SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં એવી કોઈ કથાઓની રૂપે અભિવ્યક્તિ કરવામાં આવી નથી પણ પ્રત્યેક પ્રતિભાની વિશેષતાના સંદર્ભમાં ચિંતન - મનનને નિષ્ક્રિયાસન કરવા લાયક માહિતી આપવામાં આવી છે. તેજીને ટકોરાની જરૂર છે. વિજળીનાં ઝબકારો ક્ષણિક ઝળહળતો પ્રકાશ આપી જાય છે, તેમ આ પ્રતિભાઓ પણ આવા પ્રસંગ કે વિગત દ્વારા વાચકોના હૃદયને સ્પર્શી આત્મ નિરીક્ષણ દ્વારા મનુષ્ય જન્મની સાર્થકતા કરવા માટે નવો પ્રાણ પૂરે છે. માનવ સમુદાયની વિશેષતા એ છે કે તે બુદ્ધિથી વિચારીને વિવેક બુદ્ધિથી નિર્ણય કરી શકે છે. વિચાર માત્ર વિચાર ન રહેતાં આચારમાં પરિણમે તેવાં પુરૂષાર્થ કરવાની અદમ્ય શક્તિ રહેલી છે. એટલે વ્યક્તિ પોતાની ગ્રહણશંક્તથી જીવનનું નવનિર્માણ કરી શકે છે. જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં આવી વિરલ પ્રતિમાઓમાંથી કોઈ એક કે તેનાથી વધુ નો ફાળો નોધપાત્ર છે. મનુષ્યને મનુષ્યના જીવનમાં રસ છે. જીવન જીવતા આપત્તિઓમાંથી પણ માર કાઢીને સિદ્ધિ પ્રાપ્ત કરવી એવા જીવનની વિવિધ ઘટનાઓનો અભ્યાસ માત્ર આ વિજ્ઞાન યુગના માનવી માટે સમય પસાર કરવાનું સાધન નથી પણ જીવનના કિંમતી સમયનો સદુપયોગ કરીને ભવોભવનું સંસ્કાર પ્રાપ્તિનું ભાથું છે એમ વિચારીએ તો પ્રતિભા દર્શન ગ્રંથથી સંચિત સામગ્રીની યથાયોગ્ય સિદ્ધિ ગણાશે, મનુષ્યમાં વિવેકબુદ્ધિ હોવાથી -અસનો નિર્ણય કરીને ધર્મના સારરૂપ તત્વને ગ્રહણ કરવાની અપૂર્વ શક્તિ ધરાવે છે ત્યારે કથાનુયોગ અને ચરિત્રાત્મક નિરૂપણ કરતી કૃતિઓમાંથી ગ્રહણ કરીને માનવસહજ ઉદાત્તતા અને સાત્વિકતા તરફ પ્રયાણ કરે છે. જે આત્મસિદ્ધિના માર્ગમાં દ્યોતક નીવડે છે. જૈન સાહિત્યના કથાનુયોગ અતિવિપુલ, વૈવિધ્યપૂર્ણને વિકાસલક્ષી વારસાના નમૂનારૂપ મહાપુરૂષોની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં વિસ્તાર નથી પણ અમૃત સમાન આસ્વાદ્ય જીવન સારભૂત તત્વનો સહેતુક ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હંસ સમાન નીરક્ષીર દૃષ્ટિથી ગ્રહણ કરી આત્માની પવિત્રતામાં પ્રેરક નીવડે તેમ છે. મહાપુરૂષોની સૂચિ ઘણી મોટી છે. છતાં અહીં કોઈ ચોક્કસ સિદ્ધાંતતત્વ કે ધર્મના હેતુને આત્મ સાધનામાં ઉપયોગી થાય તેવી રીતે કેન્દ્રમાં રાખીને પૂર્વકાલીન પ્રતિમા દર્શન કરાવવાનો પ્રયાસ કર્યો છે. એમના જીવનમાં એવું કંઈક અસાધારણ તત્વ હતું કે તેઓ અક્ષયકીતિને વયાં છે. અને આજે પણ એમનું નામ સ્મરણ કરવામાં આવે છે. અહી કોઇ ન કરાવતા પતિને વ સાંસ્કૃતિક વારસો પ્રતિમા દર્શનની વિશેષતાના સંદર્ભમાં દાન, શીયળ, તપ અને ભાવના એમ ચતુર્વિધ રીતે ધર્મારાધના, ઉદારતા સંસ્કાર સંપન્નતા માનવીય ગુણોથી અલંકૃત શાસન પ્રત્યેની વફાદારી - સેવા - રક્ષણ છે'રી પાલીત સંઘયાત્રા, જ્ઞાનોપાસના આવશ્યક ક્રિયાઓની આરાધના સંયમનો મહિમા સાધુ - સાધ્વી વૈયાવચ્ચ સમાજસેવામાં પ્રદાન રાજકીય - ક્ષેત્રમાં રહીને પણ ધર્મ બુદ્ધિથી જૈનાચારનું પાલન, વ્રતપાલન, કર્મનિજેરા, સતીઓના સતીત્વની ગુણ ગૌરવ ગાથા મોક્ષમાર્ગની સાધનાનો પ્રચંડ પુરુષાર્થ જિનશાસનના પ્રભાવ, શ્રાવક સમૂહ, જિન શાસનથી પ્રભાવિત થયેલા રાજાઓ મંત્રીઓ બહુમુખી પ્રતિભાશાળી શ્રેષ્ઠિઓ જૈન સાહિત્યના પરમ પાવનકારી ઉજ્જવલ જીવન વિદ્યાપક શ્રુતજ્ઞાનના વારસાના સંશોધક સર્જક અને રક્ષકો અને વર્તમાન સમયના દ્રષ્ટિએ ઉદ્યોગપતિ આરાધક અને જિન શાસનના સ્તંભ સમાન કાર્યકર્તાઓ જેવી વૈવિધ્ય સભર પ્રતિભાઓનું મિતાક્ષરી નિરૂપણ કરવામાં આવ્યું છે. આ વિગતોના ઈશારો માત્ર પ્રતિભાનું પ્રત્યક્ષીકરણ કરાવીને માનવ જન્મની સફળતા અને કૃતકૃત્યતાના અપૂર્વ આનંદની સાથે જીવન વિકાસ માટેનું દિશા સૂચન પ્રાપ્ત કરાવે તેવી અસાધારણ ક્ષમતા રહેલી છે. આવા ગ્રંથોમાં વર્ણનને બદલે નક્કર - વાસ્તવિક વિગંતોનો સંચય જ જીવન પાથેય સમાન છે. પ્રતિભા દર્શન દ્વારા અહોરૂપમ્ અહોધ્વનિની માફક અપ્રસ્તુત પ્રસાક કે પ્રતિભાશાળી વ્યક્તિના અહમ્ ને પોષવા નો કાંઈ હેતુ નથી પણ જૈન સમાજમાં વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન કરીને ઐતિહાસિક નોંધમાં સમાવેશ થઈ શકે તેવી ચેતનવંતી સેવાને સમર્પણની ભાવનાવાળી પ્રતિભાઓનું દર્શન કરાવવામાં આવ્યું છે. પૂર્વકાલીન પ્રતિભાઓનું પુણ્યસ્મરણ એ તો જીવનની પ્રાતઃ સ્મરણીય પ્રાર્થના સાથે સમાન કક્ષાએ સ્થાન પામે તેવી છે. જ્યારે અન્ય પ્રતિભાઓનું વિશિષ્ટતાઓ માનવ સહજ માનવીય ગુણવૃદ્ધિમાં નવો પ્રાણ સંચાર કરે છે. એટલે પ્રતિમા દર્શન ધાર્મિક કે સામાજિક દષ્ટિકોણથી જોઈએ તો તે મહત્વની હોવાની સાથે સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે પણ સીમા સ્તંભરૂપ ભિન્ન ભિન્ન રૂચિવાળા નરનારી સમૂહને પોતાની પસંદગીના ધોરણે પુરૂષાર્થ કરવા માટે ઉત્સાહ જગાડે છે. ત્યારેં એમ કહુ કે જીવન સાફથનું પર્વ આવ્યું છે તો તેનો સદુપયોગ કરવાં એકક્ષણ પણ પ્રમાદ કરવો જોઈએ નહિ. સંદર્ભસૂચી પ્રતિમાદશન, પ્રભાવ કે પુરૂષા ભા. ૧-૨, શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધતમ ભા. ૨ ૩, શ્રી ભરતેશ્વર બાહુબલી ભા. ૧, વિરલ વિભૂતિઓ, વિવિધ વિષય વિચારમાળા માં. ૧ થી ૫, દેવરધીમાળા સાતમી આવૃત્તિ, શ્રાદ્ધ વિધિ રત્નશેખરસૂરિ, પૂર્વજોની ગૌરવ ગાથા, કુમારપાળ ચરિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy