SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૦૫ વજસેન તીર્થંકરના પુત્રરત્નપણાને પામ્યા. “મહાપીઠ' નામક આ પુત્રે પણ દીક્ષા ગ્રહણ કરી. મહાપીઠના ભવમાં કરેલ અદ્ભુત તપશ્ચર્યાથી તપના અંતરાયકર્મોને ખપાવતાં સુંદરીના ભાવમાં પણ ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલતપ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થયું. અને આ સાધુજીવનની જે સુવિશુદ્ધ આરાધના કરી તે એક વખતનું સાધુપણું જ આ નારીરત્ન માટે મોક્ષનગરીનો પથપ્રદર્શક માઈલસ્ટોન બની ગયો. આ હતી જિનશાસનની યાદગાર તવારીખ સમી મોક્ષમાર્ગની પ્રબળ પુરુષાર્થી આર્યારત્ન--પણ ) આપણી ચિંતનયાત્રાનો એક માત્ર મુદ્દો જે તેને પ્રાગૈતિહાસિકકાળની પ્રતિભા બનાવી ગયો તે એ જ કે– ચારિત્રનો આવો દઢ રાગ અને સંસારની સંપૂર્ણ વિરક્તિનું જો કોઈ કારણ હોય તો પૂર્વે પાળેલું સાધુપણું. ( ચિલાતીપુત્ર ચોરોની સેનાનો સ્વામી, ક્રૂર-ઘાતકી અને નિર્દય એવો એક ઉન્માર્ગે ચડેલો આ માનવી છે. પોતાની પ્રાણપ્યારી વલ્લભા એવી સુંસમાનું ધડથી અલગ કરાયેલ મસ્તક એક હાથમાં લટકી રહ્યું છે, બીજા હાથમાં ક્રોધરૂપ કષાયને પ્રગટ કરતું એવું લોહીસીંચિત ખડર્ છે. અંતરમાં મોહ અને કલેશરૂપી જવાળાઓ ભડકી રહી છે. સાથે શરીર પણ શ્રમિત છે અને ભૂખની ભૂતાવળે ભરડો લીધો છે. આવી વિષમ શારીરિક-માનસિક સ્થિતિમાં રહેલા ચિલાતીપુત્રને ફક્ત ત્રણ જ શબ્દો-૩પશન-વિવેક અને સંવર મોક્ષમાર્ગનો પ્રવાસી બનાવી ગયા. પણ કેમ?-કયો ચમત્કાર સર્જાયો આ રાગ-દ્વેષના દ્વન્દ્રમાં ફસાયેલા માનવીના જીવનમાં? કે જેણે તેના કામરાગ અને દૂર પરિણામથી ભડભડ બાળી રહેલા તેના આત્મામાં અકથ્ય પરિવર્તન આણી દીધું? અનેક પ્રવચનોના શ્રવણ કરતાં આપણા જીવનને ન સ્પર્શી શકતી વાતો એ આ માનવીમાં ફક્ત ત્રણ જ શબ્દોએ કેવો ચમત્કાર સર્જી દીધો કે રૌદ્રધ્યાનથી નરકગામી બનતા જીવને પળવારમાં દેવલોકમાં બિરાજમાન કરી દીધો. કારણ? માત્ર એક જ કારણ—કારણ કે તે સાધુ હતા યજ્ઞદેવ સાધુધર્મમાં નિશ્ચલ બન્યો છે. સમગ્ર સ્વજન વર્ગને પણ તેણે પ્રતિબોધ કર્યો છે પણ સ્વપત્નીને તેનો રાગ હજી ચિત્તમાંથી ખસ્યો નથી. સજજડ સ્નેહાનુરાગથી તેની પત્ની યજ્ઞદેવમુનિને દીક્ષા છોડાવવા પ્રયત્નશીલ બની છે. નિશ્ચલ એવા મુનિ ઉપર કામણપ્રયોગ કર્યો, પણ પ્રયોગની વિપરીત અસર થતાં યજ્ઞદેવમુનિ મૃત્યુ પામી દેવલોકે સંચર્યા. આ જ યજ્ઞદેવ ચિલાતી દાસીના પુત્ર સ્વરૂપે જન્મ લે છે. સુંસમા નામે જન્મેલી પૂર્વભવની પત્નીને જ રમાડવા-સાચવવાનું કાર્ય કરે છે. સંસમા રડવા માંડે ત્યારે-તેણીની યોનિમાં ચિલાતીપુત્રનો હસ્તસ્પર્શ થતાં જ રુદન બંધ કરી દે. આવા અપકૃત્યથી ઘરમાંથી કાઢી મુકાય છે; પણ પેલા સ્પર્શે તેના મનમાં વિષયની પીડા મૂકી દીધી. સુંસમાને ઘેર જ ધાડ પાડે, સંસમાને ગ્રહણ કરે અને પોતાની બનતી પ્રિયા જ્યારે હાથવગી બનતી ન જણાય ત્યારે તેનું મસ્તક ધડથી અલગ કરીને દોડવા લાગે. જુઓ, આ સમગ્ર જીવનમાં ક્યાંય ધર્માચરણ નથી. પૂર્વભવની સ્વપત્ની એવી સુંસમાનો તીવ્ર રાગ છે અને આચરણ પણ ચોરી અને ખૂનનાં જ કર્યા છે; છતાં ચારણ લબ્ધિધારી મુનિને જોઈને ધર્મ-ઉપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy