SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન ભાવોલ્લાસમાં અભિવૃદ્ધિ થતાં અષ્ટપ્રકારી પ્રભુપૂજા માટે હીરાજડિત સુવર્ણકળશ વગેરે સામગી સોનાની રૂા. ૪ લાખનો સદ્ભય કરીને તૈયાર કરાવી!.... દેવ-મનુષ્ય-તિર્યંચ અને નરક—આ સંસારની ચાર ગતિમાંથી છોડાવીને પંચમગતિ મુક્તિમાં પોતાનો શીઘ વાસ કરાવવાની પ્રભુપ્રાર્થના કરવા માટે દરરોજ ચાંદીના નૂતન ૧૦૮ ચોખાનો સાથિયો આલેખે. તે માટે વાર્ષિક એક લાખ રૂ.નો સવ્યય તેઓ કરે છે. સાથિયાની ઉપર જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રતીક તરીકે રોજ ચાંદીની ત્રણ ગીની તથા દર મહિને સોનાની ૩ ગીની મૂકે છે!....આટલી આર્થિક અનુકૂળતા હોવા છતાં પોતે સોનાનાં આભૂષણો કે રંગીન કપડાં પણ પહેરતા નથી; વહાઈટ એન્ડ વ્હાઈટ (સફેદ) કપડાં જ પહેરે છે. દરરોજ બે ટાઈમ પ્રતિક્રમણ તથા સામાયિક કરે છે. સજોડે વર્ષીતપ કર્યું તે દરમિયાન બ્રહ્મચર્યવ્રતનું પાલન પણ કરવા લાગ્યા. દીક્ષાની ભાવના ભાવતાં ભાવતાં તેઓ ઉત્તમ કોટિનું શ્રાવક જીવન જીવી રહ્યા છે. ભાવોલ્લાસમાં અભિવૃદ્ધિ થતાં તેમણે એક વખત પોતાના ઉપકારી ગુરુ મહારાજને વિનંતી કરી કે તિજોરીની ચાવી આપને આપી દઉં. મારા હિત માટે આપ કહો તે સ્થાનોમાં, કહો તેટલો લાભ લેવા તૈયાર છું!!” પ્રવચન-શ્રવણનું એક શુભ નિમિત્ત જીવનમાં કેવું ચમત્કારિક સુખદ પરિવર્તન લાવી શકે છે તે પ્રસ્તુત દૃષ્ટાંતથી સમજીને શ્રાવકજીવનના મહત્ત્વના દૈનિક કર્તવ્ય “જિનવાણી શ્રવણ દ્વારા સહુ આત્મહિતને સાધો અને વિમલભાઈની માફક વિશિષ્ટ જિનભક્તિ દ્વારા આત્માને કર્મમેલથી મુક્ત-વિમલ બનાવો એ જ શુભભાવના. * સામાયિક કે પૂજા ન થાય તો ૧૦-૧૦ હજાર રૂા. દેરાસરના ભંડારમાં નાખવાનો અભિગ્રહ ધારણ કરતા સુરતના યુવા શ્રાવકરત્ન ધીરૂભાઈ ઝવેરી : શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ મગધસમ્રાટ શ્રેણિક રાજાને કહ્યું કે હે રાજ! તારા આખા મગધ દેશનું સામ્રાજ્ય પુણિયા શ્રાવકને આપી દે તો પણ એના એક સામાયિકના પુણ્યને ખરીદી ન શકાય!!! ” પુણિયા શ્રાવકનું દષ્ટાંત અનેકવાર વ્યાખ્યાનાદિમાં સાંભળવા-વાંચવા છતાં એ સામાયિકને આત્મસાત્ કરવાનો નિયમિત પુરુષાર્થ કરનારા કેટલા હશે? કદાચ ધંધાથી કે ઘરકામથી નિવૃત્ત થયેલા કેટલાક વડીલો રોજ ૩-૪ કે તેથી વધુ સામાયિક કરતા પણ હશે; પરંતુ યુવાવસ્થામાં ધંધાની જવાબદારી નિમિત્તે અવારનવાર પરદેશ જવું પડતું હોવા છતાં પણ રોજ એક સામાયિક અચૂક કરવાનો અભિગ્રહ ધારણ કરનાર સુરતના યુવા શ્રાવકરત્ન ધીરુભાઈ ઝવેરી (પૂ. આ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી મ.સા. તથા પૂ. પ્રવર્તક ધર્મગુપ્તવિજયજી મ.સા.ના સંસારી ભાણેજ)નું દષ્ટાંત ખરેખર અત્યંત અનુમોદનીય અને અનુકરણીય છે. વ્યાખ્યાનમાં સામાયિક તથા જિનપૂજાનો મહિમા જાણ્યા પછી તેમણે નિયમિત જિનપૂજા તથા એક સામાયિક કરવાનો સંકલ્પ કર્યો. પરંતુ હીરાના ધંધાર્થે તેમને અવારનવાર એન્ટવર્પ વગેરે પરદેશનાં ક્ષેત્રોમાં જવું પડતું જેથી અવારનવાર ઉપરોક્ત સંકલ્પ તૂટી જતો. મુસાફરીમાં સમય તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy