________________
0 |
[ જૈન પ્રતિભાદર્શન
ભાવપૂજા કરે ત્યારે હાથમાં ઘૂઘરા બાંધી ઢોલક જાતે વગાડતા વગાડતાં આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ વગેરે દ્વારા રચિત ૧૦-૧૨ સ્તવનો ખૂબ જ ભાવવિભોર બનીને ગાય. આ રીતે રોજ ૪-૫ કલાક પ્રભુભક્તિ કરીને ઘરે જાય.
ઘરમાં પણ સુખડ વગેરેનાં અનેક આકર્ષક પ્રભુજીને પધરાવેલ છે. તેમની સમક્ષ બપોરે સામાયિક લઈને જાપ કરે તથા જૈન ધર્મનાં પુસ્તકો વાંચે છે.
આ રીતે વિશિષ્ટ પ્રભુભક્તિ કરવાથી એવી અદ્દભુત ચિત્ત પ્રસન્નતા અને સાત્ત્વિક આનંદની અનુભૂતિ તેમને થાય છે કે મોહમયી મુંબઈ નગરીમાં રહેવા છતાં, ભર યુવાવસ્થામાં ભરપૂર અનુકૂળતામાં પણ તેમને લગ્ન કરવાની ઇચ્છા જ નથી થઈ. લગ્ન માટે આગ્રહ કરતાં વડીલોને તેમણે વિનયપૂર્વક જણાવી દીધું કે મારા પરમાત્મા સાથે લગ્ન થઈ ચૂક્યા છે, જેથી મારે બીજા કોઈ સાથે લગ્ન કરવાં નથી. તેમનાં એક બહેને નિત્ય ભક્તામરસ્તોત્ર પાઠી, તીર્થપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયમાં દીક્ષા લીધી છે તથા એક ભાણેજ પણ દીક્ષા લઈને ઉપરોક્ત આચાર્ય ભગવંતના શિષ્યરત્ન મુનિરાજશ્રી અજિતયશવિજયજી તરીકે દરરોજ અદ્ભુત પ્રભુભક્તિ કરી-કરાવી રહ્યા છે. તેમની તથા તેમના ગુરુભાઈ મુનિરાજ શ્રી વીરયશવિજયજી મ.સા.ની સ્મરણશકિત એટલી તીક્ષ્ણ છે કે બંને જણા બારસાસૂત્ર મોઢે જ સંભળાવે છે. લગભગ ૩૫૦ ગાથા પ્રમાણ પફખીસૂત્ર પણ એક દિવસમાં કંઠસ્થ કરી લીધું હતું. તેઓ બંને આજે સુપ્રસિદ્ધ પ્રવચનકાર પ. પૂ. આ. ભ. શ્રી વિજયયશોવર્મસૂરીજી મ.સા.ની સાથે વિચરે છે.
ગિરીશભાઈએ પોતાના ઘરે નાજુક પણ ભવ્ય ઘરદેરાસર બનાવી તેમાં શ્રી સીમંધરસ્વામી આદિ પ્રભુજીને પધરાવેલ છે. જે ભવ્યાત્માઓ ત્યાં શુદ્ધ ભાવથી પ્રભુભક્તિ કરે છે તેમને વિશિષ્ટ અનુભવો પણ થાય છે. * રોજ ત્રિકાળ ૩૪૬ લોગસ્સનો કાઉસ્સગ્ન કરતા ઉત્કૃષ્ટ આરાધક
શ્રાદ્ધવર્ય હિંમતભાઈ બેડાવાળા –
‘એ તો લગભગ સાધુ જેવું જીવન જીવે છે?—આવા શબ્દો કેટલાયના મુખેથી એમના માટે બોલાય છે. એવા શ્રાદ્ધવર્ય શ્રી હિંમતભાઈ વનેચર બેડાવાળા (ઉં. વ. ૭૦ લગભગ) અધ્યાત્મયોગી પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના વિશિષ્ટ કૃપાપાત્ર અને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ આત્મસાધનાના પંથે હરણફાળ ગતિએ આગેકૂચ કરી રહેલા મહાન સાધક આત્મા છે.
અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ-સમ્યગદર્શન-સમ્યકજ્ઞાન-સમ્યફચારિત્ર અને સમ્યક્તપ-આ નવપદજીની આરાધના જાણે કે તેમના રોમરોમમાં વણાઈ ગઈ હોય તેમ તેઓ નવપદજીના ૩૪૬ ગુણો પ્રમાણે ૩૪૬ લોગસ્સનો કાઉસ્સગ્ગ રોજ ત્રિકાળ કરે છે!!!
લગભગ છ વિગઈનો ત્યાગ, પાંચ દ્રવ્યોથી વધુ દ્રવ્યો ન વાપરવાં, વર્ધમાન તપ તથા નવપદજીની આયંબિલની ઓળીઓ કરવી, મોટા ભાગનો સમય સામાયિકમાં જ વિતાવવો, પર્વતિથિએ પૌષધ કરવાં, મસ્તક તથા દાઢી-મૂછના વાળનો લોચ કરાવવો, જીવ-વિરાધનાથી બચવા માટે ચોમાસામાં કયાંય બહાર જવું નહિ, શેષકાળમાં સિદ્ધચક્રપૂજન ભણાવવા માટે મુંબઈ બહાર જવાનું થાય તો બહારનું પાણી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org