________________
અભિવાદન ગ્રંથ)
[ ૨૧૭
બાળમુનિએ યાદ અપાવ્યું. તપસ્વી મુનિરાજને કર્મોદયે ભાન ભુલાવ્યું. ગુસ્સામાં બાળમુનિને મારવા દોડ્યા. રસ્તામાં થાંભલો અથડાયો અને મૃત્યુ પામ્યા. મૃત્યુ પામી પરંપરાએ આ ક્રોધના આવેગે તેને દૃષ્ટિવિષ સર્ષપણાના ભવમાં ધકેલી દીધા.
પણ વીર પરમાત્મા જાણે છે કે આ જીવે ભલે એક અપરાધ કર્યો અને આલોચના નથી કરી, પણ ગમેતેમ તોયે સાધુનો જીવ છે. તપ અને ત્યાગમય જીવન જીવીને ચાલેલા છે. મોક્ષમાર્ગે ડગલાં દઈ ચુકેલો મુસાફર છે. એનો રસ્તો કદાચ ફંટાયો હશે પણ તેની મુસાફરી તો ચાલુ જ છે ને! મોક્ષમાર્ગનો પ્રબળ પુરુષાર્થી જીવ છે. જરા ભટકી ગયેલો, તો પણ મુસાફર છે. ચાલ તેને જરા માર્ગે ચડાવી દઉં. મગ્ગદયા” બિરુદના ધારક પ્રભુએ તેને એટલું જ કહ્યું : “બોધ પામ! બોધ પામ! હે ચંડકૌશિક !'
વીર પ્રભુના વચને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં સર્પ પશ્ચાત્તાપની સરિતામાં ડૂબી ગયો. પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરી. અનશન ગ્રહણ કર્યું.
ક્યાંથી આવ્યો આ પશ્ચાત્તાપનો ભાવ? કયાંથી આવ્યું અનશન તપનું સ્મરણ? કારણ કે તે સાધુ હતા.'
એક જ ભવનું સાધુપણું. તે સાધુ અવસ્થાનો વિનય અને તે સાધુપણામાં કરેલ તપધર્મની આરાધના તેના માટે આ ભવમાં ફરી મોક્ષમાર્ગે ડગલાં દેવામાં પ્રેરકબળ બની ગયાં.
એક ચંડાળ જેવા ઉગ્ર સ્વભાવનો સર્પ ફરી પોતાની સાધુતામાં સ્થિર થઈ ગયો. જીવોનો અભયદાતા બન્યો. કીડીઓએ ચારણી જેવું શરીર કરી દીધું તો પણ સમ્યક્ ભાવે તે પરિષહ-ઉપસર્ગને સહન કર્યા. કયાંથી આવ્યો આ ભાવ? ક્યાંથી આવી આ તિતિક્ષા? “કારણ કે તે સાધુ હતા.”
બસ, એ જ મોક્ષમાર્ગનો મુસાફર ભલે દીક્ષા ચુકયો પણ મુસાફર હતો ને ફરી માર્ગે ચ્યવીને ધ્યેયસિદ્ધિ હાંસલ કરી.
( ધર્મરુચિ )
તાપસપણાની દીક્ષાને ધારણ કરીને રહેલા ધર્મરુચિ મૂળથી રાજપુત્ર છે. જિતશત્રુ રાજા અને ધારણી રાણીના કુલદીપક છે. જિતશત્રુ રાજાને તાપસ દીક્ષા અંગીકાર કરતા જાણી, પુત્ર ધર્મરુચિએ પણ તાપસ સાધુપણું ગ્રહણ કર્યું. તાપસક્રિયાનું આદર્શ પાલન કરી રહેલા ધર્મરુચિએ એકદા અમાવાસ્યાના પૂર્વ દિને “અનાકુદી” શબ્દ સાંભળ્યો. તાપસપિતાને પૂછ્યું કે, આ અનાકુદી એટલે શું?
તાપસપિતા જણાવે છે કે, વત્સ! વનસ્પતિનું છેદન-ભેદન કરવું એ પાપક્રિયા છે. આ અમાવાસ્યા જેવો પર્વદિવસ આવે ત્યારે એ દિવસે પાપકાર્ય ન કરવું તે અનાકુદી કહેવાય.
ધર્મરુચિ તાપસને વિચાર થયો કે મનુષ્યની જેમ વનસ્પતિ પણ સચિત્ત તો છે જ. તો પછી આવી અનાકુદી સદા-સર્વદા રહેતી હોય તો કેવું સારું?
જે તાપસ ચૌદશને દિવસે ઉદ્દઘોષણા કરી રહ્યો છે તેને અનાકુદીના કાયમી હોવાનો શુભવિચાર ન આવ્યો. અરે, જે પિતાએ અનાકુદીનો અર્થ જણાવી પાપક્રિયાનો નિષેધ સમજાવ્યો તેને અમાવાસ્યા સિવાયના દિવસે પણ વનસ્પતિ છેદન-ભેદનમાં પાપ છે માટે તેનો ત્યાગ કરવો તે ન સમજાયું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org