SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] સતી સીતા લોક સમક્ષ અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાં, મહાસતીનું બિરૂદ પામેલાં (સીતા) જેને ફક્ત રામ કે લક્ષ્મણ જ નહીં પણ સમગ્ર પ્રજાજન જાતોજાત લેવા માટે આવ્યા છે. જેના બંને પુત્રો લવ અને કુશે પણ યુદ્ધમાં જબરદસ્ત વિજય મેળવેલો છે, તેનો પણ હર્ષ છે. તે હવે અયોધ્યાની મહારાણી બનનાર છે અને લવ-કુશના વિજયીપણાથી તે રાજમાતા પણ છે. બધાં જ દુઃખો દૂર થયા છે. સુખના સૂરજ ઊગ્યા છે. [ ૨૧૫ પણ-પણ સીતા સતીને આ ક્ષાયોપમિક સુખના સુરજના કિરણે દુનિયા જોવી નથી. હવે તેને રાજમાતા કે રાજરાણી થવું નથી. બસ ચાર જ્ઞાનધારી શીલચંદ્રસૂરિની દેશના સાંભળી, વિશેષ ધર્મકાર્યમાં પ્રવર્તતી એવી તેણે કાળક્રમે દીક્ષા લીધી. પરંપરાએ મોક્ષને પણ પામશે, શાશ્વત સુખમાં મહાલશે. આ મહાસતીના પ્રસિદ્ધ ચરિત્રની વાતો તો આબાલ-ગોપાલ પ્રસિદ્ધ છે. અપ્રસિદ્ધ હોય તો એક જ વાત—જ્યારે સુખનાં શમણાં સાચાં પડ્યાં, જ્યારે કલંક રહિતતા સાબિત થઈ, જ્યારે જીવનના કષ્ટમય કંટકોને સ્થાને ફૂલોનાં બિછાનાં પથરાયાં ત્યારે—તેવા અનેરા અવસરે જ આ સંસારનો ત્યાગ અને સંયમના સ્વીકારમાં નિમિત્ત શું હતું? બસ, એક જ નિમિત્ત-~‘‘કારણ કે તે સાધુ હતા.'' પૂર્વભવમાં મિણાલીની નગરીમાં શ્રીભૂતિ પુરોહિતની વેગવતી નામે પુત્રી છે. દીક્ષા ગ્રહણ કરી, તીવ્ર તપશ્ચર્યા કરી, પોતાના દુષ્કૃતની નિંદા કરી સ્વર્ગે ગઈ. આ ભવે જનક રાજાની પુત્રી થઈ છે. આ પૂર્વભવના સાધુપણાના સંસ્કાર એ જ ચારિત્રપ્રાપ્તિનું નિમિત્ત. પૂર્વે સાધુને ખોટું કલંક આપ્યું—તે આ ભવે તેના માટે કલંક અપાવનાર બન્યું અને એ જ લંકકથાનું કારણ જ્યારે શીલચંદ્રસૂરિએ જણાવ્યું ત્યારે પૂર્વભવે લીધેલ સાધુપણું આ ભવમાં સાધુપણું આપનાર બની ગયું. શોકાતુર બની અશ્રુભીના ચહેરે નગર બહાર વનમાં મુકાયેલ સીતાને એ જ રામે જ્યારે નગપ્રવેશ કરાવી તેનું સતીપણું લોકસન્મુખ જાહેર કર્યું, લોકો હર્ષનાદથી વધાવતા તેની મહારાણીને નગરમાં લઈ જવા ઉતાવળા બન્યા ત્યારે હર્ષના કોઈ આવેગ કે ઉન્માદને બદલે સતી સીતા ચારિત્રના રંગે રંગાયેલાં જોવા મળ્યાં. પણ કેમ? શા કારણે? કારણ કે તે (પૂર્વે) સાધુ હતા. પૂર્વે વેગવતીના ભવમાં પાળેલા સંયમનો સંસ્પર્શ વિજેતા બન્યો અને રાજપાટ, પુત્ર-પરિવાર, સ્નેહી-સ્વજનોનો સ્પર્શ ચલાયમાન કરી ન શક્યો--કારણ કે તે સાધુ હતા. આ જ સાધુપણાએ તેને અચ્યુત લોકનું ઇન્દ્રપણું આપ્યું. આ જ સાધુપણું તેને પરંપરાએ મોક્ષ પણ અપાવનાર થશે. મહાબલકુમાર પરમાત્મા મહાવીરની દેશનાનું શ્રવણ કરી રહેલા સુદર્શન શ્રેષ્ઠી કાળનું સ્વરૂપ સાંભળીને ભગવંતને પૂછે છે કે, હે ભગવન્! પ્રમાણકાળ કોને કહેવાય? યથાનિવૃત્તિકાળ એટલે શું? મૃત્યુકાળનો અર્થ શો? અદ્ધાકાળનું સ્વરૂપ સમજાવો- આવો પૃચ્છનારૂપ સ્વાધ્યાય કરતા કરતા તેના પૂર્વભવનું વૃતાન્ત પ્રભુ પાસે સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયો. તુરંત પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદને પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy