________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૧૯
આ દેવ મંત્રીને બોધ આપવા આવે છે. વિષયમાં લોલુપ મંત્રીને એકપણ વ્રત લેવા ઇચ્છા ન થઈ. ] જ્યારે પોટીલદેવે અનેક વિડંબના પમાડી તેને પ્રતિબોધ કર્યો; શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો.
બારવ્રતધારી શ્રાવક બને તેટલીપુત્રે એક વખત કોઈ જ્ઞાની ગુરુભગવંતને પોતાનો પૂર્વભવ પૂક્યો. ગુરુભગવંતે જણાવ્યું : તું પૂર્વે મહાવિદેહ ક્ષેત્રે પુંડરીકિની નગરીએ મહાપા રાજા હતો. ગુરુદેશનાથી બોધ પામી ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ચૌદપૂર્વધર થયો. એક માસનું અનશન કરી મહાશુક્ર દેવલોકે દેવતા થયો. ત્યાંથી ઍવી અહીં તેટલીપુત્ર મંત્રી થયો.
મંત્રીને પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ભણેલાં ચૌદપૂર્વનું સ્મરણ કરી શુદ્ધ ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે કેવલજ્ઞાન પામી મોક્ષને પામ્યા.
આ જ્ઞાત કથાનું અજ્ઞાત વિષયવસ્તુ એ જ તેનું સાધુપણું. પૂર્વનું સાધુપણું તેને આ ભવે મોક્ષ અર્પ ગયું. પૂર્વના સાધુપણા અને ચૌદપૂર્વાના સંસ્કારે તેને અણગમતી પત્ની પાસે પ્રતિબોધ કરવાની માંગણી મૂકવા મજબૂર કર્યા. પૂર્વના સાધુપણાએ જ તેની વિષય સન્મુખતાને વિષય વિમુખ બનાવી. સમગ્ર ચમત્કારનો એક જ નિષ્કર્ષ---“કારણ કે તે સાધુ હતા.'
( કુર્માપુત્ર કોઈ શ્રાવક ઘરમાં વસવા છતાં જો નિસ્પૃહ શિરોમણિ થઈ વર્તે તો કુર્માપુત્રની જેમ ઘરમાં પણ નિર્મળ એવા કેવળજ્ઞાનને પામે.
આ અર્થને પ્રસ્ફટ કરતો શ્લોક વાંચતા જ ઝબકારો થયો. “ પુત્ર રૂવ”--આ કુર્માપુત્ર કોણ છે? ઘેરબેઠાં કેવળજ્ઞાન થયું કઈ રીતે? એમના જીવનમાં આ ચમત્કાર સર્જાયો ક્યાંથી?
એક જ ઉત્તર—-“કારણ કે તે સાધુ હતા.' યૌવનવયમાં ઘણી સ્ત્રીઓ ઇચ્છતો હોવા છતાં સ્ત્રીથી વિરક્ત એવો આ
કોઈ મુનિના મુખથી ફક્ત સિદ્ધાંતપાઠ સાંભળવાથી તેમને કેવળી બનવાનું નિમિત્ત મળી ગયું. શું આ આશ્ચર્ય નથી? યૌવનવયે સ્વૈચ્છિક સમર્પિત સ્ત્રીથી વિરક્ત રહેવું અને કેવળ શાસ્ત્ર-વચનરૂપ મૂળપાઠનું શ્રવણ જ તેને કેવળી બનાવવાની સીડી બની જાય એ વાત કંઈ નાનીસૂની છે? આ અભૂતપૂર્વ ઘટના બની કઈ રીતે?
– “કારણ કે તે સાધુ હતા.” દુર્ગમપુરમાં દ્રોણ નામક રાજા--હુમાદેવી રાણીને દુર્લભકુમાર નામે પુત્ર હતો. નગરના ઉદ્યાનમાં સમવસરેલ કેવલીના મુખેથી ત્યાં વસતી ભદ્રમુખી યક્ષિણીએ જાણ્યું કે આ દુર્લભકુમાર તેના પૂર્વભવનો સ્વામી છે, ત્યારે દુર્લભકુમારને લઈને પોતાના ભવનમાં ગઈ. દુર્લભકુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થતાં બંને પરસ્પર પ્રીતિવાળા થયાં. પણ યક્ષિણીએ કુમારનું આયુષ્ય અલ્પ છે તેમ જાણીને કુમારને વનમાં કેવળી પાસે મૂકી દીધો. કેવળી ભગવંતની વાણી શ્રવણ કરતાં તે કુમારને સમકિત પ્રાપ્ત થયું. દીક્ષા લીધી. ત્યાંથી આવી મહાશુક્ર દેવલોકે દેવતા થયા.
આ તો કુર્માપુત્રનો પૂર્વભવ. સમ્યક્ત પ્રાપ્ત કરેલ કુમાર પૂર્વભવે શુદ્ધ ચારિત્રની પરિપાલના
s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org