાડમાં ગામેગામ દેરાસર હોવા છતાં ત્યાંના જૈનો નિયમીત દર્શનપૂજા કરતા નથી તેથી તેઓ અનેક તર્કો અને શાસ્ત્ર દ્વારા સાચો માર્ગ બતાવી ભગવાનની પ્રતિમાપૂજાની શ્રદ્ધાની અલખજ્યોત જગાવી રહ્યાં છે. ત્યાંના ૨૦૦ ઉપરાંત દેરાસરનો જીર્ણોદ્ધાર વગેરે ધર્મકાર્યો તેમની નિશ્રામાં થઈ રહ્યાં છે. - પૂજ્યશ્રીનો ગૃહસ્થાશ્રમમાં પણ વૈરાગ્ય ઝળહળતો હતો. લગ્ન વખતે પણ આયંબિલનો તપ અને વરઘોડે ચડ્યા પછી પણ પ્રતિક્રમણ કરવા બેઠા હતા. પ્રભુને પ્રાર્થના કરી કે સંસારમાં ફસાઈ રહ્યો છું, પણ જલ્દીથી આ કીચડમાંથી બહાર નીકળી જાઉં એવી શક્તિ આપજે. આજના કલિકાળમાં આ દાખલો આદર્શરૂપ ગણાય. કર્મસાહિત્ય નિષ્ણાત પ. પૂ. આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા.નો સંપર્ક થતાં લગ્ન વખતે જ પોતાની જે ભાવના હતી, તે સફળ કરી ચારિત્ર અંગીકાર કર્યું. થોડા દિવસ પછી ધર્મપત્નીએ પણ અનુકરણ કરી સાધ્વી શ્રી પુષ્પલતાશ્રીજી મ. સંયમપંથે પ્રયાણ કર્યું. યુવા આલમમાં સંયમનો શંખનાદ કરી હજારો યુવાનોને ધર્મમાર્ગે દોરતા પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ. સા. પૂજ્યશ્રીના લઘુબાંધવ છે, કે જેમણે ૫૦૬૦ હજાર સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોની રચના કરી ખવગસેઢી જેવા કર્મસાહિત્યનું સર્જન કર્યું છે. તેમના હસ્તે ૧૩૬ થી વધારે દીક્ષાઓ થઈ છે અને પૂજ્યશ્રીના પરિવારમાંથી પ્રવર્તિની સાધ્વીજી પુણ્યરેખાશ્રીજી, સાધ્વીજી મનીષ રેખાશ્રીજી અને પંન્યાસપ્રવર શ્રી રશ્મિરત્નવિજયજી મ.સા. દીક્ષિત થયેલા છે. સંઘવી દલીચંદજી રોજ ૧૮ સામાયિક કરે છે. ૩૦ વર્ષથી વરસીતપ આદિની શ્રેષ્ઠ આરાધના કરી શ્રેષ્ઠ શ્રાવકનું જીવન જીવી રહ્યા છે. મૂળ રાજસ્થાનમાં સિલદર (જીરાવલા તીર્થની બાજુમાં)ના વતની છે. હાલ પૂના ખડકીમાં રહે છે. સુશ્રાવક પુખરાજ શિલરાજ ભંડારી જેમ વડીલબંધુ નંદિવર્ધનભાઈના આગ્રહથી પરમાત્મા વર્ધમાનકુમાર બે વર્ષ ગૃહસ્થાપણામાં રહ્યાં તેમ શ્રી પુખરાજજી પોતાના વડીલબંધુના આગ્રહથી સંયમની ભાવના હોવા છતાં, સંસારમાં રહ્યા છતાં ૩૦ વર્ષ સુધી લગાટ પૌષધ, આયંબિલ એકાસણાં કર્યાં. ધન્ય છે--રાજસ્થાનમાં જાલોરના એ શ્રાવકને. સુશ્રાવક તપસ્વી વીરચંદ ધુડાજી જેમ કહેવાય કે ભિમાકુંડલીયાએ શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારમાં પોતાની સંપૂર્ણ સંપત્તિ જીર્ણોદ્ધારમાં અર્પણ કરી તે જ પ્રમાણે સિરોડીનિવાસી શ્રી વીરચંદભાઈએ પણ સિદ્ધાંત મહોદધિ પ. પૂ. આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા.ની નિશ્રામાં ૨૦૧૮ની સાલમાં સિરોડીમાં શ્રી ગોડી પાર્શ્વનાથ દેરાસરની પ્રતિષ્ઠા વખતે પોતાની સંપૂર્ણ મૂડી પ્રતિષ્ઠામાં ખર્ચે એક નવો જ આદર્શ ઊભો કર્યો હતો. પોતાના જીવનમાં પર્યુષણ Page #1073 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૪ ] || જૈન પ્રતિભાદર્શન પર્વમાં દર વર્ષે અઠ્ઠાઈ સાથે ચોસઠ પ્રહરી પૌષધ તેમજ ૧૦-૧૫-૧૬-૩૦-૪૧ ઉપવાસ આદિ તપ કરેલ છે. છેલ્લે પિંડવાડામાં પૂ. આચાર્યદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરેલ ૪૧ ઉપવાસના પારણા પછી સંયમની ભાવના ભાવતા સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. સિરોડી સંઘે સિરોડી લઈ જવાનો ઘણો આગ્રહ કર્યો, પિંડવાડા સંઘ ન માન્યો અને પાંડવાડા સંઘે વાજતે-ગાજતે તેની પાલખી નીકાલી. ૪૦ કિલો ચંદનમાં તેમનો અગ્નિસંસ્કાર કર્યો. પોતાના ૩ પુત્રો અને ૧ પુત્રી શાસનને અર્પે છે તે પૂ. પં.શ્રી રવિરત્નવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મ.સા., મુનિશ્રી જયેશરનવિજયજી મ.સા. અને સાધ્વીશ્રી વિરલરેખાશ્રીજી મ.સા. આદિ સુંદર સંયમની આરાધના કરી રહ્યાં છે. ધન્ય છે એ ધર્મનિષ્ઠ પરિવારને એક પુત્ર સંસારી અવસ્થામાં લાલચંદભાઈ વર્ધમાનતપની ૯૨ ઓળી કરી રહ્યા છે. શ્રી પારસમલજી ભંસાલી જેમણે ૧૩ વર્ષની ઉંમરથી ધર્મારાધનામાં જોડાઈને શ્રેષ્ઠ આરાધના કરતા દરવર્ષે નવપદજીની આસો અને ચૈત્રમાસની ઓળી કરતા ૧૨૦ ઓળી થઈ છે. દર વર્ષે પર્યુષણની અઠ્ઠાઈ અને ચોસપ્રહરી પૌષધ આરાધના અને પાલીતાણાની ૧૨૫૬ આરાધનાપૂર્વક (ઉપવાસ કરી) ઘણી યાત્રા કરી. દરરોજ ઉભયટંક આવશ્યક પ્રતિક્રમણ, સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજા, જાપ આદિ સારી આરાધના કરી રહ્યા છે. મારવાડ પાલીમાં કાપડનો વ્યવસાય છે. અને પાલી જૈનસંઘનાં વહિવટ વગેરેનું ઘણું કાર્ય પોતાની કુશાગ્ર બુદ્ધિથી સંભાળ્યું છે. ૮ દિવસ ભૂખા અને ૯ દિવસ લુખ્ખા જીવનમંત્ર છે એટલે પર્યુષણમાં ૮ દિવસ ઉપવાસ અને શાશ્વતી ઓળીમાં ૯ દિવસ આયંબિલ કરવું. શ્રી ગુમાનમલજી તપસ્વી મૂળ રાજસ્થાન ફલોદીના રહેવાસી ધંધાર્થે મદ્રાસમાં રહેતા આ તપસ્વીરને જેમ મહાવીપ્રભુએ નિંદન ઋષિના ભવમાં માસક્ષમણના પારણે માસક્ષમણ કરી વીશસ્થાનક તપ કર્યો અને ૧૧ લાખ એંશી હજાર ૬૪૫ માસક્ષમણ કર્યા તેવી રીતે આ શ્રાવકરને પોતાના જીવનમાં ૪૬૫ ઉપર અઠ્ઠાઈયો ઘોર તપ કરી વીશસ્થાનકની આરાધના કરી છે. પારણે પણ ગુરુ ભગવંતો અને ઉત્તમ શ્રાવકો પાસે અભિગ્રહપૂર્વક પારણુ કરે છે. જો અભિગ્રહ પૂર્ણ ન થાય તો બીજી અઠ્ઠાઈ કરે છે. તે પૂર્વના તપસ્વીઓની યાદકરાવે છે. પંડિતવર્ય કપૂરચંદ રણછોડદાસ વારૈયા બાહ્યતાની સાથે અત્યંતર તપની પણ ઘણી જ મહત્વતા છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેહ...પંડિતવર્યશ્રી મહેસાણા પાઠશાળાના સફળ નિવડેલ વિદ્યાર્થી ૫૦ વર્ષથી વધુ વખત સુધી પાલીતાણાના જૈન શ્રેયસ્કર મંડળની પાઠશાળામાં સફળ અને બહુમાન્ય અધ્યાપક પંડિતજી અનેક પૂજય સૂરિભગવંતોના કૃપાપાત્ર અને અનેક સાધુ-સાધ્વીજીઓના અધ્યાપક જ્ઞાનદાતા અને અનેક પુસ્તકોના રચયિતા લેખક છે. મૂળ પોતે ભાવનગર પાસે ત્રાપજ ગામના વતની છે હાલ ભાવનગરમાં રહે છે. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય વ્યાકરણ, કર્મગ્રંથ, કમ્મપડી, ચંદ્રકવલી રાજાના રાસનું અનુવાદન આદિ ૧૫ જેટલા ગ્રંથો, ૫૦-૫૦ ગાથા રોજ કરી ૮૦ વર્ષની જૈફ વયે પણ બધી ગાથા ચાલુ છે. સાદા અને અહંભાવ | વગર આજે પણ સાધુ સાધ્વીજીઓને નિસ્વાર્થભાવે જ્ઞાન અર્પણ કરી રહ્યાં છે. ધન્ય છે જ્ઞાન સાધનાને! Page #1074 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 / ૧૦૨૫ વિશ્વરેકર્ડ : આરાધક શ્રી રતિલાલ જીવરાજ શેઠ પાલીતાણાવાળા શ્રી ઘોઘા વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ પાલીતાણાના મૂળ રહીશ હાલ મુંબઈ (ડોંબીવલી) પોતાના ત્રણ સંતાનો સાથે રહે છે. તેમના ધર્મમય જીવનમાં તપશ્ચર્યામાં ૨ ઉપધાન તપ, નવપદજીની ૪૬ ઓળી, મુંબઈથી પાલીતાણા છરી પાલક સંઘ, કચ્છ ગિરનાર આદિ તીર્થયાત્રા અને શ્રી શત્રુંજયની પ૦ વખત નવાણુ યાત્રા કરી છે. તેઓ કહે છે આદિનાથ દાદાના દર્શન સ્વપ્નમાં અવારનવાર થતા રહ્યાં છે. લક્ષ્મણજી રામાજી જૈન જૈન શાસન શૂરાનો માર્ગ છે--જેને જેને મળી ગયો તે ખરેખર પામી ગયા. જોધપુર બિલાડ (રાજસ્થાન)ના વતની જ્ઞાતિએ અજૈન પણ સાધુ-સંતોના પરિચયમાં આવતા મૂળ ધંધો છોડીને જૈનધર્મમાં ઓતપ્રોત બની ગયા. જયણા અને ધર્મ એમણે આત્મસાત્ કર્યો, આખો દિવસ સામયિકમાં રહે છે. સવાર-સાંજ પ્રતિક્રમણ, ઉકાળેલું પાણી, એકાસણા, બેસણા તપ અને વર્ધમાનતપની ૬૦ જેટલી ઓળીઓ કરી–દેશભરમાં બધા જ સાધુ ભગવંતોનો પરિચય કેળવ્યો, સાધુઓની વૈયાવચ્ચ એમનો જીવનમંત્ર બની ગયો. ખરેખર જિનશાસન જયવંતુ છે. તેમના પિતાશ્રી રામાજી જૈન ઉપાશ્રયમાં કાચા કાઢતા (મુનિશ્રી હંસવિજયજી પાસે) નવકારમંત્ર શીખ્યા હતા અને ૯ વર્ષની નાની ઉમરમાં જૈનધર્મ સ્વીકાર્યો હતો. લક્ષમણજીની આજે ૭૨ વર્ષની ઉમર હોવા છતાં ઉભયટંક પ્રતિક્રમણ કરે છે. તેમજ તેમના ધર્મપત્ની શાંતાબેન પણ જિનભક્િત સેવાપૂજા, સમાયિક આદિ કરતા ત્રણ ઉપધાન સજોડે વિશ સ્થાનક અને વર્ધમાન ઓલી કરે છે. પોતાની મૂડીમાંથી જોધપુર, ભૈરૂબાગ, કાપરડાતીર્થ, બિલાડા, ઓસિયા, પાલીતાણા, ગુરુકુળ, બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ વગેરેમાં ભોજનશાળા સાધર્મિક ભક્તિ, સાધુવૈયાવચ્ચ ખાતે પોતાની રકમ વાપરી લાભ લીધો છે. જૈન સાધ્વીજીની કઠોર સાધના જાણવા પ્રમાણે હમણાં જ પાંચ છ વર્ષ પહેલા પાટણમાં પૂ. આ. શ્રી નીતિસૂરિજી મ.સા.ના સમુદાયના એક સાધ્વીજી કાળધર્મ પામ્યા તેમણે પોતાના જીવનમાં ૧૦૮ ચઉવિહાર છઠ્ઠ કરી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી, ૪૬ વર્ષીતપ કર્યા અને બીજી અનેક કઠોર તપસ્યાના મંડાણ કરી ડંકો વગાડ્યો હતો. રાજુભાઈ “અલબેલા” હાલ પૂનાનિવાસી રાજુભાઈ માણિકચંદ છાજેડ શત્રુંજય મહાતીર્થના ભક્ત છે. તેમની ઉમર ૩૪ વર્ષની છે. વ્યવહારિક શિક્ષણ ડી. ફાર્મ ફર્સ્ટ ઈયર સુધીનું છે. આજથી ૧૪ વર્ષ પહેલા કોલેજના અભ્યાસ દરમ્યાન અહમદનગરમાં પં.શ્રી વિમલસેનવિજયજી મ.સા. અને પ્રવચનકાર પૂ.મુનિશ્રી નંદિભૂષણવિજયજી મ.સા.(હાલ પંન્યાસશ્રી)નું ચોમાસું થયું. પુણ્યસંયોગોના કારણે આ યુવાનનો મુનિશ્રી સાથે સંપર્ક થયો, તેમના માર્ગાનુસારી જીવન પરના પ્રવચનો સાંભળી ધર્મનો બોધ થયો. કુપંથને છોડી ભગવાનની પૂજા સેવા કરતા થયા, પ્રથમવાર અઢાઈ કરી. ત્યારબાદ પૂનામાં ટિમ્બર માર્કેટમાં પ. પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઉપધાન તપ પણ કર્યું. તેમાં બે પ્રતિક્રમણ શીખ્યા. વ્યવહારિક શિક્ષણ છોડી ધર્મશિક્ષણ ચાલુ કર્યું. ત્યારબાદ આ.શ્રી ધનેશ્વરસૂરિજી મ.સા.નું ચોમાસુ Page #1075 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન અમલનેર પૂજ્ય આચાર્યદેવશ્રીની નિશ્રામાં ૧૫ દિવસ રહી પંચપ્રતિક્રમણ શીખ્યા. તે દરમ્યાન ત્યાંના નગરશેઠ મિશ્રીમલજી કોઠારીએ પૂછ્યું કે તમે કયારેય પાલીતાણા ગયા છો? ત્યાં શત્રુંજય તીર્થના દર્શન કર્યા છે? આપણું મોટું તીર્થધામ છે. આ યુવાને કીધું કે હું તો આ તીર્થનું નામ પણ પહેલીવાર સાંભળુ છું તો દર્શનની તો શી વાત! તેમણે તેનો હાથ પકડી દેરાસરની અંદર શત્રુંજયના દર્શન કરવાની ભાવના જાગૃત થઈ અને રોજ પટ્ટના દર્શન કરતા અને સાથે વિનંતી કરતા કે હું ક્યારે આ તીર્થના સાક્ષાત દર્શન કરીશ? એની અત્યંત શ્રદ્ધા સાથે જ્યારે અમલનેરથી અહમદનગર પોતાને ઘરે આવ્યા, દેરાસરના દર્શન કરવા જાય છે, અને ત્યાં નવાણુ યાત્રા માટેની પત્રિકા જુએ છે, અને શત્રુંજય મહાતીર્થના દર્શન કરવા છે તે ભાવનાથી નવાણમાં જોડાઈ ગયા અને નવાણુ કરાવનાર પૂનાવાલાની બસ સાથે પાલીતાણા આવી પહોંચ્યા. અહિં નવાણુ યાત્રા કરતા આટલો આનંદ અને ઉલ્લાસ આવવા માંડ્યો કે સંસારમાં છીએ ત્યાં સુધી દર વર્ષે નવાણુ યાત્રા કરવી એવો સંકલ્પ કર્યો. ત્યારથી માંડી હમણા સુધી આ યુવાને ૧૪ નવાણુ યાત્રાઓ વિધિસહિત કરી છે. “સિદ્ધાચલ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો છે'' તેમની આ ઢાલ ખાસ પ્રિય છે જયારે જુઓ ત્યારે મોઢામાંથી “આદિશ્વર અલબેલો' છે પંક્તિ સરતી હોય છે, એટલે લોકો તેમને “અલબેલો' નામથી પોકારે છે આ યુવાને આ પવિત્ર ધામ પાલીતાણામાં ત્રણ ચોમાસા પણ કરેલ છે અને પ્રથમ ચોમાસામાં ૩૧ ઉપવાસ પૌષધ સહિત અને એક લાખ નવકારનો જાપ કર્યો. ત્યાર પછી બીજા ચોમાસામાં ૨૫ ઉપવાસ મૌન સહિત અને સાથે ૧ લાખ નવકારનો જાપ અને ત્રીજા ચોમાસામાં માસક્ષમણનો તપ કર્યો. બે વાર ચઉવિહાર છઠ્ઠ કરીને ૭-૭ જાત્રા અને એકવાર અઠ્ઠમ કરીને ૧૧ શત્રુંજય મહાતીર્થની જાત્રા કરી છે. આચાર્ય ધનેશ્વરસૂરિજી મહારાજે રચેલ આ સિદ્ધગિરિના મહિમા વર્ણવતો ગ્રંથ પણ વાંચેલ છે હાલમાં શત્રુંજય કલ્પવૃત્તિનું ભાષાંતર વાંચી રહ્યા છે. તેમના જીવનમાં શત્રુંજય મહાતીર્થના પ્રભાવની ઘણી ઘટનાઓ બની છે. સાક્ષાત પ્રભાવ તેમણે અનુભવ્યા છે. કેટલાય સંકટો-આપત્તિઓમાંથી શત્રુંજય તીર્થના પ્રભાવે બચી ગયેલ છે. એટલે તેના હૃદયમાં “મેરા શત્રુંજય મહાન!!'' તપસ્વી યુગલ શ્રી ભરમલજી ગુલાબચંદજી અને શ્રીમતી શાંતીબાઈ ભુરમલજી મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લા વેદાના નિવાસી છે. તેઓશ્રીએ ધર્મમય જીવન સાથે તપધર્મને આત્મસાત્ કરી ૩૨ વર્ષથી એકઘાતી તપ કરી રહ્યા છે. તેની ઝલક :-- (૧) ૪૫ ઉપવાસ (૧૭માં વરસીતપમાં) (૨) ૨ માસક્ષમણ (૩૦ ઉપવાસ) (૩) ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૫, ૧૬, ૧૭, ૨૦ ઉપવાસ (૪) શ્રેણી તપ (૫) સિદ્ધિતપ (૬) ભદ્રતા (૭) જિનદીક્ષા તપ (૮) સમોસરણ તપ (સિંહાસન તપની સાથે) (૯) ધર્મચક્રતપ (૧૦) મહાધનતપ (૧૧) ક્ષીરસમુદ્રતા (૧૨) મોક્ષ???તપ (૧૩) પ૨૧ આયંબિલ સળંગ તેમાં ૩ અઢાઈ અને રાજસ્થાનથી સમેતશિખરજીની છ” રીપાલક યાત્રા (૧૪) નવપદજીની ૯૦ ઓળી (૧૫) ૨૨ વરસીતપ (તમાં ૧ અઠ્ઠમતપથી અને ૨ છકતાથી કર્યા.) (૧૬) ૩ ઉપધાનતપ મૂલવિધિથી (૧૭) ૧૪ નવાણુ યાત્રા અને ૧૫ ચઉવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા (૧૮) નવ લાખ મંત્રનો જાપ (૧૯) ૧૪ છ'રીપાલક સંઘ (૨૦) ૧૦ પાલીતાણા સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસ (૨૧) ૩૪ વર્ષથી પર્યુષણ પર્વમાં અઢાઈ તપ સાથે ચોસઠ પ્રહરી પૌષધ (૨૨) ! ૨૦૦ ઉપર અઠ્ઠમ તપ કર્યા હશે. = = = Page #1076 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ १०२७ ब पन्यास प्र. श्री वीररत्नविजयजी मा.सा. (मालवरल एक परिचय : संदीप फाफरिया द्वारा) मालवा को अपना कर्मक्षेत्र बनानेवाले महापुरुषों की श्रृंखला में एक प्रभावक नाम लगभग बीस वर्षोंसे जैन धर्म की शान बढ़ाने वाले जिन संत का नाम जन-जन के मुख में है । वे हैं मालवरत्न पन्यास प्रवर श्री वीररत्नविजयजी मा.सा. । वीरभूमि, रत्नगर्भा राजस्थान के पिंडवाडा (सिरोही) में श्री छोगालालजी मरडीया के घर माता लक्ष्मीबाई की कुक्षी से वि. स. २००८ फाल्गुन शुक्ल ३ को जन्में उत्तमचंद के बारे में किसे पता था की यह राजस्थान का बालक मालवरल बनेगा । माता-पिता और भाई बहनों का दुलारे उत्तमचंद ने मात्र ११ वर्ष की लघुवय में जैन दिक्षा अंगीकार की और मुनी वीररत्नविजयजी बन गये । वि. स. २०२० की माघ शुक्ल ११ को इन बाल मुनि की श्रमण यात्रा आरम्भ हुई। प. पू. आचार्य श्री विजयभुवनभानुसूरिजी आचार्यश्री प्रेमसूरिजी, आचार्यश्री जितेन्द्रसूरिजी एवं आचार्यश्री गुणरत्नसूरिजी मा. सा. जैसे महान गुरुजी की सदा बरसती दिव्य कृपा और शुभाशीष ने मुनि श्री के व्यक्तित्व को निखारा और विकास यात्रा में बढ़ते गये। ज्ञान-ध्यान और संयम साधना के शिखर की और बढ़ते हुए, आपने मालवा को अपना कर्म क्षेत्र बनाया, प्रथम व्याख्यान देने का सुअवसर पूज्य गुरुदेवश्री जितेन्द्रविजयजी मा. सा. (वर्तमान आचार्यश्री जितेन्द्रसूरिजी) के सानिध्य में इन्दौर शांतिनगर में प्राप्त हुआ। गांव-गांव में जिन मंदिर निर्माण, उपाश्रय निर्माण का लक्ष्य साध कर लगभग ६०-७० जिनमंदिर निर्माण, जिर्णोद्धार करवाएं। साथ अनेक तीर्थ स्थानों का नूतन निर्माण भी करवाया । साधना के क्षेत्र में ध्यान को उत्तम मानते हुए वाग्वादीनी मां सरस्वती एवं ऋषि मण्डल की उत्कृष्ट साधना कर दिव्य कृपा प्राप्त की। शासन अधिष्ठायक श्री माणिभद्र वीर की २५ वर्षों से लगातार दिव्य कृपा पूज्य श्री पर है । संकल्प यदि सदढ़ हो तो सिद्धि के दर्शन अवश्य प्राप्त होते है । पूज्यश्री भी अपने हृदय में एक दिव्य साधना केन्द्र की स्थापना की भावना लिए विहार कर रहे थे । तभी ध्यान संकेत चमत्कार भूमिदान का अद्भुत संयोग हुआ और आपने शिवपुर महातीर्थ निर्माण का भूमि पूजन चैत्र शुक्ल ६ वि. स. २०४५ को करवाया । पूज्यश्रीकी साधना रंग लाई और वैशाख शुक्ल ६ वि. सं. २०४७ रविपुष्य योग में तीन आम्र वर्षों के मध्य शासन देव श्री मणिभद्रवीर का स्वयंभू प्रगटीकरण हुआ। आज शिवपुर तीर्थ मध्यप्रदेश के मालवा क्षेत्र का जाना माना तीर्थ है । हजारों तीर्थयात्री प्रतिवर्ष यहां पर आते हैं। माणिभद्र वीर मंदिर का कलात्मक निर्माण हो चुका है तथा पार्श्वनाथ भगवान के रथाकार मंदिर का निर्माण चल रहा है। ___ संपूर्ण मालवा क्षेत्र में धर्म प्रभावना का जोर देखते हुए मालवा क्षेत्र के श्री संघोंने पूज्यश्री को २३ मार्च १६६८ को मालव रल पद से शिवपुर तीर्थ की दिव्य भूमि पर सुशोभित किया । साधना, जिन धर्मप्रभावना के क्षेत्र में अपने सुयोग्य शिष्य के बढ़ते कदमों को देख प. पू. आचार्य श्रीमद् विजय भानुसूरिश्वरजी म.सा. शुभाशीर्वाद ने शुभाज्ञा प्रदान की और आपको शत्रुजय तीर्थ की पावन सिंह भूमि पर ६ दिसम्बर १६६० को गणीपद से व रायपुरनगर में ७ मई १६६२ को पन्यास पदसे समालंकृत किया गया । पूज्यश्री के पावन सान्निध्य में लगभग १८० से अधिक जिन भक्ति महोत्सव व १५ छ'री पालीत ॥ संघों का भव्यतम आयोजन किया जा चुका है। * Page #1077 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૮ ] L[ જૈન પ્રતિભાદર્શન [સંયમ - સુવાસ અને સાધના વર્તમાનકાલીન ગુણવૈભવી શ્રાવકરત્નો રાજમહેલ જેવી રીતે બહારથી ભવ્ય દેખાતો હોય તેવી જ રીતે અંદરથી પણ ભવ્ય, મનોહર, વિશાળ અને મજબૂત હોવો જોઈએ તો જ એ ખરી રીતે પ્રશંસનીય બને છે, એવી જ રીતે જૈન શાસનરૂપી રાજમહેલ પણ બહારથી તો ભવ્ય છે જ. જોતાંવેંત જ સૌ કોઈને આકર્ષે છે. તથા અંદરની તેની ભવ્યતા, મનોહરતા અને વિશાળતા તથા મજબૂતાઈ એ બધું આ શાસનના સત્ત્વ-નિષ્ઠા-ન્યાય પરાયણતાપાપભીરુતા-દયા-દાન-પરોપકાર-ભકિત-કાર્યકુશળતા સહિષ્ણુતા-અનુકંપાસાહિત્ય સેવા વગેરે ગુણોથી સંપન એવા અનેક શ્રાવકોના ગુણી જીવનથી શાસનરૂપી રાજમહેલ અંદરથી પણ મનભાવન બનીને દીપી રહ્યો છે. આપણને તેમ જ જૈનેતરોને પણ હેરત પમાડે છે. ધન્ય એ શાસન, ધન્ય એ શાસનના અનુયાયીઓ!! હૈયાના ભાવપૂર્વકની ગુણોની અનુમોદના, એ જૈન શાસનની એક આગવી વિશેષતા છે. જે વ્યક્તિમાં જે જે ગુણો હોય, એમાં પણ જે વિશિષ્ટ પ્રકારના ગુણો હોય તેની ભાવભરી અનુમોદના કરવાથી આપણો આત્મા પણ પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધે છે. ખુશામત એ અલગ વસ્તુ છે, અને અનુમોદના એ એમાંથી તદ્દન જુદી વસ્તુ છે. ખુશામતમાં કેવળ સ્વાર્થની ભાવન હોય છે, અનુમોદનામાં આત્મિક કલ્યાણની ભાવના હોય છે, એટલે આ અનુમોદના એ હરગીજ ખુશામત તો નથી જ. | દયા-દાન-કરુણા-તપ-ત્યાગ-તીતીલા પૈર્ય, પ્રામાણિકતા, શૂરવીરતા, સર્વસ્વના ભોગે પણ સ્વકર્તવ્યનું પાલન, સ્ત્રીઓના શીલની રક્ષા માટે જાતની કુરબાની, પ્રજાના હિતને માટે રાજાના અન્યાયનો વટભેર સામનો કરવો, રાજાઓની પણ સાન ઠેકાણે લાવવી વગેરે ગુણોવાળા પરાક્રમી એવા અનેક ભવ્ય આત્માઓ જૈન શાસનના વિશાળ બગીચામાં સુગંધી પુષ્પો સમાન પેદા થયા છે. આવા અનેક ભાગ્યશાળી મહાનુભાવોના જીવનચરિત્રોની ભાવસભર અનુમોદના કરીને આપણે પણ એમના ગુણોરૂપી પુષ્પોની મહેંકતી સુગંધનો અનુભવ કરીએ અને ભવસાગર તરીયે. ---સંપાદક Page #1078 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૨૯ શ્રી અમૃતલાલ પારેખ : પંચમહાલ જિલ્લાના ગોધરા નગરના વિશાનીમા જૈન જ્ઞાતિના પ્રતિભાશાળી પુરુષ તરીકે નામના પ્રાપ્ત કરનાર શ્રી અમૃતલાલભાઈ પારેખ. બાલ્યાવસ્થાથી કુશાગ્રબુદ્ધિને પરિણામે વ્યાવહારિક અભ્યાસ કરતાં કરતાં શિષ્ટ અને સંસ્કારવર્ધક વાંચનનો શોખ ઉદ્ભવ્યો એટલે ઉત્તમ ચરિત્ર ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. એમના વિચારો ધાર્મિક હતા, છતાં સમાજસુધારાને શિક્ષણની અનિવાર્ય આવશ્યકતા જાણીને ગોધરામાં શ્રી જૈન વિદ્યોત્તેજક મંડળીની સ્થાપના કરીને લગ્ન પ્રસંગોની ઉજવણી, મરણ પછીનું ભોજનના રિવાજ માટે સુધારક દૃષ્ટિબિન્દુ અપનાવ્યું હતું. આ વિચારોનું સ્વયં અક્ષરશઃ પાલન કરી બતાવ્યું હતું. તે ઉપરથી એમના વિચારોને આચાર સાથે એકસૂત્રતા રહેલા જોઈ શકાય છે. તેઓશ્રી રાષ્ટ્રિય ભાવનાથી રંગાયેલા હોવાથી ઇ.સ. ૧૯૨૮માં આઝાદીની ચળવળમાં જોડાયા, પણ શારીરિક સુખાકારીએ યારી ન આપતા તેમાંથી નિવૃત્ત થઈ ગયાં. એમની સ્વાધ્યાય પ્રવૃતિમાં ઉપદેશક તરીકેની મોટાઈ કે અહમ્ લેશમાત્ર ન હતો. તેઓ તો સ્વકલ્યાણ દ્વારા મુમુક્ષુઓનું પણ કલ્યાણ થાય તેવા ઉદાર હેતુથી પોતે જે વિચારો આત્મસાત કર્યા છે તેના ચિંતન અને મનન સ્વરૂપે વ્યક્ત કરતા હતા. એમના જીવનની આ એક મહાન સિદ્ધિ હતી. તેઓશ્રી નમ્રતા, સાદાઈ, વિનય, મૈત્રીપૂર્ણ વ્યવહાર, ભક્તિભાવ અને સ્વાધ્યાયપ્રેમી જેવા ગુણોથી વિલક્ષણ વ્યકિતત્વ ધરાવનાર બન્યા હતા. એમનું અંતિમ લક્ષ્ય પરમાત્માના આદર્શને વરીને ભવનો અંત કરવાનું હતું. માદેર વતન ગોધરાના જૈન સંઘ તરફથી એમનું સન્માન કરવામાં આવ્યું તે પ્રસંગે “સાધુચરિત'' મહાપુરુષ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. સાચે જ તેઓ સંસારી હતા, પણ નિર્લેપભાવે વ્યવહાર પ્રવૃત્તિ કરી, પણ એમનું લક્ષ્ય તો આત્મકલ્યાણની ભાવનાનું જ રહ્યું હતું. ગોધરાના શાંતિનાથ જિન પ્રાસાદના જિર્ણોદ્ધાર વખતે કારોદ્ઘાટન એમના શુભ હસ્તે કરાવવાનો અનેરો પ્રસંગ એક ચિરસ્મરણીય બન્યો છે. આવા વિનમ્ર સમર્પણશીલ ગુણાલંકારયુકત, સાધુચરિત મહાપુરુષ ૧૯૮૭ના ડિસેમ્બરની ર૬ તારીખે આ નશ્વર દેહ છોડીને પ્રભુના પરમ ધામમાં દિવ્ય જયોતિમય પ્રકાશ પામીને સિધાવ્યાં. (સંકલન : ડૉ. કવિન શાહ શ્રી અરવિંદભાઈ છોટાલાલ ચોકસી ઃ બીલીમોરા (ઇસ્ટ) વિભાગના જૈન સંઘના પ્રમુખશ્રી અરવિંદભાઈ ચોકસી, જાણીતા ઉદ્યોગપતિ, જૈન સમાજના કાર્યકર અને સેવાકીય પ્રવૃત્તિઓના સૂત્રધારનું માદરે વતન સુરત પણ કાર્યક્ષેત્ર બીલીમોરા પસંદ પડ્યું. વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રોમાં પોતાની શક્તિ અને સંપત્તિનો વ્યય કરીને પ્રતિભાશાળી ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી છે. માત્ર ટૂંકાગાળામાં બિલીમોરામાં આવી નામના પ્રાપ્ત કરનાર વિરલ વ્યકિત્વવાળા અરવિંદભાઈ ચોકસી સૌની પ્રીતિપાત્ર બન્યા છે. શ્રી અરવિંદભાઈની ધર્મપ્રિયતા, વિદ્યાપ્રેમ, સમાજસેવા અને ઉદારતા એમની વિવિધ સેવાકીય -------- ૧૧ ૭, Page #1079 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩0 ] [ જૈન પ્રતિભાદર્શન પ્રવૃત્તિઓથી સુખ્યાત છે. ગોહરબાગ જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ, રોટરી કલબ-મુંબઈ, નૂતન જિનમંદિર, ઉપાશ્રય-આરાધના ભવન, પાઠશાળાની સ્થાપના જેવા જૈન સમાજના વિકાસમાં સહયોગ તન-મન અને ધનથી આપ્યો છે. શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાદાન કરીને યુવા પેઢીના ઘડતરમાં પૂરતા પ્રયાસોથી સિંચન કર્યું છે. અન્ય સેવાકીય સંસ્થાઓમાં ઉદાર હાથે દાન આપીને સેવાભાવનાને ઝળહળતી રાખી છે. અરવિંદભાઈની પ્રતિભાનું એક આગવું લક્ષણ એ છે કે કોઈ પણ પ્રકારની ધાર્મિક એ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય તો અચૂક એમની રકમ પ્રથમ નોંધાઈ જાય. દાન આપવાની આવી ઉદારતા દાનને સાર્થક કરે છે. એમની શિક્ષણ અને સંસ્કારપ્રિયતાની ઉચ્ચ ભાવનાથી ઓહરબાગ જૈન સંઘ દિન-પ્રતિદિન બીજ સ્વરૂપમાંથી વટવૃક્ષ બની રહ્યો છે. જેથી સમગ્ર જૈન સમાજ ગૌરવ અનુભવે છે. Simple Life and high thinkengના સૂત્રને અનુસરીને દ્રષ્ટાંત રૂપ જીવન જીવી રહ્યા છે. ધંધાકીય કાર્યદક્ષતા ખૂબ ઊંચી ગુણવત્તાવાળી અને નીતિમત્તાના ધોરણે કાર્યરત શ્રી અરવિંદભાઈ સફળ ઉદ્યોગપતિ અને સંઘનાયક તરીકે પ્રતિભાશાળી છે. ધંધાકીય વિકાસ માટે જર્મનીનો પ્રવાસ કરીને આ ક્ષેત્રમાં પણ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. (સંકલન : ડો. કવિન શાહ) શ્રી અવંતીલાલ ચુનીલાલ મોદી : વિશાનીમા જૈન જ્ઞાતિના નાનકડા વિસ્તારમાં પણ સેવાભાવી કાર્યકર્તાઓની યાદીમાં સ્થાન આપી શકાય તેવા મહુઘા (જિ.ખેડા)ના વતની શ્રી અવંતીલાલ ચુનીલાલ શાહ સમાજના અગ્રણી માનનીય મુરબ્બી તરીકે સ્થાન પામ્યા છે. તેઓશ્રી જૈનકુળમાં જન્મ્યા અને કુળને અનુરૂપ ધાર્મિક પ્રસંગોનું આયોજન-સંચાલન અને જિનશાસનના કાર્યો કરવામાં તન-મન-અને ધનથી સેવા આપી છે. તેઓશ્રી મહુધા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ અને જૈન દેરાસરના કાર્યવાહક ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. જિનેશ્વર ભગવાનની પેઢીના વહીવટની સોસાયટી સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સંબંધ ધરાવે છે. મહુઘા જૈન સમાજના લોકલાડીલા સેવાભાવી સાધર્મિક તરીકે એમનું નામ સમગ્ર ગામમાં સુખ્યાત બન્યું છે. એમની ધર્મપ્રિયતાના પ્રતીક સમાન સિદ્ધચક્રપૂજન, ભકતામર પૂજન અને વિશ સ્થાનક પૂજનના કર્તવ્યોમાં તીર્થયાત્રાના કર્તવ્યને પણ તેઓશ્રીએ ભોયાણી તીર્થના યાત્રા પ્રવાસનું આયોજન કરીને પુણ્યકાર્ય કર્યું છે. શ્રી અશોકભાઈ મધુસુદનભાઈ શાહ : રોહીડા જૈન સમાજના પ્રતિભાશાળી દાનવીર, સેવાભાવી અને કાર્યદક્ષ સજજન પુરુષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી અશોકભાઈનું જન્મસ્થળ અને કર્મભૂમિ એ બીલીમોર નગરી છે. બી. કોમ.ની પદવી પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે પુરુષાર્થ કરી કેમીકલના વ્યવસાયમાં જોડાયા. કેમીકલના વ્યવસાયમાં દિન-પ્રતિદિન પોતાની બુદ્ધિ અને હોશિયારીના સમન્વયથી સતત પ્રગતિના પંથે પ્રયાણ કરીને સંજરાજ કેમીકલ કુ.ના નામથી વિશેષ સમૃદ્ધ થયા છે. Page #1080 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૩૧ શ્રી અશોકભાઈએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટી, મંત્રી અને પ્રમુખપદ જેવા માનવંતા હોદ્દાઓ પર રહીને તન-મન અને ધનથી સાચા દિલથી સેવા કરીને કુળદીપક તરીકે યશ કીર્તિ પ્રાપ્ત કરી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટ-આગમ (મુંબઈ), શ્રી લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર-બોટાદ, શ્રી સીમંધરસ્વામી જિન મંદિર-ઓશિયાજીનગર-ભીલાડ, શ્રી શાંતિનાથ જૈન દેરાસરની પેઢી-બીલીમોરા જેવી ધાર્મિક સંસ્થાઓ અને બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, માનવ સેવાકીય પ્રવૃત્તિઓ વિસ્તાર પામેલી છે. પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ની ગુમૂર્તિની ગુરુભક્તિ ભાવનાના પ્રતીક-રૂપે પ્રતિષ્ઠા, સાકરચંદ શેઠની ટૂંકમાં (પાલીતાણા), પ્રાચીન આદીશ્વર જિનબિંબની પ્રતિષ્ઠા, અગાસી તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનની પ્રતિષ્ઠા, અંજનશલાકા, યક્ષ-યક્ષિણીની સ્થાપના, સાધર્મિક વાત્સલ્યમાં લક્ષ્મીનો સદવ્યય. ઓશિયાજીનગરના જિન પ્રાસાદની મુખ્ય શીલા સ્થાપના કરવાનો ગૌરવવંતો લ્હાવો લેનાર. નંદિગ્રામમાં ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં મહાવીરસ્વામી ભગવનની પ્રતિષ્ઠા, જિનમંદિરના શિખરની મુખ્યશીલા સ્થાપક, આલીપોર તીર્થમાં આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા જેવી ધર્મપ્રવૃતિઓ કરીને સુકૃતની કમાણી કરી છે. આ બધા જ પ્રસંગોએ જૈન સમાજના લોકોને માનસહિત ભાગ લેવા માટે પણ જરૂરી સુવિધાઓ પૂરી પાડીને સફળતાના સુકાની બન્યા છે. એમની ધર્મ પ્રવૃત્તિનાં ચાર ચાંદ લગાવે તેવી યાદગાર પ્રવૃત્તિ તે સમેતશિખરજીની યાત્રા માટેની સ્પેશ્યલ ટ્રેઈનની વ્યવસ્થા અને સંઘપતિ બનીને આવા મહાન પવિત્ર તીર્થભૂમિ અને અન્ય કલ્યાણકોવાળી ભૂમિની સ્પર્શના, યાત્રા-પૂજાદિનો અમૂલ્ય લાભ લીધો છે. શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં યોગદાન, માનવસેવા ટ્રસ્ટની માનવતાની પ્રવૃત્તિઓમાં સકીય, અગાસી તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન, કાંદીવલી (મુંબઈ) ઉપાશ્રયનો હોલ, અગાસી તીર્થમાં કાયમી અખંડ દિવાનો લાભ લેવો, બીલીમોરાના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર અને ઉદ્ઘાટન, બીલીમોરામાં માણિભદ્ર વીરના અખંડ દીપકની સ્થાપના, બિલીમોરામાં સકળ સંઘને અતિ નાની-મોટી તપસ્યા કરનાર તપસ્વીઓનું બહુમાન કરવું, રોહિડા જૈન સમાજના ફાઉન્ડેશન ટ્રસ્ટી ને તેને સમૃદ્ધ અને વિકાસમાં દાન આપનારા, ઉવસગ્ગહર તીર્થમાં ૨૮ કીલો ચાંદીની આંગીનો લાભ લેનાર, સુવર્ણાક્ષરે (સોનાની સહીથી) કલ્પસૂત્ર લખાવીને શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિ કરનાર, અગાસી તીર્થમાં પૂર્ણિમાની યાત્રા નિમિત્તે શત્રુંજયનો પટ અર્પણ કરનાર, કસ્તુરબા હોસ્પિટલ વલસાડ, સાધુ, સાધ્વી વૈયાવચ્ચમાં સદા તત્પર અને અન્ય સેવાકીય સંસ્થાઓમાં કોઈપણ પ્રવૃત્તિ માટે ઉદાર સખાવત કરનાર વિરલ વ્યક્તિત્ત્વ ધરાવનાર શ્રી અશોકભાઈ સૌ કોઈના લોકલાડીલા બન્યા છે. ઉપરોકત સર્વ કાર્યોમાં ઉદાર સખાવત કરીને લક્ષ્મીને બાંધી ન રાખતા છુટા હાથે દાન કરીને આ કલિકાળમાં નાનકડા ઉદ્યોગનગર બીલીમોરામાં ધર્મકાર્ય, સેવાપ્રવૃત્તિ અને દાનની સરિતા વહેવડાવીને પોતાના વ્યકિતત્વનો વિશિષ્ટ રીતે પરિચય કરાવ્યો છે. બીલીમોરા તેમ જ આજુબાજુના વિસ્તારની રોટરી કલબ, લેડીઝ કલબ, અખિલ હિન્દુ મહિલા પરિષદ, યુવક મંડળ, શાંતિજિન-શીતલ જિનમંડળ, સોમનાથ સંકુલ, ગાયત્રી મંદિર ટ્રસ્ટ જેવી સંસ્થાઓને પણ પોતાના દાન ને સેવાથી અલંકૃત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. [સંકલન : ડો. કવિન શાહ.] શ્રી અમૃતલાલ મોહનલાલ શાહ : મણુંદ તા. પાટણ, જિ. મહેસાણાના વતની, ૬૮ વર્ષીય શ્રી અમૃતલાલભાઈના પરિવારમાં બે પુત્રો, Page #1081 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન ત્રણ પુત્રીઓના આ પરિવારમાં ધર્મના સંસ્કારો જોવા મળ્યા. ૫૦ વર્ષથી સુતરાઉ ખાદીના કપડાં પહેરવાં, સોનાના ઘરેણા, કાંડા ઘડિયાળ પહેરવાનો ત્યાગ, સાદો ખોરાક, મીઠાઈ તથા ફળનો ત્યાગ ૧૦ વર્ષ સુધી. પાંચ તિથિ ફકત ત્રણ જ વસ્તુ જમાવામાં વાપરવાની, લગ્નપ્રસંગ - શ્રીફળ વિધિમાં જવાનું બંધ. પિતાશ્રીની સાત વર્ષ માદગીમાં સેવા કરી, માતુશ્રીની ત્રણ વર્ષ માંદગીમાં સેવા કરી છે. સામાજિક સેવામાં જ્ઞાતિના મંડળમાં સેવા આપી છે. સમેતશિખરજી. પાલીતાણા, શંખેશ્વર, કુલપાજી, ઉવસગ્ગહરં તીર્થ-અનેક તીર્થોની જાત્રા કરી. આરાધના : શ્રી પાર્શ્વનાથ ભગવાનની આરાધના તથા મહાદેવી પદ્માવતી માતાની આરાધના તથા જાપ નિયમિત કરે છે. આચાર્ય મહારાજે આપેલી પદ્માવતી માતેની મૂર્તિ ઘીમાં આરાધના માટે રાખેલી છે. માતાજીની આરાધના અને નિયમિત જાપ કરવાથી ઘણો જ લાભ થયો છે. આ પરિવારની દાન અંગેની વિગત જોઈઓ તો મહાવીરનગર જૈન મંદિરમાં શ્રી પદ્માવતી માતાજીની મૂર્તિ મઢાવી અને ગોખલો બનાવી આપ્યો છે. શ્રી મહાવીરનગર જૈન મંદિરમાં શ્રીકેસર-સુખડની રૂમ બંધાવી આપી છે. સુરેન્દ્રનગર પાસે શ્રી શંખેશ્વર તીર્થમાં ધર્મશાળામાં એક ઓરડીનું દાન આપેલ છે. શ્રી શંખેશ્વર તીર્થમાં ભોજનશાળામાં નાસ્તાગૃહમાં સારી રકમ ભેટ આપી છે. શ્રી પદ્માવતી મહાપૂજન ભણાવ્યું છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ૭૧ કલાકના અખંડ જાપ સહિત અક્રમ તપની આરાધના તથા પારણા. શત્રુંજ્ય પટ બનાવી દર્શનાર્થે ભેટ. વતનમાં ધાર્મિક કાર્યક્રમો તથા સંઘ લઈ ગયા હતા. શેઠશ્રી કચરાભાઈ હઠીસીંગ : કચરાભાઈનું ભણતર તો વધારે ન થયું પણ એમનું ગણતર બહુ ઊંડું હતું અને કોઠાસૂઝ તથા હૈયા ઉકલત પણ એમનામાં ઘણી ઘણી હતી. કામ કરવામાં કે પરિશ્રમ વેઠવામાં તેઓ કયારેય કંટાળતા નહિ. આત્મવિશ્વાસ પણ જબ્બર હતો. અમદાવાદ હિંદુસ્તાનનું માનચેસ્ટર ગણાય છે. અને એનો કાપડનો ઉદ્યોગ એની સમૃદ્ધિનું મૂળ છે. શ્રી કચરાભાઈનો વ્યવસાય પણ કાપડનો જ હતો; અને આજે એમના પુત્રશ્રી જસવંતલાલભાઈ પણ એ જ વ્યવસાયને અને પોતાના પિતાશ્રીના ગૌરવને સાચવી રહ્યા છે. કાપડના જથ્થાબંધ મોટા વેપારી તરીકે શ્રી કચરાભાઈએ સારી નામના મેળવી હતી અને વેપારી આલમમાં તેઓ એ શાણા સલાહકાર અને સુલેહ કરાવનાર આગેવાન તરીકે માન – પ્રતિષ્ઠા મેળવ્યા હતા. શ્રી કચરાભાઈ જેમ વ્યવહારદક્ષ અને વ્યાપારનિપુણ હતા તેમ એમનો ધર્માનુરાગ પણ દાખલારૂપ બની રહે એવો હતો. ધર્મભાવનાનું મહત્વ સમજીને તેઓ હંમેશા બે રીતે ધર્મનો આદર કરવા પ્રયત્નશીલ રહેતા : એક તો બને તેટલા વધુ ધાર્મિક નિયમોનું પાલન કરવાનું તેઓ ધ્યાન રાખતા; અને બીજું શ્રમણ સમુદાયની, સાધર્મિક ભાઈઓ-બહેનોની ભક્તિ કરવામાં અને સાતક્ષેત્રનાં ધર્મકાર્યોમાં ઉદારતાથી પોતાના ધનનો સદુપયોગ કરવામાં તેઓ હંમેશા આગળ રહેતા. આથી તેઓનું જીવન અને ધન બન્ને કૃતાર્થ થયા હતા. અને તેઓ રાજનગર-અમદાવાદ જૈન સંઘના અગ્રણી તરીકેનું ગૌરવ મેળવી શક્યા હતા. કંબોઇ તીર્થને જાહોજલાલ બનાવવામાં તેઓએ ખુબ પરિશ્રમ લીધો છે. બે દાયકા કરતાં પણ વધુ સમય સુધી તેઓએ આ તીર્થની ઉલ્લાસથી સેવા બજાવી હતી. શ્રી કચરાકાકાની લાંબા સમયની આ Page #1082 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૦૩૩ સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા એ તીર્થના ભાવનાશીલ સંચાલકોએ અમદાવાદના જૈન અગ્રણીઓની હાજરીમાં જાહેર સન્માન કરેલું. અમદાવાદના શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની તેઓએ વર્ષો સુધી માનદ્મંત્રી તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદની સુપ્રસિદ્ધ જિર્ણોદ્ધાર કમિટીના તેઓ ૧૨ વર્ષ પ્રમુખ રહ્યા હતા અને કુલ ૨૫ વર્ષ સુધી આ કમિટીમાં રહીને દેરાસરોના જિર્ણોદ્ધારના કામોમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ઓપેરા સોસાયટીના નવા જિનમંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ તેઓએ લીધો હતો. આ રીતે વ્યવહાર, વ્યાપાર અને ધર્મ-એ ત્રણેય ક્ષેત્રની સુંદર સેવા બજાવી પોતાના જીવનને કૃતાર્થ કરી કચરાકાકા ૮૩ વર્ષની પાકી ઉંમરે, તા. ૧૭-૧૦-૭૩ના રોજ સિધાવ્યા. ધન્ય એ જીવન! ડો. કીર્તિલાલભાઈ એમ. ભણસાલી : સ્વર્ગસ્થ ડો.કીર્તિલાલભાઈ એમ. ભણસાલી એક ખૂબ કૃતાર્થ, લોકપ્રિય અને સારામાણસાઈના પરિમલથી સુરભિત મહાનુભાવ હતા, એમના જીવનમાં એક સિદ્ધહસ્ત તબીબ તરીકેની નિપુણતા અને માનવ ગુણોના ઉપાસક પુરુષની ગુણિયલતાનો વિરલ સુયોગ લઘાયો હતો. પોતાના વિષયને લગતી, તબીબ વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધોથી માહિતગાર રહેવા તેઓ સદા પ્રયત્નશીલ અને જાગ્રત રહેતા. પણ પોતપોતના વિષયનું નિપુણપણું કે નિષ્ણાતપણું તો બીજી બીજી વ્યક્તિઓમાં પણ મળી શકે. પણ ડો. કીર્તિલાલભાઈને મળેલી અસાધારણ કીર્તિનો પાયો એમની સજજનતા, કરૂણાપરાયણતા અને પરગજુવૃત્તિમાં રહેલો હતો. તેઓ વ્યવસાયે તબીબ હોવા છતાં એમનું અંતર સુકુમાર ફૂલ જેવું મુલાયમ હતું અને દીન-દુઃખી દર્દીઓને જોઈને એ દ્રવી ઊઠતું. માનવસેવાના માર્ગને પ્રભુને પામવાના માર્ગરૂપે ડો. ભણસાણીએ સ્વીકાર્યુ હતું-સમજયાં હતા. એનું જ આ સુપરિણામ હતું એમ લાગે છે. એક ડોકટર તરીકે તેઓને યશનામી બનાવવામાં અને મોટી સફળતા અપાવવામાં જેમ એમની ઊંડી આવડત અને હૈયા ઉકલતનો મોટો હિસ્સો હતો. તેમ એમની મધુર પ્રકૃત્તિ, દર્દીઓ તરફની ઊંડી હમદર્દી અને દર્દીને પૂરેપૂરો સંતોષ આપવાની શાંત વૃત્તિનો પણ ઘણો મોટો હિસ્સો હતો. સંસ્કારિતા અને ધર્મ તરફનો અનુરાગ એ ડો. ભણસાલીની બીજી વિશેષતા હતી. છેલ્લે છેલ્લે તો તેઓએ પોતાનો અમુક સમય ધર્મનાં વિચારો અને વાતો સાંભળવા-સમજવામાં વીતે એવી પણ ગોઠવણ કરી હતી. સાધુ - સંતો અને સાધ્વીજી મહારાજની નિષ્કામભાવે સેવા કરવામાં તેઓ આફ્લાદ અનુભવતા. આ બધાને લીધે તેઓને બોલવામાં અને વર્તનમાં એક પ્રકારની સુવાસ પ્રસરી હતી. ગરીબ કે તવંગર, નાના કે મોટા, ઊંચા કે નીચા સર્વ પ્રત્યે તેઓએ સમભાવ અને સમદષ્ટિ કેળવ્યા હતા. ગરીબ અને નિરાધાર વ્યકિતઓ માટે તેઓ હંમેશ ચિંતિત રહેતા. આમાં તેઓની ઉત્કૃષ્ટ વિનમ્રતા અને પરોપકારી દયાનું પ્રતિબિંબ જોવા મળતું. માનવ કલ્યાણની ઉચ્ચ પંરપરા દર્શાવતો સેવા અને સમર્પણનો ઉચ્ચ આદર્શ અને સંદેશનો અમૂલ્ય વારસો ડો.કીર્તિભાઈ ભણસાલી આપણને સોંપી ગયા છે. Page #1083 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૪ ). [ જૈન પ્રતિભાદર્શન શ્રી કાંતિલાલ કુંદનમલજી સંઘવી : - રાજસ્થાનના જાલોર જિલ્લાના આહારનગરમાં સંઘવી પરિવાર પોતાની સમાજસેવા, દાનપ્રવૃત્તિ તેમજ ધર્નપ્રભાવના માટે અગ્રણીય ગણાય છે. આ પરિવાર શ્રી કાંતિલાલનો જન્મ ૧૫ ડીસેમ્બર ૧૯૫૨ના થાણામાં શ્રી કુંદનમલજી સંઘવીને ત્યાં પુત્રરત્ન રૂપે થયો હતા. એમની માતાનું નામ શ્રીમતી મોવનબાઈ. તેઓ શ્રી જે.કે. સંઘવીના નાનાભાઈ છે. તેઓશ્રી થાણામાં વ્યવસાય કરે છે. તેમની ઉદારતા, ધર્મ-સેવા તેમ જ સહૃદયતાથી સુસંસ્કૃત છે. સાદું જીવન, ઉચ્ચ વિચાર તેમના જીવનનો મૂળમંત્ર છે. તેમના પરિવાર દ્વારા આહોરથી સિદ્ધાચલજીનો છ'રીપાલિત સંઘની ભાવના તુરત પૂર્ણ થાય તે માટે તેમણે મીઠાઈ તેમજ ઘીનો ત્યાગ કર્યો હતો. સંઘયાત્રા દરમ્યાન પણ આયંબિલ તથા એકાસણાની તપસ્યા તેમણે દરેક યાત્રિકોને એકાસણા કરવીને કરતાં હતા. છરીપાલિત સંઘયાત્રા પોતે બુટ કે ચંપલ પહેર્યા વગર કરી હતી. સંઘ માળારોપણ બાદ તેમણે પાનનો કાયમ માટે ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, પ્રતિદિન ચૌવિહાર, પંચતિથિ બ્રહ્મચર્ય, સિનેમાનો ત્યાગ આદિ અનેક નિયમો લીધા. ૨૫વર્ષની ઉંમરમાં ધર્મપત્ની સહિત તેમણે મોહનખેડા તીર્થમાં ઉપધાન કર્યા અને ત્યારથી સોનાના દાગીના પહેરવાની આજીવન ત્યાગ કર્યો. માનપાડા જૈન મંદિર નિર્માણથી પ્રતિષ્ઠા મહોત્સવ સુધી એક સાલ દરમ્યાન તેમણે ધી તથા દરેક જાતની મીઠાઈઓનો ત્યાગ કર્યો. નિત્ય દર્શન, પૂજન, છઃ વિગઈનો ત્યાગ, ચાતુર્માસ દરમ્યાન બ્રહ્મચર્ય પાલન આદિ કઠિન નિયમોનું પાલન તેઓશ્રી દઢતાથી કરે છે. તેમના પરિવાર દ્વારા આહોરથી સિદ્ધાચલજી છ'રીપાલિત સંઘ, વિવિધ ચૈત્યપરિપાટીઓનું આયોજન તથા માનપાડામાં શ્રી શાંતિનાથ દેરાસર તથા ઉપાશ્રય નિર્માણ તથા માનપાડા ચાતુર્માસ કરાવવા આદિ ઘણા સુકૃતો કર્યા છે. ધાર્મિક શિક્ષણ, શાકાહાર પ્રચાર, સાધર્મિક ભક્તિ, તપસ્વીઓની ભક્તિ, સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ભક્તિ કરવા માટે તેઓશ્રી સદૈવ તૈયાર રહે છે. શ્રીકાંતિલાલજી માનવતાવાદી,સર્જન અને ઉદારદિલ વ્યકિત છે. શ્રી કાંતિલાલજીનું જીવન ધાર્મિક શ્રધ્ધાથી પરિપૂર્ણ છે. દેવ-ગુરુ-ધર્મની પ્રભાવના જ તેમના જીવનનું લક્ષ્ય છે. તેમની રુચિ તીર્થયાત્રા કરવી અને કરાવવી એમાં વિશેષ છે. તેમણે આહોરથી સિદ્ધાચલજી છ'રીપાલિત યાત્રાસંઘ, ભાંડવપુરથી મોહન ખેડા તીર્થ, અમદાવાદથી શત્રુંજયનો છ'રીપાલિત યાત્રા સંઘ તેમજ ભારતભરના સંપૂર્ણ તીર્થોની યાત્રા કરી છે. પૂ. દાદા ગુરુદેવ આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રતિ તેમની શ્રદ્ધા અનોખી તેમજ અનુકરણીય છે. તેઓશ્રીએ પોતાનું જીવન ગુરુભક્તિમાં સમર્પિત કરેલું છે. પૂ. ગુરુદ્વ આચાર્યશ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશિષથી તેમની દરેક મનોકામનાઓ પૂરી થાય છે. વર્તમાન આચાર્ય રાષ્ટ્રસંત જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી વખતો-વખત યથાશક્તિ સાત ક્ષેત્રોમાં લાભ લઈ લક્ષ્મીનો સઉપયોગ કરે છે. તેમની થાણા-માન-પાડાની ૧૦૮ પદયાત્રા શરૂ છે. તેમના ધર્મપત્ની શ્રીમતી શાંતિદેવી પણ સદૈવ શ્રદ્ધાપૂર્વક તેમના ધર્મકાર્યોમાં સાથ આપી રહ્યા છે. તેમની ભાવના મુજબ ૧૦૮ સાધર્મિક બંધુઓને સમેતશિખરજી યાત્રા કરાવવાનો લાભ લીધો છે. તેમના પુણ્યોદયથી સમેતશિખરજી Page #1084 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૦૩૫ સંઘના સંઘપતિ બનવાનું સૌભાગ્ય તેમજ દરેક તીર્થોમાં નવકારશીનો લાભ પણ પ્રાપ્ત થયો છે. આજની યુવા પેઢીમાં ફેલાયેલા કુસંસ્કારો તેમજ માંસાહારના દુષ્પચારથી તેઓ ખૂબ ચિંતિત છે. શાંતિનાથ જૈન મંદિર ટ્રસ્ટ-માનપાડા (થાણા)ના મેનેજિંગ ટ્રસ્ટીના રૂપે તેઓશ્રી સેવા અર્પણ કરી રહ્યા છે. તેઓશ્રી સગુણોથી સંપન્ન રહી જૈન શાસનની પ્રભાવના, ગુરુ-ગરછનો મહિમા તથા સમાજ સેવા કરતા રહી ઉન્નતિના શિખર પર આરોહણ કરે તેમજ તેમના દીઘાયું તેમજ સ્વસ્થ રહેવાની કામના કરીએ છીએ. શ્રી કાંતિલાલ રમણલાલ કાપડિયા : આમોદ (જિ.ભરૂચ)ના વતની શ્રીકાંતિલાલભાઈએ એમ.એ. (અર્થશાસ્ત્ર) સુધીનો અભ્યાસ કરેલ છે. ધાર્મિક અભ્યાસ પણ પંચ-પ્રતિક્રમણ સુધીનો ધરાવે છે. ૧૯૭૦થી જે. એચ. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જંબુસર (જિ.ભરૂચ)માં અર્થશાસ્ત્ર વિષયના અધ્યક્ષ અને વ્યાખ્યાતા છે. મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે શ્રીજૈન શ્વેતાંબર મૂ.પૂ. સંઘ આમોદના ૧૯૭૭થી ટ્રસ્ટી તથા ૧૯૮૮થી પ્રમુખ તરીકે કામગીરી બજાવે છે. આદર્શ માતા-પિતા શ્રી ખેતશીભાઈ અને પદ્માબેન : શ્રદ્ધાળુણસંપન્ન વ્રતધારી, ધર્મનિષ્ઠ સુશ્રાવકશ્રી ખેતશીભાઈ જેઓશ્રીનું વતન મોટા લાયજા કચ્છ આદર્શ ગામ છે. તેઓશ્રી વ્યાપાર અર્થે મુંબઈ લાલવાડી સ્થિર થયા પછી સંતોષી જીવન પસાર કરવાની ભાવના સાથે વેપારથી નિવૃત થઈ મોટા લાયજા ધર્મમય શ્રાવક જીવન વ્યતિત કરતાં પરમાત્મભક્તિ નિયમિત નવકારશી, ચોવિહાર, નાની મોટી તપશ્વર્યા સાથે સાદગીભર્યું જીવન પસાર કરતાં. જાગૃતિપૂર્વક પ્રેરણાદાયી સમાધિ મૃત્યુ અરિહંતશરણ સાથે ફાગણ સુદ-૩ વિજય મુહૂર્ત નાશવંત દેહનો, સાથે તમામ મમત્વનો ત્યાગ કરી સ્વર્ગે પ્રયાણ કર્યું. તે વખતે તેઓશ્રીના ધર્મનિષ્ઠ સંસ્કારી નાનજીભાઈએ પુત્ર તરીકેની ફરજ અદા કરી પિતાને સમાધિ મૃત્યુ અપાવવા અંતિમ સમયની આરાધના સારી રીતે કરાવેલ. જેના ફળસ્વરૂપે નાનજીભાઈ આગળ જતાં વૈરાગ્યભાવપૂર્વક જ્ઞાન-ધ્યાન-જાપની સિદ્ધિ મેળવવા જન્મને સફળ કરવા સંસારનો ત્યાગ કરી ચારિત્ર ધર્મ પ્રાપ્ત કરી જિનશાસનના એક ત્યાગી બની શકયા. જે મુનિશ્રી નીતિસાગરજી મ.સા. જીવનમાં સ્વ-પર હિત સાધી રહ્યા છે. ત્યાગી સુપુત્રની જન્મ દેનારી રત્નકુક્ષી માતા પદ્માબેનમા જેઓનું સાદગીભર્યું જીવન, ભદ્રિક પરિણામ સાથે આરાધનામય જીવન હાલમાં જેઓ વ્યતિત કરી રહ્યા છે. તેઓશ્રી હૃદયના ભાવો સાથે પોતાને મળેલો માનવ જન્મ સફળ કરવા સંતોષી, પવિત્ર, નવકાર મહામંત્રની આરાધનામય જીવન જીવી રહ્યાં છે. આ પ્રસંગોમાંથી આજના યુગને આદર્શો મળે છે. માતા-પિતા જયાં સંસ્કારી હોય ત્યાંના પુણ્યોદયે ત્યાગ માર્ગના આદર્શો સર્જનાર પુણ્યશાળી સંતાનોનો જન્મ થાય છે. શ્રી ખીમચંદ હઠીચંદ શાહ : સૌરાષ્ટ્રના તળાજા તાલુકાના ઠળીયા ગામના વતની અને હઠીચંદ મેઘજીભાઈના પુત્ર શ્રી ખીમચંદભાઈ. માદરે વતનમાં અભ્યાસ કરીને વિકાસ અર્થે વલસાડમાં સ્થાઈ થયા. આજે વલસાડ માતૃભુમિ કરતાં પણ અધિક પ્રેરક બન્યું છે. Page #1085 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન વલસાડમાં નોકરીથી આરંભ કરીને સ્વપુરુષાર્થ અને બુદ્ધિચાતુર્યથી લોખંડના સળીયાની ફેકટરીના વ્યવસાયમાં સ્થાયી થયા છે. જીવન વિકાસની સાથે ઘોઘારી સમાજ અને જિનશાસનના સેવાના કાર્યોમાં પણ સતત કર્તવ્ય પરાયણતા, વ્યવસ્થાશક્તિ અને લાગણીથી વિવિધ કાર્યો દ્વારા દક્ષિણ ગુજરાતના ઘોઘારી સમાજમાં નામના પ્રાપ્ત કરી છે. - ઘોઘારી સમાજના વિકાસ માટે સોસાયટી (મકાનની) રચના જિનમંદિર અને પાઠશાળાનું પણ સંચાલન કરવામાં સહયોગ આપ્યો છે. ધાર્મિક તહેવારોમાં સાધર્મિક ભક્તિની કાયમી યોજના દ્વારા સમાજમાં સારો આવકાર મળ્યો છે. પાલીતાણામાં સાધુ – સાધ્વીની ભક્તિ છેલ્લા ૧૬ વર્ષથી કરીને ગુરુ ભક્તિ અને સુકૃતની કમાણી કરી છે. અવાર – નવાર ગુપ્તદાન આપીને શ્રાવકોચિત દાન પ્રવૃતિમાં પણ લક્ષ્મીનો સવ્યય કર્યો છે. યુવક મંડળ અને સોસાયટીના કાર્યોમાં પોતાનો કિંમતી સમય આપીને વિકાસના કાર્યોમાં સોનેરી સૂચનો દ્વારા ઘોઘારી સમાજે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરીને ગૌરવ વધાર્યું છે. એમની પાઠશાળાની પ્રવૃત્તિ તો સૌ કોઈને માટે ઉદાહરણરૂપ છે. પાઠશાળાના વિદ્યાર્થીઓ ધાર્મિક અભ્યાસ કરી જૈન ધર્મના સંસ્કાર મેળવે અને ક્રિયારુચિ વધે તે માટે ઇનામ વિતરણ સમારંભ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. વિવિધ તીર્થયાત્રા વિનામૂલ્ય કરાવીને તીર્થભૂમિના પાદસ્પર્શને યાત્રાનો અનેરો લ્હાવો આપવાના મહાન પુણ્ય કાર્યમાં સહભાગી થયા છે. સમેત શિખરની યાત્રા યાદગાર ગણાય છે. તીર્થદ્વાર માટે ઘોઘારી સમાજના એક અગ્રણી તરીકે જ્ઞાતિજનોના સહયોગથી બાલાભાઈની ટૂંકનો જિર્ણોદ્ધાર ચાલે છે અને મોતીશાની ટુંકમાં મોટી રકમનું દાન સમાજ તરફથી આપવામાં આવ્યું છે. આ અનુમોદનીય કાર્યના પાયાના પત્થર સમાન શ્રી ખીમચંદભાઈ છે. એમના પરિવારમાંથી બે બહેનોએ દીક્ષા લઈને સાધ્વી તરીકે આત્મકલ્યાણના સાધી રહ્યાં છે. [સંકલન : કવિનભાઈ શાહ) મહાન તપસ્વિની શ્રીમતી ગુલાબબાઈ મેહતા : બડનગર (મ.પ) જિ. ઉજજૈનના વતની તપસ્વિની સુશ્રાવિકા ગુલાબબેન બાલ્યકાળથી જ ગતજન્મોના સંસ્કારોના લીધે ખૂબ જ ધર્મમાં રંગાયેલા. ૧૪ વર્ષની અલ્પ વયે ઉપધાનતપમાં ટાઈફોઈડ થઈ ગયો છતાં પણ મરવું મંજુર છે. ઉપધાનમાંથી નીકળીશ નહી એવા અડગ નિશ્ચય સાથે એકલા મગના પાણી વગેરે પ્રવાહી ઉપર ઉપધાનતપ પરિપૂર્ણ કરેલ. ઘરમાં (સાસરે) વૈષ્ણવ ધર્મના સંસ્કારોને નાબુદ કરી જૈન ધર્મનો બીજારોપણ કર્યો. જેથી એ ઘર આજે ગામમાં અગ્રગણ્ય સર્વમાન્ય શ્રાવકકુલોના સંસ્કારથી શોભતું છે. વિહાર કરતાં સર્વે સાધુ-સાધ્વી ભગવંતો પણ સુપરિચિત છે. પોતાના જીવનમાં માસક્ષમણ - સિદ્ધિતપ-ચત્તરિ-અઢ-દસ-તપ, ઘડીયા, બે ઘડીયા તપ, સમવરણ તપ, સિંહાસનતપ, નવપદની અનેક ઓળીઓ, બે વર્ષીયતપ, ત્રણ ઉપધાન, વર્ધમાન તપની ૯૦ ઓળીઓ, ૧૬ ઉપવાસ, ૯ ઉપવાસ, ૬ અઠ્ઠઈની અઢાઇઓ સાથે અનેક અઠ્ઠાઇઓ, અક્ષયનિધિતપ, રતનપાવડી. ચૈત્રી પૂનમ, જ્ઞાન પંચમી, મૌન એકાદશી, પોષ દશમી અનેક અમો વગરે તપ સાથે પ્રાય Page #1086 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૩૭ : પ્રત્યેક વર્ષે શ્રીસંઘનો સ્વામીવાત્સલ્ય અચૂકપણે કરતાં. સાધર્મિક સેવા અને કોઈને જમાડવાના ખૂબ જ શોખીન જાણે એમનું વ્યસન હતું ગર્ભશ્રીમંત પરિવારમાં રહેવા છતાં અલિપ્ત અને સંસાર પ્રત્યે વૈરાગ્યવાસિત એટલે જ પોતાની સુપુત્રીને આગમોદ્ધારકશ્રીના સમુદાયમાં ૧૮ વર્ષની વયે દીક્ષા આપી તે માલવદીપિકા મનોહર ફલ્ગુશ્રીજીના શિષ્યા માતૃહૃદય અમિતગુણાશ્રીજી મ.સા. આજે ખૂબ જ શાસન પ્રભાવના કરી રહ્યા છે. તદુપરાંત એમના પૌત્ર-પૌત્રી વગેરે પાંચ મહાત્માઓ અલ્પવયે સંયમમાર્ગ સ્વીકારી સુંદર સંયમની પરિપાલના કરી રહ્યા છે. પોતાના જીવનમાં સમેતશિખરજી, પાલીતાણા, કચ્છ, જુનાગઢ, નાગેશ્વર વગેરે ઘણા જ તીર્થની યાત્રા કરી પાલીતાણામાં બે ચોમાસાં કર્યાં. લાગટ પ૦૦ આયંબિલમાં પણ ટાઇફોઇડ થવા છતાં છોડયા નહીં. અર્હમ્ મહાપૂજા વગેરે ઘણી પૂજાઓ વરઘોડા, જયવર્ધન પાર્શ્વનાથ પ્રભુની કલાત્મક દેરી નિર્માણ સાથે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં ધૂમધામથી સંપન્ન કરાવ્યો. પાલીતાણા-કેસરિયાજીનગરમાં બે પ્રભુજીની પ્રતિષ્ઠા વગેરે ઘણા જ ધાર્મિક કાર્યો કરી ૬૩ વર્ષની વયે સ્વમુખે નમસ્કાર મંત્રનો જાપ કરતાં કરતાં સ્વર્ગે સિધાવ્યા. શ્રી ચીનુભાઈ હિંમતલાલ શાહ : જૈન અને જૈનેતર સેવાકીય સંસ્થાઓમાં શિક્ષણ સંસ્કાર અને માનવતાના કાર્યોથી જેમનું જીવન અને કાર્યોની પ્રસંશા થઈ રહી છે એવા શ્રી ચીનુભાઈ હિંમતલાલ શાહ રામપુરા ભંકોડા (વિરમગામ) ના મૂળ વતની છે. સુરેન્દ્રનગરની બોર્ડિંગમાં રહીને મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન ગૃહપતિ કરમચંદભાઈના સેવા-સહકાર-મૈત્રી-શિક્ષણ અને સંસ્કાર પ્રત્યેનો પૂજ્યભાવ-ગુરુભક્તિ જેવા ગુણોથી એમનું વ્યકિતત્વ વિકાસિત થયું છે. મુંબઈમાં બે વર્ષની નોકરીના અનુભવ પછી સાહસ કરીને ધંધામાં ઝંપલાવ્યું અને અગ્રણી કાર્યકર્તા અને નામાંકિત વેપારી તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. ધંધામાં પ્રતિવર્ષ સફળતા પ્રાપ્ત થતાં ધન સંપત્તિ પણ વધવા લાગી અને જીવન અનેક રીતે સમૃદ્ધ થયું. વિદ્યા અને સંપત્તને ઉદારતાથી વહેતી મુકવામાં આવે તો પછી બન્ને વસ્તુઓ સામે ચાલીને આવે છે. ચીનુભાઈના જીવનમાં સંપત્તિ એ મોટાઈ કે અભિમાનનું પ્રતીક નથી, પણ ધર્મ અને માનવસેવાના કાર્યોમાં સતત સદ્યમ કરવાની શુભ ભાવનાઓ પ્રગટ થતી રહી છે. માદરે વતનમાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે બાલમંદિર મીડલ સ્કૂલ અને હાઈસ્કૂલની સ્થાપના કરાવીને બાળકોના ઘડતરમાં મહામૂલુ પ્રદાન કર્યુ છે. માના વિશ્વસ માટે શિક્ષણ સંસ્થા છે તો તનના વિકાસ માટે ને તંદુરસ્તીના રક્ષણ માટે હૉસ્પિટલ માટે ઉદારતાથી દાન આપીને રામપુર ભંકોડા ગામમાં સૌ કોઈની શુભ ભાવનાઓ પ્રાપ્ત કરી શક્યા છે. સુરેન્દ્રનગરમાં હાઈસ્કૂલ, બોર્ડિંગ અને બી.