SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૦] L[ જૈન પ્રતિભાદર્શન * અઠ્ઠાઈ તથા સોળ ભત્તાથી વર્ષીતપ કરનાર મહાતપસ્વી સરસ્વતીબેન જસવંતલાલ કાપડિયા : મૂળ સુરત પાસે કઠોર ગામના વતની પરંતુ વર્ષોથી સુરતમાં રહેતાં મહાતપસ્વી સુશ્રાવિકા શ્રી સરસ્વતીબેન જસવંતલાલ કાપડિયા (ઉં. વ. ૭૦)એ પોતાના જીવનમાં કરેલી અત્યંત અનુમોદયનીય તપશ્ચર્યાનું લિસ્ટ વાંચતાં કોઈ પણ સહૃદયી વાચકનું મસ્તક અહોભાવથી ઝૂક્યા વિના અને બંને હાથ જોડાયા વિના ન જ રહી શકે. આ રહ્યું તેમણે કરેલી તપસ્યાનું લિસ્ટ :–ઉપવાસ ૧૦૮, ૭૦, ૬૮, ૬૦, ૫૮, ૪૫ (છ'રી પાળતા સંઘમાં) ૩) પાંચવાર, ૧૬, ૧૫, ૧૦, ૮ ત્રીસ વખત, છત૫-૨૨૯ વાર (ભગવાન મહાવીરસ્વામીના છઠ્ઠ), સોળભત્તા (૧૬ ઉપવાસથી) વર્ષીતપ-૧ વાર, અઢાઈ (૮ ઉપવાસથી) વર્ષીતપ, છથી વર્ષીતપ, ૧ ઉપવાસથી વર્ષીતપ ૨ વાર કુલ ૫ વર્ષીતપ), સિદ્ધિતપ, ભદ્રતપ, ચત્તારિ-અઢ-દશદોય તપ, ક્ષીરસમુદ્ર તપ ઇત્યાદિ. * અપ્રમત્ત તપસ્વિનીરત્ન ઝમકુબેન લાલજી ખોના : પૂર્વના મહા મુનિવરો મા ખમણના પારણે માસખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યાઓ અપ્રમત્તપણે કરી શકતા હતા. આ વિધાનમાં આધુનિક જમાનામાં જો કોઈને જરાપણ અતિશયોક્તિ જેવું લાગતું હોય તેમણે મહાતપસ્વિની સુશ્રાવિકા શ્રી ઝમકુબેન (ઉં. વ. ૬૦ લગભગ)નાં દર્શન કરવા જેવાં છે. મૂળ કચ્છ-નલિયા ગામના અને હાલ મુંબઈ-મુલુન્ડમાં રહેતાં ઝમકુબેને કરેલી અપ્રમત્ત તપશ્ચર્યાનું વર્ણન સાંભળતાં, ભલભલા નાસ્તિકનું મસ્તક પણ અહોભાવથી ઝૂક્યા વિના રહે નહિ. ઉગ્ર તપશ્ચર્યાની સાથે તેમની અપ્રમત્તતા પણ ખરેખર અનુમોદનીય છે. અઢાઈના પારણે અઢાઈ ચાલતી હોય છતાં આઠમા ઉપવાસે પણ તેઓ ખડે પગે બધાની સેવા કરતા હોય. નવા આગંતુકને કલ્પનામાં પણ ન આવે કે ઝમકુબેનનો આજે આઠમો ઉપવાસ હશે, એટલી બધી પ્રસન્નતા સદેવ તેમના મુખ ઉપર છવાયેલી હોય. જો છેવટ્ટા સંઘયણના એકવડા બાંધાના સૂકલકડી શરીરથી પણ આવી મહાન તપશ્ચર્યા અપ્રમત્તપણે અને પ્રસન્ન ચિત્તે થઈ શકતી હોય તો વજઋષભ નારાચ વગેરે મજબૂત સંઘયણવાળા પૂર્વના મહાત્માઓ મા ખમણના પારણે માસખમણ જેવી તપશ્ચર્યા કરી શકે તેમાં અતિશયોક્તિ કે અસંભવોક્તિ માનવાને કોઈ કારણ રહેતું નથી. છેલ્લાં ૩૫ વર્ષમાં એકાંતરા ઉપવાસથી ઓછું તપ તેમણે કરેલ નથી. અર્થાત્ સળંગ બે દિવસ કદી વાપર્યું નથી! આજે પણ તેમના એકાંતરા ઉપવાસ ચાલુ છે. ધન્ય છે આવા તપસ્વી આત્માઓને. શ્રી જિનશાસન આવા તપસ્વી આરાધક આત્માઓથી ગૌરવવંતું છે. આપણે પણ આવા તપસ્વી આત્માના જીવનમાંથી કંઈક પ્રેરણા મેળવીને. આહારસંજ્ઞા ઉપર કાબૂ મેળવી, દેહાધ્યાસથી મુક્ત બની, આત્માના અણાહારીપદને પ્રાપ્ત કરવા કટિબદ્ધ બનીએ એ જ મંગલ ભાવના. * મહા તપસ્વી કમલાબેન :–મુંબઈ-ખારમાં રહેતાં સુશ્રાવિકા શ્રી કમલાબેન ૧૦૮ અક્રમ તપની આરાધના કરી રહ્યાં હતાં. સંઘમાં જિનાલયનું ખાતમુહૂર્ત કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થયો ત્યારે આગેવાનોને ભાવના થઈ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy