________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૦૯ શ્રેણિક રાજાના પુત્ર નંદીષેણે દીક્ષા અંગીકાર કરી ત્યારે તેણે દેવવાણી સાંભળી જ હતી કે, ] નંદીષેણ ! તારે ભોગાવલી કર્મ બાકી છે. દીક્ષા લેવા ઉત્સુક ન થા!! પણ પ્રવ્રજ્યાના પંથે મક્કમ રીતે આગળ વધતા નંદીષેણે પરમાત્મા પાસે દીક્ષા લઈ છ-અટ્ટમ આદિ તપશ્ચર્યા આદરી દીધી. મારે ભોગકર્મનો જ ચૂરો કરી નાંખવો છે તેવી મક્કમતા સાથે જ જીવનનૌકાને સંસારસમુદ્રમાંથી આગળ ધપાવી. સાથે સ્વાધ્યાય-સૂત્રાર્થ-બાર ભાવનાઓનું ચિંતવન-બાવીશ પરિષહોને સહન કરવા આદિ અનેકવિધ શસ્ત્રો કામદેવ સામે છોડવા માંડ્યા. કર્મના વૃક્ષનું ઉમૂલન કરવા તીવ્ર તપશ્ચર્યા-આતાપના તથા ઉષ્ણ તુમાં તાપ સહન કરવો, ઠંડી ઋતુમાં ટાઢ સહન કરવી, વર્ષા ઋતુમાં ઇન્દ્રિયો ગોપવવી આદિ તમામ પુરુષાર્થ તેમણે મોક્ષમાર્ગે કાર્યરત કરી દીધો. - જ્યારે ચારિત્રની રક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે પર્વત પરથી ઝંપાપાત કરવાના અને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાના પણ પ્રયત્નો કર્યા. દેવતા અટકાવે છે કે, નંદીષણ! તું ચરમશરીરી છે. તારે મોક્ષે જવાનું છે. તું આ રીતે ન જ મરી શકે. ત્યારે એક સામાન્ય નિમિત્તે તેના પતનની દિશા ખોલી. આ પતન સમયે પણ કેવો ઘોર અભિગ્રહ કે-ખાવું-પીવું-સંડાસ-પેશાબ બધું જ ત્યાગ. જો દશ વ્યક્તિ અને તે પણ વેશ્યાને ત્યાં આવે તેવાને પ્રતિબોધ કરે તો જ ભોગ ભોગવવા.
આ સામર્થ્યનો કોઈ જનક હોય તો એ હતું તેનું સાધુપણું –અને આ સાધુપણાનો સંસ્પર્શ જ નિંદીષેણ મહાત્માને મોક્ષના મહેલમાં બિરાજમાન કરાવનાર થયો. કારણ-કે-તે-સાધુ-હતા.
( વલ્કલચીરી )
વલ્કલચીરી જ્યારે વીર પરમાત્માના વંદનાર્થે ગયા ત્યારે પરમાત્મા કહે છે કે, હે વલ્કલચીરી! તમે કેવળી છો. આ બધા સાધુને વંદન કરવાનું ન હોય--અને વલ્કલચીરી કેવળીની પર્ષદામાં જઈને બેઠા. આ એ જ મનુષ્ય છે, જેનો જન્મ વનમાં થયો છે. જન્મતા જ માતા મૃત્યુ પામેલ છે. લોકવ્યવહારથી બિલકુલ અજ્ઞાત અને સ્ત્રી-પુરુષના ભેદ સુધ્ધા ન જાણતો એ તમ્ભાવસ્થાને પામ્યો છે. જન્મથી જ બ્રહ્મચારી છે.
પોતાના પ્રસન્નચંદ્ર રાજન્ કપટથી પોતાના રાજ્યમાં લાવ્યા ત્યાં સુધી લોકસંજ્ઞાથી તદ્દન અનભિન્ન આ બાળકે તાપસ સિવાયનો કોઈ ધર્મ પણ જાણ્યો નથી. બાર વર્ષ સુધી રાજ્યના અને ભોગના સુખમાં પણ પ્રસન્નચંદ્ર રાજાને ત્યાં કદી ધર્મદેશના સાંભળી નથી. તો પણ તે કેવળી થઈ મુક્તિ પામ્યા! પણ કેમ? કઈ રીતે બની શકે આ વાત કે ધર્મનો સ્પર્શ પામ્યા વિનાનો, એક પણ શબ્દનું ધર્મશ્રવણ કર્યા સિવાય આ જીવ ધર્મને પાર પામીને કેવળજ્ઞાનરૂપી લબ્ધિ પ્રાપ્ત કરી શકે?
વાત તો કેટલી નાનીશી હતી! બાર વર્ષે પિતાની યાદ સતાવતાં, વલ્કલચીરી રાજ્ય અને ભોગોને છોડીને વનમાં પિતા પાસે ગયા. ત્યાં પોતાનાં પૂર્વે સંતાડેલાં ઝાડની છાલનાં વસ્ત્રોને હાથમાં લઈ તેની ધૂળ ખંખેરતાં ખંખેરતાં કેવળજ્ઞાની થઈ ગયા. જે ધર્મ તેણે જાણ્યો નથી-સાંભળ્યો નથી તેના સાધ્ય ધ્યેયને વરી ગયા. આ અદ્ભુત ઘટનાનાં મૂળ હતાં–કારણ કે તે સાધુ હતા.
પૂર્વભવમાં પાળેલ શ્રમણ-ધર્મનું જ્ઞાન થયું. પડિલેહણ અને પ્રમાર્જનાની ક્રિયા યાદ આવી ગઈ. બાર , ભાવના સહિત સંસારની અસારતા ચિતવતા શુક્લધ્યાનની ધારા તેજ બની, કર્મોનો ક્ષય થઈ ગયો. આ 4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org