________________
૨૦૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
છતાં રાજકુંવરીનું રૂપ પણ બંધનકર્તા બન્યું નહીં અને દેવતાના પ્રતિબોધથી વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કરી મહાન તપસ્વી બન્યા છે. ક્યાંથી આવ્યો આ વૈરાગ્યભાવ? દેહ અને આત્માની ભિન્ન દશાનું ભાન અને મરણાન્ત ઉપસર્ગમાં પણ સમતા આ મહર્ષિને કઈ રીતે પ્રાપ્ત થયાં?
આ જ છે અભિનવ ચિંતનયાત્રાનું નિષ્કર્ષબિંદુ, મેતાર્યમુનિએ પૂર્વે પુરોહિતપુત્ર હોવા છતાં ચારિત્ર અંગીકાર કરેલું. શુદ્ધ સંયમ જીવને આપ્યો તેને વૈરાગ્યભાવ. સાધુધર્મની ઉત્તમ આરાધનાએ અર્પો સમભાવ–અને આ જ સમભાવ અને વૈરાગ્ય તેને અનંતર મનુષ્યભવમાં મોક્ષમાર્ગે પ્રબળ પુરુષાર્થ કાર્યમાં સહાયક બન્યાં. અરે! દેવલોકમાં પણ તેને મિત્ર સાથે કોલ-કરાર કર્યો કે મને મનુષ્યપણામાં તું બોધ આપીને પ્રવ્રયામાર્ગે વાળજે. સ્વર્ગની ભોગસામગ્રી તેણે ન માંગી, ન માંગ્યું રાજસુખ કે વૈભવ, મિત્ર દેવ પાસે શું માંગ્યું? ફક્ત પ્રવ્રજ્યાપંથ. કયાંથી આવ્યો આ ભાવ એક દેવને? એક જ ઉત્તર--કારણ કે તે સાધુ હતા. એક ભવની, અને તે પણ પરાણે અપાયેલી દીક્ષા–તેને માટે મોક્ષપથના પથિક બનવાનું સામર્થ્ય પૂરું પાડનાર બની. અને તે મેતાર્ય મુનિ બની ગયા જૈનશાસનના મોક્ષમાર્ગી માટે દીવાદાંડી.
(નંદીષેણ મુનિ ) બાર બાર વર્ષનાં વહાણાં વાયાં. આ જ નંદીષેણ સર્વ લક્ષ્મીને તૃણ ગણીને દીક્ષા અંગીકાર કરી, તીવ્ર તપશ્ચર્યા કરી, કર્મનો ક્ષય કરી અંતે મોક્ષને પામ્યા. આ મુક્તિગામી જીવના જીવનનાં પાનાં ઉથલાવીએ તો બાર વર્ષથી તો આ નંદીષણ વેશ્યાની સોડમાં ભરાયેલો અને ભોગ-વિલાસમશ્ન છે. બારબાર વર્ષથી વેશ્યાગામી બનેલા જીવને વળી દીક્ષા અને મોક્ષ ક્યાંથી હોય? મોહથી ઘેરાયેલા આ જીવને સીધો મોહનીય કર્મનો જ ઉચ્છેદ કરવાનું સામર્થ્ય ક્યાંથી આવે?
છતાંયે હકીકત છે કે બાર વર્ષથી આ નંદીષેણ ભોગમાં ડૂબેલા છે. પણ તેના જીવનનું બીજું એક પાસું આપણે વિચારેલ જ નથી. આ નંદીષેણ શ્રાવક-ધર્મનું પાલન કરી રહ્યો છે, વેશ્યાને ત્યાં ભોગની ઇચ્છાથી આવતા કામી પુરુષોને પ્રતિબોધ કરી તે દીક્ષા અપાવી રહ્યો છે. આ વાત પણ વળી
અભિગ્રહપૂર્વકની–મારે રોજ દશ કામી પુરુષોને બોધ આપી દીક્ષા અંગીકાર કરાવવી. વિચારો કે વેશ્યાને ત્યાં આવતા પુરુષો કંઈ ભજન-કીર્તન માટે તો આવતા નથી. વિષયસુખના અર્થીને વિષયથી વિરક્ત બનાવી મોકલવા તે કંઈ સામાન્ય પ્રતિબોધશક્તિ છે?
કદાચ એવો પણ વિચાર આવે કે દશ કામીજન બોધ ન પામે તો શું? આ તો જૈનશાસનની તવારીખનું તેજસ્વી પાત્ર છે. તેનો અભિગ્રહ પણ કેવી મજબૂત છે? જ્યાં સુધી હું દશને પ્રતિબોધ કરી સંયમના માર્ગે વાળું નહીં ત્યાં સુધી ખાવું-પીવું-સંડાસ-પેશાબ ચારે વસ્તુનો ત્યાગ.
જોજો, માત્ર વેશ્યાનો ત્યાગ નથી કર્યો. આહાર-નિહાર બંનેનો ત્યાગ છે. અને આ ક્રમ પણ એકબે દિવસનો નથી, બાર-બાર વર્ષ સુધી ચાલ્યો છે. વેશ્યાના ઘેર રહેવા છતાં અભિગ્રહમાં કોઈ ક્ષતિ પહોંચી નથી. બાર વર્ષ સુધી રોજ દશ-દશ કામીજનોને દીક્ષાના માર્ગે વાળી દીધા છે.
ક્યાંથી આવી આ સંયમભક્તિ? કયાંથી આવ્યો આ પ્રવજ્યા અનુરાગ? ““કારણ કે તે સાધુ
હતા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org