SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ વિદ્વાવલોકન : પ્રાસંગિક ડૉ. કવિન શાહ જીવન ચરિત્ર એ વ્યક્તિના જીવનનો ઈતિહાસ છે. વિશ્વના બધાજ સાહિત્યમાં જીવન ચરિત્ર અને આત્મકથાને સ્થાન પ્રાપ્ત થયું છે. બન્ને પ્રકારની કૃતિઓ માનવ જીવન સાથે સંબંધિત હોવાથી વ્યક્તિની રસવૃત્તિને જીવન જીવવાની અનોખી શૈલી પ્રત્યેની જિજ્ઞાસાથી તેનું પઠન-પાઠન ઉન્માર્ગે ગયેલા માનવીને સન્માર્ગે જવા માટે પ્રેરક બને છે. પ્રતિમા દર્શન ગ્રંથમાં જીવન ચરિત્રવિષયક વૈવિધ્યપૂર્ણ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે પ્રસંગને અનુરૂપ જીવન ચરિત્ર વિષેની બે અંગ્રેજી વ્યાખ્યાઓ નોંધવામાં આવે છે. Biography is a history of Particular men's life - Dryden Biography is the story of the evolution of a human soul - Andre Moms જીવન ચરિત્ર એ વ્યક્તિના આત્માની ઉત્ક્રાંતિની કથા છે. જીવન ચરિત્ર વિશે ટૂંકમાં એમ કહી શકાય કે વ્યક્તિના જીવન વિષય પ્રસંગો, ગુણો અને અવગુણો ઉપરાંત જીવનના કર્તવ્યોને ક્રમિક રીતે કથા સ્વરૂપે વ્યક્ત કરવામાં આવે છે. વ્યક્તિમાં રહેલી વીરપૂજાને પૂજ્ય ભાવનામાંથી આ પ્રકારનું સાહિત્ય ઉદ્દભવ્યું હોય એમ માનવાને કારણ છે. વ્યક્તિમાં રહેલી માનવ પ્રત્યેની આકર્ષણની ભાવના જીવન ચરિત્રમાં કેન્દ્ર સ્થાને છે. પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી વિહંગાવલોકન કરતાં એમ જાણવા મળે છે કે સમાજના કેટલાક માણસો વ્યક્તિત્વ અને કર્તવ્યપરાયણતા દ્વારા લોક હૃદયમાં સ્થાન પામેલા હોય છે. આવા મનુષ્યોનું જીવન ચરિત્ર વર્તમાન અને ભવિષ્યની પેઢીને માટે વ્યક્તિત્વ ઘડતરમાં માર્ગદર્શક બને છે. આવી ઉદાત્ત ભાવનાથી ચરિત્રો લખવામાં આવે છે. ચરિત્ર સાહિત્યની વિશેષતા એ છે કે વ્યક્તિના જીવનને ઉન્નત બનાવવામાં નવું ચૈતન્ય પ્રગટાવે છે. માનવ સહજ પરમોચ્ચ ગુણોનો આદર પ્રગટ થાય છે. પરિણામે માનવતાની મહેક ચિરંજીવ બને છે. માનવ સમુદાયને અનન્ય પ્રેરણા, આશ્વાસન અને સહાનુભૂતિથી સ્થિરતા આપવાનું કાર્ય આવા ચરિત્રોથી થાય છે. નીતિ સાથે ગાઢ સંબંધ ધરાવતી એક માત્ર ચરિત્રાત્મક સાહિત્યની સૃષ્ટિ છે તેમાં રહેલો વ્યક્તિનો આચાર જીવન પર વિશેષ પ્રભાવ પાડે છે. જૈન સાહિત્યમાં ‘ચરિય’ શબ્દ પ્રયોગ થાય છે તે ‘ચરિત્ર’નો ઘોતક છે. જૈન સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં ચરિત્રો લખાયા છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં પણ ચરિત્રો ઉપલબ્ધ થાય છે. શ્વેતાંબર ઉપરાંત દિગંબર સંપ્રદાયમાં પુરાણોની રચનામાં ચરિત્રાત્મક સામગ્રી છે. જિનસેન અને ગુણભદ્રની ચરિત્રાત્મક સામગ્રી દિગંબરોમાં વિશેષ પ્રચલિત બની છે. ‘“બહુરત્ના વસુંધરા”ની ઉક્તિ જનસાધારણમાં પ્રચલિત છે. તે ન્યાયે આ ધરતી પર સમયે સમયે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી મહાપુરૂષો જન્મે છે કે જે એમના જીવનની સુવાસ સદાને માટે અર્પણ કરી જાય છે. Out Standing Personality વાળા માનવીઓનું જીવન દીર્ઘકાળ પર્યંત માનવતાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું હોય છે. જૈન પ્રતિભા દર્શનમાં પ્રાચીનથી અર્વાચીન યુગના મહામાનવોના જીવનનો મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યો છે. ભરતેશ્વર બાહુબલીની સજઝાયમાં નામ નિર્દેશ થયેલા મહાપુરૂષો, ૬૩ શલાકા પુરૂષો, ભગવાન મહાવીરના શ્રાવકો, જિન શાસન પ્રભાવક આઠ આચાર્યો, સિદ્ધાચલની નવટુંકના દાનવીરો જિન શાસન પ્રેમી મહાનુભાવો પૌષધવ્રત અને શ્રાવકની પ્રતિમા ધારણ કરનાર આરાધકો, વિવિધ સંઘના તેજસ્વી તા૨લા સમાન જીવન પ્રકાશ પાથરનારા સંધવીઓ, જૈનકુળના ગૌરવ સમા રાજાઓ, મંત્રીશ્વરો અને અર્વાચીન કાળના વિવિધ જૈન સંઘના ટ્રસ્ટીઓ, પ્રમુખ, મંત્રી કે સભ્યજનોને શાસન સેવાના કાર્યમાં સહભાગી બન્યા હોય તેવા વિશિષ્ટ પ્રતિભાશાળી શ્રેષ્ઠિઓ અને માનવીઓ વગેરેનો લાક્ષણિક પરિચય આપવામાં આવ્યો છે. પ્રાચીન જૈન પ્રતિભાઓ તરફ દૃષ્ટિ કરતાં એમના જીવનમાં વ્રતપાલન - વિરતિધર્મ - સુપાત્રદાન - ઉત્કૃષ્ટ તપની આરાધના - આઠમદનો ત્યાગ, સમક્તિની પ્રાપ્તિને સમક્તિનું સંવર્ધન, મુક્તિની સાધના વગેરે ગુણો તરફ પૂજ્ય ભાવ ઉદ્દભવે છે પરિણામે ગુણી પુરૂષોના ગુણગાન ગાવાથી વ્યક્તિ પોતે ગુણવાન બની શકે છે. અર્વાચીન પ્રતિભાઓમાં મુખ્યત્વે તન-મન અને ઘનથી જિન શાસનની સેવા, પરોપકાર, સાધર્મિક ભક્તિ, સંઘયાત્રા, દાનવીરતા, જિન શાસનની રક્ષા અને નમૂનેદાર આદર્શજીવન, ગુરુભક્તિ, શ્રુતજ્ઞાન પ્રત્યે દેઢ પ્રેમ, આરાધનાની ભાવના જેવા ગુણો નિહાળી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy