________________
૯૦૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
બન્યું એવું કે માઉન્ટ આબૂના એ ઊંચા શિખર અચલગઢમાં વરસાદ સાથે ભયંકર પવન ફૂંકાયો. એ વિનાશક વાવાઝોડામાં શિબિરના ટેન્ટ ઊડી ગયા તો સાધુની પાણી ઠારવાની પરાતો પણ ઊડી. મકાનનાં નળિયાં ઊડ્યાં તો વિશાળકાય વૃક્ષો પણ ઊખડ્યાં.
આવા વખતે ૧૭ વર્ષના નવયુવાને એક પવિત્ર સંકલ્પ કર્યો : જો આ વાવાઝોડું શાંત થાય તો મારે આજીવન બ્રહ્મચર્યવ્રત લેવું.”
અને આશ્ચર્ય થયું. ડરામણું ને બિહામણું ભયંકર વાવાઝોડું ક્ષણવારમાં શાંત થઈ ગયું અને કુમારપાળે શિબિર જ્ઞાનદાતા, ગુરુદેવ પૂ. આ.શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને પોતાના શુભ સંકલ્પની વાત કહી. પૂજ્ય ગુરુદેવશ્રી અપાર ખુશ થયા અને આશીર્વાદના ધોધ વહાવવાપૂર્વક પોતાના આ લાડલા શિબિર-શિષ્યને આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરાવ્યું. સર્વત્ર આનંદની લહેરો ઊછળી.
પછી તો “મારે ચારિત્ર ન લેવાય ત્યાં સુધી મૂળથી ઘી ત્યાગની કુમારપાળે પ્રતિજ્ઞા કરી.
કુમારપાળની ભીખ પ્રતિજ્ઞા અને ભવ્ય સંકલ્પ જૈનશાસનમાં એક ઇતિહાસ સર્યો. તેમાં ગુરુકૃપા બળે ચાર ચાંદ લગાવ્યા. અનેક શાસનપ્રભાવક કાર્યો થયાં.
સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, દેરાસરોનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, પાઠશાળા, ઉપાશ્રયોનાં નિર્માણ, જૈન ધાર્મિક શિક્ષણ શિબિરો, સંઘોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન, સત સાહિત્યનું પ્રકાશન, જૈન સંસ્કારોનો પ્રચાર-પ્રસાર, કુદરતી હોનારતોમાં સહાય, પાંજરાપોળ-જીવદયાના કાર્યો ઇત્યાદિ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કુમારપાળભાઈ મૂકપણે નિત્ય કરતા જ રહે છે.
ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નું મનનીય ચિંતન ‘દિવ્યદર્શન' હિન્દી અને ગુજરાતી પાક્ષિક અને સાપ્તાહિક પત્રોનું વરસો સુધી સંપાદન કરી કુમારપાળભાઈએ સત્ સાહિત્ય લોકો સુધી પહોંચાડ્યું છે.
વળી જિનપૂજા, સામાયિક, શાસ્ત્ર સ્વાધ્યાય-મનન-ચિંતન આ બધાં નિત્યનાં આત્મજાગૃતિ કરનારાં કર્તવ્યો તો કુમારપાળભાઈના જીવનમાં ખરા જ ખરા; તેઓ ખૂબ જ ઉદાર, પ્રેમાળ, સહાનુભૂતિપૂર્ણ દિલવાળા ઉત્તમ વિચારક અને આચારસંપન્ન છે.
કુમારપાળભાઈના અનેકવિધ સદ્ગુણોમાંથી આપણે સૌ ઉત્તમ પ્રેરણા લઈએ એવી શુભાભિલાષા * નિ:શુલ્ક જ્ઞાનદાનનો સેવાયજ્ઞ માંડતા આદર્શ શિક્ષક શ્રી જસવંતભાઈ ડી. દફતરી
મૂળ સૌરાષ્ટ્રના મોરબી શહેરના વતની અને હાલ ઘણાં વર્ષોથી મુંબઈ-મલાડમાં રહેતા, જસુભાઈના હુલામણા નામથી હજારો વિદ્યાર્થીના લાડીલા શ્રી જસવંતભાઈ (ઉં. વ. ૬0)એ ખરેખર જૈનસમાજ માટે ગૌરવરૂપ છે. તેમણે અત્યાર સુધીમાં ૧૩૦ જેટલાં સાધુ-સાધ્વીજીઓને તથા મુમુક્ષુઓને બી. એ. તથા એમ. એ. સમકક્ષ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાના જુદા જુદા વિષયોનું નિઃશુલ્ક અધ્યયન કરાવેલ છે. એટલું જ નહીં પરંતુ ૧૦૮ ગરીબ વિદ્યાર્થીઓને પણ વિનામૂલ્ય જ્ઞાનદાન કરેલ છે. ૬૦ ટકાથી વધુ માર્કસ મેળવેલ હોય તેવા અનેક મધ્યમવર્ગીય તથા શ્રીમંત વિદ્યાર્થીઓને વિનામૂલ્ય જ્ઞાનદાન કરેલ છે. આવા તેજસ્વી શ્રીમંત વિદ્યાર્થીઓ પાસેથી પોતાના માટે તેઓ કશું જ લેતા નથી, પરંતુ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org