એડ કોલેજની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એમની સંપત્તિનો સર્વ્યય થયો છે. વિરમગામમાં ઓર્થોપેડીક હૉસ્પિટલ અને માંડલ જેવા નાના ગામમાં પેથોલોજીકલ લેબોરેટરીની સ્થાપના કરીને ચિકિત્સા માટે સુવિધા લોકોને પ્રાપ્ત થઈ છે. તેમાં જો કાઈનું યોગ્ડાન હોય તો ચીનુભાઈનું. આ બધી સંસ્થાઓમાં ચેરમેનપદ સંભાળીને તેના વિકાસ માટે તેઓશ્રી ૧૧. Page #1087 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન = સંપત્તિને સમય અને શક્તિનો પણ ભોગ આપે છે. એમની સેવાનું ક્ષેત્ર વહાલસોયા વતનથી વિસ્તાર પામીને જન્મ સ્થળની આજુબાજુના વિસ્તાર ઉપરાંત મુંબઈમાં પણ વિસ્તાર પામ્યું છે. - શ્રી ઝાલાવાડ જૈન શ્વે.મૂ.પૂ. ફાઉન્ડેશન, સર્વોદય મેડીકલ સોસાયટી, સહયોગ ટ્રસ્ટ, મંજુલાબેન ચીનુભાઈ શાહ ટ્રસ્ટ, માનવમંદિર ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર મેડીકલ સોસાયટી, રામપુરા જૈન પાંજરાપોળ, એમ.એમ. ધ્રુવબાલાશ્રમ, ચંદનબાળા શિક્ષણ શિબિર, ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય, મહેતા જૈન બોર્ડિંગ, રામરોટી અન્નક્ષેત્ર, મહાવીર સેવા કેન્દ્ર જેવી સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા છે. આ સંસ્થાઓની યાદી ઉપરથી ખ્યાલ આવે છે કે એમની સેવા પ્રવૃત્તિના પાયામાં શિક્ષણ અને આરોગ્યની સેવાની સાથે પછાત વિસ્તારના લોકોના ઉત્થાનની પ્રવૃત્તિઓ પણ થાય છે એટલે જનસેવા એ પ્રભુ સેવા છે. એ એમના જીવનનો સિદ્ધાંત બની ગયો છે. - જૈન સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ, અભ્યાસ, આયંબિલખાતું, સાધર્મિક ભક્તિ, સાતક્ષેત્ર વગેરેમાં પણ ઉદાર હાથે સુપાત્ર દાન કરીને એમના હાથને આભુષણોથી નહિ પણ દાનથી અલંકૃત કર્યો છે. આજે ધાર્મિક પ્રસંગોમાં વિજ્ઞાનયુગની ગતિએ પહોંચી જાય છે. અને યથાભક્તિ લાભ લઈને જિનશાસનના એક આદર્શ કાર્યકર્તા, મિલનસાર સ્વભાવ, મૈત્રી-વિનય, શ્રુતજ્ઞાનપ્રેમી વગેરે ગુણોથી એમનું વ્યક્તિત્વ નિરાળુ છે. કેટલાક જન્મથી ગર્ભશ્રીમંત હોય પરંપરાગત રીતે દાન-પુણ્ય-સેવા કાર્યો કરે છે, પણ ચીનુભાઈ જન્મથી સામાન્ય હતા તેમાંથી એક અસાધારણ વ્યક્તિ તરીકે આજે વિદ્યમાન છે. એમની પ્રતિભાની આ લાક્ષણિકતા પ્રતિભા દર્શનનું નવલું નજરાણું છે. [સંકલન : ડો. કવિનભાઈ શાહ) બાહોશ કાર્યકર અને વિદ્યાપ્રેમી સ્વ. શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહ : શ્રીયુત ચંદુલાલ શાહનું નામ અને કામ જૈન સમાજના અત્યારના સમયના જાહેર જીવન સાથે તેમજ સમાજ ઉત્કર્ષની અનેક સેવા પ્રવૃત્તિઓ સાથે સારી રીતે જોડાયેલું હતું. એમની ઊંડી કાર્યસૂઝ, કાર્યશક્તિ, કાર્યકુશળતા, સેવાવૃત્તિ અને સાહસિકતાનો લાભ લાંબા સમય સુધી આપણી નાની-મોટી અનેક સંસ્થાઓને મળતો રહ્યો હતો. આ સંસ્થાઓમાં જેમ મુંબઈની સંસ્થાઓનો સમાવેશ થાય છે તેમ મુંબઈ બહારની પણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. સમાજના એક બાહોશ કાર્યકર અને વિદ્યાપ્રેમી મહાનુભાવ તરીકે તેઓને આપણે હંમેશા સંભારતા રહીશું. તેઓનું વતમ સૌરાષ્ટ્ર વઢવાણ શહેર અને ૧૯૦૩માં એમનો જન્મ. વિશેષ અભ્યાસ મુંબઈમાં કર્યો અને પછી તો, પોતાના પુરુષાર્થના બળે પોતાના પ્રારબ્ધને ખીલવવા માટે, તેઓએ મુંબઈને જ પોતાનું વ્યવસાયક્ષેત્ર બનાવ્યું અને કાયમી વસવાટ મુંબઈમાં જ કર્યો અને છતાં વતન સાથેનો સમાગમ અને ગાઢ સંબંધ પણ ચાલુ રાખ્યો. તેઓને એક ઉદ્યોગપતિ તરીકેની નામના મળી. - શિક્ષણનો પ્રચાર કરીને સમાજને સુખી, સમુદ્ધ અને શક્તિશાળી બનાવવાની ભાવનાથી પ્રેરાઈને આવી કેટલીક સંસ્થાઓના સંચાલનમાં શ્રી ચંદુભાઈએ જીવંત રસ લીધો હતો. પાલીતાણાનું યશોવિજયજી જૈન ગુરુકુળ-મુંબઈનું જૈન શ્વેતાંબર એજયુકેશન બોર્ડ, સુરેન્દ્રનગરની કેટલીક સંસ્થાઓ અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય - આમ અનેક સંસ્થાઓના વિકાસ માટે શ્રી ચંદુભાઈએ મન દઈને કામ કર્યું હતું. તેમાંય શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને એનો વિકાસ તો તેઓના જીવન સાથે એકરૂપ બની ગયો હતો. આ Page #1088 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૧૦૩૯ સંસ્થાનો અનેક શાખાઓ રૂપે જે વિકાસ થયો હતો એમાં શ્રી ચંદુબાઈની ભાવના અને પ્રવૃત્તિનો ફાળો ઘણો નોંધપાત્ર હતો. સંસ્થા માટે સમાજમાંથી પૈસા મેળવવાની એમની આવડત અને શક્તિ અભુત હતી. શ્રી ચંદુભાઈની એક ઝંખના એ પણ હતી કે વિજ્ઞાનના યુગમાં ઉછરતી આપણી નવી પેઢીની ભાવનાને સમજી શકે અને એમની ધર્મજિજ્ઞાસાને જગાડે અને પોષે એવા કુશળ અને વ્યાપક અભ્યાસ કરનાર ધાર્મિક શિક્ષકો તૈયાર કરવા માટે એક ખાસ સંસ્થાની સ્થાપના કરવી. શ્રી ચંપકભાઈ ભણસાણી : પોરબંદરના પ્રસિદ્ધ ભણસાલી કુટુંબના કુળદીપક મહાન શ્રાદ્ધરત્ન શ્રી ચંપકભાઈ ભણસાલીનો જન્મ તા. ૨૪-૨-૨૮ના શ્રીહરકીશનદાસ ત્રીકમજી ભણસાલીને ત્યાં થયો. ધંધાર્થે કલકત્તા જઈ વસેલા. ત્યાં એમના પર લક્ષ્મીની મહેર ઉતરવા સાથે ધર્મની મહેર ઉતરી. તે સમ્યક્ત્વ સહિત બાર વ્રતધારી શ્રાવક બનેલા. ઉભયટંક પ્રતિક્રમણ-દેવ દર્શન-પૂજા-સામાયિક-સાધુસેવા ત્યાગ તપસ્યા, ચતુદર્શીએ પૌષધ વગેરે આરાધનાઓ જીવનમાં દીપતી રહી. ધર્મની સાચી સમજણ આવ્યા પછી એમને હંમેશા ભાવના રહેતી કે કયારે આ લક્ષ્મીની મૂછ ઉતારી એવા નગરમાં રહેવા જઉ કે જયાં સતત સાધુ સાધ્વી સમાગમ અને વિશિષ્ટ ધર્મસાધના મળ્યા કરે. આ ભાવના માત્ર ભાવના ન રહેતા અમલમાં લાવવા મુંબઈનો બે-એક વર્ષ અનુભવ કરી અંતે છેલ્લા કેટલાક વરસથી અમદાવાદ-જૈનપુરીમાં આવી વસ્યા. મુંબઈ, કલકત્તા, મદ્રાસમાં એમના ચાલુ ધંધામાં સંકોચ કરી એવી નિવૃત્તિ લીધી કે પોતાની ધર્મ-આરાધના ઉપરાંત ઉપધાન-ળી-ઉદ્યાપનસંઘયાત્રા મહોત્સવ વગેરેમાં સેવા માર્ગદર્શન આપવાનું સુંદર રીતે કરતાં. લાખોપતિ હોવા છતાં વિનમ્ર પણે સંઘ સેવામાં તૈયાર! ભાગ્યશાળી શ્રી ચંપકભાઈની સ્વાત્મ-આરાધના ઉજજવળ હતી એમણે છેલ્લા બાર વરસથી સ્નાનમાં સાબુનો ઉપયોગ કરેલ નહિ! કપડાં પણ ૨૦-૨૫ દિવસે ધોવા દેતા, ને એ ? જ ડોલ પાણી રોજનું વાપરવાનું રાખતા. ઘરમાં પણ રાત્રે દંડાસનથી પૂજીને ચાલતા. અરે! લઘમાં પણ પડખું ફેરવતા પાસે રાખેલ ચવલાથી સહજ રીતે જગા પ્રમાજી લેતા. તાત્પર્ય, એમનાં હૈયે જીવો પ્રત્યે ખુબ દયા રહેતી. તેથી દરેક કામમાં. જયણા સારી સાચવતા. પૌષધમાં બીજાઓને પણ જણાનો ઝટ ! આપતા. તેમજ વ્યકિતના કે સંઘોના ધાર્મિક કાર્યોમાં ખૂબ સેવા-સહકાર-માર્ગદર્શન આપો . પણ જીવોની જતના માટે ખૂબ ભાર મૂકતા. એ સમ્યગુ દર્શનને જિનભક્તિ તથા “જિનાજ્ઞા પ્રમાણથી સુંદર રીતે નિર્મળ કરી રહ્યા હતા. વિધિપાલન પર એમનો ખૂબ ઝોક રહેતો. ધર્મ સમજયા પછી ભગવાન શ્રીજિનેશ્વર દેવ પર એમને અથાગ બહુમાનઃ અને સાધુ-સાધ્વીજી મહારાજની સેવામાં તન-મન-ધનથી ખડે પગે રહેતા. સન્ દર્શનનું બીજું લિંગ,-“ચારિત્રની તીવ્ર ભુખ' એવું એમણે વિકસાવેલ કે લગભગ ૩૮ વર્ષની ભરયુવાન વયમાં એમણે સજોડે જાવજજીવનું બ્રહ્મચર્ય ઉચ્ચારી લીધલ અને સ્વયં તથા ધર્મપત્ની, ત્રણ પુત્રી, એક પુત્રના કુટુંબને પણ ચારિત્રમાર્ગે ચડાવવાની એમને ભારે તમન્ના હતી અને એ માટે એમને ખૂબ સત્સંગ કરાવતા. એમના એકના એક પુત્ર જયેશે અમદાવાદમાં મેટ્રિક પાસ કરી કોલેજનું ફોર્મ ભરવા વાત કરી Page #1089 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪o ] [ જૈન પ્રતિભાદર્શન ત્યારે આ સંઘના શણગાર શ્રી ચંપકભાઈ કહે “આપણા ઘરમાં કોલેજના પાપી વાતાવરણમાં જવાની વાત નહિ. પણ તું આ ચોમાસું જામનગર પૂ.આ.શ્રીવિજયભુવનભાનુસૂરિજી મહારાજ પાસે રહી ધાર્મિક અભ્યાસ કરી આવ. લાખોપતિનો એકનો એક દીકરો, છતાં એ સંસારમાં ન ફસતાં ચારિત્ર માર્ગે ચડી જાય એમાં આ ધર્મ - પિતાની છુપી નેમ હતી. જયેશ કબૂલ થયો અને જામનગરમાં સત્સંગથી એની ધર્મ ભાવના વધી તેથી એમને પરમ આનંદ થયેલ. એટલું જ નહિ, પણ જયેશને એ પછી પણ પૂ. આચાર્ય મહારાજ પાસે ખૂબ સંપર્કમાં રાખતા. પુત્ર-પુત્રીઓને ચારિત્ર માર્ગે ચઢાવવાની એમની તમન્ના કેવી કે મોટી પુત્રી દર્શનાને સત્સંગ આપી ચારિત્ર માટે તૈયાર કરી અને મુંબઈમાં ધામધૂમથી દીક્ષા અપાવી સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીના શિષ્યા સાધ્વીશ્રી દર્શનરત્નાશ્રી બનાવ્યા. શ્રી ચંપકભાઈ એક મહાન તપસ્વી ધર્માત્મા હતા. એમણે વિ.સં.૨૦૨૪માં પૂ.પં.શ્રી વિનય વિજયજી મ.ની.નિશ્રામાં સજોડે ઉપધાન તપની આરાધના કરેલ. ત્યારથી કાયમ બિયાસણા ચાલુ રાખેલ, એમણે શ્રી નવપદજીની ૩૨ ઓળી અને શ્રી વર્ધમાન આયંબિલ ઓળી ૪૫ કરેલી. સંવત ૨૦૩૨-૩૩ માં બે વર્ષીતપ તથા ૬ વાસ સ્થાનક ઓળીના ઉપવાસ કરેલા. બાકી પર્યુષણમાં અઢાઇ યા ૧-૨-૩ ઉપવાસ સાથે ચોસઠ પહોરી પૌષધ કરતાં. જામનગરથી જુનાગઢ શ્રી કાંકરિયાના યાત્રા સંઘમાં તથા ખંભાતથી શ્રી સિદ્ધિગિરિ મંગળદાસ માનચંદના યાત્રા સંઘમાં એમણે સંઘ સેવા સાથે છરી પાળતા યાત્રા કરેલ. અનેક સ્થળે પૂજયશ્રીની પ્રેરણાથી સાતેય ક્ષેત્રમાં સંપત્તિનો વ્યય કરેલ. અનેક વખત સુકૃત લાભ લીધેલ. પૂ. આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. નિશ્રામાં દેલવાડા લુણવસતીના દેરી નં.૩૩માં પ્રભુજીની પ્રતિષ્ઠાના કાર્યો કરેલ. પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની ૧૦૮ મી વર્ધમાન આયંબિલ ઓળીના ભવ્ય મહોત્સવમાં પાંચમાં ભાગે સવાલાખ રૂ.નો વિશિષ્ટ લાભ લીધો. પાલીતાણા-શ્રી હસ્તગિરિ તીર્થમાં એક દેરીનો લાભ લીધો. અમદાવાદમાં વિ.સં.૨૦૩૨માં લગભગ ૬૦૦ વર્ષીતપ કરનારાઓનું સુંદર સન્માન બહુમાનપૂર્વક શાનદાર સાધર્મિક વાત્સલ્ય કર્યું. અમદાવાદ-પગથિયાના ઉપાશ્રયે શ્રીનવપદજીની ઓળી કરાવી અને પારણાનો લાભ લીધો. પોરબંદરમાં આખા ચાતુર્માસ દરમ્યાન આયંબિલ કરાવવાનો લાભ લીધેલો. શ્રીયુત ચંપકભાઈનાં સુકૃતો-સદનુષ્ઠાનોની જેમ સદ્ગણોના પણ સારા ખપી હતા. એમના હૈયે જીવો પ્રત્યે ભારે કરૂણા અને સહાનુભૂતિ રમ્યા કરતી, જે અનેકવાર પ્રસંગો પામીને સાકાર-બનતી. એમનામાં સત્ય-નીતિપ્રિયતા એવી ઝળહળતી કે અસત્ય-અનીતિ એમને પસંદ જ નહિ. એ કેટલીક વાર એમની કડકાઈમાં વ્યકત થતી. એમનામાં ગાંભીર્ય પ્રસંશા માગી લે તેવું. કોઈ શ્રાવક કે સાધુની ખામી દેખાયસંભળાય તો તે પચાવી જતા, પરંતુ બીજાની આગળ એ બોલવાની વાત નહિ. આ ગાંભીર્ય અને સહાનુભૂતિ ગુણથી એમના ભાઈઓ વગેરે બહોળા કુટુંબમાં એ ખૂબ જ માન્ય અને આદરણીય બની ગયેલા. સહિષ્ણુતા ગુણ તો એમણે એવો વિકસાવેલો કે ધર્મના કષ્ટો સહવાનો જાણે આત્મસ્વભાવ બનાવી દીધેલો! વર્ષીતપ કે આયંબિલ-ઓળી જેવી તપસ્યામાં સંઘ સેવાના કાર્યમાં કષ્ટ વેઠીને પણ પ્રસન્ન મને ખડે પગે રહેતા. એમનામાં કશી સ્વાર્થ ભાવના નહિ એવો નિરાશંસપણાનો પણ એમની રગેરગમાં વહેતો , રહેતો. આ સહિષ્ણુતા ગુણનો પડઘો કેવો પડ્યો કે છેલ્લે (૧) મોટર અકસ્માત (૨) સારણ ગાંઠ શલ , Page #1090 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૪૧ તથા (૩) અંતિમ ઉદરશૂલમાં એ ગજબની સમાધી જાળવી રહ્યાં. પાટણમાં વધુ પડતો લીધેલો શ્રમ એમને જીવલેણ નિવડ્યો. લગભગ ચોવીસ કલાકના મરણાંત કષ્ટમાં એમણે એક આરાધક શ્રાવકરત્નને છાજે એવી સુંદર સમાધિ સાધી. તેમજ જનતામાં એમની સમાધિ તથા સમાધિમરણનો અભૂત પ્રભાવ પડયો. શ્રી ચંપકભાઈનું અતૂટ પુણ્યબળ અને સાધ્ય માટેની જોરદાર તાલાવેલીઓ તેઓ જીવનને તો જીતી ગયા પણ મૃત્યુને પણ જીતી ગયા. ૪00 જેટલા સાધ્વીજી અને ૪૦ થી વધુ સાધુ મહાત્મા અને અસંખ્ય શ્રાવકો અને શ્રાવિકા સન્મુખ ગજબ સમાધિ અને અંતિમક્ષણ સુધી સજાગ અવસ્થામાં પોતાના જ સ્વમુખે અરિહંત....અરિહંત..કરતા કરતા પ્રાણનો ત્યાગ કર્યો. છેલ્લા શ્વાસે પણ પૂ.કીર્તિયશવિજયજીએ કહયું કે ચંપકભાઈ! “અરિહંત. તો તેમણે પણ આંગળીના વેઢા બતાવીને કહ્યું કે હું અરિહંતમાં જ છું.” કોઈ ગજબ વેદના વચ્ચે ગજબ સમાધિ સાધી ગયા. પાછળથી આવેલ જયેશને ગરછાધિપતિશ્રીએ કહ્યું કે ભાઈ અમારે પણ જે દુર્લભ છે અને ચારિત્ર લઈને પણ જે મેળવવાની છે, તે તારા પિતાશ્રીએ સમાધિ મેળવી જ લીધી.” પાટણમાં તેઓ કાળ કરી ગયાં રાત્રે ૯ વાગ્યાથી ૯ વાગ્યા સુધીમાં ૧OOO માણસો તેમના દર્શન કરી ગયા. ચંપકભાઈ આ યુગમાં એક અનુમોદનીય જીવન જીવી ગયા. એમના ઉચ્ચ આત્માને પરમ શાંતિ પ્રાપ્ત હો. | સ્વ.શ્રી જગજીવનદાસ ઝવેરી : પાલીતાણા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ સંચાલિત ગુરુકુળ મિત્ર મંડળ વાણિજય વિદ્યા મંદિરમાં રહીને મહત્ત્વાકાંક્ષા કે અર્થલોલુપતાના મોહમાં પડ્યા વગર એક જ સ્થાને બેતાલીશ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી નિષ્ઠાભરી કામગીરી બજાવીને સાંઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થનાર શ્રી જગજીવનદાસ વીરચંદ ઝવેરી એક આદર્શ અને સેવાભાવી શિક્ષક હતા. સને ૧૯૦૬ની સાલમાં એમનો જન્મ પાલીતાણામાં થયો. એમણે I અભ્યાસ મેટ્રીક સુધીનો પાલીતાણા હાઈસ્કુલમાં કરેલો. પછી તો જીવન સંગ્રામ ખેડવાના સંયોગે આવી પડયા. શાણા અને સમજુ જગજીવનભાઈએ પરિસ્થિતિ પારખીને કુદરતના સંકેતને સ્વસ્થપણે શિરે ચડાવ્યો. અને અઢાર વર્ષની ઉગતી યુવાન વયે ગુરુકુળમાં જોડાઈ ગયા. વિદ્યાદાનને એમણે જીવનનો આનંદ બનાવી દીધો. અને હેતાળ પ્રકૃત્તિને લીધે બાળકોને પોતાના બનાવી દીધા. એમની દુનિયા વિદ્યા અને વિદ્યાર્થીઓમય બની ગઈ. કુટુંબનિર્વાહના ખર્ચ પૂરતી કરવાની જરૂર ઉભી થઈ તો કોઈની આગળ ફરિયાદ કે માંગણી કરવાને બદલે રાત્રે શ્રી બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરાવી વધારાની મહેનત કરવાનું એમણે સહર્ષ સ્વીકારી લીધું. ચાલીશ વર્ષ પાલીતાણામાં શ્રી બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવેલ. કુદરતે તેમને વકતૃત્વ શક્તિની બક્ષિસ આપી હતી. સ્થાનિક કેટલીક સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રસ ધરાવતા હતા. તેમના પગલે પગલે તેમના મોટા દીકરા જયસુખલાલ જગજીવનદાસ ઝવેરી સામાજિક કાર્યો Page #1091 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ર ) [ જૈન પ્રતિભાદર્શન કરવામાં બહુ જ ખંત ધરાવે છે. મુંબઈમાં શ્રીવિલેપાર્લે જૈન યુવક મંડળના મંત્રી તરીકે સારી સેવા આપેલ છે. શ્રી વિલે પાર્લે ગુજરાતી મંડળની પ્રારંભિક શાખાના મંત્રી તરીકે નિઃસ્વાર્થ સેવા આપેલ છે. હાલમાં શ્રી ગોરેગાંવ ઘોઘારી જૈન મિત્ર મંડળના છેલ્લા દસ વર્ષથી માનદ્મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. અને છેલ્લા તેના ટ્રસ્ટી તરીકે છે. - શ્રી પાલીતાણા ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજ (મુંબઈ)ના સક્રિય કાર્યકર છે. “ઘોઘારી જૈન દર્શન' પત્રમાં અવાર-નવાર સામાજિક રૂઢિ ઉપર લખાણ આપતા રહ્યાં છે. શ્રી જયંતિલાલ ખીમચંદ શાહ : | દશા ઓશવાળ જ્ઞાતિના નવ રત્નોમાનું એક તેજસ્વી રત્ન શ્રી જયંતિલાલ ખીમચંદ શાહનું મૂળવતન વાંકળ-મોટામીયા-માંગરોળ (સુરત). વાણિજયના સ્નાતક બનીને વેપાર ધંધામાં ઝળહળતો વિજય મેળવવાની સાથે ધાર્મિક, શૌક્ષણિક અને પરોપકારની સંસ્થામાં એમના જીવનનો કિંમતી સમય વ્યતીત થયો છે. શ્રી જૈન દશા ઓશવાળ મંડળ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર-ઉદવાડા, ઓશિયાજી નગર, નંદિગ્રામ (ભીલાડ) જૈન દેરાસરના ટ્રસ્ટી, લાલાચંદ તારાચંદ પરિવાર સમાજ ભવન, સુરતના ટ્રસ્ટી વગેરે સંસ્થાઓના વિકાસમાં પોતાનું માર્ગદર્શન આપીને સંસ્થા અને સમાજના ઉત્કર્ષમાં સહૃદયી સહયોગ આપ્યો છે. તેઓશ્રીને બાંઘકામનો વિશેષ શોખ છે એટલે સિવિલ કે આર્કીટેકટ ઇજનેરની સરખામણીમાં પણ તેઓ વધુ કુશાગ્ર બુદ્ધિથી જિનમંદિર-ઉપાશ્રય આદિના બાંધકામમાં સાચા સલાહકાર બન્યા છે. એમની ધર્મ પ્રવૃત્તિના નમુનારૂપ પાલીતાણાથી અજારાનો છ“રીપાલિત સંઘ છે. સાધુ-સાધ્વી વૈયાવચે અંગે પણ તેઓ સમય કાઢીને એમની આરાધના અને અન્ય કાર્યોમાં સદા સહકારની ભાવના ભક્તિથી કાર્યરત છે. સમાજ લોકોને સ્વાવલંબી બનાવવા માટે વ્યવસાય અંગેની લોન આપીને પ્રોત્સાહિત કરે છે. વર્ષીતપની આરાધના સાથે ચાતુર્માસ (પાલીતાણા)ની આરાધનાનો લાભ લઈને શ્રાવક તરીકે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આશા નાઇટોફ્રેમ ઇન્ડસ્ટ્રીના સંચાલનની સાથે વિવિધ સંસ્થાઓમાં પ્રમુખ, ટ્રસ્ટી અને કાર્યવાહક સમિતિના સભ્યપદે બિરાજમાન થઈને સમાજ અને શાસનની સેવામાં વ્યસ્ત છે. શ્રી જયંતિભાઈ એટલે ધર્મ અને સમાજના વિકાસના સૂત્રધાર. સમય-શક્તિ અને સંપત્તિના સદ્વ્યય દ્વારા માનવતાને ધર્મ માટે કામ કરી જવાની ઉદાત્ત ભાવનાવાળા જિનશાસનના સેવક. [સંકલન : ડો. કવિનભાઈ શાહ માલેગામના શ્રી જગદીશભાઈ શાંતિલાલ : જેમના નામ કામથી સહુ કોઈ પ્રભાવિત અને પરિચિત છે એવા સંઘભૂષણ' ભાઈશ્રી જગદીશભાઈ ધાર્મિક ક્ષેત્રમાં તેઓની પ્રગતિમાં અમારું મન અને મસ્તક ઝુકી જાય તેવી છે. અનેક મહાત્માઓના સુપરિચયમાં આવીને તેમણે આજ સુધી પોતાના વિશિષ્ટ વ્યકિતત્વથી પૂજયશ્રીના દિલમાં સ્થાન મેળ છે. આ સંસારમાં તમામ વ્યકિતની વિકાસયાત્રા દાન ગુણથી થાય છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે લક્ષ્મી કહે છે કે હું નથી તારી, હું છુટ્ટી મૂકે તો તારી, નહીં તો ચાલી જનારી.” જયારે જયારે કોઈ પણ સંસ્થામાં દાન દેવાનો અવસર આવે ત્યારે સહર્ષ તેમણે દાનની દિવ્ય ગ ણ Page #1092 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૧૦૪૩ A વહાવી છે. કયારેય પણ પીછેહઠ નહીં કરતાં પોતાની સંપત્તિને સુકૃત ક્ષેત્રમાં વ્યય કરવાની વિરલ કોટીની ઉદારતા દાખવી છે. ભભકદાર જિનભક્તિ, સુપાત્ર-ભક્તિ, સાધર્મિક અનેક તીર્થોની યાત્રા વર્ષોથી રાત્રિભોજનનો ત્યાગ, જિનવાણી શ્રવણને ભાવ પ્રાણી માટે ઓકસીજન માની અતિ ઉલ્લાસસહ સમયસર હાજરી આપી અનેક મહાપુરુષોના ઉપકારોને નજર સમક્ષ રાખી પૂજયોના નામની જયનાદ બોલાવી સહવર્તી શ્રોતાગણના ઉત્સાહમાં અહર્નિશ અભિવૃદ્ધિ કરવાની તેમની અદ્ભુત શક્તિ ખૂબ આદરણીય છે. બહુ સંખ્ય ઉપધાનતપના તેમ જ સિદ્ધિતપના તપસ્વીઓ અને છરી પાલિત તીર્થયાત્રાના યાત્રિકોનું સુવર્ણના અલંકારોથી તથા વિવિધ વાનગીઓની પીરસણીથી સાધર્મિક ભક્તિના કર્તવ્યને ચાર ચાર ચાંદ લગાવ્યા છે. સૌથી આનંદની વાત તો એ છે કે શાશ્વત ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થમાં સાકાર લઈ રહેલા મુખ્ય ગેઈટમાં લાખોની લક્ષ્મીનું સમર્પણ કરીને પોતાના ભાવિને ઉજજવળ બનાવ્યું છે તથા શ્રીસંઘમાં જીવદયા, સાધારણ, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, વૈયાવચ્ચ ખાતું વગેરે તમામ ક્ષેત્રમાં ખૂબ ખૂબ ખંતથી પુષ્ટિ આપી છે. મનોરથની માળારૂપ ૬૮ તીર્થના નિર્માણમાં પણ તેઓએ યાદગાર પીઠબળ આપ્યું છે. અતિ આનંદની વાત તો એ છે કે તેમના ધર્મપત્ની તેમના ઉત્તર સાધકની જેમ તમાત સુકૃતોમાં સંપૂર્ણ સહકાર આપી પડછાયાની જેમ પોતાના છાયાબેન નામને સાર્થક કરે છે. લાખોના સુકૃતોમાં તેમનો મલકાટ ખૂબ જ દર્શનીય બને છે. “યથા રાજા તથા પ્રજા” એ ન્યાયે તેમના સુપુત્ર રાજુભાઈ, દીપેશભાઈ તથા પુત્રવધૂ વૈશાલીબેન, રિદ્ધિકાબેન સુપુત્રી વૃષાલી, વૈશાલી વિગરે પણ તેમના પુણ્યોદય પ્રેરક અને પુરક છે. તેમના બંધુ અનિતભાઈ, પ્રદીપભાઈ અને શૈલેષભાઈનો સર્વ કાર્યોમાં સિંહ ફાળો છે. સં.૨૦૨૦ અમલનેરના દીક્ષા પ્રસંગે અને સં.૨૦૪૦ માં સિદ્ધિક્ષેત્રમાં આ.શ્રી રામચંદ્રસૂરિજી મ.સા.ના વારંવાર પોતાના તમામ સુકૃતોમાં આધાર સ્થંભરૂપ પોતાની લઘુ બંધુ ત્રિપુટીનો સર્વ કામમાં સિંહ ફાળો છે ને તેમની યશોગાથા મુરબ્બીશ્રી જગદીશભાઈ કરતાં હોય છે. દાનાદિ ચાર પ્રકારના ધર્મમાં પ્રગતિશીલ બની ચારગતિ રૂપ સંસારનું પૂર્ણ વિરામ પામો એ જ મંગળ મનીષા અત્યંત આનંદની વાત એ છે કે તેમના પરમ ઉપકારી સન્માર્ગ દાતા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની ભવનિસ્તારીણી નિશ્રામાં સં. ૨૦૪૦ની સાલમાં ચાતુર્માસ કરવાનો તેમને અમૂક લાભ મળ્યો હતો અને એ વખતે દરેક સુકૃતિમાં શતશત ગણુ ફળ આપનાર સિદ્ધિગિરિરાજમાં તેમને સુંદર જિનભક્તિ સુપાત્ર ભક્તિ તથા સાધર્મિક ભક્તિના અમૂલ્ય લ્હાવા મળ્યા હતા. આવા જ યાદગાર સુકૃત લાભની કમાણી કરવા સં. ૨૦૩૩માં અમલનેર ૨૬ દીક્ષા પ્રસંગે પણ તેમને લ્હાવા મળ્યા હતા. ધન્ય છે એ પરિવારને. સ્વ. જસવંતલાલ એમ. શાહ : વિશા નીમા જૈન જ્ઞાતિના લોકો પંચમહાલ અને ખેડા જિલ્લામાં વિશેષ જોવા મળે છે. આ જ્ઞાતિમાં પણ જિનશાસનપ્રેમી કેટલાંક નરરત્નો છે તેમાં પંચમહાલ જિલ્લામા ગોધરા ગામના સ્વપરાક્રમથી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જન કરનાર મણિલાલ મંગળદાસ શાહના પનોતા પુત્ર જસવંતલાલ. પ્રાથમિક વાણિયાના દીકરા તરીકે ધંધો કરવાની તીવ્ર ઇચ્છા હતી, એટલે એક સ્નેહીના સહયોગથી તેલના કમીશન એજન્ટનો ધંધો શરૂ કર્યો અને તેમાં ક્રમશ: નસીબે યારી આપતાં અભૂતપૂર્વ પ્રગતિ સાધીને સંપત્તિ પ્રાપ્ત Page #1093 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન કરી. ઇ.સ. ૧૯૭૨થી ધંધામાં પ્રતિ વર્ષ સારી કમાણી કરી સાધન સંપન્ન અને સુખી ગૃહસ્થ તરીકે મુંબઈમાં રહેવા લાગ્યા જૈનકુળમાં જન્મેલા અને કુટુંબના સંસ્કારોના પરિણામે મુનિ ભગવંતની નિશ્રામાં પરિગૃહ પરિમાણ વ્રત અંગિકાર કર્યું હતું એટલે પ્રતિવર્ષ સંપત્તિનો ધર્મકાર્યોમાં સર્વ્યય કર્યો હતો. છેવટે દેશ વિરતી ધર્મ અંગિકાર કરીને સુશ્રાવક નામ ચરિતાર્થ કર્યુ હતું. ઉપધાન તપ, વર્ષીતપ, શાશ્વતી ઓળીની આરાધનાથી ધર્મના રંગે રંગાયા હતા. વળી વેપારધંધામાં સતત પરોવાયેલા હોવા છતાં પાઠશાળામાં અભ્યાસ કરીને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, તત્વાર્થ, પંચસૂત્ર, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય જેવા તાત્ત્વિક ગ્રંથોનો અભ્યાસ કરીને ધર્મમાં શ્રદ્ધા વધી છે. પ્રવાસમાં પણ આવશ્યક ક્રિયાઓ અને જ્ઞાનની પ્રવૃત્તિ આદરી હતી. વેપારધંધાની જવાબદારી અને શ્રુતજ્ઞાનોપાસના, સામાજિક જવાબદારીની સાથે સેવાકીય સંસ્થાઓમાં તન-મન અને ધનથી સંપત્તિનો સુકૃતમાં સદ્યય કર્યો હતો. વીશાનીમા જૈન ધર્મશાળા, પાલીતાણા, કેશવલાલ વાડીલાલ ગાંધી વિદ્યોત્તેજક સોસાયટી, વીશાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, શ્રી પરોલી જૈન તીર્થ જેવી સંસ્થાઓમાં એમની સેવા આજે પણ યાદગાર બની હોવાથી ધર્મકાર્યો ઉપરાંત જનસેવાના કાર્યોમાં પણ વધુ પ્રવૃતિશીલ બન્યા હતા. શ્રી ભીખુબહેન ચંદુલાલ જલુંઘવાળા હૉસ્પિટલ શાંતાક્રુઝના ડોનર અને ટ્રસ્ટી બનીને દરદીઓની ખુશખબર પૂછી પ્રત્યક્ષ રીતે સહાય-સેવા માટે સમય વિતાવતા હતા. બોનાફાઇડ કંપનીના અગ્રણી તરીકે એમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. આ કંપનીમાં ટ્રસ્ટી કરીને શાળા-કોલેજનો અભ્યાસ અને માંદગીમાં સહાય કરી જનસેવામાં સહૃદયતાથી જોડાયા હતાં. વર્ધમાન મહાવીર સેવા કેન્દ્ર-દેવલાલીમાં પણ તેઓ ટ્રસ્ટી થયા અને તેના વિકાસમાં ધનનો સદુપયોગ કર્યો હતો. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ માટે તેઓ વિશેષ લાગણીથી સર્વ રીતે કાર્યરત થયા હતા. એમની જિર્ણોદ્ધારની પ્રવૃત્તિ, સાધર્મિક ભક્તિ, સાધુ સાધ્વી વૈયાવચ્ચે. તીર્થયાત્રા, આવશ્યક ક્રિયાઓ જેવા જૈનકુળના આચાર પાલનની દૃઢતા ને સંકલ્પશક્તિ જેવા ગુણોથી એમની પ્રતિભા આજે પણ સ્મરણપટ પર અંકિત થયેલી છે. ગર્ભશ્રીમંત હોય અને છતાં સદ્ભય કરે તેવા સમજી શકાય પણ સ્વપરાક્રમથી જીવનમાં ધનોપાર્જન કરીને નિરાભિમાની બની સદ્ભય કરી માનવતાપૂર્ણ જીવન જીવી ગયા. ને સમુધ્ર સંસ્મરણોની સુવાસ મુકી ગયા છે. [સંકલન : ડો. વિનભાઈ શાહ] શ્રી જયંતિલાલ મફતલાલ શાહ : વતન : ઊંઝા, જન્મ વિ.સં. ૧૯૯૦ કારતક સુદ -૨, અભ્યાસ એમ.એ.(રાજયશાસ્ત્ર) કુટુંબની આર્થિક સ્થતિના કપરા સંજોગોમાં-લોન, સ્કોલરશીપ લઈ અમદાવાદનાં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. એમ.એ. થઈને ૧૯૫૬માં લોકભારતી - સણોસરાની રાષ્ટ્રીય સંસ્થામાં અધ્યાપક તરીકે ૧૨ વર્ષ રહ્યા. ૧૯૫૯-૬૦માં અમેરીકા જઈ ખેતી સંશોધન-વિસ્તરણનો એક વર્ષ અભ્યાસ કર્યો. લોકભારતીમાં ઉપનિયામક તરીકે કામગીરી બજાવી. ૧૯૬૮માં ઉત્તર ગુજરાતમાં લોકભારતી જેવી સંસ્થા શરૂ કરી. સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ-જયાં છ વર્ષ નિયામક આચાર્ય તરીકે કામ કર્યું. ૧૯૭૪થી વેપારક્ષેત્રે કામ કરી રહ્યા છે. ૧૯૭૯-૮૦માં ઈસબગુલના માર્કેટીંગ માટે અમેરીકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મન વગેરે Page #1094 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૪૫ દેશોની મુલાકાત લીધી. શાંતિનગર જૈન સોસાયટી ન સંઘના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. ઊંઝાના નિકાસકાર વેપારી એસોસીયેશન અને ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ વેપારી મંડળના મહામંત્રી તરીકે પણ કામ ચાલુ છે. શ્રી જે. કે. સંઘવી : ધર્મદેઢ, આચારવંત, કર્મઠ તેમ જ સમાજોન્મુખી વિચારોવાળા શ્રી જે.કે.સંઘવીનું પૂરું નામ શ્રી જુગરાજ કુંદનમલજી સંઘવી છે. રાજસ્થાનના આહારનગરમાં ૧૫ ઓગષ્ટ ૧૯૫૧ના રોજ એમનો જન્મ થયો. વર્તમાનમાં તેઓશ્રી થાણાનગરે વ્યવસાયમાં રત છે. તેમના પૂર્વજો છેલ્લા એકસો વરસથી રાજસ્થાનથી થાણામાં વ્યવસાયહેતુ આવ્યા હતા. વ્યવસાયી પરિવારમાં જન્મ લઈને પણ તેઓશ્રીની અભિરુચિ શરૂઆતથી જ લેખન તથા વાંચન પ્રતિ રહી છે. એકવીસ વર્ષની ઉંમરમાં રાષ્ટ્રસંત વર્તમાન આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ના સંપર્કમાં આવ્યા બાદ તેમણે જીવનને સામાજિક કાર્યોમાં લગાવી દીધું છે. અ.ભા. રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના કેન્દ્રીય મહામંત્રી તેમ જ ઉપાધ્યક્ષપદ પર આજે કાર્યરત છે. પરિષદની રજત જયંતિ સમારોહના અવસરે તેમની સામાજિક અને ધાર્મિક સેવા ભાવનાઓને જોતા અનમોદના સ્વરૂપ તેમને “પરિષદ રત્ન'ની ઉપાધિથી અલંકત કરી ગૌરવવંત કરવામાં આવેલ. સને ૧૯૭૭માં તેમણે “શાશ્વત ધર્મ' માસિકના સંપાદક ઘોષિત કરવા આવ્યા અને ત્યારથી આજ સુધી તેઓ શાશ્વત ધર્મને અત્યંત વાચનીય, મનનીય યોગ્ય તેમજ ઉન્નતિ કરવાના કાર્યમાં જોડાયેલા છે. ધાર્મિક પ્રવૃત્તિમાં હંમેશા તેમની ઊંડી રુચિ રહી છે. શ્રી ગુરુ રાજેન્દ્ર જનકલ્યાણ ટ્રસ્ટ, શ્રીગુરુ રાજેન્દ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી રાજ રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટના તેઓશ્રી ટ્રસ્ટી પણ છે. શ્રી કોંકણ શત્રુંજય તીર્થના શ્રી ઋષભદેવ સ્વામી જૈન ધર્મ ટેમ્પલ અને જ્ઞાતિ ટ્રસ્ટના મંત્રી સ્વરૂપે (૯૧થી૮૩) તેમજ હાલ ટ્રસ્ટી રૂપે સેવાઓ આપી રહ્યા છે. તેઓશ્રી અત્યંત સુધારાવાદી વિચારો ધરાવતા આદર્શવાદી વ્યકિત છે. શ્રી આહીર જૈન સેવા સંઘ મુંબઈના મંત્રીપદે છેલ્લા ૫ વર્ષથી તેઓશ્રી કાર્યરત છે. થાણામાં ધાર્મિક પાઠશાળા સંચાલન અર્થે તેઓશ્રી ઘણા વર્ષ વિશેષ રસ લઈ સહયોગ પ્રદાન કરેલ. તેઓશ્રી તથા તેમના ધર્મપત્ની વિમલાદેવીએ ૩૦ વર્ષની ઉંમરમાં જ શ્રી સમેતશિખરજી તીર્થે ચોથા બ્રહ્મચર્યવ્રત ધારણ કરી રાખેલ છે. પોતાના જીવનને જૈનધર્મના સિદ્ધાંતો મુજબ અનુસરવા માટે તેમણે હોટલની વસ્તુઓનો ત્યાગ, સિનેમા ત્યાગ, સુવર્ણના આભૂષણોનો યોગ નહીં, દરરોજ પૂજા-દર્શન આદિ અનેકાનેક નિયમોનું પાલન કરી રહ્યા છે. તેઓશ્રી કશળ લેખક હોવા ઉપરાંત પ્રખર વક્તા પણ છે તેમની વ્યસ્ત દિનચર્યામાં વધુ સમય સ્વાધ્યાય તેમજ લેખનમાં જ વિતાવે છે. કંઈક પત્ર-પત્રિકાઓમાં તેમના લેખો પ્રકાશિત થતાં રહે છે. ગુરુદેવ રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તેમજ રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ. સા. પ્રત્યે વિશેષ આસ્થા અને સમર્પણભાવ હોવાથી તેમના મંગળ આશીર્વાદ અને માર્ગદર્શનને જ તેઓશ્રી પોતાના જીવનમાં સફળતાનું કારણ માને છે. છ'રીપાલિત સંઘ આયોજન, ચૈત્ય પરિપાટીઓ, જિનમંદિર પ્રતિષ્ઠા આદિ જિનશાસન પ્રભાવનાના , કાર્યો, પાઠશાળા સંચાલન આદિ દ્વારા ભવિષ્યની પેઢીઓમાં સુસંસ્કારોના બીજારોપણ તેમજ જીવદયા અને તે 14 - Page #1095 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૬ ]. [ જૈન પ્રતિભાદર્શન અનુકંપાદાનના કાર્યોમાં તેમના પરિવાર દ્વારા સમયે–સમયે લક્ષ્મીનો સદુપયોગ થતો રહે છે, જે અભિનંદનીય અને અનુમોદનીય છે. શ્રી સિદ્ધચક્ર મંડળ-થાણા દ્વારા આયોજિત શ્રી સમેતશિખરજી– પાવાપુરી સહ કુલુમનાલીના યાત્રા સંઘમાં સંઘપતિ પણ બનવાનો લાભ પણ પોતાના પરિવારને મળેલ છે. શાકાહાર પ્રચાર તેમજ વ્યસનમુક્તિ અભિયાનમાં તેમને વિશેષ રુચિ છે. તેમના પિતાશ્રી દ્વારા અપાયેલ સુસંસ્કારથી તેમણે પોતાનું જીવન સુવાસિત બનાવ્યું છે. સને ૧૯૭૯ થી તેઓશ્રી ખાદીના વસ્ત્રો પહેરે છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારોના તેઓશ્રી માલિક, સરળ સ્વભાવી શ્રી જે. કે. સંઘવી ઉચ્ચ આદર્શોના રાજમાર્ગ પર આગળ વધતા વધતા આત્મોન્નતિ કરે એવી શુભભાવના. | શ્રી ઝવેરચંદ મોતીચંદ ઝવેરી : નાની ઉંમરથી જ ધર્મ ઉપર ખૂબ રાગ હતો. માતા પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતા. સામાયિક, પૂજા–સેવા–ધર્મગુરુનો પરિચય ખૂબ જ ગમતો. સ્કૂલમાં વેકેશન પડે તો ૨૪ ભગવાનની સામાયિક કરતાં, મેટ્રીક પાસ કરી અનાજની રેશનીંગની દુકાનમાં કલાર્ક તરીકે ૧૬ વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી ને ૧૧ વર્ષ પછી ૧૯૫૫માં રેલ્વેમાં કામ પર લાગી જુદાં જુદાં હોદ્દા પર રહી ૫૮ વર્ષે ૧૯૮૫માં નિવૃત્ત થઈ હાલ ૧૩ વર્ષથી નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. વીસમે વર્ષે કંદમૂળના પચ્ચખાણ લીધા. રેલ્વેની પરીક્ષા પાસ કર્યા પછી છેલ્લા ૩૮ વર્ષથી રોજ સવાર-સાંજ પ્રતિક્રમણ, પૂજા–સેવા, મહારાજસાહેબનું વ્યાખ્યાન, પાલીતાણાની બે વાર યાત્રા, સાધુ-સાધ્વી ભગવંતોનો લાભ વગેરે લે છે. ૯ મહિના વર્ધમાનતપની ઓળી, છેલ્લા પાંચ વર્ષમાં ૭ મહિના આયંબિલ કરેલા છે. 100મી વર્ધમાનતપની ઓળીનું પારણું સં. ૨૦૪૪ માગસર વદ ૧ના કરેલું. પાંચ દિવસમાં બીજો વર્ધમાનતપની ઓળીનો પાયો નાખ્યો. અત્યાર સુધીમાં ૧૫૦ વર્ધમાન તપની ઓળી, ૧૦૦૮ આયંબિલ કરેલ છે. પૂ. આ. શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પાંચ દિવસનો ઓચ્છવ રાખી શાંતિસ્નાત્ર ભણાવ્યું હતું. ખૂબી તો એ છે કે ૧૦૦મી ઓળીના પારણાને ૧૦૦૮ આયંબિલના પારણા સમયે પૂ. આ.શ્રી નેમિસૂરિજી મ. સા.ના સમુદાયના પૂ. આ.શ્રી દેવસૂરિજી, પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરિજી, પૂ. આ.શ્રી ધુરંધરસૂરિજી મ. સા.ના શિષ્ય પૂ. આ.શ્રી કુંદકુંદસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં થયા છે. શ્રી ડી. સી. ગાંધી : વિશા--નીમા જૈન જ્ઞાતિના નરરત્નોની ભૂમિ એટલે કપડવંજ. આ નગરીના પ્રતિભાશાળી માનવીઓની યાદીમાં ડી. સી. ગાંધીનાં નામથી સુવિદિત કાર્યકર્તા તરીકે તેઓશ્રીનું નામ સૌ કોઈને જીભે રમતું જોવા મળે છે. એમનું જન્મસ્થળ કપડવંજ આગમોદ્ધારક સાગરાનંદસૂરિના જન્મથી પાવન થયેલી નગરીના એક તેજસ્વી હીરા સમાન ધનવંતભાઈ ગાંધી. માદરે વતનમાં મેટ્રીક સુધી અભ્યાસ કરીને મુંબઈથી વિલ્સન કોલેજ અને પૂનામાં કાયદાનો અભ્યાસ કર્યા પછી મજૂર કાયદાના વકીલ તરીકે જીવન વ્યવહાર શરૂ કર્યો. મજૂર કાયદાની સૂઝ, કર્તવ્યપરાયણતા અને કાયદાકીય આંટીઘૂંટીના તજજ્ઞ તરીકે માત્ર ----------------- Page #1096 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૦૪૭ કપડવંજ કે વિશા નીમા જ્ઞાતિ નહિ પણ સમસ્ત ગુજરાતમાં તેઓશ્રી ખ્યાતનામ છે. એમના વ્યવહાર જીવનની વિશેષતામાં સંયુક્ત કુટુંબની પ્રથાના અનુરાગી, ગુજરાત યુનિ.ની કાયદાની વિદ્યાશાખાના નિષ્ણાત (expert) સભ્ય તરીકે પણ મહત્વ સેવા કરી છે. તેઓશ્રીએ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં પ્રમુખ, ટ્રસ્ટી, સભ્ય જેવા હોદા પર રહીને વકીલાતના વ્યવસાયમાંથી કમાણીનો સમય છોડીને સ્વાભાવિક રીતે સંસ્થાના કાર્યોમાં પ્રવૃત્ત રહીને એમની સેવાકીય પ્રતિભાનો એક વિલક્ષણ પરિચય કરાવ્યો છે. માણેક શેઠાણી ચેરીટેબલ ટ્રસ્ટની વાડીનું નવનિર્માણ, કાયમી ભોજનાલય, સામાજિક અને ધાર્મિક પ્રસંગોની ઉજવણીની સુવિધા વગેરે સતત પુરુષાર્થ કરીને નમૂનારૂપે કાર્ય કર્યું છે. નગરજનોને યાત્રિક ભવનની ભેટ, શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના કપડવંજ વિભાગના પ્રતિનિધિ, મહાવીર જૈન વિદ્યાલય–અમદાવાદની સ્થાનિક કમિટીના મેમ્બર, જૈનરત્ન એવોર્ડ વિજેતા, કપડવંજની વિવિધ સેવાકીય સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા, ગુજરાત સ્ટીલ યૂબ, નીકા ટયૂબ, જામસિંહજી રણજિતસિંહજી લિ. વગેરે કંપનીના ડીરેકટર વગેરે ક્ષેત્રોમાં પ્રશંસાપાત્ર સેવા કરીને માત્ર વકીલ તરીકે નહિ પણ સમાજસેવક તરીકેના ગુણોથી અલંકૃત એમના વ્યક્તિત્વથી સૌ કોઈ આજે પણ એમને અહોભાવપૂર્વક સ્મરણ કરે છે. (સંકલન : ડૉ. કવિનભાઈ શાહ) શ્રી દલીચંદ વીરચંદ શ્રોફ : 1 સુરતના જાણીતા દાનપ્રેમી સદગૃહસ્થ શ્રી દલીચંદ વીરચંદ શ્રોફનું સુરતમાં તા. ૯-૫-૬૪ના રોજ અશક્તાશ્રમ હોસ્પિટલમાં ૭૭ વર્ષની વયે અવસાન થયું અને આપણને એક સેવાભાવી શ્રીમંતની ખોટ પડી. સેવાભાવી મહાનુભાવોના અવસાન, સો વર્ષે પણ પડેલ દુષ્કાળની જેમ વસમા લાગ્યા વિના રહેતા નથી. સારા કામના સહભાગી થવું અને પોતાની સંપત્તિમાંથી એમાં ફૂલ-પાંદડી અર્પણ કરીને કૃતાર્થ બનવું, એ શ્રી દલીચંદભાઈનો સહજ સ્વભાવ હતો. અને એમની આ ઉદારતાને લીધે અનેક સંસ્થાઓ પગભર બની શકી હતી અને કેટલીક સંસ્થાઓની સ્થાપના થઈ હતી. શ્રી દલીચંદભાઈને ધર્મપ્રેમ અને દાનપ્રેમ જાણે ગળથૂથીમાં જ મળ્યો હતો. સાથે સાથે જાહેર સેવાઓનો પણ એમને એટલો જ રસ હતો. સુરતના લેડી વિલિંગ્ડન અશક્તા જૈન વિદ્યાર્થી આશ્રમ, જૈન વનિતા વિશ્રામ, સુરતના જિનમંદિરોના ટ્રસ્ટો, મોહનલાલજી જ્ઞાન ભંડાર, કતારગામનું જિનમંદિર, મહાજન હિન્દુ અનાથ બાલાશ્રમ, ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્ક વગેરે સુરતની અનેક સંસ્થાઓ તેમજ આણંદજી કલ્યાણજીની પેઢી, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ધર્મચંદ ઉદયચંદ જિર્ણોદ્ધાર ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. મારવાડમાં મળેલ પોરવાલ મહાસંમેલનના તેઓ પ્રમુખ હતા. પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે એમણે પચીસ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું. ઉપરાંત પોતાના નામનું એક ધર્માદા ટ્રસ્ટ એમણે રચ્યું હતું. અને એમના ધર્મપત્નીના નામની ધર્મશાળાને વધારવા માટે ૪૨ હજારનું દાન આપ્યું હતું. સુરતના જૈન વિદ્યાર્થી આશ્રમનો વિકાસ પણ એમની મોટી સખાવતથી થયો હતો. આ ઉપરાંત એમણે નાની મોટી અનેક સખાવતો અને ખાનગી મદદો આપીને પોતાના જીવન અને ધનને સાર્થક બનાવ્યું હતું. Page #1097 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૮ ] [ જેને પ્રતિભાદર્શન શ્રી દેવજીભાઈ ચાંપશીભાઈ શાહ : - વિશ્વ એ યાત્રિકો માટેની વિશાળ ધર્મશાળા છે, કર્મના સિદ્ધાંત મુજબ યાત્રિકો આવે છે. ઘડીક થોભે છે અને સમય થતાં સૌને પંથે પડે છે. પરંતુ એવા પુણ્ય આત્માઓ સેવા, સ્નેહ અને માનવતાની સુવાસ અહીં મુકતા જાય છે તે બીજા માટે આલંબનરૂપ બને છે. તેવી જ વિરલ વ્યક્તિ શેઠશ્રી દેવજીભાઈ ચાંપશીભાઈ શાહ (શાહ એજીન્યરીંગ કું.વાળા) ગાંધીધામ ખાતે તા. ૨૫-૫-૯૯ના રોજ (ઉ. વ. ૬૪) સ્વર્ગવાસી થયા. તેઓ પોતાના અદ્ભત રહસ્યની અનુભૂતિ સૌને કરાવી ગયા. તેઓશ્રી શ્રી ગાંધીધામ જૈન સંઘના આજીવન ટ્રસ્ટી અને પ્રમુખ રહ્યા હતા, તેમના હાથે, તેમના જીવનમાં ન વર્ણવી શકાય તેવા સુકૃતો કોઈપણ જાતના નામના મોહ વગર થયા હતા, જે ખૂબજ અનુમોદનીય છે. વાગડ પ્રદેશના ઉપકારી સ્વ. આચાર્ય ભગવંત શ્રી કનકસૂરીશ્વર દાદાનો અગ્નિસંસ્કાર આ મહાપુરુષના હાથે થયો હતો. કચ્છ-વાગડની જૈનની એક પણ સંસ્થા એવી નહીં હોય કે શાહ એજીનીયરીંગ કું.ના નામથી પરિચિત ન હોય, નાની મોટી સંસ્થાના તેઓશ્રીનો ફાળો મુખ્ય હતો. લક્ષ્મી દેવીની અતિ કપા હોવા છતાં આ ભૌતિકવાદમાં તેમણે સેવામય, સાધનામય અને નિરાભીમાની જીવન ગાળ્યું. જીવન જીવ્યા અને મૃત્યુ પણ જીતી ગયા, અને અમરત્વને પામી ગયા. તેમના સ્વર્ગવાસના ભલભલા માનવીને તેમજ સાધુ-સાધ્વી વર્ગને ખબજ મોટો આંચકો લાગ્યો હતો. કોઈ પણ સમાજનું ગમે તે પ્રકારનું કાર્ય હોય તેનો શુભ પ્રારંભશ્રી દેવજીભાઈ શેઠના હાથે થાય તેવી અહીં પ્રણાલિકા છે. પૂ. સાધુ-સાધ્વીના વૈયાવચ્ચના કાર્યમાં પણ પોતે મોટું યોગદાન આપ્યું છે. સ્વ. શ્રી નરેન્દ્રકુમાર જયંતિલાલ મહેતા : તેમનો જન્મ વિ.સં. ૨૦૦૭માં થયો હતો. સં.૨૦૨૩માં વર્ધમાન તપોનિધિ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી (એ વખતે પૂ.પં.શ્રી ભાનુવિજયજી) મહારાજની પુનિત નિશ્રામાં મલાડ (મુંબઈ) મુકામે યોજાયેલ ગ્રીષ્મકાલીન આધ્યાત્મિક શિબિરમાં જીવન પરિવર્તનની શરૂઆત. આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર...સં. ૨૦૧૮માં ૧૦ ઉપવાસની તપશ્ચર્યા, સં.૨૦૨૯માં ઉપધાન, સં. ૨૦૩૦ માં કલકત્તાથી સિદ્ધિગિરિના ૨૦૧ દિવસના છ'રી પાલિત યાત્રા સંઘમાં જોડાયેલ. ૨૦૨૯, ૨૦૩૦, ૨૦૩૪,૨૦૪૪ આ ગાળામાં પર્યુષણમાં કુલ ૯ અટ્ટાઇ, ૧૬ ઉપવાસ, ચોસઠ પહોરી પોષધ સહિત ૧૧ ઉપવાસ, ૩૦ અટ્ટમ, ૨ છ%, અન્ય આરાધનાઓ ૧ વર્ષીતપ સિદ્ધિગિરિ ૯૯ યાત્રા, ચોવિહાર છઠ્ઠ સાથે ૬ યાત્રા, ૧થી ૯ ભગવાનના એકસણા, ૨૩ ઉપવાસ, ૪૦ આયંબિલ દ્વારા ભવ આલોચના પૂર્ણ, “નમો અરિહંતાણ' પદનો ૧ લાખ નો જાપ સંપૂર્ણ, બે વખત નવ લાખ નવકારનો જાપ, શ્રી સીમંધર સ્વામીનો ૧ લાખનો જાપ સંપૂર્ણ, વર્ધમાન તપની ૭૫ ઓળી, ત્રણેય ઉપધાન પૂર્ણ. સં.૨૦૨૮ થી ૨૦૪૩ દરમ્યાન કુલ ૭૦૨૬ સામાયિક (પૌષધ – ઉપધાન સિવાય) સં. ૨૦૪૩ ધર્મચક્ર તપ ચાલુ તપમાં પૂ.આ. શ્રી રત્નસુંદરસૂરિજી મ.ના. શિષ્ય બંધુ મુનિરાજ પૂ.શ્રી યુગસુંદરવિજયજી મ.સા. પાસે વંદનાર્થે અમદાવાદમાં... ત્યાર બાદ છઠ્ઠ કરી કુંભોજગિરિ યાત્રાર્થે.... કોલ્હાપુરમાં બિરાજમાન પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.મા દર્શનવંદન કરી સ્વગૃહે પરત. સં. ૨૦૪૪માં ધર્મચક્રવાલની ચાલુ તપશ્ચર્યામાં કારતક વદ ૧૨ના રોજ શ્રી સીમંધરસ્વામી ભગવંતના સમવસરણને કેન્દ્રમાં રાખી નવકાર મહામંત્રનું ધ્યાન કરતાં બપોરના ૧-૩૦ મિનિટે ૩૮ વરસની 4 Page #1098 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૪૯ ભરયુવાન વયે સંપૂર્ણ સમાધિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગ તરફ પ્રયાણ. કાંટાની જિંદગી ગમે તેટલી લાંબી હોવા છતાં વખણાતી નથી...પુષ્યની જિંદગી ગમે તેટલી ટુંકી હોય છતાં વખાણાયા વગર રહેતી નથી. ૩૮ વરસની બહુ લાંબી ન કહેવાય એવી જિંદગીમાં પણ સ્વ. નરેન્દ્રકુમારે કરેલ આરાધનાઓનું લિસ્ટ વાંચતા સહેજ મોઢામાંથી શબ્દો સરી પડે છે. ધન્ય જીવન! ધન્ય મરણ! પ્રાર્થીએ પરમાત્માને કે આપણા જીવનનેય આવી જ આરાધનાઓથી મધમધતું બનાવવામાં એ તારક કૃપાવર્ષાનો ધોધ વહેવડાવે. સ્વ. નગીનદાસ ગિરધરલાલ શાહ (દાહોદ) : - સ્વ. ગિરધરલાલ હેમચંદ શાહ પરિવારના જયેષ્ઠ પુત્રશ્રી નગીનભાઈ શાહ વિશા નીમા જૈન જ્ઞાતિના નામાંકિત વેપારી અને સેવાભાવી કાર્યકર્તા. જન્મ તા. ૨૭-૭-૧૯૧૩. મેટ્રીક સુધીનો અભ્યાસ કરીને પિતાશ્રીના કાપડ અને ધિરધારના વ્યવસાયમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની સંસ્થા દાહોદ મ્યુનિસિપલમાં સભ્ય બનીને પ્રમુખપદે બિરાજમાન થયા હતા. તેઓશ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ-દાહોદના પ્રમુખ બનીને જિનશાસનની ઉન્નતિના કાર્યમાં સહભાગી બન્યા હતા. એમની સેવાકીય પ્રવૃતિઓનો વિસ્તાર વૈવિધ્યપૂર્ણ હતો. નવજીવન ફલોર અને પલ્સ મીલના ડાયરેકટર, દાહોદ અર્બન કો.ઓ.બેન્કના ડાયરેકટર અને મેનેજિંગ ડીરેકટર, દાહોદ કાપડ મહાજન એસોસીએશનના પ્રમુખ જેવી સંસ્થાઓના વિકાસમાં તન-મન-ધનથી સેવા કરીને સેવાકીય જીવન અને આદર્શ ઉદાહરણ પ્રાપ્ત થાય છે. ગુજરાત સરકારે એમની પ્રવૃત્તિઓ અને સેવાથી પ્રભાવિત થઈને દાહોદના ઓનરરી મેજીસ્ટ્રેટનું ગૌરવવંતુ બિરૂદ આપીને બહુમાન કર્યું હતું. જૈનકુળમાં જન્મેલા એટલે સ્વાભાવિક રીતે જ પિતાશ્રીની ધર્મપ્રિયતા અને સંસ્કારવારસાની વૃદ્ધિ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. એમની શિક્ષણ અને સંસ્કારપ્રિયતાના ઉદાહરણ વિચારીએ તો તેઓશ્રીએ દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટીમાં સભ્ય અને ખજાનચીપદે સેવા આપી હતી. - તેઓશ્રીએ આઝાદીની ચળવળ દરમ્યાન ઈ.સ.૧૯૩૨માં પૂનાની યરવડા જેલમાં છ માસ વિતાવ્યા હતા. સરકારશ્રીએ સ્વતંત્ર્ય સેનાનીના બિરૂદથી બહુમાન કર્યું હતું. (સંકલન : ડો. કવિનભાઈ શાહ) શ્રી નગીનદાસ ચુનીલાલ સંઘવી : શ્રી નગીનભાઈનું માદરે વતન સૌરાષ્ટ્રના ગારીયાધાર નજીક પાંચટોબરા ગામ છે. મેટ્રીક સુધીનો વ્યાવહારિક અભ્યાસ કરીને અમદાવાદમાં ધંધાર્થે સ્થાયી થયા. એમના જીવનની લાક્ષણિકતા એ છે કે ધંધામાથી સંપૂર્ણ નિવૃત્તિ લઈને ધર્મપરાયણ જીવન જીવી રહ્યા છે. તેઓશ્રી સિદ્ધચક્ર મહામંત્રના અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉપાસના કરનારા વિરલ વ્યકિત છે. છેલ્લા વીસ વર્ષથી નિયમિત રીતે જિન ચૈત્યમાં પ્રતિદિન સિદ્ધચક્રપૂજન ભણાવીને નવપદની ઉત્તમોત્તમ આરાધના કરે છે. આવી આરાધના કરનારા જિનશાસનમાં વિધિકારો મળી આવે પણ શ્રાવક તરીકે નિયમિત સિદ્ધચક્ર પૂજન કરીને મહામંગલકારી નવપદની આરાધના કરનારા ભાગ્યે જ મળી આવે. તે દૃષ્ટિએ નગીનભાઈની આરાધના A અનુમોદનાને પાત્ર છે. ભૌતિકરાગની ઘેલછામાં દર્શન - પુજામાં ૧૫થી ૨૦ મિનિટનો સમય કાઢવામાં Page #1099 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૦ ] [ જૈન પ્રતિભાદર્શન જયારે મુશ્કેલી લાગતી હોય ત્યારે સિદ્ધચક્રપૂજન કરવાની ભાવના થાય અને તેનો ચાર વખત ચાતુર્માસની આરાધના, પૂજા - પ્રતિક્રમણ, સામાયિક, જિનવાણી શ્રવણ જેવી શ્રાવકોચિત આવશ્યક ક્રિયાઓ કરીને જીવનમાં ઉપશમ ભાવ-સમતા અને સંતોષ જેવા ગુણોનો વિકાસ કર્યો છે. એમના જીવનની કેટલીક નોંધપાત્ર વિગતો જોઈએ. અનર્થદંડના નિમિત્તરૂપ કોઈ પણ પ્રકારના વર્તમાનપત્રનું ૧૬ વર્ષથી વાંચન કર્યું નથી, માર્ગનુસારીના નિયમ પ્રમાણે સંતોષવૃત્તિ ધારણ કરીને ૧પ વર્ષથી વેપારનો સર્વથા ત્યાગ, ૧૨વ્રત અંગિકાર કરીને દેશવિરતી શ્રાવક, નવપદ આરાધક સમાજ મુંબઈની સંસ્થા દ્વારા આયંબિલ ઓળીની આરાધનામાં સંચાલનની સંપૂર્ણ જવાબદારી વગેરે પ્રવૃત્તિઓથી એમનું જીવન ધન્ય બન્યું છે. નગીનભાઈના વ્યકિતત્વને યશ અપાવે તેવી પ્રવૃત્તિ તો સાધુ-સાધ્વી મહારાજને અણાહારી દવાઓની સુવિધા અને એમની વૈયાવચ્ચ, આવી અપૂર્વ ગુરુભક્તિ દ્વારા તેઓશ્રી ગુરુભગવંતના આશીર્વાદથી નિશ્ચિંત બનીને આરાધનામય જીવન જીવે છે. (સંકલન : ડો. વિનભાઈ શાહ) શ્રી નવીનચંદ્ર ફૂલચંદ શાહ : પ્રભાવશાળી વ્યકિતત્વ, ઊંચા કદાવર અને બુલંદ અવાજથી માનવ સમુહમાં પોતાના વ્યકિતત્વથી વિજય પ્રાપ્ત કરનાર શ્રી નવીનચંદ્ર શાહનું મૂળવતન મહેસાણા જિલ્લાનું બીલોદરા ગામ છે. નવીનભાઈ એટલે જૈન વીશા ઓશવાળ જ્ઞાતિનું નરરત્ન. થોડો ઘણો વ્યાવહારિક અભ્યાસ કરીને મુંબઈમાં ઝવેરાતના ધંધામાંથી નિવૃત્ત થઈને ધર્મમય જીવન જીવવાનું અનુપમ ઉદાહરણ પ્રાપ્ત થાય છે. પાંચ વર્ષથી શ્રાવકના બારવ્રત અંગિકાર કરીને તેનું પાલન કરે છે. એટલે કે દેશવિરતિ શ્રાવક તરીકે આરાધક ભાવથી ધર્મપરાયણ જીવન જીવે છે. છેલ્લાં પાંચ વર્ષથી સાધર્મિક બંધુઓ અને બહેનોને પાલીતાણામાં જોડવા માટે તેઓ સદાતત્પર રહે છે. તપસ્વીઓની ભક્તિ કરવામાં પણ તેઓ અગ્રણી છે. ઉપધાન, માસક્ષમણ, સિદ્ધિતપ, શત્રુંજય તપ જેવા મોટા તપનાં તપસ્વીઓની ભક્તિમાં અત્યંત તલ્લીન રહે છે. ચોપાટી જૈન સંઘના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપીને એમની બુદ્ધિ અને શક્તિનો સદુપયોગ કર્યો છે. તેઓશ્રીના વ્યકિતત્વમાં સુવર્ણકળશ સમાન બીલોદરાથી શંખેશ્વરનો છ'રી પાલિત સંઘ છે. આજે કહેવાતા બસ દ્વારા યાત્રા-પ્રવાસને સંઘ નામથી ઓળખાવાનાં આવે છે. અને માળ પહેરાવવામાં આવે છે જ્યારે છ'રી પાલિત સંઘ એ સાચા અર્થ શાસ્ત્રોકત રીતે તીર્થયાત્રાનો અનેરો લ્હાવો લેવાનું પુણ્યાનુંબંધી પુણ્યનું કાર્ય કરીને ધન્ય બનાવ્યું છે. નવીનભાઈનો અવાજ એવો વિશિષ્ટ છે કે એકાદ વાકય સાંભળતાની સાથે જ એમના જીવનનો પ્રાથમિક પરિચય થઈ જાય, તેમ છે. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, ગુપ્તદાન, શ્રુતજ્ઞાનની ભક્તિ, શ્રાવકોચિત ક્રિયાઓનું પાલન વગેરેથી એમનું જીવન દૃષ્ટાંતરૂપ બન્યું છે. નવીનભાઈ એટલે ધર્મપરાયણતા, નિર્ભયતા, આરાધના અને સેવાધર્મના રસિક જૈન વીશા ઓશવાળા સમાજના નહિ પણ સમગ્ર જૈન સમાજના પ્રતિભાશાળી સજજન. (સંકલન : ડો. વિનભાઈ શાહ) પુણ્યાત્મા શ્રી નાનચંદભાઈ (દેપલવાળા) ત્રિભુવનપતિ વીતરાગ સર્વજ્ઞ ૫૨માત્માનો સસંગ એટલે મોક્ષ માર્ગની આરાધના કરનાર અને Page #1100 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૫૧ કરાવનાર લઘુકર્મી અને શ્રમણોપાસકનું સુભગ સંમેલન. પ્રભુશ્રી વીર ભગવાને ઘોર ઉપસર્ગ અને પરિષહોની ફોજને સહન કરીને જે કેવળજ્ઞાન અને નિર્વાણની પ્રાપ્તિ કરી એ જ લક્ષ્યને સિદ્ધ કરવા માટે અપ્રમત્તપણે ઉદ્યમ કરનાર શ્રમકવર્ગ અને એ શ્રમણપણની પ્રાપ્તિના મનોરથમાં જ રમતો તે દિશામાં સતત ભગીરથ ઉદ્યમ કરનાર એ શ્રાવક છે. જન્મથી જ જેમને જૈનધર્મના સંસ્કાર મળવા સાથે જેમણે સુંદર કોટિનું શ્રાવક જીવન ઘડયું એવા શ્રમણોપાસકની શોધ કરીએ તો દેપલા (સૌરાષ્ટ્ર) ના વતની શ્રેષ્ઠિશ્રી નાનચંદભાઈ પણ નજરે ચઢયા વિના રહે નહીં. અશુભના ઉદયે કદાચ સર્વવિરતિ ન લઈ શકાય તોય તેવા શ્રાવક ઘરમાં રહ્યા છતાં પણ કેવી સુંદર આરાધના કરે એ તેમના જીવનમાંથી સ્પષ્ટ જણાય આવે છે. સર્વવિરતિના અંગીકાર પછી શ્રમણ જેમ તપ-ત્યાગ અને સંયમયાત્રામાં પોતાને ઓતપ્રોત કરી દે એમ શ્રી નાનચંદભાઈએ દેશવિરતિના બાવ્રતો અંગીકાર કરીને પોતાનું જીવન અનેક પ્રકારના તપ-જાપ-ત્યાગ અને તીર્થયાત્રા વગેરે શુભ અનુષ્ઠાનોથી વિભૂષિત બનાવી દીધું છે. સર્વવિરતિના અંશભૂત દેશવિરતિ (બાવ્રતો) ને અંગીકાર કરીને સૌ પ્રથમ તેઓએ પોતાની જીવન નૌકાને મોક્ષાભિમુખ વેગવંતુ પ્રયાણ કરતી બનાવી. અતિચાર ન લાગે એવી કાળજી રાખવા સાથે એ બાર વ્રતોનું પાલન સુશોભિત બને તે માટે તેમણે ત્યાગ-તપ વગેરેમાં ઝુકાવવા માંડયું. તેમણે કરેલી વિવિધ પ્રકારની આરાધના અન્ય મુમુક્ષુઓને માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહે છે. “વળી દેહની પણ માયા છોડવાની છે તો પૈસાની માયા પણ કેમ ન છોડવી? સુપાત્રમાં વિનિયોગ એ જ એ પૈસાનો સદુપયોગ.” આ સત્યને સારી પેઠે સમજેલા શ્રીનાનચંદભાઈએ અનેક સ્થાનોમાં સાતક્ષેત્રોમાં પાણીની માફક પૈસો વાપરવા માટે લક્ષ્મીની માયાને ક્ષીણ કરવા માંડ્યા. સાવરકુંડલાથી પૂજય ગુરુદેવોની નિશ્રામાં છ'રી પાળતા સંઘ સાથે જુનાગઢની યાત્રા વગેરે તથા અન્ય શુભ ક્ષેત્રોમાં કેટલાય હજારો રૂપિયાનો સવ્યય કર્યો, જેમાં ઉપરોકત સંઘયાત્રા ઉપરાંત રૂા. ૪૧૦૦ની કિંમતના ત્રિગસિંહાનઝલન ગામે દહેરાસરને ભેટ વગેરે સકતો ગણી શકાય. આ બધુ તેમનામાં ગુપ્તપણે રહેલી અરિહંત ભક્તિને વ્યકત કરનારું છે. તેમના જીવનમાં બધા કરતાં મહત્વનો પ્રસંગ તો એ બન્યો પોતાની વયમાં તેમના જયેષ્ઠપુત્ર શ્રી દલીચંદભાઈ અને પૌત્ર રજનીકાંત (મેટ્રીક પાસ) સંસારવાસથી વિરકત બન્યા અને દીક્ષાની અનુમતિ માંગી. અનેક સુખસગવડો અને પૈસા વગેરે કશાની કમી નહીંધીકતો લાખોની આવકનો ધંધો, આ બધું છોડીને ભગવાનના માર્ગે જવા તૈયાર થયેલા આ પિતા-પુત્રના યુગલની ઇચ્છાને શ્રી નાનચંદભાઈએ હરખભેર વધાવી લીધી. આવી જૈફ વયે સેવાકારી વિનયી પુત્રપૌત્રના વિયોગનો પ્રસંગ આવે તો માણસને પોતાનો વિચાર પહેલો આવે, કે હવે પછી મોટી વૃદ્ધ વયે મારી સેવા કોણ કરશો? પરંતુ સ્વયં ચારિત્ર માટે ઝુરનારા શ્રી નાનચંદભાઈને આ વિચાર અડે એમ નહોતો. ગુજરાત-અમદાવાદમાં બિરાજમાન પરમતપસ્વી અને વૈરાગ્ય અમૃતવરસતી મધુર દેશનાથી શ્રોતા વર્ગને વિરાગાભિમુખ કરનાર પૂજય પંન્યાસશ્રી ભાનુવિજયજી મ.સા.ને તેઓશ્રીએ દીક્ષા માટે વિનંતી કરી. ઘર આંગણે મુંબઈ-મલાડમાં તેડાવ્યા. હજારોના ખર્ચ ધામધૂમપૂર્વક જિનભક્તિના મહોત્સવો શરૂ કરાવ્યા અને ઘર આંગણે નાંખેલા વિશાળ મંડપમાં હજારો જૈન-જૈનેતરોની હાજરી વચ્ચે પરમ પૂજય વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે વહાલસોયા પુત્ર-પૌત્રને દીક્ષા અપાવી, શ્રીમદ્ ભાનુવિજય પંન્યાસજીના ચરણ કમલમાં આજીવન સમર્પિત કર્યા. Page #1101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ર ) [ જૈન પ્રતિભાદર્શન દિક્ષિત મુનિવરો સ્વ. મુનિશ્રી દેવસુંદરવિજયજી (દલીચંદભાઈ) આ પૃથ્વીતળને પાવન કરી રહ્યા છે. પૂ. આચાર્યદેવ શ્રી વિજય રત્નસુંદરસૂરિજી મ.સા. તેમજ પોતાના બીજા પૌત્ર પૂ. પંન્યાસ શ્રી પદ્મસુંદર વિજયજી ગણિ. સૌથી નાના પુત્ર રાયચંદભાઈ હાલ પૂ. મુનિશ્રી તત્વસુંદરવિજયજી મ.સા., પૌત્રી સાધ્વી શ્રી ચંદ્રજયોતિશ્રીજી મ. તરીકે પૂજય ગુરુદેવશ્રીના ચરણે બે ઉત્તમ રત્નોનું સમર્પણ કર્યા પછી ગુરુશ્રદ્ધાના અથાગ બળ ઉપર શ્રી નાનચંદભાઈએ આ અદ્દભૂત રત્નને વધાવી લઈ કાર્ય શરૂ કરી દીધું. આજે ૮૫ વર્ષની વૃદ્ધવયે માત્ર ૧૦ વર્ષના ગાળામાં ૧OO જ નહીં પણ રોજની પોણા બસો નવકારવાળી ગણવા સુધી શ્રી નાનચંદભાઈ પહોંચી ગયા છે. એ પૂજય ગુરુદેવશ્રીએ આપેલી ભેટ અને ઉલ્લાસપૂર્વકના એના પાલનનો રૂડો પ્રતાપ છે. અને તેના જ પ્રતાપે અરિહંત પદનો ચાર કરોડનો અને સિદ્ધિપદનો ૫૦ લાખનો જાપ-૨૦,000 જેટલી સામાયિકની અદ્ભુત કમાણી સાથે આજે તેઓ કરી શક્યા છે. તે ઉપરાંત ૫ લાખનો ઉવસગ્ગહરં સ્તોત્રનો પણ જાપ તેઓ કરી ચુકયા છે. શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ : સમાજ જીવનના ઇન્ડસ્ટ્રીયલ તથા ધાર્મિક ક્ષેત્રે કામગીરી બજાવી રહ્યા છે. જીવનની શરૂઆત ખૂબ જ નાના પાયે, ખૂબ જ નાની મુડીથી મુંબઈમાં ચાલુ કરી. શરૂઆતમાં બે વર્ષ નોકરી પણ કરી, પરંતુ અથાગ મહેનત અને ઈશ્વરકૃપાથી ધંધામાં બે વરસ પછી કેમીકલ ટ્રેડીંગમાં સારી સફળતા મળી. ઘોઘારી સમાજના મુરબ્બી શાહ દલીચંદ પુરુષોત્તમદાસ સાથે ભાગીદારીમાં કંપની ચાલુ કરી અને સારી સફળતા પણ મળી. ૧૯૬૮ પછી ફેકટરીના ક્ષેત્રે મેન્યુફેકચરીંગ લાઈન ચાલુ કરી. જાહેર સેવા કાર્યની શુભ શરૂઆત છેલ્લા ૮-૯ વરસથી ચાલે છે. પોતે અત્યારે ઘોઘારી જૈન સમાજના પ્રમુખ છે. ધાર્મિક ક્ષેત્રે તેઓ ૧૯૮૭માં મહુવાથી પાલીતાણા છ“રી પાળતો સંઘ પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ તથા એમની નિશ્રામાં બીજા પણ ઘણા ધાર્મિક કાર્યો કરાવેલ. ડીસેમ્બર ૧૯૮૭માં તાંબેનગર-મુલુંડમાં શ્રી આદીશ્વર દાદાની પ્રતિષ્ઠા કરાવેલ. તેમાં મનો ફાળો મુખ્ય હતો. તેમજ મલંડથી પાલીતાણા પર દિવસનો છ'રી પાળતો સંઘ નીકળેલ. જેમાં તેર સંઘપતિઓમાં તેઓશ્રી પણ એક સંઘપતિ બનેલ. પૂ. આચાર્ય ભગવંત શ્રી અશોકચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી આરાધના ખૂબ જ સારી ચાલે છે. અને એ માર્ગે જ આગળ વધવાની ભાવના છે. ભાવનગર પાંજરાપોળ માં રૂ. પાંચ લાખનું ડોનેશન આપેલ છે. પુન્યપનોતા : પરમાત્માના પરમ ઉપાસક પુંજાભાઈ કચરાભાઈ બીદ : આદિ-વ્યાધિ-ઉપાધિથી ભરપૂર આ સંસારમાં ક્ષણની પણ શાંતિ નથી, સમાધિ નથી, બધું જ ક્ષણજીવી છે. કોઈ પદાર્થ સદાય જીવંત નથી. દરેક જીવ કર્માધીન છે. આવા વિચિત્રતાથી ભરપૂર આ સંસારમાં પણ પૂર્વના પુણ્યોદયે કેટલાંક પુણ્યશાળીઓના પાવન પગલા આ પૃથ્વી ઉપર પડે છે.અને પોતાના જીવન દરમ્યાન પોતાનું જીવન તો પ્રકાશિત કરે છે, પણ જયાં જાય ત્યાં અનેકોના જીવનમાં પ્રકાશ પાથરી દે છે. એવી જ એક વિરલ અને વિશિષ્ટ વિભુતિનો હાલાર પ્રદેશના નવાગામમાં પિતા કચરાભાઈ Page #1102 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૩ દેવાભાઈ બીદને ત્યાં માતા સંતોકબેનની કુક્ષીએ સં. ૧૯૩૨માં સારંગપુર મુકામે થયો હતો. નામ | પાડવામાં આવેલ પુંજાલાલ... ઉંમર થતાં દેશમાં રહેલા માતા-પિતાએ મણિબેન સાથે સગપણ નક્કી કર્યા અને કેન્યાથી આવીને લગ્ન કરી ગયા... મણિબેનના આવવાથી અને પુંજાભાઈ પાસે કેન્યા પહોંચતા મન-વચન-કાયાથી દરેક રીતે એવો સહકાર આપ્યો કે થોડા વર્ષોની અંદર તો આ કુટુંબ પૂર્વની પુન્યાઈ સાથે બન્નોનો પુરુષાર્થ ભળતાં આનંદ કિલ્લોલ કરવા લાગ્યા. સંપત્તિધન.સંતતિધન સાથે પાંગરતા બાહ્ય સંસારમાં પણ આત્માધન રૂપ ધર્મના સંસ્કારોથી વાસિત થઈ રહ્યા હતા. તેમાં અવસરે અવસરે પરમાત્માના દર્શન નાનું-મોટું તપ, જીવદયા, ગરીબ-ગરબા વગેરેને સહાય આવા કાર્યો બંને પતિ-પત્ની ભાવથી કરી રહ્યા હતા. પરદેશમાં રહ્યા-રહ્યા પણ ધર્મ-આરાધનામાં સામાન્ય પ્રવેશ પામેલા હોવાથી તેમણે આચાર્યદેવ શ્રી કુંદકુંદસૂરીશ્વરજી (ત વખતે મુનિ કુંદકુંદવિજય) તથા મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ અંગે સાંભળેલું કે હાલારની પ્રજાને ધર્મ માર્ગે જોડવા માટે આ બંધબેલડીનો ભોગ કોઈ જબર છે. તેથી તરત જ નાના-માઠા. ગામમાં પૂ. મુનિરાજશ્રી મહાસન પારખી લે તેમ આ હાલારી જાને ધર્મ-માર્ગમાં જોડનાર ઝવેરી એવા પૂ. મુનિરાજશ્રી મહાસેનવિજયજી મ.સા.એ હાલારના છુપા હીરા જેવા આ દંપતીને પ્રથમ પરિચયમાં જ ઓળખી ગયા કે યોગ્ય આત્મા છે. ઓલીયા ગણાતા આ ગુરુવરે પણ ભક્તિ-હૃદય ઉપર ઓવારી ગયા. પ્રથમ મુલાકાતમાં જ ઘણી ધર્મભાવના દ્રઢ કરી લીધી અને તપ-અનુષ્ઠાન સાથે પ્રભુભક્તિ - મહોત્સવ નવાગામમાં ઉજવવાનું નક્કી કર્યું.. તે માટે સૌ પ્રથમ નવાગામથી નાની-ખાવડી થઈને ગાગવા છ'રી પાલિત પંચતીચંદનું આયોજન કર્યું. અને ગાગવાથી મુંગણી - સિકકા – મોટી ખાવડી થઈને નવાગામ.ત્યાં પહોંચીને ત્રણ દિવસના બાવન ગામમાં એકાસણા સાથે શાંતિસ્નાત્ર પૂજન, સિદ્ધચક્રપૂજન તથા ભકતામર પૂજન સહ ત્રણ દિવસનો પૂજનો સહિત મહોત્સવ. ૫૦૦થી વધુ એકાસણી કરાવીને કર્યો. પહેલાં જ પ્રસંગથી એવો રંગ લાગ્યો કે આ નરરત્ન પુંજાભાઈ પોતાની જિંદગીના છેલ્લા વર્ષ સુધી.. એક જ અનુમોદના કરાવતા રહ્યા. પછી તો બીજા વર્ષે નવાગામમાં સુપુત્ર અશ્વિન અને પુત્રવધૂ કીર્તિને મોકલી સામુહિક્ક અઠ્ઠમતપ કરાવ્યો. આરાધનાધામમાં બે વખત ઉપધાન તપમાં મુખ્ય લાભ લીધો... આયંબિલ, ઓ ને, અડાસણાના અનુષ્ઠાનો કે અન્ય અનુષ્ઠાનોમાં એમનો કંઈને કંઈ ફાળો હોય. ગુરુમહારાજ પૂ. મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મ.સા.ને જીવદયા ઉપર અતિશય પ્રેમ એટલે ગુરુ મહારાજની આજ્ઞા લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોની પાંજરાપોળોમાં જાતે જઈ રોકડ રકમ આપી આવ્યા. ભયંકર ચાર વર્ષના દુષ્કાળમાં હજારો પશુઓની સેવામાં કરોડોના ફાળામાં સૌપ્રથમ એક લાખ રૂપિયાથી પોતે ભંડોળ શરૂ કરાવ્યું. તેનો શ્રેય આ પુન્યાત્માને મળ્યો. પક્ષીઓના ચણ માટે બારાડી વિસ્તારમાં સેંકડો ગુણી ચણની મોકલાવી. પૂજયશ્રીઓની આજ્ઞાથી ગુપ્તતાપૂર્વક દરેક જરૂરિયાતવાળા - સ્થાનોમાં એમનું યોગદાન અવિરત ચાલુ ને ચાલુજ રહ્યું. 5 Page #1103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન ગુરુ મહારાજના ગુરુમંદિરમાં ગુસ્પાદુકા જે આરાધનાના ધામમાં પ્રવેશ કરતાં ડાબી બાજુ છે તેનો સંપૂર્ણ લાભ તેઓએ જ લીધો અને તેમનું આબેહુબ આખું જીવન ચરિત્ર-જીવન દીપના પ્રકાશનો પણ સંપૂર્ણ લાભ તેમણેજ લઈને અનેરી ગુરુભક્તિ પ્રદર્શિત કરી છે. તે દરમ્યાન કચ્છમાં પૂ. પં. શ્રી વજસેનવિજયજી મ.સા. તથા કચ્છ-વાંકીનાજ મુનિશ્રી હેમપ્રભવિજયજી મ.સા. એમના સંસારી પિતા મુનિશ્રી પુણ્યસેન વિજયજી મ.સા. તથા એમના સંસારી બેન મહારાજો દીક્ષા પછી સૌ પ્રથમ જઈ રહ્યા હતા. તેમના ગામ પ્રવેશમાં આપણે જવું તે વિચારીને બંને જણા કેન્યાથી આવ્યા અને હાલારમાંથી ૭OO ભાવિકોને બસો દ્વારા લઈને ભદ્રેશ્વર-વાંકી તીર્થની યાત્રા કરવા પૂર્વક એમનો ભવ્ય પ્રવેશ કરાવ્યો હતો. લગભગ ૬૫૦ ભાવિકોએ સૌ પ્રથમવાર ભદ્રેશ્વર ગયા હતા. એઓ આજે પણ યાદ કરે છે કે રંગ રાખ્યો પુજાલાલ અને મણિબેને! નાના-મોટા પ્રસંગો તથા જીવદયા, અનુકંપા, દેરાસર, ઉપાશ્રય, આયંબિલખાતા, પાઠશાળા, ધર્મશાળા, ભોજનશાળા આદિ દરેક ક્ષેત્રોમાં લાભ લેવાનું ચાલુ જ હતું અને છે. ત્યાં ગત વર્ષે તેઓએ આવીને જુનાગઢ પૂ. ૫ : શ્રી વજસેન વિજયજી મ.સા.ને વિનંતી કરી કે હવે સાહેબ કોઈનો ભરોસો નથી...આ વખતે તો સંઘનું કાર્ય પતાવીને જ જવું છે. આ સંઘમાં પંજાભાઈ અને મણિબેને જે ઉદારતા બતાવી છે તે માટે તો એ સંઘમાં જોડાનારના શબ્દો... ભાવો જ વાંચવા પડે. અરે.. ગામે-ગામ થતાં ૨૦OO/૩OOO અને ૮-૮ હજાર ભાવિકો દ્વારા કરાતાં સામૌયાઓ તથા ગામોમના જમણો. સંઘની પૂર્ણાહુતિ સુધીમાં ૬૫૦OOી ભાવિકોને ચડતા પરિણામે જમાડયા. બે-બે તીર્થોની માળા પહેરીને સંઘપતિ પદ મેળવ્યું અને ગામે-ગામ જયાં જે જરૂરિયાત હતી તે દાનવીર એવા આ પુંજાલાલ પરિવારે પૂરી કરી. પોતાના ચારે પુત્ર-પુત્રી જમાઈ તથા પુત્રવધૂઓને આ સંઘમાં જોડી હાથી હોટે ચડાવ્યા અને સંઘ ભક્તિનો લ્હાવો આપ્યો. એટલું જ નહિ પણ સંઘના માધ્યમથી બધાને ધર્મ પ્રત્યે રૂચિવાળા બનાવી શ્રદ્ધાવંત બનાવીને ધર્મારાધનામાં જોડી દીધા. એમની સુપુત્રી રંજનબેન અને જમાઈ જયેન્દ્રભાઈએ છેલ્લે સુધી ચાલીને એકાસણા કરીને યાત્રા કરી અને ધર્મનો એનો રંગ લાગ્યો કે જે ત્યાં જઈને પણ સારી આરાધના કરે છે. પુત્રી લીના તથા જમાઈ મહેશ છેલ્લા દિવસોમાં આવ્યા અને સંઘનાં જોડાયા. શ્રદ્ધાળુ એવા બન્નેએ આ સંઘમાં જોડાવાથી ખ્યાલ આવ્યો કે ઓ..હો.. આવું હોય છે શ્રાવક જીવન...અને સાધુ જીવન... સુપુત્ર મિતેશ અને નીલા પહેલા આવેલા તેઓ ૧૦ દિવસ રોકાયા. સાથે રહ્યા ચાલ્યા. તેઓ ગામના લોકોના ભાવોથી એવા ભાવિત થયા કે સાચેજ મમ્મી અને ડેડી ખૂબ સારા કામો કરે છે. તેથી તેઓ જબ્બર અનુમોદના કરી. પૂર્વના ભવમાં આપણા આત્માએ જેવા..જે કર્મો કર્યા હોય તે કયારે ઉદયમાં આવે તે નક્કી નહિ. અરે...! તીર્થંકર પરમાત્માના આત્માએ પણ જે કર્મો બાંધેલા તે એમને પણ ભોગવવા જ પડયાં. તેમાં કોઈનું કશું ચાલ્યું નહિ-પરંતુ ધર્મ હતો. જેથી સમતાભાવે સહન કરીને શ્રેષ્ઠગતિને પામ્યા. તેવી જ રીતે આ ધર્મી આત્માના પૂર્વ-ભવના ક આ સ્થાને ઉદયમાં આવ્યા. પણ આ ભવમાં ધર્મને પામેલા. Page #1104 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૦૫૫ જયારે તેઓશ્રીનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે તેમના બંને હાથ આંગળીના વેઢા ઉપર હતાં. જેથી તેઓ નવકાર ગણતા-ગણતા ગયા... તે સ્પષ્ટ છે. તેનો પરચો પણ તેમણે તરત જ એક મહાત્માને આપતા ગયા. અને પ્રત્યક્ષ પુરાવા રૂપે પણ લોટમાં બની ગયેલો “ધજાનો આકાર.” તેમને લોકો વર્ષો.. યુગો સુધી યાદ કરે છે તેમના ગુણ-કીર્તિને ધન્ય છે અને તેઓશ્રી પણ ધન્ય છે....! પુંજાભાઈએ પણ આવા સુકૃત્યો કરીને ચોમેર પોતાની ગુણ-ગાથા યશકીર્તિ પ્રસરાવી છે. શા. પોપટલાલ અંબાલાલ મોદી : તીર્થસેવા, સમાજસેવા અને સાર્વજનિક સેવાને ક્ષેત્રે ઉત્તર ગુજરાતના ઉંઝા શહેર વિસ્તારમાં ચોગરદમ સુવાસ ઉભી કરનાર ધર્મનિષ્ઠ શ્રેષ્ઠિરત્ન શ્રી પોપટલાલ અંબાલાલ મોદીનું પારદર્શી જીવન અને તેમના પરિવારનું યોગદાન અનેકોને પ્રેરણાદાયી બની રહેશે. મધ્યમ પરિવારમાં એમનો જન્મ અને ઉછેર થયો. પણ ધર્મ-શાસન અને સમાજ માટે કાંઈક કરી છુટવાની પ્રબળ ભાવનાના બીજ સંસ્કારો ગળથુથીમાંથી પ્રાપ્ત થયાં. વીરડો જેમ ઉલેચાચ તેમ તેમ નવું પાણી આવતું જ રહેવાનું તેમ સારા કામોમાં સંપત્તિનો સદુપયોગ કરતાં રહેવાથી લક્ષ્મી વધતી જ રહેવાની એ સત્ય તેમને અનુભવે સમજાતાં જીવન માંડણીના પાયામાં તેને આદર્શ તરીકે સ્વીકાર્યો. ઉંઝામાં પોતાના જીરૂ-વરીયાળીના સપ્લાયરના ધંધાને દેશભરના પ્રવાસ આદિને કારણે જેનો જેનો તેમને સત્સંગ થયો, જે જે જોવા જાણવા અને સમજવાનું મળ્યું તેમાંથી પોતાની ગુણગ્રાહી લોબી દષ્ટિને કારણે ઘણી બધી સારી ચીજો પ્રાપ્ત કરી અને જીવન સાફલ્યમાં એ બધું બહુ જ ઉપયોગી બની રહ્યું. જીવનના પ્રારંભથી જ ધર્મરંગે રંગાયા. જીવનના સંઘર્ષમય તાણાવાણામાં પણ માણસ ધીરજ રાખી ન્યાય નીતિ અને પ્રમાણિકતાને વળગી રહે તો સોનેરી દિવસો પણ જરૂર આવે જ છે એવા આ શ્રેષ્ઠિવર્યનો દ્રઢ અનુભવ છે. નાની ઉંમરમાં પોતાનો મામાની છત્રછાયા ગુમાવી તે પછી માસીઆઇ ભાઈશ્રી તલકચંદભાઈએ ધંધાની વિકાસયાત્રામાં તેમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું. જે ઉપકાર તેઓ હંમેશા યાદ કરે છે. જૈનકુળમાં જન્મ થયો અને જિનેશ્વર ભગવાનનો પોતાને ધર્મ મળ્યો તેને પોતાનું સદ્દનસીબ ગણે છે. સંપત્તિ સારાએ સમાજની છે અને સંપત્તિના તેઓ ટ્રસ્ટી છે એવી ઉદાત્તમય ભાવનાએ તેમના શુભ હાથોએ ઘણા બધા શુભ ધાર્મિક અનુષ્ઠાનો થયા. મંદિરોમાં મૂર્તિપ્રતિષ્ઠાઓથી માંડીને શાસન પ્રભાવનાના અનેક કાર્યોમાં પોતે નિમિત્ત બન્યા તેનો આંતરિક આનંદ-સંતોષ આજ તેમની ૮૫ વર્ષની ઉમરે તેમના મુખ ઉપર રાષ્ટ જોઈ શકાય છે. નાની ઉંમરમાં શારીરિક કસરતોના આયોજનોમાં ખુબ જ દિલચસ્પી, સાધુ-સંતોના સંપર્કમાં આવવાની તીવ્ર તાલાવેલી, યોગ સાધનમાં અને વિપશ્યનાની શિબિરોમાં અને વ્યાખ્યાનમાં તેમનું મન સોળે કળાએ ખીલી ઉઠતું. અને પછી તો શ્રી કલિકુંડ પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી અને પ. પૂ.શ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી કલિકુંડ પાર્થ તીર્થમાં મીની શત્રુંજયની ભવ્યતમ રચના ઘણા વર્ષોની સૌની સહીયારી મહેનત અને તપસ્યાનું પરિણામ છે. દેરાસરની મીની શત્રુંજયની પ્રશસ્તિમાં ““મોદી પોપટલાલ અંબાલાલ તથા રસિકલાલ છનાલાલ ઉઝાંવાળાએ તન-મન-ધનનો સારો લાભ લીધેલ છે.” === Page #1105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન એવું કોતરાવેલ છે. કમિટિનાં પ્રમુખ ચિતરંજનભાઈ તથા મંત્રીશ્રી રમેશભાઈ અને કમિટિના સર્વ સભ્યોના સહાયોગની તેઓ ભારે અનુમોદના કરે છે. જીવનભર ધર્મની ઉન્નતિમાં, આરાધનામાં, પ્રભાવનામાં. આગળ વધવા મનમાં ગાંઠવાળી સત્વશાળી આત્મબળ જ ધર્મ પામી શકે છે અને જીવનસંગ્રામમાં વિજયી બને છે. આ સેવાપરાયણ શ્રેષ્ઠિ વિવિધક્ષેત્રની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે જે આ મુજબ છે. કલિકુંડ તીર્થમાં કારોબારી કમિટિમાં, નંદાસણ તીર્થમાં ટ્રસ્ટી તરીકે, ઉંઝા જૈન મહાજનમાં ટ્રસ્ટી તરીકે, ઉંઝા જૈન પાઠશાળાના પ્રમુખ તરીકે, ઉંઝા વેપારી મંડળ અને ઉંઝા એજ્યુકેશન બોર્ડની કારોબારીમાં તેમની સેવા જાણીતી બની છે. પોતાના માતુશ્રીની મમતા અને માસીની પ્રેરણાથી જૈન પાઠશાળાનું બોકસીંગનું ટાઇલ્સવાળું સુંદર મકાન બાંધી આપી ઉંઝા જૈન મહાજનને ભેટ આપ્યું. જેનાથી પરિવારની પ્રતિષ્ઠા ઔર વધી. પોતાને છ પુત્રીઓ જેમાં બે પુત્રીઓને સંયમજીવનની દીક્ષા અપાવી તે વખતે અષ્ટાન્તિકા મહોત્સવ, વરઘોડો, શાંતિ સ્નાત્ર, જમણવાર વગેરેનો સારો લાભ લીધો. ઉંઝામાં જૈન વાડી તથા શ્રાવિકા ઉપાશ્રય બનાવવામાં સૌ પ્રથમ સારી એવી રકમ અર્પણ કરી અને ઉંઝા મહાજનના સહયોગથી આ કામ પૂર્ણ કરાવ્યું. વર્ષો પહેલાં ઉંઝામાં પૂ.પં.શ્રી અભયસાગરજી મ.સા.નું ચાતુર્માસ હતું. પૂજયશ્રીની તબિયત અસ્વસ્થ હતી. તે અરસામાં શ્રી પોપટભાઈએ ઘર-દુકાન છોડી રાત-દિવસ ચોવીસે કલાક પૂજયશ્રીની લગનીથી સેવા - ચાકરી કરવાનો બે-ત્રણ મહિના સુધી મોકો મળ્યો તેને પણ જીવનનો મહત્વપૂર્ણ પ્રસંગ સમજે છે. તેમના માંગલિક જીવનના ઘણા બધા પ્રેરણાદાયી પ્રસંગોને યાદ કરીએ તો શ્રી શત્રુંજય મહાતીર્થમાં દાદાની ટૂંકમાં નવીન દેરાસર બનાવી પ્રભુ પ્રતિમાજી પધરાવ્યા. ઉંઝા સ્ટેશન રોડ ઉપર નવીન દેરાસરમાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનના અંજન શલાકા પ્રતિષ્ઠાના બન્ને ચઢાવા લઈ પ્રતિમાજી પધરાવ્યા, આ જ દેરાસરમાં બીજી વખત અંજન શલાકા પ્રતિષ્ઠા થઈ તેમાં પણ ભગવાનના માતા-પિતા બનવાનો લાભ લીધો. કલિકુંડ તીર્થમાં પણ પ્રતિમાજીના અંજન શલાકા પ્રતિષ્ઠા વખતે ધ્વજનો કાયમી લાભ લીધો, એ અરસામાં પૂ.આ.શ્રી રાજશેખરસૂરિજી મ.સા.ની આચાર્યપદવી વખતે કપડા વહોરાવવાના ચઢાવા લીધા. નંદસણ તીર્થમાં પણ પુત્ર કિરીટભાઈ અને અ.સૌ. મીના બહેન ઇન્દ્ર-ઇન્દ્રણી બનાવાનો લાભ લીધો. ઉંઝા સંઘથી શંખેશ્વરજીનો સંઘ કાઢયો તેમાં પણ લાભ લીધો. ઉંઝા પાંજરાપોળમાં પણ સારી એવી રકમ આપી અને અન્ય પાસેથી એકઠી કરાવી આપી. પાલીતાણા તીર્થમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી એવી રકમ આપી. ઉંઝાના સાર્વજનિક ક્ષેત્રોમાં પણ હૉસ્પિટલ, વૃદ્ધાશ્રમ અને મંદિરો તથા મસ્જિદ સુદ્ધા પણ દરેક ઠેકાણે પોતાના ગૃહસ્થાશ્રમને શોભે તે રીતે નાની-મોટી દેણગી આપેલી છે. ભારતના પ્રભાવિક જૈન તીર્થ સ્થાનોમાં પણ ભોજનશાળા તથા સાધારણખાતામાં સારી રકમ લખાવી છે. પોતાને બે પુત્રો જેમાં એક મહેન્દ્રભાઈ ડોકટર છે. નવરંગપુરામાં હૉસ્પિટલ ચલાવે છે. ખુબજ સેવાભાવથી કાર્યમગ્ન છે. તેમને પણ બે પુત્રો જેઓ ડોકટરી લાઇનમાં અભ્યાસ કરે છે. શ્રીપોપટલાલભાઈના બીજા પુત્ર કિરીટભાઈ ઉંઝામાં વ્યાપાર સંભાળે છે. તેમના ધર્મ પત્ની મીના બહેન ધર્મનિષ્ઠ છે. તેમને પણ બે પુત્રરત્નો છે. જેઓ અભ્યાસ કરે છે. પોતાના બન્ને પુત્રો અને ધર્મપત્ની તારાબહેનનો ઘણો મોટો Page #1106 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૫૭ ફાળો છે. સંઘ સેવા, સમાજ સેવા અને પ્રભુભક્તિમાં પરિવારની જ પ્રેરણા કારણભુત બની છે. પોતાના પરિવારમાં અઠ્ઠાઇ, ઉપધાન, ઉપવાસ, યાત્રાઓ અને તપસ્યાઓ પણ આટલી જ અનુમોદનનીય થવા પામી છે. શ્રી બટુકભાઈ જગજીવનદાસ શાહ : અમદાવાદમાં ગારમેન્ટ લાઇનમાં સારી એવી પ્રગતિ સાધી છે. અને ૧૯૮૭માં એક વખત રાત્રે ગરીબોને રજાઇઓ ઓઢાડવા રાતના ૧૨થી૩ના સમયમાં ગયેલા ત્યારથી નક્કી કર્યું કે પૈસા આપવાથી જ પુરતી સેવા થતી નથી. તે દિવસથી બે-ચાર મિત્રો ભેગા મળીને ગુલાબબાઈ હૉસ્પિટલમાં ગરીબોને મફત દવા, ફળ વગેરેનું વિતરણની શરૂઆત કરી. ત્યારથી મિત્રોએ ભેગા મળીને તા.૧૫-૧૨-૮૭ થી સદ્કાર્ય, સેવા સમાજની સ્થાપના કરી તે દિવસેથી આજ પર્યંત સેવાના આ કાર્યો ચાલુ છે. બટુકભાઈએ મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી ઉપાડી લાધી છે. માનવસેવા તથા જીવદયાના તમામ કાર્યો આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિવિધ પ્રકારના કેમ્પસ તથા શિબિરો, રખડતા બાળકોને ધંધે લગાડવા તથા બુરી આદતોમાથી છોડાવવા, મફત દવા તથા ઓપરેશન શ્રી બટુકભાઈ જાત દેખરેખથી કરાવી આપે છે. ભારે વરસાદ પછી બટુકભાઈ જાતે અસહાય ગરીબોની પાસે જઈ જોઈતી જરૂરિયાત પૂરી પાડે છે. રોગચાળાદિ જેવા પ્રસંગોએ જોઈતી દવાઓની વ્યવસ્થા બટુકભાઈ કરે છે. રકતપીતગ્રસ્ત માનવોની વસાહતો ઊભી કરેલ છે. ૧૨૫ ઉપરાંત ચક્ષુદાન અને દેહદાન પણ થયેલા છે. ઉનાળામાં પાણીની પરબની વ્યવસ્થા થાય છે. હાલ બ્લડ ડોનેશન કેમ્પ વગેરે દરેક જાતના મેડીકલ ચેકઅપના કેમ્પો બટુકભાઈ જાત દેખરેખ એક ટીમ ઉભી કરી મદદ કરે છે. શ્રી બટુકભાઈ લગભગ ૧૫ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. [શ્રી જે.કે.ગાંધી] સ્વ.બાવચંદ ઝવેરચંદ દોશી તથા શ્રીમતી જયાબેન બાવચંદ દોશી : જૈન ધર્મના રંગાયેલા આ પિરવારની શરૂઆતમાં સામાન્ય સ્થિતિ હતી. ક્રમે-ક્રમે વિકાસ થયો. જન્મ દિવમાં થયેલો, અભ્યાસ મહુવા બાલાશ્રમમાં, રહેવાસી ઉના તથા ઘોઘાબંદર, બાવચંદભાઈ અને જયંતિભાઈ બન્ને ભાઈ, તેમની માતાનું નામ કુંવરબેન, બહુ પરિશ્રમ વેઠીને પુત્રોને મોટા કર્યા હતા, અને ભણાવ્યા હતા, બાવચંદભાઈએ એલ.આઇ.સી. મુંબઈ ફોર્ટમાં વર્ષો સુધી સર્વીસ કરી. બીજું કામ સાઇડમાં કરતાં. અજાતશત્રુ ગણી શકાય પણ ગુપ્તદાનના રસિયા. સારી સ્થિતિમાં સામાન્ય આત્માઓને ઘરનાં મેમ્બરોને પણ ખબર ન પડે તેવી રીતે મદદ કરતાં. તેમનો હસમુખો અને આનંદી સ્વભાવ હતો પરઉપકાર કરવો એ એમનો ધર્મ હતો. સ્વાર્થ વગર અન્યને મદદરૂપ થવું એ એમનો સ્વભાવ હતો. સિદ્ધિગિરિ-નાકોડા (રાજસ્થાન), સલુમ્બરમાં-મલાડમાં ભગવાન પધરાવ્યા છે. મહેમદાવાદ અને મણિનગર વચ્ચે રાસ્કા ગામનાં ઉપાશ્રય માટે રકમ આપી માતા-પિતાનું નામ અમર કર્યુ છે. આ ઉપાશ્રય કુંવરબેન ઝવેરચંદ દોશીના નામનો છે. બુદ્ધિ અને પૈસાને Page #1107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન સારા શુભ કાર્યોમાં વાપરવો એ એમનો જીવનમંત્ર હતો સિદ્ધિગિરિમાં ચોમાસું કરેલ છે. - અ.સૌ.જયાબેન તેમને દરેક સદ્કાર્યોમાં ભાવપૂર્વક સહકાર આપ્યો. જયાબેનની કોઠાસૂઝના કારણે અનેક સારાં કર્યો થયાં. તેમને જયેન્દ્ર, ધીરેન્દ્ર, ચેતન ત્રણ પુત્રો અને રંજન નામની પુત્રી છે. બાવચંદભાઈ ૭૫ વર્ષના જીવન દરમ્યાન સત્કાર્યો દ્વારા પોતાનું જીવન સફળ કર્યું. પરિવારના બધા જ સભ્યોને પણ ધર્મકાર્યોમાં ભારે શ્રદધા અને ભક્તિભાવ છે. બાલચંદભાઈના જીવનમાંથી જાણવા જેવું : જન્મ લીધો છે તે ઋણ ચૂકવવા, બને ત્યાં સુધી આપવું, લેવું નહિ, ભાર વધારવો નહિ, દિલમાં મૈત્રીભાવ અને કરુણા રાખવા, કર્મથી ખરાબ રોગોમાં પીડાતા દર્દીઓ પર પ્રેમ કષ્ણા રાખવા એ એમના જીવનમંત્રો હતા. શ્રી ભરતકુમાર મહેન્દ્રભાઈ શાહ-બિલીમોરા : સ્વ. છગનલાલ ઝવેરચંદ શાહના સુપુત્ર સ્વ. મહેન્દ્રભાઈના જયેષ્ઠ પુત્ર ભરતકુમાર. બિલીમોરાના સેવાભાવી, ધર્મિક અને સંસ્કારસંપન્ન પરિવારમાં જન્મેલા ભરતભાઈએ પરિવારની વારસાગત એવા અને દાનની પ્રવૃત્તિમાં સતત કર્તવ્યપરાયણ બનીને સુવર્ણકળશ ચઢાવ્યો છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કરીને વાણિજયના સ્નાતક, ધંધાની ઊંડી સૂઝ અને કાર્યદક્ષતાથી યુવાનવયમાં સારી નામના પ્રાપ્ત કરી છે. મૂળ ધંધો તો સોના-ચાંદીનો. ચોકસી બજારના અગ્રણી વેપારી હોવાથી સાથે એમની સાહસપ્રિયતાના નમુનારૂપ બિલ્ડીગ કોન્ટ્રાકટર, ખેતી, વોટરપ્લાન જેવા ધંધામાં પ્રવેશ કરીને ધારેલી સફળતા પ્રાપ્ત કરીને ધંધાકીય ક્ષેત્રમાં અગ્રણી બન્યા છે. ધાર્મિક સંસ્કારોના પ્રતાપે પુણ્ય કાર્યને દાનનો પ્રવાહ ઉદાર દિલથી મન મુકીને વહેતો કર્યો છે. બિલીમોરાના (ઇસ્ટ) વિભાગ ગૌહરબાગમાં શ્રી જૈન શ્વેતાંબર ઉપાશ્રય અને આયંબિલ ભવનના નિર્માણના પુણ્ય કાર્યમાં તન-મન અને ધનથી સહભાગી થયા છે. એમની શિક્ષણપ્રિયતાના ઉદાહરણરૂપ અનુકરણીય અને અનુમોદનીય કાર્ય તો એ છે કે શેઠ શ્રી મહેન્દ્રકુમાર છગનલાલ ઝવેરચંદ હાયર સેકન્ડરી સ્કૂલના નિર્માણમાં માતબર રકમનું દાન આપીને ભારે મોટું સન્માન પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બન્યા છે. બિલીમોરા જૈન સંઘ, ગૌહરબાગ જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ, બિલીમોરા વિભાગ કેળવણી વિભાગ વગેરે સંસ્થાઓમાં સક્રિય બનીને માત્ર દાન નહિ પણ સમયનો ભોગ આપીને નગરની શૈક્ષણિક, સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કરીને એમની પ્રતિભાનો સાનંદાશ્ચર્ય સૌ કોઈને પરિચય કરાવ્યો છે. (સંકલન : ડૉ. કવિનભાઈ શાહ) માલગાંવ (રાજ.)ના દાનવીર સંઘપતિ શ્રી ભરમલજી હુકમીચંદજી બાફના : પ્રારંભિક જીવન : ઘણા વર્ષો પૂર્વ આ પરિવારમાં સંઘ નીકળ્યો હતો. માટે આ પરિવાર સંઘવી પરિવાર તરીકે ઓળખાય છે. જીવનમાં પરિસ્થિતિ કદી એક સરખી નથી. સંઘવી ભેરમલજીની પરિસ્થિતિ સામાન્ય હતી છતાં ઉદારતા અને હૃદયની સરળતા આકાશને આંબી જાય તેવી હતી. ગામમાં એવી પ્રસિદ્ધિ કે કોઈને પણ બે-પાંચ પૈસાની આવશ્યકતા હોય તોય ભેરમલભાઈ પાસે પહોચી જાય. ઉછીના લાવીને પણ બીજાને પૈસા આપી દેતા. એક જ વાત “કોઈનું દુ:ખ મારાથી જોવાય નહિ.' એક દિવસ સમાચાર સાંભળ્યા કે છરી પાલક સંઘ બાજુના ગામથી પસાર થશે. ભરમલજી પહોંચી Page #1108 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૫૯ ગયા. ગમે તે સંજોગે સંઘના પદાર્પણ અમારા નાનકડા ગામમાં થવા જ જોઈએ. કાર્યકર્તાઓ એકના બે ન થયા. સંઘપતિના પગ પકડ્યા. છેવટે પૂ.ગુરુદેવને રડીને કરગર્યા. છેવટે સંઘ આવ્યો. ભરમલજી તો હર્ષવિભોર થઈ ગયા. યથાશક્તિ સંઘની ભક્તિ કરી અને એ દિવસે પોતાના મોટા દીકરા તારાચંદભાઈને કહ્યું ““દીકરા !જીવનમાં પુણ્યોદયે શક્તિ મળે તો વધુ ને વધુ સાધર્મિક ભક્તિ કરજે.” પુણ્ય સાથ આપ્યો. લક્ષ્મીએ જાણે આ પુણ્યશાળીને ત્યાં વાસ કર્યો. પૂ.આ.શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા. (તે વખતે મુનિશ્રી)ની શુભ નિશ્રામાં પોતાના ગામમાં જ ઉપધાન તપ કરાવ્યા. મહોત્સવ દરમ્યાન પ્રભાવના આપવા પોતે જ ઉભા રહે. બદામ, અખરોટ, ભરી ભરીને આપે. લેનારને રૂમાલ પાથરવો પડે એ રીતે આપતા. ત્યારબાદ આ પરિંવારે પ.પૂ. ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ને ગુરુ તરીકે સ્વીકાર્યા. જીરાવલામાં ઓળી, શત્રુંજયનો સંઘ, સંઘવી ભેરુ તારક ધામ વગેરે પૂજયશ્રીના હસ્તે કરાવેલ. એમના જીવનમાં થયેલ અનેક સુકતો અને સામાજિક કાર્યો : * ઝિનેસ બુક ઓફ જૈનાજમમાં અંકિત થયેલ ૩૨OO આરાધકોની જીરાવલા તીર્થમાં વિશિષ્ટ આયોજન ૮૧૮00 અઢમ થયેલા. ૫.૫.આ.શ્રી ગુણરત્નસુરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં આ અદ ઐતિહાસિક આયોજન થયેલ. * શ્રી માલગામથી શત્રુંજય મહાતીર્થનો ર૭૦૦ યાત્રિકોનો છ'રી પાલિત સંઘ. * સમસ્ત જૈન સમાજ દ્વારા શ્રી શંખેશ્વર તીર્થમાં દાનવીર પદ પ્રદાન (શ્રી શત્રુંજયને ઐતિહાસિક છ'રી પાલિત સંઘ શંખેશ્વરમાં ચાર દિવસ રોકાયો. ૨૨૦૦ અઠ્ઠમ થયા. હજારો યાત્રિકોએ આ સંઘના દર્શનનો લાભ લીધો તે દરમ્યાન આ પદ પ્રદાન થયેલ. * શ્રી જીરાવલા તીર્થમાં “પરેશ ભોજનશાલા ભવન' નું ભવ્ય નિર્માણ. * તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થમાં “સંઘવીભેરુ વિહાર'' નું ભવ્ય નિર્માણ. * “સંઘવી ભેરુ વિહાર' ની બાજુમાં જ સંઘવી સુંદરબેન. * દેલવાડા તીર્થમાં “સંઘવી ભેરમલજી હુકમચંદજી ભોજનશાળા ભવન'' ૪ શ્રી અચલગઢ તીર્થમાં ““શ્રીમતી સુંદરબેન ભેરમલજી ભોજનશાળા ભવનનું નિર્માણ. * શ્રી શંખેશ્વર તીર્થમાં શંખેશ્વર ધર્મશાળામાં એક વીંગનું નિર્માણ. * જીવનદયા અને સમાજ-સેવા હેતુ માલગાવમાં “સંઘવી પરેશ સેવા કેન્દ્ર” ભવનનું નિર્માણ. * હસ્તગિરિ તીર્થમાં પાણી તૃપ્તિગૃહનું નિર્માણ. * શ્રીમતી સુંદરબેનના વર્ષીતપના પારણા નિમિત્તે સામુહિક બિયાસણા તેમ જ સામુહિક પારણાનું આયોજન. * શ્રી શત્રુંજય મહાતીર્થમાં શ્રી આદીશ્વર દાદાના જિનબિંબોનું ભવ્યાતિભવ્ય ૧૮ અભિષેક તેમ જ સ્વામિવાત્સલ્યનું આયોજન. * શ્રીમાલગાંવમાં અતિભવ્ય ઉપધાનતપ, ઉજમણું તેમ જ અઢાઈ મહોત્સવ મહોત્સવનું આયોજન * શ્રી શંખેશ્વર મહાતીર્થમાં અઢાઈ મહોત્સવનું આયોજન. * શ્રી રાણકપુર આદિ પંચતીર્થ યાત્રાનું આયોજન. * શ્રી જીરાવાલાજી, અનાદરા, વરમાણ, માલગાંવ આદિ સ્થાનોમાં ૧૦ નેત્ર શિબિરોમાં ૧૫OO લગભગ ભાઈ - બહેનોના આંખના ઓપરેશન. * ગુલાબગંજમાં જૈન મંદિર બનાવવામાં મહત્વપૂર્ણ સહયોગ. * શ્રી પાલીતાણા તીર્થે નવાણું યાત્રાનું આયોજન. દુકાળના સમયમાં ૭ ગામોમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા. “સંઘવી ભેરુ વિહાર” પાલીતાણામાં પ્રતિદિન સાધુ-સાધ્વીજી તેમજ સાધર્મિકોની ભક્તિ. * સંઘ દરમ્યાન શ્રી શંખેશ્વર તીર્થમાં વિશાળ સામુહિક અઠ્ઠમ તપસ્યાનું આયોજન. * શ્રી શત્રુંજય મહાતીર્થ પાલીતાણામાં સાર્વજનિક ભોજનશાળાનો પ્રારંભ. * સંઘવી ભેરમલજીના સ્વર્ગારોહણ સ્થાન અનાદશમાં હોસ્પિટલ નિર્માણ પ્રારંભ. * શિરોહી (રાજ.) જનરલ, Page #1109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૦ ] L[ જૈન પ્રતિભાદર્શન હૉસ્પિટલમાં નેત્ર ચિકિત્સાલયનું આયોજન. * તા. પ-૧૧-૯૬ ના સિદ્ધિગિરિ પાલીતાણાથી સમેતશિખરજી મહાતીર્થ રેલ્વે દ્વારા મહાસંઘ યાત્રાનો પ્રારંભ. * અર્બુદાચલ પર્વતની તળેટીમાં “અનાદરા તલેટી તીર્થ” યાને શ્રી ભેરુતારક પાર્શ્વપ્રભુ જૈન જે. મહાતીર્થ જેમા-અતિનયન રમ્ય શિલ્પકલા યુકત વિશાળ જિનાલય, રમણીય યાત્રિક નિવાસ, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ભોજનશાળા, ચબુતરો આદિનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. * દાનવીર શેઠશ્રી તારાચંદજી ભરમલજી સંઘવી ને શ્રી શાંતિનાથ જૈન યુવા મંડળ આયોજિત જૈન એકતા સંમેલન મુંબઈમાં ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ચેરમેન દાનવીર શેઠશ્રી દીપચંદભાઈ ગાર્ડી અને ભારત જૈન મહામંડળના પ્રમુખશ્રી કિશોરચંદજી વર્ધન અને મહારાષ્ટ્ર સરકારના ગૃહનિર્માણના તેમ જ આવાસ મંત્રી રાજ કે. પુરોહિત સાહેબ દ્વારા “સમાજરત્ન'ની પદવીથી સન્માનીત કરવા બદલ ગાયત્રી પંચાંગ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન. સ્વ. શેઠશ્રી ભોળાભાઈ જેસીંગભાઈ : સ્વનામ ધન્ય સ્વર્ગસ્થ શેઠશ્રી ભોળાભાઈ જેસીંગભાઈ દલાલના જીવન સાથે આ પાંચ સગુણો પંચામૃતની જેમ એકરસ બની ગયા હતા. વળી, એકાકી બની ગયેલ લાગતો માનવી સુખ અને મોજપૂર્વક લાંબુ જીવન કેવી રીતે જીવી શકે એનો પણ તેઓ ઉત્તમ આદર્શ હતા. તેઓનું મૂળ વતન અમદાવાદ. ધંધાર્થે તેઓ દાયકાઓ પહેલાં મુંબઈ જઈને વસેલા. મગજ ઉપર ધંધાનો કે બીજો બોજો રાખવાથી આ વ્યાધિ વધે છે. શ્રી ભોળાભાઈ શેઠ જાણે સાનમાં સમજી ગયા. એમણે વિચાર્યું પૈસો જિંદગી માટે છે, જિંદગી કાંઈ પૈસા માટે નથી. અને પોતાના મનને પૈસાના લોભથી પાછું વાળીને એમણે બેતાલીશ વર્ષની યુવાન વયે શેરબજારની દલાલીનો ધંધો બંધ કરી દીધો અને બધુ તંત્ર એવી શાણપણ ભરી રીતે ગોઠવી દીધું કે જેથી એમનો આર્થિક વ્યવહાર સરખી રીતે ચાલ્યા કરે અને કશી જ માથાકૂટમાં ઊતરવું ન પડે. તેઓ બાણું વર્ષ જેટલી સુદીર્ઘ જિંદગી આનંદપૂર્વક માણી શક્યા એનું એક રહસ્ય આ પણ છે. જે અત્યારના હૃદયરોગ, હાઈબ્લડપ્રેસર કે મગજની બિમારીના યુગમાં બીજાઓને માટે દાખલા રૂપ બની શકે એમ છે. સંતોષ કેળવો અને સુખી થાઓ, એ એનો સાર છે. જૈન સમાજની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય સને ૧૯૪૦ માં એની પહેલી શાખા અમદાવાદમાં શરૂ કરી શકાઈ તે શેઠશ્રી ભોળાભાઈ તરફથી મળેલ એક લાખ રૂપિયા જેવી સારી સખાવતના કારણે જ. શ્રી મનુભાઈ વિરજીભાઈ સુતરીયા (સાવરકુંડલા વાળા) હાલ સુરત તથા તેમના ધર્મપત્ની શાંતાબેન મનુભાઈ સુતરીયા : શ્રી મનુભાઈ પ્રતિભાશાળી વ્યકિત હતા. શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજમાં ઉદારદિલના વ્યકિત હતા. ધંધાર્થે સાહસિક હતા. તેમની ઉદાર સખાવતો હંમેશને માટે યાદ રહેશે. સાથેસાથે તેમના ધર્મપત્ની શાંતાબેન મનુભાઈ સુતરીયા વિચારશીલ અને સમાજનું ઉત્કૃષ્ટ તેમના હૃદયમાં વસેલું હતું. મનુભાઈના સંસારમાં તેઓ તાજ સ્વરૂપ હતા. તેમણે સાથે રહીને જે સખાવતો કરી છે તેથી તેમના તાજમાં યશકલગી શોભી ઉઠી હતી. શાંતાબેનની સખાવતોની મુખ્ય યાદી આ મુજબ છે. ઝઘડીયાજીમાં ધર્મશાળા સંઘને અર્પણ કરી, ચુનાભટ્ટી (મુંબઈ)માં ઘર દહેરાસર બનાવેલ, શત્રુંજય તીર્થ ઉપર બાબુના 4 Page #1110 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] દહેરાસરમાં ભગવાન પધરાવ્યા અને દેરી બંધાવી, ઉંમરલાયક ભાવિકોના સંઘો કાઢયા, સાવરકુંડલાથી શત્રુંજય તીર્થનો સંઘ કાઢયો, સુરતથી ઝઘડીયાજી તીર્થનો સંઘ કાઢયો, પોતાના નામનું ટ્રસ્ટ બનાવી તેમાંથી સાધારણ બાળકોને સ્કોલરશીપ તથા સામાન્ય સાધર્મિક કુટુંબોની મૂક સેવા પણ કરતા હતા. શ્રી મનુભાઈ સુતરીયા શાંતાબેન સુતરીયા શાંતાબેન ઘોઘારી સિદ્ધિચક્ર મહિલા મંડળ સુરત અને હિરપુરા પાર્શ્વ મહિલા મંડળસુરતના પ્રમુખ તરીકે સેવા આપેલ. સુરતની અન્ય અનેક સામાજિક સંસ્થાઓમાં પણ સંકળાયેલા હતા. મનુભાઈ તા.૨૫-૩-૧૯૭૯ તથા શાંતાબેન તા.૨૫-૯-૯૨ના રોજ સ્વર્ગવાસી થયેલ. નોધ : શ્રીમનુભાઈ વીરજીભાઈ સુતરીયાનો જન્મ સાવરકુંડલામાં થયો હતો અને શ્રીમતી શાંતાબેન મનુભાઈ સુતરીયાનો જન્મ મોટા ખુંટવડા (તા.મહુવા-જિ.ભાવનગર)માં થયેલ હતો. શાંતાબેનના પિતાશ્રીનું નામ દોશી કપૂરચંદ રાયચંદ તથા માતુશ્રીનું નામ સાંકળીબેન હતું. શ્રી મફતલાલ ફકીરચંદ શાહ-ડભોઈવાળા (જૈન સુવિધિકારક) : [ ૧૦૬૧ ગરવી ગુજરાત પુણ્યભૂમિમાં અનેક નવરત્નોએ જન્મ લઈ જીવન ધન્ય બનાવ્યું છે. સદ્ભાવનાથી જેઓશ્રીનું જીવન ભવ્ય બનેલ છે, સદ્વિચાર તથા સદાચારની સુવાસ જેઓશ્રીના જીવનમાંથી પ્રસરી રહી છે એવા સૌમ્ય સ્વભાવી, વિશદ વ્યકિતત્વધારી અને સૌજન્યભર્યા સત્કારથી સહુ ભક્તિ રસિક જિનભકતોને ભક્તિપ્રિય બનાવનાર, સ્વબળે દ્રઢ સંકલ્પ અને પુરુષાર્થથી સમાજમાં પ્રતિભાયુકત સ્થાન પ્રાપ્ત કરનાર ધર્મનિષ્ઠ શ્રી મફતલાલ ફકીરચંદ શાહ (ડભોઈવાળા) ગુજરાતમાં વડોદરા શહેરની સમીપે આવેલ ઐતિહાસિક દર્ભાવતી (ડભોઈ) નગરમાં તા.૨૦-૯-૧૯૩૦ના રોજ શ્રી મફતલાલ શાહ માતુશ્રી કમળાબેનની કુક્ષિએ જન્મ્યા હતા. તેઓશ્રીના પિતાશ્રીનું નામ શ્રી ફકીરચંદભાઈ નેમચંદભાઈ હતું. જેઓશ્રી પણ જૈન સંઘમાં અગ્રગણ્ય કાર્યકર હતા. વીશા શ્રીમાળી જ્ઞાતિ એ જૈનોમાં મૂર્તિપૂજક શ્વેતાબર પરંપરાને અનુસરતી હતી. સંવત ૨૦૨૬માં પાલીતાણા-કેસરિયાજી નગરે નિર્માણ પામેલ વિશાળ જિનમંદિરમાં ૫૦૦ પ્રતિમાજીની પ્રતિષ્ઠા-અંજનશલાકા વિધિ કરાવવાનો અનુપમ લાભ પ.પૂ. આચાર્યદેવશ્રી અમૃતસૂરીજી મ.સા.તથા પંન્યાસશ્રી ધર્મધુરંધરવિજયજી મ.સા.ની નિશ્રામાં પરમાત્મભક્તિ કરવાનો અલભ્ય લાભ મેળવી અલૌકિક આનંદની પ્રાપ્તિ કરેલ. સંવત ૨૦૪૨માં પૂ. આચાર્યદેવ શ્રી જયચંદ્રસૂરિજી મ.સા.ની શુભ નિશ્રામાં કૃષ્ણનગરમાં શ્રી સિદ્ધિતપની મહાન તપશ્ચર્યા કરેલ. Page #1111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૨ } [ જૈન પ્રતિભાદર્શન ( હાલ, અમદાવાદમાં પણ તેઓ નિવૃત ધર્મમયજીવન નવકાર મંત્રના જાપ-ધ્યાન પૂર્વક વિતાવી રહેલ છે, યથાશક્તિ પૂજનો ભણાવી શાસનસેવા કાર્ય જારી રાખેલ છે. તથા તેઓશ્રીનો વિધિવિધાનનો વારસો પોતાના સુપુત્ર શ્રી મુકેશભાઈને આપેલ છે. જેઓ સુંદર રીતે સંભાળી યુવા વિધિકાર તરીકે નામના પ્રાપ્ત કરેલ છે. વિધિ વિધાન ક્ષેત્રે યશ, કીર્તિ અને નામના પ્રાપ્ત કરવામાં અનેક આચાર્ય ભગવંતોના આશીર્વાદ, પ્રેરણાબળ અને માર્ગદર્શન મળેલ. વિશાળ લોકચાહનાથી આ ક્ષેત્રમાં સુંદર પ્રગતિ પ્રાપ્ત કરવા અંગે પ્રેરણા મળતી જ રહી છે. શ્રી રતિલાલ જીવણલાલ : આ વિરાટ વિશ્વમાં અનેક આત્માઓનું આવાગમન અવિરત ચાલુ છે. પરંતુ જેઓ પોતાના પુણ્ય વૈભવને પુષ્ટ કરવા સર્વસ્વનું સમર્પણ સર્વજ્ઞ શાસનના ચરણે કરે છે તેઓ ધન્ય છે. દાનવીર-શુરવીર અને ધર્મવીર શ્રી રતિલાલભાઈનો જન્મ જીવણલાલ અબજીભાઈના કુલદીપક તરીકે શ્રી વર્ધમાનપુર-વઢવાણનગરે અચિરા માતાની કુક્ષિએ થયો હતો. તેમના વડીલબંધુ શ્રી શાંતિલાલભાઈ તથા બેન શકરીબેન પણ સુંદર ધર્મભાવનાથી ભાવિત હતા. માતા-પિતાના સુંદર ધર્મસંસ્કારોને ઝીલતા વ્યાવહારિક અભ્યાસ સાથે શ્રી જૈનભક્તિ, સુપાત્રદાન અને સાધર્મિક ભક્તિ વગેરે સુકૃતોથી તેમનો જીવનબાગ રમ્ય અને રળીયામણો ભવ્ય અને ભભકદાર બન્યો હતો. આર્થિક સ્થિતિ મધ્યમ છતાં અજબગજબની દાનલીલા અચિતા માતાનું આભૂષણ હતું. તેમના વડીલબંધુને પોતાનું રજતનું આભૂષણ વેચીને સ્વહસ્તે તિલક કરીને મુંબઈ મોકલ્યા હતા. હાલ અને વાત્સલ્યભરી માતુશ્રીની વિદાયથી જાણે લક્ષ્મીદેવીએ સ્વયંવરા બનીને તેમના ચરણનો આશરો લીધો. વ્યપારમાં લઘુબંધુ રતિલાલભાઈના નામથી જ તેઓ મુખ્યતા રાખતા હતા. કોઈપણ ક્ષેત્રમાં સંપત્તિનો વ્યય કરતાં શ્રી શાંતિલાલભાઈ મુક્ત કંઠે કહેતા હતા કે આ બધું અમારા નાનાભાઈ શ્રી રતિલાલભાઈના પુન્યનું જ છે. ઘણાં વર્ષો પછી એક વખત બને ભાઈઓની સંપત્તિ અલગ કરતાં મોટાભાઈનો વેપાર ઠંડો પડી ગયો. જયારે બન્ને ભાઈઓ સંયુકત થયા ત્યારે રીસાયેલા લક્ષ્મીદેવી મનાયા અને ધર્માત્માશ્રી રતિભાઈનો પુન્ય પ્રકર્ષ પુરવાર થયો. જીવનમાં એક દિવસ પણ આર્થિક સંપતિને મેળવવાની આરંભ-સમારંભ નહિ કરનાર પણ લાખોની સંપત્તિને સુકૃતમાં વાપરી શકે એ એમના માટે અદ્દભૂત આશ્ચર્ય હતું. અનેક જિનમંદિરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, જિન બિબોની પધરામણી, શ્રી સિદ્ધિગિરિ રાજમાં આગમ મંદિરની પ્રતિષ્ઠાના અવસરે શ્રી સુવિધિનાથ ભગવાનની ચૌમુખજીની દેરીની સાડંબર પધરામણી પ્રસંગે બહુસંખ્ય સ્નેહી સ્વજન સાધર્મિક વાત્સસ્યમાં જયણાનું સુપેરે પાલન કરાવવા તેઓ ખડે પગે હાજરી આપતા હતા. ગિરિવિહારનું બાંધકામ પણ ગાળેલા પાણીથી પાસે ઉભા રહીને કરાવી શ્રી સંઘને સમર્પણ કરેલ. જે આજે પણ અનેક યાત્રાળુઓના આશ્રયધામ સમો બન્યો છે. સૌરાષ્ટ્રમાં તેમજ મુંબઈ-માટુંગામાં, ધર્મસ્થાનોમાં, દેરાસર, ઉપાશ્રય, આયંબિલ ખાતામાં, પાઠશાળામાં, જ્ઞાનભંડાર તેમજ પાંજરાપોળ આદિ અનેક ક્ષેત્રમાં તેમણે અદ્દભૂત કોટીની દાનગંગા વહાવી છે. વઢવાણ શહેરમાં અંજન શલાકા મહોત્સવ પ્રસંગે શ્રી શાંતિનાથ ભગવંતની પ્રતિષ્ઠા શ્રેષ્ઠિવર્ય આ બંધુબેલડીના , ઉછળતા ભાવોલ્લાસ પૂર્વક થયેલ અને બાવનજિનાલયમાં પણ પોતાના પરિવારના હસ્તક અનેક | Page #1112 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / [ ૧૦૬૩ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ છે. તે અવસરે વઢવાણ શહેરના દરબાર સુરેન્દ્રસિંહજી પાસે પણ રાણીછાપ રૂપિયાનું વરસીદાન વગેરે ઘણા સુકૃતો કરાવ્યા હતા. શાંતિલાલભાઈની ત્રણ સુપુત્રીઓ તેમજ રતિલાલભાઈના પાંચ સુપુત્રો તથા ત્રણ સુપુત્રીઓએ ઉત્તમ ધાર્મિક સંસ્કારથી પોતાના ભાવિને ઉજજવળ બનાવ્યું છે. તેમના ધર્મ પત્ની પાર્વતીબેન તથા પુરીબેન તમામ સુકૃતના સહભાગી હતા. તેમની કુટુંબ ભાવના પણ અનેરી હતી. સાત પેઠીના કુટુંબીજનોને દસ તોલા સોનું તથા રૂપિયા બાર હજાર અને સાસરવાસી પુત્રીઓને રૂા. પાંચસોની પહેરામણી કરી હતી. દેવ-ગુરુ ધર્મપ્રત્યેની ભાઈશ્રી રતિલાલભાઈની શ્રદ્ધાં અજબ ગજબની હતી. માટુંગામાં ગિરિવિહાર, તેમના બંગલામાં વર્ષોથી શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. હાલ ગોવિંદજી ખોનાના નિવાસ સ્થાનમાં એ દેરાસર મોજુદ છે. રામલક્ષ્મણની જોડી સમાન આ બંધુ બેલાડીએ જિનભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિકભક્તિ તેમજ જીવદયાના સુકૃતો દ્વારા પોતાના ભાવિને ભવ્ય અને ભભકદાર બનવામાં પ્રમાદ કે પીછેહઠ કરી નથી, કચાશ કે કમીના રાખી નથી. તેના પરિણામે અંતિમ સમયે ૫.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિજી મ.સા.ના. શિષ્યરત્ન પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકરવિજયજી મ.સા.ના સ્વમુખે સુંદર નિર્ધામણા અને આરાધના કરવાનું સદ્ભાગ્ય જાગ્યું.સં. ૨૦૧૨ ની સાલમાં ભાદરવા માસમાં શાંતિલાલભાઈનો જીવનદીપક બુઝાયો. રતિલાલ જીવનલાલના ધર્મપ્રેમી જીવનનો વિશિષ્ઠ વૈભવ. પોતાના જમણા હાથે જન્મથી ખોટ હતી. પાંચ આંગળીઓ તેમજ હથેળી ન હતી. છતાં કલ્પવૃક્ષે તેમની મુઠીમાં આશ્રય લીધો હતો. અને મહાદાનેશ્વરીપણાના બિરૂદને દાનની ગંગા વહાવવા દ્વારા પ્રાપ્ત કર્યું હતું. લગ્નના દિવસે તેમને આયંબિલ તપ હતું. પ્રતિક્રમણ કર્યા બાદ લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો હતો. દેશમાં, નગરમાં, શેરીમાં કે સ્નેહી સજજનમાં કોઈપણ સર્વ વિરતિના માર્ગ પ્રયાણ કરતાં હોય તેમને હાર્દિક અભિનંદન આપતાં અને ઉછળી ઉછળીને ઉત્સવમાં તન-મન-ધનના યોજનથી પોતાના ચારિત્રાવરણીય કર્મને પાતળા પાડતા હતા. મુમુક્ષુને કહેતા હતા કે ધન્ય છે તમને. પ્રભુ મહાવીરના માર્ગે પ્રયાણ કરીને સાત પેઢીમાં અજવાળા કર્યા છે. સંસારના કીચડમાં ખૂંચેલા એવા મને ધિકકાર છે. તેઓ હંમેશા બે હજાર નવકાર મંત્રનો જાપ કરતા હતા. વર્ષો સુધી નિયમિત એકાસણા, બિયારણા, દ્રવ્ય સંક્ષેપ પૂર્વક કર્યા છે. ૨૦૧૭ની સાલથી તેઓને પોતાના વિશાળ નિવાસસ્થાનમાં જવાનો ત્યાગ હતો. માત્ર એક જ રૂમ વાપરવાની જયણા હતી. ચોમાસામાં મોટે ભાગે મૌન રાખતા. ગુરુ મહારાજ સાથે વાત કરવાનો પ્રસંગ બને તો વાત કરતા. સ્નેહી સજજન સાથે લખીને જવાબ દેતા. દેરાસર, ઉપાશ્રય, આયંબિલખાતું, પાંજરાપોળ વગેરે વારંવાર સાર સંભાળ કરતાં. ઠંડીમાં કે તાવ આદિના વાયરામાં ગરીબોના ઘરે ઘરે જઈને ઘાબળા, ગરમ કપડા, દવા, ફુટ વિગેરના સમર્પણાથી તેમના આશીર્વાદ વારંવાર મેળવતા. જીવનમાં જાગૃતિ એ જ જાહોજલાલી-પ્રમાદ એ જ પાયમાલી એવી માન્યતા દ્રઢપણે ધરાવતા. તેમની જીવનયાત્રા મૃત્યુના કિનારે આવી પહોચી. અનેક સંસ્થાઓ અને ધર્મસ્થાનોના પ્રાણ સમા શ્રી રતિલાલભાઈ તબિયતની ઢીલાશના કારણે પડી જતાં બિમાર પડી ગયા. બે દિવસ સુધી બિમારીમાં પણ Page #1113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૪) [ જૈન પ્રતિભાદર્શન તેમના માન્ય આરાધકભાવનામાં નવકાર મંત્રની અને ચત્તારિ મંગલની ધૂનમાં જ સમાધિ મૃત્યુને સંવત ૨૦૪ ના ચૈત્ર વદ આઠમના વર્યા. મુકિતની નિકટતા સાધી જનાર આ ધર્માત્માનું જીવન અનેકને પ્રેરણાના પીયુષ પાન કરાવે તેવું છે. શ્રી રામજીભાઈ મેઘજીભાઈ ગુઢકા : છેલ્લા પિસ્તાલીશ વર્ષથી અવિરત સેવા તેઓશ્રી હાલારી વિશા ઓશવાળી સમાજને આપી રહ્યાં છે. શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજના મંત્રી તરીકે તથા સમિતિના પ્રમુખ તરીકે આ કાર્યો કરે છે અને ઘણાં વર્ષો સુધી સમાજના પ્રમુખ તથા ટ્રસ્ટી સ્થાને હતા. ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ (ભારત) ની સ્થાપનાના ચૌદ વર્ષ દરમ્યાન કુલ સાત વર્ષ પ્રમુખ તરીકેની સુંદર સેવા અર્પે છે. ભીવંડીમાં તથા જામનગરમાં હાઈસ્કૂલ બાંધવાની શરૂઆત પુરજોશથી તેમના નેતૃત્વ હેઠળ થઈ છે. શ્રી ઘાટકોપર જૈન શ્વે. મૂ. પૂ. તપગરછ સંઘના ઘણા વર્ષોથી પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે અતિ સુંદર સેવા કરી રહ્યા છે. ઘાટકોપરમાં (સારા ય મહારાષ્ટ્ર રાજયમાં) પ્રથમ કક્ષાના શ્રી મુનિસુવ્રત જૈન દેરાસરના નિર્માણ કાર્ય તથા નૂતન ઉપાશ્રયના બાંધકામ તેમના નેજા હેઠળ પૂર્ણ થયા છે. .સ. ૧૯૬૭થી ૧૯૯૮ સુધીના સમયમાં શ્રીસંઘની વધુ ને વધુ પ્રગતિમાં સુદર યોગદાન આપી શક્યા છે. આધ્યાત્મિક જીવન જીવવું એ તેમનો આદર્શ છે. શ્રી રામજીભાઈ ઘાટકોપર જૈન છે.મૂ.પૂ. તપગરછ સંઘના પ્રમુખ તરીકે તથા ટ્રસ્ટી તરીકે સુંદર સેવા આપી રહ્યા છે. શ્રી હાલારી વિશા ઓશવાળી સાર્વજનિક પાંજરાપોળ (વડાલીયા સિંહણ)ના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે દશ વર્ષથી સેવા આપી રહ્યા છે ઓશવાળા પાર્ક છે.મૂ.પૂ. તપગરછ સંઘ-ભીવંડીના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ચૂંટાયા છે. જિનાલય બાંઘકામ માટે જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છે. ૭૫ વર્ષની વયે પણ શાસનસેવા અને સમાજ સેવાના કાર્યો અનુમોદનીય અને અનુકરણીય રીતે કરી રહ્યા છે. શ્રી વસંતલાલ મણિલાલ શાહ (એડવોકેટ) અમદાવાદ : શરૂમાં પ્રભુભક્તિમાં પુજા મંડળ શરૂ કર્યું. નામ આપ્યું શ્રી મહાવીર પૂજા મંડળ. પૂજનોમાં ક્રાતિકારી ફેરફારો કર્યા. લગભગ ૧૨૦૦ પૂજનો અત્યાર સુધીમાં આ પૂજન મંડળે ભણાવ્યા છે. * જુદા જુદા ગામમાં, જુદા જુદા સ્થળે, જુદા જુદા પૂજયશ્રીઓની નિશ્રામાં શ્રી વસંતભાઈએ પૂજન ભણાવી આગવી છાપ ઉભી કરી છે. - તેમાં તેણે ખાસ સુધારી દરેક પૂજનોની પુસ્તિકાઓ છપાવી, ભેટ રકમોનો સદ્ ઉપયોગ કરી લોકોને પૂજનમય બનાવ્યા છે. તા.૧-૪-૯૯થી તેઓએ એડવોકેટના ધંધામાંથી નિવૃત્તિ લઈ ફકત પ્રભુભક્તિના કાર્યો શરૂ કર્યા છે. ઘણા સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં તથા સાધર્મિકોને દાન આપી સાતેય ક્ષેત્રમાં ભેટ-દાન સમર્પિત કરી શ્રી મહાવીર મંડળે એક આગવી છાપ ઉભી કરી છે. મંડળના સભ્યો પૂજન ભણાવવાનું મહેનતાણું લેતા નથી. જેિ. કે. ગાંધી સ્વ. વાડીલાલ છગનલાલ શ્રોફ : ગોધરા શ્રી છગનલાલ હેમચંદના પનોતા પુત્ર શ્રી વાડીલાલ છગનલાલ શ્રોફ. વ્યવહાર જ્ઞાન પ્રાપ્ત [ કરીને મહાસુખલાલ વીરચંદ શ્રોફની પેઢીમાં સતત વર્ષ નિષ્ઠાપૂર્વક સેવા કરીને સ્વતંત્ર રીતે શ્રોફના Page #1114 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ધંધામાં વિકાસ કરી· સ્થાયી થયા. શ્રી શાંતીનાથ જૈન દેરાસરની પેઢી ગોધરા (પંચમહાલ)ના વહીવટકર્તા અને પ્રમુખ તરીકે લગભગ ૨૦ વર્ષ સુધી જવાબદારી સંભાળીને જિનશાસનની પેઢીના કાર્યદક્ષ વહીવટના સહભાગી બન્યા. શ્રી યશોભદ્ર શુભંકર જ્ઞાનશાળા અને શ્રી શુભંકર-સૂર્યોદય જ્ઞાનમંદિર જેવી શ્રુતજ્ઞાન રક્ષક અને સંવર્ધક સંસ્થા ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી. ગોધરાના પ્રતિષ્ઠત નાગરિક તરીકે વીશાનીમા જૈન સમાજના ઉત્કર્ષની સંસ્થા શ્રી કેશવલાલ વિદ્યોતેજક સોસાયટી, પાંજરાપોળ, ગોધરાસીટી કો.ઓ.બેન્કની ક્રેડિટ કમિટિના માનવંતા સભ્ય અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન કર્યુ હતું. [ ૧૦૬૫ સ્વ. વાડીલાલભાઈની સુપુત્રીએ સંયમ અંગિકાર કરીને રત્નત્રયીની આરાધના કરી હતી. એમના કુળને ગૌરવ અપાવનાર અને માતા-પિતાના ધર્મના સંસ્કારોના વારસાને વટવૃક્ષ સમાન બનાવનાર પૂ.સા.શ્રી મતિગુણાશ્રીજી પણ એમની પ્રતિભાના એક અંગરૂપ છે. તેઓશ્રીએ શ્રી શાંતિનાથ જિન પ્રાસાદના જિર્ણોદ્ધાર અને નૂતન ચૈત્ય નિર્માણમાં તન-મન અને ધનથી સેવા કરીને જૈન સમાજના વિનમ્ર, ધર્મપ્રેમી અને કર્તવ્યપરાયણ સભ્ય તરીકે કીર્તિ પ્રાપ્ત કરી હતી. એમની સેવાકીય પ્રવૃતિઓનો વિચાર કરતાં જૈન બાળકોના ઘડતર માટે ધાર્મિક શિક્ષણ આપતી પાઠશાળામાં વ્યવસાયમાંથી સમય કાઢીને અનન્ય પ્રેરક બન્યા હતા.પાલીતાણા, ગોધરાની ધાર્મિક સંસ્થાઓ અને સમાજના અન્ય લોકો માટે ઉદાર સખાવત કરીને દાન-ધર્મમાં જોડાયા હતા. જિનમંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવીને ગુરુ ભક્તિથી પ્રેરાઈને ગોતમ સ્વામીની મૂર્તિ પણ પધરાવીને દેવ-ગુરુ અને ધર્મના સાચા અનુયાયી બની નમૂનારૂપ જીવન જીવી ગયા હતા. એમની સેવા અને સદ્કાર્યોની કદરરૂપે ગુજરાત સરકાર તરફથી ઓન૨૨ી મેજીસ્ટ્રેટનો માનદ્ હોદો પણ એનાયત કરવામાં આવ્યો હતો. [સંકલન : ડો. વિનભાઈ શાહ વિજયકુમાર (બકુલભાઈ) જયંતિલાલ ઝવેરી-પાટણ (ઉ.ગુ.) : નામ વિજય એટલે જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિજય પ્રાપ્ત કરીને પાટણના નરરત્નોની યાદીમાં પ્રથમ પંકિતનું સ્થાન ધરાવનાર શ્રી વિજય કુમાર જંયતિલાલ ઝવેરીનો જન્મ તા.૧૨-૧૨-૧૯૪૪ના રોજ પાટણમાં થયો હતો. એસ.વાય.બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરીને મુંબઈ મહાનગરમાં ઝવેરીના વ્યવસાયમાં જોડાયા. જૈનકુળમાં જન્મેલા ઘણા માનવીઓએ આરંભ-સમારંભથી પાપબંધન થાય તેવા હેતુથી ઓછામાં ઓછા પાપવાળા ધંધામાં જીવન વિતાવ્યુ છે. ઝવેરાતનો ધંધો તેમાં સમાવિષ્ટ થાય છે. મુંબઈ જેવા ધમાલીયા વાતાવરણમાં પણ બકુલભાઈએ જૈન ધર્મના આચાર, પાલન અને આવશ્યક ક્રિયાઓ દ્વારા એક ધાર્મિક વ્યકિત તરીકેનું ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓશ્રીએ તન-મન અને ધનથી કરેલી સેવાકીય નમુના રૂપ સંસ્થાઓ જોઈએ તો સાગર જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી, મંત્રી, પાટણ જૈન ભોજન શાળા, પાટણ પાંજરાપોળ સમિતિના સભ્ય, શામળા પાર્શ્વનાથ દહેરાસર, પ્રમોદકુમાર કેશવલાલ અતિથિગૃહ, નીતિસૂરિ તત્ત્વજ્ઞાન જૈન પાઠશાળા અને ચારૂપ જૈન Page #1115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન ( દેરાસર વગેરેમાં સક્રિય કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા છે. એમની સાધુ-સાધ્વીજી વૈયાવચ્ચની પ્રવૃત્તિ સહૃદયપૂર્વક અને ભક્તિ ભાવનાવાળી સૌ કોઈને અનુકરણનીય બની રહે તેવી છે. દેવ અને ધર્મની સાચી સમજ આપીને ઉન્માર્ગે ગયેલા જીવને ધર્મના માર્ગે લાવનાર ગુરુ ભગવંત પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિથી નતમસ્તક બનીને આજ્ઞાપાલનમાં અહર્નિશ પ્રવૃત રહે છે. અત્યાર સુધીમાં પંદર વખત ઉપધાન તપની આરાધનામાં રસોડાની નમૂનેદાર સેવા આપીને તપસ્વીઓની ભક્તિનો અનેરો લાભ લીધો છે. પહાડી અવાજ, ભરાવદાર શરીર, આકર્ષક વ્યકિતત્વ, વિનય, વિનમ્રતા, સેવાવૃત્તિ, લાગણીશીલતા અને સહાનુભૂતિ જેવા માનવીય ગુણોથી એમની પ્રતિભાનું સાચું દર્શન થાય છે. [સંકલન : ડો. કવિનભાઈ શાહ) ગુરુભક્ત સુશ્રાવક શ્રી વિમલભાઈ તથા તેમના ધર્મપત્ની શ્રીમતિ રતનબેન : મુંબઈના ભૌતિક વાતાવરણના કારણે ધર્મથી થોડા દૂર થઈ ગયેલા, પરંતુ ફરી જિનવાણી શ્રવણ અને ગુરુભગવંતોના સાંનિધ્યથી રંગ લાગ્યો. પ. પૂ. ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ને વિનંતી કરી. “ગુરુદેવ! અમારા સંપૂર્ણ પરિવારને તારો!'' યુવાનવયમાં પૂજયશ્રીની નિશ્રામાં તખતગઢમાં ઉપધાન કર્યા. ધર્મનો રંગ લાગ્યો. વિમલભાઈને સોનું પહેરવાનો શોખ. એક દિવસ પૂજા કરતાં આત્મફુરણા થઈ...પ્રભો! મારા અંગ ઉપર દાગીના ને તારા ઉપર નહિ.. એ જ વખતે પ્રતિજ્ઞા કરી. હવેથી સોનાનો શોખ પ્રભુજી ઉપર કરવો. તરત જ હાથની વીંટી ગળાવી વાટકી બનાવરાવી. મોજશોખને તિલાંજલી આપી. Simple living high thinking ભક્તિ અને વિરતિનો પ્રેમ રગ-રગમાં વસવા લાગ્યો... પછી તો થોડા જ દિવસોમાં સોનાની થાળી, કળશ, દર્પણ આદિ તમામ ઉપકરણો સોનાના બનાવરાવ્યા. ““ઉત્તમ પાત્રમાં ઉત્તમ પરિણામ'' હીરા પણ જડાવ્યા. પ્રભુ ભક્તિમાં દ્રવ્ય વપરાય એજ સાર્થક ! ધર્મપત્ની રતનબેન પણ સંસારના સાથી એવા મળેલ કે એક દિવસ સોનાની વાટકી ખોવાઈ ગઈ ત્યારે કહ્યું, પતિદેવ! એકના બદલે બે બનાવરાવી રાખો, ખોવાય તો કામ લાગે! શુદ્ધ અંબર-કસ્તુરી આદિથી પૂજન કરે છે. દર વરસે સોનાના જવલાનો સાથિયો કરે છે. દેવ-ગુરુનો મહિમા વધે...અને લોકો ધર્મને પામે, બસ એ જ એમના અંતરના ઉદ્ગારો...છેલ્લા ઘણા વર્ષથી પૂજય ગુરુદેવના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ચાંદીના સિકકાથી પ્રભાવના કરેલ છે. ડિસામાં સ્વદ્રવ્ય અતિભવ્ય સામુહિક અપ્રકારી પૂજાનું આયોજન કર્યું. જેમાં યુવા દંપતિઓ અને સંઘ પ્રમુખે સજોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું. અમદાવાદમાં સર્વપ્રથમવાર સાડા પાંચ હજાર શ્રાવકોની હઠીસીંગવાડીમાં સમુહ સામાયિકનું આયોજન કર્યું, જેમાં એમના ચિરંજીવી ૧૨વર્ષના મુમુક્ષુ પૃથ્વીકુમારે જાહેરમાં કહયું કે, બાપુજી! તમે આ બધાને સામાયિક કરાવીને રાજી થાઓ છો. પરંતું ખરેખર આનંદિત તો ત્યારે થજો જયારે તમારો આ દીકરો જાવજજીવમાં સામાયિક સ્વીકારે. ગયા વરસે ૨૦૫૪ના જેઠા મહિને શંખેશ્વર તીર્થમાં તેઓએ ૧૩ દીક્ષાઓનું આયોજન કર્યું. જેમાં પોતાના સુપુત્ર પૃથ્વીકુમારને ૧૩ વર્ષની નાની વયમાં ધામધૂમથી દીક્ષા અપાવી. (જેઓ આજે ગણિવર્યશ્રી રશ્મિરત્નવિજયજી મ.સા.ના. શિષ્ય મુનિ મોક્ષાંગરત્નવિજય તરીકે આરાધના કરી રહ્યા છે. આ દીક્ષા પ્રસંગે ભારતમાં સર્વપ્રથમવાર Page #1116 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૧૦૬૭ હેલીકોપ્ટરથી વર્ષીદાનનું આયોજન કરવામાં આવેલ. પોતાના બીજા પુત્રને પણ પૂજયશ્રીની પાસે રાખી સ્વયં પણ સજોડે સંયમની ભાવના ભાવી રહ્યા છે. એમને પૂછતાં તેઓ હંમેશા કહેતા હોય છે. કે આ બધું થાય છે તે ગુરુકૃપાથી જ થાય છે.” શ્રી વિલાસભાઈ મોતીલાલ શાહ – માલેગાંવ (મહારાષ્ટ્ર) : અનંતના પ્રવાસી પુણ્યાત્માઓ જાણે સૃષ્ટિના શણગાર સમાન બનીને ઉત્તમકુલ દીપક તરીકે જન્મ પામે છે. શ્રેષ્ઠિવર્ય શ્રી મોતીલાલ વીરચંદ શાહ આત્મકલ્યાણકારી અનેક કાર્યો દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવી ગયાં. અંતરિક્ષજી, મક્ષીજી વગેરે તીર્થરક્ષા કાર્યમાં તેમનું તન-મન-ધનનું અજબ યોગદાન હતું. આણંદજી કલ્યાણજી પેઢી, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય વગેરે ધર્મસ્થાનોમાં પોતાનો પ્રાણ પૂર્યો છે. તેમના ધર્મપત્ની જાનકીબેન પણ તમામ સુકૃતોમાં તેમના સહભાગી હતા. સુયોગ્ય કુટુંબ પરિવાર પણ પ્રકૃષ્ટ પુણ્યોદયનો પ્રેરક બને છે. પુન્ય પનોતા પિતાશ્રી મોતીલાલભાઈના વંશવિભૂષણ માતુશ્રી જાનકીબેનના લાડકવાયા સુપુત્રનો જન્મ ઇ.સ. ૧૯૪૮માં શુભ દિન, શુભવારે મહારાષ્ટ્રમાં માલેગાંવનગરે થયેલ. ઉત્તમ આત્માઓના આગમન સમયે ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે. ગર્ભશ્રીમંતાઈ તેમને સ્વયંવરા બને છે. તેમનું શુભ નામ વિલાસભાઈ રાખવામાં આવ્યું. માતા-પિતાએ સ્થૂલ દેહનાં પાલન -પોષણ સાથે તેમના સંસ્કારોનું કુશળ શિલ્પી બનીને કર્યું. વિલાસભાઈમાં સરળતા, સમતા, પ્રસન્નતા આદિ ગુણો બાલ્યાવયથી તેમના સહચારી બન્યા. વ્યવહારિક જ્ઞાનાભ્યાસ સાથે જિનદર્શન, પૂજન, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી યૌવનનાં પ્રાંગણમાં પ્રવેશ્યા. નિપાણીના શ્રેષ્ઠિવર્યના સુપુત્રી શૈલાબહેન સાથે વિવાહિત થયા. માતા-પિતાની બિમારીમાં અને વૃદ્ધાપણમાં મન મુકીને સેવા કરી. “કુળ દીપાવે તે દીકરા, પાલન કરે તે પુત્ર, અને માતા-પિતાના મનને આનંદ પમાડે તે નંદન.” એ ઉકિત અનુસાર વિલાસભાઈ માતા-પિતાના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ પછી તેમના બનાવેલા ધર્મલાભને જળસિંચન કરવા વિલાસભાઈએ કમ્મર કસી. તેમના તમામ સુકૃતોમાં શૈલાબહેન સદા સહચારી સહભાગી છે. તેમની ત્રણ સુપુત્રીઓને પણ ધાર્મિક સુસંસ્કારોના બીજારોપણથી ધન્ય બનાવી છે. તેમના ભગિની શાંતાબેન મણિલાલ પટ્ટણી. અને ભાણેજ અશોકભાઈ પણ વિલાસભાઈના સુકૃતોમાં સદાય ખુશાલી અનુભવે છે. ૧૩ વર્ષથી શ્રીસંઘના ટ્રસ્ટી બનવાનું સૌભાગ્ય તેમને સાંપડયું છે. શ્રી જિનભક્તિની જાહોજલાલી ગૌરવવંતી ગુરુભક્તિ, સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ તેમના જીવનનું જબ્બર જમા પાસું છે. કાયમી જિનમંદિરમાં રોશની, આયંબિલ ખાતું, સાધર્મિક અભ્યદય ફંડ વગેરે આત્મોન્નતિના કાર્યોમાં હંમેશા તેઓ ઉલ્લાસિત ચિત્તે સક્રિય છે. સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મ.સા., વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. ભ.શ્રી મહોદયસૂરીશ્વરજી મ.સા. અને તેઓશ્રીના આજ્ઞાવર્તિ પૂ.આ.ભ.શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી મહાબલસૂરિજી મ.સા., પૂ.આ.શ્રી પુન્યપાલસૂરિજી મ.સા., પૂ. આ.શ્રી નરવાહન સૂરિજી Page #1117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન મ.સા., પૂ.આ.શ્રી વારિષેણસૂરિજી મ.સા. આદિ ગુરુભગવંતોના જીવન બાગમાંથી અનેક ગુણ ગુલાબની સુવાસ માણવા અને તેઓશ્રી પાસેથી તત્ત્વામૃતના પાન કરવા ભાગ્યશાળી બન્યા છે. માલેગાવ-શ્રી જિન મંદિરના શતાબ્દિ મહોત્સવની પૂર્ણ તૈયારી પંન્યાસ પ્રવર શ્રીમહાબલવિજયજી મ.સા., પૂ.શ્રી પૂજ્યપાલ વિજયજી મ.સા.ની નિશ્રામાં હતી. અને તેઓશ્રીને ગચ્છાધિપતિનો પત્ર આવ્યો, તુરત આચાર્ય પદવી માટે મુંબઈ તરફ વિહાર કરો. માલેગાવ શ્રીસંઘમાં તમામનો ઉત્સાહ ઓસરી ગયો. ધર્મ સાહસિક શ્રીવિલાસભાઈએ સહુને પ્રોત્સાહન આપ્યું. મુંબઈ પૂ. ગચ્છાધિપતિશ્રી પાસે જઈ ઉત્સવમાં બન્ને પૂજયોની સ્થિરતા માટે આજ્ઞાપત્ર લઈ આવ્યા. સહુના હૃદય સરોવરીયાને આનંદના નીરથી છલકાવી દીધા, આ છે તેમના ધર્મપ્રેમની પ્રતીતિ. સામાજિક કાર્યોમાં પણ તેમની પવિત્ર પ્રજ્ઞા ચેતનવંતી છે. વર્ધમાન શિક્ષણ સંસ્થા, માલેગાંવ એજયુકેશન સોસાયટી તેમજ ગરીબ અર્થીજનો અનાથના નાથ બની. દાનની દિવ્યગંગા વહાવી, માતાપિતાની પ્રતિષ્ઠાને યશોજજવલ બનાવી રહ્યા છે. આ રીતે શ્રી વિલાસભાઈની અસ્મિતા તેજસ્વી તારલાની જેમ શાસનની ક્ષિતિજમાં ચિરકાળ પ્રકાશિત રહેશે. શ્રી શાંતિલાલ ચુનીલાલ મહેતા : જન્મ તલગામ, ઉંમર વર્ષ ૮૬. પિતાનું નામ ચુનીલાલ, માતાનું નામ રતનબા. શ્રાવક જીવનની ધર્મકરણી : નિત્ય જિન-પૂજા, રાત્રિ ભોજન ત્યાગ, સાંજનું પ્રતિક્રમણ પરમ ઉપકારી પ્રાતઃ સ્મરણીય અમારા કુટુંબના ધર્મદાતા પૂ.આ.દેવશ્રી રામચંદસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સિદ્ધાચલ મહાતીર્થમાં સં. ૨૦૪૦માં આરાધના. ચાંદવડમાં નિર્માણ થયેલ શ્રી જિનમંદિરમાં સ્વદ્રવ્યનો મોટો ફાળો આપેલ. ચાંદવડા દેરાસરમાં ચાંદીના સુપના, પારણું, મુગુટ, બાજુબંધ બનાવડાવ્યા. જૈન પંચાંગ ૧૮ વર્ષથી છપાવી લાભ લીધો. તા.૨૦-૪-૮૮થી શ્રી શાસન પ્રભાવક જૈન રીલિજીયસ ટ્રસ્ટની સ્થાપના. ગિરિરાજની ૫૦ થી વધુ યાત્રા કરી. સાધર્મિક સહાયતામાં ખૂબ રસ હતો. પૂના શહેરમાં સુવિશાળ ગચ્છાધિપતિ પ.પૂ.આ. દેવ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની ૩૧ ઇંચની પ્રતિમાજીની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. છત્રીસક્રોડ ત્રેપન લાખ નમસ્કાર મહામંત્રના આરાધક પ.પૂ. આ. દેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાનની માળ પહેરી. માલેગાવ જ્ઞાન ભંડાર તેમજ કાર્તિક પૂર્ણિમાના ભાતાનું કાર્ય ઘણાં વર્ષો સુધી કર્યું. પરિવારને સદા હિતશિક્ષા આપતા દેવગુરુ અને ધર્મની ભક્તિ હંમેશા કરતા રહેવું. સાત ક્ષેત્રોની વૃદ્ધિ કરતાં રહેવું. ધર્મ કમાણી કરી લેવા આ માનવજન્મ છે. પૂજય ગુરુભગવંતના મુખે ચાર શરણા-ક્ષમાપના વગેરે સાંભળતા જીવનને સાર્થક કરી સ્વર્ગવાસી બન્યા. તેઓશ્રીનો આત્મા જયાં પણ હોય ત્યાં દેવ-ગુરુ-ધર્મના સંયોગોને પામી આરાધનામાં આગળ વધી પરમપદને પામે તે જ સૌની શુભાભિલાષા. કોઈપણ ભિક્ષુક આવે તેને ખાલી હાથે કદી મોકલવાનો નહિ. કાંઈને કાંઈ આપવું (અનુકંપાદાન તરીકે) ચાંદવડ દેરાસરનું નિર્માણ જાત દેખરેખ રાખી કરાવ્યું. સરસ્વતીબેન શાંતિલાલ મહેતા : જન્મ યેવલા, પુત્ર-૨, પિતાનું નામ અંબાઈદાસ, માતાનું નામ કેસરબેન. Page #1118 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | L[ ૧૦૬૯ કર્મ સત્તાને દૂર કરનાર અને આત્મ સંપત્તિને પ્રાપ્ત કરાવનાર : શ્રી જિનેશ્વર દેવોએ બતાવેલા તપ ધર્મ. આરાધના કરી તેની વિગતો : નવપદની ઓળીઓ, ૮ થી ૧૬ ઉપવાસ, ખીરસમુદ્રતપ, વર્ધમાન તપની ઓળીઓ, રત્ન પાવડીતપ, દિવાળીના છટ્ટ, શંખેશ્વરજીના અટ્ટમ, રોહિણીતપ, ઉપાસના, પંચપરમેષ્ઠિ તપ, સંતાનોને ધર્મ સંસ્કાર, જીવદયાનો ખૂબ પ્રેમ, નવકારશી જિનપૂજા, રાત્રિ ભોજન ત્યાગ, ધાર્મિક વાંચન, ચોસઠ પોહરી પૌષધ, પર્વ તિથિએ નાની-મોટી તપશ્ચર્યા, પંચમી, બીજી, અષ્ટમી તપ તેમજ ચંદન બાળનો અઢમ. ધાર્મિક અભ્યાસ : પંચ પ્રતિક્રમણ સૂત્ર-નવસ્મરણ જીવ વિચાર-નવતત્ત્વ. સિદ્ધિગિરિમાં સુપાત્રભક્તિ કરી જીવન ધન્ય બનાવ્યું. જિનાજ્ઞાનો પ્રેમ, શાંતાવભાવ, સમતા, સહનશીલતા વગેરે ગુણોથી જીવન સુવાસિત બનાવ્યું છે. નાના મોટા કોઈપણ કાર્યમાં તથા પૂજય ગુરુભગવંતોની વિહારમાં પણ કેમ ઊંચી ભક્તિ કરી લાભ લેવો તેવા મનોરથો હંમેશા તેમના મનમાં રમતા હોય છે. ભારતભરના મોટા ભાગના તીર્થસ્થળોની યાત્રા કરી જીવનમાં સમ્ય દર્શનની પ્રાપ્તિશુદ્ધિના પ્રયાસો નિરંતર ચાલુ. કંદમૂળ-ચા-ઠંડા પીણા વગેરેનો જીવનભર ત્યાગ. વહાલી પુત્રીઓને ઉત્તમ ધર્મ સંસ્કારો આપ્યા. તેઓ જયાં ગયા ત્યાં પણ ધર્મની સુવાસ વધારી છે. આવા માતા-પિતાનો સંયોગ થયો તે પૂર્વના પુણ્ય વિના થતું નથી. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી પેઢી પરિવારમાં ધર્મ ભાવનાની વૃદ્ધિ થતી રહે તેવી શાસનદેવોને પ્રાર્થના : પુત્રો શ્રી જગદીશચંદ્ર, શ્રી અજિતકુમાર, શ્રી પ્રદીપ કુમાર, ડો. શૈલેષકુમાર. પુત્ર વધૂઓ : સૌ. મયણા સુંદરી, સી.ભારતી બેન, સૌ. અલકાબેન, સૌ. ચિત્રાબેન. સુપુત્રીઓ : સૌ. મીરાબેન, સૌ. શીલાબેન (ધુલીયા) આ સુંદર અનુમોદનીય કરણી લખી મોકલવા પાછળ એક જ ભાવના છે. આપણે સૌ ધર્મમાં આગળ વધીએ. પરમપદ નિકટ બનાવીએ. જીવનની બાકી રહેલી ક્ષણો આરાધના કરી ધન્ય બનાવીએ. શ્રી સોભાગચંદ એમ. શાહ-બિલીમોરા : શિક્ષણ-સેવા અને ધર્મ એમ ત્રિવિધ ક્ષેત્રોમાં સદાબહાર યુવાન સમાન સતત વધારાયણતાના દષ્ટાંતરૂપ વ્યકિતત્વવાળા શ્રી સૌભાગચંદ એમ. શાહ. ખડસુયા (નવસારી) જન્મ ભૂમિ અને બિલીમોરા અને તેની આજુબાજુના વિસ્તારને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. બાલ્યાવસ્થામાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતૃવાત્સલ્યને સ્વ પ્રયત્નોથી જ ધનનો ઉબડખાબડ માર્ગ પસાર કરીને રાજમાર્ગ પર વિહાર કરતાં થયા છે. M.S.C., B.edની પદવી પ્રાપ્ત કરીને શિક્ષક તરીકેના કામનાં સફળતા પ્રાપ્ત કરીને આચાર્યના ગૌરવવંતા પદે પોસ, શિક્ષણની ઊંડી સૂઝ, કાર્યદક્ષતા, પ્રભાવશાળીને સફળ નેતાગીરી, સાચા માર્ગદર્શક છે. મંગળદાસ વિભાગ કેળવણી મંડળ-આંતલીયા, બિલીમોરા એજયુકેશન ટ્રસ્ટ, બિ મોરા વિભાગ કેળવણી મંડળ વાણિયા મીલ હાઈસ્કુલ વગેરે સંસ્થાઓમાં શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર કાર્યો કરીને વિકાસમાં સહભાગી બન્યા છે. (સંકલન : ડો. કવિનભાઈ શાહ સ્વ. સંઘપતિ સેવંતીલાલ દલીચંદ શાહ : સૌરાષ્ટ્રના મહુવા (મધુમતી) નગરીમાં સંઘપતિશ્રી દલીચંદભાઈને ત્યાં તેમનો જન્મ થયેલો ૧૨૨. Page #1119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૦ ] [ જૈન પ્રતિભાદર્શન (સં.૧૯૭૭માં). માતુશ્રી જશીબહેને બાળપણમાં જ સંસ્કાર અને ચરિત્રનું ઘડતર કર્યું. બાલ્યવયથી જ કુશાગ્ર બુદ્ધિવાળા હતા. તેજવી કાર્યપદ્ધતિ અને નિશ્ચલ નીતિ-નિષ્ઠાની ચેતનાથી અનેકવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમના હસ્તે નવપલ્લવિત બની. ઘોઘારી જ્ઞાતિમાં આગવું સ્થાન ધરાવનાર બન્યા. સાત પેઠીથી ચાલ્યો આવતો શાસન પેઢી (પધાતારા પઢી)નું વારસદારપણું સ્વીકાર્યું. નાનપણથી જ પિતા સાથે શાસન કાર્યોમાં સાથે જ રહેતા. પિતાશ્રીના અવસાન બાદ સંઘપતિ તરીકે મહુવા શ્રીસંઘનું નેતૃત્વ તેમને સંભાળવાનું આવ્યું. મહુવા મ્યુનિસિપલમાં આગવું સ્થાન ધરાવનાર હતા. પૂ.શાસન સમ્રાટ પ્રત્યે અવિહડ શ્રદ્ધા તેમના રોમેરોમમાં વણાઈ ચૂકી હતી. જન્મથી જ કુશાગ્ર બુદ્ધિના કારણે ગમે તેવા વિકટ પ્રશ્નોના ઉકેલ ક્ષણમાં લાવી આપતા. સમાજમાં કોઈ પણ વ્યકિત ગમે ત્યારે માર્ગદર્શન માગે ત્યારે પ્રેમથી-વાત્સલ્યથી અને વ્યવહાર ઉચિત માર્ગ બતાવતા.... સોહામણા અને સુવાળા દિવસો કયારે એક સરખા જતા નથી. વિ.સં.૧૯૫૪ ચૈત્ર વદ સાતમે નાની શી બિમારી જીવલેણ નીવડી. મોત ન ગુંજતી હૈ, ન ગુનગુનાતી હૈ, ચૂપકે સે આતી હૈ ઔર ચલી જાતી હૈ. ન તો ઇન્વીટેશન કાર્ડ ભેજતી હૈ...નવકાર મંત્રના ધ્યાને સમાધિ મૃત્યુને ભેટયા...મધુપુરીનો સિંહ દર્ટ સામે ઝઝુમ્યો, પણ ઢળી પડયો... સુવાસ પ્રસરાવનાર સેવંતીભાઈનું નામ તેવા જ ગુણો હતા. જીવનના અંત સમય સુધી શાસનસેવા, સમાજસેવા, સાધર્મિક સેવા, હોસ્પિટલોમાં સેવા અને સ્કુલમાં પણ સેવાનું કાર્ય કર્યું. કાર્યદક્ષ, દીર્ઘદર્શી. ગંભીર ને ખંતીલા આ મહામાનવ હતા. માન સરોવરમાં હંસ શોભે તેમ પગાતારા સમાન હતા. કેવડો સુગંધથી મહેકે તેમ ચોમેર કાર્યની સુવાસથી મહેકતા હતા. સાહસિકતા અને શૂરવીરતાથી જીવન જીવી જાણ્યા...વાણી, વિચાર અને વર્તન દ્વારા સૌ કોઈના લાડીલા બની ચૂક્યા હતા. પ્રકૃતિમાં પ્રસન્નતા, સ્વભાવમાં શાંતતા અને વાણીમાં મધુરતા હતી. કરૂણાસભર હૃદયથી દીનદુઃખીયાનો દીનાનાથ બન્યા હતા. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો પ્રત્યે અથાગ લાગણી ધરાવનારા હતા. મા મહારાજ પૂ. વિદ્યુતપ્રભાશ્રીજી મ.સા., શાંતમૂર્તિ ફઈ મ.પૂ. શશિપ્રભાજી મ.સા., માસી મ. પૂ. લલિતયશાશ્રીજી મ.સા.ની સતત પ્રેરણા. બેન મ. લક્ષગુણાશ્રીજીની સાંનિધ્યતાથી ખૂબ ખૂબ શાસનસેવામાં આગળ વધી મહુવા શ્રીસંઘનું નામ ગૌરવવંતુ બનાવ્યું. ગુરુભગવંતોના દિલમાં વસ્યા હતા. છ'રી પાલિત સંઘ કે ઉપધાન તપની આરાધનામાં, અંજનશલાકા કે પ્રતિષ્ઠા મહોત્સવમાં ખડે પગે સેવા આપનારા હતા. ડોકટરોના કલ્યાણ મિત્ર હતા. નામથી વિદાય લીધી, કામથી તો સદા અમર બની ગયા. સૌરાષ્ટ્રમાં જૈન સંઘમાં મહુવા શ્રીસંઘમાં કાયમી આગવું સ્થાન ધરાવનાર હતા. ભાર સઘળો ઉંચકી તમે બાગનું સર્જન કર્યું. મીઠી વિરડી બની અમી સિચન કર્યું. સહુમાં મોવડી બની માર્ગ ચિંધ્યો તેમ. વાટ પકડી અંતિમ ધામની મધુરી યાદ મૂકી તમે પધા-તારાની પરાગ પ્રસરાવી...પુષ્પ કરમાઈ ગયું....જૈનમ્ જયતિ શાસનમ્. સ્વ. હીરાલાલ ખોડીદાસ શાહ : શિસ્ત ને સત્યના આગ્રહી હતા. અમદાવાદ-લક્ષ્મીવર્ધક સંઘમાં કાયમી ટ્રસ્ટી તરીકે હતા. કોઢ ગામમાં તેમની ઘણી સખાવતો જાણીતી છે. પાંજરાપોળ, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ વગેરે. અમદાવાદમાં લક્ષ્મી વર્ધક સંઘમાં પાઠશાળામાં દાન આપી વ્યવસ્થિત કરી. આયંબિલ શાળાને પણ | ખૂબ વ્યવસ્થિત કરી. દહેરાસરમાં ઘણા ફેરફારો કરી દેદીપ્યમાન બનાવ્યા. Page #1120 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૭૧ છેલ્લે શ્રી હીરાલાલભાઈની માનવસેવા માટે ખાસ ભાવના હતી તેમાં તેઓને કુમારપાળભાઈ શાહ ધોળકાવાળા મળતાં તેમની યોજના સાકાર બની. ટ્રસ્ટનું સ્વતંત્ર મકાન બનાવી ઓ.પી.ડી. વિભાગ શરૂ કર્યો. કેટલાય વર્ષોથી નિયમિત દર્દીઓની સેવા કરી રહ્યું છે. તેણે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું નામ આપી જૈન-જૈનેત્તરના ભેદભાવ સિવાય ૧૦ રૂ.ની દવા ફકત રૂા. રમાં આજની મોંઘવારીમાં આપવામાં આવે છે. છેલ્લે સંઘની ટીપ કરતાં હાર્ટએટેક આવવાથી ગુજરી ગયા. તેમના પુત્ર મુકેશકુમાર હાલ બધું વ્યવસ્થિત રીતે સંભાળી રહ્યા છે. જે. કે. ગાંધી શ્રી વિનુભાઈ કપાસી : ધી વિનોદભાઈનો જન્મ ૧૯૩૮માં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે થયો. પિતાશ્રી જગજીવનભાઈ કપાસીના ચાર પુત્રો અને બે પુત્રીઓના પરિવારમાં તેઓ સૌથી નાના છે બી. ઈ. સિવિલમાં સ્નાતક થઈને ઇગ્લેન્ડ ગયા અને ત્યાં કર્મભૂમિ બનાવી. પોતે એજીનીયર હોવા ઉપરાંત સારા સાહિત્યકાર પણ છે. જૈન ધર્મના સિદ્ધાંતો અને આગમોનો અભ્યાસ કરી તેમનું પ્રથમ પુસ્તક ઇન સર્ચ ઓફ અલ્ટિમેટ પ્રગટ થયું. પછી તો જૈનધર્મની પ્રવૃત્તિમાં સક્રિય બન્યા. યુરોપમાં લેસ્ટર ખાતે સર્વ પ્રથમ જૈન મંદિરના નિર્માણમાં કમિટિ મેમ્બર તરીકે અને ત્યાર પછી મહાવીર ફાઉન્ડેશનમાં જોડાયા. તેઓશ્રી મીડલસેક્ષ ખાતે જૈન સોશ્યલ ગ્રુપના સ્થાપક પ્રમુખ છે. લંડન ખાતે ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજીના જૈન એજ્યુકેશન બોર્ડના ચેરમેન પણ છે. લંડનની બર્કબેક કોલેજમાં તેઓ જૈનીઝમ શીખવી રહ્યાં છે. હાલમાં નવસ્મરણ ઉપર અભ્યાસ કરી લંડનમાં કીંગ્સ કોલેજ ખાતેથી પી. એચ. ડી. કરી રહેલ છે જૈનધર્મ ઉપરના તેમના ઘણા પુસ્તકો પ્રગટ થયાં છે. ૧૯૯૩માં શિકાગોમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલીજીયનમાં તેમણે પોતાની થીસીઝ આપી હતી. આ વર્ષે કેપ ટાઉન સાઉથ આફ્રિકા ખાતે યોજાનારી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલીજિયનમાં તેઓ ફરીથી બે પ્રવચન આપશે આ બધા કાર્યોમાં તેમના પરિવારનો ઘણો જ સહયોગ છે. સ્વ. શ્રી રતિલાલ પ્રભુદાસ - શ્રી રતિલાલભાઈ ભાવનગરના વતની હતા. વિ. સં. ૧૯૬૦ના કા. શુ. ૧૩ના રોજ પ્રભુદાસ રામચંદને ત્યાં તેમનો જન્મ થયો. નાની ઉંમરે પિતાશ્રીના ધંધામાં સારી એવી નિપુણતા મેળવી શક્યા હતા. અમદાવાદવાળા માકુભાઈ શેઠના ઐતિહાસિક યાત્રા સંઘમાં સાથે જઈને બેનમૂન ફોટો પાડવાની કામગીરીથી સારી નામના મેળવી. ફોટોગ્રાફીમાં સિદ્ધિના સોપાન સર કરતા રહ્યા. સ્વભાવે સરલ અને આનંદી હતા એટલે સૌના પ્રીતિપાત્ર બની શકયા. ભાવનગરની આત્માનંદ સભામાં પણ તેમની વિશિષ્ઠ ફાળો રહ્યો છે. વૃદ્ધોને, લુલા પાંગળા અપંગોને ખૂબ ખૂબ જમાડતા, અને પરમ સંતોષ અનુભવતા. ગરીબોને દાન આપવામાં પાછું વાળીને જોયું નથી. ભાવનગરમાં અભિનંદનસ્વામી મંદિરમાં પોતાના બેન વતી તથા પિતાશ્રી વતી એમ બે પ્રતિમાજી પધરાવ્યા હતા. દોશીવાડીની પોળ અમદાવાદમાં રહેતા ત્યારે પૂ. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ ખૂબ જ સેવાભાવથી કરતા. જૈન સમાજના આ જ્ઞાતિસેવક શ્રી રતિલાલભાઈ વિ. સં. ૨૦૩૦ના કા. વદ અને દિવસે સ્વર્ગવાસ પામ્યા. Page #1121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૨ ) [ જૈન પ્રતિભાદર્શન દ્વારકાના જૈન શ્રેષ્ઠિરનો વૈષ્ણવોનું પશ્ચિમ ભારતનું ચોથું ધામ દ્વારકા જે પ્રાચીન સમયમાં આપણા સ્તવન, સઝાય, થીયોમાં ઉલ્લેખો મુજબ વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન તથા આવતી ચોવીશીના બારમા તીર્થંકર પરમાત્મા અમરનાથ ભગવાન (કૃષ્ણ પરમાત્માનો જીવ) આ ભૂમિ ઉપર વિચરેલ છે. કાળક્રમે આ ભૂમિ ઉપરથી જૈનોની વસ્તી ઓછી થતી ગઈ. દોઢસો વર્ષ પહેલા આ ભૂમિમાં જૈનશ્રેષ્ઠિ મોનજીભાઈ ધનજીભાઈ ગાંધી જામનગરના લાલપુરથી વ્યાપાર અર્થે અત્રે આવ્યા. તેમના પરિવારમાં તેઓના પૌત્ર શ્રી મુળજીભાઈ, કાલીદાસભાઈ, જીવરાજભાઈ એ અત્રે વ્યાપાર સાથે આ ગામના નગરશેઠ તરીકે કર્તવ્ય બજાવતા અને ગામના સાર્વજનિક કાર્યો પણ કરતા. શ્રી કાળીદાસભાઈ ઘણા જ ભદ્રિક આત્મા, તેમના બે પુત્રો શ્રી મણિલાલભાઈ તથા શ્રી વિઠલજીભાઈ જેમાં શ્રી મણિલાલભાઈના વિધવા પત્ની જડાવબેન તથા દીકરી લક્ષ્મીબેને દીક્ષા લીધી અનુક્રમે જયશ્રીજી મ.સા. તથા લાવણ્યશ્રીજી મ.સા. થી ઓળખાયા. બીજા દીકરા વિઠલજીભાઈએ દીક્ષા લઈ મુનિ વિનયવિજયજી અનુક્રમે પંન્યાસ તથા આચાર્ય વિનયચંદ્રસૂરિ થયાં. બનાસકાંઠાના રૂની તીર્થનો ઉદ્ધાર કરી ગોડીજી પાર્શ્વનાથનું નૂતન જિનાલય નિર્માણ કરવા તેના કુટુંબી પિતરાઈ ભાઈ જાદવજી વેલજીભાઈને પ્રેરણા કરી સં. ૧૯૯૭માં બારમાં શ્રી વાસુપૂજ્યસ્વામીને ગાદીએ બેસાડ્યા આનો તમામ લાભ શ્રેષ્ઠિવર્ય કાલીદાસ કસ્તુરચંદે લીધો હતો. આરંભડામાં બીજા મહેતા પરિવારના ઓઘવજી રાઘવજી, ભગવાનજી કાળીદાસ તથા ફુલચંદ દેવજી તથા ઓખા બંદર ને હિસાબે અત્રે આવેલ લીંબડીવાળા શાહ શાંતિલાલ શીવલાલે દેરાસરની પ્રતિષ્ઠામાં સારો એવો સહયોગ આપેલો. હાલ દેરાસરનો વહિવટ તેમના વારસદારો કાંતિલાલભાઈ ગાંધી સંભાળે છે તેઓ દ્વારકામાં જૈનતીર્થ નિર્માણની ઉચ્ચત્તમ ભાવના રાખે છે. ભારતભરના જૈનસંઘોએ વિશેષ રસ લઈને પશ્ચિમ દિશામાં આ ભવ્ય જિનમંદિરની જરૂરત વિશે જરૂર રસ ભે તેવી ટ્રસ્ટીઓ અપેક્ષા રાખે છે. ( શાહ કેસરીચંદ દલીચંદ : જન્મ ૧૯-૪-૧૯૨૩ જાવાળ (રાજસ્થાન) મૂળ વતન રોહીડા (રાજ.) ધાર્મિક અભ્યાસ પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ વગેરે છેલ્લા ૪પ વર્ષથી ભરુચમાં કબીરપુરામાં નિવાસસ્થાન અને શ્રોફ તથા ફાઇનાન્સનો મોટો વ્યવસાય, છેલ્લા ઘણા વર્ષોથી પર્યુષણમાં ચો. પ્ર. પૌપધ, બે વખત અઠ્ઠાઈ સહિત પ્રથમ ઉપધાન પાલીતાણા મુકામે પ્રથમ માળ પહેરી. બીજ ઉપધાન ભરુચ મુકામે પ. પૂ. આ.શ્રી રાજયશસૂરિજી મ.સા.ની નિશ્રામાં. પ્રભુ ભક્તિ, પ્રભુ પૂજામાં ખૂબ જ આનંદ આનંદ. તેમના પરિવારે વતન રોહિડા (રાજ.)માં પ. પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની નિશ્રામાં 300 તપસ્વીઓને ઉપધાનતપની આરાધના કરાવી. કબીરપુરાના જૂના ઉપાશ્રય તથા વાડીનો જિર્ણોદ્ધાર કરાવ્યો તેનું સુંદરબેન કેસરીચંદ આરાધના ભવન નામ કરણ કરવામાં આવ્યું. ભરુચ પ્રીતમ સોસાયટીમાં તેમના સ્વદ્રવ્યથી શિખરબંધ આરસનું શ્રી કેસરીયાજી ભગવાનનું નૂતન જિનાલય બનાવ્યું છે. પાલીતાણામાં A rvr to this Page #1122 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] | ૧૦૭૩ કાયમી ભાતા ખાતામાં ફાગણ સુદ ૧૫ના દિવસે પરિવાર તરફથી લાભ લેવામાં આવે છે. નીચેના ટ્રસઓમાં સેવા આપેલ છે. શ્રી પાર્શ્વનાથજી જૈન શ્વે. પેઢી (રોહિડા)માં પાંચ વર્ષ ટ્રસ્ટી હતા, શંખેશ્વર આગમમંદિરમાં મેનેજિંગ ટ્રસ્ટી, ઝગડીયા આત્મારામજી ગુરુકુળમાં ટ્રસ્ટી, આ. કે. પેઢીમાં છેલ્લા દસ વર્ષથી ભરુચના પ્રાદેશિક પ્રતિનિધિ, ભરુચ જૈનસંઘ--જૈન ધર્મ ફંડ પેઢીમાં છેલ્લા ૧૫ વર્ષથી પ્રમુખ તરીકેની સેવા, ભરુચ તીર્થના જિર્ણોદ્ધારમાં છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય કાર્ય કર્યું. ભરુચના નૂતન મંદિરમાં પ્રતિષ્ઠાનો લાભ લીધો, પ્રતિષ્ઠા સમયે નવકા૨શી વગેરેનો તથા બીજા પણ લાભ મળ્યા. ભરુચ તીર્થની સેવા જીવનના અંત સુધી કરવાની તથા તીર્થને ખૂબ જ સુંદર બનાવવાની ભાવના છે. તેમના દરેક કાર્યમાં તેમના ધર્મપત્ની સુંદરબેન તથા પુત્ર પરિવારનો પણ સુંદર સહયોગ છે. તેમના પરિવારના કેશર સુંદર પબ્લિક ચેરી. ટ્રસ્ટ દ્વારા તથા વ્યક્તિગત રીતે સાતેય ક્ષેત્રમાં, સામાજિક કાર્યોમાં, જીવદયા તથા અનુકંપામાં સારો લાભ લઈ રહ્યાં છે. શ્રી ભાનુપ્રભા જૈન સેનેટોરિયમ ટ્રસ્ટ દ્વારા ધર્મકાર્યો સમ્પન્ન ભાવનગર શહેરમાં એક ધર્મનિષ્ઠ દંપતિ ઉમિયાશંકર અને ગીરજાબહેન રહે. સં. ૧૯૭૦ ના કાર્તિક સુદ-૧૧ દેવઉઠી એકાદશીને દિવસે પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ દુર્ગાશંકર પાડ્યું. આ પરિવાર નબળી આર્થિક સ્થિતિને કારણે અમદાવાદ આવ્યા. અત્રે દુર્ગાશંકરને જૈન મુનિઓના સંપર્કમાં આવવાનું બન્યું. પૂ. આચાર્યશ્રી નીતિસૂરિજી મહારાજશ્રીએ દુર્ગાશંકરના લલાટના લેખ પામી ગયાં. અને સમય જતાં પૂ. મુનિશ્રી શાંતિવિજયજી મ.ના હસ્તે દીક્ષા લઈ, ભાનુવિજ્યજી મ.ના નામે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોનો ઉંડો અભ્યાસ કર્યો. સમય જતાં ગણિપદવી, પંન્યાસપદવી અને આચાર્ય પદવીથી આરુઢ થય.---જેમના અરધી સદી ઉપરાંતના દીક્ષાપર્યાય દરમ્યાન ઘણા ધાર્મિક કાર્યો પૂજ્યશ્રીના હાથે થયાં. પ્રબળ પુરુષાર્થ અને પ્રેરણાથી અમદાવાદ માદલપુરમાં ભાનુપ્રભા જૈન સેનેટોરિયમનું સર્જન થયું.---જ્યાંથી જૈનોના દરેક ક્ષેત્રમાં યથાશક્તિ ફાળો અપાયો છે. અનેક સ્થળોએ ઉપધાન તપાદિ આરાધનાના મહોત્સવો ઉજવાયા, પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક છરી પાલક સંઘો નીકળ્યા. સંવત ૨૦૪૭માં કાળધર્મ પામ્યા બાદ બે વર્ષમાંના ટૂંકા ગાળામાં ગુરુમંદિરનું પણ નિર્માણ થયું. શ્રીસંઘની વિનંતીને માન આપી પૂ.પં શ્રી સુબોધવિજયજી મહારાજે આ સેનેટોરિયમમાં કાયમી સ્થિરતા કરી. સાબરકાંઠા જિલ્લાના (આમોદરા) ગામમાં પટેલ કોદરભાઈને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. નામ શિવાભાઈ રાખ્યું. આ પરિવાર ખાધેપીધે સુખી હોઈને બીજી કોઈ ચિંતા નહોતી, શિવાભાઈને અમદાવાદમાં આવવાનું બન્યું, સાધુ સાધ્વીઓના સંપર્કમાં આવ્યા અને જૈનધર્મના મહિમાને સમજતા રહ્યા. સં.૧૯૯૪ ના મહાસુદ-૨ ના તેમણે સંયમનો માર્ગ ગ્રહણ કર્યો. આચાર્ય ભાનુચંદ્રસૂરિજી મ.સા. પાસે રહીને સૂત્રોનો શાસ્ત્રીય રીતે અભ્યાસ કર્યો, સંસ્કૃત સાહિત્યનું પણ અધ્યયન કર્યું આગમોના પણ જોગ કરાવ્યા. ૨૦૧૦ માં ગણિપદ અને પછીથી પંન્યાસપદ પ્રાપ્ત કર્યું. પ્રાચીન ગ્રંથોના સંશોધન કાર્યોમાં તેમનો ઉત્સાહ વધતો રહ્યો ગોતમસ્વામી મહાપૂજન અને ભક્તાભર સ્તોત્રો જેવા પ્રકાશનો ભારે લોકાદર પામ્યા. દરવર્ષે સારી એવી ૨કમ જીવદયા અને સાધારણ ખાતામાં વાપરવામાં આવે છે. અત્રે સુંદર મનોહર જિનમંદિરનું પણ નિર્માણ થયું. પૂ.પંન્યાયસથી સુબોધવિજયજી મ.ની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા શાસનપ્રભાવનાના કાર્યો થતાં રહ્યાં છે. Page #1123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન સુકૃતના સહભાગી શ્રાવકો આ વિશાળ વિશ્વમાં જેવી રીતે કોઈ વેપારી પેઢીને કે ફેકટરીને સફળતાપૂર્વક ચલાવવા માટે અને નામ તથા નાણાં કમાવા માટે તેના વિવિધ વિભાગોમાં કામ કરનારા ચકોર અને મહેનતુ કાર્યકરોની જરૂર પડે છે તેવી જ રીતે ભગવાનની શાસનરૂપી પેઢી માટે તે તે ક્ષેત્રના જાણકાર અને ચકોર તથા મહેનતુ એવા કર્મઠ કાર્યકરોની જરૂર પડે છે. સૌભાગ્ય આપણા સૌનું એ છે, કે આ જૈન શાસનમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે તે તે વિષયના જાણકાર-નિષ્ણાત અને કર્મઠ શ્રાવકો પાકયાં છે; જેઓએ પોતાની જાતની પણ પરવા કર્યા વિના તન-મન-ધન-સર્વસ્વનો ભોગ આપીને પણ સફળતાપૂર્વક કામ કરી બનાવેલ છે. એકેક તીર્થની સ્થાપનાનો, શાસનની પ્રભાવનાનો, સંઘનું ગૌરવ જાળવવાનો, શાસનની રક્ષાનો, વિધર્મીઓના આક્રમણ વખતે રક્ષાનો, આવા અનેક પ્રસંગોએ કર્મઠ શ્રાવકોની જીંદાદીલી, અનુભવી અને ચકોર દષ્ટિ, સમયસૂચકતા, શૂરવીરતા તથા પરક્રમીપણું વિગેરે ગુણોથી ભરપૂર કર્મઠ શ્રાવકોના જીવન ચરિત્રોનું આચમન કરતાં આપણે એક અનોખી તૃપ્તિનો અનુભવ કરીએ છીએ. આ ગ્રન્યરત્નમાં આપણને આવા અનેક મહાનુભાવોના ચરિત્રોનું આચમન કરવા મળશે. સંપાદક શ્રાવકરત્ન શ્રી તલકચંદભાઈ આજથી લગભગ ૧૦૦ વર્ષ અગાઉ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક આદર્શ ખેરવા ગામમાં અત્યંત દયાળુ અને પરોપકારી એવા શ્રી પુંજીરામ માનચંદભાઈના સંસ્કારી પરિવારમાં આ મહાન વિભૂતિનો જન્મ થયો હતો. તે જમાનાને વિદ્યાભ્યાસ પૂર્ણ કરી વારસાગત પેઢીનો ધંધો સંભાળી લીધો. ૩૦ વર્ષની ઉંમરથી ધંધામાં ઝાઝો રસ ન લેતાં ત્યાંના જૈન મંદિરનો વહીવટ સંભાળી લીધો. શ્રી ચંદ્રપ્રભુસ્વામીના શિખરબંધી જિનાલયનો ચોખ્ખો ને ઝીણવટભર્યો વહીવટ આજીવનપર્યત સંભાળ્યો. જિનાલયનો જીર્ણોદ્ધાર તથા સુંદર રંગકામ કરાવી રમણીય બનાવ્યું. ઉપાશ્રયના મકાનનું સમારકામ પણ કરાવ્યું. કેળવણીના વિકાસ માટે તેઓ સતત જાગૃત રહેતા. પરીક્ષાઓ પતે એટલે શાળામાં જઈ પુસ્તકો ઉઘરાવી લાવવાં–સરખાં કરી બીજા વિદ્યાર્થીઓને મફત નવા વરસમાં વહેંચી દેવાં એ પ્રવૃત્તિ એ જમાનામાં પણ ખૂબ ઉત્સાહથી કરતાં. કહો કે તે જમાનામાં તેઓ “બુક બેન્ક' ચલાવતા. Page #1124 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૭૫ જૈન સંઘના વહીવટમાં તેમની કુશળતાનાં દર્શન થતાં. હિસાબ નિયમિત લખતા ને હિસાબમાં એક પૈસાની પણ ભૂલ પડે તો તેમની ઉંઘ હરામ થઈ જતી. ધાર્મિક વહીવટમાં કોઈના પણ પૈસા બાકી હોય તો અવાર-નવાર તેમને ત્યાં જઈ પતાવે. કડક ઉઘરાણી નહિ, પણ કોઈ સાધર્મિક ધર્માદાનો દેવાદાર ન બને તેવી ઉચ્ચ ભાવનાથી! તેમનું જીવન અત્યંત સાદું, કોઈ પણ જાતની મોટાઈ નહિ, કોઈ આડંબર નહિ. જીવનમાં સર્વત્ર નિયમિતતા ને શિસ્ત-પાલન. આ બધા એમના સ્વાભાવિક ગુણો હતા. તેમના પુત્ર બાબુભાઈ અમદાવાદમાં દેવકીનંદન સંઘના ઠીક સમય સુધી પ્રમુખપદે રહ્યા. સંઘની સ્થાપનાથી મંત્રી તરીકેની કામગીરી પણ બજાવી. આ પરિવારના ઉચ્ચ આદર્શો અને ઉચ્ચ જીવનશૈલી ખરેખર પ્રશંસાપાત્ર છે. (સંકલનઃ વિધિકાર જશવંતલાલ સાકળચંદ) જીવદયાપ્રેમી શ્રી મૂળચંદભાઈ ગુલાબચંદ મહેતા | સ્નેહાળ અને સહૃદયી આજીવન શાસનસેવક ડૉ. શ્રી મૂળચંદભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં જેતપુર (મચ્છ-મોરબી) મુકામે એક ગરીબ પરિવારમાં વિજીબેનની કુક્ષીએ થયો. ધર્મપરાયણ પિતાશ્રી ગુલાબચંદભાઈનો સેવા-સંસ્કારનો બહુમૂલ્ય વારસો લઈને જન્મેલા શ્રી મૂળચંદભાઈએ ધંધા-નોકરીની પ્રવૃત્તિ સાથે સેવા પ્રવૃત્તિને પણ ધર્મ માન્યો. એક વર્ષ મુંબઈ-ગોડીજી જૈન દેરાસરમાં ચીફ સેક્રેટરી તરીકે અને જૈન શ્વે. કોન્ફરન્સના સેક્રેટરી તરીકે સેવા આપી. કતલખાનાના પ્રબળ વિરોધ માટે આ જીવદયાપ્રેમીએ અહિંસક દળ ઊભુ કરી આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. કેટલાક તાણાવાણાએ એમના જીવનનો રાહ પલટી નાખ્યો. અસાર આ સંસારની માયા અને કાવાદાવામાંથી મન હટાવી લીધું. જીવનની ક્ષણભંગુરતાને પારખી ગયા એટલે ૧૯૮૫થી વાનપ્રસ્થાશ્રમમાં ધર્મ-કર્મનું નિષ્ઠાથી પાલન શરૂ કર્યું. આત્માને અંદરથી ઓળખવા મથામણ શરૂ થઈ. માનવીની કર્તૃત્વશક્તિ જાગી ઊઠે છે ત્યારે સત્તા-સુખ અને સંપત્તિનો વ્યામોહ આપોઆપ છૂટી જાય છે. દિલમાં ગરીબો પ્રત્યેની હમદર્દી, શાસનના સંગઠન માટેના ઉમદા વિચારો ધરાવતા આ સંસ્કારસંપન્ન શ્રેષ્ઠિ પોતાનો વધારાનો સમય ધ્યાન-યોગસાધનામાં ગાળે છે. એક્યુપ્રેશરની સાધના દ્વારા ઘણું જ મોટું પણ અસાધારણ કાર્ય કરી રહ્યા છે. પોતાની પ્રવૃત્તિઓ આત્મકલ્યાણને નજર સમક્ષ રાખી નિવૃત્તિમાં પણ શુભ પ્રવૃત્તિ કરતાં રહેવાની છે. એમની વિકાસગાથામાં નવકારમંત્રની આરાધના ખૂબ જ ઉપયોગ બની છે. સંસારનું સાત્વિક સુખ અંદર છે એવી દઢ અનુભૂતિ થતી જાય છે. આ બધા કાર્યોમાં પૂ. આ.શ્રી ધર્મસૂરિજી મ.સા. તથા પૂ. આ.શ્રી રામચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણા અને આશીર્વાદે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભારતના ઘણા જૈન તીર્થોની યાત્રા કરી છે. ત્રણ પુત્રો, એક પુત્રી અને પત્નીનો સહયોગ તેમને ધર્મકાર્યોમાં હંમેશાં મળતો રહ્યો છે. Page #1125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન ડૉ. મહાસુખલાલ વી. મહેતા જન્મ તા. ૧૪-૧૧-૧૯૨૦. પિતા ડૉકટર તથા મોટાભાઈ વકીલ. કુટુંબ આખું ધર્મિષ્ટ, પિતા તત્ત્વજ્ઞાનના અભ્યાસી આથી ઘરમાં ધાર્મિક પુસ્તકો સારી સંખ્યામાં તથા પોતાને વાંચનનો શોખ ઘણો, આથી બધા પુસ્તકો વાંચી રાખે, આમ અધ્યાત્મજ્ઞાન તરફ રુચિ વધતી ગઈ. શરૂઆતથી જ ધર્મનો રાગ અને પાઠશાળામાં પણ ખુબચંદભાઈ | માસ્તર જેવાનું શિક્ષણ મળ્યું આથી જીવન વધુ ધર્મમય બન્યું જુનાગઢના પોતાના દવાખાનામાં પ્રેકટીસ કરતાં, પણ ફક્ત ધન કમાવા તરફ જ લક્ષ્ય નહિ પરંતુ હૃદયમાં કરૂણા ભારોભર, એટલે સેવાવૃત્તિથી જ પ્રેકટીસ કરે. જુનાગઢ તીર્થનું ધામ, વળી દવાખાનું જૈન દેરાસરની સામે તેથી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો લાભ પણ ઘણો મળે. આમ ધંધા સાથે જ વૈયાવચ્ચ તથા ભક્તિનો સમન્વય થતાં–વૈયાવચ્ચનો અમૂલ્ય લાભ મળ્યો, જે ૧૯૮૭માં જુનાગઢ છોડ્યું ત્યાં સુધી અખંડ ચાલુ રહ્યો. ધાર્મિક અભ્યાસમાં પંચપ્રતિક્રમણ, નવસ્મરણ કંઠસ્થ તથા ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય તથા ચાર કર્મગ્રંથ અર્થથી કર્યા. આ ઉપરાંત શ્રાદ્ધવિધિ પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, યોગશાસ્ત્ર, યોગદષ્ટિ સમુચ્ચય, આનંદધનજી ચોવીશી અર્થ સહિત, દેવચંદ્રજી ચોવીશી અર્થ સહિત, ઉપમિતિ ભવ પ્રપંચ કથા વગેરે બહુમૂલ્ય ગ્રંથોનો પણ પૂ. મુનિભગવંતો પાસે અભ્યાસ કર્યો. ૧૯૫૫માં ત્યાં બિરાજતા પૂ. ગુણભદ્રવિજયજી (પૂ. લબ્ધિસૂરીશ્વરજીના શિષ્ય)નો પરિચય થયો. તથા તેઓની બિમારીમાં તેમની સેવાનો લાભ મળ્યો.પોતાને મંત્ર-યંત્ર વગેરેનો શોખ તેથી તેમની સાથે “વેરના વમળમાં' નામનું પુસ્તક લખ્યું, તેમાં થોડો જ્યોતિષ વિભાગ પણ લખ્યો. જયોતિષશાસ્ત્રનાં રહસ્યો જાણવાની જિજ્ઞાસાથી ઊંડો અભ્યાસ શરૂ કર્યો જેમ-જેમ અભ્યાસ કરતાં ગયા તેમ તેમ શ્રદ્ધા વધતી ગઈ અને ““વેરના વમળમાં”ની ત્રીજી-ચોથી-પાંચમી-છઠ્ઠી તથા સાતમી આવૃત્તિમાં જ્યોતિષ ઉપર વિશેષ લખાણ કર્યું. આ પુસ્તક સારી પ્રસિદ્ધિ પામેલ છે. જુનાગઢ નગરપાલિકામાં સદસ્ય તરીકે બે વખત ચૂંટાઈ આવ્યા તથા તેમાં પણ સારી સેવાઓ આપી. ૧૯૮૭માં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ તરીકે જુનાગઢ જિલ્લાના વિસ્તારમાંથી તેઓ ચૂંટાઈ આવ્યા, જે હજુ ચાલુ છે. તેમ જ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના માનદ્ પેટ્રન પણ છે. ૧૯૮૭માં જુનાગઢ છોડી મુંબઈ આવતાં જ્યોતિષ અંગેનો તથા આધ્યાત્મિક વાંચન અંગેનો શોખ વધ્યો. આથી મુંબઈમાં દાદર તથા ઘાટકોપરમાં જ્યોતિષશાસ્ત્ર શીખવવાના વર્ગો શરૂ કર્યા તથા ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ એસ્ટ્રોલોજીક સાયન્સીઝમાં મંત્રી તરીકે સેવા આપી. ૧૯૯૪માં મુંબઈમાં જ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસ્ટ્રોલોજીસની સ્થાપના કરી તેના પ્રમુખ તરીકે કાર્ય કરે છે તથા દર વર્ષે ત્રણથી ચાર પરિસંવાદો ગોઠવી. બીજા વિદ્વાનો-જ્યોતિષીઓના સહકારથી જાહેર જનતાને જ્યોતિષશાસ્ત્ર અંગેના જ્ઞાનનો લાભ આપે છે. મુંબઈમાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને પણ જ્યોતિષશાસ્ત્ર અંગેનું જ્ઞાન આપે છે. Page #1126 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૭૭ જ્યોતિષશાસ્ત્રનાં પુસ્તકો ઉપરાંત ગણિત તથા ફળકથન અંગેના ૧૫ પુસ્તકો લખ્યાં છે. વાસ્તુશાસ્ત્ર તેમ જ મુહૂર્ત અંગેના પણ પુસ્તકો લખ્યાં છે. તેમના ધર્મપત્નિ ધર્મકાર્યોમાં પણ સારો રસ લઈ રહ્યાં છે. ધર્મોપાસક શ્રી સોમચંદભાઈ તથા કમળાબહેન બજાર (પૂ. આ.શ્રી વારિષેણસૂરિજી મ.ના સંસારી પિતા તથા માતા) ગુજરાતનો પ્રદેશ સંસ્કાર, સાહિત્ય અને તે ધર્મકલામાં હંમેશાં મોખરે રહ્યો છે. એમાંયે જૈન શ્રેષ્ઠિઓએ ધર્મકરણીમાં સિદ્ધિ અને દિવ્યતાનાં સોપાનો સર કર્યા છે. - - - ગુજરાતની જિવંત તીર્થભૂમિ અને તિની દીક્ષાની ખાણ જેવી ધન્ય નગરી છાણીમાં જે જૈનશાસનની આરાધના, સાધના અને પ્રભાવનાનાં અનેક પુષ્પો વિકસ્યાં છે. આ ભૂમિના પુન્યવંતા નરરત્ન શ્રી સોમચંદ ગીરધરલાલભાઈ શાહ જેઓએ શિક્ષિત થઈને, અને કોને જ્ઞાનદાન પ્રદાન કરવા વર્ષો સુધી સ્વજીવનને જ્ઞાનસંપદાથી કાશિત કરી, અનેકોને શિક્ષીત અધ્યાપક બનાવ્યા; અનેકોને સદાકાળ જિનભક્તિ, વ્રત, પચ્ચકખાણ, ત્યાગ, સંયમાદિના અનુરાગી બનાવી ગયા, તે શ્રી સોમચંદભાઈનું સમર્પણ પ્રદાન પ્રશંસનીય બની ગયું. તેમનાં ધર્મપત્ની કમળાબેન ધર્મમય જીવનથી તેમનાં સુપુત્રો પાંચ પાંડવ સરિખા ચંદુભાઈ, મહેશભાઈ, કિરીટભાઈ, મુકુંદભાઈ, તેજપાલભાઈ અને પત્રી દેવીકાબેનને ચારિત્રની દુર્લભતા સમજાવવા અને દીક્ષાના સાધક બનાવવા સદા પ્રેરણાના પિયુષ પાન કરાવતાં રહ્યાં. સ્વઆત્મ શ્રેયાર્થે ત્રણે ઉપધાનતપની મંગળ આરાધના, અનેક વિઘ્નો આવવા છતાં, તપના વિશ્વાસે, નવપદ ઓળીની વર્ષો સુધી સાધના કરી. વીસસ્થાનક તપનાં પણ મક્કમતાથી આરાધક બની રહ્યાં. સમતાભાવી કમળાબેન સામાયિકનાં સદા સાધક રહ્યાં. પ્રતિક્રમણનાં તેમ જ પૂજા–રનાત્ર, જિનભક્તિનાં પણ અનન્ય ઉપાસક હતાં. તે પુણ્યવંતી માતાને સં. ૨૦૫૪ પોષ વદિ ૧ના સિદ્ધાચલના દાદાના ફોટા સામે ભાવયાત્રાનું ધ્યાન ધરતાં, નવકારમંત્રનું સ્મરણ ને શ્રવણ કરતાં નશ્વર દેહનો ત્યાગ કરી ગયાં અને ગુણદેહથી અમર બની ગયાં. પિતા સોમચંદભાઈ પણ દેવગુરુધર્મસેવા– જ્ઞાનદાન સાથે સામાજિક કાર્યોમાં સેવા આપતા. જ્ઞાન અને વૈરાગ્યના સુંદર ભાવોમાં સં. ૨૦૫) અષાઢ સુદિ ૧ ના ચિરવિદાય લઈ ગયા. બન્ને પુણ્યાત્માઓના સંસ્કાર સિંચનથી પાંચ પાંડવસમાં પુત્રોનાં જીવનકુસુમો ભારે સુવાસિત બયાં છે. સમર્થ સેવાપરાયણ શ્રી આર. પી. શાહ સૌરાષ્ટ્ર-ગુજરાતની ધર્મભાવના ગામના ગોંદરે આવેલી ધર્મશાળાઓ, ગગનચુંબી મંદિરો અને સાર્વજનિક સેવાભાવી સંસ્થાઓની ભવ્ય ઇમારતો દ્વારા ઓળખી શકાય છે. ભાવનગરના સેવાભાવી સજ્જનોમાં શ્રી આર. પી. શાહને પ્રથમ હરોળમાં મુકી શકાય. ઇન્કમટેક્સની ધીકતી વકીલાત હોવા છતાં તેઓએ અનેક સામાજિક સંસ્થાઓના રાહબર બનીને 42 3 Page #1127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન જનકલ્યાણના કામોમાં સમય-શક્તિનું આપેલ પ્રદાન નોંધપાત્ર બન્યું છે. માનવસેવાના સંસ્કારો વારસામાં મળ્યા હોયને જનસેવાની પ્રવૃત્તિઓ તરફ એમનું મન બચપણથી જ ઝૂકતું રહ્યું. સામાજિક સેવાની શરૂઆત ત્રણ દાયકા પહેલાં કરી. મૃદુ, સરળ સ્વભાવી અને ધર્મભીરૂ હોવા સાથે તેમની કાર્યનિષ્ઠા અને મૂક સેવા ગજબની છે. ભાવનગરમાં મુનિબાપાની દયાથી રામમંત્ર મંદિર ટ્રસ્ટની શરૂઆત કરી. ૧૯૭૫માં સેક્રેટરી તરીકે જોડાયા. તે વખતે ટ્રસ્ટની પાસે એક લાખની બેલેન્સ હતી. આજે તો ૨૦૦૦ સુધીમાં રૂા. ચાર કરોડથી વધુ ફંડ સાથીઓના સહકારથી ઊભું કર્યું છે. જેમાંથી દવાખાનું, સ્કૂલ, મંદિર અને બીજી અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ભાવનગરની વર્ધમાન બેન્કમાં મહત્વનું સ્થાન ધરાવતા મેડીકલ સેન્ટરમાં રૂા. બે કરોડનાં સાધનો ભેગાં કર્યાં. પોતાને ઘંટાકર્ણ મહાવીર દેવમાં ભારે શ્રદ્ધા, ભાવનગરમાં ક્રેસન્ટ પાસે સીમંધરસ્વામી જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરદેવની પ્રતિષ્ઠા સમયે તેઓએ સારો એવો લાભ લીધો. જ્યાં આજે દર રવિવારે અને દર બેસંતા મહિને ભાવિકો મોટી સંખ્યામાં દર્શને પધારે છે. ભાવનગરની ઘણી સંસ્થાઓમાં તેમનું ભારે મોટું પ્રદાન રહ્યું છે. તેમણે બે પુત્રીઓ પરણાવી છે. એક પુત્ર નામે વિપુલભાઈ વકીલાતના ધંધામાં જ જોડાઈ વિકાસ સાધી રહ્યા છે. આખાયે પરિવારે પરોપકારનાં કાર્યો કરવામાં પોતાનો ધર્મ માન્યો છે. સેવાકાર્યમાં અને ધંધામાં પુરી પ્રમાણિકતાથી તેમણે જીવનમાં ઘણી મોટી યશ-કીર્તિ પ્રાપ્ત કરી છે જનહિતાર્થે જ્યાં જ્યાં જરૂર લાગી, ત્યાં ત્યાં દાનગંગા તેમણે વેહતી રાખી છે. ઘણા જ પરગજુ અને વિનમ્ર સ્વભાવના શ્રી આર. પી. શાહ સાહેબ જૈનસમાજનું તેમ જ શહેર ભાવનગરનું અનમોલ રત્ન છે. તેમનું નિવાસસ્થાન આતિથ્યસત્કારની ભાવનાથી હમેશા ભર્યું ભર્યું જણાય છે. શ્રી રાયચંદ મગનલાલ શાહ અનેક સંસ્થાઓના પ્રેરક, માર્ગદર્શક, નિડર વક્તા અને ધર્મપ્રેમી શ્રી રાયચંદ મગનલાલ શાહ ભાવનગરના વતની પણ ૬૦ વરસથી મુંબઈને કર્મભૂમિ બનાવી છે. દેઢ મનોબળ, પરગજુ સ્વભાવ, પ્રબળ ધર્મભાવના સાથે મુંબઈમાં જૈન શાસનસેવાના કામોમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે. મુંબઈમાં શ્રી વિજય દેવસુર સંઘ, શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસરના પ્રત્યેક વિભાગોમાં સેવા આપતા રહ્યા છે. તેઓ વર્ષો સુધી શ્રી ગોડીજી પાઠશાળાના સેક્રેટરી તરીકે, ગોડીજી જ્ઞાનભંડારના મંત્રી તરીકે, ગ્રંથ પ્રકાશનમાં તથા પ. પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. સ્થાપિત શ્રી જૈન સાધર્મિક સેવા સંઘના મંત્રી તથા ટ્રસ્ટી તરીકે, શ્રી વર્ધમાન સાધર્મિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિના માનમંત્રી તરીકે, શ્રી ઘોઘારી જૈન મિત્ર મંડળના પ્રમુખ તરીકે, શ્રી અખિલ ભારત જૈન સંસ્કૃતિરક્ષક સભાના મંત્રી તરીકે, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ખજાનચી તરીકે તથા ટ્રસ્ટી તરીકે, શ્રી જૈન આત્માનંદ સભા--ભાવનગરના ઉપપ્રમુખ તરીકે, ભાવનગર પરચુરણ કાપડ એસોસિએશનના મંત્રી તરીકે, શ્રી ચિંતામણી બિલ્ડીંગ ભાડુત મંડળના પ્રમુખ તરીકે ઇત્યાદિ અનેક સંસ્થાઓમાં અને બોરીવલી મંડપેશ્વરના શ્રી આદિનાથજી જિન મંદિરના ટ્રસ્ટી પદે હાલમાં સેવા આપી રહ્યા છે. ઉપરાંત જીવદયાના ક્ષેત્રે હજારો કૂતરાંઓને અભયદાન આપવાનું, ગાયો, બળદો, બકરાં, પશુ-પંખીઓને પણ અભયદાન આપવાનું ગજબનું કામ કરેલ છે. શ્રી રાયચંદભાઈએ પરમાત્માની Page #1128 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૦૭૯ ભક્તિના રંગે રંગાઈને જિનબિંબો ભરાવી તેમ જ પ્રતિષ્ઠા કરાવી અપૂર્વ લાભ લીધા છે; જીવનને ધન્ય બનાવી મુક્તિનું ભાતું બાંધ્યું છે. શ્રી રાયચંદભાઈનો સ્વભાવ શાંત-સરળ, હસમુખો અને સૌની સાથે હળી-મળીને કાર્ય કરવાનો છે. બુદ્ધિશક્તિ તેમ જ પ્રતિપાદન કરવાની તક શુદ્ધ દીર્ઘદ્રષ્ટિ તેમનામાં રહેલી હોવાથી ઘણી ઘણી ગૂંચો ઉકેલી છે. ઘણી લવાદી પણ કરી છે. આમ છતાં સત્ય અને સિદ્ધાંતને વળગી રહી દઢતાથી અને નિડરતાથી જ સર્વ કાર્ય કરી રહ્યા છે. સારા લેખક, કાર્યકર્તા અને વક્તા તરીકેની નામના ધરાવે છે. હાલમાં એમની ઉંમર ૯૨ વર્ષથી પણ વધારે છે છતાં પણ હજુ તેઓ સંપૂર્ણ નિરોગી અને તંદુરસ્ત છે. એમનાં પિતાશ્રી મગનલાલ મૂળચંદ તથા માતુશ્રી પરસનબેન ખૂબ જ ધર્મપરાયણ હતાં. એમનો વારસો ગળથૂથીમાં મળ્યો છે. તેઓ નિરોગીપૂર્ણ દીર્ધાયુષ્ય વધુ ને વધુ ભોગવે, એ જ સદ્ભાવના! સંઘવી જુહારમલ રતનચંદ શેઠશ્રી જુહારમલજીનો જન્મ મારવાડમાં શિવગંજનગરે દયાળુ દાનવીર પ્રતિષ્ઠિત રતનચંદજી શેઠને ઘેર થયેલ. તેઓશ્રી પોરવાડ જૈન સંઘ (શિવગંજ)ના પ્રમુખ છે. જીવદયા તેમનો પ્રિય વિષય છે. વર્ષીતપ, ઉપધાન, વીસસ્થાનક ઓળી અને અનેક વખત સંઘોનું આયોજન કરી યાત્રાઓ કરી--કરાવી છે. શિવગંજ સંઘને એક ભવ્ય દેરાસર-ઉપાશ્રય બનાવી આપેલ છે. નીતિનભાઈ, નીલેશભાઈ, સૌરભભાઈ, ઋષભ, જસ્મિના, આકાંક્ષા, અંગુર, ખુશાલભાઈ, દિનેશભાઈ, નરેન્દ્રભાઈ, પવનબેન, સંગીતાબેન વગેરેનો વિશાળ પરિવાર તેઓ ધરાવે છે શિવગંજમાં મોટી કાપડની દુકાન છે. સ્વ. વિમલાબેન જુહારમલજી સંઘવી શિવગંજનિવાસી સંઘવી જુહારમલજીનાં ધર્મપત્ની વિમલાબેનનો જન્મ ચામુંડેરી, તા. બાલી, જિ. પાલી-રાજસ્થાનમાં થયેલ. તેઓ પરગજુ, સેવાભાવી, પરોપકારી અને તપસ્વી હતાં. પ૭ વર્ષની ઉંમરમાં ઉપધાન-- વર્ષીતપ-૫00 આયંબિલ ઓળી, સમેતશિખરજીની યાત્રા, નવાણું, રોડ, ચોમાસુ વગેરે કરી, જીવનને પુણ્યવંત બનાવી, શિવગંજ મુકામે દેહવિલય પામેલ છે. ધર્મસંપન્ન શ્રાવક શ્રી રતિભાઈ અને શ્રાવિકા હીરાબેન (પૂ. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ.ના સંસારી પિતાશ્રી તથા માતુશ્રી) રાધનપુર અનેક જિનમંદિરો/ઉપાશ્રયોથી મંડિત નગર. તેનું પર્યાયવાચી નામ આરાધનાપુર. આ | રાધનપુરમાં ધર્મસંસ્કારોથી સુવાસિત કુળમાં શ્રી ભુરાલાલ વાલજી ગૃહે શુભ ચોઘડિયે શ્રી રતિભાઈનો જન્મ થયો. યુવાવયે રતિભાઈનું વેવિશાળ શ્રી રાયચંદભાઈની સુપુત્રી હીરાબેન સાથે થયું. Page #1129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રી રતિભાઈ અને શ્રી હીરાબેન ભદ્રિક અને સરળ પરિણામી હતાં. જીવનમાં તેઓ વિશેષ આરાધના કરી શકતાં ન હતાં, પરંતુ કોઈ ધર્મઆરાધના કરતાં હોય તો તેઓ ખૂબ રાજી રાજી થઈ જતાં હતાં. આ ધર્મદંપતિને બે પુત્રો અને બે પુત્રી હતાં. તેમનાં નાના પુત્ર અને નાની પુત્રીને હર્ષોલ્લાસપૂર્વક રાજીખુશીથી દીક્ષા આપી હતી. સુપુત્ર બાબુભાઈએ (હાલ આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા.) સાત વર્ષની ઉંમરે રાત્રિભોજન આદિનો ત્યાગ કરેલ, બીજા પણ આત્મકલ્યાણકારી નિયમો ગ્રહણ કરેલ. એ નિયમોના પાલનમાં માતા-પિતા સહાયક બનતાં અને પોતે પણ વ્રત--નિયમમાં જોડાતાં. શ્રી રતિભાઈને સપના આવતાં તે ક્યારેક સાચાં પડતાં હતાં. શ્રી રતિભાઈએ પોતાના સ્વર્ગવાસ અંગે આવેલ સ્વપ્ન મુજબ સાચું જ કહ્યું હતું કે મારું આયુષ્ય હવે બે વર્ષનું છે. શ્રી રતિભાઈને છેલ્લે કેન્સરની વ્યાધિ થઈ હતી પણ ધર્મના બળે સમાધિ અપૂર્વ હતી. શ્રી રતિભાઈએ પોતાની નાની સુપુત્રી કોકિલાને કહ્યું હતું કે દીકરી! સુખી થવું હોય તો ભગવાને બતાવેલી દીક્ષા જ લેવા જેવી છે; આ સંસારમાં પડતી નહીં. શ્રી કોકિલાબેન આજે ત્યાગમાર્ગે રત્નત્રયી અને તત્ત્વત્રયીની નિર્મળ આરાધના કરી અને કરાવી રહ્યાં છે. સાધ્વીશ્રી નલિનીયશાશ્રીજી નામે છે. શ્રી રતિભાઈના સ્વર્ગવાસ બાદ હીરાબેન ખૂબ જ ઉચ્ચકોટિનું ધર્મમય જીવન જીવ્યાં. જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, જાપ, સ્વાધ્યાય, સુપાત્ર ભક્તિમાં જીવનને વિશેષ જોડી દીધું હતું. હીરાબેનના જીવનનો એક ગુણ તો ઊડીને આંખે વળગે તેવો હતો : કોઈનું કાંઈ પણ નાનું-મોટું કામ કરી આપવું. પાછા કહે, આવો લાભ ક્યાંથી મળે? કોઈની ભૂલો ભૂલી જવી તે પણ તેમની વિશેષતા હતી. પૂ. આચાર્યદેવશ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા.