________________
જૈન પ્રતિભા દર્શનના પાત્રો વૈવિધ્યપૂર્ણ છે. કવિ, મુનિઓ, આચાર્યો, રાજાઓ, મંત્રીશ્વરો, શ્રેષ્ઠિઓ, વ્રતધારી શ્રાવકો, વાણિયા બુદ્ધિયુક્ત વેપારીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ પાત્રોએ પોતાના જીવન કાર્ય દ્વારા શાસન પ્રભાવનાથી જીવનને ઉજમાળ કર્યુ છે. ગ્રંથની ચરિત્રાત્મક વિગતો અર્થપૂર્ણ, ગાંભીર્યયુક્ત અસાધારણ પ્રભાવથી સદાકાળ અખ્ખલિત પણે પૂર્ણ પ્રકાશપુંજ પાથરીને આત્મોન્નતિના સોપાન તરીકે સર્વદા પ્રેરક બને છે. તેમાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની ઉપાસના, કર્મવાદ, અહિંસા, વ્રતપાલન, આદર્શ માટે જીવન સમર્પણની ઉદાત્ત ભાવના, ગુરુ મહિમા, ભક્તિ અને ક્ષા, જિન શાસન પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા (સમક્તિ), નમસ્કાર મહામંત્રનો પ્રભાવ, વિરતિ ધર્મની મહત્તા, પરિગ્રહ, લાલસાનો ત્યાગ, મોક્ષ પ્રાપ્તિ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીની ભાવના, સેવા, પરોપકાર અને આત્મહિત જેવા માનવીય ગુણોથી અલંકૃત જીવન જેવા અનુકરણીય, આદરણીય અને અનુમોદનીય ગુણોનો ભંડાર ભરેલો છે. કોઈ એકાદ પ્રતિભાન સંસ્પર્શ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવીને માનવજન્મ સાર્થક કરવામાં ઉદાહરણ રૂપ બને તેમ છે.
આ રીતે પ્રતિભા દર્શન ચરિત્રાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ આર્ય સંસ્કૃતિના વારસા રૂપ છે. સુભાષિતકારે મહાપુરૂષોની મહત્તા દર્શાવતા જણાવ્યું છે કે : शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चंदनं न वने वने ॥१॥
બધા પર્વત પર માણેક હોતા નથી, પ્રત્યેક હાથીના મસ્તક પર મોતી હોતા નથી. સાધુ પુરૂષો (સન) | દરેક જગ્યાએ હોતા નથી. દરેક વનમાં ચંદનનું વૃક્ષ હોતું નથી.
આ ઉપરથી ખ્યાલ આવશે કે મહાપુરૂષો કોઈ સમયે જ જન્મે છે. જેનાથી આ ધરતી પરનો માનવ સમાજ ધન્ય બને છે.
ચરિત્રાત્મક માહિતીકોશ
આધુનિક સમયમાં શિક્ષણના વિસ્તારની સાથે વિવિધ પ્રકારના વાંચનની સુવિધા ઉપલબ્ધ થઈ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોને ઉત્તેજિત કરીને ઉન્માર્ગે વાળનાર વાંચન સામગ્રી વિપુલ પ્રમાણમાં સુલભ છે. તેમ છતાં સાંપ્રત સમયના સંદર્ભમાં વિચારીએ તો ગુજરાતી, હિન્દી ભાષામાં સતી સદાચાર-સાત્વિક્તા ધર્મ મીમાંસા દર્શન કે વિવેક વિનય દષ્ટિનું ઘડતર કરીને મનુષ્યને સાચો માનવ બનાવવામાં પૂરક ને પોષક જૈન સાહિત્યની સામગ્રી વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન એ છે કે આપણે તેનો સારો-સાચો ને સમયસરનો ઉપયોગ કરીને વ્યક્તિત્વનો સન્માર્ગે વિકાસ કરવાનો પુરૂષાર્થ આદરીએ, મનુષ્યના લાગણી સભર અંતરને માનવીય ને ધાર્મિક ભાવનાથી સમૃદ્ધ કરવામાં જૈન સાહિત્યની પ્રતિભાઓનું દિગદર્શન એ આજના ભૌતિકવાદમાં જીવન બરબાદ કરી રહેલા ને આધિ- વ્યાધિને ઉપાધિના ત્રિવિધ તાપથી ત્રસ્ત જેન - જૈનેતર સમાજને જીવનમાં Turning Point નવી દિશા ઉઘાડીને જીવન સાફલ્યટાણું આવ્યું છે તેનો સત્કાર કરવાનો અપૂર્વ અવસર જતો ન રહે તેવી સુવર્ણ ઘડી આ પ્રતિભાઓના દર્શનથી પ્રાપ્ત થાય છે.
- ભરતેસર બાહુબલીની સજઝાયમાં પ૩ મહા પ્રભાવિક પુરૂપોનું સ્મરણ કરવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાંથી કોઈને કોઈ રીતે જૈન ધર્મની આરાધનાથી આત્મકલ્યાણ કેવી રીતે થયું છે તેનો સદષ્ટાંત પરિચય થાય છે. પ્રભાતના પહોરમાં સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ રાઈ પ્રતિક્રમણ કરતી વખતે સજઝાય તરીકે એમનું અહોભાવપૂર્વક સ્મરણ કરીનેં જીવનમાં શુભ વિચારોને ભાવનાઓનું સંક્રમણ કરે છે. પરિણામે તેના પ્રભાવથી માનવીય ગુણોના વિકાસમાં પ્રેરણા મળે છે.
ધર્મ પામવા માટે ચાર અનુયોગનો અધિકાર આગમમાં દર્શાવ્યો છે. તેમાં ધર્મકથાનુયોગ સર્વ સાધારણ જનતાને સહજ રીતે સ્પર્શે છે. અનેક આચાર્યોએ કથાનુયોગને પ્રધાન સ્થાન આપ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે કથા કે દૃષ્ટાંત દ્વારા જૈન ધર્મના તાત્વિક વિચારો જે આગમ અને અન્ય ગ્રંથોમાં રહેલા છે તેનું દોહન કરીને કથાનુયોગના સાહિત્યની વિપુલ સામગ્રીનું સર્જન થયું છે. અલ્પમતિવાળા લોકો આ યોગ દ્વારા સદાચાર ધર્મના સિદ્ધાંતો નિયમો, નીતિ ભાવના સંસ્કારનું મહત્વ અને બોધદાયક - ઉપદેશાત્મક વાણી વગેરેનો આસ્વાદ કરવા સમર્થ બને છે એટલે વર્તમાન સમયમાં કથાનુયોગ વિશેષ પ્રચલિત છે. કથાનુયોગથી જિજ્ઞાસા જાગે તે પછી વિશેષ અભ્યાસ માટે પુરૂષાર્થ કરવાની પ્રેરણા પણ મળે છે એટલે જૈન પ્રતિમા દર્શનમાં ચરિત્રાત્મક માહિતી કથા શૈલી દ્વારા વધુ રોચક બને છે.
-
-
-
- -
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org