________________
૫૮૪ )
[ જે પ્રતિભાદર્શન
પ્રારંભ અને પૂર્ણાહુતિને જોડતા દિવસો--મુકામો પણ એટલા જ મહાન શાસનપ્રભાવક બન્યા હતા. દરરોજના હજાર-હજાર દર્શનાર્થીઓ પરમાત્માના મંગલમય શાસનનો જય જયકાર કરતા હતા. બંગાલ, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા પ્રાંતોમાં “જૈને જયતિ શાસનમ્”ની એક ભવ્ય ગુંજ આ મહાન યાત્રાસંઘ દ્વારા ગુંજિત બની હતી.
આ યાત્રાસંઘમાં પણ બે ભાઈઓ અને પાંચ બહેનોની દીક્ષા થઈ હતી. પરમાત્માની કલ્યાણક ભૂમિઓ તથા રાજસ્થાન અને ગુજરાતના અનેક નાના-મોટા તીર્થોની સ્પર્શના થઈ હતી. સ્વગચ્છ અને પરગચ્છ, સ્વ સંપ્રદાય અને પર સંપ્રદાયના અનેક સાધુ-સાધ્વીજી પણ શાસન રાગ અને સ્નેહથી યાત્રાસંઘનાં દર્શનનો લાભ લેતાં હતાં.
આ યાત્રાસંઘના છેલ્લા મુકામ સિદ્ધાચલ તીર્થધામ-પાલીતાણામાં ભવ્યાતિભવ્ય સામૈયાપૂર્વક નગપ્રવેશ થયો હતો અને એ જ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ પર શ્રી આદિશ્વર દાદાની પરમ પાવન છત્રછાયામાં તીર્થ-માળારોપણનો પ્રસંગ પણ પરમ હર્ષોલ્લાસ સાથે પરિપૂર્ણ થયો હતો.
આ ઐતિહાસિક યાત્રાસંઘો ઉપરાંત પૂજ્ય આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા.ની સાંનિધ્યમાં (૧) બિજાપુર (કર્ણાટકો) થી કુલ્પાકજી તીર્થનો ૪૪ દિવસનો યાત્રા સંઘ અને (૨) અમદાવાદથી પાલીતાણાનો યાત્રાસંઘ અનુપમ શાસનપ્રભાવનાપૂર્વક નીકળ્યો હતો.
સિદ્ધાંત મહોદધિ સુવિશાલગચ્છનિર્માતા : પ.પૂ.આ.દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા છ'રીપાલિત સંઘની યાદી
(૧) સં. ૨૦૦૨ પિંડવાડાથી નાની પંચતીર્થી ૫ દિવસ. (૨) સં. ૨૦૦૨ પાડીવથી જીરાવાલાજી તીર્થ શ્રી પાડીવ જૈન સંઘ. (૩) સં. ૨૦૦૨ વીસલપુરથી રાતા મહાવીર. (૪) સં. ૨૦૦૩ પાલીથી કાપરડાજી. (૫) સં. ૨૦૦૨ લુણાવાથી રાણકપુરતીર્થ શા. રખબચંદજી પન્નાલાલજી. (૬) સં. ૨૦૧૩ શંખેશ્વરજીથી શ્રી શત્રુંજય મહાતીર્થ. દાદરનિવાસી શ્રી દામજી પદમશી (૭) સં. ૨૦૧૫ ચડવાલથી (રાજસ્થાન) શત્રુંજય મહાતીર્થ. સંઘવી ચેલાજી વન્નોજી. પોષ સુદ-૧૨. પ્રયાણ કરતાં સામે સફેદ નાગરાજના શુભ શુકન થયા. ૨૧OO યાત્રિકો હતા. પ્રયાણના
દિવસે ૭00 યાત્રિકોએ આયંબિલ કર્યા હતા. જીરાવલામાં પOOO યાત્રિકો દર્શન કરવા આવ્યા હતા. સંઘમાં ૮૫ સાધ્વી, ૨૫ સાધુ હતા. ર૧-૧-૫૯ થી ૮-૩-પ૯ લગભગ ૪૮ દિવસનો સંઘ હતો. (૮) સં. ૨૦૧૬ રોહીડાથી પંચતીર્થી.
ooo
Do9
Poooooooooooo
690
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org