________________
૮૫૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
જ્ઞાનમંદિરમાં હતો. પ્રમુખસ્થાને હતા શેઠશ્રી માણેકલાલ! ચાલુ સભા દરમિયાન પણ જરૂરિયાતવાળા માણસોની ધનની અપેક્ષાએ ચિટ્ટીઓ આવતી ગઈ. શેઠ ચિટ્ટીઓને ગજવામાં મૂકતાં ગયા. સમારંભ પૂરો થતાં શેઠ બહાર નીકળ્યા. જરૂરિયાતવાળા સાધર્મિકો બહાર ઊભા હતા. તેમાંના એક જણે કહ્યું : “શેઠ! કાલે તમારે ત્યાં આવ્યો, પણ તમે ન મળ્યા.'
શેઠે કહ્યું : “શેરબજારની મારી ઓફિસે બપોરે ૨ થી ૪ હું તમારા જેવા સાધર્મિકો માટે જ આવું છું. (તે સમયે શેઠે ધંધો બંધ કરી દીધો હતો.) માટે ત્યાં જરૂર આવજો. અને મને તમારી ભક્તિનો લાભ અવશ્ય આપજો.' સાધર્મિકો પ્રત્યે કેવી નમ્રતા અને સાધર્મિક ભક્તિનો લાભ લેવાની કેવી ઉત્કંઠા! - ત્રીજો પ્રસંગ : મરીન ડ્રાઈવ ખાતે આવેલી શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ હાઈસ્કૂલ નાની પડતી હતી. તેનો એક માળ વધારવો જરૂરી હતો. તેનું એસ્ટીમેટ હતું. તે સમયે સાઈઠ હજાર રૂપિયા !
આ સમયે શેઠ માણેકલાલને થોડી તકલીફ આવી હતી. શેરબજારમાં વલણ ચૂકવવા માટે પૈસાની સખત તંગી. અને શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ માણેકલાલ શેઠ પાસે આવ્યા. હાઈસ્કૂલના નવા માળ માટે યોગ્ય દાન આપવા વાત કરી. માણેકલાલ શેઠે કહ્યું : ““કાંતિભાઈ! હાલમાં શેરબજારમાં સખતે મંદી ચાલે છે. માટે હું તમને રકમ લખાવીશ, તો ય તમારું ફંડ આગળ નહિ ચાલે. માટે હમણાં થોડો વખત થોભી જાઓ.”
કાંતિભાઈને લાગ્યું કે માણેકલાલ શેઠને આપવાની ઇચ્છા નહિ હોય, માટે આવું કહે છે. તેથી કાંતિભાઈ બોલ્યા : ““શેઠ! તમારી જે ઈચ્છા હોય તે આપો. એકહજાર, પાંચ હજાર, પણ પહેલું નામ તમારું જ લખીશ. અને બાકીની રકમને હું ભેગી કરી લઈશ. આપ ચિંતા ન કરો.”
શેઠ માણેકલાલ થોડા વિચારમાં પડ્યા. પછી કાંતિભાઈને કહે : “કાંતિભાઈ! આખો માળ બનાવવા કેટલી રકમ જોઈએ?' કાંતિભાઈ કહે : ““સાઈઠ હજાર રૂપિયા.' માણેકલાલ શેઠ બોલ્યા : “ “કાંતિભાઈ! તમામ રૂપિયા મારા તરફથી અને નામ આપી દો–કમલાબેન માણેકલાલ ચુનીલાલ હોલ.' માણેકલાલ શેઠની આ ઉદારતા જોઈને કાંતિભાઈ સ્તબ્ધ બની ગયા.
- ચોથો પ્રસંગ : માણેકલાલ શેઠ મૂળ અમદાવાદની કાળુશીની પોળના. કાળુશીની પોળના દેરાસરમાં પાણી મળતું હતું. જીર્ણોદ્ધારની સખત જરૂરિયાત હતી. ત્યાંના ચાર ટ્રસ્ટીઓ મુંબઈ આવ્યા. માણેકલાલ શેઠને મળ્યા. વાતચીત કરી : “શેઠ! આપણી પોળના દેરાસરનો જીર્ણોદ્ધાર કરવાનો છે. તેથી આપની પાસે સારી આશાએ આવ્યા છીએ.”
શેઠ બોલ્યા : “અમદાવાદમાં ઘણા મિલ-માલીક જૈનશ્રેષ્ઠીઓ છે, તો ય તમારે દેરાસરના જીર્ણોદ્ધારના માટે મુંબઈ આવવું પડ્યું?' ટ્રસ્ટીઓને લાગ્યું કે, “શેઠની આપવાની ભાવના મોળી લાગે છે.” છતાં એક ટ્રસ્ટી બોલ્યો : “સાહેબ! તે અમદાવાદ છે...અને આ મુંબઈ છે. મુંબઈની ઉદારતા અનોખી છે.'
શેઠે કહ્યું : “સારું! કાલે મારે ત્યાં તમે જમવા આવો. પછી આપણે વિચારીશું.” બીજે દિવસે ચારે ટ્રસ્ટીઓ આવ્યા. શેઠે પ્રેમપૂર્વક જમાડ્યા. પછી કહે : “આ તમારી ચારેય જણની અમદાવાદ પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org