SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૨૧૧ વાંસડા ઉપર જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતા અર્પિત સાધુવેશને ધારણ કરેલા ઇલાચી કેવળીનો ધર્મોપદેશ સાંભળતા રાજાએ પહેલો જ પ્રશ્ન એ કર્યો કે, હે મહાત્મન! આપના જેવા વૈરાગ્યવાસિત ચિત્તવાળા ઉચ્ચ કોટીના આત્મામાં આવો પ્રગાઢ રાગનો માળો કેમ બંધાયો? આપણા ચિત્તમાં પણ આવી જ ચકમક ઝરે કે મોહરાજાના સંપૂર્ણ સામ્રાજયમાં દાસની જેમ આળોટતા આ યુવાને, મોહનગરમાં પ્રવેશ કર્યા વિના જ, સમા મોહનગરને જીતીને મહારાજા પદ કઈ રીતે પ્રાપ્ત કર્યું? પણ ના? અહીં જ ભૂલ થાય છે. આ યુવાનનું બચપણ અને યુવાવસ્થાનો આરંભ તમે જાણતા નથી, માટે આ પ્રશ્ન તમારા ચિત્તને ચગડોળે ચઢાવી રહ્યો છે. - ઇભ્ય નામક અતિ સંપત્તિવાન શ્રેષ્ઠીને ધારિણી નામક સ્ત્રીની કુક્ષીમાં આ યુવાને જયારે જન્મ ધારણ કર્યો ત્યારે ખૂબ જ સુંદર રૂપ-આકૃતિવાળા આ ઇલાચીપુત્રના સંસ્કરણમાં કોઈ ક્ષતિ હતી જ નહીં. યુવાવસ્થાને પામ્યો ત્યારે પણ તે લેશમાત્ર સ્ત્રીજનના મોહમાં ફસાયો ન હતો. તેને કામશાસ્ત્રને બદલે સાધુ પેઠે સમ્યકુશાસ્ત્રના સ્વાધ્યાયમાં જ રુચિ હતી. યૌવનનો ઉન્માદ તો તેને સ્પર્યો જ ન હતો. ન બને, કદી ન બને'' એમ જ આપણે વિચારીશું ને? પણ આ સત્ય છે, પરમ સત્ય! આ યુવાન ખરેખર મોહમુક્ત જ હતો. કેમ કે તે પૂર્વભવનો સાધુનો જીવ છે. સાધનાપથ ઉપર ચાલતા દેવલોકની યાત્રા કરીને અહીં ઇલાચી બન્યો છે. તે પૂર્વભવની સાધુતાથી વાસીત બનેલો આત્મા ઇલાચીના શરીરને ધારણ કરીને બેઠો છે. તેનું શરીર યુવાન બન્યું છે, પણ આત્મા તો સાધુનો ધર્મ પામીને સંસ્કારીત છે ને! પછી તેનું ચિત્ત કઈ રીતે કામાકુળ બને? ગમે તેમ તો યે તે પૂર્વે સાધુ હતા. મૂઢમતિ પિતાએ તેને સંસારસાગરમાં નિમજ્જ કરવા જ લુચ્ચાની ટોળકીમાં મૂકેલો અને વસંતઋતુએ ફેલાવેલા મોહસામ્રાજ્યએ તેને પળવાર માટે દાસ બનાવી દીધો; લેખીકાર નટની પુત્રીના મોહમાં મોહિત કરી દીધો. કુસંગતિએ નટપુત્રીના મોહમાં પાગલ આ યુવાને નટપુત્રી સાથેના વિવાહ કરવા માટે જ નકકળાનું શિક્ષણ લીધું. કુશળ નટ બનીને બેનાતટ નગરે મહીપાળ રાજા સમક્ષ વાંસડા ઉપર નૃત્ય આરંભ કર્યું. કયારે રાજા રીઝ--દાન આપે--નટકીનો હસ્તમેળાપ થાય! મોહનો દાસ બનેલ રાજા પણ દેવાંગના સમાન અંતઃપુરને ભૂલી નટકીમાં મોહિત થયો. પણ, આ તો પૂર્વભવનો સાધુનો જીવ દૂર કોઈ ગૃહને આંગણે ભિક્ષા માટે પ્રવેશેલો મુનિરાજ, સામે પદ્મિની જેવી સૌંદર્ય સામ્રાજ્ઞી સ્ત્રીને લાડું હોરાવવા આગ્રહ કરતી અને નીચી નજરે જ ઇન્કાર કરતા મુનિને જોઈને વિચારધારા પલટાઈ. પૂર્વનું સાધુપણું વિજયી બન્યું અને મોહરાજાની નોકરી છોડી દીધી. ભલે પૂર્વભવમાં આ મદનને પ્રાણવલ્લભા મોહિનીનો તીવ્રમોહ હતો--ભલે તે મોહે આ ભવમાં તે જ મદનરૂપ ઇલાચીને નટપુત્રી બનેલ મોહિનીનો મોહ થયો, તોપણ કેવલી બની મોક્ષે ગયા– “કારણ કે તે સાધુ હતા.'' ( આર્દ્રકુમાર ) વાત તો કેટલી નાની છે--અનાર્યભૂમિમાં જન્મેલ રાજકુમાર આદ્રકુમાર ધર્મનો કક્કો પણ જાણતો નથી. છતાં તે જ ભાવે સ્વયં બોધ પામી, દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોશે પણ ગયા. સાવ આવી નાની-અમથી વાતમાં એક જ તંતુ પકડાય કે જ્યાં ધર્મ નથી, ધર્મગુરુ નથી, ધર્મસ્થાનક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy