SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૯૦૯ દરરોજ લઘુસિદ્ધચક્રપૂજન ભણાવ્યા પછી જ તેઓ ભોજન ગ્રહણ કરે છે. અનેક ઠેકાણે તેમણે સામૂહિક નવકાર મહામંત્રની સુંદર આરાધનાઓ કરાવી છે. નવકારનાં રહસ્યોને ખોલતા તેમના વાર્તાલાપો સાંભળવા એ પણ જીવનનો એક લહાવો ગણાય છે. સૌરાષ્ટ્રનાં અનેક વિહારક્ષેત્રોમાં જ્યાં સાધુ-સાધ્વીજી ભગવંતોનું આવાગમન ઠીક ઠીક પ્રમાણમાં થવાની શક્યતા હોવા છતાં સાધર્મિકોનો વસવાટ નહીંવત્ હોય છે ત્યાં પૂજ્યોની વૈયાવચ્ચની વ્યવસ્થા સંભાળતાં “સૌરાષ્ટ્ર વિહાર ભૂમિ ભક્તિ ટ્રસ્ટ''ના તેઓ મુખ્ય માર્ગદર્શક છે. સરનામું : ૩૪, કરણપરા, “ભદ્રકર', રાજકોટ-૩૬૦ ૦૦૧ ફોન : ૨૨૩૭૮૦ ઘર, ૪પ૭૭૫૬, ૪પ૭૭૫૭ ઑફિસ. * સળંગ અઠ્ઠમ તપ સાથે સાત છરી સંઘોમાં પાદવિહાર કરતા મહાતપસ્વી કંચનબેન ગણેશમલજી અમીચંદજી શામગોતા સં. ૨૦૧૩માં ફાગણ સુદિ ૩નો શુભ દિવસ હતો. રાજસ્થાનમાં આવેલ નાડલાઈ તીર્થથી પ્રયાણ કરીને શંખેશ્વરજી મહાતીર્થ તરફ જઈ રહેલ છ' રીપાલક યાત્રા સંઘ અનુક્રમે ઉપરોક્ત દિવસે ઉત્તર ગુજરાતમાં આવેલ વિસનગર શહેરમાં પધાર્યો. સંઘવી શ્રી તારાચંદજી રતનચંદજી પરિવારના સૌજન્યથી નીકળેલ આ યાત્રાસંઘમાં યુવા જાગૃતિ પ્રેરક વિશ્વધર્મ સુસંયમી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મ.સા. નિશ્રાદાતા તરીકે બિરાજમાન હતા. આ સંઘમાં અમને એક મહાન તપસ્વી સુશ્રાવિકાનાં દર્શન થયાં. જેમનો પરિચય નીચે મુજબ છે. રાજસ્થાનમાં પાલિ જિલ્લામાં આવેલ ખીમાડા ગામના વતની આ શ્રાવિકા હાલ મુંબઈ-પરેલમાં રહે છે. નાનપણથી જ તેમના દાદીમાની પ્રેરણા અને આશીર્વાદથી તેમને ધર્મનો રંગ લાગ્યો હતો. ત્યારબાદ લગ્ન પછી પણ પોતાના બીમાર માતુશ્રીની સાત વર્ષ સુધી ખૂબ સેવા કરવાથી તેમના પણ ખૂબ આશીર્વાદ મળ્યા. અને પછી કેન્સરથી ઘેરાયેલાં બીમાર સાસુની દોઢ વર્ષ ખડે પગે સેવા કરવાથી તેમના પણ ભરપૂર આશીર્વાદ મળ્યા હતા. આ ત્રણેય આત્માઓની સેવાથી મળેલા અંતરના આશીર્વાદોને જ તેઓ પોતાની આધ્યાત્મિક પ્રગતિમાં મુખ્ય કારણ તરીકે વિનમ્રભાવે જણાવે છે. અને જેમને પણ આત્મવિકાસ સાધવો હોય તેમણે પોતાના ઉપકારી વડીલોની ખાસ સેવા કરીને તેમના અંતરના આશીર્વાદ પ્રથમ મેળવવા જ જોઈએ એમ તેઓ ભારપૂર્વક જણાવે છે. વડીલોની આંતરડી કકળાવીને કોઈ ગમે તેટલી આરાધના કરે તો પણ તેમને સાચી શાંતિ અને સફળતા મળતી નથી. કંચનબેને પોતાના જીવનમાં નીચે મુજબ આરાધનાઓ કરેલ છે. (૧) અત્યાર સુધીમાં સાત છ'રીપાલક સંઘોમાં અટ્ટમના પારણે અટ્ટમથી પાદવિહારપૂર્વક તીર્થયાત્રાઓ કરી છે. ત્રીજો ઉપવાસ હોય કે પારણાનો દિવસ હોય તો પણ તેમણે કદી વાહનનો ઉપયોગ કર્યો નથી!...... (૨) ચાર માસક્ષમણ કર્યા. તેમાંથી બે માસક્ષમણ તો છ'રીપાલક સંઘમાં કર્યા છે. તેમાં પણ ૨૦ ઉપવાસ સુધી તો ચાલીને જ યાત્રાઓ કરી. પછી સકલ સંઘના ખૂબ આગ્રહથી ભગવાનના રથમાં પૂજાનાં | વસ્ત્રોમાં પ્રભુજીને લઈને તેઓ બેસતાં....પરંતુ યાંત્રિક વાહનમાં બેસતાં નહિ. ૧૦૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy