________________
૮૨૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
ધ્યાનમાં લઈ આર્થિક કારણોસર અભ્યાસ ન કરી શકતા બાળકોની કેળવણી માટે સમાજના ભાઈઓએ સાથે મળીને રૂ. ૪૦,000 (ચાલીસ હજાર પુરા)ની રકમ એકત્ર કરી. વહીવટ કરવા સમાજના ભાઈઓએ એક કમિટિ બનાવીને પ્રમુખપદ સંભાળવાથી જવાબદારી પોતાના શિરે આવી. આશરે ૧૬ વર્ષ સુધી પ્રમુખ તરીકે ફરજ બજાવી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જૈન બોર્ડીગની ફી પણ આપવામાં આવતી. આ રીતે અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા કોટયાધિપતિ છે. - વિ.સં. ૨૦૧૭ કુટુંબના અન્ય સભ્યસહિત અઢાઇતપની આરાધના (વડગામ મુકામે) વિ.સં. ૨૦૨૦ કારતક વદ ૧૦ ના ઉસ્માનપુરા-અમદાવાદ મુકામે ઉપધાનતપ ડીસા રાજપુર મુકામે ઉપધાન બીજું પાંત્રીસ પાલનપુર મુકામે ઉપધાન ત્રીજું-અઢાવીસું પાલીતાણા મુકામે સંજોડે વરસીતપનું પારણું. નવપદજીની ઓળી, ક્રિયા સહિત પંચમી તપ, મૌન એકાદશી તપ, ચૈત્રી પૂર્ણિમા તપ, કાર્તિક પૂર્ણિમા તપાદિની આરાધના. ઉપધાન કર્યા પછી ૨૧ વરસ બયાસણાનો તપ, ૨૦૪૦ માં પાલીતાણા પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ કર્યા પછી કાયમી એકાસણાનો તપ ચાલુ છે. લગભગ સતત ૨૦ ચાતુર્માસ વર્ષથી પર્યુષણ પર્વમાં ચોસઠ-પ્રહરી પૌષધની આરાધના આશરે ૨૦ વર્ષથી પૂર્ણિમાના દિને કોઈ પણ તીર્થની સ્પર્શના યાત્રા. ખંભાતથી-પાલીતાણાના સજોડે છરી પાલિત તીર્થયાત્રા.
સ્વર્ગસ્થ પિતાજીની ભાવનાનુસાર શ્રી પ્રેમચંદ ઇશ્વરલાલ પરિવારના ઉપક્રમે યુગપુરૂષ આચાર્ય દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુણ્ય નિશ્રામાં સુરતથી સિદ્ધગિરિ (પાલીતાણા)ના ૪૭ દિવસીય છરી પાલિત શ્રીસંઘનું વિ.સં. ૨૦૩૪ના કારતક વદ પના શુભદિને પ્રયાણ-પોષ સુદ ૬ના શુભ દિને પાલીતાણામાં પ્રવેશ. પોષ સુદ ૮ના પાવન દિને શ્રીઆદીશ્વર દાદાના દરબારમાં આચાર્યદેવશ્રી ના શુભ હસ્તે સંઘમાળાનો મંગળ પ્રસંગ.
કુળને ચાર ચાંદ નહિ. પરંતુ ચૌદ ચાંદ લગાવી દે તેવો કુલ દીપક પુત્રપત્ન અતુલકુમારનો પરમ ઉપકારી આચાર્ય દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડીયમાં વિ.સં. ૨૦૪૭ ના વૈશાખ વદ ૫ને રવિવાર તા. ૨-૬-૯૧ ના મંગળદિને વડલા જેવા ઘેઘૂર શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર તરફથી આયોજિત ભવ્ય દીક્ષા સમારંભ.
વિવિધ ક્ષેત્રની નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે : પ્રમુખશ્રી આબુ તળેટી તીર્થમાનપુર-આબુરોડ (રાજસ્થાન), શ્રી અલૌકિક પાશ્વનાથ તીર્થ-ઉજજૈન (એમ.પી), શેઠ આણંદજી કલ્યાણજી પેઢ-અમદાવાદ, શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સ-મુંબઈ, શ્રી વડગામ તાલુકા વેપારી એસોસીએશન-વડગામ (ઉ.ગુજરાત), શ્રી વડગામ માધ્યમિક કેળવણી મંડળ વી.જે.પટેલ હાઈસ્કૂલવડગામ. ટ્રસ્ટી : શ્રી વાલમ જૈન તીર્થ, શ્રી રાંતેજ જૈન તીર્થ, શ્રી મેત્રાણા જૈન તીર્થ, શ્રી પાલનપુર જૈન મિત્ર મંડળ, શ્રી વડગામ જૈન સંઘ, શ્રી જૈન મિત્રમંડળ-પાલનપુર-પ્રમુખ ૬ વર્ષ, ટ્રસ્ટી ૭ વર્ષ. શ્રી વડગામ ગ્રામ પંચાયત – વડગામ - સરપંચ ૫ વર્ષ. શ્રી પાલનપુર – વડગામ – દાંતા મારકેટ કમિટિ - પાલનપુર - ૧૫ વર્ષ. શ્રી બનાસકાંઠા જિલ્લા વેપારી મહામંડળ - પાલનપુર – ૫ વર્ષ. શ્રી પાલનપુર ગંજબજાર એસોસીએશન – પાલનપુર – ૫ વર્ષ. શ્રી ધાણધાર કેળવણી મંડળ – પ્રમુખ – ૧૭ વર્ષ.
શત્રુંજય, ગિરનાર, સમેતશિખરજી, પાવાપુરી આદિ લગભગ ૯૦ તીર્થોની યાત્રા. પિતાશ્રી : ૫૧ વર્ષની ઉમરે વિ.સં. ૨૦૧૩ના કારતક સુદ ૭ના દિવસે સમાધિમય રીતે પરલોક /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org