SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] | ૨૨૩ એકદા શીલસન્નાહ મુનિ સમ્મેતશિખર પર્વતે સંલેખના માટે તૈયાર થયા ત્યારે રૂપી સાધ્વીએ પણ સંલેખના માટે અનુજ્ઞા માંગી. ગુરુભગવંતે જણાવ્યું કે, સર્વ પાપની આલોચના કરી નિઃશલ્ય બનીને જ સંથારો લઈ શકાય. રૂપી સાધ્વીએ સર્વ પાપોની આલોચના કરી, પણ જ્યારે તે રાજા હતી તે વખતે તેની દૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા કામવિકારની આલોચના ન કરી ત્યારે શીલસન્નાહ ગુરુભગવંતે અનેક દૃષ્ટાન્તોથી વૈરાગ્યમય દેશના આપી સારણાવારણા કર્યા પણ રૂપી સાધ્વીએ ગૃહસ્થપણામાં કરેલી ફક્ત એક ભૂલની આલોચના કરી નહીં. એક જ શલ્ય સિવાય સર્વ શલ્યો મુક્ત કર્યાં. આ એક જ શલ્ય રૂપ વિરાધક ભાવે તેને ૯૯૯૯૭ ભવ ભટકાવી. પછી ફરી એક વખત મનુષ્યભવ પામીને તેણીએ દીક્ષા ગ્રહણ કરી. ભલે એક શલ્ય તેને ૯૯૯૯૭ ભવ ભટકાવી ગયું. પણ બાકીની શુદ્ધ ધર્મ-આરાધના અને ચારિત્રપાલને તેને ફરી સાધુપણું આપ્યું. ત્યાંથી મૃત્યુ પામી ઇન્દ્રની અગ્ર મહિષી બનીને આ ભવે તે ગોવિંદ બ્રાહ્મણની પત્નિ બની. તેની ચારિત્ર આરાધના-વિરાધનાની કથા અને તેનો વિલાપ સાંભળીને ગોવિંદ બ્રાહ્મણને દીક્ષા લેવા ભાવના જાગી. આટલી વાત સાંભળીને ગૌતમસ્વામીએ પરમાત્મા મહાવીરને પૂછ્યું કે, હે ભગવન્! તો હવે આ સ્ત્રીની ગતિ શું થશે? પરમાત્મા જણાવે છે કે, હે ગૌતમ! આ ભવમાં ચારિત્ર પામીને આ સ્ત્રી મોક્ષે જશે. ૯૯૯૯૯ ભવ ભટકનાર અને ૯૯૯૯૭ ભવ સુધી તિર્યંચ-નારકી જેવી દુર્ગતિમાં રખડનાર જીવ અને તેય મોક્ષે જશે તે વાત, એ બંને કઈ રીતે બંધ બેસે? બને. બધું જ શક્ય બને ભાગ્યશાળી! બધું જ~-~‘કારણ કે તે સાધુ (સાધ્વી) હતા.’’ ભવભ્રમણ માટે શલ્ય નિમિત્ત જરૂર બન્યું. કિંચિત્ વિરાધક ભાવે તેને મોક્ષમાર્ગમાં કંઈ કેટલીયે અડચણો ખડકી દીધી. પણ તોયે સાધુપણાને પામેલો જીવ હતો ને? એ એક વખતનો પણ ચારિત્ર સંસ્પર્શ તેને માટે પારસમણિ સાબિત થયો. કથીર એવા આત્માને આ પારસમણિએ કંચન બનાવી દઈને ફરી મોક્ષમાર્ગનો પ્રબળ પુરુષાર્થી–પ્રવાસી બનાવી દીધો અને અંતે આપી ગયો મોક્ષરાજ્યની ગાદી. અણિક મુનિ જ્યારે માતા-સાધ્વી કહે છે કે, હે અરણિક! તું ફરીથી દીક્ષા ગ્રહણ કરે. ત્યારે અરણિક જવાબ આપે છે, હે જનની! સંયમક્રિયાનું પાલન મને દુષ્કર લાગે છે. નિરંતર ૪૭ દોષરહિત આહાર કરવો. ક્ષણભર પણ પ્રમાદ ન કરવો. નિરતિચારપણે ‘‘કરેમિ ભંતે’’ની પ્રતિજ્ઞાનું પાલન કરવું. હે માતા, આ બધી સંયમક્રિયા કરવા હું શક્તિમાન નથી. હું મહાપાપી છું. વ્રતનું પાલન મારાથી થઈ શકતું નથી. આવાં વાક્યો બોલનાર, આવા અશુભ અધ્યવસાયો ધરાવનાર અરણિક અંતે સદ્ગતિને પામ્યા અને એ પણ તે જ ભવમાં. સ્વપ્ને પણ માની ન શકાય તેવી આ વાત એક વાસ્તવિક ઘટના બની ગઈ. મોક્ષમાર્ગથી વિમુખ જીવાત્મા આટલો મોક્ષ સન્મુખ બન્યો કઈ રીતે? ---‘કારણ કે તે સાધુ હતા.’' તગરા નામે નગરી. દત્ત શ્રાવક-ભદ્રા શ્રાવિકા. તેનો પુત્ર અરણિક, અહન્મિત્રસૂરિ પાસે સપરિવાર દીક્ષા ગ્રહણ કરી. દત્તમુનિ સુંદર ચારિત્ર પાળે છે પણ પુત્ર ઉપરના વાત્સલ્યથી અરણિક મુનિને ભિક્ષાર્થે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy