SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન વિજયયાત્રા બધું જ આબેહૂબ ભજવાઈ રહ્યું હતું. છેલ્લું દશ્ય છે નાટકનું....અરીસાભવનમાં દાખલ થયેલા ભરતચક્રીની માફક અષાઢાભૂતિ પણ અરીસાભવનમાં અનિત્યભાવના ચિંતવે છે. છેલ્લે કેવળી બનેલા ભરતની માફક અષાઢાભૂતિ પણ ધર્મલાભ કહીને પOO રાજકુમાર સાથે ચાલતા થાય છે. અહીં સુધી તો “રાષ્ટ્રપાળ' નાટક બરાબર ચાલ્યું; પણ અષાઢાભૂતિએ ભવાઈ(નાટક)ને ભવની ભવાઈ ક્યારે સમજી લીધી તે રાજા ને સમજી શક્યો. રાજા અને પ્રજા તો માત્ર નાટક જોતી હતી; પણ અષાઢાભૂતિને વાસ્તવમાં કેવળજ્ઞાન થઈ ગયું-–પ00 રાજકુમાર પણ સાધુ બની ગયા. છતાં પ્રેક્ષકોને મન તો હજી પણ આ નાટક જ હતું. કઈ ઘટના ઘટી? નાટકિયાઓએ સંસારને જ નાટક માની લીધું! કયાં વમળો સર્જાયાં કે રાગી ચિત્ત વીતરાગી બની ગયું? કયો જાદૂ થયો કે સંપત્તિની પ્રાપ્તિ માટે જ વેશ ભજવનારા સંપત્તિને સર્વથા છોડી નીકળ્યા? ના! એ ઘટના, એ વમળ કે એ જાદૂ ન હતો એ હતા માત્ર સંસ્કાર. સૂતેલા સંસ્કાર આળસ મરડીને જાગી ઉઠ્યા હતા. કારણ કે તે સાધુ હતા.' આ એ જ અષાઢાભૂતિ હતા, જે નાટક ભજવતાં પહેલાં જ વૈરાગ્યથી વાસિત બન્યા હતા. આ એ જ અષાઢાભૂતિ હતા જે પોતાની બબ્બે સુંદર સ્ત્રીના ત્યાગના નિર્ણય સાથે જ નીકળેલા હતા; નાટક તો એક બહાનું હતું, કેવળ દાક્ષિણ્ય બુદ્ધિથી જ ભજવાયું હતું. અષાઢાભૂતિએ મોક્ષનગરી તરફ કદમ તો પહેલાં માંડી જ દીધાં હતાં– “કારણ કે તે સાધુ હતા.” રૂપ-પરાવર્તનની વિદ્યા તેને માટે પતનનું નિમિત્ત બની. નહીં તો પૂર્ણ વિનયી અને શુદ્ધ આચારપાલનકર્તા સાધુ હતા તે. અષાઢાભૂતિ મુનિ ગોચરી વહોરવા નીકળેલા હતા. વધુ ને વધુ લાડુ વહોરવાના મોહમાં, થોડી-થોડી વારે રૂપ બદલીને એક ને એક ઘેર જ ગોચરી માટે આવતા જોઈ તે ઘરના માલિકને થયું કે જો આ સાધુ સંસારમાં પડે તો નાટ્યકળામાં ડંકો વગાડી શકે. આખર એ દિન આવ્યો. ગુરુમહારાજની આજ્ઞા લેવા ગયા. જો કે આજ્ઞા તો ચારિત્ર લેવાની હોય, છોડવાની ન હોય. પણ મનમાં વસેલી પેલા ગૃહસ્થ વિશ્વકર્માની બંને પુત્રી અને લાડવાનો સ્વાદ. ગુરુમહારાજને વિનયપૂર્વક વાત કરી પાછા પગે નીકળે છે. ગુરુ તેનાં આ આજ્ઞાંકિત અને વિનયીપણાને વિચારી ચિંતવે છે કે હજી તેનામાં આ બે ગુણો છે, જે જરૂર તેનું કલ્યાણ કરનારા થશે. અને ખરેખર! એવું નિમિત્ત મળી પણ ગયું. સ્ત્રી અને સંસારથી આસક્તિ ખસી ગઈ, પછી તો અનાસક્ત ભાવે કેવળ દાક્ષિણ્ય બુદ્ધિએ જ નાટક કરવા ગયેલા. નાટકની આવક સ્ત્રીઓને અર્પણ કરવી, તેમની આજીવિકા ચાલશે; અને હું દીક્ષા લઈશ એ જ અષાઢાભૂતિની બુદ્ધિ. પરિણામ.સંયમના માર્ગે વિચરવાના મનસૂબા સાથે નીકળેલા અષાઢાભૂતિ પુનઃ ગુરુચરણે શીશ ઝુકાવીને રજોહરણની યાચના કરે, પ્રવજ્યા ગ્રહણ કરવા વેશ માંગે–તેને બદલે ખુદ દેવતાઓ જ તેના નાટકિયા સાધુ-વેશને વંદન કરી રહ્યા. કેમકે તે વાસ્તવમાં ચારિત્રની સીમાને સ્પર્શી જઈને કેવળી બની ચુક્યા હતા. પણ ભટકી ગયેલા મનવાળા મોહાંધ અષાઢાભૂતિ નાટકના તખ્ત કેવળી બન્યા શી રીતે?“કારણ કે તે (પૂર્વે) સાધુ હતા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy