________________
૨૧૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
નથી ત્યાં વળી દીક્ષા અને મોક્ષપ્રાપ્તિ સુલભ બને જ કેવી રીતે? કથાનું જ્ઞાન વિષયવસ્તુ તો એટલું જ કે અભયકુમારે જિનપ્રતિમા મોકલી......આર્દ્રકુમારને તેનું દર્શન કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું...પૂર્વભવે કરેલી વ્રતવિરાધના યાદ આવી.....સામાયિક નામક કણબીને પૂર્વે પ્રમાદથી વિરાધેલ વ્રત આર્દ્રકુમારના ભવમાં આંખમાં પડેલ કણાની માફક ખૂંચી ગયું.....અનાર્યભૂમિથી નીકળી, આર્યભૂમિ એવા લક્ષ્મીપુરે આવી, પુન ંદ સૂરિની દેશના સાંભળી.....ચારિત્ર ગ્રહણ કર્યું.....નિરતિચાર ચારિત્રની પાલના શરૂ કરી.
આ બધું જ જ્ઞાન છે, પણ અજ્ઞાન વિષયવસ્તુ શું છે? સામાયિક કણબીએ દીર્ઘકાળ વ્રતપાલના કરી છે, સ્વાધ્યાય પણ સુચારુ કર્યો છે અને મૃત્યુ પણ અનશનવ્રત ગ્રહણ કરીને પામ્યો છે. આ જ સામાયિક કણબી પૂર્વભવના વ્રત અને વૈરાગ્યથી વાસિત થઈ--દેવલોકની સફર કરીને આર્દ્રકુમાર બન્યા છે. તેની વ્રતવિરાધનાએ તેને અનાર્યભૂમિ ભલે અર્પી, પણ તે વિરાધના તો પ્રમાદથી થઈ છે. મૂળભૂત તો આ આત્મા વ્રતનો સ્પર્શ પામીને શુદ્ધ બનેલો સુવર્ણ સમાન છે. માટે જ તેનો પૂર્વભવ આ ભવમાં ચારિત્ર અંગીકાર કરવામાં સીડીરૂપ બની ગયો.
દેવતાએ અટકાવ્યો કે, હે આર્દ્રકુમા૨! તમે આ ભવે જ મુક્તિ પામનાર છો. તમારું ભોગકર્મ બાકી છે, હાલ ચારિત્ર ગ્રહણ કરશો નહીં. પણ આ તો વ્રતી-જીવ! તેનાથી ચારિત્રને વેગળું રાખવાનું બને જ કઈ રીતે? અરે! જ્યારે સામાયિક કણબીના ભવની પત્ની બંધુમતીનો જીવ આ ભવમાં શ્રીમતીરૂપે આવ્યો અને થાંભલાને બદલે આર્દ્રકુમાર યતિને કાયોત્સર્ગમાં ઊભેલા ત્યારે થાંભલો જ માની ‘‘વર’' તરીકે પસંદ કર્યો ત્યારે પણ ફરી વ્રતની વિરાધના ન થાય તે માટે સ્થાન પરાવર્તન કરી અન્યત્ર વિહાર કરી દીધો. બાર-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં, પણ શ્રીમતી તો તેની જ ઝંખના કરી રહી છે.
પૂર્વભવનાં પતિ-પત્ની છે. એ સ્નેહના તંતુની પકડ મજબૂત બની. દેવતાની વાણી અન્યથા ન થાય. ભોગફળ પણ બાકી છે. પુનઃ સંસાપ્રવેશ પામી આર્દ્રકુમારે શ્રીમતી સાથે જીવન પણ વીતાવ્યું, બાર વર્ષ તે અવસ્થામાં પસાર પણ કર્યાં, પરંતુ આત્મા તો પૂર્વના અભ્યાસથી વૈરાગી જ હતો ને!
આર્દ્રકુમાર વિચારે છે કે પૂર્વે તો મનથી જ વ્રતનું ખંડન હતું તો પણ અનાર્યપણું પામ્યો, આ ભવે તો પ્રત્યક્ષ વ્રતખંડન કર્યું છે. હવે તો ચારિત્રને તપરૂપી અગ્નિ વડે જ શુદ્ધ કરું. સંસારભાવના-એકત્વભાવના આદિ સામે વૈરાગ્યભાવની ધારાએ ચઢેલા મને બળવો કર્યો, ફરી ચારિત્ર વેષને ગ્રહણ કરી લીધો. સંસારના મોહમાં ડૂબેલા આર્દ્રકુમારને મોહનું બંધન ફગાવીને ચારિત્રનો માર્ગ જચી ગયો. પણ કેમ? ‘કારણ કે તે સાધુ હતા.''
આ જ આર્દ્રકુમારમુનિ ચોર અને તાપસો જેવા અનેકને બોધ પમાડી, પોતે પણ કેવળજ્ઞાની બન્યા. તીવ્ર તપશ્ચર્યાથી મોહકર્મનો સમૂળગો છેદ કરીને તે જ ભવે મોક્ષનગરીમાં મહાલતા થયા.
એક વખતનું વ્રતીપણું, એક વખતનું સાધકપણું, એક વખતની તીવ્ર વૈરાગ્ય ભાવનાએ તેને મોક્ષ અપાવી દીધો. ‘‘કારણ કે તે સાધુ હતા.’’
હિરકેશ મુનિ
બળકોટ નામક ચાંડાળના ઘેર જન્મ લીધો છતાં રિકેશબળે સાધુ પાસે ધર્મ સાંભળી, દીક્ષા લીધી. ઘણાં વર્ષ તીવ્ર તપશ્ચર્યા કરી. કેવળજ્ઞાન પામી મોક્ષને પ્રાપ્ત કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org