________________
૯૮૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
[ શકેલા લાખો ધર્મીઓએ પણ ત્યાં યથોલ્લાસ ભક્તિ કરવા ઉપરાંત પ્રશંસા અને અનુમોદનાથી ભારે નિર્જરા અને પુણ્યોપાર્જન કર્યું. એ આખા પ્રસંગનું વર્ણન ઘણી પત્રિકા વગેરેમાં છપાઈ ગયું છે. એકવીસમી સદીના ઉત્તમ શ્રાવકે આવા અનેકાનેક ધર્મપ્રસંગોથી ઘણું ઘણું આત્મહિત સાધ્યું છે. એમના આવા અનેક મનોરથ તથા ધર્મારાધના સકલ સંઘે જાણવા જેવા છે. આવા કરોડપતિને પણ દીક્ષા લેવાની ભાવના સતત થતી હતી! ઘણાંને કહેતા કે મને દીક્ષા ક્યારે મળશે.
એમનું પુણ્ય પણ જોરદાર. આખો પ્રસંગ રંગેચંગે સફળ થયા પછી સકલ સંઘની હાજરીમાં તેમના બહુમાન પ્રસંગે જ તેઓ સદ્ગતિમાં ચાલ્યા ગયા! એમનું સમાધિ-મૃત્યુ સાક્ષાત્ જોઈ ઘણાએ દિલમાં ભાવના ભાવી કે અમને પણ આવું મોત મળે! જગત જેનાથી ખૂબ ડરે છે એ મોત પણ ઘણાએ માંગ્યું ! ધર્માત્માઓ! શાસન, સંઘ અને ધર્મ પ્રત્યે ઊછળતા ભાવોથી જીવનમાં શક્તિ પ્રમાણે આવું એકાદ પણ સત્કાર્ય કરી તમે પણ મોહનીયને મારી સદ્ગતિ પામો. ત્યાં પણ ઉત્કૃષ્ટ આરાધના કરી શાશ્વત સુખ પામો એ જ એકની એક શુભાભિલાષા. - રજનીભાઈ દેવડી ખૂબ ધર્મપ્રેમી હતા. એક વાર એમને શુભ ભાવ જાગ્યો. તે અનુસાર સંકલ્પ કર્યો કે સાધર્મિક ભક્તિ કરવી. પોતે તપાસ કરી. મધ્યમવર્ગના ૨૨ જૈન પરિવારોને સ્વયં એક-એક લાખ રૂપિયાનું ગુપ્તદાન કર્યું! આવી માતબર છતાં ગુપ્ત ભક્તિ કરનારા આવા હીરલા આ કલિકાળમાં પણ છે! ભલે વિરલા હોય.
શત્રુંજયના અભિષેક પ્રસંગે રજનીભાઈ તરફથી ચતુર્વિધ શ્રીસંઘની ખૂબ જ ઉદારતાથી ભક્તિ ચાલુ હતી. ત્યારે રસોડાની બાજુમાં તેમના એક સંબંધી હતા. તેઓ કહે કે રસોડામાં ગેરવહીવટ ઘણો છે..વગેરે. રજનીભાઈએ તેમને તરત કહ્યું કે મહેરબાની કરીને તમે તમારી જગ્યા બદલી નાખો. મારે કોઈની પણ ટીકા સાંભળીને મારા ભાવ બગાડવા નથી. મને તો પ્રત્યેક સાધુમાં ગૌતમસ્વામી અને પ્રત્યેક સાધ્વીજીમાં ચંદનબાળાનાં દર્શન થાય છે!!!
એકવાર રજનીભાઈ દેવડી શ્રેણિકભાઈને કહે કે “શેઠશ્રી! શત્રુંજય પર ચૌમુખજીની ટૂકનાં શિખરો પરના કળશો સોનાના કરાવવા છે, મને લાભ આપો.” શેઠે રજનીભાઈને કારણ પૂછતાં કહ્યું કે એ સુંદર કળશોના બધા યાત્રાળુ દૂરથી દર્શન કરે છે. એ સોનાના હોય તો દર્શન કરનારના ભાવ ખૂબ વધે. ઘણા સમકિત પણ પામે. એ બધા લાભમાં હું નિમિત્ત બનું.” કેવી ઉત્તમ ભાવના! હે હિતેચ્છુઓ! તમે પણ શુભ ભાવોને પ્રગટાવો અને મહાન પુણ્ય પ્રગટેલા શુભ મનોરથોને શક્તિ પ્રમાણે સફળ કરો. * શશિકાંતભાઈ કીરચંદ મહેતા-રાજકોટવાલા :
અધ્યાત્મયોગી પ. પૂ. પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મ. સા.ની કૃપાથી નવકારમહામંત્રની વિશિષ્ટ સાધનાને વરેલા શશિકાંતભાઈ (ઉં.વ.૬૭) સુમધુર વક્તા તરીકે ખૂબ જ સુપ્રસિદ્ધ છે. તેઓ પોતે ઉદ્યોગપતિ હોવા છતાં ખૂબ જ વિનમ્ર અને ઉદારદિલના છે. રાજકોટમાં પ્રલાદ પ્લોટ જૈન સંઘના પ્રમુખ તરીકે ઘણાં વર્ષો સુધી સુંદર સેવા બજાવી છે.
મહાવીર જન્મકલ્યાણક તેમ જ સાંવત્સરિક ક્ષમાપના જેવા પ્રસંગો શશિકાંતભાઈની કુનેહભરી રાહબરી હેઠળ રાજકોટના તમામ સંઘો સાથે મળીને ઊજવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org