SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૦૩ પીવું નહીં, રોજ સંક્ષેપમાં સિદ્ધચક્રનું પૂજન કરવું, પંચપરમેષ્ઠીને ખમાસમણ આપવા વગેરે અનેકવિધ આરાધનાઓથી મઘમઘતું તેમનું જીવન ખરેખર ખૂબ જ અનુમોદનીય તથા અનુકરણીય પણ છે. * રોજ સિદ્ધચક્રપૂજન કરતા, સ્વાનુભૂતિસંપન્ન શ્રાદ્ધવર્ય શ્રી બાબુભાઈ કડીવાલા : દરરોજ સિદ્ધચક્રપૂજન ન થાય ત્યાં સુધી મુખમાં પાણી પણ નહિ મૂકતા બાબુભાઈ સિદ્ધચક્ર મહાપૂજન ઉપરાંત ત્રિદિવસીય અર્હત્ મહાપૂજન ભણાવનાર વિધિકા૨ક તરીકે જૈન સંઘોમાં સુપ્રસિદ્ધ છે. સાવલંબન ધ્યાન પ્રયોગ, મહાવિદેહની ભાવયાત્રા, શ્રીપાળ-મયણા રાસનાં આધ્યાત્મિક રહસ્યો, દિવ્ય જીવન જીવવાની કળા શ્રી નવકાર....આ વિષયો ઉપર તેમણે મનનીય પુસ્તકો લખ્યાં છે તથા જૈન સંઘોમાં પણ પૂજન વખતે વિવેચન કરીને શ્રોતાઓને રસતરબોળ બનાવે છે એટલું જ નહિ; પરંતુ આ વિષયો તેમની દૈનિક આત્મસાધનામાં સારી રીતે વણાયેલા છે. હાલ પ્રાયઃ દર વર્ષે પર્યુષણ કે નવપદજીની ઓળીની આરાધના કરાવવા માટે અથવા ઉપરોક્ત વિષયો ઉપર આધ્યાત્મિક વાર્તાલાપ માટે તેમને અમેરિકા વગેરેના જૈન સંઘોના આમંત્રણથી વિદેશ જવાનું થાય છે. ત્યારે ૩૦ કલાક સુધી સળંગ પ્લેનની મુસાફરીને કારણે સિદ્ધચક્ર પૂજન ન થઈ શકે ત્યાં સુધી તેઓ પાણી પીતા નથી. કેવી અદ્ભુત ભક્તિનિષ્ઠા ! રોજ રાત્રે ૨૫ થી પાા સુધી સામાયિકપૂર્વક જાપ અને અરિહંત પરમાત્માનું સાવલંબન ધ્યાન કર્યા બાદ સવારે ૭ થી ૧૦ સુધી દેરાસરમાં લઘુસિદ્ધચક્ર પૂજન કરીને રોજ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ ઉપર પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્ર અર્પેલ, અરિહંત પરમાત્માના ૨૭૩ વિશિષ્ટ વિશેષણ ગર્ભિત, મહાપ્રભાવશાળી શ્રી વર્ધમાન શક્રસ્તવનો પાંચ વખત પાઠ કરે છે. તથા તેના મૂળ મંત્ર ‘ૐ હ્રીં શ્રીં અર્ધું નમ:''ની ૨૫ માળાનો જાપ કરે છે. તેમના ઘરના દરેક સભ્યો પણ શ્રી વર્ધમાન શક્રસ્તવનો આ પાઠ નિયમિત કરે છે. આજીવન બિયાસણા કરવાની તેમની પ્રતિજ્ઞા છે. વિશિષ્ટ આત્મસાધના માટે તેઓ વર્ષમાં એકાદ મહિના સુધી ગિરનારજી મહાતીર્થમાં સેસાવનના પવિત્ર શાંત વાતાવરણમાં રહે છે. * ૪ લાખના સોના-હીરાનાં ઉપકરણો તથા ૧૦૮ ચાંદીના ચોખાથી નિત્ય પ્રભુભક્તિ કરતા વિમલભાઈ સિંધવી :~ મગધસમ્રાટ શ્રેણિક મહારાજા દરરોજ ભગવાન શ્રી મહાવીરસ્વામી જે દિશામાં વિચરતા હોય તે દિશા સન્મુખ સોનાના નૂતન ૧૦૮ જવલા દ્વારા અષ્ટમંગલ આલેખી પરમાત્મા પ્રત્યેની પોતાની અદ્ભુત ભક્તિને અભિવ્યક્ત કરતા હતા. આ શાસ્ત્રોક્ત દૃષ્ટાંતમાં કોઈને અતિશયોક્તિ જણાતી હોય તેમણે મુંબઈ પાસે ભીવંડીમાં ગોકુળનગરમાં રહેતા વિમલભાઈ સિંઘવી નામના મારવાડી યુવાનની પ્રભુભક્તિનાં દર્શન ખાસ કરવા જેવાં છે. જોશીલા પ્રવચનકાર મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.ના એક જ પ્રવચન-શ્રવણથી જીવનમાં ‘ટર્નિંગ પૉઈન્ટ’ આવતાં ‘કમ્પે સૂરા સો ધર્મો સૂરા' એ ઉક્તિને ચરિતાર્થ કરતા વિમલભાઈએ સંગદોષથી પ્રવેશી ચૂકેલાં વ્યસનાદિ પાપોને પશ્ચાત્તાપપૂર્વક એક જ ધડાકે ત્યાગી દઈને ઉત્તરોત્તર વધુ ને વધુ ધર્મમય જીવન જીવવાનો નિર્ધાર કર્યો. રોજ જિનપૂજા શરૂ કરી અને જિનવાણી શ્રવણ કરતા કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy