SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણગ્રાહી દૃષ્ટિ કેળવનાર વ્યક્તિને તો પ્રત્યેક પ્રતિભામાંથી જીવનનું પાથેય પ્રાપ્ત થઈ શકે તેમ છે. જિન શાસનની ભવ્યતા - ઉદાત્તતાને પ્રભાવનાની દૃષ્ટિએ વિચારીએ તો આજે પણ જિન શાસનનો જય જયકાર વર્તે છે. અન્ય દર્શનીઓ પણ જિન શાસન પ્રત્યે અનુરાગી બનતા જાય છે ત્યારે આપણે જૈનકુળના નબીરા હોવાથી પ્રતિભાઓનો ગુણાનુરાગ કેળવી જિન શાસનના વફાદાર સેવક બની શાસનરક્ષાની સાથે આત્મવિકાસના માર્ગમાં શ્રેયસ્કર બને છે.. પ્રતિભા દર્શનના વૈવિધ્યમાં જિન શાસન પ્રેમી બંધુઓને સુકતના સહભાગી થવા માટે અનન્ય પ્રેરક સંઘપતિઓના છરિ પાલિત સંધવીઓની સૂચી જીવનમાં ધર્મ આરાધના કરવાની સાથે સંપત્તિનો સદ્વ્યય કરીને તીર્થયાત્રા દ્વારા સમક્તિ નિર્મળ કરવાની અને ધર્મશ્રદ્ધા દેઢ કરવાની માનવ જીવનની એક મહામૂલી સંપત્તિનો ઉલ્લેખ થયેલો છે. વિશ્વના બધા જ દર્શન શાસ્ત્રોમાં ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. રાજા મહારાજાઓ. શ્રેષ્ઠિઓ. સંઘપતિઓ, મુનિ ભગવંતો, શ્રાવિકાઓ સૌ કોઈએ જીવન ઉજમાળ કર્યું હોય તો તેમાં શુભ નિમિત્ત ગુરુ ભગવંતની વાણીને શાસ્ત્રોક્ત માર્ગદર્શન છે. તે દૃષ્ટિએ વિવિધ પ્રતિભાઓનો પરિચય પ્રાપ્ત થાય છે તેમાં કોઈને કોઈ રીતે ધર્મ માર્ગ બતાવી આત્મ કલ્યાણના યાત્રી બનવામાં ગુરુ ભગવંતનું મહાન કાર્ય ચિરસ્મરણીય બને છે. ગુરુ ભક્તિને એમના પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કૃપાથી જીવન ધન્ય બન્યું છે તેનો દસ્તાવેજી પુરાવો આ પ્રતિભામાંથી ઉપલબ્ધ થાય જિન શાસનનો પ્રભાવ પ્રત્યેક દેશ, રાજ્ય, ધર્મ સંસ્થા અને વ્યક્તિના જીવનની ભૂતકાળની યશોગાથા માત્ર પ્રશસ્તિ નથી પણ ભવ્ય ભૂતકાળના ગૌરવવંતા વારસામાંથી સાંપ્રત સમયના સુકાનીઓ, જીવનનો જંગ ખેલનારા માનવીઓને માટે જીવન જીવવાનો આનંદોલ્લાસની વૃદ્ધિ કરીને વ્યક્તિત્વના વિકાસમાં દિશાસૂચન કરે છે. પ્રતિભા દર્શન એ માત્ર પૂર્વજોની ગૌરવગાથા નથી પણ તેથી વિશેષ પૂર્વજોના પગલે પગલે ચાલીને આપણે પણ એમના કરતા સવાયા બની જીવન જીવ્યાનું એક ઐતિહાસિક નોંધ રૂપે સ્મરણ રહે તે પણ એટલું જ મહત્વનું છે. એમના ગુણો, સમૃદ્ધિ એ આપણા ગુણોની વૃદ્ધિ સંસ્કાર સિંચનમાં મૂર્તિમંત ઉદાહરણ રૂપ છે. આવા શુભ હેતુને લક્ષમાં રાખીને પ્રતિભા દર્શનમાં સમાવિષ્ટ થયેલ રાજા, મહારાજા, મંત્રીઓ, શ્રાવકો વગેરેના લાક્ષણિક પરિચય આપવામાં આવ્યા છે. પ્રત્યેક પ્રતિભાનો વિચાર કરતા તેમાથી જૈનકુળના આચાર, વ્રત, નિયમ અને વ્યવહાર શુદ્ધિના એક એકથી ચઢિયાતા ઉદાહરણ મળી રહે છે. અહીં વિસ્તાર કરતાં વિશિષ્ટતાને પ્રાધાન્ય આપ્યું છે. એટલે પ્રતિભા દર્શન એક ઝલક છે. વિશેષ જિજ્ઞાસુઓ માટે રાસ, ચરિત્ર અને કથા - સાહિત્ય - પ્રકારના નાનાં-મોટાં સુલભ છે. તેના ઉપયોગથી જિજ્ઞાસા વૃદ્ધિ થશે તે નિઃશંક છે. રાજકીય પરિવર્તન અને આક્રમણ વખતે જૈનાચાર્યો, રાજાઓ અને શ્રાવકોએ પોતાની આગવી પ્રતિભાથી જિન શાસનનો ડંકો વગાડ્યો છે અને અવિચ્છિન્નપણે જૈન ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે. જૈન ધર્મ, સમાજ અને વ્યક્તિત્વની એક અનોખી પ્રતિભાનો સમગ્ર રાષ્ટ્ર અને વિજ્ઞાન પછીની સિદ્ધિઓથી પરદેશમાં પણ જિન શાસનનો પ્રભાવ પ્રચાર ને પ્રતાપ પણ આજે વરતાઈ રહ્યો છે. અહિંસા પરમોધર્મ સૂત્રનો માંસાહારી પ્રજા મુક્ત કંઠે પ્રશંસા કરીને શાકાહાર તરફ પ્રબળ વેગથી ગતિ કરી રહી છે. તેમાં જિન શાસનના પૂર્વ કાલીન પ્રતિભાઓની પ્રેરક ચરિત્રોનો જ પ્રભાવ છે. રાષ્ટ્રની સેવામાં ધર્મ દ્વારા શાંતિને - એકતામાં જેનોનું પ્રદાન મૂલ્યવાન છે, ત્યારે માત્ર ધર્મ નહિ પણ તનમન અને ધનથી રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવામાં જૈન પ્રતિભાઓના કામગીરી જૈન સાહિત્ય, ઈતિહાસ, કલા, પુરાતત્વ વિદ્યા, જ્યોતિષ, વ્યવહાર જ્ઞાન, દર્શન શાસ્ત્ર વગેરેમાં “જૈન” શબ્દ પ્રથમ મૂકવામાં આવે છે. એ જ આપણા ઈતિહાસની યશોગાથાનું સૂચક છે. જન્મે વણિક જૈન પણ કર્મો ક્ષત્રિયના નમૂનારૂપ પ્રતિભાનો પરિચય પ્રાપ્ત થાય ત્યારે એમ સમજાશે કે વાણિયા એ કોઈ બીકણ કે ડરપોક જાતિ નથી પણ સમય આવે શાસ્ત્રની સાથે શસ્ત્રને પણ હાથમાં લઈને (Challenging Position) પડકાર રૂપ સ્થિતિ કુશાગ્ર બુદ્ધિને ચતુરાઈથી વિજયશ્રીને વરવામાં પ્રથમ પંક્તિનું સ્થાન મેળવ્યું છે. તેમાં આપ બળની સાથે ધર્મ બળને ગુરુ કપાનો મહાન પ્રભાવ જોઈ શકાય છે. પરિણામે પ્રતિભા દર્શન ગ્રંથની સામગ્રી ધર્મ અને વ્યવહાર જીવનને ઊર્ધ્વગામી બનવા માટે ગુરુચાવી સમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy