SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ૨ ] | જૈન પ્રતિભાદર્શન છે. તેના મુખે “ધર્મલાભ'' શબ્દને સ્થાને “સિંહકેશરા” શબ્દ જ નીકળવા લાગ્યો. એમ કરતા ચારે પ્રહર અને દિવસ પણ પૂર્ણ થઈ ગયો. મધ્યરાત્રિ આવી પહોંચી તો પણ તેનું ગમનાગમન ચાલુ જ રહ્યું. રાત્રિના બે પ્રહર વીત્યા ત્યારે કોઈ શ્રાવકનું ઘર ખુલ્લું જોઈ ત્યાં પ્રવેશ કર્યો ત્યારે પણ ધર્મલાભને બદલે ‘‘સિંહ કેશરા'' શબ્દ જ મુખેથી નીકળ્યો. શ્રાવક પણ ખરેખર શ્રાવક જ હતો. વિપરીત વિચારણાને બદલે તેને ચિંતન કર્યું કે આ સાધુભગવંત ઉગ્ર તપસ્વી છે. હજી ગઈકાલે પણ મેં તેમની અપ્રમત્તતા જોઈ છે. હાલ પણ જયણાના ભાવો તેના અન્ય વર્તનમાં દેખાય છે. સંસારી હતા ત્યારે પણ ઋદ્ધિસંપન્ન હતા અને વૈરાગ્યથી જ દીક્ષિત થયા છે. બહારથી તેના ભાવો ભલે પડેલા દેખાય પણ મુનિ હજી મૂલગુણઘાતી જણાતા નથી. માટે કંઈક યોગ્ય કરણીથી તેમનો ભાવ જાણું. શ્રાવકે વિધ-વિધ વસ્તુ, રસપ્રચુર મીઠાઈ આદિ સર્વે વસ્તુઓ સાધુ સમક્ષ ધરી દીધી પણ સુવ્રતમુનિ તો દરેક વખતે એક જ ઉત્તર આપે છે--“મને આ વસ્તુને ખપ નથી.'' અભિગ્રહધારી છે એટલે અન્ય વસ્તુ લેતા નથી અને જોઈતી વસ્તુ માંગતા નથી. શ્રાવકે તર્કથી વિચાર્યું કે આ મુનિશ્રી આવતાની સાથે જ ‘‘સિંહ કેશરા” શબ્દ બોલ્યા હતા. નક્કી તેમનું ચિત્ત ભ્રમિત થયું છે માટે સિંહકેશરા લાડુ લઈને મૂકવા દે. શ્રાવકે આખુ પાત્ર ભરીને સિંહકેશરા લાડુ વહોરાવી દીધા. મુનિ સ્વસ્થચિત્ત થઈ ગયા. શ્રાવકે સુવ્રતમુનિની અત્યંત પ્રશંસા કરીને પૂછ્યું કે, હે ભગવંત! આપ તો ધન્ય છો--શ્રુતના પારગામી છો. હું રોજ નવકારશી પચ્ચખાણ કરું છું પણ આજે પરિમઢ કરેલ છે તો આપ જણાવવાની કૃપા કરશો કે અવસર થયો કે નહીં? શ્રતના ગામી સુવ્રત મુનિએ જ્ઞાનના બળે આકાશ જોઈને જાણ્યું કે, અરે ! આ તો મધ્યરાત્રી કાળ છે. તો હું અત્યારે આ સ્થળે કેમ? શ્રાવકના વચને ચિત્ત ઉપર ચોંટ આવી અને રાત્રી હોવાથી ગમનાગમન અયોગ્ય જાણી શ્રાવક પાસે વસતિ-યાચના કરી ત્યાં જ ધ્યાનમગ્ન થઈ ગયા. પ્રાત:કાળે ઈંડિલ ભૂમિ શોધી સિંહકેશરા લાડુનું ચૂર્ણ કરી પરઠવતાં તેમની અનશનથી આરંભાયેલ–વૃત્તિ સંક્ષેપ તપથી પરિપૂર્ણ યાત્રા ધ્યાન-તપ સુધી મોક્ષમાર્ગ વટાવી ગઈ અને પ્રાપ્ત થયું કેવળજ્ઞાન. આ તપયાત્રાની પશ્ચાદ્ ભૂમિકામાં છૂપાયેલ રહસ્ય હોય તો એક જ---“કારણ કે તે સાધુ હતા.' ભાવસાધુમાંથી દ્રવ્ય સાધુતા ધારણ કરી ચુકેલા સુવ્રતમુનિ પુનઃ ભાવસાધુ બની મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી બની ગયા. પરમાત્મપદને પામ્યા. ( બ્રાહ્મણી ) શ્રી ગૌતમસ્વામીએ પ્રણિપાત-વંદનાપૂર્વક પરમાત્મા મહાવીરને પૂછયું કે, હે ભગવંત! તે બ્રાહ્મણીએ પોતાના પૂર્વભવની એવી કઈ વાત કરી કે તે સાંભળીને તેની સાથે તેના પતિ ગોવિંદ બ્રાહ્મણે પણ દીક્ષા લીધી. પરમાત્માએ આપેલા ઉત્તરનો નિષ્કર્ષ એ જ કે--- “કારણ કે તે સાધુ સાધ્વી) હતા.” આ સ્ત્રી બરાબર એક લાખ ભવ પૂર્વે ક્ષિતપ્રતિષ્ઠિત નગરના રાજાની રૂપી નામે કુંવરી હતી. લગ્ન થતાં જ તેના પતિનું મૃત્યુ થયું. અગ્નિપ્રવેશ કરવા ઇચ્છતી રૂપીને રાજાએ જૈનધર્મમાં અનુરક્ત થવા સલાહ આપી. કાળક્રમે તે રૂપી રાજ્યની બાગડોર સંભાળતી રાજા બની. અનુક્રમે શીલસન્નાહ સ્વયંબુદ્ધ | મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy