________________
અભિવાદન ગ્રંથ ]
[ ૯૦૭
છે
ગરીબ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે ફી ચૂકવવાની તેઓ ભલામણ જરૂર કરે છે. મલાડ સેન્ટ્રલ સ્કૂલમાં | આદર્શ શિક્ષક તરીકે તેમની છાપ સહુના માનસપટ ઉપર અંકિત થયેલી છે.
૨૯ વર્ષની ભર યુવાવસ્થાથી જ સજોડે બ્રહ્મચર્યવ્રતનું સ્વેચ્છાએ પાલન કરતા તેમણે ૩૫ વર્ષની ઉંમરે મલાડમાં નરેન્દ્રમુનિ પાસે જાહેરમાં બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરેલ છે! આ વ્રતનું સુવિશુદ્ધ રીતે પાલન થાય તે માટે તેમણે દૂધ તથા ઘી અને તેની તમામ બનાવટ (મિષ્ટાન વગેરે)નો સદાને માટે ત્યાગ કરેલ છે!
ઉપવાસથી. આયંબિલથી તથા એકાસણાથી એમ ત્રણ રીતે વીસસ્થાનક તપની આરાધના કુલ ત્રણ વાર કરી છે!... સળંગ ૧૧ ઉપવાસ, સળંગ સાત છઠ્ઠ, તથા ૨૪ તીર્થકરોનાં ચડતા-ઊતરતા ક્રમે ૬૨૫ એકાસણાં વગેરે અનેક પ્રકારની તપશ્ચર્યાથી તેમનું જીવન દેદીપ્યમાન બની રહ્યું છે. મહિનામાં ૧૦ તિથિ પ્રાયઃ એકાસણાં હોય જ. તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા શ્રી નીતાબેને પણ એકાંતરે ૫OO આયંબિલ તેમ જ વર્ષીતપની આરાધના કરી છે. - જસવંતભાઈનો જન્મ સ્થાનકવાસી (ગોંડલ સંપ્રદાયનો પેટાવિભાગ નાનો સંઘાણી સંપ્રદાય) પરિવારમાં થયો હોવા છતાં તેઓ તીર્થસ્થાનોમાં વાસક્ષેપથી જિનપૂજા કરે છે. રોજ દેરાસર જઈને પ્રભુદર્શન કરે છે. તિથિના દિવસે પાંચ દેરાસરોમાં દર્શન કરે છે. શત્રુંજય મહાતીર્થની ૨ વાર ૯૯ યાત્રા કરી છે. તેમ જ તેની તળેટીની ૩ વાર ૯૯ યાત્રા કરી છે. મુંબઈ વગેરેથી કુલ ૧૦૮ વખત પાલિતાણા આવવાની ભાવના રાખે છે. તેમાંથી ૧૦૪ વખત તેઓ પાલિતાણા આવી ચૂક્યા છે! પોતાના ખર્ચ ૩૧ જણાને પાલિતાણાની યાત્રા તેમણે કરાવી છે! ૩૫ વર્ષથી રોજ સામાયિક કરવાનો તથા તિથિના દિવસે પ્રતિક્રમણ કરવાનો નિયમ છે. રોજ એક કલાક ધાર્મિક સૂત્રોનો સ્વાધ્યાય કરવાનો પણ નિયમ છે.
આવી રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપના સુભગ સંગમ સમા શ્રી જસવંતભાઈ સર્વવિરતિ ચારિત્ર સ્વીકારવાની ભાવનામાં રમે છે. તેમની આ ઉત્તમ ભાવના શીધ્ર સાકાર બનો એવી હાર્દિક શુભેચ્છા સહ શાસનદેવને પ્રાર્થના. * શ્રી શત્રુંજય મહાતીર્થના અભિષેકનો મહાન લાભ લેનાર,
ઉદાર દિલ શ્રાદ્ધવર્ય શ્રી રજનીભાઈ દેવડી :
રજનીભાઈ દેવડી મુંબઈના હતા. તેમને ઘણા સાધુ અને શ્રાવકો સારી રીતે ઓળખે છે. શાસન પ્રત્યે તેમને ગાઢ શ્રદ્ધા હતી. અતિ ઉદારતાથી શાસ્ત્રીય વિધિપૂર્વક હજારો સાધુ-સાધ્વી અને શ્રાવકોની સમક્ષ આ ધર્માત્માએ ૨૦૪૭માં પોષ વદિ ૬ના લાખો રૂપિયા ખર્ચી સિદ્ધગિરિજીનો અભિષેક કરાવ્યો! સેંકડો વર્ષો પછી અત્યંત ધામ-ધૂમથી ઊજવાયેલો આ અનુમોદનીય પ્રસંગ જોઈ, સાંભળી વિશ્વભરના જૈનોનાં હૈયામાં વાહ-વાહના ઉદ્ગારો નીકળી ગયા. આ અદ્દભુત પ્રસંગને વિધિપૂર્વક ઊજવવા પૈસો પાણીની જેમ વાપર્યો.....! બધે જ વ્યવસ્થા વગેરે શ્રેષ્ઠ. બધાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા આ પ્રસંગે પધારે તે માટે બધે જાતે આગ્રહભરી વિનંતી કરી. સકલ સંઘની ખરા દિલથી-ભાવથી સુંદર ભક્તિ કરી. પધારેલા બધા સંયમીઓ અને સુશ્રાવકો રજનીભાઈના ભક્તિભાવ, ઉદારતા વગેરેની એકી અવાજે પ્રશંસા અને અનુમોદના કરતા હતા. તેમણે અનંત કર્મની નિર્જરા કરી. વળી ત્યારે પધારેલા કે ન આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org