________________
૨૦૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
શ્રવણની ઇચ્છા જાગે. ત્રણ જ શબ્દોનો ઉપદેશ અને ચિલાતીપુત્રની ચિતનયાત્રા તેને કાયોત્સર્ગમાં સ્થિર કરીને સાધુધર્મયુક્ત આરાધનામય બનાવી દે--તે પણ કયાં સુધી? અઢી દિવસમાં તો ચિલાતીપુત્રના શરીરને કીડીઓએ ચાળણી જેવું બનાવી દીધું–તો પણ સમભાવે વેદના સહન કરે.
કયાંથી આવ્યો આ સમભાવ? ક્યાંથી આવ્યું સમ્યફ શ્રદ્ધાનું તત્ત્વ? ક્યાંથી ઉદ્ભવ્યો આ ચારિત્રરાગ અને ક્યાંથી જન્મી આ મોક્ષપથની અભિલાષા? બસ એક જ કારણ...
કારણ કે તે સાધુ હતા----પૂર્વભવનું વિશુદ્ધ ચારિત્ર તેને તપ-સંયમની શક્તિ અર્પી ગયું. પૂર્વભવની નિશ્ચલતા તેને પળવારમાં સ્ત્રીના રાગમાંથી મુક્તિ અપાવી ગઈ. આ હતી પ્રાગૈતિહાસિક પ્રતિભા--આ હતી મોક્ષમાર્ગની પુરુષાર્થતા. કારણ કે તે સાધુ હતા.
કુરગડુ “ભરડેસર-બાહુબલી' સઝાયમાં સ્થાન પામેલ આ એક મહાસત્ત્વશાળી પ્રતિભા છે, જેને ભોજન કરતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી એવા આ મુનિ આમ તો દૃષ્ટિવિષ સર્પ જેવી તિર્યંચ યોનિમાંથી મનુષ્યપણાને પામ્યા છે. તો પણ આ મનુષ્યભવમાં તેમણે જે અણાહારીપદ પ્રાપ્ત કર્યું તેનું આશ્ચર્ય તો જુઓ કે આહાર કરતા-કરતા અણાહારીપદ પામ્યા. જેને હંમેશ માટે છોડવાનું છે તેવા શરીરને આહારથી પરિતૃપ્ત કરતાં-કરતાં તેઓ અણાહારી અર્થાત આહારરહિતપણું પામ્યા. પણ કેમ? આ બની જ કઈ રીતે શકે? બસ, જેમ શણગાર સજતા ભરત આત્માનો શણગાર પામ્યા, બાહુબળથી બીજાના મસ્તકને ચૂર્ણ કરવા મથતા બાહુબલીએ પોતાના જ મસ્તકનું (વાળનું) ચૂર્ણ કરી નાંખ્યું, સ્ત્રીના રાગથી યુક્ત ચિલાતી જ વૈરાગી થયા તેમ આ કુરગડ મુનિ આહાર કરતા જ નિરાહારી થયા. પણ રહસ્ય તો એક જ-- “કારણ કે તે સાધુ હતા.'
સર્પનો ભવ તો તેની ભૂલનું પરિણામ હતું, પણ મૂળભૂત તો તે સાધુ જ હતા ને? માસક્ષમણને પારણે માસક્ષમણ કરતા તપસ્વી મુનિવર હતા. પારણે પણ સ્વવીર્યબળથી જ ગોચરીની ગવેષણા કરનારા, પણ આંખનું તેજ ઘટી જવાથી દેડકી ઉપર પગ આવ્યો. નાનીશી દેડકી તુરંત મૃત્યુ પામી. બાળસાધુનું જોવું અને પ્રતિક્રમણ વેળા દેડકી માર્યાની આલોચના કેમ ન કરી તે પૂછવું. તપસ્વી મુનિવરનું રોપાયમાન થવું અને અંધારામાં થાંભલો અથડાતાં મૃત્યુ થયું.
આ અસમાધિ મરણે એક વખત તો તેને દષ્ટિવિષ સર્પનો ભવ આપી જ દીધો; પણ સાધુપણું પાળીને આવેલા તપસ્વી મુનિવર હતા ને? જાતિસ્મરણ પામેલા સર્વે સમભાવપૂર્વક અચિત્ત આહારથી જ જીવનની નાવ હંકારી. ટુકડે ટુકડા થઈ ગયા દેહના, તો પણ સમભાવ ન ગુમાવ્યો. પરિણામ કેટલું સુંદર! મૃત્યુ પછી રાજપુત્ર બન્યા, તો પણ પૂર્વે આરાધેલ શ્રમણપણાને લીધે રાજયમાં આસક્તિ ન કરતાં વૈરાગ્યવાન મુનિવર બન્યા.
તિર્યંચના ભવથી આવેલા હોવાથી તેની ભૂખ તીવ્ર વેદના અર્પતી--તો પણ અભિગ્રહ કર્યો કે પૂર્વે મુનિપણાને ક્રોધથી વિરાધ્યું છે માટે આ ભવે કદાપિ ક્રોધ ન કરવો. ગોચરી જઈ, આહાર લાવી, આલોવી વાપરવા બેઠા છે. ઉપવાસી સાધુ તેના આહારમાં જ બળખો ફેંકે છે. ત્રણ-ત્રણ તપસ્વી સાધુ તેનો કટુ વાણીથી તિરસ્કાર કરે છે. તો પણ બળવાની જુગુપ્સા નહીં અને કટુ વાણી પરત્વે કોઈ રોષ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org