________________
અભિવાદન ગ્રંથ 7
[[ ૮૫૫ ( પરમ પ્રેમી અને ભક્ત શ્રી સૂર્યવદનભાઈ ઠાકોરદાસ ઝવેરીએ અદ્ભુત સંકલન તૈયાર કર્યું છે. ] તત્ત્વજિજ્ઞાસુઓએ એમના ત્રણ ગ્રંથોનું મનન-અધ્યયન કરવા જેવું છે. એમના ચિંતનની કાંઈક ઝલક આ પ્રમાણે છે :
* શૂન્યત્વ એટલે કાંઈ વસ્તુ અભાવ કે જીવત્વ અભાવ નહિ, પરંતુ અસર-અભાવ. પાંચે અસ્તિકાય સાથે સિદ્ધ પરમાત્માઓ એકક્ષેત્રી વિદ્યમાન હોવા છતાં જે નિર્લેપતા છે, તે જ અસરઅભાવશૂન્યત્વ. શૂન્યત્વ એટલે સિદ્ધત્વ.
* આત્માનું સ્વરૂપ કેવળજ્ઞાન એ માત્ર જ્ઞાન અને ઉપયોગરૂપ છે. જ્યારે મતિજ્ઞાન જ્ઞાન, ધ્યાન અને વિકલ્પરૂપ ત્રણ પ્રકારે છે. કેવળજ્ઞાનના ધ્યાન વડે મતિજ્ઞાન કેવળજ્ઞાનમાં પરિણમે છે. ધ્યાન-સમાધિ એ મતિજ્ઞાનને અને કેવળજ્ઞાનને જોડવારૂપ કડી-મધ્યાવસ્થા છે. ધ્યાન-સમાધિ એ સ્વરૂપ નથી પણ સાધના છે. સુશ્રાવક ભાણાભાઈ (ખંભાતવાળા)
સુશ્રાવક શ્રી ભાણાભાઈ ખરેખરા અર્થમાં સુ(=ઉત્તમ) શ્રાવક છે. મૂળ ખંભાતના વતની. તેમનું સાચું નામ શ્રી શાંતિલાલ સોમચંદ ચોક્સી, પરંતુ તેઓ ખંભાતના પ્રસિદ્ધ સુશ્રાવક શ્રેષ્ઠીવર્યશ્રી (હાલસ્વ.) રમણલાલ દલસુખભાઈ શ્રોફના સગા ભાણિયા થતા હોવાથી તેમનું નામ જ “ભાણાભાઈ” તરીકે પ્રસિદ્ધ થઈ ગયું.
તેમની ધર્મનિષ્ઠા, જિનશાસન અનુરાગ, શાસનસેવાની ધગશ, આત્મચિંતન અને શાસ્ત્રીય પદાર્થોની સમજણ, તેની સુંદર રજૂઆત વગેરે ગુણો અદ્ભુત છે.
પૂ. સિદ્ધાન્તમહોદધિ સ્વ. આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પુણ્યનિશ્રામાં વિ. સં. ૨૦૨૦માં અને ૨૦૨૧માં આબુ-દેલવાડા અને અચલગઢ ખાતે, ભાણાભાઈ અને શ્રી કેશવલાલ મોહનલાલ શાહના સંચાલન હેઠળ ““શ્રી ધાર્મિક શિક્ષણ શિબિર'નું સફળ આયોજન થયું હતું. તેમાં ભાણાભાઈની આયોજન-કુશળતાનાં સુચારુ દર્શન થયાં હતાં. આ શિબિરના વાચનદાતા હતા : ૫. વર્ધમાનતપોનિધિ પં. પ્રવરશ્રી ભાનુવિજયજી મહારાજ. (પાછળથી પૂ. આ.દેવ શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.)
ભાણાભાઈ અત્યંત બુદ્ધિશાળી, ઉત્તમ સૂઝ ધરાવનારા અને અદ્ભુત ખુમારીવાળા ધર્મપુરુષ છે.
ભાણાભાઈએ વર્ષો પહેલાં પાંચ લાખ રૂપિયાના પરિગ્રહ પરિમાણનો નિયમ લીધો હતો. તે પૂરો થઈ જતાં તેમણે વાલકેશ્વરનો ફલેટ પોતાના પુત્રને નામે કરી દીધો. ધંધામાંથી નિવૃત્તિ લઈ લીધી. અને પોતાના પાંચ લાખ રૂપિયા પોતે જ સ્થાપેલી અને હવે પોતાના ભાઈઓના હાથ નીચે ચાલતી.
–પેઢીમાં ૧% વ્યાજે મૂક્યા હતા. ઘણાં વર્ષો બાદ, પેઢીએ વ્યાજના દર વધાર્યા ત્યારે ભાણાભાઈને હવેથી ૧.૫૦ % લેખે વ્યાજ આપવામાં આવશે તેમ જણાવ્યું ત્યારે ભાણાભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી કે, “મારે ૧ % વ્યાજથી વધારે જોઈતું જ નથી. આટલામાં મારો ગુજારો આરામથી થાય છે.' તેમનાં ધર્મપત્નીનું વર્ષ પૂર્વે મૃત્યુ થઈ ગયા બાદ ભાણાભાઈ છેલ્લા વર્ષથી એકલા જ ખંભાત રહે છે અને ખૂબ સાદગીપૂર્વક જીવે છે. રોજ રાત્રે ત્રણ વાગે ઊઠી જાય છે. ચાર કલાક સામાયિકમાં બેસીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org