SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાદન ગ્રંથ) [ ૮૫૩ જવાની ટિકિટો તૈયાર છે.” પેલા ટ્રસ્ટીઓ કહે : “સાહેબ! આપ જે રકમ લખાવો, તે પછી બીજા ઘણાં શ્રીમંતો પાસે અમારે ફરવું પડશે. કુલ લાખ રૂપિયાની જીર્ણોદ્ધાર માટે જરૂર છે.” માણેકલાલ શેઠ ઊભા થયા અને લાખ રૂપિયાનો ચેક લખીને ટ્રસ્ટીઓને અર્પણ કરી દીધો. ટ્રસ્ટીઓ શેઠની ઉદારતા જોઈને ધન્ય બની ગયા. - પાંચમો પ્રસંગ : લાલબાગના સુશ્રાવક શ્રી જેઠાભાઈ ઘીવાળા એક વાર શેઠશ્રી માણેકલાલ પાસે આવ્યા. શેઠે પૂછ્યું : “બોલો! જેઠાભાઈ! મને લાભ મળે એવી શી ઓફર લાવ્યા છો?” - જેઠાભાઈ કહે : “શેઠ! આજ સુધીમાં હું તમારા ઘરે પચાસવાર આવ્યો છું. અને દરેક વખતે કાંઈક ને કાંઈક કામ લઈને જ આવ્યો છું. પણ આજે તો ખરેખર કશું જ કામ નથી. તમારી તબિયત અસ્વસ્થ હોવાથી તબિયતના ખબર-અંતર પૂછવા જ આવ્યો છું. બાકી, આજે મારે કશું જ “કામ” નથી.” જેઠાભાઈ! તમારે કામ ભલે ન હોય, પરંતુ મારે કામ છે. તમે મને લાભ મળે તેવું કોઈ કામ જરૂર બતાવો. હવે હું કેટલા વર્ષ જીવીશ તેનો ભરોસો નથી.” શેઠના શબ્દોમાં લાભ મેળવવાની આરઝુ હતી. શેઠના અતિ આગ્રહ બાદ, જેઠાભાઈ બોલ્યા : “શેઠ! કાંતિભાઈ નામના સુશ્રાવકે હસ્તગિરિ તીર્થના ઉદ્ધારનું મોટું કામ ઉપાડ્યું છે. પૈસા ઘણા ભેગા થયા છે, છતાં ઘણી વધુ જરૂરત છે. તો આપ તેમાં કાંઈ આપો તો સારું.” તરત જ શેઠ બોલ્યા : “મારું સ્વસ્તિક થિયેટર વેચવા કાર્યું છે. તેની જે કિંમત આવવાની સંભાવના છે, તેમાંની ઘણી બધી રકમ અલગ અલગ સત્કાર્યોમાં વાપરવાની સૂચના મેં વલમાં લખી છે. છતાં હજી વધુ ૩-૩ લાખ જેવી રકમ હજી બચશે. તે તમામ રકમ હસ્તગિરિ તીર્થના જીર્ણોદ્ધારમાં આપવામાં આવશે, તેવું સૂચન હું ‘વીલ”માં ઉમેરી દઈશ.' અને તે જ રીતે લગભગ ૩ લાખ રૂપિયાને શેઠ માણેકલાલ તરફથી હસ્તગિરિ તીર્થના જીર્ણોદ્ધારમાં આપવામાં આવ્યા. શેઠ માણેકલાલના જીવનની આ અદ્ભુત ઉદારતાને આપણા અંતરના વંદન. સ્વ. પંડિતવર્ય શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધી સ્વ. પંડિતવર્યશ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધી મૂળ ધ્રાંગધ્રાના વતની અને પોતાની યુવાનીમાં મુંબઈ આવીને વસ્યા હતા. તેઓશ્રી જૈન તત્ત્વજ્ઞાનના અને આત્મસ્વરૂપની વિચારણા કરનારા વીસમી સદીના ઉત્તમ કક્ષાના પંડિત હતા. આ વિષય ઉપર તેમના ત્રણ શ્રેષ્ઠ ગ્રન્થો પ્રગટ થયા છે. “સૈકાલિક આત્મવિજ્ઞાન”, “સ્વરૂપમન્ન” અને “કેવળજ્ઞાન-સ્વરૂપ ઐશ્વર્ય.' આ ત્રણ ગ્રંથોમાં પન્નાભાઈએ જે અદ્ભુત તત્ત્વચર્ચા કરી છે તે જૈન તત્ત્વદૃષ્ટિને રજૂ કરવાની તેમની મૌલિક અને અનુપમ કળાની પ્રતીતિ કરાવે છે. - પન્નાભાઈએ સમ્યજ્ઞાન યોગની અદ્ભુત સાધના કરી હતી. જીવનમાં બાહ્યધન વિશેષરૂપે નહિ કમાયેલા પન્નાભાઈનું અત્યંતર જ્ઞાનધન ભલભલા આચાર્યોને પણ આશ્ચર્યમુગ્ધ કરે તેવું હતું. મુંબઈમાં તેમનો શ્રોતાવર્ગ અને ચાહકવર્ગ ઘણો વિશાળ હતો. ધ્રાંગધ્રામાં વિ. સં. ૧૯૭૬ના મહા વદ ૪ના દિવસે જગજીવનદાસ સોમચંદ ગાંધીના અને ૯૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy