SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ] [ જૈન પ્રતિભાદર્શન = ધર્મરુચિને જ આ વિચાર કેમ રહુર્યો? “કારણ કે તે સાધુ હતા.” તે ધર્મરુચિને તપોવન નજીક જૈન સાધુનાં દર્શન થયાં. ધર્મરુચિ પૂછે છે કે, તે સાધુજનો! શું તમારે આજે અનાકુદી નથી? સાધુ કહે, તાપસજી! અમારે તો જીવનપર્યન્ત અનાકુદી જ હોય છે અર્થાત્ સાવદ્યઆચરણનો ત્યાગ જ હોય છે. ધર્મરુચિને થયું કે, અહો! મેં પણ આવું આચરણ પૂર્વે કરેલું છે. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વે પાળેલું સાધુજીવન યાદ આવી ગયું. એ પણ યાદ આવ્યું કે, પૂર્વે મેં સર્વે વનસ્પતિ જીવોને અભયદાન આપેલું હતું માટે જ આ ભવે પણ મને યાવજીવ-અનાકુદી પાલનની ઇચ્છા જાગી. અને પૂર્વના મુનિરાજ બન્યા વર્તમાનના પ્રત્યેક-બુદ્ધ. ધર્મરુચિ પ્રત્યેક બુદ્ધ બની ગયા. ભાગવતી દીક્ષા ધારણ કરી. અનેકને કંદાદિ ભક્ષણ ન કરવા પચ્ચક્ખાણ કરાવ્યાં. આ પ્રત્યેક બુદ્ધપણાની જો કોઈ જડ હોય તો તે એક જ--- કારણ કે તે સાધુ હતા.” એક વખત વનસ્પતિજીવોને આપેલ અભયદાન તેના આત્મપ્રદેશમાં જે ભાવોનું સ્થાપન કરી ગયાં તે જ ભાવોએ આ ભવમાં પણ તેને સાવદ્ય-વૃત્તિની નીવર્તવા પ્રેરણા આપી અને એ જ ભાવોએ તેના મુનિજીવનને સ્મરણપટ્ટ પર લાવી બનાવી દીધા પ્રત્યેક-બુદ્ધ. ( તેતલીપુત્રો તેટલીપુત્રના જીવન-કથનને વિચારતા બે વાત કંઈક વિચારણીય લાગી. એક તો વિષયલોલુપ એવો તે જીવ સાધુ કે શ્રાવક બેમાંથી એક પણ ધર્મને ઇચ્છતો ન હતો તો પણ તે જ ભવે મોક્ષે કેમ ગયો? અને બીજું, જેના ઉપર અપ્રીતિ ઉત્પન્ન થયેલી છે તેવી પોતાની પોટીલા નામની સ્ત્રી જ્યારે દીક્ષા લેવા તૈયાર થઈ ત્યારે તેતલીપુત્રે શરત કરી કે જો તું દીક્ષા અંગીકાર કરી તેના પ્રભાવે સ્વર્ગમાં જાય તો તારે મને પ્રતિબોધ કરવા આવવું. આ બંને ઘટના કંઈક ન સમજાય તેવા ભાવો જન્માવે છે. જે માનવીને સાધુ કે શ્રાવકધર્મ ગમતો નથી તે અણગમતી પત્નીની પાસે પ્રતિબોધ કરવા આવવાની શરત મૂકે જ કેમ? બીજું, એક પણ વ્રતની ઇચ્છા ન કરતો જીવ તે જ ભાવે સર્વ વ્રતગ્રાહી બની મોક્ષે જાય જ કઈ રીતે? એક જ ઉત્તર છે--- “કારણ કે સાધુ હતા.” ત્રિવલ્લી નગરે કનકરથ રાજા રાજ્ય કરે. તેટલીપુત્ર મંત્રી છે. નગરશેઠની પુત્રી પોટીલા ઉપર મોહ થતાં તેટલીપુત્ર મંત્રીએ પોટીલા સાથે લગ્ન કર્યાં. મંત્રી દ્વારા જ ઉછેરાયેલ કનકરથ રાજાનો પુત્ર કનકધ્વજ રાજા બન્યો. સર્વ કાર્યમાં મંત્રીને જ અગ્રેસર રાખે છે. અન્યથા તેટલીપુત્ર મંત્રીને કોઈ કારણે પોટીલા ઉપર અપ્રીતિ જન્મી. સાધ્વીજીના ઉપદેશથી પોટીલાને દીક્ષા લેવાની ભાવના જાગી. તેતલીપુત્ર મંત્રીએ કહ્યું કે, જો તું દીક્ષા લઈને કાળ કરીને સ્વર્ગે જાય તો ત્યાંથી મને પ્રતિબોધ કરવા આવવું. એમ કબૂલે તો દીક્ષાની આજ્ઞા આપું. પોટીલાએ કબૂલાત આપી, દીક્ષા લીધી. કાળયોગે મૃત્યુ પામીને સ્વર્ગ દેવતા થઈ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy