SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન મોકલતા નથી. કાળક્રમે દત્તમુનિ સમાધિમરણ પામ્યા. પછી અરણિકને ભિક્ષા લેવા જવાનો અવસર આવ્યો. સુકુમાર મુનિ છે, નાની વય છે, શ્રમ લીધો નથી. તપેલી ધરતીની ધૂળથી પગ દાઝવા લાગ્યા. સૂર્યના કિરણથી મસ્તક તપી ગયું. તૃષાથી મુખ શોષાવા લાગ્યું. વિશ્રામ માટે કોઈ ગૃહસ્થના ઘરની છાયામાં ઊભા રહ્યા. કામદેવ સમાન આકૃતિવાળા મુનિને જોઈને એક સ્ત્રી કે જેનો પતિ લાંબા સમયથી પરદેશ ગયેલો તેણીએ આ યુવામુનિથી આકર્ષાઈને મુનિને પોતાના ઘરમાં બોલાવ્યા. સુંદર આહાર, વિકારયુક્ત ચેષ્ટા અને વાણીથી મુનિને વ્રત-ભંગ કરવા ઉત્સુક બનાવ્યા. અરણિક મુનિ પણ સાધુપણું ભૂલી ત્યાં જ રહી ગયા. ઉપાશ્રયે અરણિક મુનિ ન આવતા બધે જ તપાસ કરીને તેમનાં માતા-સાધ્વીને નિવેદન કર્યું. માતા-સાધ્વી આ વૃતાંતથી પાગલ જેવાં બની ગયાં. ભ્રમિત ચિત્તવાળાં સાધ્વી સર્વે સ્થાને ‘અરણિક-અરણિક'ની બૂમો પાડતાં ગદ્ગદ્ વિલાપ કરે છે. અનેક દિવસો આ રીતે ભદ્રા સાધ્વીના પસાર થયા. એક વખત ગવાક્ષમાં બેઠેલા અરણિકે તેની આ ઉન્મત્ત સ્થિતિ જોઈ, ખૂબ જ દુ:ખ અનુભવતો તે માતા-સાધ્વીના પગે પડી ગયો. લજ્જા અને વિનયયુક્ત અરણિકે પૂર્વેના ચારિત્ર-અભ્યાસથી પ્રશસ્ત ધર્માનુરાગ અને અનંતા શુભ અધ્યવસાયથી માતાને સર્વે વૃત્તાંત જણાવી ક્ષમાયાચના કરી. જ્યારે માતાએ પુનઃ ચારિત્ર લેવા કહ્યું ત્યારે અરણિક જણાવે છે કે, હે માતા! આ દુષ્કર ચારિત્ર મારાથી પાળી નહીં શકાય. તું કહે તો હું અનશન કરી દઉં. માતાના વચને વિનયીપુત્રે પુનઃ દીક્ષા લીધી. ગુરુભગવંતની આજ્ઞાપૂર્વક તુરંત જ અનશન માટે તૈયાર થયા. સર્વ સાવદ્યના પચ્ચક્ખાણ, પાપની નિંદા, સર્વ પ્રાણી સાથે ક્ષમાપના, ચાર શરણાનું ગ્રહણ કરી ધગધગતી શીલા ઉપર અનશન કરી દીધું. મુહૂર્તમાત્રમાં કાયા ઓગળી ગઈ અને શુભ ધ્યાને આપી દીધી સદ્ગતિ. આવો વૈરાગ્યભાવ--આવું વિનયીપણું-આવું પુરુષકાર પરાક્રમ--આવી તીવ્ર તપશ્ચર્યા એક સુકુમાલ મુનિને-એક રાગી અને સ્ત્રીસંગી જીવમાં આવી ક્યાંથી?-~~-‘કારણ કે તે સાધુ હતા.'' સુભદ્રા વિંધ્યાચળ પર્વતની સમીપે વેભેલ નામક સન્નિવેશમાં સોમા નામક રૂપવતી બ્રાહ્મણી સ્ત્રી છે. રાષ્ટ્રકુટ નામના બ્રાહ્મણને પરણેલી છે. બત્રીશ પુત્ર-પુત્રીથી વ્યથીત આ સ્ત્રીને સાધ્વીને વહોરાવતી વેળા જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જોયો, વૈરાગ્ય પામી, દીક્ષા લીધી, અનશન કર્યું, દેવ થઈ, મહાવિદેહે જઈ મોક્ષને પામશે. આ છે જ્ઞાત કથા. બધાં જ દીક્ષા લે-પાળે પણ ખરા---કદાચ મોક્ષે પણ જાય એમાં નવાઈ શી છે? એવું ક્યું અજ્ઞાત વિષયવસ્તુ આ કથામાં પડેલું છે જે સોમા બ્રાહ્મણીને મોક્ષે લઈ ગયું? ~~~ કારણ કે તે સાધુ (સાધ્વી) હતા.’’ મોક્ષપ્રાપ્તિમાં નિમિત્ત બન્યું સોમા સાધ્વીપણું, પણ સોમાને સાધ્વી બનાવનાર એવો તેનો પૂર્વભવ કયો હતો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy