________________
૯૧૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
ધીરજબેનના જીવનમાંથી પ્રેરણા મેળવીને સહુ સુદેવ-ગુરુ-ધર્મરૂપ તત્ત્વત્રયીના ઉપાસક તેમ જ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયીના આરાધક બનો એ જ હાર્દિક શુભાભિલાષા.
*
હિમાલયના સિદ્ધયોગી મહાત્માના માર્ગદર્શન મુજબ
નવકાર મહામંત્રની સાધના કરતા દામજીભાઈ જેઠાભાઈ સુથરીવાલા :—
દામજીભાઈના પિતાશ્રી જેઠાભાઈ ઉજ્જૈન (મ.પ્ર)માં કપાસ (રૂ)નો વેપાર કરતા હતા. તેથી ઉજ્જૈનમાં ગ્રેજ્યુએટ થયેલા દામજીભાઈ તેમના કાકા શ્રી વાલજીભાઈ લધાભાઈની મુંબઈમાં કપાસની મોટી પેઢી ચાલતી હતી તેમાં ભાગીદાર તરીકે જોડાયા.
દામજીભાઈએ પોતાના કાકાશ્રીને સટ્ટો ન કરવાની વિનંતી કરવા છતાં ભવિતવ્યતાવશાત્ બીજા ત્રણેક વેપારીઓના આગ્રહથી પોતાની કંપનીના નામે તેમણે મોટો સટ્ટો કર્યો અને કર્મસંયોગે તેમાં ૯૦ લાખ રૂપિયાની ખોટ ગઈ. બીજા વેપારીઓ છટકી જતાં આટલી મોટી રકમ વાલજી લધાભાઈ કંપનીને ભરપાઈ કરવાની જવાબદારી આવી પડતાં તેના આઘાતથી વાલજીભાઈનું હૃદય બંધ પડી જવાથી અવસાન થયું. તેથી આ રકમ ભરપાઈ કરવાની જવાબદારી દામજીભાઈ ઉપર આવી પડતાં તેઓ ખૂબ ચિંતાતુર બની ગયા. તેમને ચિંતામગ્ન જોઈને એક શ્રાવક તેમને દાદરમાં કબૂતરખાના પાસે આવેલ શાંતિનાથ જિનાલયના ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન પ. પૂ. આ. ભ. શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.સા. પાસે લઈ ગયા.
તે વખતે દામજીભાઈ નાસ્તિક જેવા હતા. ધર્મ પ્રત્યે તેમને જરા પણ શ્રદ્ધા ન હતી. એ જાણીને આચાર્ય ભગવંતે તેમને કહ્યું કે : ‘‘નાસ્તિકતાને ભૂલી જાઓ. જૈન ધર્મમાં ઘણા ઉત્તમ મંત્રો છે. તમને એક મંત્ર આપું છું. ત્રણ દિવસ સુધી કાંઈ પણ ખાધા-પીધા વિના એટલે કે ચોવિહાર અક્રમ તપ કરીને આ મંત્રનો જાપ કરવાનો છે. હું જાણું છું કે તમે નાસ્તિક હોવાથી તમારી પાસે કટાસણું, દીપક, અગરબત્તી વગેરે કંઈ પણ નહીં હોય. તેથી ખુરસી ઉપર બેસીને પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને આ મંત્રનો જાપ કરજો. રાતના ફક્ત ૨-૩ કલાકથી વધારે સૂવું નહીં. આ રીતે મંત્રજાપ કરતા જો ત્રણ દિવસમાં ૯૦ લાખ રૂપિયા મળી જાય તો મારી પાસે આવજો. હું તમને ધર્મમાં જોડી આપીશ!!!'' (એ મંત્ર હતો—‘ૐ પરમ ગુરુ-ગુરુભ્યો નમઃ સ્વાહા'')
ડૂબતો માણસ તણખલું પણ પકડે. એ ઉક્તિ મુજબ દામજીભાઈ આ અનુષ્ઠાન કરવા તૈયાર થઈ ગયા અને ત્રીજે દિવસે ખરેખર ચમત્કાર સર્જાયો હોય તેમ એક મારવાડી ભાઈએ તેમને ફોન દ્વારા ઘરે બોલાવીને એક ક્રોડ રૂપિયા સામેથી ભેટ તરીકે આપી દીધા!!!
બન્યું એવું હતું કે એક વર્ષ અગાઉ ઉપરોક્ત મારવાડી ભાઈને રૂના સટ્ટામાં ૩ કરોડ રૂપિયાની નુકસાની થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે એ ભાઈ દામજીભાઈ પાસે આવીને કહેવા લાગ્યા કે : ‘અંગ્રેજ ગવર્નર સાથે તમારી સારી દોસ્તી છે. તો તેમને મળીને સમજાવો કે રૂનો સટ્ટો બંધ કરવાનો વટહુકમ બહાર પાડે અને રૂનો ભાવ પણ ઘટાડી નાખે જેથી હું મોટી નુકસાનીમાંથી બચી શકીશ અને તમારો ઉપકાર કદાપિ નહીં ભૂલું.'' એમની વાત સાંભળીને દામજીભાઈએ તેમના કહેવા મુજબ કર્યું. પરિણામે ૩ ક્રોડ રૂા. તેમના બચી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org