SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૦૦ સમભાવલીન કુરગડ મુનિ આત્મનિંદા કરતા વિચારે છે કે “હું આવો પેટભરો સાધુ છું ત્યારે જ બીજાને ] વૈષનું નિમિત્ત બન્યો ને!' એ જ આત્મનિંદા તેને કેવળજ્ઞાન અપાવી ગઈ. આ આત્મનિંદા ભાવ--આ સમત્વ આવ્યા ક્યાંથી? “કારણ કે તે સાધુ હતા.' એક વખતની સાધુધર્મની સ્પર્શનાએ તેને જૈનશાસનની તવારીખમાં તેજસ્વી પાત્ર બનાવી દીધાં. ( માસતુસમુનિ “કારણ કે તે સાધુ હતા” અભિનવ ચિંતન-શૃંખલાની છઠ્ઠી કડી છે માસતુસમુનિ. સામાયિક આદિના અર્થને જાણવામાં પણ અશક્ત એવા આ મુનિએ ગુરુભક્તિ વડે કરીને જ્ઞાનના કાર્યરૂપ એવી કેવળલક્ષ્મીને પ્રાપ્ત કરી. એ હતી પૂર્વભવની સંયમયાત્રાની ફલશ્રુતિ. સદૂગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી વૈરાગ્યભાવે ભીંજાતા મુનિ, સામાયિક શ્રુતજ્ઞાન ભણી રહ્યા છે. પૂર્વભવનું ઉપાર્જિત જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવતાં અજ્ઞાનરૂપી અંધકારના ઓળા ઊતરી આવ્યા. એક પદનો પણ મુખપાઠ કરી શકતા નથી. અવિશ્રામપણે અભ્યાસનો પુરુષાર્થ અને પૂર્ણ બહુમાન છતાંયે જ્ઞાન ચડતું નથી. તેમની આ સામર્થ્યરહિતતાને જાણીને સામાયિક શ્રુતનો અર્થ સંક્ષેપથી જણાવ્યો : “મા રુસ મ. તુત.” કોઈ ઉપર રોષાયમાન કે તોષાયમાન થવું નહીં. બાર વર્ષનો અવિશ્રાન્ત પરિશ્રમ, બાળકો દ્વારા નિત્ય મજાક, નિત્ય તપ પછી પણ માસતુસ શબ્દો બોલે છે પણ મારા માતુને યાદ રહેતું નથી. અને અચાનક એકદા જ્ઞાનના પ્રકાશનો વિસ્ફોટ થતાં શ્રુતજ્ઞાનમાં પ્રગતિ ન કરી શકનાર મુનિ ચારે જ્ઞાનોને ગૌણ કરીને સીધા જ આત્મપ્રત્યક્ષ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી ગયા. એક નાનું વાક્ય યાદ ન રાખી શકનારના જીવનમાં આ તે કયો ચમત્કાર થયો કે સમગ્ર જગતનું સંપૂર્ણ જ્ઞાન વ્યાઘાત-રહિતપણે પરિણમ્યું? કારણ કે તે હતા પૂર્વભવના આચાર્ય ગુણરત્નના નિધાન સમા શ્રુતના અર્થી, સૂત્રાર્થરૂપી જળનું દાન કરવામાં મેઘ સમાન, શ્રમરહિત અને નિશ્ચલપણે અધ્યાપનકાર્યો રત......મોહના ઉદયે વિપરીત વિચારણાથી જ્ઞાનને આવરક કર્મ બાંધ્યું, પણ સમગ્ર જીવનની જ્ઞાન-આરાધના અને સંયમયાત્રાનો સંસ્પર્શ તેના આત્માને સમગ્ર જ્ઞાન-આવક કર્મોના ક્ષયને માટે થયું. પૂર્વભવમાં ક્ષયોપશમજન્ય જ્ઞાનની આરાધનાયુક્ત સાધુપણું વર્તમાન ભવે ક્ષાયિક જ્ઞાન પ્રદાતા બન્યું-કારણ-- “કારણ કે તે સાધુ હતા.' જૈનશાસનની આ તેજસ્વી પ્રતિભા આપણી સન્મુખ સ્વાધ્યાયનો ઉચ્ચતમ આદર્શ મૂકી જાય છે. ( મેતાર્યમુનિ ) મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થીનું સ્મરણ કરીએ ત્યારે મેતાર્યમુનિ સ્મરણ-પટ પર અંકિત થયા વિના રહી શકે નહીં. માસક્ષમણના તપસ્વી મુનિ છે. ભીનું કરેલું ચામડું મસ્તકે બાંધીને સોનીએ તડકામાં ઊભા રાખેલ છે. એ જ ભયંકર ઉપસર્ગમાં આંખના ડોળા નીકળી પડે છે. પણ આ મરણાન્ત ઉપસર્ગ મળે ટામાં મોળ સાથે પૂર્વકનું ૩પ્પા સામે તેને કેવળજ્ઞાન અને મોક્ષ આપી જાય છે. એ ચાંડાલપુત્ર છે. તેનું આ નીચ કુળ તેને સાધનામાં બાધક બન્યું નહીં. શ્રેણિક રાજાના જમાઈ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy