________________
૧૮૨ ]
| જૈન પ્રતિભાદર્શન
વજયશવિજયજીના સંસારી નાના સંઘપતિ તારાચંદજીને ઘણા વખતનો અભિગ્રહ હતો તે પૂરો થયો.
(૨૬) સં. ૨૦૧૭માં સિકંદરાબાદથી કુલપાકજી તીર્થનો સંઘ સુશ્રાવિકાઓ ચંપાબેન તથા મણીબેન તરફથી ઉક્ત આચાર્યશ્રીઓની જ નિશ્રામાં નીકળ્યો.
(૨૭) નિશ્રા : પ્રવર્તક પૂ. મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મ. સા. (૧) દાદરથી થાણા, દિવસપાંચ, આયોજક શ્રી આ. કે. લબ્ધિસૂરિ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ, (૨) ગારિયાધારથી પાલિતાણા, દિવસ-ચાર, આયોજક શ્રી ગારિયાધાર મહાજન સંઘ) (૩) કલ્યાણથી થાણા, દિવસ : ૩, આયોજક વાગામમુરબાડવાસી પૂ. સાધ્વીજીનો સંસારી પરિવાર,
સંકલન : પૂ. આ. શ્રી વરિષેણસૂરિજી મ. સા.
( સિકંદ્રાબાદથી સમેતશિખરજીની ઐતિહાસિક સંઘયાત્રા )
જૈનશાસનના ઇતિહાસમાં સ્વર્ણીમ ઐતિહાસિક પૃષ્ણના મહાન નિર્માતા છે : પૂજ્ય આચાર્યદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. તેઓશ્રીનું ભવ્ય નિર્માણ છે : સિકંદ્રાબાદથી સમેતશિખર મહાતીર્થની ૧૯૧ દિવસની અને લગભગ ૨૦૦૦ કિલોમીટરના અંતરની છ'રીપાલિત મહાન સંઘયાત્રા.
સમય વિતતો ગયો, લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની આજીવન સેવામાં રહી પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સાહેબે અનન્ય ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી. પૂ. દાદા ગુરુદેવના સ્વર્ગવાસ પછી તેઓશ્રીના હૃદયમાં સમેતશિખર તીર્થયાત્રાની તીવ્ર ભાવના હતી, અને તે પણ છ'રીપાલિત સંઘ સાથે.
સમય વીતતો ગયો, પણ પૂજ્યશ્રીનો સંકલ્પ દેઢ હતો. મહાપુરુષોનાં હૃદયની ભાવનાના બીજને સફળ બનાવવા કોઈ અગમ્ય તત્ત્વ કાર્ય કરી રહ્યું હોય છે. બીજમાંથી વૃક્ષ ફળ આવતા સમય તો લાગે જ. જાણે એ જ સમય પરિપકવ બન્યો હોય તેમ પૂજ્યશ્રીને બેંગલોરથી સિકંદ્રાબાદ પધારવાનું થયું. વિહાર માર્ગમાં આદોનીના ઉદારદિલ દાનવીર શ્રી અંદરચંદજી ધોકા સાથે યાત્રા સંબંધી વાત થઈ. શ્રી કુંથુનાથ પ્રભુની અંજનશલાકા માટે પૂ. આ.શ્રી જયંતસૂરીશ્વરજી મ.સા. અને પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. સપરિવાર સિકંદ્રાબાદ પધાર્યા. સિકંદ્રાબાદમાં શ્રી સુગનચંદજી છલાણીએ પણ આ વાતને વધાવી લીધી. સાથે સિરગુપ્તામાં રહેતા શ્રી કુંવરલાલજી મકખાનાનો પણ સાથ મળ્યો. ત્રણે મહાનુભાવો સંઘપતિ બનવા તૈયાર થયા. અને સંઘયાત્રાના સુંદર સંયોજન અને સંચાલન માટે યુવાશક્િત ઉત્સાહિત થઈ. શ્રી રાજેન્દ્રભાઈ દલાલે સંચાલનની જવાબદારી સ્વીકારી. વિશેષ કરીને, પૂ. આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. પાસે પણ આવા સાહસી કાર્યમાં સદા ઉત્સાહી અને શાસન કાર્ય માટે થનગનતી યુવાશક્િત હતી. તે મહાન યુવાશક્િત એટલે પૂ. મુનિરાજશ્રી રાજયશવિજયજી (વર્તમાનમાં આચાર્યશ્રી) મહારાજ.
આમ, સિકંદ્રાબાદથી સમેતશિખરજી મહાતીર્થના ભવ્યાતિભવ્ય છ'રીપાલિત યાત્રાસંઘનું નિર્માણ થયું : વિ. સં. ૨૦૧૮માં પ્રયાણનો શુભ દિવસ કારતક વદિ ૭ અને સંઘમાળનો મંગલમય દિવસ વૈશાખ વદિ ૧૦.
છ માસના આ છરીપાળતા સંઘમાં યાત્રિકોની સંખ્યા નહિવત થશે તેવી કેટલાક ચિંતા સેવતા હતા: પણ સૌના આશ્ચર્ય વચ્ચે પ00 થી પણ અધિક ભવિક સંઘયાત્રામાં જોડાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org