SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૦૧ શ્રાવકરત્નની તપશ્ચર્યાનું વર્ણન વાંચીને તે ધર્મપ્રિય વાચક! કમસે કમ પાવજીવ નવકારશી-ચોવિહારનો દઢ સંકલ્પ તો અચૂક કરજો. સાત લાખથી અધિક રૂપિયાનો સાત ક્ષેત્રોમાં સદ્વ્યય કરવા દ્વારા દાનધર્મને આરાધતા, ૪૦ વર્ષની વયથી બ્રહ્મચર્ય તથા શ્રાવકનાં ૧૨ વ્રતોનો સ્વીકાર કરવા દ્વારા શીલધર્મની સુંદર સાધના કરનારા, ત્રણ ઉપધાન તપ સહિત અગાઉ વર્ણવ્યા મુજબ અનેકવિધ તપશ્ચર્યાનાં તોરણોથી જીવનને અલંકૃત કરનારા, છરી પાલક સંઘો દ્વારા અનેક તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરનારા, વર્ષોથી પૂનાના ખડકી જૈન સંઘના જિનાલયમાં તેમ જ આબુ નજીક આવેલ શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ તીર્થમાં ટ્રસ્ટી તરીકે નિષ્ઠા અને ખંતથી સેવા આપનાર આ ધર્મસપૂતને ધર્મચક્ર તપના બહુમાન પ્રસંગે ધર્મચક્તપ પ્રભાવક પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ.સા.એ સકળ સંઘની ઉપસ્થિતિમાં તા. ૮-૧૦-૯૪ ના રોજ “શ્રાવક શિરોમણિ' બિરુદથી નવાજ્યા એ ખરેખર અત્યંત યોગ્ય જ છે. મૂળ મારવાડના પરંતુ વર્ષોથી પૂનામાં ખડકી જૈન સંઘમાં રહેતા અને દેશ-વિદેશના લાખો લોકોના લાડીલા આ સુશ્રાવકશ્રીની જિનશાસનને મળેલી ભેટની કથા પણ એટલી જ રોમાંચક છે. જ પ્રતિદિન પંચકલ્યાણકની ઉજવણી તથા ૫૦૦ રૂ.નાં પુષ્પો વગેરેથી પાંચેક કલાક અદ્ભુત પ્રભુભક્તિ કરતા ગિરીશભાઈ તારાચંદ મહેતા :– જેવી રીતે અગ્નિનું યથાયોગ્ય રીતે સેવન કરવાથી ઠંડીની પીડા દૂર થઈ જાય છે, તેવી રીતે વીતરાગ પરમાત્માની બહુમાનપૂર્વક પર્યાપાસના કરવાથી રાગાદિ દોષોની કાતિલ પીડા અચૂક શાંત થાય છે. ભાવોલ્લાસપૂર્વક નિષ્કામ પ્રભુભક્તિથી પ્રચંડ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે અને અશુભ કર્મોની વિપુલ પ્રમાણમાં નિર્જરા થવાથી વિપ્નો-આપત્તિઓ દૂર થવા માંડે છે. અનુકૂળતાઓ પ્રાપ્ત થવા માંડે છે. સુખમાં અલીનતા તથા દુ:ખમાં અદીનતાની પ્રાપ્તિ થાય છે. ભક્તિની મસ્તીમાં મસ્ત બનેલા સાચા ભક્તને સાંસારિક સુખોની સ્પૃહા પણ રહેતી નથી. એ આત્મતૃપ્ત બની જાય છે. આ વાતની પ્રતીતિ આપણને ગિરીશભાઈ મહેતાના દષ્ટાંત દ્વારા થાય છે. હાલ મુંબઈમાં કાલબાદેવી રોડ ઉપર ૫૪/૫૬ રામવાડીમાં ચોથા માળે રહેતા ગિરીશભાઈ તારાચંદ મહેતા (ઉં. વ. ૪૦)ને આજથી લગભગ ૧૨ વર્ષ પહેલાં પાયધુનીમાં ગોડી પાર્શ્વનાથ જિનાલયમાં ઠાઠમાઠથી અદ્ભુત પ્રભુભક્તિ કરતા જોયા ત્યારે અમને પણ એમની પ્રભુભક્તિનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં સુધી ત્યાંથી બહાર નીકળવાનું મન ન થયું. ચારેક કલાક પ્રભુભક્તિમાં જાણે ક્ષણવારમાં પસાર થઈ ગયા હોય તેમ લાગ્યું. લગભગ અઢી લાખ રૂપિયાનાં ચાંદીનાં ઉપકરણો પ્રભુભક્તિ માટે તેમણે બનાવરાવેલ છે. એક્રેલિકના આકર્ષક સમવસરણમાં પ્રભુજીને બિરાજમાન કરીને ઉત્તમ પ્રકારનાં પંચરંગી વિવિધ જાતિનાં પુષ્પો વગેરેથી એવી નયનરમ્ય અંગરચના કરે કે આપણે જોતાં જ રહી જઈએ. અગ્રપૂજા માટે પણ પાંચ પ્રકારનાં ઉત્તમ ફળ, પાંચ પ્રકારના ઘીનાં નૈવેદ્ય ઈત્યાદિ રોજ લગભગ ૫00 રૂા.નાં પુષ્પ આદિથી તેઓ પ્રભુપૂજા કરે છે. ચાંદીના ૧૦૮ કળશથી એક કલાક સુધી પ્રભુજીની અભિષેક પૂજા કરે છે. દરરોજ પ્રભુજીના પાંચ કલ્યાણકની ભાવપૂર્વક ઉજવણી કરે છે. દ્રવ્યપૂજા ઠાઠમાઠથી કર્યા બાદ ચૈત્યવંદન રૂપ . ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy