SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૧૩ છે જમા કરાવી રસીદ મેળવી લેતા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી તેમ જ આજુબાજુના બીજા પણ અનેક ઠેકાણેથી તેમણે આ રીતે હજારો ગાય, ભેંસ, વાછરડાં, બળદ, પાડા, ઘેટાં, બકરાં વગેરેને બચાવીને જબરદસ્ત પુણ્ય ઉપાર્જન કરેલ છે. કસાઈઓને પૈસા આપીને પશુઓ છોડાવવા કરતા આ રીતે ગેરકાયદેસર કતલ થતાં પશુઓને બચાવવામાં અનેકગણી હિંમતની જરૂર પડે છે. પૈસા દ્વારા કસાઈઓ પાસેથી પશુઓ ખરીદવા જતાં કસાઈઓ પણ પુષ્કળ પૈસા માગે છે. અને પછી એ જ રકમમાંથી વધારે પશુઓ તથા શસ્ત્રો ખરીદીને વધુ જીવહિંસા કરે છે. આવી સમજ ધરાવતાં ગીતાબેન પશુરક્ષા માટે શ્રી અખિલ ભારત હિંસા નિવારણ સંઘમાં માનદ ઇન્સ્પેક્ટર તરીકેનો હોદ્દો ધરાવતાં હતાં અને ઇન્સ્પેક્ટર તરીકે પુરુષના વેશમાં સજજ બનીને સાથે હન્ટર તથા લાકડી લઈને પોતાના સાગરીતોની સાથે શંકાસ્પદ સ્થળે અચાનક ગમે તે સમયે છાપો મારતાં. કેટલીકવાર ઝપાઝપીમાં શારીરિક ઇજા પણ થતી, છતાં તેની તેઓ પરવા કરતાં ન હતાં અને જીવોને બચાવ્યાનો ઊંડો આત્મસંતોષ અનુભવતાં હતાં. સિદ્ધાચલજીમાં ભવપૂજા કરનાર ધીરજબેન રતિલાલ સલોત : સૌરાષ્ટ્રમાં મહુવાની પાવન ધરતી પર સં. ૧૯૭૮માં જન્મ પામેલા અને દાઠાનિવાસી રતિલાલભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં સુશ્રાવિકા શ્રી ધીરજબેન (ઉં. વ. ૭૩)ની મોટી સુપુત્રી રમા (હાલ સા.શ્રી રયણયશાશ્રીજી)એ સં. ૨૦૧૬માં દીક્ષા લીધી ત્યારથી ધીરજબેનનું જીવન ધર્મથી રંગાવા લાગ્યું. તેમણે અત્યાર સુધીમાં નીચે મુજબ અનુમોદનીય આરાધના કરી છે : (૧) પૂ. આ. ભ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં છરીના નિયમપાલનપૂર્વક સિદ્ધગિરિની ૯૯ યાત્રા દરમ્યાન ગિરિરાજ ઉપર બિરાજમાન નવે ટૂંકના દરેક ભગવાનની નવે અંગે પૂજા કરીને ભવપૂજા કરી હતી. રોજ લગભગ ૧૦૦ ભગવાનની પૂજા કરી, સાંજે ચાર વાગ્યે નીચે આવીને એકાસણું કરતાં (૨) ૨૦ દિવસ સુધી રોજ ખીરનાં એકસણાં કરીને દરરોજ ૫૦ બાધી નવકારવાળીનો જાપ કરવાપૂર્વક એક લાખ નવકાર મહામંત્રનો જાપ વિધિપૂર્વક પૂર્ણ કર્યો. (૩) નવપદજીની ૭૫ ઓળી પૂર્ણ કરી છે. તેમાં ૧૦ ઓળી એક જ ધાન્યની અલૂણી કરી છે. (૪) ૨૫ વર્ષથી ઓછામાં ઓછું બેસણાનું તપ ચાલુ છે. ગમે તેવા પ્રસંગે પણ બેસણું છોડતાં નથી. (૫) ૨૦ વર્ષથી રોજ સવારે પ્રતિક્રમણ સાથે સામાયિક કરીને અરિહંતપદની ૨૦ નવકારવાળીનો જાપ કરી, પ્રભુપૂજા કર્યા પછી જ બેસણું કરે. અરિહંતપદનો બે ક્રોડનો જાપ થયો છે. (૬) ૩૫ વર્ષથી શ્રાવકનાં ૧૨ વ્રતોનું સંપૂર્ણ પાલન કરે છે. (૭) ત્રણ ઉપધાન તથા વર્ષીતપની આરાધના કરી છે. દરેક તપનું ઉદ્યાપન પણ કર્યું છે. (૮) ૨૫ વર્ષથી દર વર્ષે ચોમાસામાં પાલિતાણા આવીને દાદાની છત્રછાયામાં આરાધના કરે છે. (૯) પ્રભુભક્તિ એમનો પ્રાણ છે. અત્યાર સુધીમાં આરસ તથી ધાતુના ૧૫ ભગવાન જુદા-જુદા સ્થળે પધરાવ્યા છે. શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં નવખંડા પાર્શ્વનાથ ભગવંતની દેરીનો લાભ પણ લીધો છે. (૧૦) તેમની ગુરુભક્તિ પણ ખૂબ જ અનુમોદનીય છે. ૧૦૮ ઓઘા બને તેવાં ૧૦૮ ઊનનાં પેકેટ સાધુ-સાધ્વી ભગવંતોને વહોરાવ્યાં છે. (૧૧) આગમગ્રંથો છપાવવામાં પણ દ્રવ્યનો સદ્વ્યય કરીને શ્રુતભક્તિ કરે છે. (૧૨) ગમે તેવા પ્રસંગે [ પણ રોજ બંને ટાઈમ પ્રતિક્રમણ તથા રોજ પ-૬ સામાયિક અચૂક કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy