SearchBrowseAboutContactDonate
Page Preview
Page 961
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન સાથે અનેક જિજ્ઞાસુઓને સમ્યકજ્ઞાનની લ્હાણી ઉદાર દિલે કરી રહ્યાં છે. (૩) સુપુત્ર દીપકકુમાર (હાલ ઉં. વ. ૪૦)ને પણ કચ્છ-મેરાઉમાં અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સ્થપાયેલ જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ચાર વર્ષ સુધી ધાર્મિક તેમ જ સંસ્કૃતનો અભ્યાસ કરતી ધર્મમાં નિપુણ બનાવેલ છે. તેમની પણ સંયમ સ્વીકારવાની ખૂબ જ ભાવના હોવા છતાં પોતાના વડીલો (પિતાશ્રી રાયશીભાઈ, વયોવૃદ્ધ નાનીમા દેવકાબાઈ તથા માતુશ્રી પાનબાઈ)ની સેવા માટે સંસારમાં જલકમલવત્ નિર્લેપભાવે રહીને પોતાના પ્રભુભક્તિમય બ્રહ્મચારી જીવન દ્વારા તેમ જ દેવગુરુકૃપાથી સ્વયંસ્કૃર્તિ સદ્ધોધ દ્વારા અનેકાનેક આત્માઓના જીવનમાં સમ્યફજ્ઞાનનો પ્રકાશ રેલાવી પોતાના નામને સાર્થક બનાવી રહ્યા છે. પાનબાઈને બાલ્યાવસ્થાથી જ સત્સંગ દ્વારા તેમ જ કચ્છડુમરામાં કબુબાઈની જૈન પાઠશાળામાં ધાર્મિક-સંસ્કૃતનો અભ્યાસ કરવા દ્વારા સંયમની ભાવના જાગી હતી. પરંતુ માતા-પિતાનું પોતે એક જ સંતાન હોવાથી સંયમ માટે અનુમતિ મેળવી ન શક્યાં પરંતુ ઉપર મુજબ પોતાના દરેક સંતાનને વૈરાગ્યના પંથે વાળીને રત્નકુક્ષિ બન્યાં છે. આદર્શ શ્રાવિકા પાનબાઈએ પોતાની જબરી કોઠાસૂઝથી વયોવૃદ્ધ માતા-પિતાને ધર્મમાર્ગે વાળીને વર્ષીતપ વગેરે તપ કરાવી શ્રાવકનાં વ્રતો સ્વીકારાવ્યાં. માતા-પિતાની દ્રવ્યભાવ સેવા કરી તેમને અંત સમયે પણ સુંદર નિર્ધામણા કરાવી સમાધિ પમાડી. પોતે પણ નિયમિત પ્રભુપૂજા, ઉભય ટેક પ્રતિક્રમણ, શ્રાવકનાં ૧૨ વ્રતોનો સ્વીકાર, સત્સંગ, સ્વાધ્યાય-સદ્વાંચન, વરસીતપ, વીશસ્થાનકતપ, વર્ધમાનતપની ૪૫ ઓળી, નવપદની ઓળીઓ વગેરે તપશ્ચર્યા, સાધુ-સાધ્વી ભગવંતોની ઉલ્લાસપૂર્વક વૈયાવચ્ચ, વ્યાખ્યાનશ્રવણ, પ્રભુભક્તિ, જાપ વગેરે દ્વારા તત્ત્વત્રયી (સુદેવ-સુગુરુ-સુધર્મ)ની અનુમોદનીય ઉપાસના તેમ જ રત્નત્રયી (સમ્યક્દર્શન-સમ્યફજ્ઞાનસમ્યફચારિત્ર)ની સુંદર આરાધના દ્વારા અને સંયમના મનોરથ દ્વારા જીવનને ધન્ય બનાવી રહ્યાં છે. આ દષ્ટાંતમાંથી પ્રેરણા મેળવીને અન્ય શ્રાવિકાઓ-માતાઓ પણ પોતે ધર્મમય જીવન જીવીને પોતાનાં સંતાનોને ધર્મના સુસંસ્કારોનું સિંચન કરે એ જ અભિલાષા. (આ દૃષ્ટાંતના લેખક મુનિશ્રી દેવરત્નસાગરજી છે.) * અહિંસાની દેવી સ્વ. ગીતાબેન બચુભાઈ રાંભિયા : અબોલ જીવોની રક્ષા કાજે કેટલાક વિરલ નરબંકાઓ અને નારીરત્નો આજે પણ પોતાના પ્રાણની પરવા કર્યા વિના ઝઝૂમી રહ્યાં છે. તે પૈકી ૩ વર્ષ પહેલાં જ પશુરક્ષા કાજે પોતાની જાતનું બલિદાન આપનાર ગીતાબેન રાંભિયાની ઝિંદાદિલી ખરેખર દાદ માગી લે તેવી અત્યંત અનુમોદનીય છે. મૂળ કચ્છ–મુન્દ્રા તાલુકાના રામાણીઆ ગામમાં જન્મેલા ગીતાબેન વર્ષોથી પોતાના પતિ સાથે અમદાવાદમાં માંડવીની પોળમાં રહેતાં હતાં. અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિમાં ઊછરેલાં અને સાદગીભર્યું જીવન જીવતાં ગીતાબેનનું હૃદય નિર્દોષ અબોલ પ્રાણીઓ ઉપર ગુજારાતો અમાનુષી અત્યાચાર જોઈને કકળી ઊઠતું હતું અને મર્દાનગીભર્યું દિલ ધરાવતાં તેઓ પોતાના જાનના જોખમે કસાઈઓને દમદાટી આપીને તેમને ત્યાં વેચાવા માટે આવેલાં અનેક પશુઓને છોડાવતાં અને પાંજરાપોળોમાં એ પશુઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy