________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૫૧
હૃષ્ટ-પુષ્ટ અને તંદુરસ્ત. ફરી લગ્ન કરવા માટે ઘણાં માંગાં આવવા લાગ્યાં. પણ જીવાભાઈ પોતાના વ્રતમાં અડગ રહ્યા અને લગ્ન ન જ કર્યા. એટલું જ નહિ, સાધુઓના વ્યાખ્યાનમાં જ્યારે પણ બ્રહ્મચર્ય સંબંધી વિવેચન આવે ત્યારે ખાસ બહુમાનપૂર્વક સાંભળતા. બ્રહ્મચર્યનો પ્રેમ અને બ્રહ્મચર્યની નવવાડપાલન માટેની જાગૃતિ કેવી કે પોતાની ઓફિસમાં બેસતા ત્યારે કોઈ પણ બેન શાસનના કે સાધર્મિક તરીકે કાંઈક લેવાના પ્રશ્ન આવે તો ય “એકલી સ્ત્રીએ આવવાનું નહિ જ.” આવો કડક નિયમ તેમણે સાચવ્યો હતો. તેઓ લાંબુ આયુષ્ય ભોગવી શક્યા તેમાં બ્રહ્મચર્ય-પાલન એક મહત્વનું બળ ગણી શકાય. ૯૧ વર્ષે અવસાન પામ્યા ત્યારે ય મોં ઉપર તેજસ્વીતા સ્પષ્ટપણે તરવરતી હતી.
જીવાભાઈ પ્રત્યેક ચૌદસે અચૂકપણે ઉપવાસ કરતા. શાસનના કાર્યોમાં તેઓ પૂ. આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. અને પૂ. આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ. વગેરેની સાથે અડીખમ ઊભા રહેતા હતા. તે સમયની અંગ્રેજ સરકારે જીવાભાઈને “રાવબહાદુર”નો ઇલકાબ આપ્યો હતો. શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના તેઓ જીવનપર્યન્ત સભ્ય હતા. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ શ્રી જીવાભાઈને ભારે આદર-માન આપતા અને જૈન સંઘના મહત્ત્વના પ્રશ્નોમાં તેમની સલાહ-સૂચના અવશ્ય લેતા હતા. શેઠશ્રીના અન્ય જીવનપ્રસંગો આ ગ્રંથમાં અન્યત્ર પ્રગટ થયેલ છે. સ્વ. દાનવીર શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ :
મુંબઈમાં રહેતા સુપ્રસિદ્ધ દાનવીર શેઠશ્રી માણેકલાલ ચુનીલાલનું નામ આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં અતિ જાણીતું હતું. જૈનશાસનમાં આ પુણ્યવાનને દાનવીર કર્ણ કહીએ તો ય ખોટું નથી જ. તેમની દાનવીરતાના કેટલાંક પ્રસંગો :
પહેલો પ્રસંગ : વિ. સં. ૧૯૬રમાં પૂ. સિદ્ધાન્ત મહોદધિ સ્વ. આ.દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ. અને તેમના પટ્ટપ્રભાવક શિષ્યરત્ન પુ. ૫. પ્રવરશ્રી ભાનવિજયજી ગણિવરની નિશ્રામાં ઉનાળાના વેકેશનમાં ૨૧ દિવસની ધાર્મિક શિક્ષણ શિબિરનું આઓજન થયું હતું. તેના માટે એક લાખ રૂ.ની આવશ્યકતા હતી. શિબિર-સંચાલકો શ્રીયુત ભાણાભાઈ, શ્રી કેશવલાલ મોહનલાલ વગેરે ચાર પુણ્યવાનો માણેકલાલ શેઠના ઘરે આવ્યા. સંચાલકોએ નક્કી કરેલું કે દરેક શ્રીમંતના એક-એક હજાર રૂા. લેવા. તેમણે અપેક્ષા રાખેલી કે માણેકલાલ શેઠ ૧૦૦૧ રૂા. આપે. પણ શેઠે પૂછ્યું : તમે જે આશા લઈને આવ્યો હો, તેનાથી થોડું વધારે મારે આપવું છે.” આથી સંચાલકોએ અરસ-પરસ ઈગિતાકારથી પાંચ હજારનો આંકડો કહેવો, તેમ વિચાર્યું. શેઠે ફરી પૂછ્યું : “મારા ઘરનો દાદરો ચઢતા તમે મારા માટે શી અપેક્ષા રાખી છે તે કહો.' એટલે એક સંચાલકભાઈ બોલી ઉઠ્યા : ““શેઠ! અમારે તો તમારું જ નામ પહેલું લખવાનું છે. આપ દસ હજાર રૂા. આપો તો ઉત્તમ.'
શેઠે કહ્યું : “લખી લો, મારા ૧૧૦૦૧ રૂા.” અને તરત રોકડા રૂપિયા ગણી આપ્યા. તે જમાનામાં અગિયાર હજારની ઘણી કિંમત ગણાતી. સંચાલકોને વિદાય આપતાં શેઠે ખભા પર હાથ મૂકીને કહ્યું : “આવતા વર્ષે ફરીવાર આવી ધાર્મિક શિક્ષણ-શિબિર કરજો. અને ફરીવાર મને જરૂર લાભ આપજો.' સંચાલકોની આંખો શેઠને અહોભાવથી વંદન કરી રહી.
બીજો પ્રસંગ : વિ. સં. ૨૦૧૦ની સાલમાં એક મુમુક્ષુનો દીક્ષાનો સન્માન-સમારંભ દાદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org