SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન પાર્વતીબેનના સુપુત્રરૂપે જન્મેલા પન્નાભાઈ, વિ. સં. ૨૦૫૪ના મહા વદ ૭ના દિવસે ૭૭ વર્ષની ઉંમરે ધ્રાંગધ્રામાં જ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. ૭૭ વર્ષની આ જીવનયાત્રામાં પન્નાભાઈએ સમ્યજ્ઞાનયોગની અદ્ભુત સાધના કરી હતી. જીવનમાં બાહ્યધન વિશેષરૂપે નહિ કમાયેલા પન્નાભાઈનું અત્યંતર જ્ઞાનધન ભલભલા આચાર્યોને પણ આશ્ચર્યમુગ્ધ કરે તેવું હતું. મુંબઈમાં તેમનો શ્રોતાવર્ગ અને ચાહકવર્ગ ઘણો વિશાળ હતો. તેમની વાણીને સમજવી તે માટે સામાન્ય માણસનું કામ નહીં. તે માટે જૈન દર્શનનું પ્રાથમિક તત્ત્વજ્ઞાન મેળવવું જરૂરી બનતું, તો જ શ્રોતા તરીકે તેમની વાતો સમજવી સરળ બનતી. મુંબઈમાં પન્નાભાઈ પચાસ વર્ષ સુધી રહ્યા. આ દરમિયાન ભલભલા ધુરંધર સાધુભગવંતો, જેવા કે પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરિજી મ. (પૂ.શ્રી ભક્તિસૂરિજી મ.ના), પૂ.આ.શ્રી રવિચંદ્રસૂરિજી મ., પૂ.આ.શ્રી જયઘોષસૂરિજી મ., પૂ. પં. પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મ., પૂ. મુનિવર્યશ્રી જંબૂવિજયજી મ. અને પૂ. પં.શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. આદિ અનેક બહુશ્રુત અને પરમવિદ્વાન પૂજ્યવર્યો પણ પન્નાભાઈને બહુ પ્રેમપૂર્વક સાંભળતા. પૂ પાદ સ્વ. કવિકુલકિરીટ આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. તથા પૂ. પાદ સ્વ. સિદ્ધાન્ત મહોદધિ આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ની સારી કૃપા પન્નાભાઈને પ્રાપ્ત થઈ હતી. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ. સા.ને તેઓ પોતાના ‘ગુરુ’ તરીકે માનતા હતા. અને તેમની પાસેથી માર્ગદર્શન પણ મેળવતા હતા. પન્નાભાઈ સ્વરૂપજ્ઞાન કે આત્મજ્ઞાન, ગુણસ્થાનક કે પંચાસ્તિકાય વિશે, શ્રીનવકાર મહામન્ત્ર કે પદ્રવ્ય વિષે અત્યંત પ્રવાહબદ્ધ અને તર્કબદ્ધ રીતે બોલી શકતા. પદાર્થોને જુદા જુદા નયથી તેમની ઘટાવવાની મૌલિક શક્તિ અદ્ભુત હતી. જ્ઞાનાવરણીય કર્મના કોઈ અસાધારણ ક્ષયોપશમના કારણે પન્નાભાઈ સ્વરૂપજ્ઞાન કે આત્મજ્ઞાન, ગુણસ્થાનક કે પંચાસ્તિકાય વિશે, શ્રીનવકાર મહામન્ત્ર કે દ્રવ્ય વિષે અત્યંત પ્રવાહબદ્ધ અને તર્કબદ્ધ રીતે બોલી શકતા. પદાર્થોને જુદા જુદા નયથી તેમની ઘટાવવાની મૌલિક શક્તિ અદ્ભુત હતી. સમ્યજ્ઞાની હોવા છતાં પન્નાભાઈના જીવનમાં કોરો જ્ઞાનયોગ જ ન હતો. જ્ઞાન-ક્રિયાનો સુભગ સુમેળ પન્નાભાઈમાં સુંદર રીતે જોવા મળતો હતો. પન્નાભાઈ આજીવન બાળબ્રહ્મચારી હતા. તેમની યોગસાધના ઉચ્ચ કક્ષાની હતી. પદ્માસનમાં તેઓ કલાકો સુધી બેસી શકતા. તેમણે ઉપધાન તપ કર્યા હતા. દસ વર્ષ સુધી સળંગ એકાસણાં કર્યાં હતાં. પર્યુષણમાં તેઓ ચોસઠ પ્રહરી પૌષધની આરાધના કરતા. તેમણે ‘અર્હમ્’ પદનો સળંગ જાપ સુદીર્ધકાળ સુધી કર્યો હતો. અવાર-નવાર આયંબિલ પણ કરતા રહેતા. નિયમિત જિનપૂજા કરતા, તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુનો, શ્રી પદ્મવતીદેવીનો અને શ્રી માણિભદ્રવીરનો નિયમિત જાપ કરતા. પન્નાભાઈ જ્યોતિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના પણ સારા જાણકાર હતા. દક્ષિણાવર્તી શંખ અને રુદ્રાક્ષમાળા સંબંધી તેમનું જ્ઞાન આશ્ચર્ય પમાડે તેવું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી પન્નાભાઈ દર પૂનમે શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરતા. બે દિવસના ત્યાંના રોકાણ દરમિયાન તેઓ જિનપૂજા તો કરતા જ, ઉપરાંત જિજ્ઞાસુઓને સ્વાધ્યાય પણ કરાવતા. જીવનના છેલ્લાં વર્ષોમાં ધ્રાંગધ્રાના નિવાસ દરમિયાન તેઓ વધુ ને વધુ આત્મચિંતન કરતા. તે સમયે તેમણે કેવળજ્ઞાન ઉપર જે અદ્ભુત-ચિંતન-મનન કર્યું હતું, તેના મુદ્દાઓ ઉપરથી પન્નાભાઈના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy