SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] / ૫૮૩ અધ્યાત્મરત ઓલિયા--ફકીર સમા પૂ. આ.શ્રી જયંતસૂરીશ્વરજી મ.સા., પ્રકાંડ વિદ્વાન સંઘ-સુકાની પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા., શાંત-તપોમૂર્તિ પૂ. આ.શ્રી નવીનસૂરીશ્વરજી મ. સા., ભદ્રપરિણામી પૂ. આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ.શ્રી નિપુણસૂરીશ્વરજી મ. સા. અને સંઘ સંયોજનામાં સદા માર્ગદર્શક પૂ. મુનિપ્રવર શ્રી રાજયશવિજયજી મ. આદિ મુનિભગવંતો તેમ જ માતૃહૃદયા સાધ્વીવર્યા શ્રી સર્વોદયાશ્રીજી મ., વિદુષી સાધ્વીશ્રી રત્નચૂલાશ્રીજી મ. તથા શાસનપ્રભાવનાના કાર્યમાં સદા રત સાધ્વીશ્રી વાચંયમાપાશ્રીજી મ. (બેનમહારાજ) આદિ અન્ય પણ વિશાલ સાધુ-સાધ્વીજી મહારાજો સંઘયાત્રાને ત્યાગ તપથી ઉજાળી રહ્યાં હતાં. ‘સારા કામમાં સો વિઘન’ અને આ તો વિરાટ કાર્ય; તેમાં વિઘ્ન તો આવવાના જ. પણ કૃતનિશ્ચયી સાહસવીરો સદાય વિઘ્ન-જયી બની આગળ વધતા રહે છે. કુલ્પાકજી તીર્થ વટાવી સંઘયાત્રા ભદ્રાવતી તીર્થને જુહારવા તત્પર હતી, પણ તે જ વખતે બંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તોપો ગરજી ઊઠી. સંઘયાત્રા સ્થગિત કરો એવો પોકાર ઊઠ્યો, પણ પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સાહેબે ભદ્રાવતી તીર્થપતિ કેસરિયા પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરી ‘કેસરિયા પાર્શ્વ'નું આરજુમય સ્તવન રચ્યું; અને એ સ્તવન એક મંત્રમય બની ગયું. ચંદ્રપુર પહોંચતા તો યુદ્ધવિરામ અને ભારત વિજયી બન્યાના સમાચાર મળ્યા. આવાં તો કંઈક વિઘ્નોનાં વાદળો મંડરાયાં અને વિખરાયાં. સંઘયાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તેમાં આનંદ-ઉત્સાહની સાથે શાસનપ્રભાવનામાં પણ ઉત્તરોઉત્તર વૃદ્ધિ થવા લાગી. સંઘયાત્રા નાળાં ને નદી, ટેકરીને પહાડ અને ચંબલની ભયંકર ખીણકોતરોને વટાવી કુલ્પાકજી, ભાંડકજી, બનારસ, ગુણિયાજી, કુંડલપુર, પટના, બિહાર શરીફ, પાવાપુરી, રાજગૃહી અને આખરે સમેતિશખરની ગોદમાં આવી પહોંચી. મધુવન અને સમેતિશખર પહાડ પર વીસ તીર્થંકરોની પાવન નિર્વાણભૂમિને સ્પર્શના કરતાં આનંદ-આનંદ છવાઈ ગયો. અનેરા ભાવોલ્લાસ સાથે સંઘપતિઓની તીર્થમાળા-વિધિ સુસમ્પન્ન બની. સંઘયાત્રાની પૂર્ણાહૂતિ સમયે ભવ્ય અંજનશલાકા તથા મુમુક્ષુ આત્માઓની દીક્ષા પણ થઈ. આમ, આ સંઘયાત્રા જિનશાસનમાં ચિરસ્મરણીય, પ્રભાવક અને ભૂરિ ભૂરિ અનુમોદનારૂપ બની ગઈ. કલકત્તાથી શ્રી સિદ્ધગિરિ-પાલીતાણાનો શાસનપ્રભાવક યાત્રાસંઘ આ જ રીતે વિ. સં. ૨૦૩૦માં કલકત્તાથી તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીનો ઐતિહાસિક અને યાદગાર છ'રીપાલિત યાત્રાસંઘ તીર્થપ્રભાવક પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં, ૧૧ સંઘપતિઓ તરફથી, શ્રી રાજેન્દ્રભાઈ દલાલના સંયોજન--સંચાલન નીચે ૫૦૦ યાત્રિકો સાથે નીકળ્યો. ૨૦૧ દિવસના અને લગભગ ૨૮૦૦ કિલોમીટરના આ છ'રીપાલિત યાત્રાસંઘનું કારતક વદિ ૩ના દિવસે કલકત્તાથી મંગલ પ્રસ્થાન થયું અને જેઠ સુદ ૧૩ના પાલીતાણા--સિદ્ધાચલ તીર્થધામમાં સમાપન થયું. સંઘ-પ્રયાણના શુભ પ્રસંગે સમગ્ર કલકત્તાના ભાવિકો તેમજ ભારતના ખૂણે ખૂણેથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ સમયે એટલો તો માનવ મહેરામણ ઉમટ્યો કે જ્યારે હાવરા બ્રીજ પરથી યાત્રાસંઘ પસાર થયો ત્યારે ભાવિકો અને યાત્રિકો સૂત્ર પોકારતા હતા કે ‘‘હાવડા બ્રીજ છોટા હૈ, સંઘ હમારા મોટા હૈ.'' જેનો પ્રારંભ મહાન હોય તેની પૂર્ણાહુતિ પણ એટલી જ મહાન હોય છે. અને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy