SearchBrowseAboutContactDonate
Page Preview
Page 960
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૯૧૧ (આવા તપસ્વી સુશ્રાવિકાના હસ્તે ખાતમુહૂર્ત થાય તો સારું. તેથી તેમણે કમલાબેનને તે માટે વિનંતી કરી.] કમલાબેને તેમની વિનંતીનો સ્વીકાર તો કર્યો પરંતુ જિનાલયના ખાતમુહૂર્તનો મહાન લાભ વગર ચડાવો બોલાવ્યે પોતાને મળ્યો તે બદલ બીજીવાર ૧૦૮ અટ્ટમ કરવાની પોતાની ભાવના તેમણે સંઘ સમક્ષ વ્યક્ત કરી. સહુ તેમની આવી ઉત્તમ ભાવનાની અનુમોદના કરવા લાગ્યા. પછી તો અધ્યવસાયોમાં શુભ ભાવોની અભિવૃદ્ધિ થતાં તેમણે ૧૦૮ અઢાઈ (૮ ઉપવાસ) કરેલ. શ્રીસંઘે તેમનું યથોચિત બહુમાન કરેલ. ધન્ય છે આવા તપસ્વી સુશ્રાવિકાને અને તેમની સ્તુત્ય અનુમોદના કરનાર શ્રીસંઘને! * રત્નકુક્ષિ આદર્શ શ્રાવિકાર પાનબાઈ રાયશી ગાલા (ચાંગડાઈવાલા) શાસ્ત્રમાં મદાલસા સતીની વાત સાંભળી છે? એવી જ વાત રત્નકુક્ષિ આદર્શ શ્રાવિકા પાનબાઈ (ઉં. વ. ૬૮)ની છે. મહાસતી મદાલસા જેમ પોતાના દરેક સંતાનને પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં “શુદ્ધોડસિ બુદ્ધોડસિ નિરંજનોડસિ, સંસારમાયા પરિવર્જિતોડસિ' ઇત્યાદિ હાલરડાં દ્વારા વૈરાગ્યના સુસંસ્કારોનું સિંચન કરી સંયમના પંથે વાળતી. તેવી જ રીતે સુશ્રાવિકા શ્રી પાનબાઈએ પોતાના દરેક સંતાનને નાનપણથી જ સંસારની અસારતા દૃષ્ટાંતો દ્વારા સમજાવીને વૈરાગ્યમાર્ગે વાળ્યા છે. (૧) મહાવીર જૈન વિદ્યાલય (ગોવાલિયા ટેન્ક-મુંબઈ)માં રહીને એલ્ફિન્સ્ટ કૉલેજમાં ઇન્ટર સાયન્સ Int.sc.)નો અભ્યાસ કરતા સુપુત્ર મનહરલાલને પત્રો દ્વારા તથા વેકેશનમાં પ્રત્યક્ષ હિતશિક્ષા દ્વારા સદા પ્રભુભક્તિ તથા સત્સંગની પ્રેરણા આપી. તેની ફલશ્રુતિ સ્વરૂપે જ્યારે એને ધર્મનો મર્મ જાણવાની, પામવાની અને સંયમ સ્વીકારવાની ભાવના જાગ્રત થઈ ત્યારે માતા પાનબાઈએ આશીર્વાદ સહ સહર્ષ સંમતિ આપી. પોતાનો પુત્ર મોટો થઈને નામાંકિત ડોકટર કે એન્જિનિયર બનીને પોતાને સંપત્તિ સાથે ગૌરવ અપાવશે એવી મોહગર્ભિત વિચારણા ધરાવતા પતિ રાયશીભાઈ દ્વારા ૫-૫ વર્ષ સુધી રાહ જોવા છતાં સંયમ માટે સંમતિ ન મળતાં આખરે હિંમત કરીને માતા પાનબાઈએ પોતાના સુપુત્ર મનહરલાલને (અર્થાત્ આ લેખના લેખકને) પાંચ વર્ષ સુધી પં. શ્રી હરિનારાયણ મિશ્ર (વ્યાકરણ-ન્યાય-વેદાન્તાચાર્ય) પાસે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ તેમ જ પર્દર્શન આદિનો અભ્યાસ કરાવીને આશીર્વાદપૂર્વક સં. ૨૦૩૧ના મહા સુદિ ૩ના કચ્છ-દેવપુર ગામમાં સંયમપંથે પ્રસ્થાન કરાવ્યું! જેઓ આજે અચલગચ્છાધિપતિ પ.પૂ. આ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન તરીકે ૪૫ આગમોનો અભ્યાસ કરી, સળંગ પ તથા ૪ મહિનાના મૌન સહ નવકારજાપ વગેરે દ્વારા આત્મસાધના સાથે તાત્ત્વિક પ્રવચનો, વાચનાઓ તથા જેનાં હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર?” તેમ જ ‘બહુરત્ના વસુંધરા” વગેરે પુસ્તકોનાં સંપાદનલેખન દ્વારા સુંદર પરોપકાર તેમ જ શત્રુંજય તથા ગિરનારની સામૂહિક ૯૯ યાત્રાઓ, અનેક છ'રીપાલક સંઘો વગેરેમાં નિશ્રા આપવા દ્વારા અનુમોદનીય શાસન-પ્રભાવના કરી રહ્યા છે. (૨) સુપુત્રી વિમળાબેનને પણ ૫ વર્ષ સુધી યોગનિષ્ઠા, તત્ત્વજ્ઞા પ. પૂ. વિદુષી સા. શ્રી ગુણોદયાશ્રીજી મ.સા. પાસે તેમ જ પં. શ્રી હરિનારાયણ મિશ્ર પાસે ૬ કર્મગ્રંથના અર્થ તેમ જ પર્દર્શન આદિનો અભ્યાસ કરાવીને, સુપુત્ર મનહરલાલની સાથે જ દેવપુર ગામમાં દીક્ષા અપાવી. જેઓ હાલ સા. શ્રી ભુવનશ્રીજીના શિષ્યા સા. શ્રી વીરગુણાશ્રીજી તરીકે ઉલ્લસિત ભાવથી તપ-જપની સુંદર આરાધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy