________________
૨૨૦ ]
|| જૈન પ્રતિભાદર્શન
કરીને આવેલા. તેમણે સમજણપૂર્વક પાળેલ ચારિત્ર સ્ત્રીના રાગથી કે વિષયથી વિરક્ત બનાવનાર થયું અને શુદ્ધ સમ્યત્વે તેને મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બનાવી દીધા.
દેવલોકથી આવીને આ કુમાર રાજગૃહી નગરીમાં મહીન્દ્ર રાજાની કર્મા નામની રાણીના ઉદરે પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું નામ તો ધર્મદેવ પાડેલું હતું પણ બધાં જ તેને કુર્માપુત્ર કહેતા હતા.
આ કુમપુત્રએ એક વખત મુનિને સિદ્ધાંતપાઠ કરતા સાંભળ્યા. આ પાઠ સાંભળતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વનું શુદ્ધ સમ્યક્ત્વ યુક્ત સાધુપણું નજરે નીહાળતા, ચારિત્રવાસિત આત્મા જાગૃત થઈ ગયો. શુકલધ્યાનની ધારાએ કુમપુત્રને ઘેર બેઠા બેઠા જ ભાવચારિત્ર સ્પર્શી ગયું અને આ ભાવચારિત્રની સ્પર્શનાએ તેને બનાવી દીધા કુર્માપુત્ર કેવલી.
એટલું જ નહીં પણ ચાર દીક્ષિત થયેલા મુનિરાજો પણ જયારે કુર્માપુત્ર કેવલી સમીપે આવ્યા અને મૌન ધારીને રહ્યા ત્યારે કુર્માપુત્ર કેવલીએ વર્ણવેલ ચારના પૂર્વભવના સાધુ-સ્વરૂપને સાંભળીને તે ચાર મુનિરાજ કેવલી થયા.
ભાવદીક્ષિત એવા કુર્માપુત્ર કેવલીએ પણ દ્રવ્યશને ગ્રહણ કરી-કેશનો લોચ કરી અનેક જીવોને બોધ આપ્યો. પણ આ બધાંની પશ્ચાદું ભોમકામાં પડેલું જો કોઈ તત્ત્વ હોય તો એક જ---
---“કારણ કે તે સાધુ હતા.''
( ક્ષુલ્લક મુનિ ) નર્તકીનાં નૃત્યને જતા અને ગીતગાનને શ્રવણ કરતા ક્ષુલ્લકકુમારને અચાનક જ બોધ થયો અને સાધુ બનવા તૈયાર થઈ ગયા. વૈરાગ્યને બાધક પદ તેના માટે વૈરાગ્યસાધક બની ગયું.
નર્તકીનાં રૂપ-લાવણ્ય, ગીત-ગાન અને રાજ્યપ્રાપ્તિની લાલસા એ સર્વે મોહનીય કર્મના તાંડવ નૃત્યોના નગ્નનાચ વચ્ચે ક્ષુલ્લકકુમારને સાધુચિહ્ન ધારણ કરવાની અભિપ્સા જાગી કયાંથી?
--- “કારણ કે તે સાધુ હતા.'
કંડરીક યુવરાજની અતિ સ્વરૂપવાન પત્ની યશોભદ્રાના રૂપમાં મોહિત પુંડરીકે સગાભાઈને હણી નાખ્યો. શીલરક્ષણ માટે ગર્ભવતી યશોભદ્રાએ ગુપ્ત રીતે નાસી જઈ દીક્ષા ગ્રહણ કરી. ગર્ભવૃદ્ધિ થતાં પ્રવર્તિની સમક્ષ સર્વ વૃતાન્ત જણાવ્યું ત્યારે શ્રાવકોએ શાસનની રક્ષા કાજે તે સાધ્વીને સાચવી લઈ પ્રસવ કરાવ્યો અને અવતરેલ પુત્રનું ક્ષુલ્લકકુમાર નામ રખાયું.
આઠ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા ક્ષુલ્લકમુનિને ચારિત્ર-આવક કર્મનો ઉદય થતા ચિત્ત વિષયવાસિત બન્યું. માતા પાસે જઈ પ્રવ્રયા છોડવા અનુજ્ઞા માગી. માતૃભાવના સભર મુનિએ માતા સાધ્વીના વચને બાર વર્ષ સાધુપણામાં વીતાવ્યાં; તો પણ વૈરાગ્યવાણીનાં વારી તેને ભીંજવી શકયા નહીં. બાર વર્ષ પૂર્ણ થતાં પુનઃ સંસાપ્રવેશ માટે રજા માંગી. માતાના વચને પ્રવર્તિની સાધ્વી પાસે ગયા. પ્રવર્તિની પરત્વેના સાધુ-બહુમાનથી પુનઃ બાર વર્ષ વીતાવ્યાં. સૂત્રાર્થ ભણ્યા તો પણ વૈરાગ્યનો રંગ ચડ્યો નહીં એટલે ઉપાધ્યાય ગુરુ પાસે મોકલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org