ની દીક્ષા થઈ ત્યારે હીરાબેને અઠ્ઠમ તપ કર્યું હતું. દીક્ષા સુંદર રીતે પળાય તે માટે અંતરના આશિષ આપ્યા હતા. હીરાબેનમાં જીવદયાનો પણ ભારે ગુણ હતો. હીરાબેને ખરેખર! હીરાબેન નામ સાર્થક કર્યું. હીરા જેવા પ્રભાવક આચાર્યની ભેટ આપી. હીરાબેન લગભગ ચોર્યાસી વર્ષનું જીવન જીવ્યાં. જીવન ખૂબ જ સુંદર ધર્મ-કમાણી કરી જીવન ધન્ય બનાવ્યું. શ્રી રૂપચંદજી શેષમલજી રાજસ્થાનના નાના એવા ગામ ખુડાલાના વતની પણ ઘણાં વર્ષોથી મુંબઈને કાર્યક્ષેત્ર બનાવ્યું. નાનુ સરખું કામ કરતાં દેવ-ગુરુ-ધર્મની અચલ શ્રદ્ધાએ આગળ આવ્યા. સૌ પ્રથમ ત્રિપુટી મહારાજ (શ્રી ન્યાયવિજયજી મહારાજ)ના શિષ્ય પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ. સા.ના સંપર્કમાં આવવાનું થયું અને ધર્મરંગે રંગાયા. પૂ. મુનિશ્રીની એક એવી ભાવના હતી કે ત્રિપુટી મહારાજના પ્રગટ ગ્રંથો હાલ અપ્રાપ્ય છે તેમાં દિનશુદ્ધિદીપિકા નામનો ગ્રંથ જલ્દીથી રીપ્રીન્ટ થઈને બહાર આવે. તે ગ્રંથ રૂપચંદજીના સહયોગથી તૈયાર થતાં, તેનું પ્રકાશન ભવ્ય સમારોહમાં શેઠશ્રી રતિલાલ ભીખાભાઈના અતિથિવિશેષપદે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના વરદ્હસ્તે થયું હતું. એ વખતે પૂ. મુનિશ્રીએ એવો અભિગ્રહ કરેલો કે ગરીબ જૈન શ્રાવકો માટે મુંબઈની અંદર ૧૫૦ મકાન બનાવવાં––ઓછી કિંમતે આપવાં-આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાણી સાથે માત્ર દશ દ્રવ્યો જ લેવાં. આ એક મહત્ત્વના કામમાં પણ રૂપચંદભાઈનો સારો એવો સહયોગ મળ્યો. ત્યાર પછી સં. Page #1130 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૮૧ ૨૦૪પનું ચાતુર્માસ પાલીતાણામાં હતું ત્યારે રૂપચંદજી સપરિવાર પૂજ્ય મુનિશ્રીને વંદન કરવા આવ્યા પૂજ્યશ્રીની પ્રેરણાથી પાલીતાણાથી શંખેશ્વર તીર્થનો સંઘ કાઢ્યો. આમ, લક્ષ્મીનો સવ્યય ઘણા બધા કાર્યોમાં કરતા રહ્યા. રૂપચંદજીનાં ધર્મપત્ની પણ ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. શ્રી ડાહ્યાભાઈ ચીમનભાઈ ઉત્તર ગુજરાતનું યક્ષરાજ માણિભદ્ર દેવનું મહત્વનું અને જાણીતું સ્થાન આગલોડના વતની પણ હાલ મુંબઈ-મલાડમાં રહે છે. ગુરુદેવ પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ. સા.ના સંપર્કમાં આવ્યા પછી ઘણી રીતે સુખી અને સંપન્ન બન્યા છે. માણિભદ્રજીની ભક્તિમાં વિશેષ આસ્થા છે. છેલ્લા પંદર વરસથી આસો સુદિ ૫ ના પૂ. મુનિશ્રીની જ્યાં સ્થિરતા હોય ત્યાં તેમની નિશ્રામાં નિયમિત રીતે હવન કરાવે છે. માણિભદ્રજીની મૂર્તિ પાલીતાણામાં પધરાવી છે. આ ઉપરાંત અનેક જગ્યાએ પધરાવવાની તેમની પ્રબળ ભાવના રહી છે. પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણાથી ધાર્મિક કાર્યોમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ઉદાર હાથે ધનનો પ્રવાહ વહાવ્યો છે. શ્રી પ્રવીણચંદ્ર પરમાણંદદાસ દડિયા મૂળ વતન જુનાગઢ પણ હાલ સુદાનમાં ઘણા સમયથી રહે છે. અવાર-નવાર પાલીતાણા અને અન્ય જૈન તીર્થોની યાત્રાએ આવતા રહ્યા છે. પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ. સા.ના સંપર્કમાં આવ્યા પછી પૂજ્યશ્રીની પ્રેરણાથી ઘણા જ ધાર્મિક સત્કાર્યોમાં લક્ષ્મીનો છૂટે હાથે સદુપયોગ કર્યો છે. પાલીતાણામાં સરસ્વતી માતાની મૂર્તિ આ પરિવાર તરફથી પધરાવવામાં આવી છે. મુંબઈ--શાંતાક્રુઝમાં જૈન ઉપાશ્રયમાં સાધ્વીજી માટેનો એક રૂમ પણ આ પરિવાર તરફથી બંધાયેલ છે. તેમનાં પત્ની વિજયાલક્ષ્મીબહેનનો પણ ધર્મકાર્યોમાં સારો એવો સહયોગ છે. જુનાગઢમાં આયંબિલશાળા પણ તેમની દેણગીનું ઉત્તમ પરિણામ છે. વિવિધ કાર્યોમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી યોગ્યતા મુજબ દાનગંગા વહેતી રાખીને સેવા-ધર્મની પગદંડી ઉપર ચાલતા રહ્યા છે. શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરી ઉત્તર ગુજરાતની ભૂમિએ જે કેટલાક શક્તિ સંપન્ન અને ધર્મ સંપન્ન શ્રેષ્ઠીઓની જે ભેટ ધરી છે તેમાં શંખલપુર તીર્થ નિવાસી મનુભાઈ ઝવેરીને પણ મુકી શકાય. ઉત્તર ગુજરાતના ખાંભેલ ગામમાં તા. ૩-૫-૧૯૪૧ના માતુશ્રી | કાંતાબેનની કૂખે તેમનો જન્મ થયો. ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા-પિતા તરફથી મળ્યો. ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રમાણિકતા જેવા સદ્ગુણોનો પણ વારસો મળ્યો તેથી સી.એ.ના ઉચ્ચ અભ્યાસની સિદ્ધિ મેળવી જીવનની યશસ્વી કારકિર્દી ઘડી શક્યા છે અને પોતાના જ્ઞાનનો સામાજિક, ધાર્મિક અને કેળવણી ક્ષેત્રે લાભ આપી રહ્યા છે. પિતાશ્રીની છત્રછાયા નાની વયે ગુમાવી પણ માતા કાંતાબહેને ધૈર્ય, સેવા અને ધર્મસંસ્કારનું સતત Page #1131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૨) [ જૈન પ્રતિભાદર્શન સિંચન કર્યું. ૧૯૬૧થી કપરા સંજોગામાં પોતાના ઉજજવળ જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ૧૯૬૨થી જાહેર સેવાના કાર્યોની શરૂઆત કરી. ધાર્મિક સંસ્થાઓમાં સેવાની ભાવનાથી કાર્યો કરવા, યથાશક્તિ ફાળો આપવો અને બીજાને મહદ્ અંશે ઉપયોગી થવું એ એમના જીવનની વિશિષ્ટતા છે. - તેઓશ્રી અનેક નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેમ કે-૧. લાયન્સ ક્લબ ઓફ એલીસબ્રીજ(અમદાવાદ)ના પ્રેસીડેન્ટ--૧૯૯૪-૯૫, ૨. લાયન્સ ડીસ્ટ્રીકટ ૩૨૩-બી-માં ચેરમેન-૧૯૯૫૯૬, ૩. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ ચેરમેન---૧૯૯૯-૨૦૦૦, ૪. શ્રી મહાવીર આરાધના કેન્દ્ર–કોબામાં કારોબારી કમિટીના મેમ્બર, ૫. શ્રી આંબાવાડીના વાસુપૂજ્ય જૈન સંઘ–કારોબારી મેમ્બર, ૬. શ્રી લાયન્સ ક્લબ ઓફ એલીસબ્રીજ કમ્યુનીટી હેલ્થ કેર ચેરીટેબલ ટ્રસ્ટ-ટ્રસ્ટી તથા સેક્રેટરી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી-ઉપરિયાળાજી તીર્થના મેઈન સેક્રેટરી. શ્રી કુમુદચંદ્ર ગોકળદાસ શાહ દરેક પ્રાણીના જીવનમાં દુઃખ ઘણેરું, સુખ થોડલું, તેમ શ્રી શાહ સાહેબના જીવનમાં પણ કેટલાં સંયોગોના ફેરફાર આવેલા; પણ પ્રભુકૃપાથી તેમનું જીવન શાંત-સરળ રીતે પસાર થયેલું જણાશે. પુણ્યશાળીને પણ દુ:ખ તો આવે અને તે કર્મની પરિણતી સમજી સમભાવથી સહે, પરંતુ દુઃખ પાછળ સુખ લઈને આવે છે એવું દેખાશે. થોડાં વિઘ્નો આવેલાં તે આંખના પલકારામાં પસાર થઈ ગયેલાં અને ત્યારથી જીવનસરિતા સરળ રીતે વહી રહી છે. - શ્રી શાહ સાહેબના દાદા શ્રી મંગળદાસ લલ્લુભાઈ શાહ શહેર અમદાવાદમાં, રાયપુર, શામળાની પોળમાં, એક સુખી સમૃદ્ધ વહેપારી હતા, જેમની જીવન ઝરમર શ્રી શાહસાહેબના પુસ્તક “શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ’’માં વિસ્તારથી આપેલ છે. તેમને દાદાશ્રી તરફથી જૈન ધર્મના સંસ્કારો વારસામાં મળેલા અર્થાત દાદાશ્રીના સંસ્કારો પિતાશ્રી ગોકળદાસમાં ઉતરી આપેલા અને તે દ્વિગુણિત થઈ શાહ સાહેબમાં આવેલા. શ્રી શાહ સાહેબના દાદાશ્રી તથા પિતાશ્રીએ જ્ઞાન પુસ્તક પ્રકાશનમાં ઉલ્લાસભર્યો ભાગ લીધેલો અને આ વારસો શ્રી શાહ સાહેબમાં ઉતરી આવ્યો, જેથી તેમણે તેમની નિવૃત્તિ સમય ૧૯૭૬થી ૧૯૯૧ દરમ્યાન જૈન દર્શન-જ્ઞાનના પુસ્તકો છપાવી ભેટ આપવામાં સંતુલ્ય ફાળો આપ્યો છે શ્રી કુમુદચંદ્રભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૭૨ના ફાગણ સુદિ ૮ના થયો હતો. તેમનો માધ્યમિક શાળાનો અભ્યાસ કાળુપુર ટંકશાળામાં ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં થયેલો. શ્રી કે. જી. શાહ આ શાળાના તેજસ્વી વિદ્યાર્થી હતા, મેટ્રીકની પરીક્ષામાં ૧૯૩૩ની સાલમાં અંગ્રેજીના વિષયમાં ૨૦૦માંથી ૧૩૫ માર્ક મેળવી આખાએ બોર્ડમાં પ્રથમ નંબરે આવેલા. એ જ રીતે તેમને ફર્સ્ટ ઇયર તથા ઈટરમાં ૧૦૦ માંથી ૮૦ ઉપર માર્ક્સ આવ્યા. ૧૯૭૬ પછીનું નિવૃત્તિજીવન : સ્વાધ્યાય, મૌન, બને તેટલું અસંગ થવું અને ૨૪ કલાકમાં ૮૧૦-૧૨ કલાક વાંચન-લેખન પ્રવૃત્તિ. કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી સાથે રહી શકે નહિ, પરંતુ શ્રી શાહ સાહેબ ઉપર બન્નેની મહેર છે. તેમને કુટુંબીજનોનો સહકાર સારો મળે છે જેથી તેમના વાંચન-લેખન | કાર્યમાં ખલેલ પડે નહિ. વહેવારમાં પત્નીની સલાહ પ્રમાણે વર્તવું. (આ સુખી થવાનો માર્ગ છે.) Page #1132 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૧૦૮૩ શાહ સાહેબની “દાન-પ્રવૃત્તિ'ની એક ખાસ વિશેષતા છે કે હાથે તે સાથે નક્કી કરેલ રકમ તરત જ આપી દેવી; એક દિવસ પણ ઉધાર નહિ. શાહ સાહેબ વ્યવહારની બાબતમાં પણ જે વસ્તુ ખરીદી હોય તેનું પેમેન્ટ તે જ દિવસે આપી છે. તેમનાં સંપર્કમાં આવનારા આ ગુણની પ્રશંસા કરે છે. શાહ સાહેબનાં પુસ્તકો આ પ્રમાણે પ્રગટ થાય છે. (૧) સ્મરણિકા--૧૯૫૬, (૨) મહાતપસ્વી શ્રી પૂંજા મુનિ–૧૯૭૫, (૩) સતી માણેકદેવી ચરિત્ર તથા સ્વાધ્યાય અમૃત--૧૯૭૭, (૪) જૈન દર્શન અતિચાર સૂત્રો-૧૯૭૯ (૫) શ્રી જિનેન્દ્રભક્તિ-રસધાર–૧૯૮૦, (૬) જૈન દર્શનમાં પચ્ચકખાણ આવશ્યકનું સ્વરૂપ-૧૯૮૩, (૭) જૈન ધર્મ રહસ્ય--દૈનિક પારાયણ માટે-૧૯૮૪ (૮) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ–૧૯૮૬, (૯) શ્રી મનહ જિણાણે આણં--૧૯૯૦, (૧૦) શ્રી સમણ સૂત–૧૯૯૧, (૧૧) જિનાજ્ઞા–૧૯૯૧. શ્રી સુમતિચંદ્ર શિવજીભાઈ કચ્છની ધીંગી ધરાના ભક્તકવિ શ્રી શિવજીભાઈ સેવામૂર્તિ હતા. નાની ઉંમરમાં પાલીતાણા આવ્યા. સૌથી પહેલાં જૈન બોર્ડિંગ અને વિધવાશ્રમ શરૂ કરવાનો યશ શિવજીભાઈને ફાળે જાય છે. તેમનાં પત્ની સુલક્ષણાબેન પણ સેવાપરાયણ હતાં. તેમને બે પુત્રો સુધાકરભાઈ ને સુમતિચંદ્રભાઈ. શિવજીભાઈના ભાઈ કુંવરજીભાઈ લક્ષ્મણ જતિ જેવા હતા. પાલીતાણામાં હોનારત થઈ અને વિધવાશ્રમ અને બોર્ડિંગ બંને જલપ્રલયના ભોગ બન્યા ત્યારે કુંવરજીભાઈએ મઢડામાં ખેતી શરૂ કરી. સુમતિચંદ્રભાઈ સામાન્ય કેળવણી પામ્યા પછી પોતાના કાકાશ્રી કુંવરજીભાઈએ શરૂ કરેલ મુંબઈની શ્રી કુંવરજી દેવશીની કંપનીમાં કામ કરવા લાગી ગયા. સને ૧૯૨૧માં શ્રી કુંવરજીભાઈનું અવસાન થતાં કંપનીના વહીવટની જવાબદારી સુમતિચંદ્રભાઈએ ઉપાડી લીધી. તેમની તીવ્ર ધગશ અને સાહસિક વૃત્તિને કારણે પોતાની મિલજીનસ્ટોરની લાઈનની સાથે અગ્નિશામક સાધનોનું કામ શરૂ કર્યું. અગ્નિશામક સાધનો જેવી જડ વસ્તુને જનતાની નજરમાં પ્રસિદ્ધ કરનાર તેઓ પ્રથમ હતા. “ફાયરેક્ષ'ના બનાવનાર તરીકે તેમનાં સાહસ, ધંધાદારી કુનેહ અને તેજસ્વી બુદ્ધિપ્રજ્ઞાને લીધે એક દાયકામાં તેઓ સારી પ્રસિદ્ધિ પામ્યા. આજે તો અગ્નિશામક સાધનો ઉત્પાદન કરવામાં આ કંપનીએ દેશવિદેશમાં પણ નામના મેળવી છે. આ સિદ્ધિ શ્રી સુમતિચંદ્રભાઈની સૂઝ અને મહેનતનું જ પરિણામ છે. આ બધી કામની જવાબદારી હોવા છતાં તેઓનો સ્વભાવ આનંદી, મિલનસાર અને પ્રેમાળ હતો. મોટા હિસાબોનો અંદાજ મગજમાં જ તૈયાર હોય. યાદશક્તિ ઘણી તેજસ્વી હતી. લક્ષ્મીની મહેર હોવા છતાં તેઓ સાદાઈની મૂર્તિ હતા. મોટા ભભકામાં તેઓ માનતા નહિ. પોતાના કાર્યકરો પ્રત્યે મમતા હતી. તેઓ ઉદારચરિત હતા. પોતાના પૂ. પિતાજીના અનેક ગ્રંથો છપાવ્યા હતા. તેમનાં ધર્મપત્ની સરલાબહેન પણ એટલાં જ સરળ, ઉદાર અને જાજરમાન સન્નારી હતાં. પોંડીચેરીના પૂ. માતાજીનાં પ્રીતિપાત્ર હતાં. શ્રી મોહનલાલ બેચરદાસ મહેતા પરિશ્રમને પ્રાધાન્ય આપીને મહત્ત્વાકાંક્ષી માનવ કેવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે, તેનું આબેહૂબ દર્શન શ્રેષ્ઠી શ્રી મોહનલાલભાઈના પ્રેરણાત્મક જીવનમાંથી મળી શકે છે. જીવનમાં પુરુષાર્થને બળે આગળ આવનાર શ્રી મોહનલાલભાઈ મૂળ ભાવનગર જિલ્લાના ) Page #1133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન દુદાણાના વતની અને જૈન ધર્મ અને શાસનપ્રેમી હતા. ૧૯૨૨માં જીવનમાં કાંઈક કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈ તરફ પ્રયાણ કર્યું અને જીવનની કારકિર્દી એક સામાન્ય નોકરીથી શરૂ કરી. તેમાં કુદરતે યારી આપી અને સ્વતંત્ર ધંધાના શ્રીગણેશ કર્યા. ક્રમે ક્રમે દૂધના ધંધામાં ખૂબ વિકાસ સાધ્યો. જે સંપત્તિ કમાયા તે સારાયે સમાજની છે એમ માનીને તળાજાની જૈન બોર્ડિંગ, પાલીતાણા જૈન બાલાશ્રમ, પાલીતાણા જૈન શ્રાવિકાશ્રમ, શંખેશ્વર જૈન તીર્થ, સાવરકુંડલા--બેંગ્લોરના જૈન ઉપાશ્રયો, મુંબઈ--કોટના દેરાસરમાં અને અન્યત્ર નાનામોટા ફંડફાળામાં સંપત્તિનો છૂટે હાથે ઉદાર દિલથી ઉપયોગ કર્યો. પોતે અનેક જૈન તીર્થોની યાત્રાઓ પણ કરીને ઉજ્જવળ જીવનની જ્યોત રેલાવી. તા. ૧૦-પ૭૨ના રોજ તેઓ સ્વર્ગવાસી બન્યા. દાનધર્મના એ ઊજળા વારસાને તેમના પરિવારે જાળવી રાખ્યો. શ્રી શશીકાન્તભાઈ પણ એવા જ ધર્મપ્રેમી અને ઉદાર દિલના છે, જેઓ આજે પિતાશ્રીએ વિકસાવેલા ધંધાનું સફળ સંચાલન ભાઈઓને સાથે રાખી કરી રહ્યા છે. નિર્મળભાઈ પણ ધંધામાં સાથે જ છે. સૌ સાથે રહીને નાનાંમોટાં સાર્વજનિક અને ધાર્મિક તથા શૈક્ષણિક કામોમાં યથાયોગ્ય ફૂલપાંદડી સહયોગ આપતા રહ્યા છે. તળાજામાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ચૌમુખજીમાં પૂર્વાભિમુખ ભગવાન બેસાડ્યા હતા. લાયન્સ ક્લબ, ઘાટકોપરમાં; હિન્દુ મહાસભામાં; લાયન્સ ક્લિનિકમાં એક બેડ તેમના કુટુંબ તરફથી અપાયેલ છે. ભાવનગરમાં વી. સી. લોઢાવાળા હોસ્પિટલમાં દંત વિભાગ શરૂ કરાવવામાં તેમના કુટુંબે વર્ષો પહેલાં ૨૧૦OOનું માતબર દાન અર્પણ કર્યું હતું. ૧૫૦ સ્નેહીઓને લઈને એક અઠવાડિયા સુધી આબુ, ઉત્તર ગુજરાતના શ્રી શંખેશ્વર, તારંગા, મહેસાણા વગેરે તીર્થોની યાત્રા કરાવી લાભ લીધો હતો. શ્રી શશીકાંતભાઈ મોહનલાલ મહેતા - ડોંબીવલીમાં શ્રી શશીકાંતભાઈએ નવલાખ મંત્રના જાપ કર્યા. પૂ. આ. શ્રી મહાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં બરોડા--કારેલીબાગમાં નાકોડાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, દેરી પણ બનાવરાવી, કાંદીવલીમાં ગૌતમસ્વામી પધરાવ્યા, વિવિધ પ્રકારના સાતેક પૂજન કરાવ્યા, પાલીતાણા–ગુરુકુળ–તથા બાલાશ્રમમાં અને યશોવિજયજી ગુરુકુળ મહુવામાં સારી એવી રકમ આપી. લોનાવાલામાં કેટલીક જમીન છે જેના ઉપર દેરાસર બંધાવવાની ભાવના છે. ઉપરાંત સાધર્મિક ભક્તિ અંગે પણ અવારનવાર દાનગંગા વહેતી રાખે છે. તેમનાં માતુશ્રી રંભાબેનનો ચાર વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયો, તેમની પણ ગજબની તપસ્યા હતી. આ પરિવાર તરફથી દરવર્ષે સરેરાશ બેથી અઢી લાખનું દાન અપાતું રહ્યું છે. શ્રી શિવુભાઈ વસનજી લાઠિયા શ્રી શિવુભાઈ લાઠિયાનો જન્મ ૧૫ મે ૧૯૨૮ના રોજ સૌરાષ્ટ્રમાં મેંદરડા ગામે થયો. મુંબઈની વિલ્સન કોલેજમાં તેઓએ પોતાનું શિક્ષણ લીધું. ૧૯૫૧માં તેઓએ બી.એસ.સી.ની પરીક્ષા ઓનર્સ મેળવી પાસ કરી. રબ્બર ટેકનોલોજીના ક્ષેત્રે વધુ ઉચ્ચ અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા. છેવટે રબ્બર ટેક.નો અભ્યાસ કરીને રબ્બર ટેકનોલોજીનો ડીપ્લોમા મેળવી ભારત પાછા ફર્યા. પછી તેઓએ ૧૯૫૩માં ઓગષ્ટની ૧૫મીના રબ્બર ફેક્ટરી શરૂ કરી. - વિજ્ઞાનની પ્રગતિનો લાભ લઈ ઉદ્યોગના ક્ષેત્રે પ્રગતિ સાધવામાં જરાય પાછળ રહ્યા નથી. Page #1134 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] ૧૯૬૫માં તેઓ જસ્ટીસ ઓફ પીસ' તરીકે નિમાયા. ‘મુંબઈ એસોસિએશન', ‘ભારત નારી કલ્યાણ સમાજ'ના માનદ ખજાનચી તરીકે નિમાયા. પૂર્વ મુંબઈની રોટરી ક્લબના ડાયરેક્ટર તરીકે ચૂંટાયા. ‘લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ' અને ઇન્ડિયન રબ્બર ઇન્ડસ્ટ્રીઝના કામદારોની પ્રોવિટ ફંડ સમિતિના ચેરમેન તરીકે નિમાયા. તેઓ ઇન્ડિયન કેન્સર સોસાયટી’ અને ‘પોગ્રેસિવ ગ્રુપ'માં કારોબારી શ્રી શિવુભાઈ લાઠીયા શ્રી વસનજીભાઈ લાઠીયા સભ્યપદે નિમાયા. મિશન ક્રિપલ્ડ ચિલ્ડ્રન સોસાયટી, હેરલ્ડ લાસ્ટી ઇન્સ્ટીટ્યુટ ઓફ પોલિટેક્સ જેવી અનેક સંસ્થાઓના તેઓ આશ્રયદાતા સમાન છે. ‘ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી'માં પણ ગણનાપાત્ર સહાય આપી છે. બોમ્બે એસોસિએશનની સ્થાપના કરનારાઓમાં તેઓ પણ એક સભ્ય છે. [ ૧૦૮૫ આ ઉપરાંત બીજી વિવિધ પ્રકારની સમિતિઓના સભ્ય છે—જેવી કે બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસો., ઇન્ડિયન રબ્બર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ ઇન્સ્ટીટ્યુશન; બોર્ડ ઓફ કન્ટ્રોલ ઓફ મેનેજમેન્ટ એક્ઝીક્યુટિવ, સમાજ શિક્ષણ મંદિર નિધિ સમિતિ. તેઓએ ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવા લાઠિયા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. ભારત સરકારે પ્રથમવાર જ વિદેશી આયાતને પહોંચી વળવા માટે રબ્બરનું બ્લેકેટ ઉત્પાદન વધારવા રોકડ રકમનું મોટું ઇનામ આપવાની જાહેરાત કરી. આ પ્રકારના ઉત્પાદનનો વિકાસ શ્રી લાઠિયાએ ભારતભરમાં પ્રથમ, વિદેશી મદદ લીધા વિના, પોતાના પ્રયત્નથી કર્યો. વિશ્વભરમાં રબ્બર ઉત્પાદન કરનારા ઉત્પાદકો માત્ર ગણ્યાગાંઠ્યા જ છે. તેમની સુંદર પ્રગતિને લીધે દેશને થયેલ ફાયદાને કારણે ૧૭મી ડિસેમ્બર ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિશ્રીએ દિલ્હી રાષ્ટ્રપતિભવન ખાતે તેમને એવોર્ડ આપ્યો. આ સિવાય ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝના માટે રબ્બર સ્પેડિંગ જેકેટ, પી. વી. સી. લેધર ક્લોથ ઇન્ડસ્ટ્રીઝ માટે તથા મરક્યુરી સેલ કોસ્ટીક સોડા પ્લાન્ટ માટે દેશમાં પ્રથમવાર ઉત્પાદન શરૂ કરી ભારત સરકાર દ્વારા શ્રી વી. વી. ગિરીના વરદ હસ્તે ચાંદીના શીલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ. ૧૯૭૮ના વર્ષમાં કંપનીએ ઉદ્યોગક્ષેત્રે ૨૫ વર્ષ પૂરાં થતાં, સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે, તેઓશ્રીએ સતત નવી નવી શોધો કરી, પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગક્ષેત્રની જરૂરિયાત સ્ટોનાઈટ, માઈક્રોરોટ, બ્લેક ડાયમન્ડ માઇક્રોમેઈટ તથા સીલોલ આ મુજબની પાંચ આઈટમોના રોલ દેશમાં સર્વ પ્રથમ બનાવાનો યશ પ્રાપ્ત કરેલ. આ ઉપરાંત સિલ્વર જયુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓશ્રીએ રૂા. ૬૦,૦૦૦નું દાન જાહેર કરી દરેક સંસ્થાને ઉપયોગી થવાની ભાવના બતાવેલ. શ્રી લાઠિયા ઉદ્યોગક્ષેત્રે ઘણા ઘણા આગળ વધેલા છે. તેમણે સતત પ્રવૃત્તિમય રહેવા છતાં દરેક પ્રસંગે પોતાની જન્મભૂમિ મેંદરડા ગામને પણ યાદ કરી ઉપયોગી થવાની ભાવના દર્શાવેલ છે, જેના પ્રતીક રૂપે આજે મેંદરડા ગામમાં શ્રી વસનજીભાઈ--૫૨સોત્તમભાઈ લાઠિયા હોસ્પિટલ તથા કન્યાશાળા; મેંદરડા તથા આજુબાજુનાં ગામનાં લોકોને આશીર્વાદ સમાન છે. આ સિવાય માનવ સેવા સંઘ, ડિવાઈન 27. Page #1135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન ચાઈલ્ડ સ્કૂલ ફંડ, કાઉન્સિલ ઓન વર્લ્ડ ડેન્શન, એશિયા-પેસિફિક ડિવિઝન, કોયના અર્થક્વેક વગેરેના તેઓ સભ્ય છે, જ્યારે ઓલ ઇન્ડિયા મેન્યુ. ઓર્ગેનાઈઝેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર છે. આ ઉપરાંત સોળેક જેટલી સમિતિઓના તેઓ આજીવન સભ્ય છે. કાર ફલેગ કમિટીમાં ૬૭-૬૮ના તેઓ સેક્રેટરી હતા. બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના (૧૯૭૨–૭૩માં) પ્રમુખ હતા તેમ જ ઓલ ઇન્ડિયા રબ્બર ઇન્ડસ્ટ્રીઝના ૧૯૭૭-૭૮માં અને રોટરી ક્લબ ઓફ મુંબઈ ઇસ્ટના ૧૯૭૮-૭૯માં પ્રમુખ હતા. રબ્બર ટેકનોલોજી ક્ષેત્રે થયેલી આધુનિક પ્રગતિનો અભ્યાસ કરવા તેઓ ઈંગ્લેન્ડ, જાપાન અને બર્મા જઈ આવેલ છે. રબ્બરની નિકાસ કરવા માટે સિંગાપોર, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા પણ જઈ આવેલ છે. સિંગાપોરમાં થયેલ સેમિનારમાં પણ ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનના ભારતના પ્રતિનિધિ તરીકે રબ્બર રોલની કમિટીમાં નિયુક્ત થયા છે. ૨૩ ઓકટોબર ૧૯૬૬ના દિવસે કારખાનાના પ્રથમ ઉદ્ઘાટન નિમિત્તે તેઓએ કેશોદ ટી.બી. હોસ્પિટલને મોટી રકમનું દાન આપ્યું. અન્ય સંસ્થાઓને મદદ કરી. આ ઉપરાંત ૧૯૭૯માં નેત્રયજ્ઞનું આયોજન કરી મેંદરડા તથા આજુબાજુના ગામનાં દર્દીઓનું આંખનું ચેકિંગ કરાવી અને ઓપરેશન કરાવી. ચશ્માં તથા બ્લેકેટ આપી સફળતાપૂર્વક પાર પાડેલ. શ્રી મણિલાલ બેચરદાસ શાહ દાનવીરો અને ધર્મવીરોની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મળી તેમાં શ્રી મણિલાલભાઈ પણ છે. તેઓ પરગજુ અને ધર્મપ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાઠાના વતની. જૈન-જૈનેતર સંસ્થાઓના પ્રાણસમા શ્રી મણિલાલભાઈએ ધંધાર્થે મુંબઈને કર્મભૂમિ બનાવી. કાપડ બજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માનપાન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિતો અને નિરાધારો માટે આધારરૂપ હતા, મિત્રો-સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા–આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચા માર્ગદર્શક હતા. જૈન સમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતા. તેમણે હંમેશા કુટુંબીજનોને પણ વાત્સલ્ય અને એકતાની દિશામાં દોર્યા છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. એમના એ સ્નિગ્ધ મધુર સ્વભાવનો ઉચ્ચતમ વારસો તેમના સુપુત્રોમાં ઊતર્યો છે. તળાજા--દાઠા અને અન્ય જૈન દેરાસરોમાં, ચોતરફ કેળવણીની સંસ્થાઓમાં–-ખાસ કરીને દાઠા હાઈસ્કૂલ ઊભી કરવામાં તેમનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા જ ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના હતા. પોતે તેલના મોટા વેપારી હતા અને કાપડ લાઈનમાં સૌને માર્ગદર્શન આપતા રહ્યા. દાઠામાં ચાલતી હાઈસ્કૂલમાં આ પરિવારની જ મોટી દેણગી છે. શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રૂપની પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ લે છે. ભારતમાં બધે જ જૈનતીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૫૫ વર્ષના નિષ્ઠાવાન કાર્યકર શ્રી રજનીભાઈએ આ પ્રકાશન સંસ્થાને પણ ઉષ્માભર્યો સહયોગ [ આપ્યો છે. સાદું અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનના દરેક કાર્યોમાં મોખરે રહ્યા છે. સાધુ-સંતો પરત્વે , Page #1136 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૮૮૭ પણ એટલી જ ભાવભક્તિ. તત્ત્વજ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધો છે : “ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખુંયે કુટુંબ ધર્મપ્રેમી છે. પિતાશ્રીએ ઊભી કરેલી મંગલધર્મની કેડી ઉપર ચાલવા શ્રી રજનીભાઈ સતત પ્રયત્નશીલ રહ્યા છે. શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ શાહ : જૈન સમાજના ગૌરવરૂપ સંનિષ્ઠ આગેવાન, કેળવણીપ્રેમી શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો જન્મ તા. ૨૫-૧૦-૧૯૧૬ના શ્રેષ્ઠીવર્ય શ્રી ભોગીલાલ લહેરચંદને ત્યાં થયો હતો. જગતમાં બહુ જ થોડી વ્યક્તિઓ જ્ઞાન, સંસ્કાર અને સંપત્તિનો સુંદર સંયોગ જાળવી શકે છે. શ્રી પ્રતાપભાઈ આવી જ થોડી વ્યક્તિઓમાંનાં એક છે. શ્રી પ્રતાપભાઈ એક મોટા શ્રીમંત કુટુંબમાં જન્મ્યા તથા ઊછર્યા છે, છતાં એમના પિતાશ્રીની જેમ તેઓએ પણ સુખશાલિયાપણું કે એશ-આરામની વૃત્તિથી દૂર રહીને જીવનને પ્રગતિશીલ છે અને કર્તવ્યપરાયણ બનાવ્યું છે. શૈક્ષણિક દૃષ્ટિએ મૂલવતાં તેઓશ્રી મુંબઈ યુનિવર્સિટીની અર્થશાસ્ત્ર સાથેની એમ. એ.ની ડીગ્રી ધરાવે છે. સને ૧૯૩૮માં અભ્યાસ પૂરો કર્યા પછી તેઓએ પોતાની વ્યવસાયી કારકીર્દિની શરૂઆત પોતાના પિતાશ્રી જેમાં અધ્યક્ષ હતા. તે બાટલીબોય કુ.થી કરી આ યુવાવયે કંઈક કરી બતાવવાની સતત તમન્ના તેમનામાં ઊભરાતી હતી. આવા તરવરાટ સાથે આંતરસૂઝ અને આવડતના બળે એમણે આ કંપનીના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરીને ટૂંક વખતમાં જ નોંધપાત્ર એવો વિકાસ કર્યો. સરકારે તેમની ઔદ્યોગિક સફળતા-સિદ્ધિ અને જાહેર સેવાઓના બહુમાનાર્થે જસ્ટિસ ઓફ પીસ'ની માનદ પદવી આપી છે. વૈભવી અને વ્યવસાયી જીવનમાં રહેતા હોવા છતાં શ્રી પ્રતાપભાઈ જૈન શાસન અને સમાજનાં કાર્યોમાં સારો એવો રસ લઈ રહ્યા છે. એટલું જ નહિ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો પૂરેપૂરો વિચાર કરીને ધાર્મિક, સામાજિક અને કેળવણી ક્ષેત્રે દાનનો ઉદારતાથી વહાવી રહ્યા છે. અંધેરીમાં લહેરચંદ ઉત્તમચંદ આર્ટ્સ કોલેજ તેમના દાનથી ચાલે છે. આવા એક સફળ ઉદ્યોગપતિ, બાહોશ વહીવટકર્તા અને દીર્ઘદૃષ્ટિ શ્રી પ્રતાપભાઈના નેતૃત્વ નીચે વિવિધ ધાર્મિક તેમજ સમાજ-ઉત્કર્ષનાં અનેક કાર્યો પણ સુસમ્પન બની રહ્યા છે તેઓશ્રીના સુકૃત્યોની જે પરંપરા ચાલી રહી છે તે ઉત્તરોત્તર વિકસતી રહે અને સમાજને તેઓશ્રીની શક્તિનો વધુ ને વધુ લાભ મળે એવી શુભ ભાવના રાખીએ છીએ. શ્રી ચીનુભાઈ શાહ (ઘોઘાવાળા) મૂળ ઘોઘાના વતની શ્રી ચીનુભાઈ શાહે નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. કુટુંબની સઘળી જવાબદારીઓ પોતાના માથે આવી પડતાં આ સાહસિક જુવાને મુંબઈ ખેડી “સાહસે વસતિ લક્ષ્મી” કહેવત સાર્થક કરી બતાવી. સ્થિતિસંપન્નતા મેળવ્યા પછી પણ અભિમાનને પાસે ફરકવા પણ ન દીધું. પરગજુ અને સાલસ સ્વભાવને કારણે સૌનું કામ કરી છૂટે. ઘોઘા દરિયાકાંઠાનું ગામ, મીઠા પાણીની ભારે મુસીબત, તાલુકા Page #1137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન પંચાયત તથા જિલ્લા પંચાયતને સમજાવી પાણી પુરવઠા યોજના બનાવી. છેક દૂરથી પાઈપલાઈન લાવી ઘોઘાનો પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલ્યો. ભયંકર દુષ્કાળ વખતે ઘોઘામાં સાર્વજનિક રસોડું ખોલી, કોઈપણ જાતના ભેદભાવ સિવાય, આઠેક મહિના સુધી રોજ પાંચસોથી છસ્સો માણસ જમાડ્યા. માનવતાનાં કાર્યોમાં શ્રી ચીનુભાઈને હંમેશા દિલચશ્યી રહી છે. ઘોઘા, તણસા અને વાળુકડ જેવાં નાનકડાં ગામો કે જ્યાં સામાન્ય રીતે દાક્તરી સેવાઓ ઉપલબ્ધ નથી હોતી ત્યાં તેઓએ નેત્રયજ્ઞ કરાવી સેંકડો માણસોને આંખની મફત સારવાર અપાવી. ખરેખર, તેઓનાં જનહિતાર્થે કાર્યો અન્યને પ્રેરણારૂપ બન્યાં છે. લોકો સ્વમાનભેર કમાતા થાય એ માટે જરૂરિયાતવાળાઓને અંબર ચરખા વસાવી આપ્યા. તેમનાં માતુશ્રીની અંતિમ ઇચ્છાને માન આપીને તેમણે ભાવનગરમાં ઘોઘાસર્કલ પર એક વૃદ્ધાશ્રમની સ્થાપના કરી છે. અહીં વૃદ્ધ ભાઈ-બહેનોની કુટુંબની જેમ સંભાળ રખાય છે. આ સંસ્થા આશીર્વાદ સમાન થઈ પડી છે. શ્રી ચીનુભાઈએ લગ્ન વગેરે પ્રસંગે દબદબા અને આડંબરભર્યા ખોટા ખર્ચા બંધ કરાવવા માટે પણ સફળ ઝુંબેશ કરી છે. સમાજના ગરીબવર્ગને તેમના તરફથી નિયમિત દાન પણ મળ્યા કરે છે. તેઓશ્રીનાં ધર્મપત્ની શ્રીમતી રસીલાબેન પણ શ્રી ચીનુભાઈના દરેક સામાજિક, ધાર્મિક અને માનવતાનાં કાર્યોમાં ઊંડો રસ લઈ સહયોગ આપી રહ્યાં છે. ઘોઘા તાલુકામાં તબીબી ક્ષેત્રે તેમજ શિક્ષણક્ષેત્રે સારો ફાળો આપેલ છે. મુંબઈમાં ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિના ટ્રસ્ટી છે. વિધવા બહેનોની સહાય માટેના વિશાળ ટ્રસ્ટ'ના તથા કેળવણી માટેના વર્ધમાન ટ્રસ્ટના ટ્રસ્ટી છે તથા ઘોઘારી જૈન સહાયક ટ્રસ્ટના પ્રમુખ છે. શ્રી ચીનુભાઈ ગુજરાતની ખ્યાતનામ અમરગઢ (જીંથરી)ની કે. જે. મહેતા ટી. બી. હોસ્પિટલની સલાહકાર સમિતિના સભ્ય છે. આવી બધી શુભ પ્રવૃત્તિઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે તેઓશ્રીને સ્પેશ્યલ એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટની પદવી આપેલ છે. શ્રી સી. એન. સંઘવી શ્રી સી. એન. સંધવીનું બહુમૂલ્ય, પરિણામલક્ષી અને નિઃસ્વાર્થ સેવાઓથી ભર્યું ભર્યું છે. મુંબઈ શહેર અને ભારતભરની ત્રીસ કરતાં વધુ પ્રતિષ્ઠિત વ્યાવસાયિક, વ્યાપારી, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈદકીય સંસ્થાઓમાં વિવિધ અધિકારી પદે રહીને તેમણે કર્તવ્યનિષ્ઠ અને નોંધપાત્ર સેવાઓ કરી છે અને કરતા રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રૂપ જે જૈન સંસ્કારપ્રૂપ બની મહેંકી રહ્યું છે, તેના ફેડરેશનની સ્થાપનામાં તેમની દૂરંદેશીતા, કાર્યદક્ષતા અને સ્નેહથી સૌને પોતાના કરી લેવાની આત્મસૂઝનો ફાળો ઘણો મોટો છે. વિદેશોમાં જૈન સોશ્યલ ગ્રૂપ્સની સ્થાપનામાં પણ તેઓ અગ્રેસર રહ્યા. ફેડરેશને તેમની ઇન્ટનેશનલ એસ્ટેન્શન કમિટિના ચેરમેન તરીકે નિમણૂંક કરી; અને આ પદને તેમણે અમેરિકામાં બે ગ્રુપો સ્થાપી Page #1138 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૮૯ શોભાવ્યું અને અમેરિકા-આફ્રિકામાં વધુ ચૂપો સ્થાપવામાં પ્રયત્નશીલ છે. શિકાગો અને લોસ એન્જલિસના ગ્રૂપોના ઉદ્ઘાટન વખતે સૌ સભ્યોને તેમની રાહબરી હેઠળ અમેરિકાની યાત્રા કરાવી અને ‘સંઘવી” અટક સાર્થક કરી. ગચ્છ-સંપ્રદાય કે અન્ય ભેદભાવો ભૂલીને સૌ જૈનો એક પ્રેમમય વાતાવરણમાં હળેમળે અને ઉત્કર્ષ સાધે એ જોવા તેમણે સમય, શક્તિ અને સંપત્તિનો ભોગ આપ્યો. તેમની અધ્યક્ષતાના દેદીપ્યમાન સમયમાં ભારતભરમાં સત્તર ગૃપોની સ્થાપના થઈ. સંઘવી સાહેબ, બહુધા સફારી સૂટમાં નજરે પડે છે જેમાં વધુ ખિસ્સાં હોય છે; અને એ ખિસાઓમાં સામાજિક સંસ્થાઓ કે વ્યક્તિઓને આર્થિક સહયોગ આપવાની ઉદાર તત્પરતા હોય છે. પણ માત્ર દાન આપી અટકી જવું કે એનાથી કોઈને પંગુ બનાવી દેવામાં તેઓ માનતા નથી. સહયોગ આપી અન્યને સ્વાવલંબી બનાવવો, માનવનું ગૌરવ જળવાય એ રીતે વર્તવાની ખાનદાનીભરી રીતભાત તેમના દરેક કાર્યમાં જોવા મળે છે. ૧૯૫૨માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્િટસ શરૂ કરી અને ટૂંક સમયમાં જ પ્રેક્ટીસ જમાવી પણ એ ટેબલ-ખુરશી અને ઓફિસની દુનિયા માંહ્યલાને નાની પડવા લાગી. ઔદ્યોગિક ક્ષેત્રમાં જંપલાવ્યું; જ્યાં “માંહી પડ્યા તે મહાસુખ માણે” જેવું નથી હોતું. છતાં પળેપળની અપ્રમાદ કર્તવ્યનિષ્ઠાથી તેમના જેવા કર્મવીર એક સફળ ઉદ્યોગપતિ તરીકે બહાર આવ્યા. હજી ચેતનાના ઘોડા ઘટમાં થનગને છે. તેઓ સ્વપ્નો સેવે છે અને એને સાચાં પણ પાડે છે. - તેમની સૌજન્યશીલ વ્યવહારિકતા સ્પષ્ટ છતાં ડંખરહિત વિચારધારા અને કાર્યને સર્વાગ સુંદર રીતે પાર પાડવાની અનોખી આત્મસૂઝ અને સામેની વ્યક્તિના વિચારો સમજવાની નમ્રતાને કારણે તેઓ પુરોગામીઓના પ્રીતિપાત્ર, સહગામીઓના વિશ્વાસપાત્ર અને અનુગામીઓના શ્રદ્ધાપાત્ર બન્યા છે. તેઓ જિંદગીમાં વરસો નથી ઉમેરતા પણ વરસોમાં જિંદગી ઉમેરે છે. તેઓ ઘણી વાર સેમ્યુઅલ જોન્સનનું વાક્ય ટાંકે છે : “એવા દરેક દિવસને હું વેડફાયેલો ગણું છું કે જ્યારે મેં એકાદ પણ નવો પરિચય ન બાંધ્યો હોય.” અને જેની સામે માનવમાત્રના કલ્યાણનું ધ્યેય હોય, સમાજ ઉત્કર્ષ માટે તાલાવેલી હોય, તે એક પણ દિવસ ક્યાંથી વેડફે? તેમના મિત્ર બનવું એ પણ એક લ્હાવો છે. અને એમ કહેનારાઓની સંખ્યા નાની સૂની નથી : “સંઘવીના સંગમાં સૌ રાજી રાજી.' શેઠ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી ગરવી ગુજરાતની પુણ્યભૂમિમાં અનેક નરરત્નોએ જન્મ લઈ જીવન ધન્ય બનાવ્યું છે. તેમાંના એક શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીએ | અમદાવાદના એક સુશિક્ષિત અને સંસ્કારી કુટુંબમાં જન્મ લઈ તેનો સુંદર | વારસો જાળવી રાખ્યો છે. | શ્રી રતિભાઈના પિતામહ ડૉ. બાલાભાઈ નાણાવટી લાંબી સર્વિસની આખરે વડોદરા રાજ્યના ચીફ મેડીકલ ઓફિસર નિમાયા હતા અને છેલ્લે છેલ્લે એમણે વડોદરા નરેશ સ્વ. શ્રી સયાજીરાવ ગાયકવાડના અંગત ફિઝિશિયન તરીકે સેવા બજાવી હતી. શ્રીમંત સરકારે તેમને “રાજય રત્ન'નો સુવર્ણચંદ્રક એનાયત કરી Page #1139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૦ ] [ જૈન પ્રતિભાદર્શન તેમનું બહુમાન કર્યું હતું. તેમના જીવનમાં તેઓએ તવંગર કે ગરીબના કોઈપણ ભેદભાવ વગર ૮૯ વર્ષની ઉંમર સુધી પીડિત અને દુઃખી જનતાની અનન્ય કર્તવ્યબુદ્ધિથી સેવા આપી હતી. શ્રી રતિભાઈના પિતાશ્રી સર મણિલાલ નાણાવટી જેઓ માત્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર ભારતના ગૌરવસમા ગુજરાતી હતા. તેઓશ્રી વડોદરા રાજયના નાયબ દીવાન બનેલા. સ્વ. શ્રી સયાજીરાવ ગાયકવાડે તેઓશ્રીને “અરૂણાદિત્ય'નો ઇલ્કાબ અર્પણ કર્યો હતો. ત્યારબાદ તેઓ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર થયા. આણંદની સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠે તેમને ડૉક્ટર ઑફ લૉઝની માનદ્ પદવી એનાયત કરી હતી. તેઓ ૯૦ વર્ષની ઉંમર સુધી યોગસાધના અને સંયમી જીવનથી માનસિક અને શારીરિક સ્વાચ્ય ગાળીને તા. ૨૯-૭-૬૭ ના દિને દેવલોક પામ્યા. શ્રી રતિભાઈનો જન્મ વડોદરા પાસે વસો ગામે થયો હતો. તેઓશ્રીએ પોતાનું શિક્ષણ વડોદરામાં જ લીધું હતું. - વ્યાપારી ક્ષેત્રે મુંબઈમાં, સન ૧૯૨૧માં રંગ, કેમિકલ્સ અને મિલ સ્ટોર્સના વેપાર માટે મે. નાણાવટી એન્ડ કંપનીની સ્થાપના કરેલી. આ કંપનીએ તેમની કાર્યદક્ષતા, દીર્ધદષ્ટિ, સાહસિક વૃત્તિ અને ઊંડી સમજને પરિમાણે દેશપરદેશ સાથેના વેપારમાં સફળતા અને પ્રગતિમય વિકાસ સાધ્યો અને સારી એવી નામની મેળવી. તેઓશ્રીએ તેમના ધર્મપત્ની શ્રી સરલાબહેન સાથે અનેક વખત યુરોપ, અમેરિકા, રશિયા, જાપાન વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો છે. વિશેષ નોંધપાત્ર બાબત તો એ છે કે તેઓ બન્ને ચુસ્ત જૈન હોવાથી પરદેશમાં પણ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ આદર્શો જાળવી સંપૂર્ણપણે શાકાહારી રહ્યાં હતાં. શ્રી રતિભાઈ સાથે તેમનાં ધર્મપત્ની શ્રી સરલાબહેન પણ સેવાભાવી અને વિદ્યાપ્રેમી છે. તેમણે ૧૫મી ઑગષ્ટ ૧૯૪૯ના રોજ વિલેપારલેમાં “સરલા સર્જન' નામે એક સર્વદેશીય શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી. જે તેમના અંગત પ્રયાસ અને જાતિદેખરેખથી આજે એક આદર્શ શિક્ષણ સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે. આ સંસ્થા મોન્ટેસરીથી એસ. એસ. સી. સુધીનું સળંગ અને સર્વાગી વિવિધ પ્રકારના અભ્યાસક્રમ રાખીને અનોખું શિક્ષણ આપે છે. તેમણે આ કેળવણી કેન્દ્ર પાછળ એક સાધન સંપૂર્ણ સુંદર મકાન માટે લાખો રૂપિયાનું દાન દીધું છે. તેમના મત પુરુષાર્થ અને લાખો રૂપિયાના દાનથી વિલેપારલેમાં સને ૧૯૫૧થી ચાલતી ડૉ. બાલાભાઈ નાણાવટી હોસ્પિટલ જેમાં હજારો દરદીઓ સારવાર લે છે. તે તેમનું એક અદ્વિતીય સર્જન છે. ૩00 બિછાનાવાળી આ જનરલ હોસ્પિટલ ઉત્તરોત્તર નોંધપાત્ર વિકાસ સાધતી રહી છે. શ્રી રતિભાઈ હોસ્પિટલના સંચાલનમાં દરેક દરદીને રૂબરૂમાં મળી તેની દેખભાળ રાખે છે. મુંબઈ પરાવાસીઓને આ હોસ્પિટલ આશીર્વાદ સમાન થઈ પડી છે. વર્ષો પહેલાં શ્રી રતિભાઈ નાણાવટીએ પોતાના અગિયાર બંગલાવાળી વિલેપારલેમાં સ્વામી વિવેકાનંદ રોડ ઉપર આવેલી ‘સુરેશ કોલોની આખી યે પોતાના ટ્રસ્ટને ભેટ આપી દીધી છે. જેમાંથી આશરે સાઠ હજાર રૂપિયા જેટલી નેટ રકમની ઉપજ દર વર્ષે ધર્માદામાં વપરાય છે. વધારામાં પૂના યુનિવર્સિટી પાસેની પોતાની આખી યે જમીન અને મહાબળેશ્વરમાં પોતાના વિશાળ સુંદર મકાન સાથેની Page #1140 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ). [ ૧o૯૧ (મિલ્કત તાજેતરમાં પોતાના ટ્રસ્ટને ભેટ આપી દીધાં છે. આ ઉપરાંત શ્રી રતિભાઈને આત્મોન્નતિ માટે પણ જાગૃતિ છે. તેઓશ્રીએ કેટલાંક વર્ષો સુધી વિલેપારલેમાં શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ હતા ત્યારે પૂર્વ વિલેપારલમાં આવેલા જૂના જૈન દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી વિશાળ અને સુશોભિત કર્યુ હતું. તેમજ ખાલી જમીન ઉપર વધારાના મકાનો અને બ્લોક્સ બંધાવી આપી શ્રીસંઘને કાયમી આવક અને સગવડ કરી આપેલ છે. આ ઉપરાંત પશ્ચિમ પારલામાં તેમના બંગલાની બાજુમાં પોતાનો એક કીંમતી પ્લોટ તથા મોટી રકમનું દાન કરી, અંગત જહેમત ઉઠાવી તેઓશ્રીએ એક ભવ્ય કલામય નૂતન જિનાલય બંધાવ્યું છે. જેનું નામ “મોતી મણિ મંદિર'--શ્રીમતી મોતીબહેન મણિલાલ નાણાવટી દેરાસર રાખ્યું છે. તેમજ તેમણે “મોતી મણિ મંદિરની બાજુમાં એક માળવાળો ઉપાશ્રય બાંધી તેમાં મુનિમહારાજો ચાતુર્માસ બિરાજે અને સાધર્મિક ભાઈ– બહેનો તેઓશ્રીના પ્રવચનોનું શ્રવણ કરે, રોજ પ્રતિક્રમણ—ઇ. ક્રિયા કરે અને આયંબિલની ઓળી વિ. અનુષ્ઠાનો કરે અને બાળકોની ધાર્મિક પાઠશાળા ચાલે એવી સગવડો કરેલી છે. આ મકાનનું નામ આરાધના ભવન” રાખવામાં આવ્યું છે. સને ૧૯૬૯ થી તેઓશ્રી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના ઉપપ્રમુખપદે નિમાયા. તે સંસ્થાના ઉપક્રમે સૌ પ્રથમ, શ્રી વર્ધમાન સહકારી બેન્કની સ્થાપનામાં જૈન સમાજની અગ્રગણ્ય સેવાભાવી વ્યક્તિઓની એક વગદાર કાર્યવાહી કમિટીના આદ્ય પ્રમુખ તરીકે તેમની નિમણૂંક થઈ હતી. આ બેન્ક સમાજને ખૂબ જ ઉપયોગી નીવડે તે માટે તેઓશ્રી વ્યવસ્થાપૂર્વક દિનરાત કાળજી રાખતા અને દિનપ્રતિદિન પ્રગતિ પામે તે માટે ખૂબ જ પુરુષાર્થ કર્યો છે. ઉપર પ્રમાણે વ્યવહારિક કેળવણી માટે “સરલા સર્જન', શારીરિક સ્વાથ્ય માટે નાણાવટી હોસ્પિટલ' અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે “મોતીમણી મંદિર' તથા જનતાની આર્થિક ઉન્નતિ માટે એક સહકારી બેન્ક એમ ચાર પાયાની સંસ્થાઓ સ્થાપીને માનવજીવનનાં મુખ્ય પાસાંઓ પૂરાં પાડ્યાં છે. પોતે ઉદ્યોગપતિ હોવા છતાં તેઓએ ગુજરાતી સાહિત્યમાં ઓતપ્રોત થઈ તેને પોતાના જીવનમાં વણી લીધું છે. એમણે “સરલા સર્જન'ના વિદ્યાર્થીઓને ઉપયોગી એવાં “સબરસ' અને “ગુંજારવ' જેવાં અણમોલ પ્રકાશનો બહાર પાડ્યાં છે, હૉસ્પિટલના દરદીઓના લાભાર્થે “આરોગ્ય અને દીર્ધાયુષ્ય' નામનું તંદુરસ્તી સાચવવા માટે માર્ગદર્શન આપતું પુસ્તક બહાર પાડ્યું છે અને પોતાની જીવનયાત્રાનાં સ્મરણોનો પ્રેરણાત્મક ઇતિહાસ, પોતાની કલમથી, પોતાની શૈલીથી લખી બહાર પાડ્યો છે. સાચે જ તેમનું જીવન અને કવન શ્રીમંતો માટે એક આદર્શ અને અનુસરવા યોગ્ય દષ્ટાંતરૂપ છે. દાતા શ્રીમંતોમાં તેમની આગળ પડતી ગણના થાય છે. તન, મન અને ધનથી વિવિધ ક્ષેત્રે સેવા આપનાર કર્મયોગી સદ્દાતા શ્રી રતિભાઈ મણિલાલ જૈન સમાજનું ગૌરવ ગણાય છે. શ્રી ટોકરશી લાલજી કાપડીયા પત્રી, ગુજરાતના કચ્છ વિભાગનું એક નાનું ગામ. તા. ૧૯ જાન્યુઆરી સને ૧૯૧૬ના આ ગામે શ્રી ટોકરશીભાઈનો જન્મ થયો. જેવા ધર્મપ્રેમી અને સેવાભાવી પિતાશ્રી લાલજીભાઈ એવાં જ આદર્શ Page #1141 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર 7 [ જૈન પ્રતિભાદર્શન ગૃહિણી માતા વજેબાઈ. લાલજીભાઈના મૃત્યુ સમયે ટોકરશીભાઈની ઉંમર કેવળ ૧૦-૧૧ વર્ષની હતી. ઉંમર ભલે નાની હતી પરંતુ પિતાના ગાંધીવાદી વિચારો, સેવા-સંસ્કારો એમનામાં પાકો રંગ જમાવી ગયા હતા. | બાળપણથી જ સેવાભાવ એમના અંતરમાં પથરાયો હતો. પોતાના ગામમાં પુસ્તકાલય, રાત્રિ પાઠશાળા વગેરે કાર્યોમાં તન-મનથી જોડાઈ જતા. પૂ. શ્રી ગુલાબચંદજી મુનિને તેઓ આજે પણ નથી ભૂલી શક્યા. બર્મામાં રહીને શાખાનું ફંડ એકઠું કરેલ. ગાંધીજીના સાત્ત્વિક જીવનની અસરથી એટલા Iબધા પ્રભાવિત થયા કે ખાદીના વપરાશને જીવનમાં કાયમી સ્થાન મળ્યું. શ્રી ટોકરશી કાપડીયા મુંબઈ એકાદ વર્ષ રહી ખંતથી કામ કર્યું અને શેઠિયાઓના પ્રેમ– સદ્ભાવ--સંપાદનથી એમને બ્રહ્મદેશ જવાની તક મળી. સમયના પ્રચલિત રિવાજોથી ૧૬ વર્ષે લગ્નગ્રંથિથી જોડાયા. ધર્મપત્ની અમૃતબાઈ પણ એટલા જ સંસ્કારી હતાં. ટોકરશીભાઈની અંતરભાવનાઓમાં સર્વ રીતે સહાયરૂપ બની તેણે ભારતની આદર્શ નારી તરીકે જીવન ધન્ય બનાવવામાં પોતાની ભાવના કેન્દ્રિત કરેલ. બીજા વિશ્વયુદ્ધના કારણે ૧૯૪૨ના જાન્યુઆરીમાં શ્રી ટોકરશીભાઈને બ્રહ્મદેશ છોડવું પડ્યું. કલકત્તા થોડો સમય રહી ભારતના અન્ય શહેરોની મુલાકાત લઈ, મુંબઈ આવતાં જૂના સંબંધો તાજા થયા. ત્યાંથી હૈદ્રાબાદ આવ્યા. હૈદ્રાબાદ જેનું જૂનું નામ ભાગ્યનગર હતું. એક પછી એક તકો સાંપડતી જ ગઈ. કારોબારમાં ભાગીદારીથી વ્યવસાય શરૂ કરી, પોતાની આંતપ્રેરણાથી ધીમે ધીમે વ્યાપાર તેમ જ ઉદ્યોગમાં પણ પ્રવેશી વિકાસ સાધતા ગયા. સેવાના અનેકવિધ ક્ષેત્રોમાં પણ રસ લઈ તન-મન-ધનને સાર્થક અને જીવનને ધન્ય બનાવવા લાગ્યા. તેમની બહુમુખી સેવાઓની ટૂંકી યાદીમાં સર્વોદય, ચક્ષુદાન પ્રવૃત્તિ, પ્રાકૃતિક ચિકિત્સાલય, મહાવીર હોસ્પિટલ, જૈન ધર્મ વિકાસ-શિક્ષા, નારી સુધારસેવા, અનાથાલય, ખાદી ગ્રામોદ્યોગ, કૃષિ સુધાર, રોટરી ક્લબ, ગાંધી જ્ઞાનમંદિર વગેરે. રાજદ્વારી ક્ષેત્રે પણ જરૂર પડ્યે સેલ્સ-ટેક્સ બાબત હોય કે કોંગ્રેસનાં અધિવેશન હોય; ગુજરાતી, હિન્દી, તેલુગુ ભાષાઓનું સેવાકાર્ય હોય; જળપ્રકોપ કે દુષ્કાળરાહતનાં કાર્યો હોય; કેવળ હૈદ્રાબાદમાં જ નહિ, દેશના કોઈપણ ભાગમાં; ગુજરાત રાજ્ય હોય કે બિહાર રાજ્ય હોય; સ્થળ-સમયનો કોઈ બાધ એમને આવતો નહિ. હૈદ્રાબાદના શ્રી ગુજરાતી પ્રગતિ સમાજમાં વર્ષોથી એમણે મેનેજિંગ ટ્રસ્ટી, માનદ્ મંત્રી, પ્રમુખ આદિ પદ પર સેવા બજાવી છે. આ સંસ્થાને એમણે પોતાના કાપડીઆ ગ્રૂપના ટ્રસ્ટમાંથી રૂપિયા એક લાખ પંચોતેર હજારની સખાવત આપી. કાપડીઆ ટ્રસ્ટ પ્રગતિ મહાવિદ્યાલયને તથા કાપડીઆ ટ્રસ્ટ અતિથિગૃહને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આ ઉપરાંત નવજીવન મહિલા વિદ્યાલયને કોલેજની સ્થાપના માટે ટ્રસ્ટ તરફથી રૂપિયા એક લાખ એકાવન હજારનું દાન આપી “અમૃત કાપડીઆ' નવજીવન વીમેન પોસ્ટ-ગ્રેજ્યુએટ સાયન્સ કોલેજ સાકાર બનાવી છે. આ સિવાય હૈદ્રાબાદ ચિલ્ડન એઈડ સોસાયટી અને મુશ્કેલીમાં આવી પડેલી સ્ત્રીઓ માટેના રાધાકિશન હોમની પ્રવૃત્તિઓ વગેરેમાં મહત્ત્વનો ભોગ આપ્યો છે. તેઓશ્રી ધી હૈદ્રાબાદ સ્ટેટ ગ્રેઈન એન્ડ સીડ્ઝ મરચન્ટ્સ એસોસિયેશનના સ્થાપક હોવા ઉપરાંત તેની વર્ષો સુધી મંત્રી અને પ્રમુખ પદે કામગીરી બજાવી છે. આંધ્ર Page #1142 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૯૩ પ્રદેશ ઓઈલ મિલ્સ એસોસિયેશનના એક સ્થાપક હોવા સાથે વર્ષો સુધી પ્રમુખ પદ સંભાળ્યું છે. સેન્ટ્રલ ઓઈલ સીડ્ઝ કમિટીના ચેરમેન અને ઓલ ઇન્ડિયા ફૂડ ગ્રેઈન્સ ફેડરેશન અને અન્ય અનેક સમિતિઓમાં તથા મંડળોમાં રહી તેઓશ્રીએ સક્રિય સેવા આપી છે. અગાઉ ફેડરેશન ઓફ આંધ્ર પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, મહાવીર હોસ્પિટલ (૧૬૦ બેડની સુવિધા)ની ગુજરાતી--મારવાડી રિલીફ એન્ડ વેલ્ફર કમિટીના પ્રમુખ તથા આફટર કેર હોમ, દક્ષિણ ભારત ગુજરાતી સમાજના પ્રમુખ અને અખિલ ભારતીય ગુજરાતી સમાજના ઉપપ્રમુખની ફરજ બજાવી હતી. તેમ જ અખિલ ભારતીય ગુજરાતી સમાજના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય પણ હતા. તા. ૧૬-૩-૧૯૯૬ના એમનું નિધન થયેલ છે. અવિચ્છિન્ન કર્મઠ અક્ષર પુરૂષ - સમર્પિત કાવ્યમય તીર્થ નિર્માતા શ્રી દુગડ રાવલમલ જૈન “મણિ': 1 એક કાવ્યમય સમર્પિત વ્યકિતત્વ છે જેને મહાન ઉપકારી ગુરુ ભગવંત કવિકુલકિરીટ પૂજયપાદ આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા., સાધુતાના સ્વામી પૂજયપાદ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. આદિ અનેક ગુરુ ભગવંતશ્રીઓએ જેમાના વ્યક્તિત્વને પોતાના અંતરના આશીર્વાદ અર્પણ કરતાં તેમની ગુણવત્તાને લીધે અનુમોદના વ્યકત કરી છે તે છે બહુ પ્રતિભાશાળી વ્યક્તિ ધરાવનાર દુગડ રાવલમલ જૈન “મણિ'. “શ્રેષ્ઠ શિષ્ય”, “મૌલિક શક્તિઓથી વિશ્વસનીય', “વિશ્વસનીય કાર્યકર', ‘ગૌરવશાળી સમાજ સેવક' અનેકાનેક સાહિત્યિક, સામાજિક, *~-શિક્ષણિક આદિ સંસ્થાઓ તથા સમુદાયો-આંતર રાષ્ટ્રીય સંસ્થાઓએ તેમની પ્રતિભાને વધારી છે, સન્માન અર્પણ કર્યું છે. ઘણા બધા પુરસ્કારો અર્પણ કરીને હર્ષ પ્રગટ કર્યો છે. મણિજીનું પોતાપણું ભરેલો સ્નેહ, સાધિકાર સહયોગ, દરેક પરિસ્થિતિમાં સભાવના અને સરળતા એ એમની મુડી છે જે લોકો તેને પામ્યા છે તેમણે લૌકિક ધન્યતા 5 ત કરી છે. કોઈવાર લેખક, કોઈકવાર પત્રકાર, કોઈકવાર વિચારક, કોઈકવાર પ્રશાસક, કોઈકવાર કામ કરનાર બીજાનું, કોઈકવાર મંદિરમાં પૂજા કરતાં, કોઈકવાર સાધુ-સાધ્વીજીઓના દર્શન કરતાં - વિચારોની આપ-લે-કરતાં, આવનાર મહેમાનોને મળતા, સાથીઓ સાથે ગોષ્ઠિ કરતાં, પુસ્તકોની દુકાન ઉપર પાનાઓ ફેરવતા, સંસ્થાકિય કાર્યોમાં ભાગ લેતાં, રાજનીતિજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરતાં, દેશ ભરના ખૂણે-ખૂણેથી તેમના કાર્યોના સંપર્કો, યાત્રા પ્રવાસની ક્ષણો વિગેરે પ્રસંગોના જુદા જુદા રૂપોમાં જોડાયેલ આ વ્યકિત પોતે જ સંસ્થારૂપ છે. મણિજીનું પોતાપણું ભરેલો સ્નેહ, સાધિકાર સહયોગ, દરેક પરિસ્થિતિમાં સદ્ભાવના અને સરળતા એ એમની મુડી છે જે લોકો તેને પામ્યા છે તેમણે લૌકિક ધન્યતા પ્રાપ્ત કરી છે. આ બધું છતાં પણ તેમના આ પ્રેરક વ્યકિતત્વને શબ્દોની સીમાથી બાંધવા પ્રયત્ન થયો છે. ૧૯૫૬માં દિલ્લીમાં ભરાયેલ અ.ભા. રાષ્ટ્રભાષા પ્રચાર સંમેલનના સાહિત્ય પ્રદર્શનમાં વિદ્યાર્થી મણિજીએ એક ઉદ્દબોધન કરતાં રાષ્ટ્રપિતા બાપુ, પં. નહેરુના રંગોલીમાં ચિત્રિત કર્યું હતું. ઉદ્ઘાટન સમયે Page #1143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૪ ] L[ જૈન પ્રતિભાદર્શન ચિત્ર જોતાં પં. નહેરુએ ચિત્રકાર મણિને શાબાશી આપી હતી. એકાએક મણિએ પૂછયું કે “ઓળખો છો આમને' જવાબ મળ્યો “થોડા થોડા નહેરુજી મુસ્કરાયા’ વિદ્યાર્થી મણિનો આ પ્રસંગે તેમની પ્રકૃતિ પ્રેમનો સાક્ષી છે. બાળપણથી શરૂઆત વિદ્યાર્થી જીવન અભ્યાસ, રમત અને રમતની દુનિયામાં કદમ વધારતા લેખન, કાર્ય અને સેવાના કામોમાં આગળ વધવું. પ્રારંભિક શિક્ષણ પૂરું કરતાં કરતાં તેઓ રાષ્ટ્રીય નેતા પુરૂષોતમદાસના નજીકના સંપર્કમાં આવી ગયા. અતિ વિશ્વસનીયતા પૂર્વક રાજર્ષિએ તેમના વ્યકિતત્વને સ્વયં ઘડ્યું અતિ ઉદારતાપૂર્વક. સ્વાભાવિક રીતે રાજનૈતિક, સાહિત્યિક, સામાજિક વ્યકિતત્વથી એક અનોખી ઓળખાણ પણ થઈ. એક અલગ વિચારધારા, એક રાષ્ટ્રીય ચિંતનના પ્રવાહમાં મણિજીનું વ્યકિતત્વ રચનાત્મક બન્યું. રાજર્ષિજીની છત્રછાયા દૂર થયા બાદ દરેક ક્ષેત્રમાં પ્રવીણતા સાથે સ્નાતક થયા. ત્યાર બાદ ક્રમશ : હિન્દી, રાજનીતિ, મનોવિજ્ઞાન ત્રણ ત્રણ વિષયોમાં સ્નાતકોત્તર વિશેષતાઓ મેળવી. સાહિત્યરત્ન, વિદ્યાવાસ્પતિ આદિ ઉપાધિઓ મેળવી. અનેક સાહિત્યકારોના સંપર્કમાં રહ્યા. કથા સાહિત્ય તેમજ કવિતા લેખનમાં પોતાની એક અનોખી ઓળખ બનાવી. ઐતિહાસિક અનુસંધાન પ્રિય વિષયના આલેખોમાં રાષ્ટ્રીય ચારિત્ર નિર્માણ ઉપર તેમની કલમ કદી પણ અટકી નહિ. ઉપન્યાસ, વાર્તા, કાવ્ય સંગ્રહ, જૈન સાહિત્ય પર પ્રકાશિત પુસ્તકો, સંપાદિત ગ્રંથો, અનુવાદિત સાહિત્ય સહિત તેમના લેખો લોકપ્રિય થયા છે. દૈનિક છત્તીસગઢ સને ૧૯૬૬ થી ૧૯૭૧ સુધી યશસ્વી સંપાદક રહ્યા. દૈનિક છત્તીસગઢના અનેક વિશેષાંક સંદર્ભ સાહિત્યના રૂપે પ્રકાશિત થાય છે. ૧૮ વર્ષ પત્રકારિત્વના જીવનમાં “આદર્શ પત્રકારના રૂપે તેમજ સમર્થ “કલમના સિપાઈ' રૂપે સ્થાપિત રહ્યા. અનેક સન્માનોથી સન્માનિત મણિજી નાના સમાચાર પત્રોની વિકાસયાત્રામાં હમેશા સજાગતાપૂર્વક જોડાઈ રહ્યા છે. નાના પત્રો તથા પત્રકારોની દરેક સમસ્યાઓના નિરાકરણમાં તેમની સક્રિયતા અવિસ્મરણીય બની રહી છે. - સાંસ્કૃતિક ભવન, પુસ્તકાલય, બાલમંદિર વગેરેમાં મણિજીનું યોગદાન જનહિતમાં નામ વગર, ચાલુ રહ્યું છે. તેમની સાથે સહયોગીઓનો લાંબો સમૂહ કાર્યરત છે. અને તેઓ હંમેશા તેઓને જ યશ આપે છે. તેમની સહયોગની પોતાની તરકીબ છે તે ઉલ્લેખનીય છે. રોજગાર ઇચ્છુકને સ્વેચ્છાએ રોજગાર ઉપલબ્ધ કરાવવા પોતાની અપ્રત્યક્ષ મદદ આપીને સ્વાવલંબી વ્યવસ્થા કરવામાં. સેકડો પરિવારની સ્થિરતા અને વિકાસમાં મણિજી જોડાયેલા જોવા મળે છે. કોઈપણ જાતના ભેદભાવ વગર મણિજીનો સહયોગ મળી જ જાય છે. સમર્પિત તીર્થોદ્ધાર-યશસ્વી ગાથા સમૃદ્ધ પરિવારના મણિજીએ પાવન શિવનાથના કિનારે નગપુરની ઐતિહાસિક ભૂમિ ઉપર તીર્થોદ્ધાર - જિર્ણોદ્ધારનું ભારતીઓને આનંદ અને સૌંદર્યનું રસપાન કરાવી આપ્યું છે. “આ વ્યકિતએ ખરેખર પ્રાચીન ભક્તિમય ઇતિહાસને ઉજજવળતા પ્રદાન કરી છે.” શ્રી મણિજીની કાર્યક્ષમતાથી પ્રભાવિત શ્રી અખિલ ભારતીય જૈન વ્યેતાંબર મૂર્તિપૂજક સંઘ શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષ, ઉદ્યોગપતિ શેઠશ્રી શ્રેણિક કસ્તુરભાઈ લાલભાઈ કહે છે : શ્રી મણિજીએ જે તીર્થનું નિર્માણ વર્ષોમાં પૂરું કર્યું છે તેને આપણે કદાચ ૫૦ વર્ષે પણ પૂરું ન કરી શકીએ. જે-ભક્તિ અને લગનથી તેઓ આ મંદિરના નિર્માણમાં કાર્યરત રહ્યા છે એવું ઉદાહરણ બીજુ ન મળી Page #1144 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ / L[ ૧૦૯૫ શકે. ખરેખર નિર્માણ પ્રેરક બની ગયાં છે જેની પાછળ અત્યંત તમન્ના - લગન. ” - શ્રીમદ્ રાજયશસૂરિજી મ.સા.ના જણાવ્યા મુજબ “શ્રી રાવલમલજી સતત મહેનતું કાર્યકર્તા છે તીર્થ પરિસરની સાથેસાથે માનવદયા અનુકંપાના પ્રભાવના દર્શન છે.” આરૂષ્ણ બોહિલભં : પારસનગર - નગપુરા (દુર્ગ) માં તીર્થોદ્ધાર-જિર્ણોદ્ધારની પૂર્ણતાની સાથે સાથે આ પરિક્ષેત્રની વિશાળ જમીન ઉપર “સર્વ ભદ્રાણિ પશ્યન્ત : સર્વે-સન્તુ નિરામયા : ની ઉદાત ભાવના સાથે જૈનત્વની સાર્વજનિક વ્રત-નિયમોથી પ્રકૃતિદત્ત સંપદાને માનવતાની સેવામાં જોડવા બહુ ઉપયોગી આરોગ્યધામ'ની ઈટ સ્થાપિત કરી છે. વૈદાનિક સંસાધનોથી સુસજિજત પ્રાકૃતિક તેમજ આયુર્વેદિક પંચકર્મ ઉપચાર પ્રક્રિયા દુગડ ભવનના ભણસાલી દેસાઈ ધર્મશાળામાં કાર્યરત છે. બૃહત્ત આયોજનો મૂર્તતા પ્રદાન કરવા સંકલ્પિત છે. એમના આ પ્રયાસને શ્રી લબ્ધિ - વિક્રમ - ગુરુકૃપા પાત્ર જિર્ણોદ્ધાર તીર્થોદ્ધાર માર્ગદર્શક પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ્ રાજયશસૂરિજી મ.સા.ના જણાવ્યા મુજબ “શ્રી રાવલમલજી સતત મહેનતું કાર્યકર્તા છે તીર્થ પરિસરની સાથેસાથે માનવદયા અનુકંપાના પ્રભાવના દર્શન છે.” જૈન વિધિ-વિધાનના પારંગત મણિજીએ ૨૦૦૦થી વધુ પૂજા રચનાઓ સાથે જિનભક્તિનો આનંદ મેળવ્યો છે. અનવરત સાધક : કોઈ પણ જાતના ભેદભાવ વગર, ભાષા, પ્રદેશના ભેદભાવ વગર અહિં આવનાર દરેક વ્યકિત પૂજા, જ્ઞાન ભંડાર, સાધના-ઉપાસના આદિ સ્થાનોને જોઈ-સમજીને એકા એક કહી ઉઠે છે ““મણિજીને અસંખ્ય માનવમનને ભક્તિ ભર્યા ભાવો અને હાથોના પરિશ્રમે જિનેશ્વર પરમાત્માની ભક્તિ સોપાન મળ્યા છે. મણિજીને. ઓસિયા (રાજ.)શ્રી વર્ધમાન જૈન વિદ્યાલયમાં ઘડાયેલા વ્યકિતત્વ ચિંતનની ગહેરાઈઓમાં અનવરત સાધકોની પંકિતમાં છે, પંચ પ્રતિક્રમણ (સાર્થ મૂલ) નવતત્વ, જીવવિચાર, જૈન દર્શન, જૈન મંત્રોના શોધપરક અધ્યયન સાથે જોડાયેલા વ્યકિતત્વની દિનચર્યામાં પંચ પરમેષ્ઠિ ચિંતન, આરાધના, તપ આદિમાં સામેલ છે. જૈન વિધિ-વિધાનના પારંગત મણિજીએ ૨૦૦૦થી વધુ પૂજા રચનાઓ સાથે જિનભક્તિનો આનંદ મળ્યો છે. પૂજયપાદ આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના અનન્ય ઉપાસક વિધિ “મંત્રદીક્ષિત' વિધિ વાચસ્પતિ મણિજીએ સારાયે ભારત વર્ષમાં ૧૦૮ મહાપૂજનો દ્વારા “સ્વર્ણિમ સુમનમાલા” ગ્રંથિત કરી ગુરુદેવશ્રીની પ્રથમ જન્મશતીએ પોતાની “ગુરુભક્તિ' સમર્પિત કરી હતી. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થમાં દાદાના દરબાર મંડપ (તીર્થાધિરાજ) માં શ્રી ભક્તામર પૂજનની રચનાનો શ્રેય પણ મેળવ્યો. પોતાના પુસ્તકાલયમાં અન્ય સાહિત્ય ઉપરાંત જૈન સાહિત્યનો સંગ્રહ પણ વિપુલ પ્રમાણમાં કર્યો છે. દુર્લભ પાંડુલિપિઓ, શિલાલેખોના ચિત્રો ત્થા અન્ય વસ્તુ એકત્રિત કરવાની સારી પ્રવૃત્તિના માલિક છે. અનેક શોધાર્થીઓમાં જૈન સાહિત્ય તથા મંત્રોપરક માર્ગદર્શન પ્રાપ્ત કરી પી.એચ.ડી. પૂરું કર્યું છે. ધાર્મિક સદભાવોના હિમાયતી મણિજી “આત્મ કલ્યાણ'ના પ્રયાસોના પક્ષપાતી છે, ઈરિયાવહી તથા નમસ્કાર ગ્રંથ તેમના ચિંતનની ગહેરાઈ છે. અવિચ્છિન કર્મઠતા : મણિજીનું વ્યકિતત્વ તેમજ કૃતિત્વ તેમને અવિચ્છિન્ન કર્મઠતાના કૌસ્તુભ મણિ બતાવે છે. જેમાં મધ્યપ્રદેશના સુદૂર છત્તીસગઢના આંચલમાં વસેલું દુર્ગનગરથી રાષ્ટ્રીય જગતમાં Page #1145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન O પોતાની શ્રદ્ધા સૌરભ જયોતિ પ્રભા વિખરાયેલી છે. ત્વરિત નિર્ણય, શંકાહિન નેતૃત્વ અને સાથે ચાલવાની અભૂતપૂર્વ ક્ષમતા અને તેમના સંધીય સકલકૃતિત્વના દર્શનથી ભર્યું વ્યકિત્વ છે. એક નિષ્ણાંત “અક્ષર પુરૂષ” વાળી સંસ્કૃતિવાળા શ્રીમણિ ધરે-બહાર અને સારાયે દેશભરમાં ફેલાયાલી તેમની એક ઘણી જ મોટી સમર્પિત મિત્ર મંડળી છે અને એક અતિ વિશાળ સહૃદય સમર્થક સંસાર. એક અવિરલ વ્યકિતત્વ છે મણિજી. મણિજીની ઉપાધિ પણ તેમના પોતાના ઉદાત ગુણો દ્વારા જ ધન્ય બની છે. પોતાની આજ સુધીની તમામ ઉપલબ્ધિઓનો તે યશ દરેકના સતત સહયોગને આપે છે અને વિનમ્ર આભાર-ભાવના રાખે છે. જૈન જૈનેત્તરોનો વિશાળ સમાજ તેમના દીર્ઘ યશસ્વી જીવનની મંગલ કામના કરે છે. ' એક યશોજ્વલ જીવનગાથા : શ્રી રસિકલાલ ન્યાલચંદ દોશી : - શ્રી રસિકલાલ ન્યાલચંદ દોશીએ પુરૂષાર્થ એવો કર્યો કે લક્ષ્મી એમને ત્યાં આવી વસી એ લક્ષ્મીનો રસિકભાઈએ સમાજના દુઃખદર્દ નિવારવા સઉપયોગ કર્યો. પુરૂષાર્થના પમરાટ અને સેવાની સુવાસથી મઘમઘતા આયુષ્યના સાઠ વર્ષની મંઝીલને આંબી ગયેલા રસિકભાઈની ષષ્ઠિપૂર્તિ, એટલે તો એમનો અંગત પ્રસંગ માત્ર બની રહેવાને બદલે એક સામાજિક ઉત્સવ તરીકે ઉજવાઈ ગઈ. મૂળ ઠાસરાના, પણ વ્યવસાયાર્થે વાંકાનેર (સૌરાષ્ટ્ર) જઈ વસેલા ન્યાલચંદ રાજપાળ દોશી અને જડીબેનના પુત્ર રસિકભાઈએ બહુ જ નાની વયમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી. કુટુંબ વાંકાનેર આવી નાના રાઘવજીભાઈ લાલજી મહેતાની શીળી છાંય તળે રહ્યું અને ત્યાં મેટ્રીક સુધીનો અભ્યાસ કરી ૧૯૫૧માં રસિકભાઈ મુંબઈ આવી કમીશન એજન્ટ તરીકે કામ શરૂ કર્યું. પછી પ્લાસ્ટિકના વ્યવસાયમાં પગરણ કર્યા. દીર્ઘદૃષ્ટિ અને કોઠાસૂઝને સથવારે વ્યવસાયનો અભ્યાસ અને અનુભવ સંપાદન કરી ૧૯૫૮માં હિન્દુસ્તાન પ્લાસ્ટિક કંપની શરૂ કરી. નિષ્ઠા, નીતિમતા અને નિપુણતાને પુરૂષાર્થ તથા પરિશ્રમનો ટેકો મળે તો સફળતા કઈ રીતે અળગી રહી શકે! ૧૯૬૭માં વેલડેકોર લેમીનેટ્રસ પ્રા. લિ. નામથી થાણામાં અને ૧૯૭૮માં સ્ટાર લેમીનેસ પ્રા.લિના નામથી વાપીમાં ડેકોરેટીવ લેમીનેટ શીટ્સનો તેમણે વિકસાવેલો ઉદ્યોગ આજે રસિકભાઈને એ ક્ષેત્રના અગ્રણી બનાવી ચૂકયો છે. વૃક્ષને ફળો આવે તો એની ડાળીઓ લચી પડે તેમ શ્રી અને સમૃદ્ધિની પ્રાપ્તિએ રસિકભાઈની ગરદનને અભિમાનથી ઊંચી કરવાને બદલે સમાજની સેવામાં શિર ઝૂકાવવા પ્રેર્યા. પોતાનું જે કંઈ છે તે વતન અને સમાજ માટે છે તેવી વિચારધારા તેમનો જીવન આદર્શ બની રહી છે રસિકભાઈએ દાનનો પ્રવાહ વહેવડાવી અનેક સંસ્થાઓના બીજ રોપ્યા. • કીડનીમા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરાવવા તેમજ હૉસ્પિટલ ખર્ચને પહોંચી વળવા અને રોકડ સહાય થઈ શકે તે આશયથી નેશનલ કીડની ફાઉન્ડેશન (ઈન્ડીયા) પણ તેઓએ સ્થાપેલ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ જરૂર પડતી મોંઘીદાટ દવાઓ સસ્તા દરે કે મફતમાં આપવા જીવન જયોત પ્રગ બેંકના નિર્માણની કલગી પણ શ્રી રસિકભાઈને શિરે જ છે. ફકત માનવ-સેવાની સીમાઓ તોડી ભારતભરમાં અનેરી એવી અંધ-અંપગ તેમજ બિમાર ગાયોની સેવા માટે ગૌશાળા પણ રસિકભાઈએ તેમના વતન વાંકાનેરમાં શરૂ કરેલ છે. Page #1146 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૮૯૭ સારવાર ક્ષેત્રે નહિવત્ તેમ જ નિઃશુલ્ક સેવા કાજે નિદાન તેમ જ ઉચ્ચાર શિબિર યોજના, સાર્વજનિક દવાશાળા, ૬૦ પલંગ સહિતની આઈ હોસ્પિટલ, પ્રસૃતિગૃહ, નિદાન અર્થે પેથોલોજી વિભાગ, ડાયાલીસીસ મશીનો આપવા, તેમજ રોગમુકત થયેલ દર્દીઓને પગભર થવા સુધીની મદદ કરવા શ્રી રસિકભાઈ તત્પરતાપૂર્વક પ્રવૃત્ત રહ્યા. અંબર ચરખા કેન્દ્ર, શ્રાવણ માસ દરમ્યાન મફત અનાજ વિતરણ કરવું, બ્રાહમણોને ભોજન કરાવવા, કૃષણજયંતિ નિમિત્તે ૭-૮ તિથિના દિવસે અન્નદાન આપવાં, વાંકાનેર ખાતેનું ભવ્ય ગાયત્રી મંદિર બંધાવવા, જૈન આધ્યાત્મિક સ્ટડી સર્કલના ઉપક્રમે સક્રિય યોગદાન દેવા, ધર્મક્ષેત્રોની યાત્રા કરાવવી, દેરાસર કે ઉપાશ્રયના બાંધકામથી માંડી જિર્ણોદ્ધારમાં યોગદાન દેવા, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ કરવાં એવા બહિર્મુખી ધાર્મિક કાર્યો શ્રી રસિકભાઈ ખૂબ શ્રદ્ધાથી અને પ્રસન્ન ચિત્તે કરતાં રહ્યાં. જ સૌજન્યમૂર્તિ રસિભાઈને એમની જીવનવાટમાં ૧૯૫૬માં સંસ્કારમૂર્તિ ગુલાબબેનનો સંગાથ સાંપડ્યો ને સંગાથે રસિકભાઈને પોતાના જીવન આદર્શોને મૂર્તસ્વરૂપ આપવાનું બળ આપ્યું. બે પુત્રો અને પુત્રીઓને આ યુગલે સ્નેહ, સંસ્કાર અને શિક્ષણ દ્વારા પોતાના સુપાત્ર વારસ બનાવ્યા છે. રસિભાઈએ સમાજ માટે જે કાંઈ કર્યું છે તે કશી આશા કે અપેક્ષા વિના કર્યું છે. કારણ, એમાં એમને સુખ અને સંતોષ સાંપડ્યા છે. પોતાના જીવનની સાર્થકતા જણાઈ છે. શ્રી ચંપકભાઈ ગિરધરલાલ વોરા : - નવાગામ (બડેલી) નિવાસી શ્રી ચંપકલાલ ગિરધરલાલ વોરાનું ૭૨ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી તા.૨-૯-૮૮ના રોજ અવસાન થતાં જ્ઞાતિએ એક સંનિષ્ઠ સેવાનુરાગી કાર્યકર ગુમાવેલ છે. ભાવનગર જિલ્લાના ગામડાઓમાં રહેતા મધ્યમ અને સામાન્ય વર્ગના } કુટુંબના મોભીનું અકાળે અવસાન થાય ત્યારે કારમાં આઘાતના સમયે વિધવા થનારને સહાનુભૂતિપૂર્વક મુંબઈમાં ફંડ કરી આપવામાં શ્રી ચંપકભાઈનું મહત્વપૂર્ણ પ્રદાન હતું. આ ઉપરાંત તેઓશ્રી સામાજિક, ધાર્મિક અને કેળવણીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા દાન આપતા અને બીજાઓ પાસેથી મેળવી આપતા હતા. પોતાના વતન નવા ગામમાં તેમના ધર્મપત્નિ ચંપાબેનના સ્મરણાર્થે બાલમંદિર નિર્માણ કરેલ હોઈ તેનું ઉદ્ઘાટન તથા અમદાવાદમાં ઉપાશ્રયમાં નામકરણવિધિનો કાર્યક્રમ નક્કી કરવા સાથે કુટુંબ પરિવાર સ્વજનો મિત્રોને લઈને યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવેલ તેના હર્ષોલ્લાસ વચ્ચે શ્રી ચંપકભાઈનો દેહવિલય થતાં તેમના પુત્ર અને ઘોઘારી જૈન સેવા સંઘના પ્રમુખ શ્રી જયસુખભાઈ તેમજ વાડીભાઈના પુત્ર પ્રફુલ્લભાઈએ સેરીસા, પાનસર, મહુડી, કલિકુંડ, કીર્તિધામની યાત્રા પ્રવાસ તા. ૨૬-૧૮૮ થી ૨૯૧૦-૮૮ના ચાર દિવસ માટે રાખેલ હતો. આ વોરા પરિવારમાં ધર્મકાર્યોમાં સારું એવું યોગદાન રહ્યું છે. ન - - a Page #1147 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન [ ધન્ય છે સુકનકુવરબેન ધનરાજજી કોઠારી (રાજસ્થાની પરિવાર - જિનશાસન અને ધર્મના રંગે રંગાયેલા ધર્મપ્રેમી ધનરાજજી કોઠારીના ધર્મપત્ની સુશ્રાવિકા, રત્નકુક્ષી સુકનકુવરબેન તથા વૈરાગ્ય રંગે રંગાયેલા શ્રી બલવંતરાજજીના ધર્મપત્ની તુલસીબેન જેમના પુત્ર, પૌત્ર, પૌત્રી, ભાણી, દોહિત્રી તથા અન્ય સગા સ્નેહિઓને દીક્ષા અપાવી જિનશાસનને સમર્પિત ક્ય જે આજે પણ ક્રમશઃ આચાર્ય, પંન્યાસ, મુનિ અને સાધ્વીપદ સુધી પહોંચીને જેઓ વર્ધમાનતપ સંસ્થાપક આ.શ્રી ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ૧૦૮ ભક્તિ વિહાર-શંખેશ્વરના પ્રેરક આ.શ્રી પ્રિમસૂરિજી મ.સા.ના શિષ્ય પ્રશિષ્ય બની અંતરના આશિષ પામી ગુણોના એ મધમધતા બાગમાં વિચરી રહ્યા છે. બનાસકાંઠાના થરા નિવાસી પૂ. સાધ્વી દયા-દર્શન-ધર્મ-વિદ્યુતપ્રભાશ્રીજીના ચરણે પુત્રવધુ, પુત્રીઓ, પૌત્રી, દોહિત્રોને સોંપી જીવન ધન્ય બનાવ્યું છે. આ આદર્શ વીરનારી સુકુનબેનનો પરિવાર મૂળ રાજસ્થાનના કુચેરા ગામના પણ પછીથી મહારાષ્ટ્રના યવતમાલ જીલ્લાના આકોલા પાસે દ્વારાના વતની ગણાયા છે. ઈ.સ.૧૮૭૦માં આ પરિવારનું મહારાષ્ટ્રમાં આગમન થયું. ઈ.સ.૧૯૫૦ના અરસામાં સુકનકુવરબાઈના લગ્ન થયા. દ્વારછાના ધનરાજજી કોઠારી કુટુંબમાં સુકનબાઈના શુકનવંતા આગમન પછી કુટુંબમાં ધર્મરંગની હેલી ચઢી. સુકનબાઈના ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓમાં (૧) પુત્ર બલવંતરાજજી હાલ (મુનિ વીરવિજયજી) (૨) સાવંતરાજજી જેની ચાર પુત્રીઓએ દીક્ષા લીધી (૩) ખવરાજજી (૪) વિજયરાજજીની પુત્રીઓ (૧) નિર્મળાબેન–જેમની સુપિત્રીઓએ દીક્ષા લીધી (૨) ઉગમકુવરબેન (૩) અમરાવબેન આ સૌને ધર્મરૂપી સંસ્કારોથી નવપલ્લિત કર્યા. સુકનબાઈના પુત્રવધુઓ (૧) તુલસીબેન (જે પૂ.સાધ્વીશ્રી તીર્થશ્રીજી મ.) જેમણે પોતાના ચાર પુત્રોને અને બે પુત્રીઓને પણ દીક્ષા અપાવી અને પોતે બન્ને જણે સહકુટુંબ દીક્ષા લીધી. (૨) જતનબેનની ચારપુત્રીઓએ પણ દીક્ષા લીધી. (૩) ચંદ્રકાન્તાબેન (૪) આશાબેન જેઓ ચુસ્ત શ્રાવિકા બની આરાધના કરી રહ્યા છે. - તુલસીબાઈની પુત્રીઓ જે દીક્ષીત થયેલ છે તે શુભ નામો : પૂ. સા. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ.ના શિષ્યા અમિરસાશ્રીજી મ. તથા પૂ. સા.શ્રી ધર્મશ્રીજી મ.ના શિષ્યા બન્યા તીર્થશ્રીજી મ.ના શિષ્યા સા.શ્રી રાજરત્નાશ્રીજી મ. આજેપણ શાસનપ્રભાવના કરી રહ્યા છે. સુકુનબેનને દેવ ગુરુ ધર્મની ભક્તિમાં અપૂર્વ રસ અને આનંદ હતો. ગરીબોને દવા કપડા અને અન્નદાન એમની ખાસ રૂચિ હતી. તેમની જ્ઞાન પિપાસા પણ ગજબની હતી. જૈનકુળમાં જન્મેલા બાળકો આચરવિચારના ઉચ્ચસંસ્કારોથી સુવાસિત બને એવી આ શ્રાવિકાની ઉચ્ચત્તમ ભાવના હતી. સંયમ વિના મુક્તિ નથી એવી પ્રેરક વાણી પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા.ના મુખેથી સાંભળી પોતાના સંતાનોને સંયમી બનાવ્યા. આખો એ પરિવાર જાગી ઉઠ્યો અને આજે ૨૪ પૂણ્યાત્માઓ તપ, જપ, સંયમ અને સ્વાધ્યાયમાં મગ્ન બન્યા છે. ધન્ય છે એ કોઠારી પરિવારને. * Page #1148 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૯૯ સેવા ધર્મની પુણ્ય સરિતા : શાસનના પરમાર્યરસિક કર્મઠ કાર્યકરો જીવનની પ્રત્યેક પળને સમાજ અને ધર્મશાસનના વિવિધ ક્ષેત્રોમાં સતત સક્રિય રાખી અહર્નિશ સેવારત રહેનારા, અનેકોને અનેક પ્રસંગે, પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેનાર શાસનના સનિષ્ઠ અને કર્મઠ કાર્યકરો; જેમના ધર્મપરાયણ સગુણો અને ઉજળા વ્યક્તિત્વને કારણે બહોળા જનસમૂહમાં જેઓ સૌના પ્રીતિપાત્ર બની શકયા છે; જેઓની જિનભક્તિ, તીર્થભક્તિ, ગુરુભક્તિ, જ્ઞાનભકિત, સંઘભક્તિ, સાધર્મિકભક્તિ, જીવદયા પ્રવૃત્તિ તેમજ ઘર્મનિષ્ઠા અને કાર્યનિષ્ઠાથી શાસનના અનેકવિધ કાર્યો સુસંપન બન્યાં છે એવા ગૌરવવંતા કર્મઠ કાર્યકરો, સ્વાધ્યાયપ્રેમીઓ, પત્રકારો, પંડિતવર્યોના પરિચયો આ લેખ દ્વારા આપવામાં આવ્યા છે. ----જીંપાદક સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ દાઠાના વતની અને મુંબઈ રહેતા સૌજન્યમૂર્તિ શ્રી અનંતરાય હરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં તા. ૨૪-૧-૮૬ના રોજ અવસાન થયું. શ્રી અનુભાઈએ જીવનના અનેક ઝંઝાવાતોમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર ભાવે સત્કાર્યોમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા. તેઓ માતૃભૂમિ દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા, એટલું જ નહિ, દાઠાની ભોજનશાળા અદ્યતન બને અને યાત્રિકોને દરેક પ્રકારની સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા. દાઠા દેરાસરને મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઈસ્કૂલ ઊભી કરવામાં શ્રી અનુભાઈનું આગવું પ્રદાન હતું. ભોજનશાળા માટે નિધિ કરી આપવામાં તેમનો ઉમદા ફાળો હતો. મુંબઈમાં શ્રી ઘોઘારી વીસાશ્રીમાળી જૈન સમાજમાં આગવી પ્રતિભા ઊભી કરી હતી. વિધવા બહેનોને ઉપયોગી થવા, તેમને આત્મનિર્ભર બનાવવા તેમ જ તેમના પૈસાની કાયમી સલામતી માટે સ્વ. પિતાશ્રી હીરાચંદ છગનલાલ શાહની સ્મૃતિમાં દોઢ લાખની રકમ પોતાની આપી “વિશાળ ટ્રસ્ટ” નો પ્રારંભ કરેલ. જે માનવતાનું ઉમદા કાર્ય આજે ચિરસ્મરણીય બની ગયું. તળાજાની શ્રી એન. આર. શાહ હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન સમાજની નાનીમોટી અનેક સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા હતા. ભારતમાં બધે ફર્યા, પરદેશ પણ બે-ત્રણ વખત જઈ આવ્યા. મહેસાણામાં માતુશ્રી કમળાબેન હીરાચંદના નામે ધર્મશાળા બંધાવી. તેઓ ખૂબ જ પરગજુવૃતિ ધરાવતા હતા. મહાન જાદુગર શ્રી કે. લાલ વર્તમાન ભારતીય જાદુગરોમાં ઉચ્ચતમ શિખરે કે. લાલ બિરાજમાન છે. તેમનું આખું નામ કાંતિલાલ ગિરધરલાલ વોરા છે. કે. લાલનો જન્મ જુનાગઢ પાસેના બગસરા ગામમાં થયો હતો. તેમના પિતા કલકત્તામાં કાપડની Page #1149 -------------------------------------------------------------------------- ________________ ૧૧oo / [ જૈન પ્રતિભાદર્શન દુકાન ચલાવતા હોવાથી ત્યાં જવાનું થયું. આમ બાલ્યાવસ્થામાં કલકત્તા આવી વસ્યા. તેઓ પૈસે ટકે ખૂબ સુખી હતા. તેમના મોટા બાપા દેવચંદભાઈ બગસરાના નગરશેઠ હતા. એમને ત્યાં બહારથી ઘણાં લોકો આવતા-જતા હતા. બાળપણમાં કે. લાલને ભવાઈનો ભારે શોખ જાગ્યો હતો. આથી કિશોરાવસ્થા દરમ્યાન જીવને જાદુની દુનિયામાં પરોવ્યો. એ વખતે તેમની ઉંમર માત્ર ૭ વર્ષની હતી. ત્યાંની એંગ્લો ઇન્ડીયન સ્કૂલમાં ભણતા હતા. મેટ્રીકની પરીક્ષા તેમણે આપી ન હોતી. નાનપણમાં પિતાને મદદ કરવા માટે દુકાને બેસતા. ત્યાં સુધીમાં તો જાદુકળા પણ શીખી લીધી હતી. પરંતુ વાણિયાનો દીકરો મદારી થાય એ વાત શરૂમાં કુટુંબીજનોને ખૂંચતી. ધાર્મિક માનસ ધરાવતા પિતાને પણ કે. લાલની આ પ્રવૃત્તિ ન ગમતી. તેઓ ૧૯૪૦માં તેમના એક સંબંધીને ત્યાં ગયેલા. તે વખતે અડધો કલાક જાદુના પ્રયોગો કર્યા, એ જોઈને સૌ રાજી થઈ ગયા. તેઓએ પ્રો. ગીતાકુમારને ગુરૂ માની સાધના ચાલુ રાખી. જગવિખ્યાત જાદુગર હુડિનીથી ખૂબ જ પ્રભાવિત થયા. અમેરિકાના જાદુગર ડેવીડ કોપર ફીલ્ડથી કે. લાલ ખૂબ જ પ્રભાવિત છે. તેમણે સને ૧૯૫૧માં કલકત્તાના રોલી થીએટરમાં સૌ પ્રથમવાર ત્રણ કલાકનો પ્રોગ્રામ કર્યો. એ ખેલ જોવા તેમણે ૩૦૦ જેટલા જાદુગરોને પણ બોલાવ્યા હતા. આટલા બધા જાદુગરો વચ્ચે જરાપણ ડર અનુભવ્યા સિવાય પૂરા વિશ્વાસથી ખેલ કર્યા. ઉપાસના વગર સિદ્ધિ ન મળે તેવું માનતા કે. લાલ દુનિયાના સૌથી ઝડપી જાદુગર છે. જાદુગર કે. લાલના ખેલમાં હંમેશા નવીનતા સભર વિવિધતા હોય છે. વિદેશોમાં જતી વખતે તે દેશના ગીત-સંગીતની જાણકારી લે છે. અત્યાર સુધીમાં ૧૧OOO થી પણ વધુ નાઈટ પ્રોગામ થઈ ચૂક્યા છે, જે વિશ્વ રેકોર્ડ છે. દુનિયાના ખૂણે ખૂણે કે. લાલે ગુજરાતનું નામ ગાજતું કર્યું છે મહાન જાદુગર કે. લાલે અત્યાર સુધીમાં ૧OOથીયે વધુ દેશોમાં પ્રોગામ આપ્યા છે. કે. લાલના જાદુના ખેલોમાં અનેરી વિશેષતા હોય છે. એક પૂતળાના ટૂકડાને સાધીને જીવતું કરવું, એની સાથે નૃત્ય કરવું ને ફરી પાછા તેના ટુકડા કરી નાખવા. યુવતીને વિદ્યુત આરીથી કાપી પુનઃજીવિત કરવી: મંચ પર હાથી લાવવો; કાચની પેટીમાંથી ગૂમ કરેલી યુવતીને તોપમાંથી બહાર કાઢવી; કોઈપણ આધાર વિના યુવતીને ચક્કર ચક્કર ફેરવવી; કાગળની પેટીમાંથી બલ્બ સળગાવવા, કાગળ ફોડીને યુવતીનું બહાર આવવું; લેડી ટુ લાયન અને લાયન ટુ લેડી વિગેરે પ્રેક્ષકોને આંજી નાખે તેવી આઈટમો છે, જે કે. લાલ સિવાય એશિયાનો બીજો કોઈ જાદુગર રજૂ કરી શક્યો નથી. જુનિયર કે. લાલ (હસુભાઈ કે. વોરા) : વિશ્વના મહાન જાદુગર કે. લાલના પુત્ર જુનિયર કે. લાલ (હસુભાઈ કાંતિલાલ વોરા) પણ બાપ કરતાં બેટા સવાયાની જેમ ઝડપી જાદુગરનું મહાન બિરૂદ પરદેશમાંથી મેળવી હજારો “શો” યોજી જાદુગરોની દુનિયામાં આગળ પડતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. . મસ્તક અને ધડ જુદાં કરી મસ્તકને સ્ટેઈજ ઉપર ફેરવે છે. પોતે પોતાની જાતના જ કરવત વડે બે ટૂકડા કરી પ્રેક્ષકો સમક્ષ બે ભાગ રજૂ કરે છે, ઉપરાંત બે બાળાઓને કરવતથી કાપી–બંનેનાં અંગો એક Page #1150 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૦૧ બીજાને ફીટ કરી પ્રેક્ષકોને ડોલાવી દે છે; બન્ને બાળાઓનાં ઉપર-નીચે પહેરેલાં કપડાં પણ બદલાઈ જાય છે. આવા ખતરનાક ખેલોથી પ્રેક્ષકોને આશ્ચર્યમાં ગરકાવ કરે છે. હાલ પોતાના પુત્રોને કોલેજનું ઉચ્ચ શિક્ષણ આપવા પરિવાર સાથે અમદાવાદમાં સ્થાઈ થયા છે. ચેરીટી શો આપી સંસ્થાઓને પણ ઉપયોગી થયા છે અને થાય છે. પિતા-પુત્રને જૈન હોવાનું ગૌરવ છે. જૈન ધર્મ પુરો પાળે છે. સીગારેટ પણ પીતા નથી. કોઈ વ્યસન નથી, જૈન સંસ્થાઓને અનેક સમયે ચેરીટી શો આપી મદદરૂપ બન્યા છે. 3 ગુજરાતમાં ૧૯૮૫માં વર્ષના કારમા દુષ્કાળમાં સૌરાષ્ટ્રના જસદણ તાલુકામાંથી ૪,૦૦૦ ઢોરોને ખસેડી સુરત, વિંછીયા અને છાપરીવાળી સુધી લાવી પશુધન બચાવવાની કામગીરી, મિત્રોના સહયોગથી કરી હતી. વૃંદાવન, ગૌશાળારૂપે, જસદણ વિભાગનું સંપૂર્ણ આયોજન કરી અંદાજે ૫૦૦ વિઘા જમીન તથા ૫૦૦ પશુઓ માટેની વ્યવસ્થા આધુનિક પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ છે. અમદાવાદ-ઓઢવ તથા લીંચ પાંજરાપોળોને આર્થિક સહાય ચાલુ છે. પોતાના ગૃપ હસ્તક કાર્યકરો, મિત્રો દ્વારા સેંકડો જીવોને ‘અભય’ આપવાનું કાયમી ચાલુ છે. નાની પાંજરાપોળોને સદ્ધર અને પગભર કરવાની સક્રિય ભાવના ધરાવે છે. ૨૫ થી ૩૦ પાંજરાપોળો સાથે સંકળાયેલા છે. છેલ્લાં ૨૪ વર્ષથી ‘ગણેશ ચતુર્થી’--જૈન સંવત્સરી' ના રોજ સુરત કાંઠા વિસ્તારના ગામો ડુસમ, ભીમપોરમાં માછલાં પકડવાની પ્રવૃત્તિ બંધ રખાવે છે. જીવદયા સાથે સુરતની માનવતાવાદી સામાજિક સંસ્થાઓને યથાશક્તિ સહકાર, ગરીબોને શૈક્ષણિક, આર્થિક તથા મેડીકલ સહાય પણ કરે છે. શ્રી કિશોરભાઈ અમુલખભાઈ શાહ (ધાનેરાવાળા) જેઓ બનાસકાંઠાના ધાનેરા ગામના વતની છે. હાલ સુરત ખાતે રહે છે. હીરાના વેપાર સાથે સંકળાયેલા છે. છેલ્લા બાવીસ વર્ષથી જીવદયા, માનવસેવાની પ્રવૃત્તિથી સંકળાયેલા છે. તેમનું જીવન જોતાં નસેનસમાં જીવદયાની પ્રવૃત્તિ ધરાવતા હોવાથી મિત્રો તેમને ‘કિશોરભાઈ જીવદયા’ના નામથી ઓળખે છે. કુદરતી આફત વખતે તન, મન, ધન, સમય અને ધંધાની પરવા કર્યા વિના તથા ન્યાત-જાતના ભેદભાવ વગર માનવતાની સેવા, કાર્ય, દયા, દાન, પ્રવૃત્તિ કરે છે. પંદરથી વધુ સંસ્થાના ટ્રસ્ટી, અધ્યક્ષ, મંત્રી, મે. ટ્રસ્ટી કે સંસ્થાપક છે. દિલ્હી દ્વારા ચાલતા આંખના ઓપરેશનોમાં દવા, ચશ્મા તમામ દર્દીઓને મફત આપવા આર્થિક સહાય કરી છે. ધાનેરા ખાતે ‘મણિબેન વ્રજલાલ મહેતા' હોસ્પિટલના ટ્રસ્ટી છે. અંધત્વ નિવારણ યોજના હેઠણ ધાનેરા ખાતે આ હોસ્પિટલમાં ૧૯૯૪થી આંખનાં ઓપરેશન ચાલુ કરવામાં આવ્યાં છે. ૧૯૯૬૯૭માં ૮૫૦ ઓપરેશનો થયાં હતાં. ૧૯૯૭-૯૮માં ૧૨૫૦ ઓપરેશન કરવામાં આવેલ છે. ૯૮-૯૯માં ૨૦૦૦ ઓપરેશનનો લક્ષાંક સિદ્ધ કરેલ છે. દર શનિ-રવિ નેત્રયજ્ઞ આ હોસ્પિટલમાં ચાલુ રહે છે. આ સમગ્ર નેત્રયજ્ઞનું ‘શ્રી ભાનુચંદ કેશવલાલ ભણશાળી' પાલનપુરવાળાના સહકારથી કિશોરભાઈ દ્વારા થાય છે. ૧૯૯૮-૯૯માં સુરત જીલ્લામાં ૨૦૦ ઓપરેશનો રોટરીક્લબ સાથે મળી કરવામાં આવેલ છે. તેઓ યુથ ક્લબ ઓફ ધાનેરા દ્વારા છેલ્લાં ૨૨ વર્ષથી ધાનેરા સમાજને ઉપયોગ દરેક કામ ક૨વા ૨૨૬. Page #1151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૨ ] [ જૈન પ્રતિભાદર્શન પ્રયત્નશીલ રહે છે. બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા નોટબુક ફ્રી તથા તેજસ્વી વિદ્યાર્થીનું બહુમાન તેમ જ. દીક્ષાર્થીનું બહુ ૫, સ્વામીવાત્સલ્ય વિ. શાસનની પ્રવૃત્તિઓ, પૂજ્ય ગુરુભગવંતોની વૈયાવચ્ચ વગેરેમાં રસ ધરાવે છે. ૪00 જેટલા ગરીબ કુટુંબોને માસિક આર્થિક સહાય આપવા તથા ગામડાના આર્થિક જરૂરીયાતમંદોને પરભર કરવા પ્રયત્નશીલ રહે છે. શ્રી કિશોરભાઈનો લેખનપ્રવૃત્તિ પ્રત્યે શોખ બને અભિગમ હોવાથી “દોસ્ત'ના ઉપમાનથી તેઓ જાણીતા છે. એસ. એસ. સી. સુધી અભ્યાસ કર્યો હોવા છતાં વધુ વાંચન, ચિંતન અને મનનના કારણે તેમનામાં આવડત, અનુભવ અને આયોજન ઉચ્ચ કોટિનાં છે. તેમને મળતાં, તેમના ગુણોનો પરિચય થયા વગર રહેશે નહીં. પૈસાનું કે કાર્યનું અભિમાન પણ જોવા મળશે નહીં. તેમના પ્રત્યે દરેક વ્યક્તિ મૈત્રીભાવ” અને “સદ્દભાવ' ધરાવે છે. તેથી આ “મૂઠી ઉચેરા માનવી' માટે તેમનું વતન બનાસકાંઠા ગૌરવ અનુભવે છે. તેઓએ વહીવટ અનુકુળતા માટે “શ્રી શાંતિનાથ ચેરીટેબલ ટ્રસ્ટની ૧૯૯૬માં સ્થાપના કરી છે. જીવદયાટ્રસ્ટના નેજા હેઠળ માનવસેવાના કાર્યોનું સંચાલન તે કરવામાં આવે છે. શ્રી કિશોરભાઈ પી. કોરડિયા (રાજકોટ) જન્મ ૧૯૪૭ની રજી ડીસેમ્બર જેતપુર પાસે દેરડી ગામમાં થયો છે. રાજકોટમાં આવીને અભ્યાસ બાદ લોખંડની લાઈન પકડી રાજકોટમાં છેલ્લાં ૨૫ વર્ષથી અનેક ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિમાં દરેકને ઉપયોગી થવાના જીવનમંત્ર સાથે સેવારત છે. રાજકોટ જૈન સમાજ દરેક ક્ષેત્રમાં છવાઈ જાય તેવું તેમનું અનોખું અદ્ભુત વ્યક્તિત્વ છે. સ્થાનકવાસી હોય કે દહેરાવાસી હોય, કોઈ પણ વ્યક્તિ તેમને ન ઓળખતી હોય તેવું ભાગ્યે જ બને. દહેરાવાસી હોવા છતાં શ્રમજીવી વિસ્તારમાં વિશાળ સ્થાનકવાસી ઉપાશ્રય મૂર્તિમંત કર્યો છે. તેમના ઉપર પૂ. આચાર્યદેવશ્રી પ્રભાકરસૂરિજી મ. સા. ની અસીમ કૃપા છે. તેમણે શ્રમજીવી સોસાયટી જેવા નાના વર્ગના વિસ્તારમાં પણ ઉપાશ્રય તેમજ પંદર લાખના ખર્ચે વિશાળ શિખરબંધી જિનાલય ઊભા કર્યા છે. જૈન જ્ઞાતિની વાડી, સૌરાષ્ટ્ર-કચ્છની ચેમ્બર ઓફ કોમર્સ, કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારની સલાહકાર સમિતિ, શૈક્ષણિક સંસ્થાઓ, લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ, વેપારી સંસ્થા લોખંડબજાર, જૈન સોશ્યલ ગ્રુપ, કો. ઓપ. બેન્ક, કો. ઓપ. હાઉસીંગ સોસાયટી વગેરેમાં કોઈ ને કોઈ હોદ્દા જેવા કે મેનેજિંગ ટ્રસ્ટી, પ્રમુખ, સેક્રેટરી, બોર્ડ ઓફ ડીરેકટર્સ, સલાહકાર સભ્ય તરીકે દરેક જોડાયેલા છે. તન-મન-ધનથી દરેક સંસ્થામાં સેવા કરે છે. જરા જેટલો પણ ગેરવહીવટ ન ચલાવવાના પૂરતા આગ્રહી છે. કોઈ પણ સંસ્થાની તન-મન-ધનથી કાયા પલ્ટી નાખવા જેવા ઉમદા ગુણો એમનામાં રહેલા છે. શ્રી કીર્તિભાઈ એમ. વોરા ભાવનગર-વિદ્યાનગરમાં થોડા વર્ષો પહેલાં નૂતન જિનમંદિર નિર્માણ થતાં પૂ. આચાર્યશ્રી વિજયમસ્મભસૂરીશ્વરજી મ. સા. આદિની શુભ નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો વિશિષ્ટ રીતે ધર્મ મહોત્સવ ઉજવાઈ ગયો. તે અંતર્ગત મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પ્રતિષ્ઠાનો આદેશ રાજપરાવાળા (હાલ ઘાટકોપર-મુંબઈ) નિવાસી ધર્માનુરાગી કીર્તિકુમાર મણિલાલ વોરા (એડવોકેટ) તથા તેમના ધર્મપત્ની હીનાબેને લઈ નાની ઉંમરમાં પોતાની લક્ષ્મીનો ધર્મમાર્ગે સારો ઉપયોગ કરેલ છે. તેમ જ Page #1152 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૦૩ અંજનશલાકામાં ભગવાનનાં માતા-પિતા બનવાનો લાભ લેવા સાથે દ્વારોદ્ઘાટન, શ્રી અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર, હાથી ઉપર બેસીને વર્ષીદાન, સાધર્મિક-વાત્સલ્ય આદિ વિવિધ લાભો લઈ જીવનને ધન્ય બનાવ્યું છે. શ્રી કીર્તિભાઈનાં માતુશ્રી તથા બહેને દીક્ષા લીધી છે, અને હાલ શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં પૂ. સાધ્વી શ્રી ઉદ્યોતયશાશ્રીજી અને પૂ. તરુણયશાશ્રીજી નામે પ્રસિદ્ધ છે. ઉપરાંત બહેનના દીકરા ભાણેજ જતીનકુમારે પણ દીક્ષા લીધી છે જે હાલ જિતેશચંદ્રવિજયજી તરીકે વિચરે છે. શ્રી કીર્તિભાઈને મૂળનાયક પ્રભુજીની એવી ૨૪ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના છે. શ્રી કીર્તિભાઈ વોરા ધાર્મિક, સામાજિક વિ. વિવિધ ક્ષેત્રની વિશાળ કામગીરી અને મોટી જવાબદારીમાં વ્યસ્ત રહે છે. તપગચ્છ ઘાટકોપર-ઇસ્ટમાં સલાહકાર બોર્ડમાં મેમ્બર, ડોમ્બીવલીમાં તથા વરલ જૈન મિત્ર મંડળમાં પણ સક્રિય સેવા આપી રહ્યા છે. તેઓએ આજ સુધીમાં ઘાટકોપર ૬૦ ફૂટ ઉ૫૨ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, સોજીત્રામાં મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાન, ભાવનગર વિદ્યાનગરમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, વડોદરા-પ્રતાપનગર શ્રી સોસાયટીમાં શ્રી અભિનંદનસ્વામી ભગવાન, શિહોરમાં શ્રી શાંતિનાથ ભગવાન, ડોંબીવલી-ગોગ્રાસવાડીમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, ભાવનગર-આનંદનગરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી તથા શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી પુંડરિકસ્વામી તથા શ્રી ગૌતમસ્વામી, વડોદરા મકરપુરામાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન, કાંદીવલી--આનંદનગરમાં મૂળનાયકશ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન વગેરે ૧૫ પ્રતિમાજીનાં અંજનશલાકા-પ્રતિષ્ઠા-પ્રવેશ વગેરે કરેલ છે. અમદાવાદમાં ચાંદખેડા મધ્યે બુદ્ધિસાગરસૂરિનગર જે નવું તીર્થસ્થાન થઈ રહ્યું છે તેમના મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનનો આદેશ લીધેલ છે. તેઓશ્રીના યશભાગી હાથોનો સ્પર્શ જ્યાં જ્યાં થયો છે ત્યાં ત્યાંની શુભદાયી યોજનાઓ હંમેશાં ફળીભૂત થતી રહી છે. કર્તવ્યધર્મ બજાવવામાં તેમના ધર્મપત્ની હીનાબહેનનો ફાળો પણ નાનો સુનો નથી જ. શ્રી કીર્તિભાઈના હાથે વધુ ને વધુ માંગલિક કાર્યો થતાં રહે તેવી સદ્ભાવના વ્યક્ત કરીએ છીએ. શ્રી કેશવલાલ મોહનલાલ શાહ શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ અમદાવાદના વતની છે. લગભગ સત્યોત્તેરની ઉંમરે પહોંચેલા આ શ્રેષ્ઠીશ્રીએ એલ. એલ. બી. સુધીનું શિક્ષણ લીધું. શિક્ષણના આ જીવને શિક્ષણ, સંસ્કારની પ્રવૃત્તિઓમાં રસ અને રુચિ હોવાને કારણે પાટણ, કડી, અમદાવાદ-સી. એન. વિદ્યાલયના ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ જનસમુહનો પ્રેમ સંપાદન કર્યો. સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક શિક્ષણ સંઘમાં જોડાયા; છતાં મુંબઈ-અમદાવાદ બન્ને જગ્યાએ વસવાટ ચાલુ રાખ્યો. મોતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલોક સમય કામગીરી બજાવી. બિલોરી કાચ જેવું તેમનું સ્વચ્છ હૃદય હંમેશાં સાત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. નિબંધ Page #1153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન હરીફાઈ, કાવ્ય સ્પર્ધાઓ, શિક્ષણસંઘની પત્રિકાનું એડિટીંગ, નવકાર અને અન્ય સ્તવનોની કલા કેન્દ્ર દ્વારા રેકર્ડો ઉતરાવી આધુનિક યુગમાં અતિ ઉપયોગી કેસેટો ઉતરાવવા પ્રેરણાત્મક બન્યા. શિબિરોનું આબાદ રીતે ઓર્ગેનાઈઝીંગ કર્યું, જેમાંથી કુમારપાળ વિ. શાહ જેવા તેજસ્વી-ચારિત્રશીલ કાર્યકરો તૈયાર થયા. તથા પૂ. સાધ્વીજી નિર્મળાશ્રીજીની નિશ્રામાં કન્યા શિબિર શરૂ કરાવી, જેમાંથી અનેક કન્યારત્નો આદર્શ શ્રાવિકા બની શકી છે; તેથી કેશુભાઈ શિબિરવાળા કહેવાયા. તેમનું આધ્યાત્મિક ઉત્થાન તેમનાં ધર્મપત્ની તપસ્વી સુશીલાબહેનને આભારી પણ છે. પરિવાર સાથે ભારતના લગભગ બધા જ તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. પાલીતાણા-સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં, અમદાવાદમાં પાલડી--ઓપેરા સોસાયટીમાં ઉપાશ્રય તથા આયંબિલ ખાતામાં સંપત્તિનો સદુઉપયોગ પોતાના પરિવાર દ્વારા ઉદારતાથી કરી સારો એવો લાભ લીધો છે. તેમની નવકાર મંત્ર તથા ચત્તારિ મંગલની સમુહ પ્રાર્થના મુંબઈમાં બહુ ખ્યાતિ પામવાથી તેઓ કેશુભાઈ નવકારવાળા પણ કહેવાયા. વાંચન, સંગીતકલા વિગેરે શોખથી તેઓનું મન હંમેશાં સોળે કળાએ ખીલેલું જ જોવા મળે છે. શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં તેમના મનનો મોરલો હંમેશા નાચી ઊઠે છે. તેઓ જૈન આચાર-વિચારના પૂરા આગ્રહી રહ્યા છે. તેમણે હમણાં જ જૈનધર્મ ઉપર પી.એચ.ડી. કર્યું અનેઅમદાવાદમાં જાહેર સન્માન પામ્યા. પૂ. આ.શ્રી વિજયરામચંદ્રસૂરિજી તથા પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ. સા.ની તેમના દરેક કામમાં પ્રેરણા અને આશીર્વાદ મળતા રહ્યા. શ્રી કેશુભાઈ શિબિરવાળા--નવકારવાળાના નામથી જૈન શાસનમાં તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. તેમના પરિવારના સભ્યોએ ઉપધાન પણ કરેલાં. ધાર્મિક શિબિરોનું સંચાલન, વ્રત નિયમમાં આખું કુટુંબ ખૂબ જ ચોકસાઈ પૂર્વક અમલ કરે છે. શ્રી કેશવલાલ બુલાખીદાસ ખંભાત શહેર ભૂતકાલીન અને વર્તમાનકાલીન તીર્થસ્વરૂપ છે. જે પાવનભૂમિમાં શેઠશ્રી બુખાલીદાસ પિતા અને ભટ્ટીબાઈ માતાની કુક્ષિમાં | શેઠશ્રી કેશવલાલભાઈએ છીપમાં મોતી પાકે તેમ જન્મ ધારણ કર્યો. માતાપિતાના સૌથી નાના, ચોથા નંબરના પુત્ર હતા. તેમણે પોતાના જીવનમાં અનેક તડકા-છાયા વેઠી શૂન્યમાંથી સર્જન કર્યું હોય તેમ મુંબઈ ખાતે કાપડના ધંધામાં આગળ વધ્યા અને દિન-પ્રતિદિન દેવ-ગુરુ-ધર્મને સન્મુખ રાખી ખૂબ જ અભ્યદય પામ્યા. તેઓશ્રીનાં સહચારિણી ધર્મપત્ની શ્રીમતી લલિતાબહેન તેમને દેવ-ગુરુ-ધર્મ આરાધનામાં અનેક રીતે પ્રેરણારૂપ બન્યાં હતાં. ધર્મ-કાર્યોમાં પણ ખૂબ જ આગળ વધ્યા અને જિનેશ્વર ભગવાનની આજ્ઞામૂલક અનેકવિધ ધર્મક્રિયાઓમાં તેમનો અવિરધન પ્રવાહ પણ ઘણો જ અનુમોદનીય બન્યો. ખંભાતના શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાને વ્યવ . બનાવવામાં તેમનો અજોડ ફાળો છે. “શ્રી ગોડીજી જૈન ટ્રસ્ટ” મુંબઈ, “શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર'' પાલીતાણા, શ્રી જૈન બાલાશ્રમ, પાલીતાણા, શ્રી શકુંતલા કન્યાશાળા, મુંબઈ વગેરે મોટી મોટી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા બજાવી છે. ખંભાતમાં તેઓશ્રીનાં માતુશ્રીનાં નામે શ્રી ભટ્ટીબાઈ સ્વાધ્યાય સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા અને ધર્મપત્નીના Page #1154 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૧૦૫ નામે શ્રી લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાય મંદિર વર્ષોથી ચાલે છે, જેમાં સેંકડો સાધુ-સાધ્વીજી મ.સાહેબો અને હજારોની સંખ્યામાં બાલક--બાલિકાઓ-બહેનોએ લાભ લીધો છે. પોતાના સાધર્મિક માટે બહુમાન પૂર્વક દાનનો પ્રવાહ અવિરત વહેડાવતા રહ્યા છે. તેમના પરિવારમાં ધર્મનિષ્ઠ ચાર પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ છે. આ વિશાળ પરિવાર તેમના પગલે ચાલી વ્યાવહારિક અને ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રીના માર્ગદર્શનપૂર્વક સેવા બજાવે છે. સ્વ. શ્રીયુત ખીમચંદ છગનલાલ સ્વ. શ્રી ખીમચંદભાઈ વૃક્ષ જેવું પરોપકારી જીવન જીવી ગયા. તેઓથી ભલે આજે સ્કૂલ શરીરે વિદ્યમાન નથી, પરંતુ દુઃખીની સેવા માટે સતત જાગૃતિ, વ્યાપારધંધામાં પ્રામાણિકપણું, સત્ય, સદાચાર, અને શ્રદ્ધાનો ત્રિવેણીસંગમ, સુપાત્ર દાન, અનુકંપાદાન અને શિક્ષણના ક્ષેત્રમાં હજારો રૂપિયાની ઉદાર સખાવત વગેરે તેમના સગુણોની સુવાસ આજે પણ વિદ્યમાન છે. તેઓની જન્મભૂમિ સૌરાષ્ટ્ર-ધ્રાંગધ્રા પાસેનું ગુજરવદી ગામ. તેમણે પ્રાથમિક અભ્યાસ ખેરવા-જતનામાં અને ત્યારબાદ સુરેન્દ્રનગરમાં પાનાચંદ ઠાકરશી બૉડિંગમાં એસ. એસ. સી. સુધી અભ્યાસ કર્યો. રાએમને કારણે ૧૯૪૨માં કોગ્રેસની ચળવળમાં તેમણે આગળ પડતો ભાગ લીધો હતો. ત્રેવીસ વર્ષે મુંબઈ આવ્યા અને ૧૯૪૯માં કે. સી. શાહ નામની કુ.ની સ્થાપના કરી. ૧૯૬૫માં “એ” વર્ગના મિલીટરી કોન્ટ્રક્ટર થયા. તેમના નાના ભાઈઓ ચિનુભાઈ તથા શાંતિભાઈના સહકારથી ગવર્મેન્ટના કરોડો રૂપિયાના કોન્ટેફટથી કામ કરી પોતાની પેઢીની દેશવિદેશમાં ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે જતવાડ કેળવણી મંડળની સ્થાપના કરી અને પાનચંદ ઠાકરશી બોર્ડિંગસુરેન્દ્રનગરના ટ્રસ્ટી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. દેવદર્શન અને ગુપ્તદાન એ તેમના જીવનનો નિત્યનિયમ હતો. તેમને પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી વગેરે સાધુપુરુષોના આશીર્વાદ મળ્યા. તેઓશ્રી ૪૫-૪૬ વર્ષની ઉંમરે અરિહંત પ્રભુનું સ્મરણ કરતાં કરતાં વૈશાખ વદિ ૭, ૨૦૨૫માં સ્વર્ગે સિધાવ્યા. કલકત્તાના શ્રીગણેશ લલવાણી શ્રીગણેશ લલવાણી ઘણું બધુ હતા : પત્રકાર, ચિત્રકાર, સંગીતકાર, સંશોધક, સાહિત્યકાર, વ્યવસ્થાપક; પણ સૌથી વિશેષ એ સાધક હતા. રાજસ્થાનમાં આવેલ રતનગઢ નામનું ગામ તેમના બાપ-દાદાની ભૂમિ. તેમનો જન્મ ૧૨-૧૨૧૯૨૩માં ઉત્તર બંગાળના રાજાશાહી ગામમાં થયો. મેટ્રીકનો અભ્યાસ કરી કલકત્તામાં બી. એ. કરી ૧૯૪૬માં એમ. એ. થયા. શાળા જીવનમાં જ તેમણે અપરીણિત રહેવાનો સંકલ્પ કર્યો. કલકત્તાની પ્રસિદ્ધ સંસ્થા--જૈન ભવનને શ્રી ગણેશ લલવાણીજી જ્યારથી મળેલ છે ત્યારથી કમિટિએ એમને સાહિત્ય સાધના તથા તેમને યોગ્ય પ્રકાશન હેતુ પૂર્ણ સ્વતંત્રતા આપેલી છે. લલવાણીજીએ ત્રણ મુખપત્રો શરૂ કર્યા છે : જૈન જર્નલ (અંગ્રેજી ત્રિમાસિક શોધપત્ર), શ્રમણ (બંગાળી માસિક), તિથ્થર (હિન્દી માસિક). શ્રી ગણેશજી કલમના કીમિયાગર છે. લેખ, સંશોધાત્મક લેખ, વાર્તા, કાવ્ય, લલિત નિબંધ, નાટક, જીવન પરિચય, પ્રવાસ વર્ણન, વ્યંગ વગેરે ભાતીગળ સ્વરૂપોમાં તેમણે સરસ અને સુવાચ્ય સર્જન કર્યું છે. વિદેશોમાં વસતા જૈનો અને જૈન ધર્મમાં રસ ધરાવતા અન્ય રસિકોને “જૈન Page #1155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૬ ] [ જૈન પ્રતિભાદર્શન જર્નલ'ના માધ્યમથી જૈન ધર્મનો માનનીય પરિચય કરાવી રહ્યા છે. એકથી વધુ તેમણે નૃત્ય-નાટકો લખ્યા છે. ૧૨૫ થી વધુ નિબંધો, ૧૫૦ જેટલી જૈન કથાઓ, 100 જેટલાં કાવ્યો લખ્યાં છે. અનેક અનુવાદો કર્યા છે, વિવિધ ગ્રંથોનું સંપાદન કર્યું છે, સંદર્ભ ગ્રંથો પણ લખ્યા છે. તેમના સાહિત્યમાં સત્ય જોઈને તેમને શાંતિવિજય જ્ઞાનપીઠ પુરસ્કાર, જિનેશ્વર પુરસ્કાર તેમ જ અર્જુન પુરસ્કાર મળેલાં છે. સને ૧૯૮૩ માં તેઓએ ૬૧મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના પ્રસંશકો, મિત્રો અને પરિચિતોએ તેમનું અભિવાદન કર્યું. અભિનંદન સમિતિએ તેમને રૂા. ૨૧ હજારની થેલી અર્ધી, ત્યારે લલવાણીજીએ રૂા. ૧૦૦૧ની રકમ પોતાના તરફથી ઉમેરી એ બધી રકમ “જૈન ભવન' ના કાર્યોના પ્રચાર માટે અર્પણ કરતાં કહેલ કે મારું જે કંઈ છે તે જૈન ભવનનું છે.” શ્રી ગણેશ લલવાણી શ્રીમંત નહોતા, સવેતન સમર્પિત કાર્યકર હતા. તેઓ સાહિત્ય કળાનો જીવ હોવા છતાં જૈન ભવનના હિસાબો પણ લખે. ત્રણ-ત્રણ પત્રોનું સંપાદન અને સંસ્થાની વહિવટી જવાબદારી છતાંય તેમના મગજ ઉપર કોઈપણ જાતનો ભાર કે તાણ દેખાય નહિ. બારીકાઈથી જોઈએ તો લલવાણીજીને કશાયનું વળગણ નહીં, તેમને કંઈ મેળવવાનો ધખારો પણ નહીં; સહજ ભાવે બધુ કરવાનું. સંબંધો દુનિયાભરના; પણ બધાય બંધન વિનાના સંબંધ. શ્રી ચંદુભાઈ શકરાભાઈ “એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું....આ ભાવવાહી સ્તુતિના કર્તા શ્રી ચંદુભાઈ શકરાભાઈ આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદમાં થઈ ગયા. પવિત્ર પાનસર તીર્થમાં તેઓએ આ સ્તુતિની રચના કરી. શ્રી નમસ્કાર મહામંત્રના સમરાધક અને સાધક પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકરવિજયજી મહારાજના માર્ગદર્શન અનુસાર શ્રી પાનસર તીર્થના શાંત, શીતલ અને આહલાદક વાતાવરણમાં “નમસ્કાર-સ્વાધ્યાય ગ્રંથના સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો. સ્વાધ્યાયમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમના આત્મામાં આનંદના ઓઘ ઊછળવા લાગ્યા. એક-એક પંક્તિ વાચતા જાય અને એના કર્તાને યાદ કરતા જાય-- ઓ હો...હો...આવો અદ્ભુત ગ્રંથ અને ગ્રંથકર્તાએ આખા ગ્રંથમાં ક્યાંય પોતાનો નામોલ્લેખ સુદ્ધા કર્યો નથી. કેટલી નિઃસ્પૃહતા, નામનો મોહ કેટલો ઉતારી દીધો હશે! અરિહંત પરમાત્મા પ્રત્યે કેવો સમર્પણભાવ! જે છે તે અનંત ઉપકારી અરિહંત પરમાત્મા જ છે. આ હું લખતો નથી પણ પ્રભુ લખાવે છે; હું તો માત્ર વાહક છું. આવો ભાવ જાગે ત્યારે જ આટલી નિ:સ્પૃહતા પ્રગટે.” આમ, સ્વાધ્યાયમાં રમમાણ હતા; મનમાં આવા ઉત્કૃષ્ટ ભાવો રમતા હતા અને એ ભાવમાં ને ભાવમાં જ સહજ રીતે અંતરમાંથી આ કડી ઉદ્દભવી-- “એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું....” અને અરિહંત વંદનાવલિ ગુજરાતી પદ્યરૂપે શ્રીસંઘને એ પ્રાપ્ત થઈ. એક બાજુ સ્વાધ્યાય પૂરો થયો અને બીજી બાજુ રચના પૂર્ણ થઈ. ચંદુભાઈના સ્વાધ્યાય પ્રેમમાં તેમની માતાનો ધર્મપ્રેમ કારણરૂપ છે. તે કાળમાં ચંદુભાઈ અમેરિકામાં જઈ, ભૌતિક શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી---ભણીને ભારત આવ્યા. અમેરિકામાં રહીને તેઓ દૂધમાંથી સીધું જ ઘી બનાવવા અંગેનું સંશોધન કરી સિદ્ધિ મેળવીને ભારત આવ્યા હતા. આ તો તે કાળની વાત કે જ્યારે મુંબઈ પણ પરદેશ કહેવાતું હતું, ત્યારે અમેરિકા Page #1156 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 ૧૧૦૭ જેવા આટલા દૂરના પ્રદેશમાં રહી, અભ્યાસ કરી, આવી સિદ્ધિ મેળવીને સ્વદેશ આવે એટલે સહજ રીતે જ સગા-વ્હાલા-સંબંધી-મિત્રો વધામણી આપવા, ખુશાલી વ્યક્ત કરવા આવે. કઈ એવી માતા હોય કે જેની છાતી પુત્રના વખાણ સાંભળીને ગજગજ ન ફૂલે? પરંતુ આ તો જુદી માટીથી ઘડાયેલી મા હતી. આર્ય સંસ્કાર અને જૈનત્વને પામેલી મા હતી. જૈનત્વને પામેલી વ્યક્તિ લૌકિક ન હોય લોકોત્તર હોય. આ તો આર્યરક્ષિતના માતા રુદ્રસીમાની યાદ અપાવે તેવી મા હતી. લોકોના મુખે પોતાના પુત્રની પ્રશંસા સાંભળીને આ માતાજી તો શાંત અને સ્વસ્થ ચિત્તે પોતાના આસન ઉપર બેસી રહ્યા. ન તો લોકોની વાતમાં સૂર પુરાવે છે કે ન તો પ્રસન્નતા સૂચક મલકાટ એના મુખકમળ ઉપર દેખાય. માતાએ કહ્યું : બેટા! આ જગતમાં કઈ એવી અભાગણી માતા હોય કે જે પોતાના પુત્રની ચઢતી જોઈને રાજી ન થાય. તું જે કાંઈ ભણીને આવ્યો એમાં મને બીજી કંઈ ગતાગમ ન પડે પણ હું તો એટલું જાણું કે આમાં તારા આત્માનું કલ્યાણ ન થાય. તું કંઈ ધર્મનું ભણ, ધર્મના કંઈ સારા કામ કરે તો તારા આત્માનું કલ્યાણ થાય અને એમાં હું રાજી થાઉં.” મા એવા બેટા. દ્રસમા જેવી માતા અને દીકરો પણ આર્યરક્ષિત જેવો હતો. મા રાજી તો દીકરો રાજી. માતાના રાજીયા માટે દીકરાએ માતાની વાતનો તરત જ સ્વીકાર કર્યો. બે-ચાર જણાને પૂછતાં પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજનું નામ સૂચવ્યું અને ચંદુભાઈ તો પહોંચી ગયા પંન્યાસજી મહારાજ પાસે. પંન્યાસજી મહારાજનો સંગ થતાવેત ચંદુભાઈ તો એક પછી એક પગથિયાં સર કરવા લાગ્યા. હંસ ઉપર લાગેલી ધૂળ ઊડી ગઈ અને શ્વેતજ્જવલ હંસ જ્ઞાનસરોવરમાં મહાલવા લાગ્યો. સ્વાધ્યાયમાં આગળ વધતા વધતા એમને ભગવાનનો સ્યાદ્વાદ્રમાર્ગ એટલો સ્પર્શી ગયો કે એમણે સ્યાદ્વાની સર્વોત્કૃષ્ટતા’ નામનું એક પુસ્તક પણ લખ્યું. ઘણાં વર્ષો પહેલાં એની બહુ જ ઓછી નકલો છપાઈ હતી એટલે હાલ તે પુસ્તક અપ્રાપ્ય છે. ચંદુભાઈ જુની પેઢીના શ્રદ્ધાવંત વિદ્વર્જનોમાંના એક હતા. એમના ઘડતરમાં એક ધર્મપ્રેમી માતાની ઉચ્ચભાવના કામ કરી ગઈ. ચાલો...આપણને પણ આવી ધર્મપ્રેમી માતાની કૂખે અવતાર મળે અને આપણે પણ ચંદુભાઈ જેવા સુપુત્ર બનીએ એ ભાવના સાથે “એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું.....' એ ગાથા પહેલાં ગાઈએ..... [‘શાંતિ સૌરભ' માસિક, ઓકટોબર-૧૯૯૮ના અંકમાં પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરિજી મ. સા.ના શિષ્ય મુનિશ્રી રાજહંસવિજયજી મ. સા.ના લેખમાંથી સાભાર.] શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની શ્રી ચંદુલાલભાઈનો જન્મ તા. ૧-૧૧૯૨૮ના રોજ થયો. મેટ્રીક સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું; પણ પછી ૧૯૪૮થી મુંબઈને કર્મભૂમિ બનાવી. ૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની દવાની દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમે ક્રમે સારો વિકાસ થયો. દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તેમના સેવાજીવનની સુમધુરતા સદા મહેકતી રહે છે. વ્યવસાયમાં દીપક મેડીકલ સ્ટોર ઉપરાંત મહાવીર મેડિકલ સ્ટોરનું પણ પોતે સંચાલન Page #1157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૮ ] [ જૈન પ્રતિભાદર્શન કરે છે. વીમા એજન્ટ તેમજ યુનિટ ટ્રસ્ટના એજન્ટ તરીકેની જવલંત ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. યાત્રાર્થે હિંદના ઘણા સ્થળોનું પરિભ્રમણ કર્યું શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થાઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે, જેવી કે–-જૈન સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ ઓફ ડાયરેક્ટરના | મેમ્બર તરીકે તથા મુંબઈ ચમન છાત્ર મંડળમાં મંત્રી તરીકે ચાલુ છે. તેમજ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્ઝયુમર્સ કો. ઓ. સોસાયટીમાં કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ સેવા આપેલી. સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭પથી શ્રી ચંદુલાલ બી. શાહ હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચાલ છે. મુંબઈમાં ઝાલાવાડ જૈન સંઘના મંત્રી તરીકે સેવા આપેલ. તેમ જ સ્પેશ્યલ એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ ક્લબમાં તેમ જ મહાવીર જૈન વિદ્યાલયમાં કમિટી મેમ્બર તરીકે તેમ જ જિનાલય ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમ જ મુંબઈ જીવદયા મંડળીમાં ખજાનચી તરીકે સેવા ચાલુ છે. તેમ જ ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ તથા શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘમાં કમિટી મેમ્બર તરીકેની સેવાઓ તેમ જ જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલમાં શરૂઆતથી જ ખજાનચી તેમ જ મંત્રી તરીકેની સેવા ચાલુ જ છે. તેમ જ ઓગષ્ટ ક્રાંતિ કો. ઓ. સોસાયટીમાં ચેરમેન તરીકે તથા અન્ય નાની-મોટી સંસ્થાઓની સેવાને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨ના ઓગષ્ટથી જસ્ટિસ ઓફ પીસ (જ. પી.)ની પદવી એનાયત કરેલી ઉપરાંત સરકારે ૧૯૭૪ના જૂનથી સ્પેશ્યલ એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ તરીકે તેમને પસંદ કર્યા છે. હાલમાં તેઓ એસ. ઈ. એમ. તરીકે ચાલુ છે. તેમની પ્રગતિમાં તેમનાં ધર્મપત્નીનો ફાળો જરાપણ નાનો-સૂનો નથી. કંચનબહેને માસક્ષમણ, સિદ્ધિતપ તેમ જ ઉપધાનતપ, વરસીતપ વગેરે અનેક તપશ્ચર્યાઓ કરેલ છે. આખુંયે કુટુંબ ખૂબ જ ધાર્મિક રંગે રંગાયેલું છે. આપણા એક રૂપિયાના નુકશાન સામે બીજાને પાંચ રૂપિયાનો ફાયદો થતો હોય તો આપણે નુકસાન ભોગવી લેવું, આ રીત તેમણે જીવનમાં અપનાવી છે. (આ રીતથી ગમે તેટલું ભોગવવું પડે.) ગરીબ, બીમાર તેમ જ સંજોગોના ભોગ બનેલાઓ પ્રત્યે ખૂબ જ દયા રાખી યથાશક્તિ તન-મન-ધનનો ભોગ આપવો--આ રીત પણ જીવનમાં અપનાવી છે. હમણાં જ થોડા સમય પહેલાં શ્રી ચંદુભાઈ અને તેમના લઘુબંધુ નવીનચંદ્રભાઈના પરિવારના સૌજન્યથી મુંબઈથી જેસલમેર--રાણકપુર વગેરે અનેક તીર્થસ્થાનોના યાત્રા પ્રવાસનું આયોજન કરેલું. મુંબઈથી ૫૪ યાત્રિકો તથા જોરાવરનગર વગેરેના ૫૪ યાત્રિકો મળીને ૧૦૮ યાત્રિકોની યશસ્વી યાત્રા પ્રવાસ યોજ્યો હતો. પરમ કૃપાળુ પરમાત્મા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપને સેવા કરવાની તક આપે તેવી પ્રાર્થના. શ્રી ચારૂચંદ્ર ભોગીલાલ શાહ શ્રી ચારૂચંદ્રભાઈ અમદાવાદના અગ્રણી કાર્યકરોમાંના એક છે. તેમની ૧૯૪૭થી ફતાસાપોળ મહાવીરસ્વામી દહેરાસર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમ જ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી જૈન પુસ્તકાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વરણી થઈ. ૧૯૪૮માં વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિની કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૫૦માં સદરહુ જ્ઞાતિમાં જિંદગી પર્વતના પ્રમુખ તરીકે નિમણૂંક થઈ. ૧૯૬૦માં અમદાવાદ શહેરના રૂપવિજયજી મહારાજ ડહેલાના ઉપાશ્રયમાં ટ્રસ્ટી તરીકે ચૂંટાયા. ૧૯૭૦માં પાનસર Page #1158 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૦૯ મહાવીરસ્વામી દહેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નીમાયા--હાલ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. ૧૯૮૫માં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં ટ્રસ્ટી તરીકે નીમાયા, તે પહેલાં દસ વર્ષ સુધી સદરહુ પેઢીમાં અમદાવાદ શહેરના પ્રતિનિધિ તરીકે હતા. હાલ આ બધી સંસ્થાઓમાં તક ચાલુ છે. તેમની ધંધાકીય કારર્કિદીમાં ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસીએસનના ત્રણ વાર પ્રમુખ તરીકે અને તેના મુખપત્ર સેલ્સટેક્ષ જર્નલના ત્રણવાર એડીટર તરીકેની સેવા આપેલ છે. ૧૯૪૭માં તેમના પિતાશ્રીનું તથા ૧૯૮૫માં માતુશ્રીનું અવસાન થયું. આ શોકદાયક પ્રસંગો તેમના જીવનમાં સદ્કાર્ય-ધર્મકાર્યના નિમિત્તરૂપ બન્યા હતા. પોતાની ધંધાકીય પ્રવૃત્તિ દરમ્યાન પોતે વેચાણવેરા કાયદા ઉપર ત્રણવાર પુસ્તકો તૈયાર કરી એસોસીએશનને આપ્યા; રોયલ્ટી કે નફો લીધો નહિ અને તેનો નફો એસોસીએશનના ફંડમાં એકત્ર થયો. પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી મૂળ બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામના વતની અને મહેસાણાની શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં ૧૩ વર્ષની વયે ધાર્મિક અભ્યાસનો પ્રારંભ કર્યો. છ વર્ષ દરમ્યાન જૈન દર્શન--તત્વજ્ઞાન ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃત, કાવ્ય, ન્યાય અને વ્યાકરણ જેવા વિષયોનો તલસ્પર્શી અભ્યાસ કરીને પંડિત તરીકે ખંભાતની ભટ્ટીબાઈ સ્યાદ્વાદ્ સંસ્કૃત જૈન પાઠશાળામાં જોડાયા. આ પાઠશાળામાં અનેકવિધ સાધુ-સાધ્વીજીઓએ તેમ જ ભાઈ-બહેનોએ એમની પાસે અભ્યાસ કર્યો હતો. કેટલાક અભ્યાસીઓએ ચારિત્ર અંગીકાર કરીને માનવજીવન સફળ કર્યું છે. તેઓએ માત્ર પંડિત જ નહિ, વિધિકાર તરીકે પણ અનેક ધાર્મિક મહોત્સવો અંજનશલાકા પ્રતિષ્ઠા આદિમાં શુદ્ધોચાર ને શાસ્ત્રોક્ત વિધિ કરાવીને મહાન પુણ્ય કાર્ય કર્યું હતું. તેઓશ્રીએ અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિ પુસ્તકનું સંપાદન કરીને વિધિકારોને શાસ્ત્રીય રીતે તૈયાર કરવામાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ૪૭ વર્ષથી ખંભાત નગરીની વૈવિધ્ય સેવાઓની આ નગરીના જૈન સંઘોએ એમનું ભાવભીનું સ્વાગત અને સન્માન કર્યું છે. ભટ્ટીબાઈ જૈન સંસ્કૃત પાઠશાળાના સ્થાપક શ્રી કેશવલાલ બુલાખીદાસ શેઠે પંડિતજીને રૂ।. એક લાખની બક્ષિસ આપી ત્યારે એમણે તેનો અસ્વીકાર કર્યો અને તેમાં રૂ।. ૧૦૦૦-૦૦ ઉમેરીને સમગ્ર રકમ પાઠશાળાને દાનમાં આપીને ‘નિસ્પૃહણીય તૃહામ્ વિત્તમ્'' ની ઉક્તિને ચરિતાર્થ કરી બતાવી છે. ધાર્મિક ક્ષેત્રમાં કામ કરતાં લોકોને ધનની લાલસા રહે છતાં પંડિતજીએ લક્ષ્મીને ગૌણ બનાવીને જ્ઞાની તો વિનમ્ર ને નિસ્પૃહ હોય તે વાત એમના જીવનમાં સાક્ષાત નિહાળી શકાય છે. આવા મહાન પંડિતનું ખંભાત નગરીના સંઘના કાર્યકર્તાઓએ જાહેર સન્માન કર્યું હતું. અને નગરજનોએ તા. ૧૩-૨-૮૮ના રોજ ભવ્ય અને યાદગાર કહી શકાય તેવો પંડિતજીનો વિદાય સમારંભ યોજીને એમની જ્ઞાનોપાસના-શ્રુતજ્ઞાનની ભક્તિ---અધ્યાપક તરીકેની સિદ્ધિઓ અને જિનશાસનની સેવા વગેરેની મુક્તકંઠે પ્રસંશા કરવામાં આવી હતી. સુરતમાં સ્થાઈ થઈને આદ્યાપિપર્યંત જૈન પાઠશાળાના વિકાસની યોજના, સાધુ--સાધ્વીના અભ્યાસ અને જૈનશાસનની પ્રભાવનાના અનેક પ્રસંગે ૮૦ વર્ષની વયે પણ ઉપસ્થિત રહીને સૌ કોઈને પોતાના જ્ઞાનતેજથી પ્રભાવિત તેમજ જિનધર્મના રાગી બનાવવાનું ૧૨૭. Page #1159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૦ પુણ્ય કાર્ય કરી રહ્યા છે. શ્રી છોટાલાલ મણિલાલ શેઠ શ્રી છોટાલાલભાઈ અને તેમનું કુટુંબ જિનશાસને પ્રબોધેલા રંગે રંગાયેલું છે. સાવરકુંડલાના વતની શ્રી છોટાલાલ મણિલાલ બેચરદાસ મુંબઈમાં કાપડ લાઈનમાં ખૂબ જ યશકીર્તિ પામેલા આગેવાન વેપારી છે. ધંધાના પ્રભાવજનક વિકાસની સાથે ધર્મક્ષેત્રે એમનું અને એમના પરિવારનું ઘણું મોટું પ્રદાન છે. સાવરકુંડલા દેરાસરના વહીવટમાં પણ એમનું માર્ગદર્શન રહ્યું. દોઢસો વર્ષ પહેલાં મોતીશા ટૂંકમાંથી ધર્મનાથસ્વામીની પ્રતિમા લઈ આવ્યા ત્યારે એ વખતની પ્રતિષ્ઠા વખતે શરૂથી અંત સુધી આ શેઠ કુટુંબ મોખરે હતું, જે ધર્મપ્રભાવનાની પરમ્પરા આ પિરવારે આજ સુધી જાળવી રાખી છે. સં ૨૦૦૨માં શ્રી મણિલાલભાઈના સ્વર્ગવાસ પછી વહીવટ શ્રી માનચંદભાઈએ કર્યો અને તે પછી શ્રી છોટાલાલભાઈ ધર્મ--આરાધનાના કાર્યોમાં રાહબર બની રહ્યા. ભારતના દક્ષિણ સિવાયના મોટાભાગનાં જૈનતીર્થોની યાત્રાર્થે સકુટુંબ જઈ આવ્યા છે. શાન્તિસ્નાત્ર, ચાતુર્માસ, ઉપધાનતપ, અને કુટુંબમાં વર્ધમાનતપની ઓળી જેવાં વ્રતો થયેલાં છે. તેમની સાધર્મિક ભક્તિ હંમેશાં આજ સુધી ચાલુ રહી છે, જે એમની ધર્મનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. શ્રી છોટુકાકાના નામે સૌરાષ્ટ્રમાં તેમ જ મુંબઈમાં તેઓ જાણીતા છે. પાંચ પુત્રોનો પરિવાર છે. સંયુક્ત કુટુંબમાં આનંદકિલ્લોલથી સૌ સાથે રહે છે. સૌરાષ્ટ્રના જૈન સમાજના જે અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠીઓ ગણાવાયા છે તેમાં શ્રી છોટાલાલભાઈની પ્રથમ હરોળમાં ગણના થાય છે. સાધુ-સાધ્વીઓની સુશ્રુષા-વૈયાવચ્ય સુંદર રીતે કરવામાં આ પરિવાર મોખરે રહ્યો છે. [ જૈન પ્રતિભાદર્શન (સંકલન : ડૉ. કવિનભાઈ શાહ) શ્રી છોટાલાલભાઈની ઉચ્ચતમ ભાવના અને મિલનસાર સ્વભાવને કારણે બહોળા જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. દિલની અમીરાતવાળા શ્રી છોટાલાલભાઈએ ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ સાધી તેમાં તેમના સદ્ગુણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે સમ્પત્તિના પોતે ટ્રસ્ટી છે, એમ માનીને જ્યાં--જ્યાં સારાં કાર્યો થતાં રહ્યાં ત્યાં ત્યાં તેમણે અંતરના ઉમળકાથી લાભ લઈ વિવિધ ક્ષેત્રોમાં યથાયોગ્ય નાનાંમોટાં ઘણાં દાન આપેલાં છે. તેમનું આ પ્રદાન ખરેખર દાદ માગી લે તેવું છે. સાવરકુંડલાની જૈન બોર્ડિંગ અને શાળામાં એમની દેણગીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઉનાની ધર્મશાળામાં પણ એવી જ બાદશાહી સખાવત એમણે કરી છે. તેમનાં ધર્મપત્ની શાન્તાબહેન પણ એવાં જ ધર્મપરાયણ અને ઉદારચિરત છે. ૨૦૪૦માં પાલીતાણામાં ચાતુર્માસ. એ વખતે ઉપધાનમાં પહેલી માળનો આ પરિવારે લાભ લીધો. ઉપધાન--અઠ્ઠાઈ વગેરે આ દંપતીને ખૂબ જ ભાવથી કર્યાં. વર્ષો પહેલાં હસ્તિગિરિમાં એક પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો પણ આ પરિવારે લાભ લીધો. શેઠશ્રી છોટાલાલભાઈ એમની પાછલી અવસ્થામાં વ્રત, જપ, તપ અને જિનશાસનની ધર્મમય જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં વ્યસ્ત બની આનંદમંગલથી વિશાળ પરિવારને માર્ગદર્શન આપી રહ્યા છે. આવા શ્રેષ્ઠીઓ આપણી વંદનાના અધિકારી બને છે. Page #1160 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૧૧ શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ કલા, ધર્મ અને ધનનો ત્રિવેણી સંગમ ધરાવનાર શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ નાસિક જિલ્લાના માલેગૉવના મૂળ વતની અને હાલ મુંબઈ નિવાસી છે. શ્રી જવાહરભાઈ સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે. એમણે ૧૨ વર્ષની કુમળી વયે જીવનની કારકિર્દીની શરૂઆત કરી અને ૨૨માં વર્ષે જાહેર સેવાકાર્યની શરૂઆત કરી. પ્રત્યેક અંકુરમાં વિકાસ થવાની અને વટવૃક્ષ બનવાની શક્યતા રહેલી છે એટલે તે વંદનીય છે; કારણ કે તે ક્યારે વટવૃક્ષ બની રહેશે તે પરમ નિયંતા જ જાણી શકે. આવા એક નાના અંકુરમાંથી વટવૃક્ષ સમા બની રહેલા શ્રી જવાહરભાઈનો જન્મ અખિલ ભારતના જૈન સમાજના આગેવાન કાર્યકર શેઠશ્રી મોતીલાલ વીરચંદ શાહને ત્યાં માલેગાઁવમાં થયો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી બી. કોમ., એલ. એલ. બી. થયા અને સુરત બજારના ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરી. - શ્રી જવાહરભાઈ જૈન સમાજના યુવાન સંનિષ્ઠ કાર્યકર છે. ધાર્મિક કે સામાજિક કોઈપણ કાર્યમાં આગળ પડતો ભાગ લેવા તત્પર રહે છે. શેઠ આણંદજી કલ્યાણજી જૈન શ્વેતાંબર પેઢીના તેઓ પ્રતિનિધિ છે તેમ જ નીચેની સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ૧. શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન મંદિર--પ્રાર્થના સમાજ. ૨. શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન. જે. મૂર્તિપૂજક ગુરુકુળ-ચાંદખેડા (ગુજરાત). ૩. શ્રી વિશાલ જૈન કલા સંસ્થા (જન મ્યુઝિયમ) પાલીતાણા. ૪. શ્રી પીયૂષપાણિ સ્થાપિત સંગ્રહાલય-મુંબઈ. ૫. શ્રી વર્ધમાન જૈન સેવા કેન્દ્ર--મુંબઈ. ૬. શ્રી વર્ધમાન જૈન આગમ તીર્થ-પૂણે. ૬. ઉપાધ્યક્ષ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ--મુંબઈ. તે ઉપરાંત શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તથા શ્રી ભારત જૈન મહામંડળના સેક્રેટરી તથા આગેવાન કાર્યકર્તા છે. તેમના પત્ની શ્રીમતી માયાબેન પણ તેમનાં દરેક કાર્યમાં સહયોગ અને સાથ આપે છે. આવા કર્મનિષ્ઠ ભાગ્યવંત યુવાન દાતા શ્રી જવાહરભાઈની સેવા-પ્રવૃત્તિ હજુ વિશાળ ફલક પર વિસ્તરે અને તેઓ દીર્ધાયુષ્ય પામો એવી શુભેચ્છા. શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહ શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહનું જન્મસ્થળ માલવણ, તા. દસાડા–જિલ્લો સુરેન્દ્રનગર. તેમના પિતાશ્રી મુંબઈમાં સોનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં અવસાન થયું. માતાજી હયાત છે. એક બહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ જ્યોત્સનાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૨૮ વર્ષના સોલીસીટર છે. ત્રણ પુત્રીઓ દીપિકાબહેન, કલ્પનાબહેન અને કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી. એસ. સી. (કેમિસ્ટ્રી અને બોટની) ૧૯૫૫માં અને એલ. એલ. બી.૧૯૫૭માં પસાર કર્યું. ૧૯૫૮માં વકીલાતની અને સોલીસીટરની પરીક્ષા ૧૯૬૧માં પસાર કરી. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીનવાલા, સોલીસીટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬૬થી ભાગીદારી છોડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. હમણાં જ તેમનો પુત્ર પરેશ તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે. તેમની વિશિષ્ટતાઓમાં તેઓ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. અન્ય શોખમાં વાંચન, ફોટોગ્રાફી, Page #1161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન સંગીત, નાટક અને રમતગમત વગેરેનો શોખ છે. તેઓ મુંબઈમાં વેજીટેરીયન સોસાયટીના સેક્રેટરી છે. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી જશવંતભાઈને જૈનધર્મના ઊંડા રહસ્યો જાણવા સમજવાની હંમેશા લગની રહી છે. જૈન સંદર્ભ ગ્રંથ પ્રકાશનના કાર્યમાં હંમેશા તેમનો સહયોગ મળતો રહ્યો છે. સ્વ. શેઠશ્રી જેશીંગભાઈ કાલીદાસ શેરદલાલ જન્મ સં. ૧૯૨૯ના ચૈત્ર વદ ૮ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કાલીદાસ ભીખાભાઈ અને માતાનું નામ જેકોરબાઈ હતું. પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના તેઓ નિષ્ઠાવાન ભક્ત હતા. તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક મંદિરોમાં ઘણા જિનબિમ્બો ભરાવવામાં તેમ જ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષ્મીનો વ્યય કરીને ઘણાં પુણ્ય કાર્યો કર્યા છે. શ્રી કદમ્બગિરીની બાવન જિનાલયની ભમતીમાંની મોટી દેરી, રોહીશાળામાંની મૂળ નાયકની પ્રતિમા અને તેમની બાજુની જિનપ્રતિમાં તેમ જ બહારની બાજુમાં શ્રી સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા તેમ જ અંજનશલાકા વગેરે કાર્યો એ તેમના ઉન્નત અને ઉદાર ધર્મજીવનનાં પુણ્ય પ્રતીકો છે. પ્રતિમા અને પ્રતિષ્ઠા ઉપરાંત તેમને શ્રુતજ્ઞાન ભક્તિમાં પણ ઊંડોરસ હતો. શ્રી જેશીંગભાઈએ પોતાની મિલકતના અમુક ભાગની રકમનું ટ્રસ્ટ કર્યું હતું અને શાસનસમ્રાટ આચાર્યમહારાજશ્રીએ મંગળ આશીર્વાદ આપ્યા હતા. આ ટ્રસ્ટમાંથી અલભ્ય એવા ગ્રંથરત્નો સિદ્ધહેમ શબ્દાનુશાસન આદિ પુસ્તકો પ્રકાશિત થાય છે. તેઓશ્રી તત્ત્વવિવેચક સભાના અધ્યક્ષ હતા. તેઓશ્રીએ નિર્ધારિત નવકારમંત્રનો જાપ પૂર્ણ કર્યો હતો. તેઓએ સાધર્મિકોના ઉદ્ધાર વગેરેમાં પણ ગુપ્તદાન કરવામાં કચાશ રાખી ન હતી. સં. ૧૯૫૫માં શ્રી સિદ્ધિગિરિની શીતળ છાયામાં ચાતુર્માસ કર્યું હતું. તેઓ પુણ્યરાશિ પુખ હતા અને તેની સૌરભ આજે પણ મહેક મહેક થાય છે. તે સુવાસ કાયમ રહે તે માટે તેમનો પુત્રો શ્રી સારાભાઈ અને શ્રી મનુભાઈ ટ્રસ્ટમાંથી પોતાના પિતાશ્રીની જેમ જ ઉત્સાહ અને ઉમંગથી પુણ્યકાર્યોમાં સાથ સહકાર આપી રહ્યા છે. પિતાશ્રીના સ્મરણાર્થે અષ્ટાનિકા મહોત્સવ આદિ કાર્યો, ધાર્મિક વિધિ-વિધાનો ઉપરાંત બંને બંધુઓએ વર્ધમાનતપ આયંબિલખાતામાં સારી રકમ આપેલ. સં. ૨૦૧૮ વૈશાખ સુદ ૧૦ ના રોજ પાલીતાણામાં શ્રી નેમિદર્શન વિહાર નામનું ગુરુમંદિર બનાવી તેમાં પૂજ્ય આચાર્યભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી સારાભાઈ પણ રાજનગર ધર્મપુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા પણ પુષ્પપાંખડીની જેમ મધુર સુવાસ ફોરમ મૂકી ગયા અને જીવન ધન્ય ધન્ય બનાવી ગયા. શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ જનસમાજમાં ચિરંજીવ સુવાસ એમની જ મહેકતી રહે છે જેઓ સંસારના દરેક વ્યવહારોમાં નિષ્ઠાને, પ્રામાણિકતાને, નીતિન્યાયને વળગી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ આવી બહુમુખી પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. સ્વાશ્રય અને પુરુષાર્થના બળે આગળ વધીને તેઓ આ એક સફળ વ્યાપારી તથા વિશિષ્ટ રસાયણના ઉત્પાદક બન્યા. અને સૌજન્યભર્યા વ્યવહારથી હજારો હૈયામાં માનભર્યું સ્થાન પામ્યા. ધ્રાંગધ્રામાં જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમ્પ્રદાયને અનુસરતા દશાશ્રીમાળી જ્ઞાતિના શ્રી મોહનલાલ શાહને ત્યાં માતા સમતાબહેનની કુક્ષીએ તેમનો જન્મ થયો. આઠ વર્ષની ઉંમરે માતાનો દેહવિલય થયો પણ Page #1162 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૧૩ પિતાએ એમના પર અનેરું વહાલ વરસાવી તેમની ખોટ લાગવા ન દીધી. ] અભ્યાસ માટે તેઓ સુરેન્દ્રનગર ગયા અને મેટ્રિક સુધી પહોંચ્યા. તેમને અભ્યાસમાં આગળ વધવાની તીવ્ર તમન્ના હતી પણ ભવિષ્યતા જુદી જ નિર્માયેલી હતી, એટલે તેઓ અભ્યાસ છોડી વ્યવસાયમાં પડ્યા. સને ૧૯૪૩ની સાલમાં તેઓ મહાનગરી મુંબઈમાં આવ્યા. કાર્ય કરવાની વિશેષ કુનેહ સાંપડી અને તેણે સ્વતંત્ર વ્યાપાર કરવાનું આત્મબળ પૂરું પાડ્યું. ૧૯૪૮માં ધીરજલાલ એન્ડ કું; થીનર્સ મેન્યુફેકચરર તરીકે કામ શરૂ કર્યું Jઅને તેમાં ઉત્તરોતર પ્રગતિ સાધી. આજે થીનર્સ મેન્યુફેકચરરમાં તેમની પેઢી શ્રી ધીરજલાલભાઈ શાહ |પ્રથમ પંક્તિમાં આવે છે. અને ભારતમાં સુપ્રસિદ્ધ શહેરોમાં સંખ્યાબંધ સેલિંગ એજન્ટો ધરાવે છે. શ્રી ધીરૂભાઈ ઘણી વ્યાપારી તેમ જ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ખાસ કરીને તેઓશ્રી નેમિનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘના સતત પાંચમી વખત પ્રમુખ, વિજયવલ્લભસૂરિ જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટના ટ્રસ્ટી, ઓલ ઇન્ડિયા શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના ઉપપ્રમુખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ખજાનચી, વિશેષમાં તેઓશ્રી ઝાલાવાડ સોશ્યલ ગ્રૂપ, ધ્રાંગધ્રા સોશ્યલ ગ્રૂપ તથા જૈન શ્વેતામ્બર એજયુકેશન બોર્ડ તથા જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયા વગેરે સંસ્થાઓમાં પણ સેવાઓ આપી હતી. દીલ્હીમાં રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ શ્રી વિજયવલ્લભ સ્મારક ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી. તેમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમનો વિનમ્ર સ્વભાવ, તેમની ઉદારતા અને તેમની પ્રસન્ન મુખમુદ્રા હતી. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ મનની સ્વસ્થતા ગુમાવતા નથી પરંતુ શાંત ચિત્તે તેનો ઉપાય વિચારે છે અને તે અવશ્ય શોધી કાઢે છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબેન પણ અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. ખાસ કરીને શ્રી ઝાલાવાડ જૈન મહિલા મંડળના મંત્રી તથા શ્રી ચંદનબાળા કન્યા શિક્ષણ શિબિરના ટ્રસ્ટી તેમ જ શ્રી શંખેશ્વર જૈન મહિલા મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી તારાબેનની સેવાઓ ઉલ્લેખનીય છે. શ્રી ધીરૂભાઈએ પાલીતાણામાં શંત્રુજય હોસ્પિટલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી. શ્રી નટવરલાલ એસ. શાહ - ર સંસારમાં સુખ અને શાંતિ માત્ર સંતોષમાં છે. સુખ અને દુઃખ એ તો મનના કારણ છે અને તેથી “સુખે દુઃખે સમેકૃત્વા એ ગીતા વાક્યને જીવનમાં ઉતારી પ્રેરણાના પુખનો પમરાટ પ્રસરાવનાર માણસની મહેંક સર્વત્ર રેલાય છે. એવા ગુણોથી વિભૂષિત ખંભાતના વતની શ્રી નટવરલાલ સાકરચંદ શાહનો જન્મ ખંભાતમાં તા. ૧-૬-૧૯૨૦ (સંવત ૧૯૭૬ના જેઠ સુદ૧૫)ના દિવસે એક સામાન્ય કુટુંબમાં થયો. માતાનું નામ મણિબહેન. જન્મદાયી માતા દશ વર્ષના બાળને મૂકીને અવસાન પામ્યાં પણ સંસ્કારની મહામૂલી મુડી આ બાળકને સોંપી ગયા. Page #1163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૪ / L[ જૈન પ્રતિભાદર્શન છે ખંભાતની સ્કુલમાં ભણીને આ બાળક યુવાન બન્યો અને માત્ર ઓગણીસ વર્ષની વયે મુંબઈમાં આજીવિકા માટે આવ્યા. ધર્મના સંસ્કાર અને સાહિત્યના શોખને કારણે એની લેખન પ્રવૃત્તિ પાંગરતી ગઈ. સાંસ્કૃતિક પ્રવૃત્તિ પરત્વે શ્રી નટવરલાલ શાહની અભિરૂચી હોવાને કારણે અને ગઝલ અને કાવ્યના શોખને કારણે ખંભાતમાં “સાહિત્ય સંગમ' નામની સંસ્થાની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો છે. વર્તમાને આ સંસ્થાના પ્રમુખનો હોદ્દો ધરાવે છે. મુંબઈમાં ખંભાતના વતનીઓની સંસ્થા ખંભાત લોક સમાજમાં વર્ષો સુધી માનદ્મંત્રી તરીકેની કાર્યવાહી બજાવી. કાળક્રમે આ સંસ્થા બંધ થઈ તેથી ન્યાત-જાતના ભેદભાવ વગરની ખંભાતના પ્રાણ પ્રશ્નોમાં સાથ સહકાર સક્રિય પણે આપી શકાય તે ઉદ્દેશથી ખંભાત સોશ્યલ ગૃપ નામની સંસ્થાની સ્થાપના તેમણે કરી. તેના પ્રારંભથી આજ દિન સુધી તે માનદ્મંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. મુંબઈ સમાચાર જે ગુજરાતી ભાષાનું જૂનામાં જૂનું અખબાર છે તેમાં ત્રણ દાયકાથી તેઓશ્રી વેપાર અને વેરો” નામક કોલમનું સંપાદન કરે છે. તેમના કાયદાકીય લેખો આ વ્યવસાયમાં દાખલ થનારને ખૂબ જ ઉપયોગી નીવડે છે; એટલું જ નહિ પણ વાંચક વર્ગ તરફથી તેની ભૂરી ભૂરી પ્રસંશા થાય છે. સંદેશ દૈનિકમાં પણ દસ વર્ષ સુધી શ્રી શાહે “કર અને કાનૂન' વિભાગ સંભાળ્યો હતો. મુંબઈની લગભગ ૧૦૫ વર્ષ જૂની સંસ્થા ધી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શક પત્રિકાનું તેઓ સંચાલન કરે છે. આ સંસ્થા હસ્તક લગભગ સવા બસો ધાર્મિક ધર્માદા ટ્રસ્ટ નોંધાયેલા છે. તેમને ટ્રસ્ટ તેમ જ અન્ય ધારા સંબંધી માર્ગદર્શન આપવામાં આવે છે. કેળવણીની સંસ્થા પ્રત્યે તેમનો લગાવ છે અને તેથી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થામાં વર્ષોથી પોતાની સેવા આપી રહ્યા છે. વર્તમાને આ સંસ્થાના તે એક ટ્રસ્ટી છે. મુંબઈ જૈન પત્રકાર સંઘની સ્થાપનાથી તે પ્રમુખપદે છે. સાહિત્ય પ્રત્યેનો લગાવ હોવાથી તેઓ મહાવીર જૈન વિદ્યાલય હસ્તકના સાહિત્ય સમારોહમાં અપૂર્વ ઉત્સાહથી ભાગ લેતા રહ્યાં છે ઉપરાંત મુબઈની અનેક સંસ્થાઓમાં કાર્યરત છે. 'સ્વ. શેઠશ્રી પરસોતમ સુરચંદ સંવત ૧૯૩૬ ફાગણ વદિ-૧, તા. ૧૩-૯-૧૮૮૦. સ્વર્ગવાસ સંવત ૨૦૧૫ માગશર સુદિ ૧, તા. ૧૨-૧૨-૧૯૫૮. જે પરિવારના પ્રત્યેક કાર્યોને સમાજે સન્માન બક્યું છે, જેમની સેવા-ભાવનાને કારણે કુળ અને કુટુમ્બને ઉન્નત અને શ્રેષ્ઠ બનાવ્યું છે, એ વિરલ વિભૂમિ શેઠ શ્રી પરસોત્તમદાસ મૂળ ધ્રાંગધ્રાના અને મુંબઈમાં જેમના નામની પેઢી મેસર્સ પરસોત્તમ સુરચંદના નામથી મશહૂર છે. આ પેઢીની ઉત્તરોત્તર પ્રગતિકૂચમાં શેઠશ્રીનું શાણપણ, વિનમ્રતા, સૂઝ, બુદ્ધિ અને નીતિમત્તાનો નિરાળો વારસો કારણભૂત છે. તેમના ધર્મમય જીવનનાં વિવિધ પાસાઓ યશોજ્જવલ રીતે જનસમૂહમાં ખ્યાતિ પામ્યા છે. સ્વર્ગસ્થશ્રી જૈન અને જૈનેતર સમાજમાં દાતા તરીકે ખૂબ જ જાણીતા હતા. [ ધ્રાંગધ્રામાં પરસોત્તમ સુરચંદ જૈન બોર્ડિંગ ચાલી રહી છે. માંગલિક ધર્મમાં આવાં બીજાં અનેક દાનો Page #1164 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૧૧૫ જાણીતા છે. તેમના સુપુત્રોએ તેમના નામે હજુ પણ દાનની પરંપરા ચાલુ રાખી તેમના પ્રત્યેનો પ્રેમ તથા સદ્ભાવના દાખવી સ્વર્ગસ્થના સદ્ગુણોનો મૂલ્યવાન વારસો જાળવી રાખેલ છે. મુંબઈ કાંદીવવીમાં પ્રથમ ગૃહ-દેરાસરની સ્થાપના કરેલી. પાલીતાણામાં સાહિત્ય મંદિરમાં સારી રકમનું દાન કર્યું. પ્રતાપસૂરિ દાદાની કૃપાથી ધ્રાંગધ્રામાં ઉપાશ્રય માતુશ્રીના નામે; આ ઉપરાંત મહાવીર જૈન વિદ્યાલયમાં પાલીતાણા ગુરુકુળમાં, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં, હસ્તિનાપુર ઉપાશ્રયમાં વગેરે ઘણી જગ્યાએ દાનધર્મ દ્વારા જીવનને ઉજ્જવળ કરી ગયા. તેમના પરિવારે દાનધર્મનો આ વારસો જાળવી રાખ્યો છે. શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી (જૂના ડીસાવાળા) શ્રી પોપટભાઈનો જન્મ જૂના ડીસા પાસે દામા ગામે સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧ ગુરુવાર તા. ૪૬-૧૯૧૪ ના શુભ દિને થયો હતો. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ પોપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પેઢી શરૂ કરી. પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ સ્વતંત્ર શરાફી પેઢી પોપટલાલ તારાચંદના નામથી શરૂ કરી. ધંધાનો ૩૦ વરસની ઉંમરે ઘણો જ વિકાસ કરેલ હતો. સં. ૧૯૭પમાં એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારે પોપટલાલભાઈની ઉંમર પાંચ વરસની હતી. ૧૨ વરસની ઉંમરે ડીસાથી મુંબઈ આવી થોડો સમય કાપડના બિઝનેસમાં સર્વિસ કરી. ટૂંક સમય બાદ કાપડનો હોલસેલ વેપાર તેઓએ શરૂ કર્યો. આજે બિઝનેસ તેમના સુપુત્રો સંભાળે છે અને તેઓ ધાર્મિકસામાજિક કાર્યમાં સેવાઓ આપે છે. તેઓશ્રી સત્તર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવ આપી રહ્યા છે. બંને નૂતન ધર્મશાળાઓનું બાંધકામ તેમની દેખરેખ નીચે પુરું થઈ ગયેલ છે. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ--પાલીતાણાના મંત્રી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈની વ્યવસ્થાપક કમિટીના સભ્ય છે. છેલ્લા ઘણા વર્ષથી તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારે છે. શ્રી પોપટલાલભાઈ છેલ્લા પચ્ચીસ વર્ષથી નિયમિત સામાયિક, નવકારમંત્રનો જાપ, પ્રભુપૂજન આદિ ધર્મક્રિયામાં તત્પર રહે છે. શ્રી ભીલડિયાજી તીર્થના ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી વધારે સારી સેવા આપી છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલીતાણાની મહારાષ્ટ્ર ભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દસ વર્ષ સુધી સેવા આપી. એમનાં ધર્મપત્ની સાથે ૧૫ વર્ષ પહેલાં યુરોપનો ઝુરીચ પ્રવાસ કરેલ તેમ જ ૧૫ વર્ષે પહેલાં અમેરિકાનો પ્રવાસ કરેલ હતો. પરદેશનાં પ્રવાસમાં પણ શ્રી પોપટલાલભાઈ નિત્યનિયમ બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પોતાનાં ધર્મપત્ની સાથે ચોમાસુ કરી નવ્વાણું યાત્રાનો પણ લાભ લીધો હતો અને સાથે સાથે પાલીતાણા મહારાષ્ટ્ર ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સંઘ તરફથી પરમ પૂજ્ય સંઘસ્થવર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજયૐકારસૂરીશ્વરજી મહારાજ આદિ ગુરુવર્યો અને પૂજ્ય મનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિને ચોમાસુ કરવાની વિનંતી કરી, તે મુજબ સારો એવો લાભ લીધો હતો. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પોપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધો હતો. મહારાષ્ટ્રભવન--પાલીતાણામાં ભોજનગૃહ બંધાવી આપેલ છે તેમ જ જૂના ડીસાથી બે માઈલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ છે. શ્રી પોપટલાલભાઈને ધાર્મિક-સંસ્કારી પુસ્તકોના વાંચન-મનનમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭માં એમનાં ધર્મપત્ની ચંચળબહેને પ00 આયંબિલનું પારણું કર્યું ત્યારે પૂજ્ય આચાર્યદેવ વિજયભુવનભાનુસૂરીશ્વરજીની નિશ્રામાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. જૂના ડીસા નૂતન જૈન ઉપાશ્રયમાં Page #1165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૬ 7 [ જૈન પ્રતિભાદર્શન એમના માતુશ્રી ધાપુબાઈ તથા કાકી સમુબાઈનાં નામથી દેરાણી જેઠાણી આરાધના હોલ બંધાવી આપેલ છે. તેમ જ શ્રીમદ્ વિજયૐકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવરો અને મકનશ્રીજી આદિ ૭૦ સાધ્વીજી મહારાજોને ચોમાસુ કરવા વિનંતી કરી હતી અને દરેક ધાર્મિક કાર્યમાં આગેવાની લઈ ભાગ લીધો હતો. તેમજ વંદન કરવા આવનાર સાધાર્મિક ભાઈઓ અને બહેનો માટે ભક્તિ કરવાનો લાભ લીધો હતો. શેઠશ્રી બાબુભાઈ ચુનીલાલ માનવીની મહત્તાનું દર્શન તેની પાસે કેટલી સંપત્તિ કે સાહ્યબી છે તેના ઉપરથી નહીં પણ તેમણે ધર્મને ક્ષેત્રે કેવી અને કેટલી સખાવતો કરી છે, તેમણે સમાજસેવાને ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેવું અને કેટલું આદાનપ્રદાન કર્યું છે તેના ઉપરથી જ માનવીનું મૂલ્ય અંકાય છે. ગુજરાતી જૈનો જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં તેમણે ચોગરદમ માનવતાની સુવાસ પસરાવી છે. ગુજરાતના કુંભાસણ (તાલુકો પાલનપુર)ના વિશાળ અમીરી દિલના શ્રી બાબુભાઈ મુંબઈમાં સ્વર્ગવાસી થતાં અનેકોનાં દિલ દ્રવી ઊઠ્યાં હતાં. ૬૩ વર્ષના શ્રી બાબુભાઈનું જીવન સાદગીભરી રહેણીકહેણી અને ઉચ્ચ વિચારસરણીના સદ્ગણવાળું હતું. જીવનની ઉત્તરાવસ્થામાં પોતાનાં દિવ્ય ચક્ષુઓ વડે ધર્મપ્રભાવના જાગૃત કરી સંસારની લીલી વાડી ગુંજતી રાખીને ૬૩ વર્ષે વિદેહ થયા. તેમના સુપુત્ર શ્રી હસમુખભાઈએ સૂઝ-સમજ સાથે એ ગૌરવશાળી વારસો જાળવી રાખ્યો છે. સ્વ. શ્રી બાબુભાઈએ પોતાના જીવનકાળમાં માનવતાની ખુબો ફેલાવી અને સેવાઓની સુવાસ મહેંકતી રાખી છે. મોતની સામે અનેકને માટે ઢાલ બનતી મુંબઈની સર હરકીશનદાસ હોસ્પિટલને સાડાબાર લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું. જૈનોના મહાતીર્થ સિદ્ધગિરિ પાલીતાણામાં લાખોના ખર્ચે અદ્યતન ઢબનું શ્રી ખેતલાવીર યાત્રિક ભવનનું સર્જન કરાવ્યું. નાલાસોપારામાં મધ્યમવર્ગનાં કુટુંબો માટે આવાસો બનાવ્યા અને લાખોની રકમની પ્રશસ્ય સખાવતો કરી કુળ અને કુટુંબને ધન્ય બનાવ્યું. મોઘેરાં સેવાકાર્યોથી એ શોભાયમાન જીવન સમાજમાં મીઠી ફોરમો ફેલાવતા ફેલાવતા સદા માટે પરલોકવાસી બની ગયા. બનાસકાંઠાના સાચા સપૂત બાબુભાઈ જેવા દિલાવર દિલના દાનવીરો જૂજ સંખ્યામાં જોવા મળે છે. અને સ્વ. બાબુભાઈના પ્રેરણાત્મક જીવનમાંથી સેંકડોએ પ્રેરણા લીધી છે. વિવિધ ક્ષેત્રના વિશાળ પટ ઉપર વૈવિધ્યનો મબલખ ફાળો આપીને ઉમદા કાર્યોની સુવાસ પ્રસરાવી સ્વર્ગવાસી બન્યા. તેમના સુપુત્રો હસમુખભાઈ તથા મુકેશભાઈએ ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરી છે. ચંદનબહેન ચુનીલાલ કરશનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા રહ્યા છે. ચોપાટી જૈન સંઘના ટ્રસ્ટી, આત્મવલ્લભ સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ, હરકિસન હોસ્પિટલમાં મેનેજિંગ કમિટીમાં વગેરે સંસ્થાઓમાં પોતાના બહોળા અનુભવનો લાભ આપ્યો છે. સ્વ. મધુરીબેન ચીમનલાલ શેઠ જનાર તો એક દિ ચાલ્યા ગયા, સદ્ગુણ જેના સદા સાંભળે; સંસ્કારનો વારસો આપી ગયા, તે ઉપકાર કદીય ન વિસરે. સૌરાષ્ટ્રમાં માંગરોળની પૂણ્યભૂમિમાં મધુરીબેનનો તા. ૨૫-૧-૧૯૨૪ના જન્મ થયો. નાનપણમાં Page #1166 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૧૭ માતા-પિતા તરફથી સુંદર ધાર્મિક સંસ્કાર મળ્યા. જીવનમાં દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ થયા પછી આંતરિક ગુણસંપત્તિની વૃદ્ધિ થાય છે, તે જ રીતે જીવનમાં | ગુણો વિકસાવ્યા હતા. ઇ. સ. ૧૯૪૪માં મુંબઈ રહેતા ચીમનલાલ કાનજી શેઠ માંગરોળવાળા સાથે લગ્નગ્રંથીથી જોડાયાં. જીવનમાં સરળતા, વ્યવહાર કુશળતા અને નિસ્વાર્થ સેવાગુણથી સૌના પ્રિય બન્યાં. દર્શન-પૂજાભક્તિ, સામાયિક, નવકાર જાપ, વ્રત-નિયમાદિ આરાધના કરી પરિવારમાં સૌની કાળજી, નીતરતો વાત્સલ્યભાવ, પરમાર્થ ભાવથી દાંપત્ય જીવનના ૪પ વર્ષ સુવાસિત કરી ગયાં. ઇ. સ. ૧૯૮૭માં સ્વ. મધુરીબેન સી. શેઠ આખા કુટુંબ અને સંબંધીઓના કુટુંબ સાથે પાલીતાણા તીર્થભૂમિની ઉલ્લાસપૂર્વક જાત્રા કરી અને સૌને કરાવી....દિલમાં રહેલી ધર્મની લાગણીના દર્શન થયા. તારક આલંબનો પામીને જીવનમાં યાદગાર સુકૃતની કમાઈ કરી. - ઈ. સ. ૧૯૮૮ના જાન્યુ.ની પહેલી તારીખે સામધિપૂર્વક નવકારનું સ્મરણ કરતાં નશ્વર દેહને ત્યજી ગયાં. પરિવારને ન ભૂલાય તેવો સંસ્કાર વારસો આપી ગયા. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી મધુરીબેને જૈન આચાર-વિચારને જીવનમાં આત્મસાત્ કરેલ. શ્રી મનુભાઈ નરોત્તમદાસ શેઠ સતત જહેમત, અદમ્ય ઉત્સાહ અને પ્રખર બુદ્ધિપ્રતિભાથી સેવા ક્ષેત્રને-ઉર્ધ્વગતી તરફ પ્રેરનાર તથા કર્તવ્યનિષ્ઠ. ધ્યેયનિષ્ઠ અને વિનયશીલનાથી ગૌરવાંકિત જીવનનો વિકાસ સાધનાર શ્રી મનુભાઈ 1 નિરોત્તમદાસ શેઠનું તેજસ્વી લલાટ, પ્રતાપી અને પ્રેમાળ આંખો, પ્રથમ દર્શને પર જ પ્રતિભાની પ્રભા પ્રસરાવતું જોવા મળે છે. વ્યક્તિત્વથી માનવતાડી સેવા ક્ષેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. જૈનોની પવિત્ર અને ગૌરવવંતી સિદ્ધાચલ મહાતીર્થની પવિત્ર ભૂમિ ' પાલીતાણાના આ સપૂતનો તા. ૧૮-૮-૨૪ના દિને જન્મ થયો હતો. માતા ચંચળબેન અને પિતા નરોત્તમદાસ પરમાણંદ પરિવારમાં તેમનાં બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર, શિક્ષણ, સેવાપરાયણતા અને દેશદાઝના સંસ્કાર મળેલા હોય શ્રી મનુભાઈ જૈન સેવાસમાજમાં ૮ વર્ષની ઉંમરે જોડાઈ, સામાન્ય સેવાના પાઠ ભણી સંસ્થાની દરેક પ્રવૃત્તિઓમાં ઉલ્લાસથી ભાગ લેતા થયા અને સૌપ્રથમ પાલીતાણાના ગોડીજી જૈન દેરાસરની પ્રતિષ્ઠામાં સેવા બજાવી કાર્યનાં મંગલાચરણ કર્યા બાદ આગમ મંદિરની પ્રતિષ્ઠામાં પણ જોડાયા. સને ૧૯૪૪માં પાલીતાણાના રાજાના રજ્યાભિષેકની સિલ્વર જ્યુબિલી પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા જૈન સેવા સમાજ દ્વારા વિખ્યાત કવિ નાનાલાલ લિખીત નાટિકા “ગોપિકા' ભજવાતા અને તેમાં મનુભાઈ દ્વારા રાજકુમારનું પાત્ર એવું સુંદર ભજવાતા લોકોની વાહ-વાહ અને શાબાશી પ્રાપ્ત કરેલ. છે (, Page #1167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૮] [ જેને પ્રતિભાદર્શન જૈન સેવા સમાજના સિલ્વર જ્યુબિલી પ્રસંગે પણ સંસ્થાના લાભાર્થે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવાતાં તેમાં આગેવાનીપૂર્વક ભાગ લીધો અને ત્યારે પણ કવિશ્રી ત્રાપજકરની કલમથી લખાયેલ પ્રસિદ્ધ નાટક “જય ચિત્તોડ', “રાણા પ્રતાપ”, “ભરત ચક્રવર્તી' માં મુખ્ય પાત્ર ભજવી પ્રજ્ઞાવર્ગને મુગ્ધ કરીને અનેરી પ્રશંસા પ્રાપ્ત કરેલ ઉપરાંત તેમની કલાથી પ્રભાવિત થઈ મનુભાઈને સુવર્ણચંદ્રક અર્પણ થયેલ. જે ચંદ્રક પોતે નહિ લેતા સંસ્થાને અર્પણ કરેલ. આ રીતે નાટ્ય પ્રવૃત્તિથી સિદ્ધ થયેલી વસ્તૃત્વશક્તિ તેમના જીવનના સેવા ક્ષેત્રને આગળ વધારવામાં મોખરે રહી. પાલીતાણા રાજ્યમાં સં. ૧૯૯૯માં રોગચાળાએ ભયંકર રૂપ ધારણ કરેલ. ગામે ગામ મેલેરિયા ફાટી નીકળેલ ત્યારે સરકારી સેવાભાવી ડોકટર સાથે સહાયક તરીકે ૧૦૦ જેટલા ગામડાઓમાં દોઢ મહિનો ફરી, દિવસ રાત્રિ જોયા વગર માનવતાભરી સેવાના બીજ વાવેલ તે જીવનમાં વિકસતા અને વિસ્તરતા રહ્યાં. માત્ર દસ વર્ષની ઉમરે જ જૈન સેવા સમાજ દ્વારા અનેક તીર્થોનો યાત્રા પ્રવાસ યોજાયેલ, જેમાં શંખેશ્વર, ભોયણી, પાનસર, ઉપરીયાળા, વીજાપુર, તારંગા, આબુ-દેલવાડા વગેરે યાત્રા પ્રવાસનું આયોજન-સંચાલન એવું કરેલ કે આ યાત્રા રૂ. ૧૦માં જ પાર પાડી. આયોજન સંચાલનની દૃષ્ટિ જાણે ગળગુંથીમાં જ તેમને મળેલ હોય તેમ જણાય છે. સને ૧૯૫૦માં વ્યવસાયાર્થે વતન (પાલીતાણા) છોડી ભાવનગરને પોતાની કર્મભૂમિ બનાવી. વ્યવસાય ક્ષેત્રે કાપડના જથ્થાબંધ ધંધામાં સારી પ્રગતિ કરી. મિલોની સેલિંગ એજન્સી દ્વારા વેપારી વર્ગમાં તથા મિલોમાં સારી ચાહના પ્રાપ્ત કરેલ સાથે સેવાને કર્તવ્ય માનીને ધાર્મિક, સામાજિક ને માનવતાવાદી પ્રવૃત્તિઓ જીવનલક્ષી બનાવી. શ્રી મનુભાઈ અનેકાનેક સંસ્થાઓ સાથે જોડાતા રહેલ અને તે સંસ્થાને પણ ગૌરવવંતી બનાવતા રહેલ. શ્રી ભાવનગર જૈન છે. મૂ. પૂ. સંઘની કારોબારી સમિતિના સભ્ય તરીકે તેમજ સંઘ સંચાલિત શ્રી અનોપચંદ ગોવિંદજી જૈન દવાખાનું, હોસ્પિટલ, આયંબિલ ખાતુ કે સાધર્મિક સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાતા રહેલ. તેમજ કન્યા છાત્રાલય, શ્રી બાળ વિદ્યાર્થી ભુવન, શ્રી દાદાસાહેબ વિદ્યાર્થી ગૃહ-કન્યા છાત્રાલય, શ્રી બહેરામૂંગાશાળા, શ્રી અંધ ઉદ્યોગ શાળા, શ્રી તાપીબાઈ વિકાસગૃહ, શ્રી આનંદનગર ભગીની મંડળદવાખાનું, શ્રી વર્ધમાન કો. ઓ. બેન્ક, શ્રી જૈન ભોજનશાળા, શ્રી પાંજરાપોળ, સાથે જન્મભૂમિ પાલીતાણાની શ્રી જૈન સેવા સમાજ, જૈન દવાખાનું, શત્રુંજય હોસ્પીટાલ, જૈન ગુરૂકુળ, શ્રાવિકાશ્રમ તેમજ તળાજા, દાઠા, ને જીલ્લાના ગામોને સેવાક્ષેત્ર બનાવી જનહીત માટે અને આરોગ્યની સેવામાં સદાય પ્રવૃત્ત રહે છે. - શ્રીમતી પરશબેન નારણદાસ કાનજીભાઈ સોસાયટી ફોર રીલીફ ડીઝેબલના ઉપક્રમે મેડીકલ કેમ્પોમાં નેત્ર નિદાન કેમ્પ, ટી. બી. નિદાન કેમ્પ, પોલીયો નિદાન કેમ્પોનું આયોજનમાં સક્રીયપણે ભાગ લઈ મનુભાઈ સેવાનું મહા પૂન્ય બાંધી રહ્યાં છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ (હરિદ્વાર, મથુરા, ચિત્રકુટ)માં આ કેમ્પો દ્વારા ૫000 જેવા ઓપરેશન થયેલ, તેમાં દિવસ-રાતની પરવા કર્યા વગર સેવા બજાવેલ. દેશ-વિદેશનો બહોળો પ્રવાસ ખેડીને જીવનને અનુભવ સમૃદ્ધ બનાવનાર અને વિશાળ મિત્રવર્ગ છે Page #1168 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ) [ ૧૧૧૯ બનાવનાર શ્રી મનુભાઈએ ધાર્મિક-સામાજિક સમારોહમાં સંચાલક તરીકે તેને સર્વ રીતે સફળ બનાવેલ છે. અને તેમાં જૈન મંદિરોની અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉદ્ઘાટન, સાહિત્ય સમારોહ કે માનવતાદી દવાખાના, કેળવણીની સંસ્થાઓના સેંકડો સમારોહના સંચાલનની વિદ્વતાભરી અદ્દભુત વકતૃત્વશક્તિ દ્વારા લાખોના ફંડો કરાવી આપેલ છે. જેનો સરવાળો આજે કરોડોને પણ વટાવી ચુકેલ છે. હૈયામાં હરદમ વહેતી સેવાધર્મની પુણ્યસરિતાથી સર્વત્ર પ્રેમ, પ્રતિભા અને પ્રતિષ્ઠા પામનાર શ્રી મનુભાઈના જીવનસાથી શ્રી અનસુયાબહેનનો સાથ સહકાર પ્રોત્સાહન રૂપ બની રહેલ છે. સાથે સાથે તેમના પુત્ર નરેન્દ્ર, અમીત તથા પુત્રી જાગૃતિ, મીતા પણ સહાયક બનેલ છે. કારણ કે તેમનું મિત્રવર્તુળ બહુ જ વિશાળ હોય તેમાં દાનવીરો, ઉદ્યોગપતિઓ, ડોકટરો, કલાકારો, સાહિત્યકારો સાથે સતત સંપર્ક હોય, તે દરેકને પોતાને આંગણે લાવી તેની મહેમાનગતી કરી, તેમના મીઠા સ્નેહના તંતુને જીવંત રાખે છે. - સ્વ. મનુભાઈની અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને માનવતાભરી સપ્રવૃત્તિઓની અનુમોદનારૂપે મુંબઈના મહાજનો સર્વ શ્રી મફતકાકા, શ્રી દીપચંદભાઈ ગાર્ડ, શ્રી મહીપતરાય જાદવજી, વગેરે સ્નેહિ-મિત્રો દ્વારા તા. ૧૩-૫-૯૨ના બિરલા સભાગ્રહમાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. તેઓની કાર્ય શક્તિ-વ્યવસ્થા શક્તિ, પરાર્થવૃત્તિ અને પોતાની જાતની-જીવનની કોઈપણ અનુકૂળ કે પ્રતિકૂળ અવસ્થાની દરકાર કર્યા વિના દીન દુ:ખી અનાથની સેવામાં, પ્રભુશાસન પામેલા સાધર્મિકોની ભક્તિ કરવામાં અને દેશમાં કે વિદેશમાં પણ શ્રી જિનશાસનના પ્રભાવક કોઈ પણ કાર્યો માટે શ્રી મનુભાઈએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તેમને વાણીની કોઈ અપૂર્વ શક્તિ પ્રાપ્ત થઈ છે. તેને તેઓ કોઈ સ્વાર્થ માટે નહીં પણ સદાય પરમાર્થ માટે જ ઉપયોગમાં લઈ રહ્યા છે, તે તેમની પરમાર્થ રસિકતા જ છે. સંઘ-શાસન અને માનવ-સમાજની આવી નિઃસ્વાર્થ સેવા સદાય કરતા રહે અને શાસનદેવ તેમને હંમેશાં સહાયક બનતાં રહે એવી શુભેચ્છા. સ્વ. શ્રી મણીલાલ નરસીદાસ દોશી, આણંદ. જન્મ : ૨૭-૨-૧૮૯૭. દેહત્યાગ : ૨-૬-૧૯૭૩ આત્માનો સંબંધ શરીર સાથે છે નહિ, હોવો જોઈએ પણ નહિ...પણ મારી સ્થિતિ એ રીતે પરમાત્મા સાથે એકરૂપ કરી રહ્યો છું.' ઘરના કુટુંબીજનો સાથે આટલું બોલ્યા પછી થોડીવાર બાદ શ્રી મણિભાઈ ૭૭ વર્ષની વયોવૃદ્ધ ઉમરે તા. ૨-૬-૧૯૭૩ ના રોજ સાંજે ૬ વાગે આણંદમાં પોઢી ગયા. શ્રી મણીભાઈ દોશીનો જન્મ વઢવાણ શહેરમાં ધર્મનિષ્ઠ સાધારણ સ્થિતિવાળા જૈન કુટુંબમાં તા. ૨૭-૨-૧૮૯૭ના થયો. તેમના પિતાશ્રીનું નામ શ્રી નરસીદાસ લાલચંદ દોશી અને માતાનું નામ શીવબા. વઢવાણની દાજીરાજ હાઈસ્કૂલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરી ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા. આર્થિક પરિસ્થિતિના હિસાબે અભ્યાસ છોડી આણંદ નજીકના ભાલેજ ગામે દૂધની ડેરીના ધંધામાં નોકરીએ લાગ્યા. કેટલોક વખત અનુભવ લીધા પછી ૧૯૨૪માં ભાગીદારીમાં ડેરીનો ધંધો શરૂ કર્યો. સખત પરિશ્રમ, દીર્ઘદ્રષ્ટિ તેમજ કુશાગ્ર બુદ્ધિથી ધંધો વિકસાવ્યો અને પેપ્યુરાઈઝ દૂધ મુંબઈ મોકલવાની Page #1169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૦ ] [ જૈન પ્રતિભાદર્શન પબ્લીક લીમીટેડ કું. ઊભી કરી. સને ૧૯૫૫માં ભાગીદારીમાંથી છૂટા થઈ દીકરાઓ સાથે ડેરીના ધંધા ઉપરાંત દૂધના ટેસ્ટીંગ માટેના સાધનો પરદેશથી મંગાવી ધંધો વિકસાવ્યો. ૧૯૫૭માં ધંધો દીકરાઓને સોંપી નિવૃત થયા. તેઓ સ્વભાવે ખૂબ જ સ્નેહાળ અને મિલનસાર હતા. વરસમાં એકાદ પ્રસંગ ઊભો કરી સ્નેહી-સબંધીઓના બહોળા સમુદાયને જમાડતા અને ખૂબ પ્રસન્ન થતા. તેમના ૭૫માં જન્મદિન પ્રસંગે આણંદ અને મુંબઈમાં આવા જમણવાર તેમણે યોજ્યા હતા. તેઓશ્રી અનન્ય ધર્મપ્રેમી સેવાપરાયણ હતા. વઢવાણ શહેરમાં મોટી રકમનું દાન આપી સાધર્મિક ભક્તિ માટે ટ્રસ્ટ ઊભુ કર્યું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં લોકવિદ્યાલયમાં ગૌશાળા તેમજ ડેરી વિભાગ માટે પણ દાન આપ્યું. આણંદમાં ૧૯૩૬ની સાલમાં જૈન દેરાસર, ઉપાશ્રય તથા પાઠશાળા સ્થાપવામાં અગ્રેસર રહ્યા. શ્રી વલ્લભ વિદ્યાનગરમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખા સ્થાપવાની પ્રેરણા કરી અને પોતે રૂા. ૧000000 આપી કુલ રૂ. ૭OOOOOO નું ફંડ ભેગુ કર્યું. તેમાં જૈન દેરાસર બનાવવા માટે મૂળનાયકની પ્રતિષ્ઠાનો આદેશ મેળવી સારી રકમનું દાન આપ્યું. પોતાના ૭૫મા જન્મપ્રસંગે આણંદની વિવિધ સંસ્થાઓમાં કુલ રૂા. ૧૩OOO=00 નું દાન કર્યું. આ રીતે અનેક સેવા ક્ષેત્રોમાં લક્ષ્મીનો સદુઉપયોગ કર્યો અને વ્યવસ્થિત રીતે દાનની પ્રવૃતિ ચાલુ રાખવા માટે “મણીલાલ નરસીદાસ દોશી ચેરીટી ટ્રસ્ટ' બનાવ્યું. આ રીતે તેમણે જૈન સમાજમાં તેમજ આણંદ અને વલ્લભવિદ્યાનગરમાં વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી તેઓશ્રી વલ્લભવિદ્યાનગરના શ્રી ચારુતર વિદ્યામંડળમાં ગર્વનીંગ બોડી પર સભ્ય તરીકે રહી ચૂક્યા હતા. ઉપરાંત આણંદની પ્રખ્યાત વિદ્યાસંસ્થા શ્રી ચરોતર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી હતા. તથા શ્રી રામકૃષ્ણ સેવા મંડળ કે જેના આશ્રયે ૧૭ જેટલી સંસ્થાઓ જેમાં કોલેજો, હોસ્પિટલ, હોમીઓપથી કોલેજ, વૃદ્ધાશ્રમ વગેરે ચાલે છે તેના ઉપ-પ્રમુખ હતા. તેમના અવસાન બાદ તેમના પુત્રો શ્રી જયંતિભાઈ શ્રી ધીરૂભાઈ તથા શ્રી રસિકભાઈએ પિતાની મૃતિ કાયમ રહે તે માટે શ્રી મણિલાલ નરસીદાસ દોશી માનવ સેવા સંઘ, સુરેન્દ્રનગરને રૂ. ,૦૦,OOO=OOનું માતબર દાન આપ્યું તથા શ્રી સી. જે. હોસ્પિટલ, સુરેન્દ્રનગરમાં દરદીઓને રાહત દરે દવા વગેરે આપવા માટે રૂ. ૧,૫૦,૦OO=OO નું કાયમી ફંડ કરી આપ્યું. આ રીતે તેમણે જૈન સમાજમાં તેમજ આણંદ, વલ્લભવિદ્યાનગર તેમજ વઢવાણ શહેર તથા સુરેન્દ્રનગરમાં વિવિધ ક્ષેત્રે દાનનો પ્રવાહ વહેરાવ્યો હતો. Gશ્રી રમણલાલ નગીનદાસ પરીખ (દિલ્હીવાળા) સને ૧૯૦૫માં શ્રી વીસાનીમા જૈન કુટુંબમાં જન્મ પામી વ્યાવહારોપયોગી અંગ્રેજી શિક્ષણ ભરૂચમાં જ મેળવી સને ૧૯૨૧માં દિલ્હી જઈ મોટાભાઈએ શરૂ કરેલ જે. સી. પરીખની કંપની, કે જે ઇલેકટ્રોપ્લેટિંગનું કામ કરતી હતી, તેમાં જોડાયા. અનુભવે તેમને ખૂબ આગળ વધાર્યા સને ૧૯૪૯માં મુંબઈમાં ‘સ્ટાર મેટલ રિફાઈનરી’નું સુકાન સંભાળ્યું. કે. જે. એન્ટીમની ધાતુ બનાવનારી હિંદભરમાં એકમાત્ર કંપની હતી. ધંધામાં વિકાસ અર્થે સને ૧૯૬૦માં તેઓ વિદેશના અનેક શહેરોનો પ્રવાસ કરી આવેલા છે. તેઓ દીલ્હીમાં લાગલાગ2 અઠ્ઠાવીસ વર્ષ રહ્યા એટલે ) Page #1170 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૨૧ ( દિલ્હીવાળાના નામથી ઓળખાય છે. તેમનો દિલ્હીનો ધંધો આજે પણ ચાલુ છે. શ્રી રમણભાઈનું જીવન ધર્મપરાયણ હતું. તેમણે ઉપધાન વહન કરેલાં છે. સં. ૨૦૧૯માં કપડવંજથી છ'રી પાળતો શ્રી કેસરિયાજી તીર્થનો સંઘ કાઢી ઉજ્જવળ યશ પ્રાપ્ત કરેલ છે. તેઓશ્રી મુંબઈ-ગોડીજી જૈન દહેરાસર અને ધર્માદા ખાતાઓનાં ટ્રસ્ટી હતા. શ્રી શાંતિનાથ જૈન દહેરાસર તથા શ્રી મહાવીર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભાના મેનેજિંગ ટ્રસ્ટી હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહી સમિતિના સભ્ય તથા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલીતાણાના ટ્રસ્ટી હતા. શ્રી રતિલાલ પાનાચંદ ગાંધી સ્વ. શેઠશ્રી પાનાચંદ ખેમચંદના પરિવારનું એક અણમોલ રત્ન તે રતિલાલભાઈ. સંસ્કાર સંપન્ન અને વૈભવયુક્ત પરિવારમાં જન્મ ધારણ કરીને જૈન શાસનના ઐતિહાસિક દસ્તાવેજી સમાન મૂલ્ય ધરાવતી સેવા કરીને જિનશાસનને જયવંતુ રાખવામાં જીવનને ધન્ય બનાવ્યું છે. મેટ્રીક સુધીનો અભ્યાસ કરીને ઓઈલ મીલની કામગીરીથી વ્યવસાય જીવનની શરૂઆત કરી; પણ તેની સાથે પરોલી તીર્થ, માદરે વતનની સંસ્થાઓમાં સમય-શક્તિ અને સંપત્તિનો ભોગ આપીને વેજલપુર ગામનું નામ રોશન કર્યું છે. ગોધરા, દાહોદ, વડોદરા, ડેરોલ સ્ટેશન એમ ચાર ચાર સ્થળોએ વ્યવહાર અને વ્યાપારની જવાબદારીની સાથે જૈનકુળની શોભારૂપ શ્રાવક ધર્મનું પાલન કર્યું. પૂ. સાગરાનંદસૂરીશ્વરજી, પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી, પૂ. પં. શ્રી અભયસાગરજી અને અન્ય મુનિભગવંતો તથા સાધ્વીજી મહારાજની ભક્તિ-વૈયાવચ્ચ, અભ્યાસ-પુસ્તક પ્રકાશન-વિહાર આદિ દ્વારા સેવા તેમજ ચારિત્રના પદની ઉપાસના, નવપદની ઓળી અને શક્તિ અનુસાર પર્વના દિવસોમાં તપશ્ચર્યા કરી છે. વ્યવહારજીવનમાં માનવતાના ઉપાસક બનીને બાલમંદિર--હાઈસ્કૂલ જેવી સંસ્થાના પ્રમુખપદની જવાબદારી સ્વીકારી જ્ઞાનગંગાનો પ્રવાહ વહેતો રાખવામાં તન-મન અને ધનથી સેવા બજાવી છે. શેઠ પાનાચંદ ખેમચંદ હાઈસ્કૂલ–ડેરોલ સ્ટેશન એ એમના પિતાશ્રીના નામથી આજે પણ શિક્ષણ કાર્ય કરતી પંચમહાલ જિલ્લાની એક નમુનેદાર સંસ્થા છે. કે. કે. હાઈસ્કૂલ-વેજલપુર, શ્રી દિવાળી બાલ મંદિર, શ્રી વિકાસ મંડળ ડેરોલ સ્ટેશન, ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયત, પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ વગેરે સંસ્થાઓમાં પણ વેપાર ધંધાના કામને બાજુએ મૂકીને સેવા કરી છે. એમની બહુમુખી પ્રતિભાનો વિચાર કરીને તો એમ લાગે છે કે ખરેખર વેજલપુર જેવા એક નાનકડા ક્ષેત્રમાં રહીને સમસ્ત જૈન સમાજમાં આગવી પ્રતિભા–દષ્ટિ, વ્યવહાર કુશળતા અને આંતરિક કુનેહથી શાસનસેવાની પ્રવૃત્તિઓ કરીને એક ઇતિહાસ સર્જ્યો છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નહિ લેખાય. વેજલપુરમાં નવપદની આરાધના માટે સિદ્ધચક્ર મંદિરની રચના, ડેરોલ સ્ટેશનમાં મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ગૃહચૈત્ય અને સ્વ. દાદીમા અને સ્વ. માતુશ્રી ચંપાબહેનના નામથી ઉપાશ્રય બંધાયેલ છે, જ્યાં શ્રાવિકાઓ આરાધના કરીને કર્મનિર્જરાની સાથે પુણ્યોપાર્જન કરે છે. એમનાં ધર્મપત્ની અ. સૌ. કાન્તાબહેનના નામથી કારેલીબાગ-વડોદરામાં ઉપાશ્રય બંધાવેલ છે. તદુપરાંત નીચે દર્શાવ્યા મુજબની સંસ્થાઓમાં ટ્રસ્ટી રહીને તેના વિકાસની યોજનામાં પોતાનો કિંમતી સમય અર્પિત કર્યો છે. પૂ. પં શ્રી અભયસાગરજી મ. સા.ની પ્રેરણાથી પાલીતાણામાં નિર્માણ થયેલ અભિનવ એવી Page #1171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૨ | [ જૈન પ્રતિભાદર્શન જંબૂદ્ધિપની યોજના જમીન સંપાદન--બાંધકામ અને અન્ય કામગીરીમાં નિષ્ઠાપૂર્વક સેવા કરી છે. શ્રી શંખેશ્વર આગમ મંદિર, પાલીતાણામાં નિર્માણ થયેલ શ્રી વીશા નીમા જૈન ધર્મશાળા અને ઉપાશ્રય ચતુર્વિધ સંઘને આરાધનામાં પૂરક બને તેવી સંસ્થાઓમાં સમય કાઢીને કામ કર્યું છે, હાલ એ સેવાકાર્ય ચાલુ છે. સમસ્ત જૈન સમાજને ગૌરવ અપાવે તેવી હકીકત તો એ છે કે રતિલાલભાઈના જીવનની એક શાસનરક્ષક તરીકેની સેવા, એ તો એમની બહુમુખી પ્રતિભા, કાર્યદક્ષતા અને ધર્મભાવનાનું ચિર:સ્મરણીય ઐતિહાસિક ઉદાહરણ છે. સાચે જ જૈન સમાજમાં પ્રથમ પંક્તિના શાસન શૂરા, શ્રાવકો છે, તેમાં રતિલાલભાઈ પણ એક અને અજોડ છે. [સંકલન : પ્રો. કવિન શાહ--બિલીમોરા) શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીઆ ૭૦ વર્ષની ઉંમરના શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીઆ મૂળ ભાવનગર જિલ્લાના તણસા ગામના વતની છે. એમનો જન્મ મુંબઈમાં થયો. એમના પિતાશ્રી બાર વર્ષની વયે મુંબઈ આવ્યા હતા અને સર્વીસ કરી. શ્રી રમણીકલાલભાઈએ પણ સોળ વર્ષની ઉંમરે દોરા-દડીની, કાપડની મુકાદમી લાઈનમાં નોકરી કરી બહોળો અનુભવ મેળવ્યો અને ૧૯૪૮માં ભાગીદારીમાં અને પછી ૧૯૫૬માં સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો. શિપિંગ લાઈનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી. સં. ૨૦૨૫માં ઘોઘારી જૈન સેવા સમાજ સંસ્થામાં સેક્રેટરી તરીકેની પ્રશસ્ય કામગીરી બજાવી. તેમના સમયમાં સિલ્વર જ્યુબિલી ઉજવાઈ. ૨૦૧૯માં પ્રિન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘમાં સેક્રેટરી તરીકે રહ્યા. તેમણે મુંબઈથી પ્રથમ સમેતશિખરની કાશ્મીર સાથે યાત્રા કરી. આ ઉપરાંત શ્રી વિજયવલ્લભસૂરિજી મ. સા.ની શતાબ્દી કમિટીમાં સભ્ય હતા. ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની કમિટીમાં પણ છે. તેઓ તાલધ્વજ તીર્થ કમિટીતળાજામાં પણ છે. તણસા હોસ્પિટલ બનાવી ત્યારે પોતે મુંબઈથી ફંડ કરેલ. ગવર્નમેન્ટ ઓફ મહારાષ્ટ્ર ૧૯૮૯-૯૦માં તેમની સ્પેશીયલ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ (એસ. ઇ. એસ.) તરીકે નિમણૂંક કરેલ છે. યુવાનવયથી જ પોતાના આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને પ્રગતિના પંથે આગેકૂચ કરનાર શ્રી રમણીકલાલભાઈની સમગ્ર પ્રવૃત્તિઓ ઉપર એક ઉડતો દૃષ્ટિપાત કરીએ તો પરંપરાપ્રાપ્ત સંસ્કાર અને ભૂમિની સંસ્કૃતિના સત્વને સહજપણે પચાવીને તેઓશ્રીએ પોતાનું હીર અને ખમીર પ્રગટ કરી બતાવ્યું છે. સંવત ૨૦૩૦માં વલસાડથી સમેતશિખરજીની સ્પેશ્યલ યાત્રા ટ્રેઈનનું આયોજન કરાવી આપ્યું. વિશેષમાં (૧) સંવત ૨૦૨૨ થી ૨૦૨૦ સુધી શ્રી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સહાયક ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે કામ કરેલ. (૨) શ્રી સૌરાષ્ટ્ર જૈન મિત્ર મંડળ-અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં ચાલે છે, જેમાં ૧૨૫ સભ્યો નહીં નફા નહીં નુકશાનથી ઘોઘારી ભાઈઓનું ભોજનાલય ચાલે છે. તેમાં છેલ્લાં ૧૦ વર્ષથી ટ્રસ્ટી તરીકે રહ્યા. (૩) સને ૧૯૮૬માં તેમનાં ધર્મપત્ની અ.સૌ. ભાનુમતીબહેન અવસાન પામેલ, તેમની યાદી તરીકે સારી રકમ વાપરી. શ્રી તણસા માનવ રાહત ટ્રસ્ટ (પ્રેરીત ભાનુમતી રમણીકલાલ કનાડીઆ નામે ટ્રસ્ટ) બનાવેલ છે. તેના ફંડના વ્યાજની રકમ નાતજાતના ભેદ વગર દવા, અનાજ વગેરે સહાયના કાર્યમાં વાપરવામાં આવે છે. Page #1172 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૨૩ શ્રી શશીકાંતભાઈ એલ. ઝવેરી શ્રી શશીકાંતભાઈ પુરૂષાર્થના બળે લક્ષમીના લાડીલા બન્યા અને | સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન પામ્યા. છેલ્લાં કેટલાક વર્ષથી તેઓએ કેમિકલ્સ અને કચ્છના અગ્રગણ્ય અને સાહસિક વેપારી તરીકે નામના પ્રાપ્ત કરેલ છે. તેઓશ્રી ધાર્મિક-શૈક્ષણિક-સાંસ્કૃતિક--સમાજિક અને માનવરાહત તથા સમાજ કલ્યાણ વગેરે અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે; અને રક્તદાન તેમ જ ચક્ષુદાનની પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ ઊંડો રસ લઈ રહ્યા છે. “માનવ કલ્યાણ કેન્દ્ર” મુંબઈના તેઓ સ્થાપક છે અને છેલ્લાં ચારપાંચ વર્ષમાં આ કેન્દ્ર દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેમ જ સ્કૂલોમાં, પાઠશાળાઓમાં વિગેરે જરૂરિયાત સ્થળોએ તેમ જ રેલ રાહત અને અનાવૃષ્ટિમાં પોતે જાતે જઈ નિરીક્ષણ કરીને બધી જ સગવડતા પૂરી પાડી રહેલ છે; અને આ કાર્યમાં બહોળા મિત્રસમુદાયને પણ તેઓએ સાથે જોડેલ છે. શ્રી ગોધારી જૈન મિત્ર મંડળના તેઓ મંત્રી ઉપરાંત શ્રી તારદેવ જૈન મિત્ર મંડળના ખજાનચી અને સંજીવની ટ્રસ્ટી મુંબઈના તેઓ એક ઉત્સાહી અને સક્રિય કાર્યકર છે. જૈન શ્રેયસ્કર મંડળના પણ સભ્ય ઉપરાંત શ્રી જૈન સ્વયંસેવક મંડળ--મુંબઈમાં પણ તેઓએ વોલેન્ટિયર તરીકે ઘણા વર્ષો સુધી રહીને અતિ સુંદર કામગીરી બજાવીને દરેકનો પ્રેમ સંપાદન કરેલો છે. તેઓએ થોડા સમય પહેલાં આફ્રિકાની સફર કરી હતી. શ્રીમતી નિર્મળાબેન, શ્રી શશીકાંતભાઈના અર્ધાંગીની છે. તેમની સામાજિક અને જનકલ્યાણની પ્રવૃત્તિઓમાં સહ્યોગ આપી રહેલ છે. શ્રી સોમાલાલ મણીલાલ શાહ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામના વતની; અભ્યાસ | ઓછો પણ બહોળા અનુભવે તેમ જ કાર્યકુશળતા, કાર્યનિષ્ઠા અને ઊંડી સૂઝના કારણે સમાજજીવનના વિવિધક્ષેત્રે તેમની સેવાઓ નોંધપાત્ર બની છે. તેઓશ્રી જે ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તે નીચે પ્રમાણે છે. ટ્રસ્ટી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ--શંખેશ્વર. ટ્રસ્ટી 1 ગોડીજી પ્રભાવક ટ્રસ્ટ--ઋણી--તા. કાંકરેજ. ટ્રસ્ટી શ્રી થરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ--થરા. ટ્રસ્ટી શ્રી ધર્મમંગલ વિદ્યાપીઠ--સમેતશિખરજી તીર્થ (બિહાર). ટ્રસ્ટી શ્રી સિદ્ધગિરિ ભક્તિ વિહાર જૈન ધર્મશાળા-- પાલીતાણા. ટ્રસ્ટી શ્રી સુરાણીભવન જૈન ધર્મશાળા--પાલીતાણા. ટ્રસ્ટી શ્રી પાવાપુરી સોસાયટી જૈન ટ્રસ્ટથરા (બનાસકાંઠા) રાજકીય ક્ષેત્રે સેવા આપેલ સંસ્થાઓ નીચે મુજબ છે. ચેરમેન--ધી પ્રગતિ કો. ઓ. બેન્ક લિ. થરા (જિ. બનાસકાંઠા). ડીરેક્ટર--ધી નેશનલ સીડ [ સર્ટીફિકેશન એજન્સી--ન્યુ દિલ્લી. ડીરેક્ટર--ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક–પાલનપુર. Page #1173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન જ0 ડીરેક્ટર--ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર નિયંત્રણ સંઘ--અમદાવાદ. ડીરેક્ટર--ધી અર્બન કો. ઓ. બેન્ક ફેડરેશન–અમદાવાદ. સભ્ય--જિલ્લા પંચાયત-બનાસકાંઠા. ચેરમેન--જિલ્લા પંચાયત બાં પાલનપુર. સભ્ય-તાલુકા પંચાયત-કાંકરેજ. સભ્ય--ગ્રામ પંચાયત--થરા. વિશેષમાં સામાજિક સંસ્થાઓ સાથે પણ આ પ્રમાણે સંકળાયેલ છે. ટ્રસ્ટી--શ્રી અભિનવ ભારતી વડા (ચાર હાઈસ્કૂલો સંભાળે છે). ટ્રસ્ટી-શ્રી જે. વી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ--થરા (મોટી હોસ્પિટલનું આયોજન ચાલુ છે.). ટ્રસ્ટી-શ્રી વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ--થરા (જૈન ભાઈઓને મદદ માટેનું ટ્રસ્ટ). ટ્રસ્ટી---શ્રી રતનશી મૂળચંદ જૈન બોર્ડિંગ-થરા. ટ્રસ્ટી શ્રી દશા શ્રીમાળી બેતાલીસ જૈન સમાજ સંચાલિત શ્રી કાળીદાસ મંછાચંદ જૈન બોર્ડિંગ–પાટણ. ટ્રસ્ટી શ્રી દશા શ્રીમાળી બેતાલીસ જૈન મંડળ-પાટણ (ઉ. ગુજરાત). શ્રી હરગોવિંદભાઈ વીરચંદભાઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં નાનકડા વડા ગામમાં તા. ૩૧-૮૧૯૩૧ના રોજ તત્વજ્ઞાન અભ્યાસી, ન્યાયપ્રિય, શ્રેષ્ઠિવર્યશ્રી વીરચંદભાઈ પુંજમલભાઈને ત્યાં માતા મોંઘીબેનની કુક્ષીએ જન્મ ધારણ કરેલ ભાઈશ્રી હરગોવિંદભાઈ બાલ્યવસ્થાથી જ્ઞાનપ્રિય, કર્તવ્યનિષ્ઠ, કાર્યકુશળ અને બુદ્ધિશાળી છે. બાલ્યાવસ્થાથી જ પિતાશ્રી પાસેથી ધાર્મિક--સામાજિક સેવા અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારને કારણે ઉગતી વયથી જ તે તે અનુસાર તન-મનથી પ્રવૃત્તિમય જીવન જીવવાના આગ્રહી છે. સાંસારિક વ્યવહારમાં કૌટુંબિક પ્રેમ, માતા-પિતા, વડીલો-બાંધવો પ્રત્યે પૂજ્યભાવ, વિનયવિવેક, ધારેલું કામ કરી છૂટવાની તમન્નાવાળા, સ્કૂલના અભ્યાસ પછી ધંધામાં આગળ વધી સરકારી સર્વીસ કરતાં હાઈસ્કૂલના પ્રિન્સીપાલ. સં. ૨૦૨૧માં થરામાં વસવાટ, ધર્મ પ્રવૃત્તિમાં દિન-પ્રતિદિન આગળ વધ્યા. શંખેશ્વર તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના મંડાણથી (સં. ૨૦૩૮ વૈ. સુ. ૩ થી) એકનિષ્ઠ ભાવથી તે કાર્યમાં સતત ચોવીસે કલાક જાગૃત રહી ગુર્વાજ્ઞા મુજબ ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર ઊભું કરવામાં ખૂબ ઉંડાણ દૃષ્ટિથી, ચોતરફથી સંપૂર્ણ માહિતી મેળવી કાર્યમાં તન્મય રહે છે. આ વિશાળ સંકુલ કેવું અનુપમ દર્શનીય બને કે લોકો ભક્તિ વિભોર બને, એવું ઇચ્છે છે. જિપ્રાસાદના કાર્યમાં, નિર્માણમાં મગ્ન રહેતા શિલ્પશાસ્ત્રના અભ્યાસી બન્યા. છેલ્લાં ૧૮ વર્ષથી આ મહા જિનપ્રાસાદ ઊભું કરવામાં, અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ કાર્યોમાં ગુર્વાજ્ઞા મુજબ શાસ્ત્રોક્ત કથન મુજબ સતત જાગૃત અને પ્રવૃત્ત રહી સુસમ્પન્ન બનાવ્યાં છે. થરા બોર્ડિગમાં પ્રમુખ બન્યા. પાટણ દશાશ્રીમાળી બોર્ડિંગના પ્રમુખ તરીકે રહ્યા. થરા આયંબિલખાતામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી. રાજપુરમાં પણ જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા સુધીની જવાબદારી સંભાળી. હજી પણ સમયે સમયે સંભાળ લેતા જ રહે છે. હાલ પણ (૧) શંખેશ્વર તીર્થ ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના ટ્રસ્ટી. (૨) રૂની તીર્થ પ્રભાવક ટ્રસ્ટના ટ્રસ્ટી. (૩) શ્રી સિદ્ધગિરિ ભક્તિ વિહાર ધર્મશાળા--પાલીતાણાના ટ્રસ્ટી. (૪) શ્રી ધર્મમંગલ વિદ્યાપીઠ-મધુવન શિખરજીમાં ટ્રસ્ટી. (૫) થરા જૈન શિક્ષણ સંઘના ટ્રસ્ટી (જેમાં શૂન્યમાંથી સર્જન કરી, ભવ્ય પાઠશાળા ભવન ઊભું કરી, પુરતું સ્થાયી ફંડ ઊભું કર્યું. કુશળ શિક્ષક દ્વારા પાઠશાળાને શૈક્ષણિક Page #1174 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] / ૧૧૨૫ સમૃદ્ધિ આપી. (બાલક--બાલિકાઓ મોટી સંખ્યામાં તૈયાર થઈ રહ્યા છે. જ્ઞાન પ્રત્યે અપાર પ્રેમ છે.) (૫) થરામાં પાવાપુરી વર્ધમાન શ્વે. મૂ. જૈન ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે તેમાં બે ઉપાશ્રય, આયંબિલખાતું, જૈન વાડી તૈયાર કરી અત્યારે સુંદર જિનાલય તૈયાર થઈ રહ્યું છે. જેના માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. (૬) શ્રી વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ--ઉણના ટ્રસ્ટી તરીકે સાથીદારો સાથે સાધર્મિકોની સેવાનું જોરદાર કાર્ય ચાલુ છે. (૭) શ્રી જે. વી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી. હોસ્પિટલનું મકાનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. (૮) થરા ગામે અન્નક્ષેત્ર, જ્યાં ગરીબોને અનાજ આપવામાં આવી રહ્યું છે. (૯) થરા---રતનશી મૂળચંદ બોર્ડિંગના ટ્રસ્ટી. (૧૦) શ્રી દશાશ્રીમાળી બેતાલીશ જૈન બોર્ડિંગમાં કારોબારી સભ્ય. (૧૧) ‘શ્રી અભિનવ ભારતી’’ ટ્રસ્ટના સંચાલક તરીકે વડા, તેરવાડા, ખીમાણા, રાનેર એમ ચાર ગ્રામ્ય બુનીયાદી હાઈસ્કૂલોનું સંચાલન તેમ જ ખીમાણા બક્ષી પંચ છાત્રાલયનું સંચાલન. ભૂતકાળમાં પણ આ મહાનુભાવે ઘણી સંસ્થાઓમાં સેવા આપી છે અને જે ઊગી પણ નીકળી છે. કાંકરેજ તાલુકા કેળવણી મંડળ--થરાના મંત્રી તરીકે દસ વરસ સેવા કરી છે. પ્રગતિ કો. ઓ. બેન્કથરાની સ્થાપના કરી ચેરમેન તરીકે ૧૮ વર્ષ સેવા, હંમેશાં બિનહરીફ ચૂંટાઈ આવીને કરી છે. નાના-મોટા મંડળોમાં રહી સમાજ તથા શાસનના કાર્યો કર્યા છે. શ્રી દશા શ્રીમાળી બેતાલીસ જૈન બોર્ડિંગમાં પ્રમુખ તરીકે સાત વર્ષ સેવા આપી. છેલ્લા ૧૫ વર્ષથી બે ટાઈમ પ્રતિક્રમણ, સામાયિક, નવસ્મરણ, ઋષિમંડળ સ્તોત્રપાઠ, બાંધી માળા, સ્વાધ્યાય, નવી ગાથા, ચૌદ નિયમ ધારવા, અપ્રકારી પૂજા, સંથારેશયન, રોજ ઉકાળેલું પાણી વાપરવું, પાંચ તિથિ એકાસણા, ચોમાસામાં બેસણા, સચિતનો ત્યાગ, વર્ષમાં પાંચ પૌષધ, અતિથિ સંવિભાવ, બે દેશાવગાસિક વિગેરે ધર્મ--પ્રવૃત્તિમય જીવન એનું ભૂષણ છે. તેમના અભ્યાસમાં ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી તત્ત્વાર્થધિગમસૂત્ર, વિતરાગ સ્તોત્ર અર્થ સાથે તેમ જ વૈરાગ્યશતક, સંબોધસત્તરી, ક્ષેત્રસમાસ, હરીભદ્ર અષ્ટક, જ્ઞાનસાગર, યોગશાસ્ત્ર, પંચાસક, ષોડષહ પિંડનિર્યુકિત, ઓનિર્યુકિત જેવા અનેક ગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સારું એવું પ્રભુત્વ છે, જેથી ગમે તેવા બ્લોકના અર્થો તુરત જ બતાવે. સંસ્કૃત વાંચન તો એવું શુદ્ધ કરે છે કે ક્યારેક શ્રમણ ભગવંતો તેમની પાસે બેસાડી અર્થ સમજે. રોજિંદા તેમ જ પર્યુષણ, ઓળી વિગેરે પર્વના સ્તવન, સજ્ઝાય, ચૈત્યવંદન, થોય, સંસ્કૃત ગુજરાતીનો સારો અભ્યાસ. કંઠ પણ પહાડી અને એવો મધૂર કે પ્રતિક્રમણમાં હરગોવિંદભાઈની ગેરહાજરી આરાધકોને ધ્યાનમાં આવી જાય. અતિચાર, અજિતશાંતિ સુમધુર કંઠે ગાય. ક્રિયાના એવા ચુસ્ત કે ચૌદશના દિવસે બહાર જવાનું બને તો બપોરે બે વાગે પણ પ્રતિક્રમણ કરી લે. ‘મારું પ્રતિક્રમણ રહી જવું ન જોઈએ.' સતત પ્રવૃત્તિને કારણે કાયમી બહારગામ જ ફરતા હોય તો પણ તેમની ધર્મક્રિયા, પ્રભુપૂજા ક્યારેય ન ચૂકે. નવકારશી-ચોવિહાર તો કદાપિ નહિ જ ચૂકે. ભારતના લગભગ દરેક તીર્થોની યાત્રા કરી છે. સમેતશિખરજી પાંચ વખત, સિદ્ધાચલ અનેક વખત. વડાથી શંખેશ્વરજી પૂ. આ.ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ભારે દબદબાપૂર્વક છ'રી પાલિત સંઘ આયોજનપૂર્વક કાઢ્યો. થા--પાવાપુરી સોસાયટી શ્રીમતી કંચનબેન હરગોવિંદભાઈ શાહ જૈન પાઠશાળામાં મુખ્ય દાતા. પૂ. પિતાશ્રીની સ્મૃતિમાં વડા ૧૨૯. Page #1175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૬ ] જૈન પ્રતિભાદર્શન ઉપાશ્રયમાં અને માતુશ્રીની સ્મૃતિમાં વડા પક્ષીઘરમાં મુખ્ય દાતા (પરિવાર સાથે). રૂની તીર્થમાં કાંતા-કંચન ધર્મશાળામાં ભાઈ સાથે રહીને મુખ્ય નામનું દાન. આ ઉપરાંત નાના મોટા દાન. તેમ જ ગુપ્તદાન પણ કરતાં જ હોય છે. સાધર્મિકો પ્રત્યે અપાર લાગણી ધરાવે છે. સુશ્રાવક શ્રી હરગોવિંદભાઈ એટલા સદ્દભાગી છે કે તેમના પિતાશ્રી વીરચંદભાઈ સમાજ અને ગામના અગ્રણી હતા. મોટા ભાઈ ચીમનભાઈ સમગ્ર કાંકરેજ તાલુકામાં લોખંડી વ્યક્તિ તરીકેની પ્રતિભા ધરાવતા. વડીલબંધુ જયંતીભાઈ (જ. વી. શાહ) રાજકારણમાં સક્રિય છતાં રાત્રિભોજન, કંદમૂળ ત્યાગ, નવકારશી. સવારે ૬ થી ૮ મૌન. ગામના સરપંચ, કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન. બે વખત ધારાસભ્ય. છેલ્લે પાર્લામેન્ટમાં કૃષિ મંત્રી તરીકે ચૂંટાયા. ગુજકોમાસોલ અને નાફેડ જેવી વિશાળ સહકારી સંસ્થાઓના ચેરમેન વર્ષો સુધી તેમ જ બનાસ બેંકના ચેરમેન રહી સેવા આપી. પરિવારમાં પણ ધર્મપત્ની, પુત્રવધુઓ, પૌત્રો-પૌત્રીઓ. વર્ષીતપ, પાંચસો સળંગ આયંબિલ, ૧૦૮ આયંબિલ, સિદ્ધિતપ, અઢાઈ આદિ તપ કરેલ. કુટુંબ ધર્મ પ્રત્યે અવિહડ રાગ છે. પૂ. આચાર્ય ભગવંત પ્રેમસૂરીશ્વરજી મહારાજની હરગોવિંદભાઈ ઉપર અપાર કૃપા દૃષ્ટિ છે. પૂ. આચાર્યશ્રીના નામ સ્વાથ્યના જરા પણ સમાચાર મળે તો દોડી જાય. ગુરુદેવને શાતા કેમ રહે એ જ ભાવના. મહિનામાં ૨૫ દિવસ તો શાસન-સમાજના કાર્યો અંગે બહાર ફરતાં જ હોય. ગમે ત્યાં જાય પણ પોતાની ધર્મપ્રવૃત્તિ-ક્રિયા ચૂકે નહિ. આરાધનાના ઉપકરણ, નવકારવાળી, જ્ઞાનભંડાર, રોજ નવા સ્તવન-સજઝાય--થોય કરવી ને બોલવી. ૬૭ વર્ષની ઉંમરે પણ અટલ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હરગોવિંદભાઈ સંપૂર્ણ રીતે જિનશાસનના રસિયા છે. પોતાનું જીવન પરમાર્થે કેમ વપરાય તેવો નિઃસ્વાર્થ ઝંખનામય આત્મા છે. સ્વ. શ્રી બાબુલાલ અમૃતલાલ શાહ . શાસનરક્ષા, તીર્થરક્ષા, જીવદયા અને સમ્યજ્ઞાન પરત્વે અનન્ય અભિરુચિવાળા સ્વશ્રી બાબુભાઈનું મૂળવતન ખારી (પાલીતાણા પાસે) પણ છેલ્લા ત્રણ દાયકાથી અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવ્યું. એક ધર્મસંપન્ન પરિવારમાં તેમનો જન્મ થયો. ધાર્મિક વાતાવરણમાં જ એમનો ઉછેર થયો. સાત ગુજરાતી સુધીનો જ અભ્યાસ પણ કોઠાસૂઝ ગજબની હતી. આમ જોઈએ તો એમનું જીવન સંઘર્ષ અને સફળતાનું જીવંત ઉદાહરણ ગણી શકાય. ઘણા તાણાવાણામાંથી પસાર થયા છતાં તેમના મુખ ઉપર હંમેશાં સંતોષનું સ્મિત જોવા મળતું. શ્રી બાબુભાઈએ ચિંતનાત્મક એવું ધાર્મિક સાહિત્યનું પુષ્કળ વાંચન નાની ઉંમરમાં કરી લીધું. ચાલીસ વર્ષની ઉંમર પછી ભાઈઓના આગ્રહને લીધે કુટુંબ સાથે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં ધંધાના વિકાસની સાથે સાથે શ્રી બાબુભાઈએ સમાજસેવા અને ધાર્મિક આયોજનોમાં પોતાની શક્તિસેવા સમર્પિત કરી. તેમની સીત્તેર વર્ષની ઉંમર સુધીમાં ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહીને ભારે મોટી શાસનસેવા કરી છે. હમણાં જ થોડા સમય પહેલા તા. ૧૮-૩-૯૧ના રોજ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. અનેક સંસ્થાઓએ તેમને ભાવભરી શ્રદ્ધાંજલી અર્પી હતી. Page #1176 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૨૭ સ્વર્ગસ્થ શ્રી બાબુભાઈ જૈન સમાજના કર્મઠ કાર્યકર્તા હતા. શ્રી નારણપુરા-આદિશ્વર શ્વે) મૂ૦ જૈન સંઘના પ્રમુખ હતા. જીવદયામાં વિશેષ રસ લેતા હતા. રાણા દેરાસરમાં ધજા ચડાવવાનો આદેશ તેમણે લીધેલો. ફાગણ સુદી-૧૩ ઉપર તેમનો પાલ પણ અચૂક હોય જ. છેલ્લા દાયકામાં ઘણી મોટી રકમની ઉદાર સખાવતો તેમના પરિવાર દ્વારા થઈ છે. આ કાર્યમાં શ્રીમતી મુક્તાબહેને ઘણી પ્રેરણા આપી છે. ભારતના મોટાભાગના જૈન તીર્થોની યાત્રા કરી આવ્યા. વલ્લભીપુરમાં સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટેની સુંદર સગવડ ઉભી કરવામાં શ્રી બાબુભાઈનું ઘણું મોટું યોગદાન છે. સિહોર પાસે ટાણાસંઘના સક્રિય કાર્યકર્તા હતા. શ્રી શત્રુંજયગિરિરાજની જય તળેટીમાં રંગમંડપ માટે ટાણા જૈનસંઘે રૂ. ૧૮ લાખ શેઠ આ.ક. પેઢીને આપ્યા તેમાં શેઠશ્રી શ્રેણિકભાઈ સાથે નક્કી કરાવી આપવામાં સ્વ.શ્રી બાબુભાઈ મોખરે હતા. પાલીતાણાથી શ્રી યશોવિજય જૈન ગુરુકુળ શ્રી બી. એલ. ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી-દિલ્હી, હિંસાનિવારણ સંધ-અમદાવાદ વગેરે સંસ્થાઓ દ્વારા સમાજની ઘણી મોટી સેવા કરી છે. જે ચિરસ્મરણીય બની રહેશે. શ્રી જીતેન્દ્રભાઈ બાબુલાલ શાહ શ્રી જીતેન્દ્રભાઈને બાળવયથી જ વૈરાગ્ય પ્રતિ વલણ હોવાથી ધાર્મિક અભ્યાસમાં ખૂબ જ આગળ નીકળી ગયાં. એમનો જન્મ સિહોર પાસે ખારી ગામમાં સં. ૧૯૬૦ના ડીસેમ્બરમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં કર્યું. મેટ્રીક સુધી અભ્યાસમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ જ હોય––આ એમની તેજસ્વીતા. સમય જતા સાધુ ભગવંતોના સંસર્ગમાં આવતા રહ્યાં. તત્ત્વજ્ઞાન વિના ચારિત્ર્ય ન શોભે એવી વાત મનમાં પાકી થઈ. પાલીતાણામાં વસતા તેમના મામા શ્રી મનસુખલાલ હરીચંદની પ્રેરણાથી ધાર્મિક અભ્યાસની શરુઆત કરી. છ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ પૂ. આ.શ્રી કલ્પજયસૂરિજી મ.સા પાસે કર્યો. પંડિત બેચરદાસ પાસે વ્યાકરણ અને ન્યાયનો અભ્યાસ કર્યો. સંસ્કૃત સાથે બી. એ.માં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા. ત્રણ સુવર્ણચંદ્રકોની પણ નવાજીશ થઈ. બનારસ વિશ્વ વિદ્યાલયમાં જૈન ધર્મના વધુ અભ્યાસાર્થે ગયા. સંસ્કૃત દર્શનશાસ્ત્ર સાથે એમ. એ.માં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ મેળવી સુવર્ણચન્દ્રકોના અધિકારી બન્યા અને પછી તો જૈન ફિલોસોફી ઉપર પીએચ. ડી. કરવાની તૈયારી આરંભી શ્રેષ્ઠિવર્યશ્રી કસ્તુરભાઈના ભત્રીજા શ્રી અજયભાઈએ તેમનામાં ખૂબ જ અંગત રસ લીધો છે. ન્યાયશાસ્ત્રના પ્રકાંડ પંડિતો સાથે આજે પણ તેઓ સતત સંપર્કમાં છે. ન્યાયના અધ્યયન સાથે બૌદ્ધ ધર્મનું પણ જ્ઞાન બનાસના એક પંડિતજી પાસે લીધેલ છે. એમની ઋજુતા અને મૃદુતાને વંદન કર્યા વગર રહી શકાતું નથી. હાલમાં તેઓ સરદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર છે. સમગ્ર જૈન આગમનું કોમ્યુટરાઈઝેશન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે તથા જૈન ધર્મના લેખોનું અને જૈન ઇતિહાસ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. અનેક ગ્રંથોનું સંપાદન-પ્રકાશન પણ તેમના માર્ગદર્શન હેઠળ ચાલે છે. હાલમાં તેઓ અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યા મંદિર સંસ્થાના નિર્દેશક તરીકેની સેવા પણ આપી રહ્યા છે. જૈનધર્મ અને તુલનાત્મક ધર્મ-દર્શન ઉપર અનેક લેખો લખ્યા છે જે ભારતના જુદી જુદી અનેક પત્રિકાઓમાં પ્રકાશિત થયેલ છે. Page #1177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( શ્રી લહેરચંદ છોટાલાલ મહેતા ભાવનગરમાં સાહસિક વૃત્તિથી વેપાર-વાણિજયનો ઓદ્યોગિક ક્ષેત્ર દ્વારા ભવ્ય ઉત્કર્ષ સાધવામાં ગણનાપાત્ર ફાળો આપનાર તથા ધાર્મિક આયોજનોમાં સેવા-સખાવતો દ્વારા જેન સમાજમાં જાણીતા બનેલાં શ્રી લહેરૂભાઈ મહેતા મૂળ અમરેલીના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગર સ્થિર થયાં. અમરેલીના હંસરાજ માવજી મહેતાના વારસદારોમાંના તેઓશ્રી એક ગણાય છે. જૂના ગાયકવાડ રાજ્યના અમલમાં શ્રી હંસરાજ મહેતાએ પોતાની સર્વતોમુખી પાત્રતાને દીપાવી ચોગરદમ ખ્યાતિ મેળવેલી. અમરેલીના જેઠા કુરાવાળાની ધીકતી વેપારી પેઢી. તેમની મુખ્ય પેઢી ચિત્તળમાં રહેતી હતી. | ગાયકવાડી ગામોના ઇજારા રાખતા. તેમને ત્યાં ભારે રજવાડી દમામ અને ઠાઠમાઠ હતો. જેઠા કરાવાળાને ત્યાં તેમનો એક ભાણેજ માવજી મહેતા જેઓ મૂળ જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. માવજી મહેતા રાજકાજમાં ભારે પાવરધા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. એ જમાનામાં વાલા વાઘેર અને રૂડા રબારી જેવા જાલીમ બહારવટિયાઓને એમણે ઝેર કર્યા હતા. માવજી મહેતાનો વહીવટી અમલ એટલે જૂની અને નવી પદ્ધતિનો સંધિકાળ. જૂના જમાનામાં રાજાઓ ગામો ઇજારે આપતા. એમણે એ પદ્ધતિ બંધ કરાવી. ખેડૂતોને સુખી અને આબાદ બનાવ્યા. ઈજારાશાહી વહીવટનો અંત લાવનાર માવજી મહેતા ગાયકવાડ સરકારના સ્થંભ સમાન હતા. જૈન સમાજના એક આગેવાન જાજરમાન પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. એ પરિવારના સંસ્કારો ઉત્તરોત્તર શિસ્તબદ્ધ રીતે જીવન-ઘડતરમાં ખીલી રહે તે સ્વાભાવિક છે. બી. એસ. સી. એન્જિનિયર થયેલા શ્રી હેરૂભાઈ આધુનિક યુગપ્રવાહ પ્રમાણેના નૂતન અભિગમો વડે ૧૯૬૨-૬૩માં ફ્રેન્ચ ફેલોશિપથી આઠ માસ માટે ફ્રાન્સના પ્રવાસે ગયેલા. ૧૯૭૩માં જાપાનઅમેરિકા, ૧૯૭૪-૭૬માં પણ અમેરિકાના વખતોવખત પ્રવાસે જઈને જ્ઞાન-અનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું. ભાવનગરમાં ઔદ્યોગિક એકમની શુભ શરૂઆત ૧૯૭૦થી કરી જેમાં ક્રમે ક્રમે પ્રગતિ સાધી. - નિયમિત સેવા-પૂજા-દેવ-ગુવંદન અને ધર્મક્રિયાઓમાં તેમનું આખુંયે કુટુંબ ચુસ્ત રીતે રંગાયેલું છે. શ્રી હેરૂભાઈના નાનાભાઈ ડૉ. ભૂપતભાઈ મહેતાએ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો. હાલ મુંબઈમાં પોતાની પ્રાઈવેટ હોસ્પિટલ ચલાવે છે. કેનેડા, શિકાગો, જાપાન, વોશિંગ્ટન વગેરે દેશોમાં તેમ જ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ટ્રેઝરર છે. સ્કોલર હોલ્ડર અને ઉચ્ચ પ્રતિભા ધરાવે છે. ૪૦ વર્ષના નાનાભાઈ શ્રી શશીકાન્તભાઈ મુંબઈમાં હાર્ડવેર લાઈનમાં છે. સૌથી નાનાભાઈ શ્રી રવિન્દ્રભાઈ ભાવનગરમાં તેમની સાથે ધંધામાં. ખાનદાની ખુમારી અને ખેલદિલીના ખમીરને સાચા અર્થમાં દીપાવનાર મહેતા કુટુંબ આપણા સૌની વંદનાને પાત્ર બન્યું છે. શ્રી ધરણીધર ખીમચંદ શાહ (કોળીયાકવાળા) જૈન શાસન, જૈન ધર્મભક્તિમાં શ્રદ્ધા ધરાવનાર વિનય, વૈયાવચ્ચ અને સમર્પિતતા જેવા ગુણોને લઈને જેમનું વ્યક્તિત્વ હંમેશા ઉજ્જવળ રહેલ તેવા શ્રેષ્ઠીવર્ય શ્રી ધરણીધરભાઈ ખીમચંદ શાહ મૂળ સૌરાષ્ટ્ર પાસેના પ્રાચીન સ્થળ કોળીયાક ગામના વતની હતા. તેમના જીવનનો મુખ્ય સમયકાળ મુંબઈમાં ( જ વ્યતિત થયેલ. Page #1178 -------------------------------------------------------------------------- ________________ F અભિવાદન ગ્રંથ 7 [ ૧૧૨૯ છે ૧૯૫૮થી શરૂ કરેલા ધંધાકીય પુરુષાર્થમાં ક્રમે ક્રમે આગળ વધતા રહ્યા. તેમની મહત્વકાંક્ષા, સાહજિક કુશાગ્રતા, મજબૂત મનોબળ, નિડરતા અને સૌજન્યતાથી નોન-ફેરસ મેટલ, એક્સપોર્ટ, કન્સ્ટ્રક્શન જેવા અનેક ધંધામાં તેમને સફળતા મળી. વિશિષ્ટ રૂપે તેમના નિડરતાના ગુણથી તેઓ અનેક વ્યવસાયમાં સફળ તો રહ્યા, પરંતુ મુખ્યત્વે તેઓ વિવિધ અગ્રેસરોના પરિચયમાં આવ્યા. શાસનસમ્રાટશ્રી નેમિસૂરિશ્વરજી મ.ના સમુદાય સાથે નાની ઉંમરથી ગાઢ રીતે સંકળાયેલા હતા. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી મેરૂપ્રભસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી નવપદ ઉપાસકમંડળની સ્થાપના કરી. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં વિવિધ તીર્થસ્થાનોમાં નવ નવ સામુદાયિક ચૈત્રી આયંબિલ ઓળીનું ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરેલ. યથોચિત વિવેક અને વ્યવહાર તેઓ જીંદગીભર ચૂક્યા નથી. પોતાના જીવનના ટૂંકા ગાળાના સમયકાળ દરમિયાન ખૂબ બહોળો અનુભવ મેળવી તેમજ પોતાની આગવી સહજસૂઝથી તેઓ અનેક વ્યક્તિઓને તો ઉપયોગી થયા તેમ જ સાથે સાથે અનેક સંસ્થાઓને પણ ઉપયોગી થયા. શ્રી વાડીલાલ કાળીદાસ દોશી મહાનગર મદ્રાસમાં “વાડીકાકા'ના હુલામણા નામથી લોકપ્રિય બન્યા છે. સમાજને તેમણે છૂટે હાથે પ્રેમની ભેટ આપી છે. મૂળ વતન મોરબી, પરંતુ મોરબીના થોડા વસવાટ બાદ યુવાવસ્થામાં દેશાવર આર્યોપાર્જન માટેનો અવસર સાંપડ્યો. શ્રીયુત વાડીલાલ દોશીનું પ્રારંભિક સામાજિક જીવન તથા વ્યાપારિક લાક્ષણિકતા રંગુનમાં પ્રાપ્ત થઈ. રંગુનમાં વસવાટ કરી આર્થોપાર્જન સાથે સાથે સેવાના કાર્યમાં પણ વ્યસ્ત રહ્યા. ઇતિહાસનો પ્રવાહ પલટાયા કર્યો છે. બર્મામાં ઇતિહાસ કરવટ બદલી. કેટલાય કુટુંબોનાં ભાગ્યે ઝોલાં ખાધાં. પણ શ્રીયુત વાડીલાલભાઈએ બર્માને સલામ ભરી, રંગુનથી વિદાય લીધી તથા મદ્રાસના આંગણે કદમ માંડ્યા. મદ્રાસમાં આગમન બાદ શૂન્યમાંથી સર્જન કરવાની તેમની ભાવના તથા ખેવનાને વેગ મળ્યો. સમયની સાથે કદમ મિલાવી ઘડિયાળના વ્યવસાયમાં ઓતપ્રોત બન્યા. આજે પ્રયાસોના પરિણામે ભાગ્યના સહારે ઘડીયાળના ધંધામાં શોરૂમો સાથે મોભાનું સ્થાન ધરાવે છે. - વતનથી દૂર રહેવા છતાં વતનને વિસર્યા નથી. તેમના માતુશ્રીના સ્મરણાર્થે બંધાવેલ પરબ મોરબીના બસ સ્ટેન્ડ ઉપર તેની સાક્ષી પૂરે છે. જૈન સાધુ-સાધ્વીના વિહાર માટે માતુશ્રીના નામથી બંધાવેલ ઉપાશ્રય ખૂબ જ ઉપયોગી નિવડ્યો છે. આ દોશી પરિવારના નામે ચાલતા આવી ઘણ સખાવતો છે. વાવ તથા કૂવા બંધાવી વટેમાર્ગુને પાણીની સગવડ કરી, મુંગા પશુને પણ તેમણે આ રીતે પાણીની સગવડતા કરી આપી છે. આવી વિવિધ પ્રવૃત્તિ તથા સેવાના ક્ષેત્રના અધિકારી મદ્રાસમાં પણ વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા છે. શ્રી ગુજરાતી જૈન વાડી, શ્રી સૌરાષ્ટ્ર જૈન સંઘ, વેલફેર સોસાયટી, મોરબી મિત્ર મંડળ તથા વેલફેર ટ્રસ્ટમાં એક યા બીજા સ્થાને રહીને સેવા આપતા રહ્યા છે. તેમાં સોનામાં સુગંધ મળે તેમ મદ્રાસના ગુજરાતી સમાજનો હરક જયંતી મહોત્સવ આવ્યો ત્યારે તે ઊજવણીના ચેરમેન તરીકે મુરબ્બી શ્રી વાડીકાકા શોભતા હતા. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકટરામન સાથે આ પ્રસંગે કરેલી વાતો, ગુજરાતી સમાજની સેવાની વાતો આજે પણ ગૂંજ્યા કરે છે. Page #1179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન શાહ બાબુલાલ વાડીલાલ જૈન સમાજમાં સાતે ક્ષેત્રમાં લક્ષ્મીનો સદુપયોગ કરનારા પરિવારોમાં શેઠશ્રી બાબુભાઈના પરિવારનો સમાવેશ થાય છે. સ્વ. શ્રી વાડીલાલ દેવચંદ શાહના સુપુત્ર શ્રી બાબુભાઈનો તા. ૪-૧૧૯પરમાં જન્મ થયો, મેટ્રિક સુધીનો અભ્યાસ પણ કોઠાસૂઝ વિશેષ. માનવસેવાના સંસ્કારો વારસામાં મળ્યા. જૈન સાધર્મિક ભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તેમનું મન બચપણથી જ તડપતું રહ્યું. શાસનસેવા અને અન્ય સામાજિક સેવાની શરૂઆત પોતાની પચીશ વર્ષની ઉંમરથી શરૂ કરી. પોતાના નાના પુત્રના આકસ્મિક અવસાનથી તેમના જીવનમાં ભારે મોટું પરિવર્તન આવ્યું અને વધુ જાગૃત બન્યા. પિતાશ્રીના અવસાન પછી પિતાશ્રીએ ઊભી કરેલી સેવાધર્મની પગદંડી ઉપર ચાલવા પ્રયત્ન કર્યો. સેરીસા અને તળાજાની જૈન ભોજનશાળાઓ જેની સ્થાપના પિતાશ્રીએ કરેલી એ સંસ્થાઓને સતત માર્ગદર્શન આપી તેના સંચાલનમાં પૂરો રસ દાખવીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાઓની સેવા બજાવી. વતન ગેરીતામાં જૈન દેરાસરનું કાર્ય પણ રસપૂર્વક છેવટ સુધી કરતા રહ્યા. શ્રી બાબુભાઈના જીવનની ફળશ્રુતિમાં મહત્ત્વનું કામ એ થયું ગણાય કે શ્રી શેરીસા જૈન તીર્થમાં ભોજનશાળાની પિતાશ્રીએ કરેલી સ્થાપના પછી ભોજનશાળા ખોટમાં ગયા પછી પણ સંસ્થાનો વહીવટ પોતાના હાથમાં લીધો. પચીશ હજારની ખોટ સાથે મંત્રી તરીકે વહીવટ સંભાળ્યો. પંદર વર્ષ એકધારી સેવા આપીને તેઓ ગયા ત્યારે તેમના હસ્તક ભોજનશાળાનું કાયમી ફંડ રૂપિયા ચાર લાખ તરતું કરીને ગયા. આ એમની સેવાનો અનન્ય પૂરાવો છે. ચોગરદમ વિશાળ સ્નેહીવર્ગમાં સુવાસ પ્રસરાવી તા. ૧-૧૨-૮૩ના રોજ સંવત ૨૦૪૦ કારતક વદ ૧૨ ગુરુવારે તેઓ સ્વર્ગવાસી બન્યા. શ્રી વાડીલાલ દેવચંદ શાહ ગરવી ગુજરાતની ભૂમિ જીવંત તીર્થભૂમિ છે. ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકામાં ગેરીતા ગામ નાની વાટકડી જેવું પણ કેસર-ચંદનની વાટકડી જેવું છે. કારણ અહીંના શ્રેષ્ઠીઓએ પરોપકારનાં કેસર વહાવવામાં પોતાનો ધર્મ માન્યો છે. અહીંના સેવાભાવી સજ્જનોમાં શેઠશ્રી વાડીલાલ દેવચંદનું નામ અગ્રગણ્ય છે. પિતાશ્રી દેવચંદભાઈ મૂદુ-સરળ સ્વભાવી અને ધર્મભીરુ જીવ હતા, વ્યાપારમાં સાહસિક હતા. ગેરીતાથી ધંધાર્થે મુંબઈ ગયા. અહીં સંવત ૧૯૪૧માં શ્રી વાડીભાઈનો જન્મ થયો. સંજોગોવશાત્ શ્રી દેવચંદભાઈ પાછા વતનમાં આવ્યા અને થોડા સમયમાં સ્વર્ગવાસી બન્યા. શ્રી વાડીભાઈ ઉપર સઘળો બોજો આવી પડ્યો. સં. ૧૯૬૦માં ટૂંકા પગારથી નોકરી દ્વારા જીવનની શરૂઆત કરી સંવત ૧૯૬૮માં સ્વતંત્ર થયા ને વાસણની નાની દુકાન ખોલી. પૂર્વ પુણ્યોદય અને પ્રમાણિકતાએ ચૌદ વર્ષમાં એકમાંથી ચાર દુકાનો કરીને ધંધાનો ઝડપી વિકાસ સાધ્યો. લક્ષ્મી વધી એટલે ધંધાની જવાબદારી ધર્મપ્રેમી પુત્રોને સોંપી પોતે નિવૃત્ત થઈને ધર્મલક્ષ્મી પ્રાપ્ત કરવા લક્ષ કેન્દ્રિત કર્યું. શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યો. વ્રત, તપ અને ક્રિયાના રસિયા બન્યા. તીર્થધામ પાલીતાણા નવપદની હું ઓળી, મુંબઈમાં શાશ્વતી ઓળી વગેરે ઉપરાંત નવપદ ઓળી સિવાય વર્ધમાન તપની પચાસ ઓળી પૂરી 4 Page #1180 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૩૧ કરી વતન ગેરીતા મુકામે એક જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવી તેના નિભાવ માટે સારી એવી રકમ આપી. તળાજામાં અને શેરીસામાં બન્ને જગ્યાએ પોતાના હસ્તક નવી જૈન ભોજનશાળાના મકાનની સ્થાપના કરાવી અને સારી એવી રકમ આપી. દુઃખી જૈન ભાઈઓને મદદ, સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ, કેળવણી માટે મદદ, જીર્ણોદ્ધાર માટે મદદ, ઉપાશ્રયો માટે નિભાવ ફાળો વગેરેમાં યોગ્યતા મુજબ દાનગંગા વહેતી રાખી. તીર્થધામ શેરીસા મુકામે આયંબિલની ઓળી તથા પાલીતાણામાં નવ્વાણુ ચોમાસુ ઉપધાન ઉપરાંત પાનસરમાં સં. ૨૦૧૬માં ઉજમણું કર્યું. આ ધર્મપ્રેમી શેઠશ્રી વાડીભાઈ સંવત ૨૦૨૦ના માગશર સુદિ ૧૧ને દિવસે ૭૮ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા. અમારે ઇ છે અંતરની વાત અમારા વાત્સલ્યમૂતિ, સંસ્કાર ઘડતર દાતા, સ્વભાવે સરળ શાંત વિવેકી પૂ. માતુશ્રી મંગળાબેનને કોટી કોટી પ્રણામ! અમારા નાનીમા તથા શ્રી શાંતાબહેન તથા બાબુલાલ તારાચંદ (બોચડવાવાળા) હાલ ડોંબીવલી તેઓ પણ અમારા માટે વંદનીય છે. એવાજ શાસન શોભાયમાન પૂ. પિતાશ્રી રસિકલાલ શાંતિલાલ પરિવારમાં ધર્મકાર્યોથી સોનામાં સુગંધ ભળી. અમારા કાકા શ્રી અનંતરાયના સુપુત્ર (સંસારી શ્રેણિકભાઈ) એ સં. ૨૦૫૪ માં શાસનસમ્રાટ સમુદાયમાં દીક્ષા અંગિકાર કરેલ જે મુનિરાજશ્રી પૂ. મુનિશ્રી સુયશચંદ્રવિજયજી નામે છે. જે માટે અમારો પરિવાર ગૌરવ અનુભવે છે. સુયશચંદ્રવિજયજી મ. વસઈ મુકામે સં. ૨૦૫૫ માં પ.પૂ. આ. શ્રી શ્રેયાંસચંદ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં અમારા માતુશ્રી મંગળાબહેને માસક્ષમણનિર્વિબે પૂર્ણ કરેલ છે. આ પહેલા કંઠાભરણ તપ, બે વખત અઠ્ઠાઈ તપ, સોળભથુ, ૧૦૮ પાર્શ્વનાથ તપ, નવપદજીની ઓળી નવ વખત કરેલ છે. તેમજ શેરીસાથી સમેતશીખર સુધીની યાત્રાઓ કરી છે. મલાડ મુકામે અમારા કાકા અનંતરાયે તથા તેમના સુપુત્ર શ્રીપાળભાઈએ તથા પુત્રી કુ. દિપ્તીબહેને પણ નિર્વિઘ્ન માસક્ષમણ તપ કરેલ છે. અમારા સુરેશભાઈએ અઠ્ઠાઈ તપની આરાધના કરી હતી. અમારા પૂ. મુનિરાજશ્રી સુયશચંદ્રવિજયજી મહારાજે પાંચ પ્રતિક્રમણ, સાત સ્મરણ, જીવ વિચાર, નવ તત્વ, દંડક પ્રકરણ અને કર્મચંધ્રના ૬ સુત્રના અર્થ સાથે કરેલ છે. અમે જે કાંઈ ધર્મ પામ્યા હોઈએ તો તે અમારા પૂ. માતુશ્રી મંગળાબહેનને કારણે જ. પુત્રો : અનિલ, સુરેશ, અશ્વિન, ભરત પુત્ર વધુ : અ. સૌ. કિરણ, અ. સૌ. ઈલા પુત્રી : ધર્મિષ્ઠાબહેન, જાગૃતિબહેનના જયજિનેન્દ્ર શ્રી મંગળાબેન રસિકલાલ કેરિયાવાળા હાલ વસઈ Page #1181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૨ ? [ જૈન પ્રતિભાદર્શન જ્યાં એક સમયે નાલંદા અને તક્ષશિલાની યાદ અપાવે તેવું અહીં ભારતનું વિશ્વવિદ્યાલય હતું, જ્યાં મૌર્યવંશના રાજાઓએ રાજ કરીને જૈનધર્મ અંગીકાર કરેલ. ઐતિહાસિક પ્રાચીન નગરી વલ્લભીપુર જૈનધર્મમાં વિશિષ્ટ સ્થાન ધરાવતું આજનું વલ્લભીપુર(વળા) એક સમયે શત્રુંજય ગિરિરાજની યાત્રાએ જવા માટેનું પ્રવેશદ્વાર ગણાતું. વર્ષો પૂર્વે વલ્લભીપુર જ શત્રુંજયની તળેટી હતી. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં અહીં ૫OO આચાર્યાદિ શ્રમણ ભગવંતોની ધર્મપરિષદ (આગમવાચના) સંપન્ન થઈ હતી અને સકલ આગમને પુસ્તકારૂઢ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક તીર્થભૂમિના વિકાસ માટે શાસનસમ્રાટશ્રીતપાગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીએ અથાક પ્રયત્નો કરેલા છે. ગામના દેરાસરજીમાં ચિંતામણિ પાર્શ્વનાથ દાદાની સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીનમૂર્તિ છે જે અતિ રમણીય અને દર્શનીય છે. આ દેરાસરજીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન ઉપરાંત બાજુમાં આદિનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાનનાં પણ દર્શન થાય છે. સામે ચૌમુખજીદાદા, આદિનાથદાદા, મહાવીરસ્વામી, સંભવનાથદાદા તથા | ચંદ્રપ્રભુસ્વામી બિરાજમાન છે. રંગમંડપમાં ગૌતમસ્વામી, માણિભદ્રજી તથા ઘંટાકર્ણવીરની દેરીઓ છે. ગુરુમૂર્તિઓનાં પણ અત્રે દર્શન ઉપલબ્ધ છે--જેમાં શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ, શ્રી | મલ્લવાદીસૂરિજી, શ્રી વિજયાનંદસૂરિજી, શ્રી ધનેશ્વરસૂરિજી, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વગેરે ઉપરાંત અત્રે રંગમંડપમાં પૂ. જયંતવિજયજી મ., પૂ. શ્રી ભાસ્કરવિજયજી મહારાજ, પૂ. આ.શ્રી નેમિસૂરી શ્વરજી મહારાજ, પૂ. આ.શ્રી વિજ્ઞાનસૂરિજી મહારાજ, પૂ. આ.શ્રી કસ્તુરસૂરિજી મહારાજ, પૂ. મુનિશ્રી વિમલયશવિજયજી મ. વગેરે. આજે પણ પર્વાધિરાજ પર્યુષણમાં જયારે કલ્પસૂત્ર વંચાય ત્યારે વલ્લભીપુર(નરેશ)નું નામ અવશ્ય વંચાય છે, જે જગજાહેર છે. અમદાવાદ-ભાવનગર-પાલીતાણા હાઈવે રોડ ઉપર આ પ્લોટ દેરાસરજી આવેલું છે. પાલીતાણાની યાત્રાએ જ્યારે પણ આવવાનું બને ત્યારે વલ્લભીપુરની પાવનધરાએ પણ પધારવા | વલ્લભીપુર જૈનસંઘનું ભાવભર્યું આમંત્રણ છે. ભોજનશાળાની પણ સુંદર સગવડ છે. Page #1182 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ | [ ૧૧૩૩ સંઘવી ઠાકરશીભાઈ ભગવાનભાઈ ગુજરાતમાં જેમ કુશળ કલાકારો કે ઉત્તમ રાજવીઓ થયાં તેમ સાદાઈની મૂર્તિસમાં સમર્થ વેપારીઓ પણ થયાં. જેઓની વહારકુશળતાને અહોભાવથી વંદન કર્યા વગર રહી શકાતુ નથી. મૂળ વાવાડી (ગજાભાઈ)ના વતની પણ સમયકાળ પરિવારને લઈને સ. ૨૦૦૪માં સિહોર આવ્યા અને કાપડની દુકાન શરૂ કરી, બચપણથી જ ધર્માનુરાગીતા તથા દાનપ્રિયતા જેવા ગુણોથી તેમનું જીવન ઘડાયું હતું. એટલે સવાર સાંજ પ્રતિક્રમણ, સેવા-પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનોમાં હંમેશા મોખરે હતા. નવ લાખના નવકારમંત્રનો જાપ શ્રદ્ધાભાવે પૂર્ણ કર્યો. જૈનધર્મથી પૂરા રંગાયેલા આ પરિવારને સાધુ સાધ્વીઓની વૌયાવચ્ચમાં પણ પૂરી દિલચશપી. ૨૦૦૬માં પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ.નું સિહોરમાં ચોમાસુ હતુ તે દરમ્યાન પૂજયશ્રીની નિશ્રામાં અઠ્ઠાઇતપનું વિશિષ્ઠ આરાધન કર્યું તે સિવાય પણ બીજી ઘણી તપશ્ચર્યા કરી. ૨૦૧૭માં પરિવાર સાથે ભાવનગરમાં આગમન થયું. અને ભાવનગરને કર્મભૂમિ બનાવી. અત્રે પણ કાપડ લાઈનમાં જ વિકાસના પગરણ માંડ્યા. સાથે સંપતિનો ધર્મમાર્ગે પણ સદુપયોગ કરતા રહ્યાં. સત્તર વર્ષ પહેલા પૂ. મેરૂસૂરિદાદાની પ્રેરક નિશ્રામાં મહા સુદિ-૧૩ના રોજ શાસ્ત્રીનગર જૈન દેરાસરમાં આદિનાથદાદાની પ્રતિષ્ઠા કરાવી. તીર્થયાત્રાઓમાં પણ શીખરજી, પાવાપુરી, રાજગૃહી, ક્ષત્રિયકુંડ અને બીજા અનેક તીર્થોની યાત્રા કરી. હૈયાના ભાવોલ્લાસ સાથે તીર્થસ્થાનોમાં યથાશક્તિ દ્રવ્યનો પણ સદુપયોગ કર્યો. બારવર્ષ પહેલા જ ઠાકરશીભાઈનો સ્વર્ગવાસ થયો. આ પરિવારમાં આચાર-વિચાર, વાણી-વર્તન એક સરખુ રાખવા તેઓ સતત પ્રયત્નશીલ હતા. અને તેથીજ ઉત્કૃષ્ટધર્મ એટલે અહિંસા, સંયમ, તપ આ ત્રણેયને જીવનમાં વણ્યા હતા. પરિવારમાં માતુશ્રી સાંકળીબેને પણ સોળભથ્થાની તપશ્ચર્યા, ઉપધાન, વરસીતપ વગેરે ભાવ અને આત્મ શદ્ધિના સંકલ્પ સાથે કરેલા. જે તેમનું મોટું જમા પાસુ છે. ઉમરાળા પાસે પીપરાળીમાં પણ શિતલનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા વખતે પરિવારે સ્વામિવાત્સલનો લાભ લીધો હતો. પરિવારમાં ચારપત્રો વસંતભાઈ, મણિભાઈ, જયસુખભાઈ, અમુલખભાઈ, પુત્રીઓ મંછાબેન, કાંતાબેન, નિમુબેન, સો ખૂબજ સુખી છે. ધર્મધ્યાનમાં સૌને અપૂર્વ શ્રદ્ધા છે. સ્વ. ઠાકરશીભાઈની સુવાસને આજે સૌ યાદ કરે છે. શ્રુત ભક્તિવાન નંદલાલ દેવલુકને અંતરના આશીર્વાદ તમારું નામ અને કામ બને યશસ્વી બનો. સાડા ત્રણ દાયકાથી તમે જે સંદર્ભગ્રંથોનું ભગીરથ કામ ઉપાડ્યું છે, તન, મન દ્વારા મૃતોપાસના પાછળનો તમારો પ્રબળ પુરુષાર્થ દાદ માંગી છે. રાત દિવસ જોયા સિવાય ભારતભરમાં ઘૂમીને શ્રી જૈનસંઘને તમે મૃતભક્તિનો-ગ્રંથોનો અમૂલ્ય વારસો આપ્યો છે. તમારું આ અધ્યાત્મ પ્રદાન કદી ભૂલાશે નહીં. અંતરના ઓરડેથી મંગળ આશીર્વાદ પાઠવું છું. શાસનદેવ તમારી બુદ્ધિ-પ્રજ્ઞામાં સહાય કરે. તમારી પ્રગતિમાં નવું બળ આપે એજ મંગલ ભાવના. નમિનાથ જૈનમંદિર, – સાધ્વી પાયશાશ્રીજીના ધર્મલાભ અમરેલી 13૦. Page #1183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૪ ] L[ જૈન પ્રતિભાદર્શન 'વલ્લભીપુર : ગૌરવશાળી જોટાણી પરિવાર જ સ્વ. વેલચંદભાઈ ધારશીભાઈ સ્વ. કંચનબેન વેલચંદભાઈ મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે. મરે છે તો માનવી પોતે પણ માનવીનું કામ જીવે છે. આ શ્રાવક દંપતિનું નામ અને કામ સૌના જીવનમાં પ્રેરણાદાયી બની રહેશે. તેમની શાસન સેવા અને સુસંસ્કારની સુવાસ સૌ માટે અનુમોદનીય છે. વેલચંદભાઈ જન્મ સ્થળ : વલ્લભીપુર (જી. ભાવનગર) સં. ૧૯૬૯ મહાસુદ ૮ શુક્રવાર (ખોડીયાર-જયંતિ) તા. ૧૮-૨-૧૯૧૩ સ્વર્ગવાસ સ્થળ : વલ્લભીપુર (જી. ભાવનગર) સં. ૨૦૫૧ માગશર સુદ ૬, ગુરુવાર, તા. ૮-૧૨-૧૯૮૪ કંચનબેન જન્મસ્થળ : મેવાસા (ગાયકવાડી) સં. ૧૯૭૦ મહાસુદ ૧૧૫ શનિવાર (વલ્લભીપુરપાર્શ્વનાથ પ્રભુ વરસગાંઠ દિવસ) તા. ૭-૨-૧૯૧૪ સ્વર્ગવાસ સ્થળ : વલ્લભીપુર (જી. ભાવનગર) સંવત ૨૦૪૭ ફાગણ વદ ૧૧૫ બુધવાર તા. ૧૩-૩-૧૯૮૧ - વેલચંદભાઈની શાસન સેવાની આછી રૂપરેખા (૧). વલ્લભીપુર-ઘોઘા તીર્થ છ'રી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૨) વલ્લભીપુર-પાલિતાણા છ'રી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૩) સુરત-સમેતશિખર (૯OO યાત્રિકો) સંઘના સહ સંઘપતી (૪) અજારા-તીર્થમાં અઠ્ઠમ તપ (૪૦૫ આરાધકો) સહ સંઘપતી (૫) વલ્લભીપુરમાં (૧) ગુરુ ગૌતમસ્વામી (૨) આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૩) આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૪) આ.શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિ Page #1184 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] (6) [ ૧૧૩૫ ગુરુમૂર્તિઓ સ્વદ્રવ્યથી ભરાવી અને સ્વદ્રવ્યથી ચારે દેરી બનાવી. સ્વદ્રવ્યથી મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર અયોધ્યાપુરમ મહાતીર્થના સંકુલની તમામ જગ્યા આશરે ૨૫૦૦૦ (પચીસ હજાર) ચોરસ મીટર જમીન તીર્થ બનાવવા વિના મૂલ્યે (ભેટ) આપી છે. કુ. સોનલ (સ્મિત ગિરાશ્રીજી)ના વલ્લભીપુરમાં ભવ્યાતિભવ્ય દીક્ષાપ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ. જીવદયા-ક્ષેત્રે ગુજરાતની અનેક પાંજરાપોળમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ (૮) (૯) (૧૦) અનેક જૈન તીર્થસ્થાનોમાં શક્તિ મૂજબ લક્ષ્મીનો સદ્ઉપયોગ (૧૧) વાગરા (જી. ભરૂચ) વાઘેશ્વર મહાદેવ મંદિરમાં સ્વદ્રવ્યથી શિવલીંગ પધરાવી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ. (૧૨) વાગરા (જી. ભરૂચ) માતાજીની મૂર્તિ સ્વદ્રવ્યથી પધરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૩) પચ્છેગામ (તા. વલ્લભીપુર) કુળદેવી ખોડીયાર મંદિર નિર્માણમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ. પરિવારમાં અનુમોદનીય તપસ્યાની ઝલક (૧) ૪૫ ઉપવાસ (૨) ૩૦ ઉપવાસ (૩) પંદર ઉપવાસ (૪) અઠ્ઠાઈતપ (૫) વરસીતપ (૬) ઉપધાન તપ (૭) પાંત્રીશુ (૮) અઠ્યાવીશુ (૯) લબ્ધિતપ (૧૦) કંઠાભરણ તપ (૧૧) અષ્ટાપદ તપ (૧૨) શત્રુંજય તપ (૧૩) સિદ્ધિતપ (૧૪) યતિધર્મ તપ (૧૫) લબ્ધિકમળ તપ (૧૬) નિગોદ આયુ તપ (૧૭) પ૦૦ આયંબિલ તપ (૧૮) ૧૦૦૮ સહસ્રફુટના એકાસણાં (૧૯) ૨૦ સ્થાનક ઓળી (૨૦) મોક્ષદંડ તપ (૨૧) સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ (૨૨) ધર્મચક્ર તપ. ઉપરોક્ત પ્રસંગોની ભવ્ય ઉજવણી શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય, પૂજા પૂજન, ભાવના, પ્રભાવના વિ. દ્વારા કરી છે. તેમના મોટાપુત્ર વલ્લભીપુર તપગચ્છ સંઘ, વલ્લભીપુર લોકાગચ્છસંઘ, વલ્લભીપુર વિશાશ્રીમાળી જ્ઞાતી, વલ્લભીપુર પરબ કમિટી, વલ્લભીપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે નિસ્વાર્થ પ્રેરણાદાયી સેવા આપી ચૂક્યા છે. હાલમાં જૈન ખોડીયાર મંદીર ટ્રસ્ટ (પચ્છેગામ)ના પ્રમુખપદે તથા અયોધ્યાપુરમ તીર્થમાં સેવા આપી રહ્યા છે. તેમના પુત્રવધુ અ. સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી શ્રી વલ્લભીપુર પાર્શ્વજિન મહિલા મંડળના પ્રમુખપદે નિસ્વાર્થભાવે સેવા આપી રહ્યા છે. વેલચંદભાઈના પરિવારમાં ૬ પુત્રો-૩ પુત્રીઓમાંથી હાલમાં ચાર પુત્રો-૧ પુત્રી હયાત છે. વ્યવસાય-ક્ષેત્ર-વલ્લભીપુર ભાવનગર સુરત અમદાવાદ વિ. સ્થળોએ છે. દર ૧૨ વરસે ભરાતા કુંભ મેળા પ્રસંગે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) છીપ્રા નદીમાંથી શિવલીંગ અમૂલ્ય કિંમતે મેળવી વાગરા (જી. ભરૂચ)માં પધરાવી પ્રતિષ્ઠા કરી છે. શ્રી ભોગીભાઈ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. શાસનસેવા અને સામાજિક સેવામાં ખૂબ જ રસ ધરાવે છે. પોતાની આવડત અને કાર્યકુશળતાથી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. Page #1185 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન જૈન શાસન સેવાને ક્ષેત્રે આ મહાનુભાવોનું સારું એવું યોગદાન નોંધાયેલું છે. . છે "ા શ્રી વિનુભાઈ કપાસી શ્રી મનરૂપચંદજી લીલાઇ મુણોત શ્રી સંતીદવી મનરૂપચંદજી મુણોત ડાં. ભાઈલાલભાઈ બાવીશી શ્રી રતિલાલ ફાવચંદ શ્રી જયંતીભાઈ એમ. શાહ કીર્તિકળશ સ્વરૂપ જિનશાસનના પ્રભાવકો, વીતરાગી પરમાત્માના ઉપાસકો અને શોભાયમાન આદર્શ પ્રતિ માઓને અમારી લાખ લાખ વંદનાઓ.... શા ઉમેદમલજી સરદારમલજી ભંડાલી V અનલ-પૂજા-કેતન મહેતા-બીલીમોરા હ : અશોકકુમાર પારસમલજી ભંસાણી ઝાબ રાધી-હીના-સંજય દેસાઈ-વાપી. શા પારસમલજી હંજારમલજી બોકરા મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ હ : બાબુલાલ પારસમલજી સાંચોર (સત્યપુર) M.I.G. ૯૮/૯૦, શાસ્ત્રીનગર, ભાવનગર શા પુનમાજી મોતીજી પરિવાર-માલવાડા Vમુકેશકુમાર મફતલાલ ડભોઈવાલા (જૈન વિધિકાર)) હ : ગૌતમકુમાર મણિલાલ શાહ હાલ મુંબઈ કૃષ્ણનગર, સૈજપુર, અમદાવાદ. મહેતા છગનલાલ હરજીવનદાસ છાજેડ શ્રી જખૌ જૈન દેરાસર તીર્થ પેઢી સાંચોર (સત્યપુર) જખૌ. (તા. અબડાસા) કચ્છ - શ્રી જશવર ના થતા – - -- Page #1186 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ 7 L[ ૧૧૩૭ XAVASAVALAVALAXRVAAVALAVAVAVAURURURURURURURURURY ( જેન શાસનમાં વર્તમાન વિશ્વના રાજા સમાન પંચપરમેષ્ઠી ભગવંત જેઓ તૃતીય સ્થાને બિરાજે છે. તે આચાર્ય ભગવંતને જ જેની આરાધના. કરવાને અધિકારી છે તે શ્રી સૂરિમંત્ર પટ્ટદર્શન ઉમ ક ge k 5 | માખaks , સમય, 82828282828282828282828282828282828282828282828282828282828282828 YAYAYRYYYYYYY*XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX S - 1 . - . ઇe . T છે - AT - - 'ના હકક XHAUAAAAAAAAAAAAAAAAAAAAAX8* Page #1187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૮ | [ જૈન પ્રતિભાદર્શન XARXAXASAYASASARAYAXALAXRXA8AXA XAVAXAVAXAURRURY પરમ કેવલજ્ઞાનપ્રાપ્ત ગણધર શ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામીને અનંત અનંત નમસ્કાર હો! એ અદભુત બોધિદાતા છે xava XXXXXXARXAVAXRYRPRETVRXAYRUARYAXXURXAUR82828282XXXXXXXXXXXXX SYYRYYYYYYYXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXALQYXXXXXXXXX કચ્છ ભદ્રેશ્વર તીર્થમાં બિરાજમાન ગૌતમસવામી રાહતના સમાજના માનક RXXXXXARXARXAYALAX282828282828A%AAA8A8A8288 Page #1188 -------------------------------------------------------------------------- ________________ EREDEREREREREREREREREREREDERERURURUNG DERYAUNGRYAK वैरोटया महाकाली अच्छुप्ता वज्रशंसा वजांशी गांधारी સોળ વિદ્યાદેવીઓ अप्रतिच! महाज्याला पुरुषदत्ता मानवी महामानसी જૈનધર્મમાં માન્યતા પામેલ આ સોળ વિદ્યાદેવીઓ સોળ કળા અને વિજ્ઞાનની પ્રાપ્ત થઈ છે. દેવીઓ હોવાનું મનાય છે. આ દેવીઓની મૂર્તિઓ વિશેષ કરીને ગુજરાત રાજસ્થાનમાંથી મધ્યપ્રદેશના ખજુરાહોમાં પણ તેના દર્શનીય સ્વરૂપો જોવા મળે છે, આબુ દેલવાડામાં પણ કંડારાયેલા ઉત્તમ શિલ્પોના દર્શન થાય છે, તારંગાના શિલ્પવૈભવમાં પણ આ સોળ વિદ્યાદેવીઓ અગ્રસ્થાને છે. કહેવાય છે કે ગુરુ ગૌતમસ્વામીને આ વિદ્યાદેવીઓ હાજરાહજૂર હતા. AAAAAAAAAAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAY DEREREAUNERERENÝ KEREREDEREREREREREREREREREREREREK અભિવાદન ગ્રંથ / ૧૧૩૯ Page #1189 -------------------------------------------------------------------------- ________________ Page #1190 -------------------------------------------------------------------------- ________________ નૈસર્ગિકતાને ખોળે રમતા... ગિરિશૃંખલા વચ્ચે ભારતભરમાં પદ્માસનમુદ્રાના સૌથી વિશાળ પંચ શ્રી વઘમાન જૈન આગમ તીર્થ પુણ્ય તીર્થ પ્રેરણા દાતા | - પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી દેવેન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજા પૂ.પાદું આગમોદ્વારક આ.શ્રી આનંદસાગર સુરીશ્વરજી મહારાજા Saint Education International Page #1191 -------------------------------------------------------------------------- ________________ ઉભેલા મહારાષ્ટ્રના એક માત્ર આગમ મંદિરમાં ધાતુના પ્રતિમાજીથી દીપતા તીર્થની યાત્રાર્થે પધારો Sta સર્વે-ન-૧રર કાગજ, પૂના-૪૧૧૦૪૬ કૃપા તીર્થ માર્ગદર્શક પૂ.પા માલવોદ્વારકે જિનાગમસેવી પ.પુ. આ.શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજા આ.શ્રી દોલતસાગરસૂરિજી મહારાજા પૂ.પંન્યાસશ્રી હર્ષસાગરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વર્ધમાન જૈન આગમ તીર્થ પૂનાના સૌજન્યથી Jant Estetic Page #1192 -------------------------------------------------------------------------- ________________ JU જ્યાં સરળતા, ત્યાં સફળતા જ સવર્ણ મહોત્સર્વ I ( - પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય લધિસૂરીશ્વરજી --- ને પાવન પરિચય જન્મ : વિ. || Ill bદ૬ પાટણ દિક્ષા : વિ.સ. 2006 મહા સુદ-૩ અમદાવાદ. વડીદીક્ષા : વિ.સં. 2006 વૈશાખ સુદ-૧૦ આંતરસુબા 630662 yanrandirgkorth.org ગણિપદ : વિ.સં. 2030 માગસર સુદ-૫ જામનગર પન્યાસ પદ : વિ.સં. 2032 મહા વદ-૧૪ પૂના કાયાપદ : વિ.સં. 2032 ફાગણ સુદ-૨ પૂના GE