SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૨૩ સિધાવ્યા. માતુશ્રી : હાલ ૮૦ વર્ષની ઉંમરે પણ પૂજા કરી શકે છે. ભાઈઓ : છોટાલાલ, રમણીકલાલ, સેવંતીલાલ – સુરત – મુંબઈમાં વેપાર – કારોબાર સંભાળે છે. દીકરા : ચિ. અતુલ (અમદાવાદ મુકામે વિ.સં. ૨૦૪૭ ના વૈશાખ વદ ૫ ના રવિવારના મંગલ દિવસે પ્રવજયા ગ્રહણ કરી મુનિશ્રી હિતરુચિવિજયજી તરીકે સુંદર આરાધના આરાધી રહ્યા છે. ચિ. અનિલ - મુંબઈ ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા છે. ભત્રીજા : સુધીર, રાજેશ, નિલેષ, હિતેશ, રૂપેશ પાંચેય મુંબઈ-સુરતમાં ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા છે. દીકરી-ત્રણ, ભત્રીજી-પ છે. દેવગુરુની ભક્તિ અને કૃપાથી જિનવાણી, શ્રવણથી સવિચારોનું મનન-સિંચન થયું. સારા સંસ્કારોથી જીવનમાં તન-મન અને ધનનો સદુપયોગ શક્ય હોય તેટલો કરી શકાયો. આ કુટુંબે સંયુકતપણે શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર અને માતુશ્રી ચંપાબહેનના નામે સંપત્તિનો નીચે દર્શાવ્યા મુજબ સદ્વ્યય કરેલ છે. વાલમ જૈન તીર્થમાં-શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ જૈન ભોજનશાળા. રાંતેજ તીર્થમાં-શાહ ચંપાબેન જૈન ભોજનશાળા, આબુ તીર્થમાં - આબુ - દેલવાડા તીર્થમાં મુખ્ય મંદિર મહાવીરસ્વામી ભગવાનના દેરાસરમાં મૂળનાયકજીની પ્રતિષ્ઠા તથા નેમીનાથ ભગવાનના દેરાસરજીમાં એક દેરીની પ્રતિષ્ઠા. પાલન પુરમાં - મહાવીર સ્વામીજી દેરાસરજીમાં શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિષ્ઠા. સિદ્ધગિરિ પાલીતાણામાંગિરિરાજ ઉપર નૂતન બનેલ આદીશ્વર ભગવાનના દેરાસરજીમાં શ્રી સંભવનાથ, શ્રી અજિતનાથ તથા શ્રી અભિનંદન સ્વામીજીની પ્રતિષ્ઠા. વિસનગરમાં - કાજીવાડના નૂતન દેરાસરજીનું ખાતમુહૂર્ત - મહાવીર સ્વામીજી પ્રતિષ્ઠા. રાંતેજમાં - રાંતેજ તીર્થમાં એક દેરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા. વિસનગરમાં – શ્રાવક – પૌષધશાળા (ઉપાશ્રય) નું ખાતમુહૂર્ત તથા ઉદ્ઘાટન. વિસનગરમાં – શ્રાવિકા ઉપશ્રયનું ઉદ્દઘાટન. પૂણી તીર્થમાં – ઉપાશ્રયનું ઉદ્ઘાટન. ઈડર તીર્થમાં – જ્ઞાન મંદિરનું ખાત - મુહૂર્ત આબુ તળેટી તીર્થમાં – માનપુરમાં ૨૪ દેરીમાં ૧ દેરી. વડગામમાં - શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની દેરાસરજીના ધ્વજ દંડનો લાભ. પાલનપુરમાં - આસો માસની નવપદજીની કાયમી ઓળી તથા પારણાં કરાવવાનું ચાલુ છે. તારંગામાં - (નવીન ધર્મશાળા) શાહ ચંપાબેન પ્રેમચંદ ઈશ્વરલાલ પામી ભવન, વડગામમાં – સેવંતીભાઈના લગ્ન પ્રસંગે ઝાપા ચૂંદડી (ગામ જમણ), શેઠ પ્રેમચંદ ઈશ્વરલાલ હાઈસ્કૂલ ભવન, દુષ્કાળમાં વડગામ મુકામે કેટલ કેમ્પ અને દર વર્ષે અનેક પાંજરાપોળમાં દાન. આ સિવાય દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ભોજનશાળા, આયંબિલશાળા, ધર્મશાળા, સાધર્મિક ત, પાંજરાપોળ, અનુકંપા આદિ વિવિધ કાર્યોમાં સમયે - સમયે યથાયોગ્ય અનુદાનનો લાભ મેળવાય છે. દેવગુરૂની ભક્તિ, સાધર્મિક ભક્તિ, જ્ઞાન, જીવદયા, અનુકંપામાં અનુદાન અને ધાર્મિક ક્ષેત્રોનો વહીવટ, એ તેમની ખાસ રૂચિ છે. શુભ વિચારો ગ્રહણ કરવાનું, અશુભ વિચારો દુર કરવાનું અને સમાધિમરણ મેળવાનું મન છે. (ઉદયપુરના સમાજસેવી શ્રાવકરત્ન શ્રીમાન દિવાનસિંહજી બાફના પરિવાર) મેવાડની પુણ્ય ધરતી ઉપર આપ જેવા પુણ્યવાન પુરૂષ તેનું અમોને ગૌરવ છે. આપની સૌથી વધુ વિશેષતા એ છે કે આપ સહિષ્ણુતાની પ્રતિમૂર્તિ છો. આપનું હતુખિલતું મુખારવિંદ દરેકને આકર્ષિત કરી લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy