SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૧૩ - 9 જેમ અનાર્યભૂમિ દીક્ષા ગ્રહણ માટેની ભૂમિ નથી, તેમ અનાર્ય કે તુચ્છ કુળ પણ ચારિત્રપ્રાપ્તિના બાધક છે. વળી તદ્ભવ મોક્ષગામી જીવો પ્રાયઃ કરીને આવાં નિંદનીય કુળને પામે નહીં. હરિકેશમુનિમાં બંનેનો સમવ્યય કઈ રીતે થયો? એક ચાંડાળકુળમાં જન્મેલો બાળક અને તે પણ તોફાની, અનેકને ઉગકર્તા-ઝઘડાખોર. આવો બાળક અચાનક જ શાંત બની જાય, સૌમ્ય અને વૈરાગ્યવાસિત થઈ જાય એવો તે ક્યો ચમત્કાર સર્જાઈ ગયો તેમના જીવનમાં નિમિત્ત તો કેટલું સામાન્ય હતું! સર્પ અને અળસિયું નીકળે છે. લોકો સર્પને વિષમય જાણી હણે છે અને અળસિયું નિર્વિષ છે માટે જવા દે છે. આવાં દૃશ્યો તો ભિન્ન-ભિન્ન પ્રકારે આપણે પણ જોયાં જ છે ને! કદી આપણા સંવેદનતંત્ર ઉપર તેની કોઈ ચોંટ લાગી ખરી? અહીં હરિકેશબળને આ એક જ દેશ્ય જીવનની તરેહ બદલાવી દીધી. હરિકેશને એક ચિંતન મળી ગયું આ નિમિત્તે. ‘‘પ્રાણી પોતાના જ ગુણ-દોષથી સુખ-દુઃખને જન્મ આપે છે. તો હું પણ નિર્ગુણી મટીને ગુણી થાઉં.” બસ એક જ ચોંટ ને હરિકેશ ચાંડાળપુત્ર બની ગયા હરિકેશમુનિ–સાધુ બની ગયા. પણ ના, આ વાત અધૂરી છે, ઘણી અધૂરી નિમિત્ત તો આત્માને પળે પળે મળે. નિમિત્તવાસી આત્મા કંઈ બધાં જ ઉત્ક્રાન્તિનો રાહ ગ્રહણ નથી કરતા. હરિકેશ ચાંડાળપુત્રની આ નિમિત્તની તીવ્ર પ્રતિક્રિયા પાછળ કંઈક જુદું જ રહસ્ય છે. એ રહસ્ય છે – “કારણ કે તે સાધુ હતા.' - ગજપુર નગરે ગોચરી માટે નીકળેલા શંખ રાજર્ષિને જોઈને સોમદેવ પુરોહિતે વિપરીત માર્ગ બતાવ્યો. પોતાનાં ઉચ્ચ જાતિપણાનો મદ કરતા પુરોહિતે સાધુને કષ્ટમાં જ પાડેલા, પણ સાધુધર્મના પ્રભાવથી અગ્નિ શીતળ બની ગયો. સોમદેવને પોતાની જાત ઉપર ધિક્કાર છૂટ્યો. સાધુના ચરણે નમીને સંયમને ધારણ કરી, જાતિમદ રહિત થઈ, વિનયપૂર્વક ગ્રહણ-આસેવન શિક્ષા ગ્રહણ કરી સમગ્ર જીવન પસાર કર્યું. આ જ સોમદેવ દેવલોકનાં સુખ ભોગવીને અહીં હરિકેશબળ ચાંડાળપુત્ર થયો. એક વખતનો કરેલ જાતિમદ તેને નીચ કુળ આપનારો જરૂર થયો, પણ એક વખતનું સાધુપણું તેને ચારિત્ર અપાવનાર પણ બન્યું. જાતિમદ કર્યા પછીનો પશ્ચાત્તાપ અને મદત્યાગ તેને ચાંડાલકુળમાં પણ ઉચ્ચ ભૂમિકાએ લઈ જવા સમર્થ બન્યા અને એક વખતનું સાધુપણું તેને સામાન્ય નિમિત્ત મળતાં પુન: પલ્લવિત કરી ગયું અને હરિકેશ ચાંડાળપુત્ર બની ગયો મુનિ હરિકેશ. બસ, પછી તો તીવ્ર તપશ્ચર્યા, દુર્બળ શરીર, યક્ષ દ્વારા થતી ભક્તિ, રાજકુંવરીનો પ્રતિકૂળ કે અનુકૂળ ઉપસર્ગ, બ્રાહ્મણો દ્વારા તર્જના અને ક્ષમાયાચના–આવાં કંઈ કંઈ નિમિત્તો જીવનમાં આવ્યા અને ગયાં, પણ પ્રત્યેક કસોટીએ ખરા ઊતરેલા હરિકેશ મુનિ અંતે કેવળી બનીને મુક્તિનગરે બિરાજમાન થયા. આ સમગ્ર યાત્રાનું જો કોઈ ચાલક બળ હોય તો તે એક જ--“કારણ કે તે સાધુ હતા.' (અષાઢાભૂતિ ) અષાઢાભૂતિ રાજા સન્મુખ “રાષ્ટ્રપાળ' નામે નાટક કરવા ગયા. રાષ્ટ્રપાળ નાટક એટલે આબેહૂબ ભરત ચક્રવર્તીનો ચિતાર. અષાઢાભૂતિ એટલી તલ્લીનતા અને કુશળતાપૂર્વક નાટક કરી રહેલા કે લોકો પણ એકાકાર બની ગયાં. નાટકમાં ભરતની છ ખંડની સાધના, ચૌદ રત્ન અને નવ નિધિનું પ્રાગટ્ય, 1 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy