________________
૨૧૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
=
પૂર્વભવનું જ્ઞાન થવાના કિસ્સા તો આજે પણ સંભળાય છે–વંચાય છે—જોવાય છે, તો શું તે બધાં દીક્ષા લે છે? ના
જો દીક્ષા જ ન લે તો કેવળજ્ઞાન કે મોક્ષ તો કઈ રીતે પામે? અને અહીં સુદર્શન શ્રેષ્ઠીપુત્રને આ પૃચ્છનારૂપ સ્વાધ્યાય છેક સર્વકર્મના ક્ષય સુધી લઈ જનારો બન્યો. એવી તે કંઈ વાત છુપાયેલી છે ગર્ભમાં કે જે સ્વાધ્યાયતપના તપસ્વી શ્રેષ્ઠીને મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બનાવી ગઈ?
એક જ વાત---“કારણ કે તે સાધુ હતા.”
પૂર્વભવમાં પંચમ દેવલોકથી આવેલો જીવ છે, અને આ પાંચમો બ્રહ્મ-દેવલોક તેને પ્રાપ્ત થવાનું નિમિત્ત છે સાધુપણું. મહાબલકુમાર નામે રાજપુત્રને સમ્યકત્વ વિષયક વ્યાખ્યાન સાંભળતા વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષા ગ્રહણ કરી. ચૌદપૂર્વમાં કિંચિત્ ન્યૂન એવો સુંદર સ્વાધ્યાય-અભ્યાસ હતો. બાર વર્ષનું અઅલિત ચારિત્ર-પાલન કરેલું હતું. આ ચારિત્રરૂપ આચાર-અભ્યાસ અને ચૌદપૂર્વરૂપ જ્ઞાન-અભ્યાસથી વાસીત એવો આ ઉત્તમ આત્મા હતો. મોક્ષપથના પ્રબળ પુરુષાર્થી આ આત્માએ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં કરતાં છેલ્લે એક માસનું અનશન કરેલું હતું. તેમને માટે વચ્ચે એક જ ભવ માઈલસ્ટોનરૂપ બન્યો તે બ્રહ્મ દેવલોકનું દેવપણું. અને આ માઈલસ્ટોન વટાવતા બીજા જ ભવે તે મોક્ષમહેલના દ્વાર ખખડાવીપ્રવેશી સિદ્ધશીલાએ બિરાજમાન થઈ ગયા.
શુદ્ધ સમ્યગ્દર્શન તેને મોક્ષપર્યન્તની સમૃદ્ધિ અપાવી ગયું પણ ચૌદપૂર્વની પ્રતિભા અર્પનારું હતું તેનું સાધુપણું. આ સાધુધર્મની ઉચ્ચ આરાધના તેના માટે અનંતર ભવે મોક્ષની સીડી બની ગઈ. ---કારણ કે તે સાધુ હતા.
ચંડકૌશિક
એક વાક્ય કર્ણપટે અથડાયું : “તે સર્પ શુભધ્યાનપૂર્વક પંદર દિવસનું અનશન પાળી મૃત્યુ પામીને આઠમા દેવલોકે દેવ થયો. ત્યાંથી થોડાં જ ભવમાં મોક્ષ પામશે.” મનમાં એક વિચારબીજ રોપાયું કે એક સર્પ–શુભધ્યાને મરણ અને તુરંત મોક્ષ. કઈ રીતે બને? એક તો તિર્યંચની જાતી, વળી પાછો દૃષ્ટિવિષ સર્ષ અને તે તેના ચંડાળ જેવા ક્રોધને છોડીને શુભધ્યાનમાં સ્થિર થાય--વળી પાછો અનશન કરે-અલ્પ ભવમાં મોક્ષનો રહેવાસી પણ બની જાય. કંઈ જ સમજાતું નથી આ વાતમાં!
ત્યાં બીજું વાક્ય સંભળાયું : “પ્રભુની દૃષ્ટિરૂપ અમૃતથી સિંચાતો એવો તે સર્પ...” આ હતું બીજું આશ્ચર્ય.
વીર પ્રભુને કંઈ કેટલાંયે શ્રાવકો હતા, શ્રાવિકા હતી; અને આ શ્રાવક-શ્રાવિકાને બદલે એક સર્પને માટે કહ્યું કે, ‘‘પ્રભુની અમીદષ્ટિથી સિચાતો એવો’’--ખરેખર અભુત વાત છે !
કંઈ અદ્ભુત નથી વાતમાં--અદ્દભુત તો એટલું જ છે કે તે સર્પ બીજો કોઈ નહીં પણ એ જીવ એક વખતનો સાધુ હતો.
મુનિ તપસ્વી છે, ઉગ્ર તપસ્વી. બાળમુનિને લઈને પારણે ગોગરી માટે પધારેલા છે. માર્ગમાં નાનીશી દેડકી તપસ્વી મુનિને પગતળે મરણને શરણ થઈ. પ્રતિક્રમણ અવસરે તેની આલોચના ન કરતાં તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org