SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧0 ] [ જેને પ્રતિભાદર્શન ભવમાં કદી શ્રમણલિંગરૂપ વસ્ત્રો કે રજોહરણને જોયા વિના જ કેવળ પૂર્વભવના સંસ્કારોએ તેને બનાવી દીધી એક પ્રાગૈતિહાસિક પ્રતિભા. કારણ?--કારણ-કે-તે-સાધુ-હતા. જંબુસ્વામી જૈન શાસનના જ્યોતિર્ધર અને વિધાયક એવી આ પ્રતિભાની વીર પરમાત્માના શાસનમાં છેલ્લા કેવળજ્ઞાની તરીકેની ઓળખ તો સૌને છે--કે જેમણે લગ્નની પહેલી રાત ભોગ-વિલાસને બદલે દીક્ષાનો ઉપદેશ આપવામાં ગાળી હતી. ૯૯-૯૯ કરોડ સોનૈયાને ઠોકર મારી, આઠ-આઠ નયનરમ્ય સુંદરીઓને પ્રતિબોધ કરી, ચોરી કરવા આવેલા ચોરોને પણ બોધ પમાડી પ્રવ્રજયા ગ્રહણ કરી. તેના કરતાંયે મહત્ત્વનું પાસું તો એ હતું કે આ તરફ આઠ-આઠ કન્યા સાથેના વિવાહની તૈયારી ચાલે છે અને તે સમયે જંબૂકુમારે સુધર્માસ્વામીના ઉપદેશથી સમ્યકત્વ અને શીલવ્રત અંગીકાર કરી લીધાં છે. યૌવન-વય છે, અઢળક સમૃદ્ધિ છે, સ્વરૂપવાન આઠ-આઠ કન્યા છે. આ રૂપ, આ સંપત્તિ, આ યૌવન કશું જ તેને ચલાયમાન કરવા સમર્થ બનતું નથી અને શુદ્ધ સમ્યક્ત્વયુક્ત સંયમી અવસ્થા તરફ જ તેનું મન આકુળ-વ્યાકુળ બનેલું છે. કયું રહસ્ય છે તેના જીવનમાં કે માનવ-સહજ અર્થ અને કામ તરફ તેને લેશમાત્ર રુચિ નથી; યૌવનનો ઉન્માદ કે રૂપની આસક્તિ નથી? કારણ-કે-તે-સાધુહતા. પૂર્વના ભવમાં પણ એ જ રીતે નાગિલા સાથે વિવાહ થયો છે. નાગિલાને આભૂષણ પહેરવાનો અવસર ચાલે છે. અર્ધ-શણગારેલી પત્નીને નીરખવામાં મશગૂલ ભવદેવ કેવળ ભ્રાતૃ દાક્ષિણ્યથી જ સાધુ બનેલ છે. બાર વર્ષ સુધી તો દ્રવ્યદીક્ષા જ પાળી છે. પણ સ્ત્રીથી પ્રતિબોધ પામી, શેષ જીવન સુવિશુદ્ધ ચારિત્રનું પાલન કરીને એ ભવદેવનો જીવ સ્વર્ગદરતા થઈ અહીં શિવકુમાર બને છે. શિવકુમારના ભાવમાં પણ છ8ના પારણે છઠ્ઠ અને પારણે આયંબિલ કરી ભાવ ચારિત્રવાન બન્યો છે. આવા પૂર્વભવના સાધુપણાના સંસ્કાર અને ભાવચારિત્રથી વાસિત આત્મા જો પૂર્વભવમાં પણ પરિણીત સ્ત્રી છોડી દીક્ષા લઈ શક્યો, તો જંબૂકુમારના ભવમાં તો વીર શાસનની પરંપરાના પટ્ટ-પ્રભાવક છે તે કેમ સ્ત્રીઓને છોડી દીક્ષિત ન બને? બને જ-- કારણ કે તે સાધુ હતા.'' ( ઈલાચીપુત્ર ) લેખીકાર નટની પુત્રીમાં મોહિત થયેલો, તે નટકી સાથે જ લગ્ન કરવાની તમન્ના ધરાવતો એવો તે ઇલાચીપુત્ર પોતાની સર્વ નટશક્તિને કામે લગાડીને વાંસડા ઉપર નાચી રહ્યો છે. પોતાની નૃત્યકળાથી રાજાને પ્રસન્ન કરીને પુષ્કળ ધન ઉપાર્જન કરી લેખીકાર નટના ચરણે ધરીને ઇલાચીને નટપુત્રીનું કન્યાદાન મેળવવું છે. મોહના તાંડવમાં ફસાયેલ મનોદશાવાળા ઇલાચીની વાંસડા ઉપર જ રાગભાવના વિરાગમાં પલટાઈ. વૈરાગ્યધારાએ ભિજાતા હૃદયે કર્મનાં પડળો ખેરવવા માંડ્યા અને મોહમગ્ન ઇલાચીએ મોહનીય કર્મના બીજને જ ભસ્મીભૂત કરી દીધું. મોહનીય કર્મનો ક્ષય થતાં જ જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય કર્મોના પણ ભુક્કા કરી દીધા. આકાશમાં નિરાધાર નાચતા એવા ઇલાચીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy