________________
C
અભિવાદન ગ્રંથ ]
[ ૨૨૧
ક્ષુલ્લકમુનિએ વિનયગુણથી ઉપાધ્યાયના વચનને માન્ય કર્યું. ફરી બાર વર્ષ પ્રવ્રજ્યામાં વ્યતીત કર્યાં તો પણ ઉપાધ્યાયની ધર્મદેશના તેમના પ્રતિબોધનું નિમિત્ત ન બની શકી, ત્યારે છેવટે ગચ્છના અધિપતિ આચાર્ય ભગવંતે પોતાની નિશ્રામાં રાખી બાર વર્ષપર્યન્ત સ્થિરીકરણ પ્રવૃત્તિ કરી તો પણ ક્ષુલ્લક મુનિ દીક્ષામાં સ્થિર ન થયા અને આમ ૪૮ વર્ષનો દીક્ષા-કાળ કેવળ દ્રવ્ય-સાધુપણામાં જ વીતાવ્યો; પણ ભાવસાધુપણું તેને સ્પર્શી ન શક્યું. હતો એક માત્ર વિનયગુણ.
આ વિનયીપણાએ તેનો ૪૮ વર્ષનો કાળ દ્રવ્ય-સાધુપણામાં વ્યતીત થયો પણ તે પૂર્વેનો બાલ્યાવસ્થાનો ૧૨ વર્ષનો કાળ તેનામાં જે સાધુપણાના સંસ્કાર સિંચી ગયેલો, તે સંસ્કારવાસિત આત્માએ તેને પુનઃ ચારિત્રમાં સ્થિર કરવા ઉપાદાન પૂરું પાડ્યું.
બાકી બધાંની રજા માંગી છે ઘેર જવા માટે. ક્યાંય સંમતિ મળતી નથી. માતા સાધ્વીએ પૂર્વે આણેલ રત્નકંબલ અને રાજમુદ્રા લઈને આપમેળે જ સાધુચિહ્નોનો ત્યાગ કરી પોતાના જ રાજ્ય સાકેતપુરમાં રાજ્ય માટે પાછા ફરે છે. તે વખતે રાજસભામાં નર્તકી નાચ-ગાન કરી રહી છે. ઘણી રાત્રી સુધી નાચગાન કરતી નર્તકી છેલ્લે થાકી અને તેનાં નેત્રો નિદ્રાથી ઘેરાયાં એટલે નર્તકીની અક્કા જણાવે છે કે-હે સુંદરી, તે ઘણી રાત્રિ સુધી સુંદર નૃત્ય અને ગીત-નાચ કર્યાં. થોડા સમય માટે પ્રમાદ કરીશ તો આ બધી જ મહેનત વ્યર્થ જશે.
આટલું સાંભળતાં નર્તકી સાવધાન બની ગઈ; પણ લક્ષ્મીપ્રાપ્તિ માટે સાવધ બનેલી નર્તકીની સાથે સાથે ક્ષુલ્લકકુમાર પણ સાવધાન થઈ ગયા. નર્તકીને રત્નકંબલ ઇનામમાં આપી દીધું. વૈરાગ્યબાધક પદનો અર્થ તેને વૈરાગ્યસાધક બન્યો. ૬૦ વર્ષ ચારિત્રમાં વીતાવ્યાં; હવે તો આમ પણ અલ્પજીવન બાકી છે. નાહકનું રાજ્યમાં લોલુપ બની દુર્ગતિમાં જવું તેના કરતાં થોડા કાળ માટે હું પણ પ્રમાદ ખંખેરી દઉં તો શું ખોટું?
પુનઃ મુનિપણું ધારણ કરી સદ્ગતિના ભાજક બન્યા....‘‘કારણ કે તે સાધુ હતા.''
સુવ્રત-સાધુ
‘મધ્યરાત્રિએ ગ્રહણ કરેલા સિંહકેશરીઆ લાડુ સુવ્રતમુનિને પ્રભાતકાળે કેવળજ્ઞાન આપી ગયા.'' આટલું વાક્ય સાંભળતાં ચિત્ત વિહ્વળ બની ગયું કે, એક તો રાત્રિનો કાળ, સાધુ ત્યારે ભિક્ષાર્થે નીકળે, વળી આવી પ્રણીત રસપ્રચુર ખાદ્યસામગ્રી વહોરે અને સવારે પાછું કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરે....આમ બનતું હશે કદી? ‘‘કહેતા ભી દીવાના-સુનતા ભી દીવાના.'' પણ બન્યું. ભાગ્યશાળી, ખરેખર બન્યું.
પણ, આમ કેમ બન્યું? કારણ શું?---‘કારણ કે તે સાધુ હતા.’’
સુવ્રત નામે સાધુ છે. માસક્ષમણના તપસ્વી મુનિ છે. પારણે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહ ગ્રહણ કરવારૂપ ‘‘વૃત્તિ સંક્ષેપ'' તપ કરેલો છે. અતિ તપસ્વી હોવાથી સર્વકાળ-ગોચરી માટે શાસ્ત્રસંમત હોવાથી પ્રથમ પોરિસિમાં જ ગોચરી અર્થે નીકળેલા છે. સિંહકેશરીઆ લાડુની લાણી થતી જોઈ તેને નક્કી કર્યું કે ફક્ત એક જ દ્રવ્ય--‘‘સિંહકેશરીઆ લાડુ'' જ ભિક્ષાર્થે ગ્રહણ કરવા. મધ્યાહ્નકાળ પૂર્ણ થયો ત્યાં સુધી ઘેર-ઘેર ગોચરી ફર્યા પણ તેને સિંહકેશરીઆ લાડુનો યોગ ન મળ્યો. પરિણામે ક્લિષ્ટ અધ્યવસાયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org