________________
અભિવાદન ગ્રંથ ]
[ ૯૦૫
જિનાલયાદિના અભાવે સામાયિક તથા પૂજામાં ખાડા પડવા લાગ્યા. સાચા ધર્માત્મા એવા ધીરુભાઈના હૃદયમાં આ વાત ખૂબ ખટકવા લાગી. આથી તેમણે પૂ. રત્નસુંદરવિજયજી મ.સા. (હાલ આચાર્ય) પાસે ૧૨ વર્ષ પહેલાં અભિગ્રહ લીધો કે જે દિવસે સામાયિક કે જિનપૂજન ન થાય તે દિવસે ૧૦૦ રૂા. દેરાસરના ભંડારમાં દંડ તરીકે નાખવા.
પહેલા વર્ષે ૨૫૦ ખાડા પડ્યા. બીજા વર્ષે ૧૦૦૦ રૂ.નો દંડ નક્કી કરતા ૨૫ જ ખાડા પડ્યા. ત્રીજા વર્ષથી ૧૦ હજાર રૂા.નો દંડ નક્કી કરતા ત્રણ જ ખાડા પડ્યા. તેમનાં ધર્મપત્ની વર્ષાબહેને સામાયિક ન થાય તો અઠ્ઠમનો અભિગ્રહ પૂ. આ.શ્રી યશોવર્મસૂરિજી મ.સા. પાસેથી લીધેલ છે.
હવે તેઓ એટલી કાળજી રાખે છે કે મુસાફરીની ટિકિટ પણ એવી રીતે કઢાવે છે કે જેથી વચ્ચેના સ્ટેશને ઊતરીને પ્લેટફોર્મ ઉપર બેસીને પણ સામાયિક કરી લે તથા સાથે રાખેલા જિનબિંબની પૂજા કરી લે પછી જ આગળ મુસાફરી કરે!!!.....
તેમનાં બહેન હાલ સા.શ્રી કલ્પજ્ઞાશ્રીજી તરીકે પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મ.સા.ના સમુદાયનાં સા.શ્રી સુભદ્રાશ્રીજીના પરિવારમાં સુંદર સંયમ પાળે છે.
ધીરુભાઈના અદ્ભુત દૃષ્ટાંતમાંથી પ્રેરણા લઈને સહુ કોઈ સામાયિક અને પ્રભુભક્તિને જીવનમાં આત્મસાત્ કરે એ જ હાર્દિક અભિલાષા.
*
એક અજોડ પ્રેરણાદાયી વ્યક્તિ કુમારપાળભાઈ વિ. શાહ :
એ શાસન પ્રભાવક, દયા-કરુણા અને પવિત્રતાના અવતાર, દીર્ઘદ્રષ્ટા આયોજક, આપત્તિમાં આંસુ લૂછનાર, યુવાનોના રાહબર અને પ્રેરણાના સ્રોત વ્યક્તિનું નામ છે..... કુમારપાળ વિમળભાઈ શાહ.
આજે એમની ઉંમર ૪૯ વર્ષની છે. તેઓ મૂળ વીજાપુર (જિ. મહેસાણા-ઉ. ગુજરાત)ના પણ વરસોથી મુંબઈમાં સ્થિર થયા હતા. વરસો સુધી તેઓ હીરાના વ્યાપારમાં જોડાઈ રહ્યા...પણ હાલ કલિકુંડ-ધોળકા (જિ. અમદાવાદ) એમની ધર્મકાર્યભૂમિ છે.
હીરાનો ધીકતો વ્યાપાર છોડી દેશના-સમાજના ને ધર્મના પુણ્યકાર્યમાં તન-મન-ધન, મન-વચનકાયા અને સમય-શક્તિનું સમર્પણ કરી રહ્યા છે.
ખાનદાન માતા-પિતાના આ સંતાનને બાળપણથી ધર્મના સુસંસ્કારો હતા જ; પણ ઇ.સ. ૧૯૬૪ના ઉનાળામાં ૧૭ વર્ષના કુમારપાળ મિત્રો સાથે આબુ પર્વતના અચલગઢ શિખર પર જૈન ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા જૈન આચાર, જૈન તત્ત્વજ્ઞાન, માર્ગાનુસારી જીવન, જૈન ઇતિહાસ, સૂત્રોના રહસ્યો આદિ
ભણવા ગયા.
આ જૈન ધાર્મિક શિક્ષણ શિબિરમાં યુવાનોને માર્ગ ચિંધાડનાર અને માર્ગદર્શક હતા.....વર્ધમાન તપોનિધિ, ન્યાય વિશારદ, ધાર્મિક શિબિર દ્વારા આધ્યાત્મિક ક્રાંતિ લાવનારા આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ.
ધાર્મિક શિક્ષણના જ્ઞાન દ્વારા પોતાના આત્માને અતિ ભાવિત કરી રહેલા કુમારપાળના જીવનમાં એક વાવાઝોડું આવ્યું અને ટર્નિંગ પૉઈન્ટ લાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org