SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫o | [ જૈન પ્રતિભાદર્શન વઢવાણથી પ્રગટ થતાં કલ્યાણ' માસિકમાં છેલ્લા લાંબા સમયથી બાલમહાભારતની તેમની સળંગ કથાશ્રેણી પ્રગટ થઈ રહી છે જે લોકપ્રિય બની છે. - પંડિતજીએ પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની પ્રેરણાથી લખેલાં ચાર પુસ્તકો તપોધન-સંસ્કારઘામ (નવસારી) સંસ્થામાં બાળકોને ઘાર્મિક પાઠયક્રમ રૂપે ભણાવાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી જયપ પ્રકાશનના ઉપક્રમે પંડિતજીનાં ત્રણ પુસ્તકો ચિત્રો સહિત પ્રગટ થઈ ચૂકયાં છે. પ્રસિદ્ધ વક્તા પૂ. પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.નો તેમના ઉપર અસીમ ઉપકાર છે. શ્રી ધનંજયભાઈના પિતાશ્રીએ ૩૩ વર્ષથી દીલાજીવન સ્વીકાર્યું છે. માતાજીએ પણ સ્વ. આ. દેવ શ્રી લબ્ધિસૂરિજી મ.ના સમુદાયવતી પૂ. સાધ્વી પાયશાશ્રીજી તરીકે સંયમજીવન સ્વીકાર્યું. નિર્મળ સંયમજીવન આરાધીને સાધ્વીમાતા કાળધર્મ પામ્યા. પંડિતજીના પરિવારમાં પણ ઘર્મપત્ની, પુત્ર, પુત્રી સૌ ધર્મકાર્યોમાં સહાયક બન્યાં છે – નવકારમંત્રના આરાઘકો પણ છે. 'પ્રેમકેતુ' ઉપનામધારી શ્રી ધનંજયભાઈને તેમની યશસ્વી સિદ્ધિઓ બદલ ધન્યવાદ. સંપાદક સ્વ. જીવતલાલ પરતાપસી (રાવબહાદુર) - સ્વ. શેઠશ્રી જીવતલાલ પરતાપસી મૂળ રાધનપુરના પણ પોતાની સત્તર વર્ષની ઉંમરથી મુંબઈમાં આવીને વસેલા. તે જમાનાના કરોડપતિ છતાં એટલા જ ધર્મનિષ્ઠ અને મહાન શ્રાવક. પૂ. સિદ્ધાન્ત મહોદધિ સ્વ. આ.દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના અને તેમના સમુદાયના પરમ ભક્ત. છતાં સાચા સાધુઓના અને તેમની સાધુતાના પરમ પ્રેમી. વર્તમાનમાં સુપ્રસિદ્ધ પ્રવચનકાર પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજના સંસારી મોટાકાકા. આખા કુટુમ્બમાં તેઓ “બાપાજી'ના નામે જાણીતા. તેમનું વચન એટલે કુટુમ્બ માટે આખરી વચન. ઇન્દ્રવદન કાંતિલાલ પરતાપસી (પૂ.પં.શ્રી ચન્દ્રશેખરવિજય મ.નું સંસારી નામ)ને દીક્ષા માટે સખત | બાદ તેમણે રજા આપી હતી. “પૂ. પં. ચન્દ્રશેખરવિજયજી મ. અને તેમના નાના બેન સાધ્વીશ્રી મહાનંદાશ્રી અને તેમણે દીક્ષા અપાવી.” તે સુકૃતને જીવનભર યાદ કરીને તેની ખૂબ ખૂબ અનુમોદના કરતા. પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. જેવા મહાન શાસનપ્રભાવક શ્રમણરત્નની ભેટ જિનશાસનને મળી, તેમાં જેમ તેઓના ગુરુદેવ પૂ. સિદ્ધાંતમહોદધિ આ.દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.નો અવર્ણ ઉપકાર હતો તેમ શેઠશ્રી જીવાભાઈનો ફાળો પણ અતિ મહત્ત્વનો ગણી શકાય. (તે સમયની અંગ્રેજ સરકારે જીવાભાઈને “રાવબહાદુર”નો ઈલકાબ આપ્યો હતો.) તે જમાનામાં શ્રી જીવાભાઈ આધેડ વયના, ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રી જાસુદબેનનું અવસાન થયું. પૂ. આ.દેવ શ્રી પ્રેમસૂરિદાદાએ કહ્યું : “જીવાભાઈ! હવે બીજીવાર લગ્ન ન કરતાં. બ્રહ્મચર્ય પાળવાનું રાખજો.” જીવાભાઈએ ગુરુવચન તહત્તિ કરીને બ્રહ્મચર્ય સ્વીકારી લીધું. શેઠ શ્રીમંત તથા શરીરથી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy